મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીઃ જાપાન પ્રવાસ

ચાર દિવસના પ્રવાસમાં જાપાની ઉઘોગ વેપાર-નાણાં બેન્કીંગ સંસ્થાઓના મળીને ર૦૦૦ જેટલા પદાધિકારીઓ સાથે મુખ્યમંત્રીશ્રીની ફળદાયી વાતચિત

નગોયાઃજેટ્રો સેમિનારમાં આવેલા જાપાની કંપનીઓના ૧૦૦ વરિષ્ઠ સંચાલકો

ઓસાકા જાપાનની ૧૬ જેટલી વરિષ્ઠ નાણાંકીયબેન્કીંગ કંપનીઓ સાથે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ મોદીઃભારતનું ભવિષ્ય-એઇચીના ગવર્નરનો પ્રતિભાવ ઉમળકો

કોબેમાં ઇન્ડિઅન ગુજરાતી કોમ્યુનિટી દ્વારા અભૂતપૂર્વ અભિવાદન

રાજ્યોની તુલના કરો ગુજરાત બધા જ પેરામિટર્સમાં પ્રથમ

આવો ગુજરાત ગુજરાત જાપાનના સામર્થ્યને પૂરો અવસર આપી દુનિયામાં તેની પ્રતીતિ કરાવશે-મુખ્યમંત્રીશ્રીનું આહ્ વાન

નવી વાઇબ્રન્ટ ટેક્ષ્ટાઇલ પોલીસી ટૂંકમાં જાહેર થશે - મુખ્યમંત્રીશ્રી

જાપાન અને ગુજરાત વચ્ચે વિશ્વાસનો સેતુ એશિયાના અર્થતંત્રની નવી તાકાત

ર૦૦૭ વ્હાય ગુજરાત? ર૦૧ર વ્હાય નોટ ગુજરાત !

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે જાપાન પ્રવાસના ગુરૂવારના દિવસે ઓસાકા અને નગોયામાં રાઉન્ટ ટેબલ કોન્ફરન્સ અને જેટ્રોના ત્રીજા સેમિનારમાં જાપાન અને ગુજરાત બંને પરસ્પરના વિશ્વાસને એવી ઊંચાઇ ઉપર લઇ ગયા છે જે એશિયા અને ભારત માટેના સમગ્ર આર્થિક ક્ષેત્રની નવી મિશાલ કાયમ કરશે એવો નિર્ધાર વ્યકત કર્યો હતો.

ગુજરાત બિઝનેસ ડેલીગેશન સાથે જાપાનનો પ્રવાસ કરી રહેલા મુખ્યમંત્રીશ્રીને જાપાનમાં બધા જ સ્થળોએ જે અભૂતપૂર્વ સન્માન-સત્કારની અનુભૂતિ થઇ તે હકિકત પૂરવાર કરે છે કે જાપાન અને ગુજરાતના સહયોગ સંબંધો એક આર્થિક સહભાગીતાની નવી તાકાતની દુનિયાને અનુભૂતિ કરાવશે એમ તેમણે જણાવ્યું હતું. જાપાન પ્રવાસનો ગુરૂવારનો દિવસ મુખ્યમંત્રીશ્રીએ નગોયા (એઇચી) પ્રાન્તમાં જેટ્રોના ઇન્વેસ્ટમેન્ટ સેમિનારના પ્રારંભથી કર્યો હતો, અને દિવસ દરમિયાન નગોયા, ઓસાકા તથા કોબેના ત્રણ પ્રાન્તને આવરી લીધા હતા.

નગોયાના ઇન્વેસ્ટર્સ સેમિનારમાં ૧૦૦થી વધારે કંપની સંચાલકોએ મુખ્યમંત્રીશ્રીના ઇંજનને ખૂબ જ ઉમળકાથી વધાવ્યું હતું. છેલ્લા પાંચ જ વર્ષમાં ગુજરાત અને જાપાન વચ્ચે વિશ્વાસના એવા પારિવારિક સેતુનું બૂનિયાદી વાતાવરણ ઉભૂં થયું છે કે જાપાન જેવું વિકસીત અને સમૃધ્ધ રાષ્ટ્ર, ભારતના પヘમિ ક્ષેત્રના નાના એવા ગુજરાત રાજ્ય સાથે એવા આકર્ષણથી જોડાઇ ગયું છે કે ગુજરાતની વિકાસની દુનિયામાં અનોખી ઉંચાઇની શાખ ઉભી થઇ ગઇ છે.

પારદર્શી નીતિઓ, પ્રો-એકટીવ, પ્રો-પિપલ, ગુડ-ગવર્નન્સ (P2G2) સ્કીલ એન્ડ ટેલન્ટેડ પીસ ફૂલ મેનપાવર અને પર્યાવરણલક્ષી વિકાસ માટેની જાપાની-ગુજરાતી સંસ્કૃતિનો સમન્વય કરવાની પ્રતિબધ્ધતાથી ગુજરાતમાં જાપાની પોતાને HOMELY FEEL કરશે, એમ તેમણે જણાવ્યું હતું.

જાપાન સરકાર અને જાપાન એકસટર્નસ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (JETRO) સહિત જાપાનની જનતાનો ગુજરાત ઉપર આટલો અપાર સ્નેહભાવ દર્શાવવા માટે મુખ્યમંત્રીશ્રીએ હાર્દિક આભાર વ્યકત કર્યો હતો.

""ગુજરાતની ભૂમિ સ્વયમ્‍ એક ગેરંન્ટી છે, સમૃદ્રિના અવસરની'' એમ જણાવતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જાપાનના ચાર દિવસના પ્રવાસમાં જેટ્રોના ત્રણ સેમિનારો, એક રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ, જાપાન સરકારના સાત મંત્રીશ્રીઓ સાથે બેઠકો સહિતના પાંચ જાપાની પ્રાન્તોના પ્રવાસને આવરી લેતાં ૪૪ જેટલા વિવિધ કાર્યક્રમો સમારંભોમાં મળીને ર૦૦૦થી વધારે કંપનીઓ, ઉઘોગકારો, નાણાં-બેન્કીંગ કંપનીઓના પદાધિકારીઓને મળવાનું અદ્દભૂત સૌભાગ્ય તેમને પ્રાપ્ત થયું છે એમ જણાવ્યું હતું. આ પ્રવાસથી જાપાન હવે હિન્દુસ્તાન વિશે ભાગીદારીનો વિચાર કરે તો તેના મનમાં ગુજરાત કેન્દ્રસ્થાને જ રહેવાનું છે એમ તેમણે ગૌરવપૂર્વક જણાવ્યું હતું.

ગુજરાત જે ગતિથી ઉઘોગ, કૃષિ અને ઇજનેરી મેન્યુફેકચરીંગ સેકટર ઉપરાંત ૪૦ ટકા ભૂ-ભાગ ધરાવતા DMIC પ્રોજેકટ તથા ધોલેરા SIR દહેજ સ્માર્ટ સિટી અને જાપાન ઇન્ડસ્ટ્રીઅલ ઝોન સાથે ઇકો-કોસ્ટલ સિટીના વિશ્વકક્ષાના પ્રોજેકટમાં હરણફાળ ભરી રહ્યું છે ત્યારે તેની ટેલંટેડ સ્કીલ મેન ફોર્સની આવશ્યકત પૂર્ણ કરવા બે-વર્ષમાં ત્રણ લાખ જેટલા સ્કીલ ટેકનીકલ કૌશલ્ય ધરાવતા યુવાનો તૈયાર કરવાનું મહત્વાકાંક્ષી આયોજન હાથ ધર્યું છે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

ઓસાકા  ફાઇનાન્સ-બેન્કીંગ સંસ્થાઓ સાથે ફળદાયી રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ

વાઇબ્રન્ટ ટેક્ષટાઇલ પોલીસી જાહેર થશે.

""આવો, ગુજરાત  ગુજરાત તમારા સામર્થ્યને સાકાર કરવા સક્ષમ છે'' જાપાનને મુખ્યમંત્રીશ્રીનું આહવાન

ઓસાકામાં મિઝુહો કોર્પોરેટ બેન્ક આયોજિત અગ્રણી ફાઇનાન્સ અને બેન્કીંગ ક્ષેત્રની ૧૬ જેટલી કંપનીઓ અને ઇન્ડસ્ટ્રીઝના સંચાલકો સાથે મુખ્યમંત્રીશ્રીની રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ આજે સાંજે યોજવામાં આવી હતી.

મુખ્યમંત્રીશ્રીએ જાપાનને ગુજરાતની ભૂમિ ઉપર પોતાના શકિત-સામર્થ્યની પૂરી તાકાતનો અવસરોથી દુનિયાને અનુભૂતિ કરાવવાનું આહ્વાન આપ્યું હતું. ""આવો, ગુજરાત  ગુજરાત તમારા સામર્થ્યને સાકાર કરવા પૂરેપુરૂં સક્ષમ છે, તેની પ્રતીતિ કરો'' એવી હ્વદયસ્પર્શી અપીલ તેમણે કરી હતી.

ઓસાકામાં બે કલાક ચાલેલી આ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં ૧૬ જેટલી ફાઇનાન્સ-બેન્કીંગની જાપાની કંપનીઓ વરિષ્ઠ સંચાલકોએ વન-ટુ-વન બેઠકો પણ કરી હતી. ટેક્ષ્ટાઇલ સેકટરમાં ગુજરાતની જેમ ઓસાકા પણ અગ્રેસર છે તેમની સમક્ષ, મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં નવી તૈયાર થઇ રહેલી વાઇબ્રન્ટ ટેક્ષ્ટાઇલ પોલીસી અને ફાર્મ-ફાઇબર-ફેબિ્રક-ફેશન-ફોરેનની ફાઇવ "એફ' ફોર્મ્યુલા આધારિત ટેક્ષ્ટાઇલ પાર્કની પોલીસીનો લાભ લેવા ટેક્ષ્ટાઇલ સેકટરના ઉઘોગકારોને ઇંજન આપ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ ર૦૦૭ અને ર૦૧રના તેમના જાપાન પ્રવાસની તુલના કરતાં જણાવ્યું કે ર૦૦૭માં "વ્હાય ગુજરાત' વિશે પૃચ્છા-જિજ્ઞાસા થતી હતી આજે પાંચ વર્ષ પછી જાપાન "વ્હાય નોટ ગુજરાત'નો સંકલ્પ કરી રહ્યું છે. દર સપ્તાહે એક જાપાની કંપનીનું ડેલીગેશન ગુજરાત સરકાર સાથે નવા પ્રોજેકટની ચર્ચા કરવા આવે છે.

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ત્રણ-ત્રણ વખત જાપાન "પાર્ટનર-કંટ્રી' બન્યું છે તે જ દર્શાવે છે કે જાપાન અને ગુજરાતના પરસ્પરના સંબંધો કેવા નવા પરિમાણ ઉપર પહોંચ્યા છે એમ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ જાપાનના ઉઘોગ-વાણીજ્ય, નાણાં અને બેન્કીંગ કંપનીઓના સંચાલકોને પ્રેરક સૂચન કરતાં જણાવ્યું કે એક તટસ્થ તુલના કરવા વિવિધ પેરામિટર્સ નક્કી કરીને ભારતના તમામ રાજ્યોનું રેન્કીંગ કરીને જાપાની કંપનીઓ નિર્ણય લઇ શકે કારણ કે ગુજરાત બધા જ પેરામિટર્સની કસોટીમાંથી પાર ઉતરવા સક્ષમ છે. જાપાને પાંચ વર્ષમાં એનો અનુભવ કરેલો છે. આધુનિક સ્પર્ધાના યુગમાં ઉઘોગ-પ્રોજેકટ સ્થાપવા માટે આવશ્યક બધી જ સુવિધા ગુજરાતમાં ઉપલબ્ધ છે તેની વિષદ્‍ રૂપરેખા તેમણે આપી હતી.

નગોયા વિશ્વખ્યાત ટોયોટા-જાપાન કંપનીનું ડેલિગેશન મુખ્યમંત્રીશ્રીને મળ્યું...

ગુજરાત માટે રસ દાખવ્યો.

જાપાનની વિશ્વખ્યાત ટોયોટા કાર મેન્યુફેકચરીંગ કંપનીનું ડેલિગેશન આજે નગોયામાં મુખ્યમંત્રીશ્રીને મળ્યું હતું. ટોયોટા-જાપાનના એડવાઇઝરશ્રી ડાટો અકીરા ઓકાબે (MR DATO AKIRA OKABE) અને જનરલ મેનેજરશ્રી માકોટા સાસાગુરા (Mr. MAKOTA SASAGURA) એ ટોયોટા કંપનીના ભારતમાં કાર્યરત પ્રોજેકટ અને ભવિષ્યના વિસ્તરણની રૂપરેખા આપી હતી. મુખ્યમંત્રીશ્રી પાસેથી ગુજરાત એશિયાનું ઓટો હબ બની રહ્યું છે તેની વિગતે જાણકારી મેળવી હતી. ટોયોટાએ ગુજરાત માટે રસ દાખવ્યો હતો.

જાપાન કોવા (KOWACA) કંપની જે ગુજરાતના અદાણી ઉઘોગ જૂથ સાથે બિઝનેસ પાર્ટનર છે તેના ડેલીગેશને ગુજરાતમાં એડવાન્સ જનરલ મેડિકલ સેન્ટર સ્થાપવાની રજૂઆત મુખ્યમંત્રીશ્રીને મળીને કરી હતી.

ફયુચર ઓફ ઇન્ડિયા-મોદી  એઇચી ગવર્નર

નગોયામાં એઇચી પિ્રફેકચર પ્રાન્તના ગવર્નર શ્રી હી ડેકી ઓહમુરા (HIDEAKI OHMURA) એ મુખ્યમંત્રીશ્રીના સન્માનમાં યોજેલા સમારોહમાં શ્રી નરેન્દ્રભાઇ મોદીને (FUTURE OF INDIA) ભારતનું ભવિષ્ય ગણાવ્યા હતા અને જણાવ્યું કે એઇચી અને ગુજરાત પ્રાન્ત વચ્ચે ખૂબ સામ્યતા છે. મુખ્યમંત્રીશ્રીને મળવા આ ગવર્નર ઇજાગ્રસ્ત હોવા છતાં હોંગકોંગમાંથી ખાસ મળવા આવ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ એઇચી પ્રાન્ત અને ગુજરાતની સામ્યતાનું શકિતમાં રૂપાંતર કરવા સંબંધોનો સેતુ વિકસાવવા ગવર્નર સાથે ફળદાયી પરામર્શ કર્યો હતો. જાપાનની "ટેકનોલોજી' અને ગુજરાતની "ટેલન્ટ'નો સમન્વય થાય તો નવી જ આર્થિક શકિતની ઊર્જા માનવજાત માટે ઉપકારક બનશે એમ તેમણે જણાવ્યું હતું.

JETRO -નગોયા આયોજિત મુખ્યમંત્રીશ્રીના અભિવાદન સમારોહમાં ગુજરાત જેવા મેન્યુફેકચરીંગ ક્ષેત્રે અગ્રેસર રાજ્ય સાથે નગોયાને વિકાસમાં ભાગીદાર બનવાની પ્રેરણા પ્રાપ્ત થઇ છે કારણ કે જાપાનમાં નગોયા પણ આધુનિક મેન્યુફેકચરીંગ હબ તરીકે ઉપસી રહ્યું છે. શ્રી નરેન્દ્રભાઇ મોદીનો અભૂતપૂર્વ સત્કાર નગોયાના ઉઘોગ સંચાલકોએ કર્યો હતો.

બપોર બાદ મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ગુજરાત ડેલીગેશન નગોયાથી બૂલેટ ટ્રેનનો પ્રવાસ કરી ઓસાકા પહોંચ્યું હતું અને ઓસાકામાં જાપાનની ફાઇનાન્સ-બેન્કીંગ કંપનીઓ સાથે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ કરી હતી.

આવતીકાલે શુક્રવારે મુખ્યમંત્રીશ્રી ગુજરાત ડેલીગેશન સાથે કોબે પોર્ટની નિરીક્ષણ મૂલાકાત લેશે. આજે રાત્રે ઇન્ડીયન ગુજરાતી કોમ્યુનિટી તરફથી સત્કાર સમારોહ યોજવામાં આવ્યો હતો.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Snacks, Laughter And More, PM Modi's Candid Moments With Indian Workers In Kuwait

Media Coverage

Snacks, Laughter And More, PM Modi's Candid Moments With Indian Workers In Kuwait
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Under Rozgar Mela, PM to distribute more than 71,000 appointment letters to newly appointed recruits
December 22, 2024

Prime Minister Shri Narendra Modi will distribute more than 71,000 appointment letters to newly appointed recruits on 23rd December at around 10:30 AM through video conferencing. He will also address the gathering on the occasion.

Rozgar Mela is a step towards fulfilment of the commitment of the Prime Minister to accord highest priority to employment generation. It will provide meaningful opportunities to the youth for their participation in nation building and self empowerment.

Rozgar Mela will be held at 45 locations across the country. The recruitments are taking place for various Ministries and Departments of the Central Government. The new recruits, selected from across the country will be joining various Ministries/Departments including Ministry of Home Affairs, Department of Posts, Department of Higher Education, Ministry of Health and Family Welfare, Department of Financial Services, among others.