ઓમાનના 30 યુવાન વેપારીઓ કે જેઓ ઓમાન ભારત સંયુક્ત વ્યવસાય પરિષદના સભ્યો છે તેઓએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી.
તેમણે બંને દેશો વચ્ચેના લાંબા ઇતિહાસ અને દરિયાઈ સંપર્ક અંગેના તેમના દ્રષ્ટિકોણ અંગે ચર્ચા કરી.
ચર્ચા દરમિયાન પ્રધાનમંત્રીએ બંને દેશો વચ્ચે ઊર્જા સુરક્ષા અને ખાદ્યાન્ન સુરક્ષાનાં ક્ષેત્રમાં સહયોગ અંગેની તકો બાબતે દિશાનિર્દેશ કર્યો હતો. તેમણે ઓમાનના સુલતાનને શુભેચ્છાઓ પાઠવી હતી અને પવિત્ર રમઝાન માસ શરૂ થવા પ્રસંગે પણ શુભેચ્છાઓ પાઠવી હતી.