પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચાલી રહેલ પેરિસ પેરાલિમ્પિક્સમાં મેન્સ ક્લબ થ્રો F51 ઈવેન્ટમાં આજે ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવવા બદલ એથ્લીટ ધરમબીરને અભિનંદન પાઠવ્યા હતા.
શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યું:
“અસાધારણ ધરમબીરે #Paralympics2024માં મેન્સ ક્લબ થ્રો F51 ઇવેન્ટમાં ભારતનો પ્રથમ પેરાલિમ્પિક ગોલ્ડ જીતીને ઇતિહાસ રચ્યો છે! આ અતુલ્ય સિદ્ધિ તેમના અદમ્ય ઉત્સાહને કારણે છે. ભારત આ સિદ્ધિથી ખુશ છે. #Cheer4Bharat"
The exceptional Dharambir creates history as he wins India’s first ever Paralympic Gold in Men’s Club Throw F51 event at the #Paralympics2024! This incredible achievement is because of his unstoppable spirit. India is overjoyed by this feat. #Cheer4Bharat pic.twitter.com/bk7seJX1fV
— Narendra Modi (@narendramodi) September 5, 2024