- ભાગેડુ આર્થિક અપરાધીઓ સામે કડક હાથે કામગીરી કરવા વિસ્તૃત અને અસરકારક સમજૂતી કરવા જી-20નાં તમામ દેશો વચ્ચે મજબૂત અને સક્રિય સાથસહકાર સ્થાપિત કરવો.
- અપરાધીની આવકને અસરકારક રીતે સ્થગિત કરવી, અપરાધીઓનું વહેલાસર પ્રત્યાર્પણ અને અપરાધીઓની આવકનું કાર્યક્ષમ પ્રત્યાવર્તન જેવી કાયદેસર પ્રક્રિયાઓમાં સાથ-સહકાર વધારવો અને સાતત્યપૂર્ણ પ્રક્રિયા કરવી.
- જી-20 દેશોએ તમામ ભાગેડુ આર્થિક અપરાધીઓને વસવાટ કરવા માટે સુરક્ષિત ગણાતા દેશોમાં પ્રવેશ ન મળે એવી વ્યવસ્થા ઊભી કરવા સહિયારા પ્રયાસ કરવા જોઈએ.
- ભ્રષ્ટાચાર સામે સંયુક્ત રાષ્ટ્ર સંમેલન (યુએનસીએસી), આંતરરાષ્ટ્રીય સગંઠિત અપરાધ સામે સંયુક્ત રાષ્ટ્ર સંમેલન (યુએનઓટીસી), ખાસ કરીને “આંતરરાષ્ટ્રીય સાથ-સહકાર” સાથે સંબંધિત સિદ્ધાંતોનું સંપૂર્ણપણે અને અસરકારક રીતે પાલન કરવું જોઈએ.
- એફએટીએફએ આંતરરાષ્ટ્રીય સ્તરે સાથ-સહકાર સ્થાપિત કરવા પ્રાથમિકતા આપવા અને તેના પર ધ્યાન કેન્દ્રિત કરવા અપીલ કરવી જોઈએ, જે સક્ષમ સત્તામંડળો અને એફઆઇયુ વચ્ચે સમયસર અને વિસ્તૃતપણે માહિતીનું આદાન-પ્રદાન કરવા તરફ દોરી જશે.
- એફએટીએફએ ભાગેડુ આર્થિક અપરાધીઓની પ્રમાણભૂત પરિભાષા બનાવવાની કામગીરી કરવી જોઈએ.
- એફએટીએફએ સ્થાનિક કાયદાનાં સંબંધમાં જી-20 દેશોને માર્ગદર્શન પ્રદાન કરવા અને સહાય કરવા ભાગેડૂ આર્થિક અપરાધીઓની ઓળખ કરવા, એમનું પ્રત્યાર્પણ કરવા અને ન્યાયિક કાર્યવાહી કરવા સાથે સંબંધિત સામાન્ય સંમત અને પ્રમાણભૂત પ્રક્રિયાઓ સ્થાપિત કરવી જોઈએ.
- પોતાનાં અનુભવો વહેંચવા અને શ્રેષ્ઠ કામગીરી કરવા માટે સામાન્ય મંચ સ્થાપિત કરવો, જેમાં સફળતાપૂર્વક પ્રત્યાર્પણનાં કેસો, પ્રત્યાર્પણની હાલની વ્યવસ્થામાં રહેલી ખામીઓ અને કાયદેસર સહાય વગેરે સામેલ થાય.
- પોતાના દેશમાં કરવેરાનું ઋણ ધરાવતા આર્થિક અપરાધીઓ પાસેથી એની વસૂલાત કરવા અન્ય દેશોમાં એમની મિલકતો શોધવાની કામગીરી શરૂ કરવા જી-20 મંચે વિચાર કરવો જોઈએ.