યુએઈના વિદેશી બાબતો અને આંતરરાષ્ટ્રીય સહયોગ મંત્રી મહામહિમ શેખ અબ્દુલ બિન ઝાયેદ અલ નાહ્યાન આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.
તેમણે અબુ ધાબીના પ્રિન્સ તરફથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને શુભેચ્છા પાઠવી હતી. પ્રધાનમંત્રીએ પણ ઉષ્માપૂર્વક તેમની શુભેચ્છાનો પ્રતિભાવ આપ્યો હતો.
આ બંને મહાનુભવોએ વેપાર અને મૂડી રોકાણ, સંરક્ષણ અને લોકોથી લોકો સાથેના સંબંધો જેવા વિવિધ વિષયો ઉપર દ્વિપક્ષી સહયોગ અંગે ચર્ચા કરી હતી. મુલાકાતે આવેલા મંત્રીએ યુએઈ દ્વારા ભારતમાં રોકાણ માટે વધતી તકો અંગે ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીએ એડનોક દ્વારા ભારતમાં 44બિલિયન યુએસ ડોલરના ખર્ચે સ્થપાનારી વાર્ષિક 60 મિલિયન મેટ્રિક ટન ક્ષમતાની ગ્રિનફીલ્ડ મેગા રિફાઈનરી અને પેટ્રોલકેમિકલ સંકુલ સ્થાપવાના નિર્ણયનીપ્રસંશા કરી હતી અને આ અગાઉ દિવસ દરમ્યાન આ મુદ્દે થયેલા હસ્તાક્ષરને પણ આવકાર આપ્યો હતો.
મુલાકાતે આવેલા મંત્રીએ યુએઈના અર્થતંત્રમાં અને કલ્યાણકારી પ્રવૃત્તિઓમાં ભારતીય સમુદાયના સહયોગની નોંધ લીધી હતી.