શ્રી એલ. કે. અડવાણીના હસ્તે I I T R A M યુનિક ટેકનીકલ યુનિવર્સિટીનું લોકાર્પણ
સાબરમતી રિવરફ્રંટ ડેવલપમેન્ટ પ્રોજેકટ અંતર્ગત રૂા. ૧૮ કરોડના ખર્ચે બે આધુનિક ગાર્ડનોના લોકાર્પણ
I I T R A M : શ્રેષ્ઠેત્તમ શિક્ષણ દ્વારા ઉજ્જવળ ભાવિની ગુજરાતની દિશા દર્શક પહેલ બની છેઃ લાલકૃષ્ણ અડવાણી
મુખ્ય મંત્રીશ્રીના વિઝનરી નેતૃત્વમાં ગુજરાતે સર્વાંગી વિકાસ અને સર્વજન હિતાયની નવી વૈશ્વિક પરિભાષા ઉભી કરી છેઃ પૂર્વ નાયબ પ્રધાન મંત્રીશ્રી
મુખ્ય મંત્રીશ્રી : આધુનિક ટેકનોલોજીના સશક્ત સ્કીલ મેનપાવરથી સશક્ત રાષ્ટ્રનું નિર્માણ કરવાની પહેલ ગુજરાતે કરી છે
દુનિયા એક જ ભાષા સમજે છે - દેશની શક્તિ અને સામર્થ્યીની
ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિશેષ ઉપસ્થિતિમાં પૂર્વ નાયબ વડાપ્રધાન અને સંસદસભ્યી શ્રી એલ. કે. અડવાણીએ પૂર્વ અમદાવાદમાં આધુનિક ઇજનેરી શિક્ષણની વિશિષ્ઠ યુનિવર્સિટી તરીકે આકાર લઇ રહેલી IITRAM નું આજે લોકાર્પણ કર્યું હતું. ઇન્ટીટયુટ ઓફ ઇન્ફ્રા સ્ટ્રકચર ટેકનોલોજી, રિસર્ચ એન્ડ મેનેજમેન્ટની આ વિશિષ્ઠ યુનિવર્સિટીની ગુજરાત સરકારે વિધાનસભામાં ખાસ અધિનિયમથી સ્થાપના કરી છે. IITRAM નું યુનિવર્સિટી ભવન રૂા. ૭૦ કરોડના ખર્ચે તૈયાર થયું છે અને પાંચ એકર જેટલા વિસ્તા્રમાં ૧૯,૬૦૬ ચો.મી.નું યુનિવર્સિટી પરિસર વિકસાવવામાં આવ્યું છે.
પૂર્વ નાયબ વડાપ્રધાન અને વરિષ્ઠ સાંસદ શ્રી એલ. કે. અડવાણીએ અમદાવાદના સાબરમતી રિવરફ્રંટ ડેવલપમેન્ટ પ્રોજેકટ અન્વયે નદીના પૂર્વ અને કિનારે રૂા. ૧૮.૪૬ કરોડના ખર્ચે તૈયાર થયેલા બે આધુનિક ગાર્ડન રિવરફ્રંટ પાર્કના લોકાર્પણ મુખ્ય મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં કર્યા હતા.
મુખ્ય્ મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું છે કે, લોકતંત્રમાં જનતાની ઇચ્છા્ જ સર્વોપરી છે અને છતાં રાજકીય આટાપાટા ખેલીને જનતાની ઇચ્છા્પૂર્તિ કરનારી જનતાએ ચૂંટેલી ગુજરાત સરકારને હેરાન પરેશાન કરવા કેન્દ્રંની સરકારે કેટકેટલા ષડયંત્રો કર્યા છે તેનું દ્રષ્ટાંત આ IITRAM યુનિવર્સિટી છે. તેમણે સવાલ કર્યો હતો કે, કોણ સર્વોપરી છે? છ કરોડની ગુજરાતની જનતા કે કેન્દ્રની સરકાર ? કેન્દ્ર ની સરકાર જનતાનો અવાજ દબાવી રહી છે અને તેથી ર૦૧૪માં પરિવર્તન આવવાનું જ છે.
વૈશ્વિક સ્પ્ર્ધાના યુગમાં કોઇપણ દેશે વૈશ્વિક સંદર્ભમાં વિકાસનો વિચાર કરી આપણું સ્થાન ઉભું કરવું પડે, એક રૂતબો ઉભો કરવો પડે તેમ જણાવી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ દુનિયા એક જ ભાષા સમજે છે જે તમારી શક્તિ અને સામર્થ્યનો માપદંડ છે તેની ભૂમિકા આપી હતી.
વિશ્વમાં શક્તિસંપન્ન બનવા મીલીટરી પાવર કરતા પણ નોલેજ પાવર-જ્ઞાન શક્તિ્નું સામર્થ્ય વધુ તાકાતવાન છે એમ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું.
અમદાવાદનો વિકાસ પસ્ચિમ થાય તો તે અસંતુલિત શહેરી વિકાસ ગણાય તે હકીકત ધ્યાનનમાં રાખીને પૂર્વ વિભાગનો પણ વિકાસ આ સરકારે કર્યો છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.
સશક્ત માનવબળ જ સશક્ત રાષ્ટ્રનું નિર્માણ કરશે, તેમ જણાવી મુખ્ય મંત્રીશ્રીએ યુનિવર્સિટી કાર્યકાળમાં ૧૮૦૦ વર્ષ સુધી હિન્દુાસ્તાનનો રૂતબો રહયો પણ ૮૦૦ વર્ષના ગુલામીકાળ ખંડમાં આપણે જ્ઞાનનું ગૌરવ વિસરી ગયા. હવે ર૧મી સદીમાં જ્ઞાનશક્તિીને હિન્દુસ્તાનની યુવાશક્તિ સાકાર કરશે.
મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, આજે વિકાસમાં માળખાકીય સુવિધા વિકાસનું મહાત્ય્ત્ર આખી દુનિયાએ સ્વીકારી લીધું છે. ભારતમાં પ્રાઇવેટ ઇન્વેસ્ટ્મેન્ટ્ મહદઅંશે ઇન્ફ્રાસ્ટ્રકચર સેકટરમાં થયું છે. દશમી યોજનાનું રૂા. નવ લાખ કરોડનું ખાનગી મૂડીરોકાણ ૧રમી યોજનામાં પ૦ લાખ કરોડ ઉપર પહોંચવાનું છે ત્યારે આના માટે વિશાળ સ્કીલ ટેકનીકલ મેનપાવરની જરૂર ઉભી થવાની છે. સમયની માંગ છે કે ઇન્ફ્રાસ્ટ્રકચર સેકટર દ્વારા રાષ્ટ્ર ના નિર્માણમાં ટેકનીકલ સ્કીલ ધરાવતા મેનપાવરની આવશ્યરકતા ધ્યા્નમાં લઇ ગુજરાતે આગવી પહેલ કરી છે. રાજ્યમાં ૧૧ યુનિવર્સિટી હતી. આજે ૪ર યુનિવર્સિટી છે. દશ વર્ષ પહેલાં ૧૩,૦૦૦ ઇજનેરી બેઠકો હતી. આજે ડિગ્રી, ડિપ્લો્મા સાથે ૧.૪પ લાખ ઇજનેરી બેઠકો છે.
ભૂતકાળમાં સ્કીલ મેનપાવર તૈયાર કરવામાં જે ઠાગાઠૈયા થયેલા તેના કારણે આ પડકાર આપણી સમક્ષ આવ્યો છે. દેશમાં ખૂબ ઝડપથી શહેરીકરણ થઇ રહ્યું છે ત્યારે વિકાસના માળખાકીય સુવિધા માટે કેટલો વિશાળ ટેકનીકલ મેનપાવર જરૂરી બનવાનો છે તેની રૂપરેખા શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપી હતી.
સમાજજીવનની આકાંક્ષાઓની પૂર્તિ માટે ગુજરાતે જ્ઞાનશક્તિ ઉપર ધ્યાન કેન્દ્રીત કરીને IITRAM જેવી ઇજનેરી યુનિવર્સિટી શરૂ કરી છે. પરંતુ આ યુનિવર્સિટી માટે ફેબ્રુઆરી-ર૦૧રમાં વિધાનસભામાં વિધેયક પસાર કર્યું તેને રાજ્યપાલશ્રીએ વાંધા વચકા કાઢીને પરત મોકલેલું અને ફરીથી સપ્ટેમ્બુર-ર૦૧રમાં વિધાનસભામાં પસાર કરી પરત મોકલ્યું ત્યારે પણ રાજ્યપાલશ્રીએ પાંચ મહિના રાખીને પછી માર્ચ-ર૦૧૩માં મંજૂર કર્યું તેથી આ યુનિવર્સિટી એક વર્ષ મોડી શરૂ થઇ છે, એમ તેમણે જણાવ્યું હતું.
ગાંધીનગર મત ક્ષેત્રના સાંસદ અને પૂર્વ નાયબ વડાપ્રધાન શ્રી લાલકૃષ્ણ અડવાણીજીએ વિશ્વભરમાં શ્રેષ્ઠપત્તમ શિક્ષણ સવલતોને ગુજરાતને આંગણે ઉતારવાનું શ્રેય મુખ્ય મંત્રીશ્રીના વિઝનરી નેતૃત્વને આપ્યું હતું.
શ્રી અડવાણીજીએ સવિશેષ જણાવ્યું હતું કે, આ સંસ્થાત મૂળતઃ શિક્ષણમાં માળખાકીય સવલતો સંશોધન અને વ્યવસ્થાપનના ઉદ્દેશોને પાર પાડનારી વિશેષ સંસ્થાત આવનારી નવી પેઢી માટે બની રહેવાની છે અને સમગ્ર દેશમાં આ પ્રકારની સંસ્થાશ દ્વારા શિક્ષણ આપવાની પહેલ ગુજરાતે કરીને એક નવો દિશા નિર્દેશ આપ્યો છે.
ગુજરાતે મુખ્ય મંત્રીશ્રીના નેતૃત્વમાં સર્વાંગી વિકાસની આગવી ઓળખ વિશ્વમાં બનાવવા સાથે નગર સુખાકારી અને શહેરી સવલતો સાથોસાથ શિક્ષણના નવા ઉન્મેષો પાછલા એક દશકમાં અપનાવી સુશાસન અને ‘‘સર્વજન હિતાય - સર્વજન સુખાય''નો નવો અધ્યાય રચ્યો છે તેની પ્રસંશા શ્રી અડવાણીજીએ કરી હતી.
ગુજરાતે શિક્ષણની આ બહુવિધ સહુલિયત પૂરી પાડતી IITRAM દ્વારા સમયાનુકુલ પરિવર્તનોનો પ્રવાહ પારખીને ભવિષ્યની ઉજ્જવળ પેઢીના નિર્માણની ઇંટ મુકી છે જે દેશના યુવાધનને વિશ્વકક્ષાએ ઝળકાવશે જ તેવો વિશ્વાસ લાલકૃષ્ણ અડવાણીજીએ વ્યકત કર્યો હતો.
શ્રી લાલકૃષ્ણ અડવાણીએ કેન્દ્ર્ની વર્તમાન સરકાર અને ભૂતકાળની કોંગ્રેસી સરકારોએ દેશમાં શિક્ષણની અવદશા કરીને યુવાધનને શ્રેષ્ઠત્તમ શિક્ષણથી વંચિત રાખ્યા તેનો ઉલ્લેખ કરી અટલજીની ભાજપા સરકારે દેશહિત માટે લીધેલા નિર્ણયોની ભૂમિકા આપી હતી.
ગુજરાતમાં મુખ્ય્ મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શિક્ષણ સુધારણા સાથે વિશ્વકક્ષાનું શિક્ષણ ગુજરાતના યુવાનોને પુરું પાડવા ઘરઆંગણે જે સવલતો ઉપલબ્ધ કરી છે તે આવનારા દિવસોમાં તેમના જ સક્ષમ નેતૃત્વ માં દેશભરમાં તેનું ફલક વિસ્તારે તેવી અપેક્ષા પણ શ્રી અડવાણીજીએ વ્યકત કરી હતી.
IITRAM ના ચેરમેન અને ટોરેન્ટ ઉદ્યોગ જૂથના અધ્યક્ષ શ્રી સુધીર મહેતાએ પ્રારંભમાં સૌનું સ્વાગત કરતાં આ નવતર ઇન્ટીટયુટની વિષય વસ્તુઓની ભૂમિકા પ્રસ્તુત કરી હતી.
વર્તમાન અને ભાવિ પેઢીને વિશ્વકક્ષાની શ્રેષ્ઠત્તમ માળખાકીય ઇજનેરી-તાલીમ અને વ્યાવસ્થાપન શિક્ષણ સુવિધા પૂરી પાડનારી આ સંસ્થા સ્ટેટ ઓફ આર્ટ બની રહેશે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.
આ પ્રસંગે માર્ગ-મકાન, મહેસુલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ, શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રિસિંહ ચુડાસમા, રાજ્ય મંત્રીઓ શ્રી પ્રદીપસિંહ જાડેજા, શ્રીમતી વસુબેન ત્રિવેદી, સાંસદ શ્રી હરિન પાઠક, ર્ડા. કિરીટ સોલંકી તથા અમદાવાદ શહેરના ધારાસભ્યો, મહાનગરના મેયર શ્રીમતી મિનાક્ષીબેન, નગર સેવકો તથા શિક્ષણ જગતના અગ્રણીઓ, શિક્ષણ અગ્ર સચિવ શ્રી આનંદ મોહન તિવારી, કમિશનર ર્ડા. જયંતિ રવિ, મહાપાલિકા આયુકત મહાપાત્રા સહિત આમંત્રિતો, નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.