- પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 4 નવેમ્બર, 2019નાં રોજ બેંગકોકમાં આયોજિત ભારત-આસિયાન તથા પૂર્વ એશિયા શિખર સંમેલન 2019ની સાથે સાથે ઓસ્ટ્રેલિયાનાં પ્રધાનમંત્રી મહામહિમ શ્રી સ્કૉટ મોરિસને મળ્યાં હતાં.
- બેઠક દરમિયાન બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોની પ્રગતિની સમીક્ષા કરી હતી અને સંબંધોની જાણકારી મેળવી હતી કે, દરેક સ્તરે થનારી ઉચ્ચ-સ્તરીય બેઠકો અને સંબંધોને સકારાત્મક ગતિ મળી છે. બંને નેતાઓએ ભારત-આસિયાન દ્વિપક્ષીય સંબંધોને વધારે ગાઢ બનાવવાની ઇચ્છાનું પુનરાવર્તન કર્યું હતું.
- બંને દેશોનાં પ્રધાનમંત્રીઓએ શાંતિ, સુરક્ષા, સ્થિરતા અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે મુક્ત, ખુલ્લાં, પારદર્શક અને સમાવેશક ભારત-પ્રશાંત વિસ્તાર (Indo-Pacific region) પ્રત્યે પોતાની કટિબદ્ધતાનું પુનરાવર્તન કર્યું હતું. બંને નેતાઓએ જાણકારી મેળવી હતી કે, બંને દેશોનાં વ્યૂહાત્મક અને આર્થિક હિત સહિયારા છે તથા દ્વિપક્ષીય, પ્રાદેશિક અને બહુપક્ષીય આધારે એકબીજાની સાથે કામ કરવાના અસવરો પેદા કરી રહ્યાં છે.
- સંરક્ષણ અને સુરક્ષાનાં ક્ષેત્રોમાં વધતા સહયોગને ધ્યાનમાં રાખીને બંને પક્ષોએ દરિયાઈ વિસ્તારમાં સહયોગ વધારવા પર સહમતિ વ્યક્ત કરી હતી. બંને નેતાઓએ ઉગ્રવાદ અને આતંકવાદનાં જોખમો પર ચર્ચા કરી હતી તથા આ જોખમનું સમાધાન કરવા માટે ગાઢ સાથસહકાર પર ભાર મૂક્યો હતો.
- પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાનાં પ્રધાનમંત્રીને ફરી આમંત્રણ આપ્યું હતું કે, તેઓ જાન્યુઆરી, 2020માં ભારતમાં આવે અને‘રાયસીના સંવાદ’માં મુખ્ય વક્તવ્ય આપે. બંને નેતાઓએ ઉપરોક્ત પ્રવાસની સફળતા સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણ તૈયારીની જરૂરિયાતને રેખાંકિત કરી હતી.
Accelerating friendship with Australia.
— PMO India (@PMOIndia) November 4, 2019
Prime Ministers @narendramodi and @ScottMorrisonMP met on the sidelines of the @ASEAN related Summits in Bangkok. pic.twitter.com/JT1BeEFntt