વિક્રમ સંવત – ૨૦૭૦ના પ્રારંભ દિને ગુજરાતના મુખ્યમંત્રીશ્રીની સૌ ગુજરાતીઓને શુભકામનાઓ
દિપાવલીનું પર્વ દેશવાસીઓ માટે ઉજાસની ઉર્ધ્વેગતિનું પર્વ બને – મુખ્યમંત્રીશ્રીસામાન્ય નાગરિકો સહિત વિશાળ જનસમૂદાયે નૂતનવર્ષ મંગલ કામનાઓ પાઠવી
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિક્રમ સંવત ૨૦૭૦ના પ્રારંભ દિવસે વિશ્વભરમાં પથરાયેલા સૌ ગુજરાતીઓને નૂતન વર્ષના અભિનંદન પાઠવ્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર દેશવાસીઓને દિપાવલીના પાવન પર્વની શુભકામનાઓ પણ પાઠવી છે અને અંધકારથી પ્રકાશ તરફનું આ પર્વ સૌના જીવનમાં ઉર્ધ્વુગતિનો પ્રકાશ રેલાવશે તેવી મનોકામના તેમણે કરી છે.
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી અમદાવાદ શહેરના નગરદેવી ભદ્રકાળી માતાના મંદિરે દર્શનાર્થે ગયા હતા અને અમદાવાદ સરકીટ હાઉસ ખાતે પ્રજાજનો સાથે નવ વર્ષ શૂભકામનાઓની આપ-લે કરી હતી.
મુખ્યમંત્રીશ્રીને નૂતનવર્ષ શુભકામનાઓ પાઠવવા આજે સમાજના વિવિધ વર્ગોના અગ્રણીઓ, વરિષ્ઠત સનદી અને પોલીસ અધિકારીઓ, મંત્રીશ્રીઓ, ધારાસભ્યો, નગરસેવકો તેમજ પદાધિકારીઓ અને સામાન્ય નાગરિકોએ અપ્રતિમ પ્રતિસાદ દર્શાવ્યો હતો.
Narendra Modi offers prayers at Ahmedabad’s Bhadrakali Temple