યુરોપિયન સંસદનાં સભ્યો આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રમોદીને 7, લોક કલ્યાણ માર્ગ, નવી દિલ્હી સ્થિત એમનાં નિવાસસ્થાન ખાતેમળ્યાં હતાં. પ્રધાનમંત્રીએ પ્રશંસા કરીને કહ્યું હતું કે, યુરોપિયન સંસદનાં સભ્યો જે રીતે પોતાનાં કાર્યકાળની શરૂઆતમાં જ ભારતની મુલાકાતે આવ્યાં છે એનાં પરથી ખ્યાલઆવે છે કે, તેઓ ભારતની સાથે પોતાનાં સંબંધોને કેટલું મહત્વ આપે છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, યુરોપિયન સંઘની સાથે ભારતનાં સંબંધો સંયુક્ત હિતોની સાથે સાથેલોકતાંત્રિકમૂલ્યો પ્રત્યે સમાન પ્રતિબદ્ધતા પર આધારિત છે. તેમણે કહ્યું હતું કે, તટસ્થ અને સંતુલિત ‘બીટીઆઈએ’નું ઝડપથી સમાપન સરકાર માટે એક પ્રાથમિકતા છે. પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર યુરોપિયન સંઘની સાથે જોડાણને મજબૂત કરવાની આવશ્યકતાનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ આતંકવાદ સામેની લડાઈ માટે ઘનિષ્ઠ આંતરરાષ્ટ્રીય સહયોગના વિશેષ મહત્ત્વ પર પ્રકાશ ફેંક્યો હતો. પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનનાં વિકાસનો ઉલ્લેખ એક વૈશ્વિક ભાગીદારી તરીકે કર્યો હતો.
પ્રધાનમંત્રીએ આ શિષ્ટમંડળની ભારતની યાત્રાનું સ્વાગત કરીને આશા પ્રકટ કરી હતી કે, જમ્મુ અને કાશ્મીર સહિત દેશનાં વિવિધ ભાગોનો એમનો પ્રવાસ સાર્થક સાબિત થશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જમ્મુ અને કાશ્મીરનાં પ્રવાસથી શિષ્ટમંડળને જમ્મુ, કાશ્મીર અને લદ્દાખનાં ક્ષેત્રની સાંસ્કૃતિક અને ધાર્મિક વિવિધતાને વધારે સારી રીતે સમજવામાં મદદ મળશે અને એની સાથે સાથે તેઓ આ વિસ્તારનાં વિકાસ અને શાસન (ગવર્નન્સ) સાથે સંબંધિત પ્રાથમિકતાઓની યોગ્ય સ્થિતિથી પરિચિત થશે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રમોદીએ વિશ્વ બેંકનાં ‘વેપારવાણિજ્ય સરળ કરવાનાં’ સૂચકાંકમાં ભારતે વર્ષ 2014નાં 142માં રેન્કથીહરણફાળ ભરીને હવે 63મો રેન્ક મેળવ્યો છે એનાં પર પણ પ્રકાશ ફેંક્યો હતો. તેમણે કહ્યું હતું કે, ભારતનાં વિશાળ આકાર, યુવાનોની મોટી સંખ્યા અને વિવિધતાની જેમ જ રેન્કમાંઊછાળો દેશ માટે મોટી ઉપલબ્ધિ છે. તેમણે જણાવ્યું હતું કે, ભારતમાંસુવ્યવસ્થિત પ્રશાસન(ગવર્નન્સ)આજે લોકોનેપોતાનીઆકાંક્ષાઓપૂર્ણ કરવામાટે સક્ષમ બનાવે છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રમોદીએ તમામ ભારતીયો માટે ‘સરળ જીવન’ સુનિશ્ચિત કરવા પર સરકારનાંફોકસને પણ રેખાંકિત કર્યું હતું. તેમણે સ્વચ્છ ભારત અને આયુષ્માન ભારત સહિત સરકારનાં વિવિધ મહત્વપૂર્ણકાર્યક્રમોને પ્રાપ્ત ઉલ્લેખજનક સફળતા વિશે પણ ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીએ વૈશ્વિક લક્ષ્યથી પાંચ વર્ષ અગાઉ જ વર્ષ 2025 સુધીમાં ટીબીને નાબૂદ કરવા ભારતની કટિબદ્ધતાનું પુનરાવર્તન કર્યું હતું. પ્રધાનમંત્રીએ પર્યાવરણનાં જતન માટે ઉઠાવેલા વિવિધ નક્કર પગલાંનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં પુનઃપ્રાપ્યઊર્જાનાંલક્ષ્યાંકોમાં વૃદ્ધિ અને સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે શરૂ કરેલું વ્યાપક અભિયાન પણ સામેલ છે.