ગુગલ પ્લસ હેંગઆઉટ
પ્રશ્નોત્તરીમાં સ્વામિ વિવેકાનંદની દોઢસોમી જન્મ જયંતીએ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્વામિ વિવેકાનંદના સપનાના સમૃધ્ધશકિતશાળી ભારત વિશે મનનીય ચિન્તન રજૂ કર્યું
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીનો વિશ્વના નાગરિકો સાથે સીધો સંવાદ
૧૦૦ થી વધારે દેશોમાંથી ર૦ હજારથી વધારે પ્રશ્નો પૂછાયા અભૂતપૂર્વ પ્રતિસાદ
ચાર લાખથી વધારે લોકોએ ગુગલ પ્લસની વિઝીટ કરી....
હેન્ગઆઉટ સેશનનું એન્કરીંગ કર્યું અજય દેવગણે...
દુનિયાભરમાંથી યુ ટયુબ, ફેસબુક, ટવીટર અને નરેન્દ્ર મોદી વેબસાઇટ દ્વારા પ્રશ્નો આવ્યા
સમગ્ર ભારતમાં નરેન્દ્રભાઇ મોદી જ એકમાત્ર રાજપુરૂષ છે જેમણે વિશ્વસંવાદ કર્યો
મુખ્યમંત્રીશ્રી નિવાસથી ટેકનોલોજીનો જીવંત વિનિયોગ
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે વિશ્વના નાગરિકો સાથે ગુગલ પ્લસ હેન્ગઆઉટ ટેકનોલોજીથી સ્વામિ વિવેકાનંદના સપનાના શકિતશાળી ભારતના વિષયવસ્તુ આધારિત જીવંત સંવાદ કરીને ભારતના રાજનૈતિક જીવનમાં ઇતિહાસ રચ્યો હતો.
શ્રી નરેન્દ્રભાઇ મોદીને ગુગલ પ્લસ હેન્ગઆઉટ દ્વારા વિશ્વના કોઇપણ નાગરિક પ્રશ્નો મોકલી શકે છે એવી જાહેરાતને દુનિયાભરમાંથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો અને ૧૦૦ થી વધારે દેશોમાંથી ૨૯ ઓગસ્ટ મધરાતની સમયાવધિમાં ૨૦ હજારથી વધારે પ્રશ્નો યુટયુબ, ફેસબુક, ટવીટર, મુખ્યમંત્રીશ્રીની વેબસાઇટના વિવિધ માધ્યમોથી મળ્યા હતા તેમાંથી આજે દોઢ કલાકના હેન્ગ આઉટ સેશનમાં રાત્રે સાડા આઠ વાગ્યાથી ૧૯ વ્યકિતઓએ શ્રી નરેન્દ્રભાઇ મોદી સાથે તેમના શહેરમાંથી સીધો પ્રશ્નોત્તરી સંવાદ કર્યો હતો. ચાર લાખ જેટલા લોકોએ હેન્ગ આઉટ પેજની વિઝીટ કરી હતી જે પણ ઐતિહાસિક દ્યટના છે. વિશ્વમાં અમેરિકાના વર્તમાન પ્રમુખ અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન પછી શ્રી નરેન્દ્રભાઇ મોદી ત્રીજા રાજપુરૂષ છે જેમણે હેન્ગઆઉટ દ્વારા વિશ્વસંવાદ કર્યો હતો. ભારતમાં અગાઉ વિશ્વસંવાદનો આ પ્રયોગ કયાંય પણ થયો નથી.
મુખ્યમંત્રીશ્રીના ગાંધીનગર નિવાસસ્થાનેથી હેન્ગઆઉટ શેસનનું એન્કરિંગ પ્રસિધ્ધ અભિનેતા અજય દેવગણે કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રી સાથે થયેલી પ્રશ્નોત્તરીની રસપ્રદ ઝલક આ પ્રમાણે છેઃ
નરેન્દ્ર મોદી - ભારત વિશે જાણવાની જિજ્ઞાસા અને પ્રેમ ધરાવતા લોકોએ દુનિયાભરમાંથી પ્રતિસાદ એટલો આપ્યો કે ટેકનોલોજી માટે, ટ્રાફ્કિ કલીયર કરવાનું વિકટ થઇ પડયું ભારતના ૧૨૦ કરોડ લોકોમાં જે સામર્થ્ય છે તે દુનિયા જાણે એવો આ આયામ છે.
પવન કૌશલ (ગુરગાંવ) - ચીન અને ભારત વચ્ચે ૨૧મી સદીની સ્પર્ધા છે. ભારતના યુવાનો ખૂબ ઉમ્મીદ ધરાવે છે તેમનું માર્ગદર્શન કરો.
નરેન્દ્ર મોદીઃ યુવાનોના મનની દર્દપીડા તમે ઊજાગર કરી છે. જ્ઞાનયુગમાં ભારતે જ સર્વોપરી બનીને નેતૃત્વ પુરૂં પાડયું છે. વિશ્વ કલ્યાણનો માર્ગ ભારત જ ૨૧મી સદીમાં બતાવશે. ભારત વિશ્વનો યુવાદેશ છે અને યુવાનોના બુદ્ધિબળ સ્કીલ ડેવલપમેન્ટથી જ વિશ્વમાં નેતૃત્વ કરશે. વિશ્વમાં ગુજરાતના યુવાનો માટે સ્કીલ ડેવલપમેન્ટનું ફેકસ વિવેકાનંદ ૧૫૦મી જયંતી વર્ષમાં કર્યું છે. ગુજરાતે અનેક પ્રયોગ કર્યા છે, યુવાનો માટે ગુજરાતમાં સી.એમ. ફેલોશિપ પ્રોજેકટ માટે દુનિયામાંથી કોઇપણ હોનહાર નવી હવા, નવી વ્યવસ્થામાં પોતાની ટેલન્ટથી જોડાઇ શકે છે આ પ્રયોગ ખૂબ આશા જન્માવે છે એ જ રીતે ગુજરાતની સ્વર્ણિમ જયંતી વર્ષમાં ૧૦૦ કલાક સમયદાનમાં પણ લાખો યુવાનો સેવાપ્રવૃત્તિમાં જોડાયા હતા. હવે ગુટખા મૂકિત અભિયાનમાં હજારો યુવાનો સમર્થન આપી રહ્યા છે.
નરેન્દ્ર મોદીઃ શિક્ષણમાં નવા આયામ વિશે ઉત્તમ શિક્ષકોના નિર્માણની દેશ અને દુનિયાને તાતી આવશ્યકતા છે ગુજરાતે IITE ઉત્તમ શિક્ષક નિર્માણ કરવાની યુનિવર્સિટી શરૂ કરી છે. હિન્દુસ્તાન ઉત્તમ શિક્ષકો વિશ્વભરમાં એક્ષ્પોર્ટ કરીને ભારતીય સંસ્કૃતિના એમ્બેસેડર બનીને, ભારતીય મૂલ્યોનો વિશ્વને કલ્યાણ માર્ગ બતાવી શકશે.
ત્રિવેદી (લંડન) - બિનસાંપ્રદાયિકતા વિશે જણાવશો?
નરેન્દ્ર મોદીઃ બિનસાંપ્રદાયિકતાની અનેક વ્યાખ્યામાં મારી સરળ વ્યાખ્યા - India First ભારત જ પ્રથમઆ ભાવમાં સર્વના કલ્યાણની ભારતની સંસ્કૃતિ આવી જાય છે. ભારતે જ સાચા અર્થમાં બિનસાંપ્રદાયિકતા પૂરવાર કરી છે. જે પ્રદેશો ભારતથી જૂદા પડયા ત્યાં સિકયુલારિઝમ સમસ્યા બની ગયું છે. ભારતમાં વોટબેન્કની રાજનીતિએ હિન્દુસ્તાનની એકતાને ખોખલી બનાવી છે. ગુજરાતમાં તો માઇક્રો માઇનોરિટીપારસી કોમ સુખચેનથી રહે છે.
વોટબેન્કની રાજનીતિ કરનારા જ ખતરો સર્જે છે. ભારત તરફ્થી કોઇને સિકયુલારિઝમનો ખતરો હોઇ શકે જ નહીં. વિશ્વને એક પરિવાર માને છે, ભારત.
પ્રશ્નઃ રાજનીતિના દૂષણો દૂર થઇ શકે?
નરેન્દ્ર મોદીઃ રાજનીતિ કોઇ ખરાબ બાબત નથી. પણ દુર્ભાગ્ય એ છે કે આઝાદી પછી સ્વરાજ પ્રાપ્તિ બાદ સુરાજયના નિર્માણમાં દેશવાસીઓને જોડયા હોત તો આજની રાજનીતિની બૂરાઇ આવી ના હોત. હોનહાર યુવાનો, સારા લોકો રાજનીતિમાં આવે તો આવી બૂરાઇઓ, માફિયાની રાજનીતિનો અંત આવે. રાજનીતિમાં યુવાનો આવે પણ કંઇ બનવા માટે નહી પરંતુ અનુભવથી કહું છું કંઇક કરવાના સપના સાકાર કરવા રાજનીતિમાં આવો. જનતા સાથ આપશે જ. રાજનીતિ પથ્થર ઉપર લકીર કરવાનું સામર્થ ધરાવતા યુવાનોની શકિત પૂરવાર કરશે જ.
સીમા કૌલ (કાશ્મીર) - રર્બન પ્રોજેકટ વિશે
નરેન્દ્ર મોદીઃ ગુજરાત શહેરીકરણમાં અગ્રેસર છે. ભારત ગામડાનો દેશ છે. ગામડામાં પણ શહેરો જેવી સુવિધા મળે તે માટે ગુજરાતે પહેલ કરી૨૪ કલાક થ્રી ફેઇઝ વીજળી જયોતિગ્રામથી આપીગામડાના જીવનમાં બદલાવ આવ્યો રર્બનાઇઝેશનમાં “આત્મા ગામડાનો અને સુવિધા શહેરની” નો કંસેપ્ટ ઉપાડયો છે. ગુજરાતના ૧૮૦૦૦ ગામો બ્રોડબેન્ડ કનેકટીવિટીની સુવિધા ધરાવે છે. હવે ગવર્નન્સને વધુ સુદ્રઢ કરવા તાલુકા સરકાર (એટીવિટી)નો કંસેપ્ટ પણ પરિણામલક્ષી બન્યો છે. તાલુકા વચ્ચે વિકાસની તંદુરસ્ત સ્પર્ધા ચાલી રહી છે. હિન્દુસ્તાનમાં પણ જિલ્લે જિલ્લે વિકાસની સ્પર્ધા કેમ ના થાય? ગુજરાતમાં સુરાજયની દિશામાં ગુડ ગવર્નન્સની P2G2 પ્રોપિપલ પ્રોએકટીવ ગુડ ગવર્નન્સની દિશા લીધી છે.
શીવા (ન્યુયોર્ક) - અમે નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રીના રૂપમાં અમેરિકા આવે તેવું ઇચ્છીએ છીએ ભારતના બધા રાજયોમાં નરેન્દ્ર મોદી જેવા મુખ્યમંત્રી હોય, પ્રવાસી ભારતીયો માટે શું સુવિધા હોવી જોઇએ?
નરેન્દ્ર મોદીઃ અમેરિકાના વિઝા વિશે મારૂ સપનું તો અલગ જ છે ભારત દેશ એવો સમૃધ્ધ બને કે પુરૂં અમેરિકા ભારત આવવા વિઝા માટેની લાઇન લગાવેમને જનતા જનાર્દન ઉપર ભરોસો છે. એક સમય આવશે ભારત એવું શકિતશાળી બનશે જ. ભારત સરકાર ઇલેકટ્રોનિકસ પાસપોર્ટ કરે કે ના કરે જો ભારત સરકાર મંજૂરી આપે તો ગુજરાત આ દિશામાં પહેલ કરવા તૈયાર છે વિશ્વભરમાં ફેલાવેલા ભારતીયો પણ ભારતની શકિતઊર્જા છે તેનું જોડાણ ભારતના વિકાસ સાથે હોવું જોઇએ. હવે ઇન્ટરનેટ ઉપર દુનિયાના કોઇપણ પ્રદેશથી ભારતવાસી નાગરિક મતાધિકાર ભોગવી શકે છે.
સુશ્રી સત્યલક્ષ્મી (હૈદ્રાબાદ) - કન્યા જન્મદર જેન્ડર રેશિયો ગુજરાતમાં સંતુલિત થઇ રહ્યો છે. સમાજમાં આવું પરિવર્તન કેવી રીતે લાવી શકાય?
નરેન્દ્ર મોદીઃ ૨૦૦૪માં ગુજરાતમાં સ્ત્રીપુરૂષ જન્મદર અસંતુલન ખૂબ ગંભીર હતું તે જાણી મને ખૂબ પીડા થયેલી. ગામડામાં તો આથી પણ ખરાબ સ્થિતિ હતી પણ ગુજરાતના આદિવાસી પ્રાંતમાં તો લડકીઓની સંખ્યા વધુ હતી તેમાંથી મેં, રાજનીતિ છોડીને બેટી બચાવ આંદોલનનું નેતૃત્વ લીધું ભૃણહત્યા પ્રતિબંધ કાનૂન માટે માતૃશકિતને ઊજાગર કરી. સંવેદનશીલ નાટકોપ્રચાર માધ્યમો કરીને સમાજને જગાડયો. પૂરાણી માન્યતા બદલવા ખૂબ પુરૂષાર્થ કર્યો હવે સમાજમાં ભૃણહત્યાનું પાપ મીટાવવા ખૂબ પ્રતિબ્બધતાથી કામ ઉપાડયું તેની સાથે મહિલા સશકિતકરણ, સો ટકા કન્યા શિક્ષણ અને દિકરીદિકરાના ભેદભાવ મિટાવીને સમાજને સશકત બનાવવાના મારી વ્યકિતગત પ્રતિબધ્ધતા છે. નારીનો આદર ગૌરવ કરે એ દિશામાં ભારતે પણ દ્યણું કરવાનું છે.
અંકિત શાહુ (યુકે) - બ્રેઇન ડ્રેઇન કેવી રીતે રોકાય?
નરેન્દ્ર મોદીઃ ભારત બહુરત્ના વસુંધરા છે ભારતની બુધ્ધિબળ, યુવાજ્ઞાન સંપદા હિન્દુસ્તાનમાંથી દુનિયાભરમાં ફેલાવ બ્રેઇન ડ્રેઇન ની સમસ્યા એ અંગેના મારા વિચારો જૂદા છે. ભારતમાં કોઇ બૌધ્ધિક બળની ખોટ કયારેય નથી થવાની સારી દુનિયામાં ભારતનું બુદ્ધિધન કઇ રીતે છવાઇ જાયએ આપણું ધ્યેય હોવું જોઇએ.
અતીફ (મુંબઇ) – શ્રમિક સંચાલક સંબંધો
નરેન્દ્ર મોદીઃ માનેસરની ઉદ્યોગ શ્રમિક ઘટના અપવાદરૂપ જ ગણાય ભારતમાં દેશહિત માટેની ભૂમિકા એ છે કે કોઇની સાથે અન્યાય ના હોવો જોઇએ માનેસરની દ્યટનાને ગુજરાત અનુભવ સાથે જોડવાની જરૂર નથી. ગુજરાતમાં જીનેટીક સીસ્ટમમાં શ્રમીક મેનેજમેન્ટ પૂજી નિવેશકો, સરકાર વચ્ચે તનાવ મૂકત પરિવાર ભાવ વિકસેલો છે. ગરીબનું શોષણ કે તેને અન્યાય ના થાય તો ઔદ્યોગિક શાંતિ સુમેળ જળવાઇ રહેશે. શ્રમિકના શ્રમની પૂંજી પણ રોકાણ છે આ વિચાર ધારાના કારણે ગુજરાત જીરો મેનડેઇઝ લોસ વાળું રાજય છે. શ્રમવિવાદ નહીવત છે. અનેક રાજયોમાંથી ગુજરાતમાં અનેક ભાષાભાષી શ્રમિકો આવે છે. “શ્રમ એવ જયતે” નું સૂત્ર સાર્થક કરે છે. શ્રમિકોમાં વેલ્યુ એડિશન, માનવ સંસાધન વિકાસ, માળખાકીય સુવિધા બધા જ માપદંડોથી ગુજરાતમાં કોઇ રૂપિયો વાવે તો ડોલર લણે એવું મૂડીરોકાણ છે.
ચંડિતા બોરાહ (દિલ્હી) - તમને શું ખાવાનું ભાવે? ડાયેટીંગ કરો છો?
નરેન્દ્ર મોદીઃ જાહેરજીવનની વ્યસ્તતા વચ્ચે ડાયેટ નિયમન કરવું મૂશ્કેલ છે પણ હું ૪૫ વર્ષથી પરિવ્રાજક બની ભીક્ષા માંગી ઘર ઘરથી ખાતો રહ્યો છું. મારી કોઇ ઘરગૃહસ્થી નથી. જે જયાંથી ભોજન મળે તે ખાઇ લેવાનું તેથી સ્વાદનો કોઇ ટેસ્ટ નથી પણ ખૂબ જ સાદુ ગુજરાતી ખાવાનું પસંદ કરૂં છું. ખિચડી વધારે પસંદ છે.
હું યોગાપ્રાણાયમ જરૂર કરૂં છું તેથી સ્વસ્થ રહું છું. આખરી શ્વાસ સુધી તંદુરસ્ત રહું દેશકે સમાજ માટે બોજ ના બનું.
બીજો સવાલઃ કુર્તા માટે ફેશન ડિઝાઇનર કોણ?
નરેન્દ્ર મોદીઃ આવું કશું છે જ નહીં. કુર્તા મારી જાતે મને ફીટ થાય એ રીતે તૈયાર કરેલા છે પણ મોદી કુર્તા મારી સાદગી છે પણ દુનિયા માટે ફેશન છે!
........
ગુગલ પ્લસ હેન્ગ આઉટ
સેશન બીજું
નરેન્દ્ર મોદીઃ મારૂં જીવન ધ્યેય માં ભારતીની સેવા કરવાનું છે. અનેક કઠિનાઇ આવે હું પથ્થર મારનારાના પથ્થરની સીડી પગથિયા બનાવી આગળ વધું છું. મને આક્ષેપોની પીડા થાય પણ હું કયારેય કટુતા બદલાના ભાવથી તે અંગે કદી વિચારતો નથી. આલોચનાને હું આવકારુ છું. આક્ષેપો કરવા માટે સરળ રસ્તો છે. લોકો મને જેટલો વધારે જાણશે તેમ આક્ષેપો કરનારાની તાકાત ક્ષીણ થતી જશે. હું દિવસરાત છ કરોડ ગુજરાતીની સેવાનું વ્રત લઇને મારી પીડા, મારા ઉપરના હુમલા ઝીલીને શાંત મનથી, નિશ્ચિત દિશામાં આગળ વધી રહ્યો છું મને જનતાના આશીર્વાદ મળતા રહ્યા છે.અમીત ઠક્કર, (ગાંધીનગર) : કાળુ નાણું ભ્રષ્ટાચાર કઇ રીતે રોકી શકાય?
નરેન્દ્ર મોદીઃ ભારત સરકારે શ્વેતપત્ર બહાર પાડયું પણ એ કોરા કાગજ જેવું છે. કાળું ધન માટે વિદેશથી ભારત પાછું લવાશે તો તેનાથી ગરીબોના જીવનધોરણ બદલાશે. ભારતના ચૂંટણી પંચે દુનિયામાં તેના કયાંય કાળા નાણાં નથી તેવી એફીડેવીટ કરાવે. હું આવનારા દિવસોમાં આ કાનૂન લાવવા ગુજરાતમાં ઇચ્છું છું. કાળુ નાણું વિદેશથી પાછા લાવવા માટે દિલ્હીની કેન્દ્ર સરકાર શા માટે આનાથી પીછેહઠ કરે છે? કાળું નાણું રોકાય એ આજના સમયની માંગ છે. ભારતના અનેક ક્રાંતિકારીઓએ દેશ માટે કેવા બલિદાન આપ્યા પણ આઝાદી માટે જીવન ખપાવનારા શ્યામજીકૃષ્ણ વર્માના અસ્થિ જિનિવાથી સ્વદેશ લાવવા ૭૩ વર્ષ પછી તેમણે સફળતા મેળવી. આજે કચ્છમાંડવીમાં શ્યામજીકૃષ્ણ વર્માનું ભવ્ય સ્મારક પણ બન્યું છે.
શૈલેન્દ્રસિંહ રાઠોડ (ઈન્દોર): કૃષિ ક્રાંતિ ગુજરાતે કઇ રીતે કરી ?
નરેન્દ્ર મોદીઃ ભારત કૃષિ પ્રધાન દેશ છે. પણ ગુજરાતે અર્થતંત્રને કૃષિઉદ્યોગ સેવાક્ષેત્રમાં સમાન હિસ્સો સંતુલીત કર્યો છે. દશ વર્ષમાં સાતવાર દુષ્કાળનો ભોગ બનતું ગુજરાતે વૈજ્ઞાનિક કૃષિ પ્રયોગોથી દશ વર્ષમાં ૧૦.૭ ટકા કૃષિ વિકાસનો દર લગાતાર રાખવાનો વિક્રમ સજર્યો છે. રેઇન વોટર હાર્વેસ્ટીંગથી જળસંચય અને જમીનની તંદુરસ્તી માટે સોઇલ હેલ્થ કાર્ડની કૃષિક્રાંતિકૃષિ મહોત્સવ આ બધાનું સંયોજન કર્યું. ૭૦૦ કૃષિ વૈજ્ઞાનિકોની હાઇટેક એગ્રો ટેલી સર્વિસ શરૂ કરી. આવા અનેક પરિમાણોએ કૃષિ ક્રાંતિ કરી. દેશમાં આજે પણ માત્ર ૩ ટકા કૃષિ વિકાસ દર છે. ગુજરાતે પશુપાલન અને પશુ આરોગ્ય માટે જે કાળજી લીધી તેનાથી દૂધના ઉત્પાદનમાં ૬૮ ટકા વધારો કર્યો છે. યુરોપના બજારોમાં ભીંડા બારડોલીના, અફધાનિસ્તાનમાં ટમાટા બનાસકાંઠાના વેચાય છે. મારા ગુજરાતમાં ૩૭ લાખ હેકટર નવી ખેતીની જમીન વાવેતર માટે બની છે. ઉદ્યોગોના વિકાસ સાથે ખેતીની જમીન વધે તે માત્ર ગુજરાતમાં જ શકય બન્યું છે. દશ વર્ષમાં કપાસનું ઉત્પાદન ર૩ લાખ ગાંસડીમાંથી ૧.ર૩ કરોડ ગાંસડીનું ઉત્પાદન વિક્રમ સર્જે છે.
મનોજ કેશરવાની (કતાર) : દિવસમાં કેટલા કલાક ઊંઘ લો છો?
નરેન્દ્ર મોદીઃ હું બહુ ઓછી ઊંઘ લઉ છું. માત્ર સાડે તીન ચાર કલાકની ઊંઘ લઉ છું. દિવસે કદી સૂતો નથી. મારુ સ્વાસ્થ્ય યોગ પ્રાણાયામથી તેજતરાર છે.
જયકિશન પરીખ : આઇવરી ટાવરમાં બેસીને લોકતંત્રમાં શાસન કરી શકાય નહીં. જનભાગીદારી પીપીપી મોડેલથી, જનતા સાથે સંવાદ જોડીને જ સારુ શાસન આપી શકાય જે જનતાને સંતોષ આપી શકે તો જ જનતા સ્વીકારે છે નહીં તો જવાબ માંગે છે. ગુજરાતમાં પપ આઇલેન્ડ છે તેનો ટુરીઝમ વિકાસ કઇ રીતે કરશો?
નરેન્દ્ર મોદીઃ અમિતાભ બચ્ચને તો ગુજરાત પ્રેમથી ગુજરાતમાં પ્રવાસનનું ગૌરવ વધાર્યું છે. ગુજરાતી સારા પ્રવાસીઓ છે પણ ગુજરાતમાં પ્રવાસન વિકસ્યું નહોતું. આગામી દિવસોમાં પ૦થી વધુ બેટદ્વિપો, આઇલેન્ડોના વિકાસની વ્યૂહરચનાક્રુઝ સર્વિસ બીચ ટુરીઝમ રણપ્રવાસન વગેરે માટે ગુજરાત ખાનગી ટ્રાવેલ કંપનીઓને આવકારે છે. પ્રવાસનની ગુજરાતમાં ખૂબ સંભાવના છે અને પ્રવાસનમાં ખૂબ આગળ વધી રહ્યું છે.
સૌરવ, નાસિક : હાલની દેશની નિરાશા દૂર કરવાનું સફળ કઇ રીતે થાય?
નરેન્દ્ર મોદીઃ એ જ લોકતંત્ર, કાનૂન વ્યવસ્થા, માનવશક્તિ છતાં ગુજરાતે પરિવર્તન લાવીને પુરવાર કર્યું છે કે, માઇન્ડસેટ બદલીએ તો સ્થિતિ બદલી શકાય છે. દેશની નિરાશાની સ્થિતિ બદલવા માટે રોદણા રડવાથી કશું નહીં વળે. ગુજરાતની દિશા પકડાશે તો દેશની નિરાશાની સ્થિતિદશા બદલાશે. નેક ઇરાદાસંકલ્પશક્તિ સહિયારા પુરૂષાર્થથી ગુજરાતે બદલી છે.
પારૂલ અગ્રવાલ (મુંબઇ) :ગ્રીન ઇનીસ્યેટીવ એન્વાયર્નમેન્ટ માટે ગુજરાતના આયામો
નરેન્દ્ર મોદીઃ ગુજરાતે પર્યાવરણ રક્ષા માટેના પ્રયાસો કરીને ગ્લોબલ વોર્મંિગ સમસ્યાનો પડકાર ઝીલ્યો છે. મારુ પુસ્તક છે કન્વેયનીયન્ટ ટ્રુથ પ્રકૃતિનું શોષણ નહીં દોહન થવું જોઇએ. સૂર્યશકિતઊર્જાથી ઊર્જાની નવી પોલીસી લાવીને ગુજરાત સોલાર પાવરમાં ગેઇમ ચેન્જર બની ગયું છે. ગુજરાત વિશ્વની સૌર રાજધાની બની રહેવાનું છે. દેશમાં સૌથી વધુ ૭૦૦ મેગાવોટ સૌરઊર્જા વીજળી પેદા ગુજરાત કરે છે. હવે ગુજરાત કેનાલબેઇઝ સોલાર પાવર અને માઇક્રો હાઇડ્રો ટર્બાઇનથી વીજળી ઉત્પાદન કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે.
જીવન (ટોકીયો) જાપાનઃ ભારતના ભાવિ પ્રધાનમંત્રી તરીકે દેશની પ્રાથમિકતા શું હોઇ શકે?
નરેન્દ્ર મોદીઃ મારુ કયારેય કંઇ બનવાનું સપનું નથી. દેશ માટે, સમાજ માટે કંઇક કરવાનું મારુ સપનું છે. દેશને નિરાશામાંથી બહાર કાઢવા કંઇક કરી બતાવવું પડે, ભાષણોથી નહીં થાય. ગુજરાતમાં સ્થિતિ બદલીને મેં જીવનમાં કંઇક કરવાનો સંકલ્પ યથાર્થ કર્યો છે. જાપાન સાથે ગુજરાતની ભાગીદારીના સંબંધો નવી ઊંચાઇ ઉપર આવશે.
અજય દેવગણઃ સૌનો આભાર..