સફળ કિડની પ્રત્યારોપણથી સુરતના શ્રી સંદિપકુમાર અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની વિદ્યાર્થીની તાહિરાને નવજીવન મળ્યું :- મુખ્યમંત્રીશ્રીએ દીર્ધાયુની શુભકામના પાઠવી
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીની આજે સુરતના રત્નકલાકાર પરિવારના બ્રેઇન ડેડ ગૃહિણી મંજૂલાબેન ઢોલાના કિડની અંગ દાનથી નવજીવન પ્રાપ્ત કરનારા શ્રી સંદિપકુમાર તથા અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની પી.એચ.ડી.ની વિદ્યાર્થીની તાહિરાએ શુભેચ્છા મૂલાકાત લીધી હતી.
સામાન્ય પરિવારના ગૃહિણીના અંગદાનથી અમદાવાદની ઇન્ટીનીટયૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડર રિસર્ચ સેન્ટથર દ્વારા સફળ કિડની પ્રત્યારોપણ પામેલા શ્રી સંદિપકુમાર તથા લઘુમતિ કોમની યુવતિ તાહિરાએ ગુજરાતના આ સમાજ સંસ્કારથી પ્રભાવિત થયા હોવાનો હર્ષ મુખ્યમંત્રીશ્રી સમક્ષ વ્યકત કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ શ્રી સંદિપકુમાર તથા સુશ્રી તાહિરાને સ્વાસ્થ્ય પ્રદ દીર્ધાયુની શુભેચ્છાશઓ પાઠવી હતી.