મધ્ય પ્રદેશની વિશાળ જનસભાઓમાં ગુજરાતના મુખ્યમંત્રીશ્રીનો વડાપ્રધાનને સીધો સવાલ- દેશનું રાજનૈતિક સ્તર નીચે લઇ જવાનું પાપ લોકતાંત્રિક સરકારને નોનસેન્સી કહેનારા શહેજાદાએ કર્યું છે કે ભાજપા એ... જવાબ આપો
Watch : Shri Narendra Modi addressing a Public Meeting in Bhopal, Madhya Pradesh
ભારતીય જનતા પાર્ટીના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ કોંગ્રેસની સરકારો એ 'ભાગલા પાડો અને રાજ કરો' ની નીતિ અપનાવીને ભારતની એકતાને જાતિવાદ-સંપ્રદાય-ધર્મ-કોમના નામે તોડવાની જ રાજનીતિ કરી છે તેવા આકરાં સરસંધાન મધ્યપ્રદેશની છત્તરપૂર, સાગર અને ગૂનાની જનસભાઓમાં સાધ્યા હતા.
શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીઓના ઝંઝાવાતી પ્રચાર અભિયાનમાં આજે એક જ દિવસમાં ચાર વિશાળ જનસભાઓને સંબોધન કરતાં આહ્વાન કર્યું કે, પોકળ વચનો અને જુઠ્ઠા વાયદાઓથી સત્તા મેળવનારી કોંગ્રેસના કુશાસનને જાકારો આપવાનો સમય હવે પાકી ગયો છે.
ગુજરાતના મુખ્ય મંત્રીશ્રીએ કોંગ્રેસની પરિવારભકિતને આડે હાથે લેતાં એમ પણ કહયું કે, પ્રધાનમંત્રીશ્રી દેશના રાજનૈતિક સ્તરને નીચે લઇ જવાનો દોષ ભાજપા પર ઢોળે છે, પરંતુ પ્રધાનમંત્રી પદની ગરિમા અને લોકતાંત્રિક માર્ગે ચૂંટાયેલી તેમની જ સરકારના નિર્ણયને નોનસેન્સ કહીને કોંગ્રેસ ઉપપ્રમુખ રાહુલ બાબાએ જે આબરૂ ધૂળધાણી કરી છે. તેની સામે કેમ હરફ સુધ્ધાં ઉચ્ચારી શકતા નથી? પ્રધાનમંત્રીને તેમણે સવાલ કર્યો કે રાજનૈતિક સ્તર અને ભાષા કોણ નીચે લઇ ગયું તે જવાબ આપ આપી શકશો ખરા?
તેમણે કોંગ્રેસના પ્રધાનમંત્રી તથા રાષ્ટ્રીકય નેતાઓને પડકાર કર્યો હતો કે જો ચૂંટણીઓ લડવી હોય તો વિકાસના મૂદે રણમેદાનમાં ભાજપા સરકારોનો મૂકાબલો કરવો જોઇએ. મિડીયાના સહારે અને શાસનના જોર-જુલ્મો થી ભાજપા સરકારોને દબાવવાની કૂટ રાજનીતિથી જનતાની આંખમાં ધૂળ ઝોંકી શકાશે નહીં તે તેમણે સમજી લેવું પડશે.
શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ રાહુલ ગાંધીએ ભાજપાને 'ચોર' કહી તેની સામે તાતા તીર તાકતાં જનતા જનાર્દનને સીધો સવાલ કર્યો કે ભાજપા 'ચોર' હોય તો અમે શું ચોરી કરી છે? જનતાએ એકી અવાજે ભાજપા ચોર નથી નો નારાભેદી જવાબ વાળતાં તેમણે આક્રોશપૂર્વક કહયું કે, તમામ કોંગ્રેસીઓની ઊંઘ હરામ કરવાની ચોરી કરવાનું આળ અમને મંજૂર છે પરંતુ જનતાના દિલો-દિમાગમાં ભાજપા અને કમળનું જે સ્થાન છવાઇ ગયું છે તે તમે ચોર કહો કે ગમે તે કાવાદાવાં કરો એ સ્થાન તમે છિનવી શકવાના નથી જ.
Watch : Shri Narendra Modi addressing a Public Meeting in Chhatarpur, Madhya Pradesh
મધ્ય્પ્રદેશની વિકાસયાત્રા ભારતીય જનતા પાર્ટીના શિવરાજસિંહજીના નેતૃત્વમાં અવિરત આગળ વધી રહી છે અને જનતાએ ફરી એકવાર ભાજપાને જ સત્તા સોંપવાનું મન બનાવી લીધું છે તેનો સ્પષ્ટ નિર્દેશ આપતાં ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, પોતાની હાર સામી ભીંતે ભાળી ગયેલા કોંગ્રેસીઓ આ ચુંટણીઓમાં એન્ટી વેવ ચાલશે તેવા જુઠ્ઠાણાને અપપ્રચાર ફેલાવે છે. આ ચુંટણીઓ ભાજપા માટે એન્ટી નહીં પ્રો-ઇન્કમ્બબન્સીની આંધિ ફૂંકનારી બનશે અને દિલ્હીવની કોંગ્રેસી સરકારના સૂપડાં સાફ કરીને જ જંપશે તેવો જનતાનો મિજાજ પરખાઇ ગયો છે તેમ તેમણે ઉમેર્યું હતું.
શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ મોંઘવારી, ભ્રષ્ટા્ચાર, બેરોજગારી તમામ ક્ષેત્રોમાં માઝા મૂકી રહેલી કોંગ્રેસે માત્ર સત્તા ખાતર સાઠમારીના વરવા ખેલ ખેલ્યા છે તેમ આક્રોશપૂર્વક જણાવતાં કહયું કે, પોતાના કાર્યકાળનો હિસાબ જનતાને આપવામાં એટલે જ આ કોંગ્રેસ સરકાર નામુકર ગઇ છે કે તેમણે એવું કોઇ કામ નથી કર્યું જેનો હિસાબ જનતા જનાર્દન સમક્ષ ખૂલ્લી કિતાબ જેમ આપી શકે.
ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકારોએ ગરીબ કલ્યાણલક્ષી કાર્યક્રમો અને વિકાસના તમામ પેરામિર્ટસમાં અગ્રેસર રહીને સુશાસનની નવી દિશા બતાવી છે જે આગામી ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ જનમત સાથે રાજતિલક કરાવશે અને જનતા જનાર્દનના અભૂતપૂર્વ સમર્થનથી ભાજપા સરકાર દેશ આખાને સુશાસનની અનુભૂતિ કરાવશે તેવો વિશ્વાસ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપ્યો હતો.
Watch : Shri Narendra Modi addressing a Public Meeting in Guna, Madhya Pradesh
Photos : Public Meeting in Sagar, Madhya Pradesh