પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેનેડાના પ્રધાનમંત્રી H.E. શ્રી જસ્ટિન ટ્રુડો સાથે 27 જૂન 2022ના રોજ જર્મનીના સ્લોસ એલમાઉમાં G7 સમિટ દરમિયાન દ્વિપક્ષીય બેઠક યોજી હતી.
સહિયારા મૂલ્યો સાથે મજબૂત લોકશાહીના નેતાઓ તરીકે, તેઓએ એક ફળદાયી બેઠક કરી હતી જેમાં તેઓએ ભારત-કેનેડા દ્વિપક્ષીય સંબંધોની ચર્ચા કરી હતી અને વેપાર અને આર્થિક જોડાણો, સુરક્ષા અને આતંકવાદ વિરોધી ક્ષેત્રે સહયોગ તેમજ લોકો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા સંમત થયા હતા.
તેઓએ પરસ્પર હિતના વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું.
Reviewed the full range of India-Canada ties during the fruitful meeting with PM @JustinTrudeau. There is immense scope to boost cooperation in sectors like trade, culture and agriculture. 🇮🇳 🇨🇦 pic.twitter.com/RjqxPvtfOi
— Narendra Modi (@narendramodi) June 27, 2022