પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબર 2021ના રોજ ઈટાલીના રોમમાં જી20 સમિટ દરમિયાન ઈટાલીમાં ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ શ્રી જોકો વિડોડોને મળ્યા હતા.
પ્રધાનમંત્રી મોદીએ ઇન્ડોનેશિયાને આવતા વર્ષે તેના જી20 પ્રમુખપદ માટે અભિનંદન આપ્યા હતા અને ટ્રોઇકાના ભાગરૂપે દેશ સાથે નજીકથી કામ કરવા માટે ભારતની તૈયારીની ખાતરી આપી હતી.
બંને નેતાઓએ ભારત-ઇન્ડોનેશિયા વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીના તાજેતરના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. બંને નેતાઓએ કોવિડ-19 રોગચાળા દરમિયાન એકબીજાના અડગ સમર્થનની પ્રશંસા કરી અને રોગચાળા પછીની પુનઃપ્રાપ્તિ માટે સહકાર આપવા સંમત થયા. તેઓએ ઈન્ડો-પેસિફિક સહયોગના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો.
બંને નેતાઓએ બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર અને રોકાણને મજબૂત કરવા અને વધુ લોકો-થી-લોકોની ક્રિયા પ્રતિક્રિયા માટે માર્ગ મોકળો કરવા પ્રતિબદ્ધતા દર્શાવી.
આબોહવા પરિવર્તન સામે લડવા પર, ખાસ કરીને આબોહવા નાણા પ્રતિબદ્ધતાઓના અમલીકરણની જરૂરિયાત પર પણ ચર્ચા થઈ.
PM @narendramodi met President @jokowi in Rome. Strong relations with Indonesia is a key part of India’s ‘Act East’ policy and ‘SAGAR’ vision. Ways to improve economic linkages and cultural cooperation figured prominently during the talks. pic.twitter.com/IP5ghJiTsQ
— PMO India (@PMOIndia) October 31, 2021