નૌશેરાના નાયકો, બ્રિગેડિયર ઉસ્માન, નાયક જદુનાથ સિંહ, લેફ. આર આર રાણે અને અન્યોને શ્રદ્ધાંજલિ અર્પી
“હું તમારા માટે 130 કરોડ ભારતીયોની શુભેચ્છાઓ લઈને આવ્યો છું”
“આજનું ભારત, સ્વતંત્રતાના ‘અમૃત કાળ’માં પોતાની ક્ષમતાઓ અને સંસાધનો વિશે સાવધ છે”
“લડાખથી લઈને અરૂણાચલ પ્રદેશ, જેસલમેરથી લઈને આંદામાન નિકોબાર સુધી, સરહદી વિસ્તારોમાં કનેક્ટિવિટી આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સ્થાપિત થઈ છે, જેનાથી સૈનિકો માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સગવડમાં અભૂતપૂર્વ સુધારો થયો છે”
“દેશના સંરક્ષણમાં મહિલાઓની સહભાગિતા નવી ઊંચાઇઓને સ્પર્શી રહી છે”
“ભારતીય સશસ્ત્ર દળો વિશ્વના ટોચનાં સશસ્ત્ર દળો જેટલાં જ વ્યવસાયી છે પણ એમનાં માનવ મૂલ્યો તેમને વિશિષ્ટ અને અસાધારણ બનાવે છે”
“અમે રાષ્ટ્રને સરકાર, સત્તા કે સામ્રાજ્ય તરીકે સમજતા નથી, અમારા માટે, એ જીવંત, હયાત આત્મા છે, એનું રક્ષણ માત્ર ભૌતિક સીમાઓ પૂરતું જ મર્યાદિત નથી. આપણા માટે, રાષ્ટ્રીય સંરક્ષણનો અર્થ છે ચેતના, રાષ્ટ્રીય એક્તા અને રાષ્ટ્રીય અખંડિતા”

બંધારણીય પદ પર રહેતા પોતાના અગાઉનાં તમામ વર્ષોની જેમ, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આ વર્ષે પણ દિવાળી સશસ્ત્ર દળો સાથે ઉજવી હતી. તેમણે આજે જમ્મુ અને કાશ્મીરના નૌશેરા જિલ્લામાં ભારતીય સશસ્ત્ર દળોની મુલાકાત લીધી હતી.

 

 

 

 

 

સૈનિકોને સંબોધતા, પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે સશસ્ત્ર દળો સાથે દિવાળી ગાળવી એમના માટે પરિવાર સાથે દિવાળી ઉજવવા જેવો જ ભાવ છે. તેમણે કહ્યું કે, અને એટલે જ તેમણે બંધારણીય પદ ગ્રહણ કર્યા બાદ એમની તમામ દિવાળી સરહદ પર સશસ્ત્ર દળો સાથે ગાળી છે.

તેમણે કહ્યું કે તેઓ એકલા આવ્યા નથી પણ તેમની સાથે 130 કરોડ ભારતીયોની શુભેચ્છાઓ લઈને આવ્યા છે. તેમણે કહ્યું કે આજે સાંજે દરેક ભારતીય દેશના બહાદુર સૈનિકો માટે પોતાની શુભેચ્છાઓ પહોંચાડવા એક ‘દિવો’ પ્રગટાવશે. પ્રધાનમંત્રીએ સૈનિકોને કહ્યું હતું કે તેઓ દેશના જીવંત સુરક્ષા કવચ છે. દેશના બહાદુર સપૂતો અને સુપુત્રીઓ દ્વારા થઈ રહ્યું છે એમ દેશની સેવા કરવી એ સારા નસીબની વાત છે જે સદનસીબ દરેકને મળતું નથી એમ તેમણે કહ્યું હતું.

નૌશેરાથી શ્રી મોદીએ દેશવાસીઓને દિવાળી અને આવી રહેલા આગામી તહેવારો જેવા કે ગોવર્ધન પૂજા, ભાઇબીજ, છઠ્ઠ માટેની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે ગુજરાતી લોકોને એમનાં નૂતન વર્ષની પણ શુભકામનાઓ પાઠવી હતી.

તેમણે કહ્યું કે નૌશેરાનો ઈતિહાસ ભારતનાં શૌર્યને ઉજવે છે અને તેનો વર્તમાન સૈનિકોની વીરતા અને દૃઢતાનો દેહધારી છે. આ પ્રદેશ આક્રમણ અને અતિક્રમણ કરનારાઓની સામે મજબૂતાઇથી ઊભો છે. શ્રી મોદીએ જેમણે માતૃભૂમિની રક્ષા કાજે સર્વોચ્ચ બલિદાન આપ્યું એવા નૌશેરાના નાયકો બ્રિગેડિયર ઉસ્માન અને નાયક જદુનાથ સિંહને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમણે વીરતા અને દેશભક્તિનાં અભૂતપૂર્વ ઉદાહરણો સ્થાપિત કરનારા લેફ. આર આર રાણે અને અન્ય વીરોને સલામી આપી હતી. પ્રધાનમંત્રીએ સશસ્ત્ર દળોને ટેકો આપનારા શ્રી બલદેવ સિંહ અને શ્રી બસંત સિંહના આશીર્વાદ લેવા બદલ પોતાની લાગણીઓ પણ વર્ણવી હતી. તેમણે અહીં સ્થિત બ્રિગેડની સર્જિકલ સ્ટ્રાઇકમાં એની ભૂમિકા બદલ પ્રશંસા કરી હતી. સર્જિકલ સ્ટ્રાઇકથી તમામ બહાદુર સૈનિકો સલામત પાછા ફર્યા ત્યારે થયેલી રાહતની ક્ષણ તેમણે યાદ કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશની સ્વતંત્રતાની રક્ષા કરવાની જવાબદારી દરેકની છે અને આજનું ભારત, આઝાદીના અમૃત કાળમાં એની ક્ષમતાઓ અને સંસાધનો વિશે સજાગ છે. તેમણે સંરક્ષણ સંસાધનોમાં વિદેશો પર અવલંબનના અગાઉના ગાળાથી વિપરિત વધતી જતી આત્મનિર્ભર્તાની પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે સંરક્ષણ બજેટના 65 ટકાનો દેશની અંદર ઉપયોગ થઈ રહ્યો છે. 200 પ્રોડક્ટ્સની યાદી, એક સકારાત્મક યાદી તૈયાર કરવામાં આવી છે જે માત્ર સ્વદેશી રીતે પ્રાપ્ત કરવામાં આવશે. આ યાદીને જલદી વિસ્તારવામાં આવશે એમ તેમણે કહ્યું હતું. તેમણે વિજ્યા દશમીએ શરૂ કરાયેલી 7 નવી સંરક્ષણ કંપનીઓની પણ વાત કરી હતી કેમ કે જૂની લશ્કરી સરંજામ ફેક્ટરીઓ વિશિષ્ટ ક્ષેત્ર કેન્દ્રી સાધનો અને દારૂગોળો જ બનાવશે. સંરક્ષણ કૉરિડૉર્સ પણ આવી રહ્યા છે. વાયબ્રન્ટ સંરક્ષણ સંબંધી સ્ટાર્ટ અપ્સમાં ભારતના યુવા સંકળાયેલા છે. આ બધું સંરક્ષણ નિકાસકાર તરીકે ભારતની સ્થિતિને મજબૂત કરશે એમ તેમણે જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો કે ભારતીય સૈન્ય શક્તિને બદલાતી જરૂરિયાતો મુજબ વિસ્તારવાની અને સારી રીતે બદલવાની જરૂર છે. તેમણે કહ્યું કે ઝડપથી બદલાતું જતું ટેકનોલોજી દ્રશ્યપટ નવા ફેરફારો માગી લે છે, અને એટલે જ  સુગ્રથિત સૈન્ય નેતાગીરીમાં સંકલન સુનિશ્ચિત કરવાનું બહુ અગત્યનું છે. સીડીએસ અને લશ્કરી બાબતોનો વિભાગ આ દિશામાં લેવાયેલાં પગલાં છે. એવી જ રીતે, આધુનિક સરહદી ઇન્ફ્રાસ્ટ્રક્ચર દેશના સૈન્ય સ્નાયુને વધારશે એમ તેમણે કહ્યું હતું. તેમણે ટિપ્પણી કરી હતી કે લડાખથી લઈને અરૂણાચલ પ્રદેશ, જેસલમેરથી આંદામાન નિકોબાર સુધી સરહદી વિસ્તારોમાં કનેક્ટિવિટી આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી સ્થાપિત થઈ છે એ  સૈનિકો માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સગવડતામાં અભૂતપૂર્વ સુધારા તરફ દોરી ગયું છે.

પ્રધાનમંત્રીએ ખુશી વ્યક્ત કરી હતી કે દેશના સંરક્ષણમાં મહિલાઓની સહભાગિતા નવી ઊંચાઇઓને સ્પર્શી રહી છે. નૌકા દળ અને હવાઇ દળમાં સીમાઓ પર ગોઠવણી થયા બાદ, હવે મહિલાઓની ભૂમિકા સૈન્યમાં પણ વિસ્તરી રહી છે. કાયમી પંચ, એનડીએ, નેશનલ મિલિટ્રી સ્કૂલ, નેશનલ ઇન્ડિયન મિલિટ્રી કૉલેજ ફોર વીમેન ખુલ્લાં મૂકાયાની સાથે પ્રધાનમંત્રીએ એમની સ્વતંત્રતા દિવસની કન્યાઓ માટે સૈનિક શાળાઓ ખોલવાની જાહેરાતનો ઉલ્લેખ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું કે સશસ્ત્ર દળોમાં, તેઓ માત્ર અમર્યાદ ક્ષમતાઓ જ નથી જોતા પણ સેવાની અડગ ભાવના, મજબૂત સંકલ્પ શક્તિ અને અજોડ સંવેદનશીલતા પણ જુએ છે. આ ભારતીય સશસ્ત્ર દળોને વિશ્વના સશસ્ત્ર દળોમાં અજોડ બનાવે છે. ભારતીય સશસ્ત્ર દળો વિશ્વના ટોચના સશસ્ત્ર દળો જેટલા જ વ્યવસાયી છે પણ માનવ મૂલ્યો એમને અજોડ અને અસાધારણ બનાવે છે એમ પ્રધાનમંત્રીએ કહ્યું હતું. “તમારા માટે આ માત્ર એક પગાર માટેની નોકરી નથી, તમારા માટે આ તેડું અને પૂજા છે, એક પૂજા જેમાં તમે 130 કરોડ લોકોની ભાવનાને વાળો છો” એમ પ્રધાનમંત્રીએ કહ્યું હતું. તેમણે ચાલુ રાખતા કહ્યું કે ‘સામ્રાજ્ય આવે અને જાય પણ ભારત હજારો વર્ષો અગાઉ પણ સનાતન હતું અને આજે પણ છે અને હજારો વર્ષો પછી પણ સનાતન રહેશે. અમે દેશને સરકાર, સત્તા કે સામ્રાજ્ય તરીકે જોતાં નથી પણ અમારા માટે તે જીવંત, હયાત આત્મા છે, એનું સંરક્ષણ માત્ર ભૌતિક સરહદોની રક્ષા પૂરતું જ મર્યાદિત નથી. આપણા માટે સંરક્ષણનો અર્થ એની જીવંત રાષ્ટ્રીય ચેતના, રાષ્ટ્રીય એક્તા અને રાષ્ટ્રીય અખંડિતાનું રક્ષણ કરવાની છે.”

 

 

 

પ્રધાનમંત્રીએ સમાપન કર્યું કે “જો આપણા સશસ્ત્ર દળો ગગનચુંબી વીરતાથી ધન્ય છે,તો એમનાં દિલ માનવ સદવ્યવહારનો સાગર છે, અને એટલે જ આપણા સશસ્ત્ર દળો સરહદોની જ રક્ષા નથી કરતા પણ આફત અને કુદરતી આપત્તિઓ દરમ્યાન મદદ કરવા પણ હંમેશા તત્પર હોય છે. દરેક ભારતીયનાં મનમાં તેણે મજબૂત વિશ્વાસ વિકસાવ્યો છે. તમે ભારતની એક્તા અને અખંડિતાના તેમજ એક ભારત, શ્રેષ્ઠ ભારતની લાગણીના રખેવાળ અને સંરક્ષક છો, મને પૂર્ણ આત્મવિશ્વાસ છે કે આપની વીરતામાંથી પ્રેરણા લઈને આપણે ભારતને વિકાસ અને પ્રગતિનાં શિરોબિંદુએ લઈ જઈશું.”

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
'You Are A Champion Among Leaders': Guyana's President Praises PM Modi

Media Coverage

'You Are A Champion Among Leaders': Guyana's President Praises PM Modi
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi congratulates hockey team for winning Women's Asian Champions Trophy
November 21, 2024

The Prime Minister Shri Narendra Modi today congratulated the Indian Hockey team on winning the Women's Asian Champions Trophy.

Shri Modi said that their win will motivate upcoming athletes.

The Prime Minister posted on X:

"A phenomenal accomplishment!

Congratulations to our hockey team on winning the Women's Asian Champions Trophy. They played exceptionally well through the tournament. Their success will motivate many upcoming athletes."