ઉત્તર પ્રદેશના કાનપુરના રહેવાસી કલાવતી દેવીની જીવનકથની પણ ખૂબ જ અનોખી છે. તેઓ લાખો મહિલાઓ માટે પ્રેરણાદાયક છે. આજે પ્રધાનમંત્રી મોદીના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સનું તેમણે સંચાલન કર્યું અને જે મહિલાઓ શૌચાલયો બાંધવાનો ખર્ચ ઉપાડી શકે તેમ નથી તેમના માટે શૌચાલયો બાંધવાની તેમની પ્રેરણાદાયક કહાની જણાવી.
તેમણે પોતાના ગામમાંથી ભંડોળ એકઠું કર્યું અને સ્વચ્છતાના મહત્વ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવી. તેમના મક્કમ નિર્ધારના ફળરૂપે, તેમણે હજારો શૌચાલયોનું નિર્માણ કર્યું અને અંગત સ્વચ્છતા જાળવવા માટે લોકોને પ્રોત્સાહિત કર્યા. તેમણે કહ્યું કે, “સ્વસ્થતા માટે સ્વચ્છતા જરૂરી છે.”
સમગ્ર દેશમાં તમામ મહિલાઓને કલાવતી દેવીએ સંદેશો આપ્યો હતો. તેમણે કહ્યું કે, “સમાજને ક્યારેય નિષ્ફળતા ન મળે તેવા સ્તરે લઇ જવા માટે નિષ્ઠાપૂર્વકના પ્રયાસો જરૂરી છે. તમારા ઘરમાંથી બહાર આવો. જો કોઇ તમારો વિરોધ કરે અથવા દલીલ કરે તો, તેમને કરવા દો. જો તમારે તમારા લક્ષ્યો હાંસલ કરવા હોય તો, પાછું વળીને જોશો નહીં.”
मैं जिस जगह पे रहती थी, वहां हर तरफ गंदगी ही गंदगी थी। लेकिन दृढ़ विश्वास था कि स्वच्छता के जरिए हम इस स्थिति को बदल सकते हैं।
— Narendra Modi (@narendramodi) March 8, 2020
लोगों को समझाने का फैसला किया। शौचालय बनाने के लिए घूम-घूमकर एक-एक पैसा इकट्ठा किया।
आखिरकार सफलता हाथ लगी।
कलावती देवी, कानपुर #SheInspiresUs pic.twitter.com/t9b6deXt4g