ગુજરાત અને સિંગાપોર વિકાસના વ્યાપક ફલક ઉપર સહભાગીતા માટે પ્રતિબધ્ધ
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સૌજ્ન્ય મૂલાકાત આજે સિંગાપોરના વ્યાપાર અને ઉદ્યોગ મંત્રીશ્રી એસ. ઇશ્વરનના નેતૃત્વમાં આવેલા સિંગાપોર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ઉચ્ચકક્ષાના ડેલીગેશને લીધી હતી અને સિંગાપોર તથા ગુજરાત વચ્ચે વ્યાપક ફલક ઉપર સહભાગીતાના ક્ષેત્રો વિકસાવવા વિગતવાર પરામર્શ કર્યો હતો.
ગુજરાત જે રીતે આધુનિક વિકાસની હરણફાળ ભરીને ટેકનોલોજી, ફાર્માસ્યુટીકલ્સ, પોર્ટ ડેવલપમેન્ટ, અર્બન ડેવલપમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રકચર તથા પેટ્રોકેમિકલ્સ, એનર્જી, પાવર, વોટર મેનેજમેન્ટમાં નવી પહેલ સાથે અમાપ આગળ વધી રહયું છે ત્યારે સીંગાપોર સરકાર અને સીંગાપોરની કંપનીઓ ગુજરાતમાં મેડીકલ ટેકનોલોજી, ઇલેકટ્રોનિક ટેકનોલોજી, અર્બન ગવર્નન્સ, પોર્ટ-સિટી નિર્માણ, અર્બન હાઉસીંગ, રાજ્યના પ૦ શહેરોમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ એન્ડ વોટર ટ્રીટમેન્ટ રિસાઇકલીંગ ટેકનોલોજી, એફલુઅન્ટ વોટર ટ્રીટમેન્ટ, પેટ્રોલીયમ એનર્જી અને પોર્ટ ડેવલપમેન્ટના ક્ષેત્રોમાં ગુજરાત સાથે પરસ્પર ભાગીદારી માટે તત્પર છે તેમ સિંગાપોરના કેબીનેટ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
સિંગાપોર પૂર્વ પ્રધાનમંત્રીશ્રી (Mr. GOH CHOK TONG) ગોહ ચોક તોંગ સાથેના મૈત્રીપૂર્ણ સંસ્મરણો સાથે મુખ્યમંત્રીશ્રીએ આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-ર૦૧પમાં કન્ટ્રી પાર્ટનર બનવા સિંગાપોર સરકારને આમંત્રણ આપ્યું હતું શ્રીયુત એસ. ઇશ્વરને પણ સિંગાપોરની મૂલાકાત શ્રી નરેન્દ્રભાઇ મોદીને આમંત્રણ આપ્યું હતું.
આ પ્રસંગે સિંગાપોરના મંત્રીશ્રી સાથે હાઇકમિશ્નર શ્રીયુત લીમ થુઆન કુઆન (Mr. LIM THUAN KUAN), કોન્સલ જનરલ અને અગ્રણી કંપનીઓના સંચાલકો ઉપસ્થિત હતા.
ગુજરાત સરકારના ઉદ્યોગના અધિક મુખ્ય સચિવશ્રી એમ. શાહુ, અધિક મુખ્ય સચિવ(પોર્ટ) શ્રી એસ. કે. દાસ, ઇન્ડેક્ષ-બી ના મેનેજિંગ ડિરેકટરશ્રી બી. બી. સ્વેન તથા મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવશ્રી અરવિંદ શર્મા પણ બેઠકમાં ઉપસ્થિત હતા.