કેન્ટકીના ગવર્નર શ્રી મેટ બેવીને આજે ગાંધીનગરમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.
પ્રધાનમંત્રીએ આ પ્રસંગે નોંધ્યું કે વેપાર અને રોકાણના ક્ષેત્રો સહિત ભારત અને અમેરિકાના સંબંધો ગાઢ બની રહ્યાં છે તથા ભારત અને અમેરિકા વચ્ચે ભાગીદારી પણ મજબૂત બની છે. તેમણે ભારતમાં ઉત્પાદન ક્ષેત્રની અંદર બહોળા અમેરિકી રોકાણને આવકાર્યું અને મેક ઇન ઇન્ડિયા અંતર્ગત રહેલી તકોનો લાભ લેવા અમેરિકાની કંપનીઓને આવકારી છે.
ગવર્નરે કેન્ટકી અને ભારત વચ્ચે વધી રહેલા વેપાર અને રોકાણ અંગે પ્રધાનમંત્રી સાથે સમીક્ષા કરી હતી. તેમણે કેન્ટકી રાજ્ય સહિત અમેરિકામાં ભારતીય વ્યવસાયિકોના યોગદાનની સરાહના કરી હતી.