મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સૌજ્ન્ય મૂલાકાતે આવેલું અમેરિકાના મેરીલેન્ડ સ્ટેટના બિઝનેસ એન્ડ ઇકોનોમિક ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ સેક્રેટરી શ્રીયુત બોબ વોકર (Mr. Bob WALKER)ની આગેવાની હેઠળનું પ્રતિનિધિમંડળ ગુજરાતના વિકાસની આગવી સિધ્ધિઓ અને મુખ્યમંત્રીશ્રીના અતુલ્ય નેતૃત્વ અને દૂરોગામી વિકાસ ચિન્તનથી ખૂબ જ પ્રભાવિત થયું હતું અને મેરીલેન્ડ સ્ટેટ તથા ગુજરાત વચ્ચે સહભાગીતાના ક્ષેત્રો વિકસાવવા તત્પરતા વ્યકત કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં હેલ્થ એન્ડ મેડિકલ ટુરિઝમ, બાયોટેકનોલોજી અને લાઇફ સાયન્સ, સ્પોર્ટસ યુનિવર્સિટી સહિત માનવ સંસાધન વિકાસ તથા સંશોધન વિકાસના ક્ષેત્રોમાં સહયોગનો ખૂબ વિશાળ અવકાશ છે તેની રૂપરેખા આપી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના અગ્રસચિવશ્રી કે. કૈલાસનાથન, ઇન્ડેક્ષ્ટ-બી ના મેનેજીંગ ડિરેકટરશ્રી મૂકેશકુમાર, જી.આઇ.ડી.સી.ના મેનેજીંગ ડિરેકટરશ્રી બી. બી. સ્વેન ઉપસ્થિત હતા.