સીમા સુરક્ષાદળ આયોજિત પ્રવાસે આવેલી કન્યાઓ ગુજરાતથી પ્રભાવિત
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સૌજ્ન્ય મૂલાકાત આજે જમ્મુ અને કાશ્મીરની માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી ર૦ જેટલી વિદ્યાર્થીનીઓએ લીધી હતી. આ શાળા અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ સીમા સુરક્ષાદળના ઉપક્રમે જમ્મુ-કાશ્મીરથી 'ભારત-દર્શન' પ્રવાસ કરી રહી છે અને ગુજરાતના વિવિધ સ્થળોનો પ્રવાસ કરી, વિધાનસભાની કાર્યવાહી નિહાળ્યા બાદ બપોરે શ્રી નરેન્દ્રભાઇ મોદીને મળી હતી અને ગુજરાતની પ્રગતિથી પ્રભાવિત થયાની અનુભૂતિ વ્યકત કરી હતી.
લઘુમતી સમાજની આ વિદ્યાર્થીનીઓ જમ્મુ-કાશ્મીરના વિવિધ જિલ્લાઓની શાળાઓમાં અભ્યાસ કરી રહી છે અને ભારત-દર્શન પ્રવાસ તથા વિશેષ કરીને ગુજરાત-દર્શનની મૂલાકાતો દરમિયાન રાજ્યની શાંતિ અને પ્રગતિ જાણીને ખૂબ પ્રભાવિત થઇ હતી અને મુખ્યમંત્રી સાથે પ્રશ્નોત્તરી કરી હતી.
આ પ્રસંગે બોર્ડર સિકયોરિટી ફોર્સના વરિષ્ઠ અફસરો પણ ઉપસ્થિત હતા.