મોરક્કો સલ્તનતનાં ઉદ્યોગ, રોકાણ, વેપાર અને ડિજિટલ અર્થતંત્ર મંત્રાલયનાં વિદેશી વેપારનાં રાષ્ટ્રીય સચિવ સુશ્રી રાકિયા એડરહામ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.
સુશ્રી રાકિયા એડરહામે મોરોક્કોનાં મહામહિમ રાજા તરફથી શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ મહામહિમ સાથેની મુલાકાતને યાદ કરી હતી અને તેમનાં સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે શુભેચ્છા પાઠવી હતી તેમજ મોરોક્કોના લોકોની શાંતિ અને સમૃદ્ધિ માટે કામના કરી હતી.
સુશ્રી રાકિયા એડરહામે છેલ્લાં વર્ષોમાં દ્વિપક્ષીય સંબંધોમાં નોંધપાત્ર પ્રગતિનો ઉલ્લેખ કર્યો હતો, ખાસ કરીને કાયદાકીય સહાય, સાયબર સુરક્ષા અને શાંતિના ક્ષેત્રોમાં. પ્રધાનમંત્રીએ બંને દેશો વચ્ચે ઐતિહાસિક રીતે મજબૂત બની રહેલા સંબંધોની પ્રશંસા કરી હતી તથા પારસ્પરિક હિતનાં ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહકારને વધારે મજબૂત કરવા માટેના પ્રયાસો તેમજ મોરક્કોના ગુજરાત સાથે વ્યાપારી અને રોકાણનાં સંબંધોમાં પ્રોત્સાહનોને આવકાર આપ્યો હતો.