લોકશાહી અને લોકશક્તિની ભારતની વિશિષ્ટિ ઊર્જાનો સમન્વ્ય કરીને વિશ્વને માર્ગદર્શક ભારત નિર્માણ કરીએ
દિલ્હી પ્રવાસી ભારતીય દિવસ સમારોહ ગુજરાતના મુખ્ય મંત્રીશ્રીનું પ્રેરણાદાયી આહ્વાન
ર૦રરમાં આઝાદીના ૭પ વર્ષના અમૃત પર્વની શાનદાર ઉજવણી કરીએ- એવું સશક્ત હિન્દુસ્તાન બનાવીએ જેનાથી વિશ્વના પ્રત્યે્ક ભારતીયને ગૌરવ થાય
ર૦રર : એક ભારત - શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટેની દ્રષ્ટિવંત રૂપરેખા આપતા નરેન્દ્ર ભાઈ મોદી
ર૦૧પ : ગાંધીજી સ્વ્દેશ પરત આવ્યાનું શતાબ્દી વર્ષ : વિશ્વના ભારતીયોને- ભારતીય યુવા પેઢીને ભારત સાથે જોડવાની કાર્યયોજના કરીએ
ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ નવી દિલ્હીમાં યોજાઇ રહેલા પ્રવાસી ભારતીય દિવસના સમારોહમાં વિશ્વભરમાંથી આવેલા ભારતીય સમૂદાયને આગામી ર૦રરમાં સ્વરાજના આંદોલન પછી આઝાદીના ૭પ વર્ષથી ઉજવણીના અમૃત મહોત્સવના અવસરે વિશ્વને એક ભારત - શ્રેષ્ઠ ભારતના સામર્થ્યનો સાક્ષાત્કાર કરાવવાનું પ્રેરક આહ્વાન કર્યું હતું. આઝાદીના અમૃત પર્વના અવસરે ભારત વિકસીત રાષ્ટ્ર તરીકે એકતા વિકાસ અને વૈશ્વિક સ્પતર્ધામાં અગ્રેસર એવું સશક્તિ ભારત બનાવીને આપણે ભારત માતાના ઋણ સ્વીકારનું શ્રેષ્ઠ યોગદાન આપીશું એમ તેમણે નિર્ધારપૂર્વક જણાવ્યું હતું.
આઝાદીના અમૃત પર્વના પ્રેરણાત્મક ધ્યેય સાકાર કરવાની રૂપરેખા શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ આ પ્રમાણે આપી હતી.
- સહુને માટે પાયાની સવલતો- ગામથી શહેર સુધી- અમીર થી ગરીબ સુધી
- ગામો અને શહેરોમાં ગુણાત્મક જીવનધોરણ સુધારી ઝડપ, ન્યાય, કૌશલ્ય અને સ્માર્ટનેસનો વિનિયોગ
- કૃષિ સમૃદ્ધિ- ગ્રામીણ અર્થતંત્રને પ્રગતિ માટે
- યુવાશક્તિ્ને કાર્ય ઉત્પાદનમાં સશક્ત બનાવી પરિવર્તનના પ્રહરીની ભૂમિકા
- મહિલાશક્તિની સમાન ધોરણે ભાગીદારી - ગૃહિણીથી રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન
- સુદૃઢ ભૌતિક અને સામાજિક માળખાકીય સુવિધા - જે વૈશ્વિક પેરામીટર્સના બેંચમાર્ક ધરાવતું હોય
- ઉદ્યોગ-વેપારનું વૈશ્વિક સ્પર્ધામાં સશક્ત ક્ષેત્ર - જે ભારતની બ્રાન્ડ ઇમેજ સ્થાપિત કરે
- ઉત્પાદનો અને સેવાઓમાં આંતરરાષ્ટ્રીય માપદંડો - વિશ્વમાં સારા માપદંડોથી પણ ઉત્તમ
- નવીનતાસભર પહેલ અને ટેકનોલોજીનો સામાજિક અને આર્થિક વિકાસમાં વિનિયોગ - જે પરિવર્તન લાવી શકે
- વાઇબ્રન્ટ લોકશાહી - જનભાગીદારી સાથે વિકેન્દ્રીત લોકતંત્ર
- પ્રોએકટીવ પ્રો-પિપલ ગુડ ગવર્નન્સાને સંસ્થાગત ધોરણે વિકાસ
‘‘આવો આપણે સૌ હાથમાં હાથ મિલાવી સહૃદયતાથી એક ભારત શ્રેષ્ઠ ભારતના નિર્માણમાં જોડાઇએ'' આપણે એક જ રાષ્ટ્રહિત હોય, ઇન્ડિરયા ફર્સ્ટ્ - ભારત સર્વોપરી, એમ શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ જણાવ્યું હતું.
મુખ્ય મંત્રીશ્રીએ દિલ્હીમાં વિશ્વના વિવિધ દેશોના પ્રવાસી ભારતીયોના સમૂદાયોને ભારત નિર્માણની પ્રેરણા આપતાં જણાવ્યું કે, ગઇકાલે આપણા વડાપ્રધાનશ્રીએ દેશે નિરાશ થવાની જરૂર નથી, ઘણા સારા દિવસો આવી રહ્યા છે - તેનો સંકેત સ્પષ્ટ છે. મને પૂરો વિશ્વાસ છે કે આગામી ચાર- છ મહિનામાં ભારતમાં સારા દિવસો આવી રહ્યા છે.
શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, ભારતની મહાન સંસ્કૃતિની વિરાસત સાથે આપણો સંકલ્પ એ જ હોવો જોઇએ કે ભારતના સશક્ત વિકાસ માટે આપણી પાસે મજબૂત લોકશાહી (ડેમોક્રસી) અને વિરાટ જનશક્તિ (ડેમોગ્રાફીક)ની આંતરિક તાકાત છે. ભારતની યુવાશક્તિ વિકાસની ઊર્જાશક્તિ છે અને લોકતંત્રમાં જનશક્તિ ની વિકાસમાં ભાગીદારીથી જ આપણે માત્ર ભારતનું ઉજ્જવળ ભવિષ્ય જ નહીં, વિશ્વના વ્યાપક ફલકના ભાવિનું નિર્માણ કરી શકીશું.
ગુજરાતના મુખ્ય મંત્રીશ્રીએ વિશ્વમાં વસેલા ભારતીયોના ઇતિહાસની બે ઘટનાઓમાં સક્રિય યોગદાનનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, ૧૯૭પની કટોકટીના કલંકમાંથી લોકશાહીની પુનઃસ્થાપના માટે પ્રવાસી ભારતીય સમૂદાયોએ સંગઠ્ઠિત અવાજ દર્શાવેલો અને જયારે અટલબિહારી વાજપેઇજીએ પૂર્વ વડાપ્રધાનના તેમના શાસનમાં પોખરણમાં અણુવિસ્ફોટ કરીને એકેએક ભારતીયોનું સ્વાભિમાન જગાવેલું. આ બંને ઘટનાઓમાં ભારતીય લોકશક્તિની પ્રેરણા જોતા આગામી ર૦૧૪ની લોકસભાની ચૂંટણીઓમાં પણ લોકશાહીની શાન જાળવીને ચૂંટણી પ્રક્રિયામાં આપણું દાયિત્વ નિભાવીએ એમ શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ જણાવ્યું હતું.
સને ર૦૧૯માં ગાંધીજીની ૧પ૦મી જન્મજયંતી આવે છે તે સંદર્ભે ગાંધીજીના વિશ્વને માર્ગદર્શક સિદ્ધાંતોથી ભારતનું સામર્થ્યા પ્રસ્તુત કરવાનું આહ્વાન તેમણે કર્યું હતું.
મુખ્ય મંત્રીશ્રીએ આગામી ર૦૧પના વર્ષમાં મહાત્મા ગાંધીજી ૧૯૧પમાં દક્ષિણ આફ્રિકાથી સ્વદેશ આવેલા તેની શતાબ્દીનો અવસર આવી રહ્યો છે તેની શાનદાર ઉજવણી કરવા માટેની વિશેષ કાર્યયોજના ઘડવા ભારત સરકારને પ્રેરક સૂચન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, વિશ્વમાં ખૂણેખૂણે વસતા પ્રત્યેક ભારતીયનો સંપર્ક કરીને ભારત સાથે જોડવાનો પ્રયાસ થાય અને વિશેષ કરીને વિદેશમાં વસતા ૩પ વર્ષથી નીચેની ઉંમરના બધા જ યુવાનોને ભારત નિર્માણના ભાગીદાર બનાવવાની યોજના હાથ ધરાવી જોઇએ. ગુજરાત ર૦૧પના પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીનું યજમાન બનવા તત્પર છે, એમ તેમણે ફરીથી જણાવ્યું હતું.
બિનનિવાસી ભારતીયોને માત્ર ભારતમાં ડોલર-પાઉન્ડમમાં મુકી રોકાણ કરવા માટે આમંત્રણ આપવાની પરંપરામાંથી બહાર આવી મુખ્ય મંત્રીશ્રીએ વિશ્વમાં વસેલા ભારતીયોમાં અભિનવ કાર્ય સંસ્કૃીતિ, વૈશ્વિક દ્રષ્ટિકોણ, વિશાળ જ્ઞાન અને બૌદ્ધિક કૌશલ્યની સંપદા અને અનુભવોનું ભાથું છે તેને ભારતને શક્તિશાળી બનાવવામાં જોડવાની જરૂર છે.
શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વને માર્ગદર્શક એવું વિશાળ સામર્થ્ય ભારતની વિરાસતમાં છે તેની રૂપરેખા આપી જણાવ્યું કે, હવે દુનિયાના દેશો માત્ર દિલ્હીની કેન્દ્ર સરકાર ઉપર નિર્ભર નહીં રહેતાં રાજ્યો ની સરકારોસાથે સીધો સંપર્ક સેતુ પ્રસ્થાપિત કરે છે અને ભારતના ફેડરલ સ્ટ્રંકચરને આ પદ્ધતિ વધુ મજબૂત બનાવે છે. આના કારણે વિકાસમાં રોકાણવૃદ્ધિ અને વિકાસ માટેની રાજ્યો વચ્ચે તંદુરસ્તિ સ્પૃર્ધાનું વાતાવરણ ઉભું થશે જે રાજ્યો જ નહીં, ભારતના વિકાસનું બળ બનશે.
મુખ્ય મંત્રીશ્રીએ સરદાર પટેલના વિશ્વના સૌથી ઊંચાઇ ધરાવતા એકતાના સ્મારક ‘‘સ્ટેચ્યુ ઓફ યુનિટી''ના નિર્માણમાં ભારતમાં સરદાર પટેલની પૂણ્યતિથિએ દેશમાં પ૦ લાખ લોકો ૧૧૦૦ સ્થુળોએ ‘‘એકતાની દોડ''માં ભાગ લીધો અને વિશ્વવિક્રમ નોંધાવ્યો હતો. હવે વિશ્વભરના જુદા જુદા દેશોમાં નવી પેઢીમાં એકતાની પ્રેરણા ઉજાગર કરવા પ્રવાસી ભારતીયો ‘‘એકતાની દોડ''ના કાર્યક્રમો યોજે તેવું પ્રેરક સૂચન મુખ્ય મંત્રીશ્રીએ કર્યું હતું.
શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વભરના ભારતીયોને દૃઢ વિશ્વાસ સાથે જણાવ્યું કે, આપણે એવા સશક્તી હિન્દુસ્તાનનું નિર્માણ કરીશું જેના માટે પ્રત્યેક હિન્દુસ્તાની ગૌરવ અનુભવે.
ગુજરાતના મુખ્ય મંત્રીશ્રી સાથે વિવિધ પ્રવાસી ભારતીયોએ ભ્રષ્ટાચાર કાબુમાં લેવા અને આરોગ્યં, શિક્ષણ, યુવા રોજગારી, યુવાનોનો કૌશલ્યવર્ધન, પ્રવાસ અને આર્થિક પ્રગતિના ગુજરાતના સફળ આયામો જાણવામાં પ્રશ્નોત્તરી કરી હતી.
બપોરે ‘‘ગુજરાત સત્ર''ના વિશેષ સંવાદસત્રમાં મુખ્ય મંત્રીશ્રીની ઉપસ્થિતિએ પ્રવાસી ભારતીયોના ગુજરાતી સમૂદાયો જ નહીં, અન્ય રાજ્યોના પ્રવાસીઓએ પણ ખૂબ જ રસ દાખવ્યો હતો.
વિશેષ ગુજરાત સત્ર આ પ્રસંગે પ્રવાસન અને બિનનિવાસી ગુજરાતી વિભાગના રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહજી જાડેજા, સામાન્ય વહીવટ એન.આર.જી. વિભાગના અગ્ર સચિવ શ્રી પંકજકુમાર, ગુજરાતના નિવાસી કમિશનર શ્રી ભરતલાલ ઉપસ્થિત રહ્યા અને ‘‘ગુજરાત સત્ર''માં વિશ્વના પ્રવાસી ગુજરાતીઓને ગુજરાતના વિકાસમાં ભાગીદાર બનાવવાની કાર્યયોજનાની ભૂમિકા આપી હતી.
મુખ્ય મંત્રીશ્રીએ પ્રવાસી ગુજરાતીઓને વિકાસમાં ભાગીદારીની પ્રેરણા આપતાં જણાવ્યું કે, ગુજરાતની વિકાસયાત્રા ભારતના વિકાસના આધુનિક સશક્તિકરણમાં આગળ વધી રહી છે. ગુજરાતમાં શહેરીકરણ સમસ્યા નહીં, અવસરના રૂપમાં સ્વીકારીને છ નવા આધુનિક શહેરોનું નિર્માણ થઇ ર્યું છે. વૈશ્વિક અર્થતંત્રમાં ગુજરાતનો ૧૬૦૦ કિ.મી.નો સમુદ્રકિનારો ભારતની આર્થિક સમૃદ્ધિનું દ્વાર બની રહ્યો છે અને ગુજરાતના બંદરો વિશ્વ વેપારથી ધમધમી રહ્યા છે.
ગુજરાતે પ્રવાસનના વૈશ્વિક નકશામાં રણોત્સવ, નવરાત્રી ઉત્સવ અને પતંગોત્સવ સહિત રાજ્યના પ્રવાસન વૈભવથી અર્થતંત્ર અને રોજગાર વૃદ્ધિને ખૂબ પ્રોત્સાહક એવું સ્થાન મેળવી લીધું છે તેની રૂપરેખા આપી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રત્યેક ભારતીય પ્રવાસી પરિવાર વર્ષમાં બિન-ભારતીયોના દશ પરિવારોને ભારતદર્શન માટે પ્રેરિત કરે તો પણ ભારતમાં પ્રવાસન વિકાસને ખૂબ મોટી તાકાત મળશે તેવો અનુરોધ કર્યો હતો.
સોશ્યલ મિડીયાથી વિશ્વમાં વસતા પ્રવાસી ભારતીય પરિવારો સ્વાન્ત સુખાય ભારત સાથે જોડાઇ શકે છે અને માતૃભૂમિ વતન માટે પોતાનું ઋણ અદા કરી શકે છે, એમ સંવેદનશીલતા સાથે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
વિદેશમાં વસતા ભારતીય પરિવારોની નવી પેઢીના સંતાનોને ભારતીય સંસ્કાર ઉજાગર કરવા આજ ટેકનોલોજીના માધ્યમથી જોડી શકાય છે, એમ તેમણે જણાવ્યું હતું
Read Full Text of Plenary Speech here