પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ મહામહિમ ચાર્લ્સ મિશેલ સાથે ફોન પર વાતચીત કરી.
પ્રધાનમંત્રીએ યુક્રેનમાં બગડતી પરિસ્થિતિ અને માનવીય સંકટ અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે દુશ્મનાવટ બંધ કરવા અને વાતચીતમાં પાછા ફરવાની ભારતની અપીલનો પુનરોચ્ચાર કર્યો.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સમકાલીન વૈશ્વિક વ્યવસ્થા આંતરરાષ્ટ્રીય કાયદા, યુએન ચાર્ટર અને તમામ રાજ્યોની પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વના આદર પર આધારિત છે.
પ્રધાનમંત્રીએ બંને પક્ષો વચ્ચેની વાટાઘાટોનું સ્વાગત કર્યું અને તમામ લોકોની મુક્ત અને અવિરત માનવતાવાદી પહોંચ અને સરળ અવરજવર સુનિશ્ચિત કરવાના મહત્વ પર ભાર મૂક્યો.
પ્રધાનમંત્રીએ અસરગ્રસ્ત વિસ્તારોમાં દવાઓ સહિત તાત્કાલિક રાહત પુરવઠો મોકલવા માટે ભારત દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસો વિશે પણ વાત કરી હતી.