અમેરિકાના સંરક્ષણ મંત્રી શ્રી એશ્ટોન કાર્ટર આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.
પ્રધાનમંત્રી મોદીએ ભારત અને અમેરિકા વચ્ચે સંરક્ષણ ક્ષેત્રમાં સંબંધોને મજબૂત કરવામાં કાર્ટરના પ્રદાનને બિરાદવ્યું હતું.
તેમની બેઠકમાં પ્રધાનમંત્રીએ ચાલુ વર્ષે જૂનમાં અમેરિકામાં તેમની સફળ મુલાકાતને પણ યાદ કરી હતી. તેમણે અમેરિકા સાથે મજબૂત અને પ્રગતિશીલ દ્વિપક્ષીય વ્યૂહાત્મક ભાગીદારી પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાને પ્રતિપાદિત કરી હતી.
સંરક્ષણ મંત્રી કાર્ટરે પ્રધાનમંત્રીને ચાલુ વર્ષે જૂનમાં બંને દેશ વચ્ચે થયેલી સમજૂતીઓ અને નિર્ણયોને આગળ ધપાવવા પર થયેલી પ્રગતિ પર જાણકારી આપી હતી.
તેમણે એશિયા પ્રશાંત વિસ્તારમાં પ્રાદેશિક મુદ્દાઓ અને વિકાસ પર અભિપ્રાયોનું આદાનપ્રદાન પણ કર્યું હતું.