પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 13 નવેમ્બર 2019 ના રોજ બ્રાઝિલિયા ખાતે 11મી બ્રિક્સ સમિટની સાથે-સાથે બ્રાઝિલના રાષ્ટ્રપતિ શ્રી જૈર મેસિઆસ બોલસોનારો સાથે મુલાકાત કરી.
પ્રજાસત્તાક દિવસ 2020માં પ્રધાનમંત્રી મોદીએ બ્રાઝિલના રાષ્ટ્રપતિને મુખ્ય અતિથિ તરીકે આવવા આમંત્રણ આપ્યું હતું. બ્રાઝિલના રાષ્ટ્રપતિએ આમંત્રણનો સહર્ષ સ્વીકાર કર્યો હતો.
બંને નેતાઓ સંમત થયા કે, આ પ્રસંગે બંને દેશો આપણી વ્યૂહાત્મક ભાગીદારીમાં વિસ્તૃત વધારો કરી શકાય છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે તેઓ વેપાર સાથે જોડાયેલી બાબતો પર ચર્ચા કરવાની આશા રાખે છે. તેમણે બ્રાઝિલથી સંભવિત રોકાણ માટેના ક્ષેત્રોની પણ રૂપરેખા આપી, જેમાં કૃષિ ઉપકરણો, પશુપાલન, પાક પછીની તકનીકીઓ અને બાયો ફ્યુઅલનો સમાવેશ થાય છે.
બ્રાઝિલના રાષ્ટ્રપતિએ તત્પરતા વ્યક્ત કરી અને પ્રધાનમંત્રીને માહિતી આપી હતી કે એક મોટું વ્યાપારી પ્રતિનિધિમંડળ તેમની સાથે ભારત આવશે. તેઓએ અવકાશ અને સંરક્ષણ ક્ષેત્રો સહિતના અન્ય ક્ષેત્રોમાં સહકારથી આગળ વધવાની વિગતો પર પણ ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીએ ભારતીય નાગરિકોને વિઝા વિના મુસાફરી કરવા દેવાના રાષ્ટ્રપતિના નિર્ણયને આવકાર્યો હતો.