સમગ્ર દેશનું ઓટો હબ બનવા ગુજરાતની હરણફાળ વિશ્વખ્યાત મોટર ઉત્પાદક કંપનીઓની હરોળમાં
મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં મારૂતિ સુઝૂકી અને ગુજરાત સરકાર વચ્ચે રાજ્ય સહયોગના કરાર સંપણ
મારૂતિ સુઝુકીનો માંડલબેચરાજીમાં રૂા. ૪૦૦૦ કરોડના રોકાણ સાથે પ્રથમ તબક્કે સાડા સાત લાખ મોટરકાર ઉત્પાદનનો લક્ષ્યાંક
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિમાં વિશ્વવિખ્યાત મોટરકાર ઉત્પાદક મારૂતિ સુઝૂકી ઇન્ડીયા કુ. લી. (પ્લ્ત્ન્) કંપનીના મોટરવાહન ઓટોમોબાઇલ મેન્યુફેકચરીંગ પ્લાન્ટની ગુજરાતમાં અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકામાં સ્થાપના માટેના રાજ્ય સરકાર સહયોગ કરાર (લ્લ્ખ્) ઉપર આજે મારૂતિ સુઝૂકી ઇન્ડીયા લી. અને ગુજરાત સરકાર વચ્ચે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.આ કરાર ઉપર મારૂતિ સુઝૂકી ઇન્ડીયા લી. (પ્લ્ત્ન્) ના ઘ્ચ્બ્ અને મેનેજિંગ ડિરેકટર શ્રીયુત શિન્ઝો નાકાનીશી અને રાજ્યના ઉદ્યોગ અગ્રસચિવશ્રી મહેશ્વર
સૌરભભાઇ પટેલ, મુખ્ય સચિવશ્રી એ. કે. જોતિ, મારૂતિ સુઝૂકી ઇન્ડીયાના ચીફ ઓપરેટીંગ ઓફિસરશ્રી એન. એમ. સિંગ પણ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ મારૂતિ સુઝૂકીએ આ ઓટોમોબાઇલ મેન્યુફેકચરીંગ પ્લાન્ટ માટે ગુજરાતની પસંદગી કરતાં ગુજરાત હવે વિશ્વની અગ્રગણ્ય ઓટોમોબાઇલ મોટર ઉત્પાદક કંપનીઓનું ઓટો હબ બની રહ્યું છે તેમ ગૌરવપૂર્વક જણાવ્યું હતું અને મારૂતિ સુઝૂકીને આ પ્રોજેકટની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
મારૂતિ સુઝૂકી ઇન્ડીયા લી. ના આ પ્રોજેકટમાં બંને તબક્કામાં મળીને રૂ. ૪૦૦૦ કરોડનું મૂડીરોકાણ થશે. પ્રથમ એકમ માંડલબેચરાજી નજીક સ્થપાશે જ્યારે બીજું એકમ બેચરાજીથી રપ કી.મી.ના પરિસરમાં ઊભું થશે. પ્રથમ એકમમાં વાર્ષિક ૭.પ લાખ વાહનોના ઉત્પાદનની ક્ષમતા છે જ્યારે ગુજરાત અને હરિયાણાના બંને એકમોમાં મળીને વાહન ઉત્પાદન વાર્ષિક ક્ષમતા ૨૦ લાખ વાહનોની થઇ જશે. ગુજરાત એકમ ૪૦૦૦ યુવાનોને સીધી રોજગારી આપશે.
મારૂતિ સુઝૂકી ઇન્ડીયા લિમીટેડ અને ગુજરાત સરકાર સંયુકત રીતે ઓટોમોબાઇલ રિસર્ચ ઇન્સ્ટીટયુટની ઉત્કૃષ્ટ સંશોધન સંસ્થાની સ્થાપના કરશે તેમ તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં તાતા નેનો, ફોર્ડ કંપની, પિજીઓટ કંપની અને હવે મારૂતિ સુઝૂકીના ગુજરાતમાં આગમનને આવકારતાં જણાવ્યું હતું કે,
ઓટોમોબાઇલ ક્ષેત્રે આ વિસ્તારમાં ઓટો એન્સીલયરી યુનિટસ અને સપ્લાયર પાર્ક પણ સ્થપાશે. મારૂતિકાર ભારતમાં સામાન્ય માનવી માટેની પરિવહન જરૂરિયાતો પૂરી પાડે છે અને ગુજરાતના બંદરો નિકાસની ઉત્તમ સુવિધા ધરાવતા હોઇ વિશ્વના બજારોમાં પણ ગુજરાત ઓટોમોબાઇલ ક્ષેત્રે નિકાસલક્ષી રાજ્ય બની રહ્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે છેલ્લા એક જ વર્ષમાં ગુજરાત વિશ્વની અગ્રણી ઓટો મેન્યુફેકચરીંગ કંપનીઓને આકર્ષવામાં સફળ રહ્યું છે. જળ અને સ્થળ બંને ક્ષેત્રોમાં ગુજરાત પરિવહન ક્ષેત્રે અગ્રગણ્ય બનવા જઇ રહ્યું છે. બોમ્બાડીઅરનો મેટ્રોરેઇલ પ્રોજેકટ, રેલ્વેકેરિયર ગુડઝ પ્રોજેકટ અને ઓટોમોબાઇલપ્રોજેકટ પછી ગુજરાત શિપબિલ્ડીંગ ઇન્ડસ્ટ્રીઝનો વિકાસ કરી રહ્યું છે. મુખ્યમંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે ગુજરાત ઇજનેરી ક્ષેત્રમાં રોજગારી માટે અગ્રેસર બની રહ્યું છે અને દેશના રાષ્ટ્રીય એન્જીનીયરીંગ આઉટપૂટની સરેરાશમાં ૯ ટકા ફાળો આપે છે. જ્યારે રાજ્યના કૂલ ઔદ્યોગિક ઉત્પાદનના ૧૮ ટકા એન્જીનયરીંગ સેકટરના છે. ગુજરાતના જી.એસ.ડી.પી.માં મેન્યુફેકચરીંગ સેકટર એકલાનો ર૭ ટકા ફાળો છે જે વિશ્વની મેન્યુફેકચરીંગ ક્ષેત્રના અર્થતંત્રની લગોલગ છે.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે ગુજરાતમાં ૩૦૦ જેટલા એન્જીનીયરીંગ કલસ્ટર આવેલાં છે અને તેમાં ફોરેન ટેકનોલોજી ટ્રાન્સફર એગ્રીમેન્ટનું યોગદાન પ૯ ટકા જેટલું છે, હવે નવા ઊભા થતા એન્જીનીયરીંગ કલસ્ટરમાં સાણંદવિરમગામમાંડલબેચરાજી, અંજાર, સાંથલપૂર અને હાલોલસાવલી જેવા નવાં એન્જીનીયરીંગ ઓટોમોબાઇલ મેન્યુફેકચરીંગ ક્ષેત્રો વિકસી રહ્યા છે. મુખ્યમંત્રીશ્રીએ મેન્યુફેકચરીંગ ક્ષેત્રે ગુજરાતના યુવાનોના હુણર કૌશલ્યને કુશળ માનવશકિત તરીકે નવી તાકાત આપવા માનવ વિકાસ સંશાધનની જે સુવિધા ઊભી કરી છે તેની ભૂમિકા આપતા જણાવ્યું કે રાજ્યમાં અત્યારે પ૪ એન્જીનીયરીંગ અને ૧૦૬ ડિપ્લોમા ટેકનીકલ કોલેજો સહિત બાવન હજાર બેઠકોની ક્ષમતા છે આ ઉપરાંત ૪૪૦ જેટલી વોકેશનલ ટ્રેઇનીંગ ઇન્સ્ટીટયૂટ તથા સેમી સ્કિલ ડેવલપમેન્ટ માટે ૮૮૦૦૦ બેઠકો ઊભી કરવામાં આવી છે અને રપ૩ જેટલી આઇ.ટી.આઇ. ટેકનિકલ તાલિમ પૂરી પાડે છે.
રાજ્યમાં ટેકનીકલ શિક્ષણનું વિશાળ માળખું પીપીપી મોડલ ઉપર ઊભું કરવામાં આવ્યું છે એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત ગ્લોબલ ઓટોહબ બનવાની દિશામાં જઇ રહ્યું છે તેની રૂપરેખા આપી હતી. મારૂતિ સુઝૂકીના મેનેજીંગ ડિરેકટર અને સી.ઇ.ઓ. શ્રીયુત શીન્જો નાકાનિશીએ મારૂતિ સુઝૂકીના નવા પ્લાન્ટની સ્થાપનામાં ગુજરાત સરકાર અને જનતાએ આપેલા સહયોગની પ્રસંશા કરતા જણાવ્યું કે ગુજરાત અને હરિયાણાના મારૂતિ સુઝૂકીના સંયુકત પ્લાન્ટ દ્વારા ર૦ લાખ મોટરવાહનોનું વાર્ષિક ઉત્પાદન થશે. ગુજરાતની પસંદગી અંગે શ્રીયુત શીન્જો નાકાનિશીએ જણાવ્યું કે ગુજરાતમાં કુશળ કાર્યશકિત ઉંચી ગુણવત્તા ધરાવે છે અને મૂન્દ્રા બંદર નજીક હોવાથી ખૂબ જ અનુકુળ રીતે મોટર નિકાસની સુવિધા છે અને મારૂતિ સુઝૂકીનું ગુજરાતનું આગમન લાંબાગાળાનું રહેવાનું છે. પ્રારંભમાં મુખ્યસચિવશ્રી એ. કે. જોતિએ ગુજરાતમાં મારૂતિ ઊદ્યોગના આગમનને આવકારી સૌનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે વરિષ્ઠ સચિવશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.