પોતાને સજ્જ કરવાની એક સંપૂર્ણ તકની પરીક્ષા આપો: વડા પ્રધાન મોદી
જિજ્ઞાસા વધારવા માટે ખાલી સમયનો ઉપયોગ કરો, નવી કુશળતા શીખો: પીએમ મોદી
તમારા ગુણ તમારું ભવિષ્ય નક્કી કરશે નહીં. પરીક્ષા એ ફળદાયી કારકિર્દીની શરૂઆત છે: વિદ્યાર્થીઓને પીએમ મોદી
તમારા તનાવને પરીક્ષા હોલની બહાર છોડી દો: પીએમ મોદી
મનમાં સરળતાથી યાદ રહે એવી વસ્તુની કલ્પના કરો: વિદ્યાર્થીઓને પીએમ મોદી
તમારા બાળકો સાથે જોડાઓ. તેમની પસંદગીઓ અને નાપસંદો શીખો. આ જનરેશન ગેપ ઘટાડવામાં મદદ કરશે: પીએમ મોદી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પરીક્ષા પે ચર્ચાના ચોથા સંસ્કરણના વર્ચ્યુઅલ માધ્યમથી થયેલા આયોજન દરમિયાન વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતાપિતા સાથે સંવાદ કર્યો હતો. લગભગ નેવું મિનિટથી વધારે સમય સુધી ચાલેલા આ સંવાદ દરમિયાન, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતાપિતા મહત્વના વિવિધ મુદ્દાઓ પર પ્રધાનમંત્રી પાસેથી માર્ગદર્શન મેળવતા જોવા મળ્યા હતા. આ વર્ષે પણ, સમગ્ર દેશમાંથી વિદ્યાર્થીઓએ અને વિદેશમાં વસતા ભારતીય વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

પરીક્ષા પે ચર્ચાના આ વર્ષના સંવાદને પ્રથમ વર્ચ્યુઅલ સંસ્કરણ ગણાવતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કોરોનાના કારણે સંખ્યાબંધ આવિષ્કારો થયા છે અને વિદ્યાર્થીઓ સાથે રૂબરૂ ચર્ચા કરવી શક્ય ના હોવાની નિરાશા હોવા છતાં, આ વર્ષે પરીક્ષા પે ચર્ચામાં કોઇ વિરામ આવવો જોઇએ નહીં. તેમણે કહ્યું હતું કે, પરીક્ષા પે ચર્ચા માત્ર પરીક્ષાને અનુલક્ષીને સંવાદનો કાર્યક્રમ નથી પરંતુ આ પરિવારના સભ્યો અને મિત્રો સાથે એક હળવા માહોલમાં વાત કરવાનો અને પોતાનામાં આત્મવિશ્વાસ તૈયાર કરવાનો એક પ્રસંગ છે.

 

આંધ્રપ્રદેશના વિદ્યાર્થી એમ. પલ્લવી અને કુઆલાલમ્પુરના અર્પણ પાંડેએ પ્રધાનમંત્રીને પરીક્ષાનો ડર કેવી રીતે દૂર કરવો તેના વિશે પ્રશ્ન પૂછ્યો હતો. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, પરીક્ષાનો ડર મુખ્યત્વે એવા માહોલના કારણે ઉભો થાય છે જેણે પરીક્ષા જ જીવનનું સર્વસ્વ હોવાની અને ત્યાં જ જીવન પૂરું થતું હોવાની ભાવના ઉભી કરી છે જેન કારણે વિદ્યાર્થીઓ વધારે પડતા સજાગ રહે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જીવન ઘણું લાંબુ છે અને આ તો માત્ર જીવનનો એક તબક્કો છે. તેમણે માતાપિતા, શિક્ષકો અને સમકક્ષોને સલાહ આપી હતી કે, તેઓ વિદ્યાર્થીઓ પર કોઇપણ પ્રકારનું દબાણ ના લાવે. તેમણે કહ્યું હતું કે, પરીક્ષાઓને માત્ર પોતાની જાતની કસોટી કરવાના એક સારા પ્રસંગ તરીકે ગણવી જોઇએ અને તેને જીવન કે મરણનો પ્રશ્ન ના બનાવી દેવી જોઇએ. તેમણે કહ્યું હતું કે, જે માતાપિતાઓ તેમના બાળકો સાથે સમાયેલા હોય તેઓ તેમની શક્તિ અને નબળાઇઓ જાણતા હોય છે.

 

અઘરા પ્રકરણો અને વિષયોના સંદર્ભમાં, પ્રધાનમંત્રીએ દરેક વિષયને સમાન અભિગમ સાથે અભ્યાસ માટે ધ્યાનમાં લેવાની સલાહ આપી હતી અને વિદ્યાર્થીની ઉર્જા વિદ્યાર્થીઓમાં સમાન રીતે વહેંચાયેલી હોવી જોઇએ તેમ કહ્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, પરીક્ષામાં સહેલા પ્રશ્નોને સૌથી પહેલાં પૂરાં કરવાના અંગે તેમનો દૃષ્ટિકોણ થોડો અલગ છે. તેમણે કહ્યું હતું કે, જે સૌથી વધારે અઘરો ભાગ હોય તેને સૌથી પહેલા ‘ફ્રેશ માઇન્ડ’ (પ્રફુલ્લિત મગજ) હોય ત્યારે લખી નાંખવા જોઇએ જેનાથી સરળ ભાગો પહેલાં કરતાં પણ વધારે સરળ થઇ જશે. તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી તરીકે અને અગાઉ મુખ્યમંત્રી તરીકેની તેમની કામગીરી દરમિયાન, તેઓ હંમેશા મુશ્કેલ કાર્યોને સવારના સમયે પ્રફુલ્લિત મગજ હોય ત્યારે હાથ પર લેવાનું પસંદ કરે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, બધા વિષયમાં નિપુણ હોવું એ મહત્વપૂર્ણ નથી કારણ કે જેઓ અત્યંત સફળ થયા હોય તેવા લોકો પણ કોઇ એક ચોક્કસ વિષયમાં મજબૂત પકડ ધરાવતા હોય છે. તેમણે લતા મંગેશકરનું દૃશ્ટાંત આપતા કહ્યું હતું કે, તેમણે પોતાનું સંપૂર્ણ જીવન માત્રને માત્ર સંગીતની સાધનામાં સમર્પિત કરી દીધું. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, કોઇ વિષય અઘરો લાગવો તે કોઇ મર્યાદા નથી અને કોઇપણ વ્યક્તિએ અઘરા વિષયથી છટકવું જોઇએ નહીં.

પ્રધાનમંત્રીએ નવરાશના સમયના મહત્વનો પણ ખાસ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, નવરાશના સમયની કદર કરવી જોઇએ કારણ કે તેના વગર તો જીવન એક રોબોટ જેવું થઇ જાય છે. કોઇપણ વ્યક્તિ નવરાશના સમયનું મૂલ્ય ત્યારે જ વધારે સમજે છે જ્યારે તેને પામી શકે છે. પ્રધાનમંત્રીએ ચેતવતા કહ્યું હતું કે, વધુ મહત્વપૂર્ણ રીતે, આપણે નવરાશના સમય દરમિયાન આખો સમય ખાતા રહેવાનું જોખમ હોય જેવી બાબતો ટાળવા અંગે કાળજી લેવી જોઇએ. આવી બાબતો તમને પ્રફુલ્લિત અને પુનરુર્જિત થવાના બદલે આળસુ અને સુસ્ત બનાવી દેશે. નવરાશનો સમય કંઇક નવું કૌશલ્ય શીખવા માટે એક ઉત્તમ તક છે. તેમણે ઉમેર્યું હતું કે, નવરાશના સમયનો ઉપયોગ એવી પ્રવૃત્તિઓ કરવામાં થવો જોઇએ જે કોઇપણ વ્યક્તિને અનન્ય બનાવે.

 

પ્રધાનમંત્રી શિક્ષકો અને માતાપિતાને કહ્યું હતું કે, બાળકો ખૂબ જ ચતુર હોય છે. તેઓ પોતાના વડીલો પાસેથી મૌખિક રીતે મળેલા દિશાસૂચનના બદલે વડીલો જે કંઇ કે છે તેનું અવલોકન કર્યા પછી અનુકરણ વધારે કરતા હોય છે. આથી, આપણો વૈશ્વિક દ્રષ્ટિકોણ, શીખામણો બધું જ આપણા પોતાના વર્તનમાંથી આવેલું હોય તે સૌથી મહત્વપૂર્ણ છે. વડીલોએ પોતાના આદર્શો દ્વારા જીવીને પ્રેરણા આપવાનો પ્રયાસ કરવો જોઇએ.

 

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સકારાત્મક પ્રબળીકરણની જરૂરિયાત છે અને બાળકોને ડરાવી- ધમકાવીને નકારાત્મક પ્રેરણાઓ આપવા સામે ચેતવણી પણ આપી હતી. તેમણે એવું પણ ટાંક્યું હતું કે, વડીલોના સક્રિય પ્રયાસો દ્વારા બાળકો પોતાની અંદરના ઉજાસને શોધી શકે છે કારણ કે, તેઓ વડીલોના દૃશ્ટાંતરૂપ અવલોકનકર્તાઓ હોય છે. તેમણે કહ્યું હતું કે, “સકારાત્મક પ્રેરણા નાના બાળકોના વિકાસ અને વૃદ્ધિની ઉત્પ્રેરિત કરવાનું કામ કરે છે.” તેમણે કહ્યું હતું કે, પ્રેરણાનો પ્રથમ ભાગ તાલીમ છે અને તાલીમબદ્ધ મગજ પ્રેરણાને આગળ ધપાવે છે.

 

શ્રી મોદીએ વિદ્યાર્થીઓને સલાહ આપી હતી કે, તેમણે પોતાના સપના સાકાર કરવા માટે મક્કમ નિર્ધાર કરવો જોઇએ. તેઓ હસ્તીઓની સંસ્કૃતિની ઝાકઝમાળથી નિરાશ ના થવું જોઇએ. તેમણે કહ્યું હતું કે, ઝડપથી બદલાઇ રહેલી દુનિયા સંખ્યાબંધ તકો લઇને આવે છે અને તે તકોને ઝડપી લેવા માટે જિજ્ઞાસાના અવકાશને વધુ વ્યાપક કરવાની જરૂરિયાત છે. તેમણે કહ્યું હતું કે, ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ કામના પ્રકાર અને નવા પરિવર્તનો માટે પોતાની આસપાસની દુનિયામાં જીવનનું અવલોકન શરૂ કરવું જોઇએ તેમાથી પોતાની જાતને તાલીમ આપવાનું અને કૌશલ્ય શીખવાનું શરૂ કરવું જોઇએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં મુખ્ય નિર્ધાર કરવા માંગે છે તેવા નિર્ધાર પર શૂન્યથી શરૂઆત કરવાની ખાસ જરૂરિયાત છે. શ્રી મોદીએ કહ્યું હતું કે, એકવાર તે થઇ જાય એટલે આગળનો માર્ગ આપોઆપ બની જાય છે.

 

પ્રધાનમંત્રીએ આરોગ્યપ્રદ ભોજનની જરૂરિયાત અંગે પણ સમજાવ્યું હતું અને પરંપરાગત ભોજનના સ્વાદ અને લાભોને ઓળખવાનું પણ કહ્યું હતું.

કોઇપણ બાબતોને યાદ રાખવામાં આવતી મુશ્કેલીના મુદ્દે પ્રધાનમંત્રીએ ‘સામેલ થાઓ, આંતરિક બનો, જોડાઓ અને માનસ ચિત્રની કલ્પના કરો’ એવું સૂત્ર આપ્યું હતું જે કુશાગ્ર યાદશક્તિના માર્ગ તરફ દોરી જાય છે. તેમણે કહ્યું કે, જે બાબતોને આંતરિક રીતે જોવામાં આવે અને વિચારોના પ્રવાહનો હિસ્સો બની જાય તે ક્યારેય ભૂલાતી નથી. કોઇપણ વ્યક્તિ યાદ રાખવાના બદલે તેને આંતરિક રીતે જોવાનો પ્રયાસ કરવો જોઇએ.

 

પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓને પરીક્ષા ખૂબ જ હળવાના મૂડનામાં લેવાનું કહ્યું હતું. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, “તમારું બધું જ ટેન્શન પરીક્ષા ખંડની બહાર મુકીને અંદર જાઓ.” તેમણે વિદ્યાર્થીઓને તૈયારીઓ અને અન્ય ચિંતાઓથી વધુ તણાવમાં આવવાના બદલે શક્ય હોય એવી શ્રેષ્ઠ રીતે જવાબો આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી હતી.

 

મહામારી વિશે, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “કોરના વાયરસના કારણે નાછુટકે સામાજિક અંતરનું પાલન કરવું પડે છે પરંતુ, તેના કારણે પરિવારોમાં ભાવનાત્મક બંધન વધુ મજબૂત પણ બન્યું છે.” તેમણે કહ્યું હતું કે, જો આપણે મહામારી દરમિયાન કંઇ ગુમાવ્યું છે તો આપણે જીવનમાં કોઇ બાબતોની પ્રશંસા અને સંબંધોના રૂપમાં ઘણું મેળવ્યું પણ છે. આપણે કોઇપણ વ્યક્તિ અને કોઇપણ વસ્તુને અવગણવી ના જોઇએ તે મહત્વને સમજી શક્યા છીએ. કોરોના કાળે આપણને શીખવ્યું છે કે, પરિવારનું મૂલ્ય શું હોય છે અને બાળકોના જીવનનું ઘડતર કરવામાં તેનું શું મહત્વ છે.

 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જો બાળકો અને તેમની પેઢીના મુદ્દાઓમાં વડીલો રસ લેવા લાગે તો, પેઢીઓ વચ્ચેનું જે અંતર છે તે દૂર થઇ જશે. એકબીજા સાથે કમ્યુનિકેશન કરવા અને એકબીજેને સમજવા માટે, વડીલો અને સંતાનો મુક્તપણે એકબીજા સાથે વાત કરે તે જરૂરી છે. બાળકો સાથે હંમેશા ખુલ્લા મનથી વર્તન કરવું જોઇએ અને આપણે તેમની સાથે જોડાયા પછી પરિવર્તન માટે ઇચ્છુક હોવા જ જોઇએ.

પ્રધાનમંત્રીએ આગ્રહપૂર્વક કહ્યું હતું કે, “માત્ર તમે જે ભણ્યા તેને જ તમારા જીવનમાં સફળતા અથવા નિષ્ફળતાના માપદંડ તરીકે ના જોઇ શકાય. તમે જીવનમાં જે કંઇપણ કરો છો, તે તમારા જીવનમાં સફળતા અથવા નિષ્ફળતા નક્કી કરશે.” તેમણે ઉમેર્યું હતું કે, આથી, બાળકોને લોકો, માતાપિતા અને સમાજના દબાણમાંથી બહાર લાવવા જોઇએ.

 

પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓને ‘વોકલ ફોર લોકલ’ અભિયાનમાં યોગદાન આપવા માટે પણ પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, તેઓ ઇચ્છે છે કે, આ કસોટીમાં વિદ્યાર્થીઓ સો ટકા ગુણ સાથે પાસ થાય અને આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરે. પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓને આઝાદીનો અમૃત મહોત્સવની ઉજવણીમાં ભાગ લઇને સ્વતંત્રતાના સંગ્રામની વિવિધ ઘટનાઓની માહિતી એકત્ર કરી તેના વિશે પોતાના શબ્દોમાં કંઇક લખવા માટે પણ કહ્યું હતું.

 

પ્રધાનમંત્રીએ અહીં ઉલ્લેખ કરવામાં આવેલા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતાપિતાના પ્રશ્નોના જવાબ આપ્યા હતા – એમ. પલ્લવી, સરકારી હાઇસ્કૂલ, પોડીલી, પ્રકાશમ, આંધ્રપ્રદેશ; અર્પણ પાંડે- ગ્લોબલ ઇન્ડિયા ઇન્ટરનેશલ સ્કૂલ, મલેશિયા; પુન્યો સુન્યા- વિવેકાનંદ કેન્દ્ર વિદ્યાલય, પાપુમ્પારે, અરુણાચલ પ્રદેશ; સુશ્રી વિનિતા ગર્ગ (શિક્ષિકા), SRDAV પબ્લિક સ્કૂલ, દયાનંદ વિહાર, દિલ્હી; નીલ અનંત, કે. એમ. – શ્રી અબ્રાહમ લિંગ્ડમ, વિવેકાનંદ કેન્દ્ર વિદ્યાલય, મેટ્રિક, કન્યાકુમારી, તમિલનાડુ; આશય કેકતપુરે (માતાપિતા) – બેંગલુરુ, કર્ણાટક; પ્રવીણકુમાર, પટણા, બિહાર; પ્રતિભા ગુપ્તા (માતાપિતા), લુધિયાણા, પંજાબ; તનય, વિદેશી વિદ્યાર્થી, સામીઆ ઇન્ડિયન મોડેલ સ્કૂલ કુવૈત; અશરફ ખાન, મસૂરી, ઉત્તરાખંડ; અમૃતા જૈન, મોરાદાબાદ, ઉત્તરપ્રદેશ; સુનિતા પૌલ (માતાપિતા), રાયપુર, છત્તીસગઢ; દિવ્યાંકા, પુષ્કર, રાજસ્થાન; સુહાન સેહગલ, અલ્કોન ઇન્ટરનેશનલ, મયુર વિહાર, દિલ્હી; ધારવી બોપટ – ગ્લોબલ મિશન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ; ક્રિશ્ટી સાઇકિયા – કેન્દ્રીય વિદ્યાલય IIT ગુવાહાટી અને શ્રેયમ રોય, સેન્ટ્રલ મોડેલ સ્કૂલ, બરાકપુર, કોલકાતા.

Click here to read full text speech

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ડિસેમ્બર 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi