કોંગ્રેસમૂકત હિન્દુસ્તાનનો સંકલ્પ સાકાર કરી કોંગ્રેસને વિખેરી નાખવાની મહાત્મા ગાંધીની અધૂરી ઇચ્છા દેશની જનતાએ પૂરી કરવાની છે : શ્રી નરેન્દ્રભાઇ મોદી
ભાજપાના લક્ષ્યાવધિ કાર્યકર્તાઓ મતદાન બૂથ સુધી જનતાને લઇ જઇ કોંગ્રેસમૂકત બૂથ બનાવે તેવું આહવાન
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ આજે ભોપાલમાં મધ્યપ્રદેશ ભારતીય જનતા પાર્ટી, આયોજીત વિરાટ કાર્યકર્તા મહારેલીને સંબોધતાં મહાત્મા ગાંધીનું કોંગ્રેસને વિખેરી નાખવાનું અધુરૂં સપનું પૂર્ણ કરવા અને તેના માટે કોંગ્રેસમૂકત હિન્દુસ્તાનનો સંકલ્પે પાર પાડવા દેશમાં એકેએક મતદાન બૂથને પણ કોંગ્રેસમૂકત બૂથ બનાવવાની જરૂર ઉપર ભાર મૂકયો હતો.
ભોપાલમાં જંબૂરી મેદાન ખાતે મધ્ય પ્રદેશના ખૂણે-ખૂણેથી લાખોની સંખ્યામાં ઉમટી પડેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ અભૂતપૂર્વ જોમ-જુસ્સાથી મુખ્ય્મંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીનું આ આહ્વાન ઝિલી લીધું હતું.
ભારતીય જનતા પાર્ટીના તમામ વરિષ્ઠએ આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યકર્તા મહાકુંભનું સમાપન પ્રવચન શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ કર્યું હતું. તેમણે જણાવ્યું કે સમગ્ર હિન્દુસ્તાંનમાં ભા.જ.પા.ની આંધિ ફૂંકાઇ છે. કોંગ્રેસ સત્તાલાલસા અને દેશને લૂંટવાની પાર્ટી બની ગઇ છે. મહાત્મા ગાંધીએ આઝાદી પછી કોંગ્રેસ વિખેરી નાખવા માટે કોંગ્રેસીઓને જણાવેલું પરંતુ સત્તાભૂખ્યા કોંગ્રેસીઓ આ માટે તૈયાર નહોતા અને ગાંધીજીની ઇચ્છા અધૂરી રહી છે, આ ઇચ્છા્ પૂરી કરવી હોય તો કોંગ્રેસમૂકત હિન્દુસ્તાનનો સંકલ્પી ભાજપાના લક્ષ્યાવધિ કાર્યકર્તાઓએ સાકાર કરવો પડશે એમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતિએ આજે યોજાયેલા આ કાર્યકર્તા મહાકુંભને પંડિતજીને ભાજપાના લાખો-લાખો કાર્યકર્તાઓની સર્વશ્રેષ્ઠા અંજલિ ગણાવતા ઉમેર્યું કે સને ર૦૧પ-૧૬માં પંડિતજીની જન્મ શતાબ્દીની ઉજવણી થાય ત્યારે દેશની સંસદમાં તેમજ ભારતના મોટાભાગના રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકારો હોય અને પંડિતજીના એકાત્મવ માનવવાદ, દરિદ્રનારાયણનું કલ્યાણ જેવા આદર્શોને આપણે ચરિતાર્થ કરીએ તેવા સંકલ્પ સાથે કાર્યરત થઇએ.
કોંગ્રેસના શાસનકાળ દરમિયાન મધ્યપ્રદેશની જે દુર્દશા થઇ અને બિમારૂં રાજ્યની જે છબિ હતી અને તેમાંથી ભારતીય જનતા પાર્ટીની શ્રી શિવરાજસિંહ ચૌહાણની સરકારે વિકાસની જે પ્રગતિ કરી છે તેને સ્વીકારીને આગામી ચૂંટણીઓમાં પણ મધ્યણપ્રદેશની જનતા કોંગ્રેસને સત્તાથી દૂર રાખી ભાજપાને જ સત્તા સુકાન સોંપશે તેવો વિશ્વાસ એમણે વ્યકત કર્યો હતો.
દેશમાં ભારતીય જનતા પાર્ટી શાસિત રાજ્યોએ સર્વગ્રાહી અને સર્વાંગીણ-ઇન્ક્લુઝિવ ગ્રોથની જે સફળ નીતિ-રીતિ અપનાવી છે તેનાથી પોતાની સત્તાલાલસા સાવ છીનવાઇ જશે તેવો ડર કોંગ્રેસમાં પેઠો છે અને તેથી હવે દિલ્હીની સરકાર અને આખી કોંગ્રેસ ઇન્કેલુઝિવ ગ્રોથના ગાણાં ગાઇ પોતાની રહી-સહી આબરૂ બચાવવામાં પડી છે.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આગામી ચૂંટણીઓ કોંગ્રેસ પક્ષ નહીં, પરંતુ સી.બી.આઇ. લડવાની છે તેવો વેધક કટાક્ષ કરતા સ્પષ્ટમપણે જણાવ્યું કે ભાજપાના વિકાસકાર્યો અને કાર્યકર્તાઓની પ્રતિબધ્ધ તાનો મુકાબલો કરવામાં પોતે નિષ્ફળ જશે એવા ભયથી પિડાતી કોંગ્રેસ સી.બી.આઇ.નો દુરઉપયોગ ચૂંટણીઓમાં કરશે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના સમર્પિત અને લક્ષ્યાંવધિ કાર્યકર્તાઓ વોટબેન્ક ની રાજનીતિ અને સી.બી.આઇ.ના દુરઉપયોગ સામે મકકમ લડત આપીને દેશની જનતાનો વિશ્વાસ મેળવશે જ અને કોંગ્રેસમૂકત ભારતનું ધ્યેય જનતા સ્વયંમ પાર પાડશે.
કેન્દ્રની કોંગ્રેસ સરકાર વોટબેન્ક ની રાજનીતિના કેવા વરવા ખેલ ખેલે છે તેની સીલસીલાબંધ વિગતો આપતાં ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ ભારતીય જનતા પાર્ટી શાસિત તથા એન.ડી.એ.ના સાથી પક્ષો શાસિત રાજ્ય સરકારોને કેન્દ્રીએય મદદમાં અન્યાય તથા ગુજરાત અને મધ્યપ્રદેશ માટે મહત્વાશકાંક્ષી એવી નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમ ઉપર ગેટ મૂકવાની મંજૂરી આપવામાં આડોડાઇનો પર્દાફાશ કર્યો હતો. પોતાના પક્ષ સિવાયની અન્ય પક્ષની રાજ્યં સરકારોને માર્ગોના કામો, ઇન્દીરા આવાસ યોજનાના કામો બધા માટે અન્યાયનો સીલસીલો ચલાવતી કોંગ્રેસ તે રાજ્યોના નાગરિકોને ભારતના નાગરિક નહીં પરંતુ પોતાના દુશ્માન હોય તેવો વ્યલવહાર મતબેન્કાના પતાકડા સમજીને કરે છે પરંતુ હવે સમગ્ર હિન્દુીસ્તાનમાં કોંગ્રેસની આ સત્તાલાલસા અને વોટબેન્કની રાજનીતિ સામે જે આંધિ ઉઠી છે તે હિન્દુસ્તાન ભરમાંથી કોંગ્રેસનો સફાયો કરી નાખશે તેમ તેમણે સ્પનષ્ટપણે જણાવ્યું હતું.