૩૨મી ઓલ ઇન્ડિયા પોલીસ ઇકવેસ્ટ્રીઅન મીટનું શાનદાર સમાપન
ગુજરાતમાં ઘોડેસવારીને પ્રોત્સાહન અપાશે
અશ્વ ગતિ, શૌર્ય, વિરતાની વીરાસત છે
અશ્વોની જાતવાન પ્રજાતિના જતન અને સંવર્ધન માટે ગુજરાત પ્રતિબધ્ધ
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ૩૨મી ઓલ ઇન્ડિયા પોલીસ ઇકવેસ્ટ્રીઅન મીટનું આજે અમદાવાદમાં શાનદાર સમાપન કરતા અશ્વ અને ઘોડેસવારીનો ઇતિહાસ વીરતા તથા ગતિ અને શૌર્યની વિરાસત ગણાવી હતી અને અશ્વોના જતન સંવર્ધન તથા ધોડે સવારીને સમાજમાં પ્રોત્સાહિત કરવાનો ગુજરાત સરકારનો નિર્ધાર વ્યકત કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાત પોલીસ દળમાં અશ્વ દળનું ગૌરવ ભર્યું સ્થાન રાું છે અને દરેક જિલ્લા મથકે પોલીસ ફરજમાં ઘોડે સવારીને પ્રોત્સાહિત કરવાની કાર્યયોજના અમલમાં મૂકાશે.
બીજી જાન્યુઆરીથી અમદાવાદમાં ૧૬ વર્ષ પછી યોજાયેલી ઓલ ઇન્ડિયા પોલીસ ઇકવેસ્ટ્રીઅન મીટમાં ભારતના વિવિધ રાજ્યોના ઘોડેસવાર પોલીસ દળો અને સુરક્ષા દળોની મળીને ૧૮ ટીમોએ ૬૪૫ ચૂનંદા ધોડે સવાર અને ૩૦૨ જાતવાન અશ્વો સાથે ૧૫ જેટલી ધોડે સવારીની આ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો.
આજે સાંજે પોલીસ સ્ટેડિયમ ખાતે યોજાયેલા શાનદાર સમાપન સમારોહમાં વિજેતા ઘોડેસવાર ટીમોને મુખ્યમંત્રીશ્રીના હસ્તે અને ગૃહ રાજ્ય મંત્રીશ્રીના હસ્તે ઇનામો અને ટ્રોફિઓ એનાયત કરવામાં આવ્યા હતા.
ગુજરાતના દિવંગત પોલીસ મહાનિદેશક સ્વ.અમિતાભ પાઠકની સ્મૃતિમાં આ વર્ષથી ખાસ ઇકવેસ્ટ્રીયન ટ્રોફી પણ શરૂ કરવામાં આવી હતી.
પોલીસ ઇકવેસ્ટ્રીઅન મીટની ઘોડેસવારીની સ્પર્ધાઓની વિજેતા ટીમો અને ઘોડેસવારો અને ભાગ લેનારી તમામ ટીમોને અભિનંદન આપતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે ગણવેશ ધારી શિસ્તબધ્ધ પોલીસ અને સુરક્ષા દળોમાં અશ્વ સવારી વિરતા અને શૌર્યની અનૂભૂતિ કરાવે છે.
અશ્વ ગતિ અને વીરતાનું પ્રતિક છે સદીઓથી ગુજરાતના કાઠીયાવાડી અશ્વની જાતવાન પ્રજાતિ વિશ્વ પ્રસિધ્ધ છે. કાઠીયાવાડી અશ્વના સંવર્ધન માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું સંશોધન ચાલી છે એમ તેમણે જણાવ્યું હતું.
રાણા પ્રતાપનો ઐતિહાસિક અશ્વ ચેતક ની માતા ગુજરાતની ભૂમિની સુરેન્દ્રનગર જિલ્લાની હતી. આમ ઇતિહાસમાં યુધ્ધો અને વીર પુરૂષોની સાથે અશ્વનો શૌર્ય-વીરતાનો ઇતિહાસમાં પણ પ્રસિધ્ધ છે એમ તમેણે જણાવ્યું હતું.