દેશના વડાપ્રધાન હોવા છતાં, શ્રી નરેન્દ્ર મોદી હંમેશાં સરળતાનો આદર્શ રહ્યા છે અને તે ભારતના એક સામાન્ય નાગરિકની જેમ જ રહે છે.
એમની મેટ્રો મુસાફરી તેમની સાદગીનું એક ઉદાહરણ છે.
એ અસામન્ય નથી કે વડા પ્રધાન મેટ્રોના એક કોચમાં બેસીને સાથી મુસાફરો સાથે આનંદપૂર્વક વાતચીત કરતા હોય, ખાસ કરીને દિલ્હી-એનસીઆર પ્રદેશમાં વિવિધ કાર્યક્રમો માં હાજરી આપવા મુસાફરી કરતી વખતે.
વડા પ્રધાન મોદીએ અનેક વખત મેટ્રો મુસાફરી હાથ ધરી છે. તેમની મેટ્રો યાત્રો દરમિયાન લોકો ઉત્સાહથી તેમની પાસે તસવીરો અને સેલ્ફી લેવા આવે છે. ઘણાં વડાપ્રધાન સાથે વાત કરવા માંગે છે. સમાજના તમામ વર્ગોના અને વય જૂથોના લોકો દેશની પ્રગતિ માટે તેમને શુભકામનાઓ પણ આપ્યા છે.
Cherished moments with a young friend on board the Delhi Metro. Watch this.
Posted by Narendra Modi on Wednesday, March 13, 2019
ક્યારેક લોકોનો ઉત્સાહ જોઈને વડાપ્રધાન પોતે જ ફોટોગ્રાફર બની જાય છે. તે લોકોની તસવીરો લેવામાં અને અદભુત યાદ સર્જવામાં મદદ કરે છે.