પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે પહેલા પૂર્વોત્તર વિસ્તાર નાકાબંધી અને હિંસા માટે જાણીતો હતો, હવે આ પ્રદેશ તેના વિકાસની ગતિ અને સર્વાંગી વિકાસ માટે જાણીતો છે.
શ્રી મોદી કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહના ટ્વીટનો જવાબ આપી રહ્યા હતા, જેમાં મંત્રીએ માહિતી આપી છે કે પીએમ નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભારત સરકારે ફરી એકવાર AFSPA હેઠળ નાગાલેન્ડ, આસામ અને મણિપુરના અશાંત વિસ્તારોને ઘટાડવાનો નિર્ણય કર્યો છે. શ્રી શાહે એમ પણ ઉમેર્યું હતું કે ઉત્તર-પૂર્વ ભારતમાં સુરક્ષાની સ્થિતિમાં નોંધપાત્ર સુધારાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
શ્રી અમિત શાહના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"પૂર્વોત્તર સર્વાંગી વિકાસનું સાક્ષી છે. એક સમયે નાકાબંધી અને હિંસા માટે જાણીતો હતો, આ પ્રદેશ હવે તેના વિકાસની પ્રગતિ માટે જાણીતો છે."
The Northeast is witnessing all-round development. Once known for blockades and violence, the region is now known for its development strides. https://t.co/8blY3erx6j
— Narendra Modi (@narendramodi) March 26, 2023