હિન્દુસ્તાનની ૬૫ ટકા યુવાશકિત કૌશલ્ય વિકાસથી દુનિયામાં છવાઇ શકે એમ છે

હુન્નરકુશળ યુવા માનસને સમાજગૌરવ મળવું જ જોઇએ

સ્કીલ અને સોફટસ્કીલ ડેવલપમેન્ટની તાલીમ સુવિધાની પહેલ ગુજરાતે કરી છે

સ્કીલ ડેવલપમેન્ટ સ્થાનિક જરૂરિયાતોના આધાર ઉપર વિકસાવીએ

મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્કીલ ડેવલપમેન્ટના પેનલ ડિસ્કશનમાં હુન્નર કુળશ યુવા માનસની ગરિમા પ્રસ્થાપિત કરવા ઉપર ભાર મૂકયો હતો. ગુજરાત સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન કાર્યરત કરશે એમ તેમણે જણાવ્યું હતું.

સ્કીલ યુથ વર્ક ફોર્સ માટે હિન્દુસ્તાન દુનિયામાં પોતાનો પ્રભાવ પાથરી શકે છે એનો નિર્દેશ કરી મુખ્યમંત્રીશ્રીએ હિન્દુસ્તાનની ૬૫ ટકા યુવાશકિતને કૌશલ્ય વિકાસ માટે સામર્થ્યવાન બનાવવા પ્રેરક સૂચન કર્યું હતું. સ્કીલ ડેવલપમેન્ટની સાથે સોફટ સ્કીલ ડેવલપમેન્ટની તાલીમ સુવિધા ગુજરાત સરકારે ઉપલબ્ધ કરવાની પહેલ કરી છે, તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત સ્કીલ ડેવલોપમેન્ટ વિષયક પેનલ ડિસ્કશનમાં ભાગ લેતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે સમાજ જીવનમાં ‘વ્હાઇટ કોલર જોબના પ્રભાવની દુર્બળતાએ શ્રમપરિશ્રમની દુર્બળતાએ શ્રમપરિશ્રમનું મહત્વ ઘટાડી દીધું છે. શ્રમની પ્રતિષ્ઠા માટે યુવામાનસમાં હીનભાવ નહીં પરંતુ કુશળ હુન્નર યુવા તરીકેનો ગૌરવ દરજ્જો પ્રાપ્ત થવો જોઇએ.’ હુન્નર કુશળ યુવાનોનું સ્થાન સમાજજીવનમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત બને તેવું વાતાવરણ ઉભુ કરવા તેમણે ભાર મૂકયો હતો.

માનવગરિમાએ ભારત જેવા યુવાશકિતના પ્રભાવી દેશમાં ઓટોરિક્ષા ડ્રાઇવર પણ પાઇલોટની પ્રતિષ્ઠાથી કમ નથી એવી માનસિકતા ઉભી થવી જોઇએ. આઇ.ટી.આઇ. પાસ બે વર્ષ ડિપ્લોમા લેનારાને ૧૦ અને ૧૨મા ધોરણ સમકક્ષ ગણવાના ક્રાંતિકારી સરકારી નિર્ણયથી તેના માટે ઇજનેરીટેકનીકલ એજ્યુકેશનના ઉચ્ચ અભ્યાસ માટેના દરવાજા ખૂલી ગયા છે, તેમ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આપણું હિન્દુસ્તાન વિશ્વનો સૌથી યુવા દેશ છે અને સ્કલ ડેવલપમેન્ટનું વિઝન્ સમગ્ર વિશ્વમાં કેવા અને કયા પ્રકારના સ્કીલ્ડ વર્કફોર્સની માંગ છે તેનો વ્યૂહાત્મક અભ્યાસ કરીને કલસ્ટર એપ્રોચથી માનવ સંસાધન માટેના કૌશલ્ય વિકાસના તાલીમ કોર્સની સુવિધા ઉપલબ્ધ કરવા તેમણે માર્ગદર્શન આપ્યું હતું. નીડ બેઇઝ ક્લસ્ટર એપ્રોચ સ્કીલ ડેવલપમેન્ટ વિઝન વિકસાવવા તેમણે દિશાનિર્દેશ કર્યો હતો.

સ્કીલ ડેવલપમેન્ટ સાથે સ્કીલ અપગ્રેડેશનની જરૂર ઉપર ભાર મૂકતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ભારત સરકારના પ્રધાનમંત્રીએ પોતે ૫૦૦ સ્કીલ ડેવલપમેન્ટ કોર્સની જાહેરાત કરી હતી. ચીનની સ્કીલ ડેવલપમેન્ટની યુવાતાલીમની સ્પર્ધા સામે આનાથી કઇ રીતે ટકી શકાશે ? ગુજરાતે નવી પહેલ કરી છે કે જન્મથી મૃત્યુુ સુધી હુન્નર કૌશલ્યની સેવાની સંખ્યા ૯૭૬ ઉપર પહોંચી છે. આ બધા જ હુન્નર કૌશલ્યના તાલીમ કોર્સ ગુજરાત સરકાર તૈયાર કરી રહ્યું છે.

ભારત સરકારે  ગુજરાત સરકારના ૩૦૦ કૌશલ્ય વર્ધન કેન્દ્રોને રોલ મોડલ તરીકે સ્વીકાર્યા છે. કેન્દ્ર સરકારે આઉટ સોર્સંિગથી સ્કીલ ડેવલપમેન્ટનું મોડેલ તૈયાર કરવા બે વર્ષ મથામણ કરેલી પણ ગુજરાતે તો સફળતાથી અમલમાં મુકયું છે. સ્કીલ ડેવલપમેન્ટ તાલીમ જેટલી સરળ હશે તેટલું વધારે સફળ બનશે.

સેમિનારમાં પેનલ ડિસ્કશન યોજાઇ હતી જેમાં ઉદ્યોગ મંત્રી શ્રી સૌરભભાઇ પટેલે યુથ ડેવલપમેન્ટ ઈન્ટસ્ટ્રીઝ રિસ્પોન્સીવ સ્કિલ ડેવલપમેન્ટની જાણકારી આપી હતી. આ પેનલ ડિસ્કશનમાં શ્રી પોલ, શ્રી શરદ પ્રસાદ, મોહન પ્યારે, અશોક રેડ્ડી, પલ્લવી જ્હા, અનિતા રાજન અને નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી વરેશ સિન્હા, શ્રી પી.પનીરવેલ તથા અધિકારીઓ, ઉદ્યોગપતિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India’s coffee exports zoom 45% to record $1.68 billion in 2024 on high global prices, demand

Media Coverage

India’s coffee exports zoom 45% to record $1.68 billion in 2024 on high global prices, demand
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 4 જાન્યુઆરી 2025
January 04, 2025

Empowering by Transforming Lives: PM Modi’s Commitment to Delivery on Promises