ક્યારેય મિજાજ ગુમાવતા નથી

Published By : Admin | September 16, 2016 | 23:53 IST

નરેન્દ્ર મોદીની છાપ ભારે પરિશ્રમ લેનારી વ્યક્તિની છે. અને તે પોતાની ટીમ પાસેથી તેની ક્ષમતાની હદ સુધી કામ લે છે અને ટીમને એથી પણ વધુ આગળ ધપવાની પ્રેરણા પૂરી પાડે છે. પોતાની ટીમ ધાર્યું પરિણામ આપવામાં નિષ્ફળ નિવડે તો મોદી ગુસ્સે થતા હશે?  શું મોદી  ઉગ્ર સ્વભાવની વ્યક્તિ છે?

તા.31 ડિસેમ્બર, 2012ના રોજ  એવી રસપ્રદ પરિસ્થિતિ ઊભી થઈ, જે દ્વારા મોદી આવી સ્થિતિઓમાં  કેવો અભિગમ અપનાવે છે તેનો ખ્યાલ આવ્યો. અને આ પ્રસંગ હતો ભારતના કોઈ નેતા દ્વારા સૌ પ્રથમ ગૂગલ હેન્ગઆઉટનો. દુનિયામાં આ બાબતે ભારે ઉત્સુકતા પ્રવર્તતી હતી, પરંતુ બ્રોડકાસ્ટના સમયે જ ગુગલનું સર્વર ક્રેશ થઈ ગયું અને યુ ટ્યુબ ઉપર લાઈવ બ્રોડકાસ્ટ 45 મિનિટ પછી જ શરૂ થઈ શક્યું.

 

બ્રોડકાસ્ટ પૂરૂ થયું ત્યારે ગૂગલની ઈન્ટરનેશનલ ટીમને ઔપચારિક વાતચીત માટે મોદીની ઓફિસમાં બોલાવવામાં આવી. મોદી ચોકસાઈના આગ્રહી હોવાની પ્રતિષ્ઠા ધરાવતા હોવાથી ગુસ્સાનો સામનો કરવો પડે તેવી સ્થિતિ હતી. કોઈપણ ભારતીય રાજકારણી આવી સ્થિતિમાં કેવું વર્તન કરી શકે તેનો સામાન્ય ખ્યાલ ધરાવતી આ ટીમને સ્મિત કરતા મોદીને જોઈને સુખદ આશ્ચર્ય થયું અને તેમણે ભવિષ્યના આયોજનો તથા ભવિષ્યમાં આવી સ્થિતિ ઉદ્દભવે તો કેવું ટેકનોલોજીકલ અપગ્રેડેશન જરૂરી બને તે અંગે ચર્ચા કરી.  

આ માત્ર એક જ ઉદાહરણ નથી. મોદીનો મૂળભૂત સ્વભાવ એવો છે કે તે ક્યારેય મિજાજ ગૂમાવતા નથી, અત્યંત કપરા સંજોગોમાં પણ. આ વાત મોદી સાથે પરામર્શ કરનારા લોકો સ્વિકારે છે. તે ક્યારેય ઉગ્રતા દાખવતા નથી. પોતાની ટીમની વ્યક્તિ ધાર્યું પરિણામ આપવામાં નિષ્ફળ નિવડે તો તે આ તકનો લાભ લઈ અનુભવ દ્વારા શિખવાની તથા વિગતવાર આયોજનો કરીને હવે પછીથી તેનો અમલ કરવા સલાહ આપે છે. જ્યાં સુધી કશુંક શિખવાનો અભિગમ હોય તો મોદી તેમાં તમારે પક્ષે રહેશે.

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Mutual fund industry on a high, asset surges Rs 17 trillion in 2024

Media Coverage

Mutual fund industry on a high, asset surges Rs 17 trillion in 2024
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
વડાપ્રધાન મોદીનો હૃદયસ્પર્શી પત્ર
December 03, 2024

દિવ્યાંગ કલાકાર દિયા ગોસાઈ માટે સર્જનાત્મકતાની એક ક્ષણ જીવનને બદલી નાખનાર અનુભવમાં ફેરવાઈ ગઈ. 29મી ઓક્ટોબરે પીએમ મોદીના વડોદરા રોડ-શો દરમિયાન, તેણીએ વડાપ્રધાન મોદી અને સ્પેન સરકાર ના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી પેડ્રો સાંચેઝ ને સ્કેચ ભેટ કર્યા.બંને નેતાઓએ તેણીની હૃદયપૂર્વકની ભેટને અંગત રીતે સ્વીકારવા માટે બહાર નીકળ્યા, તેણીને ખૂબ આનંદ થયો.

અઠવાડિયા પછી, 6ઠ્ઠી નવેમ્બરે, દિયાને વડાપ્રધાન તરફથી એક પત્ર મળ્યો જેમાં તેણીની કલાકૃતિની પ્રશંસા કરવામાં આવી હતી અને શેર કરવામાં આવ્યું હતું કે કેવી રીતે મહામહિમ શ્રી સાંચેઝે તેની પ્રશંસા કરી હતી. વડાપ્રધાન મોદીએ તેમને "વિકસિત ભારત"ના નિર્માણમાં યુવાનોની ભૂમિકામાં વિશ્વાસ વ્યક્ત કરીને સમર્પણ સાથે લલિત કળાને આગળ ધપાવવા પ્રોત્સાહિત કર્યા. તેમણે તેમના અંગત સ્પર્શને દર્શાવતા તેમના પરિવારને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ પણ આપી

આનંદથી અભિભૂત દિયાએ તેના માતાપિતાને પત્ર વાંચ્યો, જેઓ ખુશ હતા કે તેણીએ પરિવાર માટે આટલું મોટું સન્માન અપાવ્યું છે. દિયાએ કહ્યું કે "મને આપણા દેશનો એક નાનકડો ભાગ હોવાનો ગર્વ છે. મોદીજી, મને તમારો પ્રેમ અને આશીર્વાદ આપવા બદલ તમારો આભાર," તેણી કહ્યું કે પીએમ તરફથી પત્ર પ્રાપ્ત થવાથી તેણીને જીવનમાં હિંમતભેર પગલાં લેવા અને સશક્તિકરણ કરવા માટે અને બીજાને પણ એવું કરવા માટે ખૂબ પ્રેરણા મળી.

વડાપ્રધાન મોદીનું આ પગલું દિવ્યાંગોને સશક્તિકરણ અને તેમના યોગદાનને માન્યતા આપવા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. સુગમ્ય ભારત અભિયાન જેવી અસંખ્ય પહેલોથી માંડીને દિયા જેવા વ્યક્તિગત જોડાણો સુધી, તે ઉત્થાન અને પ્રેરણા આપતાં રહે છે,અને સાબિત કરે છે કે દરેક પ્રયત્નો ઉજ્જવળ ભવિષ્યને ઘડવામાં મહત્ત્વપૂર્ણ છે.