ગુજરાતના મુખ્યમંત્રીશ્રી અને ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારતીય ક્રિકેટર સચિન તેંદુલકરને જાહેર થયેલા ભારતરત્ન એવોર્ડ સન્માન માટે અભિનંદન પાઠવ્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ સચિન તેંદુલકરને મળેલુ આ સન્માન ક્રિકેટ જગતમાં તેના ઉત્કૃષ્ટ પ્રદાનનું યથોચિત સન્માન છે તેમ પોતાના ટવીટર ઉપર જણાવ્યું છે.
પ્રસિધ્ધ વૈજ્ઞાનિક સી.એન.આર. રાવને ભારતરત્ન સન્માન માટે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીના અભિનંદન
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રસિધ્ધ વૈજ્ઞાનિક પ્રા. સી. એન. આર. રાવને ભારતરત્ન સન્માન મળવા અંગે અભિનંદન પાઠવતાં આનંદની લાગણી વ્યકત કરી છે.