We will send you 4 digit OTP to confirm your number
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. 'મન કી બાત' એટલે દેશના સામૂહિક પ્રયાસોની વાત, દેશની ઉપલબ્ધિઓ વિશે વાત, જન-જનના સામર્થ્યની વાત, 'મન કી બાત' એટલે દેશના યુવાં સપનાંઓ અને દેશના નાગરિકોની આકાંક્ષાઓની વાત. હું આખા મહિના દરમિયાન 'મન કી બાત'ની પ્રતીક્ષા કરું છું, જેથી હું તમારી સાથે સીધો સંવાદ કરી શકું. કેટલા બધા સંદેશાઓ, કેટલા મેસેજ ! મારો પૂરો પ્રયાસ રહે છે કે વધુમાં વધુ સંદેશાઓ વાંચું, તમારાં સૂચનો પર મંથન કરું.
સાથીઓ, આજે ખૂબ જ ખાસ દિવસ છે - આજે NCC દિવસ છે. NCCનું નામ સામે આવતા જ, આપણને સ્કૂલ-કૉલેજના દિવસો યાદ આવી જાય છે. હું પોતે પણ NCCનો કેડેટ રહ્યો છું, આથી પૂરા વિશ્વાસ સાથે કહી શકું છું કે તેનાથી મળેલો અનુભવ મારા માટે અણમોલ છે. 'NCC' યુવાનોમાં અનુશાસન, નેતૃત્વ અને સેવાની ભાવના ઉત્પન્ન કરે છે. તમે પોતાની આસપાસ જોયું હશે, જ્યારે પણ ક્યાંય કોઈ આપદા આવે છે, પછી તે પૂરની સ્થિતિ હોય, ક્યાંક ભૂકંપ આવ્યો હોય, કોઈ દુર્ઘટના થઈ હોય, ત્યાં મદદ કરવા માટે NCCના કેડેટ અવશ્ય ઉપસ્થિત થઈ જાય છે. આજે દેશમાં NCCને મજબૂત કરવા માટે સતત કામ થઈ રહ્યું છે. 2014માં લગભગ 14 લાખ યુવાનો NCC સાથે જોડાયેલા હતા. હવે 2024માં 20 લાખથી વધુ યુવાનો NCC સાથે જોડાયેલા છે. પહેલાંની સરખામણીએ પાંચ હજાર અને નવી શાળાઓ-કૉલેજોમાં હવે NCCની સુવિધા થઈ ગઈ છે અને સૌથી મોટી વાત, પહેલાં NCCમાં girls cadetsની સંખ્યા લગભગ 25% (ટકા)ની આસપાસ રહેતી હતી. હવે NCCમાં girls cadetsની સંખ્યા લગભગ 40% (ટકા) થઈ ગઈ છે.
સીમા પર રહેનારા યુવાનોને વધુમાં વધુ NCC સાથે જોડવાનું અભિયાન પણ સતત ચાલુ છે. હું યુવાનોને આગ્રહ કરીશ કે વધુમાં વધુ સંખ્યામાં NCC સાથે જોડાવ. તમે જોશો કે તમે કોઈ પણ કારકિર્દીમાં જાવ NCCથી તમારા વ્યક્તિગત નિર્માણમાં ખૂબ જ મદદ મળશે.
સાથીઓ, વિકસિત ભારતના નિર્માણમાં યુવાનોનો રોલ ખૂબ જ મોટો છે. યુવા મન જ્યારે એકસંપ થઈને દેશની ભવિષ્યની યાત્રા માટે મંથન કરે છે, ચિંતન કરે છે, તો નિશ્ચિત રીતે તેમાંથી નક્કર માર્ગ મળે છે. તમે જાણો છો કે 12 જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદની જયંતી પર દેશ 'યુવા દિવસ' મનાવે છે. આગામી વર્ષે સ્વામી વિવેકાનંદજીની 162મી જયંતી છે. આ વખતે તેને ખૂબ જ વિશેષ રીતે મનાવવામાં આવશે. આ અવસર પર 11-12 જાન્યુઆરીએ દિલ્લીના ભારત મંડપમમાં યુવા વિચારોનો મહા કુંભ આયોજિત થવા જઈ રહ્યો છે અને આ પહેલનું નામ છે 'વિકસિત ભારત Young Leaders Dialogue'. ભારતભરમાંથી કરોડો યુવાનો તેમાં ભાગ લેશે. ગામ, બ્લૉક, જિલ્લા, રાજ્ય અને ત્યાંથી નીકળીને પસંદ કરાયેલા આવા બે હજાર યુવાનો ભારત મંડપમમાં 'વિકસિત ભારત Young Leaders Dialogues' માટે એકત્ર થશે. તમને યાદ હશે, મેં લાલ કિલ્લાની પ્રાચીર પરથી એવા યુવાનોને રાજનીતિમાં આવવાનું આહ્વાન કર્યું છે, જેના પરિવારની કોઈ પણ વ્યક્તિ અને પૂરા પરિવારનું political background નથી, આવા એક લાખ યુવાનોને, નવા યુવાનોને, રાજનીતિ સાથે જોડવા માટે દેશમાં અનેક પ્રકારનાં વિશેષ અભિયાન ચલાવાશે. 'વિકસિત ભારત Young Leaders Dialogue' પણ આવો જ એક પ્રયાસ છે. તેમાં દેશ અને વિદેશથી વિશેષજ્ઞો આવશે. અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય હસ્તીઓ પણ રહેશે. હું પણ તેમાં વધુમાં વધુ સમય ઉપસ્થિત રહીશ. યુવાનોને સીધા અમારી સામે પોતાના ideas રાખવાનો અવસર મળશે. દેશ આ ideasને આગળ લઈને કેવી રીતે જઈ શકે છે?
કેવી રીતે એક નક્કર રોડમેપ બની શકે છે? તેની એક બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવશે, તો તમે પણ તૈયાર થઈ જાવ, જે ભારતના ભવિષ્યનું નિર્માણ કરવાના છે, જે દેશની ભાવિ પેઢી છે, તેમના માટે આ ખૂબ જ મોટો અવસર આવી રહ્યો છે. આવો મળીને દેશ બનાવીએ, દેશને વિકસિત બનાવીએ.
મારા પ્રિય દેશવાસીઓ, 'મન કી બાત'માં, આપણે, ઘણી વાર એવા યુવાનોની ચર્ચા કરીએ છીએ, જે નિઃસ્વાર્થ ભાવથી સમાજ માટે કામ કરી રહ્યા છે. એવા કેટલાય યુવાનો છે જે લોકોની નાની-નાની સમસ્યાઓનું સમાધાન મેળવવામાં લાગેલા છે. આપણે આપણી આસપાસ જોઈશું તો કેટલાય એવા લોકો દેખાય છે, જેમને, કોઈ ને કોઈ પ્રકારની મદદ જોઈએ છે, કોઈ જાણકારી જોઈએ છે. મને એ જાણીને સારું લાગ્યું કે કેટલાક યુવાનોએ સમૂહ બનાવીને આ પ્રકારની વાતને પણ address કરી છે જેમ કે લખનઉના રહેવાસી વીરેન્દ્ર છે, તેઓ વૃદ્ધોને ડિજિટલ લાઈફ સર્ટિફિકેટના કામમાં મદદ કરે છે. તમે જાણો છો કે નિયમો મુજબ, બધા પેન્શર્સને વર્ષમાં એક વાર લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવાનું હોય છે. 2014 સુધી તેની પ્રક્રિયા એવી હતી કે તેને બૅંકોમાં જઈને વૃદ્ધે પોતે જમા કરાવવું પડતું હતું. તમે કલ્પના કરી શકો છો કે તેનાથી આપણા વૃદ્ધોને કેટલી અસુવિધા થતી હતી. હવે તે વ્યવસ્થા બદલાઈ ચૂકી છે. હવે digital life certificate આપવાથી ચીજો ખૂબ જ સરળ બની ગઈ છે, વૃદ્ધોને બૅંક નથી જવું પડતું. વૃદ્ધોને ટેક્નોલોજીના કારણે કોઈ તકલીફ ન પડે, તેમાં વીરેન્દ્ર જેવા યુવાનોની મોટી ભૂમિકા છે. તેઓ, પોતાના ક્ષેત્રના વૃદ્ધોને તેના વિશે જાગૃત કરતા રહે છે. એટલું જ નહીં, તેઓ વૃદ્ધોને tech savvy પણ બનાવી રહ્યા છે. આવા જ પ્રયાસોથી આજે digital life certificate મેળવનારાઓની સંખ્યા 80 લાખના આંકડાને પાર કરી ગઈ છે.
તેમાંથી બે લાખથી વધુ એવા વૃદ્ધો છે, જેમની વય 80થી પણ વધુ છે. સાથીઓ, અનેક શહેરોમાં યુવાનો વૃદ્ધોને digital ક્રાંતિમાં ભાગીદાર બનાવવા માટે પણ આગળ આવી રહ્યા છે. ભોપાલના મહેશે પોતાની શેરીમાં અનેક વૃદ્ધોને mobileના માધ્યમથી payment કરવાનું શીખવ્યું છે. આ વૃદ્ધો પાસે સ્માર્ટ ફોન તો હતો, પરંતુ, તેનો સાચો ઉપયોગ બતાવનાર કોઈ નહોતું. વૃદ્ધોને ડિજિટલ એરેસ્ટના ભયથી બચાવવા માટે પણ યુવાનો આગળ આવ્યા છે. અમદાવાદના રાજીવ, લોકોને ડિજિટલ એરેસ્ટના ભયથી ચેતવે છે. મેં 'મન કી બાત'ના ગત એપિસોડમાં ડિજિટલ એરેસ્ટની ચર્ચા કરી હતી. આ પ્રકારના અપરાધના વધુમાં વધુ શિકાર વૃદ્ધો જ બને છે. આવામાં આપણી જવાબદારી છે કે આપણે તેમને જાગૃત બનાવીએ અને cyber fraudથી બચાવવામાં મદદ કરીએ. આપણે વારંવાર લોકોને સમજાવવું પડશે કે ડિજિટલ એરેસ્ટ નામથી સરકારમાં કોઈ પણ જોગવાઈ જ નથી - આ હળાહળ જૂઠાણું, લોકોને ફસાવવાનું એક ષડયંત્ર છે. મને આનંદ છે કે આપણા યુવા સાથીઓ આ કામમાં પૂરી સંવેદનશીલતાથી હિસ્સો લઈ રહ્યા છે અને બીજાને પણ પ્રેરિત કરી રહ્યા છે.
મારા પ્રિય દેશવાસીઓ, આજ-કાલ બાળકોના ભણતર માટે અનેક પ્રકારના પ્રયોગ થઈ રહ્યા છે. પ્રયાસ એ જ છે કે આપણાં બાળકોમાં creativity વધુ વધે, પુસ્તકો માટે તેમનામાં પ્રેમ વધુ વધે - કહે પણ છે કે પુસ્તકો માનવનાં સૌથી સારા મિત્ર હોય છે, અને હવે આ મિત્રતાને મજબૂત કરવા માટે,લાઇબ્રેરીથી વધુ સારી જગ્યા બીજી કઈ હોઈ શકે? હું ચેન્નાઈનું એક ઉદાહરણ તમારી સાથે શેર કરવા માગું છું. ત્યાં બાળકો માટે એક એવી લાઇબ્રેરી તૈયાર કરવામાં આવી છે, જે ક્રિએટિવિટી અને લર્નિંગનું હબ બની ચૂકી છે. તેને પ્રકૃત અરિવગમ્ના નામથી ઓળખવામાં આવે છે.
આ લાઈબ્રેરીનો વિચાર, ટેક્નોલોજીની દુનિયા સાથે જોડાયેલા શ્રીરામ ગોપાલનની દેણ છે. વિદેશમાં પોતાના કામ દરમિયાન તેઓ લેટેસ્ટ ટેક્નોલોજીની દુનિયા સાથે જોડાયેલા રહ્યા. પરંતુ તેઓ, બાળકોમાં ભણવા અને શીખવાની ટેવ વિકસાવવા વિશે પણ વિચારતા રહ્યા. ભારત પાછા ફરીને તેમણે પ્રકૃત અરિવગમ્ને તૈયાર કર્યું. તેમાં ત્રણ હજારથી વધુ પુસ્તકો છે, જેને વાંચવા માટે બાળકોમાં હોડ લાગી રહે છે. પુસ્તકો સિવાય તે libraryમાં થનારી અનેક પ્રકારની પ્રવૃત્તિ પણ બાળકોને આકર્ષતી રહે છે. સ્ટોરી ટેલિંગ સેસશન હોય, આર્ટ વર્કશોપ હોય, મેમરી ટ્રેનિંગ ક્લાસ, રોબોટિક્સ લેસન કે પછી પબ્લિક સ્પીકિંગ હોય અહીં, દરેક માટે કંઈ ને કંઈ અવશ્ય છે, જે તેમને પસંદ આવે છે.
સાથીઓ, હૈદરાબાદમાં 'ફુડ ફોર થોટ ફાઉન્ડેશન' એ પણ અનેક શાનદાર લાઇબ્રેરી બનાવી છે. તેમનો પણ પ્રયાસ એ જ છે કે બાળકોને વધુમાં વધુ વિષયો પર મહત્ત્વની જાણકારી સાથે વાંચવા માટે પુસ્તકો મળે. બિહારમાં ગોપાલગંજની 'પ્રયોગ લાઇબ્રેરી'ની ચર્ચા તો આસપાસનાં અનેક શહેરોમાં થવા લાગી છે. આ લાઇબ્રેરીથી લગભગ 12 ગામોનાં યુવાનો પુસ્તકો વાંચવાની સુવિધા મળવા લાગી છે, સાથે જ તે, લાઇબ્રેરી ભણતરમાં મદદ કરનારી બીજી આવશ્યક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવી રહી છે. કેટલીક લાઇબ્રેરી તો એવી છે, જે, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં વિદ્યાર્થીઓને ઘણી કામ આવે છે. સમાજને સશક્ત બનાવવામાં આજે લાઇબ્રેરીનો શ્રેષ્ઠ ઉપયોગ થઈ રહ્યો છે તે જોવું ખરેખર ખૂબ જ સુખદ છે. તમે પણ પુસ્તકો સાથે મિત્રતા વધારો, અને જુઓ, તમારા જીવનમાં કેવું પરિવર્તન આવે છે.
મારા પ્રિય દેશવાસીઓ, પરમ દિવસની રાત્રે જ હું દક્ષિણ અમેરિકાના એક દેશ ગુયાનાથી પરત આવ્યો છું. ભારતથી હજારો કિલોમીટર દૂર, ગુયાનામાં પણ એક 'મિનિ ભારત' વસે છે. આજથી લગભગ 180 વર્ષ પહેલાં, ગુયાનામાં ભારતના લોકોને, ખેતરમાં મજૂરી માટે, બીજાં કામો માટે, લઈ જવામાં આવ્યા હતા.
આજે ગુયાનામાં ભારતીય મૂળના લોકો રાજકારણ, વેપાર, શિક્ષણ અને સંસ્કૃતિના દરેક ક્ષેત્રમાં ગુયાનાનું નેતૃત્વ કરી રહ્યા છે. ગુયાનાના રાષ્ટ્રપ્રમુખ ડૉ. ઇરફાન અલી પણ ભારતીય મૂળના છે, જે, પોતાના ભારતીય વારસા પર ગર્વ કરે છે. જ્યારે હું ગુયાનામાં હતો, ત્યારે, મારા મનમાં એક વિચાર આવ્યો હતો, જે હું 'મન કી બાત'માં તમારી સાથે વ્યક્ત કરી રહ્યો છું. ગુયાનાની જેમ દુનિયાના ડઝનોં દેશોમાં લાખોની સંખ્યામાં ભારતીય છે. દાયકાઓ પહેલાંની 200-300 વર્ષ પહેલાંની તેમના પૂર્વજોની પોતાની વાતો છે. શું તમે એવી વાતોને શોધી શકો કે ભારતીય પ્રવાસીઓએ કેવી રીતે અલગ-અલગ દેશોમાં પોતાની ઓળખ બનાવી ! કેવી રીતે તેમણે ત્યાંની સ્વતંત્રતાની લડાઈમાં ભાગ લીધો ! કેવી રીતે તેમણે પોતાના ભારતીય વારસાને જીવંત રાખ્યો? હું ઇચ્છું છું કે તમે એવી સાચી વાતો શોધો, અને મારી સાથે શેર કરો તમે આ વાતોને નમો એપ પર કે MyGov પર #IndianDiasporaStoriesની સાથે પણ શેર કરી શકો છો.
સાથીઓ, તમને ઓમાનમાં ચાલી રહેલો એક એક્સ્ટ્રાઓર્ડિનરી પ્રોજેક્ટ પણ ખૂબ જ રસપ્રદ લાગશે. અનેક ભારતીય પરિવાર અનેક સદીઓથી ઓમાનમાં રહી રહ્યા છે. તેમાંથી મોટા ભાગના ગુજરાતના કચ્છથી જઈને વસ્યા છે. આ લોકોએ વેપારમાં મહત્ત્વપૂર્ણ link તૈયાર કરી હતી. આજે પણ તેમની પાસે ઓમાની નાગરિકતા છે, પરંતુ ભારતીયતા તેમની રગેરગમાં વસેલી છે. ઓમાનમાં ભારતીય દૂતાવાસ અને નેશનલ આર્ચિવ્સ ઓફ ઈન્ડિયાના સહયોગથી એક ટીમએ આ પરિવારોની ઈતિહાસને પ્રિઝવ કરવાનું કામ શરૂ કર્યું છે. આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં હજારો ડૉક્યુમેન્ટ્સ એકત્ર કરવામાં આવ્યા છે.
તેમાં ડાયરી, એકાઉન્ટ બુક, લેજર્સ, લેટર્સ અને ટેલિગ્રામ પણ સમાવિષ્ટ છે. તેમાંથી કેટલાક દસ્તાવેજ તો ઈ. સ. 1838ના પણ છે. આ દસ્તાવેજો, ભાવનાઓથી ભરેલા છે. વર્ષો પહેલાં, જ્યારે તેઓ ઓમાન પહોંચ્યા હતા, તો તેમણે કયા પ્રકારનું જીવન જીવ્યું, કેવી રીતે સુખ-દુ:ખનો સામનો કર્યો, અને, ઓમાનના લોકો સાથે તેમના સંબંધો કેવી રીતે આગળ વધ્યા- આ સર્વ, આ દસ્તાવેજોનો હિસ્સો છે. 'ઓરલ હિસ્ટ્રી પ્રોજેક્ટ' પણ આ મિશનનો એક મહત્ત્વપૂર્ણ આધાર છે. તે મિશનમાં ત્યાંના વરિષ્ઠ લોકોએ પોતાના અનુભવને વહેંચ્યો છે. લોકોએ ત્યાં પોતાની રહેણીકરણી સાથે જોડાયેલી વાતોને વિસ્તારથી જણાવી છે.
સાથીઓ, આવો જ એક 'ઓરલ હિસ્ટ્રી પ્રોજેક્ટ' ભારતમાં પણ થઈ રહ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ ઇતિહાસપ્રેમી દેશના વિભાજનના કાળખંડમાં પીડિતોના અનુભવોનો સંગ્રહ કરી રહ્યા છે. હવે દેશમાં એવા લોકોની સંખ્યા બહુ ઓછી બચી છે, જેમણે, વિભાજનની વિભીષિકાને જોઈ છે. આવામાં આ પ્રયાસ ઓર વધુ મહત્ત્વપૂર્ણ બની ગયો છે.
સાથીઓ, જે દેશ, જે સ્થાન, પોતાના ઇતિહાસને સાચવીને રાખે છે, તેનું ભવિષ્ય પણ સુરક્ષિત રહે છે. આ વિચાર સાથે એક પ્રયાસ થયો છે જેમાં ગામોના ઇતિહાસને સાચવીને રાખનારી એક ડિરેક્ટરી બનાવવામાં આવી છે. સમુદ્રી યાત્રાના ભારતના પુરાતન સામર્થ્ય સાથે જોડાયેલા પ્રમાણોને સાચવીને રાખવાનું પણ અભિયાન દેશમાં ચાલી રહ્યું છે. આ કડીમાં, લોથલમાં, એક બહુ મોટું મ્યૂઝિયમ પણ બનાવવામાં આવી રહ્યું છે, તેના સિવાય, તમારા ધ્યાનમાં કોઈ મનુ સ્ક્રિપ્ટ હોય, કોઈ ઐતિહાસિક દસ્તાવેજ હોય, કોઈ હસ્તલિખિત પ્રતિ હોય તો તેને પણ તમે નેશનલ આર્ચિવ્સ ઓફ ઈન્ડિયાની મદદથી સાચવી શકો છો.
સાથીઓ, મને સ્લોવાકિયામાં થઈ રહેલા આવા જ એક પ્રયાસ વિશે ખબર પડી છે જે આપણી સંસ્કૃતિને સંરક્ષિત કરવા અને તેને આગળ વધારવા સાથે જોડાયેલો છે. ત્યાં પહેલી વાર સ્લોવાકિયા ભાષામાં આપણાં ઉપનિષદોનો અનુવાદ કરાયો છે. આ પ્રયાસોથી ભારતીય સંસ્કૃતિના વૈશ્વિક પ્રભાવની પણ ખબર પડે છે. આપણા બધા માટે એ ગર્વની વાત છે કે દુનિયાભરમાં એવા કરોડો લોકો છે, જેમના હૃદયમાં, ભારત વસે છે.
મારા પ્રિય દેશવાસીઓ, હવે હું તમારી સાથે દેશની એક એવી ઉપલબ્ધિ વહેંચવા માગું છું જેને સાંભળીને તમને પ્રસન્નતા પણ થશે અને ગૌરવ પણ થશે, અને જો તમે તે નથી કર્યું, તો કદાચ પસ્તાવો પણ થશે. કેટલાક મહિના પહેલાં, આપણે 'એક પેડ માં કે નામ' અભિયાન શરૂ કર્યું હતું. આ અભિયાનમાં દેશભરના લોકોએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો. મને એ જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આ અભિયાને સો કરોડ વૃક્ષ રોપવાનો મહત્વનો પડાવ પાર કરી લીધો છે. સો કરોડ વૃક્ષ, તે પણ માત્ર પાંચ મહિનાઓમાં - આ આપણા દેશવાસીઓના અથક પ્રયાસોથી જ સંભવ થયું છે. તેની સાથે જોડાયેલી એક બીજી વાત જાણીને તમને ગર્વ થશે. 'એક પેડ માં કે નામ' અભિયાન હવે દુનિયાના બીજા દેશોમાં પણ ફેલાઈ રહ્યું છે. જ્યારે હું ગુયાનામાં હતો, તો ત્યાં પણ, આ અભિયાનનો સાક્ષી બન્યો. ત્યાં મારી સાથે ગુયાનાના રાષ્ટ્રપ્રમુખ ડૉ. ઇરફાન અલી, તેમની પત્નીનાં માતાજી, અને પરિવારના બાકી સભ્યો, 'એક પેડ માં કે નામ' અભિયાનમાં સમ્મિલિત થયાં.
સાથીઓ, દેશના અલગ-અલગ હિસ્સાઓમાં આ અભિયાન સતત ચાલી રહ્યું છે. મધ્ય પ્રદેશના ઇંદોરમાં 'એક પેડ માં કે નામ' અભિયાન હેઠળ, વૃક્ષ લગાવવાનો વિક્રમ થયો છે - અહીં 24 કલાકમાં 12 લાખથી વધુ વૃક્ષ રોપવામાં આવ્યા.
આ અભિયાનના કારણે ઇંદોરના રેવતી હિલ્સનોનો ઉજ્જડ વિસ્તાર, હવે, ગ્રીન ઝોનમાં ફેરવાઈ જશે. રાજસ્થાનના જેસલમેરમાં આ અભિયાન દ્વારા એક અનોખો વિક્રમ બન્યો - અહીં મહિલાઓની એક ટીમે એક કલાકમાં 25 હજાર વૃક્ષો લગાવ્યાં. માતાઓએ માના નામે વૃક્ષ લગાવ્યું અને બીજાઓને પણ પ્રેરિત કર્યા. અહીં એક જ જગ્યા પર પાંચ હજારથી વધુ લોકોએ મળીને વૃક્ષો લગાવ્યાં - તે પણ પોતાની રીતે એક વિક્રમ છે. 'એક પેડ માં કે નામ' અભિયાન હેઠળ અનેક સામાજિક સંસ્થાઓ સ્થાનિક આવશ્યકતાઓના હિસાબથી વૃક્ષ લગાવી રહી છે. તેમનો પ્રયાસ છે કે જ્યાં વૃક્ષો રોપવામાં આવે ત્યાં પર્યાવરણને અનુકૂળ પૂરી ઈકો સિસ્ટમ ડેવલપ થાય. તેથી આ સંસ્થાઓ ક્યાંક ઔષધીય છોડ રોપી રહી છે, તો ક્યાંક, પક્ષીઓનો માળો બનાવવા માટે વૃક્ષ લગાવી રહી છે. બિહારમાં 'જીવિકા સેલ્ફ હેલ્પ ગ્રુપ'ની મહિલાઓ 75 લાખ વૃક્ષો લગાવવાનું અભિયાન ચલાવી રહી છે. આ મહિલાઓનું focus ફળવાળાં વૃક્ષો પર છે, જેનાથી આવનારા સમયમાં આવક પણ મેળવી શકાશે.
સાથીઓ, આ અભિયાન સાથે જોડાયેલી કોઈ પણ વ્યક્તિ પોતાની માતાના નામે વૃક્ષ રોપી શકે છે. જો માતા જીવિત હોય તો તેમને સાથે લઈ જઈને તમે વૃક્ષ રોપી શકો છો, નહીં તો તેમની તસવીર સાથમાં લઈને તમે આ અભિયાનનો હિસ્સો બની શકો છો. વૃક્ષ સાથે તમે તમારી સેલ્ફી પણ mygov.in પર પૉસ્ટ કરી શકો છો. માતા, આપણા બધા માટે જે કરે છે, તેનું ઋણ આપણે ક્યારેય ચૂકવી ન શકીએ, પરંતુ એક વૃક્ષ માના નામે લગાવીને આપણે તેમની ઉપસ્થિતિને હંમેશ માટે જીવિત કરી શકીએ છીએ.
મારા પ્રિય દેશવાસીઓ, તમે બધા લોકોએ બાળપણમાં ચકલી કે ચકલીને પોતાના ઘરની છત પર, વૃક્ષ પર ચીં ચીં કરતાં અવશ્ય જોઈ હશે.
ચકલીને તમિલ અને મળયાળમમાં કુરુવી, તેલુગુમાં પિચ્ચુકા અને કન્નડમાં ગુબ્બીના નામે ઓળખવામાં આવે છે. દરેક ભાષા, સંસ્કૃતિમાં ચકલી અંગે કિસ્સા-વાર્તાઓ સંભળાવવામાં આવે છે.
આપણી આસપાસ Biodiversity ને જાળવી રાખવામાં ચકલીનું એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ યોગદાન હોય છે, પરંતુ આજે શહેરોમાં જવલ્લે જ ચકલી જોવામાં આવે છે. વધતા શહેરીકરણના કારણે ચકલી આપણાથી દૂર ચાલી ગઈ છે. આજની પેઢીનાં ઘણાં એવાં બાળકો છે, જેમણે ચકલીને માત્ર તસવીરો કે વિડિયોમાં જોઈ છે. આવાં બાળકોના જીવનમાં આવા પ્રિય પક્ષીના પુનરાગમન માટે કેટલાક અનોખા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ચેન્નાઈના કુડુગલ ટ્રસ્ટે ચકલીની સંખ્યા વધારવા માટે સ્કૂલનાં બાળકોને પોતાના અભિયાનમાં સમાવિષ્ટ કર્યા છે. સંસ્થાના લોકો સ્કૂલમાં જઈને બાળકોને સમજાવે છે કે ચકલી રોજિંદા જીવનમાં કેટલી મહત્ત્વપૂર્ણ છે. આ સંસ્થાઓ બાળકોને ચકલીઓનો માળો બનાવવાની training આપે છે. તેના માટે સંસ્થાના લોકોએ બાળકોને લાકડાનું એક નાનું ઘર બનાવવાનું શીખવ્યું. તેમાં ચકલીના રહેવા, ખાવાની વ્યવસ્થા કરી. તે એવાં ઘર હોય છે, જેને કોઈ પણ ઈમારતની બહારની દીવાલ પર કે વૃક્ષ પર લગાવી શકાય છે. બાળકોએ આ અભિયાનમાં ઉત્સાહ સાથે હિસ્સો લીધો અને ચકલી માટે મોટી સંખ્યામાં માળા બનાવવાનું શરૂ કરી દીધું. છેલ્લાં ચાર વર્ષમાં સંસ્થાએ ચકલી માટે એવા દસ હજાર માળા તૈયાર કર્યા છે. કૂડુગલ ટ્રસ્ટની આ પહેલથી આસપાસના વિસ્તારોમાં ચકલીની વસતિ વધવાની શરૂ થઈ ગઈ છે. તમે પણ તમારી આસપાસ આવા પ્રયાસ કરશો તો નિશ્ચિત રીતે ચકલી ફરીથી આપણા જીવનનો હિસ્સો બની જશે.
સાથીઓ, કર્ણાટકના મૈસુરૂની એક સંસ્થાએ બાળકો માટે 'Early Bird' નામનું અભિયાન શરૂ કર્યું છે. આ સંસ્થા બાળકોને પક્ષીઓ વિશે જણાવવા માટે ખાસ પ્રકારની library ચલાવે છે. એટલું જ નહીં, બાળકોમાં પ્રકૃતિ પ્રત્યે જવાબદારીનો ભાવ ઉત્પન્ન કરવા માટે 'નેચર એજ્યુકેશન કિટ' તૈયાર કરવામાં આવી છે. આવી Kitમાં બાળકો માટે સ્ટોરી બુક, ગેમ્સ, એક્ટિવિટી શીટ્સ અને જિગ-શૉ પઝલ છે. આ સંસ્થા શહેરનાં બાળકોને ગામડાંઓમાં લઈને જાય છે અને તેમને પક્ષીઓ વિશે માહિતી આપે છે. આ સંસ્થાના પ્રયાસોના કારણે બાળકો પક્ષીઓની અનેક પ્રજાતિઓને ઓળખવા લાગ્યાં છે. 'મન કી બાત'ના શ્રોતા પણ આ પ્રકારના પ્રયાસથી બાળકોમાં પોતાની આસપાસની પ્રકૃતિને જોવા, સમજવાનો અલગ દૃષ્ટિકોણ વિકસિત કરી શકે છે.
મારા પ્રિય દેશવાસીઓ, તમે જોયું હશે, જેવું કોઈ કહે છે કે 'સરકારી કાર્યાલય' તો તમારા મનમાં ફાઇલોના ઢગલાની તસવીર બની જાય છે. તમે ફિલ્મોમાં આવું જ કંઈક જોયું હશે. સરકારી કાર્યાલયોમાં આ ફાઇલોના ઢગલા પર કેટલીય મજાકો બનતી રહે છે, અનેક વાર્તાઓ પણ લખાઈ ચૂકી છે. વર્ષોના વર્ષો સુધી આ ફાઇલો ઓફિસમાં પડી રહેવાથી તેમાં ધૂળ ભરાઈ જતી હતી, ત્યાં ગંદકી થવા લાગતી હતી - આવી દાયકાઓ જૂની ફાઇલો અને સ્ક્રેપને હટાવવા માટે એક વિશેષ સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું. તમને એ જાણીને આનંદ થશે કે સરકારી વિભાગોમાં આ અભિયાનનાં અદ્ભુત પરિણામ સામે આવ્યાં છે. સાફ-સફાઈથી કાર્યાલયોમાં ઘણી જગ્યા ખાલી થઈ ગઈ છે. તેનાથી કાર્યાલયમાં કામ કરનારાઓમાં એક ઓનરશિપનો ભાવ પણ આવ્યો છે. પોતાની કામ કરવાની જગ્યાને સ્વચ્છ રાખવાની ગંભીરતા પણ તેમનામાં આવી છે.
સાથીઓ, તમે ઘણી વાર વડીલોને એવું કહેતા સાંભળ્યા હશે કે જ્યાં સ્વચ્છતા હોય છે, ત્યાં લક્ષ્મીજીનો વાસ હોય છે. આપણે ત્યાં 'કચરાથી કંચન'નો વિચાર ખૂબ જ જૂનો છે. દેશના અનેક હિસ્સામાં 'યુવાનો' બેકાર સમજવામાં આવતી ચીજોને લઈને કચરામાંથી કંચન બનાવી રહ્યા છે. અનેક પ્રકારનાં ઇનોવેશન કરી રહ્યાં છે. તેમાંથી તેઓ પૈસા કમાઈ રહ્યા છે, રોજગારનાં સાધનો વિકસિત કરી રહ્યા છે. આ યુવાનો પોતાના પ્રયાસોથી ટકાઉ જીવનશૈલીને પણ ઉત્તેજન આપી રહ્યા છે. મુંબઈની બે દીકરીઓનો આ પ્રયાસ ખરેખર ખૂબ જ પ્રેરક છે. અક્ષરા અને પ્રકૃતિ નામની આ બે દીકરીઓ, કતરણથી ફેશનનો સામાન બનાવી રહી છે. તમે પણ જાણો છો કે કાપડના કતરણ-સિલાઈ દરમિયાન જે કાપડ બચે છે તેને બેકાર સમજીને ફેંકી દેવામાં આવે છે. અક્ષરા અને પ્રકૃતિની ટીમ તે જ કાપડના કચરાને ફેશન પ્રોડક્ટમાં બદલી નાખે છે. કતરણથી બનેલી ટોપીઓ, બેગ ચપોચપ વેચાઈ પણ રહી છે.
સાથીઓ, સાફ-સફાઈથી લઈને ઉત્તર પ્રદેશના કાનપુરમાં પણ સારી પહેલ થઈ રહી છે. અહીં કેટલાક લોકો રોજ સવારે મોર્નિંગ વોક પર નીકળે છે અને ગંગાના ઘાટો પર ફેલાયેલા પ્લાસ્ટિક અને અન્ય કચરાને ઉપાડી લે છે. તેને સમૂહને 'કાનપુર પ્લોગર્સ ગ્રુપ' નામ આપવામાં આવ્યું છે. આ અભિયાનની શરૂઆત કેટલાક મિત્રોએ મળીને કરી હતી. ધીરેધીરે તે જન ભાગીદારીનું મોટું અભિયાન બની ગયું. શહેરના અનેક લોકો તેની સાથે જોડાઈ ગયા છે. તેના સભ્યો, હવે, દુકાનો અને ઘરોમાંથી પણ કચરો ઉઠાવવા લાગ્યા છે. આ કચરામાંથી રિસાયકલ પ્લાન્ટમાં ટ્રી ગાર્ડ તૈયાર કરવામાં આવે છે, એટલે કે આ ગ્રુપના લોકો કચરામાંથી બનેલા ટ્રી ગાર્ડની મદદથી છોડની સુરક્ષા પણ કરે છે.
સાથીઓ, નાના-નાના પ્રયાસોથી કેવી મોટી સફળતા મળે છે, તેનું એક ઉદાહરણ આસામની ઇતિશા પણ છે. ઇતિશાનો અભ્યાસ દિલ્લી અને પૂણેમાં થયો છે. ઇતિશા કોર્પોરેટ દુનિયાની ચમકદમકને છોડીને અરુણાચલની સાંગતી ઘાટીને સાફ બનાવવામાં લાગી છે. પર્યટકોના કારણે ત્યાં ઘણો પ્લાસ્ટિક વેસ્ટ જમા થવા લાગ્યો હતો. ત્યાંની નદી જે ક્યારેક સ્વચ્છ હતી, તે પ્લાસ્ટિક વેસ્ટના કારણે પ્રદૂષિત થઈ ગઈ હતી. તેને સ્વચ્છ કરવા માટે ઇતિશા સ્થાનિક લોકો સાથે મળીને કામ કરી રહી છે. તેના ગ્રુપના લોકો, ત્યાં આવનાર ટુરિસ્ટને જાગૃત કરે છે અને પ્લાસ્ટિક વેસ્ટને એકઠો કરવા માટે પૂરી ખીણમાં વાંસથી બનેલી કચરાપેટીઓ લગાવે છે.
સાથીઓ, આવા પ્રયાસોથી ભારતના સ્વચ્છતા અભિયાનને ગતિ મળે છે. આ નિરંતર ચાલનારું અભિયાન છે. તમારી આસપાસ પણ આવું જરૂર થતું જ હશે. તમે મને આવા પ્રયાસો વિશે જરૂર લખતા રહો.
સાથીઓ, 'મન કી બાત'ના આ એપિસોડમાં અત્યારે આટલું જ. મને તો આખો મહિનો, તમારી પ્રતિક્રિયાઓ, પત્રો અને સૂચનોની ખૂબ જ પ્રતીક્ષા રહે છે. દર મહિને આવતા તમારા સંદેશા મને વધુ સારું કામ કરવાની પ્રેરણા આપે છે. આગામી મહિને આપણે ફરી મળીશું, 'મન કી બાત'ના એક વધુ અંકમાં - દેશ અને દેશવાસીઓની નવી ઉપલબ્ધિઓ સાથે, ત્યાં સુધી, તમને બધા દેશવાસીઓને મારી ખૂબ બધી શુભકામનાઓ. ખૂબ ખૂબ ધન્યવાદ.
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. 'મન કી બાત' એટલે દેશના સામૂહિક પ્રયાસોની વાત, દેશની ઉપલબ્ધિઓ વિશે વાત, જન-જનના સામર્થ્યની વાત, 'મન કી બાત' એટલે દેશના યુવાં સપનાંઓ અને દેશના નાગરિકોની આકાંક્ષાઓની વાત. હું આખા મહિના દરમિયાન 'મન કી બાત'ની પ્રતીક્ષા કરું છું, જેથી હું તમારી સાથે સીધો સંવાદ કરી શકું. કેટલા બધા સંદેશાઓ, કેટલા મેસેજ ! મારો પૂરો પ્રયાસ રહે છે કે વધુમાં વધુ સંદેશાઓ વાંચું, તમારાં સૂચનો પર મંથન કરું.
સાથીઓ, આજે ખૂબ જ ખાસ દિવસ છે - આજે NCC દિવસ છે. NCCનું નામ સામે આવતા જ, આપણને સ્કૂલ-કૉલેજના દિવસો યાદ આવી જાય છે. હું પોતે પણ NCCનો કેડેટ રહ્યો છું, આથી પૂરા વિશ્વાસ સાથે કહી શકું છું કે તેનાથી મળેલો અનુભવ મારા માટે અણમોલ છે. 'NCC' યુવાનોમાં અનુશાસન, નેતૃત્વ અને સેવાની ભાવના ઉત્પન્ન કરે છે. તમે પોતાની આસપાસ જોયું હશે, જ્યારે પણ ક્યાંય કોઈ આપદા આવે છે, પછી તે પૂરની સ્થિતિ હોય, ક્યાંક ભૂકંપ આવ્યો હોય, કોઈ દુર્ઘટના થઈ હોય, ત્યાં મદદ કરવા માટે NCCના કેડેટ અવશ્ય ઉપસ્થિત થઈ જાય છે. આજે દેશમાં NCCને મજબૂત કરવા માટે સતત કામ થઈ રહ્યું છે. 2014માં લગભગ 14 લાખ યુવાનો NCC સાથે જોડાયેલા હતા. હવે 2024માં 20 લાખથી વધુ યુવાનો NCC સાથે જોડાયેલા છે. પહેલાંની સરખામણીએ પાંચ હજાર અને નવી શાળાઓ-કૉલેજોમાં હવે NCCની સુવિધા થઈ ગઈ છે અને સૌથી મોટી વાત, પહેલાં NCCમાં girls cadetsની સંખ્યા લગભગ 25% (ટકા)ની આસપાસ રહેતી હતી. હવે NCCમાં girls cadetsની સંખ્યા લગભગ 40% (ટકા) થઈ ગઈ છે.
સીમા પર રહેનારા યુવાનોને વધુમાં વધુ NCC સાથે જોડવાનું અભિયાન પણ સતત ચાલુ છે. હું યુવાનોને આગ્રહ કરીશ કે વધુમાં વધુ સંખ્યામાં NCC સાથે જોડાવ. તમે જોશો કે તમે કોઈ પણ કારકિર્દીમાં જાવ NCCથી તમારા વ્યક્તિગત નિર્માણમાં ખૂબ જ મદદ મળશે.
સાથીઓ, વિકસિત ભારતના નિર્માણમાં યુવાનોનો રોલ ખૂબ જ મોટો છે. યુવા મન જ્યારે એકસંપ થઈને દેશની ભવિષ્યની યાત્રા માટે મંથન કરે છે, ચિંતન કરે છે, તો નિશ્ચિત રીતે તેમાંથી નક્કર માર્ગ મળે છે. તમે જાણો છો કે 12 જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદની જયંતી પર દેશ 'યુવા દિવસ' મનાવે છે. આગામી વર્ષે સ્વામી વિવેકાનંદજીની 162મી જયંતી છે. આ વખતે તેને ખૂબ જ વિશેષ રીતે મનાવવામાં આવશે. આ અવસર પર 11-12 જાન્યુઆરીએ દિલ્લીના ભારત મંડપમમાં યુવા વિચારોનો મહા કુંભ આયોજિત થવા જઈ રહ્યો છે અને આ પહેલનું નામ છે 'વિકસિત ભારત Young Leaders Dialogue'. ભારતભરમાંથી કરોડો યુવાનો તેમાં ભાગ લેશે. ગામ, બ્લૉક, જિલ્લા, રાજ્ય અને ત્યાંથી નીકળીને પસંદ કરાયેલા આવા બે હજાર યુવાનો ભારત મંડપમમાં 'વિકસિત ભારત Young Leaders Dialogues' માટે એકત્ર થશે. તમને યાદ હશે, મેં લાલ કિલ્લાની પ્રાચીર પરથી એવા યુવાનોને રાજનીતિમાં આવવાનું આહ્વાન કર્યું છે, જેના પરિવારની કોઈ પણ વ્યક્તિ અને પૂરા પરિવારનું political background નથી, આવા એક લાખ યુવાનોને, નવા યુવાનોને, રાજનીતિ સાથે જોડવા માટે દેશમાં અનેક પ્રકારનાં વિશેષ અભિયાન ચલાવાશે. 'વિકસિત ભારત Young Leaders Dialogue' પણ આવો જ એક પ્રયાસ છે. તેમાં દેશ અને વિદેશથી વિશેષજ્ઞો આવશે. અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય હસ્તીઓ પણ રહેશે. હું પણ તેમાં વધુમાં વધુ સમય ઉપસ્થિત રહીશ. યુવાનોને સીધા અમારી સામે પોતાના ideas રાખવાનો અવસર મળશે. દેશ આ ideasને આગળ લઈને કેવી રીતે જઈ શકે છે?
કેવી રીતે એક નક્કર રોડમેપ બની શકે છે? તેની એક બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવશે, તો તમે પણ તૈયાર થઈ જાવ, જે ભારતના ભવિષ્યનું નિર્માણ કરવાના છે, જે દેશની ભાવિ પેઢી છે, તેમના માટે આ ખૂબ જ મોટો અવસર આવી રહ્યો છે. આવો મળીને દેશ બનાવીએ, દેશને વિકસિત બનાવીએ.
મારા પ્રિય દેશવાસીઓ, 'મન કી બાત'માં, આપણે, ઘણી વાર એવા યુવાનોની ચર્ચા કરીએ છીએ, જે નિઃસ્વાર્થ ભાવથી સમાજ માટે કામ કરી રહ્યા છે. એવા કેટલાય યુવાનો છે જે લોકોની નાની-નાની સમસ્યાઓનું સમાધાન મેળવવામાં લાગેલા છે. આપણે આપણી આસપાસ જોઈશું તો કેટલાય એવા લોકો દેખાય છે, જેમને, કોઈ ને કોઈ પ્રકારની મદદ જોઈએ છે, કોઈ જાણકારી જોઈએ છે. મને એ જાણીને સારું લાગ્યું કે કેટલાક યુવાનોએ સમૂહ બનાવીને આ પ્રકારની વાતને પણ address કરી છે જેમ કે લખનઉના રહેવાસી વીરેન્દ્ર છે, તેઓ વૃદ્ધોને ડિજિટલ લાઈફ સર્ટિફિકેટના કામમાં મદદ કરે છે. તમે જાણો છો કે નિયમો મુજબ, બધા પેન્શર્સને વર્ષમાં એક વાર લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવાનું હોય છે. 2014 સુધી તેની પ્રક્રિયા એવી હતી કે તેને બૅંકોમાં જઈને વૃદ્ધે પોતે જમા કરાવવું પડતું હતું. તમે કલ્પના કરી શકો છો કે તેનાથી આપણા વૃદ્ધોને કેટલી અસુવિધા થતી હતી. હવે તે વ્યવસ્થા બદલાઈ ચૂકી છે. હવે digital life certificate આપવાથી ચીજો ખૂબ જ સરળ બની ગઈ છે, વૃદ્ધોને બૅંક નથી જવું પડતું. વૃદ્ધોને ટેક્નોલોજીના કારણે કોઈ તકલીફ ન પડે, તેમાં વીરેન્દ્ર જેવા યુવાનોની મોટી ભૂમિકા છે. તેઓ, પોતાના ક્ષેત્રના વૃદ્ધોને તેના વિશે જાગૃત કરતા રહે છે. એટલું જ નહીં, તેઓ વૃદ્ધોને tech savvy પણ બનાવી રહ્યા છે. આવા જ પ્રયાસોથી આજે digital life certificate મેળવનારાઓની સંખ્યા 80 લાખના આંકડાને પાર કરી ગઈ છે.
તેમાંથી બે લાખથી વધુ એવા વૃદ્ધો છે, જેમની વય 80થી પણ વધુ છે. સાથીઓ, અનેક શહેરોમાં યુવાનો વૃદ્ધોને digital ક્રાંતિમાં ભાગીદાર બનાવવા માટે પણ આગળ આવી રહ્યા છે. ભોપાલના મહેશે પોતાની શેરીમાં અનેક વૃદ્ધોને mobileના માધ્યમથી payment કરવાનું શીખવ્યું છે. આ વૃદ્ધો પાસે સ્માર્ટ ફોન તો હતો, પરંતુ, તેનો સાચો ઉપયોગ બતાવનાર કોઈ નહોતું. વૃદ્ધોને ડિજિટલ એરેસ્ટના ભયથી બચાવવા માટે પણ યુવાનો આગળ આવ્યા છે. અમદાવાદના રાજીવ, લોકોને ડિજિટલ એરેસ્ટના ભયથી ચેતવે છે. મેં 'મન કી બાત'ના ગત એપિસોડમાં ડિજિટલ એરેસ્ટની ચર્ચા કરી હતી. આ પ્રકારના અપરાધના વધુમાં વધુ શિકાર વૃદ્ધો જ બને છે. આવામાં આપણી જવાબદારી છે કે આપણે તેમને જાગૃત બનાવીએ અને cyber fraudથી બચાવવામાં મદદ કરીએ. આપણે વારંવાર લોકોને સમજાવવું પડશે કે ડિજિટલ એરેસ્ટ નામથી સરકારમાં કોઈ પણ જોગવાઈ જ નથી - આ હળાહળ જૂઠાણું, લોકોને ફસાવવાનું એક ષડયંત્ર છે. મને આનંદ છે કે આપણા યુવા સાથીઓ આ કામમાં પૂરી સંવેદનશીલતાથી હિસ્સો લઈ રહ્યા છે અને બીજાને પણ પ્રેરિત કરી રહ્યા છે.
મારા પ્રિય દેશવાસીઓ, આજ-કાલ બાળકોના ભણતર માટે અનેક પ્રકારના પ્રયોગ થઈ રહ્યા છે. પ્રયાસ એ જ છે કે આપણાં બાળકોમાં creativity વધુ વધે, પુસ્તકો માટે તેમનામાં પ્રેમ વધુ વધે - કહે પણ છે કે પુસ્તકો માનવનાં સૌથી સારા મિત્ર હોય છે, અને હવે આ મિત્રતાને મજબૂત કરવા માટે,લાઇબ્રેરીથી વધુ સારી જગ્યા બીજી કઈ હોઈ શકે? હું ચેન્નાઈનું એક ઉદાહરણ તમારી સાથે શેર કરવા માગું છું. ત્યાં બાળકો માટે એક એવી લાઇબ્રેરી તૈયાર કરવામાં આવી છે, જે ક્રિએટિવિટી અને લર્નિંગનું હબ બની ચૂકી છે. તેને પ્રકૃત અરિવગમ્ના નામથી ઓળખવામાં આવે છે.
આ લાઈબ્રેરીનો વિચાર, ટેક્નોલોજીની દુનિયા સાથે જોડાયેલા શ્રીરામ ગોપાલનની દેણ છે. વિદેશમાં પોતાના કામ દરમિયાન તેઓ લેટેસ્ટ ટેક્નોલોજીની દુનિયા સાથે જોડાયેલા રહ્યા. પરંતુ તેઓ, બાળકોમાં ભણવા અને શીખવાની ટેવ વિકસાવવા વિશે પણ વિચારતા રહ્યા. ભારત પાછા ફરીને તેમણે પ્રકૃત અરિવગમ્ને તૈયાર કર્યું. તેમાં ત્રણ હજારથી વધુ પુસ્તકો છે, જેને વાંચવા માટે બાળકોમાં હોડ લાગી રહે છે. પુસ્તકો સિવાય તે libraryમાં થનારી અનેક પ્રકારની પ્રવૃત્તિ પણ બાળકોને આકર્ષતી રહે છે. સ્ટોરી ટેલિંગ સેસશન હોય, આર્ટ વર્કશોપ હોય, મેમરી ટ્રેનિંગ ક્લાસ, રોબોટિક્સ લેસન કે પછી પબ્લિક સ્પીકિંગ હોય અહીં, દરેક માટે કંઈ ને કંઈ અવશ્ય છે, જે તેમને પસંદ આવે છે.
સાથીઓ, હૈદરાબાદમાં 'ફુડ ફોર થોટ ફાઉન્ડેશન' એ પણ અનેક શાનદાર લાઇબ્રેરી બનાવી છે. તેમનો પણ પ્રયાસ એ જ છે કે બાળકોને વધુમાં વધુ વિષયો પર મહત્ત્વની જાણકારી સાથે વાંચવા માટે પુસ્તકો મળે. બિહારમાં ગોપાલગંજની 'પ્રયોગ લાઇબ્રેરી'ની ચર્ચા તો આસપાસનાં અનેક શહેરોમાં થવા લાગી છે. આ લાઇબ્રેરીથી લગભગ 12 ગામોનાં યુવાનો પુસ્તકો વાંચવાની સુવિધા મળવા લાગી છે, સાથે જ તે, લાઇબ્રેરી ભણતરમાં મદદ કરનારી બીજી આવશ્યક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવી રહી છે. કેટલીક લાઇબ્રેરી તો એવી છે, જે, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં વિદ્યાર્થીઓને ઘણી કામ આવે છે. સમાજને સશક્ત બનાવવામાં આજે લાઇબ્રેરીનો શ્રેષ્ઠ ઉપયોગ થઈ રહ્યો છે તે જોવું ખરેખર ખૂબ જ સુખદ છે. તમે પણ પુસ્તકો સાથે મિત્રતા વધારો, અને જુઓ, તમારા જીવનમાં કેવું પરિવર્તન આવે છે.
મારા પ્રિય દેશવાસીઓ, પરમ દિવસની રાત્રે જ હું દક્ષિણ અમેરિકાના એક દેશ ગુયાનાથી પરત આવ્યો છું. ભારતથી હજારો કિલોમીટર દૂર, ગુયાનામાં પણ એક 'મિનિ ભારત' વસે છે. આજથી લગભગ 180 વર્ષ પહેલાં, ગુયાનામાં ભારતના લોકોને, ખેતરમાં મજૂરી માટે, બીજાં કામો માટે, લઈ જવામાં આવ્યા હતા.
આજે ગુયાનામાં ભારતીય મૂળના લોકો રાજકારણ, વેપાર, શિક્ષણ અને સંસ્કૃતિના દરેક ક્ષેત્રમાં ગુયાનાનું નેતૃત્વ કરી રહ્યા છે. ગુયાનાના રાષ્ટ્રપ્રમુખ ડૉ. ઇરફાન અલી પણ ભારતીય મૂળના છે, જે, પોતાના ભારતીય વારસા પર ગર્વ કરે છે. જ્યારે હું ગુયાનામાં હતો, ત્યારે, મારા મનમાં એક વિચાર આવ્યો હતો, જે હું 'મન કી બાત'માં તમારી સાથે વ્યક્ત કરી રહ્યો છું. ગુયાનાની જેમ દુનિયાના ડઝનોં દેશોમાં લાખોની સંખ્યામાં ભારતીય છે. દાયકાઓ પહેલાંની 200-300 વર્ષ પહેલાંની તેમના પૂર્વજોની પોતાની વાતો છે. શું તમે એવી વાતોને શોધી શકો કે ભારતીય પ્રવાસીઓએ કેવી રીતે અલગ-અલગ દેશોમાં પોતાની ઓળખ બનાવી ! કેવી રીતે તેમણે ત્યાંની સ્વતંત્રતાની લડાઈમાં ભાગ લીધો ! કેવી રીતે તેમણે પોતાના ભારતીય વારસાને જીવંત રાખ્યો? હું ઇચ્છું છું કે તમે એવી સાચી વાતો શોધો, અને મારી સાથે શેર કરો તમે આ વાતોને નમો એપ પર કે MyGov પર #IndianDiasporaStoriesની સાથે પણ શેર કરી શકો છો.
સાથીઓ, તમને ઓમાનમાં ચાલી રહેલો એક એક્સ્ટ્રાઓર્ડિનરી પ્રોજેક્ટ પણ ખૂબ જ રસપ્રદ લાગશે. અનેક ભારતીય પરિવાર અનેક સદીઓથી ઓમાનમાં રહી રહ્યા છે. તેમાંથી મોટા ભાગના ગુજરાતના કચ્છથી જઈને વસ્યા છે. આ લોકોએ વેપારમાં મહત્ત્વપૂર્ણ link તૈયાર કરી હતી. આજે પણ તેમની પાસે ઓમાની નાગરિકતા છે, પરંતુ ભારતીયતા તેમની રગેરગમાં વસેલી છે. ઓમાનમાં ભારતીય દૂતાવાસ અને નેશનલ આર્ચિવ્સ ઓફ ઈન્ડિયાના સહયોગથી એક ટીમએ આ પરિવારોની ઈતિહાસને પ્રિઝવ કરવાનું કામ શરૂ કર્યું છે. આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં હજારો ડૉક્યુમેન્ટ્સ એકત્ર કરવામાં આવ્યા છે.
તેમાં ડાયરી, એકાઉન્ટ બુક, લેજર્સ, લેટર્સ અને ટેલિગ્રામ પણ સમાવિષ્ટ છે. તેમાંથી કેટલાક દસ્તાવેજ તો ઈ. સ. 1838ના પણ છે. આ દસ્તાવેજો, ભાવનાઓથી ભરેલા છે. વર્ષો પહેલાં, જ્યારે તેઓ ઓમાન પહોંચ્યા હતા, તો તેમણે કયા પ્રકારનું જીવન જીવ્યું, કેવી રીતે સુખ-દુ:ખનો સામનો કર્યો, અને, ઓમાનના લોકો સાથે તેમના સંબંધો કેવી રીતે આગળ વધ્યા- આ સર્વ, આ દસ્તાવેજોનો હિસ્સો છે. 'ઓરલ હિસ્ટ્રી પ્રોજેક્ટ' પણ આ મિશનનો એક મહત્ત્વપૂર્ણ આધાર છે. તે મિશનમાં ત્યાંના વરિષ્ઠ લોકોએ પોતાના અનુભવને વહેંચ્યો છે. લોકોએ ત્યાં પોતાની રહેણીકરણી સાથે જોડાયેલી વાતોને વિસ્તારથી જણાવી છે.
સાથીઓ, આવો જ એક 'ઓરલ હિસ્ટ્રી પ્રોજેક્ટ' ભારતમાં પણ થઈ રહ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ ઇતિહાસપ્રેમી દેશના વિભાજનના કાળખંડમાં પીડિતોના અનુભવોનો સંગ્રહ કરી રહ્યા છે. હવે દેશમાં એવા લોકોની સંખ્યા બહુ ઓછી બચી છે, જેમણે, વિભાજનની વિભીષિકાને જોઈ છે. આવામાં આ પ્રયાસ ઓર વધુ મહત્ત્વપૂર્ણ બની ગયો છે.
સાથીઓ, જે દેશ, જે સ્થાન, પોતાના ઇતિહાસને સાચવીને રાખે છે, તેનું ભવિષ્ય પણ સુરક્ષિત રહે છે. આ વિચાર સાથે એક પ્રયાસ થયો છે જેમાં ગામોના ઇતિહાસને સાચવીને રાખનારી એક ડિરેક્ટરી બનાવવામાં આવી છે. સમુદ્રી યાત્રાના ભારતના પુરાતન સામર્થ્ય સાથે જોડાયેલા પ્રમાણોને સાચવીને રાખવાનું પણ અભિયાન દેશમાં ચાલી રહ્યું છે. આ કડીમાં, લોથલમાં, એક બહુ મોટું મ્યૂઝિયમ પણ બનાવવામાં આવી રહ્યું છે, તેના સિવાય, તમારા ધ્યાનમાં કોઈ મનુ સ્ક્રિપ્ટ હોય, કોઈ ઐતિહાસિક દસ્તાવેજ હોય, કોઈ હસ્તલિખિત પ્રતિ હોય તો તેને પણ તમે નેશનલ આર્ચિવ્સ ઓફ ઈન્ડિયાની મદદથી સાચવી શકો છો.
સાથીઓ, મને સ્લોવાકિયામાં થઈ રહેલા આવા જ એક પ્રયાસ વિશે ખબર પડી છે જે આપણી સંસ્કૃતિને સંરક્ષિત કરવા અને તેને આગળ વધારવા સાથે જોડાયેલો છે. ત્યાં પહેલી વાર સ્લોવાકિયા ભાષામાં આપણાં ઉપનિષદોનો અનુવાદ કરાયો છે. આ પ્રયાસોથી ભારતીય સંસ્કૃતિના વૈશ્વિક પ્રભાવની પણ ખબર પડે છે. આપણા બધા માટે એ ગર્વની વાત છે કે દુનિયાભરમાં એવા કરોડો લોકો છે, જેમના હૃદયમાં, ભારત વસે છે.
મારા પ્રિય દેશવાસીઓ, હવે હું તમારી સાથે દેશની એક એવી ઉપલબ્ધિ વહેંચવા માગું છું જેને સાંભળીને તમને પ્રસન્નતા પણ થશે અને ગૌરવ પણ થશે, અને જો તમે તે નથી કર્યું, તો કદાચ પસ્તાવો પણ થશે. કેટલાક મહિના પહેલાં, આપણે 'એક પેડ માં કે નામ' અભિયાન શરૂ કર્યું હતું. આ અભિયાનમાં દેશભરના લોકોએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો. મને એ જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આ અભિયાને સો કરોડ વૃક્ષ રોપવાનો મહત્વનો પડાવ પાર કરી લીધો છે. સો કરોડ વૃક્ષ, તે પણ માત્ર પાંચ મહિનાઓમાં - આ આપણા દેશવાસીઓના અથક પ્રયાસોથી જ સંભવ થયું છે. તેની સાથે જોડાયેલી એક બીજી વાત જાણીને તમને ગર્વ થશે. 'એક પેડ માં કે નામ' અભિયાન હવે દુનિયાના બીજા દેશોમાં પણ ફેલાઈ રહ્યું છે. જ્યારે હું ગુયાનામાં હતો, તો ત્યાં પણ, આ અભિયાનનો સાક્ષી બન્યો. ત્યાં મારી સાથે ગુયાનાના રાષ્ટ્રપ્રમુખ ડૉ. ઇરફાન અલી, તેમની પત્નીનાં માતાજી, અને પરિવારના બાકી સભ્યો, 'એક પેડ માં કે નામ' અભિયાનમાં સમ્મિલિત થયાં.
સાથીઓ, દેશના અલગ-અલગ હિસ્સાઓમાં આ અભિયાન સતત ચાલી રહ્યું છે. મધ્ય પ્રદેશના ઇંદોરમાં 'એક પેડ માં કે નામ' અભિયાન હેઠળ, વૃક્ષ લગાવવાનો વિક્રમ થયો છે - અહીં 24 કલાકમાં 12 લાખથી વધુ વૃક્ષ રોપવામાં આવ્યા.
આ અભિયાનના કારણે ઇંદોરના રેવતી હિલ્સનોનો ઉજ્જડ વિસ્તાર, હવે, ગ્રીન ઝોનમાં ફેરવાઈ જશે. રાજસ્થાનના જેસલમેરમાં આ અભિયાન દ્વારા એક અનોખો વિક્રમ બન્યો - અહીં મહિલાઓની એક ટીમે એક કલાકમાં 25 હજાર વૃક્ષો લગાવ્યાં. માતાઓએ માના નામે વૃક્ષ લગાવ્યું અને બીજાઓને પણ પ્રેરિત કર્યા. અહીં એક જ જગ્યા પર પાંચ હજારથી વધુ લોકોએ મળીને વૃક્ષો લગાવ્યાં - તે પણ પોતાની રીતે એક વિક્રમ છે. 'એક પેડ માં કે નામ' અભિયાન હેઠળ અનેક સામાજિક સંસ્થાઓ સ્થાનિક આવશ્યકતાઓના હિસાબથી વૃક્ષ લગાવી રહી છે. તેમનો પ્રયાસ છે કે જ્યાં વૃક્ષો રોપવામાં આવે ત્યાં પર્યાવરણને અનુકૂળ પૂરી ઈકો સિસ્ટમ ડેવલપ થાય. તેથી આ સંસ્થાઓ ક્યાંક ઔષધીય છોડ રોપી રહી છે, તો ક્યાંક, પક્ષીઓનો માળો બનાવવા માટે વૃક્ષ લગાવી રહી છે. બિહારમાં 'જીવિકા સેલ્ફ હેલ્પ ગ્રુપ'ની મહિલાઓ 75 લાખ વૃક્ષો લગાવવાનું અભિયાન ચલાવી રહી છે. આ મહિલાઓનું focus ફળવાળાં વૃક્ષો પર છે, જેનાથી આવનારા સમયમાં આવક પણ મેળવી શકાશે.
સાથીઓ, આ અભિયાન સાથે જોડાયેલી કોઈ પણ વ્યક્તિ પોતાની માતાના નામે વૃક્ષ રોપી શકે છે. જો માતા જીવિત હોય તો તેમને સાથે લઈ જઈને તમે વૃક્ષ રોપી શકો છો, નહીં તો તેમની તસવીર સાથમાં લઈને તમે આ અભિયાનનો હિસ્સો બની શકો છો. વૃક્ષ સાથે તમે તમારી સેલ્ફી પણ mygov.in પર પૉસ્ટ કરી શકો છો. માતા, આપણા બધા માટે જે કરે છે, તેનું ઋણ આપણે ક્યારેય ચૂકવી ન શકીએ, પરંતુ એક વૃક્ષ માના નામે લગાવીને આપણે તેમની ઉપસ્થિતિને હંમેશ માટે જીવિત કરી શકીએ છીએ.
મારા પ્રિય દેશવાસીઓ, તમે બધા લોકોએ બાળપણમાં ચકલી કે ચકલીને પોતાના ઘરની છત પર, વૃક્ષ પર ચીં ચીં કરતાં અવશ્ય જોઈ હશે.
ચકલીને તમિલ અને મળયાળમમાં કુરુવી, તેલુગુમાં પિચ્ચુકા અને કન્નડમાં ગુબ્બીના નામે ઓળખવામાં આવે છે. દરેક ભાષા, સંસ્કૃતિમાં ચકલી અંગે કિસ્સા-વાર્તાઓ સંભળાવવામાં આવે છે.
આપણી આસપાસ Biodiversity ને જાળવી રાખવામાં ચકલીનું એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ યોગદાન હોય છે, પરંતુ આજે શહેરોમાં જવલ્લે જ ચકલી જોવામાં આવે છે. વધતા શહેરીકરણના કારણે ચકલી આપણાથી દૂર ચાલી ગઈ છે. આજની પેઢીનાં ઘણાં એવાં બાળકો છે, જેમણે ચકલીને માત્ર તસવીરો કે વિડિયોમાં જોઈ છે. આવાં બાળકોના જીવનમાં આવા પ્રિય પક્ષીના પુનરાગમન માટે કેટલાક અનોખા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ચેન્નાઈના કુડુગલ ટ્રસ્ટે ચકલીની સંખ્યા વધારવા માટે સ્કૂલનાં બાળકોને પોતાના અભિયાનમાં સમાવિષ્ટ કર્યા છે. સંસ્થાના લોકો સ્કૂલમાં જઈને બાળકોને સમજાવે છે કે ચકલી રોજિંદા જીવનમાં કેટલી મહત્ત્વપૂર્ણ છે. આ સંસ્થાઓ બાળકોને ચકલીઓનો માળો બનાવવાની training આપે છે. તેના માટે સંસ્થાના લોકોએ બાળકોને લાકડાનું એક નાનું ઘર બનાવવાનું શીખવ્યું. તેમાં ચકલીના રહેવા, ખાવાની વ્યવસ્થા કરી. તે એવાં ઘર હોય છે, જેને કોઈ પણ ઈમારતની બહારની દીવાલ પર કે વૃક્ષ પર લગાવી શકાય છે. બાળકોએ આ અભિયાનમાં ઉત્સાહ સાથે હિસ્સો લીધો અને ચકલી માટે મોટી સંખ્યામાં માળા બનાવવાનું શરૂ કરી દીધું. છેલ્લાં ચાર વર્ષમાં સંસ્થાએ ચકલી માટે એવા દસ હજાર માળા તૈયાર કર્યા છે. કૂડુગલ ટ્રસ્ટની આ પહેલથી આસપાસના વિસ્તારોમાં ચકલીની વસતિ વધવાની શરૂ થઈ ગઈ છે. તમે પણ તમારી આસપાસ આવા પ્રયાસ કરશો તો નિશ્ચિત રીતે ચકલી ફરીથી આપણા જીવનનો હિસ્સો બની જશે.
સાથીઓ, કર્ણાટકના મૈસુરૂની એક સંસ્થાએ બાળકો માટે 'Early Bird' નામનું અભિયાન શરૂ કર્યું છે. આ સંસ્થા બાળકોને પક્ષીઓ વિશે જણાવવા માટે ખાસ પ્રકારની library ચલાવે છે. એટલું જ નહીં, બાળકોમાં પ્રકૃતિ પ્રત્યે જવાબદારીનો ભાવ ઉત્પન્ન કરવા માટે 'નેચર એજ્યુકેશન કિટ' તૈયાર કરવામાં આવી છે. આવી Kitમાં બાળકો માટે સ્ટોરી બુક, ગેમ્સ, એક્ટિવિટી શીટ્સ અને જિગ-શૉ પઝલ છે. આ સંસ્થા શહેરનાં બાળકોને ગામડાંઓમાં લઈને જાય છે અને તેમને પક્ષીઓ વિશે માહિતી આપે છે. આ સંસ્થાના પ્રયાસોના કારણે બાળકો પક્ષીઓની અનેક પ્રજાતિઓને ઓળખવા લાગ્યાં છે. 'મન કી બાત'ના શ્રોતા પણ આ પ્રકારના પ્રયાસથી બાળકોમાં પોતાની આસપાસની પ્રકૃતિને જોવા, સમજવાનો અલગ દૃષ્ટિકોણ વિકસિત કરી શકે છે.
મારા પ્રિય દેશવાસીઓ, તમે જોયું હશે, જેવું કોઈ કહે છે કે 'સરકારી કાર્યાલય' તો તમારા મનમાં ફાઇલોના ઢગલાની તસવીર બની જાય છે. તમે ફિલ્મોમાં આવું જ કંઈક જોયું હશે. સરકારી કાર્યાલયોમાં આ ફાઇલોના ઢગલા પર કેટલીય મજાકો બનતી રહે છે, અનેક વાર્તાઓ પણ લખાઈ ચૂકી છે. વર્ષોના વર્ષો સુધી આ ફાઇલો ઓફિસમાં પડી રહેવાથી તેમાં ધૂળ ભરાઈ જતી હતી, ત્યાં ગંદકી થવા લાગતી હતી - આવી દાયકાઓ જૂની ફાઇલો અને સ્ક્રેપને હટાવવા માટે એક વિશેષ સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું. તમને એ જાણીને આનંદ થશે કે સરકારી વિભાગોમાં આ અભિયાનનાં અદ્ભુત પરિણામ સામે આવ્યાં છે. સાફ-સફાઈથી કાર્યાલયોમાં ઘણી જગ્યા ખાલી થઈ ગઈ છે. તેનાથી કાર્યાલયમાં કામ કરનારાઓમાં એક ઓનરશિપનો ભાવ પણ આવ્યો છે. પોતાની કામ કરવાની જગ્યાને સ્વચ્છ રાખવાની ગંભીરતા પણ તેમનામાં આવી છે.
સાથીઓ, તમે ઘણી વાર વડીલોને એવું કહેતા સાંભળ્યા હશે કે જ્યાં સ્વચ્છતા હોય છે, ત્યાં લક્ષ્મીજીનો વાસ હોય છે. આપણે ત્યાં 'કચરાથી કંચન'નો વિચાર ખૂબ જ જૂનો છે. દેશના અનેક હિસ્સામાં 'યુવાનો' બેકાર સમજવામાં આવતી ચીજોને લઈને કચરામાંથી કંચન બનાવી રહ્યા છે. અનેક પ્રકારનાં ઇનોવેશન કરી રહ્યાં છે. તેમાંથી તેઓ પૈસા કમાઈ રહ્યા છે, રોજગારનાં સાધનો વિકસિત કરી રહ્યા છે. આ યુવાનો પોતાના પ્રયાસોથી ટકાઉ જીવનશૈલીને પણ ઉત્તેજન આપી રહ્યા છે. મુંબઈની બે દીકરીઓનો આ પ્રયાસ ખરેખર ખૂબ જ પ્રેરક છે. અક્ષરા અને પ્રકૃતિ નામની આ બે દીકરીઓ, કતરણથી ફેશનનો સામાન બનાવી રહી છે. તમે પણ જાણો છો કે કાપડના કતરણ-સિલાઈ દરમિયાન જે કાપડ બચે છે તેને બેકાર સમજીને ફેંકી દેવામાં આવે છે. અક્ષરા અને પ્રકૃતિની ટીમ તે જ કાપડના કચરાને ફેશન પ્રોડક્ટમાં બદલી નાખે છે. કતરણથી બનેલી ટોપીઓ, બેગ ચપોચપ વેચાઈ પણ રહી છે.
સાથીઓ, સાફ-સફાઈથી લઈને ઉત્તર પ્રદેશના કાનપુરમાં પણ સારી પહેલ થઈ રહી છે. અહીં કેટલાક લોકો રોજ સવારે મોર્નિંગ વોક પર નીકળે છે અને ગંગાના ઘાટો પર ફેલાયેલા પ્લાસ્ટિક અને અન્ય કચરાને ઉપાડી લે છે. તેને સમૂહને 'કાનપુર પ્લોગર્સ ગ્રુપ' નામ આપવામાં આવ્યું છે. આ અભિયાનની શરૂઆત કેટલાક મિત્રોએ મળીને કરી હતી. ધીરેધીરે તે જન ભાગીદારીનું મોટું અભિયાન બની ગયું. શહેરના અનેક લોકો તેની સાથે જોડાઈ ગયા છે. તેના સભ્યો, હવે, દુકાનો અને ઘરોમાંથી પણ કચરો ઉઠાવવા લાગ્યા છે. આ કચરામાંથી રિસાયકલ પ્લાન્ટમાં ટ્રી ગાર્ડ તૈયાર કરવામાં આવે છે, એટલે કે આ ગ્રુપના લોકો કચરામાંથી બનેલા ટ્રી ગાર્ડની મદદથી છોડની સુરક્ષા પણ કરે છે.
સાથીઓ, નાના-નાના પ્રયાસોથી કેવી મોટી સફળતા મળે છે, તેનું એક ઉદાહરણ આસામની ઇતિશા પણ છે. ઇતિશાનો અભ્યાસ દિલ્લી અને પૂણેમાં થયો છે. ઇતિશા કોર્પોરેટ દુનિયાની ચમકદમકને છોડીને અરુણાચલની સાંગતી ઘાટીને સાફ બનાવવામાં લાગી છે. પર્યટકોના કારણે ત્યાં ઘણો પ્લાસ્ટિક વેસ્ટ જમા થવા લાગ્યો હતો. ત્યાંની નદી જે ક્યારેક સ્વચ્છ હતી, તે પ્લાસ્ટિક વેસ્ટના કારણે પ્રદૂષિત થઈ ગઈ હતી. તેને સ્વચ્છ કરવા માટે ઇતિશા સ્થાનિક લોકો સાથે મળીને કામ કરી રહી છે. તેના ગ્રુપના લોકો, ત્યાં આવનાર ટુરિસ્ટને જાગૃત કરે છે અને પ્લાસ્ટિક વેસ્ટને એકઠો કરવા માટે પૂરી ખીણમાં વાંસથી બનેલી કચરાપેટીઓ લગાવે છે.
સાથીઓ, આવા પ્રયાસોથી ભારતના સ્વચ્છતા અભિયાનને ગતિ મળે છે. આ નિરંતર ચાલનારું અભિયાન છે. તમારી આસપાસ પણ આવું જરૂર થતું જ હશે. તમે મને આવા પ્રયાસો વિશે જરૂર લખતા રહો.
સાથીઓ, 'મન કી બાત'ના આ એપિસોડમાં અત્યારે આટલું જ. મને તો આખો મહિનો, તમારી પ્રતિક્રિયાઓ, પત્રો અને સૂચનોની ખૂબ જ પ્રતીક્ષા રહે છે. દર મહિને આવતા તમારા સંદેશા મને વધુ સારું કામ કરવાની પ્રેરણા આપે છે. આગામી મહિને આપણે ફરી મળીશું, 'મન કી બાત'ના એક વધુ અંકમાં - દેશ અને દેશવાસીઓની નવી ઉપલબ્ધિઓ સાથે, ત્યાં સુધી, તમને બધા દેશવાસીઓને મારી ખૂબ બધી શુભકામનાઓ. ખૂબ ખૂબ ધન્યવાદ.
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. 'મન કી બાત'માં આપ સહુનું સ્વાગત છે. જો તમે મને પૂછો કે મારા જીવનની સૌથી યાદગાર પળો કઈ-કઈ રહી તો અનેક ઘટના યાદ આવે છે, પરંતુ તેમાંથી એક પળ એવી છે, જે ખૂબ જ વિશેષ છે, તે પળ હતી, જ્યારે ગત વર્ષે 15 નવેમ્બરે હું ભગવાન બિરસા મુંડાની જયંતી પર તેમના જન્મસ્થળ ઝારખંડના ઉલિહાતૂ ગામ ગયો હતો. આ યાત્રાનો મારા પર ખૂબ જ મોટો પ્રભાવ પડ્યો હતો. હું દેશનો પ્રથમ પ્રધાનમંત્રી છું, જેને આ પવિત્ર ભૂમિની માટીને પોતાના મસ્તક પર લગાવવાનું સૌભાગ્ય મળ્યું. તે ક્ષણે, મને ન માત્ર સ્વતંત્રતા સંગ્રામની શક્તિ અનુભવાઈ, પરંતુ, આ ધરતીની શક્તિ સાથે જોડાવાનો પણ અવસર મળ્યો. મને એવી અનુભૂતિ થઈ કે એક સંકલ્પને પૂરા કરવાનું સાહસ કેવી રીતે દેશના કરોડો લોકોનું ભાગ્ય બદલી શકે છે.
સાથીઓ, ભારતમાં દરેક યુગમાં કેટલાક પડકારો આવ્યા અને દરેક યુગમાં એવા અસાધારણ ભારતવાસી જન્મ્યા, જેમણે આ પડકારોનો સામનો કર્યો. આજે 'મન કી બાત'માં, હું, સાહસ અને દૂરદૃષ્ટિ રાખનારા આવા જ બે મહાનાયકોની ચર્ચા કરીશ. તેમની 150મી જયંતીને મનાવવાનો દેશે નિશ્ચય કર્યો છે. 31 ઑક્ટોબરે સરદાર પટેલની 150મી જયંતીનું વર્ષ શરૂ થશે. તે પછી 15 નવેમ્બરે ભગવાન બિરસા મુંડાનું 150મું જયંતી વર્ષ શરૂ થશે. આ બંને મહાપુરુષે અલગ-અલગ પડકારો જોયા, પરંતુ બંનેનું સપનું એક જ હતું- 'દેશની એકતા'.
સાથીઓ, વિતેલાં વર્ષોમાં દેશે આવા મહાન નાયક-નાયિકાઓની જયંતીને નવી ઊર્જા સાથે મનાવીને, નવી પેઢીને, નવી પ્રેરણા આપી છે. તમને સ્મરણ હશે કે જ્યારે આપણે મહાત્મા ગાંધીની 150મી જયંતી મનાવી હતી, તો કેટલું બધું વિશેષ થયું હતું. ન્યૂ યૉર્કના ટાઇમ્સ સ્ક્વેરથી આફ્રિકાના નાનકડા ગામ સુધી, વિશ્વના લોકોએ ભારતના સત્ય અને અહિંસાના સંદેશને સમજ્યો, તેને ફરીથી જાણ્યો, તેને જીવ્યો. નવયુવાનોથી વૃદ્ધો સુધી, ભારતીયોથી વિદેશીઓ સુધી, દરેકે ગાંધીજીના ઉપદેશોને નવા સંદર્ભમાં સમજ્યા, નવી વૈશ્વિક પરિસ્થિતિઓના સંદર્ભમાં તેમને જાણ્યા. જ્યારે આપણે સ્વામી વિવેકાનંદજીની 150મી જયંતીને મનાવી તો દેશના નવયુવાનોએ ભારતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક શક્તિઓને નવી પરિભાષામાં સમજી. આ યોજનાઓએ આપણને એ અનુભૂતિ કરાવી કે આપણા મહાપુરુષો અતીતમાં ખોવાઈ નથી જતા, પરંતુ તેમનું જીવન આપણા વર્તમાનને ભવિષ્યનો રસ્તો દેખાડે છે.
સાથીઓ, સરકારે ભલે આ મહાન વિભૂતિઓની 150મી જયંતીને રાષ્ટ્રીય સ્તર પર મનાવવાનો નિર્ણય કર્યો છે, પરંતુ તમારી સહભાગિતા જ આ અભિયાનમાં પ્રાણ ભરશે, તેને જીવંત બનાવશે. હું આપ સહુને આગ્રહ કરીશ કે તમે આ અભિયાનના હિસ્સા બનો. લોખંડીપુરુષ સરદાર પટેલ સાથે જોડાયેલા તમારા વિચાર અને કાર્ય #Sardar150ની સાથે વહેંચો અને ધરતી-આબા બિરસા મુંડાની પ્રેરણાઓને #BirsaMunda150 સાથે દુનિયા સામે લાવો. આવો, એક સાથે મળીને આ ઉત્સવને ભારતની અનેકતામાં એકતાનો ઉત્સવ બનાવીએ, આને વિરાસતથી વિકાસનો ઉત્સવ બનાવીએ.
મારા પ્રિય દેશવાસીઓ, તમને એ દિવસ અવશ્ય યાદ હશે જ્યારે 'છોટા ભીમ' ટીવી પર આવવાનું શરૂ થયું હતું. બાળકો તો તેને ક્યારેય નહીં ભૂલી શકે, કેટલો રોમાંચ હતો 'છોટા ભીમ' અંગે. તમને આશ્ચર્ય થશે કે આજે 'ઢોલકપુર કા ઢોલ', માત્ર ભારતમાં જ નહીં, પરંતુ બીજા દેશનાં બાળકોને પણ ઘણું આકર્ષે છે. આ જ રીતે આપણી બીજી એનિમેટેડ શ્રેણીઓ, 'કૃષ્ણ', 'હનુમાન', 'મોટુ-પતલુ'ના ચાહનારા પણ દુનિયાભરમાં છે. ભારતનાં એનિમેટેડ પાત્રો, અહીંની એનિમેટેડ ફિલ્મો પોતાની કથાસામગ્રી અને સર્જનાત્મકતાના કારણે દુનિયાભરમાં પસંદ કરવામાં આવી રહી છે. તમે જોયું હશે કે સ્માર્ટફૉનથી લઈને સિનેમા સ્ક્રીન સુધી, ગેમિંગ કૉન્સોલથી લઈને વર્ચ્યુઅલ રિયાલિટી સુધી, એનિમેશન દરેક સ્થળે છે. એનિમેશનની દુનિયામાં ભારત નવી ક્રાંતિ કરવાની રાહ પર છે. ભારતની ગેમિંગ સ્પેસનો પણ ઝડપથી વિસ્તાર થઈ રહ્યો છે. Indian games પણ આજકાલ દુનિયાભરમાં લોકપ્રિય બની રહી છે. કેટલાક મહિના પહેલાં મેં ભારતના અગ્રણી gamers સાથે મુલાકાત કરી હતી ત્યારે મને ભારતીય રમતોની અદ્ભુત સર્જનાત્મકતા અને ગુણવત્તા જાણવા-સમજવાની તક મળી હતી. ખરેખર, દેશમાં સર્જનાત્મક ઊર્જાની એક લહેર ચાલી રહી છે. એનિમેશનની દુનિયામાં 'મેડ ઇન ઇન્ડિયા' અને 'મેડ બાય ઇન્ડિયન્સ' છવાયેલા છે. તમને એ જાણીને આનંદ થશે કે આજે ભારતની પ્રતિભા, વિદેશી પ્રૉડક્શનનો પણ મહત્ત્તવપૂર્ણ હિસ્સો બની રહી છે. અત્યારની 'સ્પાઇડરમેન' હોય કે 'ટ્રાન્સફૉર્મર્સ', આ બંને ફિલ્મોમાં હરિનારાયણ રાજીવના પ્રદાનને લોકોએ ખૂબ વખાણ્યું છે. ભારતના એનિમેશન સ્ટુડિયો, ડિઝની અને વૉર્નર બ્રધર્સ જેવી, દુનિયાની જાણીતી પ્રૉડક્શન કંપનીઓ સાથે કામ કરી રહી છે.
સાથીઓ, આજે આપણા યુવાનો મૌલિક ભારતીય કથાસામગ્રી, જેમાં આપણી સંસ્કૃતિની ઝલક હોય છે, તેને તૈયાર કરી રહ્યા છે. તેને દુનિયાભરમાં જોવામાં આવી રહી છે. એનિમેશન વિભાગ આજે એક એવા ઉદ્યોગનું સ્વરૂપ લઈ ચૂક્યો છે, જે બીજા ઉદ્યોગોને શક્તિ આપી રહ્યો છે, જેમ કે, આજકાલ વીઆર ટુરિઝમ ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યું છે. તમે વર્ચ્યુઅલ ટૂરના માધ્યમથી અજંતાની ગુફાઓને જોઈ શકો છો, કોણાર્ક મંદિરની પરસાળમાં ભ્રમણ કરી શકો છો, કે પછી, વારાણસીના ઘાટોનો આનંદ મેળવી શકો છો. આ બધું વીઆર એનિમેશન ભારતના સર્જકોએ તૈયાર કર્યું છે. વીઆરના માધ્યમથી આ સ્થળોને જોયા પછી અનેક લોકો વાસ્તવિકતામાં, આ પર્યટન સ્થળોનો પ્રવાસ કરવા માગે છે, એટલે કે પર્યટન સ્થળોની આભાસી યાત્રા, લોકોના મનમાં જિજ્ઞાસા ઉત્પન્ન કરવાનું માધ્યમ બની ગઈ છે. આજે આ ક્ષેત્રમાં, એનિમેટર સાથે જ વાર્તા કહેનારા, લેખકો, વૉઇસ ઑવર નિષ્ણાતો, સંગીતકારો, રમત વિકસાવનારાઓ, વીઆર અને એઆર નિષ્ણાતોની માગ સતત વધતી જઈ રહી છે. આથી, હું ભારતના યુવાનોને કહીશ - તમારી સર્જનાત્મકતાનો વિસ્તાર કરો. કોને ખબર, દુનિયાની આગામી સુપર હિટ એનિમેશન તમારા કમ્પ્યૂટરમાંથી નીકળે. આગામી વાઇરલ ગેમ તમારું સર્જન હોઈ શકે છે. શૈક્ષણિક એનિમેશનમાં તમારું ઇન્નૉવેશન મોટી સફળતા પ્રાપ્ત કરી શકે છે. આ 28 ઑક્ટોબરે એટલે કે કાલે 'વિશ્વ એનિમેશન દિવસ' પણ મનાવાશે. આવો, આપણે ભારતને વૈશ્વિક એનિમેશન ઊર્જા ગૃહ(Global Animation Powerhouse) બનાવવાનો સંકલ્પ કરીએ.
મારા પ્રિય દેશવાસીઓ, સ્વામી વિવેકાનંદે એક વાર સફળતાનો મંત્ર આપ્યો હતો. તેમનો મંત્ર હતો- ‘કોઈ એક વિચાર લો, તે એક વિચારને પોતાનું જીવન બનાવો, તેને વિચારો, તેનું સપનું જુઓ, તેને જીવવાનું શરૂ કરો.' આજે, આત્મનિર્ભર ભારત અભિયાન પણ સફળતાના આ મંત્ર પર ચાલી રહ્યું છે. આ અભિયાન આપણી સામૂહિક ચેતનાનો હિસ્સો બની ગયું છે. સતત, ડગલે ને પગલે આપણી પ્રેરણા બની ગયું છે. આત્મનિર્ભરતા આપણી નીતિ જ નહીં, આપણો જુસ્સો બની ગયું છે. બહુ વર્ષો નથી થયાં, માત્ર દસ વર્ષ પહેલાંની જ વાત છે, ત્યારે જો કોઈ કહેતું હતું કે કોઈ જટિલ ટૅક્નૉલૉજીને ભારતમાં વિકસિત કરવાની છે તો અનેક લોકોને વિશ્વાસ થતો નહોતો, તો અનેક લોકો ઉપહાસ કરતા હતા- પરંતુ આજે તે જ લોકો, દેશની સફળતાને જોઈને આશ્ચર્ય પામે છે. આત્મનિર્ભર થઈ રહેલું ભારત, દરેક ક્ષેત્રમાં ચમત્કાર કરી રહ્યું છે. તમે વિચારો, એક જમાનામાં મોબાઇલ ફૉન આયાત કરનારું ભારત, આજે વિશ્વનું બીજું સૌથી મોટું ઉત્પાદક બની ગયું છે. ક્યારેક દુનિયામાં સૌથી વધુ સંરક્ષણ સાધનો ખરીદનારું ભારત, આજે, 85 દેશોમાં નિકાસ પણ કરી રહ્યું છે. અંતરીક્ષ ટૅક્નૉલૉજીમાં ભારત, આજે, ચંદ્રમાના દક્ષિણ ધ્રૂવ પર પહોંચનારો પહેલો દેશ બની ગયો છે અને એક વાત તો મને સૌથી વધુ સારી લાગે છે, તે એ કે, આત્મનિર્ભરતાનું આ અભિયાન, હવે માત્ર સરકારી અભિયાન નથી, હવે આત્મનિર્ભર ભારત અભિયાન, એક જન અભિયાન બની રહ્યું છે - દરેક ક્ષેત્રમાં ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી રહ્યા છીએ. જેમ કે આ મહિને લદ્દાખના હાનલેમાં આપણે એશિયાની સૌથી મોટી 'ઇમેજિંગ ટેલિસ્કૉપ MACE'નું પણ ઉદ્ઘાટન કર્યું છે. તે 4,300 મીટરની ઊંચાઈ પર સ્થિત છે. જાણો છો, તેની પણ વિશેષ વાત શું છે? તે 'મેડ ઇન ઇન્ડિયા' છે. વિચારો, જે સ્થાન પર, માઇનસ 30 ડિગ્રી ઠંડી પડી હોય, જ્યાં ઑક્સિજનનો પણ અભાવ હોય, ત્યાં આપણા વૈજ્ઞાનિકો અને સ્થાનિક ઉદ્યોગોએ તે કરીને દેખાડ્યું છે, જે એશિયાના કોઈ દેશે નથી કર્યું. હાનલેનું ટેલિસ્કૉપ ભલે દૂરની દુનિયા દેખી રહ્યું હોય, પરંતુ તે આપણને એક બીજી વસ્તુ પણ દેખાડી રહ્યું છે અને તે વસ્તુ છે- આત્મનિર્ભર ભારતનું સામર્થ્ય.
સાથીઓ, હું ઇચ્છું છું કે તમે પણ એક કામ અવશ્ય કરો. આત્મનિર્ભર થતા ભારતનાં વધુમાં વધુ ઉદાહરણ, આવા પ્રયાસોને, શૅર કરો. તમે, તમારા પડોશમાં કયું નવું ઇન્નૉવેશન જોયું, કયા સ્થાનિક સ્ટાર્ટ અપે તમને સૌથી વધુ પ્રભાવિત કર્યાં, તે #AatmanirbharInnovation સાથે સૉશિયલ મીડિયા પર જાણકારીઓ સાથે લખો અને આત્મનિર્ભર ભારતનો ઉત્સવ મનાવો. તહેવારોની આ ઋતુમાં તો આપણે બધાં આત્મનિર્ભર ભારતના આ અભિયાનને વધુ મજબૂત કરીએ છીએ. આપણે 'વૉકલ ફૉર લૉકલ'ના મંત્ર સાથે આપણી ખરીદી કરીએ છીએ. આ નવું ભારત જ્યાં અસંભવ માત્ર એક પડકાર છે, જ્યાં મેક ઇન ઇન્ડિયા હવે મેક ફૉર વર્લ્ડ બની ગયું છે, જ્યાં દરેક નાગરિક એક ઇન્નૉવેટર છે, જ્યાં દરેક પડકાર એક તક છે. આપણે ન માત્ર ભારતને આત્મનિર્ભર બનાવવાનું છે, પરંતુ આપણા દેશને ઇન્નૉવેશનના (Global Powerhouse)વૈશ્વિક ઊર્જા કેન્દ્રના રૂપમાં મજબૂત પણ કરવાનો છે.
મારા પ્રિય દેશવાસીઓ, હું તમને એક ઑડિયો સંભળાવું છું.
#(audio)#
ફ્રૉડ કૉલ કરનાર 1: હેલ્લો
પીડિત: સર નમસ્તે સર.
ફ્રૉડ કૉલ કરનાર 1 : નમસ્તે.
પીડિત: સર, બોલો, સર.
ફ્રૉડ કૉલ કરનાર 1: જુઓ, આ જે તમે એફઆઈઆર નંબર મને મોકલ્યો છે, તે નંબરની વિરુદ્ધ 17 ફરિયાદો છે અમારી પાસે, તમે આ નંબર ઉપયોગ કરી રહ્યા છો?
પીડિત: હું તે નથી વાપરતો, સર.
ફ્રૉડ કૉલ કરનાર 1: અત્યારે ક્યાંથી વાત કરી રહ્યા છો?
પીડિત: સર, કર્ણાટક સર. અત્યારે ઘરમાં છું.
ફ્રૉડ કૉલ કરનાર 1: ઓકે, ચાલો, તમે તમારું સ્ટેટમેન્ટ રેકૉર્ડ કરાવો, જેથી આ નંબર બ્લૉક કરી લેવામાં આવે. ભવિષ્યમાં તમને કોઈ પ્રૉબ્લેમ ન થાય. ઓકે?
પીડિત: હા, સર.
ફ્રૉડ કૉલ કરનાર 1: હવે હું તમને કનેક્ટ કરી રહ્યો છું, તે આપણા તપાસ કરનાર અધિકારી છે. તમે તમારું સ્ટેટમેન્ટ રેકૉર્ડ કરાવો, જેથી આ નંબર બ્લૉક કરી લેવામાં આવે. ઓકે.
પીડિત: હા સર.
ફ્રૉડ કૉલ કરનાર 1: હા જી, જણાવો, હું કોની સાથે વાત કરી રહ્યો છું? તમારું આધાર કાર્ડ મને બતાવજો. વેરિફાય કરવા માટે જણાવો.
પીડિત: સર, મારી પાસે નથી, સર, આધાર કાર્ડ સર, પ્લીઝ સર.
ફ્રૉડ કૉલ કરનાર 1: ફૉન, તમારા ફૉનમાં છે?
પીડિત: ના સર.
ફ્રૉડ કૉલ કરનાર 1: ફૉનમાં આધાર કાર્ડનો ફૉટો નથી તમારી પાસે?
પીડિત: ના સર.
ફ્રૉડ કૉલ કરનાર 1: નંબર યાદ છે તમને?
પીડિત: સર નથી, સર. નંબર પણ યાદ નથી, સર.
ફ્રૉડ કૉલ કરનાર 1: અમારે માત્ર વેરિફાય કરવાનો છે, ઓકે? વેરિફાય કરવા માટે.
પીડિત: નથી સર.
ફ્રૉડ કૉલ કરનાર 1: તમે ડરો નહીં. ડરો નહીં. જો તમે કંઈ નથી કર્યું તો તમે ડરો નહીં.
પીડિત: હા સર, હા સર.
ફ્રૉડ કૉલ કરનાર 1: તમારી પાસે આધાર કાર્ડ હોય તો મને દેખાડી દો વેરિફાય કરવા માટે.
પીડિત: ના સર, ના સર. હું ગામડે આવ્યો હતો. સર, ત્યાં ઘરમાં છે, સર.
ફ્રૉડ કૉલ કરનાર 1: ઓકે
બીજો અવાજ: મે આઈ કમ ઇન સર?
ફ્રૉડ કૉલ કરનાર 1: કમ ઇન
ફ્રૉડ કૉલ કરનાર 2: જય હિંદ
ફ્રૉડ કૉલ કરનાર 1: જય હિંદ
ફ્રૉડ કૉલ કરનાર: આ વ્યક્તિનો એક સાઇડનો વિડિયો કૉલ રેકૉર્ડ કરો, પ્રૉટોકૉલ પ્રમાણે. ઓકે.
########
આ ઑડિયો માત્ર જાણકારી માટે નથી, આ કોઈ મનોરંજનવાળો ઑડિયો નથી, એક ગંભીર ચિંતાને લઈને ઑડિયો આવ્યો છે. તમે હમણાં જે વાતચીત સાંભળી, તે ડિજિટલ એરેસ્ટના ફ્રોડની છે. આ વાતચીત એક પીડિત અને એક છેતરપિંડી કરનાર વચ્ચે થઈ છે. ડિજિટલ એરેસ્ટની છેતરપિંડીમાં ફૉન કરનારા, ક્યારેક પોલીસ, ક્યારેક સીબીઆઈ, ક્યારેક નાર્કૉટિક્સ, ક્યારેક આરબીઆઈ, આવા ભાંતિ-ભાંતિનાં લેબલ લગાડીને બનાવટી અધિકારી બનીને વાત કરે છે અને ખૂબ જ વિશ્વાસ સાથે વાત કરે છે. મને 'મન કી બાત'ના ઘણા બધા શ્રોતાઓએ કહ્યું કે તેની ચર્ચા અવશ્ય કરવી જોઈએ. આવો, હું તમને જણાવું છું કે, આ છેતરપિંડી કરનારી ટોળી કેવી રીતે કામ કરે છે, આ ખતરનાક ખેલ શું છે? તમારે પણ સમજવું ખૂબ જ આવશ્યક છે, બીજાને પણ સમજાવવું એટલું જ આવશ્યક છે. પહેલો ખેલ- તમારી વ્યક્તિગત જાણકારી. તેઓ બધું જાણીને રાખે છે. "તમે ગયા મહિને ગોવા ગયા હતા ને? તમારી દીકરી દિલ્લીમાં ભણે છે ને?" તેઓ તમારા વિશે એટલી જાણકારી મેળવીને રાખે છે કે તમે આશ્ચર્યચકિત થઈ જાવ. બીજો ખેલ- ભયનું વાતાવરણ ઉત્પન્ન કરો. ગણવેશ, સરકારી કાર્યાલયનો સેટ-અપ, કાયદાકીય કલમો, તેઓ તમને એટલા બધા બીવડાવી દેશે ફૉન પર, વાત-વાતમાં તમે વિચારી પણ નહીં શકો. અને પછી ત્રીજો ખેલ શરૂ થાય છે, ત્રીજો ખેલ- સમયનું દબાણ. 'અત્યારે જ નિર્ણય કરવો પડશે, નહીંતર તમારી ધરપકડ કરવી પડશે.' આ લોકો પીડિત પર એટલું મનોવૈજ્ઞાનિક દબાણ બનાવે છે કે તે સ્તબ્ધ થઈ જાય છે. ડિજિટલ એરેસ્ટના શિકાર થનારામાં દરેક વર્ગના, દરેક વયના લોકો છે. લોકોએ ડરના કારણે, પોતાની મહેનતથી કમાયેલા લાખો રૂપિયા ગુમાવી દીધા છે. ક્યારેય પણ તમને આ પ્રકારનો કોઈ કૉલ આવે તો તમારે ડરવાનું નથી. તમને જાણ હોવી જોઈએ કે કોઈ પણ તપાસ સંસ્થા, ફૉન કૉલ કે વિડિયો કૉલ પર, આ પ્રકારની પૂછપરછ ક્યારેય નથી કરતી. હું તમને ડિજિટલ સુરક્ષાનાં ત્રણ ચરણ જણાવું છું. આ ત્રણ ચરણ છે- 'અટકો, વિચારો, કાર્યવાહી કરો.' કૉલ આવતાં જ, 'અટકો' - ગભરાવ નહીં, શાંત રહો. ઉતાવળમાં કોઈ પગલું ન ભરો, કોઈને પણ પોતાની વ્યક્તિગત જાણકારી ન આપો, સંભવ હોય તો સ્ક્રીનશૉટ લઈ લો અને રેકૉર્ડિંગ અવશ્ય કરો. તે પછી આવે છે બીજું ચરણ, પહેલું ચરણ હતું 'અટકો', બીજું ચરણ છે, 'વિચારો'. કોઈ પણ સરકારી સંસ્થા ફૉન પર આવી ધમકી નથી આપતી, ન તો વિડિયો કૉલ પર પૂછપરછ કરે છે, ન તો આવી રીતે પૈસાની માગણી કરે છે. જો ડર લાગે તો સમજો કે કંઈક ગડબડ છે. અને પહેલું ચરણ, બીજું ચરણ અને હવે હું કહું છું, ત્રીજું ચરણ. પહેલા ચરણમાં મેં કહ્યું હતું, 'અટકો', બીજા ચરણમાં મેં કહ્યું હતું, 'વિચારો' અને ત્રીજા ચરણમાં હું કહું છું, 'કાર્યવાહી કરો'. રાષ્ટ્રીય સાઇબર હેલ્પલાઇન 1930 ડાયલ કરો, cybercrime.gov.in પર રિપૉર્ટ કરો, પરિવાર અને પોલીસને જણાવો, પુરાવા સુરક્ષિત રાખો. 'અટકો', પછી 'વિચારો' અને પછી 'કાર્યવાહી કરો'. આ ત્રણ તમારી ડિજિટલ સુરક્ષાના રક્ષક બનશે.
સાથીઓ, હું ફરી કહીશ કે ડિજિટલ એરેસ્ટ જેવી કોઈ વ્યવસ્થા કાયદામાં નથી, આ માત્ર એક છેતરપિંડી છે, છળ છે, જૂઠ છે, બદમાશોની ટોળી છે, અને જે લોકો આવું કરી રહ્યા છે, તેઓ સમાજના શત્રુ છે. ડિજિટલ એરેસ્ટના નામ પર જે છેતરપિંડી ચાલી રહી છે, તેની સામે તમામ તપાસ સંસ્થા, રાજ્ય સરકારો સાથે મળીને કામ કરી રહી છે. આ સંસ્થાઓમાં તાલમેળ બનાવવા માટે નેશનલ સાઇબર કૉઑર્ડિનેશન સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે. સંસ્થાઓ તરફથી આવી છેતરપિંડી કરનારા હજારો વિડિયો કૉલિંગ આઈડીને બ્લૉક કરવામાં આવ્યા છે. લાખો સિમ કાર્ડ, મૉબાઇલ ફૉન અને બેન્ક ખાતાંઓને પણ બ્લૉક કરવામાં આવ્યાં છે. સંસ્થાઓ પોતાનું કામ કરી રહી છે, પરંતુ ડિજિટલ એરેસ્ટના નામ પર થઈ રહેલા કૌભાંડથી બચવા માટે ખૂબ જ આવશ્યક છે- દરેકની જાગૃતિ, દરેક નાગરિકની જાગૃતિ. જે લોકો પણ આ પ્રકારની સાઇબર છેતરપિંડીનો શિકાર થાય છે, તેમણે વધુમાં વધુ લોકોને તેના વિશે જણાવવું જોઈએ. તમે જાગૃતિ માટે #SafeDigitalIndiaનો પ્રયોગ કરી શકો છો. હું શાળાઓ અને કૉલેજોને પણ કહીશ કે સાઇબર કૌભાંડની વિરુદ્ધ અભિયાનમાં વિદ્યાર્થીઓને પણ જોડો. સમાજમાં બધાના પ્રયાસોથી જ આપણે આ પડકારનો સામનો કરી શકીશું.
મારા પ્રિય દેશવાસીઓ, આપણા ઘણા બધા વિદ્યાર્થીઓ કેલિગ્રાફી એટલે કે સુલેખનમાં ઘણો રસ રાખે છે. તેના દ્વારા આપણા અક્ષરો, સુંદર અને આકર્ષક બને છે. આજે જમ્મુ-કાશ્મીરમાં તેનો ઉપયોગ સ્થાનિક સંસ્કૃતિને લોકપ્રિય બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે. અહીંના અનંતનાગની ફિરદૌસા બશીરજીને કેલિગ્રાફીમાં નિપુણતા પ્રાપ્ત છે. તેના દ્વારા તેઓ સ્થાનિક સંસ્કૃતિનાં અનેક પાસાંને સામે લાવી રહ્યાં છે. ફિરદૌસાજીની કેલિગ્રાફીએ સ્થાનિક લોકો, વિશેષ કરીને, યુવાનોને પોતાની તરફ આકર્ષિત કર્યા છે. આવો જ એક પ્રયાસ ઉધમપુરના ગોરીનાથજી કરી રહ્યા છે. એક સદીથી પણ વધુ જૂની સારંગી દ્વારા તેઓ ડોગરા સંસ્કૃતિ અને વારસાને વિભિન્ન રૂપમાં એકત્ર કરવામાં લાગેલા છે. સારંગીની ધૂનો સાથે તેઓ પોતાની સંસ્કૃતિ સાથે જોડાયેલી પ્રાચીન વાર્તાઓ અને ઐતિહાસિક ઘટનાઓને રસપ્રદ રીતે કહે છે. દેશના અલગ-અલગ હિસ્સાઓમાં પણ તમને આવા અનેક અસાધારણ લોકો મળી આવશે જે સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ માટે આગળ આવ્યા છે. ડી. વૈકુંઠમ્ લગભગ 50 વર્ષથી ચેરિયાલ લોક કળા (Folk Art)ને લોકપ્રિય બનાવવામાં લાગેલા છે. તેલંગાણા સાથે જોડાયેલી આ કળાને આગળ વધારવાનો તેમનો આ પ્રયાસ અદ્ભુત છે. ચેરિયાલ પેઇન્ટિંગને તૈયાર કરવાની પ્રક્રિયા ખૂબ જ અદ્વિતીય છે. તે એક સ્ક્રૉલના સ્વરૂપમાં વાર્તાઓને સામે લાવે છે. તેમાં આપણા ઇતિહાસ અને પ્રાચીન કથાઓની પૂરી ઝલક મળે છે. છત્તીસગઢમાં નારાયણપુરના બુટલુરામ માથરાજી અબૂઝમાડિયા જનજાતિની લોકકળાને સંરક્ષિત કરવામાં લાગેલા છે. છેલ્લા ચાર દાયકાઓથી તેઓ પોતાના આ મિશનમાં લાગેલા છે. તેમની આ કળા 'બેટી બચાઓ-બેટી પઢાઓ' અને 'સ્વચ્છ ભારત' જેવાં અભિયાનો સાથે લોકોને જોડવામાં ખૂબ જ અસરકારક રહી છે.
સાથીઓ, અત્યારે આપણે વાત કરી રહ્યા હતા કાશ્મીરની ઘાટીઓથી લઈને છત્તીસગઢનાં જંગલો સુધી, આપણી કળા અને સંસ્કૃતિ કેવી રીતે નવા-નવા રંગો વિખેરી રહી છે, પરંતુ આ વાત અહીં સમાપ્ત નથી થતી. આપણી આ કળાની ફોરમ દૂર-દૂર સુધી ફેલાઈ રહી છે. દુનિયાના અલગ-અલગ દેશોમાં લોકો ભારતીય કળા અને સંસ્કૃતિથી મંત્રમુગ્ધ થઈ રહ્યા છે. જ્યારે હું તમને ઉધમપુરમાં ગૂંજતી સારંગીની વાત કરી રહ્યો હતો ત્યારે મને યાદ આવ્યું કે હજારો માઇલ દૂર, રશિયાના શહેર યાકૂત્સ્કમાં કેવી ભારતીય કળાની મધુર ધૂન ગૂંજી રહી હતી. કલ્પના કરો, ઠંડીનો એક અડધો દિવસ માઇનસ 65 ડિગ્રી તાપમાન, ચારે તરફ બરફની સફેદ ચાદર અને ત્યાં એક થિયેટરમાં દર્શક મંત્રમુગ્ધ થઈને જોઈ રહ્યો છે- કાલિદાસનું 'અભિજ્ઞાન શાકુંતલમ્'. શું તમે વિચારી શકો છો, દુનિયાના સૌથી ઠંડા શહેર યાકૂત્સ્કમાં, ભારતીય સાહિત્યની ઉષ્ણતા ! આ કલ્પના નથી, સત્ય છે- આપણને બધાને ગર્વ અને આનંદ આપનારું સત્ય.
સાથીઓ, કેટલાંક અઠવાડિયાં પહેલાં, હું લાઓસ પણ ગયો હતો. તે નવરાત્રિનો સમય હતો અને ત્યાં મેં કંઈક અદ્ભુત જોયું. સ્થાનિક કલાકારો 'ફલક ફલમ્' પ્રસ્તુત કરી રહ્યા હતા - 'લાઓસની રામાયણ'. તેમની આંખોમાં એ જ ભક્તિ, તેમના સ્વરમાં એ જ સમર્પણ હતું, જે રામાયણ પ્રત્યે આપણા મનમાં છે. આ જ રીતે કુવૈતમાં શ્રી અબ્દુલ્લા અલ બારુને રામાયણ અને મહાભારતનો અરબીમાં અનુવાદ કર્યો છે. આ કાર્ય માત્ર અનુવાદ નથી, પરંતુ બે મહાન સંસ્કૃતિઓની વચ્ચે એક સેતુ છે. તેમનો આ પ્રયાસ અરબ જગતમાં ભારતીય સાહિત્ય પ્રત્યેની નવી સમજને વિકસિત કરી રહ્યો છે. પેરુથી એક બીજું પ્રેરક ઉદાહરણ છે - એરલિંદા ગાર્સિયા (Erlinda Garcia). તેઓ ત્યાંના યુવાઓને ભરતનાટ્યમ્ શીખવાડી રહ્યાં છે અને મારિયા વાલદેસ (Maria Valdez) ઓડિસી નૃત્યનું પ્રશિક્ષણ આપી રહ્યાં છે. આ કળાઓથી પ્રભાવિત થઈને, દક્ષિણ અમેરિકાના અનેક દેશોમાં 'ભારતીય શાસ્ત્રીય નૃત્યો'ની ધૂમ મચેલી છે.
સાથીઓ, વિદેશી ધરતી પર ભારતનાં આ ઉદાહરણો દર્શાવે છે કે ભારતીય સંસ્કૃતિની શક્તિ કેટલી અદ્ભુત છે. તે સતત વિશ્વને પોતાની તરફ આકર્ષિત કરી રહી છે.
જ્યાં જ્યાં છે કળા, ત્યાં-ત્યાં છે ભારત '
જ્યાં જ્યાં છે સંસ્કૃતિ, ત્યાં-ત્યાં છે ભારત '
આજે દુનિયાભરના લોકો ભારતને જાણવા માગે છે, ભારતના લોકોને જાણવા માગે છે. આથી તમને બધાને એક અનુરોધ પણ છે, તમારી આસપાસ આવી સાંસ્કૃતિક પહેલને #CulturalBridgesની સાથે વહેંચો. 'મન કી બાત'માં આપણે આવાં ઉદાહરણો પર આગળ પણ ચર્ચા કરીશું.
મારા પ્રિય દેશવાસીઓ, દેશના મોટા હિસ્સામાં ઠંડીની ઋતુ ચાલુ થઈ ગઈ છે. પરંતુ ફિટનેસનું પેશન, ફિટ ઇન્ડિયાની સ્પિરિટ- તેને કોઈ પણ ઋતુથી કોઈ ફરક નથી પડતો. જેને ફિટ રહેવાની ટેવ હોય છે, તે ઠંડી, ગરમી અને વરસાદ, કંઈ નથી જોતા. મને આનંદ છે કે ભારતમાં હવે લોકો ફિટનેસ માટે ઘણા જાગૃત થઈ રહ્યા છે. તમે પણ જોઈ રહ્યા હશો કે તમારી આસપાસના બગીચાઓમાં લોકોની સંખ્યા વધી રહી હશે. બગીચાઓમાં ફરતા વૃદ્ધો, નવયુવાનો અને યોગ કરતા પરિવારોને જોઈને, મને, સારું લાગે છે. મને યાદ છે, જ્યારે હું યોગ દિવસ પર શ્રીનગર હતો, વરસાદ છતાં, અનેક લોકો 'યોગ' માટે એકત્ર થયા હતા. હમણાં કેટલાક દિવસ પહેલાં શ્રીનગરમાં જે મેરેથૉન થઈ, તેમાં પણ મને ફિટ રહેવાનો આ જ ઉત્સાહ દેખાયો. ફિટ ઇન્ડિયાની આ ભાવના, હવે એક લોક ચળવળ બની રહી છે.
સાથીઓ, મને એ જોઈને સારું લાગે છે કે, આપણી શાળાઓ, બાળકોની ફિટનેસ પર હવે વધુ ધ્યાન આપી રહી છે. ફિટ ઇન્ડિયા સ્કૂલ અવર્સ પણ એક અનોખી પહેલ છે. શાળા પોતાના પહેલા પિરિયડનો ઉપયોગ અલગ-અલગ ફિટનેસ પ્રવૃત્તિ માટે કરી રહી છે. અનેક સ્કૂલોમાં, કોઈ દિવસ બાળકો પાસે યોગ કરાવાય છે, તો કોઈ દિવસ એરોબિક્સનાં સત્રો હોય છે, તો એક દિવસ સ્પૉર્ટ્સ સ્કિલ પર કામ કરવામાં આવે છે, કોઈ દિવસ ખો-ખો અને કબડ્ડી જેવી પારંપરિક રમતો રમાડાય છે અને તેની અસર પણ ખૂબ સારી છે. હાજરી વધી રહી છે, બાળકોની એકાગ્રતા વધી રહી છે અને બાળકોને મજા પણ આવે છે.
સાથીઓ, હું સારાં સ્વાસ્થ્યની આ ઊર્જા દરેક જગ્યાએ જોઈ રહ્યો છું. 'મન કી બાત'માં પણ, ઘણા બધા શ્રોતાઓએ મને પોતાનો અનુભવ મોકલ્યો છે. કેટલાક લોકો તો ખૂબ જ રોચક પ્રયોગ કરી રહ્યા છે. જેમ કે એક ઉદાહરણ છે ફેમિલી ફિટનેસ અવરનું, એટલે કે એક પરિવાર, પ્રત્યેક શનિ-રવિ એક કલાક ફેમિલી ફિટનેસ એક્ટિવિટી માટે આપી રહ્યો છે. એક બીજું ઉદાહરણ સ્વદેશી રમતોને પુનર્જીવિત કરવાનું છે એટલે કે કેટલાક પરિવારો પોતાનાં બાળકોને પરંપરાગત રમતો શીખવાડી રહ્યા છે, રમાડી રહ્યા છે. તમે પણ પોતાના ફિટનેસ રૂટિનનો અનુભવ #fitindiaના નામે સૉશિયલ મીડિયા પર અવશ્ય જણાવો. હું દેશના લોકોને એક આવશ્યક જાણકારી પણ આપવા માગું છું. આ વખતે 31 ઑક્ટોબરે સરદાર પટેલની જયંતીની સાથે દિવાળીનું પર્વ પણ છે. આપણે પ્રત્યેક વર્ષે 31 ઑક્ટોબરે 'રાષ્ટ્રીય એકતા દિવસ' પર 'રન ફૉર યૂનિટી'નું આયોજન કરીએ છીએ. દિવાળીના કારણે આ વખતે 29 ઑક્ટોબરે એટલે કે મંગળવારે 'રન ફૉર યૂનિટી'નું આયોજન કરવામાં આવશે. મારો આગ્રહ છે કે, વધુમાં વધુ સંખ્યામાં તેમાં ભાગ લો - દેશની એકતાના મંત્ર સાથે જ ફિટનેસના મંત્રને પણ બધી તરફ ફેલાવો.
મારા પ્રિય દેશવાસીઓ, 'મન કી બાત'માં આ વખતે આટલું જ. તમે તમારો ફીડબેક જરૂર મોકલતા રહો. આ તહેવારોનો સમય છે. 'મન કી બાત'ના શ્રોતાઓને ધનતેરસ, દિવાળી, છઠ પૂજા, ગુરુ નાનક જયંતી અને બધા પર્વોની ખૂબ-ખૂબ શુભકામનાઓ. તમે બધા પૂરા ઉત્સાહ સાથે તહેવાર મનાવો – વૉકલ ફૉર લૉકલનો મંત્ર યાદ રાખો, પ્રયાસ કરો કે તહેવારો દરમિયાન તમારા ઘરમાં સ્થાનિક દુકાનદારો પાસેથી ખરીદાયેલો સામાન અવશ્ય આવે. એક વાર ફરી, તમને બધાને, આવનારા પર્વોના ઘણા-ઘણા વધામણા. ધન્યવાદ.
મારા વ્હાલા દેશવાસીઓ, નમસ્કાર. ‘મન કી બાત’માં એક વાર ફરી આપણને જોડાવવાનો અવસર મળ્યો છે. આજનો આ episode મને ભાવુક કરનારો છે, મને ઘણી જૂની યાદોથી ઘેરી રહ્યો છે – કારણ એ છે કે ‘મન કી બાત’ની આપણી આ યાત્રાને 10 વર્ષ પૂરા થઈ રહ્યા છે. 10 વર્ષ પહેલા ‘મન કી બાત’નો પ્રારંભ 3 ઓક્ટોબરના વિજયાદશમીના દિવસે થયો હતો અને આ કેટલો પવિત્ર સંયોગ છે, કે આ વર્ષે 3 ઓક્ટોબરે જ્યારે ‘મન કી બાત’ને 10 વર્ષ પૂરા થશે, ત્યારે, નવરાત્રિનો પહેલો દિવસ હશે. ‘મન કી બાત’ની લાંબી યાત્રાના કેટલાય એવા પડાવ છે, જેને હું ક્યારેય ભૂલી નહિ શકું. ‘મન કી બાત’ના કરોડો શ્રોતાઓ આપણી આ યાત્રાના એવા સાથી છે, જેમનો મને નિરંતર સહયોગ મળતો રહ્યો છે. દેશના ખૂણે-ખૂણે તેમણે જાણકારી ઉપલબ્ધ કરાવી. ‘મન કી બાત’ના શ્રોતાઓ જ આ કાર્યક્રમના ખરા સૂત્રધાર છે. સામાન્ય રીતે એક એવી ધારણા ઘર કરી ગઈ છે કે જ્યાં સુધી ચટપટી વાતો ન હોય, નકારાત્મક વાતો ન હોય ત્યાં સુધી તેને વધુ ધ્યાન નથી મળતું. પરંતુ ‘મન કી બાત’એ સાબિત કર્યું છે કે દેશના લોકોમાં positive માહિતીની કેટલી ભૂખ છે. Positive વાતો, પ્રેરણાથી ભરી દેનારા ઉદાહરણો, હિંમત આપનારી ગાથાઓ, લોકોને ખૂબ પસંદ આવે છે. જેમ એક પક્ષી હોય છે ‘ચાતક’ જેના માટે કહેવાય છે કે તે માત્ર વરસાદના ટીપાં જ પીએ છે. ‘મન કી બાત’માં આપણે જોયું કે લોકો પણ ચાતક પક્ષીની જેમ, દેશની સિદ્ધિઓને, લોકોની સામૂહિક સિદ્ધિઓને, કેટલા ગર્વથી સાંભળે છે.
‘મન કી બાત’ની 10 વર્ષની યાત્રાએ એક એવી માળા તૈયાર કરી છે, જેમાં, દરેક episodeની સાથે નવી ગાથાઓ, નવા કીર્તિમાન, નવા વ્યક્તિત્વ જોડાઈ જાય છે. આપણા સમાજમાં સામૂહિકતાની ભાવના સાથે જે પણ કામ થઈ રહ્યા છે, તેને ‘મન કી બાત’ દ્વારા સન્માન મળે છે. મારુ મન પણ ત્યારે ગર્વથી ભરાઈ જાય છે, જ્યારે હું ‘મન કી બાત’ માટે આવેલી ચિઠ્ઠીઓ વાંચું છું. આપણા દેશમાં કેટલા પ્રતિભાવાન લોકો છે, તેમનામાં દેશ અને સમાજની સેવા કરવાનો કેટલો જુસ્સો છે. તેઓ લોકોની નિઃસ્વાર્થ ભાવથી સેવા કરવામાં પોતાનું આખું જીવન સમર્પિત કરી દે છે. તેમના વિષે જાણીને હું ઉર્જાથી ભરાઈ જાઉં છું. ‘મન કી બાત’ની આ સમગ્ર પ્રક્રિયા મારે માટે એવી છે, જાણે મંદિર જઈને ઈશ્વરના દર્શન કરવા. ‘મન કી બાત’ની દરેક વાતોને, દરેક ઘટનાઓને, દરેક ચિઠ્ઠીઓને યાદ કરું છું તો એવું લાગે છે કે હું જનતા જનાર્દન, જે મારા માટે ઈશ્વરનું સ્વરૂપ છે તેમના દર્શન કરી રહ્યો છું.
સાથીઓ, હું આજે દૂરદર્શન, પ્રસાર ભારતી અને All India Radio સાથે સંકળાયેલા તમામ લોકોની પણ પ્રસંશા કરીશ. તેમના અથાગ પ્રયત્નોથી ‘મન કી બાત’ આ મહત્વપૂર્ણ પડાવ પર પહોંચ્યો છે. હું વિવિધ TV channelsનો, Regional TV channelsનો પણ આભારી છું જેમણે નિરંતર તેને પ્રસારિત કર્યો છે. ‘મન કી બાત’ દ્વારા આપણે જે મુદ્દાઓને ઉઠાવ્યા, તેને લઈને ઘણા Media House એ ઝુંબેશ પણ ચલાવી. હું Print Mediaને પણ ધન્યવાદ આપું છું કે તેમણે તેને ઘરે-ઘરે પહોંચાડ્યો. હું એ YouTubersને પણ ધન્યવાદ આપીશ કે જેમણે ‘મન કી બાત’ પર ઘણા કાર્યક્રમો કર્યા. આ કાર્યક્રમોને દેશની 22 ભાષાઓની સાથે 12 વિદેશી ભાષાઓમાં પણ સાંભળી શકે છે. મને સારું લાગે છે જ્યારે લોકો એમ કહે છે, કે તેમણે ‘મન કી બાત’ કાર્યક્રમને પોતાની સ્થાનીય ભાષામાં સાંભળ્યો. તમારામાંથી ઘણા લોકોને એ ખબર હશે કે ‘મન કી બાત’ કાર્યક્રમ પર આધારિત એક Quiz competition પણ ચાલી રહી છે, જેમાં કોઈ પણ વ્યક્તિ ભાગ લઈ શકે છે. Mygov.inમાં જઈને તમે આ competitionમાં ભાગ લઈ શકો છો અને ઈનામ પણ જીતી શકો છો. આજે આ મહત્વપૂર્ણ પડાવ પર, હું એક વાર ફરી તમારા સૌના આશીર્વાદ માંગુ છું. પવિત્ર મન અને પૂર્ણ સમર્પણ ભાવથી, હું આવી જ રીતે, ભારતના લોકોની મહાનતાના ગીત ગાતો રહું. દેશની સામૂહિક શક્તિને, આપણે સૌ, આ જ રીતે celebrate કરતાં રહીએ – આ જ મારી ઈશ્વરને પ્રાર્થના છે, જનતા-જનાર્દનને પ્રાર્થના છે.
મારા પ્રિય દેશવાસીઓ, પાછલા કેટલાક અઠવાડિયાથી દેશના અલગ-અલગ ભાગોમાં જબરદસ્ત વરસાદ થઈ રહ્યો છે. વરસાદની આ ઋતુ, આપણને યાદ અપાવે છે કે ‘જળ-સંરક્ષણ’ કેટલું જરૂરી છે, પાણી બચાવવું કેટલું જરૂરી છે. વર્ષા ઋતુમાં બચાવેલું પાણી, જળ સંકટના મહિનાઓમાં ખૂબ મદદ કરે છે, અને આ જ ‘Catch the Rain’ જેવા અભિયાનોની ભાવના છે. મને ખુશી છે કે પાણીના સંરક્ષણને લઈને કેટલાય લોકો નવી પહેલ કરી રહ્યા છે. આવો જ એક પ્રયાસ ઉત્તર પ્રદેશના ઝાંસીમાં જોવા મળ્યો છે. તમે જાણો જ છો કે ઝાંસી બુંદેલખંડમાં છે, જેની ઓળખાણ જ પાણીની તંગી સાથે જોડાયેલી છે. અહિયાં ઝાંસીમાં કેટલીક મહિલાઓએ ઘુરારી નદીને નવું જીવન આપ્યું છે. આ મહિલાઓ Self help groupની સાથે જોડાયેલી છે અને તેમણે ‘જળ-સહેલી’ બની આ અભિયાનનું નેતૃત્વ પણ કર્યું છે. આ મહિલાઓએ મૃતપ્રાય થઈ ચૂકેલી ઘુરારી નદીને જે રીતે બચાવી છે, તેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. આ જળ-સાહેલીઓએ બોરીઓમાં રેતી ભરીને ચેકડેમ (check dam) તૈયાર કર્યો, વરસાદના પાણીને વેડફાતું રોક્યું અને નદીને પાણીથી ભરપૂર કરી દીધી. આ મહિલાઓએ સેંકડો જળાશયોના નિર્માણ અને તેમના Revivalમાં પણ આગળ પડતો સહકાર આપ્યો. તેનાથી આ ક્ષેત્રના લોકોની પાણીની સમસ્યા તો દૂર થઈ જ છે, તેમના ચહેરા ઉપર, ખુશીઓ પણ પાછી ફરી છે.
સાથીઓ, ક્યાંક નારી-શક્તિ, જળ-શક્તિને આગળ વધારે છે તો ક્યાંક જળ-શક્તિ પણ નારી-શક્તિને મજબૂત કરે છે. મને મધ્યપ્રદેશના બે ખૂબ જ પ્રેરણાદાયી પ્રયાસોની જાણકારી મળી છે. અહિયાં ડીંડોરીના રયપૂરા ગામમાં એક મોટા તળાવના નિર્માણથી ભૂ-જળ સ્તર ઘણું વધી ગયું છે. તેનો ફાયદો ગામની મહિલાઓને મળ્યો. અહીયાં ‘શારદા આજીવિકા સ્વયં સહાયતા સમૂહ’ તેનાથી જોડાયેલી મહિલાઓને મત્સ્યપાલનનો નવો વ્યવસાય પણ મળી ગયો. આ મહિલાઓએ Fish-Parlour પણ શરૂ કર્યું છે, જ્યાં થતાં માછલીઓના વેચાણથી તેમની આવક પણ વધી રહી છે. મધ્ય પ્રદેશના છતરપુરમાં પણ મહિલાઓનો પ્રયાસ ખૂબ ખૂબ પ્રશંસનીય છે. અહિયાના ખોંપ ગામનું મોટું તળાવ જ્યારે સુકાવા લાગ્યું ત્યારે મહિલાઓએ તેને પુનર્જીવિત કરવાનું બીડું ઉઠાવ્યું. ‘હરિ બગીયા સ્વયં સહાયતા સમૂહ’ની આ મહિલાઓએ તળાવમાંથી મોટા પ્રમાણમાં કાંપ કાઢ્યો, તળાવમાંથી જે કંપ નીકળ્યો તેનો ઉપયોગ તેમણે બિનઉપજાઉ જમીન પર fruit forest તૈયાર કરવામાં કર્યો. આ મહિલાઓની મહેનતથી ન કેવળ તળાવમાં ખૂબ પાણી ભરાયા, પરંતુ, પાકની ઉપજ પણ ઘણી વધી છે. દેશના ખૂણે-ખૂણે ચાલી રહેલા ‘જળ-સંરક્ષણ’ ના આવા પ્રયત્નો પાણીના સંકટને ખાળવામાં ઘણા મદદરૂપ સાબિત થવાના છે.મને પૂરો વિશ્વાસ છે કે તમે પણ તમારી આસપાસ થતાં આવા પ્રયત્નોમાં જરૂરથી જોડાશો.
મારા પ્રિય દેશવાસીઓ, ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં એક સીમાવર્તી ગામ છે ‘ઝાલા’. અહિયાના યુવાઓએ પોતાના ગામને સ્વચ્છ રાખવા માટે એક ખાસ પહેલ શરૂ કરી છે. તેઓ પોતાના ગામમાં “ધન્યવાદ પ્રકૃતિ’ કે પછી કહીએ ‘Thank you Nature’ અભિયાન ચલાવી રહ્યા છે. જેના હેઠળ ગામમાં રોજ બે કલાક સફાઇ કરવામાં આવે છે. ગામની ગલીઓમાં વિખરાયેલા કચરાને એકઠો કરીને, તેને, ગામની બહાર, નક્કી કરેલી જગ્યા પર, નાખવામાં આવે છે. જેનાથી ઝાલા ગામ પણ સ્વચ્છ થઈ રહ્યું છે અને લોકો જાગરૂક પણ થઈ રહ્યા છે. ત્યાં વિચારો કે આમ જ દરેક ગામ, દરેક ગલી-દરેક મહોલ્લો, પોતાના ત્યાં આવી જ રીતે Thank You અભિયાન શરૂ કરી દે, તો કેટલું મોટું પરિવર્તન આવી શકે છે.
સાથીઓ, સ્વચ્છતાને લઈને પુડુચેરીના સમુદ્ર તટ પર પણ જબરદસ્ત ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. અહિયાં રમ્યાજી નામની મહિલા, માહે municipality અને તેની આસપાસના ક્ષેત્રના યુવાઓની એક ટીમનું નેતૃત્વ કરી રહી છે. આ ટીમના લોકો પોતાના પ્રયાસોથી માહે Area અને ખાસકરીને ત્યાંનાં Beachesને સંપૂર્ણ રીતે સાફ-સૂથરું બનાવી રહ્યા છે.
સાથીઓ, મેં અહિયાં માત્ર બે પ્રયાસોની ચર્ચા કરી છે, પરંતુ, આપણે આસપાસ જોઈએ, તો જોઈશું કે દેશના દરેક ભાગમાં ‘સ્વચ્છતા’ને લઈને કોઈ-ને-કોઈ અનોખો પ્રયાસ જરૂર ચાલી રહ્યા છે. થોડાક જ દિવસમાં આવનાર 2 ઓક્ટોબર એ ‘સ્વચ્છ ભારત મિશન’ના 10 વર્ષ પૂરા થઈ રહ્યા છે. આ પ્રસંગ એ લોકોના અભિનંદનનો છે જેમણે આ ભારતીય ઇતિહાસને આટલું મોટું જન-આંદોલન બનાવી દીધું. આ મહાત્મા ગાંધીજીને પણ સાચી શ્રદ્ધાંજલિ છે, જેઓ જીવનપર્યંત, આ ઉદેશ્ય માટે સમર્પિત રહ્યા.
સાથીઓ, આજે આ ‘સ્વચ્છ ભારત મિશન’ની જ સફળતા છે કે ‘Waste to Wealth’નો મંત્ર લોકોમાં લોકપ્રિય થઈ રહ્યો છે. લોકો ‘Reduce, Reuse અને Recycle’ પર વાત કરવા લાગ્યા છે, તેના ઉદાહરણ આપવા લાગ્યા છે. હવે જેમકે મને કેરળમાં કોઝિકોડમાં એક અદભૂત પ્રયત્ન વિષે જાણ થઈ. અહિયાં seventy four (74) yearના સુબ્રમણ્યનજી 23 હજારથી વધુ ખુરશીઓનું સમારકામ કરીને તેને ફરીથી વાપરવા લાયક બનાવી ચૂક્યા છે. લોકો તો તેમને Reduce, Reuse અને Recycle, એટલે કે, RRR (Triple R) Champion પણ કહે છે. તેમના આ અનોખા પ્રયાસોને કોઝિકોડ સિવિલ સ્ટેશન, PWD, અને LICની ઓફિસોમાં પણ જોઈ શકે છે.
સાથીઓ, સ્વચ્છતાને લઈને હાલ ચાલી રહેલા અભિયાનો સાથે આપણે વધુમાં વધુ લોકોને જોડવાના છે, અને આ એક અભિયાન, કોઈ એક દિવસનું, એક વર્ષનું, નથી હોતું, આ યુગો-યુગો સુધી નિરંતર કરતાં રહેવાનું કામ છે. આ જ્યાં સુધી આપણો સ્વભાવ બની જાય ‘સ્વચ્છતા’, ત્યાં સુધી કરતાં રહેવાનું કામ છે. મારો તમને સૌને આગ્રહ છે કે તમે પણ તમારા પરિવાર, મિત્રો, પાડોશીઓ કે સહકર્મીઓની સાથે મળીને સ્વચ્છતા અભિયાનમાં ભાગ જરૂર લો. હું એક વાર ફરી ‘સ્વચ્છ ભારત મિશન’ની સફળતા પર તમને સૌને અભિનંદન પાઠવું છું.
મારા પ્યારા દેશવાસીઓ, આપણને સૌને આપણાં વારસા પર ખૂબ ગર્વ છે. અને હું તો હમેશા કહું છું ‘વિકાસ પણ-વારસો પણ’. આ જ કારણ છે કે મને હાલની મારી અમેરિકા યાત્રાના એક ખાસ પાસાને લઈને ખૂબ બધા સંદેશા મળી રહ્યા છે. એક વાર ફરી આપણી પ્રાચીન કલાકૃતિઓનો પરત આવવા બાબતે ઘણી ચર્ચા થઈ રહી છે. હું તેને લઈને આપ સૌની ભાવનાઓને સમજી શકું છું. અને ‘મન કી બાત’ના શ્રોતાઓને પણ તેના વિષે કહેવા ઈચ્છું છું.
સાથીઓ, અમેરિકાની મારી યાત્રા દરમિયાન અમેરિકી સરકારે ભારતને લગભગ 300 પ્રાચીન કલાકૃતિઓ પરત કરી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડેને સંપૂર્ણ રીતે પોતાનાપણું બતાવીને ડેલાવેર (Delaware)ના પોતાના વ્યક્તિગત આવાસમાં આમાંની કેટલીક કલાકૃતિઓ મને બતાવી. પરત કરેલી કલાકૃતિઓ Terracotta, Stone, હાથીના દાંત, લાકડા, તાંબા અને કાંસા જેવી વસ્તુઓમાંથી બની છે. જેમાંની કેટલીક તો ચાર હજાર વર્ષ જૂની છે. ચાર હજાર વર્ષ જૂની કલાકૃતિઓથી લઈને 19મી સદી સુધીની કલાકૃતિઓને અમેરિકાએ પરત કરી છે. – જેમાં ફૂલદાની, દેવી-દેવતાઓની ટેરાકોટા(terracotta) તક્તીઓ, જૈન તીર્થંકરોની મૂર્તિઓ ઉપરાંત ભગવાન બુદ્ધ અને ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિઓ પણ સમાવિષ્ટ છે. પરત કરેલી વસ્તુઓમાં પશુઓની કેટલીક આકૃતિઓ પણ છે. પુરુષ અને મહિલાની આકૃતિઓવાળી જમ્મુ-કાશ્મીરની terracotta tiles તો ખૂબ જ રસપ્રદ છે. તેમાં કાંસાથી બનેલી ભગવાન શ્રી ગણેશજીની પ્રતિમાઓ પણ છે, જે, દક્ષિણ ભારતની છે. પરત કરેલી વસ્તુઓમાં મોટી સંખ્યામાં ભગવાન વિષ્ણુના ચિત્રો પણ છે. તે મોટેભાગે ઉત્તર અને દક્ષિણ ભારત સાથે જોડાયેલા છે. આ કલાકૃતિઓને જોઈને ખબર પડે છે કે આપણા પૂર્વજો કેટલું ઝીણું કાંતતા હતા. કલાને લઈને તેમનામાં ગજબની સૂઝ-બૂઝ હતી. આમાંની ઘણી કલાકૃતિઓને તસ્કરી અને બીજી અવૈધ રીતે દેશની બહાર લઈ જવામાં આવી હતી. આ ગંભીર ગુનો છે – એક રીતે દેશના વારસાને નષ્ટ કરવા જેવુ છે, પણ મને એ વાતની ખુશી છે, કે પાછલા એક દશકમાં, આવી કેટલીય કલાકૃતિઓ, અને આપણી ઘણી બધી પ્રાચીન ધરોહરોની ‘ઘર વાપસી’ થઈ છે. આ દિશામાં, આજે, ભારત કેટલાય દેશો સાથે મળીને કામ પણ કરી રહ્યું છે.
મને વિશ્વાસ છે જ્યારે આપણે આપણા વારસા પર ગર્વ કરીએ છીએ તો દુનિયા પણ તેનું સન્માન કરે છે, અને તેનું જ પરિણામ છે કે આજે વિશ્વના કેટલાય દેશો આપણે ત્યાંથી ગઈ હોય, તેવી કલાકૃતિઓ આપણને પાછી આપી રહ્યા છે.
મારા પ્રિય સાથીઓ, જો હું પૂછું કે કોઈ બાળક કઈ ભાષા સૌથી સરળતાથી અને જલ્દી શીખે છે – તો તમારો જવાબ હશે ‘માતૃભાષા’. આપણા દેશમાં લગભગ વીસ હજાર ભાષાઓ અને બોલીઓ છે અને આ બધી જ કોઈ-ને-કોઈની તો માતૃભાષા છે જ છે. કેટલીક ભાષાઓ એવી છે જેનો ઉપયોગ કરનારાઓની સંખ્યા ઘણી ઓછી છે, પરંતુ તમને એ જાણીને આનંદ થશે, કે તે ભાષાઓને સંરક્ષિત કરવા માટે, આજે, અનોખો પ્રયાસ થઈ રહ્યો છે. આવી જ એક ભાષા છે આપણી ‘સંથાલી’ ભાષા. ‘સંથાલી’ને digital Innovationની મદદથી નવી ઓળખ આપવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ‘સંથાલી’ આપણાં દેશના કેટલાય રાજ્યોમાં રહેતા સંથાલ જનજાતી સમુદાયના લોકો બોલે છે. ભારત સિવાય બાંગ્લાદેશ, નેપાળ અને ભૂટાનમાં પણ સંથાલી બોલનાર આદિવાસી સમુદાય જોવા મળે છે. સંથાલી ભાષાની online ઓળખ તૈયાર કરવા માટે ઓરિસ્સાના મયુરભંજમાં રહેનારા શ્રીમાન રામજીત ટુડુ એક અભિયાન ચલાવી રહ્યા છે. રામજીતજી એ એક એવું digital platform તૈયાર કર્યું છે, જ્યાં સંથાલી ભાષા સાથે જોડાયેલા સાહિત્યને વાંચી શકાય છે અને સંથાલી ભાષામાં લખી શકાય છે. ખરેખર તો કેટલાક વર્ષો પહેલા રામજીતજી એ મોબાઈલ ફોનનો ઉપયોગ શરૂ કર્યો તો તેઓ એ વાતથી દુખી થયા કે પોતાની માતૃભાષામાં સંદેશ નથી મોકલી શકતા. તેના પછી તેઓ ‘સંથાલી ભાષા’ની લિપિ ‘ઓલ ચિકી’ને ટાઇપ કરવાની સંભાવનાઓ શોધવા લાગ્યા.પોતાના અમુક મિત્રોની મદદ થી તેમણે ‘ઓલ ચિકી’માં ટાઇપ કરવાની ટૅક્નિક વિકસિત કરી લીધી. આજે તેમના પ્રયાસો દ્વારા ‘સંથાલી’ ભાષામાં લખાયેલ લેખ લાખો લોકો સુધી પહોંચી રહ્યા છે.
સાથીઓ, જ્યારે આપણા દૃઢ સંકલ્પની સાથે સામૂહિક ભાગીદારીનો સંગમ થાય છે તો આખા સમાજ માટે અદભૂત પરિણામો સામે આવે છે. જેનો સૌથી તાજું ઉદાહરણ છે ‘એક પેડ માં કે નામ’ – આ અભિયાન અદભૂત અભિયાન રહ્યું, જન-ભાગીદારીનું આવું ઉદાહરણ ખરેખર ખૂબ જ પ્રેરિત કરનારું છે. પર્યાવરણ સંરક્ષણને લઈને શરૂ કરવામાં આવેલા આ અભિયાનમાં દેશના ખૂણે-ખૂણે લોકોએ કમાલ કરી બતાવી. ઉત્તર પ્રદેશ, ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને તેલંગાણાએ લક્ષ્ય કરતાં વધુ સંખ્યામાં છોડ-રોપણ કરી નવો રેકોર્ડ બનાવ્યો. આ અભિયાનના હેઠળ ઉત્તર પ્રદેશમાં 26 કરોડથી વધારે છોડ રોપવામાં આવ્યા. ગુજરાતનાં લોકોએ 15 કરોડથી વધારે છોડ રોપ્યા. રાજસ્થાનમાં માત્ર ઑગસ્ટ મહિનામાં જ 6 કરોડથી વધુ છોડ રોપવામાં આવ્યા. દેશની હજારો શાળાઓ પણ આ અભિયાનમાં જોર-શોરથી ભાગ લઈ રહી છે.
સાથીઓ, આપણા દેશમાં વૃક્ષ ઉગાડવાથી જોડાયેલા કેટલાય ઉદાહરણો સામે આવતા રહે છે. આવું જ એક ઉદાહરણ છે તેલંગાણાના કે.એન.રાજશેખરજીનું. વૃક્ષો રોપવા પાછળની તેમની પ્રતિબદ્ધતા આપણને સૌને આશ્ચર્યચકિત કરી દે છે. લગભગ ચાર વર્ષ પહેલા તેમણે વૃક્ષો વાવવાની ઝુંબેશ શરૂ કરી. તેમણે નક્કી કર્યું કે દરરોજ એક વૃક્ષ તો જરૂર લગાવશે. તેમણે આ ઝુંબેશનું કઠોર વ્રતની જેમ પાલન કર્યું. તેઓ 1500થી વધુ છોડ વાવી ચૂક્યા છે. સૌથી મોટી વાત એ છે કે આ વર્ષે એક અકસ્માતનો શિકાર થવા છતાં પણ તેઓ પોતાના સંકલ્પથી ડગ્યા નહીં. હું આવા બધા જ પ્રયાસોની હૃદયથી પ્રસંશા કરું છું. મારો તમને પણ આગ્રહ છે કે ‘એક પેડ માં કે નામ’ આ પવિત્ર અભિયાન સાથે તમે જરૂર જોડાવો.
મારા પ્રિય સાથીઓ, તમે જોયું હશે, આપણી આસ-પાસ કેટલાક લોકો એવા હોય છે જેઓ મુશ્કેલીમાં પણ ધૈર્ય નથી ખોતા, પરંતુ તેનાથી શીખે છે. આવી જ એક મહિલા છે સુબાશ્રી, જેમને પોતાના પ્રયાસથી, દુર્લભ અને ખૂબ જ ઉપયોગી જડી-બુટીઓનો એક અદભૂત બગીચો તૈયાર કર્યો છે. તેઓ તમિલનાડુના મદુરાઇના રહેનારા છે. એમતો વ્યવસાયે તેઓ શિક્ષક છે, પણ ઔષધીય વનસ્પતિઓ, Medical Herbsના પ્રત્યે તેમને ઊંડી લાગણી છે. તેમની આ લાગણી 80ના દશકમાં ત્યારે શરૂ થઈ, જ્યારે એક વાર, તેમના પિતાને ઝેરી સાપ કરડી ગયો. ત્યારે પારંપરિક જડી-બુટીઓએ તેમના પિતાની તબિયત સુધારવામાં ઘણી મદદ કરી હતી. આ ઘટના પછી તેમણે પારંપરિક ઔષધિઓ અને જડીબુટીઓની શોધ શરૂ કરી. આજે મદુરાઇના વેરિચિયુર ગામમાં તેમનો અનોખો Herbal Garden છે, જેમાં 500થી વધારે ઔષધીય છોડ છે. પોતાના આ બગીચાને તૈયાર કરવા માટે તેઓએ ખૂબ મહેનત કરી છે. એક-એક છોડ શોધવા તેમણે દૂર-દૂરની યાત્રાઓ કરી, માહિતીઓ એકઠી કરી અને કેટલીક વાર બીજા લોકોની મદદ પણ માંગી. કોવિડના સમયે તેમણે Immunity વધારનારી જડી-બુટીઓ લોકો સુધી પહોંચાડી. આજે તેમના Herbal Garden ને જોવા લોકો દૂર-દૂરથી આવે છે. તેઓ બધાને herbal છોડની માહિતી અને ઉપયોગ વિષે જણાવે છે. સુબાશ્રી આપણા એ પારંપરિક વારસાને આગળ લઈ જઈ રહી છે, જે સેંકડો વર્ષોથી આપણી સંસ્કૃતિનો ભાગ છે. તેમનો Herbal Garden આપણા અતીત ને ભવિષ્યની સાથે જોડે છે. તેમને આપણી ખૂબ બધી શુભકામનાઓ.
સાથીઓ, બદલાતા આ સમયમાં Nature of Jobs બદલાઈ રહી છે અને નવા-નવા સેક્ટર ઊભરી રહ્યા છે. જેમકે Gaming, Animation, Reel Making, Film Making કે Poster Making. જો આમાંથી કોઈ skillમાં તમે સારું પ્રદર્શન કરી શકો છો તો તમારા Talentને બહુ મોટો મંચ મળી શકે છે, જો તમે કોઈ Band સાથે જોડાઓ છો કે પછી Community Radio માટે કામ કરો છો, તો પણ તમારા માટે ખૂબ મોટો અવસર છે.
તમારા Talent અને Creativityને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયે ‘Create in India’ આ theme હેઠળ 25 Challenges શરૂ કરી છે. આ Challenges તમને જરૂર રસપ્રદ લાગશે. કેટલીક Challenges તો Music, Education અને અહિયાં સુધી કે Anti-Piracy પર પણ Focused છે. આ આયોજનમાં ઘણા બધા Proffesional Organization પણ સામેલ છે, જે, આ Challengesને પોતાનો પૂરો support આપી રહ્યા છે. આમાં સામેલ થવા માટે તમે wavesindia.org પર login કરી શકો છો. દેશ-બહારના creatorsને મારો વિશેષ આગ્રહ છે કે તેઓ આમાં જરૂર ભાગ લે અને પોતાની creativityને સામે લાવે.
મારા પ્રિય દેશવાસીઓ, આ મહિને એક વધુ મહત્વપૂર્ણ અભિયાનને 10 વર્ષ પૂરા થાય છે. આ અભિયાનની સફળતામાં, દેશના મોટા ઉધ્યોગોથી લઈને નાના દુકાનદારો સુધીનું યોગદાન સામેલ છે. હું વાત કરું છું ‘Make In India’ની. આજે મને આ જોઈને ખૂબ જ ખુશી મળે છે, કે ગરીબ, મધ્યમ વર્ગ અને MSMEsને આ અભિયાનથી ખૂબ ફાયદો મળી રહ્યો છે. આ અભિયાને દરેક વર્ગના લોકોને પોતાનું Talent સામે લાવવાનો અવસર આપ્યો છે. આજે ભારત Manufacturingનું powerhouse બન્યું છે અને દેશની યુવા-શક્તિના લીધે દુનિયા-ભરની દૃષ્ટિ આપણા પર છે.Automobiles હોય, Textiles હોય, Aviation હોય, Electronics હોય, કે પછી Defense, દરેક sectorમાં દેશનું export સતત વધી રહ્યું છે. દેશમાં FDIનું સતત વધવું પણ આપણા ‘Make In India’ની સફળતાની ગાથા કહી રહ્યું છે. હવે આપણે મુખ્ય રૂપે બે વસ્તુઓ પર focus કરી રહ્યા છીએ. પહેલું છે ‘Quality’ એટલે કે, આપણા દેશમાં બનેલી વસ્તુઓ global standardની હોય. અને બીજું છે Vocal for Local, એટલે કે, સ્થાનીય વસ્તુઓને વધુમાં વધુ પ્રોત્સાહન મળે. ‘મન કી બાત’માં આપણે #MyProductMyPrideની પણ ચર્ચા કરી. Local Productને પ્રોત્સાહન આપવા માટે દેશના લોકોને કેવી રીતે લાભ થાય છે, તે એક ઉદાહરણથી સમજી શકાય છે.
મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં Textileની એક જૂની પરંપરા છે. ‘ભંડારા ટસર સિલ્ક હૅન્ડલૂમ’ (‘Bhandara Tusser Silk Handloom’) ટસર સિલ્ક (Tusser Silk) પોતાની design, રંગ અને મજબૂતી માટે ઓળખાય છે. ભંડારાના કેટલાક ભાગોમાં 50થી વધુ ‘Self Help Group’, આને સંરક્ષિત કરવાના કામમાં લાગેલા છે. આમાં મહિલાઓની બહુ મોટી ભાગીદારી છે. આ Silk ઝડપથી લોકપ્રિય થઈ રહ્યું છે અને સ્થાનીય સમુદાયોને સશક્ત બનાવી રહ્યું છે, અને આ જ તો ‘Make in India’ની spirit છે.
સાથીઓ, તહેવારોની આ ઋતુમાં તમે ફરીથી પોતાના જૂના સંકલ્પને પણ જરૂરથી પુનરાવર્તિત કરો. કઈં પણ ખરીદીશું, તે, ‘Made in India’, જ હોવું જોઈએ, કોઈ પણ gift આપીશું, તે પણ ‘Made in India’ હોવું જોઈએ. માત્ર માટીના દીવા ખરીદવા જ ‘Vocal for Local’ નથી. તમારે તમારા ક્ષેત્રમાં બનેલા સ્થાનિય ઉત્પાદનોને વધુમાં વધુ promote કરવું જોઈએ. એવી કોઈ પણ product, જેને બનાવવા માટે ભારતના કોઈ કારીગરનો પરસેવો પડ્યો હોય, જે ભારતની માટીમાં બની હોય, તે આપણું ગૌરવ છે – આપણે આ જ ગૌરવ પર ચાર ચાંદ લગાવવાના છે.
સાથીઓ, ‘મન કી બાત’ના આ episodeમાં મને તમારી સાથે જોડાઈને ખૂબ સારું લાગ્યું. આ કાર્યક્રમથી સંકળાયેલા તમારા વિચાર અને સલાહ અમને જરૂર મોકલાવજો. મને તમારા પત્રો અને સંદેશાઓની પ્રતિક્ષા રહેશે. થોડા જ દિવસો પછી તહેવારોની season શરૂ થવાની છે. નવરાત્રી સાથે એની શરૂઆત થશે અને પછી આવતા બે મહિના સુધી પૂજા-પાઠ, વ્રત-તહેવાર, ઉમંગ-ઉલ્લાસ, ચારો તરફ, આ જ વાતાવરણ છવાયેલું રહેશે. હું આવનાર તહેવારોની આપ સૌને ખૂબ-ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આપ સૌ, પોતાના પરિવાર અને પોતાના પ્રિયજનો સાથે તહેવારનો ખૂબ આનંદ ઉઠાવો, અને બીજાઓને પણ, પોતાના આનંદમાં સહભાગી બનાવો. આવતા મહિને ‘મન કી બાત’ કઇંક વધુ નવા વિષયોની સાથે તમારાથી જોડાશે. તમારા સૌનો ખૂબ-ખૂબ આભાર.
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. 'મન કી બાત'માં, એક વાર ફરી, મારા બધા પરિવારજનોનું સ્વાગત છે. આજે એક વાર ફરી વાત થશે, દેશની ઉપલબ્ધિઓની, દેશના લોકોના સામૂહિક પ્રયાસોની. 21મી સદીના ભારતમાં ઘણું બધું એવું થઈ રહ્યું છે જે વિકસિત ભારતનો પાયો મજબૂત કરી રહ્યો છે. જેમ કે, આ 23 ઑગસ્ટે જ આપણે બધા દેશવાસીઓએ પહેલો રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ મનાવ્યો. મને વિશ્વાસ છે કે તમે બધાએ આ દિવસનેઉજવ્યો હશે, એક વાર ફરી ચંદ્રયાન-૩ની સફળતાનો ઉત્સવ મનાવ્યો હશે. ગયા વર્ષે આ દિવસે ચંદ્રયાન-૩એ ચંદ્રના દક્ષિણ ભાગમાં શિવ-શક્તિ પૉઇન્ટ પર સફળતાપૂર્વક ઉતરાણ કર્યું હતું. ભારત આ ગૌરવપૂર્ણ ઉપલબ્ધિને પ્રાપ્ત કરનારો દુનિયાનો પહેલો દેશ બન્યો.
સાથીઓ, દેશના યુવાઓને સ્પેસ સેક્ટર રિફૉર્મથી પણ ઘણો ફાયદો થયો છે. આથી મેં વિચાર્યું કે, શા માટે 'મન કી બાત'માં અંતરિક્ષ ક્ષેત્ર સાથે જોડાયેલા મારા કેટલાક યુવા સાથીઓ સાથે વાત ન કરવામાં આવે. મારી સાથે વાત કરવા માટે Spacetech Start-Up GalaxEyeની ટીમ જોડાઈ રહી છે. આ સ્ટાર્ટ અપને IIT Madrasના alumnniએ શરૂ કર્યું હતું. આ બધા નવયુવાનો આજે આપણી સાથે ફૉન લાઇન પર ઉપસ્થિત છે - સૂયશ, ડેનિલ, રક્ષિત, કિશન અને પ્રનિત. આવો, આ યુવાઓના અનુભવોને જાણીએ.
પ્રધાનમંત્રીજી : હેલ્લો
બધા યુવાનો: હેલ્લો.
પ્રધાનમંત્રીજી: નમસ્તે જી.
બધા યુવાનો (એક સાથે): નમસ્કાર સર.
પ્રધાનમંત્રીજી: અચ્છા સાથીઓ, મને એ જોઈને આનંદ થાય છે કે આઈઆઈટી મદ્રાસ દરમિયાન થયેલી તમારી મિત્રતા આજે પણ મજબૂતી સાથે ટકેલી છે. આ જ કારણ છે કે તમે મળીને GalaxEyeશરૂ કરવાનો નિર્ણય કર્યો. અને હું આજે જરા તે વિષયમાં પણ જાણવા ઇચ્છું છું. આ વિશે જણાવો. આ સાથે જ એ પણ જણાવો કે તમારી ટૅક્નૉલૉજીથી દેશને કેટલો લાભ થવાનો છે.
સૂયશ: જી, મારું નામ સૂયશ છે. અમે લોકો સાથમાં, જેમ તમે કહ્યું, બધા લોકો આઈઆઈટી-મદ્રાસમાં મળ્યા. ત્યાં અમે બધા ભણી રહ્યા હતા, અલગ-અલગ વર્ષમાં હતા. એન્જિનિયરિંગ કર્યું. અને તે જ સમયે અમે લોકોએ વિચાર્યું કે એક Hyperloop નામનો એક પ્રૉજેક્ટ છે. અમે ઇચ્છતા હતા કે આ અમે સાથે કરીશું. તે દરમિયાન અમે એક ટીમની શરૂઆત કરી, તેનું નામ હતું 'આવિષ્કાર હાઇપરલૂપ' જેને લઈને અમે લોકો અમેરિકા પણ ગયા. તે વર્ષે અમે એશિયાની એક માત્ર ટીમ હતા, જે ત્યાં ગઈ અને આપણા દેશનો જે ઝંડો છે તેને અમે ફરકાવ્યો. અને અમે ટોચની ૨૦ ટીમોમાં હતા જે out of around 1,500 teams around the world.
પ્રધાનમંત્રીજી: ચાલો. આગળ સાંભળતા પહેલાં આના માટે અભિનંદન આપી દઉં હું...
સૂયશ: ખૂબ-ખૂબ ધન્યવાદ આપનો. આ ઉપલબ્ધિ દરમિયાન અમારા લોકોની મિત્રતા ઘણી ગાઢ થઈ અને આ રીતે અઘરાપ્રૉજેક્ટ્સ અને ટફપ્રૉજેક્ટ્સ કરવાનો આત્મવિશ્વાસ પણ આવ્યો. અને તે દરમિયાન SpaceXને જોઈને અને સ્પેસનું જે આપે જે open up કર્યું એક ખાનગીકરણને, જે 2020માં એક સીમાચિહ્ન નિર્ણય પણ આવ્યો. તેના વિશે અમે લોકો ઘણા ઉત્સાહિત હતા. અને હું રક્ષિતનેઆમંત્રવા માગીશ બોલવા માટે કે અમે શું બનાવી રહ્યા છીએ અને તેનો લાભ શું છે?
રક્ષિત: જી, તો મારું નામ રક્ષિત છે. અને આ ટૅક્નૉલૉજી આપણને શું લાભ થશે ? તેનો હું ઉત્તર આપીશ.
પ્રધાનમંત્રીજી: રક્ષિત, તમે ઉત્તરાખંડમાં ક્યાંથી છો ?
રક્ષિત: સર, હું અલ્મોડાથી છું.
પ્રધાનમંત્રીજી: તો બાલ મીઠાઈવાળા છો તમે?
રક્ષિત: જી સર. જી સર. બાલ મીઠાઈ અમારી ફેવરિટ છે.
પ્રધાનમંત્રીજી: આપણા જે લક્ષ્ય સેન છે ને, તેઓ મારા માટે નિયમિત રીતે બાલ મીઠાઈ ખવડાવતા રહે છે, નિયમિત રીતે. હા રક્ષિત, જણાવો.
રક્ષિત: તો આપણી જે આ ટૅક્નૉલૉજી છે, તે અંતરિક્ષનાંવાદળોની આર-પાર જોઈ શકે છે અને તે રાતમાં પણ જોઈ શકે છે તો આપણે તેનાથી દેશના કોઈ પણ ખૂણાની ઉપરથી રોજ એક સ્પષ્ટ તસવીર પાડી શકીએ છીએ. અને આ જે ડેટા આપણી પાસે આવશે તેનો ઉપયોગ આપણે બે ક્ષેત્રમાં વિકાસ માટે કરીશું. પહેલું
છે, ભારતને અત્યંત સુરક્ષિત બનાવવું. આપણી જે સીમા છે, અને આપણા જે મહાસાગર છે, સમુદ્ર છે, તેના ઉપર રોજ આપણે નિરીક્ષણ કરીશું. અને શત્રુનીપ્રવૃત્તિઓની પર નજર રાખીશું અને આપણા સશસ્ત્ર દળોને ગુપ્ત માહિતી આપીશું. અને બીજું છે, ભારતના ખેડૂતોને સશક્ત બનાવવા. તો આપણે ઑલરેડી એક પ્રૉડક્ટ બનાવી છે ભારતના ઝીંગા ખેડૂતો માટે જે અંતરિક્ષથી તેમની તળાવડીના પાણીની ગુણવત્તા માપી શકે છે, અત્યારના ખર્ચના 1/10મા ભાગમાં. અને આપણે ઇચ્છીએ છીએ કે આગળ જઈને આપણે દુનિયા માટે શ્રેષ્ઠ ગુણવત્તાની સેટેલાઇટ ઇમેજ જનરેટ કરીએ અને જે વૈશ્વિક પ્રશ્નો છે, ગ્લૉબલવૉર્મિંગ જેવા, તેની સામે લડવા માટે આપણે દુનિયાને શ્રેષ્ઠ ગુણવત્તાનો સેટેલાઇટ ડેટા આપીએ.
પ્રધાનમંત્રીજી: તેનો અર્થ થયો કે તમારી ટોળી જય જવાન પણ કરશે, જય કિસાન પણ કરશે.
રક્ષિત: જી સર, બિલકુલ.
પ્રધાનમંત્રીજી: સાથીઓ, તમે આટલું સારું કામ કરી રહ્યા છો, હું એ પણ જાણવા માગું છું કે તમારી આ ટૅક્નૉલૉજીની ચોકસાઈ કેટલી છે?
રક્ષિત: સર, આપણે પચાસ સેન્ટીમીટરથીઓછાનારિઝૉલ્યૂશન સુધી જઈ શકીશું અને આપણે એક વારમાં લગભગ 300 ચોરસ કિલોમીટરથી વધુ વિસ્તારની તસવીર લઈ શકીશું.
પ્રધાનમંત્રીજી: ચાલો, હું સમજું છું કે આ વાત જ્યારે દેશવાસીઓ સાંભળશે તો તેમને ખૂબ ગર્વ થશે. પરંતુ હું એક બીજો પ્રશ્ન પૂછવા માગીશ.
રક્ષિત: જી સર.
પ્રધાનમંત્રીજી: Space ecosystem ખૂબ જ vibrant થઈ રહી છે. હવે તમારી ટીમ તેમાં શું પરિવર્તન જોઈ રહી છે?
કિશન: મારું નામ કિશન છે, અમે આ GalaxEye શરૂ થયા પછી જ અમે In-SPACe આવતા જોયું છે અને ઘણી બધી નીતિઓ આવતા જોઈ છે, જેમ કે 'Geo-Spatial Data Policy' અને 'India Space Policy' અને અમે છેલ્લાં ત્રણ વર્ષમાં ઘણું પરિવર્તન થતા જોયું છે અને ઘણી પ્રક્રિયાઓ અને ઘણાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઘણી સુવિધાઓ ઇસરોની આ પ્રાપ્ત થઈ છે અને ઘણી સારી રીતે થઈ છે. જેમ કે અમે ઇસરોમાં જઈને ટેસ્ટિંગ કરી શકીએ છીએ અમારા હાર્ડવૅરનું, તે ઘણી સરળ રીતે અત્યારે થઈ શકે છે. ત્રણ વર્ષ પહેલાં તે પ્રક્રિયાઓ આટલી નહોતી અને આ ઘણું મદદરૂપ રહ્યું છે અમારા માટે અને સ્ટાર્ટ અપ માટે પણ. અને તાજેતરમાં એફડીઆઈ નીતિઓના કારણે અને આ સુવિધાઓ પ્રાપ્ત થવાના કારણે અને સ્ટાર્ટ અપ આવવાના કારણે ઘણી પ્રોત્સાહક છે અને આવાં સ્ટાર્ટ અપ આવીને ઘણી સરળતાથી અને ઘણી સારી રીતે વિકાસ કરી શકે છે આવા ક્ષેત્રમાં જેમાં સામાન્ય રીતે વિકાસ કરવો ઘણો ખર્ચાળ અને સમય માગી લે તેવો હોય છે. But current polices અને In-SPACe આવ્યા પછી ઘણી ચીજો સરળ થઈ છે સ્ટાર્ટ-અપ માટે. મારા મિત્ર ડેનિલ ચાવડા પણ કંઈક બોલવા ઇચ્છતા હશે.
પ્રધાનમંત્રીજી: ડેનિલ, કહો...
ડેનિલ: સર, અમે એક બીજી ચીજ નોંધી છે. અમે જોયું છે કે જે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ છે, તેમની વિચારસરણીમાં પરિવર્તન જોયું છે. તેઓ પહેલાં બહાર જઈને ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા હતા અને ત્યાં કામ કરવા ઇચ્છતા હતા. અને અંતરિક્ષ ક્ષેત્રમાં, પરંતુ હવે ભારતમાં એક space eco system ઘણી સારી રીતે આવી રહ્યું છે તો, આ કારણથી તેઓ ભારત પાછા આવીને આ ઇકૉ સિસ્ટમના ભાગ બનવા ઇચ્છે છે. તો, આ ઘણો સારો ફીડબૅક અમને મળ્યો છે અને અમારી પોતાની કંપનીમાં કેટલાક લોકો પાછા આવીને કામ કરી રહ્યા છે આ કારણે.
પ્રધાનમંત્રીજી: મને લાગે છે કે તમે જે બંને પાસાં કહ્યાં, કિશન અને ડેનિલ બંનેએ, હું અવશ્ય માનું છું કે ઘણા બધા લોકોનું આ તરફ ધ્યાન નહીં ગયું હોય કે એક ક્ષેત્રમાં જ્યારે સુધારો થાય છે તો તે સુધારાની કેટલી બધી અસરો થાય છે, કેટલા લોકોને લાભ થાય છે અને જે તમારા વર્ણનથી, કારણકે તમે તે ફીલ્ડમાં છો, તો તમારા ધ્યાનમાં અવશ્ય આવે છે અને તમે નોંધ્યું પણ છે કે દેશના યુવાનો હવે આ ફીલ્ડમાં અહીં જ પોતાનું ભવિષ્ય અજમાવવા માગે છે, પોતાની પ્રતિભાનો ઉપયોગ કરવા માગે છે. ઘણું સારું અવલોકન છે તમારું. એક બીજો પ્રશ્ન હું પૂછવા ઇચ્છીશ, તમે એ યુવાનોને શું સંદેશ આપવા માગશો જે સ્ટાર્ટ અપ અને અંતરીક્ષ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવા ઇચ્છે છે?
પ્રનિત: હું પ્રનિત વાત કરી રહ્યો છું અને હું પ્રશ્નનો ઉત્તર આપીશ.
પ્રધાનમંત્રીજી: હા પ્રનિત, કહો.
પ્રનિત: સર, હું મારા કેટલાંક વર્ષોના અનુભવથી બે બાબતો બોલવા ઇચ્છીશ. સૌથી પહેલી કે જો તમારે સ્ટાર્ટ અપ કરવું હોય તો આ જ તક છે કારણકે સમગ્ર દુનિયામાં ભારત આજે તે દેશ છે જે વિશ્વનો સૌથી ઝડપી રીતે વિકસતું અર્થતંત્ર છે અને તેનો અર્થ એ થયો કે આપણી પાસે તકો ઘણી બધી છે. જેમ હું ૨૪ વર્ષની વયમાં એ વિચારીને ગર્વ અનુભવું છું કે આગામી વર્ષે અમારો એક ઉપગ્રહ લૉંચ થશે. જેના આધારે આપણી સરકાર કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેશે અને તેમાં અમારું એક નાનું એવું પ્રદાન પણ છે. આવી કેટલીક રાષ્ટ્રીય અસરના પ્રૉજેક્ટ્સમાં કામ કરવા મળે, આ આવો ઉદ્યોગ અને આ એવો સમય છે, given કે આ space industry આજે, અત્યાર સુધી શરૂ થઈ રહી છે. તો હું મારા યુવા મિત્રોને એમ કહેવા ઇચ્છીશ કે આ opportunity ન માત્ર impact ની, પરંતુ તેમના પોતાના financial growthની અને એક global problem solve કરવાની છે. તો અમે પરસ્પર એ જ વાત કરીએ છીએ કે બાળપણમાં આપણે એમ કહેતા હતા કે મોટા થઈને અભિનેતા બનીશું, ખેલાડી બનીશું, તો અહીં આવી કંઈક ચીજો થતી હતી. પરંતુ આજે આપણે એવું સાંભળીએ કે કોઈ મોટા થઈને એમ કહે છે કે મારે મોટા થઈને enterpreneur બનવું છે, space industryમાં કામ કરવું છે. આ અમારા માટે ઘણી ગર્વની ક્ષણો છે. કે અમે પૂરા પરિવર્તનમાં એક નાનકડો ભાગ ભજવી રહ્યા છીએ.
પ્રધાનમંત્રીજી: સાથીઓ, એક રીતે પ્રનિત, કિશન, ડેનિલ, રક્ષિત સૂયશ જેટલી મજબૂત તમારી મિત્રતા છે, તેટલું જ મજબૂત તમારું સ્ટાર્ટ અપ પણ છે. એટલે જ તો, તમે લોકો આટલું શાનદાર કામ કરી રહ્યા છો. મને કેટલાંક વર્ષો પહેલાં આઈઆઈટી-મદ્રાસ જવાનો અવસર મળ્યો હતો અને મેં તે સંસ્થાની નિપુણતાનો પોતે અનુભવ કર્યો છે. અને આમ પણ, આઈઆઈટીના સંદર્ભમાં પૂરા વિશ્વમાં એક સન્માનનો ભાવ છે અને ત્યાંથી નીકળતા આપણા લોકો જ્યારે ભારત માટે કામ કરે છે તો જરૂર, કંઈ ને કંઈ સારું પ્રદાન કરે છે. તમને બધાને અને અંતરીક્ષ ક્ષેત્રમાં કામ કરનારા બીજાં બધાં સ્ટાર્ટ-અપને મારી ઘણી બધી શુભકામનાઓ છે અને તમે પાંચ સાથીઓ સાથે વાત કરીને મને બહુ સારું લાગ્યું. ચાલો, ખૂબ-ખૂબ ધન્યવાદ મિત્રો.
સૂયશ: Thank you so much!
મારા પ્રિય દેશવાસીઓ, આ વર્ષે મેં લાલ કિલ્લા પરથી રાજકીય પૃષ્ઠભૂમિ વગરના એક લાખ યુવાનોને રાજકારણ સાથે જોડાવાનું આહ્વાન કર્યું છે. મારી આ વાત પર જબરદસ્ત પ્રતિક્રિયાઓ આવી છે. તેનાથી જાણવા મળે છે કે કેટલી મોટી સંખ્યામાં આપણા યુવાનો રાજનીતિમાં આવવા તૈયાર બેઠા છે. બસ, તેમને સાચી તક અને સાચા માર્ગદર્શનની શોધ છે.આ વિષય પર મને દેશભરના યુવાનોના પત્રો પણ મળ્યા છે. સૉશિયલ મીડિયા પર પણ જબરદસ્ત પ્રતિભાવ મળી રહ્યો છે. લોકોએ મને અનેક પ્રકારનાં સૂચનો પણ મોકલ્યાં છે. કેટલાક યુવાનોએ પત્રમાં લખ્યું છે કે તે તેમના માટે ખરેખર અકલ્પનીય છે. દાદા કે માતાપિતાનો કોઈ રાજકીય વારસો ન હોવાના કારણે, તેઓ રાજનીતિમાં ઇચ્છીને પણ નહોતા આવી શકતા. કેટલાક યુવાનોએ લખ્યું કે તેમની પાસે જમીન સ્તર પર કામ કરવાનો સારો અનુભવ છે, આથી, તેઓ લોકોની સમસ્યાઓ ઉકેલવામાં મદદરૂપ થઈ શકે છે. કેટલાક યુવાનોએ એ પણ લખ્યું કે પરિવારવાદી રાજનીતિ નવી પ્રતિભાઓનું દમન કરી દે છે. કેટલાક યુવાનોએ કહ્યું કે આ પ્રકારના પ્રયાસોથી આપણા લોકતંત્રને વધુ મજબૂતી મળશે. હું આ વિષય પર સૂચન મોકલવા માટે દરેકનો ધન્યવાદ કરું છું. મને આશા છે કે હવે આપણા સામૂહિક પ્રયાસોથી એવા યુવાનો, જેમની કોઈ રાજકીય પૃષ્ઠભૂમિ નથી, તેઓ પણ રાજનીતિમાં આગળ આવી શકશે, તેમનો અનુભવ અને તેમનો જોશ, દેશને કામમાં આવશે.
સાથીઓ, સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન પણ સમાજના દરેક ક્ષેત્રમાંથી આવા અનેક લોકો સામે આવ્યા હતા, જેમની કોઈ રાજકીય પૃષ્ઠભૂમિ નહોતી. તેમણે પોતાને ભારતની સ્વતંત્રતા માટે સમર્પિત કરી દીધા હતા. આજે આપણે વિકસિત ભારતનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે એક વાર ફરી તે ભાવનાની આવશ્યકતા છે. હું મારા બધા યુવા સાથીઓને કહીશ કે આ અભિયાન સાથે જરૂર જોડાવ. તમારું આ પગલું તમારા અને દેશના ભવિષ્યને બદલનારું હશે.
મારા પ્રિય દેશવાસીઓ, 'હર ઘર તિરંગા' અને 'પૂરા દેશ તિરંગા' આ વખતે આ અભિયાન પોતાની પૂરી ઊંચાઈ પર રહ્યું. દેશના ખૂણેખૂણેથી આ અભિયાન સાથે જોડાયેલી અદ્બુત તસવીરો સામે આવી છે.આપણે ઘરો પર તિરંગો લહેરાતો જોયો- શાળા, કૉલેજ, યુનિવર્સિટીમાં તિરંગો જોયો. લોકોએ પોતાની દુકાનો, કાર્યાલયોમાં તિરંગો જોયો, લોકોએ પોતાના ડેસ્કટૉપ, મોબાઇલ અને ગાડીઓમાં પણ તિરંગો લહેરાવ્યો. જ્યારે લોકો એક સાથ જોડાઈને પોતાની ભાવના પ્રગટ કરે છે તો આ રીતે દરેક અભિયાનને ચાર ચાંદ લાગી જાય છે. હવે તમે તમારા ટીવી સ્ક્રીન પર જે તસવીરો જોઈ રહ્યા છો, તે જમ્મુ-કાશ્મીરના રિયાસીની છે. ત્યાં 750 મીટર લાંબા ઝંડા સાથે તિરંગા રેલી કાઢવામાં આવી હતી અને આ રેલી દુનિયાના સૌથી ઊંચા ચિનાબ રેલવે બ્રિજ પર કાઢવામાં આવી હતી. જેણે પણ આ તસવીરોને જોઈ, તેમનું મન ખુશીથી ઝૂમી ઊઠ્યું. શ્રીનગરના ડલ સરોવરમાં પણ તિરંગા યાત્રાની મનમોહક તસવીરો આપણે બધાએ જોઈ. અરુણાચલ પ્રદેશના ઇસ્ટ કામેંગ જિલ્લામાં પણ 600 ફીટ લાંબા તિરંગા સાથે યાત્રા કાઢવામાં આવી. દેશનાં અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારે, દરેક આયુના લોકો, આવી તિરંગા યાત્રાઓમાં સહભાગી થયા. સ્વતંત્રતા દિવસ હવે એક સામાજિક પર્વ પણ બનતો જઈ રહ્યો છે, તે, તમે પણ અનુભવ્યું હશે. લોકો પોતાનાં ઘરોને તિરંગા માળાથી સજાવે છે. 'સ્વયં સહાયતા સમૂહ' સાથે જોડાયેલી મહિલાઓ લાખો ધ્વજ તૈયાર કરે છે. ઇ-કૉમર્સ પ્લેટફૉર્મ પર તિરંગામાં રંગાયેલા સામાનનું વેચાણ વધી જાય છે. સ્વતંત્રતા દિવસના અવસર પર દેશના દરેક ખૂણે, જલ-થલ-નભ- બધી જગ્યાએ આપણા ઝંડાના ત્રણ રંગો દેખાયા. હર ઘર તિરંગા વેબસાઇટ પર પાંચ કરોડથી વધુ સેલ્ફીઓ પણ પૉસ્ટ કરવામાં આવી. આ અભિયાને પૂરા દેશને એક સૂત્રમાં બાંધી દીધો છે અને આ જ તો 'એક ભારત-શ્રેષ્ઠ ભારત' છે.
મારા પ્રિય દેશવાસીઓ, માનવીઓ અને પ્રાણીઓના પ્રેમ પર તમે ઘણી બધી ફિલ્મો જોઈ હશે. પરંતુ એક સાચી કથા આજકાલ આસામમાં બની રહી છે. આસામના તિનસુકિયા જિલ્લાના નાનકડા ગામ બારેકુરીમાં, મોરાનસમુદાયના લોકો રહે છે અને આ જ ગામમાં રહે છે, 'હૂલૉકગિબન', જેમને અહીં 'હોલો બંદર' કહેવાય છે. હુલૉકગિબનોએ આ ગામને જ પોતાનું રહેઠાણ બનાવી લીધું છે. તમને જાણીને આશ્ચર્ય થશે- આ ગામના લોકોનો હુલૉકગિબન સાથે ઘણો ગાઢ સંબંધ છે. ગામના લોકો આજે પણ પોતાનાં પારંપરિક મૂલ્યોનું પાલન કરે છે. આથી તેમણે તે બધાં કામ કર્યાં, જેનાથી ગિબનો સાથે તેમના સંબંધ વધુ મજબૂત થાય. તેમને જ્યારે એ અનુભૂતિ થઈ કે ગિબનોને કેળાં બહુ પસંદ છે, તો તેમણે કેળાની ખેતી પણ શરૂ કરી દીધી. તે ઉપરાંત, તેમણે નિશ્ચય કર્યો કે ગિબનોના જન્મ અને મૃત્યુ સાથે જોડાયેલા રીતિ-રિવાજોને એ જ રીતે પૂરા કરીશું, જેવી રીતે તેઓ પોતાના લોકો માટે કરે છે. તેમણે ગિબનોને નામ પણ આપ્યાં છે. તાજેતરમાં જ ગિબનોને પાસેથી પસાર થઈ રહેલા વીજળીનાતારના કારણે મુશ્કેલીઓ પડતી હતી. આથીઆ ગામના લોકોએ સરકાર સામે આ બાબતને રાખી અને ટૂંક સમયમાં જ તેનું સમાધાન શોધવામાં આવ્યું. મને જણાવવામાં આવ્યું છે કે હવે આ ગિબન તસવીરો માટે પૉઝ પણ આપે છે.
સાથીઓ, પશુઓ પ્રત્યે પ્રેમમાં આપણા અરુણાચલ પ્રદેશના યુવાન સાથીઓ પણ કોઈનાથી પાછળ નથી. અરુણાચલમાં આપણા કેટલાક યુવા સાથીઓએથ્રીડી પ્રિન્ટિંગ ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે- ખબર છે કેમ? કારણકે તેઓ, વન્ય જીવોને સિંગડાં અને દાંતો માટે શિકાર થવાથીબચાવવા માગે છે. નાબમ બાપુ અને લિખાનાનાના નેતૃત્વમાં આ ટીમ જાનવરોના અલગ-અલગ હિસ્સાનું થ્રીડી પ્રિન્ટિંગ કરે છે. જાનવરોનાંસિંગડાં હોય, દાંત હોય, આ બધું થ્રીડીપ્રિન્ટિંગથી તૈયાર થાય છે. તેને પછી ડ્રેસ અને ટોપી જેવી ચીજો પહેરાવવામાં આવે છે. આ ગજબનો વિકલ્પ છે જેમાં bio degradable material નો ઉપયોગ થાય છે. આવા અદ્ભુત પ્રયાસોની જેટલી પણ પ્રશંસા કરવામાં આવે, તેટલી ઓછી છે. હું તો કહીશ કે વધુમાં વધુ સ્ટાર્ટ અપ આ ક્ષેત્રમાં સામે આવે, જેથી આપણા પશુઓની રક્ષા થઈ શકે અને પરંપરા પણ ચાલતી રહે.
મારા પ્રિય દેશવાસીઓ, મધ્ય પ્રદેશના ઝાબુઆમાં, કંઈક આવું જ શાનદાર થઈ રહ્યું છે, જેને તમારે અવશ્ય જાણવું જોઈએ. ત્યાં આપણા સફાઈ કર્મી ભાઈ-બહેનોએ ચમત્કાર કરી દીધો છે. આ ભાઈ-બહેનોએ આપણને 'waste to wealth'નો સંદેશ સચ્ચાઈમાં બદલીને દેખાડ્યો છે. આ ટીમે ઝાબુઆના એક પાર્કમાં કચરાથી અદ્ભુત કલાકૃતિ તૈયાર કરી છે. પોતાના આ કામ માટે, તેમણે આસપાસનાં ક્ષેત્રોમાંથી પ્લાસ્ટિકનો કચરો, ઉપયોગ કરાયેલી બૉટલ, ટાયર અને પાઇપ એકઠાં કર્યાં. આ કલાકૃતિમાં હેલિકૉપ્ટર, કાર અને તોપ પણ સમાવિષ્ટ છે. સુંદર લટકતાં ફ્લાવર પૉટ્સ પણ બનાવવામાં આવ્યાં છે. અહીં ઉપયોગમાં લેવાયેલાં ટાયરોનો ઉપયોગ આરામદાયક બૅન્ચ બનાવવા માટે કરવામાં આવ્યો છે. સફાઈ કામદારોની આ ટીમેreduce, reuse અને recycle નો મંત્ર અપનાવ્યો છે. તેમના પ્રયાસોથી પાર્ક ઘણો જ સુંદર દેખાવા લાગ્યો છે. તેને જોવા માટે સ્થાનિક લોકોની સાથે જ આસપાસના જિલ્લામાં રહેવાવાળા પણ ત્યાં પહોંચી રહ્યા છે.
સાથીઓ, મને પ્રસન્નતા છે કે આજે આપણા દેશમાં અનેક સ્ટાર્ટ-અપ ટીમ પણ પર્યાવરણને ઉત્તેજન આપવા માટે આવા પ્રયાસો સાથે જોડાઈ રહી છે. e-Conscious નામની એક ટીમ છે, જે પ્લાસ્ટિકનાકચરાનો ઉપયોગ પર્યાવરણ મિત્ર ઉત્પાદનો બનાવવામાં કરી રહી છે. તેનો વિચાર તેમને આપણાં પર્યટન સ્થળ, વિશેષ તો, પહાડી વિસ્તારોમાં ફેલાયેલા કચરાને જોઈને આવ્યો. આવા જ લોકોની એક બીજી ટીમે Ecokaari નામથી સ્ટાર્ટ અપ શરૂ કર્યું છે. તે પ્લાસ્ટિકના કચરામાંથી અલગ-અલગ સુંદર ચીજો બનાવે છે.
સાથીઓ, toy recycling પણ આવું જ એક બીજું ક્ષેત્ર છે, જેમાં આપણે મળીને કામ કરી શકીએ છીએ. તમે પણ જાણો છો કે અનેક બાળકો કેટલી ઝડપથી રમકડાંથી કંટાળી જાય છે. બીજી તરફ, એવાં બાળકો પણ છે, જે આ જ રમકડાંનું સપનું જોતાં હોય છે. આવાં રમકડાં જેનાથી તમારાં બાળકો નથી રમતાં, તેમને તમે એવી જગ્યાએ આપી શકો છો, જ્યાં તેમનો ઉપયોગ થતો રહે. આ પણ પર્યાવરણની રક્ષાનો એક સારો રસ્તો છે. આપણે બધા મળીને પ્રયાસ કરીશું ત્યારે જ પર્યાવરણ પણ મજબૂત થશે અને દેશ પણ આગળ વધશે.
મારા પ્રિય દેશવાસીઓ, કેટલાક દિવસો પહેલાં 19 ઑગસ્ટે આપણે રક્ષાબંધનનું પર્વ મનાવ્યું. તે દિવસે, પૂરી દુનિયામાં, 'વિશ્વ સંસ્કૃત દિવસ' પણ ઉજવવામાં આવ્યો. આજે પણ દેશવિદેશમાં સંસ્કૃત પ્રત્યે લોકોનો વિશેષ લગાવ જોવા મળે છે. દુનિયાના અનેક દેશોમાં સંસ્કૃત ભાષા માટે જાત-જાતનાં સંશોધનો અને પ્રયોગ થઈ રહ્યાં છે. આગળની વાત કરતા પહેલાં, હું તમારા માટે એક નાની એવી ઑડિયો ક્લિપ વગાડી રહ્યો છું.
### Audio Clip#####
સાથીઓ, આ ઑડિયોનો સંબંધ યુરોપના એક દેશ લિથુએનિયા સાથે છે. ત્યાંના પ્રાધ્યાપક VytisVidunasએ એક અનોખો પ્રયાસ કર્યો છે અને તેને નામ આપ્યું છે - 'સંસ્કૃત On the rivers'. કેટલાક લોકોનું એક ગ્રૂપ ત્યાં નેરિસ નદીના કિનારે એકઠું થયું અને ત્યાં તેમણે વેદો અને ગીતાનો પાઠ કર્યો. ત્યાં આવા પ્રયાસો છેલ્લાં કેટલાંક વર્ષોથી નિરંતર ચાલુ છે. તમે પણ સંસ્કૃતને આગળ વધારવાના આવા પ્રયાસોને સામે લાવતા રહો.
મારા પ્રિય દેશવાસીઓ, આપણા બધાંના જીવનમાં ફિટનેસનું બહુ મહત્ત્વ છે. ફિટ રહેવા માટે આપણે આપણી ખાણીપીણી, રહેણીકરણી બધાં પર ધ્યાન દેવું જરૂરી છે. લોકોને 'ફિટનેસ' પ્રત્યે જાગૃત કરવા માટે 'ફિટ ઇન્ડિયા અભિયાન'ની શરૂઆત કરવામાં આવી. સ્વસ્થ રહેવા માટે આજે દરેક આયુ, દરેક વર્ગના લોકો, યોગને અપનાવી રહ્યા છે. લોકો પોતાની થાળીમાં હવે સુપરફૂડમિલેટ્સ અર્થાત્ શ્રી અન્નને સ્થાન દેવા લાગ્યા છે. આ બધા પ્રયાસોનો ઉદ્દેશ્ય એ જ છે કે દરેક પરિવાર સ્વસ્થ હોય.
સાથીઓ, આપણો પરિવાર, આપણો સમાજ અને આપણો દેશ, અને આ બધાનું ભવિષ્ય, આપણાંબાળકોનાં સ્વાસ્થ્ય પર નિર્ભર છે અને બાળકોનાં સારાં સ્વાસ્થ્ય માટે આવશ્યક છે કે તેમને સાચું પોષણ મળતું રહે. બાળકોનુંન્યૂટ્રિશન દેશની પ્રાથમિકતા છે. આમ તો, તેમના પોષણ પર સમગ્ર વર્ષ આપણું ધ્યાન રહે છે, પરંતુ એક મહિનો, દેશ, તેના પર વિશેષ ધ્યાન આપે છે. આથી દર વર્ષે ૧ સપ્ટેમ્બરથી ૩૦ સપ્ટેમ્બર વચ્ચે પોષણ માહ મનાવવામાં આવે છે. પોષણ અંગે લોકોને જાગૃત કરવા માટે પોષણ મેળો, એનિમિયા શિબિર, નવજાત શિશુઓના ઘરની મુલાકાત, પરિસંવાદો, વેબિનાર જેવા અનેક ઉપાયો કરવામાં આવે છે. ઘણી બધી જગ્યાએ આંગણવાડી અંતર્ગત mother and child committeeની સ્થાપના પણ કરવામાં આવી છે. આ સમિતિ કુપોષિત બાળકો, ગર્ભવતી મહિલાઓ અને નવજાત શિશુઓનીમાતાઓને ટ્રેક કરે છે, તેમના પર સતત નજર રખાય છે અને તેમના પોષણની વ્યવસ્થા કરવામાં આવે છે. ગત વર્ષે પોષણ અભિયાનને નવી શિક્ષણ નીતિ સાથેપણ જોડવામાં આવ્યું છે. 'પોષણ પણ, અભ્યાસ પણ' આ અભિયાન દ્વારા બાળકોના સંતુલિત વિકાસ પર ધ્યાન આપવામાં આવ્યું છે. તમારે પણ પોતાના ક્ષેત્રમાં પોષણ પ્રત્યે જાગૃતિના અભિયાન સાથે જરૂર જોડાવું જોઈએ. તમારા એક નાના પ્રયાસથી, કુપોષણ વિરુદ્ધ, આ લડાઈમાં ઘણી મદદ મળશે.
મારા પ્રિય દેશવાસીઓ, આ વખતની 'મન કી બાત'માં આટલું જ. 'મન કી બાત'માં તમારી સાથે વાત કરવાથી મને સદા ઘણું સારું લાગે છે. એવું લાગે છે કે જાણે હું મારા પરિવારજનો સાથે બેસીને હળવાશભર્યા વાતાવરણમાં મારા મનની વાતો કહી રહ્યો છું. તમારા મન સાથે જોડાઈ રહ્યો છું. તમારા ફીડબૅક, તમારાં સૂચનો, મારા માટે ઘણાં જ મૂલ્યવાન છે. આગામી દિવસોમાં અનેક તહેવાર આવવાના છે. હું, તમને બધાને, તેમની ઘણી શુભકામનાઓઆપું છું. જન્માષ્ટમીનો તહેવાર પણ છે. આગામી મહિનાની શરૂઆતમાં, ગણેશ ચતુર્થીનું પર્વ પણ છે. ઓણમનો તહેવાર પણ નિકટ છે. મિલાદ-ઉન-નબીના પણ અભિનંદન આપું છું.
સાથીઓ, આ મહિને ૨૯ તારીખે 'તેલુગુ ભાષા દિવસ' પણ છે. તે સાચે જ ખૂબ જ અદ્ભુત ભાષા છે. હું દુનિયાભરના બધા તેલુગુભાષીઓને'તેલુગુ ભાષા દિવસ'ની શુભકામનાઓપાઠવું છું.
પ્રપંચ વ્યાપ્તંગાઉન્ન,
તેલુગુવારિકિ,
તેલુગુ ભાષા દિનોસ્તવશુભાકાંક્ષલુ.
સાથીઓ, હું તમને બધાને વરસાદની આ ઋતુમાં સાવધાની રાખવાની સાથે જ 'catch the rain movement' નો હિસ્સો બનવાનો આગ્રહ પણ ફરી કરીશ. હું તમને બધાને 'એક પેડ માં કે નામ' અભિયાનની યાદ અપાવવા માગીશ. વધુમાં વધુ વૃક્ષો વાવો અને બીજાને પણતેનો અનુરોધ કરો. આવનારા દિવસોમાં પેરિસમાંપૅરાઑલંપિક્સ શરૂ થઈ રહ્યા છે. આપણાંદિવ્યાંગ ભાઈ-બહેનો ત્યાં પહોંચ્યાં છે. 140 કરોડ ભારતીય પોતાના એથ્લેટ અને ખેલાડીઓનુંઉત્સાહવર્ધન કરી રહ્યા છે. તમે પણ #cheer4bharatસાથે પોતાના ખેલાડીઓનું પ્રોત્સાહન કરો. આગામી મહિને આપણે એક વાર ફરી જોડાશું અને ઘણા બધા વિષયો પર ચર્ચા કરીશું. ત્યાં સુધી મને વિદાય આપો. ખૂબ-ખૂબ ધન્યવાદ. નમસ્કાર.
મારા પ્રિય દેશવાસીઓ, 'મન કી બાત'માં તમારું સ્વાગત છે. અભિનંદન છે. આ સમયે પૂરી દુનિયામાં પેરિસ ઑલિમ્પિક છવાયેલો છે. ઑલિમ્પિક આપણા ખેલાડીઓને વિશ્વ પટલ પર તિરંગો ફરકાવવાનો અવસર આપે છે, દેશ માટે કંઈક કરી દેખાડવાનો અવસર આપે છે. તમે પણ ખેલાડીઓનો ઉત્સાહ વધારો, Cheer for Bharat!!
સાથીઓ, રમતગમતની દુનિયાના આ ઑલિમ્પિકથી અલગ, કેટલાક દિવસ પહેલાં ગણિતની દુનિયામાં પણ એક ઑલિમ્પિક થઈ છે. International Mathematics Olympiad. આ ઑલિમ્પિયાડમાં ભારતના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. તેમાં આપણી ટીમે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા ચાર સુવર્ણ ચંદ્રક અને એક રજત ચંદ્રક જીત્યા છે. ઇન્ટરનેશનલ મેથ્સ ઑલિમ્પિયાડમાં 100થી વધુ દેશોના યુવાનો ભાગ લે છે અને કુલ ચંદ્રકોની સૂચિમાં આપણી ટીમ ટોચના પાંચ દેશોમાં આવવામાં સફળ રહી છે. દેશનું નામ ઉજાળનારા આ વિદ્યાર્થીઓનાં નામ છે- પૂણેમાં રહેતા આદિત્ય વેંકટ ગણેશ, પૂણેના જ સિદ્ધાર્થ ચોપડા, દિલ્લીના અર્જુન ગુપ્તા, ગ્રેટર નોએડાના કનવ તલવાર, મુંબઈના રુશીલ માથુર અને ગુવાહાટીના આનંદો ભાદુરી.
સાથીઓ, આજે 'મન કી બાત'માં મેં આ યુવા વિજેતાઓને વિશેષ રીતે આમંત્રિત કર્યા છે. તેઓ બધા આ સમયે ફૉન પર આપણી સાથે જોડાયેલા છે.
પ્રધાનમંત્રી શ્રી: નમસ્તે સાથીઓ. 'મન કી બાત'માં તમે બધા સાથીઓનું ખૂબ-ખૂબ સ્વાગત છે. તમે બધા કેમ છો?
વિદ્યાર્થીઓ: અમે ઠીક છીએ સર.
પ્રધાનમંત્રી શ્રી: અચ્છા સાથીઓ, 'મન કી બાત' દ્વારા દેશવાસીઓ તમારા બધાના અનુભવો જાણવા ખૂબ જ ઉત્સુક છે. હું શરૂઆત કરું છું આદિત્ય અને સિદ્ધાર્થથી. તમે લોકો પૂણેમાં છો. સહુથી પહેલા હું તમારાથી જ શરૂઆત કરું છું. ઑલિમ્પિયાડ દરમિયાન તમે જે અનુભવ કર્યો છે તે અમને બધાને જણાવો.
આદિત્ય: મને ગણિતમાં બાળપણથી જ રસ હતો. મને છઠ્ઠા ધોરણમાં ગણિતના એમ.પ્રકાશ સર, મારા શિક્ષકે શીખવાડ્યું હતું અને તેમણે ગણિતમાં મારો રસ વધાર્યો હતો. મને શીખવા મળ્યું અને મને તક મળી હતી.
પ્રધાનમંત્રી શ્રી: તમારા સાથીનું શું કહેવું છે?
સિદ્ધાર્થ: સર, હું સિદ્ધાર્થ છું. હું પૂણેથી છું. મેં અત્યારે ધોરણ ૧૨ પાસ કર્યું છે. IMOમાં હું બીજી વાર ગયો હતો. મને પણ ગણિતમાં બાળપણથી જ રસ હતો અને આદિત્ય સાથે જ્યારે હું છઠ્ઠા ધોરણમાં હતો ત્યારે એમ.પ્રકાશ સરે અમને બંનેને ટ્રેઇન કર્યા હતા અને બહુ મદદ મળી હતી અમને અને અત્યારે હું કૉલેજ માટે CMI જઈ રહ્યો છું અને ગણિત તથા CS કરી રહ્યો છું.
પ્રધાનમંત્રી શ્રી: અચ્છા મને કહેવામાં આવ્યું છે કે અર્જુન આ સમયે ગાંધીનગરમાં છે અને કનવ તો ગ્રેટર નોએડાના જ છે. અર્જુન અને કનવ, આપણે ઑલિમ્પિયાડ અંગે જે ચર્ચા કરી, પરંતુ તમે બંને અમને પોતાની તૈયારી સાથે જોડાયેલા કોઈ વિષય અને કોઈ વિશેષ અનુભવ જો જણાવશો તો આપણા શ્રોતાઓને સારું લાગશે.
અર્જુન: નમસ્તે સર, જય હિંદ, હું અર્જુન બોલી રહ્યો છું.
પ્રધાનમંત્રી શ્રી: જય હિંદ, અર્જુન.
અર્જુન: હું દિલ્લીમાં રહું છું અને મારી માતા શ્રીમતી આશા ગુપ્તા ફિઝિક્સનાં પ્રૉફેસર છે, દિલ્લી યુનિવર્સિટીમાં અને મારા પિતાજી, શ્રી અમિત ગુપ્તા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. હું પણ ખૂબ જ ગૌરવાન્વિત અનુભવી રહ્યો છું કે હું મારા દેશના વડા પ્રધાન શ્રી સાથે વાત કરી રહ્યો છું અને સૌથી પહેલા, હું મારી સફળતાનો શ્રેય મારાં માતાપિતાને દેવા માગીશ. મને લાગે છે કે જ્યારે એક પરિવારમાં કોઈ સભ્ય એક એવી સ્પર્ધાની તૈયારી કરી રહ્યો હોય તો તે માત્ર સભ્યનો સંઘર્ષ નથી રહેતો, પૂરા પરિવારનો સંઘર્ષ બની જાય છે. મૂળભૂત રીતે, અમારી પાસે જે અમારું પેપર હોય છે તેમાં અમારી પાસે ત્રણ પ્રૉબ્લેમ માટે સાડા ચાર કલાક હોય છે, તો એક પ્રૉબ્લેમ માટે દોઢ કલાક- તો આપણે સમજી શકીએ કે આપણી પાસે એક પ્રૉબ્લેમ સૉલ્વ કરવા માટે કેટલો સમય હોય છે. તો અમારે ઘરમાં, ખૂબ મહેનત કરવી પડે છે. અમારે પ્રૉબ્લેમ સૉલ્વ કરવા કલાકોના કલાકો આપવા પડે છે, ક્યારેક તો એક-એક પ્રૉબ્લેમ માટે એક દિવસ, અથવા તો ત્યાં સુધી કે ત્રણ દિવસ પણ લાગી જાય છે. તો તે માટે અમારે ઑનલાઇન પ્રૉબ્લેમ શોધવા પડે છે. અમે ગયા વર્ષના પ્રૉબ્લેમ ટ્રાય કરીએ છીએ અને એ જ રીતે, જેમ-જેમ અમે ધીરે-ધીરે મહેનત કરતા જઈએ છીએ, તેનાથી અમારો અનુભવ વધે છે, અમારી સૌથી આવશ્યક ચીજ, અમારી પ્રૉબ્લેમ સૉલ્વિંગ એબિલિટી વધે છે, જે માત્ર મેથેમેટિક્સમાં જ નથી, પરંતુ જીવનના દરેક ક્ષેત્રમાં મદદ કરે છે.
પ્રધાનમંત્રી શ્રી: અચ્છા, મને કનવ કહી શકે છે, કોઈ વિશેષ અનુભવ હોય, આ બધી તૈયારીમાં કોઈ ખાસ જે આપણા નવયુવાન સાથીઓને ખૂબ સારું લાગે જાણીને.
કનવ તલવાર: મારું નામ કનવ તલવાર. હું ગ્રેટર નોએડા ઉત્તર પ્રદેશમાં રહું છું અને ધોરણ ૧૧નો વિદ્યાર્થી છું. ગણિત મારો મનપસંદ વિષય છે. અને મને બાળપણથી ગણિત ખૂબ જ પસંદ છે. બાળપણમાં મારા પિતા મને પઝલ્સ કરાવતા હતા. તેનાથી મારી રુચિ વધતી ગઈ. મેં ઑલિમ્પિયાડની તૈયારી સાતમા ધોરણથી શરૂ કરી હતી. તેમાં મારી બહેનનું ખૂબ જ મોટું યોગદાન છે. અને મારાં માતાપિતાએ પણ મને હંમેશાં ટેકો આપ્યો. આ ઑલિમ્પિયાડનું સંચાલન HBCSE કરે છે. અને તેમાં પાંચ તબક્કાની પ્રક્રિયા હોય છે. ગત વર્ષે હું ટીમમાં પસંદ નહોતો થયો અને હું ઘણો નજીક હતો તેમજ ટીમમાં ન હોવાથી ખૂબ દુઃખી હતો. મારાં માતાપિતાએ મને શીખવ્યું કે કાં તો આપણે જીતીએ છીએ અથવા તો આપણે શીખીએ છીએ. અને યાત્રા મહત્ત્વની છે, સફળતા નહીં. તો હું એટલું જ કહેવા માગું છું, ‘Love what you do and do what you love’ તમે જે કરો તેને પ્રેમ કરો અને જેને પ્રેમ કરો તે કરો. યાત્રા મહત્ત્વની છે, સફળતા નહીં અને આપણને સફળતા મળતી રહેશે જો આપણે આપણા વિષયને પ્રેમ કરીશું અને યાત્રાને માણીશું.
પ્રધાનમંત્રી શ્રી: તો કનવ તમે તો ગણિતમાં પણ રસ ધરાવો છો અને બોલી તો એવી રીતે રહ્યા છો જાણે તમને સાહિત્યમાં પણ રુચિ છે.
કનવ તલવાર: જી સર. હું નાનપણમાં ડીબેટ અને વક્તવ્ય પણ આપતો હતો.
પ્રધાનમંત્રી શ્રી: અચ્છા, હવે આવો, આપણે આનંદો સાથે વાત કરીએ. આનંદો તમે ગુવાહાટીમાં છો અને તમારા સાથી રુશીલ મુંબઈમાં છે. મારો તમને બંનેને પ્રશ્ન છે. જુઓ, હું પરીક્ષા પે ચર્ચા તો કરું જ છું, અને પરીક્ષા પે ચર્ચા સિવાય અન્ય કાર્યક્રમોમાં પણ હું વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતો રહું છું. ઘણા બધા વિદ્યાર્થીઓને ગણિતથી ઘણો ડર લાગે છે, નામ સાંભળતા જ ગભરાઈ જાય છે. તમે કહો કે ગણિત સાથે મિત્રતા કેવી રીતે કરી શકાય?
રુશીલ માથુર: સર, હું રુશીલ માથુર છું. જ્યારે આપણે નાના હોઈએ છીએ અને આપણે પહેલી વાર સરવાળો શીખીએ છીએ ત્યારે આપણને વદ્દી સમજાવાય છે. પરંતુ આપણને ક્યારેય એમ નથી સમજાવાતું કે વદ્દી શા માટે થાય છે? જ્યારે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ શીખીએ છીએ ત્યારે આપણે એ પ્રશ્ન ક્યારેય નથી પૂછતા કે ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર આવે છે ક્યાંથી? મારું માનવું એ છે કે ગણિત ખરેખર તો એક વિચારવાની અને કોયડા ઉકેલવાની એક કળા છે. અને આથી મને લાગે છે કે આપણે બધાએ ગણિતમાં એક નવો પ્રશ્ન જોડી દેવો જોઈએ. આ પ્રશ્ન એ છે કે
આપણે આ શા માટે કરી રહ્યા છીએ. આ આવું કેમ હોય છે? તો I think તેનાથી ગણિતમાં ઘણો રસ વધી શકે છે, લોકોનો. કારણકે જ્યારે કોઈ ચીજ આપણે સમજી નથી શકતા તો તેનાથી આપણને ડર લાગે છે. તે સિવાય મને એમ પણ લાગે છે કે ગણિત જ્યારે વિચારીએ છીએ કે એક ખૂબ જ લૉજિકલ જેવો સબ્જેક્ટ છે, પરંતુ તેના સિવાય ગણિતમાં ખૂબ જ ક્રિએટિવિટી પણ અગત્યની હોય છે. કારણકે સર્જનાત્મકતાથી જ આપણે કંઈક અલગ ઉકેલ વિચારી શકીએ છીએ જે ઑલિમ્પિયાડમાં ખૂબ જ ઉપયોગી થાય છે. અને એથી મેથ્સ ઑલિમ્પિયાડની પણ ખૂબ જ અગત્યની પ્રાસંગિકતા છે. મેથ્સમાં રસને આગળ વધારવા માટે.
પ્રધાનમંત્રી શ્રી: આનંદો, કંઈ કહેવા માગશો?
આનંદો ભાદુરી: નમસ્તે PM જી. હું આનંદો ભાદુરી ગુવાહાટીથી. મેં હમણાં જ ૧૨મું ધોરણ પાસ કર્યું છે. અહીંના સ્થાનિક ઑલિમ્પિયાડમાં હું છઠ્ઠા અને સાતમામાં ભાગ લેતો હતો. ત્યાંથી રુચિ થઈ. આ મારી બીજી IMO હતી. બંને IMO ખૂબ સારી લાગી. રુશીલે જે કહ્યું તેની સાથે હું સંમત છું. અને હું એમ પણ કહેવા માગીશ કે જેમને ગણિતથી ડર લાગે છે તેમને ધૈર્યની ઘણી આવશ્યકતા છે કારણકે આપણે ગણિત જેવી રીતે ભણાવાય છે.. એમાં શું થાય છે કે એક સૂત્ર આપવામાં આવે છે, તે ગોખાવાય છે અને પછી તે સૂત્રથી જ ૧૦૦ (સો) પ્રશ્ન આ રીતે વાંચવા પડે છે. પરંતુ સૂત્ર સમજાયું છે કે નહીં તે જોવામાં આવતું નથી, માત્ર પ્રશ્ન કરતા જાવ, કરતા જાવ.
સૂત્ર પણ ગોખાવાશે અને પછી પરીક્ષામાં જો સૂત્ર ભૂલી ગયો તો શું કરશે? આથી હું કહીશ કે સૂત્રને સમજો, જે રુશીલે કહ્યું હતું. પછી ધૈર્યથી જુઓ. જો સૂત્ર ઠીક રીતે સમજશો તો ૧૦૦ પ્રશ્નો નહીં કરવા પડે. એક-બે પ્રશ્નથી જ થઈ જશે અને ગણિતથી ડરવું ન જોઈએ.
પ્રધાનમંત્રી શ્રી: આદિત્ય અને સિદ્ધાર્થ, તમે જ્યારે શરૂઆતમાં વાત કરી રહ્યા હતા ત્યારે ઠીક રીતે વાત ન થઈ શકી, હવે આ બધા સાથીઓને સાંભળ્યા પછી તમને પણ જરૂર લાગતું હશે કે તમે પણ કંઈક કહેવા માગતા હશો. શું તમે તમારા અનુભવને સારી રીતે શૅર કરી શકો છો?
સિદ્ધાર્થ: ઘણા બીજા દેશો સાથે વાર્તાલાપ કર્યો હતો, ઘણી બધી સંસ્કૃતિઓ હતી અને ઘણું સારું હતું બીજા વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરવો અને ઘણા બધા જાણીતા ગણિતશાસ્ત્રીઓ હતા.
પ્રધાનમંત્રી શ્રી: હા આદિત્ય...
આદિત્ય: ઘણો સારો અનુભવ હતો અને અમને બંનેને બાથ સિટી ફેરવીને દેખાડાયું હતું અને ઘણાં સારાં-સારાં દૃશ્યો જોયાં હતાં, પાર્ક લઈને ગયા હતા અને અમને ઑક્સફર્ડ યુનિવર્સિટી પણ લઈને ગયા હતા. તો તે એક ખૂબ સારો અનુભવ હતો.
પ્રધાનમંત્રી શ્રી: ચાલો સાથીઓ, મને ઘણું સારું લાગ્યું, તમારા લોકો સાથે વાત કરીને, અને હું તમને ખૂબ-ખૂબ શુભકામનાઓ પાઠવું છું કારણકે હું જાણું છું કે આ પ્રકારની રમત માટે ઘણા ધ્યાનથી પ્રવૃત્તિ કરવી પડે છે, મગજ પરોવી દેવું પડે છે અને પરિવારના લોકો પણ ક્યારેક તો કંટાળી જાય છે- આ શું ગુણાકાર-ભાગાકાર, ગુણાકાર-ભાગાકાર કરતો રહે છે. પરંતુ મારી તરફથી તમને ખૂબ-ખૂબ શુભકામનાઓ. તમે દેશનું માન વધાર્યું, નામ વધાર્યું છે. ધન્યવાદ મિત્રો.
વિદ્યાર્થીઓ: થેંક યૂ, ધન્યવાદ.
પ્રધાનમંત્રી શ્રી: થેંક યૂ.
વિદ્યાર્થીઓ: થેંક યૂ સર, જય હિંદ.
પ્રધાનમંત્રી શ્રી: જય હિંદ, જય હિંદ.
તમારા બધા મિત્રો સાથે વાત કરીને આનંદ આવી ગયો. 'મન કી બાત' સાથે જોડાવા માટે તમારો બધાનો ખૂબ-ખૂબ ધન્યવાદ. મને વિશ્વાસ છે કે ગણિતના આ યુવાન મહારથીઓને સાંભળ્યા પછી બીજા યુવાનોને ગણિતને માણવાની પ્રેરણા મળશે.
મારા પ્રિય દેશવાસીઓ, 'મન કી બાત'માં હું હવે એ વિષયને વહેંચવા માગું છું જેને સાંભળીને દરેક ભારતવાસીનું શીશ ગર્વથી ઊંચું થઈ જશે. પરંતુ તેના વિશે જણાવતા પહેલાં હું તમને એક પ્રશ્ન કરવા માગીશ. શું તમે ચરાઈદેઉ મેદામનું નામ સાંભળ્યું છે?
જો નથી સાંભળ્યું તો હવે તમે આ નામ વારંવાર સાંભળશો અને ઘણા ઉત્સાહ સાથે બીજાને કહેશો. આસામના ચરાઈદેઉ મૈદામને યુનેસ્કો વિશ્વ વારસા સ્થાનમાં સમાવિષ્ટ કરવામાં આવી રહ્યું છે. આ સૂચિમાં તે ભારતનું 43મું પરંતુ ઈશાન ભારતનું પહેલું સ્થાન હશે.
સાથીઓ, તમારા મનમાં એ પ્રશ્ન જરૂર આવી રહ્યો હશે કે ચરાઈદેઉ મૈદામ છેવટે છે શું અને તે એટલું વિશેષ કેમ છે? ચરાઇદેઉનો અર્થ છે -shining city on the hills અર્થાત્ શિખર પર આવેલું ચળકતું નગર.
તે અહોમ રાજવંશની પ્રથમ રાજધાની હતી. અહોમ રાજવંશના લોકો પોતાના પૂર્વજોનાં શબ અને તેમની કિમતી ચીજોને પારંપરિક રૂપે મૈદામમાં રાખતા હતા. મૈદામ, ટેકરી જેવો એક ઢાંચો હોય છે જે ઉપરથી માટીથી ઢંકાયેલો હોય અને અને નીચે એકથી વધુ ઓરડાઓ હોય છે. આ મૈદામ, અહોમ સામ્રાજ્યના દિવંગત રાજાઓ અને ગણમાન્ય લોકો પ્રત્યે શ્રદ્ધાનું પ્રતીક છે. પોતાના પૂર્વજો પ્રત્યે સન્માન પ્રગટ કરવાની આ રીત ઘણી અનોખી છે. આ જગ્યાએ સામુદાયિક પૂજા પણ થતી હતી.
સાથીઓ, અહોમ સામ્રાજ્ય વિશે બીજી જાણકારી પણ તમને આશ્ચર્યચકિત કરશે. 13મી શતાબ્દીથી શરૂ કરીને આ સામ્રાજ્ય 19મી સદીની શરૂઆત સુધી ચાલ્યું. આટલા લાંબા કાળખંડ સુધી એક સામ્રાજ્યનું બન્યું રહેવું ખૂબ જ મોટી વાત છે. કદાચ અહોમ સામ્રાજ્યના સિદ્ધાંત અને વિશ્વાસ એટલા મજબૂત હતા કે જેનાથી આ રાજવંશ આટલા સમય સુધી ટકી રહ્યો. મને યાદ છે કે આ વર્ષે ૯ માર્ચે મને અદમ્ય સાહસ અને શૌર્યના પ્રતીક એવા મહાન અહોમ યૌદ્ધા લસિત બોરફુકનની સૌથી ઊંચી પ્રતિમાના અનાવરણનું સૌભાગ્ય મળ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન, અહોમ સમુદાયની આધ્યાત્મિક પરંપરાનું પાલન કરતા મને અલગ જ અનુભવ થયો હતો. લસિત મૈદામમાં અહોમ સમુદાયના પૂર્વજોને સન્માન દેવાનું સૌભાગ્ય મળવું મારા માટે બહુ મોટી વાત છે. હવે ચરાઇદેઉ મૈદામનું વિશ્વ વારસા સ્થાન બનવાનો અર્થ એ થશે કે ત્યાં હજુ વધુ પર્યટકો આવશે. તમે પણ ભવિષ્યમાં તમારી પ્રવાસ યોજનામાં આ સ્થાનને અવશ્ય સમાવિષ્ટ કરજો.
સાથીઓ, પોતાની સંસ્કૃતિ પર ગૌરવ કરીને જ કોઈ દેશ આગળ વધી શકે છે. ભારતમાં પણ આ પ્રકારના ઘણા બધા પ્રયાસો થઈ રહ્યા છે. આવો જ એક પ્રયાસ છે- પ્રૉજેક્ટ પરી....હવે તમે પરી સાંભળીને ગુંચવાઈ ન જતા. આ પરી સ્વર્ગીય કલ્પના સાથે નથી જોડાયેલી પરંતુ ધરતીને સ્વર્ગ બનાવી રહી છે.
PARI અર્થાત્ Public Art Of India. પ્રૉજેક્ટ પરી પબ્લિક આર્ટને લોકપ્રિય બનાવવા માટે ઉભરતા કળાકારોને એક મંચ પર લાવવાનું મોટું માધ્યમ બની રહ્યો છે. તમે જોતા હશો...સડકોના કિનારે, દીવાલો પર, અંડરપાસમાં ખૂબ જ સુંદર ચિત્રો દોરાયેલાં દેખાય છે. આ ચિત્રો અને આ કળાકૃતિઓ એ જ કળાકાર બનાવે છે જે પરી સાથે જોડાયેલા છે. તેનાથી એક તરફ આપણાં સાર્વજનિક સ્થાનોની સુંદરતા વધે છે, તો બીજી તરફ, આપણી સંસ્કૃતિને વધુ લોકપ્રિય બનાવવામાં પણ મદદ મળે છે. ઉદાહરણ માટે, દિલ્લીના ભારત મંડપમ્ ને જ લો. અહીં દેશભરનું અદ્ભુત આર્ટ વર્ક તમને જોવા માટે મળશે. દિલ્લીમાં કેટલાક અંડરપાસ અને ફ્લાય ઑવર પર પણ તમે આવી સુંદર જાહેર કળા જોઈ શકો છો. હું કળા અને સંસ્કૃતિ પ્રેમીઓને અનુરોધ કરીશ કે તેઓ પણ જાહેર કળા પર વધુ કામ કરે. તે આપણને આપણાં મૂળ પર ગર્વ કરવાની સુખદ અનુભૂતિ આપશે.
મારા પ્રિય દેશવાસીઓ, 'મન કી બાત'માં હવે વાત, રંગોની, એવા રંગોની, જેણે હરિયાણાના રોહતક જિલ્લાની અઢીસોથી વધુ મહિલાઓના જીવનમાં સમૃદ્ધિના રંગો ભરી દીધા છે. હાથશાળના ઉદ્યોગ સાથે જોડાયેલી આ મહિલાઓ પહેલાં નાની-નાની દુકાનો અને નાનાંમોટાં કામો કરી આજીવિકા રળતી હતી. પરંતુ દરેકમાં આગળ વધવાની ઇચ્છા તો હોય જ છે. આથી તેમણે 'ઉન્નતિ સેલ્ફ હેલ્પ ગ્રૂપ' સાથે જોડાવાનો નિર્ણય કર્યો અને આ ગ્રૂપ સાથે જોડાઈને તેમણે બ્લૉક પેઇન્ટિંગ અને રંગાઇમાં પ્રશિક્ષણ મેળવ્યું. કપડા પર રંગોનો જાદુ વિખેરનારી આ મહિલાઓ આજે લાખો રૂપિયા કમાઈ રહી છે. તેમના દ્વારા બનાવાયેલા ઓછાડ ચાદર, સાડીઓ અને દુપટ્ટાઓની બજારમાં ખૂબ જ માગ છે.
સાથીઓ, રોહતકની આ મહિલાઓની જેમ દેશના અલગ-અલગ હિસ્સામાં કારીગરો, હાથશાળને લોકપ્રિય બનાવવામાં લાગેલા છે. પછી તે ઓડિશાની 'સંબલપુરી સાડી' હોય કે મધ્ય પ્રદેશની 'માહેશ્વરી સાડી' હોય, મહારાષ્ટ્રની 'પૈઠણી' કે વિદર્ભના 'હેન્ડ બ્લૉક પ્રિન્ટ્સ' હોય, પછી તે હિમાચલના 'ભૂટ્ટિકો'ની શાલ અને ઊનનાં કપડાં હોય કે પછી, જમ્મુ-કાશ્મીરની 'કનિ' શાલ હોય. દેશના ખૂણેખૂણામાં હાથશાળના કારીગરોનું કામ છવાયેલું છે. અને તમે એ તો જાણતા જ હશો કે, કેટલાક દિવસ પછી, સાત ઑગસ્ટે આપણે 'રાષ્ટ્રીય હાથશાળ દિવસ' તરીકે ઉજવીશું. આજકાલ જે રીતે હાથશાળનાં ઉત્પાદનોએ લોકોનાં હૈયામાં પોતાની જગ્યા બનાવી છે, તે ખરેખર ખૂબ જ સફળ છે, જબરદસ્ત છે. હવે તો અનેક ખાનગી કંપનીઓ પણ આર્ટિફિશિયલ ઇંટેલિજેંસના માધ્યમથી હાથશાળનાં ઉત્પાદનો અને ટકાઉ ફેશનને ઉત્તેજન આપી રહી છે. કોશા એઆઈ, હેન્ડલૂમ ઇણ્ડિયા, ડી-જંક, નોવાટેક્સ, બ્રહ્મપુત્રા ફેબલ્સ, આવાં કેટલાંય સ્ટાર્ટ અપ પણ હાથશાળનાં ઉત્પાદનોને લોકપ્રિય બનાવવામાં લાગેલાં છે. મને એ જોઈને સારું લાગ્યું કે ઘણા લોકો પોતાને ત્યાંનાં આવાં સ્થાનિક ઉત્પાદનોને લોકપ્રિય બનાવવામાં લાગેલાં છે. તમે પણ તમારાં સ્થાનિક ઉત્પાદનોને '#MyProductMyPride નામથી સૉશિયલ મીડિયા પર અપલૉડ કરો. તમારો આ નાનકડો પ્રયાસ અનેક લોકોનું જીવન બદલી નાખશે.
સાથીઓ, હૅન્ડલૂમની સાથોસાથ હું ખાદીની વાત પણ કરવા માગું છું. તમારામાંથી અનેક લોકો હશે જે પહેલાં ક્યારેય ખાદીનાં ઉત્પાદનોનો ઉપયોગ કરતા નહોતા, પરંતુ આજે ગર્વથી ખાદી પહેરે છે. મને એ જણાવતાં આનંદ થાય છે - ખાદી ગ્રામોદ્યોગનો વેપાર પહેલી વાર દોઢ લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી ગયો છે. વિચારો, દોઢ લાખ કરોડ રૂપિયા ! અને જાણો છો, ખાદીનું વેચાણ કેટલું વધ્યું છે?
400% ખાદીનું, હાથશાળનું, આ વધતું વેચાણ, મોટી સંખ્યામાં રોજગાર માટે નવા અવસરો પણ બનાવી રહ્યું છે. આ ઉદ્યોગમાં સૌથી વધુ મહિલાઓ જોડાયેલી છે, તો સૌથી વધુ ફાયદો પણ, તેમને જ થઈ રહ્યો છે. મારો તો તમને ફરી એક વાર આગ્રહ છે, તમારી પાસે જાત-જાતનાં વસ્ત્રો હશે અને તમે, અત્યાર સુધીમાં ખાદીનાં વસ્ત્રો નથી ખરીદ્યાં, તો આ વર્ષથી શરૂ કરી દો. ઑગસ્ટનો મહિનો આવી જ ગયો છે, આ સ્વતંત્રતા મળવાનો મહિનો છે, ક્રાંતિનો મહિનો છે. તેનાથી વધુ રૂડો અવસર બીજો કયો હશે- ખાદી ખરીદવા માટે?
મારા પ્રિય દેશવાસીઓ, 'મન કી બાત'માં મેં ઘણી વાર તમારી સાથે ડ્રગ્સના પડકારની વાત કરી છે. દરેક પરિવારની એ ચિંતા હોય છે કે ક્યાંક તેનું બાળક પણ ડ્રગ્સના સકંજામાં ન આવી જાય. હવે આવા લોકોની મદદ માટે સરકારે એક વિશેષ કેન્દ્ર ખોલ્યું છે, જેનું નામ છે- માનસ. ડ્રગ્સ વિરુદ્ધ લડાઈમાં આ બહુ મોટું પગલું છે. કેટલાક દિવસ પહેલાં જ 'માનસ'ની હૅલ્પલાઇન અને પૉર્ટલનો શુભારંભ કરવામાં આવ્યો છે. સરકારે એક ટૉલ ફ્રી નંબર '1933' જાહેર કર્યો છે. તેના પર કૉલ કરીને કોઈ પણ આવશ્યક સલાહ લઈ શકે છે કે પછી પુનર્વસન સાથે જોડાયેલી જાણકારી લઈ શકે છે. જો કોઈની પાસે ડ્રગ્સ સાથે જોડાયેલી કોઈ બીજી જાણકારી પણ છે તો તે આ નંબર પર કૉલ કરીને 'નાર્કૉટિક્સ કંટ્રોલ બ્યૂરો'ને જણાવી શકે છે. 'માનસ'ને જણાવાયેલી દરેક જાણકારી ગોપનીય રાખવામાં આવે છે. ભારતને 'ડ્રગ્સ ફ્રી' બનાવવામાં લાગેલા બધા લોકોને, બધા પરિવારોને, બધી સંસ્થાઓને મારો અનુરોધ છે કે માનસ હૅલ્પલાઇનનો ભરપૂર ઉપયોગ કરો.
મારા પ્રિય દેશવાસીઓ, કાલે દુનિયાભરમાં વાઘ દિવસ મનાવાશે. ભારતમાં તો ટાઇગર, વાઘ, આપણી સંસ્કૃતિનો અભિન્ન હિસો રહ્યો છે.
આપણે બધા વાઘ સાથે જોડાયેલા કિસ્સા-વાર્તાઓ સાંભળીને જ મોટા થયા છીએ. જંગલની આસપાસનાં ગામમાં તો દરેકને ખબર હોય છે કે વાઘ સાથે તાલમેળ બેસાડીને કેમ રહેવું જોઈએ. આપણા દેશમાં એવાં અનેક ગામો છે જ્યાં માણસ અને વાઘ વચ્ચે ક્યારેય ટકરાવની સ્થિતિ નથી આવતી. પરંતુ જ્યાં આવી સ્થિતિ આવે છે, ત્યાં પણ વાઘનાં સંરક્ષણ માટે અભૂતપૂર્વ પ્રયાસો થઈ રહ્યા છે. જનભાગીદારીનો આવો જ એક પ્રયાસ છે 'કુલ્હાડી બંધ પંચાયત'. રાજસ્થાનના રણથંભોરથી શરૂ થયેલું 'કુલ્હાડી બંધ પંચાયત' અભિયાન ઘણું રસપ્રદ છે. સ્થાનિક સમુદાયોએ સ્વયં એ વાતના સોગંદ લીધા છે કે જંગલમાં કુહાડી સાથે નહીં જાય અને ઝાડ નહીં કાપે. આ એક નિર્ણયથી ત્યાંનાં જંગલ, એક વાર ફરીથી લીલાંછમ થઈ રહ્યાં છે અને વાઘ માટે સુંદર વાતાવરણ તૈયાર થઈ રહ્યું છે.
સાથીઓ, મહારાષ્ટ્રનું તાડોબા-અંધારી વાઘ અભયારણ્ય વાઘના પ્રમુખ રહેઠાણમાંનું એક છે. અહીંના સ્થાનિક સમુદાયો, વિશેષ કરીને, ગોંડ અને માના જનજાતિના આપણાં ભાઈબહેનોએ વન પર્યટનની તરફ ઝડપથી ડગ માંડ્યાં છે. તેમણે જંગલ પર પોતાની નિર્ભરતાને ઘટાડી છે જેથી વાઘોની ગતિવિધિઓ વધી શકે. તમને આંધ્ર પ્રદેશમાં નલ્લામલાઈની પહાડીઓ પર રહેનારી 'ચેન્ચૂ' જનજાતિના પ્રયાસો પણ આશ્ચર્યચકિત કરી દેશે. તેમણે વાઘનૂં પગેરૂં રાખનારા તરીકે જંગલમાં વન્ય જીવોની હલચલની દરેક જાણકારી મેળવી. તેની સાથે જ, તેઓ ક્ષેત્રમાં અવૈધ ગતિવિધિઓનું પણ નિરીક્ષણ કરતા રહ્યા છે. આ જ રીતે ઉત્તર પ્રદેશના પીલીભીતમાં ચાલી રહેલો 'બાઘ મિત્ર કાર્યક્રમ' પણ ઘણો ચર્ચામાં છે. તેની હેઠળ સ્થાનિક લોકોને 'બાઘ મિત્ર'ના રૂપમાં કામ કરવાનું પ્રશિક્ષણ આપવામાં આવે છે. આ 'બાઘ મિત્ર' એ વાતનું પૂરું ધ્યાન રાખે છે કે વાઘ અને માણસ વચ્ચે ટકરાવની સ્થિતિ ન આવે. દેશના અલગ-અલગ હિસ્સામાં આ પ્રકારના અનેક પ્રયાસો ચાલી રહ્યા છે.
મેં અહીંયા કેટલાક પ્રયાસોની જ ચર્ચા કરી છે, પરંતુ મને આનંદ છે કે જનભાગીદારી વાઘોનાં સંરક્ષણમાં ઘણી કામ આવી રહી છે. આવા પ્રયાસોના કારણે જ ભારતમાં વાઘની જનસંખ્યા પ્રતિ વર્ષ વધી રહી છે. તમને એ જાણીને આનંદ અને ગર્વનો અનુભવ થશે કે દુનિયાભરમાં જેટલા વાઘ છે તેમાંથી 70 ટકા વાઘ આપણા દેશમાં છે. વિચારો ! 70 ટકા વાઘ !! ત્યારે તો આપણા દેશના અલગ-અલગ હિસ્સામાં અનેક વાઘ અભયારણ્ય છે.
સાથીઓ, વાઘ વધવાની સાથોસાથ આપણા દેશમાં વન ક્ષેત્ર પણ ઝડપથી આગળ વધી રહ્યું છે. તેમાં પણ સામુદાયિક પ્રયાસોમાં મોટી સફળતા મળી રહી છે. ગત 'મન કી બાત' કાર્યક્રમમાં તમારી સાથે 'એક પેડ માં કે નામ' કાર્યક્રમની ચર્ચા કરી હતી. મને આનંદ છે કે દેશના અલગ-અલગ હિસ્સાઓમાં મોટી સંખ્યામાં લોકો આ અભિયાન સાથે જોડાઈ રહ્યા છે. હજુ કેટલાક દિવસ પહેલાં સ્વચ્છતા માટે પ્રસિદ્ધ ઇંદૌરમાં એક શાનદાર કાર્યક્રમ યોજાયો. ત્યાં 'એક પેડ માં કે નામ' કાર્યક્રમ દરમિયાન એક જ દિવસમાં બે લાખથી વધુ વૃક્ષારોપણ થયું. પોતાની માતાના નામ પર વૃક્ષારોપણ કરવાના આ અભિયાન સાથે તમે પણ અવશ્ય જોડાવ અને સેલ્ફી લઈને સૉશિયલ મીડિયા પર પણ પૉસ્ટ કરો. આ અભિયાન સાથે જોડાઈને તમને, તમારી માતા અને ધરતી માતા, બંને માટે કંઈ વિશેષ કરયાની અનુભૂતિ થશે.
મારા પ્રિય દેશવાસીઓ, ૧૫ ઑગસ્ટનો દિવસ હવે દૂર નથી. અને હવે તો 15 ઑગસ્ટ સાથે એક બીજું અભિયાન જોડાઈ ગયું છે, 'હર ઘર તિરંગા' અભિયાન. છેલ્લાં કેટલાંક વર્ષોથી તો સમગ્ર દેશમાં 'હર ઘર તિરંગા' અભિયાન માટે બધા પુરજોશમાં રહે છે. ગરીબ હોય, ધનિક હોય, નાનું ઘર હોય, મોટું ઘર હોય, બધા તિરંગો ફરકાવીને ગર્વનો અનુભવ કરે છે. તિરંગાની સાથે સેલ્ફી લઈને સૉશિયલ મીડિયા પર પૉસ્ટ કરવાનો ક્રેઝ પણ દેખાય છે.
તમે નોંધ્યું હશે કે જ્યારે કૉલોની કે સૉસાયટીના એક-એક ઘર પર તિરંગો ફરકે છે, તો જોતજોતામાં બીજાં ઘરો પર પણ તિરંગો દેખાવા લાગે છે. એટલે કે 'હર ઘર તિરંગા' અભિયાન - તિરંગાની પ્રતિષ્ઠામાં એક અદ્વિતીય ઉત્સવ બની ચૂક્યો છે. તેના માટે હવે તો અનેક પ્રકારનાં ઇનૉવેશન પણ થવાં લાગ્યાં છે. ૧૫ ઑગસ્ટ આવતાં-આવતાં, ઘરમાં, કાર્યાલયમાં, કારમાં, તિરંગો લગાવવા માટે જાત-જાતનાં ઉત્પાદનો દેખાવાં લાગે છે. કેટલાક લોકો તો તિરંગો પોતાના મિત્રો, પડોશીઓને પણ વહેંચે છે. તિરંગા અંગેનો આ ઉલ્લાસ, આ ઉમંગ આપણને એકબીજા સાથે જોડે છે.
સાથીઓ, પહેલાંની જેમ આ વર્ષે પણ તમે ‘harghartiranga.com’ પર તિરંગાની સાથે પોતાની સેલ્ફી જરૂર અપલૉડ કરજો અને હું, તમને એક બીજી વાતની પણ યાદ અપાવા માગું છું. દર વર્ષે 15 ઑગસ્ટ પહેલાં તમે મને ઢગલો સૂચનો મોકલો છો. તમે આ વર્ષે પણ મને પોતાનું સૂચન જરૂર મોકલજો. તમે MyGov કે NaMo ઍપ પર પણ પોતાનાં સૂચનો મોકલી શકો છો. હું વધુમાં વધુ સૂચનોને 15 ઑગસ્ટનાં સંબોધનમાં કવર કરવાનો પ્રયાસ કરીશ.
મારા પ્રિય દેશવાસીઓ, 'મન કી બાત'ના આ પ્રકરણમાં તમારી સાથે જોડાઈને ઘણું સારું લાગ્યું. આગામી વખતે, ફરી મળીશું, દેશની નવી ઉપલબ્ધિઓ સાથે, જનભાગીદારીના નવા પ્રયાસો સાથે, તમે 'મન કી બાત' માટે તમારાં સૂચનો જરૂર મોકલતા રહો. આવનારા સમયમાં અનેક પર્વ પણ આવી રહ્યા છે. તમને, બધા પર્વની ઘણી બધી શુભકામનાઓ. તમે તમારા પરિવાર સાથે મળીને તહેવારનો આનંદ ઉઠાવો. દેશ માટે કંઈ ને કંઈ નવું કરવાની ઊર્જા નિરંતર જાળવી રાખો. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે એ દિવસ આવી જ ગયો જેની આપણે ફેબ્રુઆરીથી પ્રતીક્ષા કરી રહ્યા હતા. હું 'મન કી બાત'ના માધ્યમથી એક વાર ફરી આપની વચ્ચે, પોતાના પરિવારજનો વચ્ચે આવ્યો છું. એક ખૂબ જ સુંદર ઉક્તિ છે- 'ઇતિ વિદા પુનર્મિલનાય' તેનો અર્થ પણ એટલો જ સુંદર છે- હું વિદાય લઉં છું, ફરી મળવા માટે. આ ભાવથી મેં ફેબ્રુઆરીમાં તમને કહ્યું હતું કે ચૂંટણી પરિણામો પછી ફરી મળીશું, અને આજે 'મન કી બાત' સાથે હું, તમારી વચ્ચે ફરી ઉપસ્થિત છું. આશા છે કે તમે બધા મજામાં હશો, ઘરમાં બધાંનું સ્વાસ્થ્ય સારું હશે અને હવે તો ચોમાસું પણ આવી ગયું છે અને જ્યારે ચોમાસું આવે છે તો મન આનંદિત થઈ જાય છે. આજથી ફરી એક વાર, આપણે 'મન કી બાત'માં એવા દેશવાસીઓની ચર્ચા કરીશું જે પોતાનાં કામોથી સમાજમાં, દેશમાં પરિવર્તન લાવી રહ્યા છે. આપણે ચર્ચા કરીશું, આપણી, સમૃદ્ધ સંસ્કૃતિની, ગૌરવશાળી ઇતિહાસની, અને, વિકસિત ભારતના પ્રયાસની.
સાથીઓ, ફેબ્રુઆરીથી લઈને અત્યાર સુધી, જ્યારે પણ, મહિનાનો અંતિમ રવિવાર આવવાનો થતો, ત્યારે મને તમારી સાથે આ સંવાદની ખૂબ જ ખોટ સાલતી હતી. પરંતુ મને એ જોઈને ઘણું સારું પણ લાગ્યું કે આ મહિનાઓમાં તમે લોકોએ મને લાખો સંદેશાઓ મોકલ્યા. 'મન કી બાત' રેડિયો કાર્યક્રમ ભલે કેટલાક મહિના બંધ રહ્યો હોય, પરંતુ 'મન કી બાત'ની જે સ્પિરિટ છે દેશમાં, સમાજમાં, પ્રત્યેક દિવસ સારું કામ, નિઃસ્વાર્થ ભાવનાથી કરાયેલાં કામો, સમાજ પર પૉઝિટિવ અસર નાખનારાં કામો- નિરંતર ચાલતાં રહે. ચૂંટણીના સમાચારોની વચ્ચે નિશ્ચિત રૂપે મનને સ્પર્શી જનારા આવા સમાચારો પર તમારું ધ્યાન ગયું હશે.
સાથીઓ, હું આજે દેશવાસીઓનો ધન્યવાદ પણ કરું છું કે તેમણે આપણા બંધારણ અને દેશની લોકતાંત્રિક વ્યવસ્થાઓ પર પોતાનો અતૂટ વિશ્વાસ અકબંધ રાખ્યો છે. ૨૪ની ચૂંટણી, દુનિયાની સૌથી મોટી ચૂંટણી હતી. દુનિયાના કોઈ પણ દેશમાં આટલી મોટી ચૂંટણી ક્યારેય નથી થઈ, જેમાં ૬૫ કરોડ લોકોએ મત આપ્યા હોય. હું ચૂંટણી પંચ અને મતદાનની પ્રક્રિયા સાથે જોડાયેલી દરેક વ્યક્તિને આ માટે અભિનંદન આપું છું.
મારા પ્રિય દેશવાસીઓ, આજે ૩૦ જૂનનો આ દિવસ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ દિવસે આપણા આદિવાસી ભાઈઓ-બહેનો 'હૂલ દિવસ'ના રૂપમાં મનાવે છે. આ દિવસ વીર સિદ્ધો-કાન્હૂના અદમ્ય સાહસ સાથે જોડાયેલો છે, જેમણે વિદેશી શાસકોના અત્યાચારનો પૂરી તાકાતથી વિરોધ કર્યો હતો. વીર સિદ્ધો-કાન્હૂએ હજારો સંથાલી સાથીઓને એકત્ર લાવીને અંગ્રેજોની સામે પૂરી શક્તિથી લડત આપી અને જાણો છો, આ ક્યારે થયું હતું? આ થયું હતું ઈ. સ. ૧૮૫૫માં, અર્થાત તે ૧૮૫૭ના ભારતના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામથી પણ બે વર્ષ પહેલાં થયું હતું, ત્યારે ઝારખંડના સંથાલ પરગણામાં આપણા આદિવાસી ભાઈઓ-બહેનોએ વિદેશી શાસકો વિરુદ્ધ શસ્ત્રો ઉઠાવી લીધાં હતાં. આપણા સંથાલી ભાઈઓ-બહેનો પર અંગ્રેજોએ ઘણા બધા અત્યાચારો કર્યા હતા, તેમના પર અનેક પ્રકારના પ્રતિબંધો પણ લગાવવામાં આવ્યા હતા. આ સંઘર્ષમાં અદ્ભુત વીરતા દેખાડતા વીર સિદ્ધો અને કાન્હૂ શહીદ થઈ ગયા. ઝારખંડની ભૂમિના આ અમર સપૂતોનું બલિદાન આજે પણ દેશવાસીઓને પ્રેરિત કરે છે. આવો સાંભળીએ સંથાલી ભાષામાં તેમને સમર્પિત એક ગીતનો અંશ–
#Audio Clip#
મારા પ્રિય સાથીઓ, જો હું તમને પૂછું કે દુનિયાનો સૌથી અમૂલ્ય સંબંધ કયો છે, તો તમે અવશ્ય કહેશો - 'મા'. આપણા બધાંનાં જીવનમાં 'મા'નો દરજ્જો સૌથી ઊંચો હોય છે. મા, બધાં દુઃખો સહન કરીને પણ પોતાના બાળકોનું પાલનપોષણ કરે છે. દરેક માતા, પોતાના બાળકો પર બધો સ્નેહ આપી દે છે. જન્મદાત્રી માતાનો આ પ્રેમ આપણા બધા પર એક ઋણની જેમ હોય છે, જેને કોઈ ચુકાવી ન શકે. હું વિચારી રહ્યો હતો, આપણે માતાને કંઈ આપી તો ન શકીએ, પરંતુ બીજું કંઈ કરી શકીએ, શું? આ વિચારથી આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ પર એક વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, આ અભિયાનનું નામ છે - 'એક પેડ માં કે નામ'. મેં પણ એક વૃક્ષ મારી માતાના નામે લગાવ્યું છે. મેં બધા દેશવાસીઓને, દુનિયાના બધા દેશોના લોકોને પણ અપીલ કરી છે કે પોતાની માતાની સાથે, અથવા તેમના નામ પર, એક વૃક્ષ જરૂર લગાવો. અને મને એ જોઈને ઘણી ખુશી છે કે માતાની સ્મૃતિમાં અથવા તેમના સન્માનમાં વૃક્ષ વાવવાનું અભિયાન ઝડપથી આગળ વધી રહ્યું છે. લોકો પોતાની માતાની સાથે અથવા તો તેમના ફૉટો સાથે ઝાડ લગાવવાની તસવીરોને સૉશિયલ મીડિયા પર વહેંચી રહ્યા છે. પ્રત્યેક જણ પોતાની માતા માટે ઝાડ વાવી રહ્યું છે - ચાહે તે ધનિક હોય કે ગરીબ, ચાહે તે કામકાજી મહિલા હોય કે ગૃહિણી. આ અભિયાને બધાને માતા પ્રત્યે પોતાનો સ્નેહ વ્યક્ત કરવાનો સમાન અવસર આપ્યો છે. તેઓ પોતાની તસવીરોને #Plant4Mother અને #एक_पेड़_मां_के_नाम સાથે શૅર કરીને બીજાને પ્રેરિત કરી રહ્યા છે.
સાથીઓ, આ અભિયાનનો એક વધુ લાભ થશે. ધરતી પણ માતા સમાન ધ્યાન રાખે છે. ધરતી મા જ આપણા બધાના જીવનનો આધાર છે, આથી આપણું જ કર્તવ્ય છે કે આપણે ધરતી માતાનો પણ ખ્યાલ રાખીએ.
માતાના નામે ઝાડ લગાવવાના અભિયાનથી પોતાની માતાનું સન્માન તો થશે જ, સાથે ધરતી માતાની પણ રક્ષા થશે. છેલ્લા એક દાયકામાં ભારતમાં સહુના પ્રયાસથી વન ક્ષેત્રનો અભૂતપૂર્વ વિસ્તાર થયો છે. અમૃત મહોત્સવ દરમિયાન, દેશભરમાં ૬૦ હજારથી વધુ અમૃત સરોવર પણ બનાવવામાં આવ્યાં છે. હવે આપણે આ જ રીતે માતાના નામે ઝાડ લગાવવાના અભિયાનને ગતિ આપવાની છે.
મારા પ્રિય દેશવાસીઓ, દેશના અલગ-અલગ ભાગમાં ચોમાસુ ઝડપથી પોતાના રંગ વેરી રહ્યું છે. અને વરસાદની આ ઋતુમાં બધાના ઘરમાં એક વસ્તુની શોધ શરૂ થઈ ગઈ છે, તે છે 'છત્રી'. 'મન કી બાત'માં આજે હું તમને એક વિશેષ પ્રકારની છત્રીઓ વિશે જણાવવા માગું છું. આ છત્રી તૈયાર થાય છે આપણા કેરળમાં. આમ તો કેરળની સંસ્કૃતિમાં છત્રીઓનું વિશેષ મહત્ત્વ છે. છત્રી, ત્યાં અનેક પરંપરાઓ અને વિધિ-વિધાનનો મહત્ત્વપૂર્ણ ભાગ હોય છે. પરંતુ હું જે છત્રીની વાત કરી રહ્યો છું, તે છે 'કાર્થુમ્બી છત્રી' અને તેને તૈયાર કરવામાં આવે છે કેરળના અટ્ટાપડીમાં. તે રંગબેરંગી છત્રીઓ ખૂબ જ શાનદાર હોય છે. તેની વિશેષતા એ છે કે આ છત્રીઓને કેરળની આપણી આદિવાસી બહેનો તૈયાર કરે છે. આજે દેશભરમાં આ છત્રીઓની માગ વધી રહી છે. તેનું ઑનલાઇન વેચાણ પણ વધી રહ્યું છે. આ છત્રીઓને 'વટ્ટાલક્કી સહકારી કૃષિ સૉસાયટી'ની દેખરેખમાં બનાવવામાં આવે છે. આ સૉસાયટીનું નેતૃત્વ આપણી નારીશક્તિ પાસે છે. મહિલાઓના નેતૃત્વમાં અટ્ટાપડીના આદિવાસી સમુદાયે ઍન્ટરપ્રિન્યૉરશિપનું અદ્ભુત ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે. આ સૉસાયટીએ બાંબુ-હેન્ડીક્રાફ્ટ યૂનિટની પણ સ્થાપના કરી છે. હવે તે લોકો એક રિટેઇલ આઉટલેટ અને એક પારંપરિક કાફે ખોલવાની તૈયારીમાં પણ છે.
તેમનો હેતુ કેવળ પોતાની છત્રી અને અન્ય ઉત્પાદન વેચવાનો જ નહીં, પરંતુ તે પોતાની પરંપરા, પોતાની સંસ્કૃતિથી પણ દુનિયાને પરિચિત કરાવી રહ્યા છે. આજે કાર્થુમ્બી છત્રી કેરળના એક નાનકડા ગામથી લઈને બહુરાષ્ટ્રીય કંપની સુધીની સફર પૂરી કરી રહી છે. લૉકલ માટે વૉકલ થવાનું આનાથી શ્રેષ્ઠ ઉદાહરણ બીજું કયું હોઈ શકે?
મારા પ્રિય દેશવાસીઓ, આગામી મહિને આ સમય સુધીમાં પેરિસ ઑલિમ્પિક શરૂ થઈ ગઈ હશે. મને વિશ્વાસ છે કે તમે બધા પણ ઑલિમ્પિક રમતોમાં ભારતીય ખેલાડીઓનો ઉત્સાહ વધારવાની રાહ જોઈ રહ્યા હશો. હું ભારતીય ટુકડીને ઑલિમ્પિક રમતોની ખૂબ-ખૂબ શુભકામનાઓ આપું છું. આપણા બધાંના મનમાં ટૉકિયો ઑલિમ્પિકની સ્મૃતિ હજુ તાજી છે. ટૉકિયોમાં આપણા ખેલાડીઓના પ્રદર્શને પ્રત્યેક ભારતીયનું હૃદય જીતી લીધું હતું. ટૉકિયો ઑલિમ્પિક પછી આપણા એથ્લેટ્સ પેરિસ ઑલિમ્પિકની તૈયારીઓમાં મન મૂકીને લાગી ગયા હતા. બધા ખેલાડીઓને જોડો તો તે બધાએ લગભગ નવસો આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લીધો છે. આ ઘણી મોટી સંખ્યા છે.
સાથીઓ, પેરિસ ઑલિમ્પિકમાં તમને કેટલીક ચીજો પહેલી વાર જોવા મળશે. શૂટિંગમાં આપણા ખેલાડીઓની પ્રતિભા નિખરીને સામે આવી રહી છે. ટેબલ ટેનિસમાં પુરુષ અને મહિલા બંને ટીમો ક્વૉલિફાઈ થઈ ચૂકી છે. ભારતીય શૉટગન ટીમમાં આપણી શૂટર દીકરીઓ પણ સમાવિષ્ટ છે. આ વખતે કુશ્તી અને ઘોડેસવારીમાં આપણી ટીમના ખેલાડીઓ તે શ્રેણીમાં પણ સ્પર્ધા કરશે, જેમાં તેઓ પહેલાં ક્યારેય સામેલ નહોતા રહ્યા. તેનાથી તમે અનુમાન કરી શકો છો કે આ વખતે આપણને રમતોમાં અલગ સ્તરનો રોમાંચ દેખાશે.
તમને ધ્યાનમાં હશે કે કેટલાક મહિનાઓ પહેલાં વર્લ્ડ પેરા ઑલિમ્પિક ચેમ્પિયનશિપમાં આપણું શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું હતું. તો ચેસ અને બૅડમિન્ટનમાં પણ આપણા ખેલાડીઓએ ધ્વજ લહેરાવ્યો હતો. હવે સમગ્ર દેશ એવી આશા રાખી રહ્યો છે કે આપણા ખેલાડીઓ ઑલિમ્પિકમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરશે. આ રમતોમાં મેડલો પણ જીતશે અને દેશવાસીઓનું મન પણ જીતશે. આવનારા દિવસોમાં, મને ભારતીય ટીમ સાથે મુલાકાતનો અવસર પણ મળવાનો છે. હું પોતાની તરફથી તેમનું ઉત્સાહવર્ધન કરીશ. અને હા...આ વખતે આપણો હૅશટેગ #Cheer4Bharat છે. આ હૅશટેગ દ્વારા આપણે આપણા ખેલાડીઓને ચીયર કરવાના છે...તેમનો ઉત્સાહ વધારતા રહેવાનો છે. તો મૉમેન્ટમ જાળવી રાખજો...તમારું આ મૉમેન્ટમ...ભારતનો મેજિક, દુનિયાને દેખાડવામાં મદદ કરશે.
મારા પ્રિય દેશવાસીઓ, હું તમારા બધાં માટે એક નાનકડી ઑડિયો ક્લિપ વગાડી રહ્યો છું.
#Audio Clip#
આ રેડિયો કાર્યક્રમને સાંભળીને તમને પણ આશ્ચર્ય થયું ને? તો આવો, તમને આની પાછળની પૂરી વાત જણાવું. ખરેખર તો આ કુવૈત રેડિયોના એક પ્રસારણની ક્લિપ છે. હવે તમે વિચારશો કે વાત થઈ રહી છે કુવૈતની, તો ત્યાં, હિન્દી ક્યાંથી આવી ગઈ? ખરેખર તો કુવૈત સરકારે પોતાના નેશનલ રેડિયો પર એક વિશેષ કાર્યક્રમ શરૂ કર્યો છે. અને તે પણ હિન્દીમાં. 'કુવૈત રેડિયો' પર પ્રત્યેક રવિવારે તેનું પ્રસારણ અડધો કલાક કરવામાં આવે છે. તેમાં ભારતીય સંસ્કૃતિના અલગ-અલગ રંગો સમાવિષ્ટ હોય છે. આપણી ફિલ્મો અને કળા જગત સાથે જોડાયેલી ચર્ચાઓ ત્યાં ભારતીય સમુદાયની વચ્ચે ઘણી લોકપ્રિય છે. મને તો ત્યાં સુધી જણાવવામાં આવ્યું છે કે કુવૈતના સ્થાનિક લોકો પણ તેમાં ઘણો રસ લઈ રહ્યા છે.
હું કુવૈતની સરકાર અને ત્યાંના લોકોનો હૃદયથી ધન્યવાદ કરું છું, જેમણે આ શાનદાર પહેલ કરી છે.
સાથીઓ, આજે દુનિયાભરમાં આપણી સંસ્કૃતિનું જે રીતે ગૌરવગાન થઈ રહ્યું છે, તેનાથી કયા ભારતીયને આનંદ ન થાય! હવે જેમ કે, તુર્કમેનિસ્તાનમાં આ વર્ષે મેમાં ત્યાંના રાષ્ટ્રીય કવિની ૩૦૦મી જયંતી મનાવવામાં આવી. આ અવસર પર તુર્કમેનિસ્તાનના રાષ્ટ્રપ્રમુખે દુનિયાના ૨૪ પ્રસિદ્ધ કવિઓની પ્રતિમાઓનું અનાવરણ કર્યું. તેમાંથી એક પ્રતિમા ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરજીની પણ છે. તે ગુરુદેવનું સન્માન છે, ભારતનું સન્માન છે. આ જ રીતે જૂનના મહિનામાં બે કેરેબિયન દેશ સૂરીનામ અને સેન્ટ વિન્સેન્ટ ઍન્ડ ધ ગ્રેનેડિન્સે પોતાના ઇન્ડિયન હેરિટેજને પૂરા જોશ અને ઉત્સાહ સાથે સેલિબ્રેટ કર્યો. સૂરીનામમાં હિન્દુસ્તાની સમુદાય પ્રતિ વર્ષ પાંચ જૂનને ઇન્ડિયન એરાઇવલ ડે અને પ્રવાસી દિવસ તરીકે ઉજવે છે. અહીં તો હિન્દીની સાથે જ ભોજપુરી પણ ઘણી બોલાય છે. સેન્ટ વિન્સેન્ટ ઍન્ડ ધ ગ્રેનેડિન્સમાં રહેનારા આપણા ભારતીય મૂળનાં ભાઈબહેનોની સંખ્યા લગભગ છ હજાર છે. તે બધાને પોતાના વારસા પર ઘણો ગર્વ છે. એક જૂને આ બધાએ ઇન્ડિયન એરાઇવલ ડેને જે રીતે ધૂમધામથી ઉજવ્યો, તેનાથી તેમની આ ભાવના સ્પષ્ટ રીતે ઝળકે છે. દુનિયાભરમાં ભારતીય વારસો અને સંસ્કૃતિનો જ્યારે આવો વિસ્તાર જોવા મળે છે તો દરેક ભારતીયને ગર્વ થાય છે.
સાથીઓ, આ મહિને સમગ્ર દુનિયાએ ૧૦મા યોગ દિવસને ભરપૂર ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવ્યો છે. હું પણ જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આયોજિત યોગ કાર્યક્રમમાં સહભાગી થયો હતો. કાશ્મીરમાં યુવાનોની સાથોસાથ બહેનો-દીકરીઓએ પણ યોગ દિવસમાં રંગેચંગે ભાગ લીધો.
જેમ-જેમ યોગ દિવસનું આયોજન વધી રહ્યું છે, નવા-નવા રેકૉર્ડ બની રહ્યા છે. દુનિયાભરમાં યોગ દિવસે અનેક શાનદાર ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી છે. સાઉદી અરબમાં પહેલી વાર એક મહિલા અલ હનૌફ સાદજીએ કૉમન યોગ પ્રૉટૉકૉલનું નેતૃત્વ કર્યું. પહેલી વાર કોઈ સાઉદી મહિલાએ કોઈ મેઇન યૉગ સેશનને ઇન્સ્ટ્રક્ટ કર્યું હોય. ઇજિપ્તમાં આ વખતે યોગ દિવસ પર એક ફૉટો કમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું. નીલ નદીના કિનારે રેડ સીના બીચીસ પર અને પિરામિડોના સામે- યોગ કરતા, લાખો લોકોની તસવીરો ઘણી લોકપ્રિય થઈ. પોતાના માર્બલ બુદ્ધ સ્ટેચ્યૂ માટે પ્રસિદ્ધ મ્યાનમારનો મારાવિજયા પેગોડા કૉમ્પ્લેક્સ દુનિયામાં પ્રસિદ્ધ છે. ત્યાં પણ ૨૧ જૂને શાનદાર યોગ સત્રનું આયોજન થયું. બહરીનમાં દિવ્યાંગ બાળકો માટે એક વિશેષ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. શ્રીલંકામાં યુનેસ્કો હેરિટેજ સાઇટ માટે પ્રસિદ્ધ ગૉલ ફૉર્ટમાં પણ એક યાદગાર યોગ સત્ર થયું. અમેરિકાના ન્યૂ યૉર્કમાં ઑબ્ઝર્વેશન ડૅક પર પણ લોકોએ યોગ કર્યો. માર્શલ આઇલેન્ડ પર પણ પહેલી વાર મોટા સ્તર પર યોજાયેલા યોગ દિવસના કાર્યક્રમમાં અહીંના રાષ્ટ્રપ્રમુખે પણ હિસ્સો લીધો. ભૂતાનના થિંપૂમાં પણ એક મોટો યોગ દિવસનો કાર્યક્રમ થયો, જેમાં મારા મિત્ર વડા પ્રધાન ટોબગે પણ સહભાગી થયા. અર્થાત્ દુનિયાના ખૂણેખૂણામાં યોગ કરતા લોકોનું વિહંગમ્ દૃશ્ય આપણે બધાએ જોયું. હું યોગ દિવસમાં હિસ્સો લેનારા બધા સાથીઓનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું. મારો આપને એક જૂનો અનુરોધ પણ રહ્યો છે. આપણે યોગને માત્ર એક દિવસનો અભ્યાસ નથી બનાવવાનો. તમે નિયમિત રૂપથી યોગ કરો. તેનાથી તમે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તનોને અવશ્ય અનુભવશો.
સાથીઓ, ભારતનાં અનેક ઉત્પાદનો છે જેની દુનિયાભરમાં ઘણી માંગ છે અને જ્યારે આપણે ભારતના કોઈ સ્થાનિક ઉત્પાદનને વૈશ્વિક થતા જોઈએ છીએ તો ગૌરવાન્વિત થઈ જવું સ્વાભાવિક છે. આવું જ એક ઉત્પાદન છે અરાકુ કૉફી. અરાકુ કૉફી આંધ્ર પ્રદેશના અલ્લુરી સીતા રામ રાજુ જિલ્લામાં મોટી માત્રામાં ઉત્પન્ન થાય છે. તે પોતાના સમૃદ્ધ ફ્લેવર અને સુગંધ માટે જાણીતી છે. અરાકુ કૉફીની ખેતી સાથે લગભગ દોઢ લાખ આદિવાસી પરિવારો જોડાયેલા છે. અરાકુ કૉફીને નવી ઊંચાઈ આપવામાં ગિરિજન કૉઑપરેટિવની બહુ મોટી ભૂમિકા રહી છે. તેણે અહીંના ખેડૂત ભાઈઓ-બહેનોને એક સાથે લાવવાનું કામ કર્યું અને તેમને અરાકુ કૉફીની ખેતી માટે પ્રોત્સાહિત કર્યા. તેનાથી આ ખેડૂતોની કમાણી પણ બહુ વધી ગઈ છે. તેનો ખૂબ લાભ કોંડા ડોરા આદિવાસી સમુદાયને પણ મળ્યો છે. કમાણીની સાથોસાથ તેમને સન્માનનું જીવન પણ મળી રહ્યું છે. મને યાદ છે કે એક વાર વિશાખાપટનમ્ મા આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુ ગારુની સાથે મને આ કૉફીનો સ્વાદ માણવાનો અવસર મળ્યો છે. તેના ટેસ્ટની તો વાત જ ન પૂછો. ગજબની હોય છે આ કૉફી! અરાકુ કૉફીને અનેક ગ્લૉબલ એવૉર્ડ મળ્યા છે. દિલ્લીમાં થયેલી જી-૨૦ શિખર પરિષદમાં પણ કૉફી છવાયેલી હતી. તમને જ્યારે પણ અવસર મળે, ત્યારે તમે પણ અરાકુ કૉફીનો આનંદ અવશ્ય લેજો.
સાથીઓ, લૉકલ પ્રૉડક્ટ્સને ગ્લૉબલ બનાવવામાં આપણા જમ્મુ-કાશ્મીરના લોકો પણ પાછળ નથી. ગત મહિને જમ્મુ-કાશ્મીરે જે કરી દેખાડ્યું છે તે દેશભરના લોકો માટે પણ એક દૃષ્ટાંતરૂપ છે. અહીંના પુલવામાથી સ્નૉ પીઝનો પહેલો જથ્થો લંડન મોકલવામાં આવ્યો. કેટલાક લોકોને એવો વિચાર સૂજ્યો કે કાશ્મીરમાં ઉગનારાં ઍક્ઝૉટિક વેજિટેબલ્સ ને શા માટે દુનિયાના નકશા પર ન લાવવામાં આવે... બસ, પછી શું હતું...
ચકૂરા ગામના અબ્દુલ રાશીદ મીરજી તેના માટે સૌથી પહેલા આગળ આવ્યા. તેમણે ગામના અન્ય ખેડૂતોની જમીનને એક સાથે મેળવીને સ્નૉ પીઝ ઉગાડવાનું કામ શરૂ કર્યું અને જોતજોતામાં સ્નૉ પીઝ કાશ્મીરથી લંડન સુધી પહોંચવા લાગ્યા. આ સફળતાએ જમ્મુ-કાશ્મીરના લોકોની સમૃદ્ધિનાં નવાં દ્વાર ખોલ્યાં છે. આપણા દેશમાં આવાં યુનિક પ્રૉડક્ટ્સની ખોટ નથી. તમે આવાં ઉત્પાદનોને #myproductsmypride ની સાથે જરૂર શૅર કરજો. હું આ વિષય પર આવનારી 'મન કી બાત'માં પણ ચર્ચા કરીશ.
मम प्रिया: देशवासिन:
अद्य अहं किञ्चित् चर्चा संस्कृत भाषायां आरभे |
તમે વિચારતા હશો કે 'મન કી બાત'માં અચાનક સંસ્કૃતમાં કેમ બોલી રહ્યો છું? તેનું કારણ છે, આજે સંસ્કૃત સાથે જોડાયેલો એક વિશેષ અવસર. આજે ૩૦ જૂને આકાશવાણીનું સંસ્કૃત બુલેટિન પોતાના પ્રસારણનાં ૫૦ વર્ષ પૂરું કરી રહ્યું છે. ૫૦ વર્ષથી સતત આ બુલેટિને કેટલાય લોકોને સંસ્કૃત સાથે જોડાયેલા રાખ્યા છે. હું ઑલ ઇન્ડિયા રેડિયો પરિવારને વધામણી આપું છું.
સાથીઓ, સંસ્કૃતની પ્રાચીન ભારતીય જ્ઞાન અને વિજ્ઞાનની પ્રગતિમાં મોટી ભૂમિકા રહી છે. આજના સમયની માગ છે કે આપણે સંસ્કૃતને સન્માન પણ આપીએ, અને તેને પોતાના દૈનિક જીવન સાથે પણ જોડીએ. આજકાલ એવો જ એક પ્રયાસ બેંગ્લુરુમાં બીજા અનેક લોકો કરી રહ્યા છે. બેંગ્લુરુમાં એક પાર્ક છે - કબ્બન પાર્ક. કબ્બન પાર્કમાં અહીંના લોકોએ એક નવી પરંપરા શરૂ કરી છે. અહીં સપ્તાહમાં એક દિવસ, દર રવિવારે બાળકો, યુવાનો અને વૃદ્ધો અરસપરસ સંસ્કૃતમાં વાત કરે છે. એટલું જ નહીં, અહીં વાદ-વિવાદમાં અનેક સત્ર પણ સંસ્કૃતમાં જ આયોજિત કરવામાં આવે છે. તેની આ પહેલનું નામ છે - સંસ્કૃત વીકએન્ડ. તેની શરૂઆત એક વેબસાઇટ દ્વારા સમષ્ટિ ગુબ્બીજીએ કરી છે. કેટલાક દિવસો પહેલાં જ શરૂ થયેલો આ પ્રયાસ બેંગ્લુરુવાસીઓ વચ્ચે જોતજોતામાં ઘણો લોકપ્રિય થયો છે. જો આપણે બધા આ પ્રકારના પ્રયાસ સાથે જોડાશું તો આપણને વિશ્વની આટલી પ્રાચીન અને વૈજ્ઞાનિક ભાષામાંથી ઘણું બધું શીખવા મળશે.
મારા પ્રિય દેશવાસીઓ, 'મન કી બાત'ના આ એપિસૉડમાં તમારી સાથે જોડાવાનું ઘણું સારું રહ્યું. હવે આ ક્રમ પાછો પહેલાંની જેમ ચાલતો રહેશે. હવેથી એક સપ્તાહ પછી પવિત્ર રથ યાત્રાની શરૂઆત થવા જઈ રહી છે. મારી કામના છે કે મહા પ્રભુ જગન્નાથજીની કૃપા બધા દેશવાસીઓ પર સદૈવ બની રહે. અમરનાથ યાત્રા પણ શરૂ થઈ ગઈ છે અને આગામી કેટલાક દિવસોમાં પંઢરપુર વારી પણ શરૂ થવાની છે. હું આ યાત્રાઓમાં સહભાગી થનારા બધા શ્રદ્ધાળુઓને શુભકામનાઓ આપું છું. પછી કચ્છી નવ વર્ષ - અષાઢી બીજનો તહેવાર પણ છે. આ બધા પર્વ-તહેવારો માટે પણ તમને બધાને ઘણી બધી શુભકામનાઓ. મને વિશ્વાસ છે કે પૉઝિટિવિટી સાથે જોડાયેલા જનભાગીદારીના આ પ્રયાસોને તમે મારી સાથે અવશ્ય શૅર કરતા રહેશો. હું આગામી મહિને તમારી સાથે ફરીથી જોડાવાની પ્રતીક્ષા કરી રહ્યો છું. ત્યાં સુધી તમે તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો. ખૂબ-ખૂબ ધન્યવાદ. નમસ્કાર.
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. ‘મન કી બાત’ના 11૦મા એપિસૉડમાં આપનું સ્વાગત છે. હંમેશાંની જેમ, આ વખતે પણ તમારાં બહુ બધાં સૂચનો, ઇનપૂટ્સ અને કૉમેન્ટ્સ મળ્યાં છે. અને હંમેશાંની જેમ આ વખતે પણ એ પડકાર છે કે કયા-કયા વિષયોને સમાવવામાં આવે. મને સકારાત્મકતાથી ભરેલાં એકથી એક ચડિયાતાં ઇનપૂટ્સ મળ્યાં છે. તેમાં ઘણા બધા એવા દેશવાસીઓનો ઉલ્લેખ છે, જે બીજા માટે આશાનું કિરણ બનીને તેમના જીવનમાં શ્રેષ્ઠતા 8 લાવવામાં લાગેલા છે.
સાથીઓ, કેટલાક દિવસ પછી જ માર્ચે આપણે ‘મહિલા દિવસ’ મનાવીશું. આ વિશેષ દિવસ દેશની વિકાસ યાત્રામાં નારી શક્તિના યોગદાનને નમન કરવાનો અવસર હોય છે. મહા કવિ ભારતિયારજીએ કહ્યું છે કે વિશ્વ ત્યારે જ સમૃદ્ધ થશે જ્યારે મહિલાઓને સમાન અવસર મળશે. આજે ભારતની નારી શક્તિ દરેક ક્ષેત્રમાં પ્રગતિની નવી ઊંચાઈઓને સ્પર્શી રહી છે. કેટલાંક વર્ષ પહેલાં સુધી, કોણે વિચાર્યું હતું કે આપણા દેશમાં, ગામમાં રહેનારી મહિલાઓ પણ ડ્રૉન ઉડાવશે. પરંતુ આજે તે સંભવ થઈ રહ્યું છે. આજે તો ગામેગામમાં ડ્રૉન દીદીની એટલી ચર્ચા થઈ રહી છે, દરેકની જીભે નમો ડ્રૉન દીદી, નમો ડ્રૉન દીદી જ સંભળાય છે. દરેક તેના વિષયમાં ચર્ચા કરી રહ્યું છે. એક બહુ મોટી જિજ્ઞાસા ઉત્પન્ન થઈ છે અને આથી, મેં પણ વિચાર્યું કે આ વખતે ‘મન કી બાત’માં એક નમો ડ્રૉન દીદી સાથે કેમ વાત ન કરીએ . આપણી સાથે આ સમયે નમો ડ્રૉન દીદી સુનીતાજી જોડાયેલાં છે, જે ઉત્તર પ્રદેશના સીતાપુરનાં છે. આવો, તેમની સાથે વાત કરીએ.
મોદીજી: સુનીતા દેવીજી, આપને નમસ્કાર.
સુનીતા દેવી : નમસ્તે સર.
મોદીજી: અચ્છા સુનીતાજી, પહેલાં હું આપના વિષયમાં જાણવા માગું છું. આપના પરિવારના વિષયમાં જાણવા માગું છું. થોડું કંઈક જણાવો.
સુનીતા દેવી : સર, અમારા પરિવારમાં બે બાળકો છે, અમે છીએ, પતિ છે, માતાજી છે મારાં.
મોદીજી: તમે શું ભણેલાં છો, સુનીતાજી.
સુનીતા દેવી : સર, બીએ ફાઇનલ છીએ.
મોદીજી: અને ઘરમાં વેપાર વગેરે શું છે ?
સુનીતા દેવી : ખેતીવાડી સંબંધિત વેપાર અને ખેતી વગેરે કરીએ છીએ.
મોદીજી: અચ્છા સુનીતાજી, આ ડ્રૉન દીદી બનવાની તમારી યાત્રા કેવી રીતે શરૂ થઈ. તમને ટ્રેનિંગ ક્યાં મળી, કેવા-કેવા ફેરફારો, શું થયા, મારે પહેલા એ જાણવું છે.
સુનીતા દેવી : જી સર, ટ્રેનિંગ અમારી ફૂલપુર ઇફ્કૉ કંપનીમાં થઈ હતી ઇલાહાબાદમાં અને ત્યાં જ અમને ટ્રેનિંગ મળી છે.
મોદીજી: તો ત્યાં સુધી તમે ડ્રૉન વિષયમાં સાંભળ્યું હતું ક્યારેય !
સુનીતા દેવી : સર, સાંભળ્યું નહોતું, એક વાર એમ જ જોયું હતું, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જે સીતાપુરનું છે, ત્યાં અમે જોયું હતું, પહેલી વાર ત્યાં જોયું હતું અમે ડ્રૉન.
મોદીજી: સુનીતાજી, મારે એ સમજવું છે કે ધારો કે તમે પહેલા દિવસે ગયાં.
સુનીતા દેવી : જી.
મોદીજી: પહેલા દિવસે તમને ડ્રૉન દેખાડ્યું હશે, પછી કંઈક બૉર્ડ પર ભણાવાયું હશે, કાગળ પર ભણાવાયું હશે, પછી મેદાનમાં લઈ જઈને અભ્યાસ, શું-શું થયું હતું? તમે મને સમજાવી શકો પૂરું વર્ણન ?
સુનીતા દેવી : જી-જી સર, પહેલા દિવસે સર અમે લોકો જ્યારે ત્યાં ગયાં, ત્યારે તેના બીજા દિવસથી અમારા લોકોની ટ્રેનિંગ શરૂ થઈ હતી. પહેલાં તો અમને થિયરી ભણાવવામાં આવી, પછી ક્લાસ ચાલ્યા હતા બે દિવસ. ક્લાસમાં ડ્રૉનમાં કયા-કયા ભાગ છે, કેવી-કેવી રીતે તમારે શું-શું કરવાનું છે, આ બધી બાબતો થિયરીમાં ભણાવવામાં આવી. ત્રીજા દિવસે, સર, અમારા લોકોનું પેપર લેવાયું હતું, તે પછી ફરી સર એક કમ્પ્યૂટર પર પણ પેપર લેવાયું હતું, અર્થાત, પહેલા ક્લાસ ચાલ્યા, પછી ટેસ્ટ લેવામાં આવી. પછી પ્રૅક્ટિકલ કરાવવામાં આવ્યા હતા અમારા લોકોના, અર્થાત્ ડ્રૉન કેવી રીતે ઉડાવવાનું છે, કેવી-કેવી રીતે અર્થાત્ તમારે કંટ્રૉલ કેવી રીતે સંભાળવાનું છે, દરેક ચીજ શીખવાડવામાં આવી હતી પ્રૅક્ટિકલ રીતે.
મોદીજી: પછી ડ્રૉન કામ શું કરશે, તે કેવી રીતે શીખવાડ્યું ?
સુનીતા દેવી : સર, ડ્રૉન કામ કરશે કારણકે જેમ અત્યારે પાક મોટો થઈ રહ્યો છે. વરસાદની ઋતુ કે કંઈ પણ એમ, વરસાદમાં તકલીફ થશે, ખેતરમાં પાકમાં અમે લોકો ઘૂસી નહોતા શકતા, તો મજૂર કેવી રીતે અંદર જશે, તો તેના માધ્યમથી ઘણો ફાયદો ખેડૂતોનો થશે અને ત્યાં ખેતરમાં ઘૂસવું પણ નહીં પડે. અમારું ડ્રૉન જે અમે મજૂર રાખીને કામ કરીએ છીએ તે અમારા ડ્રૉનથી સીમા ઉપર ઊભા રહીને, અમે અમારું એ કામ કરી શકીએ છીએ, કોઈ જીવજંતુ જો ખેતરની અંદર છે તો તેનાથી અમારે સાવધાની રાખવી પડશે, કોઈ તકલીફ નથી થતી અને ખેડૂતોને પણ ખૂબ જ સારું લાગે છે. સર, અમે ૩5 એકર જમીન પર છંટકાવ કરી ચૂક્યાં છીએ અત્યાર સુધીમાં.
મોદીજી: તો ખેડૂતોને પણ ખબર છે કે તેનો ફાયદો છે ?
સુનીતા દેવી : જી સર, ખેડૂતો તો બહુ સંતુષ્ટ હોય છે. કહે છે કે ખૂબ જ સારું લાગે છે. સમયની પણ બચત થાય છે. બધી સુવિધાનું તમે પોતે જ ધ્યાન રાખો છો. પાણી, દવા, બધું જ સાથે રાખો છો અને અમારે લોકોએ આવીને કેવળ ખેતર બતાવવું પડે છે કે ક્યાંથી ક્યાં સુધી મારું ખેતર છે અને બધું કામ અડધા કલાકમાં જ પતાવી દઉં છું.
મોદીજી: તો આ ડ્રૉન જોવા માટે બીજા લોકો પણ આવતા હશે, તો પછી ?
સુનીતા દેવી : સર, ખૂબ જ ભીડ આવી જાય છે. ડ્રૉન જોવા માટે ખૂબ જ લોકો આવી જાય છે. જે મોટા-મોટા ખેડૂત લોકો છે, તે લોકો પણ નંબર લઈ જાય છે કે અમે પણ તમને બોલાવીશું છંટકાવ માટે.
મોદીજી: અચ્છા. કારણકે મારું એક મિશન છે લખપતિ દીદી બનાવવાનું. જો આજે દેશ ભરની બહેનો સાંભળી રહી હોય તો એક ડ્રૉન દીદી આજે પહેલી વાર મારી સાથે વાત કરી રહી છે, તો શું કહેવા ઈચ્છશો તમે ?
સુનીતા દેવી : જેવી રીતે આજે હું એકલી ડ્રૉન દીદી છું, તો આવી જ હજારો બહેનો આગળ આવે કે મારી જેવી ડ્રૉન દીદી તેઓ પણ બને અને મને ખૂબ જ ખુશી થશે કે જ્યારે હું એકલી છું, મારી સાથે બીજા હજારો લોકો ઊભા રહેશે, તો ખૂબ જ સારું લાગશે કે અમે એકલાં નહીં, ઘણી બધીબહેનો આપણી સાથે ડ્રૉન દીદીના નામથી ઓળખાય છે.
મોદીજી: ચાલો સુનીતાજી, મારી તરફથી તમને ખૂબ ખૂબ અભિનંદન. આ નમો ડ્રૉન દીદી, આ દેશમાં કૃષિને આધુનિક બનાવવાનું એક ખૂબ જ મોટું માધ્યમ બની રહી છે. મારી ખૂબ-ખૂબ શુભકામનાઓ.
સુનીતા દેવી : થેંક યૂ, થેંક યૂ સર.
મોદીજી: થેંક યૂ.
સાથીઓ, આજે દેશમાં કોઈ પણ ક્ષેત્ર એવું નથી કે જેમાં દેશની નારી શક્તિ પાછળ રહી ગઈ હોય. એક બીજું ક્ષેત્ર, જ્યાં મહિલાઓએ, પોતાની નેતૃત્વ ક્ષમતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે, તે છે – પ્રાકૃતિક ખેતી, જળ સંરક્ષણ અને સ્વચ્છતા. કેમિકલથી આપણી ધરતી માતાને જે કષ્ટ થઈ રહ્યું છે, જે પીડા થઈ રહી છે, જે વેદના થઈ રહી છે, આપણી ધરતી માને બચાવવામાં દેશની માતૃશક્તિ મોટી ભૂમિકા નિભાવી રહી છે. દેશના ખૂણા-ખૂણામાં મહિલાઓ હવે પ્રાકૃતિક ખેતીને વિસ્તાર આપી રહી છે.
આજે જો દેશમાં ‘જળ જીવન મિશન’ અંતર્ગત આટલું કામ થઈ રહ્યું છે તો તેની પાછળ પાણી સમિતિઓની ખૂબ જ મોટી ભૂમિકા છે. આ પાણી સમિતિનું નેતૃત્વ મહિલાઓની પાસે જ છે. તે ઉપરાંત પણ બહેનો-દીકરીઓ, જળ સંરક્ષણ માટે ચારે તરફથી પ્રયાસ કરી રહી છે. મારી સાથે ફૉન લાઇન પર આવાં જ એક મહિલા છે કલ્યાણી પ્રફુલ્લ પાટીલ જી. તેઓ મહારાષ્ટ્રનાં છે. આવો, કલ્યાણી પ્રફુલ્લ પાટીલજી સાથે વાત કરીને, તેમનો અનુભવ જાણીએ.
મોદીજી: કલ્યાણીજી, નમસ્તે.
કલ્યાણીજી : નમસ્તે સરજી નમસ્તે.
મોદીજી: કલ્યાણીજી, પહેલાં તો તમે તમારા વિષયમાં, તમારા પરિવારના વિષયમાં, તમારા કામકાજના વિષયમાં જરા બતાવો.
કલ્યાણીજી : સર, હું એમએસસી માઇક્રૉબાયૉલૉજી છું અને મારા ઘરમાં મારા પતિદેવ, મારી સાસુ અને મારાં બે બાળકો છે અને ત્રણ વર્ષથી હું મારી ગ્રામ પંચાયતમાં કાર્યરત છું.
મોદીજી: અને પછી ગામમાં ખેતીના કામમાં લાગી ગયાં ? કારણકે તમારી પાસે પાયાનું જ્ઞાન પણ છે, તમારું ભણતર પણ આ ક્ષેત્રમાં થયું છે અને હવે તમે ખેતી સાથે જોડાઈ ગયાં છો, તો કયા-કયા નવા પ્રયોગ કર્યા છે તમે ?
કલ્યાણીજી : સર, અમે જે દસ પ્રકારની અમારી વનસ્પતિ છે, તેને એકત્રિત કરીને, તેમાંથી અમે ઑર્ગેનિક સ્પ્રે બનાવી જેમ કે જે અમે પેસ્ટિસાઇડ વગેરે સ્પ્રે કરતાં તો તેનાથી પેસ્ટ વગેરે જે આપણાં મિત્ર જીવડા એટલે (પેસ્ટ) હોય તે પણ નષ્ટ થઈ જતાં હતાં
અને અમારી જમીનનું પ્રદૂષણ થાય છે જે તો ત્યારે કેમિકલ ચીજો જે પાણીમાં ભળી રહી છે તેના કારણે આપણા શરીર પર પણ હાનિકારક પરિણામ જોવાં મળી રહ્યાં છે, તેના કારણે અમે ઓછામાં ઓછું પેસ્ટિસાઇડનો ઉપયોગ કરીએ છીએ.
મોદીજી: તો એક પ્રકારે તમે પૂરી રીતે પ્રાકૃતિક ખેતી તરફ જઈ રહ્યાં છો…?
કલ્યાણીજી : હા,સર જે આપણી પારંપરિક ખેતી છે, તેવી અમે કરી ગયા વર્ષે.
મોદીજી: શું અનુભવ થયો, પ્રાકૃતિક ખેતીમાં ?
કલ્યાણીજી : સર, જે આપણી મહિલાઓ છે, તેમનો જે ખર્ચ છે, તે ઓછો લાગ્યો અને જે ઉત્પાદનો છે, સર, તો તે સમાધાન મેળવીને, અમે વિધાઉટ પેસ્ટ તે કર્યું કારણકે હવે કેન્સરનું પ્રમાણ જે વધી રહ્યું છે, જેમ કે શહેરી વિસ્તારોમાં તો છે જ, પરંતુ ગામડામાં પણ તેનું પ્રમાણ વધી રહ્યું છે, તો તે રીતે જો તમારે તમારા આગળના પરિવારને સુરક્ષિત કરવો હોય તો આ માર્ગ અપનાવવો આવશ્યક છે. તે રીતે તે મહિલાઓ પણ સક્રિય સહભાગ તેની અંદર દેખાડી રહી છે.
મોદીજી: અચ્છા કલ્યાણીજી, તમે કંઈક જળ સંરક્ષણમાં પણ કામ કર્યું છે ? તેમાં તમે શું કર્યું છે ?
કલ્યાણીજી : સર, રેઇનવૉટર હાર્વેસ્ટિંગ આપણી જેટલી પણ સરકારી ઇમારતો છે, જેમ કે પ્રાથમિક શાળા લઈ લો, આંગણવાડી લઈ લો,
અમારી ગ્રામ પંચાયતની જે બિલ્ડિંગ છે, ત્યાંનું જે પાણી છે, વરસાદનું, તે, બધું એકઠું કરીને, અમે એક જગ્યાએ કલેક્ટ કરેલું છે અને જે રિચાર્જ શાફ્ટ છે, સર, કે જે વરસાદનું પાણી જે પડે છે, તે, જમીનની અંદર ઉતરવું જોઈએ, તો તે રીતે અમે 2૦ રિચાર્જ શાફ્ટ અમારા ગામની અંદર કરેલા છે અને 5૦ રિચાર્જ શાફ્ટની અનુમતિ મળી ગઈ છે. હવે ટૂંક સમયમાં જ, તેનું પણ કામ ચાલુ થવાનું છે.
મોદીજી: ચાલો, કલ્યાણીજી,તમારી સાથે વાત કરીને ખૂબ ખુશી થઈ.તમને ખૂબ-ખૂબ શુભકામનાઓ.
કલ્યાણીજી : સર ધન્યવાદ, સર ધન્યવાદ. મને પણ આપની સાથે વાત કરીને ખૂબ જ ખુશી થઈ. અર્થાત્ મારું જીવન સંપૂર્ણ રીતે સાર્થક થયું, એવું હું માનું છું.
મોદીજી: બસ, સેવા કરો.
મોદીજી: ચાલો, તમારું નામ જ કલ્યાણી છે, તો તમારે કલ્યાણ કરવાનું જ છે. ધન્યવાદ જી. નમસ્કાર.
કલ્યાણીજી : ધન્યવાદ સર. ધન્યવાદ.
સાથીઓ, ચાહે સુનીતાજી હોય કે કલ્યાણીજી, અલગ-અલગ ક્ષેત્રોમાં નારી શક્તિની સફળતા ખૂબ જ પ્રેરક છે. હું ફરી એક વાર આપણી નારી શક્તિની આ ભાવનાની હૃદયથી પ્રશંસા કરું છું.
મારા પ્રિય દેશવાસીઓ, આજે આપણા બધાનાં જીવનમાં ટૅક્નૉલૉજી નું મહત્ત્વ ખૂબ જ વધી ગયું છે. મોબાઇલ ફૉન, ડિજિટલ ગેજેટ્સ, આપણા બધાંની જિંદગીનો મહત્ત્વપૂર્ણ હિસ્સો બની ગયાં છે. પરંતુ શું તમે કલ્પના કરી શકો છો કે ડિજિટલ ગેજેટ્સની મદદથી હવે વન્ય જીવોની સાથે તાલમેળ કરવામાં પણ મદદ મળી રહી છે ? કેટલાક દિવસ પછી, 3 માર્ચે, ‘વિશ્વ વન્ય જીવ દિવસ’ છે. આ દિવસને વન્ય જીવોના સંરક્ષણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી મનાવાય છે. આ વર્ષે વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ડેની થીમમાં ડિજિટલ ઇન્નૉવેશનને સર્વોપરિ રખાયું છે. તમને એ જાણીને આનંદ થશે કે આપણા દેશના અલગ-અલગ હિસ્સામાં વન્ય જીવોના સંરક્ષણ માટે ટૅક્નૉલૉજીનો ખૂબ ઉપયોગ થઈ રહ્યો છે. ગત કેટલાંક વર્ષમાં સરકારના પ્રયાસોથી દેશમાં વાઘની સંખ્યા વધી છે. મહારાષ્ટ્રના ચંદ્રપુરના ટાઇગર રિઝર્વમાં વાઘની સંખ્યા અઢીસોથી વધુ થઈ ગઈ છે. ચંદ્રપુર જિલ્લામાં માણસ અને વાઘના સંઘર્ષને ઓછો કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદ લેવામાં આવી રહી છે. અહીં ગામ અને જંગલની સીમા પર કેમેરા લગાવવામાં આવ્યા છે. જ્યારે પણ કોઈ વાઘ ગામની નજીક આવે છે તો આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ ની મદદથી સ્થાનિક લોકોને મોબાઇલ પર એલર્ટ મળી જાય છે. આજે આ ટાઇગર રિઝર્વની આસપાસનાં 1૩ ગામોમાં આ વ્યવસ્થાથી લોકોને ખૂબ જ સુવિધા થઈ ગઈ છે અને વાઘને પણ સુરક્ષા મળી છે.
સાથીઓ, આજે યુવા સાહસિકો પણ વન્ય જીવ સંરક્ષણ અને પર્યાવરણ પર્યટન માટે નવાં-નવાં સંશોધનો સામે લાવી રહ્યાં છે. ઉત્તરાખંડના રુડકીમાં રૉટર પ્રિસિશન ગ્રૂપે વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના સહયોગથી એવું ડ્રૉન તૈયાર કર્યું છે, જેનાથી કેન નદીમાં મગર પર નજર રાખવામાં મદદ મળી રહી છે. આ રીતે બેંગલુરુની એક કંપનીએ ‘બઘીરા’ અને ‘ગરુડ’ નામની ઍપ તૈયાર કરી છે. બઘીરા ઍપથી જંગલ યાત્રા દરમિયાન વાહનની ગતિ અને બીજી ગતિવિધિઓ પર નજર રાખી શકાય છે.
દેશના અનેક ટાઇગર રિઝર્વમાં તેનો ઉપયોગ થઈ રહ્યો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઇન્ટરનેટ ઑફ થિંગ્સ પર આધારિત ગરુડ ઍપને કોઈ પણ સીસીટીવી સાથે જોડીને વાસ્તવિક સમયમાં સતર્કતાનો સંદેશ મળવા લાગે છે. વન્ય જીવોના સંરક્ષણની દિશામાં આ પ્રકારના દરેક પ્રયાસથી આપણા દેશની જૈવ વિવિધતા વધુ સમૃદ્ધ થઈ રહી છે.
સાથીઓ, ભારતમાં તો પ્રકૃતિની સાથે તાલમેળ આપણી સંસ્કૃતિનો અભિન્ન હિસ્સો રહ્યો છે. આપણે હજારો વર્ષોથી પ્રકૃતિ અને વન્ય જીવોની સાથે સહ અસ્તિત્વની ભાવનાથી રહેતા આવ્યા છીએ . જો તમે ક્યારેક મહારાષ્ટ્રના મેલઘાટ ટાઇગર રિઝર્વ જાવ તો ત્યાં સ્વયં તેનો અનુભવ કરી શકશો. આ ટાઇગર રિઝર્વ પાસે ખટકલી ગામમાં રહેનારા આદિવાસી પરિવારોએ સરકારની સહાયથી પોતાના ઘરને હૉમ સ્ટેમાં બદલી નાખ્યું છે. તે તેમની કમાણીનું ખૂબ મોટું સાધન બની રહ્યું છે. આ ગામમાં રહેનારા કોરકુ જનજાતિના પ્રકાશ જામકરજીએ પોતાની બે હૅક્ટર જમીન પર સાત ઓરડાનો હૉમ સ્ટે તૈયાર કર્યો છે. તેમને ત્યાં રોકાનારા પર્યટકોના ખાવાપીવાની વ્યવસ્થા તેમનો પરિવાર જ કરે છે. પોતાના ઘરની આસપાસ તેમણે ઔષધીય છોડની સાથે આંબો અને કૉફીનું ઝાડ પણ લગાવ્યું છે. તેનાથી પર્યટકોનું આકર્ષણ તો વધ્યું જ છે, બીજા લોકો માટે પણ રોજગારના નવા અવસરો બન્યા છે.
મારા પ્રિય દેશવાસીઓ, જ્યારે પશુપાલનની વાત કરીએ છીએ તો, ઘણી વાર ગાય-ભેંસ સુધી જ અટકી જઈએ છીએ પરંતુ બકરી પણ એક મહત્ત્વનું પશુ ધન છે, જેની એટલી ચર્ચા થતી નથી. દેશનાં અલગ-અલગ ક્ષેત્રોમાં અનેક લોકો બકરી પાલન સાથે પણ જોડાયેલા છે. ઓડિશાના કાલાહાંડીમાં બકરી પાલન, ગામના લોકોની આજીવિકાની સાથોસાથ તેમના જીવન સ્તરને ઉપર લાવવાનું પણ એક મોટું માધ્યમ બની રહ્યું છે.
આ પ્રયાસની પાછળ જયંતી મહાપાત્રજી અને તેમના પતિ બીરેન સાહુજીનો એક મોટો નિર્ણય છે. તેઓ બંને બેંગલુરુના મેનેજમેન્ટ વ્યાવસાયિકો હતાં, પરંતુ તેમણે વિરામ લઈને કાલાહાંડીના સાલેભાટા ગામ આવવાનો નિર્ણય કર્યો. તે લોકો કંઈક એવું કરવા ઈચ્છતા હતા જેનાથી ત્યાંના ગ્રામીણોની સમસ્યાઓનું સમાધાન પણ થાય, સાથે જ તેઓ સશક્ત પણ બને. સેવા અને સમર્પણથી ભરેલા પોતાના આ વિચારની સાથે તેમણે માણિકાસ્તુ એગ્રોની સ્થાપના કરી અને ખેડૂતો સાથે કામ શરૂ કર્યું. જયંતીજી અને બીરેનજીએ અહીં એક રસપ્રદ માણિકાસ્તુ ગૉટ બૅંક પણ ખોલી છે. તેઓ સામુદાયિક સ્તર પર બકરી પાલનને ઉત્તેજન આપી રહ્યાં છે. તેમના બકરી ખેતરમાં લગભગ કેટલાય ડઝન બકરીઓ છે. માણિકાસ્તુ ગૉટ બૅંકે તેના ખેડૂતો માટે એક પૂરી પ્રણાલિ તૈયાર કરી છે. તેના દ્વારા ખેડૂતોને 24 મહિના માટે બે બકરીઓ આપવામાં આવે છે. બે વર્ષમાં બકરીઓ ૯થી 1૦ બાળકોને જન્મ આપે છે, તેમાંથી છ બાળકોને બૅંક રાખે છે, બાકી તેના પરિવારને આપી દેવામાં આવે છે, જે બકરી પાલન કરે છે. એટલું જ નહીં, બકરીઓની દેખભાળ માટે આવશ્યક સેવાઓ પણ પ્રદાન કરવામાં આવે છે. આજે 5૦ ગામના 1૦૦૦થી વધુ ખેડૂતો આ દંપતી સાથે જોડાયેલાં છે. તેની મદદથી ગામના લોકો પશુપાલનના ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફ વધી રહ્યા છે. મને એ જોઈને ખૂબ જ સારું લાગે છે કે વિભિન્ન ક્ષેત્રોમાં સફળ વ્યાવસાયિકો નાના ખેડૂતોને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે નવી-નવી રીતો અપનાવી રહ્યા છે. તેમનો આ પ્રયાસ પ્રત્યેકને પ્રેરિત કરનારો છે.
મારા પ્રિય દેશવાસીઓ, આપણી સંસ્કૃતિની શીખામણ છે –‘परमार्थपरमोधर्मः’અર્થાત્ બીજાની મદદ કરવી જ સૌથી મોટું કર્તવ્ય છે. આ ભાવના પર ચાલતા આપણા દેશના અગણિત લોકો નિઃસ્વાર્થ ભાવથી બીજાની સેવા કરવામાં પોતાનું જીવન સમર્પિત કરી દે છે.
આવી જ એક વ્યક્તિ છે- બિહારમાં ભોજપુરના ભીમસિંહ ભવેશજી. પોતાના ક્ષેત્રના મુસહર જાતિના લોકો વચ્ચે તેમનાં કાર્યોની ઘણી ચર્ચા છે. આથી મને લાગ્યું કે કેમ નહીં, આજે તેમના વિશે પણ તમારી સાથે વાત કરવામાં આવે. બિહારમાં મુસહર એક અત્યંત વંચિત સમુદાય રહ્યો છે, ખૂબ જ ગરીબ સમુદાય રહ્યો છે. ભીમસિંહ ભવેશજીએ આ સમુદાયનાં બાળકોના શિક્ષણ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જેથી તેમનું ભવિષ્ય ઉજ્જવળ થઈ શકે. તેમણે મુસહર જાતિના લગભગ આઠ હજાર બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો છે. તેમણે એક મોટું પુસ્તકાલય પણ બનાવ્યું છે જેનાથી બાળકોને ભણવાની વધુ સારી સુવિધા મળી રહી છે. ભીમસિંહજી, પોતાના સમુદાયના સભ્યોને જરૂરી દસ્તાવેજો બનાવવામાં, તેમના ફૉર્મ ભરાવવામાં પણ મદદ કરે છે. તેનાથી જરૂરી સાધનો સુધી ગામના લોકોની પહોંચ વધુ સારી થઈ છે. લોકોનું સ્વાસ્થ્ય વધુ સારું થાય, તે માટે તેમણે 1૦૦થી વધુ મેડિકલ કૅમ્પ યોજ્યા છે. જ્યારે કોરોનાનું મહા સંકટ માથા પર હતું, ત્યારે ભીમસિંહજીએ પોતાના ક્ષેત્રના લોકોને રસી લેવા માટે ખૂબ જ પ્રોત્સાહિત કર્યા. દેશના અલગ-અલગ હિસ્સામાં ભીમસિંહ ભવેશજી જેવા અનેક લોકો છે, જે સમાજમાં આવાં અનેક સારાં કાર્યોમાં લાગેલા છે. એક જવાબદાર નાગરિક તરીકે આપણે આ રીતે પોતાનાં કર્તવ્યોનું પાલન કરીશું તો, આ એક સશક્ત રાષ્ટ્રના નિર્માણમાં ખૂબજ મદદરૂપ સાબિત થશે.
મારા પ્રિય દેશવાસીઓ, ભારતની સુંદરતા અહીંની વિવધતા અને આપણી સંસ્કૃતિના અલગ-અલગ રંગોમાં પણ સમાહિત છે. મને એ જોઈને સારું લાગે છે કે કેટલાય લોકો નિઃસ્વાર્થ ભાવથી ભારતીય સંસ્કૃતિના સંરક્ષણ અને તેને સજાવવા-નિખારવાના પ્રયાસોમાં લાગેલા છે. તમને આવા લોક ભારતના દરેક હિસ્સામાં મળી જશે. તેમાંથી મોટી સંખ્યા એવા લોકોની પણ છે, જે ભાષાના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે.
જમ્મુ-કાશ્મીરમાં ગાન્દરબલના મોહમ્મદ માનશાહજી છેલ્લા ત્રણ દાયકાથી ગોજરી ભાષાને સંરક્ષિત કરવાના પ્રયાસોમાં લાગેલા છે. તેઓ ગુજ્જર બકરવાલ સમુદાયના છે જે એક જનજાતીય સમુદાય છે. તેમને બાળપણમાં ભણતર માટે કઠિન પરિશ્રમ કરવો પડતો હતો, તેઓ પ્રતિ દિન 2૦ કિલોમીટર ચાલીને જતા હતા. આ પ્રકારના પડકારો વચ્ચે તેમણે અનુસ્નાતકની ડિગ્રી મેળવી અને આવામાં જ તેમનો પોતાની ભાષાને સંરક્ષિત કરવાનો સંકલ્પ દૃઢ થયો. સાહિત્યના ક્ષેત્રમાં માનશાહજીનાં કાર્યોનું વર્તુળ એટલું મોટું છે કે તેને લગભગ 5૦ સંસ્કરણોમાં સમાવાયું છે. તેમાં કવિતાઓ અને લોકગીત પણ સમાવિષ્ટ છે. તેમણે અનેક પુસ્તકોનો અનુવાદ ગોજરી ભાષામાં કર્યો છે.
સાથીઓ, અરુણાચલ પ્રદેશના તિરપના બનવંગ લોસુજી એક શિક્ષક છે. તેમણે વાંચો ભાષાના પ્રસારમાં પોતાનું મહત્ત્વપૂર્ણ યોગદાન કર્યું છે. આ ભાષા અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને આસામના કેટલાક હિસ્સાઓમાં બોલવામાં આવે છે. તેમણે એક લેન્ગવેજ સ્કૂલ બનાવવાનું કામ કર્યું છે. તેમણે વાંચો ભાષાની એક લિપિ પણ તૈયાર કરી છે. તેઓ નવી પેઢીને પણ વાંચો ભાષા શીખવી રહ્યા છે જેથી તેને લુપ્ત થવાથી બચાવી શકાય.
સાથીઓ, આપણા દેશમાં ઘણા બધા લોકો એવા પણ છે, જે ગીતો અને નૃત્યોના માધ્યમથી આપણી સંસ્કૃતિ અને ભાષાને સંરક્ષિત કરવામાં લાગેલા છે. કર્ણાટકના વેંકપ્પા અમ્બાજી સુગેતકરનું જીવન પણ આ બાબતમાં ખૂબ પ્રેરણાદાયી છે.અંહીના બગલકોટના રહેવાસી સુગેતકરજી એક લોકગયક છે. તેમણે 1૦૦૦થી વધુ ગોંધલી ગીતો ગાયાં છે, સાથે જ, આ ભાષામાં, વાર્તાઓનો પણ ખૂબ પ્રચાર-પ્રસાર કર્યો છે. તેમણે ફી લીધા વગર, સેંકડો વિદ્યાર્થીઓને ટ્રેનિંગ પણ આપી છે. ભારતમાં ઉમંગ અને ઉત્સાહથી ભરેલા આવા લોકોની ખોટ નથી, જે, આપણી સંસ્કૃતિને નિરંતર સમૃદ્ધ બનાવી રહ્યા છે.
તમે પણ તેમાંથી પ્રેરણા લો, કંઈક પોતાની રીતે કરવાનો પ્રયાસ કરો. તમને ખૂબ જ સંતોષનો અનુભવ થશે.
મારા પ્રિય દેશવાસીઓ, બે દિવસ પહેલાં હું વારાણસીમાં હતો અને ત્યાં મેં એક ખૂબ જ શાનદાર ફૉટો પ્રદર્શન જોયું. કાશી અને આસપાસના યુવાનોએ કેમેરામાં જે દૃશ્યો ઝડપ્યાં છે, તે અદ્ભુત છે. તેમાં ઘણા ફૉટોગ્રાફ એવા છે, જે મોબાઇલ કેમેરાથી પાડવામાં આવ્યા હતા. ખરેખર, આજે જેમની પાસે મોબાઇલ છે, તે એક કન્ટેન્ટ ક્રીએટર બની ગયા છે. લોકોને પોતાની કળા અને પ્રતિભા દેખાડવામાં સૉશિયલ મીડિયાએ પણ ખૂબ જ મદદ કરી છે. ભારતના આપણા યુવા સાથી કન્ટેન્ટ ક્રીએશનના ક્ષેત્રમાં કમાલ કરી રહ્યા છે. ચાહે કોઈ પણ સૉશિયલ મીડિયા મંચ હોય, તમને અલગ-અલગ વિષયો પર અલગ-અલગ કન્ટેન્ટ શૅર કરતા આપણા યુવા સાથી મળી જ જશે. પર્યટન હોય કે સમાજ સેવા હોય, જનભાગીદારી હોય કે પછી પ્રેરક જીવન યાત્રા, તેની સાથે જોડાયેલાં અનેક પ્રકારનાં કન્ટેન્ટ સૉશિયલ મીડિયા પર મળે છે. કન્ટેન્ટ ક્રીએટ કરી રહેલા દેશના યુવાનોનો અવાજ આજે ખૂબ જ પ્રભાવી બની ચૂક્યો છે. તેમની પ્રતિભાને સન્માન આપવા માટે દેશમાં નેશનલ ક્રીએટર્સ એવૉર્ડ શરૂ કરવામાં આવ્યો છે. તેની અંતર્ગત અલગ-અલગ શ્રેણીમાં તે ચેન્જ મેકર્સને સન્માનિત કરવાની તૈયારી છે, જે સામાજિક પરિવર્તનને પ્રભાવી અવાજ બનાવવા માટે ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરી રહ્યા છે. આ કન્ટેસ્ટ My Gov પર ચાલી રહી છે અને હું કન્ટેન્ટ ક્રીએટર્સને તેની સાથે જોડાવા માટે અનુરોધ કરીશ. તમે પણ જો આવા ઇન્ટરેસ્ટિંગ કન્ટેન્ટ ક્રીએટર્સને જાણતા હો, તો તેમને નેશનલ ક્રીએટર્સ એવૉર્ડ માટે જરૂર નામાંકિત કરો.
મારા પ્રિય દેશવાસીઓ, મને એ વાતનો આનંદ છે કે કેટલાક દિવસ પહેલાં જ ચૂંટણી પંચે એક બીજા અભિયાનનો પ્રારંભ કર્યો છે – ‘મારો પહેલો વૉટ દેશ માટે’. તેના દ્વારા વિશેષ રૂપે ફર્સ્ટ ટાઇમ વૉટર્સને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. ભારતને જોશ અને ઊર્જાથી ભરપૂર પોતાની યુવા શક્તિ પર ગર્વ છે. આપણા યુવા સાથી ચૂંટણી પ્રક્રિયામાં જેટલી વધુ ભાગીદારી કરશે, તેનાં પરિણામો દેશ માટે એટલાં જ લાભદાયક નિવડશે. હું પણ ફર્સ્ટ ટાઇમ વૉટર્સને અનુરોધ કરીશ કે તેઓ રેકૉર્ડ સંખ્યામાં વૉટ કરે. 18ના થયા પછી તમને 18મી લોકસભા માટે સભ્ય ચૂંટવાનો અવસર મળી રહ્યો છે. અર્થાત્ તે 18મી લોકસભા પણ યુવા આકાંક્ષાની પ્રતીક હશે. આથી, તમારા વૉટનું મહત્ત્વ ખૂબ વધી ગયું છે. સામાન્ય ચૂંટણીની આ હલચલ વચ્ચે, તમે, યુવાનો, ન માત્ર, રાજકીય ગતિવિધિઓનો હિસ્સો બનો, પરંતુ આ દરમિયાન ચર્ચા અને સંવાદ વિશે પણ જાગૃત બન્યા રહો. અને યાદ રાખજો, ‘મારો પહેલો વૉટ – દેશ માટે’. હું દેશના ઇન્ફ્લુઅન્સર્સને પણ અનુરોધ કરીશ, ચાહે તે ખેલ જગતના હોય, ફિલ્મ જગતના હોય, સાહિત્ય જગતના હોય, બીજા વ્યાવસાયિકો હોય કે આપણા ઇન્સ્ટાગ્રામ અને યૂટ્યૂબના ઇન્ફ્લુઅન્સર્સ હોય, તેઓ પણ આ અભિયાનમાં ઉત્સાહથી હિસ્સો લે અને આપણા ફર્સ્ટ ટાઇમ વૉટર્સને મૉટિવેટ કરે.
સાથીઓ, ‘મન કી બાત’ના આ એપિસૉડમાં મારી સાથે આટલું જ. દેશમાં લોકસભા ચૂંટણીનું વાતાવરણ છે અને જેમ ગયા વખતે થયું હતું, સંભાવના છે કે માર્ચ મહિનામાં આચાર સંહિતા પણ લાગી જશે. તે ‘મન કી બાત’ની ખૂબ મોટી સફળતા છે કે ગત 11૦ એપિસૉડમાં આપણે તેને સરકારના પડછાયાથી પણ દૂર રાખી છે. ‘મન કી બાત’માં દેશની સામૂહિક શક્તિની વાત હોય છે, દેશની ઉપલબ્ધિની વાત હોય છે.
તે એક રીતે જનતાનો, જનતા માટે, જનતા દ્વારા તૈયાર થતો કાર્યક્રમ છે. પરંતુ તેમ છતાં, રાજકીય મર્યાદાનું પાલન કરતા, લોકસભા ચૂંટણીના આ દિવસોમાં હવે આગામી ત્રણ મહિના ‘મન કી બાત’નું પ્રસારણ નહીં થાય. હવે જ્યારે તમારી સાથે ‘મન કી બાત’માં સંવાદ થશે તો તે ‘મન કી બાત’નો 111મો એપિસૉડ હશે. આગામી સમયે ‘મન કી બાત’નો પ્રારંભ 111ના શુભ અંકથી થાય તો તેનાથી સારું ભલા બીજું શું હોઈ શકે ? પરંતુ સાથીઓ, તમારે મારું એક કામ કરતા રહેવાનું છે. ‘મન કી બાત’ ભલે ત્રણ મહિના માટે થંભી રહી છે, પરંતુ દેશની ઉપલબ્ધિઓ થોડી અટકશે, આથી તમે ‘મન કી બાત’ હૅશટૅગ (#) સાથે સમાજની ઉપલબ્ધિઓ, દેશની ઉપલબ્ધિઓને સૉશિયલ મીડિયા પર મૂકતા રહો. કેટલાક સમય પહેલાં એક યુવાને મને એક સારું સૂચન કર્યું હતું. સૂચન એ હતું કે ‘મન કી બાત’ના અત્યાર સુધીના એપિસૉડમાંથી નાના-નાના વિડિયો યૂટ્યૂબ શૉર્ટ્સ તરીકે શૅર કરવા જોઈએ. આથી હું ‘મન કી બાત’ના શ્રોતાઓને આગ્રહ કરીશ કે આવા શૉર્ટ્સને ખૂબ જ શૅર કરો.
સાથીઓ, જ્યારે આગામી વખતે તમારી સાથે સંવાદ થશે, તો પછી, નવી ઊર્જા, નવી જાણકારી સાથે તમને મળીશ. તમે તમારું ધ્યાન રાખજો, ખૂબ-ખૂબ ધન્યવાદ. નમસ્કાર.
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. 2024નો આ પહેલો ‘મન કી બાત’નો કાર્યક્રમ છે. અમૃતકાળમાં એક નવી ઉંમગ છે, નવી તરંગ છે. બે દિવસ પહેલાં આપણે સહુ દેશવાસીઓએ 75મા પ્રજાસત્તાક દિવસને ખૂબ ધામધૂમથી ઉજવ્યો છે. આ વર્ષે આપણાં બંધારણને પણ 75 વર્ષ થઈ રહ્યાં છે અને સર્વોચ્ચ ન્યાયાલયને પણ 75 વર્ષ થઈ રહ્યાં છે. આપણા લોકતંત્રનું પર્વ, મધર ઑફ ડેમોક્રેસીના રૂપમાં ભારતને વધુ સશક્ત બનાવે છે. ભારતનું બંધારણ એટલા ગહન મંથન પછી બન્યું છે કે તેને જીવંત દસ્તાવેજ કહેવાય છે. આ બંધારણની મૂળ પ્રતિના ત્રીજા અધ્યાયમાં ભારતના નાગરિકોના મૂળભૂત અધિકારોનું વર્ણન કરવામાં આવ્યું છે અને એ ખૂબ જ રસપ્રદ છે કે ત્રીજા અધ્યાયના આરંભમાં આપણા બંધારણ ઘડવૈયાઓએ ભગવાન રામ, માતા સીતા અને લક્ષ્મણજીનાં ચિત્રોને સ્થાન આપ્યું હતું. પ્રભુ રામનું શાસન આપણા બંધારણ ઘડવૈયાઓ માટે પણ પ્રેરણાનું સ્રોત હતું અને આથી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં મેં ‘દેવથી દેશ’ની વાત કરી હતી, ‘રામથી રાષ્ટ્ર’ની વાત કરી હતી.
સાથીઓ, અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના અવસરે દેશના કરોડો લોકોને જાણે કે એક સૂત્રમાં બાંધી દીધા છે. બધાની ભાવના એક, બધાની ભક્તિ એક, બધાની વાતોમાં રામ, બધાનાં હૃદયમાં રામ. દેશના અનેક લોકોએ આ દરમિયાન રામ ભજન ગાઈને તેમને શ્રી રામનાંચરણોમાં સમર્પિત કર્યાં. 22 જાન્યુઆરીની સાંજે સમગ્ર દેશે રામજ્યોતિ પ્રગટાવી, દિવાળી ઉજવી. આ દરમિયાન દેશે સામૂહિકતાની શક્તિ જોઈ, જે વિકસિત ભારતના આપણા સંકલ્પોનો પણ ખૂબ જ મોટો આધાર છે. મેં દેશના લોકોને અનુરોધ કર્યો હતો કે મકરસંક્રાંતિથી 22 જાન્યુઆરી સુધી સ્વચ્છતાનું અભિયાન ચલાવવામાં આવે. મને સારું લાગ્યું કે લાખો લોકોએ શ્રદ્ધાભાવથી જોડાઈને પોતાના ક્ષેત્રનાં ધાર્મિક સ્થાનોની સાફ-સફાઈ કરી. મને અનેક લોકોએ તેની સાથે જોડાયેલી તસવીરો મોકલી છે- વિડિયો મોકલ્યા છે – આ ભાવના અટકવી ન જોઈએ, આ અભિયાન અટકવું ન જોઈએ. સામૂહિકતાની આ શક્તિ, આપણા દેશને સફળતાની નવી ઊંચાઈ પર પહોંચાડશે.
મારા પ્રિય દેશવાસીઓ, આ વખતે 26 જાન્યુઆરીની પરેડ ખૂબ જ અદ્ભુત રહી, પરંતુ સૌથી વધુ ચર્ચા પરેડમાં મહિલા શક્તિને જોઈને થઈ, જ્યારે કર્તવ્ય પથ પર, કેન્દ્રીય સુરક્ષા દળો અને દિલ્લી પોલીસની મહિલા ટુકડીઓએ કદમતાલ શરૂ કર્યું તો બધા ગર્વથી પ્રસન્ન થઈ ગયા. મહિલા બૅન્ડની માર્ચ જોઈને, તેમનો જબરદસ્ત તાલમેળ જોઈને, દેશ-વિદેશમાં લોકો ઝૂમી ઉઠ્યા. આ વખતે પરેડમાં માર્ચ કરનારી 20 ટુકડીઓમાંથી 11 ટુકડી મહિલાઓની જ હતી. આપણે જોયું કે જે ઝાંકી નીકળી તેમાં બધી મહિલા કલાકારો જ હતી. જે સાંસ્કૃતિક કાર્યક્રમો થયા, તેમાં પણ લગભગ દોઢ હજાર દીકરીઓએ હિસ્સો લીધો હતો. અનેક મહિલા કલાકારો શંખ, નાદસ્વરમ્ અને નગાડા જેવાં ભારતીય સંગીત વાદ્ય યંત્ર વગાડી રહી હતી. DRDOએ જે ઝાંકી કાઢી, તેણે પણ બધાનું ધ્યાન આકર્ષિત કર્યું. તેમાં દેખાડવામાં આવ્યું કે નારીશક્તિ જળ, સ્થળ, નભ, સાઇબર અને સ્પેસ, દરેક ક્ષેત્રમાં દેશની સુરક્ષા કેવી રીતે કરી રહી છે. 21મી સદીનું ભારત, આવા જ મહિલા નેતૃત્વ હેઠળ વિકાસના મંત્ર સાથે આગળ વધી રહ્યું છે.
સાથીઓ, તમે કેટલાક દિવસ પહેલાં જ અર્જુન એવૉર્ડ સમારંભને પણ જોયો હશે. તેમાં રાષ્ટ્રપતિ ભવનમાં દેશના અનેક તેજસ્વી ખેલાડીઓ અને એથ્લીટ્સનું સન્માન કરવામાં આવ્યું છે. અહીં પણ જે એક વાતે લોકોનું ધ્યાન ખૂબ આકર્ષિત કર્યું છે, તે હતી અર્જુન પુરસ્કાર પ્રાપ્ત કરનારી દીકરીઓ અને તેમની જીવનયાત્રા. આ વખતે 13 મહિલા એથ્લીટને અર્જુન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે. આ મહિલા એથ્લીટોએ અનેક મોટી ટુર્નામેન્ટમાં હિસ્સો લીધો અને ભારતનો ધ્વજ ફરકાવ્યો. શારીરિક પડકારો, આર્થિક પડકારો આ સાહસી અને પ્રતિભાવાન ખેલાડીઓની સામે ટકી ન શક્યા. બદલતા ભારતમાં, દરેક ક્ષેત્રમાં આપણી દીકરીઓ, દેશની મહિલાઓ, ચમત્કાર કરીને દેખાડી રહી છે. એક બીજું ક્ષેત્ર છે, જ્યાં મહિલાઓએ પોતાનો ધ્વજ ફરકાવ્યો છે, તે છે – સેલ્ફ હેલ્પગ્રૂપ્સ. આજે વીમેન સેલ્ફ હેલ્પગ્રૂપ્સની દેશમાં સંખ્યા પણ વધી છે અને તેમના કામ કરવાના પરીઘનો પણ બહુ વિસ્તાર થયો છે. એ દિવસ દૂર નથી, જ્યારે તમને ગામેગામ ખેતરોમાં, નમો ડ્રૉન દીદીઓ, ડ્રૉનના માધ્યમથી ખેતીમાં મદદ કરતી દેખાશે. મને ઉત્તર પ્રદેશના બહરાઇચમાં સ્થાનિક ચીજોના ઉપયોગથી જૈવિક ખાતર અને જૈવિક જંતુનાશકો તૈયાર કરનારી મહિલાઓ વિશે જાણવા મળ્યું. સેલ્ફ હેલ્પગ્રૂપ્સ સાથે જોડાયેલી નિબિયા બેગમપુર ગામની મહિલાઓ, ગાયના ગોબર, લીમડાનાં પાંદડાંઓ અને અનેક પ્રકારના ઔષધીય છોડોના મિશ્રણથી જૈવિક ખાતર તૈયાર કરે છે. આ રીતે આ મહિલાઓ આદુ, લસણ, ડુંગળી અને મરચાંની ચટણી બનાવીને ઑર્ગેનિક પેસ્ટિસાઇડ પણ તૈયાર કરે છે. આ મહિલાઓએ મળીને ‘ઉન્નતિ જૈવિક ઇકાઇ’ નામનું એક સંગઠન બનાવ્યું છે. આ સંગઠન જૈવિક ઉત્પાદનોને તૈયાર કરવામાં આ મહિલાઓની મદદ કરે છે. તેમના દ્વારા બનાવાયેલાં બાયો-ફર્ટિલાઇઝર અને બાયો-પેસ્ટિસાઇડની માંગ પણ સતત વધી રહી છે. આજે, આસપાસનાં ગામોના છ હજારથી પણ વધુ ખેડૂતો તેમની પાસેથી જૈવ ઉત્પાદનો ખરીદી રહ્યા છે. તેનાથી સેલ્ફ હેલ્પગ્રૂપ્સ સાથે જોડાયેલી આ મહિલાઓની આવક વધી છે, અને તેમની આર્થિક સ્થિતિ પણ વધુ સારી થઈ છે.
મારા પ્રિય દેશવાસીઓ, ‘મન કી બાત’માં આપણે એવા દેશવાસીઓના પ્રયાસો સામે લાવીએ છીએ, જે નિઃસ્વાર્થ ભાવનાથી સમાજને, દેશને, સશક્ત કરવાનું કામ કરી રહ્યા છે. આવામાં, ત્રણ દિવસ પહેલાં, જ્યારે દેશે પદ્મ પુરસ્કારોની ઘોષણા કરી છે, તો ‘મન કી બાત’માં આવા લોકોની ચર્ચા સ્વાભાવિક છે. આ વખતે પણ એવા અનેક દેશવાસીઓને પદ્મ સન્માન આપવામાં આવ્યું છે, જેમણે જમીન સાથે જોડાઈને સમાજમાં મોટું-મોટું પરિવર્તન લાવવાનું કામ કર્યું. આ પ્રેરણાદાયક લોકોની જીવનયાત્રા વિશે જાણવા માટે દેશભરમાં ખૂબ જ ઉત્સુકતા જોવા મળી છે. મીડિયાની હેડલાઇન્સથી દૂર, અખબારોના ફ્રન્ટપેજથી દૂર, આ લોકો વગર કોઈ લાઇમ-લાઇટે સમાજની સેવામાં લાગેલા હતા. આપણને આ લોકો વિશે પહેલાં કદાચ જ કંઈ જોવા-સાંભળવાનું મળ્યું છે, પરંતુ, હવે મને આનંદ છે કે પદ્મ સન્માન ઘોષિત થયા પછી આવા લોકોની પ્રત્યેક બાજુ ચર્ચા થઈ રહી છે, લોકો તેમના વિશે અધિકમાં અધિક જાણવા માટે ઉત્સુક છે. પદ્મ પુરસ્કાર પ્રાપ્ત કરનારા આ મોટા ભાગના લોકો, પોત-પોતાના ક્ષેત્રમાં ઘણાં અનોખાં કામો કરી રહ્યા છે. જેમ કે કોઈ એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ કરાવી રહ્યું છે, તો કોઈ નિરાશ્રિતો માટે માથા પર છતની વ્યવસ્થા કરાવી રહ્યું છે. કેટલાક એવા પણ છે જે હજારો વૃક્ષ રોપીને પ્રકૃતિ-સંરક્ષણના પ્રયાસોમાં લાગેલું છે. એક એવા પણ છે, જેમણે ચોખાની 650થી વધુ જાતોના સંરક્ષણનું કામ કર્યું છે. એક એવા પણ છે, જેઓ ડ્રગ્સ અને દારૂના વ્યસનને અટકાવવા માટે સમાજમાં જાગૃતિ ફેલાવી રહ્યા છે. અનેક લોકો તો સેલ્ફ હેલ્પગ્રૂપ, વિશેષ રીતે, નારી શક્તિ અભિયાન સાથે લોકોને જોડવામાં લાગેલા છે. દેશવાસીઓમાં એ વાત વિશે પણ ખૂબ પ્રસન્નતા છે કે સન્માન મેળવનારાઓમાં 30 મહિલાઓ છે. આ મહિલાઓ પાયાના સ્તર પર પોતાનાં કાર્યોથી સમાજ અને દેશને આગળ લઈ જઈ રહી છે.
સાથીઓ, પદ્મ સન્માન મેળવનારાઓમાં પ્રત્યેકનું યોગદાન દેશવાસીઓને પ્રેરિત કરનારું છે. આ વખતે સન્માન મેળવનારાઓમાં મોટી સંખ્યા એ લોકોની છે, જે શાસ્ત્રીય નૃત્ય, શાસ્ત્રીય સંગીત, લોક નૃત્ય, થિયેટર અને ભજનની દુનિયામાં દેશનું નામ ઉજાળી રહ્યા છે. પ્રાકૃત, માલવી અને લમ્બાડી ભાષામાં ખૂબ જ શાનદાર કામ કરનારાઓને પણ આ સન્માન આપવામાં આવ્યું છે. વિદેશના પણ અનેક લોકોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે જેમનાંકાર્યોથી ભારતીય સંસ્કૃતિ અને વારસાને નવી ઊંચાઈ મળી રહી છે. તેમાં ફ્રાન્સ, તાઇવાન, મેક્સિકો અને બાંગ્લાદેશના નાગરિક પણ સમાવિષ્ટ છે.
સાથીઓ, મને એ વાતનો બહુ આનંદ છે કે ગત એક દાયકામાં પદ્મ સન્માનની આખી પ્રણાલિ પૂરી રીતે બદલાઈ ચૂકી છે.
હવે તે પીપલ્સ પદ્મ બની ચૂક્યો છે. પદ્મ સન્માન આપવાની વ્યવસ્થામાં પણ અનેક પરિવર્તનો થયાં છે. તેમાં હવે લોકોને પોતાને પણ નામાંકિત કરવાનો અવસર રહે છે. આ જ કારણ છે કે આ વખતે વર્ષ 2014ની તુલનામાં 28 ગણાં વધુ નામાંકનો પ્રાપ્ત થયાં છે. તેનાથી જાણવા મળે છે કે પદ્મ સન્માનની પ્રતિષ્ઠા, તેની વિશ્વસનીયતા, તેના પ્રતિ સન્માન, દર વર્ષે વધતું જઈ રહ્યું છે. હું પદ્મ સન્માન મેળવનારા બધા લોકોને ફરી મારી શુભકામનાઓ આપું છું.
મારા પ્રિય દેશવાસીઓ, કહે છે કે, દરેક જીવનનું એક લક્ષ્ય હોય છે, દરેક વ્યક્તિ કોઈ એક લક્ષ્ય પૂરું કરવા માટે જ જન્મ લે છે. તેના માટે લોકો પૂરી નિષ્ઠાથી પોતાનાં કર્તવ્યોનું પાલન કરે છે. આપણે જોયું છે કે, કોઈ સમાજસેવાના માધ્યમથી, કોઈ સેનામાં ભરતી થઈને, કોઈ નવી પેઢીને ભણાવીને, પોતાનાં કર્તવ્યોનું પાલન કરે છે, પરંતુ સાથીઓ, આપણી વચ્ચે જ કેટલાક લોકો એવા પણ હોય છે જે જીવનના અંત પછી પણ, સમાજ જીવન પ્રત્યે પોતાનાં દાયિત્વને નિભાવે છે અને તેના માટે તેમનું માધ્યમ હોય છે –અંગદાન. તાજેતરનાં વર્ષોમાં, દેશમાં એક હજારથી વધુ લોકો એવા રહ્યા છે, જેમણે, પોતાના મૃત્યુ પછી પોતાનાં અંગોનું દાન કર્યું છે. આ નિર્ણય સહેલો નથી હોતો, પરંતુ આ નિર્ણય, અનેક જીવનોને બચાવનારો હોય છે. હું એ પરિવારોની પણ પ્રશંસા કરીશ, જેમણે, પોતાના સ્વજનોની અંતિમ ઇચ્છાનું સન્માન કર્યું. આજે, દેશમાં ઘણાં સંગઠનો પણ આ દિશામાં ખૂબ જ પ્રેરક પ્રયાસ કરી રહ્યા છે. કેટલાંક સંગઠન, લોકોને, અંગદાન માટે જાગૃત કરી રહ્યા છે, કેટલીક સંસ્થાઓ અંગદાન કરવા માટે ઇચ્છુક લોકોની નોંધણી કરાવવામાં મદદ કરી રહી છે. આવા પ્રયાસોથી દેશમાં ઑર્ગન ડૉનેશન પ્રત્યે સકારાત્મક વાતાવરણ બની રહ્યું છે અને લોકોનાં જીવન પણ બચી રહ્યાં છે.
મારા પ્રિય દેશવાસીઓ, હવે હું તમારી સાથે ભારતની એક એવી ઉપલબ્ધિને વહેંચી રહ્યો છું, જેનાથી દર્દીનું જીવન સરળ બનશે, તેમની તકલીફો થોડી ઓછી થશે. તમારામાંથી અનેક લોકો હશે, જેમને ઉપચાર માટે આયુર્વેદ, સિદ્ધ કે યુનાની ચિકિત્સા પદ્ધતિથી મદદ મળે છે. પરંતુ દર્દીઓને ત્યારે સમસ્યા થાય છે, જ્યારે આ પદ્ધતિના કોઈ બીજા ડૉક્ટર પાસે જાય છે. આ ચિકિત્સા પદ્ધતિઓમાં બીમારીનાં નામ, ઉપચાર અને દવાઓ માટે એક સમાન ભાષાનો ઉપયોગ થતો નથી. દરેક ચિકિત્સક પોતાની રીતે બીમારીનું નામ અને ઉપચારની રીત-પદ્ધતિ લખે છે. તેનાથી બીજા ચિકિત્સકને સમજવું ઘણી વાર ખૂબ જ મુશ્કેલ બને છે. દાયકાઓથી ચાલી આવી રહેલી આ સમસ્યાનું પણ સમાધાન શોધી કઢાયું છે. મને એ જણાવતા પ્રસન્નતા થાય છે કે આયુષ મંત્રાલયે આયુર્વેદ, સિદ્ધ અને યુનાની ચિકિત્સા સાથે જોડાયેલા આંકડાઓ અને શબ્દાવલીનું વર્ગીકરણ કર્યું છે, તેમાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ મદદ કરી છે. બંનેના પ્રયાસોથી, આયુર્વેદ, યુનાની અને સિદ્ધ ચિકિત્સામાં બીમારી અને તેની સાથે જોડાયેલી શબ્દાવલીનું કૉડિંગ કરવામાં આવ્યું છે. આ કૉડિંગની મદદથી હવે બધા ડૉક્ટરો પ્રિસ્ક્રિપ્શન અથવા પોતાની ચબરખી પર એક જેવી ભાષા લખશે. તેનો એક ફાયદો એ થશે કે જો તમે તે ચબરખી લઈને બીજા ડૉક્ટર પાસે જશો તો ડૉક્ટરને તેની પૂરી જાણકારી તે ચબરખીથી મળી જશે. તમારી બીમારી, ઉપચાર, કઈ-કઈ દવાઓ અપાઈ છે, ક્યારથી ઉપચાર ચાલી રહ્યો છે, તમને કઈ ચીજોથી એલર્જી છે, આ બધું જાણવામાં આ ચબરખીથી મદદ મળશે. તેનો એક બીજો ફાયદો તે લોકોને થશે, જે સંશોધનના કામ સાથે જોડાયેલા છે. બીજા દેશોના વૈજ્ઞાનિકોને પણ બીમારી, દવાઓ અને તેના પ્રભાવની પૂરી જાણકારી મળશે. સંશોધન વધારવા અને અનેક વૈજ્ઞાનિકો સાથે જોડાવાથી આ ચિકિત્સા પદ્ધતિ વધુ સારાં પરિણામો આપશે અને લોકોનું તેના પ્રત્યે જોડાણ વધશે. મને વિશ્વાસ છે, આ આયુષ પદ્ધતિઓ સાથે જોડાયેલા આપણા ચિકિત્સકો, આ કૉડિંગને જલ્દીમાં જલ્દી અપનાવશે.
મારા સાથીઓ, જ્યારે આયુષ ચિકિત્સા પદ્ધતિની વાત કરી રહ્યો છું, તો મારી સામે યાનુંગ જામોહ લૈગોની પણ તસવીર આવી રહી છે. સુશ્રી યાનુંગ અરુણાચલ પ્રદેશનાં નિવાસી છે અને હર્બલ ઔષધીય વિશેષજ્ઞ છે. તેમણે આદિ જનજાતિની પારંપરિક ચિકિત્સા પ્રણાલિને પુનર્જીવિત કરવા માટે ઘણું કામ કર્યું છે. આ યોગદાન માટે તેમને આ વખતે પદ્મ સન્માન પણ આપવામાં આવ્યું છે. આ જ રીતે આ વખતે છત્તીસગઢના હેમચંદ માંઝીને પણ પદ્મ સન્માન મળ્યું છે. વૈદરાજ હેમચંદ માંઝી પણ આયુષ ચિકિત્સા પદ્ધતિની મદદથી લોકોનો ઉપચાર કરે છે. છત્તીસગઢના નારાયણપુરમાં ગરીબ દર્દીઓની સેવા કરતા તેમને પાંચ દાયકાથી પણ વધુ સમય થઈ ગયો છે. આપણા દેશમાં આયુર્વેદ અને હર્બલ મેડિસનનો જે ખજાનો છુપાયેલો છે, તેના સંરક્ષણમાં સુશ્રી યાનુંગ ને હેમચંદજી જેવા લોકોની મોટી ભૂમિકા છે.
મારા પ્રિય દેશવાસીઓ, ‘મન કી બાત’ દ્વારા મારો અને તમારો જે સંબંધ બન્યો છે, તે એક દાયકા જૂનો થઈ ચૂક્યો છે. સૉશિયલમીડિયા અને ઇન્ટરનેટના આ સમયમાં પણ રેડિયો પૂરા દેશને જોડવાનું એક સશક્ત માધ્યમ છે. રેડિયોની શક્તિ કેટલું પરિવર્તન લાવી શકે છે, તેનું એક અનોખું ઉદાહરણ છત્તીસગઢમાં જોવા મળી રહ્યું છે. વિતેલાં લગભગ સાત વર્ષોથી અહીં રેડિયો પર એક લોકપ્રિય કાર્યક્રમનું પ્રસારણ થઈ રહ્યું છે, જેનું નામ છે ‘હમર હાથી –હમર ગોઠ’. નામ સાંભળીને તમને લાગી શકે છે કે રેડિયો અને હાથીનો ભલા શું સંબંધ હોઈ શકે ? પરંતુ આ જ તો રેડિયોની વિશેષતા છે. છત્તીસગઢમાં આકાશવાણીનાં ચાર કેન્દ્રો અંબિકાપુર, રાયપુર, બિલાસપુર અને રાયગઢથી રોજ સાંજે આ કાર્યક્રમનું પ્રસારણ થાય છે અને તમને જાણીને નવાઈ લાગશે કે છત્તીસગઢનાં જંગલ અને તેની આસપાસ રહેનારા લોકો ખૂબ ધ્યાનથી આ કાર્યક્રમને સાંભળે છે. ‘હમર હાથી –હમર ગોઠ’ કાર્યક્રમમાં કહેવામાં આવે છે કે હાથીઓનું ટોળું જંગલના કયા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું છે. આ જાણકારી અહીંના લોકોને ખૂબ કામમાં આવે છે. લોકોને જેવી રેડિયોથી હાથીઓના ટોળાના આવવાની જાણકારી મળે છે તો તેઓ સાવધાન થઈ જાય છે. જે રસ્તા પરથી હાથી પસાર થાય છે, તે તરફ જવાનો ભય ટળી જાય છે. તેનાથી એક તરફ, જ્યાં હાથીઓનાં ટોળાંથી નુકસાન થવાની સંભાવના ઓછી થઈ જાય છે, તો બીજી તરફ, હાથીઓ વિશે ડેટા ભેગા થવામાં મદદ મળે છે. આ ડેટાના ઉપયોગથી ભવિષ્યમાં હાથીઓના સંરક્ષણમાં પણ મદદ મળશે. આ હાથીઓ સાથે જોડાયેલી જાણકારી સૉશિયલ મીડિયા દ્વારા પણ લોકો સુધી પહોંચાડાઈ રહી છે. તેનાથી જંગલની આસપાસ રહેતા લોકોનો હાથીઓ સાથે તાલમેળ બેસાડવો સરળ થઈ ગયો છે. છત્તીસગઢની આ અનોખી પહેલ અને તેના અનુભવોનો લાભ દેશનાં બીજાં વન ક્ષેત્રોમાં રહેનારા લોકો પણ ઉઠાવી શકે છે.
મારા પ્રિય દેશવાસીઓ, આ 25 જાન્યુઆરીએ આપણે બધાએ રાષ્ટ્રીય મતદાર દિવસ ઊજવ્યો છે. આ આપણી ગૌરવશાળી લોકતાંત્રિક પરંપરાઓ માટે એક મહત્ત્વપૂર્ણ દિવસ છે. આજે દેશમાં લગભગ ૯6 કરોડ મતદાતાઓ છે. તમે જાણો છો કે આ આંકડો કેટલો મોટો છે ? તે અમેરિકાની કુલ જનસંખ્યાથી પણ લગભગ ત્રણ ગણો છે. તે સમગ્ર યુરોપની કુલ જનસંખ્યાથી પણ લગભગ દોઢ ગણો છે. જો મતદાન કેન્દ્રોની વાત કરીએ તો દેશમાં આજે તેમની સંખ્યા લગભગ સાડા દસ લાખ છે. ભારતનો પ્રત્યેક નાગરિક, પોતાના લોકતાંત્રિક અધિકારનો ઉપયોગ કરી શકે, તે માટે આપણું ચૂંટણી પંચ, એવાં સ્થાનો પર પણ મતદાન મથક બનાવે છે જ્યાં માત્ર એક મતદાર હોય. હું ચૂંટણી પંચની પ્રશંસા કરવા ઇચ્છું છું, જેણે દેશમાં લોકતાંત્રિક મૂલ્યોને મજબૂત કરવા માટે નિરંતર પ્રયાસો કર્યા છે.
સાથીઓ, આજે દેશ માટે ઉત્સાહની વાત એ પણ છે કે દુનિયાના અનેક દેશોમાં જ્યાં મતદાનની ટકાવારી ઘટી રહી છે, ભારતમાં મતદાનની ટકાવારી વધતી જઈ રહી છે. 1૯51-52માં જ્યારે દેશમાં પહેલી વાર ચૂંટણી થઈ હતી, તો દેશમાં લગભગ 45 ટકા મતદારોએ જ મત આપ્યો હતો. આજે તે આંકડો ઘણો વધી ચૂક્યો છે. દેશમાં ન માત્ર મતદારોની સંખ્યામાં વૃદ્ધિ થઈ છે, પરંતુ ટર્નઆઉટ પણ વધ્યું છે. આપણા યુવા મતદારોને નોંધણી માટે વધુ તક મળી શકે, તે માટે સરકારે કાયદામાં પણ પરિવર્તન કર્યું છે. મને એ જોઈને પણ સારું લાગે છે કે મતદારો વચ્ચે જાગૃતિ ફેલાવવા સમુદાયના સ્તરે પણ અનેક પ્રયાસો થઈ રહ્યા છે. ક્યાંક લોકો ઘરે-ઘરે જઈને મતદારોને મતદાન વિશે જણાવી રહ્યા છે, ક્યાંક ચિત્રો બનાવીને, ક્યાંક શેરી નાટકો દ્વારા યુવાનોને આકર્ષિત કરવામાં આવી રહ્યા છે. આવા દરેક પ્રયાસ, આપણા લોકતંત્રના ઉત્સવમાં, અલગ-અલગ રંગો ભરી રહ્યા છે. હું ‘મન કી બાત’ના માધ્યમથી મારા પ્રથમ વખતના મતદારોને કહીશ કે તેઓ મતદાર યાદીમાં પોતાનું નામ જરૂર ઉમેરાવે. National Voter Service Portal અને voter helpline app દ્વારા આ કામને સરળતાથી ઑનલાઇન પૂરું કરી શકે છે. તમે એ હંમેશાં યાદ રાખો કે તમારો એક મત, દેશનું ભાગ્ય બદલી શકે છે, દેશનું ભાગ્ય બનાવી શકે છે.
મારા પ્રિય દેશવાસીઓ, આજે 28 જાન્યુઆરીએ ભારતની બે એવી મહાન વિભૂતિઓની જયંતી પણ છે, જેમણે અલગ-અલગ કાળખંડમાંદેશભક્તિનું ઉદાહરણ સ્થાપ્યું છે. આજે દેશ, પંજાબ કેસરી લાલા લાજપતરાયજીનેશ્રદ્ધાંજલીપાઠવી રહ્યો છે. લાલાજી સ્વાતંત્ર્ય સંગ્રામના એક એવા સેનાની રહ્યા, જેમણે વિદેશી શાસનથી મુક્તિ અપાવવામાં પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી. લાલાજીના વ્યક્તિત્વને માત્ર સ્વતંત્રતાની લડાઈ સુધી જ સીમિત ન કરી શકાય. તેઓ ખૂબ જ દૂરદર્શી હતા. તેમણે પંજાબ નેશનલ બૅંક અને અનેક અન્ય સંસ્થાઓના નિર્માણમાં મહત્ત્વની ભૂમિકાઓ નિભાવી હતી. તેમનો ઉદ્દેશ્ય માત્ર વિદેશીઓને દેશની બહાર કાઢવાનો જ નહોતો, પરંતુ દેશને આર્થિક મજબૂતી આપવાનું વિઝન પણ તેમના ચિંતનનો મહત્ત્વનો હિસ્સો હતું.
તેમના વિચારો અને તેમના બલિદાને ભગતસિંહને ખૂબ જ પ્રભાવિત કર્યા હતા. આજે ફીલ્ડ માર્શલ કે. એમ. કરિયપ્પાજીને પણ શ્રદ્ધાપૂર્વક નમન કરવાનો દિવસ છે. તેમણે ઇતિહાસના મહત્ત્વપૂર્ણ સમયમાં આપણી સેનાનું નેતૃત્વ કરીને સાહસ અને શૌર્યનું ઉદાહરણ સ્થાપિત કર્યું હતું. આપણી સેનાને શક્તિશાળી બનાવવામાં તેમનું મહત્ત્વપૂર્ણ યોગદાન છે.
મારા પ્રિય દેશવાસીઓ, આજે રમતની દુનિયામાં પણ ભારત નિત-નવી ઊંચાઈને સ્પર્શી રહ્યું છે. રમતગમતની દુનિયામાં આગળ વધવા માટે આવશ્યક છે કે ખેલાડીઓને વધુમાં વધુ રમવાનો અવસર મળે અને દેશમાં અલગ-અલગ રમતગમત સ્પર્ધાઓ પણ આયોજિત થાય. આ વિચાર સાથે આજે ભારતમાં નવી-નવી રમતગમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કેટલાક દિવસો પહેલાં જ ચેન્નાઈમાં ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેમાં દેશમાં પાંચ હજારથી વધુ એથ્લેટ્સ હિસ્સો લઈ રહ્યા છે. મને આનંદ છે કે આજે ભારતમાં સતત એવાં નવા પ્લેટફૉર્મ તૈયાર થઈ રહ્યા છે, જેમાં ખેલાડીઓને પોતાનું સામર્થ્ય દેખાડવાની તક મળી રહી છે. આવું જ એક પ્લેટફૉર્મ બન્યું છે – બીચ ગેમ્સનું, જે દીવની અંદર આયોજિત થઈ હતી. તમે જાણો છો કે દીવકેન્દ્રશાસિત પ્રદેશ છે, સોમનાથની બિલકુલ પાસે છે. આ વર્ષની શરૂઆતમાં, જ દીવમાં આ બીચ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું. આ ભારતની પહેલી મલ્ટિસ્પૉર્ટ્સ બીચ ગેમ્સ હતી. તેમાં રસ્સી ખેંચ, દરિયામાં સ્વિમિંગ, પેન્કાસિલટ, મલખંબ, બીચ વૉલિબૉલ, બીચ કબડ્ડી, બીચ સૉકર અને બીચ બૉક્સિંગ જેવી સ્પર્ધાઓ યોજાઈ. તેમાં દરેક પ્રતિયોગીને પોતાની પ્રતિભા દેખાડવાની ભરપૂર તક મળી અને તમને જાણીને નવાઈ લાગશે કે આ ટુર્નામેન્ટમાં, એવા રાજ્યોથી પણ ઘણા ખેલાડીઓ આવ્યા, જેનો દૂર-દૂર સુધી સમુદ્ર સાથે કોઈ સંબંધ નથી. આ સ્પર્ધામાં સૌથી વધુ ચંદ્રક મધ્ય પ્રદેશે જીત્યા, જ્યાં કોઈ સી બીચ નથી. રમત પ્રત્યે આ ભાવના કોઈ પણ દેશને રમતગમતની દુનિયામાં શિરોમુકુટ બનાવે છે.
મારા પ્રિય દેશવાસીઓ, ‘મન કી બાત’માં આ વખતે મારી સાથે બસ આટલું જ. ફેબ્રુઆરીમાં તમારી સાથે ફરી એક વાર વાત થશે. દેશના લોકોના સામૂહિક પ્રયાસોથી, વ્યક્તિગત પ્રયાસોથી દેશ કેવી રીતે આગળ વધી રહ્યો છે, તેના પર આપણું ધ્યાન હશે. સાથીઓ, કાલે 2૯ તારીખે સવારે 11 વાગે આપણે ‘પરીક્ષા પે ચર્ચા’ પણ કરીશું. ‘પરીક્ષા પે ચર્ચા’નું આ સાતમું સંસ્કરણ હશે. આ એક એવો કાર્યક્રમ છે, જેની હું કાયમ પ્રતીક્ષા કરું છું. તેનાથી મને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવાની તક મળે છે અને હું તેમનો પરીક્ષા સંબંધી તણાવને ઓછો કરવાનો પ્રયાસ કરું છું. છેલ્લાં સાત વર્ષોમાં, ‘પરીક્ષા પે ચર્ચા’, શિક્ષણ અને પરીક્ષા સાથે સંબંધિત, અનેક મુદ્દાઓ પર વાતચીત કરવાનું એક ખૂબ જ સારું માધ્યમ બનીને ઉભર્યું છે. મને આનંદ છે કે આ વખતે સવા બે કરોડથી વધુ વિદ્યાર્થીઓએ તેના માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને પોતાનાં સૂચનો આપ્યાં છે. હું તમને જણાવું કે જ્યારે આપણે પહેલી વાર 2018માં આ કાર્યક્રમ શરૂ કર્યો હતો તો આ સંખ્યા માત્ર 22,000 હતી. વિદ્યાર્થીઓને પ્રેરિત કરવા માટે અને પરીક્ષાના તણાવ વિશે જાગૃતિ ફેલાવવા માટે, ખૂબ જ અભિનવ પ્રયાસો પણ કરવામાં આવ્યા છે. હું, તમને બધાને, વિશેષ કરીને યુવાઓને, વિદ્યાર્થીઓને અનુરોધ કરીશ કે તેઓ કાલે વિક્રમી સંખ્યામાં સહભાગી થાય. મને પણ તમારી સાથ વાત કરીને ખૂબ જ સારું લાગશે. આ શબ્દો સાથે હું ‘મન કી બાત’ના આ એપિસૉડમાંથી વિદાય લઉં છું. જલ્દી ફરી મળીશું. ધન્યવાદ.
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. 'મન કી બાત' અર્થાત્ તમારી સાથે મળવાનો એક શુભ અવસર, અને પોતાના પરિવારજનોને જ્યારે મળીએ તો, કેટલું સુખદ હોય છે, કેટલું સંતોષજનક હોય છે ! 'મન કી બાત' દ્વારા તમને મળીને, હું, આવી અનુભૂતિ કરું છુ અને આજે તો આપણી સંયુક્ત યાત્રાનો આ 108મો એપિસૉડ છે. આપણે ત્યાં 108 અંકનું મહત્ત્વ, તેની પવિત્રતા, એક ગહન અધ્યયનનો વિષય છે. માળામાં 108 મણકા, 108 વાર જાપ, 108 દિવ્ય ક્ષેત્ર, મંદિરોમાં 108 પગથિયાં, 108 ઘંટ, 108નો આ અંક અસીમ આસ્થા સાથે જોડાયેલો છે. તેથી 'મન કી બાત'નો આ 108મો એપિસૉડ મારા માટે વધુ વિશેષ બની ગયો છે. આ 108 એપિસૉડમાં આપણે જનભાગીદારીનાં અનેક ઉદાહરણ જોયાં છે. તેમાંથી પ્રેરણા મેળવી છે. હવે આ પડાવ પર પહોંચ્યા પછી, આપણે નવી રીતે, નવી ઊર્જા સાથે અને ઝડપી ગતિ સાથે, વધવાનો સંકલ્પ લેવાનો છે. અને તે કેટલો સુખદ સંયોગ છે કે કાલનો સૂર્યોદય, 2024નો પ્રથમ સૂર્યોદય હશે- આપણે વર્ષ 2024માં પ્રવેશ કરી ચૂક્યા હોઈશું. તમને સહુને 2024ની ખૂબ ખૂબ શુભકામના.
સાથીઓ, 'મન કી બાત' સાંભળનારા અનેક લોકોએ મને પત્ર લખીને પોતાની યાદગાર પળ વહેંચી છે. 140 કરોડ ભારતીયોની એ શક્તિ છે, કે આ વર્ષે, આપણા દેશે, અનેક વિશેષ ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી છે. આ વર્ષે ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ પસાર થયું, જેની પ્રતીક્ષા વર્ષોથી હતી. ઘણા બધા લોકોએ પત્રો લખીને, ભારત પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા પર પ્રસન્નતા વ્યક્ત કરી. અનેક લોકોએ મને જી-20 શિખર પરિષદની સફળતાની યાદ અપાવી. સાથીઓ, આજે ભારતનો ખૂણેખૂણો, આત્મવિશ્વાસથી ભરપૂર છે,
વિકસિત ભારતની ભાવનાથી, આત્મનિર્ભર ભાવનાથી, ઓતપ્રોત છે. 2024માં આપણે આ ભાવના અને ગતિને બનાવી રાખવાની છે. દિવાળી પર વિક્રમજનક વેપારે એ સાબિત કરી દીધું કે દરેક ભારતીય ‘વૉકલ ફૉર લૉકલ’ના મંત્રને મહત્ત્વ આપી રહ્યો છે.
સાથીઓ, આજે પણ અનેક લોકો મને ચંદ્રયાન-૩ની સફળતા અંગે સંદેશા મોકલતા રહે છે. મને વિશ્વાસ છે કે મારી જેમ, તમે પણ, આપણા વૈજ્ઞાનિકો અને વિશેષ તો મહિલા વૈજ્ઞાનિકો વિશે ગર્વનો અનુભવ કરતા હશો.
સાથીઓ, જ્યારે નાટૂ-નાટૂને ઑસ્કાર મળ્યો તો સમગ્ર દેશ આનંદથી ઝૂમી ઊઠ્યો. ‘The Elephant Whisperers’ ને સન્માનની વાત જ્યારે સાંભળી ત્યારે કોણ ખુશ નહીં થયું હોય? તેના માધ્યમથી દુનિયાએ ભારતની સર્જનાત્મકતાને જોઈ અને પર્યાવરણ સાથે આપણા લગાવને સમજ્યો. આ વર્ષે રમતગમતમાં પણ આપણા ઍથ્લીટોએ જબરદસ્ત પ્રદર્શન કર્યું. એશિયાઈ રમતોમાં આપણા ખેલાડીઓએ 107 અને એશિયાઈ પેરા ગેમ્સમાં ૧૧૧ ચંદ્રકો જીત્યા. ક્રિકેટ વિશ્વ કપમાં ભારતીય ખેલાડીઓએ પોતાના પ્રદર્શનથી બધાનું મન જીતી લીધું. અંડર-૧૯ વિશ્વ કપમાં આપણી મહિલા ક્રિકેટ ટીમની જીત ખૂબ જ પ્રેરિત કરનારી છે. અનેક રમતોમાં ખેલાડીઓની ઉપલબ્ધિઓએ દેશનું નામ વધાર્યું. હવે 2024માં પેરિસ ઑલિમ્પિકનું આયોજન થશે, જેના માટે સમગ્ર દેશ પોતાના ખેલાડીઓનો ઉત્સાહ વધારી રહ્યો છે.
સાથીઓ, જ્યારે પણ આપણે મળીને પ્રયાસ કર્યો, આપણા દેશની વિકાસ યાત્રા પર ખૂબ જ સકારાત્મક પ્રભાવ પડ્યો છે. આપણે ‘સ્વતંત્રતાનો અમૃત મહોત્સવ’અને ‘મારી માટી મારો દેશ’ આવાં સફળ અભિયાનનો અનુભવ કર્યો. તેમાં કરોડો લોકોની ભાગીદારીના આપણે બધાં સાક્ષી છીએ.
૭૦ હજાર અમૃત સરોવરોનું નિર્માણ પણ આપણી સામૂહિક ઉપલબ્ધિ છે.
સાથીઓ, મારો એ વિશ્વાસ રહ્યો છે કે જે દેશ ઇનૉવેશનને મહત્ત્વ નથી આપતો, તેનો વિકાસ અટકી જાય છે. ભારતનું ઇનૉવેશન હબ બનવું, એ વાતનું પ્રતીક છે કે આપણે અટકવાના નથી. 2015માં આપણે ગ્લૉબલ ઇનૉવેશન ઇન્ડેક્સમાં 81મા ક્રમ પર હતા – આજે આપણો ક્રમ 40 છે. આ વર્ષે ભારતમાં ફાઇલ થનારી પેટન્ટસની સંખ્યા વધુ રહી છે, જેમાં લગભગ 60 ટકા ઘરેલુ ફંડની હતી. QS Asia University Rankingમાં આ વખતે સૌથી વધુ સંખ્યામાં ભારતીય યુનિવર્સિટી સમાવિષ્ટ થઈ છે. જો આ ઉપલબ્ધિઓની સૂચિ બનાવવાનું શરૂ કરીએ તો તે ક્યારેય પૂરી નહીં થાય. આ તો માત્ર ઝલક છે, ભારતનું સામર્થ્ય કેટલું પ્રભાવી છે- આપણે દેશની આ સફળતાઓથી, દેશના લોકોની આ ઉપલબ્ધિઓમાંથી, પ્રેરણા લેવાની છે, ગર્વ કરવાનો છે, નવા સંકલ્પ લેવાના છે. હું ફરી એક વાર, તમને સહુને, 2024ની શુભકામનાઓ પાઠવું છું.
મારા પરિવારજનો, આપણે હમણાં ભારત વિશે દરેક તરફ જે આશા અને ઉત્સાહ છે તેની ચર્ચા કરી- આ આશા અને અપેક્ષા ખૂબ સારાં છે. જ્યારે ભારત વિકસિત થશે તો તેનો સૌથી વધુ લાભ યુવાઓને જ થશે. પરંતુ યુવાઓને તેનો લાભ ત્યારે હજુ પણ વધુ મળશે, જ્યારે તેઓ ફિટ હશે. આજકાલ આપણે જોઈએ છીએ કે દિનચર્યા સંબંધિત રોગો વિશે ઘણી વાત થાય છે, તે આપણા બધાં માટે, ખાસ કરીને યુવાનો માટે, વધુ ચિંતાની વાત છે. આ ‘મન કી બાત’ માટે મેં તમને બધાને Fit India સાથે જોડાયેલાં ઇનપૂટ મોકલવાનો અનુરોધ કર્યો હતો. તમે લોકોએ જે પ્રતિભાવ આપ્યો, તેણે મને ઉત્સાહથી ભરી દીધો છે. NaMo Appપર મોટી સંખ્યામાં મને સ્ટાર્ટ અપ્સે પણ પોતાનાં સૂચનો મોકલ્યાં છે, તેમણે પોતાના અનેક પ્રકારના અનોખા પ્રયાસોની પણ ચર્ચા કરી છે.
સાથીઓ, ભારતના પ્રયાસથી 2023ને International Year Of Milletsના રૂપમાં મનાવવામાં આવ્યું. તેનાથી આ ક્ષેત્રમાં કામ કરનારાં સ્ટાર્ટ અપ્સને ઘણા બધા અવસરો મળ્યા છે. તેમાં લખનઉથી શરૂ થયેલા ‘કીરોઝ ફૂડ્સ’, પ્રયાગરાજના ‘Grand Maa Millets’અને ‘Nutraceutical Rich Organic India’ જેવાં અનેક સ્ટાર્ટ અપ્સ સમાવિષ્ટ છે. ‘Alpino Health Foods’, ‘Arboreal’ અને ‘Keeros Food’સાથે જોડાયેલા યુવાનો આરોગ્યપ્રદ ખોરાકના વિકલ્પો વિશે નવાં-નવાં ઇનૉવેશન પણ કરી રહ્યા છે. બેંગલુરુના Unbox Health સાથે જોડાયેલા યુવાનોએ એ પણ જણાવ્યું છે કે, કેવી રીતે તેઓ, લોકોને તેમનો મનપસંદ આહાર પસંદ કરવામાં મદદ કરી રહ્યા છે. શારીરિક સ્વાસ્થ્ય વિશે રૂચિ જે રીતે વધી રહી છે, તેનાથી આ ક્ષેત્ર સાથે જોડાયેલા કૉચ અને ટ્રેનરની માગ પણ વધી રહી છે. ‘JOGO Technologies’ જેવાં સ્ટાર્ટ અપ્સ આ માંગને પૂરી કરવામાં મદદ કરી રહ્યાં છે.
સાથીઓ, આજે શારીરિક સ્વાસ્થ્ય અને સુખાકારીની ચર્ચા તો ઘણી થાય છે, પરંતુ તેની સાથે જોડાયેલું એક મોટું પાસું છે- માનસિક સ્વાસ્થ્યનું. મને એ જાણીને ઘણી પ્રસન્નતા થઈ કે મુંબઈનાં ‘ઇન્ફી હીલ’ અને ‘YourDost’ જેવાં સ્ટાર્ટ અપ્સ, માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારીને સુધારવા માટે કામ કરી રહ્યાં છે. એટલું જ નહીં, આજે તેમના માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી ટૅક્નૉલૉજીનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે. સાથીઓ, હું અહીં કેટલાંક સ્ટાર્ટ અપ્સનું જ નામ લઈ શકું છું કારણકે યાદી ખૂબ લાંબી છે. હું તમને સહુને અનુરોધ કરીશ કે Fit Indiaના સપનાને સાકાર કરવાની દિશામાં ઇનૉવેટિવ હૅલ્થ કેર સ્ટાર્ટ અપ્સ વિશે મને જરૂર લખતા રહો. હું તમારી સાથે શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્ય વિશે વાત કરનારા જાણીતા લોકોનો અનુભવ પણ વહેંચવા માગું છું.
આ પહેલો સંદેશ સદ્ગુરુ જગ્ગી વાસુદેવજીનો છે. તેઓ ફિટનેસ, વિશેષ રૂપે, Fitness Of Mind, અર્થાત્ મનના આરોગ્ય વિશે પોતાના વિચારો જણાવશે.
***Audio***
इस मन की बात में मन के स्वास्थ्य पर बात करना हमारा सौभाग्य है । Mental illnesses and how we keep our neurological system are very directly related. How alert static free and disturbance free we keep neurological system will decide how pleasant we feel within ourselves? What we call as peace, love, joy, blissfulness, agony, depression, ecstasies all have a chemical and neurological basis. Pharmacology is essentially trying to fix the chemical imbalance within the body by adding chemicals from outside. Mental illnesses are being managed this way but we must realise that taking chemicals from outside in the form of medications is necessary when one is in extreme situation. Working for an internal mental health situation or working for an equanimous chemistry within ourselves, a chemistry of peacefulness, joyfulness, blissfulness is something that has to be brought into every individual’s life into the cultural life of a society and the Nations around the world and the entire humanity. It’s very important we understand our mental health, our sanity is a fragile privilege- we must protect it, we must nurture it. For this, there are many levels of practices in the Yogik system completely internalize processes that people can do as simple practices with which they can bring certain equanimity to their chemistry and certain calmness to their neurological system. The technologies of inner wellbeing are what we call as the Yogik sciences. Let’s make it happen.
સામાન્ય રીતે સદ્ગુરુજી આવી જ શ્રેષ્ઠ રીતે પોતાની વાતોને સામે રાખવા માટે જાણીતા છે.
આવો, હવે આપણે જાણીતાં ક્રિકેટ ખેલાડી હરમનપ્રીત કૌરજીને સાંભળીએ.
****Audio***
नमस्कार।मैं अपने देशवासियों को ‘मन की बात’के माध्यम से कुछ कहना चाहती हूं । माननीय प्रधानमंत्री श्री नरेन्द्र मोदी जी के Fit India की पहल मुझे अपने Fitness मंत्र आप सभी के साथ Share करने के लिए प्रोत्साहित किया है। आप सभी को मेरा पहला Suggestion यही है ‘One cannot out train a bad diet’.इसका अर्थ ये है कि आप कब खाते हो और क्या खाते हो इस के बारे में आपको बहुत सावधान रहना होगा । हाल ही में माननीय प्रधानमंत्री मोदी जीने सभी को बाजरा खाने के लिए encourage किया है। जो कि Immunity बढाता है और टिकाउ खेती करने में सहायता करता है और पचाने में भी आसान है । Regular Exercise और 7 घंटे की पूरी नींद body के लिए बहुत जरूरी है और fit रहने के लिए मदद करती है। इस के लिए बहुत discipline and consistency की जरूरत होगी। जब आप को इसका result मिलने लग जाएगा तो आप daily खुद ही exercise करना startकरदोगे । मुझे आप सब से बात करने और अपना fitness मंत्र share करने का अवसर देने के लिए माननीय प्रधानमंत्री जी का बहुत धन्यवाद ।
હરમીનપ્રીતજી જેવાં પ્રતિભાશાળી ખેલાડીની વાતો, નિશ્ચિત રૂપથી, તમને સહુને પ્રેરિત કરશે.
આવો, ગ્રાન્ડમાસ્ટર વિશ્વનાથન આનંદજીને સાંભળીએ. આપણે બધા જાણીએ છીએ કે તેમની રમત ‘શતરંજ’ માટે માનસિક સ્વાસ્થ્યનું કેટલું મહત્ત્વ છે.
***Audio****
Namaste, I am Vishwanathan Anand you have seen me play Chess and very often I am asked, what is your fitness routine? Now Chess requires a lot of focus and patience, so I do the following which keeps me fit and agile. I do yoga two times a week, I do cardio two times a week and two times a week, I focus on flexibility, stretching, weight training and I tend to take one day off per week. All of these are very important for chess. You need to have the stamina to last 6 or 7 hours of intense mental effort, but you also need to be flexible to able to sit comfortably and the ability to regulate your breath to calm down is helpful when you want to focus on some problem, which is usually a Chess game. My fitness tip to all ‘Mann Ki Baat’ listeners would be to keep calm and focus on the task ahead. The best fitness tip for me absolutely the most important fitness tip is to get a good night sleep. Do not start sleeping for four and five hours a night, I think seven or eight is a absolute minimum so we should try as hard as possible to get good night sleep, because that is when the next day you are able to get through the day in calm fashion. You don’t make impulsive decisions; you are in control of your emotions. For me sleep is the most important fitness tip.
આવો, હવે અક્ષયકુમારજીને સાંભળીએ.
****Audio***
नमस्कार । मैं हूं अक्षय कुमार सब से पहले तो मैं हमारे आदरणीय प्रधानमंत्री जी का शुक्रिया करता हूं कि उन के ‘मन की बात’ मेंमुझे भी अपने ‘मन की बात’ आप को कह पाने का एक छोटा सा मौका मिला । आप लोग जानते है कि मैं fitness के लिए जितना passionateहूं natural तरीके से fit रहने के लिए। मुझे ना ये fancy gym से ज्यादा पसंद है बाहर swimming करना, badminton खेलना, सीढियाँ चढना, मुद्गर से कसरत करना, अच्छा हेल्दी खाना, जैसे मेरा यह मानना है कि शुद्ध घी अगर सही मात्रा में खाया जाए तो हमें फायदा कराता है। लेकिन मैं देखता हूं कि बहुत से young लडके लडकियां इस वजह से घी नहीं खाते है कि कहीं वे मोटे ना हो जाए । बहुत जरूरी है कि हम यह समझे कि क्या हमारी fitness के लिए अच्छा है और क्या बुरा है । Doctors की सलाह से आप अपना lifestyle बदलो ना कि किसी फिल्म स्टार की body देखकर । Actor screen पर जैसे दिखते है वैसे तो कई बार होते भी नहीं है । कई तरह के Filter और Special effects use होते हैं और हम उसे देखकर अपने शरीर को बदलने के लिए गलत तरीकें shortcut का इस्तेमाल करना शुरू कर देते है । आजकल इतने सारे लोग steroid लेकर यह six pack eight pack इस के लिए चल पडते है। यार एसे shortcut से body उपर से फूल जाती है लेकिन अंदर से खोखली रह जाती है । आप लोग याद रखिएगा कि shortcut can cut your life short । आप को shortcut नहीं long lasting fitness चाहिए। दोस्तो ,fitness एक तरह की तपस्या है।
Instant coffee या दो मिनट का noodle नहीं है। इस नए साल में अपने आप से वादा करो no chemicals no shortcut कसरत, योग, अच्छा खाना, वक्त पर सोना, थोडा meditation और सब से जरूरी, जैसे आप दिखते हो ना, उसे खुशी से accept करो । आज के बाद filter वाली life नहीं, fitter वाली life जियो । Take care, जय महाकाल ।
આ ક્ષેત્રમાં અનેક બીજાં સ્ટાર્ટ અપ પણ છે. આથી મેં વિચાર્યું કે એક યુવા સ્ટાર્ટ અપ ફાઉન્ડર સાથે પણ ચર્ચા કરીએ, જે આ ક્ષેત્રમાં ઘણું સારું કામ કરી રહ્યા છે.
***Audio***
नमस्कार, मेरा नाम ऋषभ मल्होत्रा है और मैं बेंगलुरु का रहनेवाला हूं। मुझे यह जानकर बेहद खुशी हई कि ‘मन की बात’ में fitness पर चर्चा हो रही है। । मैं खुद fitness की दुनिया से belong करता हूं और बेंगलुरु में हमारा एक start-up है जिस का नाम है ‘तगडा रहो’ । हमारा start-up भारत के पारंपारिक व्यायाम को आगे लाने के लिए बनाया गया है । भारत के पारंपरिक व्यायाम में एक बहुत ही अद्भुत व्यायाम है जो है ‘गदा व्यायाम’ और हमारा पूरा focus गदा और मुग्दर व्यायाम पर ही है। लोगों को जानकर आश्चर्य होता है कि आप गदा से सारी training कैसे कर लेते है । मैं यह बताना चाहूंगा कि गदा व्यायाम हजारों साल पुराना व्यायाम है और ये हजारों सालों से भारत में चलता आ रहा है । आपने इसे छोटे बडे अखाडों में देखा होगा और हमारे start-up के माध्यम से हम इसे एक आधुनिक form में वापस लेकर आए है। हमें पूरे देश से बहुत प्यार मिला है बहुत अच्छा response मिला है ।
‘मन की बात’के माध्यम से मैं यह बताना चाहूंगा कि इसके अलावा भी भारत में बहुत से ऐसे प्राचीन व्यायाम है health और fitnessसे related विधि है, जो हमें अपनानी चाहिए और दुनिया में आगे भी सिखानी चाहिए । मैं fitness की दुनिया से हूं तो आप को एक personal tip देना चाहूँगा । गदा व्यायाम से आप अपना बल, अपनी ताकत, अपना posture और अपनी breathing को भी ठीक कर सकते है, तो गदा व्यायाम को अपनाए और इसे आगे बढाएं। जय हिंद।
સાથીઓ, દરેકે પોતાના વિચાર મૂક્યા છે, પરંતુ બધાનો એક જ મંત્ર છે, Healthy રહો, fit રહો. 2024ની શરૂઆત કરવા માટે તમારી પાસે તમારી ફિટનેસથી મોટો સંકલ્પ બીજો કયો હશે.
મારા પરિવારજનો, કેટલાક દિવસ પહેલાં કાશીમાં એક પ્રયોગ થયો હતો, જેને હું 'મન કી બાત'ના શ્રોતાઓને જરૂર બતાવવા માગું છું. તમે જાણો છો કે કાશી-તમિળ સંગમમમાં હિસ્સો લેવા માટે હજારો લોકો તમિળનાડુથી કાશી પહોંચ્યા હતા. ત્યાં મેં તે લોકો સાથે સંવાદ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ ટૂલ ભાષિણીનો સાર્વજનિક રૂપે પહેલી વાર ઉપયોગ કર્યો. હું મંચથી હિન્દીમાં સંબોધન કરી રહ્યો હતો પરંતુ એઆઈ ટૂલ ભાષિણીના કારણે ત્યાં ઉપસ્થિત તમિળનાડુના લોકોને મારું આ જ સંબોધન તે સમયે તમિળ ભાષામાં સંભળાઈ રહ્યું હતું. કાશી-તમિળ સંગમમમાં આવેલા લોકો આ પ્રયોગથી ખૂબ જ ઉત્સાહિત દેખાયા. એ દિવસ દૂર નથી જ્યારે કોઈ એક ભાષામાં સંબોધન થશે અને જનતા તે જ સમયે તે ભાષણને પોતાની ભાષામાં સાંભળશે. આવું જ ફિલ્મો સાથે પણ થશે જ્યારે જનતા સિનેમા હૉલમાં એઆઈની મદદથી તત્કાળ ભાષાંતર સાંભળતી હશે. તમે અનુમાન કરી શકો છો કે જ્યારે આ ટૅક્નૉલૉજી આપણી શાળાઓ, આપણી હૉસ્પિટલો, આપણાં ન્યાયાલયોમાં વ્યાપક રૂપે ઉપયોગ થવા લાગશે તો કેટલું મોટું પરિવર્તન આવશે.
હું આજની યુવા પેઢીને આગ્રહ કરીશ કે તત્કાળ ભાષાંતર સાથે જોડાયેલા એઆઈ ટૂલ્સને વધુ સમજો અને તેને 100 ટકા ફૂલ પ્રૂફ બનાવો.
સાથીઓ, બદલતા સમયમાં આપણે આપણી ભાષાઓ બચાવવાની પણ છે અને સંવર્ધિત પણ કરવાની છે. હવે હું તમને ઝારખંડના એક આદિવાસી ગામ વિશે જણાવવા માગું છું. આ ગામે પોતાનાં બાળકોને માતૃભાષામાં શિક્ષણ આપવા માટે એક અનોખો પ્રયોગ કર્યો છે. ગઢવા જિલ્લાના મંગલો ગામમાં બાળકોને કુડુખ ભાષામાં શિક્ષણ અપાઈ રહ્યું છે. આ શાળાનું નામ છે ‘કાર્તિક ઉરાંવ આદિવાસી કુડુખ સ્કૂલ’. આ શાળામાં 300 આદિવાસી બાળકો ભણે છે. કુડુખ ભાષા, ઉરાંવ આદિવાસી સમુદાયની માતૃભાષા છે. કુડુખ ભાષાની પોતાની લિપિ પણ છે, જેને ‘તોલંગ સિકી’ નામથી ઓળખવામાં આવે છે. આ ભાષા ધીરે-ધીરે વિલુપ્ત થતી જઈ રહી હતી, જેને બચાવવા માટે આ સમુદાયે પોતાની ભાષામાં બાળકોને શિક્ષણ આપવાનો નિર્ણય કર્યો છે. આ શાળાને શરૂ કરવાનાર અરવિંદ ઉરાંવ કહે છે કે આદિવાસી બાળકોને અંગ્રેજી ભાષામાં તકલીફ પડતી હતી તેથી તેમણે ગામનાં બાળકોને પોતાની માતૃભાષામાં ભણાવવાનું શરૂ કર્યું. તેમના આ પ્રયાસથી સારાં પરિણામ મળવાં લાગ્યાં તો ગામના લોકો પણ તેમની સાથે જોડાયા. પોતાની ભાષામાં અભ્યાસના કારણે બાળકોની શીખવાની ઝડપ પણ વધી ગઈ. આપણા દેશમાં અનેક બાળકો ભાષાની મુશ્કેલીના કારણે ભણતર અધવચ્ચે જ છોડી દે છે. આવી મુશ્કેલીઓને દૂર કરવામાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની મદદ પણ મળી રહી છે. આપણો પ્રયાસ છે કે ભાષા, કોઈ પણ બાળકના શિક્ષણ અને પ્રગતિમાં બાધા ન બનવી જોઈએ.
સાથીઓ, આપણી ભારતભૂમિના દરેક કાળખંડને દેશની વિલક્ષણ દીકરીઓએ ગૌરવથી ભરી દીધો છે. સાવિત્રીબાઈ ફૂલેજી અને રાની વેલુ નાચિયારજી દેશની આવી જ બે વિભૂતિઓ છે.
તેમનું વ્યક્તિત્વ એવા પ્રકાશ સ્તંભ જેવું છે જે દરેક યુગમાં નારી શક્તિને આગળ વધારવાનો માર્ગ દેખાડતું રહેશે. આજથી કેટલાક જ દિવસો પછી, ૩ જાન્યુઆરીએ આપણે બધાં આ બંનેની જયંતી મનાવીશું. સાવિત્રીબાઈ ફૂલેજીનું નામ આવતાં જ સૌથી પહેલાં શિક્ષણ અને સમાજ સુધારના ક્ષેત્રમાં તેમનું યોગદાન સામે આવે છે. તેઓ હંમેશાં મહિલાઓ અને વંચિતોનાં શિક્ષણ માટે જોરદાર રીતે અવાજ ઉઠાવતાં રહ્યાં. તેઓ પોતાના સમયથી ખૂબ જ આગળ હતાં અને એ ખોટી પ્રથાઓના વિરોધમાં હંમેશાં આગળ રહ્યાં. શિક્ષણથી સમાજના સશક્તિકરણ પર તેમનો ગાઢ વિશ્વાસ હતો. મહાત્મા ફૂલેજી સાથે મળીને તેમણે દીકરીઓ માટે અનેક શાળાઓ શરૂ કરી. તેમની કવિતાઓ લોકોમાં જાગૃતિ વધારનારી અને આત્મવિશ્વાસ ભરનારી હતી. લોકોને હંમેશાં તેમનો એવો આગ્રહ રહેતો કે તેઓ જરૂરિયાતમાં એકબીજાની મદદ કરે અને પ્રકૃતિ સાથે પણ સમરસતાથી રહે. તેઓ કેટલાં દયાળુ હતાં, તે શબ્દોમાં સમાવી ન શકાય. જ્યારે મહારાષ્ટ્રમાં દુકાળ પડ્યો તો સાવિત્રીબાઈ અને મહાત્મા ફૂલેએ જરૂરિયાતવાળા લોકોની મદદ માટે પોતાના ઘરના દરવાજા ખોલી દીધા. સામાજિક ન્યાયનું આવું ઉદાહરણ વિરલ જ જોવા મળે છે. જ્યારે ત્યાં પ્લેગનો ભય વ્યાપેલો હતો તો તેમણે પોતાને લોકોની સેવામાં લગાવી દીધા. આ દરમિયાન તેઓ પોતે આ બીમારીની ઝપટમાં આવી ગયા. માનવતાને સમર્પિત તેમનું જીવન આજે પણ આપણને બધાંને પ્રેરિત કરી રહ્યું છે.
સાથીઓ, વિદેશ શાસન વિરુદ્ધ સંઘર્ષ કરનારી દેશની અનેક મહાન વિભૂતિઓમાંથી એક નામ રાની વેલુ નાચિયારનું પણ છે. તમિળનાડુનાં મારાં ભાઈ-બહેન આજે પણ તેમને વીરા મંગઈ અર્થાત્ વીર નારીના નામથી યાદ કરે છે.
અંગ્રેજો વિરુદ્ધરાની વેલુ નાચિયાર જે બહાદુરીથી લડ્યાં અને જે પરાક્રમ દેખાડ્યું, તે ખૂબ જ પ્રેરિત કરનારું છે. અંગ્રેજોએ શિવગંગા સામ્રાજ્ય પર આક્રમણ દરમિયાન તેમના પતિની હત્યા કરી દીધી હતી, જે ત્યાંના રાજા હતા. રાની વેલુ નાચિયાર અને તેમની દીકરી કોઈક રીતે દુશ્મનથી બચીને ભાગી ગયાં હતાં. તેઓ સંગઠન બનાવવા અને મરુદુ બંધુઓ અર્થાત્ પોતાના સૈનિકો સાથે સેના તૈયાર કરવામાં અનેક વર્ષો લાગેલાં રહ્યાં. તેમણે પૂરી તૈયારીઓ સાથે અંગ્રેજો વિરુદ્ધ યુદ્ધ શરૂ કર્યું અને ખૂબ જ હિંમત અને સંકલ્પ શક્તિ સાથે લડાઈ લડી. રાની વેલુ નાચિયારનું નામ એવા લોકોમાં આવે છે જેમણે પોતાની સેનામાં પહેલી વાર માત્ર મહિલાઓનું જૂથ બનાવ્યું. હું આ બંને વીરાંગનાઓને શ્રદ્ધાસુમન અર્પિત કરું છું.
મારા પરિવારજનો, ગુજરાતમાં ડાયરાની પરંપરા છે. આખી રાત હજારો લોકો ડાયરામાં જઈને મનોરંજન સાથે જ્ઞાનને મેળવે છે. આ ડાયરામાં લોકસંગીત, લોકસાહિત્ય અને હાસ્યની ત્રિવેણી, દરેકના મને આનંદથી ભરી દે છે. આ ડાયરાના એક પ્રસિદ્ધ કલાકાર છે ભાઈ જગદીશ ત્રિવેદીજી. હાસ્ય કલાકારના રૂપમાં ભાઈ જગદીશ ત્રિવેદીજીએ 30 વર્ષથી પણ વધુ સમયથી પોતાનો પ્રભાવ જમાવેલો રાખ્યો છે. તાજેતરમાં જ ભાઈ જગદીશ ત્રિવેદીજીનો મને એક પત્ર મળ્યો અને સાથે તેમણે પોતાનું એક પુસ્તક પણ મોકલ્યું છે. પુસ્તકનું નામ છે- social audit of social service. આ પુસ્તક ખૂબ જ અનોખું છે. તેમાં હિસાબકિતાબ છે, આ પુસ્તક એક રીતે સરવૈયું છે. છેલ્લાં છ વર્ષમાં ભાઈ જગદીશ ત્રિવેદીજીએ કયા-કયા કાર્યક્રમમાંથી કેટલી આવક થઈ અને તેનો ક્યાં-ક્યાં ખર્ચ થયો, તેના પૂરા લેખા-જોખા પુસ્તકમાં છે.
આ સરવૈયું એટલા માટે અનોખું છે કારણકે તેમણે પોતાની પૂરી આવક, એક-એક રૂપિયો સમાજ માટે – શાળા, હૉસ્પિટલ, લાઇબ્રેરી, દિવ્યાંગજનો સાથે જોડાયેલી સંસ્થાઓ, સમાજસેવામાં ખર્ચ કરી દીધો – પૂરાં છ વર્ષનો હિસાબ છે. જેમ પુસ્તકમાં એક જગ્યાએ લખ્યું છે- 20૨૨માં તેમને પોતાના કાર્યક્રમોથી આવક થઈ બે કરોડ પાંત્રીસ લાખ ઓગણએંસી હજાર છસ્સો ચુમ્મોતેર રૂપિયા. અને તેણે શાળા, હૉસ્પિટલ, પુસ્તકાલય પર ખર્ચ કર્યા બે કરોડ પાંત્રીસ લાખ ઓગણેંસી હજાર છસ્સો ચુમ્મોતેર રૂપિયા. તેમણે એક પણ રૂપિયો પોતાની પાસે ન રાખ્યો. હકીકતે, તેની પાછળ પણ એક રસપ્રદ ઘટના છે. થયું એવું કે એક વાર ભાઈ જગદીશ ત્રિવેદીજીએ કહ્યું કે જ્યારે 2017માં તેઓ 50 વર્ષના થઈ જશે તો તે પછી તેમના કાર્યક્રમોથી થનારી આવકને તેઓ ઘરે નહીં લઈ જાય પરંતુ સમાજ પર ખર્ચ કરી નાખશે. 2017 પછી અત્યાર સુધી, તેઓ લગભગ પોણા નવ કરોડ રૂપિયા અલગ-અલગ સામાજિક કાર્યો પર ખર્ચ કરી ચૂક્યા છે. એક હાસ્ય કલાકાર, પોતાની વાતોથી, દરેકને હસવા માટે મજબૂર કરી દે છે. પરંતુ તે અંદરથી, કેટલી સંવેદનાઓને જીવે છે, તે ભાઈ જગદીશ ત્રિવેદીજીના જીવન પરથી ખબર પડે છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે તેમની પાસે પીએચ.ડી.ની ત્રણ ડિગ્રીઓ પણ છે. તેઓ ૭૫ પુસ્તકો લખી ચૂક્યા છે, જેમાંથી અનેક પુસ્તકોને સન્માનિત કરવામાં આવ્યાં છે. હું ભાઈ જગદીશ ત્રિવેદીજીને તેમનાં સામાજિક કાર્યો માટે ખૂબ-ખૂબ શુભકામનાઓ આપું છું.
મારા પરિવારજનો, અયોધ્યામાં રામ મંદિર અંગે પૂરા દેશમાં ઉત્સાહ છે, ઉમંગ છે. લોકો પોતાની ભાવનાઓને અલગ-અલગ રીતે વ્યક્ત કરી રહ્યા છે. તમે જોયું હશે, વિતેલા કેટલાક દિવસોમાં શ્રી રામ અને અયોધ્યા અંગે ખૂબ બધાં નવાં ગીતો, નવાં ભજનો બનાવવામાં આવ્યાં છે.
ઘણા બધા લોકો નવી કવિતાઓ પણ લખી રહ્યા છે. તેમાં મોટા-મોટા અનુભવી કલાકારો પણ છે તો નવા ઉભરતા યુવા સાથીઓએ પણ મનને મોહી લેનારાં ભજનોની રચના કરી છે. કેટલાંક ગીતો અને ભજનોને તો મેં પણ પોતાના સૉશિયલ મીડિયા પર શૅર કર્યાં છે. એવું લાગે છે કે કળા જગત પોતાની અનોખી શૈલીમાં એક ઐતિહાસિક ક્ષણનું સહભાગી બની રહ્યું છે. મારા મનમાં એક વાત આવી રહી છે કે શું આપણે બધા એવી બધી રચનાઓને એક common hash tag સાથે શૅર ન કરી શકીએ? મારો તમને અનુરોધ છે કે હેશટૅગ શ્રી રામભજન (#shriRamBhajan)ની સાથે તમે તમારી રચનાઓને સૉશિયલ મીડિયા પર શૅર કરો. આ સંકલન, ભાવોનો, ભક્તિનો એવો પ્રવાહ બનશે જેમાં દરેક રામમય થઈ જશે.
મારા પ્રિય દેશવાસીઓ, આજે ‘મન કી બાત’માં મારી સાથે બસ આટલું જ. 2024ને હવે કેટલાક કલાકોની જ વાર છે. ભારતની ઉપલબ્ધિઓ, દરેક ભારતવાસીની ઉપલબ્ધિ છે. આપણે પંચ પ્રણોનું ધ્યાન રાખીને ભારતના વિકાસ માટે નિરંતર પ્રયાસરત રહેવાનું છે. આપણે કોઈ પણ કામ કરીએ, કોઈ પણ નિર્ણય લઈએ, આપણી સૌથી પહેલી કસોટી એ જ હોવી જોઈએ કે તેનાથી દેશને શું મળશે, તેનાથી દેશને શું લાભ થશે. રાષ્ટ્ર પ્રથમ- Nation First તેનાથી મોટો કોઈ મંત્ર નથી. આ મંત્ર પર ચાલતાં આપણે ભારતીયો, પોતાના દેશને વિકસિત બનાવીશું, આત્મનિર્ભર બનાવીશું. તમે બધાં 2024માં સફળતાઓની નવી ઊંચાઈ પર પહોંચો, તમે બધાં સ્વસ્થ રહો, fit રહો, ખૂબ આનંદથી રહો- મારી આ જ પ્રાર્થના છે. 2024માં આપણે ફરી એક વાર દેશના લોકોની નવી ઉપલબ્ધિઓ પર ચર્ચા કરીશું. ખૂબ ખૂબ ધન્યવાદ.
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. ‘મન કી બાત’માં આપનું સ્વાગત છે. પરંતુ આજે ૨૬ નવેમ્બર આપણે ક્યારેય ભૂલી નહીં શકીએ. આજના જ દિવસે દેશ પર સૌથી જઘન્ય આતંકવાદી હુમલો થયો હતો. આતંકવાદીઓએ મુંબઇને, સમગ્ર દેશને, ધ્રૂજાવી દીધો હતો. પરંતુ એ ભારતનું સામર્થ્ય છે કે, આપણે એ હુમલામાંથી બહાર આવ્યા અને હવે પૂરી હિંમતથી આતંકવાદને કચડી રહ્યા છીએ. મુંબઇ હુમલામાં પોતાનું જીવન ગુમાવનાર બધા લોકોને હું શ્રદ્ધાંજલિ આપું છું. આ હુમલામાં આપણા જે વીરો વીરગતિને પ્રાપ્ત થયા, દેશ આજે તેમને યાદ કરી રહ્યો છે.
મારા પરિવારજનો, ૨૬ નવેમ્બરનો આજનો આ દિવસ એક બીજા કારણથી પણ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. 1949માં આજના જ દિવસે સંવિધાન સભાએ ભારતના સંવિધાનને અંગીકાર કર્યું હતું. મને યાદ છે, જયારે વર્ષ 2015માં આપણે બાબાસાહેબ આંબેડકરની 125મી જયંતિ ઉજવી રહ્યા હતા, તે સમયે એવો વિચાર આવ્યો હતો કે 26 નવેમ્બરને “સંવિધાન દિવસ” તરીકે મનાવવામાં આવે. અને ત્યારથી દર વર્ષે આજના આ દિવસને આપણે સંવિધાન દિવસના રૂપમાં મનાવતા આવ્યા છીએ. હું બધા દેશવાસીઓને સંવિધાન દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. અને આપણે બધા મળીને, નાગરિકોના કર્તવ્યને પ્રાથમિકતા આપતા, વિકસિત ભારતના સંકલ્પને જરૂર પૂરૂં કરીશું.
સાથીઓ, આપણે બધા જાણીએ છીએ કે સંવિધાનના નિર્માણમાં બે વર્ષ 11 મહિના 18 દિવસનો સમય લાગ્યો હતો. શ્રી સચ્ચિદાનંદ સિંહાજી સંવિધાન સભાના સૌથી વૃદ્ધ સભ્ય હતા. 60થી વધુ દેશોના સંવિધાનનું અધ્યયન અને લાંબી ચર્ચા પછી આપણા સંવિધાનનો મુસદ્દો તૈયાર થયો હતો. મુસદ્દો તૈયાર થયા પછી તેને અંતિમ સ્વરૂપ આપતાં પહેલાં તેમાં 2 હજારથી વધુ સંશોધનો કરવામાં આવ્યા હતા. 1950માં સંવિધાન અમલમાં આવ્યા પછી પણ અત્યારસુધી કુલ 106 વાર સંવિધાન સંશોધનો કરવામાં આવ્યા છે. સમય, પરિસ્થિતિ, દેશની આવશ્યકતાને જોતાં અલગ-અલગ સરકારોએ અલગ-અલગ સમય પર સંશોધન કર્યા. પરંતુ એ પણ દુર્ભાગ્ય રહ્યું છે કે સંવિધાનમાં પહેલું સંશોધન વાણીની સ્વતંત્રતા અને અભિવ્યક્તિની સ્વતંત્રતામાં કાપ માટે થયું હતું. બીજી તરફ સંવિધાનના 44મા સંશોધનના માધ્યમથી કટોકટી દરમ્યાન કરવામાં આવેલી ભૂલોને સુધારવામાં આવી હતી.
સાથીઓ, આ પણ બહુ પ્રેરક છે કે, સંવિધાન સભાના કેટલાક સભ્યો નામાંકિત કરાયા હતા, જેમાં ૧૫ મહિલાઓ હતી. આવાં જ એક સભ્ય હંસા મહેતાજીએ મહિલાઓના અધિકાર અને ન્યાય માટે સ્વર બુલંદ કર્યો હતો. એ સમયમાં ભારત એવા કેટલાક દેશો પૈકી એક હતો જયાં મહિલાઓને બંધારણ દ્વારા મતદાનનો અધિકાર આપવામાં આવ્યો. રાષ્ટ્રનિર્માણમાં જ્યારે બધાનો સાથ હોય છે ત્યારે બધાનો વિકાસ પણ થઇ શકે છે. મને સંતોષ છે કે સંવિધાન નિર્માતાઓની તે દૂરદૃષ્ટિનું પાલન કરતાં, હવે ભારતની સંસદે ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ને પસાર કર્યો છે. ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ આપણા લોકતંત્રની સંકલ્પ શક્તિનું ઉદાહરણ છે. આ વિકસિત ભારતના આપણા સંકલ્પને ગતિ આપવા માટે પણ એટલો જ સહાયક થશે.
મારા પરિવારજનો, રાષ્ટ્રનિર્માણની કમાન જ્યારે જનતાજનાર્દન સંભાળી લે છે, તો દુનિયાની કોઇપણ શક્તિ એ દેશને આગળ વધારવાથી રોકી શક્તિ નથી. જે ભારતમાં પણ સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે, અનેક પરિવર્તનોનું નેતૃત્વ દેશની 140 કરોડ જનતા કરી રહી છે. તેનું એક પ્રત્યક્ષ ઉદાહરણ આપણે તહેવારોના આ સમયમાં જોયું છે. ગત મહિને ‘મન કી બાત’માં મેં વોકલ ફોર લોકલ એટલે કે, સ્થાનિક ઉત્પાદનોને ખરીદવા પર ભાર આપ્યો હતો. ગત કેટલાક દિવસોની અંદર જ દિવાળી, ભાઇબીજ અને છઠ પર દેશમાં 4 લાખ કરોડથી વધુનો વેપાર થયો છે. અને આ દરમિયાન, ભારતમાં બનેલા ઉત્પાદનોને ખરીદવાનો જબરદસ્ત ઉત્સાહ લોકોમાં જોવા મળ્યો. હવે તો ઘરનાં બાળકો પણ દુકાન પર કંઇક ખરીદતી વખતે એ જોવા લાગ્યા છે કે તેમાં મેડ ઇન ઇન્ડિયા લખેલું છે કે નથી લખેલું. એટલું જ નહિં, ઓનલાઇન સામાન ખરીદતી વખતે હવે લોકો કન્ટ્રી ઓફ ઓરીજીન તેને જોવાનું નથી ભૂલતા.
સાથીઓ, જે રીતે ‘સ્વચ્છ ભારત અભિયાન’ની સફળતા જ તેની પ્રેરણા બની રહી છે તેવી જ રીતે વોકલ ફોર લોકલની સફળતા, વિકસિત ભારત-સમૃદ્ધ ભારતના દ્વાર ખોલી રહી છે. વોકલ ફોર લોકલનું આ અભિયાન સમગ્ર દેશની અર્થવ્યવસ્થાને મજબૂતી આપે છે. વોકલ ફોર લોકલ અભિયાન રોજગારની ગેરંટી છે. તે વિકાસની ગેરંટી છે, તે દેશના સંતુલિત વિકાસીન ગેરંટી છે. તેનાથી શહેરી અને ગ્રામીણ, બંનેને સમાન અવસર મળે છે. તેનાથી સ્થાનિક ઉત્પાદનોમાં વેલ્યુ એડિશનનો પણ માર્ગ બને છે, અને ક્યારેક, વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ઉતાર-ચઢાવ આવે છે, તો વોકલ ફોર લોકલનો મંત્ર, આપણી અર્થવ્યવસ્થાને સંરક્ષિત પણ કરે છે.
સાથીઓ, ભારતીય ઉત્પાદનો પ્રત્યે આ ભાવના કેવળ તહેવારો સુધી સિમીત રહેવી જોઇએ નહીં. અત્યારે લગ્નની ઋતુ પણ શરૂ થઇ ગઇ છે. કેટલાક વેપારી સંગઠનોનું અનુમાન છે કે, આ લગ્નગાળામાં લગભગ પાંચ લાખ કરોડ રૂપિયાનો વેપાર થઇ શકે છે. લગ્ન સાથે જોડાયેલી ખરીદીમાં પણ તમે બધા ભારતમાં બનેલા ઉત્પાદનોને જ મહત્ત્વ આપો. અને હા, જયારે લગ્નની વાત નીકળી છે, તો એક વાત મને લાંબા સમયથી ક્યારેક-ક્યારેક બહુ પીડા આપે છે અને મારા મનની પીડા, મારા પરિવારજનોને નહીં કહું તો કોને કહીશ ? તમે વિચારો, આ દિવસોમાં જે કેટલાક પરિવારોમાં વિદેશમાં જઇને લગ્ન કરવાનું એક નવું જ વાતાવરણ બનતું જાય છે. શું એ જરૂરી છે ? ભારતની માટીમાં, ભારતના લોકો વચ્ચે, જો આપણે લગ્ન કરીએ તો દેશના પૈસા દેશમાં જ રહેશે. દેશના લોકોને તમારા લગ્નમાં કંઇને કંઇ સેવા કરવાનો અવસર મળશે, નાના-નાના ગરીબ લોકો પણ પોતાના બાળકોને તમારા લગ્નની વાતો કહેશે. શું તમે વોકલ ફોર લોકલના આ મિશનને વિસ્તાર આપી શકશો ? આપણે લગ્ન જેવા સમારંભ કેમ આપણા જ દેશમાં ન કરીએ ? બની શકે કે, તમારે જોઇએ તેવી વ્યવસ્થા આજે નહીં હોય પરંતુ જો આપણે આ પ્રકારના આયોજન કરીશું તો વ્યવસ્થાઓ પણ વિકસશે. આ ખૂબ જ મોટા પરિવારો સાથે જોડાયેલો વિષય છે. હું આશા રાખું છું કે મારી આ પીડા તે મોટા-મોટા પરિવારો સુધી જરૂર પહોંચશે.
મારા પરિવારજનો, તહેવારોની આ ઋતુમાં એક બીજો મોટો ટ્રેન્ડ જોવા મળ્યો છે. આ સતત બીજું વર્ષ છે જયારે દિવાળીના અવસરે રોકડ આપીને કેટલોક સામાન ખરીદવાનું પ્રચલન ધીમેધીમે ઘટતું જઇ રહ્યું છે. એટલે કે, હવે લોકો વધુમાં વધુ ડીજીટલ પેમેન્ટ કરી રહ્યા છે. આ પણ ખૂબ જ ઉત્સાહ વધારનારું છે. તમે એક બીજું કામ કરી શકો છો. તમે નક્કી કરો કે, એક મહિના સુધી તમે યુપીઆઇથી કે કોઇ ડીજીટલ માધ્યમથી જ પેમેન્ટ કરશો, રોકડમાં ચૂકવણી નહીં કરો. ભારતમાં ડીજીટલ ક્રાંતિની સફળતાએ તેને બિલકુલ સંભવ બનાવી દીધું છે. અને જયારે એક મહિનો થઇ જાય, તો તમે મને તેનો અનુભવ, તમારો ફોટો જરૂર શેર કરજો. હું અત્યારથી જ તમને એડવાન્સમાં મારી શુભકામના આપું છું.
મારા પરિવારજનો, આપણા યુવા સાથીઓએ દેશને એક બીજા મોટા શુભ સમાચાર આપ્યા છે, જે આપણને બધાને ગૌરવથી ભરી દેશે. ઇન્ટેલીજન્સ, આઇડિયા અને ઇન્નોવેશન- આજે ભારતીય યુવાઓની ઓળખ છે. તેમાં ટેકનોલોજીના સંયોજનથી તેની બૌદ્ધિક સંપદામાં નિરંતર વૃદ્ધિ થાય, તે પોતાની રીતે દેશના સામર્થ્યને વધારનારી મહત્ત્વપૂર્ણ પ્રગતિ છે. તમને એ જાણીને સારું લાગશે કે ૨૦૨૨માં ભારતીયોના પેટન્ટ આવેદનમાં ૩૧ ટકાથી વધુની વૃદ્ધિ થઇ છે. World Intellectual Property Organisation એ એક ખૂબ જ રસપ્રદ રીપોર્ટ જાહેર કર્યો છે. આ રીપોર્ટ કહે છે કે, પેટન્ટ ફાઇલ કરવામાં સૌથી આગળ રહેનારા ટોચના ૧૦ દેશોમાં પણ આવું પહેલાં કયારેય નથી થયું. આ શાનદાર ઉપલબ્ધિ માટે હું મારા યુવા સાથીઓને ખૂબખૂબ અભિનંદન આપું છું. હું મારા યુવા મિત્રોને વિશ્વાસ અપાવવા માંગું છું કે દેશ દરેક પગલે તમારી સાથે છે. સરકારે જે પ્રશાસનિક અને કાનૂની સુધારા કર્યા છે, તે પછી આજે આપણા યુવા એક નવી ઊર્જા સાથે મોટા સ્તર પર ઇન્નોવેશનના કામમાં લાગેલા છે. 10 વર્ષ પહેલાંના આંકડા સાથે સરખામણી કરીએ, તો આજે, આપણી પેટન્ટને 10 ગણી વધારે મંજૂરી મળી રહી છે. આપણે બધા જાણીએ છીએ કે, પેટન્ટથી ન માત્ર દેશની બૌદ્ધિક સંપદા વધે છે, પરંતુ તેનાથી નવા-નવા અવસરોના પણ દ્વાર ખૂલે છે. એટલું જ નહિં, તે આપણા સ્ટાર્ટઅપની શક્તિ અને ક્ષમતાને પણ વધારે છે. આજે આપણા સ્કૂલના બાળકોમાં પણ ઇન્નોવેશનની ભાવનાને ઉત્તેજન મળી રહ્યું છે. અટલ ટીંકરીંગ લેબ, અટલ ઇન્નોવેશન મિશન, કોલેજોમાં ઇન્ક્યુબેશન સેન્ટર્સ, સ્ટાર્ટઅપ ઇન્ડિયા અભિયાન, આવા નિરંતર પ્રયાસોના પરિણામો દેશવાસીઓની સામે છે. તે પણ ભારતની યુવા શક્તિ, ભારતની ઇન્નોવેટીવ શક્તિનું પ્રત્યક્ષ ઉદાહરણ છે. આ જોશની સાથે આગળ ચાલતા, આપણે, વિકસિત ભારતના સંકલ્પને પણ પ્રાપ્ત કરીને દેખાડશું અને આથી હું વારંવાર કહું છું કે ‘જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય અનુસંધાન’.
મારા પ્રિય દેશવાસીઓ, તમને યાદ હશે કે કેટલાક સમય પહેલાં ‘મન કી બાત’માં મે ભારતમાં મોટી સંખ્યામાં યોજાતા મેળાઓની ચર્ચા કરી હતી. ત્યારે એક એવી પ્રતિયોગિતાનો પણ વિચાર આવ્યો હતો જેમાં લોકો મેળા સાથે જોડાયેલો ફોટો શેર કરે. સંસ્કૃતિ મંત્રાલયે તેને લઇને મેલા મોમેન્ટસ કોન્ટેસ્ટનું આયોજન કર્યું હતું. તમને એ જાણીને સારું લાગશે કે તેમાં હજારો લોકોએ ભાગ લીધો અને ઘણા લોકોએ પુરસ્કાર પણ જીત્યો. કોલકાતાના નિવાસી રાજેશ ધરજીએ ‘ચરક મેળા’માં ફુગ્ગા અને રમકડાં વેચનારાના અદભૂત ફોટા માટે પુરસ્કાર જીત્યો. આ મેળો ગ્રામીણ બંગાળમાં ઘણો લોકપ્રિય છે. વારાણસીની હોળીને શો કેસ કરવા માટે અનુપમસિંહજીને મેળા ચિત્રનો પુરસ્કાર મળ્યો. અરૂણ કુમાર નલીમેલાજીને ‘કુલસાઇ દશહરા’ સાથે જોડાયેલા એક આકર્ષક પાસાને દેખાડવા માટે પુરસ્કૃત કરવામાં આવ્યા. તે જ રીતે, પંઢરપુરની ભક્તિને દેખાડનારી તસવીર, સૌથી વધુ પસંદ કરાયેલી તસવીરમાં સામેલ રહી, જેને મહારાષ્ટ્રના જ એક સજ્જન શ્રીમાન રાહુલજીએ મોકલી હતી. આ પ્રતિયોગિતામાં ઘણી બધી તસવીરો, મેળા દરમ્યાન મળનારા સ્થાનિક વ્યંજનોની પણ હતી. તેમાં પુરલિયાના રહેનારા આલોક અવિનાશજીની તસવીરે પુરસ્કાર જીત્યો. તેમણે એક મેળા દરમ્યાન બંગાળના ગ્રામીણ ક્ષેત્રની ખાણી પીણીને દર્શાવી હતી. પ્રનબ બસાકજીની તે તસવીર પણ પુરસ્કૃત થઇ જેમાં ભગોરીયા મહોત્સવમાં મહિલાઓ કુલ્ફીનો આનંદ લઇ રહી છે. રૂમેલાજીએ છત્તીસગઢના જગદલપુરમાં એક ગામના મેળામાં ભજીયાનો સ્વાદ લેતી મહિલાઓની તસવીર મોકલી હતી- તેને પણ પુરસ્કૃત કરવામાં આવી.
સાથીઓ, ‘મન કી બાત’ના માધ્યમથી આજે દરેક ગામ, દરેક શાળા, દરેક પંચાયતને, એવો આગ્રહ છે કે આ પ્રકારની પ્રતિયોગિતાઓનું નિરંતર આયોજન કરે. આજકાલ તો સોશિયલ મિડિયાની એટલી શક્તિ છે, ટેક્નોલોજી અને મોબાઇલ ઘરેઘરે પહોંચેલા છે. તમારા સ્થાનિક પર્વ હોય કે ઉત્પાદન, તમે આવું કરીને પણ તેને વૈશ્વિક બનાવી શકો છો.
સાથીઓ, ગામગામમાં યોજાનારા મેળાઓની જેમ જ આપણે ત્યાં વિભિન્ન નૃત્યોનો પણ પોતાનો જ વારસો છે. ઝારખંડ, ઓડિશા અને બંગાળના જનજાતિય વિસ્તારોમાં એક ખૂબ જ પ્રસિદ્ધ નૃત્ય છે જેને ‘છઉ’ ના નામથી બોલાવે છે. 15 થી 17 નવેમ્બર સુધી એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવના સાથે શ્રીનગરમાં ‘છઉ’ પર્વનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં બધાએ ‘છઉ’ નૃત્યનો આનંદ ઉઠાવ્યો. શ્રીનગરના નવયુવાનોને ‘છઉ’ નૃત્યની ટ્રેનિંગ આપવા માટે એક વર્કશોપનું પણ આયોજન થયું. આ રીતે, કેટલાક સપ્તાહ પહેલાં જ કઠુઆ જિલ્લામાં ‘બસોહલી ઉત્સવ’ આયોજીત કરવામાં આવ્યો. આ જગ્યા જમ્મુથી 150 કિલોમીટર દૂર છે. આ ઉત્સવમાં સ્થાનિક કળા, લોકનૃત્ય અને પારંપરિક રામલીલાનું આયોજન થયું.
સાથીઓ, ભારતીય સંસ્કૃતિની સુંદરતાને સાઉદી અરબમાં પણ અનુભવવામાં આવી. આ મહિને સાઉદી અરબમાં ‘સંસ્કૃતિ ઉત્સવ’ નામનું એક આયોજન થયું. તે પોતાની રીતે ખૂબ જ અનોખું હતું, કારણ કે આ આખો કાર્યક્રમ જ સંસ્કૃતમાં થયો. સંવાદ, સંગીત, નૃત્ય બધું જ સંસ્કૃતમાં, તેમાં, ત્યાંના સ્થાનિક લોકોની ભાગીદારી પણ હતી.
મારા પરિવારજનો, ‘સ્વચ્છ ભારત’ હવે તો સમગ્ર દેશનો પ્રિય વિષય બની ગયો છે, મારો તો પ્રિય વિષય છે જ અને મને તેની સાથે જોડાયેલા કોઇ સમાચાર જેવા મળે છે, ત્યારે મારું મન તે તરફ ચાલ્યું જ જાય છે, અને સ્વાભાવિક છે, પછી તો તેને ‘મન કી બાત’ માં જગ્યા મળી જ જાય છે. સ્વચ્છ ભારત અભિયાને સાફસફાઇ અને સાર્વજનિક સ્વચ્છતા સંદર્ભે લોકોની વિચારધારાને બદલી નાંખી છે. આ પહેલ આજે રાષ્ટ્રીય ભાવનાનું પ્રતિક બની ચૂકી છે, જેને કરોડો દેશવાસીઓના જીવનને વધુ સારું બનાવ્યું છે. આ અભિયાને અલગ-અલગ ક્ષેત્રના લોકો, વિશેષરૂપે યુવાઓને સામૂહિક ભાગીદારી માટે પ્રેરિત કર્યું છે. આવો જ એક સહારનીય પ્રયાસ સુરતમાં જોવા મળ્યો છે. યુવાઓની એક ટીમે અહીં ‘પ્રોજેક્ટ સુરત’ ની શરુઆત કરી છે. તેનું લક્ષ્ય સુરતને એક એવુ મોડેલ શહેર બનાવવાનું છે, જે સફાઇ અને ટકાઉ વિકાસનું શ્રેષ્ઠ ઉદાહરણ બને. ‘સફાઇ સન્ડે’ ના નામથી શરૂ થયેલા આ પ્રયાસ હેઠળ સુરતના યુવાનો પહેલાં સાર્વજનિક જગ્યાઓ અને ડુમાસ બીચની સફાઇ કરતાં હતા. પછી તે લોકો તાપી નદીના કિનારાની સફાઇમાં પણ પૂરી ધગશથી લાગી ગયા અને તમને જાણીને આનંદ થશે, જોતજોતામાં તેની સાથે જોડાયેલા લોકોની સંખ્યા, 50 હજારથી વધુ થઇ ગઇ છે. લોકોથી મળેલા સમર્થનથી ટીમનો આત્મવિશ્વાસ વધ્યો, જે પછી તેમણે કચરો એકઠો કરવાનું કામ પણ શરૂ કર્યું. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ ટીમે લાખો કિલો કચરો હટાવ્યો છે. જમીન સ્તર પર કરવામાં આવેલા આવા પ્રયાસો, ખૂબ જ મોટો બદલાવ લાવનારા હોય છે.
સાથીઓ, ગુજરાતથી જ એક વધુ જાણકારી મળી છે. કેટલાક સપ્તાહ પહેલાં ત્યાં અંબાજીમાં ‘ભાદરવી પૂનમના મેળા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં 50 લાખથી વધુ લોકો આવ્યા હતા. આ મેળો દર વર્ષે યોજાય છે. તેની સૌથી મોટી વાત એ રહી કે, મેળામાં આવેલા લોકોએ ગબ્બર ટેકરીના એક મોટા હિસ્સામાં સફાઇ અભિયાન ચલાવ્યું. મંદિરોની આસપાસના સમગ્ર ક્ષેત્રને સ્વચ્છ રાખવાનું આ અભિયાન ખૂબ જ પ્રેરણાદાયી છે.
સાથીઓ, હું હંમેશાં કહું છું કે સ્વચ્છતા કોઇ એક દિવસ કે એક સપ્તાહ ચાલનારૂં અભિયાન નથી પરંતુ તે તો જીવનમાં ઉતારવાનું કામ છે. આપણે આપણી આસપાસ એવા લોકોને જોઇએ પણ છીએ, જેમણે પોતાનું પૂરૂં જીવન, સ્વચ્છતા સાથે જોડાયેલા વિષયો પર જ લગાવી દીધું. તમિળનાડુના કોયમ્બટૂરમાં રહેનારા લોગાનાથનજી પણ અનુપમ છે. બાળપણમાં ગરીબ બાળકોના ફાટેલા કપડાં જોઇને તેઓ ઘણીવાર દુઃખી થઇ જતા હતા. તે પછી તેમણે આવા બાળકોની મદદનું પ્રણ લીધું અને પોતાની કમાઇનો એક હિસ્સો તેમને દાન આપવાનું શરૂ કર્યું. જ્યારે પૈસાની ખોટ પડી તો લોગાનાથનજીએ શૌચાલય પણ સાફ કર્યા જેથી જરૂરિયાતવાળા બાળકોની મદદ થઇ શકે. તેઓ ગત 25 વર્ષથી પૂરા સમર્પિત ભાવથી પોતાના આ કામમાં લાગેલા છે અને અત્યાર સુધી 150૦થી વધુ બાળકોની મદદ કરી ચૂક્યા છે. હું ફરી એક વાર તેમના આવા પ્રયાસોની પ્રશંસા કરું છું. દેશભરમાં થઇ રહેલા આ પ્રકારના અનેક પ્રયાસો ન માત્ર આપણને પ્રેરણા આપે છે પરંતુ કંઇક નવું કરી છુટવાની ઇચ્છા શક્તિ પણ જગાવે છે.
મારા પરિવારજનો, ૨૧મી સદીના સૌથી મોટા પડકારો પૈકી એક છે- ‘જળ સુરક્ષા’. જળનું સંરક્ષણ કરવું, જીવનને બચાવવાથી ઓછું નથી. જયારે આપણે સામૂહિકતાની આ ભાવના સાથે કોઇ કામ કરીએ છીએ તો સફળતા પણ મળે છે. તેનું એક ઉદાહરણ દેશના દરેક જિલ્લામાં બની રહેલા ‘અમૃત સરોવર’ પણ છે. ‘અમૃત મહોત્સવ’ દરમ્યાન ભારતે જે ૬૫ હજારથી વધુ ‘અમૃત સરોવર’ બનાવ્યા છે, તે આવનારી પેઢીઓને લાભ આપશે. હવે આપણી પણ જવાબદારી છે કે જ્યાં-જ્યાં ‘અમૃત સરોવર’ બન્યાં છે, તેમની નિરંતર દેખભાળ થાય, તે જળસંરક્ષણના પ્રમુખ સ્ત્રોત બની રહે.
સાથીઓ, જળસંરક્ષણની આવી જ ચર્ચાઓ વચ્ચે મને ગુજરાતના અમરેલીમાં થયેલા ‘જળ ઉત્સવ’ની પણ ખબર પડી. ગુજરાતમાં બારેય માસ વહેતી નદીઓનો પણ અભાવ છે, આથી લોકોને મોટાભાગે વરસાદના પાણી પર જ નિર્ભર રહેવું પડે છે. ગત 20-25 વર્ષમાં સરકાર અને સામાજીક સંગઠનોના પ્રયાસ પછી ત્યાંની સ્થિતિમાં પરિવર્તન જરૂર આવ્યું છે. અને આથી ત્યાં ‘જળ ઉત્સવ’ની મોટી ભૂમિકા છે. અમરેલીમાં થયેલા ‘જળ ઉત્સવ’ દરમ્યાન ‘જળસંરક્ષણ’ અને તળાવના સંરક્ષણ સંદર્ભે લોકોમાં જાગૃતિ વધારવામાં આવી. તેમાં વોટર સ્પોર્ટસને પણ ઉત્તેજન આપવામાં આવ્યું, જળસંરક્ષણના વિશેષજ્ઞો સાથે મંથન પણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં સહભાગી લોકોને તિરંગા વાળો વોટર ફાઉન્ટેન ઘણો પસંદ આવ્યો. આ જળઉત્સવનું આયોજન સુરતના હીરાવેપારમાં નામ કમાનારા સવજીભાઇ ધોળકિયાના ફાઉન્ડેશને કર્યું. હું તેમાં સહભાગી દરેક વ્યક્તિને અભિનંદન આપું છું, જળસંરક્ષણ માટે આવી જ રીતે કામ કરવાની શુભકામના આપું છું.
મારા પરિવારજનો, આજે દુનિયાભરમાં કૌશલ્ય વિકાસના મહત્ત્વને સ્વીકાર્યતા મળી રહી છે. જ્યારે આપણે કોઇને કોઇ કૌશલ્ય શીખવીએ છીએ, તો તેને માત્ર કૌશલ્ય જ નથી આપતા પરંતુ તેને આવકનો એક સ્ત્રોત પણ આપીએ છીએ. અને જ્યારે મને ખબર પડી કે એક સંસ્થા છેલ્લા ચાર વર્ષ દશકથી કૌશલ્ય વિકાસના કામમાં લાગેલી છે, તો મને વધુ સારું લાગ્યું. આ સંસ્થા, આંધ્રપ્રદેશના શ્રીકાકુલમમાં છે અને તેનું નામ ‘બેલ્જીપુરમ યુથ ક્લબ’ છે. કૌશલ્ય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ‘બેલ્જીપુરમ યુથ ક્લબે’ લગભગ સાત હજાર મહિલાઓને સશક્ત બનાવી છે. તેમાંની મોટા ભાગની મહિલાઓ આજે પોતાની શક્તિ પર કંઇ ને કંઇ કામ કરી રહી છે. આ સંસ્થાએ બાળમજૂરી કરનારા બાળકોને પણ કોઇને કોઇ કૌશલ્ય શીખવાડીને તેમને તે દુષચક્રમાંથી બહાર કાઢવામાં મદદ કરી છે. ‘બેલ્જીપુરમ યુથ ક્લબ’ની ટીમે કિસાન ઉત્પાદ સંઘ એટલે કે FPOs સાથે જોડાયેલા ખેડૂતોને પણ નવા કૌશલ્યો શીખવાડ્યા એનાથી મોટી સંખ્યામાં ખેડૂતો સશક્ત થયા છે. સ્વચ્છતા સંદર્ભે પણ આ યુથ કલબ ગામેગામમાં જાગૃતિ ફેલાવી રહી છે. તેણે અનેક શૌચાલયોના નિર્માણમાં પણ મદદ કરી છે. હું કૌશલ્ય વિકાસ માટે આ સંસ્થા સાથે જોડાયેલા બધા લોકોને ખૂબખૂબ અભિનંદન આપું છું, તેમની પ્રશંસા કરું છું. આજે, દેશના ગામે ગામમાં કૌશલ્ય વિકાસ માટે આવા જ સામૂહિક પ્રયાસોની આવશ્યકતા છે.
સાથીઓ, જ્યારે કોઇ એક લક્ષ્ય માટે સામૂહિક પ્રયાસ થાય છે તો સફળતાની ઉંચાઇ પણ ઔર વધી જાય છે. હું તમને લદ્દાખનું એક પ્રેરક ઉદાહરણ જણાવવા માગું છું. તમે પશ્મિના શાલ વિશે તો જરૂર સાંભળ્યું હશે. છેલ્લા કેટલાક સમયથી લદ્દાખી પશ્મિનાની પણ ખૂબ ચર્ચા થઇ રહી છે. લદ્દાખી પશ્મિના લુમ્સ ઓફ લદ્દાખ નામથી દુનિયાભરના બજારોમાં પહોંચી રહી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે તેને તૈયાર કરવામાં ૧૫ ગામોની ૪50થી વધુ મહિલાઓ જોડાયેલી છે. પહેલાં તેઓ પોતાના ઉત્પાદનો ત્યાં આવનારા પર્યટકોને જ વેચતી હતી. પરંતુ હવે ડીજીટલ ભારતના આ યુગમાં તેમની બનાવેલી આ ચીજો, દેશ-દુનિયાના અલગ-અલગ બજારોમાં પહોંચવા લાગી છે. એટલે કે, આપણું લોકલ હવે ગ્લોબલ થઇ રહ્યું છે અને તેનાથી આ મહિલાઓની કમાણી પણ વધી છે.
સાથીઓ, નારીશક્તિની આવી સફળતાઓ દેશના ખૂણેખૂણામાં ભરેલી પડી છે. જરૂરિયાત આવી વાતોને વધુમાં વધુ સામે લાવવાની છે. અને એ બતાવવા માટે ‘મન કી બાત’ થી વધુ બીજું શું હોઇ શકે ? તો તમે પણ આવા ઉદાહરણોને મારી સાથે વધુમાં વધુ વહેંચો. હું પણ પૂરો પ્રયાસ કરીશ કે તેમને તમારી વચ્ચે લાવી શકું.
મારા પરિવારજનો, ‘મન કી બાત’માં આપણે આવા સામૂહિક પ્રયાસોની ચર્ચા કરતા રહ્યા છીએ, જેનાથી સમાજમાં મોટા-મોટા પરિવર્તન આવ્યા છે. ‘મન કી બાત’ની એક વધુ ઉપલબ્ધિ એ પણ છે કે તેણે ઘરેઘરમાં રેડિયોને ઔર વધુ લોકપ્રિય બનાવી દીધો છે. MyGov પર મને ઉત્તરપ્રદેશના અમરોહાના રામસિંહ બૌદ્ધજીનો એક પત્ર મળ્યો છે. રામસિંહજી છેલ્લા અનેક દશકોથી રેડિયો સંગ્રહ કરવાના કામમાં લાગેલા છે. તેમનું કહેવું છે કે ‘મન કી બાત’ પછીથી તેમના રેડિયો મ્યુઝિયમ પ્રત્યે લોકોની ઉત્સુકતા ઔર વધી ગઇ છે. આવી જ રીતે ‘મન કી બાત’થી પ્રેરાઇને અમદાવાદ પાસે તીર્થધામ પ્રેરણાતીર્થે એક રસપ્રદ પ્રદર્શન યોજ્યું છે. તેમાં દેશ-વિદેશના 100થી વધુ પ્રાચીન રેડિયો રાખવામાં આવ્યા છે. અહીં ‘મન કી બાત’ના અત્યારસુધીની બધી કડીઓને સાંભળી શકાય છે. બીજા અનેક ઉદાહરણ છે, જેનાથી ખબર પડે છે કે કેવી રીતે લોકોએ ‘મન કી બાત’થી પ્રેરાઇને પોતાનું કામ શરૂ કર્યું. આવું જ એક ઉદાહરણ કર્ણાટકના ચામરાજનગરના વર્ષાજીનું છે, જેમને ‘મન કી બાતે’ પોતાના પગ પર ઉભા થવા માટે પ્રેરિત કર્યા. આ કાર્યક્રમની એક કડીથી પ્રેરિત થઇને તેમણે કેળામાંથી જૈવિક ખાતર બનાવવાનું કામ શરૂ કર્યું. પ્રકૃતિ પ્રત્યે ખૂબ જ લગાવ રાખનારા વર્ષાજીની આ પહેલ, બીજા લોકો માટે પણ રોજગારના અવસર લઇને આવી છે.
મારા પરિવારજનો, આવતીકાલે 27 નવેમ્બરે કાર્તિક પૂર્ણિમાનું પર્વ છે. આ દિવસે ‘દેવ દિવાળી’ પણ ઉજવવામાં આવે છે. અને મારું તો મન રહે છે કે હું કાશીની ‘દેવ દિવાળી’ જરૂર જોઉ. આ વખતે હું કાશી પણ નથી જઇ શકવાનો પરંતુ મન કી બાતના માધ્યમથી બનારસના લોકોને મારી શુભકામનાઓ જરૂર મોકલી રહ્યો છું. આ વખતે પણ કાશીના ઘાટો પર લાખો દીવડાઓ પ્રગટાવવામાં આવશે, ભવ્ય આરતી થશે, લેસર શો થશે, લાખોની સંખ્યામાં દેશવિદેશથી આવેલા લોકો ‘દેવ દિવાળી’નો આનંદ ઉઠાવશે.
સાથીઓ, કાલે, પૂર્ણિમાના દિવસે જ ગુરુ નાનક દેવજીનું પણ પ્રકાશ પર્વ છે. ગુરુ નાનક દેવજીનો અણમોલ સંદેશ ભારત જ નહીં, દુનિયાભર માટે આજે પણ પ્રેરક અને પ્રાસંગિક છે. તે આપણને સાદગી, સદભાવ અને બીજા પ્રત્યે સમર્પિત થવા માટે પ્રેરિત કરે છે. ગુરુ નાનક દેવજીએ સેવા ભાવના, સેવાકાર્યોની જે શિખામણ આપી, તેમનું પાલન, આપણા શીખ ભાઇબહેન, પૂરા વિશ્વમાં કરતાં નજરે પડે છે. હું મન કી બાતના બધા શ્રોતાઓને ગુરુ નાનક દેવજીના પ્રકાશ પર્વની શુભકામનાઓ આપું છું.
મારા પરિવારજનો, મન કી બાતમાં આ વખતે મારી સાથે આટલું જ. જોતજોતામાં ૨૦૨૩ સમાપ્તિ તરફ વધી રહ્યુ છે. અને દરેક વખતની જેમ હું અને તમે એ પણ વિચારી રહ્યા છીએ કે અરે... આટલી જલદી આ વર્ષ વિતી ગયું. પરંતુ એ પણ સત્ય છે કે આ વર્ષ ભારત માટે અસીમ ઉપલબ્ધિવાળું વર્ષ રહ્યુ છે, અને ભારતની ઉપલબ્ધિઓ, દરેક ભારતીયની ઉપલબ્ધિ છે. મને ખુશી છે કે મન કી બાત ભારતીયોની આવી ઉપલબ્ધિઓને સામે લાવવાનું એક સશક્ત માધ્યમ બન્યું છે. આવતી વખતે દેશવાસીઓની ઘણી બધી સફળતાઓ પર આપની સાથે ફરીથી વાત થશે. ત્યાં સુધી મને વિદાય આપો.. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.
મારા પ્રિય પરિવારજનો, નમસ્કાર, ‘મન કી બાત’માં આપનું ફરી સ્વાગત છે. આ એપીસોડ એવા સમયમાં થઇ રહ્યો છે. જયારે સમગ્ર દેશમાં તહેવારોનો ઉમંગ છે. આપ સહુને આવનારા બધા તહેવારોના ખૂબ ખૂબ અભિનંદન.
સાથીઓ, તહેવારોના આ ઉમંગની વચ્ચે, દિલ્લીના એક સમાચારથી જ હું મન કી બાતની શરૂઆત કરવા માંગું છું. આ મહિનાની શરૂઆતમાં ગાંધી જયંતિના અવસર પર દિલ્લીમાં ખાદીનું વિક્રમજનક વેચાણ થયું. અહીં કોનોટ પ્લેસમાં, એક જ ખાદી સ્ટોરમાં, એક જ દિવસમાં, દોઢ કરોડથી વધુ રૂપિયાનો સામાન લોકોએ ખરીદ્યો. આ મહિને ચાલી રહેલા ખાદી મહોત્સવે ફરી એક વાર વેચાણના પોતાના બધા જ જૂના વિક્રમો તોડી નાંખ્યા છે. તમને એક બીજી વાત જાણીને પણ સારૂં લાગશે, 10 વર્ષ પહેલાં દેશમાં જ્યાં ખાદી ઉત્પાદનોનું વેચાણ ખૂબ મુશ્કેલીથી 30 હજાર કરોડ રૂપિયાથી પણ ઓછું હતું, હવે તે વધીને સવા લાખ કરોડ રૂપિયાની આસપાસ પહોંચી રહ્યું છે. ખાદીનું વેચાણ વધવાનો અર્થ છે, તેનો ફાયદો શહેરથી લઇ ગામ સુધીમાં અલગ-અલગ વર્ગો સુધી પહોંચે છે. આ વેચાણનો લાભ આપણા વણકરો, હસ્તશિલ્પના કારીગરો, આપણા ખેડૂતો, આયુર્વેદિક છોડ લગાવનારા કુટિર ઉદ્યોગ બધાને મળી રહ્યો છે, અને આ જ તો ‘વોકલ ફોર લોકલ’ અભિયાનની તાકાત છે અને ધીરેધીરે આપ સહુ દેશવાસીઓનું સમર્થન પણ વધતું જઇ રહ્યું છે.
સાથીઓ, આજે હું મારો એક અનુરોધ તમારી સામે ફરી કહેવા માંગું છું અને ખૂબ જ આગ્રહપૂર્વક ફરીથી કહેવા માંગું છું. જયારે પણ તમે પર્યટન પર જાવ, તીર્થાટન પર જાવ, તો ત્યાંના સ્થાનિક કલાકારો દ્વારા બનાવવામાં આવેલાં ઉત્પાદનોને અવશ્ય ખરીદો. તમે તમારી એ યાત્રાના કુલ બજેટમાં સ્થાનિક ઉત્પાદનોની ખરીદીને એક મહત્વપૂર્ણ પ્રાથમિકતાના રૂપમાં જરૂર રાખો. 10 ટકા હોય, 20 ટકા હોય, જેટલું તમારૂં બજેટ બેસતું હોય, લોકલ પર જરૂર ખર્ચ કરજો અને ત્યાંજ ખર્ચ કરજો.
સાથીઓ, દર વખતની જેમ, આ વખતે પણ, આપણા તહેવારોમાં આપણી પ્રાથમિકતા ‘વોકલ ફોર લોકલ’ હોય અને આપણે મળીને તે સપનાને પૂરૂં કરીએ, આપણું સપનું છે ‘આત્મનિર્ભર ભારત’. આ વખતે એવા ઉત્પાદનથી જ ઘરને પ્રકાશિત કરીએ જેમાં મારા કોઇ દેશવાસીના પરસેવાની સુગંધ હોય, મારા દેશના કોઇ યુવાનની પ્રતિભા હોય, તેના બનવામાં મારા દેશવાસીને રોજગાર મળતો હોય, રોજીંદી જીંદગીની કોઇપણ આવશ્યકતા હોય- આપણે લોકલ જ લઇશું. પરંતુ, તમારે, એક બીજી વાત પર ધ્યાન રાખવું પડશે. ‘વોકલ ફોર લોકલ’ની આ ભાવના માત્ર તહેવારોની ખરીદી સુધી જ સીમીત નથી અને ક્યાંક તો મેં જોયું છે, દિવાળીનો દિવડો લે છે અને પછી સોશિયલ મિડિયા પર મૂકે છે ‘વોકલ ફોર લોકલ’. ના જી, તે તો શરૂઆત છે. આપણે ઘણું આગળ વધવાનું છે, જીવનની દરેક આવશ્યકતા- આપણા દેશમાં, હવે, બધું જ ઉપલબ્ધ છે. આ દ્રષ્ટિકોણ માત્ર નાના દુકાનદારો અને લારીગલ્લા પરથી સામાન લેવા સુધી સીમીત નથી. આજે ભારત, દુનિયાનું મોટું મેન્યુફેક્ચરીંગ હબ બની રહ્યું છે. અનેક મોટી બ્રાન્ડ અહીં પોતાની પ્રોડક્ટ તૈયાર કરી રહી છે. જો આપણે તે પ્રોડક્ટને અપનાવીએ તો, મેક ઇન ઇન્ડિયાને ઉત્તેજન મળે છે, અને એ પણ, ‘લોકલ માટે વોકલ’ જ થવાનું હોય છે, અને હા, આવા પ્રોડક્ટને ખરીદતાં સમયે આપણા દેશની શાન યુપીઆઇ ડીજીટલ પેમેન્ટ સીસ્ટમથી પેમેન્ટ કરવાના આગ્રહી બનીએ, જીવનમાં ટેવ રાખીએ, અને તે પ્રોડક્ટની સાથે, અથવા, તે કારીગરની સાથે સેલ્ફી નમો એપ પર મારી સાથે શેર કરો અને તે પણ મેડ ઇન ઇન્ડિયા સ્માર્ટ ફોનથી. હું તેમાંથી કેટલીક પોસ્ટને સોશિયલ મિડિયા પર શેર કરીશ જેથી બીજા લોકોને પણ ‘વોકલ ફોર લોકલ’ની પ્રેરણા મળે.
સાથીઓ, જયારે તમે, ભારતમાં બનેલા, ભારતીયો દ્વારા બનાવવામાં આવેલા ઉત્પાદનોથી તમારી દિવાળીને ઝગમગ કરશો, પોતાના પરિવારની પ્રત્યેક નાનીમોટી જરૂરિયાત લોકલથી પૂરી કરશો તો દિવાળીની ઝગમગાહટ ઓર વધશે જ વધશે, પરંતુ, તે કારીગરોની જીંદગીમાં, એક, નવી દિવાળી આવશે, જીવનનું એક પ્રભાત આવશે, તેમનું જીવન શાનદાર બનશે. ભારતને આત્મનિર્ભર બનાવો, મેક ઇન ઇન્ડિયા જ પસંદ કરતા જાવ, જેથી તમારી સાથે સાથે અન્ય કરોડો દેશવાસીઓની દિવાળી શાનદાર બને, જાનદાર બને, પ્રકાશિત બને, રસપ્રદ બને.
મારા પ્રિય દેશવાસીઓ, 31 ઓકટોબરનો દિવસ આપણા બધા માટે ખૂબ જ વિશેષ હોય છે. આ દિવસે આપણા લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની જયંતિ મનાવીએ છીએ. આપણે ભારતવાસી, તેમને, અનેક કારણોથી યાદ કરીએ છીએ, અને શ્રદ્ધાપૂર્વક નમન કરીએ છીએ. સૌથી મોટું કારણ છે- દેશનાં 580થી વધુ રજવાડાને જોડવામાં તેમની અતુલનીય ભૂમિકા. આપણે જાણીએ છીએ પ્રત્યેક વર્ષે 31 ઓકટોબરે ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર એકતા દિવસ સાથે જોડાયેલો મુખ્ય સમારોહ થાય છે. આ વખતે તે ઉપરાંત દિલ્હીમાં કર્તવ્ય પથ પર એક ખૂબ જ વિશેષ કાર્યક્રમ આયોજીત થવા થઇ રહ્યો છે. તમને યાદ હશે, મેં ગત દિવસોમાં દેશના દરેક ગામમાંથી, દરેક ઘરમાંથી માટી સંગ્રહિત કરવાનો અનુરોધ કર્યો હતો. દરેક ઘરથી માટી સંગ્રહિત કર્યા પછી તેને કળશમાં રાખવામાં આવી અને પછી અમૃત કળશ યાત્રાઓ કાઢવામાં આવી. દેશના ખૂણેખૂણેથી એકત્રિત કરવામાં આવેલી આ માટી, આ હજારો અમૃતકળશ યાત્રાઓ હવે દિલ્હી પહોંચી રહી છે. અહીં દિલ્હીમાં તે માટીને એક વિશાળ ભારત કળશમાં નાંખવામાં આવશે અને આ પવિત્ર માટીથી દિલ્લીમાં ‘અમૃતવાટિકા’નું નિર્માણ થશે. આ દેશની રાજધાનીના હૃદયમાં અમૃત મહોત્સવના ભવ્ય વારસાના રૂપમાં હાજર રહેશે. 31 ઓકટોબરે જ દેશભરમાં ગત અઢી વર્ષથી ચાલી રહેલા સ્વતંત્રતાના અમૃત મહોત્સવનું સમાપન થશે. આપ સૌએ મળીને તેને આ દુનિયામાં સૌથી લાંબા સમય સુધી ચાલનારા મહોત્સવમાંનો એક બનાવી દીધો. પોતાના સેનાનીઓનું સન્માન હોય કે પછી હર ઘર તિરંગા, સ્વતંત્રતાના અમૃત મહોત્સવમાં, લોકોએ પોતાના સ્થાનિક ઇતિહાસને, એક નવી ઓળખ આપી છે. આ દરમ્યાન, સામુદાયિક સેવાનું પણ અદભૂત ઉદાહરણ જોવા મળ્યું છે.
સાથીઓ, હું આજે તમને એક બીજા ખુશખબર સંભળાવવા જઇ રહ્યો છું, ખાસ કરીને મારા નવયુવાન દિકરા-દિકરીઓને, જેમના મનમાં દેશ માટે કંઇક કરવાની ધગશ છે, સપના છે, સંકલ્પ છે. આ ખુશખબર દેશવાસીઓ માટે તો છે જ, મારા નવયુવાન સાથીઓ તમારા માટે વિશેષ છે. બે દિવસ બાદ જ 31 ઓકટોબરે એક ખૂબ જ મોટા રાષ્ટ્રવ્યાપી સંગઠનનો પાયો નાંખવામાં આવશે અને તે પણ સરદાર સાહેબની જયંતિના દિવસે. આ સંગઠનનું નામ છે- મેરા યુવા ભારત, અર્થાત્ માય ભારત. માય ભારત સંગઠન, ભારતના યુવાનોને રાષ્ટ્રનિર્માણના વિભિન્ન આયોજનોમાં પોતાની સક્રિય ભૂમિકા ભજવવાનો અવસર આપશે. આ, વિકસિત ભારતના નિર્માણમાં ભારતની યુવાશક્તિને એક કરવાનો એક અનોખો પ્રયાસ છે. મેરા યુવા ભારતની વેબસાઇટ માય ભારત પણ શરૂ થવાની છે. હું યુવાનોને અનુરોધ કરીશ, વારંવાર અનુરોધ કરીશ કે તમે સહુ મારા દેશના નવયુવાનો, તમે સહુ મારા દેશના દિકરા-દિકરી MyBharat.Gov.in પર રજીસ્ટર કરો અને વિભિન્ન કાર્યક્રમો માટે સાઇન અપ કરો. 31 ઓકટોબરે પૂર્વ વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીજીની પુણ્યતિથિ પણ છે. હું તેમને પણ ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું.
મારા પરિવારજનો, આપણું સાહિત્ય, લિટરેચર, એક ભારત-શ્રેષ્ઠ ભારતની ભાવનાને પ્રગાઢ કરવાનું સૌથી સારા માધ્યમો પૈકીનું એક છે. હું તમારી સાથે તમિળનાડુના ગૌરવશાળી વારસા સાથે જોડાયેલા બે ખૂબ જ પ્રેરક પ્રયાસોને વહેંચવા માંગું છું. મને તમિળનાં પ્રસિધ્ધ લેખિકા બહેન શિવશંકરીજી વિશે જાણવાનો અવસર મળ્યો છે. તેમણે એક પ્રોજેક્ટ કર્યો છે- Knit India, Through Literature તેનો અર્થ છે- સાહિત્યથી દેશે એક સૂત્રમાં પરોવવું અને જોડવું. તેઓ આ પ્રોજેક્ટ પર ગત 16 વર્ષોથી કામ કરી રહ્યાં છે. આ પ્રોજેક્ટ દ્વારા તેમણે 18 ભારતીય ભાષાઓમાં લખાયેલા સાહિત્યનો અનુવાદ કર્યો છે. તેમણે અનેકવાર કન્યા કુમારીથી કાશ્મીર સુધી અને ઇમ્ફાલથી જેસલમેર સુધી દેશભરમાં યાત્રાઓ કરી, જેથી અલગ-અલગ રાજયોના લેખકો અને કવિઓના ઇન્ટરવ્યુ કરી શકે. શિવશંકરીજીએ અલગ-અલગ જગ્યાઓ પર પોતાની યાત્રા કરી, ટ્રાવેલ કોમેન્ટરી સાથે તેમને પ્રકાશિત કરી છે. તે તમિળ અને અંગ્રેજી બંને ભાષાઓમાં છે. આ પ્રોજેક્ટમાં ચાર મોટા ભાગ છે અને દરેક ભાગ ભારતના અલગઅલગ હિસ્સાઓને સમર્પિત છે. મને તેમની આ સંકલ્પ શક્તિ પર ગર્વ છે.
સાથીઓ, કન્યાકુમારીના થિરૂ એ.કે.પેરૂમલજીનું કામ ખૂબ જ પ્રેરિત કરનારૂં છે. તેમણે તમિળનાડુની જે વાર્તાકથનની પરંપરા છે તેને સંરક્ષિત કરવાનું પ્રશંસનીય કામ કર્યું છે. તેઓ પોતાના મિશનમાં ગત 40 વર્ષથી જોડાયેલા છે. તેના માટે તેઓ તમિળનાડુના અલગ-અલગ હિસ્સાઓની મુસાફરી કરે છે અને લોકકળાના રૂપોને શોધીને તેને પોતાના પુસ્તકનો હિસ્સો બનાવે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે તેમણે અત્યારસુધી આવા લગભગ 100 પુસ્તકો લખી નાંખ્યા છે. તે ઉપરાંત પેરૂમલજીને બીજો એક શોખ પણ છે. તમિળનાડુની મંદિર સંસ્કૃતિ વિશે સંશોધન કરવાનું તેમને ખૂબ જ પસંદ છે. તેમણે લેધર પપેટ પર પણ ઘણું સંશોધન કર્યું છે જેનો લાભ ત્યાંના સ્થાનિક કલાકારોને મળી રહ્યો છે. શિવશંકરીજી અને એ.કે.પેરુમલજીના પ્રયાસ પ્રત્યેક માટે ઉદાહરણ છે. ભારતને પોતાની સંસ્કૃતિને સુરક્ષિત કરનારા આવા દરેક પ્રયાસ પર ગર્વ છે, જે આપણી રાષ્ટ્રીય એકતાને મજબૂતી આપવાની સાથે જ દેશનું નામ, દેશનું માન, બધું જ વધારે.
મારા પરિવારજનો, આવનારી 15 નવેંબરે સમગ્ર દેશ જનજાતિય ગૌરવ દિવસ મનાવશે. આ વિશેષ દિવસ ભગવાન બિરસા મુંડાની જયંતિ સાથે જોડાયેલો છે. ભગવાન બિરસા મુંડા આપણા બધાના હૃદયમાં વસેલા છે. સાચું સાહસ શું છે અને પોતાની સંકલ્પ શક્તિ પર અડગ રહેવાનું કોને કહે છે, આ આપણે તેમના જીવનમાંથી શીખી શકીએ છીએ. તેમણે વિદેશી શાસનને કયારેક સ્વીકાર ન કર્યો. તેમણે એવા સમાજની પરિકલ્પના કરી હતી, જયાં અન્યાય માટે કોઇ જગ્યા નહોતી. તેઓ ઇચ્છતા હતા કે દરેક વ્યક્તિને સન્માન અને સમાનતાનું જીવન મળે. ભગવાન બિરસા મુંડાએ પ્રકૃતિ સાથે સદભાવથી રહેવું તેના પર સદા ભાર મૂક્યો. આજે આપણે જોઇ શકીએ છીએ કે આપણા આદિવાસી ભાઇબહેન પ્રકૃતિની દેખભાળ અને તેના સંરક્ષણ માટે દરેક રીતે સમર્પિત છે. આપણા બધા માટે, આપણા આદિવાસી ભાઇ-બહેનોનું આ કામ ખૂબ મોટી પ્રેરણા છે.
સાથીઓ, કાલે એટલે કે 30 ઓકટોબરે ગોવિંદ ગુરૂજીની પુણ્યતિથિ પણ છે. આપણા ગુજરાત અને રાજસ્થાનના આદિવાસી અને વંચિત સમુદાયોના જીવનમાં ગોવિંદ ગુરૂજીનું ખૂબ જ વિશેષ મહત્વ રહ્યું છે. ગોવિંદ ગુરૂજીને પણ હું મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. નવેંબર મહિનામાં આપણે માનગઢ નરસંહારની વરસી પણ મનાવીએ છીએ. હું આ નરસંહારમાં શહીદ, મા ભારતીનાં બધા સંતાનોને નમન કરૂં છું.
સાથીઓ, ભારત વર્ષમાં આદિવાસી યોદ્ધાઓનો સમૃદ્ધ ઇતિહાસ રહ્યો છે. આ ભારત ભૂમિ પર મહાન તિલકા માંઝીએ અન્યાય વિરૂધ્ધ શંખ ફુંક્યો હતો. આ ધરતી પરથી સિદ્ધો-કાન્હૂ એ સમાનતાનો અવાજ ઉઠાવ્યો. આપણને ગર્વ છે કે યોદ્ધા ટંટ્યા ભીલે આપણી ધરતી પર જન્મ લીધો. આપણે શહીદવીર નારાયણસિંહને પૂરી શ્રદ્ધા સાથે યાદ કરીએ છીએ, જે કઠિન પરિસ્થિતિઓમાં પોતાના લોકો સાથે ઉભા રહ્યા. વીર રામજી ગોંડ હોય, વીર ગુંડાધુર હોય, ભીમા નાયક હોય, તેમનું સાહસ આજે પણ આપણને પ્રેરિત કરે છે. અલ્લુરી સીતારામ રાજૂએ આદિવાસી ભાઇ-બહેનોમાં જે અલખ જગાડ્યો, દેશ તેને આજે પણ યાદ કરે છે. ઇશાનમાં કિયાંગ નોબાંગ અને રાણી ગાઇદિન્લ્યુ જેવા સ્વતંત્રતા સેનાનીમાંથી પણ આપણને ઘણી પ્રેરણા મળે છે. આદિવાસી સમાજમાંથી જ દેશને રાજમોહીની દેવી અને રાણી કમલાપતિ જેવી વિરાંગનાઓ મળી. દેશ આ સમયે આદિવાસી સમાજને પ્રેરણા આપનારા રાણી દુર્ગાવતીજીની 500મી જયંતિ મનાવી રહ્યો છે. હું આશા કરું છું કે દેશના વધુમાં વધુ યુવાનો પોતાના ક્ષેત્રની આદિવાસી વિભૂતિઓ વિશે જાણશે અને તેમનામાંથી પ્રેરણા લેશે. દેશ પોતાના આદિવાસી સમાજનો કૃતજ્ઞ છે, જેમણે રાષ્ટ્રના સ્વાભિમાન અને ઉત્થાનને સદૈવ સર્વોપરી રાખ્યા છે.
મારા પ્રિય દેશવાસીઓ, તહેવારોની આ ઋતુમાં, આ સમયે દેશમાં રમતગમતનો ઝંડો પણ લહેરાઇ રહ્યો છે. ગત દિવસોમાં એશિયાઇ રમતો પછી પેરા એશિયન ગેમ્સમાં પણ ભારતીય ખેલાડીઓએ જબરદસ્ત સફળતા પ્રાપ્ત કરી છે. આ રમતોમાં ભારતે 111 ચંદ્રકો જીતીને એક નવો ઇતિહાસ રચી દીધો છે. હું પેરા એશિયન ગેમ્સમાં રમનારા બધા જ એથ્લેટ્સને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.
સાથીઓ, હું તમારૂં ધ્યાન સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ સમર ગેમ્સની તરફ પણ લઇ જવા માંગું છું. તેનું આયોજન બર્લિનમાં થયું હતું. આ પ્રતિયોગિતા આપણા ઇન્ટેલેક્ચ્યુઅલ ડીસેબીલીટી વાળા એથ્લીટોની અદભૂત ક્ષમતા સામે લાવે છે. આ પ્રતિયોગિતામાં ભારતીય ટુકડીએ 75 સુવર્ણ ચંદ્રકો સહિત 200 ચંદ્રકો જીત્યા. પછી રોલર સ્કેટીંગ હોય, બીચ વોલીબોલ હોય, ફૂટબોલ હોય કે લૉન ટેનિસ, ભારતીય ખેલાડીઓએ ચંદ્રકોનો વરસાદ વરસાવી દીધો. આ ચંદ્રક વિજેતાઓની જીવનયાત્રા ઘણી પ્રેરણાદાયક છે. હરિયાણાના રણવીર સૈનીએ ગોલ્ફમાં સુવર્ણચંદ્રક જીત્યો છે. બાળપણથી જ ઑટીઝમ સામે લડી રહેલા રણવીર માટે કોઇપણ પડકાર ગોલ્ફ માટેના તેના જનૂનને ઘટાડી શક્યો નહીં. તેમની માતા તો ત્યાં સુધી કહે છે કે પરિવારમાં આજે બધા ગોલ્ફર બની ગયા છે. પુડુચેરીના 16 વર્ષના ટી.વિશાલે 4 ચંદ્રકો જીત્યા. ગોવાની સીયા સરોદે પાવર લિફ્ટીંગમાં ૨ સુવર્ણચંદ્રક સહિત 4 ચંદ્રકો પોતાના નામે કર્યા. 9 વર્ષની ઉંમરમાં પોતાની માતાને ખોયા પછી તેમણે પોતાને નિરાશ ન થવા દીધા. છત્તીસગઢના દુર્ગના રહેનારા અનુરાગ પ્રસાદે પાવરલિફટીંગમાં 3 સુવર્ણ અને 1 રજતચંદ્રક જીત્યા છે. આવી જ પ્રેરક ગાથા ઝારખંડના ઇન્દુ પ્રકાશની છે, જેમણે સાયકલિંગમાં 2 ચંદ્રકો જીત્યા છે. ખૂબ જ સાધારણ પરિવારમાંથી આવવા છતાં, ઇન્દુએ ગરીબીને ક્યારેય પોતાની સફળતા સામે દિવાલ બનવા નથી દીધી. મને વિશ્વાસ છે કે, આ રમતોમાં ભારતીય ખેલાડીઓની સફળતા ઇન્ટેલેક્ચ્યુઅલ ડીસેબીલીટીનો સામનો કરી રહેલા અન્ય બાળકો અને પરિવારોને પણ પ્રેરિત કરશે. મારી આપ સહુને પણ પ્રાર્થના છે કે તમારા ગામમાં, તમારા ગામની આસપાસ, આવા બાળકો, જેમણે આ રમતગમતમાં ભાગ લીધો છે કે વિજયી થયા છે, તમે સપરિવાર તેમની સાથે જાવ. તેમને અભિનંદન આપો. અને કેટલીક પળો તે બાળકો સાથે વિતાવો. તમને એક નવો જ અનુભવ થશે. પરમાત્માએ તેમની અંદર એક એવી શક્તિ ભરી છે, તમને પણ તેના દર્શનનો અવસર મળશે. જરૂર જજો.
મારા પરિવારજનો, તમે બધાએ ગુજરાતના તીર્થક્ષેત્ર અંબાજી મંદિર વિશે તો અવશ્ય સાંભળ્યું જ હશે. તે એક મહત્વપૂર્ણ શક્તિપીઠ છે, જયાં દેશ-વિદેશથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શન માટે પહોંચે છે. અહીં ગબ્બર પર્વતના રસ્તામાં તમને વિભિન્ન પ્રકારની યોગ મુદ્રાઓ અને આસનોની પ્રતિમાઓ જોવા મળશે. શું તમે જાણો છો કે આ પ્રતિમાઓની વિશેષ શું વાત છે ? હકીકતમાં તે સ્ક્રેપથી બનેલા શિલ્પો છે, એક રીતે ભંગારથી બનેલા અને જે ખૂબ જ અદભૂત છે. એટલે કે આ પ્રતિમાઓ વપરાઇ ચૂકેલી, ભંગારમાં ફેંકી દેવામાં આવેલી જૂની ચીજોમાંથી બનાવવામાં આવી છે. અંબાજી શક્તિપીઠ પર દેવીમાના દર્શનની સાથેસાથે આ પ્રતિમાઓ પણ શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગઇ છે. આ પ્રયાસની સફળતાને જોઇને, મારા મનમાં એક સૂચન પણ આવી રહ્યું છે. આપણા દેશમાં એવા ઘણા બધા લોકો છે, જે વેસ્ટમાંથી આ પ્રકારની કલાકૃતિઓ બનાવી શકે છે. તો મારો ગુજરાત સરકારને અનુરોધ છે કે તેઓ એક પ્રતિયોગિતા શરૂ કરે અને આવા લોકોને આમંત્રિત કરે. આ પ્રયાસ, ગબ્બર પર્વતનું આકર્ષણ વધારવાની સાથે જ સમગ્ર દેશમાં ‘વેસ્ટ ટુ વેલ્થ’ અભિયાન માટે લોકોને પ્રેરિત કરશે.
સાથીઓ, જયારે પણ સ્વચ્છ ભારત અને ‘વેસ્ટ ટુ વેલ્થ’ની વાત આવે છે, તો આપણને, દેશના ખૂણેખૂણેથી અગણિત ઉદાહરણ જોવા મળે છે. આસામના કામરૂપ મેટ્રોપોલીટન જીલ્લામાં અક્ષર ફોરમ નામની એક સ્કૂલ બાળકોમાં, ટકાઉ વિકાસની ભાવના ભરવાનું, સંસ્કારનું, એક નિરંતર કામ કરી રહી છે. અહીં ભણનારા વિદ્યાર્થી દર સપ્તાહે પ્લાસ્ટીક વેસ્ટ એકત્ર કરે છે, જેનો ઉપયોગ ઇકો ફ્રેન્ડલી ઇંટો અને ચાવીનાં કી ચેઇન જેવા સામાન બનાવવામાં થાય છે. અહીં વિદ્યાર્થીઓને રીસાયકલીંગ અને પ્લાસ્ટીક વેસ્ટમાંથી પ્રોડક્ટ બનાવવાનું પણ શીખવાડાય છે. નાની ઉંમરમાં જ પર્યાવરણ પ્રત્યે આ જાગૃતિ, આ બાળકોને દેશના એક કર્તવ્યનિષ્ઠ નાગરિક બનાવવામાં ખૂબ જ મદદ કરશે.
મારા પરિવારજનો, આજે જીવનનું કોઇ એવું ક્ષેત્ર નથી, જયાં આપણને નારીશક્તિનું સામર્થ્ય જોવા ન મળતું હોય. આ યુગમાં, જયારે બધી તરફ તેમની ઉપલબ્ધિઓને પ્રશંસવામાં આવે છે, તો આપણે ભક્તિની શક્તિ દેખાડનારી એક એવી મહિલા સંતને પણ યાદ રાખવાની છે, જેનું નામ ઇતિહાસના સોનેરી પૃષ્ઠોમાં અંકિત છે. દેશ આ વર્ષે મહાન સંત મીરાબાઇની પાંચસો પચ્ચીસમી જયંતિ ઉજવી રહ્યો છે. તે દેશભરના લોકો માટે અનેક કારણોથી એક પ્રેરણાશક્તિ રહી છે. જો કોઇની સંગીતમાં રૂચિ હોય, તો તેઓ સંગીત પ્રત્યે સમર્પણનું મોટું ઉદાહરણ જ છે, જો કોઇ કવિતાઓનાં પ્રેમી હોય, તો ભક્તિરસમાં ડૂબેલા મીરાબાઇના ભજન, તેને અલગ જ આનંદ આપે છે. જો કોઇ દૈવીય શક્તિમાં વિશ્વાસ રાખતું હોય, તો મીરાબાઇનું શ્રીકૃષ્ણમાં લીન થઇ જવું તેના માટે એક મોટી પ્રેરણા બની શકે છે. મીરાબાઇ, સંત રવિદાસને પોતાના ગુરૂ માનતા હતા. તેઓ કહેતા પણ હતા-
ગુરૂ મિલિયા રૈદાસ, દીન્હી જ્ઞાન કી ગુટકી
દેશની માતાઓ-બહેનો અને દિકરીઓ માટે મીરાબાઇ આજે પણ પ્રેરણાપુંજ છે. તે કાળખંડમાં પણ તેમણે પોતાના ભીતરના અવાજને જ સાંભળ્યો અને રૂઢિવાદી ધારણાઓની વિરૂદ્ધ ઊભા રહ્યાં. એક સંતના રૂપમાં પણ તેઓ આપણને સૌને પ્રેરિત કરે છે. તેઓ ભારતીય સમાજ અને સંસ્કૃતિને સશક્ત કરવા માટે ત્યારે આગળ આવ્યા, જયારે દેશ અનેક પ્રકારના આક્રમણોનો સામનો કરી રહ્યો હતો. સરળતા અને સાદગીમાં કેટલી શક્તિ હોય છે, તે આપણને મીરાબાઇના જીવનકાળમાંથી જાણવા મળે છે. હું સંત મીરાબાઇને નમન કરૂં છું.
મારા પ્રિય પરિવારજનો, આ વખતે ‘મન કી બાત’માં આટલું જ. તમારી બધા સાથે થતો દરેક સંવાદ મને નવી ઉર્જાથી ભરી દે છે. તમારા સંદેશાઓમાં આશા અને સકારાત્મકતા સાથે જોડાયેલી સેંકડો ગાથાઓ મારા સુધી પહોંચતી રહે છે. મારો ફરીવાર તમને અનુરોધ છે- આત્મનિર્ભર ભારત અભિયાન પર ભાર આપો. સ્થાનિક ઉત્પાદનો ખરીદો, લોકલ માટે વોકલ બનો. જેવી રીતે તમે તમારા ઘરને સ્વચ્છ રાખો છો, તેવી જ રીતે તમારી શેરી અને શહેરને સ્વચ્છ રાખો અને તમને ખબર છે, ૩૧ ઓકટોબર સરદાર સાહેબની જયંતિ, દેશ એકતાદિવસના રૂપમાં મનાવે છે, દેશમાં અનેક સ્થાનો પર રન ફોર યુનિટીના કાર્યક્રમો થાય છે, તમે પણ 31 ઓકટોબરે રન ફોર યુનિટી કાર્યક્રમ આયોજીત કરો. બહુ મોટી સંખ્યામાં તમે પણ જોડાવ, એકતાના સંકલ્પને મજબૂત કરો. ફરી એકવાર હું આવનારા પર્વો માટે અનેક-અનેક શુભકામનાઓ આપું છું. તમે બધા પરિવાર સાથે ખુશીઓ મનાવો, સ્વસ્થ રહો, આનંદમાં રહો, આ મારી કામના છે. અને હા, દિવાળીના સમયે ક્યાંક એવી ભૂલ ન થઇ જાય કે કયાંક આગની કોઇ ઘટના ન થઇ જાય. કોઇના જીવન પર જોખમ થઇ જાય તો તમે જરૂર સંભાળો, પોતાને પણ સંભાળો અને પૂરા ક્ષેત્રને પણ સંભાળો. ખૂબ ખૂબ શુભકામનાઓ. ખૂબ ખૂબ ધન્યવાદ.
મારા પ્રિય પરિવારજનો, નમસ્કાર. ‘મન કી બાત’ના વધુ એક એપિસૉડમાં મને આપ સહુ સાથે દેશની સફળતાને, દેશવાસીઓની સફળતાને, તેમની પ્રેરણાત્મક જીવનયાત્રાને, તમારી સાથે વહેંચવાનો અવસર મળ્યો છે. આ દિવસોમાં સહુથી વધુ પત્રો, સંદેશાઓ, જે મને મળ્યા છે તે બે વિષયો પર વધારે છે. પહેલો વિષય છે, ચંદ્રયાન-3ના સફળ ઉતરાણનો અને બીજો વિષય છે દિલ્લીમાં જી-૨૦નું સફળ આયોજન. દેશના દરેક ભાગમાંથી, સમાજના દરેક વર્ગમાંથી, દરેક આયુના લોકોના, મને અગણિત પત્રો મળ્યા છે. જ્યારે ચંદ્રયાન-૩નું લૅન્ડર ચંદ્રમા પર ઉતરવાનું હતું ત્યારે કરોડો લોકો અલગ-અલગ માધ્યમો દ્વારા એક સાથે એ ઘટનાની પળેપળના સાક્ષી બની રહ્યા હતા. ઇસરોની યૂટ્યૂબ લાઇવ ચૅનલ પર ૮૦ લાખથી વધુ લોકોએ આ ઘટનાને જોઈ – તે પોતાની રીતે એક વિક્રમ છે. તેના પરથી ખબર પડે છે કે ચંદ્રયાન-૩ પ્રત્યે કરોડો ભારતીયોનો કેટલો ગાઢ લગાવ છે. ચંદ્રયાનની આ સફળતા પર દેશમાં આ દિવસોમાં એક ખૂબ જ શાનદાર પ્રશ્નોત્તરી સ્પર્ધા પણ ચાલી રહી છે અને તેને નામ આપવામાં આવ્યું છે- ‘ચંદ્રયાન ૩ મહા ક્વિઝ’. MyGov portal પર થઈ રહેલી આ સ્પર્ધામાં અત્યાર સુધીમાં ૧૫ લાખથી વધુ લોકો ભાગ લઈ ચૂક્યા છે. MyGovની શરૂઆત પછી કોઈ પણ ક્વિઝમાં આ સૌથી મોટી સહભાગિતા છે. હું તમને પણ કહીશ કે જો તમે અત્યાર સુધી તેમાં ભાગ નથી લીધો તો હવે મોડું ન કરતા, હજુ તેમાં છ દિવસ બચ્યા છે. આ ક્વિઝમાં જરૂર ભાગ લો.
મારા પરિવારજનો, ચંદ્રયાન-૩ની સફળતા પછી જી-૨૦ના શાનદાર આયોજને પ્રત્યેક ભારતીયની પ્રસન્નતાને બમણી કરી દીધી. ભારત મંડપમ્ તો પોતાની રીતે એક સેલિબ્રિટી જેવો થઈ ગયો છે. લોકો તેની સાથે સેલ્ફી પડાવે છે અને ગર્વ સાથે પૉસ્ટ પણ કરી રહ્યા છે. ભારતે આ શિખર પરિષદમાં આફ્રિકી સંઘને જી-૨૦માં પૂર્ણ સભ્ય બનાવીને પોતાના નેતૃત્વનો ડંકો વગાડ્યો છે. તમારા ધ્યાનમાં હશે, જ્યારે ભારત ખૂબ જ સમૃદ્ધ હતું, તે જમાનામાં, આપણા દેશમાં, અને દુનિયામાં, સિલ્ક રૂટની ખૂબ જ ચર્ચા થતી હતી. આ સિલ્ક રૂટ વેપાર-કારોબારનું બહુ જ મોટું માધ્યમ હતો. હવે આધુનિક જમાનામાં, ભારતે એક બીજો આર્થિક કૉરિડૉર, જી-૨૦માં સૂચવ્યો છે. તે છે ભારત-મધ્ય પૂર્વ-યુરોપ ઇકૉનૉમિક કૉરિડૉર. આ કૉરિડૉર આવનારાં સેંકડો વર્ષો સુધી વિશ્વ વેપારનો આધાર બનવા જઈ રહ્યો છે અને ઇતિહાસ એ વાતને હંમેશાં યાદ રાખશે કે આ કૉરિડૉરનો સૂત્રપાત ભારતની ધરતી પર થયો હતો.
સાથીઓ, જી-૨૦ દરમિયાન, જે રીતે ભારતની યુવાશક્તિ, આ આયોજન સાથે જોડાઈ, તેની આજે વિશેષ ચર્ચા આવશ્યક છે. આખું વર્ષ દેશની અનેક યુનિવર્સિટીઓમાં જી-૨૦ સાથે જોડાયેલા કાર્યક્રમો થયા. હવે આ શ્રૃંખલામાં દિલ્લીમાં એક વધુ રોમાંચક કાર્યક્રમ થવા જઈ રહ્યો છે – ‘G-20 University Connect Programme’. આ કાર્યક્રમના માધ્યમથી દેશભરના લાખો યુનિવર્સિટી વિદ્યાર્થીઓ એકબીજા સાથે જોડાશે. તેમાં IIT, IIM, NIT અને મેડિકલ કૉલેજો જેવી અનેક પ્રતિષ્ઠિત સંસ્થાઓ પણ ભાગ લેશે. હું ઈચ્છીશ કે જો તમે કૉલેજ વિદ્યાર્થી હો તો ૨૬ સપ્ટેમ્બરે થનારા આ કાર્યક્રમને જરૂર જોજો, તેની સાથે જરૂર જોડાજો. ભારતના ભવિષ્યમાં, યુવાઓના ભવિષ્ય પર, તેમાં ઘણી રસપ્રદ વાતો થવાની છે.
હું પોતે પણ આ કાર્યક્રમમાં સહભાગી થઈશ. મને પણ મારા કૉલેજ સ્ટુડન્ટ સાથે સંવાદની પ્રતીક્ષા છે.
મારા પરિવારજનો, આજથી બે દિવસ પછી, ૨૭ સપ્ટેમ્બરે ‘વિશ્વ પર્યટન દિવસ’ છે. પર્યટનને કેટલાક લોકો માત્ર આનંદથી ફરવું માને છે, પરંતુ પર્યટનનું એક મોટું પાસું ‘રોજગાર’ સાથે જોડાયેલું છે. કહે છે કે સૌથી ઓછા મૂડીરોકાણમાં, સૌથી વધુ રોજગાર, જો કોઈ ક્ષેત્ર ઉત્પન્ન કરે છે તો તે, પર્યટન ક્ષેત્ર જ છે. પર્યટન ક્ષેત્રને વધારવામાં, કોઈ પણ દેશ માટે સદભાવના, તેના પ્રત્યે આકર્ષણ ખૂબ મહત્ત્વ ધરાવે છે. વિતેલાં કેટલાંક વર્ષોમાં ભારત પ્રત્યે આકર્ષણ ખૂબ જ વધ્યું છે અને જી-૨૦ના સફળ આયોજન પછી દુનિયાના લોકોનો રસ ભારતમાં ઘણો વધ્યો છે.
સાથીઓ, જી-૨૦માં એક લાખથી વધુ પ્રતિનિધિઓ ભારત આવ્યા. તેઓ અહીંની વિવિધતાઓ, અલગ-અલગ પરંપરાઓ, ભિન્નભિન્ન ખાણીપીણી અને આપણા વારસાથી પરિચિત થયા. અહીં આવેલા પ્રતિનિધિઓ પોતાની સાથે જે શાનદાર અનુભવ લઈને ગયા છે, તેનાથી પર્યટનનો વધુ વિસ્તાર થશે. તમને લોકોને ખબર જ હશે કે ભારતમાં એકથી એક ચડિયાતાં વિશ્વ વારસા સ્થાનો (વર્લ્ડ હેરિટેજ સાઇટ) છે અને તેની સંખ્યા સતત વધતી જઈ રહી છે. કેટલાક દિવસો પહેલાં, શાંતિ નિકેતન અને કર્ણાટકનાં પવિત્ર હોયસલા મંદિરોને વિશ્વ વારસા સ્થાનો જાહેર કરાયાં છે. હું આ શાનદાર ઉપલબ્ધિ માટે સમસ્ત દેશવાસીઓને અભિનંદન પાઠવું છું. મને વર્ષ ૨૦૧૮માં શાંતિ નિકેતનની યાત્રા કરવાનું સૌભાગ્ય મળ્યું હતું. શાંતિનિકેતન સાથે ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરનું જોડાણ રહ્યું છે. ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે શાંતિનિકેતનનો ધ્યેયમંત્ર સંસ્કૃતના એક પ્રાચીન શ્લોકથી લીધો હતો. તે શ્લોક છે-
“यत्र विश्वम भवत्येक नीडम्”
અર્થાત્, જ્યાં એક નાનકડા માળામાં સમગ્ર સંસાર સમાવિષ્ટ થઈ જાય છે. કર્ણાટકના જે હોયસલા મંદિરોને યુનેસ્કૉએ વિશ્વ વારસા સૂચિમાં સમાવ્યાં છે, તે, ૧૩મી શતાબ્દિનાં શ્રેષ્ઠ સ્થાપત્યો માટે પ્રસિદ્ધ છે. તે મંદિરોને યુનેસ્કૉ તરફથી માન્યતા મળવી, મંદિર નિર્માણની ભારતીય પરંપરાનું પણ સન્માન છે. ભારતમાં હવે વિશ્વ વારસાઈ સંપત્તિની કુલ સંખ્યા ૪૨ થઈ ગઈ છે. ભારતનો પ્રયાસ છે કે આપણાં વધુમાં વધુ ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થાનોને વિશ્વ વારસા સ્થાનોની માન્યતા મળે. મારો આપ સહુને અનુરોધ છે કે જ્યારે પણ તમે ક્યાંક ફરવા જવાની યોજના બનાવો તો એ પ્રયાસ કરો કે ભારતની વિવિધતાના દર્શન કરો. તમે અલગ-અલગ રાજ્યની સંસ્કૃતિને સમજો, હેરિટેજ સાઇટને જુઓ. તેનાથી, તમે પોતાના દેશના ગૌરવશાળી ઇતિહાસથી તો પરિચિત થશો જ, સ્થાનિક લોકોની આવક વધારવાનું મોટું માધ્યમ પણ બનશો.
મારા પરિવારજનો, ભારતીય સંસ્કૃતિ અને ભારતીય સંગીત હવે વૈશ્વિક બની ચૂક્યું છે. દુનિયાભરના લોકોનો તેની સાથે લગાવ દિન-પ્રતિદિન વધતો જ જઈ રહ્યો છે. એક વ્હાલી દીકરી દ્વારા કરવામાં આવેલી એક પ્રસ્તુતિ, તેનો એક નાનકડો ઑડિયો તમને સંભળાવું છું.
### (MKB EP 105 AUDIO Byte 1)###
તેને સાંભળીને તમે પણ આશ્ચર્યચકિત રહી ગયા ને ! કેટલો મધુર સ્વર છે અને દરેક શબ્દમાં જે ભાવ ઝળકે છે, ઈશ્વર પ્રત્યે તેનો લગાવ આપણે અનુભવી શકીએ છીએ. જો હું એમ કહું કે આ સૂરીલો અવાજ જર્મનીની એક દીકરીનો છે તો કદાચ તમે વધુ આશ્ચર્યમાં પડી જશો. આ દીકરીનું નામ – કૈસમી છે. ૨૧ વર્ષની કૈસમી આ દિવસોમાં ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ છવાયેલી છે. જર્મનીની રહેવાસી કૈસમી ક્યારેય ભારત નથી આવી, પરંતુ તે ભારતીય સંગીત પાછળ ઘેલી છે.
જેણે ક્યારેય ભારત જોયું પણ નથી, તેની ભારતીય સંગીતમાં આ રૂચિ, ખૂબ જ પ્રેરણાદાયક છે. કૈસમી જન્મથી જ જોઈ શકતી નથી, પરંતુ આ મુશ્કેલ પડકાર તેને અસાધારણ ઉપલબ્ધિઓથી રોકી શકી નથી. સંગીત અને સર્જનાત્મકતા અંગે તેની લગન કંઈક એવી હતી કે બાળપણથી જ તેણે ગાવાનું શરૂ કરી દીધું. આફ્રિકન ડ્રમિંગની શરૂઆત તો તેણે માત્ર ત્રણ વર્ષની આયુમાં જ કરી દીધી હતી. ભારતીય સંગીતનો પરિચય તેને પાંચ-છ વર્ષ પહેલાં જ થયો હતો. ભારતના સંગીતે તેને એટલું મોહી લીધું, એટલું મોહી લીધું કે તે તેમાં પૂરી રીતે મગ્ન થઈ ગઈ. તેણે તબલા વગાડવાનું પણ શીખ્યું છે. સૌથી પ્રેરણાદાયક વાત તો એ છે કે તે અનેક ભારતીય ભાષામાં ગાવાની નિપુણતા પ્રાપ્ત કરી ચૂકી છે. સંસ્કૃત, હિન્દી, મલયાલમ, તમિલ, કન્નડ કે પછી અસમી, બંગાળી, મરાઠી, ઉર્દૂ તે બધામાં તેણે સૂર સાધ્યા છે. તમે વિચારી શકો કે કોઈને બીજી અજાણી ભાષાની બે-ત્રણ લીટી બોલવી પડે તો કેટલી મુશ્કેલી આવે છે, પરંતુ કૈસમી માટે જાણે કે, ડાબા હાથનો ખેલ છે. તમારા બધા માટે અહીં, કન્નડમાં ગાયેલા તેના એક ગીતને પ્રસ્તુત કરું છું.
###(MKB EP 105 AUDIO Byte 2)###
ભારતીય સંસ્કૃતિ અને સંગીત અંગે જર્મનીની કૈસમીની આ લગનની હું અંતઃકરણથી પ્રશંસા કરું છું. તેનો આ પ્રયાસ દરેક ભારતીયને પ્રભાવિત કરનારો છે.
મારા પરિવારજનો, આપણા દેશમાં શિક્ષણને હંમેશાં એક સેવાના રૂપમાં જોવામાં આવે છે. મને ઉત્તરાખંડના કેટલાક એવા યુવાનો વિશે જાણવા મળ્યું છે,
જે, આ ભાવના સાથે બાળકોના શિક્ષણ માટે કામ કરી રહ્યા છે. નૈનીતાલ જિલ્લાના કેટલાક યુવાનોએ બાળકો માટે અનોખી ઘોડા લાઇબ્રેરી શરૂ કરી છે. આ લાઇબ્રેરીની સૌથી મોટી વિશેષતા એ છે કે દુર્ગમમાં દુર્ગમ વિસ્તારોમાં પણ તેના દ્વારા બાળકો સુધી પુસ્તકો પહોંચી રહ્યાં છે અને એટલું જ નહીં, આ સેવા, બિલકુલ નિઃશુલ્ક છે. અત્યાર સુધી તેના માધ્યમથી નૈનીતાલનાં ૧૨ ગામોને આવરી લેવાયાં છે. બાળકોના શિક્ષણ સાથે જોડાયેલા આ ભલા કામમાં મદદ કરવા માટે સ્થાનિક લોકો પણ આગળ આવી રહ્યા છે. આ ઘોડા લાઇબ્રેરી દ્વારા એ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે અંતરિયાળ ગામોમાં રહેનારાં બાળકોને શાળાનાં પુસ્તકો ઉપરાંત, ‘કવિતાઓ’, ‘વાર્તાઓ’ અને ‘નૈતિક શિક્ષણ’નાં પુસ્તકો પણ વાંચવાનો પૂરો અવસર મળે. આ અનોખી લાઇબ્રેરી બાળકોને પણ ખૂબ જ પસંદ પડી રહી છે.
સાથીઓ, મને હૈદરાબાદમાં લાઇબ્રેરી સાથે જોડાયેલા આવા જ એક અનોખા પ્રયાસ વિશે જાણવા મળ્યું છે. અહીં, સાતમા ધોરણમાં ભણનારી દીકરી ‘આકર્ષણા સતીશ’એ તો કમાલ જ કરી દીધો છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે માત્ર ૧૧ વર્ષની આયુમાં તે બાળકો માટે એક-બે નહીં, સાત-સાત લાઇબ્રેરી ચલાવી રહી છે. ‘આકર્ષણા’ને બે વર્ષ પહેલાં તેની પ્રેરણા, તે જ્યારે તેનાં માતાપિતા સાથે, એક કેન્સર હૉસ્પિટલ ગઈ હતી, ત્યારે મળી. તેના પિતા જરૂરિયાતવાળા લોકોની મદદ માટે ત્યાં ગયા હતા. બાળકોએ ત્યાં તેમની પાસે ‘colouring books’ની માગણી કરી અને આ વાત, આ વ્હાલી ઢીંગલીને એટલી સ્પર્શી ગઈ કે તેણે અલગ-અલગ પ્રકારનાં પુસ્તકો ભેગાં કરવાનો નિશ્ચય કર્યો. તેણે પોતાનાં, અડોશપડોશનાં ઘરો, સગાંસંબંધીઓ અને સાથીઓ પાસેથી પુસ્તકો એકઠાં કરવાનું શરૂ કરી દીધું અને તમને એ જાણીને આનંદ થશે કે પહેલી લાઇબ્રેરી તે કેન્સર હૉસ્પિટલમાં જ બાળકો માટે ખોલવામાં આવી. જરૂરિયાતવાળાં બાળકો માટે અલગ-અલગ સ્થાનો પર આ
દીકરીએ અત્યાર સુધીમાં જે સાત લાઇબ્રેરી ખોલી છે, તેમાં હવે લગભગ છ હજાર પુસ્તકો ઉપલબ્ધ છે. નાનકડી ‘આકર્ષણા’ જે રીતે બાળકોનું ભવિષ્ય સુધારવાનું મોટું કામ કરી રહી છે, તે દરેક વ્યક્તિને પ્રેરણા આપનારું છે.
સાથીઓ, એ વાત સાચી છે કે આજનો સમય ડિજિટલ ટૅક્નૉલૉજી અને ઇ-બુક્સનો છે, તેમ છતાં આ પુસ્તકો, આપણા જીવનમાં એક સારા મિત્રની ભૂમિકા નિભાવે છે. આથી, આપણે બાળકોને પુસ્તકો વાંચવા માટે પ્રેરિત કરવા જોઈએ.
મારા પરિવારજનો, આપણાં શાસ્ત્રોમાં કહેવાયું છે -
जीवेषु करुणा चापि, मैत्री तेषु विधीयताम् |
અર્થાત્, જીવો પર કરુણા કરો અને તેમને પોતાના મિત્રો બનાવો. આપણે ત્યાં મોટા ભાગનાં દેવી-દેવતાઓની સવારી જ પશુ-પક્ષી છે. ઘણા લોકો મંદિરે જાય છે, ભગવાનના દર્શન કરે છે, પરંતુ જે જીવ-જંતુ તેમની સવારી હોય છે તે તરફ, એટલું ધ્યાન આપતા નથી. આ જીવ-જંતુ આપણી આસ્થાના કેન્દ્રમાં તો રહેવાં જ જોઈએ, આપણે તેનું યથા સંભવ સંરક્ષણ પણ કરવું જોઈએ. વિતેલાં કેટલાંક વર્ષોમાં, દેશમાં, સિંહ, વાઘ, દીપડા અને હાથીઓની સંખ્યામાં ઉત્સાહવર્ધક વૃદ્ધિ જોવા મળી છે. અનેક બીજા પ્રયાસો પણ નિરંતર ચાલુ છે, જેથી આ ધરતી પર રહેતા બીજા જીવજંતુઓને બચાવી શકાય. આવો જ એક અનોખો પ્રયાસ રાજસ્થાનના પુષ્કરમાં પણ કરવામાં આવી રહ્યો છે. અહીં, સુખદેવ ભટ્ટ જી અને તેમની ટીમ મળીને વન્ય જીવોને બચાવવામાં લાગેલી છે. અને જાણો છો કે તેમની ટીમનું નામ શું છે? તેમની ટીમનું નામ છે – કોબ્રા. આ ખતરનાક નામ એટલા માટે છે કારણકે તેમની ટીમ આ ક્ષેત્રમાં ખતરનાક સાપોને બચાવવાનું કામ પણ કરે છે. આ ટીમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયેલા છે,
જે માત્ર એક કૉલ પર ઘટનાસ્થળ પર પહોંચી જાય છે અને પોતાના મિશનમાં લાગી જાય છે. સુખદેવજીની આ ટીમે અત્યાર સુધીમાં ૩૦ હજારથી વધુ ઝેરીલા સાપોનું જીવન બચાવ્યું છે. આ પ્રયાસથી એક તરફ લોકોનું જોખમ દૂર થયું છે, તો બીજી તરફ, પ્રકૃતિનું સંરક્ષણ પણ થઈ રહ્યું છે. આ ટીમ અન્ય બીમાર જાનવરોની સેવાના કામમાં પણ જોડાયેલી છે.
સાથીઓ, તમિલનાડુના ચેન્નાઈમાં ઑટો ડ્રાઇવર એમ. રાજેન્દ્ર પ્રસાદ જી પણ એક અનોખું કામ કરી રહ્યા છે. તેઓ છેલ્લાં ૨૫-૩૦ વર્ષથી કબૂતરોની સેવાના કામમાં લાગેલા છે. તેમના પોતાના જ ઘરમાં ૨૦૦થી વધુ કબૂતર છે. ત્યાં પક્ષીઓનાં ભોજન, પાણી, સ્વાસ્થ્ય જેવી દરેક આવશ્યકતાનું પૂરું ધ્યાન રાખે છે. તેના પર તેમના ઘણા રૂપિયા પણ ખર્ચાય છે, પરંતુ તેઓ પોતાના કામમાં મક્કમ છે. સાથીઓ, લોકોને શુભ આશયથી આવું કામ કરતા જોઈને, ખરેખર, ખૂબ જ શાંતિ મળે છે, ઘણી પ્રસન્નતા થાય છે. જો તમને પણ આવા કેટલાક સારા પ્રયાસો વિશે જાણકારી મળે તો તેને જરૂર વહેંચજો.
મારા પ્રિય પરિવારજનો, સ્વતંત્રતાનો આ અમૃતકાળ, દેશ માટે પ્રત્યેક નાગરિકનો કર્તવ્યકાળ પણ છે. પોતાનું કર્તવ્ય નિભાવતા જ આપણે આપણાં લક્ષ્યોને પ્રાપ્ત કરી શકીએ છીએ, પોતાના મુકામ સુધી પહોંચી શકીએ છીએ. કર્તવ્યની ભાવના, આપણને બધાને એક સૂત્રમાં બાંધે છે. ઉત્તર પ્રદેશના સમ્ભલમાં, દેશે કર્તવ્ય ભાવનાનું એક એવું ઉદાહરણ જોયું છે જેને હું તમારી સાથે વહેંચવા માગું છું. તમે વિચારો, ૭૦થી વધુ ગામ હોય, હજારોની વસતિ હોય અને બધા લોકો મળીને, એક લક્ષ્ય, એક ધ્યેયની પ્રાપ્તિ માટે સાથે આવી જાય, જોડાઈ જાય, આવું ઓછું જ થાય છે, પરંતુ સમ્ભલમાં લોકોએ આ કરીને દેખાડ્યું. આ લોકોએ મળીને જન ભાગીદારી અને સામૂહિકતાનું ખૂબ જ શાનદાર ઉદાહરણ સ્થાપ્યું છે. હકીકતે, આ ક્ષેત્રમાં દાયકાઓ પહેલાં, ‘સોત’ નામની એક નદી હતી.
અમરોહાથી શરૂ કરીને સમ્ભલ થઈને બદાયૂં સુધી વહેનારી આ નદી એક સમયે આ ક્ષેત્રમાં જીવનદાયિનીના રૂપમાં ઓળખાતી હતી. આ નદીમાં અવિરત જળ પ્રવાહિત થતું રહેતું હતું, જે અહીંના ખેડૂતો માટે ખેતીનો મુખ્ય આધાર હતું. સમય સાથે નદીનો પ્રવાહ ઓછો થયો, નદી જે રસ્તે વહેતી હતી, ત્યાં અતિક્રમણ થઈ ગયું અને આ નદી વિલુપ્ત થઈ ગઈ. નદીને માતા માનનારા આપણા દેશમાં, સમ્ભલના લોકોએ આ સોત નદીને પણ પુનર્જીવિત કરવાનો સંકલ્પ કર્યો. ગત વર્ષે ડિસેમ્બરમાં સોત નદીના કાયાકલ્પનું કામ ૭૦થી વધુ ગ્રામ પંચાયતોએ મળીને શરૂ કર્યું. ગ્રામ પંચાયતના લોકોએ સરકારી વિભાગોને પણ પોતાની સાથે લીધા. તમને જાણીને આનંદ થશે કે વર્ષના પહેલા છ મહિનામાં જ આ લોકો નદીના ૧૦૦ કિલોમીટરથી વધુ રસ્તાનો પુનરોદ્ધાર કરી ચૂક્યા છે. જ્યારે વરસાદની ઋતુ શરૂ થઈ તો ત્યાંના લોકોની મહેનત રંગ લાવી અને સોત નદી, પાણીથી, ભરપૂર ભરાઈ ગઈ. અહીંના ખેડૂતો માટે આ આનંદનો એક મોટો અવસર બનીને આવ્યો છે. લોકોએ નદીના કિનારે વાંસના ૧૦ હજારથી પણ વધુ ઝાડ વાવ્યાં છે, જેથી તેના કિનારા પૂરી રીતે સુરક્ષિત રહે. નદીના પાણીમાં ત્રીસ હજારથી વધુ ગમ્બૂસિયા માછલીઓને પણ છોડવામાં આવી છે જેથી મચ્છર ન થાય. સાથીઓ, સોત નદીનું ઉદાહરણ આપણને બતાવે છે કે જો આપણે નિશ્ચય કરી લઈએ તો મોટામાં મોટા પડકારને પાર કરીને એક મોટું પરિવર્તન લાવી શકીએ છીએ. તમે પણ કર્તવ્ય પથ પર ચાલીને તમારી આસપાસ આવાં ઘણાં પરિવર્તનોનું માધ્યમ બની શકો છો.
મારા પરિવારજનો, જ્યારે આશય અટલ હોય અને કંઈક શીખવાની લગન હોય તો, કોઈ કામ, મુશ્કેલ રહેતું નથી. પશ્ચિમ બંગાળનાં શ્રીમતી શકુંતલા સરદારે આ વાતને એકદમ સાચી સાબિત કરીને બતાવી છે.
આજે તેઓ અનેક બીજી મહિલાઓ માટે પ્રેરણા બની ગયાં છે. શકંતુલાજી જંગલ મહલના શાતનાલા ગામનાં રહેવાસી છે. લાંબા સમય સુધી તેમનો પરિવાર પ્રતિ દિન મજૂરી કરીને પોતાનું જીવન નિર્વાહ કરતો હતો. તેમના પરિવાર માટે ઘર ચલાવવું મુશ્કેલ હતું. પછી તેમણે એક નવા માર્ગ પર ચાલવાનો નિર્ણય કર્યો અને સફળતા પ્રાપ્ત કરીને બધાને આશ્ચર્યમાં મૂકી દીધા. તમારે એ જરૂર જાણવું હશે કે તેમણે આ કમાલ કેવી રીતે કર્યો. તેનો ઉત્તર છે – એક સીવણ મશીન. એક સીવણ મશીન દ્વારા તેમણે ‘સાલ’નાં પાંદડાઓ પર સુંદર ડિઝાઇન બનાવવાનું શરૂ કર્યું. તેમના આ કૌશલ્યએ પૂરા પરિવારના જીવનને બદલી નાખ્યું. તેમના બનાવેલા આ અદ્ભુત ક્રાફ્ટની માગ સતત વધતી જઈ રહી છે. શકુંતલાજીએ આ કૌશલ્યથી, ન માત્ર પોતાનું, પરંતુ ‘સાલ’નાં પાંદડાઓને એકઠાં કરનારા અનેક લોકોનું જીવન પણ બદલી નાખ્યું છે. હવે તેઓ અનેક મહિલાઓને પ્રશિક્ષણ દેવાનું કામ પણ કરી રહ્યાં છે. તમે વિચારી શકો કે એક પરિવાર, જે ક્યારેક, મજૂરી પર નિર્ભર હતો, તે હવે બીજાને રોજગાર માટે પ્રેરિત કરી રહ્યો છે. તેમણે રોજની મજૂરી પર નિર્ભર રહેતા પોતાના પરિવારને પોતાના પગ પર ઊભો કરી દીધો છે. તેનાથી તેમના પરિવારને અન્ય ચીજો પર ધ્યાન આપવાનો અવસર મળ્યો છે. એક બીજી વાત થઈ છે, જેવી શકુંતલા જીની સ્થિતિ કંઈક ઠીક થઈ, તો તેમણે બચત કરવાનું પણ શરૂ કરી દીધું છે. હવે તેઓ જીવન વીમા યોજનાઓમાં નિવેશ કરવા લાગ્યાં છે, જેથી પોતાનાં બાળકોનું ભવિષ્ય પણ ઉજ્જવળ હોય. શકુંતલાજીની લગન માટે તેમની જેટલી પ્રશંસા કરવામાં આવે તે ઓછી છે. ભારતના લોકો આવી જ પ્રતિભાઓથી ભરપૂર હોય છે- તમે તેમને અવસર આપો અને જુઓ, તેઓ શું – શું કમાલ કરી દેખાડે છે.
મારા પરિવારજનો, દિલ્લીમાં જી-૨૦ શિખર પરિષદ દરમિયાન એ દૃશ્યને કોણ ભૂલી શકે છે, જ્યારે અનેક વિશ્વ નેતાઓ બાપુને શ્રદ્ધાસુમન અર્પિત કરવા
એક સાથે રાજઘાટ પહોંચ્યા હતા. તે એ વાતનું એક મોટું પ્રમાણ છે કે દુનિયાભરમાં બાપુના વિચાર આજે પણ કેટલા પ્રાસંગિક છે. મને એ વાતનો પણ આનંદ છે કે ગાંધી જયંતી અંગે પૂરા દેશમાં સ્વચ્છતા સાથે સંબંધિત ઘણા બધા કાર્યક્રમોની યોજના કરવામાં આવી છે. કેન્દ્ર સરકારનાં બધાં કાર્યાલયોમાં ‘સ્વચ્છતા હી સેવા અભિયાન’ ખૂબ જ જોરશોરથી ચાલુ છે. Indian Swachhata League માં પણ ઘણી સારી ભાગીદારી જોવા મળી રહી છે. આજે હું ‘મન કી બાત’ના માધ્યમથી બધા દેશવાસીઓને એક અનુરોધ કરવા માગું છું- ૧ ઑક્ટોબર અર્થાત્ રવિવારની સવારે દસ વાગે સ્વચ્છતા પર એક મોટું આયોજન થવા જઈ રહ્યું છે. તમે પણ તમારો સમય કાઢીને સ્વચ્છતા સાથે જોડાયેલા આ અભિયાનમાં તમારો સહકાર આપો. તમે તમારી ગલી, આડોશ-પડોશ, પાર્ક, નદી, સરોવર કે પછી બીજા કોઈ સાર્વજનિક સ્થળ પર આ સ્વચ્છતા અભિયાન સાથે જોડાઈ શકો છો અને જ્યાં-જ્યાં અમૃત સરોવર બન્યાં છે ત્યાં તો સ્વચ્છતા અવશ્ય કરવાની છે. સ્વચ્છતાની આ કાર્યાંજલી જ ગાંધીજીને સાચી શ્રદ્ધાંજલી હશે. હું તમને ફરીથી યાદ અપાવીશ કે આ ગાંધી જયંતિના અવસરે ખાદીનું કોઈ ને કોઈ ઉત્પાદન જરૂર ખરીદો.
મારા પરિવારજનો, આપણા દેશમાં ત્યોહારોની ઋતુ પણ શરૂ થઈ ચૂકી છે. તમારા બધાનાં ઘરમાં પણ કંઈ નવું ખરીદવાની યોજના બની રહી હશે. કોઈ એ પ્રતીક્ષામાં હશે કે નવરાત્રિના સમયે તેઓ પોતાનું શુભ કામ શરૂ કરશે. ઉમંગ, ઉત્સાહના આ વાતાવરણમાં તમે Vocal For Local નો મંત્ર પણ જરૂર યાદ રાખજો. જ્યાં સુધી સંભવ હોય, તમે, ભારતમાં બનેલાં સામાનની ખરીદી કરો, ભારતીય ઉત્પાદનોનો ઉપયોગ કરો અને Made In India સામાનનો જ ઉપહાર આપો. તમારી નાનકડી ખુશી, બીજા કોઈના પરિવારની ખૂબ જ મોટી ખુશીનું કારણ બનશે. તમે, જે ભારતીય સામાન ખરીદશો, તેનો સીધો ફાયદો, આપણા શ્રમિકો, કામદારો, શિલ્પકારો અને અન્ય વિશ્વકર્મા ભાઈઓ-બહેનોને મળશે.
આજકાલ તો ઘણાં બધાં સ્ટાર્ટ અપ પણ સ્થાનિક પ્રૉડક્ટને ઉત્તેજન આપી રહ્યાં છે. તમે સ્થાનિક ચીજો ખરીદશો તો સ્ટાર્ટ અપના આ યુવાનોને પણ ફાયદો થશે.
મારા પ્રિય પરિવારજનો, ‘મન કી બાત’માં આજે બસ, આટલું જ. હવે પછી જ્યારે ‘મન કી બાત’માં તમને મળીશ તો નવરાત્રિ અને દશેરા વિતી ચૂક્યાં હશે. તહેવારોની આ ઋતુમાં તમે પણ પૂરા ઉત્સાહથી પ્રત્યેક પર્વ મનાવો, તમારા પરિવારમાં ખુશી રહે, મારી આ જ કામના છે. આ પર્વોની તમને ખૂબ ખૂબ શુભકામનાઓ. તમારી સાથે ફરી મુલાકાત થશે, બીજા પણ કેટલાક નવા વિષયો સાથે, દેશવાસીઓની નવી સફળતાઓની સાથે. તમે, તમારો સંદેશ મને જરૂર મોકલતા રહો, પોતાના અનુભવો શૅર કરવાનું ન ભૂલતા. હું પ્રતીક્ષા કરીશ. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.
મારા પ્રિય પરિવારજનો નમસ્કાર! ‘મન કી બાત’ના ઓગસ્ટ એપિસોડમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મને યાદ નથી કે શ્રાવન મહિનામાં 'મન કી બાત' કાર્યક્રમ બે વાર યોજાયો હોય એવું ક્યારેય બન્યું હોય, પણઆ વખતે પણ એવું જ થઈ રહ્યું છે.શ્રાવન એટલે મહાશિવનો મહિનો, ઉત્સવ અને ઉલ્લાસનો મહિનો. ચંદ્રયાનની સફળતાએ આ ઉજવણીના વાતાવરણમાં અનેકગણો વધારો કર્યો છે.ચંદ્રયાનને ચંદ્ર સુધી પહોંચ્યે ત્રણ દિવસથી વધુ સમય થઈ ગયો છે. આ સફળતા એટલી મોટી છે કે તેના વિશે જેટલી ચર્ચા થાય એટલી ઓછી છે. આજે જ્યારે હું તમારી સાથે વાત કરું છું ત્યારે મને મારી એક જૂની કવિતાની કેટલીક પંક્તિઓ યાદ આવી રહી છે...
આકાશ તરફ મસ્તક ઉઠાવી
ઘનઘોર વાદળોને ચીરીને
રોશનીનો શુભ સંકલ્પ લો
સૂર્ય તો હમણાં જ ઉગ્યો છે.
દ્રઢ નિશ્ચય સાથે ચાલીને
તમામ મુશ્કેલીને પાર કરી
ઘોર અંધકારને દૂર કરવા
હમણાં જ તો સૂર્ય ઉગ્યો છે.
આકાશ તરફ મસ્તક ઉઠાવી
ઘનઘોર વાદળોને ચીરીને
રોશનીનો શુભ સંકલ્પ લો
સૂર્ય તો હમણાં જ ઉગ્યો છે.
મારા પરિવારજનો, 23 ઓગસ્ટે ભારત અને ભારતના ચંદ્રયાન એ સાબિત કર્યું છે કે ચંદ્ર પર પણ સંકલ્પનો સૂર્ય ઉગે છે. મિશન ચંદ્રયાન નવા ભારતની એ spiritનું પ્રતીક બની ગયું છે, જે કોઈપણ પરિસ્થિતિમાં જીતવા માંગે છે, અને તે કોઈપણ પરિસ્થિતિમાં કેવી રીતે જીતવું તે પણ જાણે છે.
સાથીઓ, આ મિશનનું એક પાસું હતું જેના વિશે હું આજે આપ સૌ સાથે ખાસ ચર્ચા કરવા માંગુ છું. તમને યાદ હશે કે આ વખતે મેં લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે આપણે Women Led Developmentનેરાષ્ટ્રીયચરિત્રનારૂપમાં શસક્ત કરવાનો છે. જ્યાં સ્ત્રી શક્તિનું સામર્થ્ય જોડાય છે ત્યાં અશક્યને પણ શક્ય બનાવી શકાય છે.ભારતનું મિશન ચંદ્રયાન પણ સ્ત્રી શક્તિનું જીવંત ઉદાહરણ છે. આ સમગ્ર મિશનમાં ઘણી Women Scientists અને Engineers સીધી રીતે સામેલ થઈ છે. તેમણે વિવિધ systems ના project director, project manager જેવી ઘણી મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. ભારતની દીકરીઓ હવે અનંત ગણાતા એવા અંતરિક્ષને, જગ્યાને પણ પડકારી રહી છે. જ્યારે કોઈ દેશની દીકરીઓ આટલી મહત્વાકાંક્ષી બની જાય તો તે દેશને વિકસિત થતા કોણ રોકી શકે!
સાથીઓ, આપણે આટલી ઉંચી ઉડાન એટલે પૂરી કરી છે કારણ કે હવે આપણાં સપના મોટા છે અને આપણાં પ્રયત્નો પણ મોટા છે. ચંદ્રયાન-3ની સફળતામાં આપણા વૈજ્ઞાનિકોની સાથે અન્ય ક્ષેત્રોએ પણ મહત્વની ભૂમિકા ભજવી છે. તમામ પાર્ટસ અને તકનીકી આવશ્યકતાઓને પૂર્ણ કરવામાં ઘણા દેશવાસીઓએ યોગદાન આપ્યું છે. જ્યારે દરેકના પ્રયત્નો ભેગા થયા ત્યારે સફળતા પણ મળી. આજ ચંદ્રયાન-3ની સૌથી મોટી સફળતા છે. હું ઈચ્છું છું કે ભવિષ્યમાં પણ આપણું Space Sector દરેકના પ્રયત્નોથી આવી અસંખ્ય સફળતાઓ હાંસલ કરે.
મારા પરિવારના સભ્યો, સપ્ટેમ્બર મહિનો ભારતના સામર્થ્યનો સાક્ષી બનવા જઈ રહ્યો છે. ભારત આવતા મહિને યોજાનારી G-20 Leaders’ Summit માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે 40 દેશોના વડાઓ અને અનેક Global Organisations રાજધાની દિલ્હી આવી રહ્યા છે. G-20 Summitના ઈતિહાસમાં આ અત્યાર સુધીની સૌથી મોટી ભાગીદારી હશે. પોતાની presidency દરમિયાન ભારતે G-20 ને વધુ inclusive forum બનાવ્યું છે. ભારતના આમંત્રણ પર African Union પણ G-20માં જોડાયું અને આફ્રિકાના લોકોનો અવાજ વિશ્વના આ મહત્વપૂર્ણ પ્લેટફોર્મ(platform) સુધી પહોંચ્યો. મિત્રો, ગયા વર્ષે જ્યારથી ભારતે બાલીમાં G-20નું પ્રમુખપદ સંભાળ્યું છે, ત્યારથી ઘણું બધું બન્યું છે જે આપણને ગર્વથી ભરી દે છે. દિલ્હીમાં મોટા કાર્યક્રમોની પરંપરાથી દૂર જઈને અમે તેને દેશના વિવિધ શહેરોમાં લઈ ગયા. દેશના 60 શહેરોમાં આને લગતી લગભગ 200 બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું. G-20 Delegates, જ્યાં પણ ગયા ત્યાં લોકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. આ Delegates આપણા દેશની diversity અને આપણી vibrant democracy જોઈને ખૂબ પ્રભાવિત થયા હતા. તેમને એ પણ સમજાયું કે ભારતમાં ઘણી બધી શક્યતાઓ છે.
મિત્રો, G-20ની આપણી Presidency, People’s Presidency છે, જેમાં જનભાગીદારીની ભાવના સૌથી આગળ છે. G-20 ના અગિયાર Engagement Groups છે, જેમાં Academia, Civil Society, યુવા, મહિલાઓ, આપણા સંસદસભ્યો, Entrepreneurs અને Urban Administration સાથે સંકળાયેલા લોકોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. એક યા બીજી રીતે આ અંગે દેશભરમાં આયોજિત કાર્યક્રમો સાથે (1.5) દોઢ કરોડથી વધુ લોકો જોડાયેલા છે. લોકભાગીદારી માટેના અમારા આ પ્રયાસમાં માત્ર એક જ નહીં પરંતુ બે વિશ્વ રેકોર્ડ(record)પણ સર્જાયા છે. વારાણસીમાં આયોજિત G-20 Quizમાં 800 શાળાઓના 1.25 લાખ વિદ્યાર્થીઓ(Students)ની ભાગીદારી એક નવો વિશ્વ રેકોર્ડ બની ગયો. તે જ સમયે, લમ્બાની કારીગરોએ પણ કમાલ કરી. 450 કારીગરોએ લગભગ 1800 Unique Patchesનું અદભૂત Collection બનાવીને તેમની કુશળતા અને Craftsmanshipનું પ્રદર્શન કર્યું છે. G-20માં આવેલા દરેક પ્રતિનિધિ આપણા દેશની Artistic Diversity જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. આવો જ એક શાનદાર કાર્યક્રમ સુરતમાં યોજાયો હતો. 15 રાજ્યોમાંથી 15,000 મહિલાઓએ ત્યાં આયોજિત સાડી Walkathon ભાગ લીધો હતો. આ કાર્યક્રમથી સુરતની Textile Industryને માત્ર પ્રોત્સાહન જ મળ્યું નથી, (Vocal for Local)’વોકલ ફોર લોકલ’ ને પણ પ્રોત્સાહન મળ્યું હતું અને સ્થાનિક માટે ગ્લોબલ બનવાનો માર્ગ પણ મોકળો થયો હતો. શ્રીનગરમાં જી-20 બેઠક બાદ કાશ્મીરમાં પ્રવાસીઓની સંખ્યામાં ભારે વધારો થયો છે. હું તમામ દેશવાસીઓને કહેવા માંગુ છું કે ચાલો આપણે સાથે મળીને G-20 સંમેલનને સફળ બનાવીએ અને દેશની પ્રતિષ્ઠા વધારીએ.
મારા પરિવારજનો, 'મન કી બાત'ના Episodeમાં, આપણે ઘણીવાર આપણી યુવા પેઢીની ક્ષમતા વિશે ચર્ચા કરીએ છીએ. આજે, રમતગમત એક એવું ક્ષેત્ર છે જ્યાં આપણા યુવાનો સતત નવી સફળતાઓ હાંસલ કરી રહ્યા છે. આજે 'મન કી બાત'માં હું એક એવી Tournament વિશે વાત કરીશ જ્યાં તાજેતરમાં આપણા ખેલાડીઓએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો છે. થોડા દિવસો પહેલા ચીનમાં World University Games યોજાઈ હતી. આ વખતે આ ગેમ્સમાં ભારતનું અત્યાર સુધીનું Best Ever Performance રહ્યું હતું. અમારા ખેલાડીઓએ કુલ 26 મેડલ જીત્યા જેમાંથી 11 Gold Medal (ગોલ્ડમેડલ) હતા. તમને એ જાણીને આનંદ થશે કે 1959થી અત્યાર સુધી યોજાયેલી તમામ World University Gamesમાં જીતેલા તમામ મેડલને ઉમેરીએ તો પણ આ સંખ્યા માત્ર 18 સુધી પહોંચે છે. આ દાયકાઓમાં માત્ર 18, જ્યારે આ વખતે અમારા ખેલાડીઓએ 26 મેડલ જીત્યા છે. તેથી, World University Gamesમાં મેડલ જીતનારા કેટલાક યુવા ખેલાડીઓ, વિદ્યાર્થીઓ હાલમાં મારી સાથે Phone Line (ફોન લાઇન) પર જોડાયેલા છે. ચાલો હું તમને પહેલા તેમના વિશે કહું. યુપીની રહેવાસી પ્રગતિએ Archery (તીરંદાજી)માં Medal જીત્યો છે. આસામના રહેવાસી અમ્લાને Athletics (એથ્લેટિક્સ)માં Medal જીત્યો છે. યુપીની રહેવાસી પ્રિયંકાએ Race Walkમાં મેડલ જીત્યો છે. મહારાષ્ટ્રની રહેવાસી અભિદન્યાએ Shooting (શૂટિંગ)માં મેડલ જીત્યો છે.
મોદીજી:- નમસ્કાર, મારા પ્રિય યુવા ખેલાડીઓ.
યુવા ખેલાડી:- નમસ્તે સર.
મોદીજી:-તમારી સાથે વાત કર્યા પછી મને ખૂબ સારું લાગે છે. હું ભારતની યુનિવર્સિટીઓમાંથી સૌપ્રથમ પસંદ કરાયેલ પ્રથમ ટીમ, તમે લોકોએ ભારતનું નામ રોશન કરીને જે ગૌરવ અપાવ્યું છે, એ માટે હું તમને બધાને અભિનંદન આપું છું. તમે વિશ્વ યુનિવર્સિટી ગેમ્સમાં તમારા પ્રદર્શનથી દરેક દેશવાસીને ગર્વ અપાવ્યો છે. એ બદલ સૌપ્રથમ હું તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.
પ્રગતિ, હું આપનાથી આ વાર્તાલાપની શરૂઆત કરી રહ્યો છું. સૌથી પહેલા મને એ કહો કે બે Medal જીતીને તમે અહીંથી નીકળ્યા ત્યારે તમે આવું વિચાર્યું હતું? અને આટલી મોટી જીત હાંસલ કર્યા પછી, હવે તમે શું અનુભવો છો?
પ્રગતિ:- સર, હું ખૂબ જ Proud Feel કરી રહી હતી, મને એટલું સારું લાગ્યું કે હું અહીં મારા દેશનો ધ્વજ એટલો ઊંચો ફરકાવીને આવી છું કે, ઠીક છે કે એકવાર હું Gold Fightમાં પહોંચી ગઇ હતી ત્યારે હું હારી ગઇ હતી, તેથી મને Regret થઈ રહ્યો હતો. પણ બીજી વાર મનમાં થયું કે હવે કંઈપણ થઈ જશે તો હું તેને નીચે જવા નહીં દઉં. તેને દરેક પરિસ્થિતિમાં સૌથી વધુ ઊંચે ફરકાવીશ. જ્યારે અમે Fight છેલ્લે જીતી હતી, ત્યારે અમે એ જ Podium પર ખૂબ જ સારી ઉજવણી કરી હતી. તે moment ખૂબ જ સુંદર હતી. એટલો Proud Feel થતો હતો કે હું કહી શકતી નથી.
મોદીજી:- પ્રગતિ, તમને Physically બહુ problems થયા હતા. તમે તેમાંથી બહાર આવ્યા. આપણાં દેશના યુવાનો માટે આ એક મોટી પ્રેરણા છે. શું થયુ તું તમને?
પ્રગતિ:- સર, 5 મે, 2020 ના રોજ, મને બ્રેઈન હેમરેજ થયું હતું. હું Ventilator પર હતી. હું બચી શકીશ કે નહીં તેનું કોઈ Confirmation નહોતું. અને જો હું જીવીશ તો હું કેવી રીતે જીવીશ? પણ એટલું બધું હતું કે હા, મારામાં અંદરથી હિંમત હતી કે મારે ground પર પાછા ઊભા રહેવું છે, arrow ચલાવવાનું છે. મારા માટે, મારો જીવ બચ્યો તો એમાં સૌથી મોટો હાથ ભગવાનનો, પછી ડૉક્ટરનો, પછી Archeryનો.
અમ્લાન પણ અમારી સાથે છે. અમ્લાન, મને કહો કે તમે Athletics માં આટલો રસ કેવી રીતે વિકસાવ્યો!
અમ્લાન:- જી, નમસ્કાર સર.
મોદીજી:- નમસ્કાર! નમસ્કાર!
અમ્લાન:- સર, પહેલા Athletics માં બહુ રસ નહોતો. અગાઉ અમે Football માં વધુ હતા. પણ મારા ભાઈના મિત્રે મને કહ્યું કે અમ્લાન તારે એથ્લેટિક્સ, સ્પર્ધામાં જવું જોઈએ. તેથી મેં વિચાર્યું કે ઠીક છે, તેથી જ્યારે હું પ્રથમ વખત State Meet રમ્યો ત્યારે હું તેમાં હારી ગયો. તેથી મને હાર ગમતી ન હતી. તેથી આ કરતી વખતે, હું Athleticsમાં પ્રવેશ્યો. પછી ધીમે ધીમે મજા આવવા લાગી છે. તો બસ એ જ રીતે મારો રસ વધ્યો.
મોદીજી:- અમ્લાન જરા મને કહો કે તમે મોટાભાગે ક્યાં પ્રેક્ટિસ કરતા હતા!
અમ્લાન:- મોટાભાગે મેં હૈદરાબાદમાં સાઈ રેડ્ડી સરની નીચે Practice કરી છે. ત્યાર બાદ ભુવનેશ્વરમાં Shift થઈને ત્યાંથી મેં Professionally Start કર્યું.
મોદીજીઃ- ઓકે, પ્રિયંકા પણ અમારી સાથે છે. પ્રિયંકા, તું 20 કિલોમીટરની Race Walk Teamનો ભાગ હતી. આખો દેશ આજે તમને સાંભળી રહ્યો છે, અને તેઓ આ Sport વિશે જાણવા માંગે છે. તમે મને કહો કે આ માટે કયા પ્રકારની કુશળતા જરૂરી છે. અને તમારી Career ક્યાંથી ક્યાં સુધી પહોંચી છે?
પ્રિયંકા:- મારા જેવી event તો ખૂબ જ tough છે કારણ કે અમારી પાસે પાંચ judge ઊભા હોય છે. જો આપણે ભાગી જઈએ તો પણ તેઓ અમને બહાર કાઢે છે અથવા આપણે રસ્તા પરથી સહેજ પણ ઉતરી જઈએ તો Jump હોય તો પણ તેઓ અને બહાર કાઢે છે. અથવા જો અમે Knee Bend કરીએ તો પણ તેઓ કાઢી મૂકે છે અને મને Warning પણ બે વાર આપવામાં આવી હતી. તે પછી, મેં મારી Speed ને એટલી નિયંત્રિત કરી કે ક્યાંકને ક્યાંક મારે ઓછામાં ઓછો અહીંથી Team Medal તો જીતવો જ છે, કારણ કે અમે અહીં દેશ માટે આવ્યા છીએ અને અમે ખાલી હાથે જવા માંગતા નથી.
મોદીજી:- હા, અને પપ્પા, ભાઈ વગેરે બધા મજામાં છે ને?
પ્રિયંકા:- હા સર, બધુ બરાબર છે, હું બધાને કહું છું કે તમે અમને ખૂબ motivate કરો છો, ખરેખર સર, મને ખૂબ સારું લાગે છે, કારણ કે Indiaમાં World University જેવી રમતની બહુ માંગ પણ નથી. પરંતુ હવે અમને આ રમતમાં એટલો બધો Support મળી રહ્યો છે, તેનો અર્થ એ પણ છે કે અમે Tweet જોઈ રહ્યા છીએ, કે દરેક Tweet કરી રહ્યા છે કે અમે ઘણા Medal જીત્યા છે, તેથી તે ખૂબ જ સારું લાગે છે કે Olympicsની જેમ, આને પણ, આટલું પ્રોત્સાહન મળી રહ્યું છે.
મોદીજી:- ચાલો પ્રિયંકા, મારા તરફથી અભિનંદન. તમે બહુ મોટું નામ રોશન કર્યું છે, ચાલો આપણે અભિદન્યાની સાથે વાત કરીએ.
અભિદન્યા:- નમસ્તે સર.
મોદીજી:- મને તમારા વિશે કહો.
અભિદન્યા:- સર હું મહારાષ્ટ્રના કોલ્હાપુરથી છું, હું shootingમાં 25m sports pistol અને 10m air pistol બંને event કરું છું. મારા માતા-પિતા બંને High School Teacher છે, તેથી મેં 2015માં shooting start કર્યું. જ્યારે મેં shooting start કર્યું ત્યારે કોલ્હાપુરમાં એટલી બધી facilities ઉપલબ્ધ ન હતી. વડગાંવથી કોલ્હાપુર સુધી બસમાં મુસાફરી કરવામાં દોઢ કલાકનો સમય લાગે છે, પછી પાછા આવવામાં દોઢ કલાક લાગે છે અને ચાર કલાકની training, આ રીતે , 6-7 કલાક. એટલે training માટે આવતા-જતા, તેથી હું મારી શાળાને પણ મિસ કરતી, પછી મમ્મી-પપ્પાએ કહ્યું કે દીકરા, એક કામ કર, અમે તને Saturday-Sunday શૂટિંગ રેન્જમાં લઈ જઈશું, અને બાકીનો સમય તમે અન્ય games કરો. તેથી હું મારા બાળપણમાં ઘણી બધી games રમતી હતી, કારણ કે મારા માતા-પિતા બંનેને રમતગમતમાં ખૂબ જ રસ હતો, પરંતુ તેઓ કંઈ કરી શકતા ન હતા, Financial Support એટલો ન હતો અને એટલી માહિતી પણ ન હતી, તેથી મારી માતાનું મોટું સ્વપ્ન હતું કે, મારે દેશનું પ્રતિનિધિત્વ કરવું જોઇએ, અને પછી દેશ માટે medal પણ જીતવો જોઇએ. તેથી તેનું સપનું પૂરું કરવા માટે હું નાનપણથી જ રમતગમતમાં ઘણો રસ લેતી હતી અને પછી મેં Taekwondo પણ કર્યો છે, તેમાં પણ હું black belt છું અને બોક્સિંગ, જુડો અને ફેન્સિંગ અને ડિસ્કસ થ્રો જેવી ઘણી રમતો કર્યા પછી. પછી 2015 માં હું શૂટિંગ પર આવી. પછી મેં 2-3 વર્ષ સુધી ખૂબ સંઘર્ષ કર્યો અને પ્રથમ વખત હું યુનિવર્સિટી ચેમ્પિયનશિપ માટે મલેશિયામાં સિલેક્ટ થઇ અને તેમાં મને બ્રોન્ઝ મેડલ મળ્યો, તેથી મને ખરેખર ત્યાંથી push મળ્યો. પછી મારી શાળાએ મારા માટે શૂટિંગ રેન્જ બનાવી, પછી હું ત્યાં તાલીમ લેતી અને પછી તેઓએ મને તાલીમ માટે પૂણે મોકલી. તો અહીં ગગન નારંગ સ્પોર્ટ્સ ફાઉન્ડેશન ગન ફોર ગ્લોરી છે, તેથી હું તેના હેઠળ તાલીમ લઈ રહી છું, હવે ગગન સરે મને ખૂબ સપોર્ટ કર્યો છે અને મારી રમત માટે મને પ્રોત્સાહિત કરી છે.
મોદીજીઃ- સારું, જો તમે ચારેય જણ મને કંઈક કહેવા માંગતા હોય, તો હું તે સાંભળવા માંગુ છું. પ્રગતિ હોય, અમ્લાન હોય, પ્રિયંકા હોય, અભિદન્યા હોય. તમે બધા મારી સાથે જોડાયેલા છો, તેથી જો તમે કંઈક કહેવા માંગતા હો, તો હું ચોક્કસપણે સાંભળીશ.
અમ્લાનઃ- સર, મને એક પ્રશ્ન છે સર.
મોદીજીઃ- જી.
અમ્લાન- સર, તમને કઈ રમત સૌથી વધુ ગમે છે?
મોદીજીઃ- ભારતે રમતગમતની દુનિયામાં ઘણો વિકાસ કરવો જોઈએ અને તેથી જ હું આ વસ્તુઓને ખૂબ પ્રમોટ કરી રહ્યો છું, પરંતુ હોકી, ફૂટબોલ, કબડ્ડી, ખો-ખો, આ આપણી જમીન સાથે જોડાયેલી રમતો છે, આમાં આપણે આગળ વધવું પડશે. પાછળ ન રહેવું જોઈએ અને હું જોઉં છું કે આપણા લોકો તીરંદાજીમાં સારો દેખાવ કરી રહ્યા છે, તેઓ શૂટિંગમાં સારો દેખાવ કરી રહ્યા છે. અને બીજું, હું જોઈ રહ્યો છું કે આપણા યુવાનો અને આપણા પરિવારોમાં પણ રમત પ્રત્યેની લાગણી જે પહેલા હતી એવી નથી.
પહેલા, જ્યારે બાળક રમવા જતું હતું, ત્યારે રોકતા હતા, અને હવે, ઘણું બદલાઈ ગયું છે, અને તમે લોકો જે સફળતા મેળવી રહ્યા છો, તે બધા પરિવારોને પ્રોત્સાહિત કરે છે. દરેક રમતમાં, આપણા બાળકો જ્યાં પણ જતા હોય છે, તેઓ દેશ માટે કંઈકને કંઈક કરીને પાછા આવે છે. અને આ સમાચારો આજે દેશમાં આગવી રીતે બતાવવામાં આવે છે, કહેવામાં આવે છે અને શાળા-કોલેજોમાં પણ તેની ચર્ચા થાય છે. ચાલો! મને તે ખૂબ જ ગમ્યું. મારા તરફથી આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ ખૂબ શુભકામના.
યુવા ખેલાડીઃ- ખૂબ ખૂબ આભાર! Thank You Sir! આભાર.
મોદીજીઃ- આભાર! નમસ્કાર.
મારા પરિવારજનો, આ વખતે 15મી ઓગસ્ટે દેશે 'સબકા પ્રયાસ'ની શક્તિ જોઈ. તમામ દેશવાસીઓના પ્રયાસોએ 'હર ઘર તિરંગા અભિયાન'ને વાસ્તવમાં 'હર મન તિરંગા અભિયાન' બનાવ્યું. આ અભિયાન દરમિયાન ઘણા રેકોર્ડ પણ બન્યા હતા. દેશવાસીઓએ કરોડોમાં તિરંગા ખરીદ્યા. 1.5 લાખ પોસ્ટ ઓફિસ દ્વારા લગભગ 1.5 કરોડ તિરંગાનું વેચાણ થયું હતું. તેના કારણે આપણા કામદારો, વણકરોએ અને ખાસ કરીને મહિલાઓએ પણ કરોડો રૂપિયાની કમાણી કરી છે. આ વખતે દેશવાસીઓએ તિરંગા સાથે સેલ્ફી પોસ્ટ કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. ગયા વર્ષે 15 ઓગસ્ટ સુધી લગભગ 5 કરોડ દેશવાસીઓએ તિરંગા સાથે સેલ્ફી પોસ્ટ કરી હતી. આ વર્ષે આ આંકડો પણ 10 કરોડને પાર કરી ગયો છે.
સાથીઓ, અત્યારે દેશમાં 'મેરી માટી, મેરા દેશ'ની દેશભક્તિની ભાવનાને ઉજાગર કરવાનું અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. સપ્ટેમ્બર મહિનામાં દેશના દરેક ગામમાં દરેક ઘરમાંથી માટી એકત્ર કરવાનું અભિયાન હાથ ધરવામાં આવશે. દેશની પવિત્ર માટી હજારો અમૃતના કળશમાં જમા થશે. ઓક્ટોબરના અંતમાં હજારો લોકો અમૃત કળશ યાત્રા સાથે દેશની રાજધાની દિલ્હી પહોંચશે. આ માટીમાંથી જ દિલ્હીમાં અમૃત વાટિકા બનાવવામાં આવશે. મને ખાતરી છે કે દરેક દેશવાસીના પ્રયાસો આ અભિયાનને સફળ બનાવશે.
મારા પરિવારજનો, આ વખતે મને સંસ્કૃત ભાષામાં ઘણા પત્રો મળ્યા છે. તેનું કારણ એ છે કે શ્રાવણ મહિનાની પૂર્ણિમા, આ તિથીને વિશ્વ સંસ્કૃત દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
સર્વેભ્યઃ વિશ્વ-સંસ્કૃત-દિવસસ્ય, હાર્દયઃ શુભકામનાઃ
વિશ્વ સંસ્કૃત દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપણે બધા જાણીએ છીએ કે સંસ્કૃત એ વિશ્વની સૌથી જૂની ભાષાઓમાંની એક છે. તેને ઘણી આધુનિક ભાષાઓની માતા પણ કહેવામાં આવે છે. તેની પ્રાચીનતાની સાથે સાથે સંસ્કૃત તેની વૈજ્ઞાનિકતા અને વ્યાકરણ માટે પણ જાણીતી છે. ભારતનું કેટલું પ્રાચીન જ્ઞાન હજારો વર્ષોથી સંસ્કૃત ભાષામાં સચવાયેલું છે. યોગ, આયુર્વેદ અને તત્વજ્ઞાન જેવા વિષયો પર સંશોધન કરતા લોકો હવે વધુ ને વધુ સંસ્કૃત શીખી રહ્યા છે. ઘણી સંસ્થાઓ પણ આ દિશામાં ખૂબ સારું કામ કરી રહી છે. ઉદાહરણ તરીકે, સંસ્કૃત પ્રમોશન ફાઉન્ડેશન યોગ માટે સંસ્કૃત, આયુર્વેદ માટે સંસ્કૃત અને બૌદ્ધ ધર્મ માટે સંસ્કૃત જેવા ઘણા અભ્યાસક્રમો ચલાવે છે. 'સંસ્કૃત ભારતી' લોકોને સંસ્કૃત શીખવવાનું અભિયાન ચલાવે છે. આમાં તમે 10 દિવસની 'સંસ્કૃત વાર્તાલાપ શિબિર'માં ભાગ લઈ શકો છો. મને ખુશી છે કે આજે લોકોમાં સંસ્કૃત પ્રત્યે જાગૃતિ અને ગૌરવ વધ્યું છે. તેની પાછળ વિતેલા વર્ષોમાં દેશનું પણ વિશેષ યોગદાન છે. ઉદાહરણ તરીકે, 2020માં ત્રણ સંસ્કૃત ડીમ્ડ યુનિવર્સિટીઓને Central Universities બનાવવામાં આવી હતી. સંસ્કૃત યુનિવર્સિટીઓની ઘણી કોલેજો અને સંસ્થાઓ પણ વિવિધ શહેરોમાં ચાલી રહી છે. IIT અને IIM જેવી સંસ્થાઓમાં સંસ્કૃત કેન્દ્રો ખૂબ જ લોકપ્રિય બની રહ્યા છે.
સાથીઓ, તમે ઘણી વાર એક વાતનો અનુભવ કર્યો હશે, મૂળ સાથે જોડાવાની, આપણી સંસ્કૃતિ સાથે જોડાવાની, આપણી પરંપરાનું એક ખૂબ જ શક્તિશાળી માધ્યમ છે – આપણી માતૃભાષા. જ્યારે આપણે આપણી માતૃભાષા સાથે જોડાઈએ છીએ, ત્યારે આપણે સ્વાભાવિક રીતે આપણી સંસ્કૃતિ સાથે જોડાઈએ છીએ. આપણે આપણા સંસ્કારો સાથે જોડાઈએ છીએ, આપણે આપણી પરંપરા સાથે જોડાઈએ છીએ, આપણે આપણા પ્રાચીન વૈભવ સાથે જોડાયેલા રહીએ છીએ. તેવી જ રીતે, ભારતની બીજી માતૃભાષા છે, તેલુગુ ભાષા. 29 ઓગસ્ટને તેલુગુ દિવસ તરીકે ઉજવવામાં આવશે.
અન્દરિકી તેલુગુ ભાષા દિનોત્સવ શુભાકાંક્ષલુ
તેલુગુ દિવસના આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. તેલુગુ ભાષાના સાહિત્ય અને વારસામાં ભારતીય સંસ્કૃતિના અનેક અમૂલ્ય રત્નો છુપાયેલા છે. તેલુગુની આ વિરાસતનો લાભ સમગ્ર દેશને મળે તે માટે પણ ઘણા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
મારા પરિવારના સભ્યો, મેં 'મન કી બાત'ના ઘણા એપિસોડમાં પ્રવાસન વિશે વાત કરી છે. વસ્તુઓ કે સ્થળને રૂબરૂ જોવું, થોડી ક્ષણો માટે સમજવું અને જીવવું એ એક અલગ જ અનુભવ આપે છે. સમુદ્રનું કોઈ ગમે તેટલું વર્ણન કરે, પણ આપણે સમુદ્રને જોયા વિના તેની વિશાળતાને અનુભવી શકતા નથી. હિમાલય વિશે ગમે તેટલી વાતો કરીએ, હિમાલયને જોયા વિના આપણે તેની સુંદરતાનું મૂલ્યાંકન કરી શકતા નથી. એટલા માટે હું તમને બધાને વારંવાર વિનંતી કરું છું કે જ્યારે પણ આપણને તક મળે ત્યારે આપણે આપણા દેશની સુંદરતા અને વિવિધતા જોવા જવું જોઈએ. ઘણીવાર આપણે એક બીજી વસ્તુ પણ જોઈએ છીએ, ભલે આપણે વિશ્વના દરેક ખૂણે શોધ કરીએ, પરંતુ આપણે આપણા પોતાના શહેર અથવા રાજ્યની ઘણી શ્રેષ્ઠ જગ્યાઓ અને વસ્તુઓથી અજાણ હોઈએ છીએ.
ઘણી વખત એવું બને છે કે લોકો પોતાના શહેરના ઐતિહાસિક સ્થળો વિશે વધુ જાણતા નથી. ધનપાલજી સાથે પણ કંઈક આવું જ થયું. ધનપાલજી બેંગ્લોરની ટ્રાન્સપોર્ટ ઓફિસમાં ડ્રાઈવર તરીકે કામ કરતા હતા. લગભગ 17 વર્ષ પહેલા તેમને સાઈટસીઈંગ વિંગમાં જવાબદારી મળી હતી. હવે લોકો તેને બેંગ્લોર દર્શિની નામથી ઓળખે છે. ધનપાલજી પ્રવાસીઓને શહેરના વિવિધ પ્રવાસન સ્થળો પર લઈ જતા હતા. આવી જ એક સફરમાં એક પ્રવાસીએ તેમને પૂછ્યું કે બેંગ્લોરમાં આવેલી ટાંકીને સેંકી ટાંકી કેમ કહેવાય છે. તેને ખૂબ જ ખરાબ લાગ્યું કે તેને જવાબ ખબર નથી. આવી સ્થિતિમાં તેણે પોતાનું જ્ઞાન વધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમના વારસાને જાણવાની જીજ્ઞાસામાં, તેમને ઘણા પથ્થરો અને શિલાલેખો મળ્યા. ધનપાલજીનું મન આ કામમાં એટલું મગ્ન હતું કે તેમણે epigraphy એટલે કે શિલાલેખ સંબંધિત વિષયમાં Diploma પણ કર્યો. જો કે તે હવે નિવૃત્ત છે, બેંગલુરુના ઈતિહાસને શોધવાનો તેમનો જુસ્સો હજુ પણ જીવંત છે.
સાથીઓ, મને Brian D. Kharpran બ્રાયન ડી. ખારપ્રાન વિશે જણાવતા ખૂબ જ આનંદ થાય છે. તે મેઘાલયનો રહેવાસી છે અને Speleology સ્પેલોલોજીમાં ઘણો રસ ધરાવે છે. સરળ ભાષામાં તેનો અર્થ છે - ગુફાઓનો અભ્યાસ. વર્ષો પહેલા જ્યારે તેમણે ઘણી વાર્તાઓના પુસ્તકો વાંચ્યા ત્યારે તેમનામાં આ રસ જાગ્યો. 1964માં, તેણે શાળાના વિદ્યાર્થી તરીકે તેની પ્રથમ Exploration કર્યું. 1990 માં, તેણે તેના મિત્ર સાથે મળીને એક સંગઠન બનાવ્યું અને તેના દ્વારા તેણે મેઘાલયની અજાણી ગુફાઓ વિશે જાણવાનું શરૂ કર્યું. થોડા જ સમયમાં, તેમણે તેમની ટીમ સાથે મેઘાલયમાં 1700 થી વધુ ગુફાઓ શોધી કાઢી અને રાજ્યને વિશ્વ ગુફાના નકશા પર મૂક્યું. ભારતની કેટલીક સૌથી લાંબી અને સૌથી ઊંડી ગુફાઓ મેઘાલયમાં છે. Brian Ji અને તેમની ટીમે Cave Fauna એટલે કે ગુફાના તે જીવોનું પણ દસ્તાવેજીકરણ કર્યું છે, જે વિશ્વમાં બીજે ક્યાંય જોવા મળતા નથી. હું આ સમગ્ર ટીમના પ્રયત્નોની પ્રશંસા કરું છું, સાથે જ હું તમને મેઘાલયની ગુફાઓની મુલાકાત લેવાનો પ્લાન બનાવવા વિનંતી કરું છું.
મારા પરિવારના સભ્યો, તમે બધા જાણો છો કે ડેરી સેક્ટર આપણા દેશના સૌથી મહત્વપૂર્ણ ક્ષેત્રોમાંનું એક છે. તેણે આપણી માતાઓ અને બહેનોના જીવનમાં મોટો ફેરફાર લાવવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. થોડા દિવસો પહેલા જ મને ગુજરાતની બનાસ ડેરીની એક Interesting Initiative વિશે જાણવા મળ્યું. બનાસ ડેરી એશિયાની સૌથી મોટી ડેરી ગણાય છે. અહીં દરરોજ સરેરાશ 75 લાખ લિટર દૂધ Process થાય છે. આ પછી તેને અન્ય રાજ્યોમાં પણ મોકલવામાં આવે છે. અન્ય રાજ્યોમાં અહીં દૂધ સમયસર પહોંચાડવા માટે, અત્યાર સુધી ટેન્કર અથવા દૂધની ટ્રેન (ટ્રેનો)નો સહારો લેવામાં આવતો હતો. પરંતુ આમાં પણ ઓછા પડકારો ન હતા. પહેલા તો loading અને unloadingમાં ઘણો સમય લાગતો હતો અને ક્યારેક દૂધ પણ બગડી જતું હતું. આ સમસ્યાને દૂર કરવા માટે ભારતીય રેલવેએ એક નવો પ્રયોગ કર્યો છે. રેલવેએ પાલનપુરથી નવી રેવાડી સુધી Truck-on-Track સુવિધા શરૂ કરી. આમાં, દૂધની ટ્રક સીધી ટ્રેનમાં લોડ કરવામાં આવે છે. એટલે કે transportationની મોટી સમસ્યા આનાથી દૂર થઈ ગઈ છે. Truck-on-Track સુવિધાના પરિણામો ખૂબ જ સંતોષકારક રહ્યા છે. પહેલા જે દૂધ પહોંચવામાં 30 કલાક લાગતું હતું તે હવે અડધાથી પણ ઓછા સમયમાં પહોંચી રહ્યું છે. જેના કારણે જ્યાં ઈંધણથી થતું પ્રદૂષણ અટક્યું છે ત્યાં ઈંધણનો ખર્ચ પણ બચી રહ્યો છે. આનાથી ટ્રક ચાલકોને પણ ઘણો ફાયદો થયો છે, તેમનું જીવન સરળ બન્યું છે.
સાથીઓ, આજે આપણી ડેરીઓ પણ સામૂહિક પ્રયાસોને કારણે આધુનિક વિચારસરણી સાથે આગળ વધી રહી છે. બનાસ ડેરીએ પણ પર્યાવરણ સંરક્ષણની દિશામાં કેવી રીતે એક પગલું આગળ વધાર્યું છે તે સીડબોલ વૃક્ષારોપણ અભિયાન દ્વારા જાણી શકાય છે. Varanasi Milk Union અમારા ડેરી ખેડૂતોની આવક વધારવા માટે manure management પર કામ કરી રહ્યું છે. કેરળની મલબાર Milk Union Dairy નો પ્રયાસ પણ અનોખો છે. તે પ્રાણીઓના રોગોની સારવાર માટે Ayurvedic Medicines વિકસાવવામાં રોકાયેલ છે.
સાથીઓ, આજે ઘણા લોકો એવા છે જેઓ ડેરી અપનાવીને Diversify લાવી રહ્યા છે. તમે અમનપ્રીત સિંહ વિશે પણ જાણતા હશો, જે રાજસ્થાનના કોટામાં ડેરી ફાર્મ ચલાવે છે. ડેરીની સાથે તેમણે બાયોગેસ પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું અને બે બાયોગેસ પ્લાન્ટ સ્થાપ્યા. આ કારણે તેમનો વીજળી પરનો ખર્ચ લગભગ 70 ટકા જેટલો ઓછો થયો છે. તેમનો આ પ્રયાસ દેશભરના ડેરી ખેડૂતોને પ્રેરણા આપશે. આજે ઘણી મોટી ડેરીઓ બાયોગેસ પર ધ્યાન આપી રહી છે. આ પ્રકારનું Community Driven Value addition ખૂબ જ રોમાંચક છે. મને ખાતરી છે કે આ પ્રકારનો trends સમગ્ર દેશમાં ચાલુ રહેશે.
મારા પરિવારજનો, આજે મન કી બાતમાં આટલું જ. હવે તહેવારોની મોસમ પણ આવી ગઈ છે. આપ સૌને રક્ષાબંધનની અગાઉથી શુભકામનાઓ. સેલિબ્રેશન સમયે આપણે Vocal for Localનોમંત્ર પણ યાદ કરવાનો હોય છે. 'આત્મનિર્ભર ભારત'નું આ અભિયાન દરેક દેશવાસીઓનું પોતાનું અભિયાન છે. અને જ્યારે ઉત્સવનું વાતાવરણ હોય ત્યારે આપણે આપણી આસ્થાના સ્થળો અને તેની આસપાસના વિસ્તારને પણ કાયમ માટે સ્વચ્છ રાખવાના હોય છે. આવતી વખતે તમારી પાસે ફરીથી 'મન કી બાત' હશે, કેટલાક નવા વિષયો સાથે મળીશું. દેશવાસીઓના કેટલાક નવા પ્રયાસો અને તેમની સફળતાની ચર્ચા કરીશું. ત્યાં સુધી મને વિદાય આપો. ખુબ ખુબ આભાર નમસ્કાર!
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. ‘મન કી બાત’માં આપ સહુનું સ્વાગત છે. જુલાઈનો મહિનો એટલે ચોમાસાનો મહિનો, વરસાદનો મહિનો. ગત કેટલાક દિવસ, કુદરતી આપત્તિઓના કારણે ચિંતા અને પરેશાનીપૂર્ણ રહ્યા છે. યમુના સહિત અનેક નદીમાં પૂરથી અનેક વિસ્તારમાં લોકોને તકલીફ પડી છે. પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટનાઓ પણ થઈ છે. આ દરમિયાન, દેશના પશ્ચિમ હિસ્સામાં, કેટલાક સમય પહેલાં ગુજરાતના વિસ્તારોમાં, બિપરજોય વાવાઝોડું પણ આવ્યું. પરંતુ સાથીઓ, આ આપત્તિઓની વચ્ચે, આપણે બધાં દેશવાસીઓએ ફરી દેખાડ્યું છે કે સામૂહિક પ્રયાસની શક્તિ શું હોય છે. સ્થાનિક લોકોએ, આપણા એનડીઆરએફના જવાનોએ, સ્થાનિક પ્રશાસનના લોકોએ, દિવસ-રાત જાગીને આવી આપત્તિઓનો સામનો કર્યો છે. કોઈ પણ આપત્તિ સામે લડવામાં આપણાં સામર્થ્ય અને સંસાધનોની ભૂમિકા મોટી હોય છે. પરંતુ તેની સાથે જ, આપણી સંવેદનશીલતા અને એકબીજાનો હાથ પકડવાની ભાવના, એટલી જ મહત્ત્વપૂર્ણ હોય છે. સર્વજન હિતાયની આ જ ભાવના ભારતની ઓળખ પણ છે અને ભારતની શક્તિ પણ છે.
સાથીઓ, વરસાદનો આ સમય વૃક્ષારોપણ અને જળ સંરક્ષણ માટે એટલો જ આવશ્યક હોય છે. સ્વતંત્રતાના અમૃત મહોત્સવ દરમિયાન બનેલાં ૬૦ હજારથી વધુ અમૃત સરોવરમાં પણ રોનક વધી ગઈ છે. હજુ ૫૦ હજારથી વધુ અમૃત સરોવરો બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આપણા દેશવાસીઓ પૂરી જાગૃતિ અને જવાબદારી સાથે જળ સંરક્ષણ માટે નવા-નવા પ્રયાસો કરી રહ્યા છે. તમને યાદ હશે, કેટલાક સમય પહેલાં, હું મધ્ય પ્રદેશના શહડોલ ગયો હતો. ત્યાં મારીમુલાકાત પકરિયા ગામનાં આદિવાસી ભાઈઓ-બહેનો સાથે થઈ હતી. ત્યાં મારી તેમની સાથે પ્રકૃત્તિ અને પાણીને બચાવવા માટે પણ ચર્ચા થઈહતી. હમણાં મને જાણવા મળ્યું છે કે પકરિયા ગામનાં આદિવાસી ભાઈઓ-બહેનોએ તેના અંગે કામ શરૂ કરી દીધું છે. ત્યાં પ્રશાસનની મદદથી, લોકોએ લગભગ સો કુવાને વૉટર રિચાર્જ સિસ્ટમમાં પરિવર્તિત કરી દીધા છે. વરસાદનું પાણી હવે આ કુવામાં ચાલ્યું જાય છે અને કુવામાંથી પાણી જમીનની અંદર ઉતરે છે. તેનાથી વિસ્તારમાં ભૂગર્ભ જળ સ્તર પણ ધીરેધીરે સુધરશે. હવે ગામના બધા લોકોએ પૂરા ક્ષેત્રના લગભગ ૮૦ કુવાને રિચાર્જ માટે ઉપયોગમાં લાવવાનું લક્ષ્ય નિર્ધાર્યું છે. એવા જ ઉત્સાહવર્ધક સમાચાર ઉત્તર પ્રદેશથી આવ્યા છે. કેટલાક દિવસ પહેલાં, ઉત્તર પ્રદેશમાં એક દિવસમાં, ૩૦ કરોડ વૃક્ષ વાવવાનો વિક્રમ સર્જવામાં આવ્યો છે. આ અભિયાનની શરૂઆત રાજ્ય સરકારે કરી, તેને પૂરું ત્યાંના લોકોએ કર્યું. આવો પ્રયાસ જનભાગીદારીની સાથોસાથ જન-જાગરણનું પણ મોટું ઉદાહરણ છે. હું ઈચ્છીશ કે આપણે બધાં પણ, વૃક્ષ વાવવા અને પાણી બચાવવાના આ પ્રયાસોનો હિસ્સો બનીએ.
મારા પ્રિય દેશવાસીઓ, અત્યારે શ્રાવણનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે. સદાશિવ મહાદેવની સાધના-આરાધનાની સાથે જ શ્રાવણ હરિયાળી અને ખુશીઓ સાથે જોડાયેલો હોય છે. આથી શ્રાવણનું આધ્યાત્મિક સાથે જ સાંસ્કૃતિક દૃષ્ટિકોણથી પણ બહુ જ મહત્ત્વ છે. શ્રાવણના હિંચકા, શ્રાવણની મહેંદી, શ્રાવણના ઉત્સવ અર્થાત્ શ્રાવણનો અર્થ જ આનંદ અને ઉલ્લાસ થાય છે.
સાથીઓ, આપણી આ આસ્થા અને આ પરંપરાઓનો એક પક્ષ બીજો પણ છે. આપણા આ પર્વ અને પરંપરાઓ આપણને ગતિશીલ બનાવે છે. શ્રાવણમાં શિવ આરાધના માટે અનેક ભક્તો કાંવડ યાત્રા પર નીકળે છે. શ્રાવણના કારણે આ દિવસોમાં ૧૨ જ્યોતિર્લિંગોમાં પણ બહુ શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે.તમને એ જાણીને પણ સારું લાગશે કે બનારસ પહોંચનારા લોકોની સંખ્યા પણ વિક્રમ તોડી રહી છે. હવે કાશીમાં દર વર્ષે ૧૦ કરોડથી પણ વધુ પર્યટકો પહોંચી રહ્યા છે. અયોધ્યા, મથુરા, ઉજ્જૈન જેવાં તીર્થો પર આવનારા શ્રદ્ધાળુઓની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. તેનાથી લાખો ગરીબોને રોજગાર મળી રહ્યો છે, તેમનું જીવનયાપન થઈ રહ્યું છે. આ બધું, આપણા સાંસ્કૃતિક જન-જાગરણનું પરિણામ છે. તેના દર્શન માટે, હવે તો પૂરી દુનિયાના લોકો આપણાં તીર્થોમાં આવી રહ્યા છે. મને આવા જ બે અમેરિકી દોસ્તો વિશે જાણવા મળ્યું છે જે કેલિફૉર્નિયાથી અમરનાથ યાત્રા પર આવ્યા હતા. આ વિદેશી મહેમાનોએ અમરનાથ યાત્રા સાથે જોડાયેલા સ્વામી વિવેકાનંદના અનુભવો વિશે ક્યાંક સાંભળ્યું હતું. તેનાથી તેમને એટલી બધી પ્રેરણા મળી કે તેઓ પોતે પણ અમરનાથ યાત્રા કરવા આવી ગયા. તેઓ આને ભગવાન ભોળાનાથના આશીર્વાદ માને છે. આ જ ભારતની વિશેષતા છે કે બધાને અપનાવે છે, બધાને કંઈ ને કંઈ આપે છે. આવાં જ એક ફ્રેન્ચ મૂળનાં મહિલા છે – શારલોટ શોપા. ગત દિવસોમાં જ્યારે હું ફ્રાન્સ ગયો હતો ત્યારે તેમની સાથે મારી મુલાકાત થઈ હતી. શારલોટ શોપા એક યોગાભ્યાસુ છે. યોગ શિક્ષક છે અને તેમની આયુ ૧૦૦ વર્ષથી પણ વધુ છે. તેઓ શતક પાર કરી ચૂક્યાં છે. તેઓ છેલ્લાં ૪૦ વર્ષથી યોગાભ્યાસ કરી રહ્યાં છે. તેઓ પોતાના સ્વાસ્થ્ય અને ૧૦૦ વર્ષની આ આયુનું શ્રેય યોગને જ આપે છે. તેઓ દુનિયામાં ભારતના યોગ વિજ્ઞાન અને તેની શક્તિનો પ્રમુખ ચહેરો બની ગયાં છે. તેનાથી બધાએ શીખવું જોઈએ. આપણે ન માત્ર પોતાના વારસાને અંગીકાર કરીએ, પણ તેને જવાબદારી સાથે વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરીએ. અને મને આનંદ છે કે આવો જ એક પ્રયાસ ઉજ્જૈનમાં ચાલી રહ્યો છે. અહીં દેશભરના ચિત્રકારો, પુરાણો પર આધારિત આકર્ષક ચિત્રકથાઓ બનાવી રહ્યા છે. આ ચિત્રો, બૂંદી શૈલી, નાથદ્વારા શૈલી, પહાડી શૈલી અને અપભ્રંશ શૈલી જેવી અનેક વિશિષ્ટ શૈલીઓમાં બનશે. તેમને ઉજ્જૈનના ત્રિવેણી સંગ્રહાલયમાં પ્રદર્શિત કરવામાં આવશે જેથી કેટલાક સમય પછી, જ્યારે તમે ઉજ્જૈન જશો તો મહાકાળ, મહાલોકની સાથોસાથ વધુ એક દિવ્ય સ્થાનના તમે દર્શન કરી શકશો.
સાથીઓ, ઉજ્જૈનમાં બની રહેલાં આ ચિત્રોની વાત કરતાં મને એક બીજું અનોખું ચિત્ર યાદ આવી ગયું. આ ચિત્ર રાજકોટના એક ચિત્રકાર પ્રભાતસિંહ મોડભાઈ બરહાટજીએ બનાવ્યું હતું. આ ચિત્ર વીર છત્રપતિ શિવાજી મહારાજના જીવનના એક પ્રસંગ પર આધારિત હતું. ચિત્રકાર પ્રભાતભાઈએ દર્શાવ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજ રાજ્યાભિષેક પછી પોતાની કુળદેવી તુળજા માતાના દર્શન કરવા જઈ રહ્યા હતા તો તે સમયે કેવું વાતાવરણ હતું. પોતાની પરંપરાઓ, પોતાના વારસાને જીવંત રાખવા માટે આપણે તેમને એકઠો કરવો પડે છે, તેમને જીવવો પડે છે, તેમને આગામી પેઢીઓ સુધી પહોંચાડવો પડે છે. મને આનંદ છે કે આજે, આ દિશામાં, અનેક પ્રયાસ થઈ રહ્યા છે.
મારા પ્રિય દેશવાસીઓ, અનેક વાર જ્યારે આપણે ઇકૉલૉજી, ફ્લૉરા, ફૉના, બાયૉ ડાયવર્સિટી જેવા શબ્દો સાંભળીએ છીએ તો કેટલાક લોકોને લાગે છે કે આ તો સ્પેશિયલાઇઝ્ડ સબ્જેક્ટ છે. તેની સાથે જોડાયેલા નિષ્ણાતોના વિષય છે, પરંતુ એવું નથી. જો આપણે ખરેખર પ્રકૃત્તિને પ્રેમ કરતા હોઈએ તો આપણા નાના-નાના પ્રયાસો થકી પણ આપણે ઘણું બધું કરી શકીએ તેમ છીએ. તમિલનાડુમાં વાડાવલ્લીના એક સાથી છે સુરેશ રાઘવનજી. રાઘવનજીને ચિત્રકામનો શોખ છે. તમે જાણો છો કે ચિત્ર કળા અને કેન્વાસ સાથે જોડાયેલો વિષય છે, પરંતુ રાઘવજીએ નક્કી કર્યું કે તેઓ પોતાનાં ચિત્રો દ્વારા વૃક્ષો અને જીવજંતુઓની જાણકારીને સંરક્ષિત કરશે. તેઓ અલગ-અલગ ફ્લૉરા અને ફૉનાનાં ચિત્રો બનાવીને તેની સાથે જોડાયેલી જાણકારીનું દસ્તાવેજીકરણ કરે છે. તેઓ અત્યાર સુધીમાં ડઝનેક એવાં પક્ષીઓ, પશુઓ, ઑર્કિડનાં ચિત્ર બનાવી ચૂક્યાં છે, જે વિલુપ્ત થવાના આરે છે. કળા દ્વારા પ્રકૃત્તિની સેવા કરવાનું આ ઉદાહરણ ખરેખર અદભૂત છે.
મારા પ્રિય દેશવાસીઓ, આજે હું તમને એક બીજી રસપ્રદ વાત પણ કહેવા માગું છું. કેટલાક દિવસો પહેલાં સૉશિયલ મીડિયા પર એક અદભૂત ક્રેઝ જોવા મળ્યો. અમેરિકાએ આપણને સોથી વધુ દુર્લભ અને પ્રાચીન કળાકૃતિઓ પાછી આપી છે. તે સમાચાર બહાર આવ્યા પછી સૉશિયલ મીડિયા પર આ કળાકૃતિઓ અંગે ખૂબ ચર્ચા થઈ. યુવાનોમાં પોતાના વારસા પ્રત્યે ગર્વનો ભાવ જોવા મળ્યો. ભારત પાછી ફરેલી આ કળાકૃતિઓ લગભગ અઢી હજાર વર્ષથી લઈ અઢીસો વર્ષ જેટલી પ્રાચીન છે. તમને એ જાણીને પણ આનંદ થશે કે આ દુર્લભ ચીજોનો સંબંધ દેશનાં અલગ-અલગ ક્ષેત્ર સાથે છે. આ ટેરાકૉટા, પથ્થર, ધાતુ અને લાકડાનો ઉપયોગ કરીને બનાવાઈ છે. તેમાંથી કેટલીક તો એવી છે જે તમને આશ્ચર્યમાં ડૂબાડી દેશે. તમે તેમને જોશો તો જોતા જ રહી જશો. તેમાં ૧૧મી સદીનું એક સુંદર સેન્ડસ્ટૉન શિલ્પ પણ તમને જોવા મળશે. તે નૃત્ય કરતી એક અપ્સરાની કળાકૃતિ છે જેનો સંબંધ મધ્ય પ્રદેશ સાથે છે. ચૌલ યુગની અનેક મૂર્તિઓ પણ તેમાં સમાવિષ્ટ છે. દેવી અને ભગવાન મુર્ગનની પ્રતિમાઓ તો ૧૨મી સદીની છે અને તમિલનાડુની વૈભવશાળી સંસ્કૃતિ સાથે જોડાયેલી છે. ભગવાન ગણેશની લગભગ એક હજાર વર્ષ જૂની કાંસાની પ્રતિમા પણ ભારતને પાછી આપવામાં આવી છે. લલિતાસનમાં બેઠેલા ઉમા-મહેશ્વરની એક મૂર્તિ ૧૧મી સદીની કહેવાય છે. તેમાં તેઓ બંને નંદી પર આસીન છે. પથ્થરોથી બનેલી જૈન તીર્થંકરોની બે મૂર્તિઓ પણ ભારત પરત ફરી છે. ભગવાન સૂર્ય દેવની બે પ્રતિમાઓ પણ તમારું મન મોહી લશે. તેમાંથી એક રેતીમાંથી બનેલી છે. તેમાંથી એક સેન્ડસ્ટૉનમાંથી બનેલી છે. પરત કરવામાં આવેલી આ ચીજોમાં લાકડાથી બનાવાયેલી એક પેનલ પણ છે જે સમુદ્રમંથનની કથાને સામે લાવે છે. ૧૬મી-૧૭મી સદીની આ પેનલનો સંબંધ દક્ષિણ ભારત સાથે છે.
સાથીઓ, અહીં તો મેં બહુ ઓછાં નામ લીધાં છે, પરંતુ જો જોશો તો આ સૂચિ ઘણી મોટી છે. હું અમેરિકી સરકારનો આભાર વ્યક્ત કરવા માગીશ જેમણે આપણા આ બહુમૂલ્ય વારસાને પરત કર્યો છે. ૨૦૧૬ અને ૨૦૨૧માં પણ જ્યારે મેં અમેરિકા યાત્રા કરી હતી ત્યારે પણ અનેક કળાકૃતિ ભારતને પરત કરવામાં આવી હતી. મને વિશ્વાસ છે કે આવા પ્રયાસોથી આપણા સાંસ્કૃતિક વારસાની ચોરી રોકવા માટે આ વાતને કારણે દેશભરમાં જાગૃતિ વધશે. તેનાથી આપણા સમૃદ્ધ વારસા સાથે દેશવાસીઓનો લગાવ પણ વધુ ગાઢ બનશે.
મારા પ્રિય દેશવાસીઓ, દેવભૂમિ ઉત્તરાખંડની કેટલીક માતાઓ અને બહેનોએ જે પત્રો મને લખ્યા છે તે ભાવુક કરી દેનારા છે. તેમણે પોતાના દીકરાને, પોતાના ભાઈને, ઘણા બધા આશીર્વાદ આપ્યા છે. તેમણે લખ્યું છે કે તેમણે ક્યારેય કલ્પના નહોતી કરી કે આપણી સાંસ્કૃતિક વારસો રહેલો ભોજપત્ર, તેમની આજીવિકાનું સાધન બની શકે છે. તમે વિચારી રહ્યા હશો કે આખી ઘટના છે શું?
સાથીઓ, આ પત્ર લખ્યા છે ચમોલી જિલ્લાના નીતી-માણા ઘાટીની મહિલાઓએ. આ એ મહિલાઓ છે જેમણે ગત વર્ષે ઑક્ટોબરમાં મને ભોજપત્ર પર એક અનોખી કળાકૃતિ ભેટમાં આપી હતી. આ ઉપહાર મેળવીને હું ખૂબ જ પ્રભાવિત થઈ ગયો. છેવટે, આપણે ત્યાં પ્રાચીન કાળથી આપણાં શાસ્ત્રો અને ગ્રંથો, આ જ ભોજપત્રો પર લખાતાં રહ્યાં છે. મહાભારત પણ આ ભોજપત્ર પર લખાયું હતું. આજે, દેવભૂમિની આ મહિલાઓ, આ ભોજપત્રથી, ખૂબ જ સુંદર-સુંદર કળાકૃતિઓ અને સ્મૃતિ ચિહ્નો બનાવી રહી છે.માણા ગામની યાત્રા દરમિયાન મેં તેમના આ અનોખા પ્રયાસના વખાણ કર્યા હતા. મેં દેવભૂમિ આવતા પર્યટકોને અપીલ કરી હતી કે તેઓ યાત્રા દરમિયાન વધુમાં વધુ સ્થાનિક ઉત્પાદનો ખરીદે. તેની ત્યાં ખૂબ જ અસર થઈ છે. આજે, ભોજપત્રનાં ઉત્પાદનોને ત્યાં આવતા તીર્થયાત્રીઓ ઘણા પસંદ કરી રહ્યા છે અને તેને સારા ભાવ પર ખરીદી પણ રહ્યા છે. ભોજપત્રનો આ પ્રાચીન વારસો, ઉત્તરાખંડની મહિલાઓના જીવનમાં ખુશાલીઓના નવા-નવા રંગો ભરી રહ્યો છે. મને એ જાણીને પણ ખુશી થઈ કે ભોજપત્રથી નવાં-નવાં ઉત્પાદનો બનાવવા માટે રાજ્ય સરકાર મહિલાઓની તાલીમ પણ આપી રહી છે.
રાજ્ય સરકારે ભોજપત્રની દુર્લભ પ્રજાતિઓને સંરક્ષિત કરવા માટે પણ અભિયાન શરૂ કર્યું છે. જે ક્ષેત્રોને ક્યારેક દેશનો આખરી છેડો માનવામાં આવતાં હતાં, તેમને હવે, દેશનું પ્રથમ ગામ માનીને વિકાસ થઈ રહ્યો છે. આ પ્રયાસ પોતાની પરંપરા અને સંસ્કૃતિને સાચવવાની સાથે આર્થિક પ્રગતિનું માધ્યમ પણ બની રહ્યો છે.
મારા પ્રિય દેશવાસીઓ, ‘મન કી બાત’માં મને આ વખતે ઘણી સંખ્યામાં એવા પત્રો પણ મળ્યા છે જે મનને ખૂબ જ સંતોષ આપે છે. આ પત્રો તે મુસ્લિમ મહિલાઓએ લખ્યા છે, જેઓ તાજેતરમાં જ હજ યાત્રા કરીને આવી છે. તેમની આ યાત્રા અનેક અર્થમાં ખૂબ જ વિશેષ છે. તેઓ એવી મહિલાઓ છે, જેમણે, હજની યાત્રા, કોઈ પુરુષ સહયોગી વગર અથવા મેહરમ વગર પૂરી કરી છે અને આ સંખ્યા સો-પચાસ નથી, પરંતુ ચાર હજારથી વધુ છે. આ એક મોટું પરિવર્તન છે. પહેલાં, મુસ્લિમ મહિલાઓને મેહરમ વગર હજ કરવાની છૂટ નહોતી. હું ‘મન કી બાત’ના માધ્યમથી સાઉદી અરબ સરકારનો પણ હૃદયથી આભાર વ્યક્ત કરું છું. મેહરમ વગર ‘હજ’ પર જઈ રહેલી મહિલાઓ માટે ખાસ મહિલા સંયોજકોની નિમણૂક કરાઈ હતી.
સાથીઓ, વિતેલાં કેટલાંક વર્ષોમાં હજ નીતિમાં જે પરિવર્તન કરવામાં આવ્યું છે, તેની ભરપૂર પ્રશંસા થઈ રહી છે. આપણી મુસ્લિમ માતાઓ અને બહેનોએ આ વિશે મને ઘણું બધું લખ્યું છે. હવે, વધુમાં વધુ લોકોને હજ પર જવાનો અવસર મળી રહ્યો છે. હજ યાત્રાથી પાછા ફરેલા લોકોએ, વિશેષ રૂપે, આપણી માતાઓ-બહેનોએ આ પત્રો લખીને જે આશીર્વાદ આપ્યા છે, તે ખૂબ જ પ્રેરક છે.
મારા પ્રિય દેશવાસીઓ, જમ્મુ-કાશ્મીરમાં મ્યૂઝિકલ નાઇટ હોય, ઊંચાઈ પર બાઇક રેલીઓ હોય, ચંડીગઢમાં લૉકલ ક્લબો હોય અને પંજાબમાં અનેક બધાં સ્પૉર્ટ્સ ગ્રૂપો હોય, આ સાંભળીને એવું લાગશે કે મનોરંજનની વાત થઈ રહી છે, સાહસની વાત થઈ રહી છે. પરંતુ વાત કંઈક બીજી છે. આ આયોજન એક, સમાન ઉદ્દેશ સાથે સંકળાયેલું છે. અને આ સમાન ઉદ્દેશ છે – ડ્રગ્સ વિરુદ્ધ જાગૃતિનું અભિયાન. જમ્મુ-કાશ્મીરના યુવાનોને ડ્રગ્સથી બચાવવા માટે અનેક નવીન પ્રયાસો જોવા મળ્યા છે. અહીં મ્યૂઝિકલ નાઇટ, બાઇક રેલીઓ જેવા કાર્યક્રમ થઈ રહ્યા છે. ચંડીગઢમાં આ સંદેશને ફેલાવવા માટે લૉકલ ક્લબોને જોડવામાં આવી છે. તેઓ તેને વાદા ક્લબ કહે છે. વાદા અર્થાત્ વિક્ટરી અગેઇન્સ્ટ ડ્રગ્સ ઍબ્યૂઝ. પંજાબમાં અનેક સ્પૉર્ટ્સ ગ્રૂપ પણ બનાવવામાં આવ્યાં છે જે ફિટનેસ પર ધ્યાન આપવા અને નશામુક્તિ માટે જાગૃતિનું અભિયાન ચલાવી રહ્યાં છે. નશા વિરુદ્ધ અભિયાનમાં યુવાનોની વધતી ભાગીદારી ખૂબ જ ઉત્સાહ વધારનારી છે. આ પ્રયાસો, ભારતમાં નશા વિરુદ્ધ અભિયાનને ખૂબ જ શક્તિ આપે છે. આપણે દેશની ભાવિ પેઢીને બચાવવી હોય તો તેમને ડ્રગ્સથી દૂર રાખવી જ પડશે. આ વિચાર સાથે ૧૫ ઑગસ્ટ ૨૦૨૦એ નશામુક્ત ભારત અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. આ અભિયાન સાથે ૧૧ કરોડથી વધુ લોકોને જોડવામાં આવ્યા છે. બે સપ્તાહ પહેલાં ભારતે ડ્રગ્સ વિરુદ્ધ ઘણી મોટી કાર્યવાહી કરી. ડ્રગ્સની લગભગ દોઢ લાખ કિલોની ખેપને જપ્ત કર્યા પછી તેને નષ્ટ કરી દેવામાં આવી છે. ભારતે ૧૦ લાખ કિલો ડ્રગ્સને નષ્ટ કરવાનો અનોખો વિક્રમ પણ બનાવ્યો છે. આ ડ્રગ્સની કિંમત ૧૨,૦૦૦ કરોડ રૂપિયાથી પણ વધુ હતી. હું, એ બધાંની પ્રશંસા કરવા માગું છું, જે નશામુક્તિના આ ભલા અભિયાનમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. નશાની લત, ન કેવળ પરિવાર, પરંતુ પૂરા સમાજ માટે મોટી પરેશાની બની જાય છે. આવાં, આ ભય હંમેશ માટે સમાપ્ત થાય, તેના માટે, આવશ્યક છે કે આપણે બધાં એક થઈને આ દિશાં આગળ વધીએ.
મારા પ્રિય દેશવાસીઓ, જ્યારે વાત ડ્રગ્સની અને યુવા પેઢીની થઈ રહી હોય તો હું તમને મધ્ય પ્રદેશની એક પ્રેરણાદાયક મુસાફરી વિશે પણ જણાવવા માગું છું. આ પ્રેરણાદાયક મુસાફરી છે મિની બ્રાઝિલની. તમે વિચારી રહ્યા હશો કે મધ્ય પ્રદેશમાં મિની બ્રાઝિલ ક્યાંથી આવી ગયું. અહીં જ તો ટ્વિસ્ટ છે. મધ્ય પ્રદેશના શહડોલમાં એક ગામ છે બિચારપુર. બિચારપુરને મિની બ્રાઝિલ કહેવાય છે. મિની બ્રાઝિલ એટલા માટે, કારણકે આ ગામ આજે ફૂટબૉલના ઉભરતા સિતારાઓનું ગઢ બની ગયું છે. જ્યારે કેટલાંક અઠવાડિયાં પહેલાં હું શહડોલ ગયો હતો તો મારી મુલાકાત ત્યાં આવા અનેક ફૂટબૉલ ખેલાડીઓ સાથે થી હતી. મને લાગ્યું કે આ વિશે આપણા દેશવાસીઓ અને ખાસ કરીને યુવા સાથીઓએ જરૂર જાણવું જોઈએ.
સાથીઓ, બિચારપુર ગામની મિની બ્રાઝિલ બનવાની યાત્રા બે-અઢી દાયકા પહેલાં શરૂ થઈ હતી. તે દરમિયાન, બિચારપુર ગામ ગેરકાયદે દારૂ માટે કુખ્યાત હતું અથવા નશાની ઝપટમાં હતું. આ વાતાવરણનું સૌથી મોટું નુકસાન અહીંના યુવાનોને થઈ રહ્યું હતું. એક પૂર્વ રાષ્ટ્રીય ખેલાડી અને કૉચ રઈસ એહમદે આ યુવાનોની પ્રતિભાને ઓળખી. રઈસજી પાસે સંસાધનો વધુ નહોતાં, પરંતુ તેમણે, પૂરી લગનથી, યુવાનોને ફૂટબૉલ શીખવાડવાનું શરૂ કર્યું. કેટલાંક વર્ષોની અંદર જ અહીં ફૂટબૉલ એટલી લોકપ્રિય થઈગઈ કે બિચારપુર ગામની ઓળખ જ ફૂટબૉલથી થવા લાગી. હવે અહીં ફૂટબૉલ ક્રાંતિ નામથી એક કાર્યક્રમ પણ ચાલી રહ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત યુવાનોને આ રમત સાથે જોડવામાં આવે છે અને તેમને તાલીમ આપવામાં આવે છે. આ કાર્યક્રમ એટલો સફળ થયો છે કે બિચારપુરથી રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના ૪૦થી વધુ ખેલાડીઓ નીકળ્યા છે. આ ફૂટબૉલ ક્રાંતિ હવે ધીરે-ધીરે પૂરા ક્ષેત્રમાં ફેલાઈ રહી છે. શહડોલ અને તેની આસપાસના ઘણા મોટા વિસ્તારમાં ૧,૨૦૦થી વધુ ફૂટબૉલ ક્લબ બની ચૂકી છે. ત્યાંથી મોટી સંખ્યામાં એવા ખેલાડીઓ નીકળી રહ્યા છે જે રાષ્ટ્રીય સ્તર પર રમી રહ્યા છે. ફૂટબૉલના અનેક મોટા પૂર્વ ખેલાડી અને કૉચ, આજે, અહીં, યુવાનોને, તાલીમ આપી રહ્યા છે. તમે વિચારો કે એક આદિવાસી વિસ્તાર જે ગેરકાયદે દારૂ માટે ઓળખાતો હતો, નશા માટે કુખ્યાત હતો, તે હવે દેશની ફૂટબૉલ નર્સરી બની ગયો છે. આથી જ તો કહે છે, મન હોય તો માળવે જવાય. આપણા દેશમાં પ્રતિભાઓની અછત નથી. આવશ્યકતા છે તેમને શોધવાની અને ઘડવાની. તે પછી આ જ યુવાનો દેશનું નામ ઉજાળે પણ છે અને દેશના વિકાસને દિશા પણ આપે છે.
મારા પ્રિય દેશવાસીઓ, સ્વતંત્રતાનાં ૭૫ વર્ષ પૂરા થવાના અવસરે આપણે બધાં પૂરા ઉત્સાહથી અમૃત મહોત્સવ મનાવી રહ્યાં છીએ. અમૃત મહોત્સવ દરમિયાન દેશમાં લગભગ બે લાખ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ એક-એકથી ચડિયાતા રંગોથી સજ્જ હતા, વિવિધતાઓથી ભરપૂર હતા. આ આયોજનોની એક સુંદરતા એ પણ હતી કે તેમાં વિક્રમજનક સંખ્યામાં યુવાનોએ હિસ્સો લીધો. આ દરમિયાન આપણા યુવાનોને દેશની મહાન વિભૂતિઓ વિશે ઘણું બધું જાણવાનું મળ્યું.પહેલા કેટલાક મહિનાઓની વાત કરીએ તો, જનભાગીદારી સાથે જોડાયેલા અનેક રસપ્રદ કાર્યક્રમો જોવા મળ્યા. આવો જ એક કાર્યક્રમ હતો- દિવ્યાંગ લેખકો માટે ‘રાઇટર્સ મીટ’નું આયોજન. તેમાં વિક્રમજનક સંખ્યામાં લોકોની સહભાગિતા જોવા મળી. તો, આંધ્ર પ્રદેશના તિરુપતિમાં રાષ્ટ્રીય સંસ્કૃત સંમેલનનું આયોજન થયું. આપણે બધાં જાણીએ છીએ કે આપણા ઇતિહાસમાં કિલ્લાઓનું, ફૉર્ટનું, કેટલું મહત્ત્વ રહ્યું છે. તેને દર્શાવનારા એક અભિયાન, ‘કિલ્લે ઔર કહાનિયાં’ એટલે કે કિલ્લાઓ સાથે જોડાયેલી વાર્તાઓ પણ લોકોને ઘણી પસંદ પડી.
સાથીઓ, આજે જ્યારે દેશમાં, ચારે તરફ અમૃત મહોત્સવની ગૂંજ છે, ૧૫ ઑગસ્ટ નજીક જ છે તો દેશમાં એક બીજા મોટા અભિયાનની શરૂઆત થવા જઈ રહી છે. શહીદ વીર-વીરાંગનાઓને સમ્માન આપવા માટે ‘મેરી માટી મેરા દેશ’ અભિયાન શરૂ થશે. તે અંતર્ગત દેશભરમાં આપણા અમર બલિદાનીઓની સ્મૃતિમાં અનેક કાર્યક્રમ આયોજિત થશે. આ વિભૂતિઓની સ્મૃતિમાં, દેશની લાખો ગ્રામ પંચાયતોમાં, વિશેષ શિલાલેખ પણ સ્થાપિત કરવામાં આવશે. આ અભિયાન હેઠળ દેશભરમાં અમૃત કળશ યાત્રા પણ કાઢવામાં આવશે. દેશના ગામેગામથી, ખૂણેખૂણેથી, ૭,૫૦૦ કળશમાં માટી લઈને આ અમૃત કળશ યાત્રા દેશની રાજધાની દિલ્લી પહોંચશે. આ યાત્રા પોતાની સાથે દેશના અલગ-અલગ હિસ્સામાંથી છોડ લઈને પણ આવશે. ૭,૫૦૦ કળશમાં આવેલી આ માટી અને છોડને મેળવીને પછી નેશનલ વૉર મેમોરિયલ સમીપ અમૃત વાટિકાનું નિર્માણ કરવામાં આવશે. આ અમૃત વાટિકા ‘એક ભારતશ્રેષ્ઠ ભારત’નું પણ ખૂબ જ ભવ્ય પ્રતીક બનશે. મેં ગત વર્ષે લાલ કિલ્લાથી આગામી ૨૫ વર્ષના અમૃત કાળ માટે પંચ પ્રાણની વાત કરી હતી. ‘મેરી માટી મેરા દેશ’ અભિયાનમાં ભાગ લઈને આપણે આ પંચ પ્રાણોને પૂરા કરવાના સોગંદ પણ લઈશું. તમે બધાં, દેશની પવિત્ર માટીને હાથમાં લઈને સોગંદ લેતા, તમારી સેલ્ફીને yuva.gov.in પર અવશ્ય અપલૉડ કરજો. ગત વર્ષે સ્વતંત્રતા દિવસના અવસરે ‘હર ઘર તિરંગા અભિયાન’ માટે જે રીતે સમગ્ર દેશ એક સાથે આવ્યો હોવ, તે જ રીતે, આપણે આ વખતે પણ ફરીથી, પ્રત્યેક ઘરે તિરંગો ફરકાવવાનો છે અને આ પરંપરાને સતત આગળ વધારવાની છે. આ પ્રયાસોથી આપણને આપણાં કર્તવ્યોનો બોધ થશે, દેશની સ્વતંત્રતા માટે આપવામાં આવેલાં અસંખ્ય બલિદાનોનો બોધ થશે, સ્વતંત્રતાના મૂલ્યની અનુભૂતિ થશે, તેથી, દરેક દેશવાસીએ, આ પ્રયાસો સાથે, જરૂર જોડાવું જોઈએ.
મારા પ્રિય દેશવાસીઓ, ‘મન કી બાત’માં આજે બસ આટલું જ. હવે કેટલાક દિવસોમાં આપણે ૧૫ ઑગસ્ટ સ્વતંત્રતાના આ મહાન પર્વનો હિસ્સો બનીશું. દેશની સ્વતંત્રતા માટે મરમીટનારને હંમેશાં યાદ રાખવાના છે. આપણે, તેમનાં સપનાંઓને સાકાર કરવા માટે દિવસ-રાત મહેનત કરવાની છે અને ‘મન કી બાત’ દેશવાસીઓની આ મહેનતને, તેમના સામૂહિક પ્રયાસોને સામે લાવવાનું જ એક માધ્યમ છે. હવે પછી, કેટલાક નવા વિષયો સાથે, તમારી સાથે મુલાકાત થશે. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.
મારા વહાલા દેશવાસીઓ, નમસ્કાર, મન કી બાતમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. આમ તો, મન કી બાત દર મહિનાના છેલ્લા રવિવારે હોય છે, પરંતુ આ વખતે એક અઠવાડિયું વહેલા થઇ રહી છે. આપ સૌ જાણો છો જ કે, આવતા અઠવાડિયે હું અમેરિકામાં હોઇશ, અને ત્યાં ઘણીબધી દોડાદોડ પણ રહેશે. અને એટલા માટે મેં વિચાર્યું કે, ત્યાં જતાં પહેલાં તમારી સાથે વાત કરી લઉં. અને તેનાથી વધુ સારૂં શું હોય કે, જનતા જનાર્દનના આશિર્વાદ, તમારી પ્રેરણા મળવાથી મારી ઉર્જા પણ વધતી રહેશે.
સાથીઓ, ઘણા લોકો કહે છે કે, પ્રધાનમંત્રીના તરીકે મેં આ સારૂં કામ કર્યું, પેલું મોટું કામ કર્યું. મન કી બાતના કેટલાય શ્રોતાઓ પોતાના પત્રોમાં ઘણીબધી પ્રશંસા કરે છે. કોઇ કહે છે આ કહ્યું, કોઇ કહે છે પેલું કર્યું, આ સારૂં કર્યું, પેલું વધારે સારૂં કર્યું, આ બહેતર કર્યું, પરંતુ હું જયારે ભારતના અદના માનવીના પ્રયાસ તેમની મહેનત, તેમની ઇચ્છાશક્તિને જોઉં છું તો હું ખુદ અભિભૂત થઇ જાઉં છું. મોટામાં મોટું લક્ષ્ય હોય, મુશ્કેલમાં મુશ્કેલ પડકાર હોય, ભારતના લોકોનું સામૂહિક બળ, સામૂહિક શક્તિ દરેક પડકારનો ઉકેલ લાવી દે છે. હજી હમણાં જ બે ત્રણ દિવસ પહેલાં આપણે જોયું કે, દેશના પશ્ચિમ કિનારે કેટલું મોટું વાવાઝોડું આવ્યું, તોફાની પવન, ભારે વરસાદ. વાવાઝોડા બિપરજોયે કચ્છમાં કેટલું બધું ખેદાનમેદાન કરી નાંખ્યું, પરંતુ કચ્છના લોકોએ જે હિંમત અને તૈયારીની સાથે આટલા ખતરનાક વાવાઝોડાનો સામનો કર્યો તે પણ એટલું જ અભૂતપૂર્વ છે. બે દિવસ પછી કચ્છવાસીઓ પોતાનું નવું વર્ષ એટલે કે, અષાઢી બીજ પણ ઉજવવા જઇ રહ્યા છે. આ પણ એક સંયોગ જ છે કે, અષાઢી બીજ કચ્છમાં ચોમાસાની શરૂઆતનું પ્રતિક ગણવામાં આવે છે. હું આટલા વર્ષ કચ્છ આવતો જતો રહ્યો છું, ત્યાંના લોકોની સેવા કરવાનું મને સદભાગ્ય પણ મળ્યું છે, અને એટલે જ કચ્છવાસીઓની હિંમત અને તેમની જીજીવિષા વિષે હું સારી રીતે જાણું છું. બે દાયકા પહેલાંના વિનાશક ભૂકંપ પછી જે કચ્છ માટે કહેવામાં આવતું હતું કે તે, કયારેય બેઠું નહીં થઇ શકે, આજે એ જ જીલ્લો દેશના ઝડપથી વિકસિત થઇ રહેલા જીલ્લામાંનો એક છે. મને વિશ્વાસ છે કે, વાવાઝોડા બિપરજોયે જે વિનાશ વેર્યો છે, તેનાથી પણ કચ્છવાસીઓ બહુ ઝડપથી ઉભા થઇ જશે.
સાથીઓ, કુદરતી આફતો ઉપર કોઇનો કાબૂ નથી હોતો, પરંતુ પાછલા વર્ષોમાં ભારતે આપત્તિ વ્યવસ્થાપનની જે તાકાત વિકસાવી છે તે આજે એક ઉદાહરણ બની રહી છે. કુદરતી આપત્તિઓનો સામનો કરવાની એક મોટી રીત છે, પ્રકૃતિનું સંરક્ષણ. આજકાલ ચોમાસાના સમયમાં તો, આ દિશામાં આપણી જવાબદારી વિશેષ વધી જાય છે. એટલા માટે જ આજે દેશ ‘Catch the Rain’ એટલે કે વરસાદી પાણીનો સંગ્રહ જેવા અભિયાનો દ્વારા સામૂહિક પ્રયાસો કરી રહ્યો છે. ગયા મહિને મન કી બાતમાં જ આપણે જળસંરક્ષણથી જોડાયેલા સ્ટાર્ટઅપની ચર્ચા કરી હતી. આ વખતે પણ કેટલાય લોકો વિશે પત્ર લખીને જણાવવામાં આવ્યું છે કે, તેઓ પાણીનું એક એક ટીપું બચાવવા માટે તનતોડ પ્રયાસ કરી રહ્યા છે. આવા જ એક સાથી છે, ઉત્તપ્રદેશના બાંદા જીલ્લાના તુલસીરામ યાદવજી. તુલસીરામ યાદવ લુકતરા ગ્રામ પંચાયતના સરપંચ છે. તમે પણ જાણો છો કે, બાંદા અને બુંદેલખંડ વિસ્તારમાં પાણીની કેટલી મુશ્કેલી રહી છે. આ પડકારને પહોંચી વળવા માટે તુલસીરામજીએ ગામના લોકોનો સાથ લઇને આ વિસ્તારમાં 40થી વધુ તળાવ બનાવડાવ્યા છે. તુલસીરામજીએ પોતાની ઝુંબેશનો આધાર બનાવ્યો છે – ખેતરનું પાણી ખેતરમાં, ગામનું પાણી ગામમાં. આજે તેમની મહેનતનું જ પરિણામ છે કે, તેમના ગામમાં જમીનમાંના પાણીનું સ્તર ઉંચે આવી રહ્યું છે. એવા જ ઉત્તરપ્રદેશના હાપુડ જીલ્લામાં લોકોએ મળીને એક વિલુપ્ત નદીને પુનર્જીવીત કરી છે. ત્યાં ઘણા સમય પહેલાં નીમ નામની એક નદી વહેતી હતી. સમયની સાથે તે લુપ્ત થઇ ગઇ. પરંતુ સ્થાનિક સ્મૃતિઓ અને લોકકથાઓમાં તેને હંમેશા યાદ કરવામાં આવતી હતી. આખરે લોકોએ પોતાની આ કુદરતી વિરાસતને ફરીથી સજીવ કરવાનો નિશ્ચય કર્યો. લોકોના સામૂહીક પ્રયાસોથી અત્યારે નીમ નદી ફરીથી જીવંત થવા લાગી છે. નદીના ઉદગમસ્થાનને અમૃત સરોવર તરીકે વિકસિત કરવામાં આવી રહ્યું છે.
સાથીઓ, આ નદી, નહેર, સરોવર, આ બધાં માત્ર જળસ્ત્રોતો જ નથી હોતા, પરંતુ તેમની સાથે જીવનના રંગ અને ભાવનાઓ પણ જોડાયેલી હોય છે. આવું જ એક દ્રશ્ય હજી થોડા દિવસ પહેલાં જ મહારાષ્ટ્રમાં જોવા મળ્યું. આ વિસ્તાર મોટેભાગે દુષ્કાળના ભરડામાં જ રહે છે. પાંચ દાયકાના ઇંતજાર પછી અહિં નીલવંડે ડેમની નહેરનું કામ હવે પૂરૂં થઇ રહ્યું છે. થોડા દિવસ પહેલાં ચકાસણી દરમ્યાન, નહેરમાં પાણી છોડવામાં આવ્યું હતું. એ સમયે જે તસવીરો આવી તે ખરેખર ભાવુક કરનારી હતી. ગામના લોકો એવી રીતે નાચી રહ્યા હતા, જાણે હોળી દિવાળીનો તહેવાર હોય.
સાથીઓ, જયારે વ્યવસ્થાપનની વાત થઇ રહી છે તો, હું આજે છત્રપતિ શિવાજી મહારાજને પણ યાદ કરીશ. છત્રપતિ શિવાજી મહારાજની વિરતાની સાથે જ, તેમની શાસન વ્યવસ્થા અને તેમનું વ્યવસ્થાપન કૌશલ્યમાંથી પણ ઘણુંબધું શીખવા મળે છે. ખાસ કરીને, જળવ્યવસ્થાપન અને નૌસેનાની બાબતમાં છત્રપતિ શિવાજી મહારાજે જે કાર્યો કર્યા, તે આજે પણ ભારતીય ઇતિહાસનું ગૌરવ વધારે છે. તેમણે બંધાવેલા જળદુર્ગ આટલી સદીઓ પછી પણ સમુદ્રની વચ્ચે આજે પણ શાનથી ઉભા છે. આ મહિનાની શરૂઆતમાં જ છત્રપતિ શિવાજી મહારાજના રાજયાભિષેકને સાડા ત્રણસો વર્ષ પૂરાં થયાં છે. આ પ્રસંગને એક મોટા પર્વના રૂપમાં ઉજવવામાં આવી રહ્યો છે. આ દરમિયાન, મહારાષ્ટ્રના રાયગઢ કિલ્લામાં તેની સાથે જોડાયેલા ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. મને યાદ છે, કેટલાય વર્ષ પહેલાં 2014માં મને રાયગઢ જવાનું, એ પવિત્ર ભૂમિને નમન કરવાનું સદભાગ્ય સાંપડ્યું હતું. આપણા બધાનું આ કર્તવ્ય છે કે, આ પ્રસંગે આપણે છત્રપતિ શિવાજી મહારાજના વ્યવસ્થાપન કૌશલ્યને જાણીએ, તેમાંથી શીખીએ. તેનાથી આપણી અંદર આપણી વિરાસત પર ગર્વની લાગણી પણ જાગશે અને ભવિષ્ય માટેના કર્તવ્યોની પ્રેરણા પણ મળશે.
મારા વહાલા દેશવાસીઓ, તમે રામાયણની એ નાની એવી ખિસકોલી વિશે ચોક્કસ સાંભળ્યું હશે, જે રામસેતુ બનાવવામાં મદદ કરવા માટે આગળ આવી હતી. કહેવાનો અર્થ એ છે કે, જયારે નિયત સાફ હોય, પ્રયાસોમાં પ્રમાણિકતા હોય તો, પછી કોઇપણ લક્ષ્ય મુશ્કેલ નથી રહેતું. આજે ભારત પણ આવી જ પ્રમાણિક નિયતથી જ એક બહુ મોટા પડકારનો સામનો કરી રહ્યું છે. આ પડકાર છે, ટીબીનો જેને ક્ષય રોગ પણ કહેવામાં આવે છે. ભારતે સંકલ્પ કર્યો છે 2025 સુધીમાં ટીબી મુક્ત ભારત બનાવવાનો. લક્ષ્ય ચોક્કસ બહુ મોટું છે. એક સમય હતો કે જયારે ટીબીની ખબર પડતાં જ કુટુંબના લોકો પણ તેનાથી દૂર થઇ જતા હતા, પરંતુ આ આજનો સમય છે, જયારે ટીબીના દર્દીને કુટુંબનો સભ્ય બનાવીને જ તેની મદદ કરાઇ રહી છે. આ ક્ષય રોગને મૂળમાંથી જ નાબૂદ કરવા માટે નિઃક્ષય મિત્રોએ મોરચો સંભાળી લીધો છે. દેશમાં બહુ મોટી સંખ્યામાં વિવિધ સામાજીક સંસ્થાઓ નિઃક્ષય મિત્ર બની છે. ગામમાં પંચાયતમાં, હજારો લોકોએ પોતે આગળ આવીને ટીબીના દર્દીઓને દત્તક લીધા છે. ઘણાં બાળકો હોય તો પણ તેઓ ટીબીના દર્દીઓની મદદ માટે આગળ આવ્યા છે. આ લોકભાગીદારી જ આ અભિયાનની સૌથી મોટી તાકાત છે. આ ભાગીદારીના કારણે આજે દેશમાં 10 લાખથી વધુ ટીબીના દર્દીઓને દત્તક લેવામાં આવ્યા છે. અને આ પુણ્યનું કામ કર્યું છે, લગભગ 85 હજાર નિઃક્ષય મિત્રોએ. મને આનંદ છે કે, દેશના કેટલાય સરપંચોએ ગ્રામ પ્રધાનોએ પણ આ બીડું ઝડપ્યું છે કે, તેઓ પોતાના ગામમાં ટીબીને નાબૂદ કરીને જ જંપશે.
નૈનીતાલના એક ગામના નિઃક્ષય મિત્ર શ્રીમાન દીકરસિંહ મેવાડીએ ટીબીના છ દર્દીઓને દત્તક લીધા છે. તે જ રીતે કિન્નૌરની ગ્રામપંચાયતના પ્રધાન નિઃક્ષય મિત્ર શ્રીમાન જ્ઞાનસિંહજી પણ પોતાના બ્લોકમાં ટીબીના દર્દીઓને જરૂરી તમામ સહાયતા પૂરી પાડવામાં લાગેલા છે. ભારતને ટીબી મુક્ત બનાવવાની ઝુંબેશમાં આપણા બાળકો અને યુવાસાથીઓ પણ પાછળ નથી. હિમાચલ પ્રદેશના ઉનાની સાત વર્ષની દિકરી નલીનીસિંહની કમાલ જુઓ. દિકરી નલીની પોતાના ખિસ્સાખર્ચમાંથી ટીબીના દર્દીઓની મદદ કરી રહી છે. આપ જાણો છો કે, બાળકોને પોતાના ગલ્લા પ્રત્યે કેટલો પ્રેમ હોય છે, પરંતુ મધ્યપ્રદેશના કટની જીલ્લાની તેર વર્ષની મીનાક્ષી અને પશ્ચિમબંગાળના ડાયમંડ હાર્બરના 11 વર્ષના બસ્વર મુખર્જી બંને કંઇક અનોખા બાળક છે. આ બંને બાળકોએ પોતાના ગલ્લાના પૈસા પણ ટીબીમુક્ત ભારતના અભિયાનમાં લગાવી દીધા છે. આ બધા ઉદાહરણ ભાવુકતાથી ભરેલા હોવાની સાથેસાથે ખુબ પ્રેરક પણ છે. નાની ઉંમરમાં આટલો મોટો વિચાર રાખનારા આ તમામ બાળકોની હું દિલથી પ્રશંસા કરૂં છું.
મારા વહાલા દેશવાસીઓ, આપણે ભારતવાસીઓનો સ્વભાવ હોય છે કે, આપણે હંમેશા નવા વિચારોના સ્વાગત માટે તૈયાર રહીએ છીએ. આપણે પોતાની ચીજોને પ્રેમ કરીએ છીએ, અને નવી ચીજોને આત્મસાત પણ કરીએ છીએ. તેનું એક ઉદાહરણ છે, જાપાનની રીત મિયાવાકી, જો કોઇ જગ્યાની માટી ફળદ્રુપ ન રહી હોય તો, મિયાવાકી રીત અપનાવીને તે વિસ્તારને ફરીથી લીલોછમ કરવાની બહુ સારી રીત હોય છે. મિયાવાકી જંગલ ઝડપથી ફેલાય છે, અને બે ત્રણ દાયકામાં જ જૈવ વિવિધતાનું કેન્દ્ર બની જાય છે. હવે, તેનો પ્રસાર બહુ ઝડપથી ભારતના પણ જુદાજુદા વિસ્તારોમાં થઇ રહ્યો છે. આપણે ત્યાં કેરળના એક શિક્ષક શ્રી રાફી રામનાથજીએ પણ આ પદ્ધતિથી એક વિસ્તારની સિકલ બદલી નાંખી છે. હકીકતમાં રામનાથજી પોતાના વિદ્યાર્થીઓને પ્રકૃતિ અને પર્યાવરણ વિશે ઉંડાણપૂર્વક સમજાવવા ઇચ્છતા હતા. તે માટે તેમણે એક વનૌષધિ ઉદ્યાન જ બનાવી નાંખ્યું. તેમનો આ ઉદ્યાન હવે એક જૈવ વિવિધતા ક્ષેત્ર બની ચૂક્યો છે. તેમની આ સફળતાએ તેમને વધુ ને વધુ પ્રેરણા આપી. ત્યારપછી રાફીજીએ મિયાવાકી પદ્ધતિથી એક મીની ફોરેસ્ટ એટલે કે, નાનું જંગલ બનાવ્યું અને તેને નામ આપ્યું ’વિદ્યાવનમ’. હવે આટલું સુંદર નામ તો એક શિક્ષક જ રાખી શકે છે. ’વિદ્યાવનમ’. રામનાથજીના આ ’વિદ્યાવનમ’માં નાની એવી જગ્યામાં ૧૧૫ જાતના સાડા ચારસોથી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે. તેમના વિદ્યાર્થીઓ પણ આ વૃક્ષોની સારસંભાળમાં મદદ કરે છે. આ સુંદર જગ્યાને જોવા માટે આસપાસના શાળાના વિદ્યાર્થીઓ સામાન્ય નાગરિકો વગેરેની સારી ભીડ ઉમટી પડે છે. મિયાવાકી જંગલોને કોઇપણ જગ્યા, ત્યાં સુધી કે, તે શહેરોમાં પણ સહેલાઇથી ઉછેરી શકાય છે. થોડા સમય પહેલાં જ મેં ગુજરાતમાં કેવડિયા એકતાનગરમાં મિયાવાકી વનનું ઉદઘાટન કર્યું હતું. કચ્છમાં પણ ૨૦૦૧ના ભૂકંપમાં મૃત્યુ પામેલા લોકોની યાદમાં મિયાવાકી પદ્ધતિથી સ્મૃતિવન બનાવવામાં આવ્યું છે. કચ્છ જેવી જગ્યાએ તેની સફળતા એ દર્શાવે છે કે, મુશ્કેલમાં મુશ્કેલ પ્રાકૃતિક પરિવેશમાં પણ આ પદ્ધતિ કેટલી અસરકારક છે. એ જ રીતે, અંબાજી અને પાવાગઢમાં પણ મિયાવાકી પદ્ધતિથી રોપા વાવવામાં આવ્યા છે. મને જાણવા મળ્યું છે કે, લખનૌના અલીગંજમાં પણ એક મિયાવાકી ઉદ્યાન તૈયાર કરવામાં આવી રહ્યું છે. વિતેલા ચાર વર્ષમાં મુંબઇ અને તેની આસપાસના વિસ્તારોમાં આવા ૬૦થી વધુ જંગલો પર કામ કરવામાં આવ્યું છે. હવે તો, આ પદ્ધતિ પૂરી દુનિયામાં પસંદ કરવામાં આવી રહી છે. સિંગાપુર, પેરિસ, ઓસ્ટ્રેલિયા, મલેશિયા જેવા કેટલાય દેશોમાં આ પદ્ધતિનો મોટા પ્રમાણમાં ઉપયોગ થઇ રહ્યો છે. હું દેશવાસીઓને ખાસ કરીને, શહેરોમાં રહેતા લોકોને આગ્રહ કરીશ કે તેઓ મિયાવાકી પદ્ધતિ વિશે જાણવાનો ચોક્કસ પ્રયાસ કરે. તેના દ્વારા આપ આપની ધરતી અને પ્રકૃતિને લીલીછમ અને સ્વચ્છ બનાવવામાં અમૂલ્ય યોગદાન આપી શકો છો.
મારા વહાલા દેશવાસીઓ, આજકાલ આપણા દેશમાં જમ્મુકશ્મીરની ખૂબ ચર્ચા થાય છે. કયારેક ત્યાં વધી રહેલા પર્યટનને લીધે તો, કયારેક જી-20ના શાનદાર આયોજનનોના કારણે. થોડા સમય પહેલાં મન કી બાતમાં મેં આપને જણાવ્યું હતું કે, કેવી રીતે કશ્મીરનાં ’નાદરૂ’, દેશની બહાર પણ પસંદ કરવામાં આવે છે. હવે, જમ્મુકશ્મીરના બારામુલ્લા જીલ્લાના લોકોએ એક કમાલ કરી બતાવી છે. બારમુલામાં ખેતીવાડી તો, ઘણાં સમયથી થાય છે, પરંતુ અહીં દૂધની અછત રહેતી હતી. બારામુલાના લોકો એ આ પડકારને એક તકના રૂપમાં જોયો. ત્યાં લોકોએ મોટી સંખ્યામાં ડેરીનું કામ શરૂ કર્યું. આ કામમાં સૌથી આગળ ત્યાંની મહિલાઓ આવી. જેમ કે, એક બહેન છે, ઇશરત નબી. ઇશરત સ્નાતક થયેલા છે, અને તેમણે મીર સીસ્ટર્સ ડેરી ફાર્મ શરૂ કર્યું છે. તેમના ડેરી ફાર્મમાંથી દરરોજ લગભગ દોઢસો લીટર દૂધનું વેચાણ થઇ રહ્યું છે. એવા જ સોપોરના એક સાથી છે વસીમ અનાયત. વસીમની પાસે બે ડઝનથી વધુ પશુ છે, અને તેઓ દરરોજ 200 લીટરથી વધુ દૂધ વેચે છે. વધુ એક યુવાન આબીદ હુસેન પણ ડેરીનું કામ કરી રહ્યા છે. તેમનું કામ પણ ખૂબ આગળ વધી રહ્યું છે. આવા લોકોની મહેનતના લીધે આજે બારામુલામાં દરરોજ સાડાપાંચ લાખ લીટર દૂધનું ઉત્પાદન થઇ રહ્યું છે. સમગ્ર બારમુલા જીલ્લો એક નવી શ્વેતક્રાંતિની ઓળખ બની રહ્યો છે. પાછલા અઢી ત્રણ વર્ષમાં ત્યાં ૫૦૦થી વધુ દૂધઉત્પાદન કેન્દ્રો સ્થપાયા છે. બારામુલાનો ડેરી ઉદ્યોગ એ વાતનો સાક્ષી છે કે, આપણા દેશનો દરેક ભાગ કેટલી શક્યતાઓથી ભરેલો છે. કોઇ વિસ્તારના લોકોની સામૂહિક ઇચ્છા શક્તિ કોઇપણ લક્ષ્ય પ્રાપ્ત કરીને બતાવી શકે છે.
મારા વહાલા દેશવાસીઓ, આ મહીને રમતજગતથી ભારત માટે કેટલીય મોટી ખુશખબરો આવી છે. ભારતની ટીમે પહેલીવાર મહિલા જૂનિયર એશિયા કપ જીતીને ત્રિરંગાની શાન વધારી છે. આ મહિને જ આપણી પુરૂષોની હોકી ટીમે પણ જુનિયર એશિયા કપ જીત્યો છે. તેની સાથોસાથ આપણે આ સ્પર્ધાના ઇતિહાસમાં સૌથી વધુ જીત મેળવનારી ટીમ પણ બની ગયા છીએ. જુનિયર નિશાનેબાજી વિશ્વકપમાં પણ આપણી જુનિયર ટીમે કમાલ કરી બતાવી છે. ભારતીય ટીમે આ સ્પર્ધામાં પહેલું સ્થાન હાંસલ કર્યું છે. આ સ્પર્ધામાં કુલ જેટલા સુવર્ણચંદ્રક હતા તેમાંથી 20 ટકા એટલે કે, પાંચમા ભાગના એકલા ભારતના ભાગે આવ્યા છે. આ જૂન મહિનામાં જ Asian Under Twenty Athletics Championship પણ યોજાઇ. તેમાં ચંદ્રકોના કોષ્ટકમાં ભારત 45 દેશોમાં ટોચના 3 દેશોમાં રહ્યું.
સાથીઓ, પહેલાં એક સમય હતો જયારે આપણને આંતરરાષ્ટ્રીય આયોજનો વિશે જાણવા તો મળતું હતું, પરંતુ તેમાં મોટાભાગે ભારતનું કયાંક કોઇ નામ નહોતું દેખાતું. પરંતુ આજે હું માત્ર છેલ્લા કેટલાક અઠવાડિયાઓની જ સફળતાનો ઉલ્લેખ કરી રહ્યો છું, તો પણ યાદી ખૂબ લાંબી બની જાય છે. આ જ આપણા યુવાનોની અસલી તાકાત છે. એવી કેટલીયે રમતો અને સ્પર્ધાઓ છે જયાં આજે ભારત પહેલીવાર પોતાની હાજરી નોંધાવી રહ્યો છે. જેમ કે, લાંબા કૂદકામાં શ્રીશંકર મુરલીએ પેરિસ ડાયંમડ લીગ જેવી પ્રતિષ્ઠિત સ્પર્ધામાં દેશને કાંસ્યચંદ્રક અપાવ્યો છે. આ સ્પર્ધામાં ભારતનો આ પહેલો ચંદ્રક છે. આવી જ એક સફળતા આપણી ૧૭ વર્ષથી ઓછી વયની મહિલા કુસ્તી ટીમે કીર્ગીસ્તાનમાં પણ મેળવી છે. હું દેશના આ તમામ ખેલાડીઓ તેમના માતાપિતા અને તાલીમ ગુરૂઓ સહિત સૌને તેમના પ્રયાસો માટે ખૂબખૂબ અભિનંદન આપું છું.
સાથીઓ, આંતરરાષ્ટ્રીય આયોજનોમાં દેશની આ સફળતાની પાછળ રાષ્ટ્રીય સ્તરે આપણા ખેલાડીઓની સખત મહેનત હોય છે. આજે દેશના જુદાજુદા રાજયોમાં એક નવા ઉત્સાહની સાથે રમતગમત સ્પર્ધાઓનું આયોજન થાય છે. આ ખેલાડીઓને રમત જીત અને હારથી શીખવાની તક મળે છે. જેમ કે, હજી હમણાં જ ઉત્તરપ્રદેશમાં ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી રમતોનું આયોજન થયું. તેમાં યુવાઓમાં ખૂબ ઉત્સાહ અને જોશ જોવા મળ્યા. આ રમતોમાં આપણા યુવાઓએ 11 વિક્રમ તોડ્યા છે. આ રમતોમાં પંજાબ યુનિવર્સિટી, અમૃતસરની ગુરૂ નાનકદેવ યુનિવર્સિટી અને કર્ણાટકની જૈન યુનિવર્સિટી ચંદ્રકોની યાદીમાં ટોચના ત્રણ સ્થાનો પર રહી છે.
સાથીઓ, આવી સ્પર્ધાઓનું એક મોટું પાસું એ પણ હોય છે કે, તેનાથી યુવા ખેલાડીઓની અનેક પ્રેરણાદાયક વાતો પણ સામે આવે છે. ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી રમતોમાં નૌકાયન સ્પર્ધામાં આસામની કોટન યુનિવર્સિટીના અન્યતમ રાજકુમાર એવા પહેલાં દિવ્યાંગ ખેલાડી બન્યા જેમણે તેમાં ભાગ લીધો. બર્કતુલ્લાહ યુનિવર્સિટીની નિધી પવૈયા ગોઠણમાં ગંભીર ઇજા થવા છતાં ગોળાફેંકમાં સુવર્ણચંદ્રક જીતવામાં સફળ રહી. સાવિત્રીબાઇ ફુલે પૂણે યુનિવર્સિટીના શુભમ ભંડારેને પગના કાંડાની ઇજાના કારણે ગયા વર્ષે બેંગ્લુરૂમાં નિરાશ થવું પડ્યું હતું. પરંતુ આ વખતે તેઓ સ્ટીપલચેજના સુવર્ણચંદ્રક વિજેતા બન્યા છે. બર્દવાન યુનિવર્સિટીની સરસ્વતી કુંડુ પોતાની કબડ્ડી ટીમની સૂકાની છે. તે અપાર મુશ્કેલીઓનો સામનો કરીને અહીં સુધી પહોંચી છે. આવું સુંદર પ્રદર્શન કરનારા ઘણાબધા ખેલાડીઓને TOPS Scheme થી ઘણી મદદ મળી રહી છે. આપણા ખેલાડીઓ જેટલું રમશે એટલા જ વધુ ખિલશે.
મારા વહાલા દેશવાસીઓ, 21 જૂન પણ હવે આવી જ ગઇ છે. આ વખતે પણ દુનિયાના ખૂણેખૂણામાં લોકો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સુકતાથી રાહ જોઇ રહ્યા છે. આ વર્ષના યોગ દિવસનું વિષય વસ્તુ છે, વસુધૈવ કુટુંબક્મ માટે યોગ એટલે કે, એક વિશ્વ, એક પરિવારના રૂપમાં સૌના કલ્યાણ માટે યોગ. યોગની એ ભાવનાને આ વિષય વસ્તુ વ્યકત કરે છે. જે સૌને જોડનારી અને સાથે રહીને ચાલનારી છે. દર વખતની જેમ આ વખતે પણ દેશના ખૂણેખૂણામાં યોગ સાથે જોડાયેલા કાર્યક્રમો આયોજીત કરવામાં આવશે.
સાથીઓ, આ વખતે મને ન્યૂયોર્કના સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલય યુએનમાં યોજાનારા યોગ દિવસ કાર્યક્રમમાં સામેલ થવાની તક મળશે. હું જોઇ રહ્યો છું કે, સોશ્યલ મિડિયા ઉપર પણ યોગ દિવસને લઇને ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
સાથીઓ, મારો આપ સૌને આગ્રહ છે કે, આપ યોગને પોતાના જીવનમાં જરૂર અપનાવો. તેને પોતાની દિનચર્યાનો ભાગ બનાવો, જો હજી પણ તમે યોગ સાથે જોડાયેલા ન હો તો, આગામી 21 જૂન આ સંકલ્પ માટે ખૂબ શ્રેષ્ઠ તક છે. યોગમાં તો આમ પણ, વધારે ધામધૂમની જરૂરત જ નથી હોતી. જુઓ કે, આપ જયારે યોગ સાથે જોડાશો તો, આપના જીવનમાં કેટલું મોટું પરિવર્તન આવે છે.
મારા વહાલા દેશવાસીઓ, પરમદિવસે એટલે કે, 20 જૂને ઐતિહાસિક રથયાત્રાનો દિવસ છે. દુનિયાભરમાં રથયાત્રાની એક વિશિષ્ટ ઓળખ છે. દેશના વિવિધ રાજયોમાં ખૂબ ધૂમધામથી ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવે છે. ઓડિશાના પુરીમાં નીકળતી રથયાત્રા તો, પોતે જ અદભૂત હોય છે. જયારે, હું ગુજરાતમાં હતો તો, મને અમદાવાદમાં નીકળતી વિશાળ રથયાત્રામાં સામેલ થવાની તક મળતી હતી. આ રથયાત્રાઓમાં જે રીતે દેશભરના, દરેક સમાજ, દરેક વર્ગના લોકો ઉમટી પડે છે. તે ખુદ બહુ અનુકરણીય છે. તે આસ્થાની સાથે સાથે જ એક ભારત, શ્રેષ્ઠ ભારતનું પણ પ્રતિબિંબ પાડે છે. આ પાવન પુનિત અવસરે આપ સૌને મારા તરફથી ખૂબખૂબ શુભેચ્છાઓ. મારી શુભેચ્છા છે કે, ભગવાન જગન્નાથ બધા દેશવાસીઓને સારૂં સ્વાસ્થ્ય અને સુખ સમૃદ્ધિના આશિર્વાદ આપે.
સાથીઓ, ભારતીય પરંપરા અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ઉત્સવની ચર્ચા કરતાં હું દેશના રાજભવનોમાં થયેલા રસપ્રદ આયોજનોનો પણ ચોક્કસ ઉલ્લેખ કરીશ. હવે, દેશમાં રાજભવનોની ઓળખ સામાજીક અને વિકાસ કાર્યોમાં થવા લાગી છે. આજે આપણા રાજભવન ટીબી મુક્ત ભારત અભિયાનના પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા અભિયાનના ધ્વજવાહક બની રહ્યા છે. વિતેલા સમયમાં ગુજરાત હોય, ગોવા હોય, તેલંગણા હોય, મહારાષ્ટ્ર હોય કે સિક્કિમ હોય તેમના સ્થાપના દિવસે જુદાજુદા રાજભવનોએ જે ઉત્સાહની સાથે તેની ઉજવણી કરી તે, ખુદ એક ઉદાહરણ છે. આ એક સર્વશ્રેષ્ઠ પહેલ છે, જે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ ની ભાવનાને બળવત્તર બનાવે છે.
સાથીઓ, ભારત લોકશાહીની જનની છે. મધર ઓફ ડેમોક્રસી છે. આપણે આપણા લોકશાહી આદર્શોને સર્વોપરી માનીએ છીએ, આપણા બંધારણને સર્વોપરી માનીએ છીએ. એટલે આપણે 25 જૂનને પણ ક્યારેય ભૂલી નહીં શકીએ. આ એ જ દિવસ છે જયારે, આપણા દેશ ઉપર કટોકટી લાદવામાં આવી હતી. તે ભારતના ઇતિહાસનો કાળો સમયગાળો હતો. લાખો લોકોએ આ કટોકટીનો પૂરી તાકાતથી વિરોધ કર્યો હતો. લોકશાહીના સમર્થકો ઉપર તે દરમિયાન, એટલા અત્યાચાર કરવામાં આવ્યા, એટલી યાતનાઓ આપવામાં આવી, કે આજે પણ મન કંપી ઉઠે છે. આ અત્યાચારો ઉપર પોલીસ અને પ્રશાસન દ્વારા કરાયેલી સજાઓ વિશે ઘણાબધા પુસ્તકો લખવામાં આવ્યા છે. મને પણ સંઘર્ષમાં ગુજરાત નામથી એક પુસ્તક લખવાની તે સમયે તક મળી હતી. થોડા દિવસ પહેલાં જ કટોકટી પર લખવામાં આવેલું વધુ એક પુસ્તક મારી સામે આવ્યું. જેનું શિર્ષક છે, Torture of Political Prisoners in India. કટોકટી દરમ્યાન, છપાયેલા આ પુસ્તકમાં વર્ણન કરવામાં આવ્યું છે કે, કેવી રીતે તે સમયની સરકાર લોકશાહીના રખેવાળો સાથે ક્રુરતમ વહેવાર કરી રહી હતી. આ પુસ્તકમાં કેટલાયે ઉદાહરણ અભ્યાસ આપેલા છે. અને ઘણા બધી તસ્વીરો છે. હું ઇચ્છું છું કે, આજે જયારે આપણે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ ત્યારે, દેશની આઝાદીને જોખમમાં મૂકનારા એવા અપરાધોનું પણ જરૂર અવલોકન કરો. તેનાથી આજની યુવા પેઢીને લોકશાહીના અર્થો અને તેનું મહત્વ સમજવામાં વધુ સરળતા રહેશે.
મારા વહાલા દેશવાસીઓ, મન કી બાત રંગબેરંગી મોતીઓથી ગુંથેલી એક સુંદર માળા છે. જેનું દરેક મોતી ખૂબ અનોખું અને અણમોલ છે. આ કાર્યક્રમની દરેક કડી ખૂબ જ જીવંત હોય છે. આપણામાં સામૂહિકતાની ભાવનાની સાથેસાથે સમાજ પ્રત્યેના કર્તવ્ય ભાવ અને સેવાભાવથી ભરી દે છે. અહીં તે વિષયો ઉપર ખૂલીને ચર્ચા થાય છે. જેના વિશે આપણને સામાન્ય રીતે બહુ ઓછું વાંચવા, સાંભળવા મળે છે. મોટે ભાગે આપણે જોઇએ છીએ કે, મન કી બાતમાં કોઇ વિષયનો ઉલ્લેખ થયા પછી કેવી રીતે અનેક દેશવાસીઓને નવી પ્રેરણા મળી છે. હાલમાં જ મને આપણા દેશના પ્રસિદ્ધ ભારતીય શાસ્ત્રીય નૃત્યાંગના આનંદા શંકર જયંતનો એક પત્ર મળ્યો. તેમણે પોતાના પત્રમાં મન કી બાતની તે કડી વિશે લખ્યું છે જેમાં આપણે વાર્તાકથન વિશે ચર્ચા કરી હતી. આ કાર્યક્રમમાં આપણે આ ક્ષેત્રે જોડાયેલા લોકોની પ્રતિભાને પ્રસિદ્ધ કરી હતી. મન કી બાતના આ કાર્યક્રમથી પ્રેરિત થઇને આનંદા શંકર જયંતે કુટ્ટી કહાણી તૈયાર કરી છે. તે બાળકો માટે અલગ અલગ ભાષાઓની વાર્તાઓનો એક ખૂબ સુંદર સંગ્રહ છે. આ પ્રયાસ એટલા માટે પણ ખૂબ સારો છે કે, તેનાથી આપણા બાળકોમાં પોતાની સંસ્કૃતિ પ્રત્યેનો લગાવ વધુ ઉંડો થાય છે. તેમણે આ વાર્તાઓના કેટલાક રસપ્રદ વિડિયોઝ પોતાની યુટ્યુબ ચેનલ પર પણ અપલોડ કરેલા છે. મેં આનંદા શંકર જયંતના આ પ્રયાસની ખાસ કરીને એટલા માટે ચર્ચા કરી કેમ કે, તે જોઇને મને ખૂબ સારૂં લાગ્યું કે, કેવી રીતે દેશવાસીઓના સારા કામ બીજાને પણ પ્રેરિત કરી રહ્યા છે. તેનાથી શીખીને તેઓ પણ પોતાના હુન્નરથી દેશ અને સમાજ માટે કંઇક વધુ સારૂં કરવાની કોશિષ કરે છે. આ જ તો આપણા ભારતવાસીઓની સંઘ શક્તિ છે, જે દેશની પ્રગતિમાં નવી શક્તિ સિંચી રહી છે.
મારા વહાલા દેશવાસીઓ, આ વખતે મન કી બાતમાં મારી સાથે બસ આટલું જ. આવતી વખતે નવા વિષયો સાથે, આપની સાથે, ફરી મુલાકાત થશે. ચોમાસાનો સમય છે, એટલે, પોતાની તબિયતનું ખૂબ ધ્યાન રાખજો. સમતોલ આહાર લેજો અને સ્વસ્થ રહેજો. હા, યોગ જરૂર કરજો. હવે કેટલીયે શાળાઓમાં ઉનાળાની રજાઓ પૂરી થવામાં છે. હું બાળકોને પણ કહીશ કે, ઘરકામ છેલ્લા દિવસ સુધી પડ્યું રહેવા ના દેશો. કામ પૂરૂં કરો અને નિશ્ચિંત રહો. ખૂબ ખૂબ ધન્યવાદ.
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. ‘મન કી બાત’માં ફરી એક વાર, આપ સહુનું ખૂબ-ખૂબ સ્વાગત છે. આ વખતે ‘મન કી બાત’નો આ હપ્તો બીજી સદીનો પ્રારંભ છે. ગત મહિને આપણે બધાંએ તેની વિશેષ સદીની ઉજવણી કરી હતી. તમારી ભાગીદારી જ આ કાર્યક્રમની સૌથી મોટી શક્તિ છે. ૧૦૦મા હપ્તાના પ્રસારણના સમયે, એક રીતે, સમગ્ર દેશ એક સૂત્રમાં બંધાઈ ગયો હતો. આપણાં સફાઈ કર્મચારી ભાઈ-બહેન હોય કે પછી અલગ-અલગ ક્ષેત્રના દિગ્ગજો, ‘મન કી બાત’એ બધાંને એક સાથે લાવવાનું કામ કર્યું છે. તમે બધાંએ જે આત્મીયતા અને સ્નેહ ‘મન કી બાત’ માટે દર્શાવ્યો છે, તે અભૂતપૂર્વ છે, ભાવુક કરી દેનારો છે. જ્યારે ‘મન કી બાત’નું પ્રસારણ થયું તો તે સમયે દુનિયાના અલગ-અલગ દેશોમાં, અલગ-અલગ ટાઇમ-ઝૉનમાં ક્યાંક સાંજ પડી રહી હતી તો ક્યાંક મોડી રાત હતી, તેમ છતાં, મોટી સંખ્યામાં લોકોએ ૧૦૦મા હપ્તાને સાંભળવા માટે સમય કાઢ્યો. મેં હજારો કિમી દૂર ન્યૂઝીલન્ડનો તે વિડિયો પણ જોયો જેમાં ૧૦૦ વર્ષનાં એક બા પોતાના આશીર્વાદ આપી રહ્યાં છે. ‘મન કી બાત’ સંદર્ભે દેશ-વિદેશના લોકોએ પોતાના વિચારો રાખ્યા છે. ઘણા બધા લોકોએ Constructive Analysis પણ કર્યું છે. લોકોએ એ વાતની પ્રશંસા કરી કે ‘મન કી બાત’માં દેશ અને દેશવાસીઓની ઉપલબ્ધિઓની જ ચર્ચા થાય છે. હું ફરી એક વાર આપ સહુને આ આશીર્વાદ માટે પૂરા આદર સાથે ધન્યવાદ આપું છું.
મારા પ્રિય દેશવાસીઓ, ગત દિવસોમાં, આપણે ‘મન કી બાત’માં કાશી-તમિલ સંગમમની વાત કરી, સૌરાષ્ટ્ર-તમિલ સંગમમની વાત કરી.
કેટલાક સમય પહેલાં જ વારાણસીમાં કાશી-તેલુગુ સંગમમ્ પણ થયો. એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાને બળ આપનારો આવો જ એક અનોખો પ્રયાસ દેશમાં થયો છે. આ પ્રયાસ છે, યુવા સંગમનો. મેં વિચાર્યું, આ વિશે વિસ્તારથી શા માટે એ લોકોને જ ન પૂછવામાં આવે જે આ અનોખા પ્રયાસના હિસ્સા રહ્યા છે. આ માટે, અત્યારે મારી સાથે ફૉન પર બે યુવાનો જોડાયેલા છે- એક છે અરુણાચલ પ્રદેશના ગ્યામર ન્યોકુમજી અને બીજી દીકરી છે બિહારની દીકરી- વિશાખાસિંહજી. આવો પહેલા આપણે ગ્યામર ન્યોકુમજી સાથે વાત કરીએ.
પ્રધાનમંત્રીજી: ગ્યામરજી, નમસ્તે.
ગ્યામરજી: નમસ્તે મોદીજી.
પ્રધાનમંત્રીજી: અચ્છા, ગ્યામરજી, જરા સૌથી પહેલાં તો હું તમારા વિશે જાણવા માગું છું.
ગ્યામરજી: મોદીજી, સૌથી પહેલા તો હું તમારો અને ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તમે ખૂબ જ કિંમતી સમય કાઢીને મારી સાથે વાત કરવાની મને તક આપી છે. હું નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નૉલૉજી, અરુણાચલ પ્રદેશમાં પ્રથમ વર્ષમાં મિકેનિકલ ઍન્જિનિયરિંગમાં ભણી રહ્યો છું.
પ્રધાનમંત્રીજી: અને પરિવારમાં શું કરે છે, પિતાજી વગેરે?
ગ્યામરજી: જી, મારા પિતાજી નાનામોટા ધંધા અને પછી થોડી ખેતી કરે છે.
પ્રધાનમંત્રીજી: યુવા સંગમ વિશે તમને કેવી રીતે ખબર પડી, યુવા સંગમમાં કયા ગયા , કેવી રીતે ગયા, શું થયું?
ગ્યામરજી: મોદીજી, મને યુવા સંગમ વિશે અમારી જે સંસ્થા છે- જે NIT છે તેણે અમને કહ્યું હતું કે તમે તેમાં ભાગ લઈ શકો છો. તો મેં પછી થોડું ઇન્ટરનેટમાં શોધ્યું, પછી મને ખબર પડી કે આ ખૂબ જ સારો કાર્યક્રમ છે જેના દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારતનું જે વિઝન છે તેમાં પણ ખૂબ જ યોગદાન આપી શકાય છે. અને મને કંઈક નવી ચીજ જાણવાની તક મળશે, તો તરત મેં પછી તે વેબસાઈટમાં જઈને નોંધણી કરાવી. મારો અનુભવ ખૂબ જ મજાનો રહ્યો, ખૂબ જ સારો રહ્યો.
પ્રધાનમંત્રીજી: કોઈ પસંદગી તમારે કરવાની હતી?
ગ્યામરજી: મોદીજી, જ્યારે વેબસાઇટ ખોલી હતી તો અરુણાચલના લોકો માટે બે વિકલ્પો હતા. પહેલો હતો આંધ્ર પ્રદેશ જેમાં આઈઆઈટી તિરુપતિ હતી અને બીજો હતો સેન્ટ્રલ યુનિવર્સિટી રાજસ્થાન. તો મેં રાજસ્થાનને પહેલા વિકલ્પ તરીકે પસંદ કર્યું હતું. બીજો વિકલ્પ મેં આઈઆઈટી તિરુપતિને રાખ્યો હતો. તો મારી પસંદગી રાજસ્થાન માટે થઈ હતી. તો હું રાજસ્થાન ગયો હતો.
પ્રધાનમંત્રીજી: કેવી રહી તમારી રાજસ્થાન યાત્રા? તમે પહેલી વાર રાજસ્થાન ગયા હતા?
ગ્યામરજી: હા, હું પહેલી વાર અરુણાચલ બહાર ગયો હતો. મેં તો રાજસ્થાનના કિલ્લા એ બધું મેં બસ ફિલ્મ અને ફૉનમાં જ જોયું હતું ને, તો મેં જ્યારે, હું પહેલી વાર ગયો તો મારો અનુભવ ખૂબ જ, ત્યાંના લોકો ખૂબ જ સારા હતા અને અમારી જે સરભરા કરી, ખૂબ જ સારી હતી. અમને નવી-નવી ચીજો શીખવા મળી. મને રાજસ્થાનનાં મોટાં તળાવો અને ત્યાંના લોકો જેમ કે વરસાદના પાણીનું એકત્રીકરણ…ખૂબ જ નવી-નવી ચીજો શીખવા મળી જે મને સાવ ખબર જ નહોતી. તો આ કાર્યક્રમ મને ખૂબ જ સારો લાગ્યો, રાજસ્થાનની મુલાકાત.
પ્રધાનમંત્રીજી: જુઓ, તમને તો સૌથી મોટો ફાયદો એ થયો છે કે અરુણાચલ પણ વીરોની ભૂમિ છે, રાજસ્થાન પણ વીરોની ભૂમિ છે અને રાજસ્થાનમાં સેનામાં પણ બહુ મોટી સંખ્યામાં લોકો છે, અને અરુણાચલમાં સીમા પર જે સૈનિકો છે તેમાં જ્યારે પણ રાજસ્થાનના લોકો મળે તો તમે જરૂર તેમની સાથે વાત કરજો, કે જુઓ, હું રાજસ્થાન ગયો હતો, તો આવો અનુભવ રહ્યો, તમારી નિકટતા, એકદમ વધી જશે. અચ્છા, તમને ત્યાં કોઈ સમાનતા પણ ધ્યાનમાં આવી હશે. તમને લાગ્યું હશે કે હા, યાર, અરુણાચલમાં પણ આવું જ છે.
ગ્યામરજી: મોદીજી, મને જે એક સમાનતા મને મળી ને, તે હતી
કે જે દેશપ્રેમ છે ને, અને જે એક ભારત શ્રેષ્ઠ ભારતનું જે વિઝન અને જે feeling મને દેખાયાં, કારણકે અરુણાચલમાં પણ લોકો પોતાને ખૂબ જ ગર્વિત અનુભવે છે કે તેઓ ભારતીય છે અને રાજસ્થાનમાં પણ લોકો પોતાની માતૃભૂમિ માટે ખૂબ જ ગર્વ અનુભવે છે. એ ચીજ મને ખૂબ જ વધુ નજરે પડી અને ખાસ કરીને જે યુવા પેઢી છે ને, કારણકે મેં ત્યાં ઘણા બધા યુવાનો સાથે વાતચીત કરી ને તો એ ચીજ જે મને બહુ જ સામ્યતા ધરાવતી દેખાઈ. તેઓ ઈચ્છે છે કે ભારત માટે કંઈક કરવું અને પોતાના દેશ માટે પ્રેમ છે તે ચીજ બંને રાજ્યોમાં ખૂબ જ સરખી નજરે પડી.
પ્રધાનમંત્રીજી: તો ત્યાં જે મિત્રો મળ્યા તેમની સાથે પરિચય વધાર્યો કે આવીને ભૂલી ગયા?
ગ્યામરજી: ના, અમે વધાર્યો, પરિચય કર્યો.
પ્રધાનમંત્રીજી: હા…! તો તમે સૉશિયલ મિડિયામાં ઍક્ટિવ છો?
ગ્યામરજી: જી મોદીજી, હું ઍક્ટિવ છું.
પ્રધાનમંત્રીજી: તો, તમારે બ્લૉગ લખવો જોઈએ. તમારો આ યુવા સંગમનો અનુભવ કેવો રહ્યો, તમે તેમાં કેવી રીતે નોંધણી કરાવી, રાજસ્થાનમાં અનુભવ કેવો રહ્યો જેથી દેશભરના યુવાનોને ખબર પડે કે એક ભારત શ્રેષ્ઠ ભારતનું મહાત્મ્ય શું છે, આ યોજના શું છે? તેનો ફાયદો યુવકો કેવી રીતે લઈ શકે છે? તમારો પૂરો અનુભવનો બ્લૉગ લખવો જોઈએ, તો ઘણા બધા લોકોને વાંચવાના કામમાં આવશે.
ગ્યામરજી: જી, હું જરૂર કરીશ.
પ્રધાનમંત્રીજી: ગ્યામરજી, ખૂબ સારું લાગ્યું, તમારી સાથે વાત કરીને અને તમે બધા યુવાનો દેશ માટે, દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે, કારણકે આ ૨૫ વર્ષ અત્યંત મહત્ત્વપૂર્ણ છે- તમારા જીવનનાં પણ અને દેશના જીવનનાં પણ. તો મારી ખૂબ ખૂબ શુભકામનાઓ છે, ધન્યવાદ.
ગ્યામરજી: ધન્યવાદ મોદીજી, આપને પણ.
પ્રધાનમંત્રીજી: નમસ્કાર ભાઈ.
સાથીઓ, અરુણાચલના લોકો એટલી આત્મીયતાથી ભરપૂર હોય છે કે તેમની સાથે વાત કરીને, મને ખૂબ જ આનંદ આવે છે. યુવા સંગમમાં ગ્યામરજીનો અનુભવ તો સારો રહ્યો. આવો, હવે બિહારની દીકરી વિશાખાસિંહજી સાથે વાત કરીએ.
પ્રધાનમંત્રીજી: વિશાખાજી, નમસ્કાર.
વિશાખાજી: સર્વ પ્રથમ તો ભારતના માનનીય પ્રધાનમંત્રીજીને મારા પ્રણામ અને મારી સાથે બધા delegates તરફથી તમને ખૂબ-ખૂબ પ્રણામ.
પ્રધાનમંત્રીજી: અચ્છા, વિશાખાજી, પહેલાં તમારા વિશે જણાવો. પછી મારે યુવા સંગમના વિષયમાં પણ જાણવું છે.
વિશાખાજી: હું બિહારના સાસારામ નામના શહેરની નિવાસી છું અને મને યુવા સંગમ વિશે મારી કૉલેજના વૉટ્સઍપ ગ્રૂપના મેસેજ દ્વારા ખબર પડી હતી સૌથી પહેલા. તો, તે પછી મેં તપાસ કરી તેના વિશે અને ડિટેઇલ્સ કાઢી કે આ શું છે? તો મને ખબર પડી કે આ પ્રધાનમંત્રીજીની એક યોજના ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ હેઠળ યુવા સંગમ છે. તો તે પછી મેં ઍપ્લાય કર્યું અને જ્યારે મેં ઍપ્લાય કર્યું તો હું ઍક્સાઇટેડ હતી તેમાં જોડાવા માટે, પરંતુ જ્યારે હું ત્યાં ફરીને તમિલનાડુ જઈને પાછી આવી, તો ત્યાં મને જે લાભ મળ્યો તે પછી મને હવે ખૂબ જ વધુ ગર્વ અનુભવ થાય છે that I have been the part of this programme, તો મને ખૂબ જ વધુ ખુશી છે તે કાર્યક્રમમાં ભાગ લેવાની અને હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું આપનો કે આપે અમારા જેવા યુવાનો માટે આટલો સારો કાર્યક્રમ બનાવ્યો જેનાથી આપણે ભારતના વિભિન્ન ભાગની સંસ્કૃતિને અપનાવી શકીએ છીએ.
પ્રધાનમંત્રીજી: વિશાખાજી, તમે શું ભણો છો?
વિશાખાજી: હું કમ્પ્યૂટર સાયન્સ ઍન્જિનિયરિંગની બીજા વર્ષની વિદ્યાર્થિની છું.
પ્રધાનમંત્રીજી: અચ્છા વિશાખાજી, તમેં કયા રાજ્યમાં જવું છે, ક્યાં જોડાવું છે તે નિર્ણય કેવી રીતે કર્યો?
વિશાખાજી: જ્યારે મેં આ યુવા સંગમ વિશે સર્ચ કરવાનું શરૂ કર્યું ગૂગલ પર, ત્યારે મને ખબર પડી ગઈ હતી કે બિહારના delegatesને તમિલનાડુના delegates સાથે ઍક્સ્ચૅન્જ કરવામાં આવે છે. તમિલનાડુ સંસ્કૃતિની રીતે ઘણું સમૃદ્ધ રાજ્ય છે આપણા દેશનું, તો તે સમયે પણ જ્યારે મેં એ જાણ્યું, એ જોયું કે બિહારના લોકોને તમિલનાડુ મોકલવામાં આવી રહ્યા છે, તો તેણે પણ મને વધુ મદદ કરી એ નિર્ણય લેવામાં કે મારે ફૉર્મ ફિલ કરવું જોઈએ, ત્યાં જવું જોઈએ કે નહીં અને હું સાચે જ આજે ખૂબ જ વધુ ગૌરવાન્વિત અનુભવી રહી છું કે મેં તેમાં ભાગ લીધો અને મને ખૂબ જ આનંદ છે.
પ્રધાનમંત્રીજી: તમારે પહેલી વાર જવાનું થયું તમિલનાડુ?
વિશાખાજી: જી, હું પહેલી વાર ગઈ હતી.
પ્રધાનમંત્રીજી: અચ્છા, કોઈ ખાસ યાદગાર ચીજ, જો તમે કહેવા ઈચ્છતા હો, તો શું કહેશો? દેશના યુવાનો સાંભળી રહ્યા છે તમને.
વિશાખાજી: જી, પૂરી યાત્રા જ મારા માટે ખૂબ જ સારી રહી. એક-એક પડાવ પર અમે ઘણી બધી ચીજો શીખી છે. મેં તમિલનાડુ જઈને સારા મિત્રો બનાવ્યા છે. ત્યાંની સંસ્કૃતિને અપનાવી છે. ત્યાંના લોકોને હું મળી. પરંતુ સૌથી વધુ સારી ચીજ જે મને લાગી ત્યાં તે પહેલી ચીજ એ હતી કે કોઈને પણ તક નથી મળી ઈસરોમાં જવાની અને અમે પ્રતિનિધિઓ હતાં તો અમને એ તક મળી હતી કે અમે ઈસરોમાં જઈએ. પ્લસ, બીજી વાત સૌથી સારી હતી તે જ્યારે અમે રાજભવન ગયાં અને અમે તમિલનાડુના રાજ્યપાલજીને મળ્યાં. તે બે ક્ષણ જે હતી તે મારા માટે ઘણી સારી હતી અને મને એવું લાગ્યું કે જે ઍજમાં અમે છીએ ઍઝ અ યૂથ, અમને એ તક ન મળી શકત જે યુવા સંગમ દ્વારા મળી છે. તો આ ઘણી સારી અને સૌથી યાદગાર ક્ષણો હતી મારા માટે.
પ્રધાનમંત્રીજી: બિહારમાં જમવાની રીત અલગ છે, તમિલનાડુમાં જમવાની રીત અલગ છે.
વિશાખાજી: જી.
પ્રધાનમંત્રીજી: તો તે સેટ થઈ ગઈ હતી પૂરી રીતે?
વિશાખાજી: ત્યાં જ્યારે અમે લોકો ગયા હતા તો South Indian Cuisine છે ત્યાં તમિલનાડુમાં. તો જેવા અમે લોકો ગયાં તો અમારા જવાની સાથે અમને ડોસા, ઇડલી, સાંભર, ઉત્તપમ, વડા, ઉપમા આ બધું પીરસવામાં આવ્યું હતું. તો પહેલા અમે જ્યારે ટ્રાય કર્યું તો that was too good! ત્યાંનું ખાણું જે છે તે બહુ જ હૅલ્ધી છે ઍક્ચ્યુઅલી ખૂબ જ, ટેસ્ટમાં પણ ખૂબ જ સારું છે અને અમારા નૉર્થના ભોજન કરતાં ખૂબ જ અલગ છે તો મને ત્યાં જમવાનું પણ બહુ સારું લાગ્યું અને ત્યાંના લોકો પણ બહુ સારા લાગ્યા.
પ્રધાનમંત્રીજી: તો હવે તો દોસ્ત પણ બની ગયા હશે ને તમિલનાડુમાં?
વિશાખાજી: જી. જી ત્યાં અમે રોકાયાં હતાં NIT Trichy માં, તે પછી IIT Madrasમાં તો તે બંને જગ્યાના સ્ટુડન્ટ્સ સાથે તો મારી દોસ્તી થઈ ગઈ છે. પ્લસ વચમાં એક CIIની Welcome Ceremony હતી તો ત્યાં, ત્યાંની આસપાસની કૉલેજના ઘણા બધા વિદ્યાર્થીઓ આવ્યા હતા. તો ત્યાં અમે તે વિદ્યાર્થીઓ સાથે પણ વાતચીત કરી અને મને ખૂબ જ સારું લાગ્યું તે લોકો સાથે મળીને. ઘણા લોકો તો મારા મિત્રો પણ છે. અને કેટલાક Delegates પણ મળ્યાં હતાં, જે તમિલનાડુના Delegates બિહાર આવી રહ્યાં હતાં, તો અમારી વાતચીત તેમની સાથે થઈ હતી અને અમે અત્યારે પણ અરસપરસ વાત કરીએ છીએ તો મને ઘણું સારું લાગે છે.
પ્રધાનમંત્રીજી: તો વિશાખાજી, તમે એક બ્લૉગ લખો અને સૉશિયલ મિડિયા પર, આ તમારો આખો અનુભવ, એક તો આ યુવા સંગમનો, પછી ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’નો અને પછી તમિલનાડુમાં જે આત્મીયતા મળી, જે તમારો સ્વાગત-સત્કાર થયો. તમિલ લોકોનો જે પ્રેમ મળ્યો, તે બધી ચીજો દેશને જણાવો તમે. તો તમે લખશો?
વિશાખાજી: જી, જરૂર.
પ્રધાનમંત્રીજી: તો મારી તરફથી તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે અને ખૂબ-ખૂબ ધન્યવાદ.
વિશાખાજી: જી, thank you so much. નમસ્કાર.
ગ્યામર અને વિશાખા, તમને મારી ખૂબ-ખૂબ શુભકામનાઓ. યુવા સંગમમાં તમે જે શીખ્યું છે તે જીવનપર્યંત તમારી સાથે રહે. આ જ મારી તમારા બધાં પ્રત્યે શુભકામના છે.
સાથીઓ, ભારતની શક્તિ તેની વિવિધતામાં છે. આપણા દેશમાં જોવા માટે ઘણું બધું છે. તેને ધ્યાનમાં રાખીને શિક્ષણ મંત્રાલયે ‘યુવા સંગમ’ નામથી એક શ્રેષ્ઠ પહેલ કરી છે. આ પહેલનો ઉદ્દેશ્ય people to people connect વધારવાની સાથે જ દેશના યુવાનોને પરસ્પર હળવામળવાની તક આપવાનો છે. વિભિન્ન રાજ્યોની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને તેની સાથે જોડવામાં આવી છે. ‘યુવા સંગમ’માં યુવાનો બીજાં રાજ્યોનાં શહેરો અને ગામડાંઓમાં જાય છે. ‘યુવાસંગમ’ના પહેલા રાઉન્ડમાં લગભગ ૧,૨૦૦ યુવાનો દેશનાં ૨૨ રાજ્યોનો પ્રવાસ ખેડી ચૂક્યા છે. જે પણ યુવાનો તેનો હિસ્સો બન્યા છે, તેઓ પોતાની સાથે એવી સ્મૃતિ લઈને પાછા ફર્યા છે જે જીવનભર તેમના હૃદયમાં વસેલી રહેશે. આપણે જોયું છે કે અનેક મોટી કંપનીના CEO, બિઝનેસ લીડર્સે ‘બૅગ પૅકર્સ’ની જેમ ભારતમાં સમય વિતાવ્યો છે. હું જ્યારે બીજા દેશના લીડરોને મળું છું તો ઘણી વાર તેઓ પણ કહે છે કે તેઓ પોતાની યુવાવસ્થામાં ભારત ફરવા આવ્યા હતા. આપણા ભારતમાં એટલું બધું જાણવા અને જોવા માટે છે કે તમારી ઉત્સુકતા દર વખતે વધતી જ જશે. મને આશા છે કે આ રોમાંચક અનુભવોને જાણીને તમે પણ દેશના અલગ-અલગ હિસ્સાઓની યાત્રા માટે જરૂર પ્રેરાશો.
મારા પ્રિય દેશવાસીઓ, કેટલાક દિવસ પહેલાં જ હું જાપાનના હિરોશિમામાં હતો. ત્યાં મને ‘હિરોશિમા પીસ મેમોરિયલ મ્યૂઝિયમ’માં જવાનો અવસર મળ્યો. આ એક ભાવુક કરી દેનારો અનુભવ હતો. જ્યારે આપણે ઇતિહાસની સ્મૃતિઓને સાચવીને રાખીએ છીએ તો તે આવનારી પેઢીઓની બહુ જ મદદ કરે છે. ઘણી વાર મ્યૂઝિયમમાં આપણને નવા પાઠ મળે છે તો અનેક વાર આપણને ઘણું બધું શીખવા મળે છે. કેટલાક દિવસો પહેલાં જ ભારતમાં International Museum Expo નું પણ આયોજન કરાયું હતું. તેમાં દુનિયાના 1200 થી વધુ મ્યૂઝિયમની વિશેષતાઓને દર્શાવવામાં આવી હતી. આપણે ત્યાં ભારતમાં અલગ-અલગ પ્રકારનાં આવાં અનેક મ્યૂઝિયમ છે જે આપણા અતીત સાથે જોડાયેલાં અનેક પાસાંને પ્રદર્શિત કરે છે, જેમ કે ગુરુગ્રામમાં એક અનોખું સંગ્રહાલય છે- Museo Camera તેમાં 1860 પછીના આઠ હજારથી વધુ કેમેરાનો સંગ્રહ રહેલો છે. તમિલનાડુના Museum of possibilities ને આપણા દિવ્યાંગજનોને ધ્યાનમાં રાખીને, ડિઝાઇન કરવામાં આવ્યું છે. મુંબઈનું છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય પણ આવું જ એક મ્યૂઝિયમ છે જેમાં 70 હજારથી વધુ ચીજો સંરક્ષિત કરવામાં આવી છે. વર્ષ 2010 માં સ્થાપિત, Indian Memory Project એક રીતે online museum છે. તે દુનિયાભરમાંથી મોકલાયેલી તસવીરો અને વાર્તાઓના માધ્યમથી ભારતના ગૌરવશાળી ઇતિહાસની કડીઓને જોડવામાં લાગેલું છે. વિભાજનની વિભિષિકા સાથે જોડાયેલી સ્મૃતિઓને પણ સામે લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વિતેલાં વર્ષોમાં આપણે ભારતમાં નવા-નવા પ્રકારના મ્યૂઝિયમ અને મેમોરિયલ બનતાં જોયાં છે. સ્વાધીનતા સંગ્રામમાં આદિવાસી ભાઈ-બહેનોના યોગદાનને સમર્પિત 10 નવાં મ્યૂઝિયમ બનાવવામાં આવી રહ્યાં છે. કોલકાતાના વિક્ટૉરિયા મેમોરિયલમાં બિપ્લોબી ભારત ગેલેરી હોય કે પછી જલિયાવાલાં બાગ મેમોરિયલનો પુનરોદ્ધાર, દેશના બધા પૂર્વ પ્રધાનમંત્રીઓને સમર્પિત PM Museum પણ આજે દિલ્હીની શોભા વધારી રહ્યું છે. દિલ્હીમાં જ National War Memorial અને Police Memorialમાં દર રોજ અનેકો લોકો શહીદોને નમન કરવા આવે છે. ઐતિહાસિક દાંડી યાત્રાને સમર્પિત દાંડી મેમોરિયલ હોય કે પછી Statue Of Unity Museum. ચાલો, મારે અહીં જ અટકી જવું પડશે કારણકે દેશભરમાં મ્યૂઝિયમની સૂચિ ઘણી લાંબી છે અને પહેલી વાર દેશમાં બધાં મ્યૂઝિયમ વિશે જરૂરી જાણકારીઓને સંકલિત પણ કરવામાં આવી છે. મ્યૂઝિયમ કયા થીમ પર આધારિત છે, ત્યાં કયા પ્રકારની વસ્તુઓ રાખી છે, ત્યાંની સંપર્કની વિગતો શું છે- આ બધું એક ઑનલાઇન ડિરેક્ટરીમાં સમાવાયું છે. મારો તમને અનુરોધ છે કે તમે જ્યારે પણ તક મળે, પોતાના દેશનાં આ MUSEUMSને જોવા જરૂર જજો. તમે ત્યાંની આકર્ષક તસવીરોને # (હેશટેગ) Museum Memories પર શૅર કરવાનું પણ ન ભૂલતા. તેનાથી પોતાની વૈભવશાળી સંસ્કૃતિની સાથે આપણા ભારતીયોનું જોડાણ વધુ મજબૂત થશે.
મારા પ્રિય દેશવાસીઓ, આપણે બધાએ એક કહેવત અનેક વાર સાંભળી હશે- વારંવાર સાંભળી હશે. ‘બિન પાની સબ સૂન’. પાણી વગર જીવન પર સંકટ તો રહે જ છે, વ્યક્તિ અને દેશનો વિકાસ પણ ઠપ થઈ જાય છે. ભવિષ્યના આ પડકારને જોઈને આજે દેશના દરેક જિલ્લામાં 75 અમૃત સરોવરોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આપણાં અમૃત સરોવરો, એટલા માટે વિશેષ છે કારણકે, તે સ્વતંત્રતાના અમૃત કાળમાં બની રહ્યાં છે અને તેમાં લોકોનો અમૃત પ્રયાસ લાગેલો છે. તમને જાણીને સારું લાગશે કે અત્યાર સુધીમાં 50 હજારથી વધુ અમૃત સરોવરોનું નિર્માણ પણ થઈ ચૂક્યું છે. તે જળ સંરક્ષણની દિશામાં ઘણું મોટું પગલું છે.
સાથીઓ, આપણે દરેક ઉનાળામાં આ જ રીતે, પાણી સાથે જોડાયેલા પડકારો વિશે વાત કરતા રહીએ છીએ. આ વખતે પણ આપણે આ વિષયને લઈશું પરંતુ આ વખતે ચર્ચા કરીશું જળ સંરક્ષણ સાથે જોડાયેલાં સ્ટાર્ટ અપ્સની. એક સ્ટાર્ટ અપ છે- FluxGen. તે સ્ટાર્ટ અપ IOT enabled ટેક્નિક દ્વારા વૉટર મેનેજમેન્ટનો વિકલ્પ આપે છે. તે ટૅક્નૉલૉજી પાણીના વપરાશની પૅટર્ન જણાવશે અને પાણીના અસરકારક વપરાશમાં મદદ કરશે. એક બીજું સ્ટાર્ટ અપ છે- LivNSense. તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ પર આધારિત પ્લેટફૉર્મ છે. તેની મદદથી પાણી વિતરણની અસરકારક દેખરેખ કરી શકાશે. તેનાથી એ પણ ખબર પડશે કે ક્યાં કેટલું પાણી વેડફાઈ રહ્યું છે. એક બીજું સ્ટાર્ટ અપ છે ‘કુંભી કાગઝ’. આ કુંભી કાગઝ એક એવો વિષય છે, મને પાકો વિશ્વાસ છે કે તમને પણ ખૂબ જ ગમશે. ‘કુંભી કાગઝ’ સ્ટાર્ટ અપે પોતાનું એક વિશેષ કામ શરૂ કર્યું છે. તે જળકુંભીથી કાગળ બનાવવાનું કામ કરી રહ્યું છે, અર્થાત્, જે જળકુંભી ક્યારેક જળસ્રોતો માટે એક સમસ્યા સમજવામાં આવતી હતી તે હવે કાગળ બનાવવા લાગી છે.
સાથીઓ, અનેક યુવાનો જો ઇનૉવેશન અને ટૅક્નૉલૉજી પર કામ કરી રહ્યા છે તો અનેક યુવાનો એવા પણ જે સમાજને જાગૃત કરવાના મિશનમાં પણ લાગેલાં છે, જેમ કે છત્તીસગઢના બાલોદ જિલ્લાના યુવાનો. ત્યાંના યુવાનોએ પાણી બચાવવા માટે એક અભિયાન શરૂ કર્યું છે. તેઓ ઘરે-ઘરે જઈને લોકોને જળ સંરક્ષણ માટે જાગૃત કરે છે. ત્યાં લગ્ન જેવા કોઈ પ્રસંગનું આયોજન થાય છે તો યુવાનોનું આ ગ્રૂપ ત્યાં જઈને પાણીના દુરુપયોગને કેવી રીતે રોકી શકાય તેની જાણકારી આપે છે. પાણીના સદુપયોગ સાથે જોડાયેલો એક પ્રેરક પ્રયાસ ઝારખંડના ખૂંટી જિલ્લામાં પણ થઈ રહ્યો છે. ખૂંટીમાં લોકોએ પાણીના સંકટમાંથી ઉગરવા માટે બોરી બાંધનો રસ્તો કાઢ્યો છે. બોરી બાંધનું પાણી એકઠું થવાના કારણે ત્યાં શાક-ભાજીઓ પણ ઉત્પન્ન થવા લાગી છે. તેનાથી લોકોની આવક પણ વધી રહી છે અને વિસ્તારની જરૂરિયાતો પણ પૂરી થઈ રહી છે. જનભાગીદારીનો કોઈ પણ પ્રયાસ કેવી રીતે અનેક પરિવર્તનને સાથે લઈને આવે છે તેનું ખૂંટી એક આકર્ષક ઉદાહરણ બની ગયું છે. હું ત્યાંના લોકોના આ પ્રયાસને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.
મારા પ્રિય દેશવાસીઓ, ૧૯૬૫ના યુદ્ધના સમયે, આપણા પૂર્વ પ્રધાનમંત્રી લાલબહાદુર શાસ્ત્રીજીએ જય જવાન, જય કિસાનનું સૂત્ર આપ્યું હતું. પછી અટલજીએ તેમાં જય વિજ્ઞાન પણ જોડ્યું હતું. કેટલાંક વર્ષ પહેલાં દેશના વૈજ્ઞાનિકો સાથે વાત કરતાં મેં જય અનુસંધાનની વાત કરી હતી. ‘મન કી બાત’માં આજે વાત એક એવા વ્યક્તિની, એક એવી સંસ્થાની, જે જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન અને જય અનુસંધાન, આ ચારેયનું પ્રતિબિંબ છે. આ સજ્જન છે, મહારાષ્ટ્રના શ્રીમાન શિવાજી શામરાવ ડોલેજી. શિવાજી ડોલે નાસિક જિલ્લાના એક નાનકડા ગામમાં રહે છે. તેઓ ગરીબ આદિવાસી ખેડૂત પરિવારમાંથી આવે છે અને એક પૂર્વ સૈનિક પણ છે. સેનામાં રહીને તેમણે પોતાનું જીવન દેશ માટે સમર્પિત કર્યું. નિવૃત્ત થયા પછી તેમણે કંઈક નવું શીખવાનો નિર્ણય કર્યો અને Agricultureમાં ડિપ્લૉમા કર્યો, અર્થાત્, તેઓ જય જવાનથી જય કિસાન તરફ આગળ વધ્યા. હવે દરેક પળે તેમનો પ્રયાસ હોય છે કે કૃષિ ક્ષેત્રમાં કેવી રીતે વધુમાં વધુ યોગદાન આપી શકાય. પોતાના આ અભિયાનમાં શિવાજી ડોલેજીએ 20 લોકોની એક નાનકડી ટીમ બનાવી અને કેટલાક પૂર્વ સૈનિકોને પણ તેમાં જોડ્યા. તે પછી તેમની આ ટીમે ‘વેંકટેશ્વર કૉ-ઑપરેટિવ પાવર ઍન્ડ એગ્રો પ્રૉસેસિંગ લિમિટેડ’ નામની એક સહકારી સંસ્થાનું પ્રબંધન પોતાના હાથમાં લઈ લીધું. આ સહકારી સંસ્થા નિષ્ક્રિય હતી, જેને પુનર્જીવિત કરવાનું બીડું તેમણે ઝડપ્યું. જોતજોતામાં આજે વેંકટેશ્વર કૉ-ઑપરેટિવનો વિસ્તાર અનેક જિલ્લામાં થઈ ગયો છે. આજે આ ટીમ મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં કામ કરી રહી છે. તેમાં લગભગ ૧૮ હજાર લોકો જોડાયેલા છે, જેમાં મોટી સંખ્યામાં આપણા પૂર્વ સૈનિકો પણ છે. નાસિકના માલેગાંવમાં આ ટીમના સભ્ય 500 એકરથી વધુ જમીનમાં ‘ઍગ્રો ફાર્મિંગ’ કરી રહ્યા છે. આ ટીમ જળ સંરક્ષણ માટે પણ અનેક તળાવો બનાવવામાં પણ લાગેલી છે. ખાસ વાત એ છે કે તેમણે ઑર્ગેનિક ફાર્મિંગ અને ડૅરી પણ શરૂ કરી છે. હવે તેમની ઉગાડેલી દ્રાક્ષને યુરોપમાં નિકાસ કરવામાં આવે છે. આ ટીમની જે બે મોટી વિશેષતાઓએ મારું ધ્યાન આકર્ષિત કર્યું છે તે છે જય વિજ્ઞાન અને જય અનુસંધાન. તેના સભ્યો ટૅક્નૉલૉજી અને ‘મૉડર્ન ઍગ્રો પ્રેક્ટિસ’નો વધુમાં વધુ ઉપયોગ કરી રહ્યા છે. બીજી વિશેષતા એ છે કે તેઓ નિકાસ માટે જરૂરી અનેક પ્રકારનાં સર્ટિફિકેશન પર પણ ધ્યાન આપી રહ્યા છે. ‘સહકારથી સમૃદ્ધિ’ની ભાવના સાથે કામ કરી રહેલી આ ટીમની હું પ્રશંસા કરું છું. આ પ્રયાસથી મોટી સંખ્યામાં લોકોનું સશક્તિકરણ તો થયું જ છે, પરંતુ આજીવિકાનાં અનેક સાધન પણ બન્યાં છે. મને આશા છે કે આ પ્રયાસ ‘મન કી બાત’ના પ્રત્યેક શ્રોતાને પ્રેરિત કરશે.
મારા પ્રિય દેશવાસીઓ, આજે ૨૮ મેએ, મહાન સ્વતંત્રતા સેનાની, વીર સાવરકરજીની જયંતી છે. તેમના ત્યાગ, સાહસ અને સંકલ્પ શક્તિ સાથે જોડાયેલી ગાથાઓ આજે પણ આપણને સહુને પ્રેરે છે. હું તે દિવસ નથી ભૂલી શકતો જ્યારે હું અંડમાનમાં, એ કોટડીમાં ગયો હતો જ્યાં વીર સાવરકરે કાળા પાણીની સજા ભોગવી હતી. વીર સાવરકરનું વ્યક્તિત્વ દૃઢતા અને વિશાળતાયુક્ત હતું. તેમના નિર્ભિક અને સ્વાભિમાની સ્વભાવને ગુલામીની માનસિકતા જરા પણ પસંદ નહોતી આવતી. સ્વતંત્રતા આંદોલન જ નહીં, સામાજિક સમાનતા અને સામાજિક ન્યાય માટે પણ વીર સાવરકરે જેટલું કર્યું તેને આજે પણ યાદ કરવામાં આવે છે.
સાથીઓ, કેટલાક દિવસ પછી ચાર જૂને સંત કબીરદાસજીની પણ જયંતી છે. કબીરદાસજીએ જે માર્ગ આપણને દેખાડ્યો છે તે આજે પણ એટલો જ પ્રાસંગિક છે. કબીરદાસજી કહેતા હતા,
“कबीरा कुआँ एक है, पानी भरे अनेक |
बर्तन में ही भेद है, पानी सब में एक ||”
અર્થાત્, કુવા પર ભલે ભિન્ન-ભિન્ન પ્રકારના લોકો પાણી ભરવા આવે, પરંતુ કુવો કોઈની વચ્ચે ભેદ નથી કરતો, પાણી તો બધાં વાસણમાં એક જ હોય છે. સંત કબીરે સમાજને વિભાજીત કરનારી દરેક કુપ્રથાનો વિરોધ કર્યો હતો. સમાજને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો. આજે, જ્યારે દેશ વિકસિત થવાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યો છે, તો આપણે, સંત કબીરમાંથી પ્રેરણા લેતાં, સમાજને સશક્ત કરવાના પોતાના પ્રયાસ વધુ વધારવા જોઈએ.
મારા પ્રિય દેશવાસીઓ, હવે હું તમારી સાથે દેશની એક એવી મહાન હસ્તી વિશે ચર્ચા કરવા જઈ રહ્યો છું જેમણે રાજનીતિ અને ફિલ્મ જગતમાં પોતાની અદ્ભુત પ્રતિભાના જોરે અમિટ છાપ છોડી. તે મહાન હસ્તીનું નામ છે એન. ટી. રામારાવ, જેમને આપણે બધાં NTRના નામથી પણ ઓળખીએ છીએ. આજે એન. ટી. આર.ની 100મી જયંતી છે. પોતાની બહુમુખી પ્રતિભાના જોરે તેઓ ન માત્ર તેલુગુ સિનેમાના મહાનાયક બન્યા, પરંતુ તેમણે કરોડો લોકોનાં મન પણ જીત્યાં. શું તમને ખબર છે કે તેમણે ૩૦૦થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું? તેમણે અનેક ઐતિહાસિક પાત્રોને પોતાના અભિનયના બળ પર ફરીથી જીવંત કરી દીધાં હતાં. ભગવાન કૃષ્ણ, રામ અને એવી કેટલીય અન્ય ભૂમિકાઓમાં એન. ટી. આર.નો અભિનય લોકોને એટલો પસંદ આવ્યો કે લોકો આજે પણ તેમને યાદ કરે છે. એન. ટી. આર.એ સિનેમા જગતની સાથોસાથ રાજનીતિમાં પણ પોતાની અલગ ઓળખ બનાવી હતી. તેમાં પણ તેમને લોકોનો ભરપૂર પ્રેમ અને આશીર્વાદ મળ્યો. દેશ-દુનિયામાં લાખો લોકોનાં મન પર રાજ કરનારા એન. ટી. રામારાવજીને હું મારી વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું.
મારા પ્રિય દેશવાસીઓ, ‘મન કી બાત’માં આ વખતે આટલું જ. આવતી વખતે કેટલાક નવા વિષયો સાથે આપની વચ્ચે આવીશ, ત્યાં સુધી
કેટલાક વિસ્તારોમાં ગરમી હજુ પણ વધી હશે. ક્યાંક-ક્યાંક વરસાદ પણ શરૂ થઈ જશે. તમારે ઋતુની દરેક પરિસ્થિતિમાં તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું છે. 21 જૂને આપણે ‘વિશ્વ યોગ દિવસ’ પણ મનાવીશું. તેની પણ દેશ-વિદેશમાં તૈયારીઓ ચાલી રહી છે. તમે આ તૈયારીઓ વિશે પણ તમારા ‘મનની વાત’ મને લખતા રહેજો. કોઈ અન્ય વિષય પર બીજી કોઈ જાણકારી જો તમને મળે તો તે પણ મને જણાવજો. મારા પ્રયાસ વધુમાં વધુ સૂચનોને ‘મન કી બાત’માં લેવાના રહેશે. એક વાર ફરી તમારા સહુનો ખૂબ-ખૂબ ધન્યવાદ. હવે મળીશું- આગલા મહિને, ત્યાં સુધી મને વિદાય આપો. નમસ્કાર.
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે ‘મન કી બાત’ની સોમી કડી છે. મને તમારા બધાના હજારો પત્રો મળ્યા છે. લાખો સંદેશાઓ મળ્યા છે અને મેં પ્રયાસ કર્યો છે કે વધુમાં વધુ પત્રોને વાંચું, જોઉં. સંદેશાઓને જરા સમજવાનો પ્રયાસ કરું. તમારા પત્રો વાંચીને અનેક વાર હું ભાવુક થયો, ભાવસભર થઈ ગયો, ભાવનાઓમાં વહી ગયો અને પછી પોતાને સંભાળી પણ લીધો. તમે મને ‘મન કી બાત’ના સોમા હપ્તા માટે વધામણી આપી છે પરંતુ હું સાચા હૃદયથી કહું છું કે વાસ્તવમાં વધામણીને પાત્ર તો તમે સહુ ‘મન કી બાત’ના શ્રોતા છો, આપણા દેશવાસી છો. ‘મન કી બાત’ કોટિ-કોટિ ભારતીયોના ‘મન કી બાત’ છે, તેમની ભાવનાની અભિવ્યક્તિ છે.
સાથીઓ, 3 ઑક્ટોબર 2014, વિજયાદશમીનો તે તહેવાર હતો અને આપણે બધાંએ મળીને વિજયાદશમીના દિવસે ‘મન કી બાત’ની યાત્રા શરૂ કરી હતી. વિજયાદશમી અર્થાત દુર્ગણો પર સદ્ગુણોની જીતનો તહેવાર. ‘મન કી બાત’ પણ દેશવાસીઓના સદ્ગુણો, સકારાત્મકતાનો એક અનોખો તહેવાર બની ગયો છે. એક એવો તહેવાર જે દર મહિને આવે છે, જેની પ્રતીક્ષા આપણને સહુને હોય છે. આપણે તેમાં પૉઝિટિવિટીને સેલિબ્રેટ કરીએ છીએ. આપણે તેમાં લોકોની સહભાગિતાને પણ ઉજવીએ છીએ. ઘણી વાર વિશ્વાસ નથી થતો કે ‘મન કી બાત’ને આટલા મહિના અને આટલાં વર્ષો વિતી ગયાં. દરેક કડી પોતાની રીતે વિશેષ રહી. દરેક વખતે, નવાં ઉદાહરણોની નવીનતા, દરેક વખતે દેશવાસીઓની નવી સફળતાનો વિસ્તાર. ‘મન કી બાત’માં સમગ્ર દેશના ખૂણે-ખૂણેથી લોકો જોડાયા, દરેક આયુ-વર્ગના લોકો જોડાયા. બેટી-બચાવો, બેટી પઢાઓની વાત હોય, સ્વચ્છ ભારત આંદોલન હોય, ખાદી પ્રત્યે પ્રેમ હોય કે પછી પ્રકૃતિની વાત,
સ્વતંત્રતાનો અમૃત મહોત્સવ હોય કે પછી અમૃત સરોવરની વાત, ‘મન કી બાત’ જે વિષય સાથે જોડાઈ તે જન આંદોલન બની ગયો અને તમે લોકોએ બનાવી દીધો. જ્યારે મેં અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રાધ્યક્ષ બરાક ઓબામા સાથે સંયુક્ત રીતે ‘મન કી બાત’ કરી હતી તો તેની ચર્ચા પૂરા વિશ્વમાં થઈ હતી.
સાથીઓ, ‘મન કી બાત’ મારા માટે બીજાના ગુણોની પૂજા કરવા જેવી જ રહી છે. મારા એક માર્ગદર્શક હતા – શ્રી લક્ષ્મણરાવજી ઈનામદાર. અમે તેમને વકીલ સાહેબ કહેતા હતા. તેઓ હંમેશાં કહેતા હતા કે આપણે બીજાના ગુણોની પૂજા કરવી જોઈએ. સામે કોઈ પણ હોય, તમારી સાથે હોય, કે તમારા વિરોધી હોય, આપણે તેમના સારા ગુણોને જાણવાનો, તેમનામાંથી શીખવાનો પ્રયાસ કરવો જોઈએ. તેમની આ વાતે મને હંમેશાં પ્રેરણા આપી છે. ‘મન કી બાત’ બીજાના ગુણોમાંથી શીખવાનું બહુ મોટું માધ્યમ બની ગઈ છે.
મારા પ્રિય દેશવાસીઓ, આ કાર્યક્રમે મને ક્યારેય તમારાથી દૂર નથી થવા દીધો. મને યાદ છે, જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો તો ત્યાં સામાન્ય જન સાથે હળવા-મળવાનું સ્વાભાવિક રીતે જ થઈ જતું હતું. મુખ્યમંત્રીનું કામકાજ અને કાર્યકાળ આવો જ હોય છે. હળવા-મળવાના અવસરો ઘણા મળતા જ રહે છે. પરંતુ વર્ષ 2014માં દિલ્લી આવ્યા પછી મેં જોયું કે અહીંનું જીવન તો ખૂબ જ અલગ છે. કામનું સ્વરૂપ અલગ, જવાબદારી અલગ, સ્થિતિઓ, પરિસ્થિતિઓનાં બંધન, સુરક્ષાની ઝાકમઝાળ,સમયની સીમા. શરૂઆતના દિવસોમાં કંઈક અલગ અનુભવતો હતો, ખાલીપણાનો અનુભવ કરતો હતો. પચાસ વર્ષ પહેલાં મેં મારું ઘર એટલા માટે નહોતું છોડ્યું કે એક દિવસ પોતાના જ લોકો સાથે સંપર્ક અઘરો થઈ જાય. જે દેશવાસી મારું બધું જ છે, હું તેમનાથી દૂર રહીને જીવી ન શકું.
‘મન કી બાત’એ મને આ પડકારનું સમાધાન આપ્યું, સામાન્ય માનવી સાથે જોડાવાનો માર્ગ આપ્યો. પદભાર અને પ્રૉટૉકૉલ, વ્યવસ્થા સુધી જ સીમિત રહ્યો અને જનભાવ, કોટિ-કોટિ જનોની સાથે, મારો ભાવ, વિશ્વનો અતૂટ અંગ બની ગયો. દર મહિને દેશના લોકોના હજારો સંદેશાઓ વાંચું છું, દર મહિને દેશવાસીઓના એક-એકથી ચડિયાતાં અદ્ભુત સ્વરૂપનાં દર્શન કરું છું. હું દેશવાસીઓના તપ-ત્યાગની પરાકાષ્ઠાને જોઉં છું, અનુભવું છું. મને લાગતું જ નથી કે હું તમારાથી થોડો પણ દૂર છું. મારા માટે ‘મન કી બાત’ એ એક કાર્યક્રમ નથી, મારા માટે એક આસ્થા, પૂજા, વ્રત છે. જેવી રીતે લોકો ઈશ્વરની પૂજા કરે છે, તો પ્રસાદનો થાળ લાવે છે, મારા માટે ‘મન કી બાત’ ઈશ્વર રૂપી જનતા જનાર્દનનાં ચરણોમાં પ્રસાદના થાળ જેવો હોય છે. ‘મન કી બાત’ મારા માટે મનની આધ્યાત્મિક યાત્રા બની ગઈ છે.
‘મન કી બાત’ સ્વથી સમષ્ટિની યાત્રા છે.
‘મન કી બાત’ અહમ્થી વયમ્ની યાત્રા છે.
આ તો હું નહીં, તું જ, એની સંસ્કાર સાધના છે.
તમે કલ્પના કરો, મારો કોઈ દેશવાસી 40-40 વર્ષથી નિર્જન પહાડી અને ઉજ્જડ જમીન પર ઝાડ રોપી રહ્યો છે, અનેક લોકો 30-30 વર્ષથી જળ સંરક્ષણ માટે વાવ અને તળાવ બનાવી રહ્યા છે, તેમની સફાઈ કરી રહ્યા છે. કોઈ 25-30 વર્ષથી નિર્ધન બાળકોને ભણાવી રહ્યું છે, કોઈ ગરીબોના ઉપચારમાં મદદ કરી રહ્યું છે. કેટલીય વાર ‘મન કી બાત’માં તેમનો ઉલ્લેખ કરતા હું ભાવુક બની ગયો છું. આકાશવાણીના સાથીઓને અનેક વાર તેને ફરીથી રેકૉર્ડ કરવું પડ્યું છે. આજે, જૂનું કેટલું બધું, આંખો સામે આવી રહ્યું છે. દેશવાસીઓના આ પ્રયાસોએ મને સતત પોતાની જાતને ખૂંપાવવાની પ્રેરણા આપી છે.
સાથીઓ, ‘મન કી બાત’માં જે લોકોનો આપણે ઉલ્લેખ કરીએ છીએ તે બધા આપણા નાયકો છે, જેમણે આ કાર્યક્રમને જીવંત બનાવ્યો છે. આજે જ્યારે આપણે 100મી કડીના મુકામ પર પહોંચ્યા છીએ તો મારી એ પણ ઈચ્છા છે કે આપણે એક વાર ફરી આ બધા નાયકો પાસે જઈને તેમની યાત્રા વિશે જાણીએ. આજે આપણે કેટલાક સાથીઓ સાથે વાત કરવાનો પ્રયાસ પણ કરીશું. મારી સાથે જોડાઈ રહ્યા છે હરિયાણાના ભાઈ સુનિલ જગલાનજી. સુનિલ જગલાનજીનો મારા મન પર આટલો પ્રભાવ એટલા માટે પડ્યો કારણકે હરિયાણામાં લિંગ અનુપાત પર ઘણી ચર્ચા થતી હતી અને મેં પણ ‘બેટી બચાઓ બેટી પઢાઓ’નું અભિયાન હરિયાણાથી જ શરૂ કર્યું હતું. અને તેની વચ્ચે જ્યારે સુનિલજીના ‘સેલ્ફી વિથ ડૉટર કેમ્પેઇન’ પર મારી નજર પડી તો મને ખૂબ જ સારું લાગ્યું. મેં પણ તેમની પાસેથી શીખ્યું અને તેને ‘મન કી બાત’માં સમાવિષ્ટ કર્યું. જોતજોતામાં ‘સેલ્ફિ વિથ ડૉટર’ એક વૈશ્વિક અભિયાનમાં પરિવર્તિત થઈ ગયું. અને તેમાં મુદ્દો સેલ્ફી નહોતો, ટૅક્નૉલૉજી નહોતો, પરંતુ તેમાં ડૉટરને, દીકરીને પ્રમુખતા આપવામાં આવી હતી. જીવનમાં દીકરીનું સ્થાન કેટલું મોટું હોય છે, આ અભિયાનથી તે પણ બહાર આવ્યું. આવા જ અનેક પ્રયાસનું પરિણામ છે કે આજે હરિયાણામાં લિંગ અનુપાતમાં સુધારો થયો છે. આવો, આજે સુનિલજી સાથે થોડી ગોષ્ઠિ કરીએ છીએ.
પ્રધાનમંત્રીજી- નમસ્કાર સુનિલજી,
સુનિલ- નમસ્કાર સર, મારો આનંદ ખૂબ વધી ગયો છે, સર, તમારો અવાજ સાંભળીને.
પ્રધાનમંત્રીજી- સુનિલજી, ‘સેલ્ફી વિથ ડૉટર’ દરેકને યાદ છે. આજે જ્યારે તેની ફરી ચર્ચા થઈ રહી છે, તો તમને કેવું લાગી રહ્યું છે?
સુનિલ- પ્રધાનમંત્રીજી, તે હકીકતમાં તમે જે અમારા પ્રદેશ હરિયાણાથી પાણીપતની ચોથી લડાઈ દીકરીઓના ચહેરા પર સ્મિત લાવવા માટે શરૂ કરી હતી જેને તમારા નેતૃત્વમાં સમગ્ર દેશે જીતવાનો પ્રયાસ કર્યો હતો, તો ખરેખર તે મારા માટે અને દરેક દીકરીના પિતા અને દીકરીઓને ચાહનારાઓ માટે બહુ મોટી વાત છે.
પ્રધાનમંત્રીજી- સુનિલજી, હવે તમારી દીકરીઓ કેવી છે, આજકાલ શું કરી રહી છે?
સુનિલ-જી, મારી દીકરીઓ નંદિની અને યાચિકા છે, એક સાતમા ધોરણમાં ભણે છે, એક ચોથા ધોરણમાં ભણે છે અને તમારી મોટી પ્રશંસક છે. તેમણે તમારા માટે થેંક્યૂ પ્રાઇમ મિનિસ્ટર કરીને પોતાની સહવિદ્યાર્થીઓ જે છે, વાસ્તવમાં પત્રો પણ લખાવ્યા હતા.
પ્રધાનમંત્રીજી – વાહ વાહ. અચ્છા, દીકરીઓને તમે મારા અને ‘મન કી બાત’ના શ્રોતાઓનાઘણા બધા આશીર્વાદ આપજો.
સુનિલ- ખૂબ ખૂબ ધન્યવાદ. તમારા કારણે તો દેશની દીકરીઓના ચહેરા પર સતત સ્મિત વધી રહ્યું છે.
પ્રધાનમંત્રીજી- ખૂબ ખૂબ ધન્યવાદ, સુનિલજી.
સુનિલ- જી, ધન્યવાદ.
સાથીઓ, મને એ વાતનો ખૂબ જ સંતોષ છે કે ‘મન કી બાત’માં આપણે દેશની નારી શક્તિની સેંકડો પ્રેરણાદાયક ગાથાઓનો ઉલ્લેખ કર્યો છે. પછી તે આપણી સેના હોય કે પછી ખેલ જગત હોય,મેં જ્યારે પણ મહિલાઓની ઉપલબ્ધિઓ પર વાત કરી છે, તેની ખૂબ જ પ્રશંસા થઈ છે. જેમ કે આપણે છત્તીસગઢના દેઉર ગામની મહિલાઓની ચર્ચા કરી હતી. આ મહિલાઓ સ્વયં સહાયતા સમૂહો દ્વારા ગામના પાદર, સડકો અને મંદિરોની સફાઈ માટે અભિયાન ચલાવે છે. આ જ રીતે, તમિલનાડુની તે આદિવાસી મહિલાઓ, જેમણે હજારો Eco friendly Terracotta cups (ટેરાકૉટા કપ્સ)ની નિકાસ કરી, તેમનામાંથી પણ દેશે ખૂબ જ પ્રેરણા મેળવી. તમિલનાડુમાં જ ૨૦ હજાર મહિલાઓએ સાથે આવીને વેલ્લોરમાં નાગ નદીને પુનર્જીવિત કરી હતી. આવાં કેટલાંય અભિયાનોને આપણી નારીશક્તિએ નેતૃત્વ આપ્યું છે અને ‘મન કી બાત’ તેમના પ્રયાસોને સામે લાવવાનો મંચ બની છે.
સાથીઓ, હવે આપણી સાથે ફૉન લાઇન પર એક બીજા સજ્જન ઉપસ્થિત છે. તેમનું નામ છે મંજૂર અહમદ. ‘મન કી બાત’માં જમ્મુ-કાશ્મીરની પેન્સિલ સ્લેટના વિશે વાત કરતા મંજૂર અહમદજીનો ઉલ્લેખ થયો હતો.
પ્રધાનમંત્રીજી-મંજૂર જી, કેમ છો તમે?
મંજૂરજી- થેંક્યૂ સર...એકદમ મજામાં, સાહેબ.
પ્રધાનમંત્રીજી-‘મન કી બાત’ની આ 100મી કડીમાં તમારી સાથે વાત કરીને મને બહુ સારું લાગી રહ્યું છે.
મંજૂરજી- થેંક્યૂ સાહેબ.
પ્રધાનમંત્રીજી- અચ્છા, આ પેન્સિલ સ્લેટવાળું કામ કેવું ચાલે છે?
મંજૂરજી- ખૂબ જ સરસ રીતે ચાલી રહ્યું છે. સાહેબ, ખૂબ જ સારી રીતે. જ્યારથી સાહેબ તમે અમારી વાત ‘મન કી બાત’માં કરી સાહેબ, ત્યારથી ખૂબ કામ વધી ગયું, સાહેબ અને બીજાની પણ આજીવિકા ખૂબ જ વધી છે, આ કામમાં.
પ્રધાનમંત્રીજી- કેટલા લોકોને હવે આજીવિકા મળતી હશે?
મંજૂર જી- અત્યારે મારી પાસે ૨૦૦ પ્લસ છે...
પ્રધાનમંત્રીજી- અરે વાહ! મને બહુ જ ખુશી થઈ.
મંજૂરજી- જી સાહેબ, અત્યારે એક-બે મહિનામાં તેને expand કરી રહ્યો છું અને 200 લોકોની આજીવિકા વધી જશે, સાહેબ.
પ્રધાનમંત્રીજી- વાહ, વાહ! જુઓ મંજૂર જી...
મંજૂરજી – જી સાહેબ...
પ્રધાનમંત્રીજી- મને બરાબર યાદ છે અને તે દિવસે તમે મને કહ્યું હતું કે આ એક એવું કામ છે જેની ન કોઈ ઓળખ છે, ન પોતાની ઓળખ છે અને તમને ખૂબ જ વેદના હતી અને આ કારણે તમને ખૂબ જ મુશ્કેલી પડતી હતી, તે પણ તમે કહી રહ્યા હતા, પરંતુ હવે તો ઓળખ પણ બની ગઈ અને ૨૦૦થી વધુ લોકોને આજીવિકા પણ આપી રહ્યા છો.
મંજૂરજી- જી સાહેબ, જી સાહેબ.
પ્રધાનમંત્રીજી- અને નવું expansion કરીને અને 200 લોકોને આજીવિકા આપી રહ્યા છો, તે તો ખૂબ જ આનંદ થાય તેવા સમાચાર આપ્યા તમે.
મંજૂરજી- Even સાહેબ, અહીં જે ખેડૂત છે, સાહેબ, તેમને પણ આમાં ખૂબ જ ફાયદો થયો, સાહેબ, ત્યારથી. 2000નું ઝાડ વેચતા હતા, અત્યારે ત્યાં ઝાડ 5000 સુધી પહોંચી ગયાં, સાહેબ. એટલી માગ વધી ગઈ છે તેમાં ત્યારથી...અને તેમાં પોતાની ઓળખ પણ બની ગઈ છે. તેના ઘણા બધા ઑર્ડર છે, મારી પાસે સાહેબ. અત્યારે હું આગામી એક-બે મહિનામાં વધુ expand કરીને અને બસ્સો–અઢીસો, બે-ચાર ગામમાં જેટલા પણ છોકરા-છોકરીઓ છે તેમાં ઍડ્જસ્ટ થઈ શકે છે, તેમને પણ આજીવિકા મળી શકે છે, સાહેબ.
પ્રધાનમંત્રીજી- જુઓ મંજૂરજી, vocal for local ની શક્તિ કેટલી જબરદસ્ત છે, તમે તેને સાકાર કરીને દેખાડી દીધી છે.
મંજૂરજી- જી સાહેબ.
પ્રધાનમંત્રીજી- મારી તરફથી તમને અને ગામના બધા ખેડૂતોને અને તમારી સાથે કામ કરી રહેલા બધા સાથીઓને પણ મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ, ધન્યવાદ ભાઈ.
મંજૂરજી- જી,ધન્યવાદ સાહેબ.
સાથીઓ, આપણા દેશમાં આવા કેટલાય પ્રતિભાશાળી લોકો છે, જે પોતાની મહેનતનાજોરેસફળતાના શિખર સુધી પહોંચ્યા છે. મને યાદ છે, વિશાખાપટ્નમના વેંકટ મુરલી પ્રસાદજીએ એક આત્મનિર્ભર ભારત chart share કરી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ વધુમાં વધુ ભારતીય ઉત્પાદનોનો જ ઉપયોગ કરશે.
જ્યારે બેતિયાના પ્રમોદજીએ LEDબલ્બ બનાવવાનું નાનું યૂનિટ ચાલુ કર્યું અથવા ગઢમુક્તેશ્વરના સંતોષજીએ સાદડીઓ (mats)બનાવવાનું કામ કર્યું, ‘મન કી બાત’ જ તેમનાં ઉત્પાદનોને સહુની સામે લાવવાનું માધ્યમ બન્યું. આપણે Make In Indiaનાં અનેક ઉદાહરણોથી લઈને Space Start Ups સુધીની ચર્ચા ‘મન કી બાત’માં કરી છે.
સાથીઓ, તમને યાદ હશે, કેટલાક હપ્તા પહેલાં મેં મણિપુરનાં બહેન વિજયશાંતિ દેવીજીનો પણ ઉલ્લેખ કર્યો હતો. વિજયશાંતિજી કમળના રેસાઓથી કપડાં બનાવે છે. ‘મન કી બાત’માં તેમના આ અનોખા eco friendly idea ની વાત થઈ તો તેમનું કામ વધુ popular થઈ ગયું. આજે વિજયશાંતિજી ફૉન પર આપણી સાથે છે.
પ્રધાનમંત્રીજી- નમસ્તે વિજયશાંતિજી. How are you?
વિજયશાંતિજી- Sir, I am fine.
પ્રધાનમંત્રીજી-And how’s your work going on?
વિજયશાંતિજી-Sir, still working along with my 30 women
પ્રધાનમંત્રીજી-In such a short period, you have reached 30 persons
team!
વિજયશાંતિજી- Yes sir, this year also more expand with 100 women in
my area.
પ્રધાનમંત્રીજી-So your target is 100 women...
વિજયશાંતિજી-yaa ! 100 womens.
પ્રધાનમંત્રીજી-And now people are familiar with this lotus team fiber.
વિજયશાંતિજી-Yes Sir, eveyone’s know from ‘Mann Ki Baat’ programme all over India.
પ્રધાનમંત્રીજી :- So now it’s very popular
વિજયશાંતિજી- Yes sir, from Prime Minister ‘Mann kiBaat’ programme everyone knows about lotus fibre.
પ્રધાનમંત્રીજી :- So now you got the market also ?
વિજયશાંતિજી:-Yes, I have got a market from USA also.They want to buy in bulk, in lots quantities, but I want to give from this year to send the U.S also.
પ્રધાનમંત્રીજી:- So, now you are exporter ?
વિજયશાંતિજી:-Yes sir, from this year, I export our product made in India Lotus fibre.
પ્રધાનમંત્રીજી :- So, when I say Vocal for Local and now Local for Global
વિજયશાંતિજી:-Yes sir, I want to reach my product all over the globe of all world.
પ્રધાનમંત્રીજી :- So congratulation and wish you best luck.
વિજયશાંતિજી:- Thank you sir .
પ્રધાનમંત્રીજી :- Thank you, Thank you VijayaShanti.
વિજયશાંતિજી:- Thank You sir.
સાથીઓ, ‘મન કી બાત’ની એક બીજી વિશેષતા રહી છે. ‘મન કી બાત’ દ્વારા કેટલાંય જન આંદોલનો એ જન્મ લીધો છે અને તેમણે ગતિ પણ પકડી છે. જેમ કે આપણાં રમકડાં, આપણા રમકડા ઉદ્યોગને ફરીથી સ્થાપિત કરવાનું મિશન ‘મન કી બાત’થી જ શરૂ થયું હતું. ભારતીય જાતિના શ્વાન આપણા દેશી ડૉગ્સ તેને લઈને જાગૃતિ વધારવાની શરૂઆત પણ ‘મન કી બાત’થી જ કરી હતી. આપણે એક બીજું અભિયાન શરૂ કર્યું હતું કે આપણા ગરીબ, નાના દુકાનદારો સાથે ભાવની રકઝક નહીં કરીએ, ઝગડો નહીં કરીએ. જ્યારે ‘હર ઘર તિરંગા’ અભિયાનની શરૂઆત થઈ ત્યારે પણ ‘મન કી બાત’એ દેશવાસીઓને આ સંકલ્પ સાથે જોડવામાં અગત્યની ભૂમિકા નિભાવી. આવાં દરેક ઉદાહરણ, સમાજમાં પરિવર્તનનું કારણ બન્યાં છે. સમાજને પ્રેરિત કરવાનું આવું જ બીડું પ્રદીપ સાંગવાનજીએ પણ ઉઠાવેલું છે. ‘મન કી બાત’માં આપણે પ્રદીપ સાંગવાનજીના ‘હીલિંગ હિમાલયાઝ’ અભિયાનની ચર્ચા કરી હતી. તેઓ ફૉનલાઇન પર આપણી સાથે છે.
મોદીજી- પ્રદીપજી, નમસ્કાર.
પ્રદીપજી-સર, જયહિન્દ.
મોદીજી-જય હિન્દ, જય હિન્દ, ભાઈ. કેમ છો તમે?
પ્રદીપજી-સાહેબ, ખૂબ જ મજામાં. તમારો અવાજ સાંભળીને તો વધુ મજામાં...
મોદીજી-તમે હિમાલયને heal કરવાનું વિચાર્યું.
પ્રદીપજી- હા, જી સાહેબ.
મોદીજી- અભિયાન પણ ચલાવ્યું. આજકાલ તમારું અભિયાન કેવું ચાલી રહ્યું છે?
પ્રદીપજી- સાહેબ, બહુ સારું ચાલી રહ્યું છે. 2020થી એમ માનો કે, જેટલું કામ અમે પાંચ વર્ષમાં કરતા હતા, હવે એક વર્ષમાં થઈ જાય છે.
મોદીજી-અરે વાહ!
પ્રદીપજી-હા જી, હા જી, સાહેબ. શરૂઆત ખૂબ જ નર્વસ થઈ હતી. ખૂબ જ ડર હતો એ વાતને લીધે કે જિંદગીભર આ કરી શકીશું કે નહીં કરી શકીએ. પરંતુ થોડો support મળ્યો અને 2020 સુધી અમે ખૂબ જ struggle પણ કરી રહ્યા હતા honestly. લોકો ખૂબ જ ઓછી સંખ્યામાં જોડાઈ રહ્યા હતા. ઘણા બધા એવા લોકો હતા જે support નહોતા કરી શકતા. અમારા અભિયાનને એટલું મહત્ત્વ પણ નહોતા આપી રહ્યા. But 2020 પછી જ્યારે ‘મન કી બાત’માં ઉલ્લેખ થયો તે પછી ઘણી બધી ચીજો બદલાઈ ગઈ. એટલે કે પહેલાં, અમે વર્ષમાં 6થી 7 cleaning drive કરી શકતા હતા, 10 cleaning drive કરી શકતા હતા. આજની date માં અમે daily bases પર પાંચ ટન કચરો એકઠો કરીએ છીએ, અલગ-અલગ location માં.
મોદીજી- અરે વાહ!
પ્રદીપજી- ‘મન કી બાત’માં ઉલ્લેખ થયા પછી તમે સાહેબ, believe કરો મારી વાતને, કે, હું almost give up કરવાના stage પર હતો એક ટાઇમે અને તેના પછી ઘણું બધું પરિવર્તન આવ્યું મારા જીવનમાં અને ચીજો એટલી speed up થઈ ગઈ કે જે ચીજો અમે વિચારી પણ નહોતી.
So I’m really thankful કે ખબર નહીં કઈ રીતે, અમારા જેવા લોકોને તમે શોધી નાખો છો. કોણ આટલા અંતરીયાળ વિસ્તારમાં કામ કરે છે હિમાલયના ક્ષેત્રમાં જઈને બેસીને અમે કામ કરી રહ્યા છીએ. આટલી ઊંચાઈએ અમે કામ કરી રહ્યા છીએ. ત્યાં તમે શોધી કાઢ્યા અમને. અમારા કામને દુનિયા સમક્ષ લાવ્યા. તો મારા માટે બહુ જ emotional moment હતી ત્યારે પણ અને આજે પણ કે હું જે આપણા દેશના જે પ્રથમ સેવક છે તેમની સાથે હું વાતચીત કરી શકું છું. મારા માટે તેનાથી મોટા સૌભાગ્યની વાત ન હોઈ શકે.
મોદીજી- પ્રદીપજી! તમે તો હિમાલયના શિખર પર સાચા અર્થમાં સાધના કરી રહ્યા છો અને મને પાકો વિશ્વાસ છે જ્યારે તમારું નામ સાંભળતા જ લોકોને યાદ આવી જાય છે કે તમે કેવી રીતે પહાડોની સ્વચ્છતાના અભિયાન સાથે જોડાયેલા છો.
પ્રદીપજી-હા જી સર.
મોદીજી- અને જેવું તમે જણાવ્યું કે હવે તો બહુ જ મોટી ટીમ બનતી જઈ રહી છે અને તમે આટલા મોટા પ્રમાણમાં daily કામ કરી રહ્યા છો.
પ્રદીપજી-હા જી, સર.
મોદીજી- અને મને પૂરો વિશ્વાસ છે કે તમારા આ પ્રયાસોથી, તેની ચર્ચાથી, હવે તો કેટલાય પર્વતારોહી સ્વચ્છતા સાથે જોડાયેલા photo post કરવા લાગ્યા છે.
પ્રદીપજી- હા જી, સાહેબ. ખૂબ જ.
મોદીજી-આ સારી વાત છે. તમારા જેવા સાથીઓના પ્રયાસના કારણે waste is also a wealth એ લોકોના મગજમાં હવે સ્થિર થઈ રહ્યું છે અને પર્યાવરણની પણ રક્ષા હવે થઈ રહી છે અને હિમાલય જે આપણું ગર્વ છે, તેને સંભાળવો, શણગારવો અને સામાન્ય માનવી પણ જોડાઈ રહ્યો છે. પ્રદીપજી, ખૂબ જ સારું લાગ્યું મને. ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ.
પ્રદીપજી-Thank you sir. Thank you so much. જય હિન્દ.
સાથીઓ, આજે દેશમાં પર્યટન એટલી ઝડપથી વધી રહ્યું છે. આપણાં આ પ્રાકૃતિક સંસાધન હોય, નદીઓ, પહાડ, તળાવ, કે પછી આપણાં તીર્થસ્થાન હોય, તેમને સાફ રાખવાં ખૂબ જ આવશ્યક છે. તે પર્યટન ઉદ્યોગની ઘણી મદદ કરશે. પર્યટનમાં સ્વચ્છતાની સાથે-સાથે આપણે અતુલનીય ભારત ચળવળની પણ અનેક વાર ચર્ચા કરી છે. આ ચળવળમાં લોકોને પહેલી વાર એવી કેટલીય જગ્યાઓ વિશે જાણવા મળ્યું જે તેમની આસપાસ જ હતી. હું હંમેશાં કહું છું કે આપણે વિદેશોમાં પર્યટન પર જતા પહેલાં દેશમાં ઓછામાં ઓછાં ૧૫ પર્યટન સ્થાનો પર અવશ્ય જવું જોઈએ અને આ સ્થાનો જે રાજ્યમાં તમે રહો છો ત્યાંનાં ન હોવાં જોઈએ. તમારા રાજ્યની બહાર, કોઈ અન્ય રાજ્યના હોવાં જોઈએ. આ જ રીતે આપણે સ્વચ્છ સિયાચિન, single use plastic અને e-waste જેવા ગંભીર વિષયો પર પણ સતત વાત કરી છે. આજે પૂરી દુનિયા પર્યાવરણના જે issueના લીધે એટલી વ્યાકુળ છે, તેના સમાધાનમાં ‘મન કી બાત’નો આ પ્રયાસ ખૂબ જ મહત્ત્વનો છે.
સાથીઓ, ‘મન કી બાત’ અંગે મને આ વખતે એક બીજો ખાસ સંદેશ UNESCOનાં મહિલા ડીજી ઔદ્રે ઑજુલે (Audrey Azoulay) નો આવ્યો છે. તેમણે બધા દેશવાસીઓને સો એપિસૉડ (100th episodes) ની આ ભવ્ય યાત્રા માટે શુભકામનાઓ આપી છે. સાથે જ, તેમણે કેટલાક પ્રશ્નો પણ પૂછ્યા છે. આવો, પહેલાં UNESCOનાં DGના મનની વાત સાંભળીએ.
#Audio (UNESCO DG)
DG UNESCO: Namaste Excellency, Dear Prime Minister on behalf of UNESCO I thank you for this opportunity to be part of the 100th episode of the ‘Mann Ki Baat’ Radio broadcast. UNESCO and India have a long common history. We have very strong partnerships together in all areas of our mandate - education, science, culture and information and I would like to take this opportunity today to talk about the importance of education. UNESCO is working with its member states to ensure that everyone in the world has access to quality education by 2030. With the largest population in the world, could you please explain Indian way to achieving thisobjective. UNESCO also works to support culture and protect heritage and India is chairing the G-20 this year. World leaders would be coming to Delhi for this event. Excellency, how does India want to put culture and education at the top of the international agenda? I once again thank you for this opportunity and convey my very best wishes through you to the people of India....see you soon. Thank you very much.
PM Modi: Thank you, Excellency. I am happy to interact with you in the 100th‘Mann kiBaat’ programme. I am also happy that you have raised the important issues of education and culture.
સાથીઓ, UNESCOનાં ડીજીએ education અને cultural preservation, અર્થાત્ શિક્ષણ અને સંસ્કૃતિ સંરક્ષણ વિશે ભારતના પ્રયાસો વિશે જાણવા માગ્યું છે. આ બંને વિષય ‘મન કી બાત’ના ગમતા વિષય રહ્યા છે.
વાત શિક્ષણની હોય કે સંસ્કૃતિની, તેના સંરક્ષણની વાત હોય કે સંવર્ધનની, ભારતની આ પ્રાચીન પરંપરા રહી છે. તે દિશામાં આજે દેશ જે કામ કરી રહ્યો છે, તે ખૂબ જ પ્રશંસનીય છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હોય કે પ્રાદેશિક ભાષામાં અભ્યાસનો વિકલ્પ હોય, શિક્ષણમાં ટૅક્નૉલૉજીનો સમાવેશ/એકીકરણ હોય, તમને આવા અનેક પ્રયાસ જોવા મળશે. વર્ષો પહેલાં, ગુજરાતમાં વધુ સારું શિક્ષણ આપવા અને ડ્રૉપઆઉટ રેટને ઓછો કરવા માટે ‘ગુણોત્સવ અને શાળા પ્રવેશોત્સવ’ જેવા કાર્યક્રમ જનભાગીદારીના એક અદ્ભુત ઉદાહરણ બની ગયાં હતાં. ‘મન કી બાત’માં આપણે આવા કેટલાય લોકોના પ્રયાસોને હાઇલાઇટ કર્યા છે, જે નિઃસ્વાર્થ ભાવથી શિક્ષણ માટે કામ કરી રહ્યા છે. તમને યાદ હશે, એક વાર આપણે ઓડિશામાં રેકડીમાં ચા વેચનારા સ્વર્ગીય ડી. પ્રકાશરાવજી વિશે ચર્ચા કરી હતી, જે ગરીબ બાળકોને ભણાવવાના મિશન પર લાગેલા હતા.
ઝારખંડનાં ગામોમાં ડિજિટલ લાઇબ્રેરી ચલાવનારા સંજય કશ્યપજી હોય, કોરોના દરમિયાન ઇ-લર્નિંગ દ્વારા અનેક બાળકની મદદ કરનારાં હેમલતા એન. કે. જી હોય, આવાં અનેક શિક્ષકનાં ઉદાહરણ આપણે ‘મન કી બાત’માં લીધાં છે.આપણે સંસ્કૃતિ સંરક્ષણના પ્રયાસોને પણ ‘મન કી બાત’માં સતત સ્થાન આપ્યું છે.
લક્ષદ્વીપના Kummel Brothers Challengers Club હોય કે કર્ણાટકના ‘ક્વેમશ્રી’જી ‘કલા ચેતના’ જેવા મંચ હોય, દેશના ખૂણેખૂણાથી લોકોએ મને પત્ર લખીને આવાં ઉદાહરણો મોકલ્યાં છે. આપણે તે ત્રણ સ્પર્ધાઓ વિશે પણ વાત કરી હતી જે દેશભક્તિ પર હાલરડાં અને રંગોળી સાથે જોડાયેલી હતી. તમને ધ્યાનમાં હશે, એક વાર આપણે દેશભરના વાર્તા કહેનારાઓ પાસેથી વાર્તા કહેવાના માધ્યમથી શિક્ષણની ભારતીય શૈલીઓ પર ચર્ચા કરી હતી. મારો અતૂટ વિશ્વાસ છે કે સામૂહિક પ્રયાસથી મોટું પરિવર્તન લાવી શકાય છે. આ વર્ષે આપણે જ્યારે સ્વતંત્રતાના અમૃતકાળમાં આગળ વધી રહ્યા છીએ, ત્યારે જી-૨૦ની અધ્યક્ષતા પણ કરી રહ્યા છીએ. આ પણ એક કારણ છે કે શિક્ષણની સાથે-સાથે વિવિધ વૈશ્વિક સંસ્કૃતિને સમૃદ્ધ કરવા માટે આપણો સંકલ્પ વધુ મજબૂત થયો છે.
મારા પ્રિય દેશવાસીઓ, આપણા ઉપનિષદોનો એક મંત્ર સદીઓથી આપણા માનસને પ્રેરણા આપતો આવ્યો છે.
चरैवेति चरैवेति चरैवेति |
ચાલતા રહો- ચાલતા રહો-ચાલતા રહો |
આજે આપણે આ ચરૈવેતિ ચરૈવેતિની ભાવના સાથે ‘મન કી બાત’નો ૧૦૦મો એપિસૉડ પૂરો કરી રહ્યા છીએ. ભારતના સામાજિક તાણાવાણાને મજબૂતી આપવામાં ‘મન કી બાત’ કોઈ પણ માળાના દોરાની જેમ છે,
જે દરેકના મનને જોડીને રાખે છે. દરેક એપિસૉડમાં દેશવાસીઓની સેવા અને સામર્થ્યએ બીજાને પ્રેરણા આપી છે. આ કાર્યક્રમમાં દરેક દેશવાસી બીજા દેશવાસીની પ્રેરણા બને છે. એક રીતે, ‘મન કી બાત’નો દરેક એપિસૉડ બીજા એપિસૉડ માટે ભૂમિકા તૈયાર કરે છે. ‘મન કી બાત’ હંમેશાં સદ્ ભાવના, સેવા ભાવના અને કર્તવ્ય ભાવનાથી જ આગળ વધી છે. સ્વતંત્રતાના અમૃત કાળમાં આ પૉઝિટિવિટી દેશને આગળ લઈ જશે, નવી ઊંચાઈ પર લઈ જશે અને મને આનંદ છે કે ‘મન કી બાત’માં જે શરૂઆત થઈ, તે આજે દેશની નવી પરંપરા પણ બની રહી છે. એક એવી પરંપરા જેમાં આપણને બધાના પ્રયાસની ભાવનાના દર્શન થાય છે.
સાથીઓ, હું આજે આકાશવાણીના સાથીઓનો પણ ધન્યવાદ કરીશ જે ખૂબ જ ધૈર્યપૂર્વક આ પૂરા કાર્યક્રમને રેકૉર્ડ કરે છે. તે અનુવાદકો, જે ખૂબ જ ઓછા સમયમાં, ખૂબ જ ઝડપથી ‘મન કી બાત’નો વિભિન્ન પ્રાદેશિક ભાષાઓમાં અનુવાદ કરે છે,હું તેમનો પણ આભારી છું. હું દૂરદર્શનના અને MyGovના સાથીઓને પણ ધન્યવાદ આપું છું. દેશભરની ટીવી ચૅનલો, ઇલેક્ટ્રૉનિક મિડિયાના લોકો, જે ‘મન કી બાત’ને વિના કૉમર્શિયલ બ્રૅક દેખાડે છે,
તે બધાનો હું આભાર વ્યક્ત કરું છું અને અંતમાં, હું તેમનો પણ આભાર વ્યક્ત કરીશ જે ‘મન કી બાત’ની કમાન સંભાળી રહ્યા છે- ભારતના લોકો, ભારતમાં આસ્થા રાખનારા લોકો. આ બધું તમારી પ્રેરણા અને શક્તિથી જ સંભવ થઈ શક્યું છે.
સાથીઓ, આમ તો મારા મનમાં આજે એટલું બધું કહેવા માટે છે કે સમય અને શબ્દ બંને ઓછા પડે છે. પરંતુ મને વિશ્વાસ છે કે તમે બધાં, મારા ભાવોને સમજશો, મારી ભાવનાઓને સમજશો. તમારા પરિવારના જ એક સભ્ય તરીકે ‘મન કી બાત’ના સહારે તમારી વચ્ચે રહ્યો છું, તમારી વચ્ચે રહીશ. આગલા મહિને આપણે એક વાર ફરી મળીશું. ફરીથી નવા વિષયો અને નવી જાણકારીઓ સાથે દેશવાસીઓની સફળતાને સેલિબ્રેટ કરીશું. ત્યાં સુધી મને વિદાય આપો અને તમારું તેમજ તમારા પોતાના લોકોનું ખૂબ જ ધ્યાન રાખજો. ખૂબ-ખૂબ ધન્યવાદ. નમસ્કાર.
મારા પ્રિય દેશવાસીઓ, ‘મન કી બાત’માં આપ સહુનું એક વાર ફરી ખૂબ-ખૂબ સ્વાગત છે. આજે આ ચર્ચાને શરૂ કરતાં મનમસ્તિષ્કમાં અનેક ભાવ ઉમટી રહ્યા છે. અમારો અને તમારો ‘મન કી બાત’નો આ સાથ તેના નવાણુંમા (99) હપ્તામાં પહોંચી ગયો છે. સામાન્ય રીતે આપણે આપણે સાંભળીએ છીએ કે નવાણુંનો અંક બહુ જ અઘરો હોય છે. ક્રિકેટમાં તો ‘નર્વસ નાઇન્ટિઝ’ને ખૂબ જ કઠિન પડાવ માનવામાં આવે છે. પરંતુ જ્યાં ભારતના જન-જનના ‘મનની વાત’ હોય ત્યાંની પ્રેરણા જ કંઈક અલગ હોય છે. મને એ વાતની પણ પ્રસન્નતા છે કે ‘મન કી બાત’ના સોમા (100મા) હપ્તા અંગે દેશના લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે. મને ઘણા સારા સંદેશાઓ મળી રહ્યા છે, ફૉન આવી રહ્યા છે. આજે જ્યારે આપણે સ્વતંત્રતાનો અમૃત કાળ મનાવી રહ્યા છીએ, નવા સંકલ્પો સાથે આગળ વધી રહ્યા છીએ, તો સોમી (100મા) ‘મન કી બાત’ અંગે તમારાં સૂચનો અને વિચારોને જાણવા માટે હું પણ ખૂબ જ ઉત્સુક છું. મને, તમારા આવાં સૂચનોની આતુરતાપૂર્વક પ્રતીક્ષા છે. આમ તો આતુરતા હંમેશાં હોય છે, પરંતુ આ વખતે પ્રતીક્ષા જરા વધુ છે. તમારાં આ સૂચનો અને વિચાર જ ૩૦ એપ્રિલે થનારા સોમી (100મા) ‘મન કી બાત’ને વધુ યાદગાર બનાવશે.
મારા પ્રિય દેશવાસીઓ, ‘મન કી બાત’માં આપણે એવા હજારો લોકોની ચર્ચા કરી છે, જે બીજાની સેવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દે છે. અનેક લોકો એવા હોય છે જે દીકરીઓના શિક્ષણ માટે પોતાનું આખું પેન્શન આપી દે છે, કોઈ પોતાના સમગ્ર જીવનની કમાણી પર્યાવરણ અને જીવ-સેવા માટે સમર્પિત કરી દે છે. આપણા દેશમાં પરમાર્થને એટલો ઉપર રાખવામાં આવ્યો છે કે બીજાના સુખ માટે લોકો સર્વસ્વ દાન આપવામાં પણ સંકોચ નથી કરતા.
આથી તો આપણને બાળપણમાં શિવિ અને દધીચિ જેવા દેહદાન કરનારાઓની વાર્તા સંભળાવવામાં આવે છે.
સાથીઓ, આધુનિક મેડિકલ સાયન્સના આ યુગમાં ઑર્ગન ડૉનેશન, કોઈને જીવન આપવાનું એક ખૂબ જ મોટું માધ્યમ બની ચૂક્યું છે. કહે છે કે જ્યારે એક વ્યક્તિ મૃત્યુ પછી પોતાનું શરીર દાન કરે છે તો તેનાથી આઠથી નવ લોકોને એક નવું જીવન મળવાની સંભાવના થાય છે. સંતોષની વાત એ છે કે આજે દેશમાં ઑર્ગન ડૉનેશન પ્રત્યે જાગૃતિ પણ વધી રહી છે. વર્ષ 2013માં આપણા દેશમાં ઑર્ગન ડૉનેશનના પાંચ હજારથી પણ ઓછા કિસ્સાઓ હતા, પરંતુ વર્ષ 2022માં આ સંખ્યા વધીને ૧૫ હજારથી વધી ગઈ છે. ઑર્ગન ડૉનેશન કરનારી વ્યક્તિઓએ, તેમના પરિવારે ખરેખર ખૂબ જ પુણ્યનું કામ કર્યું છે.
સાથીઓ, મારું ઘણા સમયથી મન હતું કે હું આવું પુણ્ય કાર્ય કરનારા લોકોના ‘મનની વાત’ જાણું અને તેને દેશવાસીઓ સાથે વહેંચું. આથી આજે ‘મન કી બાત’માં આપણી સાથે એક વહાલી દીકરી, એક સુંદર ઢીંગલીના પિતા અને તેમની માતાજી આપણી સાથે જોડાવા જઈ રહી છે. પિતાજીનું નામ છે સુખબીરસિંહ સંધૂ જી અને માતાજીનું નામ છે સુપ્રીત કૌરજી, આ પરિવાર પંજાબના અમૃતસરમાં રહે છે. ઘણી પ્રાર્થના પછી તેમને એક સુંદર ઢીંગલી, દીકરી થઈ હતી. ઘરના લોકોએ ખૂબ જ પ્રેમથી તેનું નામ રાખ્યું હતું – અબાબત કૌર. અબાબતનો અર્થ બીજાની સેવા સાથે જોડાયેલો છે. બીજાનું કષ્ટ દૂર કરવા સાથે જોડાયેલો છે. અબાબત જ્યારે માત્ર ઓગણચાલીસ (39) દિવસની હતી ત્યારે તે આ દુનિયા છોડીને ચાલી ગઈ. પરંતુ સુખબીરસિંહ સંધૂ અને તેમની પત્ની સુપ્રીત કૌરજીએ, તેમના પરિવારે ઘણો જ પ્રેરણાદાયક નિર્ણય કર્યો. આ નિર્ણય હતો- ઓગણચાલીસ (39) દિવસની ઉંમરની દીકરીના અંગદાનનો- ઑર્ગન ડૉનેશનનો. આપણી સાથે આ સમયે ફૉન લાઇન પર સુખબીરસિંહ અને તેમનાં શ્રીમતીજી ઉપસ્થિત છે. આવો, તેમની સાથે વાત કરીએ.
પ્રધાનમંત્રીજી:- સુખબીરજી નમસ્તે.
સુખબીરજી:- નમસ્તે માનનીય પ્રધાનમંત્રીજી. સત શ્રી અકાલ.
પ્રધાનમંત્રીજી:- સત શ્રીઅકાલજી, સત શ્રી અકાલજી, સુખબીરજી, હું આજે ‘મન કી બાત’ના સંદર્ભમાં વિચારી રહ્યો હતો તો મને લાગ્યું કે અબાબતની વાત એટલી પ્રેરણાદાયક છે કે તે તમારા જ મોંઢે સાંભળું કારણકે ઘરમાં દીકરીનો જન્મ જ્યારે થાય છે તો અનેક સપના, અનેક ખુશીઓ લઈને આવે છે, પરંતુ દીકરી આટલી જલ્દી ચાલી જાય તે કષ્ટ કેટલું ભયંકર હશે તેનો પણ હું અંદાજ લગાવી શકું છું. જે રીતે તમે નિર્ણય કર્યો, તો હું બધી વાત જાણવા માગું છું, જી.
સુખબીરજી:- સર, ભગવાને ખૂબ જ સારું બાળક આપ્યું હતું અમને, ખૂબ જ વ્હાલી ઢીંગલી અમારા ઘરમાં આવી હતી. તેના જન્મતાં જ અમને ખબર પડી કે તેના મગજમાં નાડીઓનો એક એવો ગુચ્છો બનેલો છે કે જેના કારણે તેના હૃદયનો આકાર મોટો થઈ રહ્યો છે. તો અમે ચિંતા પડી ગયાં કે બાળકની તબિયત આટલી સારી છે , આટલું સુંદર છે અને આટલી મોટી સમસ્યા લઈને જન્મ્યું છે. પહેલા ૨૪ દિવસ સુધી તો બાળક ઘણું ઠીક રહ્યું, બિલકુલ નૉર્મલ રહ્યું. અચાનક તેનું હૃદય, એકદમ કામ કરવાનું બંધ થઈ ગયું, તો અમે તરત જ તેને હૉસ્પિટલ લઈને ગયા, ત્યાં ડૉક્ટરોએ તેને જીવતી તો કરી દીધી, પરંતુ સમજવામાં સમય લાગ્યો કે તેને શું તકલીફ પડી, આટલી મોટી તકલીફ નાના બાળકને અને અચાનક હૃદયરોગનો હુમલો થયો તો અમે તેને સારવાર માટે પીજીઆઈ ચંડીગઢ લઈ ગયા. પરંતુ બીમારી એવી હતી કે તેની સારવાર આટલી નાની ઉંમરમાં સંભવ નહોતી. ડૉક્ટરોએ ઘણો પ્રયાસ કર્યો કે તેને જીવતી કરવામાં આવે. જો છ મહિના સુધી બાળક જીવી જાય તો તેના ઑપરેશનનું વિચારી શકાય તેમ હતું. પરંતુ ભગવાનને કંઈક બીજું જ મંજૂર હતું, માત્ર ૩૯ દિવસની જ્યારે થઈ ત્યારે ડૉક્ટરે કહ્યું કે તેને ફરી વાર હૃદયરોગનો હુમલો થયો છે. હવે આશા બહુ જ ઓછી રહી ગઈ હતી. તો અમે બંને પતિ-પત્ની રોતાંરોતાં એવા નિર્ણય પર પહોંચ્યા કે અમે જોયું હતું તેને બહાદુરીથી ઝઝૂમતા, વારંવાર એવું લાગી રહ્યુ હતું કે જાણે હવે ચાલી જશે, પરંતુ તે ફરી બેઠી થઈ જતી હતી, તો અમને એવું લાગ્યું કે આ બાળકનો અહીં આવવાનો કોઈ હેતુ છે તો તેણે જ્યારે બિલકુલ જ જવાબ દઈ દીધો તો અમે બંનેએ નિર્ણય કર્યો કે શા માટે આપણે આ બાળકના ઑર્ગન ડૉનેટ ન કરી દઈએ. કદાચ, બીજા કોઈના જીવનમાં ઉજાસ આવી જાય, પછી અમે પીજીઆઈના જે ઍડ્મિનિસ્ટ્રેટિવ બ્લૉક છે તેમાં સંપર્ક કર્યો અને તેમણે અમને માર્ગદર્શન આપ્યું કે આટલા નાના બાળકની માત્ર કિડની જ લઈ શકાય છે. પરમાત્માએ હિંમત આપી ગુરુ નાનક સાહેબનું ચિંતન છે. આ વિચારથી અમે નિર્ણય લઈ લીધો.
પ્રધાનમંત્રીજી:- ગુરુઓએ જે ઉપદેશ આપ્યો છે જી, તેને તમે જીવીને બતાવ્યો છે. સુપ્રીતજી છે શું? તેમની સાથે વાત થઈ શકશે?
સુખબીરજી:- જી સર.
સુપ્રીતજી:- હેલ્લો.
પ્રધાનમંત્રીજી:- સુપ્રીતજી, હું તમને પ્રણામ કરું છું.
સુપ્રીતજી:- નમસ્કાર, સર નમસ્કાર સર. આ અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે કે આપ અમારી સાથે વાત કરી રહ્યા છો.
પ્રધાનમંત્રીજી:- તમે આટલું મોટું કામ કર્યું છે અને હું માનું છું કે દેશ જ્યારે આ બધી વાતો સાંભળશે તો ઘણા લોકો કોઈનો જીવ બચાવવા માટે આગળ આવશે. અબાબતનું આ યોગદાન છે, તે ખૂબ જ મોટું છે જી.
સુપ્રીતજી:- સર, આ પણ ગુરુ નાનક બાદશાહજીની કદાચ ભેટ હતી કે તેમણે હિંમત આપી, આવો નિર્ણય લેવામાં.
પ્રધાનમંત્રીજી- ગુરુઓની કૃપા વગર તો કંઈ બની જ ન શકે જી.
સુપ્રીતજી:- બિલકુલ સર, બિલકુલ.
પ્રધાનમંત્રીજી:- સુખબીરજી, જ્યારે તમે હૉસ્પિટલાં હતાં અને આ હચમચાવી દે તેવા સમાચાર જ્યારે ડૉક્ટરે તમને આપ્યા, તે પછી પણ તમે સ્વસ્થ મનથી તમે અને તમારાં શ્રીમતીજીએ આટલો મોટો નિર્ણય કર્યો, ગુરુઓનો ઉપદેશ તો છે જ કે તમારા મનમાં આટલો મોટો ઉદાર વિચાર અને સાચે જ અબાબતનો જે અર્થ સામાન્ય ભાષામાં કહીએ તો મદદગાર થાય છે. આ કામ કરી દીધું, તે પળ વિશે હું સાંભળવા માગું છું.
સુખબીરજી:- સર, ખરેખર તો અમારા એક પારિવારિક મિત્ર છે- પ્રિયાજી. તેમણે પોતાનાં ઑર્ગન ડૉનેટ કર્યાં હતાં. તેમનામાંથી પણ અમને પ્રેરણા મળી તો તે સમયે અમને લાગ્યું કે શરીર તો પંચ તત્ત્વોમાં વિલીન થઈ જશે. જ્યારે કોઈ જુદું પડી જાય છે, ચાલ્યું જાય છે તો તેના શરીરને સળગાવી દેવામાં આવે છે કે દાટી દેવામાં આવે છે, પરંતુ જો તેનાં ઑર્ગન કોઈનાં કામમાં આવી જાય તો આ ભલાઈનું જ કામ છે અને તે સમયે, અમને વધુ ગર્વની અનુભૂતિ થઈ જ્યારે ડૉક્ટરે, કહ્યું અમને કે, તમારી દીકરી ભારતની સૌથી નાની ઉંમરની દાતા બની છે, જેનાં ઑર્ગન સફળતાપૂર્વક પ્રત્યારોપિત થયાં, તો અમારું માથું ગર્વથી ઊંચું થઈ ગયું કે જે નામ અમે અમારાં માતાપિતાનું, આટલી ઉંમર સુધી ન કરી શક્યાં, એક નાનકડી બાળકી આવીને આટલા દિવસોમાં અમારું નામ ઊંચું કરી ગઈ અને તેનાથી બીજી મોટી વાત એ છે કે આજે તમારી સાથે વાત થઈ રહી છે આ વિષયમાં. અમે ગર્વની અનુભૂતિ કરી રહ્યા છીએ.
પ્રધાનમંત્રીજી:- સુખબીરજી, આજે તમારી દીકરીનું માત્ર એક જ અંગ જીવિત છે તેવું નથી. તમારી દીકરી માનવતાની અમરગાથાની અમર યાત્રી બની ગઈ છે. તેના શરીરના અંશના મારફત તે આજે પણ ઉપસ્થિત છે. આવા ઉમદા ભલાઈના કામ માટે, હું તમને, તમારાં શ્રીમતીજીની, તમારા પરિવારની પ્રશંસા કરું છું.
સુખબીરજી:- આપનો આભાર સર.
સાથીઓ, ઑર્ગન ડૉનેશન માટે સૌથી મોટી ધગશ એ જ હોય છે કે જતાં-જાં પણ કોઈનું ભલું થઈ જાય. કોઈનું જીવન બચી જાય. જે લોકો ઑર્ગન ડૉનેશનની રાહ જુએ છે, તેઓ જાણે છે કે રાહની એક-એક પળ વિતાવવી, કેટલી મુશ્કેલ હોય છે. અને આવામાં જ્યારે કોઈ અંગદાન કે દેહદાન કરનારું મળી જાય છે તો તેમાં ઈશ્વરનું સ્વરૂપ જ દેખાય છે. ઝારખંડનાં નિવાસી સ્નેહલતા ચૌધરીજી પણ આવી જ હતી જેમણે ઈશ્વર બનીને બીજાને જિંદગી આપી. ૬૩ વર્ષની સ્નેહલતા ચૌધરીજી, પોતાનું હૃદય, કિડની અને લિવર દાન કરીને ચાલી ગઈ. આજે ‘મન કી બાત’માં તેમના ભાઈ અભિજીત ચૌધરી પણ અમારી સાથે છે. આવો તેમની પાસેથી સાંભળીએ.
પ્રધાનમંત્રીજી:- અભિજીતજી, નમસ્કાર.
અભિજીતજી:- પ્રણામ સર.
પ્રધાનમંત્રીજી:- અભિજીતજી, તમે એક એવી માતાના દીકરા છો જેમણે તમને જન્મ આપીને એક રીતે જીવન તો આપ્યું જ, પરંતુ પોતાના મૃત્યુ પછી પણ તમારી માતા જી અનેક લોકોને જીવન આપીને ગયાં. એક પુત્ર તરીકે અભિજીત જી, તમે જરૂર ગર્વ અનુભવતા હશો.
અભિજીતજી:- હા જી સર.
પ્રધાનમંત્રીજી:- તમે, તમારી માતાજીના વિશે જરા જણાવો, કઈ પરિસ્થિતિઓમાં ઑર્ગન ડૉનેશનનો નિર્ણય લેવામાં આવ્યો?
અભિજીતજી:- મારી માતાજી સરાઇકેલા નામનું એક નાનકડું ગામ છે, ઝારખંડમાં, ત્યાં મારાં મમ્મીપપ્પા બંને રહે છે. તેઓ છેલ્લાં પચ્ચીસ વર્ષથી સતત મૉર્નિંગ વૉક કરતા હતા અને પોતાની ટેવ મુજબ સવારે ચાર વાગે પોતાના મૉર્નિંગ વૉક માટે નીકળ્યાં હતાં. તે સમયે એક મૉટરસાઇકલવાળાએ તેમને પાછળથી ધક્કો માર્યો અને તેઓ તે સમયે પડી ગયાં જેનાથી તેમના માથામાં ખૂબ જ ગંભીર ઈજા થઈ. તરત જ અમે લોકો તેમને સદર હૉસ્પિટલ સરાઈકેલા લઈ ગયા જ્યાં ડૉક્ટર સાહેબે તેમને મલમ પટ્ટી કરી પરંતુ લોહી બહુ નીકળી રહ્યું હતું. અને તેમને કોઈ ભાન નહોતું. તરત જ અમે લોકો તેમને ટાટા મેઇન હૉસ્પિટલ લઈને ચાલ્યા ગયા. ત્યાં તેમની સર્જરી થઈ, 48 કલાકના ઑબ્ઝર્વેશન પછી ડૉક્ટર સાહેબે કહ્યું કે હવે તક ઘણી ઓછી છે. પછી અમે તેમને ઍરલિફ્ટ કરીને દિલ્લીની એઇમ્સ લઈ આવ્યાં અમે લોકો. ત્યાં તેમની ટ્રીટમેન્ટ થઈ લગભગ સાત-આઠ દિવસ. તે પછી પૉઝિશન ઠીક હતી, એકદમ તેમનું બ્લડ પ્રૅશર નીચું આવી ગયું. તે પછી ખબર પડી કે તેમનું બ્રેઇન ડેડ થઈ ગયું છે. તે પછી ડૉક્ટર સાહેબ અમને પ્રૉટોકૉલ સાથે બ્રીફ કરી રહ્યા હતા ઑર્ગન ડૉનેશન વિશે. અમે અમારા પિતાજીને કદાચ આ વાત જણાવી ન શકત, કે ઑર્ગન ડૉનેશન જેવી કોઈ ચીજ પણ હોય છે, કારણકે અમને લાગ્યું કે તેઓ એ વાતને પચાવી નહીં શકે તો તેમના મગજમાંથી અમે એ કાઢવા માગતા હતા કે આવું કંઈ ચાલી રહ્યું છે. જેવું જ અમે તેમને કહ્યું કે ઑર્ગન ડૉનેશનની વાત ચાલી રહી છે ત્યારે તેમણે એવું કહ્યું કે નહીં, નહીં, મમ્મીની આ બહુ ઈચ્છા હતી અને આપણે આમ કરવાનું છે. અમે ઘણા નિરાશ થઈ ગયા તે સમય સુધી, જ્યાં સુધી અમને એ ખબર પડી કે મમ્મી નહીં બચી શકે, પરંતુ જેવી આ ઑર્ગન ડૉનેશનવાળી ચર્ચા શરૂ થઈ તો નિરાશા એક ખૂબ જ સકારાત્મક બાજુ ચાલી ગઈ અને અમે ઘણા એક ખૂબ જ સકારાત્મક વાતાવરણમાં આવી ગયા.તેને કરતાં-કરતાં પછી અમે લોકો, રાત્રે આઠ વાગે કાઉન્સેલિંગ થયું. બીજા દિવસે, અમે લોકોએ ઑર્ગન ડૉનેશન ક ર્યું. તેમાં મમ્મીની એક વિચારસરણી બહુ જ મોટી હતી કે પહેલાં તે નેત્રદાન અને આ બધી ચીજોમાં- સામાજિક પ્રવૃત્તિઓમાં ઘણી જ સક્રિય હતી. કદાચ આ જ વિચારને કારણે આટલી મોટી ચીજ અમે લોકો કરી શક્યા અને મારા પિતાજીનો જે નિર્ણય હતો તે ચીજ વિશે, આ કારણે તે ચીજ થઈ શકી.
પ્રધાનમંત્રીજી:- કેટલા લોકોના કામ આવ્યાં અંગો?
અભિજીતજી:- તેમનું હૃદય, તેમની બે કિડની, લિવર અને બંને આંખ...આ ડૉનેશન થયું હતું તો ચાર લોકોનો જીવ અને બે જણાને આંખ મળી છે.
પ્રધાનમંત્રીજી:- અભિજીતજી, તમારા પિતાજી અને માતાજી બંને નમનના અધિકારી છે. હું તેમને પ્રણામ કરું છું અને તમારા પિતાજીએ આટલા મોટા નિર્ણયમાં, તમારા પરિવારજનોનું નેતૃત્વ કર્યું તે ખરેખર ખૂબ જ પ્રેરક છે અને હું માનું છું કે મા તો મા જ હોય છે. માતા પોતાની રીતે પ્રેરણા હોય છે, પરંતુ માતા જે પરંપરાઓ છોડીને જાય છે તે એક પછી એક પેઢીએ, ખૂબ જ મોટી તાકાત બની જાય છે. અંગદાન માટે તમારી માતાજીની પ્રેરણા આજે પૂરા દેશ સુધી પહોંચી રહી છે. હું તમારા આ પવિત્ર કાર્ય અને મહાન કાર્ય માટે તમારા સમગ્ર પરિવારને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું. અભિજીતજી, ધન્યવાદ જી અને તમારા પિતાજીને અમારા પ્રણામ અવશ્ય કહેજો.
અભિજીતજી:- જરૂર, જરૂર, થેંક યૂ.
સાથીઓ, ૩૯ દિવસની અબાબત કૌર હોય કે ૬૩ વર્ષનાં સ્નેહલતા ચૌધરી, તેમના જેવા દાનવીર, આપણને જીવનનું મહત્ત્વ સમજાવીને જાય છે. આપણા દેશમાં, આજે મોટી સંખ્યામાં એવા જરૂરિયાતવાળા છે જે સ્વસ્થ જીવનની આશામાં કોઈ અંગ દાન કરનારાની પ્રતીક્ષા કરે છે. મને સંતોષ છે કે અંગદાનને સરળ બનાવવા અને પ્રોત્સાહિત કરવા માટે સમગ્ર દેશમાં એક જેવી નીતિ પર પણ કામ થઈ રહ્યું છે. આ દિશામાં રાજ્યોની ડૉમિસાઇલ જેવી શરતને હટાવવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે, અર્થાત્, હવે દેશના કોઈ પણ રાજ્યમાં જઈને દર્દી અંગ પ્રાપ્ત કરવા માટે નોંધણી કરાવી શકશે. સરકારે ઑર્ગન ડૉનેશન નાટે ૬૫ વર્ષથી ઓછી આયુની સીમાને પણ સમાપ્ત કરવાનો નિર્ણય કર્યો છે. તેમના પ્રયાસો વચ્ચે, મારો દેશવાસીઓને અનુરોધ છે કે ઑર્ગન ડૉનર, વધુમાં વધુ સંખ્યામાં આગળ આવે. તમારો એક નિર્ણય, અનેક લોકોની જિંદગી બચાવી શકે છે, જિંદગી બનાવી શકે છે.
મારા પ્રિય દેશવાસીઓ, આ નવરાત્રિનો સમય છે, શક્તિની ઉપાસનાનો સમય છે. આજે, ભારતનું જે સામર્થ્ય નવી રીતે નિખરીને સામે આવી રહ્યું છે, તેમાં ઘણી મોટી ભૂમિકા આપણી નારી શક્તિની છે. અત્યારે એવાં અનેક ઉદાહરણ આપણી સામે આવ્યાં છે. તમે સૉશિયલ મિડિયા પર, એશિયાની પહેલી મહિલા લૉકો પાઇલૉટ સુરેખા યાદવજીને જરૂર જોયાં હશે. સુરેખાજી એક વધુ કીર્તિમાન રચતાં, વંદે ભારત ઍક્સ્પ્રેસનાં પણ પહેલાં મહિલા લૉકો પાઇલૉટ બની ગયાં છે. આ મહિને, નિર્માતા ગુનીત માંગા અને નિર્દેશક કાર્તિકી ગોંસાલ્વિસની દસ્તાવેજી ‘એલિફન્ટ વ્હિસ્પર્સ’એ ઑસ્કાર જીતીને દેશનું નામ ઉજાળ્યું છે. દેશ માટે એક વધુ ઉપલબ્ધિ ભાભા એટૉમિક રિસર્ચ સેન્ટરનાં વૈજ્ઞાનિક બહેન જ્યોતિર્મયી મોહંતીજીએ પણ પ્રાપ્ત કરી છે.જ્યોતિર્મયીજીને કેમિસ્ટ્રી અને કેમિકલ ઍન્જિનિયરિંગના ક્ષેત્રમાં IUPACનો વિશેષ એવૉર્ડ મળ્યો છે. આ વર્ષની શરૂઆતમાં જ ભારતની અંડર-૧૯ મહિલા ક્રિકેટ ટીમે ટી-20 વિશ્વ કપ જીતીને નવો ઇતિહાસ રચ્યો. જો તમે રાજનીતિ તરફ જોશો તો એક નવી શરૂઆત નાગાલેન્ડમાં થઈ છે. નાગાલેન્ડમાં 75 વર્ષમાં પહેલી વાર બે મહિલા ધારાસભ્યો જીતીને વિધાનસભા પહોંચી છે. તેમાંથી એકને નાગાલેન્ડ સરકારમાં મંત્રી પણ બનાવાયાં છે. અર્થાત્ રાજ્યના લોકોને પહેલી વાર એક મહિલા મંત્રી પણ મળ્યાં છે.
સાથીઓ, કેટલાક દિવસો પહેલાં મારી મુલાકાત, એ વીર દીકરીઓ સાથે થઈ, જે તુર્કિએમાં વિનાશકારી ભૂકંપ પછી ત્યાંના લોકોની મદદ માટે ગઈ હતી. તે બધી એનડીઆરએફની ટુકડીમાં સહભાગી હતી. તેમનાં સાહસ અને કુશળતાની સમગ્ર દુનિયામાં પ્રશંસા થઈ રહી છે. ભારતમાં સંયુક્ત રાષ્ટ્ર મિશન હેઠળ શાંતિસેનામાં માત્ર મહિલાની પ્લાટૂનની પણ તૈનાતી કરવામાં આવી છે.
આજે, દેશની દીકરીઓ, આપણી ત્રણેય સેનામાં, પોતાના શૌર્યનો ધ્વજ ઊંચાઈએ ફરકાવી રહી છે. ગ્રૂપ કૅપ્ટન શાલિજા ધામી કૉમ્બેટ યૂનિટમાં કમાન્ડ ઍપૉઇન્ટમેન્ટ મેળવનારી પહેલી મહિલા વાયુ સેના અધિકારી બની છે. તેમની પાસે લગભગ ૩ હજાર કલાકનો ઉડ્ડયન અનુભવ છે. આ રીતે, ભારતીય સેનાની વીર કૅપ્ટન શિવા ચૌહાણ સિયાચીનમાં તૈનાત થનારી પહેલી મહિલા અધિકારી બની છે. સિયાચિનમાં જ્યાં પારો ઋણ સાઇઠ (-60) ડિગ્રી સુધી ચાલ્યો જાય છે, ત્યાં શિવા ત્રણ મહિનાઓ સુધી તૈનાત રહેશે.
સાથીઓ, આ સૂચિ એટલી લાંબી છે કે અહીં બધાંની ચર્ચા કરવી પણ મુશ્કેલ છે. આવી બધી મહિલાઓ, આપણી દીકરીઓ, આજે, ભારત અને ભારતનાં સપનાંઓને ઊર્જા આપી રહી છે. નારીશક્તિની આ ઊર્જા જ વિકસિત ભારતનો પ્રાણવાયુ છે.
મારા પ્રિય દેશવાસીઓ, આ દિવસોમાં સમગ્ર વિશ્વમાં સ્વચ્છ ઊર્જા, રિન્યૂએબલ એનર્જીની ઘણી વાતો થઈ રહી છે. હું, જ્યારે વિશ્વમાં લોકોને મળું છૂં તો તેઓ આ ક્ષેત્રમાં ભારતની અભૂતપૂર્વ સફળતાની જરૂર ચર્ચા કરે છે. ખાસ કરીને ભારત સૉલાર ઍનર્જીના ક્ષેત્રમાં જે ઝડપથી આગળ વધી રહ્યું છે તે પોતાની રીતે એક મોટી ઉપલબ્ધિ છે. ભારતના લોકો તો સદીઓથી સૂર્ય સાથે વિશેષ રીતે સંબંધ રાખે છે. આપણે ત્યાં સૂર્યની શક્તિ વિશે જે વૈજ્ઞાનિક સમજ રહી છ, સૂર્યની ઉપાસનાની જે પરંપરા રહી છે, તે અન્ય સ્થાનો પર, ઓછી જોવા મળે છે. મને આનંદ છે કે આજે દરેક દેશવાસી સૌર ઊર્જાનું મહત્ત્વ પણ સમજી રહ્યો છે અને ‘ક્લીન એનર્જી’માં પોતાનું યોગદાન પણ આપવા ઈચ્છે છે. ‘સૌનો પ્રયાસ’ની આ જ લાગણી આજે ભારતના સૉલાર મિશનને આગળ વધારી રહી છે. મહારાષ્ટ્રના પૂણેમાં, આવા જ એક ઉત્કૃષ્ટ પ્રયાસે મારું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. અહીં MSR-Olive Housing Society ના લોકોએ નક્કી કર્યું કે તેઓ સૉસાયટીમાં પીવાનું પાણી, લિફ્ટ અને લાઇટ જેવા સામૂહિક ઉપયોગની ચીજો, હવે સૉલાર એનર્જીથી જ ચલાવશે. તે પછી આ સૉસાયટી બધાએ મળીને સૉલાર પેનલ લગાવી. આજે આ સૉલાર પેનલથી દર વર્ષે લગભગ 90 હજાર કિલો વૉટ વીજળી ઉત્પન્ન થઈ રહી છે. તેનાથી દર મહિને લગભગ 40,000 રૂપિયાની બચત થઈ રહી છે. આ બચતનો લાભ સૉસાયટીના બધા લોકોને થઈ રહ્યો છે.
સાથીઓ, પૂણેની જેમ જ દમણ-દીવમાં જે દીવ છે, જે એક અલગ જિલ્લો છે, ત્યાંના લોકોએ પણ, એક અદ્ભુત કામ કરીને દેખાડ્યું છે. તમે જાણતા જ હશો કે દીવ, સોમનાથ પાસે છે. દીવ ભારતનો પહેલો એવો જિલ્લો બન્યો છે જે દિવસના સમયે, બધી જરૂરિયાતો માટે સો ટકા ક્લીન એનર્જીનો ઉપયોગ કરી રહ્યો છે.દીવની આ સફળતાનો મંત્ર પણ ‘સૌના પ્રયાસ’ જ છે. ક્યારેક ત્યાં વીજળી ઉત્પાદન માટે સંસાધનોનો પડકાર હતો. લોકોએ આ પડકારના સમાધાન માટે સૉલાર એનર્જીને પસંદ કરી. ત્યાં ઉજ્જડ જમીન અને અનેક ઈમારતો પર સૉલાર પેનલલગાવવામાં આવી. આ પેનલથી, દીવમાં, દિવસના સમયે, જેટલી વીજળીની જરૂરિયાત હોય છે, તેનાથી વધુ વીજળી ઉત્પન્ન થઈ રહી છે. આ સૉલાર પ્રૉજેક્ટથી, વીજળી ખરીદી પર ખર્ચ થતા લગભગ બાવન કરોડ રૂપિયા પણ બચ્યા છે. તેનાથી પર્યાવરણની પણ મોટી રક્ષા થઈ છે.
સાથીઓ, પૂણે અને દીવે જે કરીને દેખાડ્યું છે, આવા પ્રયાસો દેશભરમાં અન્ય અનેક જગ્યાએ પણ થઈ રહ્યા છે. તેનાથી ખબર પડે છે કે પર્યાવરણ અને પ્રકૃતિ વિશે આપણે ભારતીયો કેટલા સંવેદનશીલ છીએ, અને આપણો દેશ, કેવી રીતે ભવિષ્યની પેઢી માટે ખૂબ જ જાગૃત છે. હું આ પ્રકારના બધા પ્રયાસોની હૃદયથી પ્રશંસા કરું છું.
મારા પ્રિય દેશવાસીઓ, આપણા દેશમાં સમય સાથે સ્થિતિ-પરિસ્થિતિઓ અનુસાર, અનેક પરંપરાઓ વિકસિત થાય છે. આ પરંપરાઓ, આપણી સંસ્કૃતિનું સામર્થ્ય વધારે છે અને તેને નિત્ય નૂતન પ્રાણશક્તિ પણ આપે છે. કેટલાક મહિનાઓ પહેલાં આવી જ એક પરંપરા શરૂ થઈ કાશીમાં. કાશી-તમિલ સંગમમ્ દરમિયાન, કાશી અને તમિલ ક્ષેત્રની વચ્ચે સદીઓથી ચાલી રહેલા ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોની ઉજવણી કરવામાં આવી. આપણે જ્યારે એકબીજા વિશે જાણીએ છીએ, શીખીએ છીએ, તો એકતાની આ ભાવના વધુ પ્રગાઢ થાય છે. એકતાની આ ભાવના સાથે આગામી મહિને ગુજરાતના વિભિન્ન હિસ્સાઓમાં સૌરાષ્ટ્ર–તમિલ સંગમમ્ થવા જઈ રહ્યો છે.સૌરાષ્ટ્ર–તમિલ સંગમમ્ ૧૭થી ૩૦ એપ્રિલ સુધી ચાલશે. ‘મન કી બાત’ના કેટલાક શ્રોતાઓ અવશ્ય વિચારતા હશે કે ગુજરાતના સૌરાષ્ટ્રનો તમિલનાડુ સાથે શું સંબંધ છે? વાસ્તવમાં, સદીઓ પહેલાં સૌરાષ્ટ્રના અનેક લોકો તમિલનાડુના અલગ-અલગ હિસ્સાઓમાં વસી ગયા હતા. આલોકો આજે ‘સૌરાષ્ટ્રી તમિલ’ના નામથી ઓળખાય છે. તેમની ખાણીપીણી, રહેણીકરણી, સામાજિક સંસ્કારોમાં આજે પણ કંઈક-કંઈક સૌરાષ્ટ્રની ઝલક જોવા મળી જાય છે. મને આ આયોજન અંગે તમિલનાડુના ઘણા બધા લોકોના પ્રશંસા ભરેલા પત્રો મળ્યા છે. મદુરાઈમાં રહેતા જયચંદ્રજીએ એક ખૂબ જ ભાવુક વાત લખી છે. તેમણે કહ્યું કે “હજારો વર્ષ પછી, પહેલી વાર કોઈએ સૌરાષ્ટ્ર-તમિલના આ સંબંધો વિશે વિચાર્યું છે. સૌરાષ્ટ્રથી તમિલનાડુ આવીને વસેલા લોકોને પૂછ્યું છે.” જયચંદ્રજીની વાતો, હજારો તમિલ ભાઈ-બહેનોની અભિવ્યક્તિ છે.
સાથીઓ, ‘મન કી બાત’ના શ્રોતાઓને, હું, આસામ સાથે જોડાયેલા એક સમાચાર વિશે કહેવા માગું છું. આ પણ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને મજબૂત કરે છે. તમે બધાં જાણો છો કે આપણે વીર લાસિત બોરફૂકનજીની 400મી જયંતી ઉજવી રહ્યા છીએ. વીર લાસિત બોરફૂકને અત્યાચારી મોગલ સલ્તનતના હાથોમાંથી ગુવાહાટીને સ્વતંત્ર કરાવ્યું હતું. આજે દેશ, આ મહાન યૌદ્ધાના અદમ્ય સાહસથી પરિચિત થઈ રહ્યો છે. કેટલાક દિવસો પહેલાં, લાસિત બોરફૂકનના જીવન પર આધારિત નિબંધ લેખનનું એક અભિયાન ચલાવાયું હતું. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે તેના માટે લગભગ ૪૫ લાખ લોકોએ નિબંધ મોકલ્યા. તમને એ જાણીને પણ આનંદ થશે કે હવે તે ગીનિઝ રેકૉર્ડ બની ચૂક્યો છે. અને સૌથી મોટી વાત એ છે અને વધુ પ્રસન્નતાની વાત એ છે કે વીર લાસિત બોરફૂકન પર આ જે નિબંધ લખવામાં આવ્યા છે તેમાં લગભગ ૨૩ અલગ-અલગ ભાષાઓમાં લખાયા છે અને લોકોએ મોકલ્યા છે.તેમાં, અસમિયા ભાષા ઉપરાંત હિન્દી, અંગ્રેજી, બાંગ્લા, બોડો, નેપાળી, સંસ્કૃત, સંથાલી જેવી ભાષાઓમાં લોકોએ નિબંધો મોકલ્યા છે. હું આ પ્રયાસનો હિસ્સો બનેલા બધાં લોકોની હૃદયથી પ્રશંસા કરું છું.
મારા પ્રિય દેશવાસીઓ, જ્યારે કાશ્મીર કે શ્રીનગરની વાત થાય છે તો સૌથી પહેલાં, આપણી સામે, તેની ઘાટીઓ અને ડલ સરોવરની તસવીર આવે છે. આપણામાંથી પ્રત્યેક ડાલ સરોવરના દૃશ્યનો આનંદ માણવા માગે છે પરંતુ ડલ ઝીલમાં એક બીજી વાત વિશેષ છે. ડલ ઝીલ, પોતાના સ્વાદિષ્ટ લૉટસ સ્ટેમ્સ- કમલની દાંડી અથવા કમળ કાકડી માટે પણ ઓળખાય છે. કમળની દાંડીને દેશના અલગ-અલગ સ્થાનોમાં, અલગ-અલગ નામે ઓળખવામાં આવે છે. કાશ્મીરમાં તેને નાદરુ કહે છે. કાશ્મીરના નાદરુની માગ સતત વધી રહી છે. આ માગને જોતાં ડલ સરોવરમાં નાદરુની ખેતી કરનારા ખેડૂતોએ એક એફપીઓ બનાવ્યું છે. આ એફપીઓમાં લગભગ 250 ખેડૂતો જોડાયા છે. આજે આ ખેડૂતો પોતાના નાદરુને વિદેશોમાં પણ મોકલવા લાગ્યા છે. હજુ થોડા સમય પહેલાં જઆ ખેડૂતોએ એની બે સામાન (ખેપ) યુએઇ મોકલી છે. આ સફળતા કાશ્મીરનું નામ તો કરી જ રહી છે, સાથે જ, તેનાથી સેંકડો ખેડૂતોની આવક પણ વધી છે.
સાથીઓ, કાશ્મીરના લોકોનો કૃષિ સાથે જ જોડાયેલો આવો જ એક બીજો પ્રયાસ આજકાલ પોતાની સફળતાની સુગંધ ફેલાવી રહ્યો છે. તમે વિચારતા હશો કે હું સફળતાની સુગંધ કેમ બોલી રહ્યો છું. વાત છે જ સુગંધની. સુવાસની તો વાત છે. હકીકતે, જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લાં એક નગર છે ‘ભદરવાહ’. ત્યાંના ખેડૂતો દાયકાઓથી મકાઈની પારંપરિક ખેતી કરતા આવ્યા છે. પરંતુ કેટલાક ખેડૂતોએ કંઈક અલગ કરવાનું વિચાર્યું. તેઓ ફ્લૉરીકલ્ચર, અર્થાત્ ફૂલોની ખેતી તરફ વળ્યા. આજે, ત્યાંના લગભગ ૨૫ સો ખેડૂતો (અઢી હજાર ખેડૂતો) લવેન્ડરની ખેતી કરી રહ્યા છે. તેને કેન્દ્ર સરકારના એરોમા મિશનની મદદ પણ મળી છે. આ નવી ખેતીએ ખેડૂતોની આવકમાં મોટી વૃદ્ધિ કરી છે અને આજે, લવેન્ડરની સાથેસાથે તેની સફળતાની સુવાસ પણ દૂર-દૂર સુધી ફેલાઈ રહી છે.
સાથીઓ, જ્યારે કાશ્મીરની વાત હોય, કમળની વાત હોય, ફૂલની વાત હોય, સુગંધની ત હોય તો કમળના ફૂલ પર બિરાજરમાન રહેનારાં માતા શારદાનું સ્મરણ થવું બહુ જ સ્વાભાવિક છે. કેટલાક દિવસો પહેલાં કુપવાડામાં માતા શારદાના ભવ્ય મંદિરનું લોકાર્પણ થયું છે. આ મંદિર એ જ માર્ગ પર બન્યું છે જ્યાં ક્યારેક શારદા પીઠના દર્શન માટે જતા હતા. સ્થાનિક લોકોએ આ મંદિરના નિર્માણમાં ઘણી મદદ કરી છે. હું જમ્મુ-કાસ્મીરના લોકોને આ શુભ કાર્ય માટે ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.
મારા પ્રિય દેશવાસીઓ, આ વખતે ‘મન કી બાત’માં બસ આટલું જ. આવતી વખતે, તમારી સાથે ‘મન કી બાત’ના સોમા (100મા) હપ્તામાં મુલાકાત થશે. તમે બધા, પોતાનાં સૂચનો અવશ્ય મોકલજો. માર્ચના આ મહિનામાં આપણે, હોળીથી લઈને નવરાત્રિ સુધી, અનેક પર્વ અને તહેવારોમાં વ્યસ્ત રહ્યા છીએ. રમઝાનનો પવિત્ર મહિનો પણ શરૂ થઈ ચૂક્યો છે. આગામી કેટલાક દિવસોમાં શ્રી રામ નવમીનું મહા પર્વ પણ આવનાર છે. તે પછી મહાવીર જયંતી, ગુડ ફ્રાઇડે અને ઇસ્ટર પણ આવશે. એપ્રિલના મહિનામાં આપણે, ભારતની બે મહાન વિભૂતિઓનો જન્મદિવસ મનાવીએ છીએ. આ બે મહાપુરુષ છે- મહાત્મા જ્યોતિબા ફૂલે અને બાબાસાહેબ આંબેડકર. આ બંને જ મહાપુરુષોએ સમાજમાં ભેદભાવ દૂર કરવામાં અભૂતપૂર્વ યોગદાન આપ્યું છે. આજે, સ્વતંત્રતાના અમૃતકાલમાં, આપણે આવી મહાન વિભૂતિઓ પાસેથી શીખવા અને નિરંતર પ્રેરણા લેવાની આવશ્યકતા છે.આપણે, આપણાં કર્તવ્યોને, સહુથી આગળ રાખવાનાં છે. સાથીઓ, આ સમયે, કેટલીક જગ્યાઓ પર કૉરોના પણ વધી રહ્યો છે. આથી તમારે બધાંએ સાવધાની રાખવાની છે, સ્વચ્છતાનું પણ ધ્યાન રાખવાનું છે. આવતા મહિને, ‘મન કી બાત’ના સોમા (100મા) હપ્તામાં, આપણે લોકો, ફરી મળીશું, ત્યાં સુધી મને વિદાય આપો. ધન્યવાદ. નમસ્કાર.
મારા વ્હાલા દેશવાસીઓ, નમસ્કાર, મન કી બાતની આ ૯૮મી કડીમાં આપ સૌની સાથે જોડાઇને મને ખૂબ આનંદ આવી રહ્યો છે. સેન્ચ્યુરી તરફ વધી રહેલી મન કી બાતને તમે બધાએ, સહભાગીદારીથી અદભૂત પ્લેટફોર્મ બનાવી દીધું છે. દરમહિને લાખો સંદેશાઓમાં કેટલાય લોકોની મન કી બાત મારા સુધી પહોંચે છે. તમે તમારા મનની શક્તિને તો જાણો જ છો, તેવી જ રીતે, સમાજની શક્તિથી કેવી રીતે દેશની શક્તિ વધે, તે આપણે મન કી બાતની અલગઅલગ કડીઓમાં જોયું, સમજ્યું અને મે અનુભવ કર્યો છે, સ્વીકાર પણ કર્યો છે. મને તે દિવસ યાદ છે, જયારે આપણે મન કી બાતમાં ભારતના પરંપરાગત ખેલકૂદને પ્રોત્સાહન આપવાની વાત કરી હતી. તે પછી તરત જ દેશમાં ભારતીય ખેલકૂદ સાથે જોડાવાની, તેમાં રમવાની, અને તેને શીખવાની એક લહેર વ્યાપી ગઇ હતી. મન કી બાતમાં જયારે પણ ભારતીય રમકડાંની વાત થઇ ત્યારે દેશના લોકોએ તેને પણ ઉત્સાહભેર વધાવી લીધી હતી. હવે ભારતીય રમકડાઓનો એટલો ક્રેઝ વધ્યો છે કે, વિદેશોમાં પણ તેની માંગ ખૂબ વધી રહી છે. જયારે મન કી બાતમાં આપણે સ્ટોરી ટેલીંગમાં ભારતની વિવિધ પધ્ધતિઓ વિશે વાત કરી, ત્યારે તેની ખ્યાતિ પણ દૂરદૂર સુધી વ્યાપી ગઇ. વધુને વધુ લોકો ભારતની સ્ટોરી ટેલીંગની પદ્ધતિઓ તરફ આકર્ષિત થવા લાગ્યા.
મિત્રો, તમને યાદ હશે, સરદાર પટેલ જયંતિ પર એટલે કે , એકતા દિવસના અવસર પર મન કી બાતમાં આપણે ૩ સ્પર્ધાની વાત કરી હતી. આ સ્પર્ધાઓ, દેશભક્તિ પર ગીત, હાલરડાં અને રંગોળી હતી. મને એ જણાવતાં આનંદ થાય છે કે આ સ્પર્ધાઓમાં સમગ્ર દેશના ૭૦૦થી વધુ જીલ્લાઓના પાંચ લાખથી વધુ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બાળકો, મોટાઓ, અને વડીલો બધાંએ તેમાં ઉત્સાહથી ભાગ લીધો અને ૨૦થી વધુ ભાષાઓમાં તેની એન્ટ્રીઝ મોકલી હતી. આ સ્પર્ધાઓમાં ભાગ લેનારા દરેક સ્પર્ધકોને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ, તમારામાંથી દરેક પોતાનામાં જ ચેમ્પિયન છે, કલાસાધક છે. તમે દરેકે સાબિત કર્યું કે, પોતાના દેશની વિવિધતા અને સંસ્કૃતિ માટે તમારા હૃદયમાં કેટલો પ્રેમ છે.
મિત્રો, આજે આ અવસર પર મને લતા મંગેશકરજી, લતા દીદીની યાદ આવે તે ખૂબ સ્વાભાવિક છે, કેમ કે, જયારે આ સ્પર્ધાઓ શરૂ થઇ હતી ત્યારે લતા દીદીએ ટ્વીટ કરીને દેશની જનતાને વિનમ્ર આગ્રહ કર્યો હતો કે, તેઓ આ સ્પર્ધામાં જોડાય.
મિત્રો, હાલરડા લેખનની સ્પર્ધામાં પ્રથમ પુરસ્કાર, કર્ણાટકના ચામરાજ નગર જિલ્લાના બી.એમ.મંજુનાથે જીત્યો છે. તેમને આ પુરસ્કાર કન્નડમાં લખેલા તેમના હાલરડાં “મલગૂ કન્દા” માટે મળ્યો છે. તેને લખવાની પ્રેરણા તેમને તેમના માતા અને દાદીના ગાયેલા હાલરડાંઓથી મળી હતી. તમે સાંભળશો, તો તમને પણ આનંદ આવશે.
(Kannad Sound Clip (35 seconds) HINDI Translation)
“સૂઇ જા, સૂઇ જા, દિકરા,
મારા સમજદાર દિકરા, સૂઇ જા
દિવસ પૂરો થયો છે, અને અંધારૂં છવાઇ ગયું છે,
નિંદર રાણી આવી જશે,
તારાઓના બગીચામાંથી,
સપનાઓ લઇને આવશે,
સૂઇ જા, સૂઇ જા,
જોજો....જો... જો...
જોજો....જો... જો...”
અસમના કામરૂપ જીલ્લાના રહેવાસી દિનેશ ગોવાલાજીએ આ સ્પર્ધામાં બીજો પુરસ્કાર જીત્યો હતો. તેમણે જે હાલરડું લખ્યું છે તેમાં પ્રદેશની માટી અને સ્ટીલના વાસણો બનાવનાર કારીગરોની પ્રખ્યાત કળાની છાપ છે.
(Assamese Sound Clip (35 seconds) HINDI Translation)
કુંભાર દાદા થેલો લઇને આવ્યા છે,
થેલામાં શું છે ?
ખોલીને જોયું કુંભારના થેલાને,
થેલામાં હતી એક સુંદર કટોરી !
મારી ગુડિયાએ કુંભારને પૂછ્યું,
કેવી છે આ નાની કટોરી!
ગીત અને હાલરડાંની જેમ જ રંગોળી સ્પર્ધા પણ ખૂબ લોકપ્રિય રહી. તેમાં ભાગ લેનારાઓએ એક એકથી ચડિયાતી સુંદર રંગોળી બનાવીને મોકલી. તેમાં વિજેતા, પંજાબના કમલકુમાર રહ્યાં. તેમણે નેતાજી સુભાષચંદ્ર બોઝ અને અમર શહીદ વીર ભગતસિંહની ખૂબ જ સુંદર રંગોળી બનાવી હતી. મહારાષ્ટ્રના સાંગલીના સચિન નરેન્દ્ર અવસારીજીએ પોતાની રંગોળીમાં જલિયાંવાલા બાગ અને તેનો નરસંહાર અને શહીદ ઉધમસિંહની બહાદૂરીને ચિત્રિત કરી હતી. ગોવાના રહેવાસી ગુરૂદત્ત વાન્ટેકરજીએ ગાંધીજીની રંગોળી બનાવી હતી, જયારે પોંડીચેરીના મલાતિસેલ્વમજીએ પણ આઝાદીના કેટલાય મહાન નેતાઓ પર કેન્દ્રિત રંગોળી બનાવી હતી. દેશભક્તિ ગીત પ્રતિયોગિતાના વિજેતા આંધ્રપ્રદેશના ટી.વિદય દુર્ગાજી છે. તેમણે તેલુગુમાં પોતાની રચના મોકલી હતી. તેમણે પોતાના પ્રદેશના પ્રસિદ્ધ સ્વતંત્રસેનાની નરસિંહા રેડ્ડી ગારૂજીથી ઘણા પ્રેરિત રહ્યા છે, તમે પમ સાંભળો, વિજય દુર્ગાજીની રચના.
(Telugu Sound Clip (27 seconds) HINDI Translation)
રેનાડું પ્રાંતના સૂરજ,
હે વીર નરસિંહ !
ભારતીય સ્વતંત્રતા સંગ્રામના અંકુર છો, અંકુશ છો!
અંગ્રેજોના ન્યાય રહિત નિરંકુશ દમનકાંડને જોઇને
તારૂં લોહી ઉકળ્યું અને જ્વાળા બન્યો !
રેનાડું પ્રાંતના સૂરજ,
હે વીર નરસિંહ!
તેલુગુ પછી હવે હું તમને મૈથિલીમાં એક ક્લીપ સંભળાવું છું. જેને દીપક વત્સજીએ મોકલી છે. તેમણે પણ આ સ્પર્ધામાં પુરસ્કાર મેળવ્યો છે.
(Maithili Sound Clip (30 seconds) HINDI Translation)
ભારત વિશ્વની શાન છે ભાઇ,
આપણો દેશ મહાન છે,
ત્રણેય દિશાઓ સમુદ્રથી ઘેરાયેલી,
ઉત્તરમાં કૈલાશ બળવાન છે,
ગંગા, યમુના, કૃષ્ણા, કાવેરી,
કોશી, કમલા,
આપણો દેશ મહાન છે ભાઇ,
તિરંગામાં પ્રાણ છે,
મિત્રો આશા છે કે, તમને આ ક્લીપ ગમી હશે. સ્પર્ધાઓમાં આવેલી આ પ્રકારની રચનાઓની યાદી ખૂબ લાંબી છે, તમે સંસ્કૃતિ મંત્રાલયની વેબસાઇટ પર જઇને તમારા પરિવાર સાથે મળીને તેને જોઇ અને સાંભળી શકો છો, તમને ખૂબ પ્રેરણા મળશે.
મારા વ્હાલા દેશવાસીઓ, હવે બનારસની વાત કરીએ, શરણાઇની કરીએ, ઉસ્તાદ બિસ્મિલ્લાહખાનની જયારે વાત હોય, ત્યારે સ્વાભાવિક છે મારૂં ધ્યાન તે તરફ આકર્ષાય. થોડાક દિવસ પહેલાં “ઉસ્તાદ બિસ્મિલ્લાહખાન યુવા પુરસ્કાર” આપવામાં આવ્યો હતો. આ પુરસ્કાર સંગીત અને કલા ક્ષેત્રના નવા ઉભરી રહેલા પ્રતિભાશાળી કલાકારોને આપવામાં આવે છે. આ કલાકારો કલા અને સંગીત વિશ્વની લોકપ્રિયતા વધારવાની સાથે તેના વિકાસમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. આ તમામમાં તે કલાકારો પણ સમાવિષ્ટ છે જેમણે એવા વાદ્યોમાં પોતાનું જીવન ખર્ચી નાંખ્યું જે વાદ્યોની ખ્યાતિ સમયની સાથે ઓછી થઇ રહી છે. હવે તમે બધા જ આ સાઉન્ડ ક્લીપને ધ્યાનથી સાંભળો.
(Sound Clip (21 seconds) Instrument- ‘सुरसिंगार’, Artist -जॉयदीप मुखर्जी)
શું તમે જાણો છો કે આ ક્યું વાદ્ય છે ? શક્ય છે કે તમને કદાય ખબર ના પણ હોય ! આ વાદ્યનું નામ “સુરસિંગાર” છે. અને આ ધૂનને તૈયાર કરી છે જોયદિપ મુખર્જીએ. જોયદીપજી, ઉસ્તાદ બિસ્મિલ્લાહખાન પુરસ્કારથી સન્માનિત યુવાનોમાં સામેલ છે. આ વાદ્યની ધૂન છેલ્લા ૫૦ અને ૬૦ દસકાઓથી દુર્લભ થઇ ગઇ હતી. પરંતુ જોયદીપ સુરસિંગારને ફરીથી પ્રખ્યાત બનાવવા માટે ખૂબ મહેનત કરી રહ્યા છે. તેવી જ રીતે એક બહેન ઉપ્પલપૂ નાગમણિજીનો પ્રયાસ પણ ખૂબ જ પ્રેરિત કરે છે, તેમણે મેન્ડોલીનમાં કર્ણાટક વાદ્યયંત્રમાં આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેવી જ રીતે સંગ્રામસિંહ સુહાસ ભંડારેજીને વારકરી કીર્તન માટે પુરસ્કાર મળ્યો છે, આ યાદીમાં માત્ર સંગીત સાથે જોડાયેલ કલાકારો જ નહિં – વી દુર્ગા દેવીજીને નૃત્યની એક પ્રાચીન શૈલી, “કરકટ્ટમ” માટે પુરસ્કાર મળ્યો છે. આ પુરસ્કાર અન્ય એક વિજેતા, રાજકુમાર નાયકજીને, કે જેમણે તેલંગણાના ૩૧ જીલ્લામાં ૧૦૧ દિવસ સુધી ચાલનાર પેરિની ઓડીસીનું આયોજન કર્યુ હતું. આજે લોકો તેમને પેરિની રાજકુમારના નામથી ઓળખવા લાગ્યા છે, પેરિની નાટ્યમ, ભગવાન શિવને સમર્પિત એક નૃત્ય છે. જે કાકતીય રાજવંશના સમયમાં ઘણું લોકપ્રિય હતું. આ રાજવંશના મૂળિયા આજે તેલંગણા સુધી જોડાયેલા છે. એક અન્ય પુરસ્કાર વિજેતા સાઇખૌમ સુરચંદ્રા સિંહજી છે. તે મૈતેઇ પુંગ વાદ્ય બનાવવાના પારંગત તરીકે તેઓ ઓળખયા છે. આ વાદ્યનો સંબંધ મણિપુર સાથે જોડાયેલો છે. પુરણસિંહ એક દિવ્યાંગ કલાકાર છે, જે રાજૂલા-મલુશાહી, ન્યૌલી, હુડકા બોલ, જાગર જૈવી વિભિન્ન સંગીતકળાને લોકપ્રિય બનાવી રહ્યા છે. તેમણે આ સંદર્ભે કેટલાય ઓડિયો રેકોર્ડિંગ્સ તૈયાર કર્યા છે. ઉત્તરાખંડના લોકસંગીતમાં પોતાની કળાનું દર્શન કરાવીને પુરણસિંહે કેટલાય પુરસ્કાર જીત્યા છે. સમયની સીમાને ધ્યાનમાં રાખીને હું અહિંયા દરેક વિજેતાઓની વાતો ભલે ન કરી શકું, પરંતુ મને વિશ્વાસ છે કે, તમે એ વિષે જરૂર વાંચશો. મને આશા છે કે, આ દરેક કલાકાર કળાને વધુ ખ્યાતનામ બનાવવા માટે દરેકને પ્રેરિત કરતા રહેશે.
મારા વ્હાલા દેશવાસીઓ, ખૂબ જ ઝડપથી વિકાસ પામી રહેલા આપણા દેશમાં ડીજીટલ ઇન્ડિયાની શક્તિ ખૂણેખૂણે જોઇ શકાય છે. ડીજીટલ ઇન્ડિયાની તાકાતને ઘરે ઘરે પહોંચાડવા માટે અલગ અલગ એપ્સની ખૂબ મોટી ભૂમિકા હોય છે. એવી જ એક એપ છે ઇ-સંજીવની. આ એપથી ટેલી કન્સલટેશન એટલે કે, દૂર બેઠાબેઠા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી, ડોકટર પાસેથી પોતાની બિમારી વિશે સલાહ સૂચન લઇ શકાય છે. આ એપનો ઉપયોગ કરીને અત્યાર સુધી ટેલી-કન્સલટેશન કરનારાઓની સંખ્યા ૧૦ કરોડને પણ પાર કરી ગઇ છે. તમે કલ્પના કરી શકો છો, વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ૧૦ કરોડ કન્સલટેશન્સ ! દર્દી અને ડોકટરની વચ્ચે અદભૂત સંબંધ – આ ખૂબ મોટી સિદ્ધિ છે. આ સિદ્ધિ માટે હું તમામ ડોકટરો અને આ સુવિધાનો લાભ લેનારા દર્દીઓને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ભારતના લોકોએ, ટેકનોલોજીને, કેવી રીતે પોતાના જીવનનો ભાગ બનાવ્યો છે, તે આ જીવતું-જાગતું ઉદાહરણ છે. આપણે જોયું કે, કોરોના સમયમાં ઇ-સંજીવની એપના માધ્યમથી ટેલી-કન્સલટેશન લોકો માટે વરદાનરૂપ સાબીત થયું છે. મને પણ ઇચ્છા થઇ કે, મન કી બાત માટે આપણે આ વિષય સંદર્ભે એક ડોકટર અને એક દર્દી સાથે વાત કરીએ, સંવાદ કરીએ, અને તમારા સુધી એ વાતો પહોંચાડીએ. આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે, ટેલી-કન્સલટેશન, લોકો માટે, કેટલું ઉપયોગી નીવડ્યું છે. આપણી સાથે સિક્કિમના ડોકટર મદન મણીજી છે. ડૉકટર મદન મણીજી સિક્કિમના રહેવાસી છે, પરંતુ તેમણે MBBS ધનબાદથી કર્યું છે. અને પછી બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયમાંથી M.D કર્યું છે. તમણે ગ્રામીણ વિસ્તારોના કેટલાય લોકોને ટેલી-કન્સલટેશનના માધ્યમથી સહાય કરી છે.
પ્રધાનમંત્રી જીઃ-નમસ્કાર, નમસ્કાર, મદન મણિજી.
ડૉ.મદનમણિઃ-જી, નમસ્કાર, સાહેબ.
પ્રધાનમંત્રી જીઃ- હું નરેન્દ્ર મોદી બોલી રહ્યો છું.
ડૉ.મદનમણિઃ-જી, જી, સાહેબ.
પ્રધાનમંત્રી જીઃ-તમે તો બનારસમાં ભણ્યા છો.
ડૉ.મદનમણિઃ-જી, હું બનારસમાં ભણ્યો છું સાહેબ.
પ્રધાનમંત્રી જીઃ-તમારું મેડિકલ એજ્યુકેશન ત્યાં જ થયું.
ડૉ.મદનમણિઃ-જી, જી,.
પ્રધાનમંત્રી જીઃ-તો જયારે તમે બનારસમાં હતા ત્યારનું બનારસ અને હાલનું બદલાયેલું બનારસ કયારેય જોવા ગયા કે નહિં.
ડૉ.મદનમણિઃ-જી, પ્રધાનમંત્રીજી, જયારથી હું પાછો સિક્કિમ આવ્યો છું, ત્યારથી હું જઇ નથી શક્યો, પરંતુ મેં સાંભળ્યું છે કે, બનારસ ખૂબ બદલાઇ ગયું છે.
પ્રધાનમંત્રી જીઃ-તો તમને બનારસ છોડ્યે કેટલા વર્ષ થયાં ?
ડૉ.મદનમણિઃ-બનારસ ૨૦૦૬માં છોડ્યું હતું સાહેબ,
પ્રધાનમંત્રી જીઃ-અરે..., તો તો તમારે જરૂર જવું જોઇએ.
ડૉ.મદનમણિઃ-જી, જી.
પ્રધાનમંત્રી જીઃ-મેં ફોન એટલા માટે કર્યો હતો કે, તમે સિક્કિમના છેક અંતરિયાળ પહાડોમાં રહીને ત્યાંના લોકોને ટેલી-કન્સલટેશની ઘણી સેવાઓ આપી રહ્યા છો.
ડૉ.મદનમણિઃ-જી.
પ્રધાનમંત્રી જીઃ-હું મન કી બાતના શ્રોતામિત્રોને તમારો અનુભવ સંભળાવવા માંગું છું.
ડૉ.મદનમણિઃ-જી.
પ્રધાનમંત્રી જીઃ-મને જણાવોને, તમારો અનુભવ કેવો રહ્યો ?
ડૉ.મદનમણિઃ-અનુભવ, ખૂબ સારો રહ્યો પ્રધાનમંત્રીજી. એમાં એવું છે કે, સિક્કિમમાં ખૂબ પાસે જે PHC છે, ત્યાં ગાડીથી જવા માટે પણમાં ઓછામાં ઓછા ૧૦૦-૨૦૦ રૂપિયા ખર્ચાય છે. અને ડોકટર મળે કે ના પણ મળે તે અલગ સમસ્યા. તો ટેલી-કન્સલટેશનના માધ્યમથી અંતરિયાળ વિસ્તારના લોકો પણ અમારા સુધી સીધા જોડાય છે. અને લોકો પોતાની જૂની બિમારીઓ, તેમના રીપોર્ટસ અને તેમની વર્તમાન પરિસ્થિતિ અમને જણાવે છે.
પ્રધાનમંત્રી જીઃ-એટલે કે, ડોક્યુમેન્ટ ટ્રાન્સફર કરો છો.
ડૉ.મદનમણિઃ-જી, જી. ડોક્યુમેન્ટ ટ્રાન્સફર પણ કરીએ છીએ અને જો તેઓ ટ્રાન્સફર ના કરી શકે તો અમને વાંચીને સંભળાવે છે.
પ્રધાનમંત્રી જીઃ-ત્યાંના વેલનેસ સેન્ટરના ડોકટર જણાવે છે...
ડૉ.મદનમણિઃ-જી, વેલનેસ સેન્ટરમાં જે Community Health Officer રહે છે તેઓ .
પ્રધાનમંત્રી જીઃ-અને જે દર્દી છે તે પોતાની સમસ્યાઓ તમને સીધી જ જણાવે છે.
ડૉ.મદનમણિઃ-જી, દર્દીઓ પણ અમને પોતાની સમસ્યાઓ જણાવે છે, પછી તેમના જૂના રેકોર્ડસ જોઇને અમારે કંઇ અન્ય બાબતો જાણવી હોય, જેમ કે, છાતીની તપાસ કરાવવી હોય, પગમાં સોજા છે કે નહીં ? તેની તપાસ કરાવવી હોય, અને તે CHO એ તપાસ નથી કરી તો અમે લોકો તેમને કહીએ છીએ કે, જુવો સોજા છે કે, નહીં. આંખો જુઓ, એનીમિયા છે કે નહીં, અને જો તેમને ઉદરસ આવતી હોય તો છાતીની તપાસ કરાવવા અને તેનાં ધબકારા માટેની તપાસ કરાવવાનું જણાવીએ છીએ.
પ્રધાનમંત્રી જીઃ-તમે વોઇસ કોલ કરો છો કે વીડીયો કોલનો ઉપયોગ કરો છો ?
ડૉ.મદનમણિઃ-જી, વિડિયો કોલનો ઉપયોગ કરીએ છીએ.
પ્રધાનમંત્રી જીઃ-તો દર્દીઓને તમે જ તપાસો છો.
ડૉ.મદનમણિઃ-જી. દર્દીઓને જોઇને તપાસી શકીએ છીએ.
પ્રધાનમંત્રી જીઃ-દર્દીને કેવી લાગણી થાય છે ?
ડૉ.મદનમણિઃ-દર્દીને સારૂં લાગે છે, કારણ કે, તેઓ ડોકટરને નજીકથી જોઇ શકે છે. તેમને મુંઝવણ રહેતી હોય છે કે, તેમની દવાઓની માત્રા ઓછી કરવાની છે કે વધારવાની છે, કેમ કે, સિક્કિમમાં મોટાભાગના દર્દીઓ એવા છે કે જેમને ડાયાબીટીસ, હાઇપરટેન્શન હોય છે. અને ડાયાબીટીસ તેમજ હાઇપરટેન્શનની દવાઓની માત્રા વધઘટ કરવા કે તેને બદલવા માટે તેમને ડોકટરને મળવા માટે ઘણું દૂર જવું પડતું હોય છે, પરંતુ ટેલી-કન્સલટેશનના માધ્યમથી તેમની દરેક સમસ્યાઓ પળ માત્રમાં દૂર થઇ જાય છે. અને દવાઓ પણ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાંથી મફતમાં મળી જાય છે. તો તેઓ ત્યાંથી દવાઓ પણ લેતા જાય છે.
પ્રધાનમંત્રી જીઃ-અચ્છા, મદન મણિજી, તમે તો જાણો જ છો કે, દર્દીનો એક સ્વભાવ હોય છે કે, જયાં સુધી તેઓ ડોકટર આવે નહીં, ડોકટરને જુવે નહીં, ત્યાં સુધી તેમને સંતોષ થતો નથી. અને ડોકટરને પણ દર્દીઓને તપાસવાની આદત રહેલી હોય છે, અને હવે આ બધું જ ટેલીકોમમાં કન્સલટેશનના માધ્યમથી થાય છે, ત્યારે ડોકટરને કેવો અનુભવ થાય છે, તેમજ દર્દીને કેવો અનુભવ થાય છે ?
ડૉ.મદનમણિઃ-જી, અમને પણ જ્યારે એવું લાગે કે, દર્દીને બરાબર તપાસવો પડશે ત્યારે અમે લોકો વિડીયોમાં જ CHOને દર્દીને તપાસવાની દરેક બાબતો અંગે જાણ કરીએ છીએ, અને કયારેક તો દર્દીને વિડિયોમાં પાસે બોલાવીને તેની જે પણ મુશ્કેલીઓ છે, જેમ કે કોઇને ચામડીની સમસ્યા હોય, તો તેને વિડીયોના માધ્યમથી જોઇ લઇએ છીએ, તેનાથી તેઓને સંતોષ થાય છે.
પ્રધાનમંત્રી જીઃ-અને પછી તેમના ઉપચાર પછી તેમને સંતોષ મળે ત્યારે કેવો અનુભવ થાય છે ? દર્દી સુધારો અનુભવે છે ?
ડૉ.મદનમણિઃ-જી, તેમને ખૂબ સંતોષ મળે છે, અને અમને પણ સંતોષ મળે છે સાહેબ, હું અત્યારે સ્વાસ્થ્ય વિભાગમાં છું, અને સાથોસાથ ટેલી-કન્સલટેશન પણ કરૂં છું. તો ફાઇલની સાથેસાથે દર્દીને તપાસવાનો મને ખૂબ સારો અનુભવ થયો છે.
પ્રધાનમંત્રી જીઃ-સરેરાશ, કેટલા દર્દીઓ ટેલી-કન્સલટેશનના માધ્યમથી આવે છે ?
ડૉ.મદનમણિઃ-અત્યાર સુધી મેં ૫૩૬ દર્દીઓને તપાસ્યા છે.
પ્રધાનમંત્રી જીઃ-અરે.. વાહ, એનો અર્થ એ થયો કે, તમને મહારથ હાંસલ થઇ ગઇ છે.
ડૉ.મદનમણિઃ-જી, આ ફરજ નિભાવીને સારૂં લાગે છે,
પ્રધાનમંત્રી જીઃ-હું તમને શુભકામનાઓ આપું છું. આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને તમે સિક્કિમના દૂરદૂરના જંગલોમાં, પહાડોમાં રહેનારા લોકોની ખૂબ જ સેવા કરી રહ્યા છો. અને ખુશીની વાત એ છે કે, આપણા દેશના દૂરદૂરના વિસ્તારમાં પણ ટેકનોલોજીનો આટલો સરસ ઉપયોગ થઇ રહ્યો છે. મારા તરફથી તમને ખૂબ જ શુભેચ્છાઓ.
ડૉ.મદનમણિઃ-જી, આભાર સર,
મિત્રો, ડોકટર મદન મદન મણિજીની વાતોથી જાણવા મળે છે કે, ઇ-સંજીવની એપ કેવી રીતે તેમની મદદ કરી રહી છે. ડૉકટર મદનજી પછી હવે આપણે બીજા એક મદનજી સાથે વાત કરીએ. તે ઉત્તરપ્રદેશના ચંદૌલી જીલ્લાના રહેવાસી મદન મોહન લાલજી છે. આ એક સુંદર સંયોગ કે, ચંદૌલી પણ બનારસ સાથે જોડાયેલું છે. તો આવો મદન મોહનજી પાસેથી જાણીએ ઇ-સંજીવનીના વિષયમાં એક દર્દી કેવો અનુભવ કરે છે ?
પ્રધાનમંત્રી જીઃ-મદન મોહનજી પ્રણામ.
મદન મોહન જીઃ-નમસ્કાર, નમસ્કાર સાહેબ,
પ્રધાનમંત્રી જીઃ-નમસ્કાર., અચ્છા, મને જણાવો કે, તમે ડાયાબીટીસના દર્દી છો.
મદન મોહન જીઃ- જી,
પ્રધાનમંત્રી જીઃ-અને તમે, ટેકનોલોજીનો ઉપયોગ કરીને ટેલી-કન્સલટેશનના માધ્યમથી પોતાની બિમારી માટે મદદ લો છો.
મદન મોહન જીઃ-જી.,
પ્રધાનમંત્રી જીઃ-એક દર્દી તરીકે હું તમારા અનુભવ સાંભળવા માંગું છું, જેથી હું દેશવાસીઓ સુધી એ વાત પહોંચાડી શકું કે, આપણા ગામડાઓમાં રહેતા લોકો ટેકનોલોજીનો કેવો સુંદર રીતે ઉપયોગ કરી શકે છે.
મદન મોહન જીઃ- જી., સાહેબ હોસ્પીટલો દૂર છે. અને જ્યારે ડાયાબીટીસનો હુમલો થાય ત્યારે અમારે પાંચથી છ કિલોમીટર દૂર જઇને નિદાન કરાવવું પડતું હતું, તેની તપાસ કરાવવી પડતી હતી. અને હવે જયારથી તમારા દ્વારા આ વ્યવસ્થા બનાવાઇ છે ત્યારથી તપાસ કરાવવા જઉં છું ત્યારે બહારના ડોકટરો સાથે પણ મારી વાત કરાવવામાં આવે છે. અને દવા પણ આપવામાં આવે છે. આનાથી મને અને અન્ય લોકોને પણ ઘણો લાભ થયો છે.
પ્રધાનમંત્રી જીઃ-તો તમે દર વખતે એક જ ડોકટરને બતાવો છો કે, ડોકટર બદલાતા હોય છે ?
મદન મોહન જીઃ-જ્યાં સ્થાનિક ડૉકટરને મુંઝવણ અનુભવાય છે ત્યારે તેઓ અમારી વાત અન્ય ડોકટરો સાથે કરાવે છે.
પ્રધાનમંત્રી જીઃ-અને ડોકટર તમને જે સલાહ-સૂચન કરે છે તેનો લાભ થાય છે.
મદન મોહન જીઃ-અમને તેનો ખૂબ જ લાભ થાય છે, અને ગામડાંના અન્ય લોકોને પણ તેનાથી ખૂબ લાભ થાય છે. દરેક લોકો ત્યાં પૂછે છે કે, ભાઇ અમારું BP છે, અમને ડાયાબીટીસ છે, તપાસ કરો, દવા જણાવો. અને પહેલા તો અમે પાંચથી છ કિલોમીટર દૂર જતા હતા. લાંબી લાઇનોમાં ઉભા રહેતા હતા. પેથોલોજીમાં પણ લાંબી લાઇનો લાગતી હતી. પૂરો એક દિવસ બગડતો હતો.
પ્રધાનમંત્રી જીઃ-એનો અર્થ એમ કે, તમારો સમય પણ વેડફાતા બચી રહ્યો છે.
મદન મોહન જીઃ-અને પૈસા પણ ખર્ચ થતા હતા, જયારે અહિંયા નિઃશુલ્ક સેવાઓ અપાઇ રહી છે.
પ્રધાનમંત્રી જીઃ-અચ્છા, તો તમે જ્યારે પ્રત્યક્ષરૂપે ડોકટરને મળો છો ત્યારે તમને વિશ્વાસ થાય છે કે, ડોકટર છે, તેમણે મારી નાડી તપાસી લીધી છે, મારી આંખો તપાસી લીધી છે, મારી જીભને પણ જોઇ લીધી છે. તો એક અલગ અનુભવ થતો હોય છે. હવે જ્યાર ટેલી-કન્સલટેશનના માધ્યમથી તપાસ થાય છે, તો ત્યારે તમને અદ્દલ એવો સંતોષ થાય છે ?
મદન મોહન જીઃ-હા, સંતોષ થાય છે. તેઓ અમારી નાડી પકડી રહ્યા છે, સ્ટેથોસ્કોપથી તપાસી રહ્યા છે, એવો અનુભવ પણ થાય છે. અને અમે ખુશ થઇએ છીએ કે, તમારા દ્વારા આટલી સુંદર વ્યવસ્થા બનાવવામાં આવી છે, જેના કારણે હવે અમારી તમામ સમસ્યાઓનું નિવારણ થઇ ગયું છે. પહેલા અમારે ખૂબ જ સમસ્યાઓ ઉઠાવવી પડતી હતી, ગાડીનું ભાડું ચૂકવવું પડતું હતું અને ત્યાં જઇને લાંબી લાઇનોમાં ઉભા રહેવું પડતું હતું, જયારે હવે અમે ઘરે બેઠાબેઠા તમામ પ્રકારની સુવિધાઓ મેળવી રહ્યા છીએ.
પ્રધાનમંત્રી જીઃ-મદન મોહનજી, મારા તરફથી તમને અઢળક શુભકામનાઓ, આટલી ઉંમરે પણ તમે નવી ટેકનોલોજી શીખ્યા, અન્ય લોકોને પણ આ વિષે જણાવજો. જેથી તેમનો પણ સમય બચી જાય, પૈસા પણ બચે અને તેમને જે માર્ગદર્શન મળે છે, તેનાથી દવાઓ પણ સારી રીતે મેળવી શકાય છે.
મદન મોહન જીઃ-હા, સાહેબ, જરૂર..
પ્રધાનમંત્રી જીઃ-ફરીથી તમને અઢળક શુભકામનાઓ, મદન મોહનજી.
મદન મોહન જીઃ-સાહેબ, તમે કાશી વિશ્વનાથને બનારસનું કેન્દ્ર બનાવી દીધું, તેનો વિકાસ કર્યો. અમારા તરફથી તમને ખૂબ શુભેચ્છાઓ.
પ્રધાનમંત્રી જીઃ- ધન્યવાદ. મેં કયાં બનાવ્યું છે, એ તો બનારસના લોકોએ બનાવ્યું છે, અમને તો મા ગંગાની સેવા માટે મા ગંગાએ બોલાવ્યા. તમને પણ ખૂબ શુભકામનાઓ, પ્રણામ.
મદન મોહન જીઃ-જી. નમસ્કાર સાહેબ,
પ્રધાનમંત્રી જીઃ- જી, નમસ્કાર.
મિત્રો, દેશનાં સામાન્ય માનવી માટે, મધ્યમ વર્ગ માટે, પહાડી વિસ્તારના રહેવાસીઓ માટે, ઇ-સંજીવની, જીવન રક્ષા માટેની એપ બની રહી છે. આ ભારતની ડિઝીટલ ક્રાંતિની શક્તિ છે અને તેનો પ્રભાવ આજે આપણે તમામ ક્ષેત્રોમાં જોઇ રહ્યાં છે. ભારતનાં UPI ની શક્તિ પણ આપ સૌ જાણો છો. દુનિયાનાં ઘણાં દેશો આ તરફ આકર્ષાયા છે. થોડાંક દિવસો પહેલા ભારત અને સિંગાપુર વચ્ચે UPI-Pay Now Link Launch કરવામાં આવ્યું છે. હવે સિંગાપુર અને ભારતનાં લોકો, પોતાનાં મોબાઇલ વડે બિલકુલ એવી જ રીતે પૈસા ટ્રાન્સફર કરી શકસે જેમ તેઓ પોતાનાં દેશમાં કરી શકે છે. ભારતની ઇ-સંજીવની એપ હોય કે પછી UPI, તે Ease of Living ને વધારવામાં ખૂબ સહાયક સાબિત થયું છે.
મારાં વ્હાલાં દેશવાસીઓ, જ્યારે કોઈ દેશમાં વિલુપ્ત થઇ રહેલાં પક્ષીની પ્રજાતીને, કોઇ જીવ-જંતુને બચાવી લેવામાં આવે છે, ત્યારે તેની ચર્ચા સમગ્ર વિશ્વમાં થાય છે. આપણાં દેશમાં આવી અનેક મહાન પરંપરાઓ છે કે જે લુપ્ત થઇ ગઇ હતી, લોકોનાં મનમસ્તિષ્ક પરથી ભૂલાઇ ચુકી હતી, પરન્તુ હવે તેને લોકોની ભાગીદારીની શક્તિથી પુર્નજીવિત કરવાનાં પ્રયત્નો કરાઇ રહ્યાં છે તો તેની ચર્ચા માટે મન કી બાતનાં મંચ કરતાં વધુ સારું મંચ બીજું કયું હોઇ શકે ?
હવે, હું તમને જે જણાવવા માંગું છું તે જાણીને તમે ખૂબ ખુશ થશો, આપણા વારસા માટે ગૌરવ અનુભવશો. અમેરિકામાં રહેતા શ્રીમાન કંચન બેનરજીના વારસાના રક્ષણને જોડતા આવા જ એક અભિયાન તરફ મારૂં ધ્યાન આકર્ષિત થયું છે, હું તેમને અભિનંદન પાઠવું છું. મિત્રો, પશ્ચિમ બંગાળમાં હુબલી જીલ્લાના બાસ બેરિયામાં આ મહિને “ત્રિબેની કુમ્ભો મોહોત્શોવ”નું આયોજન કરાયું. તેમાં આઠ લાખથી વધુ શ્રદ્ધાળુઓ જોડાયા. પરંતુ શું તમે જાણો છો, કે આ મહોત્સવ આટલો વિશેષ કેમ છે ? વિશેષ એટલા માટે છે કેમ કે, આ પરંપરાને ૭૦૦ વર્ષ પછી પુનર્જીવીત કરવામાં આવી છે. આમ તો, આ પરંપરા હજારો વર્ષ જૂની છે, પરંતુ દુર્ભાગ્યથી ૭૦૦ વર્ષ પહેલાં બંગાળના ત્રિબેનીમાં યોજાનાર આ મહોત્સવ બંધ થઇ ગયો હતો. આ મહોત્સવને સ્વતંત્રતા પછી શરૂ કરવો જોઇતો હતો પરંતુ તે ન થઇ શક્યો. બે વર્ષ પહેલાં, સ્થાનિક લોકો અને “ત્રિબેની કુમ્ભો પૉરિચાલોના શૉમિતિ”ના માધ્યમથી આ મહોત્સવ ફરી શરૂ કરવામાં આવ્યો. હું આ આયોજન સાથે જોડાયેલ દરેક લોકોને ખૂબ શુભેચ્છા પાઠવું છું. તમે માત્ર એક પરંપરાને જ જીવીત નથી કરી રહ્યા પરંતુ તમે ભારતના સાંસ્કૃતિક વારસાની પણ રક્ષા કરી રહ્યા છો.
મિત્રો, પશ્ચિમ બંગાળમાં ત્રિબેની વર્ષોથી એક પવિત્ર સ્થાનના રૂપમાં ઓળખાય છે. તેનો ઉલ્લેખ વિભિન્ન મંગલકાવ્ય, વૈષ્ણવ સાહિત્ય, શાક્ત સાહિત્ય અને અન્ય બંગાળી સાહિત્યિક રચનાઓમાં પણ મળે છે. વિભિન્ન ઐતિહાસિક દસ્તાવેજો દ્વારા એ જાણ થાય છે કે, ક્યારેક આ ક્ષેત્ર સંસ્કૃત, શિક્ષા અને ભારતીય સંસ્કૃતિનું કેન્દ્ર હતું. કેટલાય સંત તેને માઘ સંક્રાંતિમાં કુંભ સ્નાન માટે પવિત્ર સ્થાન માનતા હતા. ત્રિબેનીમાં તમને કેટલાય ગંગાઘાટ, શિવમંદિર અને ટેરાકોટા વાસ્તુકલાથી નિર્માણ પામેલી પ્રાચીન ઇમારતો જોવા પણ મળશે. ત્રિબેનીના વારસાને પુનઃસ્થાપિત કરવા માટે અને કુંભ પરંપરાના ગૌરવને પુનઃજીવીત કરવા માટે અહિં ગયા વર્ષે કુંભમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાત સદીઓ પછી, ૩ દિવસના કુંભ મહાસ્નાન અને મેળાએ આ વિસ્તારમાં એક નવીન ઉર્જાનો સંચાર કર્યો હતો. ૩ દિવસ સુધી દરરોજ થતી ગંગા આરતી, રૂદ્રાભિષેક અને યજ્ઞમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ વર્ષે થઇ ચૂકેલ મહોત્સવમાં વિભિન્ન આશ્રમ, મઠ અને અખાડા પણ સામેલ થયા હતા. બંગાળી પરંપરાઓથી જોડાયેલ વિભિન્ન કળા જેમ કે, કિર્તન, બાઉલ, ગોડિયોં નૃત્તોં, સ્ત્રી-ખોલ, પોટેર ગાન, છોઉ નાચ, આ તમામ કળા સાંજના કાર્યક્રમોમાં આકર્ષણનું કેન્દ્ર હતી. આપણા યુવાનોને દેશના સુવર્ણ ભૂતકાળ સાથે જોડવા માટેનો આ એક સરાહનીય પ્રયાસ છે. ભારતમાં આવી કેટલીય પરંપરા છે, જેને આપણે પુનર્જીવીત કરવાની જરૂર છે. મને આશા છે કે, આ વિશે થનાર ચર્ચાવિચારણા, લોકોને આ દિશા તરફ પ્રેરિત કરશે.
મારા વ્હાલા દેશવાસીઓ, સ્વચ્છ ભારત અભિયાનમાં આપણા દેશમાં લોકભાગીદારીના માળખાઓને જ બદલી નાંખ્યા છે. દેશમાં કયારેય પણ કશું સ્વચ્છતા સાથે જોડાયેલું હોય છે ત્યારે લોકો તેની જાણકારી મારા સુધી પહોંચાડે છે. આવી જ એક વાત માટે મારૂં ધ્યાન હરિયાણાના યુવાનોના સ્વચ્છતા અભિયાન પર કેન્દ્રિત થયું છે. હરિયાણામાં એક ગામ છે-દુલ્હેડી. અહિંના યુવાનોએ નિશ્ચય કર્યો કે, આપણે ભિવાની શહેરને સ્વચ્છતાની બાબતમાં એક મિશાલ બનાવવી છે. તેમણે યુવા સ્વચ્છતા તેમજ જનસેવા સમિતિ નામથી એક સંગઠન બનાવ્યું છે. આ સમિતિ સાથે જોડાયેલ યુવાનો સવારે ચાર વાગે ભિવાની પહોચીં જાય છે. શહેરના અલગઅલગ વિસ્તારોમાં ભેગા થઇને તેઓ સ્વચ્છતા અભિયાન ચલાવે છે. આ લોકો અત્યાર સુધી શહેરના અલગઅલગ વિસ્તારમાંથી કેટલાય ટન કચરાને સાફ કરી ચૂક્યા છે.
મિત્રો, સ્વચ્છ ભારત અભિયાનનું એક મહત્વપૂર્ણ આયામ વેસ્ટ ટુ વેલ્થ પણ છે. ઓડિશાના કેંદ્રપાડા જીલ્લાના એક બહેન કમલા મોહરાના એક સ્વયં સહાયતા જૂથ ચલાવે છે. આ જૂથની મહિલાઓ દૂધની થેલી અને અન્ય પ્લાસ્ટિક પેકિંગથી છાબડી અને મોબાઇલ સ્ટેન્ડ જેવી અન્ય વસ્તુઓ પણ બનાવે છે. આ તેમના માટે સ્વચ્છતાની સાથે સાથે કમાણીનો પણ એક સારો માર્ગ બની રહ્યો છે. જો આપણે નિશ્ચય કરી લઇએ તો સ્વચ્છ ભારતમાં આપણું ખૂબ મોટું યોગદાન આપી શકીએ છીએ. નાનામાં નાની પહેલ જેમ કે, પ્લાસ્ટિકની થેલીની જગ્યાએ આપણે કાપડની થેલીનો સંકલ્પ લેવો જ જોઇએ. તમે ભવિષ્યમાં જોશો કે, તમારો આ સંકલ્પ કેટલો સંતોષ આપશે. અને અન્ય લોકોને પણ પ્રેરિત કરશે.
મારા વ્હાલા દેશવાસીઓ, આજે આપણે સાથે મળીને એકવાર ફરી પ્રેરણાદાયક વિષયો પર વાત કરી. પરિવાર સાથે મળીને તેને સાંભળી અને તેને દિવસ દરમિયાન યાદ કરતાં રહીશું. આપણે દેશની કર્મઠતાની જેટલી ચર્ચા કરીએ છીએ એટલી જ ઉર્જા મળે છે. આ ઉર્જા પ્રવાહની સાથે આપણે આજે મન કી બાતની ૯૮મી કડી સુધી પહોંચી ગયા છે. આજથી થોડા દિવસ પછી હોળીનો તહેવાર છે. તમને બધાને હોળીની શુભકામનાઓ. આપણે આપણા તહેવારો વોકલ ફોર લોકલના સંકલ્પ સાથે જ ઉજવવાના છે. તમારા અનુભવો મારી સાથે વહેંચવાના ભૂલશો નહિં. ત્યાં સુધી મને રજા આપશો. આવતી વખતે આપણે ફરીથી નવા વિષયો સાથે મળીશું, ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. 2023 ની આ પહેલી મન કી બાત અને તેની સાથે સાથે આ કાર્યક્રમનો આજે 97 મો એપિસોડ પણ છે. આપ બધાની સાથે ફરી એકવાર વાતચીત કરીને મને ઘણી જ ખુશી થઈ રહી છે. દર વર્ષે જાન્યુઆરીનો મહિનો ઘણો eventful હોય છે. આ મહિને 14 જાન્યુઆરીની આસપાસ ઉત્તરથી દક્ષિણ સુધી અને પૂર્વથી પશ્ચિમ સુધી, આખા દેશમાં તહેવારોની રોનક હોય છે. ત્યારબાદ દેશ પોતાનો ગણતંત્ર દિવસ પણ મનાવે છે. આ વખતે પણ ગણતંત્ર દિવસ સમારોહમાં અનેક પાસાઓની ઘણી જ પ્રશંસા થઈ રહી છે. જેસલમેરથી પુલ્કિતે મને લખ્યું છે કે 26 જાન્યુઆરીની પરેડ દરમિયાન કર્તવ્ય પથના નિર્માણ કરનારા શ્રમિકોને જોઈને ઘણું સારું લાગ્યું. કાનપુરથી જયાએ લખ્યું છે કે તેમણે પરેડમાં સામેલ ઝાંખીઓમાં ભારતની સંસ્કૃતિના વિવિધ પાસાઓને જોઈને આનંદ આવ્યો. આ પરેડમાં પહેલીવાર ભાગ લેનારી Women Camel Riders અને સીઆરપીએફની મહિલાદળની ટુકડીઓની પણ ઘણી જ પ્રશંસા થઈ રહી છે.
સાથીઓ, દેહરાદૂનના વત્સલ જીએ પણ મને લખ્યું છે કે 25 જાન્યુઆરીની હું હંમેશા રાહ જોતો હોવ છું કારણ કે તે દિવસે પદ્મ પુરસ્કારોની જાહેરાત થાય છે અને એક પ્રકારે 25 તારીખની સાંજ જ મારી 26 જાન્યુઆરીના ઉમંગને ઘણી જ વધારી દે છે. પાયાના સ્તરે પોતાના સમર્પણ અને સેવાભાવથી ઉપલબ્ધી મેળવનારાઓને People’s Padma ને લઈને પણ કેટલાય લોકોએ પોતાની ભાવના વહેંચી છે. આ વખતે પદ્મ પુરસ્કારથી સન્માનિત લોકોમાં આદિવાસી સમુદાય અને આદિવાસી જીવન સાથે જોડાયેલા લોકોનું સારું પ્રતિનિધિત્વ રહ્યું છે. આદિવાસી જીવન શહેરોની દોડાદોડી કરતા અલગ છે, તેના પડકારો પણ અલગ છે, આમ છતાં આદિવાસી સમાજ પોતાની પરંપરાઓને બચાવવા હંમેશા તત્પર રહે છે. આદિવાસી સમાજ સાથે જોડાયેલી વસ્તુઓના સંરક્ષણ અને તેના સંશોધન પર પણ પ્રયાસ થઈ રહ્યા છે. આવી જ રીતે ટોટો, હો, કૂઈ, કૂવી અને માંડા જેવી જનજાતીય ભાષાઓ પર કામ કરનારા કેટલાય મહાનુભાવોને પદ્મ પુરસ્કાર મળ્યા છે. તે આપણા બધા માટે ગર્વની વાત છે. ઘાનીરામ ટોટો, જાનુમ સિંહ સોય અને બી.રામકૃષ્ણ રેડ્ડી જીના નામ, હવે તો આખો દેશ તેમનાથી પરિચીત થઈ ગયો છે. સિદ્ધી, જારવા અને ઓંગે જેવી અન્ય જનજાતીઓ સાથે કામ કરનારા લોકોને પણ આ વખતે સન્માનિત કરવામાં આવ્યા છે. જેમ કે હિરાબાઈ લોબી, રતનચંદ્ર કાર અને ઈશ્વરચંદ્ર વર્માજી. જનજાતી સમાજ આપણી ધરતી, આપણા વારસાનો અભિન્ન હિસ્સો રહ્યો છે. દેશ અને સમાજના વિકાસમાં તેમનું યોગદાન મહત્વપૂર્ણ છે. તેમના માટે કામ કરનારા વ્યક્તિત્વનું સન્માન, નવી પેઢીને પણ પ્રોત્સાહિત કરશે. આ વર્ષે પદ્મ પુરસ્કારોની ગૂંજ એ વિસ્તારોમાં પણ સંભળાઈ રહી છે, જે નક્સલ પ્રભાવિત વિસ્તારો હતા. પોતાના પ્રયત્નોથી નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં ભટકી ગયેલા યુવાનોને સાચો માર્ગ દેખાડનારાઓને પણ પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં છે. તેના માટે કાંકેરમાં લાકડા પર કોતરણી કરનાર અજયકુમાર મંડાવી અને ગઢચિરોલીના પ્રસિદ્ધ ઝાડીપટ્ટી રંગભૂમી સાથે જોડાયેલા પરશુરામ કોમાજી ખૂણે ને પણ સન્માન મળ્યું છે. તેવી જ રીતે નોર્થ-ઈસ્ટ માં પોતાની સંસ્કૃતિના સંરક્ષણ કરવામાં લાગેલા રામકુઈવાંગબે નિઉમે, વિક્રમ બહાદૂર જમાતિયા અને કરમા વાંગચૂને પણ સન્માનિત કરવામાં આવ્યા છે.
સાથીઓ આ વખતે પદ્મ પુરસ્કારોથી સન્માનિત થનારા લોકોમાં કેટલાય લોકો એવા સામેલ છે જેમણે સંગીતની દુનિયાને સમૃદ્ધ કરી છે. કોણ હશે જેને સંગીત પસંદ નહીં હોય. દરેક લોકોની સંગીતની પસંદ અલગ-અલગ હોઈ શકે છે, પરંતુ સંગીત દરેક લોકોના જીવનનો ભાગ હોય છે. આ વખતે પદ્મ પુરસ્કાર મેળવનારા લોકોમાં એ લોકો છે જે સંતૂર, બમહૂમ, દ્વિતારા જેવા આપણા પારંપરિક વાદ્યોની ધૂન ફેલાવવામાં ઉચ્ચ કૌશલ મેળવેલ છે. ગુલામ મોહમ્મદ જાજ, મોઆ સુ-પોંગ, રી-સિંહબોર, કુરકા-લાંગ, મુનિ-વેંકટપ્પા અને મંગલ કાંતિ રાય, અને આવા કેટલાય નામો છે જેની ચારેય તરફ ચર્ચા થઈ રહી છે. સાથીઓ પદ્મ પુરસ્કાર મેળવનારા અનેક લોકો, આપણી વચ્ચેના એ સાથીઓ છે, જેમણે હંમેશા દેશને સર્વોપરી રાખ્યો, રાષ્ટ્ર પ્રથમના સિદ્ધાંત માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું. તેઓ સેવાભાવથી પોતાના કામમાં લાગેલા રહ્યા અને તેના માટે તેમણે ક્યારેય કોઈ પુરસ્કારની આશા નથી રાખી. તેઓ જેને માટે કામ કરી રહ્યા છે તેમના ચહેરાનો સંતોષ જ તેમના માટે સૌથી મોટો અવોર્ડ છે. આવા સમર્પિત લોકોનું સન્માન કરીને આપણા દેશવાસીઓનું ગૌરવ વધ્યું છે. હું બધા પદ્મ પુરસ્કાર વિજેતાઓના નામ ભલે અહીં ન લઈ શકું પરંતુ આપને મારો આગ્રહ ચોક્કસ છે કે તમે પદ્મ પુરસ્કાર મેળવનારા આ મહાનુભાવોના પ્રેરક જીવનના વિષયમાં વિસ્તારપૂર્વક જાણો અને બીજાને પણ જણાવો.
સાથીઓ આજે જ્યારે આપણે આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન ગણતંત્ર દિવસની ચર્ચા કરી રહ્યા છીએ, તો હું અહીં એક રસપ્રદ પુસ્તકનો પણ ઉલ્લેખ કરીશ. થોડા સપ્તાહ પહેલાં જ મને મળેલા આ પુસ્તકમાં એક ઘણાં જ રસપ્રદ વિષય પર ચર્ચા કરવામાં આવી છે. આ પુસ્તકનું નામ India - The Mother of Democracy છે અને તેમાં કેટલાય સારા નિબંધો છે. ભારત દુનિયાનું સૌથી મોટું લોકતન્ત્ર છે અને આપણે ભારતીયોને એ વાતનો ગર્વ પણ છે કે આપણો દેશ Mother of Democracy પણ છે. લોકતંત્ર આપણી નસેનસમાં છે, આપણી સંસ્કૃતિમાં છે – સદીઓથી તે આપણા કામકાજનો પણ અભિન્ન ભાગ રહ્યો છે.
સ્વભાવથી આપણે એક Democratic Society છીએ. ડૉ. આંબેડકરે બૌદ્ધ ભિક્ષુ સંઘની સરખામણી ભારતીય સંસદ સાથે કરી હતી. તેમણે તેને એક એવી સંસ્થા ગણાવી હતી જ્યાં Motions, Resolutions, Quorum, વોટિંગ અને વોટની ગણતરી માટે કેટલાય નિયમો હતા. બાબાસાહેબનું માનવું હતું કે ભગવાન બુદ્ધને તેની પ્રેરણા તે સમયની રાજકિય વ્યવસ્થાઓથી મળી શકી હશે .
તામિલનાડુમાં એક નાનું પરંતુ ચર્ચિત ગામ છે – ઉતિરમેરૂર. અહીં અગિયારસો - બારસો વર્ષ પહેલાનો શિલાલેખ આખી દુનિયાને અચંબિત કરે છે. આ શિલાલેખ એક લઘુ બંધારણ જેવો છે. તેમાં વિસ્તૃત રીતે જણાવાયું છે કે ગ્રામસભાનું સંચાલન કેવી રીતે થવું જોઈએ અને તેના સભ્યોની પસંદગીની પ્રક્રિયા કેવી હોય. આપણા દેશના ઈતિહાસમાં ડેમોક્રેટિક વેલ્યૂઝનું વધુ એક ઉદાહરણ છે – 12મી સદીના ભગવાન બસવેશ્વરનો અનુભવ મંડપમ્. અહીં ફ્રિ ડિબેટ અને ડિસ્કશનને પ્રોત્સાહન આપવામાં આવતું હતું. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આ Magna Carta થી પણ પહેલાંની વાત છે. વારાંગલના કાકતીય વંશના રાજાઓની ગણતાંત્રિક પરંપરાઓ પણ ઘણી પ્રસિદ્ધ છે. ભક્તિ આંદોલને , પશ્ચિમી ભારતમાં લોકતંત્રની સંસ્કૃતિને આગળ વધારી. પુસ્તકમાં શીખ પંથની લોકતાંત્રિક ભાવનાઓ પર પણ એક લેખને સામેલ કરવામાં આવ્યો છે, જે ગુરુ નાનકદેવ જી દ્વારા સર્વસંમતિથી લેવાયેલા નિર્ણયો પર પ્રકાશ પાડે છે. મધ્યભારતની ઉરાવ અને મુંડા જનજાતીઓમાં community driven અને consensus driven decision પર પણ આ પુસ્તકમાં સારી માહિતી છે. તમે આ પુસ્તકને વાંચ્યા પછી અનુભવશો કે કેવી રીતે દેશના દરેક ભાગમાં સદીઓથી લોકતંત્રની ભાવના પ્રવાહિત થઈ રહી છે. Mother of Democracy ના રૂપમાં, આપણે સતત આ વિષયનું ઉંડાણપૂર્વક ચિંતન પણ કરવું જોઈએ, ચર્ચા પણ કરવી જોઈએ, અને દુનિયાને અવગત પણ કરાવવી જોઈએ. તેનાથી દેશમાં લોકતંત્રની ભાવના વધારે તીવ્ર બનશે.
મારા પ્રિય દેશવાસીઓ જો હું તમને પૂછું કે યોગ દિવસ અને વિવિધ પ્રકારના આપણા મોટા અનાજોમાં શું કોમન છે તો તમે વિચારશો કે આ કેવી સરખામણી કહેવાય? જો હું તમને જણાવું કે બંનેમાં ઘણું બધું કોમન છે તો તમને આશ્ચર્ય થશે. હકિકતમાં સંયુક્ત રાષ્ટ્રએ International Yoga Day અને International Year of Millets, બંનેનો નિર્ણય ભારતના પ્રસ્તાવ પછી જ લીધો છે. બીજી વાત એ કે યોગ પણ સ્વાસ્થ્ય સાથે જોડાયેલું છે અને જાડુ ધાન્ય પણ સ્વાસ્થ્ય માટે મહત્વની ભૂમિકા નિભાવે છે. ત્રીજી વાત વધારે મહત્વપૂર્ણ છે – બંને અભિયાનોમાં લોક-ભાગીદારીને કારણે ક્રાંતિ આવી રહી છે. જેવી રીતે લોકોએ વ્યાપક સ્તરે સક્રિય ભાગીદારી કરીને યોગ અને ફિટનેસને પોતાના જીવનનો ભાગ બનાવ્યો છે, તેવી જ રીતે જાડા ધાન્ય ને પણ લોકો મોટાપાયે અપનાવી રહ્યા છે. લોકો હવે જાડા ધાન્ય (Millets) ને પોતાની ખોરાકનો ભાગ બનાવી રહ્યા છે. આ બદલાવનો બહુ મોટો પ્રભાવ પણ જોવા મળે છે. તેનાથી એક તરફ નાના ખેડૂતો ઘણાં જ ઉત્સાહિત છે જે પારંપારિક રીતે જાડા ધાન્યનું ઉત્પાદન કરતા હતા. તેઓ એ વાતથી ખુશ છે કે દુનિયા હવે જાડા ધાન્ય (Millets) નું મહત્વ સમજી રહી છે. બીજી તરફ એફપીઓ અને entrepreneurs એ જાડા ધાન્યને બજાર સુધી પહોંચાડવાનો અને તેને લોકોને ઉપલબ્ધ કરાવવના પ્રયત્ન શરૂ કરી દીધા છે.
આંધ્રપ્રદેશના નાંદયાલ જિલ્લામાં રહેનારા કે.વી.રામા સુબ્બા રેડ્ડી જીએ જાડુ ધાન્ય (Millets) માટે સારા એવા પગારની નોકરી છોડી દીધી. માં ના હાથે બનેલા જાડા ધાન્ય (Millets) ના પકવાનોનો સ્વાદ એટલો દાઢે વળગી ગયો હતો કે તેમણે તેમના ગામમાં જ બાજરાનું પ્રોસેસિંગ યૂનિટ જ શરૂ કરી દીધું. સુબ્બા રેડ્ડી જી લોકોને બાજરાના ફાયદા પણ જણાવે છે અને તેને સરળતાથી ઉપલબ્ધ પણ કરાવે છે. મહારાષ્ટ્રમાં અલીબાગની પાસે કેનાડ ગામમાં રહેતા શર્મિલા ઓસવાલ જી છેલ્લા 20 વર્ષથી જાડા ધાન્ય (Millets) ની પેદાશમાં અનોખું યોગદાન આપી રહ્યા છે. તેઓ ખેડૂતોને સ્માર્ટ એગ્રિકલ્ચરની ટ્રેનિંગ આપી રહ્યા છે. તેમના પ્રયત્નોથી ન માત્ર જાડા ધાન્યનું ઉત્પાદન વધ્યું છે પરંતુ ખેડૂતોની આવકમાં પણ વૃદ્ધી થઈ છે. જો આપને છત્તીસગઢના રાયગઢ જવાની તક મળે તો અહીંયાના મીલેટ કાફે મા જરૂર જજો. થોડા જ મહીનાઓ પહેલાં શરૂ થયેલા આ મીલેટ કાફેમાં ચીલ્લા, ઢોસા, મોમોઝ, પિઝા અને મંચુરિયન જેવી વસ્તુઓ ઘણી જ પોપ્યુલર થઈ રહી છે.
હું આપને વધુ એક વાત પૂછું? તમે entrepreneur શબ્દ સાંભળ્યો હશે પરંતુ શું તમે Milletpreneurs, સાંભળ્યું છે? ઓડિશાના Milletpreneurs આજે ઘણાં જ ચર્ચામાં છે. આદિવાસી જિલ્લા સુંદરગઢની લગભગ દોઢ હજાર મહિલાઓનું સેલ્ફ હેલ્પ ગ્રુપ ઓડિશા મીલેટ મિશન સાથે જોડાયેલું છે. અહીં મહિલાઓ જાડા ધાન્ય (Millets) માંથી કૂકીઝ, રસગુલ્લા, ગુલાબજાંબુ અને કેક પણ બનાવી રહી છે. બજારમાં તેની ખૂબ માંગ હોવાથી મહિલાઓની આવક પણ વઘી રહી છે.
કર્ણાટકના કલબુર્ગીમાં અલંદ ભૂતાઈ Millets Farmers Producer Company એ ગત વર્ષે Indian Institute of Millets Research ની દેખરેખ હેઠળ કામ શરૂ કર્યું હતું. અહીંયાના ખાખરા, બિસ્કિટ અને લાડુ લોકોને ભાવી રહ્યા છે. કર્ણાટકના જ બિદર જિલ્લામાં હલસુર મીલેટ પ્રોડ્યુસર કંપની સાથે જોડાયેલી મહિલાઓ જાડા ધાન્યની ખેતીની સાથે તેનો લોટ પણ તૈયાર કરી રહી છે. તેનાથી તેમની કમાણી પણ ઘણી જ વધી છે. પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા છત્તિસગઢના સંદિપ શર્માજીના એફપીઓથી આજે 12 રાજ્યોના ખેડૂતો જોડાયેલા છે. બિલાસપુરનું આ એફપીઓ, 8 પ્રકારના જાડા ધાન્ય (Millets) નો લોટ અને તેના વ્યંજન બનાવી રહ્યા છે.
સાથીઓ આજે હિન્દુસ્તાનના ખૂણે-ખૂણામાં જી-20 સમિટ સતત ચાલી રહી છે અને મને ખુશી છે કે દેશના દરેક ખૂણામાં જ્યાં પણ જી-20 સમિટ થઈ રહી છે, જાડા ધાન્ય (Millets) માંથી બનેલા પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વ્યંજન તેમાં સામેલ થાય છે. અહીં બાજરામાંથી બનેલી ખીચડી, પૌઆ, ખીર અને રોટલીની સાથે જ રાગીથી બનેલા પાયસમ, પૂરી અને ઢોસા જેવા વ્યંજનો પણ પીરસવામાં આવે છે. જી-20ના દરેક venue પર મીલેટ એક્ઝીબિશનમાં જાડા ધાન્ય (Millets) માંથી બનેલા હેલ્થ ડ્રિંક્સ, સિરિઅલ્સ અને નૂડલ્સને દેખાડવામાં આવ્યા છે. આખી દુનિયામાં ઈન્ડિયન મિશન પણ તેની લોકપ્રિયતા વધારવા માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે. તમે કલ્પના કરી શકો છો કે દેશનો આ પ્રયત્ન અને દુનિયામાં વધતી જાડા ધાન્ય (Millets) ની માંગ આપણા નાના ખેડૂતોને કેટલી તાકાત આપવાની છે. મને એ જોઈને પણ સારું લાગે છે કે આજે વિવિધ પ્રકારની નવી નવી વસ્તુઓ બાજરામાંથી બની રહી છે, તે યુવા પેઢીને પણ તેટલી જ પસંદ આવી રહી છે. International Year of Millets ની આવી શાનદાર શરૂઆત માટે અને તેને સતત આગળ વધારવા માટે હું મન કી બાતના શ્રોતાઓને પણ અભિનંદન પાઠવું છું.
મારા પ્રિય દેશવાસીઓ, જ્યારે તમારી સાથે કોઈ ટુરિસ્ટ હબ ગોવાની વાત કરે છે તો તમારા મનમાં શું ખ્યાલ આવે છે? સ્વાભાવિક છે ગોવાનું નામ આવે એટલે અહીંયાની સુંદર કોસ્ટલાઈન, બીચ અને પસંદગીની ખાણી-પીણીની વાતો ધ્યાનમાં આવવા લાગે છે. પરંતુ ગોવામાં આ મહિને કંઈક એવું થયું જે ચર્ચામાં છે. આજે મન કી બાતમાં હું તેને તમારી સાથે વહેંચવા માંગુ છું. ગોવામાં થયેલી આ ઈવેન્ટ છે – પર્પલ ફેસ્ટ. આ ફેસ્ટને 6 થી 8 જાન્યુઆરી દરમિયાન પણજીમાં યોજવામાં આવ્યો હતો. દિવ્યાંગજનોના કલ્યાણ ને લઈને તે પોતાનામાં જ એક અનોખો પ્રયાસ હતો.
પર્પલ ફેસ્ટ કેટલો મોટો મોકો હતો તેનો અંદાજ તમે એ વાત પરથી મેળવી શકો કે 50 હજારથી પણ વધારે આપણા ભાઈ-બહેન તેમાં સામેલ થયા હતા. અહીંયા આવેલા લોકો એ વાતથી રોમાંચિત હતા કે હવે તેઓ મીરામાર બીચ ફરવાનો આનંદ માણી શકશે. હકિકતમાં મીરામાર બીચ આપણા દિવ્યાંગ ભાઈ-બહેનો માટે ગોવાના Accessible Beaches માંથી એક બની ગયો છે. અહીં ક્રિકેટ ટુર્નામેન્ટ, ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ, મેરેથોન કોમ્પિટિશન સાથે એક બહેરા અને પ્રજ્ઞાચક્ષુઓનું કન્વેશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અહીંયા યૂનિક બર્ડ વોચિંગ પ્રોગ્રામ ઉપરાંત ફિલ્મ પણ દેખાડવામાં આવી. તેના માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી આપણા દિવ્યાંગ ભાઈ-બહેનો તેમજ બાળકો તેનો પૂરેપૂરો આનંદ લઈ શકે. પર્પલ ફેસ્ટની એક ખાસ વાત તેમાં દેશના પ્રાઈવેટ સેક્ટરની પણ ભાગીદારી રહી. તેમના તરફથી એવા પ્રોડકટ્સ શો-કેસ કરવામાં આવ્યા જે દિવ્યાંગ ફ્રેન્ડલી છે. આ ફેસ્ટમાં દિવ્યાંગ કલ્યાણ પ્રત્યે જાગૃતિ વધારવાના અનેક પ્રયત્નો જોવા મળ્યા. પર્પલ ફેસ્ટને સફળ બનાવવા માટે હું , તેમાં ભાગ લેનારા દરેક લોકોને ધન્યવાદ પાઠવું છું. સાથે જ એ વોલેન્ટિયર્સને પણ અભિનંદન પાઠવું છું, જેમણે આ આયોજન કરવા દિવસ-રાત એક કરી દીધા હતા. મને પૂરો વિશ્વાસ છે કે Accessible India ના આપણા વિઝનને સાકાર કરવામાં આ પ્રકારના અભિયાન ઘણાં જ કારગર સાબિત થશે.
મારા પ્રિય દેશવાસીઓ, હવે મન કી બાતમાં હું એક એવા વિષય પર વાત કરીશ જેમાં આપને આનંદ પણ આવશે, ગર્વ પણ થશે અને આપ કહી ઉઠશો – વાહ ભાઈ વાહ...દિલ ખુશ થઈ ગયું. દેશની સૌથી જૂની સાયન્સ ઈન્સ્ટિટ્યૂટમાંની એક બેંગાલુરુની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એટલે કે આઈઆઈએસસી એક સુંદર ઉદાહરણ પૂરું પાડે છે. મન કી બાતમાં અગાઉ હું આની ચર્ચા કરી ચૂક્યો છું કે કેવી રીતે આ સંસ્થાની સ્થાપનાની પાછળ ભારતની બે મહાન વિભૂતીઓ જમશેદજી ટાટા અને સ્વામી વિવેકાનંદની પ્રેરણા રહી છે તો તમને અને મને આનંદ અને ગર્વ આપનારી વાત એ છે કે વર્ષ 2022માં આ સંસ્થાના નામે કુલ 145 પેટન્ટ રહેલી છે. તેનો મતલબ છે – દર પાંચ દિવસે બે પેટન્ટ. આ રેકોર્ડ પોતાનામાં જ એક અદભૂત છે. આ સફળતા માટે હું આઈઆઈએસસી ની ટીમને અભિનંદન પાઠવું છું. સાથીઓ, આજે પેટન્ટ ફાઈલિંગમાં ભારતનો ક્રમ 7મો અને ટ્રેડમાર્કમા 5મો ક્રમ છે. માત્ર પેટન્ટની વાત કરીએ તો છેલ્લા પાંચ વર્ષોમાં તેમાં લગભગ 50 ટકાની વૃદ્ધી થઈ છે. ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સમાં પણ ભારતના રેન્કિંગમાં જબરદસ્ત સુધારો થયો છે અને હવે તે 40 મા ક્રમે આવી ગયું છે, જ્યારે 2015માં ભારત ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સમાં 80માં નંબરથી પણ પાછળ હતું. વધુ એક રસપ્રદ વાત હું આપને જણાવવા માગું છું. ભારતમાં છેલ્લા 11 વર્ષોમાં પહેલી વખત ડોમેસ્ટિક પેટન્ટ ફાઈલિંગની સંખ્યા ફોરેન ફાઈલિંગથી વધારે જોવા મળી છે. તે ભારતના વધતા વૈજ્ઞાનિક સામર્થ્યને પણ દેખાડે છે.
સાથીઓ, આપણે બધા જાણીએ છીએ કે 21મી સદીની ગ્લોબલ ઈકોનોમીમાં નોલેજ જ સર્વોપરી છે. મને વિશ્વાસ છે કે ભારતના Techade નું સપનું આપણા ઈનોવેટર્સ અને તેમની પેટન્ટના દમ પર ચોક્કસથી પૂરું થશે. તેનાથી આપણે બધા આપણા જ દેશમાં તૈયાર વર્લ્ડ ક્લાસ ટેક્નોલોજી અને પ્રોડક્ટ્સનો ભરપૂર લાભ લઈ શકીશું.
મારા પ્રિય દેશવાસીઓ, NaMoApp પર મેં તેલંગણાના એન્જિનિયર વિજય જીની એક પોસ્ટ જોઈ. તેમાં વિજયજીએ ઈ-વેસ્ટ વિશે લખ્યું છે. વિજયજીનો આગ્રહ છે કે હું મન કી બાતમાં આ વિષય પર ચર્ચા કરું. આ કાર્યક્રમમાં પહેલાં પણ આપણે વેસ્ટ ટુ વેલ્થ એટલે કે કચરામાંથી કંચનની વાત કરી હતી, પરંતુ આવો આજે તેનાથી જ જોડાયેલી ઈ-વેસ્ટની ચર્ચા કરીએ.
સાથીઓ આજે દરેક ઘરમાં મોબાઈલ ફોન, લેપટોપ, ટેબ્લેટ જેવી ડિવાઈસ સામાન્ય થઈ ગયી છે. આખા દેશમાં તેની સંખ્યા અબજોમાં હશે. આજના લેટેસ્ટ ડિવાઈસ ભવિષ્યના ઈ-વેસ્ટ પણ હોય છે. જ્યારે કોઈ નવી ડિવાઈસ ખરીદે છે અથવા પોતાની જૂની ડિવાઈસ બદલે છે તો એ ધ્યાન રાખવું જરૂરી થઈ જાય છે કે તેને બરાબર રીતે discard કરવામાં આવે છે કે નહીં. જો ઈ-વેસ્ટને બરાબર રીતે dispose કરવામાં ન આવે તો તે આપણા પર્યાવરણને પણ નુકસાન પહોંચાડી શકે છે. પરંતુ સાવધાની પૂર્વક જો તેને કરવામાં આવે છે તો તે રિસાયકલ અને રિયૂઝની સર્ક્યૂલર ઈકોનોમીની(CIRCULAR ECONOMY) બહુ જ મોટી તાકાત બની શકે છે. સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે દર વર્ષે 50 મીલિયન ટન ઈ-વેસ્ટ ફેંકવામાં આવે છે. તમે અંદાજો લગાવી શકશો કે કેટલો હશે? માનવ ઈતિહાસમાં જેટલા વ્યવસાયિક હવાઈજહાજ બન્યા છે તે બધાનું વજન ભેગું કરી દેવામાં આવે તો જેટલો ઈ-વેસ્ટ નીકળે છે તેને બરાબર પણ નહીં થાય. આ એવું છે જેમકે દર સેકન્ડે 800 લેપટોપ ફેંકી દેવાતા હોય. તમે જાણીને ચોંકી જશો કે અલગ-અલગ પ્રક્રિયાઓ મારફતે આ ઈ-વેસ્ટથી લગભગ 17 પ્રકારના કીંમતી ધાતુઓ Precious Metal કાઢી શકાય છે. તેમાં સોનું, ચાંદી, ત્રાંબુ, નિકલ સામેલ છે. તેથી જ ઈ-વેસ્ટનો સદુપયોગ કરવો, કચરાને કંચન બનાવવાથી જરા પણ ઓછું નથી. આજે એવા સ્ટાર્ટ-અપની અછત નથી જે આ દિશામાં ઈનોવેટિવ કામ કરી રહ્યા છે. આજે લગભગ 500 જેટલા E-Waste Recyclers આ ક્ષેત્ર સાથે જોડાયેલા છે અને ઘણાં બધા નવા ઉદ્યમીઓને પણ તેની સાથે જોડવામાં આવી રહ્યા છે. આ સેક્ટરે હજારો લોકોને સીધી રીતે રોજગારી પણ પૂરી પાડી છે. બેંગાલુરુની E-Parisara પણ આવા જ એક પ્રયત્નમાં જોડાયેલી છે. તેણે પ્રિન્ટેડ સર્કિટ બોર્ડની કિમતી ધાતુઓને અલગ કરીને સ્વદેશી ટેક્નોલોજી વિકસિત કરી છે. આવી જ રીતે મુંબઈમાં કામ કરતી ઈકોરિકો એ મોબાઈલ એપથી ઈ-વેસ્ટ કલેક્ટ કરવાની સિસ્ટમ તૈયાર કરી છે. ઉત્તરાખંડના રૂરકીની એટ્ટેરો રિસાયક્લિંગે તો આ ક્ષેત્રમાં દુનિયાભરમાં કેટલીયે પેટન્ટ મેળવી છે. તેણે પણ પોતાની ઈ-વેસ્ટ રિસાયક્લિંગ ટેક્નોલોજી તૈયાર કરીને ઘણી જ નામના મેળવી છે. ભોપાલમાં મોબાઈલ એપ અને વેબસાઈટ – કબાડીવાલાની મદદથી ઘણા ટન ઈ-વેસ્ટ એકત્રિત કરાઈ રહ્યું છે. આવા તો કેટલાય ઉદાહરણો છે. આ બધા ભારતને ગ્લોબલ રિસાયક્લિંગ હબ બનાવવામાં મદદ કરી રહ્યા છે પરંતુ આવા initiative ની સફળતા માટે એક જરૂરી શરત એ પણ છે તે એ કે ઈ-વેસ્ટના નિકાલની સુરક્ષિત ઉપયોગી પદ્ધતિઓ વિશે લોકોને જાગૃત કરતા રહેવા પડશે. ઈ-વેસ્ટના ક્ષેત્રમાં કામ કરનારા કહે છે કે અત્યારે દર વર્ષે માત્ર 15-17 ટકા ઈ-વેસ્ટને જ રિસાયકલ કરવામાં આવી રહ્યો છે.
મારા પ્રિય દેશવાસીઓ, આજે આખી દુનિયામાં ક્લાઈમેટ ચેન્જ અને બાયોડાયર્સિટીના રક્ષણની ઘણી ચર્ચા થાય છે. આ દિશામાં ભારતના નક્કર પ્રયત્નો વિશે આપણે સતત વાત કરીએ છીએ. ભારતે તેની વેટલેન્ડ માટે જે કામ કર્યું છે તે જાણીને તમને પણ ઘણું સારું લાગશે. કેટલાક શ્રોતાઓ વિચારી રહ્યા હશે કે વેટલેન્ડ શું હોય છે? વેટલેન્ડ સાઈટ એટલે એ જગ્યા જ્યાં દળદાર માટીવાળી જમીન પર આખું વર્ષ પાણી ભરાયેલું રહે છે. થોડા દિવસ પછી 2 ફેબ્રુઆરીએ જ વર્લ્ડ વેટલેન્ડ ડે છે. આપણી ધરતીના અસ્તિત્વ માટે વેટલેન્ડ ઘણી જ જરૂરી છે કારણ કે તેના પર ઘણાંબધા પક્ષીઓ, જીવ-જંતુઓ નિર્ભર હોય છે. તે બાયોડાયવર્સિટીને સમૃદ્ધ કરવાની સાથે પૂર નિયંત્રણ અને ભૂમિગત જળ સંચય પણ સુનિશ્ચિત કરે છે. તમારામાંથી ઘણાં લોકો જાણતા હશે રામસર સાઈટ એવા વેટલેન્ડ હોય છે જે આંતરરાષ્ટ્રીય મહત્વ ના છે. વેટલેન્ડ ભલે કોઈ દેશમાં હોય પરંતુ તેણે અનેક માપદંડોને પૂરા કરવાના હોય છે, ત્યારે જઈને તેને રામસર સાઈટ જાહેર કરવામાં આવે છે. રામસર સાઈટ્સમાં 20 હજાર અથવા તેનાથી વધારે વોટર બર્ડ્સ હોવા જોઈએ. સ્થાનિક માછલીઓની પ્રજાતિઓની મોટી સંખ્યા હોવી જરૂરી છે. આઝાદીના 75 વર્ષ પર અમૃત મહોત્સવ દરમિયાન રામસર સાઈટ્સ સાથે જોડાયેલી એક સારી વાત આપની સાથે વહેંચવા માંગુ છું. આપણા દેશમાં રામસર સાઈટ્સની કુલ સંખ્યા હવે 75 થઈ ગઈ છે, જ્યારે 2014 પહેલાં દેશમાં માત્ર 26 રામસર સાઈટ્સ હતી. તેના માટે સ્થાનિક સમુદાય ધન્યવાદને પાત્ર છે. જેમણે આ બાયોડાયવર્સિટીને સાચવીને રાખી છે. આ પ્રકૃતિ સાથે સદભાવપૂર્વક રહેવાની આપણી સદીઓ જૂની સંસ્કૃતિ અને પરંપરાનું પણ સન્માન છે. ભારતના આ વેટલેન્ડ્સ આપણા પ્રાકૃતિક સામર્થ્યનું પણ ઉદાહરણ છે. ઓડિશાનુ ચિલ્કા સરોવર 40થી વધારે WaterBird Species ને આશ્રય આપવા માટે જાણીતું છે. કઈબુલ-લમજાહ, લોકટાકને Swamp Deerનું એકમાત્ર Natural Habitat માનવામાં આવે છે. તામિલનાડુના વેડન્થાંગલને 2022માં રામસર સાઈટ જાહેર કરવામાં આવ્યું હતું. અહીંયાની બર્ડ પોપ્યુલેશનને સાચવવાનો બધો જ શ્રેય આસપાસના ખેડૂતોને જાય છે. કાશ્મીરમાં પંજાથ નાગ સમુદાય Annual Fruit Blossom festival દરમિયાન એક દિવસ ખાસ ગામડાંના ઝરણાંની સાફ-સફાઈ માટે રાખે છે. World’s Ramsar Sites માં મોટાભાગે Unique Culture Heritage પણ છે. મણિપુરનું લોકટાક અને પવિત્ર સરોવર રેણુકા સાથે ત્યાંની સંસ્કૃતિનુ ઘણુ ઉંડું જોડાણ રહ્યું છે. આવી જ રીતે Sambhar નો સંબંધ માં દુર્ગાના અવતાર શાકમ્ભરી દેવી સાથે પણ છે. ભારતમાં વેટલેન્ડનો આ વિસ્તાર એ લોકોને કારણે શક્ય બની શકે છે જે રામસર સાઈટ્સની આસપાસ રહે છે. હું એવા બધા લોકોની ઘણી જ પ્રશંસા કરું છું, મન કી બાતના શ્રોતાઓ તરફથી તેમને શુભકામનાઓ પાઠવું છું.
મારા પ્રિય દેશવાસીઓ, આ વખતે આપણા દેશમાં, ખાસ કરીને ઉત્તર ભારતમાં ઘણી જ તીવ્ર ઠંડી પડી. આ ઠંડીમાં લોકોએ પહાડો પર બરફવર્ષા ની પણ ખૂબ મજા લીધી. જમ્મુ-કાશ્મીરથી કેટલીક એવી છબીઓ આવી જેણે આખા દેશનું મન મોહી લીધું. સોશિયલ મીડિયા પર તો આખી દુનિયાના લોકો આ છબીને પસંદ કરે છે. બરફવર્ષાને કારણે આપણી કાશ્મીર ખીણ દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘણી જ સુંદર થઈ ગઈ છે. બનીહાલ થી બડગામ જતી ટ્રેનનો વીડિયો પણ લોકો ખાસ પસંદ કરી રહ્યા છે. સુંદર બરફવર્ષા, ચારેય તરફ સફેદ ચાદર જેવો બરફ. લોકો કહી રહ્યા છે કે આ દ્રશ્ય પરીઓની કથાઓ જેવું લાગે છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે આ કોઈ વિદેશની નહીં, પરંતુ આપણા જ દેશના કાશ્મીરની છબીઓ છે. એક સોશિયલ મીડિયા યૂઝરે લખ્યું છે – સ્વર્ગ આનાથી વધારે સુંદર શું હશે? તે વાત બિલકુલ સાચી છે. ત્યારે જ તો કાશ્મીરને ધરતી પરનું સ્વર્ગ કહેવામાં આવે છે. તમે પણ આ છબીઓને જોઈને કાશ્મીરની મુલાકાત લેવાનું જરૂર વિચારતા હશો. હું ઈચ્છીશ કે તમે પોતે પણ જાઓ અને તમારા સાથીઓને પણ લઈ જાઓ. કાશ્મીરમાં બરફથી ઢંકાયેલા પહાડો, પ્રાકૃતિક સૌંદર્યની સાથે સાથે અન્ય પણ ઘણું જોવાનું અને જાણવાનું છે. જેમ કે કાશ્મિરના સૈયદાબાદમાં વિન્ટર ગેમ્સ આયોજિત કરવામાં આવી હતી. આ ગેમ્સની થીમ હતી – સ્નો ક્રિકેટ. તમે વિચારી રહ્યા હશો કે સ્નો ક્રિકેટ તો ઘણી જ રોમાંચક રમત હશે – તમે બિલકુલ સાચું વિચારી રહ્યા છો. કાશ્મીરી યુવાનો બરફની વચ્ચે ક્રિકેટને વધુ અદભુત બનાવી દે છે. તેને મારફતે કાશ્મીરમાં એવા યુવા ખેલાડીઓની શોધ પણ થાય છે જે આગળ વધીને ટીમ ઈન્ડિયા તરફથી પણ રમશે. આ પણ એક રીતે ખેલો ઈન્ડિયા મૂવમેન્ટનું વિસ્તરણ જ છે. કાશ્મીરમાં યુવાનોમાં રમતોને લઈને ઉત્સાહ ઘણો જ વધી રહ્યો છે. આવનારા સમયમાં આમાંથી કેટલાય યુવાનો દેશ માટે મેડલ જીતશે, તિરંગો લહેરાવશે. મારું આપને સૂચન હશે કે હવે પછી તમે જ્યારે કાશ્મીરની યાત્રા પ્લાન કરો તો આવા આયોજનોને જોવા માટે પણ સમય કાઢજો. આ અનુભવ આપની યાત્રાને વધુ યાદગાર બનાવી દેશે.
મારા પ્રિય દેશવાસીઓ, ગણતંત્રને મજબૂત કરવાના આપણા પ્રયત્નો સતત ચાલતા રહેવા જોઈએ. ગણતંત્ર મજબૂત થાય છે જન-ભાગીદારીથી, બધાના પ્રયત્નોથી, દેશ પ્રત્યેના પોતપોતાના કર્તવ્યોને નિભાવવાથી, અને મને સંતોષ છે કે આપણી મન કી બાત આવા કર્તવ્યનિષ્ઠ સેનાનીઓનો બુલંદ અવાજ છે. હવે પછી ફરી મુલાકાત થશે આવા કર્તવ્યનિષ્ઠ લોકોની રસપ્રદ તથા પ્રેરક ગાથાઓની સાથે.
ખૂબ ખૂબ ધન્યવાદ....
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે આપણે ‘મન કી બાત’ના છન્નુમી કડી સાથે જોડાઈ રહ્યા છીએ. ‘મન કી બાત’નો આગામી હપ્તો વર્ષ 2023નો પહેલો હપ્તો થશે. તમે લોકોએ જે સંદેશા મોકલ્યા, તેમાં વિદાય લઈ રહેલા 2022 વિશે વાત કરવા પણ ખૂબ આગ્રહ સાથે કહ્યું છે. અતીતનું અવલોકન તો આપણને વર્તમાન અને ભવિષ્યની તૈયારીઓની પ્રેરણા હંમેશાં આપતું રહ્યું છે. 2022માં દેશના લોકોનું સામર્થ્ય, તેમનો સહયોગ, તેમનો સંકલ્પ, તેમની સફળતાનો વિસ્તાર એટલો વધુ રહ્યો કે ‘મન કી બાત’માં બધાને સાંકળવું તો મુશ્કેલ થશે. 2022 ખરેખર અનેક રીતે ખૂબ જ પ્રેરક રહ્યું. અદ્ભુત રહ્યું. આ વર્ષે ભારતે પોતાની સ્વતંત્રતાનાં ૭૫ વર્ષ પૂરા કર્યાં અને આ વર્ષે અમૃત કાળનો પ્રારંભ થયો. આ વર્ષે દેશે અનેક ક્ષેત્રે ઝડપ પકડી છે, બધા દેશવાસીઓએ એકથી એક ચડિયાતું કામ કર્યું. 2022ની વિભિન્ન સફળતાઓએ, આજે, પૂરા વિશ્વમાં ભારતનું એક વિશેષ સ્થાન બનાવ્યું છે. 2022 અર્થાત્ ભારત દ્વારા દુનિયામાં પાંચમા સૌથી મોટા અર્થતંત્રનો પડાવ પ્રાપ્ત કરવો, 2022 અર્થાત્ ભારત દ્વારા 220 કરોડ રસીનો અવિશ્વસનીય આંકડો પાર કરવાનો વિક્રમ, 2022 અર્થાત્ ભારત દ્વારા નિકાસનો 400 અબજ ડૉલરનો જાદુઈ આંકડો પાર કરવો, 2022 અર્થાત્ દેશના જન-જન દ્વારા ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને અપનાવવો, તેને જીવીને દેખાડવો, 2022 અર્થાત્ ભારતના પહેલા સ્વદેશી વિમાનવાહક જહાજ આઈએનએસ વિક્રાંતનું સ્વાગત, 2022 અર્થાત્ અવકાશ, ડ્રૉન અને સંરક્ષણ ક્ષેત્રમાં ભારતનો ધ્વજ ફરકાવવો, 2022 અર્થાત્ દરેક ક્ષેત્રમાં ભારતની શક્તિ. રમતના મેદાનમાં પણ, ચાહે, રાષ્ટ્રકુળ રમતો હોય કે આપણી મહિલા હોકી ટીમની જીત, આપણા યુવાનોએ જબરદસ્ત સામર્થ્ય દેખાડ્યું.
સાથીઓ, આ બધાની સાથે જ વર્ષ 2022 એક બીજા કારણથી સદૈવ યાદ કરાશે. તે છે, ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ભાવનાનો વિસ્તાર. દેશના લોકોએ એકતા અને સંપને ઉજવવા માટે પણ અનેક અદ્ભુત આયોજન કર્યાં. ગુજરાતનો માધવપુર મેળો હોય, જ્યાં રુક્મિણી વિવાહ અને ભગવાન કૃષ્ણના પૂર્વોત્તરના સંબંધોને ઉજવવામાં આવે છે અથવા તો પછી કાશી-તમિલ સંગમમ્ હોય, આ પર્વોમાં પણ એકતાના અનેક રંગો દેખાયા. 2022માં દેશવાસીઓએ એક બીજો અમર ઇતિહાસ લખ્યો. ઑગસ્ટના મહિનમાં ચાલેલા ‘હર ઘર તિરંગા’ અભિયાન કોણ ભૂલી શકે છે? તે પળ યાદ કરતાં દરેક દેશવાસીના રૂંવાડા ઊભા થઈ જતા હતા. સ્વતંત્રતાનાં 75 વર્ષના આ અભિયાનમાં સમગ્ર દેશ તિરંગામય થઈ ગયો. 6 કરોડથી વધુ લોકોએ તો તિરંગા સાથે સેલ્ફી પણ મોકલી. સ્વતંત્રતાનો આ અમૃત મહોત્સવ હજુ આગામી વર્ષ પણ ચાલશે. અમૃતકાળના પાયાને વધુ મજબૂત કરશે.
સાથીઓ, આ વર્ષે ભારતને જી20 સમૂહની અધ્યક્ષતાની જવાબદારી પણ મળી છે. મેં ગત વખતે આના પર વિસ્તારથી ચર્ચા પણ કરી હતી. વર્ષ 2023માં આપણે જી20ના ઉત્સાહને નવી ઊંચાઈ પર લઈ જવાનો છે. આ આયોજનને એક જન આંદોલન બનાવવાનું છે.
મારા પ્રિય દેશવાસીઓ, આજે દુનિયાભરમાં ધૂમધામથી ક્રિસમસનો તહેવાર પણ મનાવવામાં આવી રહ્યો છે. તે જીસસ ક્રાઇસ્ટના જીવન, તેમના ઉપદેશને યાદ કરવાનો દિવસ છે. હું તમને સહુને ક્રિસમસની ખૂબ શુભેચ્છાઓ આપું છું.
સાથીઓ, આજે આપણા બધાના શ્રદ્ધેય અટલબિહારી વાજપેયીજીનો જન્મદિન પણ છે. તેઓ એક મહાન રાજનેતા હતા. જેમણે દેશને અસાધારણ નેતૃત્વ આપ્યું.
દરેક ભારતવાસીના હૃદયમાં તેમના માટે એક વિશેષ સ્થાન છે. મને કોલકાતાથી આસ્થાજીનો પત્ર મળ્યો છે. આ પત્રમાં તેમણે તાજેતરની તેમની દિલ્લી મુલાકાતનો ઉલ્લેખ કર્યો છે. તેઓ લખે છે કે આ દરમિયાન તેમણે પીએમ મ્યૂઝિયમ જોવા માટે સમય કાઢ્યો. આ મ્યૂઝિયમમાં તેમને અટલજીની ગેલેરી ખૂબ જ પસંદ આવી. અટલજી સાથે ત્યાં પાડવામાં આવેલી તસવીર તો તેમના માટે યાદગાર બની ગઈ છે. અટલજીની ગેલેરીમાં આપણે દેશ માટે તેમના બહુમૂલ્ય યોગદાનની ઝલક જોઈ શકીએ છીએ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, શિક્ષણ હોય, કે પછી વિદેશ નીતિ, તેમણે ભારતને દરેક ક્ષેત્રમાં નવી ઊંચાઈઓ પર લઈ જવાનું કામ કર્યું. હું ફરી એક વાર અટલજીને હૃદયથી નમન કરું છું.
સાથીઓ, કાલે 26 ડિસેમ્બરે ‘વીર બાળ દિવસ’ છે અને મને આ અવસર પર દિલ્લીમાં સાહિબજાદા જોરાવરસિંહજી અને સાહિબજાદા ફતેહસિંહજીની વીરગતિને સમર્પિત એક કાર્યક્રમમાં સહભાગી થવાનું સૌભાગ્ય મળશે. દેશ, સાહિબજાદે અને માતા ગુજરીના બલિદાનને સદૈવ યાદ રાખશે.
મારા પ્રિય દેશવાસીઓ, આપણે ત્યાં કહેવાય છે-
सत्यम् किम प्रमाणम्, प्रत्यक्षम् किम प्रमाणम् ।
અર્થાત્ સત્યને પ્રમાણની આવશ્યકતા નથી હોતી, જે પ્રત્યક્ષ છે તેને પણ પ્રમાણની કોઈ આવશ્યકતા નથી હોતી. પરંતુ વાત જ્યારે આધુનિક મેડિકલ સાયન્સની હોય તો તેમાં સૌથી મહત્ત્વપૂર્ણ હોય છે- પ્રમાણ, પુરાવો. સદીઓથી ભારતીય જીવનનો હિસ્સો રહેલા યોગ અને આયુર્વેદ જેવા આપણાં શાસ્ત્રોની સામે પુરાવા આધારિત સંશોધનની ખોટ, સદૈવ એક પડકાર રહ્યો છે. પરિણામ દેખાય છે, પરંતુ પ્રમાણ નથી હોતાં. પરંતુ મને આનંદ છે કે પુરાવા આધારિત સંશોધનના યુગમાં, હવે યોગ અને આયુર્વેદ, આધુનિક યુગની તપાસ અને કસોટીઓ પર સાચાં ઠરી રહ્યાં છે.
તમે બધાએ મુંબઈના ટાટા મેમોરિયલ સેન્ટર વિશે જરૂર સાંભળ્યું હશે. આ સંસ્થાએ રિસર્ચ, ઇનોવેશન અને કેન્સર કૅરમાં ખૂબ નામ કમાયું છે. આ સેન્ટર દ્વારા કરવામાં આવેલા એક સઘન સંશોધનમાં જણાયું છે કે સ્તન કેન્સરના દર્દીઓ માટે યોગ ખૂબ જ વધુ અસરકારક છે. ટાટા મેમોરિયલ સેન્ટરે પોતાના સંશોધનનાં પરિણામોને અમેરિકામાં થયેલી ખૂબ જ પ્રતિષ્ઠિત સ્તન કેન્સર પરિષદમાં પ્રસ્તુત કર્યાં છે. આ પરિણામોએ દુનિયાના મોટા-મોટા નિષ્ણાતોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. કારણકે ટાટા મેમોરિયલ સેન્ટરે પુરાવા સાથે જણાવ્યું છે કે દર્દીઓને યોગથી કેવો લાભ થયો છે. આ સેન્ટરના સંશોધન પ્રમાણે, યોગના નિયમિત અભ્યાસથી સ્તન કેન્સરના દર્દીઓની બીમારીના ફરીથી થવાના અને મૃત્યુના જોખમમાં 15 ટકા ઘટાડો થયો છે. ભારતીય પારંપરિક ચિકિત્સામાં આ પહેલું ઉદાહરણ છે જેને પશ્ચિમી રીતવાળા કડક માપદંડો પર ચકાસવામાં આવ્યું છે. સાથે જ આ પહેલો અભ્યાસ છે, જેમાં સ્તન કેન્સરગ્રસ્ત મહિલાઓમાં યોગથી જીવનની ગુણવત્તા વધુ સારી થઈ હોવાનું જાણવા મળ્યું છે. તેના દીર્ઘકાલીન લાભો પણ સામે આવ્યા છે. ટાટા મેમોરિયલ સેન્ટરે પોતાના અભ્યાસનાં પરિણામોને પેરિસમાં થયેલા યુરોપિયન સૉસાયટી ઑફ મેડિકલ ઑન્કોલૉજીમાં, તે સંમેલનમાં પ્રસ્તુત કર્યાં છે.
સાથીઓ, આજના યુગમાં, ભારતીય ચિકિત્સા પદ્ધતિઓ જેટલી વધુ પુરાવા આધારિત હશે, તેટલી જ સમગ્ર વિશ્વમાં તેની સ્વીકાર્યતા વધશે. આ વિચાર સાથે, દિલ્લીના એઇમ્સમાં પણ એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યાં આપણી પારંપરિક ચિકિત્સા પદ્ધતિઓને માન્ય કરવા માટે છ વર્ષ પહેલાં સેન્ટર ફૉર ઇન્ટિગ્રેટિવ મેડિસિન ઍન્ડ રિસર્ચની સ્થાપના કરવામાં આવી.
તેમાં લેટેસ્ટ મૉડર્ન ટૅક્નિક અને સંશોધન પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ સેન્ટર પહેલાં જ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય જર્નલમાં 20 પત્રો પ્રકાશિત કરી ચૂક્યું છે. અમેરિકન કૉલેજ ઑફ કાર્ડિયૉલૉજીની જર્નલમાં પ્રકાશિત એક પત્રમાં સિન્કપીથી પીડિત દર્દીને યોગથી થનારા લાભ વિશે જણાવવામાં આવ્યું છે. આ જ રીતે ન્યૂરૉલૉજી જર્નલના પત્રમાં માઇગ્રેનમાં યોગથી થનારા ફાયદા વિશે જણાવવામાં આવ્યું છે. તે ઉપરાંત અનેક બીજી બીમારીમાં પણ યોગથી લાભ વિશે અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. જેમ કે હૃદય રોગ, અવસાદ, સ્લીપ ડિસઑર્ડર અને ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓને થનારી સમસ્યાઓ.
સાથીઓ, કેટલાક દિવસો પહેલાં વર્લ્ડ આયુર્વેદ કૉંગ્રેસ માટે હું ગોવામાં હતો. તેમાં 40થી વધુ દેશોના પ્રતિનિધિઓ સહભાગી થયા હતા અને ત્યાં ૫૫૦થી વધુ વૈજ્ઞાનિક પત્રો પ્રસ્તુત કરવામાં આવ્યા. ભારત સહિત દુનિયાભરની 215 કંપનીઓએ ત્યાં પ્રદર્શનમાં પોતાનાં ઉત્પાદનોનું પ્રદર્શન કર્યું. ચાર દિવસ સુધી ચાલેલા આ પ્રદર્શનમાં એક લાખથી પણ વધુ લોકોએ આયુર્વેદ સાથે જોડાયેલા પોતાના અનુભવને માણ્યો. આયુર્વેદ કૉંગ્રેસમાં પણ મેં દુનિયાભરમાંથી જોડાયેલા આયુર્વેદ નિષ્ણાતો સામે પુરાવા આધારિત સંશોધનોનો આગ્રહ પુનરાવર્તિત કર્યો. જે રીતે કોરોના વૈશ્વિક રોગચાળાના આ સમય દરમિયાન યોગ અને આયુર્વેદની શક્તિ આપણે જોઈ રહ્યા છીએ, તેમાં તેની સાથે જોડાયેલું પુરાવા આધારિત સંશોધન ખૂબ જ મહત્ત્ત્વપૂર્ણ સાબિત થશે. મારો તમને અનુરોધ છે કે યોગ, આયુર્વેદ અને આપણી પારંપરિક ચિકિત્સા પદ્ધતિઓ સાથે જોડાયેલા આવા પ્રયાસો વિશે જો તમારી પાસે કોઈ જાણકારી હોય તો તમે સૉશિયલ મિડિયા પર જરૂર જણાવશો.
મારા પ્રિય દેશવાસીઓ, વિતેલાં કેટલાંક વર્ષોમાં આપણે સ્વાસ્થ્ય ક્ષેત્ર સાથે જોડાયેલા કેટલાક મોટા પડકારો પર વિજય મેળવ્યો છે. તેનો સંપૂર્ણ શ્રેય આપણા તબીબી નિષ્ણાતો, વૈજ્ઞાનિકો અને દેશવાસીઓની ઈચ્છાશક્તિને મળે છે. આપણે ભારતને અછબડા, પોલિયો અને ગિની કૃમિ જેવી બીમારીઓને સમાપ્ત કરીને દેખાડી છે.
આજે, ‘મન કી બાત’ના શ્રોતાઓને હું એક વધુ પડકાર વિશે જણાવવા માગું છું જે હવે સમાપ્ત થવાના આરે છે. તે પડકાર, તે બીમારી છે ‘કાલાજાર’. આ બીમારી પરોપજીવી સેન્ડ ફ્લાય અર્થાત્ બાલુ માખી કરડવાથી ફેલાય છે. જ્યારે કોઈને ‘કાલાજાર’ થાય છે તો તેને મહિનાઓ સુધી તાવ રહે છે અને લોહીની ઘટ થઈ જાય છે, શરીર નબળું પડી જાય છે અને વજન પણ ઘટી જાય છે. આ બીમારી બાળકોથી લઈને મોટા સુધી કોઈને પણ થઈ શકે છે. પરંતુ બધાના પ્રયાસથી, ‘કાલાજાર’ નામની આ બીમારી, હવે, ઝડપથી સમાપ્ત થતી જઈ રહી છે. કેટલાક સમય પહેલાં સુધી, કાલાજારનો પ્રકોપ, ચાર રાજ્યોમાં 50થી વધુ જિલ્લાઓમાં ફેલાયેલો હતો. પરંતુ હવે તે બીમારી બિહાર અને ઝારખંડના ચાર જિલ્લાઓ સુધી જ સીમિત રહી ગઈ છે. મને વિશ્વાસ છે કે બિહાર, ઝારખંડના લોકોનું સામર્થ્ય, તેમની જાગૃતિ, આ ચાર જિલ્લાઓમાં પણ ‘કાલાજાર’ને સમાપ્ત કરવામાં સરકારના પ્રયાસોમાં મદદ કરશે. ‘કાલાજાર’ પ્રભાવિત ક્ષેત્રોના લોકોને પણ મારો અનુરોધ છે કે તેઓ બે વાતોનું જરૂર ધ્યાન રાખે. એક – સેન્ડ ફ્લાય અથવા બાલુ માખી પર નિયંત્રણ અને બીજું, જેમ બને તેમ જલ્દી આ રોગની ઓળખ કરી તેની પૂરી સારવાર કરાવવી. ‘કાલાજાર’ની સારવાર સરળ છે, તેના માટે કામ આવતી દવાઓ પણ બહુ જ કારગર નિવડે છે. બસ, તમારે સતર્ક રહેવાનું છે. તાવ આવે તો બેદરકારી ન રાખતા અને બાલુ માખીને ખતમ કરવાવાળી દવાઓનો છંટકાવ પણ કરતા રહો.
જરા વિચારો, આપણો દેશ જ્યારે ‘કાલાજાર’થી મુક્ત થઈ જશે તો તે આપણા બધા માટે કેટલી આનંદની વાત હશે. બધાના પ્રયાસની આ ભાવનાથી આપણે ભારતને 2025 સુધી ટી.બી. મુક્ત કરવા માટે પણ કામ કરી રહ્યા છે. તમે જોયું હશે, વિતેલા દિવસોમાં, જ્યારે ટી.બી.મુક્ત ભારત અભિયાન શરૂ થયું તો હજારો લોકો ટી. બી. દર્દીઓની મદદ કરવા આગળ આવ્યા. તે લોકો નિક્ષય મિત્ર બનીને, ટી.બી.ના દર્દીઓની દેખભાળ કરી રહ્યા છે. તેમની આર્થિક મદદ કરી રહ્યા છે. જન સેવા અને જન ભાગીદારીની આ શક્તિ, દરેક મુશ્કેલ લક્ષ્યને પ્રાપ્ત કરીને જ દેખાડે છે.
મારા પ્રિય દેશવાસીઓ, આપણી પરંપરા અને સંસ્કૃતિનો ગંગા માતા સાથે અતૂટ સંબંધ છે. ગંગા જળ આપણી જીવનધારાનો અભિન્ન હિસ્સો રહ્યું છે અને આપણાં શાસ્ત્રોમાં કહેવાયું છે –
नमामि गंगे तव पाद पकंजं
सुर असुरै: वन्दित दिव्य रूपम् ।
भुक्तिम् च मुक्तिम् च ददासि नित्यम्,
भाव अनुसारेण सदा नराणाम्।।
અર્થાત્ હે મા ગંગા! તમે, તમારા ભક્તોને, તેમના ભાવને અનુરૂપ સાંસારિક સુખ, આનંદ અને મોક્ષ પ્રદાન કરો છો. બધા તમારાં પવિત્ર ચરણોને વંદન કરે છે. હું પણ તમારાં પવિત્ર ચરણોમાં મારા પ્રણામ અર્પિત કરું છું. આવામાં વર્ષોથી ખળ-ખળ વહેતી મા ગંગાને સ્વચ્છ રાખવી આપણા બધાની બહુ મોટી જવાબદારી છે. આ ઉદ્દેશ્ય સાથે આઠ વર્ષ પહેલાં આપણે ‘નમામિ ગંગે અભિયાન’ની શરૂઆત કરી હતી. આપણા બધા માટે ગૌરવની વાત છે કે ભારતની આ પહેલને આજે દુનિયાભરની પ્રશંસા મળી રહી છે.
સંયુક્ત રાષ્ટ્રોએ ‘નમામિ ગંગે મિશન’ને પર્યાવરણ પ્રણાલિને પુનઃસ્થાપિત કરતા દુનિયાના ટોચના દસ ઇનિશિએટિવમાં સામેલ કર્યું છે. વધુ આનંદની વાત એ છે કે સમગ્ર વિશ્વના 160 આવાં ઇનિશિએટિવમાં ‘નમામિ ગંગા’ને આ સન્માન મળ્યું છે.
સાથીઓ, ‘નમામિ ગંગે’ અભિયાનની સૌથી મોટી ઊર્જા લોકોની નિરંતર સહભાગિતા છે. ‘નમામિ ગંગે’ અભિયાનમાં ગંગા પ્રહરીઓ અને ગંગા દૂતોની પણ મોટી ભૂમિકા છે. તેઓ વૃક્ષારોપણ, ઘાટોની સફાઈ, ગંગા આરતી, શેરી નાટક, ચિત્રકારી અને કવિતાઓ દ્વારા જાગૃતિ ફેલાવવામાં લાગેલા છે. આ અભિયાનથી જૈવવૈવિધ્યમાં પણ ઘણો સુધારો જોવા મળી રહ્યો છે. હિલ્સા માછલી, ગંગા ડૉલ્ફિન અને કાચબાની વિભિન્ન પ્રજાતિઓમાં પણ ઘણી વૃદ્ધિ થઈ છે. ગંગાનું પર્યાવરણ તંત્ર સ્વચ્છ થવાથી, આજીવિકાના અન્ય અવસરો પણ વધી રહ્યા છે. અહીં હું ‘જલજ આજીવિકા મૉડલ’ની પણ ચર્ચા કરવા ઈચ્છીશ, જે જૈવવૈવિધ્યને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. આ પર્યટન આધારિત નૌકા સહેલને 26 સ્થાનો પર શરૂ કરવામાં આવી છે. સ્પષ્ટ છે કે ‘નમામિ ગંગે મિશન’નો વિસ્તાર, તેનો પરીઘ, નદી સફાઈથી ઘણો બધો વધ્યો છે. તે, એક તરફ, આપણી ઈચ્છાશક્તિ અને અથાગ પ્રયાસોનું એક પ્રત્યક્ષ પ્રમાણ છે તો બીજી તરફ, તે પર્યાવરણ સંરક્ષણની દિશામાં વિશ્વને પણ એક નવો રસ્તો દેખાડનારું છે.
મારા પ્રિય દેશવાસીઓ, જ્યારે આપણી સંકલ્પ શક્તિ મજબૂત હોય તો મોટામાં મોટો પડકાર પણ સરળ બની જાય છે. તેનું ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે- સિક્કિમના થેગૂ ગામના ‘સંગે શેરપાજીએ’. તેઓ છેલ્લાં 14 વર્ષથી 12,000 ફૂટથી પણ વધુ ઊંચાઈ પર પર્યાવરણ સંરક્ષણના કામમાં લાગેલા છે. સંગેજીએ સાંસ્કૃતિક અને પૌરાણિક રીતે મહત્ત્વના સોમગો (tsomgo) ને સ્વચ્છ રાખવાનું બીડું ઝડપ્યું છે. પોતાના અથાગ પ્રયાસોથી તેમણે આ ગ્લેશિયર લેકનું રંગરૂપ જ બદલી નાખ્યું છે.
વર્ષ 2008માં સંગે શેરપાજીએ જ્યારે સ્વચ્છતાનું આ અભિયાન શરૂ કર્યું હતું, ત્યારે તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ જોતજોતામાં, તેમના આ ઉમદા કાર્યમાં યુવાનો અને ગ્રામીણો સાથે જ પંચાયતનો પણ ભરપૂર સહયોગ મળવા લાગ્યો. આજે તમે જો સોમગો સરોવરને જોવા જશો તો ત્યાં ચારે તરફ તમને ગાર્બેજ બિન્સ મળશે. હવે અહીં જમા થયેલા કચરાને રિસાઇકલિંગ માટે મોકલવામાં આવે છે. અહીં આવનારા પર્યટકોને કપડાંથી બનેલી ગાર્બેજ બિન પણ આપવામાં આવે છે જેથી કચરો અહીં-ત્યાં ન ફેંકે. હવે ખૂબ જ સાફ થઈ ચૂકેલા આ સરોવરને જોવા માટે દર વર્ષે લગભગ પાંચ લાખ પર્યટકો ત્યાં જાય છે. સોમગો સરોવરના સંરક્ષણના આ અનોખા પ્રયાસ માટે સંગે શેરપાજીને અનેક સંસ્થાઓએ સન્માનિત પણ કર્યા છે. આવા જ પ્રયાસોના કારણે આજે સિક્કિમની ગણતરી ભારતના સૌથી સ્વચ્છ રાજ્યોમાં થાય છે. હું સંગે શેરપાજી અને તેમના સાથીઓ સાથે દેશભરમાં પર્યાવરણ સંરક્ષણના ઉમદા કાર્યમાં લાગેલા લોકોની હૃદયથી પ્રશંસા કરું છું.
સાથીઓ, મને આનંદ છે કે ‘સ્વચ્છ ભારત મિશન’ આજે દરેક ભારતીયના મનમાં વસી ગયું છે. વર્ષ 2014માં આ જન આંદોલનના શરૂ થવાની સાથે જ, તેને, નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે, લોકોએ, અનેક અનોખા પ્રયાસ કર્યા છે અને આ પ્રયાસ માત્ર સમાજની અંદરથી જ નહીં, પરંતુ સરકારની અંદર પણ થઈ રહ્યા છે. આ સતત પ્રયાસોનું પરિણામ એ છે કે- કચરો, ગંદકી હટવાના કારણે, બિનજરૂરી સામાન હટવાના કારણે, કચેરીઓમાં ઘણી જગ્યા ખુલી જાય છે, નવી જગ્યા મળે છે. પહેલાં જગ્યાના અભાવમાં દૂર-દૂર ભાડા પર કચેરીઓ રાખવી પડતી હતી. આ દિવસોમાં સાફ-સફાઈના કારણે એટલી જગ્યા મળી રહી છે કે હવે, એક જ સ્થાન પર બધાં કાર્યાલયો બેસી રહ્યાં છે.
ગત દિવસોમાં માહિતી અને પ્રસારણ ખાતાએ પણ મુંબઈમાં, અમદાવાદમાં, કોલકાતામાં, શિલોંગમાં, અનેક શહેરોમાં પોતાનાં કાર્યલયોમાં ભરપૂર પ્રયાસ કર્યો અને તેના કારણે આજે તેમને બે-બે, ત્રણ-ત્રણ માળ, પૂરી રીતે નવી રીતથી કામમાં આવી શક્યાં, તે ઉપલબ્ધિ થઈ ગઈ. આ પોતાની રીતે, સ્વચ્છતાના કારણે, આપણા સંસાધનોનો મહત્તમ ઉપયોગનો ઉત્તમ અનુભવ મળી રહ્યો છે. સમાજમાં પણ, ગામેગામ, શહેરેશહેરમાં પણ, આ પ્રકારથી કાર્યાલયોમાં પણ, આ અભિયાન, દેશ માટે પણ દરેક રીતે ઉપયોગી સિદ્ધ થઈ રહ્યું છે.
મારા પ્રિય દેશવાસીઓ, આપણા દેશમાં આપણી કળા-સંસ્કૃતિ વિશે એક નવી જાગૃતિ આવી રહી છે. એક નવી ચેતના જાગૃત થઈ રહી છે. ‘મન કી બાત’માં, આપણે, ઘણી વાર, આવાં ઉદાહરણોની ચર્ચા પણ કરીએ છીએ. જે રીતે કળા, સાહિત્ય અને સંસ્કૃતિ સમાજની સામૂહિક મૂડી હોય છે, તે જ રીતે તેમને આગળ વધારવાની જવાબદારી સંપૂર્ણ સમાજની હોય છે. આવો જ એક સફળ પ્રયાસ લક્ષદ્વીપમાં થઈ રહ્યો છે. ત્યાં કલ્પેની દ્વીપ પર એક ક્લબ છે- કૂમેલ બ્રધર્સ ચેલેન્જર્સ ક્લબ. આ ક્લબ યુવાનોને સ્થાનીય સંસ્કૃતિ અને પારંપરિક કળાઓના સંરક્ષણ માટે પ્રેરે છે. ત્યાં યુવાનોને સ્થાનિક કળા કોલકલી, પરીચાકલી, કિલિપ્પાટ્ટ અને પારંપરિક ગીતોનું પ્રશિક્ષણ અપાય છે. એટલે કે જૂનો વારસો, નવી પેઢીના હાથોમાં સુરક્ષિત થઈ રહ્યો છે, આગળ વધી રહ્યો છે અને સાથીઓ, મને આનંદ છે કે આ પ્રકારના પ્રયાસો દેશમાં જ નહીં, વિદેશમાં પણ થઈ રહ્યા છે. તાજેતરમાં જ દુબઈથી સમાચાર આવ્યા કે ત્યાં કલારી ક્લબે ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડમાં નામ પ્રાપ્ત કર્યું છે. તમને થશે કે દુબઈના ક્લબે રેકૉર્ડ બનાવ્યો તેનો ભારત સાથે શું સંબંધ? વાસ્તવમાં, આ રેકૉર્ડ, ભારતની પ્રાચીન માર્શલ આર્ટ કલારીપયટ્ટૂ સાથે જોડાયેલો છે.
આ રેકૉર્ડ એક સાથે સૌથી વધુ લોકો દ્વારા કલારીના પ્રદર્શનનો છે. કલારી ક્લબ દુબઈએ દુબઈ પોલીસ સાથે મળીને તેનું આયોજન કર્યું અને યુએઇના રાષ્ટ્રીય દિવસે પ્રદર્શન કર્યું. આ આયોજનમાં ચાર વર્ષના બાળકોથી માંડીને 60 વર્ષ સુધીના લોકોએ કલારીની પોતાની ક્ષમતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું. અલગ-અલગ પેઢીઓ પોતાની પ્રાચીન પરંપરાને કેવી આગળ વધારે છે, પૂરા મનોયોગથી વધારે છે, તેનું આ અદ્ભુત ઉદાહરણ છે.
સાથીઓ, ‘મન કી બાત’ના શ્રોતાઓને હું કર્ણાટકના ગડક જિલ્લામાં રહેનારા ‘ક્વેમશ્રી’જી વિશે પણ બતાવવા માગું છું. ‘ક્વેમશ્રી’ દક્ષિણમાં કર્ણાટકની કળા-સંસ્કૃતિને પુનર્જીવિત કરવાના મિશનમાં છેલ્લાં 25 વર્ષથી અનવરત લાગેલા છે. તમે વિચારી શકો કે તેમની તપશ્ચર્યા કેટલી મોટી છે? પહેલાં તો તેઓ હૉટલ મેનેજમેન્ટના વ્યવસાય સાથે જોડાયેલા હતા. પરંતુ પોતાની સંસ્કૃતિ અને પરંપરા વિશે તેમની લાગણી એટલી ગાઢ હતી કે તેમણે તેને પોતાનું મિશન બનાવી લીધું. તેમણે ‘કલા ચેતના’ નામથી એક મંચ બનાવ્યો. આ મંચ, આજે કર્ણાટકના, અને દેશ-વિદેશના કલાકારોના અનેક કાર્યક્રમ આયોજિત કરે છે. તેમાં સ્થાનિક કળા અને સંસ્કૃતિને ઉત્તેજન આપવા માટે અનેક ઇનૉવેટિવ કામ પણ થાય છે.
સાથીઓ, પોતાની કળા-સંસ્કૃતિ પ્રત્યે દેશવાસીઓનો આ ઉત્સાહ ‘પોતાના વારસા પર ગર્વ’ની ભાવનું જ પ્રગટીકરણ છે. આપણા દેશમાં તો દરેક ખૂણામાં આવા અનેક રંગો વિખરાયેલા પડ્યા છે. આપણે પણ તેમને સજાવવા-સંવારવા અને સંરક્ષિત કરવા માટે નિરંતર કામ કરવું જોઈએ.
મારા પ્રિય દેશવાસીઓ, દેશના અનેક ક્ષેત્રમાં વાંસથી અનેક સુંદર અને ઉપયોગી ચીજો બનાવવામાં આવે છે. વિશેષ રીતે આદિવાસી ક્ષેત્રમાં વાંસના કુશળ કારીગર અને કુશળ કલાકારો છે. જ્યારથી દેશે વાંસથી જોડાયેલા અંગ્રેજોના જમાનાના કાયદાઓને બદલ્યા છે, ત્યારથી તેનું એક મોટું બજાર તૈયાર થઈ ગયું છે.
મહારાષ્ટ્રના પાલઘર જેવા ક્ષેત્રમાં પણ આદિવાસી સમાજના લોકો વાંસનાં અનેક સુંદર ઉત્પાદનો બનાવે છે. વાંસથી બનનારાં બૉક્સ, ખુરશી, ચાયદાની, ટોકરીઓ અને ટ્રે જેવી ચીજો ખૂબ લોકપ્રિય થઈ રહી છે. એટલું જ નહીં, તે લોકો વાંસના ઘાસથી સુંદર કપડાં અને સજાવટની ચીજો પણ બનાવે છે. તેનાથી આદિવાસી મહિલાઓને પણ આજીવિકા મળી રહી છે અને તેમના હુનરને ઓળખ પણ મળી રહી છે.
સાથીઓ, કર્ણાટકનું એક દંપતી સોપારીના રેસાથી બનેલાં અનોખાં ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય બજાર સુધી પહોંચાડી રહ્યું છે. કર્ણાટકના શિવમોગાનું આ દંપતી છે- શ્રીમાન સુરેશ અને તેમનાં પત્ની શ્રીમતી મૈથિલી. આ લોકો સોપારીના રેસાથી ટ્રે, પ્લેટ અને હેન્ડબેગથી લઈને અનેક ડૅકૉરેટિવ ચીજો બનાવી રહ્યાં છે. આવા રેસાથી બનેલાં ચપ્પલો પણ આજે લોકોને ખૂબ પસંદ પડી રહ્યાં છે. તેમનાં ઉત્પાદનો આજે લંડન અને યુરોપના બીજાં બજારોમાં વેચાઈ રહ્યાં છે. આ જ તો આપણાં પ્રાકૃતિક સંસાધનો અને પારંપરિક હુનરની ખાસિયત છે, જે બધાને પસંદ આવી રહી છે. ભારતના આ પારંપરિક જ્ઞાનમાં દુનિયા ટકાઉ ભવિષ્યનો રસ્તો જોઈ રહી છે. આપણે, સ્વયં પણ, આ દિશામાં વધુમાં વધુ જાગૃત થવાની આવશ્યકતા છે. આપણે સ્વયં પણ આવાં સ્વદેશી અને સ્થાનિક ઉત્પાદનોનો ઉપયોગ કરીએ અને બીજાઓને પણ આ ઉપહાર સ્વરૂપે આપીએ. તેનાથી આપણી ઓળખ પણ મજબૂત થશે અને સ્થાનિક અર્થવ્યવસ્થા પણ મજબૂત થશે, અને, મોટી સંખ્યાંમાં, લોકોનું ભવિષ્ય પણ ઉજ્જવળ થશે.
મારા પ્રિય દેશવાસીઓ, હવે આપણે ધીરે-ધીરે ‘મન કી બાત’ના 100મા હપ્તાના અભૂતપૂર્વ પડાવ તરફ આગળ વધી રહ્યા છીએ. મને અનેક દેશવાસીના પત્રો મળ્યા છે, જેમાં તેમણે 100મા હપ્તા વિશે ઘણી જિજ્ઞાસા પ્રગટ કરી છે.
100મા હપ્તામાં, આપણે શું વાત કરીએ, તેને કેવી રીતે ખાસ બનાવીએ, તેના માટે તમે મને સૂચનો મોકલશો તો મને ઘણું સારું લાગશે. આગામી વખતે, આપણે વર્ષ 2023માં મળીશું. હું તમને બધાને વર્ષ 2023ની શુભકામનાઓ પાઠવું છું. આ વર્ષ પણ દેશ માટે ખાસ રહે, દેશ નવી ઊંચાઈઓને પ્રાપ્ત કરતો રહે, આપણે મળીને સંકલ્પ પણ લેવાનો છે, સાકાર પણ કરવાનો છે. આ સમયે ઘણા બધા લોકો રજાના મૂડમાં પણ છે. તમે તહેવારોનો, આ અવસરોનો ઘણો આનંદ લો, પરંતુ થોડા સતર્ક પણ રહેજો. તમે પણ જોઈ રહ્યા છો કે દુનિયાના અનેક દેશમાં કોરોના વધી રહ્યો છે, આથી આપણે માસ્ક અને હાથ ધોવા જેવી સાવધાનીઓનું હજુ વધુ ધ્યાન રાખવાનું છે. આપણે સાવધાન રહીશું તો સુરક્ષિત પણ રહીશું અને આપણા ઉલ્લાસમાં કોઈ અંતરાય પણ નહીં આવે. તેની સાથે, તમને સહુને ફરી એક વાર ઘણી શુભકામનાઓ. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર, મન કી બાતમાં ફરી એક વખત તમારા બધાનું ખૂબ-ખૂબ સ્વાગત છે. આ કાર્યક્રમની 95મી કડી છે. આપણે બહુ ઝડપથી મન કી બાતના શતક તરફ આગળ વધી રહ્યા છીએ. આ કાર્યક્રમ મારા માટે 130 કરોડ દેશવાસીઓ સાથે જોડાવાનું એક માધ્યમ છે. દરેક એપિસોડની પહેલા ગામડાં-શહેરોમાંથી આવેલા અઢળક પત્રોને વાંચવા, બાળકોથી લઈ વૃદ્ધોના ઓડિયો મેસેજને સાંભળવા, તે મારા માટે એક આધ્યાત્મિક અનુભવ જેવું હોય છે.
સાથીઓ, આજના કાર્યક્રમની શરૂઆત હું એક અનોખી ભેટની ચર્ચાની સાથે કરવા ઈચ્છું છું. તેલંગાણાના રાજન્ના સિર્સિલ્લા જિલ્લામાં એક વણકર ભાઈ છે – યેલ્ધી હરિપ્રસાદ ગારૂ. તેમણે મને પોતાના હાથેથી જી-20નો આ લોકોએ વણીને મોકલ્યો છે. આ શાનદાર ભેટ જોઈને હું તો દંગ રહી ગયો. હરિપ્રસાદજીએ પોતાની કળામાં એટલી મહારથ મેળવેલી છે કે તેઓ દરેકનું ધ્યાન આકર્ષિત કરી લે છે. હરિપ્રસાદ જીએ હાથથી વણેલા જી-20ના આ લોગોની સાથે જ મને એક પત્ર પણ મોકલ્યો છે. તેમાં તેમણે લખ્યું છે કે આવતા વર્ષે જી-20 શિખર સંમેલનની યજમાની કરવી ભારત માટે ઘણાં જ ગૌરવની વાત છે. દેશની આ જ ઉપલબ્ધિની ખુશીમાં તેમણે જી-20નો આ લોગો પોતાના હાથે તૈયાર કર્યો છે. વણાટની આ ઘણી જ સારી પ્રતિભા તેમને તેમના પિતા તરફથી વારસામાં મળી છે અને આજે તેઓ સંપૂર્ણ Passion સાથે તેમાં જોડાયા છે.
સાથીઓ, થોડા સમય પહેલાં જ મને જી-20 લોગો અને ભારતની Presidencyની વેબસાઈટને launch કરવાનું સૌભાગ્ય મળ્યું હતું. આ લોગોની પસંદગી એક પબ્લિક કોન્ટેસ્ટ દ્વારા થઈ હતી. જ્યારે મને હરિપ્રસાદ ગારૂ દ્વારા મોકલવામાં આવેલી આ ભેટ મળી તો મારા મનમાંથી એક વિચાર ઉઠ્યો. તેલંગાણાના કોઈ જિલ્લામાં બેઠેલી વ્યક્તિ પણ જી-20 જેવી સમિટ થી પોતાની જાતને કેટલો જોડાવાનો અનુભવ કરી શકે છે, તે જોઈને મને ઘણો જ આનંદ થયો. આજે હરિપ્રસાદ ગારૂ જેવા અનેક લોકોએ મને પત્ર લખીને આ બાબતે લખ્યું છે કે દેશને આટલી મોટી સમિટની યજમાનીનો મોકો મળવાની તેમની છાતી ફૂલી ગઈ છે. હું તમને પૂણેમાં રહેતા સુબ્બારાવ ચિલ્લારા જી અને કોલકાતાના તુષાર જગમોહન ના સંદેશ વિશે પણ ઉલ્લેખ કરીશ. તેમણે જી-20ને લઈને ભારતના pro-active efforts ના ઘણા જ વખાણ કર્યા છે.
સાથીઓ, જી-20ની દુનિયાની વસતીમાં બે તૃતિયાંશ, વર્લ્ડ ટ્રેડમાં ત્રણ ચતુર્થાંશ અને વર્લ્ડ જીડીપીમાં 85 ટકા ભાગીદારી છે. તમે કલ્પના કરી શકો છો – ભારત હવેના ત્રણ દિવસ પછી એટલે કે 1 ડિસેમ્બરથી આટલા મોટા સમૂહની, આટલા સામર્થ્યવાન સમૂહની અધ્યક્ષતા કરવા જઈ રહ્યું છે. ભારત માટે, દરેક ભારતવાસી માટે, આ કેટલો મોટો તહેવાર આવ્યો છે. તે એટલા માટે પણ વિશેષ થઈ જાય છે કારણ કે આ જવાબદારી ભારતને આઝાદીના અમૃતકાળમાં મળી છે.
સાથીઓ, જી-20ની અધ્યક્ષતા આપણા માટે એક મોટી opportunity બની ને આવી છે. આપણે આ મોકાનો સંપૂર્ણ ઉપયોગ કરીને Global Good વિશ્વ કલ્યાણ પર ફોકસ કરવાનું છે. તે પછી peace હોય કે unity, પર્યાવરણને લઈને સંવેદનશીલતાની વાત હોય કે પછી sustainable developmentની, ભારત પાસે તેનાથી જોડાયેલા પડકારોનું સમાધાન છે. આપણે વન અર્થ, વન ફેમિલી, વન ફ્યૂચર ની જે થીમ આપી છે, તેમાં વસુધૈવ કુટુંબક્મ પ્રત્યે આપણી પ્રતિબદ્ધતા દેખાય છે. આપણે હંમેશા કહીએ છીએ,
ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ,
સર્વેષાં શાંતિર્ભવતુ,
સર્વેષાં પૂર્ણભવતુ,
સર્વેષાં મડ્ગલંભવતુ
ઓમ શાંતિઃ શાંતિઃ શાંતિ...
એટલે કે દરેકનું કલ્યાણ થાય, બધાને શાંતિ મળે, બધાને પૂર્ણતા મળે અને બધાનું મંગળ થાય. આવનારા દિવસોમાં દેશના અલગ-અલગ ભાગમાં જી-20 સાથે જોડાયેલા અનેક કાર્યક્રમો આયોજિત કરાશે. આ દરમિયાન દુનિયાના વિવિધ ભાગમાંથી લોકોને તમારા રાજ્યમાં આવવાનો મોકો મળશે. મને ભરોસો છે કે તમે તમારે ત્યાંની સંસ્કૃતિના વિવિધ અને વિશિષ્ટ રંગોને દુનિયાની સામે લાવશો અને તમારે એ પણ યાદ રાખવાનું છે કે જી-20માં આવનારા લોકો ભલે અત્યારે એક ડેલિગેટના રૂપમાં આવે, પરંતુ ભવિષ્યનાં પ્રવાસીઓ પણ છે. મારો આપ બધાને આગ્રહ છે કે, ખાસ કરીને મારા યુવાન સાથીઓને, હરિપ્રસાદ ગારૂની જેમ જ તમે પણ કોઈના કોઈ રૂપમાં જી-20 સાથે જરૂર જોડાવ. કપડાં પર જી-20નો ભારતીય લોગો, ઘણી cool રીતે, stylish રીતે બનાવી શકાય છે, છાપી પણ શકાય છે. હું સ્કૂલો, કોલેજ, યુનિવર્સિટિઓને પણ આગ્રહ કરીશ કે તેઓ તેમને ત્યાં જી-20 સાથે જોડાયેલી ચર્ચા, પરિચર્ચા અને હરિફાઈ કરવાના કાર્યક્રમો બનાવે. તમે G20.in વેબસાઈટ પર જશો તો તમને તમારી રૂચી અનુસાર ત્યાં ઘણી વસ્તુઓ મળી જશે.
માર પ્રિય દેશવાસીઓ, 18 નવેમ્બરે આખા દેશે સ્પેસ સેક્ટરમાં એક નવો ઈતિહાસ બનતો જોયો. આ દિવસે ભારતે પોતાનું પ્રથમ રોકેટ અંતરિક્ષમાં મોકલ્યું, જેને ભારતના પ્રાઈવેટ સેક્ટરે ડિઝાઈન અને તૈયાર કર્યું હતું. આ રોકેટનું નામ – વિક્રમ એસ. શ્રીહરિકોટાથી સ્વદેશી સ્પેસ સ્ટાર્ટ-અપના આ પહેલા રોકેટે જેવી ઐતિહાસિક ઉડાન ભરી, દરેક ભારતીયનું માથું ગર્વથી ઉંચું થઈ ગયું.
સાથીઓ, વિક્રમ એસ રોકેટ ઘણી બધી ખૂબીઓથી ભરેલું છે. બીજા રોકેટની તુલનામાં તે ખૂબ જ હલ્કું પણ છે અને સસ્તું પણ છે. તેનો ડેવેલપમેન્ટ ખર્ચ અંતરિક્ષ અભિયાન સાથે જોડાયેલા બીજા દેશોના ખર્ચ કરતાં ઘણો જ ઓછો છે. ઓછી કિંમતમાં વિશ્વસ્તરના સ્ટાન્ડર્ડ, સ્પેસ ટેક્નોલોજીમાં તો હવે એ ભારતની અનોખી ઓળખાણ બની ગયું છે. આ રોકેટને બનાવવામાં વધુ એક આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ થયો છે. તમે એ જાણીને હેરાન થઈ જશો કે રોકેટના કેટલાક મહત્વના ભાગો, 3ડી-પ્રિન્ટિંગ દ્વારા બનાવવામાં આવ્યા છે. સાચે જ વિક્રમ-એસના લોન્ચ મિશનને પ્રારંભ નામ આપવામાં આવ્યું છે, જે બિલકુલ ફિટ બેસે છે. તે ભારતમાં પ્રાઈવેટ સ્પેસ સેક્ટર માટે એક નવા યુગના ઉદયનું પ્રતિક છે. આ દેશમાં આત્મવિશ્વાસથી ભરેલા એક નવા યુગનો આરંભ છે. તમે કલ્પના કરી શકો છો કે જે બાળકો ક્યારેક હાથેથી કાગળના પ્લેન બનાવીને ઉડાડતા હતા, તેમને હવે ભારતમાં જ પ્લેન બનાવવાનો મોકો મળી રહ્યો છે. તમે કલ્પના કરી શકો છો કે જે બાળકો ક્યારેક ચંદ્ર-તારાઓને જોઈને આકાશમાં આકૃતિઓ બનાવ્યા કરતાં હતા, તેમને હવે ભારતમાં જ રોકેટ બનાવવાનો મોકો મળી રહ્યો છે. સ્પેસને પ્રાઈવેટ સેક્ટર માટે ખોલવામાં આવ્યા બાદ, યુવાનોના આ સપનાં પણ સાકાર થઈ રહ્યા છે. રોકેટ બનાવી રહેલા આ યુવાનો માનો કે કહી રહ્યા છે – સ્કાય ઈઝ નોટ ધ લિમિટ.
સાથિઓ, ભારત સ્પેસના સેક્ટરમાં પોતાની સફળતા, તેના પડોશી દેશો સાથે પણ વહેંચે છે. કાલે જ ભારતે એક સેટેલાઈટ લોન્ચ કર્યો, જેને ભારત અને ભૂતાને ભેગા મળીને ડેવેલપ કર્યો છે. આ સેટેલાઈટ ઘણાં જ સારા રિઝોલ્યૂશનની છબીઓ મોકલશે જેનાથી ભૂતાનને તેમના પ્રાકૃતિક સ્ત્રોતોની વ્યવસ્થામાં મદદ મળશે. આ સેટેલાઈટનું લોન્ચિંગ, ભારત-ભૂતાનના મજબૂત સંબંધોનું પ્રતિબિંબ છે.
સાથિઓ, તમે જોયું હશે કે ગત કેટલીક મન કી બાતમાં આપણે સ્પેસ, ટેક, ઈનોવેશન પર ઘણી વાત કરી છે. તેના ખાસ બે કારણો છે, એક તો એ કે આપણા યુવાનો, આ ક્ષેત્રમાં ઘણું જ શાનદાર કામ કરી રહ્યા છે. They are thinking big and achieving big. હવે તેઓ નાની નાની સફળતાઓથી સંતુષ્ટ થવાના નથી. બીજું એ કે ઈનોવેશન અને વેલ્યૂ ક્રિએશનના આ રોમાંચક પ્રવાસમાં તેઓ તેમના બાકી યુવાન સાથીઓ અને સ્ટાર્ટ-અપ્સને પણ encourage કરી રહ્યા છે.
સાથીઓ, જ્યારે આપણે ટેક્નોલોજી સાથે જોડાયેલા ઈનોવેશન્સની વાત કરી રહ્યા છીએ, તો ડ્રોનને કેવી રીતે ભૂલી શકીએ છીએ? ડ્રોનના ક્ષેત્રમાં પણ ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે. થોડા દિવસો પહેલાં જ આપણે જોયું કે હિમાચલ પ્રદેશના કિન્નોરમાં કેવી રીતે ડ્રોનની મદદથી સફરજન ટ્રાન્સપોર્ટ કરવામાં આવ્યા. કિન્નોર, હિમાચલનો ઘણો દૂર આવેલો જિલ્લો છે અને ત્યાં આ મોસમમાં ઘણો જ બરફ રહેતો હોય છે. આટલા બરફમાં કિન્નૌરનો ઘણાં દિવસો સુધી રાજ્યના અન્ય ભાગો સાથેનો સંપર્ક ઘણો જ મુશ્કેલ બની જાય છે. તેવામાં ત્યાંથી સફરજનનું ટ્રાન્સપોર્ટેશન પણ તેટલું જ મુશ્કેલ થઈ જાય છે. હવે ડ્રોન ટેક્નોલોજી થી હિમાચલના સ્વાદિષ્ટ કિન્નૌરી સફરજન લોકો સુધી વધુ ઝડપથી પહોંચવા લાગશે. તેનાથી આપણા ખેડૂત ભાઈ-બહેનોનો ખર્ચો ઓછો થશે, સફરજન સમયસર બજારમાં પહોંચી શકશે, સફરજનની બરબાદી ઓછી થશે.
સાથીઓ, આજે આપણા દેશવાસી પોતાના ઈનોવેશનથી તે વસ્તુઓને પણ શક્ય બનાવી રહ્યા છે, જેની પહેલાં કલ્પના પણ કરી શકાતી નહોતી. તેને જોઈને કોને ખુશી નહીં થાય? હાલના જ વર્ષોમાં આપણા દેશે સફળતાઓનો એક લાંબો પ્રવાસ ખેડ્યો છે. મને પૂરો વિશ્વાસ છે કે આપણે ભારતીયો અને ખાસ કરીને આપણી યુવાન પેઢી હવે રોકાય એવી નથી.
પ્રિય દેશવાસીઓ, હું તમારા લોકો માટે એક નાની ક્લિપ પ્લે કરવા જઈ રહ્યો છું...
સોન્ગ...
આપ બધાએ આ ગીતને ક્યારેક ને ક્યારેક તો ચોક્કસ સાંભળ્યું હશે. આખરે તે બાપૂનું પસંદગીનું ગીત છે, પરંતુ જો હું એ કહું કે તેને સૂરોમાં ઢાળનારા ગાયક ગ્રીસના છે, તો તમે ચોક્કસ હેરાન થઈ જશો. અને આ વાત આપને ગર્વથી પણ ભરી દેશે. આ ગીતના ગાયક ગ્રીસના – Konstantinos Kalaitzis. તેમણે તેને ગાંધીની 150મી જન્મજયંતિના સમારોહ દરમિયાન ગાયું હતું. પરંતુ આજે હું તેની ચર્ચા કંઈક અલગ કારણથી કરી રહયો છું. તેમના મનમાં ઈન્ડિયા અને ઈન્ડિયન મ્યૂઝિકને લઈને ગજબનું passion છે. ભારત સાથે તેમની એટલી લાગણી છે, ગત 42 વર્ષોમાં તેઓ લગભગ દર વર્ષે ભારત આવ્યા છે. તેમણે ભારતીય સંગીતના origin, અલગ-અલગ Indian Musical systems, વિવિધ પ્રકારના રાગ, તાલ અને રાસ સાથે જ વિવિધ ઘરાનાઓ વિશે પણ સ્ટડી કર્યો છે. તેમણે ભારતીય સંગીતની કેટલીયે મહાન વિભૂતિઓના યોગદાનનું અધ્યયન કર્યું છે, ભારતના ક્લાસિકલ ડાન્સના અલગ-અલગ પાસાઓને પણ તેમણે નજીકથી સમજ્યા છે. ભારત સાથે જોડાયેલા તેમના આ તમામ અનુભવોને તેમણે હવે પુસ્તકો ઘણી જ સારી રીતે પરોસ્યા છે. ઈન્ડિયન મ્યૂઝિક નામની તેમની બુકમાં લગભગ 760 છબીઓ છે. તેમાંથી મોટાભાગની છબીઓ તેમણે પોતે ખેંચી છે. બીજા દેશોમાં ભારતીય સંસ્કૃતિ ને લઈને આવો ઉત્સાહ અને આકર્ષણ ખરેખર આનંદથી ભરી દેનારો છે.
સાથીઓ, થોડા અઠવાડિયાં પહેલા એક ખબર આવી હતી જે આપણને ગર્વથી ભરી દેનારી છે. તમને જાણીને સારું લાગશે કે વિતેલા 8 વર્ષોમાં ભારતમાંથી મ્યુઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટ્સની નિકાસ સાડા ત્રણ ગણી વધી ગઈ છે. ઈલેક્ટ્રિકલ મ્યુઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટ્સની વાત કરીએ તો તેની નિકાસ 60 ગણી વધી ગઈ છે. તેનાથી ખ્યાલ આવે છે કે ભારતીય સંસ્કૃતિ અને સંગીતનો craze દુનિયાભરમાં વધી રહ્યો છે. ઈન્ડિયન મ્યૂઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટ્સના સૌથી મોટા ખરીદદાર યુએસએ, જર્મની, ફ્રાન્સ, જાપાન અને યુકે જેવા વિકસિત દેશો છે. આપણાં બધા માટે સૌભાગ્યની વાત એ છે કે આપણા દેશમાં મ્યુઝિક, ડાન્સ અને આર્ટનો આટલો સમૃદ્ધ વારસો છે.
સાથીઓ, મહાન મનીષી કવિ ભતૃહરિને આપણે બધા તેમના દ્વારા રચિત ‘નીતિ શતક’ માટે જાણીએ છીએ. એક શ્લોકમાં તેઓ કહે છે કે કલા, સંગીત અને સાહિત્ય થી આપણી લાગણી જ માનવતાની અસલી ઓળખ છે. વાસ્તવમાં આપણી સંસ્કૃતિ તેને Humanity થી પણ ઉપર divinity સુધી લઈ જાય છે. વેદોમાં સામવેદ ને તો આપણા વિવિધ સંગીતનો સ્ત્રોત કહેવામાં આવ્યો છે. માં સરસ્વતીની વીણા હોય, ભગવાન શ્રીકૃષ્ણની વાંસળી હોય, કે પછી ભોલેનાથનું ડમરૂં, આપણા દેવી-દેવતાઓ પણ સંગીતથી અલગ નથી. આપણે ભારતીયો દરેક વસ્તુમાં સંગીત શોધી જ લઈએ છીએ. ચાહે તે નદીનું ખળખળ પાણી હોય, વરસાદના ટીપાં હોય, પક્ષીઓનો કલરવ હોય કે પછી હવાનો ગૂંજતો સ્વર, આપણી સભ્યતામાં સંગીત દરેક જગ્યાએ સમાયેલું છે. આ સંગીત ન માત્ર શરીરને શાંતિ આપે છે, પરંતુ મન ને પણ આનંદિત કરે છે. સંગીત આપણા સમાજને પણ જોડે છે. જો ભાંગડા અને લાવણીમાં જોશ અને આનંદનો ભાવ હોય છે, તો રવિન્દ્ર સંગીત, આપણી આત્માને આનંદિત કરી નાખે છે. દેશભરના આદિવાસીઓની અલગ-અલગ રીતની સંગીતની પરંપરાઓ છે. તે આપણને એકબીજા સાથે હળીમળીને અને પ્રકૃતિ સાથે રહેવાની પ્રેરણા આપે છે.
સાથીઓ, સંગીતની આપણી શૈલીઓએ ન માત્ર આપણી સંસ્કૃતિને સમૃદ્ધ કરી છે પરંતુ દુનિયાભરના સંગીત પર પોતાની અમિટ છાપ પણ છોડી છે. ભારતીય સંગીતની ખ્યાતિ વિશ્વના ખૂણેખૂણામાં ફેલાઈ ચૂકી છે. હું આપને વધુ એક ઓડિયો ક્લિપ સંભળાવું છું.
સોન્ગ...
તમે વિચારી રહ્યા હશો કે ઘરની નજીક કોઈ મંદિરમાં ભજન-કિર્તન ચાલી રહ્યું છે. પરંતુ આ અવાજ પણ ભારતથી હજારો માઈલ દૂર વસેલા દક્ષિણ અમેરિકાના દેશ Guyana થી તમારા સુધી પહોંચ્યો છે. 19મી અને 20મી સદીમાં ખૂબ મોટી સંખ્યામાં આપણે ત્યાંથી લોકો Guyana ગયા હતા. તેઓ અહિંયાથી ભારતની કેટલીયે પરંપરાઓ તેમની સાથે લઈ ગયા હતા. ઉદાહરણ તરીકે જેવી રીતે આપણે ભારતમાં હોળી મનાવીએ છીએ, Guyana માં પણ હોળીનો ઉમંગ ધામધૂમથી ઉજવાય છે. જ્યાં હોળીના રંગ હોય છે, ત્યાં ફગવા, એટલે કે ફગુઆનું સંગીત પણ હોય છે. Guyana ના ફગવામાં ત્યાં ભગવાન રામ અને ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલા લગ્નના ગીતો ગાવાની એક ખાસ પરંપરા છે. આ ગીતોને ચૌતલ કહેવાય છે. તેને એ જ પ્રકારની ધૂન અને હાઈ પીચ પર ગાવામાં આવે છે, જેવું આપણે ત્યાં હોય છે. તેટલું જ નહીં, Guyanaમાં ચૌતલ હરિફાઈ પણ થાય છે. આવી રીતે ઘણાં જ ભારતીયો, ખાસ કરીને પૂર્વિય ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો ફિજી પણ ગયા હતા. તેઓ પરંપરાગત ભજન-કિર્તન ગાતા હતા, જેમાં મુખ્યરૂપથી રામચરિતમાનસના દોહા હોય છે. તેમણે ફિજીમાં પણ ભજન-કિર્તન સાથે જોડાયેલી કેટલીયે મંડળીઓ બનાવી દીધી છે. ફિજીમાં રામાયણ મંડળીના નામથી આજે પણ બે હજારથી વધારે ભજન-કિર્તન મંડળીઓ છે. તેમને આજે દરેક ગામ-મહોલ્લામાં જોવામાં આવે છે. મેં તો અહીં માત્ર કેટલાક ઉદાહરણ આપ્યા છે. જો તમે આખી દુનિયામાં જોશો તો આ ભારતીય સંગીતને ચાહનારાઓની આ યાદી તો ખૂબ લાંબી છે.
મારા પ્રિય દેશવાસીઓ, આપણે બધા, હંમેશા એ વાત પર ગર્વ કરીએ છીએ કે આપણો દેશ દુનિયાની સૌથી પ્રાચિન પરંપરાઓનું ઘર છે. તેથી જ તે આપણી જવાબદારી પણ છે કે આપણે આપણી પરંપરાઓ અને પરંપરાગત જ્ઞાનનું સંરક્ષણ કરીએ, તેનું સંવર્ધન પણ કરીએ અને બની શકે તેટલું આગળ પણ વધારીએ. આવો જ એક સારો પ્રયત્ન આપણા પૂર્વોત્તર રાજ્ય નાગાલેન્ડના કેટલાક સાથીઓ કરી રહ્યા છે. મને આ પ્રયત્ન ઘણો સારો લાગ્યો, તો મેં વિચાર્યું કે મન કી બાતના શ્રોતાઓ સાથે પણ વહેચું.
સાથીઓ, નાગાલેન્ડમાં નાગા સમાજની જીવનશૈલી, તેમની કલા-સંસ્કૃતિ અને સંગીત, જે દરેક લોકોને આકર્ષિત કરે છે. તે આપણા દેશનો ગૌરવશાળી વારસાનો મહત્વનો ભાગ છે. નાગાલેન્ડના લોકોનું જીવન અને તેમની skills sustainable life style માટે પણ ઘણું જ મહત્વપૂર્ણ છે. આ પરંપરાઓ અને સ્કિલ્સને બચાવીને આગળની પેઢી સુધી પહોંચાડવા માટે ત્યાંના લોકોએ એક સંસ્થા બનાવી છે, જેનું નામ છે – લિડી-ક્રો-યૂ. નાગા સંસ્કૃતિના જે સુંદર વારસાઓ ધીરેધીરે ખોવાઈ રહ્યા હતા, લિડિ-ક્રો-યૂ સંસ્થાએ તેમને પુનઃજીવિત કરવાનું કામ કર્યું છે. ઉદાહરણની દ્રષ્ટિએ નાગા લોક-સંગીત પોતાનામાં જ એક સમૃદ્ધ વિધા છે. આ સંસ્થાએ નાગા સંગીતના આલ્બમ લોન્ચ કરવાનું કામ શરૂ કર્યું છે. અત્યારસુધી આવા ત્રણ આલ્બમ લોન્ચ કરવામાં આવી ચૂક્યા છે. આ લોકો લોક-સંગીત, લોક-નૃત્ય સાથે જોડાયેલા વર્કશોપ પણ આયોજિત કરે છે. યુવાનોને આ બધી વસ્તુઓ અંગેની ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. એટલું જ નહીં, નાગાલેન્ડની પરંપરાગત શૈલીમાં કપડાં બનાવવા, સિલાઈ-વણાટ જેવા જે કામ, તેની પણ ટ્રેનિંગ યુવાનોને આપવામાં આવે છે. પૂર્વોત્તરમાં બામ્બૂ થી પણ કેટલીયે જાતની વસ્તુઓ બનાવવામાં આવે છે. નવી પેઢીના યુવાનોને બામ્બૂ પ્રોડક્ટ બનાવવાનું પણ શિખવાડવામાં આવે છે. તેનાથી આ યુવાનોનું તેમની સંસ્કૃતિ સાથે જોડાણ તો થાય જ છે સાથે જ તેમને માટે રોજગારના નવા નવા અવસર પણ ખૂલે છે. નાગા લોક-સંસ્કૃતિ વિશે વધુને વધુ લોકો જાણે, તેના માટે પણ લિડિ-ક્રો-યૂ ના લોકો પ્રયત્ન કરે છે.
સાથીઓ, આપના ક્ષેત્રમાં પણ આવી સાંસ્કૃતિક શૈલીઓ અને પરંપરાઓ હશે. તમે પણ તમારા ક્ષેત્રમાં આવી રીતના પ્રયત્નો કરી શકો છો. જો તમારી જાણકારીમાં ક્યાંક આવો કોઈ અનોખો પ્રયત્ન થઈ રહ્યો હોય તો આપ તેની જાણકારી મારી સાથે ચોક્કસ વહેંચી શકો છો.
મારા પ્રિય દેશવાસીઓ, આપણે ત્યાં કહેવાયું છે કે...
વિદ્યાધનં સર્વધનપ્રધાનમ્
એટલે કે કોઈ જો વિદ્યાનું દાન કરે છે તો તે સમાજ હિતમાં સૌથી મોટું કામ કરી રહ્યા છે. શિક્ષાના ક્ષેત્રમાં પ્રગટાવવામાં આવેલો એક નાનો દિવો પણ આખા સમાજને ઝળહળતો કરી શકે છે. મને એ જોઈને ઘણી જ ખુશી થાય છે કે આજે દેશભરમાં આવા કેટલાય પ્રયત્નો થઈ રહ્યા છે. યુપીની રાજધાની લખનૌથી ૭૦-૮૦ કિલોમીટર દૂર હરદોઈનું એક ગામ છે બાંસા. મને આ ગામના જતિન લલિત સિંહ જી વિશે જાણકારી મળી છે, જે શિક્ષાની જ્યોત જગાવવામાં લાગેલા છે. જતિન જી એ બે વર્ષ પહેલાં અહીં community Library and Resource Centre શરૂ કર્યું હતું. તેમના આ સેન્ટરમાં હિન્દી અને અંગ્રેજી સાહિત્ય, કોમ્પ્યુટર, કાયદો અને કેટલીયે સરકારી પરીક્ષાઓની તૈયારીઓ સાથે જોડાયેલા 3000 થી પણ વધુ પુસ્તકો ઉપલબ્ધ છે. આ લાયબ્રેરીમાં બાળકોની પસંદનો પણ પૂરો ખ્યાલ રાખવામાં આવ્યો છે. અહીં ઉપલબ્ધ કોમિક્સના પુસ્તક હોય કે પછી એજ્યુકેશનલ ટોય્ઝ બાળકોને ઘણાં જ પસંદ આવી રહ્યા છે. નાના બાળકો રમત-રમતમાં અહીં નવી નવી વસ્તુઓ શીખવા આવે છે. શિક્ષણ ઓફલાઈન હોય કે ઓનલાઈન, લગભગ 40 volunteers આ સેન્ટર પર વિદ્યાર્થીઓને ગાઈડ કરવામાં લાગેલા હોય છે. દરરોજ ગામનાં લગભગ 80 વિદ્યાર્થીઓ આ લાયબ્રેરીમાં ભણવા આવે છે.
સાથીઓ, ઝારખંડના સંજય કશ્યપ જી પણ ગરીબ બાળકોના સપનાંઓને નવી ઉડાન આપી રહ્યા છે. પોતાના વિદ્યાર્થી જીવનમાં સંજય જીએ સારા પુસ્તકોની અછતનો સામનો કરવો પડ્યો હતો. તેવામાં તેમણે નક્કી કરી લીધું કે પુસ્તકોની અછતને કારણે પોતાના ક્ષેત્રના બાળકોનું ભવિષ્ય અંધકારમય નહીં થવા દે. પોતાના આ જ મિશનને કારણે આજે તેઓ ઝારખંડના કેટલાય જિલ્લામાં બાળકો માટે લાયબ્રેરી મેન બની ગયા છે. સંજય જી એ જ્યારે પોતાની નોકરીની શરૂઆત કરી હતી, તેમણે પ્રથમ પુસ્તકાલય પોતાના પૈતૃક સ્થાન પર બનાવ્યું હતું. નોકરી દરમિયાન તેમની જ્યાં પણ બદલી થતી હતી, ત્યાંના ગરીબ અને આદિવાસી બાળકોની શિક્ષણ માટે લાયબ્રેરી ખોલવાના મિશનમાં લાગી જતા હતા. આવું કરતાં કરતાં તેમણે ઝારખંડના કેટલાય જિલ્લામાં બાળકો માટે લાયબ્રેરી ખોલી દીધી છે. લાયબ્રેરી ખોલવાનું તેમનું આ મિશન આજે એક સામાજિક આંદોલનનું રૂપ લઈ રહ્યું છે. સંજય જી હોય કે જતીન જી, આવા અનેક પ્રયત્નો માટે હું તેમના વિશેષ વખાણ કરું છું.
મારા પ્રિય દેશવાસીઓ, મેડિકલ સાયન્સની દુનિયાએ રિસર્ચ અને ઈનોવેશન્સ સાથે જ અત્યાધુનિક ટેક્નોલોજી અને ઉપકરણોના આધારે ઘણી જ પ્રગતિ કરી છે, પરંતુ કેટલીક બિમારીઓ, આજે પણ આપણા માટે ઘણો મોટો પડકાર બની ગઈ છે. આવી જ એક બિમારી છે – Muscular Dystrophy. આ મુખ્યત્વે એવી વારસાગત બિમારી છે જે કોઈ પણ ઉંમરમાં થઈ શકે છે જેમાં શરીરની માંસપેશીઓ નબળી પડવા લાગે છે. દર્દી માટે રોજબરોજના પોતાના નાનાં-નાનાં કામકાજ કરવાનું પણ મુશ્કેલ બની જાય છે. આવા દર્દીઓના ઉપચાર અને દેખભાળ માટે મોટી સેવા-ભાવનાની જરૂરિયાત હોય છે. આપણે ત્યાં હિમાચલ પ્રદેશમાં સોલનમાં એક એવું સેન્ટર છે જે Muscular Dystrophy ના દર્દીઓ માટે આશાનું એક નવું કિરણ બન્યું છે. આ સેન્ટરનું નામ છે – માનવ મંદિર. તેને Indian Association of Muscular Dystrophy દ્વારા ચલાવવામાં આવે છે. માનવ મંદિર પોતાના નામને અનુરૂપ જ માનવ સેવાનું અદભુત ઉદાહરણ છે. અહીં દર્દીઓ માટે ઓપીડી અને એડમિશનની સેવા ત્રણ-ચાર વર્ષ પહેલાં શરૂ થઈ હતી. માનવ મંદિરમાં લગભગ 50 દર્દીઓ માટે બેડ્સની સુવિધા પણ છે. ફિઝીયોથેરાપી, ઈલેક્ટ્રોથેરાપી અને હાઈડ્રોથેરાપીની સાથે સાથે યોગ-પ્રાણાયમની મદદથી પણ અહીં રોગનો ઉપચાર કરવામાં આવે છે.
સાથીઓ, દરેક પ્રકારની હાઈ-ટેક સુવિધાઓની મદદથી આ કેન્દ્રમાં દર્દીઓના જીવનમાં સકારાત્મક બદલાવ લાવવાનો પણ પ્રયત્ન કરાય છે. Muscular Dystrophy સાથે જોડાયેલા આ પડકાર, તેના વિશે જાગૃતિનો અભાવ પણ છે. તેથી જ આ કેન્દ્ર હિમાચલ પ્રદેશ જ નહીં, દેશભરમાં દર્દીઓ માટે જાગૃકતા શિબિરનું પણ આયોજન કરે છે. સૌથી વધારે હિંમત આપનારી વાત તો એ છે કે આ સંસ્થાનું વ્યવસ્થાપન મુખ્યત્વે આ બિમારીથી પીડિત લોકો જ કરી રહ્યા છે, જેમ કે સામાજિક કાર્યકર્તા ઉર્મિલા બાલ્દી જી, Indian Association of Muscular Dystrophy ના અધ્યક્ષ બહેન સંજના ગોયલજી અને આ એસોસિએશન બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવનારા શ્રીમાન વિપુલ ગોયલ જી, આ સંસ્થા માટે ઘણી જ મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે. માનવ મંદિરને હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરની રીતે વિકસિત કરવાની કોશિશો પણ ચાલુ જ છે. તેનાથી અહીં દર્દીઓને વધુ સારો ઈલાજ મળી શકશે. હું આ દિશામાં પ્રયત્નશીલ બધા લોકોના હ્રદયપૂર્વક વખાણ કરું છું, સાથે જ Muscular Dystrophy નો સામનો કરી રહેલા બધા લોકો સાજા થઈ જાય તેવી આશા કરું છું.
મારા પ્રિય દેશવાસીઓ, આજે મન કી બાત માં આપણે દેશવાસીઓના જે રચનાત્મક અને સામાજિક કાર્યોની ચર્ચા કરી, તે દેશની ઉર્જા અને ઉત્સાહના ઉદાહરણ છે. આજે દરેક દેશવાસી કોઈને કોઈ ક્ષેત્રમાં, દરેક સ્તર પર, દેશ માટે કંઈક અલગથી કામ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આજની ચર્ચામાં જ આપણે જોયું કે જી-20 જેવા આંતરરાષ્ટ્રિય આયોજનમાં આપણા એક વણકર સાથીએ પોતાની જવાબદારી સમજી, તેને નિભાવવા માટે આગળ આવ્યા. આવી જ રીતે કોઈ પર્યાવરણ માટે પ્રયત્ન કરી રહ્યા છે, કોઈ પાણી માટે કામ કરી રહ્યા છે, કેટલાય લોકો શિક્ષણ, ચિકિત્સા અને સાયન્સ ટેક્નોલોજી થઈ લઈને સાંસ્કૃતિક પરંપરાઓ સુધી અસાધારણ કામ કરી રહ્યા છે. તેવું એટલા માટે કારણ કે આજે આપણો દરેક નાગરિક પોતાના કર્તવ્યને સમજી રહ્યો છે. જ્યારે આવી કર્તવ્ય ભાવના કોઈ રાષ્ટ્રના નાગરિકોમાં આવી જાય છે, તો તેમનું સ્વર્ણિમ ભવિષ્ય પોતાનામાં જ નક્કી થઈ જાય છે અને દેશના જ સ્વર્ણિમ ભવિષ્યમાં આપણા બધાનું સ્વર્ણિમ ભવિષ્ય છે.
હું ફરી એકવાર દેશવાસીઓને તેમના પ્રયત્નો માટે નમન કરું છું. આવતા મહિને આપણે ફરી મળીશું અને આવા જ કેટલાય ઉત્સાહવર્ધક વિષયો પર ચોક્કસ વાત કરીશું. આપના સૂચનો અને વિચારો ચોક્કસ મોકલતા રહેજો. તમને બધાને ખૂબ-ખૂબ ધન્યવાદ...
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે દેશના અનેક હિસ્સાઓમાં સૂર્ય ઉપાસનાનું મહાપર્વ ‘છઠ’ મનાવાઈ રહ્યું છે. ‘છઠ’ પર્વનો હિસ્સો બનવા માટે લાખો શ્રદ્ધાળુઓ પોતાના ગામ, પોતાના ઘર, પોતાના પરિવાર વચ્ચે પહોંચ્યા છે. મારી પ્રાર્થના છે કે છઠ માતા બધાની સમૃદ્ધિ, બધાના કલ્યાણના આશીર્વાદ આપે.
સાથીઓ, સૂર્ય ઉપાસનાની પરંપરા એ વાતનું પ્રમાણ છે કે આપણી સંસ્કૃતિ, આપણી આસ્થાનો પ્રકૃતિ સાથે કેટલો ગાઢ સંબંધ છે. આ પૂજા દ્વારા આપણા જીવનમાં સૂર્યના પ્રકાશનું મહત્ત્વ સમજાવાયું છે. સાથે જ એ સંદેશ પણ આપવામાં આવ્યો છે કે ઉતાર-ચડાવ જીવનનો અભિન્ન હિસ્સો છે. આથી આપણે દરેક પરિસ્થિતિમાં એક સમાન ભાવ રાખવો જોઈએ. છઠ માતાની પૂજામાં અલગ-અલગ ફળો અને ઠેકુઆનો પ્રસાદ ચડાવવામાં આવે છે. આ વ્રત પણ કોઈ કઠિન સાધનાથી ઓછું નથી હોતું. છઠ પૂજાની વધુ એક વિશેષ વાત એ હોય છે કે તેમાં પૂજા માટે જે વસ્તુઓનો ઉપયોગ થાય છે તેને સમાજના વિભિન્ન લોકો મળીને તૈયાર કરે છે. તેમાં વાંસની ટોકરી કે સુપડીનો ઉપયોગ થાય છે. માટીના દીવાઓનું પોતાનું મહત્ત્વ હોય છે. તેના દ્વારા ચણાનો પાક ઉગાડનાર ખેડૂતો અને પતાસા બનાવનાર નાનાં ઉદ્યમીઓનું સમાજમાં મહત્ત્વ સ્થાપિત કરવામાં આવ્યું છે. તેમના સહયોગ વિના છઠની પૂજા સંપન્ન જ ન થઈ શકે. છઠનું પર્વ આપણા જીવનમાં સ્વચ્છતાના મહત્ત્વ પર પણ ભાર આપે છે. આ પર્વ આવતાંસામુદાયિક સ્તર પર સડક, નદી, ઘાટ, પાણીના વિભિન્ન સ્ત્રોત, બધાંની સફાઈ કરવામાં આવે છે. છઠનું પર્વ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’નું પણ ઉદાહરણ છે. આજે બિહાર અને પૂર્વાંચલના લોકો દેશના જે પણ ખૂણામાં છે, ત્યાં ધૂમધામથી છઠનું આયોજન થઈ રહ્યું છે. દિલ્લી, મુંબઈ સહિત મહારાષ્ટ્રના અલગ-અલગ જિલ્લાઓ અને
ગુજરાતના અનેક હિસ્સાઓમાં છઠનું મોટા સ્તર પર આયોજન થવા લાગ્યું છે. મને તો યાદ છે કે પહેલાં ગુજરાતમાં આટલી છઠ પૂજા નહોતી થતી. પરંતુ સમયની સાથે આજે લગભગ આખા ગુજરાતમાં છઠ પૂજાના રંગ નજરે પડવા લાગ્યા છે. આ જોઈને મને પણ ખૂબ જ આનંદ થાય છે. આજકાલ આપણે જોઈએ છીએ કે વિદેશોમાં થી પણ છઠ પૂજાની કેટલી ભવ્ય તસવીરો સામે આવે છે. એટલે કે ભારતનો સમૃદ્ધ વારસો, આપણી આસ્થા, દુનિયાના ખૂણા-ખૂણામાં પોતાની ઓળખ વધારી રહ્યાં છે. આ મહાપર્વમાં સહભાગી થનારા દરેક આસ્થાવાનને મારા તરફથી ખૂબ-ખૂબ શુભકામનાઓ.
મારા પ્રિય દેશવાસીઓ, હમણાં આપણે પવિત્ર છઠ પૂજાની વાત કરી, ભગવાન સૂર્ય ની ઉપાસનાની વાત કરી. તો શા માટે સૂર્ય ઉપાસનાની સાથોસાથ આજે આપણે તેમના વરદાનની પણ ચર્ચા ન કરીએ? સૂર્ય દેવનું આ વરદાન છે- સૌર ઊર્જા. સોલાર એનર્જી આજે એક એવો વિષય છે જેમાં સમગ્ર દુનિયા પોતાનું ભવિષ્ય જોઈ રહી છે અને ભારત માટે તો સૂર્ય દેવ સદીઓથી ઉપાસના જ નહીં, જીવન પદ્ધતિના કેન્દ્રમાં પણ રહ્યા છે. ભારત આજે પોતાના પારંપરિક અનુભવોને આધુનિક વિજ્ઞાન સાથે જોડી રહ્યું છે ત્યારે, આજે આપણે સૌર ઊર્જાથી વીજળી બનાવનારા સૌથી મોટા દેશોમાં સમાવિષ્ટ થઈ ગયા છીએ. સૌર ઊર્જાથી આપણા દેશના ગરીબ અને મધ્યમ વર્ગના જીવનમાં કેવી રીતે પરિવર્તન આવી રહ્યું છે તે પણ અધ્યયન નો વિષય છે.
તમિલનાડુમાં, કાંચીપુરમમાં એક ખેડૂત છે – થિરુ કે. એઝિલન. તેમણે ‘પી. એમ. કુસુમ યોજના’નો લાભ લીધો અને પોતાના ખેતરમાં દસ હૉર્સપાવરનો સૉલાર પમ્પ સેટ લગાવ્યો. હવે તેમને પોતાના ખેતર માટે વીજળી પર કંઈ ખર્ચ કરવો નથી પડતો. ખેતરમાં સિંચાઈ માટે હવે તેઓ સરકારના વીજળી પૂરવઠા પર નિર્ભર પણ નથી. આ જ રીતે રાજસ્થાનના ભરતપુરમાં ‘પી. એમ. કુસુમ યોજના’ના વધુ એક લાભાર્થી ખેડૂત છે- કમલજી મીણા. કમલજીએ ખેતરમાં સૉલાર પમ્પ લગાવ્યો જેનાથી તેમનો ખર્ચ ઓછો થઈ ગયો છે. ખર્ચ ઓછો થયો તો આવક પણ વધી ગઈ. કમલજી સોલાર વીજળીથી બીજા અનેક નાના ઉદ્યોગોને પણ જોડી રહ્યા છે.
તેમના વિસ્તારમાં લાકડાનું કામ છે, ગાયના છાણ થી બનનારાં ઉત્પાદનો છે, તેમાં પણ સૉલાર વીજળીનો ઉપયોગ થઈ રહ્યો છે, તેઓ ૧૦-૧૨ લોકોને આજીવિકા પણ આપી રહ્યા છે, અર્થાત્ કુસુમ યોજનાથી કમલજીએ જે શરૂઆત કરી, તેની સુવાસ કેટલાય લોકો સુધી પહોંચવા લાગી છે.
સાથીઓ, શું તમે ક્યારેય વિચારી શકો છો કે તમે આખો મહિનો વીજળીનો ઉપયોગ કરો અને તમારું વીજળી બિલ આવવાના બદલે તમને વીજળીના પૈસા મળે? સૌર ઊર્જાએ આ પણ કરી દેખાડ્યું છે. તમે કેટલાક દિવસ પહેલાં, દેશના પહેલા સૂર્ય ગ્રામ- ગુજરાતના મોઢેરાની ઘણી ચર્ચા સાંભળી હશે. મોઢેરા સૂર્ય ગ્રામનાં મોટા ભાગનાં ઘર, સૉલાર પાવરથી વીજળી ઉત્પાદન કરવા લાગ્યાં છે. હવે ત્યાંનાં અનેક ઘરોમાં મહિનાના અંતેવીજળીનું બિલ નથી આવતું, પરંતુ વીજળીની કમાણીના ચૅક આવી રહ્યા છે. આ થતું જોઈને, અનેક ગામોના લોકો મને પત્રો લખીને કહી રહ્યા છે કે તેમના ગામને પણ સૂર્ય ગ્રામમાં પરિવર્તિત કરી દેવામાં આવે, એટલે કે તે દિવસ દૂર નથી જ્યારે ભારતમાં સૂર્ય ગ્રામોનું નિર્માણ ઘણું મોટું જનાંદોલન બનશે અને તેની શરૂઆત મોઢેરા ગામના લોકો કરી જ ચૂક્યા છે.
આવો, ‘મન કી બાત’ના શ્રોતાઓને પણ મોઢેરાના લોકો સાથે મેળવીએ. આપણી સાથે આ સમય ફૉન લાઇન પર જોડાયા છે શ્રીમાન વિપિનભાઈ પટેલ.
પ્રધાનમંત્રીજી: વિપિનભાઈ, નમસ્તે. જુઓ, હવે તો મોઢેરા સમગ્ર દેશ માટે એક મૉડલના રૂપમાં ચર્ચામાં આવી ગયું છે. પરંતુ જ્યારે તમને તમારા સંબંધીઓ, પરિચિતો બધી વાતો પૂછતા હશે તો તમે તેમને શું-શું કહો છો, શું ફાયદો થયો?
વિપિનભાઈ: સાહેબ, લોકો અમને પૂછે તો અમે કહીએ છીએ કે અમને જે બિલ આવતું હતું, લાઇટ બિલ, તે હવે શૂન્ય આવી રહ્યું છે અને ક્યારેક ૭૦ રૂપિયા આવી જાય છે પરંતુ અમારા સમગ્ર ગામમાં આર્થિક પરિસ્થિતિ સુધરી રહી છે.
પ્રધાનમંત્રીજી: અર્થાત્ એક રીતે, પહેલાં જે વીજળી બિલની ચિંતા હતી તે સમાપ્ત થઈ ગઈ.
વિપિનભાઈ: હા સાહેબ, તે વાત તો સાચી છે, સાહેબ. હવે કોઈ ટેન્શન નથી, સમગ્ર ગામમાં. બધા લોકોને લાગી રહ્યું છે કે સાહેબે જે કર્યું તો તે ઘણું સારું કર્યું. તેઓ ખુશ છે સાહેબ. આનંદિત થઈ રહ્યા છે બધા.
પ્રધાનમંત્રીજી: હવે પોતાના ઘરમાં જ પોતે જ વીજળીના કારખાનાના માલિક બની ગયા. પોતાના ઘરની છત પર વીજળી બની રહી છે.
વિપિનભાઈ: હા, સાહેબ, સાચી વાત છે, સાહેબ.
પ્રધાનમંત્રીજી: તો આ જે પરિવર્તન આવ્યું છે તેની ગામના લોકો પર શું અસર છે?
વિપિનભાઈ: સાહેબ, સમગ્ર ગામના લોકો, તેઓ ખેતી કરી રહ્યા છે તો પછી અમારે વીજળીની જે ઝંઝટ હતી તેમાંથી મુક્તિ મળી ગઈ છે. વીજળીનું બિલ તો ભરવાનું નથી, તેથી નિશ્ચિંત થઈ ગયા છીએ, સાહેબ.
પ્રધાનમંત્રીજી: અર્થાત, વીજળીનું બિલ પણ ગયું અને સુવિધા વધી ગઈ.
વિપિનભાઈ: ઝંઝટ જ ગઈ સાહેબ અને સાહેબ, જ્યારે તમે અહીં આવ્યા હતા અને તે થ્રીડી શૉ, જેનું અહીં ઉદ્ઘાટન કર્યું હતું તે પછી તો મોઢેરા ગામમાં ચાર ચાંદ લાગી ગયા છે સાહેબ અને તે જે સેક્રેટરી આવ્યા હતા સાહેબ…
પ્રધાનમંત્રીજી: જી, જી…
વિપિનભાઈ: તો અમારું ગામ ફેમસ થઈ ગયું, સાહેબ.
પ્રધાનમંત્રીજી: જી હા, સંયુક્ત રાષ્ટ્ર સંઘ ના મહા સચિવ તેમની પોતાની ઈચ્છા હતી. તેમણે મને ઘણો આગ્રહ કર્યો કે ભાઈ, આટલું મોટું કામ કર્યું છે તો હું ત્યાં જઈને જોવા ઈચ્છું છું. ચાલો, વિપિનભાઈ, તમને અને તમારા ગામના બધા લોકોને મારા તરફથી ઘણી-ઘણી શુભકામનાઓ અને દુનિયા તમારામાંથી પ્રેરણા લે અને આ સૉલાર એનર્જીનું અભિયાન ઘરે-ઘરે ચાલે.
વિપિનભાઈ: ઠીક છે, સાહેબ. તે અમે બધા લોકોને કહીશું કે ભાઈ, સૉલાર લગાવડાઓ, તમારા પૈસાથી પણ લગાવો, ઘણો ફાયદો છે.
પ્રધાનમંત્રીજી: હા, લોકોને સમજાવો. ચાલો, ઘણી-ઘણી શુભકામનાઓ. ધન્યવાદ ભાઈ.
વિપિનભાઈ: થેંક યૂ, સાહેબ, થેંક યૂ સાહેબ, મારું જીવન ધન્ય થઈ ગયું આપની સાથે વાત કરીને.
વિપિનભાઈનો ઘણો-ઘણો ધન્યવાદ.
આવો હવે મોઢેરા ગામનાં વર્ષાબેન સાથે પણ વાત કરીએ.
વર્ષાબેન: હેલ્લો, નમસ્તે સાહેબ.
પ્રધાનમંત્રીજી: નમસ્તે-નમસ્તે વર્ષાબેન. કેમ છો તમે?
વર્ષાબેન: અમે તો ઘણાં મજામાં છીએ, સાહેબ. આપ કેમ છો?
પ્રધાનમંત્રીજી: હું પણ મજામાં છું.
વર્ષાબેન: અમે ધન્ય થઈ ગયાં સાહેબ, આપની સાથે વાત કરીને.
પ્રધાનમંત્રીજી: અચ્છા, વર્ષાબેન…
વર્ષાબેન: હા.
પ્રધાનમંત્રીજી: તમે મોઢેરામાં, તમે તો એક તો સૈનિક પરિવારમાંથી છો.
વર્ષાબેન: હું સૈનિક પરિવારમાંથી છું. હું પૂર્વ સૈનિકની પત્ની બોલી રહી છું.
પ્રધાનમંત્રીજી: તો પહેલાં હિન્દુસ્તાનમાં ક્યાં-ક્યાં જવાની તક મળી તમને?
વર્ષાબેન: મને રાજસ્થાનમાં મળ્યું, ગાંધીનગરમાં મળ્યું, કચરા કાંઝોર જમ્મુ છે ત્યાં તક મળી, સાથે રહેવાની. બહુ જ સુવિધા ત્યાં મળી રહી હતી સાહેબ.
પ્રધાનમંત્રીજી: હા. આ સૈન્યમાં હોવાના કારણે તમે હિન્દી પણ સરસ બોલી રહ્યાં છો.
વર્ષાબેન: હા જી. શીખી છે સાહેબ. હા.
પ્રધાનમંત્રીજી: મને જણાવો કે મોઢેરામાં જે આટલું મોટું પરિવર્તન આવ્યું, આ સૉલાર રૂફટૉપ પ્લાન્ટ તમે લગાવી દીધો. શરૂઆતમાં લોકો કહી રહ્યા હશે, ત્યારે તો
તમને મનમાં થયું હશે, આનો શું અર્થ? શું કરી રહ્યા છીએ? શું થશે? આમ કંઈ થોડી વીજળી આવે? આ બધી વાતો તમારા મનમાં આવી હશે? હવે શું અનુભવ થઈ રહ્યો છે? તેનો ફાયદો શું થયો છે?
વર્ષાબેન: ખૂબ જ સાહેબ, ફાયદો જ ફાયદો થયો છે, સાહેબ. અમારા ગામમાં તો રોજ દિવાળી મનાવાઈ રહી છે તમારા કારણે. ૨૪ કલાક અમને વીજળી મળી રહી છે, બિલ તો આવતું જ નથી ને, બિલકુલ. અમારા ઘરમાં અમે ઇલેક્ટ્રિક બધી ચીજો ઘરમાં લાવી દીધી છે, બધી ચીજોનો ઉપયોગ કરી રહ્યા છીએ, તમારા કારણે સાહેબ. બિલ આવતું જ નથી તો અમે મુક્ત મને, બધાનો ઉપયોગ કરી શકીએ છીએ ને?
પ્રધાનમંત્રીજી: આ વાત સાચી છે, તમે વીજળીનો મહત્ત્મ ઉપયોગ કરવાનો નિર્ણય કરી લીધો છે.
વર્ષાબેન: કરી લીધો, સાહેબ, કરી લીધો. અત્યારે અમારે કોઈ સમસ્યા જ નથી. અમે મુક્ત મને, આ બધું, વૉશિંગ મશીન છે, એસી છે, બધું વાપરી શકીએ છીએ સર.
પ્રધાનમંત્રીજી: અને ગામના બાકીના લોકો પણ ખુશ છે, આ કારણે?
વર્ષાબેન: ઘણા-ઘણા ખુશ છે, સાહેબ.
પ્રધાનમંત્રીજી: અચ્છા, આ તમારા પતિદેવ તો ત્યાં સૂર્યમંદિરમાં કામ કરે છે ને? તો ત્યાં જે લાઇટ શૉ થયો તેનો મોટો કાર્યક્રમ થયો અને હવે દુનિયાભરના મહેમાનો આવી રહ્યા છે…
વર્ષાબેન: દુનિયાભરના ફૉરેનર આવી રહ્યા છે, પણ તમે વર્લ્ડમાં પ્રસિદ્ધ બનાવી દીધું છે અમારા ગામને.
પ્રધાનમંત્રીજી: તો તમારા પતિનું હવે કામ વધી ગયું હશે, આટલા મહેમાનો ત્યાં મંદિરમાં જોવા માટે આવી રહ્યા છે…
વર્ષાબેન: અરે! કોઈ વાંધો નથી, જેટલું પણ કામ વધે, સાહેબ, કોઈ વાંધો નથી. અમને કોઈ સમસ્યા નથી, મારા પતિને, બસ આપ વિકાસ કરતા જાવ અમારા ગામનો.
પ્રધાનમંત્રીજી: હવે ગામનો વિકાસ તો આપણે બધાંએ મળીને કરવાનો છે.
વર્ષાબેન: હા, હા, સાહેબ, અમે આપની સાથે છીએ.
પ્રધાનમંત્રીજી: અને હું તો મોઢેરાના લોકોને અભિનંદન આપીશ કારણકે ગામે આ યોજનાને સ્વીકારી લીધી અને તેમને વિશ્વાસ થઈ ગયો કે હા, અમે અમારા ઘરમાં વીજળી બનાવી શકીએ છીએ.
વર્ષાબેન: ૨૪ કલાક સાહેબ. અમારા ઘરમાં વીજળી આવે છે અને અમે ઘણાં ખુશ છીએ.
પ્રધાનમંત્રીજી: ચાલો, મારી આપને ઘણી શુભકામનાઓ. જે પૈસા બચ્યા છે તેનો બાળકોની ભલાઈ માટે ઉપયોગ કરજો. આ પૈસાનો ઉપયોગ સારો થાય જેથી તમારા જીવનને ફાયદો થાય. મારી આપને ઘણી શુભકામનાઓ છે. અને બધાં મોઢેરાવાળાઓને મારા નમસ્કાર.
સાથીઓ, વર્ષાબેન અને વિપિનભાઈએ જે કહ્યું છે તે સમગ્ર દેશ માટે, ગામો-શહેરો માટે એક પ્રેરણા છે. મોઢેરાનો આ અનુભવ સમગ્ર દેશમાં પુનરાવર્તિત કરી શકાય છે. સૂર્યની શક્તિ, હવે પૈસા પણ બચાવશે અને આવક પણ વધારશે. જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના એક સાથી છે- મંજૂર અહમદ લર્હવાલ. કાશ્મીરમાં ઠંડીના કારણે વીજળીનો ખર્ચ ઘણો થાય છે. આ કારણે, મંજૂરજીનું વીજળીનું બિલ પણ ૪ હજાર રૂપિયાથી વધુ આવતું હતું, પરંતુ જ્યારથી મંજૂરજીએ પોતાના ઘર પર સૉલાર રૂફટૉપ પ્લાન્ટ લગાવ્યો છે, તેમનો ખર્ચો અડધાથી ઓછો થઈ ગયો છે. આ જ રીતે ઓડિશાની એક દીકરી કુન્ની દેઉરી, સૌર ઊર્જાને પોતાની સાથે-સાથે બીજી
મહિલાઓની આજીવિકાનું માધ્યમ બનાવી રહી છે. કુન્ની, ઓડિશાના કેન્દુઝર જિલ્લાના કરદાપાલ ગામમાં રહે છે. તે આદિવાસી મહિલાઓને સૉલારથી ચાલતા રીલિંગ મશીન પર સિલ્કની વણાટની ટ્રેનિંગ આપે છે. સૉલાર મશીનના કારણે આ આદિવાસી મહિલાઓના માથે વીજળીના બિલનો બોજો પડતો નથી અને તેમની આવક થઈ રહી છે. આ જ તો સૂર્ય દેવની સૌર ઊર્જાનું વરદાન તો છે. વરદાન અને પ્રસાદ તો જેટલો વિસ્તાર થાય, તેટલો જ સારો હોય છે. આથી, મારી આપ સહુને પ્રાર્થના છે કે તમે પણ તેમાં જોડાવ અને બીજાને પણ જોડો.
મારા પ્રિય દેશવાસીઓ, અત્યારે હું તમારી સાથે સૂરજની વાતો કરી રહ્યો હતો. મારું ધ્યાન સ્પેસ તરફ જઈ રહ્યું છે. તે એટલા માટે કે આપણો દેશ સૉલાર સેક્ટર સાથે જ સ્પેસ સેક્ટરમાં પણ કમાલ કરી રહ્યો છે. સમગ્ર દુનિયા, આજે, ભારતની ઉપલબ્ધિઓને જોઈને આશ્ચર્યચકિત છે. આથી મેં વિચાર્યું કે ‘મન કી બાત’ના શ્રોતાઓને તે જણાવીને હું તેમની પણ ખુશી વધારું.
સાથીઓ, થોડાક દિવસો પહેલાં તમે જોયું હશે કે ભારતે એક સાથે ૩૬ ઉપગ્રહોને અંતરિક્ષમાં સ્થાપિત કર્યા છે. દિવાળીના બરાબર એક દિવસ પહેલાં મળેલી આ સફળતા એક રીતે તે આપણા યુવાનો તરફથી દેશને એક વિશેષ દિવાળી ભેટ છે. આ લૉંચિંગથી કાશ્મીરથી કન્યાકુમારી અને કચ્છથી કોહિમા સુધી, સમગ્ર દેશમાં, ડિજિટલ કનેક્ટિવિટીને વધુ મજબૂતી મળશે. તેની મદદથી ખૂબ જ અંતરિયાળ વિસ્તારો પણ દેશના બાકી હિસ્સાઓ સાથે વધુ સરળતાથી જોડાઈ શકાશે. દેશ જ્યારે આત્મનિર્ભર થાય છે તો કેવી રીતે સફળતાની નવી ઊંચાઈ પર પહોંચી જાય છે- તે તેનું પણ એક ઉદાહરણ છે. તમારી સાથે વાત કરતા મને જૂનો સમય પણ યાદ આવી રહ્યો છે જ્યારે ભારતને ક્રાયૉજેનિક રૉકેટ ટૅક્નૉલૉજી આપવાથી મનાઈ કરી દીધી હતી. પરંતુ ભારતના વૈજ્ઞાનિકોએ સ્વદેશી ટૅક્નૉલૉજી તો વિકસિત કરી જ, પરંતુ આજે તેની મદદથી એક સાથે ડઝન ઉપગ્રહ અંતરિક્ષમાં મોકલી રહ્યું છે.
આ લૉંચિંગની સાથે ભારત ગ્લૉબલ કૉમર્શિયલ માર્કેટમાં એક મજબૂત પ્લેયર બનીને ઉભર્યું છે, જેથી અંતરિક્ષના ક્ષેત્રમાં ભારત માટે અવસરોનાં નવાં દ્વાર ખુલ્યાં છે.
સાથીઓ, વિકસિત ભારતનો સંકલ્પ લઈને ચાલી રહેલો આપણો દેશ, બધાના પ્રયાસોથી જ, પોતાનાં લક્ષ્યોને પ્રાપ્ત કરી શકે છે. ભારતમાં પહેલાં સ્પેસ સેક્ટર, સરકારી વ્યવસ્થાઓના પરીઘમાં જ સીમિત હતો. જ્યારે આ સ્પેસ સેક્ટર ભારતના યુવાનો માટે, ભારતના પ્રાઇવેટ સેક્ટર માટે, ખોલી દેવામાં આવ્યું ત્યારથી તેમાં ક્રાંતિકારી પરિવર્તન આવવા લાગ્યાં છે. ભારતીય ઉદ્યોગો અને સ્ટાર્ટ અપ્સ આ ક્ષેત્રમાં નવાં-નવાં ઇનોવેશન અને નવી-નવી ટૅક્નૉલૉજી લાવવામાં લાગેલા છે. વિશેષકરીને, INSpaceના સહયોગથી આ ક્ષેત્રમાં મોટું પરિવર્તન થવા જઈ રહ્યું છે.
INSpace દ્વારા બિનસરકારી કંપનીઓને પણ પોતાના પેલૉડ અને સેટેલાઇટ લૉંચ કરવાની સુવિધા મળી રહી છે. હું વધુમાં વધુ સ્ટાર્ટ અપ્સ અને ઇનૉવેટર્સને અનુરોધ કરીશ કે તેઓ સ્પેસ સેક્ટરમાં ભારતમાં સર્જાઈ રહેલા આ મોટાં અવસરોનો પૂરો લાભ ઉઠાવે.
મારા પ્રિય દેશવાસીઓ, જ્યારે વિદ્યાર્થીઓની વાત આવે, યુવા શક્તિની વાત આવે, નેતૃત્વ શક્તિની વાત આવે, તો આપણા મનમાં ઘસાયેલી, જૂની ઘણી બધી ધારણાઓ ઘર કરી ગઈ છે. અનેક વાર આપણે જોઈએ છીએ કે જ્યારે વિદ્યાર્થી શક્તિની વાત થાય છે તો તેને છાત્ર સંઘ ચૂંટણી સાથે જોડીને તેનું પરીઘ સીમિત કરી દેવામાં આવે છે. પરંતુ વિદ્યાર્થી શક્તિનું પરીઘ ઘણું મોટું છે, ખૂબ વિશાળ છે. વિદ્યાર્થી શક્તિ, ભારતને શક્તિશાળી બનાવવાનો આધાર છે. અંતે તો, આજે જે યુવા છે, તે જ તો ભારતને વર્ષ ૨૦૪૭ સુધી લઈ જશે. જ્યારે ભારત સ્વતંત્રતાની શતાબ્દિ મનાવશે તો યુવાઓની આ શક્તિ, તેમની મહેનત, તેમનો પરસેવો, તેમની પ્રતિભા, ભારતને એ ઊંચાઈ પર લઈ જશે, જેનો સંકલ્પ દેશ, આજે લઈ રહ્યો છે. આપણા આજના યુવાઓ, જે રીતે દેશ માટે કામ કરી રહ્યા છે, રાષ્ટ્ર નિર્માણમાં લાગેલા છે, તે જોઈને હું ભરોસાથી છલોછલ છું.
જે રીતે આપણા યુવાનો હેકાથૉન્સમાં પ્રૉબ્લેમ સૉલ્વ કરે છે, રાત-રાત જાગીને કલાકોના કલાકો કામ કરે છે, તે ખૂબ જ પ્રેરણા આપનારું છે. વિતેલાં વર્ષોમાં થયેલી હેકાથૉન્સમાં દેશના લાખો યુવાનોએ મળીને અનેક પડકારોને પૂરા કર્યા છે, દેશને નવાં સૉલ્યૂશન આપ્યાં છે.
સાથીઓ, તમને યાદ હશે, મેં લાલ કિલ્લા પરથી ‘જય અનુસંધાન’નું આહ્વાન કર્યું હતું. મેં આ દાયકાને-ડીકેડને ભારતનો ટૅકેડ બનાવવાની વાત પણ કરી હતી. મને એ જોઈને ઘણું સારું લાગ્યું કે તેનું સુકાન આપણા આઈઆઈટીના વિદ્યાર્થીઓએ પણ સંભાળી લીધું છે. આ જ મહિને ૧૪-૧૫ ઑક્ટોબરે બધી ૨૩ આઈઆઈટી પોતાનાં ઇનૉવેશન અને રીસર્ચ પ્રૉજેક્ટને પ્રદર્શિત કરવા માટે પહેલી વાર એક મંચ પર આવી. આ મેળામાં દેશભરમાંથી પસંદ કરાયેલા વિદ્યાર્થીઓ અને સંશોધકોએ ૭૫થી વધુ ઉત્કૃષ્ટ પ્રૉજેક્ટને પ્રદર્શિત કર્યા. આરોગ્ય ક્ષેત્ર, કૃષિ ક્ષેત્ર, રૉબોટિક્સ, સેમી કન્ડક્ટર, ફાઇવ-જી કમ્યૂનિકેશન, આવી ઘણી બધી થીમ પર આ પ્રૉજેક્ટ બનાવવામાં આવ્યા હતા. આમ તો આ બધા જ પ્રૉજેક્ટ એક-એકથી ચડિયાતા હતા, પરંતુ હું કેટલાક પ્રૉજેક્ટ વિશે તમારું ધ્યાન આકર્ષિત કરવા માગું છું. જેમ કે, આઈઆઈટી ભુવનેશ્વરની એક ટીમે નવજાત શિશુઓ માટે પૉર્ટેબલ વેન્ટિલેટર વિકસિત કર્યું છે. તે બેટરીથી ચાલે છે અને તેનો ઉપયોગ અંતરિયાળ ક્ષેત્રોમાં સરળતાથી કરી શકાય છે. તે એ બાળકોનાં જીવનને બચાવવામાં ઘણું સહાયરૂપ સાબિત થઈ શકે છે જેમનો જન્મ નિર્ધારિત સમય પહેલાં થઈ જાય છે. ઇલેક્ટ્રિક મૉબિલિટી હોય કે ડ્રૉન ટૅક્નૉલૉજી, કે પછી ફાઇવ-જી હોય, આપણા ઘણા વિદ્યાર્થીઓ, તેની સાથે જોડાયેલી નવી ટૅક્નૉલૉજી વિકસિત કરવામાં લાગેલા છે. અનેક બધી આઈઆઈટી મળીને એક બહુભાષક પ્રૉજેક્ટ પર કામ કરી રહી છે, જે સ્થાનિક ભાષાઓને શીખવાની રીતને સરળ કરે છે. આ પ્રૉજેક્ટ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને, તેનાં લક્ષ્યોની પ્રાપ્તિમાં પણ ઘણી મદદ કરશે. તમને એ જાણીને પણ સારું લાગશે કે આઈઆઈટી મદ્રાસ અને આઈઆઈટી કાનપુરે ભારતના સ્વદેશી ફાઇવ-જી ટેસ્ટ બૅડને તૈયાર કરવામાં અગ્રણી ભૂમિકા નિભાવી છે.
નિશ્ચિત રીતે, આ એક શાનદાર શરૂઆત છે. મને આશા છે કે આવનારા સમયમાં, આ પ્રકારના અનેક પ્રયાસો જોવા મળશે. મને એ પણ આશા છે કે આઈઆઈટીથી પ્રેરણા લઈને બીજી સંસ્થાઓ પણ સંશોધન અને વિકાસ સાથે જોડાયેલી પોતાની પ્રવૃત્તિઓમાં તેજી લાવશે.
મારા પ્રિય દેશવાસીઓ, પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા, આપણા સમાજના કણ-કણમાં સમાહિત છે અને તેને આપણે આપણી ચારે તરફ અનુભૂત કરી શકીએ છીએ. દેશમાં એવા લોકોની ખોટ નથી, જે પર્યાવરણની રક્ષા માટે પોતાનું જીવન અર્પણ કરી દે છે.
કર્ણાટકના બેંગલુરુમાં રહેતા સુરેશકુમારજી પાસેથી પણ આપણે ઘણું બધું શીખી શકીએ છીએ. તેમનામાં પ્રકૃતિ અને પર્યાવરણની રક્ષા માટે ગજબની ધગશ છે. વીસ વર્ષ પહેલાં તેમણે શહેરના સહકારનગરના જંગલને ફરીથી લીલુંછમ બનાવવાનું બીડું ઝડપ્યું હતું. આ કામ મુશ્કેલીઓથી ભરપૂર હતું, પરંતુ વીસ વર્ષ પહેલાં લગાવેલા છોડ આજે ૪૦-૪૦ ફીટ ઊંચા વિશાળકાય ઝાડ બની ચૂક્યાં છે. હવે તેમની સુંદરતા પ્રત્યેકનું મન મોહી લે છે. તેથી ત્યાં રહેનારા લોકોને પણ ખૂબ જ ગર્વની અનુભૂતિ થાય છે. સુરેશકુમારજી બીજું એક અદ્બુત કામ પણ કરે છે. તેમણે કન્નડ ભાષા અને સંસ્કૃતિને ઉત્તેજન આપવા માટે સહકારનગરમાં એક બસ શેલ્ટર પણ બનાવી છે. તેઓ સેંકડો લોકોને કન્નડમાં લખાયેલી પિત્તળની તકતી પણ ભેટમાં આપી ચૂક્યા છે. નિવસન તંત્ર અને સંસ્કૃતિ બંને સાથે-સાથે આગળ વધે અને ફૂલેફાલે, વિચારો…આ કેટલી મોટી વાત છે.
સાથીઓ, આજે પર્યાવરણને અનુકૂળ રહેણીકરણી અને પર્યાવરણને અનુકૂળ ઉત્પાદનો માટે લોકોમાં પહેલાંથી વધુ જાગૃતિ જોવા મળી રહી છે. મને તમિલનાડુના આવા જ એક રસપ્રદ પ્રયાસ વિશે પણ જાણવાની તક મળી. આ શાનદાર પ્રયાસ કોઇમ્બતૂરના અનાઈકટ્ટીમાં આદિવાસી મહિલાઓની એક ટીમનો છે. આ મહિલાઓએ નિકાસ માટે પર્યાવરણને અનુકૂળ દસ હજાર ટેરાકોટા ટી કપનું નિર્માણ કર્યું.
કમાલની વાત તો એ છે કે ટેરાકોટા ટી કપ બનાવવાની પૂરી જવાબદારી આ મહિલાઓએ સ્વયં ઉપાડી. માટી મિશ્રણથી માંડીને છેવટના પેકેજિંગ સુધી બધાં કામો સ્વયં કર્યાં. તેના માટે તેમણે પ્રશિક્ષણ પણ લીધું હતું. આ અદ્ભુત પ્રયાસની જેટલી પણ પ્રશંસા કરવામાં આવે તે ઓછી છે.
સાથીઓ, ત્રિપુરાનાં કેટલાંક ગામોએ પણ ઘણું મોટુંદૃષ્ટાંત પૂરું પાડ્યું છે. તમે લોકોએ બાયૉ-વિલેજ તો જરૂર સાંભળ્યું હશે પરંતુ ત્રિપુરાનાં કેટલાંક ગામ, બાયૉ-વિલેજ 2ની સીડી ચડી ગયાં છે. બાયૉ-વિલેજ 2માં એ વાત પર ભાર મૂકવામાં આવે છે કે પ્રાકૃતિક આપત્તિઓથી થનારા નુકસાનને કેવી રીતે ઓછામાં ઓછું કરવામાં આવે. તેમાં વિભિન્ન ઉપાયોથી લોકોના જીવનસ્તરને ઉત્કૃષ્ટ બનાવવા પર પૂરું ધ્યાન આપવામાં આવે છે. સૉલાર એનર્જી, બાયૉગેસ, મધમાખી ઉછેર અને જૈવિક ખાતરો..આ બધાં પર પૂરું ધ્યાન રહે છે. એકંદરે, જો જોઈએ તો આબોહવા પરિવર્તન વિરુદ્ધના અભિયાનને બાયૉ-વિલેજ 2 ખૂબ જ મજબૂતી આપનારું છે. હું દેશના અલગ-અલગ હિસ્સામાં પર્યાવરણ સંરક્ષણ માટે વધી રહેલા ઉત્સાહને જોઈને ખૂબ જ ખુશ છું. કેટલાક દિવસો પહેલાં જ, ભારતમાં, પર્યાવરણની રક્ષા માટે સમર્પિત મિશન લાઇફને પણ શરૂ કરવામાં આવ્યું છે. મિશન લાઇફનો સીધો સિદ્ધાંત છે- એવી જીવનશૈલી, એવી લાઇફસ્ટાઇલને ઉત્તેજન જે પર્યાવરણને નુકસાન ન પહોંચાડે. મારો અનુરોધ છે કે તમે પણ મિશન લાઇફને જાણો, તેને અપનાવવાનો પ્રયાસ કરો.
સાથીઓ, કાલે, ૩૧ ઑક્ટોબરે, રાષ્ટ્રીય એકતા દિવસ છે. સરદાર વલ્લભભાઈ પટેલજીની જયંતિનો પુણ્ય અવસર છે. આ દિવસે દેશના ખૂણેખૂણામાં રન ફૉર યૂનિટીનું આયોજન કરવામાં આવે છે. આ દોડ, દેશમાં એકતાના સૂત્રને મજબૂત કરે છે, આપણા યુવાનોને પ્રેરિત કરે છે. આજથી કેટલાક દિવસો પહેલાં, આવી જ ભાવના આપણી રાષ્ટ્રીય રમતો દરમિયાન પણ જોવા મળી. ‘જુડેગા ઇન્ડિયા તો જીતેગા ઇન્ડિયા’, આ થીમ સાથે રાષ્ટ્રીય રમતોએ એક તરફ એકતાનો મજબૂત સંદેશ આપ્યો, તો બીજી બાજુ ભારતની રમતગમતની સંસ્કૃતિને ઉત્તેજન આપવાનું કામ પણ કર્યું છે.
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર, વિતેલા દિવસોમાં જે વાતે આપણા બધાંનું ધ્યાન આકર્ષિત કર્યું છે તે છે, ચિત્તા. ચિત્તા વિશે વાત કરવા માટે ઢગલાબંધ સંદેશા આવ્યા છે. પછી તે ઉત્તરપ્રદેશના અરૂણકુમાર ગુપ્તાજીનો હોય કે, તેલંગણાના એન. રામચંદ્રન રઘુરામજીનો, ગુજરાતના રાજનજીનો હોય કે પછી, દિલ્હીના સુબ્રતજીનો. દેશના ખૂણેખૂણાથી લોકોએ ભારતમાં ચિત્તાના પુનરાગમન પર આનંદ વ્યક્ત કર્યો છે. ૧૩૦ કરોડ ભારતવાસી ખુશ છે, ગર્વથી ભરેલા છે – આ છે ભારતનો પ્રકૃતિપ્રેમ. તેના વિષે લોકોનો એક સર્વસામાન્ય સવાલ એ જ છે કે, મોદીજી અમને ચિત્તાને જોવાની તક ક્યારે મળશે ?
સાથીઓ, આ માટે એક કાર્યદળ બનાવવામાં આવ્યું છે. આ કાર્યદળ ચિત્તાની દેખરેખ રાખશે અને એ જોશે કે, અહિંના વાતાવરણમાં તેઓ કેટલા હળીમળી શક્યા છે. તેના આધારે થોડા મહિના પછી કોઇક નિર્ણય લેવામાં આવશે અને ત્યારે તમે સૌ ચિત્તાને જોઇ શકશો. પરંતુ ત્યાં સુધી હું આપ સૌને થોડું કામ સોંપી રહ્યો છું, તેના માટે MyGov ના પ્લેટફોર્મ પર એક સ્પર્ધા યોજવામાં આવશે. જેમાં લોકોને હું કેટલીક બાબતો શેર કરવાનો આગ્રહ કરૂં છું. ચિત્તાને લઇને આપણે જે અભિયાન ચલાવી રહ્યા છીએ તે અભિયાનનું આખરે શું નામ હોવું જોઇએ ! શું આપણે આ બધા ચિત્તાના નામકરણ વિષે પણ વિચારી શકીએ છીએ કે, તેમાંથી દરેકને ક્યા નામથી બોલાવવામાં આવે. આમ તો, આ નામકરણ જો પરંપરાગત હશે તો વધુ સારૂં રહેશે, કેમ કે, આપણો સમાજ અને સંસ્કૃતિ, પરંપરા અને વારસા સાથે જોડાયેલી કોઇપણ ચીજ હોય આપણને તે સાહજિક રીતે પોતાની તરફ આકર્ષિત કરે છે. તેટલું જ નહિં, તમે તે પણ જણાવજો કે, આખરે માણસોએ પ્રાણીઓની સાથે કેવી રીતે વર્તવું જોઇએ. આપણી મૌલિક ફરજોમાં પણ પ્રાણીઓ પ્રત્યે સદભાવ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. મારી આપ સૌને અપીલ છે કે, આપ આ સ્પર્ધામાં જરૂર ભાગ લો. કોને ખબર ઇનામ સ્વરૂપે ચિત્તા જોવાની પહેલી તક તમને જ મળી જાય.
મારા વ્હાલા દેશવાસીઓ, આજે ૨૫ સપ્ટેમ્બરે દેશના પ્રખર માનવતાવાદી, ચિંતક અને મહાન સપૂત દીનદયાળ ઉપાધ્યાયજીનો જન્મ દિવસ ઉજવવામાં આવે છે. કોઇપણ દેશના યુવાનો જેમ જેમ પોતાની ઓળખ અને ગૌરવ ઉપર ગર્વ કરે છે. તેમને પોતાના મૌલિક વિચારો અને દર્શન એટલા જ આકર્ષિત કરે છે. દીનદયાળજીના વિચારોની સૌથી મોટી ખૂબી એ જ રહી છે કે, તેમણે પોતાના જીવનમાં વિશ્વની મોટીમોટી ઉથલપાથલને જોઇ હતી. તેઓ વિચારધારાઓના સંઘર્ષના સાક્ષી બન્યા હતા. એટલે જ તેમણે “એકાત્મ માનવદર્શન” અને “અંત્યોદય”નો એક વિચાર દેશની સામે ધર્યો, જે સંપૂર્ણપણે ભારતીય હતો. દીનદયાળજીનો એકાત્મક માનવદર્શન એક એવો વિચાર છે જે વિચારધારાના નામે દ્વંદ્વ અને દુરાગ્રહથી મુક્તિ અપાવે છે. તેમણે માનવમાત્રને એકસરખા માનનારા ભારતીય દર્શનને ફરીથી દુનિયાની સામે મૂક્યું. આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે - ‘आत्मवत् सर्वभूतेषु’, એટલે કે આપણે જીવમાત્રને પોતાને સમાન માનીએ, પોતાના જેવો જ વ્યવહાર કરીએ. આધુનિક, સામાજીક અને રાજનૈતિક પરિપ્રેક્ષ્યમાં પણ ભારતીય દર્શન કેવી રીતે દુનિયાને માર્ગ બતાવી શકે છે તે દીનદયાળજીએ આપણને શિખવ્યું. એક રીતે જોઇએ તો, આઝાદી પછી દેશમાં જે હીનભાવના હતી તેનાથી મુક્તિ અપાવીને તેમણે આપણી પોતાની બૌધ્ધિક ચેતનાને જાગૃત કરી. તેઓ કહેતા પણ હતા- “આપણી આઝાદી ત્યારે સાર્થક થઇ શકે છે જયારે તે આપણી સંસ્કૃતિ અને ઓળખની અભિવ્યક્તિ કરે.” આ વિચારના આધારે તેમણે દેશના વિકાસનું દ્રષ્ટિબિંદુ નિર્મિત કર્યું હતું. દીનદયાળ ઉપાધ્યાયજી કહેતા હતા કે, દેશની પ્રગતિનો માપદંડ અંતિમ પગથિયે પડેલી વ્યક્તિ હોય છે. આઝાદીના અમૃતકાળમાં આપણે દીનદયાળજીને જેટલા જાણીશું, તેમની પાસેથી જેટલું શીખીશું, તેટલી જ દેશને આગળ લઇ જવાની આપણને બધાને પ્રેરણા મળશે.
મારા વ્હાલા દેશવાસીઓ, આજથી ત્રણ દિવસ પછી એટલે કે, ૨૮ સપ્ટેમ્બરે અમૃત મહોત્સવનો એક ખાસ દિવસ આવી રહ્યો છે. આ દિવસ આપણે ભારતમાતાના વીર સપૂત ભગતસિંહજીની જયંતિ ઉજવીશું. ભગતસિંહજીની જયંતિ પહેલા જ તેમને શ્રદ્ધાંજલી સ્વરૂપે એક મહત્વનો નિર્ણય કરાયો છે. એવું નક્કી કરવામાં આવ્યું છે કે, ચંદીગઢ એરપોર્ટનું નામ હવે શહીદ ભગતસિંહજીના નામ પર રાખવામાં આવશે. ઘણાં સમયથી તેની રાહ જોવાઇ રહી હતી. હું ચંદીગઢ, પંજાબ, હરીયાણા અને દેશના તમામ લોકોને આ નિર્ણયના ખૂબખૂબ અભિનંદન આપું છું.
સાથીઓ આપણે આપણા સ્વતંત્રતા સેનાનીઓ પાસેથી પ્રેરણા લઇએ, તેમના આદર્શોનું પાલન કરીને તેમના સપનાઓનું ભારત બનાવીએ, તે જ તેમના પ્રત્યે આપણી શ્રદ્ધાંજલી હોય છે. શહીદોના સ્મારક, તેમના નામે સ્થાનો અને સંસ્થાઓના નામ આપણને કર્તવ્ય માટે પ્રેરણા પૂરી પાડે છે. હજી થોડા દિવસ પહેલાં જ દેશે કર્તવ્યપથ પર નેતાજી સુભાષચંદ્ર બોઝની મૂર્તિની સ્થાપના દ્વારા પણ એવો જ એક પ્રયત્ન કર્યો છે. અને હવે શહીદ ભગતસિંહના નામથી ચંદીગઢ એરપોર્ટનું નામ આ દિશામાં વધુ એક પગલું છે. હું ઇચ્છું છું કે, અમૃત મહોત્સવમાં આપણે જે રીતે સ્વતંત્રતા સેનાનીઓ સાથે જોડાયેલા વિશેષ પ્રસંગોએ ઉજવણી કરી રહ્યા છીએ. તે જ રીતે ૨૮ સપ્ટેંબર પણ દરેક યુવા કંઇક નવો પ્રયાસ ચોકકસ કરે.
મારા વ્હાલા દેશવાસીઓ, આમ તો, ૨૮ ડીસેંબરની ઉજવણી કરવા માટે તમારા બધાની પાસે વધુ એક કારણ પણ છે. જાણો છો એ શું છે ? હું માત્ર બે શબ્દ કહીશ, પરંતુ મને ખબર છે તમારૂં જોશ ચારગણાથી વધારે વધી જશે. આ બે શબ્દો છે, સર્જીકલ સ્ટ્રાઇક. વધી ગયોને તમારો જુસ્સો. આપણા દેશમાં અમૃતમહોત્સવનું જે અભિયાન ચાલી રહ્યું છે, તેને આપણે પૂરા મનોયોગથી ઉજવીએ. પોતાની ખુશીઓને બધાની સાથે શેર કરીએ.
મારા વ્હાલા દેશવાસીઓ, કહેવાય છે કે, જીવનના સંઘર્ષોથી ઘડાયેલી વ્યક્તિની સામે કોઇપણ અવરોધ ટકી શક્તો નથી. પોતાની રોજબરોજની જીંદગીમાં આપણે કેટલાક એવા સાથીઓને પણ જોઇએ છીએ, જ કોઇને કોઇ શારીરીક પડકારોનો સામનો કરી રહ્યા છે. ઘણાબધા એવા પણ લોકો છે જે કાં તો સાંભળી નથી શક્તા અથવા બોલીને પોતાની વાત રજૂ નથી કરી શક્તા. એવા સાથીઓ માટે સૌથી મોટું બળ હોય છે- સાંકેતિક ઇશારાની ભાષા (સાઇન લેંગ્વેઝ). પરંતુ ભારતમાં વર્ષોથી એક મોટી મુશ્કેલી એ હતી કે, સાઇન લેંગ્વેઝ માટે કોઇ સ્પષ્ટ હાવભાવ નક્કી નહોતા, ધારાધોરણ નહોતા. આ મુશ્કેલીને દૂર કરવા માટે જ વર્ષ ૨૦૧૫માં Indian Sign Language Research and Training Center ની સ્થાપના કરાઇ હતી. મને આનંદ છે કે, આ સંસ્થા અત્યારસુધી ૧૦ હજાર શબ્દો અને અભિવ્યક્તિની ડીક્ષનેરી તૈયાર કરી ચૂકી છે. બે દિવસ પહેલાં જ એટલે કે, ૨૩મી સપ્ટેંબરે સાંકેતિક ભાષા દિવસ પર કેટલાય શાળાકીય અભ્યાસક્રમોને પણ સાઇન લેંગ્વેઝમાં શરૂ કરવામાં આવ્યા છે. સાઇન લેંગ્વેઝના નિર્ધારીત ધારાધોરણોને જાળવી રાખવા માટે રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં પણ સારો એવો ભાર મૂકવામાં આવ્યો છે. સાઇન લેંગ્વેઝની જે ડીક્ષનરી બની છે, તેનો વિડિયો બનાવીને પણ તેનો સતત પ્રસાર કરાઇ રહ્યો છે. યુ ટ્યુબ પર અનેક લોકોએ, અનેક સંસ્થાઓએ ભારતીય સાઇન લેંગ્વેઝમાં પોતાની ચેનલ શરૂ કરી દીધી છે, એટલે કે, સાત-આઠ વર્ષ પહેલાં સાઇન લેંગ્વેઝ માટે જે અભિયાનનો દેશમાં આરંભ થયો હતો તેનો હવે મારા લાખો દિવ્યાંગ ભાઇઓ-બહેનોને લાભ થવા લાગ્યો છે. હરિયાણાવાસી પૂજાજી તો ભારતીય સાઇન લેંગ્વેઝથી ખૂબ ખુશ છે. પહેલાં તેઓ તેમના દિકરા સાથે વાતચીત કરી શક્તા ન હતા, પરંતુ ૨૦૧૮માં સાઇન લેંગ્વેઝની તાલીમ લીધા પછી મા-દીકરો બંનેનું જીવન સરળ બની ગયું છે. પૂજાજીના દીકરાએ પણ સાઇન લેંગ્વેઝ શીખી અને પોતાની શાળામાં તેણે વાર્તાકથનમાં ઇનામ જીતીને પણ બતાવી આપ્યું છે. આ રીતે ટીંકાજીની છ વર્ષની એક દીકરી છે જે સાંભળી શક્તી નથી. ટીંકાજીએ તેમની દીકરીને સાઇન લેંગ્વેઝનો અભ્યાસ કરાવ્યો હતો, પરંતુ તેમને પોતાને સાઇન લેંગ્વેઝ આવડતી ન હતી. આ કારણે તેઓ પોતાની દીકરી સાથે સંવાદ કરી શક્તા ન હતા. હવે ટીંકાજીએ પણ સાઇન લેંગ્વેઝની તાલીમ લીધી છે, અને મા-દીકરી બંને પરસ્પર ખૂબ વાતો કર્યા કરે છે. આ પ્રયાસોનો બહુ મોટો લાભ કેરળના મંજૂજીને પણ થયો છે. મંજૂજી જન્મથી જ સાંભળી નથી શકતા, એટલું જ નહીં, તેમના માતાપિતાના જીવનમાં પણ આ જ સ્થિતિ રહી છે. આ સ્થિતિમાં સાઇન લેંગ્વેઝ જ આખા પરિવાર માટે સંવાદનું સાધન બની ગઇ છે. હવે તો, મંજૂજીએ પોતે જ સાઇન લેંગ્વેઝની શિક્ષીકા બનવાનો નિર્ણય કરી લીધો છે.
સાથીઓ, આ વિશે મન કી બાતમાં હું એટલે પણ ચર્ચા કરી રહ્યો છું જેથી ભારતીય સાઇન લેંગ્વેઝ વિશે જાગૃતિ વધે. તેનાથી આપણે આપણા દિવ્યાંગ સાથીઓની વધુમાં વધુ મદદ કરી શકીશું. ભાઇઓ અને બહેનો થોડા દિવસ પહેલાં મને બ્રેઇલમાં લખાયેલા હેમકોશની એક નકલ પણ મળી છે. હેમકોશ અસમિયા ભાષાના સૌથી જૂના શબ્દકોશમાંનો એક છે. તે ૧૯મી સદીમાં તૈયાર કરવામાં આવ્યો હતો. તેનું સંપાદન વિખ્યાત ભાષાવિદ હેંમંચંદ્ર બરૂઆજીએ કર્યું હતું. હેમકોશની બ્રેઇલ આવૃત્તિ લગભગ ૧૦ હજાર પાનાની છે, અને તે ૧૫ ભાગથી પણ વધારે ભાગમાં પ્રકાશિત કરવામાં આવી રહી છે. તેમાં એક લાખથી પણ વધુ શબ્દોનો અનુવાદ થવાનો છે. હું આ સંવેદનશીલ પ્રયાસની ભરપૂર પ્રશંસા કરૂં છું. આ રીતે દરેક પ્રયાસ દિવ્યાંગ સાથીઓનું કૌશલ્ય અને સામર્થ્ય વધારવામાં ખૂબ મદદ કરે છે. આજે ભારત પેરાસ્પોર્ટસમાં પણ સફળતાના ધ્વજ લહેરાવી રહ્યું છે. આપણે બધા કેટલીયે રમત સ્પર્ધાઓમાં તેના સાક્ષી રહ્યા છીએ. આજે કેટલાય લોકો એવા છે જે દિવ્યાંગોની વચ્ચે ફીટનેસ કલ્ચરને પાયાના સ્તરે પ્રોત્સાહન આપવામાં જોડાયેલા છે. તેનાથી દિવ્યાંગોના આત્મવિશ્વાસને ઘણું બળ મળે છે.
મારા વ્હાલા દેશવાસીઓ, થોડા દિવસ પહેલાં હું સુરતની એક દીકરી અન્વીને મળ્યો. અન્વી અને અન્વીના યોગ સાથે મારી એ મુલાકાત એટલી યાદગાર બની રહી છે કે, તેના વિશે હું મન કી બાતના તમામ શ્રોતાઓને જરૂર જણાવવા ઇચ્છું છું. સાથીઓ, અન્વી જન્મથી જ Down Syndrome થી પીડીત છે, અને તે બાળપણથી જ હૃદયની ગંભીર બીમારીનો પણ સામનો કરી રહી છે. એ જયારે માત્ર ૩ મહિનાની હતી ત્યારે તેના પર ઓપન હાર્ટસર્જરી કરવી પડી હતી. આ બધી મુશ્કેલીઓ હોવા છતાં ન તો અન્વીએ કે ન તેના માતાપિતાએ કયારેય હાર માની છે. અન્વીના માતાપિતાએ Down Syndrome વિશે પણ પૂરી જાણકારી એકત્રિત કરી, અને પછી નક્કી કર્યું કે, અન્વીની બીજા પરની નિર્ભરતાને કેવી રીતે ઓછી કરીશું. તેમણે અન્વીને પાણીનો ગ્લાસ કેવી રીતે ઉઠાવવો, બૂટની દોરી કેવી રીતે બાંધવી, કપડાના બટન કેવી રીતે બંધ કરવા, એવી નાનીનાની બાબતો શીખવવાનું શરૂ કર્યું. કઇ ચીજની ક્યાં જગ્યા છે, કઇ તેઓ સારી છે, આ બધું બહુ ધીરજ રાખીને તેમણે અન્વીને શીખવવાની કોશીષ કરી. દીકરી અન્વીએ જે રીતે શીખવાની ઇચ્છાશક્તિ બતાવી, પોતાની પ્રતિભા બતાવી, તેનાથી તેના માતાપિતાને પણ ખૂબ હિંમત આવી. તેમણે અન્વીને યોગ શીખવા માટે પ્રેરિત કરી. મુસીબત એટલી ગંભીર હતી કે, અન્વી પોતાના બે પગ પર ઉભી પણ રહી શક્તી પણ ન હતી. આ પરિસ્થિતિમાં તેના માતાપિતાએ અન્વીને યોગ શીખવા માટે પ્રેરિત કરી. તેઓ જ્યારે પહેલી વખત યોગ શીખવનારા કોચની પાસે તેને લઇ ગયા તો તે પણ બહુ દુવિધામાં હતા કે, આ માસૂમ બાળકી યોગ કરી શકશે ખરી ? પરંતુ કોચને પણ કદાચ તેનો અંદાજ નહોતો કે, અન્વી કઇ માટીની બનેલી છે. તે પોતાની માતાની સાથે યોગનો અભ્યાસ કરવા લાગી અને હવે તો તે યોગમાં નિષ્ણાત બની ચૂકી છે. અન્વી આજે દેશભરની સ્પર્ધાઓમાં ભાગ લે છે અને ચંદ્રકો જીતે છે. યોગ એ અન્વીને નવું જીવન આપી દીધું છે. અન્વીના માતાપિતાએ મને જણાવ્યું કે, યોગથી અન્વીના જીવનમાં અદભૂત બદલાવ જોવા મળ્યો છે. હવે તેનો આત્મવિશ્વાસ ગજબનો વધી ગયો છે. યોગથી અન્વીની શારીરિક સ્વાસ્થ્યમાં પણ સુધારો થયો છે અને દવાઓની જરૂરિયાત પણ ઓછી થઇ રહી છે. હું ઇચ્છું છું કે, દેશવિદેશમાં ઉપસ્થિત મન કી બાતના શ્રોતાઓ અન્વીને યોગથી થયેલા લાભનું વૈજ્ઞાનિક અધ્યયન કરે. મને લાગે છે કે, અન્વી એક અભ્યાસનો ઉત્તમ એક કેસ સ્ટડી છે, જે યોગની શક્તિને તપાસવા- ચકાસવા માંગે છે, એવા વૈજ્ઞાનિકોએ આગળ આવીને અન્વીની આ સફળતાનો અભ્યાસ કરીને યોગની શક્તિથી દુનિયાને પરિચિત કરાવવી જોઇએ. આવું કોઇ પણ સંશોધન દુનિયાભરમાં Down Syndromeથી પીડીત બાળકોની બહુ મોટી મદદ કરી શકે છે. દુનિયા હવે એ વાતને સ્વીકારી ચૂકી છે કે, શારિરીક અને માનસિક આરોગ્ય માટે યોગ ઘણો ઉપયોગી છે. ખાસ કરીને, ડાયાબીટીસ અને બલ્ડપ્રેશર સાથે જોડાયેલી તકલીફોમાં યોગથી ઘણી મદદ મળે છે. યોગની આવી જ શક્તિને જોઇને સંયુકત રાષ્ટ્રે ૨૧મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાનું નક્કી કર્યું છે. હવે સંયુકત રાષ્ટ્રે ભારતના વધુ એક પ્રયાસને માન્યતા આપી છે. તેને સન્માનિત કર્યો છે. આ પ્રયાસ છે, વર્ષ ૨૦૧૮માં શરૂ કરવામાં આવેલો “India Hypertension Control Initiative”. તેના અંતર્ગત બ્લડપ્રેશરની તકલીફોનો સામનો કરી રહેલા લાખો લોકોનો ઇલાજ સરકારી સેવા કેન્દ્રોમાં કરાઇ રહ્યો છે. જે રીતે આ પહેલે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે તે અભૂતપૂર્વ છે. જે લોકોનો ઇલાજ કરાયો છે. તેમાંથી લગભગ અડધાનું બ્લડપ્રેશર કાબૂમાં છે, તે આપણા બધા માટે ઉત્સાગ વધારનારી બાબત છે. આ પહેલ માટે કામ કરનારા તે તમામ લોકોને હું ખૂબખૂબ ધન્યવાદ આપું છું. જેમણે પોતાના અથાક પરિશ્રમથી તેને સફળ બનાવ્યી છે.
સાથીઓ, માનવજીવનની વિકાસયાત્રા સતત પાણી સાથે જોડાયેલી છે. પછી તે સમુદ્ર હોય, નદી હોય કે તળાવ હોય. ભારતનું પણ સદભાગ્ય છે કે, લગભગ સાડાસાત હજાર કિલોમીટરથી વધુ લાંબા દરિયાકિનારાના કારણે આપણો સમુદ્ર સાથેનો નાતો અતૂટ રહ્યો છે. આ દરિયાકાંઠાની સરહદ કેટલાય રાજ્યો અને દ્વીપોથી પસાર થાય છે. ભારતના અલગઅલગ સમુદાયો અને વિવિધતાઓથી ભરેલી સંસ્કૃતિને અહિં પાંગરતી જોઇ શકાય છે. એટલું જ નહીં, દરિયાકાંઠાના આ વિસ્તારોની ખાણીપીણી લોકોને ખૂબ આકર્ષિત કરે છે. પરંતુ આ રસપ્રદ વાતોની સાથે જ એક દુઃખદ પાસું પણ છે. આપણા આ દરિયાકાંઠાના વિસ્તારો પર્યાવરણ સાથે જોડાયેલા કેટલાય પડકારોનો સામનો કરી રહ્યા છે. આબોહવા પરિવર્તન, સમુદ્રી જૈવિકતંત્ર માટે એક મોટો ખતરો બનેલું છે. તો, બીજી તરફ આપણા સમુદ્રકિનારા પર ફેલાયેલી ગંદકી પરેશાન કરનારી છે. આપણી એ જવાબદારી બને છે કે, આપણે આ પડકારોન પહોંચી વળવા ગંભીર અને એકધારા પ્રયાસો કરીએ. અહીં હું દેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં સફાઇની એક કોશીષ “સ્વચ્છ સાગર-સુરક્ષિત સાગર” વિશે વાત કરવા ઇચ્છીશ. પાંચ જુલાઇએ શરૂ થયેલું આ અભિયાન ગઇ ૧૭ સપ્ટેંબરે વિશ્વકર્મા જયંતિના દિવસે સંપન્ન થયું. તે જ દિવસે સાગરતટ સ્વચ્છતા દિવસ પણ હતો. આઝાદીના અમૃત મહોત્સવમાં શરૂ થયેલી આ ઝુંબેશ ૭૫ દિવસ સુધી ચાલી. તેમાં લોકભાગીદારી સ્વંયભૂ જોવા મળતી હતી. આ પ્રયાસ દરમિયાન પૂરા અઢી મહિના સુધી સફાઇના અનેક કાર્યક્રમો જોવા મળ્યા. ગોવામાં એક લાંબી માનવસાંકળ બનાવવામાં આવી હતી. કાકીનાડા ગણપતિ વિસર્જન દરમિયાન લોકોને પ્લાસ્ટીકથી થતા નુકસાન વિશે જણાવવામાં આવ્યું. એનએસએસના લગભગ પાંચ હજાર યુવા સાથીઓએ તો ૩૦ ટનથી વધુ પ્લાસ્ટીક એકઠું કર્યું. ઓડીશામાં ૩ દિવસની અંદર ૨૦ હજારથી વધુ શાળાના વિદ્યાર્થીઓએ પ્રણ લીધું કે, તેઓ પોતાની સાથોસાથ પરિવાર અને આસપાસના લોકોને પણ સ્વચ્છ સાગર અને સુરક્ષિત સાગર માટે પ્રેરિત કરશે. હું આ તમામ લોકોને ધન્યવાદ આપું છું. જેમણે આ અભિયાનમાં ભાગ લીધો હતો.
ચૂંટાયેલા પદાધિકારીઓ, ખાસ કરીને શહેરોના મેયર અને ગામોના સરપંચો સાથે જ્યારે હું વાતચીત કરું છું તો એ આગ્રહ જરૂર કરું છું કે, સ્વચ્છતા જેવા પ્રયત્નોમાં સ્થાનિક સમુદાયો અને સ્થાનિક સંગઠ્ઠનોને પણ સામેલ કરે કંઇક નવીનતાપૂર્ણ રીતો અપનાવે.
બેંગલુરૂમાં એક ટીમ છે- યુથ ફોર પરિવર્તન. છેલ્લા આઠ વર્ષોથી આ ટીમ સ્વચ્છતા અને અન્ય સામુદાયિક પ્રવૃત્તિઓ સાથે કામ કરી રહી છે. તેમનો મુદ્રાલેખ બિલકુલ સ્પષ્ટ છે. ફરિયાદ કરવાનું બંધ કરો, કાર્ય શરૂ કરો. આ ટીમે અત્યારસુધીમાં શહેરભરના ૩૭૦થી વધુ સ્થાનોનું સૌંદર્યીકરણ કર્યું છે. દરેક સ્થાને યુથ ફોર પરિવર્તનના અભિયાને સો થી દોઢસો નાગરિકોને જોડ્યા છે. દર રવિવારે આ કાર્યક્રમ સવારે શરૂ થાય છે, અને બપોર સુધી ચાલે છે. આ કાર્યમાં કચરો તો એકઠો કરાય છે જ, સાથે દિવાલો પર ચિત્રકામ અને કલાત્મક ચિત્રણનું કામ પણ થાય છે. અનેક જગ્યાએ તો તમે સુવિખ્યાત લોકોના સ્કેચીજ અને તેમના પ્રેરણાદાયક વાક્યો પણ જોઇ શકો છો. બેંગલુરૂના યુથ ફોર પરિવર્તનના પ્રયાસો પછી હું આપને મેરઠના કબાડ સે જુગાડ અભિયાન વિશે પણ જણાવવા માંગું છું. આ અભિયાન પર્યાવરણની સુરક્ષાની સાથેસાથે શહેરને સુંદર બનાવવાના કામ સાથે પણ જોડાયેલું છે. આ ઝુંબેશની ખાસ વાત એ છે કે, તેમાં લોઢાનો ભંગાર, પ્લાસ્ટીકનો કચરો, જૂનાં ટાયર અને પીપડા જેવી નકામી બની ગયેલી ચીજવસ્તુઓનો ઉપયોગ કરાય છે. ઓછા ખર્ચમાં સાર્વજનિક સ્થળોને કેવી રીતે સુંદર બનાવી શકાય તેનું આ અભિયાન પણ એક ઉદાહરણ છે. આ અભિયાન સાથે જોડાયેલા તમામ લોકોની હું હૃદયથી પ્રશંસા કરૂં છું.
મારા વ્હાલા દેશવાસીઓ, અત્યારે દેશમાં ચારેતરફ ઉત્સવોની રોનક છે. કાલે પહેલી નવરાત્રી છે, તેમાં આપણે દેવીના પહેલા સ્વરૂપ માતા શૈલપૂત્રીની ઉપાસના કરીશું. ત્યાંથી લઇને નવ દિવસના નિયમ સંયમ અને ઉપવાસ, પછી વિજયાદશમીનું પર્વ પણ હશે. એટલે કે, એક રીતે જોતાં તો આપણે જોઇશું કે, આપણા પર્વોમાં આસ્થા અને આધ્યાત્મિકતાની સાથોસાથ કેટલો ઉંડો સંદેશ પણ છુપાયેલો છે. અનુશાસન અને સંયમથી સિદ્ધિની પ્રાપ્તિ અને ત્યારપછી વિજયનું પર્વ. આ જ તો જીવનમાં કોઇપણ લક્ષને પ્રાપ્ત કરવાનો માર્ગ હોય છે. દશેરા પછી ધનતેરસ અને દિવાળીના પર્વો પણ આવશે.
સાથીઓ, પાછલા કેટલાક વર્ષોથી આપણા તહેવારોની સાથે દેશનો એક નવો સંકલ્પ પણ જોડાઇ ગયો છે. આપ સૌ જાણો છો કે, આ સંકલ્પ છે – “Vocal for Local” નો. હવે આપણે તહેવારોના આનંદમાં આપણા સ્થાનિક કારીગરોને, શિલ્પકારોને અને વેપારીઓને પણ સામેલ કરીએ છીએ. આગામી બે ઓકટોબરે બાપુની જયંતિના અવસરે આપણે આ અભિયાનને વધુ વેગવાન બનાવવાનો સંકલ્પ લેવાનો છે. ખાદી, હાથશાળ, હસ્તકલાકારીગરીની આ બધી ચીજવસ્તુઓની સાથે સાથે સ્થાનિક ચીજવસ્તુઓ પણ ચોક્કસ ખરીદીએ. આખરે તો આ તહેવારોનો સાચો આનંદ પણ ત્યારે જ મળે છે, જયારે હરકોઇ આ તહેવારનો હિસ્સો બને, માટે સ્થાનિક ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતાં લોકોને આપણે ટેકો પણ આપવાનો છે. એક સારી રીત એ છે કે, તહેવારના સમયે આપણે જે પણ ભેટ આપીએ તેમાં આ પ્રકારના ઉત્પાદનને સામેલ કરીએ. અત્યારે આ અભિયાન એટલા માટે પણ ખાસ છે કે, આઝાદીના અમૃતમહોત્સવ દરમિયાન, આપણે આત્મનિર્ભર ભારતનું પણ લક્ષ્ય રાખીને ચાલી રહ્યા છીએ. જે ખરા અર્થમાં આઝાદીના દિવાનાને એક સાચી શ્રદ્ધાંજલી હશે. એટલા માટે મારૂં આપ સૌને નિવેદન છે કે, આ વખતે ખાદી, હાથશાળ કે હસ્તકલાકારીગરીના આ ઉત્પાદનોને ખરીદીને આપ બધા વિક્રમ તોડી નાંખો. આપણે જોયું છે કે, તહેવારો પર પેકિંગ અને પેકેજીંગ માટે પ્લાસ્ટીકની કોથળીઓનો પણ ખૂબ ઉપયોગ થતો રહ્યો છે. સ્વચ્છતાના પર્વો પર પોલીથીનનો નુકસાનકારક કચરો એ પણ આપણા પર્વોની ભાવનાની વિરૂદ્ધ છે. માટે આપણે સ્થાનિક સ્તરે બનેલી પ્લાસ્ટીક સિવાયની કોથળીઓનો જ ઉપયોગ કરીએ. આપણે ત્યાં સુતરાઉ કાપડની, શણની, કેળાના રેસાની એમ કેટલાય પ્રકારની પરંપરાગત થેલીઓનું ચલણ એકવાર ફરીથી વધી રહ્યું છે. હવે એ આપણી જવાબદારી છે કે, આપણે તહેવારોના અવસરે તેને પ્રોત્સાહન આપીએ અને સ્વચ્છતાની સાથે પોતાના અને પર્યાવરણના આરોગ્યનો પણ ખ્યાલ રાખીએ.
મારા વ્હાલા દેશવાસીઓ, આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે,
‘परहित सरिस धरम नहीं भाई’
એટલે કે, અન્યનું હિત કરવા સમાન, અન્યની સેવા કરવા ઉપકાર કરવા સમાન બીજો કોઇ ધર્મ નથી. વિતેલા દિવસોમાં દેશમાં સમાજસેવાની આ જ ભાવનાની વધુ એક ઝલક જોવા મળી. તમે પણ જોયું હશે કે, લોકો આગળ આવીને કોઇને કોઇ ટીબીથી પીડીત દર્દીને દત્તક લે છે. તેમને પૌષ્ટિક ખોરાક આપવાનું બીડું ઉઠાવી રહ્યા છે. હકીકતમાં ટીબીમુક્ત ભારત અભિયાનનો આ એક ભાગ છે. જેનો આધાર લોકભાગીદારી છે, કર્તવ્ય ભાવના છે. યોગ્ય પોષણથી જ યોગ્ય સમયે મળેલી દવાઓથી ટીબીનો ઇલાજ શક્ય છે. મને વિશ્વાસ છે કે, લોકભાગીદારીની આ શક્તિથી વર્ષ ૨૦૨૫ સુધીમાં ભારત જરૂર ટીબીથી મુક્ત થઇ જશે.
સાથીઓ, કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમમ દીવથી પણ મને એક એવું ઉદાહરણ જાણવા મળ્યું છે જે હૃદયસ્પર્શી છે. ત્યાંના આદિવાસી ક્ષેત્રમાં રહેતાં જીનુ રાવતીયાજીએ લખ્યું છે કે, ત્યાં ચાલી રહેલા ગ્રામ દત્તક કાર્યક્રમ અંતર્ગત મેડીકલ કોલેજના વિદ્યાર્થીઓએ ૫૦ ગામોને દત્તક લીધાં છે. એમાં જીનુજીનું ગામ પણ સામેલ છે. મેડીકલના વિદ્યાર્થીઓ બીમારીથી બચવા માટે ગામના લોકોને જાગૃત કરે છે, બીમારીમાં મદદ પણ કરે છે અને સરકારી યોજનાઓ વિશે પણ જાણકારી આપે છે. પરોપકારની આ ભાવના ગ્રામવાસીઓના જીવનમાં નવી ખુશીઓ લઇને આવી છે. હું તે માટે મેડિકલ કોલેજના બધા વિદ્યાર્થીઓને અભિનંદન આપું છું.
સાથીઓ, મન કી બાતમાં નવાનવા વિષયોની ચર્ચા થતી રહે છે. કેટલીયે વાર આ કાર્યક્રમ દ્વારા આપણને કેટલાક જૂના વિષયોની ઉંડાણમાં પણ ઉતરવાની તક મળી છે. ગયા મહિને મન કી બાતમાં મે બરછટ અનાજ અને વર્ષ ૨૦૨૩ને આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષ તરીકે ઉજવવાને લગતી ચર્ચા કરી હતી. આ બાબતે લોકોમાં ખૂબ ઉત્સુકતા છે. મને એવા સંખ્યાબંધ પત્રો મળે છે. જેમાં લોકો જણાવી રહ્યા છે કે, તેમણે કેવી રીતે બાજરાને પોતાના દૈનિક ભોજનનો ભાગ બનાવી દીધો છે. કેટલાક લોકોએ બાજરીમાંથી બનતી પરંપરાગત વાનગીઓ વિશે પણ જણાવ્યું છે. આ એક મોટા પરિવર્તનનો સંકેત છે. લોકોના આ ઉત્સાહને જોઇને મને લાગે છે કે, આપણે સૌએ મળીને એક ઇ-બુક તૈયાર કરવી જોઇએ. જેમાં લોકો બાજરીમાંથી બનતી વાનગીઓ અને પોતાના અનુભવોનું આદાનપ્રદાન કરી શકે. તેનાથી આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષ શરૂ થતાં પહેલાં આપણી પાસે બાજરા વિશે એક જાહેર માહીતી કોશ પણ તૈયાર થશે. અને પછી તેને માય ગોવ પોર્ટલ પર પ્રકાશિત કરી શકીએ છીએ.
સાથીઓ, મન કી બાતમાં આ વખતે આટલું જ. પરંતુ જતાં જતાં હું આપને રાષ્ટ્રીય રમતો વિશે પણ જણાવવા માંગું છું. ૨૯ સપ્ટેંબરથી ગુજરાતમાં રાષ્ટ્રીય રમતોનું આયોજન થઇ રહ્યું છે. આ એક ખૂબ મોટી તક છે. કેમ કે, રાષ્ટ્રીય રમતોનું આયોજન કેટલાય વર્ષો પછી થઇ રહ્યું છે. કોવિડ મહામારીના કારણે છેલ્લે તેનું આયોજન રદ કરવું પડ્યું હતું. આ રમતગમત સ્પર્ધામાં ભાગ લેનારા દરેક ખેલાડીને મારી અનેક અનેક શુભેચ્છાઓ. એ દિવસે ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે હું તેમના વચ્ચે રહીશ. આપ સૌ પણ રાષ્ટ્રીય રમતોને જરૂરથી નિહાળશો અને પોતાના ખેલાડીઓનો જૂસ્સો વધારશો. હવે, હું આજ માટે વિદાય લઇ રહ્યો છું. આવતા મહિને મન કી બાતમાં નવા વિષયો સાથે આપની સાથે ફરી મુલાકાત થશે. ધન્યવાદ. નમસ્કાર..
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. ઑગસ્ટના આ મહિનામાં, તમારા બધાના પત્રો, સંદેશાઓ અને કાર્ડે મારા કાર્યાલયને તિરંગામય કરી દીધું છે. મને ભાગ્યે જ એવો કોઈ પત્ર મળ્યો હશે, જેના પર તિરંગો ન હોય અથવા તિરંગા અને સ્વતંત્રતા સાથે જોડાયેલી વાત ન હોય. બાળકોએ, યુવાન સાથીઓએ તો અમૃત મહોત્સવ પર ખૂબ જ સુંદર-સુંદર ચિત્ર અને કલાકારી પણ બનાવીને મોકલી છે. સ્વતંત્રતાના આ મહિનામાં આપણા સમગ્ર દેશમાં, દરેક શહેર, દરેક ગામમાં, અમૃત મહોત્સવની અમૃત ધારા વહી રહી છે. અમૃત મહોત્સવ અને સ્વતંત્રતા દિવસના આ વિશેષ અવસર પર આપણે દેશની સામૂહિક શક્તિના દર્શન કર્યા છે. એક ચેતનાની અનુભૂતિ કરી છે. આટલો મોટો દેશ, આટલી વિવિધતાઓ, પરંતુ જ્યારે વાત તિરંગો ફરકાવવાની આવી તો, પ્રત્યેક વ્યક્તિ, એક જ ભાવનામાં વહેતી દેખાઈ. તિરંગાના ગૌરવના પ્રથમ પ્રહરી બનીને લોકો પોતે આગળ આવ્યા. આપણે સ્વચ્છતા અભિયાન અને રસીકરણ અભિયાનમાં પણ દેશની ભાવનાને જોઈ હતી. અમૃત મહોત્સવમાં આપણને ફરી દેશભક્તિની એવી જ લાગણી જોવા મળી રહી છે. આપણા સૈનિકોએ ઊંચા-ઊંચા પહાડના શિખરો પર, દેશની સીમાઓ પર અને સમુદ્રની વચ્ચે તિરંગો ફરકાવ્યો. લોકોએ તિરંગા અભિયાન માટે અલગ-અલગ નવીન વિચારો પણ અજમાવ્યા. જેમ કે યુવાન સાથી કૃશનીલ અનિલજીએ, અનિલજી એક પઝલ આર્ટિસ્ટ છે. તેમણે રેકૉર્ડ સમયમાં સુંદર તિરંગા મૉઝેક આર્ટ તૈયાર કરી છે. કર્ણાટકના કોલારમાં, લોકોએ 630 ફીટ લાંબો અને 205 ફીટ પહોળો તિરંગો પકડીને અનોખું દૃશ્ય પ્રસ્તુત કર્યું. આસામમાં સરકારી કર્મચારીઓએ દિઘાલીપુખુરી વૉર મેમોરિયલમાં તિરંગોફરકાવવા માટે પોતાના હાથથી 20 ફીટનો તિરંગો બનાવ્યો. એ જ રીતે, ઈન્દોરમાં, લોકોએ માનવ શ્રૃંખલા દ્વારા ભારતનો નકશો બનાવ્યો. ચંડીગઢમાં યુવાનોએ વિશાળ માનવ તિરંગો બનાવ્યો. આ બંને પ્રયાસ ગિનીઝ રેકૉર્ડમાં પણ નોંધવામાં આવ્યા છે. આ બધાની વચ્ચે, હિમાચલ પ્રદેશની ગંગોટ પંચાયતમાં એક ખૂબ જ પ્રેરણાદાયક ઉદાહરણ પણ જોવા મળ્યું. આ પંચાયતમાં સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં પ્રવાસી મજૂરોનાં બાળકોને મુખ્ય અતિથિના રૂપમાં સહભાગી બનાવવામાં આવ્યા.
સાથીઓ, અમૃત મહોત્સવના આ રંગો માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વના બીજા દેશોમાં પણ જોવા મળ્યા. બોત્સ્વાનામાં ત્યાંના રહેનારા સ્થાનિક ગાયકોએ ભારતની સ્વતંત્રતાનાં 75 વર્ષ મનાવવા માટે દેશભક્તિનાં 75 ગીતો ગાયાં. તેમાં વધુ વિશેષ વાત છે કે આ ગીતો હિન્દી, પંજાબી, ગુજરાતી, બાંગ્લા, અસમિયા, તમિલ, તેલુગુ, કન્નડ અને સંસ્કૃત જેવી ભાષામાં ગાવામાં આવ્યાં. આ જ રીતે, નામીબિયામાં ભારત-નામીબિયાના સાંસ્કૃતિક-પારંપરિક સંબંધો પર વિશેષ સ્ટેમ્પ જાહેર કરવામાં આવી છે.
સાથીઓ, હું વધુ એક ખુશીની વાત કહેવા માગું છું. હમણાં કેટલાક દિવસો પહેલાં, મને ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કાર્યક્રમમાં જવાનો અવસર મળ્યો. ત્યાં તેમણે ‘સ્વરાજ’ નામના દૂરદર્શન ધારાવાહિકનું સ્ક્રીનિંગ રાખ્યું હતું. મને તેના પ્રિમિયર પર જવાની તક મળી. તે સ્વતંત્રતાના આંદોલનમાં ભાગ લેનારા અનામી નાયક-નાયિકાઓના પ્રયાસોથી દેશની યુવા પેઢીને પરિચિત કરવાની એક સુંદર પહેલ છે. દૂરદર્શન પર દર રવિવાર રાત્રે 9 વાગે, તેનું પ્રસારણ થાય છે. અને મને કહેવામાં આવ્યું કે ૭૫ સપ્તાહ સુધી તે ચાલવાનું છે. મારો અનુરોધ છે કે તમે સમય કાઢીને તેને સ્વયં પણજુઓ અને પોતાના ઘરનાં બાળકોને પણ અવશ્ય દેખાડો અને સ્કૂલ-કૉલેજના લોકો તો તેનું રેકૉર્ડિંગ કરીને જ્યારે સોમવારે સ્કૂલ-કૉલેજ ખુલે તો વિશેષ કાર્યક્રમની રચના પણ કરી શકે છે, જેથી સ્વતંત્રતાના જન્મના આ મહાનાયકો પ્રત્યે આપણા દેશમાં એક નવી જાગૃતિ પેદા થશે. સ્વતંત્રતાનો અમૃત મહોત્સવ આગામી વર્ષ અર્થાત્ ઑગસ્ટ 2023 સુધી ચાલશે. દેશ માટે, સ્વતંત્રતા સેનાનીઓ માટે જે લેખન-આયોજન વગેરે આપણે કરી રહ્યા હતા, આપણે તેમને હજુ આગળ વધારવાનું છે.
મારા પ્રિય દેશવાસીઓ, આપણા પૂર્વજોનું જ્ઞાન, આપણા પૂર્વજોની દીર્ઘ દૃષ્ટિ અને આપણા પૂર્વજોનું એકાત્મ ચિંતન, આજે પણ કેટલું મહત્ત્વપૂર્ણ છે, જ્યારે તેના ઊંડાણમાં જઈએ છીએ તો આપણને આશ્ચર્ય થાય છે. હજારો વર્ષ જૂનો આપણો ઋગ્વેદ. ઋગ્વેદમાં કહેવામાં આવ્યું છે:
ओमान मापो मानुषी: अम्रुक्तं धात तोकाय तनयाय शं यो: ।
यूयं हिष्ठा भिषजो मातृतमा विश्व्यस्य स्थातु: जगतो जनित्री: ।।
અર્થાત્ – હે જળ, તમે માનવતાના પરમ મિત્ર છો. તમે જીવનદાયિની છો, તમારાથી જ અન્ન ઉત્પન્ન થાય છે અને તમારાથી જ અમારાં સંતાનોનું હિત થાય છે. તમે અમને સુરક્ષા પ્રદાન કરનારા છો અને બધી બુરાઈઓથી દૂર રાખો છો. તમે સૌથી ઉત્તમ ઔષધિ છો અને તમે જ આ બ્રહ્માંડના પાલનહાર છો.
વિચારો, આપણી સંસ્કૃતિમાં, હજારો વર્ષ પહેલાં, જળ અને જળ સંરક્ષણનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે. જ્યારે આ જ્ઞાન, આપણે આજના સંદર્ભમાં જોઈએ છીએ તો રોમાંચિત થઈ ઊઠીએ છીએ, પરંતુ જ્યારે આ જ્ઞાનને દેશ પોતાના સામર્થ્યના રૂપમાં સ્વીકારે છે તો તેની શક્તિ અનેક ગણી વધી જાચ છે. તમને યાદ હશે, ‘મન કી બાત’માં જ ચાર મહિના પહેલાં મેં અમૃત સરોવરની વાત કરી હતી. તે પછીઅલગ-અલગ જિલ્લાઓમાં સ્થાનિક પ્રશાસન લાગ્યું, સ્વયંસેવી સંસ્થાઓ લાગી અને સ્થાનિક લોકો જોડાયા, જોતજોતામાં, અમૃત સરોવરનું નિર્માણ એક જન આંદોલન બની ગયું છે. જ્યારે દેશ માટે કંઈક કરવાની ભાવના હોય, પોતાનાં કર્તવ્યોની અનુભૂતિ હોય, આવનારી પેઢીઓની ચિંતા હોય તો સામર્થ્ય પણ જોડાય છે અને સંકલ્પ પ્રમાણિક બની જાય છે. મને તેલંગાણાના વારંગલના એક શાનદાર પ્રયાસની જાણકારી મળી છે. અહીં એક નવી ગ્રામ પંચાયતનું ગઠન થયું છે જેનું નામ છે ‘મંગત્યા-વાલ્યા થાંડા’. આ ગામ વન વિસ્તારની નજીક છે. અહીં ગામની પાસે જ એક એવું સ્થાન હતું જ્યાં ચોમાસા દરમિયાન ઘણું પાણી એકઠું થઈ જતુ હતું. ગામના લોકોની પહેલ પર હવે આ સ્થાનને અમૃત સરોવર અભિયાન હેઠળ વિકસિત કરવામાં આવી રહ્યું છે. આ વખતે ચોમાસા દરમિયાન થયેલા વરસાદમાં આ સરોવર પાણીથી એકદમ ભરાઈ ગયું છે.
હું મધ્ય પ્રદેશના મંડલામાં મોચા ગ્રામ પંચાયતમાં બનેલા અમૃત સરોવર વિશે પણ તમને જણાવવા માગું છું. આ અમૃત સરોવર કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન પાસે બનેલું છે અને તેનાથી આ વિસ્તારની સુંદરતા ઓર વધી ગઈ છે. ઉત્તર પ્રદેશના લલિતપુરમાં, નવનિર્મિત શહીદ ભગતસિંહ અમૃત સરોવર પણ લોકોને ઘણું આકર્ષિત કરી રહ્યું છે. ત્યાંની નિવારી ગ્રામ પંચાયતમાં બનેલું આ સરોવર ચાર ઍકરમાં ફેલાયેલું છે. સરોવરના કિનારે થયેલું વૃક્ષારોપણ તેની શોભા વધારી રહ્યું છે. સરોવર પાસે લાગેલા ૩૫ ફીટ ઊંચા તિરંગાને જોવા માટે પણ દૂર-દૂરથી લોકો આવી રહ્યા છે. અમૃત સરોવરનું આ અભિયાન કર્ણાટકમાં પણ જુસ્સાભેર ચાલી રહ્યું છે. ત્યાંના બાગલકોટ જિલ્લાના ‘બિલ્કેરુર’ ગામમાં લોકોએ ખૂબ જ સુંદર અમૃત સરોવર બનાવ્યું છે. હકીકતે, આ ક્ષેત્રમાં, પહાડમાંથી નીકળતા પાણીનાકારણે લોકોને ઘણી મુશ્કેલી પડતી હતી, ખેડૂતો અને તેમના પાકને પણ નુકસાન થતું હતું. અમૃત સરોવર બનાવવા માટે ગામના લોકો, આખા પાણીને ચેનલાઇઝ કરીને એક તરફ લઈ ગયા. તેનાથી વિસ્તારમાં પૂરની સમસ્યા પણ દૂર થઈ ગઈ. અમૃત સરોવર અભિયાન આપણી આજની અનેક સમસ્યાઓનું સમાધાન તો કરે જ છે, આપણી આવનારી પેઢીઓ માટે પણ એટલું જ આવશ્યક છે. આ અભિયાન હેઠળ, અનેક જગ્યાઓ પર, જૂનાં જળાશયોનો પણ કાયાકલ્પ કરવામાં આવી રહ્યો છે. અમૃત સરોવરનો ઉપયોગ, પશુઓની તરસ છિપાવવાની સાથે, ખેતી માટે પણ થઈ રહ્યો છે. આ તળાવોના કારણે આસપાસનાં ક્ષેત્રોના ભૂગર્ભ જળનું સ્તર વધ્યું છે. તો તેની ચારે તરફ હરિયાળી પણ વધી રહી છે. એટલું જ નહીં, અનેક જગ્યાએ લોકો અમૃત સરોવરમાં મત્સ્ય પાલનની તૈયારીઓમાં પણ લાગેલા છે. મારો, તમને બધાને અને ખાસ તો મારા યુવાન સાથીઓને અનુરોધ છે કે તમે અમૃત સરોવર અભિયાનમાં આગળ વધીને ભાગ લો અને જળ સંચય અને જળ સંરક્ષણના આ પ્રયાસોને પૂરી તાકાત આપો, તેને આગળ વધારો.
મારા પ્રિય દેશવાસીઓ, આસામના બોન્ગાઈ ગામમાં એક રસપ્રદ પરિયોજના ચલાવવામાં આવી રહી છે- પ્રૉજેક્ટ સંપૂર્ણા. આ પ્રૉજેક્ટનો હેતુ છે કુપોષણ વિરુદ્ધ લડાઈ અને આ લડાઈની રીત પણ ખૂબ જ અનોખી છે. તેના હેઠળ, કોઈ આંગણવાડી કેન્દ્રની એક સ્વસ્થ બાળકની માતા, એક કુપોષિત બાળકની માને દર સપ્તાહે મળે છે અને પોષણ સંબંધિત બધી જાણકારીઓ પર ચર્ચા કરે છે. અર્થાત્, એક માતા, બીજી માતાની મિત્ર બનીને તેની મદદ કરે છે, તેને શિખામણ આપે છે. આ પ્રૉજેક્ટની મદદથી, આ ક્ષેત્રમાં, એક વર્ષમાં, 90 ટકાથી વધુ બાળકોનું કુપોષણ દૂર થયું છે. તમે કલ્પના કરીશકો છો, શું કુપોષણ દૂર કરવામાં ગીત-સંગીત અને ભજનનો પણ ઉપયોગ થઈ શકે છે? મધ્ય પ્રદેશના દતિયા જિલ્લામાં ‘મેરા બચ્ચા અભિયાન’, આ ‘મેરા બચ્ચા અભિયાન’માં તેનો સફળતાપૂર્વક પ્રયોગ કરવામાં આવ્યો. તેના હેઠળ, જિલ્લામાં ભજન-કીર્તન આયોજિત કરવામાં આવ્યાં, જેમાં પોષણ ગુરુ કહેવાતા શિક્ષકોને બોલાવવામાં આવ્યા. એક મટકા કાર્યક્રમ પણ થયો, તેમાં મહિલાઓ, આંગણવાડી કેન્દ્ર માટે મુઠ્ઠી ભરીને અનાજ લાવે છે અને આ અનાજથી શનિવારે ‘બાળભોજ’નું આયોજન થાય છે. તેનાથી આંગણવાડી કેન્દ્રોમાં બાળકોની ઉપસ્થિતિ વધવાની સાથે જ કુપોષણ પણ ઓછું થયું છે. કુપોષણ પ્રત્યે જાગૃતિ વધારવા માટે એક અનોખું અભિયાન ઝારખંડમાં પણ ચાલી રહ્યું છે. ઝારખંડના ગિરિડીહમાં સાપ-સીડીની એક રમત તૈયાર કરવામાં આવી છે. રમતરમતમાં બાળકો, સારી અને ખરાબ ટેવો વિશે શીખે છે.
સાથીઓ, કુપોષણ સાથે જોડાયેલા આટલા બધા અભિનવ પ્રયોગો વિશે, હું તમને એટલા માટે જણાવી રહ્યો છું કારણકે આપણે બધાએ પણ આવનારા મહિનામાં, આ અભિયાન સાથે જોડાવાનું છે. સપ્ટેમ્બરનો મહિનો તહેવારોની સાથોસાથ પોષણ સાથે જોડાયેલા મોટા અભિયાનને પણ સમર્પિત છે. આપણે પ્રતિ વર્ષ 1થી 30 સપ્ટેમ્બરની વચ્ચે પોષણ માસ મનાવીએ છીએ. કુપોષણની વિરુદ્ધ સમગ્ર દેશમાં અનેક ક્રિએટિવ અને વૈવિધ્યસભર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ટૅકનૉલૉજીનો વધુ સારો ઉપયોગ અને જનભાગીદારી પણ, પોષણ અભિયાનનો મહત્ત્વપૂર્ણ હિસ્સો બન્યા છે. દેશમાં લાખો આંગણવાડી કાર્યકર્તાઓને મોબાઇલ ડિવાઈસ આપવાથી લઈને આંગણવાડી સેવાઓની પહોંચનું નિરીક્ષણ કરવા માટે પોષણ ટ્રેકર પણ લૉંચ કરવામાં આવ્યું છે. બધા આકાંક્ષી જિલ્લાઓ અને ઈશાન ભારતનાં રાજ્યોમાં ૧૪થી ૧૮ વર્ષની દીકરીઓને પણ, પોષણ અભિયાનના પરીઘમાં લાવવામાં આવીછે. કુપોષણની સમસ્યાનું નિરાકરણ આ પગલાંઓ સુધી જ સીમિત નથી. આ લડાઈમાં, બીજી અનેક પહેલની પણ અગત્યની ભૂમિકા છે. ઉદાહરણ રૂપે, જળ જીવન મિશનને જ લઈએ, તો ભારતને કુપોષણમુક્ત કરવામાં આ મિશનની પણ બહુ મોટી અસર થવાની છે. કુપોષણના પડકારોને પહોંચી વળવામાં, સામાજિક જાગૃતિ સાથે જોડાયેલા પ્રયાસો, મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. હું તમને બધાને અનુરોધ કરીશ કે તમે આવનારા પોષણ માસમાં, કુપોષણ અથવા માલન્યૂટ્રિશનને દૂર કરવાના પ્રયાસોમાં ભાગ જરૂર લો.
મારા પ્રિય દેશવાસીઓ, ચેન્નાઈથી શ્રીદેવી વરદરાજનજીએ મને એક રિમાઇન્ડર મોકલ્યું છે. તેમણે MyGovપર પોતાની વાત કંઈક આ પ્રકારે લખી છે- નવા વર્ષને આવવામાં હવે પાંચ મહિનાથી પણ ઓછો સમય બચ્યો છે અને આપણે બધાં જાણીએ છીએ કે આવનારું નવું વર્ષ Intertnational Year Of Millets ના રૂપમાં મનાવવામાં આવશે. તેમણે મને દેશનો એક Millet Map પણ મોકલ્યો છે. સાથે જ પૂછ્યું છે કે શું તમે ‘મન કી બાત’માં આવનારા હપ્તામાં તેના પર ચર્ચા કરી શકો છો? મને, પોતાના દેશવાસીઓમાં આ પ્રકારની લાગણી જોઈને ખૂબ જ આનંદની અનુભૂતિ થાય છે. તમને સ્મરણ હશે કે સંયુક્ત રાષ્ટ્રએ એક પ્રસ્તાવ પસાર કરીને વર્ષ ૨૦૨૩ને International Year of Millets ઘોષિત કર્યું છે. તમને એ જાણીને પણ ખૂબ જ આનંદ થશે કે ભારતના આ પ્રસ્તાવને ૭૦થી વધુ દેશોનું સમર્થન મળ્યું હતું. આજે, વિશ્વ ભરમાં, આ જાડા અનાજની, Milletની ચાહના વધતી જઈ રહી છે. સાથીઓ, જ્યારે હું જાડા અનાજની વાત કરું છુ તો મારા એક પ્રયાસને પણ આજે તમને જણાવવા માગું છું. ગત કેટલાક સમયમાં ભારતમાં કોઈ પણ વિદેશી મહેમાન જ્યારે આવે છે,રાષ્ટ્રાધ્યક્ષ જ્યારે ભારત આવે છે તો મારો પ્રયાસ હોય છેકે ભોજનમાં ભારતના Millets અર્થાત્ આપણા જાડાં અનાજમાંથી બનતાં વ્યંજન બનાવડાવું. અને અનુભવ એવો થયો છે કે આ મહાનુભાવોને, આ વ્યંજનો ઘણાં પસંદ આવે છે અને આપણા જાડા અનાજના સંબંધમાં, Milletsના સંબંધમાં, ઘણી જાણકારીઓ એકત્ર કરવાનો તેઓ પ્રયાસ પણ કરે છે. Millets,જાડા અનાજ પ્રાચીન કાળથી જ આપણી કૃષિ સંસ્કૃતિ અને સભ્યતાનો હિસ્સો રહ્યા છે. આપણા વેદોમાં પણ જાડાં અનાજનો ઉલ્લેખ મળે છે અને આ જ રીતે પુરાણનુરુ અને તોલ્કાપ્પિયમમાં પણ, તેના વિશે જણાવવામાં આવ્યું છે. તમે દેશના કોઈ પણ હિસ્સામાં જાવ, તમને ત્યાંના લોકોની ખાણીપીણીમાં, અલગ-અલગ પ્રકારનાં જાડાં અનાજ જરૂર જોવા મળશે. આપણી સંસ્કૃતિની જેમ જ, જાડાં અનાજમાં પણ ઘણી વિવિધતાઓ મળી આવે છે. જુવાર, બાજરો, રાગી, સાવાં, કંગની, ચીના, કોદો, કુટકી, કુટ્ટુ, આ બધાં જાડાં અનાજ જ તો છે. ભારત વિશ્વમાં જાડા અનાજનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. આથી આ પહેલને સફળ બનાવવાની મોટી જવાબદારી પણ આપણા ભારતવાસીઓના ખભા પર જ છે. આપણે બધાએ મળીને તેને જન આંદોલન બનાવવાનું છે અને દેશના લોકોમાં જાડા અનાજ પ્રત્યે જાગૃતિ પણ વધારવાની છે. અને સાથીઓ, તમે તો સારી રીતે જાણો છો, જાડા અનાજ, ખેડૂતો માટે પણ ફાયદારૂપ છે અને તે પણ ખાસ કરીને નાના ખેડૂતોને. વાસ્તવમાં, ખૂબ જ ઓછા સમયમાં પાક તૈયાર થઈ જાય છે અને તેમાં વધુ પાણીની આવશ્યકતા પણ નથી હોતી. આપણા નાના ખેડૂતો માટે તો જાડાં અનાજ વિશેષ રીતે લાભકારી છે. જાડા અનાજના ભૂસાને સારો ચારો પણ માનવામાં આવે છે. આજકાલ, યુવાન પેઢી હેલ્ધી લિવિંગ અને ઇટિંગ પર ખૂબ જ ધ્યાન આપે છે. આ હિસાબે જોઈએ તો પણ જાડા અનાજમાં ભરપૂર પ્રૉટિન, ફાઇબર અને ખનીજ ત્તત્વો હાજર હોય છે. અનેક લોકો તો તેને સુપર ફૂડ પણ કહે છે. જાડાં અનાજથી એક નહીં, અનેકલાભ છે.સ્થૂળતાને ઓછી કરવાની સાથે જ ડાયાબિટીસ, હાઇપરટેન્શન અને હૃદયસંબંધિત રોગોનાં જોખમોને પણ ઓછું કરે છે. તેની સાથે જ તે પેટ અને લીવરની બીમારીઓથી બચાવમાં પણ મદદગાર છે. થોડા વખત પહેલાં જ આપણે કુપોષણ વિશે વાત કરી.કુપોષણ સામે લડવામાં પણ જાડાં અનાજ ઘણાં લાભદાયક છે કારણકે તે પ્રૉટીન સાથે-સાથે ઊર્જાથી પણ ભરેલાં હોય છે. દેશમાં આજે જાડાં અનાજને ઉત્તેજન આપવા માટે ઘણું બધું કરવામાં આવે છે. તેની સાથે જોડાયેલ સંશોધન અને નવીન શોધ પર ધ્યાન આપવાની સાથે જ એફપીઓને પણ પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યાં છે, જેથી ઉત્પાદન વધારી શકાય. મારો, મારા ખેડૂત ભાઈ-બહેનોને એ જ અનુરોધ છે કે જાડાં અનાજને અધિકમાં અધિક અપનાવો અને તેનો ફાયદો ઉઠાવો. મને એ જોઈને ઘણું સારું લાગે છે કે આજે અનેક એવાં સ્ટાર્ટ અપ ઉભરી રહ્યાં છે જે જાડાં અનાજ પર કામ કરી રહ્યાં છે. તેમાંનાં કેટલાક મિલેટ કૂકીઝ બનાવી રહ્યા છે, તો કેટલાંક મિલેટ પૅન કેક્સ અને ડોસા પણ બનાવી રહ્યાં છે. તો કેટલાંક એવાં છે જે મિલેટ એનર્જી બાર્સ અને મિલેટ બ્રૅકફાસ્ટ તૈયાર કરી રહ્યાં છે. હું આ ક્ષેત્રમાં કામ કરતા બધા લોકોને ખૂબ-ખૂબ શુભકામનાઓ આપું છું. તહેવારોની આ ઋતુમાં આપણે લોકો ઘણા બધાં પકવાનોમાં પણ જાડાં અનાજનો ઉપયોગ કરીએ છીએ. તમે તમારાં ઘરોમાં બનતાં આવાં પકવાનોની તસવીરો સૉશિયલ મિડિયા પર જરૂર શૅર કરો, જેથી લોકોમાં જાડાં અનાજ પ્રત્યે જાગૃતિ વધારવામાં મદદ મળે.
મારા પ્રિય દેશવાસીઓ, હમણાં કેટલાક દિવસો પહેલાં, મેં અરુણાચલ પ્રદેશના સિયાંગ જિલ્લામાં જોરસિંગ ગામના એક સમાચાર જોયા. આ સમાચાર એક એવા પરિવર્તન વિશે હતા, જેની ઈંતેજારી, આ ગામના લોકોને અનેક વર્ષોથી હતી. હકીકતે, જોરસિંગ ગામમાં આ મહિને જ, સ્વતંત્રતા દિવસનાં દિનથીફોર-જી ઇન્ટરનેટ સેવાઓ શરૂ થઈ ગઈ છે.
જેવી રીતે, પહેલાં ક્યારેક ગામમાં વીજળી પહોંચતી તો લોકો ખુશ થતા હતા, હવે નવા ભારતમાં આવી જ ખુશી ફોર-જી પહોંચવાથી થાય છે. અરુણાચલ અને ઈશાન ભારતના દૂર-સુદૂર વિસ્તારોમાં ફોર-જીના રૂપમાં એક નવો સૂર્યોદય થયો છે, ઇન્ટરનેટ જોડાણ એક નવું પ્રભાત લાવ્યું છે. જે સુવિધાઓ ક્યારેક માત્ર મોટાં શહેરોમાં જ મળતી હતી, તે ડિજિટલ ઇન્ડિયાએ ગામેગામ પહોંચાડી દીધી છે. આ કારણથી દેશમાં નવા ડિજિટલ સાહસિકો પેદા થઈ રહ્યા છે.
રાજસ્થાનના અજમેર જિલ્લાના સેઠાસિંહ રાવતજી ‘દરજી ઑનલાઇન’ નામનો ઇ-સ્ટૉર ચલાવે છે. તમે વિચારતા હશો કે આ તે વળી કેવું કામ ? દરજી ઑનલાઇન? વાસ્તવમાં, સેઠાસિંહ રાવત કૉવિડ પહેલાં દરજીનું કામ કરતા હતા. કૉવિડ આવ્યું તો રાવતજીએ આ પડકારને આફત નહીં, પરંતુ અવસરના રૂપમાં લીધો. તેમણે ‘કૉમન સર્વિસ સેન્ટર’ અર્થાત્ CSC E Store જૉઇન કર્યો અને ઑનલાઇન કામકાજ શરૂ કર્યું. તેમણે જોયું કે ગ્રાહકો મોટી સંખ્યામાં માસ્કનો ઑર્ડર આપી રહ્યા છે. તેમણે કેટલીક મહિલાઓને કામ પર રાખી અને માસ્ક બનાવવા લાગ્યા. તે પછી તેમણે ‘દરજી ઑનલાઇન’ નામથી પોતાનો ઑનલાઇન સ્ટૉર શરૂ કર્યો જેમાં બીજાં પણ અનેક પ્રકારનાં કપડાં તેઓ બનાવીને વેચવા લાગ્યા. આજે ડિજિટલ ઇન્ડિયાની તાકાતથી સેઠાસિંહજીનું કામ એટલું વધી ચૂક્યું છે કે હવે તેમને પૂરા દેશમાંથી ઑર્ડર મળે છે. સેંકડો મહિલાઓને તેમણે પોતાને ત્યાં આજીવિકા આપી છે. ડિજિટલ ઇન્ડિયાએ ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં રહેતા ઓમપ્રકાશસિંહજીને પણ ડિજિટલ સાહસિક બનાવી દીધા છે. તેમણે પોતાના ગામમાં એક હજારથી વધુ બ્રૉડબેન્ડ જોડાણ સ્થાપિત કર્યાં છે. ઓમપ્રકાશજીએ પોતાના કૉમન સર્વિસ સેન્ટરની આસપાસ નિ:શુલ્ક વાઇફાઇ ઝૉનનું પણ નિર્માણ કર્યું છે જેથી જરૂરિયાતવાળા લોકોને ઘણી મદદ મળે છે. ઓમપ્રકાશજીનું કામ હવે એટલું વધી ગયું છે કે તેમણે 20થી વધુ લોકોને નોકરી પર રાખી લીધા છે. આ લોકો, ગામડાંઓની શાળાઓ, હૉસ્પિટલો, તાલુકા કચેરીઓ અને આંગણવાડી કેન્દ્રો સુધી બ્રૉડબૅન્ડ કનેક્શન પહોંચાડી રહ્યા છે અને તેનાથી આજીવિકા પણ પ્રાપ્ત કરી રહ્યા છે. કૉમન સર્વિસ સેન્ટરની જેમ જ ગવર્નમેન્ટ ઇ-માર્કેટ પ્લેસ એટલે કે GEM પૉર્ટલ પર પણ આવી અનેક સફળ ગાથાઓ જોવા મળી રહી છે.
સાથીઓ, મને ગામડાંઓમાંથી એવા અનેક સંદેશાઓ મળે છે જે ઇન્ટરનેટના કારણે આવેલાં પરિવર્તનો વિશે મને જણાવે છે. ઇન્ટરનેટે આપણા યુવા સાથીઓના અભ્યાસ અને શીખવાની રીતોને જ બદલી નાખી છે. જેમ કે, ઉત્તર પ્રદેશની ગુડિયાસિંહ જ્યારે ઉન્નાવના અમોઇયા ગામમાં પોતાના સાસરે આવી તો તેમને પોતાના ભણતરની ચિંતા થઈ.પરંતુ ભારતનેટે તેમની આ ચિંતાનું સમાધાન કરી દીધું. ગુડિયાએ ઇન્ટરનેટ દ્વારા પોતાના અભ્યાસને આગળ વધાર્યો અને પોતાનો સ્નાતક અભ્યાસપણ પૂરો કર્યો. ગામેગામમાં આવાં અનેક જીવન ડિજિટલ ઇન્ડિયા અભિયાનથી નવી શક્તિ મેળવી રહ્યા છે. તમે મને ગામડાંઓના ડિજિટલ સાહસ વિશે, વધુમાં વધુ લખીને મોકલો અને તેમની સફળ ગાથાઓને સૉશિયલ મિડિયા પર પણ જણાવો.
મારા પ્રિય દેશવાસીઓ, કેટલાક સમય પહેલાં, મને હિમાચલ પ્રદેશથી ‘મન કી બાત’ના એક શ્રોતા રમેશજીનો પત્ર મળ્યો. રમેશજીએ પોતાના પત્રમાં પહાડોની અનેક ખૂબીઓનો ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યું કે પહાડીઓ પર લોકો ભલે દૂર-દૂર વસતા હોય, પરંતુ લોકોનાં હૈયાં ખૂબ જ નજીક હોય છે. ખરેખર, પહાડો પર રહેનારા લોકોના જીવનથી આપણે ઘણું બધું શીખી શકીએ છીએ. પહાડોની જીવનશૈલી અને સંસ્કૃતિથી આપણને પહેલો પાઠ તો એ મળે છે કેઆપણે પરિસ્થિતિઓના દબાણમાં ન આવીએ તો સરળતાથી તેના પર વિજય પણ પ્રાપ્ત કરી શકીએ છીએ અને બીજું, આપણે સ્થાનિક સંસાધનોથી કેવી રીતે આત્મનિર્ભર બની શકીએ છીએ? જે પહેલી શિખામણનો ઉલ્લેખ મેં કર્યો, તેનું એક સુંદર ચિત્ર આ દિવસોમાં સ્પીતિ ક્ષેત્રમાં જોવા મળી રહ્યું છે. સ્પીતી એક જનજાતીય ક્ષેત્ર છે. ત્યાં, આ દિવસોમાં વટાણા તોડવાનું કામ ચાલે છે. પહાડી ખેતરો પર એ એક મહેનતભર્યું અને મુશ્કેલ કામ હોય છે. પરંતુ અહીં, ગામની મહિલાઓ એકઠી થઈને, એક સાથે મળીને, એકબીજાનાં ખેતરોમાંથી વટાણા તોડે છે. આ કામની સાથેસાથે મહિલાઓ સ્થાનિક ગીત ‘છપરા માઝી છપરા’ પણ ગાય છે. એટલે કે અહીં, પરસ્પર સહયોગ પણ લોકપરંપરાનો હિસ્સો છે. સ્પીતીમાં સ્થાનિક સંસાધનોના સદુપયોગનું પણ સુંદર ઉદાહરણ મળે છે. સ્પીતીમાં જે ખેડૂતો ગાય પાળે છે, તેના ગોબરને સૂકવીને કોથળામાં ભરીલે છે. જ્યારે શિયાળો આવે છે તો આ કોથળાઓને ગાયના રહેવાની જગ્યામાં, જેને ત્યાં ખૂડ કહે છે, તેમાં પાથરી દેવામાં આવે છે. હિમવર્ષાની વચ્ચે, આ કોથળા ગાયોને ઠંડીથી સુરક્ષા આપે છે. ઠંડી ચાલી જાય તે પછી આ ગોબર ખેતીમાં ખાતર તરીકે વપરાય છે.
અર્થાત્, પશુઓના મળમાંથી જ તેમની સુરક્ષા પણ થાય છે અને ખેતરમાં ખાતર તરીકે ઉપયોગ પણ થાય છે. ખેતીનો પડતર ખર્ચ પણ ઓછો અને ખેતરમાં ઉપજ પણ વધુ. આથી તો આ ક્ષેત્ર, આ દિવસોમાં, પ્રાકૃતિક ખેતી માટે પણ એક પ્રેરણા બની રહ્યું છે.
સાથીઓ, આ પ્રકારના અનેક પ્રશંસનીય પ્રયાસો, આપણા એક બીજા પહાડી રાજ્ય, ઉત્તરાખંડમાં પણ જોવા મળે છે. ઉત્તરાખંડમાં અનેક પ્રકારની ઔષધિ અને વનસ્પતિઓ જોવા મળે છે. તે આપણા આરોગ્ય માટે ઘણી જ ફાયદારૂપ હોય છે. તેમાંથી એક ફળ છે – બેડુ. તેને હિમાલયન ફિગ નામથી પણ ઓળખવામાં આવે છે. આ ફળમાં, ખનીજઅને વિટામીન ભરપૂર માત્રામાં મળે છે. લોકો, ફળના રૂપમાં તો તેનું સેવન કરે જ છે, સાથે જ અનેક બીમારીઓના ઉપચારમાં પણ તેનો ઉપયોગ થાય છે. આ ફળની આ ખૂબીઓને જોઈને જ હવે બેડુના જ્યુસ, તેનાથી બનેલા જામ, ચટણી, અથાણાં અને તેને સૂકવીને તૈયાર કરવામાં આવતા સૂકા ફળને બજારમાં મૂકવામાં આવ્યાં છે. પિથૌરાગઢ પ્રશાસનની પહેલ અને સ્થાનિક લોકોના સહયોગથી બેડૂને બજાર સુધી અલગ-અલગ રૂપોમાં પહોંચાડવામાં સફળતા મળી છે. બેડૂને પહાડી અંજીરના નામથી બ્રાન્ડિંગ કરીને ઑનલાઇન માર્કેટમાં પણ ઉતારવામાં આવ્યું છે. તેનાથી ખેડૂતોને આવકનો નવો સ્રોત તો મળ્યો જ છે, સાથે જ બેડૂના ઔષધીય ગુણોના ફાયદા દૂર-દૂર સુધી પહોંચવા લાગ્યા છે.
મારા પ્રિય દેશવાસીઓ, ‘મન કી બાત’માં આજે શરૂઆતમાં આપણે સ્વતંત્રતાના અમૃત મહોત્સવ વિશે વાત કરી છે. સ્વતંત્રતા દિવસના મહાન પર્વની સાથોસાથ આવનારા દિવસોમાં અનેક પર્વ પણ આવનારા છે. હવે કેટલાક દિવસો પછી જ ભગવાન ગણેશજીની આરાધનાનું પર્વ ગણેશ ચતુર્થી છે. ગણેશ ચતુર્થી, અર્થાત, ગણપતિ બપ્પાના આશીર્વાદનું પર્વ. ગણેશ ચતુર્થી પહેલા ઓણમનું પર્વ પણ શરૂ થઈ રહ્યું છે. વિશેષ રીતે કેરળમાં ઓણમ શાંતિ અને સમૃદ્ધિની ભાવના સાથે મનાવવામાં આવશે. 30 ઑગસ્ટે હરતાલિકા ત્રીજ પણ છે. ઓડિશામાં 1 સપ્ટેમ્બરે નુઆખાઈનું પર્વ પણ મનાવવામાં આવશે.નુઆખાઈનો અર્થ થાય છે, નવું ખાણું, અર્થાત્, તે પણ બીજા પર્વોની જેમ જ, આપણી કૃષિ પરંપરા સાથે જોડાયેલો તહેવાર છે. દરમિયાનમાં જ, જૈન સમાજનો સંવત્સરી પર્વ પણ આવશે. આપણા આ બધા પર્વો, આપણી સાંસ્કૃતિક સમૃદ્ધિ અને જીવંતતાનો પર્યાય છે. હું, તમને સહુને, આ તહેવારો અને વિશેષ અવસરો માટે શુભકામનાઓ પાઠવુ છું. આપર્વોની સાથોસાથ કાલે ૨૯ ઑગસ્ટે, મેજર ધ્યાનચંદજીની જયંતી પર રાષ્ટ્રીય ખેલ દિવસ પણ મનાવવામાં આવશે. આપણા યુવા ખેલાડીઓ વૈશ્વિક મંચ પર આપણા તિરંગાની શાન વધારતા રહે, તે જ આપણી ધ્યાનચંદજીને શ્રદ્ધાંજલી હશે. દેશ માટે આપણે બધા મળીને આવાં જ કામો કરતા રહીએ, દેશનું માન વધારતા રહીએ, આવી કામના સાથે હું મારી વાત સમાપ્ત કરું છું. આવતા મહિને, એક વાર ફરી, તમારી સાથે ‘મન કી બાત’ થશે. ખૂબ-ખૂબ ધન્યવાદ.
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. ‘મન કી બાત’નો આ ૯૧મો હપ્તો છે. આપણે લોકોએ પહેલાં એટલી બધી વાતો કરી છે, અલગ-અલગ વિષયો પર પોતાની વાતો મૂકી છે, પરંતુ આ વખતની ‘મન કી બાત’ ખૂબ જ વિશેષ છે. તેનું કારણ છે, આ વખતનો સ્વતંત્રતા દિવસ, જ્યારે ભારત તેની સ્વતંત્રતાનાં ૭૫ વર્ષ પૂરાં કરશે. આપણે બધાં ખૂબ જ અદ્ભુત અને ઐતિહાસિક પળના સાક્ષી બનવા જઈ રહ્યા છીએ. ઈશ્વરે આપણને આ ખૂબ જ મોટું સૌભાગ્ય આપ્યું છે. તમે પણ વિચારો, જો ગુલામીના દૌરમાં જન્મ્યા હોત તો આ દિવસની કલ્પના આપણા માટે કેવી હોત? ગુલામીમાંથી મુક્તિની એ તડપ, પરાધીનતાની બેડીઓમાંથી સ્વતંત્રતાનો એ અજંપો – કેટલો મોટો રહ્યો હોત! તે દિવસો, જ્યારે આપણે, રોજેરોજ, લાખો દેશવાસીઓને સ્વતંત્રતા માટે લડતા, ઝઝૂમતા, બલિદાન આપતાં જોતા હોત. જ્યારે આપણે, રોજ સવારે એ સપના સાથે જાગી રહ્યા હોત કે મારું ભારત ક્યારે સ્વતંત્ર થશે અને બની શકે કે આપણા જીવનમાં તે પણ દિવસ આવત કે જ્યારે વંદેમાતરમ્ અને ભારત માતા કી જય બોલતાં-બોલતાં, આપણે આગામી પેઢીઓ માટે, પોતાનું જીવન સમર્પિત કરી દેત, જુવાની વ્યતિત કરી દેત.
સાથીઓ, ૩૧ જુલાઈ અર્થાત્ આજના જ દિવસે, આપણે બધાં દેશવાસીઓ, શહીદ ઉધમસિંહજીની શહીદીને નમન કરીએ છીએ. હું આવા અન્ય બધાં મહાન ક્રાંતિકારીઓને મારી વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું, જેમણે દેશ માટે પોતાનું સર્વસ્વ ન્યોચ્છાવર કરી દીધું.
સાથીઓ, એ જોઈને મને ઘણો આનંદ થાય છે કે સ્વતંત્રતાનો અમૃત મહોત્સવ એક જન આંદોલનનું રૂપ લઈ રહ્યો છે.
બધાં ક્ષેત્રો અને સમાજના પ્રત્યેક વર્ગના લોકો તેની સાથે જોડાયેલા અલગ-અલગ કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા છે. આવો જ એક કાર્યક્રમ આ મહિનાની શરૂઆતમાં મેઘાલયમાં યોજાયો. મેઘાલયના બહાદુર યૌદ્ધા, યૂ. ટિરોતસિંહજીની પુણ્યતિથિએ લોકોએ તેમને યાદ કર્યા. ટિરોતસિંહજીએ ખાસી હિલ્સ (Khasi Hills) પર નિયંત્રણ કરવા અને ત્યાંની સંસ્કૃતિ પર પ્રહાર કરવાના અંગ્રેજોના ષડયંત્રનો પૂરજોશ વિરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં ઘણા બધા કલાકારોએ સુંદર પ્રસ્તુતિ કરી. ઇતિહાસને જીવંત કરી દીધો. તેમાં એક carnivalનું આયોજન પણ કરવામાં આવ્યું, જેમાં મેઘાલયની મહાન સંસ્કૃતિને ખૂબ જ સુંદર રીતે દર્શાવવામાં આવી. આજથી કેટલાંક અઠવાડિયાં પહેલાં, કર્ણાટકમાં, અમૃત ભારતી કન્નાડાર્થી નામનું એક અભિયાન પણ ચલાવવામાં આવ્યું. તેમાં રાજ્યનાં ૭૫ સ્થાનો પર સ્વતંત્રતાના અમૃત મહોત્સવ સાથે જોડાયેલા મોટા ભવ્ય કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા. તેમાં કર્ણાટકના મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરવાની સાથે જ સ્થાનિક સાહિત્યિક ઉપલબ્ધિઓને પણ સામે લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
સાથીઓ, આ જુલાઈમાં એક ઘણો જ રોચક પ્રયાસ થયો છે જેનું નામ છે- આઝાદીની રેલગાડી અને રેલવે સ્ટેશન. તે પ્રયાસનું લક્ષ્ય છે કે લોકો સ્વતંત્રતાની લડાઈમાં ભારતીય રેલવેની ભૂમિકા જાણે. દેશમાં અનેક એવાં રેલવે સ્ટેશનો છે, જે સ્વતંત્રતા આંદોલનના ઇતિહાસ સાથે જોડાયેલાં છે. તમે પણ, આ રેલવે સ્ટેશનો વિશે જાણીને આશ્ચર્ય પામી જશો. ઝારખંડના ગોમો જંક્શનને, હવે સત્તાવાર રીતે, નેતાજી સુભાષચંદ્ર બોઝ જંક્શન ગોમોના નામથી ઓળખવામાં આવે છે. જાણો છો કેમ? વાસ્તવમાં, આ સ્ટેશન પર કાલકા મેલમાં સવાર થઈને નેતાજી સુભાષ બ્રિટિશ અધિકારીઓને થાપ આપવામાં સફળ રહ્યા હતા. તમે બધાંએ લખનઉ પાસે કાકોરી રેલવે મથકનું નામ પણ ચોક્કસ સાંભળ્યું હશે.
આ મથક સાથે રામપ્રસાદ બિસ્મિલ અને અશફાક ઉલ્લાહ ખાન જેવા જાંબાઝોનું નામ જોડાયેલું છે. ત્યાં ટ્રેનથી જઈ રહેલા અંગ્રેજોના ખજાનાને લૂટીને વીર ક્રાંતિકારીઓએ અંગ્રેજોને પોતાની તાકાતનો પરિચય આપ્યો હતો. તમે જ્યારે પણ તમિલનાડુના લોકો સાથે વાત કરશો, તો તમને થુથુકડી જિલ્લાના વાન્ચી મણિયાચ્ચી જંક્શન વિશે જાણવાનું મળશે. તે મથક તમિલ સ્વતંત્રતા સેનાની વાન્ચીનાથનજીના નામ પર છે. આ એ જ સ્થાન છે જ્યાં ૨૫ વર્ષના યુવાન વાન્ચીએ બ્રિટિશ કલેક્ટરને તેનાં દુષ્કૃત્યોની સજા આપી હતી.
સાથીઓ, આ સૂચિ ઘણી લાંબી છે. દેશભરનાં ૨૪ રાજ્યોમાં ફેલાયેલાં આવાં ૭૫ રેલવે સ્ટેશનોની ઓળખ કરવામાં આવી છે. આ ૭૫ સ્ટેશનોને ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવી રહ્યાં છે. તેમાં અનેક પ્રકારના કાર્યક્રમોને પણ આયોજિત કરવામાં આવી રહ્યા છે. તમારે પણ સમય કાઢીને તમારી પાસેના આવા ઐતિહાસિક સ્ટેશન પર અવશ્ય જવું જોઈએ. તમને, સ્વતંત્રતા આંદોલનના આવા ઇતિહાસ વિશે વિસ્તારથી જાણવા મળશે જેનાથી તમે અજાણ રહ્યા છો. હું આસપાસની શાળાના વિદ્યાર્થીઓને અનુરોધ કરીશ, શિક્ષકોને આગ્રહ કરીશ કે તમારી શાળાના નાનાં-નાનાં બાળકોને લઈને અવશ્ય સ્ટેશન પર જાવ અને પૂરો ઘટનાક્રમ તે બાળકોને સંભળાવો, સમજાવો.
મારા પ્રિય દેશવાસીઓ, સ્વતંત્રતાના અમૃત મહોત્સવ અંતર્ગત, ૧૩થી ૧૫ ઑગસ્ટ સુધી, એક special movement, ‘હર ઘર તિરંગા- હર ઘર તિરંગા’નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ movement નો ભાગ બનીને, ૧૩થી ૧૫ ઑગસ્ટ સુધી, તમે તમારા ઘર પર તિરંગો જરૂર ફરકાવો, અથવા તેને ઘર પર લગાવો. તિરંગો આપણને જોડે છે, આપણને દેશ માટે કંઈક કરવા માટે પ્રેરે છે. મારું એક સૂચન એવું પણ છે કે ૨ ઑગસ્ટથી ૧૫ ઑગસ્ટ સુધી, આપણે બધાં, પોતાની સૉશિયલ મિડિયા પ્રૉફાઇલ પિક્ચર્સમાં તિરંગો લગાવી શકીએ છીએ.
શું તમે જાણો છો, ૨ ઑગસ્ટનો આપણા તિરંગા સાથે એક વિશેષ સંબંધ પણ છે? આ દિવસે પિંગલી વેંકૈયાજીની જયંતી આવે છે, જેમણે આપણા રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન બનાવી હતી. હું તેમને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું. પોતાના રાષ્ટ્રીય ધ્વજ વિશે વાત કરતા હું, મહાન ક્રાંતિકારી મેડમ કામાને પણ યાદ કરીશ. તિરંગાને આકાર આપવામાં તેમની ભૂમિકા ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહી છે.
સાથીઓ, સ્વતંત્રતાના અમૃત મહોત્સવમાં થઈ રહેલા આ બધાં આયોજનોનો સૌથી મોટો સંદેશ એ જ છે કે આપણે બધા દેશવાસીઓ પોતાના કર્તવ્યનું પૂરી નિષ્ઠાથી પાલન કરીએ. ત્યારે જ આપણે આ અગણિત સ્વતંત્રતા સેનાનીઓનું સપનું પૂરું કરી શકીશું. તેમનાં સપનાંનું ભારત બનાવી શકીશું. આથી આપણાં આગામી ૨૫ વર્ષનો આ અમૃતકાળ પ્રત્યેક દેશવાસી માટે, કર્તવ્યકાળની જેમ છે. દેશને સ્વતંત્ર કરાવવા, આપણા વીર સેનાની, આપણને આ ઉત્તરદાયિત્વ આપીને ગયા છે અને આપણે તેને પૂરી રીતે નિભાવવાનું છે.
મારા પ્રિય દેશવાસીઓ, કોરોના વિરુદ્ધ આપણી દેશવાસીઓની લડાઈ હજુ ચાલુ છે. સમગ્ર દુનિયા આજે ઝઝૂમી રહી છે. સર્વાંગીણ આરોગ્યકાળજીમાં લોકોની વધતી રૂચિએ તેમાં બધાની ખૂબ જ મદદ કરી છે. આપણે બધાં જાણીએ છીએ કે તેમાં ભારતીય પારંપરિક પદ્ધતિઓ કેટલી ઉપયોગી છે. કોરોના વિરુદ્ધ લડાઈમાં, આયુષે તો, વૈશ્વિક સ્તર પર મહત્ત્વની ભૂમિકા નિભાવી છે. વિશ્વભરમાં આયુર્વેદ અને ભારતીય ઔષધિઓ પ્રત્યે આકર્ષણ વધી રહ્યું છે. તે એક મોટું કારણ છે કે જેના લીધે આયુષ નિકાસમાં વિક્રમી તેજી આવી છે અને તે પણ ઘણું સુખદ છે કે આ ક્ષેત્રમાં અનેક નવાં સ્ટાર્ટ અપ પણ સામે આવી રહ્યાં છે. તાજેતરમાં જ, એક ગ્લૉબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ અને ઇનૉવેશન સમિટ બેઠક થઈ હતી. તમને જાણીને નવાઈ લાગશે કે તેમાં લગભગ દસ હજાર કરોડ રૂપિયાના મૂડીરોકાણ પ્રસ્તાવો મળ્યા છે.
એક બીજી મહત્ત્વની વાત એ થઈ કે કોરોના કાળમાં, ઔષધીય વનસ્પતિ પર સંશોધનમાં પણ ઘણી વૃદ્ધિ થઈ છે. આ વિશે ઘણા બધા સંશોધન અભ્યાસ પ્રકાશિત થઈ રહ્યા છે. નિશ્ચિત રૂપે, આ એક સારી શરૂઆત છે.
સાથીઓ, દેશમાં વિભિન્ન પ્રકારના ઔષધીયો છોડ અને જડીબુટ્ટીઓ વિશે એક બીજો સારો પ્રયાસ થયો છે. હમણાં જ જુલાઈ મહિનામાં જ, Indian Virtual Herbarium ને શરૂ કરવામાં આવ્યું હતું. આ એ વાતનું ઉદાહરણ છે કે આપણે ડિજિટલ વિશ્વનો ઉપયોગ પોતાનાં મૂળ સાથે જોડાવવામાં કઈ રીતે કરી શકીએ છીએ. Indian Virtual Herbarium સંરક્ષિત છોડ કે છોડના ભાગની ડિજિટલ તસવીરોનો એક રોચક સંગ્રહ છે, જે વેબ પર નિઃશુલ્ક પ્રાપ્ય છે. આ virtual herbarium પર અત્યારે લાખથી વધુ છોડના પ્રકારો અને તેની સાથે જોડાયેલી વૈજ્ઞાનિક માહિતી ઉપલબ્ધ છે. Virtual Herbarium માં ભારતની વાનસ્પતિક વિવિધતાની એક સમૃદ્ધ તસવીર પણ જોવા મળે છે. મને વિશ્વાસ છે કે Indian Virtual Herbarium ભારતીય વનસ્પતિઓ પર સંશોધન માટે એક મહત્ત્વનો સ્રોત બનશે.
મારા પ્રિય દેશવાસીઓ, ‘મન કી બાત’માં આપણે દર વખતે દેશવાસીઓની એવી સફળતાની ચર્ચા કરીએ છીએ જે આપણા ચહેરા પર મધુર સ્મિત આણે છે. જો કોઈ સફળતાની વાત, મધુર સ્મિત લાવે, અને સ્વાદમાં પણ મીઠાશ ભરે તો તમે તેને જરૂર સોનામાં સુગંધ કહેશો. આપણા ખેડૂતો આ દિવસોમાં મધના ઉત્પાદનમાં આવી જ કમાલ કરી રહ્યા છે. મધની મીઠાશ આપણા ખેડૂતોનું જીવન પણ બદલી રહી છે, તેમની આવક પણ વધી રહી છે. હરિયાણામાં, યમુનાનગરમાં, એક મધમાખીપાલક સાથી રહે છે – સુભાષ કંબોજજી. સુભાષજીએ વૈજ્ઞાનિક રીતે મધમાખીપાલનનું પ્રશિક્ષણ લીધું.
તે પછી તેમણે ફક્તછ બૉક્સ સાથે પોતાનું કામ શરૂ કર્યું. આજે તેઓ લગભગ બે હજાર બૉક્સમાં મધમાખીપાલન કરી રહ્યા છે. તેમનું મધ અનેક રાજ્યોમાં સપ્લાય થાય છે. જમ્મુના પલ્લી ગામમાં વિનોદકુમારજી પણ દોઢ હજારથી વધુ કૉલોનીઓમાં મધમાખીપાલન કરી રહ્યા છે. તેમણે ગયા વર્ષે, રાની માખી પાલનનું પ્રશિક્ષણ લીધું છે. આ કામથી, તેઓ વર્ષે ૧૫થી ૨૦ લાખ રૂપિયા કમાઈ રહ્યા છે. કર્ણાટકના ખેડૂત છે, મધુકેશ્વર હેગડેજી. મધુકેશ્વરજીએ કહ્યું કે તેમણે ભારત સરકાર પાસે ૫૦ મધમાખી કૉલોનીઓ માટે સબસિડી લીધી હતી. આજે તેમની પાસે ૮૦૦થી વધુ કૉલોનીઓ છે અને તેઓ અનેક ટન મધ વેચે છે. તેમણે પોતાના કામમાં નવાચાર કર્યું, અને તેઓ જાંબુ મધ, તુલસી મધ, આમળા મધ, જેવાં વાનસ્પતિક મધ પણ બનાવી રહ્યા છે. મધુકેશ્વરજી, મધુ ઉત્પાદનમાં તમારા નવાચાર અને સફળતા, તમારા નામને સાર્થક કરે છે.
સાથીઓ, તમે બધાં જાણો છો કે, આપણા પારંપરિક સ્વાસ્થ્ય વિજ્ઞાનમાં મધને કેટલું મહત્ત્વ આપવામાં આવ્યું છે. આયુર્વેદ ગ્રંથોમાં તો, મધને અમૃત કહેવાયું છે. મધ ન કેવળ આપણને સ્વાદ આપે છે, પરંતુ આરોગ્ય પણ આપે છે. મધ ઉત્પાદનમાં, આજે એટલી બધી સંભાવનાઓ છે કે વ્યાવસાયિક અભ્યાસ કરનારા યુવાનો પણ તેને પોતાની આજીવિકા બનાવી રહ્યા છે. આવા જ એક યુવાન છે- ઉત્તર પ્રદેશના ગોરખપુરના નિમિતસિંહ. નિમિતજીએ બી. ટૅક. કર્યું છે. તેમના પિતા પણ ડૉક્ટર છે, પરંતુ અભ્યાસ પછી નોકરીની જગ્યાએ તેમણે સ્વરોજગારનો નિર્ણય કર્યો. તેમણે મધ ઉત્પાદનનું કામ શરૂ કર્યું. ગુણવત્તા તપાસ માટે લખનઉમાં પોતાની એક પ્રયોગશાળા પણ બનાવી. નિમિતજી હવે મધ અને બી વૅક્સથી સારી એવી કમાણી કરી રહ્યા છે અને અલગ-અલગ રાજ્યોમાં જઈને ખેડૂતોને પ્રશિક્ષિત પણ કરી રહ્યા છે.
આવા યુવાનોની મહેનતથી જ આજે દેશ આટલો મોટો મધ ઉત્પાદક બની રહ્યો છે. તમને જાણીને આનંદ થશે કે દેશની મધ નિકાસ પણ વધી ગઈ છે. દેશે રાષ્ટ્રીય મધમાખી ઉછેર અને હની મિશન જેવાં અભિયાનો ચલાવ્યાં, ખેડૂતોએ પૂરો પરિશ્રમ કર્યો, અને આપણા મધની મીઠાશ, દુનિયા સુધી પહોંચવા લાગી. હવે આ ક્ષેત્રમાં બીજી પણ મોટી સંભાવનાઓ રહેલી છે. હું ઈચ્છીશ કે આપણા યુવાનો આ અવસરો સાથે જોડાઈને તેનો લાભ લે અને નવી સંભાવનાઓને સાકાર કરે.
મારા પ્રિય દેશવાસીઓ, મને હિમાચલ પ્રદેશથી ‘મન કી બાત’ના એક શ્રોતા આશીષ બહલજીનો એક પત્ર મળ્યો છે. તેમણે પોતાના પત્રમાં ચંબાના ‘મિંજર મેળા’નો ઉલ્લેખ કર્યો છે. વાસ્તવમાં, મિંજર મકાઈનાં ફૂલોને કહે છે. જ્યારે મકાઈમાં માંજર આવે છે, તો મિંજર મેળો યોજવામાં આવે છે અને આ મેળામાં, દેશભરના પર્યટકો, દૂર-દૂરથી ભાગ લેવા આવે છે. સંયોગથી મિંજર મેળો આ સમયે ચાલી પણ રહ્યો છે. જો તમે હિમાચલ પ્રદેશ ફરવા ગયા હો તો આ મેળાને જોવા ચંબા જઈ શકો છો. ચંબા તો એટલું સુંદર છે કે ત્યાંનાં લોકગીતોમાં વારંવાર કહેવાય છે-
‘ચંબે ઇક દિન ઓણા કને મહીના રૈણા’.
અર્થાત્ જે લોકો એક દિવસ માટે ચંબા આવે છે, તેઓ ત્યાંની સુંદરતા જોઈને મહિના સુધી ત્યાં રોકાઈ જાય છે.
સાથીઓ, આપણા દેશમાં મેળાનું પણ ઘણું સાંસ્કૃતિક મહત્ત્વ છે. મેળો, જન-મન બંનેને જોડે છે. હિમાચલમાં વર્ષા પછી જ્યારે ખરીફનો પાક પાકે છે, ત્યારે સપ્ટેમ્બરમાં, શિમલા, મંડી, કુલ્લૂ અને સોલનમાં સૈરી અથવા સૈર પણ ઉજવવામાં આવે છે. સપ્ટેમ્બરમાં જ જાગરા પણ આવનાર છે. જાગરાના મેળાઓમાં મહાસૂ દેવતાનું આહ્વાહન કરીને બીસૂ ગીત ગાવામાં આવે છે. મહાસૂ દેવતાનું આ જાગર હિમાચલમાં શિમલા, કિન્નૌર અને સિરમૌર સાથે-સાથે ઉત્તરાખંડમાં પણ થાય છે.
સાથીઓ, આપણા દેશમાં અલગ-અલગ રાજ્યોમાં આદિવાસી સમાજમાં પણ અનેક પારંપરિક મેળાઓ થાય છે. તેમાંથી કેટલાક મેળા આદિવાસી સંસ્કૃતિ સાથે જોડાયેલા છે, તો કેટલાકનું આયોજન, આદિવાસી ઇતિહાસ અને વારસા સાથે જોડાયેલું છે, જેમ કે, જો તમને તક મળે તો તેલંગાણાના મેડારમનો ચાર દિવસનો સમક્કા-સરલમ્મા જાતરા મેળો જોવા જરૂર જજો. આ મેળાને તેલંગાણાનો મહાકુંભ કહેવાય છે. સરલમ્મા જાતરા મેળો, બે આદિવાસી મહિલા નાયિકાઓ, સમક્કા અને સરલમ્માના સન્માનમાં યોજવામાં આવે છે. તે તેલંગાણા જ નહીં, પરંતુ છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશના કોયા આદિવાસી સમુદાય માટે આસ્થાનું મોટું કેન્દ્ર છે. આંધ્ર પ્રદેશમાં મારીદમ્માનો મેળો પણ આદિવાસી સમાજની માન્યતાઓ સાથે જોડાયેલો મોટો મેળો છે. મારીદમ્માનો મેળો જેઠ અમાસથી અષાઢ અમાસ સુધી ચાલે છે અને અહીંનો આદિવાસી સમાજ તેને શક્તિ ઉપાસના સાથે જોડે છે. અહીં, પૂર્વી ગોદાવરીના પેદ્ધાપુરમ્માં, મરીદમ્મા મંદિર પણ છે. આ રીતે રાજસ્થાનમાં ગરાસિયા જનજાતિના લોકો વૈશાખ શુક્લ ચતુર્દશીના દિને ‘સિયાવા કા મેલા’, અથવા ‘મનખાં રો મેલા’નું આયોજન કરે છે.
છત્તીસગઢમાં બસ્તરના નારાયણપુરનો ‘માવલી મેળો’ પણ ખૂબ જ વિશેષ હોય છે. પાસે જ, મધ્ય પ્રદેશનો ‘ભગોરિયો મેળો’ પણ ઘણો પ્રસિદ્ધ છે. કહે છે કે, ભગોરિયા મેળાની શરૂઆત, રાજા ભોજના સમયમાં થઈ છે. ત્યારે ભીલ રાજા કાસૂમરા અને બાલૂને પોત-પોતાની રાજધાનીમાં પહેલી વાર આ મેળા યોજ્યા હતા. ત્યારથી આજ સુધી, આ મેળા, એટલા જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. આ જ રીતે, ગુજરાતમાં તરણેતર અને માધવપુર જેવા અનેક મેળા ઘણા પ્રખ્યાત છે.
મેળા, પોતાની રીતે, આપણા સમાજ, જીવનની ઊર્જાનો બહુ મોટો સ્રોત હોય છે. તમારી આસપાસ પણ આવા અનેક મેળા થતા હશે. આધુનિક સમયમાં સમાજની આ જૂની કડીઓ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને મજબૂત કરવા માટે ખૂબ જ આવશ્યક છે. આપણા યુવાનોએ તેની સાથે અવશ્ય જોડાવું જોઈએ અને તમે જ્યારે પણ આ મેળાઓમાં જાવ, તો ત્યાંની તસવીરો સૉશિયલ મિડિયા પર પણ મૂકો. તમે ઈચ્છો તો કોઈ ખાસ હેશટેગનો પણ ઉપયોગ કરી શકો છો. તેનાથી આ મેળાઓ વિશે બીજા લોકો પણ જાણશે. તમે સાંસ્કૃતિક મંત્રાલયની વેબસાઇટ પર પણ તસવીરો અપલૉડ કરી શકો છો. આગામી કેટલાક દિવસમાં સાંસ્કૃતિક મંત્રાલય એક સ્પર્ધા શરૂ કરવા જઈ રહ્યું છે, જ્યાં મેળાની સૌથી સારી તસવીર મોકલનારને પુરસ્કાર પણ આપવામાં આવશે. તો પછી વાર ન લગાડો. મેળામાં ફરો, તેની તસવીરો મૂકો અને બની શકે કે તમને પણ પુરસ્કાર મળી જાય.
મારા પ્રિય દેશવાસીઓ, તમને ધ્યાનમાં હશે કે ‘મન કી બાત’ના એક હપ્તામાં મેં કહ્યું હતું કે ભારત પાસે રમકડાં નિકાસનું powerhouse બનવાની પૂરી ક્ષમતા છે. મેં રમતગમતમાં ભારતના સમૃદ્ધ વારસાની વિશેષ રીતે ચર્ચા કરી હતી. ભારતના સ્થાનિક રમકડાં, પરંપરા અને પ્રકૃતિ બંને ને અનુરૂપ હોય છે. પર્યાવરણને અનુકૂળ હોય છે. હું આજે તમારી સાથે ભારતીય રમકડાંઓની સફળતા જણાવવા માગું છું. આપણા યુવાનો, સ્ટાર્ટ અપ અને સાહસિકોના જોર પર આપણા રમકડા ઉદ્યોગે જે કરી દેખાડ્યું છે, જે સફળતા પ્રાપ્ત કરી છે, તેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. આજે જ્યારે ભારતીય રમકડાંની વાત થાય છે તો, બધી બાજુ વૉકલ ફૉર લૉકલનો જ પડઘો સંભળાય છે. તમને એ જાણીને પણ સારું લાગશે કે ભારતમાં હવે, વિદેશથી આવતાં રમકડાંની સંખ્યા સતત ઘટી રહી છે.
પહેલાં ત્રણ હજાર કરોડ રૂપિયા થી પણ વધુ નાં રમકડાં બહારથી આવતાં હતાં, ત્યારે આજે તેની આયાત ૭૦ ટકા સુધી ઘટી ગઈ છે અને આનંદની વાત એ છે કે આ દરમિયાન ભારતે બે હજાર છસ્સો કરોડ રૂપિયાથી વધુનાં રમકડાંની વિદેશોમાં નિકાસ કરી છે. જ્યારે, પહેલાં ૩૦૦-૪૦૦ કરોડ રૂપિયાનાં રમકડાં જ ભારતથી બહાર જતાં હતાં અને તમે જાણો જ છો કે આ બધું, કોરોનાકાળમાં થયું છે. ભારતના રમકડાં ઉદ્યોગે પોતાનામાં પરિવર્તન લાવીને દેખાડ્યું છે. ભારતીય ઉત્પાદકો હવે ભારતની પૌરાણિક કથાઓ, ઇતિહાસ અને સંસ્કૃતિ પર આધારિત રમકડાં બનાવી રહ્યા છે. દેશમાં ઠેક-ઠેકાણે રમકડાંના જે સમૂહ છે, રમકડાં બનાવનારા જે નાના-નાના સાહસિકો છે, તેમને તેનો બહુ મોટો લાભ મળી રહ્યો છે. આ નાના સાહસિકોનાં બનાવેલાં રમકડાં, હવે દુનિયાભરમાં જઈ રહ્યાં છે. ભારતના રમકડાં નિર્માતા, વિશ્વની અગ્રણીglobal toy brands સાથે મળીને પણ કામ કરી રહ્યા છે. મને એ પણ ખૂબ જ સારું લાગ્યું કે, આપણું સ્ટાર્ટ અપ ક્ષેત્ર પણ રમકડાંની દુનિયા પર પૂરું ધ્યાન આપી રહ્યું છે. તેઓ આ ક્ષેત્રમાં અનેક મજાની ચીજો પણ કરી રહ્યા છે. બેંગલુરુમાં, શૂમી ટૉયઝ નામનું સ્ટાર્ટ અપ પર્યાવરણને અનુકૂળ રમકડાં પર ધ્યાન આપી રહ્યું છે. ગુજરાતમાં આર્કિડઝૂ કંપની એઆર આધારિત ફ્લેશ કાર્ડ અને એઆર આધારિત સ્ટૉરી બુક બનાવી રહી છે. પૂણેની કંપની, ફન્વેન્શન લર્નિંગ, રમકડાં અને એક્ટિવિટી પઝલ્સ દ્વારા વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી તેમજ ગણિતમાં બાળકોનો રસ વધારવામાં લાગેલી છે. હું રમકડાંની દુનિયામાં કામ કરી રહેલા આવા બધા ઉત્પાદકોને, સ્ટાર્ટ અપને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આવો, આપણે બધાં મળીને, ભારતીય રમકડાંઓને, દુનિયાભરમાં હજુ વધુ લોકપ્રિય બનાવીએ.
તેની સાથે જ, હું વાલીઓને પણ અનુરોધ કરીશ કે તેઓ વધુમાં વધુ ભારતીય રમકડાંઓ, પઝલ્સ અને રમતો ખરીદે.
સાથીઓ, વર્ગખંડ હોય કે રમતનું મેદાન, આજે આપણા યુવાનો, દરેક ક્ષેત્રમાં, દેશને ગૌરવાન્વિત કરી રહ્યા છે. આ મહિને, પી. વી. સિંધુએ સિંગાપુર ઑપનનો પોતાનો પહેલો ખિતાબ જીત્યો છે. નીરજ ચોપરાએ પણ પોતાનું સારું પ્રદર્શન ચાલુ રાખતાં, વર્લ્ડ ઍથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં દેશ માટે રજત ચંદ્રક જીત્યો છે. આયર્લેન્ડ પેરા બૅડમિન્ટન ઇન્ટરનેશનલમાં પણ આપણા ખેલાડીઓએ ૧૧ ચંદ્રક જીતીને દેશનું માન વધાર્યું છે. રોમમાં થયેલી વર્લ્ડ કેડેટ રેસલિંગ ચેમ્પિયનશિપમાં પણ ભારતીય ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું. આપણા એથલેટ સૂરજે તો Greco-Roman ઇવન્ટમાં કમાલ જ કરી બતાવી. તેમણે ૩૨ વર્ષના લાંબા અંતરાલ પછી આ ઇવેન્ટમાં રેસલિંગનો સુવર્ણ ચંદ્રક જીત્યો છે. ખેલાડીઓ માટે તો આ પૂરો મહિનો જ પ્રવૃત્તિઓથી ભરપૂર રહ્યો છે. ચેન્નાઈમાં ૪૪મી ચેસ ઑલમ્પિયાડની યજમાની કરવી ભારત માટે ઘણા જ સન્માનની વાત છે. ૨૮ જુલાઈએ જ આ સ્પર્ધાનો પ્રારંભ થયો હતો અને મને તેના ઉદ્ઘાટન સમારંભમાં સામેલ થવાનું સૌભાગ્ય મળ્યું. તે દિવસે યુકેમાં રાષ્ટ્રમંડળ રમતોની પણ શરૂઆત થઈ. યુવાન જોશથી ભરપૂર ભારતીય ટુકડી ત્યાં દેશનું પ્રતિનિધિત્વ કરી રહી છે. હું બધા ખેલાડીઓ અને એથ્લેટને દેશવાસીઓ તરફથી શુભકામના પાઠવું છું. મને એ વાતનો પણ આનંદ છે કે ભારત ફિફા અંડર -૧૭ વીમેન્સ વર્લ્ડ કપની પણ યજમાની કરવા જઈ રહ્યું છે. આ સ્પર્ધા ઑક્ટોબર આસપાસ યોજાશે, જે રમતો પ્રત્યે દેશની દીકરીઓનો ઉત્સાહ વધારશે.
સાથીઓ, કેટલાક દિવસો પહેલાં જ, દેશભરમાં દસમા અને બારમા ધોરણનાં પરિણામો પણ જાહેર થયાં છે. હું એ બધા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવું છું જેમણે પોતાના કઠિન પરિશ્રમ અને લગનથી સફળતા પ્રાપ્ત કરી છે. રોગચાળાના કારણે, ગત બે વર્ષ, ઘણાં પડકારરૂપ રહ્યાં છે. આ પરિસ્થિતિઓમાં પણ આપણા યુવાનોએ જે સાહસ અને સંયમનો પરિચય આપ્યો, તે ખૂબ જ પ્રશંસનીય છે. હું બધાના ઉજ્જવળ ભવિષ્યની કામના કરું છું.
મારા પ્રિય દેશવાસીઓ, આજે આપણે સ્વતંત્રતાનાં ૭૫ વર્ષ પર, દેશની યાત્રા સાથે, આપણી ચર્ચા શરૂ કરી હતી. આવતા વખતે, જ્યારે આપણે મળીશું તો આપણા આગામી ૨૫ વર્ષની યાત્રા પણ શરૂ થઈ ગઈ હશે. પોતાના ઘર અને સ્વજનોનાં ઘર પર, આપણો પ્રિય તિરંગો ફરકે, તે માટે આપણે બધાંએ જોડાવાનું છે. તમે આ વખતે સ્વતંત્રતા દિવસ કેવી રીતે મનાવ્યો, શું વિશેષ કર્યું, તે પણ મને જરૂર જણાવજો. આવતા વખતે, આપણે, આપણા આ અમૃતપર્વના અલગ-અલગ રંગો પર ફરીથી વાત કરીશું, ત્યાં સુધી મને આજ્ઞા આપજો. ખૂબ ખૂબ ધન્યવાદ.
મારા પ્રિય દેશવાશિયો, નમસ્કાર. ‘મન કી બાત’ માટે મને તમારા બધાના ખૂબ પત્રો મળ્યા છે, social media અને NaMoAppપર પણ ઘણાં બધાં સંદેશ મળ્યા છે, આ માટે હું આપ સૌનૌ આભારી છું.
આ કાર્યક્રમ માટે આપણાં સૌનાં પ્રયત્નો હોય છે કે આપણે એકબીજાનાં પ્રેરણાત્મક પ્રયાસોની ચર્ચાવિચારણા કરીએ, જન-આંદોલનથી પરિવર્તનની ગાથા, પૂરા દેશને જણાવીએ.
આ જ કડીમાં હું આજે તમારી સાથે, દેશનાં એક એવાં જન-આંદોલનની ચર્ચા કરવાં માગું છું જેનું દેશનાં દરેક નાગરિકનાં જીવનમાં ખૂબ મહત્વ છે. પરંતુ એ પહેલાં હું આજની પેઢીનાં નવયુવાનોને, 24-25 વર્ષનાં યુવાનોને, એક સવાલ પૂછવા માંગુ છું અને સવાલ ખૂબ ગંભીર છે, અને મારાં સવાલ પર જરૂરથી વિચાર કરજો. શું તમને ખબર છે કે, તમારાં માતા-પિતા જ્યારે તમારી ઉંમરનાં હતા ત્યારે એક વખત તેમની પાસેથી પણ જીવનનો અધિકાર લઇ લેવામાં આવ્યો હતો! તમે વિચારી રહ્યાં હશો કે, આવું કેવી રીતે થઇ શકે?
આ તો અશક્ય છે. પરંતુ મારા નવયુવાન સાથિયો, આપણાં દેશમાં એકવખત આવું થયું હતું. વર્ષો પહેલાં 1975 ની સાલની આ વાત છે. જૂનનો એ સમય હતો જ્યારે emergency લાગુ કરવામાં આવી હતી, કટોકટી લાદવામાં આ હતી. તેમાં, દેશનાં નાગરિકોનાં તમામ અધિકારો છીનવી લેવામાં આવ્યાં હતાં. તેમાંથી એક અધિકાર, બંધારણનાં Article 21 અંતર્ગત તમામ ભારતીઓને ‘Right to Life and Personal Liberty’ પણ હતો. તે સમયે ભારતનાં લોકતંત્રને કચડી નાખવાનો પ્રયત્ન કરાયો હતો. દેશની અદાલતો, દરેક બંધારણિય સંસ્થા, પ્રેસ, તમામ પર નિયંત્રણ લાગુ કરવામાં આવ્યું હતું.
Censorship ની એવી સ્થિતિ હતી કે પરવાનગી વગર કંઇ પણ પ્રકાશિત કરી નહોતું શકાતું. મને યાદ છે કે, ત્યારે પ્રખ્યાત કિશોર કુમારે સરકારનાં વખાણ કરવાની ના પાડી ત્યારે તેમનાં પર બૈન લગાવવામાં આવ્યો હતો. રેડિયો પરથી તેમની entry કાઢી નાખવામાં આવી હતી. પરંતુ ઘણાં પ્રયત્નો, હજારો ધરપકડ, અને લાખો લોકો પર અત્યાચાર કરાયા પછી, ભારતનાં લોકોનો, લોકતંત્ર પરથી વિશ્વાસ તૂટ્યો નહીં, થોડો પણ નહીં. ભારતનાં આપણાં લોકોમાં, વર્ષોથી, જે લોકતંત્રનાં સંસ્કાર ચાલી રહ્યાં છે, જે લોકતાંત્રિક ભાવના આપણાં રગેરગમાં વહે છે અંતમાં તેનો જ વિજયી થયો.
ભારતનાં લોકોએ લોકતાંત્રિક રીતે emergency ને હટાવી, ફરીથી લોકતંત્રની સ્થાપના કરી. સરમુખત્યારશાહીની માનસિકતાને, સરમુખત્યારશાહીની વૃતિ-પ્રવૃતીને લોકતાંત્રિક પધ્ધતિથી પરાજીત કરવાનું આવું દૃષ્ટાંત સમગ્ર દુનિયામાં મળવું મુશ્કેલ છે. Emergency સમયે લોકતંત્રનાં એક સૈનિકનાં રૂપમાં મને પણ દેશવાસીઓનાં સંઘર્ષોનો, સાક્ષી બનવાનું, હિસ્સેદાર બનવાનું સૌભાગ્ય મળ્યું હતું.
આજે, જ્યારે દેશ આપણી આઝાદીનાં 75 વર્ષનો ઉત્સવ ઊજવી રહ્યું છે, અમૃત મહોત્સવ ઊજવી રહ્યું છે, ત્યારે કટોકટીનાં એ ભયાનક સમયને પણ આપણે ક્યારેય ભૂલવું ના જોઇએ. આવનારી પેઢીઓએ પણ એ ભૂલવું ના જોઇએ. અમૃત મહોત્સવ હજારો વર્ષોંની ગુલામીથી મુક્તિની વિજય ગાથા જ નહીં, પરંતુ આઝાદી પછીનાં 75 વર્ષોંની યાત્રાને પણ સમાવી છે. ઇતિહાસનાં દરેક મુખ્ય સમયમાંથી શીખતાં-શીખતાં જ આપણે આગળ વધી રહ્યાં છીએ.
મારાં પ્રિય દેશવાસીઓ, આપણમાંથી કદાચ જ કોઇ એવું છે કે,જેણે પોતાનાં જીવનમાં આકાશ સાથે જોડાયેલ કોઇ કલ્પના નહીં કરી હોય. બાળપણમાં દરેકને ચાંદ-તારાઓની વાર્તાઓ આકર્ષિત કરતી હોય છે. યુવાનો માટે આકાશ આંબવું એ પોતાનાં સપનાંઓને સાકાર કરવાનો પર્યાય છે. આજે આપણું ભારત જ્યારે આટલાં બધાં ક્ષેત્રોમાં સફળતાનાં આકાશનેસ્પર્શીરહ્યું છે, ત્યારે આકાશ અથવા અંતરિક્ષથી દૂર કેવી રીતે રહી શકે. વીતેલાં કેટલાંક સમયમાં આપણાં દેશમાં Space Sector સાથે જોડાયેલ કેટલાંય મોટાં-મોટાં કાર્યો થયાં છે.
દેશની આવી જ સિધ્ધીઓમાંથી એક છે In-Space નામની Agency નું નિર્માણ કાર્ય. એક એવી Agency, કે જે Space Sector માં, ભારતનાં Private Sectorમાટે નવી તકોને Promote કરી રહી છે. આ શરૂઆતે આપણાં દેશનાં યુવાનોને વિશેષ રીતે આકર્ષિત કર્યાં છે.
મને આ સંદર્ભે ઘણાં બધાં યુવા મિત્રોનાં સંદેશ મળ્યાં છે. થોડાંક દિવસ પહેલાં જ્યારે હું IN-Space નાં headquarter નાં લોકાર્પણ માટે ગયો હતો ત્યારે મેં કેટલાંય યુવા Start-Ups નાં Ideas અને ઉત્સાહને જોયાં. મેં તેમની સાથે ઘણાં સમય સુધી વાતો પણ કરી. તમે પણ જ્યારે એ વિશે જાણશો ત્યારે આશ્ચર્ય પામ્યા વગર રહી જ નહીં શકો, જેમ કે, SpaceStart-Ups ની સંખ્યા અને Speed ને જ લઇએ. આજથી થોડાંક વર્ષો પહેલાં સુધી આપણાં દેશમાં, SpaceSectorમાં, Start-Ups નાં વિષયમાં, કોઇ વિચાર માત્ર પણ નહોતું કરતું. આજે આ સંખ્યા સો થી પણ વધુ છે.
આ તમામ Start-Ups એવાં અદભુત વિચારો પર કામ કરી રહ્યાં છે કે જેનાં વિશે પહેલાં કાંતો વિચારાતું પણ નહોતું અથવા તો PrivateSector માટેઅશક્ય માનવામાં આવતું હતું. ઉદાહરણ જોઇએ તો, ચેન્નઇ અને હૈદ્રાબાદ નાં બે Start-Ups છે – અગ્નિકુલ અને સ્કાઈટરૂટ. આ Start-Ups એવાં Launch Vehicle વિકસિત કરી રહ્યાં છે કે જે અંતરિક્ષમાં નાનાં payloads લઇને જશે. તેનાથી Space Launching નું મૂલ્ય ઘણું ઓછું થવાની શક્યતા છે.
આવું જ હૈદ્રાબાદનું અન્ય Start-UpsDhruva Space, Satellite Deployer અને Satellite માટે High Technology solar Panels પર કામ કરી રહ્યું છે. હું એક અન્ય Start-Ups દિગંતરાનાં તનવીર અહેમદને પણ મળ્યો હતો, જે Space નાં કચરાંને મૈપ કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. મેં તેમને એક Challenge પણ આપી છે, કે તેઓ એવી કોઇક Technology પર કામ કરે જેનાથી Spaceનાં કચરાનું સમાધાન થઇ શકે. દિગંતરા અને Dhruva Space બંને 30 જૂને ઇસરોનાં Launch Vehicle થી પોતાનું પહેલું Launch કરવાનાં છે. આવી જ રીતે, બેંગલોરનાં એક Space Start-UpsAstrome નાં founder નેહા પણ એક મજાનાં Idea પર કામ કરી રહ્યાં છે.
આ Start-Ups એવાં Flat Antenna બનાવી રહ્યાં છે જે માત્ર નાનાં જ નહીં હોય, પરંતુ તેની કિમત પણ ખૂબ ઓછી હશે. દુનિયામાં આ Technology ની Demand વધવાની પણ સંભાવના છે.
સાથીઓ, In-Space નાં કાર્યક્રમમાં, હું મેહસાણાની School Student દિકરી તન્વી પટેલને પણ મળ્યો હતો. તે એક ખૂબ નાનાં Satellite પર કામ કરી રહી છે, જે આગામી થોડાંક મહીનાઓમાં Space માંLaunch થવા જઇ રહ્યો છે. તન્વીએ મને ગુજરાતીમાં ખૂબ સરળતાથી પોતાનાં કામ વિશે જણાવ્યું હતું. તન્વીની જેમ જ દેશનાં લગભગ સાડા સાતસો School Student, અમૃત મહોત્સવમાં આવાં જ 75 Satellite પર કામ કરી રહ્યાં છે, અને વધારે આનંદની વાત તો એ છે કે, આમાનાં વધુ Students દેશનાં નાનાં શહેરોનાં છે.
સાથીઓ, આ તે જ યુવાનો છે, જેમનાં મનમાં આજથી થોડાં વર્ષો પહેલાં Space Sector ની છબી Secret Mission જેવી હતી, પરંતુ દેશે Space Reforms કર્યાં, અને તે જ યુવાનો હવે પોતાનાં Satellite Launch કરી રહ્યાં છે. જ્યારે દેશનાં યુવાનો આકાશને સ્પર્શવા માટે તૈયાર છે ત્યારે આપણો દેશ પાછળ કેવી રીતે રહી શકે?
મારાં પ્રિય દેશવાસીઓ, ‘મન કી બાત’ માં, હવે એક એવાં વિષયની વાત કરીશું, જને સાંભળીને તમારું મન પ્રફુલ્લિત થઇ જશે અને તમને પ્રેરણા પણ મળશે. પાછલાં દિવસોમાં, આપણાં ઓલમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપડા ફરીથી સમાચારમાં છવાઇ ગયાં હતા. ઓલમ્પિક પછી પણ, તેઓ એક પછી એક સફળતાની નવી-નવી સિદ્ધીઓ હાંસિલ કરી રહ્યાં છે.
Finland માં નીરજે Paavo Nurmi Games માં સિલ્વર મેડલ જીત્યો. આટલું જ નહીં, તેમણે Javelin Throw નાં Record પણ તોડ્યાં. Kuortane Games માં નીરજે એકવાર ફરીથી ગોલ્ડજીતીને દેશનું ગૌરવ વધાર્યું છે.
આ ગોલ્ડ તેમણે એવી પરીસ્થિતીમાં જીત્યો છે જ્યારે ત્યાંનું વાતાવરણ ખૂબ ખરાબ હતું. આ જ જુસ્સો આજનાં યુવાનોની ઓળખ છે. Start-Ups થી લઇને Sports World સુધી ભારતનાં યુવાનો નવાં-નવાં રેકોર્ડ બનાવી રહ્યાં છે. તાજેતરમાં જ આયોજીત Khelo India Youth Games માં પણ આપણાં રમતવીરોએ કેટલાય Record બનાવ્યાં. આપને જાણીને આંદન થશે કે, આ રમતોમાં કુલ 12 Record તૂટ્યાં છે – એટલું જ નહીં, 11 Records મહિલા રમતવીરોનાં નામે અંકિત થયાં છે. મણિપુરનાં M.Martina Devi એ Weightlifting માં આઠ Records બનાવ્યાં છે.
આવી જ રીતે સંજના, સોનાક્ષી અને ભાવનાએ પણ અલગ-અલગ રેકોર્ડ્સ બનાવ્યાં છે. પોતાની મેહનતથી આ રમતવીરોએ સાબિત કર્યું છે કે આગામી સમયમાં આંતર્રાષ્ટ્રીય રમતોમાં ભારતની સાખ કેટલી વધવાની છે. હું આ દરેક રમતવીરોને શુભેચ્છા પાઠવું છું અને ભવિષ્ય માટે શુભકામનાઓ પણ આપું છું.
સાથીઓ, ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સની એક મહત્વની વાત એ છે કે, આ વખતે પણ એવી કેટલીય પ્રતિભાઓ ઊભરીને સામે આવી છે, કે જે ખૂબ સામાન્ય પરિવારોમાંથી આવે છે. આ રમતવીરોએ પોતાનાં જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે અને સફળતાનાં આ મુકામ સુધી પહોચ્યા છે. તેમની સફળતામાં, તેમનાં પરિવાર અને માતા-પિતાની પણ મહત્વની ભૂમિકા છે.
70 કિલોમીટર સાઇકલીંગમાં ગોલ્ડ જીતનાર શ્રીનગરનાં આદિલ અલ્તાફનાં પિતા ટેલરીંગનું કામ કરે છે, પરંતુ તેમણે પોતાનાં પુત્રનાં સપનાને પૂરાં કરવા માટે કોઇ કસર બાકી નથી રાખી. આજે, આદિલે પોતાનાં પિતા અને સમગ્ર જમ્મૂ-કશ્મીરનું માથું ગર્વથી ઊંચુ કરાવ્યું છે. વેઇટ લિફ્ટીંગમાં ગોલ્ડ જીતનાર ચેન્નઇનાં એલ.ધનુષનાં પિતા પણ એક સાધારણ સુથાર છે.
સાંગલીની દિકરી કાજોલ સરગારનાં પિતા ચા વેચવાનું કામ કરે છે. કાજોલ પોતાનાં પિતાનાં કામમાં મદદ કરે છે અને વેઇટ લિફ્ટીંગની પ્રેક્ટિસ પણ કરે છે. તેની અને તેનાં પરિવારની આ મેહનત રંગ લાવી અને કાજોલે વેઇટ લીફ્ટીંગમાં ખૂબ પ્રશંસા મેળવી.
અદલ આવો જ ચમત્કાર રોહતકની તનુએ કર્યો છે. તનુનાં પિતા રાજબીર સિંહ રોહતકમાં એક સ્કૂલનાં બસ ડ્રાઇવર છે. તનુએ કુશ્તીમાં સ્વર્ણ પદક મેળવીને પોતાનું અને પોતાનાં પરિવારનું તેમજ પોતાનાં પિતાનું સપનું સાચું કરીને બતાવ્યું છે.
સાથીઓ, રમતગમત ક્ષેત્રમાં, હવે ભારતીય રમતવીરોની પ્રતિષ્ઠા વધી રહી છે, સાથે ભારતીય રમતોની પણ નવી ઓળખ બની રહી છે. જેમ કે, આ વખતે ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સમાં ઓલમ્પિકમાં સમાવિષ્ટ થનાર સ્પર્ધા સિવાય પાંચ સ્વદેશી રમત પણ સમાવેશ પામશે. આ પાંચ રમત એટલે – ગતકા, થાંગ તા, યોગાસન, કલરીપાયટ્ટૂ અને મલ્લખમ્બ.
સાથીઓ, ભારતમાં આવી જ રમતોની આંતર્રાષ્ટ્રીય ટૂર્નામેન્ટ યોજાવા જઇ રહ્યી છે જે રમતનો જન્મ વર્ષોં પહેલાં આપણાં જ દેશમાં થયો હતો, ભારતમાં થયો હતો. તે આયોજન એટલે 28 જુલાઇથી શરૂ થનાર શતરંજ ઓલમ્પિયાડનું. આ વખતે, શતરંજ ઓલમ્પિયાડમાં 180 કરતાં પણ વધુ દેશ ભાગ લઇ રહ્યાં છે. રમત અને ફિટનેસની આપણી આજની ચર્ચા અન્ય એક નામ વગર પૂરી ના થઇ શકે – તે નામ છે તેલંગાનાની માઉન્ટેનીયર પૂર્ણા માલાવથનું. પૂર્ણાએ સેવેન સમિટ્સ ચેલેન્જને પૂરી કરીને સફળતાનો વધુ એક ઝંડો લહેરાવ્યો છે.
સેવેન સમિટ્સ ચેલેન્જ એટલે દુનિયાનાં સૌથી અઘરાં અને ઊંચા સાત પહાડો પર ચઢવાની ચેલેન્જ. પૂર્ણાએ પોતાનાં ઉત્સાહ સાથે નોર્થ અમેરિકાની સૌથી ઊચી પહાડી, માઉન્ટ દેનાલીની ચઢાઈ પૂરી કરીને દેશને ગૌરવ અપાવ્યું છે. પૂર્ણા, ભારતની એ જ દિકરી છે કે જેણે માત્ર 13 વર્ષની ઉંમરમાં માઉન્ટ એવરેસ્ટ પર જીત મેળવવાનું અદભુત પરાક્રમ કરી બતાવ્યું હતું.
સાથઈઓ, જ્યારે રમત વિશે વાત થઇ રહી છે ત્યારે હું આજે ભારતની સૌથી પ્રતિભાશાળી ક્રિકેટરોમાની એક મિતાલી રાજની ચર્ચા કરીશ. તેમણે આ જ મહિને ક્રિકેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી છે, તેની આ ઘોષણાએ કેટલાય રમતપ્રેમીઓને ભાવુક બનાવ્યાં.
મિતાલી, માત્ર એક અસાધારણ રમતવીર જ નથી પરંતુ અનેક રમતવીરો માટે પ્રેરણાસ્ત્રોત પણ છે. હું મિતાલીને તેનાં ભવિષ્ય માટે ખૂબ શુભકામનાઓ પાઠવું છું.
મારાં પ્રિય દેશવાસીઓ, આપણે મન કી બાતમાં waste to wealth થી જોડાયેલ સફળ પ્રયત્નોની ચર્ચા કરી રહ્યાં છીએ. આવું એક ઊદાહરણ છે, મિઝોરમની રાજધાની આઇજવાલનું. આઇજવાલમાં એક સુંદર નદી છે – ચિટે લુઇ, તે વર્ષોંથી ગંદકી અને કચરાનાં ઢગલામાં બદલાઇ ગઇ છે. પાછલાં થોડાંક વર્ષોમાં આ નદીને બચાવવા માટેનાં પ્રયત્નો થઇ રહ્યાં છે. તેનાં માટે સ્થાનિક એજન્સીઓ, સ્વયંસેવી સંસ્થાઓ અને સ્થાનીક લોકો મળીને save ચિટે લુઈ action plan પણ ચલાવી રહ્યાં છે. નદીની સફાઇનાં આ અભિયાનમાં waste થી Wealth creation નો અવસર પણ બન્યો છે.
જોકે, આ નદીમાં અને તેનાં કિનારાઓમાં પણ ખૂબ માત્રામાં પ્લાસ્ટિક અને પોલીથીનનો કચરો ભરાયેલો હતો. નદીને બચાવવા માટે કામ કરતી સંસ્થાએ, આ જ પોલીથીનથી રસ્તો બનાવવાનો નિર્ણય લીધો, એટલે કે, જે કચરો નદીમાંથી બહાર કાઢવામાં આવે તેનાંથી મિજોરમનાં એક ગામમાં, રાજ્યનો પહેલો પ્લાસ્ટિક રોડ બનાવવામાં આવ્યો એટલે કે સ્વસ્છતા પણ અને વિકાસ પણ.
સાથીઓ, આવો જ એક પ્રયાસ પુડુચેરીનાં યુવાનોએ પણ પોતાની સ્વયંસેવી સંસ્થાઓનાં માધ્યમથી શરૂ કર્યો છે. પુડુચેરી સમુદ્ર કિનારે સ્થાપિત છે. ત્યાનાં beaches અને સમુદ્રની સુંદરતાને જોવાં માટે મોટી સંખ્યામાં લોકો આવે છે. પરંતુ પુડુચેરીનાં સમુદ્ર કિનારેપણ plastic થી થનાર ગંદકી વધી રહી હતી, એટલાં માટે પોતાનાં સમુદ્ર, beaches અને ecology ને બચાવવા માટે અહીંનાં લોકોએ Recycling for Life અભિયાન શરૂ કર્યું છે.
આજે, પુડુચેરીનાં કરાઈકલમાં હજારો કિલો કચરો દરરોજ એકત્ર કરવામાં આવે છે, અને તેને જુદો કરવામાં આવે છે. તેમાંથી જે organic કચરો હોય છે,
તેનાંથી ખાતર બનાવવામાં આવે છે, અન્ય વસ્તુઓને અલગ કરીને recycle કરવામાં આવે છે. આ પ્રકારનાં પ્રયત્નો પ્રેરણાદાયી તો છે જ, single use plastic વિરુદ્ધ ભારતનાં અભિયાનને વેગ પણ આપે છે.
સાથીઓ, આ વખતે જ્યારે તમારી સાથે વાત કરી રહ્યો છું ત્યારે હિમાચલ પ્રદેશમાં એક અનોખી cycling rally પણ ચાલી રહી છે. હું આ વિશે પણ તમને જણાવવાં માગું છું.
સ્વચ્છતાનો સંદેશ લઇને સાયકલ સવારોની એક સમૂહ શિમલાથી મંડી સુધી પહોચ્યું છે. પહાડી રસ્તાઓ પર લગભગ પોણા બસ્સો કિલોમીટરનું આ અંતર, આ લોકો, સાયકલ ચલાવીને પૂર્ણ કરશે. આ સમૂહમાં બાળકો પણ છે અને વૃદ્ધો પણ છે. આપણું પર્યાવરણ સ્વચ્છ રહે, આપણાં પહાડ-નદીઓ, સમુદ્ર સ્વચ્છ રહે તો સ્વાસ્થ્ય પણ એટલું જ સુંદર અને સ્વસ્થ રહે છે. તમે મને, આ પ્રકારનાં આપનાં પ્રયત્નો વિશે અચૂક લખતાં રહેજો.
મારાં પ્રિય દેશવાસિઓ, આપણાં દેશમાં મોનસૂનનો વ્યાપ વધી રહ્યો છે. અનેક રાજ્યોમાં વરસાદ વધી રહ્યો છે. આ સમય જલ અને જલ સંરક્ષણની દિશામાં વિશેષ પ્રયત્નો કરવાનો પણ છે. આપણાં દેશમાં તો વર્ષોથી આ જવાબદારી સમાજ નિભાવી રહ્યું છે. તમને યાદ હશે કે, મન કી બાતમાં આપણે એક વખત step wells એટલે કે કૂવાની વિરાસત વિશે ચર્ચા કરી હતી. સ્ટેપવેલ એ કૂવાઓને કહેવામાં આવે છે કે જેનાં સુધી પહોંચવા માટે નીચે ઉતરીને જવું પડે છે – સુલ્તાનનો કૂવો. તેને રાવ સુલ્તાન સિંહએ બનાવ્યો હતો, પરંતુ ઉપેક્ષાના કારણે ધીરે-ધીરે તે જગ્યા વેરાન થતી ગઇ અને કચરાંનો ખડકલામાં પરિવર્તીત થઇ ગઇ.
એક દિવસ કેટલાક યુવાન અમસ્તા જ ફરતાં ફરતાં કૂવા સુધી પહોંચ્યા અને તેની સ્થિતી જોઇને ખૂબ દુખી થયાં. આ યુવાનોએ તે જ સમયે સુલતાનનાં કૂવાની સ્થિતી અને નસીબ બદલવાનો સંકલ્પ કર્યો. તેમણે પોતાનાં આ mission ને – સુલ્તાન સે સુરતાન – નામ આપ્યું. તમે વિચારતાં હશો કે આ સુર-તાન શું છે. જોકે, વાત એમ છે કે પોતાનાં પ્રયત્નોથી આ યુવાનોએ માત્ર કૂવાનો જ કાયાકલ્પ ન કર્યો, પરંતુ તેને સંગીતનાં સૂર અને તાન સાથે પણ જોડી દીધું.
સુલ્તાનનાં કૂવાની સફાઇ પછી તેની સજાવટ માટે ત્યાં સૂર અને સંગીતનો કાર્યક્રમ થાય છે. આ પરિવર્તનની એટલી બધી ચર્ચા છે કે, વિદેશથી પણ કેટલાય લોકો તેને જોવાં માટે આવી રહ્યાં છે. આ સફળ પ્રયત્નોની ખાસ વાત એ છે કે અભિયાન શરૂ કરનાર યુવાનો chartered accountants છે. સંયોગથી, હવે થોડાંક દિવસો પછી, 1 જુલાઇએ chartered accountants day છે.
હું, દેશનાં તમામ CAs ને શુભકામનાઓ પાઠવું છું. આપણે, આપણાં જળ-સ્ત્રોતોને, સંગીત અને અન્ય સામાજિક કાર્યક્રમો સાથે જોડીને તેનાં માટે આ પ્રકારનો જાગૃતિનો ભાવ પૈદા કરી શકીએ છીએ. જલ સુરક્ષા તો વાસ્તવમાં જીવન સુરક્ષા છે. તમે જોયું હશે કે, આજકાલ કેટલાય નદી મહોત્સવ થઇ રહ્યાં છે. તમારાં શહેરોમાં પણ આ પ્રકારનાં જે પણ જળસ્ત્રોત છે ત્યાં કંઇક ને કંઇક આયોજન અવશ્ય કરો.
મારાં પ્રિય દેશવાસીઓ, આપણાં ઉપનિષદોનો એક જીવનમંત્ર છે –चरैवेति-चरैवेति-चरैवेति– તમે પણ આ મંત્રને જરૂર સાંભળ્યો જ હશે. તેનો અર્થ છે – ચાલતાં રહો, ચાલતાં રહો. આ મંત્ર આપણાં દેશમાં એટલા માટે લોકપ્રિય છે કેમકે સતત ચાલતા રહેવું, ગતિશીલ બની રહેવું, આપણાં સ્વભાવનો ભાગ છે. એક રાષ્ટ્રનાં રૂપમાં, આપણે, હજારો વર્ષોની વિકાસયાત્રા કરીને અહીં સુધી પહોંચ્યાં છે. એક સમાજનાં રૂપમાં, આપણે હમેશા, નવાં વિચારો, નવા પરિવર્તનોનો સ્વીકાર કરીને આગળ વધતાં રહ્યાં છીએ. તેની પાછળ આપણી સાંસ્કૃતિક ગતિશીલતા અને યાત્રાઓનું ખૂબ મોટું યોગદાન છે.
એટલાં માટે, આપણાં ત્રુષિ મુનીઓએ તીર્થયાત્રા જેવી ધાર્મિક જવાબદારીઓ આપણને સોંપી હતી. અલગ-અલગ તીર્થ યાત્રાઓ પર આપણે સૌ જતાં જ હોઇએ છીએ. તમે જોયું હશે કે આ વખતે ચારધામ યાત્રામાં કેવી રીતે ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સામેલ થયા હતાં. આપણાં દેશમાં સમય-સમય પર અલગ-અલગ દેવ યાત્રાઓ પણ નિકળે છે. દેવ યાત્રા એટલે જેમાં માત્ર શ્રદ્ધાળુ જ નહીં પરંતુ આપણાં ભગવાન પણ યાત્રા પર નિકળે છે. હમણાં થોડાંક જ દિવસોમાં 1 જુલાઇથી ભગવાન જગન્નાથની પ્રસિદ્ધ યાત્રા શરૂ થવા જઇ રહી છે.
ઓડિસામાં, પૂરીની યાત્રાથી તો દરેક દેશવાસી પરિચિત જ છે. લોકોનો પ્રયાસ હોય છે કે આ અવસર પર પુરી જવાનું સૌભાગ્ય મળે. બીજા રાજ્યોમાં પણ ખૂબ ધૂમધામથી જગન્નાથ યાત્રા કાઢવામાં આવે છે. ભગવાન જગન્નાથ યાત્રા અષાઢ મહીનાની બીજથી શરૂ થાય છે.
આપણાં ગ્રંથોમાં - આષાઢસ્ય દ્વિતીયદિવસે... રથયાત્રા – આ પ્રકારે સંસ્કૃત શ્વોલોકોમાં રચાયેલું વર્ણન જોઇ શકાય છે. ગુજરાતનાં અમદાવાદમાં પણ દર વર્ષે અષાઢની બીજથી રથયાત્રા શરૂ થાય છે. હું ગુજરાતમાં હતો, ત્યારે મને પણ દર વર્ષે આ યાત્રામાં સેવાનું સૌભાગ્ય મળતું હતું. અષાઢ બીજ, જેને અષાઢી બીજ પણ કહેવામાં આવે છે, આ દિવસથી જ કચ્છનાં નવાં વર્ષની પણ શરૂઆત થાય છે.
હું, મારા દરેક કચ્છી ભાઇઓ-બહેનોને નવાવર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. મારાં માટે આ દિવસ એટલાં માટે પણ ખાસ છે કેમકે મને યાદ છે, અષાઢ બીજનાં એક દિવસ પહેલાં એટલે કે અષાઢની પ્રથમ તિથીએ અમે ગુજરાતમાં એક સંસ્કૃત ઉત્સવની શરૂઆત કરી હતી, જેમાં સંસ્કૃત ભાષામાં ગીત-સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજાય છે. આ આયોજનનું નામ છે – આષાઢસ્ય પ્રથમ દિવસે. ઉત્સવને આ ખાસ નામ આપવાં પાછળનું કારણ એ છે કે સંસ્કૃતનાં મહાન કવિ કાલિદાસે અષાઢ મહિનાનાં વર્ષાનાં આગમન પરથી જ - મેઘદૂતમ્ - લખ્યું હતું. મેઘદૂતમમાં એક શ્લોક છે – આષાઢસ્ય પ્રથમ દિવસે મેઘમ્ આશ્લિષ્ટ સાનુમ્, એટલે કે અષાઢનાં પ્રથમ દિવસે પર્વત શીખરોથી ઘેરાયેલાં વાદળો, આ જ શ્લોક આ આયોજનોનો આધાર બન્યો.
સાથીઓ, અમદાવાદ હોય કે પૂરી, ભગવાન જગન્નાથ પોતાની યાત્રાનાં માધ્યમથી કેટલાંય ગહન માનવીય સંદેશ પણ આપે છે.
ભગવાન જગન્નાથ જગતનાં સ્વામી તો છે જ પરંતુ તેમની યાત્રામાં ગરીબો, વંચિતોની વિશેષ ભાગીદારી હોય છે. ભગવાન પણ સમાજનાં દરેક વર્ગ અને વ્યક્તિ સાથે ચાલે છે. આવી જ રીતે આપણાં દેશમાં જેટલી પણ યાત્રાઓ થાય છે, તે તમામમાં ગરીબ-અમીર, ઊંચ-નીચ આવાં કોઇ ભેદભાવ દેખાતા નથી.
તમામ ભેદભાવથી ઉપર ઉઠીને યાત્રા જ સર્વોપરી હોય છે. જેમ કે, મહારાષ્ટ્રમાં પંઢરપુરની યાત્રામાં કોઇ પણ ન તો મોટું હોય છે ન તો નાનું હોય છે. દરેક વારકરી હોય છે, ભગવાન વિઠ્ઠલનો સેવક હોય છે. હવે ચાર દિવસ પછી 30 જૂનથી અમરનાથ યાત્રા પણ શરૂ થવા જઇ રહી છે. સમગ્ર દેશમાં શ્રદ્ધાળુઓ અમરનાથ યાત્રા માટે જમ્મૂ-કાશ્મીર પહોંચે છે. જમ્મૂ-કાશ્મીરનાં સ્થાનિક લોકો એટલી જ શ્રદ્ધાથી આ યાત્રાની જવાબદારી ઉપાડે છે અને તીર્થયાત્રીઓને સહકાર આપે છે.
સાથીઓ, દક્ષિણમાં આવું જ મહત્વ સબરીમાલા યાત્રાનું પણ છે. સબરીમાલાનાં પહાડો પર ભગવાન અયપ્પાનાં દર્શન કરવાં માટે આ યાત્રા ત્યારથી ચાલી રહી છે જ્યારે ત્યાંના રસ્તાઓ સંપૂર્ણરીતે જંગલો વચ્ચે ઘેરાયેલાં હતાં. આજે પણ લોકો જ્યારે આ યાત્રાઓમાં જાય છે ત્યારે તેને ધાર્મિંક અનુષ્ઠાનોથી લઇને રહેવાની વ્યવસ્થા સુધી, ગરીબો માટે કેટલાંય નવાં અવસર ખુલે છે, એટલે કે, આ યાત્રાઓ પ્રત્યક્ષ રૂપે આપણને ગરીબોની સેવાનો અવસર આપે છે અને ગરીબો માટે એટલી જ હિતકારી હોય છે. એટલાં માટે જ, દેશ પણ હવે આધ્યાત્મિક યાત્રાઓમાં, શ્રદ્ધાળુઓ માટે સુવિધાઓ વધારવા માટે ઘણાં પ્રયત્નો કરી રહ્યો છે. તમે પણ આવી કોઇક યાત્રામાં જશો ત્યારે તમને આધ્યાત્મની સાથે-સાથે એક ભારત-શ્રેષ્ઠ ભારતનાં પણ દર્શન થશે.
મારાં પ્રિય દેશવાસીઓ, હમેશાની જેમ આ વખતે પણ મન કી બાતનાં માધ્યમથી તમારાં સૌ સાથે જોડાવાનો આ અનુભવ ખૂબ સુખદ રહ્યો. આપણે દેશવાસીઓની સફળતા અને સિદ્ધીઓની ચર્ચા કરી. આ બધાંની વચ્ચે, આપણે કોરોના વિરુદ્ધ સાવધાનીનું પણ ધ્યાન રાખવાનું છે. જોકે, સંતોષની વાત એ છે કે આજે દેશ પાસે વેક્સીનનું વ્યાપક સુરક્ષા કવચ ઉપલબ્ધ છે.
આપણે 200 કરોડ વેક્સીનનાં ડોઝ સુધી પહોંચી ગયા છીએ. દેશમાં ખૂબ ઝડપથી precaution dose પણ લગાવવામાં આવી રહ્યો છે.
જો તમારા બીજો dose પછી precaution dose નો સમય થઇ ગયો હોય તો આપ, ત્રીજો dose જરૂરથી લેજો. તમારાં પરિવારનાં લોકોને, ખાસ કરીને વૃદ્ધોંને પણ precaution dose અપાવજો. આપણે હાથની સ્વસ્છતા અને માસ્ક જેવી જરૂરી સાવધાનીઓને પણ અનુસરવાનું છે.
આપણે વરસાદનાં વાતાવરણમાં આસ-પાસ ગંદકીથી થનાર બિમારીઓથી પણ સતર્ક રહેવાનું છે. તમે બધા સજાગ રહો, સ્વસ્છ રહો અને આવી જ ઊર્જાથી આગળ વધતાં રહો. હવે પછીનાં મહીને ફરી એક વખત મળીશું,
ત્યાં સુધી ખૂબ-ખૂબ ધન્યવાદ, નમસ્કાર.
મારાં પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે ફરી એક વાર ‘મન કી બાત’ નાં માધ્યમ થી આપ સૌ મારાં કરોડો પરિવારજનોને મળવાનો અવસર મળ્યો છે.
‘મન કી બાત’ માં આપ સૌનું સ્વાગત છે. થોડાંક દિવસ પહેલાં દેશે એક એવી સિદ્ધી હાંસલ કરી છે, જે આપણને સૌને પ્રેરણા આપે છે. ભારતનાં સામર્થ્ય પ્રત્યે એક નવો વિશ્વાસ જગાડે છે. તમે લોકો ક્રિકેટનાં મેદાન પર ટીમ ઇન્ડિયાનાં કોઇ બેટ્સમેનની સેન્ચ્યુરી સાંભળીને ખુશ થતાં હશો, પરંતુ ભારતે એક અન્ય મેદાનમાં પણ સેન્ચ્યુરી લગાડી છે અને તે ખૂબ વિશેષ છે.
આ મહિનાની પાંચમી તારીખે દેશમાં યુનિકોર્નની સંખ્યા 100 નાં આંકડાં સુધી પહોંચી ગઈ છે, અને તમને તો ખબર જ છે કે, એક યુનિકોર્ન એટલે ઓછામાં ઓછા સાડા સાત હજાર કરોડ રૂપિયાનું સ્ટાર્ટ અપ. આ તમામ યુનિકોર્નનું કુલ વેલ્યુએશન 330 બિલીયન ડોલર, એટલે કે 25 લાખ કરોડ રૂપિયાથી પણ વધુ છે. નિશ્ચિત રૂપે આ દરેક ભારતીય માટે ગર્વ લેવા જેવી વાત છે.
તમને એ જાણીને પણ આશ્ચર્ય થશે કે, આપણાં કુલ યુનિકોર્નમાંથી 44 - ફોર્ટીફોર યુનિકોર્ન તો ગયા વર્ષે જ સ્થપાયા હતાં. એટલું જ નહીં આ વર્ષનાં 3-4 મહિનામાં જ બીજાં નવાં 14 યુનિકોર્ન બની ગયા છે. આનો અર્થ એ થયો કે, ગ્લોબલ પેન્ડેમિકનાં આ સમયમાં પણ આપણાં સ્ટાર્ટ અપ્સ વેલ્થ અને વેલ્યૂ ક્રિએટ કરતા રહ્યા છે.
ઇન્ડિયન યુનિકોર્ન્સનો એવરેજ એન્યુઅલ ગ્રોથ રેટ યુએસએ, યુકે અને અન્ય કેટલાંય દેશો કરતા પણ વધુ છે. એનાલિસ્ટ્સનું તો એવું પણ કહેવું છે કે આવનારાં વર્ષોમાં આ સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળશે.
એક સારી વાત એ પણ છે કે, આપણાં યુનિકોર્ન્સ ડાઇવર્સીફાઇંગ છે. જે ઇ-કોમર્સ, ફિન-ટેક, એડ-ટેક, બાયો-ટેક જેવાં કેટલાંય ક્ષેત્રોમાં કામ કરી રહ્યાં છે. એક અન્ય વાત જેને હું વધુ મહત્વની માનું છું તે એ કે સ્ટાર્ટ-અપ્સની દુનિયા ન્યૂ ઇન્ડિયાનાં સ્પિરીટને રિફ્લેક્ટ કરી રહી છે.
આજે, ભારતનું સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ માત્ર મોટાં શહેરો સુધી જ સીમિત નથી, નાનાં-નાનાં શહેરો અને કસ્બાઓમાંથી પણ ઉદ્યોગ સાહસિકો સામે આવી રહ્યાં છે. આનાંથી સમજી શકાય છે કે ભારતમાં જેની પાસે ઇનોવેટિવ આઇડિયા છે તે વેલ્થ ક્રિએટ કરી શકે છે.
મિત્રો, દેશની આ સફળતાની પાછળ દેશની યુવા શક્તિ, દેશનું ટેલેન્ટ અને સરકાર, બધાં મળીને પ્રયત્નો કરી રહ્યાં છે, દરેકનું યોગદાન છે, પરન્તુ આમાં અન્ય એક મહત્વપૂર્ણ બાબત પણ છે અને તે એ કે સ્ટાર્ટ-અપ વર્લ્ડમાં રાઇટ મોનિટરિંગ એટલે કે સાચું માર્ગદર્શન, એક સારો મેન્ટોર સ્ટાર્ટ-અપને નવીં ઊંચાઇઓ સુધી લઇ જઇ શકે છે. તે ફાઉન્ડર્સને રાઇટ ડિસિઝન માટે દરેક રીતે ગાઇડ કરી શકે છે. મને, એ વાતનો ગર્વ છે કે ભારતમાં આવાં ઘણાં મેન્ટોર છે જેમણે સ્ટાર્ટ-અપ ને આગળ વધારવાં માટે પોતાને સમર્પિત કરી દીધી છે.
શ્રીધર વેમ્બૂજીને તાજેતરમાં જ પદ્મ સમ્માન મળ્યું. તે સ્વયં સફળ ઉદ્યોગ સાહસિક છે, પરન્તુ હવે તેમણે બીજાં ઉદ્યોગ સાહસિકોને ગ્રૂમ કરવાનું બીડું ઝડપ્યું છે. શ્રીધરજી એ પોતાનું કામ ગ્રામીણ વિસ્તારમાંથી શરૂ કર્યું છે.
તેઓ ગ્રામીણ યુવાનો ને ગામમાં જ રહીને તે ક્ષેત્રમાં કંઇક નવું કરવા માટે પ્રોત્સાહિત કરે છે. આપણાં ત્યાં મદન પડાકી જેવાં લોકો પણ છે જેમણે રુરલ એન્ટરપ્રિન્યોર્સને પ્રેરણા આપવા માટે 2014માં વન-બ્રિજ નામનું પ્લેટફોર્મ બનાવ્યું હતું. આજે, વન-બ્રિજ દક્ષિણ અને પૂર્વી-ભારતનાં 75થી પણ વધુ જિલ્લામાં કાર્યરત છે. તેનાથી જોડાયેલ 9000 થી પણ વધુ રુરલ એન્ટરપ્રિન્યોર્સ ગામડાંનાં ગ્રાહકોને પોતાની સેવાઓ ઉપલબ્ધ કરાવે છે. મીરા શેનોયજી પણ એવી જ એક મિસાલ છે તેઓ રુરલ, ટ્રાયબલ અને ડિસેબલ્ડ યુથ માટે માર્કેટ લીંફૂડ સ્કિલ્સ ટ્રેઇનિંગનાં ક્ષેત્રમાં ઉલ્લેખનીય કામ કરી રહ્યાં છે.
અહીંયા મેં તો થોડાંક જ નામનો ઉલ્લેખ કર્યો છે પરન્તુ આજે આપણી વચ્ચે મેન્ટોર્સ ની ઊણપ નથી. આપણાં માટે ખૂબ ખુશીની વાત છે કે સ્ટાર્ટ-અપ માટે આજે દેશમાં એક સંપૂર્ણ સપોર્ટ સિસ્ટમ તૈયાર થઇ રહી છે. મને વિશ્વાસ છે કે આવનારાં સમયમાં આપણને ભારતનાં સ્ટાર્ટ-અપ વર્લ્ડમાં પ્રગતિની નવી ઊડાન જોવાં મળશે.
સાથીઓ થોડાંક દિવસો પહેલાં મને એક એવી ઇન્ટરેસ્ટિંગ અને અટ્રેક્ટિવ વસ્તુ મળી, જેમાં દેશવાસીઓની ક્રિએટીવિટી અને તેમનાં આર્ટિસ્ટિક ટેલેન્ટનો રંગ ભરેલો છે. એક ભેટ છે, જે તમિલનાડુનાં થંજાવુરનાં એક સેલ્ફ હેલ્પ ગ્રૃપે મને મોકલી છે. આ ભેટમાં ભારતીયતાની સુગંધ છે અને માતૃ-શક્તિનાં આશિર્વાદ તેમજ મારાં પર તેમનાં સ્નેહની ઝાંખી પણ જોવાં મળે છે. આ એક સ્પેશિયલ થંજાવુર ડૉલ છે, જેને જીઆઇ ટેગ પણ મળેલ છે.
હું થંજાવુર સેલ્ફ-હેલ્પ ગ્રૃપ ને વિશેષ ધન્યવાદ પાઠવું છું, કે જેમણે મને સ્થાનિક સંસ્કૃતિમાં ઓતપ્રોથ આ ભેટ મોકલી છે. જોકે, સાથીઓ આ થંજાવુર ડૉલ જેટલી સુંદર હોય છે, એટલી જ સુંદરતાથી તે મહિલા સશક્તિકરણની નવી ગાથા પણ લખી રહી છે.
થંજાવુરમાં મહિલાઓનાં સેલ્ફ-હેલ્પ ગ્રૃપ્સ નાં સ્ટોર્સ અને કિઓસ્ક પણ ખુલી રહ્યાં છે. જેનાં થકી કેટલાંય ગરીબ પરિવારોનું જીવન બદલાઇ ગયું છે. આવાં કિઓસ્ક અને સ્ટોર્સની મદદથી મહિલાઓ હવે પોતાનાં પ્રોડક્ટ સીધાં ગ્રાહકો વેચી શકે છે.
આ પહેલને ‘થારગઇગલ કઇવિનઈ પોરુત્તકલ વિરપ્પનઈ અંગાડી’ નામ આપવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે આ પહેલ સાથે 22 સેલ્ફ-હેલ્પ ગ્રૃપ્સ જોડાયેલાં છે. તમને એ જાણીને પણ આનંદ થશે કે મહિલા સેલ્ફ-હેલ્પ ગ્રૃપ્સ, મહિલા સ્વયં સહાયતા સમૂહનાં આ સ્ટોર થંજાવુરનાં અતિ પ્રાઇમ લોકેશનમાં ખુલ્યાં છે. તેની સંભાળની સંપૂર્ણ જવાબદારી પણ મહિલાઓ જ ઊપાડી રહી છે.
આ મહિલા સેલ્ફ હેલ્પ ગૃપ થંજાવુર ડૉલ અને બ્રોન્ઝ લેમ્પ જેવાં જીઆઇ પ્રોડક્ટ ઉપરાંત રમકડાં, મેટ અને આર્ટિફિશિયલ જ્વેલેરી પણ બનાવે છે. આવાં સ્ટોર્સનાં કારણે જીઆઇ પ્રોડક્ટની સાથે-સાથે હેન્ડીક્રાફ્ટની પ્રોડક્ટ્સનાં વેચાણમાં ઘણી તેજી જોવાં મળી છે. આ ઝુંબેશને પરિણામે, ન માત્ર કારીગરોને પ્રોત્સાહન મળ્યું છે, બલ્કે મહિલાઓની આવક વધવાથી તેમનું સશક્તિકરણ પણ થઇ રહ્યું છે. મારો ‘મન કી બાત’ નાં શ્રોતા મિત્રોને પણ એક આગ્રહ છે તમે, પોતાના ક્ષેત્રમાં એ જાણકારી મેળવો કે ત્યાં કયા-કયા મહિલા સેલ્ફ હેલ્પ ગ્રૃપ કામ કરી રહ્યાં છે.
તેમનાં પ્રોડક્ટ્સ વિશે પણ તમે જાણકારી ભેગી કરો અને તે વસ્તુઓને વધુમાં વધુ ઉપયોગમાં લાવો. આમ કરીને, તમે સેલ્ફ હેલ્પ ગ્રૃપની આવક વધારવામાં મદદ તો કરશો જ, ‘આત્મનિર્ભર ભારત અભિયાન’ ને પણ વેગ આપશો.
સાથીઓ, આપણાં દેશમાં ઘણી બધી ભાષાઓ, લિપિઓ અને બોલિઓનો સમૃદ્ધ ખજાનો છે. અલગ-અલગ ક્ષેત્રોમાં અલગ-અલગ પહેરવેશ, ખાનપાન અને સંસ્કૃતિએ આપણી ઓળખ છે. આ ડાયવર્સિટી, આ વિવિધતા, એક રાષ્ટ્રનાં રૂપમાં, આપણને વધુ સશક્ત બનાવે છે અને એકજૂથ રાખે છે. અને લગતું જ એક ખૂબ જ પ્રેરક ઉદાહરણ – એક બેટી કલ્પનાનું છે, જેને હું આપ સૌ સાથે વહેંચવાં માગું છું. તેનું નામ કલ્પના છે પરન્તુ તેમનો પ્રયત્ન ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ ની સાચી ભાવનાથી ભરપૂર છે. તાજેતરમાં જ કલ્પનાએ કર્ણાટકમાં પોતાની 10 માં ધોરણની પરીક્ષા પાસ કરી છે, પરન્તુ તેની સફળતાની ખાસ વાત એ છે કે કલ્પનાને થોડાંક સમય પહેલાં સુધી કન્નડ ભાષા પણ આવડતી નહોતી.
તેમણે ત્રણ મહિનામાં માત્ર કન્નડ ભાષા જ ન શીખી, તેમાં 92 નંબર લાવીને પણ બતાવ્યાં. તમને એ જાણીને આશ્ચર્ય થતું હશે પણ આ સાચી વાત છે. તેના વિશેની બીજી કેટલીય વાતો એવી છે કે જે તમને આશ્ચર્યમાં પણ મૂકી દેશે અને પ્રેરણા પણ આપશે. કલ્પના, મૂળે ઉત્તરાખંડનાં જોશીમઠની રહેવાસી છે.
તે પહેલાં ટીબી થી પીડાઇ રહી હતી અને તે જ્યારે ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી હતી ત્યારે તેની આંખોની રોશની પણ જતી રહી હતી.
પરન્તુ કહેવાય છે ને કે, જહાં ચાહ વહાં રાહ. ત્યાર બાદ કલ્પના મૈસુરૂમાં રહેતાં પ્રોફેસર તારામૂર્તિનાં સંપર્કમાં આવી, જેમણે કલ્પનાને ન માત્ર પ્રોત્સાહિત કરી પરન્તુ બધી રીતે તેની મદદ પણ કરી. આજે તે પોતાની મહેનતથી આપણાં બધાં માટે ઉદાહરણ બની ગઇ છે. હું, કલ્પનાને તેમનાં હિમ્મ્ત માટે ધન્યવાદ પાઠવું છું.
આવી જ રીતે, આપણાં દેશમાં એવાં કેટલાય લોકો છે જે દેશની ભાષાગત વિવિધતાને મજબૂત કરવાનું કામ કરી રહ્યાં છે. આવાં જ એક મિત્ર છે પશ્ચિમ બંગાળનાં પુરુલિયાનાં શ્રીપતિ ટૂડૂજી. ટૂડૂજી, પુરુલિયાનાં સિદ્ધો-કાનો-બિરસા યુનિવર્સિટીમાં સંથાલી ભાષાનાં પ્રોફેસર છે. તેમણે, સંથાલી સમાજ માટે તેમની પોતીકી ‘ઓલ ચિકી’ લિપિમાં, દેશનાં બંધારણની પ્રત તૈયાર કરી છે. શ્રીપતિ ટૂડૂજી કહે છે કે, આપણું બંધારણ આપણાં દેશમાં દરેક નાગરિકને તેના અધિકાર અને કર્તવ્યનો બોધ કરાવે છે. એટલાં માટે, દરેક નાગરિકે તેનાથી પરિચિત હોવું જરૂરી છે. એટલા માટે, તેમણે સંથાલી સમાજ માટે તેમની જ લિપિમાં બંધારણની કોપી તૈયાર કરીને ભેટ સ્વરૂપે આપી છે. હું, શ્રીપતિજીનાં આ વિચાર અને તેમનાં પ્રયત્નોને બિરદાવું છું. આ ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ ની ભાવનાનું જીવંત ઉદાહરણ છે. આ ભાવનાને આગળ વધારનારાં આવાં ઘણાં બધાં પ્રયત્નોનાં વિષયમાં તમને ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ ની વેબસાઇટ પર પણ જાણકારી મળશે. અંહી તમને ખાનપાન, કળા, સંસ્કૃતિ, પર્યટનની સાથે આવાં કેટલાંય વિષયોને લગતી પ્રવૃતિઓ વિશેની જાણકારી મળશે.
તમે, તે એક્ટિવિટીનો ભાગ પણ બની શકો છો, તેનાથી તમને, પોતાના દેશ વિશે જાણકારી પણ મળશે અને તમે દેશની વિવિધતાનો અનુભવ પણ કરી શકશો.
મારા પ્રિય દેશવાસીઓ, અત્યારે આપણાં દેશમાં ઉત્તરાખંડમાં ‘ચાર-ધામ’ની પવિત્ર યાત્રા ચાલી રહી છે. ‘ચાર-ધામ’ અને ખાસ કરીને કેદારનાથમાં દરરોજ હજ્જારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. લોકો પોતાની ચારધામ યાત્રાના સુખદ અનુભવો શેઅર કરી રહ્યા છે. પરન્તુ મેં એ પણ જોયું છે કે, શ્રદ્ધાળુઓ કેદારનાથમાં કેટલાક યાત્રીઓ દ્વારા ફેલાવાતી ગંદકીનાં કારણે ખૂબ દુખી પણ છે. કેટલાય લોકોએ આ વિશે સોશિયલ મિડિયા પર પણ લખ્યું છે. આપણે પવિત્ર યાત્રામાં જઇએ અને ત્યાં ગંદગીનો ખડકલો થાય એ યોગ્ય નથી. પરન્તુ સાથીઓ, આ ફરિયાદો વચ્ચે કેટલીય સુંદર તસ્વીરો પણ જોવાં મળી રહી છે. જ્યાં શ્રદ્ધા છે, ત્યાં સર્જન અને સકારાત્મકતા પણ છે. કેટલાય શ્રદ્ધાળું એવાં પણ છે કે જે બાબા કેદારનાં ધામમાં દર્શન-પૂજનની સાથોસાથ સ્વચ્છતાની સાધના પણ કરી રહ્યાં છે.
કોઈ પોતાનાં રોકાણની જગ્યાએ સાફસફાઇ કરી રહ્યાં છે તો કોઇ યાત્રા માર્ગ પરથી કચરો સાફ કરી રહ્યાં છે. સ્વચ્છ ભારત અભિયાન ટીમની સાથે મળીને કેટલીયે સંસ્થાઓ અને સ્વયંસેવી સંગઠનો પણ ત્યાં કામ કરી રહ્યાં છે. સાથીઓ, આપણે ત્યાં જેમ તીર્થયાત્રાનું મહત્વ છે તેમ તીર્થ સેવાનું પણ મહત્વ સૂચવવામાં આવ્યું છે, અને હું તો એમ પણ કહીશ કે, તીર્થ-સેવા વગર, તીર્થ-યાત્રા પણ અધૂરી છે. દેવભૂમિ ઉત્તરાખંડમાં કેટલાય લોકો છે જે સ્વચ્છતા અને સેવાની સાધનામાં જોડાયેલાં છે. રુદ્ર પ્રયાગમાં રહેતાં શ્રીમાન મનોજ બૈંજવાલજી પાસેથી પણ તમને ઘણી પ્રેરણા મળશે. મનોજજી એ પાછલાં પચ્ચીસ વર્ષોથી પર્યાવરણની જાણવણીનું બીડું લઈ રાખ્યું છે. તેઓ સ્વચ્છતા અભિયાન ચલાવવાની સાથે જ પવિત્ર સ્થાનોને પ્લાસ્ટિક મુક્ત બનાવવામાં પણ જોતરાયેલા રહે છે. વળી, ગુપ્તકાશીમાં રહેતાં સુરેન્દ્ર બગવાડીજી એ પણ સ્વચ્છતાને પોતાનો જીવનમંત્ર બનાવી લીધો છે. તેઓ ગુપ્તકાશીમાં નિયમિત રૂપથી સફાઈ કાર્યક્રમ ચલાવે છે અને મને જાણ થઇ છે કે, આ અભિયાનનું નામ પણ તેમણે ‘મન કી બાત’ રાખ્યું છે. આવી જ રીતે દેવર ગામનાં ચમ્પાદેવી ગયા ત્રણ વર્ષથી પોતાનાં ગાંમની મહિલાઓને કચરો વ્યવસ્થાપન એટલે કે વેસ્ટ મેનેજમેન્ટ શીખવાડી રહ્યાં છે. ચંપાજીએ અસંખ્ય છોડ રોપ્યા છે અને તેમણે જાતમહેનતથી એક સુંદર હરિયાળું વન તૈયાર કરી દીધું છે.
સાથીઓ, આવાં જ લોકોનાં પ્રયત્નોથી દેવભૂમિ અને તીર્થોની તે દૈવીય અનુભૂતિ જળવાઇ રહી છે, જેનો અનુભવ કરવા માટે આપણે ત્યાં જઇએ છીએ, આ દેવત્વ અને આધ્યાત્મિકતાને જાળવી રાખવાની જવાબદારી આપણી પણ તો છે.
અત્યારે આપણાં દેશમાં ‘ચારધામ યાત્રા’ ની સાથે આગામી સમયમાં ‘અમરનાથ યાત્રા’, ‘પંઢરપુર યાત્રા’ અને ‘જગન્નાથ યાત્રા’ જેવી કેટલીએ યાત્રાઓ થશે. શ્રાવણ મહિનામાં તો કદાચ દરેક ગામમાં કોઇક ને કોઇક મેળો લાગતો હોય છે.
સાથીઓ, આપણે જ્યાં પણ જઇએ, આ તીર્થ ક્ષેત્રોની ગરિમા જળવાય, શુદ્ધતા, સાફ-સફાઇ, એક પવિત્ર વાતાવરણ સચવાય તે આપણે ક્યારેય ન ભૂલીએ. તેને હમેશા જાળવી રાખએ અને તેથી જરૂરી છે કે આપણે હમેશા સ્વચ્છતાનાં સંકલ્પને યાદ રાખીએ. થોડાંક જ દિવસો પછી, 5મી જૂનને સમગ્ર વિશ્વ પર્યાવરણ દિવસ’ નાં રૂપમાં ઊજવે છે. પર્યાવરણને કેન્દ્રમાં રાખીને આપણે આપણી આસ-પાસ સકારાત્મક અભિયાન ચલાવવાં જોઇએ અને આ નિરંતર કરવા જેવું કાર્ય છે. તમે, આ વખતે બધાંને સાથે લઇને સ્વચ્છતા અને વૃક્ષારોપણ માટે કોઇક પ્રયત્ન જરૂર કરો. તમે સ્વયં છોડ વાવો અને અન્યોને પણ પ્રેરિત કરો.
મારાં વહાલાં દેશવાસીઓ, આગામી મહીનાની 21 જૂને આપણે આઠમો ‘અંતર્રાષ્ટ્રીય યોગ દિવસ’ ઊજવવાનાં છીએ. આ વખતે યોગ દિવસની થીમ – યોગા ફોર હ્યુમેનીટી – છે. હું આપ સૌને ‘યોગ દિવસ’ ખૂબ જ ઉત્સાહ સાથે ઊજવવાનો આગ્રહ કરીશ. હાં, કોરોનાને લગતી સાવચેતીઓનું પાલન પણ કરજો. આમ તો, હવે સમગ્ર દુનિયામાં કોરોનાને લઇને પરિસ્થિતિ પહેલાં કરતાં વધુ સારી થઇ હોય તેવું લાગે છે. વધુને વધુ વેક્સિનેશન કવરેજનાં કારણે હવે લોકો પહેલાં કરતાં વધુ બહાર નિકળી રહ્યાં છે. અને તેથી સમગ્ર દુનિયામાં ‘યોગ દિવસ’ ને લઇને ઘણી તૈયારીઓ થઈ રહેલી જોવાં મળી રહી છે.
કોરોના મહામારીએ આપણને સૌને એ અનુભવ કરાવ્યો છે કે આપણાં જીવનમાં, સ્વાસ્થ્યનું કેટલું બધું મહત્વ છે અને યોગ તેમાં કેટલું મોટું માધ્યમ છે. લોકો અનુભવી રહ્યાં છે કે યોગથી ફિઝીકલ, સ્પીરિચ્યુઅલ અને ઇન્ટલેક્ચ્યુઅલ વેલ બિઇંગમાં પણ કેટલો વધારો થાય છે. વિશ્વનાં ટોપ બિઝનેસ પર્સન્સથી લઇને ફિલ્મ અને સ્પોર્ટ્સ પર્સનાલિટીઝ સુધી, સ્ટુડન્ટ્સથી લઇને સામાન્ય માનવી સુધી, સહુ યોગને પોતાનાં જીવનનું અભિન્ન અંગ બનાવી રહ્યાં છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે સમગ્ર દુનિયામાં યોગની વધતી લોકપ્રિયતાને જોઇને તમને બધાને ખૂબ સારું લાગતું હશે. સાથીઓ, આ વખતે દેશ-વિદેશમાં ‘યોગ દિવસ’ પર થનાર કેટલાક ખૂબ જ ઇનોવેટીવ ઉદાહરણો વિશે મને જાણકારી મળી છે. તેમાંનું જ એક છે – ગાર્ડિયન રિંગ – એક ખૂબ મોટો યુનિક પ્રોગ્રામ થવાનો છે. તેમાં મુવમેન્ટ ઓફ સનને સેલિબ્રેટ કરવામાં આવશે, એટલે કે, સૂરજ જેમ-જેમ યાત્રા કરશે, ધરતીનાં ભિન્ન-ભિન્ન સ્થળોએથી, આપણે યોગનાં માધ્યમથી તેનું સ્વાગત કરીશું. અલગ-અલગ દેશોમાંનાં ઇન્ડિયન મિશન્સ ત્યાંના લોકલ ટાઇમ પ્રમાણે સૂર્યોદયનાં સમયે યોગ કાર્યક્રમનું આયોજન કરશે. એક દેશ પછી બીજાં દેશમાં કાર્યક્રમ શરૂ થશે. પૂર્વથી પશ્ચિમ સુધી નિરંતર યાત્રા ચાલતી રહેશે, અને એવી જ રીતે, કાર્યક્રમ આગળ વધતો રહેશે. આ કાર્યક્રમોની સ્ટ્રિમીંગ પણ એવી જ રીતે એક પછી એક, જોડાતી જશે, એટલે કે, આ એક રીતે રીલે યોગા સ્ટ્રિમીંગ ઇવેન્ટ હશે. તમે પણ બધાં તેને જરૂર જોજો.
સાથીઓ, આપણાં દેશમાં આ વખતે ‘અમૃત મહોત્સવ’ ને ધ્યાનમાં રાખીને દેશનાં 75 પ્રમુખ સ્થળો પર પણ ‘અંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ નું આયોજન થશે.
આ અવસર પર કેટલાય સંગઠનો અને દેશવાસીઓ પોતપોતાનાં સ્તર પર પોતપોતાનાં ક્ષેત્રોની ખાસ જગ્યાઓ પર કંઇક ને કંઇક ઇનોવેટીવ કરવાની તૈયારી કરી રહ્યાં છે. હું, તમને પણ આગ્રહ કરું છું કે આ વખતે યોગ દિવસ ઊજવવા માટે, તમે, તમારા શહેર, કસ્બા અથવા ગામમાં કોઇ એવી જગ્યા પસંદ કરો જે સૌથી વિશેષ હોય. આ જગ્યા કોઇ પ્રાચીન મંદિર કે પર્યટન કેન્દ્ર હોઇ શકે છે, અથવા તો કોઇ પ્રસિદ્ધ નદી, ઝરણું અથવા તળાવનો કિનારો પણ હોઇ શકે છે. તેનાથી યોગની સાથોસાથ તમારાં વિસ્તારની ઓળખ પણ વધશે અને પર્યટનને પણ પ્રોત્સાહન મળશે. અત્યારે ‘યોગ દિવસ’ ને લઇને 100 દિવસનું કાઉન્ટડાઉન પણ ચાલી રહ્યું છે, અથવા એમ કહો કે ખાનગી અને સામાજિક પ્રયાસો મારફત યોજાનાર કાર્યક્રમે, ત્રણ મહિના પહેલાંથી જ શરૂ થઇ ચૂક્યા છે. જેમ કે દિલ્લીમાં 100માં દિવસના અને 75માં દિવસના કાઉન્ટડાઉન પ્રોગ્રામ્સ થયાં છે. એવી જ રીતે આસામનાં શિવસાગરમાં 50માં અને હૈદરાબાદમાં 25માં કાઉન્ટડાઉન ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું. હું ઇચ્છું છું કે તમે પણ અત્યારથી ‘યોગ દિવસ’ ની તૈયારિયો શરૂ કરી દો. વધુને વધુ લોકોને મળો, બધાને ‘યોગ દિવસ’નાં કાર્યક્રમ સાથે જોડાવા માટે આગ્રહ કરો, પ્રેરિત કરો. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તમે બધા ‘યોગ દિવસ’ માં ઉત્સાહભેર જોડાશો, સાથે સાથે યોગને પોતાના રોજીંદા જીવનમાં પણ અપનાવશો.
સાથીઓ, થોડાં દિવસ પહેલાં હું જાપાન ગયો હતો. મારાં કેટલાંય કાર્યક્રમો વચ્ચે મને કેટલાંક શાનદાર લોકોને મળવાનો અવસર મળ્યો. હું ‘મન કી બાત’ માં તમારી સાથે તેમનાં વિશે વાત કરવા માગું છું. તે લોકો છે તો જાપાનનાં, પરન્તુ ભારત માટે તેમને ગજબની લાગણી અને પ્રેમ છે. તેમાંના એક છે હિરોશિ કોઇકેજી, જે એક પ્રખ્યાત આર્ટ ડિરેક્ટર છે. તમને એ જાણીને ખુશી થશે કે તેમણે મહાભારત પ્રોજેક્ટને ડિરેક્ટ કર્યો છે. આ પ્રોજેક્ટની શરૂઆત કમ્બોડિયામાં થઇ હતી અને પાછલાં નવ વર્ષોથી તે નિરંતર ચાલે છે. હિરોશિ કોઇકેજી દરેક કાર્ય ખૂબ જ નોખી રીતે કરે છે. તેઓ દર વર્ષે એશિયાનાં કોઇ એક દેશની યાત્રા કરે છે અને ત્યાંનાં લોકલ આર્ટિસ્ટ અને મ્યુજિશીયનની સાથે મહાભારતનાં કેટલાંક અંશોને પ્રોડ્યુસ કરે છે. આ પ્રોજેક્ટનાં માધ્યમથી તેમણે ભારત, કમ્બોડિયા અને ઇન્ડોનેશિયાની સહિત નવ દેશોમાં પ્રોડક્શન કર્યા છે અને સ્ટેજ પ્રર્ફોર્મન્સ પણ આપ્યા છે. હિરોશિ કોઇકેજી એવાં કલાકારોને સાથે એકત્ર કરે છે જેમનું ક્લાસિકલ અને ટ્રેડિશનલ એશિયન પરફોર્મિગ આર્ટમાં ડાયવર્સ બેકગ્રાઉન્ડ રહેલું હોય. આના કારણે તેમનાં કામમાં વિવિધ રંગો જોવા મળે છે. ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ, મલેશિયા અને જાપાનનાં પર્ફોમર્સ જાવા નૃત્ય, બાલી નૃત્ય, થાઈ નૃત્યનાં માધ્યમથી તેને વધુ આકર્ષક બનાવે છે. ખાસ વાત એ છે કે, તેમાં પ્રત્યેક પરફોર્મર પોતાની જ માતૃભાષામાં બોલે છે અને કોરિયોગ્રાફી ખૂબ સુંદર રીતે આ વિવિધતાને પ્રદર્શિત કરે છે. અને મ્યુઝિકની ડાયવર્સિટી આ પ્રોડક્શનને વધુ જીવંત બનાવી દે છે. તેમનો હેતુ એ વાતને ઊજાગર કરવાનો છે કે આપણાં સમાજમાં ડાયવર્સિટી અને કો-એક્ઝિસ્ટન્સ નું શું મહત્વ છે અને શાંતિનું રૂપ વાસ્તવમાં કેવું હોવું જોઇએ.
આ સિવાય, હું જાપાનમાં અન્ય જે બે લોકોને મળ્યો તે છે – આત્સુશિ માત્સુઓજી અને કેન્જી યોશીજી. આ બંને ટેમ પ્રોડક્શન કંપની સાથે જોડાયેલા છે. આ કંપનીનો સંબંધ રામાયણની તે જાપાની એનિમેશન ફિલ્મ સાથે છે જે 1993 માં રિલીઝ થઇ હતી. આ પ્રોજેક્ટ જાપાનનાં ખૂબ પ્રખ્યાત ફિલ્મ ડિરેક્ટર યુગો સાકોજી સાથે જોડાયેલો હતો. લગભગ 40 વર્ષ પહેલાં, 1983 માં, તેમને પહેલી વાર રામાયણ વિશે જાણવા મળ્યું હતું. ‘રામાયણ’ તેમનાં હ્રદયને સ્પર્શી ગયી, ત્યાર બાદ તેમણે તેનાં પર ઊંડાણપૂર્વક રિસર્ચ શરૂ કર્યું. આટલું જ નહીં પણ તેમણે જાપાની ભાષામાં રામાયણનાં 10 વર્ઝન વાંચી નાખ્યા. અને તેઓ અહીં જ ન અટક્યા તેઓ તેને એનિમેશનમાં પણ રૂપાંતરિક કરવા માંગતા હતા. આ માટે ઇન્ડિયન એનિમેટર્સે પણ તેમની ઘણી મદદ કરી, તેમને ફિલ્મમાં દેખાડવામાં આવેલ ભારતીય રીતી-રિવાજો અને પરંપરાઓ વિશે ગાઇડ કરવામાં આવ્યાં. તેમને જણાવવામાં આવ્યું કે ભારતમાં લોકો ધોતી કેવી રીતે પહેરે છે, સાડી કેવી રીતે પહેરે છે, વાળ કેવી રીતે ઓળે છે. બાળકો પરિવારમાં અંદરોઅંદર એકબીજાનું માન-સમ્માન કેવી રીતે કરે છે, આશીર્વાદની પરંપરા શું હોય છે. સવારે ઉઠીને પોતાના ઘરનાં જે વડીલો છે તેમને પ્રણામ કરવું, તેમનાં આશીર્વાદ લેવા – આ તમામ બાબતો 30 વર્ષો પછી હવે આ એનિમેશન ફિલ્મ ફરીથી 4k માં રી-માસ્ટર કરાઈ રહી છે. આ પ્રોજેક્ટ ખૂબ ઝડપથી પૂરો થવાની સંભાવના છે. આપણાથી હજારો કિલોમીટર દૂર જાપાનમાં રહેતા લોકો, જે ન તો આપણી ભાષા જાણે છે, ન તો આપણી પરમ્પરાઓ વિશે એટલું જાણે છે, તેમ છતાં તેમનું આપણી સંસ્કૃતિ માટેનું સમર્પણ, શ્રદ્ધા, આદર ખૂબ પ્રશંસનીય છે. – કયો હિન્દુસ્તાની આ વાત માટે ગર્વ નહીં કરે ?
મારા વહાલાં દેશવાસીઓ, સ્વ થી ઉપર ઊઠીને સમાજની સેવાનો મંત્ર, સેલ્ફ ફોર સોસાયટીનો મંત્ર, આપણાં સંસ્કારોનો ભાગ છે. આપણાં દેશમાં અગણિત લોકોએ આ મંત્રને પોતાના જીવનનો ધ્યેય બનાવેલ છે. મને આંધ્રપ્રદેશમાં, મર્કાપુરમમાં રહેતાં એક સાથી, રામ ભૂપાલ રેડ્ડીજી વિશે જાણકારી મળી. તમે જાણીને અચંબામાં મૂકાશો કે રામભૂપાલ રેડ્ડીજીએ રિટાયરમેન્ટ પછી મળેલી પોતાની સંપૂર્ણ કમાણીને દિકરીઓના અભ્યાસ માટે દાન કરી દીધી છે. તેમણે લગભગ 100 જેટલી દીકરીઓ માટે ‘સુકન્યા સમૃદ્ધિ યોજના’ અંતર્ગત ખાતા ખોલાવ્યા અને તેમાં પોતાનાં 25 લાખથી પણ વધુ રૂપિયા જમા કરાવી દીધા. આવી જ સેવાનું અન્ય એક ઉદાહરણ યૂ.પી. માં આગરાનાં કચૌરા ગામનું છે. ઘણાં વર્ષોથી આ ગામમાં મીઠા પાણીની તંગી હતી. આ દરમિયાન, ગામનાં એક ખેડૂત કુંવરસિંહ ને ગામથી 6-7 કિલોમીટર દૂર પોતાનાં ખેતરમાં મીઠું પાણી મળી ગયું. તે તેમનાં માટે ખૂબ આનંદનો અવસર હતો. તેમણે વિચાર્યું કે આ પાણીથી ગામના બાકીનાં તમામ લોકોની સેવા કરીએ તો કેવું સારું. પરન્તુ ખેતરથી ગામ સુધી પાણી લઇ જવા માટે 30-32 લાખ રૂપિયા જોઇતા હતા. થોડાંક સમય પછી કુંવર સિંહનાં નાનાં ભાઇ શ્યામ સિંહ સેનામાંથી નિવૃત થઇને ગામ આવ્યા. તેમને આ વાત જાણવા મળી. તેમણે નિવૃતિ સમયે મળેલ પોતાની સંપૂર્ણ ધનરાશિ આ કામ માટે આપી દીધી અને ખેતરથી ગામ સુધી પાઇપલાઇન પાથરીને ગામનાં લોકો સુધી મીઠું પાણી પહોંચાડ્યું. જો ઇચ્છાશક્તિ હોય, પોતાના કર્તવ્યો પ્રત્યે ગંભીરતા હોય, તો એક વ્યક્તિ પણ કેવી રીતે સમગ્ર સમાજનું ભવિષ્ય બદલી શકે છે, આ પ્રયત્ન તે વાતની સૌથી મોટી પ્રેરણા છે.
આપણે કર્તવ્ય પથ પર ચાલીને જ સમાજને સશક્ત કરી શકીએ છીએ, દેશને સશક્ત કરી શકીએ છીએ. આઝાદીનાં આ ‘અમૃત મહોત્સવ’ માં આ જ આપણો સંકલ્પ હોવો જોઇએ અને આ જ આપણી સાધના પણ હોવી જોઇએ અને જેનો એક જ માર્ગ છે – કર્તવ્ય, કર્તવ્ય અને કર્તવ્ય.
મારાં વહાલાં દેશવાસીઓ, આજે ‘મન કી બાત’ માં આપણે સમાજ સાથે જોડાયેલાં કેટલાંય મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરી. તમે બધા, અલગ-અલગ વિષયો સાથે જોડાયેલાં મહત્વપૂર્ણ સૂચનો મને મોકલતાં રહો છો, અને તેનાં જ આધારે આપણી ચર્ચા આગળ વધે છે. ‘મન કી બાત’ નાં આગામી સંસ્કરણ માટે પણ આપના સૂચનો મોકલવાનું ભૂલતા નહીં. હાલમાં આઝાદીનાં અમૃત મહોત્સવ સાથે જોડાયેલ જે કાર્યક્રમ ચાલી રહ્યાં છે, જે આયોજનોમાં તમે ઉપસ્થિત રહો છો, તે વિષય સંદર્ભે પણ મને જરૂર જણાવજો. Namo app અને MyGov પર હું તમારા સૂચનોની રાહ જોઇશ. આવતી વખતે આપણે ફરી એકવાર મળીશું, ફરીથી દેશવાસીઓ સાથે જોડાયેલ આવાં જ વિષયો પર વાતો કરીશું. તમે, તમારું ધ્યાન રાખજો અને તમારી આસપાસના તમામ જીવજંતુઓનો પણ ખ્યાલ રાખજો. ઉનાળાની આ ઋતુમાં તમે પશુ-પક્ષીઓ માટે દાણાં-પાણી આપવાનું તમારું માનવીય દાયિત્વ પણ નિભાવતા રહો – તે જરૂર યાદ રાખજો, ત્યાં સુધી ખૂબ ખૂબ ધન્યવાદ.
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર.
નવા વિષયો સાથે, નવાં પ્રેરક ઉદાહરણો સાથે, નવા-નવા સંદેશાઓને સમેટીને એક વાર ફરી હું તમારી સાથે ‘મન કી બાત’ કરવા આવ્યો છું. શું તમને ખબર છે કે આ વખતે મને સૌથી વધુ પત્રો અને સંદેશ કયા વિષય પર મળ્યા છે? એ વિષય એવો છે જે ઇતિહાસ, વર્તમાન અને ભવિષ્ય ત્રણેય સાથે જોડાયેલો છે. હું વાત કરી રહ્યો છું દેશને મળેલા પ્રધાનમંત્રીસંગ્રહાલયની. આ ૧૪ એપ્રિલે બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી પર પ્રધાનમંત્રીસંગ્રહાલયનું લોકાર્પણ થયું છે. તેને દેશના નાગરિકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. એક શ્રોતા છે શ્રીમાન સાર્થકજી, તેઓ ગુરુગ્રામ રહે છે અને પહેલી તક મળતા જ તેઓ પ્રધાનમંત્રીસંગ્રહાલય જોવા આવ્યા છે. સાર્થકજીએ Namo App પર જે સંદેશ મને લખ્યો છે તે ખૂબ જ રસપ્રદ છે. તેમણે લખ્યું છે કે તેઓ વર્ષોથી સમાચાર ચેનલો જુએ છે, સમાચારપત્રો વાંચે છે, સૉશિયલ મિડિયા સાથે પણ જોડાયેલા છે, આથી તેમને લાગતું હતું કે તેમનું સામાન્ય જ્ઞાન સારું હશે, પરંતુ જ્યારે તેઓ પી. એમ. સંગ્રહાલય ગયા તો તેમને ખૂબ જ આશ્ચર્ય થયું, તેમને અનુભવાયું કે તેઓ પોતાના દેશ અને દેશનું નેતૃત્વ કરનારા લોકો વિશે ઘણું બધું જાણતા જ નથી. તેમણે પી. એમ. સંગ્રહાલયની કેટલીક એવી ચીજો વિશે લખ્યું છે જે તેમની જિજ્ઞાસાને વધારનારી હતી, જેમ કે તેમને લાલબહાદુર શાસ્ત્રીજીનો તે ચરખો જોઈને ઘણી ખુશી થઈ, જે તેમને સાસરિયા પક્ષ તરફથી ભેટ મળ્યો હતો. તેમણે શાસ્ત્રીજીની પાસબુક પણ જોઈ અને એ પણ જોયું કે તેમની પાસે કેટલી ઓછી બચત હતી. સાર્થકજીએ લખ્યું છે કે તેમને એ પણ નહોતી ખબર કે મોરારજીભાઈ દેસાઈ સ્વતંત્રતા સંગ્રામમાં જોડાતા પહેલાં ગુજરાતમાં નાયબ કલેક્ટર હતા. પ્રશાસનિક સેવામાં તેમની એક લાંબી કારકિર્દી રહી છે. સાર્થકજી, ચૌધરી ચરણસિંહજી વિશે લખે છે કે તેમને ખબર જ નહોતી કે જમીનદારી ઉન્મૂલન ક્ષેત્રમાં ચૌધરી ચરણસિંહજીનું ખૂબ જ મોટું યોગદાન હતું. એટલું જ નહીં, તેઓ વધુમાં લખે છે કે જ્યારે જમીન સુધારાના વિષયમાં ત્યાં તેમણે જોયું કે
શ્રીમાન પી. વી. નરસિમ્હારાવજી જમીન સુધારાના કામમાં ખૂબ જ ગાઢ રૂચિ લેતા હતા.સાર્થકજીને પણ આ મ્યૂઝિયમમાં આવીને જ ખબર પડી કે ચંદ્રશેખરજીએ ૪ હજાર કિલોમીટરથી વધુ પગપાળા ચાલીને ઐતિહાસિક ભારત યાત્રા કરી હતી. તેમણે જ્યારે સંગ્રહાલયમાં એ ચીજોને જોઈ જે અટલજી ઉપયોગ કરતા હતા, તેમનાં ભાષણોને સાંભળ્યાં તો તેઓ ગર્વાન્વિત થઈ ગયા. સાર્થકજીએ એ પણ કહ્યું કે આ સંગ્રહાલયમાં મહાત્મા ગાંધી, સરદાર પટેલ, ડૉ. આંબેડકર, જયપ્રકાશ નારાયણ અને આપણા પ્રધાનમંત્રીજવાહરલાલ નહેરુ વિશે પણ ઘણી રોચક જાણકારીઓ છે.
સાથીઓ, દેશના વડા પ્રધાનોના યોગદાનને યાદ કરવા માટે સ્વતંત્રતાના અમૃત મહોત્સવથી વધુ સારો સમય કયો હોઈ શકે? દેશ માટે ગૌરવની વાત છે કે સ્વતંત્રતાનો અમૃત મહોત્સવ એક જન આંદોલનનું રૂપ લઈ રહ્યો છે. ઇતિહાસ વિશે લોકોનો રસ ઘણો વધી રહ્યો છે અને તેવામાં પી. એમ. મ્યૂઝિયમ યુવાનો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે જે દેશના અણમોલ વારસા સાથે તેમને જોડી રહ્યું છે.
એમ તો, સાથીઓ, જ્યારે સંગ્રહાલય વિશે તમારી સાથે આટલી વાતો થઈ રહી છે તો મને મન થયું કે હું પણ તમને કેટલાક પ્રશ્નો કરું. જોઈએ કે તમારું સામાન્ય જ્ઞાન કેટલું છે? તમને કેટલી જાણકારી છે? મારા નવયુવાન સાથીઓ, તમે તૈયાર છો? કાગળ, કલમ હાથમાં લઈ લીધાં? હવે હું તમને જે પૂછવા જઈ રહ્યો છું તેનો ઉત્તર Namo App કે સૉશિયલ મિડિયા પર #museumquiz સાથે શૅર કરી શકો છો અને અવશ્ય કરો. મારો તમને અનુરોધ છે કે તમે આ બધા પ્રશ્નોના જવાબ જરૂર આપો. તેનાથી દેશભરના લોકોને સંગ્રહાલય વિશે રસ વધુ વધશે. શું તમે જાણો છો કે દેશના કયા શહેરમાં એક પ્રસિદ્ધ રેલવે સંગ્રહાલય છે, જ્યાં છેલ્લાં ૪૫ વર્ષથી લોકોને ભારતીય રેલવેના વારસાને જોવાની તક મળે છે? હું તમને એક સંકેત આપું છું. તમે અહીં Fairy Queen, Saloon Of Prince Of Walesથી લઈને Fireless Steam Locomotive પણ જોઈ શકો છો. શું તમે જાણો છો કે મુંબઈમાં એ કયું સંગ્રહાલય છે જ્યાં આપણને બહુ જ રોચક રીતે ચલણ (કરન્સી)નો વિકાસ (ઇવૉલ્યૂશન) જોવા મળે છે?
અહીં ઈ. સ. પૂર્વે છઠ્ઠી શતાબ્દિના સિક્કા હાજર છે તો બીજી તરફ ઇ-મની પણ હાજર છે. ત્રીજો પ્રશ્ન. વિરાસત એ ખાલસા આ સંગ્રહાલય સાથે જોડાયેલી છે. શું તમે જાણો છો કે આ સંગ્રહાલય પંજાબના કયા શહેરમાં આવેલું છે? પતંગબાજીમાં તો તમને સહુને ખૂબ જ આનંદ આવતો હશે, આગલો પ્રશ્ન તેની સાથે જોડાયેલો છે. દેશનું એક માત્ર પતંગ સંગ્રહાલય ક્યાં છે? ચાલો, હું તમને એક સંકેત આપું છું. અહીં જે સૌથી મોટો પતંગ રાખ્યો છે તેનો આકાર ૨૨ x (ગુણ્યા/બાય)૧૬ ફૂટ છે. કંઈ ખબર પડી કે નહીં? નહીં? તો એક વધુ ચીજ કહું છું. તે જે શહેરમાં છે તેનો બાપુ સાથે વિશેષ સંબંધ રહ્યો છે. બાળપણમાં ટપાલ ટિકિટોના સંગ્રહનો શોખ કોને નથી હોતો. પરંતુ શું તમને ખબર છે કે ભારતમાં ટપાલ ટિકિટ સાથે જોડાયેલું નેશનલ મ્યૂઝિયમ ક્યાં છે? હું તમને એક વધુ પ્રશ્ન કરું છું. ગુલશન મહલ નામના ભવનમાં કયું મ્યૂઝિયમછે? તમારા માટે સંકેત એ છે કે આ સંગ્રહાલયમાં તમે ફિલ્મના નિર્દેશક પણ બની શકો છો, કેમેરા, એડિટિંગની ઝીણામાં ઝીણી બાબતોને પણ જોઈ શકો છો. અચ્છા, શું તમે એવા કોઈ સંગ્રહાલય વિશે જાણો છો જે ભારતના કાપડ સાથે જોડાયેલા વારસાની ઉજવણી કરે છે? આ સંગ્રહાલયમાં મિનિયેચર પેઇન્ટિંગ્સ, જૈન મેનૂસ્ક્રિપ્ટ્સ, સ્કલ્પ્ચર, ઘણું બધું છે. તે પોતાના અનોખા પ્રદર્શન માટે પણ જાણીતું છે.
સાથીઓ, ટૅક્નૉલૉજીના આ સમયમાં તમારા માટે જવાબ શોધવો ઘણો સરળ છે. આ પ્રશ્નો મેં એટલા માટે પૂછ્યા જેથી આપણી નવી પેઢીમાં જિજ્ઞાસા વધે, તેઓ તેના વિશે વધુ વાંચે, તેમને જોવા જાય. હવે તો સંગ્રહાલયના મહત્ત્વના કારણે અનેક લોકો, પોતે આગળ આવીને, મ્યૂઝિયમ માટે ઘણું દાન પણ કરી રહ્યા છે. ઘણા લોકો પોતાના જૂના કલેક્શનને, ઐતિહાસિક વસ્તુઓને પણ મ્યૂઝિયમને દાનમાં આપી રહ્યા છે. તમે જ્યારે આવું કરો છો તે એક રીતે તમે એક સાંસ્કૃતિક મૂડીને સમગ્ર સમાજ સાથે વહેંચો છો. ભારતમાં પણ લોકો હવે તેના માટે આગળ આવી રહ્યા છે. હું, આવા બધા ખાનગી પ્રયાસોની પણ પ્રશંસા કરું છું. આજે બદલાતા સમયમાં અને કૉવિડ પ્રૉટૉકૉલના કારણે મ્યૂઝિયમમાં નવી રીતભાત અપનાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. મ્યૂઝિયમમાં ડિજિટાઇઝેશન પર પણ ધ્યાન વધ્યું છે.
તમે બધા જાણો છો કે ૧૮ મેએ આખી દુનિયામાં આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ ઉજવવામાં આવશે. તેને જોતાં, મારા યુવાન સાથીઓ માટે મારી પાસે એક આઇડિયા છે. આવનારા રજાના દિવસોમાં, તમે તમારી મિત્રોની મંડળી સાથે, કોઈ સ્થાનિક મ્યૂઝિયમ જોવા જાવ તો કેવું? તમે તમારો અનુભવ #MuseumMemories ની સાથે જરૂર શૅર કરો. તમે આવું કરશો તો બીજાના મનમાં પણ સંગ્રહાલય વિશે જિજ્ઞાસા વધશે.
મારા પ્રિય દેશવાસીઓ, તમે તમારા જીવનમાં ઘણા સંકલ્પ લેતા હશો. તેમને પૂરા કરવા માટે પરિશ્રમ પણ કરતા હશો. સાથીઓ, પરંતુ તાજેતરમાં જ, મને એવા સંકલ્પ વિશે જાણવા મળ્યું, જે ખરેખર ઘણો અલગ હતો, ઘણો અનોખો હતો. આથી મેં વિચાર્યું કે ‘મન કી બાત’ના શ્રોતાઓને તે જરૂર જણાવું.
સાથીઓ, શું તમે વિચારી શકો છો કે કોઈ પોતાના ઘરેથી એવો સંકલ્પ લઈને નીકળે કે આજે દિવસભર તે આખું શહેર ફરશે અને એક પણ પૈસાની લેવડદેવડ રોકડમાં નહીં કરે? કેશમાં નહીં કરે? છે ને રસપ્રદ સંકલ્પ? દિલ્લીની બે દીકરીઓ સાગરિકા અને પ્રેક્ષાએ આવા જ કેશલેસ ડે આઉટનો એક્સ્પેરિમેન્ટ કર્યો. સાગરિકા અને પ્રેક્ષા દિલ્લીમાં જ્યાં પણ ગઈ, તેમને ડિજિટલ પેમેન્ટની સુવિધા મળી ગઈ. યુપીઆઈ ક્યૂઆર કૉડના કારણે તેમને રોકડા કાઢવાની જરૂર જ ન પડી. ત્યાં સુધી કે સ્ટ્રીટ ફૂડ અને લારી પર પણ મોટા ભાગની જગ્યાએ તેમને ઑનલાઇન લેવડદેવડની સુવિધા મળી.
સાથીઓ, કોઈ કહેશે કે આ તો દિલ્લી છે, મેટ્રૉ સિટી છે, ત્યાં તો આ બધું સરળ છે. પરંતુ એવું નથી કે યુપીઆઈનો આ પ્રસાર માત્ર દિલ્લી જેવાં મોટાં શહેરો પૂરતો જ સીમિત છે. એક સંદેશ મને ગાઝિયાબાદથી આનંદિતા ત્રિપાઠીનો પણ મળ્યો છે. આનંદિતા ગયા સપ્તાહે પોતાના પતિની સાથે નૉર્થ ઇસ્ટ ફરવા ગયાં હતાં. તેમણે આસામથી લઈને મેઘાલય અને અરુણાચલ પ્રદેશના તવાંગ સુધી પોતાની મુસાફરીનો અનુભવ મને જણાવ્યો. તમને એ જાણીને સુખદ આશ્ચર્ય થશે કે અનેક દિવસોની આ મુસાફરીમાં અંતરિયાળ વિસ્તારોમાં પણ તેમને રોકડા કાઢવાની જરૂરિયાત જ ન પડી. જે જગ્યાઓ પર કેટલાંક વર્ષો પહેલાં સુધી ઇન્ટરનેટની સુવિધા પણ નહોતી,
ત્યાં પણ હવે યુપીઆઈથી પેમેન્ટની સુવિધા હાજર છે. સાગરિકા, પ્રેક્ષા અને આનંદિતાના અનુભવોને જોઈને હું તમને પણ અનુરોધ કરીશ કે કેશલેસ ડે આઉટનો ઍક્સ્પેરિમેન્ટ કરી જુઓ, જરૂર કરો.
સાથીઓ, ગત કેટલાંક વર્ષોમાં ભીમ યુપીઆઈ ઝડપથી આપણા અર્થતંત્ર અને ટેવોનો ભાગ બની ગઈ છે. હવે તો નાનાં-નાનાં શહેરોમાં અને મોટા ભાગનાં ગામોમાં પણ લોકો યુપીઆઈથી જ લેવડદેવડ કરે છે. ડિજિટલ ઇકૉનૉમીથી દેશમાં એક સંસ્કૃતિ પણ જન્મી રહી છે. ગલી-વિસ્તારોની નાની-નાની દુકાનોમાં ડિજિટલ પેમેન્ટ હોવાના કારણે તેમને વધુમાં વધુ ગ્રાહકોને સર્વિસ દેવાનું સરળ થઈ ગયું છે. તેમને હવે છુટ્ટા પૈસાની પણ તકલીફ નથી થતી. તમે પણ યુપીઆઈની સુવિધા રોજિંદા જીવનમાં અનુભવતા હશો. ક્યાંય પણ જાવ, રોકડા લઈને જવાની, બૅંક જવાની, ઍટીએમ શોધવાની ઝંઝટ નથી રહી. મોબાઇલથી જ બધાં પેમેન્ટ થઈ જાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા આ નાનાં-નાનાં ઑનલાઇન પેમેન્ટથી દેશમાં કેટલી મોટી ડિજિટલ ઇકૉનૉમી તૈયાર થઈ છે? આ સમયે આપણા દેશમાં લગભગ ૨૦ હજાર કરોડ રૂપિયાની લેવડદેવડ દરરોજ થઈ રહી છે. ગત માર્ચ મહિનામાં તો યુપીઆઈ લેવડદેવડ લગભગ ૧૦ લાખ કરોડ સુધી પહોંચી ગઈ. તેનાથી દેશમાં સુવિધા પણ વધી રહી છે અને પ્રમાણિકતાનું વાતાવરણ પણ બની રહ્યું છે. હવે તો દેશમાં Fin-Techસાથે જોડાયેલાં અનેક નવાં સ્ટાર્ટ-અપ પણ આગળ વધી રહ્યાં છે. હું ઈચ્છીશ કે જો તમારી પાસે પણ ડિજિટલ પેમેન્ટ અને સ્ટાર્ટ અપ ઇકૉ સિસ્ટમની આ શક્તિ સાથે જોડાયેલા કોઈ અનુભવ હોય તો તેમને જણાવો. તમારા અનુભવ બીજા અનેક દેશવાસીઓ માટે પ્રેરણા બની શકે છે.
મારા પ્રિય દેશવાસીઓ, ટૅક્નૉલૉજીની આ શક્તિ સામાન્ય લોકોનું જીવન બદલી રહી છે, તે આપણને આપણી આસપાસ સતત દેખાઈ રહ્યું છે. ટૅક્નૉલૉજીએ એક બીજું મોટું કામ કર્યું છે. આ કામ છે દિવ્યાંગ સાથીઓની અસાધારણ ક્ષમતાનો લાભ, દેશ અને દુનિયાને અપાવવાનો. આપણાં દિવ્યાંગ ભાઈ-બહેન શું કરી શકે છે તે આપણે ટૉકિયો પેરાલિમ્પિક્સમાં જોયું છે. રમતની જેમ જ કળા, શિક્ષણ અને બીજાં અનેક ક્ષેત્રોમાં દિવ્યાંગ સાથીઓ કમાલ કરી રહ્યા છે. પરંતુ જ્યારે આ સાથીઓને ટૅક્નૉલૉજીની તાકાત મળી જાય છે,
તો તેઓ વધુમોટાં શિખર સર કરી શકે છે. આથી દેશ આજકાલ સતત સંસાધનો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને દિવ્યાંગો માટે સુલભ બનાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યો છે. દેશમાં એવાં અનેક સ્ટાર્ટ અપ્સ અને સંગઠન પણ છે જે આ દિશામાં પ્રેરણાદાયી કામ કરી રહ્યાં છે. આવી જ એક સંસ્થા છે- Voice Of Specially-abled people, આ સંસ્થા assistive technologyના ક્ષેત્રમાં નવા અવસરોને પ્રમૉટ કરે છે. જે દિવ્યાંગ કલાકાર છે તેમના કામને, દુનિયા સુધી પહોંચાડવા માટે એક નવીન શરૂઆત પણ કરવામાં આવી છે. Voice Of Specially-abledpeopleના આ કલાકારોનાં ચિત્રોની ડિજિટલ આર્ટ ગેલેરી તૈયાર કરી છે. દિવ્યાંગ સાથી કઈ રીતે અસાધારણ પ્રતિભા ધરાવતા હોય છે અને તેમની પાસે કેટલી અસાધારણ ક્ષમતા હોય છે- આ આર્ટ ગેલેરી તેનું ઉત્તમ ઉદાહરણ છે. દિવ્યાંગ સાથીઓના જીવનમાં કેવા-કેવા પડકારો હોય છે, તેમાંથી નીકળીને તેઓ ક્યાં સુધી પહોંચે છે! આવા અનેક વિષયોને આ ચિત્રોમાં તમે અનુભવી શકો છો. તમે પણ જો કોઈ દિવ્યાંગ સાથીને જાણતા હો, તેમની પ્રતિભાને જાણતા હો તો ડિજિટલ ટૅક્નૉલૉજીની મદદથી તેને દુનિયા સામે લાવી શકો છો. જે દિવ્યાંગ સાથી છે તે પણ આ પ્રકારના પ્રયાસો સાથે જરૂર જોડાય.
મારા પ્રિય દેશવાસીઓ, દેશના મોટા ભાગના હિસ્સામાં ગરમી ખૂબ ઝડપથી વધી રહી છે. વધી રહેલી ગરમી, પાણી બચાવવાની આપણી જવાબદારીને પણ એટલી જ વધારી દે છે. બની શકે કે તમે જ્યાં હો ત્યાં પર્યાપ્ત માત્રામાં પાણી ઉપલબ્ધ હોય. પરંતુ તમારે એ કરોડો લોકોને હંમેશાં યાદ રાખવાના છે જે જળ સંકટવાળાં ક્ષેત્રોમાં રહે છે, જેમના માટે પાણીનું એક-એક ટીપું અમૃત સમાન હોય છે.
સાથીઓ, આ સમયે સ્વતંત્રતાનાં ૭૫મા વર્ષમાં, સ્વતંત્રતાના અમૃત મહોત્સવમાં, દેશ જે સંકલ્પો સાથે આગળ વધી રહ્યો છે, તેમાં એક જળ સંરક્ષણ પણ છે. અમૃત મહોત્સવ દરમિયાન દેશના દરેક જિલ્લામાં ૭૫ અમૃત સરોવર બનાવવામાં આવશે.
તમે કલ્પના કરી શકો છો કે કેટલું મોટું અભિયાન છે? તે દિવસો દૂર નથી જ્યારે તમારાં પોતાનાં શહેરોમાં ૭૫ અમૃત સરોવર હશે. હું, તમને સહુને, અને ખાસ કરીને, યુવાનો પાસેથી ઈચ્છીશ કે તેઓ આ અભિયાન વિશે જાણે અને તેમની જવાબદારી પણ ઉઠાવે. જો તમારા ક્ષેત્રમાં સ્વતંત્રતા સંગ્રામ સાથે જોડાયેલો કોઈ ઇતિહાસ હોય, કોઈ સેનાનીની સ્મૃતિ હોય તો તેને પણ અમૃત સરોવર સાથે જોડી શકો છો. એમ તો, મને એ જાણીને સારું લાગ્યું કે અમૃત સરોવરનો સંકલ્પ લીધા પછી અનેક સ્થળો પર ઝડપથી કામ શરૂ થઈ ચૂક્યું છે. મને યુપીના રામપુરની ગ્રામ પંચાયત પટવાઈ વિશે જાણવા મળ્યું છે. ત્યાં ગ્રામ સભાની ભૂમિ પર એક તળાવ હતું, પરંતુ તે ગંદકી અને કચરાના ઢગલાથી ખદબદતું હતું. છેલ્લાં કેટલાંક અઠવાડિયામાં, ઘણી મહેનત કરીને, સ્થાનિક લોકોની મદદથી, સ્થાનિક શાળાનાં બાળકોની મદદથી, તે ગંદા તળાવનો કાયાકલ્પ થઈ ગયો છે. હવે, તે સરોવરના કિનારે રિટેઇનિંગ વૉલ, ચાર દીવાલો, ફૂડ કૉર્ટ, ફૂવારા અને લાઇટિંગની પણ ન જાણે, કેટ-કેટલી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. હું રામપુરની પટવાઈ ગ્રામ પંચાયતને, ગામના લોકોને, ત્યાંનાં બાળકોના આ પ્રયાસ માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.
સાથીઓ, પાણીની ઉપલબ્ધતા અને પાણીની તંગી, આ કોઈ પણ દેશની પ્રગતિ અને ગતિને નિર્ધારિત કરે છે. તમે પણ અવલોકન કર્યું હશે કે ‘મન કી બાત’માં, હું, સ્વચ્છતા જેવા વિષયો સાથે વારંવાર જળ સંરક્ષણની વાત જરૂર કરું છું. આપણા ગ્રંથમાં તો સ્પષ્ટ રૂપે કહેવાયું છે કે-
पानियम् परमम् लोके, जीवानाम् जीवनम् समृतम ।।
અર્થાત્, સંસારમાં, જળ જ, દરેક જીવના, જીવનનો આધાર છે અને જળ જ સૌથી મોટું સંસાધન પણ છે. આથી તો આપણા પૂર્વજોએ જળ સંરક્ષણ પર આટલું જોર આપ્યું. વેદોથી લઈને પુરાણો સુધી, દરેક જગ્યાએ પાણી બચાવવા માટે, તળાવ, સરોવર વગેરે બનાવવાને, મનુષ્યનું સામાજિક અને આધ્યાત્મિક કર્તવ્ય બતાવવામાં આવ્યું છે. વાલ્મીકિ રામાયણમાં જળ સ્ત્રોતોને જોડવા પર, જળ સંરક્ષણ પર, વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
આ જ રીતે, ઇતિહાસના સ્ટુડન્ટ્સ જાણતા હશે કે સિન્ધુ સરસ્વતી અને હડપ્પા સભ્યતા દરમિયાન પણ ભારતમાં પાણી સંબંધે કેટલી વિકસિત એન્જિનિયરિંગ હતી. પ્રાચીન કાળમાં અનેક શહેરોમાં જળ સ્રોતોની પરસ્પર ઇન્ટર કનેક્ટેડ સિસ્ટમ રહેતી હતી, અને આ તે સમય હતો જ્યારે વસતિ એટલી બધી નહોતી. પ્રાકૃતિક સંસાધનોની પણ તંગી નહોતી. એક રીતે, વિપુલતા હતી, તેમ છતાં, જળ સંરક્ષણ વિશે, ત્યારે, જાગૃતિ સૌથી વધુ હતી. પરંતુ આજે સ્થિતિ તેનાથી વિપરીત છે. મારો તમને સહુને અનુરોધ છે, તમે તમારા વિસ્તારના આવાં જૂનાં તળાવો, કૂવા અને સરોવરો વિશે જાણો. અમૃત સરોવર અભિયાનના કારણે જળ સંરક્ષણની સાથોસાથ તમને વિસ્તારની ઓળખ પણ થશે. તેનાથી શહેરોમાં, વિસ્તારોમાં, સ્થાનિક પર્યટનનાં સ્થળ પણ વિકસિત થશે. લોકોને હરવા-ફરવાની પણ એક જગ્યા મળશે.
સાથીઓ, જળ સાથે જોડાયેલો દરેક પ્રયાસ આપણી કાલ સાથે જોડાયેલો છે. તેમાં સમગ્ર સમાજની જવાબદારી હોય છે. તેના માટે સદીઓથી અલગ-અલગ સમાજ, અલગ-અલગ પ્રયાસ સતત કરતા આવ્યા છે. જેમ કે ‘કચ્છના રણ’ની એક જનજાતિ ‘માલધારી’ જળ સંરક્ષણ માટે ‘વૃદાસ’ નામનો ઉપયોગ કરે છે. તેના હેઠળ નાના કૂવા બનાવવામાં આવે છે અને તેના બચાવ માટે આસપાસ ઝાડ લગાવવામાં આવે છે. આ જ રીતે મધ્ય પ્રદેશની ભીલ જનજાતિએ પોતાની એક ઐતિહાસિક પરંપરા ‘હલમા’ને જળ સંરક્ષણ માટે ઉપયોગ કરી છે. આ પરંપરા હેઠળ આ જનજાતિના લોકો પાણી સાથે જોડાયેલી સમસ્યાઓનો ઉપાય શોધવા માટે એક જગ્યાએ એકત્રિત થાય છે. હલમા પરંપરાથી મળેલાં સૂચનોના કારણે આ ક્ષેત્રમાં પાણીનું સંકટ ઓછું થયું છે અને ભૂગર્ભ જળનું સ્તર પણ વધી રહ્યું છે.
સાથીઓ, આવા જ કર્તવ્યનો ભાવ જો બધાના મનમાં આવી જાય તો જળ સંકટ સાથે જોડાયેલા મોટામાં મોટા પડકારનો ઉકેલ આવી શકે છે. આવો, સ્વતંત્રતાના અમૃત મહોત્સવમાં આપણે જળ સંરક્ષણ અને જીવન સંરક્ષણનો સંકલ્પ લઈએ.
આપણે ટીપું-ટીપું જળ બચાવીશું અને દરેક જીવન બચાવીશું.
મારા પ્રિય દેશવાસીઓ, તમે જોયું હશે કે કેટલાક દિવસો પહેલાં મેં મારા યુવાન મિત્રો સાથે, સ્ટુડન્ટ્સ સાથે ‘પરીક્ષા પર ચર્ચા’ કરી હતી. આ ચર્ચા દરમિયાન કેટલાક સ્ટુડન્ટ્સે કહ્યું કે તેમને એક્ઝામમાં ગણિતથી ડર લાગે છે. આ પ્રકારની વાત અનેક વિદ્યાર્થીઓએ મને પોતાના સંદેશમાં પણ મોકલી હતી. તે સમયે જ મેં એવું નક્કી કર્યું હતું કે ગણિત-મેથેમેટિક્સ પર હું આ વખતે ‘મન કી બાત’માં જરૂર ચર્ચા કરીશ.
સાથીઓ, ગણિત તો એવો વિષય છે જેના વિશે આપણે ભારતીયોએ સૌથી વધુ સહજ હોવું જોઈએ. છેવટે, ગણિત અંગે સમગ્ર દુનિયાને સૌથી વધુ શોધ અને યોગદાન ભારતના લોકોએ જ તો આપ્યું છે. શૂન્ય, અર્થાત્, ઝીરોની શોધ અને તેના મહત્ત્વ વિશે તમે ઘણું સાંભળ્યું પણ હશે. ઘણી વાર, તમે એમ પણ સાંભળતા હશો કે જો ઝીરોની શોધ ન થઈ હોત તો કદાચ આપણે, દુનિયાની આટલી વૈજ્ઞાનિક પ્રગતિ પણ ન જોઈ શક્યા હોત. કેલ્ક્યુલસથી લઈને કમ્પ્યૂટર્સ સુધી – આ બધી વૈજ્ઞાનિક શોધ ઝીરો પર જ તો આધારિત છે. ભારતના ગણિતજ્ઞો અને વિદ્વાનોએ ત્યાં સુધી લખ્યું છે કે
यत् किंचित वस्तु तत सर्व, गणितेन बिना नहि !
અર્થાત્, આ સમગ્ર બ્રહ્માંડમાં જે કંઈ પણ છે તે બધું જ ગણિત પર જ આધારિત છે. તમે વિજ્ઞાનનો અભ્યાસ યાદ કરો, તો તેનો અર્થ તમને સમજાઈ જશે. વિજ્ઞાનનો દરેક પ્રિન્સિપલ એક મેથેમેટિકલ ફૉર્મ્યુલામાં જ તો વ્યક્ત કરાય છે. ન્યૂટનના લૉઝ હોય, આઇનસ્ટાઇનનું ફેમસ ઇક્વેશન, બ્રહ્માંડ સાથે જોડાયેલું આખું વિજ્ઞાન એક ગણિત જ તો છે. હવે તો વૈજ્ઞાનિક પણ થિયરી ઑફ એવરીથિંગની પણ ચર્ચા કરે છે. અર્થાત્, એક એવી સિંગલ ફૉર્મ્યૂલા જેનાથી બ્રહ્માંડની દરેક ચીજને અભિવ્યક્ત કરી શકાય. ગણિતની મદદથી વૈજ્ઞાનિક સમજના આટલા વિસ્તારની કલ્પના આપણા ઋષિઓએ હંમેશાં કરી છે. આપણે જો શૂન્યનો આવિષ્કાર કર્યો તો સાથે જ અનંત, અર્થાત્ ઇન્ફાનાઇટને પણ ઍક્સ્પ્રેસ કર્યું છે. સામાન્ય બોલચાલમાં જ્યારે આપણે સંખ્યાઓ અને નંબર્સની વાત કરીએ છીએતો મિલિયન, બિલિયન અને ટ્રિલિયન સુધી બોલીએ અને વિચારીએ છીએ,
પરંતુ વેદોમાં અને ભારતીય ગણિતમાં આ ગણના ઘણે આગળ સુધી જાય છે. આપણે ત્યાં એક જૂનો શ્લોક પ્રચલિત છે-
एकं दशं शतं चैव, सहस्त्रम अयुतं तथा ।
लक्षं च नियुंत चैव, कोटि: अर्बुदम् एव च ।।
वृन्दं खर्वो निखर्व: च, शंख: पद्म: च सागर: ।
अन्त्यं मध्यं परार्ध: च, दश वृद्ध्या यथा क्रमम् ।।
આ શ્લોકમાં સંખ્યાનો ઑર્ડર જણાવવામાં આવ્યો છે. જેમ કે,
એક, દસ, સો, હજાર અને અયુત ।
લાખ, નિયુત, અને કોટિ એટલે કે કરોડ ।
આ પ્રકારે આ સંખ્યા જાય છે- શંખ, પદ્મ અને સાગર સુધી. એક સાગરનો અર્થ થાય છે ૧૦ની પાવર ૫૭. એટલું જ નહીં, તેનાથી આગળ પણ, ઓધ અને મહોધ જેવી સંખ્યાઓ હોય છે. એક મહોધ હોય છે- ૧૦ની પાવર ૬૨ જેટલું અર્થાત એકની આગળ ૬૨ શૂન્ય, સિક્સ્ટી ટુ ઝીરો. આપણે આટલી મોટી સંખ્યાની કલ્પના પણ મગજમાં કરીએ છીએ તો મુશ્કેલી થાય છે, પરંતુ ભારતીય ગણિતમાં તેનો પ્રયોગ હજારો વર્ષોથી થતો આવ્યો છે. હમણાં કેટલાક દિવસો પહેલાં જ મને ઇન્ટેલ કંપનીના સીઇઓ મળ્યા હતા. તેમણે મને એક પેઇન્ટિંગ આપ્યું હતું જેમાં પણ વામન અવતારના માધ્યમથી ગણના અથવા માપની આવી જ એક પદ્ધતિનું ભારતીય પદ્ધતિનું ચિત્રણ કરવામાં આવ્યું હતું. ઇન્ટેલનું નામ આવ્યું તો કમ્પ્યૂટર તમારા મગજમાં આપોઆપ આવી ગયું હશે. કમ્પ્યૂટરની ભાષામાં તમે બાઇનરી સિસ્ટમ વિશે પણ સાંભળ્યું હશે, પરંતુ, શું તમને ખબર છે કે આપણા દેશમાં આચાર્ય પિંગળા જેવા ઋષિ થયા હતા, જેમણે બાઇનરીની કલ્પના કરી હતી. આ જ રીતે આર્યભટ્ટથી લઈને રામાનુજન જેવા ગણિતજ્ઞો સુધી ગણિતના અનેક સિદ્ધાંતો પર આપણે ત્યાં કામ થયું છે.
સાથીઓ, આપણે ભારતીયો માટે ગણિત ક્યારેય મુશ્કેલ વિષય નથી રહ્યો, તેનું એક મોટું કારણ આપણું વૈદિક ગણિત પણ છે.
આધુનિક કાળમાં વૈદિક ગણિતનો શ્રેય જાય છે- શ્રી ભારતી કૃષ્ણ તીર્થ મહારાજને. તેમણે કેલ્ક્યુલેશનની પ્રાચીન રીતોને રિવાઇવ કરી અને તેને વૈદિક ગણિત નામ આપ્યું. વૈદિક ગણિતની સૌથી ખાસ વાત એ છે કે તેના દ્વારા તમે અઘરામાં અઘરી ગણતરીઓ આંખ પટપટાવતા સુધીમાં મનમાં જ કરી લો છો. આજ કાલ તો સૉશિયલ મિડિયા પર વૈદિક ગણિત શીખવા અને શીખવનારા આવા અનેક યુવાનોના વિડિયો પણ તમે જોયા હશે.
સાથીઓ, આજે ‘મન કી બાત’માં વૈદિક ગણિત શીખવનારા એક આવા જ સાથી આપણી સાથે જોડાઈ રહ્યા છે. આ સાથી છે કોલકાતાના ગૌરવ ટેકરીવાલજી. અને તેઓ છેલ્લા બે-અઢી દાયકાથી વૈદિક મેથેમેટિક્સ આ મૂવમેન્ટને ખૂબ જ સમર્પિત ભાવથી આગળ વધારી રહ્યા છે. આવો, તેમની સાથે કેટલીક વાતો કરીએ.
મોદીજી- ગૌરવજી, નમસ્તે.
ગૌરવ- નમસ્તે સર.
મોદીજી- મેં સાંભળ્યું છે કે તમે વૈદિક મેથ્સમાં ઘણી રૂચિ ધરાવો છો, ઘણું બધું કરો છો. તો પહેલા તો હું તમારા વિષયમાં કંઈક જાણવા ઈચ્છીશ અને પછી આ વિષયમાં તમારી રૂચિ કેમ છે, જરા બતાવો.
ગૌરવ- સર, જ્યારે હું વીસ વર્ષ પહેલાં, જ્યારે બિઝનેસ સ્કૂલ માટે એપ્લાય કરી રહ્યો હતો તો તેની કમ્પિટિટિવ ઍક્ઝામ આપવાની રહેતી જેનું નામ હતું કેટ. તેમાં ઘણા બધા ગણિતના પ્રશ્નો પૂછાતા. તેના જવાબ ઓછામાં ઓછા સમયમાં આપવા પડતા હતા. તો મારી માતાએ મને એક બુક લાવીને આપી જેનું નામ હતું વૈદિક ગણિત. સ્વામી શ્રી ભારતીકૃષ્ણ તીર્થજી મહારાજે તે બુક લખી હતી. અને તેમાં તેમણે ૧૬ સૂત્રો આપ્યાં હતાં. જેમાં ગણિત ખૂબ જ સરળ અને ખૂબ જ ઝડપી થઈ જતું હતું. જ્યારે મેં તે વાંચ્યું તો મને ખૂબ જ પ્રેરણા મળી અને પછી મારી રૂચિ જાગૃત થઈ મેથેમેટિક્સમાં. મને સમજાયું કે તે સબ્જેક્ટ જે ભારતની ભેટ છે, જે આપણો વારસો છે, તેને વિશ્વના ખૂણે-ખૂણે પહોંચાડી શકાય છે.
ત્યારથી મેં તેને એક મિશન બનાવ્યું કે વૈદિક ગણિતને વિશ્વના ખૂણે-ખૂણે પહોંચાડવામાં આવે. કારણકે ગણિતનો ભય દરેકને સતાવે છે. અને વૈદિક ગણિતથી સરળ બીજું શું હોઈ શકે?
મોદીજી- ગૌરવજી, કેટલાં વર્ષોથી તમે તેમાં કામ કરી રહ્યા છો?
ગૌરવ- મને આજે થઈ ગયા, લગભગ ૨૦ વર્ષ સર. હું તેમાં જ લાગેલો છું.
મોદીજી- અને અવેરનેસ માટે શું કરો છો, કયા-કયા પ્રયોગ કરો છો, કેવી રીતે જાવ છો લોકો પાસે?
ગૌરવ- અમે લોકો શાળામાં જઈએ છીએ, અમે લોકો ઑનલાઇન શિક્ષણ આપીએ છીએ. અમારી સંસ્થાનું નામ છે વેદિક મેથ્સ ફૉરમ ઇન્ડિયા. તે સંસ્થા હેઠળ અમે લોકો ઇન્ટરનેટના માધ્યમથી ૨૪ કલાક વેદિક મેથ્સ ભણાવીએ છીએ, સર.
મોદીજી- ગૌરવજી, તમે તો જાણતા હશો કે હું સતત બાળકો સાથે વાતચીત કરવાનું પસંદ કરું છું અને હું અવસર શોધતો રહું છું અને ઍક્ઝામ વૉરિયર સાથે તો હું બિલકુલ એક રીતે, મેં તેમને ઇન્સ્ટિટ્યૂશનલાઇઝ્ડ કરી દીધું છે અને મારો પણ અનુભવ છે કે મોટા ભાગે જ્યારે હું બાળકો સાથે વાત કરું છું તો ગણિતનું નામ સાંભળતા જ લોકો ભાગી જાય છે અને મારો તો એ પ્રયાસ રહ્યો છે કે વગર કારણે આ જે એક ભય ઊભો થયો છે તેને કાઢવામાં આવે, આ કાલ્પનિક ડર કાઢવામાં આવે અને નાની-નાની ટૅક્નિક, જે પરંપરાથી ચાલતી આવે છે, જે ભારત માટે, ગણિતનો વિષય કંઈ નવો નથી. કદાચ, દુનિયામાં પુરાતન પરંપરાઓમાં ભારત પાસે ગણિતની પરંપરા રહી છે, તો ઍક્ઝામ વૉરિયરમાંથી ડર કાઢવાનો છે, તો તમે શું કહેશો તેમને?
ગોરવ- સર, આ તો સૌથી વધુ ઉપયોગી છે બાળકો માટે, કારણકે ઍક્ઝામનો જે ડર હોય છે તે દરેક પરિવારમાં ઘર કરી ગયો છે. ઍક્ઝામ માટે બાળકો ટ્યૂશન લે છે, પેરન્ટ્સ હેરાન રહે છે. ટીચર પણ હેરાન રહે છે. તો વૈદિક ગણિતથી તે બધું છૂમંતર થઈ જાય છે. આ સાધારણ ગણિતની સરખામણીમાં વૈદિક ગણિત પંદરસો ટકા ઝડપી છે અને તેનાથી બાળકોમાં બહુ કૉન્ફિડન્સ આવે છે અને મગજ પણ ઝડપથી ચાલે છે.
દા. ત. અમે લોકોએ વૈદિક ગણિત સાથે યોગને પણ ઇન્ટ્રૉડ્યુસ કર્યો છે. જેથી બાળકો જો ઈચ્છે તો આંખો બંધ કરીને પણ કેલ્ક્યુલેશન કરી શકે છે, વૈદિક ગણિત પદ્ધતિ દ્વારા.
મોદીજી- આમ તો ધ્યાનની જે પરંપરા છે તેમાં, આ પ્રકારે ગણિત કરવું, તે પણ ધ્યાનનો એક પ્રાઇમરી કૉર્સ હોય છે.
ગૌરવ – રાઇટ, સર.
મોદીજી- ચાલો, ગૌરવજી, ઘણું સારું લાગ્યું મને, અને તમે મિશન મૉડમાં આ કામને ઉઠાવ્યું છે અને વિશેષ કરીને તમારાં માતા એક સારા ગુરુના રૂપમાં તમને આ રસ્તા પર લઈ આવ્યાં. મારી તરફથી તમને ખૂબ ખૂબ શુભકામનાઓ.
ગૌરવ- આભાર સર. હું તમારો આભાર વ્યક્ત કરું છું, સર. કે વૈદિક ગણિતને તમે આટલું મહત્ત્વ આપ્યું અને મને પસંદ કર્યો, સર. તો we are very thankful.
મોદીજી- ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.
ગૌરવ- નમસ્તે સર.
સાથીઓ, ગૌરવજીએ ખૂબ જ સારી રીતે જણાવ્યું કે વૈદિક ગણિત કેવી રીતે ગણિતને મુશ્કેલમાંથી મજેદાર બનાવી શકે છે. એટલું જ નહીં, વૈદિક ગણિતથી તમે મોટાં-મોટાં સાયન્ટિફિક પ્રૉબ્લેમ્સ પણ સૉલ્વ કરી શકો છો. હું ઈચ્છીશ કે, બધાં માતાપિતા પોતાનાં બાળકોને વૈદિક ગણિત જરૂર શીખવાડે. તેનાથી, તેમનો કૉન્ફિડન્સ તો વધશે જ, તેમના બ્રેઇનનો એનાલિટિકલ પાવર પણ વધશે અને હા, ગણિત વિશે કેટલાંક બાળકોમાં જે પણ થોડોઘણો ડર હોય છે તે ડર પણ પૂરી રીતે સમાપ્ત થઈ જશે.
મારા પ્રિય દેશવાસીઓ, ‘મન કી બાત’માં આજે મ્યૂઝિયમથી લઈને મેથ સુધી અનેક જ્ઞાનવર્ધક વિષયો પર ચર્ચા થઈ. આ બધા વિષયો તમારા લોકોનાં સૂચનોથી જ ‘મન કી બાત’નો હિસ્સો બની જાય છે. મને તમે, આ રીતે, ભવિષ્યમાં પણ પોતાનાં સૂચનો Namo App અને MyGov દ્વારા મોકલતાં રહેજો. આવનારા દિવસાં દેશમાં ઈદનો તહેવાર પણ આવનાર છે.
ત્રણ મેએ અક્ષય તૃતીયા અને ભગવાન પરશુરામની જયંતી પણ ઉજવાશે. કેટલાક દિવસો પછી વૈશાખ બુદ્ધ પૂર્ણિમાનું પર્વ પણ આવશે. આ બધા તહેવાર સંયમ, પવિત્રતા, દાન અને સૌહાર્દના પર્વ છે. તમને બધાને આ પર્વની અગ્રીમ શુભકામનાઓ. આ પર્વને ખૂબ જ ઉલ્લાસ અને સૌહાર્દ સાથે મનાવો. આ બધા વચ્ચે તમારે કોરોનાથી પણ સતર્ક રહેવાનું છે. માસ્ક પહેરવું, નિયમિત અંતરાલ પર હાથ ધોતા રહેવું, બચાવ માટે જે પણ જરૂરી ઉપાય છે, તમે તેનું પાલન કરતા રહેજો. આવતી વખતે ‘મન કી બાત’માં આપણે ફરી મળીશું અને તમારા મોકલાયેલા કેટલાક બીજા નવા વિષયો પર ચર્ચા કરીશું, ત્યાં સુધી વિદાય લઉં છું. ખૂબ ખૂબ ધન્યવાદ.
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. વિતેલા સપ્તાહે આપણે એક એવી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી જેણે આપણને બધાંને ગર્વાન્વિત કર્યા. તમે સાંભળ્યું હશે કે ભારતે ગત સપ્તાહે ૪૦૦ અબજ ડૉલર, એટલે કે ૩૦ લાખ કરોડ રૂપિયાનું નિકાસ લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે. પહેલી વાર સાંભળવામાં લાગે છે કે આ અર્થવ્યવસ્થા સાથે જોડાયેલી વાત છે, પરંતુ આ અર્થવ્યવસ્થાથી પણ વધુ, ભારતના સામર્થ્ય, ભારતની ક્ષમતા સાથે જોડાયેલી વાત છે. એક સમયે ભારતનો નિકાસનો આંકડો ક્યારેક ૧૦૦ અબજ, ક્યારેક દોઢસો અબજ, ક્યારેક ૨૦૦ અબજ સુધી રહેતો હતો. હવે આજે જ્યારે ભારત ૪૦૦ અબજ ડૉલર પર પહોંચી ગયું છે ત્યારે તેનો એક અર્થ એ છે કે દુનિયા ભરમાં ભારતમાં બનેલી ચીજોની માગ વધી રહી છે. બીજો અર્થ એ છે કે ભારતની સપ્લાય ચેઇન દિન-પ્રતિદિન મજબૂત થઈ રહી છે અને તેનો એક બહુ મોટો સંદેશ પણ છે. દેશ વિરાટ ડગલું જ્યારે ભરે છે, જ્યારે સપનાંઓથી મોટા સંકલ્પ હોય છે, જ્યારે સંકલ્પ માટે દિવસ-રાત પ્રમાણિકતાથી પ્રયાસ થાય છે તો તે સંકલ્પ સિદ્ધ પણ થાય છે. અને તમે જુઓ, કોઈ વ્યક્તિના જીવનમાં પણ તો આવું જ થતું હોય છે. જ્યારે કોઈના સંકલ્પ, તેના પ્રયાસ, તેનાં સપનાંથી પણ મોટા થઈ જાય છે તો સફળતા તેની પાસે સામે ચાલીને આવે છે.
સાથીઓ, દેશના ખૂણે-ખૂણેથી નવાં-નવાં ઉત્પાદન જ્યારે વિદેશ જઈ રહ્યાં છે. આસામના હૈલાકાંડીના લેધર પ્રૉડક્ટ હોય કે પછી ઉસ્માનાબાદના હેન્ડલૂમ પ્રૉડક્ટ, બીજાપુરનાં ફળ-શાક હોય કે ચંદોલીના બ્લેક રાઇસ, બધાની નિકાસ વધી રહી છે. હવે તમને લદ્દાખની વિશ્વ પ્રસિદ્ધ એપ્રિકૉટ દુબઈમાં પણ મળશે અને સાઉદી અરબમાં તમિલનાડુથી મોકલાયેલાં કેળાં મળશે. હવે સૌથી મોટી વાત એ છે કે નવાં-નવાં ઉત્પાદનો નવા-નવા દેશોમાં મોકલાઈ રહ્યાં છે. જેમ કે હિમાચલ, ઉત્તરાખંડમાં ઉગેલી બાજરી- જાડા અનાજની પહેલી ખેપ ડેનમાર્કમાં નિકાસ કરવામાં આવી. આંધ્ર પ્રદેશના કૃષ્ણા અને ચિત્તૂર જિલ્લાના બંગનપલ્લી અને સુવર્ણરેખા કેરી, દક્ષિણ કોરિયામાં નિકાસ કરવામાં આવી હતી. ત્રિપુરાથી તાજાં ફણસ, હવાઈ માર્ગે, લંડન નિકાસ કરવામાં આવ્યાં અને પહેલી વાર નાગાલેન્ડના રાજા મરચાને લંડન મોકલવામાં આવ્યું. આ રીતે ભાલિયા ઘઉંની પહેલી ખેપ ગુજરાતથી કેન્યા અને શ્રીલંકા નિકાસ કરવામાં આવી. અર્થાત્, હવે તમે બીજા દેશોમાં જશો તો મેઇડ ઇન ઇન્ડિયા પ્રૉડક્ટ્સ પહેલાંની સરખામણીમાં ઘણી વધુ નજરે પડશે.
સાથીઓ, આ યાદી બહુ લાંબી છે અને જેટલી લાંબી આ યાદી છે, તેટલી જ મોટી મેઇક ઇન ઇન્ડિયાની તાકાત છે. તેટલું જ વિરાટ ભારતનું સામર્થ્ય છે. અને સામર્થ્યનો આધાર છે- આપણા ખેડૂતો. આપણા કારીગરો, આપણા વણકરો, આપણા એન્જિનિયરો, આપણા લઘુ ઉદ્યમી, આપણું MSME ક્ષેત્ર, અલગ-અલગ અનેક વ્યવસાયના લોકો, આ બધા તેની સાચી તાકાત છે. તેમની મહેનતથી જ ૪૦૦ અબજ ડૉલરના નિકાસનું લક્ષ્ય પ્રાપ્ત થઈ શક્યું છે અને મને આનંદ છે કે ભારતના લોકોનું આ સામર્થ્ય હવે દુનિયાના ખૂણે-ખૂણે, નવાં બજારોમાં પહોંચી રહ્યું છે. જ્યારે એક-એક ભારતવાસી લૉકલ માટે વૉકલ થાય છે ત્યારે લૉકલને ગ્લૉબલ થવાં વાર લાગતી નથી. આવો, લૉકલને ગ્લૉબલ બનાવીએ અને આપણાં ઉત્પાદનોની પ્રતિષ્ઠા હજુ વધુ વધારીએ.
સાથીઓ, ‘મન કી બાત’ના શ્રોતાઓને એ જાણીને સારું લાગશે કે ઘરેલુ સ્તર પર પણ આપણા લઘુ ઉદ્યમીઓની સફળતા આપણને ગર્વ અપાવે તેવી છે. આજે આપણા લઘુ ઉદ્યમી સરકારી ખરીદીમાં ગર્વમેન્ટ ઇ-માર્કેટ પ્લેસ અર્થાત્ GEMના માધ્યમથી મોટી ભાગીદારી નિભાવી રહ્યા છે. ટૅક્નૉલૉજીના માધ્યમથી ખૂબ જ પારદર્શી વ્યવસ્થા વિકસિત કરવામાં આવી છે. ગત એક વર્ષમાં GEM પૉર્ટલ મારફત, સરકારે એક લાખ કરોડ રૂપિયાથી વધુની ચીજો ખરીદી છે. દેશના ખૂણે-ખૂણેથી લગભગ સવા લાખ લઘુ ઉદ્યમીઓ, નાના દુકાનદારોએ પોતાનો સામાન સરકારને સીધો વેચ્યો છે. એક જમાનો હતો, જ્યારે મોટી કંપનીઓ જ સરકારને સામાન વેચતી હતી. પરંતુ હવે દેશ બદલાઈ રહ્યો છે, જૂની વ્યવસ્થાઓ પણ બદલાઈ રહી છે. હવે નાનામાં નાનો દુકાનદાર પણ GEM પૉર્ટલ પર સરકારે પોતાનો સામાન વેચી શકે છે- આ જ તો નવું ભારત છે. તે ન માત્ર મોટાં સપનાં જુએ છે, પરંતુ તેને લક્ષ્ય સુધી પહોંચાડવાનું સાહસ પણ દેખાડે છે. જ્યાં પહેલા કોઈ નથી પહોંચ્યું. આ જ સાહસની શક્તિ પર આપણે બધા ભારતીયો મળીને આત્મનિર્ભર ભારતનું સપનું પણ અવશ્ય પૂરું કરીશું.
મારા પ્રિય દેશવાસીઓ, તાજેતરમાં જ યોજાયેલા પદ્મ સમ્માન સમારોહમાં તમે બાબા શિવાનંદજીને જરૂર જોયા હશે. ૧૨૬ વર્ષના વૃદ્ધની સ્ફૂર્તિ જોઈને મારી જેમ બધા જ આશ્ચર્ય પામી ગયા અને મેં જોયું, આંખ પટપટાવી ત્યાં તો તેઓ નંદી મુદ્રામાં પ્રણામ કરવા લાગ્યા. મેં પણ બાબા શિવાનંદજીને ઝૂકીને વારંવાર પ્રણામ કર્યા. ૧૨૬ વર્ષની ઉંમર અને બાબા શિવાનંદની ફિટનેસ, બંને, આજે દેશમાં ચર્ચાનો વિષય છે. મેં સૉશિયલ મિડિયા પર અનેક લોકોની ટીપ્પણી જોઈ, કે બાબા શિવાનંદ, પોતાની ઉંમરથી ચાર ગણી ઓછી ઉંમરના લોકોથી પણ વધુ ફિટ છે. ખરેખર, બાબા શિવાનંદનું જીવન આપણને બધાને પ્રેરિત કરનારું છે. હું તેમના દીર્ઘ આયુની કામના કરું છું. તેમનામાં યોગ પ્રતિ એક પ્રેમ છે અને તેઓ ખૂબ જ આરોગ્યમય જીવનચર્યા જીવે છે.
जीवेम् शरद: शतम् ।
આપણી સંસ્કૃતિમાં બધાને સો વર્ષના સ્વસ્થ જીવનની શુભકામનાઓ આપવામાં આવે છે. આપણે સાત એપ્રિલે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ મનાવીશું. આજે સમગ્ર વિશ્વમાં આરોગ્ય માટે ભારતીય ચિંતન, ચાહે તે પછી યોગ હોય કે આયુર્વેદ, તેના પ્રત્યે ઝુકાવ વધી રહ્યો છે. હમણાં જ તમે જોયું હશે કે ગત સપ્તાહે જ કતારમાં એક યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ૧૧૪ દેસોના નાગરિકોએ ભાગ લઈ એક નવો વિશ્વ વિક્રમ બનાવી દીધો. આ રીતે આયુષ ઉદ્યોગનું બજાર પણ સતત મોટું થઈ રહ્યું છે. છ વર્ષ પહેલાં આયુર્વેદ સાથે જોડાયેલી દવાઓનું બજાર ૨૨ હજાર કરોડ રૂપિયાની આસપાસ હતું. આજે આયુષ મેન્યુફૅક્ચરિંગ ઇન્ડસ્ટ્રી એક લાખ ચાલીસ હજાર કરોડ રૂપિયાની આસપાસ પહોંચી રહી છે, અર્થાત્ આ ક્ષેત્રમાં સંભાવનાઓ સતત વધી રહી છે. સ્ટાર્ટ અપ વિશ્વમાં પણ આયુષ આકર્ષણનો વિષય બનતો જાય છે.
સાથીઓ, આરોગ્ય ક્ષેત્રના બીજાં સ્ટાર્ટ અપ પર તો હું પહેલાં અનેક વાર વાત કરી ચૂક્યો છું, પરંતુ આ વખતે આયૂષ સ્ટાર્ટ અપ પર તમારી સાથે વિશેષ રીતે વાત કરીશ. એક સ્ટાર્ટ અપ છે – Kapiva (કપિવા). તેના નામમાં જ તેનો અર્થ છુપાયેલો છે. તેમાં Kaનો અર્થ થાય છે કફ, Piનો અર્થ થાય છે પિત્ત અને Vaનો અર્થ થાય છે- વાત. આ સ્ટાર્ટ અપ આપણી પરંપરાઓ મુજબ આરોગ્યપ્રદ ખાવાની ટેવો પર આધારિત છે. એક બીજું સ્ટાર્ટ અપ નિરોગ સ્ટ્રીટ પણ છે. આયુર્વેદ આરોગ્ય આર્થિક પ્રણાલિમાં એક અનોખી પરિકલ્પના છે. તેનું ટૅક્નૉલૉજી ચાલિત પ્લેટફૉર્મ દુનિયાભરના આયુર્વેદિક ડૉક્ટરોને સીધા લોકો સાથે જોડે છે. ૫૦ હજારથી વધુ પ્રૅક્ટિશનર તેની સાથે જોડાયેલા છે. આ રીતે અત્રેય ઇન્નૉવેશન્સ એક આરોગ્ય કાળજી ટૅક્નૉલૉજી સ્ટાર્ટ અપ છે જે સમગ્ર સુખાકારીના ક્ષેત્રમાં કામ કરી રહ્યું છે. ઇક્ઝૉરિયલે ન માત્ર અશ્વગંધાના ઉપયોગ માટે જાગૃતિ ફેલાવી છે, પરંતુ ઉચ્ચ ગુણવત્તાના ઉત્પાદનની પ્રક્રિયામાં પણ મોટા પાયે રોકાણ કર્યું છે. ક્યૉરવેદ એ જડીબૂટિઓની આધુનિક શોધ અને પારંપરિક જ્ઞાનના સંગમથી સમગ્ર જીવન માટે આહારવિહાર પૂરક (ડાયેટ્રી સપ્લીમેન્ટ)નું નિર્માણ કર્યું છે.
સાથીઓ, હજુ તો મેં કેટલાંક જ નામ ગણાવ્યાં છે, આ યાદી તો ઘણી લાંબી છે. આ ભારતના યુવા ઉદ્યમીઓ અને ભારતમાં બની રહેલી નવી સંભાવનાઓનું પ્રતીક છે. મારો આરોગ્ય ક્ષેત્રના સ્ટાર્ટ અપ અને ખાસ કરીને આયુષ સ્ટાર્ટ અપને એક અનુરોધ પણ છે. તમે જે પણ ઑનલાઇન પૉર્ટલ બનાવો છો, જે પણ સામગ્રી સર્જો છો, તે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા માન્યતા પ્રાપ્ત બધી ભાષાઓમાં પણ બનાવવાનો પ્રયાસ કરો. દુનિયામાં ઘણા બધા એવા દેશ છે જ્યાં અંગ્રેજી એટલી બોલાતી નથી અને ન તો સમજે છે. આવા દેશોને પણ ધ્યાનમાં રાખીને પોતાની જાણકારીનો પ્રચાર-પ્રસાર કરો. મને વિશ્વાસ છે, ભારતનાં આયુષ સ્ટાર્ટ અપ વધુ સારી ગુણવત્તાનાં ઉત્પાદનોની સાથે ટૂંક સમયમાં, દુનિયાભરમાં છવાઈ જશે.
સાથીઓ, સ્વાસ્થ્યનો સીધો સંબંધ સ્વચ્છતા સાથે પણ જોડાયેલો છે. ‘મન કી બાત’માં આપણે હંમેશાં સ્વચ્છતાના આગ્રહીઓના પ્રયાસોને જરૂર જણાવીએ છીએ. આવા જ સ્વચ્છાગ્રહી છે- ચંદ્રકિશોર પાટીલજી. તેઓ મહારાષ્ટ્રના નાસિકમાં રહે છે. ચંદ્રકિશોરજીનો સ્વચ્છતા અંગેનો સંકલ્પ બહુ પ્રબળ છે. તેઓ ગોદાવરી નદીની પાસે ઊભા રહે છે અને લોકોને સતત નદીમાં કચરો ન ફેંકવા માટે પ્રેરિત કરે છે. તેમને જો કોઈ આવું કરતો દેખાય તો તેને તરત ના પાડે છે. આ કામમાં ચંદ્રકિશોરજી પોતાનો ઘણો સમય આપે છે. સાંજ સુધી તેમની પાસે એવી ચીજોનો ઢગલો થઈ જાય છે, જે લોકો નદીમાં ફેંકવા માટે લાવેલા હોય છે. ચંદ્રકિશોરજીના આ પ્રયાસ, જાગૃતિને પણ વધારે છે અને પ્રેરણા પણ આપે છે. આ રીતે, એક બીજા સ્વચ્છાગ્રહી છે- ઉડીસામાં પુરીના રાહુલ મહારાણા. રાહુલ દર રવિવારે સવારે-સવારે પુરીમાં તીર્થસ્થળો પાસે આવે છે અને ત્યાં પ્લાસ્ટિકનો કચરો સાફ કરે છે. તેઓ અત્યાર સુધીમાં સેંકડો કિલો પ્લાસ્ટિકનો કચરો અને ગંદકી સાફ કરી ચૂક્યા છે. પુરીના રાહુલ હોય કે નાસિકના ચંદ્રકિશોર, તેઓ આપણને બધાંને ઘણું બધું શીખવાડે છે. નાગરિક તરીકે, આપણે આપણાં કર્તવ્યોને નિભાવીએ, પછી તે સ્વચ્છતા હોય, પોષણ હોય, કે પછી રસીકરણ, આ બધા પ્રયાસોથી પણ સ્વસ્થ રહેવામાં મદદ મળે છે.
મારા પ્રિય દેશવાસીઓ, આવો વાત કરીએ કેરળના મુપટ્ટમ શ્રી નારાયણનજીની. તેમણે એક પ્રૉજેક્ટની શરૂઆત કરી છે જેનું નામ છે Pots for water of life. તમે જ્યારે આ પ્રૉજક્ટ વિશે જાણશો તો વિચારશો કે કેવું કમાલનું કામ છે?
સાથીઓ, મુપટ્ટમ શ્રી નારાયણનજી, ઉનાળાની ગરમી દરમિયાન પશુ-પક્ષીઓને પાણીની તકલીફ ન પડે તે માટે માટીનાં વાસણો વહેંચવાનું અભિયાન ચલાવી રહ્યા છે. ઉનાળામાં તેઓ પશુ-પક્ષીઓની આ તકલીફ જોઈને પોતે પણ તકલીફ પામતા હતા. પછી તેમણે વિચાર્યું કે તેઓ પોતે જ કેમ માટીનાં વાસણો વહેંચવાનું શરૂ કરે, જેથી બીજા પાસે તે વાસણોમાં માત્ર પાણી ભરવાનું કામ રહે. તમને આશ્ચર્ય થશે કે નારાયણનજી દ્વારા વહેંચવામાં આવેલાં વાસણોનો આંકડો એક લાખને પાર કરવા જઈ રહ્યો છે. તેમના અભિયાનમાં એક લાખમું વાસણ તેઓ ગાંધીજી દ્વારા સ્થાપિત સાબરમતી આશ્રમને દાન કરશે. આજે જ્યારે ઉનાળાની ઋતુએ ટકોરા માર્યા છે તો નારાયણનજીનું આ કામ આપણને બધાને જરૂર પ્રેરિત કરશે અને આપણે પણ આ ઉનાળામાં આપણા પશુ-પક્ષી મિત્રો માટે પાણીની વ્યવસ્થા કરીશું.
સાથીઓ, હું ‘મન કી બાત’ના શ્રોતાઓને પણ અનુરોધ કરીશ કે આપણે આપણા સંકલ્પોનો ફરી ઉચ્ચાર કરીએ. પાણીનું એક-એક ટીપું બચાવવા માટે આપણે જે પણ કંઈ કરી શકીએ તે આપણે જરૂર કરવું જોઈએ. તે ઉપરાંત પાણીના રિસાઇકલિંગ પર પણ આપણે એટલું જ જોર આપતા રહેવાનું છે. ઘરમાં વપરાયેલું પાણી કુંડામાં છોડને પાણી પાવા કામ આવી શકે છે. બગીચામાં કામ આવી શકે છે. તે જરૂર ફરી વપરાવું જોઈએ. થોડા પ્રયાસોથી તમે તમારા ઘરમાં આવી વ્યવસ્થાઓ બનાવી શકો છો. રહીમદાસજી, સદીઓ પહેલાં, કંઈક હેતુથી જ કહી ગયા હતા કે ‘રહિમન પાની રાખિએ, બિન પાની સબ સૂન’. અને પાણી બચાવવાના આ કામમાં મને બાળકો પાસે ઘણી આશા છે. સ્વચ્છતાને જે રીતે આપણાં બાળકોએ આંદોલન બનાવ્યું, તે જ રીતે ‘પાણી યૌદ્ધા’ બનાવીને, પાણી બનાવવામાં મદદ કરી શકે છે.
સાથીઓ, આપણા દેશમાં જળ સંરક્ષણ, જળ સ્રોતોની સુરક્ષા સદીઓથી સમાજના સ્વભાવનો હિસ્સો રહ્યો છે. મને આનંદ છે કે દેશમાં ઘણા લોકોએ પાણી જાળવવાને જ જીવનનું ધ્યેય બનાવી લીધું છે. જેમ કે ચેન્નાઈમાં એક સાથી છે અરુણ કૃષ્ણમૂર્તિજી. અરુણજી પોતાના વિસ્તારમાં તળાવોને સાફ કરવાનું અભિયાન ચલાવી રહ્યા છે. તેમણે ૧૫૦થી વધુ તળાવોની સફાઈની જવાબદારી ઉપાડી અને તેને સફળતા સાથે પૂરી કરી. આ જ રીતે, મહારાષ્ટ્રના એક સાથી રોહન કાળે છે. રોહન વ્યવસાયથી એક એચઆર વ્યાવસાયિક છે. તેઓ મહારાષ્ટ્રમાં અનેક વાવના સંરક્ષણની ઝુંબેશ ચલાવી રહ્યા છે. તેમાંથી અનેક વાવ તો સેંકડો વર્ષ જૂની છે અને આપણા વારસાનો હિસ્સો હોય છે. સિકંદરાબાદમાં બંસીલાલ- પેટ કૂવો પણ આવી જ એક વાવ છે. વર્ષોની ઉપેક્ષાના કારણે આ વાવ માટી અને કચરાથી પુરાઈ ગઈ હતી. પરંતુ હવે ત્યાં એક વાવને પુનર્જીવિત કરવાનું અભિયાન જનભાગીદારીથી શરૂ થયું છે.
સાથીઓ, હું જે રાજ્યમાંથી આવું છું ત્યાં પાણીની સદા બહુ જ કમી રહી છે. ગુજરાત જેવા રાજ્યમાં વાવની મોટી ભૂમિકા રહી છે. આ કૂવા અથવા વાવડીઓના સંરક્ષણ માટે ‘જળ મંદિર યોજના’એ બહુ મોટી ભૂમિકા ભજવી. સમગ્ર ગુજરાતમાં અનેક વાવડીઓને પુનર્જીવિત કરવામાં આવી. તેનાથી તે વિસ્તારોમાં પાણીનું સ્તર વધારવામાં પણ ઘણી મદદ મળી. આવું જ અભિયાન તમે સ્થાનિક સ્તર પર ચલાવી શકો છો. ચેક ડેમ બનાવવાના હોય કે વરસાદી પાણીનો સંગ્રહ કરવાનો હોય, તેમાં વ્યક્તિગત પ્રયાસ પણ મહત્ત્વના છે અને સામૂહિક પ્રયાસો પણ જરૂરી છે. જેમ કે સ્વતંત્રતાના અમૃત મહોત્સવમાં આપણા દેશના દરેક જિલ્લામાં ઓછામાં ઓછાં ૭૫ અમૃત સરોવર બનાવી શકાય છે. કેટલાંક જૂનાં સરોવરોને સુધારી શકાય છે, કેટલાંક નવાં સરોવર બનાવી શકાય છે. મને વિશ્વાસ છે કે તમે આ દિશામાં કંઈ ને કંઈ પ્રયાસ જરૂર કરશો.
મારા પ્રિય દેશવાસીઓ, ‘મન કી બાત’ તેની એક સુંદરતા એ પણ છે કે મને તમારા સંદેશ અનેક ભાષાઓ, અનેક બોલીઓમાં મળે છે. અનેક લોકો MYGov પર ઑડિયો મેસેજ પણ મોકલે છે. ભારતની સંસ્કૃતિ, આપણી ભાષાઓ, આપણી બોલીઓ, આપણી રહેણીકરણી, ખાણીપીણીનો વિસ્તાર, આ બધી વિવિધતાઓ આપણી ઘણી મોટી શક્તિ છે. પૂર્વથી પશ્ચિમ સુધી, ઉત્તરથી દક્ષિણ સુધી, ભારતને આ વિવિધતાઓ એક કરીને રાખે છે. એક ભારત-શ્રેષ્ઠ ભારત બનાવે છે. તેમાં પણ આપણાં ઐતિહાસિક સ્થળો અને પૌરાણિક કથાઓ, બંનેનું ઘણું યોગદાન હોય છે. તમે વિચારી રહ્યા હશો કે આ વાત હું અત્યારે તમને કેમ કરી રહ્યો છું? તેનું કારણ છે માધવપુર મેળો. માધવપુર મેળો ક્યાં યોજાય છે, કેમ યોજાય છે, કેવી રીતે તે ભારતની વિવિધતા સાથે જોડાયેલો છે તે જાણવું મન કી બાતના શ્રોતાઓને બહુ જ રસપ્રદ લાગશે.
સાથીઓ, ‘માધવપુર મેળો’ ગુજરાતના પોરબંદરના સમુદ્ર પાસે માધવપુર ગામમાં લાગે છે. પરંતુ તેનો હિન્દુસ્તાનના પૂર્વીય છેડા સાથે પણ સંબંધ જોડાય છે. તમે વિચારતા હશો કે આવું કઈ રીતે સંભવ છે? તો તેનો પણ ઉત્તર એક પૌરાણિક કથામાં મળે છે. કહેવાય છે કે હજારો વર્ષ પહેલાં ભગવાન શ્રી કૃષ્ણનો વિવાહ પૂર્વોત્તરનાં રાજકુમારી રુક્મિણી સાથે થયો હતો. આ વિવાહ પોરબંદરના માધવપુરમાં સંપન્ન થયો અને આ વિવાહના પ્રતીક રૂપે આજે પણ ત્યાં માધવપુર મેળો યોજાય છે. પૂર્વ અને પશ્ચિમનો આ ગાઢ સંબંધ, આપણો વારસો છે. સમયની સાથે હવે લોકોના પ્રયાસથી, માધવપુર મેળામાં નવી-નવી ચીજો જોડાઈ રહી છે. આપણે ત્યાં કન્યા પક્ષને ઘરાતી કહેવાય છે અને આ મેળામાં હવે ઈશાન ભારતથી ઘણા ઘરાતી પણ આવવા લાગ્યા છે. એક સપ્તાહ સુધી ચાલતા માધવપુર મેળામાં ઈશાન ભારતના બધાં રાજ્યોના કલાકારો પહોંચે છે, હસ્તકળા સાથે જોડાયેલા કલાકારો પહોંચે છે અને આ મેળાની રોનકને ચાર ચાંદ લગાવી દે છે. એક સપ્તાહ સુધી ભારતના પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિઓનો આ મેળ, આ માધવપુર મેળો, એક ભારત-શ્રેષ્ઠ ભારતનું બહુ સુંદર ઉદાહરણ બની રહ્યો છે. મારો તમને અનુરોધ છે કે તમે પણ આ મેળા વિશે વાંચો અને જાણો.
મારા પ્રિય દેશવાસીઓ, દેશમાં સ્વતંત્રતાનો અમૃત મહોત્સવ, હવે જનભાગીદારીનું નવું ઉદાહરણ બની રહ્યો છે. કેટલાક દિવસો પહેલાં ૨૩ માર્ચે શહીદ દિવસ પર દેશના અલગ-અલગ ખૂણામાં અનેક સમારોહ થયા. દેશે પોતાનાં સ્વતંત્રતાનાં નાયક-નાયિકાઓને યાદ કર્યાં, શ્રદ્ધાપૂર્વક યાદ કર્યાં. આ દિવસે જ મને કોલકાતાના વિક્ટૉરિયા મેમોરિયલમાં વિપ્લોબી ભારત ગેલેરીનું લોકાર્પણ કરવાનો અવસર મળ્યો. ભારતના વીર ક્રાંતિકારીઓને શ્રદ્ધાંજલી આપવા માટે તે પોતાની રીતે બહુ જ અનોખી ગેલેરી છે. જો અવસર મળે તો તમે તેને જોવા જરૂર જજો. સાથીઓ, એપ્રિલના મહિનામાં આપણે બે મહાન વિભૂતિઓની જયંતી પણ મનાવીશું. આ બંનેએ ભારતીય સમાજ પર પોતાનો ગાઢ પ્રભાવ ઊભો કર્યો છે. તેમનું નામ છે મહાત્મા ફૂલે અને બાબાસાહેબ આંબેડકર. મહાત્મા ફૂલેની જયંતી ૧૧ એપ્રિલે છે અને બાબાસાહેબની જયંતી આપણે ૧૪ એપ્રિલે ઉજવીશું. આ બંને મહાપુરુષોએ ભેદભાવ અને અસમાનતા વિરુદ્ધ મોટી લડાઈ લડી. મહાત્મા ફૂલેએ તે જમાનામાં દીકરીઓ માટે શાળાઓ ખોલી. કન્યા શિશુ હત્યા વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો. તેમણે જળ સંકટથી મુક્તિ અપાવવા માટે પણ મોટાં અભિયાન ચલાવ્યાં.
સાથીઓ, મહાત્મા ફૂલેની આ ચર્ચામાં સાવિત્રીબાઈ ફૂલનો ઉલ્લેખ પણ જરૂરી છે. સાવિત્રીબાઈ ફૂલેએ અનેક સામાજિક સંસ્થાઓના નિર્માણમાં મોટી ભૂમિકા નિભાવી. એક શિક્ષિકા અને એક સમાજ સુધારક તરીકે તેમણે સમાજને જાગૃત પણ કર્યો અને તેની હિંમત પણ વધારી. બંનેએ સાથે મળીને સત્યશોધક સમાજની સ્થાપના કરી. જન-જનના સશક્તિકરણના પ્રયાસ કર્યા. આપણે બાબાસાહેબ આંબેડકરનાં કાર્યોમાં પણ મહાત્મા ફૂલેનો પ્રભાવ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. તેઓ કહેતા હતા કે કોઈ પણ સમાજના વિકાસનું આકલન તે સમાજમાં મહિલાઓની સ્થિતિને જોઈને કરી શકાય છે. મહાત્મા ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે, બાબાસાહેબ આંબેડકરનાં જીવનમાંથી પ્રેરણા લઈને, હું બધાં માતાપિતા અને વાલીઓને અનુરોધ કરું છું કે તેઓ દીકરીઓને જરૂર ભણાવે. દીકરીઓનો શાળામાં પ્રવેશ વધારવા માટે કેટલાક દિવસો પહેલાં જ કન્યા શિક્ષણ પ્રવેશ ઉત્સવ પણ શરૂ કરાયો છે, જે દીકરીઓનું ભણતર કોઈ કારણથી છૂટી ગયું છે તેમને ફરી શાળા લઈ જવા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
સાથીઓ, આપણા બધાં માટે સૌભાગ્યની વાત છે કે આપણે બાબાસાહેબ સાથે જોડાયેલાં પંચ તીર્થો માટે કાર્ય કરવાનો પણ અવસર મળ્યો છે. તેમનું જન્મ સ્થાન મહુ હોય, મુંબઈમાં ચૈત્યભૂમિ હોય, લંડનનું તેમનું ઘર હોય, નાગપુરની દીક્ષા ભૂમિ હોય, કે પછી દિલ્લીમાં બાબાસાહેબનું મહાપરિનિર્વાણ સ્થળ, મને બધી જગ્યાઓ પર, બધાં તીર્થો પર જવાનું સૌભાગ્ય મળ્યું છે. હું ‘મન કી બાત’ના શ્રોતાઓને અનુરોધ કરીશ કે તેઓ મહાત્મા ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે અને બાબાસાહેબ આંબેડકર સાથે જોડાયેલાં સ્થાનોનાં દર્શન કરવા અવશ્ય જાય. તમને ત્યાં ઘણું બધું શીખવા મળશે.
મારા પ્રિય દેશવાસીઓ, ‘મન કી બાત’માં આ વખતે આપણે અનેક વિષયો પર વાત કરી. આગામી મહિને અનેક પર્વ-તહેવારો આવી રહ્યા છે. કેટલાક દિવસો પછી જ નવરાત્રિ છે. નવરાત્રિમાં આપણે વ્રત-ઉપવાસ, શક્તિની સાધના કરીએ છીએ. શક્તિની પૂજા કરીએ છીએ, એટલે કે આપણી પરંપરાઓ આપણને ઉલ્લાસ પણ શીખવે છે અને સંયમ પણ. સંયમ અને તપ પણ આપણા માટે પર્વ જ છે. આથી નવરાત્રિ હંમેશાંથી આપણા બધા માટે ખૂબ જ વિશેષ રહી છે. નવરાત્રિના પહેલા જ દિવસે ગુડી પડવાનું પર્વ પણ છે. એપ્રિલમાં જ ઇસ્ટર પણ આવે છે અને રમઝાનના પવિત્ર દિવસો પણ શરૂ થઈ રહ્યા છે. આપણે બધાંને સાથ લઈને પોતાના પર્વ મનાવીએ, ભારતની વિવિધતાને સશક્ત કરીએ, બધાને આ જ કામના છે. આ વખતે ‘મન કી બાત’માં આટલું જ. આગામી મહિને તમારી સાથે નવા વિષયો સાથે ફરી મુલાકાત થશે. ખૂબ-ખૂબ ધન્યવાદ.
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. મન કી બાતમાં ફરી એક વાર આપ સર્વેનું સ્વાગત છે. આજે મન કી બાતની શરૂઆત આપણે, ભારતની સફળતાના ઉલ્લેખ સાથે કરીશું. આ મહિનાની શરૂઆતમાં, ભારત ઇટાલીથી તેના મૂલ્યવાન વારસામાંથી એક પરત લાવવામાં સફળ રહ્યું છે. આ એક વારસો છે, અવલોકિતેશ્વર પદ્મપાણીની હજાર વર્ષથી વધુ જૂની પ્રતિમા. આ મૂર્તિ બિહારમાં ગયાજીના દેવી સ્થાન કુંડલપુર મંદિરમાંથી થોડા વર્ષો પહેલા ચોરાઈ ગઈ હતી. પરંતુ ઘણા પ્રયત્નો બાદ હવે ભારતને આ પ્રતિમા પરત મળી છે. એ જ રીતે, થોડા વર્ષો પહેલા તમિલનાડુના વેલ્લોરમાંથી ભગવાન આંજનેય્યર, હનુમાનજીની મૂર્તિ ચોરાઈ હતી. હનુમાનજીની આ મૂર્તિ પણ 600-700 વર્ષ જૂની હતી. આ મહિનાની શરૂઆતમાં, અમને ઓસ્ટ્રેલિયામાં આ મળી, અમારા હાઇકમિશનને તે મળી ચૂકી છે.
સાથીઓ, આપણા હજારો વર્ષના ઈતિહાસમાં દેશના ખૂણે ખૂણે એક પછી એક મૂર્તિઓ હંમેશા બનાવવામાં આવતી હતી, તેમાં શ્રધ્ધા પણ હતી, સામર્થ્ય પણ હતું, અને કૌશલ્ય પણ.. અને વિવિધતાથી ભરપૂર હતી અને આપણી દરેક મૂર્તિના તત્કાલીન સમયનો પ્રભાવ જોવા મળે છે. તેઓ ભારતીય શિલ્પકલાનું અનોખું ઉદાહરણ તો હતું જ અને તેમની સાથે આપણી શ્રદ્ધા પણ જોડાયેલી હતી. પરંતુ, ભૂતકાળમાં ઘણી મૂર્તિઓ ચોરાઈને ભારતની બહાર જતી રહી હતી. કયારેક આ દેશમાં તો કયારેક તે દેશમાં આ મૂર્તિઓ વેચાતી અને તેમના માટે તે માત્ર કલાકૃતિ હતી. ન તો તેઓને તેના ઈતિહાસ સાથે કોઈ લેવાદેવા હતી કે ન તેની શ્રદ્ધા સાથે લેવા દેવા હતા. આ મૂર્તિઓને પરત લાવવાની ભારત માતા પ્રત્યેની આપણી જવાબદારી છે. આ મૂર્તિઓમાં ભારતના આત્માનો, આસ્થાનો અંશ છે. તેમનું એક સાંસ્કૃતિક-ઐતિહાસિક મહત્વ પણ છે. આ જવાબદારીને સમજીને ભારતે તેના પ્રયાસો વધાર્યા. અને તેનું કારણ એ પણ હતું કે ચોરી કરવાની જે વૃત્તિ હતી તેમાં પણ ડર ઉત્પન્ન થયો. જે દેશોમાં આ મૂર્તિઓ ચોરી કરીને લઈ જવામાં આવી હતી, હવે તેઓને પણ એવું લાગવા માંડ્યું છે કે ભારત સાથેના સંબંધોમાં soft powerની જે diplomatic channel હોય છે તેમાં તેનું પણ પણ ઘણું મહત્વ હોઈ શકે છે. કારણ કે તેની સાથે ભારતની ભાવનાઓ જોડાયેલી છે, ભારતની શ્રદ્ધા જોડાયેલી છે, અને એક રીતે, તે people to people relation માં પણ તે ઘણી શક્તિ ઉત્પન્ન કરે છે. હમણાં થોડા દિવસો પહેલા જ તમે જોયું હશે કે કાશીમાંથી ચોરાયેલી માતા અન્નપૂર્ણા દેવીની મૂર્તિ પણ પાછી લાવવામાં આવી હતી. તે ભારત પ્રત્યે બદલાતા વિશ્વ દૃષ્ટિકોણનું આ ઉદાહરણ છે. વર્ષ 2013 સુધી લગભગ 13 મૂર્તિઓ ભારતમાં આવી હતી. પરંતુ, છેલ્લા સાત વર્ષમાં, 200 થી પણ વધુ કિંમતી મૂર્તિઓને ભારત સફળતાપૂર્વક પરત લાવ્યું છે. અમેરિકા, બ્રિટન, હોલેન્ડ, ફ્રાન્સ, કેનેડા, જર્મની, સિંગાપોર જેવા અનેક દેશોએ ભારતની આ ભાવનાને સમજી છે અને મૂર્તિઓને પરત લાવવામાં આપણી મદદ કરી છે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં જ્યારે હું અમેરિકા ગયો હતો, ત્યારે મને ત્યાં ઘણી જૂની મૂર્તિઓ અને સાંસ્કૃતિક મહત્વની ઘણી વસ્તુઓ પ્રાપ્ત થઈ હતી. જ્યારે દેશનો કોઈ પણ મૂલ્યવાન વારસો પરત મળે છે તો સ્વાભાવિક છે ઈતિહાસમાં શ્રદ્ધા ધરાવનારાઓ, પુરાતત્વમાં શ્રદ્ધા ધરાવનારાઓ, આસ્થા અને સંસ્કૃતિ સાથે જોડાયેલા લોકો અને એક ભારતીય તરીકે આપણને સૌને સંતોષ મળે તે સ્વાભાવિક છે.
સાથીઓ, ભારતીય સંસ્કૃતિ અને આપણા વારસાની વાત કરતા હું આજે આપને મન કી બાત માં બે લોકોને મળાવવા માગું છું. આ દિવસોમાં ફેસબુક, ટ્વીટર અને ઈન્સ્ટાગ્રામ પર તાન્ઝાનિયાના બે ભાઈ-બહેન કિલી પૉલ અને તેમની બહેન નીમા તે ઘણાં જ ચર્ચામાં છે, અને મને પાક્કો ભરોસો છે, તમે પણ તેમના વિશે ચોક્કસ સાંભળ્યું હશે. તેમની અંદર ભારતીય સંગીતને લઈને એક ઝનૂન છે, એક દિવાનગી છે અને તેને કારણે જ તેઓ ઘણાં જ લોકપ્રિય પણ છે. Lip Sync ની તેમની રીત થી ખબર પડે છે કે આને માટે તેઓ કેટલી વધારે મહેનત કરે છે. હાલ માં જ પ્રજાસત્તાક દિવસના અવસરે આપણું રાષ્ટ્રગીત જન, ગણ, મન ગાતો તેમનો વીડિયો ખૂબ વાયરલ થયો હતો. થોડા દિવસો પહેલાં તેમણે લતા દીદીનું એક ગીત ગાઈને તેમને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ પણ આપી હતી. હું આ અદ્ભુત Creativity માટે આ બંન્ને ભાઈ-બહેન કિલી અને નીમા, તેમની ખૂબ પ્રશંસા કરું છું. થોડા દિવસ પહેલા ટાંઝાનિયામાં ભારતીય દૂતાવાસમાં તેમને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. ભારતીય સંગીતનો જાદૂ કંઈક એવો છે, જે બધાને મોહિત કરી લે છે. મને યાદ છે, કેટલાક વર્ષો પહેલાં દુનિયાના દોઢસો થી વધુ દેશના ગાયકો-સંગીતકારોએ પોત-પોતાના દેશમાં, પોત-પોતાની વેશભૂષામાં પૂજ્ય બાપૂનું પ્રિય, મહાત્મા ગાંધીનું પ્રિય ભજન, વૈષ્ણવ જન ગાવાનો સફળ પ્રયોગ કર્યો હતો.
--
આજે જ્યારે ભારત પોતાની આઝાદીના 75મા વર્ષનું મહત્વપૂર્ણ પર્વ મનાવી રહ્યા છીએ, તો દેશભક્તિના ગીતોને લઈને પણ આવા પ્રયોગ કરી શકાય છે. કે જ્યાં વિદેશી નાગરિકોને, ત્યાંના પ્રસિદ્ધ ગાયકોને, ભારતીય દેશભક્તિના ગીત ગાવા માટે આમંત્રિત કરીએ. એટલું જ નહીં, જો ટાંઝાનિયામાં કિલિ અને નીમા ભારતના ગીતોને આ રીતે Lip Sync કરી શકે છે તો શું મારા દેશમાં, આપણા દેશની કેટલીયે ભાષાઓમાં, કેટલાય પ્રકારના ગીત છે, શું આપણે કોઈ ગુજરાતી બાળક તમિલ ગીત પર કરે, કોઈ કેરળના બાળકો આસામી ગીત પર કરે, કોઈ કન્નડ બાળકો જમ્મુ-કાશ્મીરના ગીતો પર કરે. એક એવો માહોલ બનાવી શકીએ છીએ આપણે, જેમાં ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ આપણે અનુભવ કરી શકીએ. એટલું જ નહીં આપણે આઝાદીના અમૃત મહોત્સવને એક નવી રીતે ચોક્કસ મનાવી શકીએ છીએ. હું દેશના નવયુવાનોને આહ્વાન કરું છું, આવો, કે ભારતીય ભાષાઓનાં જે પોપ્યુલર ગીતો છે, તેને આપ આપની રીતે વીડિયો બનાવો, બહુ જ પોપ્યુલર થઈ જશો તમે. અને દેશની વિવિધતાઓનો નવી પેઢીને પરિચય થશે.
મારા પ્રિય દેશવાસીઓ, હમણાં થોડા દિવસો પહેલાં જ આપણે માતૃભાષા દિવસ મનાવ્યો. જે વિદ્વાન લોકો છે, તેઓ માતૃભાષા શબ્દ ક્યાંથી આવ્યો, તેની ઉત્પત્તિ કેવી રીતે થઈ, તેને લઈને ઘણાં academic input આપી શકે છે. હું તો માતૃભાષા માટે એ જ કહીશ કે જેમ આપણા જીવનને આપણી માં ઘડે છે, તેવી જ રીતે માતૃભાષા પણ આપણા જીવનને ઘડે છે. માં અને માતૃભાષા બંને મળીને જીવનના foundation ને મજબૂત બનાવે છે, ચિરંજીવ બનાવે છે. જેમ આપણે આપણી માં ને નથી છોડી શકતા, તેવી જ રીતે આપણી માતૃભાષાને પણ ન છોડી શકીએ. મને વર્ષો પહેલાંની એક વાત યાદ છે, જ્યારે મારે અમેરિકા જવાનું થયું, તો અલગ અલગ પરિવારોમાં જવાનો મોકો મળતો હતો, કે એક વખત મારે એક તેલૂગુ પરિવારમાં જવાનું થયું અને મને એક બહુ જ ખુશીનું દ્રશ્ય ત્યાં જોવા મળ્યું. તેમણે મને જણાવ્યું કે અમે લોકોએ પરિવારમાં નિયમ બનાવ્યો છે કે કેટલુંય કામ કેમ ન હોય, પરંતુ જો અમે શહેરની બહાર નથી તો પરિવારના બધા જ સભ્યો ડિનર, ટેબલ પર સાથે બેસીને લઈશું અને બીજું એ કે ડિનર ના ટેબલ પર compulsory બધા તેલૂગુ ભાષામાં જ બોલશે. જે બાળકો ત્યાં જન્મ્યા હતા, તેમના માટે પણ આ નિયમ હતો. પોતાની માતૃભાષા પ્રત્યે આ પ્રેમ જોઈને આ પરિવારથી હું ઘણો જ પ્રભાવિત થયો હતો.
સાથીઓ, આઝાદીના 75 વર્ષ પછી પણ કેટલાક લોકો એવા માનસિક દ્વંદ્વમાં જીવી રહ્યા છે જેને કારણે તેમને તેમની ભાષા, તેમનો પહેરવેશ, પોતાની ખાણી-પીણીને લઈને એક સંકોચ થાય છે, જ્યારે વિશ્વમાં ક્યાંય એવું નથી. આપણી માતૃભાષા છે, આપણે તેને ગર્વ સાથે બોલવી જોઈએ. અને આપણું ભારત તો ભાષાઓના મામલામાં એટલું સમૃદ્ધ છે કે તેની તુલના જ ન થઈ શકે. આપણી ભાષાઓની સૌથી મોટી સુંદરતા એ છે કે કાશ્મીરથી કન્યાકુમારી સુધી, કચ્છથી કોહિમા સુધી સેંકડો ભાષાઓ, હજારો બોલી, એકબીજાથી અલગ પરંતુ એકબીજામાં રચાયેલી-ગૂંથાયેલી છે – ભાષા અનેક, ભાવ એક. સદીઓથી આપણી ભાષાઓ એકબીજા પાસેથી શીખીને પોતાને પરિષ્કૃત કરી રહી છે, એકબીજાનો વિકાસ કરી રહી છે. ભારતમાં વિશ્વની સૌથી જૂની ભાષા તમિલ છે અને એ વાતનો દરેક ભારતીયને ગર્વ હોવો જોઈએ કે દુનિયાનો આટલો મોટો વારસો આપણી પાસે છે. તેવી જ રીતે જેટલા જૂના ધર્મશાસ્ત્ર છે, તેની અભિવ્યક્તિ પણ આપણી સંસ્કૃત ભાષામાં છે. ભારતના લોકો લગભગ 121 એટલે કે આપણને ગર્વ થશે, 121 પ્રકારની માતૃભાષાઓ સાથે જોડાયેલા છે અને તેમાંથી 14 ભાષાઓ તો એવી છએ જે એક કરોડથી પણ વધુ લોકો રોજિંદા જીવનમાં બોલે છે. એટલે જેટલી કોઈ યુરોપિયન દેશની કુલ જનસંખ્યા નથી, તેનાથી વધારે લોકો આપણે ત્યાં અલગ-અલગ 14 ભાષાઓ સાથે જોડાયેલા છે. વર્ષ 2019માં હિન્દી, દુનિયાની સૌથી વધારે બોલાતી ભાષાઓમાં ત્રીજા ક્રમાંક પર હતી. એ વાતનો પણ દરેક ભારતીયને ગર્વ હોવો જોઈએ. ભાષા માત્ર અભિવ્યક્તિનું જ માધ્યમ નથી, પરંતુ ભાષા સમાજની સંસ્કૃતિ અને વારસાને પણ સાચવવાનું કામ કરે છે. આપણી ભાષાના વારસાનો સાચવવાનું આવું જ કામ સૂરીનામમાં સુરજન પરોહી જી કરી રહ્યા છે. આ મહિનાની 2 તારીખે તેઓ 84 વર્ષના થયા. તેમના પૂર્વજ પણ વર્ષો પહેલાં, હજારો શ્રમિકો સાથે, રોજી-રોટી માટે સૂરીનામ ગયા હતા. સુરજન પરોહી જી હિન્દીમાં ઘણી જ સારી કવિતા લખે છે, ત્યાંના રાષ્ટ્રીય કવિઓમાં તેમનું નામ લેવામાં આવે છે. એટલે કે આજે પણ તેમના હ્રદયમાં હિન્દુસ્તાન ઘબકે છે, તેમના કાર્યોમાં હિન્દુસ્તાની માટીની સુગંધ છે. સૂરીનામના લોકોએ સુરજન પરોહી જીના નામ પર એક સંગ્રહાલય પણ બનાવ્યું છે. મારા માટે એ ઘણું જ સુખદ છે કે વર્ષ 2015માં મને તેમને સન્માનિત કરવાનો મોકો મળ્યો હતો.
સાથીઓ, આજના દિવસે એટલે કે 27 ફેબ્રુઆરીએ મરાઠી ભાષા ગૌરવ દિવસ પણ છે.
“સર્વ મરાઠી બંધુ ભગિનિના મરાઠી ભાષા દિનાચ્યા હાર્દિક શુભેચ્છા.”
આ દિવસ મરાઠી કવિરાજ વિષ્ણુ બામન શિરવાડકર જી, શ્રીમાન કુસુમાગ્રજ જીને સમર્પિત છે. આજે જ કુસુમાગ્રજ જીની જન્મ જયંતિ પણ છે. કુસુમાગ્રજ જીએ મરાઠીમાં કવિતાઓ લખી, અનેક નાટકો લખ્યા, મરાઠી સાહિત્યને નવી ઉંચાઈ આપી.
સાથીઓ, આપણે ત્યાં ભાષાની પોતાની ખૂબીઓ છે, માતૃભાષાનું પોતાનું વિજ્ઞાન છે. આ વિજ્ઞાનને સમજીને, રાષ્ટ્રિય શિક્ષણ નીતિમાં સ્થાનિક ભાષામાં ભણતર પર ભાર મૂકવામાં આવ્યો છે. આપણા Professional courses પણ સ્થાનિક ભાષામાં ભણાવવામાં આવે, તેના પ્રયત્નો થઈ રહ્યા છે. આઝાદીના અમૃતકાળમાં આ પ્રયત્નોને આપણે સહુએ મળીને ઘણી જ ઝડપ આપવી જોઈએ, તે સ્વાભિમાનનું કામ છે. હું ઈચ્છીશ, તમે જે પણ માતૃભાષા બોલો છો, તેની ખૂબીઓ વિશે અવશ્ય જાણો અને કંઈકને કંઈક લખો.
સાથીઓ, થોડા દિવસો પહેલાં મારી મુલાકાત, મારા મિત્ર અને કેન્યાના પૂર્વ પ્રધાનમંત્રી રાઈલા ઓડિંગા જી સાથે થઈ હતી. આ મુલાકાત રસપ્રદ તો હતી જ પરંતુ ઘણી ભાવુક હતી. અમે ઘણાં સારા મિત્રો રહ્યા તો ખૂલીને ઘણી વાતો પણ કરી લઈએ છીએ. જ્યારે અમે બંને વાત કરી રહ્યા હતા, તો ઓડિંગા જીએ તેમની દીકરી વિશે જણાવ્યું. તેમની દીકરી Rosemary ને Brain Tumour થઈ ગઈ હતી અને તેને કારણે તેમણે તેમની દીકરીની Surgery કરાવવી પડી હતી. પરંતુ તેનું દુષ્પરિણામ એ હતું કે Rosemaryની આંખનું તેજ લગભગ-લગભગ જતું રહ્યું, દેખાવાનું બંધ થઈ ગયું. હવે તમે કલ્પના કરી શકો છો કે તે દીકરીની શું સ્થિતી થઈ હશે અને એક પિતાની સ્થિતીનો પણ આપણે અંદાજ લગાવી શકીએ.
--
તેમની ભાવનાઓને સમજી શકીએ છીએ. તેમણે દુનિયાભરની હોસ્પિટલોમાં, દુનિયાનો કોઈપણ મોટો દેશ એવો નહીં હોય, કે જ્યાં તેમણે તેમની દીકરીની સારવાર માટે ભરપૂર કોશિષ ન કરી હોય. દુનિયાના મોટા-મોટા દેશો ખૂંદી વળ્યા, પરંતુ કોઈ સફળતા ન મળી અને એક પ્રકારે બધી આશાઓ છોડી દીધી, આખા ઘરમાં નિરાશાનું વાતાવરણ બની ગયું. તેવામાં કોઈએ તેમને, ભારતમાં આયુર્વેદની સારવાર માટે આવવા માટે સૂચન આપ્યું અને તેઓ ઘણું કરી ચૂક્યા હતા, થાકી પણ ગયા હતા, છતાં તેમને લાગ્યું કે ચલો ભાઈ, એકવખત ટ્રાય કરીએ શું થાય છે? તેઓ ભારત આવ્યા, કેરળની એક આયુર્વેદિક હોસ્પિટલમાં પોતાની દીકરીની સારવાર શરૂ કરાવી. ઘણો સમય દીકરી અહીંયા રહી. આયુર્વેદની આ સારવારની અસર એ થઈ કે Rosemaryની આંખોનું તેજ ઘણુંખરું પાછું આવી ગયું હતું. તમે કલ્પના કરી શકો છો, કે જેમ એક નવું જીવન મળી ગયું અને તેજ તો Rosemaryના જીવનમાં આવ્યું. પરંતુ આખા પરિવારમાં એક નવું તેજ, નવું જીવન આવ્યું અને ઓડિંગા જી એટલા ભાવુક થઈને આ વાત મને જણાવી રહ્યા હતા, કે તેમની ઈચ્છા છે કે ભારતના આયુર્વેદનું જ્ઞાન છે, વિજ્ઞાન છે, તે કેન્યામાં લઈ આવે. જે પ્રકારના Plants તેમાં કામ આવે છે તે Plantsની ખેતી કરશે અને તેનો લાભ વધુને વધુ લોકોને મળે તેને માટે તેઓ પૂર્ણ પ્રયત્ન કરશે.
મારા માટે એ ઘણી જ ખુશીની વાત છે કે આપણી ધરતી અને પરંપરાથી કોઈના જીવનમાંથી આટલું મોટું કષ્ટ દૂર થયું. આ સાંભળીને આપને પણ ખુશી થશે. કોણ ભારતવાસી હશે જેને ગર્વ ન હોય ? આપણે બધા જાણીએ છીએ કે ઓડિંગા જી જ નહીં, પરંતુ દુનિયાના લાખો લોકો આયુર્વેદથી આવી જ રીતે લાભ ઉઠાવી રહ્યા છે.
બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સ પણ આયુર્વેદના ઘણાં મોટા પ્રશંસકોમાંના એક છે. જ્યારે પણ મારી તેમની સાથે મુલાકાત થાય છે, તેઓ આયુર્વેદનો ઉલ્લેખ જરૂર કરે છે. તેમને ભારતની કેટલીયે આયુર્વેદિક સંસ્થાઓની જાણકારી પણ છે.
સાથીઓ, ગત સાત વર્ષોમાં દેશમાં આયુર્વેદના પ્રચાર-પ્રસાર પર બહુ ધ્યાન આપવામાં આવ્યું છે. આયુષ મંત્રાલયના ગઠનથી ચિકિત્સા અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલી આપણી પારંપરિક રીતને લોકપ્રિય બનાવવાના સંકલ્પને વધુ મજબૂતી મળી છે. મને એ વાતની ખુશી છે કે પાછલા થોડા સમયમાં આયુર્વેદના ક્ષેત્રમાં પણ કેટલાય નવા સ્ટાર્ટ-અપ સામે આવ્યા છે. આ જ મહિનાની શરૂઆતમાં આયુષ સ્ટાર્ટ-અપ ચેલેન્જ શરૂ થઈ હતી. આ ચેલેન્જનું લક્ષ્ય, આ ક્ષેત્રમાં કામ કરનારા સ્ટાર્ટ-અપને identify કરીને તેને સપોર્ટ કરવાનું છે. આ ક્ષેત્રમાં કામ કરી રહેલા યુવાનોને મારો આગ્રહ છે કે તેઓ આ ચેલેન્જમાં ચોક્કસ ભાગ લે.
સાથીઓ, એક વખત જ્યારે લોકો મળીને કંઈક કરવાનું નક્કી કરી લે છે તો તેઓ અદ્ભુત ચીજો કરી જાય છે. સમાજમાં કેટલાય એવા બદલાવ થયા છે, જેમાં જન ભાગીદારી સામૂહિક પ્રયત્નો- તેની બહુ જ મોટી ભૂમિકા રહી છે. “મિશન જલ થલ” નામનું આવુંજ એક જન આંદોલન કાશ્મીરના શ્રીનગર માં ચાલી રહ્યું છે. આ શ્રીનગરના ઝરણાઓ અને તળાવોની સાફ-સફાઇ અને તેની જુની રોનક લાવવાનો એક પ્રયાસ છે. “મિશન જલ થલ”નું ફોકસ ‘કુશળ સાર’ અને ‘ગિલ સાર’ પર છે. જનભાગીદારીની સાથે-સાથે તેમાં ટેક્નોલોજીની પણ ઘણી મદદ લેવામાં આવી રહી છે. ક્યાં-ક્યાં અતિક્રમણ થયું છે, ક્યાં ગેરકાયદે નિર્માણ થયું છે, તેની જાણકારી મેળવવા માટે આ ક્ષેત્રનો કાયદેસરનો સર્વે કરાવવામાં આવ્યો. તેની સાથે જ પ્લાસ્ટિક વેસ્ટને હટાવવા અને કચરાની સફાઈનું અભિયાન પણ ચલાવવામાં આવ્યું. મિશનના બીજા ચરણમાં જૂની વોટર ચેનલ્સ અને તળાવોને ભરનારા 19 ઝરણાને Restore કરવાનો પણ ભરપૂર પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ Restoration Project ના મહત્વ વિશે વધારેમાં વધારે જાગૃતિ ફેલાય, તેને માટે સ્થાનિક લોકો અને યુવાનોને વોટર એમ્બેસેડર પણ બનાવવામાં આવ્યા છે. હવે અહીંના સ્થાનિક લોકો ગિલ સાર લેક માં પ્રવાસી પક્ષીઓ અને માછલીઓની સંખ્યા વધતી રહે તેને માટે પણ પ્રયત્ન કરી રહ્યા છે અને તેને જોઈને ખુશી પણ થાય છે. હું આવા શાનદાર પ્રયત્ન માટે શ્રીનગરના લોકોને ઘણી જ શુભેચ્છા પાઠવું છું.
સાથીઓ, આઠ વર્ષ પહેલા દેશે જે સ્વચ્છ ભારત મિશન શરૂ કર્યું, સમય સાથે તેનો વિસ્તાર પણ વધતો ગયો, નવા નવા ઈનોવેશન પણ જોડાતા ગયા. ભારતમાં તમે ક્યાંય પણ જશો તો જોશો કે દરેક જગ્યાએ સ્વચ્છતા માટે કોઈને કોઈ પ્રયત્ન જરૂર થઈ રહ્યા છે. આસામના કોકરાઝારમાં આવા જ એક પ્રયત્ન વિશે મને જાણવા મળ્યું. અહીં Morning Walkers ના એક સમૂહે ‘સ્વચ્છ અને હરિત કોકરાઝાર’ મિશન હેઠળ ઘણી જ પ્રશંસનીય પહેલ કરી છે. આ બધાએ નવા ફ્લાયઓવર ક્ષેત્રમાં ત્રણ કિલોમીટર લાંબા માર્ગની સફાઈ કરીને સ્વચ્છતાનો પ્રેરક સંદેશ આપ્યો. આવી જ રીતે વિશાખાપટ્ટનમમાં સ્વચ્છ ભારત અભિયાન હેઠળ પોલિથીનને બદલે કપડાંની થેલીને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. અહીંના લોકો પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે Single Use Plastic ઉત્પાદકોની સામે અભિયાન ચલાવી રહ્યા છે. તેની સાથે-સાથે આ લોકો ઘરે જ કચરાને અલગ કરવા માટે જાગૃતિ પણ ફેલાવી રહ્યા છે. મુંબઈની સોમૈયા કોલેજના વિદ્યાર્થીએ સ્વચ્છતાના તેના અભિયાનમાં સુંદરતાને પણ સામેલ કરી લીધી છે. તેમણે કલ્યાણ રેલવે સ્ટેશનની દિવાલોને સુંદર પેઈન્ટિંગ્સથી સજાવી છે. રાજસ્થાનના સવાઈ માધોપુરનું પણ પ્રેરક ઉદાહરણ મારી જાણકારીમાં આવ્યું છે. અહીંના યુવાનોએ રણથંભોરમાં ‘Mission Beat Plastic’ નામનું અભિયાન ચલાવ્યું છે. જેમાં રણથંભોરના જંગલોમાંથી પ્લાસ્ટિક અને પોલિથીનને હટાવવામાં આવ્યા છે. સહુના પ્રયત્નની આ જ ભાવના, દેશમાં જનભાગીદારીને મજબૂત કરે છે અને જ્યારે જનભાગીદારી હોય તો સૌથી મોટા લક્ષ્ય ચોક્કસ પૂરા થાય છે.
મારા પ્રિય દેશવાસીઓ, આજથી થોડા દિવસો પછી જ, 8 માર્ચે આખી દુનિયામાં ‘International Women’s Day’, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવવામાં આવશે. મહિલાઓના સાહસ, કૌશલ અને પ્રતિભાથી જોડાયેલા કેટલાય ઉદાહરણ આપણે મન કી બાતમાં સતત વહેંચતા રહ્યા છીએ. આજે પછી તે સ્કિલ ઈન્ડિયા હોય, સેલ્ફ હેલ્પ ગ્રુપ હોય, કે નાના-મોટા ઉદ્યોગ હોય, મહિલાઓએ દરેક જગ્યાએ મોરચો સંભાળ્યો છે. તમે કોઈપણ ક્ષેત્રમાં જુઓ, મહિલાઓ જૂની માનસિકતાઓને તોડી રહી છે. આજે આપણા દેશમાં પાર્લામેન્ટથી લઈને પંચાયત સુધી અલગ-અલગ કાર્યક્ષેત્રમાં મહિલાઓ નવી નવી ઉંચાઈ પ્રાપ્ત કરી રહી છે. સેનામાં પણ દીકરીઓ હવે નવી અને મોટી ભૂમિકાઓમાં જવાબદારી નિભાવી રહી છે અને દેશની રક્ષા કરી રહી છે. ગયા મહિને પ્રજાસત્તાક દિવસ પર આપણે જોયું કે આધુનિક ફાઈટર પ્લેનને પણ દીકરીઓ ઉડાવી રહી છે. દેશે સૈનિક સ્કૂલોમાં પણ દીકરીઓના એડમિશન પરથી પ્રતિબંધ હટાવ્યો અને આખા દેશમાં દીકરીઓ સૈનિક સ્કૂલમાં દાખલ થઈ રહી છે.
--
આવી જ રીતે આપણા સ્ટાર્ટ-અપ જગતને જોઈએ તો છેલ્લા વર્ષોમાં, દેશમાં હજારો નવા સ્ટાર્ટ-અપ શરૂ થયા. જેમાંથી લગભગ અડધા સ્ટાર્ટ-અપમાં મહિલાઓ નિર્દેશકની ભૂમિકામા છે. છેલ્લા કેટલાક સમયમાં મહિલાઓ માટે ‘માતૃત્વ અવકાશ’ વધારવા જેવા નિર્ણય લેવામાં આવ્યા છે. બાળક અને બાળકીઓને સમાન અધિકાર આપતા લગ્નની ઉંમર સમાન કરવા માટે દેશ પ્રયાસ કરી રહ્યો છે. તેનાથી દરેક ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધી રહી છે. આપ દેશમાં વધુ એક બદલાવ થતો જોઈ રહ્યા હશો. આ બદલાવ છે – આપણા સામાજિક અભિયાનોની સફળતા. ‘બેટી બચાવો, બેટી પઢાવો’ ની સફળતા ને જ જુઓ, આજે દેશમાં લિંગ ગુણોત્તર સુધર્યો છે. સ્કૂલ જનારી દીકરીઓની સંખ્યામાં સુધારો થયો છે. આમાં આપણી પણ જવાબદારી છે કે આપણી દીકરીઓ વચ્ચેથી સ્કૂલ ન છોડી દે. તેવી જ રીતે સ્વચ્છ ભારત અભિયાન હેઠળ દેશમાં મહિલાઓને ખૂલ્લામાં શૌચમાંથી મુક્તિ મળી છે. ટ્રિપલ તલાક જેવા સામાજિક અનિષ્ટનો અંત પણ થઈ રહ્યો છે. જ્યારથી ટ્રિપલ તલાકની સામે કાયદો આવ્યો છે, દેશમાં ત્રણ તલાકના મામલામાં 80 ટકાનો ઘટાડો આવ્યો છે. આ આટલા બધા બદલાવ આટલા ઓછા સમયમાં કેવી રીતે થઈ રહ્યા છે ? આ પરિવર્તન એટલે આવી રહ્યા છે કારણ કે આપણા દેશમાં પરિવર્તન અને પ્રગતિશીલ પ્રયત્નોનું નેતૃત્વ હવે ખુદ મહિલાઓ કરી રહી છે.
મારા પ્રિય દેશવાસીઓ, કાલે 28 ફેબ્રુઆરીએ નેશનલ સાયન્સ ડે છે. આ દિવસ Raman Effectની શોધ માટે પણ ઓળખાય છે. હું સી.વી. રમન જીની સાથે એ બધા જ વૈજ્ઞાનિકોને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ આપું છું, જેમણે આપણી Scientific Journey ને સમૃદ્ધ બનાવવામા પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. સાથીઓ, આપણા જીવનમાં સુગમતા અને સરળતામાં ટેક્નોલોજીએ ઘણી જગ્યા બનાવી લીધી છે. કઈ ટેક્નોલોજી સારી છે, કઈ ટેક્નોલોજીનો સારો ઉપયોગ કયો છે, આ બધા વિષયોથી આપણે સારી રીતે પરિચિત હોઈએ જ છીએ. પરંતુ એ પણ સાચું છે કે આપણા પરિવારના બાળકોને એ ટેક્નોલોજીનો આધાર શું છે, તેની પાછળનું સાયન્સ શું છે, એ તરફ આપણું ધ્યાન જાતું જ નથી. આ સાયન્સ ડે પર મારો બધા જ પરિવારોને આગ્રહ છે કે તેઓ પોતાના બાળકોમાં Scientific Temperament વિકસિત કરવા માટે ચોક્કસ નાના-નાનાં પ્રયત્નોથી શરૂ કરી શકે છે. હવે જેમ દેખાતું નથી, ચશ્મા લગાવ્યા પછી સાફ દેખાવા લાગે છે, તો બાળકોને આસાનીથી સમજાવી શકાય છે કે તેની પાછળનું વિજ્ઞાન શું છે. માત્ર ચશ્મા જોયાં, આનંદ કરીએ, એટલું જ નહીં. આરામથી તમે એક નાના કાગળ પર તેમને જણાવી શકો છો. હવે તે મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે, કેલ્ક્યૂલેટર કેવી રીતે કામ કરે છે, રિમોટ કન્ટ્રોલ કેવી રીતે કામ કરે છે, સેન્સર શું હોય છે? આ Scientific વાતો તેની સાથે-સાથે ઘરમાં ચર્ચામાં હોય છે શું? હોઈ શકે છે, ઘણાં આરામથી- આપણે આ ચીજોનું, ઘરની રોજિંદી જિંદગીની પાછળ શું સાયન્સ છે- તે કઈ વાત છે -જે એ કરી રહી છે, તેને સમજાવી શકીએ છીએ. તેવી જ રીતે શું ક્યારેય આપણે બાળકોને સાથે રાખીને આકાશમાં એકસાથે જોયું છે શું? રાત્રે તારાઓ વિશે પણ જરૂર વાતો થઈ હોય. વિવિધ constellations જોવા મળે છે, તેના વિશે જણાવો. એવું કરીને આપ બાળકોમાં ફિઝીક્સ અને એસ્ટ્રોનોમી પ્રત્યે નવા વલણો ઉત્પન્ન કરી શકો છો. આજકાલ ઘણી જ સારી Apps પણ છે જેનાથી તમે તારાઓ અને ગ્રહોને locate કરી શકો છો, અથવા જે તારો આકાશમાં દેખાઈ રહ્યો છે તેને ઓળખી શકો છો, તેના વિશે પણ જાણી શકો છો. હું આપણા સ્ટાર્ટ-અપને પણ કહીશ કે આપ આપના કૌશલ્ય અને Scientific Character નો ઉપયોગ રાષ્ટ્ર નિર્માણ સાથે જોડાયેલા કાર્યમાં પણ કરો. આ દેશ પ્રત્યે આપણી Collective Scientific Responsibility પણ છે. જેમ આજકાલ હું જોઈ રહ્યો છું કે આપણા સ્ટાર્ટ-અપ વર્ચ્યુઅલ રિઆલીટીની દુનિયામાં ઘણું જ સારું કામ કરી રહ્યા છે. Virtual Classesના આ યુગમાં બાળકોને ધ્યાનમાં રાખીને આવી જ એક વર્ચ્યુઅલ લેબ બનાવી શકાય છે. આપણે વર્ચ્યુઅલ રિયાલિટી દ્વારા બાળકોને chemistry ની લેબનો અનુભવ ઘરે બેઠા કરાવી શકીએ છીએ. આપણા શિક્ષકો અને વાલીઓને મારી વિનંતી છે કે આપ તમામ વિદ્યાર્થીઓ અને બાળકોને પ્રશ્નો પૂછવા માટે પ્રોત્સાહિત કરો અને તેમની સાથે મળીને પ્રશ્નોના સાચા જવાબો શોધો. આજે હું કોરોના સામેની લડાઈમાં ભારતીય વૈજ્ઞાનિકોની ભૂમિકાની પણ પ્રશંસા કરવા માંગુ છું. તેમની સખત મહેનતને કારણે Made In India વેક્સીનનું નિર્માણ શક્ય બની શક્યું, જેનાથી વિશ્વને ઘણી મદદ મળી છે. Science ની માનવતા માટે આ જ તો ભેટ છે.
મારા પ્રિય દેશવાસીઓ, આ વખતે પણ આપણે ઘણા વિષયો પર ચર્ચા કરી. આવનારા માર્ચ મહિનામાં, ઘણા તહેવારો આવી રહ્યા છે - શિવરાત્રી છે અને હવે થોડા દિવસો પછી તમે બધા હોળીની તૈયારીમાં લાગી જશો. હોળી આપણને એકસૂત્રમાં પરોવનારો તહેવાર છે. આમાં પારકા-પોતાના, દ્વેષ-વિદ્વેષ, નાના-મોટા, તમામ ભેદ ભૂંસાઈ જાય છે. તેથી જ કહેવાય છે કે હોળીનો રંગ કરતાં પણ વધારે ઘાટા રંગ પ્રેમ અને સંવાદિતાના હોય છે. હોળીમાં ગુજિયાની સાથે સાથે સંબંધોની પણ અનોખી મીઠાશ હોય છે. આપણે આ સંબંધોને વધુ મજબૂત બનાવવાના છે અને સંબંધ ફક્ત આપણા પરિવારના લોકો સાથે જ નથી પરંતુ તે લોકો સાથે પણ- જે મોટા પરિવારનો ભાગ છે. તેની સૌથી મહત્વપૂર્ણ રીત પણ આપે યાદ રાખવાની છે- આ રીત છે, 'વોકલ ફોર લોકલ' સાથે તહેવારની ઉજવણીની. તમે તહેવારો પર સ્થાનિક ઉત્પાદનોની ખરીદી કરો, જેનાથી આપની આસપાસ રહેનારા લોકોના જીવનમાં પણ રંગ ઉમેરાય, રંગ રહે, ઉમંગ રહે. આપણો દેશ જેટલી સફળતાથી કોરોનાની સામે લડાઈ લડી રહ્યો છે, અને આગળ વધી રહ્યો છે, તેનાથી તહેવારોમાં જોશ પણ અનેકગણો વધી ગયો છે. આ જ જોશની સાથે આપણે આપણા તહેવાર મનાવવાના છે, અને સાથે જ પોતાની સાવધાની પણ રાખવાની છે. હું આપ બધાને આવનારા તહેવારોની શુભેચ્છાઓ આપુ છું. મને હંમેશા આપની વાતોની, આપના પત્રોની, આપના સંદેશાઓની રાહ રહેશે. ખૂબ-ખૂબ શુભેચ્છા.
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે મન કી બાતની એક વધુ કડી દ્વારા આપણે એક સાથે જોડાઇ રહ્યા છીએ. આ ૨૦૨૨ની પહેલી મન કી બાત છે. આજે આપણે ફરી એવી ચર્ચાઓને આગળ વધારીશું જે આપણા દેશ અને દેશવાસીઓની સકારાત્મક પ્રેરણાઓ અને સામૂહિક પ્રયત્નો સાથે જોડાયેલી હોય છે. આજે આપણા પૂજય બાપુ મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ પણ છે. ૩૦ જાન્યુઆરીનો આ દિવસ આપણને બાપુના ઉપદેશોની પણ યાદ અપાવે છે. હજી થોડા દિવસ પહેલાં જ આપણે ગણતંત્ર દિવસ પણ ઉજવ્યો. દિલ્હીમાં રાજપથ પર આપણે દેશના શૌર્ય અને સામર્થ્યની જે ઝલક જોઇ તેણે સૌને ગર્વ અને ઉત્સાહથી ભરી દીધા છે. આ વખતે તમે એક બદલાવ જોયો હશે. હવે પ્રજાસત્તાક દિવસ સમારંભ ૨૩ જાન્યુઆરી એટલે કે, નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતીથી શરૂ થશે અને ૩૦ જાન્યુઆરી સુધી એટલે કે, ગાંધીજીની પુણ્યતિથિ સુધી ચાલશે. ઇન્ડિયા ગેટ પર નેતાજીની ડીજીટલ પ્રતિમા પણ સ્થાપિત કરી દેવાઇ છે. આ બાબતનું જે રીતે દેશે સ્વાગત કર્યું, દેશના ખૂણેખૂણાથી આનંદનું જે મોજું ફરી વળ્યું, દરેક દેશવાસીએ જે પ્રકારની ભાવનાઓ પ્રગટ કરી તેને આપણે કયારેય ભૂલી નહીં શકીએ.
સાથીઓ, આઝાદીના અમૃત મહોત્સવમાં દેશ આ પ્રયાસોના માધ્યમથી પોતાના રાષ્ટ્રીય પ્રતિકોને પુનઃ પ્રતિષ્ઠિત કરી રહ્યો છે. આપણે જોયું કે, ઇન્ડિયા ગેટને અડીને “અમર જવાન જયોતિ” છે અને નજીકમાં જ “રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક” પર પ્રજ્જવલિત જયોત છે તેને એક કરી દેવામાં આવી છે. આ ભાવુક અવસરે કેટલાય દેશવાસીઓ અને શહીદ પરિવારોની આંખોમાં આંસુ હતા. “રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક” માં આઝાદી પછી શહીદ થયેલા દેશના તમામ વીરોના નામ અંકિત કરવામાં આવ્યા છે. સેનાના કેટલાક ભૂતપૂર્વ જવાનોએ મને પત્ર લખીને કહ્યું છે કે, “શહીદોની સ્મૃતિની સામે પ્રજ્જવલિત થઇ રહેલી અમર જવાન જયોતિ શહીદોના અમરત્વનું પ્રતિક છે.” ખરેખર “અમર જવાન જયોતિ”ની જેમ જ આપણા શહીદો, તેમની પ્રેરણા અને તેમનું યોગદાન પણ અમર છે. હું આપ સૌને કહીશ કે, જયારે પણ તક મળે “રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક” પર જરૂર જજો. પોતાના પરિવાર અને બાળકોને પણ ચોકક્સ લઇ જજો. ત્યાં તમને એક અલગ ઊર્જા અને પ્રેરણાનો અનુભવ થશે.
સાથીઓ, અમૃત મહોત્સવના આ આયોજનોની વચ્ચે દેશમાં કેટલાયે મહત્વના રાષ્ટ્રીય પુરસ્કારો પણ આપવામાં આવ્યા. તેમાંનો એક છે, પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર. આ પુરસ્કાર એવા બાળકોને મળ્યા, જેમણે નાની ઉંમરમાં જ સાહસિક અને પ્રેરણાદાયક કામ કર્યું છે. આપણે બધાંએ પોતાના ઘરમાં આ બાળકો વિશે જરૂર જણાવવું જોઇએ. તેનાથી આપણાં બાળકોને પણ પ્રેરણા મળશે અને તેમનામાં દેશનું નામ રોશન કરવાનો ઉત્સાહ જાગશે. દેશમાં હમણાં જ પદ્મપુરસ્કારોની પણ જાહેરાત થઇ છે. પદ્મપુરસ્કાર મેળવનારામાં કેટલાય એવા નામ પણ છે જેમના વિશે બહુ ઓછા લોકો જામે છે. આ આપણા દેશના unsung heroes છે. જેમણે સાધારણ સંજોગોમાં પણ અસાધારણ કામ કર્યું છે. જેમ કે, ઉત્તરાખંડના બસંતી દેવીજીને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. બસંતી દેવીએ તેમનું પૂરૂં જીવન સંઘર્ષોની વચ્ચે વિતાવ્યું. નાની ઉંમરમાં જ તેમના પતિનું અવસાન થઇ ગયું હતું અને તેઓ એક આશ્રમમાં રહેવા લાગ્યાં. ત્યાં રહીને તેમણે નદીને બચાવવા માટે સંઘર્ષ કર્યો અને પર્યાવરણ માટે અસાધારણ યોગદાન આપ્યું. તેમણે મહિલાઓના સશક્તીકરણ માટે પણ ઘણું કામ કર્યું છે. આ રીતે જ મણિપુરના ૭૭ વર્ષના લૌરેમ્બમ બીનો દેવી દાયકાઓથી મણિપુરની લીબા વસ્ત્રકળાનું સંરક્ષણ કરી રહ્યા છે. તેમને પણ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. મધ્યપ્રદેશના અર્જુનસિંહને બૈગા આદિવાસી નૃત્યની કળાને ઓળખ અપાવવા માટે પદ્મ સન્માન મળ્યું છે. પદ્મ સન્માન મેળવનારા વધુ એક મહાનુભાવ છે શ્રીમાન અમાઇ મહાલિંગા નાઇક. તેઓ એક ખેડૂત છે. અને કર્ણાટકના નિવાસી છે. તેમને કેટલાક લોકો ટનલ મેન પણ કહે છે. તેમણે ખેતીમાં એવા એવા નવીનીકરણ કર્યા છે, જેને જોઇને કોઇપણ દંગ રહી જાય. તેમના પ્રયાસોનો બહુ મોટો લાભ નાના ખેડૂતોને થઇ રહ્યો છે. આવા બીજા પણ કેટલાય unsung heroes(અસ્તુત્ય નાયકો) છે. દેશે તેમના યોગદાન માટે જેમને સન્માનિત કર્યા છે. આપ તેમના વિષે જાણવાની પણ ચોક્કસ કોશિશ કરજો. તેમનાથી આપણને જીવનમાં ઘણુંબધું શીખવા મળશે.
મારા વ્હાલા દેશવાસીઓ, અમૃત મહોત્સવ વિશે તમે બધા સાથીઓ મને ઢગલાબંધ પત્રો અને સંદેશા મોકલો છો, અનેક સૂચનો કરો છે. આ શ્રેણીમાં કંઇક એવું થયું છે, જે મારા માટે અવિસ્મરણીય છે. એક કરોડથી વધુ બાળકોએ મને પોતાની મન કી બાત પોસ્ટકાર્ડ દ્વારા લખી મોકલી છે. આ એક કરોડ પોસ્ટકાર્ડ દેશના, જુદાજુદા ભાગમાંથી આવ્યા છે, વિદેશથી પણ આવ્યા છે. તેમાંથી ઘણા પોસ્ટકાર્ડ મેં સમય કાઢીને વાંચવાનો પ્રયત્ન કર્યો છે. આ પોસ્ટકાર્ડઝમાં એ બાબતનું દર્શન થાય છે કે દેશના ભવિષ્ય માટે આપણી નવી પેઢીની વિચારસરણી કેટલી વ્યાપક અને કેટલી વિશાળ છે. મેં મન કી બાતના શ્રોતાઓ માટે કેટલાક પોસ્ટકાર્ડ અલગ તારવ્યા છે જેને હું તમારી સાથે શેર કરવા માંગું છું. જેમ કે આ એક, આસામના ગુવાહાટીથી રિધ્ધિમા સ્વર્ગિયારીનું પોસ્ટકાર્ડ છે. રિધ્ધિમા સાતમા ધોરણની વિદ્યાર્થિની છે, અને તેમણે લખ્યું છે કે, આઝાદીના એકસોમા વર્ષમાં તેઓ એક એવું ભારત જોવા ઇચ્છે છે જે દુનિયાનો સૌથી સ્વચ્છ દેશ હોય, આતંકવાદથી સંપૂર્ણપણે મુક્ત હોય, સો ટકા સાક્ષરદેશોમાં સામેલ હોય, અકસ્માત મુક્ત દેશ હોય, અને ટકાઉ ટેકનોલોજીથી અન્ન સલામતીમાં સક્ષમ હોય. રિધ્ધિમા, આપણી દીકરીઓ જે વિચારે છે, જે સપના દેશ માટે જુએ છે, તે તો પૂરા થાય છે જ. જયારે સૌના પ્રયત્નો જોડાશે, તમારી યુવાપેઢી તેને લક્ષ્ય બનાવીને કામ કરશે, તો તમે ભારતને જેવું બનાવવા ઇચ્છો છો, તેવું ચોક્કસ બનશે. એક પોસ્ટકાર્ડ મને ઉત્તરપ્રદેશના પ્રયાગરાજની નવ્યા વર્માનો પણ મળ્યો છે. નવ્યાએ લખ્યું છે કે, તેમનું સપનું ૨૦૪૭માં એવા ભારતનું છે, જયાં બધાને સન્માનપૂર્ણ જીવન મળે, જયાં ખેડૂત સમૃદ્ધ હોય અને ભ્રષ્ટાચાર ન હોય. નવ્યા દેશ માટેનું તમારૂં સપનું બહું વખાણવાલાયક છે. આ દિશામાં દેશ ઝડપથી આગળ પણ વધી રહ્યો છે. તમે ભ્રષ્ટાચારમુક્ત ભારતની વાત કરી. ભ્રષ્ટાચાર તો ઉધઇની જેમ દેશને પોલો કરી નાંખે છે. તેનાથી મુક્તિ માટે ૨૦૪૭ની રાહ શા માટે જોવી ? આ કામ આપણે સૌ દેશવાસીઓએ, આજની યુવાપેઢીએ મળીને કરવાનું છે, બને તેટલું જલ્દી કરવાનું છે. અને એ માટે બહુ જરૂરી છે કે આપણે આપણા કર્તવ્યોને પ્રાથમિકતા આપીએ. જયાં ફરજ નિભાવવાનો અહેસાસ થાય છે. કર્તવ્ય સર્વોપરી હોય છે. ત્યાં ભ્રષ્ટાચાર ફરકી પણ નથી શકતો.
સાથીઓ, વધુ એક પોસ્ટકાર્ડ મારી સામે છે ચેન્નાઇના મોહંમદ ઇબ્રાહીમનો. ઇબ્રાહીમ ૨૦૪૭માં ભારતને સંરક્ષણ ક્ષેત્રમાં એક મોટી શક્તિના રૂપમાં જોવા ઇચ્છે છે. તેઓ ઇચ્છે છે કે, ચંદ્ર પર ભારતનું પોતાનું સંશોધન મથક હોય, અને મંગળ પર ભારત, માનવ વસ્તીને, વસાવવાનું કામ શરૂ કરે. સાથોસાથ ઇબ્રાહીમ પૃથ્વીને પણ પ્રદૂષણથી મુક્ત કરવામાં ભારતની મોટી ભૂમિકા જુએ છે. ઇબ્રાહીમ, જે દેશની પાસે તમારા જેવા નવજુવાન હોય, તેમના માટે કશું પણ અસંભવ નથી.
સાથીઓ, મારી સામે એક પત્ર છે. મધ્યપ્રદેશના રાયસેનમાં સરસ્વતી વિદ્યામંદિરની દસમા ધોરણની વિદ્યાર્થિની ભાવનાનો. સૌથી પહેલા તો હું ભાવનાને કહીશ કે, તમે જે રીતે તમારા પોસ્ટકાર્ડને ત્રિરંગાથી શણગાર્યું છે તે મને બહુ ગમ્યું. ભાવનાએ ક્રાંતિકારી શિરીષકુમાર વિષે લખ્યું છે.
સાથીઓ, ગોવાથી મને લોરેન્શિયો પરેરાનું પોસ્ટકાર્ડ મળ્યું છે. તે બારમા ધોરણના વિદ્યાર્થી છે. તેમના પત્રનો પણ વિષય છે. આઝાદીના unsung heroes(અસ્તૃત્ય નાયકો). હું તેનો ગુજરાતી ભાવાર્થ તમને જણાવું છું. તેમણે લખ્યું છે, “ભીખાજી કામા ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં સામેલ થનારા સૌથી બહાદુર મહિલાઓમાંના એક હતાં.” તેમણે દીકરીઓને સશક્ત બનાવવા માટે દેશવિદેશમાં ઘણા અભિયાન ચલાવ્યાં. અનેક પ્રદર્શનો યોજ્યા. ચોક્કસપણે ભીખાજી કામા સ્વાધીનતા આંદોલનના સૌથી નીડર મહિલાઓમાંના એક હતા. ૧૯૦૭માં તેમણે જર્મનીમાં ત્રિરંગો લહેરાવ્યો હતો. આ ત્રિરંગાને સ્વરૂપ આપવામાં જે વ્યક્તિએ જેમને સાથ આપ્યો હતો, તે હતા – શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા. શ્રી શ્યામજી કૃષ્ણ વર્માજીનું નિધન ૧૯૩૦માં જીનીવામાં થયું હતું. તેમની અંતિમ ઇચ્છા હતી કે, ભારતની આઝાદી પછી તેમના અસ્થિ ભારત લાવવામાં આવે. આમ તો, ૧૯૪૭માં આઝાદીના બીજા દિવસે જ તેમના અસ્થિ ભારત પરત લાવવા જોઇતા હતા, પરંતુ તે કામ ન થયું. કદાય પરમાત્માની ઇચ્છા હશે કે આ કામ હું કરૂં અને આ કામ કરવાનું સૌભાગ્ય પણ મને જ મળ્યું. હું જયારે ગુજરાતનો મુખ્યમંત્રી હતો, ત્યારે વર્ષ ૨૦૦૩માં તેમના અસ્થિ ભારત લાવવામાં આવ્યા હતા. શ્યામજી કૃષ્ણ વર્માની યાદમાં તેમના જન્મસ્થાન, કચ્છના માંડવીમાં એક સ્મારકનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે.
સાથીઓ, ભારતની આઝાદીના અમૃત મહોત્સવનો ઉત્સાહ કેવળ આપણા દેશમાં જ નથી. મને ભારતના મિત્ર દેશ ક્રોએશિયાથી પણ ૭૫ પોસ્ટકાર્ડ મળ્યા છે. ક્રોએશિયાના જાગ્રેબમાં School of Applied Arts and Design ના વિદ્યાર્થીઓએ આ ૭૫ કાર્ડઝ ભારતના લોકો માટે મોકલ્યા છે અને અમૃત મહોત્સવના અભિનંદન આપ્યા છે. હું આપ સૌ દેશવાસીઓ તરફથી ક્રોએશિયા અને ત્યાંના લોકોને ધન્યવાદ આપું છું.
મારા દેશવાસીઓ, ભારત શિક્ષણ અને જ્ઞાનની તપોભૂમિ રહ્યું છે. આપણે શિક્ષણને પુસ્તકિયા જ્ઞાન સુધી મર્યાદિત નથી રાખ્યું, પરંતુ તેને જીવનના એક સમગ્ર અનુભવના રૂપે જોયું છે. આપણા દેશની મહાન વિભૂતિઓનો પણ શિક્ષણ સાથે ગાઢ નાતો રહ્યો છે. પંડિત મદન મોહન માલવીયજીએ જયાં બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયની સ્થાપના કરી, તો મહાત્મા ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠના નિર્માણમાં મહત્વની ભૂમિકા નિભાવી. આપણા આણંદમાં એક બહુ સરસ જગ્યા છે – વલ્લભ વિદ્યાનગર. સરદાર પટેલના આગ્રહથી તેમના બે સહયોગીઓ, ભાઇ કાક અને ભીખા ભાઇએ ત્યાં યુવાનો માટે શિક્ષણકેન્દ્રોની સ્થાપના કરી. એ રીતે જ પશ્ચિમ બંગાળમાં ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોરે શાન્તિનિકેતનની સ્થાપના કરી. મહારાજા ગાયકવાડ પણ કેળવણીના પ્રબળ સમર્થકોમાંના એક હતા. તેમણે અનેક શિક્ષણ સંસ્થાઓનું નિર્માણ કરાવ્યું અને ડોકટર આંબેડકર તથા શ્રી અરબિંદો સહિત અનેક વિભૂતિઓને ઉચ્ચ શિક્ષણ માટે પ્રેરિત કરી. એવા જ મહાનુભાવોની યાદીમાં એક નામ રાજા મહેન્દ્ર પ્રતાપસિંહનું પણ છે. રાજા મહેન્દ્ર પ્રતાપસિંહજીએ એક ટેકનીકલ સ્કૂલની સ્થાપના માટે પોતાનું ઘર જ સોંપી દીધું હતું. તેમણે અલીગઢ અને મથુરામાં શિક્ષણ કેન્દ્રના નિર્માણ માટે ખૂબ આર્થિક મદદ કરી. થોડા સમય પહેલાં મને અલીગઢમાં તેમના નામે એખ યુનિવર્સિટીનું ખાતમૂહુર્ત કરવાનું પણ સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. મને આનંદ છે કે, જ્ઞાનના પ્રકાશને જન-જન સુધી પહોંચાડવાની આ જીવંત ભાવના ભારતમાં આજે પણ અખંડ છે. શું તમે જાણો છે કે, આ ભાવનાની સૌથી સુંદર વાત શું છે? એ સુંદર વાત એક છે કે શિક્ષણ માટેની જાગૃતિ સમાજમાં દરેક સ્તરે જોવા મળી રહી છે. તમિલનાડુના તિરૂપુર જીલ્લાના ઉદુમલપેટ બ્લોકમાં રહેતા તાયમ્મલજીનું ઉદાહરણ તો ખૂબ જ પ્રેરણાદાયક છે. તાયમ્મલજીની પાસે પોતાની કોઇ જમીન નથી. વર્ષોથી તેમનો પરિવાર નાળિયેર પાણી વેચીનો પોતાનું ગુજરાન ચલાવે છે. આર્થિક સ્થિતિ ભલે સારી ન હોય પરંતુ તાયમ્મલજીએ તેમના દીકરાદીકરીને ભણાવવામાં કોઇ કસર બાકી રાખી નથી. તેમના સંતાનો ચિન્નવિરમપટ્ટી પંચાયતની યુનિયન મિડલ સ્કૂલમાં ભણતા હતા. એમ જ એક દિવસ શાળામાં વાલીઓ સાથેની મિટીંગમાં વાત આવી કે વર્ગો અને શાળાની સ્થિતિ સુધારવામાં આવે, શાળાનું આંતરમાળખું સારૂં કરવામાં આવે. તાયમ્મલજી પણ આ વાલીમીટીંગમાં હતા. તેમણે બધું સાંભળ્યું. આ બેઠકમાં ફરી ચર્ચા તે કામો માટે પૈસાની ખેંચ પર આવીને અટકી ગઇ. ત્યાર બાદ તાયમ્મલજીએ જે કર્યું તેની કલ્પના કોઇ કરી શકે તેમ નહોતું. જે તાયમ્મલજીએ નાળિયેર પાણી વેચીને થોડી મૂડી એકઠી કરી હતી. તેમણે એક લાખ રૂપિયા સ્કૂલ માટે દાન કરી દીધા. ખરેખર આવું કરવા માટે બહુ મોટું દિલ જોઇએ. સેવાભાવ જોઇએ. તાયમ્મલજીનું કહેવું છે કે, હજી જે શાળા છે, તેમાં આઠમા ધોરણ સુધીનું જ શિક્ષણ અપાય છે. હવે જ્યારે શાળાનું આંતરમાળખું સુધરી જશે તો અહીંયા ઉચ્ચતર માધ્યમિક સુધીનું શિક્ષણ મળવા લાગશે. આપણા દેશમાં શિક્ષણ વિશે આ એ જ ભાવના છે જેની હું ચર્ચા કરી રહ્યો હતો. મને આઇ.આઇ.ટી. બી.એચ.યુ.ના ભૂતપૂર્વ વિદ્યાર્થી સંગઠનના આ રીતના દાન વિશે પણ જાણવા મળ્યું છે. બી.એચ.યુ.ના ભૂતપૂર્વ વિદ્યાર્થી જય ચૌધરીજીએ આઇ.આઇ.ટી. બી.એચ.યુ. ફાઉન્ડેશનને દસ લાખ ડોલર એટલે કે લગભગ સાડા સાત કરોડ રૂપિયાનું દાન કર્યું છે.
સાથીઓ, આપણા દેશમાં જુદાજુદા ક્ષેત્રો સાથે જોડાયેલા એવા ઘણા લોકો છે, જે બીજાની મદદ કરીને સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવે છે. મને અત્યંત આનંદ છે કે આ રીતના પ્રયાસો ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં, ખાસ કરીને આપણી અલગ અલગ આઇઆઇટીમાં સતત જોવા મળી રહ્યા છે. કેન્દ્રીય વિશ્વવિદ્યાલયોમાં પણ આ પ્રકારના પ્રેરણ ઉદાહરણોની ખોટ નથી. આ રીતના પ્રયાસોને વધુ પ્રોત્સાહન આપવા ગયા વર્ષે સપ્ટેમ્બર માસથી દેશમાં વિદ્યાંજલી અભિયાનની પણ શરૂઆત થઇ છે. તેનો હેતુ વિવિધ સંગઠનો, કંપનીઓનો ફાળો અને ખાનગી ક્ષેત્રની ભાગીદારીથી દેશભરની શાળાઓમાં શિક્ષણની ગુણવત્તામાં સુધારો કરવાનો છે. વિદ્યાંજલી અભિયાન સામુહિક ભાગીદારી અને માલિકીની ભાવનાથી આગળ વધી રહ્યું છે. પોતાની શાળા, કોલેજ સાથે સતત જોડાયેલા રહેવું, પોતાની શક્તિ અનુસાર કંઇક ને કંઇક યોગદાન આપતા રહેવું એ એક એવી બાબત છે જેનો સંતોષ અને આનંદ અનુભવ લઇને જ જાણી શકાય છે.
મારા વ્હાલા દેશવાસીઓ, પ્રકૃતિને પ્રેમ અને જીવ માત્ર માટે કરૂણા એ આપણી સંસ્કૃતિ પણ છે અને સહજ સ્વભાવ પણ છે આપણા આ સંસ્કારોની ઝલક હમણાં તાજેતરમાં જ ત્યારે જોવા મળી જયારે મધ્યપ્રદેશના પેંચ વાઘ અભ્યારણ્યમાં એક વાઘણે દુનિયાને અલવિદા કરી દીધી. આ વાઘણને લોકો કોલર વાળી વાઘણ કહેતા હતા. વન વિભાગે તેને ટી-૧૫ નામ આપ્યું હતું. આ વાઘણના મૃત્યુએ લોકોને એટલા ભાવુક બનાવી દીધા, જાણે તેમનું કોઇ સ્વજન દુનિયા છોડી ગયું હોય. લોકોએ રીતસર તેના અંતિમ સંસ્કાર કર્યા, તેને પૂરા સન્માન અને સ્નેહ સાથે વિદાઇ આપી. તમે પણ આ તસ્વીરો સોશિયલ મીડિયામાં જરૂર જોઇ હશે. પૂરી દુનિયામાં પ્રકૃતિ અને જીવો માટે આપણા, ભારતીયોના આ પ્રેમની ખૂબ પ્રશંસા થઇ. કોલરવાળી વાઘણે તેના જીવનકાળમાં ૨૯ બચ્ચાંને જન્મ આપ્યો અને ૨૫ને પાળી પોષીને મોટાં પણ કર્યાં. આપણે ટી-૧૫ના આ જીવનને પણ ઉજવ્યું અને તેણે જયારે દુનિયા છોડી તો તેને ભાવસભર વિદાઇ પણ આપી. આ જ તો ભારતના લોકોની ખૂબી છે. આપણે દરેક ચેતન જીવ સાથે પ્રેમનો સંબંધ બનાવી લઇએ છીએ. એવું જ એક દ્રશ્ય આપણને આ વખતે પ્રજાસત્તાક દિવસની પરેડમાં પણ જોવા મળ્યું. આ પરેડમાં રાષ્ટ્રપતિના અંગરક્ષકોના ચાર્જર ઘોડા વિરાટે પોતાની આખરી પરેડમાં ભાગ લીધો. આ ઘોડો વિરાટ, ૨૦૦૩માં રાષ્ટ્રપતિભવન આવ્યો હતો અને દરેક વખતે પ્રજાસત્તાક દિવસે કમાન્ડન્ટ ચાર્જરના રૂપમાં પરેડની આગેવાની લેતો હતો. જયારે કોઇ વિદેશી રાષ્ટ્રાધ્યક્ષનું રાષ્ટ્રપતિભવનમાં સ્વાગત થયું હતું, ત્યારે પણ તે પોતાની આ ભૂમિકા નિભાવતો હતો. આ વર્ષે સેના દિવસે એ અશ્વ વિરાટને સેના પ્રમુખ દ્વારા સેનાધ્યક્ષ પ્રશસ્તિપત્ર પણ આપવામાં આવ્યું. વિરાટની વિરાટ સેવાઓને જોઇને તેની સેવાનિવૃત્તિ પછી એટલી જ ભવ્ય રીતે તેને વિદાઇ આપવામાં આવી.
મારા વ્હાલા દેશવાસીઓ, જયારે એક નિષ્ઠ પ્રયાસ થાય છે, સદભાવનાથી કામ થાય છે તો તેના પરિણામ પણ મળે છે. તેનું એક સર્વોત્તમ ઉદાહરણ સામે આવ્યું છે, આસામથી આસામનું નામ લેતાં જ ત્યાંના ચાના બગીચા અને ઘણા બધાં રાષ્ટ્રીય ઉદ્યાનોનો વિચાર આવે છે. સાથોસાથ એક શીંગી ગૈંડા એટલે કે, One horn Rhinoનું ચિત્ર પણ આપણા મનમાં ઉપસી આવે છે. આપ સૌ જાણો છો કે આ એક શીંગી ગૈંડો અસમિયા સંસ્કૃતિનો ભાગ રહ્યો છે. ભારત રત્ન ભૂપેન હજારિકાજીનું આ ગીત દરેકના કાનમાં ગુંજતું હશે.
સાથીઓ, આ ગીતનો અર્થ છે તે ખૂબ સુસંગત છે. આ ગીતમાં કહેવાયું છે, કાઝીરંગાનો લીલોછમ પરિવેશ, હાથી અને વાઘના નિવાસ, એક શીંગી ગેંડાને પૃથ્વી જુએ, પક્ષીઓનો મધુરવ કલરવ સાંભળે. આસામની વિશ્વપ્રસિદ્ધ હાથશાળ પર વણેલા મૂંગા અને એરીના પોષાકોમાં પણ ગૈંડાની આકૃતિ જોવા મળે છે. આસામની સંસ્કૃતિમાં જે ગૈંડાનો આટલો મોટો મહિમા છે, તેને પણ સંકટોનો સામનો કરવો પડતો હતો. વર્ષ ૨૦૧૩માં ૩૭ અને ૨૦૧૪માં ૩૨ ગૈંડાને શિકારીઓએ મારી નાંખ્યા હતા. આ પડકારને પહોંચી વળવા માટે છેલ્લા સાત વર્ષમાં સરકારે વિશેષ પ્રયાસોથી ગૈંડાના શિકાર વિરૂદ્ધ એક બહુ મોટું અભિયાન ચલાવવામાં આવ્યું. ગઇ ૨૨ સપ્ટેમ્બરે વિશ્વ ગેંડા દિવસના અવસરે શિકારીઓ પાસેથી જપ્ત કરવામાં આવેલા ૨૪૦૦થી વધુ શીંગડાઓને સળગાવી દેવામાં આવ્યા હતા. ચોર શિકારીઓ માટે આ એક સખત સંદેશ હતો. એવા જ પ્રયાસોના પરિણામે હવે આસામમાં ગેંડાઓના શિકારમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. ૨૦૧૩માં જયાં ૩૭ ગેંડાની હત્યા કરાઇ હતી ત્યાં ૨૦૨૦માં ૨ અને ૨૦૨૧માં માત્ર ૧ ગૈંડાના શિકારનો મામલો સામે આવ્યો છે. ગેંડાને બચાવવા માટેના આસામના લોકોના સંકલ્પની હું પ્રસંશા કરૂં છું.
સાથીઓ, ભારતીય સંસ્કૃતિના વિવિધ રંગો અને આધ્યાત્મિક શક્તિએ હંમેશા દુનિયાભરના લોકોને પોતાની તરફ આકર્ષ્યા છે. હું જો આપને કહું કે ભારતીય સંસ્કૃતિ, અમેરિકા, કેનેડા, દુબઇ, સિંગાપુર, પશ્ચિમી યુરોપ અને જાપાનમાં ખૂબ જ લોકપ્રિય છે તો આ વાત આપને બહુ સામાન્ય લાગશે, આપને કોઇ નવાઇ નહીં લાગે. પરંતુ, હું જો એમ કહું કે, ભારતીય સંસ્કૃતિનું લેટીન અમેરિકા અને દક્ષિણ અમેરિકામાં પણ ભારે આકર્ષણ છે, તો તમે એક વખત ચોકકસ વિચારમાં પડી જશો. મેક્સિકોમાં ખાદીને પ્રોત્સાહન આપવાની વાત હોય કે, પછી બ્રાઝિલમાં ભારતીય પરંપરાઓને લોકપ્રિય બનાવવાનો પ્રયાસ, મન કી બાતમાં આપણે અગાઉ આ વિષયો પર ચર્ચા કરી ચૂક્યા છીએ. આજે હું આપને આર્જેન્ટીનામાં ફરકી રહેલા ભારતીય સંસ્કૃતિના ધ્વજ વિષે વાત કરીશ. આર્જેન્ટીનામાં આપણી સંસ્કૃતિને ખૂબ પસંદ કરવામાં આવે છે. ૨૦૧૮માં મેં આર્જેન્ટીનાની મારી મુલાકાત દરમિયાન યોગના કાર્યક્રમમાં - શાંતિ માટે યોગમાં ભાગ લીધો હતો. અહીં આર્જેન્ટીનામાં એક સંસ્થા છે - હસ્તિનાપુર ફાઉન્ડેશન. તમને સાંભળીને નવાઇ લાગે છે ને ! ક્યાં આર્જેન્ટીના અને ત્યાં પણ હસ્તિનાપુર ફાઉન્ડેશન ! આ ફાઉન્ડેશન આર્જેન્ટીનામાં ભારતીય વૈદિક પરંપરાઓના પ્રસારમાં વ્યસ્ત છે. તેના સ્થાપના ૪૦ વર્ષ પહેલાં એક મહિલા પ્રોફેસર એડા અલબ્રેસ્ટે કરી હતી. આજે પ્રોફેસર એડા અલબ્રેસ્ટ ૯૦ વર્ષના થવા જઇ રહ્યા છે. ભારતની સાથે એમનો લગાવ કેવી રીતે થયો તે પણ ખૂબ રસપ્રદ છે. તેઓ જયારે ૧૮ વર્ષના હતા ત્યારે પહેલીવાર ભારતીય સંસ્કૃતિની શક્તિનો તેમને પરિચય થયો. તેમણે ભારતમાં સારો એવો સમય વિતાવ્યો. ભગવદગીતા અને ઉપનિષદો વિષે ઉંડાણથી અભ્યાસ કર્યો. આજે હસ્તિનાપુર ફાઉન્ડેશનના ૪૦ હજારથી વધુ સભ્યો છે અને આર્જેન્ટીના તથા અન્ય લેટિન અમેરિકી દેશોમાં તેની લગભગ ૩૦ શાખાઓ છે. હસ્તિનાપુર ફાઉન્ડેશને સ્પેનિશ ભાષામાં ૧૦૦થી વધુ વૈદિક અને દાર્શનિક ગ્રંથ પણ પ્રકાશિત કર્યા છે. તેમનો આશ્રમ પણ ખૂબ મનમોહક છે. આશ્રમમાં ૧૨ મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં અનેક દેવીદેવતાઓની મૂર્તિઓ છે. આ બધાના કેન્દ્રમાં એક એવું મંદિર પણ છે તે અદ્વૈતવાદી ધ્યાન માટે બનાવવામાં આવ્યું છે.
સાથીઓ, આવા જ સેંકડો ઉદાહરણ એ દર્શાવે છે, કે આપણી સંસ્કૃતિ આપણા માટે જ નહીં, બલ્કે પૂરી દુનિયા માટે એક અણમોલ વારસો છે. દુનિયાભરના લોકો તેને જાણવા માંગે છે, સમજવા માંગે છે, જીવવા માંગે છે. આપણે પણ પૂરી જવાબદારી સાથે આપણા સાંસ્કૃતિક વારસાને ખુદ પોતાના જીવનનો હિસ્સો બનાવીને બધા લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવો જોઇએ.
મારા વ્હાલા દેશવાસીઓ, હવે હું આપને અને ખાસ કરીને આપણા યુવાઓને એક પ્રશ્ન કરવા માંગું છું. હવે વિચારો, તમે એક વારમાં કેટલા પુશ-અપ્સ કરી શકો છે. આપને હું જે જણાવવાનો છું તે ચોક્કસપણે આશ્ચર્યમાં મૂકી દેશે. મણિપુરમાં ૨૪ વર્ષના યુવાન થૌનાઓજમ નિંરજોય સિંહે એક મિનિટમાં ૧૦૯ પુશ-અપ્સ કરીને વિક્રમ સર્જયો છે. નિરંજોય સિંહ માટે વિક્રમ તોડવો કોઇ નવી વાત નથી. તેમણે આ અગાઉ પણ એક મિનિટમાં એક હાથથી સૌથી વધુ નકલ પુશ-અપ્સનો વિક્રમ રચ્યો હતો. મને પૂરો વિશ્વાસ છે કે નિરંજોય સિંહથી તમે પ્રેરિત થશો અને શારીરિક તંદુરસ્તીને તમારા જીવનનો હિસ્સો બનાવશો.
સાથીઓ, આજે હું તમને લદ્દાખની એક એવી જાણકારી આપવા માંગું છું તે જેના વિશે જાણીને તમને ચોક્કસ ગર્વ થશે. લદ્દાખને બહુ જલ્દી એક શાનદાર ઓપન સિન્થેટીક ટ્રેક અને એસ્ટ્રો ટર્ફ ફૂટબોલ સ્ટેડિયમની ભેટ મળવાની છે. આ સ્ટેડિયમ દસ હજાર ફૂટથી વધુ ઉંચાઇએ બની રહ્યું છે અને તેનું નિર્માણ જલદી પૂરૂં થવામાં છે. લદ્દાખનું આ સૌથી મોટું ખુલ્લું સ્ટેડિયમ હશે, જયાં ૩૦ હજાર દર્શકો એક સાથે બેસી શકશે. લદ્દાખના આ આધુનિક ફૂટબોલ સ્ટેડિયમમાં આઠ લેન વાળો એક સિન્થેટીક ટ્રેક પણ હશે. આ ઉપરાંત ત્યાં એક હજાર પથારીવાળી એક છાત્રાલયની સગવડ પણ હશે. તમને એ જાણીને આનંદ થશે કે આ સ્ટેડિયમને ફૂટબોલની સૌથી મોટી સંસ્થા ફીફાએ પણ પ્રમાણિત કર્યું છે. રમતગમતનું આવું કોઇ મોટું આંતરમાળખું જયારે પણ તૈયાર થાય છે, તો તે દેશના યુનાવો માટે સર્વોત્તમ તકો લઇને આવે છે. સાથોસાથ જયાં વ્યવસ્થા થાય છે ત્યાં પણ દેશભરના લોકોની આવનજાવન થતી હોય છે. પ્રવાસનને પ્રોત્સાહન મળે છે અને રોજગારીની અનેક તકોનું સર્જન થાય છે. લદ્દાખના અનેક યુવાનોને પણ આ સ્ટેડિયમનો લાભ થશે.
મારા વ્હાલા દેશવાસીઓ, મન કી બાત માં આ વખતે પણ આપણે અનેક વિષયો પર વાત કરી. હજી એક વધુ વિષય છે, જે અત્યારે સૌના મનમાં છે અને તે છે કોરોનાનો વિષય. કોરોનાની નવી લહેર સામે ભારત બહુ સફળતાપૂર્વક લડી રહ્યો છે અને એ પણ ગર્વની વાત છે કે, અત્યારસુધીમાં લગભગ સાડા ચાર કરોડ બાળકોએ કોરોના રસીનો ડોઝ લઇ લીધો છે. એનો અર્થ એ થયો કે ૧૫ થી ૧૮ વર્ષની વય શ્રેણીના લગભગ ૬૦ ટકા તરૂણોએ ૩ થી ૪ અઠવાડિયામાં જ રસી લઇ લીધી છે. તેનાથી આપણા યુવાનોની માત્ર રક્ષા જ નહીં થાય પરંતુ તેમનો અભ્યાસ ચાલુ રાખવામાં પણ મદદ મળશે. વધુ એક સારી વાત એ છે કે, ૨૦ દિવસના સમયમાં જ એક કરોડ લોકોએ પ્રિકોશન ડોઝ પણ લઇ લીધો છે. આપણા દેશની રસી પર દેશવાસીઓનો ભરોસો આપણી બહુ મોટી તાકાત છે. હવે તો કોરોનાનો ચેપ લાગવાના કેસ પણ ઓછા થવાના શરૂ થઇ ગયા છે – આ ખૂબ હકારાત્મક સંકેત છે. લોકો સલામત રહે, દેશની આર્થિક પ્રવૃતિઓની ગતિ યથાવત રહે. તે જ દરેક દેશવાસીની કામના છે. અને આપ તો જાણો છો જ, મન કી બાતમાં કેટલીક વાતો કહ્યા વિના હું રહી જ, નથી શકતો, જેમ કે, સ્વચ્છતા અભિયાનને આપણે ભૂલવાનું નથી, સિંગલ યુઝ પ્લાસ્ટીક વિરૂદ્ધના અભિયાનમાં આપણે વધુ ઝડપ લાવવી જરૂરી છે, વોકલ ફોર લોકલ ના મંત્ર એ આપણી જવાબદારી છે, આપણે આત્મનિર્ભર ભારત અભિયાન માટે ખરા દિલથી જોડાઇ રહેવાનું છે. આપણા સૌના પ્રયાસોથી જ દેશ, વિકાસની નવી ઉંચાઇએ પહોંચશે. એ જ મનોકામના સાથે, હું, આપની વિદાય લઉં છું. ખૂબ ખૂબ ધન્યવાદ..
મારા વ્હાલાં દેશવાસીઓ, નમસ્કાર. અત્યારે તમે 2021ને વિદાય આપી રહ્યાં છો અને 2022નાં સ્વાગતની તૈયારીમાં જોડાઇ ગયાં છો. નવાં વર્ષે દરેક વ્યક્તિ, દરેક સંસ્થા આવનારાં વર્ષ માટે કંઇક વધુ સરસ કરવા માટેનાં તેમજ બનવા માટેનાં સંકલ્પ લે છે. પાછલાં સાત વર્ષોથી આપણી ‘મન કી બાત’ પણ વ્યક્તિનાં, સમાજનાં, દેશનાં સારા પાસાંઓને ઉજાગર કરી, અને સારાં બનવાં માટેની પ્રેરણા આપતી આવી છે. આ સાત વર્ષોમાં, ‘મન કી બાત’ કરતાં કરતાં હું સરકારની ઉપલબ્ધિઓ પર પણ ચર્ચા કરી જ શકતો હતો. તમને લોકોને પણ સારું લાગતુ, તમે લોકોએ વખાણ પણ કર્યા હોત પરંતુ મારો દાયકાનો અનુભવ છે કે મીડિયાની ચમક-દમકથી દૂર, સમાચારપત્રોની હેડલાઇન્સથી દૂર, એવાં કરોડો લોકો છે જે ઘણું બધું સારું કામ કરી રહ્યાં છે. તેઓ દેશની આવતીકાલ માટે પોતાનાં પ્રયત્નો થકી પોતાની આજને ન્યોછાવર કરી રહ્યાં છે. તેઓ દેશની આવનારી પેઢીઓ માટે પોતાના પ્રયત્નો થકી આજે દિલથી કાર્યરત છે. આવાં લોકોની વાત, ખૂબ શાંતિ આપે છે, ઊંડી પ્રેરણા આપે છે. મારાં માટે ‘મન કી બાત’ હમેશાથી એવાં લોકોનાં પ્રયત્નોથી જ ભરપૂર છે, ફળદ્રુપ, સજાવાયેલો એક સુંદર બગીચા સમાન રહ્યું છે. અને ‘મન કી બાત’ માં દર મહિને મારી મહેનત એ જ વાત માટે રહે છે કે આ બગીચાની કઇ પાંખડી આપ સૌ વચ્ચે લઇને આવું. મને ખુશી છે કે આપણી બહુરત્ના વસુંધરાનાં પુણ્ય કાર્યોનો અવિરત પ્રવાહ નિરંતર વહેતો રહે છે. અને આજે જ્યારે દેશ ‘અમૃત મહોત્સવ’ ઉજવી રહ્યો છે ત્યારે આ જનશક્તિ છે, જન-જનની શક્તિ છે, તેમનો ઉલ્લેખ, તેમનાં પ્રયત્નો, તેમની મહેનત, ભારતનાં અને માનવતાનાં ઉજ્જવળ ભવિષ્ય માટે ખાતરી આપી રહ્યું છે.
સાથીઓ, આ જનશક્તિની તાકાત છે, સૌનો પ્રયત્ન છે કે ભારત 100 વર્ષમાં આવેલ સૌથી મોટી મહામારી સામે લડી શક્યું. આપણે દરેક મુસીબતનાં સમયે એકબીજા સાથે, એક પરિવારની જેમ ઊભાં રહ્યાં. આપણાં વિસ્તાર અથવા શહેરમાં કોઇની મદદ કરવી હોય, તો જેનાથી જે શક્ય બન્યું તેનાથી વધુ કરવાનાં પ્રયત્નો કર્યાં. આજે વિશ્વમાં વેક્સિનેશનનાં જે આંકડા છે, તેની તુલના ભારત સાથે કરીએ તો જણાય છે કે દેશે કેટલું અભૂતપૂર્વ કામ કર્યું છે, કેટલું મોટું લક્ષ્ય હાસલ કર્યું છે. વેક્સિનનો 140 કરોડ માટેનો ડોઝ પૂરો કરવો, પ્રત્યેક ભારતીયની પોતાની ઉપલબ્ધિ છે. આ પ્રત્યેક ભારતીયનો, વ્યવસ્થા પર, વિશ્વાસ દર્શાવે છે, વિજ્ઞાન પર વિશ્વાસ દર્શાવે છે, વૈજ્ઞાનિકો પર વિશ્વાસ દર્શાવે છે, અને સમાજ પ્રત્યે પોતાની જવાબદારીઓને નિભાવી રહેલ, આપણાં ભારતીયોની ઇચ્છાશક્તિનું પ્રમાણ પણ છે. પરંતુ સાથીઓ, આપણે એ પણ ધ્યાન રાખવાનું છે કે કોરોનાંનો એક નવો વેરીયન્ટ ટકોરા મારી ચૂક્યો છે. પાછળનાં બે વર્ષોનો આપણો અનુભવ છે કે આ વૈશ્વિક મહામારીને ખતમ કરવા માટે એક નાગરિક તરીકે આપણો પોતાનો પ્રયત્ન ખૂબ મહત્વપૂર્ણ છે. આ જે નવો ઓમિક્રોન વેરીયન્ટ આવ્યો છે, તેનું સંશોધન આપણાં વૈજ્ઞાનિકો કરી રહ્યાં છે. દરરોજ તેમને નવો ડેટા મળી રહ્યો છે, તેમની સલાહો પર કામ થઇ રહ્યું છે. આવાં સમયે પોતાની સતર્કતા, પોતાની શિસ્ત, કોરોનાનાં આ વેરિએન્ટની વિરુધ્ધ દેશની ખૂબ મોટી શક્તિ બની રહેશે. આપણી સામૂહિક શક્તિ જ કોરોનાને હરાવશે, આ જ દાયિત્વ બોધ સાથે આપણે વર્ષ 2022 માં પ્રવેશ કરવાનો છે.
મારા વ્હાલાં દેશવાસીઓ, મહાભારતનાં યુદ્ધ વખતે, ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું હતું - ‘नभः स्पृशं दीप्तम्’ એટલે કે ગર્વ સાથે આકાશને આંબજે. આ ભારતીય વાયુસેનાનું આદર્શ વાક્ય પણ છે.
મા ભારતીની સેવામાં વ્યસ્ત અનેક જીવન આકાશની ઊંચાઇને ગૌરવ સાથે સ્પર્શે છે, આપણને ઘણું બધું શીખવે છે. આવું જ જીવન રહ્યું છે ગ્રૃપ કેપ્ટન વરુણ સિંહનું, વરુણ સિંહ, તે હેલીકોપ્ટરને ઊડાવી રહ્યાં હતાં જે આ મહિને તમિલનાડુમાં અકસ્માતનો ભોગ બન્યું. તે અકસ્માતમાં આપણે, દેશનાં પ્રથમ સીડીએસ જનરલ બિપિન રાવત અને તેમનાં પત્નિ સાથે કેટલાંય વીરોને ગુમાવ્યાં. વરુણ સિંહ પણ મૃત્યુ સામે વીરતાપૂર્વક લડ્યાં, પરંતુ આખરે તેઓ આપણને છોડીને જતાં રહ્યાં. વરુણ જ્યારે હોસ્પિટલમાં હતાં, તે સમયે મેં સોશિયલ મિડીયા પર એવું જોયું, જે મારા દિલને સ્પર્શી ગયું. આ વર્ષે ઓગસ્ટમાં જ તેમને શૌર્ય ચક્ર આપવામાં આવ્યું હતું. આ સન્માન મળ્યાં પછી તેમણે તેમનાં સ્કૂલનાં આચાર્યને એક પત્ર લખ્યો હતો. તે પત્રને વાંચીને મારાં મનમાં પહેલો વિચાર આવ્યો કે સફળતાનાં શિખરે પહોંચીને પણ તે મૂળિયાંને પોષણ આપવાનું નથી ભૂલ્યાં. બીજું – કે જ્યારે તેમની પાસે ઊજવણી કરવાનો સમય હતો ત્યારે તેમણે આગામી પેઢીઓની ચિંતા કરી. તેઓ ઇચ્છતા હતા કે જે સ્કૂલમાં તેઓ ભણ્યાં, ત્યાંના વિદ્યાર્થીઓનું જીવન પણ ઊજવણીરૂપ બની રહે. પોતાનાં પત્રમાં વરુણ સિંહજીએ પોતાના પરાક્રમનાં વખાણ નથી કર્યા પરંતુ પોતાની અસફળતાઓની વાત કરી છે. કેવી રીતે તેમણે પોતાની ઊણપોને તેમની કાબેલિયતમાં ફેરવી, તેની વાત કરી છે. પત્રમાં એક જગ્યાએ તેમણે લખ્યું છે – “સાધારણ હોવું બરાબર છે. દરેક જણ શાળામાં શ્રેષ્ઠ નથી હોતું અને દરેક જણ 90 ટકા સ્કોર નથી કરી શકતું. જો તમે કરો છો, તો તે એક અદભુત સિદ્ધિ છે અને તેને બિરદાવવી જ જોઈએ. જો કે, તમે ન કરો, તો એવું ન વિચારો કે તમે સામાન્ય છો. તમે શાળામાં સામાન્ય હોઈ શકો છો પરંતુ તેમ હોવું એ જીવનમાં આવનારી વસ્તુઓનો કોઈ માપદંડ નથી. તમારાં અંતરાત્માનાં અવાજને સાંભળો; તે કલા, સંગીત, ગ્રાફિક ડિઝાઇન, સાહિત્ય, વગેરે હોઈ શકે છે. તમે જે પણ ક્ષેત્રમાં કામ કરો છો, સમર્પિત રહો.તમારું શ્રેષ્ઠ કરો. ક્યારેય નકારાત્મક વિચારોમાં ન જાવ, હું હજી વધારે પ્રયત્નો કરી શકયો હોત.”
સાથીઓ, સરેરાશથી અસાધારણ બનવાનો તેમણે જે મંત્ર આપ્યો છે, તે પણ એટલો જ મહત્વપૂર્ણ છે. આ જ પત્રમાં વરુણ સિંહે લખ્યું છે - "ક્યારેય આશા ના છોડવી. ક્યારેય એવું ન વિચારો કે તમે જે બનવા માંગો છો તેમાં તમે સારા બની શકતા નથી. તે સરળ નથી, તે સમય અને આરામનો ભોગ (બલિદાન) લેશે. હું સામાન્ય હતો, અને આજે, હું મારી કારકિર્દીમાં મુશ્કેલ સીમાચિહ્નો પર પહોંચી ગયો છું. એવું ન વિચારો કે 12મા ધોરણનાં બોર્ડનાં માર્કસ નક્કી કરે છે કે તમે જીવનમાં શું હાંસલ કરવા સક્ષમ છો. તમારામાં વિશ્વાસ રાખો અને તેના માટે કામ કરો.”
વરુણે લખ્યું હતું કે જો તેઓ એક પણ વિદ્યાર્થીને પ્રેરણા આપી શકે તો તે પણ ઘણું હશે. પરંતુ આજે હું કહેવાં માંગુ છું કે, - તેમણે સમગ્ર દેશને પ્રેરણા આપી છે. તેમનો પત્ર ભલે માત્ર વિદ્યાર્થીઓ સાથે વાત કરતો હોય પરંતુ તેમણે આપણા પૂરા સમાજને સંદેશો આપ્યો છે.
સાથીઓ, દર વર્ષે હું આવાં જ વિષય પર વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પર ચર્ચા કરું છું. આ વર્ષે પણ પરીક્ષા પહેલાં હું વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરવાનું પ્લાનિંગ કરી રહ્યો છું. આ કાર્યકમ માટે બે દિવસ પછી 28 ડિસેમ્બરથી MyGov.in પર રજિસ્ટ્રેશન પણ શરૂ થવાં જઇ રહ્યું છે. આ રજિસ્ટ્રેશન 28 ડિસેમ્બરથી 20 જાન્યુઆરી સુધી ચાલશે. તેનાં માટે ક્લાસ 9 થી 12 સુધીનાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતા માટે ઓનલાઇન કોમ્પિટિશનનું પણ આયોજન યોજાશે. હું ઇચ્છિશ કે, આપ સૌ તેમાં જરૂર ભાગ લો. આપ સૌને મળવાની તક મળશે. આપણે સૌ મળીને પરીક્ષા, કરિયર, સફળતા અને વિદ્યાર્થીઓનાં જીવન સાથે જોડાયેલ અનેક પાસાઓ પર મંથન કરીશું.
મારા વ્હાલાં દેશવાસીઓ, ‘મન કી બાત’ માં, હવે હું તમને કંઇક સંભળાવવા જઇ રહ્યો છું, જે સીમા પાર, ક્યાંક ખૂબ દૂરથી આવી છે. આ તમને આનંદિત પણ કરશે અને આશ્ચર્યચકિત પણ કરશે -
Vocal #(Vande Matram)
वन्दे मातरम् । वन्दे मातरम्
सुजलां सुफलां मलयजशीतलाम्
शस्यशामलां मातरम् । वन्दे मातरम्
शुभ्रज्योत्स्नापुलकितयामिनीं
फुल्लकुसुमितद्रुमदलशोभिनीं
सुहासिनीं सुमधुर भाषिणीं
सुखदां वरदां मातरम् ।। १ ।।
वन्दे मातरम् । वन्दे मातरम् ।
મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ સાંભળીને તમને સૌને ખૂબ સારું લાગ્યું હશે, ગર્વની અનુભૂતિ થઇ હશે. વંદે માતરમમાં જે ભાવ ગર્ભિત છે, તે આપણને ગર્વ અને જુસ્સાથી ભરી દે છે.
સાથીઓ, આપ એ જરૂર વિચારી રહ્યાં હશો કે, આ સુંદર ઓડિયો ક્યાંનો છે, કયા દેશથી આવ્યો છે? આનો જવાબ આપનાં આશ્ચર્યમાં વધારો કરી દેશે. વન્દે માતરમની પ્રસ્તુતિ આપનારા આ વિદ્યાર્થીઓ ગ્રીસનાં છે. ત્યાં તેઓ ઇલીયાના ઉચ્ચ માધ્યમિક સ્કૂલમાં ભણે છે. તેમણે જેટલી સુંદરતાથી અને ભાવથી ‘વંદે માતરમ’ ગાયું છે તે અદભુત અને પ્રશંસનીય છે. આવાં જ પ્રયત્નો, બે દેશોનાં લોકોને વધુ નજીક લાવે છે. હું ગ્રીસનાં આ વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓને અને તેમનાં શિક્ષકોને અભિનંદન પાઠવું છું. આઝાદીનાં અમૃત મહોત્સવ દરમિયાન કરાયેલ તેમનાં પ્રયત્નોની પ્રશંસા કરું છું.
સાથીઓ, હું લખનૌમાં રહેતાં નિલેશજીની એક પોસ્ટની પણ ચર્ચા કરવાં માગું છું. નિલેશજીએ લખનૌમાં બનેલ એક અનોખા Drone Show ની ખૂબ પ્રશંસા કરી છે. આ Drone Show લખનૌનાં રેસીડેન્સી વિસ્તારમાં આયોજીત કરાયો હતો. 1857નાં પ્રથમ સ્વાતંત્રતા સંગ્રામની સાક્ષી, રેસીડન્સીની દિવાલો પર આજે પણ નજર આવે છે. રેસીડન્સીમાં થયેલ Drone Showમાં ભારતીય સ્વતંત્રતા સંગ્રામનાં અલગ-અલગ તબક્કાઓને જીવંત બનાવ્યા. એ ‘ચોરી ચોરા આંદોલન’ હોય, ‘કાકોરી ટ્રેન’ની ઘટના હોય અથવા પછી તે નેતાજી સુભાષનું અદમ્ય સાહસ અને પરાક્રમ હોય, આ Drone Show એ સૌનું દિલ જીતી લીધું. તમે પણ આવી જ રીતે પોતાનાં શહેરોનાં, ગામડાંઓનાં, આઝાદીનાં આંદોલન સાથે જોડાયેલ અનોખા તબક્કાઓને લોકોની સામે લાવી શકો છો. તેમાં ટેકનોલોજીની પણ ખૂબ મદદ લઇ શકો છો. આઝાદીનો અમૃત મહોત્સવ, આપણને આઝાદીનાં યુધ્ધની યાદોને જીવવાનો અવસર આપે છે, તેનો અનુભવ કરવાનો અવસર આપે છે. તે દેશ માટે એક નવો સંકલ્પ લેવાનો, કંઇક કરવાની ઇચ્છાશક્તિને બતાવવાનો, પ્રેરક ઉત્સવ છે, પ્રેરક અવસર છે. આવો, સ્વતંત્રતા સંગ્રામની મહાન વિભૂતીઓથી પ્રેરીત બનતાં રહીએ, દેશ માટે આપણાં પ્રયત્નોને વધું મજબૂત બનાવતાં રહીએ.
મારા વ્હાલાં દેશવાસીઓ, આપણું ભારત કેટલીય અસાધારણ પ્રતિભાઓથી સંપન્ન છે, જેમનું કૃતિત્વ બીજાઓને પણ કંઇક કરવા માટે પ્રેરિત કરે છે. આવા જ એક વ્યક્તિ છે તેલંગણાનાં ડોક્ટર કુરેલા વિઠ્ઠલાચાર્યજી. તેમની ઉંમર 84 વર્ષ છે. વિઠ્ઠલાચાર્યજી તેનું ઉદાહરણ છે કે જ્યારે વાત પોતાનાં સપનાંઓ પૂરા કરવાની હોય ત્યારે ઉંમર મહત્વની નથી હોતી.
સાથીઓ, વિઠ્ઠલાચાર્યજીની બાળપણથી એક ઇચ્છા હતી કે તે એક મોટું પુસ્તકાલય ખોલે. દેશ ત્યારે ગુલામ હતો, કેટલીક પરિસ્થિતિઓ એવી હતી કે બાળપણનું સપનું, ત્યારે સપનું જ રહી ગયું. સમય સાથે વિઠ્ઠલાચાર્યજી, લેક્ચરર બન્યાં, તેલુગુ ભાષાનો ઊંડો અભ્યાસ કર્યો અને તેમાં જ કેટલીય સરસ રચનાઓનું સર્જન પણ કર્યું. 6-7 વર્ષ પહેલાં એક વાર ફરી તેઓ પોતાનું સપનું પૂરું કરવાં માટે લાગી ગયાં. તેમણે પોતાની પુસ્તકો દ્વારા પુસ્તકાલયની શરૂઆત કરી. પોતાનાં જીવનભરની કમાણી તેમાં ખર્ચી નાખી. ધીરે-ધીરે લોકો તેની સાથે જોડાતાં ગયાં અને યોગદાન આપતાં રહ્યાં. યદાદ્રી-ભુવનાગિરી જીલ્લાનાં રમન્નાપેટ મંડળનાં આ પુસ્તકાલયમાં લગભગ બે લાખ જેટલાં પુસ્તકો છે. વિઠ્ઠલાચાર્યજી કહે છે કે અભ્યાસને લઇને તેમને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, તે કોઇ બીજાને ન કરવો પડે. તેમને આજે એ જોઇને ખૂબ સારું લાગે છે કે, ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને તેનો લાભ મળી રહ્યો છે. તેમનાં પ્રયત્નોથી પ્રેરીત થઇને, કેટલાંય બીજાં ગામડાંઓનાં લોકો પણ પુસ્તકાલય બનાવવાં લાગી ગયા છે.
સાથીઓ, પુસ્તકો માત્ર જ્ઞાન જ નથી આપતું પરંતુ વ્યક્તિત્વને નિખારે છે, જીવનને પણ ગઢે છે. પુસ્તકો વાંચવાનો શોખ એક અદભુત સંતોષ આપે છે. આજકાલ હું જોઉં છું કે, લોકો ખૂબ ગર્વ સાથે જણાવે છે કે આ વર્ષે મેં આટલાં પુસ્તકો વાંચ્યાં. હવે આગળ મારે કેટલાંક પુસ્તકો વધુ વાંચવા છે. આ એક સારો ટ્રેન્ડ છે, જેને વધુ વિકસાવવો જોઇએ. હું પણ ‘મન કી બાત’નાં શ્રોતાઓને કહીશ કે, તમે આ વર્ષની પોતાની એ પાંચ પુસ્તકો વિશે જણાવો, જે તમારાં પ્રિય હોય. આ મુજબ તમે 2022મા બીજા પાઠકોને સારી પુસ્તકો પસંદ કરવામાં મદદ કરી શકશો.
આવા સમયમાં જ્યારે આપણો સ્ક્રિન ટાઇમ વધી રહ્યો છે ત્યારે બુક રિડીંગ વધુમાં વધું પ્રખ્યાત બને, તે માટે પણ આપણે મળીને પ્રયત્નો કરવાં જોઇએ.
મારાં વ્હાલાં દેશવાસીઓ, તાજેતરમાં જ મારું ધ્યાન એક રસપ્રદ પ્રયત્ન તરફ ગયું છે. એ પ્રયત્ન આપણાં પ્રાચીન ગ્રંથો અને સાંસ્કૃતિક મૂલ્યોને માત્ર ભારતમાં જ નહીં, પરંતુ દુનિયાભરમાં લોકપ્રિય બનાવવાનાં છે. પૂનામાં Bhandarkar Oriental Research Institute નામનું એક કેન્દ્ર છે. આ કેન્દ્રમા બીજાં દેશોનાં લોકોને મહાભારતનાં મહત્વથી પરિચિત કરાવવા માટે ઓનલાઇન કોર્સ શરૂ કર્યો છે. તમે એ જાણીને દંગ રહી જશો કે આ કોર્સ ભલે તાજેતરમાં જ શરૂ કરાયો છે પરંતુ જે કંટેન્ટ ભણાવવામાં આવે છે તેને તૈયાર કરવાની શરૂઆત 100 વર્ષથી પણ પહેલાં થઇ હતી. જ્યારે સંસ્થાએ એનાથી જોડાયેલ કોર્સ શરૂ કર્યો તો તેને જબરદસ્ત પ્રતિભાવ મળ્યો. હું આ શાનદાર પહેલની ચર્ચા એટલા માટે કરી રહ્યો છું કારણકે લોકોને જાણ થાય કે આપણી પરંપરાનાં વિભિન્ન પાસાંઓને કેવી રીતે મોડર્ન પધ્ધતિથી પ્રસ્તુત કરાઇ રહ્યાં છે. સાત સમુદ્ર પાર બેઠેલાં લોકો સુધી તેનો લાભ કેવી રીતે પહોંચે, તેનાં માટે પણ નિતનવા પ્રયત્નો અપનાવવામાં આવી રહ્યાં છે.
સાથીઓ, આજે દુનિયાભરમાં ભારતીય સંસ્કૃતિ વિશે જાણવામાં રસ વધી રહ્યો છે. ભિન્ન-ભિન્ન દેશોનાં લોકો માત્ર આપણી સંસ્કૃતિ વિશે જાણવાં માટે ઉત્સુક જ નથી પણ તેને વધારવામાં મદદ પણ કરી રહ્યાં છે. આવાં જ એક વ્યક્તિ છે, સર્બિયન સ્કોલર ડો. મોમિર નિકિચ (Serbian Scholar Dr. Momir Nikich). તેમણે એક Bilingual Sanskrit-Serbian ડિક્શનરી તૈયાર કરી છે. આ ડિક્શનરીમાં સામેલ કરેલ સંસ્કૃતનાં 70 હજારથી પણ વધુ શબ્દોનો સર્બિયન ભાષામાં અનુવાદ કરાયો છે. તમને એ જાણીને વધુ સારું લાગશે કે ડો. નિકિચે 70 વર્ષની ઉંમરે સંસ્કૃત ભાષા શીખી છે.
તેઓ જણાવે છે કે આની પ્રેરણા તેમને મહાત્મા ગાંધીનાં લેખોને વાંચીને મળી. આ જ પ્રકારનું ઉદાહરણ મંગોલિયાનાં 93 વર્ષનાં પ્રોફેસર જે. ગેંદેધરમનું પણ છે. પાછલાં ચાર દાયકાઓથી તેમણે ભારતનાં લગભગ 40 પ્રાચીન ગ્રંથો, મહાકાવ્યો અને રચનાઓનો મંગોલિયન ભાષામાં અનુવાદ કર્યો છે. આપણાં દેશમાં પણ આ પ્રકારનાં જુસ્સા સાથે ઘણાં બધાં લોકો કામ કરી રહ્યાં છે. મને ગોવાનાં સાગર મુલેજીનાં પ્રયત્નો વિશે પણ જાણવાં મળ્યું, જે સેંકડોં વર્ષ જુની ‘કાવી’ ચિત્રકળાને લુપ્ત થતાં બચાવવા તરફ લાગેલા છે. ‘કાવી’ ચિત્રકળાએ ભારતનાં પ્રાચીન ઇતિહાસને પોતાનાંમાં સમાવ્યો છે. જોકે, ‘કાવ’નો અર્થ થાય છે – લાલ માટી. પ્રાચીન કાળમાં આ કળામાં લાલ માટીનો ઉપયોગ કરવામાં આવતો હતો. ગોવામાં પોર્ટુગિઝ શાસન દરમિયાન ત્યાંથી પલાયન થનારા લોકોએ બીજા રાજ્યનાં લોકોને પણ આ અદભુત ચિત્રકળાનો પરિચય કરાવ્યો. સમયની સાથે તે ચિત્રકળા લુપ્ત થઇ રહી હતી. પરંતુ સાગર મુલેજીએ આ કળામાં નવા પ્રાણ પૂર્યા છે. તેમનાં આ પ્રયત્નને ભરપૂર પ્રશંસા પણ મળી રહી છે. સાથીઓ, એક નાનો પ્રયત્ન, એક નાનું પગલું, આપણી સમૃદ્ધ કળાઓનાં સંરક્ષણમાં ખૂબ મોટું યોગદાન આપી શકે છે. જો આપણાં દેશનાં લોકો નિશ્ચય કરી લે, તો દેશભરમાં આપણી પ્રચીન કળાઓને સજાવવા, માવજત અને સંરક્ષનો ઉત્સાહ એક જન-આંદોલનનું રૂપ લઇ શકે છે. મેં અહીં અમુક જ પ્રયત્નો વિશે વાત કરી છે. દેશભરમાં આ પ્રકારનાં અનેક પ્રયત્નો થઇ રહ્યાં છે. તમે તેની જાણકારી Namo App મારફતે મારાં સુધી જરૂર પહોંચાડો.
મારા વ્હાલાં દેશવાસીઓ, અરુણાચલ પ્રદેશનાં લોકોએ સમગ્ર વર્ષ દરમિયાન એક અનોખું અભિયાન ચલાવ્યું છે અને તેને નામ આપ્યું છે – “અરુણાચલ પ્રદેશ એરગન સરેંડર અભિયાન”. આ અભિયાનમાં, લોકો, સ્વેચ્છાએ પોતાની એરગન સરેંડર કરી રહ્યાં છે – જાણો છો કેમ?
જેનાથી અરુણાચલ પ્રદેશમાં પક્ષીઓનો અંધાધૂંધ શિકાર રોકી શકાય. સાથીઓ, અરુણાચલ પ્રદેશ પક્ષીઓની 500થી પણ વધુ પ્રજાતિઓનું ઘર છે. એમાં કેટલીક એવી દેશી પ્રજાતિઓ પણ સામેલ છે, જે દુનિયામાં ક્યાંય બીજે મળી નથી શકતી. પરંતુ ધીરે-ધીરે હવે જંગલોમાં પક્ષીઓની સંખ્યામાં ઘટ આવી રહી છે. તેને સુધારવાં માટે જ હવે એરગન સરેંડર અભિયાન ચાલી રહ્યું છે. પાછલા કેટલાક મહિનાઓમાં પહાડથી મેદાનનાં વિસ્તારો સુધી, એક Communityથી લઇને બીજી Community સુધી, રાજ્યમાં દરેક દિશામાં લોકોએ આને ખુલ્લા દિલથી સ્વીકાર્યું છે. અરુણાચલનાં લોકો પોતાની ઇચ્છાથી આજ સુધી 1600થી પણ વધુ એરગન સરેંડર કરી ચુક્યાં છે. હું અરુણાચલનાં લોકોની, આ માટે પ્રશંસા કરું છું, તેમને અભિનંદન પાઠવું છું.
મારાં વ્હાલાં દેશવાસીઓ, આપ સૌ તરફથી 2022 થી જોડાયેલ ઘણાં બધા સંદેશ અને સૂચન આવ્યાં છે. એક વિષય દર વખતની જેમ મોટાભાગનાં લોકોનાં સંદેશામાં છે. તે છે સ્વચ્છતા અને સ્વચ્છ ભારતનો. સ્વચ્છતાનો આ સંકલ્પ અનુશાસનથી, સજાગતાથી અને સમર્પણથી જ પૂરો થશે. આપણે એનસીસી કેડેટ્સ (NCC Cadets) દ્વારા શરૂ કરાયેલ પુનીત સાગર અભિયાનમાં પણ તેની ઝલક જોઇ શકીએ છીએ. આ અભિયાનમાં 30 હજારથી વધુ એનસીસી કેડેટ્સ સામેલ થયાં. NCCનાં આ કેડેટ્સે દરિયાકિનારાઓ(beaches) પરની સફાઇ કરી, ત્યાંથી પ્લાસ્ટિક કચરો ઉપાડીને તેને રિસાઇકલીંગ માટે ભેગો કર્યો. આપણાં દરિયાકિનારાઓ, આપણાં પહાડો ફરવાલાયક ત્યારે જ બને છે જ્યારે ત્યાં સફાઇ થાય. ઘણાં બધાં લોકો કોઇક સ્થળે જવા માટે જીવનભર સપનાં જુએ છે, પરંતુ જ્યારે ત્યાં જાય છે ત્યારે જાણતા-અજાણતાં જ કચરો પણ ફેલાવીને આવે છે. આ દરેક દેશવાસીઓની જવાબદારી છે કે જે જગ્યા આપણને આટલી ખુશી આપે છે, આપણે તેને અસ્વચ્છ ન કરીએ.
સાથીઓ, મને saafwater (સાફવોટર) નામનાં એક સ્ટાર્ટ-અપ વિશે જાણ થઇ, જેને કેટલાંક યુવાનોએ શરૂ કર્યું છે. તે Artificial Intelligence અને internet of thingsની મદદથી લોકોને તેમનાં વિસ્તારમાં પાણીની શુદ્ધતા અને ગુણવત્તા સાથે જોડાયેલ બાબતો વિશે જાણકારી આપશે. તે સ્વચ્છતાનું જ આગળનું પગલું છે. લોકોનાં સ્વસ્છ અને સ્વસ્થ ભવિષ્ય માટે તે સ્ટાર્ટ અપનાં મહત્વને જોતાં તેને એક ગ્લોબલ એવોર્ડ પણ મળ્યો છે.
સાથીઓ, ‘एक कदम स्वच्छता की ओर’ આ પ્રયત્નમાં સંસ્થાઓ હોય કે સરકાર, દરેકની મહત્વપૂર્ણ ભૂમિકા છે. આપ સૌ જાણો છો કે પહેલાં સરકારી કચેરીઓમાં જૂની ફાઇલો અને કાગળોનો કેટલો ઢગલો પડી રહેતો હતો. જ્યારથી સરકારે જૂની પધ્ધતિઓને બદલવાનું શરૂ કર્યું છે, તે ફાઇલ્સ અને કાગળનાં ઢગલાં Digitize થઇને કોમ્પ્યુટરનાં ફોલ્ડરમાં સમાતા જઇ રહ્યાં છે. જેટલું જૂનું અને પેન્ડિગ મટીરીઅલ છે, તેને પૂરું કરવાં માટે મંત્રાલયો અને વિભાગોમાં વિશેષ અભિયાન પણ ચલાવાઇ રહ્યું છે. આ અભિયાનથી કેટલીક ખૂબ રસપ્રદ બાબતો સામે આવી છે. પોસ્ટખાતામાં જ્યારે તે સફાઇ અભિયાન ચાલ્યું ત્યારે ત્યાંનું જંકયાર્ડ સંપૂર્ણ રીતે ખાલી થઇ ગયું. હવે આ જંકયાર્ડને courtyard અને cafeteriaમાં બદલી કઢાયું છે. એક તરફ જંકયાર્ડ ટુ વ્હિલર્સ માટે પાર્કિંગ સ્પેસ બનાવાયું છે. આ રીતે પર્યાવરણ મંત્રાલયે પોતાનાં ખાલી થયેલ જંકયાર્ડને વેલનેસ સેન્ટરમાં પરિવર્તીત કરી દીધું, શહેરી કાર્ય મંત્રાલયે તો એક સ્વચ્છ ATM પણ સ્થાપિત કર્યું છે. તેનો હેતુ છે કે લોકો કચરો આપે અને બદલામાં કેશ લઇને જાય. Civil Aviation Ministry નાં વિભાગોએ વૃક્ષ પરથી ખરી પડતાં સૂકાં પાંદડાંઓને અને જૈવિક કચરામાંથી જૈવિક ખાતર બનાવવાનું શરૂ કર્યું છે.
આ વિભાગ વેસ્ટ પેપરમાંથી સ્ટેશનરી પણ બનાવવાનું કામ કરી રહ્યું છે. આપણાં સરકારી વિભાગ પણ સ્વચ્છતા જેવાં વિષય પર આટલાં ઇનોવેટીવ થઇ શકે છે. કેટલાંક વર્ષ પહેલાં સુધી કોઇને પણ આવો વિશ્વાસ પણ નહોતો થતો, પરંતુ આજે તે વ્યવસ્થાનો ભાગ બની રહ્યું છે. આ જ તો દેશનો નવો વિચાર છે જેનું નેતૃત્વ દરેક દેશવાસી મળીને કરી રહ્યાં છે.
મારાં વ્હાલા દેશવાસીઓ, ‘મન કી બાત’ માં આ વખતે પણ આપણે ઘણાં બધાં વિષયો પર વાત કરી છે. દર વખતની જેમ, એક મહિના પછી, આપણે ફરી મળીશું, પરંતુ 2022માં. દરેક નવી શરૂઆત પોતાનાં સામર્થ્યને ઓળખવાનો પણ એક અવસર લઇને આવે છે. જે લક્ષ્યોની પહેલાં આપણે કલ્પના પણ નહોતી કરતાં, આજે દેશ તેનાં માટે પ્રયત્ન કરી રહ્યો છે. આપણે ત્યાં કહેવાયું છે –
क्षणश: कणशश्चैव, विद्याम् अर्थं च साधयेत् |
क्षणे नष्टे कुतो विद्या, कणे नष्टे कुतो धनम् ||
એટલે કે, જ્યારે આપણે વિદ્યા અર્જિત કરવી હોય, કંઇક નવું શીખવું હોય, કરવું હોય ત્યારે આપણે દરેક પળનો ઉપયોગ કરવો જોઇએ. અને જ્યારે આપણે ધન અર્જિત કરવું હોય, એટલે કે, ઉન્નતિ-પ્રગતિ કરવી હોય ત્યારે દરેક કણનું એટલે કે દરેક સંસાધનનો, યોગ્ય ઉપયોગ કરવો જોઇએ. કેમકે, પળ નષ્ટ થવાથી વિદ્યા અને જ્ઞાન જતુ રહે છે અને કણ નષ્ટ થવાથી, ધન અને પ્રગતિનાં રસ્તા બંધ થઇ જાય છે. આ વાત આપણાં સૌ દેશવાસીઓ માટે પ્રેરણા છે. આપણે કેટલું બધું શીખવાનું છે, નવા નવા ઇનોવેશન્સ કરવાનાં છે, નવા-નવા લક્ષ્ય હાસિલ કરવાનાં છે, એટલાં માટે આપણે એક પણ પળ વેડફ્યા વગર કાર્યરત રહેવું પડશે. આપણે દેશને વિકાસની નવી ઊંચાઇઓ પર લઇને જવાનો છે, એટલા માટે આપણે આપણા દરેક સંસાધનોનો સંપૂર્ણ ઉપયોગ કરવો પડશે.
તે એક રીતે, આત્મનિર્ભર ભારતનો પણ મંત્ર છે, કેમકે, આપણે જ્યારે આપણાં સંસાધનોનો યોગ્ય ઉપયોગ કરીશું, તેને વ્યર્થ નહીં થવા દઇએ, ત્યારે જ આપણે લોકલની તાકાતને ઓળખીશું, ત્યારે જ તો દેશ આત્મનિર્ભર બનશે. એટલા માટે, આવો આપણે આપણો સંકલ્પ દોહરાવીએ કે મોટું વિચારીશું, મોટા સપના જોઇશું અને તેને પૂરા કરવા માટે જીવ રેડી દઇશું. અને, આપણાં સપનાં માત્ર આપણાં સુધી સીમિત નહીં રહે. આપણાં સપનાં એવાં બનશે કે જેનાથી આપણો સમાજ અને દેશનો વિકાસ જોડાયેલ હોય, આપણી પ્રગતિથી દેશની પ્રગતિનાં રસ્તા ખુલશે અને તેનાં માટે, આપણે આજને જોતરવી પડશે, એક પળ પણ વેડફ્યા વગર, એક કણ વેડફ્યા વગર. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ જ સંકલ્પ સાથે આવનારા વર્ષોમાં દેશ આગળ વધશે, અને 2022, એક નવા ભારતનાં નિર્માણ માટેનું સ્વર્ણિમ પૃષ્ઠ બનશે. આ જ વિશ્વાસ સાથે, આપ સૌને 2022ની ઘણી બધી શુભકામનાઓ. ખૂબ ખૂબ ધન્યવાદ.
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર... આજે આપણે ફરી એકવાર મન કી બાત માટે એકસાથે જોડાઈ રહ્યા છીએ. બે દિવસ પછી ડિસેમ્બરનો મહિનો શરૂ થવા જઈ રહ્યો છે અને ડિસેમ્બર આવતા જ સાઈકોલોજીકલી આપણને એવું લાગે છે કે ચાલો ભઈ, વર્ષ પૂરું થઈ ગયું. આ વર્ષનો છેલ્લો મહિનો છે અને નવા વર્ષ માટે તાણા-વાણાં બનાવવાનું શરૂ કરી દઈએ છીએ. આ જ મહિને નેવી ડે અને આર્મ્ડ ફોર્સ ફ્લેગ ડે પણ દેશ મનાવી રહ્યો છે. આપણને બધાને ખબર છે કે 16 ડિસેમ્બરે 1971 ના યુદ્ધનું સ્વર્ણિમ જયંતિ વર્ષ પણ દેશ મનાવી રહ્યો છે. હું આ બધા અવસરો પર દેશના સુરક્ષા દળોનું સ્મરણ કરું છું, આપણાં વીરોનું સ્મરણ કરું છું. અને ખાસ કરીને આવા વીરોને જન્મ આપનારી વીર માતાઓનું સ્મરણ કરું છું. હંમેશાની જેમ આ વખતે પણ મને નમો એપ, માય જીઓવી પર તમારા બધાના ઘણાં સૂચનો મળ્યા છે. તમે લોકોએ મને પરિવારનો એક ભાગ માનીને તમારા જીવનના સુખ-દુઃખ વહેંચ્યા છે. આમાં ઘણાં નવયુવાનો પણ છે, વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ પણ છે. મને ખરેખર ઘણું સારું લાગે છે કે મન કી બાત નું આપણો આ પરિવાર સતત મોટો જ થઈ રહ્યો છે, મન થી પણ જોડાઈ રહ્યા છે અને હેતુ સાથે પણ જોડાઈ રહ્યા છે અને આપણા ગાઢ સંબંધો, આપણી અંદર, સતત સકારાત્મકતાનો એક પ્રવાહ, પ્રવાહિત કરી રહ્યા છીએ.
મારા પ્રિય દેશવાસીઓ, મને સીતાપુરના ઓજસ્વીએ લખ્યું છે કે અમૃત મહોત્સવથી જોડાયેલી ચર્ચાઓ તેમને ખૂબ પસંદ પડી રહી છે. તેઓ પોતાના દોસ્તો સાથે મન કી બાત સાંભળે છે અને સ્વાધિનતા સંગ્રામ વિશે ઘણું જાણવાનો, શીખવાનો, સતત પ્રયાસ કરી રહ્યા છે. સાથીઓ, અમૃત મહોત્સવ શીખવાની સાથે આપણે દેશ માટે કંઈક કરવાની પણ પ્રેરણા આપે છે અને હવે તો દેશભરમાં સામાન્ય લોકો હોય કે સરકારો, પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી, અમૃત મહોત્સવનો પડઘો અને સતત આ મહોત્સવથી જોડાયેલા કાર્યક્રમોની શ્રુંખલા ચાલી રહી છે. એવો જ એક રસપ્રદ પ્રોગ્રામ ગત દિવસોમાં દિલ્હીમાં યોજાયો. ‘આઝાદી કી કહાની – બચ્ચોં કી જુબાની’ કાર્યક્રમમાં બાળકોએ સ્વતંત્રતા સંગ્રામ સાથે જોડાયેલી ગાથાઓને સંપૂર્ણ મનોભાવ સાથે પ્રસ્તુત કરી. ખાસ વાત એ પણ રહી કે તેમાં ભારતની સાથે નેપાળ, મોરેશિયસ, ટાંઝાનિયા, ન્યૂઝીલેન્ડ અને ફીજીના વિદ્યાર્થીઓ પણ સામેલ હતા. આપણા દેશનું મહારત્ન ઓએનજીસી. ઓએનજીસી પણ કંઈક અલગ રીતે પોતાનો અમૃત મહોત્સવ મનાવી રહ્યું છે. ઓએનજીસી આ દિવસોમાં ઓઈલ ફિલ્ડ માં પોતાના વિદ્યાર્થીઓ માટે સ્ટડી ટૂરનું આયોજન કરી રહ્યું છે. આ ટૂરમાં યુવાનોને ઓએનજીસી ના ઓઈલ ફિલ્ડ ઓપરેશનની જાણકારી પણ આપવામાં આવી રહી છે – ઉદ્દેશ્ય એ છે કે આપણા ઉભરતા એન્જિનિયર રાષ્ટ્ર નિર્માણના પ્રયત્નોમાં સંપૂર્ણ જોશ અને ઝનૂન સાથે હાથ મિલાવી શકે.
સાથીઓ, આઝાદીમાં આપણા જનજાતીય સમુદાયના યોગદાનને જોતાં દેશે જનજાતીય ગૌરવ સપ્તાહ પણ મનાવ્યો છે. દેશના અલગ-અલગ ભાગોમાં આનાથી જોડાયેલા કાર્યક્રમો પણ થયા. આંદામાન-નિકોબાર દ્વીપ સમૂહમાં જારવા અને ઓંગે, એવી જનજાતીય સમુદાયના લોકોએ પોતાની સંસ્કૃતિનું જીવંત પ્રદર્શન કર્યું છે. એક કમાલનું કામ હિમાચલ પ્રદેશમાં ઉનાના મિનિએચર રાઈટર રામકુમાર જોશી જીએ પણ કર્યું છે, તેમણે પોસ્ટેજ સ્ટેમ્પ પર જ એટલે કે આટલી નાની પોસ્ટેજ સ્ટેમ્પ પર નેતાજી સુભાષચંદ્ર બોઝ અને પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રી જીના અનોખા ચિત્રો બનાવ્યા છે. હિન્દીમાં લખેલા રામ શબ્દ પર તેમણે ચિત્ર તૈયાર કર્યાં, જેમાં સંક્ષિપ્તમાં બંને મહાપુરુષોના જીવનને પણ કોતર્યું છે. મધ્યપ્રદેશના કટનીથી પણ કેટલાક સાથીઓએ એક દાસ્તાનગોઈ કાર્યક્રમની જાણકારી આપી છે. તેમાં રાણી દુર્ગાવતીના અદમ્ય સાહસ અને બલિદાનની યાદો તાજી કરવામાં આવી છે. એવો જ એક કાર્યક્રમ કાશીમાં થયો. ગોસ્વામી તુલસીદાસ, સંત કબિર, સંત રવિદાસ, ભારતેન્દુ હરીશચંદ્ર, મુન્શી પ્રેમચંદ અને જયશંકર પ્રસાદ જેવા મહાન વિભૂતીઓના સન્માનમાં ત્રણ દિવસના મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. અલગ-અલગ સમયમાં આ બધાની, દેશની જન-જાગૃતિમાં ખૂબ મોટી ભૂમિકા રહી છે. તમને ખ્યાલ હશે કે મન કી બાતના ગત એપિસોડ દરમિયાન મેં ત્રણ સ્પર્ધાઓનો ઉલ્લેખ કર્યો હતો, કોમ્પિટિશનની વાત કહી હતી – એક દેશભક્તિનું ગીત લખવું, દેશભક્તિ સાથે જોડાયેલી, આઝાદીના આંદોલન સાથે જોડાયેલી ઘટનાઓની રંગોળી બનાવવી અને આપણા બાળકોના મનમાં ભવ્ય ભારતનું સપનું જગાડનારા હાલરડાં લખવામાં આવે. મને આશા છે કે આ સ્પર્ધાઓ માટે પણ આપ જરૂર એન્ટ્રી પણ મોકલી ચૂક્યા હશો, યોજના પણ બનાવી ચૂક્યા હશો અને તમારા સાથીઓ સાથે ચર્ચા પણ કરી ચૂક્યા હશો. મને આશા છે કે ભવ્યતાથી હિન્દુસ્તાનના દરેક ખૂણામાં આ કાર્યક્રમને તમે જરૂર આગળ વધારશો.
મારા પ્રિય દેશવાસીઓ, આ ચર્ચાથી હવે હું તમને સીધા વૃંદાવન લઈને જાઉં છું. વૃંદાવન વિશે કહેવાય છે કે આ ભગવાનના પ્રેમનું પ્રત્યક્ષ સ્વરૂપ છે. આપણાં સંતોએ પણ કહ્યું છે કે –
યહ આસા ધરિ ચિત્ત મેં, યહ આસા ધરિ ચિત્ત મેં
કહત જથા મતિ મોર
વૃંદાવન સુખ રંગ કૌ, વૃંદાવન સુખ રંગ કૌ
કાહુ ન પાયૌ ઔર...
એટલે કે વૃંદાવનનો મહિમા, આપણે બધા, પોતપોતાના સામર્થ્યના હિસાબથી જરૂર કહીએ છીએ પરંતુ વૃંદાવનનું જે સુખ છે, અહીંનો જે રસ છે, તેનો અંત, કોઈ નથી પામી શકતું, તે તો અસિમ છે. એટલે જ તો વૃંદાવન આખી દુનિયાના લોકોને પોતાની તરફ આકર્ષિત કરતું રહયું છે. તેનો પ્રભાવ તમને દુનિયાના દરેક ખૂણે-ખૂણેથી મળે જશે.
પશ્ચિમી ઓસ્ટ્રેલિયામાં એક શહેર છે પર્થ. ક્રિકેટ પ્રેમી લોકો આ જગ્યાથી સારી રીતે પરિચિત હશે, કારણ કે પર્થમાં હંમેશા ક્રિકેટ મેચ થઈ રહે છે. પર્થમાં એક સેક્રડ ઈન્ડિયા ગેલેરી એ નામથી એક આર્ટ ગેલેરી પણ છે. આ ગેલેરી સ્વાન વેલીના એક સુંદર ક્ષેત્રમાં બનાવવામાં આવી છે અને તે ઓસ્ટ્રેલિયાના એક રહેવાસી જગત તારીણી દાસીના પ્રયત્નોનું પરિણામ છે. જગત તારીણી જી આમ તો ઓસ્ટ્રેલિયાના છે, જન્મ પણ ત્યાં જ થયો, પાલન-પોષણ પણ ત્યાં જ થયું પરંતુ 13 વર્ષથી પણ વધુનો સમય વૃંદાવનમાં આવીને તેમણે વિતાવ્યો. તેમનું કહેવું છે કે જો તેઓ ઓસ્ટ્રેલિયા પાછા જતા તો રહ્યા, પોતાના દેશ પરત ફર્યા પરંતુ તેઓ ક્યારેય પણ વૃંદાવનને ક્યારેય ભૂલી નથી શક્યા. તેથી જ તેમણે વૃંદાવન અને તેના આધ્યાત્મિક ભાવ સાથે જોડાવા માટે ઓસ્ટ્રેલિયામાં જ વૃંદાવન ઉભું કરી દીધું. પોતાની કળાને જ એક માધ્યમ બનાવીને એક અદભૂત વૃંદાવન તેમણે બનાવી દીધું. અહીં આવનારા લોકોને કેટલીયે રીતની કલાકૃતિઓને જોવાનો લ્હાવો મળે છે. તેમને ભારતના સર્વાધિક પ્રસિદ્ધ તીર્થસ્થળો – વૃંદાવન, નવાદ્વિપ અને જગન્નાથપુરીની પરંપરા અને સંસ્કૃતિની ઝાંખી જોવા મળે છે. અહીંયા ભગવાન કૃષ્ણના જીવન સાથે જોડાયેલી કેટલીક કલાકૃતિઓ પણ પ્રદર્શિત કરવામાં આવી છે. એક કલાકૃતિ એવી છે કે જેમાં ભગવાન કૃષ્ણએ ગોવર્ધન પર્વતને પોતાની નાની આંગળી પર ઉઠાવી રાખ્યો છે, જેની નીચે વૃંદાવનના લોકો આશ્રય લઈ રહ્યા છે. જગત તારીણી જી નો આ અદભૂત પ્રયાસ સાચે જ આપણને કૃષ્ણ ભક્તિની શક્તિના દર્શન કરાવે છે. હું તેમને તેમના આ પ્રયત્ન માટે ઘણી-ઘણી શુભેકામનાઓ આપું છું.
મારા પ્રિય દેશવાસીઓ, હમણાં હું ઓસ્ટ્રેલિયાના પર્થમાં બનેલા વૃંદાવનના વિષયમાં વાત કરી રહ્યો હતો. એ પણ એક રસપ્રદ ઈતિહાસ છે કે ઓસ્ટ્રેલિયાનો એક સંબંધ આપણા બુંદેલખંડના ઝાંસી થી પણ છે. વાસ્તવમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જ્યારે ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સામે કાયદાકીય લડાઈ લડી રહ્યા હતા, તો તેમના વકિલ હતા જોન લૈંગ. જોન લૈંગ મૂળ રૂપથી ઓસ્ટ્રેલિયાના જ રહેવાસી હતા. ભારતમાં રહીને તેમણે રાણી લક્ષ્મીબાઈનો કોર્ટ કેસ લડ્યો હતો. આપણા સ્વતંત્રતા સંગ્રામમાં ઝાંસી અને બુંદેલખંડનું કેટલું મોટું યોગદાન છે, એ આપણે બધા જાણીએ છીએ. અહીં રાણી લક્ષ્મીબાઈ અને ઝલકારી બાઈ જેવી વીરાંગનાઓ પણ થઈ ગઈ અને મેજર ધ્યાનચંદ જેવા ખેલરત્ન પણ આ જ ક્ષેત્રે દેશને આપ્યા છે.
સાથીઓ, વીરતા માત્ર યુદ્ધના મેદાનમાં જ દેખાડવામાં આવે, એવું જરૂરી નથી હોતું. વીરતા જ્યારે એક વ્રત બની જાય છે અને તેનું વિસ્તરણ થાય છે તો દરેક ક્ષેત્રમાં અનેક કાર્યો સિદ્ધ થવા લાગે છે. મને આવી જ વીરતા વિશે શ્રીમતી જ્યોત્સનાએ પત્ર લખીને જણાવ્યું છે. જાલૌનમાં એક પરંપરાગત નદી હતી – નૂન નદી. નૂન, અહીંના ખેડૂતો માટે પાણીનો મુખ્ય સ્ત્રોત હતો, પરંતુ ધીરેધીરે નૂન નદી લુપ્ત થવાના આરે પહોંચી ગઈ, જે થોડું ઘણું અસ્તિત્વ આ નદીનું બચ્યું હતું, તેમાં તે નાળામાં તબદિલ થઈ રહી હતી, તેનાથી ખેડૂતો માટે સિંચાઈનું પણ મોટું સંકટ ઉભું થઈ ગયું હતું. જાલૌનના લોકોએ આ સ્થિતીને બદલવાનું બીડું ઝડપ્યું. આ જ વર્ષે માર્ચમાં તેના માટે એક કમિટી બનાવવામાં આવી. હજારો ગ્રામીણ અને સ્થાનિક લોકો પોતાની રીતે જ આ અભિયાન સાથે જોડાયા. અહીંની પંચાયતોએ ગ્રામજનો સાથે મળીને કામ કરવાનું શરૂ કર્યું, અને આજે આટલા ઓછા સમયમાં અને બહુ જ ઓછા ખર્ચામાં આ નદી ફરીથી જીવીત થઈ ગઈ છે. કેટલાય ખેડૂતોને તેનાથી ફાયદો થઈ રહ્યો છે. યુદ્ધના મેદાનથી અલગ વીરતાનું આ ઉદાહરણ, આપણા દેશવાસીઓની સંકલ્પ શક્તિઓને દેખાડે છે અને એ પણ જણાવે છે કે જો આપણે નક્કી કરી જ લઈએ તો કંઈપણ અસંભવ નથી અને એટલે જ હું કહું છું – સહુનો પ્રયત્ન...
મારા પ્રિય દેશવાસીઓ, જ્યારે આપણે પ્રકૃતિનું સંરક્ષણ કરીએ છીએ તો બદલામાં પ્રકૃતિ આપણને પણ સંરક્ષણ અને સુરક્ષા આપે છે. આ વાતને આપણે આપણા પોતાના જીવનમાં અનુભવ કરીએ છીએ અને એવું જ એક ઉદાહરણ તમિલનાડુના લોકોએ વ્યાપક સ્તર પર પ્રસ્તુત કર્યું છે. આ ઉદાહરણ તમિલનાડુના તૂતુકુડી જિલ્લાનું છે. આપણે જાણીએ છીએ કે તટીય વિસ્તારોમાં કેટલીયે વખત જમીન ડૂબવાનો ખતરો રહે છે. તૂતુકુડીમાં પણ કેટલાય નાનાનાનાં આયલેન્ડ અને ટાપૂ એવા હતા જેના સમુદ્રમાં ડૂબવાનો ખતરો વધી રહ્યો હતો. અહીંયાના લોકોએ અને તજજ્ઞોએ આ પ્રાકૃતિક આપત્તિનો બચાવ પ્રકૃતિની મદદથી શોધી કાઢ્યો. આ લોકો હવે આ ટાપુઓ પર પલ્મોરાના ઝાડ લગાવી રહ્યા છે. આ ઝાડ સાયક્લોન અને તોફાનોમાં પણ ઉભા રહે છે અને જમીનને સુરક્ષા આપે છે. તેમનાથી હવે આ વિસ્તારને બચાવવાનો એક નવો ભરોસો જાગ્યો છે.
સાથીઓ, પ્રકૃતિથી આપણા માટે ખતરો ત્યારે જ ઉભો થાય છે જ્યારે આપણે તેના સંતુલનને બગાડીએ છીએ અથવા તેની પવિત્રતા નષ્ટ કરીએ છીએ. પ્રકૃતિ માં ની જેમ આપણું પાલન પણ કરે છે અને આપણી દુનિયામાં નવા નવા રંગ પણ ભરે છે.
હમણાં હું સોશિયલ મીડિયા પર જોઈ રહ્યો હતો, મેઘાલયમાં એક ફ્લાઈંગ બોટનો ફોટો ઘણો જ વાઈરલ થઈ રહ્યો છે. પહેલી જ નજરમાં આ ફોટો આપણને આકર્ષિત કરે છે. તમારામાંથી પણ મોટાભાગના લોકોએ તેને ઓનલાઈન જરૂર જોયો હશે. હવામાં તરતી આ હોડીને જ્યારે આપણે નજીકથી જોઈએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે આ નદી તો પાણીમાં ચાલી રહી છે. નદીનું પાણી એટલું સાફ છે કે આપણને તેની સપાટી દેખાતી જ નથી અને હોડી હવામાં તરતી હોય તેવું લાગી રહ્યું હોય છે. આપણા દેશમાં અનેક રાજ્ય છે, અને ક્ષેત્રો છે જ્યાંના લોકોએ પોતાના પ્રાકૃતિક વારસાના રંગોને સંભાળીને રાખ્યા છે. આ લોકોએ પ્રકૃતિ સાથે મળીને રહેવાની જીવનશૈલી આજે પણ જીવંત રાખી છે. આ આપણા બધા માટે પણ પ્રેરણા છે. આપણી આસપાસ જે પણ પ્રાકૃતિક સંસાધનો છે, આપણે તેને બચાવીએ, તેમને ફરીથી તેમનું અસલી રૂપ પરત કરીએ. તેમાં જ આપણું હિત છે, જગતનું હિત છે.
મારા પ્રિય દેશવાસીઓ, સરકાર જ્યારે યોજનાઓ બનાવે છે, બજેટ ખર્ચ કરે છે, સમય પર યોજનાઓને પૂરી કરે છે તો લોકોને લાગે છે કે તે કામ કરી રહી છે. પરંતુ સરકારના અનેક કાર્યોમાં વિકાસની અનેક યોજનાઓ વચ્ચે માનવીય સંવેદનાઓથી જોડાયેલી વાતો હંમેશા એક અલગ સુખ આપે છે. સરકારના પ્રયત્નોથી, સરકારની યોજનાઓથી કેવી રીતે કોઈ જીવન બદલાયું, એ બદલાયેલા જીવનનો અનુભવ શું છે ? જ્યારે એ સાંભળીએ છીએ તો આપણે પણ સંવેદનાઓથી ભરાઈ જઈએ છીએ. તે મનને સંતોષ પણ આપે છે અને તે યોજનાને લોકો સુધી પહોંચાડવાની પ્રેરણા પણ આપે છે. એક પ્રકારે આ સ્વાન્તઃ સુખાય, તો છે અને તેથી આજે મન કી બાત માં આપણી સાથે બે એવા જ સાથી પણ જોડાઈ રહ્યા છે જે પોતાના ઈરાદાઓથી એક નવું જીવન જીતીને આવ્યા છે. તેમણે આયુષ્યમાન ભારત યોજનાની મદદથી પોતાનો ઈલાજ કરાવ્યો અને એક નવી જિંદગીની શરૂઆત કરી છે. આપણા પહેલા સાથી છે, રાજેશ કુમાર પ્રજાપતિ. જેમને હ્રદય રોગની બિમારી, હાર્ટની સમસ્યા હતી.
તો આવો, રાજેશ જી સાથે વાત કરીએ...
પ્રધાનમંત્રીજીઃ- રાજેશ જી નમસ્તે
રાજેશ પ્રજાપતિઃ- નમસ્તે સર નમસ્તે
પ્રધાનમંત્રીજીઃ- તમારી રાજેશ જી બિમારી શું હતી ? પછી કોઈ ડોક્ટર પાસે ગયા હશો, મને જરા સમજાવો સ્થાનિક ડોક્ટરે કહ્યું હશે પછી કોઈ બીજા ડોક્ટર પાસે ગયા હશો? પછી તમે નિર્ણય નહીં કરતા હોવ અથવા કરતા હશો, શું શું થતું હશે.
રાજેશ પ્રજાપતિઃ- જી મને હાર્ટમાં પ્રોબ્લેમ સર આવી ગયો હતો, સર, મારા હ્રદયમાં બળતરા થતી હતી સર, પછી મેં ડોક્ટરને દેખાડ્યું. ડોક્ટરે પહેલા તો જણાવ્યું બની શકે છે કે બેટા તમને એસિડીટી હશે, તો મેં ઘણાં દિવસ એસિડીટીની દવા કરાવી, તેનાથી જ્યારે મને ફાયદો ન થયો પછી ડોક્ટર કપૂરને દેખાડ્યું, તો તેમણે કહ્યું જે લક્ષણ છે તેમાં એન્જિયોગ્રાફીથી ખબર પડશે, પછી તેમણે મને રિફર કર્યા શ્રી રામમૂર્તિમાં. પછી અમે મળ્યા અમરેશ અગ્રવાલ જીને. તો તેમણે મારી એન્જિયોગ્રાફી કરી. પછી તેમણે જણાવ્યું કે બેટા આ તો તમારી નસ બ્લોકેજ છે, તો અમે કહ્યું સર આમાં કેટલો ખર્ચ આવશે ? તો તેમણે કહ્યું કાર્ડ છે આયુષ્યમાનવાળું જે પ્રધાનમંત્રીજીએ બનાવીને આપ્યું. તો અમે કહ્યું સર અમારી પાસે કાર્ડ છે. તો તેમણે મારું તે કાર્ડ લીધું અને મારો બધો ઈલાજ તે જ કાર્ડથી થયો. સર અને જે આપે જે બનાવ્યું છે કાર્ડ તે ઘણી જ સારી રીતે અને અમારા જેવા ગરીબ લોકો માટે ઘણી જ સરળતા છે આનાથી. અને આપનો હું કેવી રીતે ધન્યવાદ કરું ?
પ્રધાનમંત્રીજીઃ- આપ શું કરો છો રાજેશ જી ?
રાજેશ પ્રજાપતિઃ- સર હું અત્યારે તો ખાનગી નોકરી કરું છું. સર.
પ્રધાનમંત્રીજીઃ- અને ઉંમર કેટલી છે તમારી ?
રાજેશ પ્રજાપતિઃ- મારી ઓગણપચાસ વર્ષ છે. સર
પ્રધાનમંત્રીજીઃ- આટલી નાની ઉંમરમાં આપને હાર્ટની ટ્રબલ થઈ ગઈ?
રાજેશ પ્રજાપતિઃ- હાં જી સર શું કહું હવે ?
પ્રધાનમંત્રીજીઃ- તમારા પરિવારમાં તમારા પિતાજીને અથવા કોઈ માતાજીને અથવા આ પ્રકારે પહેલા થયું છે?
રાજેશ પ્રજાપતિઃ- ના સર કોઈને નહોતું સર, આ પહેલી વખત મારી સાથે જ થયું છે.
પ્રધાનમંત્રીજીઃ- આ આયુષ્યમાન કાર્ડ ભારત સરકાર આ કાર્ડ આપે છે, ગરીબો માટે બહુ મોટી યોજના છે તો એ આપને કેવી રીતે ખબર પડી ?
રાજેશ પ્રજાપતિઃ- સર આ તો એટલી મોટી યોજના છે, ગરીબ માણસને ઘણો જ લાભ મળે છે અને એટલા ખુશ છે સર, અમે તો હોસ્પિટલમાં જોયું છે કે આ કાર્ડ થી કેટલાય લોકોને સરળતા મળે છે. જ્યારે ડોક્ટરને કહે છે કે કાર્ડ છે મારી પાસે, સર તો ડોક્ટર કહે છે ઠીક છે તે કાર્ડ લઈને આવો, હું એ જ કાર્ડથી તમારો ઈલાજ કરી દઈશ.
પ્રધાનમંત્રીજીઃ- અચ્છા, કાર્ડ ન હોય તો તમને કેટલો ખર્ચો ડોક્ટરે કીધો હતો?
રાજેશ પ્રજાપતિઃ- ડોક્ટર સાહેબે કહ્યું હતું બેટા આમાં ઘણો જ ખર્ચો આવશે. બેટા જો કાર્ડ નહીં હોય. તો મેં કહ્યું સર કાર્ડ તો છે મારી પાસે તો તેમણે કહ્યું તરત આપ દેખાડો તો મેં તરત જ દેખાડ્યું તે કાર્ડથી મારો પૂરો ઈલાજ કરવામાં આવ્યો. મારે એક પૈસાનો પણ ખર્ચ થયો નહીં, બધી દવાઓ પણ એ કાર્ડમાંથી જ નીકળી ગઈ.
પ્રધાનમંત્રીજીઃ- તો રાજેશજી તમને હવે સંતોષ છે, તબિયત ઠીક છે.
રાજેશ પ્રજાપતિઃ- જી સર, આપનો ખૂબ ખૂબ ધન્યવાદ સર આપની ઉંમર પણ એટલી લાંબી થાય કે હંમેશા સત્તામાં જ રહો અને અમારા પરિવારના લોકો પણ આપનાથી એટલા ખુશ છે કે શું કહું આપને.
પ્રધાનમંત્રીજીઃ- રાજેશજી આપ મને સત્તામાં રહેવાની શુભેચ્છા ન આપો. હું આજે પણ સત્તામાં નથી અને ભવિષ્યમાં પણ સત્તામાં જવા નથી ઈચ્છતો. હું માત્ર સેવામાં રહેવા ઈચ્છું છું, મારા માટે આ પદ, આ પ્રધાનમંત્રી, બધી વસ્તુઓ એ સત્તા માટે છે જ નહીં ભાઈ, સેવા માટે છે.
રાજેશ પ્રજાપતિઃ- સેવા જ તો જોઈએ અમને લોકોને, બીજું શું જોઈએ.
પ્રધાનમંત્રીજીઃ- જુઓ ગરીબો માટે આ આયુષ્યમાન ભારત યોજના તે પોતાનામાં....
રાજેશ પ્રજાપતિઃ- જી સર ઘણી જ સારી વસ્તુ છે.
પ્રધાનમંત્રીજીઃ- પરંતુ જુઓ રાજેશજી તમે મારું એક કામ કરો, કરશો ?
રાજેશ પ્રજાપતિઃ- જી બિલકુલ કરીશું સર.
પ્રધાનમંત્રીજીઃ- જુઓ, થાય છે શું કે લોકોને એની ખબર નથી હોતી, તમે એક જવાબદારી નિભાવો, એવા કેટલા ગરીબ પરિવાર છે તમારી આસપાસ તેમને આ લાભ તમને કેવી રીતે મળ્યો, કેવી રીતે મદદ મળી, તે જણાવો.
રાજેશ પ્રજાપતિઃ- જરૂરથી કહીશું સર.
પ્રધાનમંત્રીજીઃ- અને તેમને કહો કે તેઓ પણ આવું કાર્ડ બનાવાડી લે જેથી કરીને પરિવારમાં ખબર નહીં ક્યારે મુસીબત આવી જાય અને આજે ગરીબ દવાઓ માટે પરેશાન રહે એ તો ઠીક નથી. હવે પૈસાના કારણે તેઓ દવા ન લે અથવા બિમારીનો ઉપાય ન કરે તો એ પણ એક મોટી ચિંતાનો વિષય છે અને ગરીબોનું તો શું થાય છે જેમ કે તમને આ હાર્ટનો પ્રોબ્લેમ થયો, તો કેટલા મહિના આપ કામ જ ન કરી શક્યા હશો.
રાજેશ પ્રજાપતિઃ- હું તો દસ પગલાં પણ નહોતો ચાલી શકતો, અને ન ચડી શકતો હતો સર.
પ્રધાનમંત્રીજીઃ- બસ તો આપ, આપ રાજેશજી મારા એક સાચા સાથી બનીને જેટલા ગરીબોને આપ આ આયુષ્યમાન ભારત યોજના સંબંધમાં સમજાવી શકો છો, બિમાર લોકોની મદદ કરી શકો છો, જુઓ તમને પણ સંતોષ થશે અને મને ઘણી ખુશી થશે કે ચાલો એક રાજેશજીની તબિયત તો ઠીક થઈ ગઈ પરંતુ રાજેશજીએ સેંકડો લોકોની તબિયત ઠીક કરાવી દીધી, આ આયુષ્યમાન ભારત યોજના, તે ગરીબો માટે છે, મધ્યમવર્ગ માટે છે, સામાન્ય પરિવારો માટે છે, તો ઘર-ઘર સુધી આ વાતને તમે પહોંચાડશો.
રાજેશ પ્રજાપતિઃ- બિલકુલ પહોંચાડશું સર. હું તો ત્યાં ત્રણ દિવસ હોસ્પિટલમાં રોકાયો સર તો બિચારા ઘણા લોકો આવ્યા, બધી સુવિધાઓ તેમને સમજાવી, કાર્ડ હશે તો મફતમાં થઈ જશે.
પ્રધાનમંત્રીજીઃ- ચાલો રાજેશજી, તમે તમારી જાતને સ્વસ્થ રાખો, થોડી શરીરની ચિંતા કરો, બાળકોની ચિંતા કરો અને ઘણી પ્રગતિ કરો, મારી ઘણી શુભકામનાઓ છે આપને.
સાથીઓ, આપણે રાજેશજીની વાતો સાંભળી, આવો હવે આપણી સાથે સુખદેવીજી જોડાઈ રહ્યા છે, ઘૂંટણની સમસ્યાએ તેમને ઘણાં જ પરેશાન કરી દીધા હતા. આવો આપણે સુખદેવીજી પાસેથી પહેલા તેમના દુઃખ ની વાત સાંભળીએ અને પછી સુખ કેવી રીતે આવ્યું તે સમજીએ.
મોદીજીઃ- સુખદેવીજી નમસ્તે. આપ ક્યાંથી વાત કરી રહ્યા છો?
સુખદેવીજીઃ- દાનદપરાથી
મોદીજીઃ- ક્યાં, ક્યાં આવ્યું એ ?
સુખદેવીજીઃ- મથુરામાં
મોદીજીઃ- મથુરામાં, પછી તો સુખદેવીજી, આપને નમસ્તે પણ કહેવું છે અને સાથે-સાથે રાધે-રાધે પણ કહેવું પડશે.
સુખદેવીજીઃ- હા..રાધે-રાધે
મોદીજીઃ- અચ્છા અમે સાંભળ્યું કે આપને તકલીફ થઈ હતી. આપનું કોઈ ઓપરેશન થયું હતું. જરા જણાવશો શું વાત હતી?
સુખદેવીજીઃ- હા...મારા ઘૂંટણ ખરાબ થઈ ગયા હતા. તો ઓપરેશન થયું છે મારું. પ્રયાગ હોસ્પિટલમાં.
મોદીજીઃ- તમારી ઉંમર કેટલી છે સુખદેવીજી?
સુખદેવીજીઃ- ઉંમર 40 વર્ષ
મોદીજીઃ- 40 વર્ષ અને સુખદેવ નામ, અને સુખદેવીને બિમારી થઈ ગઈ.
સુખદેવીજીઃ- બિમારી તો મને 15-16 વર્ષથી જ લાગી ગઈ છે.
મોદીજીઃ- અરે બાપ રે... આટલી નાની ઉંમરમાં તમારા ઘૂંટણ ખરાબ થઈ ગયા.
સુખદેવીજીઃ- એ જે ગઠીયો-વા કહેવાય છે, એ જે સાંધાના દુખાવામાં ઘૂંટણ ખરાબ થઈ ગયા.
મોદીજીઃ- તો 16 વર્ષથી 40 વર્ષની ઉંમર સુધી તમે તેનો ઈલાજ નથી કરાવ્યો.
સુખદેવીજીઃ- ના.. કરાવ્યો હતો. દુખાવાની દવા ખાતી રહી, નાના-મોટા ડોક્ટરોએ તો એવી દેશી દવા અને વિવિધ દવાઓ આપી. થેલાછાપ ડોક્ટરોથી તો ઘૂંટણનો દુખાવો વધુ ખરાબ થઈ ગયો. હું 1-2 કિલોમીટર ચાલી તો ઘૂંટણ ખરાબ થઈ ગયા મારા.
મોદીજીઃ- તો સુખદેવજી ઓપરેશનનો વિચાર કેવી રીતે આવ્યો? તેને માટે પૈસાની શું વ્યવસ્થા કરી? કેવી રીતે થયું આ બધું?
સુખદેવીજીઃ- મેં તે આયુષ્યમાન કાર્ડથી ઈલાજ કરાવ્યો છે.
મોદીજીઃ- તો તમને આયુષ્યમાન કાર્ડ મળી ગયું હતું?
સુખદેવીજીઃ- હા..
મોદીજીઃ- અને આયુષ્યમાન કાર્ડથી ગરીબોનો મફતમાં ઉપચાર થાય છે, તે ખબર હતી?
સુખદેવીજીઃ- શાળામાં મીટિંગ થઈ રહી હતી. ત્યાંથી મારા પતિને ખબર પડી તો મારા નામે કાર્ડ બનાવ્યું.
મોદીજીઃ- હા...
સુખદેવીજીઃ- પછી ઈલાજ કરાવ્યો કાર્ડથી અને મેં કોઈપણ પૈસા નથી ચૂકવ્યા. કાર્ડથી જ ઈલાજ થયો મારો. ખૂબ સારો ઈલાજ થયો છે.
મોદીજીઃ- અચ્છા ડોક્ટરે પહેલા જો કાર્ડ ન હોય તો કેટલો ખર્ચો જણાવ્યો હતો?
સુખદેવીજીઃ- અઢી લાખ રૂપિયા, ત્રણ લાખ રૂપિયા. 6-7 વર્ષોથી હું ખાટલામાં પડી છું. હું એમ કહેતી હતી કે હે ભગવાન મને લઈ લે તુ, મારે નથી જીવવું.
મોદીજીઃ- 6-7 વર્ષ ખાટલામાં હતા. બાપ રે બાપ.
સુખદેવીજીઃ- હા...
મોદીજીઃ- ઓહો..
સુખદેવીજીઃ- જરા પણ ઉઠાતું કે બેસાતું નહોતું.
મોદીજીઃ- તો અત્યારે તમારા ઘૂંટણ પહેલાં કરતાં સારા છે?
સુખદેવીજીઃ- હું ઘણું ફરું છું. ફરું છું. રસોડાનું કામ કરું છું. ઘરનું કામ કરું છું. બાળકોને ખાવાનું પણ બનાવી આપું છું.
મોદીજીઃ- તો મતલબ કે આયુષ્યમાન ભારત કાર્ડે તમને ખરેખર આયુષ્યમાન બનાવી દીધા.
સુખદેવીજીઃ- ખૂબ-ખૂબ ધન્યવાદ તમારી યોજનાના કારણે હું ઠીક થઈ ગઈ અને હું મારા પગ ઉપર થઈ ગયી છું.
મોદીજીઃ- તો હવે તો બાળકોને પણ આનંદ આવતો હશે.
સુખદેવીજીઃ- હા..જી.. બાળકોને તો ખૂબ જ પરેશાની થતી હતી. માં પરેશાન હોય તો બાળકો પણ પરેશાન જ હોય ને.
મોદીજીઃ- જુઓ, આપણા જીવનમાં સૌથી મોટું સુખ આપણું સ્વાસ્થ્ય જ હોય છે. આ સુખી જીવન બધાને મળે તે જ આયુષ્યમાન ભારતની ભાવના છે, ચાલો સુખદેવીજી, મારી તમને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ, ફરી એકવાર તમને રાધે-રાધે.
સુખદેવીજીઃ- રાધે રાધે...નમસ્તે.
મારા પ્રિય દેશવાસીઓ, યુવાનોથી સમૃદ્ધ દરેક દેશમાં ત્રણ વસ્તુ ઘણું મહત્વ ધરાવે છે. અને તે જ ક્યારેક તો યુવાનોની સાચી ઓળખ બની જાય છે. પહેલી ચીજ છે – આઈડીયાઝ અને ઈનોવેશન. બીજી છે – જોખમ લેવાનો જુસ્સો અને ત્રીજી છે – કેન ડૂ સ્પિરીટ એટલે કે કોઈપણ કામને પૂર્ણ કરવાની જીદ, પછી પરિસ્થિતી કેટલી પણ વિપરિત ન હોય – જ્યારે આ ત્રણેય વસ્તુઓ એકબીજામાં મળી જાય તો અદભૂત પરિણામ મળે છે. ચમત્કાર થાય છે. આજકાલ આપણે ચારેય તરફ સાંભળીએ છીએ, સ્ટાર્ટ-અપ, સ્ટાર્ટ-અપ, સ્ટાર્ટ-અપ. સાચી વાત છે. આ સ્ટાર્ટ-અપનો યુગ છે અને એ પણ સાચું છે કે સ્ટાર્ટ-અપની દુનિયામાં આજે ભારત વિશ્વમાં એક પ્રકારનું નેતૃત્વ કરી રહ્યું છે. વર્ષે વર્ષે સ્ટાર્ટ-અપને રેકોર્ડ રોકાણ મળી રહ્યું છે. આ ક્ષેત્ર બહુ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. અને ત્યાં સુધી કે દેશના નાનાં-નાનાં શહેરોમાં પણ સ્ટાર્ટ-અપની પહોંચ વધી ગઈ છે. આજકાલ યુનિકોર્ન શબ્દ ખૂબ ચર્ચામાં છે. તમે બધાએ તેના વિશે સાંભળ્યું હશે. યુનિકોર્ન એક એવું સ્ટાર્ટ-અપ હોય છે જેનું વેલ્યુએશન ઓછામાં ઓછું એક બિલિયન ડોલર થાય છે એટલે કે લગભગ સાત હજાર કરોડથી પણ વધારે.
સાથીઓ, વર્ષ 2015 સુધી દેશમાં ઘણી મુશ્કેલીથી 9 કે 10 યુનિકોર્ન થતા હતા. તમને એ જાણીને ખૂબ જ આનંદ થશે કે યુનિકોર્નની દુનિયામાં ભારતે ખૂબ ઝડપી ઉડાન ભરી છે. એક રિપોર્ટ અનુસાર આ વર્ષમાં એક મોટો બદલાવ આવ્યો છે. માત્ર 10 મહિનામાં જ ભારતમાં દર 10 દિવસમાં એક યુનિકોર્ન બને છે. તે એટલા માટે પણ મોટી વાત છે કારણ કે આપણા યુવાનો એ આ સફળતા કોરોના મહામારીની વચ્ચે મેળવી છે. આજે ભારતમાં 70 થી વધારે યુનિકોર્ન બની ચૂક્યા છે. એટલે કે 70થી વધારે સ્ટાર્ટ-અપ એવા છે જે 1 બિલિયનથી વધારે વેલ્યુએશન પાર કરી ગયા છે. સાથીઓ, સ્ટાર્ટ-અપની આ સફળતાનું કારણે બધાનું તેના તરફ ધ્યાન ગયું છે અને જે પ્રકારે દેશમાંથી, વિદેશમાંથી, રોકાણકારો તરફથી તેને સમર્થન મળી રહ્યું છે. કદાચ થોડા વર્ષો પહેલાં તેની કલ્પના પણ કોઈ નહોતું કરી શકતું.
સાથીઓ, સ્ટાર્ટ-અપના માધ્યમથી ભારતીય યુવાનો ગ્લોબલ પ્રોબ્લેમ્સના સમાધાનમાં પણ પોતાનું યોગદાન આપી રહ્યા છે. આજે આપણે એક યુવક મયૂર પાટિલ સાથે વાત કરીશું, તેમણે પોતાના દોસ્તો સાથે મળીને પ્રદૂષણના પ્રોબ્લેમનું સોલ્યુશન આપવાનો પ્રયત્ન કર્યો છે.
મોદીજીઃ- મયૂરજી નમસ્તે.
મયૂર પાટીલઃ- નમસ્તે સર જી...
મોદીજીઃ- મયૂરજી તમે કેમ છો?
મયૂર પાટીલઃ- બસ એકદમ સરસ સર..તમે કેમ છો?
મોદીજીઃ- હું ઘણો જ પ્રસન્ન છું. અચ્છા મને જણાવો કે તમે હમણાં કંઈક સ્ટાર્ટ-અપની દુનિયામાં છો.
મયૂર પાટીલઃ- હા...જી
મોદીજીઃ- અને વેસ્ટમાંથી બેસ્ટ પણ કરી રહ્યા છો
મયૂર પાટીલઃ- હા..જી.
મોદીજીઃ- એન્વાયર્મેન્ટનું પણ કરી રહ્યા છો, થોડું મને આપના વિશે જણાવો. તમારા કામ વિશે જણાવો અને આ કામ પાછળ આપને કેવી રીતે વિચાર આવ્યો ?
મયૂર પાટીલઃ- સર જ્યારે કોલેજમાં હતો ત્યારે મારી પાસે મોટર સાયકલ હતી. જેની માઈલેજ ઘણી જ ઓછી હતી અને એમિશન ઘણું જ વધારે હતું. તે ટુ સ્ટ્રોક મોટર સાયકલ હતી. તો એમિશન ઘટાડવા માટે અને તેની માઈલેજ થોડી વધારવા માટે મેં કોશિશ ચાલુ કરી હતી. કંઈક 2011-12માં મેં તેની લગભગ 62 કિલોમીટર પ્રતિ લિટર સુધીની માઈલેજ વધારી દીધી હતી. તો ત્યાંથી જ મને પ્રેરણા મળી કે કંઈક એવી વસ્તુ બનાવીએ જે માસ પ્રોડક્શન કરી શકીએ, તો ઘણાં જ લોકોને તેનો ફાયદો થશે., તો 2017-18માં અમે લોકોએ તેની ટેક્નોલોજીને ડેવેલપ કરી અને રિજનલ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનમાં અમે લોકોએ 10 બસોમાં તેનો ઉપયોગ કર્યો. તેનું પરિણામ ચેક કરવા માટે અને લગભગ અમે લોકોએ તેના 40 ટકા એમિશન ઘટાડી નાખ્યું. બસમાં...
મોદીજીઃ- હમમમ....હવે આ ટેક્નોલોજી તમે જે શોધી છે તેની પેટન્ટ વગેરે કરાવી લીધી છે.
મયૂર પાટીલઃ- હા..જી..પેટન્ટ થઈ ગઈ છે. આ વર્ષે અમને પેટન્ટ ગ્રાન્ટ થઈને આવી જશે.
મોદીજીઃ- અને આગળ આને વધારવાનો શું પ્લાન છે? તમારો. કેવી રીતે કરી રહ્યા છો? જેમ બસનું પરિણામ આવ્યું. તેની પણ બધી જ ચીજો બહાર આવી ગઈ હશે. તો આગળ શું વિચારી રહ્યા છો ?
મયૂર પાટીલઃ- સર સ્ટાર્ટ-અપ ઈન્ડિયાની અંદર નીતિ આયોગથી અટલ ન્યૂ ઈન્ડિયા ચેલેન્જ જે છે, ત્યાંથી અમને ગ્રાન્ટ મળી અને તે ગ્રાન્ટના બેઝ પર અમે લોકોએ હમણાં ફેક્ટરી ચાલુ કરી. જ્યાં અમે એર ફિલ્ટરનું મેન્યુફેક્ચરિંગ કરી શકીએ છીએ.
મોદીજીઃ- તો ભારત સરકાર તરફથી તમને કેટલી ગ્રાન્ટ મળી ?
મયૂર પાટીલઃ- 90 લાખ
મોદીજીઃ- 90 લાખ
મયૂર પાટીલઃ- હાં..જી..
મોદીજીઃ- અને તેનાથી તમારું કામ થઈ ગયું
મયૂર પાટીલઃ- હા...અત્યારે તો ચાલું થઈ ગયું છે. પ્રોસેસમાં છે.
મોદીજીઃ- તમે કેટલા દોસ્તો મળીને કરી રહ્યા છો. આ બધું
મયૂર પાટીલઃ- અમે ચાર લોકો છીએ સર..
મોદીજીઃ- અને ચારેય લોકો પહેલાં સાથે જ ભણતાં હતા અને તેમાંથી જ તમને એક વિચાર આવ્યો આગળ વધવાનો.
મયૂર પાટીલઃ- હા..જી..હા...જી... અમે કોલેજમાં જ હતા.. અને કોલેજમાં અમે લોકોએ આ બધું વિચાર્યું અને આ મારો આઈડિયા હતો કે મારી મોટરસાયકલનું પ્રદૂષણ ઘટી જાય અને માઈલેજ વધે.
મોદીજીઃ- અચ્છા..પ્રદૂષણ ઓછું કરે છે, માઈલેજ વધારે છે તો એવરેજ ખર્ચ કેટલો બચે છે ?
મયૂર પાટીલઃ- સર મોટરસાયકલ પર અમે લોકોએ પરિક્ષણ કર્યું તેની માઈલેજ હતી 25 કિલોમીટર પ્રતિ લિટર હતી. તે અમે લોકોએ વધારીને 39 કિલોમીટર પ્રતિ લિટર તો લગભગ 14 કિલોમીટરનો ફાયદો થયો અને તેમાંથી 40 ટકા કાર્બન એમિશન ઘટી ગયું. અને જ્યારે બસ પર કર્યું, રિજનલ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને તો ત્યાં 10 ટકા ફ્યૂઅલ એફિશિયન્સી ઈન્ક્રિઝ થઈ અને તેમાં પણ 35-40 ટકા એમિશન ઘટી ગયું.
મોદીજીઃ- મયૂર મને તમારી સાથે વાત કરીને ઘણું સારું લાગ્યું અને તમારા સાથીઓને પણ મારા તરફથી શુભેચ્છાઓ આપશો કે કોલેજ લાઈફમાં પોતાની જે સમસ્યા હતી તે સમસ્યાનું સમાધાન પણ તમે શોધ્યું અને તે સમાધાનમાંથી જે માર્ગ પસંદ કર્યો, તેણે પર્યાવરણની સમસ્યાને એડ્રેસ કરવા માટે તમે બીડું ઝડપ્યું. અને તે આપણે દેશના યુવાનોનું સામર્થ્ય રહ્યું છે કે કોઈપણ પડકાર ઉઠાવી લે છે અને માર્ગ શોધી લે છે. મારા તરફથી તમને ખૂબ શુભેચ્છાઓ. ખૂબ-ખૂબ ધન્યવાદ.
મયૂર પાટીલઃ- થેન્ક યૂ સર...થેન્ક યૂ..
સાથીઓ, થોડાક વર્ષો પહેલાં જો કોઈ કહેતું કે તે બિઝનેસ કરવા માંગે છે અથવા કોઈ એક નવી કંપની શરૂ કરવા ઈચ્છે છે, ત્યારે પરિવારના મોટા વડિલોનો જવાબ હતો કે – તુ નોકરી કેમ નથી કરવા માંગતો, નોકરી કર ને ભાઈ. અરે નોકરીમાં સલામતી હોય છે, પગાર હોય છે. ઝંઝટ પણ ઓછી હોય છે. પરંતુ આજે જો કોઈ પોતાની કંપની શરૂ કરવા ઈચ્છે છે તો તેની આસપાસના બધા લોકો ઘણા ઉત્સાહિત થાય છે અને તેમાં તેને પૂરો સાથ-સહકાર આપે છે. સાથીઓ, ભારતની ગ્રોથ સ્ટોરીનો આ ટર્નિંગ પોઈન્ટ છે જ્યાં હવે લોકો ફક્ત જોબ સીકર બનાવાનું સપનું નથી જોઈ રહ્યા પરંતુ જોબ ક્રિએટર બની રહ્યા છે. તેનાથી વિશ્વના મંચ પર ભારતની સ્થિતી વધુ મજબૂત બનશે.
મારા પ્રિય દેશવાસીઓ, આજે મન કી બાતમાં આપણે અમૃત મહોત્સવની વાત કરી. અમૃતકાળમાં કેવી રીતે આપણા દેશવાસીઓ નવા નવા સંકલ્પો પૂરા કરી રહ્યા છે તેની ચર્ચા કરી અને સાથે જ ડિસેમ્બર મહિનામાં જ સેનાના શૌર્ય સાથે જોડાયેલી તકોનો પણ ઉલ્લેખ કર્યો. ડિસેમ્બર મહિનામાં જ વધુ એક મોટો દિવસ આપણી વચ્ચે આવે છે જેનાથી આપણે પ્રેરણા લઈએ છીએ. આ દિવસ છે 6 ડિસેમ્બરે બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ. બાબા સાહેબે પોતાનું આખું જીવન દેશ અને સમાજ માટે પોતાના કર્તવ્યોના નિર્વહન માટે સમર્પિત કર્યું હતું. આપણે દેશવાસીઓ એ ક્યારેય ન ભૂલીએ કે આપણા બંધારણની મૂળ ભાવના, આપણું બંધારણ આપણે બધા દેશવાસીઓનો પોત-પોતાના કર્તવ્યોના નિર્વહનની અપેક્ષા કરે છે – તો આવો આપણે પણ સંકલ્પ લઈએ કે અમૃત મહોત્સવમાં આપણે કર્તવ્યોને પૂરી નિષ્ઠા સાથે નિભાવવાનો પ્રયત્ન કરીશું. આ જ બાબા સાહેબ માટે આપણી સાચી શ્રદ્ધાંજલિ હશે.
સાથીઓ, હવે આપણે ડિસેમ્બર મહિનામાં પ્રવેશ કરી રહ્યા છીએ, સ્વાભાવિક છે કે હવે પછીની મન કી બાત 2021ના વર્ષની છેલ્લી મન કી બાત હશે. 2022માં ફરીથી યાત્રા શરૂ કરીશું અને હું હા.. તમારી પાસેથી ઘણાં સૂચનોની અપેક્ષા કરતો જ રહુ છું, કરતો રહીશ. તમે આ વર્ષને કેવી રીતે વિદાય કરો છો, નવા વર્ષમાં શું નવું કરવાના છો, તે પણ જરૂર જણાવશો અને હા તે ક્યારેય ન ભૂલતા કે કોરોના હજુ પણ ગયો નથી. સાવધાની રાખવી એ જ આપણા બધાની જવાબદારી છે. ખૂબ-ખૂબ ધન્યવાદ...
મારા પ્રિય દેશવાસીઓ, તમને સહુને નમસ્કાર. કોટિ-કોટિ નમસ્કાર. અને હું કોટિ-કોટિ નમસ્કાર એટલા માટે પણ કહી રહ્યો છું કે સો કરોડ રસીના ડૉઝ પછી આજે દેશ નવા ઉત્સાહ, નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યો છે. આપણા રસીકરણના કાર્યક્રમની સફળતા, ભારતના સામર્થ્યને દર્શાવે છે. સહુના પ્રયાસના મંત્રની શક્તિને દર્શાવે છે.
સાથીઓ, સો કરોડ રસી ડૉઝનો આંકડો બહુ મોટો જરૂર છે, પરંતુ તેમાં લાખો નાના-નાના પ્રેરક અને ગર્વથી ભરી દેનારા અનેક અનુભવ, અનેક ઉદાહરણ જોડાયેલાં છે. અનેક લોકો પત્ર લખીને મને પૂછી રહ્યા છે કે રસીકરણની શરૂઆત સાથે જ મને એ વિશ્વાસ થઈ ગયો હતો કે આ અભિયાનને આટલી મોટી સફળતા મળશે. મને આ દૃઢ વિશ્વાસ એટલા માટે હતો કારણકે હું મારા દેશ, પોતાના દેશના લોકોની ક્ષમતાઓથી સારી રીતે પરિચિત છું. હું જાણતો હતો કે આપણા આરોગ્ય કર્મચારીઓ દેશવાસીઓના રસીકરણમાં કોઈ કસર નહીં છોડે. આપણા સ્વાસ્થ્ય કર્મચારીઓએ પાતના અથાક પરિશ્રમ અને સંકલ્પથી એક નવું ઉદાહરણ પ્રસ્તુત કર્યું. તેમણે નવીનતાની સાથે પોતાના દૃઢ નિશ્ચયથી માનવતાની સેવાનું એક નવું માપદંડ સ્થાપિત કર્યું. તેમના વિશે અગણિત ઉદાહરણ છે, જે બતાવે છે કે તેમણે કઈ રીતે સઘળા પડકારોને પાર કરતા વધુમાં વધુ લોકોને સુરક્ષા કવચ પ્રદાન કર્યું. આપણે અનેક સમાચારપત્રોમાં વાંચ્યું છે, બહાર પણ સાંભળ્યું છે, આ કામ કરવા માટે આપણા આ લોકોએ કેટલી મહેનત કરી છે, એક-એકથી ચડિયાતાં અનેક પ્રેરક ઉદાહરણ આપણી સામે છે. હું આજે ‘મન કી બાત’ના શ્રોતાઓને ઉત્તરાખંડના બાગેશ્વરનાં એક આવા જ એક મહિલા આરોગ્ય કર્મચારી પૂનમ નોટિયાલજી સાથે મેળવવા માગું છું. સાથીઓ, આ બાગેશ્વર ઉત્તરાખંડની એ ધરતી પર છે જે ઉત્તરાખંડે સો ટકા પહેલા ડૉઝ લગાવવાનું કામ પૂરું કરી દીધું છે. ઉત્તરાખંડ સરકાર પણ તેના માટે અભિનંદનને પાત્ર છે કારણકે બહુ જ દુર્ગમ ક્ષેત્ર છે, કઠિન ક્ષેત્ર છે. આ જ રીતે, હિમાચલે પણ આવી કઠિન પરિસ્થિતિઓમાં સો ટકા ડૉઝનું કામ કરી લીધું છે. મને જણાવવામાં આવ્યું છે કે પૂનમજીએ પોતાના ક્ષેત્રના લોકોના રસીકરણ માટે દિવસ-રાત મહેનત કરી છે.
વડા પ્રધાન જી: પૂનમજી નમસ્તે.
પૂનમ નોટિયાલ: સાહેબ પ્રણામ.
વડા પ્રધાન જી: પૂનમજી, પોતાનો પરિચય આપો જરા દેશના શ્રોતાઓ સામે.
પૂનમ નોટિયાલ: સાહેબ, હું પૂનમ નોટિયાલ છું. સાહેબ, હું ઉત્તરાખંડના બાગેશ્વર જિલ્લામાં ચાની કોરાલી સેન્ટરમાં કાર્યરત્ છું. હું એક ANM છું.
વડા પ્રધાન જી: પૂનમજી, મારું સદ્ભાગ્ય છે કે મને બાગેશ્વર આવવાનો અવસર મળ્યો હતો. તે એક રીતે તીર્થક્ષેત્ર રહ્યું છે જ્યાં પ્રાચીન મંદિર વગેરે પણ છે, હું બહુ પ્રભાવિત થયો હતો. સદીઓ પહેલાં લોકોએ કેવી રીતે કામ કર્યું હશે.
પૂનમ નોટિયાલ: હા જી સાહેબ.
વડા પ્રધાન જી: પૂનમજી, શું તમે પોતાના ક્ષેત્રના બધા લોકોનું રસીકરણ કરાવી લીધું છે?
પૂનમ નોટિયાલ: હા જી સાહેબ, બધા લોકોનું થઈ ગયું છે.
વડા પ્રધાન જી: તમને કોઈ પણ પ્રકારની તકલીફનો સામનો કરવો પડ્યો છે શું?
પૂનમ નોટિયાલ: હા જી સાહેબ. સાહેબ, અમે લોકો જેમ વરસાદ પડતો હતો ત્યાં અને રસ્તા બ્લૉક થઈ જતા હતા. સાહેબ, નદી પાર કરીને ગયા છીએ અમે લોકો. અને સાહેબ, ઘરે-ઘરે ગયા છીએ. જેમ કે NHCVC અંતર્ગત અમે લોકો ઘરે-ઘરે ગયા છીએ. જે લોકો કેન્દ્રમાં નહોતા આવી શકતા, જેમ કે વૃદ્ધ લોકો અને દિવ્યાંગ લોકો, ગર્ભવતી મહિલાઓ, ધાત્રી મહિલાઓ, આ લોકો સાહેબ.
વડા પ્રધાન જી: પરંતુ ત્યાં તો પહાડો પર ઘર પણ બહુ દૂર-દૂર હોય છે.
પૂનમ નોટિયાલ: જી.
વડા પ્રધાન જી: તો એક દિવસમાં કેટલું કરી શકતાં હતાં તમે?
પૂનમ નોટિયાલ: સાહેબ, કિલોમીટરનો હિસાબ- 10 કિલોમીટર ક્યારેક 8 કિલોમીટર.
વડા પ્રધાન જી: ઠીક છે, આ જો મેદાનમાં રહેનારા લોકો છે તેમને એ સમજમાં નહીં આવે કે 8-10 કિલોમીટર શું હોય છે. મને ખબર છે કે પહાડના 8-10 કિલોમીટર એટલે આખો દિવસ ચાલ્યો જાય.
પૂનમ નોટિયાલ: હા જી.
વડા પ્રધાન જી: પરંતુ એક દિવસમાં કારણકે આ બહુ મહેનતનું કામ છે અને રસીકરણનો પૂરો સામાન ઉઠાવીને જવું. તમારી સાથે કોઈ સહાયક રહેતા હતા કે નહીં?
પૂનમ નોટિયાલ: હા જી. ટીમ સભ્ય, અમે પાંચ લોકો રહેતા હતા સાહેબ.
વડા પ્રધાન જી: હા.
પૂનમ નોટિયાલ: તો તેમાં ડૉક્ટર આવી ગયા, પછી ANM આવી ગયા, ફાર્માસિસ્ટ આવી ગયા, આશા આવી ગઈ અને ડેટા એન્ટ્રી ઑપરેટર આવી ગયા.
વડા પ્રધાન જી: અચ્છા, તે ડેટા એન્ટ્રી, ત્યાં કનેક્ટિવિટી મળી જતી હતી કે પછી બાગેશ્વર આવ્યા પછી કરતાં હતાં?
પૂનમ નોટિયાલ: સાહેબ, ક્યાંક ક્યાંક મળી જતી, ક્યાંક-ક્યાંક બાગેશ્વર આવ્યા પછી કરતાં હતાં અમે લોકો.
વડા પ્રધાન જી: અચ્છા. મને જણાવવામાં આવ્યું છે પૂનમજી કે તમે ચીલાથી હટીને લોકોને રસી આપી છે. આ શું કલ્પના આવી. તમારા મનમાં વિચાર કેવી રીતે આવ્યો અને કેવી રીતે કર્યું તમે?
પૂનમ નોટિયાલ: અમે લોકોઓ, પૂરી ટીમે સંકલ્પ કર્યો હતો કે અમે લોકો એક પણ વ્યક્તિ છૂટવી ન જોઈએ. આપણા દેશમાંથી કોરોના બીમારી દૂર ભાગવી જોઈએ. મેં અને આશાએ મળીને પ્રત્યેક વ્યક્તિની ગામ મુજબ યાદી બનાવી, પછી તે મુજબ જે લોકો કેન્દ્રમાં આવ્યા તેમને કેન્દ્રમાં રસી આપી. પછી અમે લોકો ઘરે-ઘરે ગયાં. સાહેબ, તે પછી પણ કેટલાક લોકો છૂટી ગયા હતા, જે લોકો આવી શકતા નહોતા કેન્દ્રમાં.
વડા પ્રધાન જી: અચ્છા, લોકોને સમજાવવા પડતા હતા?
પૂનમ નોટિયાલ: હા જી, સમજાવ્યા, હા જી.
વડા પ્રધાન જી: લોકોનો ઉત્સાહ છે, હજુ પણ રસી લેવાનો?
પૂનમ નોટિયાલ: હા જી સાહેબ, હા જી. હવે તો લોકો સમજી ગયા છે. પહેલાં તો બહુ તકલીફ પડી અમને લોકોને. લોકોને સમજાવવા પડતા હતા કે આ જે રસી છે સુરક્ષિત છે અને અસરકારક છે, અમે લોકો પણ લગાવી ચૂક્યાં છીએ, તો અમે લોકો તો ઠીક છીએ, તમારી સામે છીએ અને અમારા સ્ટાફે, બધાને લગાવી દીધી છે તો અમે લોકો ઠીક છીએ.
વડા પ્રધાન જી: ક્યાંક રસી લગાવ્યા પછી કોઈની ફરિયાદ આવી પછી થી?
પૂનમ નોટિયાલ: ના ના સાહેબ. આવું તો નથી થયું.
વડા પ્રધાન જી: કંઈ નથી થયું?
પૂનમ નોટિયાલ: જી.
વડા પ્રધાન જી: બધાંયને સંતોષ હતો?
પૂનમ નોટિયાલ: હા જી.
વડા પ્રધાન જી: કે ઠીક થઈ ગયું?
પૂનમ નોટિયાલ: હા જી.
વડા પ્રધાન જી: ચાલો, તમે બહુ મોટું કામ કર્યું છે અને હું જાણું છું કે આ સમગ્ર ક્ષેત્ર કેટલું કઠિન છે અને પગપાળા ચાલવું પહાડો પર. એક પહાડ પર જાવ, પછી નીચે ઉતરો, પછી બીજા પહાડ પર જાવ, ઘર પણ દૂર-દૂર, તે છતાં પણ, તમે સારું કામ કર્યું.
પૂનમ નોટિયાલ: ધન્યવાદ સાહેબ. મારું સૌભાગ્ય. તમારી સાથે વાત થઈ મારી.
તમારા જેવી લાખો આરોગ્ય કર્મચારીઓના પરિશ્રમના કારણે જ ભારત સો કરોડ રસી ડૉઝનો મુકામ પાર કરી શક્યું છે. આજે હું માત્ર તમારો જ આભાર વ્યક્ત નથી કરી રહ્યો પરંતુ તે દરેક ભારતવાસીનો આભાર વ્યક્ત કરી રહ્યો છું જેણે બધાને રસી, મફત રસી અભિયાનને આટલી ઊંચાઈ આપી, સફળતા આપી. તમને તમારા પરિવારને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ.
મારા પ્રિય દેશવાસીઓ, તમે જાણો છો કે, આગામી રવિવારે 31 ઑક્ટોબરે, સરદાર પટેલજીની જયંતી છે. ‘મન કી બાત’ના દરેક શ્રોતાની તરફથી, અને મારી તરફથી, હું લોહપરુષને નમન કરું છું. સાથીઓ, 31 ઑક્ટોબરે આપણે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ના રૂપમાં મનાવીએ છીએ. આપણા બધાની જવાબદારી છે કે આપણે એકતાનો સંદેશ આપનારી કોઈ ને કોઈ પ્રવૃત્તિ સાથે જરૂર જોડાઈએ. તમે જોયું હશે, તાજેતરમાં ગુજરાત પોલીસે કચ્છના લખપત કિલ્લાથી સ્ટેચ્યૂ ઑફ યૂનિટી સુધી બાઇક રેલી કાઢી છે. ત્રિપુરા પોલીસના જવાન તો એકતા દિવસ મનાવવા માટે ત્રિપુરાથી સ્ટેચ્યૂ ઑફ યૂનિટી સુધી બાઇક રેલી કરી રહ્યા છે. અર્થાત્, પૂર્વથી લઈને પશ્ચિમ સુધી દેશને જોડી રહ્યા છે. જમ્મુ-કાશ્મીર પોલીસના જવાન પણ ઉડીથી પઠાણકોટ સુધી આવી જ બાઇક રેલી કાઢીને દેશની એકતાનો સંદેશ આપી રહ્યા છે. હું આ બધા જવાનોને નમન કરું છું. જમ્મુ-કાશ્મીરના જ કુપવાડા જિલ્લાની અનેક બહેન વિશે પણ મને ખબર પડી છે. આ બહેનો કાશ્મીરમાં સેના અને સરકારી કાર્યાલયો માટે તિરંગો સિવવાનું કામ કરી રહી છે. આ કામ દેશભક્તિની ભાવનાથી ઓતપ્રોત છે. હું આ બહેનોના જુસ્સાની પ્રશંસા કરું છું. તમારે પણ ભારતની એકતા માટે, ભારતની શ્રેષ્ઠતા માટે કંઈ ને કંઈ જરૂર કરવું જોઈએ. જોજો, તમારા મનને કેટલી સંતુષ્ટિ મળે છે.
સાથીઓ, સરદાર સાહેબ કહેતા હતા કે “આપણે પોતાના એકજુટ સાહસથી જ દેશને નવી મહાન ઊંચાઈઓ સુધી પહોંચાડી શકીએ છીએ. જો આપણામાં એકતા નહીં હોય તો આપણે પોતાને નવી-નવી વિપદાઓમાં ફસાવી દઈશું.” અર્થાત્ રાષ્ટ્રીય એકતા છે તો ઊંચાઈ છે, વિકાસ છે. આપણે સરદાર પટેલજીના જીવનમાંથી તેમના વિચારોમાંથી ઘણું બધું શીખી શકીએ છીએ. દેશના માહિતી અને પ્રસારણ મંત્રાલયે પણ તાજેતરમાં જ સરદાર સાહેબ પર એક ચિત્રાત્મક જીવનકથા પ્રકાશિત કરી છે. હું ઈચ્છીશ કે આપણે બધા યુવા સાથીઓ તેને જરૂર વાંચીએ. તેનાથી તમને રસપ્રદ અંદાજમાં સરદાર સાહેબના વિશે જાણવાનો અવસર મળશે.
પ્રિય દેશવાસીઓ, જીવન નિરંતર પ્રગતિ ઈચ્છે છે, વિકાસ ઈચ્છે છે, ઊંચાઈઓ પાર કરવા માગે છે. વિજ્ઞાન ભલે જ આગળ વધી જાય, પ્રગતિની ગતિ કેટલી પણ ઝડપી કેમ ન હોય, ભવન કેટલાં ભવ્ય કેમ ન બની જાય, પરંતુ તેમ છતાં જીવનમાં અધૂરપ અનુભવાય છે. પરંતુ તેમાં ગીત-સંગીત, કલા, નાટ્ય-નૃત્ય, સાહિત્ય જોડાય જાય તો તેની આભા, તેની જીવંતતા અનેક ગણી વધી જાય છે. એક રીતે જીવનને સાર્થક બનાવવું હોય તો આ બધું હોવું પણ એટલું જ જરૂરી બની જાય છે. તેથી જ કહેવાય છે કે આ બધી બાબતો આપણા જીવનમાં એક ઉદ્દીપકનું કામ કરે છે, આપણી ઊર્જા વધારવાનું કામ કરે છે. માનવ મનના અંતર્મનને વિકસિત કરવામાં, આપણા અંતર્મનની યાત્રાનો માર્ગ બનાવવામાં પણ ગીત-સંગીત અને વિભિન્ન કલાઓની મોટી ભૂમિકા હોય છે અને તેની એક મોટી તાકાત એ હોય છે કે તેમને ન સમય બાંધી શકે છે, ન સીમા બાંધી શકે છે અને ન તો મત-મતાંતર બાંધી શકે છે. અમૃત મહોત્સવમાં પણ પોતાની કલા, સંસ્કૃતિ, ગીત, સંગીતના રંગ અવશ્ય ભરવા જોઈએ. મને પણ તમારી તરફથી અમૃત મહોત્સવ અને ગીત-સંગીત-કલાની આ તાકાત સાથે જોડાયેલાં અનેક સૂચનો મળી રહ્યાં છે. આ સુઝાવ મારા માટે ખૂબ જ મૂલ્યવાન છે. મેં તેમને સંસ્કૃતિ મંત્રાલયને અભ્યાસ માટે મોકલ્યાં હતાં. મને આનંદ છે કે મંત્રાલયે આટલા ઓછા સમયમાં આ સૂચનોને ઘણી ગંભીરતાથી લીધાં અને તેના પર કામ પણ કર્યું. તેમાંથી જ એક સૂચન છે, દેશબક્તિનાં ગીતો સાથે જોડાયેલી સ્પર્ધા. સ્વતંત્રતાની લડાઈમાં અલગ-અલગ ભાષા, બોલીમાં દેશભક્તિનાં ગીતો અને ભજનોએ સમગ્ર દેશને એક કર્યો હતો. હવે અમૃતકાળમાં, આપણા યુવાનો, દેશભક્તિનું આવું જ ગીત લખીને, આ આયોજનમાં વધુ ઊર્જા ભરી શકે છે. દેશભક્તિનાં આ ગીતો માતૃભાષામાં હોઈ શકે છે, રાષ્ટ્રભાષામાં હોઈ શકે છે અને અંગ્રેજીમાં પણ લખી શકાય છે. પરંતુ એ જરૂરી છે કે આ રચનાઓ નવા ભારતની નવી વિચારસરણીવાળી હોય, દેશની વર્તમાન સફળતામાંથી પ્રેરણા લઈને ભવિષ્ય માટે દેશને સંકલ્પિત કરનારી હોય. સંસ્કૃતિ મંત્રાલયની તૈયારી તાલુકા સ્તરથી રાષ્ટ્રીય સ્તર સુધી તેની સાથે જોડાયેલી સ્પર્ધા કરાવવાની છે.
સાથીઓ, આ જ રીતે ‘મન કી બાત’ના એક શ્રોતાએ સૂચન કર્યું છે કે અમૃત મહોત્સવને રંગોળી કલા સાથે પણ જોડવો જોઈએ. આપણે ત્યાં રંગોળીના માધ્યમથી તહેવારોમાં રંગ ભરવાની પરંપરા તો સદીઓની છે. રંગોળીમાં દેશની વિવિધતાનાં દર્શન થાય છે. અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ નામોથી અલગ-અલગ વિચાર પર રંગોળી બનાવાય છે. આથી, સંસ્કૃતિ મંત્રાલય તેની સાથે જોડાયેલી એક રાષ્ટ્રીય સ્પર્ધા કરાવવા જઈ રહ્યું છે. તમે કલ્પના કરો, જ્યારે સ્વતંત્રતા આંદોલન સાથે જોડાયેલી રંગોળી બનશે તો લોકો પોતાનાં દ્વાર પર, દીવાલ પર કોઈ સ્વતંત્રતાના સૈનિકનું ચિત્ર બનાવશે, સ્વતંત્રતાની કોઈ ઘટનાને રંગોથી દર્શાવશે, તો અમૃત મહોત્સવનો પણ રંગ વધુ વધી જશે.
સાથીઓ, એક પ્રથા આપણે ત્યાં હાલરડાંની પણ છે. આપણે ત્યાં હાલરડાં દ્વારા નાનાં બાળકોને સંસ્કાર આપવામાં આવે છે, સંસ્કૃતિ સાથે તેમનો પરિચય કરાવવામાં આવે છે. હાલરડાંની પણ પોતાની વિવિધતા છે. તો શા માટે આપણે, અમૃતકાળમાં, આ કલાને પણ પુનર્જીવિત કરીએ અને દેશભક્તિ સાથે જોડાયેલાં આવાં હાલરડાં લખીએ, કવિતાઓ, ગીત, કંઈ ને કંઈ જરૂર લખીએ જે ખૂબ સરળતાથી, દરેક ઘરમાં માતાઓ પોતાનાં નાના-નાનાં બાળકોને સંભળાવી શકે. આ હાલરડાંમાં આધુનિક ભારતનો સંદર્ભ હોય, 21મી સદીના ભારતનાં સપનાંનું દર્શન હોય. તમારા બધા શ્રોતાઓના સૂચનો પછી મંત્રાલયે તેની સાથે જોડાયેલી સ્પર્ધા પણ કરાવવાનો નિર્ણય કર્યો છે.
સાથીઓ, આ ત્રણેય સ્પર્ધા 31 ઑક્ટોબરે સરદાર સાહેબની જયંતીથી શરૂ થવા જઈ રહી છે. આવનારા દિવસોમાં સંસ્કૃતિ મંત્રાલય તેની સાથે જોડાયેલી બધી જાણકારી આપશે. આ જાણકારી મંત્રાલયની વેબસાઇટ પર પણ રહેશે અને સૉશિયલ મિડિયા પર પણ આપવામાં આવશે. હું ઈચ્છીશ કે તમે બધાં તેની સાથે જોડાવ. આપણા યુવા-સાથી જરૂર તેમાં પોતાની કલાનું, પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરે. તેનાથી તમારા વિસ્તારની કલા અને સંસ્કૃતિ પણ દેશના ખૂણે-ખૂણા સુધી પહોંચશે, તમારી વાતો સમગ્ર દેશ સાંભળશે.
પ્રિય દેશવાસીઓ, આ સમય આપણે અમૃત મહોત્સવમાં દેશના વીર પુત્રો-પુત્રીઓને તે મહાન પુણ્યાત્માઓને યાદ કરી રહ્યા છીએ, આગામી મહિને 15 નવેમ્બરે આપણઆ દેશના આવ જ મહાપુરુષ વીર યૌદ્ધા, ભગવાન બિરસા મુંડાજીની જયંતી પણ આવનારી છે. ભગવાન બિરસા મુંડાને ‘ધરતી આબા’ પણ કહેવાય છે. શું તમે જાણો છો કે તેનો અર્થ શું થાય છે? તેનો અર્થ છે ધરતી પિતા. ભગવાન બિરસા મુંડાએ જે રીતે પોતાની સંસ્કૃતિ, પોતાના જંગલ, પોતાની જમીનની રક્ષા માટે સંઘર્ષ કર્યો, તે ધરતી આબા જ કરી શકે. તેમણે આપણને પોતાની સંસ્કૃતિ અને મૂળ પ્રત્યે ગર્વ કરવાનું શીખવાડ્યું. વિદેશી શાસને તેમને અનેક ધમકીઓ આપી, ભારે દબાણ કર્યું, પરંતુ તેમણે આદિવાસી સંસ્કૃતિને છોડી નહીં. પ્રકૃતિ અને પર્યાવરણને જો આપણે પ્રેમ કરવાનું શીખવું હોય તો તે માટે પણ ધરતી આબા ભગવાન બિરસા મુંડા આપણા માટે બહુ મોટી પ્રેરણા છે. તેમણે વિદેશી શાસનની એ દરેક નીતિનો પૂરજોશમાં વિરોધ કર્યો જે પર્યાવરણને નુકસાન પહોંચાડનારી હતી. ગરીબ અને મુસીબતથી ઘેરાયેલા લોકોની મદદ કરવામાં ભગવાન બિરસા મુંડા સદૈવ આગળ રહ્યા. તેમણે સામાજિક કુરીતિઓને સમાપ્ત કરવા માટે સમાજને જાગૃત પણ કર્યો. ઉલગુલાન આંદોલનમાં તેમના નેતૃત્વને ભલા કોણ ભૂલી શકે છે? આ આંદોલને
અંગ્રેજોને હચમચાવી દીધા હતા. તે પછી અંગ્રેજોએ ભગવાન બિરસા મુંડા પર બહુ મોટું ઈનામ રાખ્યું હતું. બ્રિટિશ શાસને તેમને જેલમાં પૂર્યા, તેમને એટલા બધા પ્રતાડિત કર્યા હતા કે 25 વર્ષથી પણ નાની ઉંમરમાં તેઓ આપણને છોડીને ચાલ્યા ગયા. તેઓ આપણને છોડીને ચાલ્યા ગયા પરંતુ માત્ર શરીરથી.
જનમાનસમાં તો ભગવાન બિરસા મુંડા હંમેશાં-હંમેશાં માટે વસેલા છે. લોકો માટે તેમનું જીવન એક પ્રેરણા શક્તિ બનેલું છે. આજે પણ તેમના સાહસ અને વીરતાથી ભરેલાં લોકગીત અને વાર્તાઓ ભારતના મધ્ય વિસ્તારમાં ખૂબ જ લોકપ્રિય છે. હું ‘ધરતી આબા’ બિરસા મુંડાને નમન કરું છું અને યુવાનોને આગ્રહ કરું છું કે તેમના વિશે વધુ વાંચે. ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં આપણા આદિવાસી સમૂહના વિશિષ્ટ યોગદાન વિશે તમે જેટલું જાણશો, તેટલા જ ગૌરવની અનુભૂતિ થશે.
મારા પ્રિય દેશવાસીઓ, આજે 24 ઑક્ટોબરે, UN Day અર્થાત સંયુક્ત રાષ્ટ્ર દિવસ મનાવાય છે. આ એ દિવસ છે જ્યારે સંયુક્ત રાષ્ટ્રની રચના થઈ હતી, સંયુક્ત રાષ્ટ્રની સ્થાપનાના સમયથી જ ભારત તેની સાથે જોડાયેલું રહ્યું છે. શું તમે જાણો છો કે ભારતની સ્વતંત્રતા પહેલાં 1945માં જ સંયુક્ત રાષ્ટ્રના ઘોષણા પત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા? સંયુક્ત રાષ્ટ્રથી જોડાયેલું એક અનોખું પાસું એ છે કે સંયુક્ત રાષ્ટ્રનો પ્રભાવ અને તેની શક્તિ વધારવામાં, ભારતની નારી શક્તિએ મોટી ભૂમિકા નિભાવી છે. 1947-48માં જ્યારે સંયુક્ત રાષ્ટ્રના માનવ અધિકારોની વૈશ્વિક ઘોષણા તૈયાર થઈ રહી હતી તો તે ઘોષણા પત્રમાં લખાતું હતું, પરંતુ ભારતના એ પ્રતિનિધિએ આ અંગે આપત્તિ વ્યક્ત કરી ત્યારબાદ વૈશ્વિક ઘોષણામાં લખવામાં આવ્યું કે “All men are created equal” આ વાત લૈંગિક સમાનતાની ભારતની સદીઓ જૂની પરંપરાને અનુરૂપ હતી. શું તમે જાણો છો કે શ્રીમતી હંસા મહેતા તેમાં પ્રતિનિધિ હતાં જેમના કારણે તે સંભવ થઈ શક્યું, તે દરમિયાન એક અન્ય પ્રતિનિધિ શ્રીમતી લક્ષ્મી મેનને લૈંગિક સમાનતાના મુદ્દા પર જોરદાર રીતે પોતાની વાત મૂકી હતી. એટલું જ નહીં, 1953માં શ્રીમતી વિજયા લક્ષ્મી પંડિત, સંયુક્ત રાષ્ટ્રની મહા સભાનાં પહેલાં મહિલા પ્રમુખ પણ બન્યાં હતાં.
સાથીઓ, આપણે એ ભૂમિના લોકો છીએ જે આ વિશ્વાસ કરે છે, જેઓ આ પ્રાર્થના કરે છે:
ૐ દ્યો: શાન્તિરન્તરિક્ષં શાન્તિ:,
પૃથ્વી શાન્તિરાપ: શાન્તિરોષધય: શાન્તિ: ।
વનસ્પતય: શાન્તિર્વિશ્વે દેવા: શાન્તિર્બ્રહ્મ શાન્તિ:,
સર્વશાન્તિ: શાન્તિરેવ શાન્તિ:, સા મા શાન્તિરેધિ ।।
ૐ શાન્તિ: શાન્તિ: શાન્તિ: ।।
ભારતે સદૈવ વિશ્વ શાંતિ માટે કામ કર્યું છે. આપણને આ વાતનો ગર્વ છે કે ભારત 1950ના દાયકાથી સતત સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશનનો હિસ્સો રહ્યું છે. ગરીબી હટાવવા, આબોહવા પરિવર્તન અને શ્રમજીવીઓ સાથે સંબંધિત મુદ્દાઓના સમાધાનમાં પણ ભારત અગ્રણી ભૂમિકા ભજવી રહ્યું છે. તે ઉપરાંત યોગ અને આયૂષને લોકપ્રિય બનાવવા માટે ભારત ‘હૂ’ અર્થાત્ વિશ્વ આરોગ્ય સંસ્થાની સાથે મળીને કામ કરી રહ્યું છે. માર્ચ 2021માં હૂએ ઘોષણા કરી હતી કે ભારતમાં પારંપરિક ચિકિત્સા માટે એક વૈશ્વિક કેન્દ્ર સ્થાપિત કરવામાં આવશે.
સાથીઓ, સંયુક્ત રાષ્ટ્રના વિશે વાત કરતા આજે મને અટલજીના શબ્દો પણ યાદ આવી રહ્યા છે. 1977માં તેમણે સંયુક્ત રાષ્ટ્રને હિન્દીમાં સંબોધિત કરીને ઇતિહાસ રચી દીધો હતો. આજે હું ‘મન કી બાત’ના શ્રોતાઓને અટલજીના આ સંબોધનનો એક અંશ સંભળાવવા માગું છું. સાંભળો, અટલજીનો પ્રભાવશાળી અવાજ-
“યહાં મૈં રાષ્ટ્રોં કી સત્તા ઔર મહત્તા કે બારે મેં નહીં સોચ રહા હૂં. આમ આદમી કી પ્રતિષ્ઠા ઔર પ્રગતિ મેરે લિએ કહીં અધિક મહત્ત્વ રખતી હૈ. અંતત: હમારી સફલતાએં ઔર અસફલતાએં કેવલ એક હી માપદંડ સે નાપી જાની ચાહિએ કિ ક્યા હમ પૂરે માનવ સમાજ, વસ્તુત: હર નર-નારી ઔર બાલક કે લિયે ન્યાય ઔર ગરિમા કી આશ્વસ્તિ દેને મેં પ્રયત્નશીલ હૈ?”
સાથીઓ, અટલજીની આ વાતો આપણને આજે પણ દિશા દર્શાવે છે. આ ધરતીને એક વધુ સારો અને સુરક્ષિત ગ્રહ બનાવવામાં ભારતનું યોગદાન વિશ્વ ભર માટે ખૂબ જ મોટી પ્રેરણા છે.
મારા પ્રિય દેશવાસીઓ, હમણાં કેટલાક દિવસો પહેલાં જ 21 ઑક્ટોબરે આપણે પોલીસ સ્મૃતિ દિવસ મનાવ્યો છે. પોલીસના જે સાથીઓએ દેશની સેવામાં પોતાના પ્રાણ ન્યોચ્છાવર કર્યા છે તે દિવસે આપણે તેમને વિશેષ રીતે યાદ કરીએ છીએ. હું આજે આપણા આ પોલીસ કર્મચારીઓની સાથે તેમના પરિવારોને પણ યાદ કરવા ઈચ્છું છું. પરિવારના સહયોગ અને ત્યાગ વગર પોલીસ જેવી કઠિન સેવા ખૂબ જ મુશ્કેલ છે. પોલીસ સેવા સાથે જોડાયેલી એક બીજી વાત છે જે હું ‘મન કી બાત’ના શ્રોતાઓને બતાવવા ઈચ્છું છું. પહેલાં એ ધારણા બની ગઈ હતી કે સેના અને પોલીસ જેવી સેવા માત્ર પુરુષો માટે જ હોય છે. પરંતુ આજે એવું નથી. બ્યુરૉ ઑફ પોલીસ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટના આંકડા બતાવે છે કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં મહિલા પોલીસ કર્મચારીઓની સંખ્યા બમણી થઈ ગઈ છે. 2014માં જ્યાં તેમની સંખ્યા એક લાખ પાંચ હજારની નજીક હતી ત્યાં 2020 સુધી તેમાં બે ગણીથી પણ વધુ વૃદ્ધિ થઈ છે અને આ સંખ્યા હવે બે લાખ પંદર હજાર સુધી પહોંચી ગઈ છે. એટલે સુધી કે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોમાં પણ છેલ્લાં સાત વર્ષોમાં મહિલાઓની સંખ્યા લગભગ બમણી થઈ છે. અને હું માત્ર સંખ્યાની જ વાત નથી કરી રહ્યો. ઉદાહરણ તરીકે, કેટલીક દીકરીઓ સૌથી અઘરી ગણાતી Trainingમાંની એક વિશેષ જંગલ યુદ્ધ કમાન્ડોનું પ્રશિક્ષણ લઈ રહી છે. તે આપણી કૉબ્રા બટાલિયનનો હિસ્સો બનશે.
સાથીઓ, આજે આપણે વિમાન મથકે જઈએ છીએ, મેટ્રો સ્ટેશને જઈએ છીએ કે પછી સરકારી કાર્યાલયોને જોઈએ છીએ, સીઆઈએસએફની જાબાંજ મહિલાઓ દરેક સંવેદનશીલ જગ્યાની સુરક્ષા કરતી જોવા મળે છે. તેની સૌથી સકારાત્મક અસર આપણા પોલીસ બળની સાથોસાથ સમાજના મનોબળ પર પણ પડી રહી છે. મહિલા સુરક્ષા કર્મચારીઓની ઉપસ્થિતિથી લોકોમાં, ખાસ કરીને મહિલાઓમાં સહજ જ એક વિશ્વાસ ઉત્પન્ન થાય છે. તેઓ તેમનાથી સ્વાભાવિક રીતે પોતાને જોડાયેલી અનુભવે છે. મહિલાઓની સંવેદનશીલતાના કારણે પણ લોકો તેમના પર વધુ ભરોસો કરે છે. આપણી આ મહિલા પોલીસ કર્મચારીઓ દેશની લાખો વધુ દીકરીઓ માટે પણ આદર્શ બનવા લાગી છે. હું મહિલા પોલીસ કર્મચારીઓને અનુરોધ કરવા માગીશ કે તેઓ શાળા ખુલ્યા પછી પોતાનાં ક્ષેત્રોની શાળાઓની મુલાકાત લે, ત્યાં બાળકીઓ સાથે વાત કરે. મને વિશ્વાસ છે કે આ વાતચીતથી આપણી નવી પેઢીને એક નવી દિશા મળસે. એટલું જ નહીં, તેનાથી પોલીસ પર જનતાનો વિશ્વાસ પણ વધશે. હું આશા કરું છું કે ભવિષ્યમાં પણ વધુ સંખ્યામાં મહિલાઓ પોલીસ સેવામાં જોડાશે, આપણા દેશની નવા યુગની Policingનું નેતૃત્વ કરશે.
મારા પ્રિય દેશવાસીઓ, વિતેલાં કેટલાંક વર્ષોમાં આપણા દેશમાં આધુનિક ટૅક્નૉલૉજીનો ઉપયોગ જે ઝડપે વધી રહ્યો છે, તેના પર ઘણી વાર મને ‘મન કી બાત’ના શ્રોતાઓ પોતાની વાતો લખતા રહે છે. આજે હું આવા જ એક વિષયની ચર્ચા તમારી સાથે કરવા માગું છું, જે આપણા દેશ, વિશેષ તો આપણા યુવાનો અને નાનાં-નાનાં બાળકો સુધીનાની કલ્પનાઓમાં છવાયેલો છે. આ વિષય છે ડ્રૉનનો, ડ્રૉનની ટૅક્નૉલૉજીનો. કેટલાંક વર્ષો પહેલાં સુધી જ્યારે ક્યાંક ડ્રૉનનું નામ આવતું હતું તો લોકોના મનમાં પહેલો વિચાર શું આવતો હતો? સેનાનો, હથિયારોનો, યુદ્ધનો. પરંતુ આજે આપણે ત્યાં કોઈ લગ્ન જાન હોય કે કાર્યક્રમ થાય છે તો આપણે ડ્રૉનથી ફૉટો અને વિડિયો બનાવતા જોઈએ છીએ. ડ્રૉનનું પરીઘ, તેની તાકાત માત્ર આટલી જ નથી. ભારત દુનિયાના એ પહેલા દેશોમાંથી છે જે ડ્રૉનની મદદથી જમીનનો ડિજિટલ રેકૉર્ડ તૈયાર કરી રહ્યું છે. ભારત ડ્રૉનનો ઉપયોગ પરિવહન માટે કરવા પર બહુ વ્યાપક રીતે કામ કરી રહ્યું છે. પછી તે ગામમાં ખેતીવાડી હોય કે ઘર પર સામાનની ડિલિવરી હોય. સંકટના સમયે મદદ પહોંચાડવાની હોય કે કાયદા વ્યવસ્થા પર નજર રાખવાની હોય. એ હવે બહુ દૂરની વાત નથી કે આપણે જોઈશું કે ડ્રૉન આપણી આ બધી જરૂરિયાતો માટે હાજર હશે. તેમાંથી મોટા ભાગની તો શરૂઆત થઈ ચૂકી છે. જેમ કે કેટલાક દિવસો પહેલાં ગુજરાતના ભાવનગરમાં ડ્રૉન મારફત ખેતરોમાં નૈનો યૂરિયાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. કૉવિડ રસી અભિયાનમાં પણ ડ્રૉન પોતાની ભૂમિકા નિભાવી રહ્યાં છે. તેની એક તસવીર આપણને મણિપુરમાં જોવા મળી હતી. ત્યાં એક દ્વીપ પર ડ્રૉનથી રસી પહોંચાડવામાં આવી હતી. તેલંગાણામાં પણ ડ્રૉનથી રસી પહોંચાડવા માટે પરીક્ષણ થઈ ચૂક્યું છે. એટલું જ નહીં, હવે આંતરમાળખામાં અનેક મોટા પ્રૉજેક્ટ પર નજર રાખવા માટે ડ્રૉનનો ઉપયોગ થઈ રહ્યો છે. મેં એક એવા યુવાન વિદ્યાર્થી વિશે પણ વાંચ્યું છે જેણે પોતાના ડ્રૉનની મદદથી માછીમારોનું જીવન બચાવવાનું કામ કર્યું છે.
સાથીઓ, પહેલાં આ ક્ષેત્રમાં એટલા નિયમો, કાયદાઓ અને પ્રતિબંધ લગાવીને રખાયા હતા કે ડ્રૉનની સાચી ક્ષમતાનો ઉપયોગ પણ સંભવ નહોતો. જે ટૅક્નૉલૉજીને અવસર તરીકે જોવો જોઈતો હતો, તેને સંકટ તરીકે જોવામાં આવ્યો. જો તમારે કોઈ પણ કામ માટે ડ્રૉન ઉડાડવું હોય તો લાયસન્સ અને પરમિશનની એટલી ઝંઝટ રહેતી હતી કે લોકો ડ્રૉનના નામથી જ કાન પકડી લેતા હતા. આપણે નક્કી કર્યું કે આ માનસિકતાને બદલવી જોઈએ અને નવાં વલણને અપનાવવું જોઈએ. આથી આ વર્ષે 25 ઑગસ્ટે દેશ એક નવી ડ્રૉન નીતિ લઈને આવ્યો. આ નીતિ ડ્રૉન સાથે જોડાયેલી વર્તમાન અને ભવિષ્યની સંભાવનાઓના હિસાબથી બનાવવામાં આવી છે. તેમાં હવે બહુ બધાં ફૉર્મ ચક્કરમાં નહીં પડવું પડે, ન તો પહેલા જેટલી ફી ચૂકવવી પડે. મને તમને જણાવતા આનંદ થાય છે કે નવી ડ્રૉન નીતિ આવ્યા પછી અનેક ડ્રૉન સ્ટાર્ટ અપમાં વિદેશી અને દેશી રોકાણકારોએ રોકાણ કર્યું છે. અનેક કંપનીઓ મેન્યુફૅક્ચરિંગ યૂનિટ પણ લગાવી રહી છે. ભૂમિ દળ, નૌકા દળ અને વાયુ દળે ભારતીય ડ્રૉન કંપનીઓને 500 કરોડ રૂપિયાથી વધુના ઑર્ડર આપ્યા છે. અને આ તો હજુ શરૂઆત છે. આપણે અહીં જ રોકાવાનું નથી. આપણે ડ્રૉન ટૅક્નૉલૉજીમાં અગ્રણી દેશ બનવાનું છે. તેના માટે સરકાર દરેક સંભવ પગલું ઉઠાવી રહી છે. હું દેશના યુવાનોને પણ કહીશ કે તમે ડ્રૉન નીતિ પછી ઊભા થયેલા અવસરોનો લાભ ઉઠાવવા વિશે જરૂર વિચારો, આગળ આવો.
મારા પ્રિય દેશવાસીઓ, ઉત્તર પ્રદેશના મેરઠથી ‘મન કી બાત’નાં એક શ્રોતા શ્રીમતી પ્રભા શુક્લએ મને સ્વચ્છતા સાથે જોડાયેલો એક પત્ર મોકલ્યો છે. તેમણે લખ્યું છે કે “ભારતમાં તેહવારો પર આપણે બધાં સ્વચ્છતાને ઉજવીએ છીએ. તે જ રીતે જો આપણે સ્વચ્છતાને પ્રત્યેક દિવસની ટેવ બનાવી લઈએ તો સમગ્ર દેશ સ્વચ્છ થઈ જશે.” મને પ્રભાજીની વાત ઘણી પસંદ આવી. ખરેખર, જ્યાં સફાઈ છે, ત્યાં સ્વાસ્થ્ય છે, જ્યાં સ્વાસ્થ્ય છે, ત્યાં સામર્થ્ય છે અને જ્યાં સામર્થ્ય છે, ત્યાં સમૃદ્ધિ છે. આથી જ તો દેશ સ્વચ્છ ભારત અભિયાન પર આટલું જોર દઈ રહ્યો છે.
સાથીઓ, મને રાંચી પાસેના એક ગામ સપારોમ, નયા સરાય, ત્યાં વિશે જાણીને ઘણું સારું લાગ્યું. આ ગામમાં એક તળાવ હતું, પરંતુ લોકો આ તળાવવાળી જગ્યાનો ખુલ્લામાં શૌચ માટે ઉપયોગ કરતા હતા. સ્વચ્છ ભારત અભિયાન હેઠળ જ્યારે બધાના ઘરમાં શૌચાલય બની ગયાં તો ગામવાળાઓએ વિચાર્યું કે શા માટે ગામને સ્વચ્છ કરીને સાથોસાથ સુંદર ન બનાવવામાં આવે? પછી તો શું હતું, બધાએ મળીને તળાવવાળી જગ્યા પર બગીચો બનાવી દીધો. આજે તે જગ્યા લોકો માટે, બાળકો માટે, એક સાર્વજનિક સ્થાન બની ગઈ છે. તેનાથી સમગ્ર ગામના જીવનમાં એક મોટું પરિવર્તન આવ્યું છે. હું તમને છત્તીસગઢના દેઉર ગામની મહિલાઓ વિશે પણ બતાવવા માગું છું. અહીંની મહિલાઓ એક સ્વયં સહાયતા સમૂહ ચલાવે છે અને હળીમળીને ગામના ચોક-પાદર, સડકો અને મંદિરોની સફાઈ કરે છે.
સાથીઓ, ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના રામવીર તંવરજીને લોકો ‘પૉન્ડ મેન’ નામથી જાણે છે. રામવીરજી તો મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા પછી નોકરી રહ્યા હતા. પરંતુ તેમના મનમાં સ્વચ્છતાની એવી ધૂન જાગી કે તેઓ નોકરી છોડીને તળાવોની સફાઈમાં લાગી ગયા. રામવીરજી અત્યાર સુધી અનેક તળાવોની સફાઈ કરીને તેમને પુનર્જીવિત કરી ચૂક્યા છે.
સાથીઓ, સ્વચ્છતાના પ્રયાસ ત્યારે જ પૂરી રીતે સફળ થાય છે જ્યારે દરેક નાગરિક સ્વચ્છતાને પોતાની જવાબદારી સમજે. અત્યારે દિવાળી પર આપણે બધાં પોતાના ઘરની સાફસફાઈમાં તો લાગી જ જઈએ છીએ. પરંતુ આ દરમિયાન આપણે ધ્યાન રાખવાનું છે કે આપણા ઘરની સાથે આપણી આસપાસ પણ સ્વચ્છ રહે. એવું ન થવું જોઈએ કે આપણે આપણું ઘર તો સાફ કરીએ પરંતુ આપણા ઘરની ગંદગી આપણા ઘરની બહાર, આપણી સડકો પર નાખી દઈએ. અને હા, હું જ્યારે સ્વચ્છતાની વાત કરૂં છું ત્યારે કૃપા કરીને સિંગલ યૂઝ પ્લાસ્ટિકથી મુક્તિની વાત આપણે ક્યારેય નથી ભૂલવાની. તો આવો, આપણે સંકલ્પ લઈએ કે સ્વચ્છ ભારત અભિયાનના ઉત્સાહને ઓછો નહીં થવા દઈએ. આપણે બધાં મળીને આપણા દેશને પૂરી રીતે સ્વચ્છ બનાવીશું અને સ્વચ્છ રાખીશું.
મારા પ્રિય દેશવાસીઓ, ઑક્ટોબરનો પૂરો મહિનો જ તહેવારોના રંગમાં રંગાયેલો રહે છે અને આજથી થોડા દિવસો પછી દિવાળી તો આવી જ રહી છે. દિવાળી, તે પછી ગોવર્ધન પૂજા, પછી ભાઈ બીજ, આ ત્રણ તહેવાર તો હશે જ, સાથે છઠ પૂજા પણ હશે. નવેમ્બરમાં જ ગુરુ નાનક દેવજીની જંયતિ પણ છે. આટલા તહેવાર એક સાથે હોય તો તેની તૈયારીઓ પણ ઘણા સમય પહેલાં જ શરૂ થઈ જાય છે. તમે બધાં પણ અત્યારથી ખરીદીની યોજના કરવા લાગ્યા હશો, પરંતુ તમને યાદ છે ને કે ખરીદી અર્થાત્ વૉકલ ફૉર લૉકલ. તમે લૉકલ ખરીદશો તો તમારો તહેવાર પણ ઉજળો થશે અને કોઈ ગરીબ ભાઈ-બહેન, કોઈ કારીગર, કોઈ વણકરના ઘરમાં પણ પ્રકાશ આવશે. મને પૂરો ભરોસો છેકે જે અભિયાન આપણે બધાંએ મળીને શરૂ કર્યું છે, આ વખતે તહેવારોમાં તે વધુ મજબૂત થસે. તમે તમારે ત્યાંનાં જે સ્થાનિક ઉત્પાદનો ખરીદો, તેના વિશે સૉશિયલ મિડિયા પર લખો. પોતાની સાથેના લોકોને પણ જણાવો. આગલા મહિને આપણે ફરી મળીશું તો ફરી આવા જ અનેક વિષયો પર વાત કરીશું.
તમારા સહુનો ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. તમે જાણો છો કે એક જરૂરી કાર્યક્રમ માટે મારે અમેરિકા જવું પડી રહ્યું છે તો મેં વિચાર્યું કે એ સારું રહેશે કે અમેરિકા જતાં પહેલાં જ હું મન કી બાત રેકોર્ડ કરી દઉં. સપ્ટેમ્બરમાં જે દિવસે મન કી બાત છે, તે જ તારીખે એક મહત્વપૂર્ણ દિવસ હોય છે. આમ તો આપણે ઘણાં બધા દિવસો યાદ રાખીએ છીએ, વિવિધ પ્રકારના દિવસો મનાવીએ છીએ અને જો આપણા ઘરમાં નવયુવાન દિકરા-દિકરી હોય, જો તેમને પૂછો તો આખા વર્ષ દરમિયાન કયા દિવસો ક્યારે આવે છે તેની આખી યાદી સંભળાવી દેશે, પરંતુ એક દિવસ એવો છે જે આપણે સહુ એ યાદ રાખવો જોઈએ અને એ દિવસ એવો છે જે ભારતની પરંપરાઓ સાથે બહુ જ સુસંગત છે. સદીઓથી જે પરંપરાઓ સાથે આપણે જોડાયેલા છીએ તેને જોડનારો છે. તે છે ‘વર્લ્ડ રિવર ડે’ એટલે કે ‘વિશ્વ નદી દિવસ’. આપણે ત્યાં કહેવાયું છે -
“પિબન્તિ નદ્યઃ સ્વય-મેવ નામ્ભઃ
એટલે કે નદીઓ પોતાનું જળ પોતે જ નથી પીતી, પરંતુ પરોપકાર માટે આપે છે. આપણે માટે નદીઓ એક ભૌતિક વસ્તુ નથી, આપણે માટે નદી એક જીવંત એકમ છે, અને એટલે જ, એટલે જ આપણે નદીઓને માં કહીએ છીએ. આપણા કેટલાય પર્વ હોય, તહેવાર હોય, ઉત્સવ હોય, ઉમંગ હોય, આ બધા આપણી આ માતાઓના ખોળામાં જ તો હોય છે.
તમે બધા જાણો જ છો – મહા મહિનો આવે છે તો આપણા દેશમાં ઘણાં લોકો આખા એક મહિનો મા ગંગા અથવા કોઈ બીજી નદીના કિનારે કલ્પવાસ કરે છે. હવે તો એ પરંપરા નથી રહી પરંતુ પહેલાના જમાનામાં તો પરંપરા હતી કે ઘરમાં સ્નાન કરીએ છીએ તો પણ નદીઓનું સ્મરણ કરવાની પરંપરા આજે ભલે લુપ્ત થઈ ગઈ હોય અથવા ક્યાંક બહુ જ અલ્પમાત્રામાં બચી હોય, પરંતુ એક બહુ જ મોટી પરંપરા હતી જે પ્રાતઃ માં જ સ્નાન કરતા સમયે જ વિશાળ ભારતની એક યાત્રા કરાવી દેતી હતી, માનસિક યાત્રા! દેશના ખૂણે-ખૂણેથી જોડાવાની પ્રેરણા બની જાતી હતી. અને એ શું હતું ભારતમાં સ્નાન કરતી વખતે એક શ્લોક બોલવાની પરંપરા રહી છે –
“ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતિ
નર્મદે સિન્ધુ કાવેરી જલે અસ્મિન્ સન્નિધિં કુરૂ.”
પહેલા આપણાં ઘરોમાં પરિવારના વડિલો આ શ્લોક બાળકોને યાદ કરાવતા હતા અને તેનાથી આપણા દેશમાં નદીઓ ને લઈને આસ્થા ઉભી થતી હતી. વિશાળ ભારતનું એક માનચિત્ર મનમાં અંકિત થઈ જતું હતું. નદીઓ પ્રત્યે જોડાણ બની જતું હતું. જે નદીને મા ના રૂપમાં આપણે જાણીએ છીએ, જોઈએ છીએ, જીવીએ છીએ, તે નદી પ્રત્યે એક આસ્થાનો ભાવ પેદા થતો હતો. એક સંસ્કાર પ્રક્રિયા હતી.
સાથીઓ, જ્યારે આપણે દેશમાં નદીઓના મહિમા પર વાત કરી રહ્યા છીએ તો સ્વાભાવિક રૂપથી દરેક એક પ્રશ્ન ઉઠાવશે અને પ્રશ્ન ઉઠાવવાનો હક પણ છે અને તેનો જવાબ આપવો તે આપણી જવાબદારી પણ છે. કોઈપણ સવાલ પૂછશે કે ભાઈ, તમે નદીના આટલા ગાણાં ગાઈ રહ્યા છો, નદીને મા કહી રહ્યા છો તો આ નદી પ્રદૂષિત કેમ થઈ જાય છે? આપણા શાસ્ત્રોમાં તો નદીઓમાં જરા સરખું પણ પ્રદૂષણ કરવું ખોટું દર્શાવવામાં આવ્યું છે. અને આપણી પરંપરાઓ પણ એવી રહી છે, તમે તો જાણો જ છો આપણા હિન્દુસ્તાનનો જે પશ્ચિમી ભાગ છે, ખાસ કરીને ગુજરાત અને રાજસ્થાન, ત્યાં પાણીની ઘણી જ અછત છે. કેટલીયે વખત દુકાળ પડે છે. તેથી હવે ત્યાંના સમાજ જીવનમાં એક નવી પરંપરા વિકાસ પામી છે. જેવી ગુજરાતમાં વરસાદની શરૂઆત થાય ત્યારે ગુજરાતમાં ‘જલ-જીલણી એકાદશી’ મનાવાય છે. મતલબ કે આજના યુગમાં આપણે જેને કહીએ છીએ, ‘Catch the Rain’ એ આ જ વાત છે કે જળના એક એક ટીપાંને પોતાનામાં સમાવી લેવું, જલ-જીલણી. તેવી જ રીતે વરસાદ પછી બિહાર અને પૂર્વના ભાગોમાં છઠનું મહાપર્વ મનાવવામાં આવે છે. મને આશા છે કે છઠ પૂજાને જોતાં નદીઓના કિનારે, ઘાટની સફાઈ અને સમારકામની તૈયારી શરૂ કરી દેવામાં આવી હશે. આપણે નદીઓને સફાઈ અને તેને પ્રદૂષણથી મુક્ત કરવાનું કામ સહુના પ્રયાસ અને સહુના સહયોગથી જ કરી શકીએ છીએ. ‘નમામિ ગંગે મિશન’ પણ આજે આગળ વધી રહ્યું છે, તો તેમાં બધા લોકોને પ્રયાસ, એક પ્રકારથી જન-જાગૃતિ, જન આંદોલન, તેની બહુ મોટી ભૂમિકા છે.
સાથીઓ, જ્યારે નદીની વાત થઈ જ રહી છે, મા ગંગાની વાત થઈ રહી છે તો વધુ એક વાત તરફ આપનું ધ્યાન આકર્ષિત કરવાનું મન થાય છે. વાત જ્યારે ‘નમામિ ગંગે’ ની થઈ રહી છે તો ચોક્કસ એક વાત પર આપનું ધ્યાન ગયું હશે અને આપણા નવયુવાનોનું તો ચોક્કસ ગયું હશે. આજકાલ એક વિશેષ ઈ-ઓક્શન, ઈ-હરાજી ચાલી રહી છે. આ ઈલેક્ટ્રોનિક -હરાજી તે ભેટ-સોગાદોની થઈ રહી છે જે મને સમય સમય પર લોકોએ આપી હતી. આ હરાજી થી જે પૈસા આવશે, તે ‘નમામિ ગંગે અભિયાન’ માટે જ સમર્પિત કરવામાં આવે છે. આપ જે આત્મિય ભાવનાથી મને ભેટ આપો છો, તે જ ભાવનાને આ અભિયાને વધુ મજબૂત કરી છે.
સાથીઓ, દેશભરમાં નદીઓને પુનઃજીવિત કરવા માટે, પાણીની સ્વચ્છતા માટે સરકાર અને સમાજસેવી સંગઠન નિરંતર કંઈક ને કંઈક કરતા રહે છે. આજ થી જ નહીં, દાયકાઓથી આ ચાલી રહ્યું છે. કેટલાક લોકો તો આવા કામો માટે પોતાને સમર્પિત કરી ચૂક્યા હોય છે. અને આ જ પરંપરાએ, આ જ પ્રયત્નએ, આ જ આસ્થાએ, આપણી નદીઓને બચાવી રાખી છે અને હિન્દુસ્તાનના કોઈપણ ખૂણામાંથી જ્યારે એવી ખબર મારા કાને આવે છે તો આવા કામ કરનારાઓ પ્રત્યે એક મોટો આદરનો ભાવ મારા મનમાં જાગે છે અને મારું પણ મન કરે છે કે તે વાતો આપને જણાવું. તમે જુઓ, તમિલનાડુના વેલ્લોર અને તિરૂવન્નામલાઈ જિલ્લાનું એક ઉદાહરણ આપવા માગું છું. અહીં એક નદી વહેતી હતી, નાગાનધી. હવે આ નાગાનધી વર્ષો પહેલાં સૂકાઈ ગઈ હતી. તેને જ કારણે ત્યાંના જળસ્તર પણ બહુ જ નીચે ચાલ્યા ગયા હતા. પરંતુ ત્યાંની મહિલાઓએ બીડું ઝડપ્યું કે તેઓ તેમની નદીને પુનઃજીવિત કરશે. પછી તો શું હતું, તેમણે લોકોને જોડ્યાં, જનભાગીદારીથી નહેર ખોદી, ચેકડેમ બનાવ્યા, રિચાર્જ કૂવા બનાવ્યાં.આપને પણ જાણીને ખુશી થશે સાથીઓ કે આજે તે નદી પાણીથી ભરાઈ ગઈ છે. અને જ્યારે નદી પાણીથી ભરાઈ જાય છે ને તો મનને એટલી શાંતિ મળે છે, મેં પ્રત્યક્ષ તેનો અનુભવ કર્યો છે.
તમારામાંથી ઘણાં લોકો જાણતા હશે કે જે સાબરમતીના તટ પર મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમ બનાવ્યો હતો, ગત કેટલાક દાયકાઓમાં આ સાબરમતી નદી સૂકાઈ ગઈ હતી. વર્ષમાં 6-8 મહિના પાણી નજરે જ નહોતું પડતું, પરંતુ નર્મદા નદી અને સાબરમતી નદીને જોડી દીધી, તો જો આજે તમે અમદાવાદ જશો તો સાબરમતી નદીનું પાણી એવું મનને પ્રફૂલ્લિત કરી દે છે. આવી જ રીતે ઘણાં કામો જેવા કે તમિલનાડુની આપણી આ બહેનો કરી રહી છે, દેશના અલગ અલગ ખૂણાઓમાં ચાલી રહ્યા છે. હું તો જાણું છું કેટલાય આપણા ધાર્મિક પરંપરાઓ સાથે જોડાયેલા સંત છે, ગુરુજન છે, તેઓ પણ તેમની આધ્યાત્મિક યાત્રાની સાથે-સાથે પાણી માટે, નદી માટે ઘણું બધું કરી રહ્યા છે, કેટલાયે નદીના કિનારે વૃક્ષ લગાવવાનું અભિયાન ચલાવી રહ્યા છે. તો ક્યાંક નદીઓમાં વહી રહેલા ગંદા પાણીને રોકવામાં આવી રહ્યું છે.
સાથીઓ, વર્લ્ડ રિવર ડે, જ્યારે આજે મનાવી રહ્યા છીએ તો આ કામ પ્રત્યે સમર્પિત દરેકની હું પ્રશંસા કરું છું, અભિનંદન પાઠવું છું. પરંતુ દરેક નદીની પાસે રહેતા લોકોને, દેશવાસીઓને હું આગ્રહ કરીશ કે ભારતમાં ખૂણે-ખૂણામાં વર્ષમાં એકવાર તો નદી ઉત્સવ મનાવવો જ જોઈએ.
મારા પ્રિય દેશવાસીઓ, ક્યારેય પણ નાની વાતને, નાની વસ્તુને નાની માનવાની ભૂલ ન કરવી જોઈએ. નાનાં-નાનાં પ્રયત્નોથી ક્યારેક ક્યારેક બહુ મોટા-મોટા પરિવર્તન આવે છે, અને જો મહાત્મા ગાંધીજીના જીવનની તરફ આપણે જોઈશું તો આપણે દરેક પળે અનુભવશું કે નાની-નાની વાતોનું તેમના જીવનમાં કેટલું મોટું મહત્વ હતું અને નાની-નાની વાતોને લઈને, મોટા-મોટા સંકલ્પોને કેવી રીતે તેમણે સાકાર કર્યા હતા. આપણા આજના નવયુવાનોએ એ જરૂર જાણવું જોઈએ કે સાફ-સફાઈના અભિયાને કેવી રીતે આઝાદીના આંદોલનને એક નિરંતર ઉર્જા આપી હતી. એ મહાત્મા ગાંધી જ તો હતા, જેમણે સ્વચ્છતા ને જન-આંદોલન બનાવવાનું કામ કર્યું હતું. મહાત્મા ગાંધીએ સ્વચ્છતાને સ્વાધિનતાના સપના સાથે જોડી દીધી હતી. આજે આટલા દાયકાઓ પછી, સ્વચ્છતા આંદોલને ફરી એકવાર દેશને નવા ભારતના સપનાં સાથે જોડવાનું કામ કર્યું છે. અને તે આપણી આદતોને બદલવાનું પણ અભિયાન બની રહ્યું છે અને આપણે તે ન ભૂલીએ કે સ્વચ્છતા એ માત્ર એક કાર્યક્રમ છે. સ્વચ્છતા એ પેઢી દર પેઢી સંસ્કાર ફેલાવવાની એક જવાબદારી છે અને પેઢી દર પેઢી સ્વચ્છતાનું અભિયાન ચાલે છે, ત્યારે સંપૂર્ણ સમાજજીવનમાં સ્વચ્છતાનો સ્વભાવ બને છે. અને તેથી જ વર્ષ-બે વર્ષ, એક સરકાર – બીજી સરકાર એવા વિષય નથી, પેઢી દર પેઢી આપણે સ્વચ્છતાના સંબંધમાં સજાગ પણે અવિરત રૂપથી થાક્યા વગર, રોકાયા વગર, એકદમ શ્રદ્ધા સાથે જોડાઈ રહેવાનું છે અને સ્વચ્છતાના અભિયાનને ચલાવતા રહેવાનું છે. અને મેં તો પહેલાં પણ કીધું હતું, કે સ્વચ્છતા એ પૂજ્ય બાપૂને આ દેશની બહુ મોટી શ્રદ્ધાંજલિ છે અને આ શ્રદ્ધાંજલિ આપણે દરેક વખતે આપતા રહેવું છે, સતત આપતા રહેવું છે.
સાથીઓ, લોકો જાણે છે કે સ્વચ્છતાના સંબંધમાં બોલવાનો મોકો હું ક્યારેય છોડતો નથી અને કદાચ તેથી જ આપણી મન કી બાત ના એક શ્રોતા શ્રીમાન રમેશ પટેલજીએ લખ્યું, આપણે બાપૂ પાસેથી શીખીને આ આઝાદીના અમૃત મહોત્સવમાં આર્થિક સ્વચ્છતાનો પણ સંકલ્પ લેવો જોઈએ. જેવી રીતે શૌચાલયોના નિર્માણે ગરીબોને ગરિમા વધારી, તેવી જ રીતે આર્થિક સ્વચ્છતા, ગરીબોને અધિકાર સુનિશ્ચિત કરે છે, તેમનું જીવન સરળ બનાવે છે. હવે તમે એ જાણો છો, જનધન ખાતાને લઈને દેશે જે અભિયાન શરૂ કર્યું છે. તેને કારણે આજે ગરીબોના, તેમના હકના પૈસા સીધાસીધા તેમના ખાતામાં જઈ રહ્યા છે, જેના કારણે ભ્રષ્ટાચાર જેવા અવરોધોમાં ઘણો મોટી માત્રામાં ઘટાડો થયો છે. એ વાત સાચી છે આર્થિક સ્વચ્છતામાં ટેક્નોલોજી બહુ જ મદદ કરી શકે છે. આપણા માટે ખુશીની વાત છે આજે પછાત ગામડાંઓમાં પણ fin-tech UPIથી ડિજીટલ લેણ-દેણ કરવાની દિશામાં સામાન્ય મનુષ્ય પણ જોડાઈ રહ્યો છે, તેનું વલણ પણ વધી રહ્યું છે. આપને હું એક આંકડો જણાવું છું, આપને ગર્વ થશે, ગત ઓગસ્ટ મહિનામાં એક મહિનામાં UPIથી 355 કરોડ transaction થયા, એટલે કે લગભગ-લગભગ 350 કરોડથી પણ વધુ transaction, એટલે કે આપણે કહી શકીએ છીએ કે ઓગસ્ટ મહિનામાં 350 કરોડથી વધારે વખત ડિજીટલ લેણ-દેણ માટે UPI નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આજે એવરેજ 6 લાખ કરોડ રૂપિયાથી પણ વધુનું ડિજીટલ પેમેન્ટ UPI થી થઈ રહ્યું છે. તેનાથી દેશની અર્થવ્યવસ્થામાં સ્વચ્છતા, પારદર્શિતા આવી રહી છે અને આપણે જાણીએ છીએ, હવે fin-tech નું મહત્વ ઘણું જ વધી રહ્યું છે.
સાથીઓ, જેવી રીતે બાપૂએ સ્વચ્છતાને સ્વાધિનતા સાથે જોડ્યું તેવી જ રીતે ખાદીને આઝાદીની ઓળખ બનાવી દીધી હતી. આજે આઝાદીના 75માં વર્ષમાં આપણે જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવને મનાવી રહ્યા છીએ, આજે આપણે સંતોષપૂર્વક કહી શકીએ છીએ કે આઝાદીના આંદોલનમાં જે ગૌરવ ખાદીનું હતું, આજે આપણી યુવા પેઢી ખાદીને તે ગૌરવ આપી રહી છે. આજે ખાદી અને હેન્ડલૂમનું ઉત્પાદન કેટલાય ગણું વધ્યું છે અને તેની માગ પણ વધી છે. આપ પણ જાણો છો કે એવી કેટલીયે તકો આવી છે, જ્યારે દિલ્હીના ખાદીના શો-રૂમમાં એક દિવસમાં એક કરોડથી પણ વધારેનો વેપાર થયો છે. હું પણ ફરીથી તમને યાદ અપાવવા માગું છું કે 2 ઓક્ટોબર, પૂજ્ય બાપૂની જન્મ-જયંતિ પર આપણે બધા ફરીથી એક વખત એક નવો રેકોર્ડ બનાવીએ. આપ આપના શહેરમાં જ્યાં પણ ખાદી વેચાતી હોય, હેન્ડલૂમ વેચાતું હોય, હેન્ડીક્રાફ્ટ વેચાતું હોય અને દિવાળીનો તહેવાર સામે છે, તહેવારોની મોસમ માટે ખાદી, હેન્ડલૂમ, કુટિર ઉદ્યોગથી જોડાયેલી તમારી દરેક ખરીદી, Vocal For Local’ આ અભિયાનને મજબૂત કરનારી હોય, જૂના બધા રેકોર્ડ તોડનારી હોય.
સાથીઓ, અમૃત મહોત્સવના આ સમયમાં દેશમાં આઝાદીના ઈતિહાસની ન કહેવાયેલી ગાથાઓ ને જન-જન સુધી પહોંચાડવાનું એક અભિયાન પણ ચાલી રહ્યું છે અને તેને માટે નવા લેખકોને, દેશના અને દુનિયાના યુવાનોને આહ્વાન કરાવામાં આવ્યું હતું. આ અભિયાન માટે અત્યાર સુધી 13 હજાર થી પણ વધુ લોકોએ પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને તે પણ 14 અલગ-અલગ ભાષાઓમાં. અને મારા માટે ખુશીની વાત એ પણ છે કે 20 થી વધુ દેશોમાં કેટલાય અપ્રવાસી ભારતીઓએ પણ આ અભિયાન સાથે જોડાવા માટે પોતાની ઈચ્છા દર્શાવી છે. વધુ એક રસપ્રદ જાણકારી છે, લગભગ 5000થી વધુ નવા ઉભરતા લેખક આઝાદીની જંગની કથાઓને શોધી રહ્યા છે. તેમણે જે Unsung Heroes છે, જેઓ અનામી છે, ઈતિહાસના પાનાંઓ પર જેના નામ નામ નજરે નથી આવતાં, તેવા Unsung Heroesની થીમ પર, તેમના જીવન પર, તે ઘટનાઓ પર કંઈક લખવાનું બીડું ઉપાડ્યું છે એટલે કે દેશના યુવાનોએ નક્કી કરી લીધું છે, એ સ્વતંત્રતા સેનાનીઓના ઈતિહાસને પણ દેશની સામે લાવશે જેમની ગત 75 વર્ષમાં કોઈ ચર્ચા પણ નથી થઈ. બધા શ્રોતાઓને મારો આગ્રહ છે, શિક્ષણ જગત સાથે જોડાયેલા બધાને મારો આગ્રહ છે. આપ પણ યુવાનોને પ્રેરિત કરો. આપ પણ આગળ આવો અને માને પાક્કો વિશ્વાસ છે કે આઝાદીના અમૃત મહોત્સવમાં ઈતિહાસ લખવાનું કામ કરનારા લોકો ઈતિહાસ બનાવવાના પણ છે.
મારા પ્રિય દેશવાસીઓ, સિયાચિન ગ્લેશિયર વિશે તો આપણે બધા જાણીએ છીએ. ત્યાંની ઠંડી એવી ભયાનક છે, જેમાં રહેવું સામાન્ય માણસ માટે સરળ વાત નથી. દૂર-દૂર સુધી બરફ જ બરફ અને છોડ કે ઝાડનું તો નામોનિશાન નથી. અહીંયાનું તાપમાન માઈનસ 60 ડિગ્રી સુધી પણ જાય છે. થોડા દિવસો પહેલાં જ સિયાચિનના આ દુર્ગમ વિસ્તારમાં 8 દિવ્યાંગજનોની ટીમે જે કમાલ કરીને દેખાડ્યો છે, તે દરેક દેશવાસી માટે ગર્વની વાત છે. આ ટીમે સિયાચિન ગ્લેશિયરની 15 હજાર ફીટથી પણ વધુની ઉંચાઈ પર સ્થિત કુમાર પોસ્ટ પર પોતાનો ઝંડો લહેરાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે. શરીરના પડકારો છતાં પણ આપણા આ દિવ્યાંગોએ જે કાર્ય કરી દેખાડ્યું છે તે આખા દેશ માટે પ્રેરણા છે અને જ્યારે આ ટીમના સભ્યો વિશે જાણશો તો તમે પણ મારી જેમ હિંમત અને ઉત્સાહથી છલકાઈ જશો. આ બહાદુર દિવ્યાંગોના નામ છે – મહેશ નેહરા, ઉત્તરાખંડના અક્ષત રાવત, મહારાષ્ટ્રના પુષ્પક ગવાંડે, હરિયાણાના અજય કુમાર, લદ્દાખના લોબ્સાંગ ચોસ્પેલ, તમિલનાડુના મેજર દ્વારકેશ, જમ્મુ-કાશ્મીરના ઈરફાન અહમદ મીર અને હિમાચલ પ્રદેશની ચોન્જિન એન્ગમો. સિયાચીન ગ્લેશિયર પર જીત મેળવવાનું આ ઓપરેશન ભારતીય સેનાના વિશેષ દળોના veterans ની મદદથી સફળ થયું છે. હું આ ઐતિહાસિક અને અભૂતપૂર્વ ઉપલબ્ધિ માટે ટીમની પ્રશંસા કરું છું. તે આપણા દેશવાસીઓના “Can Do Culture”, “Can Do Determination” “Can Do Attitude” સાથે દરેક પડકારનો સામનો કરવાની ભાવનાને પણ પ્રગટ કરે છે.
સાથીઓ આજે દેશમાં દિવ્યાંગજનોના કલ્યાણ માટે કેટલાય પ્રયત્નો થઈ રહ્યા છે. મને ઉત્તરપ્રદેશમાં થઈ રહેલા એવા જ એક પ્રયત્ન One Teacher, One Call વિશે જાણવાનો મોકો મળ્યો. બરેલીમાં આ અનોખો પ્રયત્ન દિવ્યાંગ બાળકોને નવો માર્ગ દેખાડી રહ્યો છે. આ અભિયાનનું નેતૃત્વ કરી રહી છે ડભૌરા ગંગાપુરમાં એક સ્કૂલની પ્રિન્સિપાલ દીપમાલા પાંડેજી. કોરોનાકાળમાં આ અભિયાનને કારણે ન માત્ર મોટી સંખ્યામાં બાળકોનું એડમિશન શક્ય બની શક્યું પરંતુ તેનાથી લગભગ 350 થી વધુ શિક્ષક પણ સેવા-ભાવ સાથે જોડાઈ ચૂક્યા છે. આ શિક્ષકો ગામે-ગામ જઈને દિવ્યાંગ બાળકોને બોલાવે છે, શોધે છે અને પછી તેમની કોઈ ને કોઈ સ્કૂલમાં ભરતી સુનિશ્ચિત કરે છે. દિવ્યાંગ જનો માટે દીપમાલા જી અને સાથી શિક્ષકોના આ નેક પ્રયત્નોની હું ખૂબ-ખૂબ પ્રશંસા કરું છું. શિક્ષણના ક્ષેત્રમાં આવો દરેક પ્રયત્ન આપણા દેશના ભવિષ્યને સુધારનારો છે.
મારા પ્રિય દેશવાસીઓ, આજે આપણા લોકોની જિંદગીની હાલત એ છે કે એક દિવસમાં સેંકડો વખત કોરોના શબ્દ આપણા કાને પડે છે, સો વર્ષમાં આવેલી સૌથી મોટી મહામારી, કોવિડ-19 એ દરેક દેશવાસીઓને ઘણું બધું શિખવાડ્યું છે. હેલ્થકેર અને વેલનેસ ને લઈને આજે જિજ્ઞાસા પણ વધી છે અને જાગૃતિ પણ. આપણા દેશમાં પારંપરિક રૂપથી આવા નેચરલ પ્રોડક્ટ્સ મોટી માત્રામાં ઉપલબ્ધ છે જે વેલનેસ એટલે કે સ્વાસ્થ્ય માટે ઘણાં જ ફાયદાકારક છે. ઓડિશાના કાલાહાંડીના નાંદોલમાં રહેતા પતાયત સાહૂજી આ ક્ષેત્રમાં વર્ષોથી એક અનોખું કાર્ય કરી રહ્યા છે. તેમણે દોઢ એકર જમીન પર મેડિસીનલ પ્લાન્ટ્સ લગાવ્યા છે. એટલું જ નહીં સાહૂજીએ તો આ મેડિસીનલ પ્લાન્ટ્સનું ડોક્યુમેન્ટેશન પણ કર્યું છે. મને રાંચીના સતીશ જીએ પત્રના માધ્યમથી આવી જ વધુ એક જાણકારી વિશે જણાવ્યું. સતીજ જીએ ઝારખંડના એક એલો વેરા વિલેજ તરફ મારું ધ્યાન દોર્યું છે. રાંચી પાસે જ દેવરી ગામની મહિલાઓએ મંજૂ કચ્છપ જી ના નેતૃત્વમાં બિરસા કૃષિ વિદ્યાલયથી એલોવેરાની ખેતીનું શિક્ષણ લીધું હતું. ત્યારબાદ તેમણે એલોવેરાની ખેતી શરૂ કરી. આ ખેતીથી ન માત્ર સ્વાસ્થ્યના ક્ષેત્રમાં લાભ મળ્યો, પરંતુ આ મહિલાઓની આવક પણ વધી ગઈ છે. કોવિડ મહામારી દરમિયાન પણ તેમને સારી આવક થઈ છે. તેનું એક મોટું કારણ એ હતું કે સેનિટાઈઝર બનાવનારી કંપનીઓ સીધા આ લોકો પાસેથી જ એલોવેરા ખરીદી રહી હતી. આજે આ કાર્યમાં લગભગ ચાલીસ મહિલાઓની ટીમ જોડાયેલી છે. અને કેટલાય એકરમાં એલોવેરાની ખેતી થાય છે. ઓડિશાના પતાયત સાહૂ જી હોય કે પછી દેવરીમાં મહિલાઓની આ ટીમ, તેમણે ખેતીને જેવી રીતે સ્વાસ્થ્યના ક્ષેત્ર સાથે જોડી છે, તે પોતાનામાં જ એક મોટું ઉદાહરણ છે.
સાથીઓ, આવનારા 2 ઓક્ટોબરે લાલ બહાદુર શાસ્ત્રીજીની પણ જન્મજયંતિ હોય છે. તેમની સ્મૃતિમાં, આ દિવસ આપણને ખેતીમાં નવા નવા પ્રયોગો કરનારાઓની જાણકારી પણ આપે છે. મેડિસીનલ પ્લાન્ટના ક્ષેત્રમાં સ્ટાર્ટ-અપને પ્રોત્સાહન આપવા માટે Medi-Hub TBI ના નામથી એક ઈન્ક્યૂબેટર, ગુજરાતના આણંદમાં કામ કરી રહ્યા છે. Medicinal અને Aromatic Plants સાથે જોડાયેલું આ ઈન્ક્યૂબેટર બહુ જ ઓછા સમયમાં જ 15 entrepreneurs ના બિઝનેસ આઈડિયાને સપોર્ટ કરી ચૂક્યું છે. આ ઈન્ક્યૂબેટરની મદદ લઈને જ સુધા ચેબ્રોલૂ જીએ પોતાનું સ્ટાર્ટ-અપ શરૂ કર્યું છે. તેમની કંપનીમાં મહિલાઓને પ્રાથમિકતા આપવામાં આવે છે અને તેમના પર innovative herbal formulations ની પણ જવાબદારી છે. વધુ એક entrepreneur સુભાશ્રી જી છે જેને પણ આ Medicinal અને Aromatic Plants Incubator થી મદદ મળી છે. સુભાશ્રી જીની કંપની હર્બલ રૂમ અને કાર ફ્રેશનર ના ક્ષેત્રમાં કામ કરી રહી છે. તેમણે એક હર્બલ ટેરેસ ગાર્ડન પણ બનાવ્યું છે જેમાં 400 થી વધારે Medicinal Herbs છે.
સાથીઓ, બાળકોમાં Medicinal અને Herbal Plants પ્રત્યે જાગૃતિ વધારવા માટે આયુષ મંત્રાલયએ એક રસપ્રદ પહેલ કરી છે અને તેનું બીડું ઝડપ્યું છે આપણા પ્રોફેસર આયુષ્યમાનજીએ. એવું બની શકે કે, તમે એ વિચારો કે આ પ્રોફેસર આયુષ્યમાન છે કોણ? ખરેખર તો પ્રોફેસર આયુષ્યમાન એક કોમિક બુકનું નામ છે. તેમાં અલગ-અલગ કાર્ટૂન પાત્રોની મદદથી નાની-નાની વાર્તાઓ તૈયાર કરવામાં આવી છે. સાથે જ એલોવેરા, તુલસી, આમળાં, ગિલોય, નીમ, અશ્વગંધા અને બ્રાહ્મી જેવા સ્વાસ્થ્યપ્રદ Medicinal Plantની ઉપયોગીતા વિશે જણાવવામાં આવ્યું છે.
સાથીઓ, આજના સંજોગોમાં જે પ્રકારે Medicinal Plant અને હર્બલ ઉત્પાદનોને લઈને દુનિયાભરમાં લોકોનું વલણ વધ્યું છે, તેમાં ભારત પાસે અપાર શક્યતાઓ છે. વિતેલા સમયમાં આયુર્વેદિક અને હર્બલ પ્રોડક્ટના exportમાં પણ ઘણી વૃદ્ધિ જોવા મળી છે.
હું Scientists, Researchers અને Start-upની દુનિયા સાથે જોડાયેલા લોકોને, આવા પ્રોડક્ટની તરફ ધ્યાન આપવાનો આગ્રહ કરું છું, જે લોકોની વેલનેસ અને ઈમ્યૂનિટી તો વધારે જ, આપણા ખેડૂતો અને નવયુવાનોની આવકને પણ વધારવામાં મદદરૂપ સાબિત થાય.
સાથીઓ, પરંપરાગત ખેતીથી આગળ વધીને, ખેતીમાં થઈ રહેલા નવા પ્રયોગ, નવા વિકલ્પ, સતત સ્વરોજગારના નવા સાધનો બનાવી રહ્યા છે. પુલવામાના બે ભાઈઓની વાત પણ તેનું જ એક ઉદાહરણ છે. જમ્મુ-કાશ્મીરના પુલવામામાં બિલાલ અહેમદ શેખ અને મુનિર અહેમદ શેખે જે પ્રકારથી પોતાના માટે નવા માર્ગો શોધ્યા, તે ન્યૂ ઈન્ડિયા નું એક ઉદાહરણ છે. 39 વર્ષના બિલાલ અહેમદ જી Highly Qualified છે, તેમણે કેટલીયે ડિગ્રીઓ મેળવી છે. પોતાના ઉચ્ચ શિક્ષણ સાથે જોડાયેલા અનુભવોનો ઉપયોગ આજે તેઓ ખેતીમાં પોતાનું સ્ટાર્ટ-અપ બનાવીને કરી રહ્યા છે. બિલાલ જીએ પોતાના ઘરે જ વર્મી કમ્પોસ્ટનું યુનિટ લગાવ્યું છે. આ યુનિટથી તૈયાર થનારા બાયો ફર્ટિલાઈઝરથી ન માત્ર ખેતીમાં ઘણો લાભ થયો, પરતું તે લોકો માટે રોજગારની તક પણ લઈને આવ્યું છે. દર વર્ષે આ ભાઈઓના યૂનિટથી ખેડૂતોને લગબગ ત્રણ હજાર ક્વિંટલ વર્મી કમ્પોસ્ટ મળી રહ્યું છે. આજે તેમની આ વર્મી કમ્પોસ્ટિંગ યુનિટમાં 15 લોકો કામ પણ કરી રહ્યા છે. તેમના આ યુનિટને જોવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે અને તેમાંથી મોટાભાગે એવા યુવાનો હોય છે જે ખેતીના ક્ષેત્રમાં કંઈક કરવા માંગે છે. પુલવામાના શેખ ભાઈઓએ Job Seeker બનવાની જગ્યાએ Job Creator બનવાનો સંકલ્પ લીધો અને જે તેઓ જમ્મુ-કાશ્મીર જ નહીં, પરંતુ આખા દેશભરમાં લોકોને નવો માર્ગ દેખાડી રહ્યા છે.
મારા પ્રિય દેશવાસીઓ, 25 સપ્ટેમ્બરે દેશના મહાન સંતાન પંડિત દીનદયાલ ઉપાધ્યાય જીની જન્મજયંતિ હોય છે. દીનદયાલજી ગત સદીના સૌથી મોટા વિચારકોમાંનાં એક છે. તેમનું અર્થ-દર્શન, સમાજને સશક્ત કરવા માટે -તેમની નીતિઓ, તેમના દ્વારા દેખાડવામાં આવેલો અંત્યોદયનો માર્ગ, આજે પણ એટલો પ્રાસંગિક છે, તેટલો જ પ્રેરણાદાયી પણ છે. ત્રણ વર્ષ પહેલાં 25 સપ્ટેમ્બરે તેમની જન્મ-જયંતિ પર જ દુનિયાની સૌથી મોટી Health Assurance Scheme – આયુષ્યમાન ભારત યોજના લાગુ કરવામાં આવી હતી. આજે દેશના બે-સવા બે કરોડથી પણ વધુ ગરીબોને આયુષ્યમાન ભારત યોજના હેઠળ હોસ્પિટલમાં 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળી ચૂકી છે. ગરીબો માટે આટલી મોટી યોજના, દીનદયાળ જીના અંત્યોદય દર્શનને જ સમર્પિત છે. આજના યુવાનો જો તેમના મૂલ્યો અને આદર્શોને તેમના જીવનમાં ઉતારે તો તે તેમને ઘણું જ કામ આવી શકે છે. એક વખત લખનૌમાં દીનદયાળ જીએ કહ્યું હતું, - “કેટલી સારી સારી વસ્તુઓ, સારા-સારા ગુણ છે – તે બધું આપણને સમાજ પાસેથી જ પ્રાપ્ત થાય છે. આપણે સમાજનું ઋણ ચૂકવવાનું છે, આવી રીતનો વિચાર કરવો જ જોઈએ.” એટલે કે દીનદયાળ જીએ શિખામણ આપી કે આપણે સમાજ પાસેથી, દેશ પાસેથી એટલું બધું લઈએ છીએ, જે કંઈ પણ છે, તે દેશને કારણે જ તો છે, તેથી દેશ પ્રત્યે આપણું ઋણ કેવી રીતે ચૂકવીશું, તેના વિશે વિચારવું જોઈએ. તે આજના યુવાનો માટે એક બહુ મોટો સંદેશ છે.
સાથીઓ, દીનદયાળજીના જીવનમાંથી, આપણને ક્યારેય હાર ન માનવાની શીખ પણ મળે છે. વિપરિત રાજનીતિક અને વૈચારિક પરિસ્થિતીઓ હોવા છતાં, ભારતના વિકાસ માટે સ્વદેશી મોડલના વિઝન થી તેઓ ક્યારેય ડગ્યા નથી. આજે ઘણાં બધાં યુવાનો પહેલેથી બનેલા માર્ગથી, અલગ થઈને, આગળ વધવા માંગે છે. તેઓ વસ્તુઓને પોતાની રીતે કરવા માગે છે. દીનદયાળજીના જીવનથી તેમને ઘણી જ મદદ મળી શકે છે. તેથી યુવાનોને મારો આગ્રહ છે કે તેઓ તેમના વિશે જરૂરથી જાણે.
મારા પ્રિય દેશવાસીઓ, આપણે આજે ઘણાં વિષયો પર ચર્ચા કરી. જેમ આપણે વાત પણ કરી રહ્યા હતા, આવનારો સમય તહેવારોનો છે. આખો દેશ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ના, અસત્ય પર વિજયનું પર્વ પણ મનાવવાનો છે. પરંતુ આ ઉત્સવમાં આપણે વધુ એક લડાઈ વિશે યાદ રાખવાનું છે – તે છે દેશની કોરોના સાથેની લડાઈ. ટીમ ઈન્ડિયા આ લડાઈમાં રોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. Vaccination માં દેશે કેટલાયે એવા રેકોર્ડ બનાવ્યા છે જેની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે. આ લડાઈમાં દરેક ભારતવાસીની મહત્વની ભૂમિકા છે. આપણે આપણો વારો આવતાં જ વેક્સિન તો લગાવવાની જ છે પણ એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે કોઈ આ સુરક્ષા ચક્રથી છૂટી ન જાય. પોતાની આસપાસ જેને વેક્સિન નથી લાગી તેમને પણ વેક્સિન સેન્ટર સુધી લઈ જવાના છે. વેક્સિન લાગ્યા પછી પણ જરૂરી પ્રોટોકોલનું પાલન કરવાનું છે. મને આશા છે કે આ લડાઈમાં ફરી એકવાર ટીમ ઈન્ડિયા પોતાનો ઝંડો લહેરાવશે. આપણે આવતા વખતે કેટલાક અન્ય વિષયો પર મન કી બાત કરીશું. આપ બધાને, દરેક દેશવાસીને, તહેવારોની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ...
ધન્યવાદ....
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આપણને સહુને ખબર છે કે આજે મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતિ છે. અને આપણો દેશ તેમની સ્મૃતિમાં તેને રાષ્ટ્રીય ખેલ દિવસના રૂપે મનાવે પણ છે. હું વિચારી રહ્યો હતો કે કદાચ આ સમયમાં મેજર ધ્યાનચંદજીનો આત્મા જ્યાં પણ હશે, બહુ જ પ્રસન્નતાનો અનુભવ કરતો હશે. કારણ કે દુનિયામાં ભારતની હોકીનો ડંકો વગાડવાનું કામ ધ્યાનચંદજીની હોકી એ કર્યું હતું. અને ચાર દસકા બાદ લગભગ લગભગ 41 વર્ષ પછી, ભારતના નવયુવાનોએ, દિકરા અને દિકરીઓએ હોકીની અંદર ફરી એકવાર પ્રાણ પૂરી દીધો છે. અને કેટલાય પદક કેમ ન મળી જાય, પરંતુ જ્યાં સુધી હોકીમાં પદક નથી મળતો, ભારતનો કોઈ પણ નાગરિક વિજયનો આનંદ નથી લઈ શકતો અને આ વખતે ઓલમ્પિકમાં હોકીમાં પદક મળ્યો, ચાર દસકા બાદ મળ્યો. તમે કલ્પના કરી શકો છો, મેજર ધ્યાનચંદજીના હ્રદય પર, તેમના આત્મા પર તેઓ જ્યાં હશે ત્યાં, કેટલી પ્રસન્નતા થતી હશે અને ધ્યાનચંદજીનું આખું જીવન રમતગમતને સમર્પિત હતું અને તેથી આજે, જ્યારે આપણને આપણા દેશના નવયુવાનોમાં, આપણા દિકરા-દિકરીઓમાં, રમતગમત પ્રત્યે જે આકર્ષણ નજરે પડી રહ્યું છે. માતા-પિતાને પણ બાળકો જો રમતગમતમાં આગળ જઈ રહ્યા છે તો ખુશી થઈ રહી છે, આ જે તત્પરતા દેખાઈ રહી છે ને, હું સમજું છું, આ જ મેજર ધ્યાનચંદજીને ઘણી મોટી શ્રદ્ધાંજલી છે.
સાથીઓ, જ્યારે રમત-ગમતની વાત થાય છે ને ત્યારે સ્વાભાવિક છે આપણી સામે આખી યુવા પેઢી નજરે પડે છે. અને જ્યારે યુવા પેઢીની સામે બારીકાઈથી નજર કરીએ છીએ, કેટલો મોટો ફેરફાર નજરે પડે છે.
યુવાનોનું મન બદલાઈ ચૂક્યું છે. અને આજનું યુવા મન ઘસાયેલા જૂના રીત-રિવાજોથી કંઈક નવું કરવા ઈચ્છે છે, અલગ કરવા માગે છે. આજનું યુવા મન પહેલેથી બનાવેલા માર્ગ પર ચાલવા નથી માંગતું. તેઓ નવો માર્ગ બનાવવા માગે છે. અજાણી જગ્યા પર ચાલવા માગે છે. મંઝિલ પણ નવી, લક્ષ્ય પણ નવું, માર્ગ પણ નવો, અને ઈચ્છા પણ નવી, અરે એકવાર મનમાં નક્કી કરી લે છે ને યુવાનો, પૂરા દિલથી તેમાં લાગી જાય છે. દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. આપણે જોઈએ છીએ કે હમણાં થોડા સમય પહેલાં જ ભારતે, તેના સ્પેસ સેક્ટરને ખૂલ્લું મૂક્યું અને જોતજોતામાં યુવા પેઢીએ તે તકને ઝડપી લીધી અને તેનો લાભ ઉઠાવવા માટે કોલેજોના વિદ્યાર્થીઓ, યુનિવર્સિટી, ખાનગી ક્ષેત્રમાં કામ કરનારા નવયુવાન, તત્પરતાથી આગળ આવ્યા છે અને મને પાક્કો ભરોસો છે કે આવનારા દિવસોમાં બહુ મોટી સંખ્યા એવા સેટેલાઈટ્સની હશે, જે આપણા યુવાનોએ, આપણા વિદ્યાર્થીઓએ, આપણી કોલેજોએ, આપણી યુનિવર્સિટીઓએ, લેબમાં કામ કરતા વિદ્યાર્થીઓએ કામ કર્યું હશે.
તેવી જ રીતે આજે જ્યાં પણ જુઓ, કોઈપણ પરિવારમાં જાઓ, કેટલોયે સંપન્ન પરિવાર હોય, ભણેલો-ગણેલો પરિવાર હોય, પરંતુ જો પરિવારમાં નવયુવાન સાથે વાત કરો તો એ શું કહે છે, તે પોતાના પારિવારિક પરંપરાઓથી થોડું હટીને વાત કરે છે, હું તો સ્ટાર્ટ-અપ કરીશ, સ્ટાર્ટ-અપ્સમાં જતો રહીશ. એટલે કે રિસ્ક લેવા માટે તેનું મન થનગની રહ્યું છે. આજે નાના-નાના શહેરોમાં પણ સ્ટાર્ટ-અપ કલ્ચરનો વિસ્તાર થઈ રહ્યો છે અને હું તેમાં ઉજ્જવળ ભવિષ્યનો સંકેત જોઈ શકું છું. હમણાં થોડા દિવસો પહેલાં જ આપણા દેશમાં રમકડાંની ચર્ચા થઈ રહી હતી. જોતજોતામાં જ્યારે આપણા યુવાનોના ધ્યાને આ વિષય આવ્યો, તેમણે પણ મગજમાં નક્કી કરી લીધું કે દુનિયામાં ભારતના રમકડાંની ઓળખ
કેવી રીતે બને. અને નવા-નવા પ્રયોગ કરી રહ્યા છે અને દુનિયામાં રમકડાંનું ઘણું મોટું માર્કેટ છે, 6-7 લાખ કરોડનું માર્કેટ છે. આજે ભારતની ભાગીદારી ઘણી ઓછી છે. પરંતુ રમકડાં કેવી રીતે બનાવવા, રમકડાંની વિવિધતા શું હોય, રમકડાંમાં ટેક્નોલોજી શું હોય, ચાઈલ્ડ સાઈકોલોજીને અનુરૂપ રમકડાં કેવા હોય. આજે આપણા દેશના યુવાનો તેની તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે, કેટલાક કોન્ટ્રિબ્યુટ કરવા માંગે છે. સાથીઓ, વધુ એક વાત, જે મનને ખુશીઓથી ભરી દે છે અને વિશ્વાસને વધુ મજબૂત પણ કરે છે. અને તે શું છે, ક્યારેય તમે માર્ક કર્યું છે. સામાન્ય રીતે આપણે ત્યાં સ્વભાવ એવો બની ચૂક્યો હતો- થાય છે, ચલો યાર ચાલે છે, પરંતુ હું જોઈ રહ્યો છું, મારા દેશનું યુવા મન હવે સર્વશ્રેષ્ઠની તરફ પોતાને કેન્દ્રિત કરી રહ્યું છે. સર્વોત્તમ કરવા માગે છે, સર્વોત્તમ રીતે કરવા માગે છે. તે પણ રાષ્ટ્રની બહુ મોટી શક્તિ બનીને ઉભરી આવશે.
સાથીઓ, આ વખતે ઓલમ્પિકે બહુ મોટો પ્રભાવ ઉભો કર્યો છે. ઓલમ્પિકની રમતો પૂરી થઈ, હવે પેરાલિમ્પિક ચાલી રહ્યો છે. દેશને આપણા આ રમતગમતના જગતમાં જે કંઈ પણ થયું, વિશ્વની તુલનામાં ભલે ઓછું હશે પરંતુ વિશ્વાસ ભરવા માટે તો ઘણું બધું થયું. આજે યુવાનો માત્ર સ્પોર્ટ્સની તરફ નજર માંડે છે એટલું જ નથી પરંતુ તે તેની સાથે જોડાયેલી શક્યતાઓ તરફ પણ જોઈ રહ્યા છે. તેની આખી ઈકો-સિસ્ટમને બહુ બારિકાઈથી જોઈ રહ્યા છે, તેના સામર્થ્યને સમજી રહ્યા છે અને કોઈને કોઈ રૂપમાં પોતાને જોડવા પણ માગે છે. હવે તેઓ કન્વેન્શનલ વસ્તુઓથી આગળ જઈને New Disciplines ને અપનાવી રહ્યા છે. અને મારા દેશવાસીઓ, જ્યારે આટલું મોમેન્ટમ આવ્યું છે, દરેક પરિવારમાં રમત-ગમતની ચર્ચા શરૂ થઈ ગઈ છે. તમે જ જણાવો, શું આ મોમેન્ટમને હવે બંધ કરવું જોઈએ, રોકાવા દેવું જોઈએ. જી નહીં.
આપ પણ મારી જેમ જ વિચારતા હશો. હવે દેશમાં રમતો, રમત-ગમત, સ્પોર્ટ્સ, સ્પોર્ટ્સમેન સ્પિરિટ હવે રોકાવાનું નથી. આ મોમેન્ટમને પારિવારિક જીવનમાં, સામાજિક જીવનમાં, રાષ્ટ્રિય જીવનમાં સ્થાયી બનાવવાનું છે – ઉર્જાથી ભરી દેવાનું છે, સતત નવી ઉર્જાથી ભરવાનું છે. ઘર હોય, બહાર હોય, ગામ હોય, શહેર હોય, આપણા રમત-ગમતના મેદાનો ભરેલા હોવા જોઈએ, બધા રમે – બધા ખીલે અને તમને યાદ છે ને મેં લાલ કિલ્લા પરથી કહ્યું હતું- સહુનો પ્રયાસ – જી હાં... સહુનો પ્રયાસ. સહુના પ્રયાસોથી ભારત રમતગમતમાં એ ઉંચાઈ પ્રાપ્ત કરી શકશે જેનું એ હકદાર છે. મેજર ધ્યાનચંદજી જેવા લોકોએ જે માર્ગ બતાવ્યો છે, તેમાં આગળ વધવું આપણી જવાબદારી છે. વર્ષો બાદ દેશમાં એવો સમય આવ્યો છે કે રમતગમત પ્રત્યે પરિવાર હોય, સમાજ હોય, રાજ્ય હોય, રાષ્ટ્ર હોય – એક મનથી સહુ કોઈ જોડાઈ રહ્યા છે.
મારા પ્રિય નવયુવાનો આપણે આ અવસરનો ફાયદો ઉઠાવીને અલગઅલગ પ્રકારના સ્પોર્ટ્સમાં મહારથ પણ મેળવવો જોઈએ. ગામેગામ રમતગમતની સ્પર્ધાઓ સતત ચાલતી રહેવી જોઈએ. સ્પર્ધામાંથી જ રમતગમતનો વિસ્તાર થાય છે, રમતગમત વિકાસ થાય છે, ખેલાડી પણ તેમાંથી જ નીકળે છે. આવો, આપણે બધા દેશવાસી આ મોમેન્ટમ ને એટલું આગળ વધારી શકીએ છીએ, જેટલું યોગદાન આપણે આપી શકીએ છીએ, -સહુનો પ્રયાસ - આ મંત્રથી સાકાર કરીને દેખાડીએ.
મારા પ્રિય દેશવાસીઓ, કાલે જન્માષ્ટમીનું મહાપર્વ પણ છે. જન્માષ્ટમીનું આ પર્વ એટલે, ભગવાન શ્રી કૃષ્ણના જન્મનું પર્વ. આપણે ભગવાનના બધા રૂપથી પરિચિત છીએ, નટખટ કનૈયાથી લઈને વિરાટ રૂપ ધારણ કરનારા કૃષ્ણ સુધી, શાસ્ત્ર સામર્થ્ય થી લઈને શસ્ત્ર સામર્થ્યવાળા કૃષ્ણ સુધી. કળા હોય, સૌદર્ય હોય, માધુર્ય હોય,
ક્યાં-ક્યાં કૃષ્ણ છે. પરંતુ આ વાતો હું એટલા માટે કરી રહ્યો છું કે જન્માષ્ટમીથી કેટલાક દિવસો પૂર્વ, હું એક એટલો રસપ્રદ અનુભવમાંથી પસાર થયો છું તો મારું મન કરે છે કે એ વાત હું તમારી સાથે કરું. આપને યાદ હશે, આ મહિનાની 20 તારીખે ભગવાન સોમનાથ મંદિર સાથે જોડાયેલા નિર્માણ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સોમનાથ મંદિરથી 3-4 કિલોમીટર દૂર ભાલકા તીર્થ છે, એ ભાલકા તીર્થ એ છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ એ ધરતી પર પોતાની અંતિમ પળ વિતાવી હતી. એક પ્રકારથી આ લોકની અનેક લીલાઓનું ત્યાં સમાપન થયું હતું. સોમનાથ ટ્રસ્ટ દ્વારા તે આખા વિસ્તારમાં વિકાસના ઘણાં કામ થઈ રહ્યા છે. હું ભાલકા તીર્થ અને ત્યાં થઈ રહેલા કાર્યો વિશે વિચારી રહ્યો હતો અને મારી નજર એક સુંદર આર્ટ બુક પર પડી. આ પુસ્તક મારા ઘરની બહાર કોઈ મારા માટે છોડીને ગયું હતું. તેમાં ભગવાન શ્રી કૃષ્ણના અનેક રૂપ, અનેક ભવ્ય છબીઓ હતી. ઘણીં જ મોહક છબીઓ હતી અને ઘણી જ મીનીંગફૂલ છબીઓ હતી. મેં પુસ્તકના પાનાં ફેરવવાનું શરૂ કર્યું, તો મારી જિજ્ઞાસા જરા વધી ગઈ. જ્યારે મેં આ પુસ્તક અને તેના બધા ચિત્રોને જોયા અને તેના પર મારા માટે એક સંદેશ લખેલો અને જે એ વાંચ્યું તો મારું મન થયું કે તેમને હું મળું. જે આ પુસ્તક મારા ઘરની બહાર છોડીને જતા રહ્યા હતા, મારે તેમને મળવું જોઈએ. તો મારી ઓફિસે તેમનો સંપર્ક કર્યો. બીજા જ દિવસે તેમને મળવા બોલાવ્યા અને મારી જિજ્ઞાસા આર્ટ બુકને જોઈને એટલી હતી કે શ્રી કૃષ્ણના અલગઅલગ રૂપ જોઈને. આ જ જિજ્ઞાસામાં મારી મુલાકાત થઈ
જદુરાની દાસી જી સાથે. તે અમેરિકન છે, જન્મ અમેરિકામાં થયો, પાલન-પોષણ અમેરિકામાં થયું, જદુરાની દાસી જી ઈસ્કોન સાથે જોડાયેલા છે, હરે કૃષ્ણા મૂવમેન્ટ સાથે જોડાયેલા છે અને તેમની એક બહુ જ મોટી વિશેષતા છે ભક્તિ આર્ટ્સમાં તેઓ નિપુણ છે. તમે જાણો છો હમણાં બે દિવસ પછી જ એક સપ્ટેમ્બરે ઈસ્કોનના સંસ્થાપક શ્રીલ પ્રભુપાદ સ્વામી જીની 125મી જન્મજયંતિ છે. જદુરાની દાસી જી આ જ વિષયમાં ભારત આવ્યા હતા. મારી સામે મોટો સવાલ એ હતો કે જેમનો જન્મ અમેરિકામાં થયો, જે ભારતીય ભાવોથી આટલા દૂર રહ્યા, તેઓ છેલ્લે કેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણના આટલા મોહક ચિત્ર બનાવી લે છે. મારી તેમની સાથે લાંબી વાત થઈ હતી પરંતુ હું આપને તેનો કેટલાક ભાગ સંભળાવું છું.
પીએમ સર – જદુરાની જી, હરે કૃષ્ણ
મેં ભક્તિ આર્ટ વિશે બહુ ઓછું વાંચ્યું છે પણ અમારા શ્રોતાઓને તેના વિશે વધુ જણાવો. તેના પ્રત્યેનો તમારો જુસ્સો અને રસ મહાન છે.
જદુરાની જી - તો ભક્તિ આર્ટ, અમારી પાસે ભક્તિ આર્ટ પ્રકાશમાં એક લેખ છે જે સમજાવે છે કે કેવી રીતે આ કલા મન અને કલ્પનાથી નથી આવી રહી પણ તે ભ્રમ સંહિતા જેવા પ્રાચીન વૈદિક ગ્રંથોમાંથી આવેલી છે.
વેં ઓંકારાય પતિતં સ્કિલતં સિકંદ,
વૃંદાવનના ગોસ્વામી તરફથી, ખુદ ભગવાન બ્રહ્મા તરફથી.
ઈશ્વરઃ પરમઃ કૃષ્ણઃ સચ્ચિદાનન્દ વિગ્રહઃ
તે કેવી રીતે વાંસળીનું વહન કરે છે, તેની બધી ઇન્દ્રિયો કેવી રીતે અન્ય ઇન્દ્રિયો માટે કાર્ય કરી શકે છે અને શ્રીમદ ભાગવતમ...
બર્હાપીંડ નટવરપુઃ કર્ણયોઃ કર્ણિકારં
બધું, તે તેના કાન પર કર્ણિકા ફૂલ પહેરે છે, તે તેના કમળના પગની છાપ વૃંદાવનની ભૂમિ પર પાડે છે,
ગાયના ધણ તેના મહિમાનો અવાજ કરે છે, તેની વાંસળી તમામ નસીબદાર માણસોના હૃદય અને મનને આકર્ષે છે. તેથી બધું પ્રાચીન વૈદિક શાસ્ત્રોમાંથી આવેલું છે અને આ શાસ્ત્રોની શક્તિ જે ટ્રાન્સડેન્ટલ વ્યક્તિત્વમાંથી આવી રહી છે અને શુદ્ધ ભક્તો જે કલામાં લાવી રહ્યા છે તેમની શક્તિ છે અને તેથી જ તે પરિવર્તનશીલ છે, તે મારી શક્તિ નથી.
પીએમ સર – જદુરાની જી, મારી પાસે આપના માટે અન્ય પ્રકારનો સવાલ છે. 1966 થી એક રીતે અને 1976 થી શારીરિક રીતે તમે લાંબા સમયથી ભારત સાથે સંકળાયેલા છો, કૃપા કરીને મને કહો કે ભારતનો તમારા માટે અર્થ શું છે?
જદુરાની જી - પ્રધાનમંત્રીજી, ભારત મારા માટે બધું છે. હું થોડા દિવસો પહેલા માનનીય રાષ્ટ્રપતિ સમક્ષ ઉલ્લેખ કરતી હતી કે ભારતે ટેકનિકલ ક્ષેત્રમાં ઘણી પ્રગતિ કરી આગળ આવ્યું છે અને ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ અને આઇફોન અને મોટી ઇમારતો અને ઘણી સુવિધાઓ સાથે પશ્ચિમના કલ્ચરને ખૂબ જ સારી રીતે અનુસરે છે પણ મને ખબર છે કે તે વાસ્તવિક નથી. ભારતનું ગૌરવ. ભારતને ગૌરવશાળી બનાવે છે તે હકીકત એ છે કે કૃષ્ણ પોતે અહીં અવતારી દેખાયા હતા, ભગવાન રામ અહીં દેખાયા હતા, બધી પવિત્ર નદીઓ અહીં છે, વૈષ્ણવ સંસ્કૃતિના તમામ પવિત્ર સ્થળો અહીં છે અને તેથી ભારત ખાસ કરીને વૃંદાવન બ્રહ્માંડમાં સૌથી મહત્વની જગ્યા છે, વૃંદાવન બધા વૈકુંઠ ગ્રહોનો સ્ત્રોત છે, દ્વારિકાનો સ્રોત છે, સમગ્ર ભૌતિક સર્જનનો સ્ત્રોત છે, તેથી હું ભારતને પ્રેમ કરું છું.
પીએમ સર – આપનો આભાર જદુરાની જી...હરે કૃષ્ણા
સાથીઓ, દુનિયાના લોકો જ્યારે આજે ભારતીય અધ્યાત્મ અને દર્શન વિશે આટલું બધું વિચારે છે તો આપણી પણ જવાબદારી છે કે આપણે આ મહાન પરંપરાઓને આગળ લઈ જઈએ. જે સમાપ્ત થાય છે
તેને છોડવાનું જ છે. પરંતુ જે કાળઅતિત છે તેને આગળ પણ લઈ જવાનું છે. આપણે આપણા પર્વ મનાવીએ, તેની વૈજ્ઞાનિકતા ને સમજીએ, તેની પાછળના અર્થને સમજીએ. એટલું જ નહીં દરેક પર્વમાં કોઈને કોઈ સંદેશ હોય છે, કોઈને કોઈ સંસ્કાર હોય છે. આપણે તેને જાણવાનું પણ છે, જીવવાનું પણ છે અને આવનારી પેઢીઓ માટે વારસાના રૂપમાં તેને આગળ વધારવાનું છે. હું ફરી એકવાર બધા દેશવાસીઓ ને જન્માસ્ટમીની ઘણી-ઘણી શુભેચ્છાઓ પાઠવું છું.
મારા પ્રિય દેશવાસીઓ, આ કોરોના સમયમાં સ્વચ્છતાના વિષયમાં મને જેટલી વાતો કરવાની હતી, લાગે છે કદાચ તેમાં થોડી ઉણપ આવી ગઈ હતી. મને પણ લાગે છે કે સ્વચ્છતા ના અભિયાનને આપણે રત્તીભર પણ ઓઝલ નથી થવા દેવું. રાષ્ટ્ર નિર્માણ માટે સહુનો પ્રયાસ કેવી રીતે સહુનો વિકાસ કરે છે તેના ઉદાહરણ આપણને પ્રેરણા પણ આપે છે અને કંઈક કરવા માટે એક નવી ઉર્જા ભરી દે છે, નવો વિશ્વાસ ભરી દે છે, આપણા સંકલ્પમાં પ્રાણ ફૂંકી દે છે. આપણે તે બહુ સારી રીતે જાણીએ છીએ કે જ્યારે પણ સ્વચ્છ ભારત અભિયાનની વાત આવે છે તો ઈન્દોરનું નામ આવે જ આવે છે કારણ કે ઈન્દોરે સ્વચ્છતાના સંબંધમાં પોતાની એક વિશેષ ઓળખ બનાવી છે અને ઈન્દોરના નાગરિકો તેના અભિનંદનના અધિકારી પણ છે. આપણું આ ઈન્દોર કેટલાય વર્ષોથી સ્વચ્છ ભારત રેંકિંગ માં પહેલા નંબર પર રહ્યું છે. હવે ઈન્દોરના લોકો સ્વચ્છ ભારતના આ રેંકિંગથી સંતોષ મેળવીને બેસવા નથી માંગતા, આગળ વધવા માગે છે, કંઈક નવું કરવા માગે છે.
અને તેમણે શું મનમાં નક્કી કરી લીધું છે, તેમણે વોટર પ્લસ સીટી બનાવી રાખવા માટે ખરા દિલથી જોડાઈ ગયા છે. વોટર પ્લસ સીટી એટલે કે એવું શહેર જ્યાં ટ્રીટમેન્ટ વગર કોઈપણ સીવેજ કોઈ સાર્વજનિક જળ સ્ત્રોતમાં નાખવામાં નથી આવતું. અહીંના નાગરિકોએ પોતે આગળ આવીને પોતાના નાળાઓને સીવર લાઈન સાથે જોડ્યા છે. સ્વચ્છતા અભિયાન પણ ચલાવ્યું છે અને તેને કારણે સરસ્વતી અને કાન્હ નદીઓમાં ઠલવાતું ગંદુ પાણી પણ ઘણું ઓછું થયું છે અને સુધારો નજરે પડી રહ્યો છે. આજે જ્યારે આપણો દેશ આઝાદી કા અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે તો આપણે એ યાદ રાખવાનું છે કે સ્વચ્છ ભારત અભિયાનના સંકલ્પોને આપણે ક્યારેય મંદ પડવા દેવાના નથી. આપણા દેશમાં જેટલા વધારે શહેરો વોટર પ્લસ સીટી હશે, તેટલી જ સ્વચ્છતા પણ વધશે, આપણી નદીઓ પણ સાફ રહેશે અને પાણી બચાવવાની એક માનવીય જવાબદારી નિભાવવાના સંસ્કાર પણ હશે.
સાથીઓ મારી સામે એક ઉદાહરણ બિહારના મધુબનીથી આવ્યું છે. મધુબનીમાં ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ કૃષિ વિશ્વવિદ્યાલય અને ત્યાંના સ્થાનિક કૃષિ વિજ્ઞાન કેન્દ્રએ મળીને એક સારો પ્રયાસ કર્યો છે. તેનો લાભ ખેડૂતોને તો થઈ જ રહ્યો છે, તેનાથી સ્વચ્છ ભારત અભિયાનને પણ નવી તાકાત મળી રહી છે. વિશ્વવિદ્યાલયની આ પહેલનું નામ છે – સુખેત મોડલ... સુખેત મોડલનો હેતુ છે ગામોમાંથી પ્રદૂષણને ઘટાડવાનો છે. આ મોડલ હેઠળ ગામના ખેડૂતો પાસેથી ગોબર અને ખેતર-ઘરમાંથી નીકળનારો અન્ય કચરો એકઠો કરવામાં આવે છે અને બદલામાં ગામના લોકોને રસોઈ ગેસ સિલિંડર માટે પૈસા આપવામાં આવે છે.
જે કચરો ગામમાંથી એકત્રિત થાય છે તેના સમાધાન માટે વર્મી કમ્પોસ્ટ બનાવવાનું કામ પણ કરવામાં આવી રહ્યું છે. એટલે કે સુખેત મોડલના ચાર લાભ તો સીધેસીધા નજરે પડી રહ્યા છે. એક તો ગામોને પ્રદૂષણથી મુક્તિ, બીજું ગામોને ગંદકીથી મુક્તિ, ત્રીજું ગામના લોકોને રસોઈ ગેસ સિલિંડર માટે પૈસા, અને ચોથું ગામના ખેડૂતોને જૈવિક ખાતર. તમે વિચારો, આવી રીતના પ્રયત્નો આપણા ગામોની શક્તિને કેટલી વધારી શકે છે. આ જ તો આત્મનિર્ભરતાનો વિષય છે. હું દેશની પ્રત્યેક પંચાયતને કહીશ કે આવું કંઈક કરવાનું તેઓ પણ તેમને ત્યાં વિચારે. અને સાથીઓ, જ્યારે આપણે એક લક્ષ્ય લઈને નીકળી પડીએ છીએ ત્યારે પરિણામ મળવું નિશ્ચિત જ હોય છે. હવે જુઓ આપણા તમિલનાડુમાં શિવગંગા જિલ્લાની કાન્જીરંગાલ પંચાયત. જુઓ આ નાની પંચાયતે શું કર્યું, અહીં આપને વેસ્ટથી વેલ્થ નું વધુ એક મોડલ જોવા મળશે. અહીંયા ગ્રામ પંચાયતે સ્થાનિક લોકો સાથે મળીને કચરામાંથી વિજળી બનાવાનો એક લોકલ પ્રોજેક્ટ પોતાના ગામમાં લગાવી દીધો છે. આખા ગામમાંથી કચરો ભેગો થાય છે તેમાંથી વિજળી બને છે અને બચેલા પ્રોડક્ટને કિટનાશકના રૂપમાં વેચી દેવામાં પણ આવે છે. ગામના આ પાવર પ્લાન્ટની ક્ષમતા પ્રતિદિવસ બે ટન કચરાના નિસ્તારણની છે. તેનાથી બનનારી વિજળી ગામની સ્ટ્રીટ લાઈટ અને બીજી અન્ય જરૂરિયાતોમાં ઉપયોગ થઈ રહી છે. તેનાથી પંચાયતના પૈસા તો બચી જ રહ્યા છે તે પૈસા વિકાસના બીજા કામોમાં વાપરવામાં આવી રહ્યા છે. હવે મને જણાવો, તમિલનાડુના શિવગંગા જિલ્લાની એક નાની પંચાયત આપણે બધા દેશવાસીઓને કંઈક કરવાની પ્રેરણા આપે છે કે નથી આપતી. કમાલ કર્યો છે આ લોકોએ.
મારા પ્રિય દેશવાસીઓ,
મન કી બાત હે ભારતની સીમાઓ સુધી સીમિત નથી રહ્યું. દુનિયાના અલગ અલગ ખૂણાઓમાં પણ મન કી બાત ની ચર્ચા થાય છે. અને વિદેશોમાં રહેતા આપણા ભારતીય સમુદાયના લોકો છે, તેઓ પણ મને ઘણી નવી નવી જાણકારી આપતા રહે છે. અને મને પણ ક્યારેક ક્યારેક મન કી બાતમાં વિદેશોમાં જે અનોખા કાર્યક્રમ ચાલે છે તેની વાતો તમારી સાથે વહેંચલી ગમે છે. આજે પણ હું આપનો કેટલાક એવા લોકો સાથે પરિચય કરાવીશ પરંતુ તે પહેલા હું તમને એક ઓડિયો સંભળાવવા માંગુ છું. જરા ધ્યાનથી સાંભળજો.
સંસ્કૃત ઓડિયો.... (આર જે ગંગા)
##
[रेडियो युनिटी नाईन्टी एफ्.एम्.-2]
नमोनमः सर्वेभ्यः | मम नाम गङ्गा | भवन्तः शृण्वन्तु रेडियो-युनिटी-नवति-एफ्.एम् –‘एकभारतं श्रेष्ठ-भारतम्’ | अहम् एकतामूर्तेः मार्गदर्शिका एवं रेडियो-युनिटी-माध्यमे आर्.जे. अस्मि | अद्य संस्कृतदिनम् अस्ति | सर्वेभ्यः बहव्यः शुभकामनाः सन्ति| सरदार-वल्लभभाई-पटेलमहोदयः ‘लौहपुरुषः’ इत्युच्यते | २०१३-तमे वर्षे लौहसंग्रहस्य अभियानम् प्रारब्धम् | १३४-टन-परिमितस्य लौहस्य गलनं कृतम् | झारखण्डस्य एकः कृषकः मुद्गरस्य दानं कृतवान् | भवन्तः शृण्वन्तु रेडियो-युनिटी-नवति-एफ्.एम् –‘एकभारतं श्रेष्ठ-भारतम्’ |
[रेडियो युनिटी नाईन्टी एफ्.एम्.-2]
##
સાથીઓ.. ભાષા તો તમે સમજી જ ગયા હશો. આ રેડિયો પર સંસ્કૃતમાં વાત કરવામાં આવી રહી છે અને જે વાત કરી રહ્યા છે તે છે આરજે ગંગા. આરજે ગંગા, ગુજરાતના રેડિયો જોકી ના ગ્રુપના એક સભ્ય છે. તેમના અન્ય પણ સાથીઓ છે, જેમ કે આરજે નિલમ, આરજે ગુરુ અને આરજે હેતલ. આ બધા લોકો મળીને ગુજરાતમાં, કેવડિયામાં આ સમયે સંસ્કૃત ભાષાનું માન વધારવામાં લાગેલા છે. અને તમને ખબર છે ને આ કેવડિયા એ જ છે જ્યાં દુનિયાનું સૌથી ઉંચું સ્ટેચ્યુ, આપણા દેશનું ગૌરવ, સ્ટેચ્યુ ઓફ યુનિટી જ્યાં છે, તે કેવડિયાની હું વાત કરું છું. અને આ બધા રેડિયો જોકીઝ છે જે એક સાથે કેટલીયે ભૂમિકા નિભાવે છે. તેઓ ગાઈડના રૂપમાં પણ પોતાની સેવા આપે છે, અને સાથે સાથે કોમ્યુનિટી રેડિયો ઈનિશિયેટીવ, રેડિયો યુનિટી 90 એફએમ, તેનું પણ સંચાલન કરે છે. આ આરજે, પોતાના શ્રોતાઓ સાથે સંસ્કૃતમાં વાત કરે છે, તેમને સંસ્કૃતમાં જાણકારી ઉપલબ્ધ કરાવે છે.
સાથીઓ, આપણે ત્યાં સંસ્કૃત વિશે કહેવામાં આવ્યું છે –
અમૃતમ, સંસ્કૃતમ, મિત્ર, સરસમ્ સરલમ્ વચઃ
એકતા મૂલકમ્ રાષ્ટ્રે, જ્ઞાન વિજ્ઞાન પોષકમ્...
એટલે કે આપણી સંસ્કૃત ભાષા સરસ પણ છે, સરળ પણ છે.
સંસ્કૃત, તેના વિચારો, આપણા સાહિત્યના માધ્યમથી તે જ્ઞાન વિજ્ઞાન અને રાષ્ટ્રની એકતાનું પણ પોષણ કરે છે, તેને મજબૂત કરે છે. સંસ્કૃત સાહિત્યમાં માનવતા અને જ્ઞાનનું એવું જ દિવ્ય દર્શન છે,
જે કોઈને પણ આકર્ષિત કરી શકે છે. હાલમાં જ મને કેટલાય એવા લોકો વિશે જાણવા મળ્યું, જે વિદેશોમાં સંસ્કૃત ભણાવવાનું પ્રેરક કાર્ય કરી રહ્યા છે. એવા જ એક વ્યક્તિ છે શ્રીમાન રટગર કોર્ટેનહોસ્ટ, જે આયરલેન્ડમાં સંસ્કૃતના જાણીતા વિદ્વાન અને શિક્ષક છે અને ત્યાંના બાળકોને સંસ્કૃત ભણાવે છે. અહીં આપણે ત્યાં પૂર્વમાં ભારત અને થાઈલેન્ડ વચ્ચે સાંસ્કૃતિક સંબંધોની મજબૂતીમાં સંસ્કૃત ભાષાની પણ એક મહત્વની ભૂમિકા છે. ડો. ચિરાપત પ્રપંડવિદ્યા અને ડો. કુસુમા રક્ષામણી, આ બંને થાઈલેન્ડમાં સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસારમાં ઘણી મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યા છે. તેમણે થાઈ અને સંસ્કૃત ભાષામાં તુલનાત્મક સાહિત્યની પણ રચના કરી છે. એવા જ એક પ્રોફેસર છે શ્રીમાન બોરિસ જાખરિન, રશિયામાં મોસ્કો સ્ટેટ યુનિવર્સિટીમાં તેઓ સંસ્કૃત ભણાવે છે. તેમણે કેટલાય શોધ પત્રો અને પુસ્તકો પ્રકાશિત કર્યા છે. તેમણે કેટલાય પુસ્તકોનો સંસ્કૃત ભાષામાંથી રશિયન ભાષામાં અનુવાદ પણ કર્યો છે. તેવી જ રીતે સિડની સંસ્કૃત સ્કૂલ, ઓસ્ટ્રેલિયાના એ પ્રમુખ સંસ્થાઓમાંની એક છે જ્યાં વિદ્યાર્થીઓને સંસ્કૃત ભાષા ભણાવવામાં આવે છે. આ સ્કૂલ બાળકો માટે સંસ્કૃત ગ્રામર કેમ્પ, સંસ્કૃત નાટક અને સંસ્કૃત દિવસ જેવા કાર્યક્રમોનું પણ આયોજન કરે છે.
સાથીઓ, હાલના દિવસોમાં જે પ્રયાસો થયા છે, તેનાથી સંસ્કૃતને લઈને એક નવી જાગૃતિ આવી છે. હવે સમય છે કે આ દિશામાં આપણે આપણા પ્રયત્નો વધારીએ. આપણા વારસાને સાચવવો, તેને સંભાળવો, નવી પેઢીને આપવો, આ બધા આપણા કર્તવ્ય છે અને ભાવી પેઢીનો તેના પર હક પણ છે. હવે સમય છે આ કામો માટે પણ બધાનો પ્રયત્ન વધે.
સાથીઓ, જો આપ પણ આવી જ રીતના પ્રયત્નોમાં જોડાયેલા એવા કોઈ વ્યક્તિને જાણો છો, આવી કોઈ જાણકારી તમારી પાસે છે, તો #CelebratingSanskrit સાથે સોશિયલ મીડિયા પર તેને સંબંધિત જાણકારી ચોક્કસ શેર કરો.
મારા પ્રિય દેશવાસીઓ, આવનારા થોડા દિવસોમાં જ વિશ્વકર્મા જયંતિ પણ આવવાની છે. ભગવાન વિશ્વકર્માને આપણે ત્યાં વિશ્વની સર્જન શક્તિનું પ્રતિક માનવામાં આવ્યા છે. જે પણ પોતાના કૌશલ્યોથી કોઈ વસ્તુનું નિર્માણ કરે છે, સર્જન કરે છે, પછી તે સિવણ કામ હોય, સોફ્ટવેર હોય, કે પછી સેટેલાઈટ, આ બધું ભગવાન વિશ્વકર્માનું પ્રગટીકરણ છે. દુનિયામાં ભલે સ્કિલની ઓળખ આજે નવી રીતે થઈ રહી છે, પરંતુ આપણા ઋષિઓએ તો હજારો વર્ષોથી સ્કિલ અને સ્કેલ પર ભાર આપ્યો છે. તેમણે સ્કિલને, આવડતને, કૌશલને, આસ્થા સાથે જોડીને આપણા જીવન દર્શનનો ભાગ બનાવી દીધો છે. આપણા વેદોએ પણ કેટલાય સૂક્ત ભગવાન વિશ્વકર્માને સમર્પિત કરી દીધા છે. સૃષ્ટિની જેટલી પણ મોટી રચનાઓ છે, જે પણ નવા અને મોટા કામ થયા છે, આપણા શાસ્ત્રોમાં તેનો શ્રેય ભગવાન વિશ્વકર્માને જ આપ્યો છે. તે એક રીતે એ વાતનું પ્રતિક છે કે સંસારમાં જે કંઈ પણ ડેવેલપમેન્ટ અને ઈનોવેશન થાય છે, તે સ્કિલને મારફતે જ થાય છે. ભગવાન વિશ્વકર્મા ની જયંતિ અને તેમની પૂજાની પાછળ આ જ ભાવ છે. અને આપણા શાસ્ત્રોમાં એ પણ કહેવામાં આવ્યું છે, -
વિશ્વસ્ય કૃતે યસ્ય કર્મવ્યાપારઃ સઃ વિશ્વકર્મા...
એટલે કે જે સૃષ્ટિ અને નિર્માણથી જોડાયેલા બધા લોકો કર્મ કરે છે તેઓ વિશ્વકર્મા છે. આપણા શાસ્ત્રોની નજરમાં આપણી આસપાસ નિર્માણ અને સર્જનમાં લાગેલા જેટલા પણ સ્કિલ્ડ, કુશળ લોકો છે, તેઓ ભગવાન વિશ્વકર્માનો વારસો છે. તેના વગર આપણે આપણા જીવનની કલ્પના પણ નથી કરી શકતા. તમે વિચારી જુઓ, તમારા ઘરમાં વિજળીની કોઈ સમસ્યા આવી જાય અને તમને કોઈ ઈલેક્ટ્રિશિયન ન મળે તો શું થશે? તમારી સામે આટલી મોટી પરેશાની આવી જશે. આપણું જીવન આવા જ અનેક સ્કિલ્ડ લોકોને કારણે ચાલે છે. તમે તમારી આસપાસ જુઓ, લોખંડનું કામ કરનારા હોય, માટીના વાસણો બનાવનારા હોય, લાકડાનો સામાન બનાવનારા હોય, વિજળીનું કામ કરનારા લોકો હોય, ઘરમાં પેઈન્ટ કરનારા લોકો હોય, સફાઈ કર્મી હોય કે પછી મોબાઈલ-લેપટોપનું રિપેર કરનારા આ બધા સાથી પોતાની સ્કિલને કારણે જ ઓળખાય છે. આધુનિક સ્વરૂપમાં તેઓ પણ વિશ્વકર્મા જ છે. પરંતુ સાથીઓ, તેનું એક પાસું એ પણ છે અને તે ક્યારેક ક્યારેક ચિંતા પણ કરાવે છે. જે દેશમાં, જ્યાંની સંસ્કૃતિમાં, પરંપરામાં, વિચારમાં, કૌશલ્યને, સ્કિલ મેનપાવર ને ભગવાન વિશ્વકર્મા સાથે જોડી દેવામાં આવ્યા હોય, ત્યાં સ્થિતી કેવી રીતે બદલાઈ ગઈ, એક સમય, આપણા પારિવારિક જીવન, સામાજિક જીવન, રાષ્ટ્ર જીવન, પર કૌશલ્યનો બહુ મોટો પ્રભાવ રહેતો હતો. પરંતુ ગુલામીના લાંબા સમયમાં કુશળતાને આ રીતનું સન્માન આપનારી ભાવના ધીરે ધીરે વિસરાઈ ગઈ. વિચાર કંઈક એવો થઈ ગયો છે કે કુશળતા આધારિત કાર્યોને નાનું સમજવામાં આવ્યું. અને હવે આજે જુઓ, આખી દુનિયા સૌથી વધારે કુશળતા એટલે કે સ્કિલ પર જ જોર આપે છે.
ભગવાન વિશ્વકર્માની પૂજા પણ માત્ર ઔપચારિકતાઓથી જ પૂરી નથી થઈ. આપણે કૌશલ્યને સન્માન આપવું પડશે, કુશળ બનવા માટે મહેનત પણ કરવી પડશે. કુશળ હોવાનું ગૌરવ પણ હોવું જોઈએ. જ્યારે આપણે કંઈકને કંઈક નવું કરીએ, કંઈક ઈનોવેટ કરીએ, કંઈક એવું સર્જન કરીએ, જેનાથી સમાજનું હિત થાય, લોકોનું જીવન સરળ બને, ત્યારે આપણી વિશ્વકર્મા પૂજા સાર્થક થશે. આજે દુનિયામાં સ્કિલ્ડ લોકો માટે અવસરોની અછત નથી. પ્રગતિને કેટલાય માર્ગો આજે સ્કિલ થી તૈયાર થઈ રહ્યા છે. તો આવો આ વખતે આપણે ભગવાન વિશ્વકર્માની પૂજા પર આસ્થાની સાથે-સાથે તેમના સંદેશને પણ અપનાવવાનો સંકલ્પ કરીએ. આપણી પૂજાનો ભાવ એ જ હોવો જોઈએ કે આપણે સ્કિલના મહત્વને સમજીશું અને સ્કિલ્ડ લોકોને, પછી તે કોઈપણ કામ કરતા હોય, તેમને પૂરું સન્માન પણ આપીશું.
મારા પ્રિય દેશવાસીઓ, આ સમય આઝાદીના 75માં વર્ષનો છે. આ વર્ષે તો આપણે રોજ નવા સંકલ્પ લેવાના છે, નવું વિચારવાનું છે, અને કંઈક નવું કરવાની આપણી ઉત્કંઠા પણ વધારવાની છે. આપણું ભારત જ્યારે આઝાદીના 100 વર્ષ પૂર્ણ કરશે ત્યારે આપણા આ સંકલ્પ જ તેની સફળતાના પાયામાં નજરે પડશે. તેથી આપણે આ મોકો ગુમાવવાનો નથી. આપણે તેમાં વધારેમાં વધારે યોગદાન આપવાનું છે. અને આ પ્રયાસો વચ્ચે આપણે વધુ એકવાત યાદ રાખવાની છે. દવા પણ અને કડકાઈ પણ. દેશમાં 62 કરોડથી પણ વધારે વેક્સિનના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે પરંતુ તેમ છતાં આપણે સાવધાની રાખવાની છે, સતર્કતા રાખવાની છે. અને હાં... હંમેશાની જેમ, જ્યારે પણ તમે કંઈક નવું કરો, નવું વિચારો,
તો તેમાં મને ચોક્કસ સામેલ કરશો. મને આપના પત્ર અને મેસેજની રાહ રહેશે. એ જ આશા સાથે, આપ બધાને આવનારા પર્વોની ફરી એકવાર ઘણી શુભેચ્છાઓ... ખૂબ ખૂબ ધન્યવાદ....
નમસ્કાર....
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર.
બે દિવસ પહેલાં જ કેટલીક અદ્ભૂત તસવીરો, કેટલીક યાદગાર પળો, હજુ પણ મારી આંખોની સામે છે. આથી આ વખતે ‘મન કી બાત’ની શરૂઆત એ જ પળોથી કરીએ છીએ. ટૉક્યો ઑલિમ્પિક્સમાં ભારતીય ખેલાડીઓને તિરંગો લઈને ચાલતા જોઈને હું જ નહીં, સમગ્ર દેશ રોમાંચિત થઈ ગયો. સમગ્ર દેશે જાણે કે એક થઈને પોતાના આ યૌદ્ધાઓને કહ્યું,
વિજયી ભવ । વિજયી ભવ ।
જ્યારે આ ખેલાડીઓ ભારતથી ગયા હતા તો મને તેમની સાથે વાતચીત કરવાની, તેમના વિશે જાણવાની અને દેશને જણાવવાની તક મળી હતી. આ ખેલાડીઓ, જીવનના અનેક પડકારોને પાર કરીને અહીં પહોંચ્યા છે. આજે તેમની પાસે, તમારા પ્રેમ અને સમર્થનની તાકાત છે. આથી, આવો મળીને આપણાં બધાં ખેલાડીઓઓને આપણી શુભકામનાઓ આપીએ, તેમની હિંમત વધારીએ. સૉશિયલ મિડિયા પર ઑલિમ્પિક્સ ખેલાડીઓના સમર્થન માટે આપણું વિક્ટરી પંચ કેમ્પેઇન હવે શરૂ થઈ ચૂક્યું છે. તમે પણ પોતાની ટીમ સાથે પોતાનો વિક્ટરી પંચ શૅર કરો ભારત માટે ચીયર કરો.
સાથીઓ, જે દેશ માટે તિરંગો ઉઠાવે છે તેમના સમ્માનમાં ભાવનાઓ ઉમટી આવવી સ્વાભાવિક છે. દેશભક્તિની આ ભાવના, આપણને બધાંને જોડે છે. કાલે એટલે કે ૨૬ જુલાઈએ ‘કારગિલ વિજય દિવસ’ પણ છે. કારગિલનું યુદ્ધ ભારતની સેનાઓના શૌર્ય અને સંયમનું એવું પ્રતીક છે, જેને સમગ્ર દુનિયાએ જોયું છે. આ વખતે આ ગૌરવશાળી દિવસ પણ ‘અમૃત મહોત્સવ’ની વચ્ચે મનાવવામાં આવશે. આથી તે વધુ પણ ખાસ થઈ જાય છે. હું ઈચ્છીશ કે તમે કારગિલની રોમાંચિત કરી દેનારી ગાથા જરૂર વાંચજો, કારગિલના વીરોને આપણે બધાં નમન કરીએ.
સાથીઓ, આ વખતે ૧૫ ઑગસ્ટના રોજ દેશ પોતાના સ્વતંત્રતાના ૭૫મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે. એ આપણા બધાનું મોટું સૌભાગ્ય છે કે જે સ્વતંત્રતા માટે દેશે સદીઓની રાહ જોઈ, તેનાં ૭૫ વર્ષ થવાના આપણે સાક્ષી બની રહ્યા છીએ. તમને યાદ હશે, સ્વતંત્રતાનાં ૭૫ વર્ષ મનાવવા માટે ૧૨ માર્ચના રોજ બાપુના સાબરમતી આશ્રમથી ‘અમૃત મહોત્સવ’ની શરૂઆત થઈ હતી. આ દિવસે બાપુની દાંડી યાત્રાને પણ પુનર્જીવિત કરવામાં આવી હતી, ત્યારથી જમ્મુ-કાશ્મીરથી લઈને પુડુચેરી સુધી, ગુજરાતથી લઈને પૂર્વોત્તર સુધી, દેશભરમાં ‘અમૃત મહોત્સવ’ સાથે જોડાયેલા કાર્યક્રમો ચાલી રહ્યા છે. અનેક એવી ઘટનાઓ, આવા સ્વતંત્રતા સૈનિકો, જેમનું યોગદાન તો ઘણું મોટું છે, પરંતુ તેટલી ચર્ચા નથી થઈ શકી, આજે લોકો તેમના વિશે પણ જાણી શકે છે. હવે, જેમ કે, મોઇરાંગ ડેને જ લો. મણિપુરનું નાનકડું ગામ મોઇરાંગ, ક્યારેક નેતાજી સુભાષચંદ્ર બોઝની આઝાદ હિન્દ ફૌજ એટલે કે આઈએનએનું એક પ્રમુખ ઠેકાણું હતું. અહીં, સ્વતંત્રતાના પહેલાં જ, આઈએનએના કર્નલ શૌકત મલિકજીએ ઝંડો લહેરાવ્યો હતો.
‘અમૃત મહોત્સવ’ દરમિયાન ૧૪ એપ્રિલે તે મોઇરાંગમાં એક વાર ફરી તિરંગો લહેરાવવામાં આવ્યો. એવા કેટલાય સ્વાધીનતા સેનાની અને મહાપુરુષ છે જેમને ‘અમૃત મહોત્સવ’માં દેશ યાદ કરી રહ્યો છે. સરકાર અને સામાજિક સંગઠનોની તરફથી પણ સતત તેની સાથે જોડાયેલા કાર્યક્રમ આયોજિત કરાઈ રહ્યા છે. આવું જ એક આયોજન આ વખતે ૧૫ ઑગસ્ટે થવા જઈ રહ્યું છે, તે એક પ્રયાસ છે- રાષ્ટ્રગાન સાથે જોડાયેલો. સાંસ્કૃતિક મંત્રાલયનો પ્રયત્ન છે કે આ દિવસે વધુમાં વધુ ભારતવાસીઓ મળીને રાષ્ટ્રગાન ગાય, તેના માટે એક વેબસાઇટ પણ બનાવવામાં આવી છે- રાષ્ટ્રગાન ડૉટ ઇન. આ વેબસાઇટની મદદથી તમે રાષ્ટ્રગાન ગાઈને તેને રેકૉર્ડ કરી શકશો, આ અભિયાન સાથે જોડાઈ શકશો. મને આશા છે, તમે આ અનોખી પહેલ સાથે જરૂર જોડાશો. આ રીતે ઘણાં બધાં અભિયાન, ઘણા બધા પ્રયાસ તમને આવનારા દિવસોમાં જોવા મળશે. ‘અમૃત મહોત્સવ’ કોઈ સરકારનો કાર્યક્રમ નથી, કોઈ રાજકીય પક્ષનો કાર્યક્રમ નથી, તે કોટિ-કોટિ ભારતવાસીઓનો કાર્યક્રમ છે. દરેક સ્વતંત્ર અને કૃતજ્ઞ ભારતીયનું પોતાના સ્વતંત્ર સેનાનીઓને નમન છે અને આ મહોત્સવની મૂળ ભાવનાનો વિસ્તાર તો બહુ જ વિશાળ છે- આ ભાવના છે, પોતાના સ્વાતંત્ર્ય સૈનિકોના માર્ગ પર ચાલવું, તેમનાં સપનાંનો દેશ બનાવવો. જેમ, દેશની સ્વતંત્રતાના ઈચ્છુકો, સ્વતંત્રતા માટે એક થઈ ગયા હતા તેમ જ આપણે દેશના વિકાસ માટે એક થઈ જવાનું છે. આપણે દેશ માટે જીવવાનું છે, દેશ માટે કામ કરવાનું છે અને તેમાં નાના-નાના પ્રયાસો પણ મોટું પરિણામ લાવી શકે છે. રોજનું કામકાજ કરતા કરતાં પણ આપણે રાષ્ટ્ર નિર્માણ કરી શકીએ છીએ જેમ કે વૉકલ ફૉર લૉકલ. આપણા દેશના સ્થાનિક વેપારીઓ, કલાકારો, શિલ્પકારો, વણકરોનું સમર્થન કરવું, આપણા સહજ સ્વભાવમાં હોવું જોઈએ. ૭ ઑગસ્ટે આવનાર નેશનલ હેન્ડલૂમ ડૅ, એક એવો અવસર છે જ્યારે આપણે પ્રયાસપૂર્વક આ કામ કરી શકીએ છીએ. નેશનલ હેન્ડલૂમ ડૅની સાથે ખૂબ જ ઐતિહાસિક પૃષ્ઠભૂમિ જોડાયેલી છે. આ દિવસે, ૧૯૦૫માં સ્વદેશી આંદોલનની શરૂઆત થઈ હતી.
સાથીઓ, આપણા દેશના ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાં, હેન્ડલૂમ, કમાણીનું બહુ મોટું સાધન છે. આ એવું ક્ષેત્ર છે જેનાથી લાખો મહિલાઓ, લાખો વણકરો, લાખો શિલ્પી જોડાયેલાં છે. તમારા નાના-નાના પ્રયાસ વણકરોમાં એક નવી આશા જગાડશે. તમે, પોતે કંઈ ને કંઈ તો ખરીદો જ, અને પોતાની વાત બીજાને પણ કહો, અને જ્યારે આપણે સ્વતંત્રતાનાં ૭૫ વર્ષ મનાવી રહ્યા છે ત્યારે તો આટલું કરવું આપણી જવાબદારી જ છે ભાઈઓ. તમે જોયું હશે, વર્ષ ૨૦૧૪ પછી જ ‘મન કી બાત’માં આપણે ઘણી વાર ખાદીની વાત કરીએ છીએ. આ તમારો જ પ્રયાસ છે કે આજે દેશમાં ખાદીનું વેચાણ અનેક ગણું વધી ગયું છે. શું કોઈએ વિચાર્યું હતું કે ખાદીના કોઈ સ્ટૉરમાંથી એક દિવસમાં એક કરોડ રૂપિયાથી વધારાનું વેચાણ થઈ શકે છે? પરંતુ તમે તે પણ કરી દેખાડ્યું છે. તમે જ્યારે પણ ક્યાંય પણ ખાદીનું કંઈક ખરીદો છો તો તેનો લાભ આપણા ગરીબ વણકર ભાઈઓ-બહેનોને જ મળે છે. આથી ખાદી ખરીદવી એક રીતે જનસેવા પણ છે, દેશ સેવા પણ છે. મારો તમને અનુરોધ છે કે તમે બધા મારા પ્રિય ભાઈઓ-બહેનો ગ્રામીણ વિસ્તારોમાં બની રહેલાં હેન્ડલૂમ ઉત્પાદનો જરૂર ખરીદો અને તેને #MyHandloomMyPride સાથે શૅર કરો.
સાથીઓ, વાત જ્યારે સ્વતંત્રતાના આંદોલન અને ખાદીની હોય તો પૂજ્ય બાપુનું સ્મરણ થવું સ્વાભાવિક છે. જેમ બાપુના નેતૃત્વમાં ‘ભારત છોડો આંદોલન’ ચાલ્યું હતું, તે જ રીતે આજે દરેક દેશવાસીએ ‘ભારત જોડો આંદોલન’નું નેતૃત્વ કરવાનું છે. એ આપણું કર્તવ્ય છે કે આપણે આપણું કામ એ રીતે કરીએ જે વિવિધતાઓ સાથે આપણા ભારતને જોડવામાં મદદગાર હોય. તો આવો, આપણે ‘અમૃત મહોત્સવ’ નિમિત્તે, આ અમૃત સંકલ્પ લઈએ કે દેશ જ આપણી સૌથી મોટી આસ્થા સૌથી મોટી પ્રાથમિકતા બની રહેશે. ‘Nation First, Always First’ ના મંત્રની સાથે જ આપણે આગળ વધવાનું છે.
મારા પ્રિય દેશવાસીઓ, આજે, હું ‘મન કી બાત’ સાંભળી રહેલા મારા યુવા સાથીઓનો વિશેષ આભાર વ્યક્ત કરવા માગું છું. હમણાં કેટલાક દિવસો પહેલાં જ MyGovની તરફથી ‘મન કી બાત’ના શ્રોતાઓ વિશે એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ અભ્યાસમાં એ જોવામાં આવ્યું કે ‘મન કી બાત’ માટે સંદેશ અને સૂચન મોકલનારાઓમાં પ્રમુખ રીતે કયા લોકો છે. અભ્યાસ પછી એ જાણકારી સામે આવી કે સંદેશ અને સૂચન કરનારા લોકોમાં લગભગ ૭૫ ટકા લોકો ૩૫ વર્ષથી ઓછી ઉંમરના હોય છે એટલે કે ભારતની યુવા શક્તિનાં સૂચનો ‘મન કી બાત’ને દિશા આપી રહ્યાં છે. હું તેને બહુ સારા સંકેતના રૂપમાં જોઉં છું. ‘મન કી બાત’ એક એવું માધ્યમ છે જ્યાં સકારાત્મકતા છે- સંવેદનશીલતા છે. ‘મન કી બાત’માં આપણે સકારાત્મક વાતો કરીએ છીએ, તેની લાક્ષણિકતા સામૂહિક છે. સકારાત્મક વિચારો અને સૂચનો માટે ભારતના યુવાઓની આ સક્રિયતા મને આનંદિત કરે છે. મને એ વાતનો આનંદ છે કે ‘મન કી બાત’ના માધ્યમથી મને યુવાઓના મનને પણ જાણવાનો અવસર મળે છે.
સાથીઓ, તમારા લોકો તરફથી મળતાં સૂચનો જ ‘મન કી બાત’ની સાચી તાકાત છે. તમારાં સૂચનો જ ‘મન કી બાત’ના માધ્યમથી ભારતની વિવિધતાને પ્રગટ કરે છે, ભારતવાસીઓની સેવા અને ત્યાગની સુગંધને ચારેય દિશાઓમાં ફેલાવે છે, આપણા મહેનતુ યુવાઓની શોધોથી બધાને પ્રેરે છે. ‘મન કી બાત’માં તમે અનેક પ્રકારના વિચારો મોકલો છો. આપણે બધા પર તો ચર્ચા નથી કરી શકતા, પરંતુ તેમાંના ઘણા વિચારોને હું સંબંધિત વિભાગોને જરૂર મોકલું છું, જેથી તેના પર આગળ કામ કરી શકાય.
સાથીઓ, હું તમને સાઈ પ્રનીથજીના પ્રયાસો વિશે જણાવવા માગું છું. સાઈ પ્રનીથજી એક સૉફ્ટવેર એન્જિનિયર છે. આંધ્ર પ્રદેશના નિવાસી છે. ગયા વર્ષે તેમણે જોયું કે તેમને ત્યાં ઋતુ બગડવાના કારણે ખેડૂતોને ઘણું નુકસાન વેઠવું પડ્યું હતું. હવામાન વિજ્ઞાનમાં તેમનો રસ વર્ષોથી હતો. આથી તેમણે પોતાનો રસ અને પોતાની પ્રતિભાને ખેડૂતોની ભલાઈ માટે ઉપયોગી બનાવવાનો નિર્ણય કર્યો. હવે તેઓ અલગ-અલગ ડેટા સૉર્સમાંથી વેધર ડેટા ખરીદે છે, તેનું વિશ્લેષણ કરે છે અને સ્થાનિક ભાષામાં અલગ-અલગ માધ્યમોથી ખેડૂતોને જરૂરી જાણકારી પહોંચાડે છે. વેધર અપડેટ ઉપરાંત, પ્રનીથજી અલગ આબોહવા સ્થિતિમાં લોકોએ શું કરવું જોઈએ, તેનું માર્ગદર્શન પણ આપે છે. ખાસ કરીને પૂરથી બચવા માટે કે પછી તોફાન કે વીજળી પડવા પર કેવી રીતે બચવું જોઈએ તેના વિશે પણ તેઓ લોકોને જણાવે છે.
સાથીઓ, એક તરફ, આ નવયુવાન સૉફ્ટવેર એન્જિનિયરનો આ પ્રયાસ પણ આપણા મનને સ્પર્શી જશે તો બીજી તરફ આપણા બીજા એક સાથી દ્વારા કરવામાં આવી રહેલ ટૅક્નૉલૉજીનો ઉપયોગ પણ તમને આશ્ચર્યચકિત કરી દેશે. આ સાથી છે ઓડિશાના સંબલપુર જિલ્લાના એક ગામમાં રહેનારા શ્રીમાન ઈસાક મુંડા જી. ઈસાક પણ ક્યારેક એક દહાડિયા મજૂરના રૂપમાં કામ કરતા હતા, પરંતુ હવે તેઓ ઇન્ટરનેટ પર જાણીતી હસ્તિ બની ગયા છે. પોતાની યૂટ્યૂબ ચેનલ દ્વારા તેઓ ઘણા રૂપિયા કમાઈ રહ્યા છે. તેઓ પોતાના વિડિયોમાં સ્થાનિક વાનગીઓ, પારંપરિક ખાણીપીણીની ટેવોને મુખ્યત્વે દર્શાવે છે. એક યૂટ્યૂબરના રૂપમાં તેમની યાત્રા માર્ચ ૨૦૨૦થી શરૂ થઈ હતી જ્યારે તેમણે ઓડિશાની જાણીતી સ્થાનિક વાનગી પખાલ સાથે જોડાયેલો એક વિડિયો પૉસ્ટ કર્યો હતો. ત્યારથી તેઓ સેંકડો વિડિયો પૉસ્ટ કરી ચૂક્યા છે. તેમનો આ પ્રયાસ અનેક કારણોથી બધાથી અલગ છે. ખાસ કરીને એટલા માટે કે તેનાથી શહેરોમાં રહેનારા લોકોને એ જીવનશૈલી જોવાનો અવસર મળે છે જેના વિશે તેઓ ખાસ કંઈ જાણતા નથી. ઈસાક મુંડા જી સંસ્કૃતિ અને રાંધણકળાને બરાબર મેળવીને ઉજવણી કરી રહ્યા છે અને આપણને બધાંને પ્રેરણા પણ આપી રહ્યા છે.
સાથીઓ, જ્યારે આપણે ટૅક્નૉલૉજીની ચર્ચા કરી રહ્યા છીએ તો હું એક બીજા રસપ્રદ વિષયની ચર્ચા કરવા માગું છું. તમે તાજેતરમાં જ વાંચ્યું હશે, જોયું હશે કે આઈઆઈટી મદ્રાસના પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા સ્થાપિત એક સ્ટાર્ટ અપએ એક થ્રીડી પ્રિન્ટેડ હાઉસ બનાવ્યું છે. થ્રીડી પ્રિન્ટિંગ કરીને ઘરનું નિર્માણ. છેવટે તે થયું કેવી રીતે? હકીકતે, આ સ્ટાર્ટઅપે સૌથી પહેલાં થ્રીડી પ્રિન્ટરમાં એક, ત્રિપરિમાણીય ડિઝાઇનને નાખી અને પછી એક વિશેષ પ્રકારના કૉન્ક્રિટના માધ્યમથી થર પર થર એમ એક થ્રીડી માળખું બનાવી દીધું. તમને એ જાણીને આનંદ થસે કે દેશભરમાં આ પ્રકારના અનેક પ્રયોગ કરવામાં આવી રહ્યા છે. એક સમય હતો જ્યારે નાનાં-નાનાં બાંધકામના કામમાં પણ વર્ષો લાગી જતાં હતાં. પરંતુ આજે ટૅક્નૉલૉજીના કારણે ભારતમાં સ્થિતિ બદલાઈ રહી છે. કેટલાક સમય પહેલાં આપણે દુનિયાભરની એવી નવીન શોધો કરનારી કંપનીઓને આમંત્રિત કરવા માટે એક વૈશ્વિક ગૃહ નિર્માણ ટૅક્નૉલૉજી પડકાર શરૂ કર્યો હતો. દેશમાં આ રીતનો અલગ પ્રકારનો આ અનોખો પ્રયાસ છે. આથી આપણે તેને લાઇટ હાઉસ પ્રૉજેક્ટ નામ આપ્યું. અત્યારે દેશમાં છ અલગ-અલગ જગ્યાઓ પર લાઇટ હાઉસ પ્રૉજેક્ટ પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. આ લાઇટ હાઉસ પ્રૉજેક્ટમાં મૉડર્ન ટૅક્નૉલૉજી અને ઇનૉવેટિવ રીતોનો ઉપયોગ કરવામાં આવે છે. તેનાથી બાંધકામનો સમય ઓછો થઈ જાય છે. સાથે જ જે ઘર બને છે તે વધુ ટકાઉ, સસ્તાં અને આરામદાયક હોય છે. મેં તાજેતરમાં જ ડ્રૉન દ્વારા આ પ્રૉજેક્ટની સમીક્ષા કરી હતી અને કાર્યની પ્રગતિને જીવંત જોઈ હતી.
ઈન્દોરના પ્રૉજેક્ટમાં બ્રિક અને મૉર્ટાર વૉલની જગ્યાએ પ્રિ ફેબ્રિકેટેડ સેન્ડવિચ પેનલ સિસ્ટમનો ઉપયોગ કરાઈ રહ્યો છે. રાજકોટમાં લાઇટ હાઉસ, ફ્રેન્ચ ટૅક્નૉલૉજીથી બનાવાઈ રહ્યા છે જેમાં ટનલ દ્વારા મોનોલિથિક કૉન્ક્રિટ કન્સ્ટ્રક્શન ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરાઈ રહ્યો છે. આ ટૅક્નૉલૉજીથી બનેલાં ઘર વિપત્તિઓનો સામનો કરવામાં ઘણા વધુ સક્ષમ હશે. ચેન્નાઇમાં અમેરિકા અને ફિનલેન્ડની ટૅક્નૉલૉજી, પ્રિ કાસ્ટ કૉન્ક્રિટ સિસ્ટમનો ઉપયોગ કરાઈ રહ્યો છે. તેનાથી મકાન ઝડપથી પણ બનશે અને ખર્ચ પણ ઓછો આવશે. રાંચીમાં જર્મનીની થ્રીડી કન્સ્ટ્રક્શન સિસ્ટમનો પ્રયોગ કરીને ઘર બનાવાશે. તેમાં દરેક ઓરડાને અલગ રીતે બનાવવામાં આવશે. તેમાં પછી પૂરા ઢાંચાને તે જ રીતે જોડવામાં આવશે જે રીતે બ્લૉક ટૉય એટલે કે રમકડાંના ઘરને જોડવામાં આવે છે. અગરતલામાં ન્યૂઝીલેન્ડની ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરીને સ્ટીલ ફ્રેમની સાથે મકાન બનાવવામાં આવી રહ્યા છે, જે મોટા ભૂંકપને પણ ખમી શકે છે. તો બીજી તરફ લખનઉમાં કેનેડાની ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમાં પ્લાસ્ટર અને પેઇન્ટરની જરૂરિયાત નહીં પડે અને ઝડપથી ઘર બનાવવા માટે પહેલેથી જ તૈયાર દીવાલોનો પ્રયોગ કરવામાં આવશે.
સાથીઓ, આજે દેશમાં એવો પ્રયાસ થઈ રહ્યો છે કે આ પ્રૉજેક્ટ ઇન્ક્યુબેશન સેન્ટર એટલે કે ઉદ્ભવન કેન્દ્રની જેમ કામ કરે. તેનાથી આપણા યોજના ઘડવૈયાઓ, આર્કિટૅક્ટો, એન્જિનિયરો અને વિદ્યાર્થીઓ નવી ટૅક્નૉલૉજીને જાણી શકશે અને તેનો પ્રયોગ પણ કરી શકશે. હું આ વાતોને ખાસ રીતે આપણા યુવાઓ માટે વહેંચી રહ્યો છું જેથી આપણા યુવાઓ રાષ્ટ્રહિતમાં ટૅક્નૉલૉજીનાં નવાં-નવાં ક્ષેત્રોની તરફ પ્રોત્સાહિત થઈ શકે.
મારા પ્રિય દેશવાસીઓ, તમે અંગ્રેજીની એક કહેવત સાંભળી હશે- To learn is to grow અર્થાત્ શીખવું જ આગળ વધવું છે. જ્યારે આપણે કંઈક નવું શીખીએ છીએ તો આપણા માટે પ્રગતિના નવા-નવા રસ્તા આપોઆપ ખુલી જાય છે. જ્યારે પણ ક્યાંય પરંપરાગત માર્ગથી હટીને કંઈક નવું કરવાનો પ્રયાસ થયો છે તો માનવતા માટે નવાં દ્વાર ખુલ્યાં છે, એક નવા યુગનો આરંભ થયો છે. અને તમે જોયું જ હશે કે જ્યારે ક્યાંય કંઈક નવું થાય છે તો તેનું પરિણામ બધાને આશ્ચર્યચકિત કરી દે છે. હવે જેમ કે જો હું તમને પૂછું કે તે કયાં રાજ્ય છે જેને તમે સફરજન, એપલ સાથે જોડશો? તો જાહેર છે કે તમારા મનમાં હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને ઉત્તરાખંડનું નામ આવશે. પરંતુ જો હું કહું કે આ યાદીમાં તમે મણિપુરને પણ જોડી દો તો કદાચ તમે આશ્ચર્ય પામી જશો. કંઈક નવું કરવાની ધગશમાં મણિપુરે આ પરાક્રમ કરી દેખાડ્યું છે. આજકાલ મણિપુરના ઉખરુલ જિલ્લામાં, સફરજનની ખેતી જોર પકડી રહી છે. અહીંના ખેડૂતો પોતાના બગીચાઓમાં સફરજન ઉગાડી રહ્યા છે. સફરજન ઉગાડવા માટે આ લોકોએ રીતસર હિમાચલ જઈને પ્રશિક્ષણ પણ લીધું છે. તેમાંના જ એક છે ટી એસ રિંગફામી યોંગ (T.S.Ringphami Young) . તેઓ વ્યવસાયથી એક ઍરોનૉટિકલ એન્જિનિયર છે. તેમણે તેમનાં પત્ની શ્રીમતી ટી. એસ. એન્જેલ સાથે મળીને સફરજન ઉગાડ્યાં છે. આ જ રીતે અવુન્ગશી શિમરે ઑગસ્ટીના (Avungshee Shimre Augasteena)એ પણ પોતાના બગીચામાં સફરજનનું ઉત્પાદન કર્યું છે. અવુન્ગશી દિલ્લીમાં નોકરી કરતાં હતાં. તે છોડીને પોતાનાં ગામ પાછાં ફર્યાં અને સફરજનની ખેતી શરૂ કરી. મણિપુરમાં આજે આવા અનેક સફરજન ખેડૂતો છે જેમણે કંઈક અલગ અને નવું કરીને દેખાડ્યું છે.
સાથીઓ, આપણા આદિવાસી સમુદાયમાં પણ બોર ઘણાં લોકપ્રિય રહ્યાં છે. આદિવાસી સમુદાયોના લોકો હંમેશાં બોરની ખેતી કરતા આવ્યા છે. પરંતુ કૉવિડ-૧૯ રોગચાળા પછી તેમની ખેતી વિશેષ રૂપે વધી રહી છે. ત્રિપુરાના ઉનાકોટીના આવા જ ૩૨ વર્ષના મારા યુવા સાથી છે બિક્રમજીત ચકમા. તેમણે બોરની ખેતીની શરૂઆત કરી ઘણો નફો કમાયો છે અને હવે તેઓ લોકોને બોરની ખેતી કરવા માટે પ્રેરિત પણ કરી રહ્યા છે. રાજ્ય સરકાર પણ આવા લોકોની મદદ માટે આગળ આવી છે. સરકાર દ્વારા તેના માટે અનેક વિશેષ નર્સરી બનાવાઈ છે જેથી બોરની ખેતી સાથે જોડાયેલા લોકોની માગણીઓ પૂરી કરી શકાય. ખેતીમાં પણ નવીનતા થઈ રહી છે તો ખેતીની આડ પેદાશોમાં પણ સર્જનાત્મકતા જોવામાં આવી રહી છે.
સાથીઓ, મને ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં કરવામાં આવેલા એક પ્રયાસ વિશે પણ ખબર પડી છે. કૉવિડ દરમિયાન જ લખીમપુર ખીરીમાં એક અનોખી પહેલ થી છે. ત્યાં મહિલાઓને કેળાનાં બેકાર તનામાંથી રેશા (ફાઇબર) બનાવવાનું પ્રશિક્ષણ આપવાનું કામ શરૂ કરવામાં આવ્યું. વૅસ્ટમાંથી બૅસ્ટ બનાવવાનો માર્ગ. કેળાના તનાને કાપીને મશીનની મદદથી બનાના ફાઇબર તૈયાર કરવામાં આવે છે જે શણની જેમ હોય છે. આ ફાઇબરથી થેલો, સાદડી, દરી, અનેક ચીજો બનાવાય છે. તેનાથી એક તો પાકના કચરાનો ઉપયોગ શરૂ થઈ ગયો, બીજી તરફ ગામમાં રહેતી આપણી બહેન-દીકરીઓને આવકનું વધુ એક સાધન મળી ગયું. બનાના ફાઇબરના આ કામથી એક સ્થાનિક મહિલાને ચારસોથી છસો રૂપિયા પ્રતિદિનની કમાણી થઈ જાય છે. લખીમપુર ખીરીમાં સેંકડો એકર જમીન પર કેળાંની ખેતી થાય છે. કેળાના પાક પછી સામાન્ય રીતે ખેડૂતોને તેના તનાને ફેંકવા માટે વધારાનો ખર્ચ કરવો પડતો હતો. હવે તેમના આ પૈસા પણ બચી જાય છે એટલે કે એક પંથ દો કાજ – આ કહેવત અહીં બિલકુલ બંધ બેસે છે.
સાથીઓ, એક તરફ બનાના ફાઇબરથી પ્રૉડક્ટ્સ બનાવાય છે તો બીજી તરફ કેળાના લોટથી ડોસા અને ગુલાબજાંબુ જેવાં સ્વાદિષ્ટ વ્યંજન પણ બનાવાય છે. કર્ણાટકના ઉત્તર કન્નડ અને દક્ષિણ કન્નડ જિલ્લાઓમાં મહિલાઓ આ અનોખું કાર્ય કરી રહી છે. આ શરૂઆત પણ કોરોના કાળથી જ થઈ છે. આ મહિલાઓએ ન માત્ર કેળાના લોટથી ડોસા, ગુલાબજાંબુ જેવી ચીજો બનાવી, પરંતુ તેમની તસવીરોને સૉશિયલ મિડિયા પર પણ મૂકી છે. જ્યારે વધુ લોકોને કેળાના લોટ વિશે ખબર પડી તો તેમની માગ પણ વધી અને આ મહિલાઓની આવક પણ. લખીમપુર ખીરીની જેમ અહીં પણ આ નવીન વિચારોનું મહિલાઓ જ નેતૃત્વ કરી રહી છે
સાથીઓ, આવાં ઉદાહરણ જીવનામં કંઈક નવું કરવાની પ્રેરણા બની જાય છે. તમારી આસપાસ પણ આવા અનેક લોકો હશે. જ્યારે તમારો પરિવાર મનની વાતો કરી રહ્યો હોય તો તમે તેમને પણ તમારી વાતચીતનો હિસ્સો બનાવો. ક્યારેક સમય કાઢીને બાળકો સાથે આવા પ્રયાસોને જોવા પણ જાવ અને અવસર મળી જાય તો સ્વંય પણ આવું કંઈક કરીને દેખાડો. અને હા, આ બધું તમે મારી સાથે NamoApp કે MyGov પર વહેંચશો તો મને વધુ સારું લાગશે.
મારા પ્રિય દેશવાસીઓ, આપણા સંસ્કૃત ગ્રંથોમાં એક શ્લોક છે
आत्मार्थम् जीव लोके अस्मिन्, को न जीविति मानव : ।
परम् परोपकारार्थम्, यो जीवति स जीवति ।।
અર્થાત્ પોતાના માટે તો સંસારમાં દરેક જીવે છે, પરંતુ વાસ્તવમાં તે જ વ્યક્તિ જીવે છે જે પરોપકાર માટે જીવે છે. ભારત માતાનાં દીકરા-દીકરીઓના પરોપકારિક પ્રયાસોની વાતો- આ જ તો છે ‘મન કી બાત’. આજે પણ આવા જ કેટલાક બીજા સાથીઓ વિશે આપણે વાતો કરીએ. એક સાથી ચંડીગઢ શહેરના છે. ચંડીગઢમાં હું પણ કેટલાંક વર્ષો સુધી રહી ચૂક્યો છું. તે એક ખૂબ જ આનંદી અને સુંદર શહેર છે. અહીં રહેનારાઓ ઉદાર છે અને હા, તમે જો ખાવાના શોખીન હો તો અહીં તમને વધુ મજા આવશે. આ જ ચંડીગઢના સૅક્ટર ૨૯માં સંજય રાણા જી ફૂડ સ્ટૉલ ચલાવે છે અને સાઇકલ પર છોલે-ભટુરે વેચે છે. એક દિવસ તેમની દીકરી રિદ્ધિમા અને ભત્રીજી રિયા એક વિચાર સાથે તેમની પાસે આવી. બંનેએ તેમને કૉવિડ રસી લગાવનારાઓને ફ્રીમાં છોલે-ભટુરે ખવડાવવા કહ્યું. તેઓ તેના માટે રાજી થઈ ગયા. તેમણે તરત જ આ સારો અને ભલો પ્રયાસ પણ શરૂ કરી દીધો. સંજય રાણાજીના છોટે-ભટુરે નિઃશુલ્ક ખાવા તમારે દેખાડવું પડે છે કે તમે તે જ દિવસે રસી લગાવડાવી છે. રસીનો સંદેશ દેખાડતા જ તેઓ તમને સ્વાદિષ્ટ છોલે-ભટુરે આપશે. કહે છે કે સમાજનું ભલાઈનું કામ કરવા માટે પૈસાથી વધુ, સેવા ભાવ, કર્તવ્ય ભાવની વધુ આવશ્યકતા હોય છે. આપણા સંજયભાઈ આ વાતને સાચી સાબિત કરી રહ્યા છે.
સાથીઓ, આવું જ એક બીજું કામ છે જેની હું આજે ચર્ચા કરવા માગીશ. આ કામ થઈ રહ્યું છે તમિલનાડુની નીલગીરીમાં. અહીં રાધિકા શાસ્ત્રીજીએ એમ્બ્યુરેક્સ (AmbuRx) પ્રૉજેક્ટની શરૂઆત કરી છે. આ પ્રૉજેક્ટનો હેતુ છે, પહાડી વિસ્તારોમાં દર્દીઓની સારવાર માટે સરળ પરિવહન ઉપલબ્ધ કરાવવું. રાધિકા કન્નૂરમાં એક કાફે ચલાવે છે. તેમણે પોતાના કાફેના સાથીઓ પાસેથી એમ્બ્યુરેક્સ માટે ભંડોળ મેળવ્યું. નીલગિરીના પહાડો પર આજે છ એમ્બ્યુરેક્સ કાર્યરત્ છે અને અંતરિયાળ વિસ્તારોમાં આપત્ત્તિની સ્થિતિમાં દર્દીઓના કામમાં પણ આવી રહી છે. એમ્બ્યુરેક્સમાં સ્ટ્રેચર, ઑક્સિજન સિલિન્ડર, પ્રાથમિક સહાયતા પેટી જેવી અનેક ચીજોની વ્યવસ્થા છે.
સાથીઓ, સંજય જી હોય કે રાધિકા જી, તેમનાં ઉદાહરણોથી ખબર પડે છે કે આપણે આપણું કાર્ય, આપણો વ્યવસાય, નોકરી કરતા-કરતા પણ સેવાનાં કાર્ય કરી શકીએ છીએ.સાથીઓ, કેટલાક દિવસો પહેલાં એક ખૂબ જ મજેદાર અને ખૂબ જ લાગણીસભર કાર્યક્રમ થયો જેનાથી ભારત-જ્યૉર્જિયાની મૈત્રીને એક મજબૂતી મળી. સમારોહમાં ભારતના સેન્ટ ક્વીન કેટેવાનના હૉલી રેલિક અર્થાત્ તેમના પવિત્ર સ્મૃતિ ચિહ્ન જ્યૉર્જિયાની સરકાર અને ત્યાંની જનતાને સોંપ્યું. તેના માટે આપણા વિદેશ પ્રધાન સ્વયં ત્યાં ગયા હતા. ખૂબ જ ભાવુક વાતાવરણમાં થયેલા આ સમારોહમાં જ્યૉર્જિયાના પ્રમુખ, વડા પ્રધાન, તેમના ધર્મગુરુ, અને મોટી સંખ્યામાં જ્યૉર્જિયાના લોકો ઉપસ્થિત હતા. આ કાર્યક્રમમાં ભારતની પ્રશંસામાં જે શબ્દો કહેવામાં આવ્યા તે ખૂબ જ યાદગાર છે. આ એક સમારોહે બંને દેશોની સાથે જ ગોવા અને જ્યૉર્જિયા વચ્ચેના સંબંધોને પણ વધુ પ્રગાઢ બનાવી દીધા છે. આવું એટલા માટે કારણકે સેન્ટ ક્વીન કેટેવાનના આ પવિત્ર અવશેષ ૨૦૦૫માં ગોવાના સેન્ટ ઑગસ્ટાઇન ચર્ચમાં મળ્યા હતા.
સાથીઓ, તમારા મનમાં સવાલ થયો હશે કે આ બધું શું છે, આ ક્યારે અને કેવી રીતે થયું? હકીકતે, તે આજથી ચારસો પાંચસો વર્ષ પહેલાંની વાત છે. ક્વીન કેટેવાન જ્યૉર્જિયાના રાજપરિવારની દીકરી હતી. દસ વર્ષના કારાવાસ પછી ૧૬૨૪માં તે વીરગતિને પ્રાપ્ત થઈ હતી. એક પ્રાચીન પુર્તગાલી દસ્તાવેજ અનુસાર, સેન્ટ ક્વીન કેટેવાનનાં અસ્થિઓને જૂના ગોવાના સેન્ટ ઑગસ્ટાઇન કૉન્વેન્ટમાં રાખવામાં આવ્યાં હતાં. પરંતુ અવશેષ ૧૯૩૦ના ભૂકંપમાં ગાયબ થઈ ગયા હતા.
ભારત સરકાર અને જ્યૉર્જિયાના ઇતિહાસકારો, સંશોધકો, પુરાતત્ત્વવિદો અને જ્યૉર્જિયન ચર્ચના દાયકાઓના અથાક પ્રયાસો પછી ૨૦૦૫માં તે પવિત્ર અવશેષોને શોધવામાં સફળતા મળી હતી. આ વિષય જ્યૉર્જિયાના લોકો માટે ખૂબ જ ભાવનાત્મક છે. આથી તેમની ઐતિહાસિક, પંથીય અને આધ્યાત્મિક લાગણીઓને ધ્યાનમાં રાખીને ભારત સરકારે આ અવશેષોનો એક અંશ જ્યૉર્જિયાના લોકોને ભેટમાં આપવાનો નિર્ણય કર્યો. ભારત અને જ્યૉર્જિયાના સંયુક્ત ઇતિહાસના એક અનોખા પક્ષને સાચવીને રાખવા માટે માટે હું ગોવાના લોકોનો હૃદયથી ધન્યવાદ કરીશ. ગોવા અનેક મહાન આધ્યાત્મિક વારસાની ભૂમિ રહી છે. સેન્ટ ઑગસ્ટાઇન ચર્ચ, યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ – churches and convents of Goa નો એક હિસ્સો છે.
મારા પ્રિય દેશવાસીઓ, જ્યૉર્જિયાથી હવે હું તમને સીધો સિંગાપુર લઈ જઉં છું જ્યાં આ મહિનાની શરૂઆતમાં એક ગૌરવશાળી અવસર સામે આવ્યો સિંગાપુરના પ્રધાનમંત્રી અને મારા મિત્ર લી સેન લુંગએ તાજેતરમાં જ રિનૉવેટ કરાવેલા સિલાટ રૉડ ગુરુદ્વારાનું ઉદ્ઘાટન કર્યું. તેમણે પારંપરિક શીખ પાઘડી પણ પહેરી હતી. આ ગુરુદ્વારા લગભગ સો વર્ષ પહેલાં બન્યું હતું અને અહીં ભાઈ મહારાજ સિંહને સમર્પિત એક સ્મારક પણ છે ભાઈ મહારાજસિંહજીએ ભારતની સ્વતંત્રતા માટે લડાઈ લડી હતી અને આ પળ સ્વતંત્રતાનાં ૭૫ વર્ષ મનાવી રહ્યાં છીએ ત્યારે વધુ પ્રેરક બની જાય છે. બે દેશો વચ્ચે, લોકોથી લોકો વચ્ચેનો સંપર્ક, તેને મજબૂતી, આવી જ વાતો, આવા પ્રયાસોથી મળે છે. તેનાથી એ પણ ખબર પડે છે કે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં રહેવા અને એકબીજાની સંસ્કૃતિને સમજવાનું કેટલું મહત્ત્વ છે.
મારા પ્રિય દેશવાસીઓ, આજે ‘મન કી બાત’માં આપણે અનેક વિષયોની ચર્ચા કરી. એક બીજો વિષય છે જે મારા હૈયાની બહુ નજીક છે. આ વિષય છે જળ સંરક્ષણનો. મારું બાળપણ જ્યાં વિત્યું ત્યાં પાણીની હંમેશાં ખેંચ રહેતી હતી. અમે લોકો વરસાદ માટે તડપતા હતા અને આથી પાણીનું એક-એક ટીપું બચાવવું અમારા સંસ્કારોનો હિસ્સો રહ્યો છે. હવે ‘જન ભાગીદારીથી જળ સંરક્ષણ’ આ મંત્રએ ત્યાંની તસવીર બદલી નાખી છે. પાણીના એક-એક ટીપાને બચાવવું, પાણીના કોઈ પણ પ્રકારના વેડફાટને રોકવો તે આપણી જીવનશૈલીનો એક સહજ હિસ્સો બની જવો જોઈએ. આપણા પરિવારોની એવી પરંપરા બની જવી જોઈએ, જેનાથી દરેક સભ્યને ગર્વ થાય.
સાથીઓ, પ્રકૃતિ અને પર્યાવરણની રક્ષા ભારતના સાંસ્કૃતિક જીવનમાં, આપણા દૈનિક જીવનમાં, વણાયેલી છે. તો વરસાદ અને ચોમાસું હંમેશાં આપણા વિચારો, આપણા તત્ત્વચિંતન અને આપણી સભ્યતાને આકાર આપતા આવ્યા છે. ઋતુસંહાર અને મેઘદૂતમાં મહા કવિ કાલિદાસે વર્ષા અંગે બહુ જ સુંદર વર્ણન કર્યું છે. સાહિત્ય પ્રેમીઓ વચ્ચે આ કવિતાઓ આજે પણ ખૂબ જ લોકપ્રિય છે. ઋગ્વેદના પર્જન્ય સુક્તમમાં પણ વર્ષાના સૌંદર્યનું સુંદર વર્ણન છે. આ જ રીતે શ્રીમદ્ ભાગવતમાં પણ કાવ્યાત્મક રૂપથી પૃથ્વી, સૂર્ય અને વર્ષા વચ્ચે સંબંધોનો વિસ્તાર આપવામાં આવ્યો છે.
अष्टौ मासान् निपीतं यद्, भूम्या: च, ओद-मयम् वसु ।
स्वगोभि: मोक्तुम् आरेंभे, पर्जन्य: काल आगते ।।
અર્થાત્ સૂર્યએ આઠ મહિના સુધી જળના રૂપમાં પૃથ્વીની સંપત્તિનું દોહન કર્યું હતું, હવે ચોમાસાની ઋતુમાં, સૂર્ય આ સંચિત સંપત્તિ પૃથ્વીને પરત કરી રહ્યો છે. ખરેખર, ચોમાસા અને વરસાદની ઋતુ સુંદર અને આનંદદાયક જ નથી હોતી પરંતુ તે પોષણ દેનારી, જીવન દેનારી પણ હોય છે. વર્ષાનું પાણી જે આપણને મળી રહ્યું છે તે આપણી ભાવિ પેઢીઓ માટે છે, તે આપણે ક્યારેય ભૂલવું ન જોઈએ.
આજે મારા મનમાં એ વિચાર આવ્યો કે કેમ ન આ રોચક સંદર્ભો સાથે જ મારી વાત સમાપ્ત કરું. તમને બધાંને આવનારા પર્વોની ખૂબ ખૂબ શુભકામનાઓ. પર્વ અને ઉત્સવોના સમયે એ જરૂર યાદ રાખજો કે કોરોના હજુ આપણી વચ્ચેથી ગયો નથી. કોરોના સાથે જોડાયેલા નિયમો તમારે ભૂલવાના નથી. તમે સ્વસ્થ અને પ્રસન્ન રહો.
ખૂબ ખૂબ ધન્યવાદ.
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. ઘણી વાર ‘મન કી બાત’માં તમારા પ્રશ્નોનો વરસાદ વરસતો રહે છે. આ વખતે મેં વિચાર્યું કે કંઈક અલગ કરવામાં આવે. હું તમને પ્રશ્ન કરું. તો ધ્યાનથી સાંભળો મારા પ્રશ્નો. ઑલિમ્પિકમાં વ્યક્તિગત સુવર્ણ ચંદ્રક જીતનાર પહેલો ભારતીય કોણ હતો?
ઑલિમ્પિકમાં કઈ રમતમાં ભારતે અત્યાર સુધીમાં સૌથી વધુ ચંદ્રકો જીત્યાં છે?
ઑલિમ્પિકમાં કયા ખેલાડીએ સૌથી વધુ પદકો જીત્યાં છે?
સાથીઓ, તમે મને જવાબ મોકલો કે ન મોકલો, પણ MyGovમાં ઑલિમ્પિક પર જે ક્વિઝ છે તેમાં પ્રશ્નોના ઉત્તર મોકલશો તો ઘણાં બધાં ઈનામો જીતશો. તમે ‘Road to Tokoy Quiz’માં ભાગ લેજો. ભારતે પહેલાં કેવો દેખાવ કર્યો છે? આપણી ટૉક્યો ઑલિમ્પિક માટે કેવી તૈયારી છે? તે બધું તમે જાતે જાણો અને બીજાને પણ જણાવજો. હું તમને બધાને અનુરોધ કરું છું કે તમે આ ક્વિઝ કૉમ્પિટિશનમાં જરૂર ભાગ લેજો.
સાથીઓ, હવે વાત ટૉક્યો ઑલિમ્પિકની થઈ રહી હોય તો ભલા, મિલ્ખાસિંહજી જેવા દંતકથારૂપ એથ્લેટને કોણ ભૂલી શકે છે? થોડાક દિવસો પહેલાં જ કોરોનાએ તેમને આપણી પાસેથી છિનવી લીધા. જ્યારે તેઓ હૉસ્પિટલમાં હતા તો મને તેમની સાથે વાત કરવાનો અવસર મળ્યો હતો. વાત કરતી વખતે મેં તેમને અનુરોધ કર્યો હતો. મેં કહ્યું હતું કે તમે તો ૧૯૬૪માં ટૉક્યો ઑલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આથી આ વખતે જ્યારે આપણા ખેલાડી ઑલિમ્પિક માટે ટૉક્યો જઈ રહ્યા છે તો તમારે આપણા એથ્લેટનું મનોબળ વધારવાનું છે, તેમને પોતાના સંદેશથી પ્રેરિત કરવાના છે. તેઓ રમત માટે એટલા સમર્પિત અને ભાવુક હતા કે બીમારીમાં પણ તેમણે તરત જ તેના માટે હા પાડી દીધી, દુર્ભાગ્યથી નિયતિને કંઈક બીજું જ મંજૂર હતું. મને આજે પણ યાદ છે કે વર્ષ ૨૦૧૪માં તેઓ સુરત આવ્યા હતા. અમે લોકોએ એક નાઇટ મેરેથૉનનું ઉદ્ઘાટન કર્યું હતું. તે સમયે તેમની સાથે જે ગપશપ થઈ, રમતો વિશે જે વાત થઈ, તેનાથી મને પણ બહુ જ પ્રેરણા મળી હતી. આપણે બધા જાણીએ છીએ કે મિલ્ખાસિંહજીનો પૂરો પરિવાર ખેલોને સમર્પિત રહ્યો છે, ભારતનું ગૌરવ વધારતો રહ્યો છે.
સાથીઓ, હવે ટેલન્ટ એટલે કે પ્રતિભા, ડેડિકેશન એટલે કે સમર્પણ, ડિટરમિનેશન એટલે કે દૃઢતા અને સ્પૉર્ટ્સમેન સ્પિરિટ એટલે કે ખેલદિલી એક સાથ મળે છે ત્યારે કોઈ ચેમ્પિયન બને છે. આપણા દેશમાં તો મોટા ભાગના ખેલાડી નાનાં-નાનાં શહેરો, નગરો, ગામોમાંથી આવે છે. ટૉક્યો જઈ રહેલા આપણા ઑલિમ્પિગક દળોમાં પણ આવા અનેક ખેલાડીઓ સામેલ છે જેમનું જીવન ખૂબ જ પ્રેરિત કરે છે. આપણા પ્રવીણ જાધવજી વિશે તમે સાંભળશો તો તમને પણ લાગશે કે કેટલા કઠિન સંઘર્ષમાંથી પસાર થઈને પ્રવીણજી અહીં પહોંચ્યા છે. પ્રવીણ જાધવજી મહારાષ્ટ્રના સતારા જિલ્લાના એક ગામના રહેવાસી છે. તેઓ તીરંદાજીના નિપુણ ખેલાડી છે. તેમનાં માતાપિતા મજૂરી કરીને પરિવાર ચલાવે છે અને તેમનો દીકરો પોતાની પહેલી ઑલિમ્પિક્સ રમવા ટૉક્યો જઈ રહ્યો છે. તે માત્ર તેમનાં માતાપિતા જ નહીં, આપણા બધા માટે કેટલા ગૌરવની વાત છે. આ જ રીતે, એક બીજાં ખેલાડી છે, આપણાં નેહા ગોયલજી. નેહા ટૉક્યો જઈ રહેલી મહિલા હૉકી ટીમની સભ્ય છે. તેમની માતા અને બહેનો સાઇકલની ફૅક્ટરીમાં કામ કરીને પરિવારનો ખર્ચ કાઢે છે. નેહાની જેમ જ દીપિકાકુમારીજીના જીવનની યાત્રા પણ ઉતાર-ચડાવવાળી રહી છે. દીપિકાના પિતા ઑટો રિક્ષા ચલાવે છે અને તેમની માતા નર્સ છે અને હવે જુઓ, દીપિકા હવે ટૉક્યો ઑલમ્પિક્સમાં ભારત તરફથી એક માત્ર મહિલા તીરંદાજ છે. ક્યારેક વિશ્વની નંબર એક તીરંદાજ રહેલી દીપિકા સાથે આપણા સહુની શુભકામનાઓ છે.
સાથીઓ, જીવનમાં આપણે જ્યાં પણ પહોંચીએ છીએ, જેટલી પણ ઊંચાઈ પ્રાપ્ત કરીએ છીએ, જમીન સાથે આ જોડાણ, હંમેશાં, આપણને આપણાં મૂળ સાથે બાંધી રાખે છે. સંઘર્ષના દિવસો પછી મળેલી સફળતાનો આનંદ પણ કંઈક ઓર જ હોય છે. ટૉક્યો જઈ રહેલા આપણા ખેલાડીઓએ બાળપણમાં સાધન-સંસાધનોના દરેક અભાવનો સામનો કર્યો, પરંતુ તેઓ ટકી રહ્યા, જોડાયેલા રહ્યા. ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરનાં પ્રિયંકા ગોસ્વામીજીનું જીવન પણ ઘણી શીખ આપે છે. પ્રિયંકાના પિતા બસ કન્ડક્ટર છે. બાળપણમાં પ્રિયંકાને તે બેગ બહુ જ પસંદ હતી જે ચંદ્રક મેળવનાર ખેલાડીઓને મળે છે. આ આકર્ષણમાં તેમણે પહેલી વાર રેસ વૉકિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો. હવે, આજે તે તેની મોટી ચેમ્પિયન છે.
ભાલા ફેંકમાં ભાગ લેનારા શિવપાલસિંહજી, બનારસના રહેવાસી છે. શિવપાલજીનો તો પૂરો પરિવાર જ આ રમત સાથે જોડાયેલો છે. તેમના પિતા, કાકા અને ભાઈ, બધા ભાલા ફેંકવામાં નિષ્ણાત છે. પરિવારની આ પરંપરા તેમના માટે ટૉક્યો ઑલિમ્પિક્સમાં કામ આવવાની છે. ટૉક્યો ઑલિમ્પિક માટે જઈ રહેલા ચિરાગ શેટ્ટી અને તેમના ભાગીદાર સાત્વિક સાઈરાજની હિંમત પણ પ્રેરિત કરનારી છે. તાજેતરમાં જ ચિરાગના નાનાજીનું કોરોનાથી નિધન થઈ ગયું હતું. સાત્વિક પણ પોતે ગયા વર્ષે કોરોના પૉઝિટિવ થઈ ગયા હતા. પરંતુ આ મુશ્કેલીના દિવસો પછી પણ તે બંને મેન્સ ડબલ શટલ કૉમ્પિટિશનમાં પોતાનું સર્વશ્રેષ્ઠ આપવાની તૈયારીમાં લાગેલા છે.
એક બીજા ખેલાડીનો હું તમને પરિચય કરાવવા માગીશ. તેઓ છે હરિયાણાના ભિવાનીના મનીષ કૌશિકજી. મનીષજી ખેતી કરતા પરિવારમાંથી આવે છે. બાળપણમાં ખેતીમાં કામ કરતાં-કરતાં મનીષને બૉક્સિંગનો શોખ થઈ ગયો હતો. આજે તે શોખ તેમને ટૉક્યો લઈ જઈ રહ્યો છે. એક બીજાં ખેલાડી છે સી. એ. ભવાનીદેવીજી. નામ ભવાની છે અને તેઓ તલવારબાજીમાં નિપુણ છે. ચેન્નાઈનાં રહેવાસી ભવાની પહેલાં ભારતીય Fencer છે જેમણે ઑલિમ્પિકમાં ક્વૉલિફાય કર્યું છે. હું ક્યાંક વાંચી રહ્યો હતો કે ભવાનીજીનું પ્રશિક્ષણ ચાલુ રહે તે માટે તેમની માતાએ પોતાનાં ઘરેણાં સુદ્ધાં ગિરવે મૂક્યાં હતાં.
સાથીઓ, આવાં તો અગણિત નામ છે પરંતુ ‘મન કી બાત’માં, આજે થોડાંક નામોનો જ ઉલ્લેખ કરી શક્યો છું. ટૉક્યો જઈ રહેલા દરેક ખેલાડીનો પોતાનો સંઘર્ષ રહ્યો છે, વર્ષોની મહેનત રહી છે. તેઓ માત્ર પોતાના માટે જ નથી જઈ રહ્યા પરંતુ દેશ માટે જઈ રહ્યા છે. આ ખેલાડીઓએ ભારતનું ગૌરવ પણ વધારવાનું છે અને લોકોનું હૃદય પણ જીતવાનું છે અને આથી મારા દેશવાસીઓ, હું તમને પણ સલાહ દેવા માગું છું, આપણે જાણે-અજાણ્યે પણ આપણા આ ખેલાડીઓ પર દબાણ નથી બનાવવાનું પરંતુ ખુલ્લા મનથી, તેમનો સાથ આપવાનો છે, દરેક ખેલાડીનો ઉત્સાહ વધારવાનો છે.
સૉશિયલ મિડિયા પર તમે #Cheer4Indiaની સાથે તમે આ ખેલાડીઓને શુભકામનાઓ આપી શકો છો. તમે કંઈક બીજું પણ નવીન કરવા માગતા હો તો તે પણ જરૂર કરો. જો તમને આવો કોઈ વિચાર આવે છે જે આપણા ખેલાડીઓ માટે આપણે સૌએ મળીને કરવો જોઈએ તો તે તમે મને જરૂર મોકલજો. આપણે બધા મળીને ટૉક્યો જનારા આપણા ખેલાડીઓનું સમર્થન કરીશું Cheer4India!!! Cheer4India!!! Cheer4India!!!
મારા પ્રિય દેશવાસીઓ, કોરોના વિરુદ્ધ આપણી દેશવાસીઓની લડાઈ ચાલુ છે, પરંતુ આ લડાઈમાં આપણે બધા મળીને અનેક અસાધારણ મુકામ પણ પ્રાપ્ત કરી રહ્યા છીએ. હમણાં થોડા દિવસ પહેલાં જ આપણા દેશે એક અભૂતપૂર્વ કામ કર્યું છે. ૨૧ જૂને રસીકરણ અભિયાનના આગામી ચરણની શરૂઆત થઈ અને તે દિવસે દેશે ૮૬ લાખથી વધુ લોકોને નિઃશુલ્ક રસી લગાવવાનો રેકૉર્ડ પણ બનાવી લીધો અને તે પણ એક જ દિવસમાં. આટલી મોટી સંખ્યામાં ભારત સરકાર તરફથી નિઃશુલ્ક રસીકરણ અને તે પણ એક દિવસમાં! સ્વાભાવિક છે, તેની ચર્ચા પણ ઘણી થઈ.
સાથીઓ, એક વર્ષ પહેલાં બધાની સામે પ્રશ્ન હતો કે રસી ક્યારે આવશે? આજે આપણે એક દિવસમાં લાખો લોકોને ભારતમાં બનેલી રસી નિઃશુલ્ક લગાવી રહ્યા છીએ અને આ જ તો નવા ભારતની તાકાત છે.
સાથીઓ, રસીની સુરક્ષા દેશના દરેક નાગરિકને મળે, આપણે લગાતાર પ્રયાસ કરતા રહેવાનો છે. અનેક જગ્યાએ રસી લેવામાં સંકોચને સમાપ્ત કરવા માટે અનેક સંગઠનો, નાગરિક સંગઠનોના લોકો આગળ આવ્યા છે અને બધા મળીને ઘણું સારું કામ કરી રહ્યા છે. ચાલો, આપણે પણ આજે એક ગામ જઈએ અને તે લોકો સાથે વાત કરીએ. રસી વિશે મધ્ય પ્રદેશના બૈતૂલ જિલ્લાના ડુલારિયા ગામ જઈએ.
પ્રધાનમંત્રી: હેલ્લો.
રાજેશ: નમસ્કાર.
પ્રધાનમંત્રી: નમસ્તે જી.
રાજેશ: મારું નામ રાજેશ હિરાવે, ગ્રામ પંચાયત ડુલારિયા, ભીમપુર બ્લૉક.
પ્રધાનમંત્રી: રાજેશજી, મેં ફૉન એટલા માટે કર્યો કે હું જાણવા માગતો હતો કે અત્યારે તમારા ગામમાં હવે કોરોનાની શું સ્થિતિ છે?
રાજેશ: સર, અહીં કોરોનાની સ્થિતિ તો અત્યારે એવું કંઈ નથી અહીંયા.
પ્રધાનમંત્રી: અત્યારે લોકો બીમાર નથી?
રાજેશ: જી.
પ્રધાનમંત્રી: ગામની વસતિ કેટલી છે? ગામમાં કેટલા લોકો છે?
રાજેશ: ગામમાં ૪૬૨ પુરુષ છે અને ૩૩૨ મહિલા છે, સર.
પ્રધાનમંત્રી: અચ્છા, રાજેશજી, તમે રસી લીધી છે કે નહીં?
રાજેશ: ના સર, હજુ સુધી નથી લીધી.
પ્રધાનમંત્રી: અરે! કેમ નથી લીધી?
રાજેશ: સરજી, અહીંયા કેટલાક લોકોએ કંઈક વૉટ્સઍપ પર એવો ભ્રમ ફેલાવી દીધો હતો કે તેનાથી લોકો ભ્રમિત થઈ ગયા.
પ્રધાનમંત્રી: તો શું તમારા મનમાં પણ ડર છે?
રાજેશ: જી સર, આખા ગામમાં આવો ભ્રમ ફેલાવી દીધો હતો, સર.
પ્રધાનમંત્રી: અરે રે રે, તમે આ વાત શું કરી દીધી? જુઓ રાજેશજી,
રાજેશ: જી...
પ્રધાનમંત્રી: મારે તમને પણ અને મારા બધા ગામનાં ભાઈઓ-બહેનોને એ જ કહેવું છે કે ડર હોય તો કાઢી નાખો.
રાજેશ: જી.
પ્રધાનમંત્રી: આપણા આખા દેશમાં ૩૧ કરોડથી વધુ લોકોએ રસી લઈ લીધી છે.
રાજેશ: જી.
પ્રધાનમંત્રી: તમને ખબર છે ને, મેં પોતે પણ બંને ડૉઝ લઈ લીધા છે.
રાજેશ: જી સર.
પ્રધાનમંત્રી: અરે, મારી માતા જે લગભગ સો વર્ષનાં છે, તેમણે પણ બંને ડૉઝ લગાવી લીધા છે. ક્યારેક ક્યારેક કોઈને તેનાથી તાવ વગેરે આવી જાય છે પરંતુ તે ખૂબ જ સામાન્ય હોય છે, કેટલાક કલાકો માટે જ થાય છે જુઓ, રસી નહીં લેવી ઘણું ખતરનાક હોઈ શકે છે.
રાજેશ: જી.
પ્રધાનમંત્રી: તેનાથી તમે પોતાને તો ખતરામાં નાખો જ છો, સાથે જ પરિવાર અને ગામને પણ ખતરામાં નાખી શકો છો.
રાજેશ: જી.
પ્રધાનમંત્રી: અને રાજેશજી, આથી જ જેટલી જલદી બની શકે તેટલી જલદી રસી લગાવી લો અને ગામમાં બધાને જણાવો કે ભારત સરકાર તરફથી નિઃશુલ્ક રસી આપવામાં આવી રહી છે અને ૧૮ વર્ષથી ઉપરના બધા માટે તે નિઃશુલ્ક રસી છે.
રાજેશ: જી...જી...
પ્રધાનમંત્રી: તો આ તમે પણ લોકોને ગામમાં જણાવો અને ગામમાં આ ડરના વાતાવરણનું તો કોઈ કારણ જ નથી.
રાજેશ: કારણ આ જ સર, કેટલાક લોકોએ એવી ખોટી અફવા ફેલાવી દીધી જેનાથી લોકો ખૂબ જ ભયભીત થઈ ગયા. તેનું ઉદાહરણ જેમ, જેમ કે આ રસીને લગાવવાથી તાવ આવવો, તાવથી બીજી બીમારી ફેલાઈ જવી, અર્થાત્ વ્યક્તિનું મૃત્યુ થઈ જવું... ત્યાં સુધીની અફવા ફેલાવી.
પ્રધાનમંત્રી: ઓહોહો...જુઓ, આજ તો આટલા રેડિયો, આટલાં ટીવી, આટલા બધા સમાચારો મળે છે અને આથી લોકોને સમજાવવાનું ખૂબ જ સરળ બની જાય છે અને જુઓ, હું તમને કહું, ભારતનાં અનેક ગામો એવાં છે જ્યાં બધા લોકો રસી લગાવી ચૂક્યા છે, અર્થાત્ ગામના સો ટકા લોકો. જેમ કે હું તમને એક ઉદાહરણ આપું છું...
રાજેશ: જી.
પ્રધાનમંત્રી: કાશ્મીરમાં બાંદીપુરા જિલ્લો છે. આ બાંદીપુરા જિલ્લામાં એક વ્યવન ગામના લોકોએ મળીને ૧૦૦ ટકા સો ટકા રસીનું લક્ષ્ય બનાવ્યું અને તેને પૂરું પણ કરી નાખ્યું. આજે કાશ્મીરના આ ગામના ૧૮ વર્ષથી ઉપરના બધા લોકો રસી લગાવી ચૂક્યા છે. નાગાલેન્ડનાં પણ ત્રણ ગામો વિશે મને જાણવા મળ્યું કે ત્યાં પણ બધા લોકોએ સો ટકા રસી લગાવી લીધી છે.
રાજેશ: જી...જી...
પ્રધાનમંત્રીઃ રાજેશજી તમે પણ તમારા ગામમાં અને આસપાસના ગામમાં આ વાત પહોંચાડજો, અને જેમ તમે કહો છો તેમ, તે આ ભ્રણ છે, તો એ ભ્રમ જ છે.
રાજેશ: જી સર.
પ્રધાનમંત્રી: તો ભ્રમનો જવાબ એ છે કે તમે પોતાને રસી લગાવીને સમજાવવા પડશે બધાને. કરશો ને તમે?
રાજેશ: જી સર.
પ્રધાનમંત્રી: પાકું કરશો ને?
રાજેશ: જી સર. જી સર. તમારી સાથે વાત કરીને મને એવું લાગ્યું કે હું પોતે પણ રસી લગાવીશ અને લોકોને તેના વિશે હું આગળ વધારું.
પ્રધાનમંત્રી: અચ્છા, ગામમાં બીજા પણ કોઈ છે, જેની સાથે હું વાત કરી શકો છું?
રાજેશ: જી છે સર.
પ્રધાનમંત્રી: કોણ વાત કરશે?
કિશોરીલાલ: હેલ્લો સર...નમસ્કાર.
પ્રધાનમંત્રી: નમસ્તે જી, કોણ બોલી રહ્યા છે?
કિશોરીલાલ: સર, મારું નામ છે કિશોરીલાલ દુર્વે.
પ્રધાનમંત્રી: તો, કિશોરીલાલજી, હમણાં રાજેશજી સાથે વાત થઈ રહી હતી.
કિશોરીલાલ: જી સર.
પ્રધાનમંત્રી: અરે તેઓ તો ખૂબ જ દુઃખી થઈને જણાવી રહ્યા હતા કે રસી વિશે લોકો અલગ-અલગ વાતો કરે છે.
કિશોરીલાલ: જી.
પ્રધાનમંત્રી: તમે પણ આવું સાંભળ્યું છે શું?
કિશોરીલાલ: હા, સાંભળ્યું તો છે, સર આવું...
પ્રધાનમંત્રી: શું સાંભળ્યું છે?
કિશોરીલાલ: કારણ એ છે સર, કે બાજુમાં મહારાષ્ટ્ર છે. ત્યાંથી કેટલાક સંબંધોથી જોડાયેલા કેટલાક લોકો અફવા ફેલાવે છે કે રસી લગાવવાથી લોકો મરી રહ્યા છે, કોઈ બીમાર થઈ રહ્યા છે. સર, લોકો વધુ ભ્રમમાં છે સર, એટલે નથી લઈ રહ્યા.
પ્રધાનમંત્રી: નહીં...શું કહો છો? હવે કોરોના ચાલી ગયો, એવું કહે છે?
કિશોરીલાલ: જી.
પ્રધાનમંત્રી: કોરોનાથી કંઈ નથી થતું તેવું કહે છે?
કિશોરીલાલ: નહીં, કોરોના ચાલ્યો ગયો એવું નથી બોલતા સર. કોરોના તો છે જ તેવું કહે છે પરંતુ રસી જે લે છે તેનાથી અર્થાત્ બીમારી થઈ રહી છે, બધા મરી રહ્યા છે. આ સ્થિતિ જણાવે છે સર તેઓ.
પ્રધાનમંત્રી: અચ્છા, રસીના કારણે મરી રહ્યા છે?
કિશોરીલાલ: અમારું ક્ષેત્ર આદિવાસી ક્ષેત્ર છે સર, આમ પણ લોક તેમાં જલદી ડરી જાય છે... ભ્રમ ફેલાવી દેવાના કારણે લોકો રસી નથી લઈ રહ્યા સર.
પ્રધાનમંત્રી: જુઓ, કિશોરીલાલજી.
કિશોરીલાલ: જી હા સર...
પ્રધાનમંત્રી: આ અફવાઓ ફેલાવનારા લોકો તો અફવાઓ ફેલાવતા રહેશે.
કિશોરીલાલ: જી.
પ્રધાનમંત્રી: આપણે તો જિંદગીઓ બચાવવાની છે, આપણા ગામવાળાઓને બચાવવાના છે, આપણા દેશવાસીઓને બચાવવાના છે. અને જો કોઈ કહે છે કે કોરોના ચાલ્યો ગયો તો એ ભ્રમમાં ન રહેતા.
કિશોરીલાલ: જી.
પ્રધાનમંત્રી: આ બીમારી એવી છે, તે બહુરૂપિયા જેવી છે.
કિશોરીલાલ: જી સર.
પ્રધાનમંત્રી: તે રૂપ બદલે છે...નવા-નવા રંગરૂપ લઈને પહોંચી જાય છે.
કિશોરીલાલ: જી.
પ્રધાનમંત્રી: અને તેમાં બચવા માટે આપણી પાસે બે રસ્તા છે. એક તો કોરોના માટે જે નિયમો બનાવ્યા, માસ્ક પહેરવું, સાબુથી વારંવાર હાથ ધોવા, અંતર જાળવવું અને બીજો રસ્તો છે તેની સાથોસાથ રસી લગાવવી, તે પણ એક સારું સુરક્ષા કવચ છે તો તેની ચિંતા કરો.
કિશોરીલાલ: જી.
પ્રધાનમંત્રી: અચ્છા, કિશોરીલાલજી, એ જણાવો.
કિશોરીલાલ: જી સર.
પ્રધાનમંત્રી: તમે લોકો અરસપરસ વાતો કરો છો તો તમે કેવી રીતે સમજાવો છો લોકોને? તમે સમજાવવાનું કામ કરો છો કે તમે પણ અફવામાં આવી જાવ છો?
કિશોરીલાલ: સમજાવીએ શું, તે લોકો વધુ થઈ જાય તો સર, અમે પણ ભયમાં આવી જઈએ ને સર.
પ્રધાનમંત્રી: જુઓ કિશોરીલાલજી, મારી તમારી સાથે વાત થઈ છે, તમે મારા સાથી છો.
કિશોરીલાલ: જી સર.
પ્રધાનમંત્રી: તમારે ડરવાનું નથી અને લોકોના ડરને પણ કાઢવાનો છે. કાઢશો ને?
કિશોરીલાલ: જી સર. કાઢીશું સર, લોકોના ડરને પણ કાઢીશું સર. હું પોતે પણ લગાવડાવીશ.
પ્રધાનમંત્રી: જુઓ, અફવાઓ પર બિલકુલ ધ્યાન ન દેતા.
કિશોરીલાલ: જી.
પ્રધાનમંત્રી: તમે જાણો છો, આપણા વૈજ્ઞાનિકોએ કેટલી મહેનત કરીને આ રસી બનાવી છે?
કિશોરીલાલ: જી સર.
પ્રધાનમંત્રી: આખું વરસ, દિવસ-રાત આટલા મોટા-મોટા વૈજ્ઞાનિકોએ કામ કર્યું છે અને આથી આપણે વિજ્ઞાન પર ભરોસો કરવો જોઈએ, વૈજ્ઞાનિકો પર ભરોસો કરવો જોઈએ કે જુઓ ભાઈ, આવું નથી હોતું, આટલા લોકોએ રસી લઈ લીધી છે, કંઈ નથી થતું.
કિશોરીલાલ: જી.
પ્રધાનમંત્રી: અને અફવાઓથી બહુ બચીને રહેવું જોઈએ, ગામને પણ બચાવવું જોઈએ.
કિશોરીલાલ: જી.
પ્રધાનમંત્રી: અને રાજેશજી, કિશોરીલાલજી, તમારા જેવા સાથીઓને પણ હું કહીશ કે તમે તમારા ગામમાં જ નહીં, બીજાં ગામોને પણ આ અફવાઓથી રોકવાનું કામ કરજો અને લોકોને જણાવજો કે મારી સાથે વાત થઈ છે.
કિશોરીલાલ: જી સર.
પ્રધાનમંત્રી: જણાવજો, મારું નામ જણાવી દેજો.
કિશોરીલાલ: જણાવશું સર અને લોકોને સમજાવીશું અને અમે પોતે પણ લેશું.
પ્રધાનમંત્રી: જુઓ, તમારા પૂરા ગામને મારી તરફથી શુભકામનાઓ આપજો.
કિશોરીલાલ: જી સર.
પ્રધાનમંત્રી: અને બધાને કહેજો કે જ્યારે પણ પોતાનો નંબર આવે...
કિશોરીલાલ: જી...
પ્રધાનમંત્રી: રસી જરૂર લેજો.
કિશોરીલાલ: ઠીક છે સર.
પ્રધાનમંત્રી: હું ઈચ્છીશ કે ગામની મહિલાઓને, આપણી માતાઓ-બહેનોને...
કિશોરીલાલ: જી સર.
પ્રધાનમંત્રી: આ કામમાં વધુમાં વધુ જોડો અને સક્રિયતાથી તેમને સાથે રાખો.
કિશોરીલાલ: જી.
પ્રધાનમંત્રી: ક્યારેક ક્યારેક માતાઓ-બહેનો વાત કરે છે ને તો લોકો જલદી માની જાય છે.
કિશોરીલાલ: જી.
પ્રધાનમંત્રી: તમારા ગામમાં જ્યારે રસીકરણ પૂરું થઈ જાય તો મને જણાવશો તમે?
કિશોરીલાલ: હા, જણાવીશું, સર.
પ્રધાનમંત્રી: પાકું જણાવશો ને?
કિશોરીલાલ: જી.
પ્રધાનમંત્રી: જુઓ, હું રાહ જોઈશ તમારા કાગળની.
કિશોરીલાલ: જી સર.
પ્રધાનમંત્રી: ચાલો, રાજેશજી, કિશોરજી, ખૂબ ખૂબ ધન્યવાદ. તમારી સાથે વાત કરવાની તક મળી.
કિશોરીલાલ: ધન્યવાદ સર, તમે અમારી સાથે વાત કરી. તમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ.
સાથીઓ, ક્યારેક ને ક્યારેક આ વિશ્વ માટે કેસ સ્ટડીનો વિષય બનશે કે ભારતના ગામના લોકોને, આપણા વનવાસી-આદિવાસી ભાઈ-બહેનોએ, આ કોરોનાકાળમાં, કઈ રીતે, પોતાના સામર્થ્ય અને સૂજબૂજનો પરિચય આપ્યો. ગામના લોકોએ ક્વૉરન્ટાઇન સેન્ટર બનાવ્યાં, સ્થાનિક જરૂરિયાતોને જોઈને કૉવિડ નિયમો બનાવ્યા. ગામના લોકોએ કોઈને ભૂખ્યા સૂવા નથી દીધા, ખેતીનું કામ પણ અટકવા નથી દીધું. નજીકના શહેરોમાં દૂધ-શાક, આ બધું પ્રતિ દિવસ પહોંચાડતા રહ્યા, આ પણ, ગામોએ સુનિશ્ચિત કર્યું, અર્થાત્ પોતાને સંભાળ્યા, અને બીજાને પણ સંભાળ્યા. આવી જ રીતે આપણે રસીકરણ અભિયાનમાં પણ કરતા રહેવાનું છે. આપણે જાગૃત રહેવાનું પણ છે અને જાગૃત કરવાના પણ છે. ગામોમાં દરેક વ્યક્તિને રસી લગાવવામાં આવે તે દરેક ગામનું લક્ષ્ય હોવું જોઈએ. યાદ રાખો, અને હું તો તમને ખાસ રીતે કહેવા માગું છું. તમે એક પ્રશ્ન તમારા મનને પૂછો- દરેક વ્યક્તિ સફળ થવા માગે છે પરંતુ નિર્ણાયક સફળતાનો મંત્ર શું છે? નિરંતરતા. આથી આપણે સુસ્ત નથી પડવાનું. કોઈ ભ્રાંતિમાં નથી રહેવાનું. આપણે સતત પ્રયાસ કરતા રહેવાના છે. કોરોના પર જીત પ્રાપ્ત કરવાની છે.
મારા પ્રિય દેશવાસીઓ, આપણા દેશમાં હવે ચોમાસાની ઋતુ પણ આવી ગઈ છે. વાદળો જ્યારે વરસે છે તો કેવળ આપણા માટે જ નહીં વરસતા, પરંતુ વાદળ આવનારી પેઢીઓ માટે પણ વરસે છે. વાદળનું પાણી જમીનમાં આવીને એકઠું પણ થાય છે, જમીનના જળસ્તરને પણ સુધારે છે. અને આથી, હું જળ સંરક્ષણને દેશ સેવાનું જ એક રૂપ માનું છું. તમે પણ જોયું હશે, આપણામાંથી અનેક લોકો આ પુણ્યને પોતાની જવાબદારી માનીને કામમાં લાગેલા રહે ચે. આવા જ એક શખ્સ છે ઉત્તરાખંડના પૌંડી ગઢવાલના સચ્ચિદાનંદ ભારતીજી. ભારતીજી એક શિક્ષક છે. અને તેમણે પોતાનાં કાર્યોથી લોકોને ખૂબ જ સારી શિખામણ આપી છે. આજે તેમની મહેનતથી જ પૌંડી ગઢવાલના ઉફરૈંખાલ ક્ષેત્રમાં પાણીનું મોટું સંકટ સમાપ્ત થઈ ગયું છે. જ્યાં લોકો પાણી માટે તરસતા હતા ત્યાં આજે આખા વર્ષની પાણીની આપૂર્તિ થઈ રહી છે.
સાથીઓ, પહાડોમાં જળ સંરક્ષણની એક પારંપરિક રીત રહી છે જેને ‘ચાલખાલ’ પણ કહેવાય છે. અર્થાત્ પાણી એકઠું કરવા માટે મોટો ખાડો ખોદવાનો. આ પરંપારમાં ભારતીજીએ કંઈક નવી રીતોને પણ જોડી દીધી. તેમણે સતત નાનાં-નાનાં તળાવો બનાવડાવ્યાં. તેનાથી ન માત્ર ઉફરૈંખાલની પહાડી હરી-ભરી થઈ, પરંતુ લોકોની પીવાના પાણીની તકલીફ પણ દૂર થઈ ગઈ. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે ભારતીજી આવાં ૩૦ હજારથી વધુ જળ-તળાવ બનાવી ચૂક્યાં છે. ૩૦ હજાર. તેમનું આ ભગીરથ કાર્ય આજે પણ ચાલુ છે અને અનેક લોકોને પ્રેરણા આપી રહ્યા છે.
સાથીઓ, આ જ રીતે ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં અન્ધાવ ગામના લોકોએ પણ એક અલગ જ રીતનો પ્રયાસ કર્યો છે. તેમણે પોતાના અભિયાનને ઘણું જ રસપ્રદ નામ આપ્યું છે- ‘ખેતરનું પાણી ખેતરમાં, ગામનું પાણી ગામમાં.’ આ અભિયાન હેઠળ ગામના અનેક બીઘા ખેતરમાં ઊંચી-ઊંચી વાડ બનાવવામાં આવી છે. તેનાથી વરસાદનું પાણી ખેતરમાં એકઠું થવા લાગ્યું અને જમીનમાં જવા લાગ્યું. હવે તે બધા લોકો ખેતરની વાડ પર ઝાડ લગાવવાની પણ યોજના બનાવી રહ્યા છે. અર્થાત હવે ખેડૂતોને પાણી, ઝાડ અને પૈસા ત્રણેય મળશે. પોતાનાં સારાં કાર્યોથી, તેમના ગામની ઓળખાણ તો દૂર-દૂર સુધી આમ પણ થઈ રહી છે.
સાથીઓ, આ બધાથી પ્રેરણા લઈને આપણે આપણી આસપાસ જે પણ રીતે પાણી બચાવી શકીએ, આપણે બચાવવું જોઈએ. ચોમાસાનો આ મહત્ત્વપૂર્ણ સમય આપણે ગુમાવવાનો નથી.
મારા પ્રિય દેશવાસીઓ, આપણાં શાસ્ત્રોમાં કહેવાયું છે –
“नास्ति मूलम् अनौषधम् ।।“
અર્થાત્ પૃથ્વી પર એવી કોઈ વનસ્પતિ જ નથી જેમાં કોઈ ને કોઈ ઔષધીય ગુણ ન હોય. આપણી આસપાસ એવાં અનેક ઝાડછોડ હોય છે જેનામાં અદભૂત ગુણ હોય છે પરંતુ ઘણી વાર આપણને તેમના વિશે ખબર જ નથી હોતી. મને નૈનિતાલના એક સાથી, ભાઈ પરિતોષે આવા જ વિષય પર એક પત્ર પણ મોકલ્યો છે. તેમણે લખ્યું છે કે તેમને ગળો અને બીજી અનેક વનસ્પતિઓના આટલા ચમત્કારિક મેડિકલ ગુણો વિશે કોરોના આવ્યા પછી જ ખબર પડી. પરિતોષે મને પણ અનુરોધ કર્યો છે કે હું ‘મન કી બાત’ના બધા શ્રોતાઓને કહું કે તમે તમારી આસપાસની વનસ્પતિઓ વિશે જાણો, અને બીજાઓને પણ જણાવો. વાસ્તવમાં, આ તો આપણી સદીઓ જૂની વિરાસત છે, જેને આપણે જાળવવાની છે. આ દિશામાં મધ્ય પ્રદેશના સતનાના એક સાથી છે શ્રીમાન રામલોટન કુશવાહાજી, તેમણે ખૂબ જ પ્રશંસનીય કામ કર્યું છે. રામલોટનજીએ પોતાના ખેતરમાં એક દેશી મ્યૂઝિયમ બનાવ્યું છે. આ મ્યૂઝિયમમાં તેમણે સેંકડો ઔષધીય છોડ અને બીજોનો સંગ્રહ કર્યો છે. તેમને તેઓ દૂર-સુદૂર ક્ષેત્રોમાંથી અહીં લાવ્યા. તે ઉપરાંત તેઓ દર વર્ષે અનેક પ્રકારનાં ભારતીય શાકો પણ ઉગાડે છે. રામલોટનજીનો આ બાગ, આ દેશી મ્યૂઝિયમને જોવા લોકો આવે છે અને તેનાથી પણ શીખે છે. ખરેખર, આ એક બહુ સારો પ્રયોગ છે જેને દેશનાં અલગ-અલગ ક્ષેત્રોમાં કરી શકાય છે. હું ઈચ્છીશ કે તમારામાંથી જે લોકો આ પ્રકારનો પ્રયાસ કરી શકે છે, તેઓ જરૂર કરે. તેનાથી તમારી આવકનાં નવાં સાધન પણ ખુલી શકે છે. એક લાભ એ પણ થશે કે સ્થાનિક વનસ્પતિઓના માધ્યમથી તમારા ક્ષેત્રની ઓળખ પણ વધશે.
મારા પ્રિય દેશવાસીઓ, આજથી થોડા દિવસો પછી પહેલી જુલાઈએ આપણે નેશનલ ડૉક્ટર્સ ડે માનવીશું. આ દિવસ દેશના મહાન ચિકિત્સક અને રાજદ્વારી ડૉ. બી. સી. રોય.ની જયંતીને સમર્પિત છે. કોરોના કાળમાં ડૉક્ટરના યોગદાનના આપણે સહુ આભારી છે. આપણા ડૉક્ટરોએ પોતાના જીવની પરવા ન કરતા આપણી સેવા કરી છે. આથી આ વખતે નેશનલ ડૉક્ટર્સ ડે વધુ ખાસ બની જાય છે.
સાથીઓ, દવાની દુનિયાના સૌથી સમ્માનિત લોકોમાંના એક હિપૉક્રેટ્સે કહ્યું હતું-
“Wherever the art of Medicine is loved, there is also a love of Humanity.”
અર્થાત્ જ્યાં આર્ટ ઑફ મેડિસિન માટે પ્રેમ હોય છે ત્યાં માનવતા માટે પણ પ્રેમ હોય છે. ડૉક્ટર્સ, આ પ્રેમની શક્તિથી જ આપણી સેવા કરી શકે છે. આથી આપણી એ જવાબદારી છે કે આપણે એટલા જ પ્રેમથી તેમનો ધન્યવાદ કરીએ, તેમની હિંમત વધારીએ. આમ તો આપણા આ દેશમાં અનેક લોકો એવા પણ છે જે ડૉક્ટરોની મદદ માટે આગળ આવીને કામ કરે છે. શ્રીનગરથી આવ જ એક પ્રયાસ વિશે મને ખબર પડી. અહીં ડાલ સરોવરમાં એક બૉટ એમ્બ્યુલન્સ સર્વિસની શરૂઆત કરવામાં આવી. આ સેવાને શ્રીનગરના તારિક અહેમદ પતલૂજીએ શરૂ કરી જે એક હાઉસબૉટ માલિક છે. તેમણે પોતે પણ કૉવિડ-૧૯ સામે લડાઈ લડી છે અને તેનાથી તેમને એમ્બ્યુલન્સ સેવા ચાલુ કરવા માટે પ્રેરણા મળી. તેમની આ એમ્બ્યુલન્સથી લોકોને જાગૃત કરવાનું અભિયાન પણ ચાલી રહ્યું છે. તેઓ આ એમ્બ્યુલન્સથી સતત ઘોષણાઓ પણ કરી રહ્યા છે. પ્રયાસ એ છે કે લોકો માસ્ક પહેરવાથી લઈને દરેક પ્રકારની આવશ્યક સાવધાની રાખે.
સાથીઓ, ડૉક્ટર્સ ડેની સાથે એક જુલાઈએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ડે પણ મનાવાય છે. મેં કેટલાંક વર્ષ પહેલાં દેશના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો પાસે વૈશ્વિક સ્તરની ભારતીય ઑડિટ ફર્મ્સનો ઉપહાર માગ્યો હતો. આજે હું તેમને તેનું સ્મરણ કરાવવા માગું છું. અર્થવ્યવસ્થામાં પારદર્શિતા લાવવા માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બહુ સારી અને સકારાત્મક ભૂમિકા નિભાવી શકે છે. હું આ બધા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, તેમના પરિવારના સભ્યોને મારી શુભકામનાઓ પાઠવું છું.
મારા પ્રિય દેશવાસીઓ, કોરોના વિરુદ્ધ ભારતની લડાઈની એક મોટી વિશેષતા છે. આ લડાઈમાં દેશના દરેક વ્યક્તિએ પોતાની ભૂમિકા નિભાવી છે. મેં ‘મન કી બાત’માં ઘણી વાર તેનો ઉલ્લેખ કર્યો છે. પરંતુ કેટલાક લોકોને ફરિયાદ પણ રહે છે કે તેના વિશે આટલી વાત થઈ નથી શકતી. અનેક લોકો, ચાહે તે બૅન્ક સ્ટાફ હોય, શિક્ષકો હોય, નાના વેપારી કે દુકાનદાર હોય, દુકાનોમાં કામ કરનારા લોકો હોય, રેંકડી-લારી ચલાવનારા ભાઈ-બહેન હોય, સિક્યોરિટી વૉચમેન હોય કે પછી ટપાલી અને ટપાલ ખાતાના કર્મચારી- વાસ્તવમાં આ યાદી બહુ જ લાંબી છે અને દરેકે પોતાની ભૂમિકા નિભાવી છે. શાસન-પ્રશાસનમાં પણ અનેક લોકો અલગ-અલગ સ્તર પર જોડાયેલા રહ્યા છે.
સાથીઓ, તમે સંભવતઃ ભારત સરકારમાં સચિવ રહેલા ગુરુપ્રસાદ મહાપાત્રજીનું નામ સાંભળ્યું હશે. હું આજે ‘મન કી બાત’માં તેમનો ઉલ્લેખ પણ કરવા માગું છું. ગુરુપ્રસાદજીને કોરોના થઈ ગયો હતો, તેઓ હૉસ્પિટલમાં દાખલ હતા, અને પોતાનું કર્તવ્ય પણ નિભાવી રહ્યા હતા. દેશમાં ઑક્સિજનનું ઉત્પાદન વધે, દૂર-સુદૂરના વિસ્તારો સુધી ઑક્સિજન પહોંચે તેના માટે તેમણે દિવસ-રાત કામ કર્યું. એક તરફ ન્યાયાલયોના ચક્કર, મિડિયાનું દબાણ- એક સાથે અનેક મોરચાઓ પર તેઓ લડતા રહ્યા. બીમારી દરમિયાન તેમણે કામ કરવાનું બંધ ન કર્યું. મનાઈ કર્યા પછી પણ તેઓ જિદ કરીને ઑક્સિજન પર થનારી વિડિયો પરિષદમાં પણ સામેલ થઈ જતા હતા. દેશવાસીઓની એટલી ચિંતા હતી તેમને. તેઓ હૉસ્પિટલની પથારી પર પોતાની પરવા કર્યા વગર દેશના લોકો સુધી ઑક્સિજન પહોંચાડવાની વ્યવસ્થામાં લાગેલા રહ્યા. આપણા બધા માટે આ દુઃખદ છે કે આ કર્મયોગીને પણ દેશે ખોઈ દીધા છે- કોરોનાએ તેમને આપણી પાસેથી છિનવી લીધા છે. આવા અગણ્ય લોકો છે જેમની ચર્ચા ક્યારેય થઈ નથી શકી. આવી દરેક વ્યક્તિને આપણી શ્રદ્ધાંજલી એ જ હશે કે આપણે કોરોના નિયમોનું પૂરી રીતે પાલન કરીએ, રસી જરૂર લગાવીએ.
મારા પ્રિય દેશવાસીઓ, ‘મન કી બાત’ની સૌથી સારી વાત એ છે કે તેમાં મારાથી વધુ આપ સહુનું યોગદાન રહે છે. હમણાં જ મેં MyGovમાં એક પૉસ્ટ જોઈ, જે ચેન્નાઈના થિરુ આર. ગુરુપ્રસાદજીની છે. તેમણે જે લખ્યું છે તે જાણીને તમને પણ સારું લાગશે. તેમણે લખ્યું છે કે તેઓ ‘મન કી બાત’ કાર્યક્રમના નિયમિત શ્રોતા છે. ગુરુપ્રસાદજીની પૉસ્ટમાંથી હવે હું કેટલીક પંક્તિઓ ઉધ્વત કરું છું. તેમણે લખ્યું છે-
તમે જ્યારે પણ તમિલનાડુ વિશે વાત કરો છો તો મારો રસ વધી જાય છે. તમે તમિલ ભાષા અને તમિલ સંસ્કૃતિની મહાનતા, તમિલ તહેવારો અને તમિલનાડુનાં પ્રમુખ સ્થાનોની ચર્ચા કરી છે.
ગુરુપ્રસાદજી આગળ લખે છે કે- ‘મન કી બાત’માં મેં તમિલનાડુના લોકોની ઉપલબ્ધિઓ વિશે પણ અનેક વાર જણાવ્યું છે. તિરુક્કુરલ પ્રતિ આપના પ્રેમ અને તિરુવલ્લુવરજી પ્રતિ આપના આદર વિશે તો કહેવું જ શું. આથી મેં ‘મન કી બાત’માં આપે તમિલનાડુ વિશે જે કંઈ બોલ્યું છે તે બધું સંકલિત કરીને એક ઇ-બુક તૈયાર કરી છે. શું આપ આ ઇ-બુક વિશે કંઈ બોલશો અને તેને NamoApp પર પણ રિલીઝ કરશો? ધન્યવાદ.
હા હું ગુરુપ્રસાદજીનો પત્ર તમારી સામે વાંચી રહ્યો હતો.
ગુરુપ્રસાદજી, તમારી આ પૉસ્ટ વાંચીને ખૂબ જ આનંદ આવ્યો. હવે તમે તમારી ઇ-બુકમાં એક વધુ પાનું જોડી દો.
...’નાન તમિલકલા ચારાક્તિન પેરિયે અભિમાની .
નાન ઉલગતલયે પલમાયાં તમિલ મોલિયન પેરિયે અભિમાની.’
ઉચ્ચારણનો દોષ અવશ્ય હશે પરંતુ મારો પ્રયાસ અને મારો પ્રેમ ક્યારેય પણ ઓછો નહીં હોય. જે તમિલભાષી નથી તેમને હું જણાવવા માગું છું, ગુરુપ્રસાદજીને મેં કહ્યું છે-
હું તમિલ સંસ્કૃતિનો ખૂબ જ મોટો પ્રશંસક છું.
હું દુનિયાની સૌથી જૂની ભાષા તમિલનો મોટો પ્રશંસક છું.
સાથીઓ, દરેક હિન્દુસ્તાનીને, વિશ્વની સૌથી પ્રાચીન ભાષા આપણા દેશની છે, તેનું ગુણગાન કરવું જ જોઈએ. તેના પર ગર્વ અનુભવવો જોઈએ. હું પણ તમિલ વશે ખૂબ જ ગર્વ કરું છું. ગુરુપ્રસાદજી, તમારો આ પ્રયાસ મારા માટે નવી દૃષ્ટિ આપનારો છે. કારણકે હું ‘મન કી બાત’ કરું છું તો સહજ-સરળ રીતે મારી વાત રાખું છું. મને નહોતી ખબર કે આનું આ પણ એક તત્ત્વ હશે. તમે જ્યારે જૂની બધી વાતોને એકઠી કરી તો મેં પણ એક વાર નહીં, પરંતુ બે વાર વાંચી. ગુરુપ્રસાદજી, તમારી આ ઇ-બુકને હું NamoApp પર જરૂર અપલૉડ કરાવીશ. ભવિષ્યના પ્રયાસો માટે તમને ખૂબ ખૂબ શુભકામનાઓ.
મારા પ્રિય દેશવાસીઓ, આજે આપણે કોરોનાની કઠણાઈઓ અને સાવધાનીઓ પર વાત કરી. દેશ અને દેશવાસીઓની અનેક ઉપલબ્ધિઓ પર પણ ચર્ચા કરી. હવે એક બીજો મોટો અવસર પણ આપણી સામે છે. ૧૫ ઑગસ્ટ આવવાની છે. સ્વતંત્રતાનાં ૭૫ વર્ષનો અમૃત મહોત્સવ આપણા માટે બહુ મોટી પ્રેરણા છે. આપણે દેશ માટે જીવવાનું શીખીએ. સ્વતંત્રતાની લડાઈ- દેશ માટે મરનારાઓની કથા છે. સ્વતંત્રતા પછીના આ સમયને આપણે દેશ માટે જીવનારાઓની કથા બનાવવાની છે. આપણો મંત્ર હોવો જોઈએ- India first. આપણા દરેક નિર્ણય, દરેક નિર્ણયનો આધાર હોવો જોઈએ- India first.
સાથીઓ, અમૃત મહોત્સવમાં દેશે અનેક સામૂહિક લક્ષ્યો પણ નક્કી કર્યા છે. જેમ કે, આપણે આપણા સ્વાધીનતા સૈનિકોને યાદ કરીને તેની સાથે જોડાયેલા ઇતિહાસને પુનર્જીવિત કરવાનો છે. તમને યાદ હશે કે ‘મન કી બાત’માં મેં યુવાનોને સ્વાધીનતા સંગ્રામ પર ઇતિહાસ લેખન કરી, સંશોધન કરીને, તેની અપીલ કરી હતી. હેતુ એ હતો કે યુવાન પ્રતિભાઓ આગળ આવે, યુવાન વિચારસરણી, યુવાન વિચાર સામે આવે, યુવાન કલમો નવી ઊર્જા સાથે લેખન કરે. મને એ જોઈને બહુ સારું લાગ્યું કે ખૂબ જ ઓછા સમયમાં અઢી હજારથી વધુ યુવાનો આ કામ કરવા માટે આગળ આવ્યા છે. સાથીઓ, રસપ્રદ વાત એ છે કે ૧૯મી-૨૦મી સદીની લડાઈ વિશે તો સામાન્ય રીતે વાત થતી રહે છે પણ આનંદ એ વાતનો છે કે ૨૧મી સદીમાં જે યુવાનો જન્મ્યા છે, ૨૧મી સદીમાં જેમનો જન્મ થયો છે એવા મારા નવયુવાન સાથીઓ ૧૯મી-૨૦મી સદીની સ્વતંત્રતાની લડાઈને લોકો સામે રાખવાનો મોરચો સંભાળ્યો છે. આ બધા લોકોએ MyGov પર તેની પૂરી માહિતી મોકલી છે. આ લોકો હિન્દી, અંગ્રેજી, તમિલ, કન્નડ, બાંગ્લા, તેલુગુ, મરાઠી, મલયાલમ, ગુજરાતી, આવી દેશની અલગ-અલગ ભાષાઓમાં સ્વાધીનતા સંગ્રામ પર લખશે. કોઈ સ્વાધીનતા સંગ્રામથી જોડાયેલા રહેલાં પોતાનાં આસપાસનાં સ્થાનોની જાણકારી મેળવી રહ્યું છે તો કોઈ આદિવાસી સ્વાધીનતા સૈનિકો પર પુસ્તક લખી રહ્યું છે. એક સારી શરૂઆત છે. મારો આપ સહુને અનુરોધ છે કે અમૃત મહોત્સવથી જેવી રીતે પણ જોડાઈ શકો, જરૂર જોડાવ. આપણું એ સૌભાગ્ય છે કે આપણે સ્વતંત્રતાનાં ૭૫ વર્ષના પર્વના સાક્ષી બની રહ્યા છીએ. આથી હવે પછી જ્યારે આપણે ‘મન કી બાત’માં મળીશું, તો અમૃત મહોત્સવની વધુ તૈયારીઓ પર પણ વાત કરીશું. તમે સહુ સ્વસ્થ રહો, કોરોના સાથે જોડાયેલા નિયમોનું પાલન કરીને આગળ વધો, પોતપોતાના નવા પ્રયાસોથી દેશને આવી જ રીતે ગતિ આપતા રહો, આ જ શુભકામનાઓ સાથે, ખૂબ ખૂબ ધન્યવાદ.
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આપણે જોઈએ છીએ કે દેશ કઈ રીતે પૂરી તાકાત સાથે કૉવિડ-૧૯ સામે લડી રહ્યો છે. ગત સો વર્ષમાં આ સૌથી મોટો રોગચાળો છે અને આ રોગચાળા વચ્ચે ભારતે અનેક કુદરતી આપત્તિઓનો પણ મજબૂત રીતે સામનો કર્યો છે. આ દરમિયાન વાવાઝોડું અમ્ફાન આવ્યું, વાવાઝોડું નિસર્ગ આવ્યું, અનેક રાજ્યોમાં પૂર આવ્યાં, નાનામોટા ભૂકંપ આવ્યા, ભૂસ્ખલન થયાં. હમણાંહમણાં ગત ૧૦ દિવસોમાં જ દેશે ફરી બે મોટાં વાવાઝોડાંનો સામનો કર્યો. પશ્ચિમી દરિયાકાંઠે વાવાઝોડું ‘તાઉ-તે’ અને પૂર્વીય દરિયાકાંઠે વાવાઝોડું ‘યાસ’. આ બંને ચક્રાવાતોએ અનેક રાજ્યોને પ્રભાવિત કર્યાં છે. દેશ અને દેશની જનતા તેમની સામે પૂરી તાકાત સાથે લડી અને ઓછામાં ઓછી જાનહાનિ સુનિશ્ચિત કરી. આપણે હવે એ અનુભવ કરીએ છીએ કે અગાઉનાં વર્ષોની સરખામણીમાં, વધુમાં વધુ લોકોનો જીવ બચાવી રહ્યા છીએ. વિપત્તિની આ કઠિન અને અસાધારણ પરિસ્થિતિમાં વાવાઝોડાંથી પ્રભાવિત થયેલાં બધાં રાજ્યોના લોકોએ જે રીતે સાહસનો પરિચય આપ્યો છે, સંકટની આ ઘડીમાં ખૂબ જ ધૈર્ય સાથે અનુશાસન સાથે મુકાબલો કર્યો છે- હું આદરપૂર્વક, હૃદયપૂર્વક બધા નાગરિકોની પ્રશંસા કરું છું. જે લોકોએ આગળ આવીને રાહત અને બચાવના કાર્યમાં ભાગ લીધો, એવા સર્વે લોકોની જેટલી પ્રશંસા કરીએ એટલી ઓછી છે. હું એ બધાને વંદન કરું છું. કેન્દ્ર, રાજ્ય સરકારો અને સ્થાનિક પ્રશાસન, બધાં, એક સાથે મળીને આ આપત્તિનો સામનો કરવામાં લાગેલા છે. હું તે બધાં લોકોના પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું જેમણે પોતાના નિકટના લોકોને ગુમાવ્યા છે. આપણે બધાં આ મુશ્કેલ સમયમાં તે લોકો સાથે મજબૂતીથી ઊભા છીએ જેમણે આ આપત્તિથી નુકસાન વેઠ્યું છે.
મારા પ્રિય દેશવાસીઓ, પડકાર ગમે તેટલો મોટો હોય, ભારતના વિજયનો સંકલ્પ હંમેશાં એટલો જ મોટો રહ્યો છે. દેશની સામૂહિક શક્તિ અને આપણા સેવા ભાવે દેશને દરેક તોફાનમાંથી બહાર કાઢ્યો છે. તાજેતરના દિવસોમાં આપણે જોયું છે કે આપણા ડૉક્ટરો, નર્સો અને અગ્ર હરોળના યોદ્ધાઓએ પોતાની ચિંતા છોડીને દિવસ-રાત કામ કર્યું છે અને આજે પણ કરી રહ્યા છે. આ બધાની વચ્ચે એવા લોકો પણ છે જેમની કોરોનાના બીજા મોજા સામે લડવામાં ઘણી મોટી ભૂમિકા રહી છે. મને ‘મન કી બાત’ના અનેક શ્રોતાઓએ NamoApp પર અને પત્ર દ્વારા આ યૌદ્ધાઓ વિશે ચર્ચા કરવાનો અનુરોધ કર્યો છે.
સાથીઓ, જ્યારે બીજું મોજું આવ્યું, અચાનક જ ઑક્સિજનની માગ અનેક ગણી વધી ગઈ તો બહુ મોટો પડકાર હતો. મેડિકલ ઑક્સિજનને દેશના દૂરના ભાગોમાં પહોંચાડવું એ પોતાની રીતે બહુ મોટો પડકાર હતો. ઑક્સિજન ટૅન્કર બહુ ઝડપથી ચાલે. નાનકડી પણ ભૂલ થાય, તો તેમાં બહુ મોટા વિસ્ફોટનું જોખમ હોય છે. ઇન્ડસ્ટ્રિયલ ઑક્સિજનનું ઉત્પાદન કરનારા ઘણા પ્લાન્ટ દેશના પૂર્વીય ભાગોમાં છે ત્યાંથી બીજાં રાજ્યોમાં ઑક્સિજન પહોંચાડવા માટે પણ અનેક દિવસો લાગે છે. દેશ સામે આવેલા આ પડકારમાં દેશની મદદ કરી, ક્રાયૉજેનિક ટૅન્કર ચલાવનારા ડ્રાઇવરોએ, ઑક્સિજન ઍક્સ્પ્રેસે, વાયુ દળના પાઇલૉટોએ. એવા અનેક લોકોએ યુદ્ધ સ્તર પર કામ કરીને હજારો-લાખો લોકોનું જીવન બચાવ્યું. આજે ‘મન કી બાત’માં આપણી સાથે આવા જ એક સાથી જોડાઈ રહ્યા છે- ઉત્તર પ્રદેશના જૌનપુરમાં રહેતા શ્રીમાન દિનેશ ઉપાધ્યાય જી....
મોદી જી- દિનેશજી, નમસ્કાર.
દિનેશ ઉપાધ્યાય જી- સર જી, પ્રણામ.
મોદીજી- સૌથી પહેલાં તો હું ઈચ્છીશ કે તમે જરા તમારા વિશે અમને જરૂર જણાવો.
દિનેશ ઉપાધ્યાય જી- સર, મારું નામ દિનેશ બાબુલનાથ ઉપાધ્યાય છે. હું ગામ હસનપુર, પૉસ્ટ જમુઆ, જિલ્લા જૌનપુરનો નિવાસી છું, સર.
મોદીજી-ઉત્તર પ્રદેશના છો?
દિનેશ- હા. હા. સર.
મોદીજી- જી
દિનેશ- અને સર, મારે એક દીકરો છે, બે દીકરી અને પત્ની તેમજ માતાપિતા.
મોદીજી- અને, તમે શું કરો છો?
દિનેશજી-સર, હું ઑક્સિજન ટૅન્કર ચલાવું છું, સર... પ્રવાહી ઑક્સિજનનું.
મોદીજી- બાળકોનો અભ્યાસ બરાબર થઈ રહ્યો છે ને?
દિનેશ- હા સર. બાળકોનો અભ્યાસ ચાલી રહ્યો છે. દીકરીઓ પણ ભણી રહી છે, બંને અને મારો દીકરો પણ ભણી રહ્યો છે.
મોદીજી- આ ઑનલાઇન ભણતર પણ બરાબર ચાલે છે ને, તેમનું?
દિનેશ- હા સર, સારી રીતે કરી રહ્યા છે. અત્યારે મારી દીકરીઓ ભણી રહી છે. ઑનલાઇનમાં જ ભણી રહી છે સર. સર, ૧૫થી ૧૭ વર્ષ થઈ ગયા સર, હું ઑક્સિજન ટૅન્કર ચલાવું છું, સર.
મોદીજી- અચ્છા! તમે આ ૧૫-૧૭ વર્ષથી માત્ર ઑક્સિજન લઈને જાવ છો તો ટ્રક ડ્રાઇવર નથી. તમે એક રીતે લાખોનું જીવન બચાવવામાં લાગેલા છો.
દિનેશ- સર, અમારું કામ જ એવું છે સર, ઑક્સિજન ટૅન્કરનું કે અમારી જે કંપની છે INOX કંપની તે પણ અમારા લોકોનું બહુ ધ્યાન રાખે છે અને અમે લોકો ક્યાંય પણ જઈને ઑક્સિજન ખાલી કરીએ તો અમને બહુ આનંદ થાય છે, સર.
મોદીજી- પરંતુ અત્યારે કોરોનાના સમયમાં તમારી જવાબદારી ઘણી વધી ગઈ છે.
દિનેશ- હા સર, ઘણી વધી ગઈ છે.
મોદી જી- જ્યારે તમે ટ્રકની ડ્રાઇવિંગ સીટ પર બેસો છો તો તમારા મનમાં શું ભાવ હોય છે? પહેલાંની સરખામણીમાં શું અલગ અનુભવ? ઘણું દબાણ પણ રહેતું હશે. માનસિક તણાવ પણ રહેતો હશે. પરિવારની ચિંતા, કોરોના અથવા વાતાવરણ, લોકોની તરફથી દબાણ, માગણીઓ. શું-શું થતું હશે?
દિનેશ- સર અમને કોઈ ચિંતા નથી થતી. અમને ખાલી એ જ થાય છે કે અમારે અમારું જે કર્તવ્ય નિભાવવાનું છે, સરજી, તે અમે ટાઇમ પર લઈને જો અમારા ઑક્સિજનથી કોઈને જીવન મળે છે તો તે અમારા માટે બહુ ગૌરવની વાત છે.
મોદીજી- બહુ ઉત્તમ રીતે તમે તમારી ભાવના વ્યક્ત કરી રહ્યા છો. ચાલો એ કહો કે આજે આ રોગચાળાના સમયમાં તમારા કામના મહત્ત્વને જોઈએ છીએ, જે કદાચ પહેલાં આટલું નહીં સમજ્યા હોય, હવે સમજી રહ્યા છીએ તો શું તમારા અને તમારા કામ પ્રત્યે તેમના દૃષ્ટિકોણમાં પરિવર્તન આવ્યું છે?
દિનેશ- હા સરજી. થોડા સમય પહેલાં અમે ઑક્સિજનના ડ્રાઇવર ક્યાંય પણ જામમાં આમતેમ ફસાયેલા રહેતા હતા, પરંતુ આજની તારીખમાં તંત્રના લોકોએ પણ અમારા લોકોની ઘણી મદદ કરી. અને જ્યાં પણ અમે જઈએ છીએ તો અમે પણ અમારી અંદર જિજ્ઞાસા આવી જાય છે, અમે કેટલી ઝડપથી પહોંચીને લોકોનો જીવ બચાવીએ, સર. પછી ભલે ભોજન મળે કે ન મળે, કંઈ પણ તકલીફ પડે પરંતુ અમે હૉસ્પિટલ પહોંચીએ છીએ જ્યારે ટૅન્કર લઈને અને જોઈએ છીએ કે હૉસ્પિટલવાળા અમને vનો ઈશારો કરે છે, તેમના પરિવારના લોકો જેમના ઘરના લોકો અંદર દાખલ હોય છે.
મોદીજી- અચ્છા, વિક્ટરીનો વી બતાવે છે?
દિનેશ- હા સર. વી બતાવે છે, કોઈ અંગૂઠો બતાવે છે. અમને બહુ જ શાંતિ મળે છે અમારા જીવનમાં કે અમે કોઈ સારું કામ જરૂર કર્યું છે કે મને આવી સેવા કરવાનો અવસર મળ્યો છે.
મોદીજી- બધો થાક ઉતરી જતો હશે...
દિનેશ- હા સર. હા સર.
મોદીજી- તો ઘર આવીને બાળકોને બધી વાતો કરો છો તમે?
દિનેશ – ના સર. બાળકો તો અમારા ગામમાં રહે છે. અમે તો અહીં INOX Air productમાં , હું ડ્રાઇવરી (ડ્રાઇવર તરીકે) કરું છું. ૮-૯ મહિના પછી ત્યારે ઘર જઉં છું.
મોદીજી- તો ક્યારેક ફૉન પર બાળકો સાથે વાતો કરતા હશો ને?
દિનેશ- હા સર. નિયમિત થાય છે.
મોદીજી- તો તેમના મનમાં થતું હશે પિતાજી જરા સંભાળો આવા સમયે?
દિનેશ-સર જી, તે લોકો કહે છે કે પાપા કામ કરો, પરંતુ તમારી સુરક્ષા સાથે કરો અને અમે લોકો સર, સુરક્ષા સાથે કામ કરીએ છીએ. અમારો માનગાંવ પ્લાન્ટ પણ છે. INOX અમારા લોકોની ઘણી મદદ કરે છે.
મોદીજી- ચાલો. દિનેશજી, મને ઘણું સારું લાગ્યું. તમારી વાતો સાંભળીને અને દેશને પણ લાગશે કે આ કોરોનાની લડાઈમાં કેવા-કેવા લોકો કેવી-કેવી રીતે, કામ કરી રહ્યા છે. તમે નવ-નવ મહિના સુધી તમારાં બાળકોને નથી મળતાં. પરિવારને નથી મળતાં કારણકે માત્ર લોકોનો જીવન બચી જાય. જ્યારે દેશ આ સાંભળશે તો દેશને ગર્વ થશે કે લડાઈ આપણે જીતીશું કારણકે દિનેશ ઉપાધ્યાય જેવા લાખો લોકો આપણી સાથે છે જે પૂરી તાકાતથી લાગેલા છે.
દિનેશ- સર જી. આપણે લોકો કોરોનાને કોઈ ને કોઈ દિવસે જરૂર હરાવીશું, સરજી.
મોદીજી- ચાલો, દિનેશજી, તમારી ભાવનાઓ એ જ તો દેશની તાકાત છે. બહુ બહુ ધન્યવાદ દિનેશજી. અને તમારા બાળકોને મારા આશીર્વાદ કહેશો.
દિનેશ- ઠીક છે, સર. પ્રણામ.
મોદીજી- ધન્યવાદ.
દિનેશ- પ્રણામ. પ્રણામ.
મોદીજી- ધન્યવાદ.
સાથીઓ, દિનેશજી જેમ કહી રહ્યા હતા ખરેખર જ્યારે એક ટૅન્કર ડ્રાઇવર ઑક્સિજન લઈને હૉસ્પિટલ પહોંચે છે તો ઈશ્વરે મોકલેલા દૂત જ લાગે છે. આપણે સમજી શકીએ છીએ કે આ કામ જવાબદારીવાળું હોય છે અને તેમાં કેટલું માનસિક દબાણ પણ હોય છે.
સાથીઓ, પડકારના આ સમયમાં, ઑક્સિજનના પરિવહનને સરળ કરવા માટે ભારતીય રેલવે પણ આગળ આવ્યું છે. ઑક્સિજન ઍક્સ્પ્રેસ, ઑક્સિજન રેલવેએ સડક પર ચાલનારા ઑક્સિજન ટૅન્કરથી અનેક ગણી વધુ ઝડપથી, અનેક ગણી વધુ પ્રમાણમાં, ઑક્સિજન દેશના ખૂણે-ખૂણામાં પહોંચાડ્યો છે. માતાઓ અને બહેનોને એ જાણીને ગર્વ થશે કે એક ઑક્સિજન ઍક્સ્પ્રેસ તો પૂરી રીતે મહિલાઓ જ ચલાવી રહી છે. દેશની દરેક નારીને આ વાતનો ગર્વ થશે. એટલું જ નહીં, દરેક હિન્દુસ્તાનીને ગર્વ થશે. મેં ઑક્સિજન ઍક્સ્પ્રેસની એક લૉકૉ-પાઇલૉટ શિરિષા ગજનીજીને ‘મન કી બાત’માં આમંત્રિત કર્યાં છે.
મોદીજી-શિરિષાજી, નમસ્તે.
શિરિષા- નમસ્તે સર. કેમ છો સર?
મોદીજી- હું બહુ સારો છું. શિરિષાજી, મેં સાંભળ્યું છે કે તમે તો રેલવે પાઇલૉટના રૂપમાં કામ કરી રહ્યાં છો અને મને કહેવામાં આવ્યું કે તમારી મહિલાઓની આખી ટોળી આ ઑક્સિજન ઍક્સ્પ્રેસને ચલાવી રહી છે. શિરિષાજી, તમે ખૂબ જ શાનદાર કામ કરી રહ્યાં છો. કોરોના કાળમાં તમારી જેમ અનેક મહિલાઓએ આગળ આવીને કોરોના સામે લડવામાં દેશને તાકાત આપી છે. તમે પણ નારી શક્તિનું એક મોટું ઉદાહરણ છો. પરંતુ દેશ જાણવા માગશે, હું જાણવા માગું છું કે તમને આ પ્રેરણા ક્યાંથી મળે છે?
શિરિષા- સર, મને પ્રેરણા મારાં માતાપિતાથી મળે છે, સર. મારા પિતાજી સરકારી કર્મચારીછે. ખરેખર તો મારે બે મોટી બહેન છે. અમે ત્રણ બહેનો છીએ પરંતુ મારા પિતાજી અમને કામ કરવા માટે ઘણું પ્રોત્સાહન આપે છે. મારી સૌથી મોટી બહેન સરકારી બૅન્કમાં નોકરી કરે છે અને હું રેલવેમાં છું. મારાં માતાપિતા મને પ્રોત્સાહન આપે છે.
મોદીજી- અચ્છા શિરિષાજી, તમે સામાન્ય દિવસોમાં પણ રેલવેને તમારી સેવાઓ આપી છે. ટ્રેનને સ્વાભાવિક ચલાવી છે પરંતુ જ્યારે આ એક તરફ ઑક્સિજનની આટલી માગણી અને જ્યારે તમે ઑક્સિજનને લઈને જઈ રહ્યા છો તો થોડું જવાબદારીભર્યું કામ રશે, થોડી વધુ જવાબદારી હશે? સામાન્ય માલને લઈ જવી અલગ વાત છે, ઑક્સિજન તો બહુ નાજુક હોય છે આ ચીજો, તો શું અનુભવ થયો હતો?
શિરિષા- મને આનંદની લાગણી થઈ આ કામ કરવા માટે. ઑક્સિજન સ્પેશિયલ દેવાના સમયે બધું તપાસી લઈએ, સુરક્ષાની રીતે, ફૉર્મેશનની રીતે, કોઈ લીકેજ તો નથી ને. તે ઉપરાંત ભારતીય રેલવે પણ ઘણી મદદરૂપ છે સર. આ ઑક્સિજન ચલાવવા માટે મને લીલો માર્ગ આપ્યો, આ ગાડી ચલાવવા માટે ૧૨૫ કિલોમીટર અંતર દોઢ કલાકમાં કપાઈ ગયું. આટલી જવાબદારી રેલવેએ પણ ઉપાડી, મેં પણ ઉપાડી, સર.
મોદીજી- વાહ. ચાલો, શિરિષાજી, હું તમને ઘણા અભિનંદન આપું છું અને તમારા પિતાજી- માતાજીને વિશેષ રૂપે પ્રણામ કરું છું જેમણે ત્રણેય દીકરીઓને આટલી પ્રેરણા આપી અને તેમને આગળ વધારી અને આ પ્રકારની હિંમત આપી છે. અને હું સમજું છું કે આવાં માતાપિતાને પણ પ્રણામ અને તમે બધી બહેનોને પણ પ્રણામ જેમણે આ રીતે દેશની સેવા પણ કરી અને જુસ્સો પણ બતાવ્યો છે. ખૂબ ખૂબ ધન્યવાદ શિરિષાજી.
શિરિષા- ધન્યવાદ સર. આભાર સર. તમારા આશીર્વાદ જોઈએ છે સર મને.
મોદીજી- બસ, પરમાત્માના આશીર્વાદ તમારા પર સદા રહે, તમારાં માતાપિતાના આશીર્વાદ પણ સદા રહે. ધન્યવાદજી.
શિરિષા- ધન્યવાદ સર.
સાથીઓ, આપણે હમણાં શિરિષાજીની વાત સાંભળી. તેમના અનુભવ, પ્રેરણા પણ આપે છે, ભાવુક પણ કરે છે. વાસ્તવમાં આ લડાઈ એટલી મોટી છે કે તેમાં રેલવેની જેમ આપણો દેશ, જળ, સ્થળ, નભ, ત્રણેય માર્ગે કામ કરી રહ્યો છે. એક તરફ ખાલી ટૅન્કરને વાયુ દળનાં વિમાનો દ્વારા ઑક્સિજન પ્લાન્ટ સુધી પહોંચાડવાનું કામ થઈ રહ્યું છે, બીજી તરફ નવા ઑક્સિજન પ્લાન્ટ બનાવવાનું કામ પણ પૂરું કરવામાં આવી રહ્યું છે. સાથે જ વિદેશોથી ઑક્સિજન, ઑક્સિજન કન્સન્ટ્રેટર અને ક્રાયૉજેનિક ટૅન્કરો પણ દેશમાં લાવવામાં આવી રહ્યાં છે. આથી, તેમાં નૌ સેના પણ લાગી, વાયુ દળ પણ લાગ્યું, ભૂમિ દળ પણ લાગ્યું અને ડીઆરડીઓ જેવી આપણી સંસ્થા પણ લાગેલી છે. આપણા અનેક વૈજ્ઞાનિકો, ઉદ્યોગના નિષ્ણાતો અને ટૅક્નિશિયનો પણ યુદ્ધ સ્તર પર કામ કરી રહ્યા છે. તે બધાંના કામને જાણવાની, સમજવાની જિજ્ઞાસા બધા દેશવાસીઓના મનમાં છે આથી, આપણી સાથે આપણી વાયુ સેનાના ગ્રૂપ કેપ્ટન પટનાયકજી જોડાઈ રહ્યા છે.
મોદીજી- પટનાયકજી, જય હિન્દ.
ગ્રૂપ કેપ્ટન-સર, જય હિન્દ. સર હું ગ્રૂપ કેપ્ટન એ. કે. પટનાયક છું. વાયુ સેનાના સ્ટેશન હિંડનથી વાત કરું છું.
મોદીજી- પટનાયકજી, કોરોના સાથે લડાઈ દરમિયાન તમે ઘણી મોટી જવાબદારી સંભાળી રહ્યા છો. દુનિયાભરમાં જઈને ટૅન્કર લાવવું, ટૅન્કર અહીં પહોંચાડવું. હું જાણવા માગું છું કે એક સૈનિક તરીકે એક અલગ પ્રકારનું કામ તમે કર્યું છે. મરવું-મારવા માટે દોડવાનું રહે છે, આજે તમે જિંદગી બચાવવા માટે દોડી રહ્યા છો. કેવો અનુભવ થઈ રહ્યો છે?
ગ્રૂપ કેપ્ટન- સર, આ સંકટના સમયમાં આપણા દેશવાસીઓની મદદ કરી શકીએ છીએ તે અમારા માટે ઘણું જ સૌભાગ્યનું કામ છે સર અને આ જે પણ અમને મિશન મળેલા છે અમે બખૂબી તેને નિભાવી રહ્યા છીએ. અમારી ટ્રેનિંગ અને સપૉર્ટ સર્વિસ જે છે, અમારી પૂરી મદદ કરી રહી છે અને સૌથી મોટી ચીજ છે સર, તેમાં જે અમને કામનો સંતોષ મળી રહ્યો છે તે ખૂબ જ ઉચ્ચ સ્તરનો છે અને તેના કારણે અમે સતત ઑપરેશન કરી શકીએ છીએ.
મોદીજી- કેપ્ટન, તમે આ દિવસોમાં જે જે પ્રયાસ કર્યા છે અને તે પણ ઓછામાં ઓછા સમયમાં બધું કરવું પડ્યું છે. તેમાં હવે આ દિવસોમાં શું કર્યું તમે?
ગ્રૂપ કેપ્ટન- સર, ગત એક મહિનામાં અમે સતત ઑક્સિજન ટૅન્કર અને લિક્વિડ ઑક્સિજન કન્ટેઇનર, ડૉમેસ્ટિક ડેસ્ટિનેશન અને આંતરરાષ્ટ્રીય સ્થળ બંનેથી ઉઠાવી રહ્યા છીએ સર. લગભગ ૧,૬૦૦ સૉર્ટિઝથી વધુ વાયુ દળ કરી ચૂક્યું છે અને ૩,૦૦૦થી વધુ કલાક અમે ઊડી ચૂક્યા છીએ. લગભગ ૧૬૦ આંતરરાષ્ટ્રીય મિશન કરી ચૂક્યા છીએ. જે રીતે અમે દરેક જગ્યાએથી ઑક્સિજન ટૅન્કર જે પહેલાં અથવા ઘરેલુમાં બેથી ત્રણ દિવસ લાગતા હતા, અમે તેને ૨થી ૩ કલાકમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી શકીએ છીએ સર અને આંતરરાષ્ટ્રીય મિશનમાં પણ ૨૪ કલાકની અંદર દિવસ-રાત સતત કામગીરી કરીને, સમગ્ર વાયુ દળ તેમાં લાગેલું છે કે જેટલી ઝડપથી બની શકે આપણે એટલા વધુ ટૅન્કર લાવી શકીએ અને દેશની મદદ કરી શકીએ, સર.
મોદીજી- કેપ્ટન, તમને આંતરરાષ્ટ્રીયમાં અત્યારે ક્યાં ક્યાં દોડવું- ભાગવું પડ્યું?
ગ્રૂપ કેપ્ટન- સર, ટૂંકી નૉટિસમાં અમારે સિંગાપુર, દુબઈ, બેલ્જિયમ, જર્મની અને યુ.કે. આ બધી જગ્યાઓમાં ભારતીય વાયુ સેનાના અલગ-અલગ ફ્લીટ, સર, આઈએલ-૭૬, સી-૧૭ અને બાકી ઘણાં વિમાનો ગયાં હતાં સી-૧૩૦ જે ખૂબ જ ટૂંકી નૉટિસમાં આ મિશનનું પ્લાન કરીને. અમારી ટ્રેનિંગ અને જોશના કારણે અમે સમયસર આ મિશનને પૂરું કરી શક્યા સર.
મોદીજી- જુઓ, આ વખતે દેશ ગર્વ અનુભવ કરે છે કે જળ હોય, સ્થળ હોય, નભ હોય, આપણા બધા જવાન આ કોરોનાની સામે લડાઈમાં લાગેલા છે અને કેપ્ટન તમે પણ ઘણી મોટી જવાબદારી નિભાવી છે તો હું તમને પણ ઘણા અભિનંદન આપું છું.
ગ્રૂપ કેપ્ટન- સર, ઘણો બધો આભાર, સર. અમે પૂરી કોશિશમાં પૂરી તાકાતથી લાગેલા છીએ અને મારી દીકરી પણ મારી સાથે છે સર, અદિતિ.
મોદીજી- અરે વાહ.
અદિતિ-નમસ્તે મોદીજી.
મોદીજી- નમસ્તે, બેટી નમસ્તે. અદિતિ, તમે કેટલાં વર્ષનાં છો?
અદિતિ- હું ૧૨ વર્ષની છું અને હું આઠમા ધોરણમાં ભણું છું
મોદીજી- તો આ પિતાજી બહાર જાય છે, ગણવેશમાં રહે છે.
અદિતિ- હા, તેમના માટે મને બહુ ગર્વ થાય છે, ઘણું ગૌરવ અનુભવું છું કે તેઓ આટલું બધું મહત્ત્વપૂર્ણ કામ કરી રહ્યા છે. જે બધા કોરોના પીડિત લોકો છે તેમની મદદ આટલી બધી કરી રહ્યા છે અને આટલા બધા દેશોથી ઑક્સિજન ટૅન્કર લાવી રહ્યા છે, કન્ટેઇનર લાવી રહ્યા છે.
મોદીજી- પરંતુ દીકરી તું પાપાને બહુ મિસ કરે છે ને?
અદિતિ- હા, ઘણા મિસ કરું છું. તેઓ આજકાલ વધુ ઘર પર રહી પણ નથી શકતા કારણકે આટલી બધી આંતરરાષ્ટ્રીય ઉડાનોમાં જઈ રહ્યા છે અને કન્ટેઇનર અને ટૅન્કર તેમના પ્રૉડક્શન પ્લાન્ટ સુધી પહોંચાડી રહ્યા છે જેથી જે કોરોના પીડિત લોકો છે તેમને સમયસર ઑક્સિજન મળી શકે અને તેમનો જીવ બચી શકે.
મોદીજી- તો બેટા, આ જે ઑક્સિજનના કારણે લોકોનો જીવ બચાવવાનું કામ તો હવે ઘર-ઘરમાં લોકોને ખબર પડી છે.
અદિતિ- હા.
મોદીજી- જ્યારે તમારા મિત્રવર્તુળના તારા સાથી વિદ્યાર્થીઓ જાણતા હશે કે તારા પિતાજી ઑક્સિજનની સેવામાં લાગેલા છે, તો તારા પ્રત્યે ઘણા આદરથી જોતા હશે તે લોકો?
અદિતિ- હા, મારા બધા મિત્રો પણ કહે છે કે તારા પાપા આટલું બધું અગત્યનું કામ કરી રહ્યા છે અને તને પણ ઘણો ગર્વ થતો હશે અને ત્યારે મને પણ આટલો બધો ગર્વ થાય છે. અને મારો જે આખો પરિવાર છે, મારાં નાના-નાની, દાદી, બધાં જ લોકોને પાપા પર ગર્વ થાય છે, મારી મમ્મી અને એ લોકો પણ ડૉક્ટર છે, તે લોકો પણ દિવસ-રાત કામ કરી રહ્યા છે અને બધાં સૈન્ય દળો, મારા પાપાના બધા સ્કવૉડ્રનના અંકલો અને બધાં જે દળો છે બધા લોકો, આખી સેના બહુ કામ કરે છે અને મને વિશ્વાસ છે કે બધાના પ્રયાસોની સાથે આપણે લોકો કોરોના સામે આ લડાઈ જરૂર જીતશું.
મોદીજી- આપણે ત્યાં કહેવાય છે કે દીકરી જ્યારે બોલે છે ને, તો તેના શબ્દોમાં સરસ્વતી બિરાજમાન થાય છે અને જ્યારે અદિતિ બોલી રહી છે કે આપણે જરૂર જીતીશું તો એક રીતે તે ઈશ્વરની વાણી બની જાય છે. અચ્છા અદિતિ, અત્યારે તો ઑનલાઇન ભણતી હોઈશ ને?
અદિતિ-હા, અત્યારે તો અમારા બધા ઑનલાઇન વર્ગો ચાલી રહ્યા છે અને અત્યારે અમે લોકો ઘરમાં બધાં પૂરી સાવધાની લઈ રહ્યાં છીએ અને ક્યાંય પણ બહાર જવું હોય તો પછી, ડબલ માસ્ક પહેરીને અને બધું જ, બધી સાવધાનીઓ અને વ્યક્તિગત સ્વચ્છતા જાળવીને કરી રહ્યાં છીએ, બધી ચીજોનું ધ્યાન રાખી રહ્યાં છીએ.
મોદીજી- સારૂં બેટા, તને શેનો-શેનો શોખ છે? શું પસંદ છે?
અદિતિ- મારો શોખ છે કે હું સ્વિમિંગ અને બાસ્કેટ બોલ રમું છું પરંતુ અત્યારે તો તે થોડું બંધ થઈ ગયું છે અને આ લૉકડાઉન અને કોરોના વાઇરસ દરમિયાન મેં બૅકિંગ અને કૂકિંગનો મને ખૂબ જ શોખ છે અને હું અત્યારે બૅકિંગ અને કૂકિંગ કરીને જ્યારે પાપા આટલું બધું કામ કરીને આવે છે તો હું તેમના માટે કૂકિઝ અને કેક બનાવું છું.
મોદીજી- વાહ, વાહ, વાહ. ચાલ બેટા, બહુ દિવસો પછી તને પાપા સાથે રહેવાનો સમય મળ્યો છે. ઘણું સારું લાગ્યું અને કેપ્ટન તમને પણ હું ઘણા અભિનંદન આપું છું પરંતુ જ્યારે હું કેપ્ટનને અભિનંદન આપું છું તેનો અર્થ માત્ર તમને જ નહીં, આપણાં બધાં દળો, નૌ સેના, ભૂમિ દળ, વાયુ સેના જે રીતે બચાવ કાર્યમાં લાગેલા છે, હું બધાને, બધાને વંદન કરું છું. ધન્યવાદ ભાઈ.
ગ્રૂપ કેપ્ટન, આભાર સર.
સાથીઓ, આપણા આ જવાનોએ, આ યૌદ્ધાઓએ જે કામ કર્યું છે, તેના માટે દેશ તેમને વંદન કરે છે. આ રીતે લાખો લોકો દિવસ-રાત લાગેલા છે. જે કામ તેઓ કરી રહ્યા છે તે તેમના દિન-પ્રતિદિન કામનો હિસ્સો નથી. આ પ્રકારની આપત્તિ તો દુનિયામાં સો વર્ષ પછી આવી છે. એક સદી પછી આટલું મોટું સંકટ! આથી, આ પ્રકારના કામનો કોઈ પાસે કોઈ પણ અનુભવ નહોતો. તેની પાછળ દેશસેવાનો જે જુસ્સો છે અને એક સંકલ્પ શક્તિ છે. તેનાથી દેશે એ કામ કર્યું છે જે પહેલાં ક્યારેય નથી થયું. તમે અંદાજ લગાવી શકો છો, સામાન્ય દિવસોમાં આપણે ત્યાં એક દિવસમાં ૯૦૦ મેટ્રિક ટન પ્રવાહી મેડિકલ ઑક્સિજનનું ઉત્પાદન થતું હતું. હવે તે ૧૦ ગણાથી પણ વધુ વધીને લગભગ ૯,૫૦૦ મેટ્રિક ટન પ્રતિ દિન ઉત્પાદન થઈ રહ્યું છે. આ ઑક્સિજનને આપણા યૌદ્ધાઓ દેશના ખૂણે-ખૂણે પહોંચાડી રહ્યા છે.
મારા પ્રિય દેશવાસીઓ, ઑક્સિજન પહોંચાડવા માટે દેશમાં આટલા બધા પ્રયાસ થયા, આટલા બધા લોકો જોડાયા, એક નાગરિક તરીકે આ બધાં કાર્યો પ્રેરણા દે છે. એક ટીમ બનાવીને દરેકે પોતાનું કર્તવ્ય નિભાવ્યું છે. મને બેંગ્લુરુથી ઊર્મિલાજીએ કહ્યું છે કે તેમના પતિ લેબ ટૅક્નિશિયન છે અને એમ પણ કહ્યું છે કે આટલા પડકાર વચ્ચે સતત ટેસ્ટિંગનું કામ તેઓ કેવી રીતે કરતા રહ્યા.
સાથીઓ, કોરોનાની શરૂઆતમાં દેશમાં માત્ર એક જ ટેસ્ટિંગ લેબ હતી, પરંતુ આજે અઢી હજારથી વધુ લેબ કામ કરી રહી છે. શરૂઆતમાં થોડા સેંકડો ટેસ્ટ એક દિવસમાં થઈ શકતા હતા, હવે ૨૦ લાખથી વધુ ટેસ્ટ એક દિવસમાં થવા લાગ્યા છે. અત્યાર સુધી દેશમાં ૩૩ કરોડથી વધુ નમૂનાઓની તપાસ થઈ ચૂકી છે. આ આટલું મોટું કામ આ સાથીઓના કારણે જ સંભવ થઈ રહ્યું છે. અનેક અગ્ર હરોળના કામદારો નમૂના એકત્ર કરવાના કામમાં લાગેલા છે. ચેપી દર્દીઓ વચ્ચે જવું, તેમના નમૂના લેવા, આ કેટલી સેવાનું કામ છે. પોતાના બચાવ માટે આ સાથીઓને આટલી ગરમીમાં પણ સતત પીપીઇ કિટ પહેરી રાખવી પડે છે. તે પછી તે નમૂનો લેબમાં પહોંચે છે. આથી, જ્યારે હું તમારા બધાના સૂચનો અને પ્રશ્નો વાંચી રહ્યો હતો તો મેં નક્કી કર્યું કે આપણા આ સાથીઓની પણ ચર્ચા અવશ્ય થવી જોઈએ. તેમના અનુભવોમાંથી આપણને પણ ઘણું જાણવાનું મળશે. તો આવો, દિલ્લીમાં એક લેબ ટૅક્નિશિયન તરીકે કામ કરનારા આપણા સાથી પ્રકાશ કાંડપાલજી સાથે વાત કરીએ.
મોદીજી- પ્રકાશજી, નમસ્કાર.
પ્રકાશજી- નમસ્કાર આદરણીય પ્રધાનમંત્રીજી.
મોદીજી- પ્રકાશજી, સૌ પહેલાં તો તમે ‘મન કી બાત’ના આપણા બધા શ્રોતાઓને પોતાના વિશે જણાવો. તમે કેટલા સમયથી આ કામ કરી રહ્યા છો અને કોરોનાના સમયે તમને કેવો અનુભવ રહ્યો કારણકે દેશના લોકોને આ પ્રકારથી તમે ન ટીવી પર દેખાઓ છો, ન અખબારમાં દેખાવો છો. તેમ છતાં એક ઋષિની જેમ લેબમાં રહીને કામ કરી રહ્યા છો. તો હું ઈચ્છીશ કે તમે જ્યારે કહેશો તો દેશવાસીઓને પણ જાણકારી મળશે કે દેશમાં કેવી રીતે કામ થઈ રહ્યું છે.
પ્રકાશજી- હું દિલ્લી સરકારની સ્વાયત્ત સંસ્થા, ઇન્સ્ટિટ્યૂટ ઑફ લિવર ઍન્ડ બિલિયરી સાયન્સીસ નામની હૉસ્પિટલમાં ગત દસ વર્ષથી લેબ ટૅક્નિશિયન તરીકે કાર્યરત છું. મારો સ્વાસ્થ્ય ક્ષેત્રનો અનુભવ ૨૨ વર્ષનો છે. આઈએલબીએસથી પહેલાં હું દિલ્લીની એપોલો હૉસ્પિટલ, રાજીવ ગાંધી કેન્સર હૉસ્પિટલ, રૉટરી બ્લડ બૅન્ક જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં કામ કરી ચૂક્યો છું. સર, જોકે બધી જગ્યાએ મેં રક્ત કોષ વિભાગમાં મારી સેવાઓ આપી, પરંતુ ગત વર્ષે ૧ એપ્રિલ ૨૦૨૦થી હું આઈએલબીએસના વાયરૉલૉજી ડિપાર્ટમેન્ટ હેઠળ કૉવિડ ટેસ્ટિંગ લેબમાં કામ કરી રહ્યો છું. નિઃસંદેહ, કૉવિડ રોગચાળામાં સ્વાસ્થ્ય અને સ્વાસ્થ્ય સંબંધિત બધાં સાધનો-સંસાદનો પર ઘણું દબાણ આવ્યું, પરંતુ હું આ સંઘર્ષના યુગમાં અંગત રીતે આમાં એવો અવસર માનું છું કે જ્યારે રાષ્ટ્ર, માનવતા, સમાજ આપણી પાસે વધુ ઉત્તરદાયિત્વ, સહયોગ, આપણી પાસે વધુ સામર્થ્ય અને આપણી પાસે વધુ ક્ષમતાના પ્રદર્શનની અપેક્ષા રાખતો હોય અને આશા કરતો હોય. અને સર, જ્યારે આપણે રાષ્ટ્રની, માનવતાની, સમાજની અપેક્ષા અને આશાને અનુરૂપ પોતાના સ્તર પર જે એક બુંદ બરાબર છે, આપણે તેના પર કામ કરીએ છીએ, ખરા ઉતરીએ છીએ તો એક ગૌરવની અનુભૂતિ થાય છે. ક્યારેક જ્યારે આપણા ઘરના લોકો પણ આશંકિત હોય છે અથવા તેમને થોડો ભય લાગે છે તો આવા અવસર પર તેમને સ્મરણ કરાવું છું કે આપણા દેશના જવાન કે જે સદૈવ પોતાના પરિવારથી દૂર સીમાઓ પર વિષમ અને અસામાન્ય પરિસ્થિતિઓમાં દેશની રક્ષા કરી રહ્યા છે તેમની સરખામણીમાં તો અમારું જે જોખમ છે તે ઘણું ઓછું છે. તો તેઓ પણ આ બાબતને સમજે છે અને મારી સાથે એક રીતે તેઓ પણ સહયોગ કરે છે અને તેઓ પણ આ આપત્તિમાં સમાન રૂપે જે પણ સહયોગ છે તેમાં પોતાની સહયોગિતા આપે છે.
મોદીજી- પ્રકાશજી, એક રીતે સરકાર બધાને કહી રહી છે કે અંતર રાખો- અંતર રાખો, કોરોનામાં એકબીજાથી દૂર રહો. અને તમારે તો સામેથી જ કોરોનાના જીવાણુઓ વચ્ચે રહેવું જ પડે છે, સામેથી જવું પડે છે. તો આ પોતાની રીતે એક જિંદગીને સંકટમાં નાખનારો મામલો છે તો પરિવારને ચિંતા થવી બહુ સ્વાભાવિક છે. પરંતુ છતાં આ લેબ ટૅક્નિશિયનનું કામ સામાન્ય સંજોગોમાં એક છે અને આવી રોગચાળાની સ્થિતિમાં બીજું છે અને તે તમે કરી રહ્યા છો. તો કામના કલાકો પણ ઘણા વધી ગયા હશે. રાત-રાત લેબમાં વિતાવવી પડતી હશે. કારણકે આટલા કરોડો લોકોનું ટેસ્ટિંગ થઈ રહ્યું છે તો બોજો પણ વધી ગયો હશે. પરંતુ પોતાની સુરક્ષા માટે આ સાવધાની રાખો છો કે નથી રાખતા?
પ્રકાશજી- બિલકુલ રાખીએ છીએ સર. અમારી આઈએલબીએસની જે લેબ છે, તે ‘હૂ’ (WHO)થી માન્યતા પ્રાપ્ત છે. તો જે બધા પ્રૉટોકોલ છે તે આંતરરાષ્ટ્રીય ધોરણોના છે, અમે ત્રિસ્તરીય જે અમારો પોશાક છે તેમાં અમે જઈએ છીએ લેબમાં, અને તેમાં જ અમે કામ કરીએ છીએ. અને ત્યારબાદ તેના નિકાલનું, લેબલ લગાવવાનું અને તેના ટેસ્ટિંગનો એક આખો પ્રૉટોકોલ છે અને તે પ્રૉટોકોલ હેઠળ કામ કરીએ છીએ. તો સર, એ પણ ઈશ્વરની કૃપા છે કે મારો પરિવાર અને મારા ઓળખીતા મોટા ભાગના જે અત્યારે સુધી આ ચેપથી બચેલા છે. તો એક વાત છે કે જો તમે સાવધાની રાખો અને સંયમ રાખો તો તમે થોડા ઘણા તેનાથી બચીને રહી શકો છો.
મોદીજી- પ્રકાશજી, તમારા જેવા હજારો લોકો ગયા એક વર્ષમાં લેબમાં બેઠા રહ્યા અને આટલી તસદી લઈ રહ્યા છો. આટલા લોકોને બચાવવાનું કામ કરી રહ્યા છો. જે દેશ આજે જાણી રહ્યો છે. પરંતુ પ્રકાશજી, હું તમારા માધ્યમથી તમારા વ્યવસાયના બધા સાથીઓનો હૃદયપૂર્વક ધન્યવાદ કરું છું. અને તમે સ્વસ્થ રહો. તમારો પરિવાર સ્વસ્થ રહે. મારી ઘણી બધી શુભકામનાઓ છે.
પ્રકાશજી- ધન્યવાદ પ્રધાનમંત્રીજી. હું તમારો ઘણો-ઘણો આભારી છું કે તમે મને આ અવસર આપ્યો.
મોદીજી- ધન્યવાદ ભાઈ.
સાથીઓ, એક રીતે વાત તો મેં ભાઈ પ્રકાશજી સાથે કરી છે, પરંતુ તેમની વાતોમાં હજારો લેબ ટૅક્નિશિયનોની સેવાની સુગંધ આપણા સુધી પહોંચી રહી છે. આ વાતોમાં હજારો-લાખો લોકોનો સેવાભાવ તો દેખાય જ છે, આપણને બધાને પોતાની જવાબદારીનો બોધ પણ થાય છે. જેટલી મહેનત અને લગનથી ભાઈ પ્રકાશજી જેવા આપણા સાથી કામ કરી રહ્યા છે, એટલી જ નિષ્ઠાથી તેમનો સહયોગ, કોરોનાને હરાવવામાં ઘણી મદદ કરશે.
મારા પ્રિય દેશવાસીઓ, હમણાં આપણે આપણા ‘કોરોના યૌદ્ધાઓ’ની ચર્ચા કરી રહ્યા હતા. છેલ્લા દોઢ વર્ષમાં આપણે તેમનું ઘણું સમર્પણ અને પરિશ્રમ જોયો છે. પરંતુ આ લડાઈમાં બહુ મોટી ભૂમિકા દેશનાં અનેક ક્ષેત્રોના અનેક યૌદ્ધાઓની પણ છે. તમે વિચારો, આપણા દેશ પર આટલું મોટું સંકટ આવ્યું, તેની અસર દેશની દરેક વ્યવસ્થા પર પડી. કૃષિ વ્યવસ્થાએ પોતાને આ હુમલાથી ઘણી હદ સુધી સુરક્ષિત રાખી. સુરક્ષિત જ નથી રાખી, પરંતુ પ્રગતિ પણ કરી, આગળ પણ વધી. શું તમને ખબર છે કે આ રોગચાળામાં પણ આપણા ખેડૂતોએ વિક્રમજનક ઉત્પાદન કર્યું, તો આ વખતે દેશે વિક્રમજનક પાક ખરીદ્યો પણ છે. આ વખતે અનેક જગ્યાએ સરસવ માટે ખેડૂતોને ટેકાના ભાવથી પણ વધુ ભાવ મળ્યા છે. વિક્રમજનક ખાદ્યાન્ન ઉત્પાદનના કારણે જ આપણો દેશ દરેક દેશવાસીને એક બળ પ્રદાન કરી શકે છે. આજે આ સંકટ કાળમાં ૮૦ કરોડ ગરીબોને મફત રાશન ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે જેથી ગરીબના ઘરમાં પણ ક્યારેય એવો દિવસ ન આવે જ્યારે ચૂલો ન પ્રગટે.
સાથીઓ, આજે આપણા દેશમાં ખેડૂતો, અનેક ક્ષેત્રોમાં નવી વ્યવસ્થાઓનો લાભ ઉઠાવીને કમાલ કરી રહ્યા છે. જેમ કે અગરતલાના ખેડૂતોને જ લો. આ ખેડૂતો ફણસનો બહુ સારો પાક લે છે. તેની માગ દેશવિદેશમાં થઈ શકે છે, આથી આ વખતે અગરતલાના ખેડૂતોની ફણસ રેલવે દ્વારા ગુવાહાટી લાવવામાં આવી. ગુવાહાટીથી હવે તે ફણસ લંડન મોકલવામાં આવી રહી છે. આ જ રીતે આપણા બિહારની શાહી લીચીનું નામ પણ સાંભળ્યું હશે. ૨૦૧૮માં સરકારે શાહી લીચીને જીઆઈ ટૅગ પણ આપ્યો હતો જેથી તેની ઓળખ મજબૂત થાય અને ખેડૂતોને વધુ ફાયદો થાય. આ વખતે બિહારની આ શાહી લીચી પણ હવાઈ માર્ગે લંડન મોકલવામાં આવી છે. પૂર્વથી પશ્ચિમ, ઉત્તરથી દક્ષિણ આપણો દેશ આવા જ અનોખા સ્વાદ અને ઉત્પાદનથી ભરેલો પડ્યો છે. દક્ષિણ ભારતમાં વિજયનગરમ્ની કેરી વિશે તમે જરૂર સાંભળ્યું હશે. હવે આ કેરી કોને ખાવાનું નહીં ગમે? આથી, હવે કિસાન-રેલ સેંકડો ટન વિજયનગરમ્ કેરી દિલ્લી પહોંચાડી રહી છે. દિલ્લી અને ઉત્તર ભારતના લોકોને વિજયનગરમ્ કેરી ખાવા મળશ અને વિજયનગરમ્ના ખેડૂતોને સારી એવી કમાણી પણ થશે. કિસાન રેલ અત્યાર સુધી લગભગ બે લાખ ટન ઉપજનું પરિવહન કરી ચૂકી છે. હવે ખેડૂતો બહુ ઓછી કિંમતે ફળ, શાક, અનાજ દેશના ખૂણે-ખૂણે મોકલી શકે છે.
મારા પ્રિય દેશવાસીઓ, આજે ૩૦ મેએ આપણે ‘મન કી બાત’ કરી રહ્યા છીએ અને સંયોગથી આ સરકારને સાત વર્ષ પૂરા થવાનો પણ સમય છે. આ વર્ષોમાં દેશ ‘સબ કા સાથ, સબ કા વિકાસ, સબ કા વિશ્વાસ’ મંત્ર પર ચાલ્યો છે. દેશની સેવામાં દરેક ક્ષણે સમર્પિત ભાવથી આપણે બધાએ કામ કર્યું છે. મને અનેક સાથીઓએ પત્ર મોકલ્યો છે અને કહ્યું છે કે ‘મન કી બાત’માં સાત વર્ષની આપણી-તમારી આ સંયુક્ત યાત્રા પર પણ ચર્ચા કરું. સાથીઓ, આ સાત વર્ષમાં જે કંઈ પણ ઉપલબ્ધિ રહી છે તે દેશની રહી છે, દેશવાસીઓની રહી છે. અનેક રાષ્ટ્રીય ગૌરવની ક્ષણો આ વર્ષોમાં સાથે મળીને અનુભવ કરી છે. જ્યારે આપણે જોઈએ છીએ કે હવે ભારત બીજા દેશોની વિચારસરણી અને તેમના દબાણમાં નહીં, પોતાના સંકલ્પથી ચાલે છે તો આપણને બધાને ગર્વ થાય છે. જ્યારે આપણે જોઈએ છીએ કે હવે ભારત પોતાની વિરુદ્ધ ષડયંત્ર કરનારાને જડબાતોડ જવાબ આપે છે તો આપણો આત્મવિશ્વાસ વધુ વધે છે. જ્યારે ભારત રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દા પર સમજૂતી નથી કરતો, જ્યારે આપણી સેનાઓની તાકાત વધે છે તો આપણને લાગે છે કે હા, આપણે સાચા માર્ગે છીએ.
સાથીઓ, મને અનેક દેશવાસીઓના સંદેશ, તેમના પત્રો, દેશના ખૂણે-ખૂણેથી મળે છે. અનેક લોકો દેશને ધન્યવાદ આપે છે કે ૭૦ વર્ષ પછી તેમના ગામમાં પહેલી વાર વીજળી પહોંચી છે, તેમના દીકરા-દીકરી અજવાળામાં, પંખા નીચે બેસીને ભણી રહ્યાં છે. અનેક લોકો કહે છે કે અમારું પણ ગામ હવે પાકી સડક સાથે શહેર સાથે જોડાઈ ગયું છે. મને યાદ છે કે એક આદિવાસી વિસ્તારમાં કેટલાક સાથીઓએ મને સંદેશ મોકલ્યો હતો કે સડક બનાવ્યા પછી પહેલી વાર તેમને એવું લાગ્યું કે તેઓ પણ બાકીની દુનિયા સાથે જોડાઈ ગયા છે. આ જ રીતે ક્યાંક કોઈ બૅન્ક ખાતું ખોલવાની ખુશી જણાવે છે તો કોઈ અલગ-અલગ યોજનાઓની મદદથી જ્યારે નવો રોજગાર શરૂ કરે છે તો તે ખુશીમાં મને પણ આમંત્રિત કરે છે. ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ હેઠળ ઘર મળ્યા પછી ગૃહપ્રવેશના આયોજનમાં કેટલાંય નિમંત્રણ મને આપણા દેશવાસીઓની તરફથી સતત મળતા રહે છે. આ સાત વર્ષોમાં તમારા બધાની આવી કરોડો ખુશીઓમાં હું સહભાગી થયો છું. હમણાં કેટલાક દિવસો પહેલાં જ મને ગામના એક પરિવારે ‘જલ જીવન મિશન’ હેઠળ ઘરમાં લાગેલા પાણીના નળની એક તસવીર મોકલી. તેમણે આ ફૉટોની કૅપ્શન લખી હતી- ‘મારા ગામની જીવનધારા.’ આવા અનેક પરિવારો છે. સ્વતંત્રતા પછી સાત દશકોમાં આપણા દેશના માત્ર સાડા ત્રણ કરોડ ગ્રામીણ ઘરોમાં જ પાણીનાં જોડાણ હતાં. પરંતુ ગત ૨૧ મહિનાઓમાં જ સાડા ચાર કરોડ ઘરોને સ્વચ્છ પાણીનાં જોડાણ આપવામાં આવ્યાં છે. તેમાંથી ૧૫ મહિના તો કોરોનાકાળના જ હતા. આ જ રીતનો એક નવો વિશ્વાસ દેશમાં ‘આયુષ્યમાન યોજના’થી આવ્યો છે. જ્યારે કોઈ ગરીબ મફત ઈલાજથી સ્વસ્થ થઈને ઘરે જાય છે તો તેને લાગે છે કે તેને નવું જીવન મળ્યું છે. તેને ભરોસો થાય છે કે દેશ તેની સાથે છે. આવા અનેક પરિવારોનાં આશીર્વચન, કરોડો માતાઓના આશીર્વાદ લઈને આપણો દેશ મજબૂતી સાથે વિકાસની તરફ અગ્રેસર છે.
સાથીઓ, આ સાત વર્ષોમાં ભારતે ‘ડિજિટલ લેણદેણ’માં દુનિયાને નવી દિશા દેખાડવાનું કામ કર્યું છે. આજે કોઈ પણ જગ્યાએ જેટલી સરળતાથી તમે ચપટીમાં ડિજિટલ પેમેન્ટ કરી દો છો, તે કોરોનાના આ સમયમાં ઘણું ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. આજે સ્વચ્છતા પ્રત્યે દેશવાસીઓની ગંભીરતા અને સતર્કતા વધી રહી છે. આપણે વિક્રમજનક સેટેલાઇટ પણ પ્રક્ષેપિત કરી રહ્યા છીએ અને રેકૉર્ડ સડકો પણ બનાવી રહ્યા છીએ. આ સાત વર્ષમાં જ દેસના અનેક જૂના વિવાદો પણ પૂરી શાંતિ અને સૌહર્દથી ઉકેલવામાં આવ્યા છે. પૂર્વોત્તરથી લઈને કાશ્મીર સુધી શાંતિ અને વિકાસનો એક નવો વિશ્વાસ જાગ્યો છે. સાથીઓ, શું તમે વિચાર્યું છે કે આ બધું કામ જે દાયકાઓમાં પણ ન થઈ શક્યું, તે આ સાત વર્ષમાં કેવી રીતે થયું? તે બધું એટલા માટે સંભવ થયું કારણકે આ સાત વર્ષમાં આપણે સરકાર અને જનતાથી વધુ એક દેશના રૂપમાં કામ કર્યું, એક ટીમના રૂપમાં કામ કર્યું, ‘ટીમ ઇન્ડિયા’ના રૂપમાં કામ કર્યું. દરેક નાગરિકે દેશને આગળ વધારવામાં એકાદ-એકાદ ડગ આગળ ભરવાનો પ્રયાસ કર્યો છે. હા, જ્યાં સફળતાઓ હોય છે, ત્યાં પરીક્ષાઓ પણ હોય છે. આ સાત વર્ષમાં આપણે સાથે મળીને જ અનેક કઠિન પરીક્ષાઓ પણ આપી છે અને દરેક વખતે આપણે બધા મજબૂત થઈને નીકળ્યા છીએ. કોરોના રોગચાળાના રૂપમાં, આટલી મોટી પરીક્ષા તો સતત ચાલી રહી છે. આ તો એક એવું સંકટ છે જેણે સમગ્ર વિશ્વને પરેશાન કર્યું છે, અનેક લોકોએ પોતાના માણસોને ગુમાવ્યા છે. મોટા મોટા દેશ પણ આ વિનાશથી બચી નથી શક્યા. આ વૈશ્વિક રોગચાળા વચ્ચે ભારત ‘સેવા અને સહયોગ’ના સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે. આપણે પહેલા મોજામાં પૂરી હિંમત સાથે લડાઈ લડી હતી, આ વખતે પણ વાઇરસ સામે ચાલી રહેલી લડાઈમાં ભારત વિજયી થશે. બે ગજનું અંતર, માસ્ક સાથે જોડાયેલા નિયમોહોય કે પછી રસી, આપણે ઢીલાશ નથી કરવાની. એ જ આપણી જીતનો રસ્તો છે. હવે પછી જ્યારે આપણે ‘મન કી બાત’માં મળીશું તો દેશવાસીઓના અનેક બીજાં પ્રેરણાદાયી ઉદાહરણો પર વાત કરીશું અને નવા વિષયો પર ચર્ચા કરીશું. તમે તમારાં સૂચનો મને આ રીતે જ મોકલતા રહો. તમે બધા સ્વસ્થ રહો. દેશને આ રીતે આગળ વધારતા રહો. ખૂબ ખૂબ ધન્યવાદ.
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે આપની સાથે મન કી બાત એક એવા સમયે કરી રહ્યો છું જ્યારે કોરોના, આપણા બધાના ધૈર્ય, આપણા બધાના દુઃખ સહન કરવાની મર્યાદાની કસોટી કરી રહ્યો છે. ઘણાંય આપણા, આપણને ખોટા સમયે છોડીને જતા રહ્યા છે. કોરોનાના પહેલા વેવનો સફળતાપૂર્વક સામનો કર્યા બાદ, દેશ ઉત્સાહથી ભરેલો હતો, આત્મવિશ્વાસથી ભરેલો હતો, પરંતુ આ તોફાને દેશને હચમચાવી નાખ્યો છે.
સાથીઓ, વિતેલા દિવસોમાં આ સંકટ સાથે લડવા માટે, મારી અલગ અલગ સેક્ટરના એક્સપર્ટ્સ સાથે, તજજ્ઞો સાથે લાંબી ચર્ચા થઈ છે. આપણી ફાર્મા ઈન્ડસ્ટ્રીના લોકો હોય, વેક્સિન મેન્યુફેક્ચરર્સ હોય, ઓક્સિજનના પ્રોડક્શન સાથે જોડાયેલા લોકો હોય કે પછી મેડિકલ ફિલ્ડના જાણકાર, તેમણે પોતાના મહત્વપૂર્ણ સૂચનો સરકારને આપ્યા છે. આ સમયમાં, આપણે આ લડાઈને જીતવા માટે એક્સપર્ટ્સ અને વૈજ્ઞાનિક સલાહને પ્રાથમિકતા આપવાની છે. રાજ્ય સરકારના પ્રયત્નોને આગળ વધારવામાં, ભારત સરકાર પૂર્ણ ક્ષમતા સાથે જોડાઈ ગઈ છે. રાજ્ય સરકારો પણ તેમની જવાબદારી નિભાવવાની પૂરી કોશિશ કરી રહી છે.
સાથીઓ, કોરોના સામે, આ સમયે બહુ મોટી લડાઈ, દેશના ડોક્ટર અને હેલ્થ વર્કર્સ લડી રહ્યા છે. ગત એક વર્ષમાં તેમને આ બિમારીને લઈને દરેક પ્રકારના અનુભવ પણ થયા છે. આપણી સાથે, અત્યારે મુંબઈના પ્રસિદ્ધ ડોક્ટર શશાંક જોશીજી જોડાઈ રહ્યા છે.
ડોક્ટર શશાંકજીને કોરોનાના ઈલાજ અને તેનાથી જોડાયેલા સંશોધનનો ઘણો જ બહોળો અનુભવ છે, તેઓ ઈન્ડિયન કોલેજ ઓફ ફિઝીસીઅન્સના ડીન પણ રહી ચૂક્યા છે. આવો વાત કરીએ ડોક્ટર શશાંક સાથે.
મોદીજી – નમસ્કાર ડો.શશાંકજી
ડો.શશાંક – નમસ્કાર સર
મોદીજી – હમણાં થોડા દિવસો પહેલાં જ આપની સાથે વાત કરવાનો મોકો મળ્યો હતો. આપના વિચારોની સ્પષ્ટતા મને ઘણી જ સારી લાગી હતી. મને લાગ્યું કે દેશના બધા નાગરિકોએ તમારા વિચારો જાણવા જોઈએ. જે વાતો સાંભળવામાં આવે છે તેને જ એક સવાલ રૂપે આપની સામે પ્રસ્તુત કરું છું. ડો.શશાંક – તમે લોકો આ સમયમાં દિવસ-રાત જીવન રક્ષાના કામમાં લાગેલા છો, સૌથી પહેલા તો હું ઈચ્છીશ કે તમે સેકન્ડ વેવ વિશે લોકોને જણાવો. મેડિકલી એ કેવી રીતે અલગ છે અને શું શું સાવધાની રાખવી જરૂરી છે.
ડો. શશાંક – ધન્યવાદ સર, આ જે બીજી લહેર (વેવ) આવી છે, તે ઝડપથી આવેલ છે. તે જે પહેલો વેવ હતો, તેનાથી આ વાયરસ વધારે ઝડપથી ચાલી રહ્યો છે, પરંતુ સારી વાત એ છે કે તેનાથી વધુ ઝડપથી રિકવરી પણ છે અને મૃત્યુદર ઘણો જ ઓછો છે. તેમાં બે-ત્રણ ફેરફાર છે, પહેલાં તો એ કે તે યુવાનોમાં અને બાળકોમાં પણ થોડો જોવા મળી રહ્યો છે. તેના લક્ષણ છે, પહેલાં જેવા લક્ષણ હતા, શ્વાસ ચઢવો, સૂકી ઉધરસ આવવી, તાવ આવવો, એ બધું તો ઠીક છે અને તેની સાથે થોડી સુગંધ જતી રહેવી, સ્વાદ જતો રહેવો તે પણ છે. અને લોકો થોડા ભયભીત થયા છે. ભયભીત થવાની જરા પણ જરૂર નથી. 80-90 ટકા લોકોમાં આમાંથી કોઈપણ લક્ષણ જોવા મળતાં નથી, આ મ્યૂટેશન – મ્યૂટેશન- જે કહેવાય છે, ગભરાવાની જરૂર નથી. આ મ્યૂટેશન થતા રહે છે જેમ કે આપણે કપડાં બદલાવીએ છીએ તેવી જ રીતે વાયરસ પણ પોતાના રંગ બદલતો રહે છે અને તેથી જરા પણ ડરવાની જરૂર નથી અને આ વેવ ને આપણે ચોક્કસ પસાર કરી દેશું. વેવ આવતો-જતો રહે છે, અને આ વાયરસ આવતો-જતો રહેતો હોય છે તો આ જ અલગ-અલગ લક્ષણ છે અને મેડિકલી આપણે સાવધાન રહેવું જોઈએ. એક 14 થી 21 દિવસનું આ કોવિડનું ટાઈમટેબલ છે જેમાં ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
મોદીજી – ડો. શશાંક, મારા માટે પણ આપે જે એનાલિસીસ જણાવ્યું, ઘણું જ રસપ્રદ છે, મને કેટલાય પત્રો મળ્યા છે, જેમાં ટ્રીટમેન્ટ વિશે પણ લોકોમાં ઘણી આશંકાઓ છે, કેટલીક દવાઓની માગ ઘણી જ વધારે છે, તેથી હું ઈચ્છું છું કે કોવિડની ટ્રિટમેન્ટ વિશે પણ આપ લોકોને જરૂર જણાવો.
ડો.શશાંક – હા, સર... લોકો ક્લિનિકલ ટ્રિટમેન્ટ ઘણી મોડી ચાલુ કરે છે અને પોતાની રીતે બિમારી દબાઈ જશે તેવો ભરોસો રાખે છે, અને મોબાઈલ પર આવતી વાતો પર ભરોસો રાખે છે, અને જો સરકાર દ્વારા આપવામાં આવેલી સૂચનાનું પાલન કરે તો આ મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી. તો કોવિડમાં ક્લિનિક ટ્રિટમેન્ટ પ્રોટોકોલ છે, તેમાં ત્રણ પ્રકારની તિવ્રતા છે, હલકો કે માઈલ્ડ કોવિડ, મધ્યમ કે મોડરેટ કોવિડ અને તીવ્ર કોવિડ જેને સિવિયર કોવિડ કહે છે, તેના માટે છે. તો જે હલકો કોવિડ છે તેના માટે તો આપણે ઓક્સિજનનું મોનિટરિંગ કરીએ છીએ, પલ્સનું મોનિટરિંગ કરીએ છીએ, તાવનું મોનિટરિંગ કરીએ છીએ, તાવ વધી જાય તો ક્યારેક પેરાસેટામોલ જેવી દવાનો ઉપયોગ કરીએ છીએ અને આપણા ડોક્ટર્સ સાથે સંપર્ક કરવો જોઈએ, જે મોડરેટ કોવિડ હોય છે, મધ્યમ કોવિડ હોય છે, અથવા તીવ્ર કોવિડ હોય છે તો તમારા ડોક્ટર સાથે સંપર્ક કરવો બહુ જ જરૂરી છે. સાચી અને સસ્તી દવાઓ ઉપલબ્ધ છે. તેમાં સ્ટિરોઈડ જે છે તે જીવન બચાવી શકે છે, જે ઈન્હેલર્સ આપી શકે છે, ટેબ્લેટ આપણે આપી શકીએ છીએ અને સાથે જ પ્રાણ-વાયુ જે ઓક્સિજન છે તે આપવું પડે છે અને તેને માટે નાની-નાની સારવાર છે પરંતુ ઘણીવાર શું થાય છે કે એક નવી experimental દવા છે જેનું નામ છે રેમડેસિવીર. આ દવાથી એક વાત એ ચોક્કસ છે કે હોસ્પિટલમાં બે-ત્રણ દિવસ ઓછું રહેવું પડે છે અને ક્લિનિકલ રિકવરીમાં તેની થોડી સહાય હોય છે. આ દવા પણ ક્યારે કામ કરે છે, જ્યારે પહેલા 9-10 દિવસમાં આપવામાં આવે છે અને તે પાંચ જ દિવસ આપવી પડે છે, તો આ લોકો જે દોડી રહ્યા છે રેમડેસિવીરની પાછળ, તેમ જરા પણ દોડવું જોઈએ નહીં. આ દવાનું થોડું કામ છે, જેમને ઓક્સિજન લાગે છે, પ્રાણવાયુ ઓક્સિજન લાગે છે, જે હોસ્પિટલમાં દાખલ થાય છે અને ડોક્ટર જ્યારે કહે ત્યારે જ લેવી જોઈએ. આ તો બધા લોકોએ સમજવું ઘણું જ જરૂરી છે. આપણે પ્રાણાયામ કરીશું, આપણા શરીરના જે ફેફસાં છે તેને થોડા expand કરીશું અને આપણું લોહી પાતળું કરવા માટેનું જે ઈન્જેક્શન આવે છે જેને આપણે heparin કહીએ છીએ. આવી નાની-નાની દવાઓ આપીશું તો 98 ટકા લોકો સાજા થઈ જાય છે. તો સકારાત્મક રહેવું ઘણું જ જરૂરી છે. ટ્રિટમેન્ટ પ્રોટોકોલ વૈદ્યની સલાહ અનુસાર લેવું ઘણું જરૂરી છે. અને આ જે મોંઘી મોંઘી દવાઓ છે, તેની પાછળ દોડવાની કોઈ જ જરૂર નથી સર, આપણી પાસે સારી સારવાર ચાલુ છે, પ્રાણવાયુ ઓક્સિજન છે, વેન્ટિલેટરની પણ સુવિધા છે, બધું જ છે સર, અને ક્યારેક ક્યારેક આ દવાઓ જો મળી પણ જાય છે તો યોગ્ય લોકોને જ આપવી જોઈએ તો તેને માટે ઘણો જ ભ્રમ ફેલાયેલો છે અને તેથી એ સ્પષ્ટિકરણ કરવા માંગુ છું સર કે આપણી પાસે દુનિયાની સૌથી બેસ્ટ ટ્રિટમેન્ટ ઉપલબ્ધ છે, તમે જોશો કે ભારતમાં સૌથી સારો રિકવરી રેટ છે. જો તમે compare કરો યુરોપ સાથે, અમેરિકા ત્યાં કરતાં આપણે ત્યાંના ટ્રિટમેન્ટ પ્રોટોકોલથી દર્દી સાજા થઈ રહ્યા છે સર..
મોદી જી – ડો. શશાંક તમારો ખૂબ ખૂબ આભાર.
ડોક્ટર શશાંકે જે જાણકારી આપણને આપી, તે બહુ જ જરૂરી છે અને આપણને બધાને કામ આવશે.
સાથીઓ, હું તમને આગ્રહ કરું છું કે તમને જો કોઈ પણ જાણકારી જોઈતી હોય, કોઈ શંકા હો, તો સાચા source પાસેથી જ જાણકારી લો. તમારા જે ફેમીલી ડોક્ટર હોય, આસપાસના જે ડોક્ટર્સ હોય, તમે તેમની સાથે ફોન પર સંપર્ક કરીને સલાહ લો. હું જોઈ રહ્યો છું કે આપણા ઘણાં ડોક્ટર પોતે પણ આ જવાબદારી ઉઠાવી રહ્યા છે. કેટલાય ડોક્ટર્સ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને જાણકારી આપી રહ્યા છે. ફોન પર, વોટ્સએપ પર પણ કાઉન્સેલિંગ કરી રહ્યા છે. કેટલીયે હોસ્પિટલોની વેબસાઈટ છે, જ્યાં જાણકારી પણ ઉપલબ્ધ છે, અને ત્યાં આપ ડોક્ટર્સ સાથે પરામર્શ પણ કરી શકો છો. તે ઘણું જ પ્રશંસનિય છે.
મારી સાથે શ્રીનગરથી ડોક્ટર નાવીદ નજીર શાહ જોડાઈ રહ્યા છે. ડોક્ટર નાવીદ શ્રીનગરની એક ગર્વન્મેન્ટ મેડિકલ કોલેજમાં પ્રોફેસર છે. નાવીદજી પોતાની દેખરેખ હેઠળ ઘણાએ કોરોના દર્દીઓને સાજા કરી ચૂક્યા છે અને રમજાનના આ પવિત્ર મહિનામાં ડો. નાવીદ પોતાનું કાર્ય પણ નિભાવી રહ્યા છે, અને તેમણે આપણી સાથે વાતચીત માટે સમય પણ કાઢ્યો છે. આવો તેમની સાથે જ વાત કરીએ.
મોદી જી – નાવીદ જી નમસ્કાર...
ડો.નાવીદ – નમસ્કાર સર...
ડોક્ટર નાવીદ મન કી બાત ના અમારા શ્રોતાઓએ આ મુશ્કેલ સમયમા પેનિક મેનેજમેન્ટનો સવાલ ઉઠાવ્યો છે. આપ આપના અનુભવથી તેમને શું જવાબ આપશો ?
ડો. નાવીદ – જુઓ જ્યારે કોરોના શરૂ થયો હતો ત્યારે કાશ્મીરમાં સૌથી પહેલા હોસ્પિટલ ડેઝિગ્નેટ થઈ As Covid hospital, તે અમારી સીટી હોસ્પિટલ હતી. જે મેડિકલ કોલેજ હેઠળ આવે છે. તો તે સમયે એક ડરનું વાતાવરણ હતું. લોકોમાં તો હતો જ અને કદાચ તેઓ સમજતા હતા કે કોવિડનું ઈન્ફેક્શન જો કોઈને થઈ જાય તો death sentence માનવામાં આવશે, અને તેવામાં અમારી હોસ્પિટલમાં ડોક્ટર સાહેબો અથવા પેરા-મેડિકલ સ્ટાફ કામ કરતા હતા, તેમનામાં પણ એક ડરનું વાતાવરણ હતું કે અમે આ દર્દીઓને કેવી રીતે face કરીશું, અમને ઈન્ફેક્શન થવાનો ખતરો તો નથી ને. પરંતુ જેમ ટાઈમ પસાર થયો, અમે પણ જોયું કે જો સંપૂર્ણ રીતે આપણે જે protective gear પહેરવાની જે પ્રથા છે તેના પર અમલ કરીએ તો આપણે પણ સુરક્ષિત રહી શકીએ છીએ અને અમારો જે બાકીનો સ્ટાફ છે તે પણ સુરક્ષિત રહી શકે છે અને આગળ-આગળ અમે જોતા ગયા કે દર્દીઓ કે કેટલાક લોકો જેઓ બિમાર હતા, જે asymptomatic, જેમનામાં બિમારીના કોઈ જ લક્ષણ નહોતા. અમે જોયું લગભગ લગભગ 90-95 ટકા થી વધુ જે દર્દી છે તેઓ without in medication પણ સાજા થઈ જાય છે. તો સમય એવી રીતે પસાર થતો ગયો, લોકોમાં કોરોનાનો જે ડર હતો તે ઘણો જ ઓછો થઈ ગયો. આજની જ વાત આ જે સેકન્ડ વેવ જે આ વખતે આવ્યો છે, આ કોરોનામાં આ સમયમાં પણ આપણે પેનિક થવાની જરૂર નથી. આ સમયે પણ જે protective measures છે, જે SOPs છે, જો તેના પણ આપણે અમલ કરીશું જેમ કે માસ્ક પહેરવું, હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરવો, તેના ઉપરાંત ફિઝીકલ ડિસ્ટન્સ મેઈન્ટેઈન કરવું કે social gathering avoid કરીએ- તો આપણે આપણા રોજના કામ પણ ઘણી સારી રીતે કરી શકીએ છીએ અને આ બિમારીથી પ્રોટેક્શન પણ મેળવી શકીએ છીએ.
મોદી જી – ડો. નાવિદ વેક્સિનને લઈને પણ લોકોના કેટલાય સવાલો છે, જેમ કે વેક્સિનથી કેટલી સુરક્ષા મળશે, વેક્સિન પછી કેટલા ખાતરીબદ્ધ થઈ શકીએ? આપ કંઈક વાત તેની જણાવો તો શ્રોતાઓને ઘણો જ લાભ થશે.
ડો.નાવીદ – જ્યારે કોરોનાનું ઈન્ફેક્શન સામે આવ્યું ત્યારથી લઈને આજ સુધી આપણી પાસે કોવિડ-19 માટે કોઈ જ effective treatment available નથી, તો આપણે આ બિમારી સામે લડત માત્ર બે ચીજથી આપી શકીએ, એક તો protective measures અને અમે પહેલેથી જ કહી રહ્યા હતા કે જો કોઈ ઈફેક્ટિવ વેક્સિન આપણી પાસે આવે તો તે આપણને આ બિમારીથી છૂટકારો અપાવી શકે છે અને આપણા દેશમાં બે વેક્સિન આ સમયે ઉપલબ્ધ છે, કોવેક્સિન અને કોવિશિલ્ડ છે જે અહીંયા જ બનેલી વેક્સિન છે. અને કંપનીઓ પણ જે trials કરી છે, તેમા પણ જોવામાં આવ્યું કે તેની efficacy જે છે તે 60 ટકાથી પણ વધારે છે, અને જો આપણે જમ્મુ-કાશ્મીરની વાત કરીએ તો અમારી UT માં અત્યારસુધી 15થી 16 લાખ લોકો વેક્સિન લઈ ચૂક્યા છે. હા.. સોશિયલ મીડિયામાં ઘણાં તેના misconception કે myths છે તેમાં આવ્યું હતું કે આ..આ સાઈડ ઈફેક્ટ છે. અત્યારસુધી આપણે ત્યાં જેણે પણ વેક્સિન લીધી છે, કોઈ સાઈડ ઈફેક્ટ તેમનામાં જોવા મળી નથી. માત્ર, જે સામાન્ય કોઈ વેક્સિન સાથે associated હોય છે, કોઈને તાવ આવવો, આખા શરીરમાં દુખાવો અથવા local site જ્યાં ઈન્જેક્શન આપવામાં આવે છે ત્યાં દુખાવો થવો -તેવી જ સાઈડ ઈફેક્ટ્સ અમે બધા દર્દીઓમાં જોઈ છે, કોઈ અમે adverse effect નથી જોઈ. અને હા બીજી વાત, લોકોમાં એ પણ આશંકા છે કે કેટલાક લોકો after vaccination એટલે કે રસી લીધા બાદ પોઝીટીવ થઈ ગયા. તેમાં કંપની તરફથી જ ગાઈડલાઈન છે કે જેણે રસી લીધી છે, ત્યારબાદ તેનામાં ઈન્ફેક્શન લાગે છે, તો તે પોઝીટીવ થઈ શકે છે. પરંતુ બિમારીની જે severity છે, એટલે કે બિમારીની ગંભીરતા જે છે, તે દર્દીઓમાં એટલી બધી નહીં હોય એટલે કે તેઓ પોઝીટીવ થઈ શકે છે પરંતુ જે બિમારી છે તે એક જીવલેણ બિમારી તેમને માટે સાબિત નથી થઈ શકતી. તેથી જે પણ આ misconception છે વેક્સિન વિશે, તેને આપણે મનમાંથી કાઢી નાખવું જોઈએ અને જેનો-જેનો વારો આવ્યો- કારણ કે 1 મે થી આપણા આખા દેશમાં 18 વર્ષથી વધુની ઉંમરના જે લોકો છે તેમને વેક્સિન લગાવવાનો કાર્યક્રમ શરૂ થશે, તો લોકોને અપીલ એ જ કરીશું કે આપ આવો, વેક્સિન લઈ લો અને પોતાને પણ સુરક્ષિત કરો અને ઓવરઓલ આપણી society અને આપણી community કોવિડ-19ના ઈન્ફેક્શનથી સુરક્ષિત થઈ જશે.
મોદી જી – ડો.નાવીદ આપનો ખૂબ ખૂબ આભાર અને આપને રમજાનના પવિત્ર મહિનાની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ.
ડો.નાવીદ- ખૂબ ખૂબ આભાર..
મોદી જી – સાથીઓ કોરોનાના આ સંકટમાં વેક્સિનનું મહત્વ સૌને સમજાઈ રહ્યું છે, તેથી મારો આગ્રહ છે કે વેક્સિનને લઈને કોઈપણ અફવા માં ન આવો. તમને બધાને ખ્યાલ જ હશે કે ભારત સરકાર તરફથી બધી રાજ્ય સરકારોને મફત વેક્સિન મોકલવામાં આવી છે જેનો લાભ 45 વર્ષથી ઉપરની ઉંમરના લોકો લઈ શકે છે. હવે તો 1 મે થી દેશમાં 18 વર્ષની ઉપરની દરેક વ્યક્તિ માટે વેક્સિન ઉપલબ્ધ થવાની છે. હવે દેશનું કોર્પોરેટ સેક્ટર, કંપનીઓ પણ પોતાના કર્મચારીઓને વેક્સિન લેવાના અભિયાનમાં ભાગીદાર બની શકશે. મારે એ પણ કહેવું છે કે ભારત સરકાર તરફથી મફત વેક્સિનનો કાર્યક્રમ હમણાં જે ચાલી રહ્યો છે, તે આગળ પણ ચાલતો જ રહેશે. મારો રાજ્યોને પણ આગ્રહ છે, કે તેઓ ભારત સરકારના આ મફત વેક્સિન અભિયાનનો લાભ પોતાના રાજ્યના વધુને વધુ લોકો સુધી પહોંચાડે.
સાથીઓ, આપણે બધા જાણીએ છીએ કે બિમારીમાં આપણા માટે, આપણા પરિવારની દેખરેખ કરવી, માનસિક રીતે કેટલું મુશ્કેલ હોય છે, પરંતુ આપણી હોસ્પિટલોના નર્સિંગ સ્ટાફને તો આ જ કામ સતત, કેટલાય દર્દીઓ માટે એકસાથે કરવાનું હોય છે. આ સેવાભાવ આપણા સમાજની બહુ જ મોટી તાકાત છે. નર્સિંગ સ્ટાફ દ્વારા કરવામાં આવતી સેવા અને પરિશ્રમ વિશે સારી રીતે તો કોઈ નર્સ જ કહી શકે છે. તેથી મેં રાયપુરના ડોક્ટર બી.આર.આંબેડકર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં પોતાની સેવા આપી રહેલી સિસ્ટર ભાવના ધ્રુવ જીને મન કી બાતમાં આમંત્રિત કર્યા છે, તે અનેક કોરોના દર્દીઓની સારવાર કરી રહ્યા છે. આવો, તેમની સાથે વાત કરીએ.
મોદી જી – નમસ્કાર ભાવના જી
ભાવના – આદરણીય પ્રધાનમંત્રી જી...નમસ્કાર..
મોદી જી – ભાવના જી...
ભાવના- Yes sir
મોદી જી – મન કી બાત સાંભળનારાઓને તમે એ ચોક્કસ જણાવો કે તમારા પરિવારમાં આટલી બધી જવાબદારીઓ, આટલા બધા multitask અને તેના પછી પણ આપ કોરોનાના દર્દીઓ સાથે કામ કરી રહ્યા છો. કોરોનાના દર્દીઓ સાથે તમારો અનુભવ જે રહ્યો, તે ચોક્કસ દેશવાસીઓ સાંભળવા માંગશે કારણ કે સિસ્ટર જે હોય છે, નર્સ જે હોય છે જે દર્દીની એકદમ નજીક હોય છે અને સૌથી લાંબા સમય સુધી હોય છે તો તે બધી વસ્તુને બહુ બારિકાઈથી સમજી શકે છે.
ભાવના – જી સર, મારો ટોટલ એક્સપિરિયન્સ કોવિડમાં સર, 2 મહિનાનો છે સર. અમે 14 દિવસ ડ્યૂટી કરીએ છીએ અને 14 દિવસ પછી અમને આરામ આપવામાં આવે છે. પાછા બે મહિના પછી અમારી આ કોવિડ ડ્યૂટી ફરીથી શરૂ થાય છે. જ્યારે સૌથી પહેલાં મારી કોવિડ ડ્યૂટી લાગી, તો સૌથી પહેલાં મેં મારા પરિવારજનોને આ કોવિડ ડ્યૂટીની વાત જણાવી.
આ મે મહિનાની વાત છે અને મેં, જેવું મેં share કર્યું કે બધા ડરી ગયા, ગભરાઈ ગયા અને મને કહેવા લાગ્યા કે બેટા સંભાળીને કામ કરજે, એક emotional situation હતી સર...વચ્ચે જ્યારે મારી દિકરીએ મને પૂછ્યું, mumma તમે કોવિડ ડ્યૂટી માટે જાવ છો, તો તે સમય મારા માટે ઘણી જ emotional moment હતી. પરંતુ જ્યારે હું કોવિડ દર્દી પાસે ગઈ, તો મેં એક જવાબદારી ઘરમાં છોડી દીધી અને જ્યારે હું કોવિડ દર્દીને મળી સર, તો તેઓ તેનાથી વધુ ગભરાયેલા હતા, કોવિડના નામથી બધા દર્દી એટલા ડરેલા હતા સર, કે તેમને સમજાતું નહોતું કે તેમની સાથે શું થઈ રહ્યું છે, અમે આગળ શું કરીશું. અમે તેમનો ડર દૂર કરવા માટે તેમને ઘણું જ સારું healthy environment આપ્યું સર... અમને જ્યારે આ કોવિડ ડ્યૂટી કરવાનું કહ્યું તો સર સૌથી પહેલાં અમને PPE Kit પહેરવાનું કહેવામાં આવ્યું સર, જે ઘણું જ મુશ્કેલ છે. PPE Kit પહેરીને ડ્યૂટી કરવી. સર એ ઘણું tough હતું અમારા માટે, મેં 2 મહિના ડ્યૂટીમાં દરેક જગ્યાએ 14-14 દિવસ ડ્યૂટી કરી, વોર્ડમાં, આઈસીયુમાં, આઈસોલેશનમાં સર..
મોદી જી – એટલે કે કુલ એક વર્ષથી તો આપ આ જ કામને કરી રહ્યા છો.
ભાવના - Yes sir, ત્યાં જતાં પહેલાં મને ખબર નહોતી કે મારા colleagues કોણ છે. મેં એક ટીમ મેમ્બરની રીતે કામ કર્યું સર. તેમના જે પણ પ્રોબ્લેમ હતા, તેને share કર્યા, મેં દર્દીઓ વિશે જાણ્યું અને તેઓના stigma દૂર કર્યા સર, કેટલાય લોકો એવા હતા સર જે કોવિડના નામથી જ ડરતા હતા. એ બધા symptoms તેમનામાં દેખાતા હતા જ્યારે અમે તેમની history લેતા હતા, પરંતુ તેઓ ડરને કારણે તેઓ પોતાનો ટેસ્ટ નહોતા કરાવી શકતા, તો અમે તેમને સમજાવતા હતા અને સર, જ્યારે severity વધી જતી હતી ત્યારે તેમના lungs already infected થઈ ચૂક્યા હોય છે ત્યારે તેમને આઈસીયુની જરૂર રહેતી હતી, ત્યારે તેઓ આવતા હતા અને સાથે આખો પરિવાર આવતો હતો. તો આવા 1-2 કેસ મેં જોયા સર અને એવું પણ નથી, દરેક age group સાથે કામ કર્યું સર મેં. જેમાં નાનાં બાળકો હતા, મહિલા, પુરુષ, વડિલો, બધા જ પ્રકારના દર્દી હતા સર... તે બધા સાથે અમે વાત કરી તો બધાએ કહ્યું કે અમે ડરને કારણે ન આવી શક્યા, બધાનો અમને આ જ જવાબ મળ્યો સર. તો આપણે તેમને સમજાવીએ સર, કે ડર જેવું કંઈ નથી હોતું, તમે અમને સાથ આપો, અમે તમને સાથ આપીશું બસ તમે જે પણ પ્રોટોકોલ્સ છે તેને follow કરો, બસ હું આટલું જ તેમના માટે કરી શકી.
મોદી જી – ભાવના જી, મને ઘણું જ સારું લાગ્યું આપની સાથે વાત કરીને, તમે ઘણી જ સારી માહિતી આપી છે. તમારા પોતાના અનુભવ ઉપરથી આપી છે, તો ચોક્કસ દેશવાસીઓને તેનાથી એક પોઝીટિવીટીનો મેસેજ જશે. તમારો ખૂબ ખૂબ આભાર ભાવના જી...
ભાવના - Thank you so much sir... Thank you so much... જય હિન્દ સર...
મોદી જી – જય હિન્દ
ભાવના જી અને નર્સિંગ સ્ટાફના તમારા જેવા હજારો-લાખો ભાઈ-બહેનો બહુ સારી રીતે પોતાનું કર્તવ્ય નિભાવી રહ્યા છે. તે આપણા બધા માટે બહુ મોટી પ્રેરણા છે. આપ આપના સ્વાસ્થ્ય પર પણ વધારે ધ્યાન આપો. આપના પરિવારનું પણ ધ્યાન રાખો.
સાથીઓ, આપણી સાથે, અત્યારે બેંગલુરુથી સિસ્ટર સુરેખા જી પણ જોડાયા છે. સુરેખા જી K.C. General Hospital માં Senior Nursing Officer છે. આવો, તેમના અનુભવો પણ જાણીએ.
મોદી જી – નમસ્તે સુરેખા જી...
સુરેખા - I am really proud and honoured sir to speak to Prime Minister of our country.
મોદી જી – સુરેખાજી, આપ આપના સાથી નર્સ અને હોસ્પિટલ સ્ટાફ સાથે મળીને બહુ જ ઉમદા કાર્ય કરી રહ્યા છો. ભારત દેશ આપનો આભારી છે. COVID-19 સામેની આ લડાઇમાં, નાગરીકો માટે આપનો શું સંદેશ છે..
સુરેખા - સુરેખા – યસ સર... એક જવાબદાર નાગરિક હોવાને કારણે હું કંઈક એવું કહેવા માંગુ છું કે કૃપા કરીને તમારી આસપાસના લોકો માટે થોડા વિનમ્ર બનો અને પ્રારંભિક પરીક્ષણ અને યોગ્ય ટ્રેકિંગની મદદથી મૃત્યુ દર ઘટાડવામાં આપણને મદદ મળશે, તદુપરાંત, જો તમને કોઈ લક્ષણો જોવા મળે છે તો જાતે આઈસોલેટ થઈને નજીકના ડોકટરની સલાહ લો અને વહેલી તકે સારવાર મેળવો. શક્ય તેટલું ઝડપથી. તેથી, આપણા આખા સમુદાયને આ રોગ વિશે જાગરૂકતા, જાણવાની અને સકારાત્મક રહેવાની જરૂર છે, ગભરાશો નહીં અને કોઈ તણાવમાં આવશો નહીં. તે દર્દીની સ્થિતિ વધુ ખરાબ કરે છે. અમે આપણી સરકારના ઘણાં આભારી છીએ અને વેક્સિન લેવા બદલ પણ ગર્વ અનુભવીએ છીએ અને મેં પણ વેક્સિન લઈ લીધી છે અને મારા સ્વાનુભવથી હું સમગ્ર દેશના નાગરિકોને કહેવા માંગુ છું કે કોઈપણ વેક્સિન બહુ ઝડપથી 100 ટકા સુરક્ષા નથી આપતી. ઈમ્યૂનિટી વધારવા માટે થોડો સમય ચોક્કસ લાગે છે. વેક્સિન લેવા માટે જરા પણ ગભરાશો નહીં. કૃપા કરીને આપ વેક્સિન લઈ લો, તેની બહુ જ ઓછી સાઈડ ઈફેક્ટ છે અને હું એક સંદેશો ચોક્કસ વહેતો કરવા માંગીશ કે ઘરે રહો, સ્વસ્થ રહો, જે બિમાર છે તેવા લોકો સાથે સંપર્ક ટાળો અને નાક, આંખ અને મોં ને બિનજરૂરી સ્પર્શ કરવાનું ટાળો. મહેરબાની કરીને વ્યક્તિગત અંતર જાળવવાનો પ્રયત્ન કરો, બરાબર રીતે માસ્ક પહેરો, નિયમિતપણે હાથ ધોવાનું રાખો અને ઘરે જ રહીને તમે ઘરગથ્થુ ઉપચારો પણ કરી શકો છો. મહેરબાની કરીને આયુર્વેદિક કાવો પીવો, વરાળ લો, રોજ mouth gargling કરો અને શ્વાસોચ્છવાસની કસરત પણ તમે કરી શકો છો. અને છેલ્લે બીજી એક વસ્તુ જે મહત્વની છે કે ફ્રન્ટલાઈન વર્કર્સ અને વ્યાવસાયિકો માટે સહાનુભૂતિ રાખો. અમને તમારા સપોર્ટ અને સહકારની જરૂર છે. આપણે સાથે મળીને લડીશું. આપણે આ રોગચાળામાંથી પસાર થઈ જઈશું અને લોકોને આ જ મારો સંદેશ છે સર...
મોદી જી - Thank you Surekha ji.
સુરેખા - Thank you sir.
સુરેખા જી ખરેખર, તમે ઘણાં જ મુશ્કેલ સમયમાં મોરચો સંભાળીને બેઠા છો. આપ આપનું ધ્યાન રાખજો. આપના પરિવારને પણ મારી ઘણી ઘણી શુભેચ્છાઓ. હું દેશના લોકોને પણ આગ્રહ કરીશ કે જે ભાવના જી, સુરેખા જીએ તેમના અનુભવ પરથી જણાવ્યું છે. કોરોના સામે લડવા માટે પોઝીટીવ સ્પિરિટ ઘણો જ જરૂરી છે અને દેશવાસીઓએ તેને જાળવી રાખવાનો છે.
સાથીઓ, ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફની સાથે-સાથે આ સમયમાં લેબ ટેક્નિશિયન અને એમ્બ્યુલન્સ ડ્રાઈવર્સ જેવા ફ્રન્ટલાઈન વર્કર્સ પણ ભગવાનની જેમ કામ કરી રહ્યા છે. જ્યારે કોઈ એમ્બ્યુલન્સ કોઈ દર્દી સુધી પહોંચે છે તો તેને એમ્બ્યુલન્સ ડ્રાઈવર દેવદૂત જેવા જ લાગે છે. તે બધાની સેવાઓ વિશે, તેમના અનુભવો વિશે, દેશે જરૂર જાણવું જોઈએ. મારી સાથે અત્યારે એવા જ એક સજ્જન છે – શ્રીમાન પ્રેમ વર્મા જી.., જે એક એમ્બ્યુલન્સ ડ્રાઈવર છે. તેમના નામ પરથી જ ખ્યાલ આવે છે કે પ્રેમ વર્મા જી પોતાના કામને, પોતાના કર્તવ્યને પૂરા પ્રેમ અને લગન સાથે કરે છે. આવો તેમની સાથે વાત કરીએ....
મોદી જી - નમસ્તે પ્રેમ જી
પ્રેમ જી - નમસ્તે સર જી
શ્રી મોદી – ભાઈ.. પ્રેમ
પ્રેમ જી - હા જી..સર.
મોદી જી – આપ આપના કાર્ય વિશે જણાવો.
પ્રેમ જી – હા....જી..
મોદી જી – થોડું વિસ્તારપૂર્વક જણાવો. તમારો જે અનુભવ છે તે પણ જણાવો.
પ્રેમ જી – હું CATS Ambulance માં driver ની post પર છું અને Control અમને એક tab પર call આપે છે. 102 તરફથી જે call આવે છે, અમે move કરીએ છીએ દર્દીની પાસે. અમે દર્દીને ત્યાં જઈએ છીએ, તેમની પાસે, બે વર્ષથી continue કરી રહ્યો છું આ કામ. મારી kit પહેરીને, મારા gloves, mask પહેરીને patient ને, જ્યાં તેઓ drop કરવા માટે કહે છે, જે પણ hospital માં, અમે બહુ જ જલ્દી તેમને drop કરીએ છીએ.
મોદી જી – તમને તો વેક્સિનના બે ડોઝ મળી ચૂક્યા હશે.
પ્રેમ જી – બિલકુલ સર
મોદી જી – તો બીજા લોકો પણ વેક્સિન લે. તેના માટે આપનો શું સંદેશ છે?
પ્રેમ જી – સર બિલકુલ... બધાએ આ ડોઝ લેવો જ જોઈએ અને પરિવાર માટે સારી જ છે. હવે મને મારી મમ્મી કહે છે, આ નોકરી છોડી દે. મેં કહ્યું મમ્મી જો હું પણ નોકરી છોડીને બેસી જઈશ તો બધા દર્દીઓને કોણ કેવી રીતે મૂકવા જશે. કારણ કે આ કોરોના કાળમાં બધા ભાગી રહ્યા છે. બધા નોકરી છોડી છોડીને જઈ રહ્યા છે. મમ્મી પણ મને કહે છે કે બેટા એ નોકરી છોડી દે. મેં કહ્યું નહીં મમ્મી હું નોકરી નહીં છોડું.
મોદી જી – પ્રેમ જી માતાને દુખી ન કરતાં. માતાને સમજાવજો.
પ્રેમ જી – હા...જી
મોદી જી – પરંતુ આ જે તમે માતાની વાત જણાવીને
પ્રેમ જી – હા....જી..
મોદી જી – તે બહુ જ સ્પર્શી જતી વાત છે.
પ્રેમ જી – હા....જી..
મોદી જી – આપના માતા જી ને પણ
પ્રેમ જી – હા....જી..
મોદી જી – મારા પ્રણામ કહેજો..
પ્રેમ જી – બિલકુલ
મોદી જી – હાં..
પ્રેમ જી – હા....જી..
મોદી જી – અને પ્રેમ જી હું આપના માધ્યમથી
પ્રેમ જી – હા....જી..
મોદી જી – આ એમ્બ્યુલન્સ ચલાવનારા આપણા ડ્રાઈવર પણ
પ્રેમ જી – હા....જી..
મોદી જી – કેટલું મોટું risk લઈને કામ કરે છે
પ્રેમ જી – હા....જી..
મોદી જી – અને દરેકની માતા શું વિચારતી હશે?
પ્રેમ જી – બિલકુલ સર
મોદી જી – તે વાત જ્યારે શ્રોતાઓ સુધી પહોંચશે
પ્રેમ જી – હા....જી..
મોદી જી – હું ચોક્કસ માનું છું કે તેમના હ્રદયને પણ સ્પર્શી જશે.
પ્રેમ જી – હા....જી..
મોદી જી – પ્રેમ જી ખૂબ ખૂબ ધન્યવાદ. તમે એક પ્રકારે પ્રેમની ગંગા વહાવી રહ્યા છો.
પ્રેમ જી – ધન્યવાદ સરજી...
મોદી જી – ધન્યવાદ ભાઈ
પ્રેમ જી – ધન્યવાદ
સાથીઓ, પ્રેમ વર્માજી અને તેમના જેવા હજારો લોકો, આજે પોતાનું જીવન દાવ પર લગાવીને લોકોની સેવા કરી રહ્યા છે. કોરોના સામે આ લડાઈમાં જેટલા પણ જીવન બચી રહ્યા છે તેમાં એમ્બ્યુલન્સ ડ્રાઈવર્સનું પણ બહુ મોટું યોગદાન છે. પ્રેમ જી આપને અને દેશભરમાં આપના બધા સાથીઓને હું ખૂબ ખૂબ આભાર માનુ છું. આપ સમય પર પહોંચતા રહો અને જીવન બચાવતા રહો.
મારા પ્રિય દેશવાસીઓ, એ સાચું છે કે કોરોનાથી ઘણાં બધા લોકો સંક્રમિત થઈ રહ્યા છે પરંતુ કોરોનાથી સાજા થનારાઓની સંખ્યા પણ તેટલી જ વધુ છે. ગુરુગ્રામની પ્રીતિ ચતુર્વેદી જીએ હાલમાં જ કોરોનાને હરાવ્યો છે. પ્રીતિ જી મન કી બાતમાં આપણી સાથે જોડાય છે. તેમના અનુભવ આપણને બધાને ઘણાં જ કામ આવશે.
મોદી જી – પ્રીતિ જી નમસ્તે..
પ્રીતિ – નમસ્તે સર...આપ કેમ છો?
મોદી જી – હું ઠીક છું. સૌથી પહેલાં તો હું આપની કોવિડ-19 સાથે
પ્રીતિ – જી
મોદી જી – સફળતાપૂર્વક લડવા બદલ
પ્રીતિ – જી
મોદી જી – પ્રશંસા કરીશ.
પ્રીતી - Thank you so much sir
મોદી જી – મારી આશા છે કે તમારું સ્વાસ્થ્ય ઘણું ઝડપથી સારું થાય
પ્રીતિ – જી આભાર સર..
મોદી જી – પ્રીતિ જી
પ્રીતિ – હા..જી..સર
મોદી જી- આ આખા વેવમાં માત્ર આપનો જ નંબર લાગ્યો કે પરિવારના અન્ય સભ્યો પણ આમાં ફસાઈ ગયા છે
પ્રીતિ – નહીં..નહીં..સર હું એકલી જ થઈ હતી.
મોદી જી – ચાલો, ભગવાનની કૃપા રહી.. અચ્છા હું ઈચ્છીશ,
પ્રીતિ – હા..જી...સર
મોદી જી – કે તમે આ પીડાની અવસ્થાના કેટલાક અનુભવ જો વહેંચી શકો તો કદાચ જે શ્રોતા છે તેમને પણ આવા સમયમાં કેવી રીતે પોતાની જાતને સંભાળવવી જોઈએ તેનું માર્ગદર્શન મળશે.
પ્રીતિ – જી..સર...ચોક્કસ.. સર initially stageમાં મને બહુ જ વધારે lethargy, એટલે કે સુસ્તી જેવું લાગતું અને ત્યારબાદ મારા ગળામાં થોડી ખરાશ થવા લાગી. તો પછી મને લાગ્યું તો ખરું કે આ symptoms તો છે તો મેં ટેસ્ટ કરાવ્યો. બીજા દિવસે રિપોર્ટ આવ્યા બાદ જેવો તે પોઝીટિવ આવ્યો, મેં મારી જાતને quarantine કરી લીધી. એક રૂમમાં આઈસોલેટ કરીને ડોક્ટર્સ સાથે મેં કન્સલ્ટ કર્યું. તેમની medication start કરી દીધું.
મોદી જી – તો તમારા quick action ને કારણે તમારો પરિવાર બચી ગયો.
પ્રીતિ – જી સર...પછી તો બધાનો રિપોર્ટ કરાવ્યો હતો. બાકી બધા નેગેટિવ હતા. હું જ પોઝિટીવ હતી. તેની પહેલાં જ મેં મારી જાતને આઈસોલેટ કરી લીધી હતી એક રૂમની અંદર. પોતાની જરૂરિયાતનો બધો સામાન સાથે રાખીને, પોતાની જાતે જ એક રૂમમાં બંધ થઈ ગઈ હતી. અને તેની સાથે-સાથે મેં ડોક્ટર સાથે medication start કરી દીધી.
સર મેં મેડિકેશનની સાથેસાથે મેં યોગ, આયુર્વેદિક અને મેં આ બધું શરૂ કર્યું અને સાથે મેં કાવો પણ લેવાનો શરૂ કર્યો હતો. Immunity boost કરવા માટે સર હું દિવસમાં મતલબ જ્યારે પણ ભોજન કરતી હતી તેમાં મેં healthy food જે protein rich diet હતું તે લીધું. મેં ઘણું વધારે fluid લીધું, મેં steam લીધી, gargle કર્યું અને ગરમ પાણી લીધું. હું આખો દિવસ આ જ બધી વસ્તુઓ મારા જીવનમાં લેવા લાગી. અને સર આ દિવસોમાં તો, સૌથી મોટી વાત હું કહેવા માંગીશ, ગભરાવું તો જરા પણ નહીં. બહુ જ mentally strong બનવાનું છે જેને માટે હું યોગમાં બહુ જ વધારે breathing exercise કરતી હતી અને તે કરવાથી મને સારું લાગતું હતું.
મોદી જી – હા..અચ્છા પ્રીતિ જી જ્યારે હવે તમારી આ આખી process પૂરી થઈ ગઈ. આપ સંકટમાંથી બહાર આવી ગયા.
પ્રીતિ – હા..જી
મોદી જી – હવે તમારો ટેસ્ટ પણ નેગેટિવ આવી ગયો છે
પ્રીતિ – હા....જી સર
મોદી જી – તો પછી આપ આપના સ્વાસ્થ્ય માટે, તેની દેખભાળ માટે અત્યારે શું કરો છો?
પ્રીતિ – સર... એક તો મેં યોગ બંધ નથી કર્યા.
મોદી જી – હા
પ્રીતિ – ઠીક છે...હું હજુ પણ કાવો પીવું છું અને પોતાની ઈમ્યૂનિટી બૂસ્ટ રાખવા માટે હું સારું હેલ્ધી ફૂડ ખાઉં છું અત્યારે.
મોદી જી – હા
પ્રીતિ – જે હું બહુ જ પોતાની જાતને neglect કરી દેતી હતી, તેના પર વધારે ધ્યાન આપી રહી છું.
મોદી જી – ધન્યવાદ પ્રીતિ જી..
પ્રીતિ - Thank you so much sir.
મોદી જી – આપે જે જાણકારી આપી, મને લાગે છે કે તે ઘણાં બધા લોકોને કામ આવશે. તમે સ્વસ્થ રહો, તમારા પરિવારના લોકો સ્વસ્થ રહે, મારી આપને ઘણી ઘણી શુભેચ્છાઓ.
મારા વહાલા દેશવાસીઓ, આજે આપણા તબીબી ક્ષેત્રના લોકોની જેમ, Frontline Workers પણ દિન-પ્રતિદિન સેવા કાર્યમાં રોકાયેલા છે. તેવી જ રીતે સમાજના અન્ય લોકો પણ આ સમયે પાછળ નથી. દેશ ફરી એકવાર કોરોના સામે સંયુક્ત રીતે લડી રહ્યો છે. આ દિવસોમાં, હું જોઉં છું કે કોઈ Quarantine માં રહેતા પરિવારોને દવાઓ પહોંચાડે છે, કોઈ શાકભાજી, દૂધ, ફળો વગેરે મોકલી રહ્યું છે. કોઈ દર્દીઓ માટે એમ્બ્યુલન્સની મફત સેવાઓ આપી રહ્યું છે. આ પડકારજનક સમયમાં દેશના જુદા જુદા ખૂણાઓમાં પણ સ્વૈચ્છિક સંસ્થાઓ આગળ આવી રહી છે અને અન્યોને મદદ કરવા જે પણ થઇ શકે તે પ્રયાસ કરી રહી છે. આ વખતે ગામોમાં પણ નવી જાગૃતિ જોવા મળી રહી છે. કોવિડના નિયમોનું સખત પાલન કરીને, લોકો તેમના ગામને કોરોનાથી સુરક્ષિત કરી રહ્યાં છે, બહારથી આવતા લોકો માટે પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે. શહેરમાં પણ કેટલાય યુવાનો સામે આવ્યા છે, જે પોતાના વિસ્તારમાં કોરોનાના કેસ ન વધે તેને માટે સ્થાનિક નિવાસીઓ સાથે મળીને પ્રયાસ કરી રહ્યા છે. એટલે કે એક તરફ દેશ દિવસ-રાત હોસ્પિટલ, વેન્ટિલેટર્સ અને દવાઓ માટે કામ કરી રહ્યો છે તો બીજી બાજુ, દેશવાસીઓ પણ સ્વેચ્છાએ કોરોનાના પડકારનો સામનો કરી રહ્યા છે. આ ભાવના આપણને કેટલી તાકાત આપે છે, કેટલો વિશ્વાસ આપે છે. આ જે પણ પ્રયાસો થઈ રહ્યા છે, સમાજની બહુ મોટી સેવા છે. તે સમાજની શક્તિ વધારે છે.
મારા પ્રિય દેશવાસીઓ, આજે આપણે 'મન કી બાત' ની આખી ચર્ચા કોરોના રોગચાળા પર રાખી, કારણ કે, આજે આપણી સૌથી મોટી પ્રાથમિકતા છે, આ રોગને હરાવવાની. આજે ભગવાન મહાવીર જયંતિ પણ છે. આ પ્રસંગે, હું તમામ દેશવાસીઓને અભિનંદન આપું છું. ભગવાન મહાવીરનો સંદેશો આપણને તપ અને આત્મ સંયમની પ્રેરણા આપે છે. હમણાં પવિત્ર રમજાન માસ પણ ચાલી રહ્યો છે. હવે બુદ્ધ પૂર્ણિમા પણ આવશે.
ગુરુ તેગબહાદુર જીનું 400મું પ્રકાશ પર્વ પણ છે. એક મહત્વપૂર્ણ દિવસ પોચિશે બોઈશાક – ટાગોર જયંતિનો છે. આ બધું આપણને આપણું કર્તવ્ય નિભાવવાની પ્રેરણા આપે છે. એક નાગરિક તરીકે આપણે આપણા જીવનમાં જેટલી કુશળતા સાથે આપણા કર્તવ્યોને નિભાવશું, સંકટથી મુક્ત થઈને ભવિષ્યના રસ્તા પર તેટલી જ ઝડપથી આગળ વધીશું. તેવી આશા સાથે હું આપ બધાને ફરી એકવાર આગ્રહ કરું છું કે વેક્સિન આપણે બધાએ લેવાની જ છે અને સંપૂર્ણ સાવધાની પણ રાખવાની છે. દવા પણ અને કડકાઈ પણ... આ મંત્રને ક્યારેય ભૂલવાનો નથી. આપણે બહુ જલ્દી સાથે મળીને આ મુશ્કેલીમાંથી બહાર આવીશું. એ જ વિશ્વાસ સાથે આપ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર....
મારા વ્હાલા દેશવાસીઓ, નમસ્કાર, આ વખતે, જયારે હું મનકી બાત માટે જે પણ પત્રો આવે છે, ટીપ્પણીઓ આવે છે, જાત-જાતના ઇન્ – પુટ્સ મળે છે, તેમના ઉપર નજર ફેરવી રહ્યો હતો, તો કેટલાય લોકોએ એક બહુ મહત્વની વાત યાદ કરી. માય ગોવ પર આર્યન, બેંગલુરૂથી અનૂપ રાવ, નોયડાથી દેવેશ, થાણેથી સુજીત, આ બધાંએ કહ્યું કે મોદીજી આ વખતે મનકી બાતની પંચોતેરમી કડી છે. એ માટે આપને અભિનંદન. હું આપને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આપે આટલી બારીકાઇથી મનકી બાદને ફોલો કરી છે અને આપ જોડાયેલા રહ્યા છો. આ મારા માટે પણ બહુ જ ગર્વની બાબત છે. આનંદની બાબત છે, મારા તરફથી પણ આપને ધન્યવાદ છે જ, સાથે મનકી બાતના બધા શ્રોતાઓનો પણ આભાર વ્યક્ત કરૂં છું, કેમ કે આપના સાથ વિના આ સફર શક્ય જ નહોતી. એવું લાગે છે, જાણે આ કાલની જ વાત હોય, જયારે આપણે સૌએ સાથે મળીને આ વૈચારિક સફર શરૂ કરી હતી. ત્યારે 3 ઓકટોબર 2014ના રોજ વિજયદશમીનું પાવન પર્વ હતું અને સંજોગ જુઓ કે આજે હોલિકા દહન છે. ‘એક દીવાથી પ્રગટે બીજો, અને રાષ્ટ્ર રોશન થાય આપણું’ – આ ભાવનાથી ચાલતાં – ચાલતાં આપણે આ મઝલ કાપી છે. આપણે દેશના ખૂણેખૂણેથી લોકો સાથે વાત કરી અને તેમનાં અસામાન્ય કાર્યો વિષે જાણ્યું છે. આપણે પણ અનુભવ કર્યો હશે કે આપણા દેશના અંતરિયાળ ખૂણામાં પણ કેટલી અભૂતપૂર્વ ક્ષમતા પડેલી છે! ભારત માતાના ખોળામાં કેવાં કેવાં રત્નો ઉછરી રહ્યાં છે. મારા માટે તો તે પોતે પણ સમાજ પ્રત્યે જોવાનો, સમાજને જાણવાનો, સમાજના સામર્થ્યને ઓળખવાનો એક અદભૂત અનુભવ રહ્યો છે. આ 75 હપ્તાઓ(કડીઓ) દરમ્યાન કેટ-કેટલા વિષયોમાં પસાર થવાનું રહ્યું!? કયારેક નદીની વાત, તો કયારેક હિમાલયના શીખરોની વાત, તો ક્યારેક રણની વાત, કયારેક કુદરતી આફની વાત, તો કયારેક માનવ-સેવાની અગણિત ગાથાઓની અનુભૂતિ, કયારેક ટેકનોલોજીની નવી શોધ, તો કયારેક કોઇ અજાણ્યા ખૂણામાં, કંઇક નવું કરી બતાવનારા કોઇના અનુભવની ગાથા. હવે તમે જ જુઓ, શું સ્વચ્છતાની વાત હોય, કે પછી આપણા વારસાના જતનની ચર્ચા હોય, એટલું જ નહીં, રમકડાં બનાવવાની વાત હોય, તેમાં શું શું નહોતું!? કદાચ, (ગણતરી કરીએ કે) કેટલા વિષયોને આપણે સ્પર્શ્યા છીએ, તો તે પણ કદાય અગણિત બની જશે. (ગણ્યા ગણાય નહીં તેટલા હશે.) આ દરમ્યાન, જેમણે ભારતના ઘડતરમાં અતુલ્ય યોગદાન આપ્યું છે તેવી મહાન વિભૂતીઓને સમય-સમય પર શ્રદ્ધાંજલિ આપી, તેમના વિષે જાણ્યું છે. આપણે લોકોએ કેટલાય વૈશ્વિક મુદ્દા ઉપર પણ વાત કરી, તેમાંથી પ્રેરણા લેવાના પ્રયત્નો કર્યા છે. કેટલીયે બાબતો તમે મને બતાવી, કેટલાય ideas આપ્યા. આ રીતે આ વિચાર યાત્રામાં તમે સાથે-સાથે ચાલતા રહ્યા, જોડાતા રહ્યા અને કંઇકને કંઇક નવું ઉમેરતા પણ રહ્યા. આજે આ 75મી કડીના પ્રસંગે સૌથી પહેલા મનકી બાતને સફળ બનાવવા બદલ, સમૃદ્ધ કરવા બદલ અને તેની સાથે જોડાયેલા રહવા બદલ, હું દરેક શ્રોતનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરૂં છું.
મારા વ્હાલા દેશવાલીઓ, જુઓ કેટલો મોટો સુખદ સંયોગ છે કે આજે મને 75મી મનકી બાત કરવાની તક અને આ જ મહિનો આઝાદીના 75 વર્ષના ‘અમૃત મહોત્સવ’ના આરંભનો મહિનો. અમૃત મહોત્સવ દાંડીકૂચના દિવસથી શરૂ થયો હતો અને 15 ઓગસ્ટ 2023 સુધી ચાલશે. અમૃત મહોત્સવને લગતા કાર્યક્રમો સતત પૂરા દેશમાં થઇ રહ્યા છે. અલગ અલગ સ્થળોથી આ કાર્યક્રમોની તસવીરો, માહિતી લોકો share કરી રહ્યા છે, નમો એપ પર એવી જ કેટલીક તસવીરોની સાથે ઝારખંડના નવીનજીએ મને એક સંદેશો મોકલ્યો છે. તેમણે લખ્યું છે કે તેમણે અમૃત મહોત્સવના કાર્યક્રમો જોયા અને નક્કી કર્યું કે તેઓ પણ સ્વતંત્રતા સંગ્રામ સાથે જોડાયેલાં ઓછામાં ઓછાં 10 સ્થાને જશે. તેમની યાદીમાં પહેલું નામ, ભગવાન બિરસા મુંડાના જન્મસ્થાનનું છે. નવીનજીએ લખ્યું છે કે ઝારખંડના આદિવાસી સ્વતંત્રતા સેનાનીઓની ગાથાઓ તેઓ દેશના બીજા ભાગોમાં પણ પહોંચાડશે. ભાઇ નવીન, તમારા આ વિચાર માટે હું તમને અભિનંદન આપું છું.
સાથીઓ, કોઇ સ્વતંત્રતા સેનાનીની સંઘર્ષ કથા હોય, કોઇ સ્થળનો ઇતિહાસ હોય, દેશની કોઇક સંસ્કૃતિક ગાથા હોય, અમૃત મહોત્સવ દરમ્યાન આપ તેને દેશ સમક્ષ લાવી શકો છો. દેશવાસીઓને તેની સાથે જોડવાનું માધ્યમ બની શકો છો. તમે જોજો, જોત-જોતામાં અમૃત મહોત્સવ આવાં કેટલાંય પ્રેરણાદાયક અમૃતબિંદુઓથી ભરાઇ જશે, અને પછી એવી અમૃતધારા વહેશે જે આપણને આઝાદીનાં સો વર્ષ સુધી પ્રેરણા આપતી રહેશે. દેશને નવી ઉંચાઇએ લઇ જશે, કંઇકને કંઇક કરવાનો જુસ્સો જન્માવશે. સ્વતંત્રતા સંગ્રામમાં આપણા સેનાનીઓએ અનેક કષ્ટ એટલા માટે સહ્યાં, કેમ કે, તેઓ દેશ માટે ત્યાગ અને બલિદાનને પોતાનું કર્તવ્ય સમજતા હતા. તેઓના ત્યાગ અને બલિદાનની અમરકથાઓ હવે આપણને કર્તવ્ય માર્ગ માટે સતત પ્રેરિત કરે અને જેમ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે :
નિયતમ્ કુરૂ કર્મ ત્વમ્,
કર્મ જયાયો હયકર્મણ:
તેમ, તે જ ભાવથી, આપણે બધાં, પોતાનાં નિયત કર્તવ્યોનું પૂરી નિષ્ઠાથી પાલન કરીએ. અને આઝાદીના અમૃત મહોત્સવનો અર્થ જ એ છે કે આપણે નવા સંકલ્પો કરીએ. તે સંકલ્પોને સિદ્ધ કરવા માટે તન-મનથી મચી પડીએ અને સંકલ્પો એવા હોય કે જે સમાજની ભલાઇના હોય, દેશના ભલા માટેના હોય, દેશના ઉજ્જવળ ભવિષ્ય માટેના હોય. અને સંકલ્પ એવો હોય કે જેમાં મારે, પોતાના ભાગે, ખુદે કંઇકને કંઇક કરવાનું હોય, મારૂં પોતાનું કર્તવ્ય જોડાયેલું હોય. મને વિશ્વાસ છે, ગીતાને જીવવાનો આ સોનેરી અવસર, આપણા લોકો પાસે છે.
મારા પ્રિય દેશવાસીઓ, ગયા વર્ષે આ માર્ચનો જ મહિનો હતો, દેશે પહેલી વાર, જનતાકર્ફ્યૂ શબ્દ સાંભળ્યો હતો. પરંતુ આ મહાન દેશની મહાન પ્રજાની, મહાશક્તિનો અનુભવ જુઓ. જનતા કરફયુ પૂરા વિશ્વ માટે એક આશ્ચર્ય બની ગયો હતો. શિસ્તનું એ અભૂતપૂર્વ ઉદાહરણ હતું. ભાવી પેઢીઓ આ એક વાતને લઇને ચોક્કસ ગર્વ લેશે. એ જ રીતે આપણા કોરોના વોરિયર્સ(યોદ્ધાઓ) પ્રત્યે સન્માન, આદર, થાળી વગાડવી, તાળી પાડવી, દિવા પ્રગટાવવાને ગણાય.. તમને ખ્યાલ નથી કે કોરોના વોરિયર્સના દિલોને તે કેટલું સ્પર્શી ગ્યું હતું ! અને આજ કારણ છે કે તેઓ આખું વરસ, થાક્યા વગર, અટક્યા વિના, (સેવા કરતા રહ્યા) અડગ રગ્યા. દેશના એકેએક નાગરિકનું જીવન બચાવવા તન-મનથી ઝઝૂમતા રહ્યા. ગયા વર્ષે આ સમયે સવાલ હતો કે કોરોનાની રસી ક્યાં સુધીમાં આવશે ? સાથીઓ, આપણા બધાં માટે ગર્વની બાબત છે કે આજે ભારત, દુનિયાનો સૌથી મોટો રસીકરણ કાર્યક્રમ ચલાવી રહ્યો છે. રસીકરણ કાર્યક્રમની તસવીરો વિષે મને ભૂવનેશ્વરનાં પુષ્પા શુકલાજીએ લખ્યું છે. તેમનું કહેવું છે કે ઘરનાં વડીલો-વૃદ્ધોમાં રસીને લઇને જે ઉત્સાહ જોવા મળે છે, તેની ચર્ચા હું મનકી બાતમાં કરૂં. વાત સાચી પણ છે સાથીઓ, દેશના ખૂણેખૂણાથી આપણે એવા સમાચાર સાંભળીએ છીએ, એવી તસવીરો જોઇ રહ્યાં છીએ જે આપણા હૃદયને સ્પર્શી જાય છે. ઉત્તરપ્રદેશના જૌનપુરના 109 વર્ષના વયોવૃદ્ધ માજી રામદુલૈયાજીએ રસી લીધી છે. એ જ રીતે દિલ્હીમાં પણ 107 વર્ષનાં કેવલકૃષ્ણાજીએ, વેક્સિનનો ડોઝ લીધો છે. હૈદરાબાદમાં 100 વરસના જય ચૌધરીજીએ રસી મૂકાવી છે અને સૌને અપીલ પણ છે કે રસી અવશ્ય લો. ટ્વીટર-ફેસબુક પર પણ હું જોઇ રહ્યો છું કે કેવી રીતે લોકો પોતાના ઘરનાં વડિલોને રસી અપાવ્યા પછી તેમના ફોટો અપલોડ કરી રહ્યાં છે. કેરળના એક યુવાન, આનંદન નાયરે તો તેને એક નવો શબ્દ આપ્યો છે – ‘વેક્સિન સેવા’. એવા જ સંદેશ દિલ્હીથી શિવાની, હિમાચલથી હિમાંશું અને અન્ય કેટલાય યુવાનોએ પણ મોકલ્યા છે. હું, આપ સૌ શ્રોતાઓના આ વિચારોની પ્રશંશા કરું છું. આ બધાં વચ્ચે કોરોના સામેની લડાઇનો મંત્ર પણ ચોક્કસ યાદ રાખો કે – દવા પણ – સખ્તાઇ પણ. અને ‘ મારે ફક્ત બોલવાનું છે ’ એવું નહિં. આપણે જીવવાનું પણ છે. બોલવાનું પણ છે, કહેવાનું પણ છે અને લોકોનેય ‘ દવા પણ – કડકાઇ પણ ’ એ માટે કટીબદ્ધ કરતા રહેવાનું છે.
મારા પ્રિય દેશવાસીઓ, મારે આજે ઇન્દોરનાં રહેવાસી સૌમ્યાજીને ધન્યવાદ આપવા છે. તેમણે એક વિષય પ્રત્યે મારૂં ધ્યાન ખેંચ્યું છે, અને તેનો ઉલ્લેખ મનકી બાતમાં કરવાનું કહ્યું છે. આ વિષય છે – ભારતનાં ક્રિકેટર મીતાલી રાજજીનો નવો રેકોર્ડ. મિતાલીજી તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં દસ હજાર રન બનાવનારાં પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર બન્યાં છે. તેમની આ સિદ્ધિ બદલ તેમને ખૂબખૂબ અભિનંદન. (વન ડે ઇન્ટરનેશનલ) એકદિવસીય આંતરરાષ્ટ્રીય મેચોમાં સાત હજાર રન કરનારાં પણ તેઓ એકમાત્ર આંતરરાષ્ટ્રીય મહિલા ખેલાડી છે. મહિલા ક્રિકેટ ક્ષેત્રે તેમનું યોગદાન બહુ શાનદાર છે. બે દાયકાથી વધુની કારકિર્દીમાં મિતાલી રાજજીએ હજારો – લાખોને પ્રેરિક કર્યા છે. તેમના કઠોર પરિશ્રમ અને સફળતાની ગાથા, માત્ર મહિલા ક્રિકેટરો માટે જ નહિં, બલ્કે પુરૂષ ક્રિકેટરો માટે પણ એક પ્રેરણા છે.
સાથીઓ, એ વાત પણ રસપ્રદ છે કે આ જ માર્ચના મહિનામાં આપણે જયારે મહિલા દિવસ ઉજવી રહ્યા છીએ, ત્યારે અનેક મહિલા ખેલાડીઓએ ચંદ્રકો અને વિક્રમો પોતાના નામે કર્યા છે. દિલ્હીમાં નિશાનેબાજીમાં આયોજીત ISSF વિશ્વકપમાં ભારત ટોચ પર રહ્યું. સુવર્ણચંદ્રકની સંખ્યાની બાબતમાં ભારતે બાજી મારી. ભારતનાં મહિલા અને પુરૂષ નિશાનેબાજોના શાનદાર પ્રદર્શનના કારણે જ આ શક્ય બની શક્યું. તેની વચ્ચે પી.વી.સિંધુજીએ BWF સ્વીસ ઓપન સુપર 300 ટુર્નામેન્ટમાં રજતચંદ્રક જીત્યો છે. આજે શિક્ષણથી લઇને ઉદ્યોગસાહસિકતા સુધી, સશસ્ત્ર સેનાથી લઇને વિજ્ઞાન અને ટેકનોલોજી સુધી, દરેક જગ્યાએ દેશની દીકરીઓ પોતાની અલગ ઓળખ ઉભી કરી રહી છે, મને વધારે આનંદ એ વાતનો છે કે દીકરીઓ, રમતોમાં પોતાનો એક નવો મુકામ સ્થાપી રહી છે. વ્યાવસાયિક પસંદના રૂપમાં રમતગમત એક નવી પસંદ બનીને ઉપસી રહી છે.
મારા વ્હાલા દેશવાસીઓ, થોડા સમય પહેલાં યોજાયેલી વહાણવટા ભારત શિખર પરિષદ તમને યાદ છે ને ? આ શિખર પરિષદમાં મેં શું કહ્યું હતું, તે તમને યાદ છે ? સ્વાભાવિક છે આટલા બધા કાર્યક્રમો યોજાતા રહે છે, આટલી બધી બાબતો બનતી રહે છે, તેમાં દરેક બાબત ક્યાં યાદ રહે છે ? અને એટલું ધ્યાન પણ કયાં જાય છે ? આ સ્વાભાવિક છે. પરંતુ, મને સારૂં લાગ્યું કે મારા એક આગ્રાહને ગુરૂપ્રસાદજીએ બહુ રસ લઇને આગળ વધાર્યો છે. આ શિખર સંમેલનમાં મેં દેશના દીવાદાંડી સંકુલોની આસપાસ પ્રવાસન સુવિધાઓ વિકસાવવા બાબતે વાત કરી હતી. ગુરૂપ્રસાદજીએ તમિલનાડુની બે દિવાદાંડી – ચેન્નાઇ લાઇટ હાઇસ અને મહાબલીપુરમ લાઇટ હાઉસની પોતાની 2019ની મુલાકાતના અનુભવો જણાવ્યા છે. તેમણે બહુ રસપ્રદ હકીકતો જણાવી છે, જે મનકી બાત સાંભળનારાને પણ નવાઇ પમાડશે. જેમ કે, ચેન્નાઇ લાઇટ હાઉસ દુનિયાની પસંદગીની દિવાદાંડીઓમાંથી એક છે જેમાં એલિવેટર ઉપલબ્ધ છે, એટલું જ નહિં, ભારતનું તે એકમાત્ર લાઇટહાઉસ છે, જે શહેરની સરહદની અંદર આવેલું છે. તેમાં વીજળી માટે સૌર પેનલ લગાવેલી છે. ગુરૂપ્રસાદજીએ દિવાદાંડીના વિરાસત સંગ્રહાલય વિષે પણ વાત કરી, જે દરિયાઇ માર્ગ પરિવહનના ઇતિહાસને પણ સામે લાવે છે. આ સંગ્રહાલયમાં તેલથી સળગતી મોટી મોટી બત્તીઓ, કેરોસીનની બત્તીઓ, પેટ્રોલિયમ ગેસ અને જૂના સમયમાં વપરાતા વીજળીના ગોળા પ્રદર્શિત કરેલા છે. ભારતની સૌથી પ્રાચીન મહાબલીપુરમ લાઇટ હાઇસ વિષે પણ ગુરૂપ્રસાદજીએ સવિસ્તર લખ્યું છે. એમનું કહેવું છે કે દિવાદાંડીની બાજુમાં સેંકડો વર્ષ પહેલાં પલ્લવ રાજા મહેન્દ્ર વર્મન પ્રથમ દ્વારા બનાવવામાં આવેલું ઉન્નાકનેસ્વરા મંદિર છે.
સાથીઓ, મનકી બાત દરમ્યાન, મેં પ્રવાસનના વિવિધ પાસાંઓ વિષે અનેક વખત વાત કરી છે. પરંતુ આ દિવાદાંડીઓ પ્રવાસનની દ્રષ્ટિએ અજોડ હોય છે. પોતાની ભવ્ય બાંધણીના કારણે દિવાદાંડીઓ હંમેશા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર રહી છે. પર્યટનને પ્રોત્સાહન આપવા માટે ભારતમાં પણ 71 દિવાદાંડીઓ અલગ તારવવામાં આવી છે. આ તમામ દિવાદાંડીઓમાં તેમની ક્ષમતા મુજબ સંગ્રહાલય, એમ્ફી થિયેટર, ઓપન એર થિયેટર, અલ્પાહારગૃહ, બાળઉદ્યાન, પર્યાવરણ સાનુકૂળ નિવાસગૃહો અને કુદરતી સૌંદર્ય સ્થળ તેયાર કરવામાં આવશે. જયારે દિવાદાંડીની વાત થઇ રહી છે તો હું એક અજોડ દિવાદાંડી વિષે આપને પણ જણાવવા ઇચ્છીશ. આ દિવદાંડી ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં ઝિંઝુવાડા નામના એક ગામમાં છે. જાણો છો ? આ દિવાદાંડી કેમ ખાસ છે ? ખાસ એટલા માટે છે કે જયાં આ દિવાદાંડી આવેલી છે, ત્યાંથી હાલ દરિયાકિનારો સો કિલોમીટરથી પણ વધારે દૂર છે. તમને આ ગામમાં એવા પથ્થર પણ મળી જશે, જે એવું સૂચવે છે કે અહીં કયારેક એક વ્યસ્ત બંદર આવેલું હશે. એનો અર્થ એ થયો કે પહેલાં દરિયાકિનારો છેક ઝીંઝુવાડા સુધી હતો. સમુદ્રનું ઘટવું, વધવું, પાછા ખસવું, આટલે દૂર જતું રહેવું, એ પણ તેનું એક સ્વરૂપ છે. આ જ મહિને જાપાનમાં આવેલી વિકરાઇ સુનામીને 10 વરસ પૂરાં થઇ રહ્યાં છે. એ સુનામીમાં હજારો લોકોના જીવ ગયા હતા. એવી જ એક સુનામી ભારતમાં 2004માં આવી હતી. સુનામી દરમિયાન આપણે આપણી દિવાદાંડીમાં કામ કરનારા 14 કર્મચારીઓને ગુમાવ્યા હતા. આંદામાન નિકોબારમાં અને તામિલનાડુમાં દિવાદાંડી પર તેઓ પોતાની ફરજ બજાવી રહ્યા હતા. સખત મહેનત કરનારા આપણા આ લાઇટ કિપર્સને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ આપું છું, અને લાઇટ કિપર્સના કામની ભરપૂર પ્રશંસા કરૂં છું.
પ્રિય દેશવાસીઓ, જીવનના દરેક ક્ષેત્રમાં નવીનતા, આધુનિકતા અનિવાર્ય હોય છે. નહિંતર એ જ બાબત કોઇકોઇ વાર આપણા માટે બોજ બની જાય છે. ભારતના કૃષિજગતમાં આધુનિકતા એ સમયની માંગ છે. ઘણું મોડું થઇ ચૂક્યું છે. આપણે ઘણો સમય ગુમાવી ચૂક્યા છીએ. ખેતીક્ષેત્રમાં રોજગારીની નવી તકો પેદા કરવા માટે, ખેડૂતોની આવક વધારવા માટે, પરંપરાગત ખેતીની સાથે જ, નવા વિકલ્પો, નવીનવી શોધોને અપનાવવાનું પણ એટલું જ જરૂરી છે. શ્વેતક્રાંતિ દરમ્યાન દેશે આ અનુભવ કરેલો છે. મધમાખી પાલન દેશમાં મધક્રાંતિ અથવા મધુર ક્રાંતિનો આધાર બની રહ્યું છે. બહુ મોટી સંખ્યામાં ખેડૂતો તેની સાથે જોડાઇ રહ્યા છે. કંઇક નવીન(Innovation) કરી રહ્યા છે. જેમ કે, પશ્ચિમ બંગાળના દાર્જીલિંગમાં એક ગામ છે, ગુરદુમ. પર્વતોની આટલી ઉંચાઇ ભૌગોલિક તકલીફો પરંતુ ત્યાંના લોકોએ મધમાખી પાલનનું કામ શરૂ કર્યું, અને આજે આ જગ્યાએ બનેલા મધની સારી માંગ થઇ રહી છે. તેનાથી ખેડૂતોની આવક પણ વધી રહી છે. પશ્ચિમ બંગાળના જ સુંદરવન ક્ષેત્રનું કુદરતી ઓર્ગેનિક મધ તો દેશ અને દુનિયામાં પસંદ કરવામાં આવે છે. આવો જ એક વ્યક્તિગત અનુભવ મને ગુજરાતનો પણ છે. ગુજરાતના બનાસકાંઠામાં વર્ષ 2016માં એક આયોજન થયું હતું. તે કાર્યક્રમમાં મેં લોકોને કહ્યું કે, અહિં એટલી બધી શક્યતા છે, તો શા માટે બનાસકાંઠા અને આપણા અહિંના જ ખેડૂતો મધુરક્રાંતિનું નવું પ્રકરણ ન લખે ? અને તમને જાણીને આનંદ થશે કે, આટલા ઓછા સમયમાં બનાસકાંઠા મધ ઉત્પાદનનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે. આજે બનાસકાંઠાના કિસાનો મધમાંથી દર વર્ષે લાખો રૂપિયા કમાઇ રહ્યા છે. એવું જ એક ઉદાહરણ હરિયાણાના યમુનાનગરનું પણ છે. યમુનાનગરમાં ખેડૂતો મધમાખી પાલન કરીને દર વર્ષે સેંકડો ટન મધ પેદા કરે છે, પોતાની આવક વધારી રહ્યા છે. ખેડૂતોની આ મહેનતના પરિણામે જ દેશમાં મધનું ઉત્પાદન સતત વધી રહ્યું છે. અને વાર્ષિક લગભગ સવા લાખ ટન ઉપર પહોંચ્યું છે. તેમાંથી મોટા પ્રમાણમાં મધ વિદેશમાં નિકાસ પણ થઇ રહ્યું છે.
સાથીઓ, મધમાખી પાલનમાં માત્ર મધમાંથી જ આવક નથી થતી, પરંતુ મધપૂડાનું મીણ પણ આવકનું બહુ મોટું માધ્યમ છે. ઔષધ ઉદ્યોગ, ખાધાન્ન ઉદ્યોગ, કાપડ અને કોસ્મેટિકસ ઉદ્યોગ એમ દરેક જગ્યાએ આ મીણની માંગ છે. આપણો દેશ હાલ તો મીણની આયાત કરે છે. પરંતુ આપણા ખેડૂતો હવે આ સ્થિતિ ઝડપથી બદલી રહ્યા છે. એટલે કે, એક રીતે આત્મનિર્ભર ભારત અભિયાનમાં મદદ કરી રહ્યા છે. આજે તો પૂરી દુનિયા આયુર્વેદ અને પ્રાકૃતિક સ્વાસ્થ્ય ઉત્પાદનો તરફ મીટ માંડી રહી છે. એવામાં મધની માંગ વધુ ઝડપથી વધી રહી છે. હું ઇચ્છું છું કે, દેશના વધુને વધુ ખેડૂતો પોતાની ખેતીની સાથે સાથે મધમાખી પાલનના વ્યવસાયમાં પણ જોડાય. તે ખેડૂતોની આવક પણ વધારશે, અને તેમના જીવનમાં મીઠાશ પણ ઘોળશે.
મારા વ્હાલા દેશવાસીઓ, હજી થોડા દિવસ પહેલાં જ World Sparrow Day મનાવવામાં આવ્યો. Sparrow એટલે ગોરૈયા, કયાંક તેને ચકલી કહે છે, કયાંચ ચિમની કહે છે, કયાંક ધાન ચીરીકા પણ કહેવામાં આવે છે. પહેલા આપણા ઘરોમાં દિવાલો પર આસપાસના વૃક્ષો પર ચકલી ચહેકતી રહેતી હતી. પરંતુ હવે લોકો ચકલીને એમ કહીને યાદ કરે છે કે, ગયે વખતે વર્ષો પહેલાં ચકલીને જોઇ હતી. આજે તેને બચાવવા માટે આપણે પ્રયાસ કરવા પડે છે. બનારસના મારા એક સાથી ઇન્દ્રપાલસિંહ બત્રાજીએ એવું કામ કર્યું છે કે, જેને હું મનકી બાતના શ્રોતાઓને અવશ્ય જણાવવા ઇચ્છું છું. બત્રાજીએ પોતાના ઘરને ચકલીનું નિવાસસ્થાન બનાવી દીધું છે. તેમણે પોતાના ઘરમાં લાકડાના એવા માળા બનાવ્યા જેમાં ચકલી આરામથી રહી શકે. આજે બનારસના કેટલાય ઘર આ ઝુંબેશ સાથે જોડાઇ રહ્યા છે. તેનાથી ઘરોમાં એક અદભૂત પ્રાકૃતિક વાતાવરણ પણ બની ગયું છે. હું ઇચ્છું છું કે, પ્રકૃતિ, પર્યાવરણ, પ્રાણી, પક્ષી જેમના માટે પણ બની શકે, ઓછા વત્તા પ્રયાસો આપણે પણ કરવા જોઇએ. એવા જ એક સાથી છે, બિજયકુમાર કાબી જી. બિજયજી ઓડિશાના કેન્દ્રપાડાના રહેવાસી છે. કેન્દ્રપાડા સમુદ્રના કિનારે આવેલું છે. એટલે આ જીલ્લાના કેટલાય ગામ એવા છે, જેના પર સમુદ્રના ઉંચા મોજા અને વાવાઝોડાનો ખતરો રહે છે. તેનાથી કેટલીયવાર ઘણું નુકસાન પણ થાય છે. બિજયજીને થયું કે, જો આ કુદરતી આફતને કોઇ રોકી શકે છે, તો તે પ્રકૃતિ જ રોકી શકે છે. બસ પછી તો, બિજયજીએ બડાકૌટ ગામથી પોતાનું અભિયાન શરૂ કર્યું. તેમણે 12 વર્ષ ! સાથીઓ 12 વર્ષ ! મહેનત કરીને ગામની બહાર સમુદ્ર બાજુ 25 એકરનું ચેરનું જંગલ ઉભું કરી દીધું. આજે આ જંગલ આ ગામની સુરક્ષા કરી રહ્યું છે. એવું જ કામ ઓડીશાના જ પારાદીપ જીલ્લામાં એક એન્જિનિયર અમરેશ સામંતજીએ પણ કર્યું છે. અમરેશજીએ નાના નાના જંગલ ઉછેર્યા છે. તેનાથી આજે કેટલાય ગામોનો બચાવ થઇ રહ્યો છે. સાથીઓ, આ રીતના કામોમાં જો આપણે સમાજને સાથે જોડી દઇએ તો, મોટા પરિણામ આવે છે. જેમ કે, તમિલનાડુના કોયમ્બતૂરમાં બસ કંડકટરનું કામ કરતા મરીમુથ્થુ યોગનાથનજી છે. યોગનાથનજી પોતાની બસના મુસાફરોને ટીકીટ તો આપે છે, સાથે એક છોડ પણ મફત આપે છે. આ રીતે યોગનાથનજી કોણ જાણે કેટલા રોપા વવડાવી ચૂક્યા છે. યોગનાથનજી પોતાના વેતનનો સારો એવો ભાગ આ કામમાં ખર્ચ કરતા આવ્યા છે. હવે, આ સાંભળ્યા પછી એવો કયો નાગરિક હશે કે જે, મરીમુથ્થુ યોગનાથનજીના કામની પ્રશંસા ન કરે. હું પણ ખરા દીલથી તેમના આ પ્રયાસોને ખૂબ અભિનંદન આપું છું. તેમના આ પ્રેરક કાર્ય માટે.
મારા વ્હાલા દેશવાસીઓ, waste માંથી wealth એટલે કે, કચરામાંથી કંચન બનાવવા વિષે આપણે બધાએ જોયું પણ છે, સાંભળ્યું પણ છે, અને આપણે પણ બીજાને જણાવતા રહીએ છીએ. કંઇક એ જ રીતે કચરાને મૂલ્યમાં બદલવાનું પણ કામ કરાઇ રહ્યું છે. આવું જ એક ઉદાહરણ કેરળના કોચ્ચીની સેન્ટ ટેરેસા કોલેજનું છે. મને યાદ છે કે, 2017માં હું આ કોલેજના કેમ્પસમાં એક પુસ્તકપઠન પર આધારીત કાર્યક્રમમાં સામેલ થયો હતો. આ કોલેજના વિદ્યાર્થીઓ પુનઃ વાપરી શકાય તેવા રમકડાં બનાવે છે. તે પણ ખૂબ સર્જનાત્મક રીતે. આ વિદ્યાર્થીઓ જૂના કપડાં, ફેંકી દીધેલા લાકડાના ટુકડા, થેલીઓ અને ખોખાઓનો ઉપયોગ રમકડાં બનાવવામાં કરી રહ્યાં છે. કોઇ વિદ્યાર્થી (puzzle)પઝલ બનાવે છે. તો કોઇ કાર અને ટ્રેન બનાવી રહ્યું છે. અહીં એક વાતનું ખાસ ધ્યાન આપવામાં આવે છે કે, રમકડાં સલામત હોવાની સાથોસાથ child friendly પણ હોય. અને આ પૂરા પ્રયાસની એક સારી વાત એ પણ છે કે, આ રમકડાં આંગણવાડીના બાળકોને રમવા માટે આપવામાં આવે છે. આજે જ્યારે ભારત રમકડાંના ઉત્પાદનમાં સારૂં એવું આગળ વધી રહ્યું છે, ત્યારે vaste માંથી value નું આ અભિયાન, આ અભિનવ પ્રયોગ ઘણો મહત્વનો છે. ઘણો સાર્થક છે.
આંધ્રપ્રદેશના વિજયવાડામાં એક પ્રોફેસર શ્રીનિવાસ પદકાંડલા જી રહે છે. તેઓ ખૂબ રસપ્રદ કામ કરી રહ્યા છે. તેમણે વાહનોના ધાતુના ભંગારમાંથી શિલ્પ (sculptures) બનાવેલા છે. તેમના દ્વારા બનાવાયેલા આ વિશાળ સક્લ્પચર્સ સાર્વજનિક ઉદ્યાનોમાં મૂકવામાં આવ્યા છે, અને લોકો તેને બહુ ઉત્સાહથી જુએ છે. ઇલેક્ટ્રોનિક અને વાહનોના કચરાના પુનઃ ઉપયોગનો આ એક અભિનવ પ્રયોગ છે. હું એકવાર ફરી કોચ્ચી અને વિજયવાડાના આ પ્રયાસોની પ્રશંસા કરૂં છું, અને આશા રાખું છું કે, અન્ય લોકો પણ એવા પ્રયાસોમાં આગળ આવશે.
મારા વ્હાલા દેશવાસીઓ, ભારતના લોકો દુનિયાના કોઇપણ ખૂણામાં જાય છે, તો ગર્વથી કહે છે કે તે ભારતીય છે. આપણે આપણા યોગ, આયુર્વેદ, દર્શન, કોઇજાણે શું નથી આપણી પાસે, કે જેના માટે આપણે ગર્વ કરીએ છીએ ! ગર્વની વાતો કરીએ છીએ. સાથે જ પોતાની સ્થાનિક ભાષા, બોલી, ઓળખ, પહેરવેશ, ખાનપાન, વગેરેનો પણ ગર્વ કરીએ છીએ. આપણે નવું તો મેળવવાનું છે અને તે જ તો જીવન હોય છે. પરંતુ સાથોસાથ પુરાતન ખોવાનું પણ નથી. આપણે બહુ મહેનત કરીને પોતાની આસપાસ હયાત અપાર સાંસ્કૃતિક વિરાસતનું સંવર્ધન કરવાનું છે, નવી પેઢી સુધી પહોંચાડવાનું છે. આ જ કામ આજે આસામના રહેવાસી ‘સિકારી ટિસ્સૌ’ જી બહુ લગનથી કરી રહ્યા છે. કાર્બિ આંગલોંગ જીલ્લાના સિકારી ટિસ્સૌ જી છેલ્લા 20 વર્ષથી કાર્બી ભાષાનું દસ્તાવેજીકરણ કરી રહ્યા છે. કોઇ એક જમાનામાં કોઇ યુગમાં કાર્બિ આદિવાસી ભાઇઓ-બહેનોની ભાષા કાર્બિ આજે મુખ્ય પ્રવાહમાંથી ગુમ થઇ રહી છે. શ્રીમાન સિકારી ટિસ્સૌ જીએ નક્કી કર્યું હતું કે, પોતાની આ ઓળખને તેઓ બચાવશે. અને આજે તેમના પ્રયાસોથી કાર્બિ ભાષાની સારી એવી જાણકારી દસ્તાવેજીત થઇ ગઇ છે. તેમને પોતાના પ્રયત્નો માટે કેટલીયે જગ્યાએ પ્રશંસા પણ મળી છે, અને પુરસ્કારો પણ મળ્યા છે. મનકી બાત દ્વારા શ્રીમાન સિકારી ટિસ્સૌ જી ને હું તો અભિનંદન આપું છું, પરંતુ દેશના અનેક ખૂણામાં આ પ્રકારના કેટલાય સાધક હશે. જે એક કામને લઇને તેમાં ખપી જતા હશે. હું તે બધાને પણ અભિનંદન આપું છું.
મારા વ્હાલા દેશવાસીઓ, કોઇપણ નવી શરૂઆત એટેલે કે, New Biggning હંમેશા બહુ ખાસ હોય છે. નવી શરૂઆતનો અર્થ થાય છે, નવી શક્યતાઓ – નવા પ્રયાસ. અને નવા પ્રયાસોનો અર્થ છે, નવી ઉર્જા અને નવું જોશ. એ જ કારણ છે કે, અલગ અલગ રાજયો અને વિસ્તારોમાં તેમજ વિવિધતાથી ભરેલી આપણી સંસ્કૃતિમાં કોઇપણ શરૂઆતને ઉત્સવના રૂપમાં મનાવવાની પરંપરા રહી છે. અને આ સમયે નવી શરૂઆત અને નવા ઉત્સવોના આગમનનો છે. હોળી પણ તો વસંતના ઉત્સવના રૂપમાં જ ઉજવવાની એક પરંપરા છે. જે સમયે આપણે રંગોથી હોળી ઉજવી રહ્યા હોઇએ છીએ, તે જ સમયે વસંત પણ આપણી ચારેય તરફ નવા રંગ પાથરી રહી હોય છે. આ જ સમયે ફૂલો ખિલવાનું શરૂ થાય છે, અને પ્રકૃતિ જીવંત બની ઉઠે છે. દેશના જુદાજુદા વિસ્તારોમાં ટૂંક સમયમાં જ નવું વર્ષ પણ ઉજવવામાં પણ આવશે. પછી એ ઉગાદી હોય યા પુથંડૂ, ગુડી પડવો હોય કે બીહુ, નવરેહ હોય કે, પોડલા કે પછી બોઇશાખ હોય અથવા બૈસાખી, પૂરો દેશ ઉમંગ ઉત્સાહ અને નવી આશાઓના રંગમાં તરબોળ દેખાશે. આ જ સમયે કેરળ પણ સુંદર તહેવાર વિશુ ઉજવે છે. તેના પછી બહુ જલદી ચૈત્રી નવરાત્રિનું પાવન પર્વ પણ આવશે. ચૈત્ર મહિનાના નવમા દિવસે આપણે ત્યાં રામનવમીનું પર્વ હોય છે. તેને ભગવાન રામના જન્મોત્સવની સાથે જ ન્યાય અને પરાક્રમના એક નવા યુગની શરૂઆતના રૂપમાં પણ ઉજવવામાં આવે છે. આ દરમ્યાન, ચારેય તરફ ધૂમધામ સાથે જ ભક્તિભાવથી ભરપૂર વાતાવરણ હોય છે. જે લોકોને વધુ નજીક લાવે છે. તેમને પરિવાર અને સમાજ સાથે જોડે છે. પરસ્પર સંબંધોને મજબૂત બનાવે છે. આ તહેવારોના પ્રસંગે હું તમામ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવું છું.
સાથીઓ, આ દરમ્યાન, 4 એપ્રિલે દેશ ઇસ્ટર પણ ઉજવશે. Jesus Chirstના પુર્નજીવનના ઉત્સવના રૂપમાં ઇસ્ટરનો તહેવાર ઉજવવામાં આવે છે. પ્રતિકાત્મકરૂપે કહીએ તો ઇસ્ટર જીવનની નવી શરૂઆત સાથે જોડાયેલું છે. ઇસ્ટર આશાઓના પુર્નજીવીત થવાનું પ્રતિક છે. On the holy and auspicious occation, I greet not only the Christian Community in India, but also Christians globally.
મારા વ્હાલા દેશવાસીઓ, આજે મનકી બાતમાં આપણે અમૃત મહોત્સવ અને દેશ પ્રત્યેના આપણા કર્તવ્યોની વાત કરી. આપણે અન્ય પર્વો અને તહેવારોની પણ ચર્ચા કરી. તેની વચ્ચે એક વધુ પર્વ પણ આવવાનું છે. જે આપણા બંધારણીય અધિકારો અને ફરજોની યાદ અપાવે છે. તે છે 14 એપ્રિલ, ડોકટર બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતિ. આ વખતે અમૃત મહોત્સવમાં તો આ પર્વ પણ ખાસ બની ગયું છે. મને વિશ્વાસ છે કે, બાબાસાહેબની આ જન્મજયંતિને આપણે જરૂર યાદગાર બનાવીશું. પોતાના કર્તવ્યોનો સંકલ્પ લઇને તેમને શ્રદ્ધાંજલિ આપીશું. આ જ વિશ્વાસ સાથે આપ સૌને પર્વ તહેવારોની એકવાર ફરી શુભેચ્છાઓ. આપ સૌ ખુશ રહો, સ્વસ્થ રહો અને ખૂબ ઉલ્લાસ મનાવો. એ જ કામનાની સાથે ફરીથી યાદ અપાવું છું, દવા પણ સખ્તાઇ પણ. ખૂબ ખૂબ ધન્યવાદ.
મારા પ્રિય દેશવાસીઓ, ગઇકાલે માઘ પૂર્ણિમાનું પર્વ હતું. મહા મહિનો ખાસ કરીને નદીઓ, સરોવરો અને જળસ્ત્રોત સાથે જોડાયેલો માનવામાં આવે છે. આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે,
માઘે નિમગ્નાઃ સલિલે સુશીતે, વિમુક્તપાપાઃ ત્રિદિવમ્ પ્રયાન્તિ…
એટલે કે મહા મહિનામા કોઈપણ પવિત્ર જળાશયમાં સ્નાનને પવિત્ર માનવામાં આવે છે. દુનિયાના દરેક સમાજમાં નદી સાથે જોડાયેલી કોઈને કોઈ પરંપરા હોય જ છે. નદીના તટ પર અનેક સભ્યતાઓ પણ વિકસિત થઈ છે. આપણી સંસ્કૃતિ હજારો વર્ષ જૂની છે, તેથી તેનો વિસ્તાર આપણે ત્યાં વધુ મળે છે. ભારતમાં કોઈ એવો દિવસ નહીં હોય જ્યારે દેશના કોઈને કોઈ ખૂણામાં પાણી સાથે જોડાયેલો કોઈ ઉત્સવ ન હોય. મહા મહિનાના દિવસોમાં તો લોકો પોતાના ઘર-પરિવાર, સુખ-સુવિધા છોડીને આખો મહિનો નદીના કિનારે કલ્પવાસ કરવા જાય છે. આ વખતે હરિદ્વારમાં કુંભ પણ થઈ રહ્યો છે. જળ આપણા માટે જીવન પણ છે, આસ્થા પણ છે અને વિકાસની ધારા પણ છે. પાણી એક રીતે પારસથી પણ વધારે મહત્વપૂર્ણ છે. કહેવાય છે કે પારસના સ્પર્શથી લોખંડ સોનામાં પરિવર્તિત થઈ જાય છે. તેવી જ રીતે પાણીનો સ્પર્શ જીવન માટે પણ જરૂરી છે, વિકાસ માટે જરૂરી છે.
સાથીઓ, મહા મહિનાને જળ સાથે જોડવાનું સંભવતઃ વધુ એક કારણ એ પણ છે કે તેના પછી ઠંડી પૂર્ણ થઈ જાય છે, અને ગરમીના પગરવ મંડાય છે, તેથી પાણીના સંરક્ષણ માટે આપણે અત્યારથી જ પ્રયાસો શરૂ કરી દેવા જોઈએ. કેટલાક દિવસો બાદ માર્ચ મહિનામાં જ 22 તારીખે ‘World Water Day’ પણ છે.
મને યુ.પી.ના આરાધ્યા જી એ લખ્યું છે કે દુનિયામાં કરોડો લોકો, પોતાના જીવનનો મોટો ભાગ પાણીની અછતને પૂર્ણ કરવામાં લગાવી દે છે. પાણી વગર બધું વ્યર્થ….એમ જ નથી કહેવામાં આવ્યું. પાણીના સંકટને ઉકેલવા માટે એક બહુ જ સારો મેસેજ પશ્ચિમ બંગાળના ઉત્તર દીનાજપુર થી સુજીત જીએ મને મોકલ્યો છે. સુજીત જી એ લખ્યું છે કે પ્રકૃતિએ જળના રૂપમાં આપણને એક સામૂહિક ઉપહાર આપ્યો છે, તેથી તેને બચાવવાની જવાબદારી પણ સામૂહિક છે. એ વાત સાચી છે જેમ સામૂહિક ઉપહાર છે, તેવી જ રીતે સામૂહિક જવાબદારી પણ છે. સુજીત જીની વાત બિલકુલ સાચી છે. નદી, તળાવ, સરોવર, વર્ષા કે જમીનનું પાણી, આ બધું બધા માટે છે.
સાથીઓ, એક સમય હતો જ્યારે ગામમાં કૂવા, ખાબોચિયાં, તેની દેખભાળ બધા મળીને કરતાં હતાં, હવે આવો જ એક પ્રયત્ન, તમિલનાડુના તિરૂવન્નામલાઈમાં થઈ રહ્યો છે. અહીં સ્થાનિક લોકોએ પોતાના કૂવાઓને સંરક્ષિત કરવા માટે અભિયાન ચલાવ્યું છે. આ લોકો તેમના વિસ્તારમાં વર્ષોથી બંધ પડેલા સાર્વજનિક કૂવાઓને ફરીથી જીવીત કરી રહ્યા છે.
મધ્યપ્રદેશના અગરોથા ગામની બબીતા રાજપૂત જી પણ જે કરી રહ્યા છે, તેનાથી આપ સહુને પ્રેરણા મળશે. બબીતા જીનું ગામ બુંદેલખંડમાં છે. તેમના ગામની પાસે એક બહુ મોટું તળાવ હતું જે સૂકાઈ ગયું હતું. તેમણે ગામની જ અન્ય મહિલાઓને સાથે લીધી અને તળાવ સુધી પાણી લઈ જવા એક નહેર બનાવી દીધી. આ નહેરથી વરસાદનું પાણી સીધું તળાવમાં જવા લાગ્યું. હવે આ તળાવ પાણથી ભરેલું રહે છે.
સાથીઓ ઉત્તરાંખડના બાગેશ્વરમાં રહેતા જગદીશ કુનિયાલ જીનું કામ પણ ઘણું બધું શિખવાડે છે. જગદીશ જીનું ગામ અને આસપાસનું ક્ષેત્ર પાણીની જરૂરિયાત માટે એક પ્રાકૃતિક સ્ત્રોત પર નિર્ભર હતું. પરંતુ થોડા વર્ષો પહેલાં આ સ્ત્રોત સૂકાઈ ગયો. તેનાથી આખા વિસ્તારમાં પાણીનું સંકટ વધતું ગયું. જગદીશ જી એ આ સંકટનો ઉકેલ વૃક્ષારોપણથી લાવવાનું નક્કી કર્યું. તેમણે આખા વિસ્તારમાં ગામના લોકો સાથે મળીને હજારો વૃક્ષ લગાવ્યાં અને આજે તેમના વિસ્તારનું સૂકાઈ ગયેલો જળસ્ત્રોત ફરથી ભરાઈ ગયો છે.
સાથીઓ, પાણીને લઈને આપણે આવી જ રીતે આપણી સામૂહિક જવાબદારીઓને સમજવી પડશે. ભારતનાં મોટાભાગના વિસ્તારોમાં મે-જૂનમાં વરસાદ શરૂ થઈ જાય છે. શું આપણે અત્યારથી જ આપણી આસપાસના જળસ્ત્રોતોની સફાઈ માટે, વર્ષા જળના સંગ્રહ માટે, 100 દિવસનું કોઈ અભિયાન શરૂ કરી શકીએ છીએ? આ જ વિચાર સાથે હવેથી થોડા દિવસો પછી જળ શક્તિ મંત્રાલય દ્વારા પણ જળ શક્તિ અભિયાન – ‘Catch the Rain’ પણ શરૂ કરવામાં આવી રહયું છે. આ અભિયાનનો મૂળ મંત્ર છે, ‘Catch the Rain, where it falls, when it falls’. આપણે અત્યારથી જ જોડાઈશું, આપણે પહેલાંથી જ જે Rain Water Harvesting System છે તેને સુધારી દઈશું, ગામમાં, તળાવોમાં, ખાબોચિયાંની સફાઈ કરાવી લઈશું, જળસ્ત્રોતો સુધી જઈ રહેલા પાણીના રસ્તાની અડચણો દૂર કરી નાખીશું તો વધારેમાં વધારે વર્ષા જળનો સંગ્રહ કરી શકીશું.
મારા પ્રિય દેશવાસીઓ જ્યારે પણ મહા મહિનો અને તેના આધ્યાત્મિક સામાજિક મહત્વની ચર્ચા થાય છે, તો આ ચર્ચા એક નામ વગર પૂરી નથી થતી. આ નામ છે સંત રવિદાસ જીનું. મહા પૂર્ણિમાના દિવસે જ સંત રવિદાસ જીની જન્મજયંતિ હોય છે. આજે પણ સંત રવિદાસ જી ના શબ્દ, તેમનું જ્ઞાન, આપણું પથપ્રદર્શન કરે છે. તેમણે કહ્યું હતું,…
એકૈ માતી કે સભ ભાંડે
સભ કા એકૌ સિરજનહાર.
રવિદાસ વ્યાપૈ એકૈ ઘટ ભીતર,
સભ કૌ એકૈ ઘડૈ કુમ્હાર…
આપણે બધા એક જ માટીના વાસણો છીએ, આપણને બધાને એકે જ ઘડ્યા છે. સંત રવિદાસ જીએ સમાજમાં વ્યાપ્ત વિકૃતિઓ પર હંમેશા ખૂલીને પોતાની વાત કહી છે. તેમણે આ વિકૃતિઓને સમાજની સામે રાખી, તેને સુધારવાનો રાહ દેખાડ્યો અને એટલે જ મીરા જીએ કહ્યું હતું,…
ગુરુ મિલિયા રૈદાસ, દીન્હી જ્ઞાન કી ગુટકી.
એટલે કે ગુરૂના રૂપમાં રૈદાસ મળ્યા અને તેમણે સાચા જ્ઞાનનો ઘુંટડો પીવડાવ્યો.
આ મારું સૌભાગ્ય છે કે હું સંત રવિદાસ જીના જન્મ સ્થળ વારાણસી સાથે જોડાયેલો છું. સંત રવિદાસ જીના જીવનની આધ્યાત્મિક ઉંચાઈનો અને તેમની ઉર્જાનો મેં એ તીર્થસ્થળ પર અનુભવ કર્યો છે.
સાથીઓ, રવિદાસ જી કહેતા હતા, ….
કરમ બંધન મેં બન્ધ રહિયો, ફલ કી ના તજ્જિયો આસ,
કર્મ માનુષ કા ધર્મ હૈ, સત ભાખૈ રવિદાસ…
એટલે કે આપણે સતત આપણું કર્મ કરતા રહેવું જોઈએ, પછી ફળ તો મળશે જ મળશે, એટલે કે કર્મ થી જ સિદ્ધી તો મળે જ મળે છે. આપણા યુવાઓને એક વાત સંત રવિદાસ જી થી જરૂર શીખવી જોઈએ. યુવાનોએ કોઈપણ કામ કરવા માટે પોતાને, જૂના રીત-રિવાજમાં બાંધવા ન જોઈએ. આપ આપના જીવનને પોતે જ નક્કી કરો. તમારા રીત-રિવાજ પણ પોતે જ બનાવો અને તમારું લક્ષ્ય પણ પોતે જ નક્કી કરો. જો તમારો વિવેક, તમારો આત્મવિશ્વાસ મજબૂત છે તો તમારે દુનિયામાં કોઈપણ વસ્તુથી ડરવાની જરૂર નથી. હું આમ એટલા માટે કહું છું કારણ કે કેટલીયે વખત આપણા યુવાનો એક ચાલતા આવતા વિચારના દબાણમાં તેઓ કામ નથી કરી શકતા, જે કરવું ખરેખર તેમને પસંદ હોય છે. તેથી તમારે ક્યારેય પણ નવું વિચારવામાં, નવું કરવામાં સંકોચ કરવો જોઈએ નહીં. આવી જ રીતે સંત રવિદાસ જીએ વધુ એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે. આ સંદેશ છે, ‘પગભર થવું’…આપણે આપણા સપનાઓ માટે કોઈ બીજા પર નિર્ભર રહીએ તે જરાપણ બરાબર નથી. જે જેવું છે તે તેમ ચાલતું રહે, રવિદાસ જી ક્યારેય પણ એના પક્ષમાં નહોતા અને આજે આપણે જોઈએ છીએ કે દેશના યુવાનો પણ આ વિચારના પક્ષમાં બિલકુલ નથી. આજે જ્યારે હું દેશના યુવાનોમાં Innovative Spirit જોવું છું તો મને લાગે છે કે આપણા યુવાનો પર સંત રવિદાસ જીને જરૂરથી ગર્વ થતો હશે.
મારા પ્રિય દેશવાસીઓ, આજે National Science Day પણ છે. આજનો દિવસ ભારતના મહાન વૈજ્ઞાનિક ડોક્ટર સી.વી.રમન જી દ્વારા કરવામાં આવેલી Raman Effect ની શોધને સમર્પિત છે. કેરળથી યોગેશ્વરન જીએ NamoApp પર લખ્યું છે કે Raman Effect ની શોધે આખા વિજ્ઞાનની દિશાને જ બદલી નાખી હતી. તેનાથી જોડાયેલો એક બહુ સારો સંદેશ મને નાશિકના સ્નેહીલ જીએ મોકલ્યો છે. સ્નેહીલ જીએ લખ્યું છે કે આપણા દેશના અગણિત વૈજ્ઞાનિકો છે, જેમના યોગદાન વગર સાયન્સ આટલી પ્રગતિ ન કરી શક્યું હોત. આપણે જે રીતે દુનિયાના બીજા વૈજ્ઞાનિકો વિશે જાણીએ છીએ, તેવી જ રીતે આપણે ભારતના વૈજ્ઞાનિકો વિશે પણ જાણવું જોઈએ. હું પણ મન કી બાતના આ શ્રોતાઓની વાતથી સહમત છું. હું ચોક્કસ ઈચ્છીશ કે આપણા યુવાનો, ભારતના વૈજ્ઞાનિક – ઈતિહાસને, આપણા વૈજ્ઞાનિકોને જાણે, સમજે અને ખૂબ વાંચે.
સાથીઓ, જ્યારે આપણે સાયન્સની વાત કરીએ છીએ તો ઘણીવાર તેને લોકો ફિઝીક્સ-કેમેસ્ટ્રી અથવા તો લેબ્સ સુધી જ સીમિત કરી દે છે, પરંતુ સાયન્સનો વિસ્તાર તો તેનાથી ઘણો જ વધારે છે અને ‘આત્મનિર્ભર ભારત અભિયાન’માં સાયન્સની શક્તિનું બહુ મોટું યોગદાન પણ છે. આપણે સાયન્સને Lab to Land ના મંત્ર સાથે આગળ વધારવું પડશે.
દાખલા તરીકે, હૈદરાબાદના ચિંતલા વેંકટ રેડ્ડી જી છે. રેડ્ડી જી ના એક ડોક્ટર મિત્રએ તેમને એક વખત વિટામીન-ડી ની ઉણપથી થનારી બિમારીઓ અને તેના ખતરા વિશે જણાવ્યું. રેડ્ડી જી ખેડૂત છે, તેમણે વિચાર્યું કે તેઓ આ સમસ્યાના સમાધાન માટે શું કરી શકે છે? પછી તેમણે મહેનત કરી અને ઘઉં, ચોખાની એવી પ્રજાતિઓને વિકસિત કરી કે જે ખાસ કરીને વિટામિન-ડી થી યુક્ત હોય. આ મહિને World Intellectual Property Organization, Geneva થી patent પણ મળી છે. આ અમારી સરકારનું સૌભાગ્ય છે કે વેંકટ રેડ્ડી જીને ગત વર્ષે પદ્મ શ્રી થી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
આવા જ ઘણાં ઈનોવેટિવ રીતે લદ્દાખના ઉરગેન ફૂત્સૌગ પણ કામ કરી રહ્યા છે. ઉરગેન જી આટલી ઉંચાઈ પર ઓર્ગેનિક રીતે ખેતી કરીને લગભગ 20 પાક ઉગાડી રહ્યા છે, તે પણ cyclic રીતે, એટલે કે એક પાકના waste ને બીજા પાકમાં, ખાતરની રીતે ઉપયોગ કરે છે. છે ને કમાલની વાત.
આવી જ રીતે ગુજરાતના પાટણ જિલ્લામાં કામરાજભાઈ ચૌધરીએ ઘરમાં જ સહજનના સારા બીજનો વિકાસ કર્યો છે. કેટલાક લોકો સહજનને સરગવો પણ કહે છે, તેને મોરિંગ અથવા તો ડ્રમ સ્ટિક પણ કહેવાય છે. સારા બીજની મદદથી જે સરગવાનો ઉછેર થાય છે, તેની ક્વોલિટી પણ સારી હોય છે. તેમની ઉપજને તેઓ તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ મોકલીને, તેમની આવક વધારી રહ્યા છે.
સાથીઓ, આજકાલ ચીયા સિડ્સ નું નામ તમે લોકો બહુ સાંભળતો હશે. હેલ્થ અવેરનેસ સાથે જોડાયેલા લોકો તેને ઘણું મહત્વ આપે છે અને દુનિયામાં તેની મોટી માગ પણ છે. ભારતમાં તેને મોટાભાગે બહારથી જ મંગાવાય છે, પરંતુ હવે ચીયા સિડ્સમાં આત્મનિર્ભરતાનું બીડું પણ લોકો ઉઠાવી રહ્યા છે. આવી જ રીતે યુપીના બારાબાંકીમાં હરિશ્ચન્દ્ર જીએ ચીયા સિડ્સની ખેતી શરૂ કરી છે. ચીયા સિડ્સની ખેતી તેમની આવક પણ વધારશે અને આત્મનિર્ભર ભારત અભિયાનમાં પણ મદદ કરશે.
સાથીઓ, Agriculture Waste થી Wealth create કરવાના પણ કેટલાય પ્રયોગ દેશભરમાં સફળતાપૂર્વક ચાલી રહ્યા છે. જેમ કે મદુરાઈના મુરગેસન જી એ કેળાના વેસ્ટમાંથી દોરડું બનાવવાનું એક મશીન બનાવ્યું છે. મુરગેસન જીના આ ઈનોવેશન થી પર્યાવરણ અને ગંદકીનું પણ સમાધાન થશે અને ખેડૂતો માટે વધારાની આવકનો પણ રસ્તો બનશે.
સાથીઓ મન કી બાતના શ્રોતાઓને આટલા બધા લોકો વિશે જણાવવાનો મારો હેતુ એ જ છે કે આપણે તેમની પાસેથી પ્રેરણા લઈએ. જ્યારે દેશનો દરેક નાગરિક પોતાના જીવનમાં વિજ્ઞાનનો વિસ્તાર કરશે, દરેક ક્ષેત્રમાં કરશે, તો પ્રગતિના રસ્તાઓ પણ ખૂલશે અને દેશ આત્મનિર્ભર પણ બનશે. અને મને વિશ્વાસ છે કે આ દેશનો દરેક નાગરિક કરી શકે છે.
મારા પ્રિય સાથીઓ, કોલકાતાના રંજન જીએ તેમના પત્રમાં ખૂબ જ રસપ્રદ અને પાયાનો સવાલ પૂછ્યો છે અને સાથે જ શ્રેષ્ઠ રીતે તેનો જવાબ આપવાની કોશિશ પણ કરી છે. તેઓ લખે છે કે જ્યારે આપણે આત્મનિર્ભર થવાની વાત કરીએ છીએ, તો તેનો આપણે માટે કયો અર્થ થાય છે? આ જ સવાલના જવાબમાં તેમણે પોતે જ આગળ લખ્યું છે કે – આત્મનિર્ભર ભારત અભિયાન માત્ર એક ગવર્મેન્ટ પોલીસી જ નથી પરંતુ એક નેશનલ સ્પિરિટ છે. તેઓ માને છે કે આત્મનિર્ભર થવાનો અર્થ છે કે પોતાના નસીબનો નિર્ણય પોતે જ કરવો એટલે કે પોતાના જ ભાગ્યના નિયંત્રક હોવું. રંજન બાબુ ની વાત સો ટકા સાચી છે. તેમની વાતને આગળ વધારતા હું એ પણ કહીશ કે આત્મનિર્ભરતાની પહેલી શરત એ હોય છે કે – પોતાના દેશની ચીજો પર ગર્વ હોવો, પોતાના દેશના લોકો દ્વારા બનાવેલી વસ્તુઓ પર ગર્વ હોવો. જ્યારે પ્રત્યેક દેશવાસી ગર્વ કરે છે, પ્રત્યેક દેશવાસી જોડાય છે, તો આત્મનિર્ભર ભારત, માત્ર એક આર્થિક અભિયાન ન રહેતા, એક નેશનલ સ્પિરીટ બની જાય છે. જ્યારે આકાશમાં આપણે આપણા દેશમાં બનેલા ફાઈટર પ્લેન તેજસ ને કરતબો કરતાં જોઈએ છીએ, જ્યારે ભારતમાં બનેલા ટેન્ક, ભારતમાં બનેલી મિસાઈલ, આપણું ગૌરવ વધારે છે, જ્યારે સમૃદ્ધ દેશોમાં આપણે મેટ્રો ટ્રેનના મેડ ઈન ઈન્ડિયા કોચ જોઈએ છીએ, જ્યારે ડઝન દેશો સુધી મેડ ઈન ઈન્ડિયા કોરોના વેક્સિન પહોંચતી જોઈએ છીએ, તો આપણું માથું વધુ ઉંચું થઈ જાય છે. અને એવું જ નથી, કે મોટી-મોટી ચીજો જ ભારતને આત્મનિર્ભર બનાવશે. ભારતમાં બનેલા કપડાં, ભારતના ટેલેન્ટેડ કારીગરો દ્વારા બનાવવામાં આવેલા હેન્ડિક્રાફ્ટનો સામાન, ભારતના ઈલેક્ટ્રોનિક ઉપકરણો, ભારતના મોબાઈલ, દરેક ક્ષેત્રમાં આપણે આ ગૌરવને વધારવું પડશે. જ્યારે આપણે આવા વિચાર સાથે આગળ વધીશું, ત્યારે જ સાચા અર્થમાં આત્મનિર્ભર બની શકીશું અને સાથીઓ મને ખુશી છે કે આત્મનિર્ભર ભારતનો આ મંત્ર દેશના ગામે-ગામ પહોંચી રહ્યો છે. બિહારના બેતિયામાં આવું જ થયું છે. જેના વિશે મને મીડિયામાં વાંચવા મળ્યું છે.
બેતિયાના રહેવાસી પ્રમોદ જી, દિલ્હીમાં એક ટેક્નિશિયન તરીકે એલઈડી બલ્બ બનાવતી ફેક્ટરીમાં કામ કરતા હતા, તેમણે આ ફેક્ટરીમાં કામ દરમિયાન આખી પ્રક્રિયાને તેઓ બહુ બારીકીથી સમજ્યા. પરંતુ કોરોનાના સમયમાં પ્રમોદ જીએ પોતાના ઘરે પરત ફરવું પડ્યું. તમે જાણો છો પરત ફર્યા બાદ પ્રમોદ જીએ શું કર્યું ? તેમણે પોતે એલઈડી બલ્બ બનાવવાનું નાનું યુનિટ શરૂ કરી દીધું. તેમણે પોતાના ક્ષેત્રના કેટલાક યુવાનોને સાથે લીધા અને કેટલાક મહિનાઓમાં જ ફેક્ટરી વર્કરથી લઈને ફેક્ટરી ઓનર બનવા સુધીનો પ્રવાસ પૂર્ણ કર્યો. તે પણ પોતાના ઘરમાં જ રહીને.
વધુ એક ઉદાહરણ છે – યુપી ના ગઢમુક્તેશ્વરનું. ગઢમુક્તેશ્વરથી શ્રીમાન સંતોષ જીએ લખ્યું છે કે કેવી રીતે કોરોના કાળમાં તેમણે આપત્તિને અવસરમાં બદલી. સંતોષ જી ના દાદા-પરદાદા ઘણા સારા કારીગર હતા, ચટાઈ બનાવવાનું કામ કરતા હતા. કોરોનાના સમયમાં જ્યારે અન્ય કામ રોકાઈ ગયા તો આ લોકોએ એકદમ ઉર્જા અને ઉત્સાહ સાથે ચટાઈ બનાવવાનું શરૂ કર્યું. બહુ જલ્દી, તેમને ન માત્ર ઉત્તરપ્રદેશ, પરંતુ બીજા રાજ્યોમાંથી પણ ચટાઈના ઓર્ડર મળવાના શરૂ થઈ ગયા. સંતોષ જી એ એ પણ જણાવ્યું કે તેનાથી આ ક્ષેત્રની સેંકડો વર્ષ જૂની સુંદર કળા ને પણ એક નવી તાકાત મળી છે.
સાથીઓ, દેશભરમાં આવા કેટલાય ઉદાહરણ છે, જ્યાં લોકો આત્મનિર્ભર ભારત અભિયાન માં આવી રીતે પોતાનું યોગદા આપી રહ્યા છે. આજે આ એક ભાવ બની ચૂક્યો છે, જે સામાન્ય લોકોના હ્રદયમાં પ્રવાહિત થઈ રહ્યો છે.
મારા પ્રિય દેશવાસીઓ, મેં નમો એપ પર ગુડગાંવ નિવાસી મયૂરની એક interesting post જોઈ. તેઓ Passionate Bird watcher અને Nature Lover છે. મયૂર જીએ લખ્યું છે કે હું તો હરિયાણામાં રહું છું, પરંતુ હું ઈચ્છું છું કે તમે આસામના લોકો અને ખાસ કરીને કાઝીરંગાના લોકોની ચર્ચા કરો. મને લાગ્યું કે મયૂર જી Rhinos વિશે વાત કરશે, જેને ત્યાંનું ગૌરવ કહેવાય છે. પરંતુ મયૂર જીએ કાઝીરંગામાં Water Fowls (વોટર ફાઉલ્સ ) ની સંખ્યામાં થયેલા વધારાને લઈને આસામના લોકોની પ્રશંસા માટે કહ્યું છે. હું શોધી રહ્યો હતો કે આપણે Water Fowls ને સાધારણ શબ્દોમાં શું કહી શકીએ છીએ, તો એક શબ્દ મળ્યો, – જલપક્ષી. એવા પક્ષી જેમનું રહેઠાણ ઝાડ પર નહીં, પાણી પર હોય છે, જેમ કે બતક વગેરે. કાઝીરંગા નેશનલ પાર્ક એન્ડ ટાઈગર રિઝર્વ ઓથોરિટી કેટલાક સમયથી Annual Waterfowls Census કરતું આવ્યું છે. આ સેન્સસ થી જળ પક્ષીઓની સંખ્યાની જાણકારી મળે છે અને તેમના ગમતાં Habitat ની જાણકારી મળે છે. હમણાં બે-ત્રણ અઠવાડિયા પહેલાં જ ફરી સર્વે થયો છે. તમને પણ એ જાણીને આનંદ થશે કે આ વખતે જળ પક્ષીઓની સંખ્યા, ગત વર્ષની તુલનામાં લગભગ 175 ટકા વધુ આવી છે. આ સેન્સસ દરમિયાન કાઝીરંગા નેશનલ પાર્કમાં Birds ની કુલ 112 Species ને જોવામાં આવી છે. તેમાંથી 58 Species યુરોપ, Central Asia અને East Asia સહિત દુનિયાના વિવિધ ભાગોમાંથી આવેલા Winter Migrants છે. તેનું સૌથી મહત્વપૂર્ણ કારણ એ છે કે અહીં ઘણાં સારા Water Conservation હોવાની સાથે Human Interference બહુ ઓછા છે. આમ તો કેટલાક મામલામાં Positive Human Interference પણ બહુ મહત્વપૂર્ણ હોય છે.
આસામના શ્રી જાદવ પાયેન્ગ ને જ જુઓ. તમારામાંથી કેટલાક લોકો તેમના વિશે જરૂર જાણતા હશે. પોતાના કાર્યો માટે તેમને પદ્મ સન્માન મળ્યું છે. શ્રી જાદવ પાયેન્ગ એ વ્યક્તિ છે જેમણે આસામમાં મજૂલી આયલેન્ડમાં લગભગ 300 હેક્ટર પ્લાન્ટેશનમાં પોતાનું સક્રિય યોગદાન આપ્યું છે. તેઓ વન સંરક્ષણ માટે કામ કરી રહ્યા છે, અને લોકોને પ્લાન્ટેશન તેમજ બાયોડાયવર્સિટી ના કન્ઝર્વેશન ને લઈને પ્રેરિત કરવામાં પણ જોડાયેલા છે.
સાથીઓ, આસામમાં આપણા મંદિર પણ, પ્રકૃતિના સંરક્ષણમાં પોતાની અલગ જ ભૂમિકા નિભાવી રહ્યા છે, જો તમે આપણા મંદિરોને જોશો, તો જાણશો કે દરેક મંદિર પાસે તળાવ હોય છે. હજો સ્થિત હયાગ્રીવ મઘેબ મંદિર, સોનિતપુરનું નાગશંકર મંદિર અને ગુવાહાટીમાં સ્થિત ઉગ્રતારા ટેમ્પલ પાસે આ પ્રકારના કેટલાય તળાવો છે. તેમનો ઉપયોગ વિલુપ્ત થતા કાચબાઓને પ્રજાતિઓને બચાવવા માટે કરવામાં આવી રહ્યો છે. આસામમાં કાચબાઓની સૌથી વધારે પ્રજાતિઓ મળે છે. મંદિરોના આ તળાવ કાચબાના સંરક્ષણ, પ્રજનન અને તેમના વિશે પ્રશિક્ષણ માટે એક શ્રેષ્ઠ સ્થળ બની શકે છે.
મારા પ્રિય દેશવાસીઓ, કેટલાક લોકો સમજે છે કે ઈનોવેશન કરવા માટે તમારું સાયન્ટિસ્ટ હોવું જરૂરી છે, કેટલાક વિચારે છે કે બીજાને કંઈક શિખવાડવા માટે તમારું ટીચર હોવું જરૂરી છે. આ વિચારને પડકાર આપનારા વ્યક્તિ હંમેશા પ્રશંસાને પાત્ર હોય છે. હવે જેમ શું કોઈ કોઈને સોલ્જર બનવા માટે પ્રશિક્ષિત કરે છે, તો શું તેણે સૈનિક હોવું જરૂરી છે? તમે વિચારી રહ્યા હશો કે, હા….. જરૂરી છે. પરંતુ અહીં થોડો ટ્વીસ્ટ છે.
MyGov પર કમલકાંત જીએ મીડિયાનો એક રિપોર્ટ શેર કર્યો છે, જે કંઈક અલગ વાત કરે છે. ઓડિશામાં અરાખુડામાં એક સજ્જન છે – નાયક સર. આમ તો તેમનું નામ સિલૂ નાયક છે, પણ બધા તેમને નાયક સર કહીને જ બોલાવે છે. આમ તો તેઓ Man on a Mission છે. તેઓ એ યુવાનોને મફતમાં પ્રશિક્ષિત કરે છે જે સેનામાં ભરતી થવા માગે છે. નાયક સરના ઓર્ગેનાઈઝેશનનું નામ મહાગુરુ બટાલિયન છે. તેમાં ફિઝીકલ ફિટનેસ થી લઈને ઈન્ટર્વ્યૂ સુધી અને રાઈટિંગ થી લઈને ટ્રેનિંગ સુધી, આ બધા પાસાઓ વિશે જણાવવામાં આવે છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે તેમણે જે લોકોને પ્રશિક્ષણ આપ્યું છે, તેમણે પાયદળ, જળ સેના અને વાયુ સેના, સીઆરપીએફ, બીએસએફ જેવા યુનિફોર્મ ફોર્સિસમાં પોતાની જગ્યા બનાવી છે. પરંતુ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે સિલૂ નાયક જીએ પોતે ઓડિશા પોલીસમાં ભરતી થવા માટે પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેઓ સફળ થઈ શક્યા નહોતા, તેમ છતાં તેમણે પોતાના પ્રશિક્ષણના દમ પર અનેક યુવાનોને રાષ્ટ્રસેવા માટે યોગ્ય બનાવ્યા છે. આવો આપણે બધા મળીને નાયક સરને શુભેચ્છા આપીએ કે તેઓ આપણા દેશ માટે વધુ નાયકોને તૈયાર કરે.
સાથીઓ, ક્યારેક ક્યારેક બહુ નાનો અને સાધારણ સવાલ પણ મનને અસ્થિર બનાવી દે છે. એ સવાલ લાંબા નથી હોતા, બહુ સિમ્પલ હોય છે, તેમ છતાં તે આપણને વિચારવા માટે મજબૂર કરી દે છે. કેટલાક દિવસો પહેલાં હૈદરાબાદના અપર્ણા રેડ્ડી જીએ મને એવો જ એક સવાલ પૂછ્યો. તેમણે કહ્યું કે – આપ આટલા વર્ષોથી પીએમ છો, આટલા વર્ષો સી.એમ રહ્યા, શું આપને ક્યારેય લાગે છે કે ક્યાંક કંઈક ઉણપ રહી ગઈ? અપર્ણા જીનો સવાલ બહુ જ સહજ છે પરંતુ એટલો જ મુશ્કેલ પણ. મેં આ સવાલ પર વિચાર કર્યો અને પોતાને કહ્યું કે મારી એક ઉણપ એ રહી છે કે હું દુનિયાની સૌથી પ્રાચિન ભાષા – તમિલ શીખવા માટે બહુ પ્રયાસ ન કરી શક્યો, હું તમિલ ના શીખી શક્યો. આ એક એવી સુંદર ભાષા છે, જે દુનિયાભરમાં લોકપ્રિય છે. ઘણાં લોકોએ મને તમિલ લિટરેચર ની ક્વોલિટી અને તેમાં લખેલી કવિતાઓના ઉંડાણ વિશે ઘણું જણાવ્યું છે. ભારત આવી અનેક ભાષાઓનું સ્થળ છે જે આપણી સંસ્કૃતિ અને ગૌરવનું પ્રતિક છે. ભાષા વિશે વાત કરતા હું એક નાની Interesting clip આપ સહુની સાથે વહેંચવા માગું છું.
SOUND CLIP STATUE OF UNITY
ખરેખર હમણાં આપ જે સાંભળી રહ્યા હતા તે, સ્ટેચ્યુ ઓફ યુનિટી પર એક ગાઈડ, સંસ્કૃતમાં લોકોને સરદાર પટેલની દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા વિશે જણાવી રહ્યા છે. તમને જાણીને આનંદ થશે કે કેવડિયામાં 15 થી પણ વધારે ગાઈડ, ધારા પ્રવાહ સંસ્કૃતમાં લોકોને ગાઈડ કરે છે. હવે હું આપને વધુ એક અવાજ સંભળાવું છું….
SOUND CLIP – CRICKET COMMENTARY
આપ પણ આ સાંભળીને હેરાન થઈ ગયા હશો. ખરેખર, આ સંસ્કૃતમાં કરવામાં આવેલી ક્રિકેટ કોમેન્ટ્રી છે. વારાણસીમાં, સંસ્કૃત મહાવિદ્યાલયો વચ્ચે એક ક્રિકેટ ટુર્નામેન્ટ થાય છે. આ મહાવિદ્યાલય છે – શાસ્ત્રાર્થ મહાવિદ્યાલય, સ્વામી વેદાંતી વેદ વિદ્યાપીઠ, શ્રી બ્રહ્મ વેદ વિદ્યાલય અને ઈન્ટરનેશનલ ચંદ્રમૌલી ચેરિટેબલ ટ્રસ્ટ. આ ટુર્નામેન્ટની મેચ દરમિયાન કોમેન્ટરી સંસ્કૃતમાં પણ કરવામાં આવે છે. હમણાં મેં એ કોમેન્ટરીનો એક નાનો ભાગ આપને સંભળાવ્યો. એટલું જ નહીં, આ ટુર્નામેન્ટમાં ખેલાડી અને કોમેન્ટેટર પારંપારિક પોષાકમાં નજરે પડે છે. જો તમને એનર્જી, એક્સાઈટમેન્ટ, સસ્પેન્સ બધું એકસાથે જોઈએ તો તમારે રમતોની કોમેન્ટરી સાંભળવી જોઈએ. ટીવી આવ્યાના બહુ પહેલાં સ્પોર્ટ્સ કોમેન્ટરી જ એ માધ્યમ હતું જેની મદદથી ક્રિકેટ અને હોકી જેવી રમતોનો રોમાંચ દેશભરના લોકો અનુભવ કરતાં હતાં. ટેનિસ અને ફૂટબોલ મેચોની કોમેન્ટરી પણ ઘણી સારી રીતે પીરસવામાં આવે છે. આપણે જોયું છે કે જે રમતોમાં કોમેન્ટરી સમૃદ્ધ છે, તેનો પ્રચાર-પ્રસાર બહુ ઝડપથી થાય છે. આપણે ત્યાં પણ ઘણી ભારતીય રમતો છે પરંતુ તેમાં કોમેન્ટરી કલ્ચર નથી આવ્યું અને તેને કારણે જ તે લુપ્ત થવાની સ્થિતીમાં છે. મારા મનમાં એક વિચાર છે – કેમ અલગ અલગ સ્પોર્ટ્સ અને ખાસ કરીને ભારતીય રમતોની સારી કોમેન્ટરી વધારે ને વધારે ભાષાઓમાં ન હોય, આપણે તેને પ્રોત્સાહિત કરવા માટે ચોક્કસ વિચાર કરવો જોઈએ. હું રમત-ગમત મંત્રાલય અને પ્રાઈવેટ સંસ્થાના સહયોગીઓને આના વિશે વિચારવાનો આગ્રહ કરીશ.
મારા પ્રિય યુવા સાથીઓ, આવનારા કેટલાક મહિના આપના બધાના જીવનમાં વિશેષ મહત્વ રાખે છે. મોટાભાગના યુવા સાથીઓની exams, પરીક્ષાઓ હશે. આપને યાદ છે ને – Warrior બનવાનું છે, Worrior નહીં, હસતાં-હસતાં એક્ઝામ આપવા જવાનું છે અને હસતાં હસતાં પાછા આવવાનું છે. કોઈ બીજા સાથે નહીં પરંતુ પોતાનાથી જ સ્પર્ધા કરવાની છે. પૂરતી ઉંઘ પણ લેવાની છે, અને ટાઈમ મેનેજમેન્ટ પણ કરવાનું છે. રમતો રમવાનું પણ નથી છોડવાનું નથી, કારણ કે જે રમે તે ખીલે. રિવિઝન અને યાદ કરવાની સ્માર્ટ રીત અપનાવવાની છે, એટલે કે કુલ મળીને આ એક્ઝામ્સમાં પોતાના બેસ્ટને બહાર લાવવાનું છે. તમે વિચારી રહ્યા હશો કે આ કેવી રીતે થશે. આપણે બધા મળીને આ કરવાના છીએ. દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે બધા કરીશું “પરીક્ષા પે ચર્ચા…” પરંતુ માર્ચમાં થનારી પરીક્ષા પે ચર્ચાથી પહેલા મારી આપ સર્વે એક્ઝામ્સ વોરિયર્સને, પેરન્ટ્સને અને ટીચર્સને એક રિક્વેસ્ટ છે કે તમારા અનુભવ, તમારી ટીપ્સ જરૂર શેર કરો. તમે MyGov પર શેર કરી શકો છો. નરેન્દ્ર મોદી એપ પર શેર કરી શકો. આ વખતની પરીક્ષા પર ચર્ચામાં યુવાઓની સાથે સાથે પેરન્ટ્સ અને ટીચર્સ પણ આમંત્રિત છે. કેવી રીતે પાર્ટિસિપેટ કરવાનું છે, કેવી રીતે પ્રાઈઝ જીતવાનું છે, કેવી રીતે મારી સાથે ડિસ્કશનનો અવસર મેળવવાનો છે, આ બધી જાણકારી આપને MyGov પર મળશે. અત્યારસુધી એક લાખ થી વધારે વિદ્યાર્થી, લગભગ 40 હજાર પેરન્ટ્સ અને લગભગ 10 હજાર ટીચર ભાગ લઈ ચૂક્યા છે. આપ પણ આજે જ પાર્ટિસિપેટ કરો. આ કોરોનાના સમયમાં મેં કેટલોક સમય કાઢીને એક્ઝામ વોરિયર બુક માં પણ કેટલાક મંત્ર જોડ્યા છે. હવે તેમાં પેરન્ટ્સ માટે પણ કેટલાક મંત્ર જોડવામાં આવ્યા છે. આ મંત્રો સાથે જોડાયેલી ઘણીબધી interesting activities નરેન્દ્ર મોદી એપ પર આપવામાં આવી છે જે આપની અંદરના એક્ઝામ વોરિયરને ignite કરવામાં મદદ કરશે. આપ તેને જરૂર ટ્રાય કરીને જુઓ. બધા યુવા સાથીઓને આવનારી પરીક્ષાઓ માટે ઘણી-ઘણી શુભેચ્છાઓ.
મારા પ્રિય દેશવાસીઓ, માર્ચનો મહિનો આપણા ફાઈનાન્શિયલ યર નો છેલ્લો મહિનો પણ હોય છે, તેથી તમારામાંથી ઘણાં લોકોની ઘણી વ્યસ્તતા રહેશે. હવે જેવી રીતે દેશમાં આર્થિક ગતિવિધીઓ વધી રહી છે તેનાથી આપણા વેપારીઓ અને ઉદ્યમી સાથીઓની વ્યસ્તતા પણ ઘણી વધી રહી છે. આ બધા કાર્યો વચ્ચે આપણે કોરોના થી સાવધાની ઘટાડવાની નથી. આપ બધા સ્વસ્થ રહો, ખુશ રહેશો, કર્તવ્ય પથ પર અડગ રહેશો, તો દેશ ઝડપથી આગળ વધતો રહેશે.
આપ બધાને તહેવારોની અગાઉથી શુભેચ્છાઓ, સાથે-સાથે કોરોના ના સંબંધમાં જે પણ નિયમોનું પાલન કરવાનું છે તેમાં કોઈ ઢિલાશ નહીં આવવી જોઈએ. ખૂબ…ખૂબ ધન્યવાદ….
મારા પ્રિય દેશવાસીઓ નમસ્કાર. જયારે હું મન કી બાત કરૂં છું તો એવું લાગે છે જાણે તમારી વચ્ચે તમારા પરિવારના સભ્યના રૂપમાં હાજર છું. આપણી નાની નાની વાતો જે એકબીજાને કંઇક શીખવી જાય, જીવનના ખટમીઠા અનુભવો જે દિલથી જીવવાની પ્રેરણા બની જાય બસ, આ જ તો છે મન કી બાત. આજે 2021ની જાન્યુઆરીનો છેલ્લો દિવસ છે. શું તમે પણ મારી જેમ એવું વિચારી રહ્યા છો કે હજી થોડા દિવસ પહેલાં તો 2021નું વર્ષ શરૂ થયું હતું ? લાગતું જ નથી કે જાન્યુઆરીનો પૂરો મહિનો વિતી ગયો છે. આને જ તો સમયની ગતિ કહે છે. થોડા દિવસ પહેલાની જ વાત લાગે છે જાણે, આપણે એકબીજાને શુભેચ્છાઓ પાઠવી રહ્યા હતા, પછી આપણે લોહડી મનાવી, મકરસંક્રાંતિ ઉજવી, પોંગલ, બીહુ ઉજવ્યા. દેશના જુદાજુદા ભાગોમાં તહેવારોની ભરમાર રહી. 23 જાન્યુઆરીએ આપણે નેતાજી સુભાષચંદ્ર બોઝના જન્મદિવસની પરાક્રમ દિવસના રૂપમાં ઉજવણી કરી. અને 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની શાનદાર પરેડ પણ જોઇ. સંસદના સંયુક્ત સત્રને રાષ્ટ્રપતિજી દ્વારા સંબોધન પછી અંદાજપત્ર સત્ર પણ શરૂ થઇ ગયું છે. આ બધા વચ્ચે એક વધુ કાર્ય થયું જેની આપણને બધાને ખૂબ રાહ હોય છે. એ છે પદ્મપુરસ્કારોની જાહેરાત. રાષ્ટ્રે અસાધારણ કામ કરી રહેલા લોકોને તેમની ઉપલબ્ધિઓ અને માનવતા પ્રત્યેના તેમના યોગદાન માટે સન્માનિત કર્યા. આ વર્ષે પણ પુરસ્કાર મેળવનારાઓમાં એવા લોકો સામેલ છે જેમણે વિવિધ ક્ષેત્રોમાં સર્વોત્તમ કામ કર્યું છે, પોતાના કામથી કોઇકનું જીવન બદલ્યું છે. દેશને આગળ ધપાવ્યો છે. એટલે કે, તળિયાના સ્તરે કામ કરનારા અનામી નાયકોને પદ્મ સન્માન આપવાની જે પરંપરા આપણા દેશે થોડા વર્ષ પહેલાં શરૂ કરી હતી તે આ વર્ષે પણ અખંડિત રાખવામાં આવી છે. મારો આપ સૌને આગ્રહ છે કે, આ લોકો વિષે, તેમના યોગદાન વિષે જરૂર જાણો, પરિવારમાં તેમના વિષે ચર્ચા કરો. તમે જોજો સૌને તેનાથી કેટલી પ્રેરણા મળે છે.
આ મહિને ક્રિકેટ પીચ પરથી પણ ખૂબ સારા સમાચાર મળ્યા. આપણી ક્રીકેટ ટીમે શરૂઆતની મુશ્કેલીઓ પછી શાનદાર પુનરાગમન કરીને ઓસ્ટ્રેલિયામાં શ્રેણી જીતી. આપણા ખેલાડીઓની સખત મહેનત અને સંઘબળ પ્રેરણાદાયક છે. આ બધા વચ્ચે દિલ્હીમાં 26 જાન્યુઆરીએ ત્રિરંગાનું અપમાન જોઇ દેશ બહુ દુઃખી પણ થયો. આપણે આવનારા સમયને નવી આશા અને નવીનતાથી ભરવાનો છે. આપણે ગયા વર્ષે અસાધારણ સંયમ અને સાહસનો પરિચય આપ્યો. આ વર્ષે પણ આપણે સખત મહેનત કરીને પોતાના સંકલ્પોને સિદ્ધ કરવાના છે. આપણા દેશને વધુ ઝડપથી આગળ લઇ જવાનો છે.
મારા વ્હાલા દેશવાસીઓ, આ વર્ષની શરૂઆતની સાથે જ કોરોના વિરૂદ્ધની આપણી લડાઇને પણ લગભગ લગભગ 1 વર્ષ પૂરૂં થયું છે. જે રીતે કોરોના વિરૂદ્ધની ભારતની લડાઇ એક ઉદાહરણ બની છે. તે રીતે જ હવે આપણો રસીકરણ કાર્યક્રમ પણ દુનિયામાં એક ઉદાહરણરૂપ બની રહ્યો છે. ભારત આજે દુનિયાનો સૌથી મોટો કોવિડ રસીકરણ કાર્યક્રમ ચલાવી રહ્યો છે. તમે જાણો છો ? તેનાથી પણ વધુ ગર્વની વાત શી છે ? આપણે સૌથી મોટા રસીકરણ કાર્યક્રમની સાથે જ દુનિયામાં સૌથી વધુ ગતિએ આપણા નાગરિકોનું રસીકરણ પણ કરી રહ્યા છીએ. ફકત 15 દિવસમાં જ ભારત પોતાના 30 લાખથી વધુ કોરોના યોદ્ધાઓનું રસીકરણ કરી ચૂક્યો છે. જયારે અમેરિકા જેવા સમૃદ્ધ દેશને પણ આ કામમાં 18 દિવસ થયા હતા. અને બ્રિટનને 36 દિવસ.
સાથીઓ, ભારતમાં નિર્મિત રસી આજે ભારતની આત્મનિર્ભરતાનું પ્રતિક તો છે જ. સાથે ભારતના આત્મબળનું પણ પ્રતિક છે. નમો એપ પર યુપીના ભાઇ હિમાંશુ યાદવે લખ્યું છે કે, મેઇડ ઇન ઇન્ડિયા વેકસીનથી મનમાં એક નવો આત્મવિશ્વાસ આવી ગયો છે. મદુરાઇથી કિર્તીજી લખે છે કે, તેમના કેટલાય વિદેશી મિત્રો તેમને સંદેશા મોકલીને ભારતનો આભાર માની રહ્યા છે. કિર્તીજીના મિત્રોએ તેમને લખ્યું છે કે, ભારતે જે રીતે કોરોના સામેની લડાઇમાં દુનિયાને મદદ કરી છે. તેથી ભારત વિશે તેમના મનમાં ઇજ્જત ઔર વધી ગઇ છે. કિર્તીજી દેશનું આ ગૌરવ ગાન સાંભળીને મન કી બાતના શ્રોતાઓને પણ ગર્વ થાય છે. આજકાલ મને પણ જુદાજુદા દેશોના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીઓ તરફથી પણ ભારત માટે એવા જ સંદેશા મળી રહ્યા છે. તમે પણ જોયું હશે હમણાં જ બ્રાઝીલના રાષ્ટ્રપતિએ ટ્વિટ કરીને જે રીતે ભારતને ધન્યવાદ આપ્યા છે. તે જોઇને દરેક ભારતીયને કેટલું સારૂં લાગ્યું છે. હજારો કિલોમીટર દૂર દુનિયાના દૂરસૂદૂરના ખૂણામાં વસનારાને રામાયણના તે પ્રસંગની ઉંડી જાણકારી છે, તેની તેમના મન ઉપર ઉંડી અસર છે. આ આપણી સંસ્કૃતિની વિશેષતા છે.
સાથીઓ, આ રસીકરણના કાર્યક્રમમાં તમે વધુ એક વાત પર પણ ચોકકસ ધ્યાન આપ્યું હશે. સંકટના સમયે ભારત દુનિયાની સેવા એટલા માટે કરી શક્યો છે કેમ કે, ભારત આજે દવાઓ અને રસીઓની બાબતમાં સક્ષમ છે. આત્મનિર્ભર છે. આ જ વિચાર આત્મનિર્ભર ભારત અભિયાનનો પણ છે. ભારત જેટલું સક્ષમ હશે તેટલી જ વધુ માનવતાની સેવા કરશે. તેટલો જ વધુ લાભ દુનિયાને થશે.
મારા વ્હાલા દેશવાસીઓ, દર વખતે તમારા ઢગલાબંધ પત્રો મળે છે. નમો એપ અને માય ગોવ પર તમારા સંદેશા, ફોન કોલ્સના માધ્યમથી તમારી વાતો જાણવાની તક મળે છે. આ સંદેશામાં જ એક એવો પણ સંદેશ છે જેણે મારૂં ધ્યાન ખેંચ્યું. – આ સંદેશ છે. બેન પ્રિયંકા પાંડેજીનો. 23 વર્ષની દિકરી પ્રિયંકાજી, હિન્દી સાહિત્યનાં વિદ્યાર્થીની છે. અને બિહારના સિવાનમાં રહે છે. પ્રિયંકાજીએ નમો એપ પર લખ્યું છે કે, તે દેશના 15 ઘરેલૂ પર્યટનસ્થળો પર જવાના મારા સૂચનથી ખૂબ પ્રેરીત થયા હતા. એટલા માટે 1લી જાન્યુઆરીએ તેઓ એક જગ્યાએ જવા નીકળ્યાં જે બહુ ખાસ હતી. તે જગ્યા હતી. તેમના ઘરથી 15 કિલોમીટર દૂર દેશના પહેલા રાષ્ટ્રપતિ ડોકટર રાજેન્દ્રપ્રસાદજીના વડવાઓનું નિવાસસ્થાન. પ્રિયંકાજીએ બહુ સુંદર વાત લખી છે કે, આપણા દેશની મહાન વિભૂતિઓ વિષે જાણવાની દિશામાં તેમનું આ પહેલું પગલું હતું. પ્રિયંકાજીને ત્યાં ડોકટર રાજેન્દ્ર પ્રસાદજી દ્વારા લખેલા પુસ્તકો મળ્યા, અને એક ઐતિહાસિક તસ્વીરો મળી, ખરેખર, પ્રિયંકાજી તમારો આ અનુભવ બીજાઓને પણ પ્રેરિત કરશે.
સાથીઓ, આ વર્ષથી આપણી આઝાદીના 75 વર્ષનો સમારોહ – અમૃત મહોત્સવ શરૂ થવા જઇ રહ્યો છે. એવામાં જેમના કારણે આપણને આઝાદી મળી તે આપણા મહાનાયકો સાથે જોડાયેલી સ્થાનિક જગ્યાઓની ભાળ મેળવવાનો આ સર્વોત્તમ સમય છે.
સાથીઓ, આપણે આઝાદીના આંદોલન અને બિહારની વાત કરી રહ્યા છીએ. તો હું નમો એપ પર જ કરવામાં આવેલી વધુ એક ટિપ્પણીની પણ ચર્ચા કરવા માંગું છું. મુંગેરના રહેવાસી જયરામ વિપ્લવજીએ મને તારાપુર શહીદ દિવસ વિષે લખ્યું છે. 15 ફેબ્રુઆરી 1932ના રોજ દેશભક્તોની એક ટુકડીના કેટલાય વીર નવજવાનોની અંગ્રેજોએ ખૂબ નિર્મમતાથી હત્યા કરી હતી. તેમનો એક માત્ર ગુનો એ હતો કે તેઓ “વંદેમાતરમ” અને “ભારત માતા કી જય”ના સૂત્રો પોકારી રહ્યા હતા. તે શહીદોને હું નમન કરૂં છું અને તેમના સાહસનું શ્રદ્ધાપૂર્વક સ્મરણ કરું છું. હું જયરામ વિપ્લવજીને ધન્યવાદ આપવા માંગું છું. તેઓ એક એવી ઘટનાને દેશની સામે લઇને આવ્યા જેના વિષે જેટલી ચર્ચા થવી જોઇતી હતી તેટલી ખાસ ચર્ચા નથી થઇ.
મારા વ્હાલા દેશવાસીઓ, ભારતના દરેક ભાગમાં, દરેક શહેર, નગર અને ગામમાં આઝાદીની લડાઇ પૂરી તાકાત સાથે લડવામાં આવી હતી. ભારતની ભૂમિના દરેક ખૂણામાં એવા મહાન સપૂતો અને વીરાંગનાઓએ જન્મ લીધો છે. જેમણે રાષ્ટ્ર માટે પોતાનું જીવન ન્યૌછાવર કરી દીધું. તેથી તે બહુ મહત્વનું છે કે, આપણા માટે કરવામાં આવેલા તેમના સંઘર્ષો અને તેમની સાથે જોડાયેલી યાદોને આપણે સાચવીને રાખીએ અને તે માટે તેમના વિષે લખીને આપણે આપણી ભાવિ પેઢીઓ માટે તેમની સ્મૃતિઓને જીવતી રાખી શકીએ છીએ. તમામ દેશવાસીઓને અને ખાસ કરીને આપણા યુવા સાથીઓને હું આહવાન કરૂં છું કે, તેઓ દેશના સ્વતંત્રતા સેનાનીઓ વિષે, આઝાદી સાથે જોડાયેલી ઘટનાઓ વિષે લખે. પોતાના વિસ્તારમાં સ્વતંત્રતા સંગ્રામ વખતની વિરતાની ગાથાઓ વિષે પુસ્તકો લખે. હવે જ્યારે ભારત પોતાની આઝાદીના 75 વર્ષ ઉજવશે તો તમારૂં લેખન આઝાદીના નાયકોને ઉત્તમ શ્રદ્ધાંજલિ હશે. યુવા લેખકો માટે ભારતના 75 વર્ષ નિમિત્તે એક પહેલ શરૂ કરાઇ રહી છે. તેનાથી બધા રાજયો અને ભાષાઓના યુવા લેખકોને પ્રોત્સાહન મળશે. દેશમાં મોટી સંખ્યામાં આ વિષય પર લખનારા લેખકો તૈયાર થશે- કે જેમનો ભારતના વારસા અને સંસ્કૃતિ વિષે ઉંડો અભ્યાસ હશે. આપણે આવી ઉગતી પ્રતિભાઓને પૂરી મદદ કરવાની છે. તેનાથી ભવિષ્યની દિશા નક્કી કરનારા વૈચારિક નેતાઓનું એક વર્ગ પણ તૈયાર થશે. હું આપણા યુવા મિત્રોને આ પહેલનો ભાગ બનવા અને પોતાના સાહિત્યીક કૌશલ્યનો વધુમાં વધુ ઉપયોગ કરવા માટે આમંત્રિત કરૂં છું. આ વિષે જોડાયેલી માહીતી શિક્ષણમંત્રાલયની વેબસાઇટ પરથી મેળવી શકો છો.
મારા વ્હાલા દેશવાસીઓ, મન કી બાતમાં શ્રોતાઓને શું ગમે છે તે આપ જ વધુ સારી રીતે જાણો છો. પરંતુ મને મન કી બાતમાં સૌથી સારૂં એ લાગે છે કે મને ઘણું બધું જાણવા શીખવા અને વાંચવા મળે છે. એક રીતે પરોક્ષરૂપે તમારા બધા સાથે જોડાવાની તક મળે છે. કોઇનો પ્રયાસ, કોઇનો જુસ્સો, કોઇનું દેશ માટે કંઇક કરી છુટવાનું જનૂન. આ બધું જ મને ખૂબ પ્રેરિત કરે છે. ઉર્જાથી ભરી દે છે.
હૈદરાબાદના બોયિનપલ્લીમાં એક સ્થાનિક શાકબજાર કઇ રીતે પોતાની જવાબદારી અદા કરી રહી છે. તે વાંચીને પણ મને ખૂબ સારૂં લાગ્યું. આપણે બધાએ જોયું છે કે, શાકબજારમાં અનેક કારણોથી સારા એવા શાકભાજી બગડી જાય છે. આ શાકભાજી આમતેમ ફેલાય છે. ગંદકી પણ ફેલાવે છે. પરંતુ બોયિનપલ્લીની શાકબજારે નક્કી કર્યું કે, દરરોજ બચી જતા આ શાકભાજીને આમતેમ ફેંકવામાં નહીં આવે. શાકબજાર સાથે જોડાયેલા લોકોએ નક્કી કર્યું કે, તેનાથી વીજળી બનાવવામાં આવશે. નકામા શાકભાજીથી વીજળી બનાવવા વિશે ભાગ્યે જ તમે ક્યારેય સાંભળ્યું હશે. આ જ તો ઇનોવેશનની તાકાત છે. આજે બોયિનપલ્લીના બજારમાં પહેલા જે કચરો હતો તેનાથી જ સંપત્તિનું સર્જન થઇ રહ્યું છે – આ જ તો કચરામાંથી કંચન બનાવવાની યાત્રા છે. ત્યાં દરરોજ લગભગ 10 ટન કચરો નીકળે છે, તેને એક પ્લાન્ટમાં એકઠો કરવામાં આવે છે. પ્લાન્ટની અંદર આ કચરામાંથી દરરોજ 500 યુનિટ વીજળી બને છે. અને લગભગ 30 કિલો જૈવિક ઇંધણ – બાયોફ્યુઅલ પણ બને છે. આ વીજળીથી જ શાકબજારમાં રોશની થાય છે. અને જે બાયોફ્યુઅલ બને છે તેનાથી બજારની કેન્ટીનમાં રસોઇ કરવામાં આવે છે. છે ને કમાલનો પ્રયાસ..!
આવી જ એક કમાલ હરિયાણાના પંચકૂલાની બડૌત ગ્રામ પંચાયતે પણ કરી દેખાડી છે. આ પંચાયતના વિસ્તારમાં પાણીના નિકાલનો પ્રશ્ન હતો. તેણે કારણે ગંદુ પાણી આમતેમ ફેલાઇ રહ્યું હતું, બિમારી ફેલાવતું હતું. પરંતુ બડૌતના લોકોએ નક્કી કર્યું કે, આ પાણીના કચરામાંથી પણ સંપત્તિનું સર્જન કરીશું. ગ્રામપંચાયતે આખા ગામમાંથી આવતા ગંદા પાણીને એક જગ્યાએ એકઠું કરીને ફીલ્ટર કરવાનું શરૂ કર્યું. અને ગાળેલું આ પાણી હવે ગામના ખેતરોમાં સિંચાઇ માટે ઉપયોગ કરાઇ રહ્યું છે. એટલે કે, પ્રદૂષણ, ગંદકી અને બિમારીઓથી છૂટકારો પણ મળ્યો અને ખેતરોમાં સિંચાઇ પણ થઇ.
સાથીઓ, પર્યાવરણના રક્ષણથી આવકના કેવા રસ્તા પણ ખૂલ્યા છે. તેનું એક ઉદાહરણ અરૂણાચલ પ્રદેશના તવાંગમાં પણ જોવા મળ્યું. અરૂણચલ પ્રદેશના આ પહાડી વિસ્તારમાં સદીઓથી “મોન શુગુ” નામનું કાગળ બનાવામાં આવે છે. આ કાગળ ત્યાંના સ્થાનિક શુગુ શેંગ નામના એક છોડની છાલમાંથી બનાવાય છે. એટલા માટે આ કાગળને બનાવવા માટે ઝાડ કાપવા પડતા નથી. આ ઉપરાંત તેને બનાવવામાં કોઇ રસાયણનો ઉપયોગ પણ નથી થતો. એટલે કે, આ કાગળ પર્યાવરણ માટે પણ સુરક્ષિત છે. અને આરોગ્ય માટે પણ. એક એ પણ સમય હતો જયારે આ કાગળની નિકાસ થતી હતી. પરંતુ જયારે આધુનિક પદ્ધતિથી મોટા પ્રમાણમાં કાગળ બનવા લાગ્યા તો આ સ્થાનિક કલા બંધ થવાના આરે પહોંચી ગઇ હતી. હવે એક સ્થાનિક સામાજિક કાર્યકર્તા ગોમ્બૂએ આ કલાને ફરી જીવીત કરવાનો પ્રયાસ કર્યો છે. તેનાથી અહીંના આદિવાસી ભાઇઓ-બહેનોને રોજગારી પણ મળી રહી છે.
મેં વધુ એક ખબર કેરળની જોઇ છે. જે આપણને બધાને પોતાની જવાબદારીનો અહેસાસ કરાવે છે. કેરળના કોટ્ટયમમાં એક દિવ્યાંગ વડીલ છે. એન.એસ.રાજપ્પન સાહેબ રાજપ્પનજી લકવાના કારણે ચાલી શકતા નથી. પરંતુ એનાથી સ્વચ્છતા પ્રત્યેના તેમના સમર્પણમાં કોઇ ઓટ નથી આવી. તેઓ છેલ્લા ઘણા વર્ષોથી હોડીથી વેમ્બનાડ સરોવરમાં જાય છે. અને સરોવરમાં ફેંકેલી પ્લાસ્ટીકની બોટલો બહાર કાઢીને લઇ આવે છે. વિચારો, રાજપ્પનજીની વિચારસરણી કેટલી ઉચ્ચ છે. આપણે પણ રાજપ્પનજીથી પ્રેરણા લઇને સ્વચ્છતા માટે જયાં શક્ય હોય ત્યાં પોતાનું યોગદાન આપવું જોઇએ.
મારા વ્હાલા દેશવાસીઓ, થોડા દિવસ પહેલાં તમે જોયું હશે કે, અમેરિકાના સાનફ્રાન્સિસ્કોથી બેંગલુરૂ માટે એક નોનસ્ટોપ ફલાઇટનું સૂકાન ભારતની ચાર મહિલા પાઇલોટોએ સંભાળ્યું હતું. 10 હજાર કિલોમીટરથી પણ વધુ લાંબી આ સફર કાપીને વિમાન સવા બસ્સોથી વધુ મુસાફરોને ભારત લઇને આવ્યું. તમે આ વખતે 26 જાન્યુઆરીની પરેડમાં પણ જોયું હશે કે જ્યાં ભારતીય હવાઇદળની બે મહિલા અધિકારીઓએ નવો ઇતિહાસ રચી દીધો છે. ક્ષેત્ર કોઇપણ હોય દેશની મહિલાઓની ભાગીદારી સતત વધી રહી છે. પરંતુ આપણે મોટાભાગે જોઇએ છીએ કે, દેશના ગામોમાં થઇ રહેલા આ પ્રકારના પરિવર્તનની એટલી ચર્ચા નથી થતી. એટલે જ જયારે મેં એક ખબર મધ્યપ્રદેશના જબલપુરના જોયા તો મને લાગ્યું કે, તેનો ઉલ્લેખ મારે મન કી બાતમાં ચોક્કસ કરવો જોઇએ. આ ખબર પણ બહુ પ્રેરણાદાયક છે. જબલપુરના ચીચગાંવમાં કેટલીક આદિવાસી મહિલાઓ એક રાઇસમિલમાં દાડિયા તરીકે કામ કરતી હતી. કોરોના વૈશ્વિક મહામારીએ જે રીતે દુનિયાની દરેક વ્યક્તિને અસર કરી છે. તે રીતે આ મહિલાઓ પણ અસરગ્રસ્ત થઇ. તેમની રાઇસમિલમાં કામ અટકી ગયું. સ્વાભાવિક છે કે, તેનાથી તેમની આવકમાં પણ મુશ્કેલી પડવા લાગી. પરંતુ તે મહિલાઓ નિરાશ ન થઇ. તેમણે હાર ન માની. તેમણે નક્કી કર્યું કે, તેઓ સાથે મળીને પોતાની ખુદની રાઇસમિલ શરૂ કરશે. જે મિલમાં તેઓ કામ કરતી હતી તે મિલમાલિક પોતાની મશીનરી વેચવા માગતા હતા. તેમાંથી મીના રાહંગડાલેજીએ બધી મહિલાઓને એકઠી કરીને સ્વયં સહાયતા જૂથ બનાવ્યું અને બધાએ પોતપોતાની બચાવેલી મૂડીમાંથી પૈસા એકઠા કર્યા. આ રકમ ઓછી પડી. એટલે તે માટે આજીવિકા મિશન અંતર્ગત બેંકમાંથી કરજ લીધું અને હવે જુઓ, આદિવાસી બહેનોએ એ જ રાઇસમિલ ખરીદી લીધી. જેમાં તેઓ કયારેક કામ કરતી હતી. આજે તેઓ પોતાની ખુદની રાઇલમિલ ચલાવી રહી છે. આટલા જ દિવસોમાં આ રાઇસમિલે લગભગ 3 લાખ રૂપિયાનો નફો કર્યો છે. આ નફામાંથી મીનાજી અને તેમની સાથી બહેનો સૌથી પહેલાં બેંકની લોન ચૂકવવા અને પછી પોતાનો વેપાર વધારવા માટે તૈયારી કરી રહી છે. કોરોનાએ જે પરિસ્થિતિ ઉભી કરી તેનો મુકાબલો કરવા માટે દેશના ખૂણેખૂણામાં આવા અદભૂત કામ થયા છે.
મારા વ્હાલા દેશવાસીઓ, જો હું તમને બુંદેલખંડ વિષે વાત કરૂં તો એવી કંઇ બાબતો છે જે તમારા મનમાં આવશે. ઇતિહાસમાં રસ ધરાવતા લોકો આ ક્ષેત્રને ઝાંસીની રાણી લક્ષ્મીબાઇ સાથે જોડશે. તો કેટલાક લોકો સુંદર અને શાંત ઓરછા વિષે વિચારશે. કેટલાક લોકોને આ વિસ્તારમાં પડતી અતિશય ગરમીની પણ યાદ આવી જશે. પરંતુ હાલમાં અહીં કંઇક વિશેષ બની રહ્યું છે. જે સારૂં એવું ઉત્સાહવર્ધક છે. અને તેના વિશે આપણે જરૂર જાણવું જોઇએ. થોડા દિવસ પહેલાં ઝાંસીમાં એક મહિના સુધી ચાલનારો સ્ટ્રોબેરી ઉત્સવ શરૂ થયો. સૌ કોઇને આશ્ચર્ય થશે કે, સ્ટ્રોબેરી અને બુંદેલખંડ ! પરંતુ આ હકીકત છે. હવે બુંદેલખંડમાં સ્ટ્રોબેરીની ખેતીને લઇને ઉત્સાહ વધી રહ્યો છે. અને તેમાં બહુ મોટી ભૂમિકા ભજવી છે. ઝાંસીની એક દિકરીએ. ગુરલીન ચાવલાએ. કાયદાની વિદ્યાર્થીની ગુરલીને પહેલાં પોતાના ઘરે અને પછી પોતાના ખેતરમાં સ્ટ્રોબેરીની ખેતીનો સફળ પ્રયોગ કરીને વિશ્વાસ ઉભો કર્યો કે ઝાંસીમાં પણ આ થઇ શકે છે. ઝાંસીનો આ સ્ટ્રોબેરી ઉત્સવ ઘરે રહીને કામ કરોની સંકલ્પના પર ભાર મૂકે છે. આ મહોત્સવના માધ્યમથી ખેડૂતો અને યુવાનોને પોતાના ઘરની પાછળ ખાલી જગ્યા પર અથવા છત પર ટેરેસ ગાર્ડનમાં બાગાયત કામ કરવા અને સ્ટ્રોબેરી ઉગાડવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. નવી ટેકનોલોજીની મદદથી આવા જ પ્રયાસો દેશના અન્ય ભાગોમાં પણ થઇ રહ્યા છે. જે સ્ટ્રોબેરી કયારેક પહાડોની ઓળખાણ હતી તે હવે કચ્છની રેતાળ જમીન પર પણ થવા લાગી છે. ખેડૂતોની આવક વધી રહી છે.
સાથીઓ, સ્ટ્રોબેરી ઉત્સવ જેવા પ્રયોગ નવાચારની ભાવનાને તો પ્રદર્શિત કરે જ છે. પરંતુ સાથોસાથ એ પણ બતાવે છે કે આપણા દેશનું ખેતીક્ષેત્ર કેવી રેતી નવી ટેકનોલોજીને અપનાવી રહ્યું છે.
સાથીઓ, ખેતીને આધુનિક બનાવવા માટે સરકાર કટિબદ્ધ છે, અને અનેક કદમ ઉઠાવી રહી છે. સરકારના પ્રયાસો ભવિષ્યમાં પણ ચાલુ રહેશે.
મારા વ્હાલા દેશવાસીઓ, થોડા દિવસ પહેલાં જ મેં એક વિડિયો જોયો હતો. આ વિડિયો પશ્ચિમ બંગાળના પશ્ચિમ મીદનાપુરના નયા પિંગલા ગામના એક ચિત્રકાર સરમુદ્દીનનો હતો. તે ખુશી વ્યકત કરી રહ્યા હતા કે, રામાયણ પર બનાવવામાં આવેલું તેમનું ચિત્ર બે લાખ રૂપિયામાં વેચાયું છે. તેનાથી તેમના ગામવાસીઓને પણ ખૂબ ખુશી થઇ છે. આ વિડિયોને જોયા પછી મને તેના વિષે વધુ જાણવાની ઉત્સુકતા થઇ. આ જ ક્રમમાં મને પશ્ચિમ બંગાળ સાથે જોડાયેલી એક ખૂબ સારી જાણકારી મળી. જે હું આપને જણાવવા ઇચ્છું છું. પર્યટનમંત્રાલયની પ્રાદેશિક કચેરીએ મહિનાની શરૂઆતમાં જ બંગાળના ગામોમાં ‘Incredible India Weekend Gateway’ ની શરૂઆત કરી. તેમાં પશ્ચિમ મીદનાપુર, બાંકુરા, બિરભૂમ, પૂરૂલિયા, પૂર્વ વર્ધમાન, વગેરે જીલ્લાના હસ્તશિલ્પ કલાકારોએ મુલાકાતીઓ માટે હસ્તકળા કાર્યશાળાનું આયોજન કર્યું. મને એ પણ જણાવવામાં આવ્યું કે, ‘Incredible India Weekend Gateway’ દરમ્યાન હસ્ત કલાકારીગરીની ચીજવસ્તુઓનું જે કુલ વેચાણ થયું તે હસ્તશિલ્પકારોને અત્યંત પ્રોત્સાહીત કરનારૂં છે. દેશભરના લોકો પણ નવી નવી રીતો દ્વારા આપણી કળાને લોકપ્રિય બનાવી રહ્યા છે. ઓડિશાના રાઉરકેલાની ભાગ્યશ્રી સાહુને જ જોઇ લો. આમ તો તેઓ એન્જીનિયરીંગના વિદ્યાર્થીની છે. પરંતુ છેલ્લા કેટલાક મહિનામાં તેમણે પટ્ટચિત્રકળા શીખવાનું શરૂ કર્યું અને તેમાં નિપૂણતા હાંસલ કરી લીધી છે. પરંતુ શું તમે જાણો છો કે એમણે ચિત્રકામ કયાં કર્યું. Soft Stones પર ! કોલેજ જવાના રસ્તે ભાગ્યશ્રીને આ સોફ્ટ સ્ટોન્સ મળ્યા. જેને તેમણે એકઠા કરી લીધા અને સાફ કર્યા. પછી તેમણે દરરોજ બે કલાક આ પથ્થરો પર પટ્ટચિત્ર શૈલીમાં ચિત્રકામ કર્યું. તેઓ આ પથ્થરો પર ચિત્રકામ કરી પોતાના દોસ્તોને ભેટ આપવા લાગ્યા. લોકડાઉન દરમિયાન તેમણે બોટલો ઉપર પણ ચિત્રો દોરવાનું શરૂ કરી દીધું. હવે તો તેઓ આ કળાઓ વિશે કાર્યશાળા પણ આયોજીત કરે છે. થોડા દિવસ પહેલાં જ સુભાષબાબુની જયંતિ ઉપર ભાગ્યશ્રીએ પથ્થર પર જ તેમને અનોખી શ્રદ્ધાંજલિ આપી. ભવિષ્યના તેમના આ પ્રયાસો માટે હું તેમને શુભેચ્છાઓ પાઠવું છું. કળા અને રંગોની મદદથી ઘણુંબધું નવું શીખી શકાય છે, કરી શકાય છે. ઝારખંડના દુમકામાં કરવામાં આવેલા એવા જ અનુપમ પ્રયાસ વિશે મને જણાવવામાં આવ્યું. અહીં માધ્યમિક શાળાના એક આચાર્યે બાળકોને ભણાવવા અને શીખવવા માટે ગામની દિવાલોને અંગ્રેજી અને હિંદીના અક્ષરોથી ચિતરાવી દીધી, સાથોસાથ તેમાં અલગઅલગ ચિત્રો પણ બનાવાયા છે. તેનાથી ગામના બાળકોને સારી એવી મદદ મળી રહી છે. આ પ્રકારના પ્રયાસોમાં લાગેલા છે તેવા તમામ લોકોને હું અભિનંદન આપું છું.
મારા વ્હાલા દેશવાસીઓ, ભારતથી હજારો કિલોમીટર દૂર કેટલાય મહાસાગરો, મહાદ્વીપોની પેલે પાર એક દેશ છે. જેનું નામ છે, ચીલી. Chile ભારતથી ચીલી પહોંચતા ઘણો વધારે સમય લાગે છે. પરંતુ ભારતીય સંસ્કૃતિની ફોરમ ત્યાં ઘણા સમય પહેલાંથી જ પ્રસરેલી છે. વધુ એક ખાસ વાત એ છે કે, ત્યાં યોગ બહુ વધારે લોકપ્રિય છે. તમને એ જાણીને સારૂં લાગશે કે, ચીલીની રાજધાની સાન્ટીયાગોમાં 30થી વધારે યોગ વિદ્યાલય છે. ચીલીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પણ ઉત્સાહપૂર્વક મનાવવામાં આવે છે. મને જણાવવામાં આવ્યું છે કે, ત્યાંના House of Deputies માં યોગ દિવસને લઇને ખૂબ જ ઉષ્માભર્યું વાતાવરણ હોય છે. કોરોનાના આ સમયમાં રોગપ્રતિકાર શક્તિ પર ભાર અને રોગપ્રતિકાર શક્તિ વધારવામાં યોગની તાકાતને જોઇને હવે તે લોકો યોગને પહેલાં કરતાં ઘણું વધારે મહત્વ આપી રહ્યા છે. ચીલીની કોંગ્રેસ એટલે કે ત્યાંની સંસદે એક પ્રસ્તાવ પસાર કર્યો છે. ત્યાં ચાર નવેંબરે રાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવામાં આવ્યો છે. હવે તમે એ વિચારી શકો છો કે આખરે 4 નવેંબરમાં એવું શું છે ? 4 નવેંબર, 1962ના દિવસે હોજે રાફાલ એસ્ટ્રાડા દ્વારા ચીલીની પહેલી યોગ સંસ્થા સ્થાપવામાં આવી હતી. તે દિવસને રાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરીને એસ્ટ્રાડાજીને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. ચીલીની સંસદ દ્વારા અપાયેલું એક વિશેષ સન્માન છે. જેના પર દરેક ભારતીયને ગર્વ છે. આમ તો, ચીલીની સંસદ સાથે જોડાયેલી વધુ એક વાત પણ તમને રસપ્રદ લાગશે. ચીલીની સંસદના ઉપરાષ્ટ્રપતિનું નામ રબિન્દ્રનાથ ક્વિન્ટેરોસ છે. તેમનું આ નામ વિશ્વકવિ ગુરૂદેવ ટાગોરથી પ્રેરિત થઇને રાખવામાં આવ્યું છે.
મારા વ્હાલા દેશવાસીઓ, મહારાષ્ટ્રના જાલનાના ડોકટર સ્વપ્નીલ મંત્રી અને કેરળના પલક્કડના રાજગોપાલને મને માય ગોવ પર આગ્રહ કર્યો છે કે હું મન કી બાતમાં માર્ગ સલામતિ વિશે પણ આપની સાથે વાત કરૂં. આ મહિને જ 18 જાન્યુઆરીથી 17 ફેબ્રુઆરી સુધી આપણો દેશ માર્ગ સલામતિ મહિનો એટલે કે, ‘Road Safety Month’ પણ મનાવી રહ્યો છે. માર્ગ અકસ્માતો આજે આપણા દેશમાં જ નહિં, પરંતુ દુનિયાભરમાં ચિંતાનો વિષય છે. આજે ભારતમાં માર્ગ સલામતિ માટે સરકારની સાથે જ વ્યક્તિગત અને સામૂહિક સ્તરે પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જિંદગી બચાવવાના આ પ્રયાસોમાં આપણે બધાએ સક્રિય રૂપે ભાગીદાર થવું જોઇએ.
સાથીઓ, તમે જોયું હશે કે, સરહદ માર્ગ સંગઠન જે રસ્તા બનાવે છે તેના પરથી પસાર થતાં આપને મોટા મોટા નવીનતાપૂર્ણ સૂત્રો જોવા મળે છે. ‘This is highway not runway’ અથવા ‘Be Mr. Late than Late Mr.’ જેવા સૂત્રો માર્ગ પર સાવધાની રાખવા માટે લોકોને જાગૃત કરવામાં સારા એવા અસરકારક હોય છે. હવે તમે પણ એવા જ નવીનતાપૂર્ણ સૂત્રો અથવા આકર્ષક શબ્દસમૂહ-રૂઢિપ્રયોગો માય ગોવ પર મોકલી શકો છો. તમારા સારા સૂત્રો પણ આ અભિયાનમાં ઉપયોગ કરવામાં આવશે.
સાથીઓ, માર્ગ સલામતિ વિશે વાત કરતાં હું નમો એપ પર કોલકતાના અપર્ણા દાસજીની એક પોસ્ટની પણ ચર્ચા કરવા ઇચ્છું છું. અપર્ણાજીએ મને ‘FASTag’ કાર્યક્રમ પર વાત કરવાની સલાહ આપી છે. તેમનું કહેવું છે કે, ‘FASTag’ થી મુસાફરીનો અનુભવ જ બદલાઇ ગયો છે. તેનાથી સમયની બચત તો થાય છે જ. સાથે ટોલ પ્લાઝા પર અટકવાની, રોકડ ચૂકવણીની ચિંતા કરવા જેવી મુશ્કેલીઓ પણ ખતમ થઇ ગઇ છે. અપર્ણાજીની વાત સાચી પણ છે. પહેલાં આપણે ત્યાં ટોલ પ્લાઝા પર એક ગાડીને સરેરાશ 7 થી 8 મિનીટ થઇ જતી હતી. પરંતુ ‘FASTag’ આવ્યા પછી આ સમય સરેરાશ માત્ર દોઢ બે મિનીટનો રહી ગયો છે. ટોલ પ્લાઝા ઉપર રાહ જોવાના સમયમાં ઘટાડો થવાથી ગાડીના ઇંધણની પણ બચત થઇ રહી છે. તેનાથી દેશવાસીઓના લગભગ 21 હજાર કરોડ રૂપિયા બચવાનું અનુમાન છે. એટલે કે, પૈસાની પણ બચત અને સમયની પણ બચત. મારો આપ સૌને આગ્રહ છે કે, તમામ માર્ગદર્શક સુચનાઓનું પાલન કરવાની સાથે તમારૂં પણ ધ્યાન રાખો અને બીજાનું જીવન પણ બચાવો.
મારા વ્હાલા દેશવાસીઓ, આપણે ત્યાં કહેવામાં આવે છે કે, “जलबिंदु निपातेन क्रमशः पूर्यते घटः” એટલે કે, એક એક ટીપાથી જ ઘડો ભરાય છે. આપણા એક એક પ્રયાસથી જ આપણો સંકલ્પ સિદ્ધ થાય છે. એટલા માટે 2021ની શરૂઆત જે લક્ષ્યોની સાથે આપણે કરી છે. તેને આપણે બધાએ મળીને જ પૂરા કરવાના છે. તો આવો આપણે બધા મળીને આ વર્ષને સાર્થક કરવા માટે પોતપોતાના ડગલાં આગળ વધારીએ. તમે તમારો સંદેશ, તમારા વિચારો જરૂર મોકલતા રહેજો. આવતા મહિને આપણે ફરી મળીશું.
इति–विदा पुनर्मिलनाय !
મારા પ્રિય દેશવાસીઓ,
નમસ્કાર, આજે 27 ડિસેમ્બર છે. ચાર દિવસ બાદ જ 2021ની શરૂઆત થવા જઈ રહી છે. આજે મન કી બાત એક પ્રકારે 2020ની છેલ્લી મન કી બાત છે. આગળની મન કી બાત 2021માં પ્રારંભ થશે. સાથીઓ, મારી સામે તમારા લખેલા ઘણાં બધા પત્રો છે. MyGOV પર તમે જે વિચારો મોકલો છો, તે પણ મારી સામે છે. કેટલાય લોકોએ ફોન કરીને પોતાની વાત જણાવી છે. મોટાભાગના સંદેશાઓમાં વિતેલા વર્ષોનો અનુભવ અને 2021 સાથે જોડાયેલા સંકલ્પો છે. કોલ્હાપુરથી અંજલિએ લખ્યું છે, કે નવા વર્ષે આપણે બીજાને શુભેચ્છા પાઠવીએ છીએ, શુભકામનાઓ આપીએ છીએ, તો આ વખતે આપણે એક નવું કામ કરીએ. કેમ ન આપણે આપણા દેશને શુભેચ્છા આપીએ, દેશને પણ શુભકામનાઓ આપીએ. અંજલિજી ખરેખર, ઘણો જ સારો વિચાર છે. આપણો દેશ 2021માં સફળતાઓના નવા શિખરો સર કરે, દુનિયામાં ભારતની ઓળખ વધુ સશક્ત થાય, તેની ઈચ્છાથી મોટું શું હોઈ શકે છે.
સાથીઓ, NamoApp પર અભિષેકજી એ એક મેસેજ પોસ્ટ કર્યો છે. તેમણે લખ્યું છે કે 2020 એ જે-જે દેખાડી દીધું, જે-જે શિખવાડી દીધું, તે ક્યારેય વિચાર્યું પણ નહોતું. કોરોના સાથે જોડાયેલી તમામ વાતો તેમણે લખી છે. આ પત્રોમાં, આ સંદેશાઓમાં. મને એક વાત જે common દેખાઈ રહી છે, ખાસ જોવામાં આવી રહી છે, તે હું આજે આપની સાથે share કરવા માંગીશ. મોટાભાગના પત્રોમાં લોકોએ દેશના સામર્થ્ય, દેશવાસીઓની સામૂહિક શક્તિની ભરપૂર પ્રશંસા કરી છે. જ્યારે જનતા કર્ફ્યૂ જેવો અભિનવ પ્રયોગ, આખા વિશ્વ માટે પ્રેરણા બન્યો, જ્યારે તાળી-થાળી વગાડીને દેશે આપણા કોરોના વોરિયર્સનું સન્માન કર્યું હતું, એકતા દેખાડી હતી, તેને પણ કેટલાય લોકોએ યાદ કર્યું છે.
સાથીઓ, દેશના સામાન્ય થી સામાન્ય માનવીએ આ બદલાવને અનુભવ્યો છે. મેં દેશમાં આશાનો એક અદભૂત પ્રવાહ પણ જોયો છે. પડકારો ઘણાં આવ્યા. સંકટ પણ અનેક આવ્યા. કોરોનાને કારણે દુનિયામાં supply chain ને લઈને પણ અનેક મુશ્કેલીઓ આવી, પરંતુ આપણે દરેક સંકટમાંથી નવી શિખ લીધી. દેશમાં નવું સામર્થ્ય પેદા થયું. જો શબ્દોમાં કહેવું હોય તો આ સામર્થ્યનું નામ છે, આત્મનિર્ભરતા.
સાથીઓ, દિલ્હીમાં રહેતા અભિનવ બેનર્જીએ પોતાનો જે અનુભવ મને લખીને મોકલ્યો છે તે પણ ઘણો રસપ્રદ છે. અભિનવજી ને તેમના સગાંમાં બાળકોને ગીફ્ટ આપવા માટે કેટલાક રમકડાં ખરીદવા હતા, તેથી તેઓ દિલ્હીની ઝંડેવાલા માર્કેટ ગયા હતા. તમારામાંથી ઘણાં લોકો જાણતા જ હશે, આ માર્કેટ દિલ્હીમાં સાઈકલ અને રમકડાં માટે જાણીતી છે. પહેલાં ત્યાં મોંઘા રમકડાંનો મતલબ પણ imported રમકડાં થતો હતો, અને સસ્તા રમકડાં પણ બહારથી આવતા હતા. પરંતુ અભિનવજીએ પત્રમાં લખ્યું છે કે, હવે ત્યાંના કેટલાય દુકાનદાર customers ને એમ કહી-કહીને રમકડાં વેચી રહ્યા છે કે સારું રમકડું છે, કારણ કે તે ભારતમાં બનેલું છે, ‘Made in India’ છે. Customers પણ India made toys ની જ માગ કરી રહ્યા છે. આ જ તો છે, આ એક વિચારમાં કેટલું મોટું પરિવર્તન – આ તો જીવતો-જાગતો પૂરાવો છે. દેશવાસીઓના વિચારમાં કેટલું મોટું પરિવર્તન આવી રહ્યું છે અને તે પણ એક વર્ષની અંદર-અંદર. આ પરિવર્તનને આંકવું સરળ નથી. અર્થશાસ્ત્રી પણ તેને પોતાની રીતે માપી શકતા નથી.
સાથીઓ, મને વિશાખાપટ્ટ્નમથી વેંકટ મુરલીપ્રસાદજીએ જે લખ્યું છે, તેમાં પણ એક અલગ જ પ્રકારનો આઈડિયા છે. વેંકટજીએ લખ્યું છે, હું આપને twenty, twenty one માટે બે હજાર એકવીસ માટે, મારું ABC attach કરી રહ્યો છું. મને કંઈ સમજણ ન પડી, કે આખરે ABC થી એમનો મતલબ શું છે. ત્યારે મેં જોયું કે વેંકટજીએ પત્રની સાથે એક ચાર્ટ પણ અટેચ કરી રાખ્યો હતો. મેં એ ચાર્ટ જોયો અને પછી સમજ્યો કે ABC નો તેમનો મતલબ છે – આત્મનિર્ભર ભારત ચાર્ટ, ABC. તે ઘણું જ રસપ્રદ છે. વેંકટજીએ એ બધી વસ્તુનું આખું લીસ્ટ બનાવ્યું છે, જેનો તેઓ દરરોજ વપરાશ કરે છે. તેમાં electronics, stationery, self care items આ ઉપરાંત અન્ય પણ ઘણું બધું સામેલ છે. વેંકટજીએ કહ્યું કે આપણે જાણતા-અજાણતા, એ વિદેશી પ્રોડક્ટ્સનો વપરાશ કરી રહ્યા છીએ, જેના વિકલ્પો ભારતમાં સરળતાથી ઉપલબ્ધ છે. હવે તેમણે સોગંધ ખાધા છે કે હું એ જ પ્રોડક્ટનો વપરાશ કરીશ, જેમાં આપણા દેશવાસીઓની મહેનત અને પરસેવો લાગ્યો હોય.
સાથીઓ, પરંતુ તેની સાથે જ તેમણે કંઈક એવું પણ કહ્યું છે, જે મને ઘણું રોચક લાગ્યું છે. તેમણે લખ્યું છે કે આપણે આત્મનિર્ભર ભારતનું સમર્થન કરી રહ્યા છીએ, પરંતુ આપણા manufacturers, તેમને માટે પણ સાફ સંદેશ હોવો જોઈએ, કે તે products ની quality સાથે કોઈ સમજૂતી ન કરે. વાત તો સાચી છે. Zero effect, zero defect ના વિચાર સાથે કામ કરવાનો આ ઉચિત સમય છે. હું દેશના manufacturers અને industry leaders ને આગ્રહ કરું છું, દેશના લોકોએ મજબૂત પગલાં ઉઠાવ્યા છે, મજબૂત પગલાં આગળ ભર્યા છે. વોકલ ફોર લોકલ એ આજે ઘર-ઘરમાં ગૂંજી રહ્યું છે. તેવામાં, હવે એ સુનિશ્ચિત કરવાનો સમય છે કે આપણા પ્રોડક્ટ્સ વિશ્વ સ્તરના હોય. જે પણ ગ્લોબલ બેસ્ટ છે, તે આપણે ભારતમાં બનાવીને દેખાડીએ. તેને માટે આપણા ઉદ્યમી સાથીઓએ આગળ આવવાનું છે. સ્ટાર્ટ-અપ્સ ને પણ આગળ આવવાનું છે. ફરી એકવાર હું વેંકટજીને તેમના ઘણાં જ સારા પ્રયાસ માટે શુભેચ્છા આપું છું.
સાથીઓ, આપણે એ ભાવનાને જાળવી રાખવાની છે, બચાવીને રાખવાની છે અને વધારતા રહેવાની છે. મેં પહેલાં પણ કહ્યું છે, અને પાછું હું દેશવાસીઓને આગ્રહ કરું છું. તમે પણ એક યાદી બનાવો. દિવસભર આપણે જે ચીજવસ્તુઓ કામમાં લઈએ છીએ, તે બધી ચીજોનું વિશ્લેષણ કરી અને એ જુઓ કે જાણતા-અજાણતા કઈ વિદેશમાં બનેલી ચીજોએ આપણા જીવનમાં પ્રવેશ કરી લીધો છે. એક પ્રકારે, આપણને બંદી બનાવી લીધા છે. તેના ભારતમાં બનેલા વિકલ્પો વિશે જાણો, અને તે પણ નક્કી કરો કે હવેથી ભારતમાં બનેલા, ભારતના લોકોની મહેનત અને પરસેવાથી બનેલા ઉત્પાદનોનો આપણે ઉપયોગ કરીશું. તમે દર વર્ષે new year resolutions લ્યો છો, આ વખતે એક resolution પોતાના દેશ માટે પણ જરૂર લેવાનું છે.
મારા પ્રિય દેશવાસીઓ, આપણા દેશમાં (આતતાઈઓ)થી, અત્યાચારીઓથી દેશની હજારો વર્ષ જૂની સંસ્કૃતિ, સભ્યતા, આપણા રીત-રિવાજને બચાવવા માટે, કેટલા મોટા બલિદાનો આપવામાં આવ્યા છે, આજે તેને યાદ કરવાનો દિવસ પણ છે. આજના જ દિવસે ગુરુ ગોવિંદજીના પુત્રો, સાહેબજાદા જોરાવરસિંહ અને ફતેહસિંહને દિવાલમાં જીવતા ચણી દેવામાં આવ્યા હતા. અત્યાચારીઓ ઈચ્છતા હતા કે સાહેબજાદાઓ પોતાની આસ્થા છોડી દે, મહાન ગુરુ પરંપરાની શિખ છોડી દે. પરંતુ આપણા સાહેબજાદાઓએ આટલી ઓછી ઉંમરમાં પણ ગજબનું સાહસ દેખાડ્યું, ઈચ્છાશક્તિ દેખાડી. દિવાલમાં ચણી દેવામાં આવ્યા તે વખતે, પત્થરો લાગતા રહ્યા, દિવાલ ઉંચી થઈ રહી, મોત સામે દેખાઈ રહી હતી, પરંતુ તેમ છતાં તેઓ ટસ ના મસ ના થયા. આજના જ દિવસે ગુરુ ગોવિંદ સિંહજીની માતા જી – માતા ગુજરી એ પણ શહિદી વહોરી હતી. લગભગ એક સપ્તાહ પહેલા, શ્રી ગુરુ તેગ બહાદુર જી ની પણ શહિદીનો દિવસ હતો. મને અહીં દિલ્હીમાં ગુરુદ્વારા રકાબગંજ જઈને, ગુરુ તેગ બહાદુર જી ને શ્રદ્ધા સુમન અર્પિત કરવાનો, માથું નમાવવાનો મોકો પ્રાપ્ત થયો. આ જ મહિને, શ્રી ગુરુ ગોવિંદ સિંહ જી થી પ્રેરિત તેમના લોકો જમીન પર સૂવે છે. લોકો, શ્રી ગુરુ ગોવિંદ સિંહ જી ના પરિવારના લોકો દ્વારા આપવામાં આવેલી શહીદીને મોટી ભાવનાપૂર્ણ અવસ્થામાં યાદ કરે છે. આ શહિદીએ સંપૂર્ણ માનવતાને, દેશ ને, નવી શિખ આપી છે. આ શહિદીએ, આપણી સભ્યતાને સુરક્ષિત રાખવાનું મહાન કાર્ય કર્યું છે. આપણે બધા આ શહિદીના ઋણી છીએ. ફરી એકવાર હું શ્રી ગુરુ તેગ બહાદુર જી, માતા ગુજરી જી, ગુરુ ગોવિંદ સિંહજી અને ચારેય સાહેબજાદોની શહિદીને નમન કરું છું. આવી જ રીતે અનેક શહીદીઓએ ભારતના આજના સ્વરૂપને બચાવીને રાખ્યું છે, બનાવીને રાખ્યું છે.
મારા પ્રિય દેશવાસીઓ, હવે હું એવી વાત કહેવા જઈ રહ્યો છું, જેનાથી આપને આનંદ પણ થશે અને ગર્વ પણ થશે. ભારતમાં Leopards એટલે કે દિપડાની સંખ્યામાં 2014થી 2018 વચ્ચે 60 ટકાથી વધુનો વધારો થયો છે. 2014માં દેશમાં દિપડાની સંખ્યા લગભગ 7900 હતી, તો 2019માં તેમની સંખ્યા વધીને 12,852 થઈ ગઈ છે. આ એ જ લેપર્ડ છે જેના વિશે જીમ કોરબેટે કહ્યું હતું, જે લોકોએ લેપર્ડને પ્રકૃતિમાં સ્વચ્છંદતાથી ફરતા નથી જોયા, તેઓ તેની સુંદરતાની કલ્પના નથી કરી શકતા. તેના રંગોની સુંદરતા અને તેની ચાલની મોહકતાનો અંદાજ નહીં લગાવી શકો. દેશના મોટાભાગના રાજ્યોમાં ખાસ કરીને મધ્ય ભારતમાં દિપડાઓની સંખ્યા વધી છે. દિપડાની સૌથી વધુ સંખ્યાવાળા રાજ્યોમાં મધ્યપ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્ર સૌથી ઉપર છે. આ એક મોટી ઉપલબ્ધિ છે. દિપડા, આખી દુનિયામાં વર્ષોથી ખતરાઓનો સામનો કરતા આવ્યા છે. દુનિયાભરમાં તેમના habitatને નુકસાન થયું છે. તેવા સમયમાં ભારતમાં દિપડાઓની વસતીમાં સતત વધારો કરીને આખા વિશ્વને એક રાહ દેખાડી છે. આપને એ વાતની પણ જાણકારી હશે કે ગત કેટલાક વર્ષોમાં, ભારતમાં સિંહની વસતી પણ વધી છે, વાઘની સંખ્યામાં પણ વૃદ્ધિ થઈ છે, સાથે જ ભારતીય વનક્ષેત્રમાં પણ વધારો થયો છે. તેનું કારણ એ છે કે સરકારે જ નહીં પરંતુ ઘણાં લોકો, civil society, કેટલીયે સંસ્થાઓ પણ આપણા છોડ-ઝાડ અને વન્યજીવોના સંરક્ષણમાં જોડાયેલી છે. તે બધા શુભેચ્છાને પાત્ર છે.
સાથીઓ, મેં તમિલનાડુના કોઈમ્બતૂરમાં એક હ્રદયસ્પર્શી પ્રયાસ વિશે વાંચ્યું. આપે પણ સોશિયલ મીડિયા પર તેના વિઝ્યુઅલ્સ જોયા હશે. આપણે બધાએ માણસો વાળી wheelchair જોઈ છે. પરંતુ કોઈમ્બતૂરની એક પુત્રી ગાયત્રીએ, પોતાના પિતાજી સાથે, એક પીડિત dog માટે wheelchair બનાવી દીધી. આ સંવેદનશીલતા, પ્રેરણા આપનારી છે, અને એ ત્યારે જ થઈ શકે, જ્યારે વ્યક્તિ દરેક જીવ પ્રતિ દયા અને કરૂણાથી ભરેલો હોય. દિલ્હી-એનસીઆર અને દેશના બીજા શહેરોમાં થથરાવતી ઠંડીની વચ્ચે બેઘર પશુઓની દેખભાળ માટે કેટલાય લોકો, ઘણું બધું કરી રહ્યા છે. તેઓ તે પશુઓના ખાવા-પીવા અને તેમને માટે સ્વેટર અને સૂવા સુધીની પણ વ્યવસ્થા કરે છે. કેટલાક લોકો તો એવા છે કે જે રોજ સેંકડોની સંખ્યામાં આવા પશુઓ માટે ભોજનની વ્યવસ્થા કરે છે. આવા પ્રયાસોને બિરદાવવા જોઈએ. કંઈક આવી જ રીતના નેક પ્રયાસ, ઉત્તરપ્રદેશના કૌશામ્બીમાં પણ કરવામાં આવી રહ્યા છે. ત્યાં જેલમાં બંધ કેદી, ગાયોને ઠંડીથી બચાવવા માટે જૂના અને ફાટેલા ધાબળાંમાંથી કવર બનાવી રહ્યા છે. આ ધાબળાઓને કૌશામ્બી સહિત બીજા જિલ્લાની જેલમાંથી એકત્ર કરવામાં આવે છે અને પછી તેને સીવીને ગૌ-શાળા મોકલી આપવામાં આવે છે. કૌશામ્બી જેલના કેદી, દરેક અઠવાડીએ અનેક કવર તૈયાર કરી રહ્યા છે. આવો, બીજાની દેખભાળ માટે સેવા-ભાવથી ભરેલા આ પ્રકારના પ્રયાસોને પ્રોત્સાહિત કરીએ. આ વાસ્તવમાં એક એવું સત્કાર્ય છે, જે સમાજની સંવેદનાઓને સશક્ત કરે છે.
મારા પ્રિય દેશવાસીઓ, હવે જે પત્ર મારી સામે છે, તેમાં બે મોટા ફોટો છે. આ ફોટો એક મંદિરનો છે, અને before અને after નો છે. આ ફોટો સાથે જે પત્ર છે, તેમાં યુવાનોની એક એવી ટીમ વિશે જણાવવામાં આવ્યું છે, જે પોતાને યુવા બ્રિગેડ કહે છે. વાસ્તવમાં આ યુવા બ્રિગેડે કર્ણાટકમાં, શ્રી રંગપટ્ટન પાસે આવેલા વીરભદ્ર સ્વામી નામના એક પ્રાચીન શિવમંદિરની કાયાકલ્પ કરી નાખી. મંદિરમાં ચારે તરફ ઘાસ અને ઝાંખરા ભરેલા હતા, એટલા કે રસ્તે ચાલતા લોકો પણ કહી ન શકે કે અહીં એક મંદિર છે. એક દિવસ કેટલાક પર્યટકોએ આ ભૂલાયેલા-વિસરાયેલા મંદિરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધો. યુવા બ્રિગેડે જ્યારે આ વીડિયોને સોશિયલ મીડિયા પર જોયો, તો તેમનાથી રહેવાયું નહીં અને પછી આ ટીમે મળીને તેનો જીણોદ્ધાર કરવાનો નિર્ણય કર્યો. તેમણે મંદિર પરિસરમાં ઉગેલા કાંટાળા ઝાંખરા, ઘાંસ અને છોડને હટાવ્યા. જ્યાં મરમ્મત અને નિર્માણની આવશ્યકતા હતી, તે કર્યું. તેમના સારા કામને જોતાં સ્થાનિક લોકોએ પણ મદદ માટે હાથ લંબાવ્યો. કોઈએ સીમેન્ટ આપ્યો તો કોઈએ પેઈન્ટ, આવી કેટલીયે ચીજો સાથે લોકોએ પોતાનું યોગદાન આપ્યું. આ બધા યુવા કેટલાય અલગ રીતના પ્રોફેશન સાથે જોડાયેલા છે. તેવામાં તેમણે weekends દરમિયાન સમય કાઢ્યો અને મંદિર માટે કાર્ય કર્યું. યુવાનોએ મંદિરમાં દરવાજા લગાવવાની સાથે સાથે વીજળીનું કનેક્શન પણ લગાવડાવ્યું. આવી રીતે તેમણે મંદિરના જૂના વૈભવને ફરીથી સ્થાપિત કરવાનું કામ કર્યું. ઝનૂન અને દ્રઢનિશ્ચય એવી બે વસ્તુ છે જેનાથી લોકો દરેક લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે. જ્યારે હું ભારતના યુવાનોને જોવું છું તો પોતાને આનંદિત અને આશ્વસ્થ અનુભવું છું. આનંદિત અને આશ્વસ્થ એટલે કે મારા દેશના યુવાનોમાં ‘Can Do’નો Approach છે અને ‘Will Do’ નો Spirit છે. તેમના માટે કોઈપણ પડકાર મોટો નથી. કંઈપણ તેમની પહોંચથી દૂર નથી. મેં તમિલનાડુના એક ટિચર વિશે વાંચ્યું. તેમનું નામ હેમલતા એન.કે છે, જે વિડ્ડુપુરમની એક શાળામાં દુનિયાની સૌથી જૂની ભાષા તમિલ ભણાવે છે. કોવિડ-19નો રોગચાળો પણ તેમના અધ્યાપન કાર્યામાં આડો ન આવી શક્યો. હા, તેમની સામે પડકાર જરૂર હતો, પરંતુ તેમણે એક ઈનોવેટિવ રસ્તો કાઢ્યો. તેમણે કોર્સના બધા 53 ચેપ્ટર્સને રેકોર્ડ કર્યા, animated video તૈયાર કર્યા અને તેને એક પેન ડ્રાઈવમાં લઈને પોતાના વિદ્યાર્થીઓને વહેંચી દીધા. તેનાથી તેમના વિદ્યાર્થીઓને ઘણી જ મદદ મળી, તેઓ ચેપ્ટર્સને visually પણ સમજી શક્યા. સાથે જ તેઓ પોતાના વિદ્યાર્થીઓ સાથે ટેલિફોન પર પણ વાત કરતા રહ્યા. તેનાથી students માટે ભણવાનું ઘણું જ રોચક થઈ ગયું. દેશભરમાં કોરોનાના આ સમયમાં ટીચર્સે જે ઈનોવેટીવ રીતો અપનાવી છે, જે course material creatively તૈયાર કર્યા છે, તે ઓનલાઈન ભણતરના આ સમયમાં અમૂલ્ય છે. મારો બધા ટીચર્સને આગ્રહ છે કે તેઓ આ કોર્સ મટીરિયલને શિક્ષણ મંત્રાલયના દીક્ષા પોર્ટલ પર જઈને જરૂર અપલોડ કરે. તેનાથી દેશના દૂર-દૂરના વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થી-વિધ્યાર્થિનીઓને ઘણો જ લાભ થશે.
સાથીઓ, આવો હવે વાત કરીએ ઝારખંડની કોરવા જનજાતિના હીરામનજી ની. હીરામન જી ગઢવા જિલ્લાના સિંજો ગામમાં રહે છે. આપને એ જાણીને આશ્ર્ચર્ય થશે કે કોરવા જનજાતિની વસતી માત્ર 6000 છે, જે શહેરોથી દૂર પહાડો અને જંગલોમાં વસવાટ કરે છે. પોતાના સમુદાયની સંસ્કૃતિ અને ઓળખને બચાવવા માટે હીરામન જીએ એક બીડું ઝડપ્યું છે. તેમણે 12 વર્ષના અથાગ પરિશ્રમ બાદ વિલુપ્ત થતી, કોરવા ભાષાનો શબ્દકોષ તૈયાર કર્યો છે. તેમણે આ શબ્દકોષમાં ઘર-ગૃહસ્થીમાં પ્રયોગ થનારા શબ્દોથી લઈને દૈનિક જીવનમાં વપરાતા કોરવા ભાષાના અઢળક શબ્દોને અર્થ સાથે લખ્યા છે. કોરવા સમુદાય માટે હીરામન જીએ જે કરીને દેખાડ્યું છે, તે દેશ માટે એક ઉદાહરણ છે.
મારા પ્રિય દેશવાસીઓ, એવું કહેવાય છે કે અકબરના દરબારમાં એક પ્રમુખ સભ્ય – અબુલ ફઝલ હતા. તેમણે એકવાર કાશ્મીરની યાત્રા બાદ કહ્યું હતું કે કાશ્મીરમાં એક એવી જગ્યા છે જેને જોઈને ચીડિયા અને ગુસ્સાવાળા લોકો પણ ખૂશીથી ઝૂમી ઉઠશે. વાસ્તવમાં તેઓ કાશ્મીરમાં કેસરના ખેતરોનો ઉલ્લેખ કરી રહ્યા હતા. કેસર, સદીઓથી કાશ્મીર સાથે જોડાયેલું છે. કાશ્મીરી કેસર મુખ્યરૂપથી પુલવામાં, બડગામ અને કિશ્તવાડ જેવી જગ્યાઓ પર ઉગાડવામાં આવે છે. આ વર્ષે મે મહિનામાં કાશ્મીરી કેસરને Geographical Indication Tag એટલે કે GI Tag આપવામાં આવ્યું. તેના થકી આપણે કાશ્મીરી કેસરને એક Globally Popular Brand બનાવવા માગીએ છીએ. કાશ્મીરી કેસર વૈશ્વિક સ્તર પર એક એવા મસાલાના રૂપમાં પ્રસિદ્ધ છે જેના કેટલાય પ્રકારના ઔષધીય ગુણો છે. તે અત્યંત સુગંધિત હોય છે, તેનો રંગ ઘાટો હોય છે અને તેના તાંતણા લાંબા અને જાડા હોય છે. જે તેની મેડિકલ વેલ્યૂને વધારે છે. આ જમ્મુ અને કાશ્મીરના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું પ્રતિનિધિત્વ કરે છે. ક્વોલિટીની વાત કરીએ તો કાશ્મીરનું કેસર બહુ જ યુનિક છે અને બીજા દેશોના કેસરથી બિલકુલ અલગ છે. કાશ્મીરના કેસરને GI Tag Recognition થી એક અલગ જ ઓળખ મળી છે. આપને એ જાણીને ખુશી થશે કે કાશ્મીરી કેસરને GI Tag નું સર્ટિફિકેટ મળ્યા બાદ દુબઈના એક સુપર માર્કેટમાં તેને લોન્ચ કરવામાં આવ્યું. હવે તેની નિકાસ વધવા લાગશે. આ આત્મનિર્ભર ભારત બનાવવા માટેના આપણા પ્રયાસોને વધુ મજબૂતી આપશે. કેસરના ખેડૂતોને તેનાથી વિશેષ લાભ થશે. પુલવામા માં ત્રાલના શાર વિસ્તારમાં રહેતા અબ્દુલ મજીદ વાની ને જ જોઈ લો. તેઓ પોતાના GI Tagged કેસરને National Saffron Missionની મદદથી પમ્પોરના ટ્રેડિંગ સેન્ટરમાં ઈ-ટ્રેડિંગની મદદથી વેચી રહ્યા છે. તેમના જેવા કેટલાય લોકો કાશ્મીરમાં આ કામ કરી રહ્યા છે. હવેથી જ્યારે આપ કેસરને ખરીદવાનું મન કરો, તો કાશ્મીરનું જ કેસર ખરીદવાનું વિચારજો. કાશ્મીરના લોકોની મહેનત એવી છે કે ત્યાંના કેસરનો સ્વાદ જ અલગ હોય છે.
મારા પ્રિય દેશવાસીઓ હમણાં બે દિવસ પહેલાં જ ગીતા જયંતિ હતી. ગીતા, આપણને આપણા જીવનમાં દરેક સંદર્ભે પ્રેરણા આપે છે. પરંતુ શું તમે કદી વિચાર્યું છે, ગીતા આટલો અદભૂત ગ્રંથ કેમ છે? તે એટલા માટે કે તે સ્વયં ભગવાન શ્રીકૃષ્ણની જ વાણી છે. પરંતુ ગીતાની વિશિષ્ટતા એ પણ છે કે તે જાણવાની જિજ્ઞાસાથી શરૂ થાય છે. પ્રશ્નથી શરૂ થાય છે. અર્જુને ભગવાને પ્રશ્ન કર્યો, જિજ્ઞાસા કરી, ત્યારે જ તો ગીતાનું જ્ઞાન સંસારને મળ્યું. ગીતાની જ જેમ, આપણી સંસ્કૃતિમાં જેટલું પણ જ્ઞાન છે, બધું જિજ્ઞાસાથી જ શરૂ થાય છે. વેદાંતનો તો પહેલો મંત્ર જ છે, – ‘अथातो ब्रह्म जिज्ञासा’ એટલે કે આવો આપણે બ્રહ્મની જિજ્ઞાસા કરીએ. તેથી જ તો આપણે ત્યાં બ્રહ્મના પણ સંશોધનની વાત કહેવામાં આવે છે. જિજ્ઞાસાની તાકાત જ એવી છે. જિજ્ઞાસા તમને સતત કંઈક નવા માટે પ્રેરિત કરે છે. બાળપણમાં આપણે એટલે જ તો શીખીએ છીએ કારણ કે આપણી અંદર જિજ્ઞાસા હોય છે. એટલે કે જ્યાં સુધી જિજ્ઞાસા છે, ત્યાં સુધી જીવન છે. જ્યાં સુધી જિજ્ઞાસા છે ત્યાં સુધી નવું શીખવાનો ક્રમ ચાલુ જ છે. તેમાં કોઈ ઉંમર, કોઈ પરિસ્થિતી મહત્વ નથી ધરાવતી. જિજ્ઞાસાની એવી જ ઉર્જાનું એક ઉદાહરણ મને ખબર પડી તમિલનાડુના વડિલ શ્રી ટી શ્રીનિવાસાચાર્ય સ્વામી જી વિશે. શ્રી ટી શ્રીનિવાસાચાર્ય સ્વામી જી 92 વર્ષના છે, Ninety Two Years. તેઓ આ ઉંમરે પણ કોમ્પ્યુટર પર પોતાનું પુસ્તક લખી રહ્યા છે, તે પણ જાતે ટાઈપ કરીને. તમે વિચારતા હશો કે પુસ્તક લખવાનું તો ઠીક છે, પરંતુ શ્રીનિવાસાચાર્ય જી ના સમયે તો કોમ્પ્યુટર હશે જ નહીં. તો પછી તેમણે કોમ્પ્યુટર ક્યારે શિખ્યું.? એ વાત સાચી છે કે તેમના કોલેજના સમયમાં કોમ્પ્યુટર નહોતું. પરંતુ તેમના મનમાં જિજ્ઞાસા અને આત્મવિશ્વાસ અત્યારે પણ એટલો જ છે જેટલો તેમની યુવાવસ્થામાં હતો. વાસ્તવમાં શ્રીનિવાસાચાર્ય સ્વામી જી સંસ્કૃત અને તમીલના વિદ્વાન છે. તેઓ અત્યારસુધી 16 આધ્યાત્મિક ગ્રંથ પણ લખી ચૂક્યા છે. પરંતુ કોમ્પ્યુટર આવ્યા બાદ, તેમને જ્યારે લાગ્યું કે હવે તો પુસ્તક લખવા અને પ્રિન્ટ થવાની રીત બદલાઈ ગઈ છે, તો તેમણે 86 વર્ષની ઉંમરમાં, eighty six ની ઉંમરમાં કોમ્પ્યુટર શીખ્યું, પોતાના માટે જરૂરી સોફ્ટવેર શીખ્યા. હવે તેઓ તેમનું આખું પુસ્તક કરે છે.
સાથીઓ, શ્રી ટી શ્રીનિવાસાચાર્ય સ્વામી જીનું જીવન એ વાતનું પ્રત્યક્ષ પ્રમાણ છે, કે જીવન ત્યાં સુધી ઉર્જાથી ભરેલું રહે છે, જ્યાં સુધી જીવનમાં જિજ્ઞાસા નથી મરતી, શીખવાની ઈચ્છા નથી મરતી. તેથી જ આપણે ક્યારેય એ ન વિચારવું જોઈએ કે આપણે પાછળ રહી ગયા, આપણે ચૂકી ગયા. કાશ…આપણે પણ આ શીખી લેતા. આપણે એ પણ ન વિચારવું જોઈએ કે આપણે નહીં શીખી શકીએ, અથવા આગળ નહીં વધી શકીએ.
મારા પ્રિય દેશવાસીઓ, હમણાં આપણે જિજ્ઞાસાથી, કંઈક નવું શીખવાની અને કરવાની વાત કરી રહ્યા હતા. નવા વર્ષે, નવા સંકલ્પોની વાત પણ કરી રહ્યા હતા. પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે, જે સતત કંઈકને કંઈક નવું કરી રહ્યા છે, નવા-નવા સંકલ્પોને સિદ્ધ કરતા રહે છે. આપે પણ આપણા જીવનમાં અનુભવ્યું હશે કે, જ્યારે આપણે સમાજ માટે કંઈક કરીએ છીએ તો ઘણું બધું કરવાની ઉર્જા સમાજ પોતે જ આપણને આપે છે. સામાન્ય લાગતી પ્રેરણાઓથી બહુ મોટા કામ પણ થઈ જાય છે. એવા જ એક યુવાન છે શ્રીમાન પ્રદિપ સાંગવાન. ગુરુગ્રામના પ્રદિપ સાંગવાન 2016થી Healing Himalayas નામથી અભિયાન ચલાવી રહ્યા છે. તેઓ પોતાની ટીમ અને વોલેન્ટિયર્સ સાથે હિમાલયના અલગ-અલગ વિસ્તારોમાં જાય છે, અને જે પ્લાસ્ટિક કચરા ટૂરિસ્ટ ત્યાં છોડીને જાય છે, તે સાફ કરે છે. પ્રદિપજી અત્યારસુધી હિમાલયના અલગ અલગ ટુરિસ્ટ લોકેશનમાંથી ટનબંધ પ્લાસ્ટિક સાફ કરી ચૂક્યા છે. આવી જ રીતે કર્ણાટકના એક યુવા દંપત્તિ છે, અનુદીપ અને મિનૂષા. અનુદીપ અને મિનૂષાએ હમણાં ગત મહિને નવેમ્બરમાં જ લગ્ન કર્યા છે. લગ્ન બાદ ઘણાં યુવાનો ફરવા જાય છે, પરંતુ આ બંનેએ કંઈક અલગ જ કર્યું. આ બંને હંમેશા જોતા હતા કે લોકો પોતાના ઘરની બહાર ફરવા જાય છે, પરંતુ જ્યાં જાય છે ત્યાં ઘણો કચરો છોડીને આવે છે. કર્ણાટકના સોમેશ્વર બીચ પર આવી જ સ્થિતી છે. અનુદીપ અને મિનૂષાએ નક્કી કર્યું કે સોમેશ્વર બીચ પર લોકો જે કચરો છોડીને ગયા છે, તેને સાફ કરશે. બંને પતિ-પત્નીએ લગ્ન બાદ તેમનો પહેલો સંકલ્પ આ જ લીધો. બંને એ મળીને સમુદ્ર તટનો ઘણો કચરો સાફ કરી નાખ્યો છે. અનુદીપે તેમના આ સંકલ્પ વિશે સોશિયલ મીડિયા પર પણ શેર કર્યું છે. પછી શું, તેમના આટલા સુંદર વિચારથી પ્રભાવિત થઈને અઢળક યુવાનો તેમની સાથે આવીને જોડાઈ ગયા. તમને જાણીને આશ્ચર્ય થશે. આ લોકોએ મળીને સોમેશ્વર બીચ પરથી 800 કિલોથી વધુ કચરો સાફ કર્યો છે.
સાથીઓ, આ પ્રયાસો વચ્ચે આપણે એ પણ વિચારવાનું છે કે કચરો આ બીચ beaches પર, પહાડો પર, પહોંચે છે કેવી રીતે? આખરે આપણાંમાંથી જ કોઈ લોકો આ કચરો ત્યાં છોડીને આવે છે. આપણે પ્રદીપ અને અનુદીપ-મિનૂષાની જેમ સફાઈ અભિયાન ચલાવવું જોઈએ. પરંતુ તેની પહેલાં આપણે એ સંકલ્પ લેવો જોઈએ કે અમે કચરો ફેલાવશું નહીં. આમ પણ સ્વચ્છ ભારત અભિયાનનો પહેલો સંકલ્પ પણ તો આ જ છે. હા, વધુ એક વાત હું આપને યાદ અપાવવા માંગુ છું. કોરોના ને કારણે આ વર્ષે એટલી ચર્ચા થઈ નથી શકી. આપણે દેશને સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત કરવાનો જ છે. આ પણ 2021ના સંકલ્પોમાંથી એક છે. છેલ્લે હું આપને નવા વર્ષ માટે ઘણી ઘણી શુભેચ્છાઓ આપું છું. આપ પોતે સ્વસ્થ રહો, આપના પરિવારને સ્વસ્થ રાખો. આવનારા વર્ષ જાન્યુઆરીમાં નવા વિષયો પર મન કી બાત થશે…
ઘણી…ઘણી શુભેચ્છા….
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. મન કી બાતની શરૂઆતમાં હું આજે, હું તમારી બધાની સાથે એક ખુશખબરી વહેંચવા માંગુ છું. દરેક ભારતીયને એ જાણીને ગર્વ થશે કે દેવી અન્નપૂર્ણાની એક બહુ જ જૂની પ્રતિમા, કેનેડાથી ભારત પરત આવી રહી છે. આ પ્રતિમા લગભગ 100 વર્ષ પહેલા, 1913ની આસપાસ, વારાણસીના એક મંદિરમાંથી ચોરી કરીને, દેશની બહાર મોકલી દેવાઈ હતી. હું કેનેડાની સરકાર અને આ પુણ્યકાર્યને સંભવ બનાવનારા બધા લોકોની સહ્રદયતા માટે આભાર વ્યક્ત કરું છું. માતા અન્નપૂર્ણાનો કાશી સાથે બહુ જ વિશેષ સંબંધ છે. હવે તેમની પ્રતિમાનું પાછું આવવું, આપણા બધા માટે સુખદ છે. માતા અન્નપૂર્ણાની પ્રતિમાની જેમ જ આપણા ઘણાં અણમોલ કિંમતી વારસાઓ, રાષ્ટ્રિય ટોળકીઓનો શિકાર થતી રહી છે. આ ટોળકી, આંતરરાષ્ટ્રિય બજારમાં તેને બહુ જ ઉંચી કિંમતમાં વેચે છે. હવે તેમના પર કડકાઈ તો લગાવાઈ જ રહી છે, તેને પરત લાવવા માટે ભારતે પોતાના પ્રયાસો પણ વધાર્યા છે. આવી જ કોશિશોને કારણે વિતેલા કેટલાક વર્ષોમાં ભારત, કેટલીયે પ્રતિમાઓ અને કલાકૃતિઓને પરત લાવવામાં સફળ રહ્યું છે. માતા અન્નપૂર્ણાની પ્રતિમાના પરત આવવાની સાથે, એક સંયોગ એ પણ જોડાયેલો છે કે, કેટલાક દિવસો અગાઉ જ World Heritage Week મનાવવામાં આવ્યું. World Heritage Week, સંસ્કૃતિ પ્રેમીઓ માટે, જૂના સમયમાં પરત જવા, તેના ઈતિહાસના મહત્વની ક્ષણોને જાણવાનો એક શ્રેષ્છ તક પૂરી પાડે છે. કોરોનાના સમય છતાં પણ આ વખતે આપણે ઈનોવેટિવ રીતે લોકોને આ Heritage Week મનાવતા જોયા. Crisis માં
culture ઘણું જ કામ આવે છે, તેની સાથે વ્યવહાર કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. ટેક્નોલોજીના માધ્યમથી પણ કલ્ચર, એક ઈમોશનલ રિચાર્જની રીતે કામ કરે છે. આજે દેશમાં કેટલાય મ્યુઝિયમ અને લાઈબ્રેરીઓ પોતાના સંગ્રહને સંપૂર્ણ રીતે ડિજીટલ બનાવવા પર કામ કરી રહ્યા છે. દિલ્હીમાં આપણા રાષ્ટ્રિય સંગ્રહાલયે આ સંબંધમાં કેટલાક પ્રશંસનીય પ્રયાસો કર્યા છે. રાષ્ટ્રિય સંગ્રહાલય દ્વારા લગભગ દસ વર્ચ્યુઅલ ગેલેરી, introduce કરવાની દિશામાં કામ ચાલી રહ્યું છે – છે ને મજેદાર ! હવે તમે ઘરે બેઠા જ દિલ્હીના નેશનલ મ્યુઝિયમ ગેલેરીની ટૂર કરી શકશો. જ્યાં એક તરફ સાંસ્કૃતિક વારસાઓને ટેક્નોલોજીના માધ્યમથી વધુ ને વધુ લોકો સુધી પહોંચાડવા મહત્વનું છે, તો આ વારસાઓના સંરક્ષણ માટે ટેક્નોલોજીનો ઉપયોગ પણ મહત્વપૂર્ણ છે. હાલમાં જ એક interesting project વિશે વાંચી રહ્યો હતો. નોર્વેના ઉત્તરમાં સ્વૉલબાર્ડ (Svalbard) નામનો એક ટાપુ છે. આ ટાપુમાં એક પ્રોજેક્ટ, Arctic world archive બનાવવામાં આવ્યું છે. આ archive માં બહુમૂલ્ય એવા હેરિટેજ ડેટાને એવી રીતે રાખવામાં આવ્યો છે કે કોઈપણ પ્રકારની પ્રાકૃતિક કે માનવસર્જિત આપત્તિ પણ તેને અસર કરી શકે નહીં. હમણાં હાલમાં જ એ જાણકારી આવી છે કે અજન્તા ગુફાઓના વારસાને પણ ડિજીટાઈઝ કરવાના પ્રોજેક્ટમાં સામેલ કરવામાં આવી રહ્યા છે. તેમાં અજન્તા ગુફાઓની સંપૂર્ણ ઝાંખી જોવા મળશે. તેમાં ડિજીટાઈઝ્ડ અને restored painting ની સાથે સાથે તેનાથી સંબંધિત દસ્તાવેજ અને quotes પણ સામેલ હશે. સાથીઓ. રોગચાળાએ એક તરફ જ્યાં આપણા કામ કરવાની રીત-રિવાજ બદલી નાખ્યા છે તો બીજી તરફ પ્રકૃતિને નવી રીતે અનુભવ કરવાનો પણ મોકો આપ્યો છે. પ્રકૃતિને જોવાના આપણા દ્રષ્ટિકોણમાં પણ બદલાવ આવ્યો છે. હવે આપણે શિયાળાની ઋતુમાં પ્રવેશ કરી રહ્યા છીએ. આપણને પ્રકૃતિના અલગ-અલગ રંગ જોવા મળશે. ગત કેટલાક દિવસોથી ઈન્ટરનેટ ચેરી બ્લોસમ્સની વાઈરલ છબીઓથી ભરેલું છે. તમે વિચાર કરી રહ્યા હશો જ્યારે હું ચેરી બ્લોસમ્સની વાત કરું છું તો જાપાનની આ પ્રસિદ્ધ ઓળખની વાત કરી રહ્યો છું – પરંતુ એવું નથી. આ જાપાનની છબીઓ નથી. આ આપણા મેઘાલયના શિલોંગની છબીઓ છે. મેઘાલયની સુંદરતાને આ ચેરી બ્લોસમ્સે વધારી દીધી છે.
સાથીઓ, આ મહિને 12 નવેમ્બરથી ડોક્ટર સલીમ અલીજી નો 125મો જયંતિ સમારોહ શરૂ થયો છે. ડોક્ટર સલીમે પક્ષીઓની દુનિયામાં બર્ડ વોચિંગને લઈને ઉલ્લેખનીય કાર્ય કર્યું છે. દુનિયાના bird watchers ને ભારત પ્રત્યે આકર્ષિત પણ કર્યા છે. હું હંમેશાથી બર્ડ વોચિંગના શોખીન લોકોનો પ્રસંશક રહ્યો છું. ધણી જ ધીરજ સાથે તેઓ કલાકો સુધી સવારથી સાંજ સુધી Bird watching કરી શકે છે, પ્રકૃતિના અનોખા દ્રષ્ટિકોણનો આનંદ ઉઠાવી શકે છે અને પોતાના જ્ઞાનને આપણા લોકો સુધી પણ પહોંચાડી રહ્યા છે. ભારતમાં પણ ઘણી બર્ડ વોચિંગ સોસાયટી સક્રિય છે. આપ પણ જરૂર આ વિષય સાથે જોડાવ. મારી દોડાદોડથી ભરેલી જિંદગીમાં મને પણ ગત દિવસોમાં કેવડિયામાં પક્ષીઓ સાથે સમય વિતાવવાનો ઘણો જ યાદગાર મોકો મળ્યો. પક્ષીઓ સાથે વિતાવેલો સમય, આપને પ્રકૃતિ સાથે પણ જોડશે અને પર્યાવરણ માટે પણ પ્રેરણા આપશે.
મારા પ્રિય દેશવાસીઓ, ભારતની સંસ્કૃતિ અને શાસ્ત્ર હંમેશાથી આખી દુનિયામાં આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. કેટલાય લોકો તો તેની શોધમાં
ભારત આવ્યા અને હંમેશા માટે અહીંયાના જ થઈને રહી ગયા, તો કેટલાય લોકો પરત પોતાના દેશ જઈને, આ સંસ્કૃતિના વાહક બની ગયા. મને“Jonas Masetti” ના કામ વિશે જાણવાનો મોકો મળ્યો, જેને વિશ્વનાથના નામથી પણ જાણવામાં આવે છે. જોનસ બ્રાઝિલમાં લોકોને વેદાંત અને ગીતા શીખવાડે છે. તેઓ વિશ્વવિદ્યા નામની એક સંસ્થા ચલાવે છે, જે રિયો ડિ જનેરોથી કલાકના અંતરે પેટ્રોપોલિસના પહાડોમાં આવેલી છે. જોનસે મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા પછી સ્ટોક માર્કેટમાં પોતાની કંપનીમાં કામ કર્યું, પછી તેમનું વલણ ભારતીય સંસ્કૃતિ અને ખાસ કરીને વેદાન્ત તરફ થઈ ગયું. સ્ટોકથી લઈને સ્પિરિચ્યુઆલિટી સુધી, ખરેખર તો તેમની એક લાંબી યાત્રા છે. જોનસે ભારતમાં વેદાન્ત દર્શનનો અભ્યાસ કર્યો અને 4 વર્ષ સુધી તેઓ કોઈમ્બતુરના આર્ષ વિદ્યા ગુરુકુલમમાં રહ્યા છે. જોનસમાં વધુ એક ખાસીયત છે કે તેઓ પોતાના મેસેજને આગળ પહોંચાડવા માટે ટેક્નોલોજીનો પ્રયોગ કરી રહ્યા છે. તેઓ નિયમિત રીતે ઓનલાઈન પ્રોગ્રામ્સ કરે છે. તેઓ રોજ પોડકાસ્ટ કરે છે. પાછલા 7 વર્ષોમાં જોનસે વેદાન્ત પર પોતાના Free Open Coursesના માધ્યમથી દોઢ લાખથી વધુ વિદ્યાર્થીઓને ભણાવ્યા છે. જોનસ ન માત્ર એક મોટું કામ કરે છે પરંતુ તેને એક એવી ભાષામાં કરી રહ્યા છે, જેને સમજનારાઓની સંખ્યા પણ ઘણી વધારે છે. લોકોને તેને લઈને ઘણી રૂચી છે કે કોરોના અને ક્વોરન્ટાઈનના આ સમયમાં વેદાન્ત કેવી રીતે મદદ કરી શકે છે? મન કી બાત ના માધ્યમથી હું જોનસને તેમના પ્રયાસો માટે અભિનંદન આપું છું અને તેમના ભવિષષ્યના પ્રયાસો માટે શુભકામનાઓ પાઠવું છું.
સાથીઓ આવી રીતે હમણાં એક ખબર પર તમારું ધ્યાન જરૂર ગયું હશે. ન્યૂઝીલેન્ડમાં ત્યાંના નવનિયુક્ત એમ.પી. ડૉ. ગૌરવ શર્માએ વિશ્વની પ્રાચિન ભાષાઓમાંની એક સંસ્કૃત ભાષામાં શપથ લીધા છે. એક ભારતીય તરીકે, ભારતીય સંસ્કૃતિનો આ પ્રસાર આપણને બધાને ગર્વથી ભરી દે છે. મન કી બાતના માધ્યમથી હું ગૌરવ શર્માજી ને શુભેચ્છાઓ આપું છું. આપણા બધાની શુભેચ્છા છે કે તેઓ ન્યૂઝીલેન્ડના લોકોની સેવામાં નવી સિદ્ધીઓ પ્રાપ્ત કરે.
મારા પ્રિય દેશવાસીઓ, કાલે 30 નવેમ્બરે આપણે શ્રી ગુરુ નાનક દેવજીનું 551મું પ્રકાશ પર્વ મનાવીશું. આખી દુનિયામાં ગુરુ નાનક દેવજીનો પ્રભાવ સ્પષ્ટ રીતે જોવા મળે છે.
Vancouver થી Wellington સુધી, Singapore થી South Africa સુધી તેમના સંદેશ દરેક જગ્યાએ સાંભળવા મળે છે. ગુરુગ્રંથ સાહિબમાં કહેવામાં આવ્યું છે – સેવક કો સેવા બન આઈ, એટલે કે સેવકનું કામ સેવા કરવાનું છે. વિતેલા કેટલાક વર્ષોમાં કેટલાય મહત્વના તબક્કાઓ આવ્યા અને એક સેવક તરીકે આપણને ઘણું બધું કરવાની તક પ્રાપ્ત થઈ. ગુરુ સાહિબે આપણી પાસેથી સેવા લીધી. ગુરુ નાનક દેવજી નો જ 550મું પ્રકાશ પર્વ, શ્રી ગુરુ ગોવિંદ સિંહજીનું 350મું પ્રકાશ પર્વ, આવતા વર્ષે શ્રી ગુરુ તેગ બહાદુરજીનું 400મું પ્રકાશ પર્વ પણ છે. મને અનુભવાય છે કે ગુરુ સાહેબની મારા પર વિશેષ કૃપા રહી કે તેમણે મને તેમના કાર્યોમાં બહુ નજીકથી જોડ્યો.
સાથીઓ, શું તમે જાણો છો કે કચ્છમાં એક ગુરુદ્વારા છે, લખપત ગુરુદ્વારા સાહિબ. શ્રી ગુરુ નાનકજી પોતાના ઉદાસી દરમિયાન લખપત ગુરુદ્વારા સાહિબમાં રોકાયા હતા. 2001માં ભૂકંપથી આ ગુરુદ્વારાને પણ નુકસાન પહોંચ્યું હતું. એ ગુરુ સાહેબની કૃપા રહી હતી કે હું તેનો જીણોદ્ધાર સુનિશ્ચિત કરી શક્યો. ન માત્ર ગુરુદ્વારાની મરામત કરવામાં આવી પરંતુ તેના ગૌરવ અને ભવ્યતાને પણ ફરીથી સ્થાપિત કરવામાં આવ્યા. આપણને બધાને ગુરુ સાહેબના ભરપૂર આશિર્વાદ પણ મળ્યા. લખપત ગુરુદ્વારા સંરક્ષણના પ્રયાસોને 2004માં UNESCO Asia Pacific Heritage Award માં Award of Distinction આપવામાં આવ્યો. એવોર્ડ પ્રદાન કરનારી Jury એ જોયું કે પાયાની મરામત દરમિયાન શિલ્પ સાથે જોડાયેલી બારીકીઓનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું. જ્યુરીએ એ પણ નોંધ્યું કે ગુરુદ્વારાના પુનઃનિર્માણ કાર્યમાં શીખ સમુદાયની ન માત્ર સક્રિય ભાગીદારી રહી પરંતુ, તેમના જ માર્ગદર્શનમાં આ કામ થયું. લખપત ગુરુદ્વારા જવાનું સૌભાગ્ય મને ત્યારે મળ્યું હતું જ્યારે હું મુખ્યમંત્રી પણ નહોતો. મને ત્યાં જઈને અનંત ઉર્જા મળતી હતી. આ ગુરુદ્વારામાં જઈને કોઈપણ પોતાને ધન્ય અનુભવે છે. હું એ વાત માટે ઘણો જ કૃતજ્ઞ છું કે ગુરુ સાહેબે મારી પાસેથી નિરંતર સેવા લીધી છે. ગત વર્ષ નવેમ્બરમાં જ કરતાપુર સાહિબ કોરિડોરનું ખૂલવું ઘણું જ ઐતિહાસિક રહ્યું.
એ વાતને હું જીવનભર મારા હ્રદયમાં સાચવીને રાખીશ. એ આપણા બધાનું સૌભાગ્ય છે કે આપણને શ્રી દરબાર સાહિબની સેવા કરવાનો વધુ એક મોકો મળ્યો. વિદેશમાં રહેનારા આપણા શીખ ભાઈ-બહેનો માટે હવે દરબાર સાહિબની સેવા માટે પૈસા મોકલવાનું વધુ સરળ થઈ ગયું છે. આ પગલાંથી વિશ્વભરની સંગત દરબાર સાહિબની વધુ નજીક આવી ગઈ છે.
સાથીઓ, તે ગુરુ નાનક દેવજી જ હતા, જેમણે લંગરની પરંપરા શરૂ કરી હતી અને આજે આપણે જોયું કે દુનિયાભરમાં શીખ સમુદાયે કેવી રીતે કોરોનાના આ સમયમાં લોકોનો ખાવાનું ખવડાવવાની પોતાની પરંપરા જાળવી રાખી છે, માનવતાની સેવાની – આ પરંપરા, આપણા બધા માટે નિરંતર પ્રેરણાનું કામ કરે છે. હું ઈચ્છું છું કે આપણે બધા સેવકની જેમ કામ કરતા રહીએ. ગુરુ સાહેબ મારી પાસેથી તેમજ દેશવાસીઓ પાસેથી આવી જ રીતે સેવા લેતા રહે. ફરી એકવાર, ગુરુ નાનક જયંતી પર મારી ખૂબ-ખૂબ શુભેચ્છાઓ.
મારા પ્રિય દેશવાસીઓ, ગત દિવસોમાં મને દેશભરની કેટલીયે યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ સાથે વાતચીતનો, તેમની education journeyની મહત્વપૂર્ણ events માં સામેલ થવાનો મોકો પ્રાપ્ત થયો છે. ટેક્નોલોજીના માધ્યમથી IIT-Guwahati, IIT-Delhi, ગાંધીનગરની Deendayal Petroleum University, દિલ્હીની JNU, Mysore University અને લખનૌ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે connect થઈ શક્યો.
દેશના યુવાનોની વચ્ચે રહેવું ઘણું જ તાજગી આપનારું અને ઉર્જાથી ભરેલું હોય છે. વિશ્વવિદ્યાલયના પરિસર તો એક રીતે Mini India જેવા હોય છે. એક તરફ જ્યાં આ કેમ્પસમાં ભારતની વિવિધતાના દર્શન થાય છે, તો બીજી તરફ ત્યાં New India માટે મોટા-મોટા બદલાવનું passion પણ જોવા મળે છે. કોરોનાથી પહેલાના દિવસોમાં જ્યારે હું રૂબરૂ કોઈ ઈન્સ્ટિટ્યૂટની ઈવેન્ટમાં જતો હતો, તો એ આગ્રહ પણ કરતો હતો કે આસપાસની શાળાઓમાંથી ગરીબ બાળકોને પણ આ સમારોહમાં આમંત્રિત કરવામાં આવે. તે બાળકો, તે સમારોહમાં મારા સ્પેશ્યીલ ગેસ્ટ બનીને આવતા રહ્યા છે. એક નાનું બાળક તે ભવ્ય સમારોહમાં કોઈ યુવાનને ડોક્ટર, એન્જિનિયર, સાઈન્ટિસ્ટ બનતા જોવે છે, કોઈને મેડલ લેતા જોવે છે, તો તેનામાં નવા સપનાઓ જાગે છે – હું પણ કરી શકું છું, એ આત્મવિશ્વાસ જાગે છે. સંકલ્પ માટે પ્રેરણા મળે છે.
સાથીઓ, આ ઉપરાંત વધુ એક વાત જાણવામાં મારી હંમેશા રૂચી રહેતી હોય છે કે તે institution ના alumni કોણ છે, તે સંસ્થાના પોતાના alumni સાથે regular engagementની વ્યવસ્થા છે કે કેમ? તેમનું alumni network કેટલું જીવંત છે…
મારા યુવા દોસ્તો, આપ ત્યાં સુધી જ કોઈ સંસ્થાના વિદ્યાર્થી હોવ છો જ્યાં સુધી આપ અભ્યાસ કરો છો, પરંતુ ત્યાંના alumni, આપ
જીવનભર રહો છો. સ્કૂલ, કોલેજમાંથી બહાર નીકળ્યા બાદ બે વસ્તુ ક્યારેય પૂરી થતી નથી – એક, તમારા શિક્ષણનો પ્રભાવ અને બીજું આપનું આપની સ્કૂલ, કોલેજ સાથેનું જોડાણ. જ્યારે પણ ક્યારેક alumni એકબીજા સાથે વાત કરે છે, તો સ્કૂલ, કોલેજની તેમની યાદોમાં, પુસ્તકો અને ભણવાથી પણ વધારે કેમ્પસમાં વિતાવેલો સમય અને દોસ્તો સાથે વિતાવેલી પળો હોય છે, અને એ જ યાદોથી જન્મ લે છે એક ભાવ, institution માટે કંઈક કરવાનો. જ્યાં આપના વ્યક્તિત્વનો વિકાસ થયો છે, ત્યાંના વિકાસ માટે આપ કંઈક કરો તેનાથી મોટી ખુશી શું હોઈ શકે છે? મેં કેટલાક એવા પ્રયાસો વિશે વાંચ્યું છે, જ્યાં પૂર્વ વિદ્યાર્થીઓએ તેમની જૂની સંસ્થાઓને બને તેટલું વધારે આપ્યું છે. આજકાલ alumni તેને લઈને ઘણાં સક્રિય છે. IITians એ તેમની સંસ્થા માટે Conference Centres, Management Centres, Incubation Centres જેવી કેટલીયે અલગ-અલગ વ્યવસ્થાઓ પોતે બનાવીને આપી છે. આ બધા પ્રયાસો વર્તમાન વિદ્યાર્થીઓના learning experience ને સુધારે છે. IIT દિલ્હીએ એક endowment fundની શરૂઆત કરી છે, જે એક ઘણો જ શાનદાર idea છે. વિશ્વની જાણીતી યુનિવર્સિટીમાં આવા પ્રકારના endowments બનાવવાનું કલ્ચર રહેલું છે, જે વિદ્યાર્થીઓની મદદ કરે છે. મને લાગે છે કે ભારતના વિશ્વવિદ્યાલયો પણ આ કલ્ચરને institutionalize કરવામાં સક્ષમ છે.
જ્યારે કંઈક પાછું આપવાની વાત આવે છે તો કંઈ મોટું કે નાનું નથી હોતું. નાનામાં નાની મદદ પણ મહત્વ ધરાવે છે. દરેક પ્રયાસ મહત્વપૂર્ણ હોય છે. ઘણીવાર પૂર્વ વિદ્યાર્થીઓ પોતાની સંસ્થાના ટેક્નોલોજી અપગ્રેડેશનમાં, બિલ્ડીંગના નિર્માણમાં, એવોર્ડ્સ અને સ્કોલરશિપ શરૂ કરવામાં, સ્કિલ ડેવેલપમેન્ટના પ્રોગ્રામ શરૂ કરવામાં, ઘણી મહત્વની ભૂમિકા નિભાવે છે. કેટલીક શાળાઓના old student association એ mentorship programmes શરૂ કર્યા છે. તેમાં તેઓ અલગ-અલગ બેચના વિદ્યાર્થીઓને guide કરે છે. સાથે જ education prospect પર ચર્ચા કરે છે. કેટલીક સ્કૂલોમાં ખાસ કરીને બોર્ડિંગ સ્કૂલોની alumni association બહુ જ strong છે, જે sports tournament અને community service જેવી ગતિવિધીઓનું આયોજન કરતા રહે છે. હું પૂર્વ વિદ્યાર્થીઓને આગ્રહ કરવા માંગીશ કે તેમણે જે સંસ્થામાં અભ્યાસ કર્યો છે, તેની સાથે પોતાના bondingને વધુ મજબૂત કરતા રહે. પછી તે સ્કૂલ હોય, કોલેજ હોય, કે યુનિવર્સિટી. મારો સંસ્થાઓને પણ આગ્રહ છે કે alumni engagementના નવા અને innovative પદ્ધતિઓ પર કામ કરે. Creative platforms develop કરે જેથી alumniની સક્રિય ભાગીદારી થઈ શકે.
મોટી કોલેજ અને યુનિવર્સિટી જ નહીં, આપણાં ગામોની સ્કૂલોનું પણ strong vibrant active alumni network હોય.
મારા પ્રિય દેશવાસીઓ, 5 ડિસેમ્બરે શ્રી અરબિંદોની પુણ્યતિથી છે. શ્રી અરબિંદોને આપણે જેટલા વાંચીએ છીએ, તેટલું જ ઉંડાણ આપણને મળતું જાય છે. મારા યુવાન સાથીઓ શ્રી અરબિંદોને જેટલા જાણશે, તેટલા જ પોતાને જાણશે અને પોતાને સમૃદ્ધ કરશે. જીવનની જે ભાવ-અવસ્થામાં આપ છો, જે સંકલ્પોને સિદ્ધ કરવામાં આપ પ્રયત્નશીલ છો, તેની વચ્ચે આપ હંમેશાથી શ્રી અરબિંદોને એક નવી પ્રેરણા આપતા જોશો, એક નવો માર્ગ દેખાડતા જોશો. જેમ આજે જ્યારે આપણે લોકલ માટે વોકલ એ અભિયાન સાથે આગળ વધી રહ્યા છીએ તો શ્રી અરબિંદોનું સ્વદેશીનું દર્શન આપણને માર્ગ દેખાડે છે. બાંગ્લામાં એક બહુ પ્રભાવશાળી કવિતા છે.
છુઈ શુતો પૉય-મોન્તો આશે તુંગ હોતે |
દિય-શલાઈ કાઠી, તાઉ આસે પોતે ||
પ્રો-દિપ્તી જાલિતે ખેતે, શુતે, જેતે |
કિછુતે લોક નૉય શાધીન ||
એટલે કે આપણે ત્યાં સોય અને દિવાસળી પણ વિદેશી જહાજમાં આવે છે. ખાણી-પીણી, સૂવાનું, કોઈપણ વાતમાં લોકો સ્વતંત્ર નથી.
તેઓ કહેતા પણ હતા, સ્વદેશીનો અર્થ છે કે આપણે આપણા ભારતીય કામદારો, કારીગરોએ બનાવેલી વસ્તુઓને પ્રાથમિકતા આપીએ.
એવું પણ નથી કે શ્રી અરબિંદોએ વિદેશોથી કંઈક શિખવાનો પણ ક્યારેય વિરોધ કર્યો હોય. જ્યાં જે નવું છે ત્યાંથી આપણે શીખીએ, જે આપણા દેશમાં સારું હોઈ શકે છે, તેનો આપણે સહયોગ અને પ્રોત્સાહન આપીએ, આ જ તો આત્મનિર્ભર ભારત અભિયાનમાં વોકલ ફોર લોકલ મંત્રની આ ભાવના છે.
ખાસ કરીને સ્વદેશીને અપનાવવાને લઈને તેમણે જે કંઈપણ કહ્યું તે આ જે દરેક દેશવાસીએ વાંચવું જોઈએ. સાથીઓ, આવી જ રીતે શિક્ષણને લઈને પણ શ્રી અરબિંદોના વિચાર બહુ જ સ્પષ્ટ હતા. તેઓ શિક્ષણને માત્ર પુસ્તકિયું જ્ઞાન, ડિગ્રી અને નોકરી સુધી જ સીમિત નહોતા માનતા. શ્રી અરબિંદો કહેતા હતા, આપણું રાષ્ટ્રિય શિક્ષણ, આપણી યુવા પેઢીના હ્રદય અને મગજની ટ્રેનિંગ હોવી જોઈએ, એટલે કે મસ્તિષ્કનો વૈજ્ઞાનિક વિકાસ થાય અને હ્રદયમાં ભારતીય ભાવનાઓ પણ હોય, ત્યારે એક યુવાન દેશનો વધુ એક સારો નાગરિક બની શકે છે, શ્રી અરબિંદોએ રાષ્ટ્રિય શિક્ષણને લઈને જે વાત તે વખતે કહી હતી, જે અપેક્ષા કરી હતી, આજે દેશ તેને નવી રાષ્ટ્રિય શિક્ષણ નીતિના રૂપમાં પૂરી કરી રહ્યો છે.
મારા પ્રિય દેશવાસીઓ, ભારતમાં ખેતી અને તેનાથી જોડાયેલી વસ્તુઓ સાથે નવા પરિમાણો જોડાઈ રહ્યા છે. વિતેલા દિવસોમાં થયેલા કૃષિ સુધારે ખેડૂતો માટે નવી સંભાવનાના દ્વાર પણ ખોલ્યા છે. વર્ષોથી ખેડૂતોની જે માગ છે, જે માગોને પૂરી કરવા માટે કોઈને કોઈ સમયમાં દરેક રાજકીય દળે તેમને વાયદાઓ કર્યા હતા, તે માગ પૂરી થઈ છે.
ઘણા વિચાર-વિમર્શ બાદ ભારતની સંસદે કૃષિ સુધાર ને કાયદાકીય સ્વરૂપ આપ્યું. આ સુધારાઓથી ન માત્ર ખેડૂતોના બંધનો સમાપ્ત થયા છે પરંતુ તેમને નવા અધિકારો પણ મળ્યા છે, નવી તકો પણ મળી છે. આ અધિકારોએ બહુ જ ઓછા સમયમાં ખેડૂતોની મુશ્કેલીઓને ઘટાડવાનું શરૂ કરી દીધું છે.
મહારાષ્ટ્રના ધૂલે જિલ્લાના ખેડૂત, જિતેન્દ્ર ભોઈજીએ નવા કૃષિ કાયદાઓનો ઉપયોગ કેવી રીતે કર્યો, તે તમારે પણ જાણવું જોઈએ. જિતેન્દ્ર ભોઈજીએ મકાઈની ખેતી કરી હતી અને સારા ભાવ માટે તેને વેપારીઓને વેચવાનું નક્કી કર્યું. પાકની કુલ કિંમત નક્કી થઈ લગભગ ત્રણ લાખ બત્રીસ હજાર રૂપિયા. જિતેન્દ્ર ભોઈને પચ્ચીસ હજાર રૂપિયા એડવાન્સ મળી ગયા હતા. નક્કી એ થયું હતું કે બાકીના પૈસા તેમને પંદર દિવસમાં ચૂકવી દેવામાં આવશે. પરંતુ પછીથી પરિસ્થિતીઓ એવી બની કે તેમને બાકીનું પેમેન્ટ મળ્યું નહીં. ખેડૂતો પાસેથી પાક ખરીદી લો, મહિના – મહિના સુધી પેમેન્ટ ન કરો, સંભવિત મકાઈ ખરીદનારાઓ વર્ષોથી ચાલતી આવતી એ જ પરંપરાને નિભાવી રહ્યા હતા. તેવી જ રીતે ચાર મહિના સુધી જિતેન્દ્રજીનું પેમેન્ટ થયું નહીં. તેવી સ્થિતીમાં તેમની મદદ કરી, સપ્ટેમ્બરમાં જે પાસ થયો છે, જે નવો કૃષિ કાયદો બન્યો છે – તે તેમના કામ આવ્યો. આ કાયદામાં એ નક્કી કરવામાં આવ્યું કે પાક ખરીદના ત્રણ દિવસમાં જ ખેડૂતને પૂરું પેમેન્ટ કરવું પડે છે અને જો પેમેન્ટ નથી થતું તો ખેડૂતો ફરિયાદ દાખલ કરાવી શકે છે. કાયદામાં વધુ એક બહુ મોટી વાત છે, આ કાયદામાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે ક્ષેત્રના એસ.ડી.એમ એ એક મહિનાની અંદર જ ખેડૂતની ફરિયાદનો નિકાલ કરવાનો રહેશે.
હવે જ્યારે આવા કાયદાની તાકાત આપણા ખેડૂતભાઈ પાસે હતી, તો તેમની સમસ્યાનું સમાધાન તો થવાનું જ હતું, તેમણે ફરિયાદ કરી અને થોડા જ દિવસમાં તેમની બાકી રકમ ચૂકવી દેવામાં આવી. એટલે કે કાયદાની સાચી અને પૂરી જાણકારી જ જિતેન્દ્ર જીની તાકાત બની.
ક્ષેત્ર કોઈપણ હોય, દરેક પ્રકારના ભ્રમ અને અફવાઓથી દૂર, સાચી જાણકારી, દરેક વ્યક્તિ માટે બહુ મોટો ટેકો હોય છે. ખેડૂતોમાં જાગૃતિ વધારવાનું આવું જ એક કામ કરી રહ્યા છે રાજસ્થાનના બારાં જિલ્લામાં રહેતા મોહમ્મદ અસલમજી. તેઓ એક ખેડૂત ઉત્પાદક સંઘના સીઈઓ પણ છે. જી હા…તમે સાચું સાંભળ્યું, ખેડૂત ઉત્પાદક સંઘના સીઈઓ. આશા છે, મોટી મોટી કંપનીઓના સીઈઓ ને આ સાંભળીને સારું લાગશે કે હવે દેશના દૂર-દૂરના વિસ્તારોમાં કામ કરી રહેલા ખેડૂત સંગઠનોમાં પણ સીઈઓ બનવા લાગ્યા છે, તો સાથીઓ, મોહમ્મદ અસલમજીએ પોતાના ક્ષેત્રનાં અનેક ખેડૂતોને મેળવીને એક વોટ્સએપ ગ્રુપ બનાવી લીધું છે. આ ગ્રુપ પર તેઓ દરરોજ આસપાસની બજારોમાં શું ભાવ ચાલી રહ્યો છે, તેની જાણકારી ખેડૂતોને આપે છે. એમનું પોતાનું એફપીઓ પણ ખેડૂતો પાસેથી પાક ખરીદે છે, તેથી તેમના આ પ્રયાસથી ખેડૂતોને નિર્ણય લેવામાં મદદ મળે છે.
સાથીઓ, જાગૃતિ છે તો જીવંતતા છે. પોતાની જાગૃતિથી હજારો લોકોનું જીવન પ્રભાવિત કરનારા એક કૃષિ ઉદ્યમી શ્રી વિરેન્દ્ર યાદવજી છે. વિરેન્દ્ર યાદવજી ક્યારેક ઓસ્ટ્રેલિયામાં રહેતા હતા.
બે વર્ષ પહેલાં જ તેઓ ભારત આવ્યા અને હવે હરિયાણાના કૈથલમાં રહે છે. બીજા લોકોની જેમ, ખેતીમાં સૂકા ઘાસની તેમની સામે મોટી સમસ્યા હતી. તેના સોલ્યુશન માટે બહુ વ્યાપક સ્તર પર કામ થઈ રહ્યું છે,
પરંતુ આજે મન કી બાતમાં હું વિરેન્દ્ર જીનો ખાસ કરીને ઉલ્લેખ એટલે કરી રહ્યો છું, કારણ કે તેમના પ્રયાસ અલગ છે, એક નવી દિશા દેખાડે છે. સૂકા ઘાસનું સમાધાન કરવા માટે વિરેન્દ્રજીએ પૂળાની ગાંઠ બનાવનારું straw baler મશીન ખરીદ્યું. તેને માટે તેમને કૃષિ વિભાગ તરફથી આર્થિક મદદ પણ મળી. આ મશીનથી તેમણે સૂકા ઘાંસના ગઠ્ઠા બનાવવાના શરૂ કર્યા. ગઠ્ઠા બનાવ્યા બાદ તેમણે સૂકા ઘાંસને એગ્રો એનર્જી પ્લાન્ટ અને પેપર મીલને વેચી દીધા. તમે જાણીને હેરાન રહી જશો કે વિરેન્દ્રજીએ સૂકા ઘાંસમાંથી માત્ર બે વર્ષમાં દોઢ કરોડ રૂપિયાથી પણ વધુનો વેપાર કર્યો છે, અને તેમાં પણ લગભગ 50 લાખ રૂપિયાનો નફો કમાયા છે. તેનો ફાયદો એ ખેડૂતોને પણ થઈ રહ્યો છે, જેમના ખેતરોમાંથી વિરેન્દ્રજી સૂકુ ઘાંસ ઉઠાવે છે. આપણે કચરામાંથી કંચનની વાત તો ઘણી સાંભળી છે, પરંતુ સૂકા ઘાંસનો નિકાલ કરીને પૈસા અને પુણ્ય કમાવાનું આ અનોખું ઉદાહરણ છે. મારા નવયુવાનો, ખાસકરીને ખેતીનો અભ્યાસ કરી રહેલા લાખો વિદ્યાર્થીઓને આગ્રહ છે કે તેઓ તેમની આસપાસના ગામોમાં જઈને ખેડૂતોને આધુનિક ખેતી વિશે, હાલમાં જ થયેલા ખેતી વિષયક સુધારા વિશે જાગૃત કરે. તેવું કરીને આપ દેશમાં થઈ રહેલા મોટા બદલાવમાં સહભાગી બનશો.
મારા પ્રિય દેશવાસીઓ,
મન કી બાત માં આપણે અલગ-અલગ, વિવિધ અનેક વિષયો પર વાત કરીએ છીએ. પરંતુ એક એવી વાતને પણ એક વર્ષ થઈ રહ્યું છે, જેને આપણે ક્યારેય ખુશીથી યાદ કરવાનું નહીં ઈચ્છીએ. લગભગ એક વર્ષ થઈ રહ્યું છે, જ્યારે દુનિયાને કોરોનાના પહેલા કેસ વિશે ખબર પડી હતી. ત્યારથી લઈને અત્યારસુધી આખા વિશ્વએ અનેક ઉતાર-ચડાવ જોયા છે. લોકડાઉનના તબક્કાની બહાર નીકળીને હવે વેક્સિન પર ચર્ચા થવા લાગી છે. પરંતુ કોરોનાને લઈને કોઈપણ પ્રકારની લાપરવાહી હજુ પણ બહુ જ ઘાતક છે. આપણે કોરોના સામે આપણી લડાઈને મજબૂતી સાથે ચાલુ રાખવાની છે. સાથીઓ કેટલાક દિવસો બાદ જ 6 ડિસેમ્બરે બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથી પણ છે. આ દિવસ બાબાસાહેબને શ્રદ્ધાંજલિ આપવાની સાથે દેશ પ્રત્યે આપણા સંકલ્પો, બંધારણે, એક નાગરિક તરીકે આપણા કર્તવ્યને નિભાવવાની જે શિખ આપણને આપી છે, તેનું પુનરાવર્તન કરવાનું છે. દેશના મોટા ભાગમાં શિયાળાની ઋતુ પણ જોર પકડી રહી છે. અનેક જગ્યાઓ પર બરફવર્ષા થઈ રહી છે. આ ઋતુમાં આપણે પરિવારના બાળકો અને વડિલોનું, બિમાર લોકોનું વિશેષ ધ્યાન રાખવાનું છે, પોતે પણ સાવધાની રાખવાની છે. મને ખુશી થાય છે, જ્યારે હું એ જોવું છું કે લોકો પોતાની આસપાસના જરૂરિયાતમંદોની પણ ચિંતા કરે છે. ગરમ કપડાં આપીને તેમની મદદ કરે છે. નિરાધાર પ્રાણીઓ માટે પણ શિયાળો ઘણી મુશ્કેલી લઈને આવે છે.
તેમની મદદ માટે પણ ઘણાં લોકો આગળ આવે છે. આપણી યુવા પેઢી આવા કાર્યોમાં બહુ વધુ સક્રિય હોય છે. સાથીઓ હવે પછી જ્યારે આપણે મન કી બાતમાં મળીશું તો 2020નું આ વર્ષ સમાપ્તિ તરફ હશે.
નવી આશાઓ, નવા વિશ્વાસ સાથે આપણે આગળ વધીશું. હવે જે પણ સૂચનો હોય, ideas હોય, તેને મારી સાથે ચોક્કસ વહેંચતા રહો. આપ બધાને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ, આપ બધા સ્વસ્થ રહો, દેશ માટે સક્રિય રહો. ખૂબ-ખૂબ ધન્યવાદ.
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે વિજયાદશમી એટલે કે દશેરાનું પર્વ છે. આ પાવન અવસરે આપ સૌને અનેક અનેક શુભેચ્છા… દશેરાનું આ પર્વ અસત્ય પર સત્યની જીતનું પર્વ છે. પરંતુ સાથે જ, એક રીતે એ સંકટો પર ધૈર્યના વિજયનું પર્વ પણ છે. આજે આપ સૌ ખૂબ સંયમપૂર્વક જીવી રહ્યાં છો. મર્યાદામાં રહીને પર્વો, તહેવારો ઉજવી રહ્યાં છો, માટે જે લડાઇ આપણે લડી રહ્યાં છીએ તેમાં જીત પણ નક્કી છે. પહેલાં, દુર્ગા મંડપોમાં, માં ના દર્શન માટે એટલી ભીડ એકઠી થતી હતી, બિલકુલ મેળા જેવું વાતાવરણ રહેતું હતું. પરંતુ આ વખતે એવું નથી બની શક્યું. પહેલાં, દશેરાએ પણ મોટામોટા મેળા થતા હતા, પરંતુ આ વખતે તેમનું સ્વરૂપ પણ અલગ જ છે. રામલીલાનો તહેવાર પણ, કે જેનું બહું મોટું આકર્ષણ હતું, પરંતુ તેમાં પણ અંકુશ મૂકાયેલાં છે. પહેલાં, નવરાત્રીમાં ગુજરાતના ગરબાનો ગુંજારવ ચારે તરફ છવાયેલો રહેતો હતો, આ વખતે બધાં મોટાં મોટાં આયોજન બંધ છે. હજી આગળ પણ કેટલાંય પર્વ આવવાનાં છે. હમણાં જ ઇદ આવશે, શરદપૂર્ણિમા છે, વાલ્મીકી જયંતી છે. પછી, ધનતેરસ, દિવાળી, ભાઇબીજ, છઠી માતાની પૂજા છે, ગુરૂ નાનકદેવજીની જયંતી છે, કોરોનાના આ સંકટકાળમાં આપણે સંયમથી જ કામ લેવાનું છે. મર્યાદામાં જ રહેવાનું છે.
સાથીઓ, આપણે જયારે તહેવારની વાત કરીયે છીએ, તે માટેની તૈયારીઓ કરીયે છીએ, ત્યારે સૌથી પહેલાં મનમાં એ જ થાય કે બજારે ક્યારે જવાનું છે ? શું શું ખરીદવાનું છે ? ખાસ કરીને, બાળકોમાં તો એનો વિશેષ ઉત્સાહ હોય છે, તહેવારોમાં આ વખતે નવું શું મળવાનું છે ? તહેવારોના ઉમંગ અને બજારની રોનક એક-બીજા સાથે જોડાયેલાં છે. પરંતુ આ વખતે તમે જયારે ખરીદી કરવા જાવ ત્યારે “વોકલ ફોર લોકલ”નો પોતાનો સંકલ્પ ચોક્કસ યાદ રાખજો. બજારમાં સામાન ખરીદતી વખતે આપણે સ્થાનિક ઉત્પાદનોને પ્રાથમિકતા આપવાની છે.
સાથીઓ, તહેવારોના આ હર્ષોલ્લાસ વચ્ચે આપણે લોકડાઉનના સમયને પણ યાદ કરવો જોઇએ. લોકડાઉનના સમયમાં આપણે સમાજના તે સાથીઓને વધુ નિકટતાથી જાણ્યા છે, કે જેમના વિના આપણું જીવન ખૂબ જ મુશ્કેલ બની જાત. સફાઇ કર્મચારી, ઘરમાં કામ કરનારાં ભાઇઓ-બહેનો, સ્થાનિક શાકભાજીવાળા, દૂધવાળા, ચોકીદાર, આ બધાંની આપણા જીવનમાં શું ભૂમિકા છે તે આપણે સારી રીતે અનુભવ્યું છે. મુશ્કેલ સમયમાં, તેઓ આપણી સાથે હતા, આપણાં બધાંની સાથે હતાં. હવે, આપણાં પર્વોમાં, આપણાં આનંદમાં પણ, આપણે તેમને સાથે રાખવાનાં છે. મારો આગ્રહ છે કે જે પણ રીતે શક્ય હોય, તેમને પોતાના આનંદમાં ચોક્કસ સામેલ કરજો. પરિવારના સભ્યની જેમ સામેલ કરજો, પછી તમે જોજો, તમારો આનંદ પણ કેટલો વધી જાય છે !…
સાથીઓ, આપણે આપણા એ ઝાંબાજ વીર સૈનિકોને પણ યાદ રાખવાના છે, જે આ તહેવારોમાં પણ સરહદે અડીખમ ઉભા છે. ભારત માતાની સેવા અને રક્ષણ કરી રહ્યા છે. આપણે તેમને યાદ કરીને જ આપણા તહેવાર ઉજવવાના છે. આપણે ઘરમાં એક દીવડો ભારત માતાનાં આ વીર દીકરા-દીકરીઓના સન્માનમાં પણ પ્રગટાવવાનો છે. હું, આપણા વીરજવાનોને પણ કહેવા માગું છું કે આપ ભલે સરહદે છો, પરંતુ પૂરો દેશ તમારી સાથે છે. તમારા માટે પ્રાર્થના કરી રહ્યો છે. એવી હર કોઇ વ્યક્તિ કે જેમના દીકરા-દીકરીઓ આજે સરહદ પર છે, તે પરિવારોના ત્યાગને પણ હું નમન કરૂં છું. જે દેશ સાથે જોડાયેલી કોઇને કોઇ જવાબદારીના કારણે પોતાના ઘરે નથી, પોતાના પરિવારથી દૂર છે, હું હ્રદયથી તેમનો આભાર વ્યક્ત કરૂં છું.
મારા વ્હાલા દેશવાસીઓ, આજે જયારે આપણે લોકલ માટે વોકલ બની રહ્યા છીએ તો દુનિયા પણ આપણી લોકલ ચીજવસ્તુઓની ચાહક બની રહી છે. આપણી કેટલીયે લોકલ ચીજવસ્તુઓમાં ગ્લોબલ બનવાની બહુ મોટી શક્તિ છે. જેમ કે એક ઉદાહરણ છે – ખાદીનું. દીર્ઘકાળ સુધી ખાદી, સાદાઇની ઓળખ રહી છે, પરંતુ આપણી ખાદી આજે પર્યાવરણ અનુરૂપ કાપડના રૂપમાં ઓળખાવા લાગી છે. આરોગ્યની દ્રષ્ટિએ તે શરીર સાનુકૂળ કાપડ છે. બારમાસી કાપડ છે. અને આજે ખાદી ફેશનની અભિવ્યક્તિ ફેશન સ્ટેટમેન્ટ તો બની જ રહી છે. ખાદીની લોકપ્રિયતા તો વધી જ રહી છે, સાથે જ, દુનિયામાં અનેક જગ્યાએ, ખાદી બનાવાઇ પણ રહી છે, મેક્સિકોમાં એક સ્થળ છે “ઓહાકા”, આ વિસ્તારમાં કેટલાંય ગામ એવાં છે, જયાં સ્થાનિક ગ્રામજનો ખાદી વણવાનું કામ કરે છે. આજે ત્યાંની ખાદી “ઓહાકા ખાદી”ના નામથી વિખ્યાત બની ચૂકી છે. ઓહાકામાં ખાદી કેવી રીતે પહોંચી તે પણ ઓછું રસપ્રદ નથી. હકીકતમાં મેક્સિકોના એક યુવાન, માર્ક બ્રાઉને એક વાર મહાત્મા ગાંધી પર એક ફિલ્મ જોઇ. બ્રાઉન આ ફિલ્મ જોઇને બાપુથી એટલા પ્રભાવિત થયા કે તેઓ ભારતમાં બાપુના આશ્રમે આવ્યા અને બાપુ વિષે ઊંડાણથી જાણ્યુ – સમજ્યું. બ્રાઉનને ત્યારે અહેસાસ થયો કે ખાદી માત્ર એક કપડું નથી, પરંતુ એ તો એક પૂરી જીવન જીવવાની રીત છે. ગ્રામીણ અર્થતંત્ર અને આત્મનિર્ભરતાનું દર્શન તેની સાથે કેવી રીતે જોડાયેલું છે તે જાણી બ્રાઉન તેનાથી ખૂબ પ્રભાવિત થયા. અહીંથી જ બ્રાઉને નક્કી કર્યુ કે મેક્સિકો જઇને તેઓ ખાદીનું કામ શરૂ કરશે. તેમણે મેક્સિકોના ઓહાકામાં ગ્રામજનોને ખાદીનું કામ શીખવ્યું, તેમને તાલીમ આપી, અને આજે ઓહાકા ખાદી એક બ્રાન્ડ બની ગઇ છે. આ પ્રોજેક્ટની વેબસાઇટ પર લખ્યું છે The Symbol of Dharma in motion “ગતિમાન ધર્મનું પ્રતીક”. આ વેબસાઇટ પર માર્ક બ્રાઉનનો ખૂબ રસપ્રદ ઇન્ટરવ્યુ પણ મળશે. તેઓ કહે છે કે શરૂમાં લોકોને ખાદીમાં શંકા હતી. પરંતુ છેવટે તેમાં લોકોની રૂચી વધી અને તેનું બજાર તૈયાર થઇ ગયું. તેઓ કહે છે, આ રામરાજય સાથે જોડાયેલી બાબતો છે, જયારે તમે લોકોની જરૂરીયાતો પૂરી કરો છો, તો પછી લોકો પણ તમારી સાથે જોડાતા જાય છે.
સાથીઓ, દિલ્હીના કોનોટ પ્લેસના ખાદીભંડારમાં આ વખતે ગાંધી જયંતીએ એક જ દિવસમાં એક કરોડ રૂપિયાથી વધુની ખરીદી થઇ. એ જ રીતે કોરોનાકાળમાં ખાદીના માસ્ક પણ ખૂબ લોકપ્રિય બની રહ્યાં છે. આખા દેશમાં કેટલાંય સ્થળે સ્વસહાય જૂથો અને બીજી સંસ્થાઓ ખાદીનાં માસ્ક બનાવી રહ્યાં છે. ઉત્તરપ્રદેશના બારાબંકીમાં એક મહિલા છે – સુમનદેવીજી. સુમનજીએ સ્વસહાય જૂથની પોતાની સાથી મહિલાઓ સાથે મળીને ખાદીના માસ્ક બનાવવાનું શરૂ કર્યું. ધીરે ધીરે અન્ય મહિલાઓ પણ તેમની સાથે જોડાતી ગઇ. હવે તેઓ બધાં મળીને ખાદીનાં હજારો માસ્ક બનાવી રહ્યાં છે. આપણી સ્થાનિક ચીજોની ખૂબી છે કે તેની સાથે મોટાભાગે એક આખું દર્શન જોડાયેલું હોય છે.
મારા વ્હાલા દેશવાસીઓ, આપણને જયારે પોતાની ચીજવસ્તુઓ પર ગર્વ થાય છે, તો દુનિયામાં પણ તેના પ્રત્યેની જિજ્ઞાશા વધી જાય છે. જેવી રીતે આપણા આધ્યાત્મે, યોગે, આયુર્વેદે પૂરી દુનિયાને આકર્ષિત કરી છે. આપણી કેટલીયે રમતો પણ દુનિયાને આકર્ષિત કરી રહી છે. આજકાલ આપણું મલખમ્બ પણ અનેક દેશોમાં પ્રચલિત થઇ રહ્યું છે. અમેરિકામાં ચિન્મય પાટણકર અને પ્રજ્ઞા પાટણકરે જયારે પોતાના ઘરેથી જ મલખમ શીખવવાનું શરૂ કર્યું હતું, ત્યારે એમણે પણ ધાર્યું નહોતું કે તેને આટલી સફળતા મળશે. અમેરિકામાં આજે કેટલાંય સ્થળોએ મલખમ તાલીમ કેન્દ્રો ચાલી રહ્યાં છે. અમેરિકાના યુવાનો મોટી સંખ્યામાં તેની સાથે જોડાઇ રહ્યા છે, મલખમ શીખી રહ્યાં છે. આજે જર્મની હોય, પોલેન્ડ હોય, મલેશિયા હોય, એવા લગભગ 20 અન્ય દેશોમાં પણ મલખમ ખૂબ જાણીતું બની રહ્યું છે. હવે તો તેની વિશ્વ સ્પર્ધા શરૂ કરાઇ છે, જેમાં કેટલાય દેશોના હરીફો ભાગ લે છે. ભારતમાં તો પ્રાચીનકાળથી એવી કેટલીયે રમતો રહી છે જે આપણી અંદર, એક અસાધારણ વિકાસ કરે છે. આપણા મન, શરીર સંતુલનને એક નવા આયામ પર લઇ જાય છે. પરંતુ બની શકે કે નવી પેઢીના આપણા યુવા સાથીઓ મલખમથી એટલા પરિચીત નહીં હોય. તમે એને ઇન્ટરનેટ પર ચોક્કસ સર્ચ કરજો અને જોજો.
સાથીઓ, આપણા દેશમાં કેટલાય પ્રકારની માર્શલ આર્ટ છે. હું ઇચ્છું છું કે આપણા યુવા સાથીઓ તેના વિશે પણ જાણે, તે શીખે અને સમય અનુસાર તેમાં નવીનતા પણ લાવે. જીવનમાં જયારે મોટા પડકારો નથી હોતા, ત્યારે વ્યક્તિત્વનું સર્વશ્રેષ્ઠ પણ બહાર નીકળીને નથી આવતું. એટલા માટે પોતાની જાતને હંમેશાં પડકારો ફેંકતા રહો.
મારા વ્હાલા દેશવાસીઓ, કહેવાય છે કે Learning is Growing – શીખવું એ વૃદ્ધિ પામવું છે. આજે મન કી બાતમાં હું આપનો પરિચય એક એવી વ્યક્તિ સાથે કરાવીશ જેમનામાં એક અનોખું ઝનૂન છે. આ ઝનૂન છે બીજા સાથે વાંચન અને શીખવાના આનંદને વહેંચવાનું. તે છે પોન મરિયપ્પન. પોન મરિયપ્પન તમિલનાડુના તુતુકુડીમાં રહે છે. તુતુકુડીને પર્લ સિટી એટલે કે મોતીઓના શહેરના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. એક સમયે તે પાંડિયન સામ્રાજયનું એક મહત્વનું કેન્દ્ર હતું. ત્યાં રહેતાં મારા દોસ્ત પોન મરિયપ્પન વાળ કાપવાના વ્યવસાય સાથે જોડાયેલા છે અને એક સલૂન ચલાવે છે. બહુ નાનું એવું સલૂન છે. તેમણે એક અનોખું અને પ્રેરણાદાયક કામ કર્યું છે. પોતાના સલૂનના એક ભાગને જ પુસ્તકાલય બનાવી દીધું છે. જો કોઇ વ્યક્તિ સલૂનમાં પોતાના વારાની રાહ જોતી વખતે ત્યાં કંઇક વાંચે છે અને જે વાંચ્યું છે તેના વિશે થોડું લખે છે, તો પોન મરિયપ્પનજી તે ગ્રાહકને વળતર આપે છે. છે ને મજેદાર ! ! આવો તુતુકુડી જઇએ અને પોન મરિયપ્પનજી સાથે વાત કરીએ.
પ્રધાનમંત્રીઃ- પોન મરિયપ્પનજી. વણક્કમ.. નલ્લા ઇર કિંગડા
? કેમ છો ?
પોન મરિયપ્પનઃ- માનનીય પ્રધાનમંત્રીજી, વણક્કમ..
પ્રધાનમંત્રીઃ- વણક્કમ, વણક્કમ.. ઉન્ગલકકે ઇન્દ લાઇબ્રેરી આઇડિયા, યેપ્પડી વન્દદા ? આપને પુસ્તકાલયનો આ જે વિચાર છે, તે કેવી રીતે આવ્યો ?
પોન મરિયપ્પન:– માનનીય પ્રધાનમંત્રીજી હું આઠમા ધોરણ સુધી ભણેલો છું. તેનાથી આગળ મારી કૌટુંબિક પરિસ્થિતિના લીધે હું મારૂં ભણવાનું આગળ વધારી ના શક્યો, હું જયારે ભણેલા-ગણેલા લોકોને જોતો, ત્યારે મારા મનમાં એક ઉણપ અનુભવાઇ રહી હતી. એટલે મારા મનમાં થયું કે કેમ આપણે એક પુસ્તકાલય ના બનાવી દઇએ ? અને તેનાથી ઘણ બધા લોકોને તેનો લાભ થશે. આ જ વાત મારા માટે એક પ્રેરણા બની.
પ્રધાનમંત્રીઃ- ઉન્ગલક્કે યેન્દ પુત્તહમ પિડિક્કુમ ? તમને ક્યું પુસ્તક ખૂબ ગમે છે ?
પોન મરિયપ્પનઃ- મને તિરુકુરૂલ બહુ પ્રિય છે.
પ્રધાનમંત્રીઃ- ઉન્ગકિટ્ટ પેસિયાદિલ – યેનકક. રોમ્બા મગિલચી નલવાડ તુક્કલ. તમારી સાથે વાત કરવામાં મને ખૂબ આનંદ થયો. તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
પોન મરિયપ્પનઃ- હું પણ માનનીય પ્રધાનમંત્રીજી સાથે વાત કરતાં અતિ આનંદ અનુભવ કરી રહ્યો છું.
પ્રધાનમંત્રીઃ- નલવાડ તુક્કલ. ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
પોન મરિયપ્પનઃ- ધન્યવાદ પ્રધાનમંત્રીજી.
પ્રધાનમંત્રીઃ- તમારો આભાર.
આપણે હમણાં જ પોન મરિયપ્પનજી સાથે વાત કરી. જૂઓ, કેવી રીતે તેઓ લોકોનું કેશકર્તન તો કરે છે જ, તેમને પોતાનું જીવન સુધારવાની તક પણ આપે છે. થિરૂકુરલની લોકપ્રિયતા વિશે સાંભળીને બહુ સારૂં લાગ્યું, થિરૂકુરલની લોકપ્રિયતા વિશે આપ સૌએ પણ સાંભળ્યું. આજે હિંદુસ્તાનની તમામ ભાષાઓમાં થિરૂકુરલ ઉપલબ્ધ છે. જો તક મળે તો જરૂર વાંચવું જોઇએ. જીવન માટે તે એક પ્રકારે માર્ગદર્શક છે.
સાથીઓ, પંરતુ તમને એ જાણીને આનંદ થશે કે સમગ્ર ભારતમાં અનેક લોકો એવા છે જેમને જ્ઞાનનો પ્રસાર કરવાથી અપાર આનંદ મળે છે, આ એવા લોકો છે જે હંમેશા એ બાબતે તત્પર રહે છે કે દરેક જણ ભણવા માટે પ્રેરિત થાય. મધ્યપ્રદેશના સિંગરૌલીનાં શિક્ષિકા – ઉષા દુબેજીએ તો “સ્કૂટી”ને જ હરતાફરતા પુસ્તકાલયમાં ફેરવી નાખ્યું છે. તેઓ દરરોજ પોતાના હરતા-ફરતા પુસ્તકાલય સાથે કોઇ ને કોઇ ગામમાં પહોંચી જાય છે અને ત્યાં બાળકોને ભણાવે છે. બાળકો તેમને પ્રેમથી ચોપડીઓવાળાં દીદી કહીને બોલાવે છે. આ વર્ષે ઓગસ્ટમાં અરૂણાચલ પ્રદેશમાં નિરજૂલીના “રેયો” ગામમાં એક સ્વસહાય પુસ્તકાલય બનાવવામાં આવ્યું છે. બન્યું એવું કે ત્યાંની મીના ગુરૂંગ અને દિવાંગ હોસાઇને જયારે જાણવા મળ્યું કે ગામમાં કોઇ પુસ્તકાલય નથી તો તેમણે તેનું ભંડોળ ઉભું કરવા હાથ લંબાવ્યા. તમને એ જાણીને અચરજ થશે કે આ પુસ્તકાલય માટે સભ્યપદની કોઇ આવશ્યકતા જ નથી. કોઇ પણ વ્યક્તિ બે અઠવાડિયા માટે પુસ્તક લઇ જઇ શકે છે. વાંચ્યા પછી તે પરત આપવાનું હોય છે. આ પુસ્તકાલય સાતેય દિવસ, ચોવીસેય કલાક ખુલ્લું રહે છે. આસપાસના વાલીઓ આ જોઇને ઘણા ખુશ છે કે, એમનાં બાળકો પુસ્તક વાંચવામાં વ્યસ્ત છે. ખાસ કરીને એવા સમયે કે જયારે શાળાઓએ પણ ઓનલાઇન વર્ગો શરૂ કરી દીધા છે. તે જ રીતે ચંડીગઢમાં એક સ્વૈચ્છિક સંસ્થા ચલાવતા સંદીપ કુમારજીએ એક મીની વેનમાં હરતું ફરતું પુસ્તકાલય બનાવ્યું છે. તેના દ્વારા ગરીબ બાળકોને વાંચવા માટે મફત પુસ્તકો આપવામાં આવે છે. તેની સાથે જ ગુજરાતના ભાવનગરની પણ બે સંસ્થાઓ વિશે હું જાણું છું જે ખૂબ સુંદર કામ કરી રહી છે. તેમાંથી એક છે “વિકાસ વર્તુંળ ટ્રસ્ટ”. આ સંસ્થા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાનાર વિદ્યાર્થીઓ માટે ખૂબ મદદરૂપ છે. આ ટ્રસ્ટ 1975થી કામ કરી રહ્યું છે અને તે 5 હજાર પુસ્તકોની સાથે 140થી વધુ સામયિક ઉપલબ્ધ કરાવે છે. એવી જ એક સંસ્થા “પુસ્તક પરબ” છે. આ નવિનતાસભર યોજના છે જે સાહિત્યનાં પુસ્તકોની સાથે જ બીજાં પુસ્તકો પણ મફત ઉપલબ્ધ કરાવે છે. આ પુસ્તકાલયમાં આધ્યાત્મિક, આયુર્વેદિક ઉપચાર, અને કેટલાંયે અન્ય વિષયોને લગતાં પુસ્તકો પણ સામેલ છે. આપને જો આવા પ્રકારના પ્રયાસો વિષે કંઇ પણ જાણ હોય તો મારો આગ્રહ છે કે તમે તેને સોશિયલ મીડિયા પર જરૂર શેર કરજો. આ ઉદાહરણો પુસ્તક વાંચવા કે પુસ્તકાલય ખોલવા પૂરતાં મર્યાદિત નથી. બલ્કે એ નવા ભારતની તે ભાવનાનું પણ પ્રતીક છે જેમાં સમાજના વિકાસ માટે દરેક ક્ષેત્ર અને દરેક વર્ગના લોકો નવી-નવી અને ઇનોવેટીવ રીતો અપનાવી રહ્યા છે.
ગીતામાં કહેવામાં આવ્યું છે.—
ન હિ જ્ઞાનેન સદ્દશં પવિત્રમ્ ઇહ વિદ્યતે.
અર્થાત્ જ્ઞાનને સમાન, સંસારમાં કશું પણ પવિત્ર નથી. જ્ઞાનનો પ્રસાર કરનારા, આવા ઉમદા પ્રયાસ કરનારા, બધા મહાનુભાવોને હું દિલથી અભિનંદન આપું છું.
મારા વ્હાલા દેશવાસીઓ, થોડાક જ દિવસો પછી સરદાર વલ્લભભાઇ પટેલજીની જન્મજયંતી, 31 ઓકટોબરને આપણે સૌ, રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવીશું. “મન કી બાત”માં આપણે અગાઉ પણ સરદાર પટેલ વિષે વિસ્તારપૂર્વક વાત કરી છે. આપણે તેમનાં વિરાટ વ્યક્તિત્વનાં કેટલાંય પાસાં વિષે ચર્ચા કરી છે. બહુ ઓછા લોકો મળશે જેમનાં વ્યક્તિત્વમાં એક સાથે કેટલાંય ગુણો હાજર હોય. વૈચારિક ઊંડાણ, નૈતિક સાહસ, રાજનૈતિક વિલક્ષણતા, કૃષિ ક્ષેત્રનું ઊંડું જ્ઞાન અને રાષ્ટ્રીય એકતા પ્રત્યે સમર્પણ ભાવ. શું તમે સરદાર પટેલ વિશેની એ વાત જાણો છો જે તેમની રમૂજવૃત્તિ દર્શાવતી હોય. તે લોહપુરૂષની છબીની જરા કલ્પના કરો કે જે રાજા-રજવાડાં સાથે મંત્રણા કરી રહ્યા હતા, પૂજય બાપુના લોક આંદોલનનું વ્યવસ્થાપન કરી રહ્યા હતા, સાથોસાથ અંગ્રેજો સામે લડાઇ પણ લડી રહ્યા હતા. અને આ બધાં વચ્ચે પણ તેમની રમૂજવૃત્તિ પૂરા રંગમાં રહેતી હતી. બાપુએ સરદાર પટેલ વિશે કહ્યું હતું – તેમની વિનોદપૂર્ણ વાતો મને એટલું હસાવતી હતી કે હસતાં હસતાં પેટમાં આંટી પડી જતી હતી. આવું દિવસમાં એકાદ વાર નહીં, કેટલીયે વાર થતું હતું. આમાં આપણા માટે પણ એક શીખ છે, પરિસ્થિતિઓ ગમે તેટલી વિષમ કેમ ના હોય, પોતાની રમૂજવૃત્તિને જીવતી રાખો. તે આપણને સહજ તો રાખશે જ, આપણે પોતાની સમસ્યાનો ઉકેલ પણ કાઢી શકીશું. સરદાર સાહેબે આ જ તો કર્યું હતું.
મારા પ્યારા દેશવાસીઓ, સરદાર પટેલે પોતાનું પુરૂં જીવન દેશની એકતા માટે સમર્પિત કરી દીધું. તેમણે ભારતીય જનમાનસને સ્વતંત્રતા આંદોલન સાથે જોડ્યું. તેમણે સ્વતંત્રતાની સાથે ખેડૂતોના મુદ્દાઓને પણ જોડવાનું કામ કર્યું. તેમણે રાજા-રજવાડાઓને આપણા રાષ્ટ્રની સાથે એક કરવાનું કામ કર્યું. વિવિધતામાં એકતાના મંત્રને તેઓ દરેક ભારતીયના મનમાં જગાડી રહ્યા હતા.
સાથીઓ, આજે આપણે પોતાની વાણી, પોતાનો વ્યવહાર, પોતાના કર્મથી તે તમામ બાબતોને આગળ વધારવાની છે જે આપણને એક કરે. જે દેશના એક ભાગમાં રહેતા નાગરિકના મનમાં, બીજા ખૂણામાં રહેતા નાગરિક માટે સહજતા અને પોતાપણાનો ભાવ પેદા કરી શકે. આપણા પૂર્વજોએ સદીઓથી આવા પ્રયાસ નિરંતર કર્યા છે. હવે જૂઓ, કેરળમાં જન્મેલા પૂજય આદિ શંકરાચાર્યજીએ ભારતની ચારે દિશાઓમાં ચાર મહત્વપૂર્ણ મઠોની સ્થાપના કરી, ઉત્તરમાં બદ્રિકાશ્રમ, પૂર્વમાં પૂરી, દક્ષિણમાં શ્રૃંગેરી અને પશ્ચિમમાં દ્વારકા. તેમણે શ્રીનગરની યાત્રા પણ કરી, એ જ કારણ છે કે ત્યાં એક ‘શંકરાચાર્ય હિલ’ છે. તીર્થાટન પોતે જ ભારતને એક તાંતણે બાંધે છે. જયોતિર્લિંગો અને શક્તિપીઠોની શ્રૃંખલા ભારતને એક તાંતણે બાંધે છે. ત્રિપુરાથી લઇને ગુજરાત સુધી, જમ્મુ-કાશ્મીરથી લઇને તમિલનાડુ સુધી સ્થપાયેલાં આપણા શ્રધ્ધાનાં કેન્દ્રો આપણને “એક” કરે છે. ભક્તિ આંદોલન સમગ્ર ભારતમાં એક મોટું લોકઆંદોલન બની ગયું, જેણે આપણને ભક્તિના માધ્યમથી એકસંપ કર્યા. આપણા રોજીંદાજીવનમાં પણ આ બાબતો કેવીક તો ઓગળી ગઇ છે, જેમાં એકતાની તાકાત છે. દરેક અનુષ્ઠાન પહેલાં વિભિન્ન નદીઓનું આહવાન કરવામાં આવે છે. જેમાં છેક ઉત્તરમાં સ્થિત સિંધુ નદીથી લઇને દક્ષિણ ભારતની જીવનદાયીની કાવેરી નદી સુધી સામેલ છે. મોટેભાગે આપણે ત્યાં લોકો કહે છે, સ્નાન કરતી વખતે પવિત્ર ભાવથી એકતાનો મંત્ર બોલે છે –
ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતિ
નર્મદે સિન્ધુ કાવેરી, જલેડસ્મિન સન્નિધિમ્ કુરૂ..
આ જ રીતે શીખોનાં પવિત્ર સ્થળોમાં “નાંદેડ સાહિબ” અને “પટના સાહિબ” ગુરૂદ્વારા સામેલ છે. આપણા શીખ ગુરૂઓએ પણ પોતાના જીવન અને સત્કાર્યોના માધ્યમથી એકતાની ભાવનાને પ્રગાઢ બનાવી છે. ગઇ શતાબ્દિમાં આપણા દેશમાં ડોકટર બાબાસાહેબ આંબેડકર જેવી મહાન વિભૂતીઓ થઇ છે, જેમણે આપણને સૌને બંધારણના માધ્યમથી એકસંપ કર્યા.
સાથીઓ, Unity is power, Unity is Strength. એકતા શક્તિ છે, એકતા મજબૂતાઇ છે. Unity is Progress, Unity is empowerment. એકતા પ્રગતિ છે, એકતા સશક્તિકરણ છે. United we will scale new heights. એક રહીને જ આપણે નવી ઉંચાઇઓ સર કરીશું.
જો કે, એવી શક્તિઓ પણ હાજર હોય છે, જે સતત આપણા મનમાં શંકાનાં બીજ વાવવાની કોશિશ કરતી રહે છે, દેશને વહેંચવાનો પ્રયાસ કરે છે. દેશે પણ દર વખતે આ બદ-ઇરાદાઓનો જડબાતોડ જવાબ આપ્યો છે. આપણે સતત પોતાની સર્જનાત્મકતાથી, પ્રેમથી, હરપળ પ્રયાસપૂર્વક પોતાના નાનામાં નાનાં કામોમાં, “એક ભારત – શ્રેષ્ઠ ભારત”ના સુંદર રંગોને સામે લાવવાના છે, એકતાના નવા રંગો પૂરવાના છે, અને દરેક નાગરિકે પૂરવાના છે. આ સંદર્ભમાં હું આપ સૌને એક વેબસાઇટ જોવાનો આગ્રહ કરૂં છું. ‘એક ભારત ડોટ ગોવ ડોટ ઇન ’ – તેમાં રાષ્ટ્રીય અખંડિતતાની આપણી ઝુંબેશને આગળ વધારવાના અનેક પ્રયાસ જોવા મળશે. એનો એક રસપ્રદ કોર્નર છે – ‘ આજ કા વાક્ય ’. આ વિભાગમાં આપણે દરરોજ એક વાક્યને અલગ અલગ ભાષાઓમાં કેવી રીતે બોલી શકીએ તે શીખી શકીએ છીએ. તમે આ વેબસાઇટમાં યોગદાન પણ કરો. જેમ કે, દરેક રાજય અને સંસ્કૃતિમાં અલગ અલગ ખાનપાન હોય છે. આ વાનગીઓ સ્થાનિક ખાસ ચીજવસ્તુઓ એટલે કે અનાજ અને મસાલા વડે બનાવવામાં આવે છે. શું આપણે આ સ્થાનિક ખાદ્યચીજની બનાવવાની રીત – રેસીપીને તેનાં ઘટકોનાં સ્થાનિક નામો સાથે ‘એક ભારત – શ્રેષ્ઠ ભારત’ વેબસાઇટ પર શેર કરી શકીએ ? Unity અને Immunity એકતા અને રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટે આનાથી વધુ સારી રીત બીજી કઇ હોઇ શકે?
સાથીઓ, આ મહિનાની 31 તારીખે કેવડિયામાં ઐતિહાસિક સ્ટેચ્યુ ઓફ યુનિટી પર યોજાનારા અનેક કાર્યક્રમોમાં સામેલ થવાનો મને મોકો મળશે. તમે લોકો પણ જરૂર જોડાજો.
મારા વ્હાલા દેશવાસીઓ, 31 ઓકટોબરે આપણે વાલ્મીકી જયંતી પણ ઉજવીશું. મહર્ષિ વાલ્મીકીને હું નમન કરૂં છું અને આ ખાસ પ્રસંગ માટે દેશવાસીઓને હાર્દિક શુભેચ્છા પાઠવું છું. મહર્ષિ વાલ્મીકીના મહાન વિચારો કરોડો લોકોને પ્રેરીત કરે છે, બળ આપે છે. લાખો-કરોડો ગરીબો અને દલિતો માટે તેઓ બહુ મોટી આશા છે. તેમની અંદર આશા અને વિશ્વાસનો સંચાર કરે છે. તેઓ કહે છે – કોઇપણ મનુષ્યની ઇચ્છાશક્તિ જો તેની સાથે હોય, તો તે કોઇપણ કામ બહુ સરળતાથી કરી શકે છે. આ ઇચ્છાશક્તિ જ છે જે કેટલાય યુવાનોને અસાધારણ કાર્ય કરવાની તાકાત આપે છે. મહર્ષિ વાલ્મીકીએ હકારાત્મક વિચારસરણી પર ભાર મૂક્યો. તેમના માટે સેવા અને માનવીય ગૌરવનું સ્થાન સર્વોપરી છે. મહર્ષિ વાલ્મીકીના આચાર, વિચાર અને આદર્શ આજે ‘ન્યૂ ઇન્ડિયા’ ના આપણા સંકલ્પ માટે પ્રેરણા પણ છે અને દિશા-સૂચન પણ છે. ભાવિ પેઢીઓના માર્ગદર્શન માટે રામાયણ જેવા મહાગ્રંથની તેમણે રચના કરી તે માટે આપણે મહર્ષિ વાલ્મીકીના સદાય ઋણી રહીશું.
31 ઓકટોબરે ભારતનાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીને આપણે ગુમાવ્યાં હતાં. હું આદરપૂર્વક તેમને શ્રધ્ધાંજલિ આપું છું.
મારા વ્હાલા દેશવાસીઓ, કાશ્મીરનું પુલવામા આજે પૂરા દેશને ભણાવવામાં મહત્વની ભૂમિકા અદા કરી રહ્યું છે. સમગ્ર દેશમાં બાળકો આજે પોતાનું Home Work ઘરકામ કરે છે, નોટ્સ બનાવે છે ત્યારે ક્યાંકને ક્યાંક તેની પાછળ પુલવામાના લોકોની સખત મહેનત પણ છે. કાશ્મીર ખીણ, આખા દેશની લગભગ ૯0 ટકા પેન્સીલ સ્લેટની- લાકડાની પટ્ટીની માગ પૂરી કરે છે. અને તેમાં બહુ મોટી ભાગીદારી પુલવામાની છે. એક સમયે આપણે વિદેશમાંથી પેન્સીલ માટે લાકડું મંગાવતા હતા. પરંતુ હવે આ ક્ષેત્રમાં આપણું પુલવામા દેશને આત્મનિર્ભર બનાવી રહ્યું છે. હકીકતમાં પુલવામાની આ પેન્સીલ સ્લેટ્સ રાજયો વચ્ચેનું અંતર ઓછું કરી રહી છે. ખીણના ચીનારનું લાકડું ભેજના વધુ પ્રમાણવાળું અને પોચું હોય છે. જે તેને પેન્સીલના ઉત્પાદન માટે સૌથી અનૂકુળ બનાવે છે. પુલવામામાં ઉક્ખૂને પેન્સીલ વિલેજના નામથી ઓળખવામાં આવે છે. અહીં પેન્સીલ સ્લેટના ઉત્પાદનનાં કેટલાંય એકમો છે. જે રોજગાર પૂરો પાડી રહ્યા છે. અને તેમાં સારી એવી સંખ્યામાં મહિલાઓ કામ કરે છે.
સાથીઓ, પુલવામાની પોતાની આ ઓળખ ત્યારે સ્થાપિત થઇ છે, જયારે ત્યાંના લોકોએ કંઇક નવું કરવાનો નિર્ધાર કર્યો, કામની બાબતમાં જોખમ ઉઠાવ્યું અને પોતાની જાતને તેના પ્રત્યે સમર્પિત કરી દીધી. આવા જ કર્મઠ લોકોમાંના એક છે – મંજૂર અહમદ અલાઇ. મંજૂરભાઇ પહેલાં લાકડા કાપનારા એક સામાન્ય મજૂર હતા. મંજૂરભાઇ કંઇક નવું કરવા ઇચ્છતા હતા જેથી એમની આવનારી પેઢીઓ ગરીબીમાં ના જીવે. તેમણે પોતાની વારસાગત જમીન વેચી નાખી અને એપલ વૂડન બોકસ એટલે કે સફરજન ભરવાની લાકડાની પેટીઓ બનાવવાનું એકમ શરૂ કર્યું. તેઓ પોતાના નાનકડા બિઝનેસમાં લાગેલા હતા. ત્યારે મંજૂરભાઇને કયાંકથી ખબર પડી કે પેન્સીલના ઉત્પાદનમાં Poplar Wood એટલે કે ચિનારના લાકડાનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. આ જાણકારી મળ્યા પછી મંજૂરભાઇએ પોતાની ઉદ્યોગસાહસિકતાનો પરિચય આપતાં કેટલાંક વિખ્યાત પેન્સીલ ઉત્પાદન એકમોને poplar wood પૂરૂં પાડવાનું શરૂ કર્યું. મંજૂરજીને આ ખૂબ ફાયદાકારક લાગ્યું અને તેમની આવક પણ સારી એવી વધવા લાગી. સમય વીતતાં તેમણે પેન્સીલ સ્લેટ ઉત્પાદનની મશીનરી લઇ લીધી અને ત્યાર પછી તેમણે દેશની મોટીમોટી કંપનીઓને પેન્સીલ સ્લેટ પૂરી પાડવાનું શરૂ કરી દીધું. આજે મંજૂરભાઇના આ બિઝનેસનું ટર્નઓવર કરોડોમાં છે અને તેઓ લગભગ બસો લોકોને આજીવિકા પણ પૂરી પાડી રહ્યા છે. આજે મન કી બાતના માધ્યમથી બધા દેશવાસીઓ તરફથી હું મંજૂરભાઇ સહિત પુલવામાના મહેનતુ ભાઇઓ-બહેનોની અને તેમના પરિવારજનોની પ્રશંસા કરૂં છું. આપ સૌ દેશના young minds ને શિક્ષિત કરવા માટે પોતાનું કિંમતી યોગદાન આપી રહ્યાં છો.
મારા પ્યારા દેશવાસીઓ, લોકડાઉન દરમ્યાન ટેકનોલોજી આધારિત સેવા પૂરી પાડવાના અનેક પ્રયોગ આપણા દેશમાં થયા છે. અને હવે એવું નથી રહ્યું કે બહુ મોટી ટેકનોલોજી અને માલ પરિવહન કંપનીઓ જ આ કરી શકે છે. ઝારખંડમાં આ કામ મહિલાઓના સ્વસહાયજૂથે કરી બતાવ્યું છે. આ મહિલાઓએ ખેડૂતોના ખેતરમાંથી શાકભાજી અને ફળ લીધાં અને સીધાં જ ઘરો સુધી પહોંચાડ્યાં. આ મહિલાઓએ ‘આજીવિકા ફાર્મ ફ્રેશ’ નામની એક એપ બનાવડાવી, જેના દ્વારા લોકો સહેલાઇથી શાકભાજી મંગાવી શકતા હતા. આ પૂરા પ્રયાસથી ખેડૂતોને પોતાનાં શાકભાજી અને ફળોના સારા ભાવ મળ્યા અને લોકોને પણ તાજાં શાકભાજી મળતાં રહ્યાં. ત્યાં ‘આજીવિકા ફાર્મ ફ્રેશ’ એપનો વિચાર ખૂબ લોકપ્રિય થઇ રહ્યો છે. લોકડાઉનમાં તેમણે 50 લાખ રૂપિયાથી પણ વધુનાં ફળ અને શાકભાજી લોકો સુધી પહોંચાડ્યાં છે. સાથીઓ, કૃષિ ક્ષેત્રમાં નવી સંભાવનાઓ ઉભી થતી જોઇ, આપણા યુવાનો પણ સારી એવી સંખ્યામાં તેમાં જોડાઇ રહ્યા છે. મધ્યપ્રદેશના બડવાનીમાં અતુલ પાટીદાર પોતાના વિસ્તારના 4 હજાર ખેડૂતોને ડીજીટલ રૂપે જોડી ચૂકયા છે. આ ખેડૂતો અતુલ પાટીદારના ‘ ઇ-પ્લેટફોર્મ ફાર્મકાર્ડ ’ દ્વારા ખાતર, બિયારણ, જંતુનાશક, ફૂગનાશક વગેરે ખેતી માટે જરૂરી સામાન ઘરે બેઠાં જ મેળવી રહ્યા છે. એટલે કે ખેડૂતોને ઘર સુધી તેમની જરૂરીયાતની વસ્તુઓ મળી રહી છે. આ ડીજીટલ પ્લેટફોર્મ પર આધુનિક કૃષિ ઉપકરણો પણ ભાડે મળી રહે છે. લોકડાઉનના સમયે પણ આ ડીજીટલ પ્લેટફોર્મના માધ્યમથી ખેડૂતોને હજારો પેકેટ પહોંચાડવામાં આવ્યાં. જેમાં કપાસ અને શાકભાજીનાં બિયારણ પણ હતાં. અતુલજી અને તેમની ટીમ ખેડૂતોને ટેકનિકની બાબતમાં પણ જાગૃત કરી રહી છે, ઓનલાઇન પેમેન્ટ તથા ખરીદી શીખવી રહી છે.
સાથીઓ, હાલમાં મહારાષ્ટ્રની એક ઘટના પર મારૂં ધ્યાન ગયું. ત્યાં એક ખેડૂત ઉત્પાદક કંપનીએ મકાઇની ખેતી કરનારા ખેડૂતો પાસેથી મકાઇ ખરીદી. કંપનીએ આ વખતે ખેડૂતોને ભાવ ઉપરાંત બોનસ પણ આપ્યું. ખેડૂતોને પણ એક સુખદ આશ્ચર્ય થયું. જયારે તે કંપનીને પૂછ્યું તો તેણે કહ્યું કે ભારત સરકારે જે નવા કૃષિ કાનૂન બનાવ્યા છે તે અંતર્ગત ખેડૂત પોતાની જણસ ભારતમાં કયાંય પણ વેચી શકે છે, અને તેમને સારા ભાવ મળી રહ્યા છે. એટલે તેમણે વિચાર્યું કે આ વધારાનો નફો ખેડૂતોને પણ વહેંચવો જોઇએ. તેના પર ખેડૂતોનો પણ હક છે, અને તેમણે ખેડૂતોને આ રીતે બોનસ આપ્યું છે, સાથીઓ, અત્યારે આ બોનસ ભલે થોડું હોય, પણ આ શરૂઆત બહુ મોટી છે. તેનાથી આપણને એ ખબર પડે છે કે નવા કૃષિ-કાનૂનથી પાયાના સ્તરે કેવા પ્રકારનું પરિવર્તન ખેડૂતોના પક્ષમાં આવવાની સંભાવનાઓ ભરેલી છે.
મારા વ્હાલા દેશવાસીઓ, મન કી બાતમાં આજે દેશવાસીઓની અસાધારણ ઉપલબ્ધીઓ, આપણા દેશ, આપણી સંસ્કૃતિના અલગઅલગ પાસાંઓ વિશે આપ સૌ સાથે વાત કરવાની તક મળી. આપણો દેશ પ્રતિભાશાળી લોકોથી ભરેલો છે. જો તમે પણ એવા લોકોને જાણતા હો તો તેમના વિશે વાત કરો, લખો અને તેમની સફળતાઓને શેર કરો. આવનારા તહેવારોના આપને અને આપના પૂરા પરિવારને ખૂબખૂબ અભિનંદન. પરંતુ એક વાત યાદ રાખજો, અને તહેવારોમાં જરા વિશેષ રીતે યાદ રાખજો, કે માસ્ક પહેરવાનો છે, હાથ સાબુથી ધોતા રહેવાનું છે અને બે ગજનું અંતર જાળવી રાખવાનું છે.
સાથીઓ, આવતા મહિને ફરી આપની સાથે મન કી બાત થશે. ખૂબ ખૂબ ધન્યવાદ… !
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. કોરોનાના આ કપરા સમયમાં આખી દુનિયા અનેક પરિવર્તનોમાંથી પસાર થઈ રહી છે. આજે જ્યારે બે ગજનું અંતર એક અનિવાર્ય જરૂરિયાત બની ગયું છે, તો આ જ સંકટની ઘડીએ પરિવારના સભ્યોને એકબીજા સાથે જોડવા અને નજીક લાવવાનું કામ પણ કર્યું છે. પરંતુ આટલા લાંબા સમય સુધી એક સાથે રહેવું, કેવી રીતે રહેવું, સમય કેવી રીતે પસાર કરવો, દરેક પળ ખુશીઓથી ભરેલી કેવી રીતે હોય? તો કેટલાક પરિવારોને સમસ્યાઓનો સામનો કરવો પડ્યો અને તેનું કારણ તે હતું કે, આપણી પરંપરાઓ, જે પરિવારમાં એક પ્રકારનાં સંસ્કાર સરિતા તરીકે ચાલતી હતી, તેની અછતનો અનુભવ થવા લાગ્યો છે, એવું લાગે છે, ઘણા પરિવારો છે કે જ્યાં આ બધું સમાપ્ત થઈ ચૂક્યું છે, અને તેને કારણે, તે અછત હોવા છતાં, પરિવારો માટે આ કટોકટીનો સમય ગાળવો થોડો મુશ્કેલ બની ગયો હતો, અને તેમાં એક મહત્વની વાત કઇ હતી? દરેક કુટુંબમાં, પરિવારના કોઈને કોઈ વૃદ્ધ લોકો, વડીલો વાર્તાઓ કહેતા હતા અને ઘરને નવી પ્રેરણા, નવી ઉર્જાથી ભરી દે છે. આપણે ચોક્કસ અનુભવ્યું હશે કે આપણા પૂર્વજોએ જે શૈલીઓ ઘડી હતી, તે આજે પણ કેટલી મહત્ત્વની છે અને જ્યારે તે નથી હોતા, ત્યારે આપણને તેનો કેટલો અભાવ લાગે છે. આવી જ એક શૈલી, જેમ મેં કહ્યું, વાર્તા કહેવાની કળા story telling છે. સાથીઓ, વાર્તાઓનો ઇતિહાસ એટલો જ જૂનો છે જેટલી માનવ સભ્યતા.
‘where there is a soul there is a story’
વાર્તાઓ, લોકોના રચનાત્મક અને સંવેદનશીલ પક્ષને સામે લાવે છે. તેને પ્રગટ કરે છે. વાર્તાની તાકાતને અનુભવવી હોય તો જ્યારે કોઈ માં પોતાના નાના બાળકને સૂવડાવવા માટે અથવા તો તેને ખાવાનું ખવડાવવા માટે વાર્તા સંભળાવી રહી હોય ત્યારે જુઓ. હું મારા જીવનમાં ઘણાં લાંબા સમય સુધી એક ભટકતા તપસ્વીના રૂપમાં રહ્યો. ફરતા રહેવું એ જ મારું જીવન હતું. રોજ નવું ગામ, નવા લોકો, નવા પરિવાર, પરંતુ જ્યારે હું પરિવારમાં જતો હતો, તો હું બાળકો સાથે જરૂર વાત કરતો હતો અને ક્યારેક-ક્યારેક બાળકોને કહેતો હતો કે ચલો ભઈ, મને કોઈ વાર્તા સંભળાવો, તો હું હેરાન થઈ જતો, બાળકો મને કહેતા હતા, નહીં અંકલ વાર્તા નહીં, અમે રમૂજી ટૂચકાઓ સંભળાવીશું, અને મને પણ તેઓ એમ જ કહેતા હતા કે અંકલ આપ અમને રમૂજી ટૂચકાઓ સંભળાવો, એટલે કે તેમને વાર્તાઓનો કોઈ પરિચય જ નહોતો. મોટાભાગનું તેમનું જીવન રમૂજી ટૂચકાઓમાં જ સમાયેલું હતું.
સાથીઓ ભારતમાં વાર્તા કહેવાની, કિસ્સાઓ કહેવાની કળાની એક સમૃદ્ધ પરંપરા રહી છે. આપણને ગર્વ છે કે આપણે તે દેશના રહેવાસી છીએ જ્યાં હિતોપદેશ અને પંચતંત્રની પરંપરા રહી છે, જ્યાં વાર્તાઓમાં પશુ-પક્ષીઓ અને પરીઓની કાલ્પનિક દુનિયા બનાવવામાં આવી, જેથી વિવેક અને બુદ્ધિમતાની વાતોને સરળતાથી સમજાવી શકાય. આપણે ત્યાં કથાની પરંપરા રહી છે. આ ધાર્મિક વાર્તાઓ કહેવાની પ્રાચિન પદ્ધતિ છે. તેમાં કતાકાલક્ષેવમ પણ સામેલ રહ્યું છે. આપણે ત્યાં વિવિધ પ્રકારની લોક કથાઓ પ્રચલિત છે. તામિલનાડુ અને કેરળમાં વાર્તા સંભળાવવાની બહુ જ રોચક પદ્ધતિ છે. તેને વિલ્લૂ પાટ કહેવામાં આવે છે. તેમાં વાર્તા અને સંગીતનું બહુ જ આકર્ષક સામંજસ્ય હોય છે. ભારતમાં કઠપૂતળીની જીવંત પરંપરા પણ રહી છે. હમણાં science અને science fiction સાથે જોડાયેલી વાર્તાઓ તેમજ વાર્તા કહેવાની શૈલી પણ લોકપ્રિય થઈ રહી છે. હું જોઈ રહ્યો છું કે કેટલાય લોકો કિસ્સાઓ કહેવાની કળાને આગળ વધારવા માટે ઘણી જ પ્રશંસનિય પહેલ કરી રહ્યા છે. મને gaathastory.in જેવી વેબસાઈટ વિશે જાણકારી મળી, જેને અમર વ્યાસ બીજા લોકો સાથે મળીને ચલાવે છે. અમર વ્યાસ IIM અમદાવાદથી MBA કર્યા બાદ વિદેશ ચાલ્યા ગયા, પછી પરત ફર્યા. હમણાં બેંગલુરુમાં રહે છે અને સમય કાઢીને વાર્તાઓ સાથે જોડાયેલું આ પ્રકારનું રસપ્રદ કાર્ય કરી રહ્યા છે. આવા કેટલાય પ્રયત્નો છે જે ગ્રામિણ ભારતની વાર્તાઓને ઘણી પ્રચલિત કરી રહ્યા છે. વૈશાલી વ્યવહારે દેશપાંડે જેવા કેટલાય લોકો છે જે તેને મરાઠીમાં પણ લોકપ્રિય બનાવી રહ્યા છે.
ચેન્નઈના શ્રીવિદ્યા વીર રાઘવન પણ આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલી વાર્તાઓના પ્રચાર-પ્રસાર કરવામાં લાગેલા છે, તો કથાલય અને The Indian story telling network નામની બે વેબસાઈટ પણ આ ક્ષેત્રમાં જબરદસ્ત કાર્ય કરી રહી છે. ગીતા રામાનુજમે kathalaya.org માં વાર્તાઓને કેન્દ્રિત કરી છે, તો The Indian story telling network ના માધ્યમથી અલગ-અલગ શહેરોના story tellersનું નેટવર્ક તૈયાર કરવામાં આવી રહ્યું છે. બેંગલુરુમાં એક વિક્રમ શ્રીધર છે, જે બાપુ સાથે જોડાયેલી વાર્તાઓને લઈને ઘણાં ઉત્સાહિત છે. હજુ પણ ઘણાં લોકો, આ ક્ષેત્રમાં કામ કરી રહ્યા હશે – આપ જરૂર તેમના વિશે સોશિયલ મીડિયા પર શેર કરો.
આજે આપણી સાથે બેંગલુરુ Story telling societyની બહેન અપર્ણા અત્રેય અને અન્ય સભ્યો જોડાયા છે. આવો તેમની સાથે વાત કરીએ અને જાણીએ તેમના અનુભવો.
પ્રધાનમંત્રી – હેલો
અપર્ણા – નમસ્કાર આદરણીય પ્રધાનમંત્રી જી. કેમ છો આપ ?
પ્રધાનમંત્રી – હું ઠીક છું. આપ કેમ છો અપર્ણાજી?
અપર્ણા – એકદમ સારી સરજી. સૌથી પહેલાં હું બેંગલુરુ સ્ટોરી ટેલીંગ સોસાયટીની તરફથી ઘન્યવાદ આપવા માંગુ છું કે આપે અમારા જેવા કલાકારોને આ મંચ પર બોલાવ્યા છે અને વાત કરી રહ્યા છો.
પ્રધાનમંત્રી – અને મેં સાંભળ્યું છે કે આજે તો કદાચ તમારી આખી ટીમ પણ તમારી સાથે બેઠી છે.
અપર્ણા – જી…જી. બિલકુલ. બિલકુલ સર.
પ્રધાનમંત્રી – તો સારું રહેશે કે આપની ટીમનો પરિચય કરાવી દો. જેથી મન કી બાતના જે શ્રોતાઓ છે તેમને પરિચય થઈ જાય કે તમે લોકો કેવું મોટું અભિયાન ચલાવી રહ્યા છો.
અપર્ણા – સર, હું અપર્ણા અત્રેય છું, બે બાળકોની માં છું, એક ભારતીય વાયુસેનાના અધિકારીની પત્ની છું અને એક passionate storyteller છું સર. સ્ટોરીટેલીંગની શરૂઆત 15 વર્ષ પહેલાં થઈ હતી જ્યારે હું સોફ્ટવેર ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહી હતી. ત્યારે હું CSR projectsમાં voluntary કામ કરવા માટે જ્યારે ગઈ હતી ત્યારે હજારો બાળકોને વાર્તાઓના માધ્યમથી શિક્ષણ આપવાનો મોકો મળ્યો અને આ વાર્તા જે હું કહી રહી હતી તે મારી દાદીમાં પાસેથી સાંભળી હતી. પરંતુ જ્યારે વાર્તા સાંભળતી વખતે મેં જે ખુશી તે બાળકોમાં જોઈ, હું શું કહું આપને, કેટલું સ્મિત હતું, કેટલી ખુશી હતી, તે તે જ સમયે મેં નક્કી કર્યું કે સ્ટોરીટેલીંગ મારા જીવનનું એક લક્ષ્ય હશે, સર.
પ્રધાનમંત્રી – આપની ટીમમાં અન્ય કોણ કોણ છે ત્યાં?
અપર્ણા – મારી સાથે શૈલજા સંપત.
શૈલજા – નમસ્કાર સર.
પ્રધાનમંત્રી – નમસ્કાર જી.
શૈલજા – હું શૈલજા સંપત વાત કરી રહી છું. હું તો પહેલાં ટીચર હતી, ત્યાર પછી જ્યારે મારા બાળકો મોટા થયા ત્યારે મેં થીયેટરમાં કામ શરૂ કર્યું અને finally વાર્તાઓને સંભળાવવામાં સૌથી વધુ સંતોષ મળ્યો. પ્રધાનમંત્રી – ધન્યવાદ
શૈલજા – મારી સાથે સૌમ્યા છે.
સૌમ્યા – નમસ્કાર સર.
પ્રધાનમંત્રી – નમસ્તે જી.
સૌમ્યા – હું છું સૌમ્યા શ્રીનિવાસન. હું એક સાયકોલોજીસ્ટ છું. હું જ્યારે કામ કરું છું, બાળકો અને મોટા લોકો સાથે તેમાં વાર્તાઓ દ્વારા મનુષ્યોના નવરસોને જગાડવાની કોશિષ કરું છું અને તેમની સાથે ચર્ચાઓ પણ કરું છું. આ મારું લક્ષ્ય છે. ‘Healing and transformative storytelling’ |
અપર્ણા – નમસ્તે સર.
પ્રધાનમંત્રી – નમસ્તે જી.
અપર્ણા – મારું નામ અપર્ણા જયશંકર છે. આમ તો મારું સૌભાગ્ય છે કે હું મારા નાના-નાની અને દાદા-દાદી સાથે આ દેશના વિવિધ ભાગોમાં મારું પાલન થયું છે તેથી રામાયણ, પુરાણો અને ગીતાની વાર્તાઓ મને વારસામાં રોજ રાતે મળતી હતી અને બેંગલુરુ સ્ટોરી ટેલીંગ સોસાયટી જેવી સંસ્થા છે તો મારે સ્ટોરીટેલર બનવાનું જ હતું. મારી સાથે મારી સાથી લાવણ્યા પ્રસાદ છે.
પ્રધાનમંત્રી – લાવણ્યાજી નમસ્તે.
લાવણ્યા – નમસ્તે સર. હું એક ઈલેક્ટ્રિકલ એન્જિનિયર પરંતુ હવે એક પ્રોફેશનલ સ્ટોરીટેલર છું. સર હું મારા દાદા પાસેથી વાર્તાઓ સાંભળીને મોટી થઈ છું. હું વરિષ્ઠ નાગરિકો સાથે કામ કરું છું. રૂટ નામના મારા એક સ્પેશિયલ પ્રોજેક્ટ કે જેમાં હું તેમને તેમના પરિવાર માટે તેમની જીવન વાર્તાના દસ્તાવેજીકરણ કરવામાં મદદ કરું છું.
પ્રધાનમંત્રી – લાવણ્યા જી આપને ઘણી શુભેચ્છાઓ. અને જેમ આપે કહ્યું મેં પણ એક વખત મન કી બાતમાં બધાને કહ્યું હતું કે આપ પરિવારમાં દાદા-દાદી, નાના-નાની હોય, તો તેમની પાસેથી તેમના બાળપણની વાર્તાઓ પૂછો અને તેને ટેપ કરી લ્યો, રેકોર્ડ કરી લ્યો, ઘણું જ કામ આવશે એ મેં કહ્યું હતું. પરંતુ મને ઘણું જ સારું લાગ્યું કે એક તો આપ બધાએ આપનો જે પરિચય આપ્યો તેમાં પણ તમારી કળા, તમારી કોમ્યુનિકેશન સ્કિલ અને ઘણાં જ ઓછા શબ્દોમાં ઘણી જ સારી રીતે આપે આપનો પરિચય કરાવ્યો તેથી હું પણ આપને અભિનંદન પાઠવું છું.
લાવણ્યા – આભાર સર… આભાર..
હવે જે આપણા મન કી બાતના શ્રોતાઓ છે તેમનું પણ મન કરતું હશે વાર્તા સાંભળવાનું. શું હું આપને રિક્વેસ્ટ કરી શકું કે એક-બે વાર્તાઓ આપ લોકો સંભળાવો.?
સમૂહ સ્વર – જી બિલકુલ, તે અમારું સૌભાગ્ય છે જી.
ચાલો ચાલો સાંભળીએ , વાર્તા એક રાજાની. રાજાનું નામ હતું કૃષ્ણ દેવ રાય અને રાજ્યનું નામ હતું વિજયનગર. હવે રાજા અમારા હતા તો ઘણાં ગુણવાન. જો તેમનામાં કોઈ ખોટ દેખાડવી જ હોય તો તે હતી, સૌથી વધારે પ્રેમ પોતાના મંત્રી તેનાલી રામા તરફ અને બીજો ભોજન તરફ. રાજા જી રોજ બપોરના ભોજન માટે બહુ આશા સાથે બેસતા હતા – કે આજે કંઈક સારુ બન્યું હશે અને રોજ તેમના રસોઈયા તેમને એ જ શાકભાજી ખવડાવતા હતા – તૂરિયા, દૂધી, કોળું, ટિંડોરા, ઉફફ્. એમ જ એક દિવસ રાજાએ ખાતા ખાતા ગુસ્સામાં થાળી ફેંકી દીધી અને તેમના રસોઈયાને આદેશ આપ્યો કે કાલે અન્ય કોઈ સ્વાદિસ્ટ શાક બનાવજો અથવા તો કાલે હું તને ફાંસી પર ચડાવી દઈશ. રસોઈયો બિચારો ડરી ગયો. હવે નવા શાક માટે તે ક્યાં જાય. રસોઈયો દોડતો દોડતો ગયો સીધો તેનાલી રામા પાસે અને તેને આખી વાત સંભળાવી. સાંભળીને તેનાલી રામાએ રસોઈયાને એક ઉપાય આપ્યો. બીજા દિવસે રાજા બપોરના ભોજન માટે આવ્યા અને રસોઈયાને બોલાવ્યો. આજે કંઈક નવું સ્વાદિષ્ટ બન્યું છે કે હું ફાંસીનો માંચડો તૈયાર કરું. ડરેલા રસોઈયાએ ઝડપથી થાળી સજાવી અને રાજા માટે ગરમાગરમ ખાવાનું પીરસ્યું. થાળીમાં નવું શાક હતું. રાજા ઉત્સાહિત થઈ ગયા અને થોડું શાક ચાખ્યું. વાહ….. શું શાક હતું. ન તૂરિયાની જેમ ફિક્કું કે ન કોળાની જેમ મીઠું હતું. રસોઈયાએ જે પણ મસાલા શેકીને, વાટીને નાખ્યા હતા, બધા બહુ સારી રીતે ચડી ગયા હતા. આંગળીઓ ચાટતા ચાટતા સંતુષ્ટ રાજાએ રસોઈયાને બોલાવ્યો અને પૂછ્યું કે આ કયું શાક હતું. આનું નામ શું છે.?
જેમ શિખવાડવામાં આવ્યું હતું તેવી જ રીતે રસોઈયાએ જવાબ આપ્યો. મહારાજ આ મુગટધારી રિંગણું છે. પ્રભુ, તમારી જેમ જ આ પણ શાકનો રાજા છે અને તેથી અન્ય શાક દ્વારા રિંગણાને મુગટ પહેરાવવામાં આવ્યો. રાજા ખુશ થયા અને ઘોષિત કર્યું કે આજથી અમે આ જ મુગટધારી રિંગણાં ખાશું. અને માત્ર અમે જ નહીં, અમારા રાજ્યમાં પણ, માત્ર રિંગણ જ બનશે અને કોઈ અન્ય શાક નહીં બને.
રાજા અને પ્રજા બંને ખુશ હતા. એટલે કે પહેલા-પહેલાં તો બધા ખુશ હતા કે તેમને નવું શાક મળ્યું છે, પરંતુ જેમ-જેમ દિવસો વધતા ગયા, સૂર વિસરાતો ગયો. એક ઘરમાં રિંગણ ભડથું તો બીજા ઘરમાં રિંગણભાજા. એકને ત્યાં કટ્ટાનો સંભાર તો બીજાને ત્યાં વાંગી ભાત. એક જ રિંગણું બિચારું કેટલા રૂપ ધારણ કરે. ધીરે ધીરે રાજા પણ કંટાળી ગયા. રોજ એ જ રિંગણું. અને એક દિવસ એવો આવ્યો કે રાજાએ રસોઈયાને બોલાવ્યો અને ખૂબ વઢ્યા. તને કોણે કહ્યું હતું કે રિંગણાના માથે મુગટ હોય છે. આ રાજ્યમાં હવેથી કોઈ રિંગણાં નહીં ખાય. કાલથી બાકી કોઈપણ શાક બનાવજે, પરંતુ રિંગણાં ન બનાવતો. જેવી આપની આજ્ઞા, મહારાજ કહીને રસોઈયો સીધો ગયો તેનાલી રામા પાસે. તેનાલી રામાના પગ પકડીને કહ્યું કે મંત્રી જી…ધન્યવાદ, આપે મારા પ્રાણ બચાવી લીધા. તમારા ઉપાયને કારણે હવે હું કોઈપણ શાક રાજાને ખવડાવી શકું છું. તેનાલી રામાએ હસતા હસતાં કહ્યું, એ મંત્રી જ શું કે જે રાજાને ખુશ ન રાખી શકે. અને આવી રીતે રાજા કૃષ્ણ દેવ રાય અને મંત્રી તેનાલી રામાની વાર્તાઓ બનતી રહી અને લોકો સાંભળતા રહ્યા. ધન્યવાદ.
પ્રધાનમંત્રી – આપે વાતમાં એટલી, exactness હતી, એટલી બારિકીઓને પકડી હતી, હું સમજું છું કે બાળકો, મોટાઓ કોઈપણ સાંભળશે, કેટલીયે વસ્તુનું સ્મરણ રાખશે. ઘણી જ સારી રીતે આપે કહ્યું અને વિશેષ coincidence એવો છે કે દેશમાં પોષણ મહિનો ચાલી રહ્યો છે અને તમારી વાર્તા ભોજન સાથે જોડાયેલી હતી.
… અને હું જરૂર આ જે સ્ટોરી ટેલર્સ આપ લોકો છો, તેમજ અન્ય લોકો પણ છે. આપણે કેવી રીતે આપણા દેશની નવી પેઢીને આપણા મહાપુરુષ, મહાન માતાઓ-બહેનો જે થઈ ગઈ છે. કથાઓના માધ્યમથી તેમની સાથે કેવી રીતે જોડાઈ શકાય. આપણે કથા-શાસ્ત્રનો વધુને વધુ પ્રચાર કરીએ, પોપ્યુલર કરીએ, અને દરેક ઘરમાં સારી કથા કહેવી, સારી વાર્તાઓ બાળકોને સંભળાવવી, તે જન-જીવનની બહુ મોટી ક્રેડિટ હોય. આ વાતાવરણ કેવી રીતે બનાવીએ, તે દિશામાં આપણે બધાએ મળીને કામ કરવું જોઈએ, પરંતુ મને ઘણું જ સારું લાગ્યું આપ લોકો સાથે વાત કરીને અને હું આપ બધાને શુભકામનો આપું છું. ધન્યવાદ.
સમૂહ સ્વર – ધન્યવાદ સર…
વાર્તા દ્વારા સંસ્કાર સરિતાને આગળ વધારનારી આ બહેનોને આપણે સાંભળી. હું જ્યારે તેમની સાથે ફોન પર વાત કરી રહ્યો હતો, આટલી લાંબી વાત હતી, તો મને લાગ્યું કે મન કી બાત ની સમયની સીમા છે, તો મારી તેમનાથી જે વાત થઈ છે, તે બધી વાતો, હું મારી NarendraModiApp પર અપલોડ કરીશ. આખી વાર્તાઓ ત્યાં જરૂરથી સાંભળજો. અત્યારે મન કી બાતમાં મેં તેનો બહુ જ નાનો અંશ જ આપની સામે પ્રસ્તુત કર્યો છે. હું જરૂર આપને આગ્રહ કરીશ, પરિવારમાં, દર અઠવાડિયે આપ વાર્તાઓ માટે કેટલોક સમય ફાળવો, અને એ પણ કરી શકીએ કે પરિવારના દરેક સભ્યને દરેક સપ્તાહ માટે એક વિષય નક્કી કરો, જેમ કે માની લ્યો કરૂણા છે, સંવેદનશીલતા છે, પરાક્રમ છે, ત્યાગ છે, શૌર્ય છે – કોઈ એક ભાવ અને પરિવારના બધા સભ્યો, તે અઠવાડિયે એક જ વિષય પર દરેકે દરેક લોકો વાર્તાઓ શોધે અને પરિવારના બધા મળીને એક-એક વાર્તાઓ કહેશે.
તમે જુઓ કે પરિવારમાં કેટલો મોટો ખજાનો થઈ જશે. રિસર્ચનું કેટલું મોટું કામ થઈ જશે, દરેકને કેટલો આનંદ આવશે અને પરિવારમાં એક નવો પ્રાણ, નવી ઉર્જા આવશે – તેવી જ રીતે આપણે એક કામ એ પણ કરી શકીએ છીએ. હું કથા સંભળાવનાર બધાને આગ્રહ કરીશ કે આપણે આઝાદીના 75 વર્ષ મનાવવા જઈ રહ્યા છીએ, શું આપણે આપણી કથાઓમાં આખા ગુલામીના કપરા સમયની જેટલી પણ પ્રેરક ઘટનાઓ છે તેને કથામાં પ્રચારિત કરી શકીએ છીએ. ખાસ કરીને 1857 થી 1947 સુધી, દરેક નાની-મોટી ઘટનાથી હવે અમારી નવી પેઢીને કથાઓ દ્વારા પરિચિત કરાવી શકો છો. મને વિશ્વાસ છે કે આપ જરૂર આ કામને કરશો. વાર્તા કહેવાની આ કળા દેશમાં વધુ મજબૂત બને અને તેનો વધુ પ્રચાર થાય અને સહજ બને તેથી આવો આપણે બધા પ્રયત્ન કરીએ.
મારા પ્રિય દેશવાસીઓ, આવો, વાર્તાઓની દુનિયાથી હવે આપણે સાત સમુદ્ર પાર જઈએ, આ અવાજ સાંભળો.
નમસ્તે ભાઈઓ અને બહેનો, મારું નામ સેદૂ દામબેલે છે. હું વેસ્ટ આફ્રિકાના એક દેશ માલીથી છું. મને ફેબ્રુઆરીમાં ભારતની વિઝીટ પર સૌથી મોટા ધાર્મિક તહેવાર કુંભ મેળામાં સામેલ થવાનો મોકો મળ્યો. મારા માટે બહુ જ ગર્વની વાત છે. મને કુંભ મેળામાં સામેલ થઈને ઘણું જ સારું લાગ્યું અને ભારતના કલ્ચરને જોઈને ઘણું બધું શિખવા મળ્યું. હું વિનંતી કરવા ઈચ્છું છું કે અમને લોકોએ એકવાર ફરી ભારત વિઝીટ કરવાનો મોકો આપવામા આવે જેથી અમે ભારત વિશે વધુ શીખી શકીએ. નમસ્કાર.
પ્રધાનમંત્રી – છે ને મજેદાર… તો આ હતા માલીના સેદૂ દામબેલે. માલી, ભારતથી દૂર પશ્ચિમ આફ્રિકાનો એક મોટો અને લેન્ડ લોક્ડ દેશ છે. સેદૂ દેમબેલે માલી એક શહેર કીટાની એક પબ્લિક સ્કૂલમાં શિક્ષક છે. તેઓ બાળકોને ઈંગ્લિશ, સંગીત અને ચિત્ર ભણાવે છે, શિખવાડે છે. પરંતુ તેમની વધુ એક ઓળખાણ પણ છે. લોકો તેમને માલીના હિન્દુસ્તાનના બાબૂ કહે છે, અને તેમને આવું કહેવડાવવામાં બહુ ગર્વની અનુભૂતિ થાય છે. પ્રત્યેક રવિવારે બપોર પછી માલીમાં એક કલાકનો રેડિયો કાર્યક્રમ પ્રસ્તુત કરે છે, તે કાર્યક્રમનું નામ છે ઈન્ડિયન ફ્રિક્વન્સી ઓન બોલિવુડ સોંગ્સ. તેને તેઓ છેલ્લા 23 વર્ષોથી પ્રસ્તુત કરતા આવ્યા છે. આ કાર્યક્રમ દરમિયાન તેઓ ફ્રેન્ચની સાથે માલીની લોકભાષા બમ્બારામાં પોતાની કોમેન્ટ્રી કરે છે અને બહુ જ નાટકિય ઢબે કરે છે. ભારત પ્રત્યે તેમના મનમાં ઘણો જ પ્રેમ છે. ભારત સાથેના તેમના ઉંડા જોડાણનું કારણ એ પણ છે કે તેમનો જન્મ પણ 15 ઓગસ્ટે થયો છે. સેદૂ જીએ બે કલાકનો વધુ એક કાર્યક્રમ હવે પ્રત્યેક રવિવારે રાત્રે 9 વાગ્યે શરૂ કર્યો છે, તેમાં બોલિવુડની એક આખી ફિલ્મની વાર્તા ફ્રેન્ચ અને બમ્બારામાં સંભળાવે છે. ક્યારેક ક્યારેક કોઈ ઈમોશનલ સીન વિશે વાત કરતા સમયે તેઓ પોતે પણ, તેમના શ્રોતા પણ એકસાથે રડી પડે છે. સેદૂ જીના પિતાએ જ ભારતીય સંસ્કૃતિ સાથે તેમની ઓળખાણ કરાવી હતી. તેમના પિતા, સિનેમા, થિયેટરમાં કામ કરતા હતા અને ત્યાં ભારતીય ફિલ્મો પણ દેખાડવામાં આવે છે. આ 15 ઓગસ્ટે તેમણે હિંદીમાં એક વીડિયોના માધ્યમથી ભારતના લોકોને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ આપી હતી. આજે તેમના બાળકો ભારતનું રાષ્ટ્રગીત સરળતાથી ગાય છે. આપ આ બંને વીડિયો જરૂર જુઓ અને તેમના ભારત પ્રેમને અનુભવો. સેદૂ જીએ જ્યારે કુંભ મેળાની મુલાકાત લીધી હતી અને તે સમયે તેઓ તે ડેલિગેશનનો ભાગ હતા, જેમાં હું મળ્યો હતો, ભારત માટે તેમનું આ પ્રકારનું ઝનૂન, સ્નેહ અને પ્રેમ ખરેખર આપણા બધા માટે ગર્વની વાત છે.
મારા પ્રિય દેશવાસીઓ, આપણે ત્યાં કહેવાય છે કે જે જમીન સાથે જેટલો જોડાયેલો હોય છે, તે મોટામાં મોટા તોફાનોમાં પણ એટલો જ અડગ રહે છે. કોરોનાના આ કપરા સમયમાં આપણું કૃષિ ક્ષેત્ર, આપણા ખેડૂતો તેનું જીવંત ઉદાહરણ છે. સંકટના આ કાળમાં પણ આપણા દેશના કૃષિ ક્ષેત્રએ પોતાની તાકાત દેખાડી છે. સાથીઓ, દેશનું કૃષિ ક્ષેત્ર, આપણા ખેડૂતો, આપણાં ગામડાં, આત્મનિર્ભર ભારતનો આધાર છે. તે મજબૂત હશે તો આત્મનિર્ભર ભારતનો આધાર મજબૂત હશે. વિતેલા કેટલાક સમયમાં આ ક્ષેત્રોએ પોતાને અનેક બંધનોમાંથી મુક્ત કર્યા છે, અનેક દંતકથાઓને તોડવાનો પ્રયાસ કર્યો છે. મને કેટલાય એવા ખેડૂતોના પત્રો મળે છે, ખેડૂત સંગઠનો સાથે મારી વાત થાય છે, જેઓ કહે છે કે કેવી રીતે ખેતીમાં નવા નવા આયામો જોડાઈ રહ્યા છે, કેવી રીતે ખેતીમાં બદલાવ આવી રહ્યો છે. જે મેં તેમની પાસેથી સાંભળ્યું છે, જે મેં અન્ય લોકો પાસેથી સાંભળ્યું છે, મારું મન કરે છે, આજે મન કી બાતમાં તે ખેડૂતોની કેટલીક વાતો જરૂર આપને જણાવું.
હરિયાણાના સોનિપત જિલ્લામાં આપણા એક ખેડૂત ભાઈ રહે છે, તેમનું નામ છે શ્રી કંવર ચૌહાણ. તેમણે જણાવ્યું છે કે કેવો એક સમય હતો જ્યારે તેમણે બજારની બહાર પોતાના ફળ અને શાકભાજી વેચવામાં ઘણી મુશ્કેલી આવતી હતી. જો તે બજારથી બહાર પોતાના ફળ અને શાકભાજી વેચતા હતા તો કેટલીયે વખત તેમના ફળ, શાકભાજી અને ગાડીઓ સુદ્ધા જપ્ત થઈ જતાં હતાં. પરંતુ 2014માં ફળ અને શાકભાજીને એપીએમસી એક્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યા, તેનો તેમને અને આસપાસના સાથી ખેડૂતોને ઘણો જ ફાયદો થયો. ચાર વર્ષ પહેલાં તેમણે પોતાના ગામના સાથી ખેડૂતો સાથે મળીને એક ખેડૂત સમૂહની સ્થાપના કરી હતી. આજે ગામના ખેડૂત સ્વિટ કોર્ન, અને બેબી કોર્નની ખેતી કરે છે. તેમના ઉત્પાદનો આજે દિલ્હીની આઝાદપુર બજાર, મોટી રિટેલ ચેઈન તથા ફાઈવસ્ટાર હોટલ્સમાં સીધા સપ્લાય થાય છે. આજે ગામના ખેડૂતો સ્વિટ કોર્ન અને બેબી કોર્નની ખેતીથી અઢી થી ત્રણ લાખ પ્રતિ એકર, પ્રતિ વર્ષ કમાણી કરી રહ્યા છે. એટલું જ નહીં આ જ ગામના 60થી વધુ ખેડૂતો, નેટ હાઉસ બનાવીને, પોલી હાઉસ બનાવીને, ટમેટા, કાકડી, કેપ્સિકમ મરચાં(શિમલા મરચું) તેની અલગ-અલગ વેરાઈટીનું ઉત્પાદન કરીને દર વર્ષે પ્રતિ એકર 10 થી 12 લાખ રૂપિયા સુધીની કમાણી કરી રહ્યા છે. જાણો છો, આ ખેડૂતો પાસે શું અલગ છે. પોતાના ફળ-શાકભાજીને ક્યાંય પણ, કોઈને પણ વેચવાની તાકાત છે, અને આ તાકાત જ તેમની આ પ્રગતિનો આધાર છે. હવે આ જ તાકાત દેશના બીજા ખેડૂતોને પણ મળી છે. ફળ-શાકભાજી માટે જ નહીં, પોતાના ખેતરમાં તેઓ જે અનાદ પકાવે છે – ધાન્ય, ઘઉં, સરસોં, શેરડી જે ઉગાડી રહ્યા છે, તેને તેમની ઈચ્છા અનુસાર જ્યાં વધુ ભાવ મળે, ત્યાં જ વેચવાની હવે તેમને આઝાદી મળી ગઈ છે.
સાથીઓ, ત્રણ-ચાર વર્ષ પહેલાં જ મહારાષ્ટ્રમાં ફળ અને શાકભાજીને એપીએમસીના કાર્યક્ષેત્રની બહાર કરવામાં આવ્યા હતા. આ બદલાવે કેવી રીતે મહારાષ્ટ્રના ફળ અને શાકભાજી ઉગાડનારા ખેડૂતોની સ્થિતી બદલી, તેનું ઉદાહરણ છે, Sri Swami Samarth Farmer’s producer company limited – આ ખેડૂતોનો સમૂહ છે. પૂણે અને મુંબઈમાં ખેડૂત અઠવાડિક બજાર પોતે ચલાવી રહ્યા છે. આ બજારોમાં લગભગ 70 ગામોના, સાડા ચાર હજાર ખેડૂતોનું ઉત્પાદન સીધું જ વેચવામાં આવે છે – કોઈ વચેટિયા નહીં. ગ્રામીણ-યુવા, સીધા બજારમાં ખેતી અને વેચાણની પ્રક્રિયામાં સામેલ થાય છે. તેનો સીધો લાભા ખેડૂતોને થાય છે, ગામનાં નવયુવાનોને રોજગારમાં થાય છે.
વધુ એક ઉદાહરણ, તામિલનાડુના થેનિ જિલ્લાનું છે, અહીં છે તામિલનાડુ કેલા ફાર્મર પ્રોડ્યુસ કંપની, આ ફાર્મર પ્રોડ્યુસ કંપની કહેવા માટે તો કંપની છે, પરંતુ હકીકતમાં આ ખેડૂતોએ મળીને પોતાનો એક સમૂહ બનાવ્યો છે. ખૂબ જ સરળ વ્યવસ્થા છે અને તે પણ પાંચ-છ વર્ષ પહેલાં બનાવ્યું છે. આ ખેડૂત સમૂહે લોકડાઉન દરમિયાન આસપાસના ગામોમાંથી સેંકડો મેટ્રિક ટન શાકભાજી, ફળો અને કેળાંની ખરીદી કરી અને ચેન્નઈ શહેરને શાકભાજી કોમ્બો કીટ આપી. તમે વિચારો, કેટલા નવયુવાનોને તેમણે રોજગાર આપ્યો, અને મજાની વાત તો એ છે કે વચેટિયા ન હોવાને કારણે ખેડૂતોને પણ લાભ થયો, અને ગ્રાહકોને પણ લાભ થયો. આવું જ એક લખનૌનું ખેડૂતોનું સમૂહ છે. તેમણે નામ રાખ્યું છે, ઈરાદા ફાર્મર પ્રોડ્યુસર, તેમણે પણ લોકડાઉન દરમિયાન ખેડૂતોના ખેતરોમાંથી સીધા ફળ અને શાકભાજી લીધી અને સીધા જઈને લખનૌના બજારોમાં વેચી – વચેટિયાઓથી મુક્તિ થઈ ગઈ અને ગમે તે ભાવ તેમણે પ્રાપ્ત કર્યા. સાથીઓ ગુજરાતમાં બનાસકાંઠાના રામપુરા ગામમાં ઈસ્માઈલભાઈ કરીને એક ખેડૂત છે. તેમની વાત પણ ઘણી રસપ્રદ છે. ઈસ્માઈલભાઈ ખેતી કરવા માંગે છે, પરંતુ હવે જેમ વધુમાં વધુ વિચાર એવો બની ગયો છે, તેમના પરિવારને પણ લાગતું હતું કે ઈસ્માઈલભાઈ આ કેવી વાત કરી રહ્યા છે. ઈસ્માઈલભાઈના પિતા ખેતી કરતા હતા, પરંતુ તેમાં તેમને હંમેશા નુકસાન જ થતું હતું. તો પિતાજીએ ના પણ પાડી, પરંતુ પરિવારના લોકોના ના પાડવા છતાં ઈસ્માઈલભાઈએ નક્કી કર્યું કે તેઓ ખેતી જ કરશે. ઈસ્માઈલભાઈએ વિચારી લીધું હતું કે ખેતી નુકસાનનો સોદો છે, તેઓ આ વિચાર અને સ્થિતી બંનેને બદલીને દેખાડશે. તેમણે ખેતી શરૂ કરી પરંતુ નવી રીત થી, ઈનોવેટિવ રીતે. તેમણે ડ્રીપથી સિંચાઈ કરીને, બટાકાની ખેતી શરૂ કરી અને આજે તેમના બટાકા એક ઓળખાણ બની ગયા છે. તેઓ એવી રીતે બટાકા ઉગાડી રહ્યા છે, જેની ક્વોલિટી ઘણી જ સારી હોય છે. ઈસ્માઈલભાઈ આ બટાકા સીધા જ મોટી-મોટી કંપનીઓને વેચે છે, વચેટિયાઓનું નામો-નિશાન નહીં, અને પરિણામ – બહુ સારો નફો કમાઈ રહ્યા છે. હવે તો તેમણે તેમના પિતાનું બધુ દેવું પણ ચૂકવી દીધું છે અને સૌથી મોટી વાત જાણો છો, ઈસ્માઈલભાઈ આજે પોતાના વિસ્તારના સેંકડો અન્ય ખેડૂતોની પણ મદદ કરી રહ્યા છે. તેમની પણ જિંદગી બદલી રહ્યા છે.
સાથીઓ, આજની તારીખમાં ખેતીને આપણે જેટલા આધનિક વિકલ્પ આપશું, તેટલી જ તે આગળ વધશે. તેમાં નવી નવી રીત-રસમો આવશે, નવા ઈનોવેશન્સ જોડાશે. મણિપુરમાં રહેતી બિજયશાન્તિ એક નવા ઈનોવેશન ને લઈને ખૂબ ચર્ચામાં છે. તેમણે ક્મલની નાળમાંથી દોરા બનાવવાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું. આજે તેમના ઈનોવેશનને કારણે કમળની ખેતી અને ટેક્સ્ટાઈલમાં એક નવો જ માર્ગ બની ગયો છે.
મારા પ્રિય દેશવાસીઓ, હું આપને ભૂતકાળના એક ભાગમાં લઈ જવા માંગુ છું. એકસો વર્ષ જૂની વાત છે. 1919નું વર્ષ હતું. અંગ્રેજી સરકારે જલિયાંવાલા બાગમાં નિર્દોષ લોકોની કતલ કરી હતી. આ નરસંહાર પછી એક બાર વર્ષનો છોકરો એક ઘટના સ્થળ પર ગયો. તે ખુશમિજાજ અને ચંચળ બાળક પરંતુ તેણે જલિયાંવાલા બાગમાં જે જોયું, તે તેના વિચારથી પણ ઉપર હતું. તે સ્તબ્ધ હતો, એ વિચારીને કે કોઈ પણ આટલું નિર્દયી કેવી રીતે હોઈ શકે છે. તે નિર્દોષ ગુસ્સાની આગમાં સળગવા લાગ્યો હતો. તે જ જલિયાંવાલા બાગમાં તેણે અંગ્રેજી શાસન સામે લડવાના સોગંધ લીધા. શું આપને ખબર પડી હું કોની વાત કરી રહ્યો છું. હા… હું શહીદ વીર ભગતસિંહની વાત કરી રહ્યો છું. કાલે 28 સપ્ટેમ્બરે આપણે શહીદ વીર ભગતસિંહની જયંતિ મનાવીશું. હું બધા જ દેશવાસીઓ સાથે સાહસ અને વીરતાની પ્રતિમૂર્તિ શહીદ વીર ભગતસિંહને નમન કરું છું. શું તમે કલ્પના કરી શકો છો, એક સરકાર, જેનું દુનિયાના આટલા મોટા ભાગ પર શાસન હતું, તેના વિશે કહેવામાં આવતું હતું કે તેમના શાસનમાં સૂર્ય ક્યારેય અસ્ત નથી થતો. આટલી તાકતવાળી સરકાર, એક 23 વર્ષના યુવકથી ભયભીત થઈ ગઈ હતી. શહીદ ભગતસિંહ પરાક્રમી હોવાની સાથે સાથે વિદ્વાન પણ હતા, ચિંતક પણ હતા. પોતાના જીવનની ચિંતા કર્યા વગર ભગતસિંહ અને તેમના ક્રાંતિવીર સાથીઓએ આવા સાહસિક કાર્યોને અંત સુધી પહોંચાડ્યા, જેનું દેશની આઝાદીમાં બહુ મોટું યોગદાન રહ્યું. શહીદ વીર ભગતસિંહના જીવનનો એક સુંદર પાસુ એ છે કે તેઓ ટીમ વર્કના મહત્વને ઘણું જ સારી રીતે સમજતા હતા. લાલા લાજપતરાય પ્રત્યે તેમનું સમર્પણ હોય કે પછી ચંદ્રશેખર આઝાદ, સુખદેવ, રાજગુરુ સહિત ક્રાંતિકારીઓ સાથે તેમનું જોડાણ, તેમને માટે ક્યારેય વ્યક્તિગત ગૌરવ, મહત્વપૂર્ણ નથી રહ્યું.
તેઓ જ્યાં સુધી જીવ્યા, માત્ર એક મિશન માટે જ જીવ્યા અને તેને જ માટે તેમણે પોતાનું બલિદાન આપી દીધું – તે મિશન હતું ભારતને અન્યાય અને અંગ્રેજી શાસનથી મુક્તિ અપાવવાનું. મેં નમો એપ પર હૈદરાબાદના અજય એસ.જીની એક કમેન્ટ વાંચી. અજયજી લખે છે – આજના યુવા કેવી રીતે ભગતસિંહ જેવા બની શકે છે? જુઓ, આપણે ભગતસિંહ બની શકીએ કે ન બની શકીએ, પરંતુ ભગતસિંહ જેવો દેશપ્રેમ, દેશ માટે કંઈક કરી છૂટવાની લાગણી, જરૂર આપણા બધાનાં હ્રદયમાં હોય. શહીદ ભગતસિંહને આ જ આપણી સૌથી મોટી શ્રદ્ધાંજલિ હશે. ચાર વર્ષ પહેલા, લગભગ આ જ સમય હતો, જ્યારે સર્જિકલ સ્ટ્રાઈક દરમિયાન દુનિયાએ આપણા સૈનિકોનું સાહસ, શૌર્ય અને નિર્ભિકતાને જોઈ. આપણા બહાદુર સૈનિકોનો એક જ હેતુ, એક જ લક્ષ્ય હતું, કોઈપણ કિંમતે ભારત માંના ગૌરવ અને સન્માનની રક્ષા કરવી. તેમણે પોતાની જિંદગીની જરા પણ પરવા ન કરી. તેઓ પોતાના કર્તવ્યપથ પર આગળ વધતા ગયા અને આપણે બધાએ જોયું કે કેવી રીતે તેઓ વિજયી થઈને સામે આવ્યા. ભારત માતાનું ગૌરવ વધાર્યું.
મારા પ્રિય દેશવાસીઓ, આવનારા દિવસોમાં આપણે દેશવાસીઓ, કેટલાય મહાન લોકોને યાદ કરીશું, જેનું ભારતના નિર્માણમા અમિટ યોગદાન છે. 02 ઓક્ટોબર આપણા બધા માટે પવિત્ર અને પ્રેરક દિવસ હોય છે. આ દિવસ માં ભારતીના બે સપૂતો, મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીને યાદ કરવાનો દિવસ છે.
પૂજ્ય બાપૂના વિચાર અને આદર્શ આજે પહેલાંથી ઘણાં વધારે પ્રાસંગિક છે, મહાત્મા ગાંધીનું જે આર્થિક ચિંતન હતું, જો તે જ સ્પિરિટને પકડવામાં આવ્યો હોત, સમજવામાં આવ્યો હોત, એ માર્ગ પર ચાલવામાં આવ્યું હોત, તો આજે આત્મનિર્ભર ભારત અભિયાનની જરૂરિયાત ન પડી હોત. ગાંધીજીના આર્થિક ચિંતનમાં ભારતની નસે-નસની સમજ હતી, ભારતની મહેક હતી. પૂજ્ય બાપુનું જીવન આપણને યાદ અપાવે છે કે આપણે એ સુનિશ્ચિત કરીએ કે આપણું આ કાર્ય એવું હોય, જેનાથી ગરીબથી ગરીબ વ્યક્તિનું ભલું થાય. તો શાસ્ત્રીજીનું જીવન આપણને વિનમ્રતા અને સાદગીનો સંદેશ આપે છે. 11 ઓક્ટોબરનો દિવસ પણ આપણા માટે ઘણો જ વિશેષ હોય છે. આ દિવસે આપણે ભારત રત્ન લોકનાયક જયપ્રકાશજીને તેમની જયંતિ પર સ્મરણ કરીએ છીએ. જે.પી. એ આપણા લોકતાંત્રિક મૂલ્યોની રક્ષામાં અગ્રણી ભૂમિકા નિભાવી છે. આપણે ભારત રત્ન નાનાજી દેશમુખને પણ યાદ કરીએ છીએ, જેની જયંતિ પણ 11 તારીખે જ છે. નાનાજી દેશમુખ, જયપ્રકાશ નારાયણ જીના બહુ જ નજીકના સાથી હતા. જ્યારે જે.પી. ભ્રષ્ટાચાર સામે લડાઈ લડી રહ્યા હતા, તો પટનામાં તેમના પર પ્રાણઘાતક હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે નાનાજી દેશમુખે તે હુમલો પોતાના પર લઈ લીધો હતો. આ હુમલામાં નાનાજી ને ઘણી ઈજા પહોંચી હતી, પરંતુ જે.પી. નું જીવન બચાવવામાં તેઓ સફળ રહ્યા હતા. આ 12 ઓક્ટોબરે રાજમાતા વિજયારાજે સિંધિયા જીની પણ જયંતિ છે, તેમણે પોતાનું આખું જીવન લોકોની સેવામાં સમર્પિત કરી દીધું. તેઓ એક રાજપરિવારમાંથી હતા, તેમની પાસે સંપત્તિ, શક્તિ અને બીજા સંસાધનનોની કોઈ જ અછત નહોતી. પરંતુ તેમ છતાં તેમણે પોતાનું જીવન, એક માં ની જેમ વાત્સલ્ય ભાવથી જન-સેવા માટે ખપાવી દીધું. તેમનું હ્રદય ઘણું જ ઉદાર હતું. આ 12 ઓક્ટોબરના દિવસે તેમની જન્મ શતાબ્દી વર્ષના સમારોહનો સમાપન દિવસ હશે, અને આજે જ્યારે હું રાજમાતા જીની વાત કરી રહ્યો છુ્ં, તો મને પણ એક બહુ જ ભાવુક ઘટના યાદ આવે છે. આમ તો તેમની સાથે ઘણાં વર્ષો સુધી કામ કરવાનો મોકો મળ્યો, કેટલીયે ઘટનાઓ છે. પરંતુ મારું મન કરે છે, આજે એક ઘટનાનો જરૂર ઉલ્લેખ કરું. કન્યાકુમારી થી કાશ્મીર, અમે એકતા યાત્રા લઈને નીકળ્યા હતા. ડૉ.મુરલી મનોહર જોશી જીના નેતૃત્વમાં યાત્રા ચાલી રહી હતી. ડિસેમ્બર, જાન્યુઆરી કડકડતી ઠંડીના દિવસો હતા. અમે રાત્રે લગભગ બાર – એક વાગ્યે, મધ્યપ્રદેશ, ગ્વાલિયર પાસે શિવપુરી પહોંચ્યા, નિવાસસ્થાન પર જઈને, કારણ કે દિવસભરનો થાક હતો, ન્હાઈ-ધોઈને સૂતા હતા, અને સવારની તૈયારી કરી લેતા હતા. લગભગ 2 વાગ્યા હશે, હું ન્હાઈ-ધોઈને સૂવાની તૈયારી કરી રહ્યો હતો, તો કોઈએ દરવાજો ખખડાવ્યો. મેં દરવાજો ખોલ્યો તો રાજમાતા સાહેબ સામે ઉભા હતા. કડકડતી ઠંડીના દિવસો અને રાજમાતા સાહેબને જોઈને હું હેરાન હતો. મેં માં ને પ્રણામ કર્યા, મેં કિધું, માં અડધી રાત્રે. તેઓ બોલ્યા, નહીં બેટા, આપ, એમ કરો, મોદી જી દૂધ પી લ્યો, આ ગરમ દૂધ પી ને જ સૂઈ જાઓ. હળદરવાળું દૂધ પોતે લઈને આવ્યા. હા,.. પરંતુ જ્યારે બીજા દિવસે મેં જોયું, તે માત્ર મને જ નહીં, અમારી યાત્રાની વ્યવસ્થામાં જે 30-40 લોકો હતા, તેમાં ડ્રાઈવર પણ હતા, અન્ય કાર્યકર્તાઓ પણ હતા, દરેકના ઓરડામાં જઈને પોતે રાત્રે 2 વાગ્યે બધાને દૂધ પીવડાવ્યું. માં નો પ્રેમ શું હોય છે, વાત્સલ્ય શું હોય છે, તે ઘટનાને હું ક્યારેય નહીં ભૂલી શકું. એ અમારું સૌભાગ્ય છે કે આવા મહાન વિભૂતિઓએ આપણી ધરતીને પોતાના ત્યાગ અને તપસ્યાથી સિંચ્યા છે. આવો આપણે સહુ મળીને એક એવા ભારતનું નિર્માણ કરીએ, જેના પર આ મહાપુરુષોને ગર્વની અનુભૂતિ થાય. તેમના સપનાને આપણો સંકલ્પ બનાવીએ.
મારા પ્રિય દેશવાસીઓ, કોરોનાના આ કપરા સમયમાં હું ફરી એકવાર આપને યાદ કરાવીશ, માસ્ક અવશ્ય રાખો, ફેસ કવર વગર બહાર ન જાઓ. બે ગજનું અંતરનો નિયમ, આપને પણ બચાવી શકે છે, આપના પરિવારને પણ બચાવી શકે છે. આ કેટલાક નિયમ છે, તે કોરોનાની સામે લડાઈના હથિયાર છે, દરેક નાગરિકના જીવનને બચાવવાનું મજબૂત સાધન છે. અને આપણે ન ભૂલીએ જ્યાં સુધી દવા નહીં, ત્યાં સુધી ઢીલાશ નહીં. આપ સ્વસ્થ રહો, આપનું પરિવાર સ્વસ્થ રહે, એ જ શુભકામનાઓ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ….
નમસ્કાર.
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. સામાન્ય રીતે આ સમય ઉત્સવનો હોય છે, દરેક જગ્યાએ મેળાઓ ભરાય છે, ધાર્મિક પૂજા-પાઠ થાય છે. કોરોનાના આ સંકટકાળમાં લોકોમાં ઉંમગ તો છે, ઉત્સાહ પણ છે પરંતુ આપણા દરેકના મનને સ્પર્શી જાય તેવું અનુશાસન પણ છે. ઘણી ખરી રીતે જોવા જઈએ તો નાગરિકોમાં જવાબદારીની સમજ પણ છે. લોકો પોતાનું ધ્યાન રાખીને, બીજાઓનું ધ્યાન રાખીને, પોતાના રોજીંદા કામ પણ કરી રહ્યા છે. દેશમાં થઈ રહેલા પ્રત્યેક આયોજનમાં જે રીતનો સંયમ અને સાદગી આ વખતે જોવાઈ રહી છે, તે અભૂતપૂર્વ છે. ગણેશોત્સવ પણ ક્યાંક ઓનલાઈન મનાવવામાં આવી રહ્યો છે, તો મોટાભાગની જગ્યાઓએ આ વખતે ઈકોફ્રેન્ડ્લી ગણેશજીની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે. સાથીઓ, આપણે જો બહુ બારીકાઈથી જોઈએ તો એક વાત ચોક્કસ આપણા ધ્યાનમાં આવશે – આપણા ઉત્સવ અને પર્યાવરણ. આ બંને વચ્ચે બહુ ગાઢ સંબંધ રહ્યો છે. જ્યાં એક તરફ આપણા ઉત્સવોમાં પર્યાવરણ અને પ્રકૃતિની સાથે સહજીવનનો સંદેશ છુપાયેલો હોય છે, તો બીજી તરફ, કેટલાયે ઉત્સવો પ્રકૃતિની રક્ષા માટે જ મનાવવામાં આવે છે. જેમ કે બિહારના પશ્ચિમ ચંપારણમાં સદીઓથી થારૂ આદિવાસી સમાજના લોકો 60 કલાકનું લોકડાઉન અથવા તેમના જ શબ્દોમાં કહીએ તો, 60 કલાકના બરનાનું પાલન કરે છે. પ્રકૃતિની રક્ષા માટે બરનાને થારૂ સમાજે પોતાની પરંપરાનો ભાગ બનાવી લીધો છે, અને સદીઓથી બનાવેલો છે. આ દરમિયાન ન કોઈ ગામમાં આવે છે, કે ન કોઈ પોતાના ઘરની બહાર નીકળે છે, અને લોકો માને છે કે જો તેઓ બહાર નીકળ્યા અથવા કોઈ બહારથી આવ્યું તો તેમના આવવા-જવાથી, લોકોની રોજીંદી ગતિવિધીઓથી, નવા છોડ-ઝાડને નુકસાન થઈ શકે છે. બરનાની શરૂઆતમાં ભવ્ય રીતે આપણા આદિવાસી ભાઈ-બહેનો પૂજા-પાઠ કરે છે, અને તેના સમાપન પર આદિવાસી પરંપરાના ગીત,સંગીત, નૃત્ય જેવા કાર્યક્રમો પણ જોરશોર સાથે થાય છે.
સાથીઓ, આ દિવસોમાં ઓણમનો તહેવાર પણ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ પર્વ ચિંગમ મહિનામાં આવે છે. આ દરમિયાન લોકો કંઈક નવું ખરીદે છે, પોતાના ઘરને સજાવે છે, પૂકલ્લમ બનાવે છે, ઓણમ-સાદિયાનો આનંદ લે છે, વિવિધ પ્રકારની રમતો અને સ્પર્ધાઓ પણ થાય છે. ઓણમની ધૂમ તો આજે દૂરસુદૂર વિદેશો સુધી પહોંચી છે. અમેરિકા હોય, યૂરોપ હોય, કે ખાડીનાં દેશો હોય, ઓણમનો ઉલ્લાસ આપને દરેક જગ્યાએ મળશે. ઓણમ એક ઈન્ટરનેશનલ ફેસ્ટિવલ બની રહ્યો છે.
સાથીઓ, ઓણમ આપણી કૃષિ સાથે જોડાયેલો તહેવાર છે. તે આપણી ગ્રામીણ અર્થવ્યવસ્થા માટે પણ એક નવી શરૂઆતનો સમય હોય છે. ખેડૂતોની શક્તિથી જ તો આપણું જીવન, આપણો સમાજ ચાલે છે. આપણા તહેવારો ખેડૂતોના પરિશ્રમથી જ રંગબેરંગી બને છે. આપણા અન્નદાતાને, ખેડૂતોની જીવન આપનારી શક્તિને તો વેદોમાં પણ બહુ ગૌરવપૂર્ણરૂપથી નમન કરવામાં આવી છે.
ઋગ્વેદમાં મંત્ર છે,
અન્નાનામ પતયે નમઃ, ક્ષેત્રાણામ પતયે નમઃ…
એટલે કે અન્નદાતાને નમન, ખેડૂતોને નમન… આપણા ખેડૂતોએ કોરોનાની આ મુશ્કેલ પરિસ્થિતીમાં પણ પોતાની તાકાતને સાબિત કરી છે. આપણા દેશમાં આ વખતે ખરીફ પાકની રોપણી ગત વર્ષની તુલનામાં 7 ટકા વધારે થઈ છે.
ડાંગરની રોપણી આ વખતે લગભગ 10 ટકા, કઠોળ પાક લગભગ 5 ટકા, જાડા અનાજ- Coarse Cereals લગભગ 3 ટકા, તેલીબિયાં લગભગ 13 ટકા, કપાસ લગભગ 3 ટકા વધુ રોપવામાં આવ્યા છે. હું તેને માટે દેશના ખેડૂતોને શુભેચ્છા પાઠવું છું, તેમના પરિશ્રમને નમન કરું છું.
મારા પ્રિય દેશવાસીઓ, કોરોનાના આ સમયગાળામાં દેશ કેટલાયે મોરચે એક સાથે લડી રહ્યો છે, પરંતુ તેની સાથે-સાથે, કેટલીયે વાર મનમાં એ પણ સવાલ થતો રહ્યો છે કે આટલા લાંબા સમય સુધી ઘરમાં રહેવાને કારણે મારા નાના-નાના બાળમિત્રોનો સમય કેવી રીતે પસાર થતો હશે. અને એટલે જ મેં ગાંધીનગરની ચિલ્ડ્ર્ન યુનિવર્સિટી – જે દુનિયામાં એક નોખા પ્રકારનો પ્રયોગ છે, ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, શિક્ષણ મંત્રાલય, સૂક્ષ્મ-લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય, આ બધાની સાથે મળીને, આપણે બાળકો માટે શું કરી શકીએ છીએ, તેના પર મંથન કર્યું, ચિંતન કર્યું. મારા માટે તે અતિ સુખદ હતું, લાભકારી હતું કારણ કે એક રીતે તે મારા માટે પણ કંઈક નવું જાણવાનો, નવું શિખવાનો લ્હાવો બની ગયો.
સાથીઓ, આમારા ચિંતનનો વિષય હતો, રમકડાં. અને ખાસ કરીને ભારતીય રમકડાં. અમે આ વાત પર મંથન કર્યું કે ભારતના બાળકોને અવનવા રમકડાં કેવી રીતે મળે, ભારત રમકડાં ઉત્પાદનનું એક મોટું મથક કેવી રીતે બને. આમ તો હું “મન કી બાત” સાંભળનારા બાળકોના માતા-પિતા પાસે ક્ષમા માંગુ છું, કારણ કે બની શકે કે હવે આ “મન કી બાત” સાંભળ્યા પછી રમકડાંની નવી નવી ડિમાન્ડ સાંભળવાનું કદાચ તેમની સામે એક નવું કામ આવી જશે.
સાથીઓ, રમકડાં જ્યાં એક્ટિવિટીને વધારનારા હોય છે, તો રમકડાં આપણી મહત્વાકાંક્ષાઓને પણ પાંખો આપે છે. રમકડાં ન માત્ર મનને બહેલાવે છે, રમકડાં મનને બનાવે પણ છે, અને હેતુ પણ ઘડે છે. મેં ક્યાંક વાંચ્યું કે રમકડાંના સંબંધમાં ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે કહ્યું હતું કે, બેસ્ટ ટોય, એ હોય છે જે Incomplete હોય. એવું રમકડું જે અધૂરું હોય, અને બાળકો હળીમળીને રમત-રમતમાં તેને પૂરું કરે. ગુરુદેવ ટાગોરે કહ્યું હતું કે જ્યારે તેઓ નાનાં હતાં ત્યારે પોતાની કલ્પનાથી જ ઘરમાં મળી રહેતાં સામાનમાંથી જ પોતાના દોસ્તો સાથે પોતાના રમકડાં અને રમતો બનાવતા હતા. પરંતુ એક દિવસ બાળપણની એ મોજ-મસ્તીની પળોમાં મોટેરાઓની દખલ થઇ. થયું એવું કે તેમનો એક સાથી એક મોટું અને સુંદર વિદેશી રમકડું લઈને આવ્યો. રમકડાંને લઈને રોફ અનુભવતા દરેક સાથીનું ધ્યાન રમત કરતાં વધુ તે રમકડા પર ચોંટી ગયું. દરેકના આકર્ષણનું કેન્દ્ર રમત નહીં પરંતુ રમકડું બની ગયું. જે બાળક કાલ સુધી બધા સાથે રમતું હતું, બધા સાથે રહેતું હતું, હળી-મળી જતું હતું, રમતમાં ડૂબી જતું હતું, તે હવે આઘું રહેવા લાગ્યું હતું. એક રીતે અન્ય બાળકો સાથે વેગળાપણાનો ભાવ તેના મનમાં બેસી ગયો. મોંઘા રમકડાંમાં બનાવવા માટે કંઈ પણ નહોતું, શિખવા માટે પણ કંઈ નહોતું. એટલે કે એક આકર્ષક રમકડાંએ એક ઉત્કૃષ્ઠ બાળકને ક્યાંક દબાવી દીધો, છૂપાવી દીધો, મુરઝાવી દીધો. આ રમકડાંએ ધનનું, સંપત્તિનું, સહેજ મોટાઈનું પ્રદર્શન કર્યું પરંતુ તે બાળકની ક્રિએટીવ સ્પિરિટને વધતા અને ઘડાતા રોકી દીધી. રમકડું તો આવી ગયું, પરંતુ ખેલ પૂરૂં થઇ ગયું અને બાળકોનું ખિલવાનું પણ રોકાઈ ગયું. તેથી જ ગુરુદેવ કહેતા હતા કે રમકડાં એવા હોવા જોઈએ જે બાળકના બાળપણને બહાર લાવે, તેની ક્રિએટીવીટીને સામે લાવે. બાળકોના જીવનના અલગ-અલગ પાસાંઓ પર રમકડાંઓનો જે પ્રભાવ છે, તેના પર રાષ્ટ્રિય શિક્ષા નીતિમાં પણ ઘણું ધ્યાન આપવામાં આવ્યું છે. રમત-રમતમાં શિખવું, રમકડાં બનાવવાનું શિખવું, રમકડાં જ્યાં બને છે ત્યાંની મુલાકાત કરવી, આ બધાને અભ્યાસક્રમ નો ભાગ બનાવવામાં આવ્યો છે.
સાથીઓ, આપણા દેશમાં લોકલ રમકડાંની બહુ સમૃદ્ધ પરંપરા રહી છે. કેટલાય પ્રતિભાશાળી અને કુશળ કારીગરો છે જે સારા રમકડાં બનાવવામાં પારંગત છે. ભારતના કેટલાક ક્ષેત્રો ટોય ક્લસ્ટર એટલે કે રમકડાંનાં કેન્દ્ર તરીકે પણ વિકસિત થઈ રહ્યા છે. જેમકે કર્ણાટકના રામનગરમમાં ચન્નાપટના, આંધ્રપ્રદેશના કૃષ્ણામાં કોંડાપલ્લી, તામિલનાડુમાં તાંજોર, આસામમાં ધુબરી, ઉત્તરપ્રદેશનું વારાણસી – કેટલીયે એવી જગ્યાઓ છે, કેટલાય નામ ગણાવી શકીએ છીએ. આપને એ જાણીને આશ્ચર્ય થશે કે વિશ્વનો રમકડાં ઉદ્યોગ 7 લાખ કરોડ રૂપિયાથી પણ વધારેનો છે. 7 લાખ કરોડ રૂપિયાનો આટલો મોટો વેપાર, પરંતુ ભારતનો ભાગ તેમાં બહુ જ ઓછો છે. હવે તમે વિચારો કે જે રાષ્ટ્ર પાસે આટલો વારસો હોય, પરંપરા હોય, વિવિધતા હોય, યુવા આબાદી હોય, શું રમકડાંના બજારમાં તેની ભાગીદારી આટલી ઓછી હોય, એ આપણને સારું લાગશે ? જી નહીં. આ સાંભળ્યા પછી તમને પણ સારું નહીં લાગે. જુઓ સાથીઓ, ટોય ઈન્ડસ્ટ્રી બહુ જ વ્યાપક છે. ગૃહ ઉદ્યોગ, નાનાં અને લઘુ ઉદ્યોગ, એમએસએમઈ, ઉપરાંત મોટા ઉદ્યોગ અને પ્રાઈવેટ ઉદ્યમી પણ તેની હેઠળ આવે છે. તેને આગળ વધારવા માટે દેશે મળીને મહેનત કરવી પડશે. હવે જેમ કે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં શ્રીમાન સી.વી.રાજૂ છે. તેમના ગામના એતી-કોપ્પકા રમકડાં એક સમયે ઘણાં પ્રચલિત હતા. તેની ખાસિયત એ હતી કે આ રમકડાં લાકડાંમાંથી બનતા હતા અને બીજી વાત એ કે આ રમકડાંઓમાં તમને કોઈ એન્ગલ કે ખૂણો નહીં જોવા મળે. આ રમકડાં દરેક તરફથી રાઉન્ડ હતા, તેથી બાળકોને વાગવાની પણ શક્યતા નહોતી રહેતી. સી.વી.રાજૂએ એતી-કોપ્પકા રમકડાં માટે હવે પોતાના ગામના કારીગરો સાથે મળીને એક રીતે નવી ઝૂંબેશ શરૂ કરી દીધી છે. સારી ક્વોલિટીના એતી-કોપ્પકા રમકડાં બનાવીને સી.વી.રાજૂએ સ્થાનિક રમકડાંની ખોવાયેલી ગરિમાને પાછી લાવી દીધી છે. રમકડાં સાથે આપણે બે વસ્તુ કરી શકીએ છીએ – આપણા ગૌરવશાળી ભૂતકાળને આપણા જીવનમાં ફરી ઉતારી શકીએ છીએ અને આપણા સ્વર્ણિમ ભવિષ્યને પણ સુધારી શકીએ છીએ. હું આપણા સ્ટાર્ટ-અપ મિત્રોને, આપણા નવા ઉદ્યમીઓને કહું છું – ટીમ અપ ફોર ટોય્ઝ… આવો, મળીને રમકડાં બનાવીએ. હવે બધા માટે લોકલ રમકડાં માટે વોકલ બનવાનો સમય છે. આવો, આપણે આપણા યુવાઓ માટે કેટલાક નવા પ્રકારના, સારી ગુણવત્તાવાળા રમકડાં બનાવીએ. રમકડાં એ હોય જેની હાજરીમાં આપણું બાળપણ ખીલે પણ અને ખિલખિલાટ પણ કરે. આપણે એવા રમકડાં બનાવીએ, જે પર્યાવરણને પણ અનુકૂળ હોય.
સાથીઓ, આવી જ રીતે હવે કોમ્પ્યુટર અને સ્માર્ટફોનના આ જમાનામાં કોમ્પ્યુટર ગેમ્સનું પણ બહુ ચલણ છે. આ ગેમ્સ બાળકો પણ રમે છે, મોટાઓ પણ રમે છે. પરંતુ તેમાં પણ જેટલી ગેમ્સ હોય છે, તેની થીમ પણ મોટાભાગે બહારની જ હોય છે. આપણા દેશમાં આટલા આઈડીયા છે, આટલા કોન્સેપ્ટ છે, ઘણો સમૃદ્ધ આપણો ઈતિહાસ રહ્યો છે. શું આપણે તેના પર ગેમ્સ બનાવી શકીએ છીએ? હું દેશના યુવા ટેલેન્ટને કહું છું કે આપ ભારતમાં પણ ગેમ્સ બનાવો અને ભારતની પણ ગેમ્સ બનાવો. કહેવાય પણ છે કે – Let the games begin ! તો ચાલો રમત શરૂ કરીએ.
સાથીઓ, આત્મનિર્ભર ભારત અભિયાનમાં વર્ચ્યુઅલ ગેમ્સ હોય, રમકડાંનું ક્ષેત્ર હોય, બધાએ બહુ જ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવાની છે અને આ અવસર પણ છે. જ્યારે આજથી સો વર્ષ પહેલા અસહયોગ આંદોલન શરૂ થયું, તો ગાંધીજીએ લખ્યું હતું કે, – “અસહયોગ આંદોલન, દેશવાસીઓમાં આત્મસન્માન અને પોતાની શક્તિની ઓળખ કરાવવાનો એક પ્રયાસ છે. ”
આજે, જ્યારે આપણે દેશને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, તો આપણે પૂરા આત્મવિશ્વાસ સાથે આગળ વધવાનું છે, દરેક ક્ષેત્રમાં દેશને આત્મનિર્ભર બનાવવાનો છે. અસહયોગ આંદોલનના રૂપમાં જે બીજ વાવવામાં આવ્યું હતું, તેને હવે આત્મનિર્ભર ભારતના વટવૃક્ષમાં પરિવર્તિત કરવું આપણા બધાની જવાબદારી છે.
મારા પ્રિય દેશવાસીઓ, ભારતિયોની ઈનોવેશન અને સોલ્યુશન આપવાની ક્ષમતાથી દરેક વ્યક્તિ વાકેફ છે અને જ્યારે સમર્પણ ભાવ હોય, સંવેદના હોય, તો આ શક્તિ અસીમ બની જાય છે. આ મહિનાની શરૂઆતમાં દેશના યુવાનોની સામે એક એપ ઈનોવેશન ચેલેન્જ રાખવામાં આવી. આ આત્મનિર્ભર ભારત એપ ઈનોવેશન ચેલેન્જમાં આપણા યુવાઓએ ભારે ઉત્સાહથી ભાગ લીધો. લગભગ 7 હજાર એન્ટ્રી આવી, તેમાં પણ લગભગ લગભગ બે તૃતિયાંશ એપ્સ Tier two અને tier three શહેરોના યુવાનોએ બનાવી છે. આ આત્મનિર્ભર ભારત માટે, દેશના ભવિષ્ય માટે ઘણાં જ શુભ સંકેત છે. આત્મનિર્ભર એપ ઈનોવેશન ચેલેન્જ ના પરિણામ જોઈને આપ ચોક્કસ પ્રભાવિત થશો. ઘણી તપાસ અને ચકાસણી બાદ, અલગ-અલગ કેટેગરીમાં લગભગ બે ડઝન એપ ને અવોર્ડ પણ આપવામાં આવ્યા છે. આપ ચોક્કસ આ એપ વિશે જાણો અને તેમની સાથે જોડાઓ. બની શકે કે આપ પણ આવું કંઈક બનાવવા માટે પ્રેરિત થઈ જાવ. તેમાં એક એપ છે, કુટુકી કિડ્સ લર્નિંગ એપ. આ નાનાં બાળકો માટેની એવી Interactive app છે જેમાં ગીતો અને વાર્તાઓના માધ્યમથી બાળકો મેથ્સ-સાયન્સમાં ઘણું બધું શીખી શકે છે. તેમાં એક્ટિવીટી પણ છે, રમત પણ છે. એવી જ રીતે એક માઈક્રો બ્લોગીંગ પ્લેટફોર્મની પણ એપ છે. તેનું નામ છે – કૂ…કે ડબલ ઓ… કૂ. તેમાં આપણે આપણી માતૃભાષામાં ટેક્સ્ટ, વીડિયો અને ઓડિયોના માધ્યમથી પોતાની વાત મૂકી શકીએ છીએ, ઈન્ટરેક્ટ કરી શકીએ છીએ. તેવી જ રીતે ચિન્ગારી એપ પણ યુવાઓમાં ઘણી પોપ્યુલર થઈ રહી છે. એક એપ છે Ask Sarkar. તેમાં ચેટ બોટના માધ્યમથી તમે ઈન્ટરેક્ટ કરી શકો છો અને કોઈપણ સરકારી યોજના વિશે સાચી જાણકારી મેળવી શકો છો અને તે પણ ટેક્સ્ટ, ઓડિયો અને વીડિયો ત્રણેય માધ્યમથી. તે આપની ઘણી મદદ કરી શકે છે. વધુ એક એપ છે, Step Set Go… આ ફિટનેસ એપ છે. તમે કેટલું ચાલ્યા, કેટલી કેલરી બર્ન કરી, તે બધો હિસાબ આ એપ રાખે છે અને તમને ફિટ રહેવા માટે મોટીવેટ પણ કરે છે. મેં તો આ કેટલાક જ ઉદાહરણ આપ્યા છે. કેટલીયે અન્ય એપ એ પણ આ ચેલેન્જ જીતી છે. કેટલીયે બિઝનેસ એપ છે, ગેમ્સ ની એપ છે, જેમ કે Is Equal To, Books & Expense, Zoho Workplace, FTC Talent. તમે તેના વિશે નેટ પર સર્ચ કરો, આપને ઘણી જાણકારી મળશે. આપ પણ આગળ આવો, કંઈક ઈનોવેટ કરો, કંઈક ઈમ્પ્લિમેન્ટ કરો. આપના પ્રયાસો, આજના નાના-નાના સ્ટાર્ટઅપ, કાલે મોટી-મોટી કંપનીઓમાં બદલાશે અને દુનિયામાં ભારતની ઓળખ બનશે. અને તમે એ ન ભૂલો કે આજે જે દુનિયામાં બહુ મોટી-મોટી કંપનીઓ નજરે પડે છે ને, તે પણ ક્યારેક સ્ટાર્ટ-અપ હતી.
પ્રિય દેશવાસીઓ, આપણાં બાળકો, આપણા વિદ્યાર્થીઓ, પોતાની પૂરી ક્ષમતા દેખાડી શકે, પોતાનું સામર્થ્ય દેખાડી શકે, તેમાં બહુ મોટી ભૂમિકા ન્યૂટ્રિશનની પણ હોય છે, પોષણની પણ હોય છે. આખા દેશમાં સપ્ટેમ્બર મહિનાને પોષણ મહિનો – Nutrition Month ના રૂપમાં મનાવવામાં આવશે. નેશન અને ન્યૂટ્રિશનનો બહુ ગાઢ સંબંધ હોય છે. આપણે ત્યાં એક કહેવત છે, – “યથા અન્નમ તથા મનમ”
એટલે કે જેવું અન્ન હોય છે, તેવો જ આપણો માનસિક અને બૌદ્ધિક વિકાસ પણ થાય છે. વિશેષજ્ઞો કહે છે કે શિશુને ગર્ભમાં અને બાળપણમાં જેટલું સારું પોષણ મળે છે, તેટલો સારો તેનો માનસિક વિકાસ થાય છે અને તે સ્વસ્થ રહે છે. બાળકોના પોષણ માટે પણ તેટલું જ જરૂરી છે કે માં ને પણ પૂરું પોષણ મળે અને પોષણ કે ન્યૂટ્રિશનનો મતલબ માત્ર એટલો જ નથી કે તમે શું ખાઈ રહ્યા છો, કેટલું ખાઈ રહ્યા છો, કેટલીવાર ખાઇ રહ્યા છો. તેનો મતલબ છે તમારા શરીરને કેટલા જરૂરી પોષક તત્વ, ન્યૂટ્રિઅન્ટ્સ મળી રહ્યા છે. તમને આયર્ન, કેલ્શિયમ, મળી રહ્યા છે કે નહીં, સોડિયમ મળી રહ્યું છે કે નહીં, વિટામીન મળી રહ્યા છે કે નહીં, આ બધા ન્યૂટ્રિશનના ખૂબ મહત્વનાં પાસાં છે. ન્યૂટ્રિશનના આ આંદોલનમાં લોકોની ભાગીદારી પણ બહુ જરૂરી છે. જન-ભાગીદારી જ તેને સફળ બનાવે છે. ગત કેટલાક વર્ષોમાં આ દિશામાં દેશમાં ઘણાં પ્રયાસો કરવામાં આવ્યા છે. ખાસ કરીને આપણા ગામોમાં તેને જનભાગીદારી થી જન-આંદોલન બનાવવામાં આવી રહ્યું છે. પોષણ સપ્તાહ હોય, પોષણ માસ હોય, તેના માધ્યમથી વધુમાં વધુ જાગૃકતા પેદા કરાઈ રહી છે. શાળાઓને જોડવામાં આવી છે. બાળકો માટેની સ્પર્ધાઓ થાય, તેમાં અવેરનેસ વધે, તેના માટે પણ સતત પ્રયાસ થઈ રહ્યા છે. જેમ ક્લાસમાં એક ક્લાસ મોનિટર હોય છે, તેવી જ રીતે ન્યૂટ્રિશન મોનિટર પણ હોય, રિપોર્ટ કાર્ડની જેમ ન્યૂટ્રિશન કાર્ડ પણ બને, તેવા પ્રકારની પણ શરૂઆત કરવામાં આવી રહી છે. પોષણ મહિના દરમિયાન MyGOV પોર્ટલ પર એક ફૂડ એન્ડ ન્યૂટ્રિશન ક્વિઝ પણ આયોજિત કરવામાં આવશે અને સાથે જ એક મીમ કોમ્પિટિશન પણ થશે. આપ પોતે પણ પાર્ટિસીપેટ કરો અને અન્યને પણ મોટિવેટ કરો.
સાથીઓ, જો આપને ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો મોકો મળ્યો હશે, અને કોવિડ પછી જ્યારે તે ખૂલશે અને આપને જવાનો મોકો મળશે, તો ત્યાં એક નવીન પ્રકારનો ન્યૂટ્રિશન પાર્ક બનાવવામાં આવ્યો છે. રમત-રમતમાં જ ન્યૂટ્રિશનનું શિક્ષણ, આનંદ-પ્રમોદ સાથે ત્યાં ચોક્કસ જોઈ શકો છો.
સાથીઓ, ભારત એક વિશાળ દેશ છે, ખાણી-પીણીમાં ઘણી વિવિધતા છે. આપણા દેશમાં છ અલગ-અલગ ઋતુઓ હોય છે, અલગ-અલગ ક્ષેત્રોમાં ત્યાંના મોસમ પ્રમાણે અલગ-અલગ વસ્તુઓ પેદા થાય છે. તેથી એ ખૂબ જ મહત્વપૂર્ણ છે કે દરેક ક્ષેત્રનાં મોસમ, ત્યાંના સ્થાનિક ભોજન તથા ત્યાં પેદા થતા અન્ન, ફળ, શાકભાજી અનુસાર એક પોષક, nutrient rich, diet plan બને. હવે જેમ કે મીલેટ – જાડું અનાજ, રાગી છે, જુવાર છે, તે બહુ જ ઉપયોગી પોષક આહાર છે. એક “ભારતીય કૃષિ કોષ” તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેમાં દરેક જિલ્લામાં કયા-કયા પાક થાય છે, તેની ન્યૂટ્રિશન વેલ્યૂ કેટલી છે, તેની સંપૂર્ણ માહીતી હશે. તે તમારા બધા માટે બહુ કામનો કોષ હોઈ શકે છે. આવો, આ પોષણ માસમાં પૌષ્ટિક ખાવા અને સ્વસ્થ રહેવા માટે આપણે બધાને પ્રેરિત કરીએ.
પ્રિય દેશવાસીઓ, ગત દિવસોમાં જ્યારે આપણે આપણો સ્વતંત્રતા દિવસ મનાવી રહ્યા હતા,ત્યારે એક રસપ્રદ માહિતી પર મારું ધ્યાન ગયું. આ માહિતી છે આપણા સુરક્ષા બળોના બે જાંબાઝોની. એક છે સોફી અને બીજી વિદા. સોફી અને વિદા ઈન્ડિયન આર્મીના શ્વાન છે, Dogs છે અને તેમને Chief of Army Staff ‘Commendation Cards’ થી સન્માનિત કરવામાં આવ્યા છે. સોફી અને વિદાને આ સન્માન એટલે મળ્યું કે તેમણે પોતાના દેશની રક્ષા કરતા કરતા પોતાનું કર્તવ્ય ઘણું સારી રીતે નિભાવ્યું છે. આપણી સેનાઓમાં, આપણા સુરક્ષાદળો પાસે આવા કેટલાયે બહાદુર શ્વાન છે, Dogs છે, જે દેશ માટે જીવે છે અને દેશ માટે પોતાનું બલિદાન પણ આપે છે. કેટલાયે બોમ્બ વિસ્ફોટને, કેટલાંયે આતંકી ષડયંત્રોને રોકવામાં આવા Dogs એ બહુ મહત્વની ભૂમિકા નિભાવી છે. થોડા સમય પહેલાં મને દેશની સુરક્ષામાં Dogs ની ભૂમિકા વિશે ઘણું વિસ્તારપૂર્વક જાણવાનો મોકો મળ્યો. કેટલાય કિસ્સા પણ સાંભળ્યા. એક Dog બલરામે 2006માં અમરનાથ યાત્રાના રસ્તામાં મોટી માત્રામાં દારૂ-ગોળા શોધી કાઢ્યા હતા. 2002માં Dog ભાવનાએ IED શોધ્યા હતા. IED કાઢતા દરમિયાન આતંકીઓએ વિસ્ફોટ કરી દીધો અને શ્વાન શહીદ થઈ ગઇ હતી. બે-ત્રણ વર્ષ પહેલાં છત્તીસગઢના બીજાપુરમાં સીઆરપીએફનો સ્નિફર ડોગ ક્રેકર પણ IED બ્લાસ્ટમાં શહીદ થઈ ગયો હતો. થોડા દિવસો પહેલાં જ તમે કદાચ ટીવી પર એક ભાવુક કરી દેનાર દ્રશ્ય જોયું હશે, જેમાં બીડ પોલીસ પોતાના સાથી ડોગ રોકી ને સંપૂર્ણ સન્માન સાથે અંતિમ વિદાય આપી રહી હતી. રોકીએ 300 થી પણ વધુ કેસને ઉકેલવામાં પોલીસની મદદ કરી હતી. ડોગ્સની ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને રેસ્ક્યૂ મિશન માં પણ મોટી ભૂમિકા હોય છે. ભારતમાં તો નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ – એનડીઆરએફ એ આવા ડઝનબંધ ડોગ્સને specially train કર્યા છે. ક્યાંક ધરતીકંપ થતાં, ઈમારત પડી જવા પર, કાટમાળમાં દબાયેલા જીવીત લોકોને બહાર કાઢવામાં આ ડોગ્સ બહુ expert હોય છે.
સાથીઓ, મને પણ એ જણાવવામાં આવ્યું કે ઈન્ડિયન બ્રિડના ડોગ્સ પણ ઘણા સારા હોય છે. ઘણાં સક્ષમ હોય છે. ઈન્ડિયન બ્રિડમાં મુઘોલ હાઉન્ડ છે, હિમાચલી હાઉન્ડ છે, તે ઘણી જ સારી નસલ છે. રાજાપલાયમ, કન્ની, ચિપ્પીપરાઈ અને કોમ્બાઈ પણ ઘણી સારી ઈન્ડિયન બ્રિડ છે. તેમના પાલનમાં ખર્ચ પણ ઘણો ઓછો થાય છે અને તે ભારતીય માહોલમાં ઢળેલા પણ હોય છે. હવે આપણી સુરક્ષા એજન્સીઓ પણ આ ઈન્ડિયન બ્રિડના ડોગ્સને પોતાની સુરક્ષા ટીમમાં સામેલ કરી રહી છે. ગત કેટલાક સમયમાં આર્મી, સીઆઈએસએફ, એનએસજી એ મુઘોલ હાઉન્ડ ડોગ્સને train કરીને ડોગ સ્ક્વોડમાં સામેલ કર્યા છે. સીઆરપીએફ એ કોમ્બાઈ ડોગ્સને સામેલ કર્યા છે. Indian Council of Agriculture Research પણ ભારતીય નસલના ડોગ્સ પર રિસર્ચ કરી રહ્યું છે. હેતુ એ જ છે કે ઈન્ડિયન બ્રિડ્સને વધુ સારા બનાવી શકાય અને ઉપયોગી બનાવી શકાય. આપ ઈન્ટરનેટ પર તેમના નામ સર્ચ કરો, તેના વિશે જાણો, તમે તેમની સુંદરતા, તેમની ગુણવત્તા, જોઈને અચંબિત થઈ જશો. હવે જ્યારે પણ આપ ડોગ પાળવાનું વિચારો, આપ જરૂર આમાંથી જ કોઈ ઈન્ડિયન બ્રિડના ડોગને ઘરે લઈ આવજો. આત્મનિર્ભર ભારત જ્યારે જન-મનનો મંત્ર બની જ રહ્યું છે, તો કોઈપણ ક્ષેત્ર પાછળ કેવી રીતે છૂટી શકે.
મારા પ્રિય દેશવાસીઓ, કેટલાક દિવસો બાદ, પાંચ સપ્ટેમ્બરે આપણે શિક્ષક દિવસ મનાવીશું. આપણે બધા જ્યારે આપણા જીવનની સફળતાઓને આપણી જીવનયાત્રાને જોઈએ છીએ તો આપણને આપણા કોઈને કોઈ શિક્ષકની યાદ ચોક્કસ આવે છે. ઝડપથી બદલાતા સમય અને કોરોનાના સંકટકાળમાં આપણા શિક્ષકો સામે પણ સમયની સાથે બદલાવનો એક પડકાર છે. મને ખુશી છે કે આપણા શિક્ષકોએ ન માત્ર આ પડકારનો સ્વિકાર કર્યો પરંતુ તેને અવસરમાં ફેરવી પણ દીધો છે. ભણવામાં ટેકનીકનો વધુમાં વધુ ઉપયોગ કેમ થાય, નવી રીતોને કેવી રીતે અપનાવીએ, વિદ્યાર્થીઓને મદદ કેવી રીતે કરીએ, તે આપણા શિક્ષકોએ સહજતાથી અપનાવ્યું છે અને પોતાના વિદ્યાર્થીઓને પણ શિખવાડ્યું છે. આજે દેશમાં દરેક જગ્યાએ કંઈને કંઈક ઈનોવેશન થઈ રહ્યાં છે. શિક્ષક અને વિદ્યાર્થીઓ મળીને કંઈક નવું કરી રહ્યા છે. મને ભરોસો છે કે જેવી રીતે દેશમાં રાષ્ટ્રીય શિક્ષા નીતિના માધ્યમથી એક મોટો બદલાવ થવા જઈ રહ્યો છે, આપણા શિક્ષક તેનો પણ લાભ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા નિભાવશે.
સાથીઓ, અને ખાસ કરીને મારા શિક્ષક સાથીઓ, વર્ષ 2022માં આપણો દેશ સ્વતંત્રતાના 75 વર્ષનો પર્વ ઉજવશે. સ્વતંત્રતાની પહેલાં અનેક વર્ષો સુધી આપણા દેશમાં આઝાદીની લડાઈ, તેનો એક લાંબો ઈતિહાસ રહ્યો છે. આ દરમિયાન દેશનો કોઈ ખૂણો એવો નહોતો જ્યાં આઝાદીના લડવૈયાઓએ પોતાના પ્રાણ ન્યોછાવર ન કર્યા હોય, પોતાનું સર્વસ્વ ન ત્યાગી દીધું હોય. એ બહુ જ આવશ્યક છે કે આપણી આજની પેઢી, આપણા વિદ્યાર્થીઓ આઝાદીની લડાઈ, આપણા દેશના નાયકોથી પરિચીત રહે, તેમને એટલા જ અનુભવે. પોતાના જિલ્લામાં, પોતાના વિસ્તારમાં આઝાદીના આંદોલન સમયે શું થયું, કેવી રીતે થયું, કોણ શહીદ થયું, કોણ કેટલા સમય સુધી દેશ માટે જેલમાં રહ્યું. આ વાતો આપણા વિદ્યાર્થીઓ જાણશે તો તેમના વ્યક્તિત્વમાં પણ તેનો પ્રભાવ દેખાશે. તેને માટે ઘણાં કામ કરી શકાય. જેમાં આપણા શિક્ષકોની મોટી જવાબદારી છે. જેમ કે, આપ જે જિલ્લામાં છો, ત્યાં શતાબ્દિઓ સુધી આઝાદીની લડાઈ ચાલી, તે આઝાદીની લડાઈમાં ત્યાં કોઈ ઘટના ઘટી છે કે કેમ? તેને લઈને વિદ્યાર્થીઓ પાસે રિસર્ચ કરાવી શકાય. તેને શાળાના હસ્તલિખિત અંકના રૂપમાં તૈયાર કરી શકાય. આપના શહેરમાં સ્વતંત્રતા આંદોલનથી જોડાયેલી કોઈ જગ્યા હોય તો વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને ત્યાં લઈ જઈ શકો છો. કોઈ શાળાના વિદ્યાર્થીઓ નક્કી કરી લે કે તે આઝાદીના 75મા વર્ષે પોતાના ક્ષેત્રના આઝાદીના 75 નાયકો પર કવિતાઓ લખશે, નાટ્ય કથા લખશે. આપના પ્રયાસો દેશના હજારો-લાખો અનામી નાયકોને સામે લાવશે જે દેશ માટે જીવ્યા, જે દેશ માટે ખપી ગયા, જેમના નામ સમયની સાથે વિસ્મૃત થઈ ગયા, એવા મહાન વ્યક્તિઓને જો આપણે સામે લાવીશું, આઝાદીના 75મા વર્ષે તેમને યાદ કરીશું તો તે તેમને સાચી શ્રદ્ધાંજલિ હશે અને જ્યારે 5 સપ્ટેમ્બરે શિક્ષક દિન મનાવી રહ્યા છીએ ત્યારે હું મારા શિક્ષક સાથીઓને જરૂર આગ્રહ કરીશ કે તેઓ આના માટે એક માહોલ બનાવે, બધાને જોડે અને બધા મળીને જોડાઈ જાય.
મારા પ્રિય દેશવાસીઓ, દેશ આજે જે વિકાસ યાત્રા પર ચાલી રહ્યો છે, તેની સફળતા સુખદ ત્યારે જ થશે જ્યારે દરેક દેશવાસી તેમાં સામેલ હોય, આ યાત્રાના યાત્રી હોય, આ પથના પથિક હોય, તેથી એ જરૂરી છે કે દરેક દેશવાસી સ્વસ્થ રહે, સુખી રહે અને આપણે મળીને કોરોનાને સંપૂર્ણપણે હરાવીએ. કોરોના ત્યારે જ હારશે જ્યારે આપ સુરક્ષિત રહેશો, જ્યારે આપ “દો ગજકી દૂરી, માસ્ક જરૂરી” “બે ગજનું અંતર, માસ્ક નિરંતર”, આ સંકલ્પનું સંપૂર્ણ રીતે પાલન કરશો. તમે બધા સ્વસ્થ રહો, સુખી રહો, એ જ શુભેચ્છાઓ સાથે આગામી “મન કી બાત”માં ફરી મળીશું.
ખૂબ…ખૂબ ધન્યવાદ….નમસ્કાર…
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર.
આજે ૨૬ જુલાઇ છે અને આજનો દિવસ બહુ વિશેષ છે. આજે કારગીલ વિજય દિવસ છે. 21 વર્ષ પહેલાં આજના જ દિવસે કારગીલના યુદ્ધમાં આપણી સેનાએ ભારતના વિજયનો ધ્વજ લહેરાવ્યો હતો. સાથીઓ, કારગીલનું યુદ્ધ જે પરિસ્થિતીમાં લડાયું તેને ભારત ક્યારેય ભૂલી નહીં શકે. પાકિસ્તાને મોટા–મોટા મનસૂબા રાખીને ભારતની ભૂમિ પડાવી લેવા અને પોતાને ત્યાં ચાલતા આંતરિક કલહથી ધ્યાન બીજે દોરવા માટે આ દુઃસાહસ કર્યું હતું. તે વખતે ભારત પાકિસ્તાન સાથે સારા સંબંધો બનાવવા પ્રયાસરત હતું. પરંતુ કહેવાય છે નેઃ
‘બયરૂં અકારણ સહ કાહૂં સો, જો કર હિત અનહિત તાહૂ સો.’
એટલે કે દુષ્ટનો સ્વભાવ જ હોય છે, હરકોઇ સાથે વિના કારણે દુશ્મની કરવી. આવા સ્વભાવના લોકો જેઓ તેનું હિત કરતા હોય તેનું પણ નુકસાન જ વિચારે છે. એટલા માટે ભારતની મિત્રતાના જવાબમાં પાકિસ્તાન દ્વારા પીઠ પાછળ છરી મારવાની કોશિષ કરાઇ હતી. પરંતુ ત્યાર પછી ભારતની વીર સેનાએ જે પરાક્રમ બતાવ્યું, ભારતે પોતાની જે તાકાત બતાવી, તેને પૂરી દુનિયાએ નિહાળ્યું હતું. તમે કલ્પના કરી શકો છો, ઉંચા પહાડો પર બેઠેલા દુશ્મનો અને નીચેથી લડી રહેલી આપણી સેનાઓ, આપણા વીર જવાનો. પરંતુ જીત પહાડની ઉંચાઇની નહીં, ભારતની સેનાઓની ઉંચી હિંમત અને સાચી વિરતાની થઇ.
સાથીઓ,
તે સમયે મને પણ કારગીલ જવાનું અને આપણા જવાનોની વીરતાના દર્શનનું સદભાગ્ય મળ્યું હતું. તે દિવસો મારા જીવનની સૌથી અણમોલ પળોમાંના એક છે. હું જોઇ રહ્યો છું કે, આજે આખા દેશમાં લોકો કારગીલ વિજયને યાદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક #courageinkargil સાથે લોકો આપણા વીરોને નમન કરી રહ્યા છે, જે શહીદ થયા છે, તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. હું આજે તમામ દેશવાસીઓ વતી આપણા આ વીર જવાનોની સાથે–સાથે મા ભારતીના સાચા સપૂતોને જેમણે જન્મ આપ્યો હતો, તે વીર માતાઓને પણ નમન કરૂં છું. દેશના નવયુવાનોને મારો આગ્રહ છે કે, આજે આખો દિવસ કારગીલ વિજય સાથે જોડાયેલા આપણા જવામર્દોની વાતો, વીરમાતાઓના ત્યાગ વિષે એકબીજાને જણાવો. શેર કરો. સાથીઓ, હું આપને આજે એક આગ્રહ કરૂં છું. એક વેબસાઇટ છે www.gallantryawards.gov.in તમે આ વેબસાઇટની ચોક્કસ વિઝિટ કરો. ત્યાં આપને આપણા વીર પરાક્રમી યોદ્ધાઓ વિષે, તેમના પરાક્રમો વિષે ઘણી બધી માહિતી મળશે. અને તમે જયારે પણ પોતાના સાથીઓ સાથે ચર્ચા કરશો ત્યારે તે માહિતી તેમના માટે પણ પ્રેરણારૂપ બનશે. તમે ચોક્કસ આ વેબસાઇટની વિઝિટ કરજો. અને હું તો કહીશ કે વારેવારે વિઝિટ કરતા રહેજો.
સાથીઓ,
કારગીલ યુદ્ધ વખતે અટલજીએ લાલકિલ્લા પરથી જે કહ્યું હતું, તે આજે પણ આપણા બધા માટે ખૂબ પ્રાસંગિક છે. અટલજીએ ત્યારે દેશને ગાંધીજીના એક મંત્રની યાદ અપાવી હતી. મહાત્મા ગાંધીનો મંત્ર હતો કે, જો કોઇને પણ ક્યારેય કોઇ દુવિધા હોય કે, તેમણે શું કરવું અને શું ન કરવું તો તેમણે ભારતના સૌથી ગરીબ અને અસહાય વ્યક્તિ વિષે વિચારવું જોઇએ. તેમણે એ વિચારવું જોઇએ કે, તેઓ જે કરવા જઇ રહ્યા છે તેનાથી તે વ્યક્તિનું ભલું થશે કે નહિં થાય. ગાંધીજીના આ વિચારોથી આગળ વધીને અટલજીએ કહ્યું હતું કે, કારગીલ યુદ્ધે આપણને એક બીજો મંત્ર આપ્યો છે. – આ મંત્ર હતો, કે કોઇપણ મહત્વનો નિર્ણય લેતા પહેલાં આપણે એ વિચારીએ કે, શું આપણું આ પગલું તે સૈનિકોના સન્માનને અનુરૂપ છે. જેમણે તે દુર્ગમ પહાડોમાં પોતાના પ્રાણની આહૂતી આપી હતી. આવો, અટલજીના અવાજમાં જ તેમની આ ભાવનાને આપણે સાંભળીએ, સમજીએ અને સમયની માંગ છે કે, તેનો સ્વીકાર કરીએ.
સાઉન્ડ બાઇટ – અટલજી–
“આપણને સૌને યાદ છે કે, ગાંધીજીએ આપણને એક મંત્ર આપ્યો હતો, તેમણે કહ્યું હતું કે, જો કોઇ અવઢવ હોય કે, તમારે શું કરવું જોઇએ. તો તમે ભારતની તે સૌથી અસહાય વ્યક્તિ વિષે વિચારો અને પોતાને પૂછો કે શું તમે જે કરવા જઇ રહ્યા છો તેનાથી તે વ્યક્તિની ભલાઇ થશે ? કારગીલે આપણને બીજો મંત્ર આપ્યો છે. કોઇ મહત્વનો નિર્ણય લેતાં પહેલાં આપણે એ વિચારીએ કે શું આપણું એ પગલું એ સૈનિકોના સન્માનને અનુરૂપ છે. જેમણે તે દુર્ગમ પહાડોમાં પોતાના પ્રાણોની આહૂતી આપી હતી. ”
સાથીઓ,
યુદ્ધની પરિસ્થિતીમાં આપણે જે વાત કહીએ છીએ, કરીએ છીએ, તેની, સરહદે ઉભેલા સૈનિકોના મનોબળ પર, તેમના પરિવારના મનોબળ પર બહુ ઉંડી અસર પડે છે. આ વાત આપણે ક્યારેય ભૂલવી ન જોઇએ. અને એટલા માટે આપણો આચાર, આપણો વહેવાર, આપણી વાણી, આપણું નિવેદન, આપણી મર્યાદા, આપણું લક્ષ્ય આ તમામની કસોટી થાય છે. આ બધામાં આપણે યાદ રાખવું જોઇએ કે, આપણે જે કરી રહ્યા છીએ, કહી રહ્યા છીએ, તેનાથી સૈનિકોનું મનોબળ વધે, તેમનું સન્માન વધે. રાષ્ટ્ર સર્વોપરી છે. એ મંત્ર સાથે એકતાના તાંતણે બંધાયેલા દેશવાસીઓ આપણા સૈનિકોની તાકાતને અનેક હજારગણી વધારી દે છે. આપણે ત્યાં તો કહેવાય છે ને “સંઘે શક્તિ કલૌયુગે”.
કોઇકોઇ વાર આપણે આ વાતને સમજયા વિના સોશિયલ મીડિયા ઉપર એવી ચીજોને પ્રોત્સાહન આપી દઇએ છીએ, જે આપણા દેશને મોટું નુકસાન કરે છે. કોઇકોઇ વાર જિજ્ઞાસાને કારણે આપણે તેને ફોરવર્ડ કરતા રહીએ છીએ. ખબર છે કે આ ખોટું છે. પરંતુ તે કરતા રહીએ છીએ. આજકાલ લડાઇ કેવળ સરહદ પર જ નથી લડવામાં આવતી. દેશમાં પણ કેટલાય મોરચે એક સાથે લડવામાં આવે છે. અને એક દેશવાસીએ તેમાં પોતાની ભૂમિકા નક્કી કરવાની હોય છે. આપણે પણ આપણી ભૂમિકા, દેશની સરહદ પર દુર્ગમ પરિસ્થિતીમાં લડી રહેલા સૈનિકોને યાદ કરતાં-કરતાં નક્કી કરવી પડશે.
મારા વ્હાલા દેશવાસીઓ,
છેલ્લા કેટલાક મહિનાથી આખા દેશે એકસંપ થઇને જે રીતે કોરોનાનો સામનો કર્યો છે. તેણે અનેક દહેશતને ખોટી પુરવાર કરી દીધી છે. આજે આપણા દેશમાં સાજા થવાનો દર અન્ય દેશોની સરખામણીએ બહેતર છે. તેની સાથે આપણા દેશમાં કોરોનાના કારણે મૃત્યુ પામનારાઓનો દર પણ દુનિયાના મોટાભાગના દેશો કરતાં ઘણો ઓછો છે. ચોક્કસપણે એકપણ વ્યક્તિને ખોવાનું દુઃખદ છે, પરંતુ ભારત પોતાના લાખો દેશવાસીઓના જીવન બચાવવામાં સફળ પણ રહ્યો છે. પરંતુ સાથીઓ કોરોનાનું જોખમ હજી ટળ્યું નથી. અનેક ઠેકાણે તે હજીપણ ઝડપથી ફેલાઇ રહ્યો છે. આપણે ખૂબ જ વધારે સાવચેત રહેવાની જરૂર છે. આપણે એ ધ્યાન રાખવાનું છે કે, કોરોના જેટલો શરૂઆતમાં ઘાતક હતો તેટલો જ હજીપણ ઘાતક છે. એટલે આપણે પૂરેપૂરી સાવચેતી રાખવાની છે. ચહેરા પર માસ્ક બાંધવાનું કે ગમછાનો ઉપયોગ કરવાનો છે. બે ગજનું અંતર, વારંવાર હાથ ધોવાના, કયાંય પણ થુંકવાનું નહિં, સાફસફાઇનું પૂરૂં ધ્યાન રાખવાનું, – આજ આપણા હથિયાર છે. જે આપણને કોરોનાથી બચાવી શકે છે. કોઇકોઇવાર માસ્ક પહેરવામાં આપણને તકલીફ થાય છે, અને મનમાં થાય છે કે ચહેરા પરથી માસ્ક ઉતારી દઇએ. વાતચીત કરવાનું શરૂ કરી દઇએ છીએ. ખરેખર જયારે માસ્કની વધુ જરૂર હોય છે, ત્યારે જ આપણે માસ્ક હટાવી લઇએ છીએ. આ સમયમાં હું આપને આગ્રહ કરૂં છું કે, જયારે પણ તમને માસ્કને લીધે પરેશાની અનુભવાતી હોય, મન થતું હોય કે માસ્ક કાઢી નાંખવો છે તો પળવાર માટે ડોકટરોને યાદ કરજો કે, નર્સોને યાદ કરજો, આપણાએ કોરોના યોદ્ધાઓને યાદ કરજો. તમે જુઓ છો કે તેઓ માસ્ક પહેરીને કલાકો સુધી સતત આપણા બધાના જીવન બચાવવા માટે લાગેલા છે. આઠ-આઠ, દસ-દસ કલાક સુધી માસ્ક પહેરી રાખે છે. શું એમને તકલીફ નહીં થતી હોય. થોડા એમને પણ યાદ કરો. તમને પણ થશે કે, આપણે એક નાગરિકના નાતે એમાં જરાપણ બેદરકારી દાખવવાની નથી. અને ન કોઇને બેદરકારી બતાવવા દેવાની છે. એક તરફ આપણે કોરોના વિરૂદ્ધની લડાઇને પૂરી સાવધાની અને સતર્કતાથી લડવાની છે, તો બીજી તરફ કઠોળ મહેનતથી, વ્યવસાય, નોકરી, અભ્યાસ જે પણ કર્તવ્ય આપણે નિભાવીએ છીએ તેમાં ગતિ લાવવાની છે. તેને પણ નવી ઉંચાઇએ લઇ જવાની છે.
સાથીઓ,
કોરોનાકાળમાં આપણા ગ્રામીણ ક્ષેત્રોએ તો આખા દેશને નવી દિશા બતાવી છે. આવા ગામોમાંથી સ્થાનિક નાગરીકોના, ગ્રામપંચાયતોના અનેક સારા પ્રયાસો સતત બહાર આવી રહ્યા છે. જમ્મુમાં એક ગામ ત્રેવા ગ્રામપંચાયત છે. ત્યાંનાં સરપંચ છે – બલબીરકૌરજી. મને જણાવાયું છે બલબીરકૌરજીએ પોતાની પંચાયતમાં 30 પથારીનું એક કવોરંનટાઇન સેન્ટર બનાવ્યું છે. પંચાયત તરફ જતાં રસ્તા પર પાણીની વ્યવસ્થા કરી. લોકોને હાથ ધોવામાં કોઇ તકલીફ ન પડે તેની વ્યવસ્થા કરાવી. એટલું જ નહિં, આ બલબીરકૌરજી ખુદ પોતાના ખભા પર સ્પ્રેપંપ ભરાવીને સ્વયંસેવકોની સાથે મળીને પૂરા ગામમાં આસપાસના વિસ્તારોમાં સેનીટાઇજેશનનું કામ પણ કરે છે. એવા જ એક કાશ્મીરી મહિલા સરપંચ છે. ગાંદરબલના ચૌટલીવારના જૈતુના બેગમ. જૈતુના બેગમજીએ નક્કી કર્યું કે, તેમની પંચાયત કોરોના સામેનો જંગ લડશે. અને કમાણીની નવી તકો પણ ઉભી કરશે. તેમણે સમગ્ર વિસ્તારમાં વિનામૂલ્યે માસ્ક વહેંચ્યા. મફત રાશન વહેંચ્યું. સાથે જ તેમણે લોકોને ખેતી માટે બીયારણ અને સફરજનના છોડ પણ આપ્યા. જેથી લોકોને ખેતીમાં, બાગાયતમાં કોઇ મુશ્કેલી ન પડે. સાથીઓ, કાશ્મીરથી વધુ એક પ્રેરક ઘટના આવી છે. ત્યાં અનંતનાગમાં મહાપાલિકા અધ્યક્ષ છે શ્રીમાન મોહંમદ ઇકબાલ. તેમને પોતાના વિસ્તારમાં સેનીટાઇજેશન માટે સ્પ્રેયરની જરૂર હતી. તેમણે માહિતી મેળવી તો ખબર પડી કે, મશીન તો બીજા શહેરમાંથી લાવવું પડશે અને કિંમત પણ હશે છ લાખ રૂપિયા. તો શ્રીમાન ઇકબાલજીએ પોતે જ પ્રયાસો કરીને પોતાની જાતે જ સ્પ્રેયર મશીન બનાવી લીધું અને તે પણ માત્ર 50 હજાર રૂપિયામાં. આવા તો કેટલાય બીજા ઉદાહરણ છે. આખા દેશમાં, ખૂણેખૂણામાંથી આવી અનેક પ્રેરક ઘટનાઓ રોજ સામે આવે છે. એ બધી અભિનંદનને પાત્ર છે. પડકાર ઉભો થયો, પરંતુ લોકોએ એટલી તાકાતથી તેનો સામનો પણ કર્યો.
મારા વ્હાલા દેશવાસીઓ,
સાચા અભિગમ દ્વારા, સર્જનાત્મક અભિગમ દ્વારા આફતને અવસરમાં, વિપત્તિને વિકાસમાં બદલવામાં હંમેશા ખૂબ મદદ મળે છે. અત્યારે આપણે કોરોનાના સમયમાં પણ જોઇ રહ્યા છીએ કે, કેવી રીતે આપણા દેશના યુવાનો, મહિલાઓએ પોતાની પ્રતિભા અને કૌશલ્યના સહારે કેટલાક નવા પ્રયોગો શરૂ કર્યા છે. બિહારમાં કેટલાય મહિલા સ્વસહાય જૂથોએ મધુબની ચિત્રકામવાળા માસ્ક બનાવવાનું શરૂ કર્યું છે. અને જોતજોતાંમાં આ માસ્ક ખૂબ લોકપ્રિય બની ગયા છે. આ મધુબની માસ્ક એક રીતે પોતાની પરંપરાનો પ્રચાર તો કરે છે, પરંતુ લોકોને આરોગ્યની સાથે રોજગારી પણ આપી રહ્યા છે. તમે જાણો જ છો કે, ઇશાન ભારતમાં બામ્બુ એટલે કે, વાંસ કેટલા વિપુલ પ્રમાણમાં થાય છે. હવે આ જ વાંસમાંથી ત્રિપુરા, મણિપુર, આસામના કારીગરોએ ઉચ્ચ ગુણવત્તાવાળી પાણીની બોટલ અને ટિફિનબોક્ષ બનાવવાનું શરૂ કર્યું છે. તમે એની ગુણવત્તા જોશો તો વિશ્વાસ નહીં થાય કે, વાંસમાંથી બનાવેલી બોટલો પણ આટલી શાનદાર હોઇ શકે છે. અને વળી, આ બોટલો ઇકોફ્રેન્ડલી – પ્રકૃતિને અનુરૂપ છે. આ બોટલો જયારે બનાવે છે ત્યારે વાંસને પહેલાં તો લીમડો અને બીજી વનૌષધિઓ સાથે ઉકાળવામાં આવે છે તેનાથી તેમાં ઔષધિય ગુણો પણ ઉમેરાય છે. નાના-નાના સ્થાનિક ઉત્પાદનો દ્વારા કેવી રીતે મોટી સફળતા મળે છે તેનું એક ઉદાહરણ ઝારખંડથી પણ મળ્યું છે. ઝારખંડના બિશુનપુરમાં અત્યારે 30થી વધુ જૂથ મળીને લેમન ગ્રાસની ખેતી કરે છે. લેમન ગ્રાસ ચાર મહિનામાં તૈયાર થઇ જાય છે અને તેનું તેલ બજારમાં સારા ભાવે વેચાય છે. આજકાલ તેની સારી એવી માંગ પણ છે. હું દેશના બે વિસ્તારો વિષે પણ વાત કરવા માંગું છું. બંને એકબીજાથી સેંકડો કીલોમીટર દૂર છે. અને પોતપોતાની રીતે ભારતને આત્મનિર્ભર બનાવવા માટે કંઇક અલગ રીતે કામ કરી રહ્યા છે. એક છે લદ્દાખ અને બીજો છે કચ્છ. લેહ અને લદ્દાખનું નામ સામે આવતાં જ સુંદર ખીણો અને ઉંચા-ઉંચા પહાડોના દ્રશ્યો આપણી સામે આવવા લાગે છે. તાજી હવાની લહેરખીઓનો અનુભવ થવા લાગે છે. ત્યાં કચ્છનો ઉલ્લેખ થતાં જ રણ, દૂર-દૂર સુધી ફેલાયેલું રણ, ઝાડપાન કયાંય નજર ન આવે. આ બધું આપણી નજર સામે તરવરવા લાગે છે. લદ્દાખમાં એક ખાસ ફળ થાય છે. જેનું નામ ચૂલી અથવા એપ્રિકોટ એટલે કે, જરદાલુ છે. આ પાક લદ્દાખ ક્ષેત્રના અર્થતંત્રને બદલવાની ક્ષમતા રાખે છે. પરંતુ અફસોસની વાત એ છે કે, પુરવઠાની સાંકળ, મોસમનો માર જેવાં અનેક પડકારોનો સતત સામનો કરતો રહે છે. એનો ઓછામાં ઓછો નાશ થાય તે માટે આજકાલ એક નવીનીકરણનો ઉપયોગ શરૂ થયો છે. બે રીતે કામ કરતી એક વ્યવસ્થા છે. જેનું નામ છે solar apricot dryer and space heater સૌર ઉર્જા વડે જરદાલુ અને અન્ય ફળો તથા શાકભાજીને જરૂર મુજબ આ પ્રણાલી સૂકવી શકે છે અને તે પણ આરોગ્યપ્રદ રીતે. પહેલાં જયારે જરદાલુને ખેતરની બાજૂમાં જ સૂકવતા હતા તો તેમાંથી બગાડ ખૂબ થતો હતો. સાથે ધૂળ અને વરસાદના પાણીને લીધે ફળોની ગુણવત્તા ઉપર પણ અસર થતી હતી. બીજી તરફ હાલ કચ્છમાં ખેડૂતો ડ્રેગન ફ્રૂટની ખેતી માટે પ્રશંસનીય પ્રયત્નો કરી રહ્યા છે. ઘણા લોકો જયારે સાંભળે છે ત્યારે એમને નવાઇ લાગે છે. કચ્છ અને ડ્રેગન ફ્રૂટ ? પરંતુ ત્યાં આજે કેટલાય ખેડૂત આ ખેતીમાં જોડાયા છે. ફળની ગુણવત્તા અને ઓછી જમીનમાં વધારે ઉત્પાદન લેવા માટે ઘણી શોધખોળ કરવામાં આવી રહી છે. મને જાણવા મળ્યું છે કે, ડ્રેગન ફ્રૂટની લોકપ્રિયતા સતત વધી રહી છે. ખાસ કરીને નાસ્તામાં તેનો ઉપયોગ સારો એવો વધ્યો છે. કચ્છના ખેડૂતોનો સંકલ્પ છે કે, દેશને ડ્રેગન ફ્રૂટની આયાત ન કરવી પડે. આ જ તો આત્મનિર્ભરતાની વાત છે.
સાથીઓ,
જયારે આપણે કંઇક નવું કરવાનું વિચારીએ છીએ, નવીનતાપૂર્વક વિચારીએ છીએ તો એવા કામ પણ શક્ય બની જાય છે જેમની સામાન્ય રીતે કોઇક કલ્પના પણ નથી કરતું. જેમ કે બિહારના કેટલાક યુવાનોની જ વાત લઇએ. પહેલા તેઓ સામાન્ય નોકરી કરતા હતા. એક દિવસ તેમણે નક્કી કર્યું કે, તે મોતીની ખેતી કરશે. એમના વિસ્તારમાં લોકોને આ વિષે બહુ ખબર નહોતી. પરંતુ પહેલાં તો બધી જાણકારી એકત્રિત કરી. જયપુર અને ભુવનેશ્વર જઇને તાલીમ લીધી. અને પોતાના ગામમાં જ મોતીની ખેતી શરૂ કરી દીધી. આજે તે પોતે તો તેમાંથી સારી કમાણી કરી જ રહ્યા છે, પરંતુ સાથે તેમણે મુઝફ્ફપુર, બેગુસરાઇ અને પટનામાં બીજા રાજયોમાંથી પાછા આવેલા પ્રવાસી કામદારોને પણ તેની તાલીમ આપવાનું શરૂ કરી દીધું છે. તેનાથી અનેક લોકો માટે આત્મનિર્ભરતાનો માર્ગ ખૂલી ગયો છે.
સાથીઓ,
થોડા દિવસો પછી રક્ષાબંધનનું પાવનપર્વ આવી રહ્યું છે. આ દિવસોમાં હું જોઇ રહ્યો છું કે, કેટલાય લોકો અને સંસ્થાઓ આ વખતે રક્ષાબંધનને જૂદી જ રીતે ઉજવવાનું અભિયાન ચલાવી રહ્યા છે. ઘણા લોકો તેને વોકલ ફોર લોકલ સાથે જોડી રહ્યા છે. અને આ વાત યોગ્ય પણ છે. આપણા પર્વ આપણા સમાજના ઘરની કોઇ બાજુની જ વ્યક્તિનો વેપાર વધે, તેનો તહેવાર પણ ખુશખુશાલ થાય ત્યારે પર્વનો આનંદ કંઇક ઔર થઇ જાય છે. બધા દેશવાસીઓને રક્ષાબંધનની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ.
સાથીઓ,
સાતમી ઓગષ્ટે રાષ્ટ્રીય હાથશાળ દિવસ છે. ભારતનો હાથશાળ ઉદ્યોગ આપણી હસ્તકલાકારીગરી પોતાનામાં સેંકડો વર્ષોનો ઇતિહાસ સમેટીને બેઠા છે. આપણા બધાનો પ્રયાસ એ જ હોવો જોઇએ કે, ભારતીય હાથશાળ ઉદ્યોગ અને હસ્તકળાનો આપણે વધુમાં વધુ માત્ર ઉપયોગ જ ન કરીએ પરંતુ તેના વિષે આપણે વધુમાં વધુ લોકોને માહીતગાર પણ કરીએ. ભારતની હાથશાળ અને હસ્તકલાકારીગરી કેટલી સમૃદ્ધ છે, તેમાં કેટલી વિવિધતા છે. એ જેટલું વધારે દુનિયા જાણશે તેટલો જ સ્થાનિક કારીગરો અને વણકરોને લાભ થશે.
સાથીઓ,
ખાસ કરીને મારા યુવા સાથીઓ, આપણો દેશ બદલાઇ રહ્યો છે. કેવી રીતે બદલાઇ રહ્યો છે ? કેટલો ઝડપથી બદલાઇ રહ્યો છે ? કેવા-કેવા ક્ષેત્રોમાં બદલાઇ રહ્યો છે ? એક હકારાત્મક વિચારસરણી સાથે જો આપણે નજર રાખીશું તો આપણે પોતે જ અચંબામાં પડી જઇશું. એક સમય હતો જયારે રમતગમતથી લઇને અન્ય ક્ષેત્રોમાં પણ મોટાભાગના લોકો કાં તો મોટા-મોટા શહેરોમાંથી આવતા હતા, અથવા મોટા-મોટા પરિવારમાંથી કે પછી વિખ્યાત શાળાઓ અથવા કોલેજોમાંથી જ આવતા હતા. હવે દેશ બદલાઇ રહ્યો છે. ગામોમાંથી, નાના શહેરોમાંથી, સામાન્ય પરિવારમાંથી આપણા યુવાઓ આગળ આવી રહ્યા છે. સફળતાના નવા શિખરો સર કરી રહ્યા છે. આ લોકો મુશ્કેલીઓની વચ્ચે પણ નવા-નવા સપના સેવીને આગળ વધી રહ્યા છે. કંઇક એવું જ આપણને હજી હમણાં જ જે બોર્ડ પરીક્ષાઓના પરિણામ આવ્યા તેમાં પણ જોવા મળે છે. આજે મન કી બાતમાં આપણે કેટલાક એવા જ પ્રતિભાશાળી દિકરા-દીકરીઓ સાથે વાત કરીએ છીએ. એવી જ એક પ્રતિભાશાળી દિકરી છે. કૃતિકા નાંદલ. કૃતિકાજી હરિયાણામાં પાણીપતથી છે.
મોદીજીઃ- હલ્લો કૃતિકાજી નમસ્તે,
કૃતિકાઃ- નમસ્તે સર.
મોદીજીઃ- આટલા સરસ પરિણામ માટે તમને ખૂબ-ખૂબ અભિનંદન.
કૃતિકાઃ- ધન્યવાદ સર.
મોદીજીઃ- અત્યારે તો તમે ટેલિફોન લેતા-લેતા પણ થાકી ગયા હશોને. કેટલા બધા લોકોના ફોન આવતા હશે નહિં.
કૃતિકાઃ- જી. સર..
મોદીજીઃ- અને જે લોકો અભિનંદન આપે છે, તેઓ પણ ગર્વ અનુભવતા હશે. કે તે તમને ઓળખે છે. તમને કેવું લાગે છે.
કૃતિકાઃ- સર, બહુ સારૂં લાગે છે. પપ્પા-મમ્મીને ગર્વનો અનુભવ કરાવીને પોતાને પણ એટલો જ ગર્વ થઇ રહ્યો છે.
મોદીજીઃ- અચ્છા એ કહો કે, તમારી સૌથી મોટી પ્રેરણા કોણ છે?
કૃતિકાઃ- સર. મારા મમ્મી જ મારી સૌથી મોટી પ્રેરણા છે.
મોદીજીઃ- વાહ. સારૂં એ કહો કે તમે મમ્મી પાસેથી શું શીખી રહ્યા છો?
કૃતિકાઃ- સર. એમણે પોતાની જીંદગીમાં અનેક મુશ્કેલીઓ જોઇ છે. તો પણ તે એટલા નિડર અને એટલા મજબૂત છે સર. એમને જોઇ-જોઇને એટલી પ્રેરણા મળે છે. કે હું પણ તેમના જેવી જ બનું.
મોદીજીઃ- મમ્મી કેટલું ભણેલા છે?
કૃતિકાઃ- સર. બી.એ. કરેલું છે એમણે..
મોદીજીઃ- બી.એ. કરેલું છે ?
કૃતિકાઃ- જી સર..
મોદીજીઃ- અચ્છા તો મમ્મી તમને શીખવતા પણ હશે ને.
કૃતિકાઃ- જી. સર. શીખવે છે ને. દુનિયાદારી વિષે દરેક બાબત જણાવે છે.
મોદીજીઃ- એ વઢતા પણ હશે ને.
કૃતિકાઃ- જી સર. એ વઢે પણ છે.
મોદીજીઃ- સારૂં બેટા તમે આગળ શું કરવા ઇચ્છો છો.
કૃતિકાઃ- સર. હું ડોકટર બનવા ઇચ્છું છું.
મોદીજીઃ- અરે વાહ,
કૃતિકાઃ- એમ.બી.બી.એસ.
મોદીજીઃ- જુઓ. ડોકટર બનવું આસાન કામ નથી.
કૃતિકાઃ- જી સર.
મોદીજીઃ- ડીગ્રી તો મેળવી લેશો. કેમ કે, તમે ખૂબ હોશિયાર છો બેટા, પણ ડોકટરનું જે જીવન છે. એ સમાજ માટે બહુ સમર્પિત હોય છે.
કૃતિકાઃ- જી સર.
મોદીજીઃ- એણે તો કયારેક રાત્રે, ચેનથી સૂવા પણ નથી મળતું. કયારેક દર્દીનો ફોન આવે છે, હોસ્પીટલમાંથી ફોન આવી જાય છે. અને પછી દોડવું પડે છે. એક રીતે ચોવીસેય કલાક અને 365 દિવસ ડોકટરની જીંદગી લોકોની સેવામાં જ લાગેલી રહે છે.
કૃતિકાઃ- યસ સર.
મોદીજીઃ- અને ખતરો પણ રહે છે. કેમ કે, ખબર નહિં આજકાલ જે પ્રકારની બીમારીઓ થઇ રહી છે. એટલે ડોકટર સામે પણ બહુ મોટું સંકટ તોળાયેલું રહે છે.
કૃતિકાઃ- જી સર.
મોદીજીઃ- અચ્છા કૃતિકા, હરિયાણા તો રમતગમતમાં સમગ્ર હિંદુસ્તાન માટે કાયમ પ્રેરણા આપનારૂં, પ્રોત્સાહન આપનારૂં રાજય રહ્યું છે.
કૃતિકાઃ- હા જી. સર.
મોદીજીઃ- તો તમે પણ કોઇ રમતગમતમાં ભાગ લો છો ખરા. શું તમને કોઇ રમત પસંદ છે?
કૃતિકાઃ- સર. બાસ્કેટબોલ રમતી હતી સ્કૂલમાં.
મોદીજીઃ- અચ્છા તમારી ઉંચાઇ કેટલી છે. વધારે છે ઉંચાઇ?
કૃતિકાઃ- નહિં સર. પાંચ બે જ છે.
મોદીજીઃ- અચ્છા તો પછી તમે આ રમત કેમ પસંદ કરો છો?
કૃતિકાઃ- સર. એ તો બસ એક શોખ છે, રમી લઉં છું.
મોદીજીઃ- સારૂં. સારૂં..
ચાલો કૃતિકાજી. તમારા મમ્મીને પણ મારા તરફથી પ્રણામ કહેજો. તમને આ રીતે યોગ્ય બનાવ્યા. તમારા જીવનનું ઘડતર કર્યું. તમારા મમ્મીને પણ પ્રણામ અને તમને ખૂબ-ખૂબ અભિનંદન. ખૂબ-ખૂબ શુભેચ્છાઓ.
કૃતિકાઃ- ધન્યવાદ સર.
આવો હવે આપણે જઇએ છીએ કેરળ, એર્નાકુલમ.
કેરળના નવયુવાન સાથે વાત કરીશું.
મોદીજીઃ- હેલો.
વિનાયકઃ- હેલો સર. નમસ્કાર.
મોદીજીઃ- સો વિનાયક. કોન્ગ્રેચ્યુલેશન.
વિનાયકઃ- હા, થેંક્યુ સર.
મોદીજીઃ- શાબાશ વિનાયક. શાબાશ.
વિનાયકઃ- હા. થેંક્યુ સર.
મોદીજીઃ- હાવ ઇઝ ધ જોશ.
વિનાયકઃ- હાઇ સર.
મોદીજીઃ- શું તમે કોઇ રમત રમો છો.
વિનાયકઃ- બેડમિન્ટન.
મોદીજીઃ- બેડમિન્ટન,
વિનાયકઃ- હા. યસ.
મોદીજીઃ- સ્કૂલમાં કે પછી તાલીમ લેવાની કોઇ તક મળી હતી.
વિનાયકઃ- ના સર. સ્કૂલમાં જ. અમને થોડી તાલીમ મળી હતી.
મોદીજીઃ- હં..હં..
વિનાયકઃ- અમારા ટીચર પાસેથી..
મોદીજીઃ- હં.. હં..
વિનાયકઃ- એ રીતે મને બહારની રમતોમાં પણ ભાગ લેવાની તક મળી.
મોદીજીઃ- વાહ, (વોવ)
વિનાયકઃ- એટલે સ્કૂલમાંથી જ.
મોદીજીઃ- તો તમે કેટલા રાજયોની મુલાકાત લીધી.
વિનાયકઃ- હું ખાલી કેરળ અને તમિલનાડુ જ ગયો છું.
મોદીજીઃ- ખાલી કેરળ ને તમિલનાડુ ?
વિનાયકઃ- હા. સર.
મોદીજીઃ- તો તમને દિલ્હીની મુલાકાત લેવાનું ગમશે.
વિનાયકઃ- હા સર. હવે હું આગળ મારા અભ્યાસ માટે દિલ્હી યુનિવર્સિટીમાં અરજી કરી રહ્યો છું.
મોદીજીઃ- વાહ.. એટલે તમે દિલ્હી આવો છો. એમ..
વિનાયકઃ- હા. યસ સર.
મોદીજીઃ- અચ્છા મને એ કહો કે, ભવિષ્યમાં બોર્ડની પરીક્ષાઓ આપનારા વિદ્યાર્થીઓ માટે તમારો સંદેશ છે.
વિનાયકઃ- સખત મહેનત અને સમયનો યોગ્ય ઉપયોગ.
મોદીજીઃ- એટલે કે, સમયનું ચોક્કસ વ્યવસ્થાપન.
વિનાયકઃ- હા. સર.
મોદીજીઃ- વિનાયક. મને તમારા શોખ વિષે કંઇક કહેશો.
વિનાયકઃ- બેડમિન્ટન અને પછી રોઇન્ગ.(નૌકાયન)
મોદીજીઃ- અને તમે સોશિયલ મીડિયા પર એકટીવ છો.
વિનાયકઃ- સ્કૂલમાં અમને કોઇ ઇલેક્ટ્રોનિક સાધન અથવા ચીજવસ્તુ વાપરવાની છુટ નથી.
મોદીજીઃ- એટલા તમે નસીબદાર છો.
વિનાયકઃ- યસ. સર..
મોદીજીઃ- સારૂં વિનાયક, ફરી એકવાર અભિનંદન. અને ભવિષ્યની શુભેચ્છાઓ.
વિનાયકઃ- થેંક્યું સર.
આવો હવે આપણે ઉત્તરપ્રદેશ જઇએ. ઉત્તરપ્રદેશમાં અમરોહાના શ્રીમાન ઉસ્માન શૈખી સાથે વાત કરીશું.
મોદીજીઃ- હેલો ઉસ્માન. ખૂબ-ખૂબ અભિનંદન. તમને અનેક અનેક અભિનંદન.
ઉસ્માનઃ- થેંક્યુ સર.
મોદીજીઃ- અચ્છા ઉસ્માન મને એ કહો કે, તમે જેવું ઇચ્છયું હતું તેવું જ પરિણામ આવ્યું કે કંઇક ઓછું આવ્યું.
ઉસ્માનઃ- ના સર. જેવું ઇચ્છયું હતું તેવું જ મળ્યું છે. મારા મમ્મી-પપ્પા પણ ખૂબ ખુશ છે.
મોદીજીઃ- વાહ, સારૂં, પરિવારમાં બીજા ભાઇ પણ શું આટલા જ તેજસ્વી છે કે ઘરમાં તમે એક જ હોંશિયાર છો.
ઉસ્માનઃ- ખાલી હું એક જ છું. મારો ભાઇ થોડો તોફાની છે.
મોદીજીઃ- હા. હા..
ઉસ્માનઃ- બાકી મારા કારણે બહુ ખુશ રહે છે.
મોદીજીઃ- સરસ.. સરસ.. સારૂં તમે જયારે ભણતા હતા તો ઉસ્માન તમારો માનીતો વિષય કયો હતો.
ઉસ્માનઃ- ગણિત.
મોદીજીઃ- અરે વાહ, તો શું તમને ગણિતમાં રસ પડતો હતો. એ કેવી રીતે બન્યું. કયા શિક્ષકે તમને પ્રેરિત કર્યા.
ઉસ્માનઃ- જી. અમારા એક વિષય શિક્ષક છે, રજત સર. એમણે મને પ્રેરણા આપી. અને ખૂબ સારૂં ભણાવે છે. અને ગણિત તો શરૂઆતથી જ મારૂં સારૂં રહ્યું છે. અને એ સારો એવો રસપ્રદ વિષય પણ છે.
મોદીજીઃ- હં.. હં..
ઉસ્માનઃ- તો જેટલી વધુ મહેનત કરીએ છીએ. તેટલો તેમાં વધારે સર પડે છે. એટલે એ મારો માનીતો વિષય છે.
મોદીજીઃ- હં.. હં.. તમને ખબર છે કે ઓનલાઇન વૈદિક ગણિતના કલાસ ચાલે છે.
ઉસ્માનઃ- હા સર.
મોદીજીઃ- હં.. કયારેય એનો પ્રયત્ન કર્યો છે ખરો.
ઉસ્માનઃ- ના. સર હજી સુધી નથી કર્યો.
મોદીજીઃ- તમે જુઓ. તમારા ઘણા બધા દોસ્તોને થશે કે, તમે જાદુગર છો. કેમ કે, કમ્પ્યુટરની ઝડપે તમે ગણતરી કરી શકો છો. વૈદિક ગણિતની મદદથી. બહુ સરળ રીતો તેમાં આપેલી છે. અને આજકાલ તો તે ઓનલાઇન પણ ઉપલબ્ધ છે.
ઉસ્માનઃ- જી સર..
મોદીજીઃ- તમને ગણિતમાં રસ છે. એટલે ઘણીબધી નવીનવી ચીજો પણ તમે આપી શકો છો.
ઉસ્માનઃ- જી સર.
મોદીજીઃ- સારૂં ઉસ્માન તમે ખાલી સમયમાં શું કરો છો.
ઉસ્માનઃ- ખાલી સમયમાં કંઇકને કંઇક લખતો રહું છું હું. મને લેખનમાં બહુ રસ પડે છે.
મોદીજીઃ- અરે વાહ, એનો અર્થ તો તમે ગણિતમાં પણ રસ લો છો. અને સાહિત્યમાં પણ રસ લો છો.
ઉસ્માનઃ- હા સર..
મોદીજીઃ- શું લખો છો. કવિતાઓ લખો છો. શાયરીઓ લખો છો.
ઉસ્માનઃ- કંઇ પણ.. વર્તમાન ઘટનાઓ સાથે સંબંધિત કોઇપણ મુદ્દો હોય તેના પર લખતો રહું છું.
મોદીજીઃ- હં…હં..
ઉસ્માનઃ- નવી-નવી જાણકારી મળતી રહે છે. જેમ કે, જીએસટીનો મુદ્દો, આપણી નોટબંધી. આ બધી બાબતો..
મોદીજીઃ- અરે વાહ, તો તમે કોલેજના અભ્યાસ માટે શું આયોજન કરી રહ્યા છો.
ઉસ્માનઃ- કોલેજનો અભ્યાસ, સર મારી જીમેઇન્સની પહેલી પરિક્ષા કલીયર થઇ ગઇ છે. અને હવે હું સપ્ટેમ્બરમા બીજા પ્રયત્ન માટે બેસીશ. મારો મુખ્ય ધ્યેય છે કે હું પહેલા આઇઆઇટીમાંથી સ્નાતકની ડીગ્રી લઉં અને ત્યારપછી સિવિલ સર્વિસીસમાં જાઉં. અને એક આઇએએસ બનું.
મોદીજીઃ- અરે વાહ, સારૂં તમે ટેકનોલોજીમાં પણ રસ લો છો.
ઉસ્માનઃ- યસ સર. એટલા માટે તો મેં આઇટીનો વિકલ્પ લીધો છે. પહેલીવાર શ્રેષ્ઠ આઇઆઇટીનો.
મોદીજીઃ- ચાલો તો ઉસ્માન મારા તરફથી ખૂબ-ખૂબ શુભેચ્છાઓ. અને તમારો ભાઇ થોડો તોફાની છે. તો તમારો સમય પણ સારો જતો હશે. અને તમારા બા-બાપુજીને પણ મારા તરફથી પ્રણામ કહેજો. તેમણે તમને આ રીતે તક આપી તમારી હિંમત વધારી એ જાણીને મને બહુ સારૂં લાગ્યું કે તમે અભ્યાસની સાથેસાથે વર્તમાન સમસ્યાઓનું પણ અધ્યયન કરો છો. અને લખો પણ છો. જુઓ લખવાનો ફાયદો એ થાય છે કે, તમારા વિચારોમાં શાર્પનેસ આવે છે. લખવાથી બહુ સારો ફાયદો થાય છે. તો મારા તરફથી તમને ખૂબ-ખૂબ ધન્યવાદ.
ઉસ્માનઃ- થેંક્યું સર.
આવો હવે ફરી એકદમ નીચે દક્ષિણમાં જઇએ. તમિલનાડુ, નામાક્કલથી દિકરી કન્નિગા સાથે વાત કરીશું. અને હા, કન્નિગાની વાત તો ખૂબ જ પ્રેરણાદાયક છે.
મોદીજીઃ- કન્નિગાજી. વડક્કમ.
કન્નિગાઃ- વડક્કમ સર.
મોદીજીઃ- કેમ છો.
કન્નિગાઃ- મજામાં સર.
મોદીજીઃ- સૌ પહેલાં તો તમારી મહાન સફળતા માટે તમને ખૂબ-ખૂબ અભિનંદન.
કન્નિગાઃ- થેંક્યુ સર.
મોદીજીઃ- જયારે હું નમક્કલનું નામ સાંભળું છું, તો મને આંજનેય મંદિર યાદ આવે છે.
કન્નિગાઃ- યસ સર.
મોદીજીઃ- હવે હું તમને મારી સાથેની વાતચીત પણ યાદ કરાવીશ.
કન્નિગાઃ- યસ સર.
મોદીજીઃ- એટલી ફરીવાર કોંગ્રેચ્યુલેશન.
કન્નિગાઃ- થેંક્યું સર.
મોદીજીઃ- તમે તમારી પરીક્ષા માટે તો ખૂબ સખત મહેનત કરી હશે નહિં. તમારી તૈયારીનો અનુભવ કેવો હતો.
કન્નિગાઃ- સર. અમે શરૂઆતથી જ સખત મહેનત કરીએ છીએ. આ પરિણામ વિષે મેં આટલી સારી ધારણા નહોતી રાખી. પરંતુ મેં સારૂં લખ્યું હતું. એટલે પરિણામ સારૂં મળ્યું.
મોદીજીઃ- તમે કેટલી અપેક્ષા રાખી હતી.
કન્નિગાઃ- 485 કે 486 આવશે એવું મેં વિચાર્યું હતું.
મોદીજીઃ- અને આવ્યા કેટલા ?
કન્નિગાઃ- 490
મોદીજીઃ- તો તમારા કુટુંબના સભ્યો અને ટીચર્સનો પ્રતિભાવ શું છે ?
કન્નિગાઃ- એ બધા તો ખૂબ ખુશ છે અને એમને ગર્વ પણ છે સર.
મોદીજીઃ- તમારો માનીતો વિષય કયો છે ?
કન્નિગાઃ- મેથેમેટિક્સ, ગણિત.
મોદીજીઃ- ઓહો. અને તમારૂં ભવિષ્યનું આયોજન શું છે ?
કન્નિગાઃ- જો, એએફએમસીમાં પ્રવેશ શક્ય બને તો હું ડોકટર બનવા માંગું છું સર.
મોદીજીઃ- તો તમારા કુટુંબના સભ્યો પણ તબીબી વ્યવસાયમાં છે કે બીજે ક્યાંય.
કન્નિગાઃ- નો સર. મારા પપ્પા ડ્રાઇવર છે, પણ મારી બહેન એમબીબીએસનું ભણે છે.
મોદીજીઃ- અરે વાહ.. સૌપ્રથમ તો હું તમારા પિતાજીને પ્રણામ કરીશ. જે તમારી બહેન અને તમારી ખૂબ સંભાળ લે છે. ખરેખર તેમની સેવા મહાન છે.
કન્નિગાઃ- યસ સર.
મોદીજીઃ- અને, તેઓ બધા માટે પ્રેરણારૂપ છે.
કન્નિગાઃ- હા સર.
મોદીજીઃ- મારા તમને, તમારી બહેનને, તમારા પિતાજીને અને તમારા કુટુંબને ખૂબ ખૂબ અભિનંદન.
કન્નિગાઃ- થેંક્યું સર.
સાથીઓ,
એવા તો અનેક યુવાદોસ્તો છે. મુશ્કેલ પરિસ્થિતીમાં પણ જેમની હિંમતની, જેમની સફળતાની કહાની આપણને પ્રેરિત કરે છે. મને થતું હતું કે, વધુમાં વધુ યુવા સાથીઓ સાથે વાત કરવાની તક મળે, પરંતુ સમયની પણ કેટલીક મર્યાદા હોય છે. હું તમામ યુવાસાથીઓને એ આગ્રહ કરીશ કે, તેઓ પોતાની વાત કે જેનાથી દેશને પ્રેરણા મળી શકે. તે પોતાની આપવીતી આપણા બધા સાથે ચોક્કસ શેર કરે, વહેંચે, જણાવે.
મારા વ્હાલા દેશવાસીઓ,
સાત સમુંદર પાર ભારતથી હજારો માઇલ દૂર એક નાનો એવો દેશ છે. જેનું નામ છે “સુરિનામ”. સુરિનામ સાથે ભારતના ખૂબ જ નિકટના સંબંધો છે. 100થી પણ વધુ વર્ષના સમય પહેલાં ભારતથી લોકો ત્યાં ગયા. અને તેને જ પોતાનું ઘર બનાવી લીધું. આજે એમની ચોથી-પાંચમી પેઢી ત્યાં વસે છે. અને સુરિનામમાં ચોથા ભાગનાથી પણ વધુ લોકો ભારતીય મૂળના છે. શું તમે જાણો છો, ત્યાંની સામાન્ય ભાષાઓમાંથી એક “સરનામિ” પણ “ભોજપુરી”ની જ એક બોલી છે. આ સાંસ્કૃતિક સંબંધોને લઇને આપણે ભારતીય ખૂબ ગર્વનો અનુભવ કરીએ છીએ.
તાજેતરમાં જ શ્રી ચંદ્રિકાપ્રસાદ સંતોખી સુરિનામના નવા રાષ્ટ્રપતિ બન્યા છે. તેઓ ભારતના મિત્ર છે. અને વર્ષ 2018માં આયોજીત Person of Indian Origin (PIO) Parliamentary conference – એટલે કે ભારતીય મૂળના રાજનૈતિકો માટેના સંમેલનમાં પણ ભાગ લીધો હતો. શ્રી ચંદ્રિકા પ્રસાદ સંતોખીજીએ શપથની શરૂઆત વેદમંત્રો સાથે કરી હતી. તેઓ સંસ્કૃતમાં બોલ્યા હતા. તેમણે વેદોનો ઉલ્લેખ કર્યો અને ઓમ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ની સાથે પોતાના શપથ પૂરા કર્યા હતા. પોતાના હાથમાં વેદ લઇને તેઓ બોલ્યા હતા, હું ચંદ્રિકા પ્રસાદ સંતોખી અને આગળ તેમણે શપથમાં શું કહ્યું ? તેમણે વેદના જ એક મંત્રનું ઉચ્ચારણ કર્યું. તેમણે કહ્યું,
ॐ अग्ने व्रतपते व्रतं चरिष्यामि तच्छकेयम तन्मे राध्यताम |
इदमहमनृतात सत्यमुपैमि ||
અર્થાત્ હે અગ્નિ, સંકલ્પના દેવતા હું એક પ્રતિજ્ઞા કરી રહ્યો છું, મને તેના માટે શક્તિ અને સામર્થ્ય પ્રદાન કરો. મને અસત્યથી દૂર રહેવા અને સત્યની તરફ જવાના આશીર્વાદ આપો. ખરેખર આ આપણા બધા માટે ગૌરવની બાબત છે.
હું શ્રી ચંદ્રિકા પ્રસાદ સંતોખીને અભિનંદન આપું છું અને પોતાના રાષ્ટ્રની સેવા કરવા માટે 130 કરોડ ભારતીયો તરફથી તેમને શુભેચ્છાઓ પાઠવું છું.
મારા વ્હાલા દેશવાસીઓ,
અત્યારે વરસાદની ઋતુ પણ છે. ગયે વખતે પણ મે આપને કહ્યું હતું કે, વરસાદમાં ગંદકી અને તેનાથી થતી બીમારીઓનું જોખમ વધી જાય છે. દવાખાનાઓમાં ભીડ પણ વધી જાય છે. એટલે આપ સૌ સાફસફાઇ ઉપર ઘણું વધારે ધ્યાન આપો. રોગપ્રતિકારક શક્તિ વધારનારી ચીજો આયુર્વેદિક ઉકાળો વગેરે લેતા રહો. કોરોના સંક્રમણના સમયમાં આપણે બીજી બીમારીઓથી પણ દૂર રહીએ. જેથી આપણને દવાખાનાના ધક્કા ન ખાવા પડે. તેનો પણ પૂરો ખ્યાલ રાખવો પડશે.
સાથીઓ,
વરસાદની આ ઋતુમાં દેશનો એક મોટો ભાગ પૂરનો પણ સામનો કરી રહ્યો છે. બિહાર, આસામ જેવા રાજયોના કેટલાય વિસ્તારોમાં તો પૂરે બહુ મોટી મુશ્કેલી ઉભી કરેલ છે. એટલે કે, એક તરફ કોરોના છે, તો બીજી તરફ આ વધુ એક પડકાર છે. એ સ્થિતિમાં બધી સરકારો, એનડીઆરએફની ટીમો, રાજયની આફત નિયંત્રણ ટીમો, સેવાભાવી સંસ્થાઓ, બધા એકસાથે મળીને લાગેલા છે. દરેક રીતે બચાવ અને રાહતના કામ કરી રહ્યા છે. આ આફતથી અસરગ્રસ્ત તમામ લોકો સાથે સમગ્ર દેશ ઉભો છે.
સાથીઓ,
આવતી વખતે જયારે આપણે મન કી બાતમાં મળીશું . તેના પહેલા જ 15મી ઓગષ્ટ પણ આવી રહી છે. આ વખતે 15મી ઓગષ્ટ પણ જુદી જ પરિસ્થિતીમાં હશે – કોરોના મહામારીની આફતની વચ્ચે જ હશે. સૌ યુવાનોને બધા દેશવાસીઓને મારો અનુરોધ છે કે, આપણે સ્વતંત્રતા દિવસે મહામારીથી આઝાદીનો સંકલ્પ લઇએ. પોતાના કર્તવ્યોનું પાલન કરવાનો સંકલ્પ લઇએ. આપણો દેશ આજે જે ઉંચાઇ પર છે. તે કેટલીયે એવી મહાન વિભૂતિઓની તપસ્યાના કારણે છે. જેમણે રાષ્ટ્રનિર્માણ માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું. આવી જ મહાન વિભૂતિઓમાંના એક છે લોકમાન્ય તિલક. 1લી ઓગષ્ટ 2020ના રોજ લોકમાન્ય તિલકજીની 100મી પુણ્યતિથિ છે. લોકમાન્ય તિલકજીનું જીવન આપણા બધા માટે બહુ મોટી પ્રેરણા છે. આપણને બધાને તે ઘણું બધું શીખવે છે.
આવતી વખતે જયારે આપણે મળીશું તો, ફરી ઘણી વાતો કરીશું. મળીને કંઇક નવું શીખીશું. અને બધાની સાથે વહેંચીશું. આપ સૌ પોતાનું ધ્યાન રાખજો. પોતાના પરિવારનું ધ્યાન રાખજો. અને સ્વસ્થ રહેજો. બધા દેશવાસીઓને આવનારા તમામ પર્વોની ખૂબ–ખૂબ શુભેચ્છાઓ.
ખૂબ–ખૂબ ધન્યવાદ.
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર.
‘મન કી બાત’એ વર્ષ ૨૦૨૦માં પોતાની અડધી મુસાફરી પૂરી કરી લીધી છે. આ દરમિયાન આપણે અનેક વિષયો પર વાત કરી. સ્વાભાવિક છે કે જે વૈશ્વિક રોગચાળો આવ્યો, માનવ જાતિ પર જે સંકટ આવ્યું, તેના પર, આપણી વાતચીત કંઈક વધુ જ રહી, પરંતુ આજકાલ હું જોઈ રહ્યો છું, લોકોમાં સતત એક વિષય પર ચર્ચા થઈ રહી છે કે છેવટે આ વર્ષ ક્યારે પૂરું થશે? કોઈ બીજાને ફૉન કરી રહ્યું છે તો વાતચીત આ વિષયથી જ શરૂ થઈ રહી છે કે આ વર્ષ ઝડપથી કેમ નથી વિતી રહ્યું. કોઈ લખી રહ્યું છે, મિત્રો સાથે વાત કરી રહ્યું છે, કહી રહ્યું છે કે આ વર્ષ સારું નથી, કોઈ કહી રહ્યું છે કે ૨૦૨૦ શુભ નથી. બસ, લોકો એમ જ ઈચ્છે છે કે કોઈ પણ રીતે આ વર્ષ જલદી-જલદી વિતી જાય.
સાથીઓ,
ક્યારેક ક્યારેક હું વિચારું છું કે આવું કેમ થઈ રહ્યું છે, બની શકે કે આવી વાતચીતનાં કંઈક કારણ પણ હોય. ૬-૭ મહિના પહેલાં, આપણે ક્યાં જાણતા હતા કે કોરોના જેવું સંકટ આવશે અને તેના વિરુદ્ધ આ લડાઈ આટલી લાંબી ચાલશે. આ સંકટ તો હજુ ચાલુ જ છે, ઉપરથી દેશ પર નવા-નવા પડકારો આવી રહ્યા છે. હજુ કેટલાક દિવસ પહેલાં પૂર્વ ભારતમાં અમ્ફાન વાવાઝોડું આવ્યું તો પશ્ચિમી ભારતમાં નિસર્ગ વાવાઝોડું આવ્યું. અનેક રાજ્યોમાં આપણા ખેડૂત ભાઈ-બહેનો તીડ ટુકડીઓના આક્રમણથી પરેશાન છે અને એટલું પૂરતું ન હોય તેમ દેશના અનેક હિસ્સાઓમાં નાના-નાના ભૂકંપ અટકવાનું નામ નથી લઈ રહ્યા અને આબધાંની વચ્ચે આપણા કેટલાક પડોશીઓ દ્વારા જે થઈ રહ્યું છે, દેશ તે પડકારોનો પણ સામનો કરી રહ્યો છે. ખરેખર, એક સાથે આટલી આપત્તિઓ, આ સ્તરની આપત્તિઓ બહુ ભાગ્યે જ જોવા-સાંભળવા મળે છે. સ્થિતિ તો એ થઈ ગઈ છે કે કોઈ નાની-નાની ઘટના પણ થાય છે તો લોકો તેને પડકારો સાથે જોડીને જુએ છે.
સાથીઓ,
મુશ્કેલીઓ આવે છે, સંકટો આવે છે, પરંતુ પ્રશ્ન એ છે કે શું આ આપત્તિઓના કારણે આપણે વર્ષ ૨૦૨૦ને ખરાબ માની લેવું જોઈએ? શું પહેલાંના છ મહિના જેવા વિત્યા, તેના કારણે એમ માની લેવું કે આખું વર્ષ આવું જ છે, આવું વિચારવું શું યોગ્ય છે? જી નહીં. મારા પ્રિય દેશવાસીઓ- બિલકુલ નહીં. એક વર્ષમાં એક પડકાર આવે કે પચાસ પડકારો આવે, સંખ્યા ઓછી-વત્તી હોવાથી, તે વર્ષ ખરાબ નથી થઈ જતું. ભારતનો ઇતિહાસ જ આપત્તિઓ અને પડકારો પર જીત પ્રાપ્ત કરીને અને વધુ નિખરીને નીકળવાનો રહ્યો છે. સેંકડો વર્ષો સુધી અલગ-અલગ આક્રાંતાઓએ ભારત પર હુમલાઓ કર્યા, તેને સંકટોમાં નાખ્યું, લોકોને લાગતું હતું કે ભારતની સંરચના જ નષ્ટ થઈ જશે, ભારતની સંસ્કૃતિ જ સમાપ્ત થઈ જશે, પરંતુ આ સંકટોમાંથી ભારત વધુ ભવ્ય થઈને બહાર આવ્યું.
સાથીઓ,
આપણે ત્યાં કહેવાય છે – સૃજન શાશ્વત છે, સૃજન નિરંતર છે.
મને એક ગીતની કેટલીક પંક્તિઓ યાદ આવી રહી છે-
યહ કલ-કલ છલ-છલ બહતી ક્યા કહતી ગંગા ધારા?
યુગ યુગ સે બહતા આતા, યહ પુણ્ય પ્રવાહ હમારા.
આ જ ગીતમાં આગળ આવે છે-
ક્યા ઉસકો રોક સકેંગે, મિટનેવાલે મિટ જાયેં,
કંકડ પથ્થર કી હસ્તી, ક્યા બાધા બનકર આયે.
ભારતમાં પણ, જ્યાં એક તરફ મોટાં-મોટાં સંકટો આવતાં ગયાં, ત્યાં બધી બાધાઓને દૂર કરીને અનેકો અનેક સૃજન પણ થયાં. નવાં સાહિત્ય રચાયાં, નવાં સંશોધનો થયાં, નવા સિદ્ધાંતો જોડવામાં આવ્યા, અર્થાત્ સંકટ દરમિયાન પણ, દરેક ક્ષેત્રમાં સૃજનની પ્રક્રિયા ચાલુ રહી અને આપણી સંસ્કૃતિ પુષ્પિત-પલ્લવિત થતી રહી, દેશ આગળ વધતો જ રહ્યો. ભારતે હંમેશાં સંકટોને, સફળતાની સીડીઓમાં પરિવર્તિત કર્યાં છે. આ ભાવના સાથે, આપણે આજ પણ, આ બધાં સંકટો વચ્ચે આગળ વધતા જ રહેવાનું છે. તમે પણ આ વિચારથી આગળ વધશો, ૧૩૦ કરોડ દેશવાસીઓ આગળ વધશે તો આ વર્ષ દેશ માટે નવો વિક્રમ બનાવનારું વર્ષ સાબિત થશે. આ વર્ષમાં, દેશ નવાં લક્ષ્યો પ્રાપ્ત કરશે, નવી ઉડાન ભરશે, નવી ઊંચાઈઓને સ્પર્શશે. મને પૂરો વિશ્વાસ ૧૩૦ કરોડ દેશવાસીઓની શક્તિ પર છે, તમારા સહુ પર છે, આ દેશની મહાન પરંપરા પર છે.
મારા પ્રિય દેશવાસીઓ,
સંકટ ગમે તેટલું મોટું ભલે હોય, ભારતના સંસ્કાર, નિઃસ્વાર્થ ભાવથી સેવા કરવાની પ્રેરણા આપે છે. ભારતે જે રીતે મુશ્કેલ સમયમાં દુનિયાની મદદ કરી, તેણે આજે, શાંતિ અને વિકાસમાં ભારતની ભૂમિકાને વધુ મજબૂત કરી છે. દુનિયાએ આ દરમિયાન ભારતની વિશ્વ બંધુત્વની ભાવનાને પણ અનુભવી છે અને તેની સાથે જ, દુનિયાએ પોતાની સંપ્રભુતા અને સીમાઓની રક્ષા કરવા માટે ભારતની તાકાત અને ભારતની પ્રતિબદ્ધતાને પણ જોયાં છે. લદ્દાખમાં ભારતની ભૂમિ પર આંખ ઉઠાવીને જોનારાઓને જડબાતોડ જવાબ મળ્યો છે. ભારત મિત્રતા નિભાવે છે તો આંખમાં આંખ નાખીને
જોવાનું અને ઉચિત જવાબ દેવાનું પણ જાણે છે. આપણા વીર સૈનિકોએ દેખાડી દીધું છે કે તેઓ ક્યારેય મા ભારતીના ગૌરવ પર આંચ નહીં આવવા દે.
સાથીઓ,
લદ્દાખમાં આપણા જે વીર જવાન શહીદ થયા છે, તેમના શૌર્યને સમગ્ર દેશ નમન કરી રહ્યો છે, શ્રદ્ધાંજલિ દઈ રહ્યો છે. સમગ્ર દેશ તેમનો કૃતજ્ઞ છે, તેમની સામે નત મસ્તક છે. આ સાથીઓના પરિવારોની જેમ જ દરેક ભારતીય તેમને ગુમાવવાની પીડા અનુભવી રહ્યો છે. પોતાના વીર સપૂતોના બલિદાન પર તેમના સ્વજનોમાં ગર્વની જે ભાવના છે, દેશ માટે જે લાગણી છે, તે જ તો દેશની તાકાત છે. તમે જોયું હશે, જેમના સપૂતો શહીદ થયા તે માતાપિતા પોતાના બીજા સપૂતોને પણ, ઘરનાં બીજાં બાળકોને પણ સેનામાં મોકલવાની વાત કરી રહ્યા છે. બિહારના નિવાસી શહીદ કુંદનકુમારના પિતાજીના શબ્દો તો કાનમાં ગૂંજી રહ્યા છે. તેઓ કહી રહ્યા હતા, તેમના પૌત્રોને પણ દેશની રક્ષા માટે સેનામાં મોકલશે. આ જ ભાવના દરેક શહીદ પરિવારની છે વાસ્તવમાં, આ સ્વજનોનો ત્યાગ પૂજનીય છે. ભારતમાતાની રક્ષા માટે જે સંકલ્પથી આપણા જવાનોએ બલિદાન આપ્યું છે, તે સંકલ્પને આપણે પણ જીવનનું ધ્યેય બનાવવાનું છે, દરેક દેશવાસીને બનાવવાનું છે. આપણો દરેક પ્રયાસ આ દિશામાં હોવો જોઈએ, જેનાથી સીમાઓની રક્ષા માટે દેશની તાકાત વધે, દેશ વધુ સક્ષમ બને, દેશ આત્મનિર્ભર બને- આ આપણી શહીદોને સાચી શ્રદ્ધાંજલી હશે. મને, આસામથી રજનીજીએ લખ્યું છે, તેમણે પૂર્વીય લદ્દાખમાં જે કંઈ થયું તે જોયા પછી, એક પ્રણ લીધું છે- પ્રતિજ્ઞા એ કે તેઓ સ્થાનિક (લૉકલ) જ ખરીદશે, એટલું જ નહીં લૉકલ માટે તે વૉકલ પણ થશે. આવા સંદેશ મને દેશના દરેક ખૂણામાંથી આવી રહ્યા છે. ઘણા બધા લોકો મને પત્ર લખી જણાવી રહ્યા છે કે તેઓ આ દિશામાં આગળ વધી ગયા છે.આ જ રીતે, તમિલનાડુના મદુરાઈથી મોહન રામમૂર્તિજીએ લખ્યું છે કે તે ભારતને સંરક્ષણના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનતું જોવા માગે છે.
સાથીઓ,
સ્વતંત્રતા પહેલાં આપણો દેશ સંરક્ષણના ક્ષેત્રમાં દુનિયાના અનેક દેશોથી આગળ હતો આપણે ત્યાં અનેક ઑર્ડિનન્સ ફૅક્ટરીઓ હતી. તે સમયે અનેક દેશ, જે આપણાથી ઘણા પાછળ હતા, તેઓ આજે આપણાથી આગળ છે. સ્વતંત્રતા પછી સંરક્ષણ ક્ષેત્રમાં આપણે જે પ્રયાસ કરવા જોઈતા હતા, આપણે આપણા જૂના અનુભવોનો જે લાભ ઉઠાવવો જોઈતો હતો, આપણે તે લાભ ઉઠાવી શક્યા નહીં. પરંતુ આજે સંરક્ષણ ક્ષેત્રમાં, ટૅક્નૉલૉજીના ક્ષેત્રમાં ભારત આગળ વધવાનો નિરંતર પ્રયાસ કરી રહ્યું છે, ભારત આત્મનિર્ભરતાની તરફ ડગ ભરી રહ્યું છે.
સાથીઓ,
કોઈ પણ મિશન લોકોની સહભાગિતા-જનભાગીદારી વગર પૂરું ન થઈ શકે, સફળ ન થઈ શકે. આથી, આત્મનિર્ભર ભારતની દિશામાં, એક નાગરિક તરીકે આપણો બધાનો સંકલ્પ, સમર્પણ અને સહયોગ ખૂબ જ જરૂરી છે, અનિવાર્ય છે. તમે લૉકલ ખરીદશો, લૉકલ માટે વૉકલ બનશો તો સમજજો, તમે દેશને મજબૂત કરવામાં તમારી ભૂમિકા નિભાવી રહ્યા છો. આ પણ એક રીતે દેશની સેવા જ છે. તમે કોઈ પણ વ્યવસાયમાં હો, દરેક જગ્યાએ, દેશ સેવાનો બહુ મોટો અવકાશ હોય જ છે. દેશની આવશ્યકતાને સમજીને, જે પણ કાર્ય કરીએ છીએ તે દેશની સેવા જ હોય છે. તમારી આ સેવા, દેશને ક્યાંક ને ક્યાક મજબૂત પણ કરે છે અને આપણે એ પણ યાદ રાખવાનું છે કે આપણો દેશ જેટલો મજબૂત થશે, દુનિયામાં શાંતિની સંભાવના પણ એટલી જ મજબૂત થશે. આપણે ત્યાં કહેવાય છે-
વિદ્યા વિવાદાય ધનં મદાય, શક્તિ: પરેષાં પરિપીડનાય ।
ખલસ્ય સાધો: વિપરીતમ્ એતત્ જ્ઞાનાય દાનાય ચ રક્ષણાય ।।
અર્થાત્ જે સ્વભાવથી જ દુષ્ટ છે તે વિદ્યાનો પ્રયોગ વ્યક્તિ વિવાદમાં, ધનનો પ્રયોગ ઘમંડમાં, અને તાકાતનો ઉપયોગ બીજાને તકલીફ આપવામાં કરે છે. પરંતુ સજ્જનની વિદ્યા જ્ઞાન માટે, ધન મદદ માટે અને તાકાત રક્ષા કરવામાં ઉપયોગમાં લેવાય છે. ભારતે પોતાની તાકાતનો હંમેશાં આ ભાવનાથી જ ઉપયોગ કર્યો છે. ભારતનો સંકલ્પ છે – ભારતના સ્વાભિમાન અને સંપ્રભુતાની રક્ષા. ભારતનું લક્ષ્ય છે- આત્મનિર્ભર ભારત. ભારતની પરંપરા છે- ભરોસો, મિત્રતા. ભારતનો ભાવ છે- બંધુતા. આપણે આ જ આદર્શો સાથે આગળ વધતા રહીશું.
મારા પ્રિય દેશવાસીઓ,
કોરોનાના સંકટ કાળમાં દેશ લૉકડાઉનમાંથી બહાર નીકળી ગયો છે. હવે આપણે અનલૉકના તબક્કામાં છીએ અનલૉકના આ સમયમાં, બે વાતો પર ખૂબ જ ધ્યાન આપવાનું છે- કોરોનાને હરાવવો અને અર્થવ્યવસ્થાને મજબૂત કરવી, તેને તાકાત આપવી. સાથીઓ, લૉકડાઉનથી વધુ સતર્કતા આપણે અનલૉક દરમિયાન રાખવાની છે. તમારી સતર્કતા તમને કોરોનાથી બચાવશે. એ વાતને હંમેશાં યાદ રાખજો કે જો તમે માસ્ક નહીં પહેરો, બે ગજના અંતરનું પાલન નહીં કરો કે પછી બીજી જરૂરી સાવધાનીઓ નહીં રાખો તો તમે તમારી સાથોસાથ બીજાને પણ જોખમમાં મૂકી રહ્યા છો. ખાસ કરીને, ઘરનાં બાળકો અને વડીલોને, આથી, બધાં દેશવાસીઓને મારું નિવેદન છે અને આ નિવેદન હું વારંવાર કરું છું અને મારું નિવેદન છે કે તમે અસાવધાની ન રાખતા, તમારી પણ કાળજી રાખજો અને બીજાની પણ.
સાથીઓ,
અનલૉકના તબક્કામાં ઘણી બધી એવી ચીજો પણ અનલૉક થઈ રહી છે જેમાં ભારત દાયકાઓથી બંધાયેલું હતું. વર્ષોથી આપણું ખાણકામ ક્ષેત્ર લૉકડાઉનમાં હતું. વ્યાવસાયિક હરાજીને અનુમતિ દેવાના એક નિર્ણયે સ્થિતિને પૂરી રીતે બદલી નાખી છે. કેટલાક દિવસો પહેલાં અંતરિક્ષ ક્ષેત્રમાં ઐતિહાસિક સુધારો કરવામાં આવ્યા. આ સુધારાઓ દ્વારા વર્ષોથી લૉકડાઉનમાં જકડાયેલા આ ક્ષેત્રને સ્વતંત્રતા મળી. આનાથી આત્મનિર્ભર ભારતના અભિયાનને ન માત્ર ગતિ મળશે, પરંતુ દેશ ટૅક્નૉલૉજીમાં પણ આધુનિક બનશે. આપણા કૃષિ ક્ષેત્રને જોઈએ તો, આ ક્ષેત્રમાં પણ ઘણી બધી ચીજો દાયકાઓથી લૉકડાઉનમાં ફસાયેલી હતી. આ ક્ષેત્રને પણ હવે અનલૉક કરી નાખવામાં આવ્યું છે. તેનાથી જ્યાં એક તરફ ખેડૂતોને પોતાનો પાક, ક્યાંય પણ, કોઈને પણ વેચવાની સ્વતંત્રતા મળી છે, તો બીજી તરફ, તેમને અધિક ધિરાણ મળવાનું પણ સુનિશ્ચિત થયું છે. આવાં અનેક ક્ષેત્રો છે જ્યાં આપણો દેશઆ બધાં સંકટોની વચ્ચે ઐતિહાસિક નિર્ણય લઈને વિકાસના નવા માર્ગો ખોલી રહ્યો છે.
મારા પ્રિય દેશવાસીઓ,
દર મહિને આપણે એવા સમાચાર વાંચીએ અને જોઈએ છીએ જે આપણને ભાવુક કરી દે છે. તે આપણને એ વાતનું સ્મરણ કરાવે છે કે દરેક ભારતીય કઈ રીતે એકબીજાની મદદ માટે તત્પર છે, તે જે કંઈ પણ કરી શકે છે તે કરવામાં લાગેલો છે.
અરુણાચલ પ્રદેશની આવી જ એક પ્રેરક વાત મને માધ્યમોમાં વાંચવા મળી. અહીં સિયાંગજિલ્લાના મિરેમ ગામે એક અનોખું કાર્ય કરી બતાવ્યું જે સમગ્ર ભારત માટે, એક ઉદાહરણ બની ગયું છે. આ ગામના અનેક લોકો બહાર રહીને નોકરી કરે છે. ગામના લોકોએ જોયું છે કે કોરોના મહામારી સમયે તે બધાં, પોતાના ગામમાં પાછા ફરી રહ્યા છે. આવામાં, ગામના લોકોએ પહેલેથી ગામની બહાર ક્વૉરન્ટાઇનની વ્યવસ્થા કરવાનો નિર્ણય લીધો. તેમણે પરસ્પર મળીને, ગામથી થોડે જ દૂર ૧૪ અસ્થાયી ઝૂંપડીઓ બનાવી અને એવું નક્કી કરવામાં આવ્યું કે જ્યારે ગામના લોકો પાછા ફરશે તો તેમને આ ઝૂંપડીઓમાં કેટલાક દિવસ ક્વૉરન્ટાઇનમાં રાખવામાં આવશે. આ ઝૂંપડીમાં શૌચાલય, વીજળી-પાણી સહિત દૈનિક જરૂરિયાતની દરેક પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી. જાહેર છે કે મિરેમ ગામના લોકોના આ સામૂહિક પ્રયાસ અને જાગૃતિએ બધાનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું.
સાથીઓ,
આપણે ત્યાં કહેવાય છે-
સ્વભાવં ન જહાતિ એવ સાધુઃ આપદ્રતોપી સન ।
કર્પૂર: પાવક સ્પૃષ્ટ: સૌરભં લભતેતરામ ।।
અર્થાત જે રીતે કપૂર આગમાં તપવા છતાં પોતાની સુગંધ નથી છોડતો તે જ રીતે સારા લોકો આપત્તિમાં પણપોતાના ગુણ, પોતાનો સ્વભાવ છોડતા નથી. આજે આપણા દેશની જે શ્રમશક્તિ છે, જે શ્રમિક સાથી છે, તે પણ તેનું જીવતુંજાગતું ઉદાહરણ છે. તમે જુઓ, આ દિવસોમાં આપણા પ્રવાસી શ્રમિકોની એવી અનેક કથાઓ આવે છે જે સમગ્ર દેશને પ્રેરણા આપી રહી છે. ઉત્તર પ્રદેશના બારાબંકીમાં ગામડે પાછા ફરેલા મજૂરોએ કલ્યાણીનદીનું પ્રાકૃતિક સ્વરૂપ પાછું લાવવા મટે કામ શરૂ કરી દીધું. નદીનો ઉદ્ધાર થતો જોઈને, આસપાસના ખેડૂતો, આસપાસના લોકો પણ ઉત્સાહિત છે. ગામમાં આવ્યા પછી, ક્વૉરન્ટાઇન સેન્ટરમાં રહીને, આઇસૉલેશન સેન્ટરમાં રહીને, આપણા શ્રમિક સાથીઓએ જે રીતે પોતાના કૌશલ્યનો ઉપયોગ કરીને પોતાની આસપાસની સ્થિતિઓનેબદલી છે, તે અદભૂત છે. પરંતુ સાથીઓ, આવા તો અનેક કિસ્સા-કથાઓ દેશનાં લાખો ગામની છે, જે આપણા સુધી પહોંચી શકી નથી.
જેવો આપણા દેશનો સ્વભાવ છે, મને વિશ્વાસ છે, સાથીઓ કે, આપણા ગામમાં પણ, આપણી આસપાસ પણ આવી અનેક ઘટનાઓ બની હશે. જો તમારા ધ્યાનમાં આવી વાત આવી હોય તો તમે આવી પ્રેરક ઘટના મને જરૂર લખી મોકલજો. સંકટના આ સમયમાં પણ, આ સકારાત્મક ઘટનાઓ, આવી કથાઓ બીજા લોકોને પણ પ્રેરણા આપશે.
મારા પ્રિય દેશવાસીઓ,
કોરોના વાઇરસે નિશ્ચિત રીતે આપણા જીવન જીવવાની રીતમાં પરિવર્તન લાવી દીધું છે. હું લંડનથી પ્રકાશિત ફાઇનાન્સિયલ ટાઇમ્સમાં એક ખૂબ જ રસપ્રદ લેખ વાંચી રહ્યો હતો. તેમાં લખેલું હતું કે કોરોના કાળ દરમિયાન આદુ, હળદર સહિત બીજા મસાલાની માગ, એશિયા ઉપરાંત અમેરિકામાં પણ વધી ગઈ છે. સમગ્ર દુનિયાનું ધ્યાન આ સમયે પોતાની રોગપ્રતિકારક શક્તિ વધારવા પર છે અને રોગપ્રતિકારક શક્તિ વધારનારી આ ચીજોનો સંબંધ આપણા દેશ સાથે છે. આપણે તેની ખાસિયત વિશ્વના લોકોને એવી સહજ અને સરળ ભાષામાં બતાવવી જોઈએ જેનાતી તેઓ સરળતાથી સમજી શકે અને આપણે એક તંદુરસ્ત ગ્રહ બનાવવામાં આપણું યોગદાન આપી શકીએ.
મારા પ્રિય દેશવાસીઓ,
કોરોના જેવું સંકટ ન આવ્યું હોત તો કદાચ જીવન શું છે, જીવન શા માટે છે, જીવન કેવું છે, આપણને કદાચ આ યાદ જ ન આવ્યું હોત. અનેક લોકો આ કારણથી માનસિક તણાવમાં જીવતા રહ્યા છે. તો બીજી તરફ, લોકોએ મને એ પણ જણાવ્યું છે કે તેમણે લૉકડાઉન દરમિયાન આનંદનાં નાના-નાનાં પાસાં પણ જીવનમાં ફરીથી શોધ્યાં છે. અનેક લોકોએ મને પારંપરિક ઘરની અંદર રમાતી રમતો અને આખા પરિવાર સાથે તેનો આનંદ લેવાનો અનુભવ મોકલ્યો છે.
સાથીઓ,
આપણા દેશમાં પારંપરિક રમતોનો બહુ સમૃદ્ધ વારસો છે. જેમ કે, તમે એક રમતનું નામ સાંભળ્યું હશે- પચીસી. આ રમત તમિલનાડુમાં ‘પલ્લાન્ગુલી’, કર્ણાટકમાં ‘અલિ ગુલી મણે’ અને આંધ્ર પ્રદેશમાં ‘વામન ગુંટલૂ’ નામથી રમાય છે. તે એક પ્રકારની સ્ટ્રેટેજી રમત છે જેમાં એક બૉર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં અનેક ખાંચા હોય છે જેમાં હાજર ગોળી કે બીજને ખેલાડીઓએ પકડવાની હોય છે. કહેવાય છે કે આ રમત દક્ષિણ ભારતથી દક્ષિણ પૂર્વ એશિયા અને પછી દુનિયામાં ફેલાયેલી છે.
સાથીઓ,
આજે દરેક બાળક સાપ-સીડીની રમત વિશે જાણે છે, પરંતુ શું તમને ખબર છે કે આ પણ એક ભારતીય પારંપરિક રમતનું જ રૂપ છે જેને મોક્ષ પાટમ અથવા પરમપદમ્ કહેવાય છે. આપણે ત્યાં એક બીજી પારંપરિક રમત રહી છે- ગુટ્ટા (પાંચીકા). મોટા પણ પાંચીકા રમે છે અને બાળકો પણ. બસ, એક જ કદના પાંચ નાના-નાના પથ્થર ઉઠાવો અને જ્યાં સુધી તે પથ્થર હવામાં હોય, તમારે જમીન પર રહેલા બાકીના પથ્થર ઉઠાવવાના હોય છે. સામાન્ય રીતે, આપણે ત્યાં ઘરની અંદરની રમતોમાં કોઈ મોટાં સાધનોની જરૂર પડતી નથી. કોઈ એક ચોક કે પથ્થર લઈ આવે છે તેનાતી જમીન પર જ કંઈક રેખા દોરે છે અને પછી રમત શરૂ થઈ જાય છે. જે રમતોમાં પાસાંની જરૂર પડે છે, કોડીઓ કે આંબલીનાં બીજથી પણ કામ ચાલી જાય છે.
સાથીઓ,
મને ખબર છે, આજે જ્યારે હું આ વાત કરી રહ્યો છું, તો અનેક લોકો પોતાના બાળપણમાં સરી ગયા હશે, અનેકોને પોતાના બાળપણના દિવસો યાદ આવી ગયા હશે. હું એમ કહીશ કે તે દિવસોને તમે ભૂલ્યા કેમ? તે રમતોને તમે ભૂલ્યા કેમ? મારો ઘરનાં નાના-નાની, દાદા-દાદી, ઘરના વડીલોને આગ્રહ છે કે નવી પેઢીમાં આ રમતો જો તમે ટ્રાન્સ્ફર નહીં કરો તો કોણ કરશે? જ્યારે ઑનલાઇન ભણતરની વાત આવી રહી છે તો સંતુલન બનાવવા માટે ઑનલાઇન રમતોથી મુક્તિ પામવા માટે પણ આપણે આવું કરવું જ પડશે. આપણી યુવા પેઢીઓ માટે પણ, આપણા સ્ટાર્ટ અપ માટે પણ, અહીં, એક નવો અવસર છે અને મજબૂત અવસર છે. આપણે ભારતની પારંપરિક ઘર બેઠાં રમાતી રમતોને નવી અને આકર્ષક રીતે પ્રસ્તુત કરીએ. તેની સાથે જોડાયેલી ચીજોને ભેગી કરનારા, સપ્લાય કરનારા, સ્ટાર્ટ અપ ઘણા લોકપ્રિય થઈ જશે અને આપણે એ પણ યાદ રાખવાનું છે કે આપણી ભારતીય રમતો પણ લૉકલ છે અને આપણે લૉકલ માટે વૉકલ થવાનું પ્રણ પહેલાં જ લઈ ચૂક્યા છે અને મારા બાળ-સખા મિત્રો, દરેક ઘરનાં બાળકોને, મારા નાના સાથીઓને પણ આજે હું એક વિશેષ અનુરોધ કરું છું. બાળકો, તમે મારો અનુરોધ માનશો ને? જુઓ, મારો આગ્રહ છે કે હું જે કહું છું, તમે જરૂર કરો. એક કામ કરો- જ્યારે થોડો સમય મળે તો માતાપિતાને પૂછીને, મોબાઇલ ઉઠાવો અને તમારાં દાદા-દાદી, નાના-નાની કે ઘરમાં જે પણ વડીલ છે તેનો ઇન્ટરવ્યૂ રેકૉર્ડ કરજો, તમારા મોબાઇલ ફૉનમાં પણ રેકૉર્ડ કરો. જે રીતે તમે ટીવી પર જોયું હશે, પત્રકાર કેવી રીતે ઇન્ટરવ્યૂ કરે છે, બસ, એવો જ ઇન્ટરવ્યૂ તમે કરો અને તમે તેમને પ્રશ્ન શું પૂછશો? હું તમને સૂચન કરું છું. તમે તેમને જરૂર પૂછો કે તેઓ, બાળપણમાં તેમની રહેણીકરણી કેવી હતી, તેઓ કઈ રમતો રમતાં હતાં. ક્યારેય નાટક જોવા જતાં હતાં, સિનેમા જોવા જતાં હતાં, ક્યારેક રજાઓમાં મામાના ઘરે જતાં હતાં, ક્યારેક ખેતરમાં જતાં હતાં, તહેવાર કેવી રીતે મનાવતા હતા, અનેક વાતો તમે તેમને
પૂછી શકો છો, તેમને પણ ૪૦-૫૦ વર્ષ ૬૦ વર્ષ જૂની તેમની જિંદગીમાં જવું, ઘણું આનંદ આપશે અને તમારા માટે પણ ૪૦-૫૦ વર્ષ પહેલાં હિન્દુસ્તાન કેવું હતું, તમે જ્યાં રહો છો તે વિસ્તાર કેવો હતો, ત્યાં પરિસર કેવું હતું, લોકોના રીતરિવાજો કેવા હતા- બધી ચીજો, ઘણી સરળતાથી તમને શીખવા મળશે, જાણવા મળશે અને તમે જોજો, તમને ઘણી મજા આવસે અને પરિવાર માટે પણ એક ઘણા જ અમૂલ્ય ખજાનો, એક સારું વિડિયો આલ્બમ પણ બની જશે.
સાથીઓ,
એ સત્ય છે કે આત્મકથા કે જીવની, ઑટોબાયોગ્રાફી અથવા બાયૉગ્રાફી ઇતિહાસની સચ્ચાઈની નિકટ આવવા માટે ઘણું ઉપયોગી માધ્યમ હોય છે. તમે પણ તમારા વડીલો-વૃદ્ધો સાથે વાત કરશો તો તેમના સમયની વાતોને તેમના બાળપણ, તેમના યુવાકાળની વાતોને વધુ સરળતાથી સમજી શકશો. આ વધુ સારી તક છે કે વૃદ્ધો પણ પોતાના બાળપણ વિશે, તેમના જમાના વિશે, પોતાનાં ઘરનાં બાળકોને જણાવે.
સાથીઓ,
દેશના એક મોટા હિસ્સામાં હવે ચોમાસું પહોંચી ચૂક્યું છે. આ વખતે વરસાદ વિશે મૌસમ વૈજ્ઞાનિકો પણ ખૂબ જ ઉત્સાહિત છે, ખૂબ અપેક્ષા વ્યક્ત કરી રહ્યા છે. વરસાદ સારો થશે તો આપણા ખેડૂતોનો પાક સારો થશે, વાતાવરણ પણ હર્યુંભર્યું થશે. વરસાદની ઋતુમાં પ્રકૃતિ પણ જાણે પોતાને નવપલ્લવિત કરી લે છે. માનવ, પ્રાકૃતિક સંસાધનોનું જેટલું દોહન કરે છે, પ્રકૃતિ એક રીતે, વરસાદના સમયે તેની ભરપાઈ કરે છે, રિફિલિંગ કરે છે. પરંતુ આ રિફિલિંગ પણ ત્યારે જ થઈ શકે છે જ્યારે આપણે પણ તેમાં આપણી ધરતીમાનો સાથ આપીએ, આપણી જવાબદારી નિભાવીએ. આપણા દ્વારા કરવામાં આવેલો થોડો પણ પ્રયાસ, પ્રકૃતિને, પર્યાવરણને બહુ મદદ કરે છે. આપણા અનેક દેશવાસીઓ તો તેમાં ઘણું મોટું કામ કરી રહ્યા છે.
કર્ણાટકના મંડાવલીમાં એક ૮૦-૮૫ વર્ષના વૃદ્ધ છે કામેગોવડા. કામેગોવડાજી એક સાધારણ ખેડૂત છે. પરંતુ તેમનું વ્યક્તિત્વ બહુ અસાધારણ છે. તેમણે એક એવું કામ કર્યું છે કે કોઈ પણ આશ્ચર્યમાં પડી જશે. ૮૦-૮૫ વર્ષના કામેગોવડાજી પોતાના પ્રાણીઓને ચરાવે છે, પરંતુ સાથોસાથ તેમણે પોતાના ક્ષેત્રમાં નવું તળાવ બનાવવાનું બીડું પણ ઝડપ્યું છે. તેઓ પોતાના વિસ્તારમાં પાણીની સમસ્યા દૂર કરવા માગે છે. આ માટે જળસંરક્ષણના કામમાં નાનાંનાનાં તળાવો બનાવવાના કામમાં લાગેલા છે. તમને આશ્ચર્ય થશે કે ૮૦-૮૫ વર્ષના કામેગોવડાજી અત્યાર સુધીમાં ૧૬ તળાવ ખોદી ચૂક્યા છે, પોતાની મહેનતથી, પોતાના પરિશ્રમથી. બની શકે કે જે તળાવ તેમણે બનાવ્યાં, તે બહુ મોટાં ન હોય, પરંતુ તેમના આ પ્રયાસો ઘણા મોટા છે. આજે સમગ્ર વિસ્તારને, આ તળાવથી એક નવું જીવન મળ્યું છે.
સાથીઓ,
ગુજરાતના વડોદરાનું પણ એક ઉદાહરણ ઘણું પ્રેરક છે. અહીં, જિલ્લા પ્રશાસન અને સ્થાનિક લોકોએ મળીને એક રસપ્રદ ઝુંબેશ ચલાવી છે. આ ઝુંબેશના કારણે આજે વડોદરામાં એક હજાર શાળાઓમાં વરસાદી પાણીનો સંગ્રહ થવા લાગ્યો છે. એક અનુમાન છેક આ કારણે દર વર્ષે સરેરાશ લગભગ ૧૦ કરોડ લિટર પાણી બેકાર વહી જવાથી બચાવાઈ રહ્યું છે.
સાથીઓ,
આ વરસાદમાં પ્રકૃતિની રક્ષા માટે, પર્યાવરણની રક્ષા માટે, આપણે પણ, કંઈક આ પ્રકારે વિચારવાની, કંઈક કરવાની પહેલ કરવી જોઈએ. જેમ કે અનેક સ્થાનો પર ગણેશ ચતુર્થી માટે તૈયારીઓ શરૂ થશે. શું આ વખતે આપણે એવો પ્રયાસ કરી શકીએ કે ઇકૉ ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાઓ બનાવીશું અને તેમનું જ પૂજન કરીશું? શું આપણે એવી પ્રતિમાઓનું પૂજન કરવાથી બચી શકીએ જે નદી-તળાવોમાં વિસર્જિત કરાયા પછી પણ જળ માટે, જળમાં રહેતા જીવજંતુઓ માટે સંકટ બની જાય છે? મને વિશ્વાસ છે કે તમે આવું જરૂર કરશો અને આ બધી વાતોની વચ્ચે આપણે એ પણ ધ્યાન રાખવાનું છે કે ચોમાસાની ઋતુમાં અનેક બીમારીઓ પણ આવે છે. કોરોના કાળમાં આપણે તેનાથી પણ બચીને રહેવાનું છે. આયુર્વેદિક ઔષધિઓ, ઉકાળો, ગરમ પાણી…આ બધાનો ઉપયોગ કરતા રહો. સ્વસ્થ રહો.
મારા પ્રિય દેશવાસીઓ,
આજે ૨૮ જૂને ભારત પોતાના એક પૂર્વ પ્રધાનમંત્રી ને શ્રદ્ધાંજલી આપી રહ્યો છે જેમણે એક કટોકટીભર્યા સમયમાં દેશનું નેતૃત્વ કર્યું. આપણા, આ પૂર્વ પ્રધાનમંત્રી શ્રી પી. વી. નરસિમ્હા રાવજીની આજે જન્મશતાબ્દિ વર્ષની શરૂઆતનોદિવસ છે. જ્યારે આપણે પી. વી. નરસિમ્હા રાવજી વિશે વાત કરીએ છીએ તો સ્વાભાવિક રીતે રાજનેતા તરીકે તેમની છબિ આપણી સામે ઉભરે છે. પરંતુ તે પણ સાચી વાત છે કે તેઓ અનેક ભાષા જાણતા હતા. ભારતીય અને વિદેશી ભાષાઓ બોલી શકતા હતા. તેઓ એક તરફ ભારતીય મૂલ્યોમાં ઓતપ્રોત હતા તો બીજી તરફ, તેને પાશ્ચાત્ય સાહિત્ય અને વિજ્ઞાનનું પણ જ્ઞાન હતું. તેઓ ભારતના સૌથી અનુભવી નેતાઓમાંના એક હતા. પરંતુ તેમના જીવનનું એક બીજું પાસું પણ છે. અને એ ઉલ્લેખનીય છે, આપણે જાણવું પણ જોઈએ.
સાથીઓ,
શ્રી નરસિમ્હા રાવજી પોતાની કિશોરાવસ્થામાં જ સ્વતંત્રતા આંદોલનમાં જોડાઈ ગયા હતા. જ્યારે હૈદરાબાદના નિઝામે વન્દે માતરમ્ ગાવાની અનુમતિ આપવા નકારી દીધું હતું ત્યારે તેમના વિરુદ્ધ આંદોલન કરવામાં તેમણે પણ સક્રિય રીતે હિસ્સો લીધો હતો. તે સમયે તેમની ઉંમર કેવળ ૧૭ વર્ષ હતી. નાની ઉંમરથી જ શ્રીમાન નરસિમ્હા રાવ અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવવામાં આગળ હતા. પોતાનો અવાજ બુલંદ કરવામાં કોઈ કસર છોડતા નહોતા. નરસિમ્હા રાવજી ઇતિહાસને પણ બહુ સારી રીતે સમજતા હતા. ખૂબ જ સાધારણ પૃષ્ઠભૂમિથી ઊઠીને તેમનું આગળ વધવું, શિક્ષણ પર તેમનો ભાર, શીખવાની તેમની પ્રવૃત્તિ અને તે બધાની સાથે તેમની નેતૃત્વ ક્ષમતા- બધું જ સ્મરણીય છે. મારો આગ્રહ છે કે નરસિમ્હા રાવજીના જન્મ શતાબ્દિ વર્ષમાં તમે બધા લોકો તેમના જીવન અન વિચારો વિશે વધુમાં વધુ જાણવાનો પ્રયાસ કરો. હું ફરી એક વાર તેમને મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.
મારા પ્રિય દેશવાસીઓ,
આ વખતે ‘મન કી બાત’માં અનેક વિષયો પર વાત થઈ. હવે પછી જ્યારે આપણે મળીશું તો કંઈક બીજા નવા વિષયો પર વાત થશે. તમે તમારા સંદેશ, તમારા નવીન વિચારો મને જરૂર મોકલતા રહેજો. આપણે બધાં મળીને આગળ વધીશું, અને આવનારા દિવસો વધુ સકારાત્મક થશે, મેં જેમ આજે શરૂઆતમાં કહ્યું કે આપણે આ વર્ષ એટલે કે ૨૦૨૦માં જ વધુ સારું કરીશું, આગળ વધીશું અને દેશ નવી ઊંચાઈઓને આંબશે. મને વિશ્વાસ છે કે ૨૦૨૦ ભારતને આ દશકમાં નવી દિશા આપનારું વર્ષ સાબિત થશે. આ ભરોસાને લઈને તમે પણ આગળ વધીએ, સ્વસ્થ રહીએ, સકારાત્મક રહીએ. આ શુભકામનાઓ સાથે, તમારો સહુનો ખૂબ ખૂબ ધન્યવાદ.
નમસ્કાર.
‘મન કી બાત 2.0’ના 12મા એપિસોડમાં દેશવાસીઓને સંબોધન કરતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, કોરોના સામેની લડાઇ દેશમાં તમામ લોકોના સહિયારા પ્રયાસોથી આક્રમકતાપૂર્વક લડવામાં આવી રહી છે. તેમણે લોકોને વિનંતી કરી હતી કે, હવે અર્થતંત્રમાં મોટાભાગના વિભાગો ખુલ્લા કરવામાં આવ્યા હોવાથી કોવિડ-19 મહામારીને ધ્યાનમાં રાખીને સૌએ વધુ સતર્ક અને સાવચેત રહેવાનું છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, શ્રમિક વિશેષ ટ્રેનો અને અન્ય વિશેષ ટ્રેનો સાથે પૂરતા પ્રમાણમાં સાવચેતીના પગલાંઓનું પાલન કરીને ટ્રેનોની સેવાઓ ફરી શરૂ થઇ ગઇ છે. તેમણે ઉમેર્યું હતું કે, હવાઇ સેવાઓ પણ ફરી શરૂ થઇ ગઇ છે અને ઉદ્યોગો પણ ફરી સામાન્ય સ્થિતિમાં આવી રહ્યા છે. તેમણે આગળ વાત વધારતા કહ્યું હતું કે, કોઇપણ પ્રકારની બેદરકારી ન રાખવી જોઇએ અને દરેક લોકોને સૂચન આપ્યું હતું કે તેઓ ‘દો ગજ કી દૂરી’ (બે ગજનું અંતર જાળવે), ચહેરા પર માસ્ક પહેરવું અને શક્ય હોય ત્યાં સુધી ઘરે જ રહેવું વગેરે માપદંડોનું પાલન કરે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, ઘણી બધી મુશ્કેલીઓ વેઠ્યા પછી, પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટેના દેશના કૌશલ્યપૂર્ણ પ્રયાસો એળે ન જવા જોઇએ.
પ્રધાનમંત્રીએ આપણા દેશવાસીઓ સેવાનો જે જુસ્સો બતાવ્યો તેની પ્રશંસા કરતા કહ્યું હતું કે, આ જ આપણી સૌથી મોટી તાકાત છે. તેમણે કહ્યું કે, આપણે- સેવા પરમો ધર્મ ઉક્તિથી પરિચિત છીએ; સેવાથી આનંદ મળે છે… સેવા જ સંતોષ છે. સમગ્ર દેશમાં તબીબી સેવાઓમાં જોડાયેલા કર્મચારીઓ પ્રત્યે ઘેરા આદરની લાગણી વ્યક્ત કરતા પ્રધાનમંત્રીએ સમગ્ર દેશમાં કાર્યરત ડૉક્ટરો, નર્સિંગ સ્ટાફ, સફાઇ કામદારો, પોલીસ જવાનો અને મીડિયા કર્મચારીઓની ફરજ નિષ્ઠાને બિરદાવી હતી. તેમણે કટોકટીના આ સમયમાં સ્વ-સહાય સમૂહોની મહિલાઓ દ્વારા કરવામાં આવેલા નોંધપાત્ર કામની પણ પ્રશંસા કરી હતી.
તેમણે તામિલનાડુના કે.સી. મોહન, અગરતલાના ગૌતમ દાસ, પઢાણકોટના દિવ્યાંગ રાજુના દૃશ્ટાંતોનો ઉલ્લેખ કર્યો હતો જેમણે મર્યાદિત માધ્યમો વચ્ચે પણ આગળ આવીને કટોકટીના આ સમયમાં બીજા લોકોને મદદ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, સમગ્ર દેશમાં ખૂણે ખૂણામાંથી સ્વ સહાય સમૂહોની મહિલાઓના ખંતની સંખ્યાબંધ ગાથાઓ અહીં રજૂ થઇ શકે તેમ છે.
મહામારીના આ સમયનો સામનો કરવા માટે સક્રિયતાપૂર્વક કામ કરનારી દરેક વ્યક્તિના પ્રયાસોને પ્રધાનમંત્રીએ બિરદાવ્યા હતા. તેમણે નાસિકના રાજેન્દ્ર યાદવનું ઉદાહરણ આપ્યું હતું જેમણે પોતાના ટ્રેક્ટર સાથે લગાવેલું સેનિટાઇઝેશન મશીન તૈયાર કર્યું હતું. સંખ્યાબંધ દુકાનદારોએ ‘દો ગજ કી દૂરી’નું પાલન કરવા માટે તેમની દુકાનો આગળ મોટી પાઇપલાઇનો લગાવીને આડશ ઉભી કરી છે.
મહામારીના સમયના કારણે લોકોને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો અને તેમણે પીડાવું પડ્યું તે બદલ ખૂબ જ દુઃખ વ્યક્ત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસના કારણે સમાજના તમામ વર્ગોને અસર પડી છે પરંતુ વંચિત શ્રમિકો અને કામદાર વર્ગોને સૌથી વધુ ભોગવવું પડ્યું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારો, દરેકે દરેક વિભાગો અને સંસ્થાઓ તેમને રાહત આપવા માટે એકબીજા સાથે હાથ મિલાવીને સંપૂર્ણ ઝડપ સાથે કામ કરી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશ સમજે છે અને તેને લાગે છે કે, તેઓ કેવી સ્થિતિમાંથી પસાર થઇ રહ્યા છે અને કેન્દ્ર, રાજ્યો તેમજ સ્થાનિક વહીવટીતંત્રની સંસ્થાઓમાંથી તમામ લોકો અવિરત કામ કરી રહ્યા છે. તેમણે એવા તમામ લોકોની પ્રશંસા કરી હતી જેઓ ટ્રેનો, બસો દ્વારા લાખો મુસાફરોને સલામતીપૂર્વક તેમના વતન રાજ્યોમાં પહોંડવા માટે, તેમને ભોજન આપવા માટે અને દરેક જિલ્લામાં તેમના ક્વૉરેન્ટાઇન્ટ માટે સુવિધા ઉભી કરવા માટે અથાક પરિશ્રમ કરી રહ્યા છે.
પ્રધાનમંત્રીએ એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે, પરિસ્થિતિ માટે નવા ઉકેલની કલ્પના કરવીએ વર્તમાન સમયની માંગ છે. તેમણે કહ્યું કે, સરકારે આ દિશામાં કેટલાક પગલાં લીધા છે. તેમણે ઉમેર્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં લેવામાં આવેલા કેટલાક નિર્ણયોથી ગ્રામ્ય રોજગારી, સ્વરોજગારી અને નાના કદના ઉદ્યોગો માટે ખૂબ જ મોટાપાયે સંભાવનાઓના દ્વાર ખુલ્યા છે. તેણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આત્મનિર્ભર ભારતથી આ દાયકામાં દેશ નવી ઊંચાઇઓએ પહોંચવા માટે સમર્થ બનશે.
પ્રધાનમંત્રીએ વારંવાર ભારપૂર્વક કહ્યું હતું કે, વર્તમાન કોરોના મહામારીના સમય દરમિયાન, દરેક જગ્યાએ લોકો ‘યોગ’ અને ‘આયુર્વેદ’ વિશે અને તેને જીવનની રીત તરીકે અપનાવવા વિશે વધુને વધુ જાણવા માટે ઇચ્છુક છે. તેમણે “કમ્યુનિટી, ઇમ્યુનિટી અને યુનિટી” (સમુદાય, પ્રતિકારકતા અને એકતા) માટે યોગની હિમાયત કરી હતી. તેમણે કહ્યું હતું કે, વર્તમાન કોરોના મહામારીના સમય દરમિયાન, યોગનું મહત્વ વધી ગયું છે કારણ કે, આ વાયરસ શ્વસનતંત્રને અસર કરે છે. યોગમાં એવા સંખ્યાબંધ પ્રકારના પ્રાણાયામ છે જે શ્વસનતંત્રને મજબૂત કરે છે અને તેમની લાભદાયી અસરો લાંબા સમય સુધી ટકી રહે છે.
વધુમાં, પ્રધાનમંત્રીએ તમામ લોકોને અપીલ કરી હતી કે તેઓ આંતરરાષ્ટ્રીય વીડિયો બ્લોગ સંપર્ધા ‘માય લાઇફ, માય યોગ’ માટે વીડિયો શેર કરે. આ સ્પર્ધાનું આયોજન આયુષ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી મોદીએ દરેક લોકોને વિનંતી કરી હતી કે, તેઓ આ સ્પર્ધામાં ભાગ લે અને આગામી આતંરરાષ્ટ્રીય યોગ દિવસમાં પણ ભાગ લે.
પ્રધાનમંત્રી શ્રી મોદીએ મહામારીને ખતમ કરવાના સરકારના પ્રયાસોને પણ બિરદાવ્યા હતા અને ‘આયુષમાન ભારત’ યોજના અંતર્ગત એક કરોડથી વધુ લોકોને લાભા મળ્યો છે તે બાબત જણાવતા ગૌરવ અનુભવ્યું હતું. તેમણે ‘આયુષમાન ભારત’ના લાભર્થીઓને તેમજ આ મહામારીના સમયમાં દર્દીઓની સારવાર કરનારા તમામ ડૉક્ટરો, નર્સો અને તમામ તબીબી સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આપણે અત્યારે કોરોના વાયરસ સામે લડી રહ્યા છીએ ત્યારે સાથે સાથે અમ્ફાન ચક્રાવાત જેવી મોટી કુદરતી આપત્તીનો પણ સામનો કરી રહ્યા છીએ. તેમણે પશ્ચિમ બંગાળ અને ઓડિશાના લોકોની હિંમત અને સાહસને બિરદાવ્યા હતા તેમણે મુશ્કેલીના આ સમયમાં અમ્ફાન ચક્રાવાતની સ્થિતિ સામે પણ લડત આપી હતી. તેમણે આ રાજ્યોમાં અગ્નિપરીક્ષાના આ સમયમાં મુશ્કેલીઓ વેઠનારા ખેડૂતો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી અને જેઓ જે પ્રકારે હિંમત અને દૃઢતાપૂર્વક પરિસ્થિતિ સામે લડ્યા તે પ્રશંસનીય હોવાનું પણ તેમણે કહ્યું હતું.
શ્રી મોદીએ કહ્યું હતું કે, ચક્રાવાતી આપત્તી ઉપરાંત દેશના ઘણા ભાગો તીડના આક્રમણથી પણ અસરગ્રસ્ત છે. તેમણે એ બાબતે પ્રકાશ પાડ્યો હતો કે, કટોકટીના આ સમયમાં સરકાર અવિરત કામ કરી રહી છે જેથી સામગ્ર દેશમાં સામાન્ય નાગરિકોને આવશ્યક ચીજવસ્તુઓની અછતનો સામનો ના કરવો પડે. હાલમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો, કૃષિ વિભાગો અથવા વહીવટીતંત્રો દ્વારા તમામ પ્રકારે પ્રયાસો ચાલી રહ્યા છે, દરેક વ્યક્તિ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખેડૂતોને મદદ કરવા માટે પ્રયાસ કરી રહી છે અને કટોકટીના આ સમયમાં પાકનું નુકસાન ઘટાડવા માટે પ્રયાસરત છે.
પ્રધાનમંત્રીએ એ બાબતનો ખાસ ઉલ્લેખ કર્યો હતો કે, વર્તમાન પેઢીને પાણી બચાવવા માટે તેમની જવાબદારી સમજાશે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, અત્યારે વરસાદી પાણીને બચાવવાની જરૂર છે અને કહ્યું કે, દરેક વ્યક્તિ જળ સંવર્ધન માટે અચૂકપણે તત્પર હોવી જ જોઇએ. તેમણે દરેક દેશવાસીઓને એવી પણ વિનંતી કરી હતી કે, આ ‘પર્યાવરણ દિવસ’ નિમિત્તે તેઓ કેટલાક વૃક્ષો રોપીને તેમજ પ્રકૃતિ સાથે દૈનિક સંબંધો આગળ વધારવા માટે કેટલાક સંકલ્પો કરીને પ્રકૃતિની સેવામાં સહભાગી બને. તેમણે કહ્યું કે, લૉકડાઉનના કારણે જીવનની ગતિ ધીમી પડી ગઇ છે પરંતુ તેણે પ્રકૃતિ અને પ્રત્યે વધુ સારી રીતે ધ્યાન આપવાની તક આપી છે અને વન્ય પશુઓ હવે વધુ બહાર આવી રહ્યા છે.
પ્રધાનમંત્રીએ તેમના સંબોધનના સમાપનમાં કહ્યું હતું કે, બેદરકાર અથવા ઉદસીન બનવું એ કોઇ વિકલ્પ નથી. કોરોના સામેની લડાઇ હજુ પણ એટલી જ ગંભીર છે!
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આપ સર્વે ‘લોકડાઉનમાં’ આ ‘મન કી બાત’ સાંભળી રહ્યા છો. આ ‘મન કી બાત’ માટે આવનારા વિચારો, ફોન કોલની સંખ્યા સામાન્ય રૂપથી ઘણી વધારે છે. કેટલાય વિષયોને પોતાનામાં સમાવીને, તમારી આ મનની વાતો, મારા સુધી પહોંચી છે. મેં કોશિશ કરી છે કે તેમને વધુમાં વધુ વાંચી શકું, સાંભળી શકું. તમારી વાતોથી કેટલીયે એવી બાબતો જાણવા મળી છે જેના પર આ દોડાદોડીમાં ધ્યાન નથી જતું. મારું મન કરે છે કે યુદ્ધ વચ્ચે થઈ રહેલી આ ‘મન કી બાત’માં, તેવી જ કેટલીક બાબતોને આપ બધા દેશવાસીઓ સાથે વહેંચું.
સાથીઓ, ભારતની કોરોના સામેની લડાઈ સાચા અર્થમાં PEOPLE DRIVEN છે. ભારતમાં કોરોના સામેની લડાઈ જનતા લડી રહી છે, આપ લડી રહ્યા છો, જનતાની સાથે મળીને શાસન-પ્રશાસન લડી રહ્યું છે. ભારત જેવો વિશાળ દેશ, જે વિકાસ માટે પ્રયત્નશીલ છે, ગરીબી સાથે નિર્ણાયક લડાઈ લડી રહ્યો છે. તેની પાસે કોરોના સામે લડવાનો અને જીતવાનો આ જ એક ઉપાય છે. અને આપણે ભાગ્યશાળી છીએ કે આજે આખો દેશ, દેશનો દરેક નાગરિક, દરેક લોકો, આ લડાઈના સિપાઈ છે, લડાઈનું નેતૃત્વ કરી રહ્યા છે. તમે ક્યાંય પણ નજર નાખો, તમને ખબર પડી જશે કે ભારતની લડાઈ PEOPLE DRIVEN છે. જ્યારે આખું વિશ્વ આ મહામારીના સંકટ સામે ઝઝૂમી રહ્યું છે. ભવિષ્યમાં જ્યારે તેની ચર્ચા થશે, તેની રીતભાતની વાત થશે, મને વિશ્વાસ છે કે ભારતની આ ‘PEOPLE DRIVEN’ લડાઈ, તેની જરૂર ચર્ચા થશે. આખા દેશમાં, શેરીઓમાં, દરેક જગ્યાએ આજે લોકો એકબીજાની મદદ કરવા માટે આગળ આવ્યા છે. ગરીબો માટે ખાવાથી લઈને રેશનિંગની પણ વ્યવસ્થા થાય, લોકડાઉનનું પાલન થાય, હોસ્પિટલોની વ્યવસ્થા થાય, મેડિકલ ઈક્વીપમેન્ટનું દેશમાં જ નિર્માણ થાય – આજે આખો દેશ, એક લક્ષ્ય , એક દિશા, સાથે-સાથે ચાલી રહ્યો છે. તાળી, થાળી, દિવો, મીણબત્તી આ દરેક વસ્તુઓએ જે ભાવનાને જન્મ આપ્યો. જે જુસ્સાથી દેશવાસીઓએ કંઈક કરવાનું નક્કી કરી લીધું – દરેકને આ વાતે પ્રેરિત કર્યા છે. શહેર હોય કે ગામ, એવું લાગી રહ્યું છે કે જાણે દેશમાં એક બહુ મોટો મહાયજ્ઞ ચાલી રહ્યો છે, જેમાં દરેક પોતાનું યોગદાન આપવા આતુર છે. આપણા ખેડૂત ભાઈ-બહેનોને જ જોઈ લો, એક તરફ તેઓ આ મહામારી વચ્ચે પોતાના ખેતરોમાં દિવસ-રાત મહેનત કરી રહ્યા છે અને એ વાતની પણ ચિંતા કરી રહ્યા છે કે દેશમા કોઈપણ ભૂખ્યું ન સૂવે. દરેક વ્યક્તિ, પોતાના સામર્થ્ય પ્રમાણે આ લડાઈ લડી રહી છે. કોઈ ભાડાં માફ કરી રહ્યા છે, તો કોઈ પોતાનું આખું પેન્શન અથવા પુરસ્કારરૂપે મળેલા નાણાંને PM CARES માં જમા કરાવી રહ્યા છે. કોઈ ખેતરનું બધું શાકભાજી દાન કરી રહ્યું છે તો કોઈ દરરોજ સેંકડો ગરીબોને મફત ભોજન કરાવી રહ્યું છે. કોઈ માસ્ક બનાવી રહ્યું છે, કેટલાય આપણા મજૂર ભાઈ-બહેનો quarantine માં રહીને, જે શાળામાં રહે છે, તેનું રંગકામ કરી રહ્યા છે.
સાથીઓ, બીજાની મદદ માટે આપની અંદર, હૃદયના કોઈ ખૂણામાં, જે આ ઉભરતો ભાવ છે, એ જ કોરોના સામે ભારતની આ લડાઈને તાકાત આપી રહ્યો છે. તો આ લડાઈને હકીકતમાં PEOPLE DRIVEN બનાવી રહ્યા છે અને અમે જોયું છે કે ગત કેટલાક વર્ષોમાં આપણા દેશમાં આ મિજાજ બન્યો છે, સતત મજબૂત થતો રહ્યો છે. પછી તે કરોડો લોકો દ્વારા ગેસ સબસિડી છોડવાનું હોય, લાખો સિનિયર સિટિઝન દ્વારા રેલવેની સબસિડી છોડવાનું હોય, સ્વચ્છ ભારત અભિયાનનું નેતૃત્વ લેવાનું હોય, ટોઈલેટ બનાવવાના હોય, અગણિત વાતો એવી છે. આ બધી વાતોથી ખબર પડે છે કે, આપણે બધાએ – એક મન, એક મજબૂત દોરાથી જોડી દીધા છે. એક થઈને દેશ માટે કંઈક કરવાની પ્રેરણા આપી છે.
મારા પ્રિય દેશવાસીઓ, હું ખૂબ જ નમ્રતાપૂર્વક, બહુ જ આદર સાથે આજે 130 કરોડ દેશવાસીઓની આ ભાવનાને મસ્તક ઝુકાવી નમન કરું છું. આપ, આપની ભાવનાને અનુરૂપ દેશ માટે આપની રૂચીના હિસાબે, સમય અનુસાર, કંઈક કરી શકો, તેને માટે સરકારે એક ડિજિટલ પ્લેટફોર્મ પણ તૈયાર કર્યું છે. આ પ્લેટફોર્મ છે, – coronawarriors.gov.in. હું ફરી કહું છું, coronawarriors.gov.in. સરકારે આ પ્લેટફોર્મના માધ્યમથી તમામ સામાજિક સંસ્થાઓના Volunteers, civil societyના પ્રતિનિધીઓ અને સ્થાનિક તંત્રને એકબીજા સાથે જોડી દીધા છે. બહુ જ ઓછા સમયમાં આ પોર્ટલ સાથે સવા કરોડ લોકો જોડાઈ ગયા છે. તેમાં ડૉક્ટર, નર્સથી લઈને આપણી આશા, એએનએમ બહેનો, આપણા એનસીસી, એનએસએસના સાથીઓ, અલગ અલગ field ના તમામ professionals, તેમણે આ પ્લેટફોર્મને પોતાનું પ્લેટફોર્મ બનાવી લીધું છે. આ લોકો સ્થાનિક સ્તર પર crisis management plan બનાવનારાઓને અને તેને પૂર્ણ કરવામાં પણ બહુ મદદ કરે છે. આપ પણ coronawarriors.gov.in સાથે જોડાઈને દેશની સેવા કરી શકો છો, Covid Warriors બની શકો છો.
સાથીઓ, દરેક મુશ્કેલ ઘડી, દરેક લડાઈ, કંઈકને કંઈક પાઠ આપે છે. કંઈકને કંઈક શીખવાડીને જાય છે, શીખામણ આપે છે. તો કોઈ શક્યતાઓનો માર્ગ બતાવે છે અને કોઈ નવા લક્ષ્યસ્થાનની દિશા પણ દેખાડે છે. આ પરિસ્થિતીમાં આપ બધા દેશવાસીઓએ, જે સંકલ્પ શક્તિ દેખાડી છે, તેમાં, ભારતમાં એક નવા બદલાવની શરૂઆત પણ થઈ છે. આપણો બિઝનેસ, આપણા કાર્યાલયો, આપણી શિક્ષણ સંસ્થાઓ, આપણું મેડિકલ સેક્ટર, દરેક, ઝડપથી નવા ટેકનિકલ બદલાવ તરફ જઈ રહ્યા છે. ટેક્નોલોજીના ફ્રન્ટ પર તો ખરેખર એવું લાગી રહ્યું છે કે દેશનો દરેક INNOVATOR નવી પરિસ્થિતી અનુસાર કંઈકને કંઈક નવું નિર્માણ કરી રહ્યો છે.
સાથીઓ, દેશ જ્યારે એક ટીમ બનીને કામ કરે છે ત્યારે શું થાય છે, તે આપણે અનુભવ કરી રહ્યા છીએ. આજે કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકાર હોય, તેમનો દરેક વિભાગ અને સંસ્થા રાહત માટે હળીમળીને ખૂબ જ SPEED થી કામ કરી રહ્યા છે. આપણા એવિએશન સેક્ટર માં કામ કરી રહેલા લોકો હોય, રેલવે કર્મચારી હોય, તેઓ દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. જેથી દેશવાસીઓને ઓછામાં ઓછી મુશ્કેલી પડે. તમારામાંથી કદાચ ઘણા લોકોને ખબર હશે કે દેશના દરેક ભાગમાં દવાઓ મોકલવા માટે ‘લાઈફ લાઈન ઉડાન’ નામથી એક વિશેષ અભિયાન ચાલી રહ્યું છે. આપણા આ સાથીઓએ, આટલા ઓછા સમયમાં દેશની અંદર જ ત્રણ લાખ કિલોમીટરનું હવાઈ ઉડ્ડયન કર્યું છે અને 500 ટનથી પણ વધારે મેડિકલ સામગ્રી, દેશના ખૂણે-ખૂણે, તમારા સુધી પહોંચાડી છે. તેવી જ રીતે રેલવેના સાથીઓ, પણ લોકડાઉનમાં પણ સતત મહેનત કરી રહ્યા છે. જેથી દેશના સામાન્ય લોકોને જરૂરી વસ્તુઓની અછત ન રહે. આ કામ માટે ભારતીય રેલવે લગભગ 60 થી વધુ રેલ માર્ગ પર 100થી પણ વધુ પાર્સલ ટ્રેન ચલાવી રહ્યું છે. તેવી જ રીતે દવાઓની આપૂર્તિ માટે આપણા પોસ્ટ વિભાગના લોકો, ઘણી મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે. આપણા આ બધા સાથીઓ સાચા અર્થમાં કોરોના warriors જ છે.
સાથીઓ, ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ’ હેઠળ ગરીબોના અકાઉન્ટમાં પૈસા સીધા ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે. ‘વૃદ્ધાવસ્થા પેન્શન’ પૂરું પાડવામાં આવ્યું છે. ગરીબોને ત્રણ મહિના મફત ગેસ સિલિન્ડર, કરિયાણું જેવી સુવિધા પણ આપવામાં આવી રહી છે. આ બધા કામોમાં સરકારના અલગ-અલગ વિભાગોના લોકો, બેન્કિંગ સેક્ટરના લોકો, એક ટીમની રીતે દિવસ-રાત કામ કરી રહ્યા છે. અને હું આપણા દેશની રાજ્ય સરકારોની, પણ એ વાત માટે પ્રશંસા કરીશ કે આ મહામારી સામે લડવા માટે ઘણી જ સક્રિય ભૂમિકા નિભાવી રહી છે. સ્થાનિક તંત્ર, રાજ્ય સરકારો જે જવાબદારી નિભાવી રહ્યા છે, કોરોના સામેની લડાઈમાં બહુ મોટી ભૂમિકા છે. તેમનો આ પરિશ્રમ ઘણો જ પ્રશંસનીય છે.
મારા પ્રિય દેશવાસીઓ, દેશભરમાં સ્વાસ્થ્ય સેવાઓથી જોડાયેલા લોકોએ હમણાં હાલમાં જ જે અધ્યાદેશ લાવવામાં આવ્યો છે, તેના પર પોતાનો સંતોષ વ્યક્ત કર્યો છે. આ અધ્યાદેશમાં કોરોના warriors સાથે હિંસા, પરેશાની, અને તેમને કોઈપણ રીતે જખ્મી કરનારા લોકો સામે ઘણી સખત સજાની જોગવાઈ કરવામાં આવી છે. આપણા ડૉક્ટર, નર્સ, પેરા-મેડિકલ સ્ટાફ, કોમ્યુનિટી હેલ્થ વર્કર અને આવા દરેક લોકો, જે દેશને ‘કોરોના મુક્ત’ કરવામાં દિવસ-રાત લાગેલા છે, તેમની રક્ષા કરવા માટે આ પગલું જરૂરી હતું.
મારા પ્રિય દેશવાસીઓ, આપણે બધા અનુભવ કરી રહ્યા છીએ કે આ મહામારી સામે, આ લડાઈ દરમિયાન, આપણે આપણા જીવનને, સમાજને, આપણી આસપાસ થઈ રહેલી ઘટનાઓને, એક FRESH દ્રષ્ટિકોણથી જોવાનો મોકો પણ મળ્યો છે. સમાજના દૃષ્ટિકોણમાં પણ ઘણો બદલાવ આવ્યો છે. આજે આપણા જીવન સાથે જોડાયેલી દરેક વ્યક્તિના મહત્વનો, આભાસ આપણને થાય છે. આપણા ઘરમાં કામ કરનારા લોકો હોય, આપણી જરૂરિયાતોને પૂરી કરવા માટે કામ કરનારા આપણા સામાન્ય કામદારો હોય, પડોસની દુકાનમાં કામ કરનારા લોકો હોય, આ બધાની કેટલી મોટી ભૂમિકા છે – આપણને તે અનુભવ થઈ રહ્યો છે. તેવી જ રીતે જરૂરી સેવાઓની ડિલિવરી કરનારા લોકો, બજારમાં કામ કરનારા આપણા મજૂર ભાઈ-બહેનો, આપણી આસપાસના ઓટોચાલક, રિક્શાચાલક – આજે આપણે અનુભવ કરી રહ્યા છીએ કે આ બધા વગર આપણું જીવન કેટલું મુશ્કેલ હોઈ શકે છે.
આજકાલ સોશિયલ મીડિયા માં આપણે લોકો સતત જોઈ રહ્યા છીએ કે, લોકડાઉન દરમિયાન લોકો પોતાના આ સાથીઓને ન માત્ર યાદ કરી રહ્યા છે, તેમની જરૂરિયાતોનું ધ્યાન રાખી રહ્યા છે, પરંતુ તેમના વિશે ઘણાં જ સન્માન સાથે લખી પણ રહ્યા છે. આજે, દેશના દરેક ખૂણામાંથી એવું ચિત્ર આવી રહ્યું છે કે લોકો સફાઈ કર્મીઓ પર પુષ્પ વર્ષા કરી રહ્યા છે. પહેલાં તેમના કાર્યને કદાચ આપ NOTICE નહોતા કરતા. ડૉક્ટર હોય, સફાઈ કર્મી હોય, અન્ય સેવા કરનારા લોકો હોય – એટલું જ નહીં આપણી પોલીસ વ્યવસ્થાને લઈને પણ સામાન્ય લોકોની વિચારસરણીમાં ઘણો બદલાવ આવ્યો છે. પહેલાં પોલીસ વિશે વિચારતાં જ નકારાત્મકતા સિવાય આપણને કંઈ દેખાતું જ નહોતું. આપણા પોલીસકર્મીઓ આજે ગરીબો, જરૂરિયાતવાળા લોકોને ખાવું પહોંચાડી રહ્યા છે, દવા પહોંચાડી રહ્યા છે. જેવી રીતે દરેક મદદ માટે પોલીસ સામે આવી રહ્યા છે તેનાથી POLICING ના માનવીય અને સંવેદનશીલ પાસાઓ આપણી સામે ઉભરીને આવી રહ્યા છે, આપણા મનને ઢંઢોળી દીધું છે, આપણા હ્રદયને સ્પર્શી ગયા છે. એક એવો મોકો કે, જેમાં આમ જનતા પોલીસ સાથે ભાવાત્મક રીતે જોડાઈ રહી છે. આપણા પોલીસ કર્મીઓએ તેને, જનતાની સેવાના એક મોકાના રૂપમાં લીધું છે અને મને વિશ્વાસ છે કે આ ઘટનાઓથી, આવનારા સમયમા સાચા અર્થમાં ઘણો જ સકારાત્મક બદલાવ આવી શકે છે અને આપણે આ સકારાત્મકતાને ક્યારેય પણ નકારાત્મકતાના રંગથી ન રંગવી જોઈએ.
સાથીઓ, આપણે સાંભળીએ છીએ કે પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ, આ શબ્દોને એક સાથે જોઈએ અને તેની પાછળનો ભાવ જોઈએ તો આપને જીવનને સમજવાનુ પણ એક નવુ દ્વાર ખૂલતુ દેખાશે. જો માનવ પ્રકૃતિની ચર્ચા કરીએ તો ‘આ મારું છે, હું આનો ઉપયોગ કરું છું’, તેને અને આ ભાવનાને ઘણી જ સ્વાભાવિક માનવામાં આવે છે. કોઈને તેમાં કોઈ વાંધો હોતો નથી. તેને આપણે ‘પ્રકૃતિ’ કહી શકીએ છીએ. પરંતુ ‘જે મારું નથી’, ‘જેના પર મારો હક નથી’ તેને હું બીજા પાસેથી છીનવી લઉં છું, તેને છીનવીને ઉપયોગમાં લઉં છું, ત્યારે આપણે તેને વિકૃતિ કહી શકીએ. આ બંનેથી પણ ઉપર, પ્રકૃતિ અને વિકૃતિથી ઉપર, જ્યારે કોઈ સંસ્કારિત-મન વિચારે છે અથવા વ્યવહાર કરે છે તો આપણને ‘સંસ્કૃતિ’ નજરે પડે છે. જ્યારે કોઈ પોતાના હકની વસ્તુ, પોતાની મહેનતથી કમાયેલી વસ્તુ, પોતાની જરૂરીયાત ની વસ્તુ, ઓછી હોય કે વધુ, તેની પરવા કર્યા વગર કોઈ વ્યક્તિની જરૂરિયાતને જોતાં, પોતાની ચિંતા છોડી દઈને પોતાના હકના હિસ્સાને વહેંચીને કોઈ બીજાની જરૂરિયાતો પૂરી કરે છે – તે જ ‘સંસ્કૃતિ’ છે. સાથીઓ જ્યારે કસોટીનો કાળ હોય છે, ત્યારે આ ગુણોનું પરીક્ષણ થાય છે.
આપે પાછલા દિવસોમાં જોયું હશે કે ભારતે પોતાના સંસ્કારોને અનુરૂપ, આપણા વિચારોને અનુરૂપ, આપણી સંસ્કૃતિને આગળ ધપાવતા કેટલાક નિર્ણયો લીધા છે. સંકટની આ પળમાં દુનિયા માટે પણ, સમૃદ્ધ દેશો માટે પણ દવાઓનું સંકટ વધારે રહ્યું છે. એક એવો સમય છે કે જો ભારત દુનિયાને દવા ન આપે તો કોઈ ભારતને દોષી ન માને. દરેક દેશ સમજે છે કે ભારત માટે પણ તેની પ્રાથમિકતા પોતાના દેશના નાગરિકોના જીવન બચાવવાની છે. પરંતુ સાથીઓ ભારતે, પ્રકૃતિ, વિકૃતિના વિચારથી પણ આગળ રહીને નિર્ણય લીધો. ભારતે પોતાની સંસ્કૃતિને અનુરૂપ નિર્ણય લીધો. આપણે ભારતની આવશ્યકતાઓ માટે જે કરવાનું હતું, તેનો પ્રયાસ તો વધાર્યો જ પરંતુ દુનિયાભરથી આવી રહેલી માનવતાની રક્ષાની માગ પર પણ સંપૂર્ણ ધ્યાન આપ્યું. આપણે વિશ્વના દરેક જરૂરિયાતવાળાઓ સુધી દવાઓ પહોંચાડવાનું બીડું ઉઠાવ્યું અને માનવતાના આ કામને કરીને દેખાડ્યું. આજે જ્યારે, મારી અનેક દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સાથે ફોન પર વાત થાય છે તો તેઓ ભારતની જનતાનો આભાર જરૂર વ્યક્ત કરે છે. જ્યારે તે લોકો કહે છે ‘Thank you India’, ‘Thank you people of India’ તો દેશ માટે ગર્વ વધી જાય છે. આવી જ રીતે આ સમયમાં દુનિયાભરમાં ભારતના આયુર્વેદ અને યોગના મહત્વને પણ લોકો ઘણા વિશિષ્ટ ભાવથી જોવે છે. સોશિયલ મીડિયા પર જુઓ, દરેક જગ્યાએ IMMUNITY વધારવા માટે, કેવી રીતે, ભારતના આયુર્વેદ અને યોગની ચર્ચા થઈ રહી છે. કોરોનાની દ્રષ્ટિથી, આયુષ મંત્રાલયે IMMUNITY વધારવા માટે જે, પ્રોટોકોલ આપ્યો છે, મને વિશ્વાસ છે કે તમે લોકો તેનો પ્રયોગ જરૂર કરતા હશો. ગરમ પાણી, કાવો અને જે અન્ય દિશા-નિર્દેશ, આયુષ મંત્રાલયે બહાર પાડ્યા છે તે આપ આપની દિનચર્યામાં સમાવશો, તો આપને ઘણાં લાભ થશે.
સાથીઓ, આમ તો એ દુર્ભાગ્ય રહ્યું કે કેટલીય વખત આપણે, આપણી જ શક્તિઓ અને સમૃદ્ધ પરંપરાને ઓળખવાની ના પાડી દઈએ છીએ. પરંતુ જ્યારે વિશ્વનો કોઈ બીજો દેશ evidence based research ના આધાર પર આ વાત કરે છે. આપણી જ FORMULA આપણને શીખવાડે છે તો આપણે તેને તરત લઈ લઈએ છીએ. કદાચ, તેની પાછળ બહુ મોટું કારણ, સેંકડો વર્ષોની આપણી ગુલામીનો સમયગાળો રહ્યો છે. તેને કારણે ક્યારેક-ક્યારેક આપણને આપણી જ શક્તિ પર વિશ્વાસ થતો નથી. આપણો આત્મવિશ્વાસ ઓછો દેખાય છે. તેથી આપણે આપણા દેશની સારી વાતોને, આપણા પારંપારિક સિદ્ધાંતોને evidence based research ના આધાર પર, આગળ વધારવાને બદલે તેને છોડી દઈએ છીએ. તેને હીન સમજીએ છીએ. ભારતની યુવા પેઢીએ હવે, આ પડકારોનો સ્વિકાર કરવો પડશે. જેવી રીતે વિશ્વએ યોગનો સહર્ષ સ્વિકાર કર્યો છે, તેવી જ રીતે હજારો વર્ષો જૂના, આપણા આયુર્વેદના સિદ્ધાંતોનો પણ વિશ્વ ચોક્કસ સ્વિકાર કરશે. હા, તેને માટે યુવા-પેઢીએ સંકલ્પ લેવો પડશે અને દુનિયા જે ભાષામાં સમજે છે તે વૈજ્ઞાનિક ભાષામાં આપણે સમજાવવું પડશે, કંઈક કરી દેખાડવું પડશે.
સાથીઓ આમ તો COVID-19 ને કારણે કેટલાય સકારાત્મક બદલાવ, આપણી કામ કરવાની પધ્ધતિ, આપણી જીવનશૈલી અને આપણી આદતોમાં પણ સ્વાભાવિક રીતે પોતાની જગ્યા બનાવી રહ્યા છે. આપે બધાએ અનુભવ્યું હશે કે આ સંકટે, કેવા અલગ અલગ વિષયો પર, આપણી ચેતના અને આપણી સમજણને જાગૃત કર્યા છે. જે અસર, આપણને આપણી આસપાસ જોવા મળી રહી છે, તેમાં સૌથી પહેલી છે માસ્ક પહેરવા અને પોતાના ચહેરાને ઢાંકીને રાખવો. કોરોનાને કારણે બદલાતી સ્થિતીમાં, માસ્ક પણ આપણા જીવનનો ભાગ બની રહ્યા છે. આમ, જોકે આપણને તેની આદત ક્યારેય રહી નહોતી કે આપણી આસપાસના ઘણાં લોકો માસ્કમાં જોવા મળે. પરંતુ હવે તેવું જ થઈ રહ્યું છે. હાં… તેનો એ મતલબ નથી કે જે માસ્ક લગાવે છે તે બધા બિમાર છે. અને જ્યારે હું માસ્કની વાત કરું છું તો મને જૂની વાતો યાદ આવે છે. તમને બધાને પણ યાદ હશે. એક જમાનો હતો, કે આપણા દેશના કેટલાય એવા વિસ્તારો હતા કે જ્યાં જો કોઈ નાગરિક ફળ ખરીદતા જોવા મળે તો તેની અડોશ-પડોશના લોકો તેને જરૂર પૂછતા હતા – ઘરમાં કોઈ બિમાર છે? એટલે કે ફળ ફક્ત બિમારીમાં જ ખાવામાં આવે છે – એવી એક ધારણા બનેલી હતી. પરંતુ સમય બદલાયો અને ધારણા પણ બદલાઈ. તેવું જ માસ્કને લઈને, પણ ધારણા હવે બદલાવા જઈ રહી છે. તમે જોશો, માસ્ક સભ્ય સમાજનું પ્રતિક બની જશે. જો બિમારીથી પોતાને બચાવવા છે અને બીજાને પણ બચાવવા છે તો માસ્ક લગાવવા પડશે અને મારૂ તો બહુ SIMPLE સુચન છે – ગમછો, મોઢું ઢાંકવાનું છે.
સાથીઓ આપણા સમાજમાં વધુ એક મોટી જાગૃતિ એ આવી છે કે હવે બધા લોકો એમ સમજી રહ્યા છે કે જાહેર સ્થળો પર થૂંકવાથી શું નુકસાન થઈ શકે છે. અહીં-તહી ક્યાંય પણ થૂંકી દેવું, ખોટી આદતોનો ભાગ હતો. તે સ્વચ્છતા અને સ્વાસ્થ્યને પણ ગંભીર પડકાર આપતા હતા. આમ પણ એક રીતે જોઈએ તો આપણે હંમેશાથી આ સમસ્યાને જાણતા આવ્યા છીએ, પરંતુ આ સમસ્યા, સમાજમાંથી સમાપ્ત થવાનું નામ જ નહોતી લેતી. હવે તે સમય આવ્યો છે કે આ ખરાબ આદતને હંમેશ-હંમેશ માટે ખતમ કરી દેવામાં આવે. એવું કહેવાય પણ છે કે , ‘better late than never’. તો ભલે મોડું થયું હોય પરંતુ હવે આ થૂંકવાની આદત છોડી દેવી જોઈએ. આ વાતો જ્યાં basic hygiene નું સ્તર વધારશે, તો કોરોનાના ચેપને ફેલાવતો રોકવામાં પણ મદદ કરશે.
મારા પ્રિય દેશવાસીઓ, એ સુખદ સંયોગ છે કે આજે જ્યારે આપની સાથે હું ‘મન કી બાત’ કરી રહ્યો છું તો અક્ષય તૃતિયાનું પવિત્ર પર્વ પણ છે. સાથીઓ ‘ક્ષય’ નો અર્થ થાય છે વિનાશ, પરંતુ જે ક્યારેય નષ્ટ ન થાય, જે ક્યારેય સમાપ્ત ન થાય તે છે ‘અક્ષય’. આપણા ઘરોમાં આપણે બધા આ પર્વને દર વર્ષે મનાવીએ છીએ પરંતુ આ વર્ષે આપણા માટે તેનું મહત્વ વિશેષ છે. આજના મુશ્કેલ સમયમાં આ એક એવો દિવસ છે જે આપણને યાદ અપાવે છે કે આપણી આત્મા, આપણી ભાવના, અક્ષય છે. આ દિવસ આપણને યાદ અપાવે છે કે ભલે કેટલીયે મુશ્કેલીઓ રસ્તો રોકે, ભલે કેટલીયે આપત્તિઓ આવે, ભલે કેટલીયે બિમારીઓનો સામનો કરવો પડે – તેનાથી લડવાની અને ઝઝૂમવાની માનવીય ભાવના અક્ષય છે. માનવામાં આવે છે કે આ એ જ દિવસ છે જે દિવસે ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવાન સૂર્યદેવના આશિર્વાદથી પાંડવોને અક્ષય પાત્ર મળ્યું હતું. અક્ષય પાત્ર એટલ કે એવું વાસણ કે જેમાં ભોજન ક્યારેય સમાપ્ત થાય જ નહીં. આપણા અન્નદાતા ખેડૂતો દરેક પરિસ્થિતીમાં દેશ માટે, આપણા સહુ માટે, આ જ ભાવનાથી પરિશ્રમ કરે છે. તેમના જ પરિશ્રમથી આજે આપણા બધા માટે, ગરીબો માટે, દેશ પાસે અક્ષય અન્ન ભંડાર છે. આ અક્ષય તૃતિયા પર આપણે આપણા પર્યાવરણ, જંગલ, નદીઓ અને આખી ECO SYSTEM ના સંરક્ષણ વિશે પણ વિચારવું જોઈએ, જે આપણા જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. જો આપણે અક્ષય રહેવા માંગીએ છીએ તો આપણે પહેલાં એ સુનિશ્ચિત કરવું પડશે કે આપણી ધરતી અક્ષય રહે.
શું તમે જાણો છો કે અક્ષય તૃતિયાનું આ પર્વ, દાનની શક્તિ એટલે કે POWER OF GIVING નો પણ એક અવસર છે. આપણે હ્રદયની ભાવનાથી જે કંઈ પણ આપીએ છીએ, હકીકતમાં મહત્વ તેનું જ હોય છે. એ વાત મહત્વપૂર્ણ નથી કે આપણે શું આપીએ છીએ અને કેટલું આપીએ છીએ. સંકટના આ સમયમાં આપણો નાનકડો પ્રયાસ, આપણી આસપાસના ઘણાં લોકો માટે બહુ મોટી મદદ બની શકે છે. સાથીઓ, જૈન પરંપરામાં પણ આ બહુ પવિત્ર દિવસ છે કારણ કે પહેલા તિર્થંકર ભગવાન ઋષભદેવના જીવનનો આ એક મહત્વનો દિવસ રહ્યો છે. તેવામાં જૈન સમાજ તેને એક પર્વના રૂપમાં મનાવે છે તેથી એ સમજવું સહેલું છે કે કેમ આ દિવસે લોકો કોઈપણ શુભકાર્યનો પ્રારંભ કરવાનું પસંદ કરે છે. આજે કંઈક નવું શરૂ કરવાનો દિવસ છે તો તેવામાં શું આપણે બધા મળીને, આપણા પ્રયાસોથી, આપણી ધરતીને અક્ષય અને અવિનાશી બનાવવાનો સંકલ્પ લઈ શકીએ છીએ. સાથીઓ આજે ભગવાન બસવેશ્વરજીની જયંતિ પણ છે. એ મારું સૌભાગ્ય રહ્યું છે કે મને ભગવાન બસવેશ્વરની સ્મૃતિઓ અને તેમના સંદેશાઓ સાથે વારંવાર જોડાવાનો, શીખવાનો મોકો મળ્યો છે. દેશ અને દુનિયામાં ભગવાન બસવેશ્વરના બધા અનુયાયીઓને તેમની જયંતિ પર ઘણી ઘણી શુભેચ્છાઓ.
સાથીઓ રમઝાનનો પણ પવિત્ર મહિનો શરૂ થઈ ગયો છે. જ્યારે છેલ્લે રમઝાન મનાવવામાં આવ્યો ત્યારે કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે આ વખતે રમઝાનમાં આટલી મોટી મુસિબતોનો સામનો કરવો પડશે. પરંતુ હવે જ્યારે આખા વિશ્વમાં આ મુસિબત આવી જ ગઈ છે તો આપણી સામે મોકો છે કે આ રમઝાનને સંયમ, સદભાવના, સંવેદનશીલતા અને સેવાભાવનું પ્રતિક બનાવીએ. આ વખતે આપણે પહેલાં થી પણ વધુ ઈબાદત કરીએ, જેથી ઈદ આવતાં અગાઉ જ દુનિયા કોરોનાથી મુક્ત થઈ જાય અને આપણે પહેલાંની જેમ ઉમંગ અને ઉત્સાહ સાથે ઈદ મનાવીએ. મને વિશ્વાસ છે કે રમઝાનના આ દિવસોમાં સ્થાનિક તંત્રના દિશા-નિર્દેશોનું પાલન કરતાં, કોરોના સામે ચાલી રહેલી આ લડાઈને આપણે વધુ મજબૂત કરીશું. માર્ગો પર, બજારોમાં, શેરીઓમાં, physical distancing નું પાલન હજુ પણ ઘણું આવશ્યક છે. હું આજે તે બધા community leaders પ્રતિ આભાર પ્રગટ કરું છું જે લોકો બે ગજનું અંતર અને ઘરની બહાર ન નીકળવાને લઈને લોકોને જાગૃત કરી રહ્યા છે. ખરેખર કોરોના એ આ વખતે ભારત સહિત, દુનિયાભરમાં તહેવારોની ઊજવણીનુ સ્વરૂપ જ બદલી નાખ્યું છે. રંગ-રૂપ બદલી નાખ્યા છે. હમણાં ગત દિવસોમાં જ આપણે ત્યાં પણ બિહૂ, બૈસાખી, પુંથડું, વિશૂ, ઓડિયા ન્યૂયર જેવા અનેક તહેવારો આવ્યા. આપણે જોયું કે લોકોએ કેવી રીતે આ તહેવારોને ઘરમાં રહીને, ઘણી સાદગીપૂર્વક અને સમાજ પ્રત્યે શુભચિંતન સાથે, તહેવારોને મનાવ્યા. સામાન્ય રીતે તેઓ આ તહેવારોને પોતાના દોસ્તો અને પરિવાર સાથે સંપૂર્ણ ઉત્સાહ અને ઉમંગ સાથે મનાવતા હતા. ઘરની બહાર નીકળીને પોતાની ખુશી વહેંચતા હતા. પરંતુ આ વખતે દરેક લોકોએ સંયમ રાખ્યો. લોકડાઉનના નિયમોનું પાલન કર્યું. આપણે જોયું છે કે આ વખતે આપણા ઈસાઈ દોસ્તોએ ‘ઈસ્ટર’ પણ ઘરે જ મનાવ્યો છે. પોતાના સમાજ, પોતાના દેશ પ્રત્યેની જવાબદારી નિભાવવી, આજની ઘણી મોટી જરૂરિયાત છે. ત્યારે જ આપણે કોરોનાના ફેલાવા પર રોક લગાવવામાં સફળ થઈશું. કોરોના જેવી વૈશ્વિક મહામારીને હરાવી શકીશું.
મારા પ્રિય દેશવાસીઓ, આ વૈશ્વિક મહામારીના સંકટ વચ્ચે આપના પરિવારના એક સભ્ય તરીકે, અને આપ બધા પણ મારા પરિવારજન છો, ત્યારે કંઈક સંકેત આપવા, કંઈક ઉપાયો આપવા, એ મારી જવાબદારી બને છે. મારા દેશવાસીઓને, હું આપને આગ્રહ કરીશ – આપણે ક્યારેય અતિ આત્મવિશ્વાસમાં ન ફસાઈ જઈએ. આપણે એવો વિચાર ન કરીએ કે આપણા શહેરમાં, આપણા ગામમાં, આપણી શેરીમાં, આપણા કાર્યાલયમાં હજુ સુધી કોરોના પહોંચ્યો નથી તેથી હવે પહોંચવાનો પણ નથી. જુઓ આવી ભૂલ ક્યારેય ના કરતા. દુનિયાનો અનુભવ આપણને ઘણું કહી રહ્યો છે અને આપણે ત્યાં તો સતત કહેવામાં આવે છે કે ‘સાવધાની હટી, દુર્ઘટના ઘટી’. યાદ રાખો, આપણા પૂર્વજોએ આ દરેક વિષયોમાં આપણું બહુ સારું માર્ગદર્શન કર્યું છે. આપણા પૂર્વજોએ કહ્યું છે,
‘अग्निः शेषम ऋणः शेषम्
व्याधिः शेषम् तथैवच
पुनः पुनः प्रवर्धेत
तस्मात् शेषम् न कारयेत ||’
એટલે કે હળવાશમાં લઈને છોડવામાં આવેલી આગ, ઋણ અને બિમારી, મોકો મળતાં જ ફરીથી વધીને ખતરનાક થઈ જાય છે. તેથી તેનો સંપૂર્ણ રીતે ઉપચાર ઘણો જ આવશ્યક હોય છે. તેથી અતિ-ઉત્સાહમાં સ્થાનિક સ્તર પર, ક્યાંય પણ કોઈ લાપરવાહી થવી જોઈએ નહીં. તેનું હંમેશા આપણે ધ્યાન રાખવું જ પડશે. હું ફરી એકવાર કહીશ – બે ગજ અંતર બનાવી રાખો, પોતાને સ્વસ્થ રાખો, ‘બે ગજ અંતર બહુ જ જરૂરી છે’. આ સર્વના ઉત્તમ સ્વાસ્થ્યની કામના કરીને હું મારી વાત સમાપ્ત કરું છું. હવે પછીની ‘મન કી બાત’માં જ્યારે મળીશું ત્યારે આ વૈશ્વિક મહામારીથી થોડી મુક્તિના ખબર દુનિયાભરથી આવે, માનવજાત આ મુસિબતમાંથી બહાર આવે – એ જ પ્રાર્થના સાથે આપ સર્વને ખૂબ ખૂબ ધન્યવાદ….
મારા વ્હાલા દેશવાસીઓ, સામાન્ય રીતે મન કી બાતમાં હું અનેક વિષયોને લઇને આવું છું. પરંતુ આજે દેશ અને દુનિયાના મનમાં માત્ર ને માત્ર એક જ વાત છે, કોરોના વૈશ્વિક મહામારીના કારણે ઉભું થયેલું ભયંકર સંકટ. આ સંજોગોમાં હું અન્ય કોઇ વાતો કરૂં તો તે યોગ્ય નહિં ગણાય. પરંતુ સૌથી પહેલાં હું બધા દેશવાસીઓ પાસે ક્ષમા માગું છું, અને મારો આત્મા કહે છે કે, તમે મને ચોક્કસ ક્ષમા કરશો. કેમ કે, કેટલાક એવા નિર્ણયો લેવા પડ્યા છે જેના કારણે તમને બધાને અનેક પ્રકારની મુશ્કેલીઓ ઉઠાવવી પડી રહી છે, ખાસ કરીને મારા ગરીબ ભાઇઓ બહેનોને જોઉં છું તો ચોક્કસ એવું લાગે છે કે, એમને થતું હશે કે આ કેવા પ્રધાનમંત્રી છે જેમણે અમને આ મુસીબતમાં નાંખી દીધા. તેમની પણ હું ખાસ ક્ષમા માગું છું. બની શકે કે, ઘણા લોકો મારાથી નારાજ પણ હશે, કે એવા તો કેવા બધાને ઘરમાં પૂરી રાખ્યા છે. હું તમારા બધાની મુશ્કેલીઓ સમજું છું. તમને પડી રહેલી પરેશાનીઓ પણ સમજું છું. પરંતુ ભારત જેવા ૧૩૦ કરોડની વસતીવાળા દેશે કોરોના વિરૂદ્ધની લડાઇ માટે આ પગલું ઉઠાવ્યા સિવાય બીજો કોઇ રસ્તો નહોતો. કોરોના વિરૂદ્ધ લડાઇ જીવન અને મૃત્યુ વચ્ચેની લડાઇ છે, અને આ લડાઇમાં આપણે જીતવાનું છે. અને એટલા માટે જ આવા કઠોળ પગલાં ઉઠાવવા બહુ જરૂરી હતા. આવા પગલાં માટે કોઇને મન ન થાય પરંતુ દુનિયાની સ્થિતિ જોયા પછી લાગે છે કે, આ એક જ રસ્તો બચ્યો છે. તમને તમારા પરિવારને સલામત રાખવા છે, હું ફરીએકવાર તમને જે પણ અગવડ પડી છે, મુશ્કેલી પડી છે, તેને માટે ક્ષમા માગું છું. સાથીઓ, આપણે ત્યાં કહેવાય છે “એવં એવં વિકારઃ અપી તરૂન્હા સાધ્યતે સુખમ્” એટલે કે, બિમારી અને તેના પ્રકોપને શરૂઆતમાં જ ડામી દેવા જોઇએ. પછી રોગ અસાધ્ય બની જાય છે ત્યારે તેનો ઇલાજ પણ મુશ્કેલ બની જાય છે. અને આજ પૂરૂં હિંદુસ્તાન, દરેક હિંદુસ્તાની આજ કરી રહ્યો છે. ભાઇઓ, બહેનો, માતાઓ અને વડીલો કોરોના વાયરસે દુનિયાને કેદમાં ઝકડી લીધી છે. અને તે જ્ઞાન, વિજ્ઞાન, ગરીબ, તવંગર, નબળા, તાકાતવાન એમ હર કોઇને પડકાર ફેંકી રહ્યો છે. તે ન તો કોઇ દેશના સીમાડામાં બંધાયેલો છે, ન કોઇ ક્ષેત્ર જુવે છે, અને ન કોઇ ઋતુ જુવે છે. આ વાયરસ માણસને મારવાની, તેણે ખતમ કરવાની જીદ લઇને બેઠો છે, અને એટલા માટે સૌ કોઇએ, પૂરી માનવજાતે આ વાયરસને ખતમ કરવા માટે એકસંપ થઇને સંકલ્પ કરવો જ પડશે. કેટલાક લોકોને એવું લાગે છે કે તેઓ લૉકડાઉનનું પાલન કરીને જાણે બીજાની મદદ કરી રહ્યા છે. અરે ભાઇ, આવો ભ્રમ રાખવો એ યોગ્ય નથી. આ લૉકડાઉન તમને ખુદને બચાવવા માટે છે. તમને બચાવવાની સાથે તમારા પરિવારને પણ બચાવવાનો છે. હાલ તો તમારે આવનારા કેટલાય દિવસો સુધી આ રીતે ધીરજ બતાવવી જ પડશે. લક્ષ્મણરેખાનું પાલન કરવુ જ રહ્યું. સાથીઓ, હું એ પણ જાણું છું કે, કોઇ કાયદો તોડવા નથી ઇચ્છતું, નિયમનો ભંગ કરવા નથી ઇચ્છતું, પરંતુ કેટલાક લોકો એવું કરે છે, કેમ કે, હજી પણ તેઓ સ્થિતિની ગંભીરતા સમજી નથી રહ્યા. આવા લોકોને હું એ જ કહીશ કે, લૉકડાઉનનો નિયમ તોડશો તો કોરોના વાયરસથી બચવાનું મુશ્કેલ બની જશે. દુનિયાભરમાં ઘણા લોકો આવા વહેમમાં હતા. આજે એ બધા પસ્તાઇ રહ્યા છે. સાથીઓ, આપણે ત્યાં કહેવાય છે, “આરોગ્યં પરમ ભાગ્યં, સ્વાસ્થયં સ્વાર્થ સાધનમ્” અર્થાત્ આરોગ્ય જ સૌથી મોટું ભાગ્ય છે, ને દુનિયામાં બધા સુખનું સાધન સ્વાસ્થ્ય જ છે. આ સ્થિતિમાં નિયમ તોડનારા પોતાના જ જીવન સાથે બહુ મોટી રમત રમી રહ્યા છે. સાથીઓ, આ લડાઇના અનેક યોદ્ધા છે, જે ઘરમાં નહીં, ઘરની બહાર રહીને કોરોના વાયરસનો મુકાબલો કરી રહ્યા છે. તેઓ આપણા પહેલી હરોળના સૈનિકો છે. ખાસ કરીને આપણી નર્સ બહેનો છે, નર્સોનું કામ કરનારા ભાઇઓ છે, ડૉકટરો છે, અર્ધતબીબી કર્મચારીગણ છે. એવા સાથીઓ, કે જે કોરોનાને હરાવી ચૂકયા છે. આજે આપણે તેમની પાસેથી પ્રેરણા લેવાની છે. પાછલા દિવસોમાં મેં એવા કેટલાક લોકો સાથે ફોન પર વાત કરી છે, તેમનો ઉત્સાહ પણ વધાર્યો છે, અને તેમની સાથે વાત કરીને મારો પણ ઉત્સાહ વધ્યો છે. હું એમની પાસેથી ઘણુંબધું શીખ્યો છું. મને બહુ મન થતું હતું એટલા માટે, આ વખતે મન કી બાતમાં એવા સાથીઓનો અનુભવ એમની સાથે થયેલી વાતચીત, એમાંથી કેટલીક વાતચીત હું આપને જણાવી રહ્યો છું. સૌથી પહેલાં આપણી સાથે જોડાશે શ્રીરામ ગમ્પા તેજાજી. આમ તો તેઓ આઇટી પ્રોફેશનલ છે. આવો તેમના અનુભવો સાંભળીએ.
હા, રામ
રામઃ- નમસ્તેજી.
મોદીજીઃ- હા, રામ નમસ્તે.
રામઃ- નમસ્તે, નમસ્તે,
મોદીજીઃ- મેં સાંભળ્યું છે કે, તમે કોરોના વાયરસના આ ગંભીર સંકટમાંથી બહાર નીકળી આવ્યા છો.
રામઃ- હાજી,
મોદીજીઃ- હું તમારી સાથે થોડી વાત કરવા માંગું છું. તમે આ, સંકટમાંથી ઉગરી ગયા છો. તો, હું તમારો અનુભવ સાંભળવા ઇચ્છું છું.
રામઃ- હું આઇટી ક્ષેત્રનો કર્મચારી છું. કામને લીધે દુબઇ ગયો હતો. હું એક મીટીંગ માટે. ત્યાં જાણતા અજાણતા આ ચેપ લાગી ગયો. પરત આવતાં જ તાવ અને આ બધું ચાલુ થઇ ગયું હતું. તો પાંચ-છ દિવસ પછી ડૉકટરોએ કોરોના વાયરસનો ટેસ્ટ કર્યો અને ત્યારે એ ટેસ્ટ પોઝીટીવ આવ્યો હતો. ત્યારે ગાંધી હોસ્પીટલ, સરકારી હોસ્પીટલ, હૈદરાબાદમાં મને દાખલ કર્યો હતો. અને ત્યાર પછી ૧૪ દિવસે હું સાજો થઇ ગયો હતો. અને મને હોસ્પીટલમાંથી રજા આપી દીધી હતી. તો થોડું ડરામણું હતું આ બધું.
મોદીજીઃ- એટલે કે, તમને જયારે ચેપ લાગ્યો હોવાની ખબર પડી.
રામઃ- હા,
મોદીજીઃ- અને તે પહેલાં તમને ખબર તો હશે જ. કે આ વાયરસ બહુ ભયંકર છે. અને તકલીફદાયક લાગી રહ્યું છે.
રામઃ- હા,
મોદીજીઃ- તો જયારે તમને આ ચેપ લાગ્યો, ત્યારે તમને એકદમથી તમારો પ્રતિભાવ શું હતો ?
રામઃ- પહેલા તો બહુ ડરી ગયો હતો. પહેલા તો માની જ નહોતો શકતો કે, મને આ બીમારી થઇ ગઇ છે. એવું તો શું થઇ ગયું ? કેમ કે, ભારતમાં તો કંઇક બે-ત્રણ લોકોને જ કોરોના થયો હતો. એટલે કંઇ ખબર તો નહોતી, એના વિશે. મને જયારે હોસ્પીટલમાં દાખલ કર્યો હતો ત્યારે મને અલાયદા વોર્ડમાં(ક્વોરન્ટાઇનમાં) રાખ્યો હતો. ત્યારે તો શરૂના બે-ત્રણ દિવસ બધું એમ જ ચાલતું રહ્યું હતું. પરંતુ ત્યાંના ડૉકટરો અને નર્સો જે છે ને,
મોદીજીઃ- હા.
રામઃ- એ બહું સારા હતા. મારી સાથે, દરરોજ મને કોલ કરીને મારી સાથે વાત કરતા હતા, અને મને ભરોસો આપતા હતા કે, કંઇ નહીં થાય. તમે સાજા થઇ જશો. આવી બધી વાતો કરતા રહેતા હતા. દિવસમાં બે-ત્રણવાર ડૉકટર વાત કરતા હતા. નર્સો પણ વાત કરતી હતી. તો પહેલા જે ડર હતો, પરંતુ પછીથી એવું લાગ્યું કે, હા આટલા સારા લોકો સાથે છું, એમને ખબર છે કે શું કરવાનું છે, અને એટલે હું સાજો થઇ જઇશ. એવું લાગ્યું હતું.
મોદીજીઃ- પરિવારના લોકોની મનોસ્થિતિ કેવી હતી.
રામઃ- મને જયારે હોસ્પીટલમાં દાખલ કર્યો હતો ત્યારે પહેલાં તો બધા બહુ તણાવમાં હતા. ત્યાં વધારે ધ્યાન તો એ બધું હતું. પરંતુ હા, સૌથી પહેલાં તો ઘરનાના પણ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. બધાના રિપોર્ટ નેગેટીવ આવી ગયા હતા. એ ઇશ્વરની સૌથી મોટી કૃપા હતી અમારા માટે. અમારા કુટુંબ માટે, અને જેઓ મારી આસપાસ હતા તે બધા માટે. ત્યારપછી તો દરરોજ તબિયતમાં સુધારો દેખાઇ રહ્યો હતો. ડૉકટર મારી સાથે વાત કરતા રહ્યા હતા, અને પરિવારને પણ જણાવતા રહ્યા હતા.
મોદીજીઃ- તમે પોતે કઇ કઇ સાવચેતી રાખી. અને તમે કટુંબ માટે કઇ કઇ સાવચેતી રાખી.
રામઃ- કુટુંબ માટે તો પહેલાં આ વિષે જયારે મને ખબર પડી ત્યારે તો હું ક્વોરન્ટાઇનમાં હતો. પરંતુ ક્વોરન્ટાઇન પછી પણ ડૉકટરોએ કહ્યું હતું કે, હજી બીજા ૧૪ દિવસ ઘરે જ રહેવાનું છે, અને તમારે તમારા રૂમમાં જ રહેવાનું છે, અને મારી જાતને ઘરમાં જ ક્વોરન્ટાઇન રહેવાનું કહ્યું હતું. એટલે ઘરે આવ્યા પછી પણ હું મારા ઘરમાં જ છું. મોટાભાગે મારા રૂમમાં જ રહું છું. માસ્ક પહેરીને જ રહું છું. આખો દિવસ, જયારે પણ બહાર ખાવાપીવા માટે નીકળું છું તો, હાથ બરાબર સાફ કરું છું. અને એ બધું બહુ અગત્યનું છે.
મોદીજીઃ- ચાલો, રામ તમે સાજા થઇ ગયા. તે સારૂં થયું. તમને અને તમારા પરિવારને મારી અનેક અનેક શુભેચ્છાઓ છે.
રામઃ- થેંક્યુ સર.
મોદીજીઃ- પણ હું ઇચ્છું છું કે, તમારો અનુભવ.
રામઃ- હાજી.
મોદીજીઃ- તમે તો આઇટી પ્રોફેશનમાં છો.
રામઃ- હા.
મોદીજીઃ- તો ઓડિયો બનાવીને
રામઃ- હાજી.
મોદીજીઃ- લોકોને મોકલો. સોશિયલ મિડિયામાં એને વાયરલ કરો. એનાથી શું થશે કે લોકો ડરશે નહીં. અને સાથોસાથ કાળજી લેવાથી કેવી રીતે બચી શકાય છે. તેની વાત બહુ સરળતાથી લોકો સુધી પહોંચી જશે.
રામઃ- હાજી, અત્યારે જયારે બહાર આવીને જોઇ રહ્યો છું કે, બધા ક્વોરન્ટાઇનનો અર્થ કે જેલ જેવો માને છે. જાણે લોકો એવું માની રહ્યા છે. પરંતુ એવું નથી. બધાને ખબર હોવી જોઇએ કે, સરકારી ક્વોરન્ટાઇન તેમના પોતાના માટે છે. તેમના પરિવાર માટે છે. તો તેના વિશે વધુમાં વધુ લોકોને કહેવા માગું છું કે, ટેસ્ટ કરાવો. ક્વોરન્ટાઇનમાં રહો. એટલે કે, ડરવાનું નથી. ક્વોરન્ટાઇનનો અર્થ કે, આપણને તેનાથી ડર ન હોવો જોઇએ. સૂગ ન હોવી જોઇએ.
મોદીજીઃ- સારૂં રામ, તમને અનેક અનેક શુભેચ્છાઓ.
મોદીજીઃ- થેંક્યું ભાઇ.. થેંક્સ એ લોટ..
રામઃ- થેંક્યું..
સાથીઓ, રામે જણાવ્યું છે તેમ, તેમણે કોરોનાનો અંદેશો થયા પછી ડૉકટરોએ તેમને જે કંઇ સૂચનાઓ આપી તેનું તેમણે પાલન કર્યું અને તેનું જ પરિણામ છે કે આજે તેઓ સાજા થઇને સામાન્ય જીવન જીવી રહ્યા છે. આપણી સાથે એવા જ એક વધુ સાથી જોડાઇ રહ્યા છે, જેમણે કોરોનાને હરાવ્યો છે. એમનો તો પૂરો પરિવાર આ સંકટમાં ફસાઇ ગયો હતો. યુવાન દિકરો પણ ફસાઇ ગયો હતો. આવો, આપણે આગ્રાના શ્રી અશોક કપૂર સાથે વાત કરીએ.
મોદીજીઃ- અશોકજી નમસ્કાર.. નમસ્કાર..
અશોકઃ- નમસ્કારજી. મારૂં સૌભાગ્ય છે કે, આપની સાથે વાત થઇ રહી છે.
મોદીજીઃ- ચાલો મારૂં પણ સદભાગ્ય છે. મેં ફોન એટલા માટે કર્યો હતો કે, આપનો પૂરો પરિવાર આ સંકટમાં ફસાઇ ગયો હતો.
અશોકઃ- જી. જી…
મોદીજીઃ- તો હું એ, જરૂર જાણવા ઇચ્છીશ કે તમને આ સમસ્યા, આ ચેપની ખબર કેવી રીતે પડી ? શું થયું ? હોસ્પીટલમાં શું થયું ? જેથી હું તમારી વાત સાંભળીને જો કોઇ બાબત દેશને જણાવવા જેવી લાગશે તો હું તેનો ઉપયોગ કરીશ.
અશોકઃ- બિલકુલ સાહેબ.. એવું હતું કે, મારે બે દિકરા છે. એ ઇટલી ગયા હતા, ત્યાં પગરખાંનું પ્રદર્શન હતું. અને અહીંયા પગરખાંનું કામ કરીએ છીએ. ફેકટરી છે, મેન્યુફેકચરીંગની.
મોદીજીઃ- હા,
અશોકઃ- તો ત્યાં ગયા હતા ઇટલી પ્રદર્શનમાં. જયારે એ લોકો પાછા આવ્યા ને.
મોદીજીઃ- હં…
અશોકઃ- તો મારા જમાઇ પણ ગયા હતા. એ દિલ્હી રહે છે. તો એમને થોડીક મુશ્કેલીઓ થઇ, અને તે હોસ્પીટલ ગયા. રામમનોહર લોહિયા..
મોદીજીઃ- હં…
અશોકઃ- તો એ લોકોએ, એમને પોઝીટીવ ગણાવ્યા. અને એમને મોકલી દીધા. સબદરજંગ.
મોદીજીઃ- હં.. પછી..
અશોકઃ- ત્યાંથી અમારા પર ફોન આવ્યો કે, તમે લોકો પણ સાથે ગયા હતા ને એટલે તમે પણ ટેસ્ટ કરાવો. તો બંને દિકરા પહોંચી ગયા ટેસ્ટ કરાવવા. અહીં આગ્રા જીલ્લા હોસ્પીટલમાં. આગ્રા જીલ્લા હોસ્પીટલમાં. આગ્રાજીલ્લા હોસ્પીટલવાળાઓએ એમને કહ્યું કે તમારા આખા કુટુંબને બોલાવી લો. કયાંક કોઇને ચેપ લાગ્યો ન હોય. છેવટે અમે બધા ગયા.
મોદીજીઃ- હં…
અશોકઃ- તો બીજા દિવસે એમણે કહ્યું કે, તમને છ યે જણને – મારા બે દિકરા, હું, મારા પત્ની, આમ તો હું ૭૩ વર્ષનો છું. મારા પત્ની અને અમારી વહુઓ અને મારો પૌત્ર જે ૧૬ વર્ષનો છે. તો અમને છ યે ને તેમણે પોઝીટીવ ગણાવ્યા, અને કહ્યું કે, તમને દિલ્હી લઇ જવા પડશે.
મોદીજીઃ- ઓહ, માય ગોડ.
અશોકઃ- પણ સર, અમે ડર્યા નહીં. અમે કહ્યું કંઇ વાંધો નહીં. સારૂં છે કે ખબર પડી ગઇ. અમે લોકો દિલ્હી ગયા. સબદરજંગ હોસ્પીટલ. આ આગ્રાવાળાઓએ જ મોકલ્યા. અમને એમ્બ્યુલન્સ પણ આપી. કોઇ ચાર્જ પણ ન લીધો. બહુ મોટી મહેરબાની છે. આગ્રાના ડૉકટરોની. વહીવટીતંત્રની. અમને એમણે પૂરો સહયોગ આપ્યો.
મોદીજીઃ- એટલે એમ્બ્યુલન્સથી આવ્યા તમે.
અશોકઃ- હા.. જી, એમ્બ્યુલન્સથી. સાજા સમા હતા. બેસીને જ ગયા. તેમણે અમને બે એમ્બ્યુલન્સ આપી દીધી. સાથે ડૉકટર પણ હતા અને તેમણે અમને સબદરજંગ હોસ્પીટલમાં ઉતાર્યા. સબદરજંગ હોસ્પીટલમાં ડૉકટરોએ, જે દરવાજા ઉપર જ ઉભા હતા. તેમણે અમને જે ખાસ વોર્ડ હતો, તેમાં દાખલ કરી દીધા. અમને છ યે ને એમણે અલગ અલગ રૂમ આપ્યા. બહુ સારા રૂમ હતા. બધું જ હતું. તો સર, પછી અમે ૧૪ દિવસ ત્યાં હોસ્પીટલમાં એકલા જ રહેતા હતા. અને જયાં સુધી ડૉકટરોની વાત છે. તો તેમનો બહુ સહયોગ મળ્યો. બહુ સારી રીતે એમણે અમારી સારવાર કરી, પછી એ ડૉકટરો હોય કે પછી બીજા કર્મચારી. ખરેખર તો તેઓ જયારે પોતાનો ડ્રેસ પહેરીને આવતા હતા ને સાહેબ, ખબર જ નહોતી પડતી કે, આ ડૉકટર છે કે વોર્ડ બોય છે કે નર્સ છે. અને તે જે કહેતા હતા તે અમે માનતા હતા. અત્યારે અમારામાંથી કોઇનેય કોઇ પ્રકારનો એક ટકાનોય પ્રોબ્લેમ નથી આવ્યો.
મોદીજીઃ- તમારો આત્મવિશ્વાસ, બહુ મજબૂત જણાય છે.
અશોકઃ- જી. સર.. હું બિલકુલ સાજો છું. બલકે મે તો સર મારા ઘુંટણનું પણ ઓપરેશન કરાવ્યું છે. તેમ છતાં હું બિલકુલ સાજો છું.
મોદીજીઃ- પણ તો ય જયારે આટલું મોટું સંકટ પરિવારમાં આવ્યું હોય અને ૧૬ વર્ષના દિકરા સુધી પહોંચી ગયું હોય, ત્યારે…
અશોકઃ- એની પરીક્ષા હતી સર.. આઇસીએસઇના પેપર હતા ને.. તો તેનું પણ પેપર હતું. તો મેં ન આપવા દીધી પરીક્ષા. મેં કહ્યું જોયું જશે પછી. જીંદગી રહેશે તો બીજા ઘણા પેપર અપાશે. કંઇ વાંધો નહીં.
મોદીજીઃ- ખરી વાત છે, ચાલો તમારો અનુભવ એમાં કામ આવ્યો. પૂરા પરિવારને ભરોસો અપાવ્યો. હિંમત પણ અપાવી.
અશોકઃ- જી.. અમે આખો પરિવાર ત્યા ગયા. ત્યાં એક બીજાનો સહારો હતો. મળતા નહોંતા, ફોન પર વાત કરી લેતા હતા. હળતા મળતા નહોંતા અને ડૉકટરોએ પણ અમારી જેટલી સંભાળ લેવી જોઇએ તેટલી લીધી. અમે તેમના આભારી છીએ. કે તેમણે અમારી બહુ સારી સારવાર કરી. જે કર્મચારીઓ, નર્સો હતા તેમણે પણ અમને પૂરો સહયોગ આપ્યો સર..
મોદીજીઃ- ચાલો મારી આપને, અને આપના પૂરા પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
અશોકઃ- થેંક્યુજી.. ધન્યવાદ.. આપની સાથે મારી વાત થઇ તેની પણ અમને બહુ ખૂશી છે.
મોદીજીઃ- મને પણ ખુશી છે.
અશોકઃ- ત્યારપછી પણ સર, અમારા માટે કોઇપણ પ્રકારની મતલબ જાગૃતિ માટે કયાંક જવાનું હોય, કંઇ કરવાનું હોય તો તે સેવા માટે અમે, કોઇપણ વખતે તૈયાર છીએ.
મોદીજીઃ- ના.. ના.. તમે તમારી રીતે, આગ્રામાં સેવા બજાવો. કોઇ ભૂખ્યું હોય તો તેને ભોજન આપો.
અશોકઃ- બિલકુલ.. બિલકુલ..
મોદીજીઃ- ગરીબની ચિંતા કરો અને લોકો નિયમોનું પાલન કરે તે માટે લોકોને સમજાવો કે, તમારો પરિવાર કેવી રીતે આ બિમારીમાં સપડાયો હતો. પરંતુ તમે નિયમોનું પાલન કરીને પોતાના પરિવારને બચાવ્યો. એ રીતે બધા લોકો જો નિયમોનું પાલન કરશે. તો દેશ બચી જશે.
અશોકઃ- સર, અમે. મોદી સર. અમે અમારો વિડીયો વગેરે બનાવીને ચેનલ્સને આપ્યો છે.
મોદીજીઃ- અચ્છા..
અશોકઃ- ચેનલવાળાએ બતાવ્યો પણ છે. એટલા માટે કે લોકો જાગૃત થાય અને..
મોદીજીઃ- સોશિયલ મિડિયામાં બહુ પ્રચલિત કરવો જોઇએ.
અશોકઃ- જી.. જી.. સર… અને અમે જે કોલોનીમાં રહીએ છીએ. બહુ સ્વચ્છ કોલોની છે. તેમાં અમે બધાને કહી દીધું છે કે, જુઓ અમે આવી ગયા છીએ તો ડરશો નહીં. કોઇને પણ કોઇ સમસ્યા હોય તો જઇને ટેસ્ટ કરાવો. અને જે લોકો અમને મળ્યા હોય તેઓ તો ટેસ્ટ કરાવે. ઇશ્વરની દયાથી સાજા સમા રહે. જી. સર..
મોદીજીઃ- ચાલો ખૂબ ખૂબ શુભેચ્છાઓ બધાને..
સાથીઓ, હું અશોકજી અને તેમના પરિવારના દીર્ઘાયુની પ્રાર્થના કરૂં છું. તેમણે જે રીતે ગભરાયા વિના, ડર્યા વિના, વેળાસર, યોગ્ય પગલાં લીધાં, સમયસર ડૉકટરોનો સંપર્ક સાધ્યો અને યોગ્ય સાવચેતી રાખી તે રીતે આપણે આ મહામારીને હરાવી શકીએ છીએ. સાથીઓ, તબીબી સ્તરે આપણે આ મહામારીનો સામનો કરી રહ્યા છીએ તેના અનુભવો જાણવા માટે પહેલી હરોળમાં મોરચો સંભાળી રહેલા કેટલાક ડૉકટરો સાથે પણ મેં વાત કરી. રોજબરોજની એમની કામગીરી આવા દર્દીઓ સાથે જ રહેતી હોય છે. આવો આપણી સાથે દિલ્હીથી ડૉકટર નીતેશ ગુપ્તા જોડાઇ રહ્યા છે.
મોદીજીઃ- નમસ્તે ડૉકટર..
ડૉ.નીતેશઃ- નમસ્તે સર…
મોદીજીઃ- નમસ્તે નીતીશજી, તમે તો બિલકુલ મોર્ચા પર અડીખમ ઉભા છો. તો હું એ જાણવા માગું છું કે, હોસ્પીટલોમાં તમારા બાકીના સાથીઓનો મૂડ કેવો છે ? કહોને જરા.
ડૉ.નીતેશઃ- સૌનો મૂડ બરાબર ઉંચો છે. આપના આશીર્વાદ બધાની સાથે છે. આપે બધી હોસ્પીટલોમાં બધું આપેલું છે. અમે જે કંઇ પણ માંગીએ છીએ. તે સપોર્ટ અમને મળ્યો છે. અમે જે પણ ચીજવસ્તુ માંગીએ છીએ, તે બધી જ આપ પૂરી પાડી રહ્યા છો. એટલે અમે લોકો બિલકુલ જેમ સરહદ પર સેના લડે છે એ રીતે અહીં લાગેલા છીએ. અને અમારૂં માત્ર એક જ કર્તવ્ય છે કે, દર્દી સાજો થઇને ઘરે જાય.
મોદીજીઃ- તમારી વાત સાચી છે. આ યુદ્ધ જેવી જ સ્થિતિ છે. અને તમે બધા પણ મોર્ચો સંભાળીને બેઠા છો.
ડૉ.નીતેશઃ- હા. જી. સર..
મોદીજીઃ- તમારે તો ઇલાજની સાથે સાથે દર્દીને માહિતગાર પણ કરવા પડતા હશે ને ?
ડૉ.નીતેશઃ- હા. જી. સર.. એ સૌથી વધુ જરૂરી બાબત છે. કેમ કે, દર્દી સાંભળીને એકદમ ડરી જાય છે કે, તેની સાથે આ શું થઇ રહ્યું છે ? તેમને સમજાવવા પડે છે. કે કાંઇ નથી. આગલા ૧૪ દિવસમાં તમે સાજા થઇ જશો. અને ચોક્કસ ઘરે પહોંચશો. તો અમે અત્યારસુધી આવા ૧૬ દર્દીઓને ઘરે મોકલી ચૂક્યા છીએ.
મોદીજીઃ- જયારે તમે વાત કરો છો. તો એકંદર તમારી સામે શું આવે છે ? કે જયારે ગભરાયેલા લોકો છે. તો તેમની ચિંતા તમને સતાવે છે.
ડૉ.નીતેશઃ- તેમને એ જ થતું હોય છે, કે આગળ શું થશે ? હવે શું થશે ? તેઓ બહારની દુનિયામાં જુએ છે કે બહાર આટલા બધા માણસો મરી જાય છે તો, અમારી સાથે શું એવું જ થશે ? ત્યારે અમે તેમને સમજાવીએ છીએ કે, તમારી આ મુશ્કેલી કયારે દૂર થશે ? તમારો કેસ બહુ હળવો છે. જેઓ સામાન્ય શરદી, ઉધરસનો કેસ હોય છે તેવો જ છે. તો જેમ પાંચ-સાત દિવસમાં એ મટી જાય છે. તેમ તમે પણ સાજા થઇ જશો. પછી અમે તમારો ટેસ્ટ કરીશું. અને જો તે નેગેટીવ આવશે તો અમે તમને ઘરે મોકલી શકીએ છીએ. એટલા માટે અમે બે-ચાર કલાકે વારંવાર તેમની પાસે જઇએ છીએ, મળીએ છીએ, તેમના ખબર અંતર પૂછીએ છીએ, આખો દિવસ તેમને સધિયારો મળે છે. તો, એમને સારૂં લાગે છે.
મોદીજીઃ- તેમનામાં આત્મવિશ્વાસ પેદા થાય છે, પણ શરૂમાં તો ડરી જતા હશેને..
ડૉ.નીતેશઃ- હા. જી.. શરૂમાં તો તેઓ ડરી જાય છે. પણ જયારે અમે તેમને સમજાવીએ છીએ તો બીજા-ત્રીજા દિવસ સુધીમાં જયારે તે પોતે થોડા સાજા થવા લાગે છે, તો તેમને પણ લાગે છે કે હું સાજો થઇ શકું છું.
મોદીજીઃ- પણ બધા ડૉકટરોને લાગતું હશે કે, જીવનનું આ સૌથી મોટું સેવાનું કામ તેમના ઉપર આવ્યું છે, આવો ભાવ પેદા થાય છે બધામાં.
ડૉ.નીતેશઃ- હા.. જી.. બિલકુલ પેદા થાય છે. અમે અમારી ટીમને બિલકુલ પ્રોત્સાહિત કરતા રહીએ છીએ કે, ડરવાની કોઇ વાત નથી. એવી કોઇ બાબત નથી, આપણે જો પૂરી સાવચેતી રાખીશું, દર્દીને પણ સારી રીતે સાવચેતી રાખવાનું સમજાવશું કે આપણે આવી રીતે જ કરવાનું છે, તો બધું બરાબર થતું રહેશે.
મોદીજીઃ- ચાલો સારૂં છે ડૉકટર.. પણ તમારે ત્યાં તો બહુ મોટી સંખ્યામાં દર્દીઓ પણ આવે છે. અને તમે બધા બિલકુલ દિલ રેડીને મંડાયેલા છો. તમારી સાથે વાત કરીને બહુ સારૂં લાગ્યું. પરંતુ આ લડાઇમાં હું તમારી સાથે છું અને લડાઇ લડતા રહેજો.
ડૉ.નીતેશઃ- તમારા આશીર્વાદ મળતા રહે એ જ અમે ઇચ્છીએ છીએ.
મોદીજીઃ- ખૂબ ખૂબ શુભેચ્છાઓ ભાઇ..
ડૉ.નીતેશઃ- સર થેંક્યું..
મોદીજીઃ- થેંક્યું નિતીશજી. તમને ખૂબ ખૂબ સાધુવાદ.. આપના જેવાના જ પ્રયાસોથી ભારત કોરોના સામેની લડાઇમાં ચોક્કસ વિજયી થશે. મારો આપને પણ આગ્રહ છે કે, તમે તમારૂં ધ્યાન રાખજો. તમારા સાથીઓનું ધ્યાન રાખજો. તમારા પરિવારનું ધ્યાન રાખજો. દુનિયાનો અનુભવ દર્શાવે છે કે, આ બિમારીથી સંક્રમિત થનારા લોકોની સંખ્યા અચાનક વધી જાય છે. અચાનક થતા વધારાના કારણે વિદેશોમાં સારામાં સારી સ્વાસ્થ્ય સેવાઓ પણ થાકી જતી આપણે જોઇએ છીએ. ભારતમાં આવી સ્થિતિ ન આવે એટલા માટે જ આપણે સતત પ્રયાસ કરવાના છે. વધુ એક ડૉકટર આપણી સાથે પૂણેથી જોડાઇ રહ્યા છે. શ્રીમાન ડોકટર બોરસે.
મોદીજીઃ- નમસ્તે ડૉકટર..
ડૉકટરઃ- નમસ્તે.. નમસ્તે..
મોદીજીઃ નમસ્તે.. તમે તો બિલકુલ જનસેવા એ જ પ્રભુસેવાના વિચારથી સેવામાં લાગેલા છો. તો હું આજે આપની સાથે થોડી વાતો કરવા માંગું છું. જે દેશવાસીઓ માટે આપનો સંદેશ બને. એક તો અનેક લોકોના મનમાં એવો પ્રશ્ન છે કે, ડૉકટરનો સંપર્ક કયારે કરવો જોઇએ ? અને કયારે તેમણે કોરોનાનું પરીક્ષણ કરાવવું જોઇએ ? એક ડૉકટર હોવાના નાતે આપે તો પૂરી રીતે પોતાની જાતને આ કોરોનાના દર્દીઓ માટે સમર્પિત કરી દીધી છે. તો આપની વાતમાં ખૂબ તાકાત છે. અને હું આપની પાસેથી સાંભળવા માંગું છું.
ડૉકટરઃ- સરજી.. અહીંયા જે બી.જે.મેડીકલ કોલેજ પૂણે છે, તેમાં હું પ્રોફેસર છું. અને અમારા પૂનામાં મ્યુનિસિપલ કોર્પોરેશન હોસ્પીટલ છે. નાયડુ હોસ્પીટલના નામથી. ત્યાં જાન્યુઆરી ૨૦૨૦થી એક સ્ક્રીનીંગ કેન્દ્ર ચાલુ થઇ ગયું છે. તેમાં આજ સુધીમાં કોવીડ ૧૯ના ૧૬ પોઝીટીવ કેસ મળી આવ્યા છે. અને એ જે ૧૬ કોવીડ ૧૯ના પોઝીટવ દર્દીઓ છે. તેમાંથી અમે સારવાર આપીને તેમને ક્વોરન્ટાઇન કરીને, અલાયદા રાખીને સારવાર આપીને સાત જણને રજા આપી દીધી છે સર.. અને જે હજી બાકી નવ કેસ છે તેમની સ્થિતિ પણ ખૂબ સ્થિર છે અને તબિયતમાં સુધારો પણ થઇ રહ્યો છે. તેમના શરીરમાં વાયરસ હોવા છતાં પણ તેઓ સાજા થઇ રહ્યા છે. અને તેઓ કોરોના વાયરસની અસરથી મુક્ત થઇ રહ્યા છે. અને અત્યારે અહીં જે નમૂનાનું કદ છે, તે નાનું, ૧૬ કેસનું જ છે સર.. પરંતુ એવું જણાઇ રહ્યું છે કે યુવાન વસતિ પણ અસરગ્રસ્ત થઇ રહી છે. અને યુવાન વસતિ અસરગ્રસ્ત હોવા છતાં પણ જે બિમારી છે. તે બહુ ગંભીર બિમારી નથી સર.. રોગની તેમને હળવી અસર છે. અને તે દર્દીઓ સાજા થઇ રહ્યા છે સર.. અને અહીંયા જે નવ લોકો બાકી છે. તેમની સ્થિતિ બગડવાના બદલે સુધરી રહી છે. અમે તેમના પર દૈનિક ધોરણે દેખરેખ રાખી રહ્યા છીએ અને તેઓ ચાર-પાંચ દિવસમાં સાજા થઇ જશે. અને અમારે ત્યાં જે શંકાસ્પદ લોકો આવ્યા છે, જેઓ દેશવિદેશમાં પ્રવાસ કરનારા છે અને બીજાના સંપર્કમાં આવેલા છે એવા લોકોના સર અમે નમૂના લઇ લઇએ છીએ. એટલે કે અમે તેમના ઓરોફેઇંગીલ સ્વેબ અને નાકના પ્રવાહીનો નમૂનો લઇ લઇએ છીએ અને નાકના પ્રવાહીનો નમૂનો જો પોઝીટીવ આવે છે તો અમે તેમને પોઝીટીવ વોર્ડમાં દાખલ કરી દઇએ છીએ. અને જો નમૂનો નેગેટીવ આવે છે તો તેમને ઘરમાં જ અલાયદા રહેવાની સૂચના આપીને ઘરમાં કેવી રીતે અલગ રહેવાનું છે, ઘરમાં જઇને શું કરવાનું છે ? તેની સલાહ આપીને તેમને ઘરે મોકલી દઇએ છીએ.
મોદીજીઃ- તેમાં તમે શું સમજાવો છો ? ઘરમાં રહેવા માટે શું શું સમજાવો છો ? તે વાત કરો.
ડૉકટરઃ- સર. એક તો જો ઘરમાં જ રહેવાના હોય તો, તેમને ઘરમાં પણ અલગ રહેવાનું છે, પછી કોઇનાય થી પણ ઓછામાં ઓછું છ ફૂટનું અંતર રાખવાનું છે. એ પહેલી વાત. બીજી વાત તેમણે માસ્ક પહેરવાનું છે. અને વારેવારે હાથ ધોવાના છે. એ માટે જો તમારી પાસે સેનીટાઇઝર ન હોય તો આપણા સાદા સાબુથી અને પાણીથી હાથ ધોવાના છે. અને તે પણ વારેવારે. અને જયારે તમને ખાંસી કે છીંક આવે તો કપડાનો સાદો રૂમાલ નાક અને મોં આડે રાખીને તેના પર જ ખાંસી ખાવાની છે. જેથી તમારા શરીરમાંના પ્રવાહીના છાંટા દૂર ન જાય અને જમીન પર પણ ન પડે, અને જમીન પર નહીં પડવાથી તે કોઇના હાથ પર ચોંટતા નથી. જેથી વાયરસનો ફેલાવો શક્ય નહીં બને. એ સમજાવી રહ્યા છીએ સર. બીજી વાત એ સમજાવી રહ્યા છીએ કે, ક્વોરન્ટાઇન દરમિયાન તેમણે ઘરમાં જ રહેવાનું છે. અને ઘરની બહાર નીકળવાનું નથી. જો કે, અત્યારે તો લૉકડાઉન થઇ ગયું છે અને હકીકતમાં આ ચોક્કસ સ્થિતિમાં તેમણે લૉકડાઉનની સાથે સાથે ઓછામાં ઓછા ૧૪ દિવસ માટે ઘરમાં જ પૂરાઇ રહેવાનું છે. આ ક્વોરન્ટાઇનની સૂચના અમે તેમને આપીએ છીએ. સંદેશ આપીએ છીએ. સર.
મોદીજીઃ- ચાલો ડૉકટર, તમે બહુ સારી સેવા કરી રહ્યા છો. અને પૂરા સમર્પણ ભાવથી કરી રહ્યા છો. અને તમારી પૂરી ટીમ આ સેવામાં જોડાયેલી છે. મને વિશ્વાસ છે કે, આપણા જેટલા પણ દર્દી આવેલા છે, તે બધા જ સાજા અને સુરક્ષિત થઇને પોતાના ઘરે જશે. અને દેશમાં પણ આપણે આ લડાઇ જીતીશું. તમારા બધાની મદદથી.
ડૉકટરઃ- સર. અમને વિશ્વાસ છે કે, આપણે જીતીશું. આ લડાઇ જીતી જઇશું.
મોદીજીઃ- ખૂબ ખૂબ શુભેચ્છાઓ ડૉકટર આપને, ધન્યવાદ ડૉકટર..
ડૉકટરઃ- થેંક્યું. થેંક્યું.. સર..
સાથીઓ, આપણા આ તમામ સાથી આપને, પૂરા દેશને સંકટમાંથી બહાર કાઢવામાં લાગેલા છે. તેઓ આપણને જે કંઇ બાબતો જણાવે છે તેને આપણે માત્ર સાંભળવાની જ નથી. બલ્કે પોતાના જીવનમાં ઉતારવાની પણ છે. આજે જયારે હું ડૉકટરોના ત્યાગ, તપસ્યા, સમર્પણ, જોઇ રહ્યો છું. ત્યારે મને આચાર્ય ચરકે કહેલી વાત યાદ આવે છે. આચાર્ય ચરકે ડૉકટરો માટે બહુ ચોક્કસ વાત કહી છે અને આજે તે આપણે આપણા ડૉકટરોના જીવનમાં જોઇ રહ્યા છીએ. આચાર્ય ચરકે કહ્યું છે…
ન આત્માર્થમ્ ન અપિ કામાર્થમ્ અતભૂત દયાં પ્રતિ..
વતર્તે યત્ ચિકિત્સાયાં સ સવર્મ ઇતિ વર્તતે..
એટલે કે, ધન અને કોઇ ખાસ કામનાને લઇને નહિં પરંતુ દર્દીની સેવા માટે દયાભાવ રાખીને જે કાર્ય કરે છે તે સર્વશ્રેષ્ઠ ચિકિત્સક હોય છે.
સાથીઓ, માનવતાથી છલોછલ દરેક નર્સને હું આજે નમન કરું છું. આપ સૌ જે સેવાભાવ સાથે કાર્ય કરો છો, તે અતુલ્ય છે. આ પણ એક યોગાનુયોગ છે કે, આ વર્ષને એટલે કે ૨૦૨૦ના વર્ષને પૂરી દુનિયા આંતરરાષ્ટ્રીય નર્સ અને આયા વર્ષ તરીકે મનાવી રહી છે. એનો સંબંધ ૨૦૦ વર્ષ પહેલાં ૧૮૨૦માં જન્મેલા ફ્લોરેન્સ નાઇટીંગલ સાથે જોડાયેલો છે. જેમણે માનવસેવાને, નર્સિંગને એક નવી ઓળખ આપી, એક નવી ઉંચાઇ બક્ષી. દુનિયાની દરેક નર્સના સેવાભાવને સમર્પિત આ વર્ષ ચોક્કસપણે પુરા નર્સિંગ સમુદાય માટે બહુ મોટી પરીક્ષાની ઘડી બનીને આવ્યું છે. મને વિશ્વાસ છે કે, આપ સૌ આ પરીક્ષામાં સફળ તો થશો જ. પરંતુ અનેકના જીવન પણ બચાવશો. આપના જેવા તમામ સાથીઓની હિંમત અને જુસ્સાના કારણે જ આટલી મોટી લડાઇ આપણે લડી રહ્યા છીએ. આપના જેવા સાથી પછી એ ડૉકટર હોય, નર્સ હોય, અર્ધતબીબી કાર્યકર્તા હોય, આશાબહેન, એએનએમ કાર્યકર્તા, સફાઇ કર્મચારી હોય વગેરે. આપ સૌના સ્વાસ્થ્યની પણ દેશને ખૂબ ચિંતા છે. એને ધ્યાનમાં રાખીને આવા લગભગ ૨૦ લાખ સાથીઓ માટે, ૫૦ લાખ રૂપિયા સુધીના આરોગ્યવીમાની જાહેરાત સરકારે કરી છે, જેથી આપ આ લડાઇમાં ખૂબ વધારે આત્મવિશ્વાસ સાથે દેશનું નેતૃત્વ કરી શકો.
મારા વ્હાલા દેશવાસીઓ, કોરોના વાયરસ સામેની આ લડાઇમાં આપણી આસપાસ એવા અનેક લોકો છે, જે સમાજના સાચા નાયક છે. અને આ પરિસ્થિતિમાં પણ સૌથી આગળ ઉભા છે. મને નરેન્દ્ર મોદી એપ ઉપર, નમો એપ પર, બેંગલુરૂના નિરંજન સુધાકર હેબ્બાલીજીએ લખ્યું છે કે, આવા લોકો દૈનિક જીવનના નાયક છે. આ વાત સાચી પણ છે, આ એ લોકો છે જેમના કારણે આપણી રોજબરોજની જીંદગી સરળતાથી ચાલતી રહે છે. આપ કલ્પના કરો કે એક દિવસ જો તમારા ઘરમાં નળમાં આવતું પાણી બંધ થઇ જાય કે પછી તમારા ઘરની વીજળી અચાનક કપાઇ જાય ત્યારે આ રોજબરોજના નાયકો જ હોય છે, જે આપણી મુશ્કેલીઓને દૂર કરે છે. તમારી પાડોશમાં આવેલા પરચૂરણની નાની દુકાન વિશે જરા આપ વિચારો. આજના આ મુશ્કેલ સમયમાં એ દુકાનદાર પણ જોખમ ઉઠાવી રહ્યો છે. આખરે શા માટે ? એટલા માટેને કે તમને જરૂરિયાતની ચીજવસ્તુઓ મળવામાં કોઇ પરેશાની ન થાય. બિલકુલ એ રીતે પેલા ડ્રાઇવરો, પેલા કામદારો વિષે વિચારો. જે અટક્યા વિના પોતાનું કામ કરતા રહે છે. જેથી દેશભરમાં જીવનજરૂરી ચીજવસ્તુઓની સપ્લાઇચેઇનમાં કોઇ અવરોધ ન આવે. તમે જોયું હશે કે બેંકીંગ સેવાઓને સરકારે ચાલુ રાખી છે, અને બેંકીંગ ક્ષેત્રના આપણા ભાઇઓ, બહેનો પૂરી લગનથી પૂરા મનથી આ લડાઇનું નેતૃત્વ કરીને બેંકોને સંભાળે છે. તમારી સેવામાં હાજર છે. આજના આ સમયે આ સેવા નાનીસૂની નથી. બેંકના આ લોકોને પણ આપણે ધન્યવાદ આપીએ તેટલા ઓછા છે. ઇ-કોમર્સ સાથે જોડાયેલી કંપનીઓમાં આપણા સાથીઓ ડીલીવરી પર્સનના રૂપમાં મોટી સંખ્યામાં કામ કરી રહ્યા છે. આ લોકો આ મુશ્કેલ સમયમાં પણ કરીયાણું અને જરૂરી ચીજો તમને પહોંચાડવામાં લાગેલા છે. જરા વિચારો કે લૉકડાઉન વખતે તમે જે ટીવી જોઇ શકો છો. ઘરમાં રહેવા છતાં જે ફોન અને ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો. એ બધી સેવાઓને સારી રીતે ચાલુ રાખવા માટે કોઇને કોઇ પોતાનું જીવન સોંપી રહ્યો છે. આ સમય દરમ્યાન, તમારામાંથી મોટાભાગના લોકો જેઓ ડીજીટલ પેમેન્ટ સહેલાઇથી કરી શકે છે. તેની પાછળ પણ ઘણા લોકો કામ કરી રહ્યા છે. લૉકડાઉન દરમ્યાન આ જ એ લોકો છે જે દેશના કામકાજને સંભાળી રહ્યા છે. આજે હું તમામ દેશવાસીઓ તરફથી તે બધા લોકો પ્રત્યે આભાર વ્યક્ત કરું છું અને તેમને અનુરોધ કરૂં છું કે તેઓ પોતાના માટે પણ દરેક રીતે સુરક્ષાની સાવચેતી રાખે. પોતાનો પણ ખ્યાલ રાખે. પોતાના કુટુંબીજનોનો પણ ખ્યાલ રાખે.
મારા વ્હાલા દેશવાસીઓ, મને કેટલીક એવી ઘટનાઓ જાણવા મળી છે જેમાં કોરોના વાયરસના શંકાસ્પદ લોકો કે પછી જેમને ઘરે કોરન્ટાઇનમાં રહેવાનું કહેવામાં આવ્યું છે, તેમની સાથે કેટલાક લોકો ખરાબ વર્તન કરી રહ્યા છે. આવી વાતો સાંભળીને મને અત્યંત દુઃખ થયું છે. આ ખૂબ કમનસીબ બાબત છે. આપણે એ સમજવું જોઇએ કે, હાલના સંજોગોમાં અત્યારે એકબીજાથી માત્ર સામાજીક અંતર બનાવીને રાખવાનું છે, નહિં કે લાગણીઓથી અથવા માનવીય અંતર રાખવાનું છે. એવા લોકો કોઇ ગુનેગાર નથી બલ્કે વાયરસના સંભવિત પીડીત માત્ર છે. આ લોકોએ બીજાને ચેપથી બચાવવા માટે પોતાની જાતને અલગ કરી છે અને એકાંતમાં રહી રહ્યા છે. કેટલીક જગ્યાએ લોકોએ પોતાની જવાબદારી ગંભીરતાથી પણ સ્વીકારી છે. ક્યાં સુધી કે, તેમનામાં વાયરસના કોઇ લક્ષણ જોવા નહીં મળ્યા હોવા છતાં તેમણે પોતાને એકાંતમાં રાખીને ક્વોરન્ટાઇન કર્યા છે. આવું તેમણે એટલા માટે કર્યું છે કે તેઓ વિદેશથી પાછા આવ્યા છે. અને બમણી સાવચેતી રાખી રહ્યા છે. તેઓ એ ચોક્કસ કરવા માગે છે કે કોઇપણ સંજોગોમાં કોઇ બીજી વ્યક્તિને આ વાયરસનો ચેપ ન લાગે. એટલા માટે જયારે લોકો ખૂદ આટલી જવાબદારી ઉઠાવી રહ્યા હોય તો તેમની સાથે દુર્વ્યવહાર કરવાનું કોઇપણ દ્રષ્ટિએ યોગ્ય નથી. બ્લકે તેમને સહાનુભૂતિપૂર્વક સહયોગ આપવાની જરૂર છે.
કોરોના વાયરસ સામે લડવાની સૌથી કારગત રીત સામાજીક અંતર જાળવવાની છે. પરંતુ આપણે એ સમજવું જરૂરી છે કે, સામાજીક અંતરનો અર્થ સામાજીક સંપર્ક બંધ કરી દેવો એવો નથી. હકીકતમાં આ સમય પોતાના તમામ જૂના સામાજીક સંબંધોમાં નવા પ્રાણ ફૂંકવાનો છે. આ સંબંધોને તાજા કરવાનો છે. એક રીતે આ સમય આપણને એ પણ કહે છે કે સામાજીક અંતર વધારો, પરંતુ દિલનું અંતર ઘટાડો. હું ફરી કહું છું સામાજીક અંતર વધારો, અને લાગણીઓનું – દિલનું અંતર ઘટાડો. કોટાથી યશવર્ધને નરેન્દ્ર મોદી એપ પર લખ્યું છે કે તેઓ લૉકડાઉનમાં કૌટુંબિક સંબંધો મજબૂત બનાવી રહ્યા છે. બાળકો સાથે બોર્ડગેમ અને ક્રિકેટ રમે છે. રસોડામાં નવી નવી વાનગીઓ બનાવે છે. જબલપુરા નિરૂપમા હર્ષેય નરેન્દ્ર મોદી એપ ઉપર લખે છે કે, તેમને પહેલીવાર રજાઇ બનાવવાનો પોતાનો શોખ પૂરો કરવાની તક મળી છે. એટલું જ નહિં, તેઓ તેની સાથેસાથે બાગકામનો શોખ પણ પૂરો કરી રહ્યાં છે. તો રાયપુરના પરિક્ષીત ગુરૂગ્રામના આર્યમન અને ઝારખંડના સુરતજીની પોષ્ટ પણ વાંચવા મળી. જેમાં તેમણે પોતાના સ્કૂલના દોસ્તોનું ઇ-પુર્નમિલન કરવાની ચર્ચા કરી છે. તેમનો આ વિચાર ખૂબ રસપ્રદ છે. બની શકે કે તમને પણ દાયકાઓ પહેલાના પોતાની સ્કૂલ, કોલેજના દોસ્તો સાથે વાત કરવાની તક મળે. તમે પણ આ વિચારને અજમાવી જુઓ. ભુવનેશ્વરના પ્રત્યુષને કલકતાના વસુંધાએ જણાવ્યું છે કે, આજકાલ તેઓ એવા પુસ્તકો વાંચી રહ્યા છે જેને આજ સુધી વાંચી શક્યા ન હતા. સોશિયલ મિડીયામાં મેં જોયું છે કે કેટલાક લોકોએ વર્ષોથી ઘરમાં પડેલા તબલા, વીણા જેવા સંગીતના સાધનો કાઢીને રિયાઝ કરવાનું શરૂ કરી દીધું છે. તમે પણ એવું કરી શકો છો. તેનાથી તમને સંગીતનો આનંદ તો મળશે જ. સાથે જૂની યાદો પણ તાજી થઇ ઉઠશે. એટલે કે મુશ્કેલીની આ ઘડીમાં તમને મુશ્કેલીમાંથી એક એવી પળ મળી છે જેમાં પોતાની જાતથી જોડાવાની તક તો મળી છે જ. સાથે પોતાના શોખને પણ પોષી શકશો. તમને પોતાના જૂના દોસ્તો અને પરિવાર સાથે પણ જોડાવવાની પૂરી તક મળશે.
નમો એપ પર મને રૂડકીથી શશીજીએ પૂછ્યું છે કે લૉકડાઉનના સમયમાં હું મારી ચુસ્તતા માટે શું કરી રહ્યો છું ? આ સંજોગોમાં નવરાત્રીના ઉપવાસ કેવી રીતે કરું છું ? હું એકવાર ફરી આપને જણાવું કે, મેં આપને બહાર નીકળવાની મનાઇ કરી છે. પરંતુ તમને પોતાની અંદર નીરખવાની તક પણ આપી છે. આ તક છે બહાર ન નીકળો, પરંતુ પોતાની અંદર દાખલ થાઓ. પોતાની જાતને જાણવાનો પ્રયાસ કરો. જયાં સુધી નવરાત્રીના ઉપવાસની વાત છે, તો એ મારી અને શક્તિના, ભક્તિના વચ્ચેનો વિષય છે. જયાં સુધી ચુસ્તતાની વાત છે, મને લાગે છે એ વાત લાંબી થઇ જશે. તો હું એવું કરું છું કે, ચુસ્તતા જાળવવા માટે હું શું કરું છું. તે વિષે સોશિયલ મિડીયામાં કેટલાક વિડિયો અપલોડ કરીશ. નરેન્દ્ર મોદી એપ ઉપર તમે આ વિડિયો જરૂર જોજો. જે હું કરું છું સંભવતઃ તેમાંથી કેટલીક બાબતો આપને પણ કામ આવશે. પરંતુ એક વાત સમજી લો કે હું ચુસ્તતાનો નિષ્ણાત નથી, ન હું યોગશિક્ષક છું, હું માત્ર તેનું પાલન કરનારો છું. હા, એટલું જરૂર માનું છું કે, યોગના કેટલાક આસનોથી મને ઘણો લાભ થયો છે. બની શકે કે, લૉકડાઉન દરમ્યાન, તમને આ વાતો કંઇક કામ આવી જાય.
સાથીઓ, કોરોના સામેનું યુદ્ધ અભૂતપૂર્વ પણ છે, અને પડકારજનક પણ. એટલા માટે આ દરમ્યાન લેવાઇ રહેલા નિર્ણયો પણ એવા છે, જે દુનિયાના ઇતિહાસમાં કયારેય જોવા અને સાંભળવા ન મળ્યા હોય. કોરોનાને રોકવા માટે તમામ ભારતીયોએ જે પગલાં ભર્યા છે, જે પ્રયાસો હાલ આપણે કરી રહ્યા છીએ તે જ ભારતને કોરોના મહામારી પર જીત અપાવશે. એક એક ભારતીયનો સંયમ અને સંકલ્પ પણ આપણને આ મુશ્કેલ સંજોગોમાંથી બહાર કાઢશે. સાથેસાથે ગરીબો પ્રત્ય આપણી સંવેદનાઓ વધુ તીવ્ર બનવી જોઇએ. આપણી માનવતાનો વાસ એ બાબતમાં જ છે, કે ક્યાંય પણ કોઇ ગરીબ, દુઃખી, ભૂખ્યું નજરે પડે છે તો આ સંકટની ઘડીમાં આપણે પહેલાં તેનું પેટ ભરીશું, તેની જરૂરીયાતની ચિંતા કરીશું. અને હિંદુસ્તાન આ કરી શકે છે. તે આપણા સંસ્કાર છે. એ આપણી સંસ્કૃતિ છે.
મારા વ્હાલા દેશવાસીઓ, આજે દરેક ભારતીય પોતાના જીવનની રક્ષા માટે ઘરમાં બંધ છે. પરંતુ આવનારા સમયમાં આ જ હિંદુસ્તાની પોતાના દેશના વિકાસ માટે બધી દિવાલો તોડીને આગળ નીકળશે. દેશને આગળ લઇ જશે. તમે તમારા પરિવાર સાથે ઘરમાં જ રહો. સુરક્ષિત અને સાવચેત રહો. આપણે આ જંગ જીતવો છે. જરૂર જીતીશું, મન કી બાત માટે ફરી આવતા મહિને મળીશું. અને ત્યાં સુધી આ સંકટો પર વિજય મેળવવામાં આપણે સફળ બની પણ જઇએ તેવી એક કલ્પના સાથે, એવી એક શુભેચ્છા સાથે, આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ.
મારા પ્રિય દેશવાસીઓ, આ મારું સૌભાગ્ય છે કે ‘મન કી બાત’ના માધ્યમથી મને કચ્છથી લઈને કોહિમા, કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી, દેશભરના બધા નાગરિકોને ફરી એકવાર નમસ્કાર કરવાનો મોકો મળ્યો છે. આપને બધાને નમસ્કાર. આપણા દેશની વિશાળતા અને વિવિધતા તેને યાદ કરવી, તેને નમન કરવું, દરેક ભારતીયને ગર્વથી ભરી દે છે. અને આ વિવિધતાના અનુભવનો અવસર તો હંમેશા અભીભૂત કરી દેનારો, આનંદથી ભરી દેનારો, એક પ્રકારે પ્રેરણાનું પુષ્પ હોય છે. થોડા દિવસો પહેલા મેં દિલ્હીના ‘હુનર હાટ’માં એક નાની જગ્યામાં આપણા દેશની વિશાળતા, સંસ્કૃતિ, પરંપરાઓ, ખાણીપીણી અને લાગણીઓની વિવિધતાઓના દર્શન કર્યા. પારંપરિક વસ્ત્રો, હસ્તશિલ્પ, કાર્પેટ, વાસણો, વાંસ અને પિત્તળની વસ્તુઓ, પંજાબની ફૂલકારી, આંધ્રપ્રદેશનું શાનદાર લેધરનું કામ, તમિલનાડુના સુંદર ચિત્રો, ઉત્તરપ્રદેશના પિત્તળના ઉત્પાદનો, ભદોહીની કાર્પેટ, કચ્છની કોપરની વસ્તુઓ, અનેક સંગીત વાદ્ય યંત્ર, અગણિત વાતો, સમગ્ર ભારતની કળા અને સંસ્કૃતિની ઝાંખી, ખરેખર અનોખી જ હતી અને તેની પાછળ શિલ્પકારોની સાધના, લગન અને પોતાની કુશળતા પ્રત્યે પ્રેમની વાતો પણ ઘણી જ પ્રેરણાદાયક હોય છે. ‘હુનર હાટ’માં દિવ્યાંગ મહિલાના શબ્દો સાંભળીને ખૂબ સંતોષ થયો. તેણે મને કહ્યું કે અગાઉ તે ફૂટપાથ પર પોતાના ચિત્રો વેચતી હતી. પરંતુ હુનર હાટમાં જોડાયા પછી તેની જિંદગી બદલાઈ ગઈ. આજે તે ફક્ત આત્મનિર્ભર નથી પણ તેણે પોતાનું ઘર પણ ખરીદ્યું છે. હુનાર હાટમાં, મને ઘણા વધુ શિલ્પકારોને મળવાની અને તેમની સાથે વાતચીત કરવાની તક પણ મળી. મને કહેવામાં આવ્યું છે કે હુનર હાટમાં ભાગ લેનારા કારીગરોમાં પચાસ ટકાથી વધુ મહિલાઓ છે. અને છેલ્લા ત્રણ વર્ષમાં હુનર હાટ દ્વારા લગભગ ત્રણ લાખ કારીગરો, શિલ્પકારોને રોજગારની ઘણી તકો મળી છે. ‘હુનર હાટ’ કલા પ્રદર્શિત કરવા માટેનું એક મંચ તો છે જ, સાથે જ તે લોકોના સપનાઓને પાંખો પણ આપી રહ્યું છે. આ એક જગ્યા છે જ્યાં આ દેશની વિવિધતાને અવગણવી અશક્ય છે. શિલ્પકલા તો છે જ સાથે આપણી ખાણીપીણીની વિવિધતા પણ છે. ત્યાં એક જ લાઇનમાં ઇડલી-ઢોસા, છોલે-ભટુરે, દાળ-બાટી, ખમણ-ખાંડવી અને કેટકેટલું હતું. મેં પોતે પણ ત્યાં બિહારના સ્વાદિષ્ટ લીટ્ટી-ચોખાનો આનંદ માણ્યો. ભરપૂર આનંદ માણ્યો. ભારતના દરેક ભાગમાં આવા મેળા અને પ્રદર્શનોનું આયોજન થતું રહે છે. ભારતને જાણવા માટે, ભારતના અનુભવ માટે, જ્યારે પણ તક મળે, ચોક્કસ જવું જોઈએ. એક ભારત-શ્રેષ્ઠ ભારતને, મનભરીને જીવવાની આ તક બની જાય છે. તમે ન માત્ર દેશની કલા અને સંસ્કૃતિ સાથે જોડાશો પરંતુ આપ દેશના મહેનતુ કારીગરોની અને ખાસ કરીને મહિલાઓની સમૃદ્ધિમાં પણ પોતાનું યોગદાન આપી શકશો. – જરૂર જજો.
મારા પ્રિય દેશવાસીઓ, આપણા દેશની મહાન પરંપરાઓ છે. આપણા પૂર્વજોએ આપણને જે વારસામાં આપ્યું છે, જે શિક્ષણ અને દિક્ષા આપણને મળી છે, જેમાં જીવો પ્રત્યે દયાનો ભાવ, પ્રકૃતિ પ્રત્યે અપાર પ્રેમ, આ બધી વાતો આપણા સાંસ્કૃતિક વારસા છે અને ભારતના આ વાતાવરણનું આતિથ્ય માણવા માટે દુનિયાભરથી અલગ-અલગ પ્રજાતિઓના પક્ષીઓ પણ દર વર્ષે ભારત આવે છે. ભારત આખું વર્ષ કેટલાયે સ્થળાંતર પ્રજાતિઓ માટેનું આશ્રયસ્થાન બની રહે છે. અને એ પણ કહે છે કે આ જે પક્ષીઓ આવે છે, પાંચસોથી પણ વધુ, અલગ-અલગ પ્રકારના અને અલગ-અલગ વિસ્તારમાંથી આવે છે. ગત દિવસોમાં ગાંધીનગરમાં ‘COP – 13 convention’ જેમાં આ વિષય પર ઘણું ચિંતન થયું, મનન થયું, મંથન પણ થયું અને ભારતના પ્રયત્નોની ઘણી પ્રશંસા પણ થઈ. સાથીઓ આ આપણા માટે ગર્વની વાત છે કે આવનારા ત્રણ વર્ષો સુધી ભારત migratory species પર થનારા ‘COP convention’ની અધ્યક્ષતા કરશે. આ તકને કેવી રીતે ઉપયોગી બનાવાય, તેના માટે આપ આપના સૂચનો ચોક્કસ મોકલો.
COP Convention પર થઈ રહેલી આ ચર્ચાની વચ્ચે મારું ધ્યાન મેઘાલયથી જોડાયેલી એક મહત્વની જાણકારી પર ગયું. હમણાં જ જીવ વૈજ્ઞાનીઓએ માછલીની એક એવી નવી પ્રજાતિની શોધ કરી છે જે માત્ર મેઘાલયમાં ગુફાઓની અંદર જ મળી આવે છે. માનવામાં આવે છે કે આ માછલીઓ જમીનની અંદર રહેનારા જળ-જીવોની પ્રજાતિઓમાં સૌથી મોટી છે. આ માછલી એવી ઉંડી અને અંધારી underground caves માં રહે છે કે જ્યાં પ્રકાશ પણ કદાચ જ પહોંચી શકે છે. વૈજ્ઞાનીકો પણ એ વાતથી આશ્ચર્યચકિત છે કે આટલી મોટી માછલી આટલી ઉંડી ગુફાઓમાં કેવી રીતે જીવીત રહે છે? આ એક સુખદ વાત છે કે આપણું ભારત અને ખાસ કરીને મેઘાલય એક દુર્લભ પ્રજાતિનું ઘર છે. આ ભારતની જૈવ-વિવિધતાને નવા પરિમાણો પૂરા પાડવાના છે. આપણી આસપાસ એવી ઘણી અજાયબીઓ છે જે હજુ સુધી undiscovered છે. આ અજાયબીઓની જાણકારી મેળવવા માટે શોધની ઉત્કંઠા જરૂરી હોય છે.
મહાન તમિલ કવયિત્રી અવ્વૈયારએ લખ્યું છે કે,
“कट्टत केमांवु कल्लादरु उडगड़वु, कड्डत कयिमन अड़वा कल्लादर ओलाआडू”
તેનો અર્થ છે કે આપણે જાણીએ છીએ, તે માત્ર મુઠ્ઠીભર એક રેતી છે પરંતુ જે આપણે નથી જાણતા. તે પોતાનામાં આખા બ્રહ્માંડને સમાન છે. આ દેશની વિવિધતા સાથે પણ આવું જ છે, જેટલું જાણીએ એટલું ઓછું છે. આપણી biodiversity પણ માનવ જાત માટે એક અનોખો ખજાનો છે જેને આપણે સંભાળવાનો છે, સુરક્ષિત રાખવાનો છે અને explore પણ કરવાનો છે.
મારા પ્રિય યુવા સાથીઓ, હમણાં આપણા દેશમાં બાળકોમાં, યુવાનોમાં સાયન્સ અને ટેકનોલોજી પ્રત્યે રસ સતત વધી રહ્યો છે. અંતરિક્ષમાં Record Satellite નું પ્રક્ષેપણ, નવા-નવા રેકોર્ડ, નવા-નવા મિશન દરેક ભારતીયને ગર્વથી ભરી દે છે. જ્યારે હું ‘ચંદ્રયાન-2’ ના સમયે બેંગલુરુમાં હતો, તો મેં જોયું કે ત્યાં ઉપસ્થિત બાળકોનો ઉત્સાહ સમાતો નહોતો. ઉંઘનું નામો નિશાન નહોતું. એક પ્રકારે આખી રાત તેઓ જાગતા રહ્યા. તેમનામાં Science, Technology અને innovation ને લઈને જે ઉત્સુકતા હતી તે આપણે ક્યારેય ભૂલી શકીએ નહીં. બાળકોના, યુવાનોના, આ જ ઉત્સાહને વધારવા માટે, તેમનામાં scientific temper ને વધારવા માટે વધુ એક વ્યવસ્થા શરૂ થઈ છે. હવે તમે શ્રીહરિકોટાથી થનારા રોકેટ લોન્ચિંગને સામે બેસીને જોઈ શકો છો. હાલમાં જ તેને બધા માટે ખૂલ્લું મૂકી દેવાયું છે. Visitor Gallery બનાવવામાં આવી છે જેમાં 10 હજાર લોકોને બેસવાની વ્યવસ્થા છે. ઈસરોની વેબસાઈટ પર આપેલી લીંકના માધ્યમથી ઓનલાઈન બુકિંગ પણ કરાવી શકો છો. મને કહેવામાં આવ્યું છે કે કેટલીયે શાળાઓ પોતાના વિદ્યાર્થીઓને રોકેટ લોન્ચિંગ દેખાડવા અને તેમને પ્રોત્સાહિત કરવા માટે પ્રવાસ પર પણ લઈ જઈ રહ્યા છે. હું બધી શાળાઓના પ્રિન્સિપાલ અને શિક્ષકોને આગ્રહ કરીશ કે આવનારા સમયમાં તેઓ આનો લાભ ચોક્કસ ઉઠાવે.
સાથીઓ, હું આપને વધુ એક રોમાંચક જાણકારી આપવા માગું છું. મેં નમો એપ પર ઝારખંડના ધનબાદમાં રહેતા પારસની કમેન્ટ વાંચી. પારસ ઈચ્છે છે કે હું ઈસરોના ‘યુવિકા’ પ્રોગ્રામ વિશે યુવા-સાથીઓને જણાવું. યુવાઓને વિજ્ઞાન સાથે જોડવા માટે ‘યુવિકા’, ઈસરોનો એક બહુ મોટો પ્રશંસનિય પ્રયત્ન છે. 2019માં આ કાર્યક્રમ શાળાના Students માટે launch કરવામાં આવ્યો હતો. ‘યુવિકા’ નો મતલબ છે, યુવા વૈજ્ઞાનિ કાર્યક્રમ (YUva Vigyani Karyakram). આ કાર્યક્રમ આપણા vision, “જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય અનુસંધાન” ને અનુરૂપ છે. આ પ્રોગ્રામમાં પોતાની પરીક્ષાઓ પછી, વેકેશનમાં વિદ્યાર્થીઓ ઈસરોના અલગ-અલગ સેન્ટરમાં જઈને Space Technology, Space Science અને Space Applications વિશે શીખે છે. આપને જો જાણવું છે કે ટ્રેનિંગ કેવી છે? કેવા પ્રકારની છે? કેટલી રોમાંચક છે? છેલ્લે જેમણે તેમાં ભાગ લીધો છે, તેમના અનુભવો અવશ્ય વાંચો. તમારે પોતાને ભાગ લેવો હોય તો ઈસરો સાથે જોડાયેલી ‘યુવિકા’ની વેબસાઈટ પર જઈને તમારું રજિસ્ટ્રેશન પણ કરાવી શકો છો. મારા યુવા સાથીઓ હું તમારા માટે જણાવું છું વેબસાઈટનું નામ લખી લ્યો અને ચોક્કસ આજે જ વીઝીટ કરો – www.yuvika.isro.gov.in લખી નાખ્યું ને?
મારા પ્રિય દેશવાસીઓ, 31 જાન્યુઆરી 2020ના રોજ લદ્દાખની સુંદર જગ્યા એક ઐતિહાસીક ઘટનાની સાક્ષી બની. લેહના કુશોક બાકુલા રિમ્પોચી એરપોર્ટથી ભારતીય વાયુસેનાનું AN-32 વિમાન ઉડ્યું તો એક નવો ઈતિહાસ બની ગયો. આ ઉડાનમાં 10% ભારતીય બાયો જેટ-ફ્યૂઅલનું મિશ્રણ કરવામાં આવ્યું હતું. આવું પહેલી વખત થયું જ્યારે બંને એન્જિનમાં આ મિશ્રણનો ઉપયોગ કરવામાં આવ્યો. એટલું જ નહીં, લેહના જે વિમાનમથક પરથી આ વિમાન ઉડ્યું, તે ન માત્ર ભારતમાં પરંતુ દુનિયામાં સૌથી ઉંચાઈ પર સ્થિત એરપોર્ટમાંનું એક છે. ખાસ વાત તો એ છે કે બાયો જેટ-ફ્યૂઅલને non-edible tree borne oil થી તૈયાર કરવામાં આવ્યું છે. તેને ભારતના અલગ-અલગ આદિવાસી વિસ્તારોમાંથી ખરીદવામાં આવે છે. આ પ્રયત્નોથી ન માત્ર કાર્બનનું ઉત્સર્જન ઘટશે પરંતુ કાચા તેલની આયાત પર પણ ભારતની નિર્ભરતા ઓછી થઈ શકે છે. હું આ મોટા કાર્યમાં જોડાયેલા બધા લોકોને અભિનંદન આપું છું. ખાસ કરીને
CSIR, Indian Institute of Petroleum, દહેરાદૂનના વૈજ્ઞાનિકોને, જેમણે બાયો-ફ્યૂઅલથી વિમાન ઉડાડવાની તકનીકને શક્ય બનાવી દીધું. તેમનો આ પ્રયાસ મેક ઈન ઈન્ડિયા ને પણ સશક્ત કરે છે.
મારા પ્રિય દેશવાસીઓ, આપણું નવું ભારત, હવે જૂના અભિગમ સાથે ચાલવા તૈયાર નથી. ખાસ કરીને, ન્યૂ ઈન્ડિયાની આપણી બહેનો અને માતાઓ તો આગળ વધીને એ પડકારોને પોતાના હાથમાં લઈ રહી છે જેનાથી આખા સમાજમાં એક સકારાત્મક પરિવર્તન જોવા મળી રહ્યું છે. બિહારના પૂર્ણિયાની વાત, દેશભરના લોકોને પ્રેરણાથી ભરી દેનારી છે. આ એ વિસ્તાર છે જે દશકોથી પૂરની ઘટના સાથે ઝઝૂમતો રહ્યો છે. તેવામાં અહીં ખેતી અને આવકના અન્ય સંસાધનોને મેળવવા ઘણું મુશ્કેલ રહ્યું છે. પરંતુ આ જ પરિસ્થિતીઓમાં પૂર્ણિયાની કેટલીક મહિલાઓએ એક અલગ જ રસ્તો પસંદ કર્યો છે. સાથીઓ, પહેલા આ વિસ્તારની મહિલાઓ, શેતૂર અથવા શેતૂરીના ઝાડ પર રેશમના કિડાઓથી કોકૂન (Cocoon) તૈયાર કરતી હતી જેનો તેમને બહુ મામૂલી ભાવ મળતો હતો. જ્યારે તેને ખરીદનારા લોકો, આ જ કોકૂનથી રેશમના દોરા બનાવીને મોટો નફો કમાતા હતા. પરંતુ આજે પૂર્ણિયાની મહિલાઓએ એક નવી શરૂઆત કરી અને આખું ચિત્ર બદલી નાખ્યું છે. આ મહિલાઓએ સરકારના સહયોગથી શેતૂરી ઉત્પાદન સમૂહ બનાવ્યા. ત્યારબાદ તેમણે કોકૂનથી રેશમના દોરા તૈયાર કર્યા અને તે દોરાથી તેમણે પોતે જ સાડીઓ બનાવવાની શરૂ કરી દીધી. આપ જાણીને હેરાન થઈ જશો કે પહેલા જે કોકૂનને વેચીને મામૂલી રકમ મળતી હતી, પરંતુ આજે તેનાથી બનેલી સાડીઓ હજારો રૂપિયામાં વેચાઈ રહી છે. આદર્શ જીવિકા મહિલા શેતૂરી ઉત્પાદન સમૂહ ની દીદીઓએ જે કમાલ કરી છે, તેની અસર હવે કેટલાય ગામોમાં જોવા મળી રહી છે. પૂર્ણિયાના કેટલાયે ગામના ખેડૂત દીદીઓ, હવે ન માત્ર સાડીઓ તૈયાર કરાવી રહી છે પરંતુ મોટા મેળાઓમાં, પોતાના સ્ટોલ લગાવીને વેચી પણ રહી છે. એક ઉદાહરણ કે – આજની મહિલા નવી શક્તિ, નવા વિચારની સાથે કેવી રીતે નવા લક્ષ્યોને પ્રાપ્ત કરી રહી છે.
મારા પ્રિય દેશવાસીઓ, આપણા દેશની મહિલાઓ, આપણી દિકરીઓની ઉદ્યમશીલતા, તેમના સાહસ, દરેક માટે ગર્વની વાત છે. આપણી આસપાસ આપણને અનેક આવા ઉદાહરણો મળે છે. જેનાથી ખબર પડે છે કે દિકરીઓ કેવી રીતે જૂના પ્રતિબંધોને તોડી રહી છે, નવી ઉંચાઈ પ્રાપ્ત કરી રહી છે. હું આપની સાથે, બાર વર્ષની દિકરી કામ્યા કાર્તિકેયનની સિદ્ધીની ચર્ચા જરૂર કરવા માંગીશ. કામ્યાએ માત્ર બાર વર્ષની ઉંમરમાં જ Mount Aconcagua, તેને ફતેહ કરવાનું કામ કરી બતાવ્યું છે. આ દક્ષિણ અમેરિકામાં ANDES પર્વતનું સૌથી ઉંચું શિખર છે, જે લગભગ 7000 મીટર ઉંચું છે. દરેક ભારતીયોને એ વાત અસર કરશે જ્યારે આ મહિનાની શરૂઆતમાં કામ્યાએ શિખર પર ફતેહ મેળવી અને સૌથી પહેલા, ત્યાં આપણો ત્રિરંગો લહેરાવ્યો. મને એ પણ કહેવામાં આવ્યું છે કે દેશને ગૌરવાન્વિત કરનારી કામ્યા, એક નવા મિશન પર છે, જેનું નામ છે ‘મિશન સાહસ’. જેના હેઠળ તે બધા ખંડોના સૌથી ઉંચા શિખર ને ફતેહ કરવામાં લાગી છે. આ અભિયાનમાં તેણે ઉત્તર અને દક્ષિણ ધૃવ પર Ski પણ કરવાનું છે. હું કામ્યાને મિશન સાહસ માટે શુભકામનાઓ પાઠવું છું. આમ પણ કામ્યાની સિદ્ધી બધાને ફિટ રહેવા માટે પ્રેરિત કરે છે. આટલી નાની ઉંમરમાં કામ્યા જે ઉંચાઈ પર પહોંચી છે તેમાં ફિટનેસનું પણ બહુ મોટું યોગદાન છે. A Nation that is fit, will be a nation that is hit. એટલે કે જે દેશ ફિટ છે તે હંમેશા હિટ પણ રહેશે. આમ પણ આવનારો મહિનો તો adventure Sports માટે પણ બહુ યોગ્ય છે. ભારતની geography એવી છે કે આપણા દેશમાં adventure Sports માટે ઘણી તકો પ્રદાન કરે છે. એક તરફ જ્યાં ઉંચા-ઉંચા પહાડો છે તો બીજી તરફ દૂર-દૂર સુધી ફેલાયેલું રણ છે. એક તરફ જ્યાં ગાઢ જંગલો વસેલા છે, તો બીજી તરફ સમુદ્રનો અફાટ વિસ્તાર છે. તેથી જ મારો આપ સહુને વિશેષ આગ્રહ છે કે તમે પણ, તમારી પસંદની જગ્યા, તમારા રસની પ્રવૃત્તિ પસંદ કરો અને તમારા જીવનને adventure સાથે જરૂર જોડો. જિંદગીમાં adventure તો હોવું જ જોઈએ. આમ પણ સાથીઓ, બાર વર્ષની દિકરી કામ્યાની સફળતા બાદ, તમે જ્યારે 105 વર્ષના ભાગીરથી અમ્માની સફળતાની વાત સાંભળશો તો દંગ રહી જશો. સાથીઓ જો આપણે જીવનમાં પ્રગતિ કરવા માગતા હોઈએ, વિકાસ કરવા માગતા હોઈએ, કંઈક કરી છૂટવા માંગતા હોઈએ તો પહેલી શરત એ જ હોય છે કે આપણી અંદરનો વિદ્યાર્થી ક્યારેય મરવો જોઈએ નહીં. આપણી 105 વર્ષની ભાગીરથી અમ્મા, આપણને આ જ પ્રેરણા આપે છે. હવે તમે વિચારી રહ્યા હશો કે ભાગીરથી અમ્મા કોણ છે? ભાગીરથી અમ્મા કેરળના કોલ્લમમાં રહે છે. બાળપણમાં જ તેમણે તેમની માં ને ગુમાવી દીધા. નાની ઉંમરમાં લગ્ન બાદ પતિને પણ ગુમાવી દીધા. પરંતુ ભાગીરથી અમ્મા હિંમત હાર્યા નહીં, પોતાની ભાવના ગુમાવી નહીં. દસ વર્ષથી પણ ઓછી ઉંમરમાં તેમણે પોતાની શાળા છોડવી પડી હતી. 105 વર્ષની ઉંમરમાં તેમણે ફરી શળા શરૂ કરી. અભ્યાસ શરૂ કર્યો. આટલી ઉંમર હોવા છતાં ભાગીરથી અમ્માએ લેવલ-4ની પરીક્ષા આપી અને ઉત્સુકતાપૂર્વક પરિણામની રાહ જોવા લાગ્યા. તેમણે પરીક્ષામાં 75 ટકા અંક પ્રાપ્ત કર્યા. એટલું જ નહીં, ગણિતમાં તો 100 ટકા અંક મેળવ્યા. અમ્મા હવે આગળ ભણવા માંગે છે. આગળની પરીક્ષાઓ આપવા માંગે છે. અલબત્, ભાગીરથી અમ્મા જેવા લોકો આ દેશની તાકાત છે. પ્રેરણાનો એક બહુ મોટો સ્ત્રોત છે. હું આજે વિશેષરૂપથી ભાગીરથી અમ્માને પ્રણામ કરું છું.
સાથીઓ જીવનના વિપરીત સમયમાં આપણી હિંમત, આપણી ઈચ્છાશક્તિ કોઈપણ પરિસ્થિતીને બદલી નાખે છે. હમણાં હાલમાં જ મેં મીડિયામાં એક એવી સ્ટોરી વાંચી જેને હું આપની સાથે જરૂર share કરવા માગું છું. આ વાત છે મુરાદાબાદના હમીરપુર ગામમાં રહેનારા સલમાનની. સલમાન, જન્મથી જ દિવ્યાંગ છે. તેમના પગ તેમને સાથ નથી આપતા. આટલી મુશ્કેલી હોવા છતાં પણ તેમણે હાર ન માની અને પોતે જ પોતાનું કામ શરૂ કરવાનો નિર્ણય કર્યો. સાથે જ એ નિશ્ચય પણ કર્યો કે હવે તે પોતાના જેવા દિવ્યાંગ સાથીઓની મદદ પણ કરશે. પછી શું, સલમાને પોતાના જ ગામમાં ચપ્પલ અને ડિટર્જેન્ટ બનાવવાનું કામ શરૂ કરી દીધું. જોત જોતામાં તેમની સાથે 30 દિવ્યાંગ સાથી જોડાઈ ગયા. અહીં એ પણ તમારે નોંધવું જોઈએ કે સલમાનને પોતાને ચાલવામાં તકલીફ હતી પરંતુ તેમણે બીજાને ચાલવાનું સરળ બનાવનારા ચપ્પલ બનાવવાનો નિર્ણય કર્યો. ખાસ વાત તો એ છે કે સલમાને, સાથી દિવ્યાંગજનોને પણ પોતે જ ટ્રેઈનિંગ આપી. હવે આ બધા મળીને manufacturing પણ કરે છે અને marketing પણ. પોતાની મહેનતથી આ લોકોએ, ન માત્ર પોતાના માટે રોજગાર સુનિશ્ચિત કર્યો પરંતુ પોતાની કંપનીને પણ નફામાં પહોંચાડી દીધી. હવે આ લોકો મળીને આખા દિવસમાં દોઢસો જોડી ચપ્પલ તૈયાર કરી લે છે. એટલું જ નહીં, સલમાને આ વર્ષે 100 વધુ દિવ્યાંગોને રોજગારી આપવાનો સંકલ્પ પણ લીધો છે. હું આ બધાની હિંમત, તેમની ઉદ્યમશીલતાને, સલામ કરું છું. આવી જ સંકલ્પશક્તિ, ગુજરાતના કચ્છ વિસ્તારમાં, અજરક ગામના લોકોએ પણ દેખાડી છે. વર્ષ 2001માં આવેલા વિનાશકારી ભૂકંપ બાદ બધા લોકો ગામ છોડી રહ્યા હતા, ત્યારે ઈસ્માઈલ ખત્રી નામના વ્યક્તિએ ગામમાં જ રહીને અજરખ પ્રિન્ટની પોતાની પારંપારિક કળાને બચાવવાનો નિર્ણય કરી લીધો. પછી તો શું, જોત-જોતામાં પ્રકૃતિના રંગોની બનેલી અજરખ કળા, દરેકને ગમવા લાગી અને આ આખું ગામ, હસ્તશિલ્પની પોતાની પારંપારિક વિદ્યા સાથે જોડાઈ ગયું. ગામના લોકોએ ન માત્ર સેંકડો વર્ષ જૂની પોતાની આ કળાને બચાવી, પરંતુ તેને આધુનિક ફેશન સાથે પણ જોડી દીધા. હવે મોટા મોટા ડિઝાઈનર, મોટી મોટી ડિઝાઈન સંસ્થાઓ, અજરખ પ્રિન્ટનો ઉપયોગ કરવા લાગ્યા છે. ગામના પરિશ્રમી લોકોના કારણે આજે અજરખ પ્રિન્ટ એક મોટી બ્રાન્ડ બની રહી છે. દુનિયાના મોટા ખરીદકર્તાઓ આ પ્રિન્ટ ની તરફ આકર્ષિત થઈ રહ્યા છે.
મારા પ્રિય દેશવાસીઓ, હાલમાં જ દેશભરમાં મહાશિવરાત્રીનું પર્વ ઉજવવામાં આવ્યું છે. ભગવાન શિવ અને માતા પાર્વતીના આશિર્વાદ દેશની ચેતનાને જાગૃત કરે છે. મહાશિવરાત્રી પર ભોલે બાબાના આશિર્વાદ તમારા પર રહે, આપની દરેક ઈચ્છા શિવજી પૂરી કરે, આપ ઉર્જાવાન રહો, સ્વસ્થ રહો, સુખી રહો અને દેશ પ્રત્યે પોતાના કર્તવ્યનું પાલન કરતા રહો.
સાથીઓ, મહાશિવરાત્રીની સાથે જ વસંત ઋતુની આભા પણ દિવસે ને દિવસે વધતી જશે. આવનારા દિવસોમાં હોળીનો તહેવાર છે અને ત્યારબાદ તરત ગુડી-પડવો પણ આવશે. નવરાત્રીનું પર્વ પણ તેની સાથે જોડાયેલું હોય છે. રામનવમીનો તહેવાર પણ આવશે. પર્વ અને તહેવાર, આપણા દેશમાં સામાજિક જીવનના અભિન્ન ભાગ રહ્યા છે. દરેક તહેવારની પાછળ કોઈને કોઈ એવો સામાજિક સંદેશો છુપાયેલો હોય છે જે સમાજને જ નહી, આખા દેશને એકતામાં બાંધીને રાખે છે. હોળી પછી ચૈત્ર શુક્લ પક્ષથી ભારતીય વિક્રમ સંવતના નવા વર્ષની શરૂઆત પણ થાય છે. તેના માટે પણ ભારતીય નવા વર્ષની પણ હું આપને ખૂબ-ખૂબ શુભકામનાઓ પાઠવું છું.
મારા પ્રિય દેશવાસીઓ, આગામી ‘મન કી બાત’ સુધી તો મને લાગે છે કે કદાચ વિદ્યાર્થીઓ પરીક્ષામાં વ્યસ્ત હશે. જેમની પરીક્ષા પૂરી થઈ ગઈ હશે તે મસ્ત હશે. જે વ્યસ્ત છે, જે મસ્ત છે, તેમને પણ અનેક-અનેક શુભકામનાઓ પાઠવતા આવો, આગામી ‘મન કી બાત’ માટે અનેક-અનેક વાતોને લઈને ફરીથી મળીશું.
ખૂબ-ખૂબ ધન્યવાદ. નમસ્કાર
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે 26 જાન્યુઆરી છે. પ્રજાસત્તાક પર્વની અનેક-અનેક શુભકામનાઓ. 2020નું આ પ્રથમ ‘મન કી બાત’નું મિલન છે. આ વર્ષનો પણ આ પહેલો કાર્યક્રમ છે, આ દશકનો પણ આ પહેલો કાર્યક્રમ છે. સાથીઓ, આ વખતે ‘પ્રજાસત્તાક દિવસ’ સમારોહના કારણે તમારી સાથે ‘મન કી બાત’, તેના સમયમાં પરિવર્તન કરવાનું ઉચિત લાગ્યું. અને આથી, એક અલગ સમય નક્કી કરીને આજે તમારી સાથે ‘મન કી બાત’ કરી રહ્યો છું. સાથીઓ, દિવસ બદલાય છે, અઠવાડિયું બદલાઈ જાય છે, મહિનો બદલાઈ જાય છે, વર્ષ બદલાઈ જાય છે પરંતુ ભારતના લોકોનો ઉત્સાહ અને આપણે પણ કંઈ કમ નથી, આપણે પણ કંઈ કરીને જ રહીશું. ‘Can do’, આ ‘Can do’નો ભાવ, સંકલ્પ બનીને ઉભરી રહ્યો છે. દેશ અને સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના, દરેક દિવસે, પહેલાંથી વધુ મજબૂત થતી જાય છે. સાથીઓ, ‘મન કી બાત’ના મંચ પર, આપણે બધાં, એક વાર ફરી એકઠાં થયાં છે. નવા-નવા વિષયો પર ચર્ચા કરવા માટે અને દેશવાસીઓની નવી-નવી ઉપલબ્ધિઓને ઉજવવા માટે, ભારતને ઉજવવા માટે. ‘મન કી બાત’ વહેંચવાનું, શીખવાનું અને એક સાથે વિકસવાનું એક સારું મંચ બની ગયું છે. દર મહિને હજારોની સંખ્યામાં લોકો પોતાનાં સૂચનો, પોતાના પ્રયાસ, પોતાના અનુભવ વહેંચે છે. તેમનામાંથી સમાજને પ્રેરણા મળે, આવી કેટલીક વાતો, લોકોના અસાધારણ પ્રયાસો પર આપણને ચર્ચા કરવાનો અવસર મળે છે.
‘કોઈએ કંઈ કરી દેખાડ્યું છે’ – તો શું આપણે પણ કરી શકીએ છીએ? શું આ પ્રયોગને સમગ્ર દેશમાં પુનરાવર્તિત રીને એક મોટું પરિવર્તન લાવી શકીએ છીએ? શું તેને સમાજની એક સહજ ટેવના રૂપમાં વિકસિત કરીને, તે પરિવર્તનને સ્થાયી કરી શકીએ છીએ? આવા જ કંઈક પ્રશ્નોના જવાબ શોધતાંશોધતાં દર મહિને ‘મન કી બાત’માં કંઈક અનુરોધ, કંઈક આહ્વાન, કંઈક કરી બતાવવાના સંકલ્પનો ક્રમ ચાલે છે. ગયાં અનેક વર્ષોમાં આપણે કંઈ નાના-નાના સંકલ્પો લીધા હશે, જેમ કે ‘No to single use plastic’, ખાદી અને સ્થાનિક ચીજો ખરીદવાની વાત હોય, સ્વચ્છતાની વાત હોય, દીકરીઓનું સન્માન અને ગર્વની ચર્ચા હોય. ઓછું રોકડ અર્થતંત્રનું આ નવું પાસું- તેમને શક્તિ આપવાની હોય. આવા અનેક બધા સંકલ્પોનો જન્મ આપણી આ હળવી મનની વાતોથી થયો છે. અને તેને શક્તિ પણ તમે લોકોએ જ આપી છે.
મને એક ખૂબ જ પ્રેમભર્યો પત્ર મળ્યો છે. બિહારના શ્રીમાન શૈલેશનો. આમ તો અત્યારે તેઓ બિહારમાં નથી રહેતા. તેમણે કહ્યું છે કે તેઓ દિલ્લીમાં રહીને કોઈ એનજીઓમાં કામ કરે છે. શ્રીમાન શૈલેશજી લખે છે, “મોદીજી, આપ દર ‘મન કી બાત’માં કંઈક અપીલ કરો છો. મેં તેમાંથી અનેક ચીજોને કરી છે. આ ઠંડીમાં મેં લોકોનાં ઘરોમાંથી કપડાં એકઠાં કરીને જરૂરિયાતવાળા લોકોને વહેંચ્યાં છે. મેં ‘મન કી બાત’માથી પ્રેરણા લઈને અનેક ચીજોને કરવાનું શરૂ કર્યું. પરંતુ પછી ધીરેધીરે કેટલુંક હું ભૂલી ગયો અને કેટલીક ચીજો છૂટી ગઈ. મેં આ નવા વર્ષે એક ‘મન કી બાત’નો સંકલ્પપત્ર બનાવ્યો છે, જેમાં મેં આ બધી ચીજોની એક યાદી બનાવી છે. જે રીતે લોકો નવા વર્ષ પર નવા વર્ષના સંકલ્પો લે છે, મોદીજી આ મારા માટે નવા વર્ષનો સામાજિક સંકલ્પ છે. મને લાગે છે કે આ બધી નાની-નાની ચીજો છે, પરંતુ ઘણું પરિવર્તન લાવી શકે છે. શું તમે આ સંકલ્પપત્ર પર તમારા હસ્તાક્ષર આપીને મને પાછો મોકલી શકો છો?” શૈલેશજી- તમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ. તમને નવા વર્ષના સંકલ્પ માટે ‘મન કી બાતનું સંકલ્પપત્ર’ આ ખૂબ જ નવીન છે. હું મારી તરફથી શુભકામનાઓ લખીને, તેને જરૂર તમને પાછો મોકલીશ. સાથીઓ, આ ‘મન કી બાત સંકલ્પપત્ર’ને જ્યારે હું વાંચી રહ્યો હતો, ત્યારે મને પણ આશ્ચર્ય થયું કે આટલી બધી વાતો છે! આટલા બધા હૅશટૅગ છે! અને આપણે બધાંએ મળીને અનેક બધા પ્રયાસ પણ કર્યા છે. ક્યારેક આપણે ‘સંદેશ ટૂ સૉલ્જર’ની સાથે આપણા જવાનો સાથે ભાવનાત્મક રૂપથી અને મજબૂતીથી જોડાવાનું અભિયાન ચલાવ્યું, ‘Khadi for Nation – Khadi for Fashion’ની સાથે ખાદીના વેચાણને નવા મુકામ પર પહોંચાડ્યું. ‘સ્થાનિક ચીજો ખરીદો’નો મંત્ર અપનાવ્યો. ‘હમ ફિટ તો ઇંડિયા ફિટ’થી ફિટનેસ પ્રત્યે જાગૃતિ વધારી. ‘My Clean India’ અથવા ‘Statue Cleaning’ના પ્રયાસોથી સ્વચ્છતાને જન આંદોલન બનાવ્યું. હૅશ ટૅગ (#NoToDrugs,) હૅશ ટૅગ (#BharatKiLakshami), હૅશ ટૅગ (#Self4Society), હૅશ ટૅગ (#StressFreeExams), હૅશ ટૅગ (#SurakshaBandhan), હૅશ ટૅગ (#DigitalEconomy), હૅશ ટૅગ (#RoadSafety) ઓ હો હો! અગણિત છે!
શૈલેશજી, તમારા આ ‘મન કી બાત’ના સંકલ્પપત્રને જોઈને અનુભૂતિ થઈ કે આ સૂચિ ખરેખર બહુ લાંબી છે. આવો, આ યાત્રાને ચાલુ રાખીએ. આ ‘મન કી બાત સંકલ્પપત્ર’માંથી તમારી રુચિના કોઈ પણ કાર્ય સાથે જોડાવ. હૅશ ટૅગનો ઉપયોગ કરીને, સૌની સાથે, ગર્વથી પોતાના પ્રદાનને વહેંચો. દોસ્તોને, પરિવારને અને બધાંને પ્રેરણા આપીએ. જ્યારે દરેક ભારતવાસી એક ડગ ચાલે છે તો આપણું ભારતવર્ષ 130 કરોડ ડગ આગળ વધે છે. આથી ચરૈવેતિ-ચરૈવેતિ-ચરૈવેતિ, ચાલતા રહો-ચાલતા રહો-ચાલતા રહો આ મંત્રને લઈને પોતાના પ્રયાસ કરતા રહો.
મારા પ્રિય દેશવાસીઓ, આપણે ‘મન કી બાત સંકલ્પપત્ર’ વિશે વાત કરી. સ્વચ્છતા પછી જનભાગીદારીની ભાવના, સહભાગિતાની ભાવના, આજે એક બીજા ક્ષેત્રમાં ઝડપથી વધી રહી છે અને તે છે ‘જળ સંરક્ષણ’. ‘જળ સંરક્ષણ’ માટે અનેક વ્યાપક અને નવીન પ્રયાસો દેશના દરેક ખૂણામાં ચાલી રહ્યા છે. મને એ કહેતા ઘણી ખુશી થાય છે કે ગત ચોમાસાના સમયે શરૂ કરાયેલું આ ‘જળશક્તિ અભિયાન’ જનભાગાદારીથી અત્યધિક સફળતાની તરફ આગળ વધી રહ્યું છે. મોટી સંખ્યામાં તળાવો, તળાવડી વગેરેનું નિર્માણ કરવામાં આવ્યું. સૌથી મોટી વાત એ છે કે આ અભિયાનમાં સમાજના દરેક વર્ગના લોકોએ પોતાનું યોગદાન આપ્યું. હવે રાજસ્થાનના ઝાલોર જિલ્લાને જ જુઓને- અહીંની બે ઐતિહાસિક વાવ કચરા અને ગંદા પાણીનો ભંડાર બની ગઈ હતી. પછી શું? ભદ્રાયુ અને થાનવાલા પંચાયતના સેંકડો લોકોએ ‘જળશક્તિ અભિયાન’ હેઠળ તેને પુનર્જીવિત કરવાનું બીડું ઝડપ્યું.વરસાદ પહેલાં જ તે લોકો આ વાવડીમાં ભેગું થયેલું ગંદું પાણી, કચરા અને કાદવને સાફ કરવામાં લાગી ગયા. આ અભિયાન માટે કોઈએ શ્રમદાન આપ્યું તો કોઈએ ધનનું દાન. અને આનું જ પરિણામ છે કે આ વાવડીઓ આજે ત્યાંની જીવનરેખા બની ગઈ છે. કંઈક આવી જ વાર્તા છે ઉત્તર બારાબંકીની. ત્યાં 43 હૅક્ટર ક્ષેત્રમાં ફેલાયેલું સરાહી સરોવર પોતાના અંતિમ શ્વાસ લઈ રહ્યું હતું. પરંતુ ગ્રામીણોએ પોતાની સંકલ્પ શક્તિથી તેમાં નવો પ્રાણ ફૂંકી દીધો. આટલા મોટા મિશનના માર્ગમાં તેમણે કોઈ કચાશ આવવા ન દીધી. એક પછી એક અનેક ગામો પરસ્પર જોડાતાં ગયાં. તેમણે સરોવરની ચારે તરફ, એક મીટર ઊંચી પાળી બનાવી દીધી. હવે સરોવર પાણીથી ભરપૂર છે અને આસપાસનું વાતાવરણ પક્ષીઓના કલરવથી ગૂંજી રહ્યું છે.
ઉત્તરાખંડનું અલ્મોડા-હલ્દવાની હાઇવે પાસે આવેલા ‘સુનિયાકોટ ગામ’માંથી પણ જનભાગીદારનું આવું જ એક ઉદાહરણ સામે આવ્યું છે. ગામના લોકોએ જળ સંકટમાંથી બહાર નીકળવા માટે પોતે જ ગામડા સુધી પાણી લાવવાનો સંકલ્પ કર્યો. પછી શું? લોકોએ એકબીજા પાસેથી પૈસા એકઠા કર્યા, યોજના બનાવી, શ્રમદાન થયું અને લગભગ એક કિલોમીટર દૂર સુધી પાઇપ બિછાવાઈ. પમ્પિંગ સ્ટૅશન લગાવવામાં આવ્યું અને જોતજોતામાં બે દશક જૂની સમસ્યા હંમેશાં માટે સમાપ્ત થઈ ગઈ. તો તમિલનાડુથી બૉરવેલને વરસાદના પાણીનો સંગ્રહ કરવાનો એક ખૂબ જ નવીન કીમિયો સામે આવ્યો છે. દેશભરમાં ‘જળ સંરક્ષણ’ સાથે જોડાયેલી આવી અગણિત કથાઓ છે, જે ન્યૂ ઇન્ડિયાના સંકલ્પને શક્તિ આપી રહી છે. આજે આપણા જળશક્તિ વિજેતાઓની કથાઓ સાંભળવા સમગ્ર દેશ આતુર છે. મારો આપને અનુરોધ છે કે જળસંચય અને જળસંરક્ષણ પર કરવામાં આવેલા, પોતાના દ્વારા કે તમારી આસપાસ થઈ રહેલા પ્રયાસોની કથાઓ, તસવીરો અને વિડિયો #jalshakti4India તેના પર જરૂર મૂકશો.
મારા પ્રિય દેશવાસીઓ અને ખાસ કરીને મારા યુવા સાથીઓ, આજે ‘મન કી બાત’ના માધ્યમથી, હું આસામની સરકાર અને આસામના લોકોને ‘ખેલો ઇન્ડિયા’ની શાનદાર યજમાની માટે ખૂબખૂબ અભિનંદન આપું છું. સાથીઓ, 22 જાન્યુઆરીએ જ ગુવાહાટીમાં ત્રીજી ‘ખેલો ઇન્ડિયા’ રમતોનું સમાપન થયું છે. તેમાં વિભિન્ન રાજ્યોના લગભગ 6 હજાર ખેલાડીઓએ ભાગ લીધો. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે રમતોના આ મહોત્સવની અંદર 80 વિક્રમો તૂટ્યા છે અને મને ગર્વ છે કે તેમાંથી 56 વિક્રમ તોડવાનું કામ આપણી દીકરીઓએ કર્યું છે. આ સિદ્ધિ દીકરીઓનાં નામે થઈ છે. હું બધા વિજેતાઓની સાથે, તેમાં ભાગ લેનારા બધાં સ્પર્ધકોને અભિનંદન આપું છું. સાથે જ ‘ખેલો ઇન્ડિયા રમતો’ના સફળ આયોજન માટે તેની સાથે જોડાયેલા બધાં લોકો, પ્રશિક્ષકો અને તકનીકી અધિકારીઓનો આભાર માનું છું. એ આપણાં બધાં માટે ખૂબ જ સુખદ છે કે વર્ષ-પ્રતિ વર્ષ ‘ખેલો ઇન્ડિયા રમતો’માં ખેલાડીઓની ભાગીદારી વધી રહી છે. તે બતાવે છે કે નિશાળના સ્તર પર બાળકોમાં રમતો પ્રત્યેનો ઝુકાવ કેટલો વધી રહ્યો છે. હું તમને કહેવા માગું છું કે વર્ષ 2018માં જ્યારે ‘ખેલો ઇન્ડિયા રમતો’ની શરૂઆત થઈ હતી ત્યારે તેમાં પાંત્રીસ સો ખેલાડીઓએ ભાગ લીધો હતો પરંતુ માત્ર ત્રણ વર્ષમાં ખેલાડીઓની સંખ્યા 6 હજારથી વધુ થઈ ગઈ છે, અર્થાત્ લગભગ બમણી. એટલું જ નહીં, માત્ર ત્રણ વર્ષમાં ‘ખેલો ઇન્ડિયા રમતો’ના માધ્યમથી બત્રીસ સો પ્રતિભાશાળી બાળકો ઉભરીને સામે આવ્યાં છે. તેમાંથી અનેક બાળકો એવાં છે જે અભાવ અને ગરીબી વચ્ચે મોટાં થયાં છે. ‘ખેલો ઇન્ડિયા રમતો’માં ભાગ લેનારાં બાળકો અને તેમનાં માતાપિતાના ધૈર્ય અને દૃઢ સંકલ્પોની કથાઓ એવી છે જે દરેક હિન્દુસ્તાનીને પ્રેરણા આપશે. હવે ગુવાહાટીની પૂર્ણિમા મંડલને જ લો. તે પોતે ગુવાહાટી નગર નિગમમાં એક સફાઈ કર્મચારી છે, પરંતુ તેમની દીકરી માલવિકાએ ફૂટબોલમાં પોતાની શક્તિ દર્શાવી તો તેમના એક દીકરા સુજીતે ખો-ખોમાં, તો બીજા દીકરા પ્રદીપે હૉકીમાં આસામનું પ્રતિનિધિત્વ કર્યું.
કંઈક આવી જ ગર્વાન્વિત કરી દેતી કથા તમિલનાડુના યોગાનંથનની છે. તે પોતે તો તમિલનાડુમાં બીડી બનાવવાનું કાર્ય કરે છે, પરંતુ તેમની દીકરી પૂર્ણાશ્રીએ વેઇટ લિફ્ટિંગનો સુવર્ણ ચંદ્રક જીતીને દરેકનું હૃદય જીતી લીધું. જો હું ડેવિડ બૅકહામનું નામ લઈશ તો તમે કહશો કે જાણીતા આંતરરાષ્ટ્રીય ફૂટબૉલ ખેલાડી. પરંતુ હવે તમારી પાસે પણ એક ડેવિડ બૅકહામ છે અને તેણે ગુવાહાટીમાં યૂથ ગેમ્સમાં સુવર્ણચંદ્રક જીત્યો છે અને તે પણ સાઇકલિંગ સ્પર્ધાની 200 મીટર સ્પ્રિંટ સ્પર્ધામાં. કેટલાક સમય પહેલાં હું જ્યારે અંડમાન-નિકોબાર ગયો હતો, કાર-નિકોબાર દ્વીપના રહેવાસી ડેવિડનાં માથેથી તેમનાં માતાપિતાની છત્રછાયા ઊઠી ગઈ હતી. કાકા તેમને ફૂટબૉલર બનાવવા માગતા હતા તો જાણીતા ફૂટબૉલરના નામે તેમનું નામ રાખી દીધું. પરંતુ તેમનું મન સાઇકલિંગમાં લાગેલું હતું. ‘ખેલો ઇન્ડિયા’ યોજના હેઠળ તેમની પસંદગી થઈ પણ ગઈ અને આજે જુઓ, તેમણે સાઇકલિંગમાં એક નવો કીર્તિમાન રચી નાખ્યો.
ભિવાનીના પ્રશાંતસિંહ કન્હૈયાએ પૉલ વૉલ્ટ સ્પર્ધામાં પોતાનો જ રાષ્ટ્રીય વિક્રમ તોડ્યો છે. 19 વર્ષના પ્રશાંત એક ખેડૂત પરિવારમાંથી આવે છે. તમને એ જાણીને આશ્ચર્ય લાગશે કે પ્રશાંત માટીમાં પૉલ વૉલ્ટનો અભ્યાસ કરતા હતા. તે જાણ્યા પછી રમત વિભાગે તેમના પ્રશિક્ષકને જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં એકેડેમી ચલાવવામાં મદદ કરી અને આજે પ્રશાંત ત્યાં પ્રશિક્ષણ મેળવી રહ્યા છે.
મુંબઈની કરીના શાન્ક્તાની કથામાં પણ કોઈ પણ પરિસ્થિતિમાં હાર નહીં માનવાની એક દૃઢ ઈચ્છાશક્તિ દરેકને પ્રેરણા આપે તેવી છે. કરીનાએ તરણમાં 100 મીટર બ્રૅસ્ટ સ્ટ્રૉક સ્પર્ધાની અંડર-17 શ્રેણીમાં સુવર્ણચંદ્રક જીત્યો છે અને નવો રાષ્ટ્રીય વિક્રમ બનાવ્યો છે. દસમા ધોરણમાં ભણતી કરીના માટે એક સમય એવો પણ આવ્યો જ્યારે ઘૂંટણમાં ઈજાના કારણે તેને પ્રશિક્ષણ છોડવું પડ્યું પરંતુ કરીના અને તેમની માતાએ હિંમત ન હારી અને આજે પરિણામ આપણાં બધાંની સામે છે. હું બધાં ખેલાડીઓના ઉજ્જવળ ભવિષ્યની કામના કરું છું. તેની સાથે જ હું બધાં દેશવાસીઓની તરફથી આ બધાંનાં માબાપને પણ નમન કરું છું જેમણે ગરીબીને બાળકોના ભવિષ્યનો અવરોધ બનવા નથી દીધી. આપણે બધાં જાણીએ છીએ કે રાષ્ટ્રીય ખેલ સ્પર્ધાના માધ્યમથી જ્યાં ખેલાડીઓને પોતાનું જનૂન દર્શાવવાનો તક મળે છે તો બીજી તરફ તેઓ બીજાં રાજ્યોની સંસ્કૃતિથી પણ પરિચિત થાય છે. આથી અમે ‘ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સ’ની જેમ જ દર વર્ષે ‘ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ’ પણ આયોજિત કરવાનો નિર્ણય કર્યો છે.
સાથીઓ, આગામી મહિને 22મી ફેબ્રુઆરીથી 1લી માર્ચ સુધી ઓડિશાના કટક અને ભુવનેશ્વરમાં પહેલી ‘ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ’ આયોજિત થવા જઈ રહી છે. તેમાં ભાગીદારી માટે 3,000થી વધુ ખેલાડીઓ લાયક ઠરી ચૂક્યા છે.
મારા પ્રિય દેશવાસીઓ, પરીક્ષાની ઋતુ આવી ગઈ છે તો દેખીતું છે કે બધાં વિદ્યાર્થીઓ પોતપોતાની તૈયારીને અંતિમ ઓપ દેવામાં લાગેલાં હશે. દેશના કરોડો વિદ્યાર્થી સાથીઓ સાથે ‘પરીક્ષા પે ચર્ચા’ના અનુભવ પછી હું વિશ્વાસ સાથે કહી શકું છું કે દેશનો યુવાન આત્મવિશ્વાસથી ભરેલો છે અને દરેક પડકાર માટે તૈયાર છે.
સાથીઓ, એક તરફ પરીક્ષાઓ અને બીજી તરફ, ઠંડીની ઋતુ. આ બંને વચ્ચે મારો આગ્રહ છે કે પોતાને ચુસ્તતંદુરસ્ત જરૂર રાખો. થોડો વ્યાયામ જરૂર કરજો, થોડું રમજો. રમતગમત ફિટ રહેવાનો મૂળ મંત્ર છે. આમ તો હું આ દિવસોમાં જોઈ રહ્યો છું કે ‘ફિટ ઇન્ડિયા’ વિષય પર અનેક કાર્યક્રમો થાય છે. 18મી જાન્યુઆરીએ યુવાનોએ દેશભરમાં સાઇકલૉથૉનનું આયોજન કર્યું જેમાં જોડાયેલા લાખો દેશવાસીઓએ ફિટનેસનો સંદેશો આપ્યો. આપણું ન્યૂ ઇન્ડિયા સંપૂર્ણ રીતે ફિટ રહે તે માટે દરેક સ્તર પર જે પ્રયાસો જોવા મળી રહ્યા છે તે જોશ અને ઉત્સાહથી ભરી દેનારા છે. ગત વર્ષે નવેમ્બરમાં શરૂ થયેલી ‘ફિટ ઇન્ડિયા સ્કૂલ’ની ઝુંબેશ પણ હવે રંગ લાવી રહી છે. મને જણાવવામાં આવ્યું છે કે અત્યાર સુધી 65,000થી વધુ શાળાઓએ ઑનલાઇન રજિસ્ટ્રેશન કરાવીને ‘ફિટ ઇન્ડિયા સ્કૂલ’ પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યું છે. દેશની બાકી બધી શાળાઓને મારો અનુરોધ છે કે તે શારીરિક પ્રવૃત્તિઓ અને રમતોને અભ્યાસની સાથે જોડીને ‘ફિટ સ્કૂલ’ જરૂર બને. તેની સાથે જ હું બધાં દેશવાસીઓને એ અનુરોધ કરું છું કે તેઓ પોતાની દિનચર્યામાં શારીરિક પ્રવૃત્તિઓને વધુમાં વધુ ઉત્તેજન આપે. રોજ પોતાને યાદ અપાવો કે આપણે ફિટ તો ઇન્ડિયા ફિટ.
મારા પ્રિય દેશવાસીઓ, બે સપ્તાહ પહેલાં, ભારતના અલગ-અલગ ભાગોમાં અલગ-અલગ તહેવારોની ધૂમ હતી. જ્યારે પંજાબમાં લોહડી, જોશ અને ઉત્સાહની ઉષ્ણતા ફેલાવી રહી હતી, તો તમિલનાડુની બહેનો અને ભાઈઓ પોંગલનો તહેવાર મનાવી રહ્યા હતા, તિરુવલ્લુવરની જયંતી ઉજવી રહ્યાં હતાં. આસામમાં બિહુની મનોહારી છટા જોવા મળી રહી હતી, ગુજરાતમાં બધી તરફ ઉત્તરાયણની ધૂમ અને પતંગોથી ભરપૂર આકાશ હતું. આવા સમયમાં, દિલ્લી એક ઐતિહાસિક ઘટનાની સાક્ષી બની રહી હતી. દિલ્લીમાં એક મહત્ત્વપૂર્ણ સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. તેની સાથે જ 25 વર્ષ જૂની બ્રૂ રિયાંગ શરણાર્થી, કટોકટીનો એક પીડાદાયક અધ્યાયનો અંત થયો,- હંમેશાં હંમેશાં માટે તે સમાપ્ત થઈ ગઈ. પોતાની વ્યસ્ત દિનચર્યા અને તહેવારોની ઋતુના કારણે તમે કદાચ આ ઐતિહાસિક સમજૂતી વિશે વિસ્તારથી જાણી ન શક્યા હો, એટલે મને લાગ્યું કે તેના વિશે ‘મન કી બાત’માં હું તમારી સાથે અવશ્ય ચર્ચા કરું. આ સમસ્યા 90ના દશકની છે. 1997માં જાતિવાદી તણાવના કારણે બ્રૂ રિયાંગ જનજાતિના લોકોને મિઝોરમમાંથી નીકળીને ત્રિપુરામાં શરણ લેવું પડ્યું હતું. આ શરણાર્થીઓને ઉત્તર ત્રિપુરાના કંચનપુર સ્થિત અસ્થાયી શિબિરોમાં રાખવામાં આવ્યા. એ ખૂબ જ પીડાદાયક છે કે બ્રૂ રિયાંગ સમાજના લોકોએ શરણાર્થીઓના રૂપમાં પોતાના જીવનનો એક મહત્ત્વપૂર્ણ હિસ્સો ગુમાવી દીધો. તેમના માટે શિબિરોમાં જીવન વિતાવવાનો અર્થ હતો- દરેક મૂળભૂત સુવિધાથી વંચિત રહેવું. 23 વર્ષ સુધી- ન ઘર, ન જમીન, ન પરિવાર માટે, બીમારી માટે ઈલાજનો પ્રબંધ અને ન બાળકોના શિક્ષાની ચિંતા અથવા તેમના માટે સુવિધા. જરા વિચારો, 23 વર્ષ સુધી શિબિરોમાં મુશ્કેલ પરિસ્થિતિઓમાં જીવન વિતાવવું, તેમના માટે કેટલું દુષ્કર રહ્યું હશે. જીવનની દરેક પળ, દરેક દિવસનું એક અનિશ્ચિત ભવિષ્ય સાથે આગળ વધવું, કેટલું કષ્ટદાયક રહ્યું હશે. સરકારો આવી અને ગઈ, પરંતુ તેમની પીડાનો ઉકેલ નીકળી ન શક્યો. પરંતુ આટલા કષ્ટ છતાં ભારતીય સંવિધાન અને સંસ્કૃતિ પ્રત્યે તેમનો વિશ્વાસ અડગ જળવાયેલો રહ્યો. અને આ વિશ્વાસનું પરિણામ છે કે તેમના જીવનમાં આજે એક નવું પ્રભાત ઉગ્યું છે. સમજૂતી હેઠળ, હવે તેમના માટે ગરીમાપૂર્ણ જીવન જીવવાનો રસ્તો ખુલી ગયો છે. છેવટે 2020નું નવું દશક બ્રૂ-રિયાંગ સમુદાયના જીવનમાં એક નવી આશા અને અપેક્ષાનું કિરણ લઈને આવ્યું. લગભગ 34,000 બ્રૂ શરણાર્થીઓને ત્રિપુરામાં વસાવાશે. એટલું જ નહીં, તેમના પુનર્વાસ અને સર્વાંગી વિકાસ માટે કેન્દ્ર સરકાર લગભગ 600 કરોડ રૂપિયાની મદદ કરશે. પ્રત્યેક વિસ્થાપિત પરિવારને પ્લૉટ આપવામાં આવશે. ઘર બનાવવામાં મદદ કરવામાં આવશે. તેની સાથે જ તેમના કરિયાણાની વ્યવસ્થા પણ કરવામાં આવશે. તેઓ હવે કેન્દ્ર અને રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓનો લાભ ઉઠાવી શકશે. આ સમજૂતી અનેક કારણોથી બહુ વિશેષ છે. તે સહકારી સમવાયતંત્રની ભાવનાને દર્શાવે છે. આ સમજૂતી બંને રાજ્યોની જનતાની સંમતિ અને શુભકામનાઓથી જ સંભવ થયું છે. તેના માટે હું બંને રાજ્યોની જનતાનો, ત્યાંના મુખ્ય પ્રધાનોનો વિશેષ રૂપે આભાર માનવા માગું છું. આ સમજૂતી ભારતીય સંસ્કૃતિમાં સમાહિત કરુણાભાવ અને સહૃદયતાને પણ પ્રગટ કરે છે. બધાને પોતાના માનીને ચાલવા અને સંપ સાથે રહેવું આ પવિત્રભૂમિના સંસ્કારોમાં વસેલું છે. એક વાર ફરી હું આ રાજ્યોના નિવાસીઓ અને બ્રૂ રિયાંગ સમુદાયના લોકોને હું વિશેષ રૂપે અભિનંદન પાઠવું છું.
મારા પ્રિય દેશવાસીઓ, આટલી મોટી ‘ખેલો ઇન્ડિયા’ રમતોનું સફળ આયોજન કરનારા આસામમાં એક બીજું મોટું કામ થયું છે. તમે પણ જોયું હશે કે હજુ કેટલાક દિવસો પહેલાં જ આસામમાં, આઠ અલગ-અલગ ત્રાસવાદી જૂથોના 644 લોકોએ પોતાનાં હથિયારો સાથે આત્મસમર્પણ કર્યું. જે પહેલાં હિંસાના રસ્તે ચાલ્યા ગયા હતા તેમણે પોતાનો વિશ્વાસ શાંતિમાં વ્યક્ત કર્યો અને દેશના વિકાસમાં ભાગીદાર બનવાનો નિર્ણય કર્યો છે, મુખ્ય ધારામાં પાછા ફર્યા છે. ગત વર્ષે ત્રિપુરામાં પણ 80થી વધુ લોકો હિંસાનો માર્ગ છોડીને મુખ્ય ધારામાં પાછા ફર્યા છે. જેમણે એમ વિચારીને હથિયાર ઊઠાવી લીધા હતા કે હિંસાથી સમસ્યાઓનું સમાધાન નીકળી શકે છે, તેમનો એ વિશ્વાસ દૃઢ થયો છે કે શાંતિ અને સંપ જ કોઈ પણ વિવાદને ઉકેલવાનો એક માત્ર રસ્તો છે. દેશવાસીઓને એ જાણીને ખૂબ જ પ્રસન્નતા થશે કે ઈશાન ભારતમાં વિદ્રોહ બહુ મોટા પ્રમાણમાં ઓછો થયો છે અને તેનું સૌથી મોટું કારણ એ છે કે આ ક્ષેત્ર સાથે જોડાયેલા દરેક મુદ્દાને શાંતિ સાથે, પ્રમાણિકતા સાથે, ચર્ચા કરીને ઉકેલવામાં આવી રહ્યો છે. દેશના કોઈ પણ ખૂણામાં અત્યારે પણ હિંસા અને હથિયારના જોરે સમસ્યાઓનો ઉકેલ શોધી રહેલા લોકોને આજે, આ પ્રજાસત્તાક દિનના પવિત્ર અવસરે અપીલ કરું છું કે તેઓ પાછા ફરે. મુદ્દાને શાંતિપૂર્ણ રીતે ઉકેલવામાં, પોતાની અને આ દેશની ક્ષમતાઓ પર ભરોસો રાખો. આપણે એકવીસમી સદીમાં છીએ જે જ્ઞાન-વિજ્ઞાન અને લોકતંત્રનો યુગ છે. શું તમે કોઈ એવી જગ્યા વિશે સાંભળ્યું છે જ્યાં હિંસાથી જીવન વધુ સારું થયું હોય? શું તમે કોઈ કેવી જગ્યા વિશે સાંભળ્યું છે જ્યાં શાંતિ અને સદભાવ જીવન માટે મુસીબત બન્યા હોય? હિંસા કોઈ પણ સમસ્યાનું સમાધાન કરતી નથી. દુનિયાની કોઈ પણ સમસ્યાનો ઉકેલ, કોઈક બીજી સમસ્યા પેદા કરવાથી નહીં, પરંતુ વધુમાં વધુ સમાધાન શોધીને જ મેળવી શકાય છે. આવો, આપણે બધાં મળીને એક એવા નવા ભારતનું નિર્માણ કરવામાં જોડાઈ જઈએ, જ્યાં શાંતિ દરેક પ્રશ્નના જવાબનો આધાર હોય. એકતા દરેક સમસ્યાના સમાધાનના પ્રયાસમાં હોય. અને ભાઈચારો દરેક વિભાજન અને ભાગલાના પ્રયાસને નિષ્ફળ બનાવે.
મારા પ્રિય દેશવાસીઓ, આજે ગણતંત્ર દિવસના પાવન અવસર પર મને ‘ગગનયાન’ વિશે જણાવતાં અપાર હર્ષ થઈ રહ્યો છું. દેશ, તે દિશામાં એક બીજું ડગલું આગળ વધી ગયો છે. 2022માં આપણી સ્વતંત્રતાનાં 75 વર્ષ પૂરાં થવાનાં છે. અને આ પ્રસંગે આપણે ‘ગગનયાન મિશન’ની સાથે એક ભારતવાસીને અંતરિક્ષમાં લઈ જવાના પોતાના સંકલ્પને સિદ્ધ કરવાનો છે. ‘ગગનયાન મિશન’ 21મી સદીમાં વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીના ક્ષેત્રમાં ભારતની એક ઐતિહાસિક ઉપલબ્ધિ હશે. નવા ભારત માટે, આ એક સીમાચિહ્ન સાબિત થશે.
સાથીઓ, તમને ખબર જ હશે કે આ મિશનમાં ઍસ્ટ્રૉનૉટ એટલે કે અંતરિક્ષયાત્રી માટે ચાર ઉમેદવારોની પસંદગી કરી લેવામાં આવી છે. આ ચારેય યુવા ભારતીય વાયુ સેનાના પાઇલૉટ છે. આ પ્રતિભાશાળી યુવાનો ભારતના કૌશલ્ય, પ્રતિભા, સાહસ અને સપનાંઓના પ્રતીક છે. આપણા ચારેય મિત્ર, આગામી કેટલાક દિવસોમાં પ્રશિક્ષણ માટે રશિયા જવાના છે. મને વિશ્વાસ છે કે તેઓ ભારત અને રશિયા વચ્ચે મૈત્રી અને સહયોગનો વધુ એક સુવર્ણ અધ્યાય બનશે. તેમને એક વર્ષથી વધુ સમય સુધી પ્રશિક્ષણ આપવામાં આવશે. તે પછી દેશની આશાઓ અને આકાંક્ષાઓની ઉડાનથી અંતરિક્ષ સુધી લઈ જવાની જવાબદારી તેમનામાંથી એકના ખભા પર જ હશે. આજે ગણતંત્ર દિવસના શુભ અવસર પર આ ચારેય યુવાનો અને આ મિશન સાથે જોડાયેલા ભારત અને રશિયાના વૈજ્ઞાનિકો અને ઈજનેરોને હું અભિનંદન આપું છું.
મારા પ્રિય દેશવાસીઓ, ગત માર્ચમાં એક વીડિયો, મિડિયા અને સૉશિયલ મિડિયામાં ચર્ચાનો વિષય બનેલા હતા. ચર્ચા એ હતી કે એકસો સાત વર્ષનાં એક વૃદ્ધ માતા રાષ્ટ્રપતિભવન સમારોહમાં પ્રૉટોકૉલને તોડીને રાષ્ટ્રપતિજીને કેવા આશીર્વાદ આપી રહ્યાં છે. આ મહિલાં હતાં સાલુમરદા થિમક્કા, જેઓ કર્ણાટકમાં ‘વૃક્ષ માતા’ના નામે પ્રખ્યાત છે. અને તે સમારોહ હતો- પદ્મ પુરસ્કારનો. ખૂબ જ સાધારણ પૃષ્ઠભૂમાંથી આવતાં થિમક્કાના અસાધારણ યોગદાનને દેશે જાણ્યું સમજ્યું અને સન્માન આપ્યું હતું. તેમને પદ્મશ્રી સન્માન મળી રહ્યું હતું.
સાથીઓ, આજે ભારત પોતાની આ મહાન વિભૂતિના સંદર્ભે ગર્વની અનુભૂતિ કરે છે. ધરાતલ સાથે જોડાયેલા લોકોનું સન્માનિત કરીને ગૌરવાન્વિત અનુભવે છે. દર વર્ષની જેમ, ગઇકાલે સાંજે પદ્મ પુરસ્કારોની ઘોષણા કરી દેવામાં આવી છે. મારો અનુરોધ છે કે તમે આ બધાં લોકો વિશે જરૂર વાંચો. તેમના યોગદાન વિશે પરિવારમાં ચર્ચા કરો. 2020માં પદ્મ પુરસ્કારો માટે આ વર્ષે 46 હજારથી વધુ નામાંકન પ્રાપ્ત થયા છે. આ સંખ્યા 2014ની સરખામણીએ 20 ગણાથી વધુ છે. આ આંકડા જન-જનના એ વિશ્વાસને દર્શાવે છે કે પદ્મ એવૉર્ડ હવે પીપલ્સ એવૉર્ડ બની ગયા છે. આજે પદ્મ પુરસ્કારોની બધી પ્રક્રિયા ઑનલાઇન છે. પહેલાં જે નિર્ણય સીમિત લોકો વચ્ચે થતા હતા તે આજે પૂરી રીતે લોકો દ્વારા સંચાલિત છે. એક રીતે કહીએ તો પદ્મ પુરસ્કારો માટે દેશમાં એક નવો વિશ્વાસ અને સન્માન પેદાં થયાં છે. હવે સન્માન મેળવનારાઓમાં અનેક લોકો એવા હોય છે જે પરિશ્રમની પરાકાષ્ઠા કરીને જમીનથી ઊઠ્યા છે. સીમિત સંસાધનનાં વિઘ્નો અને પોતાની આસપાસ ઘનઘોર નિરાશાને તોડીને આગળ વધ્યા છે. હકીકતે, તેમની દૃઢ ઈચ્છાશક્તિ સેવાની ભાવના અને નિઃસ્વાર્થ ભાવ આપણને સહુને પ્રેરિત કરે છે. હું એક વાર ફરી બધા પદ્મ પુરસ્કાર વિજેતાઓને અભિનંદન આપું છું. અને તમને બધાંને તેમના વિશે વાંચવા, વધુ જાણકારી મેળવવા માટે વિશેષ અનુરોધ કરું છું. તેમના જીવનની અસાધારણ કથાઓ, સમાજને સાચા અર્થમાં પ્રેરિત કરશે.
મારા પ્રિય દેશવાસીઓ, ફરી એક વાર ગણતંત્ર પર્વની અનેક-અનેક શુભકામનાઓ. આ સમગ્ર દેશ, તમારા જીવનમાં, ભારતના જીવનમાં, નવા સંકલ્પોવાળું બને, નવી સિદ્ધિઓવાળું બને. અને વિશ્વ, ભારત પાસેથી જે અપેક્ષા રાખે છે તે અપેક્ષાઓને પૂર્ણ કરવાનું સામર્થ્ય ભારત પ્રાપ્ત કરીને રહે. આ એક વિશ્વાસ સાથે આવો, નવા દશકની શરૂઆત કરીએ. નવા સંકલ્પો સાથે મા ભારતી માટે લાગી જઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. 2019ની વિદાયની પળો આપણી સામે છે. ત્રણ દિવસની અંદર 2019 વિદાય લઈ લેશે અને આપણે ન માત્ર 2020માં પ્રવેશ કરીશું, નવા વર્ષમાં પ્રવેશ કરીશું, પરંતુ નવા દાયકામાં પણ પ્રવેશ કરીશું, 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરીશું. હું બધા દેશવાસીઓને 2020 માટે હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. આ દાયકા વિશે એક વાત તો નિશ્ચિત છે, તેમાં દેશના વિકાસને ગતિ આપવામાં એ લોકો સક્રિય ભૂમિકા નિભાવશે કે જેમનો જન્મ 21મી સદીમાં થયો છે – જે આ સદીના મહત્ત્વપૂર્ણ મુદ્દાઓને સમજીને મોટા થઈ રહ્યાં છે. આવા યુવાઓને, આજે ઘણા બધા શબ્દોમાં ઓળખવામાં આવે છે. કોઈ તેમને Millenialsના રૂપમાં ઓળખે છે તો કેટલાક તેમને Generation Z અથવાતો Gen Z પણકહે છે. અને વ્યાપક રૂપમાં એક વાત તો લોકોના મગજમાં બંધ બેસી ગઈ છે કે આSocial Media Generation છે. આપણે બધાં અનુભવ કરીએ છીએ કે આપણી આ પેઢી ખૂબ જ પ્રતિભાશાળી છે. કંઈક નવું કરવાનું, અલગ કરવાનું તેમનું સપનું હોય છે. તેમનાં પોતાનાં મંતવ્યો પણ હોય છે અને સૌથી વધુ ખુશીની વાત એ છે અને ખાસ કરીને, હું ભારત વિશે કહેવા માગીશ કે આજકાલ આપણે યુવાઓને જોઈએ છીએ તો તેઓ વ્યવસ્થાને પસંદ કરે છે, સિસ્ટમને પસંદ કરે છે. એટલું જ નહીં, તેઓ સિસ્ટમને અનુસરવાનું પણ પસંદ કરે છે. અને ક્યારેક ક્યાંય સિસ્ટમ યોગ્ય રીતે કામ ન કરે તો તેઓ બેચેન પણ થઈ જાય છે અને હિંમત સાથે સિસ્ટમને પ્રશ્ન પણ કરે છે.હું તેને સારું માનું છું. એક વાત તો પાકી છે કે આપણા દેશના યુવાઓને, આપણે એમ પણ કહી શકીએ કે અરાજકતા પ્રત્યે નફરત છે. અવ્યવસ્થા, અસ્થિરતા તેના પ્રત્યે તેમને બહુ જ ચીડ છે. તેઓ પરિવારવાદ, જાતિવાદ, વ્હાલા-દવલા, સ્ત્રી-પુરુષ, આ ભેદભાવોને પસંદ કરતા નથી. ક્યારેક ક્યારેક આપણે જોઈએ છીએ કે વિમાન મથકે કે સિનેમા ઘરોમાં પણ કોઈ કતારમાં ઊભું હોય અને વચ્ચે કોઈ ઘૂસી જાય તો સૌથી પહેલાં અવાજ ઉઠાવનારા યુવાઓ જ હોય છે. અને આપણે તો જોયું છે કે આવી કોઈ ઘટના બને છે તો બીજા નવયુવાનો તરત પોતાનો મોબાઇલ ફૉન કાઢીને તેનો વિડિયો બનાવી લે છે અને જોતજોતામાં તે વિડિયો વાઇરલ પણ થઈ જાય છે. અને તે ખોટું કરે છે તો અનુભવે છે કે શું થઈ ગયું! તો, એક નવા પ્રકારની વ્યવસ્થા, નવા પ્રકારનો યુગ, નવા પ્રકારનો વિચાર, તેને આપણી યુવા પેઢી પ્રતિબિંબિતકરે છે. આજે ભારતને આ યુવા પેઢી પાસે ઘણી આશાઓ છે. આ યુવાઓએ જ દેશને નવી ઊંચાઈ પર લઈ જવાનો છે. સ્વામી વિવેકાનંદજીએ કહ્યું હતું, “My faith is in the younger generation, the modern generation, out of them, will come my workers.” તેમણે કહ્યું હતું કે “મારો વિશ્વાસ યુવા પેઢીમાં છે, આ આધુનિક Generationમાં છે, મૉડર્ન Generationમાં છે” અને તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે “તેમાંથી જ મારા કાર્યકર્તા નીકળશે.”યુવાઓ વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું, “યુવાવસ્થાની કિંમત ન તો આંકી શકાય છે અને ન તો તેનું વર્ણન કરી શકાય છે.”આ જીવનનો સૌથી મૂલ્યવાન કાળખંડ હોય છે. તમારું ભવિષ્ય, તમારું જીવન એ વાત પર નિર્ભર કરે છે કે તમે તમારી યુવાવસ્થાનો ઉપયોગ કઇ રીતે કરો છો. વિવેકાનંદજીના અનુસાર, યુવા તે છે જે ઊર્જા અને ગતિશીલતાથી ભરપૂર છે અને પરિવર્તનની શક્તિ ધરાવે છે. મને પૂરો વિશ્વાસ છે કે ભારતમાં આ દાયકો, આ Decade ન માત્ર યુવાઓના વિકાસનો રહેશે પરંતુ યુવાઓના સામર્થ્યથી દેશનો વિકાસ કરનારો પણ સાબિત થશે અને ભારતને આધુનિક બનાવવામાં આ પેઢીની ઘણી મોટી ભૂમિકા રહેવાની છે, તેનો હું સ્પષ્ટ અનુભવ કરી રહ્યો છું. આગામી 12 જાન્યુઆરીએ વિવેકાનંદ જયંતી પર જ્યારે દેશ યુવા-દિવસ મનાવી રહ્યો હશે, ત્યારે પ્રત્યેક યુવા, આ દાયકામાં પોતાની આ જવાબદારી પર જરૂર ચિંતન પણ કરે અને આ દાયકા માટે કોઈ સંકલ્પ પણ અવશ્ય લે.
મારા પ્રિય દેશવાસીઓ, તમારામાંથી અનેક લોકોને કન્યાકુમારીમાં જે ખડક પર સ્વામી વિવેકાનંદજીએ આત્મચિંતન કર્યું હતું ત્યાં જે વિવેકાનંદ રૉક મેમોરિયલ બન્યું છે, તેની જાણકારી હશે જ, તેનાં પચાસ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે. છેલ્લા પાંચ દાયકામાં, આ સ્થાન ભારતનું ગૌરવ રહ્યું છે. કન્યાકુમારી, દેશ દુનિયા માટે એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. રાષ્ટ્રભક્તિથી ભરપૂર આધ્યાત્મિક ચેતનાનો અનુભવ કરવા માગતાં – દરેક માટે, તે તીર્થક્ષેત્ર બની રહ્યું છે, શ્રદ્ધાકેન્દ્ર બની રહ્યું છે. સ્વામીજીના સ્મારકે દરેક પંથ, દરેક આયુના, વર્ગના લોકોને, રાષ્ટ્રભક્તિ માટે પ્રેરિત કર્યા છે. ‘દરિદ્ર નારાયણની સેવા’ આ મંત્રને જીવવાનો રસ્તો બતાવ્યો છે.જે પણ ત્યાં ગયું છે તેની અંદર શક્તિનો સંચાર થાય, સકારાત્મકતાનો ભાવ જાગે, દેશને માટે કંઈક કરવાની ભાવના જન્મે, તે બહુ સ્વાભાવિક છે.
આપણા માનનીય રાષ્ટ્રપતિ મહોદયજી પણ ગત દિવસોમાં આ પચાસ વર્ષ નિમિત્તે રૉક મેમોરિયલનો પ્રવાસ કરીને આવ્યા છે અને મને આનંદ છે કે આપણા ઉપરાષ્ટ્રપતિજી પણ ગુજરાતના કચ્છના રણમાં, જ્યાં એક ઘણો જ ઉત્તમ રણોત્સવ થાય છે, તેના ઉદઘાટન માટે ગયા હતા. જ્યારે આપણા રાષ્ટ્રપતિજી- ઉપરાષ્ટ્રપતિજી પણ ભારતમાં જ આવાં મહત્ત્વપૂર્ણ પર્યટન સ્થળોએ જઈ રહ્યા છે, તો દેશવાસીઓને તેનાથી જરૂર પ્રેરણા મળે છે. તમે પણ જરૂર જજો.
મારા પ્રિય દેશવાસીઓ, આપણે અલગ-અલગ કૉલેજોમાં, યુનિવર્સિટીઓમાં, શાળાઓમાં ભણીએ તો છીએ જ, પરંતુ અભ્યાસ પૂરો થયા પછી alumnimeet –એટલે કે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો મિલાપ ઘણો સુખદ અવસર હોય છે અને આ મિલાપમાં આ બધા નવયુવાનો મળીને જૂનાં સંસ્મરણોમાં ખોવાઈ જાય છે, 10 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ પાછા ચાલ્યા જાય છે પરંતુ ક્યારેક ક્યારેક આવો મિલાપ વિશેષ આકર્ષણનું કારણ બની જાય છે, તેના પર ધ્યાન જાય છે અને દેશવાસીઓનું પણ ધ્યાન તેના તરફ જવું ઘણું જરૂરી હોય છે. જૂના સહાધ્યાયીઓનો મિલાપ હકીકતે જૂના દોસ્તો સાથે મળવું, યાદોને તાજી કરવી, તેનો પોતાનો એક અલગ જ આનંદ હોય છે અને જ્યારે બધાનો સમાન હેતુ હોય, કોઈ સંકલ્પ હોય, કોઈ ભાવનાત્મક લગાવ જોડાઈ જાય તો પછી તેમાં અનેક રંગો ભરાઈ જાય છે. તમે જોયું હશે કે જૂના સહાધ્યાયીઓનાં મિલાપ જૂથો ક્યારેક ક્યારેક પોતાની શાળાઓ માટે કંઈક ને કંઈક યોગદાન પણ આપે છે. કોઈ કમ્પ્યૂટરાઇઝ્ડ કરવા માટે વ્યવસ્થા કરી આપે છે, કોઈ સારી લાઇબ્રેરી બનાવી દે છે, કોઈ પાણીની સારી સુવિધા ઊભી કરી આપે છે, કેટલાક લોકો નવા ઓરડાઓ બનાવવા માટે મદદ કરે છે, કેટલાક લોકો રમત સંકુલ માટે કામ કરે છે. કંઈ ન કંઈ કરી લે છે. તેમને આનંદ આવે છે કે જે જગ્યાએ પોતાની જિંદગી બની, તેના માટે જીવનમાં કંઈક કરવું, તે ભાવના દરેકના મનમાં રહે છે અને રહેવી પણ જોઈએ અને તેના માટે લોકો આગળ પણ આવે છે. પરંતુ હું આજે એક વિશેષ અવસરને તમારી સમક્ષ પ્રસ્તુત કરવા માગું છું. હમણાં ગત દિવસોમાં, પ્રસાર માધ્યમોમાં બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લાના ભૈરવગંજ આરોગ્ય કેન્દ્રની વાત જ્યારે મેં સાંભળી તો મને એટલું સારું લાગ્યું કે હું તમને કહ્યા વગર નહીં રહી શકું. આ ભૈરવગંજ આરોગ્ય કેન્દ્રમાં મફતમાં આરોગ્ય તપાસ કરાવવા માટે આસપાસનાં ગામડાઓમાંથી હજારો લોકોની ભીડ એકઠી થઈ ગઈ. હવે આ વાત સાંભળીને તમને કોઈ આશ્ચર્ય નહીં થાય. તમને લાગશે કે તેમાં શું નવી વાત છે? લોકો તો આવે. જી નહીં. અહીં ઘણું બધું નવું છે. આ કાર્યક્રમ સરકારનો નહોતો. ન તો સરકારની પહેલ હતી. તે ત્યાંની કે. આર. હાઇસ્કૂલ, તેના જે પૂર્વ વિદ્યાર્થીઓ હતા, તેમનો જૂના સહાધ્યાયીઓનો મિલાપ હતો, તેનાઅંતર્ગત ઉઠાવાયેલું આ પગલું હતું અને તેનું નામ આપવામાં આવ્યું‘સંકલ્પ નાઇન્ટી ફાઇવ’. ‘સંકલ્પ નાઇન્ટી ફાઇવ’નો અર્થ છે – આ હાઇસ્કૂલની 1995 બેચના વિદ્યાર્થીઓનો સંકલ્પ. હકીકતે આ બેચના વિદ્યાર્થીઓએ એક જૂના સહાધ્યાયીઓનો મિલાપ રાખ્યો હતો અને કંઈક અલગ કરવાનું વિચાર્યું હતું. તેમાં પૂર્વ વિદ્યાર્થીઓએ સમાજ માટે કંઈક કરવાનું નક્કી કર્યું અને તેમણે જવાબદારી ઉઠાવી લોક આરોગ્ય જાગૃતિની. ‘સંકલ્પ નાઇન્ટી ફાઇવ’ની આ ઝુંબેશમાં બેતિયાની સરકારી મેડિકલ કૉલેજ અને અનેક હૉસ્પિટલો પણ જોડાઈ ગઈ. તે પછી તો જાણે કે જન સ્વાસ્થ્ય અંગે એક આખું અભિયાન જ ચાલી નીકળ્યું. નિઃશુલ્ક તપાસ હોય, મફતમાં દવાઓ આપવાની હોય કે પછી જાગૃતિ ફેલાવવાની હોય -‘સંકલ્પ નાઇન્ટી ફાઇવ’ દરેક માટે એક ઉદાહરણ બનીને સામે આવ્યું છે. આપણે ઘણી વાર કહીએ છીએ કે જ્યારે દેશનો દરેક નાગરિક એક ડગલું આગળ વધે છે તો આ દેશ 130 કરોડ ડગ આગળ વધે છે. આવી વાતો જ્યારે સમાજમાં પ્રત્યક્ષ રૂપે જોવા મળે છે તો દરેકને આનંદ થાય છે, સંતોષ મળે છે અને જીવનમાં કંઈક કરવાની પ્રેરણા પણ મળે છે. એક તરફ, જ્યાં બિહારના બેતિયામાં, પૂર્વ વિદ્યાર્થીઓના સમૂહે સ્વાસ્થ્ય સેવાનું બીડું ઉઠાવ્યું તો ઉત્તર પ્રદેશના ફૂલપુરની કેટલીક મહિલાઓએ પોતાના જીવનથી સમગ્ર વિસ્તારને પ્રેરણા આપી છે. આ મહિલાઓએ સાબિત કર્યું છે કે જો એકસંપ થઈને કોઈ સંકલ્પ લેવામાં આવે તો પછી પરિસ્થિતિઓને બદલવાથી કોઈ ન રોકી શકે. કેટલાક સમય પહેલાં સુધી ફૂલપુરની આ મહિલાઓ આર્થિક તંગી અને ગરીબીથી હેરાન હતી, પરંતુ તેમનામાં પોતાના પરિવાર અને સમાજ માટે કંઈક કરી છૂટવાની ધગશ હતી. આ મહિલાઓએ કાદીપુરના સ્વયં સહાયતા સમૂહ- વીમેન સેલ્ફ હૅલ્પ ગ્રૂપ – તેની સાથે જોડાઈને ચપ્પલ બનાવવાનું હુન્નર શીખ્યા, તેનાથી તેમણે ન માત્ર પોતાના પગમાં ભોંકાયેલા મજબૂરીના કાંટાને કાઢી નાખ્યો, પરંતુ આત્મનિર્ભર બનીને પોતાના પરિવારનોસધિયારો પણ બની ગઈ. ગ્રામીણ આજીવિકા મિશનની મદદથી હવે તો અહિંયા ચપ્પલ બનાવવાનો પ્લાન્ટ પણ સ્થાપિત થઈ ગયો છે. જ્યાં આધુનિક મશીનોથી ચપ્પલો બનાવવામાં આવી રહ્યાં છે. હું વિશેષ, રીતે સ્થાનિક પોલીસ અને તેમના પરિવારોને પણ અભિનંદન પાઠવું છું, તેમણે પોતાના માટે અને પોતાના પરિવારજનો માટે આ મહિલાઓ દ્વારા બનાવાયેલા ચપ્પલોને ખરીદીને તેમને પ્રોત્સાહિત કર્યા છે. આજે આ મહિલાઓના સંકલ્પથી ન માત્ર તેમના પરિવારની આર્થિક સ્થિતિ મજબૂત થઈ છે, પરંતુ તેમના જીવનનું સ્તર પણ ઊંચું ઉઠ્યું છે. જ્યારે ફૂલપૂરના પોલીસના જવાનોની કે તેમના પરિવારજનોની વાત સાંભળું છું તો તમને યાદ હશે કે મેં લાલ કિલ્લા પરથી 15મી ઑગસ્ટે દેશવાસીઓને એક વાત માટે અનુરોધ કર્યો હતો અને મેં કહ્યું હતું કે આપણે સહુ દેશવાસીઓ સ્થાનિક ઉત્પાદનો ખરીદવાનો આગ્રહ રાખીએ. આજે ફરીથી મારું એક સૂચન છે કે શું આપણે સ્થાનિક સ્તર પર બનાવાયેલાં ઉત્પાદનોને પ્રોત્સાહિત કરી શકીએ? શું આપણી ખરીદીમાં તેને પ્રાથમિકતા આપી શકીએ? શું આપણે સ્થાનિક ઉત્પાદનોને આપણી પ્રતિષ્ઠા અને શાન સાથે જોડી શકીએ? શું આપણે આ ભાવના સાથે પોતાના સાથી દેશવાસીઓ માટે સમૃદ્ધિ લાવવાનું માધ્યમ બની શકીએ? સાથીઓ, મહાત્મા ગાંધીએ સ્વદેશીની આ ભાવનાને એક એવા દીપકના રૂપમાં જોઈ જે લાખો લોકોના જીવનને પ્રકાશિત કરતો હોય. ગરીબમાં ગરીબ વ્યક્તિના જીવનમાં સમૃદ્ધિ લાવતો હોય. સો વર્ષ પહેલાં ગાંધીજીએ એક મોટું જન આંદોલન શરૂ કર્યું હતું. તેનું એક લક્ષ્ય હતું, ભારતીય ઉત્પાદનોને પ્રોત્સાહિત કરવાં. આત્મનિર્ભર બનવાનો આ જ માર્ગ ગાંધીજીએ દેખાડ્યો હતો. 2022માં આપણે આપણી સ્વતંત્રતાનાં 75 વર્ષ પૂરાં કરીશું.જે સ્વતંત્ર ભારતમાં આપણે શ્વાસ લઈ રહ્યા છીએ, તે ભારતને સ્વતંત્ર કરવા માટે લાખો સપૂતોએ, દીકરા-દીકરીઓએ અનેક યાતનાઓ સહન કરી છે, અનેકોએ પ્રાણની આહુતિ આપી છે. લાખો લોકોએ ત્યાગ, તપસ્યા, બલિદાનના કારણે જેસ્વતંત્રતા મળી, તે સ્વતંત્રતાનો આપણે ભરપૂર લાભ ઉઠાવી રહ્યા છીએ, સ્વતંત્ર જિંદગી આપણે જીવી રહ્યાં છીએ અને દેશ માટે મરી ફીટનારા દેશ માટે પોતાનું જીવન અર્પણ કરી દેનારા, નામી-અનામી, અગણિત લોકો, કદાચ મુશ્કેલીથી, આપણે ઘણા ઓછા લોકોનાં નામો જાણતાં હોઈશું, પરંતુ તેમણે બલિદાન આપ્યું, તે સપનાંઓને લઈને, સ્વતંત્ર ભારતનાં સપનાંઓને લઈને – સમૃદ્ધ, સુખી, સંપન્ન, સ્વતંત્ર ભારત માટે.
મારા પ્રિય દેશવાસીઓ, શું આપણે સંકલ્પ કરી શકીએ કે 2022, સ્વતંત્રતાનાં 75 વર્ષ પૂરાં થઈ રહ્યાં છે, બની શકે તો આ બે-ત્રણ વર્ષ આપણે સ્થાનિક ઉત્પાદનો ખરીદવાનાં આગ્રહી બનીએ? ભારતમાં બનેલું, આપણા દેશવાસીઓના હાથે બનેલું, આપણા દેશવાસીઓના પરસેવાની જેમાં સુગંધ હોય, એવી ચીજોને આપણે ખરીદવાનો આગ્રહ રાખી શકીએ? હું લાંબા સમય માટે નથી કહી રહ્યો, માત્ર 2022 સુધી, સ્વતંત્રતાના 75 વર્ષ થાય ત્યાં સુધી જ. અને આ કામ, સરકારી ન હોવું જોઈએ, અનેક સ્થાનો પર નવયુવાનો આગળ આવે, નાનાં-નાનાં સંગઠનો બનાવે, લોકોને પ્રેરિત કરે, સમજાવે અને નિશ્ચય કરે- આવો, આપણે સ્થાનિક ચીજો ખરીદીશું, સ્થાનિક ઉત્પાદનો પર ભાર મૂકીશું, દેશવાસીઓના પરસેવાની જેમાં સુગંધ હોય- માત્ર તે જ. મારા સ્વતંત્ર ભારતની સોનેરી પળ હોય, આ સપનાંઓને લઈને આપણે ચાલીએ.
મારા પ્રિય દેશવાસીઓ, આ આપણા બધા માટે, ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કે દેશના નાગરિકો, આત્મનિર્ભર બને અને સન્માન સાથે પોતાનું જીવન વ્યતિત કરે. હું એક એવી પહેલની ચર્ચા કરવા માગીશ જેણે મારું ધ્યાન ખેંચ્યું અને તે પહેલ છે, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખનો હિમાયત કાર્યક્રમ. હિમાયત હકીકતે કૌશલ્ય વિકાસ અને રોજગાર સાથે જોડાયેલો છે. તેમાં 15થી 35 વર્ષ સુધીનાં કિશોર અને યુવાનો જોડાય છે. તે જમ્મુકાશ્મીરના એ લોકો છે જેમનો અભ્યાસ, કોઈ કારણથી પૂરો થઈ શક્યો નથી, જેમને અધવચ્ચે જ સ્કૂલ-કૉલેજ છોડવી પડી.
મારા પ્રિય દેશવાસીઓ, તમને જાણીને ખૂબ જ સારું લાગશે કે આ કાર્યક્રમ અંતર્ગત છેલ્લાં બે વર્ષમાં અઢાર હજાર યુવાનોને 77 અલગ-અલગ વ્યવસાયઓનું પ્રશિક્ષણ અપાયું છે. તેમાંથી લગભગ પાંચ હજાર લોકો તો ક્યાંક ને ક્યાંક નોકરી કરી રહ્યા છે અને ઘણા બધા સ્વરોજગાર તરફ આગળ વધી રહ્યા છે. હિમાયત કાર્યક્રમથી પોતાનું જીવન બદલનારા આ લોકોની જે વાતો સાંભળવા મળી છે તે સાચે જ હૃદયને સ્પર્શી જાય છે.
પરવીન ફાતિમા, તમિલનાડુના તીરુપુરના એક ગારમેન્ટ યુનિટમાં બઢતી પછી સુપરવાઇઝર કમ કૉઑર્ડિનેટર બન્યા છે. એક વર્ષ પહેલાં સુધી, તેઓ કારગિલના એક નાનકડા ગામમાં રહેતાં હતાં. આજે તેમના જીવનમાં એક મોટું પરિવર્તન આવ્યું, આત્મવિશ્વાસ આવ્યો- તેઓ આત્મનિર્ભર થયાં છે અને પોતાનાં સમગ્ર પરિવાર માટે પણ આર્થિક પ્રગતિનો અવસર લઈને આવ્યાં છે. પરવીન ફાતિમાની જેમ જ હિમાયત કાર્યક્રમે લેહ-લદ્દાખ ક્ષેત્રની નિવાસી અન્ય દીકરીઓનું પણ ભાગ્ય બદલ્યું છે અને તે બધી આજે તમિલનાડુના એ જ ફર્મમાં કામ કરી રહી છે. આ જ રીતે હિમાયત ડોડાના ફિયાઝ અહમદ માટે વરદાન બનીને આવ્યો. ફિયાઝે 2012માં 12મું ધોરણ પાસ કર્યું, પરંતુ બીમારીના કારણે, તેઓ પોતાનો અભ્યાસ ચાલુ ન રાખી શક્યા. ફિયાઝ બે વર્ષ સુધી હૃદયની બીમારી સામે ઝઝૂમતા રહ્યા. તે દરમિયાન, તેમના એક ભાઈ અને બહેનનું મૃત્યુ પણ થઈ ગયું. એક રીતે તેમના પરિવાર પર તકલીફોનો પહાડ તૂટી પડ્યો. છેવટે, તેને હિમાયતથી મદદ મળી. હિમાયત દ્વારા ITES એટલે કે ઇન્ફૉર્મેશન ટૅક્નૉલૉજી એનેબલ્ડ સર્વિસીસમાં પ્રશિક્ષણ મળ્યું અને તેઓ આજે પંજાબમાં નોકરી કરી રહ્યા છે.
ફિયાઝ અહમદે સ્નાતકનો અભ્યાસ, જે તેમણે સાથેસાથે ચાલુ રાખ્યો, તે હવે પૂરો થવાનો છે. તાજેતરમાં જ હિમાયતના એક કાર્યક્રમમાં તેમને પોતાનો અનુભવ જણાવવા માટે બોલાવવામાં આવ્યા હતા. પોતાની કથની કહેતી વખતે તેમની આંખોમાંથી અશ્રુ છલકાઈ ગયાં. તે જ રીતે અનંતનાગના રકીબ ઉલ રહમાન, આર્થિક તંગીના કારણે પોતાનો અભ્યાસ પૂરો ન કરી શક્યા. એક દિવસ, રકીબને પોતાના બ્લૉકમાં જે એક કેમ્પ લાગેલો હતો, મૉબિલાઇઝેશન કેમ્પ, તેના દ્વારા હિમાયત કાર્યક્રમની ખબર પડી. રકીબે તરત રિટેલ ટીમ લીડર કૉર્સમાં પ્રવેશ મેળવી લીધો. ત્યાં પ્રશિક્ષણ પૂરું કર્યા પછી આજે તેઓ એક કૉર્પોરેટ હાઉસમાં નોકરી કરી રહ્યા છે. ‘હિમાયત મિશન’થી લાભાન્વિત પ્રતિભાશાળી યુવાનોનાં આવાં અનેક ઉદાહરણો છે જે જમ્મુ-કાશ્મીરમાં પરિવર્તનના પ્રતીક બન્યા છે. હિમાયત કાર્યક્રમ, સરકાર, ટ્રેનિંગ પાર્ટનર, નોકરી આપનારી કંપનીઓ અને જમ્મુ-કાશ્મીરના લોકો વચ્ચે એક સુંદર તાલમેળનું આદર્શ ઉદાહરણ છે.આ કાર્યક્રમે જમ્મુ-કાશ્મીરમાં યુવાઓની અંદર એક નવો આત્મવિશ્વાસ જગાડ્યો છે અને આગળ વધવાનો માર્ગ પણ પ્રશસ્ત કર્યો છે.
મારા પ્રિય દેશવાસીઓ, 26 તારીખે આપણે આ દાયકાનું છેલ્લું સૂર્યગ્રહણ જોયું. કદાચ સૂર્યગ્રહણની આ ઘટનાના કારણે જ My GOV પર રિપુને ખૂબ જ રસપ્રદ ટીપ્પણી લખી છે. તેઓ લખે છે, “નમસ્કાર સર, મારું નામ રિપુન છે. હું ઈશાન ભારતનો રહેવાસી છું, પરંતુ આજકાલ હું દક્ષિણમાં કામ કરી રહ્યો છું. એક વાત હું આપને જણાવવા માગું છું. મને યાદ છે કે અમારા ક્ષેત્રમાં આકાશ ચોખ્ખું હોવાના કારણે અમે કલાકો આકાશના તારાઓને તાકીતાકીને જોતા હતા. તારાઓને જોવાનું મને ખૂબ જ ગમતું હતું. હવે હું એક વ્યાવસાયિક છું અને મારી દિનચર્યાના કારણે હું આ ચીજોને સમય આપી શકતો નથી…શું તમે આ વિષય પર કંઈક વાત કરી શકો? વિશેષ રૂપે, ખગોળશાસ્ત્રને યુવાનો વચ્ચે કેવી રીતે લોકપ્રિય બનાવી શકાય?”
મારા પ્રિય દેશવાસીઓ, મને સૂચનો અનેક આવે છે, પરંતુ હું કહી શકું છું કે આ પ્રકારનું સૂચન કદાચ પહેલી વાર મારી પાસે આવ્યું છે. આમ તો વિજ્ઞાન પર, અનેક પાસાં પર વાતચીત કરવાની તક મળી છે. ખાસ કરીને યુવાન પેઢીના અનુરોધ પર મને વાતચીત કરવાની તક મળી છે. પરંતુ આ વિષય તો વણસ્પર્શ્યો જ રહી ગયો હતો અને હમણાં 26 તારીખે સૂર્યગ્રહણ થયું તો લાગે છે કે કદાચ આ વિષયમાં તમને પણ કંઈ ને કંઈ રૂચિ હશે જ. તમામ દેશવાસીઓ- ખાસ કરીને મારા યુવા સાથીઓની જેમ હું પણ, જે દિવસે, 26 તારીખે, સૂર્યગ્રહણ હતું, તો દેશવાસીઓની જેમ મને પણ અને જેમ મારી યુવાપેઢીના મનમાં જે ઉત્સાહ હતો તેવો મારા મનમાં પણ હતો અને હું પણ સૂર્યગ્રહણ જોવા માગતો હતો, પરંતુ અફસોસની વાત એ રહી કે તે દિવસે કે દિલ્હીમાં આકાશમાં વાદળો છવાયેલાં હતાં અને હું તે આનંદ ન ઉઠાવી શક્યો. જોકે ટીવી પર કૉઝિકૉડ અને ભારતના બીજા હિસ્સામાં દેખાઈ રહેલા સૂર્યગ્રહણની સુંદર તસવીરો જોવા મળી. સૂર્ય ચમકતી વીંટીના આકારનો દેખાઈ રહ્યો હતો. અને તે દિવસે મને કંઈક આ વિષયના જે નિષ્ણાતો છે તેમની સાથે સંવાદ કરવાની તક પણ મળી અને તેઓ જણાવી રહ્યા હતા કે આવું એટલા માટે થાય છે કારણકે ચંદ્રમા પૃથ્વીથી ઘણો દૂર હોય છે અને આથી, તેનો આકાર સંપૂર્ણ રીતે સૂર્યને ઢાંકી શકતો નથી. અને તેથી, આ રીતે, એક વીંટીનો આકાર બની જાય છે. આ સૂર્યગ્રહણ, એક એન્યુલરએક્લિપ્સ હતો, જેને વલય ગ્રહણ અથવા કુંડળ ગ્રહણ પણ કહે છે. ગ્રહણ આપણને એ વાતની યાદ અપાવે છે કે આપણે પૃથ્વી પર રહીને અંતરિક્ષમાં ફરી રહ્યા છે. અંતરિક્ષમાં સૂર્ય, ચંદ્રમા અને અન્ય ગ્રહો જેવા અનેક ખગોળીય પિંડો ફરતા રહે છે. ચંદ્રમાની છાયાથી જ આપણને ગ્રહણનાં અલગ-અલગ રૂપ જોવાં મળે છે. સાથીઓ, ભારતમાં ઍસ્ટ્રૉનૉમી અર્થાત ખગોળ વિજ્ઞાનનો ઘણો જ પ્રાચીન અને ગૌરવશાળી ઇતિહાસ રહ્યો છે. આકાશમાં ઝબૂકતા તારાઓની સાથે આપણો સંબંધ એટલો જ જૂનો છે જેટલી પ્રાચીન આપણી સભ્યતા છે. તમારામાંના ઘણા લોકોને ખબર હશે કે ભારતમાં અલગ-અલગ સ્થાનો પર ખૂબ જ ભવ્ય જંતરમંતર છે, તે જોવાલાયક છે. અને આ જંતરમંતરનો ઍસ્ટ્રૉનૉમી સાથે ગાઢ સંબંધ છે.મહાન આર્યભટ્ટની વિલક્ષણ પ્રતિભા વિશે કોણ નથી જાણતું? પોતાનાપુસ્તકના અધ્યાય‘કાલક્રિયા’માં તેમણે સૂર્યગ્રહણની સાથોસાથ ચંદ્રગ્રહણની પણ વિસ્તારથી વ્યાખ્યા કરી છે. તે પણ તત્ત્વચિંતન અને ગણિતીય – બંને દૃષ્ટિકોણથી કરી છે. તેમણે ગણિતીય રીતે બતાવ્યું કે પૃથ્વીની છાયા કે પડછાયાના કદની ગણતરી કેવી રીતે કરી શકાય. તેમણે ગ્રહણની અવધિ અને હદની ગણતરી કરવાની પણ ચોક્કસ જાણકારીઓ આપી. ભાસ્કર જેવા તેમના શિષ્યોએ આ ભાવનાને અને આ જ્ઞાનને આગળ વધારવા માટે ભરપૂર પ્રયાસો કર્યા. તે પછી ચૌદમી-પંદરમી સદીમાં, કેરળમાં સંગમ ગ્રામના માધવે બ્રહ્માંડમાં સ્થિત ગ્રહોની સ્થિતિની ગણના કરવા માટે કલનશાસ્ત્રનો ઉપયોગ કર્યો. રાતે દેખાતુંઆકાશ માત્ર જિજ્ઞાસાનો જ વિષય નહોતો પરંતુ ગણિતની દૃષ્ટિએ વિચારનારા અને વૈજ્ઞાનિકો માટે એક મહત્ત્વપૂર્ણ સ્રોત હતો. કેટલાંક વર્ષો પહેલાં મેં ‘Pre Modern Kutchi Navigation Techniques and voyages’ આ પુસ્તકનું અનાવરણ કર્યું હતું. આ પુસ્તક એક રીતે તો ‘માલમ’ની ડાયરી છે. માલમ એક નાવિક તરીકે જે અનુભવ કરતા હતા તેમણે પોતાની રીતે તેને ડાયરીમાં લખ્યો હતો. આધુનિક યુગમાં તે જ માલમની પોથીને અને તે પણ ગુજરાતી પાંડુલિપિઓનો સંગ્રહ, જેમાં પ્રાચીન નેવિગેશન ટૅક્નૉલૉજીનું વર્ણન કરે છે અને તેમાં વારંવાર ‘માલમની પોથી’માં આકાશનું, તારાઓનું, તારાઓની ગતિનું વર્ણન કરાયું છે અને તે સ્પષ્ટ બતાવાયું છે કે સમુદ્રમાં મુસાફરી કરતા સમયે, તારાઓના સહારે દિશા નક્કી કરાતી હતી. ગંતવ્ય સ્થળે પહોંચવાનો રસ્તો તારાઓ બતાવે છે.
મારા પ્રિય દેશવાસીઓ, ઍસ્ટ્રૉનૉમીનું ક્ષેત્ર ભારતમાં ઘણું આગળ છે અને આપણીઅનેક પહેલ, નવી કેડી કંડારનારી પણ છે. આપણી પાસે પૂણેની નજીકવિશાળકાય મીટરવૅવ ટૅલિસ્કૉપ છે. એટલું જ નહીં, કોડાઈકેનાલ, ઉદગમંડલમ, ગુરુશિખર અને હાન્લે લદ્દાખમાં પણ શક્તિશાળી ટૅલિસ્કૉપ છે. 2016માં, બેલ્જિયમના તત્કાલીન વડા પ્રધાન અને મેં નૈનીતાલમાં 3.6 મીટર દેવસ્થળ ઑપ્ટિકલ ટેલિસ્કૉપનું ઉદઘાટન કર્યું હતું. તેને એશિયાનું સૌથી મોટું ટૅલિસ્કૉપ કહેવાય છે. ઇસરો પાસે ઍસ્ટ્રૉસેટ નામનો એક ખગોળીય ઉપગ્રહ છે. સૂર્ય વિશે સંશોધન કરવા માટે ઇસરો ‘આદિત્ય’ નામથી એક અન્ય ઉપગ્રહ પણ પ્રક્ષેપિત કરવાનું છે. ખગોળવિજ્ઞાન વિશે, ચાહે તે આપણું પ્રાચીન જ્ઞાન હોય, કે આધુનિક ઉપલબ્ધિઓ, આપણે તેમને અવશ્ય સમજવું જોઈએ અને તેના પર ગર્વ કરવો જોઈએ. આજે આપણા યુવા વૈજ્ઞાનિકોમાં ન માત્ર આપણો વૈજ્ઞાનિક ઇતિહાસ જાણવાની ઝંખના દેખાય છે, પરંતુ તેઓ ઍસ્ટ્રૉનૉમીના ભવિષ્ય માટે પણ એક દૃઢ ઈચ્છાશક્તિ રાખે છે.
આપણા દેશનાં પ્લેનેટૉરિયમ, નાઇટ સ્કાયને સમજવાની સાથે સ્ટાર ગેઝીંગ–તારક દર્શનને શોખના રૂપમાં વિકસિત કરવા માટે પણ પ્રોત્સાહિત કરે છે. અનેક લોકો એમેચ્યોર ટેલિસ્કૉપને અગાશી કે બાલ્કનીમાં લગાવે છે. તારક દર્શનથી ગ્રામીણ શિબિરો ને ગ્રામીણ પ્રવાસને પણ પ્રોત્સાહન મળી શકે છે. અને અનેક એવી શાળાઓ-કૉલેજોછે જે ઍસ્ટ્રૉનૉમીની ક્લબો પણ બનાવે છે અને આ પ્રયોગને આગળ પણ વધારવો જોઈએ.
મારા પ્રિય દેશવાસીઓ, આપણી સંસદને, લોકતંત્રના મંદિરના રૂપમાં આપણે જાણીએ છીએ. એક વાતનો હું આજે ગર્વથી ઉલ્લેખ કરવા માગું છું કે તમે જે પ્રતિનિધિઓને ચૂંટીને સંસદમાં મોકલ્યા છે તેમણે છેલ્લાં 60 વર્ષના અનેક વિક્રમો તોડ્યા છે. ગત છ માસમાં 17મી લોકસભાના બંને ગૃહો ખૂબ જ ઉત્પાદક રહ્યાં છે. લોકસભાએ તો 114 ટકા કામ કર્યું, તો રાજ્યસભાએ 94 ટકા કામ કર્યું. અને તે પહેલાં, બજેટ સત્રમાં, લગભગ 135 ટકા કામ કર્યું હતું. મોડી રાત સુધી સંસદ ચાલી. આ વાત હું એટલા માટે કહી રહ્યો છું કે બધાં સાંસદ તેના માટે બધાઈને પાત્ર છે, અભિનંદનને પાત્ર છે. તમે જે જનપ્રતિનિધિઓને મોકલ્યા છે, તેમણે 60 વર્ષના બધા વિક્રમો તોડી નાખ્યા છે. આટલું કામ થયું, તે પોતાની રીતે, ભારતના લોકતંત્રની તાકાતનું પણ, લોકતંત્ર પ્રતિ આસ્થાનું પણ પરિચાયક છે. હું બને ગૃહોના પીઠાસીન અધિકારીઓ, બધા રાજકીય પક્ષોને, બધા સાંસદોને, તેમની આ સક્રિય ભૂમિકા માટે ખૂબ ખૂબ અભિનંદન આપવા માગું છું.
મારા પ્રિય દેશવાસીઓ, સૂર્ય, પૃથ્વી, ચંદ્રમાની ગતિ માત્ર ગ્રહણ નક્કી નથી કરતી, પરંતુ ઘણી બધી ચીજો પણ તેની સાથે જોડાયેલી છે. બધાં જાણે છે કે સૂર્યની ગતિના આધારે જાન્યુઆરીના મધ્યમાં, સમગ્ર ભારતમાં વિભિન્ન પ્રકારના તહેવારો મનાવાશે. પંજાબથી લઈને તમિલનાડુ સુધી અને ગુજરાતથી લઈને આસામ સુધી, લોકો અનેક તહેવારોની ઉજવણી કરશે.જાન્યુઆરીમાં ખૂબ જ ધામધૂમથી મકરસંક્રાંતિ અને ઉત્તરાયણ મનાવાય છે. તેમને ઊર્જાનું પ્રતીક પણ માનવામાં આવે છે. આ દરમિયાન પંજાબમાં લોહડી, તમિલનાડુમાં પોંગલ, આસામમાં માઘબિહુ પણ મનાવવામાં આવશે. આ તહેવાર, ખેડૂતોની સમૃદ્ધિ અને પાક સાથે પણ બહુ નિકટતાથી જોડાયેલા છે. આ તહેવારો આપણને ભારતની એકતા અને ભારતની વિવિધતા વિશે યાદ અપાવે છે. પોંગલના છેલ્લા દિવસે મહાન તિરુવલ્લુવરની જયંતી મનાવવાનું સૌભાગ્ય આપણને દેશવાસીઓને મળે છે. આ દિવસ મહાન લેખક-વિચારક સંત તિરુવલ્લુવરજીને, તેમના જીવનને સમર્પિત હોય છે.
મારા પ્રિય દેશવાસીઓ, 2019ની આ છેલ્લી ‘મન કી બાત’ છે. 2020માં આપણે ફરી મળીશું. નવું વર્ષ, નવું દશક, નવો સંકલ્પ, નવી ઊર્જા, નવો ઉમંગ, નવો ઉત્સાહ- આવો ચાલીએ. સંકલ્પની પૂર્તિ માટેનું સામર્થ્ય સંચિત કરતા ચાલીએ. દૂર સુધી ચાલવાનું છે, ઘણું બધું કરવાનું છે, દેશને નવી ઊંચાઈઓ પર પહોંચાડવાનો છે. 130 કરોડ દેશવાસીઓના પુરુષાર્થ પર, તેમના સામર્થ્ય પર, તેમના સંકલ્પ પર, અપાર શ્રદ્ધા રાખીને, આવો આપણે ચાલીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. ઘણી બધી શુભકામનાઓ.
મારા પ્રિય દેશવાસીઓ, ‘મન કી બાત’માં આપ સહુનું સ્વાગત છે. આજે મન કી બાતની શરૂઆત, યુવા દેશના, યુવા, જે ઉત્સાહ, જે દેશભક્તિ, જે સેવાના રંગમાં રંગાયેલા છે તે નવજુવાન. તમે જાણો છો ને. નવેમ્બર મહિનાનો ચોથો રવિવાર દર વર્ષે એનસીસી દિવસના રૂપમાં મનાવાય છે. સામાન્ય રીતે આપણી યુવા પેઢીને ફ્રેન્ડશિપ દિવસ બરાબર યાદ રહે છે, પરંતુ ઘણા લોકો છે જેમને એનસીસી ડે પણ એટલો જ યાદ રહે છે. તો ચાલો આજે એનસીસી વિશે વાત કરીએ. મને પણ કેટલીક યાદો તાજી કરવાનો અવસર મળી જશે. સૌથી પહેલાં તો એનસીસીના બધા પૂર્વ અને વર્તમાન કેડેટને એનસીસી ડેની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. કારણ કે હું પણ આપની જેમ જ કેડેટ રહ્યો છું અને મનથી પણ, આજે પણ પોતાને કેડેટ જ માનું છું. એ તો આપણને બધાને ખબર છે જ કે એનસીસી એટલે નેશનલ કેડેટ કૉર્પ્સ. દુનિયાના સૌથી મોટા ગણવેશધારી યુવા સંગઠનોમાં ભારતનું એનસીસી એક છે. આ એક ટ્રાય સર્વિસ ઑર્ગેનાઇઝેશન છે જેમાં સેના, નૌ સેના, વાયુ સેના ત્રણેય સમાવિષ્ટ છે. નેતૃત્વ, દેશભક્તિ, નિ:સ્વાર્થ સેવા, શિસ્ત, કઠોર પરિશ્રમ એ બધાને પોતાના ચરિત્રનો હિસ્સો બની લે, પોતાનો શોખ બનાવવાની એક રોમાંચક યાત્રા અર્થાત્ એનસીસી. આ યાત્રા વિશે કંઈક વધુ વાત કરવા માટે આજે ફૉન કૉલ્સ દ્વારા કેટલાક નવજુવાનો, જેમણે એનસીસીમાં પોતાનું સ્થાન બનાવ્યું છે, આવો તેમની સાથે વાત કરીએ.
પ્રધાનમંત્રી : સાથીઓ, આપ સહુ કેમ છો?
તરન્નુમ ખાન : જય હિન્દ પ્રધાનમંત્રીજી
પ્રધાનમંત્રી : જય હિન્દ
તરન્નુમ ખાન : સર, મારું નામ જુનિયર અંડર ઑફિસર તરન્નુમ ખાન છે
પ્રધાનમંત્રી : તરન્નુમ, આપ ક્યાંથી છો?
તરન્નુમ ખાન : હું દિલ્લીની છું, સર.
પ્રધાનમંત્રી : અચ્છા. તો એનસીસીમાં કેટલા વર્ષ કેવો અનુભવ રહ્યો આપનો?
તરન્નુમ ખાન : સર, હું એનસીસીમાં વર્ષ ૨૦૧૭માં જોડાઈ હતી અને
આ ત્રણ વર્ષ મારી જિંદગીનાં શ્રેષ્ઠ વર્ષો રહ્યાં છે.
પ્રધાનમંત્રી : વાહ, સાંભળીને બહુ સારું લાગ્યું.
તરન્નુમ ખાન : સર, હું આપને જણાવવા માગીશ કે મારો સૌથી સારો અનુભવ જે રહ્યો તે ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ કેમ્પમાં રહ્યો હતો. તે અમારો કેમ્પ ઑગસ્ટમાં થયો હતો જેમાં NER ‘નોર્થ ઇસ્ટર્ન રિજિયન’નાં બાળકો પણ આવ્યા હતા. તે કેડેટની સાથે અમે દસ દિવસ માટે રહ્યા. અમે તેમની રહેણી કરણી શીખ્યાં. અમે જોયું કે તેમની ભાષા કેવી છે? તેમની પરંપરા, તેમની સંસ્કૃતિ, અમે તેમની આવી અનેક ચીજો શીખી. જેમ કે via zhomi નો અર્થ થાય છે હેલો… કેમ છો, તેમ જ અમારી કલ્ચરલ નાઇટ થઈ હતી. તેની અંદર તેમણે અમને પોતાનો ડાન્સ શીખવ્યો, તહેરા કહે છે તેમના ડાન્સને. અને તેમણે મને ‘મેખાલા’ પહેરવાનું પણ શીખવ્યું. હું સાચું કહું છું, તેની અંદર ખૂબ જ સુંદર અમે બધાં લાગી રહ્યાં હતાં દિલ્લીવાળા તેમજ અમારા નાગાલેન્ડના દોસ્ત પણ. અમે તેમને દિલ્લી દર્શન પર પણ લઈને ગયા હતા, જ્યાં અમે તેમને નેશનલ વૉર મેમોરિયલ અને ઇન્ડિયા ગેટ બતાવ્યાં. ત્યાં અમે તેમને દિલ્લીની ચાટ પણ ખવડાવી, ભેળપુરી પણ ખવડાવી, પરંતુ તેમને થોડું તીખું લાગ્યું કારણ કે તેમણે કહ્યું કે તેઓ મોટા ભાગે સૂપ પીવાનું પસંદ કરે છે, થોડી ઉકાળેલી શાકભાજી ખાવાનું પસંદ કરે છે તો તેમનું ભોજન તો એટલું ન ભાવ્યું, પરંતુ તે ઉપરાંત અમે તેમની સાથે ઘણી તસવીરો પડાવી, અમારો ઘણો અનુભવ તેમની સાથે વહેંચ્યો.
પ્રધાનમંત્રી : આપે તેમની સાથે સંપર્ક ચાલુ રાખ્યો છે ને?
તરન્નુમ ખાન : જી સાહેબ, અમારો સંપર્ક તેમની સાથે હજુ જળવાઈ રહ્યો છે.
પ્રધાનમંત્રી : ચાલો, સારું કર્યું આપે.
તરન્નુમ ખાન : જી સર.
પ્રધાનમંત્રી : બીજા કોણ સાથી છે તમારી સાથે?
શ્રી હરિ જી. વી. : જય હિન્દ સર.
પ્રધાનમંત્રી : જય હિન્દ.
શ્રી હરિ જી. વી. : હું સીનિયરઅંડર ઑફિસર શ્રી જી. વી.હરી બોલી રહ્યો છું.
હું બેંગ્લુરુ, કર્ણાટકનો રહેવાસી છું.
પ્રધાનમંત્રી : અને આપ ક્યાં ભણો છો?
શ્રી હરિ જી. વી. : સર બેંગ્લુરુમાં ક્રિષ્ટુ જયંતી કૉલેજમાં.
પ્રધાનમંત્રી : અચ્છા, બેંગ્લુરુમાં જ છો.
શ્રી હરિ જી. વી. : હા, સર.
પ્રધાનમંત્રી : કહો.
શ્રી હરિ જી. વી. : સર, હું કાલે જ યૂથ ઍક્સચેન્જ પ્રૉગ્રામ સિંગાપોરથી પાછો આવ્યો છું.
પ્રધાનમંત્રી : અરે વાહ!
શ્રી હરિ જી. વી. : હા સર.
પ્રધાનમંત્રી : તો તમને મોકો મળી ગયો ત્યાં જવાનો.
શ્રી હરિ જી. વી. : હા સર.
પ્રધાનમંત્રી : કેવો અનુભવ રહ્યો સિંગાપોરનો?
શ્રી હરિ જી. વી. : ત્યાં છ દેશો આવ્યા હતા જેમાં હતા યુનાઇટેડ કિંગ્ડમ, યુનાઇટેડ સ્ટૅટ્સ ઑફ અમેરિકા, સિંગાપોર, બ્રુનેઇ, હૉંગકૉંગ અને નેપાળ. ત્યાં અમે કૉમ્બેટલેસન્સ અને ઇન્ટરનેશનલ મિલિટરી એક્સર્સાઇઝનું એક ઍક્સ્ચેન્જ શીખ્યું હતું. ત્યાં અમારું પર્ફૉર્મન્સ કંઈક અલગ જ હતું. સર, તેમાંથી અમને વૉટર સ્પૉર્ટ્સ અને ઍડ્વેન્ચર એક્ટિવિટિઝ શીખવાડી હતી અને વૉટર પૉલો ટુર્નામેન્ટમાં ભારતીય ટીમે જીત મેળવી હતી. અને કલ્ચરલમાં અમે ઑવરઑલ પર્ફૉર્મર્સ હતા સર. તેમને અમારી ડ્રિલ અને વર્ડ ઑફ કમાન્ડ બહુ સારાં લાગ્યાં હતાં.
પ્રધાનમંત્રી : તમે કેટલા લોકો હતા હરિ?
શ્રી હરિ જી. વી. : સર, ૨૦ લોકો. અમે ૧૦ છોકરા, ૧૦ છોકરીઓ હતાં.
પ્રધાનમંત્રી : હા, અહીં જ, ભારતનાં બધાં અલગ-અલગ રાજ્યનાં હતાં?
શ્રી હરિ જી. વી. : હા સર.
પ્રધાનમંત્રી : ચાલો, તમારા બધા સાથી તમારો અનુભવ સાંભળવા માટે બહુ જ આતુર હશે, પરંતુ મને સારું લાગ્યું. બીજાં કોણ છે તમારી સાથે?
વિનોલેકિસો : જય હિન્દ સર.
પ્રધાનમંત્રી : જય હિન્દ.
વિનોલેકિસો : મારું નામ છે સીનિયર અંડર ઑફિસર વિનોલેકિસો.
હું નૉર્થ ઇસ્ટર્ન રિજિયન નાગાલેન્ડ સ્ટેટનો છું સર.
પ્રધાનમંત્રી : હા, વિનોલે. જણાવો શું અનુભવ છે આપનો?
વિનોલેકિસો : સર, હું સેન્ટ જૉસેફ્સ કૉલેજ jakhana (ઑટોનોમસ)માં ભણી રહ્યો છું. બી. એ. હિસ્ટરી (ઑનર્સ)માં. મેં વર્ષ ૨૦૧૭માં એનસીસીમાં પ્રવેશ મેળવ્યો હતો અને તે મારો જિંદગીનો સૌથી મોટો અને સારો નિર્ણય હતો સર.
પ્રધાનમંત્રી : એનસીસીના કારણે હિન્દુસ્તાનમાં ક્યાં ક્યાં જવાની તક મળી છે?
વિનોલેકિસો : સર, મેં એનસીસીમાં પ્રવેશ મેળવ્યો અને ઘણું શીખ્યો હતો અને મને તક પણ ઘણી મળી હતી અને મારો એક અનુભવ હતો જે હું આપને જણાવવા માગું છું. મેં આ વર્ષે ૨૦૧૯ જૂન મહિનાથી એક કેમ્પ એટેન્ડ કર્યો તે છે કમ્બાઇન્ડ એન્યુઅલ ટ્રેઇનિંગ કેમ્પ અને તે સેઝૉલી કોહિમામાં યોજાયો હતો. આ કેમ્પમાં ૪૦ કેડેટે હાજરી આપી હતી.
પ્રધાનમંત્રી : તો, નાગાલેન્ડમાં બધા તમારા સાથી જાણવા માગતા હશે હિન્દુસ્તાનમાં ક્યાં ગયા, શું-શું જોયું? બધો અનુભવ સંભળાવો છો, બધાને?
વિનોલેકિસો : હા સર.
પ્રધાનમંત્રી : બીજા કોણ છે તમારી સાથે?
અખિલ : જય હિન્દ સર, મારું નામ જુનિયર અંડર ઑફિસર અખિલ છે.
પ્રધાનમંત્રી : હા, અખિલ જણાવો.
અખિલ : હું હરિયાણાના રોહતકનો રહેવાસી છું, સર.
પ્રધાનમંત્રી : હા…
અખિલ : હું દયાલસિંહ કૉલેજ, દિલ્લી યુનિવર્સિટીથી ફિઝિક્સ ઑનર્સ કરી રહ્યો છું.
પ્રધાનમંત્રી : હા… હા…
અખિલ : સર, મને એનસીસીમાં સૌથી સારી શિસ્ત લાગી છે.
પ્રધાનમંત્રી : વાહ…
અખિલ : તેણે મને વધુ જવાબદાર નાગરિક બનાવ્યો છે સર.
એનસીસી કેડેટની ડ્રિલ, ગણવેશ મને ખૂબ જ પસંદ છે.
પ્રધાનમંત્રી : કેટલા કેમ્પ કરવાની તક મળી, ક્યાં-ક્યાં જવાની તક મળી?
અખિલ : સર, મેં ત્રણ કેમ્પ કર્યા છે સર. હું હાલમાં જ ઇન્ડિયન મિલિટરી એકેડેમી, દહેરાદૂનમાં એટેચમેન્ટ કેમ્પનો હિસ્સો રહ્યો છું.
પ્રધાનમંત્રી : કેટલા સમયનો હતો?
અખિલ : સર, તે ૧૩ દિવસનો કેમ્પ હતો.
પ્રધાનમંત્રી : અચ્છા.
અખિલ : સર, મેં ત્યાં ભારતીય સેનામાં અધિકારી કેવી રીતે બનાય છે તેને બહુ નજીકથી જોયું છે અને તે પછી મારો ભારતીય સેનામાં અધિકારી બનવાનો સંકલ્પ વધુ દૃઢ થયો છે સર.
પ્રધાનમંત્રી : વાહ…
અખિલ : અને સર મેં ગણતંત્ર દિવસની પરેડમાં પણ ભાગ લીધો હતો અને તે મારા માટે અને મારા પરિવાર માટે ઘણા ગર્વની વાત હતી.
પ્રધાનમંત્રી : શાબાશ…
અખિલ : મારાથી વધુ ખુશ મારી મા હતી સર. જ્યારે અમે સવારે બે વાગે ઊઠીને રાજપથ પર પ્રૅક્ટિસ કરવા જતા હતા તો અમારામાં જોશ એટલું બધું રહેતું હતું કે તે જોવા લાયક હતું. અન્ય ફૉર્સેસ કન્ટિન્ટજન્ટના લોકો જે અમને એટલા પ્રોત્સાહિત કરતા હતા કે રાજપથ પર માર્ચ કરતી વખતે, અમારા રૂંવાડા ઊભા થઈ ગયા હતા, સર.
પ્રધાનમંત્રી : ચાલો, તમારા ચારેય સાથે વાત કરવાની તક મળી અને તે પણ એનસીસીડે પર. મારા માટે ખૂબ જ ખુશીની વાત છે કારણકે મારું પણ સૌભાગ્ય રહ્યું કે હું પણ બાળપણમાં મારા ગામની શાળામાં એનસીસી કેડેટ રહ્યો હતો તો મને ખબર છે કે તે શિસ્ત, તે ગણવેશ, તેના કારણે જે confidence level વધે છે, તે બધી વાતો બાળપણમાં મને એક એનસીસી કેડેટના રૂપમાં અનુભવ કરવાનો મોકો મળ્યો હતો.
વિનોલે : પ્રધાનમંત્રીજી, મારો એક પ્રશ્ન છે.
પ્રધાનમંત્રી : હા, પૂછો…
વિનોલે : કે તમે પણ એનસીસીનો હિસ્સો રહ્યા છો
પ્રધાનમંત્રી : કોણ? વિનોલે બોલી રહી છો?
વિનોલે : હા સર, હા સર.
પ્રધાનમંત્રી : હા, વિનોલે પૂછો.
વિનોલે : શું તમને કયારેય સજા મળી હતી?
પ્રધાનમંત્રી : (હસીને) તેનો અર્થ કે તમને લોકોને સજા મળે છે?
વિનોલે : હા, સર.
પ્રધાનમંત્રી : જી નહીં, મારી સાથે આવું ક્યારેય નથી થયું કારણ કે હું ખૂબ જ, એક રીતે શિસ્તમાં માનનારો રહ્યો છું પરંતુ એક વાર જરૂર ગેરસમજ થઈ હતી. જ્યારે અમે કેમ્પમાં હતા તો હું એક ઝાડ પર ચડી ગયો હતો. તો પહેલાં તો એવું લાગ્યું કે મેં કોઈ કાયદો તોડી દીધો છે, પરંતુ બાદમાં બધાને ધ્યાનમાં આવ્યું કે ત્યાં પતંગની દોરીમાં એક પંખી ફસાઈ ગયું હતું. તો તેને બચાવવા માટે હું ત્યાં ચડી ગયો હતો. તો ખેર પહેલાં તો લાગતું હતું કે મારી સામે કોઈ Discipline Action લેવામાં આવશે પરંતુ બાદમાં મારી ઘણી પ્રશંસા થઈ. તો એક રીતે એક અલગ જ અનુભવ થયો મને.
તરન્નુમ ખાન : જી સર. આ જાણીને ઘણું સારું લાગ્યું સર.
પ્રધાનમંત્રી : થેંક યૂ.
તરન્નુમ ખાન : હું તરન્નુમ વાત કરી રહી છું.
પ્રધાનમંત્રી : હા, તરન્નુમ જણાવો.
તરન્નુમ ખાન : જો તમારી આજ્ઞા હોય તો હું આપને એક પ્રશ્ન પૂછવા માગીશ સર.
પ્રધાનમંત્રી : જી… જી.. કહો
તરન્નુમ ખાન : સર, આપે આપના સંદેશાઓમાં અમને કહ્યું છે કે ભારતીય નાગરિકે ત્રણ વર્ષમાં ૧૫ જગ્યાઓ પર તો જવું જ જોઈએ. આપ અમને કહેવા માગશો કે અમારે ક્યાં ક્યાં જવું જોઈએ? અને આપને કઈ જગ્યાએ જઇને સૌથી સારૂં લાગ્યું?
પ્રધાનમંત્રી : આમ તો હું હિમાલયને ઘણો પસંદ કરતો રહ્યો છું, હંમેશાં.
તરન્નુમ ખાન : જી…
પ્રધાનમંત્રી : પરંતુ તેમ છતાં હું ભારતના લોકોને અનુરોધ કરીશ કે જો તમને પ્રકૃતિ પ્રત્યે પ્રેમ છે…
તરન્નુમ ખાન : જી…
પ્રધાનમંત્રી : ગાઢ જંગલ, ઝરણાં, એક અલગ જ પ્રકારનું વાતાવરણ જોવું છે તો હું બધાને કહું છું કે આપ ઈશાન ભારત જરૂર જાવ.
તરન્નુમ ખાન : જી સર.
પ્રધાનમંત્રી : આ હું હંમેશાં કહું છું અને તેના કારણે ઈશાન ભારતમાં પર્યટન પણ ઘણું વધશે, અર્થંતંત્રને પણ ઘણો ફાયદો થશે અને ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ના સપનાને પણ ત્યાં મજબૂતી મળશે.
તરન્નુમ ખાન : જી સર.
પ્રધાનમંત્રી : પરંતુ હિન્દુસ્તાનમાં દરેક જગ્યાએ ઘણું બધું જોવા જેવું છે, અધ્યયન કરવા જેવું છે અને એક રીતે આત્માને સાફ કરવા જેવું છે.
શ્રી હરિ જી. વી. : પ્રધાનમંત્રીજી, હું શ્રી હરિ બોલી રહ્યો છું.
પ્રધાનમંત્રી : જી હરિ કહો…
શ્રી હરિ જી. વી. : હું આપની પાસેથી જાણવા માગું છું કે જો આપ એક Polotician ન હોત તો આપ શું હોત?
પ્રધાનમંત્રી : હવે એ તો ઘણો અઘરો પ્રશ્ન છે કારણકે દરેક બાળકના જીવનમાં અનેક પડાવ આવે છે. ક્યારેક આ બનવાનું મન કરે છે તો ક્યારેક તે બનવાનું મન કરે છે પરંતુ એ વાત સાચી છે કે મને ક્યારેય રાજનીતિમાં જવાનું મન નહોતું, ન તો ક્યારેય વિચાર્યું હતું, પરંતુ હવે પહોંચી ગયો છું તો મન દઈને દેશ માટે કામ કરું, તે માટે વિચારતો રહું છું અને આથી હવે હું ‘અહીં ન હોત તો ક્યાં હોત’ તે વિચારવું જ ન જોઈએ મારે. હવે તો મન દઈને જ્યાં છું ત્યાં મન ભરીને જીવવું જોઈએ અને પૂરી તાકાત સાથે દેશ માટે કામ કરવું જોઈએ. ન દિવસ જોવાનો છે કે ન તો રાત જોવાની છે. બસ આ જ એક ઉદ્દેશ્યથી મેં મારી જાતને હોમી દીધી છે.
અખિલ : પ્રધાનમંત્રીજી…
પ્રધાનમંત્રી : જી..
અખિલ : તમે દિવસમાં એટલા વ્યસ્ત રહો છો તો મારી એ જાણવાની જિજ્ઞાસા હતી કે તમને ટીવી જોવાનો, ફિલ્મ જોવાનો કે પુસ્તકો વાંચવાનો સમય મળે છે?
પ્રધાનમંત્રી : આમ મારી રુચિ પુસ્તક વાંચવામાં તો રહેતી હતી. ફિલ્મ જોવામાં તો ક્યારેય રુચિ પણ નથી રહી, તેમાં સમયનું બંધન તો નહીં અને ન તો તે રીતે ટી. વી. જોઈ શકું છું. ઘણું જ ઓછું. ક્યારેક ક્યારેક પહેલા ડિસ્કવરી ચેનલ જોતો હતો, જિજ્ઞાસાના કારણે. અને પુસ્તકો વાંચતો હતો પરંતુ આ દિવસોમાં તો વાંચી શકતો નથી અને બીજું, ગૂગલના કારણે પણ ટેવ ખરાબ થઈ ગઈ છે કારણકે જો કોઈ સંદર્ભ જોવો હોય તો તરત શૉર્ટકટ શોધી લઈએ છીએ. તો કેટલીક ટેવો જે બધાની બગડી છે, મારી પણ બગડી છે. ચાલો દોસ્તો, મને ઘણું સારું લાગ્યું, આપ સહુની સાથે વાત કરવા માટે અને હું આપના માધ્યમથી એનસીસીના બધા કેડેટસને ખૂબ ખૂબ શુભકામનાઓઆપું છું. ખૂબ ખૂબ ધન્યવાદ દોસ્તો, થેંકયૂ.
બધા એનસીસી કેડેટ : ઘણો ઘણો આભાર સર. થેંકયૂ.
પ્રધાનમંત્રી : થેંકયૂ, થેંકયૂ.
બધા એનસીસી કેડેટ : જય હિન્દ સર.
પ્રધાનમંત્રી : જય હિન્દ.
બધા એનસીસી કેડેટ : જય હિન્દ સર.
પ્રધાનમંત્રી : જય હિન્દ, જય હિન્દ.
મારા પ્રિય દેશવાસીઓ, આપણે બધા દેશવાસીઓએ એ ક્યારેય પણ ભૂલવું ન જોઈએ કે ૭ ડિસેમ્બરે સશસ્ત્ર દળોનો ધ્વજ દિવસ મનાવાય છે. આ એ દિવસ છે જ્યારે આપણે આપણા વીર સૈનિકોને, તેમના પરાક્રમને, તેમના બલિદાનને યાદ તો કરીએ છીએ પરંતુ યોગદાન પણ આપીયે છીએ. માત્ર સન્માનનો ભાવ એટલાથી વાત ન ચાલે. સહભાગ પણ જરૂરી હોય છે અને ૭ ડિસેમ્બરે પ્રત્યેક નાગરિકે આગળ આવવું જોઈએ. દરેક પાસે તે દિવસે સશસ્ત્ર દળોનો ધ્વજ હોવો જ જોઈએ. અને સહુ કોઇનું યોગદાન પણ હોવું જોઇએ. આવો, આ અવસર પર આપણે આપણા સશસ્ત્ર દળોના અદમ્ય સાહસ, શૌર્ય અને સમર્પણ ભાવ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ અને વીર સૈનિકોનું સ્મરણ કરીએ.
મારા પ્રિય દેશવાસીઓ, ભારતમાં ફિટ ઇન્ડિયા મૂવમેન્ટથી તો આપ પરિચિત થઇ જ ગયા હશો. સીબીએસઈએ એક પ્રશંસનીય પહેલ કરી છે. ફિટ ઇન્ડિયા સપ્તાહની. શાળાઓ, ફિટ ઇન્ડિયા સપ્તાહ ડિસેમ્બર મહિનામાં ક્યારેય પણ મનાવી શકે છે. તેમાં ફિટનેસ અંગે અનેક પ્રકારનાં આયોજનો કરાવવાનાં છે. તેમાં ક્વિઝ, નિબંધ, લેખ, ચિત્રકામ, પારંપરિક અને સ્થાનિક રમતો, યોગાસન, ડાન્સ અને ખેલકૂદ પ્રતિયોગિતાઓ સામેલ છે. ફિટ ઇન્ડિયા સપ્તાહમાં વિદ્યાર્થીઓની સાથો–સાથ તેમના શિક્ષક અને માતાપિતા પણ ભાગ લઈ શકે છે. પરંતુ એ ન ભૂલશો કે ફિટ ઇન્ડિયા એટલે નહીં કે માત્ર મગજની કસરત, કાગળ પરની કસરત, કે લેપટોપ કે કમ્પ્યૂટર પર કે મોબાઇલ ફૉન પર ફિટનેસની ઍપ જોતા રહેવી. જી નહીં. પરસેવો વહાવડાવવાનો છે. ભોજનની ટેવો બદલવાની છે. વધુમાં વધુ ફોકસ એક્ટિવિટી કરવાની ટેવ પાડવાની છે. હું દેશનાં બધાં રાજ્યોનાં સ્કૂલ બૉર્ડ અને સ્કૂલ પ્રબંધનને અપીલ કરું છું કે દરેક શાળામાં, ડિસેમ્બર મહિનામાં ફિટ ઇન્ડિયા સપ્તાહ મનાવવો જોઈએ. તેનાથી ફિટનેસની ટેવ આપણા બધાની દિનચર્યામાં સામેલ થશે. ફિટ ઇન્ડિયા મૂવમેન્ટમાં ફિટનેસને આધારે સ્કૂલોના મૂલ્યાંકનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ મૂલ્યાંકનને પ્રાપ્ત કરનારી તમામ શાળાઓ, ફિટ ઇન્ડિયા લૉગો અને ધ્વજનો પ્રયોગ પણ કરી શકશે. ફિટ ઇન્ડિયા પૉર્ટલ પર જઈને સ્કૂલ પોતાને ફિટ ઘોષિત કરી શકે છે. ફિટ ઇન્ડિયા થ્રી સ્ટાર અને ફિટ ઇન્ડિયા ફાઇવ સ્ટાર મૂલ્યાંકન પણ આપવામાં આવશે. હું અનુરોધ કરું છું કે બધી શાળાઓ ફિટ ઇન્ડિયા મૂલ્યાંકનમાં સામેલ થાય અને ફિટ ઇન્ડિયા એક સહજ સ્વભાવ બને. એક જનાંદોલન બને. જાગૃતિ આવે. તેના માટે પ્રયાસ કરવો જોઈએ.
મારા પ્રિય દેશવાસીઓ, આપણો દેશ એટલો વિશાળ છે, એટલી વિવિધતાઓથી ભરેલો છે, એટલો પુરાતન છે કે ઘણી બધી વાતો આપણા ધ્યાનમાં જ નથી આવતી અને તે સ્વાભાવિક પણ છે. તેવી એક વાત હું આપને જણાવવા માગું છું. કેટલાક દિવસો પહેલાં My Gov પર એક ટીપ્પણી પર મારી નજર પડી. આ ટીપ્પણી આસામના નૌગાંવના શ્રીમાન રમેશ શર્માજીએ લખી હતી. તેમણે લખ્યું, બ્રહ્મપુત્ર નદી પર એક ઉત્સવ ચાલી રહ્યો છે. જેનું નામ છે બ્રહ્મપુત્ર પુષ્કર. ૪ નવેમ્બરથી ૧૬ નવેમ્બર સુધી આ ઉત્સવ હતો અને આ બ્રહ્મપુત્ર પુષ્કરમાં સામેલ થવા માટે દેશના ભિન્નભિન્ન ભાગોથી કેટલાય લોકો ત્યાં સામેલ થયા છે. આ સાંભળીને તમને પણ આશ્ચર્ય થયું ને? હા, આ જ તો વાત છે. આ એટલો મહત્વપૂર્ણ ઉત્સવ છે અને આપણા પૂર્વજોએતેની એવી રચના કરી છે કે જ્યારે આખી વાત સાંભળશો તો તમને પણ આશ્ચર્ય થશે. પરંતુ દુર્ભાગ્યથી તેનો જેટલો વ્યાપક પ્રચાર થવો જોઈએ, જેટલી દેશના ખૂણે ખૂણામાં જાણકારી હોવી જોઈએ, તેટલી માત્રામાં નથી હોતી. અને એ પણ વાત સાચી છે કે આનું સંપૂર્ણ આયોજન એક રીતે “એક દેશ એક સંદેશ” અને “આપણે બધાં એક છીએ” તે ભાવ ભરનારૂં છે, તાકાત આપનારૂં છે.
સૌથી પહેલાં તો રમેશજી, તમારો બહુ બહુ આભાર કે તમે ‘મન કી બાત’ના માધ્યમથી દેશવાસીઓ વચ્ચે આ માહીતી વહેંચવાનો નિશ્ચય કર્યો. તમે પીડા પણ વ્યક્ત કરી છે કે આટલી મહત્વપૂર્ણ વાતની કોઈ વ્યાપક ચર્ચા નથી થતી, પ્રચાર નથી થતો. તમારી પીડા હું સમજી શકું છું. દેશમાં મોટા ભાગના લોકો આ વિશે જાણતા નથી. હા, જો કદાચ કોઈએ તેને ઇન્ટરનેશનલ રિવર ફેસ્ટિવલ કહી દીધો હોત કે મોટા-અઘરા શબ્દોથી વર્ણવ્યું હોત, તો કદાચ, આપણા દેશમાં કેટલાક લોકો છે જે જરૂર તેના પર કંઈ ને કંઈ ચર્ચા કરત અને પ્રચાર પણ થઈ જતો.
મારા પ્રિય દેશવાસીઓ, પુષ્કરમ, પુષ્કરાલુ, પુષ્કર: શું તમે ક્યારેય આ શબ્દો સાંભળ્યા છે, શું તમે જાણો છો, તમને ખબર છે કે આ શું છે. હું જણાવું છું. આ દેશની અલગ-અલગ નદીઓ પર જે ઉત્સવ આયોજિત થાય છે તેમનાં ભિન્ન-ભિન્ન નામ છે. દર વર્ષે એક નદી પર એટલે કે તે નદીનો વારો બાર વર્ષ પછી આવે છે અને આ ઉત્સવ દેશના અલગ-અલગ ભાગની બાર નદીઓ પર થાય છે વારાફરતી થાય છે અને બાર દિવસ ચાલે છે, કુંભની જેમ આ ઉત્સવ પણ રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપે છે અને ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’નું દર્શન કરાવે છે. પુષ્કરમ આ એવો ઉત્સવ છે જેમાં નદીનું મહાત્મય, નદીનું ગૌરવ, જીવનમાં નદીની મહત્તા એક સહજ રૂપે ઉજાગર થાય છે!
આપણા પૂર્વજોએ પ્રકૃતિને, પર્યાવરણને, જળને, જમીનને, જંગલને ખૂબ જ મહત્વ આપ્યું. તેમણે નદીઓના મહત્વને સમજ્યું અને સમાજમાં નદીઓ પ્રત્યે સકારાત્મક ભાવ કેવી રીતે જન્મે, એક સંસ્કાર કેવી રીતે બને, નદી સાથે સંસ્કૃતિની ધારા, નદી સાથે સંસ્કારી ધારા, નદીની સાથે સમાજને જોડવાનો પ્રયાસ આ નિરંતર ચાલતું રહ્યું અને મજેદાર વાત એ છે કે સમાજ નદીઓ સાથે પણ જોડાયો અને પરસ્પર પણ જોડાયો. ગયા વર્ષે તમિલનાડુની તામીર બરની નદી પર પુષ્કરમ થયો હતો. આ વર્ષે આ બ્રહ્મપુત્ર નદી પર આયોજિત થયો અને આગામી વર્ષે તુંગભદ્રા નદી આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને કર્ણાટકમાં આયોજિત થશે. એક રીતે તમે આ બાર સ્થાનોની યાત્રા એક ટુરિસ્ટ સર્કિટના રૂપમાં પણ કરી શકો છો. અહીં હું આસામના લોકોના ઉમળકા, ઉષ્મા તેમના આતિથ્યની પ્રશંસા કરવા માગું છું જેમણે પૂરા દેશથી આવેલા તીર્થયાત્રીઓનો ઘણો સુંદર સત્કાર કર્યો.
આયોજકોએ સ્વચ્છતાનો પણ પૂરો ખ્યાલ રાખ્યો. પ્લાસ્ટિક મુક્ત ક્ષેત્ર સુનિશ્ચિત કર્યાં. જગ્યાએ-જગ્યાએ જૈવ શૌચાલયોની વ્યવસ્થા પણ કરી. મને આશા છે કે નદીઓ પ્રત્યે આ પ્રકારનો ભાવ જગાવવાનો આ હજારો વર્ષ જૂનો આપણો ઉત્સવ ભાવિ પેઢીને પણ જોડશે. પ્રકૃતિ, પર્યાવરણ, પાણી… આ બધી ચીજો આપણા પર્યટનનો પણ હિસ્સો બને, જીવનનો પણ હિસ્સો બને.
મારા પ્રિય દેશવાસીઓ, Namo App પર મધ્ય પ્રદેશથી દીકરી શ્વેતા લખે છે, સર હું નવમા ધોરણમાં છું. મારી બૉર્ડની પરીક્ષામાં હજુ એક વર્ષનો સમય છે, પરંતુ હું વિદ્યાર્થીઓ અને એકઝામ વોરિયર્સ સાથે તમારી વાતચીત સતત સાંભળું છું, મેં તમને એટલા માટે લખ્યું છે કારણકે તમે અમને અત્યાર સુધી એ નથી જણાવ્યું કે આગામી પરીક્ષા પર ચર્ચા ક્યારે થશે? કૃપયા તમે તેને જલ્દીથી જલ્દી કરો. જો સંભવ હોય તો જાન્યુઆરીમાં જ આ કાર્યક્રમનું આયોજન કરો. સાથીઓ, ‘મન કી બાત’ વિશે મને આ જ વાત ઘણી સારી લાગે છે- મારા યુવા મિત્રો, મને જે અધિકાર અને જે સ્નેહ સાથે ફરિયાદ કરે છે, આદેશ આપે છે, સૂચનો આપે છે, તે જોઈને મને ઘણો આનંદ થાય છે. શ્વેતાજી, તમે ખૂબ જ સાચા સમયે આ વિષયને ઉપાડ્યો છે. પરીક્ષાઓ આવવાની છે, તો દર વર્ષની જેમ આપણે પરીક્ષા પર ચર્ચા પણ કરવાની છે. તમારી વાત સાચી છે. આ કાર્યક્રમને સહેજ વહેલા આયોજિત કરવાની આવશ્યકતા છે.
ગત કાર્યક્રમ પછી અનેક લોકોએ તેને વધુ પ્રભાવી બનાવવા માટે પોતાનાં સૂચનો પણ મોકલ્યાં છે અને ફરિયાદ પણ કરી હતી કે ગત વખતે મોડો થયો હતો, પરીક્ષા ખૂબ જ નિકટ આવી ગઈ હતી. અને શ્વેતાનું સૂચન સાચું છે કે મારે તેને જાન્યુઆરીમાં કરવો જોઈએ. માનવ સંસાધન વિકાસ મંત્રાલય અને MyGov ની ટીમ, મળીને તેના પર કામ કરી રહી છે. પરંતુ હું પ્રયત્ન કરીશ, આ વખતે પરીક્ષા પર ચર્ચા જાન્યુઆરીની શરૂઆતમાં કે વચ્ચે થઈ જાય. દેશભરના વિદ્યાર્થીઓ-સાથીઓ પાસે બે અવસર છે. પહેલો, પોતાની શાળામાંથી જ આ કાર્યક્રમનો હિસ્સો બનવું. બીજો, અહીં દિલ્લીમાં થનારા કાર્યક્રમમાં ભાગ લેવો. દિલ્લી માટે દેશભરમાંથી વિદ્યાર્થીઓની પસંદગી My Govના માધ્યમથી કરવામાં આવશે. સાથીઓ, આપણે બધાએ મળીને પરીક્ષાના ભયને ભગાડવાનો છે. મારા યુવા સાથીઓ પરીક્ષાના સમયે હસતાં-કિલકિલાટ કરતાં જોવા મળે, વાલીઓ તણાવમુક્ત થાય, શિક્ષકો આશ્વસ્ત થાય, આ જ ઉદ્દેશ્યને લઈને ગયાં અનેક વર્ષોથી આપણે ‘મન કી બાત’ના માધ્યમથી ‘પરીક્ષા પર ચર્ચા’ ટાઉન હૉલના માધ્યમથી કે પછી એક્ઝામ વૉરિયર્સ બુકના માધ્યમથી સતત પ્રયાસ કરી રહ્યા છીએ. આ મિશનને દેશભરના વિદ્યાર્થીઓએ, વાલીઓએ અને શિક્ષકોએ ગતિ આપી. આથી હું આ બધાંનો આભારી છું અને આગામી પરીક્ષા પર ચર્ચાનો કાર્યક્રમ આપણે બધાં મળીને મનાવીએ – આપ સહુને નિમંત્રણ છે.
સાથીઓ, ગત ‘મન કી બાત’માં આપણે વર્ષ ૨૦૧૦માં અયોધ્યા મામલામાં આવેલા અલાહાબાદ ઉચ્ચ ન્યાયાલયના આદેશ વિશે ચર્ચા કરી હતી અને મેં કહ્યું હતું કે દેશે ત્યારે કઈ રીતે શાંતિ અને ભાઈચારો જાળવી રાખ્યો હતો. નિર્ણય આવતા પહેલાં પણ અને નિર્ણય આવ્યા પછી પણ. આ વખતે પણ જ્યારે ૯ નવેમ્બરે સર્વોચ્ચ ન્યાયાલયનો આદેશ આવ્યો તો ૧૩૦ કરોડ ભારતીયોએ ફરીથી એ સાબિત કરી દીધું કે તેમના માટે દેશહિતથી વધીને કંઈ નથી. દેશમાં શાંતિ, એકતા અને સદ્ભાવનાનાં મૂલ્યો સર્વોપરિ છે. રામ મંદિર પર જ્યારે નિર્ણય આવ્યો તો સમગ્ર દેશે તેને દિલ ખોલીને ગળે લગાવ્યો. પૂરી સહજતા અને શાંતિની સાથે સ્વીકાર્યો. આજે ‘મન કી બાત’ના માધ્યમથી હું દેશવાસીઓને સાધુવાદ આપું છું, ધન્યવાદ આપવા માગું છું. તેમણે જે રીતના ધૈર્ય, સંયમ અને પરિપક્વતાનો પરિચય આપ્યો છે, હું તેના માટે વિશેષ આભાર પ્રગટ કરવા માગું છું. એક તરફ જ્યાં લાંબા સમય પછી કાનૂની ઝઘડો સમાપ્ત થયો છે, તો બીજી તરફ ન્યાયપાલિકા પ્રત્યે દેશનું સન્માન વધ્યું છે. સાચા અર્થમાં આ નિર્ણય આપણી ન્યાયપાલિકા માટે એક સીમાચિહ્ન સાબિત થયો છે. સર્વોચ્ચ ન્યાયાલયના આ ઐતિહાસિક નિર્ણય પછી હવે દેશ નવી આશાઓ અને નવી આકાંક્ષાઓ સાથે નવા રસ્તા પર, નવા ઉદ્દેશ્યોને લઈને ચાલી નીકળ્યો છે. ન્યૂ ઇન્ડિયા, આ જ ભાવનાને અપનાવીને શાંતિ, એકતા અને સદ્ભાવના સાથે આગળ વધે- આ જ મારી કામના છે, આપણા સહુની કામના છે.
મારા પ્રિય દેશવાસીઓ, આપણી સભ્યતા, સંસ્કૃતિ અને ભાષાઓ સમગ્ર વિશ્વને વિવિધતામાં એકતાનો સંદેશ આપે છે. ૧૩૦ કરોડ ભારતીયોનો આ એ દેશ છે જ્યાં કહેવામાં આવતું હતું કે બાર ગાઉએ બોલી બદલાય. આપણી ભારત ભૂમિ પર સેંકડો ભાષાઓ સદીઓથી પુષ્પિત પલ્લવિત થતી રહી છે. જોકે આપણને એ વાતની પણ ચિંતા થાય છે કે ક્યાંક ભાષાઓ અને બોલીઓ લુપ્ત તો નહીં થઈ જાય ને? ગત દિવસોમાં મને ઉત્તરાખંડના ધારચુલાની વાર્તા વાંચવા મળી. મને ખૂબ જ સંતુષ્ટિ થઇ. તે વાર્તા પરથી ખબર પડે છે કે કઈ રીતે લોકો પોતાની ભાષાઓને પ્રોત્સાહન આપવા આગળ આવી રહ્યા છે. કંઈક નવું કરી રહ્યા છે. ધારચુલાની ખબર પર, મારું ધ્યાન પણ એટલા માટે ગયું કે કોઈક સમયે હું ધારચુલામાં આવતાજતાં રોકાતો હતો. તેની પેલે પાર નેપાળ, આ તરફ કાલી ગંગા- તો સ્વાભાવિક રીતે ધારચુલા સાંભળતાં જ આ સમાચાર પર મારું ધ્યાન ગયું. પિથોરાગઢના ધારચુલામાં, રંગ સમુદાયના ઘણા લોકો રહે છે. તેમની પરસ્પર બોલચાલની ભાષા રગલો છે. તે લોકો એ વિચારીને અત્યંત દુઃખી થઈ જતાં કે તેમની ભાષા બોલનારા લોકો સતત ઘટી રહ્યા છે. પછી શું? એક દિવસ આ બધાએ પોતાની ભાષાને બચાવવાનો સંકલ્પ લઈ લીધો. જોતજોતામાં આ મિશનમાં રંગ સમુદાયના લોકો જોડાતા ગયા. તમને આશ્ચર્ય થશે, આ સમુદાયના લોકોની સંખ્યા ગણીગાંઠી છે. એક મોટા અંદાજ મુજબ, કદાચ દસ હજાર હશે, પરંતુ રંગ ભાષાને બચાવવા માટે બધા લાગી ગયા, પછી ચોર્યાસી વર્ષના વૃદ્ધ દીવાનસિંહ હોય કે બાવીસ વર્ષની યુવા વૈશાલી ગબર્યાલ… પ્રાધ્યાપક હોય કે વેપારી, દરેક જણ દરેક સંભવ કોશિશમાં લાગી ગયા. આ મિશનમાં સૉશિયલ મિડિયાનો પણ ભરપૂર ઉપયોગ કરાયો. અનેક વૉટ્સેપ ગ્રૂપ બનાવવામાં આવ્યાં. સેંકડો લોકોને તેના પર પણ જોડવામાં આવ્યા. આ ભાષાની કોઈ લિપિ નથી. માત્ર બોલચાલમાં જ, એક રીતે, તેનું ચલણ છે. આવામાં, લોકો વાર્તાઓ, કવિતાઓ અને ગીતો પૉસ્ટ કરવા લાગ્યા. એકબીજાની ભાષા સુધારવા લાગ્યા. એક રીતે વૉટ્સએપ જ વર્ગખંડ બની ગયો જ્યાં બધા જ શિક્ષકો પણ છે અને વિદ્યાર્થીઓ પણ છે. રંગ લોકભાષાને સંરક્ષિત કરવાના આ પ્રયાસમાં અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, સામયિકો કાઢવામાં આવી રહ્યાં છે, અને તેમાં સામાજિક સંસ્થાઓની પણ મદદ મળી રહી છે.
સાથીઓ, ખાસ વાત એ પણ છે કે સંયુક્ત રાષ્ટ્રએ વર્ષ ૨૦૧૯ એટલે કે આ વર્ષને ‘સ્વદેશી ભાષાઓનું આંતરરાષ્ટ્રીય વર્ષ’ જાહેર કર્યું છે. એટલે કે આ ભાષાઓને સંરક્ષિત કરવા પર જોર દેવામાં આવી રહ્યું છે જે વિલુપ્ત થવાના આરે છે. દોઢસો વર્ષ પહેલાં, આધુનિક હિન્દીના જનક ભારતેન્દુ હરીશચંદ્રજીએ પણ કહ્યું હતું: –
“निज भाषा उन्नति अहै, सब उन्नति को मूल,
बिन निज भाषा–ज्ञान के, मिटत न हिय को सूल ||”
અર્થાત, માતૃભાષાના જ્ઞાન વિના ઉન્નતિ સંભવ નથી. આવામાં રંગ સમુદાયની આ પહેલ સમગ્ર દુનિયાને એક માર્ગ દેખાડનારી છે. જો તમે પણ આ વાર્તાથી પ્રેરાયા હો તો આજથી જ તમારી માતૃભાષા કે બોલીનો સ્વયં ઉપયોગ કરો. પરિવાર, સમાજને પ્રેરિત કરો.
૧૯મી સદીના અંતિમ કાળમાં મહા કવિ સુબ્રમણ્યમ ભારતીજીએ કહ્યું હતું અને તમિલમાં કહ્યું હતું. તે પણ આપણા લોકો માટે ઘણું પ્રેરક છે. સુબ્રમણ્યમ ભારતીજીએ તમિલ ભાષામાં કહ્યું હતું-
मुप्पदु कोडी मुगमुडैयाळ – Muppadhukodimugamudayal
उयिर् मोइम्बुर ओंद्दुडैयाळ – enilmaipuramondrudayal
इवळ सेप्पु मोळी पधिनेट्टूडैयाळ – Ivalseppumozhipadhinetudayal
एनिर्सिन्दनैओंद्दुडैयाळ – enilsindhanaiondrudayal
અને તે સમયમાં, ૧૯મી સદીના આ અંતિમ ઉત્તરાર્ધની આ વાત છે. અને તેમણે કહ્યું છે કે ભારત માતાના ૩૦ કરોડ ચહેરા છે, પરંતુ શરીર એક છે. તે ૧૮ ભાષાઓ બોલે છે, પરંતુ વિચારધારા એક છે.
મારા પ્રિય દેશવાસીઓ, ક્યારેક-ક્યારેક જીવનમાં નાનીનાની ચીજો પણ આપણને ઘણો મોટો સંદેશ આપી જાય છે. હવે જુઓને, મિડિયામાં જ સ્કુબાડાઇવરોની એક વાર્તા હું વાંચી રહ્યો હતો. એક એવી વાર્તા છે જે દરેક ભારતવાસીને પ્રેરિત કરનારી છે. વિશાખાપટ્ટનમમાં ગોતાખોરીનું પ્રશિક્ષણ આપનારા સ્કુબાડાઇવરો એક દિવસ મેન્ગામેરિપેટા બીચ પર દરિયામાંથી પાછા ફરી રહ્યા હતા તો સમુદ્રમાં તરતી કેટલીક પ્લાસ્ટિકની બૉટલો અને પાઉચ સાથે અથડાઈ રહ્યા હતા. તેને સાફ કરતા તેમને આ મામલો ઘણો ગંભીર લાગ્યો.આપણો સમુદ્ર કઈ રીતે કચરાથી ભરી દેવામાં આવી રહ્યો છે. ગત કેટલાક દિવસોથી આ ગોતાખોર સમુદ્રમાં, તટથી લગભગ ૧૦૦ મીટર દૂર જાય છે, ઊંડા પાણીમાં ડૂબકી લગાવે છે અને પછી ત્યાં રહેલા કચરાને બહાર કાઢે છે. અને મને જણાવવામાં આવ્યું છે કે ૧૩ દિવસોમાં જ એટલે કે બે સપ્તાહની અંદર જ લગભગ ૪૦૦૦ કિલોથી વધુ પ્લાસ્ટિક કચરો તેમણે સમુદ્રમાંથી કાઢ્યો છે. આ સ્કુબાડાઇવરોની નાનકડી શરૂઆત એક મોટા અભિયાનનું રૂપ લેતું જાય છે. તેમને હવે સ્થાનિક લોકોની પણ મદદ મળવા લાગી છે. આસપાસના માછીમારો પણ તેમને દરેક પ્રકારની સહાયતા કરવા લાગ્યા છે. જરા વિચારો, આ સ્કુબાડાઇવરોમાંથી પ્રેરણા લઈને જો આપણે પણ આપણી આસપાસના વિસ્તારોને પ્લાસ્ટિકના કચરાથી મુક્ત કરવાનો સંકલ્પ કરી લઈએ તો ‘પ્લાસ્ટિક મુક્ત ભારત’ સમગ્ર દુનિયા માટે એક નવું ઉદાહરણ પ્રસ્તુત કરી શકે છે.
મારા પ્રિય દેશવાસીઓ, બે દિવસ પછી ૨૬ નવેમ્બર છે. આ દિવસ સમગ્ર દેશ માટે ઘણો ખાસ છે. આપણા ગણતંત્ર માટે વિશેષ રીતે મહત્વપૂર્ણ છે કારણકે આ દિવસને આપણે ‘સંવિધાન દિવસ’ તરીકે મનાવીએ છીએ. અને આ વખતનો ‘સંવિધાન દિવસ’ પોતાની રીતે વિશેષ છે કારણ કે આ વખતે બંધારણને અપનાવવાનાં ૭૦ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે. આ વખતે આ અવસર પર સંસદમાં વિશેષ આયોજન થશે અને પછી આખું વર્ષ દેશભરમાં અલગ-અલગ કાર્યક્રમો થશે. આવો, આ અવસર પર આપણે સંવિધાન સભાના બધા સભ્યોને આદરપૂર્વક નમન કરીએ, પોતાની શ્રદ્ધા અર્પિત કરીએ. ભારતનું બંધારણ એવું છે જે પ્રત્યેક નાગરિકનાઅધિકારો અને સન્માનની રક્ષા કરે છે અને તે આપણા બંધારણ ઘડવૈયાઓની દૂરદર્શિતાના કારણે જ સુનિશ્ચિત થઈ શક્યું છે. હું કામના કરું છું કે ‘સંવિધાન દિવસ’ આપણા સંવિધાનના આદર્શોને જાળવી રાખવા અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવામાં આપણી પ્રતિબદ્ધતાને બળ આપે. છેવટે! આ જ તો સપનું આપણા બંધારણના ઘડવૈયાઓએ જોયું હતું.
મારા પ્રિય દેશવાસીઓ, શિયાળો શરૂ થઈ ગયો છે, ગુલાબી ઠંડી હવે અનુભવાઈ રહી છે. હિમાલયના કેટલાક ભાગે બરફની ચાદર ઓઢવાનું શરૂ કરી દીધું છે પરંતુ આ ઋતુ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટની છે. તમે, તમારો પરિવાર, તમારું મિત્રવર્તુળ, તમારા સાથી, આ અવસર ન ગુમાવતા. ફિટ ઇન્ડિયા મૂવમેન્ટને આગળ વધારવા માટે ઋતુનો ભરપૂર ફાયદો ઊઠાવો.
ખૂબ–ખૂબ શુભકામનાઓ. ખૂબ–ખૂબ ધન્યવાદ.
મારા વ્હાલા દેશવાસીઓ, આજે દીવાળીનું પાવનપર્વ છે. આપ સૌને દીવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપણે ત્યાં કહેવાય છે –
શુભં કરોતિ કલ્યાણં આરોગ્યં ધનસમ્પદા ।
શત્રુબુદ્ધિવિનાશાય દીપજ્યોતિર્નમોસ્તુતે ।
કેટલો ઉત્તમ સંદેશ છે ! આ શ્લોકમાં કહ્યું છે – “પ્રકાશ જીવનમાં સુખ, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ લઇને આવે છે, જે વિપરીત બુદ્ધિનો નાશ કરીને સદબુદ્ધિના દર્શન કરાવે છે. આવી દિવ્યજયોતિને મારા વંદન” આ દીવાળીને યાદ રાખવા માટે તેનાથી વધુ સારો વિચાર બીજો કયો હોઇ શકે કે, આપણે પ્રકાશને ફેલાવીએ, હકારાત્મકતાનો ફેલાવો કરીએ અને શત્રુતાની ભાવનાને જ નષ્ટ કરવાની પ્રાર્થના કરીએ. આજકાલ દુનિયાના અનેક દેશોમાં દીવાળી ઉજવવામાં આવે છે. ખાસ વાત એ છે કે તેમાં કેવળ ભારતીય સમુદાય જ સામેલ થાય છે એવું નથી, પરંતુ હવે કેટલાય દેશોની સરકારો, ત્યાંના નાગરિકો, ત્યાંના સામાજિક સંગઠ્ઠનો પણ દીવાળીનું પર્વ પૂરા હર્ષોલ્લાસ સાથે ઉજવે છે. એક પ્રકારે ત્યાં ભારત ઉભું કરી દે છે.
સાથીઓ, દુનિયામાં festival tourisamનું પણ પોતાનું એક આકર્ષણ છે. આપણો ભારત દેશ જે ઉત્સવોનો દેશ છે તેમાં festival tourisamની પણ અપાર સંભાવનાઓ છે. આપણો પ્રયાસ હોવો જોઇએ કે હોળી હોય, દીવાળી હોય, ઓણમ હોય, પોંગલ હોય, બીહુ હોય, આવા તહેવારોનો પ્રસાર કરીએ અને તહેવારોની ખુશીઓમાં અન્ય રાજયો, અન્ય દેશોના લોકોને પણ સામેલ કરીએ. આપણે ત્યાં તો દરેક રાજય દરેક ક્ષેત્રના પોતપોતાના કેટલાય વિભિન્ન ઉત્સવ હોય છે કે બીજા દેશોના લોકોની તો તેમાં ખૂબ રૂચિ હોય છે. એટલા માટે ભારતમાં ઉત્સવ પર્યટન વધારવામાં દેશની બહાર રહેનારા ભારતીયોની ભૂમિકા પણ ખૂબ મહત્વની છે.
મારા વ્હાલા દેશવાસીઓ, ગઇ મન કી બાતમાં આપણે નક્કી કર્યું હતું કે, આ દીવાળીએ કંઇક અલગ કરીશું. મે કહ્યું હતું- “આવો આપણે સહુ આ દીવાળીએ ભારતની નારીશક્તિ અને તેમની ઉપલબ્ધિઓની ઉજવણી કરીએ, એટલે કે ભારતની લક્ષ્મીનું સન્માન કરીએ.” અને જોતજોતામાં તેના પછી તરત સોશિયલ મિડિયા પર અગણિત પ્રેરણાત્મક કથાઓનો અંબાર લાગી ગયો. વારંગલના કોડીપાકા રમેશે નમો એપ પર લખ્યું છે કે મારી મા જ મારી શક્તિ છે. 1990માં જયારે મારા પિતાજીનું અવસાન થયું હતું ત્યારથી મારી માએ જ અમારી, પાંચેય દિકરાની જવાબદારી ઉઠાવી હતી. આજે અમે પાંચેય ભાઇ સારા વ્યવસાયમાં છીએ. મારી મા જ મારા માટે ભગવાન છે. મારા માટે તે સર્વસ્વ છે અને તે જ ખરા અર્થમાં ભારતની લક્ષ્મી છે.
રમેશજી, તમારાં માતાને મારા પ્રણામ. ટ્વીટર પર એકટિવ રહેનારા દિપીકા સ્વામીનું કહેવું છે કે, તેમના માટે મેજર ખુશ્બુ કંવર ભારતના લક્ષ્મી છે. જે બસ કંડકટરની દિકરી છે. અને તેમણે આસામ રાઇફલ્સની સર્વમહિલા ટુકડીનું નેતૃત્વ કર્યું હતું. કવિતા તિવારી માટે તો ભારતની લક્ષ્મી તેમની દિકરી જ છે. જે તેમની તાકાત પણ છે. તેમને ગૌરવ છે કે, તેમની દિકરી સુંદર ચિત્રકામ કરે છે. તેમને (CLAT)ની પરીક્ષામાં ખૂબ સારો ક્રમાંક મેળવ્યો છે. તો મેઘા જૈનજીએ પણ લખ્યું છે કે, 92 વર્ષના એક વૃદ્ધ મહિલા વર્ષોથી ગ્વાલિયર રેલ્વેસ્ટેશન પર મુસાફરોને મફતમાં પાણી પીવડાવે છે. મેઘાજી ભારતની આ લક્ષ્મીની વિનમ્રતા અને કરૂણાથી ખૂબ પ્રેરિત થયાં છે. આવી તો અનેક કથાઓ લોકોએ Share કરી છે. આપ ચોક્કસ વાંચો, પ્રેરણા મેળવો અને પોતે પણ તમારી આસપાસની આવી કોઇ પ્રેરક કથા હોય તો Share કરો. ભારતની આ તમામ લક્ષ્મીઓને મારા પણ આદરપૂર્વક વંદન છે.
મારા વ્હાલા દેશવાસીઓ, 17મી સદીનાં સુવિખ્યાત કવિયત્રી સાંચી હોનમ્મા થઇ ગયા. તેમણે 17મી સદીમાં કન્નડ ભાષામાં એક કવિતા લખી હતી. એ ભાવ, એ શબ્દો ભારતની દરેક લક્ષ્મી કે જેમના વિષે આપણે વાત કરી રહ્યા છીએ તેમને બિલકુલ વ્યકત કરે છે. એવું લાગે છે જાણે તેનો પાયો 17મી શતાબ્દીમાં જ નાખી દેવામાં આવ્યો હતો. કેટલા સુંદર શબ્દો, કેટલો સરસ ભાવ, અને કેટલા ઉત્તમ વિચાર કન્નડ ભાષાની આ કવિતામાં છે.
પૈણ્ણિન્દા પેર્મેગોંડનૂ હિમવંતનુ,
પૈણ્ણિન્દા ભૃગુ પેર્ચિદનુ
પૈણ્ણિન્દા જનકરાયનુ જસવડેદનુ
અર્થાત્, હીમવંત એટલે કે, પર્વતરાજે પોતાની દિકરી પાર્વતીના કારણે, ભૃગુ ઋષિએ પોતાની દિકરી લક્ષ્મીના કારણે અને રાજા જનકે પોતાની દિકરી સીતાના કારણે પ્રસિદ્ધિ મેળવી. આપણી દિકરીઓ આપણું ગૌરવ છે અને આ દિરરીઓના મહાત્મયને લીધે જ આપણા સમાજની એક મજબૂત ઓળખ છે અને તેનું ઉજ્જવળ ભવિષ્ય છે.
મારા વ્હાલા દેશવાસીઓ, 12મી નવેંબર 2019 એ દિવસ છે જે દિવસે દુનિયાભરમાં શ્રી ગુરૂનાનક દેવજીનો 550મો પ્રકાશ ઉત્સવ ઉજવવામાં આવશે. ગુરૂનાકજીનો પ્રભાવ ભારતમાં જ નહિં પરંતુ પુરા વિશ્વમાં છે. દુનિયાના કેટલાક દેશોમાં આપણા શીખ ભાઇઓ બહેનો વસેલા છે જે ગુરૂ નાનકદેવજીના આદર્શો પ્રત્યે સંપૂર્ણપણે સમર્પિત છે. વૈન્કૂવર (Vancouver) અને તહૈરાનમાં મે કરેલી ગુરૂદ્વારાઓની મારી યાત્રાને હું ક્યારેય ભૂલી નહીં શકું. શ્રી ગુરૂ નાનકદેવજી વિષે એવું ઘણું બધું છે જે હું આપને કહી શકું તેમ છું, પરંતુ એના માટે મન કી બાતની કેટલીયે કડીઓ જોઇએ. તેમણે સેવાને હંમેશા સર્વોપરી રાખી. ગુરૂ નાનકદેવજી માનતા હતા કે, નિઃસ્વાર્થ ભાવથી કરવામાં આવેલા સેવાકાર્યની કોઇ કિંમત આંકી ન શકાય. તેઓ છૂતાછૂત જેવી સામાજીક બૂરાઇઓ સામે મજબૂતાઇથી ઉભા રહ્યા હતા. શ્રી ગુરૂ નાનકદેવજીએ પોતાનો સંદેશ દુનિયામાં દૂરસૂદુર સુધી પહોંચાડ્યો. તેઓ પોતાના સમયમાં સૌથી વધુ યાત્રા કરનારામાંના એક હતા. કેટલાંય સ્થાનો પર ગયા અને જ્યાં પણ ગયા, ત્યાં પોતાની સરળતા, વિનમ્રતા અને સાદાઇથી સૌના દિલ જીતી લીધા. ગુરૂ નાનકદેવજીએ કેટલીયે મહત્વની ધાર્મિક યાત્રાઓ કરી. જેને “ઉદાસી” કહેવામાં આવે છે. સદભાવના અને સમાનતાનો સંદેશ લઇને તેઓ ઉત્તર હોય કે દક્ષિણ, પૂર્વ હોય કે પશ્ચિમ, દરેક દિશામાં ગયા, દરેક સ્થળે લોકોને સંતો અને ઋષિઓને મળ્યા. એવું માનવામાં આવે છે કે આસામના સુવિખ્યાત સંત શંકરદેવ પણ તેમનાથી પ્રેરિત થયા હતા. તેમણે હરિદ્વારની પવિત્ર ભૂમિની યાત્રા કરી. કાશીમાં એક પવિત્ર સ્થળ “ગુરૂબાગ ગુરૂદ્વારા” છે. કહેવાય છે કે, શ્રી ગુરૂ નાનકદેવજી ત્યાં રહ્યા હતા. તેઓ બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલા “રાજગીર” અને “ગયા” જેવા ધાર્મિક સ્થળોએ પણ ગયા હતા. દક્ષિણમાં ગુરૂ નાનકદેવજીએ શ્રીલંકા સુધીની યાત્રા કરી હતી. કર્ણાટકમાં બિદરની યાત્રા વખતે ગુરૂ નાનકદેવજી પોતે જ ત્યાંની પાણીની સમસ્યાનો ઉકેલ લાવ્યા હતા. બિદરમાં “ગુરૂનાનક જીરા સાહેબ” નું એક પ્રસિદ્ધ સ્થળ છે. જે આપણને ગુરૂનાનક દેવજીની યાદ પણ અપાવે છે. અને તે તેમને સમર્પિત છે. એક “ઉદાસી” દરમ્યાન ગુરૂનાનક દેવજીએ ઉત્તરમાં કાશ્મીર અને તેની આસપાસના વિસ્તારોની પણ યાત્રા કરી હતી. તેના લીધે શીખ અનુયાયીઓ અને કાશ્મીર વચ્ચે સારો એવો ગાઢ સંબંધ સ્થપાયો. ગુરૂ નાનક દેવજી તિબેટ પણ ગયા જ્યાંના લોકોએ તેમને ગુરૂ માન્યા હતા. જ્યાંની તેમણે યાત્રા કરી હતી તેવા ઉઝબેકિસ્તાનમાં પણ તેઓ પૂજ્ય છે. પોતાની એક ઉદાસી દરમ્યાન તેમણે મુસ્લિમ દેશોની પણ મોટાપ્રમાણમાં યાત્રા કરી હતી. જેમાં સાઉદી અરબ, ઇરાક અને અફઘાનિસ્તાનનો પણ સમાવેશ થાય છે. તેમણે લાખો લોકોના દિલમાં સ્થાન મેળવ્યું. જેમણે પૂરી શ્રદ્ધા સાથે તેઓના ઉપદેશનું પાલન કર્યું અને આજે પણ કરી રહ્યા છે. હજી થોડા દિવસ પહેલાં જ લગભગ 85 દેશોના રાજદૂત દિલ્હીથી અમૃતસર ગયા હતા. ત્યાં તેમણે અમૃતસરના સુવર્ણમંદિરનાં દર્શન કર્યા અને આ બધું જ ગુરૂનાનક દેવજીના 550મા પ્રકાશપર્વનું નિમિત્ત બન્યું હતું. આ બધા રાજદૂતોએ ત્યાં સુવર્ણમંદિરના દર્શન તો કર્યા જ. પરંતુ સાથે તેમને શીખપરંપરા અને સંસ્કૃતિ વિષે જાણવાની તક પણ મળી. ત્યાર બાદ કેટલાય રાજદૂતોએ સોશિયલ મિડિયા પર તેની તસવીરો મૂકી હતી. ખૂબ ગૌરવ સાથે પોતાના સારા અનુભવો પણ વર્ણવ્યા હતા. મારી ઇચ્છા છે કે, ગુરૂનાનક દેવજીનું 550મું પ્રકાશપર્વ આપણને તેમના વિચારો અને આદર્શોને આપણા જીવનમાં ઉતારવાની વધુ પ્રેરણા આપે. ફરી એકવાર હું મારૂં મસ્તક ઝુકાવીને ગુરૂનાનક દેવજીને નમન કરૂં છું.
મારા વ્હાલા ભાઇઓ અને બહેનો, મને વિશ્વાસ છે કે, 31 ઓકટોબરનો દિવસ આપ સૌને ચોક્કસ યાદ હશે. આ દિવસ ભારતના લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિનો છે. કે જેઓ દેશને એકતાના સૂત્રમાં પરોવનારા મહાનાયક હતા. સરદાર પટેલમાં જ્યાં લોકોને એક સાથે જોડવાની અદભૂત ક્ષમતા હતી, તો બીજી તરફ જેમની સાથે વૈચારિક મતભેદ હોય તેવા લોકો સાથે પણ પોતાનો તાલમેળ બેસાડી દેતા હતા. સરદાર પટેલ જીણામાં જીણી બાબતને પણ ખૂબ ઉંડાણપૂર્વક જોતા હતા, પારખતા હતા. તેઓ સાચા અર્થમાં વિગતપુરૂષ (Man Of Details) હતા. તેની સાથે તેઓ સંગઠ્ઠન કૌશલ્યમાં પણ નિપૂણ હતા. યોજનાઓ તૈયાર કરવામાં અને વ્યૂહરચનામાં તેમને આવડત હતી. સરદાર સાહેબની કાર્યશૈલી વિષે જયારે પણ વાંચીએ છીએ, સાંભળીએ છીએ તો જાણવા મળે છે કે તેમનું આયોજન કેટલું જબરજસ્ત હતું. 1921માં અમદાવાદમાં કોંગ્રેસના અધિવેશનમાં સામેલ થવા માટે દેશભરમાંથી હજારોની સંખ્યામાં પ્રતિનિધિઓ પહોંચવાના હતા. અધિવેશનની સંપૂર્ણ વ્યવસ્થાની જવાબદારી સરદાર પટેલ પર હતી આ તકનો ઉપયોગ તેમણે શહેરમાં પાણી પુરવઠાનું નેટવર્ક સુધારવા માટે પણ કર્યો. અને એ સુનિશ્ચિત કર્યું કે, કોઇને પણ પાણીની મુશ્કેલી ન પડે. એટલું જ નહિં તેમને એ વાતની પણ કાળજી હતી કે અધિવેશન સ્થળે કોઇ પ્રતિનિધિનો સામાન અથવા પગરખાં ચોરાઇ ન જાય અને તેને ધ્યાનમાં રાખીને સરદાર પટેલે જે કર્યું તે જાણીને આપને ખૂબ નવાઇ લાગશે. તેમણે ખેડૂતોનો સંપર્ક કર્યો અને તેમને ખાદીની થેલીઓ બનાવવાનો આગ્રહ કર્યો. ખેડૂતોએ થેલીઓ બનાવી અને પ્રતિનિધિઓને વેચી. આ થેલીઓમાં પગરખાં નાંખીને પોતાની સાથે રાખવાના કારણે પ્રતિનિધિઓના મનમાંથી પગરખાં ચોરાઇ જવાનું ટેન્શન દૂર થઇ ગયું. બીજી તરફ ખાદીના વેચાણમાં પણ સારો એવો વધારો થયો. બંધારણ સભામાં નોંધપાત્ર ભૂમિકા ભજવવા માટે આપણો દેશ સરદાર પટેલનો હંમેશા કૃતજ્ઞ રહેશે. તેમણે મૌલિક અધિકારો સુનિશ્ચિત કરવાનું મહત્વનું કાર્ય કર્યું. જેનાથી જ્ઞાતિ અને સંપ્રદાયના આધારે થનારા ભેદભાવનો કોઇ અવકાશ જ ન રહે.
સાથીઓ, આપણે સૌ જાણીએ છીએ કે ભારતના પહેલા ગૃહમંત્રીના રૂપમાં સરદાર પટેલે રજવાડાઓને એક કરવાનું, એક બહુ મોટું ભગીરથ અને ઐતિહાસિક કામ કર્યું. સરદાર વલ્લભભાઇની એ પણ એક વિશેષતા હતી કે, જેમની નજર દરેક ઘટના પર રહેતી હતી. એક તરફ એમનું ધ્યાન હૈદરાબાદ, જૂનાગઢ અને અન્ય રાજયો પર કેન્દ્રિત હતું. તો બીજી તરફ તેમનું ધ્યાન દુરસૂદુર લક્ષદ્વીપ પર હતું. ખરૂં કહું તો જ્યારે આપણે સરદાર પટેલના પ્રયાસોની વાત કરીએ છીએ તો દેશના એકીકરણમાં કેટલાંક ખાસ પ્રાંતોમાંની તેમની ભૂમિકાની પણ ચર્ચા થાય છે. લક્ષદ્વીપ જેવી નાની જગ્યા માટે પણ તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. કદાચ જ, આ વાત લોકો યાદ કરે છે. આપ સારી રીતે જાણો છો કે, લક્ષદ્વીપ કેટલાક ટાપુઓનો સમૂહ છે. તે ભારતના સૌથી સુંદર ક્ષેત્રોમાંનો એક છે. 1947માં ભારતના વિભાજન પછી તરત જ આપણા પાડોશીની નજર લક્ષદ્વીપ ઉપર હતી અને તેણે પોતાના ધ્વજની સાથે જહાજ મોકલ્યું હતું. સરદાર પટેલને જેવી આ વાતની જાણ થઇ કે, તરત તેમણે સમય બગાડ્યા વિના, સહેજ પણ વાર કર્યા વિના તરત કઠોર કાર્યવાહી શરૂ કરી. તેમણે મુદલીયાર ભાઇઓ, આર્કોટ રામાસામી મુદલીયાર અને આર્કોટ લક્ષ્મણ સ્વામી મુદલીયારને કહ્યું કે, તેઓ ત્રાણવણકોરના લોકોને સાથે લઇને તરત કૂચ કરે અને ત્યાં ત્રિરંગો લહેરાવે. લક્ષદ્વિપમાં તિરંગો પહેલો લહેરાવો જોઇએ. તેમના આદેશ પછી તરત ત્રિરંગો લહેરાવવામાં આવ્યો અને લક્ષદ્વિપ ઉપર કબજો કરવાના પાડોશીના દરેક મનસૂબાને જોતજોતામાં ધ્વસ્ત કરી દીધા. આ ઘટના પછી સરદાર પટેલે મુદલીયાર ભાઇઓને કહ્યું કે, તેઓ વ્યક્તિગત રીતે એ સુનિશ્ચિત કરે કે, લક્ષદ્વિપના વિકાસ માટે જરૂરી મદદ મળતી રહે. આજે લક્ષદ્વિપ ભારતની પ્રગતિમાં પોતાનું મહત્વનું યોગદાન આપી રહ્યો છે. તે એક આકર્ષક પર્યટન સ્થળ પણ છે. મને આશા છે કે આપ સૌ પણ આ સુંદર ટાપુઓ અને સમુદ્રકિનારાની મુલાકાત લેશો.
મારા વ્હાલા દેશવાસીઓ, 31 ઓકટોબર 2018નો એ દિવસ કે જે દિવસે સરદાર સાહેબની યાદમાં બનાવેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશ અને દુનિયાને સમર્પિત કરવામાં આવ્યું હતું. દુનિયાની આ સૌથી ઉંચી પ્રતિમા છે. અમેરિકામાં આવેલ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતાં પણ ઉંચાઇમાં બમણી છે. દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા દરેક હિન્દુસ્તાનીને ગર્વથી ભરી દે છે. દરેક હિંદુસ્તાનીનું મસ્તક શાનથી ઉંચું થઇ જાય છે. તમને જાણીને ખુશી થશે કે, એક વર્ષમાં 26 લાખથી વધુ પર્યટક સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા માટે પહોંચ્યા હતા. તેનો અર્થ એ થયો કે, દરરોજ સરેરાશ સાડા આઠ હજાર લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ભવ્યતાના દર્શન કર્યા. સરદાર વલ્લભભાઇ પટેલ પ્રત્યે તેમના હૃદયમાં જે આસ્થા છે, શ્રદ્ધા છે તેને તેઓએ પ્રગટ કરી અને હવે તો ત્યાં કેકટસ ગાર્ડન, બટરફલાય ગાર્ડન, જંગલ સફારી, ચિલ્ડ્રન ન્યૂટ્રીશનલ પાર્ક, એકતા નર્સરી જેવા અનેક આકર્ષણનાં કેન્દ્રો સતત વિકસી રહ્યાં છે. અને તેના કારણે સ્થાનિક અર્થતંત્રને પણ બળ મળી રહ્યું છે. અને લોકોને રોજગારીની નવી તકો પણ મળી રહી છે. અહીં આવતા પર્યટકોની સુવિધાને ધ્યાનમાં રાખીને કેટલાય ગામના લોકો પોતપોતાના ઘરમાં હોમસ્ટેની સગવડ પણ ઉપલબ્ધ કરાવી રહ્યાં છે. હોમસ્ટે સુવિધા ઉપલબ્ધ કરાવનારા લોકોને વ્યાવસાયિક તાલીમ પણ આપવામાં આવી રહી છે. ત્યાંના લોકોએ હવે ડ્રેગન ફ્રૂટની ખેતી પણ શરૂ કરી દીધી છે. અને મને વિશ્વાસ છે કે, બહુ જલ્દી તે ત્યાંના લોકોની આજીવિકાનો મુખ્ય સ્ત્રોત પણ બની જશે.
સાથીઓ, દેશ માટે, બધા રાજ્યો માટે પર્યટન ઉદ્યોગ માટે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી અભ્યાસનો એક વિષય બની શકે છે. આપણે સૌ તેના સાક્ષી છીએ કે, કેવી રીતે એક વર્ષની અંદર જ એક સ્થળ વિશ્વપ્રસિદ્ધ પર્યટન સ્થળરૂપે વિકસિત થાય છે. ત્યાં દેશવિદેશમાંથી લોકો આવે છે. પરિવહનની, રહેવાની, ગાઇડની, પર્યાવરણ સાનૂકુળ વ્યવસ્થાઓ, એક પછી એક જાતે જ ખૂબ સરસ વ્યવસ્થાઓ વિકસી રહી છે. બહુ મોટું અર્થતંત્ર વિકસી રહ્યું છે અને પર્યટકોની જરૂરિયાતો મુજબ લોકો ત્યાં સગવડો ઉભી કરી રહ્યા છે. સરકાર પણ પોતાની ભૂમિકા નિભાવી રહી છે. સાથીઓ, એવો કયો હિંદુસ્તાની હશે જેને એ વાતનો ગર્વ નહીં હોય કે, વિતેલા દિવસોમાં ટાઇમ મેગેઝીને પણ દુનિયાના 100 મહત્વનાં પર્યટક સ્થળોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને મહત્વનું સ્થાન આપ્યું છે. મને આશા છે કે આપ સૌ પણ પોતાના કિંમતી સમયમાંથી કેટલોક સમય કાઢીને સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા તો જશો જ. પરંતુ મારો આગ્રહ છે કે, પ્રવાસ કરવા માટે સમય કાઢનાર દરેક હિંદુસ્તાની ભારતના ઓછામાં ઓછા 15 પર્યટન સ્થળોનો પ્રવાસ કુટુંબની સાથે કરે. જયાં જાય ત્યાં રાતવાસો કરે. એ મારો આગ્રહ તો યથાવત છે જ.
સાથીઓ, આપ જાણો છો કે, 2014થી દર વર્ષે 31 ઓકટોબરે રાષ્ટ્રીય એકતા દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ આપણને પોતાના દેશની એકતા, અખંડતા અને સુરક્ષાનું કોઇપણ ભોગે રક્ષણ કરવાનો સંદેશ આપે છે. દર વખતની જેમ 31 ઓકટોબરે એકતા દોડ- રન ફોર યુનિટીનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. તેમાં સમાજના દરેક વર્ગના, દરેક શ્રેણીના લોકો સામેલ થશે. રન ફોર યુનિટી એ વાતનું પ્રતિક છે કે, આ દેશ એક છે. એક દિશામાં આગળ વધી રહ્યો છે. અને એક લક્ષ્યને હાંસલ કરવા માંગે છે. એ લક્ષ્ય એટલે એક ભારત-શ્રેષ્ઠ ભારત.
પાછલા પાંચ વર્ષમાં જોવા મળ્યું છે કે, એકલા દિલ્હીમાં જ નહિં પરંતુ હિંદુસ્તાનના સેંકડો શહેરોમાં, કેન્દ્રશાસિત પ્રદેશોમાં, પાટનગરોમાં, જીલ્લા કેન્દ્રોમાં, નાનાં નાનાં બીજી અને ત્રીજી શ્રેણીના શહેરોમાં પણ બહુ મોટી સંખ્યામાં લોકો તેમાં સામેલ થઇ રહ્યા છે. પછી તે પુરૂષ હોય, મહિલા હોય, શહેરીજન હોય, ગ્રામજન હોય, બાળક હોય, નવયુવાન હોય, વૃદ્ધ હોય કે દિવ્યાંગજન હોય. સૌ કોઇ મોટી સંખ્યામાં જોડાઇ રહ્યા છે. આમ પણ આજકાલ જોઇએ તો, લોકોમાં મેરાથોન માટે એક શોખ અને જનૂન જોવા મળી રહ્યું છે. રન ફોર યુનિટી પણ એક એવી જ અનોખી જોગવાઇ છે. દોડવું એ મન, મગજ અને શરીર એમ સૌ માટે ફાયદાકારક છે. અહીં તો દોડવાથી ફીટ ઇન્ડિયાની ભાવના ચરિતાર્થ થાય છે. અને સાથે સાથે એક ભારત-શ્રેષ્ઠ ભારત, ના હેતુ સાથે પણ આપણે જોડાઇ જઇએ છીએ. અને એટલા માટે જ માત્ર શરીર નહીં, મન અને સંસ્કાર ભારતની એકતા માટે, ભારતને નવી ઉંચાઇએ પહોંચાડવા માટે જોડાય છે. અને એટલા માટે આપ જે પણ શહેરમાં રહેતા હો, ત્યાં, પોતાની આસપાસ રન ફોર યુનિટી વિષે માહીતી મેળવીને જોડાઇ શકો છો. તે માટે એક પોર્ટલ પણ શરૂ કરવામાં આવ્યું છે, runforunity.gov.in આ પોર્ટલમાં દેશભરની તે તમામ જગ્યાઓની માહીતી આપવામાં આવી છે. જયાં રન ફોર યુનિટીનું આયોજન થવાનું છે. મને આશા છે કે, આપ સૌ 31 ઓકટોબરે જરૂર દોડશો, ભારતની એકતા માટે અને પોતાની ફીટનેસ માટે પણ.
મારા વ્હાલા દેશવાસીઓ, સરદાર પટેલે દેશને એકતાના તાંતણે બાંધ્યો. એકતાનો આ મંત્ર આપણા જીવનમાં સંસ્કારની જેમ વણાઇ ગયો છે. અને ભારત જેવા વિવિધતાઓથી ભરેલા દેશમાં આપણે દરેક સ્તરે દરેક રાહ પર દરેક વળાંક પર દરેક પડાવ પર એકતાના આ મંત્રને મજબૂતાઇ પ્રદાન કરતા રહેવું જોઇએ. મારા વ્હાલા દેશવાસીઓ, દેશની એકતા અને પરસ્પર સદભાવનાને મજબૂત બનાવવા માટે આપણો સમાજ હંમેશાથી ખૂબ સક્રિય અને સતર્ક રહ્યો છે. આપણે આપણી આસપાસ જ જોઇએ તો એવાં કેટલાંય ઉદાહરણો મળશે જે પરસ્પર સદભાવ વધારવા માટે સતત કામ કરતા રહ્યાં છે. પરંતુ ઘણીવાર એવું પણ બને છે કે, સમાજના પ્રયાસ તેનું યોગદાન સ્મૃતિપટ પરથી બહુ જલ્દી ગાયબ થઇ જાય છે.
સાથીઓ, મને યાદ છે કે, જયારે સપ્ટેમ્બર 2010માં અલ્હાબાદ હાઇકોર્ટે રામજન્મભૂમિ અંગે પોતાનો ચૂકાદો સંભળાવ્યો હતો. જરા એ દિવસોને યાદ કરો કે, ત્યારે કેવું વાતાવરણ હતું. જાતજાતના કેટલા લોકો મેદાનમાં આવી ગયા હતા !! પોતપોતાનાં હિત ધરાવતા કેવાકેવા જૂથો આ પરિસ્થિતિનો પોતાની રીતે ફાયદો ઉઠાવવા રમત રમી રહ્યા હતા. વાતાવરણમાં ગરમી પેદા કરવા માટે કેવા કેવા પ્રકારની ભાષા બોલવામાં આવી રહી હતી. અલગ અલગ સ્વરમાં, તિખાશ ભરવા માટેનો પણ પ્રયાસ કરાઇ રહ્યો હતો. કેટલાંક ભાષણબાજોએ અને બટકબોલાઓએ માત્રને માત્ર પોતાને ચમકાવવાના આશયથી કોણજાણે શું શું કહ્યું હતું ! કેવી કેવી !! બેજવાબદારીભરી વાતો કરી હતી. આપણને બધું યાદ છે. પરંતુ આ બધું પાંચ દિવસ, સાત દિવસ, દસ દિવસ ચાલતું રહ્યું. પણ જેવો ચૂકાદો આવ્યો, એક આનંદદાયક આશ્ચર્યજનક બદલાવનો દેશે અનુભવ કર્યો હતો. એકબાજુ બે અઠવાડિયા સુધી વાતાવરણ ગરમ કરવા ઘણું બધું થયું હતું. પરતું જયારે રામ જન્મભૂમિ પર ચૂકાદો આવ્યો ત્યારે સરકારે, રાજકીય પક્ષોએ, સામાજિક સંગઠનોએ, નાગરિક સમાજે તમામ સંપ્રદાયોના પ્રતિનિધિઓએ, સાધુ-સંતોએ ખૂબ જ સમતોલને સંયમિત નિવેદનો કર્યા. વાતાવરણમાંથી તંગદિલી ઘટાડવાનો પ્રયાસ કરાયો. પરંતુ આજે મને એ દિવસ બરાબર યાદ છે હું જયારે પણ તે દિવસને યાદ કરૂં છું તો, મારા મનને આનંદ થાય છે. ન્યાયપાલિકાની ગરીમાને ખૂબ જ ગૌરવપૂર્ણ રીતે સન્માન આપવામાં આવ્યું અને કયાંય પણ ગરમાગરમીનું, તંગદિલીનું વાતાવરણ બનવા દેવામાં ન આવ્યું. આ બાબત આપણે હંમેશા યાદ રાખવી જોઇએ કે આપણને ખૂબ શક્તિ આપે છે. તે દિવસ, તે ક્ષણ આપણા બધા માટે એક કર્તવ્ય બોધ છે. એકતાનો સ્વર દેશને કેટલી મોટી તાકાત આપી શકે છે. તેનું આ ઉદાહરણ છે.
મારા વ્હાલા દેશવાસીઓ, 31 ઓકટોબર આપણા દેશનાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરાજીની હત્યા થઇ હતી તે દિવસ પણ છે. દેશને એક બહુ મોટો આઘાત લાગ્યો હતો. આજે હું તેમને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરૂં છું.
મારા વ્હાલા દેશવાસીઓ, આજે ઘરઘરની જો કોઇ એક વાત બહુ દૂર સુધી સાંભળવા મળે છે, દરેક ગામની કોઇ એક વાત સાંભળવા મળે છે, ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ હિંદુસ્તાનના દરેક ખૂણામાંથી એક એક વાત સાંભળવા મળે છે. તો તે છે સ્વચ્છતાની વાત. દરેક વ્યક્તિને, દરેક પરિવારને, દરેક ગામને સ્વચ્છતા વિષે પોતાના સુખદ અનુભવો કહેવાની ઇચ્છા થાય છે. કેમ કે, સ્વચ્છતાનો આ પ્રયાસ સવાસો કરોડ હિંદુસ્તાનનો પ્રયાસ છે. પરિણામના માલિક પણ સવાસો કરોડ હિંદુસ્તાનીઓ જ છે. પરંતુ તે એક સુખદ અને રસપ્રદ અનુભવ પણ છે. મેં એ વાતો સાંભળી છે એટલે હું વિચારૂં છું કે, હું આપને પણ સંભળાવું. તમે કલ્પના કરો વિશ્વની સૌથી ઉંચી યુદ્ધભૂમિ કે જયાંનું તાપમાન શૂન્યથી 50 – 60 ડીગ્રી માઇનસમાં જતું રહે છે. હવામાં ઓક્સિજન પણ નામ માત્રનો હોય છે. આટલા વિપરિત સંજોગોમાં આટલા પડકારો વચ્ચે રહેવું એ પણ કોઇ પરાક્રમથી ઓછું નથી. આવા વિકટ સંજોગોમાં આપણા બહાદુર જવાનો છાતી કાઢીને દેશની સરહદોની સુરક્ષા તો કરે જ છે. પરંતુ ત્યાં પણ સ્વચ્છ સીયાચીન અભિયાન ચલાવી રહ્યા છે. ભારતીય સેનાની આ અદભૂત વચનબદ્ધતા માટે હું દેશવાસીઓ તરફથી તેમની પ્રશંસા કરૂં છું. કૃતજ્ઞતા વ્યકત કરૂં છું. ત્યાં એટલી બધી ઠંડી છે કે, કશાયનું પણ સડવું મુશ્કેલ છે. એવી સ્થિતિમાં કચરો જુદો પાડવો અને તેનું વ્યવસ્થાપન કરવું એ પોતે જ ખૂબ મહત્વનું કામ છે. આ સ્થિતિમાં હિમશીખરો અને એની આસપાસના વિસ્તારોમાંથી 130 ટન અને તેનાથી પણ વધારે કચરો દૂર કરવો એ પણ ત્યાંના નાજૂક નિવસનતંત્રની વચ્ચે ! આ કેટલી મોટી સેવા છે ! આ એક એવું નિવસનતંત્ર છે. જે હિમદિપડા જેવી દુર્લભ પ્રજાતિઓનું ઘર છે. અહીં ibex એટલે કે પહાડી બકરા અને ભૂરૂં રીંછ જેવા દુર્લભ જાનવરો પણ રહે છે. આપણે બધા જાણીએ છીએ કે, સીયાચીન એ એક એવો હિમઆચ્છાદિત વિસ્તાર છે જે નદીઓ અને સ્વચ્છ પાણીનો સ્રોત છે. એટલા માટે ત્યાં સ્વચ્છતા અભિયાન ચલાવવાનો અર્થ એ થાય છે કે, નિચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો માટે શુદ્ધ પાણી નિશ્ચિત કરવું. આ લોકો તેની સાથે નુબ્રા અને શ્યોક જેવી નદીઓના પાણીનો ઉપયોગ પણ કરે છે.
મારા વ્હાલા દેશવાસીઓ, ઉત્સવ આપણા સૌના જીવનમાં એક નવી ચેતના જગાવવાનું પર્વ હોય છે. અને ખાસ કરીને દીવાળીમાં તો કંઇક ને કંઇક નવું ખરીદવાનું, બજારમાંથી કંઇક લાવવાનું, દરેક પરિવારમાં ઓછાવત્તા પ્રમાણમાં બનતું જ હોય છે. મેં એક વાર કહ્યું હતું કે, આપણે સ્થાનિક ચીજો જ ખરીદવાની કોશિષ કરીએ. આપણી જરૂરિયાતની વસ્તુ આપણા ગામમાંથી જો મળતી હોય તો તાલુકામાં જવાની જરૂર નથી. તાલુકામાં મળતી હોય તો જીલ્લા સુધી જવાની જરૂર નથી. આપણે જેટલી વધુ સ્થાનિક ચીજો ખરીદવાનો પ્રયાસ કરીશું. ગાંધી સાર્ધશતાબ્દિ પોતાની રીતે જ એક મહાન તક બની જશે. અને મારો તો આગ્રહ રહ્યો છે કે, આપણા વણકર ભાઇઓ-બહેનોના હાથે બનેલી આપણા ખાદીના કાર્યકરોના હાથે બનેલી કંઇક ને કંઇક ચીજ તો આપણે ખરીદવી જ જોઇએ. આ દીવાળીએ પણ, દીવાળી પહેલાં તો આપે ઘણુંબધું ખરીદી લીધું હશે. પરંતુ ઘણા બધા લોકો એવા પણ હશે જે વિચારતા હશે કે, દિવાળી પછી જઇશું તો કદાચ, થોડુંક સસ્તુ પણ મળી જશે. તો ઘણા લોકો એવા પણ હશે જેમની ખરીદી હજી બાકી પણ હશે. તો દીવાળીની શુભેચ્ચાઓ સાથે સાથે હું આપને આગ્રહ કરીશ કે, આવો આપણે સ્થાનિક ચીજો ખરીદવાના આગ્રહી બનીએ. સ્થાનિક ચીજો જ ખરીદીએ. તમે જોજો, મહાત્મા ગાંધીનું સપનું સાકાર કરવામાં આપણે પણ કેટલી મહત્વની ભૂમિકા અદા કરી શકીએ છીએ. હું ફરી એકવાર આ દીવાળીના પાવન પ્રસંગે આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. દીવાળીમાં આપણે જાતજાતના ફટાકડા ફોડીએ છીએ. પરંતુ કયારેક અસાવધાનીમાં આગ લાગી જાય છે. કયાંક ઇજા પણ થાય છે. મારો આપ સૌને આગ્રહ છે કે, પોતાનું પણ ધ્યાન રાખશો, અને ઉત્સવને પણ ખૂબ ઉમંગથી ઉજવશો. મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
ખૂબ–ખૂબ ધન્યવાદ.
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. સાથીઓ, આજે ‘મન કી બાત’માં દેશના તે મહાન વ્યક્તિત્વ વિશે હું વાત કરીશ. આપણે સહુ હિન્દુસ્તાનવાસીઓના દિલમાં તેમના પ્રત્યે બહુ સન્માન છે. તેમના પ્રત્યે આદર ન રાખતા હોય, સન્માન ન કરતા હોય તેવો ભાગ્યે જ કોઈ નાગરિક હશે. તેઓ વયમાં આપણા બધાથી બહુ મોટા છે અને દેશના અલગ-અલગ તબક્કામાં, અલગ-અલગ દૌરનાં તેઓ સાક્ષી છે. તેમને આપણે દીદી કહીએ છીએ – લતા દીદી. તેઓ આ 28 સપ્ટેમ્બરે 90 વર્ષનાં થઈ રહ્યાં છે. વિદેશ યાત્રા પર નીકળતા પહેલાં, મને દીદી સાથે ફોન પર વાત કરવાનું સૌભાગ્ય મળ્યું હતું. તે વાતચીત એવી જ હતી, જે બહુ વાત્સલ્ય સાથે, નાના ભાઈ, પોતાની મોટી બહેન સાથે વાત કરે છે. હું આ પ્રકારના વ્યક્તિગત સંવાદ વિશે ક્યારેય કહેતો નથી, પરંતુ આજે ઈચ્છું છું કે તમે પણ લતા દીદીની વાતો સાંભળો, તે વાતચીત સાંભળો. સાંભળો કે કેવી રીતે આયુષ્યના આ તબક્કામાં પણ લતા દીદી દેશની સાથે જોડાયેલી તમામ વાતો માટે ઉત્સુક છે, તત્પર છે અને જીવનનો સંતોષ પણ, ભારતની પ્રગતિમાં છે, બદલતા ભારતમાં છે, નવી ઊંચાઈઓ સ્પર્શી રહેલા ભારતમાં છે.
મોદી જીઃ લતા દીદી, પ્રણામ. હું નરેન્દ્ર મોદી બોલી રહ્યો છું.
લતા દીદી : પ્રણામ.
મોદીજી: મેં ફોન એટલા માટે કર્યો કારણ કે આ વખતે આપના જન્મદિવસ પર…
લતાજી: હા હા
મોદીજી: હું હવાઈ જહાજમાં પ્રવાસ કરી રહ્યો છું.
લતાજી: અચ્છા
મોદીજી: તો મેં વિચાર્યું કે પહેલાં જ
લતાજી: હા હા
મોદીજી: આપને જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ, વહેલી શુભેચ્છા આપી દઉં. આપનું સ્વાસ્થ્ય સારું રહે, આપના આશીર્વાદ અમારા પર રહે, બસ એ જ પ્રાર્થના અને આપને પ્રણામ કરવા માટે, મેં અમેરિકા જતા પહેલાં જ આપને ફોન કરી દીધો.
લતાજી: આપનો ફોન આવશે તે સાંભળીને હું ઘણી બધી, એ થઈ ગઈ હતી. આપ જઈને પરત ક્યારે ફરશો?
મોદીજી: હું 28મીએ મોડી રાત્રે અને 29મીએ સવારે પાછો આવીશ અને ત્યારે તો આપનો જન્મદિન થઈ ગયો હશે.
લતાજી: અચ્છા, અચ્છા. જન્મદિન તો શું મનાવવાનો, અને બસ ઘરમાં જ બધા લોકો…
મોદીજી: દીદી, જુઓ મને તો…
લતાજી: આપના આશીર્વાદ મળે તો
મોદીજી: અરે, આપના આશીર્વાદ અમે માગીએ છીએ, આપ તો અમારાથી મોટા છો.
લતાજી: વયમાં મોટા તો ઘણા, કેટલાક લોકો હોય છે પરંતુ પોતાના કામથી જે મોટું હોય છે, તેમના આશીર્વાદ મળવો એ મોટી બાબત હોય છે.
મોદીજી: દીદી, તમે ઉંમરમાં તો બહુ મોટા છો અને કામમાં પણ મોટા છો અને આપે જે આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે, તે સાધના અને તપશ્ચર્યા કરીને મેળવી છે.
લતાજી: જી, હું તો વિચારું છું કે મારાં માતાપિતાના આશીર્વાદ છે અને શ્રોતાઓના આશીર્વાદ છે. હું કંઈ નથી.
મોદીજી: જી, આજ તો આપની નમ્રતા છે, તે આપણી નવી પેઢીના બધા માટે, તે બહુ મોટું શિક્ષણ છે. બહુ મોટી પ્રેરણા અમારા માટે છે કે આપે જીવનમાં આટલું બધું ક્લીયર કર્યા પછી પણ, આપનાં માતાપિતાના સંસ્કાર અને તે નમ્રતાને હંમેશાં પ્રાથમિકતા આપી છે.
લતાજી: જી.
મોદીજી: અને મને તો ખુશી છે કે જ્યારે આપ ગર્વથી કહો છો કે આપની માતા ગુજરાતી હતાં.
લતાજી: જી.
મોદીજી: અને હું જ્યારે પણ આપની પાસે આવ્યો
લતાજી: જી.
મોદીજી: આપે મને કંઈને કંઈ ગુજરાતી ખવડાવ્યું.
લતાજી: જી. આપ શું છો તે આપને પોતાને પણ ખબર નથી. હું જાણું છું કે આપના આવવાથી ભારતનું ચિત્ર બદલાઈ રહ્યું છે અને તે, મને તેનાથી બહુ જ આનંદ થાય છે. ઘણું સારું લાગે છે.
મોદીજી: બસ દીદી, આપના આશીર્વાદ રહે, સમગ્ર દેશ પર આપના આશીર્વાદ રહે, અને અમારા જેવા લોકો કંઈ ને કંઈ સારું કરતા રહે, મને આપે હંમેશાં પ્રેરણા આપી છે. આપનો પત્ર પણ મને મળતો રહે છે અને આપની કંઈ ને કંઈ ભેટ-સોગાદ પણ મને મળતી રહે છે તો આ આત્મીયતા, જે એક પારિવારિક સંબંધ છે તેનો એક વિશેષ આનંદ મને થાય છે.
લતાજી: જી જી. નહીં હું આપને બહુ તકલીફ આપવા માગતી નથી કારણકે હું જોઉં છું, જાણું છું કે આપ કેટલા વ્યસ્ત હો છો અને આપને કેટલું કામ હોય છે. શું-શું વિચારવું પડે છે. જ્યારે આપ જઈને આપની માતાના ચરણસ્પર્શ કરીને આવ્યા, જોયું તો મેં પણ કોઈને મોકલ્યા હતા તેમની પાસે અને તેમના આશીર્વાદ લીધા.
મોદીજી: હા. મારી બાને યાદ હતું અને તેમણે મને વાત કરી હતી.
લતાજી: જી.
મોદીજી: હા.
લતાજી: અને ટેલિફોન પર તેમણે મને આશીર્વાદ આપ્યા તો મને ઘણું સારું લાગ્યું.
મોદીજી: મારી બા ઘણી પ્રસન્ન હતી, આપના આ પ્રેમના કારણે.
લતાજી: જી. જી.
મોદીજી: અને હું આપનો બહુ આભારી છું કે આપ હંમેશાં મારી ચિંતા કરો છો. અને ફરી એક વાર હું આપને જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું.
લતાજી: જી.
મોદીજી: આ વખતે મુંબઈ આવ્યો હતો તો ઈચ્છા હતી કે પ્રત્યક્ષ મળવા આવી જઉં.
લતાજી: જી જી, જરૂર.
મોદીજી: પરંતુ સમયની એટલી વ્યસ્તતા હતી કે હું ન આવી શક્યો.
લતાજી: જી.
મોદીજી: પરંતુ હું બહુ જલદી આવીશ.
લતાજી: જી
મોદીજી: અને ઘરે આવીને કેટલીક ગુજરાતી વાનગીઓ આપના હાથેથી ખાઈશ.
લતાજી: જી, જરૂર જરૂર જરૂર. એ તો મારું સૌભાગ્ય હશે.
મોદીજી: પ્રણામ દીદી.
લતાજી: પ્રણામ.
મોદીજી: ખૂબ ખૂબ શુભકામનાઓ. આપને.
લતાજી: ખૂબ-ખૂબ પ્રણામ.
મોદીજી: પ્રણામ જી.
મારા પ્રિય દેશવાસીઓ, નવરાત્રિની સાથે જ, આજથી, તહેવારોનું વાતાવરણ ફરી એક વાર નવા ઉમંગ, નવી ઊર્જા, નવો ઉત્સાહ, નવા સંકલ્પથી ભરાઈ જશે. તહેવારોની મૌસમ છે ને. આગામી કેટલાંય સપ્તાહ સુધી દેશભરમાં તહેવારોની રોનક રહેશે. આપણે બધા, નવરાત્રિ મહોત્સવ, ગરબા, દુર્ગા પૂજા, દશેરા, દિવાળી, ભાઈબીજ, છઠ પૂજા, અગણિત તહેવારો મનાવીશું. આપ સહુને, આવનારા તહેવારોની ખૂબ ખૂબ શુભકામનાઓ. તહેવારોમાં પરિવારના બધા લોકો સાથે આવશે. ઘર ખુશીઓથી ભરાયેલું રહેશે. પરંતુ તમે જોયું હશે કે આપણી આસપાસ પણ ઘણાં બધા એવા લોકો છે જે આ તહેવારોની ખુશીઓથી વંચિત રહી જાય છે અને એટલે જ તો કહેવાય છે કે દીવા તળે અંધારું. કદાચ, આ કહેવત માત્ર શબ્દ નથી, આપણા બધા માટે, એક આદેશ છે, એક દર્શન છે, એક પ્રેરણા છે. વિચારો, એક તરફ કેટલાંક ઘર રોશનીથી ઝગમગી ઊઠે છે, તો બીજી તરફ, તેની સામે, આસપાસ કેટલાંક ઘરોમાં અંધારું છવાયેલું રહે છે. કેટલાંક ઘરોમાં મીઠાઈઓ બગડી જાય છે, તો કેટલાંક ઘરોમાં બાળકો મીઠાઈ માટે વલખાં મારે છે. ક્યાંક કબાટમાં કપડાં રાખવાની જગ્યા નથી હોતી, તો ક્યાંક તન ઢાંકવાની મથામણ ચાલતી હોય છે. શું તેને દીવા તળે અંધારું નહીં કહીએ? આ જ તો દીવા તળે અંધારું છે. આ તહેવારોનો અસલી આનંદ ત્યારે છે જ્યારે આ અંધારું હટે, આ અંધારું ઓછું થાય- ઉજાશ ફેલાય. આપણે, ત્યાં પણ ખુશીઓ વહેંચીએ જ્યાં અભાવ છે અને તે આપણો સ્વભાવ પણ બને. આપણાં ઘરોમાં મીઠાઈઓની, કપડાંની, ભેટોની, જ્યાં ડિલિવરી થાય તો એક પળ બીજાને આપવા માટે પણ વિચારીએ. ઓછોમાં ઓછું, આપણાં ઘરોમાં જે વસ્તુ વધુ પ્રમાણમાં છે, જેને આપણે કોઈ કામમાં નથી લેતા, આવી ચીજોને બીજામાં વહેંચીએ. અનેક શહેરોમાં, અનેક એનજીઓના યુવા સાથીઓનાં સ્ટાર્ટ અપ આવું કામ કરે છે. તેઓ લોકોના ઘરોમાંથી કપડાં, મીઠાઈઓ, ભોજ, બધું એકઠું કરીને જરૂરિયાતાર્થીઓને શોધી શોધીને તેમના સુધી પહોંચાડે છે અને ગુપચૂપ આ પ્રવૃત્તિ કરે છે. શું આ વખતે, તહેવારોની આ મૌસમમાં પૂરી જાગૃતિ અને સંકલ્પ સાથે, આ દીવા તળે અંધારું મિટાવી શકીએ? અનેક ગરીબ પરિવારોના ચહેરા પર આવેલું સ્મિત, તહેવારો પર તમારી ખુશીઓને બે ગણી કરી દેશે, આપનો ચહેરો ઓર ચમકી ઉઠશે. આપનો દીવડો વધુ પ્રકાશમાન થઈ જશે. આપની દિવાળી વધુ ઉજળી થઈ જશે.
મારા પ્રિય ભાઈઓ-બહેનો, દીપાવલીમાં સૌભાગ્ય અને સમૃદ્ધિના રૂપમાં લક્ષ્મીજીનું ઘરેઘરે આગમન થાય છે. પરંપરાગત રૂપમાં લક્ષ્મીજીનું સ્વાગત છે. શું આ વખતે આપણે નવી રીતે લક્ષ્મીજીનું સ્વાગત કરી શકીએ આપણી સંસ્કૃતિમાં દીકરીઓને લક્ષ્મીજી માનવામાં આવે છે કારણકે દીકરી સૌભાગ્ય અને સમૃદ્ધિ લાવે છે. શું આ વખતે આપણે આપણા સમાજમાં, ગામડાંઓમાં, શહેરોમાં, દીકરીઓના સન્માનના કાર્યક્રમો રાખી શકીએ? સાર્વજનિક કાર્યક્રમો રાખી શકીએ? આપણી વચ્ચે અનેક એવી દીકરીઓ હશે જે પોતાની મહેનત અને લગનથી, પ્રતિભાથી પરિવારનું, સમાજનું, દેશનું નામ ઉજાળી રહી હશે. શું આ દિવાળી પર ભારતની આ લક્ષ્મીના સન્માનનો કાર્યક્રમ આપણે કરી શકીએ? આપણી આસપાસ અનેક દીકરીઓ, અનેક વહુઓ એવી હશે જે અસાધારણ કામ કરી રહી હશે. કોઈ ગરીબ બાળકોને ભણાવવાનું કામ કરી રહી હશે. કોઈ સ્વચ્છતા અને સ્વાસ્થ્ય વિશે જાગૃતિ ફેલાવવામાં લાગેલી હશે, તો કોઈ ડૉક્ટર, ઍન્જિનિયર બનીને સમાજની સેવા કરી રહી હશે. વકીલ બનીને, કોઈને ન્યાય અપાવવા માટે પ્રયાસ કરી રહી હશે. આપણો સમાજ, આવી દીકરીઓની ઓળખ કરે, સન્માન કરે અને તેમના પર ગર્વ લે. તેમના સન્માનના કાર્યક્રમો દેશભરમાં થાય. એક કામ બીજું એ કરી શકીએ છીએ કે આ દીકરીઓની ઉપલબ્ધિઓ વિશે સૉશિયલ મિડિયામાં વધુમાં વધુ શૅર કરીએ અને # (હૅશટેગ) ઉપયોગ કરીએ #bharatkilaxmi (ભારત કી લક્ષ્મી). જેવી રીતે આપણે બધાએ મળીને એક મહાઅભિયાન ચલાવ્યું હતું સેલ્ફી વિથ ડૉટર અને તે દુનિયાભરમાં ફેલાઈ ગયું હતું તે રીતે આ વખતે આપણે અભિયાન ચલાવીએ- ભારત કી લક્ષ્મી. ભારતની લક્ષ્મીના પ્રોત્સાહનનો અર્થ છે દેશ અને દેશવાસીઓની સમૃદ્ધિનો માર્ગ પ્રશસ્ત કરવો.
મારા પ્રિય દેશવાસીઓ, મેં પહેલાં પણ કહ્યું હતું કે 'મન કી બાત'નો એક મોટો લાભ એ છે કે મને અનેક જાણ્યા-અજાણ્યા લોકો સાથે પ્રત્યક્ષ-પરોક્ષ સંવાદ કરવાનું સૌભાગ્ય મળી જાય છે. ગત દિવસો દૂર-સુદૂર અરુણાચલના એક વિદ્યાર્થિની અલીના તાયંગે મને બહુ રસપ્રદ પત્ર મોકલ્યો છે. અને તેમાં લખ્યું છે, હું પત્ર વાંચી રહ્યો છું, તમારી સામે…
“આદરણીય પ્રધાનમંત્રીજી,
મારું નામ અલીના તાયંગ છે. હું રોઇંગ, અરુણાચલ પ્રદેશથી છું. આ વખતે જ્યારે મારી પરીક્ષાનું પરિણામ આવ્યું તો મને કેટલાક લોકોએ પૂછ્યું કે તેં એક્ઝામ વૉરિયર્સ પુસ્તક વાંચ્યું? આ પુસ્તક તો મેં નથી વાંચ્યું. પરંતુ પાછા આવીને મેં આ પુસ્તક વાંચ્યું અને તેને બે-ત્રણ વાર વાંચ્યું. તેના વિશે મારો અનુભવ ઘણો સારો રહ્યો. મને લાગ્યું કે જો મેં આ પુસ્તક પરીક્ષા પહેલાં વાંચ્યું હોત, તો મને ઘણો લાભ મળ્યો હોત. મને આ પુસ્તકનાં અનેક પાસાં ઘણાં સારાં લાગ્યાં. પરંતુ મેં એ પણ ચીજો જોઈ કે વિદ્યાર્થીઓ માટે તો ઘણા સારા મંત્ર છે, પરંતુ માતાપિતા અને શિક્ષકો માટે તો આ પુસ્તકમાં વધુ કંઈ નથી. હું ઈચ્છીશ કે જો તમે આ પુસ્તકની નવી આવૃત્તિ વિશે કંઈક વિચારી રહ્યા હો તો તેમાં માતાપિતા અને શિક્ષકો માટે કંઈક વધુ મંત્ર, કંઈક વધુ સામગ્રી જરૂર જોડજો.”
જુઓ, મારા યુવા સાથીઓને પણ ભરોસો છે કે દેશના પ્રધાનસેવકને કામ કહેશો તો તે થઈ જશે.
મારા નાનકડા વિદ્યાર્થી મિત્ર, પહેલા તો આ પત્ર લખવા માટે આપનો ધન્યવાદ. એક્ઝામ વૉરિયર્સ 2-3 વાર વાંચવા માટે ધન્યવાદ. અને વાંચતી વખતે, તેમાં શું ખામી છે તે પણ મને કહેવા માટે ઘણો ધન્યવાદ અને સાથે-સાથે મારા આ નાનકડા મિત્રએ મને કામ પણ સોંપી દીધું છે. કંઈક કરવાનો આદેશ આપી દીધો છે. હું જરૂર તમારા આદેશનું પાલન કરીશ. તમે જે કહ્યું છે કે જો હું નવી આવૃત્તિ માટે સમય કાઢી શકું તો જરૂર તેમાં હું માતાપિતા માટે, શિક્ષકો માટે કંઈક વાતો લખવાનો પ્રયાસ કરીશ. પરંતુ હું તમને બધાને આગ્રહ કરીશ કે શું તમે લોકો મને મદદ કરી શકો છો? રોજબરોજની જિંદગીમાં, તમે શું અનુભવ કરો છો? દેશના બધા વિદ્યાર્થીઓને, શિક્ષકોને, માતાપિતાને મારો આગ્રહ છે કે તમે તણાવરહિત પરીક્ષા સાથે જોડાયેલાં પાસાંઓ વિશે તમારો અનુભવ મને કહો. તમારાં સૂચનો આપો. હું જરૂર તેનું અધ્યયન કરીશ. તેના પર વિચારીશ અને તેમાંથી મને જે કંઈ ઠીક લાગશે તેને પણ હું મારા પોતાના શબ્દોમાં, મારી રીતે જરૂર લખવાનો પ્રયાસ કરીશ અને બની શકે છે કે જો તમારાં સૂચનો વધુ આવશે તો મારી નવી આવૃત્તિ નક્કી છપાશે જ. તો હું રાહ જોઈશ તમારા વિચારોની. અરુણાચલના આપણા નાના મિત્ર, વિદ્યાર્થી અલીના તાયંગનો ફરી એક વાર આભાર વ્યક્ત કરું છું.
મારા પ્રિય દેશવાસીઓ, તમે સમાચારપત્રોના માધ્યમથી, ટીવીના માધ્યમથી દેશના પ્રધાનમંત્રીના વ્યસ્ત કાર્યક્રમોના વિષયમાં જાણો પણ છો, વ્યસ્તતાની ચર્ચા પણ કરો છો. પરંતુ તમને ખબર છે ને કે હું પણ તમારી જેમ જ એક સામાન્ય માનવી છું. એક સામાન્ય નાગરિક છું અને આથી એક સામાન્ય જિંદગીમાં જે જે ચીજોનો પ્રભાવ થાય છે તેવો પ્રભાવ મારા જીવનમાં મારા મન પર પણ થાય છે કારણકે હું પણ તમારી વચ્ચેથી જ આવ્યો છું ને. જુઓ, આ વખતે યુએસ ઑપનમાં, જીતની, જેટલી ચર્ચા હતી, તેટલી જ રનર અપ Daniil Medvedevના વક્તવ્યની પણ હતી. સૉશિયલ મિડિયા પર ઘણું ચાલી રહ્યું હતું. તો પછી મેં પણ તે વક્તવ્ય સાંભળ્યું અને મૅચ પણ જોઈ. 23 વર્ષના Daniil Medvedev, તેમની સાદગી અને તેમની પરિપક્વતા, બધાને પ્રભાવિત કરનારાં હતાં. હું તો ઘણો પ્રભાવિત થયો. આ વક્તવ્યની બસ થોડા સમય પહેલાં જ તેઓ 19 વાર ગ્રાન્ડ સ્લેમના વિજેતા અને ટૅનિસના દંતકથારૂપ રાફેલ નાડાલથી ફાઇનલમાં હારીને આવ્યા હતા. આ અવસર પર કોઈ બીજું હોત તો તે ઉદાસ અને નિરાશ થઈ ગયું હોત, પરંતુ તેમનો ચહેરો કરમાયો નહીં, પરંતુ તેમણે, પોતાની વાતોથી, બધાના ચહેરા પર સ્મિત લાવી દીધું. તેમની વિનમ્રતા, સરળતા અને સાચા અર્થમાં ખેલદિલીની ભાવનાનું જે રૂપ જોવા મળ્યું તેના બધા પ્રશંસક થઈ ગયા. તેમની વાતોનું ત્યાં હાજર દર્શકોએ ઉષ્માભેર સ્વાગત કર્યું. Daniil એ વિજેતા નાડાલની પણ ખૂબ જ પ્રશંસા કરી. તેમણે કહ્યું કે કઈ રીતે નાડાલે લાખો યુવાઓને ટૅનિસ માટે પ્રેરિત કર્યા છે. સાથે જ તેમણે એ પણ કહ્યું કે તેમની સાથે રમવું કેટલું પડકારજનક હતું. અઘરા પડકારમાં હાર પછી પણ તેમણે પોતાના પ્રતિદ્વંદી નાડાલની ખૂબ જ પ્રશંસા કરીને ખેલદિલીનો જીવતો જાગતો પુરાવો આપી દીધો. જોકે બીજી તરફ વિજેતા નાડાલે પણ Daniilની રમતની ખૂબ જ પ્રશંસા કરી. એક જ મેચમાં હારનારાનું જોશ અને જીતનારાની વિનમ્રતા બંને જોવાલાયક હતી. જો તમે Daniil Medvedevનું વક્તવ્ય ન સાંભળ્યું હોય તો હું તમને બધાને, વિશેષ રૂપે યુવાઓને કહીશ કે તેનો આ વિડિયો જરૂર જુઓ. તેમાં દરેક વર્ગ અને દરેક ઉંમરના લોકોને શીખવા માટે ઘણું બધું છે. આ એ ક્ષણ હોય છે જે હાર-જીતની ઉપર હ ય છે. હાર-જીતનું કોઈ મહત્ત્વ નથી હોતું. જિંદગી જીતી જાય છે અને આપણે ત્યાં તો શાસ્ત્રોમાં ઘણી સારી ઢબે આ વાતને કહેવાઈ છે. આપણા પૂર્વજોની વિચારસરણી ખરેખર પ્રશંસનીય છે. આપણે ત્યાં શાસ્ત્રોમાં કહેવાયું છે :
विद्या विनय उपेता हरति
न चेतांसी कस्य मनुजस्य
मणि कांचन संयोग:
जनयति लोकस्य लोचन आनन्दम
અર્થાત્, જ્યારે કોઈ વ્યક્તિમાં યોગ્યતા અને વિનમ્રતા એક સાથે સમાહિત થઈ જાય તો પછી તે કોનું હૃદય ન જીતી શકે? વાસ્તવમાં, આ યુવા ખેલાડીએ દુનિયાભરના લોકોનું હૃદય જીતી લીધું છે.
મારા પ્રિય દેશવાસીઓ, અને ખાસ કરીને મારા યુવાન મિત્રો, હું હવે જે વાત કરવા જઈ રહ્યો છું, તે સીધીસીધી તમારી ભલાઈ માટે કરી રહ્યો છું. વાદ-વિવાદ ચાલતા રહેશે, પક્ષ-વિપક્ષ ચાલતો રહેશે, પરંતુ કેટલીક ચીજો જો વધતા પહેલાં જ રોકી લેવામાં આવે તો બહુ મોટો લાભ થાય છે. જે ચીજો બહુ વધી જાય છે, બહુ ફેલાઈ જાય છે, તેને બાદમાં રોકવી ઘણી અઘરી પડે છે. પરંતુ જો શરૂઆતમાં જ આપણે જાગૃત થઈને તેને રોકી લઈએ તો ઘણું બધું બચાવી શકાય છે. મારું મન કહે છે કે આ ભાવથી, આજે ખાસ કરીને યુવાન મિત્રોને જરૂર કેટલીક વાતો કરું. આપણે બધા જાણીએ છીએ કે તમાકુનો નશો આરોગ્ય માટે ઘણો નુકસાનદાયક હોય છે અને તેની લત છોડવી પણ ઘણી મુશ્કેલ થઈ જાય છે. તમાકુ ખાનારા લોકોને કેન્સર, ડાયાબિટિસ, બ્લડ પ્રૅશર જેવી બીમારીઓનો ખતરો ઘણો બધો વધી જાય છે. આવું દરેક કહે છે. તમાકુનો નશો તેમાં હાજર નિકૉટિનના કારણે હોય છે. કિશોરાવસ્થામાં તેના સેવનથી મગજનો વિકાસ પણ પ્રભાવિત થાય છે. પરંતુ આજે હું, તમારી સાથે એક નવા વિષય પર વાત કરવા માગું છું. તમને ખબર હશે જ કે હાલમાં જ ભારતમાં ઇ-સિગારેટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સામાન્ય સિગરેટથી અલગ ઇ-સિગારેટ એક પ્રકારનું ઇલેક્ટ્રૉનિક ઉપકરણ હોય છે. ઇ-સિગારેટમાં નિકૉટિનયુક્ત પ્રવાહી પદાર્થોને ગરમ કરીને એક પ્રકારનો રાસાયણિક ધૂમાડો બને છે. તેના માધ્યમથી નિકૉટિનનું સેવન કરવામાં આવે છે. સામાન્ય સિગારેટના ખતરાને આપણે બહુ સારી રીતે સમજીએ છીએ, પરંતુ ઇ-સિગારેટ વિશે એક ખોટી ધારણા જન્માવામાં આવી છે. એવી ભ્રાન્તિ ફેલાવવામાં આવી છે કે ઇ-સિગારેટથી કોઈ ખતરો નથી. બાકી સિગારેટની જેમ તેનાથી દુર્ગંધ ન ફેલાય તે માટે તેમાં સુગંધિત રસાયણ સુદ્ધાં મેળવવામાં આવતાં હતાં. આપણે આસપાસ જોયું છે કે જો ઘરમાં પિતા ચૅઇન સ્મૉકર હોય તો પણ તેઓ ઘરના બાકીના લોકોને ધૂમ્રપાન કરતા રોકે છે, ટોકે છે. અને ઈચ્છે છે કે તેમનાં બાળકોને સિગરેટ-બીડીની ટેવ ન પડે. તેમની એવી કોશિશ હોય છે કે પરિવારનો કોઈ પણ સભ્ય ધૂમ્રપાન ન કરે, સ્મૉકિંગ ન કરે. તેઓ જાણે છે કે ધૂમ્રપાનથી, તમાકુથી શરીરને ભારે નુકસાન થાય છે. સિગરેટના ખતરા વિશે કોઈ પણ પ્રકારનો ભ્રમ નથી. તેનાથી નુકસાન થાય છે. તે વેચનાર પણ જાણે છે. પીનારો પણ જાણે છે અને જોનારો પણ જાણે છે. પરંતુ ઇ-સિગારેટનો મામલો ઘણો જ અલગ છે. ઇ-સિગારેટ વિશે લોકોમાં આટલી જાગૃતિ નથી. તેઓ તેના ખતરા વિશે પણ પૂરી રીતે અજાણ છે અને તેના કારણે ક્યારેક-ક્યારેક કુતૂહલમાં ઇ-સિગારેટ ચૂપચાપ ઘરમાં પ્રવેશ કરી જાય છે અને ક્યારેક તો જાદુ દેખાડી રહ્યો છું તેમ કરીને પણ બાળકો એકબીજાને દેખાડતા રહે છે. પરિવારમાં મા-બાપ સામે પણ જુઓ, હું આજે નવો જાદુ દેખાડું છું. જુઓ, મારા મોઢામાંથી હું ધૂમાડો કાઢું છું. જુઓ, વગર આગ લગાડે, વગર દીવાસળી સળગાવે, જુઓ હું ધૂમાડો કાઢું છું. જાણે કોઈ જાદુનો ટીવી શૉ દેખાડી રહ્યો હોય અને પરિવારના લોકો તાળી પણ પાડી દે છે. ખબર જ નથી. એક વાર જેમ ઘરના કિશોર અને યુવાનો તેની ચુંગાલમાં ફસાઈ ગયા તો પછી ધીરેધીરે તેઓ આ નશાના વ્યસની થઈ જાય છે. આ ખરાબ લતના શિકાર બની જાય છે. આપણું યુવાન ધન બરબાદીના રસ્તા પર ચાલી નીકળે છે. અજાણ્યામાં ચાલી નીકળે છે. વાસ્તવમાં ઇ-સિગારેટમાં અનેક હાનિકારક રસાયણો મેળવવામાં આવે છે, જેની સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. તમે જાણો જ છો કે જ્યારે કોઈ આપણી આસપાસ ધૂમ્રપાન કરે છે તો આપણને તેની ખબર ગંધથી પડી જાય છે. તેના ખિસ્સામાં સિગારેટનું પેકેટ હોય ત્યારે પણ ગંધથી ખબર પડી જાય છે. પરંતુ ઇ-સિગારટેની સાથે આવી વાત નથી. આવામાં, અનેક કિશોર અને યુવાનો જાણે-અજાણે અને ક્યારેક ફૅશન સ્ટેટમેન્ટના રૂપમાં ઘણા ગર્વની સાથે પોતાનાં પુસ્તકોની વચ્ચે, પોતાના દફ્તરમાં, પોતાના ખિસ્સામાં, ક્યારેકક્યારેક પોતાના હાથમાં લઈને ફરતા દેખાઈ રહ્યા છે અને તેઓ તેના શિકાર થઈ જાય છે. યુવાન પેઢી દેશનું ભવિષ્ય છે. ઇ-સિગારેટ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે જેથી નશાની આ નવી રીત આપણા યુવાન દેશને બરબાદ ન કરી નાખે. દરેક પરિવારનાં સપનાં કચડી ન નાખે. બાળકોની જિંદગી બરબાદ ન થઈ જાય. આ બીમારી, આ ટેવ સમાજમાં મૂળિયાં ન જમાવી દે.
હું તમને સહુને આગ્રહ કરું છું કે તમાકુના વ્યસનને છોડી દો અને ઇ-સિગારેટના સંબંધમાં કોઈ ગેરસમજ ન રાખો. આવો આપણે બધા મળીને એક સ્વસ્થ ભારતનું નિર્માણ કરીએ.
હા, તમને Fit India યાદ છે ને? ફિટ ઇન્ડિયાનો અર્થ એવો થોડો છે કે હાથ-પગ…સવાર સાંજ બે-બે કલાક આપણે જિમ ચાલ્યા જઈએ તો થઈ જશે. આ બધાથી પણ બચવાનું હોય છે ફિટ ઇન્ડિયા માટે. મને વિશ્વાસ છે કે મારી વાત તમને ખરાબ નહીં લાગે. જરૂર સારી લાગશે.
મારા પ્રિય ભાઈઓ-બહેનો, આપણા બધા માટે આ સૌભાગ્યની વાત છે કે આપણા ભારતવર્ષ એવા અસાધારણ લોકોની જન્મભૂમિ અને કર્મભૂમિ રહી છે જેણે પોતાના માટે નહીં, પરંતુ બીજાની ભલાઈ માટે પોતાનું આખું જીવન સમર્પી દીધું છે.
આ આપણી ભારતમાતા, આ આપણો દેશ બહુરત્ના વસુંધરા છે. અનેક માનવરત્ન આ ધરતીમાંથી નીકળે છે. ભારતવર્ષ એવા અસાધારણ લોકોની જન્મભૂમિ, કર્મભૂમિ રહ્યું છે. અને આ એ લોકો છે જેમણે પોતાના માટે નહીં, બીજાના માટે, પોતાને સમર્પી દીધા છે. આવી જ એક મહાન વિભૂતિને 13 ઑક્ટોબરે વેટિકન સિટીમાં સન્માનિત કરાઈ રહ્યા છે. દરેક ભારતીય માટે ગર્વની વાત છે કે પૉપ ફ્રાન્સિસ આવનારી 13 ઑક્ટોબરે મરિયમ થ્રેસિયાને સંત ઘોષિત કરશે. સિસ્ટર મરિયમ થ્રેસિસે 50 વર્ષના પોતાના નાનકડા જીવનકાળમાં જ માનવતાની ભલાઈ માટે જે કાર્ય કર્યાં, તે સમગ્ર દુનિયા માટે ઉદાહરણરૂપ છે. સમાજસેવા અને શિક્ષાના ક્ષેત્ર સાથે તેમનો અદ્ભુત લગાવ હતો. તેમણે અનેક શાળાઓ, હૉસ્ટેલ અને અનાથાલય બનાવ્યાં અને જીવનપર્યંત આ મિશનમાં લાગેલાં રહ્યાં. સિસ્ટર થ્રેસિયાએ જે પણ કાર્ય કર્યું તેને નિષ્ઠા અને લગન સાથે, પૂરા સમર્પણ ભાવથી પૂરું કર્યું. તેમણે Congregation of the sisters of the holy familyની સ્થાપના કરી. જે આજે પણ તેમના જીવનદર્શન અને મિશનને આગળ વધારી રહ્યું છે. હું ફરી એક વાર સિસ્ટર મરિયમ થ્રેસિયાને શ્રદ્ધાંજલિ સમર્પિત કરું છું અને ભારતના લોકોને ખાસ કરીને આપણા ખ્રિસ્તી ભાઈઓ-બહેનોને આ ઉપલબ્ધિ માટે ઘણા બધા અભિનંદન આપું છું.
મારા પ્રિય દેશવાસીઓ, ભારત જ નહીં, આજે પૂરી દુનિયા માટે એ ગર્વનો વિષય છે કે આજે જ્યારે આપણે ગાંધી 150 મનાવી રહ્યા છીએ, તો તેની સાથે જ 130 કરોડ દેશવાસીઓએ સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત કરવાનો સંકલ્પ કર્યો છે. પર્યાવરણ સંરક્ષણની દિશામાં, ભારતે પૂરા વિશ્વમાં જે રીતનું નેતૃત્વ કર્યું છે, તેને જોઈને આજે બધા દેશોની નજર ભારત પર મંડાયેલી છે. મને પૂરો વિશ્વાસ છે કે તમે બધા 2 ઑક્ટોબરે સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્તિ માટે થનારા અભિયાનનો હિસ્સો બનશો જ. ઠેકઠેકાણે લોકો પોતપોતાની રીતે આ અભિયાનમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. પરંતુ આપણા જ દેશના એક નવયુવાને એક ઘણું અનોખું અભિયાન ચલાવ્યું છે. તેમના આ કામ પર મારું ધ્યાન ગયું તો મેં તેમની સાથે ફોન પર વાત કરીને તેના આ નવા પ્રયોગને જાણવા-સમજવાનો પ્રયાસ કર્યો. બની શકે છે કે તેમની આ વાતો દેશના બીજા લોકોને પણ કામમાં આવે. શ્રીમાન રિપુદમન બેલવીજી એક સારો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ plogging કરે છે. જ્યારે પહેલી વાર મેં plogging શબ્દ સાંભળ્યો તો મારા માટે પણ નવો હતો. વિદેશોમાં તો કદાચ તે શબ્દ કેટલીક માત્રામાં ઉપયોગ થયો છે. પરંતુ ભારતમાં, રિપુદમન બેલ્વીજીએ આને બહુ જ પ્રચારિત કર્યો છે. આવો, તેમની સાથે કેટલીક વાતો કરીએ.
મોદીજી: હેલ્લો રિપુદમનજી, નમસ્કાર. હું નરેન્દ્ર મોદી બોલી રહ્યો છું.
રિપુદમન: જી સર, ખૂબ જ આભાર સાહેબ.
મોદીજી: રિપુદમનજી.
રિપુદમન: હા જી, સાહેબ.
મોદીજી: તમે આ જે Plogging અંગે આટલા સમર્પણભાવથી કામ કરી રહ્યા છો…
રિપુદમન: જી સાહેબ.
મોદીજી: તો મારા મનમાં જિજ્ઞાસા હતી તો મેં વિચાર્યું કે હું પોતે જ ફોન કરીને તમને પૂછું.
રિપુદમન: ઓકે.
મોદીજી: આ વિચાર તમારા મનમાં ક્યાંથી આવ્યો?
રિપુદમન: હા જી સાહેબ.
મોદીજી: આ શબ્દ, આ રીત કેવી રીતે મનમાં આવી?
રિપુદમન: સાહેબ, યુવાનાને આજે કંઈક Cool જોઈએ, કંઈક Interesting જોઈએ, તેમને પ્રેરિત કરવા માટે, તો હું તો પ્રેરિત થઈ ગયો. જો મારે 130 કરોડ ભારતીયોને આ અભિયાન સાથે જોડવા હોય તો મારે કંઈક Cool કરવું પડે, કંઈક રસપ્રદ કરવું પડે, તો હું પોતે એક દોડવીર છું, સવારે જ્યારે આપણે દોડવા જઈએ છીએ તો ટ્રાફિક ઓછો હોય છે. લોકો ઓછા હોય છે તો કચરો અને પ્લાસ્ટિક સૌથી વધુ દેખાય છે તો instead of cribbing and complaining મેં વિચાર્યું કે તેના વિશે કંઈક કરીએ અને પોતાના રનિંગ ગ્રૂપ સાથે સ્ટાર્ટ કર્યું દિલ્લીમાં અને પછી સમગ્ર ભારતમાં તેને લઈને ગયો. દરેક જગ્યાએથી સારો આવકાર મળ્યો…
મોદીજી: ઍક્ઝેટલી તમે શું કરતા હતા? થોડું સમજાવો જેથી મને પણ ધ્યાનમાં આવે અને 'મન કી બાત'ના માધ્યમથી દેશવાસીઓને પણ ખબર પડે.
રિપુદમન: સાહેબ, તો અમે એ સ્ટાર્ટ કર્યું ‘Run and clean up movement’. જ્યાં પણ અમે running groupsને તેના work out પછી, તેમની cool down activityમાં અમે કહ્યું, તમે કચરો ઉઠાવવાનું શરૂ કરો, પ્લાસ્ટિક ઉપાડવાનું શરૂ કરો, તો તમે દોડવાની સાથોસાથ સફાઈ પણ કરી રહ્યા છો. એકાએક ઘણો વ્યાયામ ઉમેરાય છે. તો તમે માત્ર running નથી કરતા અને ઉઠકબેઠક કરી રહ્યા છો, deep squats કરી રહ્યા છો, તમે lunges કરી રહ્યા છો, તમે આગળ ઝૂકી (forward bent કરી) રહ્યા છો. તો આ એક સંપૂર્ણ કસરત (holistic work out) થઈ ગઈ. અને આપને જાણીને આનંદ થશે કે ગયા વર્ષે ઘણાં બધા fitness સામયિકોમાં indiaના top fitness trendમાં આ આનંદને નામાંકિત કરાયો છે…
મોદીજી: તમને અભિનંદન આ વાત માટે.
રિપુદમન: ધન્યવાદ સાહેબ.
મોદીજી: તો અત્યારે તમે 5 સપ્ટેમ્બરથી કોચીથી શરૂ કર્યું છે?
રિપુદમનઃ જી સાહેબ, આ મિશનનું નામ છે ‘R I Elan Run to make India Litter Free’. જેવી રીતે આપે 2 ઑક્ટોબરને એક ઐતિહાસિક ચુકાદો આપવાનો છે અને મને ખાતરી છે કે કચરા મુક્ત થશે તો પ્લાસ્ટિક મુક્ત પણ થશે અને તે એક વ્યક્તિગત જવાબદારી આવશે અને તેથી I am running and cleaning up thousand kilometres covering 50 cities.
તો બધાએ કહ્યું કે કદાચ તે દુનિયાની સૌથી લાંબી સ્વચ્છતા ઝુંબેશ હશે અને તેની સાથોસાથ આપણે એક બહુ જ કૂલ સાહેબ, સૉશિયલ મિડિયા # હૅશટેગ વાપર્યો છે. આપણે #PlasticUpvaas જ્યાં આપણે લોકોને કહી રહ્યા છીએ કે તમે અમને કહો, તમે કઈ સિંગલ ચીજ છે, કોઈ પણ સિંગલ યુઝ..માત્ર સિંગલ યુઝ પ્લાસ્ટિક જ નહીં પરંતુ સિંગલ યુઝવાળી કોઈ પણ ચીજ જે તમે તમારા જીવનમાંથી સંપૂર્ણપણે હટાવી દેશો.
મોદીજી: વાહ…તમે 5 સપ્ટેમ્બરથી નીકળ્યા છો તો શું અનુભવ રહ્યો તમારો અત્યાર સુધીનો?
રિપુદમન: સાહેબ, અત્યાર સુધી તો ઘણો સારો અનુભવ રહ્યો છે. ગયાં બે વર્ષમાં પણ અમે 300 આસપાસ plogging drives સમગ્ર ભારતમાં કરી છે, તો જ્યારે અમે કોચીથી શરૂઆત કરી તો દોડનારાં જૂથો જોડાયાં, ત્યાંના જે સ્થાનિક સફાઇ કરવાવાળા હોય છે તેમને મેં સાથે જોડ્યા. કોચી પછી મદુરાઈ, કોઇમ્બતુર, સાલેમ, હમણાં અમે ઉડુપીમાં કર્યું. ત્યાં એક શાળાનું આમંત્રણ આવ્યું તો નાનાંનાનાં બાળકો, સાહેબ, ત્રીજા ધોરણથી લઈને છઠ્ઠા ધોરણ સુધી, તેમને એક કાર્યશાળા માટે બોલાવ્યા હતા. મને. અડધા કલાક માટે અને તે અડધા કલાકની કાર્યશાળા ત્રણ કલાકની plogging drive બની ગઈ. સાહેબ, કારણકે બાળકો એટલા ઉત્સાહિત હતા કે તેઓ આ કરવા માગતા હતા અને તેઓ તેને પાછું કરવા માગતા હતા અને પોતાનાં માબાપને બતાવવું, પોતાના પડોશીઓને બતાવવું, પોતાના મિત્રોને બતાવવું, સૌથી મોટું પ્રેરણાદાયક હોય છે આપણા માટે તેને આગળના સ્તર પર લઈ જવું.
મોદીજીઃ રિપુજી, પરિશ્રમ નથી આ, એક સાધના છે. સાચે જ તમે સાધના કરી રહ્યા છો.
રિપુદમન: જી સાહેબ.
મોદીજી: મારી તરફથી ઘણા અભિનંદન આપું છું, પરંતુ માનો કે તમારે ત્રણ વાતો દેશવાસીઓને કહેવાની છે તો એવી કઈ ત્રણ વાતો ચોક્કસ શું સંદેશ આપવા માગશો તમે?
રિપુદમનઃ હું ખરેખર ત્રણ પગલાં આપવામાં માગીશ. ભારતને ગંદકીથી મુક્ત કરવા, કુડા મુક્ત ભારત માટે. પહેલું પગલું, કચરો કચરાપેટીમાં જ નાખો. બીજું પગલું, જો તમને કોઈ કચરો દેખાય જમીન પર તો તેને ઉઠાવો અને કચરાપેટીમાં નાખો. ત્રીજું પગલું. જો કચરા પેટી ન દેખાય તો પોતાના ખિસ્સામાં રાખો અથવા પોતાની ગાડીમાં રાખીને ઘરે લઈ જાવ. સૂકા અને ભીના કચરામાં અલગ પાડો અને સવારે મહાનગરપાલિકાની ગાડી આવે તેને આપી દો. જો આપણે આ ત્રણ પગલાંને અનુસરીશું તો આપણે ગંદકીમુક્ત ભારત જોઈશું. આપણને કચરામુક્ત ભારત મળશે.
મોદીજી: જુઓ રિપુજી, ઘણા સરળ શબ્દો અને સામાન્ય માનવી કરી શકે તે ભાષામાં તમે એક રીતે ગાંધીજીનાં સપનાંને લઈને ચાલી રહ્યા છો. સાથોસાથ ગાંધીજીની જે સરળ શબ્દોમાં વાત કરવાની પદ્ધતિ હતી તેને તમે અપનાવી લીધી છે.
રિપુદમન: ધન્યવાદ.
મોદીજી: તેથી તમે અભિનંદનને પાત્ર છો રિપુદમનજી, તમારી સાથે વાત કરીને બહુ સારું લાગ્યું અને તેમણે એક ખૂબ જ નવીન રીતે અને ખાસ કરીને નવયુવાનોને પસંદ આવે તે રીતે આ આખા કાર્યક્રમને બનાવ્યો છે.
હું તેમને ખૂબ જ અભિનંદન આપું છું અને સાથીઓ, આ વખતે પૂજ્ય બાપુની જયંતીના અવસર પર રમતગમત મંત્રાલય પણ ‘Fit India Plogging Run’ નું આયોજન કરવા જઈ રહ્યું છે. બે ઑક્ટોબરે બે કિલોમીટર plogging, પૂરા દેશભરમાં આ કાર્યક્રમ થવાના છે. આ કાર્યક્રમ કેવી રીતે કરવા જોઈએ, કાર્યક્રમમાં શું થાય છે તે રિપુદમનજીના અનુભવથી આપણે સાંભળ્યું છે. બે ઑક્ટોબરથી શરૂ થનારા આ અભિયાનમાં આપણે બધાએ એ કરવાનું છે કે આપણે બે કિલોમીટર સુધી જૉગિંગ પણ કરીએ અને રસ્તામાં પડેલા પ્લાસ્ટિકના કચરાને એકઠો પણ કરીએ. તેનાથી આપણે ન માત્ર આપણા આરોગ્યનો ખ્યાલ રાખીશું પરંતુ ધરતી માના આરોગ્યની પણ રક્ષા કરી શકીશું. આ અભિયાનથી, લોકોમાં ફિટનેસ સાથે સ્વચ્છતા વિશે પણ જાગૃતિ વધી રહી છે. મને વિશ્વાસ છે કે 130 કરોડ દેશવાસીઓ આ દિશાં એક પગલું ઉઠાવશે તો સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત થવાની દિશામાં આપણું ભારત 130 કરોડ પગલાં આગળ વધી જશે. રિપુદમનજીને, ફરી એક વાર, ખૂબ ખૂબ ધન્યવાદ. અને તેમને, તેમની ટીમને, આ નવી કલ્પના માટે, મારા તરફથી ઘણા બધા અભિનંદન. આભાર.
મારા પ્રિય દેશવાસીઓ, 2 ઑક્ટોબરની તૈયારીઓ તો સમગ્ર દેશ અને દુનિયામાં ચાલી રહી છે, પરંતુ આપણે ‘ગાંધી 150’ને કર્તવ્યપથ પર લઈ જવા માગીએ છીએ. પોતાના જીવનને દેશહિતમાં બદલવા માટે આગળ વધવા માગીએ છીએ. એક વાત વહેલી યાદ કરાવવાની ઈચ્છા થાય છે. આમ તો, હું આગામી ‘મન કી બાત’માં તેને વિસ્તારથી જરૂર કરીશ પરંતુ આજે જરા અગાઉથી એટલા માટે કહી રહ્યો છું જેથી તમને તૈયારી કરવાનો અવસર મળે. તમને યાદ છે કે 31 ઑક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જયંતી છે. ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’નું આપણું સહુનું સપનું છે અને આ નિમિત્તે, દર વર્ષે 31 ઑક્ટોબરે આપણે સમગ્ર દેશમાં ‘Run For Unity’ દેશની એકતા માટે દોડ. બાળકો, વૃદ્ધ, બધા લોકો, શાળા, કૉલેજ બધા, હજારોની સંખ્યામાં, હિન્દુસ્તાનનાં લાખો ગામોંમાં તે દિવસે દેશની એકતા માટે આપણે દોડવાનું છે. તો તમે અત્યારથી જ તૈયારી શરૂ કરી દો. વિસ્તારથી તો આગળ વાત જરૂર કરીશ પરંતુ અત્યારે સમય છે, કેટલાક લોકો અભ્યાસ પણ શરૂ કરી શકે છે, કંઈક યોજના પણ કરી શકે છે.
મારા પ્રિય દેશવાસીઓ, તમને યાદ હશે કે 15 ઑગસ્ટે મેં લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે 2022 સુધી તમે ભારતનાં 15 સ્થાનો પર જાવ. ઓછામાં ઓછાં 15 સ્થાનો અને તે પણ બની શકે તો એક રાત, બે રાત રોકાવાનો કાર્યક્રમ બનાવો. તમે હિન્દુસ્તાનને જુઓ, સમજો, અનુભવ કરો. આપણી પાસે કેટલી વિવિધતાઓ છે, અને જ્યારે આ દિવાળીના તહેવારમાં રજાના દિવસો આવે છે, લોકો જરૂર જાય છે અને આથી હું ફરીથી આગ્રહ કરીશ કે તમે ભારતના કોઈ પણ એવાં 15 સ્થાનો પર ફરવા જરૂર જાવ.
મારા પ્રિય દેશવાસીઓ, હમણાં પરમ દિવસે જ વિશ્વ પર્યટન દિવસ મનાવાયો અને દુનિયાની કેટલીક જવાબદાર સંસ્થાઓ પર્યટનને ક્રમ પણ આપે છે અને તમને જાણીને ખુશી થશે કે ભારતે પ્રવાસ અને પર્યટન સ્પર્ધા સૂચકાંક (Travel and Tourism competition index)માં ઘણો સુધાર કર્યો છે. અને તે બધું તમારા બધાના સહયોગના કારણે થયું છે. ખાસ કરીને પર્યટનનું મહત્ત્વ સમજવાના કારણે થયું છે. સ્વચ્છતા અભિયાનનું પણ તેમાં ઘણું મોટું યોગદાન છે. અને આ સુધાર કેટલો છે, હું કહું તમને? તમને જરૂર આનંદ થશે. આજે આપણો ક્રમ 34 છે અને પાંચ વર્ષ પહેલાં આપણો ક્રમ 65મો હતો એટલે એક રીતે આપણે ઘણો મોટો કૂદકો મારી દીધો છે.
જો આપણે વધુ પ્રયત્ન કર્યા તો સ્વતંત્રતાનાં 75 વર્ષ આવતાં સુધીમાં આપણે પર્યટનમાં દુનિયાનાં પ્રમુખ સ્થાનોમાં પોતાની જગ્યા બનાવી લઈશું.
મારા પ્રિય દેશવાસીઓ, તમને બધાને ફરી એક વાર વિવિધતાથી ભરેલા ભારતના વિવિધ તહેવારોની પણ ઘણી બધી શુભકામનાઓ. હા, એ પણ જરૂર જોજો કે દિવાળીના દિવસોમાં ફટાકડા વગેરેના કારણે ક્યાંય આગ, ક્યાંય કોઈ વ્યક્તિનું નુકસાન ન થઈ જાય. તેના માટે જે પણ સાવધાની રાખવી જોઈએ તે તમે જરૂર રાખજો. ખુશી પણ હોવી જોઈએ, આનંદ પણ હોવો જોઈએ, ઉત્સાહ પણ હોવો જોઈએ અને આપણા તહેવાર સામૂહિકતાની સુગંધ પણ લાવે છે, સામૂહિકતાના સંસ્કાર પણ લાવે છે. સામૂહિક જીવન જ એક નવું સામર્થ્ય આપે છે. આ નવા સામર્થ્યની સાધનાનો મુકામ હોય છે તહેવાર. આવો, મળીને ઉમંગથી, ઉત્સાહથી નવા સપના, નવા સંકલ્પની સાથે આપણે તહેવારોને પણ મનાવીએ. ફરી એક વાર ખૂબ-ખૂબ શુભકામનાઓ. ધન્યવાદ.
મારા વ્હાલા દેશવાસીઓ, નમસ્કાર, તાજેતરના દિવસોમાં આપણો દેશ એકતરફ વરસાદનો આનંદ માણી રહ્યો છે, તો બીજી તરફ હિંદુસ્તાનના ખૂણેખૂણામાં કોઇને કોઇ પ્રકારના ઉત્સવો અને મેળા ઉજવી રહ્યો છે. દિવાળી સુધી આ બધું એમ જ ચાલતું રહે છે. અને કદાચ આપણા પૂર્વજોએ ઋતુચક્ર, અર્થચક્ર અને સમાજજીવનની વ્યવસ્થાને એવી ખૂબી પૂર્વક ગોઠવી છે કે, કોઇપણ પરિસ્થિતિમાં સમાજમાં કયારેય પણ બીબાઢાળપણું ન આવે. વીતેલા દિવસોમાં આપણે કેટલાય ઉત્સવો ઉજવ્યા. હજી ગઇકાલે જ પૂરા હિંદુસ્તાનમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો. કોઇ કલ્પના પણ કરી શકે છે કે, એ કેવું વ્યક્તિત્વ હશે, કે આજે હજારો વર્ષો પછી પણ દરેક ઉત્સવ નવીનતા લઇને આવે છે, પ્રેરણા લઇને આવે છે. નવી ઉર્જા લઇને આવે છે. અને હરકોઇ વ્યક્તિ શ્રીકૃષ્ણના જીવનમાંથી વર્તમાન સમસ્યાઓનો ઉકેલ શોધી શકે છે. હજારો વર્ષ પુરાણું જીવન કે જે, આજે પણ સમસ્યાઓના ઉકેલ માટે ઉદાહરણ આપી શકતું હોય, પ્રેરણા આપી શકતું હોય, તો તે શ્રીકૃષ્ણનું જીવન છે, આટલું સામર્થ્ય હોવા છતાં પણ કયારેક તેઓ રાસમાં લીન બની જતા હતા. તો કયારેક ગાયોની વચ્ચે, કયારેક ગોવાળોની વચ્ચે, કયારેક રમતમાં તો કયારેક વાંસળી વગાડવામાં લીન થઇ જતા હતા. ખબર નહીં, વિવિધતાઓથી ભરેલું આ વ્યક્તિત્વ અપ્રતિમ સામર્થ્યવાન પરંતુ સમાજશક્તિને સમર્પિત, લોકશક્તિને સમર્પિત, લોકસંગઠકના રૂપમાં, નવા વિક્રમો સ્થાપનારૂં વ્યક્તિત્વ શ્રીકૃષ્ણ છે. મિત્રતા કેવી હોય તો સુદામાનો પ્રસંગ કોણ ભૂલી શકે છે અને યુદ્ધભૂમિમાં આટલી બધી મહાનતાઓ હોવા છતાં પણ સારથીનું કામ સ્વીકારી લેવું, કયારેક શીલા ઉઠાવી લેવી. કયારેક એંઠી પતરાળીઓ ઉપાડવી, એટલે કે, દરેક બાબતમાં એક નવીનતાનો અનુભવ થાય છે. અને એટલા માટે, આજે જ્યારે હું આપની સાથે વાત કરી રહ્યો છું ત્યારે, બે મોહનની તરફ મારૂં ધ્યાન જાય છે. એક સુદર્શનચક્રધારી મોહન તો, બીજા ચરખાધારી મોહન. સુદર્શનચક્રધારી મોહન યમુનાનો તટ છોડીને ગુજરાતમાં સમુદ્રતટ પર જઇને દ્વારિકાનગરીમાં સ્થિર થયા. અને સમુદ્રતટ તરફ જન્મેલા મોહન યમુનાના તટ પર આવીને દિલ્હીમાં જીવનના છેલ્લા શ્વાસ લે છે. સુદર્શનચક્રધારી મોહને એ સમયની પરિસ્થિતિમાં હજારો વર્ષ પહેલાં પણ યુદ્ધ નિવારવા માટે સંઘર્ષને ટાળવા માટે, પોતાની બુદ્ધિનો, પોતાના કર્તવ્યનો, પોતાના સામર્થ્યનો, પોતાના ચિંતનનો ભરપૂર ઉપયોગ કર્યો હતો. અને ચરખાધારી મોહને પણ એક એવો રસ્તો પસંદ કર્યો, સ્વતંત્રતા માટે માનવીય મુલ્યોના જતન માટે, વ્યક્તિત્વના મૂળતત્વોને બળ મળે તે માટે, આઝાદીના જંગને એવું એક રૂપ આપ્યું, એવો એક વળાંક આપ્યો જે પૂરી દુનિયા માટે આશ્ચર્ય છે, આજે પણ આશ્ચર્ય છે. નિઃસ્વાર્થ સેવાનું મહત્વ હોય, જ્ઞાનનું મહત્વ હોય, કે પછી જીવનમાં તમામ ઉતાર-ચઢાવ વચ્ચે પણ હસતા રહીને આગળ વધવાનું મહત્વ હોય, આ બધું જ આપણે ભગવાન શ્રીકૃષ્ણના સંદેશમાંથી શીખી શકીએ છીએ. અને એટલા માટે તો શ્રીકૃષ્ણ જગદગુરૂના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. – કૃષ્ણં વંદે જગદગુરૂમ્.
આજે જ્યારે આપણે ઉત્સવોની ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે, ભારત વધુ એક મોટા ઉત્સવની તૈયારીમાં લાગેલું છે. અને ભારત જ નહીં, દુનિયાભરમાં તેની ચર્ચા થઇ રહી છે. મારા વ્હાલા દેશવાસીઓ, હું વાત કરી રહ્યો છું. મહાત્મા ગાંધીજીની 150મી જયંતિની. 2 ઓકટોબર, 1869ના રોજ પોરબંદર સમુદ્રના તટ પર જેને આજે આપણે કીર્તીમંદિર કહીએ છીએ તે નાના એવા ઘરમાં, એક વ્યક્તિ નહીં, પણ એક યુગનો જન્મ થયો હતો. જેમણે માનવ ઇતિહાસને નવો વળાંક આપ્યો, નવા વિક્રમો સ્થાપિત કર્યા. મહાત્મા ગાંધી સાથે એક વાત હંમેશા જોડાયેલી રહી, એક રીતે તેઓના જીવનનો એક ભાગ બની રહી. અને તે હતી, સેવા, સેવાભાવ, સેવા પ્રત્યેની કર્તવ્યપરાયણતા. એમનું સમગ્ર જીવન જોઇએ તો, દક્ષિણ આફ્રિકામાં એવા સમુદાયના લોકોની સેવા કરી જે વંશીય ભેદભાવનો સામનો કરી રહ્યા હતા. તે સમયે તે વાત નાની નહોતી. તેમણે એ ખેડૂતોની સેવા કરી જેમની સાથે ચંપારણ્યમાં ભેદભાવ રાખવામાં આવતો હતો, તેમણે એ મજૂરોની સેવા કરી જેમને યોગ્ય મજૂરી આપવામાં નહોતી આવતી, તેમણે ગરીબ, અસહાય, નબળા અને ભૂખ્યા લોકોની સેવાને પોતાના જીવનનું પરમ કર્તવ્ય માન્યુ. રક્તપિત્ત વિષે કેટલી બધી ભ્રામક માન્યતાઓ હતી? તે તમામ ભ્રામક માન્યતાઓ નાબૂદ કરવા માટે પોતે રક્તપિત્તગ્રસ્ત લોકોની સેવા કરતા હતા અને પોતાના જીવનથી સેવાના માધ્યમથી ઉદાહરણ પૂરૂં પાડતા હતા. તેમણે સેવાને શબ્દોથી નહીં, જીવીને શીખવી હતી. સત્યની સાથે ગાંધીજીનો જેટલો અતૂટ સંબંધ રહ્યો છે એટલો જ અનન્ય અને અતૂટ નાતો સેવાની સાથે પણ રહ્યો છે. કોઇને પણ, જ્યારે પણ, જયાં પણ, જરૂર પડી ત્યારે મહાત્મા ગાંધી સેવા માટે હંમેશા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે માત્ર સેવાને જ મહત્વ નહોતું આપ્યું, પરંતુ તેની સાથે જોડાયેલા આત્મસુખ ઉપર પણ એટલો જ ભાર આપ્યો હતો. સેવા શબ્દની સાર્થકતા એ અર્થમાં જ છે કે, તે આનંદની સાથે કરવામાં આવે. – સેવા પરમો ધર્મઃ. પરંતુ તેની સાથે ઉત્કૃષ્ટ આનંદ, ‘સ્વાન્તઃ સુખાય’ ભાવની અનુભૂતિ પણ સેવામાં અંતર્નિહિત છે. બાપુના જીવનમાંથી આપણે આ બહુ સારી રીતે સમજી શકીએ છીએ. મહાત્મા ગાંધી અગણિત ભારતીયોનો અવાજ તો બન્યા જ, પરંતુ માનવમૂલ્યો અને માનવગૌરવ માટે પણ એક પ્રકારે વિશ્વનો અવાજ બની ગયા હતા. મહાત્મા ગાંધી માટે વ્યક્તિ ને સમાજ, માનવ અને માનવતા એ જ સર્વસ્વ હતું. પછી તે, આફ્રિકામાં ફિનીક્સ ફાર્મ હોય, અથવા ટોલસ્ટૉય ફાર્મ હોય કે, સાબરમતી આશ્રમ હોય, અથવા વર્ધા આશ્રમ. તમામ સ્થળોએ તેમણે પોતાની એક અનોખી રીતે સમાજ સંવર્ધન, સમુદાય ગતિશીલન પર ખાસ ભાર મૂક્યો. મારૂં અહીં સદભાગ્ય છે કે, મને પૂજય મહાત્મા ગાંધી સાથે જોડાયેલા કેટલાય મહત્વના સ્થળોએ જઇને નમન કરવાનો મોકો મળ્યો છે. હું કહી શકું એમ છું કે, ગાંધી સેવાભાવથી સંગઠનભાવ પર પણ જોર આપતા હતા. સમાજસેવા અને સમાજસંવર્ધન, communiry service અને community mobilisation એવી ભાવના છે જેને આપણે આપણા વહેવારીક જીવનમાં પણ ઉતારી શકીએ છીએ. ખરા અર્થમાં, આ જ તો મહાત્મા ગાંધીને સાચી શ્રદ્ધાંજલિ છે, સાચી કર્માંજલી છે. આવી તકો તો ઘણી આવે છે, આપણે તેની સાથે જોડાઇએ પણ છીએ, પણ શું ગાંધીજીનાં 150 વર્ષનો અવસર આવીને જતો રહે તે આપણને મંજૂર છે ખરો? ના જી દેશવાસીઓ. આપણે બધા, પોતાની જાતને પૂછીએ, ચિંતન કરીએ, મંથન કરીએ, સામૂહીક રીતે ચર્ચાવિચારણા કરીએ. આપણે સમાજના અન્ય લોકો સાથે મળીને, તમામ વર્ગોની સાથે મળીને, તમામ વયના લોકો સાથે મળીને, પછી એ ગામ હોય, શહેર હોય, પુરૂષ હોય કે સ્ત્રી હોય, બધા સાથે મળીને વિચારીએ કે, સમાજ માટે શું કરીએ, વ્યક્તિગત રીતે હું એ પ્રયાસોમાં શું યોગદાન આપું. મારા તરફથી તેમાં મૂલ્યવર્ધન થાય? અને સામૂહિકતાની પોતાની એક તાકાત હોય છે. ગાંધી સાર્ધશતાબ્દિના આ તમામ કાર્યક્રમોમાં સામૂહિકતા પણ હોય અને સેવા પણ હોય. આપણે આખો મહોલ્લો મળીને કેમ ના નીકળી પડીએ! આપણી જો ફૂટબોલની ટીમ હોય તો ફૂટબોલની ટીમ, ફૂટબોલ રમીશું જ, પરંતુ સાથે ગાંધી આદર્શોને અનુરૂપ સેવાનું એકાદ કામ પણ કરીશું. આપણું મહિલા મંડળ હોય, તો લેડીઝ કલબનાં આધુનિક યુગનાં જે કામ હોય છે તે તો કરતાં જ રહીશું. પણ લેડીઝ કલબની બધી સખીઓ સાથે મળીને કોઇ ને કોઇ એક સેવાકાર્ય પણ સાથે મળીને કરીશું. ઘણું બધું કરી શકીએ છીએ, જૂનાં પુસ્તકો એકઠાં કરીને ગરીબોમાં વહેંચીએ, જ્ઞાનનો ફેલાવો કરીએ. અને હું માનું છું, કદાચ 130 કરોડ દેશવાસીઓ પાસે 130 કરોડ કલ્પનાઓ છે, 130 કરોડ સાહસ બની શકે છે. કોઇ મર્યાદા નથી, જે મનમાં આવે તે કરીએ. બસ સદભાવના હોય, સદ્હેતુ હોય, સદ્ઇચ્છા હોય અને પૂરા સમર્પણભાવથી સેવા કરાય અને તે પણ સ્વાંતઃ સુખાય, એક અનન્ય આનંદની અનુભૂતિ માટે કરાય.
મારા વ્હાલા દેશવાસીઓ, થોડા મહિના પહેલાં હું ગુજરાતમાં દાંડી ગયો હતો. સ્વતંત્રતા સંગ્રામમાં મીઠાનો સત્યાગ્રહ, દાંડી એ ખૂબ મહત્વનો ટર્નિંગ પોઇન્ટ છે. મેં દાંડીના મહાત્મા ગાંધીને સમર્પિત એક અતિ આધુનિક સંગ્રહાલયનું ઉદઘાટન કર્યું હતું. મારો આપને આગ્રહ છે કે, આપ પણ આગામી સમયમાં મહાત્મા ગાંધી સાથે જોડાયેલા કોઇને કોઇ એક સ્થળની મુલાકાત જરૂર લો. એ કોઇપણ સ્થળો હોઇ શકે છે. પોરબંદર હોય, સાબરમતી આશ્રમ હોય, વર્ધાનો આશ્રમ હોય કે, દિલ્હીમાં મહાત્મા ગાંધી સાથે જોડાયેલાં હોય. તમે જ્યારે પણ એવી જગ્યાએ જાવ, તો તમારી તસવીરો સોશ્યલ મીડિયા પર શેર જરૂર કરો. જેથી બીજા લોકો પણ તેનાથી પ્રેરિત થાય. અને તેની સાથે તમારી ભાવના વ્યક્ત કરતાં બે-ચાર વાક્યો પણ લખો. તમારા મનમાં જાગતા ભાવ કોઇપણ મહાન સાહિત્ય રચના કરતાં પણ વધુ તાકાતવાન હશે અને શક્ય છે કે, આજના સમયમાં તમારી નજરે, તમારી કલમથી લખેલું ગાંધીનું એ રૂપ, કદાચ એ વધુ સાંપ્રત પણ લાગશે. આગામી સમયમાં અનેક કાર્યક્રમ, સ્પર્ધાઓ, પ્રદર્શનોનું આયોજન પણ કરાયું છે. પરંતુ આ સંદર્ભમાં એક વાત ખૂબ રસપ્રદ છે, જે હું તમારી સાથે વહેંચવા માંગું છું. વેનીસ બાયએનલ નામનો એક ખૂબ જાણીતો કળાનો કાર્યક્રમ છે. જયાં દુનિયાભરના કળાકાર એકત્રિત થાય છે. આ વખતે વેનીસ બાયએનલના ઇન્ડિયા પેવેલિયનમાં ગાંધીજીની યાદો સાથે જોડાયેલું ખૂબ જ રસપ્રદ પ્રદર્શન રાખવામાં આવેલું છે. તેમાં હરિપુરાની તસવીરો વિશેષ રૂપથી રસપ્રદ હતી. તમને યાદ હશે કે, ગુજરાતના હરિપુરામાં કોંગ્રેસનું અધિવેશન મળ્યું હતું, જ્યાં સુભાષચંદ્ર બોઝ અધ્યક્ષ ચૂંટાયા હતા તે ઘટના પણ ઇતિહાસમાં સામેલ છે. આ કળા તસ્વીરોનો એક ખૂબ જ સુંદર ઇતિહાસ છે. કોંગ્રેસના હરિપુરા સત્ર પહેલાં મહાત્મા ગાંધીએ 1937-38માં શાંતિનિકેતન કળા ભવનના તે વખતના પ્રાચાર્ય નંદલાલ બોઝને આમંત્રિત કર્યા હતા. ગાંધીજી ઇચ્છતા હતા કે, તેઓ ભારતમાં રહેતા લોકોની જીવનશૈલીને કળાના માધ્યમથી બતાવે અને તેમની કલા કાર્યનું પ્રદર્શન અધિવેશન દરમ્યાન યોજવામાં આવે. આ એ જ નંદલાલ બોઝ છે, જેમની કળાકૃતિઓ આપણા બંધારણની શોભા વધારે છે. બંધારણને એક નવી ઓળખાણ આપે છે. અને તેમની આ કળા સાધનાએ બંધારણની સાથેસાથે નંદલાલ બોઝને પણ અમર બનાવી દીધા છે. નંદલાલ બોઝે હરિપુરાની આજુબાજુનાં ગામોની મુલાકાત લીધી ને ત્યારપછી ગ્રામીણ ભારતનું જીવન પ્રદર્શિત કરતાં કેટલાંક કળાચિત્રો બનાવ્યાં. અણમોલ કળાકૃતિઓની વેનીસમાં ખૂબ ચર્ચા થઇ. ગાંધીજીની 150મી જન્મજયંતિએ ફરી એકવાર શુભેચ્છાઓ સાથે હું તમામ હિન્દુસ્તાનીઓ પાસેથી કોઇ ને કોઇ સંકલ્પ કરવાની અપેક્ષા રાખું છું. દેશ માટે, સમાજ માટે, કોઇ પારકા માટે કંઇકને કંઇક કરવું જોઇએ. અને એ જ બાપુને સારી, પ્રામાણિક કાર્યાંજલિ હશે.
મા ભારતીના સપૂતો, તમને યાદ હશે કે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં આપણે બીજી ઓકટોબર પહેલાં લગભગ બે અઠવાડિયાં સુધી દેશભરમાં “સ્વચ્છતા એ જ સેવા” અભિયાન ચલાવીએ છીએ. આ વખતે આ અભિયાન 11મી સપ્ટેમ્બરથી શરૂ થશે. અભિયાન દરમ્યાન આપણે પોત-પોતાનાં ઘરની બહાર નીકળીને શ્રમદાન દ્વારા મહાત્મા ગાંધીને કાર્યાંજલિ અર્પીશું. ઘર હોય કે ગલી, ચોક હોય કે નાળી, શાળા, કોલેજથી લઇને બધાં સાર્વજનિક સ્થળો પર સ્વચ્છતાનું મહાઅભિયાન ચલાવીશું. આ વખતે પ્લાસ્ટિક પર ખાસ ભાર આપેલો છે. 15મી ઓગષ્ટે મેં લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે, જે ઉત્સાહ અને ઉર્જા સાથે સવાસો કરોડ દેશવાસીઓએ સ્વચ્છતાનું અભિયાન ચલાવ્યું. ખુલ્લામાં શૌચથી મુક્તિ માટે કાર્ય કર્યું. તે જ રીતે આપણે સાથે મળીને એક જ વખત કામ આવતા પ્લાસ્ટિકનો ઉપયોગ નાબૂદ કરવો છે. આ ઝુંબેશ વિષે સમાજના તમામ વર્ગોમાં ઉત્સાહ છે. મારા કેટલાય વેપારી ભાઇઓ-બહેનોએ દુકાનમાં બોર્ડ જ લટકાવી દીધું છે. એક પ્લેકાર્ડ ટાંગી દીધું છે. જેના પર લખેલું હોય છે કે, ગ્રાહકો પોતાની થેલી સાથે લઇને જ આવે. તેનાથી પૈસા પણ બચશે અને પર્યાવરણના જતનમાં પોતાનું યોગદાન પણ આપી શકશે. આ વખતે બીજી ઓકટોબરે જ્યારે બાપુની 150મી જયંતિ ઉજવીશું તે પ્રસંગે આપણે તેમને ખુલ્લામાં મળત્યાગથી મુક્ત ભારત તો સમર્પિત કરીશું જ, સાથે તે દિવસે પૂરા દેશમાં પ્લાસ્ટિક વિરૂદ્ધ એક નવા લોક-આંદોલનનો પાયો પણ નાંખીશું. હું સમાજના બધા વર્ગોને, દરેક ગામ, નાના-મોટા શહેરોના રહેવાસીઓને અપીલ કરૂં છું, બે હાથ જોડીને પ્રાર્થના કરૂં છું કે, આ વર્ષે આપણે ગાંધી જયંતિ એક પ્રકારે આ ભારત માતાને પ્લાસ્ટિક કચરાથી મુક્તિના રૂપમાં ઉજવીએ. 2 ઓકટોબરને વિશેષ દિવસના રૂપમાં ઉજવીએ. મહાત્મા ગાંધી જયંતિનો દિવસ એક વિશેષ શ્રમદાનનો ઉત્સવ બને. દેશની તમામ નગરપાલિકાઓ, નગરનિગમો, જિલ્લા-વહિવટીતંત્ર, ગ્રામપંચાયતો, સરકારી-બિનસરકારી તમામ વ્યવસ્થાતંત્રો, તમામ સંગઠનો, એકેએક નાગરિક, સૌ કોઇને મારો અનુરોધ છે કે, પ્લાસ્ટિક કચરાના એકત્રિકરણ અને ભંડારણ માટે યોગ્ય વ્યવસ્થા કરાય. હું કોર્પોરેટ ક્ષેત્રને પણ અપીલ કરૂં છું કે, આ બધ્ધો પ્લાસ્ટિક કચરો જ્યારે એકઠો થઇ જાય તો યોગ્ય નિકાલ માટે તેઓ આગળ આવે, નિકાલની વ્યવસ્થા કરાય. તેને રીસાયકલ કરી શકાય છે. તેનાથી બળતણ બનાવી શકાય છે. આ રીત આપણે આ દિવાળી સુધીમાં પ્લાસ્ટીક કચરાના સુરક્ષિત નિકાલનું કાર્ય પણ પૂરૂં કરી શકીએ છીએ. બસ સંકલ્પની જરૂર છે. પ્રેરણા માટે આમતેમ જોવાની જરૂર નથી. ગાંધીથી મોટી પ્રેરણા બીજી કઇ હોઇ શકે છે!
મારા વ્હાલા દેશવાસીઓ, આપણાં સંસ્કૃત સુભાષિત એક રીતે જ્ઞાનનાં રત્નો હોય છે. આપણને જીવનમાં જે જોઇએ તે તેમાંથી મળી શકે છે. હમણાં-હમણાં તેમની સાથેનો મારો સંપર્ક ઓછો થઇ ગયો છે. પરંતુ પહેલાં મારો સંપર્ક ઘણો વધારે હતો. આજ હું એક સંસ્કૃત સુભાષિતથી એક બહુ મહત્વની વાતને સ્પર્શ કરવા ઇચ્છું છું. અને તે સદીઓ પહેલાં લખાયેલી વાતો છે. પરંતુ આજે પણ તેનું કેટલું મહત્વ છે! એક ઉત્તમ સુભાષિત છે અને તે સુભાષિતે કહ્યું છેઃ
પૃથિવ્યાં ત્રીણિ રત્નાનિ, જલમ્ અન્નમ્ સુભાષિતમ્,
મૂઢૈઃ પાષાણખંડેશું રત્ન સંજ્ઞા પ્રદીયતે
એટલે કે, પૃથ્વીમાં જળ, અન્ન અને સુભાષિત એ ત્રણ રત્નો છે. મૂર્ખાઓ પથ્થરને રત્ન કહે છે. આપણી સંસ્કૃતિમાં અન્નનો ખૂબ અધિક મહિમા છે. તે ત્યાં સુધી કે, પણે અન્નના જ્ઞાનને પણ વિજ્ઞાનમાં બદલી નાંખ્યું છે. સંતુલિત અને પોષક આહાર આપણા બધા માટે જરૂરી છે. ખાસ કરીને મહિલાઓ અને નવજાત બાળકો માટે, કેમ કે એ લોકો જ આપણા સમાજના ભવિષ્યનો પાયો છે. પોષણ અભિયાન અંતર્ગત દેશભરમાં આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિથી પોષણને લોક આંદોલન બનાવવામાં આવી રહ્યું છે. લોકો નવી અને રસપ્રદ રીતોથી કૂપોષણ સામે લડાઇ લડી રહ્યા છે. એક વાર મારા ધ્યાનમાં એક વાત લાવવામાં આવી હતી. નાસીકમાં ‘મુઠ્ઠીભર ધાન્ય’ એક મોટું આંદોલન બની ગયું છે. તેમાં પાકની લણણીના દિવસોમાં આંગણવાડી કાર્યકરો અનાજ એકઠું કરે છે. આ અનાજનો ઉપયોગ બાળકો અને મહિલાઓ માટે તાજું ભોજન બનાવવામાં કરવામાં આવે છે. તેમાં દાન કરનારી વ્યક્તિ એક રીતે જાગૃત નાગરિક, સમાજસેવક બની જાય છે. ત્યાર પછી તે આ ધ્યેય માટે પોતે પણ સમર્પિત થઇ જાય છે. આ આંદોલનનો તે એક સિપાઇ બની જાય છે. આપણે બધાંએ, હિંદુસ્તાનના ખૂણેખૂણામાં અન્ન-પ્રાશન સંસ્કાર વિષે સાંભળ્યું છે. બાળકને જ્યારે પહેલીવાર નક્કર ખોરાક ખવડાવવાનું શરૂ કરીએ છીએ ત્યારે આ સંસ્કાર કરવામાં આવે છે. પ્રવાહી ખોરાક નહીં, ઘન ખોરાક. ગુજરાતે 2010માં વિચાર્યું કે, અન્ન પ્રાશન સંસ્કાર પ્રસંગે બાળકોને પૂરક આહાર આપવામાં આવે, જેથી લોકોને તેના વિષે જાગૃત કરી શકાય. આ એક ખૂબ જ સુંદર પહેલ છે. જેને કયાંય પણ અપનાવી શકાય છે. કેટલાંય રાજયોમાં લોકો તિથિ ભોજન અભિયાન ચલાવે છે. પરિવારમાં જો કોઇનો જન્મદિવસ હોય, સારો દિવસ હોય, કોઇ સ્મૃતિ દિવસ હોય, તો તે પરિવારના સભ્યો પૌષ્ટિક ભોજન, સ્વાદિષ્ટ ભોજન બનાવીને આંગણવાડીમાં જાય છે, સ્કૂલોમાં જાય છે અને પરિવારના સભ્યો જાતે જ બાળકોને પીરસે છે, ખવડાવે છે, પોતાની ખુશી પણ વહેંચે છે, અને ખુશીમાં વધારો કરે છે. સેવાભાવ અને આનંદભાવનું અદભૂત મિલન જોવા મળે છે. સાથીઓ, એવી તો કેટલીયે નાની-નાની બાબતો છે. જેનાથી આપણો દેશ કુપોષણ વિરૂદ્ધ એક અસરકારક લડાઇ લડી શકે છે. આજે જાગૃતિના અભાવે કુપોષણથી ગરીબ પણ, અને સુખી પણ, બન્ને પ્રકારના પરિવાર પીડિત છે. પૂરા દેશમાં સપ્ટેમ્બર મહિનો પોષણ અભિયાન રૂપે મનાવવામાં આવશે. આપ ચોક્કસ તેમાં જોડાવ, જાણકારી મેળવો, કંઇક નવું પ્રદાન કરો. આપ પણ યોગદાન આપો. જો તમે એકાદ વ્યક્તિને કૂપોષણ મુક્ત બનાવશો, તો તેનો અર્થ એ છે કે, આપણે દેશને કૂપોષણથી મુક્ત કરીએ છીએ.
ફીમેલ વોઇસઃ- “હેલો, સર મારૂં નામ સૃષ્ટિ વિદ્યા છે. અને હું સેકન્ડ યરની સ્ટુડન્ટ છું. સર, મેં બાર ઓગષ્ટે આપનો એપીસોડ જોયો હતો. બેયર ગ્રીલ્સ સાથે. જેમાં આપ આવ્યા હતા. તો સર, મને આપનો એ એપીસોડ જોઇને ખૂબ સારૂં લાગ્યું. સૌ પ્રથમ તો એ સાંભળીને સારૂં લાગ્યું કે, આપને આપણી સૃષ્ટિ, વન્યજીવન અને પર્યાવરણની કેટલી બધી ચિંતા છે! કેટલી વધારે કાળજી છે! અને સર મને એ પણ બહુ ગમ્યુ, આપને આ નવા રૂપમાં, નવા સાહસિક રૂપમાં જોઇને. તો સર, હું એ જાણવા ઇચ્છું છું કે, આપનો એપીસોડ દરમ્યાન અનુભવ કેવો રહ્યો અને સર, અંતમાં હું એક વાત જોડવા ચાહું છું કે, આપનું ફીટનેસ લેવલ /(તંદુરસ્તીનું સ્તર) જોઇને મારા જેવા યંગસ્ટર્સ ખૂબ ઇમ્પ્રેસ/ પ્રભાવિત અને ખૂબ ખૂબ Motivate / પ્રોત્સાહિત થયા છીએ આપને આટલા ચૂસ્ત અને તંદુરસ્ત જોઇને”
સૃષ્ટિજી, તમારા ફોન કોલ માટે ધન્યવાદ. તમારી જેમ જ, હરિયાણાના સોહનાથી કે.કે.પાંડેયજી અને સુરતનાં ઐશ્વર્યા શર્માજી સહિત કેટલાય લોકોએ ડિસ્કવરી ચેનલ પર બતાવવામાં આવેલા “Man Vs. Wild” એપીસોડ વિષે જાણવા ઇચ્છા વ્યકત કરી છે. આ એક એપીસોડથી હું માત્ર હિન્દુસ્તાનના જ નહીં. બલ્કે દુનિયાભરના યુવાનો સાથે જોડાઇ ગયો છું. મેં પણ કયારેય વિચાર્યું નહોતું કે, આપણા દેશના અને દુનિયાના યુવાનોના દિલોમાં મારૂં આ રીતે સ્થાન બની જશે. મેં પણ કયારેય વિચાર્યું નહોતું કે, આપણા દેશના અને દુનિયાના યુવાનો કેટલી વિવિધતાસભર બાબતો તરફ ધ્યાન આપે છે. મેં કયારેય વિચાર્યું નહોતું કે દુનિયાભરનાં યુવાન હૈયાંને સ્પર્શવાની મારી જિંદગીમાં કોઇ તક મળશે. અને બને છે કેવું – હમણાં ગયા અઠવાડિયે હું ભૂતાન ગયો હતો. મેં જોયું છે કે,પ્રધાનમંત્રી તરીકે મને જયારથી કયાંય પણ જવાની તક મળી છે, અને તેમાંય આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કારણે સ્થિતિ એવી બની ગઇ છે કે, દુનિયામાં જે કોઇને મળું છું અને બેસું છું તો કોઇને કોઇ પાંચ-સાત મિનિટ તો યોગ વિષે મારી સાથે સવાલ-જવાબ અચૂક કરે છે. ભાગ્યે જ દુનિયાના કોઇ મોટા એવા નેતા હશે જેમણે મારી સાથે યોગ વિષે ચર્ચા ના કરી હોય. અને આખી દુનિયામાં મને અનુભવ થયો છે. પરંતુ હમણાં એક નવો અનુભવ થઇ રહ્યો છે. અને જે પણ મળે છે, જયાં પણ વાત કરવાની તક મળે છે, તે વન્યજીવનના વિષયમાં ચર્ચા કરે છે. પર્યાવરણ વિષે ચર્ચા કરે છે. વાઘ, સિંહ, જીવસૃષ્ટિ વગેરે વિષે. મને નવાઇ લાગે છે કે, લોકોને કેટલો રસ હોય છે! ડિસ્કવરીએ આ કાર્યક્રમને 165 દેશોમાં તેમની ભાષામાં પ્રસારિત કરવાનું આયોજન કર્યું છે. આજે જ્યારે પર્યાવરણ, ગ્લોબલ વોર્મિંગ, આબોહવા પરિવર્તન વિશે એક વૈશ્વિક મંથનનો દોર ચાલી રહ્યો છે. મને આશા છ કે, આ કાર્યક્રમ ભારતનો સંદેશ, ભારતની પરંપરા, ભારતની સંસ્કાર યાત્રામાં પ્રકૃતિ પ્રત્યેની સંવેદનશીલતા, આ તમામ બાબતોથી વિશ્વને પરિચિત કરાવવામાં ડિસ્કવરી ચેનલનો આ એપીસોડ ખૂબ મદદ કરશે એવો મને પાકો વિશ્વાસ છે. અને આપણા ભારતમાં આબોહવા ન્યાય અને સ્વચ્છ પર્યાવરણની દિશામાં લીધેલાં પગલાં વિષે લોકો હવે જાણવા ઇચ્છે છે. પરંતુ એક વધુ રસપ્રદ વાત એ પણ છે, જે કેટલાક લોકો સંકોચ સાથે પણ મને જરૂર પૂછે છે કે, મોદીજી એ કહો કે, તમે હિંદી બોલતા હતા અને બીયર ગ્રીલ્સ હિંદી જાણતા નથી, તો આટલો ઝડપથી તમારી સાથે સંવાદ કેવી રીતે થતો હતો. કે પછી બાદમાં, એડિટ કરવામાં આવ્યું છે. શું એટલું વારે-વારે શૂટીંગ કરાયું છે. ખરેખર શું થયું છે. બહુ જીજ્ઞાસાથી પૂછે છે. જૂઓ, આમાં કશું જ રહસ્ય નથી. કેટલાંય લોકોના મનમાં આ સવાલ છે તો હું એ રહસ્ય જાહેર કરી જ દઉં છું. આમ જુઓ તો તે રહસ્ય છે જ નહીં. હકીકત એ છે કે, બીયર ગ્રીલ્સ સાથેની વાતચીતમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરાયો છે. જ્યારે હું કંઇ પણ બોલતો હતો, ત્યારે તેની સાથેસાથે તેનો અંગ્રેજીમાં અનુવાદ થતો હતો. સાથો સાથ જ ભાષાંતર થતું હતું અને બીયર ગ્રીલ્સના કાનમાં એક નાનું એક કોર્ડલેસ ઉપકરણ લગાડેલું હતું તેનાથી તેને અંગ્રેજીમાં સંભળાતું હતું. આમ હું બોલતો હતો હિંદી, પણ એને સંભળાતું હતું અંગ્રેજી, અને તેના લીધે સંવાદ વધુ સરળ બની જતો હતો. અને ટેકનોલોજીની આ જ તો કમાલ છે. આ શો પછી બહુ મોટી સંખ્યામાં લોકો મને જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન વિષે ચર્ચા કરતા જોવા મળ્યા છે. તમે પણ કુદરત અને વન્યજીવન પ્રકૃત્તિ તેમજ અન્ય જીવોને લગતાં સ્થળો પર ચોક્કસ જાવ. મેં પહેલાં પણ કહ્યું છે અને ભારપૂર્વક તમને કહું છું. તમારા જીવનમાં ઇશાન ભારત ચોક્કસ જાવ. શું પ્રકૃત્તિ છે ત્યાં!! તમે જોતાં રહી જશો. તમારી અંદરનું વિશ્વ વિસ્તરી જશે. 15 ઓગષ્ટે લાલ કિલ્લા પરથી મેં આપ સૌને આગ્રહ કર્યો હતો કે, આગામી 3 વર્ષમાં ભારતનાં ઓછામાં ઓછાં 15 સ્થળોની મુલાકાતે જાવ. તે પણ 100 ટકા પર્યટનના હેતુથી જ એવાં 15 સ્થળોએ જાવ, જુઓ, અભ્યાસ કરો, પરિવારને લઇને જાવ, થોડો સમય ત્યાં ગાળો, વીતાવો. વિવિધતાઓથી ભરેલો દેશ! તમને પણ આ વિવિધતાઓ એક શિક્ષકના રૂપમાં અંદરથી વિવિધતાઓથી ભરી દેશે. તમારા પોતાના જીવનનું વિસ્તરણ થશે. તમારૂં ચિંતન વ્યાપક બનશે. અને મારા પર ભરોસો રાખો, કે ભારતની અંદર જ એવાં સ્થળો છે જયાંથી તમે, નવી સ્ફૂર્તિ, નવો ઉત્સાહ, નવો ઉમંગ, નવી પ્રેરણા મેળવીને આવશો. અને શક્ય છે કે, કેટલાંક સ્થળોએ તો તમને વારેવારે જવાનું મન થશે. તમારા કુટુંબને પણ મન થશે.
મારા વ્હાલા દેશવાસીઓ, ભારતમાં પર્યાવરણની સંભાળ અને ચિંતા સ્વાભાવિક જ જોવા મળે છે. ગયા મહિને દેશમાં વાઘની વસતિગણતરી જાહેર કરવાનું મને સદભાગ્ય સાંપડ્યું હતું. તમે જાણો છો કે, ભારતમાં કેટલા વાઘ છે? ભારતમાં વાઘની સંખ્યા 2967 છે. Two Thousand Nine Hundred Sixty Seven. થોડા વરસ પહેલાં તેનાથી અડધા તો મહામહેનતે હતા. વાઘ. વાઘ માટે 2010માં રશિયાના પિટર્સબર્ગમાં વાઘ શિખર સંમેલન યોજાયું હતું. દુનિયામાં વાઘની ઘટી રહેલી વસતિ અંગે તેમાં ચિંતા વ્યકત કરતાં એક સંકલ્પ લેવામાં આવ્યો હતો. આ સંકલ્પ હતો 2022 સુધીમાં દુનિયામાં વાઘની સંખ્યા બમણી કરવી. પરંતુ આ નૂતન ભારત છે કે, આપણે લક્ષ્યને વહેલામાં વહેલું સિધ્ધ કરીએ છીએ. આપણે 2019માં આપણે ત્યાંના વાઘોની વસતિ બમણી કરી દીધી. ભારતમાં કેવળ વાઘની વસતિ જ નહિં, બલ્કે, આરક્ષિત વિસ્તારો અને સામુદાયિક આરક્ષિત સ્થાનોની સંખ્યા પણ વધી છે. હું જ્યારે વાઘની વસતિ જાહેર કરી રહ્યો હતો ત્યારે મને ગુજરાતના ગીરના સિંહ પણ યાદ આવી ગયા. મેં જ્યારે ત્યાં મુખ્યમંત્રીની જવાબદારી સંભાળી હતી ત્યારે ગીરના જંગલમાં સિંહોનો આવાસ વિસ્તાર સંકોચાઇ રહ્યો હતો. તેમની સંખ્યા ઘટી રહી હતી. અમે ગીરમાં એક પછી એક પગલાં ભર્યા. 2007માં ત્યાં મહિલા ગાર્ડઝ(રખેવાળ) તહેનાત કરવાનો નિર્ણય લીધો. પર્યટન વધારવા માટે માળખાકીય સુધારા કર્યા. આપણે જ્યારે પણ પ્રકૃતિ અને વન્ય જીવી વાત કરીયે છીએ તો કેવળ સંરક્ષણની જ વાત કરીએ છીએ. પરંતુ હવે આપમે સંરક્ષણથી આગળ વધીને કરૂણાની – કંપેશન વિષે પણ વિચારવું જ પડશે. આ બાબતે આપણાં શાસ્ત્રોમાં બહુ સરસ માર્ગદર્શન મળ્યું છે. સદીઓ પહેલાં આપણા શાસ્ત્રોમાં આપણે કહ્યું છે.
નિર્વનો બધ્યતે વ્યાધ્રો, નિવ્યાઘ્રં છિદ્દયતે વનમ્
તસ્માદ્ વ્યાધ્રો વનમ્ રક્ષેત્, વનં વ્યાઘ્રં ન પાલયેત્
અર્થાત્ જો વન ન હોય તો, વાઘ મનુષ્યની વસતિમાં આવવા મજબૂર બની જાય છે. અને માર્યા જાય છે. અને જો જંગલમાં વાઘ ન હોય તો, મનુષ્ય જંગલ કાપીને તેનો નાશ કરી નાંખે છે. એટલે હકીકતમાં વાઘ વનનું રક્ષણ કરે છે. વન વાઘનું નહિં.
આપણા પૂર્વજોએ આ વિષયને કેટલી ઉત્તમ રીતે સમજાવ્યો છે! એટલે આપણે આપણા વનો, વનસ્પતિઓ અને વન્યજીવોનું માત્ર સંરક્ષણ કરવાની જ નહિં પરંતુ એવું વાતાવરણ બનાવવાની પણ જરૂર પડશે. જેનાથી તે યોગ્ય રીતે ફૂલીફાલી શકે.
મારા વ્હાલા દેશવાસીઓ, 11 સપ્ટેમ્બર, 1893નું સ્વામી વિવેકાનંદજીનું એ ઐતિહાસિક પ્રવચન કોણ ભૂલી શકે છે? પૂરા વિશ્વની માનવજાતને હચમચાવી દેનાર ભારતના એ યુવાન સંન્યાસી દુનિયામાં ભારતની તેજસ્વી ઓળખ છોડીને આવ્યા હતા. જે ગુલામ ભારતની તરફ દુનિયા બહુ વિકૃત ભાવથી જોઇ રહી હતી. તે દુનિયાને 11 સપ્ટેમ્બર, 1893ના રોજ સ્વામી વિવેકાનંદ જેવા મહાપુરૂષના શબ્દોએ ભારત તરફની દૃષ્ટિ બદલવા માટે મજબૂર કરી દીધી. સ્વામી વિવેકાનંદજીએ ભારતના જે રૂપને જોયુ હતું, સ્વામી વિવેકાનંદજીએ ભારતના જે સામર્થ્યને જાણ્યું હતું, આવો, આપણે તેને જીવવાની કોશિષ કરીએ. આપણી અંદર છે બધું જ છે. આત્મવિશ્વાસની સાથે નીકળી પડીએ.
મારા વ્હાલા દેશવાસીઓ, આપને સૌને યાદ હશે કે, 29 ઓગષ્ટને રાષ્ટ્ર ખેલ દિવસના રૂપમાં મનાવવામાં આવે છે. આ પ્રસંગે દેશભરમાં ફીટ ઇન્ડિયા મુવમેન્ટ-ચુસ્ત ભારત ઝુંબેશ શરૂ કરવાના છીએ. પોતાને ચુસ્ત બનાવવાના છીએ. દેશને ચુસ્ત બનાવવાનો છે. બાળકો, વડીલો, યુવાનો, મહિલાઓ એમ સૌ કોઇ માટે આ ખૂબ રસપ્રદ અભિયાન હશે. અને તે તમારૂં પોતાનું હશે. પરંતુ તેની વિગતો હું આજે આપવાનો નથી. 29મી ઓગષ્ટની રાહ જુઓ. તે દિવસે હું પોતે તેની વિગતવાર વાત કરવાનો છું. અને તમને તેની સાથે જોડ્યા વિના રહેવાનો નથી. કેમ કે, હું તમને તંદુરસ્ત, ચુસ્ત જોવા માંગું છું. ફીટનેસ – ચુસ્તી માટે તમને જાગ્રત બનાવવા માંગું છું. અને ચુસ્ત ભારત માટે, દેશ માટે, આપણે સાથે મળીને કોઇ લક્ષ્ય પણ નક્કી કરીએ.
મારા વ્હાલા દેશવાસીઓ, હું આપની રાહ જોઇશ, 29 ઓગષ્ટે, ફીટ ઇન્ડિયામાં, સપ્ટેમ્બર મહિનામાં પોષણ અભિયાનમાં, અને ખાસ કરીને 11 સપ્ટેમ્બરથી 2 ઓકટોબર ”સ્વચ્છતા અભિયાનમાં” અને 2 ઓકટોબર સંપૂર્ણપણે સમર્પિત પ્લાસ્ટીક મુક્તિ માટે. પ્લાસ્ટીકથી મુક્તિ મેળવવા માટે, આપણે બધા ઘરમાં, ઘરની બહાર બધી જગ્યાએ પૂરી તાકાતથી લાગી જઇશું અને મને ખબર છે કે, આ બધાં અભિયાન સોશ્યલ મિડિયામાં તો ધૂમ મચાવશે. આવો એક નવા ઉમંગ, નવા સંકલ્પ, નવી શક્તિ સાથે નીકળી પડીએ.
મારા વ્હાલા દેશવાસીઓ, આજે મન કી બાતમાં આટલું જ.. ફરી મળીશું. હું આપની વાતોની, આપના સૂચનોની રાહ જોઇશ. આવો, આપણે બધાં મળીને આઝાદીના દિવાનાઓના સપનાનું ભારત બનાવવા માટે, ગાંધીના સપનાં સાકાર કરવા માટે નીકળી પડીએ – સ્વાન્તઃ સુખાય, અંતરના આનંદને સેવાભાવથી પ્રગટ કરતાં કરતાં નીકળી પડીએ..
ખૂબ-ખૂબ ધન્યવાદ..
નમસ્કાર..
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. ‘મન કી બાત’ની હંમેશાંની જેમ, મને પણ અને તમને પણ પ્રતીક્ષા રહે છે. આ વખતે પણ મેં જોયું કે ઘણા બધા પત્રો, કૉમેન્ટ, ફૉન કૉલ મળ્યા છે- ઘણી બધી વાર્તાઓ છે, સૂચનો છે, પ્રેરણાઓ છે- દરેક વ્યક્તિ કંઈ ને કંઈ કરવા માગે છે અને કહેવા પણ માગે છે- એક લાગણી અનુભવાય છે અને તે બધાંમાં ઘણું બધું છે, જે હું સમેટવા માગીશ, પરંતુ સમયની એક સીમા છે, તેથી તેને સમેટી પણ શકતો નથી. એવું લાગી રહ્યું છે કે તમે મારી બહુ કસોટી કરી રહ્યા છો. તેમ છતાં, તમારી જ વાતોને આ ‘મન કી બાત’માં પરોવીને ફરીથી એક વાર તમારી વચ્ચે વહેંચવા માગું છું.
તમને યાદ હશે કે ગયા વખતે મેં પ્રેમચંદજીની વાર્તાઓના એક પુસ્તક વિશે ચર્ચા કરી હતી અને આપણે નક્કી કર્યું હતું કે જે પણ પુસ્તક વાંચીએ તેના વિશે કંઈક વાતો NarendraModi Appના માધ્યમથી બધાની સાથે વહેંચીશું. હું જોઈ રહ્યો હતો કે મોટી સંખ્યામાં લોકોએ અનેક પ્રકારના પુસ્તકોની જાણકારી વહેંચી છે. મને સારું લાગ્યું કે લોકો વિજ્ઞાન, ટૅક્નૉલૉજી, ઇનોવેશન, ઇતિહાસ, સંસ્કૃતિ, વેપાર, જીવનચરિત્ર એવા અનેક વિષયો પર લખાયેલાં પુસ્તકો પર અને તેને લઈને ચર્ચા કરી રહ્યા છે. કેટલાક લોકોએ તો મને એમ પણ સલાહ આપી કે હું બીજાં પુસ્તકો વિશે પણ વાત કરું. ઠીક છે, હું જરૂર કેટલાંક બીજાં પુસ્તકો વિશે તમારી સાથે વાત કરીશ. પરંતુ એક વાત મારે સ્વીકારવી પડશે કે હવે હું પુસ્તકો વાંચવામાં બહુ વધુ સમય આપી શકતો નથી. પરંતુ એક ફાયદો એ જરૂર થયો છે કે તમે લોકો જે લખીને મોકલો છો તો અનેક પુસ્તકો વિશે મને જાણવાની તક જરૂર મળી રહી છે. પરંતુ ગત મહિનાના અનુભવ પરથી મને લાગે છે કે તેને આપણે આગળ વધારવાનું છે. શા માટે આપણે NarendraModiApp પર એક કાયમી Book’s corner જન બનાવી દઈએ? અને જ્યારે પણ આપણે નવાં પુસ્તકો વાંચીએ તેના વિશે ત્યાં લખીએ, ચર્ચા કરીએ. અને તમે આપણા આ Book’s corner માટે સારું નામ પણ સૂચવી શકો છો. હું ઈચ્છું છું કે આ Book’s corner વાચકો અને લેખકો માટે એક સક્રિય મંચ બની જાય. તમે વાંચતા રહો, લખતા રહો અને ‘મન કી બાત’ના બધા સાથીઓ સાથે તેને વહેંચતા પણ રહો.
સાથીઓ, એવું લાગી રહ્યું છે કે જળસંરક્ષણ… ‘મન કી બાત’માં જ્યારે મેં આ વાતને છેડી હતી… પરંતુ કદાચ આજે હું અનુભવ કરી રહ્યો છું કે મારા કહેતા પહેલા પણ જળસંરક્ષણ તે વિષય તમારા હૃદયને સ્પર્શનારો વિષય હતો, સામાન્ય માનવીની પસંદનો વિષય હતો. અને હું અનુભવ કરી રહ્યો છું કે પાણીના વિષયે આજકાલ હિન્દુસ્તાનનાં દિલોને હચમચમાવી નાખ્યાં છે. જળસંરક્ષણ અંગે દેશભરમાં અનેક પ્રકારના પ્રભાવી પ્રયાસો ચાલી રહ્યા છે. લોકોએ પરંપરાગત રીતો અને ઉપાયો વિશે જાણકારીઓ તો જણાવી જ છે. મિડિયાએ પણ જળસંરક્ષણ પર અનેક નવીન ઝુંબેશો આદરી છે. સરકાર હોય, એનજીઓ હોય, બધાં યુદ્ધસ્તર પર કંઈક ને કંઈક કરી રહ્યાં છે. સામૂહિકતાનું સામર્થ્ય જોઈને મનને બહુ સારું લાગી રહ્યું છે, બહુ સંતોષ થઈ રહ્યો છે. જેમ કે ઝારખંડમાં રાંચીથી કેટલેક દૂર, ઓરમાંઝી પ્રખન્ડના આરા કેરમ ગામમાં, ત્યાંના ગ્રામીણોએ જળપ્રબંધન વિશે જે ઉત્સાહ દેખાડ્યો છે તે દરેક માટે ઉદાહરણ બની ગયું છે. ગ્રામીણોએ શ્રમ દાન કરીને પહાડથી વહેતા ઝરણાને એક નિશ્ચિત દિશા આપવાનું કામ કર્યું. તે પણ શુદ્ધ દેશી પદ્ધતિ. તેનાથી ન માત્ર માટીની કપાત અને પાકનો વેડફાટ રોકાયો છે, પરંતુ ખેતરોને પણ પાણી મળી રહ્યું છે. ગ્રામીણોનું આ શ્રમદાન હવે પૂરા ગામ માટે જીવનદાનથી ઓછું નથી. તમને સહુને એ જાણીને પણ ઘણી ખુશી થશે કે ઈશાન ભારતનું સુંદર રાજ્ય મેઘાલય દેશનું પહેલું એવું રાજ્ય બની ગયું છે જેણે પોતાની જળ નીતિ- વૉટર પૉલિસી તૈયાર કરી છે. હું ત્યાંની સરકારને અભિનંદન આપું છું.
હરિયાણામાં, તે પાકની ખેતીને પ્રોત્સાહન અપાય છે જેમાં ઓછા પાણીની જરૂર પડે છે અને ખેડૂતને પણ કંઈ નુકસાન થતું નથી. હું હરિયાણા સરકારને વિશેષ રૂપથી અભિનંદન આપવા માગું છું કે તેમણે ખેડૂતો સાથે સંવાદ કરીને તેમને પરંપરાગત ખેતીથી હટીને ઓછા પાણીવાળા પાક માટે પ્રેરિત કર્યા.
હવે તહેવારોનો સમય આવી ગયો છે. તહેવારોના પ્રસંગે ઘણા મેળા પણ યોજાય છે. જળસંરક્ષણ માટે શા માટે આપણે આ મેળાનો ઉપયોગ પણ ન કરીએ? મેળામાં સમાજનો દરેક વર્ગ પહોંચે છે. તે મેળામાં પાણી બચાવવાનો સંદેશ આપણે ઘણી જ પ્રભાવી રીતે આપી શકીએ છીએ, પ્રદર્શન યોજી શકીએ છીએ, શેરી નાટકો કરી શકીએ છીએ, ઉત્સવોની સાથેસાથે જળસંરક્ષણનો સંદેશ ઘણી સરળતાથી આપણે પહોંચાડી શકીએ છીએ.
સાથીઓ, જીવનમાં કેટલીક વાતો આપણામાં ઉત્સાહ ભરી દે છે અને વિશેષ રૂપે બાળકોની ઉપલબ્ધિઓ, તેમનાં પરાક્રમો, આપણને બધાંને નવી ઊર્જા આપે છે અને આથી આજે મને, કેટલાંક બાળકો વિશે વાત કરવાનું મન થાય છે અને આ બાળકો છે – નીધિ બાઇપોટુ, મોનીષ જોશી, દેવાંશી રાવત, તનુષ જૈન,
હર્ષ દેવધરકર, અનંત તિવારી, પ્રીતિ નાગ, અથર્વ દેશમુખ, અરોન્યતેશ ગાંગુલી અને હૃતિક અલા-મંદા.
હું તેમના વિશે જે કહીશ તેનાથી તમારામાં પણ ગર્વ અને જોશ ભરાઈ જશે. આપણે બધાં જાણીએ છીએ કે કેન્સર એક એવો શબ્દ છે જેનાથી સમગ્ર દુનિયા ડરે છે. એવું લાગે છે કે મૃત્યુ દ્વાર પર ઊભું છે, પરંતુ આ બધાં દસ બાળકોએ પોતાની જિંદગીના જંગમાં, ન માત્ર કેન્સર જેવી ઘાતક બીમારીને પરાજિત કરી છે, પરંતુ પોતાના પરાક્રમથી પૂરી દુનિયામાં ભારતનું નામ ઉજાળ્યું છે. રમતોમાં આપણે ઘણી વાર જોઈએ છીએ કે ખેલાડી સ્પર્ધા જીત્યા કે ચંદ્રક મેળવ્યા પછી ચેમ્પ્યિન બને છે પરંતુ આ એક દુર્લભ અવસર રહ્યો, જ્યાં આ લોકો ખેલ સ્પર્ધામાં ભાગ લીધા પહેલાં જ ચેમ્પિયન હતા અને તે પણ જિંદગીની જંગના ચેમ્પિયન.
હકીકતે, આ મહિને મૉસ્કોમાં વર્લ્ડ ચિલ્ડ્રન્સ વિનર્સ ગેમ્સનું આયોજન થયું. આ એક એવી અનોખી રમત સ્પર્ધા છે જેમાં યંગ કેન્સર સર્વાઇવર એટલે કે એ લોકો જે જીવનમાં કેન્સરથી લડીને બહાર નીકળ્યા છે તે જ ભાગ લે છે. આ પ્રતિયોગિતામાં શૂટિંગ, ચેસ, સ્વિમિંગ, રનિંગ, ફૂટબૉલ અને ટેબલ ટેનિસ જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું. આપણા દેશના આ બધા દસ ચેમ્પિયનોએ આ ટુર્નામેન્ટમાં ચંદ્રકો જીત્યા. તેમાં કેટલાક ખેલાડીઓએ તો એક કરતા વધુ રમતોમાં ચંદ્રકો જીત્યા.
મારા પ્રિય દેશવાસીઓ, મને પૂરો વિશ્વાસ છે કે તમને આકાશને પાર, અંતરિક્ષમાં, ભારતની સફળતા વિશે, જરૂર ગર્વ થયો હશે- હું ચંદ્રયાન-2ની વાત કરું છું.
રાજસ્થાનના જોધપુરના સંજીવ હરિપુરા, કોલકાતાના મહેન્દ્રકુમાર ડાગા, તેલંગણાથી પી. અરવિંદરાવ, આવા અનેક, દેશભરના અલગ-અલગ ભાગોથી, અનેક લોકોએ મને NarendraModi App અને MyGov પર લખ્યું છે અને તેમણે ‘મન કી બાત’માં ચંદ્રયાન-2 વિશે ચર્ચા કરવાનો આગ્રહ કર્યો છે.
હકીકતે, અંતરિક્ષની દૃષ્ટિએ 2019 ભારત માટે ઘણું સારું રહ્યું. આપણા વૈજ્ઞાનિકોએ માર્ચમાં, A-SAT છોડ્યો હતો અને તે પછી ચંદ્રયાન-2. ચૂંટણીની દોડાદોડીમાં તે સમયે A-SAT જેવા મોટા અને મહત્ત્વપૂર્ણ સમાચારની વધુ ચર્ચા થઈ નહોતી શકી. આપણે A-SAT મિસાઇલથી માત્ર ત્રણ મિનિટમાં, ત્રણસો કિલોમીટર દૂર સેટેલાઇટને તોડી પાડવાની ક્ષમતા પ્રાપ્ત કરી હતી. આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરનારું ભારત દુનિયાનો ચોથો દેશ બન્યો અને હવે 22 જુલાઈના રોજ સમગ્ર દેશે ગર્વની સાથે જોયું કે ચંદ્રયાન-2એ શ્રીહરિકોટાથી અંતરિક્ષની તરફ પોતાનાં ડગ ઉપાડ્યાં. ચંદ્રયાન-2ના પ્રક્ષેપણની તસવીરોએ દેશવાસીઓને ગૌરવ અને જોશથી, પ્રસન્નતાથી ભરી દીધા.
ચંદ્રયાન-2 મિશન અનેક રીતે વિશેષ છે. ચંદ્રયાન-2 ચંદ્ર વિશે આપણી સમજને વધુ સ્પષ્ટ કરશે. તેનાથી આપણને ચંદ્ર વિશે વધુ વિસ્તારથી જાણકારીઓ મળશે. પરંતુ જો તમે મને પૂછશો કે ચંદ્રયાન-2થી મને કઈ બે મોટી શીખામણ મળી, તો હું કહીશ, આ બે શીખામણ છે- ફેઇથ અને ફીયરલેસનેસ એટલે કે શ્રદ્ધા અને નિર્ભિકતા. આપણને આપણી ટેલન્ટ્સ અને કેપેસિટિઝ પર ભરોસો હોવો જોઈએ, આપણને આપણી પ્રતિભા અને ક્ષમતા પર વિશ્વાસ હોવો જોઈએ. તમને એ જાણીને આનંદ થશે કે ચંદ્રયાન-2 પૂરી રીતે ભારતીય રંગમાં ઢળેલું છે. તે ઉદ્દેશ્ય અને ભાવનાની રીતે ભારતીય છે. પૂરી રીતે તે એક સ્વદેશી મિશન છે. આ મિશને એક વાર ફરી એ સાબિત કરી દીધું છે કે જ્યારે વાત નવા-નવા ક્ષેત્રમાં કંઈક નવીન કરી બતાવવાની હોય, નાવિન્યપૂર્ણ ઉત્સાહની હોય તો આપણા વૈજ્ઞાનિકો સર્વશ્રેષ્ઠ છે, વિશ્વસ્તરીય છે.
બીજો મહત્ત્વપૂર્ણ પાઠ એ રહ્યો કે કોઈ પણ વિઘ્નથી ગભરાવું ન જોઈએ. જે રીતે આપણા વૈજ્ઞાનિકોએ વિક્રમી સમયમાં, દિવસ-રાત એક કરીને બધી ટૅક્નિકલ સમસ્યાઓને ઠીક કરીને ચંદ્રયાન-બેને લૉન્ચ કર્યું તે અભૂતપૂર્વ છે. વૈજ્ઞાનિકોની આ મહાન તપસ્યાને સમગ્ર દુનિયાએ જોઈ. તેના પર આપણને સહુને ગર્વ હોવો જોઈએ અને વ્યવધાન છતાં પણ પહોંચવાનો સમય તેમણે બદલ્યો નહીં. આ વાતનું પણ ઘણાને આશ્ચર્ય છે. આપણને આપણા જીવનમાં પણ ટેમ્પરરી સેટબેક્સ અર્થાત્ અસ્થાયી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, પરંતુ હંમેશાં યાદ રાખો કે તેને પાર પાડવાનું સામર્થ્ય આપણી અંદર જ હોય છે. મને પૂરી આશા છે કે ચંદ્રયાન-2 અભિયાન દેશના યુવાઓને વિજ્ઞાન અને ઇનોવેશન માટે પ્રેરિત કરશે. છેવટે, વિજ્ઞાન જ તો વિકાસનો માર્ગ છે. હવે આપણને આતુરતાથી સપ્ટેમ્બર મહિનાની રાહ છે જ્યારે ચંદ્રમાની સપાટી પર લેન્ડર વિક્રમ અને રૉવર-પ્રજ્ઞાનનું ઉતરાણ થશે.
આજે ‘મન કી બાત’ના માધ્યમથી, હું દેશના વિદ્યાર્થી દોસ્તોની સાથે, યુવા સાથીઓની સાથે પણ એક બહુ જ રસપ્રદ સ્પર્ધા વિશે જાણકારી વહેંચવા માગું છું અને દેશના યુવક-યુવતીઓને નિમંત્રિત કરું છું- એક ક્વિઝ કોમ્પિટિશન માટે. અંતરિક્ષ સાથે સંબંધિત જિજ્ઞાસાઓ, ભારતનું સ્પેસ મિશન, સાયન્સ અને ટૅક્નૉલૉજી- આ ક્વિઝ કોમ્પ્ટિશનના મુખ્ય વિષયો હશે, જેમ કે રૉકેટ છોડવા માટે શું-શું કરવું પડે છે. સેટેલાઇટને કેવી રીતે કક્ષામાં સ્થાપિત કરવામાં આવે છે અને સેટેલાઇટથી આપણે કઈ કઈ માહિતીઓ મેળવીએ છીએ, A-SAT શું હોય છે, ઘણી બધી વાતો છે. MyGov website પર પહેલી ઑગસ્ટે સ્પર્ધાની વિગતો આપવામાં આવશે.
હું યુવા સાથીઓને, વિદ્યાર્થીઓને, અનુરોધ કરું છું કે આ ક્વિઝ કોમ્પિટિશનમાં ભાગ લો અને પોતાની સહભાગિતાથી તેને રસપ્રદ, રોચક અને યાદગાર બનાવો. હું શાળાઓને, વાલીઓને, ઉત્સાહી આચાર્યોને અને શિક્ષકોને વિશેષ આગ્રહ કરું છું કે તેઓ પોતાની શાળાઓને વિજયી બનાવવા માટે ભરપૂર મહેનત કરે. બધા વિદ્યાર્થીઓને તેમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરે અને સૌથી રોમાંચક બાબત એ છે કે દરેક રાજ્યમાંથી સૌથી વધુ ગુણાંક મેળવનારા વિદ્યાર્થીઓને ભારત સરકાર પોતાના ખર્ચે શ્રીહરિકોટા લઈ જશે અને સપ્ટેમ્બરમાં તેમને એ પળના સાક્ષી બનવાનો અવસર મળશે કે જ્યારે ચંદ્રયાન ચંદ્રમાની સપાટી પર ઉતરાણ કરી રહ્યું હશે. આ વિજયી વિદ્યાર્થીઓ માટે તેમના જીવનની આ ઐતિહાસિક ઘટના હશે. પરંતુ તે માટે તમારે ક્વિઝ કોમ્પિટિશનમાં ભાગ લેવો પડશે, સૌથી વધુ અંક પ્રાપ્ત કરવાના રહેશે, તમારે વિજયી થવાનું રહેશે.
સાથીઓ, મારું આ સૂચન તમને જરૂર ગમ્યું હશે- છે ને મજેદાર અવસર. તો આપણે ક્વિઝમાં ભાગ લેવાનું ન ભૂલીએ અને વધુમાં વધુ સાથીઓને પ્રેરિત પણ કરીએ.
મારા પ્રિય દેશવાસીઓ, તમે એક વાત નોંધી હશે. આપણી મનની વાતોએ સ્વચ્છતા અભિયાનને સમય સમય પર ગતિ આપી છે અને આ જ રીતે સ્વચ્છતા માટે કરવામાં આવી રહેલા પ્રયાસોએ પણ ‘મન કી બાત’ને હંમેશાં પ્રેરણા આપી છે. પાંચ વર્ષ પહેલાં શરૂ કરાયેલી આ યાત્રા આજે જન-જનની સહભાગિતાથી, સ્વચ્છતા માટે નવા-નવા માનદંડ સ્થાપિત કરી રહી છે. એવું નથી કે આપણે સ્વચ્છતામાં આદર્શ સ્થિતિ પ્રાપ્ત કરી લીધી છે, પરંતુ જે પ્રકારે ODFથી લઈને સાર્વજનિક સ્થળો સુધી સ્વચ્છતા અભિયાનને સફળતા મળી છે, તે એકસો ત્રીસ કરોડ દેશવાસીઓના સંકલ્પની તાકાત છે, પરંતુ આપણે આટલેથી અટકવાના નથી. આ આંદોલન હવે સ્વચ્છતાથી સુંદરતાની તરફ આગળ વધી રહ્યું છે. હમણાં કેટલાક દિવસો પહેલાં જ હું મિડિયામાં શ્રીમાન યોગેશ સૈની અને તેમની ટીમની વાત જોઈ રહ્યો હતો. યોગેશ સૈની એન્જિનિયર છે અને અમેરિકામાં પોતાની નોકરી છોડીને મા ભારતીની સેવા માટે પાછા આવ્યા છે. તેમણે કેટલાક સમય પહેલાં દિલ્હીને સ્વચ્છ જ નહીં, પરંતુ સુંદર બનાવવાનું બીડું ઝડપ્યું છે. તેમણે પોતાની ટીમ સાથે લોધી ગાર્ડનની કચરાપેટીઓથી શરૂઆત કરી. સ્ટ્રીટ આર્ટના માધ્યમથી, દિલ્હીના અનેક વિસ્તારોને, સુંદર ચિત્રકામથી સજાવવા-શણગારવાનું કામ કર્યું. ઑવર બ્રિજ અને શાળાઓની દીવાલોથી લઈને ઝૂંપડપટ્ટીઓ સુધી, તેમણે પોતાના કસબને કંડારવાનું શરૂ કર્યું તો લોકોનો સાથ પણ મળતો ગયો અને આ ક્રમ શરૂ થઈ ગયો. તમને યાદ હશે કે કુંભ દરમિયાન પ્રયાગરાજને પણ કઈ રીતે સ્ટ્રીટ પેઇન્ટિંગથી સજાવવામાં આવ્યું હતું. મને ખબર પડી ભાઈ યોગેશ સૈનીએ અને તેમની ટીમે તેમાં ઘણી મોટી ભૂમિકા ભજવી હતી. રંગ અને રેખાઓમાં કોઈ અવાજ ભલે ન હોય, પરંતુ તેનાથી બનેલી તસવીરોથી જે ઈન્દ્રધનુષ બને છે તેમનો સંદેશ હજારો શબ્દોથી પણ વધુ પ્રભાવકારી સિદ્ધ થાય છે અને સ્વચ્છતા અભિયાનની સુંદરતામાં પણ આ વાતનો અનુભવ આપણે કરીએ છીએ. આપણા માટે ઘણું જરૂરી છે કે વેસ્ટ ટૂ વેલ્થ બનાવવાની સંસ્કૃતિ આપણા સમાજમાં વિકસે. એક રીતે કહીએ તો, આપણે કચરાને કંચન બનાવવાની દિશામાં આગળ વધવાનું છે.
મારા પ્રિય દેશવાસીઓ, ગત દિવસોમાં MyGov પર મેં એક ઘણી જ રસપ્રદ ટીપ્પણી વાંચી. આ કૉમેન્ટ જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં રહેનારા ભાઈ મુહમ્મદ અસલમની હતી.
તેમણે લખ્યું- ‘મન કી બાત’ કાર્યક્રમ સાંભળવાનું ગમે છે. મને એ જણાવતાં ખુશી થાય છે કે મેં મારા રાજ્ય જમ્મુ-કાશ્મીરમાં Community Mobilization Programme – Back To Village ના આયોજનમાં સક્રિય ભૂમિકા ભજવી. આ કાર્યક્રમનું આયોજન જૂન મહિનામાં થયું હતું. મને લાગે છે કે આવા કાર્યક્રમ દર ત્રણ મહિને આયોજિત થવા જોઈએ. તેની સાથે જ, કાર્યક્રમની ઑનલાઇન મૉનિટરિંગની વ્યવસ્થા પણ હોવી જોઈએ. મારા વિચારથી તે આ પ્રકારનો પહેલો કાર્યક્રમ હતો, જેમાં જનતાએ સરકાર સાથે સીધો સંવાદ કર્યો.
ભાઈ મુહમ્મદ અસલમજીએ જે સંદેશ મને મોકલ્યો અને તેને વાંચ્યા પછી ‘Back To Village’ કાર્યક્રમ વિશે જાણવાની મારી ઉત્સુકતા વધી ગઈ અને જ્યારે મેં આ વિશે વિસ્તારથી જાણ્યું તો મને લાગ્યું કે સમગ્ર દેશને પણ તેની જાણકારી હોવી જોઈએ. કાશ્મીરના લોકો વિકાસની મુખ્યધારા સાથે જોડાવા કેટલા આતુર છે, કેટલા ઉત્સાહી છે, તે આ કાર્યક્રમથી ખબર પડે છે. આ કાર્યક્રમમાં, પહેલી વાર મોટા-મોટા અધિકારીઓ સીધા ગામોમાં પહોંચ્યા. જે અધિકારીઓને કયારેય ગામના લોકોએ જોયા પણ નહોતા તેઓ સામે ચાલીને તેમના દરવાજે પહોંચ્યા જેથી વિકાસના કામમાં આવી રહેલાં વિઘ્નોને સમજી શકાય, સમસ્યાઓને દૂર કરી શકાય. આ કાર્યક્રમ અઠવાડિયા સુધી ચાલ્યો અને રાજ્યની બધી લગભગ સાડા ચાર હજાર પંચાયતોમાં સરકારી અધિકારીઓએ ગામના લોકોને સરકારી યોજનાઓ અને કાર્યક્રમોની વિસ્તારથી જાણકારી આપી. તે પણ જાણ્યું કે તેમના સુધી સરકારી સેવાઓ પહોંચે પણ છે કે નહીં. પંચાયતોને કેવી રીતે વધુ મજબૂત કરી શકાય? તેમની આવકને કેવી રીતે વધારી શકાય? તેમની સેવાઓ સામાન્ય માનવીના જીવનમાં શું પ્રભાવ પેદા કરી શકે છે? ગામના લોકોએ પણ નિઃસંકોચ પોતાની સમસ્યાઓ બતાવી. સાક્ષરતા, સેક્સ રેશિયો, સ્વાસ્થ્ય, સ્વચ્છતા, જળસંરક્ષણ, વીજળી, પાણી, બાળકીઓનું શિક્ષણ, વૃદ્ધોના પ્રશ્નો…આવા અનેક પ્રશ્નો પર પણ ચર્ચા થઈ.
સાથીઓ, આ કાર્યક્રમમાં માત્ર નામપૂરતું નહોતું કે અધિકારીઓ દિવસભર ગામડામાં ફરીને પાછા આવી જાય પરંતુ આ વખતે અધિકારીઓએ બે દિવસ અને એક રાત પંચાયતમાં જ વિતાવી. તેનાથી તેમને ગામમાં સમય પસાર કરવાની તક મળી. દરેકને મળવાનો પ્રયાસ કર્યો. દરેક સંસ્થા સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો. તે કાર્યક્રમને રસપ્રદ બનાવવા માટે બીજી અનેક ચીજોને પણ સમાવિષ્ટ કરાઈ. ખેલો ઇન્ડિયા હેઠળ બાળકો માટે રમત સ્પર્ધા યોજવામાં આવી. વળી, સ્પૉર્ટ્સ કિટ, મનરેગાના જૉબ કાર્ડ અને એસસી-એસટી પ્રમાણપત્રો પણ વહેંચવામાં આવ્યા. Financial Literacy Camp લગાડવામાં આવ્યા. એગ્રિકલ્ચર, હૉર્ટિકલ્ચર જેવા સરકારી વિભાગોની તરફથી સ્ટૉલ લગાવવામાં આવ્યા અને સરકારી યોજનાઓની જાણકારી આપવામાં આવી. એક રીતે, આ આયોજન, એક વિકાસ ઉત્સવ બની ગયો, જનભાગીદારીનો ઉત્સવ બની ગયો, જનજાગૃતિનો ઉત્સવ બની ગયો. કાશ્મીરના લોકો વિકાસના આ ઉત્સવમાં મોકળાશથી ભાગીદાર બન્યા. આનંદની વાત એ છે કે ‘Back to village’ કાર્યક્રમનું આયોજન એવાં અંતરિયાળ ગામોમાં પણ કરવામાં આવ્યું, જ્યાં પહોંચવામાં સરકારી અધિકારીઓને દુર્ગમ રસ્તાઓથી થઈને પહાડો ચડતાં-ચડતાં ક્યારેક તો એક દિવસ, દોઢ દિવસ પગપાળા યાત્રા પણ કરવી પડી. આ અધિકારીઓ તે સીમાવર્તી પંચાયતો સુધી પણ પહોંચ્યા, જે હંમેશાં સીમા પારથી થતા ગોળીબારોના ઓથારમાં રહે છે. એટલું જ નહીં, શોપિયાં, પુલવામા, કુલગામ અને અનંતનાગ જિલ્લાના અતિ સંવેદનશીલ વિસ્તારોમાં પણ અધિકારી કોઈ પણ ભય વગર પહોંચ્યા. કેટલાક અધિકારીઓ તો પોતાના સ્વાગતથી એટલા અભિભૂત થયા કે તેઓ બે દિવસથી વધુ સમય સુધી ગામડામાં રોકાઇ રહ્યા. તે વિસ્તારોમાં ગ્રામ સભાઓનું આયોજન થવું, તેમાં મોટી સંખ્યામાં લોકોનું ભાગ લેવું અને પોતાના માટે યોજનાઓ તૈયાર કરવી, આ બધું ઘણું સુખદ છે. નવો સંકલ્પ, નવો જોશ અને શાનદાર પરિણામો. આવા કાર્યક્રમો અને તેમાં લોકોની ભાગીદારી એ બતાવે છે કે કાશ્મીરનાં આપણાં ભાઈબહેન સુશાસન ચાહે છે. તેનાથી એ પણ સિદ્ધ થાય છે કે વિકાસની શક્તિ બોમ્બ-બંદૂકની શક્તિ પર હંમેશાં ભારે પડે છે. તે સ્પષ્ટ છે કે જે લોકો વિકાસના માર્ગમાં નફરત ફેલાવવા માગે છે, અવરોધ પેદા કરવા માગે છે, તેઓ ક્યારેય પોતાના નાપાક ઈરાદાઓમાં સફળ નહીં થઈ શકે.
મારા પ્રિય દેશવાસીઓ, જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત શ્રીમાન દત્તાત્રેય રામચંદ્ર બેન્દ્રેએ પોતાની એક કવિતામાં શ્રાવણ માસનો મહિમા કંઈક આ રીતે પ્રસ્તુત કર્યો છે.
આ કવિતામાં તેમણે કહ્યું છે-
होडिगे मडिगे आग्येद लग्ना । अदराग भूमि मग्ना ।
અર્થાત્ વરસાદી વાછટ અને પાણીની ધારાનું બંધન અનોખું છે અને તેના સૌંદર્યને જોઈને પૃથ્વી મગ્ન છે.
સંપૂર્ણ ભારતવર્ષમાં અલગ-અલગ સંસ્કૃતિ અને ભાષાઓના લોકો શ્રાવણ મહિનાને પોતપોતાની રીતે ઉજવે છે. આ ઋતુમાં આપણે જ્યારે પણ આપણી આસપાસ જોઈએ છીએ તો એવું લાગે છે કે જાણે, ધરતીએ હરિયાળી ચાદર ઓઢી લીધી હોય. ચારેકોર, એક નવી ઊર્જાનો સંચાર થવા લાગે છે. આ પવિત્ર મહિનામાં અનેક શ્રદ્ધાળુઓ કાવડ યાત્રા અને અમરનાથ યાત્રા પર જાય છે, જયારે અનેક લોકો, નિયમિત રીતે ઉપવાસ કરે છે અને ઉત્સુકતાપૂર્વક જન્માષ્ટમી અને નાગપંચમી જેવા તહેવારોની રાહ જુએ છે. આ દરમિયાન જ ભાઈ-બહેનના પ્રેમનું પ્રતીક રક્ષાબંધનનો તહેવાર પણ આવે છે. શ્રાવણ મહિનાની જ્યારે વાત થઈ રહી છે ત્યારે તમને જાણીને ઘણો આનંદ થશે કે આ વખતે અમરનાથ યાત્રામાં છેલ્લાં ચાર વર્ષમાં સૌથી વધુ શ્રદ્ધાળુ સામેલ થયા છે. 1 જુલાઈથી અત્યાર સુધીમાં ત્રણ લાખથી વધુ તીર્થયાત્રીઓ પવિત્ર અમરનાથ ગુફાના દર્શન કરી ચૂક્યા છે. 2015માં પૂરા 60 દિવસ સુધી ચાલનારી આ યાત્રામાં જેટલા તીર્થયાત્રીઓ સામેલ થયા હતા, તેનાથી વધુ આ વખતે માત્ર 28 દિવસોમાં જ સામેલ થઈ ચૂક્યા છે.
અમરનાથ યાત્રાની સફળતા માટે, હું ખાસ કરીને જમ્મુ-કાશ્મીરના લોકો અને તેમના આતિથ્યની પણ પ્રશંસા કરવા માગું છું. જે લોકો પણ યાત્રાથી પાછા ફરે છે તેઓ રાજ્યના લોકોના ઉમળકા અને આત્મીયતાની ભાવનાના પ્રશંસક બની જાય છે. આ બધી ચીજો ભવિષ્યમાં પર્યટન માટે ઘણી લાભદાયક સાબિત થનારી છે. મને કહેવામાં આવ્યું કે ઉત્તરાખંડમાં પણ આ વર્ષે જ્યારથી ચારધામ યાત્રા શરૂ થઈ છે, ત્યારથી દોઢ મહિનાની અંદર આઠ લાખથી વધુ શ્રદ્ધાળુ કેદારનાથ ધામના દર્શન કરી ચૂક્યા છે. 2013માં આવેલી ભીષણ આપત્તિ પછી, પહેલી વાર આટલી રેકૉર્ડ સંખ્યામાં તીર્થયાત્રી ત્યાં પહોંચ્યા છે.
મારી આપ સહુને અપીલ છે કે દેશના તે હિસ્સાઓમાં આપ જરૂર જાવ, જેની સુંદરતા ચોમાસા દરમિયાન ખૂબ જ ખીલી ઊઠે છે. પોતાના દેશની આ સુંદરતાને જોવા અને પોતાના દેશના લોકોની લાગણીને સમજવા માટે પર્યટન અને યાત્રા, કદાચ, તેનાથી મોટો શિક્ષક બીજો કોઈ ન હોઈ શકે.
મારી આપ સહુને શુભકામના છે કે શ્રાવણનો આ સુંદર અને જીવંત મહિનો તમારા બધામાં નવી ઊર્જા, નવી આશા અને નવી અપેક્ષાઓનો સંચાર કરે. આ જ રીતે ઑગસ્ટ મહિનો ‘ભારત છોડો’ની યાદ લઈને આવે છે. હું ઈચ્છીશ કે આપ સહુ 15 ઑગસ્ટની કંઈક વિશેષ તૈયારીઓ કરો. આઝાદીનું આ પર્વ મનાવવાની નવી રીત શોધો. જનભાગીદારી વધે. 15 ઑગસ્ટ લોકોત્સવ કેવી રીતે બને? જનોત્સવ કેવી રીતે બને? તેની ચિંતા આપ જરૂર કરો. બીજી તરફ આ જ એ સમય છે જ્યારે દેશના અનેક હિસ્સાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. અનેક ભાગોમાં દેશવાસીઓ પૂરથી ગ્રસ્ત છે. પૂરથી અનેક પ્રકારનું નુકસાન પણ ઉઠાવવું પડે છે. પૂરના સંકટથી ઘેરાયેલા તમામ લોકોને હું આશ્વસ્ત કરું છું કે કેન્દ્ર, રાજ્ય સરકારો સાથે મળીને, પ્રભાવિત લોકોને દરેક પ્રકારની સહાયતા ઉપલબ્ધ કરાવવાનું કામ ખૂબ ઝડપથી કરી રહ્યું છે. આમ તો આપણે જ્યારે ટીવી પર જોઈએ છે ત્યારે વરસાદનું એક જ પાસું આપણને દેખાય છે- બધી તરફ પૂર, ભરાયેલાં પાણી, ટ્રાફિક જામ. ચોમાસાની બીજી તસવીર- જેમાં આનંદિત થતો આપણો ખેડૂત, કલરવ કરતાં પક્ષી, વહેતાં ઝરણાં, હરિયાળી ચાદર ઓઢેલી ધરતી…આ બધું જોવા માટે તો તમારે પોતે જ પરિવાર સાથે બહાર નીકળવું પડશે. વરસાદ, તાજગી અને ખુશી અર્થાત ફ્રેશનેસ અને હેપ્પીનેસ- બંનેને પોતાની સાથે લાવે છે. મારી કામના છે કે આ ચોમાસું તમને બધાને અવિરત ખુશીઓથી ભરતું રહે. આપ સૌ સ્વસ્થ રહો.
મારા પ્રિય દેશવાસીઓ, ‘મન કી બાત’ ક્યાં શરૂ કરીએ, ક્યાં રોકાઈએ-ઘણું મુશ્કેલ કામ લાગે છે, પરંતુ છેવટે સમયની સીમા પણ હોય છે. એક મહિનાની રાહ પછી ફરી આવીશ. ફરી મળીશ. આખો મહિનો તમે મને ઘણી વાતો કહેજો. હું આવનારી ‘મન કી બાત’માં તે બધાને જોડવાનો પ્રયાસ કરીશ અને મારા યુવા સાથીઓને ફરી યાદ અપાવું છું કે તમે ક્વિઝ કોમ્પિટિશનની તક છોડતા નહીં. તમે શ્રીહરિકોટા જવાની જે તક મળવાની છે તેને કોઈ પણ સ્થિતિમાં ગુમાવશો નહીં.
તમને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. એક લાંબા અંતરાલ બાદ ફરીથી એકવાર, આપ સહુની વચ્ચે, ‘મન કી બાત’, લોકોની વાત, જન-જનની વાત, લોકમનની વાત, તેની આપણે શરૂઆત કરી રહ્યા છીએ. ચૂંટણીની દોડાદોડીમાં વ્યસ્તતા તો ઘણી હતી પરંતુ ‘મન કી બાત’ની જે મજા છે, તે ગાયબ હતી. એક ઓછાપણુ અનુભવી રહ્યો હતો. પોતાનાની વચ્ચે બેસીને, હળવા માહોલમાં 130 કરોડ દેશવાસીઓના પરિવારના એક સ્વજનના રૂપમાં, કેટલીયે વાતો સાંભળતા હતા, પુનરાવર્તન કરતા હતા અને ક્યારેક-ક્યારેક આપણી જ વાતો આપણા માટે પ્રેરણા બની જતી હતી.
તમે કલ્પના કરી શકો છો કે આ વચ્ચેનો સમયગાળો ગયો હશે, કેવો ગયો હશે. રવિવાર, છેલ્લો રવિવાર – 11 વાગ્યે મને પણ લાગતું હતું કે અરે, કંઈક છૂટી ગયું – તમને પણ લાગતું હતું ને ! ચોક્કસ લાગતું હશે. કદાચ આ કોઈ નિર્જીવ કાર્યક્રમ નહોતો. આ કાર્યક્રમમાં જીવંતતા હતી, પોતિકાપણું હતું, મનનો મેળ હતો, દિલોનું જોડાણ હતું અને તેને કારણે વચ્ચેનો જે સમય ગયો, તે સમય ઘણો કઠિન લાગ્યો મને. હું દરેક ક્ષણે કંઈક miss કરી રહ્યો હતો અને જ્યારે હું ‘મન કી બાત’ કરું છું ત્યારે ભલે બોલતો હું હોવ છું, શબ્દો કદાચ મારા છે, અવાજ મારો છે પરંતુ કથા તમારી છે, પુરુષાર્થ તમારો છે, પરાક્રમ તમારું છે. હું તો માત્ર મારા શબ્દો, મારી વાણીનો ઉપયોગ કરતો હતો અને તેને કારણે હું આ કાર્યક્રમને નહીં, તમને miss કરી રહ્યો હતો. એક ખાલીપણું અનુભવી રહ્યો હતો. એકવાર તો મન થઈ ગયું કે ચૂંટણી સમાપ્ત થતાં જ તરત જ તમારી વચ્ચે જ ચાલ્યો આવું. પરંતુ પછી લાગ્યું – ના તે રવિવાર વાળો ક્રમ જળવાવો જોઈએ. પરંતુ આ રવિવારે બહુ રાહ જોવડાવી. ખેર, આખરે મોકો મળી જ ગયો છે. એક પારિવારિક વાતાવરણમાં ‘મન કી બાત’, નાની-નાની, હળવી, સમાજ, જીવનમાં, જે બદલાવનું કારણ બને છે. એક રીતે તેનો આ ક્રમ, એક નવા ભાવને જન્મ આપતો અને એક પ્રકારથી નવા ભારતની ભાનવાને સમર્થન આપતો આ ક્રમ આગળ વધે.
કેટલાયે બધા સંદેશા ગત કેટલાક મહિનામાં આવ્યા છે જેમાં લોકોએ કહ્યું કે ‘મન કી બાત’ ને તેઓ મિસ કરી રહ્યા હતા. જ્યારે હું વાંચું છું, સાંભળુ છું, મને સારું લાગે છે. હું પોતિકાપણું અનુભવું છું. ક્યારેક-ક્યારેક મને એ લાગે છે કે આ મારી સ્વથી સમષ્ટિની યાત્રા છે. આ મારી અહમ થી વયમની યાત્રા છે. મારા માટે, તમારી સાથે મારો આ મૌન સંવાદ એક પ્રકારથી મારી આધ્યાત્મિક યાત્રાની અનુભૂતિનો પણ અંશ હતો. કેટલાય લોકોએ મને ચૂંટણીની દોડાદોડમાં, હું કેદારનાથ શા માટે જતો રહ્યો, ઘણાં સવાલો પૂછ્યા છે. તમારો હક છે, તમારી જિજ્ઞાસા પણ હું સમજી શકું છું અને મને લાગે છે કે ક્યારેક મારા એ ભાવોને તમારા સુધી ક્યારેક પહોંચાડું પરંતુ આજે મને લાગે છે કે જો હું એ દિશામાં ચાલી નીકળીશ તો કદાચ ‘મન કી બાત’ નું રૂપ જ બદલાઈ જશે અને તેથી જ ચૂંટણીની આ દોડાદોડી, જય-પરાજયના અનુમાન, હજુ પોલિંગ પણ બાકી હતું અને હું નીકળી પડ્યો. મોટાભાગના લોકોએ તેમાંથી રાજકીય અર્થ કાઢ્યા છે. મારા માટે, મને મળવાનો એ અવસર હતો. એક પ્રકારથી હું, મને મળવા ચાલ્યો ગયો હતો. હું વધારે વાતો તો આજે નહીં કહું, પરંતુ એટલું જરૂર કહીશ કે ‘મન કી બાત’ના આ અલ્પ વિરામને કારણે જે ખાલીપણું હતું, કેદારની ખીણમાં, એક એકાંત ગુફામાં, કદાચ તેણે કંઈક ભરવાનો અવસર જરૂર આપ્યો હતો. બાકી તમારી જિજ્ઞાસા છે, – વિચારું છું કે ક્યારેક તેની પણ ચર્ચા કરીશ. ક્યારે કરીશ, હું નહીં કહી શકું પરંતુ કરીશ જરૂર, કારણ કે તમારો મારા પર હક બને છે. જેવી રીતે કેદારના વિષયમાં લોકોએ જાણવાની ઈચ્છા વ્યક્ત કરી છે, તેવી જ રીતે એક સકારાત્મક ચીજોને બળ આપવાનો તમારો પ્રયાસ, તમારી વાતોમાં સતત હું અનુભવી રહ્યો છું. ‘મન કી બાત’ માટે જે પત્રો આવે છે, જે input પ્રાપ્ત થાય છે, તે નિયમિત સરકારી કામકાજથી બિલકુલ અલગ હોય છે. એક પ્રકારે તમારા પત્રો પણ મારા માટે પ્રેરણાનું કારણ બની જાય છે તો ક્યારેક ઉર્જાનું કારણ બની જાય છે. ક્યારેક ક્યારેક તો મારી વિચાર પ્રક્રિયાને આગળ ધપાવવાનું કામ તમારા કેટલાક શબ્દો કરી દે છે. લોકો, દેશ અને સમાજની સામે ઉભેલા પડકારોને સામે રાખે છે તો તેની સાથે-સાથે સમાધાન પણ દેખાડે છે. મેં જોયું છે કે પત્રોમાં લોકો સમસ્યાઓનું તો વર્ણન કરે છે પરંતુ એ પણ વિશેષતા છે કે સાથે સાથે, સમાધાનના પણ કંઈકને કંઈક સૂચનો, કંઈકને કંઈક કલ્પના, પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે પ્રગટ કરી દે છે. જો કોઈ સ્વચ્છતા માટે લખે છે તો ગંદકી પ્રત્યે તેની નારાજગી પણ દેખાડી રહ્યા છે પરંતુ સ્વચ્છતાના પ્રયત્નોના વખાણ પણ કરતા હોય છે. કોઈ પર્યાવરણની ચર્ચા કરે છે તો તેની પીડા તો અનુભવાય જ છે, પરંતુ સાથે સાથે તેમણે, પોતે જે પ્રયોગ કર્યા હોય તે પણ જણાવે છે – જે પ્રયોગ તેમણે જોયા છે તે પણ જણાવે છે અને જે કલ્પનાઓ તેમના મનમાં છે તેનું પણ ચિત્રણ કરે છે. એટલે કે એક પ્રકારથી સમસ્યાઓનું સમાધાન સમાજવ્યાપી કેવી રીતે હોય, તેની ઝલક તમારી વાતોમાં હું અનુભવી રહ્યો છું. ‘મન કી બાત’ દેશ અને સમાજ માટે એક અરીસાની જેમ છે. તે આપણને દેખાડે છે કે દેશવાસીઓની અંદર આંતરિક મજબૂતી, તાકાત અને ટેલેન્ટની પણ કોઈ અછત નથી. જરૂરિયાત છે એ મજબૂતી અને ટેલેન્ટને સમાવવાની, અવસર આપવાની, તેને ક્રિયાન્વિત કરવાની. ‘મન કી બાત’ એ પણ જણાવે છે કે દેશના વિકાસમાં બધા 130 કરોડ દેશવાસી મજબૂતી અને સક્રિયતાથી જોડાવા ઈચ્છે છે અને હું એક વાત જરૂરથી કહીશ કે ‘મન કી બાત’માં મને એટલા પત્રો આવે છે, એટલા ટેલિફોન કોલ આવે છે, એટલા સંદેશા મળે છે, પરંતુ ફરિયાદનું તત્વ બહુ જ ઓછું હોય છે અને કોઈએ કંઈક માંગ્યું હોય, પોતાના માટે માંગ્યું હોય તેવી તો એક પણ વાત, ગત પાંચ વર્ષમાં મારા ધ્યાનમાં આવી નથી. તમે કલ્પના કરી શકો છો, દેશના વડાપ્રધાનને કોઈ પત્ર લખે, પરંતુ પોતાને માટે કંઈ માંગે નહીં, આ દેશના કરોડો લોકોની ભાવના કેટલી ઉંચી હશે. હું જ્યારે આવી ચીજોનું એનાલિસિસ કરું છું – તમે કલ્પના કરી શકો છો, મારા દિલને કેટલો આનંદ આવતો હશે, મને કેટલી ઉર્જા મળતી હશે. તમને કલ્પના નથી કે તમે મને ચલાવો છો, તમે મને દોડાવો છો, તમે મને પળે પળ પ્રાણવાન બનાવી રહ્યા છો અને એ જ સંબંધ હું કંઈક મિસ કરતો હતો. આજે મારું મન ખુશીઓથી ભરેલું છે. જ્યારે મેં છેલ્લે કહયું હતું કે આપણે ત્રણ-ચાર મહિના પછી મળીશું, તો લોકોએ તેનો પણ રાજકીય અર્થ કાઢ્યો હતો અને લોકોએ કહ્યું કે અરે! મોદીજીને કેટલો આત્મવિશ્વાસ છે, તેમને ભરોસો છે. આત્મવિશ્વાસ મોદીનો નહોતો – આ વિશ્વાસ, તમારા વિશ્વાસના ફાઉન્ડેશનનો હતો. તમે જ હતા જેણે વિશ્વાસનું રૂપ લીધું હતું અને તેને જ કારણે સહજ રૂપથી છેલ્લી ‘મન કી બાત’ માં મેં કહી દીધું હતું કે હું કેટલાક મહિનાઓ પછી ફરીથી તમારી પાસે આવીશ. Acutally તો હું આવ્યો નથી, તમે મને લાવ્યા છો, તમે જ મને બેસાડ્યો છે અને તમે જ મને ફરી એકવાર બોલવાની તક આપી છે. આ જ ભાવના સાથે ચલો, ‘મન કી બાત’નો ક્રમ આગળ વધારીયે.
જ્યારે દેશમાં કટોકટી લગાવવામાં આવી ત્યારે તેનો વિરોધ માત્ર રાજકીય ક્ષેત્ર સુધી સીમિત રહ્યો નહોતો, રાજનેતાઓ સુધી સીમિત નહોતું રહ્યું, જેલના સળીયા સુધી, આંદોલન સમેટાઈ નહોતું ગયું. જન-જનના દિલમાં એક આક્રોશ હતો. ગુમાવેલા લોકતંત્રની એક તરસ હતી. દિવસ-રાત જ્યારે સમયસર ખાવાનું ખાઈએ છીએ ત્યારે ભૂખ શું હોય છે તે ખબર નથી હોતી તેવી જ રીતે સામાન્ય જીવનમાં લોકતંત્રના અધિકારોની શું મજા છે એ તો ત્યારે ખબર પડે છે, જ્યારે કોઈ લોકતાંત્રિક અધિકારોને છીનવી લે છે. કટોકટીમાં દેશના દરેક નાગરિકને લાગવા લાગ્યું હતું કે તેનું કંઈક છીનવી લેવામાં આવ્યું છે. જેનો તેણે જીવનમાં ક્યારેય ઉપયોગ નહોતો કર્યો તે પણ જો છીનવાઈ ગયું છે તો તેનું એક દર્દ, તેના દિલમાં હતું અને તે એટલા માટે નહોતું કે ભારતના બંધારણે કેટલીક વ્યવસ્થા કરી છે જેને કારણે લોકતંત્ર સમૃદ્ધ થયું છે. સમાજ વ્યવસ્થાને ચલાવવા માટે, બંધારણની પણ જરૂરિયાત હોય છે, કાયદા-કાનૂન, નિયમોની પણ આવશ્યકતા હોય છે, અધિકાર અને કર્તવ્યની પણ વાત થાય છે પરંતુ ભારત ગર્વ સાથે કહી શકે છે કે અમારા માટે, કાયદા નિયમોથી પર, લોકતંત્ર અમારા સંસ્કાર છે, લોકતંત્ર અમારી સંસ્કૃતિ છે, લોકતંત્ર અમારો વારસો છે અને તે વારસાને લઈને અમે મોટા થયા છીએ અને તેથી તેની અછત દેશવાસીઓ અનુભવી રહ્યા છે અને કટોકટીમાં આપણે અનુભવ કર્યો હતો અને તેથી દેશે, પોતાના માટે નહીં, એક આખી ચૂંટણીની પોતાના હિત માટે નહીં, લોકતંત્રની રક્ષા માટે આહૂતિ આપી દીધી હતી. કદાચ દુનિયાના કોઈ દેશમાં ત્યાંના દરેક લોકોએ લોકતંત્ર માટે પોતાના બાકી હકોની, અધિકારોની, આવશ્યકતાઓની પરવા ન કરતા માત્ર લોકતંત્ર માટે મતદાન કર્યું હોય, તો એવી એક ચૂંટણી આ દેશે 77 માં જોઈ. હાલમાં જ લોકતંત્રનું મહાપર્વ, બહુ મોટું ચૂંટણી અભિયાન, આપણા દેશમાં સંપન્ન થયું. અમીરથી લઈને ગરીબ, દરેક લોકો આ પર્વમાં ખુશીથી, આપણા દેશના ભવિષ્યનો ફેંસલો કરવા તત્પર હતા.
જ્યારે કોઈ પણ ચીજ આપણી બહુ જ નજીક હોય છે આપણે તેના મહત્વને underestimate કરીએ છીએ, તેના amazing facts ની પણ અવગણના થઈ જાય છે. આપણને જે બહુમૂલ્ય લોકતંત્ર મળ્યું છે તેને આપણે બહુ જ સરળતાથી granted માની લઈએ છીએ પરંતુ, આપણે સ્વયં એ યાદ અપાવતા રહેવું જોઈએ કે આપણું લોકતંત્ર બહુ જ મહાન છે અને આ લોકતંત્રને આપણી નસેનસમાં જગ્યા મળી છે – સદીઓની સાધનાથી, પેઢી દર પેઢીના સંસ્કારોથી, એક વિશાળ વ્યાપક મનની અવસ્થાથી. ભારતમાં 2019ની લોકસભા ચૂંટણીમાં 61 કરોડથી વધારે લોકોએ વોટ આપ્યો, sixty one Crore. આ સંખ્યા આપણને બહુ જ સામાન્ય લાગી શકે છે પરંતુ જો દુનિયાના હિસાબથી હું કહું, જો એક ચીનને આપણે છોડી દઈએ તો ભારતમાં દુનિયાના કોઈપણ દેશની
વસ્તી થી વધારે લોકોએ વોટિંગ કર્યું હતું. જેટલા મતદાતાઓએ 2019ની લોકસભા ચૂંટણીમાં વોટ આપ્યો, તેની સંખ્યા અમેરિકાની કુલ જનસંખ્યાથી પણ વધારે છે, લગભગ બે ગણી છે. ભારતમાં કુલ મતદાતાઓની જેટલી સંખ્યા છે તે આખા યુરોપની જનસંખ્યાથી પણ વધારે છે. આ આપણા લોકતંત્રની વિશાળતા અને વ્યાપકતાનો પરિચય કરાવે છે. 2019ની લોકસભાની ચૂંટણી અત્યાર સુધીના ઈતિહાસમાં, દુનિયાની સૌથી મોટી લોકતાંત્રિક ચૂંટણી હતી. તમે કલ્પના કરી શકો છો, આ પ્રકારની ચૂંટણી પૂર્ણ કરાવવામાં કેટલા મોટા સ્તર પર સ્ત્રોતો અને માનવશક્તિની આવશ્યકતા ઉભી થઈ હશે. લાખો શિક્ષકો, અધિકારીઓ અને કર્મચારીઓની દિવસ-રાતની મહેનતથી ચૂંટણી શક્ય બની શકી. લોકતંત્રના આ મહાયજ્ઞને સફળતાપૂર્વક સંપન્ન કરાવવા માટે જ્યાં અર્ધસૈનિક દળના લગભગ 3 લાખ સુરક્ષાકર્મીઓએ પોતાની જવાબદારી નિભાવી, તો અલગ-અલગ રાજ્યોના 20 લાખ પોલીસકર્મીઓએ પણ પરિશ્રમની પરાકાષ્ઠા કરી. આ જ લોકોની સખત મહેનતના ફળ સ્વરૂપે, આ વખતે ગત વખતથી પણ વધારે મતદાન થયું. મતદાન માટે આખા દેશમાં લગભગ 10 લાખ પોલિંગ સ્ટેશન, લગભગ 40 લાખથી વધુ ઈવીએમ મશીન, 17 લાખથી વધુ વીવીપેટ મશીન, તમે કલ્પના કરી શકો છો કેટલો મોટો તામ-ઝામ. આ બધું એટલા માટે કરવામાં આવ્યું કે એ સુનિશ્ચિત થઈ શકે કે કોઈ મતદાતા પોતાના મતાધિકારોથી વંચિત ન હોય. અરૂણાચલ પ્રદેશના એક રિમોટ વિસ્તારમાં માત્ર એક મહિલા મતદાતા માટે પોલિંગ સ્ટેશન બનાવવામાં આવ્યું હતું. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે ચૂંટણી પંચના અધિકારીઓએ ત્યાં પહોંચવા માટે, બે-બે દિવસ સુધી યાત્રા કરવી પડી – આ જ તો લોકતંત્રનું સાચું સન્માન છે. દુનિયામાં સૌથી વધુ ઉંચાઈ પર સ્થિત મતદાન કેન્દ્ર પણ ભારતમાં જ છે. આ મતદાના કેન્દ્ર હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પિતિ ક્ષેત્રમાં 15000 ફીટની ઉંચાઈ પર સ્થિત છે. આ ઉપરાંત આ ચૂંટણીમાં ગર્વથી ભરેલું વધુ એક તથ્ય પણ છે. કદાચ ઈતિહાસમાં પહેલીવાર થયું હશે કે મહિલાઓએ પુરુષોની જેમ જ ઉત્સાહથી મતદાન કર્યું છે. આ ચૂંટણીમાં મહિલાઓ અને પુરુષોની મતદાનની ટકાવારી લગભગ-લગભગ બરાબર હતી. તેનાથી જ જોડાયેલું વધુ એક ઉત્સાહવર્ધક તથ્ય એ છે કે આજે સંસદમાં રેકોર્ડ 78 (seventy eight) મહિલા સાંસદ છે. હું ચૂંટણી પંચને અને ચૂંટણી પ્રક્રિયાથી જોડાયેલા પ્રત્યેક વ્યક્તિને ઘણા-ઘણા અભિનંદન આપું છું અને ભારતના જાગૃત મતદાતાઓને નમન કરું છું.
મારા પ્યારા દેશવાસીઓ, તમે કેટલીયે વખત મારા મોંએથી સાંભળ્યું હશે કે ‘બુકે નહીં બુક’, મારો આગ્રહ હતો કે શું આપણે સ્વાગત-સત્કારમાં ફૂલોને બદલે પુસ્તકો આપી શકીએ છીએ. ત્યારથી ઘણી જગ્યાએ લોકો પુસ્તકો આપવા લાગ્યા છે. મને હાલમાં જ કોઈએ પ્રેમચંદ કી લોકપ્રિય કહાનીયાં નામનું પુસ્તક આપ્યું. મને ઘણું સારું લાગ્યું. જો કે બહુ સમય નથી મળી શક્યો, પરંતુ પ્રવાસ દરમિયાન મને તેમની કેટલીક વાર્તા ફરીથી વાંચવાનો મોકો મળી ગયો. પ્રેમચંદે તેમની વાર્તામાં સમાજનું જે યથાર્થ ચિત્રણ કર્યું છે, વાંચતી વખતે તેમની છબી તમારા મનમાં બનવા લાગે છે. તેમની લખેલી એક-એક વાત જીવંત થઈ જાય છે. સહજ, સરળ ભાષામાં માનવીય સંવેદનાઓને અભિવ્યક્ત કરનારી તેમની વાર્તાઓ, મારા મનને પણ સ્પર્શી ગઈ. તેમની વાર્તાઓમાં આખા ભારતનું મનોભાવ સમાયેલું છે. જ્યારે હું તેમની લખેલી નશા નામની વાર્તા વાંચી રહ્યો હતો, તો મારું મન પોતાની રીતે જ સમાજમાં વ્યાપેલી આર્થિક વિષમતાઓ પર જતું રહ્યું. મને મારા યુવાવસ્થાના દિવસો યાદ આવી ગયા કે કેવી રીતે આ વિષય પર રાત-રાત સુધી ચર્ચાઓ થતી હતી. જમીનદારના પુત્ર ઈશ્વરી અને ગરીબ પરિવારના વીરની આ વાર્તાથી શીખ મળે છે કે જો તમે સાવધાન નથી તો ખરાબ સંગતની અસર ક્યારે ચડી જાય છે, ખબર નથી પડતી. બીજી વાર્તા, જેણે મારા હ્રદયને અંદર સુધી સ્પર્શી લીધું, એ હતી ‘ઈદગાહ’. એક બાળકની સંવેદનશીલતા, તેનો તેની દાદી માટે વિશુદ્ધ પ્રેમ, આટલી નાની ઉંમરમાં આટલો પરિપક્વ ભાવ. 4-5 વર્ષનો હામિદ જ્યારે મેળામાંથી ચીપીયો લઈને તેની દાદી પાસે પહોંચે છે તો સાચે જ માનવીય સંવેદના તેની ચરમસિમા પર પહોંચી જાય છે. આ વાર્તાની છેલ્લી પંક્તિ બહુ જ ભાવુક કરનારી છે કારણ કે તેમાં જીવનની એક મોટી સચ્ચાઈ છે, ‘બાળક હામિદ વૃદ્ધ હામિદની જગ્યાએ હતો – વૃદ્ધા અમીના, બાળકી અમીના બની ગઈ હતી’.
આવી જ એક માર્મિક વાર્તા છે ‘પૂસ કી રાત’. આ વાર્તામાં ગરીબ ખેડૂતના જીવનની મુશ્કેલીનું સજીવ ચિત્રણ જોવા મળ્યું. પોતાનો પાક નષ્ટ થયો હોવા છતાં, પણ હલ્કૂ ખેડૂત એટલા માટે ખુશ થાય છે કે હવે તેને સખત ઠંડીમાં ખેતરમાં નહીં સૂવું પડે. જો કે આ વાર્તા લગભગ સદી પહેલાંની છે પરંતુ તેની પ્રાંસગિકતા, આજે પણ તેટલી જ અનુભવાય છે. તેને વાંચ્યા બાદ મને એક અલગ પ્રકારની જ અનુભૂતિ થઈ.
જ્યારે વાંચવાની વાત થઈ રહી છે, ત્યારે કોઈ મીડિયામાં, હું કેરળની અક્ષરા લાઈબ્રેરી વિશે વાંચતો હતો. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આ લાઈબ્રેરી ઈડુક્કીના ગાઢ જંગલો વચ્ચે વસેલા એક ગામડાંમાં છે. અહીંના પ્રાથમિક વિદ્યાલયના શિક્ષક પી.કે.મુરલીધરન અને નાની ચા ની દુકાન ચલાવનારા પી.વી.ચિન્નાથમ્પી, આ બંનેએ આ લાઈબ્રેરી માટે અથાગ પરિશ્રમ કર્યો છે. એક સમય એવો પણ રહ્યો, જ્યારે પોટલામાં બાંધીને અને પીઠ પર લાદીને અહીંયા પુસ્તકો લાવવામાં આવ્યા હતા. આજે આ લાઈબ્રેરી, આદિવાસી બાળકોની સાથે, દરેકને એક નવો માર્ગ દેખાડી રહી છે.
ગુજરાતમાં ‘વાંચે ગુજરાત’ અભિયાન એક સફળ પ્રયોગ રહ્યો. લાખોની સંખ્યામાં દરેક ઉંમરના વ્યક્તિએ પુસ્તકો વાંચવાના આ અભિયાનમાં ભાગ લીધો હતો. આજની ડિજીટલ દુનિયામાં ગૂગલ ગુરુના સમયમાં, હું તમને પણ આગ્રહ કરીશ કે કેટલોક સમય કાઢીને પોતાના રોજના daily routine માં પુસ્તકોને જરૂર સ્થાન આપો. તમે ખરેખર બહુ જ enjoy કરશો અને જે પણ પુસ્તકો વાંચો તેના વિશે ‘નરેન્દ્ર મોદી એપ’ પર જરૂરથી લખો જેથી ‘મન કી બાત’ના દરેક શ્રોતા પણ તેના વિશે જાણી શકે.
મારા પ્રિય દેશવાસીઓ, મને એ વાતની ખુશી છે કે આપણા દેશના લોકો એ મુદ્દા પર વિચારી રહ્યા છે જે ન માત્ર વર્તમાન પરંતુ ભવિષ્ય માટે પણ મોટો પડકાર છે. હું ‘નરેન્દ્ર મોદી એપ’ અને ‘Mygov’ પર તમારી Comments વાંચી રહ્યો હતો અને મેં જોયું કે પાણીની સમસ્યાને લઈને કેટલાય લોકોએ ઘણું લખ્યું છે. બેલાગાવીના પવન ગૌરાઈ, ભૂવનેશ્વરના સિતાંશુ મોહન પરીદા આ ઉપરાંત યશ શર્મા, શાહાબ અલ્તાફ ઉપરાંત પણ ઘણા લોકોએ મને પાણી સાથે જોડાયેલા પડકાર વિશે લખ્યું છે. પાણીનું આપણી સંસ્કૃતિમાં ઘણું જ મહત્વ છે. ઋગ્વેદના ‘આપઃ સુક્તમ’ માં પાણી વિશે કહેવામાં આવ્યું છે,
आपो हिष्ठा मयो भुवः, तान ऊर्जे दधातन, महे रणाय चक्षसे ।
यो वः शिवतमो रसः, तस्य भाजयते:, नः उषतीरिव मातरः ।।
એટલે કે જળ જ જીવન આપનાર શક્તિ, ઉર્જાનો સ્ત્રોત છે. આપ માં સમાન એટલે કે માતાની જેમ આપના આશિર્વાદ આપો. આપની કૃપા અમારા પર વરસાવતા રહેજો. પાણીની અછતથી દેશના કેટલાય ભાગો દર વર્ષે પ્રભાવિત થાય છે. તમને આશ્ચર્ય થશે કે આખા વર્ષમાં વરસાદથી જે પાણી પ્રાપ્ત થાય છે તેના માત્ર 8 ટકા જ આપણા દેશમાં બચાવવામાં આવે છે. માત્ર 8 ટકા. હવે સમય આવ્યો છે કે આ સમસ્યાનું સમાધાન કાઢવામાં આવે. મને વિશ્વાસ છે કે, આપણે અન્ય કેટલીયે સમસ્યાઓની જેમ જ જનભાગીદારીથી, જનશક્તિથી, એકસો ત્રીસ કરોડ દેશવાસીઓના સામર્થ્ય, સહયોગ અને સંકલ્પથી આ સંકટનું પણ સમાધાન કરી જ લેશું. પાણીનું મહત્વ સર્વોપરી રાખતા, દેશમાં નવું જળશક્તિ મંત્રાલય બનાવવામાં આવ્યું છે. તેનાથી પાણીથી સંબંધિત દરેક વિષયો પર ઝડપથી નિર્ણયો લેવામં આવશે. કેટલાક દિવસો પહેલા મેં કંઈક અલગ કરવાનો પ્રયાસ કર્યો. મેં દેશભરના સરપંચોને પત્ર લખ્યો, ગ્રામ પ્રધાનોને. મેં ગ્રામ પ્રધાનોને લખ્યું કે પાણી બચાવવા માટે, પાણીનો સંગ્રહ કરવા માટે, વરસાદનું ટીપે-ટીપું પાણી બચાવવા માટે, તેઓ ગ્રામ સભાની બેઠક બોલાવીને, ગામલોકો સાથે બેસીને તેઓ વિચાર-વિમર્શ કરે. મને પ્રસન્નતા છે કે તેમણે આ કાર્યમાં પૂર્ણ ઉત્સાહ દેખાડ્યો અને આ મહિનાની 22 તારીખે હજારો પંચાયતોમાં કરોડો લોકોએ શ્રમદાન કર્યું. ગામ-ગામમાં લોકોએ પાણીના એક-એક ટીપાંનો સંગ્રહ કરવાનો સંકલ્પ લીધો.
આજે ‘મન કી બાત’ કાર્યક્રમમાં હું તમને એક સરપંચની વાત સંભળાવવા માગું છું. સાંભળો, ઝારખંડના હજારીબાગ જિલ્લામાં કટકમસાંડી બ્લોકની લુપુંગ પંચાયતના સરપંચે આપણને સહુને શું સંદેશ આપ્યો છે :
“મારું નામ દિલીપ કુમાર રવિદાસ છે. પાણી બચાવવા માટે જ્યારે વડાપ્રધાનજીએ અમને પત્ર લખ્યો તો અમને વિશ્વાસ જ ન થયો કે વડાપ્રધાને અમને પત્ર લખ્યો છે. જ્યારે અમે 22 તારીખે ગામના લોકોને ભેગા કરીને, વડાપ્રધાનનો પત્ર વાંચીને સંભળાવ્યો તો ગામના લોકો બહુ ઉત્સાહિત થયા અને પાણી બચાવવા માટે તળાવની સફાઈ અને નવું તળાવ બનાવવા માટે શ્રમદાન કરીને પોત-પોતાની ભાગીદારી નિભાવવા તૈયાર થઈ ગયા. વરસાદ પહેલા આ ઉપાય કરવાથી, આવનારા સમયમાં અમને પાણીની અછત નહીં રહે. એ સારું થયું કે અમારા વડાપ્રધાને અમને ઠીક સમય પર અમને ચેતવી દીધા.”
બિરસા મુંડાની ઘરતી, જ્યાં પ્રકૃતિ સાથે તાલમેલ બેસાડી રાખવો સંસ્કૃતિનો ભાગ છે. ત્યાંના લોકો ફરી એકવાર જળ સંરક્ષણ માટે પોતાની સક્રિય ભૂમિકા નિભાવવા માટે તૈયાર છે. મારા તરફથી દરેક ગ્રામ પ્રધાનોને, દરેક સરપંચોને તેમની સક્રિયતા માટે ઘણી-ઘણી શુભકામનાઓ. દેશભરમાં આવા કેટલાય સરપંચ છે જેમણે જળ સંરક્ષણનું બીડું ઝડપી લીધું છે. એક પ્રકારે આખા ગામનો એ અવસર બની ગયો છે. એવું લાગી રહ્યું છે કે ગામના લોકો, હવે પોતાના ગામમાં જાણે જળ મંદિર બનાવવાની સ્પર્ધામાં લાગી ગયા છે. જેમ કે મેં કહ્યું, સામૂહિક પ્રયાસના ઘણા જ સકારાત્મક પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. આખા દેશમાં જળ સંકટથી બહાર આવવાની કોઈ એક ફોર્મ્યૂલા ન હોઈ શકે. તેને માટે દેશના વિવિધ ભાગોમાં અલગ-અલગ રીતે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ દરેકનું લક્ષ્ય એક જ છે, અને તે છે પાણી બચાવવું, જળ સંરક્ષણ.
પંજાબમાં drainage lines ને ઠીક કરવામાં આવી રહી છે. આ પ્રયાસથી water logging ની સમસ્યાથી છૂટકારો મળી રહ્યો છે. તેલંગાણાના થીમાઈપલ્લીમાં ટેન્ક નિર્માણથી ગામના લોકોની જિંદગી બદલાઈ રહી છે. રાજસ્થાનના કબીરધામમાં ખેતરોમાં બનાવવામાં આવેલા નાનાં તળાવોથી એક મોટો બદલાવ આવ્યો છે. હું તમિલનાડુના વેલ્લોરમાં એક સામૂહિક પ્રયાસ વિશે વાંચી રહ્યો હતો જ્યાં નાગ નદીને પુનઃજીવિત કરવા માટે 20 હજાર મહિલાઓ એક સાથે આવી. મેં ગઢવાલની એ મહિલાઓ વિશે પણ વાંચ્યું છે જે સાથે મળીને rainwater harvesting પર ઘણું સારું કામ કરી રહી છે. મને વિશ્વાસ છે કે આ પ્રકારના કેટલાય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને જ્યારે આપણે એક થઈને, મજબૂતીથી પ્રયાસ કરીએ છીએ તો અશક્યને પણ શક્ય કરી શકીએ છીએ. જ્યારે જન-જન જોડાશે, જળ બચશે. આજે ‘મન કી બાત’ ના માધ્યમથી હું દેશવાસીઓને 3 અનુરોધ કરી રહ્યો છું.
મારો પહેલો અનુરોધ છે, – જેવી રીતે દેશવાસીઓએ સ્વચ્છતાને એક જન આંદોલનનું રૂપ આપી દીધું. આવો, તેવી જ રીતે જળ સંરક્ષણ માટે પણ એક જન આંદોલનની શરૂઆત કરીએ. આપણે સહુ સાથે મળીને પાણીનું દરેક ટીપું બચાવવાનો સંકલ્પ કરીએ અને મને તો વિશ્વાસ છે કે પાણી પરમેશ્વરનો આપેલો પ્રસાદ છે, પાણી પારસનું રૂપ છે. પહેલા કહેવાતું હતું કે પારસના સ્પર્શથી લોખંડ સોનું બની જાય છે. હું કહું છું કે પાણી પારસ છે અને પારસથી, પાણીના સ્પર્શથી નવજીવન નિર્મિત થઈ જાય છે. પાણીનું એક-એક ટીપું બચાવવા માટે એક જાગૃતિ અભિયાનની શરૂઆત કરો. તેમાં પાણી સાથે જોડાયેલી સમસ્યાઓ વિશે જણાવો, સાથે જ પાણી બચાવવાના ઉપાયોનો પ્રચાર-પ્રસાર કરો. હું વિશેષ રૂપથી અલગ-અલગ ક્ષેત્રની હસ્તીઓને, જળ સંરક્ષણ માટે innovative campaigns નું નેતૃત્વ કરવાનો આગ્રહ રાખું છું. ફિલ્મ જગત હોય, રમત-ગમતનું ક્ષેત્ર હોય, મીડિયાના આપણા સાથીઓ હોય, સામાજિક સંગઠનો સાથે જોડાયેલા લોકો હોય, સાંસ્કૃતિક સંગઠનો સાથે જોડાયેલા લોકો હોય, કથા-કિર્તન કરનારા લોકો હોય, દરેક વ્યક્તિ પોત-પોતાની રીતે આ આંદોલનનું નેતૃત્વ કરે. સમાજને જગાડે, સમાજને જોડે, સમાજની સાથે જોડાય. તમે જુઓ, તમારી આંખોની સામે આપણે પરિવર્તન જોઈ શકીશું.
દેશવાસીઓ મારો બીજો અનુરોધ છે. આપણા દેશમા પાણીના સંરક્ષણ માટે કેટલીયે પારંપારિક રીતો સદીઓથી ઉપયોગમાં લેવાઈ રહી છે. હું તમને બધાને, જળ સંરક્ષણની એ પારંપારિક રીતોને share કરવાનો આગ્રહ કરું છું. તમારામાંથી કોઈને પણ જો પોરબંદર, પૂજ્ય બાપૂના જન્મ સ્થાન પર જવાનો મોકો મળ્યો હશે તો પૂજ્ય બાપૂના ઘરની પાછળ જ બીજું ઘર છે, ત્યાં 200 વર્ષ જૂનો પાણીનો ટાંકો છે અને આજે પણ તેમાં પાણી છે અને વરસાદના પાણીને રોકવાની વ્યવસ્થા છે, તો હું હંમેશા કહેતો હતો કે જે પણ કીર્તિમંદિર જાય, તે આ પાણીના ટાંકાને જરૂર જુએ. આવા કેટલાય પ્રકારના પ્રયોગ દરેક જગ્યા પર હશે.
આપ સહુને મારો ત્રીજો અનુરોધ છે. જળ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ યોગદાન આપનારા વ્યક્તિઓની, સ્વયં સેવી સંસ્થાઓની અને આ ક્ષેત્રમાં કામ કરનારા દરેકની, તેમની જે જાણકારી હોય, તેને તમે share કરો જેથી એક બહુજ સમૃદ્ધ, પાણી માટે સમર્પિત, પાણી માટે સક્રિય સંગઠનોનો, વ્યક્તિઓનો એક ડેટાબેઝ બનાવી શકાય. આવો, આપણે જળ સંરક્ષણથી જોડાયેલી, વધુમાં વધુ પદ્ધતિઓની એક સૂચી બનાવીને, લોકોને જળ સંરક્ષણ માટે પ્રેરિત કરીએ. તમે બધા #JanShakti4JalShaktiહેશટેગનો ઉપયોગ કરીને તમારું content share કરી શકો છો.
મારા પ્રિય દેશવાસીઓ, મારે એક વાત માટે પણ આપનો આભાર વ્યક્ત કરવો છે અને દુનિયાના લોકોનો પણ આભાર વ્યક્ત કરવો છે. 21 જૂને ફરી એકવાર યોગ દિવસ પર જે સક્રિયતા સાથે, ઉમંગ સાથે, એક-એક પરિવારની ત્રણ-ત્રણ, ચાર-ચાર પેઢીઓએ, એક સાથે આવીને યોગ દિવસને મનાવ્યો. Holistic Health Care માટે જે જાગૃતિ આવી છે તેમાં યોગ દિવસનું મહાત્મ્ય વધતું જઈ રહ્યું છે. વિશ્વના દરેક ખૂણામાં, સૂરજ ઉગતાં જ જો કોઈ યોગ પ્રેમી તેનું સ્વાગત કરે છે, તો સૂરજ આથમવા સુધીની એ આખી યાત્રા છે. કદાચ જ કોઈ એવી જગ્યા હશે જ્યાં માનવ હોય અને યોગ સાથે જોડાયેલો ન હોય, આટલું મોટું, યોગે રૂપ લઈ લીધું છે. ભારતમાં, હિમાલયથી હિન્દ મહાસાગર સુધી, સિયાચીનથી લઈને સબમરીન સુધી, એરફોર્સથી લઈને aircraft carriers સુધી, AC gymsથી લઈને તપી રહેલા રણ સુધી, ગામડાંથી લઈને શહેરો સુધી – જ્યાં પણ શક્ય હતું, એવી દરેક જગ્યા પર ન માત્ર યોગ કરવામાં આવ્યો, પરંતુ તેને સામૂહિક રૂપથી celebrate પણ કરવામા આવ્યો.
દુનિયાના કેટલાય દેશોના રાષ્ટ્રપતિઓ, પ્રધાનમંત્રીઓ, જાણીતી હસ્તીઓ, સામાન્ય નાગરિકોએ મને ટ્વીટર પર દેખાડ્યું કે કેવી રીતે તેણે પોતપોતાના દેશમાં યોગ મનાવ્યો. એ દિવસે, દુનિયા એક બહુ મોટા ખુશખુશાલ પરિવાર જેવી લાગી રહી હતી.
આપણે સહુ જાણીએ છીએ કે એક સ્વસ્થ સમાજના નિર્માણ માટે સ્વસ્થ અને સંવેદનશીલ વ્યક્તિઓની આવશ્યકતા હોય છે અને યોગ તે સુનિશ્ચિત કરે છે. તેથી યોગનો પ્રચાર-પ્રસાર સમાજ સેવાનું એક મહાન કાર્ય છે. શું આવી સેવાને માન્યતા આપીને તેને સન્માનિત ન કરવી જોઈએ.? વર્ષ 2019માં યોગના પ્રમોશન અને development માટે ઉત્કૃષ્ટ યોગદાન આપવા માટે Prime Minister’s Awards ની જાહેરાત, મારા માટે એક મોટા સંતોષની વાત હતી. આ પુરસ્કાર દુનિયાભરના એ સંગઠનોને આપવામાં આવ્યો છે જેના વિશે તમે કલ્પના પણ નહીં કરી હોય કે તેમણે કેવી રીતે યોગના પ્રચાર-પ્રસારમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ઉદાહરણ માટે ‘જાપાન યોગ નિકેતન’ ને જ લઈ લો, જેણે યોગને આખા જાપાનમાં લોકપ્રિય બનાવ્યો છે. ‘જાપાન યોગ નિકેતન’ત્યાંની કેટલીયે ઈન્સ્ટિટ્યૂટ અને ટ્રેનિંગ કોર્સિસ ચલાવે છે અથવા ઈટલીના Ms. Antonietta Rozzi તેનું જ નામ લઈ લો, જેમણે ‘સર્વ યોગ ઈન્ટરનેશનલ’ ની શરૂઆત કરી અને આખા યુરોપમાં યોગનો પ્રચાર-પ્રસાર કર્યો. તે પોતાનામાં જ એક પ્રેરક ઉદાહરણ છે. જો આ યોગથી જોડાયેલો વિષય છે, તો શું ભારતીયો તેમાં પાછળ રહી શકે છે? બિહાર યોગ વિદ્યાલય, મુંગેર તેને પણ સન્માનિત કરવામાં આવી, ગત કેટલાય દસકાઓથી તે યોગને સમર્પિત છે. આવી જ રીતે સ્વામી રાજર્ષિ મુનિને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે લાઈફ મિશન અને લકુલિશ યોગ યુનિવર્સિટીની સ્થાપના કરી. યોગની વ્યાપક ઉજવણી અને યોગનો સંદેશ ઘરે-ઘરે પહોંચાડવાવાળાઓનું સન્માન, બંનેએ જ આ યોગ દિવસને ખાસ બનાવી દીધો.
મારા પ્રિય દેશવાસીઓ, આપણી આ યાત્રા આજે આરંભ થઈ રહી છે. નવા ભાવ, નવી અનુભૂતિ, નવા સંકલ્પ, નવું સામર્થ્ય, પરંતુ હા, હું તમારા સૂચનોની રાહ જોતો રહીશ. તમારા વિચારો સાથે જોડાવું, મારા માટે એક બહુ મોટી યાત્રા છે. ‘મન કી બાત’ તો નિમિત્ત છે. આવો આપણે મળતા રહીએ. વાતો કરતા રહીએ. તમારા ભાવોને સાંભળતો રહું, સાચવતો રહું, સમજતો રહું. ક્યારેક-ક્યારેક તે ભાવોને જીવવાનો પ્રયાસ કરતો રહું. તમારા આશિર્વાદ મળતા રહે. તમે જ મારી પ્રેરણા છો, તમે જ મારી ઉર્જા છો. આવો સાથે મળીને ‘મન કી બાત’ ની મજા લેતા લેતા, જીવનની જવાબદારીઓને પણ નિભાવતા જઈએ. ફરી એકવાર આવતા મહીને ‘મન કી બાત’ માટે ફરીથી મળીશું. તમને બધાને મારા ખૂબ-ખૂબ ધન્યવાદ…
નમસ્કાર….
મારા વ્હાલા દેશવાસીઓ, નમસ્કાર, આજે મનકી બાત શરુ કરતા મારૂં હૃદય ભરાયેલુ છે. દસ દિવસ પહેલા ભારતમાતાએ પોતાના વિર સપૂતોને ગુમાવ્યા છે. આપણે સવાસો કરોડ ભારતીયોના રક્ષણ માટે આ પરાક્રમી વીરોએ પોતાની આહુતી આપી દીધી. દેશવાસીઓ, શાંતિથી સુઇ શકે એટલા માટે આ આપણા વીર સપૂતોએ દિવસ-રાત એક કરી દીધા હતા. પુલવામાના ત્રાસવાદી હુમલામાં વીરજવાનોની શહીદી પછી આખા દેશના લોકોમાં અને લોકોના મનમા આઘાત અને આક્રોશ છે. શહીદો અને તેમના પરીવારો પ્રત્યે ચારેતરફ સંવેદનાઓ ઉમટી પડી છે. આ ત્રાસવાદી હિંસા ના વિરોધમાં જે આવેગ આપના અને મારા મનમાં છે તે જ ભાવ દરેક દેશવાસીઓના હૈયામાં છે અને માનવતામાં વિશ્વાસ રાખનારા વિશ્વના માનવતાવાદી સમુદાયોમાં પણ છે. ભારતમાતાનું રક્ષણ કરતાં પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા દેશના તમામ વીર સપૂતોને હું નમન કરૂં છું. આ શહીદી આતંકવાદનો સમૂળગો નાશ કરવા માટે આપણને હંમેશા પ્રેરીત કરતી રહેશે, આપણા સંકલ્પને વધુને વધુ મજબૂત બનાવતી રહેશે. દેશની સામે આવી પડેલા પડકારોનો સામનો આપણે બધાએ જ્ઞાતિવાદ, સંપ્રદાયવાદ, પ્રદેશવાદ અને બીજા તમામ મતભેદોને ભૂલાવીને કરવાનો છે. જેથી આતંકવાદ સામેના આપણા કદમ પહેલાથી પણ ઘણા વધારે દ્રઢ બને. આપણા સશસ્ત્રદળો કાયમથી અદ્વિતિય સાહસ અને પરાક્રમનો પરિચય આપતા રહ્યા છે. શાંતિ સ્થાપવા માટે એકતરફ તેમણે અદભૂત ક્ષમતા બતાવી છે. તો બીજી તરફ હુમલાખોરોને પણ તેમની ભાષામાં જવાબ આપવાનું કામ કર્યું છે. આપે જોયું હશે કે, હુમલો કર્યાના 100 કલાકમાં જ કેવા પગલાં લેવામાં આવ્યા છે. સેનાએ આતંકવાદીઓ અને તેમને મદદ કરનારાઓનો સમૂળગો નાશ કરવાનો સંકલ્પ કરી લીધો છે. વીર સૈનિકોની શહીદી પછી પ્રસાર માધ્યમો દ્વારા તેઓના પરિવારના સભ્યોની જે પ્રેરણાદાયક બાબતો સામે આવી છે તેને પૂરા દેશને હિંમત અને બળ આપ્યું છે. બિહારના ભાગલપુરના શહીદ રતન ઠાકુરના પિતા રામનિરંનજીએ દુઃખની આ ઘડીમાં પણ જે જુસ્સાનો પરિચય કરાવ્યો છે તે આપણને બધાને પ્રેરિત કરે છે. તેમણે કહ્યું છે કે, તેઓ પોતાના બીજા દિકરાને પણ દુશ્મનો સામે લડવા માટે મોકલશે અને જરૂર પડી તો પોતે પણ લડવા જશે. ઓડીસાના જગતસિંહપુરના શહીદ પ્રસન્ના સાહુના પત્ની મીનાજીના અદમ્ય સાહસને પૂરો દેશ સલામ કરી રહ્યો છે. તેઓએ પોતાના એકના એક દિકરાને પણ સીઆરપીએફમાં ભરતી કરવાના શપથ લીધા છે. શહીદ વિજય સોરેનનો પાર્થિવ દેહ જયારે ત્રિરંગામાં લપેટાઇને ઝારખંડના ગુમલા પહોંચ્યો ત્યારે તેમના માસૂમ દિકરાએ એ જ કહ્યું હતું કે, હું પણ ફોજમાં જોડાઇશ જ. આ માસૂમનો જુસ્સો સમગ્ર ભારતના એકેએક બાળકની ભાવના વ્યકત કરે છે. આવી જ ભાવનાઓ આપણા વીરપરાક્રમી શહીદોના ઘરઘરમાં જોવા મળી રહી છે. તેમાં આપણો એક પણ વીર શહીદ અપવાદ નથી. તેમનો પરિવાર અપવાદ નથી. પછી તે દેવરીયાના શહીદ વિજય મૌર્યનો પરિવાર હોય, કાંગડાના શહીદ તિલકરાજના માતાપિતા હોય કે પછી કોટાના શહીદ હેમરાજનનો છ વર્ષનો દિકરો હોય. શહીદોના દરેક પરિવારની વાત પ્રેરણાથી ભરેલી છે. હું યુવા પેઢીને અનુરોધ કરૂં છું કે, તેઓ આ પરિવારોએ જે જુસ્સો બતાવ્યો છે, જે ભાવના બતાવી છે, તેને જાણવાનો અને સમજવાનો પ્રયાસ કરે. દેશભક્તિ શું હોય છે ? ત્યાગ, તપસ્યા શું હોય છે ? તે જાણવા આપણે ઇતિહાસની પ્રાચીન ઘટના તરફ જવાની જરૂર નહીં પડે. આપણી આંખોની સામે જ આ જીવતા જાગતા ઉદાહરણ છે અને તે જ ઉજ્જવળ ભારતના ભવિષ્ય માટે પ્રેરણાનું કારણ છે.
મારા વ્હાલા દેશવાસીઓ, આઝાદી પછી આટલા લાંબા સમય સુધી આપણે બધા જે વોરમેમોરીયલ(યુદ્ધ સ્મૃતિસ્થાન)ની રાહ જોઇ રહ્યા હતા તે હવે પૂરી થવા જઇ રહી છે. તેના માટે દેશવાસીઓની જીજ્ઞાસા, ઉત્સુકતા, બહુ સ્વાભાવિક છે. નરેન્દ્ર મોદી એપ પર ઉડુપી કર્ણાટકના શ્રી ઓમકાર શેટ્ટીજીએ નેશનલ વોર મેમોરીયલ(રાષ્ટ્રીય યુદ્ધ સ્મૃતિસ્થાન) તૈયાર થવા બદલ પોતાની પ્રસન્નતા વ્યકત કરી છે. મને આશ્ચર્ય પણ થતું હતું અને પીડા પણ થતી હતી કે, ભારતમાં કોઇ નેશનલ વોર મેમોરીયલ ન હતું. આ એવું સ્મૃતિસ્થાન(સ્મારક) છે કે, જયાં રાષ્ટ્રના રક્ષણ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા વીર જવાનોની શૌર્યગાથાઓને સાચવીને રાખી શકાય. મે નિશ્ચય કર્યો કે, દેશમાં એક એવું સ્મારક ચોક્કસ હોવું જોઇએ. આપણે નેશનલ વોર મેમોરિયલ(રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક)ના નિર્માણનો નિર્ણય કર્યો અને મને આનંદ છે કે, આ સ્મારક આટલા ઓછા સમયમાં બનીને તૈયાર થઇ ચૂક્યું છે. આવતીકાલે એટલે કે 25મી ફેબ્રુઆરીએ આપણે કરોડો દેશવાસી આ રાષ્ટ્રીય સૈનિક સ્મારક આપણી સેનાને અર્પણ કરીશું. દેશ પોતાનું ઋણ ચૂકવવાનો એક નાનો એવો પ્રયાસ કરશે. દિલ્હીનું દિલ એટલે તે જગ્યા કે જયાં ઇન્ડિયાગેટ અને અમર જવાન જયોતિ આવેલા છે. બસ તેની બિલકુલ નજીકમાં આ એક નવું સ્મારક બનાવવામાં આવ્યું છે. મને વિશ્વાસ છે કે, આપણે દેશવાસીઓ માટે આ રાષ્ટ્રીય સૈનિક સ્મારક જવાનું કોઇ તિર્થસ્થળે જવા બરાબર હશે. સ્વતંત્રતા પછી સર્વોચ્ચ બલિદાન આપનારા જવાનો પ્રત્યે રાષ્ટ્રની કૃતજ્ઞતાનું પ્રતિક આ રાષ્ટ્રીય સૈનિક સ્મારક છે. સ્મારકની ડીઝાઇન આપણા અમર સૈનિકોના અદમ્ય સાહસને પ્રદર્શિત કરે છે. રાષ્ટ્રીય સૈનિક સ્મારકનો કન્સેપ્ટ(વિભાવના-પરિકલ્પના) concept, Four Concentric Circles એટલે કે ચાર ચક્રો પર કેન્દ્રિત છે. જયાં એક સૈનિકના જન્મથી લઇને શહિદી સુધીની યાત્રાનું ચિત્રણ છે. અમરચક્રની જવાળા શહીદ સૈનિકની અમરતાનું પ્રતિક છે. બીજું સર્કલ વીરતા ચક્રનું છે જે સૈનિકોના સાહસ અને બહાદુરી વ્યકત કરે છે. આ એક એવી Gallary (દીર્ઘા) છે. જયાં દિવાલો ઉપર સૈનિકોની બહાદુરીની ગાથાઓ અંકિત કરાઇ છે. ત્યારપછી ત્યાગચક્ર છે. આ સર્કલ સૈનિકોના બલીદાનના દર્શન કરાવે છે. તેમાં દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા સૈનિકોના નામ સોનેરી અક્ષરોમાં લખાયેલા છે. તેના પછી રક્ષકચક્ર સુરક્ષા પ્રદર્શિત કરે છે. આ સર્કલમાં ગાઢ વૃક્ષોની પંકિત છે. આ વૃક્ષો સૈનિકોના પ્રતિક છે. અને દેશના નાગરિકોને એ ભરસો આપતો સંદેશો આપી રહ્યા છે કે, પળેપળ સૈનિક સરહદે તૈનાત છે. અને દેશવાસી સુરક્ષિત છે. એકંદર જોતાં રાષ્ટ્રીય સૈનિક સ્મારકની ઓળખ એક એવા સ્થાનના રૂપમાં ઉભી થશે જયાં લોકો દેશના મહાન શહીદો વિશે જાણવા પોતાની કૃતજ્ઞતા વ્યકત કરવા એમના પર અધ્યયન કરવાના ઉદ્દેશ્યથી આવશે. અહીંયા એ બલિદાન આપનારાઓની વાતો છે. જેમણે દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા. જેથી આપણે જીવીત રહી શકીએ, જેથી દેશ સુરક્ષિત રહે અને વિકાસ કરી શકે. દેશના વિકાસમાં આપણા સશસ્ત્રદળો, પોલીસ અને અર્ધલશ્કરીદળોના મહાન યોગદાનને શબ્દોમાં અભિવ્યક્ત કરવાનું શક્ય નથી. ગયા વર્ષે ઓકટોબર માસમાં મને નેશનલ પોલીસ મેમોરીયલને પણ દેશને સમર્પિત કરવાનું સદભાગ્ય સાંપડ્યું હતું. તે પણ આપણા તે જ વિચારનું પ્રતિબિંબ હતું. જેના હેઠળ આપણે માનીએ છીએ કે, જે અવિરત આપણી સુરક્ષામાં વ્યસ્ત રહે છે તેવા પુરૂષ અને મહિલા પોલીસ જવાનો પ્રત્યે દેશે કૃતજ્ઞ થવું જોઇએ. હું આશા રાખું છું કે, આપ રાષ્ટ્રીય સૈનિક સ્મારક અને નેશનલ પોલીસ મેમોરીયલ જોવા જરૂર જશો. આપ જયારે પણ ત્યાં જાઓ ત્યારે ત્યાં લીધેલી તમારી તસ્વીરોને સોશ્યલ મીડીયા પર ચોક્કસ શેર કરજો. જેથી બીજા લોકોને પણ તેમાંથી પ્રેરણા મળે. અને તેઓ પણ આ પવિત્ર સ્થળ, આ મેમોરીયલ જોવા માટે ઉત્સુક બને.
મારા વ્હાલા દેશવાસીઓ, મન કી બાત માટે આપના હજારો પત્રો અને કમેન્ટસ મને અલગ–અલગ માધ્યમોથી વાંચવા મળતા રહે છે. આ વખતે જયારે હું આપની કમેન્ટ્સ વાંચી રહ્યો હતો. ત્યારે આતિશ મુખોપાધ્યાયજીની એક ખૂબ રસપ્રદ ટીપ્પણી મારા ધ્યાનમાં આવી. એમણે લખ્યું છે કે, વર્ષ 1900માં 3જી માર્ચે અંગ્રેજોએ જયારે બિરસા મુંડાની ધરપકડ કરી હતી ત્યારે તેમની ઉંમર માત્ર 25 વર્ષની હતી. યોગાનુયોગ 3જી માર્ચે જ જમશેદજી તાતાની જયંતિ પણ છે. તેઓ આગળ લખે છે કે, આ બંને વ્યક્તિત્વ સંપૂર્ણપણે અલગઅલગ પારિવારિક પૃષ્ઠ ભૂમિમાંથી આવેલા છે. જેમણે ઝારખંડનો વારસો અને ઇતિહાસને સમૃદ્ધ કર્યા. મન કી બાતમાં બિરસા મુંડા અને જમશેદજી તાતાને શ્રદ્ધાંજલિ આપવાનું એક રીતે ઝારખંડના ગૌરવશાળી ઇતિહાસ અને વારસાને નમન કરવા બરાબર છે. આતિશજી હું આપની સાથે સહમત છું. આ બે મહાન વિભૂતિઓએ ઝારખંડનું જ નહિં, આખા દેશનું નામ રોશન કર્યું છે. સમગ્ર દેશ તેઓના યોગદાન માટે કૃતજ્ઞ છે. આજે જો આપણા નવયુવાનોને માર્ગદર્શન માટે કોઇ પ્રેરણાદાયક વ્યક્તિત્વની જરૂર છે તો તે છે, ભગવાન બિરસા મુંડા. તેઓ જયારે સૂતા હતા ત્યારે અંગ્રેજોએ છુપાઇને બહુ ચાલાકીથી તેમને પકડયા હતા. શું તમે જાણો છો કે, અંગ્રેજોએ આવી કાયરતાપૂર્ણ કાર્યવાહીનો આશરો શા માટે લીધો ? કારણ કે, આટલું મોટું સામ્રાજ્ય ઉભું કરનારા અંગ્રેજો પણ તેમનાથી ડરતા હતા. ભગવાન બિરસા મુંડાએ કેવળ પોતાના પરંપરાગત તીરકામઠાથી જ બંદૂકો અને તોપોથી સજ્જ અંગ્રેજી શાસનને હચમચાવી નાંખ્યું હતું. હકીકતમાં લોકોને જયારે એક પ્રેરણાદાયક નેતૃત્વ મળે છે ત્યારે હથિયારોની શક્તિ ઉપર લોકોની સામૂહીક ઇચ્છાશક્તિ ભારે પડે છે. ભગવાન બિરસા મુંડાએ અંગ્રેજો સામે કેવળ રાજકીય આઝાદી માટે સંઘર્ષ નહોતો કર્યો. પરંતુ આદિવાસીઓના સામાજીક અને આર્થિક અધિકારો માટે પણ લડાઇ લડ્યા હતા. પોતાના ટૂંકા જીવનમાં તેઓએ આ બધું કરી બતાવ્યું. વંચિતો અને શોષિતોના અંધકારભર્યા જીવનમાં તેમણે સૂરજની જેમ ચમક પ્રસરાવી. ભગવાન બિરસા મુંડાએ 25 વર્ષની નાની વયે જ પોતાનું બલિદાન આપ્યું. બિરસા મુંડા જેવા ભારતમાતાના સપૂત દેશના તમામ ભાગોમાં થયા છે. હિંદુસ્તાનનો કોઇ ખૂણો એવો નહીં હોય, જયાં સદીઓ સુધી ચાલેલા આઝાદીના આ જંગમાં કોઇએ યોગદાન આપ્યું ન હોય. પરંતુ દુર્ભાગ્ય એ છે કે, તેઓના ત્યાગ, શૌર્ય અને બલિદાનની વાતો નવી પેઢી સુધી પહોંચી જ નથી. જો ભગવાન બિરસા મુંડા જેવા વ્યક્તિત્વે આપણને પોતાના અસ્તિત્વનું ભાન કરાવ્યું, તો જમશેદજી તાતા જેવા મહાનુભાવે દેશને મોટીમોટી સંસ્થાઓ આપી. જમશેદજી તાતા ખરા અર્થમાં દિર્ઘદ્રષ્ટા હતા. જેમણે માત્ર ભારતના ભવિષ્યને જ ન જોયું, પણ તેનો મજબૂત પાયો નાંખ્યો. તેઓ બહુ સારી રીતે જાણતા હતા કે ભારતને વિજ્ઞાન ટેકનોલોજી અને ઉદ્યોગોનું કેન્દ્ર બનાવવું ભવિષ્ય માટે જરૂરી છે, તે એમનું જ વિઝન હતું. કે, જેના પરિણામે તાતા ઇન્સિટીટયુટ ઓફ સાયન્સની સ્થાપના થઇ જેને હવે ઇન્ડિયન ઇન્સ્ટીટીયુટ ઓફ સાયન્સ (ભારતીય વિજ્ઞાન સંસ્થા) કહેવામાં આવે છે. એટલું જ નહીં, તેમણે તાતા સ્ટીલ જેવી વિશ્વસ્તરની સંસ્થાઓ અને ઉદ્યોગોની પણ સ્થાપના કરી. જમશેદજી તાતા અને સ્વામી વિવેકાનંદજીની મુલાકાત યાત્રા દરમિયાન જહાજમાં થઇ હતી. તે વખતે તેઓ બંનેની ચર્ચામાં એક મહત્વનો મુદ્દો ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રચાર પ્રસારને લગતો હતો. કહેવાય છે કે, આ ચર્ચામાંથી જ ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સ(ભારતીય વિજ્ઞાન સંસ્થા)નો પાયો નંખાયો.
મારા વ્હાલા દેશવાસીઓ, આપણા દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી મોરારજીભાઇ દેસાઇનો જન્મ 29મી ફેબ્રુઆરીએ થયો હતો. આપ સૌ જાણો છો કે, આ દિવસ ચાર વર્ષમાં એક જ વાર આવે છે. સહજ અને શાંત વ્યક્તિત્વના માલિક મોરારજીભાઇ દેસાઇ દેશના સૌથી શિસ્તબદ્ધ નેતાઓમાંના એક હતા. સ્વતંત્ર ભારતમાં સંસદમાં સૌથી વધુ અંદાજપત્ર રજૂ કરવાનો વિક્રમ મોરારજીભાઇ દેસાઇના જ નામે છે. મોરારજી દેસાઇએ એવા મુશ્કેલ સમયમાં ભારતનું કુશળ નેતૃત્વ કર્યું, જયારે દેશના લોકતાંત્રિક તાણાવાણાને ખતરો હતો. એ માટે આપણી ભાવિ પેઢીઓ પણ તેમની આભારી રહેશે. મોરારજીભાઇ દેસાઇએ લોકશાહીની રક્ષા માટે કટોકટી વિરૂદ્ધના આંદોલનમાં ઝંપલાવ્યું હતું. તે માટે તેમને વૃદ્ધાવસ્થામાં પણ ભારે કિંમત ચૂકવવી પડી હતી. તે સમયની સરકારે તેમની ધરપકડ કરીને તેમને જેલમાં નાંખ્યા હતા. પરંતુ 1977માં જયારે જનતા પક્ષ ચૂંટણી જીત્યો તો તેઓ દેશના પ્રધાનમંત્રી બન્યા. તેમના કાર્યકાળ દરમ્યાન ન જ 44મો બંધારણિય સુધારો લાવવામાં આવ્યો. એ મહત્વનો એટલા માટે છે કે, કટોકટી દરમ્યાન જે 42મો સુધારો કરવામાં આવ્યો હતો. તેમાં સર્વોચ્ચ અદાલતની સત્તા ઓછી કરવાની અને બીજી એવી જોગવાઇઓ હતી જે આપણા લોકશાહી મૂલ્યોની હત્યા કરતી હતી. 44માં સુધારાથી તે સત્તાઓ પાછી આપવામાં આવી. 44મા સુધારા દ્વારા જેમ સંસદ અને વિધાનસભાઓની કાર્યવાહીના સમાચારોનું અખબારોમાં પ્રકાશનની જોગવાઇ કરવામાં આવી હતી તે રીતે જ સર્વોચ્ચ અદાલતની કેટલીક સત્તાને પણ ફરી બહાલ કરવામાં આવી. આ સુધારામાં એવી પણ જોગવાઇ કરવામાં આવી કે બંધારણની કલમ-20 અને 21 હેઠળ મળેલા મૌલિક અધિકારોનું કટોકટી દરમ્યાન પણ હનન(હત્યા) કરી શકાઇ નહીં. પહેલીવાર એવી વ્યવસ્થા કરવામાં આવી કે મંત્રીમંડળની લેખિત ભલામણ પછી જ રાષ્ટ્રપતિ કટોકટીની જાહેરાત કરશે. સાથોસાથ એ પણ નક્કી કરવામાં આવ્યું કે કટોકટીની મુદ્ત એક વારમાં છ મહિનાથી વધારે વધારી શકાય નહીં. આ રીતે મોરારજીભાઇએ એ સુનિશ્ચિત કર્યું કે, કટોકટી લાદીને 1975માં જે રીતે લોકતંત્રની હત્યા કરવામાં આવી હતી. તેનું ભવિષ્યમાં ફરી પુનરાવર્તન ન થઇ શકે. ભારતીય લોકશાહીનો મહિમા જાળવી રાખવામાં તેમના અમૂલ્ય યોગદાનને આવનારી પેઢીઓ હંમેશા યાદ રાખશે. ફરી એકવાર આ મહાન નેતાને હું મારી શ્રદ્ધાંજલિ અર્પું છું.
મારા વ્હાલા દેશવાસીઓ, દર વર્ષની જેમ આ વર્ષે પણ પદ્મપુરસ્કારો વિશે લોકોમાં ખૂબ ઉત્સુકતા હતી. આજે આપણે એક નૂતન ભારતના પથ ઉપર અગ્રેસર છીએ, તેમાં આપણે એ લોકોનું સન્માન કરવા માંગીએ છીએ જે પાયાના સ્તરે પોતાનું કામ નિષ્કામ ભાવથી કરી રહ્યા છે. પોતાના પરિશ્રમના જોરે જેઓ જુદી-જુદી રીતે અન્યના જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવી રહ્યા છે. પોતાના પરિશ્રમના જોરે જેઓ જુદી-જુદી રેતી અન્યના જીવનમાં હકારાત્મક પરીવર્તન લાવી રહ્યા છે. હકીકતમાં તેઓ સાચા કર્મયોગી છે. જે જનસેવા, સમાજસેવા અને આ બધાની આગળ રાષ્ટ્રસેવામાં નિસ્વાર્થ લાગેલા રહે છે. તમે જોયું હશે કે, જયારે પદ્મપુરસ્કારોની જાહેરાત થાય છે ત્યારે લોકો પૂછે છે કે, આ કોણ છે ? એક રીતે તેને હું બહુ મોટી સફળતા માનું છું. કેમ કે, આ એવા લોકો છે જે ટીવી, સામાયિકો કે છાપાઓનાં પહેલાં પાનાં પર નથી દેખાતાં. તેઓ ઝાકઝમાળની દુનિયાથી દૂર છે. પરંતુ આ એવા લોકો છે જે પોતાના નામની પરવા નથી કરતા. અને બસ પાયાના સ્તરે કામ કરવામાં જ વિશ્વાસ રાખે છે. “યોગઃ કર્મસુ કૌશલમ્” ગીતાના આ સંદેશને તેઓ એક રીતે જીવી રહ્યા છે. હું એવા કેટલાક લોકો વિષે આપને જણાવવા માંગું છું. ઓડીસાના દૈતારી નાયક વિશે આપે જરૂર સાંભળ્યું હશે. તેમને canal man of the odisha (ઓડીશાના નહેરપુરૂષ) એમ જ નથી કહેવામાં આવતા. દૈતારી નાયકે પોતાના ગામમાં પોતાના હાથે જ પહાડ ખોદીને 3 કિલોમીટર સુધી નહેરનો રસ્તો બનાવી દીધો. પોતાના પરિશ્રમથી સિંચાઇ અને પાણીની સમસ્યા હંમેશ માટે દુર કરી દીધી. ગુજરાતના અબ્દુલ ગફુર ખત્રીજીની વાત લઇએ તો, તેમણે કચ્છના પરંપરાગત રોગન રંગકળાને પુનર્જીવીત કરવાનું અદભૂત કામ કર્યું. તેઓ આ દુર્લભ ચિત્રકળાને નવી પેઢી સુધી પહોંચાડવાનું મહાન કાર્ય કરી રહ્યા છે. અબ્દુલ ગફુર દ્વારા બનાવવામાં આવેલી “Tree of life” (જીવન વૃક્ષ) કલાકૃતિને જ મે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાને ભેટ આપી હતી. પદ્મપુરસ્કાર મેળવવામાં મરાઠાવાડના શબ્બીદ સૈયદને ગૌમાતાના સેવકના રૂપમાં ઓળખવામાં આવે છે. તેમણે જે રીતે પોતાનું સમગ્ર જીવન ગૌ માતાની સેવામાં સોંપી દીધું છે તે પોતે જ અજોડ છે. મદુરૈ ચિન્ના પિલ્લઇ પણ એક એવી જ વિભૂતિ છે જેમણે સૌથી પહેલાં તમિલનાડુમાં કલન્જિયમ આંદોલન દ્વારા પિડીતો અને શોષિતોને સશક્ત કરવાનો પ્રયાસ કર્યો. સાથોસાથ સમુદાય આધારીત લઘુ આર્થિક વ્યવસ્થાની પણ શરૂઆત કરી. અમેરિકાના Tao Porchon-Lynch વિશે સાંભળીને તમે સુખદ આશ્ચર્ય પામી જશો. Lynch આજે યોગની જીવતી જાગતી સંસ્થા બની ગયા છે. 100 વર્ષની ઉંમરે પણ તેઓ દુનિયાભરના લોકોને યોગની તાલીમ આપી રહ્યા છે. અને અત્યાર સુધીમાં દોઢ હજાર લોકોને યોગશિક્ષક બનાવી ચૂકયા છે. ઝારખંડમાં લેડી ટારઝનના નામથી જાણીતા જમુના ટુડુએ ટીમ્બરના માફીયા અને નકસલવાદીઓનો સામનો કરવાનું સાહસિક કાર્ય કર્યું. તેમણે માત્ર 50 હેકટર જંગલને વેરાન થતું નથી બચાવ્યું પરંતુ દસ હજાર મહિલાઓને સંગઠિત કરીને વૃક્ષો અને વન્ય જીવોના રક્ષણ માટે પ્રેરિત કરી. જમુનાજીના પરિશ્રમનો જ એ પ્રતાપ છે કે, આજે ગામલોકો દરેક બાળકના જન્મ વખતે 18 વૃક્ષો અને દીકરાના લગ્ન વખતે 10 વૃક્ષ વાવે છે. ગુજરાતના મુક્તાબેન પંકજકુમાર ડગલીની વાત આપને પ્રેરણાથી ભરી દેશે. પોતે દિવ્યાંગ હોવા છતાં પણ તેમણે દિવ્યાંગ મહિલાનોના ઉત્થાન માટે જે કાર્યો કર્યા તેનું ઉદાહરણ મળવું મુશ્કેલ છે. પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ નામની સંસ્થાની સ્થાપના કરી ને તેઓ નેત્રહિન બાળકોને સ્વનિર્ભર બનાવવાનું પુનિત કાર્ય કરી રહ્યા છે. બિહારના મુજફ્ફરપુરના કિસાન ચાચી એટલે કે રાજકુમારી દેવીની વાત ખૂબ જ પ્રેરક છે. મહિલા સશક્તિકરણ અને ખેતીને ફાયદાકારક બનાવવાની દિશામાં તેમણે એક ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે. કિસાન ચાચીએ તેમના વિસ્તારની 300 મહિલાઓને સ્વસહાય જૂથમાં જોડીને તેમને આર્થિક રીતે પગભર બનવા પ્રેરિત કરી છે. તેમણે ગામની મહિલાઓને ખેતીની સાથેસાથે રોજગારીના અન્ય સાધનોની તાલીમ આપી. ખાસ બાબત તો એ છે કે, તેમણે ખેતીની સાથે ટેકનોલોજીને જોડવાનું કામ કર્યું. અને મારા દેશવાસીઓ કદાચ પહેલીવાર એવું બન્યુ છે કે, આ વર્ષે જે પદ્મપુરસ્કાર આપવામાં આવ્યા. તેમાં 12 ખેડૂતોને પદ્મપુરસ્કાર મળ્યા છે. સામાન્ય રીતે કૃષિજગત સાથે સંકળાયેલા પ્રત્યક્ષ રીતે ખેતી કરનારા બહુ ઓછા લોકો પદ્મશ્રીની યાદીમાં આવેલા છે. આ બાબત પોતે જ બદલાઇ રહેલા હિન્દુસ્તાનની જીવતી જાગતી તસ્વીર છે.
મારા વ્હાલા દેશવાસીઓ, હું પાછલા થોડા દિવસોથી જેનો અનુભવ કરી રહ્યો છું તેવા સૌના હૃદયને સ્પર્શી જાય તેવો અનુભવ વિશે આજે વાત કરવા માંગું છું. આજકાલ દેશમાં જયા પણ જાઉં છું ત્યાં મારો પ્રયાસ રહ્યો છે કે, આયુષ્યમાન ભારતની યોજના PmJay એટલે કે, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના કેટલાક લાભાર્થીઓને મળું. કેટલાક લોકો સાથે વાત કરવાની તક મળી છે. એકલી મા તેના બાળકોને પૈસાના અભાવે સારવાર કરાવી શક્તિ ન હતી. આ યોજનાથી તેમનો ઇલાજ થયો. અને ફરી સાજા થઇ ગયા. ઘરના મોભી મહેનત મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવનારા અકસ્માતનો ભોગ બન્યા. કામ કરી શકતા ન હતા. આ યોજનાનો તેમને લાભ મળ્યો અને ફરી સાજા થયા. નવું જીવન મળ્યું.
ભાઇઓ-બહેનો છેલ્લાં પાંચ મહિનામાં લગભગ 12 લાખ ગરીબ કુટુંબો આ યોજનાનો લાભ ઉઠાવી ચૂક્યા છે. મે જોયું છે કે, ગરીબના જીવનમાં તેનું કેટલું મોટું પરિવર્તન આવી રહ્યું છે. આપ સૌ પણ જો કોઇપણ આવી ગરીબ વ્યક્તિને જાણતા હો કે જે, પૈસાના અભાવે સારવાર કરાવી શકતા ન હોય, તો તેને આ યોજના વિશે ચોક્કસ જણાવજો. આ યોજના દરેક એવી ગરીબ વ્યક્તિ માટે જ છે.
મારા વ્હાલા દેશવાસીઓ, શાળાઓમાં પરીક્ષાનો સમય શરૂ થવામાં જ છે. સમગ્ર દેશમાં અલગ અલગ શિક્ષણબોર્ડ આગામી કેટલાક અઠવાડિયામાં 10મા અને 12મા ધોરણની બોર્ડની પરીક્ષા માટે કાર્યવાહીનો પ્રારંભ કરશે. પરીક્ષા દેનારના તમામ વિદ્યાર્થીઓને, તેમના વાલીઓને અને સૌ શિક્ષકોને મારા તરફથી હાર્દિક શુભેચ્છાઓ છે.
થોડા દિવસ પહેલાં દિલ્હીમાં “પરીક્ષા પે ચર્ચા”નું એક બહુ મોટું આયોજન ટાઉનહોલ સ્વરૂપમાં થયું. આ ટાઉનહોલ કાર્યક્રમમાં મને ટેકનોલોજીના માધ્યમથી દેશવિદેશના કરોડો વિદ્યાર્થીઓ સાથે અનેક અભિભાવકો સાથે, શિક્ષકો સાથે વાત કરવાની તક મળી. પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમની વિશેષતા એ રહી કે, પરીક્ષા સાથે જોડાયેલા જુદાજુદા વિષયો ઉપર ખુલ્લા દિલે વાતચીત થઇ. કેટલાક એવા પાસાઓ સામે આવ્યા જે નિશ્ચિતરૂપે વિદ્યાર્થીઓ માટે ફાયદાકારક બની શકે છે. બધા વિદ્યાર્થીઓ તેમના માતા-પિતા અને શિક્ષકો યુ-ટયુબ પર આ સંપૂર્ણ કાર્યક્રમને જોઇ શકે છે. તો આગામી પરીક્ષા માટે મારા સૌ પરીક્ષાના યૌદ્ધાઓને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ.
મારા વ્હાલા દેશવાસીઓ, ભારતની વાત હોય અને તહેવારની વાત ન હોય ! એવું તો બની જ ન શકે. કદાય આપણા દેશમાં જ કોઇ દિવસ એવો નહીં હોય કે જેનું મહત્વ જ ન હોય, જેનો કોઇ તહેવાર જ ન હોય. કારણ કે, હજારો વર્ષ પ્રાચીન સંસ્કૃતિનો આ વારસો આપણી પાસે છે. થોડાક દિવસો પછી મહાશિવરાત્રીનો તહેવાર આવશે. અને આ વખતે તો શિવરાત્રી સોમવારે છે અને જયારે શિવરાત્રી સોમવારે હો તો તેનું એક વિશેષ મહત્વ આપણા મનમંદિરમાં છવાઇ જાય છે. આ શિવરાત્રીના પાવન પર્વે પણ મારી આપ સૌને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ.
મારા વ્હાલા દેશવાસીઓ, થોડા દિવસ પહેલાં હું કાશી ગયો હતો. ત્યાં મને દિવ્યાંગ ભાઇઓ-બહેનો સાથે સમય વિતાવવાની તક મળી. તેમની સાથે કેટલાય વિષયો પર ચર્ચા થઇ. અને તેમનો આત્મવિશ્વાસ ખરેખર પ્રભાવિત કરે તેવો હતો, પ્રેરક હતો. વાતચીત દરમ્યાન તેમાંના એક પ્રજ્ઞાચક્ષુ યુવાન સાથે હું જયારે વાત કરી રહ્યો હતો ત્યારે તેણે મને ક્હ્યું કે, હું તો મંચનો કલાકાર(સ્ટેજ આર્ટિસ્ટ) છું. હું મનોરંજનના કાર્યક્રમમાં મીમીક્રી કરૂં છું. તો મે એને એમ જ પૂછી લીધું કે, આપ કોની મીમીક્રી કરો છો ? તો એમણે કહ્યું કે, હું પ્રધાનમંત્રીની મીમીક્રી કરૂં છું. તો મે એમને કહ્યું કે, જરા કરીને બતાવો. તો મારા માટે ખૂબ સુખદ આશ્ચર્ય હતું. તેમણે મન કી બાતમાં જે રીતે હું વાત કરૂં છું એની પૂરી મીમીક્રી કરી. અને મન કી બાતની જ મીમીક્રી કરી. મને આ સાંભળીને બહુ જ સારૂં લાગ્યું કે, લોકો માત્ર મન કી બાત સાંભળતા જ નથી. પરંતુ તેને કેટલાય પ્રસંગે યાદ પણ કરે છે. હું ખરેખર તે દિવ્યાંગ નવયુવાનની શક્તિથી ખૂબ જ પ્રભાવિત થયો.
મારા વ્હાલા દેશવાસીઓ, મન કી બાત ના કાર્યક્રમના માધ્યમથી આપ સૌ સાથે જોડાવવાનો મારા માટે એક અનોખો અનુભવ રહ્યો છે. રેડીયોના માધ્યમથી હું એક રીતે કરોડો પરિવારો સાથે દર મહિને મળું છું. રૂબરૂ થાઉ છું. કેટલીકવાર તો આપ સૌ સાથે વાત કરતાં, આપના પત્રો વાંચતા કે આપે ફોન પર મોકલેલા વિચાર સાંભળતા મને એવું પ્રતીત થાય છે કે, આપે મને પોતાના કુટુંબનો હિસ્સો માની લીધો છે. આ મારા માટે ખૂબ જ સુખદ અનુભૂતિ છે. દોસ્તો ચૂંટણી લોકશાહીનો ખૂબ જ મોટો ઉસ્તવ હોય છે. આવતા બે મહિના આપણે બધા ચૂંટણીની દોડાદોડમાં વ્યસ્ત હોઇશું. હું પોતે પણ આ ચૂંટણીમાં એક ઉમેદવાર રહીશ. સ્વસ્થ લોકશાહી પરંપરાનું સન્માન કરતાં હવે પછીની મન કી બાત મે મહિનાના છેલ્લા રવિવારે થશે. એટલે કે માર્ચ મહીનો, એપ્રિલ મહિનો અને પૂરો મે મહિનો આ ત્રણ મહિનાની બધી જ આપણી જે ભાવનાઓ છે. તે સૌને હું ચૂંટણી પછી એક નવા વિશ્વાસની સાથે, આપના આશીર્વાદની તાકાતની સાથે, ફરી એક વાર મન કી બાતના માધ્યમથી આપણી વાતચીતના દોરનો આરંભ કરીશું. અને વર્ષો સુધી આપની સાથે મન કી બાત કરતો રહીશ. ફરી એક વાર આપ સૌને હૃદયથી ખૂબ-ખૂબ ધન્યવાદ આપું છું.
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આ મહિનાની 21 તારીખે દેશને એક ખૂબ જ દુઃખદ સમાચાર મળ્યા. કર્ણાટકના ટુમકુર જિલ્લાના શ્રી સિદ્ધગંગા મઠના ડૉક્ટર શ્રી શ્રી શ્રી શિવકુમાર સ્વામીજી આપણા વચ્ચે નથી રહ્યા. શિવકુમાર સ્વામીજીએ પોતાનું સંપૂર્ણ જીવન સમાજસેવામાં સમર્પિત કરી દીધું. ભગવાન બસવેશ્વરે આપણને શિખવાડ્યું છે- ‘कायकवे कैलास’ અર્થાત્ કઠિન પરિશ્રમ કરતા પોતાની જવાબદારી નિભાવતા જવી, ભગવાન શિવના નિવાસસ્થાન કૈલાસમ ધામમાં હોવાને સમાન છે. શિવકુમાર સ્વામીજી આ દર્શનના અનુયાયી હતા અને તેમણે પોતાનાં 111 વર્ષોનાં જીવનકાળમાં હજારો લોકોના સામાજિક, શૈક્ષણિક અને આર્થિક ઉત્થાન માટે કાર્ય કર્યું. તેમની ખ્યાતિ એક એવા વિદ્વાનના રૂપમાં હતી જેમની અંગ્રેજી, સંસ્કૃત અને કન્નડ ભાષાઓ પર અદ્ભુત પક્કડ હતી. તેઓ એક સમાજ સુધારક હતા. તેમણે પોતાનું સમગ્ર જીવન એ ધ્યેય પાછળ લગાવી દીધું કે લોકોને ભોજન, આશ્રય, શિક્ષણ અને આધ્યાત્મિક જ્ઞાન મળે. ખેડૂતોનું દરેક પ્રકારે કલ્યાણ થાય, તે સ્વામીજીના જીવનની પ્રાથમિકતા રહેતી હતી. સિદ્ધગંગા મઠ નિયમિત રૂપે પશુ અને કૃષિ મેળાઓનું આયોજન કરતો હતો. મને અનેક વાર પરમ પૂજ્ય સ્વામીજીના આશીર્વાદ પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય મળ્યું છે. વર્ષ 2007માં શ્રી શ્રી શ્રી શિવકુમાર સ્વામીજીના શતાબ્દિ વર્ષ ઉત્સવ સમારોહના અવસર પર આપણા પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ ટુમકુર ગયા હતા. કલામસાહેબે આ અવસર પર પૂજ્ય સ્વામીજી માટે એક કવિતા સંભળાવી હતી. તેમણે કહ્યું હતું:
‘O my citizens – In giving, you receive happiness,
In Body and Soul, You have everything to give.
If you have knowledge – share it.
If you have resources – share them with the needy.
You, your mind and heart
To remove the pain of the suffering, And cheer the sad hearts.
In giving, you receive happiness. Almighty will bless, all your actions.”
ડૉક્ટર કલામ સાહેબની આ કવિતા શ્રી શ્રી શ્રી શિવકુમાર સ્વામીજીના જીવન અને સિદ્ધગંગા મઠના મિશનને સુંદર રૂપે પ્રસ્તુત કરે છે. એક વાર ફરી, હું આવા મહાપુરુષને મારા શ્રદ્ધાસુમન અર્પિત કરું છું.
મારા પ્રિય દેશવાસીઓ, 26 જાન્યુઆરી 1950ના રોજ આપણા દેશમાં બંધારણ લાગુ થયું અને આ દિવસે આપણો દેશ ગણતંત્ર બન્યો અને કાલે જ આપણે આન-બાન-શાન સાથે ગણતંત્ર દિવસ પણ મનાવ્યો, પરંતુ હું આજે કંઈક બીજી વાત કરવા માગું છું. આપણા દેશમાં એક બહુ જ મહત્ત્વપૂર્ણ સંસ્થા છે, જે આપણા લોકતંત્રનું અભિન્ન અંગ તો છે જ અને આપણા ગણતંત્રથી પણ જૂની છે- હું ભારતના ચૂંટણી પંચ વિશે વાત કરી રહ્યો છું. 25 જાન્યુઆરીએ ચૂંટણી પંચની સ્થાપના દિવસ હતો, જેમણે ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’, ‘National Voters Day’ના રૂપમાં મનાવવામાં આવે છે. ભારતમાં જે સ્તરે ચૂંટણીનું આયોજન થાય છે તેને જોઈને વિશ્વના લોકોને આશ્ચર્ય થાય છે અને આપણું ચૂંટણી પંચ જે સુંદર રીતે તેનું આયોજન કરે છે તેને જોઈને પ્રત્યેક દેશવાસીને ચૂંટણી પંચ પર ગર્વ થાય તે સ્વાભાવિક છે. આપણા દેશમાં એ સુનિશ્ચિત કરવામાં કોઈ કસર છોડવામાં નથી આવતી કે ભારતનો પ્રત્યેક નાગરિક જે એક નોંધાયેલો મતદાતા છે, registered મતદાતા છે તેને મતદાન કરવાનો અવસર મળે.
જ્યારે આપણે સાંભળીએ છીએ કે હિમાચલ પ્રદેશમાં સમુદ્ર સપાટીથી 15 હજાર ફીટની ઊંચાઈવાળા ક્ષેત્રમાં પણ મતદાન કેન્દ્ર સ્થાપિત કરવામાં આવે છે તો આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં અંતરિયાળ દ્વીપોમાં પણ મતદાનની વ્યવસ્થા કરવામાં આવે છે. અને તમે ગુજરાતના વિષયમાં જરૂર સાંભળ્યું હશે કે ગીરના જંગલમાં એક સુદૂર ક્ષેત્રમાં એક પૉલિંગ બૂથ છે જે માત્ર એક મતદાતા માટે છે. કલ્પના કરો…માત્ર એક મતદાતા માટે! જ્યારે આ વાતો સાંભળીએ છીએ તો ચૂંટણી પંચ પર ગર્વ થાય તે સ્વાભાવિક છે. તે એક મતદાતાને ધ્યાનમાં રાખતા, તે મતદાતાને તેના મતાધિકારનો ઉપયોગ કરવાનો અવસર મળે, તે માટે ચૂંટણી પંચના કર્મચારીઓની પૂરી ટીમ અંતરિયાળ ક્ષેત્રમાં જાય છે અને મતદાનની વ્યવસ્થા કરે છે અને આ જ તો આપણા લોકતંત્રની સુંદરતા છે.
હું આપણા લોકતંત્રને મજબૂત કરવાના નિરંતર પ્રયાસ કરવા માટે ચૂંટણી પંચની પ્રશંસા કરું છું. હું બધાં રાજ્યોના ચૂંટણી પંચની, બધા સુરક્ષા કર્મચારીઓ, અન્ય કર્મચારીઓની પણ પ્રશંસા કરું છું જે મતદાન પ્રક્રિયામાં ભાગ લે છે અને સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી સુનિશ્ચિત કરે છે.
આ વર્ષે આપણા દેશમાં લોકસભાની ચૂંટણી થશે, આ પહેલો અવસર હશે જ્યાં 21મી સદીમાં જન્મેલા યુવાનો લોકસભા ચૂંટણીમાં પોતાના મતનો ઉપયોગ કરશે. તેમના માટે દેશની જવાબદારી પોતાના ખભા પર લેવાનો અવસર આવી ગયો છે. હવે તેઓ દેશમાં નિર્ણય પ્રક્રિયાનો હિસ્સેદાર બનવા જઈ રહ્યા છે. પોતાનાં સપનાંઓને દેશનાં સપનાંઓ સાથે જોડવાનો સમય આવી ગયો છે. હું યુવા પેઢીને અનુરોધ કરું છું કે જો તેઓ મતદાન કરવાના પાત્ર છે તો પોતાને જરૂર મતદાતાના રૂપમાં નોંધાવે. આપણામાંના પ્રત્યેકને અહેસાસ હોવો જોઈએ કે દેશમાં મતદાતા બનવું, મતના અધિકારને પ્રાપ્ત કરવો, તે જીવનની મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિમાંથી એક મહત્ત્વપૂર્ણ પડાવ છે. સાથેસાથે મતદાન કરવું તે મારું કર્તવ્ય છે- આ ભાવ આપણી અંદર સતત રહેવો જોઈએ. જીવનમાં ક્યારેય કોઈ પણ કારણથી, જો મતદાન ન કરી શક્યા તો ખૂબ જ પીડા થવી જોઈએ. ક્યારેય ક્યાંય દેશમાં કંઈક ખોટું થતા જુઓ તો દુઃખ થવું જોઈએ. હા, મેં મત નહોતો આપ્યો, તે દિવસે હું મત આપવા નહોતો ગયો- તેનું જ નુકસાન આજે મારો દેશ ભોગવી રહ્યો છે. આપણને આ જવાબદારીનો અહેસાસ હોવો જોઈએ. તે આપણી વૃત્તિ, તે આપણી પ્રવૃત્તિ બનવી જોઈએ. તે આપણા સંસ્કાર હોવા જોઈએ. હું દેશની જાણીતી હસ્તીઓને અનુરોધ કરું છું કે આપણે બધાં મળીને મતદાતાની નોંધણી થાય કે પછી મતદાનના દિવસે મત આપવાનો હોય તે વિશે અભિયાન ચલાવીને લોકોને જાગૃત કરીએ. મને આશા છે કે ભારે સંખ્યામાં યુવાનો મતદાતાના રૂપમાં નોંધણી કરાવશે અને પોતાની ભાગીદારીથી આપણા લોકતંત્રને વધુ મજબૂતી પ્રદાન કરશે.
મારા પ્રિય દેશવાસીઓ, ભારતની આ મહાન ધરતીએ ઘણાં બધાં મહાપુરુષોને જન્મ આપ્યો છે અને આ મહાપુરુષોએ માનવતા માટે કેટલાંક અદ્ભુત-અવિસ્મરણીય કાર્ય કર્યાં છે. આપણો દેશ બહુરત્ના વસુંધરા છે. આવા મહાપુરુષોમાંના એક હતા- નેતાજી સુભાષચંદ્ર બોઝ. 23 જાન્યુઆરીએ સમગ્ર દેશે એક અલગ અંદાજથી તેમની જયંતી મનાવી. નેતાજીની જયંતી પર મને ભારતની સ્વતંત્રતાના સંઘર્ષમાં પોતાનું યોગદાન આપનારા વીરોને સમર્પિત એક મ્યુઝિયમ- સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. તમે જાણો છો કે લાલ કિલ્લાની અંદર સ્વતંત્રતાથી અત્યાર સુધી અનેક ઓરડા, ઈમારતો બંધ પડી હતી. તે બંધ પડેલા લાલ કિલ્લાના ઓરડાઓને ખૂબ જ સુંદર સંગ્રહાલયમાં બદલી નાખવામાં આવ્યા છે, નેતાજી સુભાષચંદ્ર બોઝ અને ઇન્ડિયન નેશનલ આર્મીને સમર્પિત સંગ્રહાલય ‘યાદ-એ-જલિયાં’ અને 1857-ભારતના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામને સમર્પિત સંગ્રહાલય અને આ સમગ્ર પરિસરને ‘ક્રાન્તિ મંદિર’ના રૂપમાં દેશને સમર્પિત કરવામાં આવ્યું છે. આ સંગ્રહાલયોની એક-એક ઈંટમાં આપણા ગૌરવશાળી ઈતિહાસની સુગંધ વસેલી છે. સંગ્રહાલયના ખૂણેખૂણે આપણા સ્વાધીનતા સંગ્રામના વીરોની ગાથાને પ્રસ્તુત કરનારી વાતો, આપણને ઇતિહાસની અંદર જવા માટે પ્રેરિત કરે છે. આ સ્થાન પર ભારત માતાના વીર સપૂતો- કર્નલ પ્રેમ સહગલ, કર્નલ ગુરુબખ્શસિંહ ઢિલ્લોં અને મેજર જનરલ શાહનવાઝ ખાં પર અંગ્રેજ શાસને કેસ ચલાવ્યા હતા.
જ્યારે હું લાલ કિલ્લામાં ક્રાન્તિ મંદિરમાં તે નેતાજી સાથે જોડાયેલી યાદોનું દર્શન કરી રહ્યો હતો ત્યારે મને નેતાજીના પરિવારના સભ્યોએ એક ખૂબ જ ખાસ ટોપી ભેટમાં આપી. નેતાજી આ ટોપીને પહેરતા હતા. મેં સંગ્રહાલયમાં જ તે ટોપીને રખાવી દીધી જેથી ત્યાં મુલાકાત લેતા લોકો પણ તે ટોપીને જુએ અને તેનાથી દેશભક્તિની પ્રેરણા લે. હકીકતે પોતાના નાયકોના શૌર્ય અને દેશભક્તિને નવી પેઢી સુધી વારંવાર અલગ-અલગ રૂપથી નિરંતર પહોંચાડવાની આવશ્યકતા હોય છે. હજુ મહિના પહેલાં જ 30 ડિસેમ્બરે હું આંદામાન અને નિકોબાર દ્વીપ ગયો હતો. એક કાર્યક્રમમાં બરાબર એ જ જગ્યાએ તિરંગો લહેરાવ્યો હતો જ્યાં નેતાજી સુભાષચંદ્ર બોઝે 75 વર્ષ પહેલાં તિરંગો લહેરાવ્યો હતો. આ રીતે ઑક્ટોબર 2018માં લાલ કિલ્લા પર જ્યારે તિરંગો ફરકાવવામાં આવ્યો તો બધાંને આશ્ચર્ય થયું કારણકે ત્યાં તો 15 ઑગસ્ટે જ આવી પરંપરા છે. આ અવસર હતો આઝાદ હિન્દ સરકારના ગઠનનાં 75 વર્ષ પૂરા થવાનો.
સુભાષબાબુને હંમેશાં એક વીર સૈનિક અને કુશળ સંગઠનકર્તાના રૂપમાં યાદ કરવામાં આવશે. એક એવા વીર સૈનિક જેમણે સ્વતંત્રતાની લડાઈમાં મહત્ત્વની ભૂમિકા નિભાવી. ‘દિલ્લી ચલો’, ‘તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હેં આઝાદી દૂંગા’ જેવાં ઓજસ્વી સૂત્રો સાથે નેતાજીએ દરેક ભારતીયના હૃદયમાં જગ્યા બનાવી. અનેક વર્ષો સુધી એવી માગણી રહી હતી કે નેતાજીની સાથે જોડાયેલી ફાઇલોને સાર્વજનિક કરવામાં આવે અને મને એ વાતની ખુશી છે કે તે કામ અમે લોકો કરી શક્યા. મને તે દિવસ યાદ છે જ્યારે નેતાજીનો સમગ્ર પરિવાર પ્રધાનમંત્રી નિવાસ આવ્યો હતો. અમે મળીને નેતાજીની સાથે જોડાયેલી ઘણી બધી વાતો કરી અને નેતાજી સુભાષચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિ અર્પિત કરી.
મને આનંદ છે કે ભારતના મહાન નાયકો સાથે જોડાયેલાં અનેક સ્થાનોને દિલ્લીમાં વિકસિત કરવાનો પ્રયાસ થયો છે. ચાહે તે બાબાસાહેબ આંબેડકર સાથે જોડાયેલો 26 અલીપુર રૉડ હોય કે પછી સરદાર પટેલ સંગ્રહાલય હોય કે પછી તે ક્રાન્તિ મંદિર હોય. જો તમે દિલ્લી જાવ તો આ સ્થાનોને જોવા માટે જરૂર જજો.
મારા પ્રિય દેશવાસીઓ, આજે જ્યારે આપણે નેતાજી સુભાષચંદ્ર બોઝ વિશે ચર્ચા કરી રહ્યા છીએ અને તે પણ ‘મન કી બાત’માં, તો હું તમને નેતાજીની જિંદગી સાથે જોડાયેલો એક કિસ્સો કહેવા માગું છું. મેં હંમેશાં રેડિયોને લોકો સાથે જોડાવાનું એક મહત્ત્વપૂર્ણ માધ્યમ માન્યું છે જે રીતે નેતાજીનો પણ રેડિયો સાથે ગાઢ સંબંધ હતો અને તેમણે પણ દેશવાસીઓ સાથે સંવાદ કરવા માટે રેડિયોને પસંદ કર્યો હતો.
1942માં સુભાષબાબુએ આઝાદ હિન્દ રેડિયોની શરૂઆત કરી હતી અને રેડિયોના માધ્યમથી તેઓ ‘આઝાદ હિન્દ ફૌજ’ના સૈનિકો સાથે અને દેશના લોકો સાથે સંવાદ કરતા હતા. સુભાષબાબુનો રેડિયો પર વાતચીત શરૂ કરવાનો એક અલગ જ અંદાજ હતો. તેઓ વાતચીત શરૂ કરતા સૌથી પહેલાં કહેતા હતા – This is Subhash Chandra Bose speaking to you over the Azad Hind Radio અને આટલું સાંભળતાં જ શ્રોતાઓમાં જાણે કે એક નવો જોશ, એક નવી ઊર્જાનો સંચાર થઈ જતો હતો.
મને કહેવામાં આવ્યું કે તે રેડિયો સ્ટેશન, સાપ્તાહિક સમાચાર બુલેટિન પણ પ્રસારિત કરતું હતું જે અંગ્રેજી, હિન્દી, તમિલ, બાંગ્લા, મરાઠી, પંજાબી, પશ્તો અને ઉર્દૂ આદિ ભાષાઓમાં રહેતું હતું. આ રેડિયો સ્ટેશનના સંચાલનમાં ગુજરાતના રહેવાસી એમ. આર. વ્યાસજીએ ઘણી મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી. આઝાદ હિન્દ રેડિયો પર પ્રસારિત થનારા કાર્યક્રમ સામાન્ય લોકોમાં ઘણા લોકપ્રિય હતા અને તેમના કાર્યક્રમોથી આપણા સ્વાધીનતા સંગ્રામના યૌદ્ધાઓને પણ ઘણું બળ મળ્યું.
આ ક્રાન્તિ મંદિરમાં એક દૃશ્યકળા સંગ્રહાલય પણ બનાવવામાં આવ્યું છે. ભારતીય કળા અને સંસ્કૃતિ ઘણી જ આકર્ષક રીતે બતાવવાનો આ પ્રયાસ થયો છે. સંગ્રહાલયમાં ચાર ઐતિહાસિક પ્રદર્શનો છે અને ત્યાં ત્રણ સદી જૂનાં 450થી વધુ ચિત્રો અને કળાકારીગરી મૂકવામાં આવી છે. સંગ્રહાલયમાં અમૃતા શેરગિલ, રાજા રવિ વર્મા, અવનીંદ્ર નાથ ટાગોર, ગગનેન્દ્ર ટાગોર, નંદલાલ બોઝ, જામિની રાય, સેલોજ મુખર્જી જેવા મહાન કલાકારોનાં ઉત્કૃષ્ટ કાર્યોને સુંદર રીતે પ્રદર્શિત કરવામાં આવ્યાં છે. અને હું તમને સહુને વિશેષ રીતે અનુરોધ કરીશ કે તમે ત્યાં જજો અને ગુરુદેવ રબીન્દ્રનાથ ટાગોરનાં કાર્યોને પણ જરૂર જુઓ.
હવે તમે વિચારી રહ્યા હશો કે અહીં વાત કળાની થઈ રહી છે અને હું તમને ગુરુદેવ ટાગોરનાં ઉત્કૃષ્ટ કાર્યોને જોવાની વાત કરી રહ્યો છું. તમે હજુ સુધી ગુરુદેવ રબીન્દ્રનાથ ટાગોરને એક લેખક અને એક સંગીતકારના રૂપમાં જાણ્યા હશે. પરંતુ હું તમને જણાવવા માગીશ કે ગુરુદેવ એક ચિત્રકાર પણ હતા. તેમણે અનેક વિષયો પર ચિત્રો બનાવ્યાં છે. તેમણે પશુપક્ષીઓનાં પણ ચિત્રો બનાવ્યાં છે, તેમણે અનેક સુંદર પરિદૃશ્યોનાં ચિત્રો પણ બનાવ્યાં છે અને તદુપરાંત તેમણે માનવ પાત્રોને પણ કળાના માધ્યમથી કેનવાસ પર ઉતારવાનું કામ કર્યું છે. અને ખાસ વાત એ છે કે ગુરુદેવ ટાગોરે પોતાના મોટા ભાગનાં કાર્યોને કોઈ નામ જ નથી આપ્યું. તેમનું માનવું હતું કે તેમનાં ચિત્રો જોનારા પોતે જ તે ચિત્રોને સમજે, ચિત્રોમાં તેમના દ્વારા આપવામાં આવેલા સંદેશને પોતાના દૃષ્ટિકોણથી જુએ. તેમનાં ચિત્રોને યુરોપીય દેશોમાં, રશિયામાં અને અમેરિકામાં પણ પ્રદર્શિત કરવામાં આવ્યાં છે. મને આશા છે કે તમે ક્રાન્તિ મંદિરમાં તેમનાં ચિત્રોને જોવા જરૂર જશો.
મારા પ્રિય દેશવાસીઓ, ભારત સંતોની ભૂમિ છે. આપણા સંતોએ પોતાના વિચારો અને કાર્યોના માધ્યમથી સદ્ભાવ, સમાનતા અને સામાજિક સશક્તિકરણનો સંદેશ આપ્યો છે. આવા જ એક સંત હતા- સંત રવિદાસ. 19 ફેબ્રુઆરીએ રવિદાસ જયંતી છે. સંત રવિદાસજીના દોહા ઘણા પ્રસિદ્ધ છે. સંત રવિદાસજી થોડી જ પંક્તિઓના માધ્યમથી મોટો સંદેશ આપતા હતા. તેમણે કહ્યું હતું-
‘जाति जाति में जाति है,
जो केतन के पात,
रैदास मनुष ना जुड सके
जब तक जाति न जात’
જે રીતે કેળાના થડને છોલવામાં આવે તો પાંદડાની નીચે પાંદડું, પછી પાંદડાની નીચે પાંદડું અને અંતમાં કંઈ નથી નીકળતું, પરંતુ સમગ્ર ઝાડ નાશ પામે છે, તે જ રીતે માણસને પણ જાતિઓમાં વહેંચવામાં આવ્યો છે અને માણસ માણસ નથી રહ્યો. તેઓ કહેતા હતા કે જો વાસ્તવમાં ભગવાન દરેક માણસમાં હોય તો તેમને જાતિ, પંથ અને અન્ય સામાજિક આધારો પર વહેંચવા ઉચિત નથી.
ગુરુ રવિદાસજીનો જન્મ વારાણસીની પવિત્ર ભૂમિ પર થયો હતો. સંત રવિદાસજીએ પોતાના સંદેશા માધ્યમથી પોતાના પૂરા જીવનકાળમાં શ્રમ અને શ્રમિકના મહત્ત્વને સમજાવવાનો પ્રયાસ કર્યો. એમ કહીએ તો ખોટું નહીં હોય કે તેમણે દુનિયાને શ્રમની પ્રતિષ્ઠાનો વાસ્તવિક અર્થ સમજાવ્યો છે. તેઓ કહેતા હતા-
‘મન ચંગા તો કઠૌતી મેં ગંગા’
અર્થાત્ જો તમારું મન અને હૃદય પવિત્ર છે તો સાક્ષાત્ ઈશ્વર તમારા હૃદયમાં નિવાસ કરે છે. સંત રવિદાસજીના સંદેશાઓએ દરેક સ્તર, દરેક વર્ગના લોકોને પ્રભાવિત કર્યા છે. ચાહે ચિત્તોડના મહારાજા અને રાણી હોય કે પછી મીરાબાઈ હોય, બધાં તેમના અનુયાયી હતાં.
હું ફરી એક વાર સંત રવિદાસજીને નમન કરું છું.
મારા પ્રિય દેશવાસીઓ, કિરણ સિદરે MyGov પર લખ્યું છે કે હું ભારતના અંતરિક્ષ કાર્યક્રમ અને તેના ભવિષ્ય સાથે જોડાયેલાં પાસાંઓ પર પ્રકાશ ફેંકું. તેઓ મારી પાસે એ પણ ઈચ્છતા હતા કે હું વિદ્યાર્થીઓને અંતરિક્ષ કાર્યક્રમમાં રુચિ લેવા અને કંઈક અલગ હટીને, આકાશથી આગળ જવા વિચારવાનો અનુરોધ કરું- કિરણજી, હું તમારા આ વિચાર અને વિશેષ રૂપથી આપણાં બાળકો માટે આપવામાં આવેલા સંદેશની પ્રશંસા કરું છું.
કેટલાક દિવસો પહેલાં હું અમદાવાદ હતો, જ્યાં મને ડૉક્ટર વિક્રમ સારાભાઈની પ્રતિમાનું અનાવરણ કરવાનું સૌભાગ્ય મળ્યું. ડૉક્ટર વિક્રમ સારાભાઈનું ભારતના અંતરિક્ષ કાર્યક્રમમાં એક મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. આપણા અંતરિક્ષ કાર્યક્રમમાં દેશના અસંખ્ય યુવાન વૈજ્ઞાનિકોનું યોગદાન છે. આપણે એ વાતનો ગર્વ કરીએ છીએ કે આજે આપણા વિદ્યાર્થીઓ દ્વારા વિકસાવવામાં આવેલા ઉપગ્રહો અને Sounding rockets અંતરિક્ષ સુધી પહોંચી રહ્યાં છે. આ 24 જાન્યુઆરીએ આપણા વિદ્યાર્થો દ્વારા બનાવવામાં આવેલો ‘કલામ – સેટ’ લૉન્ચ કરવામાં આવ્યો છે. ઓડિશામાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલા Sounding rocketsએ પણ અનેક કીર્તિમાન બનાવ્યા છે. દેશ સ્વતંત્ર થયો ત્યારથી વર્ષ 2014 સુધી જેટલાં સ્પેસ મિશન થયાં, લગભગ તેટલાં જ સ્પેશ મિશનની શરૂઆત છેલ્લાં ચાર વર્ષમાં થઈ છે. આપણે એક જ અંતરિક્ષ યાનની સાથે એક સાથે 104 સેટેલાઇટ લૉન્ચ કરવાનો વિશ્વ વિક્રમ પણ બનાવ્યો છે. આપણે ટૂંક સમયમાં જ ચંદ્રયાન-2 અભિયાનના માધ્યમથી ચંદ્ર પર ભારતની ઉપસ્થિતિ નોંધાવવાના છીએ.
આપણો દેશ સ્પેસ ટૅક્નૉલૉજીનો ઉપયોગ જાનમાલની રક્ષામાં સુંદર રીતે કરી રહ્યો છે. ચાહે વાવાઝોડું હોય, કે પછી રેલ અને સડક સુરક્ષા, આ બધાંમાં સ્પેસ ટૅક્નૉલૉજીથી ઘણી સહાયતા મળી રહી છે. આપણા માછીમાર ભાઈઓ વચ્ચે Navic Devices વહેંચવામાં આવી છે જે તેમની સુરક્ષાની સાથેસાથે આર્થિક પ્રગતિમાં પણ સહાયક છે. આપણે સ્પેસ ટૅક્નૉલૉજીનો ઉપયોગ સરકારી સેવાઓની ડિલિવરી અને જવાબદેહીને વધુ સારી બનાવવા માટે કરી રહ્યા છીએ. ‘બધાં માટે ઘર’ આ યોજનામાં 23 રાજ્યોનાં લગભગ 40 લાખ ઘરોને જિઓ-ટેગ કરવામાં આવ્યાં છે. તેની સાથે જ મનરેગા હેઠળ લગભગ સાડા ત્રણ કરોડ સંપત્તિને પણ જિઓ ટેગ કરવામાં આવી છે. આપણા સેટેલાઇટ્સ આજે દેશની વધતી શક્તિનું પ્રતીક છે. દુનિયાના અનેક દેશોની સાથે આપણા વધુ સારા સંબધોમાં તેનું ઘણું યોગદાન છે. સાઉથ એશિયા સેટેલાઇટ્સ તો એક અનોખી પહેલ રહી છે જેનાથી આપણા પડોશી મિત્ર રાષ્ટ્રોને પણ વિકાસનો ઉપહાર આપ્યો છે. આપણી બેહદ competitive launch services ના માધ્યમથી ભારત આજે ન કેવળ વિકાસશીલ દેશોના, પરંતુ વિકસિત દેશોના સેટેલાઇટ્સને પણ લૉન્ચ કરે છે. બાળકો માટે આકાશ અને તારાઓ હંમેશાં આકર્ષક હોય છે. આપણો અંતરિક્ષ કાર્યક્રમ બાળકોને મોટું વિચારવા અને તે સીમાઓથી આગળ વધવાનો અવસર આપે છે જે અત્યાર સુધી અસંભવ માનવામાં આવતાં હતાં. તે આપણાં બાળકો માટે તારાઓને નિહાળતા રહેવાની સાથેસાથે નવાનવા તારાઓની શોધ કરવાની તરફ પ્રેરિત કરવાનું વિઝન છે.
મારા પ્રિય દેશવાસીઓ, હું હંમેશાં કહું છું કે જે ખેલશે તે ખિલશે અને આ વખતે ખેલો ઇન્ડિયામાં ઘણા બધા તરુણ અને યુવાન ખેલાડીઓ ખિલીને સામે આવ્યા છે. જાન્યુઆરી મહિનામાં પૂણેમાં ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સમાં 18 ગેમ્સમાં લગભગ 6,000 ખેલાડીઓએ ભાગ લીધો. જ્યારે આપણા રમતની સ્થાનિક ઇકો સિસ્ટમ મજબૂત થશે એટલે કે જ્યારે આપણો આધાર મજબૂત થશે ત્યારે જ આપણા યુવાનો દેશ અને દુનિયા ભરમાં પોતાની ક્ષમતાનું સર્વોત્તમ પ્રદર્શન કરી શકશે. જ્યારે સ્થાનિક સ્તર પર ખેલાડી શ્રેષ્ઠ પ્રદર્શન કરશે ત્યારે જ તેઓ વૈશ્વિક સ્તર પર પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરશે. આ વખતે ‘ખેલો ઇન્ડિયા’માં દરેક રાજ્યના ખેલાડીઓએ પોતપોતાના સ્તર પર સારું પ્રદર્શન કર્યું છે. મેડલ જીતનારા અનેક ખેલાડીઓનું જીવન જબરદસ્ત પ્રેરણા આપનારું છે.
મુક્કાબાજીમાં યુવાન ખેલાડી આકાશ ગોરખાએ રજત ચંદ્રક જીત્યો. હું વાંચી રહ્યો હતો કે આકાશના પિતા રમેશજી, પૂણેમાં એક કૉમ્પ્લેક્સમાં વૉચમેન તરીકે કામ કરે છે. તેઓ પોતાના પરિવારની સાથે એક પાર્કિંગ શૅડમાં રહે છે. તો મહારાષ્ટ્રની અંડર 21 મહિલા કબડ્ડી ટીમની કપ્તાન સોનાલી હેલવી સતારાની રહેવાસી છે. તેણે ઘણી નાની ઉંમરમાં જ તેના પિતાને ગુમાવી દીધા અને તેના ભાઈ અને તેની માતાએ સોનાલીના હુનરને પ્રોત્સાહન આપ્યું. ઘણી વાર એવું જોવામાં આવે છે કે કબડ્ડી જેવી રમતોમાં દીકરીઓને આટલું પ્રોત્સાહન મળતું નથી. તેમ છતાં સોનાલીએ કબડ્ડીને પસંદ કરી અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું. આસનસોલના દસ વર્ષના અભિનવ શૉ, ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સમાં સૌથી નાની ઉંમરનો સુવર્ણ ચંદ્રક વિજેતા છે. કર્ણાટકમાં એક ખેડૂતની દીકરી અક્ષતા બાસવાની કમતીએ વેઇટલિફ્ટિંગમાં સુવર્ણ ચંદ્રક જીત્યો. તેણે પોતાની જીતનો શ્રેય તેના પિતાને આપ્યો. તેના પિતા બેલગામમાં એક ખેડૂત છે. જ્યારે આપણે ઇન્ડિયાના નિર્માણની વાત કરી રહ્યા છીએ તો તે યુવા શક્તિનો સંકલ્પ જ તો ન્યૂ ઇન્ડિયા છે. ખેલો ઇન્ડિયાની આ કથાઓ બતાવી રહી છે કે ન્યૂ ઇન્ડિયાના નિર્માણમાં માત્ર મોટાં શહેરોના લોકોનું યોગદાન નથી, પરંતુ નાનાં શહેરો, ગામડાંઓમાંથી આવતા લોકો યુવાનો-બાળકો, યુવા ખેલ પ્રતિભાઓ- તેમનું પણ મોટું યોગદાન છે.
મારા પ્રિય દેશવાસીઓ, તમે ઘણી બધી પ્રતિષ્ઠિત બ્યૂટી સ્પર્ધા વિશે સાંભળ્યું હશે. પરંતુ શું તમે ટૉઇલેટ ચમકાવવાની સ્પર્ધા વિશે સાંભળ્યું છે? અરે, છેલ્લા લગભગ એક મહિનાથી ચાલી રહેલી એક અનોખી સ્પર્ધામાં 50 લાખથી વધુ શૌચાલયોએ હિસ્સો લઈ પણ લીધો છે. આ અનોખી સ્પર્ધાનું નામ છે – સ્વચ્છ સુંદર શૌચાલય. લોકો પોતાના શૌચાલયને સ્વચ્છ રાખવાની સાથોસાથ તેને રંગરોગાન કરીને કેટલાંક ચિત્રો બનાવીને સુંદર પણ બનાવી રહ્યાં છે. તમને કાશ્મીરથી કન્યાકુમારી અને કચ્છથી કામરૂપ સુધી સ્વચ્છ સુંદર શૌચાલયનાં અનેક ફોટા સૉશિયલ મિડિયા પર પણ જોવા મળશે. હું બધા સરપંચો અને ગ્રામપ્રધાનોને પોતાની પંચાયતમાં આ અભિયાનનું નેતૃત્વ કરવાનું આહ્વાન કરું છું. પોતાના સ્વચ્છ સુંદર શૌચાલયની તસવીર #MyIzzatGharની સાથે સૉશિયલ મિડિયા પર જરૂર શૅર કરો.
સાથીઓ, 2 ઑક્ટોબર 2014એ આપણે આપણા દેશને સ્વચ્છ અને ખુલ્લામાં શૌચથી મુક્ત કરવા માટે એક સાથે મળીને એક ચિરસ્મરણીય યાત્રા શરૂ કરી હતી. ભારતના જન-જનના સહયોગથી આજે ભારત 2 ઑક્ટોબર 2019ના ઘણા પહેલાં જ ખુલ્લામાં શૌચ મુક્ત થવા તરફ અગ્રેસર છે જેનાથી બાપુને તેમની 150મી જયંતી પર તેમને શ્રદ્ધાંજલી આપી શકાય.
સ્વચ્છ ભારતની આ ચિરસ્મરણીય યાત્રામાં ‘મન કી બાત’ ના શ્રોતાઓનું પણ બહુ મોટું યોગદાન રહ્યું છે અને આથી જ તો તમારી સહુની સાથે એ વાત કરતા આનંદ થઈ રહ્યો છે કે પાંચ લાખ પચાસ હજારથી વધુ ગામડાંઓએ અને 600 જિલ્લાઓએ સ્વયંને ખુલ્લામાં શૌચથી મુક્ત ઘોષિત કરી દીધાં છે અને ગ્રામીણ ભારતમાં સ્વચ્છતા કવરેજ 98% ને પાર કરી ગયું છે અને લગભગ નવ કરોડ પરિવારોને શૌચાલયની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
મારા નાનાભૂલકા સાથીઓ, પરીક્ષાઓના દિવસો આવશે. હિમાચલ પ્રદેશના નિવાસી અંશુલ શર્માએ MyGov પર લખ્યું છે કે મારે પરીક્ષાઓ અને પરીક્ષાના લડવૈયાઓ વિશે વાત કરવી જોઈએ. અંશુલજી, આ મુદ્દો ઉઠાવવા માટે તમારો ધન્યવાદ. હા, અનેક પરિવારો માટે વર્ષનો પહેલો હિસ્સો પરીક્ષાનો સમયગાળો હોય છે. વિદ્યાર્થી, તેમનાં માતાપિતાથી લઈને શિક્ષક સુધી, ઘણા બધા લોકો પરીક્ષાઓ સાથે સંબંધિત કાર્યોમાં વ્યસ્ત રહે છે.
હું બધા વિદ્યાર્થીઓ, તેમનાં માતાપિતા અને શિક્ષકોને શુભકામનાઓ પાઠવું છું. હું આ વિષય પર આજે ‘મન કી બાત’ના આ કાર્યક્રમમાં ચર્ચા કરવાનું જરૂર પસંદ કરત, પરંતુ તમને એ જાણીને પ્રસન્નતા થશે કે હું બે દિવસ બાદ જ 29 જાન્યુઆરીએ સવારે 11 વાગે ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમમાં દેશભરના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવાનો છું. આ વખતે વિદ્યાર્થીઓની સાથોસાથ માતાપિતા અને શિક્ષકો પણ આ કાર્યક્રમનો હિસ્સો બનવાના છે. અને આ વખતે બીજા ઘણા દેશોના વિદ્યાર્થીઓ પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે. આ ‘પરીક્ષા પે ચર્ચા’માં પરીક્ષાઓ સાથે જોડાયેલાં બધાં પાસાંઓ, વિશેષ રૂપે તણાવમુક્ત પરીક્ષા પરીક્ષાના સંબંધમાં મારા નૌજવાન મિત્રો સાથે ઘણી બધી વાતો કરીશ. મેં તે માટે લોકોને ઇનપૂટ અને આઇડિયા મોકલવાનો અનુરોધ કર્યો હતો અને મને ઘણો આનંદ છે કે MyGov પર મોટી સંખ્યામાં લોકો પોતાના વિચારો મૂકી રહ્યા છે. તેમાંથી કેટલાંક વિચારો અને સૂચનોને હું ચોક્કસ ટાઉન હૉલ પ્રૉગ્રામ દરમિયાન તમારી સામે રાખીશ. તમે જરૂર આ કાર્યક્રમનો હિસ્સો બનજો…સૉશિયલ મિડિયા અને નમો ઍપના માધ્યમથી તમે તેનું જીવંત પ્રસારણ પણ જોઈ શકશો.
મારા પ્રિય દેશવાસીઓ, 30 જાન્યુઆરીએ પૂજ્ય બાપુની પુણ્યતિથિ છે. 11 વાગે સમગ્ર દેશ શહીદોને શ્રદ્ધાંજલી આપે છે. આપણે પણ જ્યાં હોઈએ ત્યાં બે મિનિટ શહીદોને શ્રદ્ધાંજલી જરૂર આપીએ. પૂજ્ય બાપુનું પુણ્ય સ્મરણ કરીએ અને પૂજ્ય બાપુનાં સપનાંઓને સાકાર કરવા, નવા ભારતનું નિર્માણ કરવું, નાગરિક તરીકે પોતાનાં કર્તવ્યોનો નિર્વાહ કરવો- આ સંકલ્પની સાથે, આવો આપણે આગળ વધીએ. 2019ની આ યાત્રાને સફળતાપૂર્વક આગળ વધારીએ. મારી તમને સહુને ઘણી ઘણી શુભકામનાઓ, ખૂબ ખૂબ ધન્યવાદ.
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. વર્ષ 2018 પૂરૂં થઇ રહ્યું છે. આપણે વર્ષ 2019માં પ્રવેશ કરવાના છીએ. સ્વાભાવિક જ, આવા વખતે વીતેલા વર્ષની વાતોની ચર્ચા થતી હોય છે તો સાથે આવનારા વર્ષના સંકલ્પની પણ ચર્ચા સંભળાય છે. પછી તે વ્યક્તિનું જીવન હોય, સમાજનું જીવન હોય, રાષ્ટ્રનું જીવન હોય- દરેકે પાછળ વળી જોવાનું પણ હોય છે અને આગલની તરફ જેટલું દૂર સુધી જોઇ શકે, જોવાનો પ્રયાસ પણ કરવાનો હોય છે અને ત્યારે અનુભવોનો લાભ પણ મળે છે અને નવું કરવાનો આત્મવિશ્વાસ પણ જન્મે છે. આપણે એવું શું કરીએ જેનાથી પોતાના જીવનમાં પરિવર્તન લાવી શકીએ અને સાથોસાથ દેશ અને સમાજને આગળ વધારવામાં પોતાનું યોગદાન દઇ શકીએ. તમને બધાને વર્ષ 2019ની ઘણી બધી શુભકામનાઓ. તમે બધાએ વિચાર્યું હશે કે, વર્ષ 2019ને કેવી રીતે યાદ રાખવું. 2019ને ભારત એક દેશના રૂપમાં, તેની એકસો ત્રીસ કરોડની જનતાના સામર્થ્યના રૂપમાં કેવી રીતે યાદ રાખશે – તે યાદ કરવું પણ મહત્વપૂર્ણ છે. તે આપણને બધાને ગૌરવ અપાવનારૂં છે.
2018માં, વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય વીમા યોજના “આયુષમાન ભારત”ની શરૂઆત થઇ. દેશના દરેક ગામ સુધી વીજળી પહોંચી ગઇ. વિશ્વની ગણમાન્ય સંસ્થાઓએ માન્યું છે કે, ભારત વિક્રમી ગતિની સીથે, દેશને ગરીબીમાંથી મુક્તિ અપાવી રહ્યું છે. દેશવાસીઓના અડગ સંકલ્પથી સ્વચ્છતા કવરેજ વધીને 95 ટકાને પાર કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે.
સ્વતંત્રતા પછી લાલ કિલ્લા પરથી પહેલીવાર, આઝાદ હિન્દ સરકારની 75મી વર્ષગાંઠ પર તિરંગો ફરકાવાયો. દેશને એકતાના સૂત્રમાં પરોવનાર, સરદાર વલ્લભભાઇ પટેલના સન્માનમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા “Statue of Unity” દેશને મળી. દુનિયામાં દેશનું નામ ઊંચું થયું. દેશને સંયુક્ત રાષ્ટ્રનો સર્વોચ્ચ પર્યાવરણ પુરસ્કાર “Champions of the Earth” એવોર્ડથી સન્માનિત કરાયો. સૌર ઊર્જા અને કલાઇમેન્ટ ચેન્જમાં ભારતના પ્રયાસોને વિશ્વમાં સ્થાન મળ્યું. ભારતમાં આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનની પહેલી મહાસભા “International Solar Alliance” નું આયોજન થયું. આપણા સામૂહિક પ્રયાસોનું જ પરિણામ છે કે આપણા દેશની Ease of Doing Business Ranking માં અભૂતપૂર્વ સુધારો થયો છે. દેશના સ્વરક્ષણને નવી મજબૂતી મળી છે. આ વર્ષે આપણા દેશે સફળતાપૂર્વક Nuclear Triad ને પૂરૂં કર્યું છે, એટલે હવે આપણે જળ, સ્થળ અને નભ ત્રણેયમાં પરમાણુ શક્તિ સંપન્ન બની ગયા છીએ. દેશની દીકરીઓએ નાવિકા સાગર પરિક્રમાના માધ્યમથી સમગ્ર વિશ્વનું ભ્રમણ કરી દેશને ગર્વ અપાવ્યો છે. વારાણસીમાં ભારતના પહેલા જળમાર્ગની શરૂઆત થઇ. તેનાથી Water Ways ના ક્ષેત્રમાં નવી ક્રાંતિના સૂત્રપાત થયો છે. દેશના સૌથી લાંબા રેલ – રોડ પૂલ બોગીબિલ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું. સિક્કિમના પહેલા અને દેશના સો મા એરપોર્ટ – પાકયોંગની શરૂઆત થઇ. અંડર-19 ક્રિકેટ વિશ્વ કપ અને Blind ક્રિકેટ વિશ્વકપમાં ભારતે જીત મેળવી. આ વખતે એશિયાઇ રમતોમાં ભારતે મોટી સંખ્યામાં ચંદ્રકો જીત્યા. પેરા એશિયન ગેમ્સમાં પણ ભારતે ઘણું સારૂં પ્રદર્શન કર્યું છે. આમ, જો હું દરેક ભારતીયના પુરૂષાર્થની, આપણા સામૂહિક પ્રયાસોની વાતો કરતો રહું, તો આપણી “મન કી બાત” એટલી લાંબી ચાલશે કે કદાચ 2019 આવી જશે. આ બધું 130 કરોડ દેશવાસીઓના અથાગ પ્રયાસોથી સંભવ થઇ શક્યું છે. મને આશા છે કે, 2019માં પણ ભારતની ઉન્નતિ અને પ્રગતિની આ યાત્રા આમ જ ચાલુ રહેશે અને આપણો દેશ વધુ મજબૂતી સાથે નવી ઊંચાઇઓને આંબી શકશે.
મારા પ્રિય દેશવાસીઓ, આ ડિસેમ્બરમાં આપણે કેટલાક અસાધારણ દેશવાસીઓને ગુમાવી દીધા. 19 ડિસેમ્બરે ચેન્નાઇના ડૉકટર જયાચંદ્રનનું નિધન થઇ ગયું. ડોકટર જયાચંદ્રનને પ્રેમથી લોકો “મક્કલ મારૂથુવર” કહેતા હતા કારણ કે, તેઓ જનતાના હૃદયમાં વસેલા હતા. ડોકટર જયાચંદ્રન ગરીબોને સસ્તામાં સસ્તી સારવાર આપવા માટે જાણીતા હતા. લોકો કહે છે કે, તેઓ દર્દીની સારવાર માટે હંમેશા તત્પર રહેતા હતા. પોતાની પાસે સારવાર માટે આવતા વૃદ્ધ દર્દીઓને તેઓ આવવા – જવાનું ભાડું પણ આપતા હતા. મેં thebetterindia.com વેબસાઇટ પર સમાજને પ્રેરણા આપનારા તેમનાં અનેક આવાં કાર્યો વિશે વાંચ્યું છે.
આ જ રીતે, 25 ડિસેમ્બરે કર્ણાટકનાં સુલાગિટ્ટી નરસમ્માના નિધનની જાણકારી મળી. સુલાગિટ્ટી નરસમ્મા ગર્ભવતી માતા-બહેનોને પ્રસવમાં મદદ કરનારા સહાયિકા હતા. તેમણે કર્ણાટકમાં, ખાસ કરીને, ત્યાંના દુર્ગમ વિસ્તારોમાં હજારો માતાઓ-બહેનોને પોતાની સેવા આપી. આ વર્ષની શરૂઆતમાં તેમને “પદ્મશ્રી” થી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. ડોકટર જયાચંદ્રન અને સુલાગિટ્ટી નરસમ્મા જેવાં અનેક પ્રેરક વ્યક્તિત્વ છે, જેમણે સમાજમાં બધાંની ભલાઇ માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું. જ્યારે આપણે આરોગ્ય કાળજીની વાત કરીએ છીએ તો હું અહીં ઉત્તરપ્રદેશના બિજનૌરમાં ડોકટરોના સામાજિક પ્રયાસો વિશે પણ ચર્ચા કરવા ઇચ્છીશ. ગત દિવસોમાં અમારા પક્ષના કેટલાક કાર્યકર્તાઓએ મને કહ્યું કે, શહેરના કેટલાક યુવા ડોકટરો કેમ્પ લગાવીને ગરીબોને નિઃશુલ્ક ઉપચાર કરે છે. અહીંના Heart Lungs Critical Centralની તરફથી દર મહિને આવા મેડિકલ કેમ્પ લગાવવામાં આવે છે. જયાં અનેક પ્રકારની બિમારીઓની મફત તપાસ અને ઇલાજની વ્યવસ્થા થાય છે. આજે દર મહિને સેંકડો ગરીબ દર્દીઓ આ કેમ્પથી લાભાન્વિત થઇ રહ્યા છે. નિઃસ્વાર્થ ભાવથી સેવામાં જોડાયેલા આ ડોકટર મિત્રોનો ઉત્સાહ સાચે જ પ્રશંસાને પાત્ર છે. આજે હું આ વાત ખૂબ જ ગર્વથી કહેવા જઇ રહ્યો છું કે સામૂહિક પ્રયાસોના કારણે “સ્વચ્છ ભારત મિશન” એક સફળ અભિયાન બની ગયું છે. મને કેટલાક લોકોએ જણાવ્યું કે, કેટલાક દિવસ પહેલાં મધ્યપ્રદેશના જબલપુરમાં એક સાથે ત્રણ લાખથી વધુ લોકો સફાઇ અભિયાનમાં જોડાયા. સ્વચ્છતાના આ મહાયજ્ઞમાં નગરપાલિકા, સ્વયંસેવી સંગઠન, સ્કૂલ કોલેજના વિદ્યાર્થી, જબલપુરની જનતા જનાર્દન, બધા લોકોએ હોંશપૂર્વક ભાગ લીધો. મેં હમણાં જ thebetterindia.com નો ઉલ્લેખ કર્યો હતો, જયાં મને ડો.જયાચંદ્રન વિશે વાંચવા મળ્યું અને જ્યારે તક મળે ત્યારે thebetterindia.com પર જઇને આવી પ્રેરક ચીજોને જાણવાનો પ્રયાસ કરતો રહું છું. મને આનંદ છે કે, આજકાલ આવી અનેક વેબસાઇટ છે કે જે આવા વિચક્ષણ લોકોના જીવનથી પ્રેરણા આપતી અનેક કથાઓથી આપણને પરિચિત કરાવી રહી છે. જેમ thepositiveindia.com સમાજમાં સકારાત્મકતા ફેલાવવા અને સમાજને વધુ સંવેદનશીલ બનાવવાનું કામ કરી રહી છે. આ રીતે yourstory.comની તેના પર યુવાન શોધકો અને સાહસિકોની સફળતાની વાતને સરસ રીતે મૂકાય છે. આ રીતે sanskritbharati.in ના માધ્યમથી તમે ઘરે બેઠાં સરળ રીતે સંસ્કૃત શીખી શકો છો. શું આપણે એક કામ કરી શકીએ – આવી વેબસાઇટ વિશે પરસ્પર માહિતીનું આદાનપ્રદાન કરીએ. સકારાત્મકતાને સાથે મળીને viral કરીએ. મને વિશ્વાસ છે કે, આમાં વધુમાં વધુ લોકો સમાજમાં પરિવર્તન લાવનારા આપણા નાયકો વિશે જાણી શકશે.
નકારાત્મકતા ફેલાવવી સરળ હોય છે પરંતુ સમાજમાં આપણી આસપાસ ઘણાં સારા કામો થઇ રહ્યાં છે અને તે બધાં 130 કરોડ ભારતવાસીઓના સામૂહિક પ્રયાસોથી થઇ રહ્યાં છે. દરેક સમાજમાં રમતગમતનું આગવું મહત્વ હોય છે. જ્યારે રમતો રમાય છે ત્યારે પ્રેક્ષકોનાં મન પણ ઊર્જાથી ભરાઇ જાય છે. ખેલાડીઓનાં નામ, ઓળખ, સન્માન ઘણી બધી ચીજોનો આપણે અનુભવ, કરીએ છીએ. પરંતુ ક્યારેક ક્યાકેર તેની પાછળની ઘણી બધી વાતો એવી હોય છે જે રમતગમતથી પણ આગળ વધીને એવી હોય છે જે રમતજગતથી પણ આગળ વધીને હોય છે, ઘણી મોટી હોય છે. હું કાશ્મીરની એક દીકરી હનાયા વિસાર વિશે વાત કરવા માંગું છું. જેણે કોરિયામાં કરાટે ચેમ્પિયનશિપમાં સુવર્ણચંદ્રક જીત્યો છે. હનાયા 12 વર્ષની છે અને કાશ્મીરના અનંતનાગરની રહેવાસી છે. હનાયાએ મહેનત અને લગનથી કરાટેનો અભ્યાસ કર્યો અને તેનું ઝીણવટભર્યું અવલોકન કરી પોતાને સાબિત કરી બતાવી. સમસ્ત દેશવાસીઓ વતી તને ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવું છું. હનાયાને ઘણી બધી શુભકામનાઓ અને આશીર્વાદ. આ જ રીતે 16 વર્ષની એક દીકરી રજની વિશે મિડિયામાં ઘણી ચર્ચા થઇ છે. તમે પણ જરૂર વાંચ્યું હશે. રજનીએ જુનિયર મહિલા મુક્કાબાજી સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યો છે. રજનીએ ચંદ્રક જીતતાવેંત દૂધના એક સ્ટોલ પર ગઇ અને એક ગ્લાસ દૂધનો પીધો. તે પછી રજનીએ પોતાના ચંદ્રકને એક કપડામાં લપેટ્યો અને બેગમાં મૂકી દીધો. વિચારી રહ્યા હશો કે, રજનીએ એક ગ્લાસ દૂધ શા માટે પીધું ? તેણે આવું પોતાના પિતા જસમેરસિંહજીના સન્માનમાં કર્યું, તે પાણીપતના એક સ્ટોલ પર લસ્સી વેચે છે. રજનીએ જણાવ્યું કે, તેના પિતાએ તેને અહીં સુધી પહોંચાડવામાં ઘણો ત્યાગ કર્યો છે, ઘણું કષ્ટ વેઠ્યું છે. જસમેરસિંહ રોજ સવારે રજની અને તેનાં ભાઇ-બહેનો ઉઠે તે પહેલાં જ કામ પર ચાલ્યા જતા હતા. રજનીએ જ્યારે તેના પિતા સમક્ષ બોક્સિંગ શીખવાની ઇચ્છા વ્યક્ત કરી તો પિતાએ તે માટે બધી શક્ય સહાય-સાધનો પ્રાપ્ત કરાવી તેનો ઉત્સાહ વધાર્યો. રજનીને મુક્કેબાજી અભ્યાસ જૂનાં મોજાં સાથે શરૂ કરવો પડ્યો કારણ કે, તે સમયે તેના પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હતી. આટલા બધાં વિઘ્નો છતાં પણ રજની હિંમત ન હારી અને મુક્કેબાજી શીખતી રહી. તેણે સર્બિયામાં પણ એક ચંદ્રક જીત્યો છે. હું રજનીને શુભેચ્છા અને આશીર્વાદ આપું છું. અને રજનીનો સાથ આપવા માટે અને તેનો ઉત્સાહ વધારવા માટે તેનાં માતાપિતા જસમેરસિંહજી અને ઉષારાનીજીને પણ અભિનંદન આપું છું. આ મહિને પૂણેની એક 20 વર્ષની દિકરી વેદાંગી કુલકર્ણી સાઇકલથી દુનિયાનું ભ્રમણ કરનારી સૌથી ઝડપી એશિયાઇ બની ગઇ છે. તે 159 દિવસ સુધી રોજ લગભગ 300 કિલોમીટર સાઇકલ ચલાવતી હતી. તમે વિચારી શકો – રોજ 300 કિલોમીટર સાઇકલ ચલાવવી! સાઇકલ ચલાવવા માટે તેનું જનુન ખરેખર પ્રશંસનીય છે. શું આ પ્રકારની સિદ્ધિ વિશે જાણીને આપણને પ્રેરણા ન મળે? ખાસ કરીને મારા યુવા મિત્રો, જ્યારે આવી ઘટનાઓ વિશે સાંભળીએ છીએ ત્યારે આપણે પણ મુશ્કેલીઓ વચ્ચે કંઇક કરી બતાવવાની પ્રેરણા મેળવીએ છીએ. જો સંકલ્પમાં સામર્થ્ય છે, ઉત્સાહ ભરપૂર છે તો અડચણો પોતે જ હટી જાય છે. મુશ્કેલીઓ ક્યારેય અડચણો ન બની શકે. આવાં અનેક ઉદાહરણો આપણે સાંભળીએ છીએ તો આપણને પણ આપણા જીવનમાં હર પળે એક નવી પ્રેરણા મળે છે.
મારા પ્યારા દેશવાસીઓ, જાન્યુઆરીમાં ઉમંગ અને ઉત્સાહથી ભરપૂર અનેક તહેવારો આવવાના છે – જેમ કે, લોહડી, પોંગલ, મકરસંક્રાંતિ, ઉત્તરાયણ, માઘ બિહૂ, માઘી; પર્વોના અવસરે સમગ્ર ભારતમાં ક્યાંક પારંપરિક નૃત્યોનો રંગ જોવા મળશે તો ક્યાંક પાક તેયાર થવાની ખુશીઓમાં લોહડી પ્રગટાવાશે, ક્યાંક આકાશમાં રંગબેરંગી પતંગો ઉડતી દેખાશે તો ક્યાંક મેળાની છટા વિખરાશે તો ક્યાંક રમતોમાં સ્પર્ધા થશે. તો ક્યાંક એકબીજાને તલના લાડુ ખવડાવાશે. લોકો એક બીજાને કહેશે – તિલ ગુડ ધ્યા આણિ ગોડ બોલા, આ બધા તહેવારોનાં નામ ભલે અલગ અલગ હોય પરંતુ બધાને ઉજવવાની ભાવના એક છે. આ ઉત્સવો ક્યાંકને ક્યાંક પાક અને કૃષિ સાથે જોડાયેલા છે, ખેડૂતો સાથે જોડાયેલા છે, ગામડાંઓ સાથે જોડાયેલાં છે, ખેતરો સાથે જોડાયેલાં છે. દરમિયાન સુર્ય ઉતરાયણ થઇને મકર રાશિમાં પ્રવેશ કરે છે. આ દિવસ પછી દિવસ ધીરે-ધીરે મોટો થવા લાગે છે અને ઠંડીના પાકની કાપણી થવા લાગે છે. આપણા અન્નદાતા ખેડૂત ભાઇઓ-બહેનોને પણ ઘણી બધી શુભકામનાઓ. “વિવિધતામાં એકતા” “એક ભારત – શ્રેષ્ઠ ભારત”ની ભાવનાની મહેંક આપણા તહેવારોએ પોતાનામાં સમેટી છે. આપણે જોઇ શકીએ છીએ કે આપણા પર્વો, તહેવારો પ્રકૃતિ સાથે કેટલી નિકટતાથી જોડાયેલા છે. ભારતીય સંસ્કૃતિમાં સમાજ અને કુદરતને અલગ – અલગ માનવામાં નથી આવતા. અહીં વ્યક્તિ અને સમષ્ટિ એક જ છે. પ્રકૃતિ સાથે આપણો નિકટના સંબંધનું એક સારૂં ઉદાહરણ છે. તહેવારો પર આધારિત કેલેન્ડર. તેમાં આપણે વર્ષભરના પર્વ. તહેવારોની સાથેસાથે ગ્રહ-નક્ષત્રોની યાદી પણ હોય છે. આ પારંપરિક કેલેન્ડરથી ખબર પડે છે કે, પ્રાકૃતિક અને ખગોળીય ઘટનાઓ સાથે આપણો સંબંધ કેટલો જૂનો છે. ચંદ્ર અને સૂર્યની ગતિ પર આધારિત ચંદ્ર અને સૂર્ય કેલેન્ડર મુજબ પર્વ અને તહેવારોની તિથિ નિર્ધારિત થાય છે. આ એના પર નિર્ભર કરે છે કે, કોણ કયા કેલેન્ડરને માને છે. અનેક ક્ષેત્રોમાં ગ્રહ નક્ષત્રોની સ્થિતિ અનુસાર પણ પર્વ-તહેવારો મનાવાય છે. ગુડી પડવો, ચેટીચંડ, ઉગાદિ આ બધા ચંદ્ર કેલેન્ડર મુજબ મનાવાય છે. તો તમિલ પુથાંડું, વિષુ, વૈશાખ, બૈસાખી, પોઇલા બૈસાખ, બિહુ – આ બધા પર્વ સૂર્ય કેલેન્ડરના આધારે મનાવાય છે. આપણા અનેક તહેવારોમાં નદીઓ અને પાણી બચાવવાનો ભાવ વિશેષ રીતે સમાહિત છે. છઠ પર્વ – નદીઓ, તળાવો સૂર્ય ઉપાસના સાથે જોડાયેલું છે. મકર સંક્રાંતિ પર પણ લાખો કરોડો લોકો પવિત્ર નદીઓમાં ડૂબકી લગાવે છે. આપણા પર્વ, તહેવાર આપણને સામાજિક મૂલ્યોની સમજ પણ આપે છે. એક તરફ તેનું પૌરાણિક મહત્વ છે, ત્યાં બીજી તરફ દરેક તહેવાર જીવનના પાઠ – એક બીજા સાથે ભાઇચારાથી રહેવાની પ્રેરણા ઘણી સહજતાથી શીખવી જાય છે. હું તમને સહુને 2019ની ઘણી ઘણી શુભકામનાઓ પાઠવું છું અને આવનારા તહેવારોનો તમે ભરપૂર આનંદ ઉઠો તેની કામના કરૂં છું. આ ઉત્સવો પર લેવામાં આવેલી તસવીરોને બધા સાથે શેર કરો, જેથી ભારતની વિવિધતા અને ભારતી સંસ્કૃતિની સુંદરતાને બધા જોઇ શકે.
મારા પ્રિય દેશવાસીઓ, આપણી સંસ્કૃતિમાં એવી ચીજોની ભરમાર છે જેના પર આપણે ગર્વ કરી શકીએ છીએ અને સમગ્ર દુનિયાને અભિમાન સાથે દેખાડી શકીએ છીએ અને તેમાં એક છે, કુંભ મેળો. તમે કુંભ વિશે ઘણું બધું સાંભળ્યું હશે. ફિલ્મોમાં પણ તેની ભવ્યતા અને વિશાળતા વિશે ઘણું બધું જોયું હશે અને તે સાચું પણ હશે. કુંભનું સ્વરૂપ વિરાટ હોય છે – જેટલું દિવ્ય એટલું જ ભવ્ય. દેશ અને દુનિયાભરના લોકો આવે છે અને કુંભ સાથે જોડાઇ જાય છે. કુંભ મેળામાં આસ્થા અને શ્રદ્ધાનો જનસાગર ઉમટે છે. એક સાથે એક જગ્યા પર દેશવિદેશના લાખો કરોડો લોકો જોડાય છે. કુંભની પરંપરા આપણા મહાન સાંસ્કૃતિક વારસાથી પુષ્પિત અને પલ્લવિત થઇ છે. આ વખતે 15 જાન્યુઆરીએ પ્રયાગરાજમાં આયોજિત થવા જઇ રહેલો વિશ્વ પ્રસિદ્ધ કુંભમેળો જેની કદાચ તમે બધાં પણ ઘણી જ ઉત્સુકતાથી પ્રતિક્ષા કરી રહ્યા હશો. કુંભમેળા માટે અત્યારથી જ સંત-મહાત્માઓના પહોંચવાનો સિલસિલો શરૂ પણ થઇ ગયો છે. તેના વૈશ્વિક મહત્વનો અંદાજ એ વાત પરથી પણ લગાવી શકાય છે કે ગયા વર્ષે યુનેસ્કોએ કુંભમેળાને Intangible Cultutal Heritage of Humanity ની સૂચિમાં ચિન્હિત કર્યો છે. કેટલાક દિવસ પહેલાં અનેક દેશોના રાજદૂતોએ કુંભની તૈયારીઓને જોઇ, ત્યાં એક સાથે અનેક દેશોના રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યા. પ્રયાગરાજમાં આયોજિત થનારા આ કુંભ મેળામાં 150થી પણ વધુ દેશોના લોકોના આવવાની સંભાવના છે. કુંભની દિવ્યતાથી ભારતની ભવ્યતા સમગ્ર દુનિયામાં પોતાનો રંગ ફેલાવશે. કુંભ મેળા સ્વ શોધનું પણ એક મોટું માધ્યમ છે. જ્યાં આવનારી દરેક વ્યક્તિને અલગઅલગ અનૂભુતિ થાય છે. સાંસારિક ચીજોને આધ્યાત્મિક દ્રષ્ટકોણથી જુએ છે – સમજે છે. ખાસ કરીને યુવાઓ માટે આ એક ઘણો જ મોટો શીખવાનો અનુભવ હોઇ શકે છે. હું પોતે થોડા દિવસો પહેલાં પ્રયાગરાજ ગયો હતો. મેં જોયું કે, કુંભની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. પ્રયાગરાજના લોકો પણ કુંભ માટે ઘણા ઉત્સાહી છે. ત્યાં મેં Integrated Command & Control Centre નું લોકાર્પણ કર્યું. શ્રદ્ધાળુઓને તેમાં ઘણી સહાયતા મળશે. આ વખતે કુંભમાં સ્વચ્છતા પર પણ ઘણો ભાર મૂકવામાં આવી રહ્યો છે. આયોજનમાં શ્રદ્ધાની સાથોસાથ સફાઇ પણ રહેશે તો દૂર-દૂર સુધી તેનો સારો સંદેશ પહોંચશે. આ વખતે દરેક શ્રદ્ધાળુ સંગમમાં પવિત્ર સ્નાન પછી અક્ષયવડના પણ પુણ્યદર્શન કરી શકશે. લોકોની આસ્થાના પ્રતીક આ અક્ષયવડ સેંકડો વર્ષોથી કિલ્લામાં બંધ હતો, જેના શ્રદ્ધાળુઓ દર્શન કરી શકતા ન હતા. હવે અક્ષયવડનાં દ્વાર બધા માટે ખોલી દેવામાં આવ્યા છે. મારો આપ સહુને અનુરોધ છે કે, તમે જ્યારે કુંભ આવો તો કુંભનાં અલગ-અલગ પાસાં અને તસવીરો Social Media પર જરૂર મૂકો જેથી વધુમાં વધુ લોકોને કુંભમાં જવાની પ્રેરણા મળે.
આધ્યાત્મનો કુંભ ભારતીય દર્શનનો મહાકુંભ બને.
આસ્થાનો આ કુંભ રાષ્ટ્રીયતાનો પણ કુંભ બને.
રાષ્ટ્રીય એકતાનો પણ મહાકુંભ બને.
શ્રદ્ધાળુઓનો આ કુંભ વૈશ્વિક પર્યટકોનો પણ મહાકુંભ બને.
કલાત્મકતાનો આ કુંભ, સૃજન શક્તિઓનો પણ મહાકુંભ બને.
મારા પ્રિય દેશવાસીઓ, 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ સમારોહ માટે આપણા દેશવાસીઓના મનમાં ઘણી ઉત્સુકતા રહે છે. તે દિવસે આપણે આપણી એ મહાન વિભૂતિઓને યાદ કરીએ છીએ, જેમણે આપણને સંવિધાન આપ્યું.
આ વર્ષે આપણે પૂજય બાપુની 150મી જયંતિનું પર્વ મનાવી રહ્યા છીએ. આપણા માટે સૌભાગ્યની વાત છે કે, દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપ્રમુખશ્રી સિરિલ રામાફોસા વર્ષે ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિના રૂપમાં ભારત પધારી રહ્યા છે. પૂજય બાપુ અને દક્ષિણ આફ્રિકાનો એક અતૂટ સંબંધ રહ્યો છે. તે દક્ષિણ આફ્રિકા જ હતું જયાંથી મોહન, “મહાત્મા” બની ગયા. દક્ષિણ આફ્રિકામાં જ મહાત્મા ગાંધીએ પોતાનો પહેલો સત્યાગ્રહ આરંભ્યો હતો અને રંગભેદના વિરોધમાં મજબૂતીથી ઊભા થયા હતા. તેમણે ફિનિક્સ અને ટોલ્સ્ટોય ફાર્મ્સની પણ સ્થાપના કરી હતી, જયાંથી સમગ્ર વિશ્વમાં શાંતિ અને ન્યાય માટે ગૂંજ ઊઠી હતી. 2018 – નેલ્સન મંડેલાના જન્મ શતાબ્દિના વર્ષના રૂપમાં પણ મનાવાઇ રહ્યું છે. તેઓ “મડીબા” ના નામથી પણ જાણીતા હતા. આપણે બધાં જાણીએ છીએ કે, નેલ્સન મંડેલા સમગ્ર વિશ્વમાં રંગભેદ વિરૂદ્ધ સંઘર્ષના એક ઉદાહરણ હતા અને મંડેલાના પ્રેરણાસ્ત્રોત કોણ હતા ? તેમને આટલાં વર્ષ જેલમાં ગાળવાની સહનશક્તિ અને પ્રેરણા પૂજય બાપુ પાસેથી જ તો મળી હતી. મંડેલાએ બાપુ માટે કહ્યું હતું – “મહાત્મા આપણા ઇતિહાસના અભિન્ન અંગ છે કારણ કે, અહીં તેમણે સત્યને પોતાનો પ્રયોગ કર્યો હતો, અહીં જ તેમણે ન્યાય પ્રત્યે પોતાના સત્યાગ્રહનું દર્શન અને સંઘર્ષની પદ્ધતિ વિકસિત કરી.” તેઓ બાપુને આદર્શ માનતા હતા. બાપુ અને મંડેલા બંને, સમગ્ર વિશ્વ માટે ન માત્ર પ્રેરણાસ્ત્રોત છે, પરંતુ તેમના આદર્શો આપણને પ્રેમ અને કરૂણાથી ભરેલા સમાજના નિર્માણ માટે પણ સદૈવ પ્રોત્સાહિત કરે છે.
મારા પ્રિય દેશવાસીઓ, કેટલાક દિવસો પહેલાં ગુજરાતના નર્મદા તટ પર કેવડિયામાં ડીજીપી પરિષદ થઇ જ્યાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા Statue of Unity છે, ત્યાં દેશના પોલીસ કર્મચારીઓ સાથે સાર્થક ચર્ચા થઇ. દેશ અને દેશવાસીઓની સુરક્ષાને વધુ મજબૂતી આપવા માટે ક્યા પ્રકારનાં પગલાં ભરવાં જોઇએ તેના પર વિસ્તારથી વાત થઇ. તે દરમ્યાન મેં રાષ્ટ્રીય એકતા માટે “સરદાર પટેલ પુરસ્કાર” શરૂ કરવાની પણ ઘોષણા કરી. આ પુરસ્કાર એવા લોકોને આપવામાં આવશે જેમણે કોઇ પણ રૂપમાં રાષ્ટ્રીય એકતા માટે પોતાનું યોગદાન આપ્યું હોય. સરદાર પટેલ પોતાનું સમગ્ર જીવન દેશની એકતા માટે સમર્પિત કરી દીધું. તેઓ હંમેશા ભારતની અખંડતાને અક્ષુણ્ણ રાખવા પ્રયાસરત્ રહ્યા. સરદાર સાહેબ માનતા હતા કે, ભારતની શક્તિ અહીંની વિવિધતામાં નિહિત છે. સરદાર પટેલજીની તે ભાવનાનું સન્માન કરતા એકતાના આ પુરસ્કારના માધ્યમથી તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ.
મારા પ્રિય દેશવાસીઓ, 13 જાન્યુઆરીએ ગુરૂ ગોવિંદસિંહજીની જયંતિનું પાવનપર્વ છે. ગુરૂ ગોવિંદસિંહજીનો જન્મ પટનામાં થયો હતો. જીવનના મોટા ભાગના સમય સુધી તેમની કર્મભૂમિ ઉત્તર ભારત રહી અને મહારાષ્ટ્રના નાંદેડમાં તેમણે પોતાના પ્રાણ ત્યાગ્યા. જન્મભૂમિ પટનામાં, કર્મભૂમિ ઉત્તર ભારતમાં અને જીવનની અંતિમ ક્ષણ નાંદેડમાં. એક રીતે કહીએ તો સમગ્ર ભારતવર્ષને તેમના આશીર્વાદ પ્રાપ્ત થયા. તેમના જીવનકાળને જોઇએ તો તેમાં સમગ્ર ભારતની ઝલક મળે છે. તેમના પિતાશ્રી ગુરૂ તેગ બહાદુરજીના શહીદ થયા પછી ગુરૂ ગોવિંદસિંહજીએ નવ વર્ષની અલ્પઆયુમાં જ ગુરૂનું પદ પ્રાપ્ત કરી લીધું હતું. ગુરૂ ગોવિંદસિંહજીને ન્યાયની લડાઇ લડવા માટેનું સાહસ શીખ ગુરૂઓ પાસેથી વારસમાં મળ્યું. તેઓ શાંત અને સરળ વ્યક્તિત્વ ધરાવતા હતા, પરંતુ જ્યારેજ્યારે ગરીબો અને નબળા લોકોના અવાજને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, તેમની સાથે અન્યાય કરાયો, ત્યારે ત્યારે ગુરૂ ગોવિંદસિંહજીએ ગરીબો અને નબળા લોકો માટે પોતાનો અવાજ દ્રઢતા સાથે બુલંદ કર્યો અને આથી જ કહે છે –
“સવા લાખ સે એક લડાઉં,
ચિડિયો સોં મૈં બાજ તુડાઉં
તબે ગોવિંદ સિંહ ના કહાઉં!”
તેઓ કહેતા કે નબળા વર્ગના લોકો સાથે લડીને તાકાતનું પ્રદર્શન ન કરી શકાય. શ્રી ગોવિંદસિંહજી જાણતા હતા કે સૌથી મોટી સેવા છે – માનવીય દુઃખોને દૂર કરવાં. તેઓ વીરતા, શૌર્ય, ત્યાગ, ધર્મપરાયણતાથી ભરપૂર એક દિવ્ય પુરૂષ હતા જેમને શસ્ત્ર અને શાસ્ત્ર બંનેનું એક અલૌકિક જ્ઞાન હતું. તેઓ એક તીરંદાજ તો હતા જ, તેની સાથે ગુરૂમુખી, બ્રજભાષા, સંસ્કૃત, ફારસી, હિન્દી અને ઉર્દુ સહિત અનેક ભાષાઓના જ્ઞાતા પણ હતા. હું ફરી એક વાર શ્રી ગુરૂગોવિંદ સિંહજીને નમન કરૂં છું.
મારા પ્રિય દેશવાસીઓ, દેશમાં અનેક એવાં સારાં પ્રકરણો થતાં રહે છે, જેની વ્યાપક ચર્ચા થઇ શકતી નથી, આવો જ એક અનોખો પ્રયાસ F.S.S.A.I. અર્થાત્ Food Safety And Standard Authority Of india દ્વારા થઇ રહ્યો છે. મહાત્મા ગાંધીની 150મી જયંતિના વર્ષના ઉપલક્ષ્યમાં દેશભરમાં અનેક કાર્યક્રમો આયોજિત થઇ રહ્યા છે. આ શ્રૃંખલામાં F.S.S.A.I., Safe અને Healthy Diet habits – ભોજનની સારી ટેવોને પ્રોત્સાહિત આપવામાં લાગેલું છે. “Eat Right India” અભિયાન હેઠળ દેશભરમાં સ્વસ્થ ભારત યાત્રાઓ નીકળી રહી છે. આ અભિયાન 27મી જાન્યુઆરી સુધી ચાલશે. ક્યારેક ક્યારેક સરકારી સંગઠનોનો પરિચય એક નિયંત્રકની જેવો હોય છે પરંતુ એ પ્રશંસનીય છે કે, F.S.S.A.I. તેનાથી આગળ વધીને જનજાગૃતિ અને લોકશિક્ષણનું કામ કરી રહ્યું છે. જ્યારે ભારત સ્વચ્છ થશે, સ્વસ્થ થશે ત્યારે ભારત સમૃદ્ધ પણ થશે. સારા સ્વાસ્થ્ય માટે સૌથી જરૂરી છે – પૌષ્ટિક ભોજન. આ સંદર્ભમાં, આ પહેલ માટે F.S.S.A.I. ને હાર્દિક અભિનંદન આપું છું. મારો તમને બધાને અનુરોધ છે કે, આવો આ પહેલ સાથે જોડાઇએ. તમે પણ તેમાં ભાગ લો અને ખાસ કરીને હું આગ્રહ કરીશ કે બાળકોને આ ચીજો જરૂર દેખાડો. ખાવાપીવાનું મહત્વનું શિક્ષણ બાળપણથી જ જરૂરી હોય છે.
મારા પ્રિય દેશવાસીઓ, 2018નો આ અંતિમ કાર્યક્રમ છે. 2019માં આપણે ફરીથી મળીશું, ફરીથી “મનની વાતો” કરીશું, વ્યક્તિનું જીવન હોય, રાષ્ટ્રનું જીવન હોય, સમાજનું જીવન હોય, પ્રેરણા જ પ્રગતિનો આધાર હોય છે. આવો, નવી પ્રેરણા, નવી ઉમંગ, નવા સંકલ્પ, નવી સિદ્ધિ, નવી ઊંચાઇ – આગળ ચાલીએ, આગળ વધતા રહીએ, પોતે પણ બદલાઇએ, દેશને પણ બદલીએ, ખૂબ – ખૂબ આભાર..
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. 3 ઑક્ટોબર 2014, વિજયાદશમીનું પાવન પર્વ. ‘મન કી બાત’ના માધ્યમથી આપણે બધાએ એક સાથે એક યાત્રા આરંભી હતી. ‘મન કી બાત’ આ યાત્રાના આજ 50 એપિસૉડ પૂરા થઈ ગયા છે. એ રીતે આજે આ ગૉલ્ડન જ્યુબિલી એપિસોડ – સુવર્ણ જયંતી એપિસૉડ છે. આ વખતે તમારા જે પત્રો અને ફૉન આવ્યા છે, તે મોટા ભાગના આ 50મા એપિસૉડના સંદર્ભે જ છે. માય ગોવ પર દિલ્લીના અંશુકુમાર, અમરકુમાર અને પટનાથી વિકાસ યાદવ, આ જ રીતે નરેન્દ્ર મોદી એપ પર દિલ્લીની મોનિકા જૈન, બર્દવાન, પશ્ચિમ બંગાળના પ્રસેનજીત સરકાર અને નાગપુરની સંગીતા શાસ્ત્રી આ બધાં લોકોએ લગભગ એક જ પ્રકારનો પ્રશ્ન પૂછ્યો છે. તેમનું કહેવું છે કે ઘણી વાર લોકો તમને લેટેસ્ટ ટૅક્નૉલૉજી, સૉશિયલ મિડિયા અને મોબાઇલ ઍપ સાથે જોડે છે, પરંતુ તમે લોકો સાથે જોડાવા માટે રેડિયો જ કેમ પસંદ કર્યો? તમારી આ જિજ્ઞાસા ખૂબ જ સ્વાભાવિક છે કે આજના યુગમાં જ્યારે લગભગ રેડિયો ભૂલાઈ ગયો હતો તે સમયે મોદી રેડિયો લઈને શા માટે આવ્યા? હું તમને એક કિસ્સો સંભળાવવા માગું છું. આ 1998ની વાત છે, હું ભારતીય જનતા પક્ષના સંગઠનના કાર્યકર્તાના રૂપમાં હિમાચલમાં કામ કરતો હતો. મે નો મહિનો હતો અને હું સાંજના સમયે પ્રવાસ કરતો કોઈ અન્ય સ્થાન પર જઈ રહ્યો હતો. હિમાચલના પહાડોમાં સાંજે તો ઠંડક થઈ જાય જ છે, તો રસ્તામાં એક ઢાબા પર ચા માટે રોકાયો અને જ્યારે મેં ચા માટે ઑર્ડર આપ્યો તો તેના પહેલાં, તે ઘણું નાનું ઢાબું હતું, એક જ વ્યક્તિ પોતે ચા બનાવતો હતો, વેચતો હતો. ઉપર કપડું પણ નહોતું. એમ જ રૉડના કિનારા પર નાનકડી લારી લઈને ઊભો હતો. તો તેણે પોતાની પાસે એક કાચનું વાસણ હતું, તેમાંથી લાડુ કાઢ્યો, પછી બોલ્યો, "સાહેબ, ચા પછી, પહેલાં લાડુ ખાવ. મોઢું મીઠું કરો. " મને નવાઈ લાગી. મેં પૂછ્યું, "શું વાત છે, ઘરમાં કોઈ લગ્ન જેવો કોઈ પ્રસંગ છે કે શું ? તેણે કહ્યું, નહિં નહિં, સાહેબ તમને ખબર નથી શું, અરે ઘણી ખુશીની વાત છે. તે ઉછળી રહ્યો હતો. ખૂબ જ ઉમંગથી ભરેલો હતો. મેં પૂછ્યું શું થયું, " અરે કહે કે, આજે તો ભારતે બોંબ ફોડી દીધો છે. હું કહું છું કે, ભારતે બોંબ ફોડી દીધો છે. હું કાંઇ સમજ્યો નહીં તેણે કહ્યું, જુઓ સાહેબ રેડિયો સાંભળો, રેડિયો પર તે વિશે જ ચર્ચા ચાલી રહી હતી. તે સમયે આપણા વડાપ્રધાન અટલબિહારી વાજપેયી હતા, અને તે દિવસ હતો કે જયારે, ભારતે પરમાણુ પરિક્ષણ કર્યું હતું. અને તેમણે મિડિયા સામે આ અંગેની જાહેરાત કરી હતી. આ જાહેરાત સાંભળીને જ તે નાચી રહ્યો હતો. અને અને મને ઘણું જ આશ્ચર્ય થયું કે આ જંગલ જેવા સૂમસામ વિસ્તારમાં, બર્ફીલા પહાડોની વચ્ચે એક સામાન્ય માણસ જે ચાની લારી લઈને પોતાનું કામ કરી રહ્યો છે અને દિવસભર રેડિયો સાંભળતો રહેતો હશે અને તે રેડિયોના સમાચારની તેના મન પર એટલી અસર હતી, એટલો પ્રભાવ હતો અને ત્યારથી મારા મનમાં એક વાત ઘર કરી ગઈ હતી કે રેડિયો જન-જન સાથે જોડાયેલો છે અને રેડિયોની બહુ મોટી તાકાત છે.
કમ્યૂનિકેશનની પહોંચ અને તેનું ઊંડાણ, કદાચ રેડિયોની બરાબરી કોઈ કરી શકતું નથી. મારા મનમાં તે સમયથી આ વાત ઘર કરી ગઈ છે અને તેની તાકાતનો મને ત્યારે જ અંદાજ આવી ગયો હતો. તો જ્યારે હું વડા પ્રધાન બન્યો ત્યારે સૌથી શક્તિશાળી માધ્યમ તરફ મારું ધ્યાન જાય તે ઘણું સ્વાભાવિક હતું. અને જ્યારે મેં, મે 2014માં એક 'પ્રધાનસેવક'ના રૂપમાં કાર્યભાર સંભાળ્યો તો મારા મનમાં ઈચ્છા હતી કે દેશની એકતા, આપણા ભવ્ય ઇતિહાસ, તેનું શૌર્ય, ભારતની વિવિધતાઓ, આપણા સમાજની રગ-રગમાં સમાયેલી સારપ, લોકોનો પુરુષાર્થ, ધગશ, ત્યાગ, તપસ્યા આ બધી વાતોને, ભારતની આ વાતને, જન-જન સુધી પહોંચાડવી જોઈએ. દેશનાં દૂર-સુદૂર ગામોથી લઈને મહાનગરો સુધી, ખેડૂતોથી લઈને યુવાન વ્યાવસાયિકો સુધી… અને બસ તેમાંથી આ ‘મન કી બાત’ની યાત્રાનો પ્રારંભ થયો.
દર મહિને લાખોની સંખ્યામાં પત્રોને વાંચતાં, ફૉન કૉલ સાંભળતાં, ઍપ અને માય ગોવ પર કૉમેન્ટ જોતાં અને આ બધાંને એક સૂત્રમાં પરોવીને, હળવી વાતો કરતાં-કરતાં 50 એપિસૉડની એક મુસાફરી, એક યાત્રા આપણે બધાંએ ભેગાં મળીને કરી લીધી છે. હાલમાં જ આકાશવાણીએ ‘મન કી બાત’ પર સર્વેક્ષણ પણ કરાવ્યું. મેં તેમાંથી કેટલાક એવા પ્રતિભાવોને જોયા જે ઘણા રસપ્રદ છે. જે લોકોની વચ્ચે સર્વેક્ષણ કરવામાં આવ્યું છે તેમાંથી સરેરાશ 70 ટકા નિયમિત રૂપે ‘મન કી બાત’ સાંભળનારા લોકો છે. મોટા ભાગના લોકોને લાગે છે કે ‘મન કી બાત’નું સૌથી મોટું યોગદાન એ છે કે તેણે સમાજમાં હકારાત્મકતાની ભાવના વધારી છે. ‘મન કી બાત’ના માધ્યમથી જન આંદોલનોને મોટા સ્તર પર ઉત્તેજન મળ્યું છે. #indiapositive અંગે વ્યાપક ચર્ચા પણ થઈ છે. તે આપણા દેશવાસીઓના મનમાં વસેલી પૉઝિટિવિટીની ભાવનાની, હકારાત્મકતાની ભાવનાની પણ ઝલક છે. લોકોએ પોતાનો અનુભવ પણ જણાવ્યો છે કે ‘મન કી બાત’થી વૉલ્યન્ટિયરિઝમ એટલે કે સ્વયંસ્ફૂરણાથી કંઈક કરવાની ભાવના વધી છે. એક એવું પરિવર્તન આવ્યું છે જેમાં સમાજની સેવા માટે લોકો હોંશથી આગળ આવી રહ્યા છે. મને એ જોઈને ખુશી થઈ કે ‘મન કી બાત’ના કારણે રેડિયો વધુ ને વધુ લોકપ્રિય થઈ રહ્યો છે. પરંતુ માત્ર રેડિયોના માધ્યમથી જ લોકો આ કાર્યક્રમ સાથે જોડાઈ રહ્યા હોય તેવું નથી. લોકો ટીવી, એફ. એમ. રેડિયો, મોબાઇલ, ઇન્ટરનેટ, ફેસબુક લાઇવ અને પેરિસ્કૉપની સાથેસાથે નરેન્દ્ર મોદી એપના માધ્યમથી પણ ‘મન કી બાત’માં જોડાઈ રહ્યા છે. હું ‘મન કી બાત’ પરિવારના આપ સૌ સભ્યોને તેના પર વિશ્વાસ વ્યક્ત કરવા અને તેનો હિસ્સો બનવા માટે અંતઃકરણપૂર્વક ધન્યવાદ આપું છું.
(ફૉન કૉલ-1)
“માનનીય વડા પ્રધાન શ્રી, નમસ્તે. મારું નામ શાલિની છે અને હું હૈદરાબાદથી બોલી રહી છું. ‘મન કી બાત’કાર્યક્રમ જનતાની વચ્ચે એક ઘણો જ લોકપ્રિય કાર્યક્રમ છે. પ્રારંભમાં લોકોએ વિચાર્યું હતું કે આ કાર્યક્રમ પણ એક રાજકીય મંચ બનીને જ રહી જશે અને તે આલોચનાનો વિષય પણ બન્યો હતો. પરંતુ જેમ–જેમ આ કાર્યક્રમ આગળ વધ્યો, તેમ આપણે જોયું કે રાજકારણના સ્થાને, તે સામાજિક સમસ્યાઓ અને પડકારો પર જ કેન્દ્રિત રહ્યો અને આ રીતે મારા જેવા કરોડો સામાન્ય લોકો સાથે જોડાતો ગયો. ધીમેધીમે આલોચના પણ સમાપ્ત થવા લાગી. તો મારો પ્રશ્ન એ છે કે તમે આ કાર્યક્રમને કઈ રીતે રાજકારણથી દૂર રાખવામાં સફળ રહ્યા?શું ક્યારેય તમારું એવું મન નથી થયું કે તમે આ કાર્યક્રમનો રાજકારણ માટે ઉપયોગ કરો કે પછી આ મંચ પરથી તમારી સરકારની ઉપલબ્ધિઓ ગણાવી શકો? ધન્યવાદ.”
(ફૉન કૉલ સમાપ્ત)
તમારા ફૉન કૉલ માટે ઘણો આભાર. તમારી આશંકા સાચી છે. હકીકતે નેતાને માઇક મળી જાય અને લાખો-કરોડોની સંખ્યામાં સાંભળનારા હોય તો પછી શું જોઈએ? કેટલાક યુવાન મિત્રોએ ‘મન કી બાત’માં આવેલા બધા વિષયો પર એક અભ્યાસ કર્યો તેઓએ બધાં જ એપિસોડનું શબ્દ વિશ્લેષણ, લેક્સિકલ એનાલિસિસ કર્યું, અને તેમણે અધ્યયન કર્યું કે કયો શબ્દ કેટલી વાર બોલવામાં આવ્યો. કયા શબ્દો વારંવાર બોલવામાં આવ્યા. તેમનું એક તારણ એ છે કે આ કાર્યક્રમ બિનરાજકીય રહ્યો છે. જ્યારે ‘મન કી બાત’ શરૂ કરવામાં આવ્યો હતો ત્યારે મેં નક્કી કર્યું હતું કે ન તો તેમાં રાજકારણ આવે, ન તેમાં સરકારની પ્રશંસા થાય, ન તેમાં ક્યાંય મોદી હોય અને મારા આ સંકલ્પને નિભાવવા માટે સૌથી મોટું બળ, સૌથી મોટી પ્રેરણા મળી તમારામાંથી. દરેક ‘મન કી બાત’ના પહેલાં આવતા પત્રો, ઑનલાઇન કૉમેન્ટ, ફૉન કૉલ, તેમાં શ્રોતાઓની અપેક્ષાઓ સ્પષ્ટ હોય છે. મોદી આવશે અને ચાલ્યા જશે, પરંતુ આ દેશ અટલ રહેશે, આપણી સંસ્કૃતિ અમર રહેશે. 130 કરોડ દેશવાસીઓની આ નાની નાની વાતો હંમેશાં જીવિત રહેશે. આ દેશને નવી પ્રેરણા, ઉત્સાહથી નવી ઊંચાઈઓ પર લેતી જશે. હું પણ ક્યારેક પાછળ વળીને જોઉં છું તો મને પણ ઘણું મોટું આશ્ચર્ય થાય છે. ક્યારેય કોઈ દેશના કોઈ ખૂણામાંથી પત્ર લખીને કહે છે- અમે નાના દુકાનદારો, રિક્ષા ચલાવનારાઓ, શાકભાજી વેચનારા, આવા લોકો સાથે બહુ ભાવતોલ ન કરવા જોઈએ. હું પત્ર વાંચું છું, આવો જ ભાવ ક્યારેક કોઈ બીજા પત્રમાં આવ્યો હોય, તેને સાથે ગૂંથી લઉં છું. બે વાતો હું મારા અનુભવની પણ તેની સાથે કહી દઉં છું, તમારા બધાંની સાથે વહેંચી લઉં છું અને પછી ખબર નહીં, ક્યારે તે વાત ઘર-પરિવારો સુધી પહોંચી જાય છે, સૉશિયલ મિડિયા અને વૉટ્સઍપ પર ફરતી રહે છે અને એક પરિવર્તનની તરફ આગળ વધતી રહે છે. તમે મોકલેલી સ્વચ્છતાની વાતોએ સામાન્ય લોકોનાં અનેક ઉદાહરણોએ, ખબર નહીં ક્યારે, ઘર-ઘરમાં એક નાનકડો સ્વચ્છતાનો બ્રાન્ડ ઍમ્બેસેડર ઊભો કરી દીધો છે જે ઘરના લોકોને પણ ટોકે છે અને ક્યારેક ફૉન કૉલ કરીને વડા પ્રધાનને પણ આદેશ આપે છે.
કોઈ સરકારની એટલી તાકાત ક્યારે હશે કે selfiewithdaughterની ઝુંબેશ હરિયાણાના એક નાનકડા ગામથી શરૂ થઈને આખા દેશમાં જ નહીં, વિદેશોમાં પણ પ્રસરી જાય. સમાજનો દરેક વર્ગ, સેલિબ્રિટીઓ, બધાં જોડાઈ જાય અને સમાજમાં વિચારપરિવર્તનની એક નવી, આધુનિક ભાષામાં, જેને આજની પેઢી સમજતી હોય તેવી અલખ જગાવી દે. ક્યારેક ક્યારેક ‘મન કી બાત’ની મજાક પણ ઉડે છે પરંતુ મારા મનમાં હંમેશાં જ 130 કરોડ દેશવાસીઓ વસેલા રહે છે. તેમનું મન મારું મન છે. ‘મન કી બાત’ સરકારી વાત નથી- આ સમાજની વાત છે. ‘મન કી બાત’ એક aspirational India, મહત્ત્વાકાંક્ષી ભારતની વાત છે. ભારતનો મૂળ પ્રાણ રાજકારણ નથી, ભારતનો મૂળ પ્રાણ રાજશક્તિ પણ નથી. ભારતનો મૂળ પ્રાણ સમાજનીતિ અને સમાજશક્તિ છે. સમાજજીવનનાં હજારો પાસાં હોય છે, તેમાં એક પાસું રાજકારણ પણ છે. રાજકારણ જ બધું થઈ જાય, તે સ્વસ્થ સમાજ માટે એક સારી વ્યવસ્થા નથી. ક્યારેક-ક્યારેક રાજકારણની ઘટનાઓ અને રાજકારણીઓ એટલાં હાવી થઈ જાય છે કે સમાજની અન્ય પ્રતિભાઓ અને અન્ય પુરુષાર્થો દબાઈ જાય છે. ભારત જેવા દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે જનસામાન્યની પ્રતિભાઓ-પુરુષાર્થને ઉચિત સ્થાન મળે, તે આપણાં બધાંની સામૂહિક જવાબદારી છે અને ‘મન કી બાત’ આ દિશામાં એક નમ્ર અને નાનકડો પ્રયાસ છે.
(ફૉન કૉલ-2)
“નમસ્તે વડા પ્રધાનશ્રી. હું પ્રોમિતા મુખર્જી બોલી રહી છું, મુંબઈથી. સર, ‘મન કી બાત’નો દરેક એપિસૉડ ઇનસાઇટથી, જાણકારી ઇન્ફૉર્મેશનથી, પૉઝિટિવ સ્ટૉરીઓથી અને સામાન્ય માનવીનાં સારાં કામોથી ભરપૂર હોય છે. તો હું આપને એ પૂછવા માગું છું કે દરેક પ્રૉગ્રામ પહેલાં તમે કેટલી તૈયારી કરો છો?”
(ફૉન કૉલ સમાપ્ત)
ફૉન કૉલ માટે તમારો ઘણો આભાર. તમારો સવાલ એક રીતે આત્મીયતાથી પૂછાયેલો પ્રશ્ન છે. હું માનું છું કે ‘મન કી બાત’ના 50મા એપિસૉડની સૌથી મોટી સિદ્ધિ એ છે કે તમે વડા પ્રધાનને નહીં, જાણે કે પોતાના એક નિકટના સાથીને પ્રશ્નો પૂછી રહ્યા છો. બસ, આ જ તો લોકતંત્ર છે. તમે જે પ્રશ્ન પૂછ્યો છે, જો હું તેનો સીધા શબ્દોમાં ઉત્તર આપું તો કહીશ- કંઈ પણ નહીં. ખરેખર તો, ‘મન કી બાત’ મારા માટે ઘણું સરળ કામ છે. દરેક વખતે ‘મન કી બાત’ પહેલાં લોકોના પત્રો આવે છે. માય ગોવ અને NarendraModi મોબાઇલ App પર લોકો પોતાના વિચારો જણાવે છે. એક ટૉલ ફ્રી નંબર પણ છે- 1800 11 7800. ત્યાં કૉલ કરીને લોકો પોતાના સંદેશાઓ પોતાના અવાજમાં રેકૉર્ડ પણ કરે છે. મારો પ્રયાસ રહે છે કે ‘મન કી બાત’ પહેલાં વધુમાં વધુ પત્રો અને કૉમેન્ટ હું પોતે વાંચું. હું ઘણા બધા ફૉન કૉલ સાંભળૂં પણ છું. જેમજેમ ‘મન કી બાત’નો એપિસૉડ નજીક આવે છે તો પ્રવાસ દરમિયાન, તમારા દ્વારા મોકલાયેલા વિચારો અને માહિતીને હું ઘણી બારીકાઈથી વાંચું છું.
દરેક પળે, મારા દેશવાસીઓ, મારા મનમાં વસેલા રહે છે અને આથી જ્યારે હું કોઈ પત્ર વાંચું છું તો પત્ર લખનારાની પરિસ્થિતિ, તેના ભાવ, મારા વિચારના હિસ્સા બની જાય છે. તે પત્ર મારા માટે માત્ર એક કાગળનો ટુકડો નથી રહેતો અને આમ પણ મેં લગભગ 40-45 વર્ષ અખંડ રૂપે એક પરિવ્રાજકનું જીવન જીવ્યું છે અને દેશના મોટા ભાગના જિલ્લાઓમાં ગયો છું અને દેશના દૂર-સુદૂર જિલ્લાઓમાં મેં ઘણો સમય પણ વિતાવ્યો છે. અને, આ કારણે જ્યારે હું પત્ર વાંચું છું તો હું તે સ્થાન અને સંદર્ભને સરળતાથી પોતાની સાથે જોડી શકું છું. પછી, હું કેટલીક હકીકતો જેમ કે ગામનું નામ, વ્યક્તિનું નામ, વગેરે ચીજોને નોંધી લઉં છું. સાચું પૂછો તો ‘મન કી બાત’માં અવાજ મારો છે, પરંતુ ઉદાહરણો, ભાવનાઓ અને લાગણી મારા દેશવાસીઓની જ છે. હું ‘મન કી બાત’માં યોગદાન કરનારા પ્રત્યેક વ્યક્તિનો આભાર માનવા માગું છું. એવા લાખો લોકો છે જેમનું નામ હું આજ સુધી ‘મન કી બાત’માં નથી લઈ શક્યો, પરંતુ તેઓ નિરાશ થયા વગર પોતાના પત્રો, પોતાની ટિપ્પણીઓ મોકલતા રહે છે- તમારા વિચાર, તમારી ભાવનાઓ મારા જીવનમાં ઘણું જ મહત્ત્વ રાખે છે. મને પૂરો વિશ્વાસ છે કે તમારાં બધાંની વાતો પહેલાંથી અનેક ગણી વધુ મને મળશે અને ‘મન કી બાત’ને વધુ રોચક, વધુ પ્રભાવી અને ઉપયોગી બનાવશે. એવી પણ કોશિશ કરાય છે કે જે પત્રો ‘મન કી બાત’માં સમાવિષ્ટ નથી કરાયા તે પત્રો અને સૂચનો પર સંબંધિત વિભાગો પણ ધ્યાન આપે. હું આકાશવાણી, એફ. એમ. રેડિયો, દૂરદર્શન, અન્ય ટી. વી. ચેનલો, સૉશિયલ મિડિયાના મારા સાથીઓને પણ ધન્યવાદ આપવા માગું છું. તેમના પરિશ્રમથી ‘મન કી બાત’ વધુમાં વધુ લોકો સુધી પહોંચે છે. આકાશવાણીની ટીમ દરેક એપિસૉડને ઘણીબધી ભાષાઓમાં પ્રસારણ માટે તૈયાર કરે છે. કેટલાક લોકો કુશળતાથી પ્રાદેશિક ભાષાઓમાં મોદીને મળતા આવતા અવાજમાં અને તે જ ટૉનમાં ‘મન કી બાત’ સંભળાવે છે. આ રીતે તેઓ માત્ર 30 મિનિટ માટે નરેન્દ્ર મોદી જ બની જાય છે. હું તે લોકોને પણ તેમની પ્રતિભા અને કૌશલ્ય માટે અભિનંદન આપું છું, આભાર માનું છું. હું તમને બધાને આગ્રહ કરીશ કે આ કાર્યક્રમને તમારી સ્થાનિક ભાષાઓમાં પણ અવશ્ય સાંભળો. હું મિડિયાના મારા એ સાથીઓને પણ હૃદયપૂર્વક અભિનંદન આપવા માગું છું જેઓ પોતાની ચેનલો પર ‘મન કી બાત’નું દર વખતે નિયમિત રીતે પ્રસારણ કરે છે. કોઈ પણ રાજકારણી મિડિયાથી ક્યારેય પણ ખુશ નથી હોતો, તેને લાગે છે કે તેને ઘણું ઓછું કવરેજ મળે છે અથવા જે કવરેજ મળે છે તે નેગેટિવ હોય છે, પરંતુ ‘મન કી બાત’માં ઉઠાવાયેલા અનેક વિષયોને મિડિયાએ પોતાના બનાવી લીધા છે. સ્વચ્છતા, સડક સુરક્ષા, ડ્રગ્ઝ ફ્રી ઇન્ડિયા, સૅલ્ફી વિથ ડૉટર જેવા અનેક વિષયો છે જેમને મિડિયાએ નવીન રીતે એક અભિયાનનું રૂપ આપીને આગળ વધારવાનું કામ કર્યું. ટી. વી. ચેનલોએ તેમને સૌથી વધુ જોવાતો રેડિયો કાર્યક્રમ બનાવી દીધો. હું મિડિયાને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. તમારા સહયોગ વિના ‘મન કી બાત’ની આ યાત્રા અધૂરી જ રહેત.
(ફૉન કૉલ-3)
“નમસ્તે મોદીજી. હું નિધિ બહુગુણા બોલી રહી છું, મસૂરી ઉત્તરાખંડથી. હું બે બાળકોની માતા છું. હું ઘણી વાર જોઉં છું કે આ ઉંમરનાં બાળકો એ પસંદ નથી કરતા કે તેમને કોઈ કહે કે તેમણે શું કરવાનું છે; પછી તે શિક્ષકો હોય કે તેઓ તેમનાં માતાપિતા હોય. પરંતુ જ્યારે તમારી ‘મન કી બાત’માં તમે બાળકોને કંઈક કહો છો તો તેઓ દિલથી સમજે છે અને તે વાતનો અમલ કરે પણ છે– તો શું તમે અમારી સાથે આ રહસ્યને વહેંચશો? જે રીતે તમે બોલો છો કે તમે જે મુદ્દાઓ ઉઠાવો છો જે બાળકો સારી રીતે સમજીને અમલ કરે છે. ધન્યવાદ.“
(ફૉન કૉલ સમાપ્ત)
નિધિજી, તમારા ફૉન કૉલ માટે ઘણો આભાર. હકીકતે હું કહું તો મારી પાસે કોઈ રહસ્ય નથી. હું જે કરી રહ્યો છું તે બધા પરિવારોમાં પણ થતું જ હશે. સરળ ભાષામાં કહું તો હું પોતાને, તે યુવાની અંદર ઢાળવાનો પ્રયાસ કરું છું, પોતાને તે પરિસ્થિતિમાં રાખીને તેના વિચારોની સાથે એક સાંમજસ્ય બેસાડવાનો, એક વૅવલૅન્થ મેચ કરવાની કોશિશ કરું છું. આપણી પોતાની જિંદગીના તે જૂના બેગેજ છે, જ્યારે તે વચ્ચે નથી આવતા તો કોઈને પણ સમજવું સરળ બની જાય છે. ક્યારેકક્યારેક આપણા પૂર્વાગ્રહો જ, સંવાદ માટે સૌથી મોટું સંકટ બની જાય છે. સ્વીકાર-અસ્વીકાર અને પ્રતિક્રિયાઓના બદલે કોઈની વાત સમજવી, મારી પ્રાથમિકતા રહે છે. મારો અનુભવ રહ્યો છે કે આવામાં સામેના લોકો પણ, આપણને કન્વિન્સ કરવા માટે જાતજાતનો તર્ક કે દબાણ કરવાના બદલે, આપણી વૅવલૅન્થ પર આવવાનો પ્રયાસ કરે છે. આ રીતે કમ્યૂનિકેશન ગેપ સમાપ્ત થઈ જાય છે. પછી એક રીતે તે વિચારની સાથે આપણે બંને સહયાત્રી બની જઇએ છીએ. બંનેને ખબર જ નથી પડતી કે ક્યારે અને કેવી રીતે, એકે પોતાનો વિચાર છોડીને બીજાનો સ્વીકાર કરી લીધો છે- પોતાનો બનાવી લીધો છે. આજના યુવાઓની આ જ ખૂબી છે કે તેઓ એવું કંઈ પણ નહીં કરે જેના પર તેમને પોતાને જ વિશ્વાસ નથી અને જ્યારે તેઓ કોઈ ચીજ પર વિશ્વાસ કરે છે તો પછી તેના માટે બધું જ છોડીને તેની પાછળ લાગી જાય છે. ઘણી વાર લોકો પરિવારોમાં મોટી ઉંમરના લોકો અને તરુણો વચ્ચે કમ્યૂનિકેશન ગેપની ચર્ચા કરે છે. હકીકતે મોટા ભાગના પરિવારોમાં તરુણો સાથે વાતચીતનું વર્તુળ બહુ જ સીમિત હોય છે. મોટા ભાગના સમયમાં ભણતરની વાતો કે પછી ટેવો કે પછી જીવનશૈલીના મુદ્દે ‘આમ કર, આવું ન કર’ તેવી રોકટોક થતી હોય છે, કોઈ અપેક્ષા વગર ખુલ્લા મનની વાતો, ધીરેધીરે પરિવારોમાં ઘણી ઓછી થવા લાગી છે અને તે ચિંતાનો પણ વિષય છે.
Expectના બદલે accept અને dismiss કરવાના બદલે discuss કરવાથી સંવાદ પ્રભાવી બનશે. અલગ-અલગ કાર્યક્રમો કે પછી સૉશિયલ મિડિયાના માધ્યમથી યુવાનોની સાથે સતત વાતચીત કરવાનો મારો પ્રયાસ રહે છે. તેઓ જે કરી રહ્યા છે કે પછી વિચારી રહ્યા છે તેને શીખવાનો હું હંમેશાં પ્રયાસ કરતો રહું છું. તેમની પાસે હંમેશાં આઇડિયાનો ભંડાર રહે છે. તેઓ અત્યાધિક ઊર્જાવાન, નવીનતાથી ભરપૂર અને કેન્દ્રિત હોય છે. ‘મન કી બાત’ના માધ્યમથી યુવાનોના પ્રયાસોને, તેમની વાતોને, વધુમાં વધુ વહેંચવાનો હું પ્રયાસ કરું છું. ઘણી વાર ફરિયાદ હોય છે કે યુવાનો બહુ જ સવાલો પૂછે છે. હું કહું છું કે સારું છે કે નવજુવાનો સવાલ કરે છે. આ સારી વાત એટલા માટે છે કે તેનો અર્થ એ થયો કે તેઓ બધી ચીજોની મૂળમાંથી તપાસ કરવા માગે છે. કેટલાક લોકો કહે છે કે યુવાનોમાં ધૈર્ય નથી હોતું, પરંતુ મારું માનવું છે કે યુવાનો પાસે વેડફવા માટે સમય નથી. આ જ એ ચીજ છે જે આજે નવજુવાનોને વધુ ઇન્નૉવેટિવ બનવામાં મદદ કરે છે કારણકે તેઓ ચીજો ઝડપથી કરવા માગે છે. આપણને લાગે છે કે આજના યુવાઓ બહુ જ મહત્ત્વાકાંક્ષી છે અને ઘણી બધી મોટી મોટી ચીજો વિચારે છે. સારું છે, મોટાં સપનાં જુઓ અને મોટી સફળતાઓ મેળવો. આખરે, આ જ તો ન્યૂ ઇન્ડિયા છે. કેટલાક લોકો કહે છે કે યુવાન પેઢી એક જ સમયમાં અનેક ચીજો કરવા માગે છે. હું કહું છું કે તેમાં ખોટું શું છે? તેઓ મલ્ટિટાસ્કિંગમાં પારંગત છે આથી તેઓ આવું કરે છે. જો આપણે આસપાસ નજર દોડાવીશું તો ચાહે તે સૉશિયલ આંત્રપ્રિન્યૉરશિપ હોય કે સ્ટાર્ટ અપ હોય, રમતગમત હોય કે પછી અન્ય કોઈ ક્ષેત્ર- સમાજમાં મોટું પરિવર્તન લાવનાર યુવાનો જ છે. તે યુવાઓ, જેમણે સવાલ પૂછવાનું અને મોટાં સપનાં જોવાનું સાહસ દેખાડ્યું. જો આપણે યુવાનોના વિચારને ધરાતલ પર ઉતારી દઈએ અને તેમને અભિવ્યક્ત કરવા માટે ખુલ્લું વાતાવરણ આપીએ તો તેઓ દેશમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. તેઓ આવું કરી પણ રહ્યા છે.
મારા પ્રિય દેશવાસીઓ, ગુરુગ્રામથી વિનિતાજીએ માય ગોવ પર લખ્યું છે કે ‘મન કી બાત’માં મારે આવતીકાલે એટલે કે 26 નવેમ્બરે આવનારા ‘સંવિધાન દિવસ’ વિશે વાત કરવી જોઈએ. તેમનું કહેવું છે કે આ દિવસ વિશેષ છે કારણકે આપણે સંવિધાનને અપનાવવાના 70મા વર્ષમાં પ્રવેશ કરનારા છીએ.
વિનિતાજી, તમારા સૂચન માટે તમારો ઘણો આભાર.
હા, કાલે ‘સંવિધાન દિવસ’ છે. તે મહાન વિભૂતિઓને યાદ કરવાનો દિવસ, જેમણે આપણું બંધારણ બનાવ્યું. 26 નવેમ્બર, 1949ના રોજ આપણા બંધારણને અપનાવાયું હતું. બંધારણ ઘડવાના આ ઐતિહાસિક કાર્યને પૂરા કરવામાં બંધારણ સભાને 2 વર્ષ 11 મહિના અને 17 દિવસો લાગ્યા. કલ્પના કરો કે ત્રણ વર્ષની અંદર જ આ મહાન વિભૂતિઓએ આપણને આટલું વ્યાપક અને વિસ્તૃત સંવિધાન આપ્યું. તેમણે જે અસાધારણ ગતિથી બંધારણનું નિર્માણ કર્યું તે આજે પણ ટાઇમ મેનેજમેન્ટ અને પ્રૉડક્ટિવિટીનું એક ઉદાહરણ છે. તે આપણને પણ આપણી જવાબદારીઓને રેકૉર્ડ સમયમાં પૂરા કરવા માટે પ્રેરિત કરે છે. બંધારણ સભા દેશની મહાન પ્રતિભાઓનો સંગમ હતી, તેમાંથી દરેક વ્યક્તિ પોતાના દેશને એક એવું બંધારણ આપવા માટે પ્રતિબદ્ધ હતી જેથી ભારતના લોકો સશક્ત થાય, ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ સમર્થ બને.
આપણા બંધારણમાં ખાસ વાત એ જ છે કે અધિકાર અને કર્તવ્ય એટલે કે રાઇટ્સ અને ડ્યુટીઝ, તેના વિશે વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. નાગરિકના જીવનમાં આ બંનેનો તાલમેળ દેશને આગળ લઈ જશે. જો આપણે બીજાના અધિકારોનું સન્માન કરીશું તો આપણા અધિકારોની રક્ષા આપોઆપ થઈ જશે અને આ રીતે જો આપણે બંધારણમાં આપવામાં આવેલાં પોતાનાં કર્તવ્યોનું પાલન કરીશું તો પણ આપણા અધિકારોની રક્ષા આપોઆપ જ થઈ જશે. મને અત્યારે પણ યાદ છે કે 2010માં જ્યારે ભારતના ગણતંત્રને 60 વર્ષ પૂરાં થયાં હતાં ત્યારે ગુજરાતમાં અમે હાથી પર રાખીને બંધારણની શોભાયાત્રા કાઢી હતી. યુવાઓમાં બંધારણ વિશે જાગૃતિ વધારવા માટે અને તેમને બંધારણનાં પાસાંઓ સાથે જોડવાનો તે એક યાદગાર પ્રસંગ હતો. વર્ષ 2020માં એક ગણતંત્રના રૂપમાં આપણે 70 વર્ષ પૂરાં કરીશું અને 2022માં આપણી સ્વતંત્રતાનાં 75 વર્ષ પૂરાં થઈ જશે.
આવો, આપણે બધાં આપણાં બંધારણનાં મૂલ્યોને આગળ વધારીએ અને આપણા દેશમાં પીસ, પ્રૉગ્રેસ, પ્રૉસ્પરિટી એટલે કે શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિને સુનિશ્ચિત કરીએ.
મારા પ્રિય દેશવાસીઓ, બંધારણ સભા વિશે વાત કરતા તે મહાપુરુષના યોગદાનને ક્યારેક ભૂલાવી નહીં શકાય જે બંધારણ સભાના કેન્દ્રમાં રહ્યા હતા. તે મહાપુરુષ હતા પૂજનીય ડૉ. બાબાસાહેબ આંબેડકર. 6 ડિસેમ્બરે તેમનો મહાપરિનિર્વાણ દિવસ છે. હું બધા દેશવાસીઓની તરફથી બાબાસાહેબને નમન કરું છું જેમણે કરોડો ભારતીયોને સન્માનથી જીવવાનો અધિકાર આપ્યો છે. લોકતંત્ર બાબાસાહેબના સ્વભાવમાં વસેલું હતું અને તેઓ કહેતા હતા- ભારતનાં લોકતાંત્રિક મૂલ્યો ક્યાંય બહારથી નથી આવ્યાં. ગણતંત્ર શું હોય છે અને સંસદીય વ્યવસ્થા શું હોય છે- તે ભારત માટે ક્યારેય કોઈ નવી વાત નથી રહી. બંધારણ સભામાં તેમણે એક ખૂબ જ ભાવુક અપીલ કરી હતી કે આટલા સંઘર્ષ પછી મળેલી સ્વતંત્રતાની રક્ષા આપણે પોતાના લોહીના છેલ્લા ટીપા સુધી કરવાની છે. તેઓ એમ પણ કહેતા હતા કે આપણે ભારતીયો ભલે અલગ-અલગ પૃષ્ઠભૂમિના હોઈએ, પરંતુ આપણે બધી ચીજોની ઉપર દેશહિતને રાખવું પડશે. ઇન્ડિયા ફર્સ્ટ-ડૉ. બાબાસાહેબ આંબેડકરનો આ જ મૂળમંત્ર હતો. ફરી એક વાર પૂજ્ય બાબાસાહેબને વિનમ્ર શ્રદ્ધાંજલિ.
મારા પ્રિય દેશવાસીઓ, બે દિવસ પહેલાં 23 નવેમ્બરે આપણે બધાએ શ્રી ગુરુ નાનક દેવજીની જયંતી મનાવી છે અને આગામી વર્ષે એટલે કે 2019માં આપણે તેમનું 550મું પ્રકાશપર્વ મનાવવા જઈ રહ્યા છીએ. ગુરુ નાનક દેવજીએ હંમેશાં સમગ્ર માનવતાના કલ્યાણ માટે જ વિચાર્યું. તેમણે સમાજને હંમેશાં સત્ય, કર્મ, સેવા, કરુણા અને સૌહાર્દનો માર્ગ દેખાડ્યો. દેશ આગામી વર્ષે ગુરુ નાનક દેવજીની 550મી જયંતી સમારોહને ભવ્ય રૂપમાં મનાવશે. તેનો રંગ દેશ જ નહીં, દુનિયાભરમાં વિખરાશે. બધી રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પણ આ અવસરને ધામધૂમથી મનાવવાનો અનુરોધ કરાયો છે. આ રીતે ગુરુ નાનક દેવજીના સાથે જોડાયેલા પવિત્ર સ્થળોના માર્ગ પર એક ટ્રેન પણ ચલાવાશે. હમણાં જ જ્યારે હું તેને સંબંધિત એક બેઠક કરી રહ્યો હતો તો મને તે સમયે લખપત સાહિબ ગુરુદ્વારાની યાદ આવી. ગુજરાતના 2001ના ભૂકંપ દરમિયાન તે ગુરુદ્વારાને ખૂબ જ નુકસાન થયું હતું, પરંતુ જે રીતે સ્થાનિક લોકો સાથે મળીને રાજ્ય સરકારે તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો તે આજે પણ એક ઉદાહરણ છે.
ભારત સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે, કરતારપુર કૉરિડોર બનાવવાનો, જેથી આપણા દેશના યાત્રીઓ સરળતાથી પાકિસ્તાનમાં, કરતારપુરમાં ગુરુ નાનક દેવજીના તે પવિત્ર સ્થળ પર દર્શન કરી શકે.
મારા પ્રિય દેશવાસીઓ, 50 એપિસૉડ પછી આપણે ફરી એક વાર મળીશું, આગામી ‘મન કી બાત’માં અને મને વિશ્વાસ છે કે આજે ‘મન કી બાત’ના આ કાર્યક્રમ પાછળની ભાવનાઓ મને પહેલી વાર તમારી સમક્ષ રાખવાનો મોકો મળ્યો કારણકે તમે લોકોએ એવા જ સવાલ પૂછ્યા, પરંતુ આપણી આ યાત્રા ચાલુ રહેશે. તમારો સાથ જેટલો વધુ જોડાશે, તેટલી આપણી યાત્રા વધુ ગાઢ બનશે અને દરેકને સંતોષ આપનારી બનશે. ક્યારેકક્યારેક લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે ‘મન કી બાત’થી મને શું મળ્યું? હું આજે કહેવા માગીશ કે ‘મન કી બાત’ના જે પ્રતિભાવો આવે છે તેમાં એક વાત મારા મનને સ્પર્શી જાય છે. મોટા ભાગના લોકોએ કહ્યું કે જ્યારે અમે પરિવારનાં બધાં સાથે બેસીને ‘મન કી બાત’ સાંભળીએ છીએ તો એવું લાગે છે કે આપણા પરિવારના વડીલ આપણી વચ્ચે બેસીને આપણી પોતાની જ વાતોને આપણી સાથે વહેંચી રહ્યા છે. જ્યારે આ વાત મેં વ્યાપક રૂપે સાંભળી તો મને ઘણો સંતોષ થયો કે હું તમારો છું, તમારામાંથી જ છું અને એક રીતે હું પણ તમારા પરિવારના સભ્યોના રૂપમાં જ ‘મન કી બાત’ના માધ્યમથી વારંવાર આવતો રહીશ, તમારી સાથે જોડાતો રહીશ. તમારાં સુખદુઃખ, મારાં સુખદુઃખ, તમારી આકાંક્ષા, મારી આકાંક્ષા. તમારી મહત્ત્વાકાંક્ષા, મારી મહત્ત્વાકાંક્ષા.
આવો, આ યાત્રાને આપણે વધુ આગળ વધારીએ.
ખૂબ-ખૂબ આભાર.
મારા પ્રિય દેશવાસીઓ, આપ સહુને નમસ્કાર. 31 ઓક્ટોબર આપણા સહુના પ્રિય સરદાર વલ્લભભાઈ પટેલની જયંતી, અને દર વર્ષની જેમ ‘Run For Unity’ માં દેશના યુવાનો એકતા માટે દોડવા તૈયાર થઈ ગયા છે. હવે તો ઋતુ પણ ઘણી સારી થઈ ગઈ છે. આ ‘Run For Unity’ માટે જોશને ઓર વધારનારું પરિબળ છે. મારો અનુરોધ છે કે તમે બધાં બહુ મોટી સંખ્યામાં એકતાની આ દોડ ‘Run For Unity’માં અવશ્ય ભાગ લો. સ્વતંત્રતાના લગભગ સાડા છ મહિના પહેલાં, 27 જાન્યુઆરી 1947ના રોજ વિશ્વના પ્રસિદ્ધ International Magazine, ‘Time’Magazine’એ જે સંસ્કરણ પ્રકાશિત કર્યું હતું તેના મુખપૃષ્ઠ પર સરદાર પટેલની તસવીર હતી. પોતાની મુખ્ય સ્ટૉરીમાં તેમણે ભારતનો એક નકશો છાપ્યો હતો અને તે આજે આપણે જોઈએ છીએ તેવો નકશો નહોતો. તે અનેક ભાગોમાં વહેંચાયેલા ભારતનો નકશો હતો. ત્યારે 550થી વધુ રજવાડાં હતાં. ભારત સંદર્ભે અંગ્રેજોને કોઈ રસ રહ્યો નહોતો, પરંતુ તેઓ આ દેશને છિન્નભિન્ન કરીને છોડવા માગતા હતા. ‘Time’Magazine’એ લખ્યું હતું કે ભારત પર વિભાજન, હિંસા, ખાદ્યાન્ન સંકટ, મોંઘવારી અને સત્તાની રાજનીતિ જેવા ખતરા ઝળુંબતા હતા. ‘Time’Magazine’ આગળ લખે છે કે આ બધાંની વચ્ચે દેશને એકતાના સૂત્રમાં પરોવવા અને જખ્મોને ભરવાની ક્ષમતા જો કોઈમાં હોય તો તે છે સરદાર વલ્લભભાઈ પટેલ. ‘Time’Magazine’ની સ્ટૉરી લોહપુરુષના જીવનનાં બીજાં પાસાંઓને પણ ઉજાગર કરે છે. કેવી રીતે તેમણે 1920ના દશકમાં અમદાવાદમાં આવેલા પૂર સંદર્ભે રાહત કાર્યોની વ્યવસ્થા કરી. કેવી રીતે તેમણે બારડોલી સત્યાગ્રહને દિશા આપી. દેશ માટે તેમની પ્રમાણિકતા અને પ્રતિબદ્ધતા એવી હતી કે ખેડૂત, મજૂરોથી લઈને ઉદ્યોગપતિ સુધી, બધાં જ તેમના પર ભરોસો કરતા હતા. ગાંધીજીએ સરદાર પટેલને કહ્યું હતું કે રાજ્યોની સમસ્યાઓ એટલી વિકટ છે કે માત્ર તમે જ તેનો ઉકેલ લાવી શકો છો અને સરદાર પટેલે એક-એક કરીને સમાધાન કાઢ્યાં અને દેશને એકતાના સૂત્રમાં પરોવવાના અસંભવિત કાર્યને પૂરું કરીને દેખાડ્યું. તેમણે બધાં રજવાડાંઓનું ભારતમાં વિલિનીકરણ કર્યું. પછી તે જૂનાગઢ હોય કે હૈદરાબાદ, ત્રાવણકોર હોય કે પછી રાજસ્થાનનાં રજવાડાં- એ સરદાર પટેલ જ હતા જેમની સૂઝબૂઝ અને રણનીતિક કૌશલ્યથી આજે આપણે એક હિન્દુસ્તાન જોઈ શકીએ છીએ. એકતાના બંધનમાં બંધાયેલા આ રાષ્ટ્રને, આપણી ભારત માતાને જોઈને આપણે સ્વાભાવિક રીતે સરદાર વલ્લભભાઈ પટેલનું પુણ્યસ્મરણ કરીએ છીએ. આ 31 ઓક્ટોબરના રોજ સરદાર પટેલની જયંતી ઓર વિશેષ બની રહેવાની છે- આ દિવસે સરદાર પટેલને સાચી શ્રદ્ધાંજલી આપતા આપણે Statue Of Unity રાષ્ટ્રને સમર્પિત કરીશું. ગુજરાતમાં નર્મદા નદીના તટ પર સ્થાપિત આ પ્રતિમાની ઊંચાઈ અમેરિકાની Statue Of Libertyથી બમણી છે. તે વિશ્વની સૌથી ઊંચી ગગનચુંબી પ્રતિમા છે. દરેક ભારતીય એ વાત પર હવે ગર્વ કરી શકશે કે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા ભારતની ધરતી પર છે. તે સરદાર પટેલ જે જમીન સાથે જોડાયેલા હતા, હવે આકાશની શોભા પણ વધારશે. મને આશા છે કે દેશનો દરેક નાગરિક મા ભારતીની આ મહાન ઉપલબ્ધિ માટે વિશ્વની સામે ગર્વની સાથે છાતી કાઢીને, માથું ઊંચું કરીને તેનું ગૌરવગાન કરશે અને સ્વાભાવિક છે કે દરેક હિન્દુસ્તાનીને Statue Of Unity જોવાનું મન થશે અને મને વિશ્વાસ છે કે હિન્દુસ્તાનના દરેક ખૂણેથી લોકો, હવે તેને પણ પોતાના એક ખૂબ જ પ્રિય પ્રવાસ સ્થળ તરીકે પસંદ કરશે.
મારા પ્રિય ભાઈઓ અને બહેનો, કાલે જ આપણે દેશવાસીઓએ Ínfantry day’ મનાવ્યો છે. હું તે બધાને નમન કરું છું. જે ભારતીય સેનાનો હિસ્સો છે. હું આપણા સૈનિકોના પરિવારને પણ તેમના સાહસ માટે સલામ કરું છું, પરંતુ શું તમે જાણો છો કે આપણે સહુ હિન્દુસ્તાનના નાગરિકો આ Ínfantry day’ શા માટે મનાવીએ છીએ? આ એ જ દિવસ છે, જ્યારે ભારતીય સેનાના જવાન કાશ્મીરની ધરતી પર ઉતર્યા હતા અને ઘૂસણખોરોથી ખીણની રક્ષા કરી હતી. આ ઐતિહાસિક ઘટનાનો પણ સરદાર વલ્લભભાઈ પટેલ સાથે સીધો સંબંધ છે. હું ભારતના મહાન સૈન્ય અધિકારી રહી ચૂકેલા સામ માણેકશૉનો એક જૂનો ઇન્ટરવ્યૂ વાંચી રહ્યો હતો. તે ઇન્ટરવ્યૂમાં Field Marshal માણેકશૉ તે સમયને યાદ કરી રહ્યા હતા જ્યારે તેઓ કર્નલ હતા. આ જ દરમિયાન ઓક્ટોબર 1947માં, કાશ્મીરમાં સૈન્ય અભિયાન શરૂ થયું હતું. Field Marshal માણેકશૉએ જણાવ્યું હતું કે કઈ રીતે એક બેઠક દરમિયાન કાશ્મીરમાં સેના મોકલવામાં થઈ રહેલા વિલંબ માટે સરદાર વલ્લભભાઈ પટેલ નારાજ થઈ ગયા હતા. સરદાર પટેલે બેઠક દરમિયાન પોતાના ખાસ અંદાજમાં તેમની તરફ જોયું અને કહ્યું કે કાશ્મીરમાં સૈન્ય અભિયાનમાં જરા પણ વિલંબ ન થવો જોઈએ અને જેમ બને તેમ જલદી તેનું સમાધાન કાઢવામાં આવે. તે પછી સેનાના જવાનોએ કાશ્મીર ભણી વિમાનમાં ઉડાન ભરી અને આપણે જોયું કે કઈ રીતે સેનાને સફળતા મળી. 31 ઑક્ટોબરે આપણાં ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રીમતી ઈન્દિરા ગાંધીજીની પણ પુણ્યતિથિ છે. ઈન્દિરાજીને પણ આદરપૂર્વક શ્રદ્ધાંજલી.
મારા પ્રિય દેશવાસીઓ, રમત કોને પસંદ નથી. રમત જગતમાં spirit, strength, skill, stamina – આ બધી વાતો ઘણી જ મહત્ત્વપૂર્ણ છે. તે કોઈ પણ ખેલાડીની સફળતાની કસોટી હોય છે અને આ જ ચારેય ગુણો કોઈપણ રાષ્ટ્રના નિર્માણ માટે પણ મહત્ત્વપૂર્ણ હોય છે. કોઈ પણ દેશના યુવાનોની અંદર જો તે હોય તો તે દેશ ન માત્ર અર્થવ્યવસ્થા, વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી જેવાં ક્ષેત્રોમાં પ્રગતિ કરશે, પરંતુ સ્પૉર્ટ્સમાં પણ પોતાનો ઝંડો ફરકાવશે. હાલમાં જ મારી બે યાદગાર મુલાકાતો થઈ. પહેલાં જાકાર્તામાં થયેલા એશિયન પેરા ગૅમ્સ 2018ના આપણા પેરા ઍથ્લેટ્સને મળવાનો મોકો મળ્યો. આ રમતોમાં ભારતે કુલ 72 ચંદ્રકો જીતીને નવો વિક્રમ બનાવ્યો અને ભારતનું ગૌરવ વધાર્યું. આ બધા પ્રતિભાવાન પેરા ઍથ્લેટ્સ સાથે મને અંગત રીતે મળવાનું સૌભાગ્ય મળ્યું અને મેં તેમને અભિનંદન આપ્યા. તેમની દૃઢ ઈચ્છાશક્તિ અને દરેક વિપરિત પરિસ્થિતિ સામે લડીને આગળ વધવાની ધગશ બધાં દેશવાસીઓને પ્રેરિત કરનારી છે. આ જ રીતે આર્જેન્ટિનામાં થયેલી સમર યૂથ ઑલિમ્પિક્સ 2018ના વિજેતાઓને મળવાની તક મળી. તમને એ જાણીને પ્રસન્નતા થશે કે યૂથ ઑલિમ્પિક્સ 2018માં આપણા યુવાનોએ અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. આ આયોજનમાં આપણે 13 ચંદ્રકો ઉપરાંત mix eventsમાં 3 બીજા ચંદ્રકો પણ મેળવ્યા. તમને યાદ હશે કે આ વખતે એશિયાઈ રમતોમાં પણ ભારતનું પ્રદર્શન શ્રેષ્ઠ રહ્યું હતું. જુઓ, છેલ્લી કેટલીક મિનિટોમાં મેં કેટલી વાર, અત્યાર સુધીનું શ્રેષ્ઠ, અત્યાર સુધીનું સૌથી શાનદાર એવા શબ્દોનો પ્રયોગ કર્યો. આ છે આજની ભારતીય રમતોની કહાણી જે દિવસે ને દિવસે નવી ઊંચાઈઓને સ્પર્શી રહી છે. ભારત માત્ર રમતોમાં જ નહીં, પરંતુ એ ક્ષેત્રોમાં પણ નવા વિક્રમો બનાવી રહ્યું છે જેના વિશે ક્યારેય વિચારાયું પણ નહોતું. ઉદાહરણ માટે હું તમને પેરા ઍથ્લીટ નારાયણ ઠાકુર વિશે જણાવવા માગું છું જેમણે 2018ની એશિયન પેરા ગૅમ્સમાં દેશ માટે એથ્લેટિક્સમાં ગૉલ્ડ મેડલ જીત્યો છે. તે જન્મથી જ દિવ્યાંગ છે. જ્યારે તેઓ આઠ વર્ષના થયા તેમણે પોતાના પિતાને ગુમાવી દીધા. પછી આગામી આઠ વર્ષ તેમણે એક અનાથાલયમાં વિતાવ્યાં. અનાથાલય છોડ્યા પછી જિંદગીની ગાડી ચલાવવા માટે DTCની બસોને સાફ કરવા અને દિલ્હીમાં રસ્તાના કિનારે ઢાબામાં વેઇટર તરીકે કામ કર્યું. આજે તે જ નારાયણ international eventsમાં ભારત માટે સુવર્ણ ચંદ્રક જીતી રહ્યા છે. એટલું જ નહીં, ભારતની રમતોમાં ઉત્કૃષ્ટતાના વધતા દાયરાને જુઓ, ભારતે જુડોમાં ક્યારેય પણ, પછી તે સિનિયર લેવલ હોય કે જુનિયર લેવલ, કોઈ પણ ઑલિમ્પિક મેડલ જીત્યો નથી. પરંતુ તબાબી દેવીએ youth olympicsમાં જુડોમાં રજત ચંદ્રક જીતીને ઇતિહાસ સર્જી દીધો. 16 વર્ષની યુવા ખેલાડી તબાબી દેવી મણિપુરના એક ગામની રહેવાસી છે. તેમના પિતા એક મજૂર છે જ્યારે માતા માછલી વેચવાનું કામ કરે છે. તેમના પરિવાર સામે અનેક વાર એવો સમય પણ આવ્યો જ્યારે તેમની પાસે ભોજનના પૈસા પણ ન હોય. આવી પરિસ્થિતિઓમાં પણ તબાબી દેવીની હિંમત ડગી નહીં. અને તેમણે દેશ માટે મેડલ જીતીને ઇતિહાસ રચ્યો. આવી તો અગણિત કથાઓ છે. દરેક જીવન પ્રેરણાસ્રોત છે. દરેક યુવા ખેલાડી, તેમની ધગશ New Indiaની ઓળખ છે.
મારા પ્રિય દેશવાસીઓ, તમને બધાને યાદ હશે કે આપણે 2017માં Fifa Under 17 World Cupનું સફળ આયોજન કર્યું હતું. સમગ્ર વિશ્વએ ખૂબ જ સફળ ટુર્નામેન્ટ તરીકે તેની પ્રશંસા પણ કરી હતી. Fifa Under 17 World Cupમાં દર્શકોની સંખ્યાની બાબતમાં પણ એક નવો કીર્તિમાન રચાયો હતો. દેશના અલગ-અલગ સ્ટેડિયમમાં 12 લાખથી વધુ લોકોએ ફૂટબૉલ મેચોનો આનંદ લીધો અને યુવા ખેલાડીઓની હિંમત વધારી. આ વર્ષે ભારતને ભુવનેશ્વરમાં પુરુષ હૉકી વિશ્વ કપ 2018ના આયોજનનું સૌભાગ્ય મળ્યું છે. હૉકી વિશ્વ કપ 28 નવેમ્બરથી પ્રારંભ થઈને 16 ડિસેમ્બર સુધી ચાલશે. દરેક ભારતીય ચાહે તે કોઈ પણ રમત રમતો હોય કે કોઈ પણ ખેલમાં તેની રૂચિ હોય, તેના મનમાં હૉકી પ્રત્યે એક લગાવ અવશ્ય હોય છે. ભારતનો હૉકીમાં એક સ્વર્ણિમ ઇતિહાસ રહ્યો છે. ભૂતકાળમાં ભારતને અનેક પ્રતિયોગિતાઓમાં સુવર્ણ ચંદ્રકો મળ્યા છે અને એક વાર વિશ્વ કપ વિજેતા પણ રહ્યું છે. ભારતે હૉકીને અનેક મહાન ખેલાડીઓ પણ આપ્યા છે. વિશ્વમાં જ્યારે પણ હૉકીની ચર્ચા થશે તો ભારતના આ મહાન ખેલાડીઓ વિના હૉકીની કહાણી અધૂરી રહેશે. હૉકીના જાદુગર મેજર ધ્યાનચંદથી તો આખી દુનિયા પરિચિત છે. તેમના પછી બલવિંદરસિંહ સિનિયર, લેસ્લી ક્લૉડિયસ, મોહમ્મદ શાહિદ, ઉધમસિંહથી લઈને ધનરાજ પિલ્લઈ સુધી હૉકીએ એક મોટી મજલ કાપી છે. આજે પણ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ પોતાના પરિશ્રમ અને લગનના કારણે મળી રહેલી સફળતાથી હૉકીની નવી પેઢીને પ્રેરિત કરી રહ્યા છે. ખેલ પ્રેમીઓ માટે રોમાંચક મેચોને જોવાની એક સારી તક છે. ભુવનેશ્વર જાવ અને ન માત્ર ભારતીય ટીમનો ઉત્સાહ વધારો પરંતુ બધી ટીમોને પ્રોત્સાહિત કરો. ઓડિશા એક એવું રાજ્ય છે જેનો પોતાનો ગૌરવપૂર્ણ ઇતિહાસ છે, સમૃદ્ધ, સાંસ્કૃતિક વારસો છે અને ત્યાંના લોકો પણ ઉષ્માસભર હોય છે. ખેલ પ્રેમીઓ માટે આ ઓડિશાદર્શનનો પણ ઘણો મોટો અવસર છે આ દરમ્યાન રમતનો આનંદ ઉઠાવવાની સાથે તમે કોર્ણાકનું સૂર્ય મંદિર, પુરીમાં ભગવાન જગન્નાથ મંદિર અને ચિલ્કા લૅક સહિત અનેક વિશ્વપ્રસિદ્ધ દર્શનીય અને પવિત્ર સ્થળો પણ જરૂર જોઈ શકો છો. હું આ પ્રતિયોગિતા માટે ભારતીય પુરુષ હૉકી ટીમને શુભકામનાઓ પાઠવું છું અને તેમને વિશ્વાસ અપાવું છું કે સવા સો કરોડ ભારતીય તેમની સાથે અને તેમના સમર્થનમાં ઊભા છે અને ભારત આવનારી વિશ્વની બધી ટીમોને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું.
મારા પ્રિય દેશવાસીઓ, સામાજિક કાર્ય માટે જે રીતે લોકો આગળ આવી રહ્યા છે, તે માટે સ્વયંસેવક બની રહ્યા છે, તે બધાં દેશવાસીઓ માટે પ્રેરણાદાયક છે, જોશ ભરનારું છે. આમ પણ સેવા પરમો ધર્મઃ તે ભારતનો વારસો છે. સદીઓ જૂની આપણી પરંપરા છે અને સમાજનાં દરેક ખૂણામાં, દરેક ક્ષેત્રમાં તેની સુગંધ આજે પણ આપણે અનુભવતા હોઈએ છીએ. પરંતુ નવા યુગમાં, નવી રીતે, નવી પેઢી, નવા ઉમંગથી, નવા ઉત્સાહથી, નવાં સપનાં લઈને આ કામોને કરવા માટે આજે આગળ આવી રહી છે. ગત દિવસો હું એક કાર્યક્રમમાં ગયો હતો જ્યાં એક પૉર્ટલ લૉન્ચ કરવામાં આવ્યું, જેનું નામ છે- ‘Self 4 Society’. MyGov અને દેશની આઈ.ટી. અને ઇલેક્ટ્રૉનિક્સ ઇન્ડસ્ટ્રીએ પોતાના કર્મચારીઓને સામાજિક પ્રવૃત્તિઓ માટે પ્રેરિત કરવા અને તેમને તેના અવસરો ઉપલબ્ધ કરવા માટે આ પૉર્ટલને લૉન્ચ કર્યું છે. આ કાર્ય માટે તેમનામાં જે ઉત્સાહ અને લગન છે તેને જોઈને દરેક ભારતીયને ગર્વ અનુભવાશે. IT to Society, મૈં નહીં હમ, અહમ્ નહીં વયમ્, સ્વથી સમષ્ટિ સુધીની યાત્રાની તેમાં સુગંધ છે. કોઈ બાળકોને ભણાવી રહ્યું છે તો કોઈ વૃદ્ધોને ભણાવી રહ્યું છે. કોઈ સ્વચ્છતામાં જોડાયેલું છે તો કોઈ ખેડૂતોની મદદ કરી રહ્યું છે અને તે બધું કરવા પાછળ કોઈ લાલસા નથી, પરંતુ તેમાં સમર્પણ અને સંકલ્પનો નિઃસ્વાર્થ ભાવ છે. એક યુવા તો દિવ્યાંગોની “વ્હીલચૅર બાસ્કેટબૉલ ટીમ” ની મદદ માટે પોતે વ્હીલચૅર બાસ્કેટબૉલ શીખ્યો. આ જે ધગશ છે, આ જે સમર્પણ છે- આ મિશન સાથે ચાલતી પ્રવૃત્તિ છે. શું કોઈ હિન્દુસ્તાનીને આ વાતનો ગર્વ નહીં થાય? જરૂર થશે. ‘મૈં નહીં હમ’ની આ ભાવના આપણને બધાંને પ્રેરિત કરશે.
મારા પ્રિય દેશવાસીઓ, આ વખતે જ્યારે હું ‘મન કી બાત’ માટે તમારાં સૂચનો જોઈ રહ્યો હતો તો મને પુડુચેરીથી શ્રી મનીષ મહાપાત્રની એક ખૂબ જ રોચક ટીપ્પણી જોવા મળી. તેમણે MyGov પર લખ્યું છે- ‘કૃપા કરીને તમે ‘મન કી બાત’માં એ વિશે વાત કરો કે કેવી રીતે ભારતની જનજાતિઓનાં રીતિરિવાજો અને પરંપરાઓ પ્રકૃતિની સાથે સહઅસ્તિત્વનાં શ્રેષ્ઠ ઉદાહરણ છે. ટકાઉ વિકાસ માટે કેવી રીતે તેમની પરંપરાઓને આપણે આપણા જીવનમાં અપનાવવાની આવશ્યકતા છે, તેમનામાંથી કંઈક શીખવાની જરૂર છે.’ મનીષજી- આ વિષયને ‘મન કી બાત’ના શ્રોતાઓ વચ્ચે રાખવા માટે હું તમારી પ્રશંસા કરું છું. આ એક એવો વિષય છે જે આપણને આપણા ગૌરવપૂર્ણ અતીત અને સંસ્કૃતિની તરફ જોવા માટે પ્રેરિત કરે છે. આજે સમગ્ર વિશ્વ વિશેષ રૂપે પશ્ચિમના દેશો પર્યાવરણ સંરક્ષણની ચર્ચા કરી રહ્યા છે અને સંતુલિત જીવનશૈલી- Balanced life માટે નવા રસ્તાઓ શોધી રહ્યા છે. આમ તો, આપણું ભારત વર્ષ પણ આ સમસ્યાથી મુક્ત નથી, પરંતુ તેના હલ માટે આપણે બસ, આપણી અંદર ડોકિયું કરવાનું છે, આપણા સમૃદ્ધ ઇતિહાસ અને પરંપરાઓને જોવાની છે, અને ખાસ કરીને આપણા જનજાતીય સમુદાયોની જીવનશૈલીને સમજવાની છે. પ્રકૃતિની સાથે સામંજસ્ય બનાવીને રહેવું આપણા આદિવાસી સમુદાયોની સંસ્કૃતિમાં સામેલ રહ્યું છે. આપણાં આદિવાસી ભાઈઓ-બહેનો વૃક્ષો-છોડવાઓ અને ફૂલોની પૂજા દેવી-દેવતાઓની જેમ કરે છે. મધ્ય ભારતની ભીલ જનજાતિમાં વિશેષ કરીને, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢના લોકો પીપળો અને અર્જુન જેવાં વૃક્ષોની શ્રદ્ધાપૂર્વક પૂજા કરે છે. રાજસ્થાન જેવી મરુભૂમિમાં બિશ્નોઈ સમાજે પર્યાવરણ સંરક્ષણનો રસ્તો આપણને દેખાડ્યો છે. ખાસ કરીને વૃક્ષોનાં સંરક્ષણના સંદર્ભમાં તેમને પોતાના જીવનનો ત્યાગ કરવો સ્વીકાર્ય છે પરંતુ એક પણ ઝાડને નુકસાન થાય તે તેમને મંજૂર નથી. અરુણાચલના મિશમી, વાઘોની સાથે પોતાનો સંબંધ હોવાનો દાવો કરે છે. તેમને તેઓ પોતાનાં ભાઈબહેન સુદ્ધાં માને છે. નાગાલેન્ડમાં પણ વાઘને વનના રક્ષકના રૂપમાં જોવામાં આવે છે. મહારાષ્ટ્રમાં વારલી સમુદાયના લોકો વાઘને અતિથિ માને છે. તેમના માટે વાઘની હાજરી સમૃદ્ધિ લાવનાર હોય છે. મધ્ય ભારતમાં કોલ સમુદાય માં એક માન્યતા છે કે તેમનું પોતાનું ભાગ્ય વાઘ સાથે જોડાયેલું છે. જો વાઘને ભોજન ન મળ્યું તો ગામને પણ ભૂખ્યા રહેવું પડશે- તેવી તેમની શ્રદ્ધા છે. મધ્ય ભારતની ગોંડ જનજાતિ સંવનનની ઋતુમાં કેથન નદીના કેટલાક હિસ્સાઓમાં માછલી પકડવાનું બંધ કરી દે છે. આ ક્ષેત્રોને તેઓ માછલીઓનું આશ્રયસ્થાન માને છે. આ પ્રથાના કારણે જ તેમને સ્વસ્થ અને ભરપૂર માત્રામાં માછલીઓ મળે છે. આદિવાસી સમુદાય પોતાનાં ઘરોને કુદરતી સામગ્રીથી બનાવે છે. તે મજબૂત હોવાની સાથેસાથે પર્યાવરણને અનુકૂળ પણ હોય છે. દક્ષિણ ભારતના નીલગિરી પઠારનાં એકાંત ક્ષેત્રોમાં એક નાનકડો વિચરતો સમુદાય-તોડા, પારંપરિક રીતે તેમની વસાહતો સ્થાનિક સ્તર પર ઉપલબ્ધ ચીજોથી જ બનેલી હોય છે.
મારા પ્રિય ભાઈઓ-બહેનો, એ સત્ય છે કે આદિવાસી સમુદાય ખૂબ જ શાંતિપૂર્ણ અને પરસ્પર મેળાપની સાથે રહેવામાં વિશ્વાસ રાખે છે, પરંતુ જ્યારે કોઈ તેમનાં પ્રાકૃતિક સંસાધનોને નુકસાન કરી રહ્યું હોય તો તેઓ પોતાના અધિકારો માટે લડવાથી ડરતા પણ નથી. એ આશ્ચર્યની વાત નથી કે આપણા સૌથી પહેલા સ્વાતંત્ર્ય સેનાનીઓમાં આદિવાસી સમુદાયના લોકો જ હતા. ભગવાન બિરસા મુંડાને કોણ ભૂલી શકે છે જેમણે પોતાની વન્ય ભૂમિની રક્ષા માટે બ્રિટિશ શાસન સામે કઠોર સંઘર્ષ કર્યો. મેં જે પણ વાત કહી છે તેની સૂચિ ઘણી લાંબી છે. આદિવાસી સમુદાયના આવાં ઘણાં ઉદાહરણો છે જે આપણને શીખવાડે છે કે પ્રકૃતિની સાથે સામંજસ્ય બનાવીને કેવી રીતે રહેવાય અને આજે આપણી પાસે જંગલોની જે સંપદા બચી છે તેના માટે દેશ આપણા આદિવાસીઓનો ઋણી છે. આવો! આપણે તેમના પ્રત્યે આદરભાવ વ્યક્ત કરીએ.
મારા પ્રિય દેશવાસીઓ, ‘મન કી બાત’માં આપણે એ વ્યક્તિઓ અને સંસ્થાઓ વિશે વાત કરીએ છીએ જે સમાજ માટે કંઈક અસાધારણ કાર્ય કરી રહ્યા છે. એવાં કાર્યો જે પહેલી નજરે તો સાધારણ લાગે છે પરંતુ વાસ્તવમાં તેમનો આપણી માનસિકતા બદલવામાં, સમાજની દિશા બદલવામાં ગાઢ પ્રભાવ પડે છે. કેટલાક દિવસો પહેલાં હું પંજાબના ખેડૂત ભાઈ ગુરુબચનસિંહજી વિશે વાંચી રહ્યો હતો. એક સામાન્ય અને મહેનતુ ખેડૂત ગુરુબચનસિંહજીના દિકરાનાં લગ્ન હતાં. આ લગ્ન પહેલાં ગુરુબચનજીએ વેવાઈને કહ્યું હતું કે આપણે સાદગીથી લગ્ન કરીશું. જાન હોય, બીજી ચીજો હોય, કોઈ ઝાઝો ખર્ચો કરવાની જરૂર નથી. આપણે તેને બહુ જ સાદો પ્રસંગ રાખવો છે, પછી અચાનક તેમણે કહ્યું, પરંતુ મારી એક શરત છે અને આજકાલ જ્યારે લગ્નમાં શરતની વાત આવે છે તો સામાન્ય રીતે એવું જ લાગે કે સામેવાળા કોઈ મોટી માગણી કરવાના છે. કેટલીક એવી ચીજો માગશે જે કદાચ દીકરીના પરિવારજનો માટે આપવી મુશ્કેલ બને, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ભાઈ ગુરુબચનસિંહ હતા સીધાસાદા ખેડૂત, તેમણે વેવાઈને જે કહ્યું, જે શરત રાખી, તે આપણા સમાજની સાચી તાકાત છે. ગુરુબચનસિંહજીએ તેમને કહ્યું કે તમે મને વચન આપો કે હવે તમે ખેતમાં પરાળ નહીં બાળો. તમે વિચારી શકો છો કે કેટલી મોટી સામાજિક તાકાત છે આમાં. ગુરુબચનસિંહજીની આ વાત લાગે છે તો ઘણી મામૂલી પરંતુ તે બતાવે છે કે તેમનું વ્યક્તિત્વ કેટલું વિશાળ છે અને આપણે જોયું છે કે આપણા સમાજમાં આવા ઘણા પરિવારો હોય છે જે વ્યક્તિગત પ્રસંગને સમાજહિતના પ્રસંગમાં પરિવર્તિત કરી નાખે છે. શ્રીમાન ગુરુબચનસિંહના પરિવારે આવું જ એક ઉદાહરણ આપણી સામે બેસાડ્યું છે. મેં પંજાબના એક અન્ય ગામ કલ્લર માજરા વિશે વાંચ્યું છે જે નાભા પાસે છે. કલ્લર માજરા એટલા માટે ચર્ચિત બન્યું છે કારણકે ત્યાંના લોકો ધાનનો પરાળ સળગાવાના બદલે તેને જોતરીને તેને માટીમાં ભેળવી દે છે. તે માટે જે ટૅક્નૉલૉજી ઉપયોગમાં લાવવી પડે તેનો તેઓ જરૂર થી ઉપયોગ કરે છે. ભાઈ ગુરુબચનસિંહજીને અભિનંદન. કલ્લર માજરા અને તે બધી જગ્યાઓના લોકોને અભિનંદન જે વાતાવરણને સ્વચ્છ રાખવા માટે પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કરે છે. તમે બધાં સ્વસ્થ જીવનશૈલીના ભારતીય વારસાને એક સાચા ઉત્તરાધિકારી તરીકે આગળ વધારી રહ્યા છો. જે રીતે ટીપેટીપે સરોવર બને છે તેવી જ રીતે નાનીનાની જાગૃતિ અને સક્રિયતા અને સકારાત્મક કાર્ય હંમેશાં સકારાત્મક વાતાવરણ બનાવવામાં ઘણી મહત્ત્વની ભૂમિકા નિભાવે છે.
મારા પ્રિય દેશવાસીઓ, આપણા ગ્રંથોમાં કહેવાયું છેઃ-
ॐ द्यौः शान्तिः अन्तरिक्षं शान्तिः,
पृथिवी शान्तिः आपः शान्तिः औषधयः शान्तिः |
वनस्पतयः शान्तिः विश्वेदेवाः शान्तिः ब्रह्म शान्तिः,
सर्वं शान्तिः शान्तिरेव शान्तिः सामा शान्तिरेधि ||
ॐ शान्ति: शान्ति: शान्ति: ||
તેનો અર્થ છે, હે ઈશ્વર, ત્રણેય લોકમાં બધી બાજુ શાંતિનો વાસ હોય, જળમાં, પૃથ્વીમાં, આકાશમાં, અંતરિક્ષમાં, અગ્નિમાં, પવનમાં, ઔષધિમાં, વનસ્પતિમાં, ઉપવનમાં, અવચેતનમાં, સંપૂર્ણ બ્રહ્માંડમાં શાંતિ સ્થાપિત કરો. જીવમાત્રમાં, હૃદયમાં, મારામાં, તારામાં, જગતના કણ-કણમાં, દરેક જગ્યાએ શાંતિ સ્થાપિત કરો.
ॐ शान्ति: शान्ति: शान्ति: ||
જ્યારે પણ વિશ્વ શાંતિની વાત થાય છે તો તેના માટે ભારતનું નામ અને યોગદાન સ્વર્ણ અક્ષરોમાં અંકિત દેખાશે. ભારત માટે આ વર્ષે 11 નવેમ્બરનું વિશેષ મહત્ત્વ છે કારણકે 11 નવેમ્બરે આજથી 100 વર્ષ પૂર્વે પ્રથમ વિશ્વ યુદ્ધ સમાપ્ત થયું, તે સમાપ્તિને 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે અર્થાત્ તે દરમિયાન થયેલા ભારે વિનાશ અને જાનહાનિની સમાપ્તિની પણ એક સદી પૂર્ણ થઈ જશે. ભારત માટે પ્રથમ વિશ્વ યુદ્ધ એક મહત્ત્વપૂર્ણ ઘટના હતી. સાચા અર્થમાં કહેવામાં આવે તો આપણને તે યુદ્ધ સાથે સીધી રીતે કોઈ લેવાદેવા નહોતી. તેમ છતાં પણ આપણા સૈનિકો બહાદુરીથી લડ્યા અને બહુ મોટી ભૂમિકા નિભાવી, સર્વોચ્ચ બલિદાન આપ્યું. ભારતીય સૈનિકોએ દુનિયાને દેખાડ્યું કે જ્યારે યુદ્ધની વાત આવે છે તો તે કોઈનાથી પાછળ નથી. આપણા સૈનિકોએ દુર્ગમ ક્ષેત્રોમાં, વિષમ પરિસ્થિતિઓમાં પણ પોતાનું શૌર્ય દેખાડ્યું છે. તે બધાંની પાછળ એક જ ઉદ્દેશ્ય રહ્યો- શાંતિની પુનઃસ્થાપના. પ્રથમ વિશ્વ યુદ્ધમાં દુનિયાએ વિનાશનું તાંડવ જોયું. અનુમાનો મુજબ, લગભગ 1 કરોડ સૈનિક અને લગભગ એટલા જ નાગરિકોએ પોતાનો જીવ ગુમાવ્યો. તેનાથી સમગ્ર વિશ્વએ શાંતિનું મહત્ત્વ શું હોય છે તે સમજ્યું. છેલ્લાં 100 વર્ષોમાં શાંતિની પરિભાષા બદલાઈ ગઈ છે. આજે શાંતિ અને સૌહાર્દનો અર્થ માત્ર યુદ્ધ ન થવું તેવો નથી. ત્રાસવાદથી માંડીને ર્યાવરણમાં પરિવર્તન, આર્થિક વિકાસથી માંડીને સામાજિક ન્યાય, તે બધા માટે વૈશ્વિક સહયોગ અને સમન્વયની સાથે કામ કરવાની આવશ્યકતા છે. ગરીબમાં ગરીબ વ્યક્તિનો વિકાસ જ શાંતિનું સાચું પ્રતીક છે.
મારા પ્રિય દેશવાસીઓ, આપણા ઈશાન ભારતની વાત જ કંઈક ઓર છે. પૂર્વોત્તરનું પ્રાકૃતિક સૌંદર્ય અનુપમ છે અને ત્યાંના લોકો અત્યંત પ્રતિભાશાળી છે. આપણું ઈશાન ભારત હવે તેનાં તમામ શ્રેષ્ઠ કાર્યો માટે પણ જાણીતું છે. ઈશાન ભારત એક એવું ક્ષેત્ર છે જેણે જૈવિક ખેતીમાં પણ બહુ મોટી પ્રગતિ કરી છે. કેટલાક દિવસો પહેલાં સિક્કિમે ટકાઉ ખાદ્ય પ્રણાલીને પ્રોત્સાહન આપવા માટે પ્રતિષ્ઠિત ફ્યુચર પૉલિસી ગૉલ્ડ એવૉર્ડ 2018 જીત્યો છે. આ એવૉર્ડ સંયુક્ત રાષ્ટ્ર સાથે જોડાયેલા F.A.O. એટલે કે Food and Agriculture Organisation તરફથી આપવામાં આવે છે. તમને જાણીને પ્રસન્નતા થશે કે આ ક્ષેત્રમાં શ્રેષ્ઠ નીતિ નિર્ધારણ માટે આપવામાં આવતો આ પુરસ્કાર તે ક્ષેત્રમાં ઓસ્કાર સમાન છે. એટલું જ નહીં, આપણા સિક્કિમે 25 દેશોની 51 નામાંકિત નીતિઓને પાછળ છોડીને આ એવૉર્ડ જીત્યો, તે માટે હું સિક્કિમના લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.
મારા પ્રિય દેશવાસીઓ, ઓક્ટોબર સમાપ્ત થવા પર છે. ઋતુમાં પણ ઘણું પરિવર્તન અનુભવાઈ રહ્યું છે. હવે ઠંડીના દિવસો શરૂ થઈ ચૂક્યા છે અને મોસમ બદલવાની સાથોસાથ તહેવારોની મોસમ પણ આવી ગઈ છે. ધનતેરસ, દિવાળી, ભાઈબીજ, છઠ... એક રીતે કહેવાય કે નવેમ્બરનો મહિનો તહેવારોનો જ મહિનો છે. બધાં દેશવાસીઓને આ બધા તહેવારોની ઘણી ઘણી શુભકામનાઓ.
હું તમને સહુને અનુરોધ કરીશ કે આ તહેવારોમાં પોતાનું પણ ધ્યાન રાખો, પોતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો અને સમાજનાં હિતોનું પણ ધ્યાન રાખો. મને વિશ્વાસ છે કે આ તહેવારો નવા સંકલ્પનો અવસર છે. આ તહેવારો નવા નિર્ણયોનો અવસર છે. આ તહેવાર એક મિશન રૂપે આગળ વધવાનો, દૃઢ સંકલ્પ લેવાનો તમારા જીવનમાં પણ અવસર બની જાય. તમારી પ્રગતિ દેશની પ્રગતિનો એક મુખ્ય હિસ્સો છે. તમારી જેટલી પ્રગતિ થશે તેટલી જ દેશની પ્રગતિ થશે. મારી તમને સહુને ઘણીઘણી શુભકામનાઓ. ખૂબ ખૂબ ધન્યવાદ.
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. ભાગ્યે જ કોઈ ભારતીય હશે જેને આપણા સશસ્ત્ર દળો પર, આપણી સેનાના જવાનો પર ગર્વ ન હોય. પ્રત્યેક ભારતીય, ચાહે તે કોઈ પણ ક્ષેત્ર, જાતિ, ધર્મ, પંથ કે ભાષાનો કેમ ન હોય- આપણા સૈનિકો પ્રત્યે પોતાની ખુશી અભિવ્યક્ત કરવા અને સમર્થન દેખાડવા માટે હંમેશાં તત્પર રહે છે. ગઇકાલે ભારતના સવા સો કરોડ દેશવાસીઓએ “પરાક્રમ પર્વ” મનાવ્યું હતું. આપણે 2016માં થયેલી, તે સર્જિકલ સ્ટ્રાઇકને યાદ કરી, જ્યારે આપણા સૈનિકોએ આપણા રાષ્ટ્ર પર ત્રાસવાદની આડમાં પ્રૉક્સી વૉરની ધૃષ્ટતા કરનારાઓને જડબાતોડ જવાબ આપ્યો હતો. દેશમાં અલગ-અલગ સ્થાનો પર આપણાં સશસ્ત્ર દળોએ પ્રદર્શનો આયોજિત કર્યાં જેથી દેશના વધુમાં વધુ નાગરિકો, ખાસ કરીને યુવા પેઢી એ જાણી શકે કે આપણી તાકાત શું છે, આપણે કેટલા સક્ષમ છીએ અને આપણા સૈનિકો કેવી રીતે પોતાનો જાન જોખમમાં મૂકીને આપણા દેશવાસીઓની રક્ષા કરે છે. પરાક્રમ પર્વ જેવો દિવસ યુવાઓને આપણી સશસ્ત્ર સેનાના ગૌરવપૂર્ણ વારસાની યાદ અપાવે છે. અને દેશની એકતા અને અખંડતા સુનિશ્ચિત કરવા માટે આપણને પ્રેરિત કરે છે. મેં પણ વીરોની ભૂમિ રાજસ્થાનના જોધપુરમાં એક કાર્યક્રમમાં ભાગ લીધો, હવે તે નિશ્ચિત થઈ ચૂક્યું છે કે આપણા સૈનિકો એ બધાને જડબાતોડ જવાબ આપશે જે આપણા રાષ્ટ્રમાં, શાંતિ અને ઉન્નતિના વાતાવરણને નષ્ટ કરવાનો પ્રયાસ કરશે. આપણે શાંતિમાં વિશ્વાસ રાખીએ છીએ અને તેને ઉત્તેજન આપવા માટે પ્રતિબદ્ધ છીએ, પરંતુ સન્માન સાથે સમજૂતી કરીને અને તે પણ રાષ્ટ્રની સંપ્રભુતાની કિંમત પર, તો બિલકુલ નહીં. ભારત હંમેશાં શાંતિ પ્રત્યે વચનબદ્ધ અને સમર્પિત રહ્યો છે. 20મી સદીમાં બે વિશ્વયુદ્ધોમાં આપણા એક લાખથી વધુ સૈનિકોએ શાંતિ પ્રત્યે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું અને તે ત્યારે, જ્યારે આપણો તે યુદ્ધ સાથે કોઈ સંબંધ નહોતો. આપણી નજર ક્યારેય બીજી કોઈ ધરતી પર ક્યારેય નહોતી. તે તો શાંતિ પ્રત્યે આપણી પ્રતિબદ્ધતા હતી. કેટલાક દિવસ પહેલાં જ 23 સપ્ટેમ્બરે આપણે ઇઝરાયેલમાં હૈફા (Haifa)ની લડાઈનાં સો વર્ષ પૂરાં થવાં પર મૈસૂર, હૈદરાબાદ અને જોધપુર લેન્સર્સ (Lanceras)ના આપણા વીર સૈનિકોને યાદ કર્યા જેમણે આક્રાંતાઓથી હૈફાને મુક્તિ અપાવી હતી. તે પણ શાંતિની દિશામાં આપણા સૈનિકો દ્વારા કરવામાં આવેલું એક પરાક્રમ હતું. આજે પણ સંયુક્ત રાષ્ટ્રોના અલગ-અલગ શાંતિ રક્ષક દળોમાં ભારત સૌથી વધુ સૈનિકો મોકલનારા દેશોમાંથી એક છે. દાયકાઓથી આપણા બહાદુર સૈનિકોએ બ્લ્યુ હૅલ્મેટ પહેરીને વિશ્વમાં શાંતિ જાળવી રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.
મારા પ્રિય દેશવાસીઓ, આકાશની વાતો તો નિરાળી હોય જ છે, તેમાં કોઈ આશ્ચર્ય નથી કે આકાશમાં પોતાની શક્તિનો પરિચય આપીને ભારતીય વાયુ સેનાએ દરેક દેશવાસીનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. આપણને સુરક્ષાની અનુભૂતિ કરાવી છે. ગણતંત્ર દિવસ સમારોહ દરમિયાન લોકોને પરેડના જે હિસ્સાની ખૂબ જ આતુરતાથી રાહ હોય છે તેમાંની એક છે, “ફ્લાય પાસ્ટ” (Fly Past) જેમાં આપણી વાયુ સેના અજબગજબ કારનામાંઓની સાથે પોતાની શક્તિનું પ્રદર્શન કરે છે. 8 ઑક્ટોબરે આપણે ‘વાયુ સેના દિવસ’ મનાવીએ છીએ. 1932માં 6 પાઇલૉટ અને 19 વાયુ સૈનિકોની સાથે એક નાનકડી શરૂઆતથી આગળ વધતાં આપણી વાયુ સેના આજે 21મી સદીની સૌથી સાહસિક અને શક્તિશાળી વાયુ સેનામાં સમાવિષ્ટ થઈ ચૂકી છે. તે પોતાની રીતે એક યાદગાર યાત્રા છે. દેશ માટે પોતાની સેવા આપનારા બધા હવાઈ યૌદ્ધાઓ (Air Warriors) અને તેમના પરિવારને હું અંતઃકરણપૂર્વક અભિનંદન આપું છું. 1947માં જ્યારે પાકિસ્તાનના હુમલાખોરોએ એક અભૂતપૂર્વ હુમલો શરૂ કર્યો તો તે વખતે વાયુ સેના જ હતી જેણે શ્રીનગરને હુમલાખોરોથી બચાવવા માટે તે સુનિશ્ચિત કર્યું કે ભારતીય સૈનિક અને ઉપકરણ યુદ્ધના મેદાન સુધી સમયસર પહોંચી જાય. વાયુ સેનાએ 1965માં પણ દુશ્મનોને જડબાતોડ જવાબ આપ્યો હતો. 1971માં બાંગ્લાદેશની સ્વતંત્રતાની લડાઈ કોણ નથી જાણતું? 1999માં કારગિલને ઘૂસણખોરોના કબજાથી મુક્ત કરાવવામાં વાયુ સેનાની પણ ભૂમિકા મહત્ત્વની રહી છે. ટાઇગર હિલમાં દુશ્મનોનાં સ્થાનો પર રાતદિવસ બૉમ્બમારો કરીને વાયુ સેનાએ તેમને ધૂળ ચાટતા કરી દીધા. રાહત અને બચાવ કાર્ય હોય કે પછી આપત્તિ પ્રબંધન, આપણા હવાઈ યૌદ્ધાઓના પ્રશંસનીય કાર્ય માટે દેશ તેમના પ્રતિ કૃતજ્ઞ છે. તોફાન, વાવાઝોડું, પૂરથી લઈને જંગલની આગ સુધી પ્રાકૃતિક આપત્તિઓનો સામનો કરવા માટે અને દેશવાસીઓની મદદ કરવા માટે તેમનું મનોબળ અદભૂત રહ્યું છે. દેશમાં gender equality એટલે કે સ્ત્રી-પુરુષની સમાનતા સુનિશ્ચિત કરવામાં વાયુ સેનાએ ઉદાહરણ સ્થાપ્યું છે અને પોતાના પ્રત્યેક વિભાગનાં દ્વાર દેશની દીકરીઓ માટે ખોલી દીધાં છે. હવે તો વાયુ સેના મહિલાઓને શૉર્ટ સર્વિસ કમિશનની સાથે પરમેનન્ટ કમિશનનો વિકલ્પ પણ આપી રહી છે જેની ઘોષણા આ વર્ષે 15 ઑગસ્ટે મેં લાલ કિલ્લા પરથી કરી હતી. ભારત ગર્વથી કહી શકે છે કે ભારતની સેનામાં સશસ્ત્ર દળોમાં પુરુષ શક્તિ જ નહીં, સ્ત્રીશક્તિનું પણ એટલું જ યોગદાન બનતું જઈ રહ્યું છે. નારી સશક્ત તો છે જ, પરંતુ હવે સશસ્ત્ર પણ બની રહી છે.
મારા પ્રિય દેશવાસીઓ, ગત દિવસો નૌ સેનાના આપણા એક અધિકારી અભિલાષ ટૉમી પોતાના જીવન અને મૃત્યુની લડાઈ લડી રહ્યા હતા. સમગ્ર દેશ ચિંતિત હતો કે ટૉમીને કેવી રીતે બચાવી શકાય. તમને ખબર છે કે અભિલાષ ટૉમી એક ખૂબ જ સાહસી-વીર અધિકારી છે. તેઓ એકલા જ કોઈ પણ આધુનિક ટૅક્નૉલૉજી વગર એક નાનકડી હોડી લઈને વિશ્વ ભ્રમણ કરનારા પહેલા ભારતીય હતા. ગત 80 દિવસોથી, તેઓ દક્ષિણ હિન્દ મહાસાગરમાં ગૉલ્ડન ગ્લૉબ રૅસ (golden globe race)માં ભાગ લેવા માટે સમુદ્રમાં પોતાની ગતિને જાળવી રાખીને આગળ વધી રહ્યા હતા પરંતુ ભયાનક સમુદ્રી તોફાને તેમના માટે મુસીબત પેદા કરી દીધી પરંતુ ભારતની નૌ સેનાના આ વીર, સમુદ્ર વચ્ચે અનેક દિવસો સુધી જઝૂમતા રહ્યા, જંગ કરતા રહ્યા. તેઓ પાણીમાં ખાધાપીધા વગર લડતા રહ્યા. જિંદગીથી હાર ન માની. સાહસ, સંકલ્પશક્તિ, પરાક્રમનું એક અદભૂત ઉદાહરણ બન્યા- કેટલાક દિવસો પહેલાં મેં જ્યારે અભિલાષને સમુદ્રથી બચાવીને બહાર લઈ અવાયા, તો ટેલિફૉન પર તેમની સાથે વાત કરી. હું પહેલાં પણ ટૉમીને મળી ચૂક્યો હતો. આટલા સંકટથી બહાર આવ્યા પછી પણ તેમની જે હિંમત હતી, તેમનું દૃઢ મનોબળ હતું અને ફરી એક વાર આવું જ કંઈક પરાક્રમ કરવાનો જે સંકલ્પ તેમણે મને જણાવ્યો તે દેશની યુવા પેઢી માટે પ્રેરણારૂપ છે. હું અભિલાષ ટૉમીના ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું અને તેમનું આ સાહસ, તેમનું પરાક્રમ, તેમની સંકલ્પશક્તિ, જઝૂમવાની અને જીતવાની તાકાત આપણા દેશની યુવા પેઢીને જરૂર પ્રેરણા આપશે.
મારા પ્રિય દેશવાસીઓ, 2 ઑક્ટોબરનું આપણા રાષ્ટ્ર માટે શું મહત્વ છે, તે દરેક બાળક પણ જાણે છે. આ વર્ષની 2 ઑક્ટોબરનું એક વિશેષ મહત્ત્વ છે. આજથી બે વર્ષ માટે આપણે મહાત્મા ગાંધીની 150મી જયંતી નિમિત્તે વિશ્વભરમાં અનેક વિવિધ કાર્યક્રમો કરવાના છીએ. મહાત્મા ગાંધીના વિચારોએ પૂરી દુનિયાને પ્રેરિત કર્યા છે. ડૉ. માર્ટિન લ્યુથર કિંગ જુનિયર હોય કે પછી નેલ્સન મંડેલા જેવી મહાન વિભૂતિઓ, દરેકે ગાંધીજીના વિચારોમાંથી શક્તિ મેળવી અને પોતાના લોકોને સમાનતા અને સન્માનનો હક અપાવવા માટે તેઓ લાંબી લડાઈ લડી શક્યા. આજની ‘મન કી બાત’માં હું, તમારી સાથે પૂજ્ય બાપુના એક બીજા મહત્ત્વપૂર્ણ કાર્યની ચર્ચા કરવા માગું છું, જેને વધુમાં વધુ દેશવાસીઓએ જાણવું જોઈએ. 1941માં મહાત્મા ગાંધીએ કન્સ્ટ્રક્ટિવ પ્રૉગ્રામ (Constructive Programme) એટલે કે રચનાત્મક કાર્યક્રમના રૂપમાં કેટલાક વિચારોને લખવાનું શરૂ કર્યું. પછી 1945માં જ્યારે સ્વતંત્રતા સંગ્રામે વેગ પકડ્યો ત્યારે તેમણે તે વિચારોની સુધારેલી નકલ તૈયાર કરી. પૂજ્ય બાપુએ ખેડૂતો, ગામડાંઓ, શ્રમિકોના અધિકારોની રક્ષા, સ્વચ્છતા, શિક્ષણનો પ્રસાર જેવા અનેક વિષયો પર પોતાના વિચારોને દેશવાસીઓ સમક્ષ રાખ્યા છે. તેને ગાંધી ચાર્ટર (Gandhi Charter) પણ કહે છે. પૂજ્ય બાપુ લોક સંગ્રાહક હતા. લોકો સાથે જોડાઈ જવું અને તેમને પોતાની સાથે જોડી લેવા તે બાપુની વિશેષતા હતી. તે તેમના સ્વભાવમાં હતું. આ તેમના વ્યક્તિત્વની સૌથી અનોખી વિશેષતાના રૂપમાં દરેકે અનુભવ કર્યો છે. તેમણે પ્રત્યેક વ્યક્તિને એ અનુભવ કરાવ્યો કે તે દેશ માટે સૌથી મહત્ત્વપૂર્ણ અને નિતાંત આવશ્યક છે. સ્વતંત્રતા સંગ્રામમાં તેમનું સૌથી મોટું યોગદાન એ રહ્યું કે તેમણે તેને વ્યાપક જન આંદોલન બનાવી દીધું. સ્વતંત્રતા સંગ્રામના આંદોલનમાં મહાત્મા ગાંધીના આહવાન પર સમાજના દરેક ક્ષેત્ર, દરેક વર્ગના લોકોએ સ્વયંને સમર્પિત કરી દીધા. બાપુએ આપણને બધાને એક પ્રેરણાદાયક મંત્ર આપ્યો હતો જેને ઘણી વાર “ગાંધીજીના તલિસ્માન”ના નામે ઓળખવામાં આવે છે. તેમાં ગાંધીજીએ કહ્યું હતું, “હું તમને એક જન્તર આપું છું, જ્યારે પણ તમને સંદેહ હોય કે તમારો અહં તમારા પર સવાર થવા લાગે તો આ કસોટી અજમાવો, જે સૌથી ગરીબ અને નબળો માણસ તમે જોયો હોય તેનો ચહેરો યાદ કરો અને પોતાના હૃદયને પૂછો કે જે પગલું ભરવાનો તમે વિચાર કરી રહ્યા છો તે પગલું તે માણસ માટે કેટલું ઉપયોગી નિવડશે? શું તેનાથી તેને કોઈ લાભ થશે? શું તેનાથી તે પોતાના જ જીવન અને ભાગ્ય પર કંઈક કાબૂ રાખી શકશે? એટલે કે શું તેનાથી તે કરોડો લોકોને સ્વરાજ મળી શકશે જેઓ પેટ ભૂખ્યા છે અને આત્મા અતૃપ્ત છે? ત્યારે તમે જોશો કે તમારો સંદેહ મટી રહ્યો છે અને અહં સમાપ્ત થઈ રહ્યો છે.”
મારા પ્રિય દેશવાસીઓ, ગાંધીજીનો એક જંતર આજે પણ એટલો જ મહત્ત્વપૂર્ણ છે. આજે દેશમાં વધતો મધ્યમ વર્ગ, તેની વધતી જતી આર્થિક શક્તિ, વધતી જતી ખરીદ શક્તિ, શું આપણે કોઈ પણ ખરીદી કરવા જઈએ તો પળ ભર માટે પૂજ્ય બાપુનું સ્મરણ કરી શકીએ? પૂજ્ય બાપુના એ જંતરનું સ્મરણ કરી શકીએ? શું આપણે ખરીદી કરતી વખતે વિચારી શકીએ કે હું જે ચીજ ખરીદી રહ્યો છું કે ખરીદી રહી છું તેનાથી મારા દેશના કયા નાગરિકનું ભલું થશે? કોના ચહેરા પર ખુશી આવશે? કયો ભાગ્યશાળી હશે જેને સીધી કે આડકતરી રીતે તમારી ખરીદીથી લાભ થશે? અને ગરીબથી ગરીબને લાભ થશે તો મારી ખુશી અધિકથી અધિક હશે. ગાંધીજીના આ જંતરને યાદ કરીને આવનારા દિવસોમાં આપણે જ્યારે પણ કંઈક ખરીદીએ, ગાંધીજીની 150મી જયંતીને મનાવીએ છીએ ત્યારે આપણે જરૂર વિચારીએ કે આપણી દરેક ખરીદીથી કોઈ ને કોઈ દેશવાસીનું ભલું જરૂર થાય અને તેમાં પણ જેણે પોતાનો પરસેવો વહાવ્યો છે, જેણે પોતાના પૈસા લગાવ્યા છે, જેણે પોતાની પ્રતિભાને સમર્પિત કરી દીધી છે, તેવા બધાને કોઈ ને કોઈ લાભ થવો જોઈએ. આ જ તો ગાંધીનો જંતર છે, આ જ તો ગાંધીનો સંદેશ છે અને મને વિશ્વાસ છે કે સૌથી ગરીબ અને નબળો માણસ, તેના જીવનમાં તમારું એક નાનકડું પગલું બહુ મોટું પરિણામ લાવી શકે છે.
મારા પ્રિય દેશવાસીઓ, જ્યારે ગાંધીજીએ કહ્યું હતું કે સફાઈ કરશો તો સ્વતંત્રતા મળશે ત્યારે તેમને કદાચ એ ખબર નહીં હોય કે તે કેવી રીતે થશે- પરંતુ તે થયું, ભારતને સ્વતંત્રતા મળી. આ જ રીતે આજે આપણને પણ લાગી શકે છે કે મારા આ નાનકડા કાર્યથી પણ મારા દેશની આર્થિક પ્રગતિમાં, આર્થિક સશક્તિકરણમાં, ગરીબને ગરીબી વિરુદ્ધ લડાઈ લડવાની તાકાત દેવામાં મારો બહુ મોટો ફાળો હોઈ શકે છે અને હું માનું છું કે આજના યુગની આ જ સાચી દેશભક્તિ છે, આ જ પૂજ્ય બાપુને કાર્યાંજલી છે. જેમ કે, વિશેષ અવસરો પર ખાદી અને હૅન્ડલૂમનાં ઉત્પાદનો ખરીદવા વિશે વિચારીએ તો તેનાથી અનેક વણકરોને મદદ મળશે. કહે છે કે લાલબહાદુર શાસ્ત્રીજી ખાદીના જૂના કે ફાટેલાં વસ્ત્રોને પણ એટલા માટે સાચવીને રાખતાં હતાં, કારણકે તેમાં કોઈનો પરિશ્રમ છુપાયેલો હોય છે. તેઓ કહેતા હતા કે આ બધાં ખાદીનાં કપડાં ખૂબ જ મહેનતથી બનાવાયેલાં છે- તેનો એક એક તાંતણો કામમાં આવવો જોઈએ. દેશ સાથે લગાવ અને દેશવાસીઓ પ્રત્યે પ્રેમની આ ભાવના નાના કદકાઠીવાળા તે મહામાનવની રગેરગમાં વસેલી હતી. બે દિવસ પછી પૂજ્ય બાપુની સાથે જ આપણે શાસ્ત્રીજીની જયંતી પણ મનાવીશું. શાસ્ત્રીજીનું નામ આવતાં જ આપણે ભારતવાસીઓના મનમાં અસીમ શ્રદ્ધાનો ભાવ ઉમટી આવે છે. તેમનું સૌમ્ય વ્યક્તિત્વ દરેક દેશવાસીઓને હંમેશાં ગર્વથી ભરી દે છે.
લાલબહાદુર શાસ્ત્રીજીની એ વિશેષતા હતી કે બહારથી તેઓ અત્યાધિક વિનમ્ર દેખાતા હતા પરંતુ અંદરથી પહાડની જેમ તેઓ દૃઢ નિશ્ચયી હતા. ‘જય જવાન જય કિસાન’નું તેમનું સૂત્ર તેમના આ વિરાટ વ્યક્તિત્વની ઓળખ છે. રાષ્ટ્ર પ્રત્યે તેમની નિ:સ્વાર્થ તપસ્યાનું જ ફળ હતું કે તેમના દોઢ વર્ષના સંક્ષિપ્ત કાર્યકાળમાં તેઓ દેશના જવાનો અને ખેડૂતોને સફળતાના શિખર પર પહોંચાડવાના મંત્રો આપી ગયા.
મારા પ્રિય દેશવાસીઓ, આજે જ્યારે આપણે પૂજ્ય બાપુનું સ્મરણ કરી રહ્યા છીએ તો બહુ સ્વાભાવિક છે કે સ્વચ્છતાની વાત કર્યા વગર ન રહી શકીએ. 15 સપ્ટેમ્બરથી ‘સ્વચ્છતા જ સેવા’ નામનું એક અભિયાન શરૂ થયું. કરોડો લોકો આ અભિયાન સાથે જોડાયા અને મને પણ સૌભાગ્ય મળ્યું કે હું દિલ્લીની આંબેડકર સ્કૂલમાં બાળકો સાથે સ્વચ્છતા શ્રમદાન કરું. હું તે સ્કૂલમાં ગયો જેનો પાયો સ્વયં પૂજ્ય બાબાસાહેબે નાખ્યો હતો. દેશભરમાં દરેક વર્ગના લોકો આ 15 તારીખે આ શ્રમદાન સાથે જોડાયા. સંસ્થાઓએ પણ તેમાં રંગેચંગે પોતાનું યોગદાન આપ્યું. સ્કૂલના વિદ્યાર્થીઓ, કૉલેજના છાત્રો, એનસીસી(NCC), એનએસએસ(NSS), યુવાં સંગઠનો, Media Groups, કૉર્પોરેટ જગત, બધાએ, બધાએ મોટા સ્તર પર સ્વચ્છતા શ્રમદાન કર્યું. હું તે માટે આ બધા સ્વચ્છતાપ્રેમી દેશવાસીઓને હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આવો સાંભળીએ એક ફૉન કૉલ-
“નમસ્કાર! મારું નામ શૈતાનસિંહ, જિલ્લો બિકાનેર, તાલુકો – પૂગલ, રાજસ્થાનથી બોલું છું. હું પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ છું. મને બંને આંખોથી દેખાતું નથી. હું સંપૂર્ણ અંધ વ્યક્તિ છું તો હું એમ કહેવા માગું છું ‘મન કી બાત’માં, જે સ્વચ્છ ભારતનું મોદીજીએ પગલું ભર્યું હતું તે ઘણું સુંદર છે. અમે અંધજનો શૌચ માટે જવામાં પરેશાન થતા હતા. હવે શું છે કે દરેક ઘરમાં શૌચાલય બની ગયું છે તો અમારો ઘણો સારો ફાયદો થયો છે તેમાં. આ પગલું ઘણું જ સુંદર ઉઠાવ્યું હતું અને આગળ પણ આ કામ ચાલતું રહેવું જોઈએ.”
ખૂબ-ખૂબ ધન્યવાદ! તમે ઘણી મોટી વાત કહી. દરેકના જીવનમાં સ્વચ્છતાનું પોતાનું મહત્ત્વ છે અને ‘સ્વચ્છ ભારત અભિયાન’ હેઠળ તમારા ઘરમાં શૌચાલય બન્યું અને તેનાથી હવે તમને સુવિધા થઈ રહી છે તેનાથી વધુ ખુશીની વાત આપણા બધા માટે બીજી કઈ હોઈ શકે! અને કદાચ આ અભિયાન સાથે જોડાયેલા લોકોને અંદાજ પણ નહીં હોય કે એક પ્રજ્ઞાચક્ષુ હોવાના લીધે તમે જોઈ શકતા નથી, પરંતુ શૌચાલય નહોતું ત્યારે તમારે કેટલી તકલીફો સાથે જીવન ગુજારવું પડતું હશે અને શૌચાલય બન્યા બાદ તમારા માટે તે કેટલું મોટું વરદાન બની ગયું! કદાચ તમે પણ આ પાસાને જોડતી વાત કરવા માટે ફૉન ન કર્યો હોત તો કદાચ સ્વચ્છતાના આ અભિયાન સાથે જોડાયેલા લોકોના ધ્યાનમાં પણ આ સંવેદનશીલ પાસું ન આવત. હું તમારા ફૉન માટે વિશેષ રીતે તમારો ધન્યવાદ કરું છું.
મારા પ્રિય દેશવાસીઓ, ‘સ્વચ્છ ભારત મિશન’ માત્ર દેશમાં જ નહીં, પરંતુ પૂરી દુનિયામાં એક સફળ કહાની બની ગયું છે જેના વિશે બધા જ વાતો કરી રહ્યા છે. આ વખતે ભારત ઇતિહાસમાં દુનિયાનું સૌથી મોટું સ્વચ્છતા સંમેલન આયોજિત કરી રહ્યું છે. ‘મહાત્મા ગાંધી આંતરરાષ્ટ્રીય સ્વચ્છતા સંમેલન’ એટલે કે ‘મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સેનિટેશન કન્વેન્શન’ (Mahatma Gandhi International Sanitation Convention) દુનિયાભરના સેનિટેશન મિનિસ્ટર્સ (Sanitation Ministers) અને આ ક્ષેત્રના વિશેષજ્ઞો એક સાથે આવીને સ્વચ્છતા સાથે સંબંધિત પોતાના પ્રયોગો અને અનુભવ જણાવી રહ્યા છે. ‘મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સેનિટેશન કન્વેન્શન’ (Mahatma Gandhi International Sanitation Convention)નું સમાપન 2 ઑક્ટોબર 2018ના રોજ બાપુની 150મી જયંતી સમારોહના શુભારંભ સાથે થશે.
મારા પ્રિય દેશવાસીઓ, સંસ્કૃતની એક ઉક્તિ છે- “न्यायमूलंन्यायमूलं स्वराज्यं स्यात्स्यात्” અર્થાત્ સ્વરાજના મૂળમાં ન્યાય હોય છે. જ્યારે ન્યાયની ચર્ચા થાય છે તો માનવ અધિકારનો ભાવ તેમાં પૂરી રીતે સમાહિત હોય છે. શોષિત, પીડિત અને વંચિતજનોની સ્વતંત્રતા, શાંતિ અને તેમને ન્યાય સુનિશ્ચિત કરાવવા માટે તે વિશેષ રીતે અનિવાર્ય છે. ડૉ. બાબાસાહેબ આંબેડકર દ્વારા અપાયેલા સંવિધાનમાં ગરીબોના મૂળ અધિકારોની રક્ષા માટે અનેક જોગવાઈઓ આપવામાં આવી છે. તેમના જ વિઝન(vision)થી પ્રેરિત થઈને 12 ઑક્ટોબર 1993ના રોજ ‘રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ’ અર્થાત્ (National Human Rights Commission–NHRC)ની રચના કરવામાં આવી હતી. કેટલાક દિવસો પછી NHRCને ૨૫ વર્ષ પૂરાં થવાનાં છે. NHRCએ ન માત્ર માનવ અધિકારોની રક્ષા કરી, પરંતુ માનવીય ગરીમાને પણ વધારવાનું કામ કર્યું છે. આપણા પ્રાણપ્રિય નેતા આપણા દેશના પૂર્વ પ્રધાનમંત્રી શ્રીમાન અટલબિહારી વાજપેયીજીએ સ્પષ્ટ રૂપે કહ્યું હતું કે માનવ અધિકાર આપણા માટે કોઈ પારકી અવધારણા નથી. આપણા રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના પ્રતીક ચિહ્નમાં વૈદિક કાળનું આદર્શ સૂત્ર “न्यायमूसर्वे भवन्तु सुखिनः” અંકિત છે. એનએચઆરસીએ માનવ અધિકારો માટે વ્યાપક જાગૃતિ પેદા કરી છે, સાથે જ તેના દુરુપયોગને રોકવામાં પણ પ્રશંસનીય ભૂમિકા નિભાવી છે. 25 વર્ષની આ યાત્રામાં તેણે દેશવાસીઓમાં એક આશા, એક વિશ્વાસનું વાતાવરણ પેદા કર્યું છે. એક સ્વસ્થ સમાજ માટે, ઉત્તમ લોકતાંત્રિક મૂલ્યો માટે હું સમજું છું કે આ એક બહુ મોટી આશાસ્પદ ઘટના છે. આજે રાષ્ટ્રીય સ્તર પર માનવ અધિકારના કામની સાથે-સાથે 26 રાજ્ય માનવ અધિકાર આયોગની પણ રચના કરવામાં આવી છે. એક સમાજના રૂપમાં આપણે માનવ અધિકારોનું મહત્વ સમજવાની અને આચરણમાં લાવવાની જરૂર છે- તે જ “સૌનો સાથ, સૌનો વિકાસ”નો આધાર છે.
મારા પ્રિય દેશવાસીઓ, ઑક્ટોબર મહિનો હોય, જયપ્રકાશ નારાયણની જન્મજયંતી હોય, રાજમાતા વિજયારાજે સિંધિયાજીની જન્મ શતાબ્દિ વર્ષનો પ્રારંભ હોય- આ બધાં જ મહાપુરુષો આપણને બધાને પ્રેરણા આપતા રહ્યા છે, તેમને આપણે નમન કરીએ છીએ અને 31 ઑક્ટોબરે સરદાર સાહેબની જયંતી છે, હું આગામી ‘મન કી બાત’માં વિસ્તારથી વાત કરીશ, પરંતુ આજે હું જરૂર એટલા માટે ઉલ્લેખ કરવા માગું છું કે કેટલાંક વર્ષોથી સરદાર સાહેબની જન્મજયંતી પર 31 ઑક્ટોબરે ’Run for Unity’ હિન્દુસ્તાનના દરેક નાના-મોટા શહેરમાં, નગરમાં, ગામડામાં, ‘એકતા માટે દોડ’ તેનું આયોજન થાય છે. આ વર્ષે પણ આપણે પ્રયત્નપૂર્વક પોતાના ગામમાં, નગરમાં, શહેરમાં, મહાનગરમાં ’Run for Unity’ને organize કરીએ. ‘એકતા માટે દોડ’ આ જ તો સરદાર સાહેબનું, તેમનું સ્મરણ કરવાનો ઉત્તમ માર્ગ છે કારણકે તેમણે જીવનભર દેશની એકતા માટે કામ કર્યું. હું તમને બધાને અનુરોધ કરું છું કે 31 ઑક્ટોબરે ’Run for Unity’ના દ્વારા સમાજના દરેક વર્ગને, દેશના દરેક એકમને એકતાના સૂત્રમાં બાંધવાના અમારા પ્રયાસોને આપણે બળવત્તર બનાવીએ અને તે જ તેમના માટે સારી શ્રદ્ધાંજલી હશે.
મારા પ્રિય દેશવાસો, નવરાત્રિ હોય, દુર્ગાપૂજા હોય, વિજયાદશમી હોય, આ પવિત્ર પર્વો માટે હું તમને બધાને હૃદયપૂર્વક ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. ધન્યવાદ!
મારા વ્હાલા દેશવાસીઓ, નમસ્કાર, આજે પૂરો દેશ રક્ષાબંધનનું પર્વ ઉજવી રહ્યું છે. બધા દેશવાસીઓને આ પાવન પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. રક્ષાબંધનનું પર્વ બેન અને ભાઇ વચ્ચેના પ્રેમ અને વિશ્વાસનું પ્રતિક માનવામાં આવે છે. સદીઓથી આ તહેવાર સામાજિક સૌહાર્દનું પણ એક મોટું ઉદાહરણ રહ્યું છે. દેશના ઇતિહાસમાં એવી અનેક કથાઓ છે. જેમાં એક રાખડીએ બે અલગઅલગ રાજય અથવા ધર્મથી જોડાયેલા લોકોને વિશ્વાસના તાંતણે જોડી દીધા હતા. હમણાં થોડા દિવસ પછી જન્માષ્ટમીનું પર્વ પણ આવી રહ્યું છે. સમગ્ર વાતાવરણ હાથી, ઘોડા, પાલખી.. જય કનૈયા લાલ કી, ગોવિંદા ગોવિંદાના જયઘોષથી ગુંજી ઉઠશે. ભગવાન કૃષ્ણના રંગમાં રંગાઇને ઝૂમવાનો સહજ આનંદ કંઇક અલગ જ હોય છે. દેશના કેટલાય ભાગોમાં ખાસ કરીને મહારાષ્ટ્રમાં દહીં હાંડીની તૈયારીઓ પણ આપણા યુવાનો કરી રહ્યા છે. સૌ દેશવાસીઓને રક્ષાબંધન અને જન્માષ્ટમીની હાર્દિક શુભેચ્છાઓ.
પ્રધાનમંત્રી મહોદય – નમસ્કારઃ. અહં ચિન્મયી, બૈંગલુરૂ નગરે વિજયભારતી–વિદ્યાલયે દશમ–કક્ષ્યાયાં પઠામિ. મહોદય અદ્ય સંસકૃત દિનમ અસ્તિ. સંસ્કૃતમ ભાષાં સરલા ઇતિ સર્વે વદન્તિ. સંસ્કૃતમ ભાષા વયં અત્ર વહઃ વહઃ અત્ર સમ્ભાષણમઅપિ કુર્મઃ. અતઃ સંસ્કૃત્ય મહ્તવઃ વિષયે ભવતઃ ગહઃ અભિપ્રાયઃ ઇતિ રૂપયાવદતુ.
માનનીય વડાપ્રધાનશ્રી, પ્રણામ, હું ચિન્મયી બેંગલોરમાં વિજયભારતી વિદ્યાલયમાં ધોરણ-10માં અભ્યાસ કરું છું. આજે સંસ્કૃત દિવસ છે. બધા કહે છે કે, સંસ્કૃત ભાષા ખૂબ સરળ છે. અમે લોકો અહીંયા વારંવાર સંસ્કૃત ભાષામાં વાતચીત કરીએ છીએ. આથી સંસ્કૃત વિષેના મહત્વ વિષે આપનો અભિપ્રાય અભિવ્યક્ત કરવા નમ્ર નિવેદન છે.
ભગિની ! ચિન્મયિ ! !
ભવતી સંસ્કૃત – પ્રશ્નં પૃષ્ટવતી.
બહૂત્તમમ્ ! – બહૂત્તમમ્ ! !
અહં ભવત્યાઃ અભિનન્દનં કરોમિ.
સંસ્કૃત – સપ્તાહ – નિમિતમ દેશવાસિનાં
સર્વેષાં કૃતે મમ હાર્દિક – શુભકામનાઃ
બહેન ચિન્મયી, આજે સંસ્કૃત વિષે કરેલો પ્રશ્ન ખૂબ ખૂબ ઉત્તમ છે. હું આપને તે માટે અભિનંદન પાઠવું છું. સંસ્કૃત સપ્તાહ નિમિત્તે સૌ દેશવાસીઓને મારી હાર્દિક શુભેચ્છાઓ.
હું દિકરી ચિન્મયીનો ખૂબ ખૂભ આભારી છું કે જેણે આ વિષય ઉઠાવ્યો. સાથીઓ, રક્ષાબંધન ઉપરાંત શ્રાવણી પૂર્ણિમાના દિવસે સંસ્કૃત દિવસ પણ મનાવવામાં આવે છે. જેઓ આ મહાન વારસાને રક્ષવા, પોષવા અને આમ જનતા સુધી પહોંચાડવામાં લાગેલા રહ્યા છે. તે તમામ લોકોને હું અભિનંદન આપું છું. દરેક ભાષાનું પોતાનું એક મહાત્મય હોય છે. ભારતને એ વાતનો ગર્વ છે કે, તમિળ ભાષા વિશ્વની સૌથી પ્રાચીન ભાષા છે. અને આપણે બધા ભારતીયો એ વાત બાબતે પણ ગર્વ કરીએ છીએ કે, વેદકાળથી વર્તમાન સુધી સંસ્કૃત ભાષા એ પણ જ્ઞાનના પ્રચાર પ્રસારમાં બહુ મોટી ભૂમિકા નિભાવી છે.
જીવનના દરેક ક્ષેત્ર સાથે જોડાયેલો જ્ઞાનનો ભંડાર સંસ્કૃત ભાષા અને તેના સાહિત્યમાં છે. પછી તે વિજ્ઞાન હોય કે, તંત્ર જ્ઞાન હોય. કૃષિ હોય કે આરોગ્ય હોય. જયોતિષ હોય કે, આર્કિટેકચર હોય. ગણિત હોય કે, પ્રબંધન હોય. અર્થશાસ્ત્રની વાત હોય કે, પર્યાવરણની વાત હોય, કહે છે કે, ગ્લોબલ વોર્મિંગના પડકારને પહોંચી વળવાના મંત્રો આપણા વેદોમાં વિસ્તારપૂર્વક ઉલ્લેખ છે. આપ સૌને જાણીને ખુશી થશે કે, કર્ણાટક રાજયના શિવમોગા જિલ્લાના મટ્ટુર ગામના રહેવાસીઓ આજે પણ વાતચીત માટે સંસ્કૃત ભાષાનો જ ઉપયોગ કરે છે.
તમને એક વાત જાણીને આશ્ચર્ય થશે કે, સંસ્કૃત એક એવી ભાષા છે જેમાં અનંત શબ્દોનો નિર્માણ સંભવ છે. 2000 ધાતુ, 200 પ્રત્યય એટલે કે Suffix, 22 ઉપર્સગ એટલે કે prefix, અને સમાસ દ્વારા અગણિત શબ્દોની રચના સંભવ છે. અને એટલા માટે કોઇપણ સુક્ષ્મમાં સુક્ષ્મ ભાવ અથવા વિષયને એકદમ ચોક્કસપણે વ્યક્ત કરી શકાય છે. અને સંસ્કૃત ભાષાની આ એક વિશેષતા રહી છે કે, આજે પણ આપણે કોઇવાર પોતાની વાતને અસરકારક બનાવવા માટે અંગ્રેજી સુવાક્યનો ઉપયોગ કરીએ છીએ. કોઇવાર શેર શાયરીનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ જે લોકો સંસ્કૃત સુભાષિતોથી પરિચીત છે, તેમને ખબર છે કે, ઓછામાં ઓછા શબ્દોમાં એટલું ચોક્કસ વર્ણન સંસ્કૃત સુભાષિતોથી થઇ શકે છે. અને બીજું તે આપણી ધરતી સાથે, આપણી પંરપરા સાથે જોડાયેલા હોવાના કારણે,સમજવાનું પણ બહુ સરળ હોય છે. જેમ કે, જીવનમાં ગુરૂનું મહત્વ સમજાવવા માટે કહેવાયું છે કે,
એકમપિ અક્ષરમસ્તુ, ગુરૂઃ શિષ્યં પ્રબોધયેત.
પૃથિવ્યાં નાસ્તિ તદ્–દ્રવ્યં, યદ્–દત્વાં હયનૃણિ ભવેત.
અર્થાત્ કોઇ ગુરૂ પોતાના શિષ્યને એક અક્ષરનું પણ જ્ઞાન આપે છે તો, આખી પૃથ્વીમાં એવી કોઇ વસ્તુ કે ધન નથી જેનાથી શિષ્ય પોતાના ગુરૂનું તે ઋણ ઉતારી શકે. આવી રહેલો શિક્ષક દિવસ આપણે બધા આ ભાવથી ઉજવીએ. જ્ઞાન અને ગુરૂ અતુલ્ય છે, અમૂલ્ય છે, અણમોલ છે. મા સિવાય શિક્ષક જ હોય છે. જે બાળકના વિચારોને યોગ્ય દિશા આપવાની ફરજ બજાવે છે. અને જેની સૌથી વધુ અસર પણ જીવનભર જોવા મળે છે. શિક્ષક દિવસ નિમિત્તે આપણે મહાન ચિંતક અને દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ભારત રત્ન ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણજીને હંમેશા યાદ કરીએ છીએ. તેમની જન્મજયંતિને પણ પૂરો દેશ શિક્ષક દિવસના રૂપમાં ઉજવે છે. હું દેશના બધા જ શિક્ષકોને આગામી શિક્ષક દિવસની શુભેચ્છાઓ પાઠવું છું. સાથોસાથ વિજ્ઞાન, શિક્ષણ અને વિદ્યાર્થીઓ પ્રત્યે આપના સમર્પણ ભાવને ધન્યવાદ આપું છું.
મારા વ્હાલા દેશવાસીઓ, કઠોર પરિશ્રમ કરનારા આ આપણા ખેડૂતો માટે ચોમાસું નવી આશાઓ લઇને આવે છે. બળબળતા તાપમાં સૂકાતા ઝાડ–છોડ અને સૂકા જળાશયોને ચોમાસું રાહત આપે છે. પરંતુ કોઇકોઇવાર તે અતિવૃષ્ટિ અને વિનાશક પૂર પણ લાવે છે. કુદરતની એવી સ્થિતિ ઉભી થઇ છે કે, કેટલાક સ્થળોએ બીજા સ્થળો કરતાં વધારે વરસાદ થયો. હજી હમણાં જ આપણે બધા લોકોએ જોયું કે, કેરળમાં ભયંકર પૂરે જનજીવન ઉપર બહુ માઠી અસર કરી છે. આજે આ મુશ્કેલ સંજોગોમાં પૂરો દેશ કેરળની સાથે ઉભો છે. આપણી સહાનુભૂતિ તે પરિવારોની સાથે છે. જે પરિવારોએ પોતાના સ્વજનોને ખોયા છે, જીવનની જે ક્ષતિ થઇ છે તેની ભરપાઇ તો કરી શકાય તેમ નથી. પરંતુ શોકસંત્પત પરિવારોને હું ભરોસો આપવા માંગું છું કે, દુઃખની આ ઘડીમાં સવાસો કરોડ ભારતીયો આપણી સાથે ખભેખભો મેળવીને ઉભા છે. હું પ્રાર્થના કરૂં છું કે, જે લોકો આ કુદરતી આફતમાં ઘાયલ થયા છે. તે બધા જલ્દીમાં જલ્દી સાજા થઇ જાય. મને પૂરો વિશ્વાસ છે કે, રાજયના લોકોની હિંમત અને અદમ્ય સાહસના જોરે કેરળ બહુ જલદી ફરીથી બેઠું થઇ જશે.
આપત્તિઓ પોતાની પાછળ જે પ્રકારની બરબાદી છોડીને જાય છે. તે કમનસીબ છે. પરંતુ આપત્તિઓ વખતે આપણને માનવતાના પણ દર્શન થાય છે. જયાં પણ આફત આવી હોય, પછી એ કેરળ હોય કે, હિંદુસ્તાનના બીજા કોઇ જીલ્લા હોય, અથવા વિસ્તારો હોય. જનજીવન ફરીથી સામાન્ય થઇ શકે તે માટે કચ્છથી કામરૂપ અને કાશ્મીરથી કન્યાકુમારી સુધી દરેક પોતપોતાના સ્થળે કંઇકને કંઇક કરી રહ્યું છે. બધા વયજૂથના અને દરેક કાર્યક્ષેત્ર સાથે જોડાયેલા લોકો પોતાનું યોગદાન આપી રહ્યા છે. કેરળના લોકોની મુસીબત ઓછામાં ઓછી કરી શકાય તેમના દુઃખમાં ભાગીદાર બની શકાય. તે સુનિશ્ચિત કરવા હર કોઇ લાગેલું છે. આપણે બધા જાણીએ છીએ કે, સશસ્ત્ર સેનાના જવાનો કેરળમાં ચાલી રહેલા બચાવકાર્યના સૂકાની છે. તેમણે પૂરમાં ફસાયેસા લોકોને બચાવવામાં કોઇ કસર નથી છોડી. પછી તે હવાઇદળ હોય, નૌકાદળ હોય, ભૂમિદળ હોય કે પછી બીએસએફ, સીઆઇએસએફ, આરએએફ હોય, સૌ કોઇએ બચાવ અને રાહત અભિયાનમાં બહુ મોટી ભૂમિકા ભજવી છે. એનડીઆરએફના બહાદુર જવાનોના કઠોર પરિશ્રમનો પણ હું વિશેષ ઉલ્લેખ કરવા માંગું છું. સંકટના આ સમયમાં તેમણે ખૂબ જ ઉત્તમ કાર્ય કર્યું છે. એનડીઆરએફની ક્ષમતા તેમની કટિબદ્ધતા અને ત્વરિત નિર્ણય લઇને પરિસ્થિતિને સંભાળી લેવાનો પ્રયાસ દરેક હિંદુસ્તાની માટે શ્રદ્ધાનું એક નવું કેન્દ્ર બની ગયો છે. ગઇકાલે જ ઓણમનો તહેવાર હતો. આપણે પ્રાર્થના કરીએ કે, ઓણમનું પર્વ દેશને અને ખાસ કરીને કેરળને એવી શક્તિ આપે જેથી તે આ આફતમાંથી જલ્દીમાં જલ્દી બહાર આવે અને કેરળની વિકાસયાત્રાને અધિક ગતિ મળે. ફરી એકવાર હું તમામ દેશવાસીઓ તરફથી કેરળના લોકોને અને દેશભરના અન્ય વિસ્તારોમાં જયાંજયાં આફત આવી છે. તેમને ભરોસો આપવા માંગું છું કે, સંકટની આ ઘડીમાં પૂરો દેશ તેમની સાથે છે.
મારા વ્હાલા દેશવાસીઓ, આ વખતે હું મન કી બાત માટે આવેલા સૂચનોને જોઇ રહ્યો હતો. તેમાં સમગ્ર દેશમાંથી લોકોએ જે વિષય પર સૌથી વધારે લખ્યું છે તે વિષય છે, આપણા સૌના પ્રિય શ્રી અટલ બિહારી વાજપેયી. ગાઝિયાબાદથી કીર્તી, સોનિપતથી સ્વાતી વત્સ, કેરળથી ભાઇ પ્રવિણ, પશ્ચિમ બંગાળથી ડૉ.સ્વપ્ન બેનરજી, બિહારના કટિહારથી અખિલ પાંડે, કોણ જાણે કેટલાય અગણિત લોકોએ નરેન્દ્ર મોદી મોબાઇલ એપ પર અને માય ગોવ પર લખીને મને અટલજીના જીવનના જુદાજુદા પાસાઓ વિશે વાત કરવાનો આગ્રહ કર્યો છે. 16મી ઓગષ્ટના દિવસે દેશ અને દુનિયાએ જેવા અટલજીના નિધનના સમાચાર સાંભળ્યા, હરકોઇ શોકમાં ગરકાવ થઇ ગયું. એવા રાષ્ટ્રનેતા જેમણે 14 વર્ષ પહેલા પ્રધાનમંત્રીપદ છોડી દીધું હતું. એક રીતે જોઇએ તો, છેલ્લા 10 વર્ષથી તેઓ સક્રિય રાજકારણથી ઘણા દૂર ચાલ્યા ગયા હતા. સમાચારોમાં પણ કયાંય દેખાતા નહોતા, જાહેર જીવનમાં પણ નજરે પડતા નહોતા. 10 વર્ષનો સમયગાળો બહુ મોટો હોય છે. પરંતુ 16 ઓગષ્ટ પછી દેશ અને દુનિયાએ જોયું કે, હિંદુસ્તાનના અદના માનવીના મનમાં આ 10 વર્ષના સમયગાળાએ એક ક્ષણનો પણ વિરામ રહેવા નહોતો દીધો. અટલજી માટે જે પ્રકારની સ્નેહ, શ્રદ્ધા અને શોકની ભાવના પૂરા દેશમાં ઉભરાઇ આવી તે તેમના વિશાળ વ્યક્તિત્વને પ્રદર્શિત કરે છે. છેલ્લા કેટલાય દિવસોથી અટલજીના સર્વોત્તમ પાસા દેશની સામે આવી જ ગયા છે. લોકોએ એમને ઉત્તમ સાંસદ, સંવેદનશીલ લેખક, શ્રેષ્ઠ વકતા અને લોકપ્રિય પ્રધાનમંત્રીના રૂપમાં યાદ કર્યા છે. અને કરી રહ્યા છે. સુશાસન એટલે કે, ગુડ ગવર્નન્સને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે આ દેશ હંમેશા અટલજીનો આભારી રહેશે. પરંતુ આજે હું અટલજીના વિશાળ વ્યક્તિત્વના વધુ એક પાસાને માત્ર સ્પર્શ કરવા માંગું છું. અને તે છે અટલજીએ ભારતને જે રાજનૈતિક સંસ્કૃતિ આપી અને રાજનૈતિક સંસ્કૃતિમાં પરિવર્તન લાવવાનો કરેલો પ્રયાસ છે. આ સંસ્કૃતિને વ્યવસ્થાના બીબામાં ઢાળવાનો પ્રયાસ કર્યો. અને તેને કારણે ભારતને ખુબ લાભ થયો છે. અને આવનારા દિવસોમાં પણ ઘણો લાભ થવાનો છે. એ પણ નક્કી છે. ભારત હંમેશા 19મો સુધારા અધિનિયમ 2003, માટે અટલજીનું ઋણી રહેશે. આ પરિવર્તનના લીધે ભારતના રાજકારણમાં બે મહત્વના પરિવર્તન આવ્યા.
પહેલું એ કે રાજયોમાં મંત્રીમંડળનું કદ ફુલ વિધાનસભા બેઠકોના 15 ટકા સુધી મર્યાદિત કરવામાં આવ્યું.
બીજું એ કે, પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ નિર્ધારિત મર્યાદા એક તૃતિયાંશથી વધારીને બે તૃતિયાંશ કરવામાં આવી. તેની સાથોસાથ પક્ષપલટો કરનારાને અયોગ્ય જાહેર કરવા માટે સ્પષ્ટ દિશાનિર્દેશ પણ નક્કી કરવામાં આવ્યા.
કેટલાય વર્ષો સુધી ભારતમાં મોટામોટા મંત્રીમંડળો બનાવવાની રાજનૈતિક સંસ્કૃતિએ ઘર કર્યું હતું. આ મોટામોટા મંત્રીમંડળો કામની વહેંચણી માટે નહીં પરંતુ રાજનેતાઓને ખુશ કરવા માટે બનાવવામાં આવતા હતા. અટલજીએ આ સંસ્કૃતિ બદલી નાંખી. તેમના આ પગલાંથી પૈસા અને સંસાધનોની બચત થઇ. તેના સાથોસાથ કાર્યક્ષમતામાં પણ વધારો થયો. અટલજી જ એવા દીર્ઘદ્રષ્ટા હતા જેમણે સ્થિતિને બદલી અને આપણી રાજનૈતિક સંસ્કૃતિમાં સ્વસ્થ પરંપરા અમલમાં આવી. અટલજી એક સાચા દેશભક્ત હતા. તેમના કાર્યકાળમાં જ અંદાજપત્ર રજૂ કરવાના સમયમાં ફેરફાર થયો. પહેલાં અંગ્રેજોની પરંપરા અનુસાર સાંજે પાંચ વાગ્યે અંદાજપત્ર રજૂ કરવામાં આવતું હતું. કારણ તે સમયે લંડનમાં સંસદ શરૂ થવાનો સમય હતો. વર્ષ 2001માં અટલજીએ અંદાજપત્ર રજૂ કરવાનો સમય સાંજના પાંચ વાગ્યાથી બદલીને સવારના 11 વાગ્યાનો કરી નાંખ્યો. વધુ એક આઝાદી અટલજીના કાર્યકાળમાં જ મળી. અને ભારતીય ધ્વજસંહિતા બનાવવામાં આવી. અને 2002માં તેને અધિકૃત કરી દેવામાં આવી. આ સંહિતામાં કેટલાય એવા નિયમો બનાવવામાં આવ્યા છે. જેનાથી જાહેર સ્થળો પર ત્રિરંગો લહેરાવવાનું શક્ય બન્યું છે. તેના કારણે જ વધુને વધુ ભારતીયોને પોતાનો રાષ્ટ્રધ્વજ લહેરાવવાની તક મળી શકી છે. આ રીતે તેમણે આપણા પ્રાણપ્રિય તિરંગાને આમ જનતાની નજીક લાવી દીધો. તમે જોયું. કેવી રીતે અટલજીએ દેશમાં સાહસિક પગલાં લઇને પાયાના સુધારા કર્યા હતા. પછી તે ચૂંટણીપ્રક્રિયા હોય અને લોકપ્રતિનિધિઓને લગતી ખામીઓ દૂર કરવાની હોય, એ જ રીતે આજકાલ આપ જોઇ રહ્યા છો કે, દેશમાં કેન્દ્ર અને રાજયોની ચૂંટણીઓ એકસાથે કરાવવાની બાબતમાં ચર્ચા આગળ વધી રહી છે. આ વિષેની તરફેણ અને વિરૂદ્ધ એમ બંને તરફ લોકો પોતપોતાના મત વ્યક્ત કરી રહ્યા છે. આ એક સારી બાબત છે. અને લોકશાહી માટે એક શુભ સંકેત પણ છે. હું ચોક્કસ કહીશ કે, સ્વસ્થ લોકશાહી માટે, ઉત્તમ લોકશાહી માટે, સારી પરંપરાઓ વિકસિત થાય, લોકશાહીને મજબૂત બનાવવા માટે સતત પ્રયાસો થાય, ખુલ્લા મનથી ચર્ચાઓ આગળ વધારાય તે પણ અટલજીને એક ઉત્તમ શ્રદ્ધાંજલિ આપી ગણાશે. સમૃદ્ધ અને વિકસિત ભારતનું સપનું પૂરૂં કરવાનો સંકલ્પ દોહરાવતાં હું આપ સૌના વતી અટલજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરૂં છું.
મારા વ્હાલા દેશવાસીઓ, આજકાલ જયારે પણ સંસદની ચર્ચા થાય છે તો મોટાભાગે તેમાં અડચણ, શોરબકોર અને અવરોધોની બાબતમાં જ ચર્ચા થાય છે. પરંતુ જે કાંઇ સારૂં થાય છે. તેની ચર્ચા જોઇએ તેટલી થતી નથી. હજુ થોડા દિવસ પહેલાં જ સંસદનું ચોમાસું સત્ર પૂરૂં થયું છે. તમને એ જાણીને આનંદ થશે કે, લોકસભાની ઉત્પાદકતા 118 ટકા રહી અને રાજયસભાની 74 ટકા રહી. બધા સાંસદોએ પક્ષના હિતથી ઉપર ઉઠીને ચોમાસું સત્રને વધુમાં વધુ ઉપયોગી બનાવવાનો પ્રયાસ કર્યો. અને તેનું જ પરિણામ છે કે, લોકસભાએ 21 વિધેયક અને રાજયસભાએ 14 વિધેયક આ સત્રમાં પસાર કર્યા. સંસદનું આ ચોમાસુંસત્ર સામાજિક ન્યાય અને યુવાનોના કલ્યાણના સત્રના રૂપમાં હંમેશા યાદ કરવામાં આવશે. આ સત્રમાં યુવાનો અને પછાત વર્ગોને ફાયદો કરનારા કેટલાય મહત્વના વિધેયકોને પસાર કરવામાં આવ્યા. આપ સૌ જાણો છો કે, દાયકાઓથી અનુસૂચિત જાતિ – જનજાતિપંચની જેમ જ અન્ય પછાત વર્ગ – ઓબીસી પંચ બનાવવાની માંગ થઇ રહી હતી. પછાત વર્ગના અધિકારોને સુનિશ્ચિત કરવા માટે દેશે આ વખતે ઓબીસી પંચ બનાવવાનો સંકલ્પ પૂરો કર્યો. અને તેને એક બંધારણીય અધિકાર પણ આપ્યો. આ પગલું સામાજિક ન્યાયના ઉદ્દેશને આગળ ધપાવનારૂં સાબિત થશે. અનુસૂચિત જાતિ અને અનુસુચિત જનજાતિના અધિકારોના રક્ષણ માટે સુધારાવિધેયકને પણ પસાર કરવાનું કામ આ સત્રમાં થયું છે. આ કાયદો અનુસુચિત જાતિ અને અનુસુચિતજનજાતિ સમુદાયના હિતોનું વધુ સારૂં રક્ષણ કરશે. સાથોસાથ તે અપરાધીઓને આ વર્ગના લોકો પર અત્યાચાર કરવાથી રોકશે અને દલિત સમુદાયોમાં વિશ્વાસનું સિંચન કરશે.
દેશની નારી શક્તિ વિરૂદ્ધ કોઇપણ પ્રકારના અન્યાયને કોઇપણ સભ્ય સમાજ સહન ન કરી શકે. બળાત્કારના દોષીઓને સહન કરવા માટે દેશ તૈયાર નથી. એટલા માટે જ સંસદે આપરાધિક કાનૂન સુધારા વિધેયક પસાર કરીને આવા ગુનેગારોને કઠોરમાં કઠોર સજાની જોગવાઇ કરી છે. દુષ્કર્મના દોષીઓને ઓછામાં ઓછી 10 વર્ષની સજા થશે. જયારે 12 વર્ષથી ઓછી ઉંમરની બાળકીઓ પર બળાત્કાર કરનારાઓને ફાંસીની સજા થશે. આપે થોડા દિવસ પહેલાં છાપાઓમાં વાંચ્યું હશે કે, મધ્યપ્રદેશના મંદસૌરમાં એક અદાલતે કેવળ બે મહિનામાં સુનાવણી પૂરી કરીને એક સગીર પર કુકર્મના બે ગુનેગારોને ફાંસીની સજા ફરમાવી છે. તેની પહેલાં મઘ્યપ્રદેશના કટનીમાં એક અદાલતે માત્ર પાંચ દિવસની સુનાવણી પછી ગુનેગારોને ફાંસીની સજા કરી હતી. રાજસ્થાનમાં પણ ત્યાંની અદાલતોએ આવા જ ઝડપી ચૂકાદા આપ્યા છે. આ કાયદો મહિલાઓ અને બાળકીઓ વિરૂદ્ધ અપરાધના કિસ્સા રોકવામાં અસરકારક ભૂમિકા ભજવશે. સામાજિક પરિવર્તન વિના આર્થિક પ્રગતિ અધૂરી છે. લોકસભામાં 3 તલાક વિધેયકને પસાર કરી દેવામાં આવ્યું છે. જો કે, રાજયસભામાં આ સત્રમાં તેને પસાર કરવાનું શક્ય નથી બની શક્યું. પરંતુ હું મુસ્લિમ મહિલાઓને ખાત્રી આપું છું કે, પૂરો દેશ તેમને ન્યાય અપાવવા માટે પૂરી તાકાતની સાથે ઉભો છે. આપણે જયારે દેશહિતમાં આગળ વધીએ છીએ. ત્યારે ગરીબો, પછાતવર્ગના લોકો, શોષિતો અને વંચિતોના જીવનમાં પરિવર્તન લાવી શકાય છે. ચોસામું સત્રમાં આ વખતે સૌએ સાથે મળીને એક આદર્શ પ્રસ્તુત કરી બતાવ્યો છે. દેશના તમામ સાંસદોનો આજે હું જાહેર હાર્દિક આભાર માનું છું.
મારા વ્હાલા દેશવાસીઓ, હાલ કરોડો દેશવાસીઓનું ધ્યાન જાકાર્તામાં રમાઇ રહેલી એશિયાઇ રમતો પર લાગેલું છે. દરરોજ સવારે ઉઠીને લોકો સૌથી પહેલાં છાપાઓમાં, ટીવીમાં, સમાચારો પર, સોશિયલ મીડીયા પર, નજર નાંખે છે. અને જુએ છે કે, કોઇ ભારતીય ખેલાડીએ ચંદ્રક જીત્યો છે ખરો. એશિયાઇ રમતો હજી પણ ચાલી રહી છે. હું દેશ માટે ચંદ્રક જીતનારા બધા ખેલાડીઓને અભિનંદન આપવા માંગું છું. જેમની સ્પર્ધાઓ હજી બાકી છે તે ખેલાડીઓને પણ મારી ખૂબખૂબ શુભેચ્છા છે. ભારતના ખેલાડીઓ ખાસ કરીને નિશાનેબાજી અને કુસ્તીમાં તો ઉત્કૃષ્ટ દેખાવ કરી જ રહ્યા છે પરંતુ આપણા ખેલાડીઓ એવી રમતોમાં પણ ચંદ્રક લાવી રહ્યા છે જેમાં અગાઉ આપણો દેખાવ એટલો સારો નથી રહ્યો. જેમ કે, વુશુ અને નૌકાયન જેવી રમતો. આ માત્ર ચંદ્રક નથી, પરંતુ પુરાવો છે ભારતીય રમત અને ખેલાડીઓના આકાશ આંબતા જૂસ્સા અને સપનાનો. દેશ માટે ચંદ્રક જીતનારાની વધી રહેલી સંખ્યામાં આપણી દિકરીઓ સામેલ છે. તે એક ખૂબ જ સકારાત્મક સંકેત છે. તે જ રીતે ચંદ્રક જીતનારા યુવા ખેલાડીઓમાં 15-16 વર્ષની ઉંમરના આપણા ઉગતા યુવાનો પણ છે. આ પણ એક ખૂબ જ સારો સંકેત છે કે, જે ખેલાડીઓએ ચંદ્રક જીત્યા છે તેમાંથી મોટાભાગના નાના શહેરો અને ગામડાઓમાં રહેનારા છે. અને આ ખેલાડીઓએ કઠોર પરિશ્રમ દ્વારા આ સફળતા હાંસલ કરી છે.
29મી ઓગષ્ટે આપણે રાષ્ટ્રીય ખેલ દિવસ ઉજવીશું. એ નિમિત્તે હું તમામ ખેલપ્રેમીઓને શુભેચ્છાઓ પાઠવું છું. સાથે હોકીના જાદુગર મહાન ખેલાડી શ્રી ધ્યાનચંદજીને પણ મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરૂં છું.
દેશના બધા નાગરિકોને હું અનુરોધ કરૂં છું કે, તેઓ જરૂર રમત રમે અને પોતાની ચુસ્તતાનું ધ્યાન રાખે. કેમ કે, સ્વસ્થ ભારત જ સંપન્ન અને સમૃદ્ધ ભારતનું નિર્માણ કરશે. જો ભારત તંદુરસ્ત હશે તો જ ભારતના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ થશે. ફરીએક વાર હું એશિયન રમતોમાં ચંદ્રક જીતનારાઓને અભિનંદન પાઠવું છું. અને બાકી ખેલાડીઓને સારા દેખાવની શુભેચ્છાઓ પાઠવું છું. સૌને રાષ્ટ્રીય ખેલ દિવસની પણ ખૂબ ખૂબ શુભચ્છાઓ.
પ્રધાનમંત્રીજી, નમસ્કાર, હું કાનપુરથી ભાવના ત્રિપાઠી એક એન્જિનિયરીંગની વિદ્યાર્થીની વાત કરી રહી છું. પ્રધાનમંત્રીજી ગઇ મન કી બાતમાં આપે કોલેજમાં ભણતા વિદ્યાર્થી–વિદ્યાર્થીનીઓ સાથે વાત કરી હતી અને તેના પહેલા પણ આપે ડોકટરો સાથે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો સાથે વાત કરી હતી. મારી આપને એક વિનંતી છે કે, આગામી 15મી સપ્ટેમ્બરે એન્જિનીયર્સ ડે મનાવવામાં આવશે. તે નિમિત્તે જો આપ, અમારા જેવા એન્જિનિયરીંગના વિદ્યાર્થી–વિદ્યાર્થીનીઓ સાથે કંઇક વાતો કરો. જેનાથી અમારા બધાનું મનોબળ વધશે અને અમને ખૂબ આનંદ થશે. તેમજ આગામી દિવસોમાં અમને પોતાના દેશ માટે કંઇક કરી છુટવાનું પ્રોત્સાહન મળશે. ધન્યવાદ..
નમસ્તે ભાવનાજી, હું આપની ભાવનાનું સન્માન કરૂં છું. આપણે સૌએ ઇંટ–પત્થરોથી ઘરો અને ઇમારતોને બનતી જોઇ છે. પરંતુ શું તમે કલ્પના કરી શકો છો કે, લગભગ 1200 વર્ષ પહેલાં એક વિશાળ પહાડ જે એક આખી શીલા હતો તેને એક ઉત્કૃષ્ઠ વિશાળ અને અદભૂત મંદિરનું સ્વરૂપ આપવામાં આવ્યું હતું. કદાચ કલ્પના કરવાનું પણ મુશ્કેલ છે પરંતુ એવું બન્યું હતું. અને તે મંદિર છે – મહારાષ્ટ્રના ઇલોરામાં આવેલું કૈલાસનાથ મંદિર. તમને જો કોઇ જણાવે કે લગભગ હજાર વર્ષ પહેલાં ગ્રેનાઇટનો 60 મીટરથી પણ લાંબો એક સ્તંભ બનાવામાં આવ્યો. અને તેના શિખર પર ગ્રેનાઇટનો લગભગ 80 ટન વજનનો શિલાખંડ રાખવામાં આવ્યો. તો શું તમે સાચું માનશો ખરા. પરંતુ તામિલનાડુના તંજાવુરનું બૃહદેશ્વર મંદિર એવું સ્થાન છે, જયાં સ્થાપત્ય કલા અને એન્જિનિયરીંગનો આ અવિશ્વસનીય મેળ જોઇ શકાય છે. ગુજરાતના પાટણમાં 11મી સદીની રાણીની વાવ જોઇને હરકોઇ આશ્ચર્યચકિત રહી જાય છે. ભારતની ભુમિ એન્જિનિયરીંગની પ્રયોગશાળા રહી છે. ભારતમાં કેટલાય એવા એન્જિનિયરો થયા જેમણે અકલ્પનીયને કલ્પનીય બનાવ્યું. અને એન્જિનિયરીંગની દુનિયામાં ચમત્કાર કહી શકાય તેવા ઉદાહરણ પ્રસ્તુત કર્યા છે. મહાન એન્જિનિયરોના આપણા વારસામાં એક એવું રત્ન પણ આપણને મળ્યું જેમના કાર્યો આજે પણ લોકોને અચંબિત કરી રહયા છે. અને તે હતા. ભારતરત્ન ડૉ.એમ.વિશ્વેશ્વરય્યા. કાવેરી નદી પર તેમણે બાંધેલા કૃષ્ણરાજ સાગર બંધથી આજે પણ લાખોની સંખ્યામાં ખેડૂતો અને સામાન્ય નાગરિકો, લાભાન્વિત થઇ રહ્યા છે. દેશના તે ભાગમાં તો તેઓ પૂજનીય છે જ. પરંતુ બાકીનો પૂરો દેશ પણ તેમને ખૂબ સન્માન અને આત્મિયતા સાથે યાદ કરે છે. તેમની યાદમાં જ 15 સપ્ટેમ્બરને એન્જિનિયર્સ દિવસના રૂપમાં મનાવવામાં આવે છે. તેમના પદચિન્હો પર ચાલીને આપણા દેશના એન્જિનિયરો પૂરી દુનિયામાં પોતાની અલગ ઓળખ બનાવી ચૂક્યા છે. હું જયારે એન્જિનિયરીંગની દુનિયામાં ચમત્કારોની વાત કરૂં છું ત્યારે મને 2001માં ગુજરાતમાં કચ્છમાં જે ભયંકર ભૂકંપ આવ્યો હતો ત્યારની એક ઘટના યાદ આવે છે. તે સમયે હું એક સ્વયંસેવકના રૂપમાં ત્યાં કામ કરતો હતો. તો મને એક ગામમાં જવાની તક મળી. અને ત્યાં મને 100 વર્ષથી પણ વધારે ઉંમરના એક માજીને મળવાનો મોકો મળ્યો. તેઓ મારી તરફ જોઇને અમારી મજાક ઉડાવી રહ્યા હતા અને કહી રહ્યા હતા. જુઓ આ મારૂં મકાન છે. કચ્છમાં તેને ભૂંગો કહે છે. પછી બોલેલા આ મારા મકાને 3-3 ભૂકંપ જોયા છે. મે પોતે પણ 3 ભૂકંપ જોયા છે. આ જ ઘરમાં જોયા છે. પરંતુ કયાંય પણ તમને કોઇ નુકસાન જોવા નહીં મળે. આ ઘર અમારા પૂર્વજોએ અહીંની કુદરતી સ્થિતિ મુજબ, અહીંના વાતાવરણ મુજબ બનાવ્યું હતું. અને આ વાત તે એટલા ગર્વથી કહી રહ્યા હતા કે, મને એ જ વિચાર આવ્યો કે, સદીઓ પહેલા પણ તે સમયગાળાના એન્જિનીયરોએ સ્થાનિક પરિસ્થિતિ મુજબ કેવું સર્જન કર્યું હતું કે, જેને કારણે સામાન્ય માણસો સુરક્ષિત રહેતા હતા. હવે જયારે આપણે એન્જિનિયર્સ દિવસ મનાવીએ છીએ તો, આપણે ભવિષ્ય માટે પણ વિચારવું જોઇએ. જુદાજુદા સ્થળોએ કાર્યશાળાઓ કરવી જોઇએ. બદલાયેલા યુગમાં આપણે કઇકઇ નવી ચીજો શીખવી પડશે ? શીખવવી પડશે ?જોડવી પડશે ? આજકાલ આપત્તિ વ્યવસ્થાપન એક બહુ મોટું કામ બની ગયું છે. કુદરતી આફતો સામે વિશ્વ લડી રહ્યું છે. એવામાં સ્ટ્રકચરલ એન્જીનિયરીંગનું નવૂં રૂપ કેવું હોય ? તેના અભ્યાસક્રમો શું હોય ? વિદ્યાર્થીઓને શું શીખવવામાં આવે ? બાંધકામ પર્યાવરણને અનુકૂળ કેવી રીતે બને ? સ્થાનિક માલસામગ્રીનું મૂલ્યવર્ધન કરીને બાંધકામને કેવી રીતે આગળ વધારી શકાય ? ઝીરો વેસ્ટ એ આપણી પ્રાથમિકતા કેવી રીતે બને ? એવી અનેક બાબતો આપણે જયારે એન્જિનિયર્સ દિવસ મનાવીએ છીએ તો આપણે જરૂર વિચારવી જોઇએ.
મારા વ્હાલા દેશવાસીઓ, ઉત્સવોનું વાતાવરણ છે. અને તેની સાથે જ દિવાળીની તૈયારીઓ પણ શરૂ થઇ જાય છે. મન કી બાતમાં મળતા રહીશું. મનની વાતો કરતા રહીશું. અને અને આપણા મનથી દેશને આગળ વધારવામાં પણ એક થતા રહીશું. આવી જ એક ભાવનાની સાથે બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ધન્યવાદ, ફરી મળીશું.
મારા વ્હાલા દેશવાસીઓ, નમસ્કાર, હાલમાં ઘણા સ્થળેથી સારા વરસાદના સામાચાર આવી રહ્યા છે. કોઈ-કોઈ સ્થળો પર અતિવૃષ્ટિને કારણે ચિંતાની ખબરો આવી રહી છે. તો, કેટલાક સ્થળે હજી પણ લોકો વરસાદની રાહ જોઇ રહ્યા છે. ભારતની વિશાળતા અને વિવિધતા કોઇ-કોઇ વાર વરસાદ પણ પસંદ નાપસંદનું રૂપ બતાવી દે છે. પરંતુ આપણે વરસાદને શું દોષ આપીએ. માનવી જ છે જેણે કુદરત સાથે સંઘર્ષનો માર્ગ પસંદ કર્યો અને તેનું પરિણામ છે કે, કોઇકોઇ વાર કુદરત આપણા પર કોપે છે. અને એટલા માટે જ આપણા સૌની એ ફરજ બને છે કે, આપણે પ્રકૃતિ પ્રેમી બનીએ, પ્રકૃતિના રક્ષક બનીએ. આપણે પ્રકૃતિના સંવર્ધક બનીએ, અને તો કુદરતે બક્ષેલી જે ચીજો છે તેમાં સમતોલન આપોઆપ જળવાઇ રહે છે.
થોડા દિવસ પહેલાં એક કુદરતી ઘટનાએ પૂરી દુનિયાનું ધ્યાન ખેંચ્યું હતું. અને માનવ મનને હચમચાવી દીધું હતું. આપ સૌએ ટીવી પર જોયું હશે કે, થાઇલેન્ડમાં બાર કિશોર ફૂટબોલ ખેલાડીઓની ટીમ અને તેમના પ્રશિક્ષક ફરવા માટે એક ગુફામાં ગયા. ત્યાં સામાન્ય રીતે ગુફામાં જવા અને તેમાંથી બહાર નીકળવામાં કેટલાક કલાકોનો સમય લાગે છે. પરંતુ તે દિવસે કિસ્મતને કંઇક બીજું જ મંજૂર હતું. તેઓ જયારે ગુફાની અંદર સારાએવા દુર ચાલ્યા ગયા ત્યારે અચાનક ભારે વરસાદને કારણે ગુફાના પ્રવેશદ્વાર પાસે સારૂં એવું પાણી ભેગું થઇ ગયું. તેમનો બહાર નીકળવાનો રસ્તો બંધ થઇ ગયો. કોઇ માર્ગ ન મળવાને કારણે તે બધા ગુફાની અંદર એક નાના એવા ટેકરા પર અટકી ગયા. અને તે પણ એક બે દિવસ નહીં. પૂરા 18 દિવસ સુધી. તમે કલ્પના કરી શકો છો કે, કિશોર અવસ્થામાં સામે જયારે મોત દેખાતું હતું અને પળેપળ વીતાવવી પડતી હોય. તો તે પળ કેવી હશે. એક તરફ તેઓ સંકટનો સામનો કરી રહ્યા હતા. તો બીજી તરફ પૂરી દુનિયામાં માનવતા એક થઇને ઇશ્વરે બક્ષેલા માનવીય ગુણોને પ્રદર્શિત કરી રહી હતી. દુનિયાભરમાં લોકો આ બાળકોને સલામત બહાર કાઢવા માટે પ્રાર્થનાઓ કરી રહ્યા હતા. આ બાળકો કયાં છે. કેવી હાલતમાં છે. એમને કેવી રીતે બહાર કાઢી શકાય છે. તેનો માર્ગ શોધવા દરેક શક્ય પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. જો બચાવ કાર્ય સમયસર કરવામાં ન આવે તો ચોમાસાની ઋતુમાં તેઓને કેટલાક મહિના સુધી બહાર કાઢવાનું શક્ય નહોતું. જયારે સારા સમાચાર આવ્યા તો દુનિયાભરને શાંતિ થઇ. સંતોષ થયો. પરંતુ આ પૂરા ઘટનાક્રમને એક અલગ દ્રષ્ટિએ જોવાનું મને મન થાય છે કે, પૂરી કામગીરી કેવી રીતે કરાઇ. દરેક સ્તરે જવાબદારીનો જે અહેસાસ થયો તે અદભૂત હતો. ચાહે સરકાર હોય, આ બાળકોના માતાપિતા હોય, તેમના પરિવારના સભ્યો હોય, પ્રસાર માધ્યમો હોય, દેશના નાગરિકો હોય, બધા એ, હર કોઇએ, શાંતિ અને ધીરજનું અદભૂત આચરણ કરીને બતાવ્યું. બધા જ એક ટીમ બનીને પોતાના અભિયાન સાથે જોડાયેલા રહ્યા હતા. હર કોઇનો સંયમિત વ્યવહાર હું માનું છું કે, એક શીખવા જેવો વિષય છે, સમજવા જેવો છે. એવું નથી કે, માબાપ દુઃખી નહીં હોય, એવું નથી કે માતાઓની આંખમાંથી આંસું નહિં નિકળ્યા હોય, પરંતુ ધીરજ, સંયમ પૂરા સમાજનો શાંત ચિત્ત વ્યવહાર એ સ્વયં આપણા બધા માટે શીખવા જેવી બાબત છે. આ પૂરી કાર્યવાહીમાં થાઇલેન્ડના નૌકાદળના એક જવાને પોતાનો જીવ પણ ગુમાવવો પડ્યો. પૂરી દુનિયા એ બાબતે આશ્ચર્યચકિત છે કે, આટલી મુશ્કેલ પરિસ્થિતિ હોવા છતાં પાણીથી છલોછલ એક અંધારી ગુફામાં આટલી બહાદુરી અને ધીરજની સાથે તેમણે પોતાની આશા ન છોડી. એ જ બતાવે છે કે, જયારે માનવતા એક સંપ થાય છે ત્યારે અદભૂત ચીજો બને છે. બસ જરૂર હોય છે તો કેવળ આપણે શાંત અને સ્થિર મનથી પોતાના લક્ષ્ય પર ધ્યાન આપીએ. તેમના માટે કામ કરતા રહીએ.
થોડા દિવસો પહેલાં આપણા દેશના પ્રિય કવિ નીરજજીએ આપણી વચ્ચેથી ચીરવિદાય લીધી. નીરજજીની એક વિશેષતા રહી હતી – આશા વિશ્વાસ દ્રઢ સંકલ્પ અને પોતાના પર ભરોસો. આપણને હિંદુસ્તાનીઓને પણ નીરજજીની દરેક વાત ખૂબ શક્તિ આપી શકે છે. પ્રેરણા આપી શકે છે. તેમણે લખ્યું હતું –
અંધિયાર ઢલકર હી રહેગા,
આંધિયાં ચાહે ઉઠાઓ,
બિજલીયાં ચાહે ગિરાઓ.
જલ ગયા હૈ દીપ તો અંધિયાર ઢલકર હી રહેગા.
નીરજજીને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવું છું..
“નમસ્તે પ્રધાનમંત્રીજી, મારૂં નામ સત્યમ છે. મે આ વર્ષે દિલ્હી યુનિવર્સિટીમાં પહેલા વર્ષમાં એડમીશન મેળવ્યું છે. અમારી શાળાની બોર્ડ પરિક્ષા વખતે આપે અમને પરીક્ષાના તણાવ અને કેળવણીની વાત કરી હતી. મારા જેવા વિદ્યાર્થીઓ માટે હવે આપનો શો સંદેશ છે.”
આમ તો જુલાઇ અને ઓગષ્ટના બે મહિના ખેડૂતો માટે અને બધા નવયુવાનો માટે બહુ મહત્વના હોય છે. કારણ કે, આ એ જ સમય છે, જયારે કોલેજનો બહુ વ્યસ્ત સમય હોય છે. સત્યમ જેવા લાખો યુવાનો સ્કૂલમાંથી નીકળીને કોલેજમાં દાખલ થાય છે. જો ફેબ્રુઆરી અને માર્ચ પરીક્ષાઓ, પેપરો અને ઉત્તરોમાં જાય છે. તો એપ્રિલ અને મે મહિના રજાઓમાં મોજમસ્તી કરવાની સાથેસાથે પરિણામો જીવનમાં આગળનો માર્ગ નક્કી કરવા, કારકીર્દી પસંદ કરવા વગેરેમાં ખર્ચાઇ જાય છે. જુલાઇ એક એવો મહિનો છે જયારે યુવાનો પોતાના જીવનના એ નવા માર્ગ પર ડગ માંડે છે. જયાં ધ્યાન પ્રશ્નો પરથી હટીને પ્રવેશ પાત્રતા, કટ ઓફ ઉપર ચાલ્યું જાય છે. વિદ્યાર્થીઓનું ધ્યાન ઘરથી હટીને છાત્રાલય પર સીમિત થાય છે. વિદ્યાર્થીઓ માબાપની છત્રછાયામાંથી પ્રોફેસરોની છત્રછાયામાં આવી જાય છે. મને પૂરો વિશ્વાસ છે કે, મારા યુવાન મિત્રો કોલેજ જીવનની શરૂઆત બાબતે ખૂબ ઉત્સાહી અને ખુશ હશે. પહેલીવાર ઘરથી બહાર નીકળવું, ગામ છોડીને બહાર જવું, એક રક્ષણાત્મક વાતાવરણમાંથી બહાર નીકળીને પોતાને પોતાનો સાથી બનવું પડતું હોય છે. આટલા બધા યુવાનો પહેલીવાર પોતાનું ઘર છોડીને પોતાના જીવનને એક નવી દીશામાં દોરી જવા નીકળી પડે છે. કેટલાય વિદ્યાર્થીઓ અત્યારસુધીમાં પોતપોતાની કોલેજમાં જોડાઇ ગયા હશે. કેટલાક જોડાઇ રહ્યા હશે. આપ સૌને હું એ જ કહીશ કે, શાંત રહો, જીવનને માણો, જીવનમાં આંતરમનનો ભરપૂર આનંદ લો. પુસ્તકો વિના તો બીજો કોઇ આરો જ નથી. અભ્યાસ તો કરવો જ પડે છે. પરંતુ નવીનવી ચીજો શોધવાની પ્રવૃત્તિ ચાલતી રહેવી જોઇએ. જૂના દોસ્તોનું પોતાનું એક મહામૂલ્ય છે. બાળપણના દોસ્તો મૂલ્યવાન હોય છે. પરંતુ નવા દોસ્તો પસંદ કરવા, બનાવવા અને ટકાવી રાખવા એ પણ સ્વયં એક બહુ મોટી સમજદારીનું કામ હોય છે. કંઇક નવું શીખીએ, જેમ કે, નવા નવા કૌશલ્યો, નવી નવી ભાષાઓ શીખીએ. જે યુવાનો પોતાનું ઘર છોડીને બહાર, કોઇ અન્ય સ્થળે ભણવા માટે ગયા છે. તે સ્થળોનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરીએ, તેના વિષે જાણીએ, ત્યાંના લોકોને, ભાષાને, સંસ્કૃતિને જાણીએ, ત્યાં પર્યટન સ્થળો પણ હશે, ત્યાં જઇએ. તેમના વિષે જાણીએ. જીવનમાં નવા દાવનો પ્રારંભ કરી રહેલા તમામ નવજુવાનોને મારી શુભેચ્છાઓ. હવે જ્યારે કોલેજ સીઝનની વાત થઇ રહી છે. તો મને સમાચારોમાં જોવા મળી રહ્યું છે કે, કેવી રીતે મધ્યપ્રદેશના એક અત્યંત ગરીબ પરિવાર સાથે જોડાયેલા એક વિદ્યાર્થી આશારામ ચૌધરીએ જીવનના મુશ્કેલ પડકારોને વટાવીને સફળતા હાંસલ કરી છે. તેમણે જોધપુર એઇમ્સની એમબીબીએસની પરિક્ષામાં, પહેલા જ પ્રયત્ને સફળતા મેળવી છે. તેમના પિતા કચરો વીણીને પોતાના કુટુંબનું પાલનપોષણ કરે છે. હું તેમની સફળતા માટે તેમને અભિનંદન આપું છું. એવા કેટલાય વિદ્યાર્થીઓ છે જે ગરીબ કુટુંબોમાંથી આવે છે. અને વિપરીત સંજોગો હોવા છતાંય પોતાની મહેનત અને લગનથી કંઇક એવું કરી બતાવ્યું છે જે આપણને સૌને પ્રેરણા આપે છે. પછી એ દિલ્હીના પ્રિન્સકુમાર હોય, કે જેમના પિતા ડીટીસીમાં બસ ડ્રાઇવર છે, કે પછી કોલકાતાના અભય ગુપ્તા હોય જેમણે ફૂટપાથ પર સ્ટ્રીટલાઇટ નીચે બેસીને પોતાનો અભ્યાસ કર્યો. અમદાવાદની દિકરી આફરીન શેખ હોય કે જેના પિતા ઓટોરીક્ષા ચલાવે છે. નાગપુરની દિકરી ખુશી હોય કે જેના પિતા પણ સ્કૂલબસમાં ડ્રાઇવર છે. અથવા હરિયાણાના કાર્તિક કે જેના પિતા ચોકીદાર છે. કે પછી, ઝારખંડના રમેશ સાહુ હોય, જેના પિતા ઇંટના ભઠ્ઠામાં મજૂરી કરે છે. રમેશ પોતે પણ મેળામાં રમકડાં વેચતા હતા. કે પછી, ગુડગાંવની દિવ્યાંગ દિકરી અનુષ્કા પાંડા હોય જે જન્મથી જ કરોડરજ્જુની બિમારી, સ્પાઇન મસ્ક્યુલર એટ્રોફી નામની એક વારસાગત બિમારીથી પીડાય છે. આ બધાએ પોતાના દ્રઢ સંકલ્પ અને હિંમતથી દરેક અવરોધો વટાવીને આખી દુનિયા જુવે એવી સફળતા મેળવી છે. આપણે આપણી આસપાસ જોઇએ તો, આપણને પણ એવા કેટલાક ઉદાહરણો મળી આવશે.
દેશના કોઇપણ ખૂણામાં બનતી કોઇપણ સારી ઘટના મારા મનને ઉર્જા આપે છે. પ્રેરણા આપે છે. અને જયારે આ નવયુવાનોની કથા હું આપને કહી રહ્યો છું ત્યારે તેની સાથે મને કવિ નીરજજીની વાતો યાદ આવે છે. અને જીવનનો આ જ તો ધ્યેય છે. નીરજજીએ કહ્યું છે –
ગીત આકાશ કો ધરતી કા સુનાના હે મુઝે,
હર અંધે કો ઉઝાલે મે બુલાના હે મુઝે,
ફૂલ કી ગંધ સે તલવાર કો સેર કરના હે,
ઔર ગા-ગા કે પહાડોં કો જગાના હે મુઝે,
મારા વ્હાલા દેશવાસીઓ, થોડા દિવસ પહેલા મારી નજર એક સમાચાર પર ગઇ. તેમાં લખ્યું હતું, “બે યુવાનોએ મોદીનું સપનું સાચું કર્યું” જયારે અંદર વાંચ્યું તો જાણ્યું કે આજે આપણા યુવાનો ટેકનોલોજીનો સ્માર્ટ અને રચનાત્મક ઉપયોગ કરીને સામાન્ય વ્યકિતના જીવનમાં પરિવર્તનનો કેવો પ્રયાસ કરે છે. ઘટના કંઇક એવી હતી, એકવાર ટેકનોલોજી હબ તરીકે જાણીતા અમેરિકાના સાન જોસ શહેરમાં બે ભારતીય યુવાનો સાથે હું ચર્ચા કરી રહ્યો હતો. મે એમને અપીલ કરી હતી કે, ભારત માટે તેઓ પોતાની પ્રતિભાનો કેવી રીતે ઉપયોગ કરી શકે છે. તે વિચારે અને સમય કાઢીને કંઇક કરે. મે બ્રેઇન ડ્રેઇન ને બ્રેઇન ગેઇનમાં બદલવાની તેમને અપીલ કરી હતી. રાયબરેલીના તે બંનેએ આઇટી વ્યવસાયિકો યોગેશ સાહુજી અને રજનીશ બાજપેયીજીએ મારા આ પડકારને ઝીલી લઇને એક અભિનવ પ્રયાસ કર્યો. યોગેશજી અને રજનીશજીએ પોતાના વ્યવસાયિક કૌશલ્યનો ઉપયોગ કરીને સાથે મળીને એક સ્માર્ટ ગાંવ એપ તૈયાર કરી છે. આ એપ માત્ર ગામના લોકોને પૂરી દુનિયા સાથે જોડી નથી રહી પરંતુ હવે તેઓ કોઇપણ માહીતી કે જાણકારી પોતાના મોબાઇલ પર મેળવી શકે. રાયબરેલીના તૌધકપુર ગામના આ નિવાસીઓ ગામના સરપંચ, જીલ્લા મેજીસ્ટ્રેટ, તાલુકા વિકાસ અધિકારી એમ સૌએ આ એપના ઉપયોગ માટે લોકોને જાગૃત કર્યા. આ એપ એક રીતે ગામમાં ડીજીટલ ક્રાંતિ લાવવાનું કામ કરી રહી છે. ગામમાં જે વિકાસના કામો થઇ રહ્યા છે. તેને આ એપ દ્વારા રેકોર્ડ કરવાનું તેના પર નજર રાખવાનું તેની પ્રગતિ પર ધ્યાન રાખવાનું હવે સરળ થઇ ગયું છે. આ એપમાં ગામની ફોન ડીરેકટરી, સમાચાર વિભાગ, પ્રસંગોની યાદી, આરોગ્ય કેન્દ્ર અને માહીતી કેન્દ્ર મોજૂદ છે. આ એપ ખેડૂતોને પણ ખૂબ ફાયદાકારક છે. એપનું ગ્રામર ફીચર, ખેડુતો વચ્ચે ફેકટ રેટ, એક રીતે તેમના ઉત્પાદનો માટે એક બજારની જેમ કામ કરે છે. આ ઘટનાને જો તમે ઝીણવટપૂર્વક જોશો તો એક વાત ઘ્યાનમાં આવશે કે, અમેરિકામાં ત્યાંની રહેણીકરણી, આચારવિચારની વચ્ચે જેમનું જીવન ગયું છે. કેટલાય વર્ષો પહેલાં જેમણે ભારત છોડ્યું હશે તેવા યુવાનો પણ પોતાના ગામની બારીકાઇઓને જાણે છે, પડકારનો સમજે છે, અને ગામ સાથે લાગણીથી જોડાયેલા છે. આ જ કારણથી કદાચ ગામને જે જોઇએ છે તે તેઓ સારી રીતે બનાવી શક્યા. તે તેને અનુરૂપ કંઇક સારૂં બનાવી શક્યા. પોતાના ગામ, પોતાના મૂળ સાથેનો આ લગાવ અને વતન માટે કંઇક કરી બતાવવાની ભાવના દરેક હિંદુસ્તાનીની અંદર સ્વાભાવિક રીતે પડેલી હોય છે. પરંતુ કોઇકોઇ વાર સમયને કારણે કયારેક અંતરને કારણે, કયારેક પરિસ્થિતિઓને કારણે, તેના પર એક પાતળી ધૂળ જામી જાય છે, પરંતુ જો કોઇ નાની એવી ચિનગારીનો પણ તેમને સ્પર્શ થઇ જાય તો સારી બાબતો ફરી એકવાર ઉભરીને આવી જાય છે. અને તેઓને પોતાના ભૂતકાળના દિવસો તરફ ખેંચીને લઇ આવે છે. આપણે પણ જરા તપાસી લઇએ કે, આપણા કિસ્સામાં પણ કંઇક આવું તો નથી થયું ને. પરિસ્થિતિઓ, અંતર, સંજોગો વગેરેએ આપણને ક્યાંક અળગા તો નથી કરી નાંખ્યાને, કયાંક ધૂળ તો નથી બાજી ગઇને, જરૂર વિચારજો.
“આદરણીય પ્રધાનમંત્રીજી, નમસ્કાર, હું સંતોષ કાકડે, કોલ્હાપુર મહારાષ્ટ્રથી વાત કરી રહ્યો છું. પંઢરપુરની વારીએ મહારાષ્ટ્રની પુરાણી પરંપરા છે. દર વર્ષે ખૂબ ઉત્સાહ અને ઉંમગથી તે મનાવવામાં આવે છે. લગભગ સાત-આઠ લાખ વાર્કરી તેમાં જોડાય છે. આ અનોખી પરંપરા વિશે દેશની બાકીની જનતા પણ માહીતગાર થાય એ માટે આપ વારી વિશે વધુ જાણકારી આપશો.”
સંતોષજી, તમારા ફોનકોલ માટે ખૂબખૂબ ધન્યવાદ. પંઢરપુર વારી ખરેખર પોતે એક અદભૂત યાત્રા છે. સાથીઓ અષાઢી એકાદશી, જે આ વખતે 23 જુલાઇએ હતી. તે દિવસે પંઢરપુર વારીની ભવ્ય પરિણીતીના રૂપમાં મનાવવામાં આવે છે. પંઢરપુર મહારાષ્ટ્રના સોલાપુર જીલ્લાનું એક પવિત્ર શહેર છે. અષાઢી એકાદશીના લગભગ 15 – 20 દિવસ પહેલાથી જ વાર્કરી એટલે કે તીર્થયાત્રીઓ પાલખી સાથે પંઢરપુરની યાત્રા માટે પગપાળા નીકળી પડે છે. આ યાત્રા જેને વારી કહે છે, તેમાં લાખોની સંખ્યામાં વાર્કરીઓ જોડાય છે. સંત જ્ઞાનેશ્વર અને સંત તુકારામ જેવા મહાન સંતોની પાદુકાઓ પાલખીમાં રાખીને વિઠ્ઠલ.. વિઠ્ઠલ.. ગાતાં, નાચતાં, વગાડતાં પગપાળા પંઢરપુર જવા નીકળી પડે છે. આ વારી શિક્ષણ, સંસ્કાર અને શ્રદ્ધાની ત્રિવેણી છે. તીર્થયાત્રીઓ ભગવાન વિઠ્ઠલ કે જેમને વિઠોબા અથવા પાંડુરંગ પણ કહેવામાં આવે છે. તેમના દર્શન માટે ત્યાં પહોંચે છે. ભગવાન વિઠ્ઠલ ગરીબો, વંચિતો, પીડીતોના હિતોની રક્ષા કરે છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, ગોવા, આંધ્રપ્રદેશ, તેલંગણા કયાં કયાંથી લોકોને અપાર શ્રદ્ધા છે. ભક્તિ છે. પંઢરપુરમાં વિઠોબા મંદિરના દર્શન કરવા અને ત્યાંની મહિમા, ત્યાંનું સૌંદર્ય, આધ્યાત્મિક આનંદનો એક અલગ અનુભવ છે. મન કી બાતના શ્રોતાઓને મારો આગ્રહ છે કે, તક મળે તો એકવાર જરૂર પંઢરપુર વારીનો અનુભવ લો. જ્ઞાનેશ્વર, નામદેવ, એકનાથ, રામદાસ, તુકારામ એવા અગણીત સંતો મહારાષ્ટ્રમાં આજે પણ અદના માનવીને શિક્ષિત કરી રહ્યા છે. અંધશ્રદ્ધાની સામે લડવાની શક્તિ આપી રહ્યા છે. અને હિંદુસ્તાનના ખૂણેખૂણામાં આ સંત પરંપરા પ્રેરણા આપી રહી છે. પછી એ તેમના ભારૂડ હોય, અથવા અભંગ હોય, આપણને તેમની પાસેથી સદભાવ, પ્રેમ અને ભાઇચારાનો સંદેશ મળે છે. અંધશ્રદ્ધાની સામે સમાજ લડી શકે તેનો મંત્ર મળે છે. આ એ લોકો હતા, જેમણે સમયસમય પર સમાજને રોક્યો, ટોકયો અને અરીસો પણ બતાવ્યો અને એ સુનિશ્ચિત કર્યું કે, જૂના કુરિવાજો આપણા સમાજમાંથી નાબૂદ થાય અને લોકોમાં કરૂણા, સમાનતા તથા શૂચિતાના સંસ્કારોનું સિંચન થાય, આપણી આ ભારતભૂમિ બહુરત્ન વસુંધરા છે. જેમાં સંતોની એક મહાન પરંપરા આપણા દેશમાં રહી છે. તે જ રીતે સામર્થયવાન મા ભારતીને સમર્પિત મહાપુરૂષોએ આ ધરતીને પોતાનું જીવન આહૂત કરી દીધું, સમર્પિત કરી દીધું. એવા જ એક મહાપુરૂષ છે લોકમાન્ય તિલક. જેમણે અનેક ભારતીયોના મન પર પોતાની ઉંડી છાપ છોડી છે. આપણે 23 જુલાઇએ તિલકજીની જયંતિ અને પહેલી ઓગષ્ટે તેમની પુણ્યતિથિ પ્રસંગે તેમનું પુણ્યસ્મરણ કરીએ છીએ. લોકમાન્ય તિલક સાહસ અને આત્મવિશ્વાસથી ભરેલા હતા. બ્રિટીશ શાસકોને તેમની ભૂલોનો અરીસો બતાવવાની શક્તિ અને બુદ્ધિમત્તા તેમનામાં હતી. અંગ્રેજો લોકમાન્ય તિલકથી એટલા બધા ડરેલા હતા કે, તેમણે 20 વર્ષંમાં તેમના પર 3 વાર રાજદ્રોહ લગાવવાની કોશીષ કરી અને આ કાંઇ નાનીસૂની વાત નથી. લોકમાન્ય તિલક અને અમદાવાદમાં તેમની પ્રતિમા સાથે જોડાયેલી એક રસપ્રદ ઘટના આજે હું દેશવાસીઓ સામે મૂકવા માંગું છું. ઓકટોબર 1916માં લોકમાન્ય તિલકજી જ્યારે અમદાવાદ આવ્યા ત્યારે તે જમાનામાં આજથી કદાચ 100 વર્ષ પહેલાં 40 હજારથી વધુ લોકોએ અમદાવાદમાં તેમનું સ્વાગત કર્યું હતું. અને આ જ યાત્રા દરમિયાન સરદાર વલ્લભભાઇ પટેલને તેમની સાથે વાતચીત કરવાની તક મળી હતી. અને સરદાર વલ્લભભાઇ પટેલ લોકમાન્ય તિલકજીથી એટલા બધા પ્રભાવિત હતા અને જયારે પહેલી ઓગષ્ટ, 1920ના રોજ લોકમાન્ય તિલકજીનું દેહાંત થયો ત્યારે તેમણે નિર્ણય કરી લીધો કે તેઓ અમદાવાદમાં તિલકજીનું સ્મારક બનાવશે. સરદાર વલ્લભભાઇ પટેલ અમદાવાદ નગરપાલિકાના મેયર ચૂંટાયા અને તરત જ તેમણે લોકમાન્ય તિલકના સ્મારક માટે બ્રિટનની મહારાણીના નામ પર બનાવેલા વિકટોરીયા ગાર્ડનને તેમણે પસંદ કર્યું. સ્વાભાવિક રીતે જ અંગ્રેજો આ નિર્ણયથી નારાજ હતા. અને કલેકટર તેને માટે પરવાનગી આપવાની સતત મનાઇ કરતા રહ્યા. પરંતુ સરદાર સાહેબ સરદાર સાહેબ હતા. તેઓ અડગ હતા અને તેમણે કહ્યું હતું કે, ભલે હોદ્દો છોડવો પડે પરંતુ લોકમાન્ય તિલકજીની પ્રતિમા તો બનીને જ રહેશે. અંતે પ્રતિમા બનીને તૈયાર થઇ અને સરદાર સાહેબે બીજા કોઇના હાથે નહિં પરંતુ 28 ફેબ્રુઆરી 1929ના રોજ ખૂદ મહાત્મા ગાંધીના હસ્તે તેનું ઉદઘાટન કરાવ્યું. અને સૌથી મજાની વાત તો એ છે કે, તે ઉદઘાટન સમારંભમાં પોતાના ભાષણમાં પૂજય બાપુએ કહ્યું, સરદાર પટેલના આવ્યા પછી અમદાવાદ નગરપાલિકાને એક વ્યક્તિ જ નથી મળી, પરંતુ નગરપાલિકાને તે હિંમત પણ મળી છે. જેના કારણે તિલકજીની પ્રતિમાનું નિર્માણ શક્ય થયું છે. અને મારા વ્હાલા દેશવાલીઓ, આ પ્રતિમાની વિશેષતા એ છે કે, આ તિલકજીની એક એવી દુર્લભ પ્રતિમા છે જેમાં તેઓ એક ખુરશી ઉપર બેઠેલા છે. તેમાં તિલકજીની બિલકુલ નીચે લખેલું છે. સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે. અને આ અંગ્રેજોના તે સમયની હું વાત સંભળાવી રહ્યો છું. લોકમાન્ય તિલકજીના પ્રયત્નોના કારણે જ સાર્વજનિક ગણેશઉત્સવની પરંપરા શરૂ થઇ. સાર્વજનિક ગણેશ ઉત્સવ પરંપરાગત શ્રદ્ધા અને ઉલ્લાસની સાથેસાથે સમાજ જાગૃતિ, સામૂહિકતા, લોકોમાં સમરસતા અને સમાનતાની ભાવનાને આગળ વધારવાનું એક પ્રભાવશાળી માધ્યમ બની ગયું હતું. આમ જુઓ તો, તે સમય એક એવો સમય હતો કે જ્યારે દેશ અંગ્રેજોની વિરૂદ્ધ લડાઇ માટે એક સંપ થાય, આ ઉત્સવોએ જાતિ અને સંપ્રદાયના વાડાઓને તોડીને બધાને એક સંપ કરવાનું કામ કર્યું. સમયની સાથે આ આયોજનોની લોકપ્રિયતા વધતી ગઇ. તેનાથી જ જાણવા મળે છે કે, આપણો પ્રાચીન વારસો અને ઇતિહાસના આપણા વીર નેતાઓ પ્રત્યે આ જે પણ આપણી યુવાપેઢીમાં કેવો ક્રેઝ છે. આજે કેટલાયે શહેરોમાં તો એવું બને છે કે, તમને લગભગ દરેક ગલીમાં ગણેશનો મંડપ જોવા મળે છે. ગલીના બધા પરિવારોના સભ્યો સાથે મળીને તેનું આયોજન કરે છે. એક ટીમના રૂપમાં કામ કરે છે. આપણા યુવાનો માટે પણ આ એક શ્રેષ્ઠ તક છે. જયાં તેઓ નેતૃત્વ અને સંગઠન જેવા ગુણો શીખી શકે છે. આ ગુણોને પોતાની અંદર વિકસીત કરી શકે છે.
મારા વ્હાલા દેશવાસીઓ, મે ગયા વખતે પણ આગ્રહ કર્યો હતો અને આજે જયારે લોકમાન્ય તિલકજીને યાદ કરી રહ્યો છું ત્યારે ફરી એકવાર આપને આગ્રહ કરીશ કે, આ વખતે પણ આપણે ગણેશ ઉત્સવ મનાવીએ, ધૂમધામથી મનાવીએ, પૂરી તાકાતથી મનાવીએ, પરંતુ ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવ ઉજવવાનો આગ્રહ રાખીએ. ગણેશજીની મૂર્તિથી લઇને સાજસજાવટનો સામાન એમ બધું ઇકોફ્રેન્ડલી હોય, અને હું તો ઇચ્છું છું કે, દરેક શહેરમાં ઇકોફ્રેન્ડલી ગણેશઉત્સવની અલગ સ્પર્ધા થાય. તેના ઇનામ આપવામાં આવે. અને હું તો ત્યાં સુધી કહીશ કે, માય ગોવ ઉપર પણ અને નરેન્દ્ર મોદી એપ ઉપર પણ ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવની ચીજવસ્તુઓ વ્યાપક પ્રચાર માટે મૂકવામાં આવે. તમારી વાત હું ચોક્કસ લોકો સુધી પહોંચાડીશ. લોકમાન્ય તિલકે દેશવાસીઓમાં આત્મવિશ્વાસ જગાવ્યો અને તેમણે સૂત્ર આપ્યું હતું, સ્વરાજ અમારો જન્મસિદ્ધ અધિકાર છે, અને અમે તે લઇને જ જંપીશું, આજે પણ એ કહેવાનો સમય છે. કે, સ્વરાજ અમારો જન્મસિદ્ધ અધિકાર છે અને અમે તે લઇને જ જંપીશું. દરેક ભારતીયની પહોંચ સુશાસન અને વિકાસના સારા પરિણામો સુધી હોવી જોઇએ. આ જ તો એ વાત છે, જે એક નવા ભારતનું નિર્માણ કરશે. તિલકના જન્મના 50 વર્ષ પછી બરાબર એ જ દિવસે એટલે કે 23 જુલાઇએ ભારતમાતાના વધુ એક સપૂતનો જન્મ થયો. જેમણે પોતાનું જીવન એટલા માટે બલિદાન કરી દીધું કે, જેથી દેશવાસી આઝાદીની હવામાં શ્વાસ લઇ શકે. હું વાત કરી રહ્યો છું. ચંદ્રશેખર આઝાદની, ભારતમાં એવો કયો નવજુવાન હશે જે આ પંક્તિઓને સાંભળીને પ્રેરીત નહીં થાય.—
સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મે હૈ,
દેખના હૈ જોર કિતના બાજુએ કાતિલ મેં હૈં
આ પંક્તિઓએ અશફાક ઉલ્લાખાન, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ જેવા અનેક નવયુવાનોને પ્રેરિત કર્યા. ચંદ્રશેખર આઝાદની બહાદુરી અને સ્વતંત્રતા માટેના તેમના જનૂને કેટલાય યુવાનોને પ્રેરિત કર્યા. આઝાદે પોતાનું જીવન હોડ પર મૂકી દીધું. પરંતુ વિદેશી શાસનની સામે તેઓ કયારેય ન ઝૂક્યા. મારૂં સદભાગ્ય છે કે, મને મધ્યપ્રદેશમાં ચંદ્રશેખર આઝાદના ગામ અલિરાજપુર જવાનો મોકો પણ મળ્યો. અલ્હાબાદના ચંદ્રશેખર આઝાદ પાર્કમાં પણ શ્રદ્ધાસુમન અર્પણ કરવાની તક મળી. અને ચંદ્રશેખર આઝાદજી એવા વીરપુરૂષ હતા જે વિદેશીઓની ગોળીથી મરવા પણ નહોતા ઇચ્છતા. જીવશું તો આઝાદી માટે, લડતા લડતા અને મરીશું તો પણ આઝાદ રહીને જ મરીશું, એ જ તો એમની વિશેષતા હતી. ફરીએક વાર ભારતમાતાના આ બે મહાન સપૂતો લોકમાન્ય તિલકજી અને ચંદ્રશેખર આઝાદજીને હું શ્રદ્ધાપૂર્વક નમન કરૂં છું.
હજી થોડા દિવસ પહેલા જ ફિનલેન્ડમાં આયોજીત જુનિયર અંડર-20 વિશ્વ એથ્લેટીકસ ચેમ્પીયનશીપમાં 400 મીટરની દોડ સ્પર્ધામાં ભારતની બહાદુર દિકરી અને કિસાનપુત્રી હિમા દાસે સુવર્ણચંદ્રક જીતીને ઇતિહાસ રચી દીધો. દેશની વધુ એક દિકરી એકતા ભયાને મારા પત્રના જવાબમાં ઇંડોનેશિયાથી મને ઇ-મેઇલ કર્યો છે કે, હજી તો તે ત્યાં એશીયન ગેમ્સની તૈયારી કરી રહી છે. ઇ-મેઇલમાં એકતા લખે છે – કોઇપણ રમતવીરના જીવનમાં સૌથી મહત્વની ક્ષણ તે હોય છે જયારે તે હાથમાં તિરંગો પકડે છે. અને મને ગર્વ છે કે, મે એ કરી બતાવ્યું છે. એકતા અમને બધાને આપ પર ગર્વ છે. આપે દેશનું નામ રોશન કર્યું છે. ટ્યુનિશિયામાં વિશ્વ પેરા એથ્લેટીકસ ગ્રાન્ડ પ્રી 2018માં એકતાએ સુવર્ણ અને કાંસ્ય ચંદ્રક જીત્યા છે. તેમની આ સિદ્ધિ વિશેષ એટલા માટે છે કે, તેમણે પોતાના પડકારને પણ પોતાની કામયાબીનું માધ્યમ બનાવી દીધું છે. 2003માં માર્ગ અકસ્માતને કારણે દિકરી એકતા ભયાનના શરીરનો નીચેનો અડધો ભાગ નકામો બની ગયો છે. પરંતુ આ દિકરી હિંમત ન હારી અને પોતાને મજબૂત બનાવતા જઇ આ સિદ્ધિ હાંસલ કરી છે. વધુ એક દિવ્યાંગ યોગેશ કઠુનિયાજીએ પણ બર્લિનમાં પેરા એથ્લેટીકસ ગ્રાન્ડ પ્રી માં ડિસ્કસ થ્રો(ચક્રફેંક)માં સુવર્ણચંદ્રક જીતીને વિશ્વવિક્રમ સ્થાપ્યો છે. અને તેમની સાથે સુંદરસિંહ ગુર્જરે પણ ભાલાફેંકમાં સુવર્ણચંદ્રક જીત્યો છે. હું એકતા ભયાનજી, યોગેશ કઠુનિયાજી અને સુંદરસિંહજી આપ સહુની હિંમત અને જુસ્સાને સલામ કરૂં છું, અભિનંદન આપું છું. આપ હજી પણ આગળ વધો. રમતા રહો, ખેલતા રહો.
મારા વ્હાલા દેશવાસીઓ, ઓગસ્ટ મહિનો ઇતિહાસની અનેક ઘટનાઓ, ઉત્સવોની ભરમારથી ભરેલો રહે છે. પરંતુ મૌસમના કારણે કોઇકોઇ વાર બિમારી પણ ઘરમાં પ્રવેશ કરી જાય છે. હું આપ સૌને ઉત્તમ સ્વાસ્થ્ય માટે, દેશભક્તિની પ્રેરણા જગાડનારા આ ઓગસ્ટ મહિના માટે, અને સદીઓથી ચાલતા આવી રહેલા અનેક અનેક ઉત્સવો માટે, ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ફરી એક વાર મન કી બાત માટે જરૂર મળીશું.
ખૂબ-ખૂબ ધન્યવાદ.
નમસ્કાર. મારા પ્રિય દેશવાસીઓ. આજે ફરી એકવાર મન કી બાતના આ કાર્યક્રમમાં તમારી બધાની સાથે રૂબરૂ થવાનું સૌભાગ્ય મળ્યું છે. હમણાં થોડા દિવસો પહેલાં જ બેંગલુરુમાં એક ઐતિહાસિક ક્રિકેટ મેચ યોજાઈ. તમે લોકો થોડું ઘણું સમજી જ ગયા હશો કે હું ભારત અને અફઘાનિસ્તાનની ટેસ્ટ મેચની વાત કરી રહ્યો છું. તે અફઘાનિસ્તાનની પ્રથમ આંતરારાષ્ટ્રીય મેચ હતી અને તે ભારતીય માટે ગર્વની વાત છે કે અફઘાનિસ્તાનની આ ઐતિહાસિક મેચ ભારત સાથે હતી. આ મેચમાં બંને ટીમોએ બહુ સારું પ્રદર્શન કર્યું હતુંઅને બીજા અફઘાનિસ્તાનના જ અન્ય બોલર રાશિદ ખાને તો આ વર્ષે આઈપીએલમાં પણ ઘણું સારું પ્રદર્શન કર્યું હતું અને મને યાદ છે કે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ શ્રીમાન અશરફ ગનીએ મને ટેગ કરીને પોતાના ટ્વીટર પર લખ્યું હતું, અફઘાનિસ્તાનના લોકોને પોતાના હીરો રાશિદ ખાન પર અત્યંત ગર્વ છે. હું આપણા ભારતીય મિત્રોનો આભારી છું કે જેમણે આપણા ખેલાડીઓને પોતાનું કૌશલ્ય દેખાડવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. અફઘાનિસ્તાનમાં જે શ્રેષ્ઠ છે રાશિદ તેનું પ્રતિનિધિત્વ કરે છે. તે ક્રિકેટની દુનિયાની એસેટ છે અને તેની સાથે તેમણે થોડા મજાકના અંદાજમાં એ પણ લખ્યું કે નહીં અમે એને કોઈને આપી દઈએ. આ મેચ આપણા બધા માટે એક યાદગાર મેચ રહેશે. આ તો પહેલી મેચ હતી તેથી યાદ રહેવી ઘણું સ્વાભાવિક છે પરંતુ મને એ મેચ કોઈ વિશેષ કારણથી યાદ રહેશે. ભારતીય ટીમે કંઈક એવું કર્યું, જે આખા વિશ્વ માટે એક ઉદાહરણ છે. ભારતીય ટીમે ટ્રોફી લેતી વખતે એક વિજેતા ટીમ શું કરી શકે છે, તે તેમણે કર્યું. ભારતીય ટીમે ટ્રોફી લેતી વખતે અફઘાનિસ્તાનની ટીમ જે પહેલીવાર આંતરરાષ્ટ્રિય મેચ રમી રહી હતી, અફઘાનિસ્તાનની ટીમને આમંત્રિત કરી અને બંને ટીમોએ સાથે ફોટો પડાવ્યો. Sportsman spirit શું હોય છે, Sportsmanship શું હોય છે – આ એક ઘટનાથી આપણે અનુભવ કરી શકીએ છીએ. રમત સમાજને એક કરવા તેમજ આપણા યુવાનોમાં જે કૌશલ છે, તેમનામાં જે પ્રતિભા છે તેને શોધવાનો એક બહુ સારો ઉપાય છે. ભારત અને અફઘાનિસ્તાન બંને ટીમોને મારી શુભકામનાઓ છે. મને આશા છે કે અમે આગળ પણ આવી જ રીતે એકબીજા સાથે, પૂરા Sportsman spirit સાથે રમીશું પણ અને ખીલશું પણ.
મારા પ્રિય દેશવાસીઓ આ 21 જૂને ચોથા યોગ દિવસ પર એક અલગ જ નજારો હતો. આખી દુનિયા એકસાથે નજરે પડી. વિશ્વભરમાં લોકોએ પૂરા ઉત્સાહ અને ઉમંગ સાથે યોગાભ્યાસ કર્યો. Brusselsમાં Europian Parliament હોય, ન્યૂયોર્ક સ્થિત સંયુક્ત રાષ્ટ્રનું મુખ્યાલય હોય, જાપાની નૌ-સેનાના લડાકૂ જહાજ હોય, દરેક જગ્યાએ લોકો યોગ કરતા નજરે પડ્યા. સાઉદી અરેબિયામાં પહેલીવાર યોગનો ઐતિહાસિક કાર્યક્રમ થયો અને મને કહેવામાં આવ્યું કે ઘણાં બધા આસનોના demonstration તો મહિલાઓએ કર્યું. લદ્દાખના ઉંચા બર્ફિલા શિખરો પર ભારત અને ચીનના સૈનિકોએ એકસાથે મળીને યોગાભ્યાસ કર્યો. યોગ બધી સીમાઓને તોડીને, જોડવાનું કામ કરે છે. સેંકડો દેશોના હજારો ઉત્સાહી લોકોએ જાતિ, ધર્મ, ક્ષેત્ર, રંગ અથવા લિંગ, દરેક પ્રકારના ભેદભાવથી ઉપર જઈને આ અવસરને એક ઘણો મોટો ઉત્સવ બનાવી દીધો. જો દુનિયાભરના લોકો આટલા ઉત્સાહિત થઈને યોગ દિવસના કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા હતા તો ભારતમાં તેનો ઉત્સાહ અનેક ગણો કેમ નહીં હોય.
દેશને ગર્વ થાય છે, જ્યારે સવા સો કરોડ લોકો જુએ છે કે અમારા દેશના સુરક્ષા બળના જવાનોએ નૌ-સેના, થલસેના તેમજ વાયુસેના ત્રણેય જગ્યાએ યોગનો અભ્યાસ કર્યો. કેટલાક વીર સૈનિકોએ ક્યાંક સબમરીનામાં યોગ કર્યો, તો કેટલાક સૈનિકોએ સિયાચીનમાં બરફના પહાડો પર યોગાભ્યાસ કર્યો. વાયુસેનાના આપણા યોદ્ધાઓએ તો આકાશની વચ્ચે, ધરતીથી 15 હજાર ફૂટની ઉંચાઈ પર યોગાસન કરીને બધાને સ્તબ્ધ કરી દીધા. જોવાનો નજારો એ હતો કે તેમણે વિમાનમાં બેસીને નહીં પરંતુ હવામાં તરતા યોગ કર્યા. સ્કૂલ હોય, કોલેજ હોય, કાર્યાલય હોય, પાર્ક હોય, ઉંચી ઈમારત હોય કે રમતગમતનું મેદાન હોય, દરેક જગ્યાએ યોગાભ્યાસ થયો. અમદાવાદનું એક દ્રશ્ય તો હ્રદય સ્પર્શી હતું. ત્યાં લગભગ 750 દિવ્યાંગ ભાઈ-બહેનોએ એક સ્થળ પર, એક સાથે ભેગા યોગાભ્યાસ કરીને વિશ્વ કિર્તિમાન સ્થાપિત કર્યો. યોગે જાતિ, પંથ અને ભૂગોળથી પણ આગળ જઈને વિશ્વભરના લોકોને ભેગા કરવાનું કામ કર્યું છે. વસુધૈવ કુટુંબકમ ના જે ભાવને આપણે સદીયોથી જીવતા આવ્યા છીએ. આપણા ઋષિ, મુનિ, સંત જેના પર હંમેશા જોર આપતા હતા, યોગે તેને સાચી રીતે સિદ્ધ કરીને દેખાડ્યું. હું માનું છું કે આજેયોગ એકwellness, revolution નું કામ કરી રહ્યું છે. હું આશા કરું છું કે યોગ થી wellnessની જે ચળવળ ચાલી છે, તે આગળ વધશે. વધારેમાં વધારે લોકો તેને પોતાના જીવનનો હિસ્સો બનાવશે.
મારા પ્રિય દેશવાસીઓ. My Gov અને નરેન્દ્ર મોદી એપ પર કેટલાય લોકોએ મને લખ્યું કે હું આ વખતે ‘મન કી બાત’માં 1 જુલાઈએ આવનારા ‘ડોક્ટર્સ ડે’ વિશે વાત કરું – સાચી વાત છે. આપણે મુસીબતના સમયમાં જ ડોક્ટરને યાદ કરીએ છીએ પરંતુ આ એક એવો દિવસ છે જ્યારે દેશ આપણા ડોક્ટર્સની ઉપલબ્ધિઓની ઉજવણી કરે છે અને સમાજ પ્રત્યે તેમની સેવા અને સમર્પણ માટે તેમને બહુ જ ધન્યવાદ આપે છે. આપણે એ લોકો છીએ જે સ્વાભાવતઃ માં ને ભગવાનના રૂપમાં પૂજીએ છીએ, ભગવાનની બરાબર માનીએ છીએ કારણે કે માં આપણને જીવન આપે છે. માં આપણને જન્મ આપે છે, તો કેટલીકવાર ડોક્ટર આપણને પુનઃ જન્મ આપે છે. ડોક્ટરની ભૂમિકા માત્ર બિમારીઓનો ઈલાજ કરવા સુધી સીમિત નથી. હંમેશા ડોક્ટર પરિવારના મિત્ર જેવા હોય છે. આપણા Lifestyle Guides છે, – “They not only cure but also heal”. આજે ડોક્ટર્સ પાસે Medical expertise તો હોય જ છે સાથે જ તેમની પાસે general life style trendsવિશે, તેનો આપણા સ્વાસ્થ્ય પર શું પ્રભાવ પડે છે, તે બધા વિશે બહુ ઉંડો અનુભવ હોય છે. ભારતીય ડોક્ટરોએ પોતાની ક્ષમતા અને કૌશલથી આખા વિશ્વમાં પોતાની ઓળખ બનાવી છે. Medical professionમાં મહારથ, hardworking ની સાથે સાથે આપણા ડોક્ટર complex medical problems ને ઉકેલવા માટે પણ જાણીતા છે. મન કી બાત ના માધ્યથી હું દરેક દેશવાસીઓની તરફથી આપણા બધા ડોક્ટર સાથીઓને આગામી 1 જુલાઈએ આવનારા ‘ડોક્ટર્સ ડે’ની અઢળક શુભેચ્છા આપું છું.
મારા પ્રિય દેશવાસીઓ. આપણે એવા ભાગ્યશાળી લોકો છીએ જેનો આ ભારત ભૂમિમાં જન્મ થયો છે. ભારત એક એવો સમૃદ્ધ ઈતિહાસ રહ્યું છે, જ્યારે કોઈ એવો મહિનો નહીં હોય, કોઈ એવો દિવસ નહીં હોય, જેમાં કોઈને કોઈ ઐતિહાસિક ઘટના ન ઘટી હોય. જોઈઓ તો ભારતમાં દરેક જગ્યાનો પોતાનો એક વારસો છે. ત્યાંથી જોડાયેલા કોઈ સંત છે, કોઈ મહાપુરુષ છે, કોઈ પ્રસિદ્ધ વ્યક્તિ છે, દરેકનું પોતપોતાનું યોગદાન છે, પોતાનું મહાત્મ્ય છે.
“પ્રધાનમંત્રી જી નમસ્કાર. હું ડો. સુરેન્દ્ર મિશ્ર બોલું છું. અમને ખબર પડી છે કે 28 જૂને આપ મગહર આવી રહ્યા છો. હું મગહરની બાજુમાં જ એક નાના ગામ તડવા, જે ગોરખપુરમાં છે, ત્યાંનો રહેવાસી છું. મગહર કબીરનું સમાધી સ્થળ છે અને કબીરને લોકો અહીં સામાજિક સમરસતા માટે યાદ રાખે છે અને કબીરના વિચારો પર દરેક સ્તરે ચર્ચા થાય છે. આપની કાર્યયોજનાથી આ દિશામાં સમાજના દરેક સ્તર પર ઘણો પ્રભાવ પડશે. આપને પ્રાર્થના છે કે ભારત સરકારની જે કાર્યયોજના છે, તેના વિશે અવગત કરાવવા કૃપા કરશો. ”
આપના ફોન કોલ માટે ખૂબ-ખૂબ ધન્યવાદ. એ સાચું છે કે હું 28 તારીખે મગહર આવી રહ્યો છું અને આમ પણ જ્યારે હું ગુજરાતમાં હતો, ગુજરાતનો કબીરવડ તો આપ જાણતા જ હશો. જ્યારે હું ત્યાં કામ કરતો હતો, તો મેં એક સંત કબીરની પરંપરાથી જોડાયેલા લોકોનું એક બહુ મોટું રાષ્ટ્રિય અધિવેશન કર્યું હતું. તમે લોકો જાણો છો, કબીરદાસજી મગહર કેમ આવ્યા હતા? એ સમયે એક ધારણા હતી કે મગહરમાં જેનું મૃત્યુ થાય, તે સ્વર્ગ નથી જતા. તેનાથી ઉંધું કાશીમાં જે શરીર ત્યાગ કરે છે, તે સ્વર્ગમાં જાય છે. મગહરને અપવિત્ર માનવામાં આવતું હતું પરંતુ સંત કબીરદાસ તેના પર વિશ્વાસ નહોતા કરતા. તેમના સમયની આવી જ કુરીતિઓ અને અંધવિશ્વાસને તેમણે તોડવાનું કામ કર્યું અને તેથી તેઓ મગહર ગયા અને ત્યાંજ તેમણે સમાધી લીધી. સંત કબીરદાસજીએ તેમની સાખીઓ તેમજ દોહાના માધ્યમથી સામાજિક સમાનતા, શાંતિ અને ભાઈચારા પર ભાર આપ્યો. તે તેમના આદર્શ હતા. તેમની રચનાઓમાં આપણને આ જ આદર્શો જોવા મળે છે અને આજના યુગમાં પણ તે એટલા જ પ્રેરક છે. તેમનો એક દોહા છેઃ-
“કબીર સોઈ પીર હૈ, જો જાને પર પીર
જો પર પીર ન જાનહી, સો કા પીર મેં પીર”
તેનો મતલબ કે સાચો પીર સંત એ જ છે જે બીજાની પીડા ને જાણતો હોય અને સમજતો હોય, જે બીજાના દુઃખને નથી જાણતા તે નિષ્ઠુર છે. કબીરદાસજીએ સામાજિક સમરસતા પર વિશેષ ભાર આપ્યો હતો. તેઓ પોતાના સમયથી ઘણું આગળનું વિચારતા હતા. તે સમય જ્યારે વિશ્વમાં પડતી અને સંઘર્ષનો સમય ચાલી રહ્યો હતો, તેમણે શાંતિ અને સદભાવનો સંદેશ આપ્યો અને લોકમાનસને એક કરીને મતભેદોને દૂર કરવાનું કામ કર્યું.
“જગ મેં બૈરી કોઈ નહીં, જો મન શીતલ હોય,
યહ આપા તો ડાલ દે, દયા કરે સબ કોય”
અન્ય દોહામાં કબીર લખે છે કે,
“જહાં દયા તહં ધર્મ હૈ, જહાં લોભ તહં પાપ,
જહાં ક્રોધ તહં કાલ હૈ, જહાં ક્ષમા તહં આપ”.
તેમણે કહ્યું,
“જાતિ ન પૂછો સાધૂ કી, પૂછ લીજિયે જ્ઞાન”
અને લોકોને અપીલ કરી કે તેઓ ધર્મ અને જાતિથી ઉપર ઉઠીને લોકોને જ્ઞાનના આધાર પર માને, તેમનું સન્માન કરે, તેમની વાતો આજે સદિઓ બાદ પણ તેટલી જ પ્રભાવી છે. અત્યારે જ્યારે આપણે સંત કબીરદાસજી વિશે વાત કરી રહ્યા છીએ તો મને તેમનો એક દોહા યાદ આવે છે. જેમાં તેઓ કહે છે,
“ગુરુ ગોવિન્દ દોઉ ખડે, કાકે લાગું પાય
બલિહારી ગુરુ આપને, ગોવિન્દ દિયો બતાય.”
આવી હોય છે આ ગુરુની મહાનતા અને એવા જ એક ગુરુ છે જગતગુરુ- ગુરુનાનક દેવ જેમણે કરોડો લોકોને સન્માર્ગ દેખાડ્યો, સદીઓથી પ્રેરણા આપતા રહ્યા છે. ગુરુ નાનક દેવે સમાજમાં જાતીગત ભેદભાવને પૂરા કરવા અને આખી માનવજાતીને એક માનીને તેમને ગળે લગાડવાની શિક્ષા આપી. ગુરુ નાનક દેવ કહેતા હતા કે ગરીબો અને જરૂરિયાતવાળાઓની સેવા જ ભગવાનની સેવા છે. તેઓ જ્યાં પણ ગયા તેમણે સમાજની ભલાઈ માટે કેટલીયે પહેલ કરી. સામાજિક ભેદભાવથી મુક્ત રસોઈની વ્યવસ્થા જ્યાં દરેક જાતિ, પંત, ધર્મ કે સંપ્રદાયનો વ્યક્તિ આવીને ખાવાનું ખાઈ શકે છે. ગુરુ નાનક દેવે જ તો આ લંગર વ્યવસ્થાની શરૂઆત કરી હતી. 2019માં ગુરુ નાનક દેવજીનું 550મું પ્રકાશ પર્વ મનાવવામાં આવશે. હું ઈચ્છું છું કે આપણે બધા લોકો ઉત્સાહ અને ઉમંગ સાથે તેની સાથે જોડાઈએ. તમારા લોકોથી પણ મારો આગ્રહ છે કે ગુરુ નાનક દેવ જીના 550 મા પ્રકાશ પર્વ પર આખા સમાજમાં અને વિશ્વભરમાં તેને કેવી રીતે મનાવાય, નવા-નવા આઈડીયા કયા હોય, નવા-નવા વિચારો કયા હોય, નવી-નવી કલ્પનાઓ કઈ હોય, તેના પર આપણે વિચારીએ, તૈયારી કરીએ અને ઘણાં ગૌરવ સાથે તેને આપણે બધા, આ પ્રકાશ પર્વને પ્રેરણા પર્વ બનાવીએ.
મારા પ્રિય દેશવાસીઓ. ભારતની આઝાદીનો સંઘર્ષ ઘણો લાંબો છે, બહુ વ્યાપક છે, બહુ ઉંડો છે, અગણિત શહિદીઓથી ભરેલો છે. પંજાબથી જોડાયેલો એક ઈતિહાસ છે. 2019માં જલિયાવાલા બાગની એ ભયાનક ઘટનાના પણ 100 વર્ષ પૂરા થઈ રહ્યા છે જેને માનવતાને શરમમાં મૂકી દીધી હતી. 13 એપ્રિલ 1919નો એ કાળો દિવસ કોણ ભૂલી શકે છે જ્યારે પાવરનો દુરુપયોગ કરતાં ક્રૂરતાની બધી હદ પાર કરીને નિર્દોષ, હથિયાર વગરના અને માસૂમ લોકો પર ગોળીઓ ચલાવાઈ હતી. આ ઘટનાના 100 વર્ષ પૂરા થવાના છે. એનું આપણે સ્મરણ કરીએ, આપણે બધા તેના પર વિચાર કરી શકીએ છીએ, પરંતુ આ ઘટનાએ જે અમર સંદેશ આપ્યો, તેને આપણે હંમેશા યાદ રાખીએ. આ હિંસા અને ક્રૂરતાથી ક્યારેય પણ કોઈ સમસ્યાનું સમાધાન નથી કરી શકાતું. જીત હંમેશા શાંતિ અને અહિંસાની થાય છે, ત્યાગ અને બલિદાનની થાય છે.
મારા પ્રિય દેશવાસીઓ. દિલ્હીના રોહિણીના શ્રીમાન રમણ કુમારે નરેન્દ્ર મોદી મોબાઇલ એપ પર લખ્યું છે કે આવનારી 6 જુલાઈએ ડો. શ્યામાપ્રસાદ મુખર્જીનો જન્મદિવસ છે અને તેઓ ઈચ્છે છે કે આ કાર્યક્રમમાં ડો.શ્યામા પ્રસાદ મુખર્જી વિશે દેશવાસીઓ સાથે વાત કરું. રમણજી સૌથી પહેલાં તો તમને ખૂબ-ખૂબ ધન્યવાદ. ભારતના ઈતિહાસમાં તમારી રૂચી જોઈને ઘણું સારું લાગ્યું. તમે જાણો છો, કાલે જ ડો. શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ હતી 23 જૂને. ડો. શ્યામા પ્રસાદ મુખર્જી કેટલાય ક્ષેત્રો સાથે જોડાયેલા રહ્યા પરંતુ જે ક્ષેત્રો તેમનાથી સૌથી નજીક રહ્યા તે હતા education, administrations અને parliamentary affairs. બહુ ઓછા લોકોને ખબર હશે કે કોલકાતા વિશ્વવિદ્યાલયના સૌથી ઓછી ઉંમરના વાઈસ ચાન્સેલર હતા. જ્યારે તેઓ વાઈસ ચાન્સેલર બન્યા હતા ત્યારે તેમની ઉંમર માત્ર 33 વર્ષ હતી. બહુ ઓછા લોકો જાણતા હશે કે 1937માં ડો. શ્યામા પ્રસાદ મુખર્જીના નિમંત્રણ પર શ્રી ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે કોલકાતા વિશ્વવિદ્યાલયમાં convocation ને બાંગ્લા ભાષામાં સંબોધિત કર્યું હતું. એ પહેલો અવસર હતો, જ્યારે અંગ્રેજોની સલ્તનત હતી અને કોલકાતા વિશ્વવિદ્યાલયમાં કોઈએ બાંગ્લા ભાષામાં convocation ને સંબોધિત કર્યું હતું. 1947 થી 1950 સુધી ડો. શ્યામા પ્રસાદ મુખર્જી ભારતના પહેલા ઉદ્યોગ મંત્રી રહ્યા અને એક અર્થમાં જોઈએ તો તેમણે ભારતનો અને ઔદ્યોગિક વિકાસનો મજબૂત શિલાન્યાસ કર્યો હતો, મજબૂત base તૈયાર કર્યો હતો, એક મજબૂત પ્લેટફોર્મ તૈયાર કર્યું હતું. 1948માં આવેલી સ્વતંત્ર ભારતની પહેલી ઔદ્યોગીક નીતિ તેમના આઈડિયા અને વિઝનની છાપ લઈને આવી હતી. ડો. મુખર્જીનું સપનું હતું, ભારત દરેક ક્ષેત્રમાં ઔદ્યોગિક રૂપથી આત્મનિર્ભર હોય, કુશળ અને સમૃદ્ધ હોય. તેઓ ઈચ્છતા હતા કે ભારત મોટા ઉદ્યોગોને ડેવેલપ કરે અને સાથે જ MSME, હાથશાળ, વસ્ત્ર અને કુટિર ઉદ્યોગ પર પણ પૂરું ધ્યાન આપે. કુટિર અને લઘુ ઉદ્યોગોના સારા વિકાસ માટે તેમને ફાઈનાન્સ અને Organization Setup મળે, તેને માટે 1948 થી 1950 વચ્ચે All India Handicrafts Board, All IndiaHandloom Boardઅને Khadi& Village Industries Board ની સ્થાપના કરવામાં આવી હતી. ડો. મુખર્જીના ભારતના રક્ષા ઉત્પાદનના સ્વદેશીકરણ પર પણ વિશેષ ભાર આપ્યો હતો. Chittaranjan Locomotive Works factory, Hindustan Aircraft Factory, સિંદરીનું ખાતરનું કારખાનું અને દામોદર ઘાટી નિગમ, આ ચાર સૌથી સફળ અને મોટા પ્રોજેક્ટ્સ ને અને બીજા River Valley Projectsની સ્થાપનામાં ડો. શ્યામાપ્રસાદ મુખર્જીનું બહુ મોટું યોગદાન હતું. પશ્ચિમ બંગાળના વિકાસ માટે તેઓ ખૂબ જ સમર્પિત હતા. તેમની સમજ, વિવેક અને સક્રિયતાનું જ પરિણામ છે કે બંગાળનો એક હિસ્સો બચાવી શકાયો અને તે આજે ભારતનો હિસ્સો છે. ડો. શ્યામાપ્રસાદ મુખર્જી માટે જે સૌથી મહત્વપૂર્ણ વાત જે હતી તે હતી, ભારતની અખંડિતતા અને એકતા – અને તેને માટે 52 વર્ષની ઓછી ઉંમરમાં જ તેમણે પોતાનો જીવ પણ ગુમાવવો પડ્યો. આવો, આપણે હંમેશા ડો. શ્યામાપ્રસાદ મુખર્જીના એકતાના સંદેશને યાદ રાખીએ, સદભાવ અને ભાઈચારાની ભાવના સાથે, ભારતની પ્રગતિ માટે જોડાયેલા રહીએ.
મારા પ્રિયે દેશવાસીઓ ગત કેટલાક સપ્તાહમાં મને વીડિયો કોલના માધ્યમથી સરકારની વિભિન્ન યોજાનાઓના લાભાર્થીઓ સાથે સંવાદ કરવાનો અવસર મળ્યો. ફાઈલોથી આગળ વધીને લોકોની લાઈફમાં જે ફેરફાર આવી રહ્યા છે, તેના વિશે સીધા તેમની પાસેથી જાણવાનો અવસર મળ્યો. લોકોએ પોતાના સંકલ્પ, પોતાના સુખ-દુઃખ, પોતાની ઉપલબ્ધિઓ વિશે જણાવ્યું. હું માનું છું કે મારા માટે આ માત્ર એક સરકારી કાર્યક્રમ નહોતો પરંતુ એક અલગ રીતનો learning experience હતો અને આ દરમિયાન લોકોના ચહેરા પર જે ખુશીઓ જોવા મળી, તેનાથી મોટી સંતોષની પળ કોઈના જીવનમાં કઈ હોઈ શકે? જ્યારે એક સામાન્ય માનવીની વાત સાંભળતો હતો. તેમના ભોળા શબ્દો પોતાના અનુભવની કથા તેઓ જે કહી રહ્યા હતા, હ્રદયને સ્પર્શી જતી હતી. દૂર-દૂરના ગામોમાં દીકરીઓ common service center ના માધ્યમથી ગામના વૃદ્ધોના પેન્શનથી લઈને પાસપોર્ટ બનાવવા સુધીની સેવાઓ ઉપલબ્ધ કરાવી રહી છે. જ્યારે છત્તીસગઢની કોઈ બહેન સિતાફળને ભેગા કરીને તેનો આઈસક્રીમ બનાવીને વ્યવસાય કરતી હોય. ઝારખંડમાં અંજન પ્રકાશની જેમ દેશના લાખો યુવાનો જન ઔષધિ કેન્દ્ર ચલાવવાની સાથે સાથે આસપાસના ગામોમાં જઈને સસ્તી દવાઓ ઉપલબ્ધ કરાવી રહ્યા છે. તો પશ્ચિમ બંગાળના કેટલાય નવયુવાનો બે-ત્રણ વર્ષ પહેલા સરકારી નોકરી શોધતા હોય અને હવે તેઓ માત્ર પોતાનો સફળ વ્યવસાય કરી રહ્યા છે, એટલું જ નહીં, દસ-પંદર લોકોને નોકરી પણ આપી રહ્યા છે. તો આ તરફ તમિલનાડુ, પંજાબ, ગોવાની સ્કૂલના વિદ્યાર્થીઓ પોતાની નાની ઉંમરમાં સ્કૂલની tinkering lab માં વેસ્ટ મેનેજમેન્ટ જેવા important topic પર કામ કરી રહ્યા હોય. ન જાણે કેટ-કેટલીયે વાતો હતી. દેશનો કોઈ ખૂણો એવો નહીં હોય જ્યાં લોકોને પોતાની સફળતાની વાત નહીં કહેવી હોય. મને ખુશી એ વાતની છે કે આ આખા કાર્યક્રમમાં સરકારની સફળતાથી વધારે સામાન્ય માનવીની સફળતાની વાતો દેશની શક્તિ, નવા ભારતના સપનાંની શક્તિ, નવા ભારતના સંકલ્પની શક્તિ – તેનો હું અનુભવ કરી રહ્યો હતો. સમાજમાં કેટલાક લોકો હોય છે. તેઓ જ્યાં સુધી નિરાશાની વાતો ન કરે, હતાશાની વાતો ન કરે, અવિશ્વાસ પેદા કરવાનો પ્રયાસ ન કરે, જોડવા કરતાં તોડવાના રસ્તા ન શોધે ત્યાં સુધી તેમને ચેન ન પડે. એવા વાતાવરણમાં સામાન્ય માનવી જ્યારે નવી આશા, નવો ઉમંગ અને પોતાના જીવનમાં ઘટેલી ઘટનાઓની વાત લઈને આવે છે તો તે સરકારનો શ્રેય નથી હોતો. દૂર-દૂરના એક નાનાં ગામની નાની બાળકીની ઘટના પણ સવા સો કરોડ દેશવાસીઓ માટે પ્રેરણા બની જાય છે. મારા માટે ટેક્નોલોજીની મદદથી, video bridge ના માધ્યમથી લાભાર્થિઓ સાથે સમય વિતાવવાની એક પળ બહુ જ સુખદ, બહુ જ પ્રેરક રહી છે અને તેનાથી કાર્ય કરવાનો સંતોષ તો મળે જ છે પરંતુ વધુ કાર્ય કરવાનો ઉત્સાહ પણ મળે છે. ગરીબ થી ગરીબ વ્યક્તિ માટે જિંદગી આપવાનો એક નવો આનંદ, એક નવો ઉત્સાહ, વધુ એક નવી પ્રેરણા પ્રાપ્ત થાય છે .
હું દેશવાસીઓનો ઘણો આભારી છું. 40-40, 50-50 લાખ લોકો આ video bridge ના કાર્યક્રમમાં જોડાયા અને મને નવી તાકાત આપવાનું કામ તમે કર્યું. હું ફરી એકવાર તમારા બધાનો આભાર વ્યક્ત કરવા માગું છું.
મારા પ્રિય દેશવાસીઓ. હું હંમેશા અનુભવ કરું છું, જો આપણે આપણી આસપાસ જોઈએ તો ક્યાંક ને ક્યાંક, કંઈક ને કંઈક સારું હોય છે. સારું કરવાવાળા લોકો હોય છે. સારાપણાની સુગંધ આપણે પણ અનુભવ કરી શકીએ છીએ. ગત દિવસોમાં એક વાત મારા મનમાં આવી અને તે એક અનોખું combination છે. તેમાં એક તરફ જ્યાં પ્રોફેશનલ્સ અને એન્જિનીયર્સ છે તો બીજી તરફ ખેતરમાં કામ કરનારા, ખેતી સાથે જોડાયેલા આપણા ખેડૂત ભાઈ-બહેન છે. હવે તમે વિચારતા હશો કે આ તો બે બિલકુલ અલગ-અલગ વ્યવસાય છે – તેનો શું સંબંધ? પરંતુ એવું છે કે બેંગલુરુમાં corporate professionals, IT engineersસાથે આવ્યા. તેમણે સાથે મળીને એક સહજ સમૃદ્ધિ ટ્રસ્ટ બનાવ્યું છે અને તેમણે ખેડૂતોની આવક બમણી થાય, તેના માટે આ ટ્રસ્ટને activate કર્યું છે. ખેડૂતો સાથે જોડાતા ગયા અને યોજાનઓ બનાવતા ગયા અને ખેડૂતોની આવક વધારવા માટે સફળ પ્રયાસો કરતા રહ્યા. ખેતીના નવી રીત શિખવાડવાની સાથે જૈવિક ખેતી કેવી રીતે કરાય, ખેતરમાં એક પાકની સાથે અન્ય પાક કેવી રીતે ઉગાડાય, તે ટ્રસ્ટ દ્વારા આ professionals, engineers, technocrats દ્વારા ખેડૂતોને training આપવામાં આવી. પહેલા જે ખેડૂત પોતાના ખેતરોમાં એક જ પાક પર નિર્ભર રહેતા હતા. ઉપજ પણ સારી નહોતી થતી અને નફો પણ વધુ નહોતો થતો. આજે તેઓ ન માત્ર શાકભાજી ઉગાડી રહ્યા છે પરંતુ પોતાના શાકભાજીનું માર્કેટિંગ પણ ટ્રસ્ટના માધ્યમથી કરીને સારા ભાવ મેળવી રહ્યા છે. અનાજ ઉત્પાદન કરનારા ખેડૂતો પણ તેનાથી જોડાયેલા છે. એક તરફ પાકના ઉત્પાદનથી માંડીને માર્કેટિંગ સુધી પૂરી ચેઈનમાં ખેડૂતોની એક પ્રમુખ ભૂમિકા છે તો બીજી તરફ નફામાં ખેડૂતોની ભાગીદારી સુનિશ્ચિત, તેમનો હક સુનિશ્ચિત કરવાનો પ્રયાસ છે. પાક સારો ઉતરે, તેના માટે સારી નસલના બીજ હોય. તેના માટે અલગ સીડ-બેન્ક બનાવવામાં આવી. મહિલાઓ આ સીડ-બેન્કનું કામકાજ જોવે છે. મહિલાઓને પણ જોડવામાં આવી છે. હું આ યુવાનોને આ અભિનવ પ્રયોગ માટે ખૂબ-ખૂબ ધન્યવાદ આપું છું અને મને ખુશી છે કે professionals, technocrats, engineeringની દુનિયા સાથે જોડાયેલા આ નવયુવાનોએ પોતાની સીમાથી બહાર નીકળીને ખેડૂતો સાથે જોડાવું, ગામ સાથે જોડાવું, ખેતરો સાથે જોડાવાનો જે રસ્તો અપનાવ્યો છે. હું ફરી એકવાર મારા દેશની યુવા પેઢીને તેમના આ અભિનવ પ્રયોગોને, થોડું હું કદાચ જાણ્યો હોઈશ, કંઈક નહીં જાણ્યો હોઉં, કેટલાક લોકોને ખબર હશે, કેટલાકને નહીં ખબર હોય, પરંતુ નિરંતર કરોડો લોકો કંઈકને કંઈક સારું કરી રહ્યા છે, તે બધાને મારા તરફથી ખૂબ-ખૂબ શુભકામનાઓ છે.
મારા પ્રિય દેશવાસીઓ. GST ને એક વર્ષ પૂર્ણ થવાનું છે.‘One Nation, One Tax’ દેશના લોકોનું સપનું હતું, તે આજે હકીકતમાં બદલાઈ ચૂક્યું છે.One Nation, One Tax reform, તેના માટે જો મારે સૌથી વધુ જો કોઈને creditઆપવી હોય તો હું રાજ્યોને credit આપું છું.GST Cooperative federalismનું એક બહુ સારું ઉદાહરણ છે, જ્યાં બધા રાજ્યોએ મળીને દેશહીતમાં નિર્ણય લીધો અને ત્યારે દેશમાં આટલું મોટું ટેક્સ રિફોર્મ લાગુ થઈ શક્યું. અત્યાર સુધી GST Councilની 27 મીટિંગ થઈ છે અને આપણે સૌ ગર્વ કરી શકીએ કે અલગ-અલગ રાજનીતિક વિચારધારાના લોકો ત્યાં બેસે છે, અલગ-અલગ રાજ્યોના લોકો બેસે છે, અલગ અલગ priority વાળા રાજ્યો હોય છે પરંતુ તે ઉપરાંત પણ GST Council માં અત્યારસુધી જેટલા પણ નિર્ણય લેવાયા છે, તે બધા સર્વસહમતિ થી લેવાયા છે. GST થી પહેલા દેશમાં 17 અલગ-અલગ પ્રકારના ટેક્સ હતા પરંતુ આ વ્યવસ્થામાં હવે માત્ર એક જ ટેક્સ આખા દેશમાં લાગુ કરાયો છે.GST ઈમાનદારીની જીત છે અને ઈમાનદારીનો એક ઉત્સવ પણ છે. પહેલા દેશમાં ઘણી વખત ટેક્સના મામલામાં ઈન્સ્પેક્ટરરાજની ફરિયાદો આવતી રહેતી હતી. GSTમાં ઈન્સ્પેક્ટરની જગ્યા IT એટલે કે Information Technology એ લઈ લીધી છે.Return થી લઈને Refund સુધી બધું Online Information Technologyદ્વારા થાય છે. GSTના આવવાથી ચેક પોસ્ટ બંધ થઈ ગઈ અને માલ-સામાનોનું આવન-જાવન ઝડપી થઈ ગયું, જેનાથી ન માત્ર સમય બચી રહ્યો છે પરંતુ Logistics નાક્ષેત્રમાં પણ તેનો ઘણો લાભ મળી રહ્યો છે.GST કદાચ દુનિયાનું સૌથી મોટું ટેક્સ રિફોર્મ હશે. ભારતમાં આટલું મોટું ટેક્સ રિફોર્મ સફળ એટલે થઈ શક્યું કારણ કે દેશના લોકોએ તેને અપનાવ્યું અને જનશક્તિ દ્વારા જ GST ની સફળતા સુનિશ્ચિત થઈ શકી. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે આટલું મોટું રિફોર્મ, આટલો મોટો દેશ, આટલી મોટી જન સંખ્યા તેને પૂરી રીતે સ્થિર થવામાં 5 થી 7 વર્ષનો સમય લાગે છે પરંતુ દેશના ઈમાનદાર લોકોનો ઉત્સાહ, દેશની ઈમાનદારીનો ઉત્સવ જનશક્તિની ભાગીદારીનું પરિણામ છે કે એક વર્ષની અંદર મોટી માત્રામાં આ નવી કર પ્રણાલી પોતાની જગ્યા બનાવી ચૂકી છે, સ્થિરતા પ્રાપ્ત કરી ચૂકી છે અને આવશ્યકતા અનુસાર પોતાની inbuilt વ્યવસ્થા દ્વારા તે સુધારા પણ કરતી રહે છે.તે પોતાનામાં એક બહુ મોટી સફળતા સવા સો કરોડ દેશવાસીઓએ અર્પણ કરી છે.
મારા પ્રિય દેશવાસીઓ. ફરી એકવાર મન કી બાત ને પૂર્ણ કરતાં હવે પછીના મન કી બાતની રાહ જોઈ રહ્યો છું, તમને મળવાની, તમારી સાથે વાતો કરવાની. તમને ખૂબ-ખૂબ શુભકામનાઓ.
ખૂબ-ખૂબ ધન્યવાદ.
નમસ્કાર! ‘મન કી બાત’ના માધ્યમથી ફરી એક વાર તમારી સમક્ષ ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો છે. તમને લોકોને સારી રીતે યાદ હશે કે નૌ સેનાની છ મહિલા કમાન્ડરોનું એક દળ ગત કેટલાય મહિનાઓથી સમુદ્રની યાત્રા પર હતું. ‘નાવિકા સાગર પરિક્રમા’- જી, હું તેના વિષયમાં કેટલીક વાતો કરવા માગું છું. ભારતની આ છ દીકરીઓએ, તેમની આ ટીમે બસ્સો ચોપન દિવસોથી વધુ દિવસો સમુદ્રના માધ્યમથી INSV તારિણીમાં આખી દુનિયાની યાત્રા કરી 21 મેએ ભારત પાછી ફરી છે અને સમગ્ર દેશે તેમનું ખૂબ જ ઉષ્માભેર રીતે સ્વાગત કર્યું. તેમણે વિભિન્ન મહાસાગરો, અને અનેક સમુદ્રમાં યાત્રા કરતા, લગભગ બાવીસ હજાર નૉટિકલ માઇલનું અંતર કાપ્યું. વિશ્વમાં આ પ્રકારની આ પહેલી ઘટના હતી. ગત બુધવારે મને આ બધી દીકરીઓને મળવાનો, તેમના અનુભવો સાંભળવાનો અવસર મળ્યો. હું ફરી એક વાર આ દીકરીઓને, તેમના ઍડ્વેન્ચરને, નેવીની પ્રતિષ્ઠાને વધારવા માટે, ભારતનું માન-સન્માન વધારવા માટે અને ખાસ કરીને વિશ્વને પણ લાગે કે ભારતની દીકરીઓ પણ કમ નથી- આ સંદેશ પહોંચાડવા માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. Sense of adventure કોણ નથી જાણતું. જો આપણે માનવ જાતિની વિકાસ યાત્રા જોઈએ તો કોઈ ને કોઈ adventureની કોખમાંથી જ પ્રગતિનો જન્મ થયો છે. વિકાસ, adventureની ગોદમાંથી જ તો જન્મ લે છે. કંઈક કરવાનો ઈરાદો, પરંપરાથી હટીને કંઈક કરવાનો સંકલ્પ, કંઈક અસાધારણ કરવાની વાત, હું પણ કંઈક કરી શકું છું- આવી ધગશ રાખનારા ભલે ઓછા હોય, પરંતુ યુગો સુધી, કોટિકોટિ લોકોને પ્રેરણા મળી રહે છે. ગત દિવસોમાં તમે જોયું હશે કે માઉન્ટ ઍવરેસ્ટ પર ચડનારાઓના વિષયમાં, કેટલીક નવી-નવી વાતો ધ્યાનમાં આવી છે અને સદીઓથી એવરેસ્ટ, માનવ જાતિને લલકારતો રહ્યો અને બહાદુર લોકો તે પડકારને સ્વીકારતા પણ રહ્યા છે.
16 મે એ મહારાષ્ટ્રના ચંદ્રપુરની એક આશ્રમ શાળાનાં પાંચ આદિવાસી બાળકો-મનીષા ધુર્વે, પ્રમેશ આલે, ઉમાકાન્ત મડવી, કવિદાસ કાતમોડે, વિકાસ સોયામ- આ આપણાં આદિવાસી બાળકોના એક દળે દુનિયાના સૌથી ઊંચા શિખર પર ચડાઈ કરી. આશ્રમ શાળાના આ વિદ્યાર્થીઓએ ઑગસ્ટ 2017માં ટ્રેનિંગ શરૂ કરી હતી. વર્ધા, હૈદરાબાદ, દાર્જિલિંગ, લેહ, લદ્દાખ- ત્યાં તેમની ટ્રેનિંગ થઈ. આ યુવાઓને ‘મિશન શૌર્ય’ હેઠળ પસંદ કરવામાં આવ્યા અને નામને અનુરૂપ એવરેસ્ટ સર કરીને, તેમણે સમગ્ર દેશને ગૌરવાન્વિત કર્યો છે. હું ચંદ્રપુરની શાળાના લોકોને, મારા આ નાના સાથીઓને, હૃદયથી ખૂબ જ અભિનંદન આપું છું. હાલમાં જ 16 વર્ષીય શિવાંગી પાઠક, નેપાળની તરફથી એવરેસ્ટ સર કરનારી સૌથી નાની ઉંમરની ભારતીય મહિલા બની. બેટી શિવાંગીને ખૂબ ખૂબ અભિનંદન.
અજિત બજાજ અને તેમની પુત્રી દીયા એવરેસ્ટ સર કરનારી પહેલી ભારતીય પિતા-પુત્રની જોડી બની ગઈ. એવું નથી કે માત્ર યુવાનો જ એવરેસ્ટની ચડાઈ કરી રહ્યા છે. સંગીતા બહેલે 19 મેએ એવરેસ્ટની ચડાઈ કરી અને સંગીતા બહલની ઉંમર 50થી પણ વધુ છે. એવરેસ્ટ પર ચડાઈ કરનારા કેટલાક એવા પણ છે જેમણે દેખાડ્યું કે તેમની પાસે ન માત્ર કૌશલ્ય છે, પરંતુ સાથે તેઓ સંવેદનશીલ પણ છે. હમણાં ગત દિવસોમાં જ ‘સ્વચ્છ ગંગા અભિયાન’ હેઠળ બીએસએફના એક જૂથે એવરેસ્ટની ચડાઈ કરી, આ સમગ્ર ટીમ એવરેસ્ટનો ઘણો બધો કચરો નીચે ઉતારી લાવી છે. આ કાર્ય પ્રશંસનીય તો છે જ પરંતુ સાથેસાથે તે સ્વચ્છતા પ્રત્યે પર્યાવરણ પ્રત્યે તેમની પ્રતિબદ્ધતાને પણ દર્શાવે છે. વર્ષોથી લોકો એવરેસ્ટની ચડાઈ કરતા રહ્યા છે અને એવા અનેક લોકો છે જેમણે સફળતાપૂર્વક તે પૂરી કરી છે. હું આ બધા સાહસવીરોને, ખાસ કરીને દીકરીઓને, હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું.
મારા પ્રિય દેશવાસીઓ, અને ખાસ કરીને મારા નવયુવાન દોસ્તો! હમણાં બે મહિના પહેલાં જ્યારે મેં fit India ની વાત કરી હતી તો મેં વિચાર્યું નહોતું કે તેના પર આટલો બધો સારો પ્રતિભાવ મળશે. આટલી મોટી સંખ્યામાં દરેક ક્ષેત્રના લોકો તેના સમર્થનમાં આગળ આવશે. જ્યારે હું fit Indiaની વાત કરું છું તો હું માનું છું કે આપણે જેટલું રમીશું તેટલો જ દેશ રમશે. સૉશિયલ મિડિયા પર લોકો ફિટનેસ ચેલેન્જનો વિડિયો શૅર કરી રહ્યા છે, તેમાં એક બીજાને ટૅગ કરીને તેમને ચૅલેન્જ કરી રહ્યા છે. Fit Indiaના આ અભિયાનમાં આજે દરેક જણ જોડાઈ રહ્યો છે. ચાહે તે ફિલ્મની સાથે જોડાયેલા લોકો હોય, ખેલ જગત સાથે જોડાયેલા લોકો હોય કે દેશના સામાન્ય લોકો, સેનાના જવાન હોય, સ્કૂલના શિક્ષક હોય, ચારે તરફ એક જ ગૂંજ સંભળાય છે- ‘હમ ફિટ તો ઇન્ડિયા ફિટ’. મારા માટે ખુશીની વાત એ છે કે મને પણ ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલીએ ચેલેન્જ આપી છે અને મેં તે ચૅલેન્જને સ્વીકારી છે. હું માનું છું કે આ ખૂબ સારી વાત છે અને આ પ્રકારની ચૅલેન્જ આપણને ફિટ રાખવામાં અને બીજાને પણ ફિટ રહેવા માટે પ્રોત્સાહિત કરશે.
મારા પ્રિય દેશવાસીઓ! ‘મન કી બાત’માં અનેક વાર ખેલના સંબંધમાં, ખેલાડીઓના સંબંધમાં, કંઈ ને કંઈ વાતો તમે મારી પાસેથી સાંભળી છે અને ગત વખતે તો રાષ્ટ્રકુળ રમતોના આપણા નાયક, પોતાના મનની વાત. આ કાર્યક્રમના માધ્યમથી કહી રહ્યા હતા-
“નમસ્કાર સર! હું છવિ યાદવ નોએડાથી બોલું છું. હું આપના ‘મન કી બાત’ને નિયમિત સાંભળું છું અને આજે તમને પોતાના મનની વાત કરવા માગું છું. આજકાલ ઉનાળાનું વેકેશન શરૂ થઈ ગયું છે અને એક માતા હોવાના નાતે હું જોઈ રહી છું કે બાળકો મોટા ભાગે ઇન્ટરનેટ ગેમ્સ રમ્યા રાખે છે. અમે જ્યારે નાનાં હતાં ત્યારે અમે પરંપરાગત રમતો, જે ઘરની બહારની રમતો હોતી હતી, તે રમતાં હતાં, જેમ કે એક રમત હતી જેમાં સાત પથ્થરના ટુકડા. એકની ઉપર એક રાખીને તેને દડાથી મારતા હતા અને ઊંચ-નીચ થતી હતી, ખોખો, આ બધી રમતો આજકાલ ખોવાઈ ગઈ છે. મારું નિવેદન છે કે તમે આજકાલની પેઢીને પરંપરાગત રમતો વિશે કંઈક જણાવો, જેથી તેમની પણ રૂચિ તે તરફ વધે. ધન્યવાદ. “
છવિ યાદવજી, તમારા ફૉન કૉલ માટે તમારો ખૂબ જ આભાર. એ વાત સાચી છે કે જે રમતો ક્યારેક ગલી-ગલી, દરેક બાળકના જીવનનો હિસ્સો રહેતો હતો, તે આજે ગૂમ થઈ રહી છે. આ રમતો ખાસ કરીને ઉનાળાના વેકેશનનો વિશેષ હિસ્સો રહેતો હતો. ક્યારેક ભર બપોરે, ક્યારેક રાત્રે જમ્યા પછી, કોઈ ચિંતા વગર, બિલકુલ નિશ્ચિંત થઈને બાળકો કલાકોના કલાકો સુધી રમ્યા કરતા હતા અને કેટલીક રમતો તો એવી પણ છે જે આખો પરિવાર સાથે રમતો હતો- સાતોલીયું હોય કે લખોટી હોય, ખો ખો હોય, ભમરડો હોય કે મોઇ દાંડિયા (ગિલ્લી ડંડા) હોય, ન જાણે…કેટલીય અગણિત રમતો કાશ્મીરથી લઈને કન્યાકુમારી, કચ્છથી લઈને કામરૂપ સુધી હર કોઈ વ્યક્તિના બાળપણનો હિસ્સો રહેતો હતો. હા, એમ બની શકે કે અલગ-અલગ જગ્યાએ તે અલગ-અલગ નામોથી જાણીતી હતી. કોઈ તેને લાગોરી, સાતોલિયા, સાત પથ્થર, ડિકોરી, સતોદિયા, ન જાણે કેટલાંય નામો છે એક જ રમતનાં. પરંપરાગત રમતોમાં બે પ્રકારની રમતો છે. ઘરની બહાર પણ છે અને ઘરની અંદર પણ છે. આપણા દેશની વિવિધતાની પાછળ છુપાયેલી એકતા આ રમતોમાં પણ જોવા મળી શકે છે. એક જ રમત અલગ-અલગ જગ્યાએ, અલગ-અલગ નામોથી જાણીતી છે. હું ગુજરાતનો છું. મને ખબર છે કે ગુજરાતમાં એક રમત છે. તે કોડીઓ અથવા આંબલીના બીજ અથવા પાસા સાથે અને 8X8ના ચોરસ બૉર્ડ સાથે રમાય છે. આ રમત લગભગ દરેક રાજ્યમાં રમાતી હતી. કર્ણાટકમાં તેને ચૌકાબારા કહેવાતી હતી, મધ્ય પ્રદેશમાં અત્તુ. કેરળમાં પકીડાકાલી તો મહારાષ્ટ્રમાં ચંપલ, તો તમિલનાડુમાં દાયામ અને થાયામ, તો રાજસ્થાનમાં ચંગાપો…ન જાણે કેટલાંય નામો હતાં. પરંતુ રમ્યા પછી ખબર પડે છે કે દરેક રાજ્યવાળાની ભાષા ભલે જાણતા ન હોય – અરે વાહ! આ રમત તો અમે પણ રમતા હતા. આપણામાંથી કોણ એવું હશે જેણે બાળપણમાં મોઇ દાંડિયા (ગિલ્લી ડંડા) નહીં રમ્યા હોય? મોઈ દાંડિયા (ગિલ્લી ડંડા) તો ગામડાંથી લઈને શહેરો સુધી રમાતી રમત છે. દેશના અલગ-અલગ ભાગોમાં તેને અલગ-અલગ નામોથી જાણવામાં આવે છે. આંધ્રપ્રદેશમાં તેને ગોટિબિલ્લા અથવા કર્રાબિલ્લા નામથી ઓળખવામાં આવે છે. ઉડીશામાં તેને ગુલિબાડી કહે છે તો મહારાષ્ટ્રમાં તેને વિત્તિડાલુ કહે છે. કેટલીક રમતોની પોતાની એક ઋતુ રહેતી હતી. જેમ કે પતંગ ચગાવવાની પણ એક ઋતુ હોય છે. જ્યારે બધા જ પતંગ ઉડાડતા હોય જ્યારે આપણે રમીએ છીએ આપણામાં જે અનોખા ગુણો હોય છે તેને આપણે મુક્તમને અભિવ્યક્ત કરી શકીએ છીએ. તમે જોયું હશે કે અનેક બાળકો શરમાળ સ્વભાવના હોય છે પરંતુ રમતી વખતે ખૂબ જ ચંચળ થઈ જાય છે. પોતાને અભિવ્યક્ત કરે છે, મોટા જે ગંભીર દેખાતા હોય છે, રમતી વખતે તેમનામાં જે એક બાળક છુપાયેલું હોય છે તે બહાર આવી જાય છે. પરંપરાગત રમતો કંઈક એવી રીતે બની છે કે શારીરિક ક્ષમતાની સાથેસાથે આપણી તર્કબદ્ધ વિચારસરણી, એકાગ્રતા, સજગતા, સ્ફૂર્તિને પણ વધારે છે. અને રમત માત્ર રમત નથી હોતી, તે જીવનનાં મૂલ્યો પણ શીખવાડે છે. લક્ષ્ય નક્કી કરવું, દૃઢતા કેવી રીતે કેળવવી, સંઘભાવના કેવી રીતે જગાવવી, પરસ્પર સહયોગ કેવી રીતે કરવો. ગત દિવસોમાં હું જોઈ રહ્યો હતો કે બિઝનેસ મેનેજમેન્ટ સાથે જોડાયેલા ટ્રેનિંગ પ્રૉગ્રામોમાં પણ ઑવરઑલ પર્સનાલિટી ડૅવલપમેન્ટ અને ઇન્ટરપર્સનલ સ્કિલ્સમાં સુધારા માટે પણ, આપણી જે પરંપરાગત રમતો હતી તેનો આજકાલ ઉપયોગ કરવામાં આવે છે અને ઘણી સરળતાથી ઑવરઑલ ડેવલપમેન્ટમાં આપણી રમતો કામમાં આવે છે અને આ રમતો રમવા માટે કોઈ ઉંમરનો બાધ તો નથી જ ને. બાળકોથી લઈને દાદાદાદી, નાનાનાની, જ્યારે બધા રમે છે તો પેલું જે કહેવાય છે ને કે જનરેશન ગેપ, તે તો ક્યાંય છૂમંતર થઈ જાય છે. અનેક રમતો આપણને સમાજ, પર્યાવરણ વગેરે વિશે પણ જાગરુક કરે છે. ક્યારેક ક્યારેક ચિંતા થાય છે કે ક્યાંક આપણી આ રમતો ગૂમ ન થઈ જાય અને માત્ર રમતો જ ગૂમ નહીં થાય, સાથે બાળપણ પણ ક્યાંક ગૂમ થઈ જશે અને પછી આ કવિતાઓને આપણે સાંભળતા હોઈશું-
યે દૌલત ભી લે લો,
યે શૌહરત ભી લે લો,
ભલે છીન લો મુઝસે મેરી જવાની,
મગર મુઝકો લોટા દો બચપન કા સાવન
વો કાગઝ કી કશ્તી, વો બારિશ કા પાની
આ ગીત આપણે સાંભળતા રહી જઈશું અને આથી જ આ પરંપરાગત રમતો, તેને ખોવી નથી. આજે આવશ્યકતા છે કે શાળા, શેરીઓ, યુવા મંડળ વગેરે આગળ આવીને આ રમતોને પ્રોત્સાહન આપે. Crowd sourcing દ્વારા આપણે પોતાની પરંપરાગત રમતોનો એક બહુ મોટો સંગ્રહ (Archive) બનાવી શકીએ છીએ. આ રમતોના વિડિયો બનાવી શકાય. એનિમેશન ફિલ્મો પણ બનાવી શકાય છે જેથી આપણી જે નવી પેઢી છે તેમના માટે આ ગલીઓમાં રમાતી રમતો ક્યારેક આશ્ચર્યનો વિષય હોય છે- તેને તેઓ જોશે, રમશે અને ખિલશે.
મારા પ્રિય દેશવાસીઓ! આગામી પાંચ જૂને આપણો દેશ સત્તાવાર રીતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીનો યજમાન બનશે. ભારત માટે તે એક મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિ છે અને જળવાયુ પરિવર્તનને ઘટાડવા માટેની દિશામાં વિશ્વમાં ભારતના વધતા નેતૃત્વને પણ સ્વીકૃતિ મળી રહી છે- તેનો આ પુરાવો છે. આ વખતની થીમ છે- ‘Beat plastic pollution’ પ્લાસ્ટિકના પ્રદૂષણને નાથો. મારી આપ સહુને અપીલ છે કે આ થીમના ભાવને, તેના મહત્ત્વને સમજીને આપણે બધા એ સુનિશ્ચિત કરીએ કે આપણે પૉલિથિન, લૉ ગ્રેડ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરીએ અને પ્લાસ્ટિક પ્રદૂષણની જે એક નકારાત્મક અસર આપણી પ્રકૃત્તિ પર, આપણા વન્ય જીવન પર અને આપણા સ્વાસ્થ્ય પર પડી રહી છે, તેને ઘટાડવાનો પ્રયાસ કરીએ. વિશ્વ પર્યાવરણ દિવસની વેબસાઇટ wed-india 2018 પર જાવ અને ત્યાં ઘણાં બધાં સૂચનો ખૂબ જ રોચક રીતે આપવામાં આવ્યાં છે- તે જુઓ, જાણો અને તેમને પોતાની રોજિંદી જિંદગીમાં ઉતારવાનો પ્રયાસ કરો. જ્યારે ભયંકર ગરમી પડે છે, પૂર આવે છે, વરસાદ રોકાવાનું નામ લેતો નથી, અસહ્ય ઠંડી પડે છે તો દરેક વ્યક્તિ ઍક્સ્પર્ટ બનીને ગ્લૉબલ વૉર્મિંગ, ક્લાઇમેટ ચૅન્જની વાતો કરે છે પરંતુ શું વાતો કરવાથી કામ થાય ખરું? પ્રકૃતિ પ્રત્યે સંવેદનશીલ બનવું, પ્રકૃતિની રક્ષા કરવી એ આપણો સહજ સ્વભાવ હોવો જોઈએ, આપણા સંસ્કારોમાં હોવું જોઈએ. ગત કેટલાંક સપ્તાહોમાં આપણે બધાએ જોયું કે દેશનાં અલગ-અલગ ક્ષેત્રોમાં ધૂળ-આંધી ઊડી, ભારે પવનની સાથોસાથ વરસાદ પણ થયો જે કમોસમી છે. જાનહાનિ પણ થઈ, માલહાનિ પણ થઈ. આ બધી ચીજો મૂળતઃ હવામાનની ઢબમાં જે બદલાવ છે, તેનું જ પરિણામ છે. આપણી સંસ્કૃતિ, આપણી પરંપરાએ આપણને પ્રકૃતિની સાથે સંઘર્ષ કરવાનું નથી શીખવાડ્યું. આપણે પ્રકૃતિ સાથે સદ્ભાવથી રહેવાનું છે, પ્રકૃતિ સાથે જોડાઈને રહેવાનું છે. મહાત્મા ગાંધીએ તો જીવન ભર ડગલે ને પગલે આ વાતની વકીલાત કરી હતી. જ્યારે ભારતે Cop21 અને પેરિસ સમજૂતીમાં પ્રમુખ ભૂમિકા નિભાવી, જ્યારે આપણે (international solar alliance)ના માધ્યમથી સમગ્ર દુનિયાને એકસંપ કરી તો તે બધાના મૂળમાં મહાત્મા ગાંધીના આ સપનાને સાકાર કરવાનો એક ભાવ હતો. આ પર્યાવરણ દિવસ પર આપણે બધા આ વિશે વિચારીએ કે શું આપણે પોતાના ગ્રહને સ્વચ્છ અને હરિત રાખવા માટે કંઈક કરી શકીએ છીએ? કેવી રીતે આ દિશામાં આગળ વધી શકીએ છીએ? શું innovative બની શકીએ છીએ? ચોમાસું આવવાનું છે, આપણે આ વખતે વિક્રમજનક વૃક્ષારોપણનું લક્ષ્ય રાખી શકીએ છીએ અને માત્ર વૃક્ષ રોપવાનું જ નહીં પરંતુ તેના મોટા થવા સુધી તેની જાળવણીની વ્યવસ્થા કરવી.
મારા પ્રિય દેશવાસીઓ અને ખાસ કરીને મારા નવજુવાન સાથીઓ! તમે હવે 21 જૂનને બરાબર યાદ રાખો છો, તમે જ નહીં, આપણે જ નહીં, સમગ્ર દુનિયા 21 જૂનને યાદ રાખે છે. સમગ્ર વિશ્વ માટે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રૂપમાં મનાવાય છે અને તે સર્વ સ્વીકૃત થઈ ચૂક્યો છે અને લોકો મહિનાઓ પહેલાં તૈયારીઓ શરૂ કરી દે છે. આજકાલ સમાચાર મળી રહ્યા છે કે સમગ્ર દુનિયામાં 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા માટે જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. Yog for unity અને harmonious society નો એક સંદેશ છે જે વિશ્વએ ગત કેટલાંક વર્ષોમાં વારંવાર અનુભવ્યો છે. સંસ્કૃતના મહાન કવિ ભર્તૃહરિએ સદીઓ પહેલાં પોતાના શતકવયત્રમ્ માં લખ્યું હતું-
धैर्यं यस्य पिता क्षमा च जननी शान्तिश्चिरं गेहिनी
सत्यं सूनुरयं दया च भगिनी भ्राता मनः संयमः।
शय्या भूमितलं दिशोऽपि वसनं ज्ञानमृतं भोजनं
एते यस्य कुटिम्बिनः वद सखे कस्माद् भयं योगिनः।।
સદીઓ પહેલાં કહેવાયેલી આ વાતનો સીધો અર્થ એ છે કે નિયમિત યોગ અભ્યાસ કરવાથી કેટલાક સારા ગુણ સગાંસંબંધીઓ અને મિત્રોની જેમ આવે છે. યોગ કરવાથી સાહસ જન્મે છે જે સદાય પિતાની જેમ આપણી રક્ષા કરે છે. ક્ષમાનો ભાવ ઉત્પન્ન થાય છે જેવો માતાનો પોતાનાં સંતાનો માટે હોય છે અને માનસિક શાંતિ આપણી સ્થાયી મિત્ર બની જાય છે. ભર્તુહરિએ કહ્યું છે કે નિયમિત યોગ કરવાથી સત્ય આપણું સંતાન, દયા આપણી બહેન, આત્મસંયમ આપણો ભાઈ, સ્વયં ધરતી આપણી પથારી અને જ્ઞાન આપણી ભૂખ મટાડનારું બની જાય છે. જ્યારે આટલા બધા ગુણો કોઈના સાથી બની જાય તો યોગી બધા જ પ્રકારના ભય પર વિજય પ્રાપ્ત કરી લે છે. એક વાર ફરી હું દેશવાસીઓને અનુરોધ કરું છું કે તેઓ યોગની આપણી વિરાસતને આગળ વધારે અને એક સ્વસ્થ, ખુશહાલ અને સદભાવપૂર્ણ રાષ્ટ્રનું નિર્માણ કરે.
મારા પ્રિય દેશવાસીઓ! આજે 27 મે છે. ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુજીની પુણ્યતિથિ છે. હું પંડિતજીને પ્રણામ કરું છું. આ મે મહિનાની યાદ એક બીજી વાત સાથે પણ જોડાયેલી છે અને તે છે વીર સાવરકર. 1857માં આ મેનો જ મહિનો હતો જ્યારે ભારતવાસીઓએ અંગ્રેજોને પોતાની તાકાત દેખાડી હતી. દેશના અનેક હિસ્સાઓમાં આપણા જવાનો અને ખેડૂતો પોતાની બહાદૂરી દેખાડતા અન્યાયના વિરોધમાં કટિબદ્ધ થયા હતા. દુઃખની વાત એ છે કે આપણે બહુ લાંબા સમય સુધી 1857ની ઘટનાઓને માત્ર વિદ્રોહ કે સિપાહી વિદ્રોહ કહેતા રહ્યા. વાસ્તવમાં આ ઘટનાને અવગણનાની રીતે જોવામાં આવી તો ખરી જ પરંતુ તે આપણા સ્વાભિમાનને ધક્કો પહોંચાડવાનો પણ એક પ્રયાસ હતો. તે વીર સાવરકર જ હતા, જેમણે નિર્ભિક થઈને લખ્યું હતું કે 1857માં જે પણ કંઈ થયું તે કોઈ વિદ્રોહ નહોતો પરંતુ સ્વતંત્રતાની પહેલી લડાઈ જ હતી. સાવરકર સહિત લંડનના ઇન્ડિયા હાઉસના વીરોએ તેની 50મી વર્ષગાંઠ ધૂમધામથી મનાવી. એ પણ એક અદભૂત સંયોગ છે કે જે મહિનામાં સ્વતંત્રતાના પહેલા સ્વાતંત્રય સંગ્રામનો આરંભ થયો તે જ મહિનામાં વીર સાવરકરજીનો પણ જન્મ થયો. સાવરકરજીનું વ્યક્તિત્વ વિશેષતાઓથી ભરેલું હતું; શસ્ત્ર અને શાસ્ત્ર બંનેના તેઓ ઉપાસક હતા. સામાન્ય રીતે વીર સાવરકરને તેમની બહાદૂરી અને બ્રિટિશ રાજ વિરુદ્ધ તેમના સંઘર્ષ માટે ઓળખવામાં આવે છે પરંતુ તે બધા ઉપરાંત તેઓ એક ઓજસ્વી કવિ અને સમાજ સુધારક પણ હતા, જેમણે હંમેશાં સદ્ભવાના અને એકતા પર ભાર મૂક્યો. સાવરકરજી વિશે એક અદભૂત વર્ણન આપણા પ્રિય આદરણીય અટલ બિહારી વાજપેયીજીએ કર્યું છે. અટલજીએ કહ્યું હતું- સાવરકર એટલે તેજ, સાવરકર એટલે ત્યાગ, સાવરકર એટલે તપ, સાવરકર એટલે તત્ત્વ, સાવરકર એટલે તર્ક, સાવરકર એટલે તારુણ્ય, સાવરકર એટલે તીર, સાવરકર અર્થાત્ તલવાર. કેટલું સચોટ ચિત્રણ કર્યું હતું અટલજીએ. સાવરકર કવિતા અને ક્રાંતિ બંનેને સાથે લઈને ચાલ્યા. સંવેદનશીલ કવિ હોવાની સાથોસાથ તેઓ સાહસિક ક્રાંતિકારી પણ હતા.
મારા પ્રિય ભાઈઓ-બહેનો! હું ટીવી પર એક વાર્તા જોઈ રહ્યો હતો. રાજસ્થાનના સીકરની કાચી ઝૂંપડીઓમાં રહેતી આપણી ગરીબ દીકરીઓની. આપણી આ દીકરીઓ જે ક્યારેક કચરા વીણવાથી લઈને ઘરેઘરે માગવા મજબૂર હતી – આજે તેઓ સીલાઈનું કામ શીખીને ગરીબોનું તન ઢાંકવા માટે કપડાં સીવી રહી છે. ત્યાંની દીકરીઓ આજે પોતાના અને પોતાના પરિવારનાં કપડાં ઉપરાંત સામાન્યથી લઈને સારાં કપડાં પણ સિવી રહી છે. તે તેની સાથોસાથ કૌશલ્ય વિકાસનો કૉર્સ પણ કરી રહી છે. આપણી આ દીકરીઓ આજે આત્મનિર્ભર બની રહી છે. સન્માનની સાથે પોતાનું જીવન જીવી રહી છે અને પોતપોતાના પરિવાર માટે એક તાકાત બની ગઈ છે. હું આશા અને વિશ્વાસથી ભરેલી આપણી આ દીકરીઓને તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવું છું. તેમણે દેખાડ્યું છે કે જો કંઈક કરી દેખાડવાની ધગશ હોય અને તે માટે તમે કૃતસંકલ્પ હો તો તમામ મુશ્કેલીઓની વચ્ચે પણ સફળતા પ્રાપ્ત કરી શકાય છે. અને તે માત્ર સીકરની જ વાત નથી. હિન્દુસ્તાનના દરેક ખૂણામાં તમને આ બધું જોવા મળશે. તમારી પાસે, અડોશપડોશમાં નજર કરશો તો ધ્યાનમાં આવશે કે લોકો કઈ રીતે સમસ્યાઓને પરાસ્ત કરે છે. તમે અનુભવ્યું હશે કે જ્યારે પણ આપણે કોઈ ચાની દુકાને જઈએ છીએ, ત્યાંની ચાનો આનંદ માણીએ છીએ તો સાથે રહેલા કેટલાક લોકો સાથે ચર્ચા અને વિચારવિમર્શ પણ થાય છે. આ ચર્ચા રાજકારણની પણ હોય છે, સામાજિક પણ હોય છે, ચલચિત્રની પણ હોય છે, રમત અને ખેલાડીઓની પણ હોય છે, દેશની સમસ્યાઓની પણ હોય છે- કે આવી સમસ્યા છે- તેનું સમાધાન આવી રીતે થશે- આમ કરવું જોઈએ, પરંતુ મોટા ભાગે આ ચીજો માત્ર ચર્ચા સુધી જ સીમિત રહી જાય છે પરંતુ કેટલાક લોકો એવા હોય છે જે પોતાનાં કાર્યોથી, પોતાની મહેનત અને લગનથી પરિવર્તન લાવવાની દિશામાં આગળ વધે છે, તેને હકીકતનું રૂપ આપે છે. બીજાનાં સપનાંને પોતાના બનાવનારાઓ અને તેમને પૂરાં કરવા માટે પોતાને હોમી દેતા હોય છે. આવી જ એક વાત ઉડીશાના કટક શહેરમાં ઝૂંપડીમાં રહેનારા ડી. પ્રકાશ રાવની છે. કાલે જ મને ડી. પ્રકાશ રાવને મળવાનું સૌભાગ્ય મળ્યું. શ્રીમાન ડી. પ્રકાશ રાવ છેલ્લા પાંચ દાયકાથી શહેરમાં ચા વેચી રહ્યા છે. એક મામૂલી ચા વેચનારા, આજે તમને જાણીને નવાઈ લાગશે કે 70થી વધુ બાળકોના જીવનમાં શિક્ષણનું અજવાળું ભરી રહ્યા છે. તેમણે ઝૂંપડીઓમાં રહેનારાં બાળકો માટે ‘આશા આશ્વાસન’ નામની એક શાળા ખોલી. તેના પર આ ગરીબ ચા વેચનારા પોતાની આવકનું 50% ધન ખર્ચી નાખે છે. તે સ્કૂલમાં આવનારાં બધાં બાળકોને શિક્ષણ, સ્વાસ્થ્ય અને ભોજનની પૂરી વ્યવસ્થા કરે છે. હું ડી. પ્રકાશ રાવની આકરી મહેનત, તેમની લગન અને તે ગરીબ બાળકોના જીવનને નવી દિશા આપવા માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તેમણે તેમની જિંદગીના અંધારાને હટાવ્યું છે. ‘તમસો મા જ્યોતિર્ગમય’ આ વેદવાક્ય કોણ નથી જાણતું પરંતુ તેને જીવીને દેખાડ્યું છે ડી. પ્રકાશ રાવે. તેમનું જીવન આપણા બધા માટે, સમાજ અને સમગ્ર દેશ માટે એક પ્રેરણા છે. તમારી પણ આસપાસ આવી પ્રેરક ઘટનાઓની શ્રૃંખલા હશે. અગણિત ઘટનાઓ હશે. આવો આપણે સકારાત્મકતાને આગળ વધારીએ.
જૂનના મહિનામાં એટલી બધી ગરમી થાય છે કે લોકો વરસાદની રાહ જુએ છે અને આ આશામાં આકાશમાં વાદળની તરફ ચાતક નજરે જુએ છે. આજથી કેટલાક દિવસો પછી લોકો ચાંદની પણ પ્રતીક્ષા કરશે. ચાંદ દેખાવાનો અર્થ એ છે કે ઈદ મનાવી શકાય છે. રમઝાન દરમિયાન એક મહિનાના ઉપવાસ પછી ઈદનું પર્વ ઉજવણીની શરૂઆતનું પ્રતીક છે. મને વિશ્વાસ છે કે બધા જ લોકો ઈદને પૂરા ઉત્સાહ સાથે મનાવશે. આ અવસર પર ખાસ કરીને બાળકોને સારી ઈદી પણ મળશે. આશા રાખું છું કે ઈદનો તહેવાર આપણા સમાજમાં સદભાવના બંધનને વધુ મજબૂતી પ્રદાન કરશે. બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ.
મારા પ્રિય દેશવાસીઓ! તમને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. આગલા મહિને ફરી એક વાર ‘મન કી બાત’માં મળીશું.
નમસ્કાર!
મારા પ્રિય દેશવાસીઓ. નમસ્કાર. હમણાં જ 4 એપ્રિલથી 15 એપ્રિલ સુધી ઓસ્ટ્રેલિયામાં 21મી કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થયું. ભારત સહિત દુનિયાના 71 દેશે તેમાં ભાગ લીધો. જ્યારે આટલું મોટું આયોજન હોય, વિશ્વભરમાંથી આવેલા હજારો ખેલાડી તેમાં ભાગ લઈ રહ્યા હોય, કલ્પના કરી શકો છો કેવો માહોલ હશે? જોશ, લાગણીઓ, ઉત્સાહ, આશાઓ, આકાંક્ષાઓ, કંઈક કરી દેખાડવાનો સંકલ્પ – જ્યારે આ રીતનો માહોલ હોય તો કોણ તેને પોતાનાથી અલગ રાખી શકે. આ એક એવો સમય હતો જ્યારે દેશભરમાં લોકો રોજ વિચારતા હતા કે આજે કયા કયા ખેલાડી perform કરશે? ભારતનું પ્રદર્શન કેવું રહેશે? આપણે કેટલા મેડલ જીતીશું અને આ ઘણું જ સ્વાભાવિક પણ હતું. આપણા ખેલાડીઓએ પણ દેશવાસીઓની આશા પર ખરા ઉતરીને ઘણું જ સારું પ્રદર્શન કર્યું અને એક પછી એક મેડલ જીતતા જ ગયા. પછી તે shooting હોય, wrestling હોય, weightlifting હોય, table tennis હોય કે પછી badminton હોય, ભારતે રેકોર્ડ પ્રદર્શન કર્યું. 26 સુવર્ણ, 20 રજત અને 20 કાંસ્ય – ભારતે લગભગ કુલ 66 મેડલ્સ જીત્યા. દરેક ભારતીયને આ સફળતા ગર્વ અપાવે છે. પદક જીતવો ખેલાડીઓ માટે ગર્વ અને ખુશીની વાત હોય છે. તે આખા દેશ માટે, બધા દેશવાસીઓ માટે અત્યંત ગૌરવનું પર્વ હોય છે. મેચ પૂર્ણ થયા પછી જ્યારે પદક સાથે ભારતનું પ્રતિનિધિત્વ કરતી વખતે એથ્લેટ ત્યાં મેડલ સાથે ઉભા હોય છે, ત્રિરંગો ઝંડો લપેટ્યો હોય છે, રાષ્ટ્રગીતની ધૂન વાગતી હોય અને તે જે ભાવ હોય છે, સંતોષ અને ખુશીનો, ગૌરવનો, માન-સન્માનનો… આ પ્રકારનો ભાવ જ કંઇક ખાસ હોય છે. વિશેષ હોય છે. તન-મનને ઉજાગર કરવાવાળો હોય છે. ઉમંગ અને ઉર્મિથી ભરેલો હોય છે. આપણે બધા એક ભાવથી ભરેલા હોઈએ છીએ. કદાચ આ ભાવને વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દો પણ ઓછા પડી જશે. પરંતુ મેં આ ખેલાડીઓ પાસેથી જે સાંભળ્યું, હું આપને સંભળાવવા માંગુ છું. મને તો ગર્વ થાય છે, આપને પણ ગર્વ થતો હશે.
હું મનિકા બત્રા જે કોમનવેલ્થમાં ચાર મેડલ લાવી છું. બે સુવર્ણ, એક રજત અને એક કાંસ્ય, ‘મન કી બાત’ કાર્યક્રમ સાંભળનારાઓને હું કહેવા માગું છે કે હું ઘણી જ ખુશ છું કારણ કે પહેલીવાર ભારતમાં ટેબલ ટેનિસ આટલું લોકપ્રિય થઈ રહ્યું છે. હા, હું મારું બેસ્ટ ટેબલ ટેનિસ રમી હોઈશ. આખી જિંદગીનું બેસ્ટ ટેબલ ટેનિસ રમી હોઈશ. આ પહેલા મેં પ્રેક્ટિસ કરી છે તેના વિશે હું જણાવીશ કે મેં મારા કોચ સંદિપ સર સાથે ઘણી જ પ્રેક્ટિસ કરી છે. કોમનવેલ્થથી પહેલા જે અમારા કેમ્પ હતા પોર્ટુગલમાં, અમને સરકારે ટુર્નામેન્ટ રમવા મોકલ્યા અને હું સરકારનો આભાર માનું છું કારણ કે તેમણે આટલા બધા International એકસ્પોઝર આપ્યા. યુવા પેઢીને બસ એક જ સંદેશ આપીશ, ક્યારેય Give up ન કરો. Explore Yourself.
હું પી. ગુરુરાજ ‘મન કી બાત’ કાર્યક્રમ સાંભળનારાઓને એ કહેવા માંગુ છું. 2018 કોમનવેલ્થ ગેમસ, મારું મેડલ જીતવાનું સપનું હતું. હું કોમનવેલ્થ ગેમ્સમાં, પ્રથમવાર ભારતને મેડલ જીતાડીને ઘણો જ ખુશ છું. આ મેડલ મારા ગામ કુન્દાપુરા અને મારા રાજ્ય કર્ણાટક અને મારા દેશને સમર્પિત કરું છું.
મીરાબાઈ ચાનૂ
મેં 21મી કોમનવેલ્થ ગેમ્સમાં ભારત માટે પ્રથમ સુવર્ણ પદક જીત્યો હતો. તો તેમાં મને ઘણી જ ખુશી થઈ. મારું એક સપનું હતું કે ભારત માટે અને મણીપુર માટે એક સારા ખેલાડી બનવાનું, જે હું બધી ફિલ્મ્સમાં જોતી હતી. જેમ કે મણીપુરનું મારી દીદી અને તે બધું જોયા બાદ મેં પણ એવું વિચાર્યું હતું કે ભારત માટે, મણીપુર માટે સારા ખેલાડી બનવા માગું છું. મારા સફળ બનવા પાછળ મારી discipline પણ છે અને sincerity, dedication અને સખત પરિશ્રમ પણ.
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું પ્રદર્શન સારું તો હતું જ સાથે સાથે વિશેષ પણ હતું. વિશેષ એટલે કે આ વખતે કેટલીયે વસ્તુઓ હતી, જે પ્રથમવાર થઈ. શું આપ જાણો છો કે આ વખતે કોમનવેલ્થ ગેમ્સમાં ભારત તરફથી જેટલા wrestlers હતા, તે બધાં જ મેડલ જીતીને આવ્યા છે. મનિકા બત્રાએ જેટલી પણ event માં ભાગ લીધો, બધામાં મેડલ જીત્યો. તે પહેલી ભારતીય મહિલા છે જેણે individual table tennis માં ભારતને સુવર્ણ પદક જીતાડ્યો. ભારતને સૌથી વધુ મેડલ્સ શૂટિંગમાં મળ્યા છે. 15 વર્ષના ભારતીય શૂટર અનિશ ભાનવાલા કોમનવેલ્થ ગેમ્સમાં ભારત તરફથી સુવર્ણ પદક જીતનારા સૌથી યુવા ખેલાડી બન્યા હતા. સચીન ચૌધરી કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતનારા એકમાત્ર ભારતીય Para Power-lifter છે. આ વખતની ગેમ્સ એટલા માટે પણ વિશેષ હતી કે મોટાભાગના પદક વિજેતાઓ મહિલા એથ્લેટ હતી. સ્ક્વોશ હોય, બોક્સિંગ હોય, વેઈટલીફ્ટિંગ હોય, શૂટિંગ હોય – મહિલા ખેલાડીઓએ કમાલ કરી બતાવી. બેડમિન્ટનમાં તો ફાઈનલ મુકાબલો ભારતની જ બે ખેલાડી સાઈના નેહવાલ અને પી.વી.સિંધુ વચ્ચે થયો હતો. બધા ઉત્સાહિત હતા કે મુકાબલો તો છે પરંતુ બંને મેડલ્સ ભારતને જ મળશે. આખા દેશે જોયું. મને પણ જોઈને ઘણું જ સારું લાગ્યું. ગેમ્સમાં ભાગ લેનારા એથ્લેટ્સ દેશના અલગ-અલગ ભાગોમાંથી, નાના-નાનાં શહેરોમાંથી આવ્યા હતા. અનેક મુશ્કેલીઓ, પરેશાનીઓને પાર કરીને અહીંયા સુધી પહોંચ્યા છે અને આજે તેમણે જે મુકામ મેળવ્યો છે, તેઓ જે લક્ષ્ય સુધી પહોંચ્યા છે, તેમની આ જીવન યાત્રામાં તેમના માતા-પિતા હોય, તેમના guardian હોય, કોચ હોય, support staff હોય, સ્કૂલ હોય, સ્કૂલના શિક્ષકો હોય, સ્કૂલનું વાતાવરણ હોય, દરેકનું યોગદાન છે. તેમના મિત્રોનું પણ યોગદાન છે, જેમણે દરેક પરિસ્થિતીમાં તેમની હિંમત ટકાવી રાખી. હું તે ખેલાડીઓની સાથે સાથે તે દરેકને ખૂબ ખૂબ અભિનંદન આપુ છું, શુભેચ્છાઓ આપું છું.
ગયા મહિને “મન કી બાત” વખતે મેં દેશવાસીઓ સાથે, ખાસ કરીને આપણા યુવાનો સાથે “ફિટ ઈન્ડિયા”નું આહ્વાન કર્યું હતું અને મેં દરેકને નિમંત્રણ આપ્યું હતુ કે આવો “ફિટ ઇન્ડિયા” સાથે જોડાવ, “ફિટ ઇન્ડિયા”ની આગેવાની કરો. અને મને ઘણી ખુશી થઈ કે લોકો ઘણાં ઉત્સાહ સાથે તેની સાથે જોડાઈ રહ્યા છે. ઘણાં બધા લોકોએ તેના માટે પોતાનો સહયોગ આપતા મને લખ્યું છે, પત્ર મોકલ્યો છે, સોશિયલ મીડિયા પર પોતાનો ફિટનેસ મંત્ર – fit India stories भी share કરી છે.
એક સજ્જન શ્રીમાન શશિકાંત ભોંસલેએ swimming pool માં પોતાનો એક ફોટો share કરતા લખ્યું છે કે –
“My weapon is my body, my element is water, My world is swimming.”
રૂમા દેવનાથે લખ્યું છે, – “Morning walkથી હું પોતાને happy અને healthy અનુભવુ છું. અને તે આગળ કહે છે કે – “For me – fitness comes with a smile and we should smile, when we are happy.”
દેવનાથજી તેમાં કોઈ શંકા નથી કે happiness જ fitness છે.
ધવલ પ્રજાપતિએ તેમનો trekking નો ફોટો share કરતાં લખ્યું છે કે મારા માટે travelling અને trekking જ fit India છે’ આ જોઈને ઘણું સારું લાગ્યું કે કેટલીયે જાણીતી હસ્તીઓ પણ બહુ રોચક ઢંગથી “ફિટ ઈન્ડિયા” માટે આપણા યુવાનોને પ્રેરિત કરી રહી છે. સિને કલાકાર અક્ષય કુમારે ટ્વીટર પર એક વીડિયો મૂક્યો છે. મેં પણ તેને જોયો અને આપ બધા પણ જરૂર જોશો; તેમાં તેઓ wooden beads સાથે કસરત કરતા નજરે પડે છે અને તેમણે કહ્યું છે કે આ કસરત પીઠ અને પેટના સ્નાયુઓ માટે ઘણી જ લાભદાયક છે. તેમનો વધુ એક વીડિયો પ્રચલિત થઈ ગયો છે, જેમાં તે લોકો સાથે વોલીબોલ પર હાથ અજમાવી રહ્યા છે. બીજા પણ ઘણાં યુવાનોએ પણ fit India efforts સાથે જોડાઈને પોતાના અનુભવોને share કર્યા છે. હું સમજુ છું કે આ રીતના આંદોલન, આપણા બધા માટે, આખા દેશ માટે ખૂબ જ ફાયદાકારક છે. અને એક વાત તો હું જરૂર કહીશ – ખર્ચા વગરની fit Indiaની ચળવળનું નામ છે “યોગ”. fit India અભિયાનમાં યોગનો વિશેષ મહિમા છે અને આપ પણ તેની તૈયારીમાં લાગી ગયા હશો. 21 જૂન “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”નું મહાત્મ્ય તો હવે આખા વિશ્વએ સ્વિકારી લીધું છે. આપ પણ અત્યારથી તૈયારી કરો. એકલા નહીં – આપનું શહેર, આપનું ગામ, આપનો વિસ્તાર, આપની સ્કૂલ, આપની કોલેજ. દરેક વ્યક્તિ, કોઈપણ ઉંમર હોય – પુરુષ હોય, સ્ત્રી હોય, યોગ સાથે જોડાવાનો પ્રયાસ કરવો જોઈએ. સંપૂર્ણ શારીરિક વિકાસ માટે, માનસિક વિકાસ માટે, માનસિક સંતુલન માટે યોગનો શું ઉપયોગ છે, તે હવે હિન્દુસ્તાનમાં અને દુનિયામાં કહેવું નથી પડતું. અને તમે જોયું હશે કે એક animated video, જેમાં મને બતાવવામાં આવ્યો છે, તે હમણાં ઘણો જ પ્રચલિત થઈ રહ્યો છે. Animation વાળાઓને હું એટલે પણ ઘન્યવાદ આપવા માંગુ છું કે તેમણે બહુજ બારીકીથી જે કામ, એક ટીચર કરી શકે છે તે એનીમેશનથી થઈ રહ્યું છે. આપને પણ જરૂર તેનો લાભ મળશે.
મારા નવયુવાન સાથીઓ, આપ તો હવે exam, exam, exam ના ચક્કરમાંથી નીકળીને હવે રજાઓની ચિંતામાં લાગ્યા હશો. રજાઓ કેવી રીતે મનાવવી, ક્યાં જવું એ વિચારતા હશો. હું આજે આપને એક નવા કામ માટે નિમંત્રણ આપવા માટે વાત કરવા માગું છું અને મેં જોયું છે કે ઘણાં નવયુવાનો આ દિવસોમાં કંઈક ને કંઈક નવું શીખવા માટે પણ પોતાનો સમય વિતાવે છે.
Summer Internship નું મહાત્મ્ય વધતું જાય છે અને નવયુવાનો પણ તેની તલાશ કરતા રહે છે, અને આમ પણ ઈન્ટર્નશિપ એ પોતે જ એક નવો અનુભવ હોય છે. ચાર દિવાલોની બહાર કાગળ-કલમથી કોમ્પ્યુટરથી દૂર જીંદગીને નવી રીતે જીવવાનો, અનુભવ કરવાનો અવસર મળે છે. મારા નવયુવાન સાથીઓ, એક વિશેષ ઈન્ટર્નશિપ માટે હું આજે આપને આગ્રહ કરી રહ્યો છું. ભારત સરકારના ત્રણ મંત્રાલય સ્પોર્ટ્સ હોય, HRD હોય, Drinking Water નું ડિપાર્ટમેન્ટ હોય – સરકારના ત્રણ-ચાર મંત્રાલયે મળીને એક ‘Swachh Bharat Summer Internship 2018’ આ launch કર્યું છે. કોલેજના વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓ, એનસીસીના નવયુવાનો, એનએસએસના નવયુવાનો, નહેરુ યુવા કેન્દ્રના નવયુવાનો જેઓ કંઈક કરવા માગે છે, સમાજ માટે, દેશ માટે અને કંઈક શીખવા માગે છે, સમાજના પરિવર્તનમાં, જે પોતાની જાતને જોડવા ઈચ્છે છે, નિમિત્ત બનવા માગે છે, એક સકારાત્મક ઉર્જાને લઈને સમાજમાં કંઈક ને કંઈક કરી છૂટવાનો ઈરાદો છે, તે બધા માટે આ અવસર છે અને તેનાથી સ્વચ્છતાને પણ બળ મળશે અને જ્યારે આપણે 2 ઓક્ટોબરથી મહાત્મા ગાંધીની 150મી જયંતિ મનાવશું, તેના પહેલાં આપણે કંઈક કરવાનો સંતોષ મળશે અને હું એ પણ જણાવી દઉં કે જે સારામાં સારા ઈન્ટર્ન હશે, જેમણે કોલેજમાં ઉત્તમ કામ કર્યું હશે, વિશ્વવિદ્યાલયમાં કર્યું હશે – એવા દરેકને રાષ્ટ્રીય સ્તર પર પુરસ્કાર આપવામાં આવશે. આ ઈન્ટર્નશિપને સફળતાપૂર્વક પૂરી કરનારા દરેક ઈન્ટર્નને “સ્વચ્છ ભારત મિશન” દ્વારા એક સર્ટીફિકેટ આપવામાં આવશે. તેટલું જ નહીં, જે ઈન્ટર્ન તેને બહુ સારી રીતે પૂર્ણ કરશે, યુજીસી તેમને બે ક્રેડિટ પોઈન્ટ્સ પણ આપશે. હું વિદ્યાર્થીઓને, વિદ્યાર્થીનીઓને, નવયુવાનોને ફરી એકવાર નિમંત્રણ આપું છું ઈન્ટર્નશિપ માટે, આપ તેનો લાભ ઉઠાવો. આપ MyGov એપ પર જઈને ‘Swachh Bharat Summer Internship’ માટે register કરી શકો છો. હું આશા રાખું છું કે આપણા યુવાનો સ્વચ્છતાના આ આંદોલનને વધુ આગળ વધારશે. આપના પ્રયાસો વિશે જાણવા માટે હું પણ ઈચ્છુક છું. આપ આપની -માહીતીઓ જરૂર મોકલો, સ્ટોરી મોકલો, ફોટો મોકલો, વીડિયો મોકલો. આવો, એક નવા અનુભવ માટે આ રજાઓને શીખવાનો અવસર બનાવી દઈએ.
મારા પ્રિય દેશવાસીઓ, જ્યારે પણ તક મળે છે તો દૂરદર્શન પર ‘Good News India’ આ કાર્યક્રમને જરૂર જોવું છું અને હું તો દેશવાસીઓને પણ અપીલ કરીશ કે ‘Good News India’ કાર્યક્રમ પણ આપણે જોવો જોઈએ. અને ત્યારે ખબર પડે છે કે આપણા દેશના કયા કયા ખૂણામાં, કેટલા કેટલા લોકો, કેવી-કેવી રીતે સારું કામ કરી રહ્યા છે, સારી વાતો થઈ રહી છે.
મેં ગત દિવસોમાં જોયું કે દિલ્હીના એવા યુવાનોની વાતો બતાવી રહ્યા હતા જે ગરીબ બાળકોના શિક્ષણ માટે નિઃસ્વાર્થ ભાવથી લાગેલા છે. આ નવયુવાનોના સમૂહે દિલ્હીમાં સ્ટ્રીટ ચાઈલ્ડ અને ઝુંપડીઓમાં રહેતા બાળકોના શિક્ષણ માટે એક મોટું અભિયાન શરૂ કર્યું છે, શરૂઆતમાં તો તેમને રસ્તા પર ભીખ માંગનારા અથવા નાના-મોટા કામ કરતા બાળકોની હાલતે એટલી હદે હલાવી દીધા કે તેઓ આ રચનાત્મક કાર્યમાં લાગી ગયા. દિલ્હીની ગીતા કોલોની પાસે ઝુંપડીઓમાં 15 બાળકોથી પ્રારંભ થયેલું આ અભિયાન, આજે રાજધાનીના 12 સ્થળો પર 2 હજાર બાળકો સાથે જોડાઈ ગયું છે. આ અભિયાન સાથે જોડાયેલા યુવાનો, શિક્ષકો પોતાની વ્યસ્ત દિનચર્યામાંથી 2 કલાકનો ફ્રી ટાઈમ કાઢીને સામાજિક બદલાવના આ ભગીરથ પ્રયાસમાં જોડાયેલા છે.
ભાઈઓ-બહેનો, તેવી જ રીતે ઉત્તરાખંડના પર્વતીય ક્ષેત્રના કેટલાક ખેડૂતો, દેશભરના ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત બની ગયા છે. તેમના સંગઠિત પ્રયાસોથી ન માત્ર તેમનું પોતાનું પરંતુ પોતાના ક્ષેત્રનું પણ ભાગ્ય બદલી નાખ્યું. ઉત્તરાખંડના બાગેશ્વરમાં મુખ્યત્વે રાગી, રાજગરા, મકાઈ અથવા જવનો પાક થાય છે. પહાડી વિસ્તાર હોવાને કારણ ખેડૂતોને તેનું યોગ્ય મૂલ્ય નહોતું મળી શકતું. પરંતુ કપકોટ તાલુકાના ખેડૂતોએ આ પાકને સીધા બજારમાં વેચીને ખોટ સહન કરવાને બદલે તેમણે મૂલ્ય વૃદ્ધિનો રસ્તો અપનાવ્યો, value addition નો રસ્તો અપનાવ્યો. તેમણે શું કર્યું – આ જ ખેત પેદાશમાંથી બિસ્કિટ બનાવવાના શરૂ કર્યા અને બિસ્કિટ વેચવાનું શરૂ કર્યું. તે વિસ્તારમાં તો બહુ દ્રઢ માન્યતા છે કે iron rich છે અને iron rich, લોહ તત્વયુક્ત આ બિસ્કિટ ગર્ભવતી મહિલાઓ માટે તો એક પ્રકારથી બહુ જ ઉપયોગી થાય છે. આ ખેડૂતોએ મુનાર ગામમાં એક સહકારી સંસ્થા બનાવી છે અને ત્યાં બિસ્કિટ બનાવવાની ફેક્ટરી પણ શરૂ કરી છે. ખેડૂતોની હિંમત જોઈને તંત્રએ પણ તેને રાષ્ટ્રિય આજીવિકા મિશન સાથે જોડી દીધું છે. આ બિસ્કિટ હવે ન માત્ર બાગેશ્વર જિલ્લાના લગભગ પચાસ આંગણવાડી કેન્દ્રોમાં પરંતુ અલ્મોડા અને કૌસાની સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે. ખેડૂતોની મહેનતથી સંસ્થાનું વાર્ષિક ટર્નઓવર 10 થી 15 લાખ રૂપિયા સુધી તો પહોંચ્યું છે પરંતુ સાથેસાથે 900 થી વધુ પરિવારોને રોજગારનો અવસર મળવાથી જિલ્લામાંથી બહાર જનારાઓ પણ રોકાવા લાગ્યા છે.
મારા પ્રિય દેશવાસીઓ. જ્યારે આપણે સાંભળીએ છીએ કે ભવિષ્યમાં દુનિયામાં પાણીને લઈને યુદ્ધ થવાનું છે. દરેક આ વાત બોલે છે, પરંતુ શું આપણી કોઈ જવાબદારી છે કે નહીં ? શું આપણને નથી લાગતું કે જળ સંરક્ષણ એ સામાજિક જવાબદારી હોવી જોઈએ ? દરેક વ્યક્તિની જવાબદારી હોવી જોઈએ ? વરસાદનું એક એક ટીપું આપણે કેવી રીતે બચાવીએ અને આપણાંમાંથી બધાને ખબર છે કે આપણે ભારતીયોના દિલમાં જળ સંરક્ષણ એ કોઈ નવો વિષય નથી, પુસ્તકોનો વિષય નથી, ભાષાનો વિષય નથી રહ્યો. સદીઓથી આપણા પૂર્વજોએ તેને જીવીને બતાવ્યો છે. એક એક ટીપું પાણીના મહાત્મ્યને તેમણે પ્રાથમિકતા આપી છે. તેમણે એવા નવા-નવા ઉપાયો શોધ્યા છે કે પાણીનાં એક એક ટીપાને કેવી રીતે બચાવવામાં આવે ? તમારામાંથી કદાચ જેઓને તમિલનાડુ જવાનો અવસર મળ્યો હશે તો તમિલનાડુમાં કેટલાક મંદિર એવા છે કે જ્યાં મંદિરોમાં સિંચાઈ વ્યવસ્થા, જળ સંરક્ષણ વ્યવસ્થા, દુષ્કાળ પ્રબંધન, તેના મોટા મોટા શિલાલેખ મંદિરમાં લખવામાં આવ્યા છે. મનારકોવિલ, ચિરાન મહાદેવી, કોવિલપટ્ટી અથવા પુદ્દુકોટ્ટઈ હોય, દરેક જગ્યાએ મોટા-મોટા શિલાલેખ આપને જોવા મળશે. આજે પણ વિભિન્ન વાવો, Stepwell પર્યટન સ્થળ તરીકે તો પ્રચલિત છે. પરંતુ એ ન ભૂલો કે જળ-સંગ્રહના બહુ મોટા આપણા પૂર્વજોના અભિયાનના જીવતા જાગતા પુરાવા છે. ગુજરાતમાં અડાલજ અને પાટણની રાણીની વાવ જે એક યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ છે તેની ભવ્યતાનો જોતાં જ ખ્યાલ આવે છેઃ એક પ્રકારથી આ વાવ જળમંદિર જ તો છે. જો તમે રાજસ્થાન જાવ તો જોધપુરમાં “ચાંદ વાવ” જરૂરથી જજો. તે ભારતની સૌથી મોટી અને સુંદર વાવમાંથી એક છે અને ધ્યાન આપનારી વાત એ છે કે તે એ વિસ્તારમાં છે જ્યાં પાણીની અછત રહેતી હોય છે. એપ્રિલ, મે, જૂન, જુલાઈ એ સમય એવો હોય છે કે વરસાદના પાણીનો સંગ્રહ કરવાનો ઉત્તમ અવસર હોય છે અને જો આપણે Advance માં જ જેટલી તૈયારીઓ કરીએ, તેટલો આપણને ફાયદો મળે છે . મનરેગાનું બજેટ પણ આ જળ સંરક્ષણ માટે કામ આવે છે. ગત ત્રણ વર્ષો દરમિયાન જળ સંરક્ષણ અને જળ-પ્રબંધનની દિશામાં દરેકે પોતપોતાની રીતે પ્રયાસ કર્યા છે. દર વર્ષે મનરેગા બજેટથી અલગ જળ સંરક્ષણ અને જળ પ્રબંધન પર લગભગ 32 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરાયા છે.
2017-18ની વાત કરીએ તો હું 64 હજાર કરોડ રૂપિયાના કુલ ખર્ચના 55 ટકા એટલે કે લગભગ 35 હજાર કરોડ રૂપિયા જળ સંરક્ષણ જેવા કામો પર ખર્ચ કરવામાં આવ્યા છે. પાછલા ત્રણ વર્ષો દરમિયાન આ રીતના જળ સંરક્ષણ અને જળ પ્રબંધનના ઉપાયોના માધ્યમથી લગભગ 150 લાખ હેક્ટર જમીનને અધિક માત્રામાં લાભ મળ્યો છે. જળ સંરક્ષણ અને જળ પ્રબંધન માટે ભારત સરકાર દ્વારા જે મનરેગામાં જે બજેટ મળે છે, કેટલાક લોકોએ તેનો બહુ જ સારો ફાયદો ઉઠાવ્યો છે. કેરળમાં કુટ્ટૂમપેરૂર, એ નદી પર 7 હજાર મનરેગાના કામ કરનારા લોકોએ 70 દિવસો સુધી સખત મહેનત કરીને એ નદીને પુનઃજીવિત કરી દીધી. ગંગા અને યમુના પાણીથી ભરેલી નદીઓ છે પરંતુ ઉત્તર પ્રદેશમાં કેટલાક વિસ્તારો પણ છે, જેમ કે ફતેહપુર જિલ્લાની સસુર ખદેરી નામની બે નાની નદીઓ સૂકાઈ ગઈ છે. જિલ્લા તંત્રએ મનરેગા અંતર્ગત ઘણી મોટી સંખ્યામાં માટી અને જળ સંરક્ષણના કાર્યનું બીડું ઝડપ્યું. લગભગ 40-45 ગામના લોકોની મદદથી આ સસુર ખદેરી નદી, જે સૂકાઈ ગઈ હતી, તેને પુનઃજીવિત કરી. પશુ હોય, પક્ષી હોય, ખેડૂત હોય, ખેતી હોય, ગામ હોય, કેટલી મોટી આશિર્વાદ ભરેલી આ સફળતા છે. હું એ જ કહીશ કે ફરી એકવાર એપ્રિલ, મે, જૂન, જુલાઈ આપણી સામે છે, જળ સંચય, જળ સંરક્ષણ માટે આપણે પણ કોઈ જવાબદારી ઉઠાવીએ, આપણે પણ કેટલીક યોજનાઓ બનાવીએ, આપણે પણ કંઈક કરીને બતાવીએ.
મારા પ્રિય દેશવાસીઓ. જ્યારે ‘મન કી બાત’ હોય છે તો મને ચારેય તરફથી સંદેશાઓ આવે છે, કાગળો આવે છે, ફોન આવે છે. પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગના જિલ્લાના દેવીતોલા ગામના આયનકુમાર બેનર્જીએ MyGov પર પોતાની comment માં લખ્યું છે, “આપણે દરવર્ષે રવિન્દ્ર જયંતિ મનાવીએ છીએ પરંતુ કેટલાય લોકો નોબેલ પુરસ્કાર વિજેતા રવિન્દ્રનાથ ટાગોરની peacefully, beautifully અને integrity સાથે જીવવાની ફિલોસોફી વિશે જાણતા જ નથી. ‘મન કી બાત’ કાર્યક્રમમાં આ વિષય પર ચર્ચા કરો જેથી લોકો તેના વિશે જાણી શકે.”
હું આયનજીને ધન્યવાદ આપું છું કે આપે ‘મન કી બાત’ના બધા સાથીઓનું ધ્યાન આ તરફ આકર્ષિત કર્યું. ગુરુદેવ ટાગોર જ્ઞાન અને વિવેકથી સંપૂર્ણ વ્યક્તિત્વવાળા હતા, જેના લખાણે દરેક લોકો પર પોતાની અમિટ છાપ છોડી છે. રવિન્દ્રનાથ, એક પ્રતિભાશાળી વ્યક્તિત્વ હતા, બહુઆયામી વ્યક્તિત્વ હતા, પરંતુ તેમની અંદરના એક શિક્ષકનો દરેક પળે અનુભવ કરી શકો છો. તેમણે ગીતાંજલિમાં લખ્યું છે, ‘He, who has the knowledge has the responsibility to impart it to the students.’ એટલે કે જેની પાસે જ્ઞાન છે, તેની એ જવાબદારી છે કે તે તેને જિજ્ઞાસુઓ સાથે વહેંચે.
હું બાંગ્લા ભાષા તો નથી જાણતો, પરંતુ જ્યારે નાનો હતો, મને બહુ વહેલા ઉઠવાની આદત હતી – બાળપણથી અને પૂર્વ હિન્દુસ્તાનનાં રેડિયો જલ્દી શરૂ થાય છે. પશ્ચિમ હિન્દુસ્તાનમાં મોડો શરૂ થાય છે તો સવારે મારો અંદાજ છે ત્યાં સુધી કદાચ 5.30 વાગ્યે રવિન્દ્ર સંગીતનો પ્રારંભ થતો હતો, રેડિયો પર અને મને તેની આદત હતી. ભાષા તો નહોતો જાણતો, સવારે જલ્દી ઉઠીને રેડિયો પર રવિન્દ્ર સંગીત સાંભળવાની મને આદત પડી ગઈ હતી અને જ્યારે આનંદલોકે અને આગુનેર, પોરોશમોની – એ કવિતાઓ સાંભળવાનો જ્યારે અવસર મળતો હતો, મનને એક ચેતના મળતી હતી. આપને પણ રવિન્દ્ર સંગીતે, તેમની કવિતાઓએ ચોક્કસ પ્રભાવિત કર્યા હશે. હું રવિન્દ્રનાથ ઠાકુરને આદરપૂર્વક અંજલિ આપું છું.
મારા પ્રિય દેશવાસીઓ. થોડા જ દિવસોમાં રમજાનનો પવિત્ર મહિનો શરૂ થઈ રહ્યો છે. વિશ્વભરમાં રમજાનનો મહિનો પૂરી શ્રદ્ધા અને સન્માનથી મનાવવામાં આવે છે. રોજાનું સામાજિક પાસું એ છે કે જ્યારે માણસ ખુદ ભૂખ્યો હોય છે તો તેને બીજાની ભૂખનો પણ અહેસાસ થાય છે. જ્યારે તે પોતે તરસ્યો હોય તો બીજાની તરસનો તેને અહેસાસ થાય છે. પયગમ્બર મોહમ્મદ સાહેબની શિક્ષા અને તેમના સંદેશને યાદ કરવાનો આ અવસર છે. તેમના જીવનમાંથી સમાનતા અને ભાઈચારાના માર્ગ પર ચાલવું એ આપણી જવાબદારી બને છે. એકવાર એક વ્યક્તિએ પયગમ્બર સાહેબને પૂછ્યું, “ઈસ્લામમાં કયું કાર્ય સૌથી સારું છે?” પયગમ્બર સાહેબે કહ્યું – “કોઈ ગરીબ અને જરૂરિયાતવાળાને ખવડાવવું અને બધા સાથે સદભાવથી મળવું, ભલે આપ તેને જાણતા હો કે ન જાણતા હો”. પયગમ્બર સાહેબ જ્ઞાન અને કરૂણામાં વિશ્વાસ રાખતા હતા. તેમને કોઈ વાતનો અહંકાર નહોતો. તેઓ કહેતા હતા કે અહંકાર જ જ્ઞાનને પરાજિત કરે છે. પયગમ્બર મોહમ્મદ સાહેબનું માનવું હતું કે જો આપની પાસે કોઈપણ ચીજવસ્તુ આવશ્યકતાથી વધારે છે તો આપ તેને કોઈ જરૂરિયાતવાળી વ્યક્તિને આપો, તેથી જ રમજાનમાં દાનનું પણ ઘણું મહત્વ છે. લોકો આ પવિત્ર માસમાં જરૂરિયાતવાળા લોકોને દાન આપે છે. પયગમ્બર મોહમ્મદ સાહેબનું માનવું હતું કે કોઈ વ્યક્તિ પોતાના આત્માથી પવિત્રતાથી અમીર હોય છે, ધન-દોલતથી નહીં. હું બધા દેશવાસીઓને રમજાનના પવિત્ર મહિનાની શુભકામનાઓ આપું છું અને મને આશા છે કે આ અવસર લોકોને શાંતિ અને સદભાવનાના તેમના સંદેશા પર ચાલવાની પ્રેરણા આપશે.
મારા પ્રિય દેશવાસીઓ, બુદ્ધ પૂર્ણિમા પ્રત્યેક ભારતીય માટે વિશેષ દિવસ છે. આપણને ગર્વ હોવો જોઈએ કે ભારત કરૂણા, સેવા અને ત્યાગની શક્તિ દેખાડનારા મહામાનવ ભગવાન બુદ્ધની ધરતી છે, જેમણે વિશ્વભરમાં લાખો લોકોનું માર્ગદર્શન કર્યું. આ બુદ્ધ પૂર્ણિમાએ, ભગવાન બુદ્ધનું સ્મરણ કરતા, તેમના માર્ગ પર ચાલવાનો પ્રયાસ કરવાનો, સંકલ્પ કરવાનો અને આ આપણી સૌની જવાબદારીનું પુનઃસ્મરણ કરાવે છે. ભગવાન બુદ્ધ સમાનતા, શાંતિ, સદભાવ અને ભાઈચારાની પ્રેરણા શક્તિ છે. આ એવા માનવીય મૂલ્યો છે, જેની આવશ્યકતા આજના વિશ્વમાં સૌથી વધુ છે. બાબા સાહેબ આંબેડકર ભાર આપીને કહેતા હતા કે તેમની social philosophy માં ભગવાના બુદ્ધની મોટી પ્રેરણા રહેલી છે. તેમણે કહ્યું હતું, – “My Social philosophy may be said to be enshrined in three words; liberty, equality and fraternity. My Philosophy has roots in religion and not in political science. I have derived them from the teaching of my master, The Buddha.”
બાબા સાહેબે બંધારણના માધ્યમથી દલિત હોય, પીડિત હોય, શોષિત હોય, વંચિત હોય, હાંસિયામાં ધકેલાયેલા કરોડો લોકોને સશક્ત બનાવ્યા. કરૂણાનું આનાથી મોટું ઉદાહરણ ન હોઈ શકે. લોકોની પીડા માટેની આ કરૂણા ભગવાન બુદ્ધના સૌથી મહાન ગુણોમાંની એક હતી. એવું કહેવાય છે કે બૌદ્ધ ભિક્ષુ વિભિન્ન દેશોની યાત્રા કરતા રહેતા હતા. તેઓ પોતાની સાથે ભગવાન બુદ્ધના સમૃદ્ધ વિચારોને લઈને જાતા હતા અને તે દરેક કાળમાં થતું રહ્યું છે. સમગ્ર એશિયામાં ભગવાન બુદ્ધની શિક્ષા આપણને વારસામાં મળી છે. તે આપણને અનેક એશિયાઈ દેશો, જેવા કે ચીન, જાપાન, કોરિયા, થાઈલેન્ડ, કમ્બોડિયા, મ્યાનમાર કેટલાય અનેક દેશો ત્યાં બુદ્ધની આ પરંપરા, બુદ્ધની શિક્ષા મૂળમાં જ જોડાયેલી છે અને એ જ કારણ છે કે આપણે Buddhist Tourism માટે માળખું વિકસીત કરી રહ્યા છીએ, જે દક્ષિણ-પૂર્વ એશિયાના મહત્વપૂર્ણ સ્થળોને, ભારતના ખાસ બૌદ્ધ સ્થળો સાથે જોડે છે. મને એ વાતની પણ અત્યંત પ્રસન્નતા છે કે ભારત સરકાર કેટલાયે બૌદ્ધ મંદિરોના પુનરુદ્ધાર કાર્યોમાં ભાગીદાર છે. તેમાં મ્યાનમારમાં સદીયો જૂનું વૈભવશાળી આનંદ મંદિર પણ સામેલ છે. આજે વિશ્વમાં દરેક જગ્યાએ અથડામણ અને માનવીય પીડા જોવા મળી રહી છે. ભગવાન બુદ્ધનું શિક્ષણ, ઘૃણાને દયાથી હટાવવાનો માર્ગ બતાવે છે. હું દુનિયાભરમાં ફેલાયેલા ભગવાન બુદ્ધ પ્રતિ શ્રદ્ધા રાખનારા, કરૂણાના સિદ્ધાંતોમાં વિશ્વાસ રાખનારા – બધાને બુદ્ધ પૂર્ણિમાની મંગલમય કામના કરું છું. ભગવાન બુદ્ધ પાસેથી આખી દુનિયા માટે આશિર્વાદ માગું છું, જેથી આપણે તેમની શિક્ષા પર આધારિત એક શાંતિપૂર્ણ અને કરૂણાથી ભરેલા વિશ્વનું નિર્માણ કરવા માટેની પોતાની જવાબદારી નિભાવી શકીએ. આજે જ્યારે આપણે ભગવાન બુદ્ધને યાદ કરીએ છીએ, તમે ‘લાફીંગ બુદ્ધા’ની મૂર્તિઓ વિશે સાંભળ્યું હશે, જેના વિશે કહેવાય છે કે લાફિંગ બુદ્ધા good luck લાવે છે પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે smiling Buddha ભારતના રક્ષા ઈતિહાસની એક મહત્વપૂર્ણ ઘટના સાથે પણ જોડાયેલા છે. આપ વિચારતા હશો કે smiling Buddha અને ભારતની સૈન્ય શક્તિ વચ્ચે શું સંબંધ છે? આપને યાદ હશે, આજથી 20 વર્ષ પહેલા 11 મે 1998ની સાંજે ભારતના તત્કાલીન વડાપ્રધાન શ્રી અટલબિહારી વાજપેયીજીએ રાષ્ટ્રને સંબોધિત કરતાં કહ્યું હતું અને તેમની વાતોએ આખા દેશને ગૌરવ, પરાક્રમ અને ખુશીની પળથી ભરી દીધો હતો. વિશ્વભરમાં ફેલાયેલા ભારતીય સમુદાયમાં નવા આત્મવિશ્વાસનો સંચાર થયો હતો. તે દિવસ હતો બુદ્ધ પૂર્ણિમાનો. 11 મે, 1998, ભારતની પશ્ચિમ બાજુએ, રાજસ્થાનના પોખરણમાં પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેને 20 વર્ષ થઈ રહ્યા છે. અને આ પરીક્ષણ ભગવાન બુદ્ધના આશિર્વાદ સાથે બુદ્ધ પૂર્ણિમાના દિવસે કરવામાં આવ્યું હતું. ભારતનું પરીક્ષણ સફળ રહ્યું અને એક રીતે કહીએ તો વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં ભારતે પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું હતું. આપણે કહી શકીએ છીએ કે તે દિવસ, ભારતના ઈતિહાસમાં તેની સૈન્ય શક્તિના પ્રદર્શનના રૂપમાં અંકિત થયો છે. ભગવાન બુદ્ધે દુનિયાને બતાવ્યું છે, આંતરિક શક્તિ, અંતર્મનની શક્તિ, શાંતિ માટે આવશ્યક છે. એવી જ રીતે જ્યારે આપ એક દેશના રૂપમાં મજબૂત થાવ છો તો આપ બધા સાથે શાંતિપૂર્ણ પણ રહી શકો છો. મે, 1998નો મહિનો દેશ માટે માત્ર એટલે મહત્વપૂર્ણ નથી કે આ મહિનામાં પરમાણુ પરીક્ષણ થયું, પરંતુ તે જેવી રીતે કરવામાં આવ્યું તે મહત્વપૂર્ણ છે. તેણે આખા વિશ્વને દેખાડ્યું કે ભારતની ભૂમિ મહાન વૈજ્ઞાનિકોની ભૂમિ છે અને એક મજબૂત નેતૃત્વ સાથે ભારત નીતનવા મુકામો અને ઉંચાઈઓને મેળવી શકે છે. અટલ બિહારી વાજપેયીજીએ મંત્ર આપ્યો હતો, – “જય-જવાન જય-કિસાન જય-વિજ્ઞાન”. આજે જ્યારે આપણે 11 મે, 1998 તેનું 20મું વર્ષ મનાવવા જઈ રહ્યા છીએ, ત્યારે ભારતની શક્તિ માટે અટલજીએ જે ‘જય-વિજ્ઞાન’નો આપણને મંત્ર આપ્યો છે, તેને આત્મસાત કરતા આધુનિક ભારત બનાવવા માટે, શક્તિશાળી ભારત બનાવવા માટે, સમર્થ ભારત બનાવવા માટે દરેક યુવાન યોગદાન આપવાનો સંકલ્પ કરે. પોતાના સામર્થ્યને ભારતના સામર્થ્યનો ભાગ બનાવે. જોત જોતામાં જે યાત્રાનો અટલજીએ પ્રારંભ કરાવ્યો હતો, તેને આગળ વધારવાનો એક નવો આનંદ, નવો સંતોષ આપણે પણ પ્રાપ્ત કરી શકીશું.
મારા પ્રિય દેશવાસીઓ, ફરીથી ‘મન કી બાત’માં મળશું ત્યારે વધુ વાતો કરીશું.
ખૂબ ખૂબ ધન્યવાદ.
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે રામનવમીનું પાવન પર્વ છે. રામનવમીના આ પવિત્ર પર્વ પર દેશવાસીઓને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ. પૂજ્ય બાપુના જીવનમાં ‘રામ નામ’ની શક્તિ કેટલી હતી તે આપણે તેમના જીવનમાં હર પળે જોયું છે. ગત દિવસોમાં 26 જાન્યુઆરીએ જ્યારે ASEAN (આસિયાન) દેશોના બધા મહાનુભાવો અહીં હતા તો તેમની સાથે cultural troop લઈને આવ્યા હતા અને ઘણા ગર્વની વાત છે કે તેમાંના મોટા ભાગના દેશ, રામાયણને જ આપણી સામે પ્રસ્તુત કરી રહ્યા હતા. અર્થાત્ રામ અને રામાયણ, ન માત્ર ભારતમાં, પરંતુ વિશ્વના આ ભૂભાગમાં ASEAN દેશોમાં, આજે પણ એટલી જ પ્રેરણા અને પ્રભાવ પેદા કરી રહ્યા છે. હું ફરી એક વાર આપ સહુને રામનવમીની શુભકામનાઓ આપું છું.
મારા પ્રિય દેશવાસીઓ, દર વખતની જેમ આ વખતે પણ મને તમારા સહુના બધા જ પત્રો, ઇ-મેઇલ, ફૉન કૉલ અને કૉમેન્ટ બહુ મોટી સંખ્યામાં મળ્યાં છે. કોમલ ઠક્કરજીએ MyGov પર સંસ્કૃતનો ઑનલાઇન કૉર્સ શરૂ કરવા વિશે જે લખ્યું તે મેં વાંચ્યું. આઈટી વ્યાવસયિક હોવાની સાથોસાથ સંસ્કૃત પ્રત્યે આપનો પ્રેમ જોઈને ઘણું સારું લાગ્યું. મેં સંબંધિત વિભાગને આ અંગે થઈ રહેલા પ્રયાસોની માહિતી તમારા સુધી પહોંચાડવા કહ્યું છે. ‘મન કી બાત’ના શ્રોતા જે સંસ્કૃત સંદર્ભે કાર્ય કરે છે, હું તેમને પણ અનુરોધ કરીશ કે કોમલજીના સૂચન સંદર્ભે શું કરી શકાય તેના પર વિચાર કરે.
શ્રીમાન ઘનશ્યામકુમારજી, ગામ બરાકર, જિલ્લો નાલંદા, બિહાર. તમે NarendraModiApp પર લખેલી કૉમેન્ટસ વાંચી. તમે જમીનમાં ઘટતા જળસ્તર પર જે ચિંતા વ્યક્ત કરી છે તે ચોકકસપણે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
શ્રીમાન શકલ શાસ્ત્રીજી, કર્ણાટક. તમે શબ્દોના ખૂબ જ સુંદર તાલમેલ સાથે લખ્યું કે ‘આયુષ્યમાન ભારત’ ત્યારે જ થશે જ્યારે ‘આયુષ્યમાન ભૂમિ’ હશે અને ‘આયુષ્યમાન ભૂમિ’ ત્યારે જ થશે જ્યારે આપણે આ ભૂમિ પર રહેનારાં પ્રત્યેક પ્રાણીની ચિંતા કરીશું. તમે ઉનાળાની ગરમીમાં પશુપક્ષીઓ માટે પાણી રાખવા માટે પણ બધાને અનુરોધ કર્યો છે. શકલજી, તમારી ભાવનાઓને મેં બધા શ્રોતાઓ સુધી પહોંચાડી દીધી છે.
શ્રીમાન યોગેશ ભદ્રેશાજી, તેમનું કહેવું છે કે હું આ વખતે યુવાઓ સાથે તેમના સ્વાસ્થ્ય વિશે વાત કરું. તેમને લાગે છે કે એશિયાના દેશોમાં તુલના કરીએ તો આપણા યુવા શારીરિક રીતે નબળા છે. યોગેશજી, મેં વિચાર્યું છે કે આ વખતે આરોગ્યના સંદર્ભે બધા સાથે વિસ્તારપૂર્વક વાત કરું- Fit Indiaની વાત કરું. અને તમે બધા નવજુવાન મળીને Fit Indiaની ચળવળ પણ ચલાવી શકો છો.
ગત દિવસોમાં ફ્રાન્સના પ્રમુખ કાશીની યાત્રા પર ગયા હતા. વારાણસીના શ્રીમાન પ્રશાંતકુમારે લખ્યું છે કે આ યાત્રાનાં બધાં દૃશ્ય, મનને સ્પર્શી જનારાં, પ્રભાવ પેદા કરનારાં હતાં. અને તેમણે અનુરોધ કર્યો હતો કે તે બધી તસવીરો, બધા વિડિયો સૉશિયલ મિડિયા પર પ્રચારિત કરવાં જોઈએ. પ્રશાંતજી, ભારત સરકારે તે તસવીરો તે જ દિવસે સૉશિયલ મિડિયા અને NarendraModiApp પર મૂકી દીધાં હતાં. હવે તમે તેમને લાઇક કરો અને રિટ્વીટ કરો, તમારા મિત્રોને પહોંચાડો.
ચેન્નાઈથી અનઘા, જયેશ અને ઘણાં બધાં બાળકોએ Exam Warrior પુસ્તક પાછળ જે Gratitude Cards આપ્યાં છે તેમના વિશે તેમણે પોતાના દિલમાં જે વિચાર આવ્યા, તે લખીને મને જ મોકલી આપ્યા છે. અનઘા, જયેશ, હું તમને બધાં બાળકોને જણાવવા માગું છું કે તમારા આ પત્રોથી મારા દિવસભરનો થાક છૂમંતર થઈ જાય છે. આટલા બધા પત્રો, આટલા બધા ફૉન કૉલ, કૉમેન્ટ, તેમાંથી હું જેટલું પણ વાંચી શક્યો, જે પણ સાંભળી શક્યો અને તેમાંથી ઘણી બધી ચીજો છે જે મારા મનને સ્પર્શી ગઈ- માત્ર તેમના વિશે જ વાત કરું તો પણ કદાચ મહિનાઓ સુધી મારે સતત કંઈક ને કંઈક કહેતા જ જવું પડશે.
આ વખતે મોટા ભાગના પત્રો બાળકોના છે જેમણે પરીક્ષા વિશે લખ્યું છે. રજાઓ વિશે પોતાની યોજના તેમણે જણાવી છે. ઉનાળાની ગરમીમાં પશુપક્ષીઓ માટે પાણીની ચિંતા કરી છે. કિસાન મેળાઓ અને ખેતી સંદર્ભે જે ગતિવિધિઓ દેશભરમાં ચાલી રહી છે તેમના વિશે ખેડૂત ભાઈ-બહેનોના પત્રો આવ્યા છે. જળ સંરક્ષણ સંદર્ભે કેટલાક સક્રિય નાગરિકોએ સૂચન મોકલ્યાં છે. જ્યારથી આપણે લોકો પરસ્પર ‘મન કી બાત’ રેડિયોના માધ્યમથી કરી રહ્યા છીએ ત્યારથી મેં એક ઢબ જોઈ છે કે ઉનાળામાં મોટા ભાગના પત્રો ગરમીના વિષય પર આવે છે. પરીક્ષા પહેલાં વિદ્યાર્થી-મિત્રોની ચિંતાઓ સંદર્ભે પત્ર આવે છે. તહેવારો દરમિયાન આપણા તહેવારો, આપણી સંસ્કૃતિ, આપણી પરંપરાઓ સંદર્ભે વાતો આવે છે. અર્થાત્ આપણા મનની વાતો પણ ઋતુઓ સાથે બદલાય છે અને કદાચ આ પણ સત્ય છે કે આપણા મનની વાતો ક્યાંક કોઈકના જીવનની ઋતુ પણ બદલી નાખે છે. અને શા માટે ન બદલે! તમારી આ વાતોમાં, તમારા આ અનુભવોમાં, તમારાં આ ઉદાહરણોમાં, એટલી બધી પ્રેરણા, એટલી બધી ઊર્જા, એટલી બધી આત્મીયતા, દેશ માટે કંઈક કરવાની ધગશ રહે છે. તે તો સમગ્ર દેશની જ ઋતુ બદલવાની તાકાત રાખે છે. જ્યારે મને તમારા પત્રોમાં વાંચવા મળે છે કે કેવી રીતે આસામના કરીમગંજના એક રિક્ષા ચાલક અહમદ અલીએ પોતાની ઈચ્છાશક્તિના બળે ગરીબ બાળકો માટે નવ શાળાઓ બનાવી છે, ત્યારે આ દેશની અદમ્ય ઈચ્છાશક્તિના દર્શન થાય છે. જ્યારે મને કાનપુરના ડૉક્ટર અજીત મોહન ચૌધરીની વાત સાંભળવા મળી કે તે ફૂટપાથ પર જઈને ગરીબોને તપાસે છે અને તેમને મફત દવા પણ આપે છે, ત્યારે આ દેશના બંધુભાવને અનુભવવાની તક મળે છે. 13 વર્ષ પહેલાં, સમય પર સારવાર ન મળવાના કારણે કોલકાતાના કૅબ ચાલક સૈદુલ લસ્કરની બહેનનું મૃત્યુ થઈ ગયું- તેમણે હૉસ્પિટલ બનાવવાનો નિશ્ચય કરી લીધો કે જેથી સારવારના અભાવે કોઈ ગરીબનું મૃત્યુ ન થાય. સૈદુલે પોતાના આ મિશનમાં ઘરનાં ઘરેણાં વેચ્યાં, દાન દ્વારા રૂપિયા એકઠા કર્યા. તેમની કૅબમાં મુસાફરી કરનારા અનેક પ્રવાસીઓએ ઉદારતાથી દાન આપ્યું. એક ઈજનેર દીકરીએ તો પોતાનો પહેલો પગાર જ આપી દીધો! આ રીતે રૂપિયા ભેગા કરીને 12 વર્ષ પછી છેવટે, સૈદુલ લસ્કરે જે ભગીરથ પ્રયાસ કર્યા તે રંગ લાવ્યા અને આજે તેમની જ આવી કઠોર મહેનતના કારણે, તેમના જ સંકલ્પના કારણે કોલકાતાની પાસે પુનરી ગામમાં લગભગ 30 પથારીની ક્ષમતાવાળી હૉસ્પિટલ બનીને તૈયાર છે. આ છે New Indiaની તાકાત. જ્યારે ઉત્તર પ્રદેશની એક મહિલા અનેક સંઘર્ષ બાદ 125 શૌચાલયોનું નિર્માણ કરે છે અને મહિલાઓને તેમના હક માટે પ્રેરિત કરે છે, ત્યારે માતૃશક્તિનાં દર્શન થાય છે. આવાં અનેક પ્રેરણાપુંજ મારા દેશનો પરિચય કરાવે છે. આજે સમગ્ર વિશ્વમાં ભારત તરફનો દૃષ્ટિકોણ બદલાયો છે. આજે જ્યારે ભારતનું નામ ઘણા સન્માન સાથે લેવામાં આવે છે તો તેની પાછળ મા ભારતીના આ સંતાનોનો પુરુષાર્થ છુપાયેલો છે. આજે સમગ્ર દેશમાં યુવાઓમાં, મહિલાઓમાં, પછાતોમાં, ગરીબોમાં, મધ્યમ વર્ગમાં, દરેક વર્ગમાં એ વિશ્વાસ જાગ્યો છે કે હા! આપણે આગળ વધી શકીએ છીએ, આપણો દેશ આગળ વધી શકે છે. આશા-અપેક્ષાઓથી ભરેલું આત્મવિશ્વાસનું એક સકારાત્મક વાતાવરણ બન્યું છે. આ જ આત્મવિશ્વાસ, આ જ હકારાત્મકતા New Indiaનો આપણો સંકલ્પ સાકાર કરશે, સપનું સિદ્ધ કરશે.
મારા પ્રિય દેશવાસીઓ, આવનારા કેટલાક મહિના ખેડૂત ભાઈઓ અને બહેનો માટે ઘણા જ મહત્ત્વપૂર્ણ છે. આ કારણે જ અનેક પત્ર કૃષિ સંદર્ભે આવ્યા છે. આ વખતે મેં દૂરદર્શનની ડીડી કિસાન ચેનલ પર ખેડૂતો સાથે જે ચર્ચા થાય છે તેના વિડિયો પણ મંગાવીને જોયા અને મને લાગે છે કે દરેક ખેડૂતે દૂરદર્શનની આ ડીડી કિસાન ચેનલ સાથે જોડાવું જોઈએ, તેને જોવી જોઈએ અને તે પ્રયોગોને પોતાના ખેતરમાં લાગુ કરવા જોઈએ. મહાત્મા ગાંધીથી લઈને શાસ્ત્રીજી હોય, લોહિયાજી હોય, ચૌધરી ચરણસિંહજી હોય, ચૌધરી દેવીલાલજી હોય, બધાએ કૃષિ અને ખેડૂતને દેશની અર્થવ્યવસ્થા અને સામાન્ય જનજીવનનું એક મહત્ત્વનું અંગ માન્યો. માટી, ખેતર અને ખેડૂત પ્રત્યે મહાત્મા ગાંધીને કેટલો લગાવ હતો, તે ભાવ તેમની આ પંક્તિમાં ઝળકે છે, જ્યારે તેમણે કહ્યું હતું-
‘To forget how to dig the earth and to tend the soil, is to forget ourselves.’
અર્થાત્, ધરતીને ખોદવી અને માટીનો ખ્યાલ રાખવો જો આપણે ભૂલી જઈએ તો તે સ્વયંને ભૂલવા જેવું છે. આ જ રીતે, લાલ બહાદુર શાસ્ત્રીજી છોડ, વૃક્ષ અને વનસ્પતિના સંરક્ષણ તથા બહેતર કૃષિ ઢાંચાની આવશ્યકતા પર ઘણીવાર ભાર મૂકતા હતા. ડૉ. રામમનોહર લોહિયાએ તો આપણા ખેડૂતો માટે બહેતર આવક, બહેતર સિંચાઈ-સુવિધાઓ અને તે બધાને સુનિશ્ચિત કરવા માટે તેમજ ખાદ્ય અને દૂધ ઉત્પાદનને વધારવા માટે મોટા પાયા પર જનજાગૃતિની વાત કરી હતી. 1979માં પોતાના ભાષણમાં ચૌધરી ચરણસિંહજીએ ખેડૂતોને નવી ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરવાનો, નવાં ઇનૉવેશન કરવાનો અનુરોધ કર્યો, તેની આવશ્યકતા પર ભાર મૂક્યો. હું ગત દિવસોમાં દિલ્હીમાં આયોજિત કૃષિ ઉન્નતિ મેળામાં ગયો હતો. ત્યાં ખેડૂત ભાઈઓ-બહેનો અને વૈજ્ઞાનિકોની સાથે મારી વાતચીત, કૃષિ સાથે જોડાયેલા અનેક અનુભવોને જાણવા, સમજવા, કૃષિને લગતાં ઇનૉવેશન વિશે જાણવું- આ બધું મારા માટે એક સુખદ અનુભવ તો હતો જ પરંતુ જે વાતે મને સૌથી વધુ પ્રભાવિત કર્યો તે હતી મેઘાલય અને ત્યાંના ખેડૂતોની મહેનત. ઓછાં ક્ષેત્રફળવાળા આ રાજ્યે ઘણું મોટું કામ કરીને દેખાડ્યું છે. મેઘાલયના આપણા ખેડૂતોએ વર્ષ 2015-16 દરમિયાન ગત પાંચ વર્ષની સરખામણીએ વિક્રમજનક ઉત્પાદન કર્યું છે. તેમણે દેખાડ્યું છે કે જ્યારે લક્ષ્ય નિર્ધારિત હોય, નિશ્ચય બુલંદ હોય અને મનમાં સંકલ્પ હોય તો તેને સિદ્ધ કરી શકાય છે, કરીને દેખાડી શકાય છે. આજે ખેડૂતોની મહેનતને ટૅક્નૉલૉજીનો સાથ મળી રહ્યો છે, જેનાથી કૃષિ ઉત્પાદકને ઘણું બળ મળી રહ્યું છે. મારી પાસે જે પત્રો આવ્યા છે, તેમાં હું જોઈ રહ્યો હતો કે ઘણા બધા ખેડૂતોએ ટેકાના ભાવ વિશે લખ્યું હતું અને તેઓ ઈચ્છતા હતા કે હું તેના પર તેમની સાથે વિસ્તારથી વાત કરું.
ભાઈઓ અને બહેનો, આ વર્ષે બજેટમાં, ખેડૂતોને પાકોની યોગ્ય કિંમત અપાવવા માટે એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. એવું નક્કી કરવામાં આવ્યું છે કે અધિસૂચિત પાકો માટે ટેકાના ભાવ, તેમના ખર્ચના ઓછામાં ઓછા દોઢ ગણા જાહેર કરવામાં આવશે. જો હું વિસ્તારથી જણાવું તો ટેકાના ભાવ માટે ખર્ચની ગણતરીમાં બીજા શ્રમિક જે મહેનત અને પરિશ્રમ કરે છે- તેમનું મહેનતાણું, પોતાનાં ઢોર, મશીન કે ભાડા પર લેવામાં આવેલા ઢોર કે મશીનનો ખર્ચ, બીજનું મૂલ્ય, ઉપયોગ કરવામાં આવેલા દરેક પ્રકારના ખાતરનું મૂલ્ય, સિંચાઈનો ખર્ચ, રાજ્ય સરકારને આપવામાં આવેલી જમીન મહેસૂલ, કામકાજી મૂડી (Working capital) પર આપવામાં આવેલું વ્યાજ, જો જમીન ભાડા પટ્ટે લેવાઈ હોય તો તેનું ભાડું, અને એટલું જ નહીં, ખેડૂત જાતે જે મહેનત કરે છે અથવા તેના પરિવારમાંથી કોઈ કૃષિ કાર્યમાં શ્રમ યોગદાન કરે છે તો તેનું મૂલ્ય પણ ઉત્પાદન ખર્ચમાં જોડવામાં આવશે. તે ઉપરાંત, ખેડૂતોને પાકની યોગ્ય કિંમત મળે તે માટે દેશમાં Agriculture Marketing Reform પર પણ બહુ જ વ્યાપક સ્તર પર કામ થઈ રહ્યું છે. ગામડાંઓની સ્થાનિક મંડીઓ Wholesale Market અને પછી Global Market સાથે જોડાય- તેના પ્રયાસો થઈ રહ્યા છે. ખેડૂતોને પોતાની ઉપજ વેચવા માટે બહુ દૂર ન જવું પડે – તે માટે દેશના 22 હજાર ગ્રામીણ હાટોને જરૂરી આંતરમાળખા સાથે ઉન્નત કરીને APMC અને e-NAM Platform સાથે સાંકળવામાં આવશે. અર્થાત્ એક રીતે ખેતર સાથે દેશના કોઈ પણ માર્કેટનું સીધું જોડાણ – આવી વ્યવસ્થા બનાવવામાં આવી રહી છે.
મારા પ્રિય દેશવાસીઓ, આ વર્ષે મહાત્મા ગાંધીજીના 150મા જયંતી વર્ષ મહોત્સવની શરૂઆત થશે. આ એક ઐતિહાસિક અવસર છે. દેશ આ ઉત્સવ કેવી રીતે મનાવે? સ્વચ્છ ભારત તો આપણો સંકલ્પ છે જ, તે ઉપરાંત સવાસો કરોડ દેશવાસીઓ ખભેખભા મેળવીને ગાંધીજીને કેવી રીતે ઉત્તમ શ્રદ્ધાંજલી આપી શકે? તે માટે કેવી નવી નવી પ્રવૃત્તિઓ આદરી શકાય? તમને બધાને મારો અનુરોધ છે, તમે MyGovના માધ્યમથી તે અંગેના પોતાના વિચાર સૌની સાથે વહેંચો. ‘ગાંધી 150’નો લૉગો કેવો હોય? સ્લૉગન કે મંત્ર કે ઘોષ વાક્ય કેવું હોય, તેના વિશે તમે તમારું સૂચન કરો. આપણે બધાએ મળીને બાપુને એક યાદગાર શ્રદ્ધાંજલી આપવી છે અને બાપુનું સ્મરણ કરીને તેમનામાંથી પ્રેરણા લઈને આપણા દેશને નવી ઊંચાઈઓ પર પહોંચાડવી છે.
#### (ફૉન) ‘નમસ્તે આદરણીય વડા પ્રધાનશ્રી…હું પ્રીતિ ચતુર્વેદી ગુડગાંવથી બોલું છું…વડા પ્રધાનશ્રી, જે રીતે તમે ‘સ્વચ્છ ભારત અભિયાન’ને એક સફળ અભિયાન બનાવ્યું છે હવે સમય આવી ગયો છે કે આપણે સ્વસ્થ ભારત અભિયાનને પણ આ જ રીતે સફળ બનાવીએ…આ અભિયાન માટે તમે લોકોને, સરકારોને, સંસ્થાઓને કઈ રીતે Mobilise કરી રહ્યા છો તેના પર અમને કંઈક જણાવો…ધન્યવાદ.’
ધન્યવાદ, તમે સાચું કહ્યું છે અને હું માનું છું કે સ્વચ્છ ભારત અને સ્વસ્થ ભારત બંને એકબીજાના પૂરક છે. સ્વાસ્થ્યના ક્ષેત્રમાં આજે દેશ રૂઢિગત અભિગમથી આગળ નીકળી ચૂક્યો છે. દેશમાં સ્વાસ્થ્ય સાથે જોડાયેલું દરેક કામ પહેલાં માત્ર સ્વાસ્થ્ય મંત્રાલયની જવાબદારી હતી, જયારે હવે બધાં વિભાગ અને મંત્રાલય, ચાહે તે સ્વચ્છતા મંત્રાલય હોય, આયુષ મંત્રાલય હોય, રસાયણ અને ખાતર મંત્રાલય હોય, ગ્રાહક સુરક્ષા મંત્રાલય હોય કે મહિલા તેમજ બાળ વિકાસ મંત્રાલય હોય કે પછી રાજ્ય સરકારો હોય- સાથે મળીને સ્વસ્થ ભારત માટે કામ કરી રહ્યાં છે અને Preventive Healthની સાથે affordable healthની ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે. Preventive Health care સૌથી સસ્તી પણ છે અને સૌથી સરળ પણ છે. અને આપણે લોકો, Preventive Health care માટે જેટલા જાગૃત થઈશું, તેટલો વ્યક્તિને પણ, પરિવારને પણ અને સમાજને પણ લાભ થશે. જીવન સ્વસ્થ હોય તે માટે પહેલી આવશ્યકતા છે – સ્વચ્છતા. આપણે બધાએ એક દેશના રૂપમાં બીડું ઉઠાવ્યું છે અને તેનું પરિણામ એ આવ્યું કે ગત લગભગ 4 વર્ષોમાં Sanitation coverage બે ગણું થઈને લગભગ-લગભગ 80 ટકા થઈ ગયું છે. તે ઉપરાંત દેશભરમાં Health wellness centers બનાવવાની દિશામાં વ્યાપક સ્તર પર કામ થઈ રહ્યું છે. Preventive Health careના રૂપમાં યોગે નવેસરથી દુનિયાભરમાં પોતાની ઓળખ બનાવી છે. યોગ, ફિટનેસ અને વૅલનેસ બંનેની બાંહેધરી આપે છે. એ આપણા બધાની પ્રતિબદ્ધતાનું જ પરિણામ છે કે યોગ આજે એક સામૂહિક ચળવળ બની ગયો છે, ઘરે-ઘરે પહોંચી ચૂક્યો છે. આ વખતના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ – 21 જૂન – માટે 100 દિવસથી પણ ઓછા દિવસો બચ્યા છે. ગત ત્રણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસો પર દેશ અને દુનિયાની દરેક જગ્યાએ લોકોએ ઘણા ઉત્સાહથી ભાગ લીધો. આ વખતે પણ આપણે સુનિશ્ચિત કરવાનું છે કે આપણે પોતે યોગ કરીએ અને પૂરા પરિવાર, મિત્રો, બધાને યોગ માટે અત્યારથી જ પ્રેરિત કરીએ. નવી રોચક રીતોથી યોગને બાળકોમાં, યુવાઓમાં, વડીલોમાં- બધા આયુવર્ગમાં, પુરુષ હોય કે મહિલા, દરેકમાં લોકપ્રિય કરવો છે. આમ તો દેશનું ટીવી અને ઇલેક્ટ્રૉનિક મિડિયા વર્ષ દરમિયાન યોગ સંદર્ભે અલગ-અલગ કાર્યક્રમો કરે જ છે, પરંતુ શું આજથી લઈને યોગ દિવસ સુધી- એક અભિયાનના રૂપમાં યોગ પ્રત્યે જાગૃતિ પેદા કરી શકીએ?
મારા પ્રિય દેશવાસીઓ, હું યોગ શિક્ષક તો નથી. હા, હું યોગ પ્રૅક્ટિશનર જરૂર છું, પરંતુ કેટલાક લોકોએ પોતાની સર્જનાત્મકતાના માધ્યમથી મને યોગ શિક્ષક પણ બનાવી દીધો છે અને મારા યોગ કરતા થ્રીડી એનિમેટેડ વિડિયો બનાવ્યા છે. હું તમારા બધાની સાથે તે વિડિયો વહેંચીશ, જેથી આપણે સાથે-સાથે આસન, પ્રાણાયામનો અભ્યાસ કરી શકીએ. આરોગ્ય કાળજી પહોંચની અંદર હોય અને પોષાય તેવી પણ હોય, જન સામાન્ય માટે સસ્તી અને સુલભ હોય- તે માટે પણ વ્યાપક સ્તર પર પ્રયાસ થઈ રહ્યા છે. આજે દેશભરમાં 3 હજારથી વધુ જન ઔષધિ કેન્દ્રો ખોલવામાં આવ્યાં છે જ્યાં 800થી વધુ દવાઓ ઓછી કિંમત પર ઉપલબ્ધ બનાવાઈ રહી છે. બીજાં પણ નવાં કેન્દ્રો ખોલવામાં આવી રહ્યાં છે. ‘મન કી બાત’ના શ્રોતાઓને મારી અપીલ છે કે જરૂરિયાતવાળા લોકો સુધી આ જન ઔષધિ કેન્દ્રોની જાણકારી પહોંચાડશો – તેમનો ઘણી દવાઓનો ખર્ચ ઓછો થઈ જશે. તેમની ઘણી મોટી સેવા થશે. હૃદયરોગીઓ માટે હાર્ટ સ્ટૅન્ટની કિંમત 85 ટકા સુધી ઓછી કરવામાં આવી છે. Knee Implant ની કિંમતોને પણ નિયંત્રિત કરીને 50થી 70 ટકા સુધી ઘટાડી દેવામાં આવી છે. ‘આયુષ્યમાન ભારત યોજના’ હેઠળ લગભગ 10 કરોડ પરિવાર એટલે કે લગભગ 50 કરોડ નાગરિકોને સારવાર માટે એક વર્ષમાં 5 લાખ રૂપિયાનો ખર્ચ ભારત સરકાર અને વીમા કંપની મળીને આપશે. દેશની પ્રવર્તમાન 479 મેડિકલ કૉલેજોમાં MBBSની બેઠકોની સંખ્યા વધારીને લગભગ 68 હજાર કરવામાં આવી છે. દેશભરના લોકોને બહેતર સારવાર અને સ્વાસ્થ્ય સુવિધા મળે તેના માટે વિભિન્ન રાજ્યોમાં નવાં AIIMS (એઇમ્સ)ખોલવામાં આવી રહ્યાં છે. દરેક ત્રણ જિલ્લાઓ વચ્ચે એક નવી મેડિકલ કૉલેજ ખોલવામાં આવશે. દેશને 2025 સુધી ટી.બી. મુક્ત બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ બહુ મોટું કામ છે. જન-જન સુધી જાગૃતિ પહોંચાડવામાં તમારી મદદ જોઈએ. ટી.બી.થી મુક્તિ મેળવવા માટે આપણે બધાએ સામૂહિક પ્રયાસ કરવો જોઈશે.
મારા પ્રિય દેશવાસીઓ, 14 એપ્રિલે ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી છે. વર્ષો પહેલાં ડૉ. બાબાસાહેબ આંબેડકરે ભારતના ઔદ્યોગિકીકરણની વાત કરી હતી. તેમના માટે ઉદ્યોગ એક એવું પ્રભાવી માધ્યમ હતું જેમાં અતિ ગરીબ વ્યક્તિને રોજગાર ઉપલબ્ધ કરાવી શકાય. આજે જ્યારે દેશમાં મેક ઇન ઇન્ડિયાનું અભિયાન સફળતાપૂર્વક ચાલી રહ્યું છે તો ડૉ. આંબેડકરજીએ ઔદ્યોગિક મહાસત્તાના રૂપમાં ભારતનું જે એક સપનું જોયું હતું તેમનું જ વિઝન આજે આપણા માટે પ્રેરણા છે. આજે ભારત વૈશ્વિક અર્થવ્યવસ્થામાં એક તેજસ્વી બિંદુ તરીકે ઉભર્યું છે અને આજે સમગ્ર વિશ્વમાં સૌથી વધુ વિદેશી સીધું મૂડીરોકાણ – FDI ભારતમાં આવી રહ્યું છે. સમગ્ર વિશ્વ ભારતને મૂડીરોકાણ, ઇનૉવેશન અને વિકાસ માટે કેન્દ્રના રૂપમાં જોઈ રહ્યું છે. ઉદ્યોગોનો વિકાસ શહેરોમાં જ સંભવ થશે તે જ વિચાર હતો જેના કારણે ડૉ. બાબાસાહેબ આંબેડકરે ભારતના શહેરીકરણ Urbanisation પર ભરોસો કર્યો. તેમના આ વિઝનને આગળ વધારતા આજે દેશમાં સ્માર્ટ સિટીઝ મિશન અને અર્બન મિશનની શરૂઆત કરવામાં આવી જેથી દેશના મોટાં નગરો અને નાનાં શહેરોમાં દરેક પ્રકારની સુવિધા- ચાહે તે સારા રસ્તા હોય, પાણીની વ્યવસ્થા હોય, સ્વાસ્થ્યની સુવિધાઓ હોય, શિક્ષણ હોય કે ડિજિટલ કનેક્ટિવિટી હોય, ઉપલબ્ધ કરાવી શકાય. બાબાસાહેબનો self Reliance આત્મનિર્ભરતા પર દૃઢ વિશ્વાસ હતો. તેઓ નહોતા ઈચ્છતા કે કોઈ વ્યક્તિ હંમેશાં ગરીબીમાં જ પોતાનું જીવન જીવતો રહે. તેની સાથોસાથ તેઓ એમ પણ માનતા હતા કે ગરીબોમાં માત્ર કંઈક વહેંચી દેવાથી તેમની ગરીબી દૂર ન કરી શકાય. આજે મુદ્રા યોજના, સ્ટાર્ટ અપ ઇન્ડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયા ઇનિશિએટિવ્સ આપણા યુવા ઇનૉવેટર્સ, યુવા ઉદ્યોગ સાહસિકોને જન્મ આપી રહી છે. 1930 અને 1940ના દશકમાં જ્યારે ભારતમાં માત્ર સડકો અને રેલવેની વાત થતી હતી તે સમયે બાબાસાહેબ આંબેડકરે બંદરગાહો અને જળમાર્ગો વિશે વાત કરી હતી. તે ડૉ. બાબાસાહેબ જ હતા જેમણે જળ શક્તિને રાષ્ટ્ર શક્તિના રૂપમાં જોઈ. દેશના વિકાસ માટે પાણીના ઉપયોગ પર ભાર મૂક્યો. વિભિન્ન રિવર વૅલી ઑથૉરિટીઝ, જળ સાથે સંબંધિત વિવિધ આયોગો – આ બધું બાબાસાહેબ આંબેડકરનું જ તો વિઝન હતું. આજે દેશમાં જળમાર્ગ અને બંદરગાહો માટે ઐતિહાસિક પ્રયાસો થઈ રહ્યા છે. ભારતના વિવિધ સમુદ્ર તટો પર નવાં બંદરગાહો બનાવાઈ રહ્યાં છે અને જૂનાં બંદરગાહો પર આંતરમાળખાને મજબૂત બનાવાઈ રહ્યું છે. 40ના દશકના કાળખંડમાં મોટા ભાગની ચર્ચા બીજા વિશ્વયુદ્ધ, સર્જાઈ રહેલું શીત યુદ્ધ અને વિભાજનના સંદર્ભે થતી હતી, તે સમયે ડૉ. આંબેડકરે એક રીતે ટીમ ઇન્ડિયાની સ્પિરિટનો પાયો નાખ્યો હતો. તેમણે સમવાયતંત્ર (ફૅડરલિઝમ), સંઘીય વ્યવસ્થાના મહત્ત્વ પર વાત કરી અને દેશના ઉત્થાન માટે કેન્દ્ર તેમજ રાજ્યોના સાથે મળીને કામ કરવા પર ભાર મૂક્યો. આજે આપણે શાસનના દરેક પાસામાં સહકારી સંઘવાદ, કૉ-ઑપરેટિવ ફૅડરલિઝમ અને તેનાથી આગળ વધીને કમ્પિટિટિવ કૉઑપરેટિવ ફૅડરલિઝમના મંત્રને અપનાવ્યો છે, અને સૌથી મહત્ત્વપૂર્ણ વાત કે ડૉ. બાબાસાહેબ આંબેડકર પછાત વર્ગ સાથે જોડાયેલા મારા જેવા કરોડો લોકો માટે એક પ્રેરણા છે. તેમણે આપણને દેખાડ્યું છે કે આગળ વધવા માટે એ જરૂરી નથી કે કોઈ મોટા કે કોઈ અમીર પરિવારમાં જ જન્મ થાય, પરંતુ ભારતના ગરીબ પરિવારોમાં જન્મ લેનારા લોકો પણ પોતાનાં સપનાં જોઈ શકે છે, તે સપનાંને પૂરાં કરવા પ્રયાસ કરી શકે છે અને સફળતા પણ પ્રાપ્ત કરી શકે છે. હા, એવું પણ બન્યું કે ઘણા બધા લોકોએ ડૉ. બાબાસાહેબ આંબેડકરની મજાક પણ ઉડાવી. તેમને પાછળ ધકેલવાનો પ્રયાસ કર્યો. ગરીબ અને પછાત પરિવારનો દીકરો આગળ વધી ન શકે, કંઈક બની ન શકે, જીવનમાં કંઈક પ્રાપ્ત ન કરી શકે તે માટે દરેક સંભવ પ્રયાસ કર્યો. પરંતુ New Indiaની તસવીર બિલકુલ અલગ છે. એક એવું ઇન્ડિયા જે આંબેડકરનું છે, ગરીબોનું છે, પછાતોનું છે. ડૉ. આંબેડકરની જન્મજયંતીના અવસર પર 14 એપ્રિલથી 5મી મે સુધી ‘ગ્રામ સ્વરાજ અભિયાન’ આયોજિત કરવામાં આવી રહ્યું છે. તેના અંતર્ગત સમગ્ર ભારતમાં ગ્રામ વિકાસ, ગરીબ કલ્યાણ અને સામાજિક ન્યાય પર અલગ-અલગ કાર્યક્રમો થશે. મારો આપ સહુને અનુરોધ છે કે આ અભિયાનમાં ઉત્સાહભેર ભાગ લેશો.
મારા પ્રિય દેશવાસીઓ, આગામી કેટલાક દિવસોમાં અનેક તહેવારો આવવાના છે. ભગવાન મહાવીર જયંતી, હનુમાન જયંતી, ઇસ્ટર, વૈસાખી. ભગવાન મહાવીરની જયંતીનો દિવસ તેમના ત્યાગ અને તપસ્યાને યાદ કરવાનો દિવસ છે. અહિંસાના સંદેશવાહક ભગવાન મહાવીરજીનું જીવન દર્શન આપણને બધાને પ્રેરણા આપશે. સમસ્ત દેશવાસીઓને મહાવીર જયંતીની શુભકામનાઓ. ઇસ્ટરની ચર્ચા નીકળે ત્યારે પ્રભુ ઈસા મસીહના પ્રેરણાદાયક ઉપદેશ યાદ આવે છે જેમણે સદાય માનવતાને શાંતિ, સદભાવ, ન્યાય, દયા અને કરુણાનો સંદેશ આપ્યો છે. એપ્રિલમાં પંજાબ અને પશ્ચિમ ભારતમાં વૈસાખીનો ઉત્સવ મનાવાશે, તો આ જ દિવસોમાં બિહારમાં જુડશીતલ અને સતુવાઇન, આસામમાં બિહુ તો પશ્ચિમ બંગાળમાં પોઇલા વૈસાખનો હર્ષ અને ઉલ્લાસ છવાયેલો રહેશે. આ બધા પર્વ કોઈ ને કોઈ રૂપમાં આપણા ખેતી-ખેતરો અને અન્નદાતાઓ સાથે જોડાયેલાં છે. આ તહેવારોના માધ્યમથી આપણે ઉપજના રૂપમાં મળનારા અણમોલ ઉપહારો માટે પ્રકૃતિનો ધન્યવાદ કરીએ છીએ. ફરી એક વાર આપ સહુને આવનારા તમામ તહેવારો માટે ખૂબ ખૂબ શુભકામનાઓ. ખૂબ ખૂબ ધન્યવાદ.
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર
આજે ‘મન કી બાત’ ની શરૂઆત એક ફોન કોલથી કરીએ છીએ.
(ફોન)
આદરણીય પ્રધાનમંત્રી જી, હું કોમલ ત્રિપાઠી, મેરઠથી બોલી રહી છું.28 મી તારીખે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ (નેશનલ સાયન્સ ડે) છે. ભારતના વિકાસ અને પ્રગતિ, વિજ્ઞાન સાથે સંપૂર્ણપણે જોડાયેલાં છે. આપણે તેમાં જેટલાં સંશોધન અને નવીનીકરણ કરીશું એટલાં જ આપણે આગળ વધીશું અને સમૃધ્ધ બનીશું. શું તમે આપણાં યુવામિત્રોને પ્રેરિત કરવા માટે કંઇક કહી શકશો કે જેથી તેઓ વૈજ્ઞાનિક રીતથી પોતાના વિચારોને આગળ વધારે અને આપણાં દેશને પણ આગળ વધારી શકે. આભાર.
તમારાં ફોન કોલ માટે ખૂબ-ખૂબ આભાર. વિજ્ઞાનને લગતા ઘણાં બધા પ્રશ્નો મારા યુવા સાથીમિત્રોએ મને પૂછ્યાં છે, એ વિષે કંઇક ને કંઇક લખતા રહે છે. આપણે જોયું છે કે સમુદ્રનો રંગ વાદળી દેખાતો હોય છે પરંતુ આપણે આપણાં દૈનિક જીવનના અનુભવો પરથી જાણીએ છીએ કે પાણીનો કોઇ રંગ નથી હોતો. શું આપણે ક્યારેય વિચાર્યું છે કે, નદી હોય કે, સમુદ્ર હોય, પાણી રંગીન કેમ બની જાય છે ? આ પ્રશ્ન 1920ના દાયકામાં એક યુવકના મનમાં આવ્યો હતો. આ પ્રશ્નએ જ આધુનિક ભારતના એક મહાન વૈજ્ઞાનિકને જન્મ આપ્યો. જ્યારે આપણે વિજ્ઞાનની વાત કરીએ છીએ ત્યારે સૌથી પહેલા ભારત-રત્ન સર સી.વી.રમનનું નામ આપણી સામે આવે છે. તેમને લાઇટ સ્કેટરિંગ એટલે કે, પ્રકાશનાં વિકીરણ પર ઉત્તમ કાર્ય માટે નોબલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. તેમની એક શોધ ‘રમન ઇફેક્ટ’ ના નામથી પ્રસિધ્ધ છે. આપણે દર વર્ષે 28 ફેબ્રુઆરીએ ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’ ઉજવીએ છીએ કેમકે કહેવાય છે કે આજ દિવસે લાઇટ સ્કેટરીંગની ઘટના વિશે શોધ થઇ હતી. જેના માટે તેમને નોબલ-પુરસ્કાર અપાયો હતો. આ દેશે વિજ્ઞાન ક્ષેત્રમાં કેટલાય મહાન વૈજ્ઞાનિકોને જન્મ આપ્યો છે. એક તરફ મહાન ગણિતજ્ઞ બોધાયન, ભાસ્કર, બ્રહ્મપુત્ર અને આર્યભટ્ટની પરંપરા રહી છે તો બીજી તરફ ચિકિત્સાના ક્ષેત્રમાં સુશ્રુત અને ચરક આપણું ગૌરવ છે. સર જગદીશ ચંદ્ર બોઝ અને હરગોવિંદ ખુરાનાથી લઇને સત્યેન્દ્રનાથ બોઝ જેવા વૈજ્ઞાનિકો ભારતનું ગૌરવ છે. સત્યેન્દ્રનાથ બોઝનાં નામ પર તો પ્રખ્યાત પાર્ટીકલ ‘બોસોન’ નું નામકરણ પણ કરાયું. તાજેતરમાં જ મને મુંબઇના એક કાર્યક્રમમાં હાજર રહેવાનો અવસર મળ્યો – વાધવાની ઇન્સ્ટિટ્યૂટ ફોર આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સના ઉદઘાટન માટે. વિજ્ઞાનના ક્ષેત્રમાં જે ચમત્કારો થઇ રહ્યાં છે, તે વિષે જાણવું ઘણું રસપ્રદ હતું. આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી રોબોટ્સ, બોટ્સ અને સ્પેસિફિક ટાસ્ક કરવાવાળા મશીનો બનાવવામાં સહાયતા મળે છે. આજકાલ મશીનો સેલ્ફ લર્નિંગથી પોતાના ઇન્ટેલિજન્સને વધુને વધુ સ્માર્ટ બનાવી રહી છે. આ તકનિકનો ઉપયોગ ગરીબો, વંચિતો અથવા જરૂરીયાતમંદોના જીવનને બહેતર બનાવવાના કામમાં આવી શકે છે. આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સના એ કાર્યક્રમમાં મેં વૈજ્ઞાનિક સમુદાયને આગ્રહ કર્યો હતો કે દિવ્યાંગ ભાઇઓ અને બહેનોના જીવનને સુગમ બનાવવા માટે, કેવી રીતે આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સથી મદદ મળી શકે છે. શું આપણે આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી પ્રાકૃતિક સંકટો વિષે વધુ ચોક્કસ અનુમાન લગાવી શકીએ છીએ ? ખેડૂતોને પાક ઉપજ બાબતે કોઇ મદદ કરી શકીએ છીએ ? શું આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ સ્વાસ્થ્ય સેવાઓને સુલભ બનાવવા અને આધુનિક રીતે બિમારીઓનો ઇલાજ કરવામાં સહાયક બની શકે છે?
થોડાક દિવસો પહેલા ઇઝરાયેલના પ્રધાનમંત્રીની સાથે મારે ગુજરાતમાં, અમદાવાદમાં ‘આઇ ક્રિએટ’ નાં ઉદઘાટનમાં જવાની તક મળી હતી. ત્યાં એક નવયુવકે, એક એવું ડિજીટલ ઇન્સ્ટ્રુમેન્ટ વિકસિત કરી બતાવ્યું કે જેનાથી જો કોઇ બોલી નથી શકતું તો તે ઇન્સ્ટ્રુમેન્ટના માધ્યમથી પોતાની વાત લખતાની સાથે જ તે સંવાદમાં પરિણમે છે અને તે એ જ રીતે સંવાદ કરી શકે છે કે જેમ એક બોલી શકનાર વ્યક્તિ સંવાદ કરે છે. હું સમજું છું કે આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ અનેક રીતે આપણે કરી શકીએ છીએ.
વિજ્ઞાન અને ટેકનોલોજી મૂલ્ય તટસ્થ હોય છે. મૂલ્યની દ્રષ્ટિએ તે જાતે સારું કે ખરાબ નથી હોતું. કોઇ પણ મશીન એવું કાર્ય કરશે જેવું આપણે ઇચ્છીશું. પરંતુ, એ આપણાં ઉપર આધાર રાખે છે કે, આપણે મશીન પાસેથી શું કામ લેવા માગીએ છીએ. અહીં માનવીય ઉદેશ્ય મહત્વપૂર્ણ બની જાય છે. વિજ્ઞાનનો માનવ-માત્રના કલ્યાણ માટે ઉપયોગ, માનવ જીવનની સર્વોચ્ચ ઊંચાઇઓને પામવા માટે પ્રયોગ.
લાઇટ બલ્બનો આવિષ્કાર કરવાવાળા થોમસ આલ્વા એડિસન પોતાના પ્રયોગોમાં કેટલીય વખત અસફળ રહ્યાં. એક વખત જ્યારે આ વિષયે તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જવાબ આપ્યો – ‘મેં લાઇટ બલ્બ ન બનાવવાની દસ હજાર પધ્ધતિઓ શોધી છે’, એટલે કે એડિસને પોતાની અસફળતાઓને પણ પોતાની શક્તિ બનાવી દીધી. સંયોગથી સૌભાગ્ય છે કે આજે હું મહર્ષિ અરબિન્દોની કર્મભૂમિ ‘ઑરોવિલે’ માં છું. એક ક્રાન્તિકારીના રૂપમાં તેમણે બ્રિટિશ શાસનને પડકાર આપ્યો હતો, તેમની સામે લડાઇ લડ્યા, તેમનાં શાસન પર પ્રશ્ન ઊઠાવ્યાં. આજ રીતે તેમણે એક મહાન ઋષિનાં રૂપમાં, જીવનનાં દરેક પાસાઓને લગતા પ્રશ્નો કર્યાં. જવાબ શોધી કાઢ્યાં અને માનવ જાતને રાહ ચીંધી. સત્યને જાણવા માટે વારંવાર પ્રશ્ન પૂછવાની ભાવના, મહત્વપૂર્ણ છે. વૈજ્ઞાનિક શોધની પાછળની સાચી પ્રેરણા પણ આ જ છે. ત્યાં સુધી શાંતિથી ન બેસવું જોઇએ જ્યાં સુધી કેમ?, શું? અને કેવી રીતે?એવા પ્રશ્નોના જવાબ ન મળે. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસના અવસર પર આપણાં વૈજ્ઞાનિકો, વિજ્ઞાનથી જોડાયેલ તમામ લોકોને હું શુભેચ્છા પાઠવું છું. આપણી યુવા પેઢી, સત્ય અને જ્ઞાનની શોધ માટે પ્રેરિત બને, વિજ્ઞાનની મદદથી સમાજની સેવા કરવા માટે પ્રેરિત બને, આ માટે મારી ખૂબ-ખૂબ શુભકામનાઓ છે.
સાથીઓ, કટોકટીના સમયે સલામતી, આપદા આ દરેક વિષયોને લગતા ઘણી બધી વખત ઘણા બધા સંદેશ મને મળતા રહે છે, લોકો કંઇક-ને-કંઇક લખતા જ રહે છે. પૂનાથી શ્રીમાન રવીન્દ્ર સિંહે નરેન્દ્ર મોદી મોબાઇલ એપ પર પોતાની કમેન્ટમાં ઓક્યુપેશનલ સેફ્ટી વિષય પર વાત કરી છે. તેમણે લખ્યું છે કે આપણા દેશમાં ફેક્ટરી અને કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર સુરક્ષાના માપદંડો એટલા સારા નથી. આગામી 4 માર્ચે ભારતનો રાષ્ટ્રીય સલામતી દિવસ છે, તો પ્રધાનમંત્રી પોતાના ‘મન કી બાત’ કાર્યક્રમમાં સલામતી પર વાત કરે જેથી લોકોમાં સલામતીને લઇને જાગૃતિ વધે. જ્યારે આપણે જનસલામતીની વાત કરીએ છીએ ત્યારે બે વાત ખૂબ મહત્વપૂર્ણ હોય છે – એક પ્રોએક્ટિવનેસ અને બીજી પ્રિપેરેડનેસ. સલામતી બે પ્રકારની હોય છે – એક એ જે આપદા સમયે જરૂરી હોય છે, સેફ્ટી ડ્યુરીંગ ડિઝાસ્ટર અને બીજી એ કે જેની દૈનિક જીવનમાં જરૂર પડે છે, સેફ્ટી ઇન એવરીડે લાઇફ. જો આપણે દૈનિક જીવનમાં સલામતીને લઇને જાગૃત નથી, તેને પ્રાપ્ત નથી કરી શકતા તો પછી આપદાઓ દરમિયાન તેને પામવી મુશ્કેલ બની જાય છે. આપણે બધા ઘણી વખત માર્ગો પર લખેલા બોર્ડ વાંચીએ છીએ. તેમાં લખ્યું હોય છે –
તેનાથી વધુ આ વાક્યોનો આપણા જીવનમાં ક્યારેય પણ કોઇ ઉપયોગ નથી થતો. કુદરતી આપદાઓને જો છોડી દઇએ તો મોટાભાગના અકસ્માતો, આપણી કોઇને કોઇ ભૂલોનું પરિણામ હોય છે. જો આપણે સતર્ક રહીએ, જરૂરી નિયમોનું પાલન કરીએ તો આપણે આપણા જીવનની રક્ષા તો કરી જ શકીએ છીએ, પરંતુ ખૂબ મોટા અકસ્માતોથી પણ આપણે સમાજને ઊગારી શકીએ છીએ. ક્યારેક-ક્યારેક આપણે જોયું છે કે, કાર્ય સ્થળે સલામતીને લઇને ઘણાં બધા સૂત્રો લખેલા હોય છે પરંતુ જ્યારે જોઇએ છીએ ત્યારે ક્યાંય તેનું પાલન થતું દેખાતું નથી. મારો તો આગ્રહ છે કે મહાનગર પાલિકા, નગર પાલિકાઓ કે જેની પાસે ફાયર બ્રિગેડ હોય છે તેમને અઠવાડિયામાં એક વખત અથવા મહિનામાં એક વખત અલગ-અલગ સ્કૂલોમાં જઇને સ્કૂલોના બાળકોની સામે મોક ડ્રિલ કરવી જોઇએ. તેનાથી બે લાભ થશે – ફાયર બ્રિગેડને પણ સતર્ક રહેવાની આદત રહેશે અને નવી પેઢીને તેની શિક્ષા પણ મળે છે અને તેના માટે કોઇ અલગ ખર્ચ પણ થતો નથી – એક રીતે શિક્ષાનો જ એક ક્રમ બની રહે છે અને હું હમેશા આ વાતનો આગ્રહ રાખતો રહું છું. જ્યાં સુધી આપદાઓની વાત છે, ડિઝાસ્ટરની વાત છે, તો ભારત ભૌગોલિક અને જળવાયુની દ્રષ્ટિએ વિવિધતાઓથી ભરેલો દેશ છે. આ દેશે કેટલીય કુદરતી અને માનવ-નિર્મિત આપદાઓ, જેવી કે રસાયણિક તેમજ ઔધૌગિક અકસ્માતોને સહન કર્યા છે. આજે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી એટલે કે એનડીએમએ દેશમાં આપદા-પ્રબંધનમાં નેતૃત્વ કરી રહી છે. ભૂકંપ હોય, પૂર હોય, સાયક્લોન હોય, ભૂસ્ખલન હોય,એવી વિભિન્ન આપદાઓના રેસ્ક્યુ ઓપરેશન હોય, એનડીએમએ ઝડપથી પહોંચે છે. તેમણે ગાઇડલાઇન પણ જાહેર કરી છે, સાથે-સાથે તે કેપેસિટી બિલ્ડીંગ માટે નિરંતર ટ્રેનિંગના કાર્યો પણ કરતા રહે છે. પૂર, સાયક્લોનના જોખમવાળાજિલ્લાઓમાં સ્વયંસેવકોના પ્રશિક્ષણ માટે પણ ‘આપદા મિત્ર’ નામની પહેલ કરવામાં આવેલ છે. પ્રશિક્ષણ અને જાગૃતિની બહુ મોટી ભૂમિકા છે. આજથી બે-ત્રણ વર્ષ પહેલા લૂ – હીટવેવથી દર વર્ષે હજારો લોકો પોતાનો જાન ગુમાવતા હતા. તેના પછી એનડીએમએહીટવેવના નિવારણ માટે વર્કશોપનાં આયોજન કર્યા, લોકોમાં જાગૃતિ લાવવા માટે અભિયાન ચલાવ્યા. હવામાન વિભાગે સચોટ પૂર્વાનુમાન લગાવ્યા. બધાની ભાગીદારીથી એક સારું પરિણામ સામે આવ્યું. 2017માં લૂ થી થયેલા મૃત્યુની સંખ્યા આશ્ચર્યજનક રૂપથી ઘટીને લગભગ 220 સુધી આવી ગઇ. આનાથી જાણી શકાય છે કે જો આપણે સુરક્ષાને પ્રાથમિકતા આપીએ છીએ તો આપણે સુરક્ષા પ્રાપ્ત કરી શકીએ છીએ. સમાજમાં આ રીતે કામ કરનારા અગણિત લોકો છે, સામાજિક સંગઠન હોય, જાગૃત નાગરીક હોય – હું એ દરેકના વખાણ કરવા માગુ છું, જેઓ ક્યાંય પણ આપદા હોય, મિનટોની અંદર રાહત અને બચાવ કામમાં લાગી જાય છે. અને એવા ગુમનામ હીરોઝની સંખ્યા કંઇ ઓછી નથી. આપણી ફાયર એન્ડ રેસ્ક્યુ સર્વિસીસ, નેશનલ ડિઝાસ્ટર રીસ્પોન્સ ફોર્સિસ, સશસ્ત્ર સેનાઓ, પેરામિલીટરી ફોર્સિસ, આ પણ આપદાઓ સમયે પહોંચનારા વીર બહાદુર પોતાની જાનની પરવાહ કર્યા વગર લોકોની મદદ કરતા હોય છે. એનસીસી, સ્કાઉટ્સ જેવા સંગઠન પણ આ કાર્યોને આજકાલ કરી રહ્યાં છે, ટ્રેનિંગ પણ કરી રહ્યાં છે. થોડાં દિવસો પહેલા અમે એક એવો પ્રયાસ પણ શરૂ કર્યો કે, જેમ વિશ્વનાં દેશોમાં જોઇન્ટ મિલીટરી એક્સરસાઇઝ થાય છે તેમ વિશ્વનાં દેશોમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે પણ જોઇન્ટ એક્સરસાઇઝ કરીએ. ભારતે તેનું નેતૃત્વ કર્યું છે – બી.આઇ.એમ.એસ.ટી.ઇ.સી. (બીમસ્ટેક) – બાંગ્લાદેશ, ભારત, મ્યાનમાર, શ્રીલંકા, થાઇલેન્ડ, ભૂતાન અને નેપાલ, આ દેશોની એક જોઇન્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્સરસાઇઝ પણ કરવામાં આવી, આ પોતાનામાં એક પ્રથમ અને મોટો માનવીય પ્રયોગ હતો. આપણે એક રિસ્ક કોન્શ્યસ સોસાયટી બનવું પડશે. આપણી સંસ્કૃતિમાં આપણે મૂલ્યોની રક્ષા, સેફ્ટી ઓફ વેલ્યુસના વિષયમાં હમેશા વાતો કરીએ છીએ, પરંતુ આપણે વેલ્યુ ઓફ સેફ્ટી, સલામતીના મૂલ્યોને પણ સમજવા પડશે. આપણે તેને આપણા જીવનનો એક ભાગ બનાવવો પડશે. આપણા સામાન્ય જીવનમાં આપણે જોઇએ છીએ કે આપણે ઘણી બધી વખત હવાઈ જહાજમાં યાત્રા કરીએ છીએ અને હવાઇ જહાજની અંદર એર હોસ્ટેસ શરૂઆતમાં સુરક્ષાને લગતી સૂચનાઓ આપે છે. આપણે બધાએ એ સો વાર તે સાંભળી હશે પરંતુ આજે આપણને કોઇ હવાઇજહાજમાં લઇ જઇને ઊભા રાખે અને પૂછે કે જણાવો કઇ વસ્તુ ક્યાં છે? લાઇફ જેકેટ ક્યાં છે? કેવી રીતે ઉપયોગ કરવો જોઇએ? હું દાવા સાથે કહું છું કે આપણામાંથી કોઇ જણાવી નહીં શકે. એનો અર્થ એ થયો કે શું જાણકારી આપવાની વ્યવસ્થા હતી? હતી. પ્રત્યક્ષ એ તરફ નજર કરીને જોવાની શક્યતાઓ હતી? હતી. પરંતુ આપણે જોયું નહીં. કારણ, આપણે સ્વભાવથી જાગૃત નથી અને એ માટે આપણા કાન, હવાઇજહાજમાં બેઠા પછી સાંભળે તો છે પરંતુ ‘આ સૂચના મારા માટે છે’ એવું આપણામાંથી કોઇને પણ લાગતું જ નથી. અદ્લ એવો જ અનુભવ આપણા જીવનના દરેક ક્ષેત્રમાં છે. આપણે ન વિચારવું જોઇએ કે સેફ્ટી બીજા કોઇ માટે છે, જો આપણે બધા આપણી સલામતી માટે સજાગ બની જઇએ તો સમાજની સલામતીનો ભાવ પણએમાં સમાવિષ્ટ હોય છે.
મારા પ્રિય દેશવાસીઓ, આ વખતે બજેટમાં ‘સ્વચ્છ ભારત’ અંતર્ગત ગામડાંઓ માટે બાયૉગેસના માધ્યમથી waste to wealth અને waste to energy બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો. તેના માટે પહેલ શરૂ કરવામાં આવી અને તેને નામ આપવામાં આવ્યું ‘GobarDhan’ –Galvanizing Organic Bio-Agro Resources.આ ‘GobarDhan’ યોજનાનો ઉદ્દેશ્ય છે, ગામડાંઓને સ્વચ્છ બનાવવાં અને પશુઓના ગોબર તથા ખેતરોના ઘન કચરાને compost અને bio gasમાં પરિવર્તિત કરીને તેનાથી ધન અને ઊર્જા પેદા કરવી. ભારતમાં ઢોરઢાંખરની વસ્તી સમગ્ર વિશ્વમાં સૌથી વધુ છે. ભારતમાં ઢોરઢાંખરની વસ્તી લગભગ 30 કરોડ છે અને ગોબરનું ઉત્પાદન પ્રતિ દિન લગભગ 30 લાખ ટન છે. કેટલાક યુરોપીય દેશ અને ચીન, પશુઓના ગોબર તથા અન્ય જૈવિક અપશિષ્ટનો ઉપયોગ ઊર્જાના ઉત્પાદન માટે કરે છે પરંતુ ભારતમાં તેની પૂર્ણ ક્ષમતાનો ઉપયોગ નહોતો થઈ રહ્યો. ‘સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ’ હેઠળ હવે આપણે આ દિશામાં આગળ વધી રહ્યા છીએ.
ઢોરના ગોબર, કૃષિમાંથી નીકળતા કચરા, રસોઈ ઘરમાંથી નીકળતો કચરો, આ બધાનો બાયૉગેસ આધારિત ઊર્જા બનાવવા માટે ઉપયોગ કરવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે. ‘ગોબર ધન યોજના’ હેઠળ ગ્રામીણ ભારતમાં ખેડૂતો, બહેનો, ભાઈઓને પ્રોત્સાહિત કરવામાં આવશે કે તેઓ ગોબર અને કચરાને માત્ર wasteના રૂપમાં નહીં, પરંતુ આવકના સ્રોતના રૂપમાં જુએ. ‘ગોબર ધન યોજના’થી ગ્રામીણ ક્ષેત્રોને અનેક લાભ મળશે. ગામડાંઓને સ્વચ્છ રાખવામાં મદદ મળશે. પશુ આરોગ્ય વધુ સારું થશે અને ઉત્પાદકતા વધશે. બાયૉગેસથી ભોજન રાંધવા અને પ્રકાશ માટે ઊર્જાના મામલામાં આત્મનિર્ભરતા વધશે. ખેડૂતો અને પશુપાલકોને આવક વધારવામાં મદદ મળશે. Waste Collection, transportation, બાયૉગેસના વેચાણ વગેરે માટે નવી નોકરીઓની તક મળશે. ‘ગોબર ધન યોજના’ની સુચારુ વ્યવસ્થા માટે એક Online trading platform પણ બનાવવામાં આવશે જે ખેડૂતોને ખરીદનારાઓ સાથે જોડશે જેથી ખેડૂતોને ગોબર અને Agriculture wasteનો યોગ્ય ભાવ મળી શકે. હું ઉદ્યમીઓ, ખાસ કરીને ગ્રામીણ ભારતમાં રહેતી આપણી બહેનોને આગ્રહ કરું છું કે તમે આગળ આવો. Self Help Group બનાવીને સહકારી સમિતિઓ બનાવીને આ તકનો પૂરો લાભ ઉઠાવો. હું તમને આમંત્રિત કરું છું કે Clean Energy and green jobsના આ આંદોલનના ભાગીદાર બનો. પોતાના ગામમાં wasteને wealthમાં પરિવર્તિત કરવા અને ગોબરથી ગોબર-ધન બનાવવાની દિશામાં પહેલ કરો.
મારા પ્રિય દેશવાસીઓ, આજ સુધી આપણે music festival, food festival, film festival કોણ જાણે કેટ-કેટલા પ્રકારના festival વિશે સાંભળતા આવ્યા છીએ. પરંતુ છત્તીસગઢના રાયપુરમાં એક અનોખો પ્રયાસ કરાયો જેમાં રાજ્યમાં પહેલો ‘કચરા મહોત્સવ’ આયોજિત કરાયો. રાયપુર નગર નિગમ દ્વારા આયોજિત આ મહોત્સવની પાછળ જે ઉદ્દેશ્ય હતો તે હતો સ્વચ્છતા સંદર્ભે જાગરુકતા. શહેરના wasteનો creative use કરવો અને garbageનો reuse કરવાની વિભિન્ન રીતો વિશે જાગરુકતા પેદા કરવી. આ મહોત્સવ દરમિયાન અનેક પ્રકારની પ્રવૃત્તિઓ થઈ જેમાં વિદ્યાર્થીઓથી લઈને મોટી ઉંમરના લોકો સુધી, બધા જ સામેલ થયા. કચરાનો ઉપયોગ કરીને અલગ-અલગ પ્રકારની કળાકૃતિઓ બનાવવામાં આવી. Waste managementના બધાં પાસાંઓ પર લોકોને શિક્ષિત કરવા માટે વર્કશૉપ આયોજિત કરવામાં આવ્યા. સ્વચ્છતાની થીમ પર music performance થયું. Art work બનાવવામાં આવ્યાં. રાયપુરથી પ્રેરિત થઈને અન્ય જિલ્લાઓમાં પણ અલગ-અલગ પ્રકારના કચરા ઉત્સવ થયા.દરેકે પોત-પોતાની તરફથી પહેલ કરતાં સ્વચ્છતાને લઈને innovative ideas જણાવ્યા, ચર્ચાઓ કરી, કવિતા પઠન થયાં. સ્વચ્છતા સંદર્ભે એક ઉત્સવ જેવું વાતાવરણ તૈયાર થઈ ગયું. ખાસ કરીને શાળાના બાળકોએ જે રીતે ઉત્સાહભેર ભાગ લીધો, તે અદભુત હતું. Waste management અને સ્વચ્છતાના મહત્ત્વને જે અભિનવ રીતે આ મહોત્સવમાં પ્રદર્શિત કરાયું તે માટે રાયપુર નગર નિગમ, સમગ્ર છત્તીસગઢની જનતા અને ત્યાંની સરકાર તથા પ્રશાસનને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું.
દર વર્ષે 8 માર્ચે ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ મનાવવામાં આવે છે. દેશ અને દુનિયામાં ઘણા બધા કાર્યક્રમો થાય છે. આ દિવસે દેશમાં ‘નારી શક્તિ પુરસ્કાર’થી એવી મહિલાઓનો સત્કાર પણ કરવામાં આવે છે જેમણે ગત દિવસોમાં ભિન્ન-ભિન્ન ક્ષેત્રોમાં અનુકરણીય કાર્ય કર્યું હોય. આજે દેશ Woman Developmentથી આગળ woman led development તરફ આગળ વધી રહ્યો છે. આજે આપણે મહિલા વિકાસથી આગળ, મહિલાના નેતૃત્વમાં વિકાસની વાત કરી રહ્યા છીએ. આ અવસર પર મને સ્વામી વિવેકાનંદના શબ્દો યાદ આવે છે. તેમણે કહ્યું હતું, ‘The idea of perfect womanhood is perfect independence’. સવા સો વર્ષ પહેલાં સ્વામીજીનો આ વિચાર ભારતીય સંસ્કૃતિમાં નારી શક્તિના ચિંતનને વ્યક્ત કરે છે. આજે સામાજિક, આર્થિક જીવનના દરેક ક્ષેત્રમાં મહિલાઓની સમાન ભાગીદારી સુનિશ્ચિત કરવી એ આપણું સહુનું કર્તવ્ય છે, તે આપણા બધાંની જવાબદારી છે. આપણે એ પરંપરાનો હિસ્સો છીએ જ્યાં પુરુષોની ઓળખ નારીઓથી થતી હતી. યશોદાનંદન, કૌશલ્યાનંદન, ગાંધારીપુત્ર, આ જ ઓળખાણ હતી કોઈ પુત્રની. આજે આપણી નારી શક્તિએ પોતાનાં કાર્યોથી આત્મબળ અને આત્મવિશ્વાસનો પરિચય આપ્યો છે. પોતાને આત્મનિર્ભર બનાવી છે. તેમણે પોતાને તો આગળ વધારી જ છે, સાથે જ દેશ અને સમાજને પણ આગળ વધારવા અને એક નવા મુકામ પર લઈ જવાનું કામ કર્યું છે. છેવટે આપણું ‘New India’નું સપનું આ જ તો છે જ્યાં નારી સશક્ત હોય, સબળ હોય, દેશના સમગ્ર વિકાસમાં સમાન ભાગીદાર હોય. ગત દિવસોમાં મને એક ખૂબ જ સુંદર સૂચન કોઈ મહાશયે કર્યું હતું. તેમણે સૂચન કર્યું હતું કે 8 માર્ચે ‘મહિલા દિવસ’ મનાવવા માટે અનેક પ્રકારના કાર્યક્રમો થાય છે. શું દરેક ગામ-શહેરમાં જેમણે 100 વર્ષ પૂર્ણ કર્યાં છે તેવી માતાઓ-બહેનોના સન્માનનો કાર્યક્રમ આયોજિત થઈ શકે? અને તેમાં એક લાંબા જીવનની વાતો કરી શકાય? મને વિચાર તો સારો લાગ્યો, તમારા સુધી પહોંચાડી રહ્યો છું. નારી શક્તિ શું કરી શકે છે, તેના તમને ઢગલાબંધ ઉદાહરણ મળી જશે. જો તમે તમારી આજુબાજુ નજર દોડાવશો તો કોઈ ને કોઈ આવી વાર્તાઓ તમારા જીવનને પ્રેરણા આપશે. હમણાં જ ઝારખંડથી એક સમાચાર મળ્યા. સ્વચ્છભારત અભિયાન અંતર્ગત લગભગ 15 લાખ મહિલાઓએ- અને આ આંકડો નાનો નથી, 15 લાખ મહિલાઓએ સંગઠિત થઈને એક માસનું સ્વચ્છતા અભિયાન ચલાવ્યું. 26 જાન્યુઆરી 2018થી શરૂ કરીને આ અભિયાન અંતર્ગત માત્ર 20 દિવસમાં આ મહિલાઓએ 1 લાખ 70 હજાર શૌચાલયોનું નિર્માણ કરીને એક નવું ઉદાહરણ સ્થાપ્યું છે. તેમાં લગભગ 1 લાખ સખી મંડળ સમ્મિલિત છે. 14 લાખ મહિલાઓ, 2 હજાર મહિલા પંચાયત પ્રતિનિધિ, 29 હજાર જલ સખીઓ, 10 હજાર મહિલા સ્વચ્છાગ્રહી તથા 50 હજાર મહિલા બાંધકામ શ્રમિક. તમે કલ્પના કરી શકો છો કે આ કેટલી મોટી ઘટના છે? ઝારખંડની આ મહિલાઓએ દેખાડી દીધું છે કે નારી શક્તિ, સ્વચ્છ ભારત અભિયાનની એક એવી શક્તિ છે, જે સામાન્ય જીવનમાં સ્વચ્છતાના અભિયાનને, સ્વચ્છતાના સંસ્કારને પ્રભાવી ઢંગથી જન સામાન્યના સ્વભાવમાં પરિવર્તિત કરીને રહેશે.
ભાઈઓ-બહેનો, હમણાં બે દિવસ પહેલાં હું ન્યૂઝમાં જોઈ રહ્યો હતો કે એલીફૅન્ટા દ્વીપના ત્રણ ગામોમાં સ્વતંત્રતાના 70 વર્ષ પછી વીજળી પહોંચી છે અને તેના લીધે ત્યાંના લોકોમાં કેટલો બધો હર્ષ અને ઉત્સાહ છે. તમે બધા સારી રીતે જાણો છો કે એલીફેન્ટા દ્વીપ, મુંબઈથી સમુદ્રમાં દસ કિલોમીટર દૂર છે. તે પર્યટનનું એક ઘણું મોટું અને આકર્ષક કેન્દ્ર છે. એલીફૅન્ટાની ગુફાઓ, UNESCOના વર્લ્ડ હેરિટેજ છે. ત્યાં દરરોજ દેશવિદેશમાંથી બહુ મોટી સંખ્યામાં પર્યટકો આવે છે. એક મહત્ત્વપૂર્ણ પર્યટનનું કેન્દ્ર છે. મને એ વાત જાણીને આશ્ચર્ય થયું કે મુંબઈની નજીક હોવા અને પર્યટનનું આટલું મોટું કેન્દ્ર હોવા છતાં, સ્વતંત્રતાનાં આટલાં વર્ષો સુધી એલીફૅન્ટામાં વીજળી નથી પહોંચી. 70 વર્ષો સુધી એલીફૅન્ટા દ્વીપનાં ત્રણ ગામ રાજબંદર, મોરબંદર અને સેતબંદર, ત્યાંના લોકોની જિંદગીમાં જે અંધારું છવાયેલું હતું, ત્યાં છેક હવે અંધારું હટ્યું છે અને તેમનું જીવન પ્રકાશમય બન્યું છે. હું ત્યાંના પ્રશાસન અને જનતાને અભિનંદન આપું છું. મને આનંદ છે કે હવે એલીફૅન્ટાના ગામ અને એલીફૅન્ટાની ગુફાઓ વીજળીથી પ્રકાશિત થશે. આ માત્ર વીજળી જ નહીં, પરંતુ વિકાસના દોરની એક નવી શરૂઆત છે. દેશવાસીઓનું જીવન પ્રકાશમય હોય, તેમના જીવનમાં ખુશીઓ આવે, તેનાથી વધુ સંતોષ અને ખુશીની પળ બીજી કઈ હોઈ શકે?
મારા પ્રિય ભાઈઓ-બહેનો, હમણાં જ આપણે શિવરાત્રિનો મહોત્સવ મનાવ્યો. હવે માર્ચનો મહિનો લહેરાતા પાકથી સજ્જ ખેતરો, આનંદકિલ્લોલ કરતી ઘઉંની સોનેરી ઉંબી અને મનને પુલકિત કરનારી કેરીના માંજરની શોભા- આ જ તો આ મહિનાની વિશેષતા છે. પરંતુ આ મહિનો હોળીના તહેવાર માટે પણ આપણા બધાંને અત્યંત પ્રિય છે. બે માર્ચે સમગ્ર દેશ હોળીનો ઉત્સવ હર્ષોલ્લાસથી મનાવશે. હોળીમાં જેટલું મહત્વ રંગોનું છે તેટલું જ મહત્વ ‘હોલિકા દહન’નું પણ છે કારણ કે આ દિવસ બુરાઈઓને અગ્નિમાં સળગાવીને નષ્ટ કરવાનો દિવસ છે. હોળી બધા મનદુઃખોને ભૂલીને સાથે બેસવાનો, એકબીજાના સુખ-આનંદમાં સહભાગી બનવાનો શુભ અવસર છે અને પ્રેમ એકતા તથા ભાઈચારાનો સંદેશ આપે છે. આપ સહુ દેશવાસીઓને હોળીના રંગોત્સવની ખૂબખૂબ શુભકામનાઓ, રંગભરી શુભકામનાઓ. આ પર્વ આપણા દેશવાસીઓના જીવનમાં રંગબેરંગી ખુશીઓથી ભરેલું રહે. આ જ શુભકામના. મારા પ્રિય દેશવાસીઓ, ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. 2018ની આ પહેલી ‘મન કી બાત’ છે અને બે દિવસ પહેલાં જ આપણે ગણતંત્ર પર્વને બહુ જ ઉત્સાહ સાથે મનાવ્યો અને ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું કે 10 દેશોના વડા આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા.
મારા પ્રિય દેશવાસીઓ, શ્રીમાન પ્રકાશ ત્રિપાઠીએ NarendraModiApp પર એક લાંબો પત્ર લખ્યો છે અને મને બહુ આગ્રહ કર્યો છે કે હું તેમના પત્રમાં લખવામાં આવેલા વિષયોને સ્પર્શું. તેમણે લખ્યું છે કે 1 ફેબ્રુઆરીએ અંતરીક્ષમાં જનારાં કલ્પના ચાવલાની પુણ્યતિથિ છે. કૉલંબિયા અંતરીક્ષ યાન દુર્ઘટનામાં તેઓ આપણને છોડીને ચાલ્યાં ગયાં પરંતુ દુનિયાભરના લાખો યુવાનોને પ્રેરણા આપી ગયા. હું ભાઈ પ્રકાશજીનો આભારી છું કે તેમણે પોતાના લાંબા પત્રની શરૂઆત કલ્પના ચાવલાની વિદાયથી કરી છે. બધા માટે એ દુઃખની વાત છે કે આપણે કલ્પના ચાવલાને આટલી નાની ઉંમરમાં ગુમાવી દીધાં પરંતુ તેમણે પોતાના જીવનથી સમગ્ર વિશ્વમાં, ખાસ કરીને ભારતની હજારો યુવતીઓને એ સંદેશ આપ્યો કે નારી શક્તિ માટે કોઈ સીમા નથી. ઈચ્છા અને દૃઢ સંકલ્પ હોય, કંઈક કરવાની તીવ્ર ઈચ્છા હોય તો કંઈ પણ અસંભવ નથી. એ જોઈને ઘણો આનંદ થાય છે કે ભારતમાં આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી રહી છે અને દેશનું ગૌરવ વધારી રહી છે.
પ્રાચીન કાળથી આપણા દેશમાં મહિલાઓનું સન્માન, તેમનું સમાજમાં સ્થાન અને તેમનું યોગદાન, તે પૂરી દુનિયાને અચંબિત કરતું આવ્યું છે. ભારતીય વિદૂષીઓની લાંબી પરંપરા રહી છે. વેદોની ઋચાઓ રચવામાં ભારતની ઘણી બધી વિદૂષીઓનું યોગદાન રહ્યું છે. લોપામુદ્રા, ગાર્ગી, મૈત્રેયી, અનેક નામો છે. આજે આપણે ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ની વાત કરીએ છીએ પરંતુ સદીઓ પહેલાં આપણાં શાસ્ત્રોમાં, સ્કન્દપુરાણમાં કહેવામાં આવ્યું છેઃ
દશપુત્ર સમાકન્યા, દશપુત્રાન પ્રવર્ધયન્ ।
યત્ ફલં લભતેમર્ત્ય, તત્ લભ્યં કન્યકૈકયા ।।
અર્થાત્, એક દીકરી દસ દીકરા બરાબર છે. દસ દીકરાઓથી જેટલું પુણ્ય મળશે તેટલું જ પુણ્ય એક દીકરીથી મળશે. આ આપણા સમાજમાં નારીના મહત્ત્વને દર્શાવે છે. અને ત્યારે જ તો, આપણા સમાજમાં નારીને ‘શક્તિ’નો દરજ્જો આપવામાં આવ્યો છે. આ નારી શક્તિ સમગ્ર દેશને, સમગ્ર સમાજને, પરિવારને, એકતાના સૂત્રમાં બાંધે છે. ચાહે વૈદિક કાળની વિદૂષીઓ લોપામુદ્રા, ગાર્ગી, મૈત્રેયીની વિદ્વતા હોય કે અક્કા મહાદેવી અને મીરાબાઈનું જ્ઞાન અને ભક્તિ હોય, ચાહે અહલ્યાબાઈ હોલકરની શાસન વ્યવસ્થા હોય કે રાણી લક્ષ્મીબાઈની વીરતા, નારી શક્તિ હંમેશાં આપણને પ્રેરિત કરતી આવી છે. દેશનું માન-સન્માન વધારતી આવી છે.
શ્રીમાન પ્રકાશ ત્રિપાઠીએ આગળ ઘણાં બધાં ઉદાહરણ આપ્યાં છે. તેમણે લખ્યું છે કે આપણાં સાહસિક સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણે લડાકુ વિમાન ‘સુખોઈ 30’માં ઉડાન ભરી તે પ્રેરણાદાયક છે. વર્તિકા જોશીના નેતૃત્વમાં ભારતીય નૌ સેનાની મહિલા ક્રૂ મેમ્બર્સ આઈએનએસવી તરિણી પર સમગ્ર વિશ્વની પરિક્રમા કરી રહ્યાં છે તેનો પણ તેમણે ઉલ્લેખ કર્યો છે. ત્રણ બહાદુર મહિલાઓ ભાવના કંઠ, મોહના સિંહ અને અવની ચતુર્વેદી ફાઇટર પાઇલૉટ બની છે અને સુખોઈ-30માં પ્રશિક્ષણ લઈ રહી છે. ક્ષમતા વાજપેયીના નેતૃત્વમાં ઓલ વીમેન ક્રૂએ દિલ્લીથી અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો અને પરત દિલ્લી સુધી ઍર ઇન્ડિયા બૉઇંગ જેટમાં ઉડાન ભરી – અને બધી પાછી મહિલાઓ. તમે બિલકુલ સાચું કહ્યું- આજે નારી, દરેક ક્ષેત્રમાં ન માત્ર આગળ વધી રહી છે, પરંતુ નેતૃત્વ પણ કરી રહી છે. આજે અનેક ક્ષેત્ર એવાં છે જ્યાં સૌથી પહેલા, આપણી નારી શક્તિ કંઈક કરીને દેખાડી રહી છે. એક સીમાચિહ્ન અંકિત કરી રહી છે. ગત દિવસોમાં માનનીય રાષ્ટ્રપતિજીએ એક નવી પહેલ કરી.
રાષ્ટ્રપતિજીએ તે અસાધારણ મહિલાઓના એક ગ્રૂપની મુલાકાત કરી જેમણે પોતપોતાનાં ક્ષેત્રમાં સૌથી પહેલાં કંઈક કરીને દેખાડ્યું. દેશની આ વીમેન અચિવર્સ, પહેલી મહિલા મર્ચન્ટ નેવી કેપ્ટન, પેસેન્જર ટ્રેનની પહેલી મહિલા ટ્રેન ડ્રાઇવર, પહેલી મહિલા ફાયર ફાઇટર, પહેલી મહિલા બસ ડ્રાઇવર, એન્ટાર્ક્ટિકા પહોંચનારી પહેલી મહિલા, એવરેસ્ટ પર પહોંચનારી પહેલી મહિલા, આ રીતે દરેક ક્ષેત્રની ‘ફર્સ્ટ લેડિઝ’. આપણી નારી શક્તિઓએ સમાજના રૂઢિવાદને તોડીને અસાધારણ સિદ્ધિઓ હાંસલ કરી છે, એક કીર્તિમાન સ્થાપિત કર્યો છે. તેમણે એ દર્શાવ્યું કે આકરી મહેનત, લગન અને દૃઢ સંકલ્પના બળ પર તમામ વિઘ્નો અને અડચણોને પાર કરીને એક નવો માર્ગ તૈયાર કરી શકાય છે. એક એવો માર્ગ જે માત્ર પોતાના સમકાલીન લોકોને જ નહીં, પરંતુ આવનારી અનેક પેઢીઓને પણ પ્રેરિત કરશે. તેમને એક નવા જોશ અને ઉત્સાહથી ભરી દેશે. આ વીમેન એચિવર, ફર્સ્ટ લેડિઝ પર એક પુસ્તક પણ તૈયાર કરવામાં આવ્યું છે, જેથી આખો દેશ આ નારી શક્તિઓ વિશે જાણી શકે, તેમના જીવન અને તેમનાં કાર્યોમાંથી પ્રેરણા લઈ શકે. તે NarendraModi website પર પણ e-bookના રૂપમાં પ્રાપ્ય છે.
આજે દેશ અને સમાજમાં થઈ રહેલા સકારાત્મક પરિવર્તનમાં દેશની નારી શક્તિની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે. આજે જ્યારે આપણે મહિલા સશક્તિકરણની ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે હું એક રેલવે સ્ટેશનનો ઉલ્લેખ કરવા માગું છું. એક રેલવે સ્ટેશન અને મહિલા સશક્તિકરણ, તમે વિચારી રહ્યા હશો કે આ બંને વચ્ચે શું સંબંધ છે? મુંબઈનું માટુંગા સ્ટેશન ભારતનું પહેલું સ્ટેશન છે જ્યાં બધી મહિલા કર્મચારી છે. બધા વિભાગોમાં વીમેન સ્ટાફ- ચાહે કૉમર્શિયલ ડિપાર્ટમેન્ટ હોય, રેલવે પોલીસ હોય, ટિકિટ ચેકર હોય, ઉદ્ઘોષક હોય, પૉઇન્ટ પર્સન હોય, સમગ્ર 40થી પણ વધુ કર્મચારીઓનો સ્ટાફ મહિલાઓનો જ છે. આ વખતે ઘણા લોકોએ પ્રજાસત્તાક દિવસની પરેડ જોયા પછી ટ્વિટર પર અને અન્ય સૉશિયલ મિડિયા પર લખ્યું કે પરેડની એક મુખ્ય વાત હતી બીએસએફ બાઇકર કન્ટિન્જન્ટ, જેમાં બધેબધી મહિલાઓ ભાગ લઈ રહી હતી. સાહસથી ભરપૂર પ્રયોગો કરી રહી હતી અને આ દૃશ્ય વિદેશથી આવેલા મહેમાનોને પણ આશ્ચર્યચકિત કરી રહ્યું હતું. સશક્તિકરણ આત્મનિર્ભરતાનું જ એક રૂપ છે. આજે આપણી નારીશક્તિ નેતૃત્વ કરી રહી છે. આત્મનિર્ભર બની રહી છે. આવી જ એક વાત મારા ધ્યાનમાં આવી છે કે છત્તીસગઢમાં આપણી આદિવાસી મહિલાઓએ પણ કમાલ કર્યો છે. તેમણે એક નવું ઉદાહરણ રજૂ કર્યું છે. આદિવાસી મહિલાઓની જ્યારે વાત આવે છે તો બધાનાં મનમાં એક નિશ્ચિત તસવીર ઉભરીને આવે છે, જેમાં જંગલ હોય છે, પગદંડીઓ હોય છે, તેના પર લાકડીઓનો બોજો માથા પર ઊંચકીને ચાલતી મહિલાઓ. પરંતુ છત્તીસગઢની આપણી આદિવાસી નારી, આપણી આ નારી શક્તિએ દેશની સામે એક નવી તસવીર બનાવી છે. છત્તીસગઢનો દંતેવાડા વિસ્તાર જે માઓવાદ પ્રભાવિત વિસ્તાર છે, હિંસા અત્યાચાર, બૉમ્બ, બંદૂક, પિસ્તોલ – માઓવાદીઓએ આનું એક ભયાનક વાતાવરણ પેદા કરેલું છે. આવા ખતરનાક વિસ્તારમાં આદિવાસી મહિલાઓ E-Rickshaw ચલાવીને આત્મનિર્ભર બની રહી છે. બહુ જ થોડા સમયમાં ઘણી બધી મહિલાઓ તેની સાથે જોડાઈ ગઈ છે. અને તેનાથી ત્રણ લાભ થઈ રહ્યા છે, એક તરફ જ્યાં સ્વરોજગારે તેમને સશક્ત બનાવવાનું કામ કર્યું છે, તો બીજી તરફ તેનાથી માઓવાદ પ્રભાવિત વિસ્તારની તસવીર બદલાઈ રહી છે. અને આ બધાની સાથોસાથ તેનાથી પર્યાવરણ સંરક્ષણના કામને પણ બળ મળી રહ્યું છે. અહીંના જિલ્લા પ્રશાસનની પણ હું પ્રશંસા કરું છું. ગ્રાન્ટ ઉપલબ્ધ કરાવવાથી લઈને ટ્રેઇનિંગ આપવા સુધી, જિલ્લા પ્રશાસને આ મહિલાઓની સફળતામાં એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે.
આપણે વારંવાર સાંભળતા આવ્યા છીએ કે લોકો કહે છે - ‘કુછ બાત હૈ એસી કિ હસ્તી મિટતી નહીં હમારી’. તે વાત શું છે, તે વાત છે – ફ્લેક્સિબિલિટી- લચીલાપણું, ટ્રાન્સફૉર્મેશન. જે કાળ બાહ્ય છે તેને છોડવું, જે આવશ્યક છે તેમાં સુધારો સ્વીકારવો. અને આપણા સમાજની વિશેષતા છે- આત્મસુધાર કરવાનો નિરંતર પ્રયાસ, સેલ્ફ કરેક્શન, આ ભારતીય પરંપરા, આ આપણી સંસ્કૃતિ આપણને વારસામાં મળી છે. કોઈ પણ જીવન-સમાજની ઓળખાણ હોય છે તેમની સેલ્ફ કરેક્શન મિકેનિઝમ. સામાજિક કુપ્રથાઓ અને કુરીતિઓ વિરુદ્ધ સદીઓથી આપણા દેશમાં વ્યક્તિગત અને સામાજિક સ્તર પર સતત પ્રયાસો થતા આવ્યા છે. હમણાં કેટલાક દિવસો પહેલાં બિહારે એક રોચક પહેલ કરી. રાજ્યમાં સામાજિક કુરીતિઓને જડથી ઉખાડવા માટે 13 હજારથી વધુ કિલોમીટરની વિશ્વની સૌથી લાંબી માનવ શ્રૃખંલા, હ્યુમન ચેઇન બનાવાઈ હતી. આ અભિયાન દ્વારા લોકોને બાળલગ્ન અને દહેજ પ્રથા જેવી કુરીતિઓ સામે જાગૃત કરવામાં આવ્યા. દહેજ અને બાળ લગ્ન જેવી કુરીતિઓથી સમગ્ર રાજ્યએ લડવાનો સંકલ્પ લીધો. બાળકો, વૃદ્ધો જોશ અને ઉત્સાહથી ભરપૂર યુવા, માતાઓ, બહેનો, દરેક જણે પોતાને આ જંગમાં સામેલ કર્યા હતા. પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનથી આરંભ થયેલી માનવ શ્રૃંખલા રાજ્યની સીમાઓ સુધી અતૂટ રૂપથી જોડાતી ચાલી. સમાજના બધા લોકોને સાચા અર્થમાં વિકાસનો લાભ મળે તે માટે જરૂરી છે કે આપણો સમાજ આ કુરીતિઓથી મુક્ત હોય. આવો, આપણે બધા મળીને આવી કુરીતિઓને સમાજમાંથી સમાપ્ત કરવાની પ્રતિજ્ઞા લઈએ અને એક New India, એક સશક્ત અને સમર્થ ભારતનું નિર્માણ કરીએ. હું બિહારની જનતા, રાજ્યના મુખ્યપ્રધાન, ત્યાંના પ્રશાસન અને માનવ શ્રૃંખલામાં સામેલ દરેક વ્યક્તિની પ્રશંસા કરું છું જેમણે સમાજ કલ્યાણની દિશામાં આટલી વિશેષ અને વ્યાપક પહેલ કરી.
મારા પ્રિય દેશવાસીઓ, મૈસૂર, કર્ણાટકના શ્રીમાન દર્શને MyGov પર લખ્યું છે – તેમના પિતાના ઈલાજ પર મહિનામાં દવાઓનો ખર્ચ 6 હજાર રૂપિયા થતો હતો. તેમને પહેલાં પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્ર વિશે જાણકારી નહોતી. પરંતુ હવે જ્યારે તેમને જન ઔષધિ કેન્દ્ર વિશે જાણકારી મળી અને તેમણે ત્યાંથી દવાઓ ખરીદી તો તેમનો દવાઓનો ખર્ચ 75 ટકા સુધી ઘટી ગયો. તેમણે ઈચ્છા વ્યક્ત કરી છે કે હું તેના વિશે ‘મન કી બાત’ કાર્યક્રમમાં વાત કરું જેથી મહત્તમ લોકો સુધી તેની જાણકારી પહોંચે અને તેઓ તેનો લાભ લઈ શકે. ગત કેટલાક સમયથી ઘણા લોકો મને આ વિષયમાં લખતા રહેતા હતા, જણાવતા રહેતા હતા. મેં પણ અનેક લોકોના વિડિયો, સૉશિયલ મિડિયા પર પણ જોયા છે, જેમણે આ યોજનાનો લાભ લીધો છે. અને આ પ્રકારની જાણકારી જ્યારે મને મળે છે તો ઘણો આનંદ થાય છે. એક ગહન સંતોષ મળે છે. અને મને એ પણ ઘણું સારું લાગ્યું કે શ્રીમાન દર્શનજીના મનમાં એ વિચાર આવ્યો છે કે તેમને જે મળ્યું તે બીજાને પણ મળે. આ યોજનાની પાછળ ઉદ્દેશ્ય છે- Health Careને Affordable બનાવવી અને Ease of Living ને પ્રોત્સાહિત કરવી. જન ઔષધિ કેન્દ્રો પર મળતી દવાઓ બજારમાં વેચાતી મળતી Branded દવાઓથી લગભગ 50%થી 90% સુધી સસ્તી છે. તેનાથી જન સામાન્ય, ખાસ કરીને રોજ દવાઓ લેનારા વરિષ્ઠ નાગરિકોની ઘણી આર્થિક મદદ થાય છે, ઘણી બચત થાય છે. તેમાં વેચાતી generic દવાઓ World Health Organisation ના નિયત ધોરણ મુજબની હોય છે. આ જ કારણ છે કે સારી ગુણવત્તાની દવાઓ સસ્તા ભાવે મળે છે. આજે દેશભરમાં ત્રણ હજારથી વધુ જન ઔષધિ કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યાં છે. તેનાથી ન માત્ર દવાઓ સસ્તી મળે છે, પરંતુ સાથે Individual Entrepreneurs માટે પણ રોજગારના નવા અવસર પેદા થઈ રહ્યા છે. સસ્તી દવાઓ પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રો અને હૉસ્પિટલોના ‘અમૃત Stores’ પર પ્રાપ્ય છે. તે બધાની પાછળ એક માત્ર ઉદ્દેશ્ય છે- દેશના અતિ ગરીબ વ્યક્તિને Quality અને affordable health service પ્રાપ્ય બનાવવી જેથી એક સ્વસ્થ અને સમૃદ્ધ ભારતનું નિર્માણ થઈ શકે.
મારા પ્રિય દેશવાસીઓ, મહારાષ્ટ્રથી શ્રીમાન મંગેશે નરેન્દ્ર મોદી મોબાઈલ એપ પર એક ફોટો શેર કર્યો છે. એ ફોટો એવો હતો કે મારું ધ્યાન તે ફોટો તરફ ખેંચાતું ગયું. એ ફોટો એવો હતો જેમાં એક પૌત્ર તેના દાદા સાથે ‘ક્લીન મોરના નદી’ના સફાઈ અભિયાનમાં ભાગ લઈ રહ્યો હતો. મને જાણવા મળ્યું કે અકોલાના નાગરિકોએ સ્વચ્છ ભારત અભિયાન હેઠળ મોરના નદીને સાફ કરવા માટે સ્વચ્છતા અભિયાનનું આયોજન કર્યું હતું. મોરના નદી પહેલા બારેય મહિના વહેતી હતી પરંતુ હવે તે સીઝનલ થઈ ગઈ છે. અન્ય પીડાની વાત એ છે કે નદી સંપૂર્ણ રીતે જંગલી ઘાંસ, જળકુંભીથી ભરાઈ ગઈ હતી. નદી અને તેના કિનારા પર કેટલોય કચરો નાખવામાં આવી રહ્યો હતો. એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો અને મકરસંક્રાંતિથી એક દિવસ અગાઉ ૧૩ જાન્યુઆરીએ ‘મિશન ક્લીન મોરના’ના પ્રથમ ચરણ હેઠળ ચાર કિલોમીટરના ક્ષેત્રમાં ચૌદ સ્થાનો પર મોરના નદીના તટના બંને કિનારાઓની સફાઈ કરવામાં આવી. મિશન ક્લીન મોરના ના આ નેક કાર્યમાં અકોલાના છ હજારથી પણ વધુ નાગરિકો, સો થી પણ વધુ એનજીઓ, કોલેજના વિદ્યાર્થીઓ, બાળકો, વડીલો, માતાઓ-બહેનો, દરેક લોકોએ આમાં ભાગ લીધો. 20 જાન્યુઆરી 2018 ના રોજ પણ આ સ્વચ્છતા કાર્યક્રમ આ રીતે જ ચાલુ રાખવામાં આવ્યો હતો અને મને કહેવામાં આવ્યું કે જ્યાં સુધી મોરના નદી પૂરી રીતે સાફ નહીં થઈ જાય, ત્યાં સુધી આ અભિયાન દરેક શનિવારની સવારે ચાલશે. એ દેખાડે છે કે જો વ્યક્તિ કંઈક કરવાનું નક્કી કરી લે તો અશક્ય કંઈ પણ નથી. જન-આંદોલનના માધ્યમથી મોટા મોટા બદલાવ લાવી શકાય છે. હું અકોલાની જનતાને, ત્યાંના જિલ્લા તથા નગર નિગમના પ્રશાસનને, આ કામને જન-આંદોલન બનાવવામાં લાગેલા દરેક નાગરિકોને તેમના આ પ્રયાસ બદલ ખૂબ-ખૂબ ધન્યવાદ આપું છું અને આપનો આ પ્રયાસ દેશના અન્ય લોકોને પણ પ્રેરિત કરશે.
મારા પ્રિય દેશવાસીઓ, આ દિવસોમાં પદ્મ પુરસ્કારોના સંબંધમાં કેટલીયે ચર્ચાઓ આપ સાંભળતા હશો. અખબારોમાં પણ આ વિષય અંગે, ટીવી પર પણ આ અંગે ધ્યાન આકર્ષિત થાય છે. પરંતુ જો સહેજ બારીકીથી જોશો તો આપને ગર્વ થશે. ગર્વ એ વાતનો કે કેવા-કેવા મહાન લોકો આપણી વચ્ચે છે અને સ્વાભાવિક રીતે એ વાતનો પણ ગર્વ થશે કે કેવી રીતે આજે આપણા દેશમાં સામાન્ય વ્યક્તિ કોઈપણ લાગવગ વગર એ ઊંચાઈઓ પર પહોંચી રહ્યા છે. દરેક વર્ષે પદ્મ પુરસ્કાર આપવાની પરંપરા રહી છે પરંતુ છેલ્લા ત્રણ વર્ષોમાં તેની આખી પ્રક્રિયા બદલાઈ ગઈ છે. હવે કોઈ પણ નાગરિક કોઈને પણ નોમિનેટ કરી શકે છે. આખી પ્રક્રિયા ઓનલાઈન થઈ જવાથી પારદર્શિતા આવી ગઈ છે. એક રીતે આ પુરસ્કારોની પસંદગી પ્રક્રિયાનું આખું રૂપાંતરણ થઈ ગયું છે. આપનું પણ એ વાત પર ધ્યાન ગયું હશે કે બહુ જ સામાન્ય લોકોને પદ્મ પુરસ્કાર મળી રહ્યા છે. એવા લોકોને પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યા છે જેઓ સામાન્ય રીતે મોટા-મોટા શહેરોમાં, અખબારોમાં, ટીવીમાં, સમારંભોમાં નજર નથી આવતા. હવે પુરસ્કાર આપવા માટે વ્યક્તિની ઓળખ નહીં પરંતુ તેના કામનું મહત્વ વધી રહ્યું છે. આપે સાંભળ્યા હશે શ્રીમાન અરવિંદ ગુપ્તા જીને, આપને જાણીને આનંદ થશે, IIT કાનપુરના વિદ્યાર્થી રહેલા અરવિંદજીએ બાળકો માટે રમકડાં બનાવવામાં પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું. તેઓ ચાર દસકથી કચરામાંથી રમકડાં બનાવી રહ્યા છે જેથી બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે જીજ્ઞાસા વધી શકે. તેમની કોશિશ હોય છે કે બાળકો બેકાર વસ્તુઓથી વૈજ્ઞાનિક પ્રયોગો તરફ પ્રેરિત થાય, જેને માટે તેઓ દેશભરમાં ત્રણ હજાર સ્કૂલોમાં જઈને 18 ભાષાઓમાં બનેલી ફિલ્મો દર્શાવીને, બાળકોને પ્રેરિત કરી રહ્યા છે. કેવું અદભૂત જીવન, કેવું અદભૂત સમર્પણ. એક એવી જ વાત કર્ણાટકના સિતાવા જોદ્દ્તીની છે. એમને મહિલા સશક્તિકરણના દેવી એમ જ નથી કહેવાયા. છેલ્લા ત્રણ દસકથી બેલાગવીમાં તેમણે અગણિત મહિલાઓનું જીવન બદલવામાં મહાન યોગદાન આપ્યું છે. તેમણે સાત વર્ષની વયમાં જ સ્વયંને દેવદાસી તરીકે સમર્પિત કરી દીધા હતા. પરંતુ પછી દેવદાસીઓના કલ્યાણ માટે જ પોતાનું આખું જીવન લગાવી દીધું. એટલું જ નહીં, તેમણે દલિત મહિલાઓના કલ્યાણ માટે પણ અભૂતપૂર્વ કાર્ય કર્યા છે. આપે નામ સાંભળ્યું હશે મધ્યપ્રદેશના ભજ્જૂ શ્યામ વિશે. શ્રીમાન ભજ્જૂ શ્યામનો જન્મ એક અત્યંત ગરીબ પરિવાર, આદિવાસી પરિવારમાં થયો હતો. તેઓ જીવનનિર્વાહ માટે સામાન્ય નોકરી કરતા હતા પરંતુ તેમને પારંપરિક આદિવાસી ચિત્રો બનાવવાનો શોખ હતો. આજે આ જ શોખને કારણે તેમનું ભારતમાં જ નહીં, આખા વિશ્વમાં સન્માન છે. નેધરલેન્ડ્ઝ, જર્મની, ઈંગલેન્ડ, ઈટાલી જેવા કેટલાય દેશોમાં તેમના ચિત્રોનું પ્રદર્શન થઈ ચૂક્યું છે. વિદેશોમાં ભારતનું નામ રોશન કરવાવાળા ભજ્જૂ શ્યામજી ની પ્રતિભાને ઓળખવામાં આવી અને તેમને પદ્મશ્રીનું સન્માન આપવામાં આવ્યું.
કેરળની આદિવાસી મહિલા લક્ષ્મીકુટ્ટીની વાત સાંભળીને આપને સુખદ આશ્ચર્ય થશે. લક્ષ્મીકુટ્ટી, કલ્લારમાં શિક્ષિકા છે અને આજે પણ ગાઢ જંગલોની વચ્ચે આદિવાસી વિસ્તારમાં તાડના પાંદડાથી બનેલી ઝૂંપડીમાં રહે છે. તેમણે તેમની સ્મૃતિના આધારે જ પાંચસો હર્બલ મેડિસીન બનાવી છે. જડીબૂટ્ટીઓમાંથી દવા બનાવી છે. સાપ કરડ્યા બાદ ઉપયોગમાં આવનારી દવા બનાવવામાં તેમણે મહારથ મેળવેલ છે. લક્ષ્મીજી હર્બલ દવાઓની તેમની જાણકારીથી સતત સમાજની સેવા કરી રહી છે. આ ગુમનામ વ્યક્તિને ઓળખીને, સમાજમાં તેમના યોગદાન માટે તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા. મને આજે વધુ એક નામનો ઉલ્લેખ કરવાનું પણ મન થાય છે. પશ્ચિમ બંગાળની 75 વર્ષની સુભાસિની મિસ્ત્રી. તેમને પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા. સુભાસિની મિસ્ત્રી એક એવી મહિલા છે, જેમણે હોસ્પિટલ બનાવવા માટે બીજાના ઘરોમાં વાસણ માંજ્યા, શાકભાજી વેચ્યા. જ્યારે તે 23 વર્ષના હતા તો ઉપચાર ન મળવાથી તેમના પતિનું મૃત્યુ થઈ ગયું હતું અને એ ઘટનાએ તેમને ગરીબો માટે હોસ્પિટલ બનાવવા માટે પ્રેરિત કર્યા. આજે તેમની સખત મહેનતથી બનાવેલી હોસ્પિટલમાં હજારો ગરીબોનો નિઃશુલ્ક ઈલાજ કરવામાં આવી રહ્યો છે. મને પૂરો વિશ્વાસ છે કે આપણી બહુરત્ના વસુંધરામાં આવા કેટલાય નર-રત્નો છે, કેટલાય નારી-રત્નો છે જેમને ન કોઈ જાણે છે કે ન કોઈ ઓળખે છે. આવી વ્યક્તિઓની ઓળખ ન બનતા સમાજને પણ ખોટ પડે છે. પદ્મ પુરસ્કાર એક માધ્યમ છે પરંતુ હું દેશવાસીઓને પણ કહીશ કે આપણી આસપાસ સમાજ માટે જીવવાવાળા, સમાજ માટે સમર્પિત થનારા, કોઈને કોઈ વિશેષતા સાથે જીવનભર કાર્ય કરનારા લાખો લોકો છે. ક્યારેકને ક્યારેક તેમને સમાજની વચ્ચે લાવવા જોઈએ. તેઓ માન-સન્માન માટે કામ નથી કરતા પરંતુ તેમના કાર્યોને કારણે આપણને પ્રેરણા મળે છે. ક્યારેક સ્કૂલોમાં, કોલેજોમાં, આવા લોકોને બોલાવીને તેમના અનુભવોને સાંભળવા જોઈએ. પુરસ્કારથી પણ આગળ, સમાજમાં પણ કેટલાક પ્રયાસો થવા જોઈએ.
મારા પ્રિય દેશવાસીઓ, દરેક વર્ષે ૯ જાન્યુઆરીએ આપણે પ્રવાસી ભારતીય દિવસ મનાવીએ છીએ. આ જ ૯ જાન્યુઆરી છે જ્યારે પૂજ્ય મહાત્મા ગાંધી સાઉથ આફ્રિકાથી ભારત પરત ફર્યા હતા. એ દિવસે આપણે ભારત અને વિશ્વભરમાં રહેતા ભારતીયોની વચ્ચે અતૂટ બંધનનો ઉત્સવ મનાવીએ છીએ. આ વર્ષે પ્રવાસી ભારતીય દિવસ પર અમે એક કાર્યક્રમ આયોજિત કર્યો હતો જેમાં વિશ્વભરમાં રહેતા ભારતીય મૂળના દરેક સાંસદોને તેમજ મેયરોને આમંત્રિત કર્યા હતા. આપને એ જાણીને ખુશી થશે કે એ કાર્યક્રમમાં મલેશિયા, ન્યૂઝીલેન્ડ, સ્વિટ્ઝર્લેન્ડ, પોર્ટુગલ, મોરેશિયસ, ફિજી, તાન્ઝાનિયા, કેન્યા, કેનેડા, બ્રિટન, સુરિનામ, દક્ષિણ આફ્રિકા અને અમેરિકાથી અને અન્ય પણ કેટલાક દેશોમાંથી જ્યાં જ્યાં આપણાં મૂળ ભારતીય મેયર છે, જ્યાં જ્યાં મૂળ ભારતીય સાંસદ છે એ દરેકે ભાગ લીધો હતો. મને ખુશી છે કે અલગ-અલગ દેશોમાં રહેતા ભારતીય મૂળના લોકો એ દેશોની સેવા તો કરી જ રહ્યા છે એની સાથે જ તેમણે ભારત સાથે પણ પોતાના મજબૂત સંબંધો બનાવી રાખ્યા છે. આ વખતે યુરોપિય સંઘ, યુરોપિયન યુનિયને મને કેલેન્ડર મોકલ્યું છે જેમાં તેમણે યુરોપના વિવિધ દેશોમાં રહેતા ભારતીયો દ્વારા વિભિન્ન્ ક્ષેત્રોમાં તેમના યોગદાનને બહુ સારી રીતે દર્શાવ્યું છે. આપણા મૂળ ભારતીય લોકો જેઓ યુરોપના અલગ-અલગ દેશોમાં રહે છે, કોઈ સાયબર સિક્યોરિટીમાં કામ કરી રહ્યું છે, તો કોઈ આયુર્વેદને સમર્પિત છે, કોઈ પોતાના સંગીતથી સમાજના મનને ડોલાવે છે તો કોઈ તેમની કવિતાઓથી. કોઈ ક્લાઈમેટ ચેન્જ પર શોધ કરી રહ્યું છે તો કોઈ ભારતીય ગ્રંથો પર કામ કરી રહયું છે. કોઈએ ટ્રક ચલાવીને ગુરુદ્વારા ઉભું કર્યું છે તો કોઈએ મસ્જિદ બનાવી છે. એટલે કે જ્યાં પણ આપણાં લોકો છે, તેમણે ત્યાંની ધરતીને કોઈને કોઈ રીતે સુસજ્જિત કરી છે. હું ધન્યવાદ આપવા માંગીશ યુરોપિયન યુનિયનના આ ઉલ્લેખનીય કાર્ય માટે, ભારતીય મૂળના લોકોને RECOGNISE કરવા માટે અને તેમના માધ્યમથી દુનિયાભરના લોકોને જાણકારી આપવા માટે પણ.
30 જાન્યુઆરીએ પૂજ્ય બાપુની પુણ્યતિથિ છે, જેમણે આપણને બધાને એક નવો રસ્તો દેખાડ્યો છે. એ દિવસે આપણે શહીદ દિવસ મનાવીએ છીએ. એ દિવસે આપણે દેશની રક્ષામાં પોતાનો જીવ ગુમાવી દેનારા મહાન શહીદોને 11 વાગ્યે શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ. શાંતિ અને અહિંસાનો માર્ગ, એ જ બાપુનો માર્ગ. ભારત હોય કે દુનિયા, વ્યક્તિ હોય, પરિવાર હોય કે સમાજ, પૂજ્ય બાપુ જે આદર્શોને લઈને જીવ્યા, પૂજ્ય બાપુએ જે વાતો આપણને કહી, તે આજે પણ એટલી જ relevant છે. તે માત્ર કોરા સિદ્ધાંતો નહોતા. વર્તમાનમાં પણ આપણે દરેક પગલે જોઈએ છીએ કે બાપુની વાતો કેટલી સાચી હતી. જો આપણે સંકલ્પ કરીએ કે બાપુના માર્ગ પર ચાલીએ, જેટલું ચાલી શકીએ ચાલીએ – તો તેનાથી મોટી શ્રદ્ધાંજલિ કઈ હોઈ શકે છે?
મારા પ્રિય દેશવાસીઓ, આપ સૌને 2018ની શુભેચ્છાઓ આપવાની સાથે મારી વાણીને વિરામ આપુ છું. ખૂબ-ખૂબ ધન્યવાદ. નમસ્કાર.
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. ‘મન કી બાત’નો આ વર્ષનો આ અંતિમ કાર્યક્રમ છે અને સંયોગ જુઓ કે આજે વર્ષ 2017નો પણ અંતિમ દિવસ છે. આ આખું વર્ષ ઘણી બધી વાતો અમે અને તમે શૅર કરી. ‘મન કી બાત’ માટે તમારા ઘણા બધા પત્રો, કોમેન્ટસ, વિચારોનું આ આદાન-પ્રદાન, મારા માટે તો હંમેશાં એક નવી ઊર્જા લઈને આવે છે. કેટલાક કલાકો પછી વર્ષ બદલાઈ જશે પરંતુ આપણી વાતોનો આ ક્રમ આગળ પણ આ રીતે જ ચાલુ રહેશે. આવનારા વર્ષમાં આપણે વધુ નવીનવી વાતો કરીશું, નવા અનુભવો શૅર કરીશું. તમને બધાને વર્ષ 2018ની અનેક-અનેક શુભકામનાઓ. હમણાં ગત 25મી ડિસેમ્બરે વિશ્વભરમાં નાતાલનો તહેવાર ધૂમધામથી મનાવાયો. ભારતમાં પણ લોકોએ ઘણા ઉત્સાહથી આ તહેવાર મનાવ્યો. ક્રિસમસના આ અવસર પર આપણે બધા ઈસા મસીહના મહાન ઉપદેશને યાદ કરીએ છીએ અને ઈશા મસીહે સૌથી વધુ જે વાત પર ભાર મૂક્યો હતો તે હતો – ‘સેવાભાવ’. સેવાની ભાવનાનો સાર આપણે બાઇબલમાં પણ જોઈએ છીએ.
The son of man has come, not to be served
But to serve,
And to give his life, as blessing,
To all humankind.
આ દર્શાવે છે કે સેવાનું મહાત્મ્ય શું છે. વિશ્વની કોઈપણ જાતિ હશે, ધર્મ હશે, પરંપરા હશે, રંગ હશે, પરંતુ સેવાભાવ, તે સહુમાં માનવીય મૂલ્યોની એક અણમોલ ઓળખાણના રૂપમાં છે. આપણા દેશમાં ‘નિષ્કામ કર્મ’ની વાત થાય છે, અર્થાત્ એવી સેવા જેમાં કોઈ અપેક્ષા ન હોય. આપણે ત્યાં તો કહેવાયું છે કે ‘સેવા પરમો ધર્મઃ’. ‘જીવસેવા જ શિવસેવા’ અને ગુરુદેવ રામકૃષ્ણ પરમહંસ તો કહેતા હતા – શિવભાવથી જીવસેવા કરો એટલે કે સમગ્ર વિશ્વમાં આ બધાં સમાન માનવીય મૂલ્યો છે. આવો, આપણે આ મહાપુરુષોનું સ્મરણ કરીને, પવિત્ર દિવસોને યાદ કરીને આપણી આ મહાન મૂલ્ય પરંપરાને નવી ચેતના આપીએ, નવી ઊર્જા આપીએ અને પોતે પણ તેને જીવવાનો પ્રયાસ કરીએ.
મારા પ્રિય દેશવાસીઓ, આ વર્ષ ગુરુ ગોવિંદસિંહજીનું 350મું પ્રકાશ પર્વનું વર્ષ પણ હતું. ગુરુ ગોવિંદસિંહજીનું સાહસ અને ત્યાગસભર અસાધારણ જીવન આપણા બધા માટે પ્રેરણાસ્રોત છે. ગુરુ ગોવિંદસિંહજીએ મહાન જીવન મૂલ્યોનો ઉપદેશ આપ્યો અને આ જ જીવન મૂલ્યોના આધાર પર તેઓ પોતાનું જીવન જીવ્યા પણ ખરા. એક ગુરુ, કવિ, દાર્શનિક, મહાન યૌદ્ધા એવા ગુરુ ગોવિંદસિંહજીએ આ બધી ભૂમિકાઓમાં લોકોને પ્રેરિત કરવાનું કામ કર્યું. તેમણે ઉત્પીડન અને અન્યાયની વિરુદ્ધ લડાઈ લડી. લોકોને જાતિ અને ધર્મનાં બંધનોને તોડવાનો ઉપદેશ આપ્યો. આ પ્રયાસોમાં તેમને વ્યક્તિગત રૂપે ઘણું બધું ગુમાવવું પણ પડ્યું. પરંતુ તેમણે ક્યારેય દ્વેષની ભાવનાને જગ્યા ન આપી. જીવનની પ્રત્યેક પળમાં પ્રેમ, ત્યાગ અને શાંતિનો સંદેશ- કેટલી મહાન વિશેષતાઓથી ભરેલું તેમનું વ્યક્તિત્વ હતું. મારા માટે એ સૌભાગ્યની વાત રહી કે હું આ વર્ષની શરૂઆતમાં ગુરુ ગોવિંદસિંહજીની 350મી જયંતીના અવસરે પટનાસાહિબમાં આયોજિત પ્રકાશોત્સવમાં સહભાગી થયો. આવો, આપણે બધાં સંકલ્પ લઈએ અને ગુરુ ગોવિંદસિંહજીના મહાન ઉપદેશ અને તેમના પ્રેરણાદાયી જીવનમાંથી પ્રેરણા લઈને તે મુજબ જીવનને ઢાળવાનો પ્રયાસ કરીએ.
પહેલી જાન્યુઆરી 2018, અર્થાત્ આવતીકાલ, મારી દ્રષ્ટિથી આ આવતીકાલનો દિવસ એક સ્પેશ્યલ દિવસ છે. તમને પણ આશ્ચર્ય થતું હશે, નવું વર્ષ આવતું રહે છે, એક જાન્યુઆરી પણ દર વર્ષે આવે છે, પરંતુ જ્યારે સ્પેશ્યલની વાત કરું છું તો સાચે જ કહું છું કે સ્પેશ્યલ છે. જે લોકો વર્ષ 2000 માં કે તે પછી જન્મેલા છે તેઓ એક જાન્યુઆરી 2018થી પાત્ર મતદાતા બની જશે. ભારતીય લોકતંત્ર, 21મી સદીના મતદાતાઓનું ‘New India voters’નું સ્વાગત કરે છે. હું, આપણા આ યુવાઓને અભિનંદન આપું છું અને બધાને આગ્રહ કરું છું કે તમે પોતાની મતદાતાના રૂપમાં નોંધણી કરાવો. સમગ્ર હિન્દુસ્તાન તમારો 21મી સદીના મતદાતાના રૂપમાં સ્વાગત કરવા માટે ઉત્સુક છે. 21મી સદીના મતદાતા તરીકે તમે પણ ગૌરવ અનુભવતા હશો. તમારો મત ‘New India’નો આધાર બનશે. મતની શક્તિ, લોકતંત્રમાં સૌથી મોટી શક્તિ છે. લાખો લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે ‘મત’ સૌથી પ્રભાવી સાધન છે. તમે માત્ર મત આપવાના અધિકારી નથી બની રહ્યા, પરંતુ તમે એ પણ નિર્ધારિત કરશો કે 21મી સદીનું ભારત કેવું હોય ? 21મી સદીના ભારત અંગેનાં તમારાં સપનાં કેવાં હોય ? આમ તમે પણ 21મી સદીના ભારતના નિર્માતા બની શકો છો અને તેની શરૂઆત એક જાન્યુઆરીથી વિશેષ રૂપે થઈ રહી છે. અને આજે મારી આ ‘મન કી બાત’માં હું, 18થી 25 વર્ષના ઊર્જા અને સંકલ્પથી ભરપૂર આપણા યશસ્વી યુવાઓ સાથે વાત કરવા માગું છું. હું તેમને ‘New India youth’ માનું છું. ‘New India youth’નો અર્થ થાય છે- ઉમંગ, ઉત્સાહ અને ઊર્જા. મારો વિશ્વાસ છે કે આપણા આ ઊર્જાવાન યુવાઓ ના કૌશલ્ય અને તેમની તાકાતથી જ આપણું ‘New India’નું સ્વપ્ન સાકાર થશે. જ્યારે આપણે નવા ભારતની વાત કરીએ છીએ ત્યારે, નવું ભારત જે જાતિવાદ, સંપ્રદાયવાદ, આતંકવાદ, ભ્રષ્ટાચારના ઝેરથી મુક્ત હોય. ગંદકી અને ગરીબીથી મુક્ત હોય. ‘New India’– જ્યાં બધા માટે સમાન અવસર હોય, જ્યાં બધાની આશા-આકાંક્ષાઓ પૂરી થતી હોય. નવું ભારત જ્યાં શાંતિ, એકતા અને સદભાવના જ આપણું પ્રેરક બળ હોય. મારું આ ‘New India youth’ આગળ આવે અને મંથન કરે કે કેવું બનશે New India. તેઓ પોતાના માટે પણ એક માર્ગ નિશ્ચિત કરે, જેની સાથે તેઓ જોડાયેલા છે તેમને પણ જોડે અને આ કાફલો આગળ વધતો રહે. તમે પણ આગળ વધો, દેશ પણ આગળ વધે. હું અત્યારે જ્યારે તમારી સાથે વાત કરી રહ્યો છું તો મને એક વિચાર આવ્યો કે શું આપણે ભારતના દરેક જિલ્લામાં એક મૉક પાર્લામેન્ટનું આયોજન કરી શકીએ? જ્યાં આ 18થી 25 વર્ષના યુવાઓ મળીને બેસે અને New India પર મંથન કરે, રસ્તા શોધે, યોજનાઓ બનાવે. કેવી રીતે આપણે આપણા સંકલ્પોને 2022 પહેલાં સિદ્ધ કરીશું ? કેવી રીતે આપણે એક એવા ભારતનું નિર્માણ કરી શકીએ જેનું સપનું આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ જોયું હતું ? મહાત્મા ગાંધીએ આઝાદીના આંદોલનને જન આંદોલન બનાવી દીધું હતું. મારા નવયુવાન સાથીઓ, સમયની માગ છે કે આપણે પણ 21મી સદીના ભવ્ય-દિવ્ય ભારત માટે એક જન આંદોલન ઊભું કરીએ. વિકાસનું જન આંદોલન. પ્રગતિનું જન આંદોલન. સામર્થ્યવાન-શક્તિશાળી ભારતનું જન આંદોલન. હું ઈચ્છું છું કે 15 ઑગસ્ટની આસપાસ દિલ્હીમાં એક મૉક પાર્લામેન્ટનું આયોજન થાય જ્યાં પ્રત્યેક જિલ્લામાંથી પસંદ કરાયેલો એક યુવા આ વિષય પર ચર્ચા કરે કે આગામી પાંચ વર્ષમાં એક New Indiaનું નિર્માણ કેવી રીતે કરી શકાય ? સંકલ્પથી સિદ્ધિ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય ? આજે યુવાઓ માટે ઘણા બધા નવા અવસરો સર્જાયા છે. સ્કિલ ડેવલપમેન્ટથી લઈને ઇનૉવેશન અને આંત્રપ્રિન્યૉરશિપમાં આપણા યુવાઓ આગળ આવી રહ્યાં છે અને સફળ થઈ રહ્યાં છે. હું ઈચ્છીશ કે આ બધા અવસરોની જાણકારી આ ‘New India youth’ને એક જગ્યાએ કઈ રીતે મળે અને આ અંગે કોઈ એક વ્યવસ્થા ઊભી કરવામાં આવે જેથી 18 વર્ષના થતાં જ, તેમને આ દુનિયા વિશે, આ બધી બાબતો વિશે સુગમ રીતે જાણકારી પ્રાપ્ત થાય અને તેઓ આવશ્યક લાભ પણ લઈ શકે.
મારા પ્રિય દેશવાસીઓ, ગઈ ‘મન કી બાત’માં મેં તમને સકારાત્મકતાના મહત્વ વિશે વાત કરી હતી. મને સંસ્કૃતનો એક શ્લોક યાદ આવે છે-
उत्साहो बलवानार्य, नास्त्युत्साहात्परं बलम् |
सोत्साहस्य च लोकेषु न किंचिदपि दुर्लभम् ||
તેનો અર્થ થાય છે, ઉત્સાહથી ભરપૂર એક વ્યક્તિ અત્યંત બળવાન હોય છે કારણકે ઉત્સાહથી આગળ કંઈ ન હોઈ શકે. સકારાત્મકતા અને ઉત્સાહસભર વ્યક્તિ માટે કંઈ અસંભવ નથી. અંગ્રેજીમાં પણ લોકો કહે છે- ‘Pessimism leads to weakness, optimism to power’. મેં ગઈ ‘મન કી બાત’માં દેશવાસીઓને અપીલ કરી હતી કે વર્ષ 2017ની તમારી સકારાત્મક ક્ષણો જણાવો અને વર્ષ 2018નું સ્વાગત એક સકારાત્મક વાતાવરણમાં કરો. મને ઘણી ખુશી થઈ કે મોટી સંખ્યામાં લોકોએ સૉશિયલ મિડિયા પ્લેટફૉર્મ, MyGov અને NarendraModi App પર ઘણો જ સકારાત્મક પ્રતિભાવ આપ્યો, પોતાના અનુભવો જણાવ્યા. Positive India હેશટેગ (#) સાથે લાખો ટ્વીટ થયા જેની પહોંચ લગભગ દોઢસો કરોડથી પણ વધુ લોકો સુધી પહોંચી. એક રીતે સકારાત્મકતાનો જે સંચાર ભારતમાં થયો તે વિશ્વભરમાં ફેલાયો. જે ટ્વીટ્સ અને પ્રતિભાવો આવ્યાં તે સાચે જ પ્રેરણાદાયી હતાં. એક સુખદ અનુભવ હતો. કેટલાક દેશવાસીઓએ આ વર્ષના એ ઘટનાક્રમોને વહેંચ્યા છે કે, જેનો તેમના મન પર વિશેષ પ્રભાવ પડ્યો, સકારાત્મક પ્રભાવ પડ્યો. કેટલાક લોકોએ પોતાની વ્યક્તિગત ઉપલબ્ધિઓની વાત પણ શેર કરી.
સાઉન્ડ બાઇટ#
#મારું નામ મીનુ ભાટિયા છે. હું મયૂર વિહાર, પૉકેટ વન, ફૅઝ વન, દિલ્લીમાં રહું છું. મારી દીકરી એમ.બી.એ. કરવા માગતી હતી. તેના માટે મને બૅન્કમાંથી લૉન જોઈતી હતી જે મને ઘણી સરળતાથી મળી ગઈ અને મારી દીકરીનો અભ્યાસ ચાલુ રહ્યો.
# મારું નામ જ્યોતિ રાજેન્દ્ર વાડે છે. હું બોડલથી વાત કરું છું. અમારો વીમો હતો જેમાં દર મહિને એક રૂપિયાનું પ્રિમિયમ કપાતું હતું. તે મારા પતિએ કરાવ્યો હતો અને તેમનું એક અકસ્માતમાં નિધન થઈ ગયું. તે સમયે અમારી શું સ્થિતિ થઈ તે અમે જ જાણીએ. સરકારની આ મદદથી અમને ઘણો લાભ થયો અને તેનાથી હું થોડી બેઠી થઈ શકી.
# મારું નામ સંતોષ જાધવ છે. અમારા ગામથી, ભિન્નર ગામથી 2017થી નેશનલ હાઇવે પસાર થયો છે. તેના કારણે અમારી સડકો ઘણી સારી થઈ ગઈ અને વેપાર પણ વધશે.
# મારું નામ દીપાંશુ આહુજા, વિસ્તાર સાદતગંજ, જિલ્લો સહારનપુર, ઉત્તર પ્રદેશનો નિવાસી છું. બે ઘટનાઓ છે એક તો આપણા ભારતીય સૈનિકો દ્વારા પાકિસ્તાનમાં કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઇક જેનાથી આતંકવાદનાં જે લૉન્ચિંગ પેડ હતાં- તેમને નેસ્તનાબૂદ કરી નાખવામાં આવ્યાં અને સાથેસાથે આપણા ભારતીય સૈનિકોનું ડોકલામમાં જે પરાક્રમ જોવા મળ્યું તે અતુલનીય છે.
# મારું નામ સતીશ બેવાની છે. અમારા વિસ્તારમાં પાણીની સમસ્યા હતી. ગયાં 40 વર્ષથી અમારે આર્મીની પાઇપલાઇન પર નિર્ભર રહેવું પડતું હતું. હવે અલગથી આ પાઇપલાઇન થઈ છે- સ્વતંત્ર. તો આ બધી મોટી ઉપલબ્ધિઓ છે અમારી 2017માં.
આવા અનેક લોકો છે જેઓ પોતપોતાના સ્તર પર એવાં કાર્યો કરી રહ્યાં છે જેનાથી અનેક લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. હકીકતમાં, આ જ તો ‘New India’ છે જેનું આપણે બધાં સાથે મળીને નિર્માણ કરી રહ્યાં છીએ. આવો, આ જ નાનીનાની ખુશીઓ સાથે આપણે નવા વર્ષમાં પ્રવેશ કરીએ, નવા વર્ષની શરૂઆત કરીએ અને ‘Positive India’થી ‘Progressive India’ની દિશામાં મજબૂત ડગ માંડીએ. જ્યારે આપણે સકારાત્મકતાની વાત કરીએ છીએ તો મને પણ એક વાત શેર કરવાનું મન થાય છે. તાજેતરમાં જ મને કાશ્મીરમાં પ્રશાસનિક સેવાના ટૉપર અંજુમ બશીર ખાન ખટ્ટકની પ્રેરણાદાયી વાત જાણવા મળી. તેમણે આતંકવાદ અને ઘૃણાના દંશની બહાર નીકળીને કાશ્મીર એડ્મિનિસ્ટ્રેટિવ સર્વિસની પરીક્ષામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે 1990માં આતંકવાદીઓએ તેમના પૈતૃક ઘરને સળગાવી દીધું હતું. ત્યાં આતંકવાદ અને હિંસા એટલી બધી હતી કે તેમના પરિવારને પોતાની પૈતૃક જમીન છોડીને બહાર નીકળવું પડ્યું. એક નાનકડા બાળક માટે તેની ચારે તરફ આટલી બધી હિંસાનું વાતાવરણ, દિલમાં અંધકાર અને કડવાશ ઉત્પન્ન કરવા માટે પર્યાપ્ત હતું- પરંતુ અંજુમે તેવું ન થવા દીધું. તેમણે ક્યારેય આશા ન છોડી. તેમણે પોતાના માટે એક અલગ માર્ગ પસંદ કર્યો- જનતાની સેવાનો માર્ગ. તે વિપરીત પરિસ્થિતિમાંથી પાર ઉતર્યા અને સફળતાની પોતાની ગાથા પોતે લખી. આજે તેઓ માત્ર જમ્મુ અને કાશ્મીરના જ નહીં, પરંતુ સમગ્ર દેશના યુવાનો માટે પ્રેરણા બની ગયા છે. અંજુમે સાબિત કરી દીધું છે કે પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ કેમ ન હોય, સકારાત્મક કાર્યો દ્વારા નિરાશાનાં વાદળોને પણ વિખેરી શકાય છે.
હમણાં ગયા અઠવાડિયે જ મને જમ્મુ-કાશ્મીરની કેટલીક દિકરીઓને મળવાનો અવસર મળ્યો. તેમનામાં જે ઉમંગ હતો, જે ઉત્સાહ હતો, જે સપનાંઓ હતા, અને જ્યારે હું તેમને સાંભળી રહ્યો હતો, તેઓ જીવનમાં કેવા-કેવા ક્ષેત્રમાં પ્રગતિ કરવા માગે છે. અને તેઓ કેટલા આશાભર્યા જીવનવાળા લોકો હતા. તેમની સાથે મેં વાતો કરી, ક્યાંય નિરાશાનું નામોનિશાન નહોતું – ઉત્સાહ હતો, ઉમંગ હતો, ઊર્જા હતી, સપનાં હતા, સંકલ્પ હતો. એ દિકરીઓ સાથે જેટલો સમય મેં વિતાવ્યો, મને પણ પ્રેરણા મળી અને આ જ તો દેશની તાકાત છે, આ જ તો મારા યુવાઓ છે, આ જ તો મારા દેશનું ભવિષ્ય છે.
મારા પ્રિય દેશવાસીઓ, આપણા દેશનાં જ નહીં, જ્યારે પણ ક્યારેય વિશ્વના પ્રસિદ્ધ ધાર્મિક સ્થળોની ચર્ચા થાય છે તો કેરળના સબરીમાલા મંદિરની વાત થવી બહુ સ્વાભાવિક છે. વિશ્વપ્રસિદ્ધ આ મંદિરમાં, ભગવાન અયપ્પા સ્વામીના આશીર્વાદ લેવા માટે દર વર્ષે કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં આવે છે. જ્યાં આટલી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય, જે સ્થાનનું આટલું મોટું મહાત્મ્ય હોય, ત્યાં સ્વચ્છતા જાળવી રાખવી એ કેટલો મોટો પડકાર હોય છે ? અને વિશેષરૂપથી એ જગ્યાએ જે પહાડો અને જંગલોની વચ્ચે આવેલી હોય. પરંતુ આ સમસ્યાને પણ સંસ્કારમાં કેવી રીતે બદલી શકાય છે, સમસ્યામાંથી બહાર આવવાનો રસ્તો પણ કેવી રીતે શોધી શકાય છે, અને જન-ભાગીદારીમાં એટલી કેવી તાકાત હોય છે, તેનું સબરીમાલા મંદિર પોતે જ એક ઉદાહરણ છે. પી. વિજયન નામના એક પોલીસ ઓફિસરે ‘પુણ્યમ પુન્કવાણમ’, એક કાર્યક્રમ શરૂ કર્યો અને તે કાર્યક્રમ હેઠળ સ્વચ્છતા માટે જાગૃતિનું એક સ્વૈચ્છિક અભિયાન શરૂ કર્યું. અને એક એવી પરંપરા બનાવી દીધી કે જે પણ યાત્રીઓ આવે છે, તેમની યાત્રા ત્યાં સુધી પૂર્ણ નથી થતી કે જ્યાં સુધી તેઓ સ્વચ્છતાના કાર્યક્રમમાં કોઈ ને કોઈ શારીરિક શ્રમ ન કરતા હોય. આ અભિયાનમાં ન કોઈ મોટું હોય છે, ન કોઈ નાનું હોય છે. દરેક યાત્રી, ભગવાનની પૂજાનો જ એક ભાગ સમજીને કેટલોક સમય સ્વચ્છતાના માટે આપે છે, કામ કરે છે, ગંદકી હટાવવા માટે કામ કરે છે. રોજ સવારે અહીં સફાઈનું દ્રશ્ય ઘણું જ અદભુત હોય છે અને તમામ તીર્થયાત્રીઓ તેમાં લાગી જાય છે. કેટલીયે મોટી CELEBRITY કેમ ન હોય, કેટલોય ધનિક વ્યક્તિ કેમ ન હોય, કેટલોય મોટો ઓફિસર કેમ ન હોય, દરેક વ્યક્તિ એક સામાન્ય યાત્રીની જેમ આ ‘પુણ્યમ પુન્કવાણમ’ કાર્યક્રમનો ભાગ બની જાય છે, સફાઈ કરીને જ આગળ વધે છે. આપણે દેશવાસીઓ માટે આવા કેટલાય ઉદાહરણ છે. સબરીમાલામાં આટલું આગળ વધેલું સ્વચ્છતા અભિયાન અને તેમાં પુણ્યમ પુન્કવાણમ એ દરેક યાત્રીની યાત્રાનો હિસ્સો બની જાય છે. ત્યાં કઠોર વ્રત સાથે સ્વચ્છતાનો કઠોર સંકલ્પ પણ સાથે સાથે ચાલે છે.
મારા પ્રિય દેશવાસીઓ, 2 ઓક્ટોબર 2014 પૂજ્ય બાપુની જન્મ જયંતી પર આપણે સૌએ સંકલ્પ કર્યો છે કે પૂજ્ય બાપુનું જે અધૂરું કામ છે એટલે કે સ્વચ્છ ભારત, ગંદકીથી મુક્ત ભારત. પૂજ્ય બાપુ જીવનભર આ કામ માટે ઝઝૂમતા રહ્યા, કોશિશ પણ કરતા રહ્યા. અને આપણે સૌએ નક્કી કર્યું કે જ્યારે બાપુની 150મી જયંતી હોય તો તેમને આપણે તેમના સપનાંનું ભારત, સ્વચ્છ ભારત આપવાની દિશામાં કંઈકને કંઈક કરીએ. સ્વચ્છતાની દિશામાં દેશભરમાં વ્યાપક સ્તર પર પ્રયાસ થઈ રહ્યા છે. ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારોમાં વ્યાપક જન-ભાગીદારીથી પણ પરિવર્તન નજરે પડી રહ્યું છે. શહેરી વિસ્તારોમાં સ્વચ્છતાના સ્તરની ઉપલબ્ધિઓની ચકાસણી કરવા માટે આગામી 4 જાન્યુઆરી થી 10 માર્ચ 2018 વચ્ચે દુનિયાનો સૌથી મોટો સર્વેક્ષણ – ‘સ્વચ્છ સર્વેક્ષણ 2018’ કરવામાં આવશે. આ સર્વેક્ષણ, ચાર હજારથી પણ વધુ શહેરોમાં લગભગ 40 કરોડની વસ્તીમાં કરવામાં આવશે. આ સર્વેક્ષણમાં જે તથ્યોને ચકાસવામાં આવશે તેમા, શહેરોમાં ખુલ્લામાં શૌચથી મુક્તિ, કચરાનું કલેક્શન, કચરાને ઉઠાવીને લઈ જવા માટે પરિવહનની વ્યવસ્થા, વૈજ્ઞાનિક રીતે કચરાનું processing, behavioral change માટે કરવામાં આવતા પ્રયાસ, capacity building અને સ્વચ્છતા માટે કરવામાં આવેલા innovative પ્રયાસ અને આ કામ માટે જન-ભાગીદારી. આ સર્વેક્ષણ દરમિયાન અલગ-અલગ દળ જઈને શહેરોનું inspection કરશે. નાગરિકો સાથે વાત કરીને તેમની પ્રતિક્રિયા લેશે. સ્વચ્છતા એપના ઉપયોગનો તથા વિભિન્ન પ્રકારના સેવા-સ્થળોમાં સુધારાનું analysis કરશે. તેમાં એ પણ જોવામાં આવશે કે શું એવી વ્યવસ્થા શહેરો દ્વારા કરવામાં આવી છે કે જેનાથી શહેરની સ્વચ્છતા જન-જનનો સ્વભાવ બને, શહેરનો સ્વભાવ બની જાય. સ્વચ્છતા માત્ર સરકાર કરે એવું ન હોવું જોઇએ. દરેક નાગરિક અને નાગરિક સંગઠનોની પણ બહુ મોટી જવાબદારી છે. અને મારી દરેક નાગરિક ને અપીલ છે કે તેઓ આવનારા દિવસોમાં જે સ્વચ્છતા સર્વે થવાનો છે તેમાં ઉત્સાહપૂર્વક ભાગ લે. અને આપનું શહેર પાછળ ન રહી જાય, આપની ગલી- મહોલ્લો પાછળ ન રહી જાય તેનું બીડું ઝડપીએ. મને પૂરો વિશ્વાસ છે કે ઘરમાંથી સૂકો કચરો અને ભીનો કચરો અલગ કરી લીલી અને વાદળી કચરાપેટીનો ઉપયોગ, હવે તો આપની આદત બની જ ગઈ હશે. કચરા માટે reduce, re-use અને re-cycle નો સિદ્ધાંત બહુ જ ઉપયોગી સાબિત થાય છે. જ્યારે શહેરોનું ranking આ સર્વેક્ષણના આધાર પર કરવામાં આવશે ત્યારે – જો આપનું શહેર એક લાખથી વધુની વસ્તી ધરાવતું હોય તો આખા દેશના ranking માં, અને એક લાખથી ઓછી વસ્તી ધરાવતું હોય તો ક્ષેત્રીય ranking માં ઊંચામાં ઊંચું સ્થાન પ્રાપ્ત કરે એ તમારું સપનું હોવું જોઈએ, આપનો પ્રયાસ હોવો જોઈએ. 4 જાન્યુઆરી થી 10 માર્ચ 2018, આ દરમિયાન થનારા સ્વચ્છતા સર્વેક્ષણમાં, સ્વચ્છતાની આ healthy competition માં આપ ક્યાંક પાછળ ન રહી જાઓ – એ દરેક નગરમાં એક સાર્વજનિક ચર્ચાનો વિષય બનવો જોઈએ. અને આપ સહુનું સપનું હોવું જોઈએ, ‘અમારું શહેર – અમારો પ્રયાસ’, ‘અમારી પ્રગતિ – દેશની પ્રગતિ.’ આવો આ સંકલ્પ સાથે આપણે સહુ ફરીથી એકવાર પૂજ્ય બાપુનું સ્મરણ કરીને સ્વચ્છ ભારતનો સંકલ્પ લેતાં, પુરુષાર્થની પરાકાષ્ઠા કરીએ.
મારા પ્રિય દેશવાસીઓ, કેટલીક વાતો એવી હોય છે કે જે જોવામાં બહુ નાની લાગે છે, પરંતુ એક સમાજના રૂપમાં આપણી ઓળખ પર દૂરદૂર સુધી પ્રભાવ પાડનારી હોય છે. આજે મન કી બાતના આ કાર્યક્રમનાં માધ્યમથી હું આપની સાથે એક એવી વાત share કરવા માગું છું. અમારી જાણકારીમાં એક વાત આવી કે જો કોઈ મુસ્લિમ મહિલા હજ યાત્રા માટે જવા માગે છે તો તે ‘મહરમ’ અથવા તેના male guardian વગર નથી જઈ શકતી. જ્યારે મેં આના વિશે પહેલી વખત સાંભળ્યું તો મેં વિચાર્યું કે આવું કેવી રીતે હોઈ શકે? આવા નિયમો કોણે બનાવ્યા હશે? આવો ભેદભાવ કેમ ? અને હું જ્યારે તેના ઊંડાણમાં ગયો તો હું હેરાન થઈ ગયો – આઝાદીના 70 વર્ષ પછી પણ આવા restriction લગાવનારા લોકો આપણે જ હતા. દાયકાઓથી મુસ્લિમ મહિલાઓ સાથે અન્યાય થઈ રહ્યો હતો પરંતુ તેની કોઈ ચર્ચા જ નહોતી. ત્યાં સુધી કે અનેક ઈસ્લામિક દેશોમાં પણ આ નિયમ નથી. પરંતુ ભારતમાં મુસ્લિમ મહિલાઓને આ અધિકાર પ્રાપ્ત થયો નહોતો. અને મને ખુશી છે કે અમારી સરકારે તેના પર ધ્યાન આપ્યું. અમારી Ministry of Minority Affairs એ આવશ્યક પગલાં પણ લીધાં અને આ 70 વર્ષથી ચાલતી આવતી પરંપરાને નાબૂદ કરીને આ restriction ને અમે હટાવી દીધું. આજે મુસ્લિમ મહિલાઓ, મહરમ વગર હજ પર જઈ શકે છે અને મને ખુશી છે કે આ વખતે લગભગ 1300 મુસ્લિમ મહિલાઓ મહરમ વગર હજ જવા માટે apply કરી ચૂકી છે અને દેશના અલગ અલગ ભાગમાંથી – કેરળથી લઈને ઉત્તર સુધી મહિલાઓએ ઉત્સાહપૂર્વક હજ યાત્રા કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. અલ્પસંખ્યક બાબતોના મંત્રાલયને મેં સૂચન આપ્યું કે તેઓ એ સુનિશ્ચિત કરે કે એવી દરેક મહિલાઓને હજ જવાની અનુમતિ મળે જે એકલી apply કરી રહી છે. સામાન્ય રીતે હજ યાત્રીઓ માટે lottery system છે પરંતુ હું ઈચ્છીશ કે એકલી મહિલાઓ ને આ lottery system થી બહાર રાખવામાં આવે અને તેમને special category માં મોકો આપવો જોઈએ. હું પૂરા વિશ્વાસથી કહું છું અને મારી એ દ્રઢ માન્યતા છે કે ભારતની વિકાસ યાત્રા, આપણી નારી શક્તિના બળ પર, તેમની પ્રતિભાના ભરોસે આગળ વધી છે અને આગળ વધતી રહેશે. આપણો નિરંતર પ્રયાસ હોવો જોઈએ કે આપણી મહિલાઓને પણ પુરુષોની બરાબર સમાન અધિકાર મળે, સમાન અવસર મળે, જેથી તેઓ પ્રગતિના માર્ગ પર એકસાથે આગળ વધી શકે.
મારા પ્રિય દેશવાસીઓ, 26 જાન્યુઆરી આપણા માટે એક ઐતિહાસિક પર્વ છે. પરંતુ આ વર્ષે 26 જાન્યુઆરી 2018નો દિવસ વિશેષરૂપથી યાદ રાખવામાં આવશે. આ વર્ષે ગણતંત્ર દિવસ સમારોહ માટે આસિઆન ના (ASEAN) તમામ દસ દેશોના નેતાઓ મુખ્ય અતિથિ તરીકે ભારત આવશે. ગણતંત્ર દિવસ પર આ વખતે એક નહીં પરંતુ દસ મુખ્ય અતિથિ હશે. આવું ભારતના ઈતિહાસમાં પહેલા ક્યારેય નથી થયું. 2017, આસિઆનના દેશો અને ભારત, બંને માટે ખાસ રહ્યું છે. આસિઆન એ 2017માં પોતાના 50 વર્ષ પૂર્ણ કર્યા અને 2017માં જ આસિઆન સાથે ભારતની ભાગીદારીના 25 વર્ષ પૂર્ણ થયા છે. 26 જાન્યુઆરીએ વિશ્વના 10 દેશોના આ મહાન નેતાઓનું એકસાથે ઉપસ્થિત રહેવું, આપણા ભારતીયો માટે ગર્વની વાત છે.
પ્રિય દેશવાસીઓ, આ તહેવારોની season છે. આમ તો આપણો દેશ એક પ્રકારે તહેવારોનો દેશ છે. કદાચ જ કોઈ દિવસ એવો હશે જેના નામે કોઈ તહેવાર ન લખાયેલો હોય. હમણાં આપણે સૌએ ક્રિસમસ મનાવી છે અને આગળ નવું વર્ષ આવવાનું છે. આવનારું નવું વર્ષ આપ સૌના માટે ઘણી ખુશીઓ, સુખ, સમૃદ્ધિ લઈને આવે. આપણે સૌ નવા જોશ, નવા ઉત્સાહ, નવા ઉમંગ અને નવા સંકલ્પની સાથે આગળ વધીએ, દેશને પણ આગળ વધારીએ. જાન્યુઆરીનો મહિનો સૂર્યને ઉત્તરાયણ થવાનો કાળ છે અને આ જ મહિનામાં મકર સંક્રાંતિ મનાવવામાં આવે છે. આ પ્રકૃતિ સાથે જોડાયેલું પર્વ છે. આમ તો આપણા દરેક પર્વ કોઈ ને કોઈ રીતે પ્રકૃતિ સાથે જોડાયેલા છે પરંતુ વિવિધતાઓથી ભરેલી આપણી સંસ્કૃતિમાં પ્રકૃતિની આ અદભુત ઘટનાઓને અલગ-અલગ રીતે મનાવવાની પ્રથા પણ છે. પંજાબ અને ઉત્તર ભારતમાં લોહરી નો આનંદ હોય છે, તો યુપી-બિહારમાં ખિચડી અને તલ-સંક્રાંતિની પ્રતિક્ષા રહેતી હોય છે. રાજસ્થાનમાં સંક્રાંત કહો, આસામમાં માઘ-બિહૂ અથવા તમિલનાડુમાં પોંગલ, આ દરેક તહેવાર પોતાનામાં વિશેષ છે અને તેમનું પોતાનું મહત્વ છે. આ દરેક તહેવાર 13 થી 17 જાન્યુઆરી દરમિયાન મનાવવામાં આવે છે. આ દરેક તહેવારોના નામ અલગ-અલગ, પરંતુ તેનું મૂળ તત્વ એક જ છે – પ્રકૃતિ અને કૃષિ સાથેનું જોડાણ.
દરેક દેશવાસીઓને આ તહેવારોની ઘણી ઘણી શુભેચ્છાઓ. એક વાર ફરીથી આપ સર્વેને નવ વર્ષ 2018ની ખૂબ શુભેચ્છાઓ.
ખૂબ-ખૂબ ધન્યવાદ દેશવાસીઓ. હવે 2018માં ફરી વાત કરીશું.
ધન્યવાદ.
મારા વ્હાલા દેશવાસીઓ, નમસ્કાર. થોડા સમય પહેલાં મને કર્ણાટકના બાળમિત્રો સાથે પરોક્ષ વાતચીત કરવાની તક મળી. ટાઇમ્સ જૂથના “વિજય કર્ણાટક” અખબારે બાલદિને એક પહેલ કરીને બાળકોને આગ્રહ કર્યો કે, દેશના પ્રધાનમંત્રીને પત્ર લખો. અને પછી તેમાંથી કેટલાક ચૂંટેલા પત્રો તેમણે છાપ્યા. મેં તે પત્રો વાંચ્યા, મને બહુ સારૂં લાગ્યુ. આ નાનાં-નાનાં બાળકો પણ દેશની સમસ્યાઓથી, દેશમાં ચાલી રહેલી ચર્ચાઓથી પણ કેટલા પરિચીત છે. કેટલાય વિષયો પર આ બાળકોએ લખ્યું છે, ઉત્તર કન્નડની કિર્તી હેગડેએ ડીજીટલ ઇન્ડિયા અને સ્માર્ટ સીટી યોજનાનાં વખાણ કરીને સુચન કર્યું છે કે, આપણે આપણી શિક્ષણ વ્યવસ્થામાં બદલાવ લાવવાની જરૂર છે. તેમણે એમ પણ કહ્યું છે કે, આજકાલ બાળકોને વર્ગખંડમાં વાંચવાનું ગમતું નથી. તેમને પ્રકૃતિ વિષે જાણવાનું ગમે છે. અને જો આપણે બાળકોને પ્રકૃતિ વિષે માહીતી આપીશું તો કદાચ પર્યાવરણનાં રક્ષણમાં તે આગળ જતાં આપણને કામ આવી શકે છે.
લક્ષ્મેશ્વરથી રીડા નદાફે લખ્યું છે કે, તે એક સેનાના જવાનની દિકરી છે. અને તેને આ વાતનો ગર્વ છે. કયા હિંદુસ્તાનીને ફૌઝી પર ગર્વ નહીં હોય ? અને આપ તો ફૌઝીની દિકરી છો, એટલે આપને ગર્વ હોવો બહુ સ્વાભાવિક છે. કલબુર્ગીથી ઇરફાના બેગમે લખ્યું છે કે, તેમની શાળા તેમના ગામથી પાંચ કિલોમીટર જેટલી દૂર છે. જેથી તેમણે
ઘરેથી બહુ જ વહેલું નિકળવું પડે છે. અને ઘરે પાછા આવવામાં પણ મોડી રાત થઇ જાય છે. અને તેમણે કહ્યું છે કે, શાળા દૂર હોવાના કારણે હું મારા દોસ્તો સાથે પણ સમય વિતાવી શક્તી નથી. તેમણે એક સૂચન કર્યું છે કે, નજીકમાં જ કોઇ શાળા હોવી જોઇએ. દેશવાસીઓ એક અખબારે આ પહેલ કરી અને મારા સુધી આ પત્રો પહોંચ્યા. તેમજ મને તે પત્રો વાંચવાની તક મળી. તે મને ખૂબ ગમ્યું. મારા માટે પણ આ એક સારો અનુભવ હતો.
મારા વ્હાલા દેશવાસીઓ, આજે 26 નવેમ્બર છે. 26મી નવેમ્બર એ આપણો બંધારણ દિવસ છે. 1949માં આજના જ દિવસે બંધારણ સભાએ ભારતનાં બંધારણનો સ્વીકાર કર્યો હતો. 26 જાન્યુઆરી 1950નાં રોજ બંધારણ અમલમાં આવ્યું. અને એટલા માટે તો આપણે તેને પ્રજાસત્તાક દિવસનાં રૂપમાં ઉજવીએ છીએ. ભારતનું બંધારણ આપણા લોકતંત્રનો આત્મા છે. આજનો દિવસ બંધારણ સભાનાં એ સભ્યોનું સ્મરણ કરવાનો દિવસ છે. તેમણે ભારતનું બંધારણ ઘડવા માટે લગભગ ત્રણ વર્ષ સુધી મહેનત કરી. અને જે પણ તે ચર્ચાને વાંચે છે, ત્યારે આપણને ગર્વ થાય છે કે, રાષ્ટ્રને સમર્પિત જીવનનો વિચાર શું હોય છે. શું તમે કલ્પના કરી શકો છો કે, વિવિધતાઓથી સભર આપણા દેશનું બંધારણ ઘડવા માટે એમણે કેટલી સખત મહેનત કરી હશે ? સમજણ અને દુરદર્શીતાનાં દર્શન કરાવ્યા હશે ? અને તે પણ એવા સમયે જ્યારે દેશ ગુલામીની સાંકળોમાંથી મુક્ત થઇ રહ્યો હતો. આ જ બંધારણને ધ્યાનમાં રાખીને બંધારણનાં ઘડવૈયાઓ, તે મહાપુરૂષોનાં વિચારોને ધ્યાનમાં રાખીને નૂતન ભારતનું સર્જન કરવું તે આપણા સૌનું કર્તવ્ય છે. આપણું બંધારણ બહુ વ્યાપક છે. કદાચ જીવનનું કોઇ એવું ક્ષેત્ર નથી, પ્રકૃતિનો કોઇ એવો વિષય નથી જેને તેણે સ્પર્શ્યો ન હોય. સૌના માટે સમાનતા અને સૌના પ્રત્યે સંવેદનશીલતા આપણા બંધારણની ઓળખ છે. તે દરેક નાગરિક, ગરીબ હોય કે દલિત, પછાત હોય કે વંચિત, આદિવાસી, મહિલા બધાંના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરે છે. અને તેમના હિતોને સુરક્ષિત રાખે છે. આપણું કર્તવ્ય છે કે, આપણે બંધારણનું અક્ષરશઃ પાલન કરીએ. નાગરિક હોય કે પ્રશાસક બંધારણની ભાવનાને અનુરૂપ આગળ વધીએ. કોઇને કોઇનાય તરફથી હાનિ ન પહોંચે એ જ તો બંધારણનો સંદેશ છે. આજે બંધારણ દિવસે ડૉ.બાબાસાહેબ આંબેડકર યાદ આવવા બહુ સ્વાભાવિક છે. આ બંધારણ સભામાં મહત્વનાં વિષયો ઉપર સત્તર અલગ અલગ સમિતિઓની રચના કરવામાં આવી હતી. તેમાં સૌથી મહત્વની સમિતિઓમાંની એક “મુસદ્દા સમિતિ” હતી. અને ડૉ.બાબાસાહેબ આંબેડકર આ મુસદ્દા સમિતિના અધ્યક્ષ હતા. એક બહુ મોટી મહત્વની ભૂમિકા તેઓ નિભાવી રહ્યા હતા. આજે આપણે ભારતનાં જે બંધારણ પર ગૌરવનો અનુભવ કરીએ છીએ, તેનાં નિર્માણમાં બાબાસાહેબ આંબેડકરનાં કુશળ નેતૃત્વની અમીટ છાપ છે. એમણે એ સુનિશ્ચિત કર્યું હતું કે, સમાજના દરેક વર્ગનું કલ્યાણ થાય. છઠ્ઠી ડિસેમ્બરે તેમના મહાપરિનિર્વાણ દિવસે આપણે કાયમની જેમ એમનું સ્મરણ કરીને એમને વંદન કરીએ છીએ. દેશને સમૃદ્ધ અને શક્તિશાળી બનાવવામાં બાબાસાહેબનું યોગદાન અવિસ્મરણીય છે. પંદરમી ડિસેમ્બરે સરદાર વલ્લભભાઇ પટેલની પુણ્યતિથી છે. ખેડૂતપુત્રમાંથી દેશના લોખંડી પુરૂષ બનેલા સરદાર પટેલે દેશને એક તાંતણે બાંધવાનું અસાધારણ કામ કર્યું હતું. સરદાર સાહેબ પણ બંધારણ સભાના સભ્ય રહ્યા હતા. તેઓ મૂળભૂત અધિકારો, લઘુમતીઓ અને આદિવાસીઓ માટે બનાવાયેલી સલાહકાર સમિતીનાં પણ અધ્યક્ષ હતા.
26-11 આપણો બંધારણ દિવસ છે. પરંતુ નવ વર્ષ પહેલાં 26-11 નાં રોજ આતંકવાદીઓએ મુંબઇ ઉપર હુમલો કર્યો હતો. તેને દેશ કેવી રીતે ભૂલી શકે છે ? આ હુમલામાં જેમણે પોતાના જાન ગુમાવ્યા હતા. તે બહાદુર નાગરિકો પોલીસકર્મીઓ, સલામતિ જવાનો એ દરેકનું દેશ સ્મરણ કરે છે. તેઓને નમન કરે છે. આ દેશ કયારેય તેઓના બલિદાનને ભૂલી નહીં શકે. આતંકવાદ આજે દુનિયાનાં દરેક ભાગમાં અને એક રીતે જોઇએ તો દરરોજ બનતી ઘટનાનું અતિભયંકર રૂપ બની ગયું છે. આપણે ભારતમાં તો છેલ્લા 40 વર્ષથી આતંકવાદનાં કારણે ઘણુંબધું સહન કરી રહ્યા છીએ. આપણા હજારો નિર્દોષ લોકોએ પોતાનાં જાન ગુમાવ્યા છે. પરંતુ કેટલાક વર્ષો પહેલાં ભારત જયારે દુનિયાની સામે આતંકવાદની ચર્ચા કરતો હતો. આતંકવાદથી ઉભા થયેલા ભયંકર સંકટોની ચર્ચા કરતો હતો. ત્યારે દુનિયાનાં અનેક લોકો એવા હતા, જે તેને ગંભીરતાથી લેવા માટે તૈયાર નહોતા. પરંતુ આજે જયારે આતંકવાદ તેમના પોતાના બારણે ટકોરા મારી રહ્યો છે, ત્યારે દુનિયાની દરેક સરકાર માનવતાવાદમાં વિશ્વાસ રાખનારા, લોકતંત્રમાં ભરોસો રાખનારી સરકારો, આતંકવાદને એક મોટા પડકારના રૂપમાં જોઇ રહ્યા છે. આતંકવાદે વિશ્વની માનવતાને પડકાર ફેંક્યો છે. આતંકવાદે માનવતાવાદને પડકાર ફેંક્યો છે. તે માનવીય શક્તિઓનો નાશ કરવા જઇ રહ્યો છે. અને એટલા માટે કેવળ ભારત જ નહીં, દુનિયાની તમામ માનવતાવાદી શક્તિઓએ સાથે મળીને આતંકવાદને પરાસ્ત કરવો જ રહ્યો. ભગવાન બુદ્ધ, ભગવાન મહાવીર, ગુરૂ નાનક, મહાત્મા ગાંધી, તે જ તો આ ધરતીનાં રત્નો છે, જેમણે અહિંસા અને પ્રેમનો સંદેશ દુનિયાને આપ્યો છે. આતંકવાદ અને ઉગ્રવાદ આપણા સામાજિક તાણાવાણાને નબળા પાડીને તેમને છિન્નભિન્ન કરવાનો નાપાક પ્રયાસ કરે છે. અને એટલા માટે જ માનવતાવાદી શક્તિઓએ વધારે જાગૃત થવું આ સમયની માંગ છે.
મારા વ્હાલા દેશવાસીઓ, ચોથી ડિસેમ્બરે આપણે બધા નેવી ડે – નૌકાદળ દિવસ ઉજવીશું. ભારતીય નૌકાદળ આપણા દરિયાકિનારાને રક્ષણ અને સલામતિ બક્ષે છે. નૌકાદળ સાથે જોડાયેલા તમામને હું અભિનંદન પાઠવું છું. આપ સૌ જાણતા જ હશો કે, આપણી સભ્યતા નદીઓનાં કિનારે પાંગરેલી છે. ચાહે તે સિંધું હોય, ગંગા હોય, યમુના હોય કે સરસ્વતી હોય, આપણી નદીઓ અને સમુદ્ર આર્થિક તથા વ્યૂહાત્મક એમ બંને હેતુથી મહત્વના છે. પુરા વિશ્વ માટે તે આપણું પ્રવેશદ્વાર છે. આ દેશનો, આપણી આ ભૂમિનો મહાસાગરો સાથે અતૂટ સંબંધ રહ્યો છે. અને આપણે જયારે ઇતિહાસની તરફ નજર કરીએ છીએ તો આઠસો-નવસો વર્ષ પહેલા ચૌલવંશનાં સમયે ચૌલનેવી – ચૌલનૌકાદળને સૌથી શક્તિશાળી નૌકાદળમાંનું એક માનવામાં આવતું હતું. ચૌલ સામ્રાજયનાં વિસ્તરણમાં, તેને એ સમયની આર્થિક મહાસત્તા બનાવવામાં તેમનાં નૌકાદળનો બહુ મોટો હિસ્સો હતો. ચૌલ નેવીની ઝુંબેશ, શોધયાત્રાઓ સંખ્યાબંધ ઉદારહણો સંગમ સાહિત્યમાં આજે પણ મળી આવે છે. બહુ ઓછા લોકોને એ ખબર હશે કે, વિશ્વમાં મોટા ભાગના નૌકાદળોમાં બહુ મોડેમોડે યુદ્ધ જહાજો પર મહિલાઓને પરવાનગી મળી હતી. પરંતુ ચૌલનૌકાદળમાં અને તે પણ આઠસો-નવસો વર્ષ પહેલા મહિલાઓએ બહુ મોટી સંખ્યામાં અગત્યની ભૂમિકા ભજવી હતી અને તે ત્યાં સુધી કે, મહિલાઓ લડાઇમાં પણ જોડાતી હતી. ચૌલ શાસકો પાસે જહાજો બાંધવાનું, જહાજોના નિર્માણનું ખૂબ જ સમૃદ્ધ જ્ઞાન હતું. ત્યારે આપણે નૌકાદળની વાત કરીએ છીએ તો, છત્રપતિ શિવાજી મહારાજ અને નૌકાદળનાં તેમનાં સામર્થયને કોણ ભૂલી શકે છે. કોંકણનો દરિયાકિનારો કે જ્યાં દરિયો ખૂબ મહત્વનો છે. તે શિવાજી મહારાજનાં રાજયની અંદર આવતો હતો. શિવાજી મહારાજ સાથે જોડાયેલા કેટલાય કિલ્લા જેવા કે, સિંધુ દુર્ગ, મુરૂડ જંજીરા, સ્વર્ણદુર્ગ વગેરે કાં તો દરિયાકિનારે જ આવેલા હતા અથવા તો, દરિયાથી ઘેરાયેલા હતા. આ કિલ્લાઓનાં રક્ષણની જવાબદારી મરાઠા નૌકાદળ ઉપાડતું હતું. મરાઠા નૌકાદળમાં મોટાંમોટાં જહાજો અને નાનીનાની નૌકાઓનું સંયોજન હતું. એમનાં નૌકાદળનાં જવાનો કોઇપણ દુશ્મન પર હુમલો કરવા અને તેમનાથી બચવા માટે અત્યંત કુશળ હતા. અને આપણે જયારે મરાઠા નૌકાદળની ચર્ચા કરીએ, ત્યારે કાનોજી આંગ્રેને યાદ ન કરીએ એ કેવી રીતે શક્ય બને. તેમણે મરાઠા નૌકાદળને એક નવી જ ટોચે પહોંચાડ્યું અને કેટલાય સ્થાનો પર મરાઠા નૌકાદળનાં જવાનોનાં થાણા સ્થાપ્યા હતા. સ્વતંત્રતા પછી આપણા ભારતીય નૌકાદળે પણ જુદાજુદા સમયે પોતાનું પરાક્રમ બતાવ્યું હતું. પછી તે ગોવાનો મુક્તિસંગ્રામ હોય, કે 1971નું ભારત-પાકિસ્તાન યુદ્ધ હોય. આપણે જયારે નૌકાદળની વાત કરીએ છીએ ત્યારે આપણને ફક્ત યુદ્ધ જ નજરે આવે છે. પરંતુ ભારતનું નૌકાદળ માનવતાનાં કામમાં પણ એટલું જ હોંશે હોંશે આગળ આવેલું છે. હજી આ વર્ષે જ જૂન મહિનામાં બાંગ્લાદેશ અને મ્યાંમારમાં મોરા વાવાઝોડાનું સંકટ આવ્યું હતું ત્યારે આપણા નૌકાદળનાં જહાજ આઇએનએસ સુમિત્રાએ તત્કાળ બચાવ માટે મદદ કરી હતી અને સંખ્યાબંધ માછીમારોને દરિયામાંથી બહાર સલામત રીતે બચાવીને બાંગ્લાદેશને સોંપ્યા હતા. આ વર્ષે મે-જૂનમાં શ્રીલંકામાં જયારે પૂરનું ભયંકર સંકટ આવ્યું હતું ત્યારે પણ આપણા નૌકાદળનાં ત્રણ જહાજોએ તત્કાળ ત્યાં પહોંચી જઇને તેની સરકાર અને તેની જનતાને મદદ પહોંચાડી હતી. બાંગ્લાદેશમાં ગયા સપ્ટેમ્બર મહિનામાં રોહિંગ્યાની બાબતમાં પણ આપણા નૌકાદળના જહાજ આઇએનએસ ઘડિયાળે માનવતાવાદી સહાય પહોંચાડી હતી. ગયા જૂન મહિનામાં પાપુઆ-ન્યૂગીનીની સરકારે જયારે આપણને તાકીદનો સંદેશો મોકલ્યો હતો અને તેમની માછીમારી નૌકાઓનાં માછીમારોને બચાવવાની વિનંતી કરી હતી ત્યારે આપણા નૌકાદળે સહાય કરી હતી. ગઇ 21મી તારીખે પશ્ચિમી અખાતમાં એક વેપારી જહાજને ચાંચિયાઓથી છોડાવવામાં પણ આપણું નૌકાદળનું જહાજ આઇએનએસ ત્રિકંડ સહાય કરવા માટે પહોંચી ગયું હતું. ફીજી ટાપુ સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવાની હોય, તત્કાળ રાહત પહોંચાડવાની હોય, પાડોશી દેશને સંકટસમયે માનવીય મદદ પહોંચાડવાની હોય આપણું નૌકાદળ હંમેશા ગૌરવપૂર્ણ કામગીરી કરતું રહ્યું છે. આપણે ભારતવાસીઓ, આપણી સંરક્ષણસેનાઓ પ્રત્યે હંમેશા ગૌરવ અને આદરભાવ રાખીએ છીએ, પછી તે ભૂમિદળ હોય, નૌકાદળ હોય કે હવાઇદળ હોય, આપણા જવાનોનાં સાહસ વિરતા, શૌર્ય, પરાક્રમ અને બલિદાનને દરેક દેશવાસી સલામ કરે છે. સવાસો કરોડ દેશવાસી સુખચેનનું જીવન જીવી શકે એટલા માટે તો જવાનો પોતાની જવાની દેશ માટે કુરબાન કરી દે છે. દર વર્ષે સાતમી ડીસેમ્બરને સશસ્ત્ર સેના ધ્વજદિન તરીકે આપણે ઉજવીએ છીએ. આ દેશની સશસ્ત્ર સેના પ્રત્યે ગર્વ કરવાનો અને સન્માન વ્યક્ત કરવાનો એ દિવસ છે. મને આનંદ છે કે, આ વખતે સંરક્ષણ મંત્રાલયે પહેલીથી સાત ડિસેમ્બર સુધી અભિયાન ચલાવવાનો નિર્ણય કર્યો છે. દેશના નાગરિકો સુધી પહોંચીને સશસ્ત્રદળો વિષે લોકોને વાકેફ કરવા અને લોકોને જાગૃત કરવા. આખું અઠવાડિયું નાનામોટા તમામ આ ધ્વજને છાતી પર લગાવે. દેશમાં સેના પ્રત્યે સન્માનનું એક આંદોલન શરૂ થાય. આ પ્રસંગે આપણે સશસ્ત્રદળોનાં ધ્વજનું વિતરણ પણ કરી શકીએ છીએ. પોતાની આસપાસમાં પોતાના ઓળખીતા પાળખીતામાં જે પણ સશસ્ત્રદળો સાથે જોડાયેલા છે તેમના અનુભવોને તેમના હિંમતભર્યા પગલાંને તેમની સાથે જોડાયેલા વીડિયો અને ફોટો #armedforcesflagday સાથે પોસ્ટ કરી શકો છો. સ્કૂલોમાં, કોલેજોમાં, લશ્કરના જવાનોને બોલાવીને, તેમની પાસેથી સેના વિષે જાણકારીઓ મેળવી શકો છો. આપણી નવી પેઢીને સેના વિષે માહીતી મેળવવાની સારી તક બની શકે છે. આ ઉજવણી આપણી સશસ્ત્ર સેનાઓના બધા જવાનોના કલ્યાણ માટે ભંડોળ એકઠું કરવાની પણ તક આપે છે. આ ભંડોળ યુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોના કુટુંબીજનો, ઘાયલ સૈનિકોનાં કલ્યાણ માટે તેમનાં પુર્નવસન પર સૈનિક કલ્યાણ બોર્ડ દ્વારા ખર્ચ કરવામાં આવે છે. આર્થિક ફાળો આપવા માટે જુદીજુદી ચૂકવણીઓ વિષેની માહીતી આપ ksb.gov.in પરથી પણ મેળવી શકો છો. તે માટે આપ કેશલેસ પેમેન્ટ પણ કરી શકો છો. આવો આ અવસરે આપણે પણ કંઇક એવું કરીએ જેનાથી, આપણી સશસ્ત્ર સેનાઓનું મનોબળ વધે. આપણે પણ તેમના કલ્યાણ માટે આપણું યોગદાન આપીએ.
મારા વ્હાલા દેશવાસીઓ, પાંચમી ડિસેમ્બરે વિશ્વ માટી દિવસ છે. હું આપણા ખેડૂત ભાઇઓ-બહેનો સાથે પણ કેટલીક વાતો કરવા માંગું છું. પૃથ્વીનો એક મહત્વનો ભાગ છે – માટી. આપણે જે પણ ખાઇએ છીએ તે આ માટી સાથે તો જોડાયેલું હોય છે. એક રીતે પૂરી અન્નસાંકળ માટી સાથે જોડાયેલી હોય છે. તમે કલ્પના કરી જુઓ, જો આ દુનિયામાં કયાંય પણ ફળદ્રુપ જમીન ન હોત તો શુ થાત ? વિચારીને પણ ડર લાગે છે, કે ન જમીન હોત, ન છોડ ઉગે, તો માનવજીવન કયાંથી શક્ય હોત. જીવજંતુ કયાંથી શક્ય હોત, આપણી સંસ્કૃતિમાં બહુ પહેલાં આ વિષે ચિંતા કરવામાં આવી અને આપણી જમીનનાં મહત્વને લઇને આપણે પ્રાચીન સમયથી જાગૃત રહ્યા છીએ તે કદાય તેનું જ કારણ છે. આપણી સંસ્કૃતિમાં એક તરફ ખેતરો પ્રત્યે, માટી પ્રત્યે, ભક્તિ અને આદરભાવ લોકોમાં ટકી રહે એવો સહજ પ્રયાસ છે. તો બીજી તરફ આ જમીનનું પોષણ થતું રહે એવી વૈજ્ઞાનિક પદ્ધતિઓ આપણા જીવનનો હિસ્સો રહી છે. આ દેશનાં ખેડૂતોનાં જીવનમાં બંન્ને બાબતોનું મહત્વ રહ્યું છે, કે જેમાં પોતાની જમીન પ્રત્યેની ભક્તિ અને સાથેસાથે વૈજ્ઞાનિક રીતે જમીનનું સંરક્ષણ થતું રહે. આપણને સૌને એ વાતનો ગર્વ છે કે, આપણા દેશનાં ખેડૂતો પરંપરાથી પણ જોડાયેલા રહે છે અને આધુનિક વિજ્ઞાનમાં પણ રસ લે છે. પ્રયાસ કરે છે, સંકલ્પ કરે છે. હિમાચલ પ્રદેશનાં હમીરપુર જીલ્લાનાં ભોરંજ તાલુકાનાં ટોહુ ગામનાં ખેડૂતો વિષે મેં સાંભળ્યું હતું. ત્યાંના ખેડૂતો પહેલાં આડેધડ રાસાયણીક ખાતરો, ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરતા હતા અને તેને કારણે તેમની જમીનની તંદુરસ્તી બગડતી ગઇ. ઉપજ ઘટતી ગઇ અને પરિણામે આવક પણ ઘટી ગઇ સાથે જમીનની ઉત્પાદકતા પણ ધીરેધીરે ઘટતી જઇ રહી હતી. ગામના કેટલાક ખેડૂતો આ પરિસ્થિતિની ગંભીરતા સમજ્યા અને ત્યારબાદ તે ખેડૂતોએ પોતાની જમીનનું સમય સમય પર પરિક્ષણ કરાવ્યું. જેટલા ફર્ટિલાઇઝર, ખાતરો, સુક્ષ્મપોષક તત્વો તથા સજીવ ખાતરોનો ઉપયોગ કરવાનું તેમને કહેવામાં આવ્યું, તેટલું જ વાપરવાની સલાહ તેઓ માન્યા. તમે પણ પરિણામ સાંભળીને ચોંકી જશો કે, જમીન આરોગ્ય દ્વારા ખેડૂતોને જે માહીતી મળી અને તેમને જે માર્ગદર્શન મળ્યું, તે અમલમાં મૂકવાનું પરિણામ શું આવ્યું ? આ ખેડૂતોને રવિ 2016-17ની ઋતુંમાં ઘઉંના ઉત્પાદનમાં એકરદીઠ ત્રણથી ચાર ગણી વૃદ્ધિ થઇ. અને આવકમાં એકરદીઠ ચાર હજારથી લઇને છ હજાર રૂપિયા સુધીનો વધારો થયો. તેની સાથેસાથે જમીનની ગુણવત્તા પણ સુધરી. રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઘટવાથી આર્થિક બચત પણ થઇ. મને એ જોઇને ઘણો આનંદ છે કે, મારા ખેડૂતભાઇઓ સોઇલ હેલ્થ કાર્ડમાં આપવામાં આવેલી સલાહનો અમલ કરવા માટે આગળ આવ્યા છે અને જેમ-જેમ તેનું સારૂં પરિણામ આવી રહ્યું છે, તેનાથી તેમનો ઉત્સાહ પણ વધી રહ્યો છે અને હવે ખેડૂતને પણ એવું લાગી રહ્યું છે, જો ઉપજની ચિંતા કરવી હશે તો પહેલા ધરતી માતાનો ખ્યાલ રાખવો પડશે, અને જો આપણે ધરતી માતાનો ખ્યાલ રાખીશું તો ધરતીમાતા પણ આપણા સૌનું ધ્યાન રાખશે. દેશભરમાં આપણા ખેડૂતોએ દસ કરોડથી વધુ સોઇલ હેલ્થકાર્ડ બનાવડાવી લીધા છે. જેથી તેઓ પોતાની જમીનને વધુ સારી રીતે સમજી શકે અને તેને અનૂરૂપ પાક પણ વાવી શકે છે. આપણે ધરતીમાતાને પૂજીએ છીએ, પરંતુ ધરતીમાતાને યુરિયા જેવા રાસાયણિક ખાતરથી તેના આરોગ્યને કેટલું મોટું નુકસાન કરીએ છીએ ? તમે કયારેય વિચાર્યું છે ખરૂં ? દરેક પ્રકારના વૈજ્ઞાનિક પ્રયોગોથી એ સાબિત થઇ ચૂક્યું છે કે, ધરતી માતાને જરૂર કરતાં વધુ યુરિયા આપવાથી ગંભીર નુકસાન થાય છે. ખેડૂત તો ધરતીનો દિકરો છે. ખેડૂત પોતાની માતા, ધરતી માતાને બિમાર કેવી રીતે જોઇ શકે છે ? આ મા-દિકરાનાં સંબંધને ફરી એકવાર જાગૃત કરવાની આજના સમયની માંગ છે. આપણા ખેડૂતો, આપણા ધરતીપુત્રો, આપણા ધરતીના સંતાનો શું એ સંકલ્પ કરી શકે છે, કે તેઓ આજે જેટલો યુરિયાનો ઉપયોગ કરે છે. તેનાથી 2022માં જયારે આઝાદીના 75 વર્ષ થશે ત્યારે આ ઉપયોગ અડધો કરી દેશે ? એકવાર જો ધરતીપુત્ર મારા ખેડૂતભાઇઓ, એવો સંકલ્પ કરી લેશે તો જુઓ, ધરતી માતાનું સ્વાસ્થ્ય કેવું સુધરે છે. ઉત્પાદન કેવું વધે છે ! ખેડૂતનાં જીવનમાં કેવું પરિવર્તન આવવાનું શરૂ થઇ જાય છે !
ગ્લોબલ વોર્મિંગ અને આબોહવા પરિવર્તનનો આપણે સૌ અનુભવ કરવા લાગ્યા છીએ. એક સમય હતો કે, દિવાળી પહેલાં ઠંડી શરૂ થઇ જતી હતી. આજે ડીસેમ્બર બારણે ટકોરા મારી રહ્યો છે અને ઠંડી હજી સાવ ધીરેધીરે વધી રહી છે. પરંતુ જેવી ઠંડી શરૂ થાય કે, આપણને સૌને અનુભવ છે કે, રજાઇમાંથી બહાર નીકળવાનું જરાય સારૂં નથી લાગતું. પરંતુ આવી ઋતુમાં પણ સતત જાગૃત રહેનારા લોકો કેવું સુંદર પરિણામ લાવી શકે છે અને તે ઉદાહરણ આપણા સૌ માટે પ્રેરણાદાયક છે. તમને સાંભળીને નવાઇ લાગશે કે, મધ્યપ્રદેશનાં માત્ર આઠ જ વર્ષના દિવ્યાંગ બાળક તુષારે પોતાના ગામને ખુલ્લામાં શૌચથી મુક્ત કરાવવાનું બીડું ઉઠાવ્યું. આટલું બહોળા સ્તરનું કામ, અને આટલો નાનો બાળક, પરંતુ લગન અને સંકલ્પ તેનાથી કેટલાય ગણા પ્રબળ હતા અને તાકાતવાન હતા. આઠ વર્ષનો બાળક બોલી નહોતો શકતો, પરંતુ એણે સીટીને પોતાનું હથિયાર બનાવ્યું અને સવારે પાંચ વાગે ઉઠીને પોતાનાં ગામનાં ઘરેઘરે જઇને લોકોને સીટી વગાડીને જગાડીને હાથનાં ઇશારાથી ખુલ્લામાં હાજતે ન જવાની વિનંતી કરવા લાગ્યો, દરરોજ 30-40 ઘરમાં જઇને સ્વચ્છતાની શીખામણ આપનારા આ બાળકનાં કારણે કુમ્હારી ગામ આજે ખુલ્લામાં શૌચથી મુક્ત બની ગયું. સ્વચ્છતાનો સંદેશ ફેલાવવામાં એ નાનકડા બાળક તુષારે પ્રેરણાદાયક કામ કર્યું છે. તે બતાવે છે કે, સ્વચ્છતાની કોઇ ઉંમર નથી હોતી, કે નથી કોઇ સીમા હોતી. નાનું બાળક હોય કે વૃદ્ધ વ્યક્તિ, મહિલા હોય કે પુરૂષ, સ્વચ્છતા સૌ માટે જરૂરી છે. અને સ્વચ્છતા માટે હરકોઇએ કાંઇકને કાંઇક કરવાની પણ જરૂર છે. આપણા દિવ્યાંગ ભાઇ-બહેનો કૃતસંકલ્પ છે. સામર્થયવાન છે. સાહસિક અને સંકલ્પવાન છે. પળેપળ આપણને કંઇકને કંઇક શીખવા મળે છે. આજે તેઓ દરેક ક્ષેત્રમાં સારૂં કરી રહ્યા છે. ચાહે રમત-ગમતનું ક્ષેત્ર હોય, કોઇ સ્પર્ધા હોય, કોઇ સામાજીક પહેલ હોય, આપણા દિવ્યાંગજનો પણ કોઇથી પાછળ નથી. આપ સૌને યાદ હશે આપણા દિવ્યાંગ ખેલાડીઓએ રિયો ઓલ્મિપકમાં સુંદર પ્રદર્શન કરીને ચાર ચંદ્રકો જીત્યા હતા અને બ્લાઇન્ડ ટી ટ્વેન્ટી ક્રિકેટ વર્લ્ડકપમાં પણ ચેમ્પીયન બન્યા હતા. દેશભરમાં અનેક પ્રકારની સ્પર્ધાઓ યોજાતી રહે છે. થોડા દિવસ પહેલાં ઉદયપુરમાં 17મી નેશનલ પેરાસ્વિમીંગ સ્પર્ધા યોજાઇ હતી. દેશના જુદાજુદા ભાગોમાંથી આવેલા આપણા યુવાન દિવ્યાંગ ભાઇઓ-બહેનોએ તેમાં ભાગ લીધો અને પોતાના કૌશલ્યનો પરિચય આપ્યો. તે પૈકીનાં એક છે ગુજરાતના 19 વર્ષના જીગર ઠક્કર, તેમના શરીરમાં 80 ટકા સ્નાયુ નથી, છતાં 11 ચંદ્રકો જીતી ગયા ! 70મી નેશનલ પેરા સ્વીમિંગ સ્પર્ધામાં પણ તેઓ સુવર્ણચંદ્રક જીત્યા. ભારતના રમતગમત સત્તામંડળ દ્વારા 20-20 પેરાલ્મિપીક્સ સ્પર્ધા માટે તેમને પસંદ કરવામાં આવ્યા. 32, પેરા-તરણવીરોમાંના તેઓ એક છે, જેમને ગુજરાતનાં ગાંધીનગરમાં સેન્ટ્રર ફૉર એકસલેન્સીસમાં તાલીમ આપવામાં આવશે. આ તેમના કૌશલ્યનું જ પરિણામ છે. ભાઇ જીગર ઠક્કરનાં જોશને હું સલામ કરૂં છું અને તેમને મારી શુભેચ્છાઓ પાઠવું છું. આજે દિવ્યાંગજનો માટે ઉપયોગ સુલભતા અને તક ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. દેશની દરેક વ્યક્તિ સશક્ત બને તેવો આપણો પ્રયાસ છે. એક સમાવેશી સમાજનું નિર્માણ થાય “સમ અને મમ”નાં ભાવથી સમાજમાં સમરસતા વધે અને સૌ સાથે મળીને આગળ વધીએ.
થોડા દિવસ પછી ઇદ-એ-મિલાદ-ઉન્-નબીનું પર્વ ઉજવવામાં આવશે તે દિવસે પયગંબર હજરત મોહંમદ સાહેબનો જન્મ થયો હતો. હું તમામ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અને મને આશા છે કે, ઇદનું આ પર્વ સમાજમાં શાંતિ અને સદભાવના વધારવા માટે આપણને સૌને નવી પ્રેરણા આપે. નવી ઉર્જા આપે. નવો સંકલ્પ કરવાની શક્તિ આપે.
(ફોન કોલ) મને એક સંદેશો મળ્યો છે….. (મહિલાનો અવાજ)
નમસ્તે પ્રધાનમંત્રીજી, હું કાનપુરથી નિરજા સિંહ બોલું છું. મારી તમને એક વિનંતી છે કે, આ આખા વર્ષમાં આપે જે મન કી બાતમાં વાતો કરી છે. તેમાંથી સૌથી સારી જે દસ વાત છે. તેને આપ અમારી સાથે ફરીવાર વહેંચશો. જેથી અમે સૌ ફરી એ વાતો યાદ કરી શકીએ અને અમને કંઇક શીખવાનું મળે. ધન્યવાદ… (ફોન પૂરો)
તમારી વાત સાચી છે. કે 2017નું વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યું છે અને 2018 બારણે ટકોરા મારી રહ્યું છે. આપે સારૂં સૂચન કર્યું છે. પરંતુ આપની વાતમાં કંઇક જોડવાનું અને તેમાં પરિવર્તનનું મન થાય છે અને અમારે ત્યાં તો ગામમાં અમારા જે વડીલો હોય છે, ગામના જે વૃદ્ધો હોય છે, તે વડીલો, વૃદ્ધો હંમેશા કહેતા હોય છે કે, દુઃખને ભૂલો, અને સુખને ભૂલવા ન દો. દુઃખને ભૂલો, અને સુખને ભૂલવા ન દો. મને લાગે છે આ વાતનો આપણે પ્રચાર કરવો જોઇએ. આપણે પણ શુભનું સ્મરણ કરતાં કરતાં શુભનો સંકલ્પ કરતાં કરતાં 2018માં પ્રવેશ કરીએ. આપણે જાણીએ છીએ કે, આપણે ત્યાં તો કદાચ દુનિયાભરમાં બનતું હશે કે, વર્ષને અંતે તાળો મેળવીએ છીએ. ચિંતન મનન કરીએ છીએ, મંથન કરીએ છીએ અને આવતા વર્ષ માટેની યોજનાઓ બનાવીએ છીએ. આપણે ત્યાં પ્રસાર માધ્યોમાં તો વિતેલા વર્ષની કેટલીયે રસપ્રદ ઘટનાઓનું ફરીથી એકવાર પુનઃસ્મરણ કરાવવાનો પ્રયાસ કરાય છે. તેમાં હકારાત્મક હોય છે, નકારાત્મક પણ હોય છે. પરંતુ શું તમને નથી લાગતું કે, આપણે 2018માં પ્રવેશ સારી બાબતોને યાદ કરીને કરીએ. સારૂં કરવા માટે કરીએ. હું આપ સૌને એક સૂચન કરૂં છું કે, આપ સૌ પાંચ-દસ સારી હકારાત્મક વાતો, જે આપણે સાંભળી હોય, જોઇ હોય, અનુભવી હોય અને જો કોઇ બીજા લોકો તેને જાણે તો તેમનામાં પણ શુભ ભાવ પેદા થાય તેમ હોય તે જણાવો. શું તમે આમાં તમારૂં યોગદાન આપી શકો છો ? શું આ વર્ષે આપણે પોતાના જીવનના પાંચ હકારાત્મક અનુભવો વહેંચી શકીએ છીએ ? પછી તે ફોટોનાં સ્વરૂપમાં હોય, નાની એવી કોઇ વાર્તાના રૂપમાં હોય, વાતના રૂપમાં હોય, અરે નાના એવા વીડિયોના રૂપમાં હોય, તો તે વહેંચવા હું આપને નિમંત્રણ આપું છું, કે 2018નું સ્વાગત આપણે એક શુભ વાતાવરણમાં કરવું છે.
શુભ યાદોની સાથે કરવું છે. હકારાત્મક વિચારો સાથે કરવું છે. હકારાત્મક વાતોને યાદ રાખીને કરવું છે.
આવો, નરેન્દ્ર મોદી એપ પર, માય ગોવ પર અથવા સોશિયલ મીડિયા પર (#PositiveIndia) હેશટેગ પોઝીટીવ ઇન્ડિયા સાથે હકારાત્મક વાતો શેર કરો. બીજાને પ્રેરણાદાયક એવા પ્રસંગો યાદ કરો. સારી વાતોને યાદ કરીશું તો, સારૂં કરવાની ભાવના જાગશે. મૂડ બનશે. સારી ચીજો, સારૂં કરવા માટેની ઉર્જા આપે છે. શુભભાવ શુભસંકલ્પનું કારણ બને છે. શુભસંકલ્પ શુભપરિણામ માટે આગળ લઇ જાય છે.
આવો, આ વખતે પ્રયાસ કરીએ. (#PositiveIndia) હેશટેગ પોઝીટીવ ઇન્ડિયા શેર કરીએ. જુઓ, આપણે બધા મળીને કેવું જબરજસ્ત આંદોલન ઉભું કરીને આવનારા વર્ષનું સ્વાગત કરીશું. આ સામૂહિક ઝુંબેશની તાકાત અને તેની અસર આપણે બધા મળીને જોઇશું. અને આપના (#PositiveIndia) હેશટેગ પોઝીટીવ ઇન્ડિયા પર આવેલી વિગતોને હું આગામી મન કી બાતમાં દેશવાસીઓ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશ.
મારા વ્હાલા દેશવાસીઓ, આવતા મહીને આગામી મન કી બાત માટે ફરી આપની વચ્ચે આવીશ. ખૂબ વાતો કરવાની તક મળશે. ખૂબ ખૂબ ધન્યવાદ.
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. દિવાળીના છ દિવસ બાદ મનાવવામાં આવતું મહાપર્વ છઠ, આપણા દેશમાં સૌથી વધુ નિયમ અને નિષ્ઠા સાથે મનાવાતા તહેવારોમાંનું એક છે. જેમાં ખાણી-પીણી થી લઈને વેશભૂષા સુધી, દરેક વાતમાં પારંપારિક નિયમોનું પાલન કરવામાં આવે છે. છઠ પૂજાનું અનુપમ પર્વ પ્રકૃતિથી અને પ્રકૃતિની ઉપાસના સાથે પૂરી રીતે જોડાયેલું છે. સૂર્ય અને જળ, મહાપર્વ છઠની ઉપાસનાના કેન્દ્રમાં છે, તો વાંસ અને માટીથી બનેલા વાસણો તેમજ કંદમૂળ, તેની પૂજનવિધી સાથે જોડાયેલી અભિન્ન સામગ્રીઓ છે. આસ્થાનાં આ મહાપર્વમાં ઉગતા સૂર્યની ઉપાસના અને અસ્ત થતા સૂરજની પૂજાનો સંદેશ અદ્વિતિય સંસ્કારથી પરિપૂર્ણ છે. દુનિયા તો ઉગવાવાળાને જ પૂજવામાં લાગી હોય છે, પરંતુ છઠ પૂજા આપણને તેમની આરાધના કરવાના પણ સંસ્કાર આપે છે જેનો અસ્ત પણ લગભગ નિશ્ચિત જ હોય છે. આપણા જીવનમાં સ્વચ્છતાનાં મહત્વની અભિવ્યક્તિ પણ આ તહેવારમાં સમાયેલી છે. છઠથી પહેલા આખા ઘરની સફાઈ, સાથે જ નદી, તળાવ, પોખરના કિનારે, પૂજા સ્થળ એટલે કે ઘાટની પણ સફાઈ, પૂરા જોશ સાથે બધા લોકો જોડાઈને કરે છે. સૂર્ય વંદના અથવા છઠ પૂજા, પર્યાવરણ સંરક્ષણ, રોગ નિવારણ તેમજ અનુશાસનનું પણ પર્વ છે.
સામાન્ય રીતે લોકો કંઈક માંગીને લેવામાં હીન ભાવ સમજે છે, પરંતુ છઠ પૂજામાં સવારના અર્ધ્ય બાદ પ્રસાદ માંગીને ખાવાની એક વિશેષ પરંપરા રહી છે. પ્રસાદ માંગવાની આ પરંપરાની પાછળ એ માન્યતા પણ દર્શાવવામાં આવી છે કે તેનાથી અહંકાર નષ્ટ થાય છે. એક એવી ભાવના જે વ્યક્તિના પ્રગતિની રાહમાં અડચણરૂપ બની જાય છે. ભારતની આ મહાન પરંપરા માટે દરેકને ગર્વ હોવો તે બહુ સ્વાભાવિક છે.
મારા પ્રિય દેશવાસીઓ, મન કી બાતની પ્રશંસા પણ થતી રહે છે, આલોચના પણ થતી રહે છે. પરંતુ જ્યારે પણ હું મન કી બાતના પ્રભાવ તરફ નજર કરું છું તો મારો વિશ્વાસ દ્રઢ થઈ જાય છે કે આ દેશના જનમાનસ સાથે મન કી બાત સો ટકા અતૂટ સંબંધથી બંધાઈ ગઈ છે. ખાદી અને હાથવણાટનું જ ઉદાહરણ લઈ લો. ગાંધી જયંતી પર હું હંમેશા હાથવણાટ માટે, ખાદી માટે વકીલાત કરતો રહેતો હોઉં છું અને તેનું પરિણામ શું છે! આપને પણ તે જાણીને ખુશી થશે. મને જણાવવામાં આવ્યું છે કે આ મહિને 17 ઓક્ટોબરે ધનતેરસનાં દિવસે દિલ્હીના ખાદી ગ્રામોદ્યોગ ભવનનાં સ્ટોરમાં લગભગ એક કરોડ વીસ લાખ રૂપિયાનું રેકોર્ડ વેચાણ થયું છે. ખાદી અને હાથવણાટનું એક જ સ્ટોર પર આટલું મોટું વેચાણ થવું, એ સાંભળીને આપને પણ આનંદ થયો હશે, સંતોષ થયો હશે. દિવાળી દરમિયાન ખાદી ગિફ્ટ કૂપનનાં વેચાણમાં લગભગ 680 ટકાની વૃદ્ધિ નોંધવામાં આવી છે. ખાદી અને હસ્તકળાની વસ્તુઓનાં કુલ વેચાણમાં ગત વર્ષ કરતા આ વર્ષે લગભગ 90 ટકા વૃદ્ધિ જોવા મળી છે. એ જ દેખાડે છે કે આજે યુવાનો, વડીલો, મહિલાઓ દરેક વયના લોકો ખાદી અને હાથવણાટને પસંદ કરે છે. હું કલ્પના કરી શકું છું કે, આનાથી કેટલાય વણકર પરિવારોને, ગરીબ પરિવારોને, હાથશાળ પર કામ કરતા પરિવારોને કેટલો લાભ થયો હશે. પહેલા ખાદી ‘ખાદી ફોર નેશન’ હતું અને આપણે ખાદી ફોર ફેશનની વાત કહી હતી. પરંતુ પાછલા કેટલાક સમયથી હું અનુભવે કહી શકું છું કે ખાદી ફોર નેશન અને ખાદી ફોર ફેશન બાદ હવે ખાદી ફોર ટ્રાન્ફોર્મેશનની જગ્યા લઈ રહ્યું છે. ખાદી ગરીબમાં ગરીબ વ્યક્તિના જીવનમાં, હાથવણાટ ગરીબમાં ગરીબ વ્યક્તિના જીવનમાં બદલાવ લાવીને તેમને સશક્ત બનાવવાનું શક્તિશાળી સાધન બનીને ઊભરી રહ્યું છે. ગ્રામોદય માટે આ બહુ મોટી ભૂમિકા અદા કરી રહ્યું છે.
શ્રીમાન રાજન ભટ્ટે નરેન્દ્ર મોદી એપ પર લખ્યું છે કે તેઓ સુરક્ષાબળો સાથેની મારી દિવાળીનાં અનુભવ વિશે જાણવા માંગે છે અને તેઓ એ પણ જાણવા માગે છે કે આપણા સુરક્ષાદળો કેવી રીતે દિવાળી મનાવે છે. શ્રીમાન તેજસ ગાયકવાડે પણ નરેન્દ્ર મોદી એપ પર લખ્યું છે, અમારા ઘરની પણ મિઠાઈ સુરક્ષાદળો સુધી પહોંચાડવાની વ્યવસ્થા થઈ શકે કે કેમ? અમને પણ અમારા વીર સુરક્ષાદળોની યાદ આવે છે. અમને પણ લાગે છે કે અમારા ઘરની મિઠાઈ દેશના જવાનો સુધી પહોંચવી જોઈએ. દિવાળી આપ દરેક લોકોએ ખૂબ હર્ષોલ્લાસ સાથે મનાવી હશે. મારા માટે દિવાળી આ વખતે પણ એક વિશેષ અનુભવ લઈને આવી. મને ફરી એકવાર સીમા પર તહેનાત આપણા જાંબાઝ સુરક્ષાદળોની સાથે દિવાળી મનાવવાનું સૌભાગ્ય મળ્યું. આ વખતે જમ્મુ-કાશ્મીરના ગુરેજ સેક્ટરમાં સુરક્ષાદળો સાથે દિવાળી મનાવવાનું મારે માટે અવિસ્મરણીય રહ્યું. સીમા પર જે કઠિન અને વિષમ પરિસ્થિતિઓનો સામનો કરીને આપણા સુરક્ષાદળ દેશની રખેવાળી કરે છે તે સંઘર્ષ, સમર્પણ અને ત્યાગ માટે હું દરેક દેશવાસીઓ તરફથી આપણા સુરક્ષાદળોનાં દરેક જવાનોનો આદર કરૂ છું. જ્યાં આપણને અવસર મળે, જયારે આપણને મોકો મળે, આપણા જવાનોનાં અનુભવ જાણવા જોઈએ, તેમની ગૌરવગાથા સાંભળવી જોઈએ. આપણામાંથી કેટલાય લોકોને ખબર નહીં હોય કે, આપણા સુરક્ષાદળના જવાનો, ન માત્ર આપણી સીમા પર પરંતુ વિશ્વભરમાં શાંતિ સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યા છે. યુએન શાંતિદૂત બનીને તેઓ દુનિયામાં હિન્દુસ્તાનનું નામ ઉજાળી રહ્યા છે. હમણાં ગત દિવસોમાં, 24 ઓક્ટોબરે વિશ્વભરમાં UN દિવસ, સંયુક્ત રાષ્ટ્ર દિવસ મનાવવામાં આવ્યો. વિશ્વમાં શાંતિ સ્થાપિત કરવાનાં યુએનના પ્રયાસો, તેની સકારાત્મક ભૂમિકાને દરેક લોકો યાદ કરે છે. અને આપણે તો વસુધૈવ કુટુંબકમ્ ને માનવાવાળા છીએ એટલે કે આખું વિશ્વ આપણો પરિવાર છે. અને આ જ વિશ્વાસને કારણે ભારત શરૂઆતથી જ યુએનની વિવિધ મહત્વપૂર્ણ પહેલમાં સક્રિય ભાગીદારી નિભાવતું આવ્યું છે. આપ જાણતા જ હશો કે ભારતના બંધારણની પ્રસ્તાવના અને યુએન ચાર્ટરની પ્રસ્તાવના, બંને ‘WE THE PEOPLE’ શબ્દોથી જ શરૂ થાય છે. ભારતે નારી સમાનતા પર હંમેશા જોર આપ્યું છે અને UN DECLARATION OF HUMAN RIGHTS તેનું જીવતું-જાગતું પ્રમાણ છે. તેના પ્રાથમિક ફકરામાં જે દરખાસ્ત કરવામાં આવી હતી તે હતી, ‘All men are born free and equal’ જેને ભારતના પ્રતિનિધિ હંસા મહેતાના પ્રયાસોથી બદલવામાં આવ્યું અને બાદમાં સ્વિકારાયું, ‘All human beings are born free and equal’. આમ તો આ બહુ નાનો બદલાવ લાગે છે પરંતુ એક તંદુરસ્ત વિચારનાં તેમાં દર્શન થાય છે. યુએનની ક્રિયાકલાપોમાં ભારતે જે એક મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે તે છે UN PEACEKEEPING OPERATIONS માં ભારતની ભૂમિકા. સંયુક્ત રાષ્ટ્રનાં શાંતિ-રક્ષા મિશનમાં ભારત હંમેશા મોટી સક્રિય ભૂમિકા નિભાવતું રહ્યું છે. આપના માંથી ઘણાં લોકો હશે જેમને આ માહિતી પ્રથમવાર મળી રહી હશે. 18 હજારથી પણ વધુ ભારતીય સુરક્ષાદળોએ UN PEACEKEEPING OPERATIONS માં તેમની સેવાઓ આપી છે. વર્તમાનમાં ભારતના લગભગ સાત હજાર સૈનિક UN PEACEKEEPING INITIATIVES સાથે જોડાયેલા છે અને તે આખા વિશ્વમાં ત્રીજો સર્વાધિક આંકડો છે. ઓગસ્ટ 2017 સુધી ભારતીય જવાનોએ યુએનનાં વિશ્વભરનાં 71 PEACEKEEPING OPERATIONS માંથી લગભગ 50 OPERATIONS માં પોતાની સેવાઓ આપી છે. આ OPERATIONS કોરિયા, કમ્બોડિયા, લાઓસ, વિયેતનામ, કોંગો, સાયપ્રસ, લાઈબેરિયા, લેબેનોન, સુદાન, વિશ્વનાં ભૂ-ભાગોમાં કેટલાય દેશોમાં ચાલે છે. કોંગો અને દક્ષિણ સુદાનમાં ભારતીય સેનાનાં હોસ્પિટલમાં 20 હજારથી વધુ રોગીઓનો ઈલાજ કરવામાં આવ્યો છે અને અગણિત લોકોને બચાવવામાં આવ્યા છે. ભારતના સુરક્ષાદળોએ વિભિન્ન દેશોમાં ન માત્ર ત્યાંના લોકોની રક્ષા કરી છે, પરંતુ People Friendly Operations કરીને તેમના દિલ પણ જીતી લીધા છે. ભારતીય મહિલાઓએ શાંતિ સ્થાપિત કરવાના કાર્યોમાં અગ્રણી ભૂમિકા નિભાવી છે. બહુ ઓછા લોકો એ વાત જાણતા હશે કે, ભારત પ્રથમ દેશ હતો જેણે લાઈબેરિયામાં સંયુક્ત રાષ્ટ્રના શાંતિ અભિયાન મિશનમાં Female Police Unit મોકલ્યું હતું. અને જુઓ, ભારતનું આ પગલું વિશ્વભરના દેશો માટે પ્રેરણાસ્ત્રોત બની ગયું. અને ત્યારબાદ બધા દેશોએ પોતપોતાનાં Women Police Unit મોકલવાનું શરૂ કર્યું. આપને સાંભળીને ગર્વ થશે કે ભારતની ભૂમિકા માત્ર Peacekeeping Operations સુધી જ સીમિત નથી પરંતુ ભારત લગભગ 85 દેશના Peacekeepersને પ્રશિક્ષણ આપવાનું કાર્ય પણ કરે છે. મહાત્મા ગાંધી અને ગૌતમ બુદ્ધની આ ભૂમિથી આપણાં બહાદૂર શાંતિ રક્ષકોએ વિશ્વભરમાં શાંતિ અને સદ્ભાવનો સંદેશ પહોંચાડ્યો છે. Peacekeeping Operations સરળ કાર્ય નથી. આપણા સુરક્ષાદળોના જવાનોને દુર્ગમ વિસ્તારોમાં જઈને કામ કરવું પડે છે. અલગ-અલગ લોકો વચ્ચે રહેવું પડે છે. ભિન્ન-ભિન્ન પરિસ્થિતિઓ અને અલગ-અલગ સંસ્કૃતિને જાણવી-સમજવી પડે છે. તેમને ત્યાંની સ્થાનિક જરૂરિયાતો, માહોલને અનુરૂપ પોતાને ઢાળવા પડે છે. આજે જ્યારે આપણા બહાદુર UN Peacekeepers ને યાદ કરીએ છીએ તો કેપ્ટન ગુરૂબચન સિંહ સલારિયાને કોણ ભૂલી શકે, જેમણે આફ્રિકાના કોંગોમાં શાંતિ માટે લડતા, પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું હતું. તેમને યાદ કરીને દરેક દેશવાસીની છાતી ગર્વથી ફૂલી જાય છે. તેઓ એકમાત્ર UN Peacekeeper હતા. વીર પુરૂષ હતા જેને પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા. લેફ્ટેનન્ટ જનરલ પ્રેમચંદજી, એ ભારતીય Peacekeeperમાંના એક છે જેમણે સાયપ્રસમાં વિશિષ્ટ ઓળખ ઉભી કરી. 1989માં 72 વર્ષની વયે તેમને નામિબિયામાં Operation માટે ફોર્સ કમાન્ડર બનાવવામાં આવ્યા અને તેમણે તે દેશની આઝાદી સુનિશ્ચિત કરવા માટે પોતાની સેવાઓ પ્રદાન કરી. જનરલ થિમૈય્યા, જે ભારતીય સેનાનાં પણ પ્રમુખ રહી ચૂક્યા છે. તેમણે સાયપ્રસમાં UN Peacekeeping Force નું નેતૃત્વ કર્યું અને શાંતિ કાર્યો માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું. ભારત શાંતિદૂતના રૂપમાં હંમેશા વિશ્વમાં શાંતિ, એકતા અને સદ્ભાવનાનો સંદેશ આપતું રહ્યું છે. આપણો વિશ્વાસ છે કે દરેક લોકો શાંતિ, સદભાવ સાથે જીવે અને એક વધુ સારી તેમજ શાંતિપૂર્ણ આવતીકાલનાં નિર્માણની દિશામાં આગળ વધે.
મારા પ્રિય દેશવાસીઓ આપણી પુણ્યભૂમિ એવા મહાન લોકોથી સુશોભિત રહી છે જેમણે નિસ્વાર્થ ભાવ સાથે માનવતાની સેવા કરી છે. સિસ્ટર નિવેદિતા, જેમને આપણે ભગિની નિવેદિતા પણ કહીએ છીએ, તે પણ એ અસાધારણ લોકોમાંના એક હતા. તેઓ આયરલેન્ડમાં માર્ગરેટ એલિઝાબેથ નોબેલના રૂપમાં જન્મી હતી પરંતુ
સ્વામી વિવેકાનંદે તેમને નિવેદિતા નામ આપ્યું. અને નિવેદિતાનો અર્થ છે, એ જે પૂર્ણ રૂપથી સમર્પિત હોય. પછીથી તેમણે તેમના નામને અનુરૂપ જ સ્વયંને સિદ્ધ કરી દેખાડી. કાલે સિસ્ટર નિવેદિતાની 150 મી જયંતી હતી. તેઓ સ્વામી વિવેકાનંદથી એટલા પ્રભાવિત થયા કે પોતાના સુખી સંપન્ન જીવનનો ત્યાગ કરી દીધો અને પોતાના જીવનને ગરીબોની સેવા માટે સમર્પિત કરી દીધું. સિસ્ટર નિવેદિતા બ્રિટિશ રાજમાં થતા અત્યાચારોથી ઘણા દુઃખી હતા. અંગ્રેજોએ ન માત્ર આપણા દેશને ગુલામ બનાવ્યો હતો પરંતુ તેમણે આપણને માનસિક રૂપથી પણ ગુલામ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. આપણી સંસ્કૃતિને નીચી દેખાડીને, આપણામાં હીન ભાવના પેદા કરવી, આ કામ નિરંતર ચાલતું રહેતું હતું. ભગિની નિવેદિતાજીએ ભારતીય સંસ્કૃતિના ગૌરવને પુનઃસ્થાપિત કર્યું. રાષ્ટ્રિય ચેતના જાગૃત કરીને લોકોને એક કરવાનું કામ કર્યું. તેમણે વિશ્વના અલગ-અલગ દેશોમાં જઈને સનાતન ધર્મ અને દર્શન વિશે કરાતા દુષ્પ્રચારોના વિરોધમાં અવાજ ઉઠાવ્યો. પ્રસિદ્ધ રાષ્ટ્રવાદી તેમજ તમિલ કવિ સુબ્રમણ્ય ભારતી પોતાની ક્રાંતિકારી કવિતા ’પુદ્દુમઈ પેન્ન’, New women અને મહિલા સશક્તિકરણ માટે પ્રખ્યાત છે. એવું કહેવાય છે કે તેની પ્રેરણા ભગિની નિવેદિતા જ હતાં. ભગિની નિવેદિતાજીએ મહાન વૈજ્ઞાનિક જગદિશચંદ્ર બસુને પણ સહયોગ આપ્યો. તેમણે પોતાના લેખ અને સંમેલનોના માધ્યમથી બસુનાં સંશોધનનાં પ્રકાશન તેમજ પ્રચારમાં સહાયતા કરી. ભારતની આ જ એક વિશેષ સુંદરતા છે કે આપણી સંસ્કૃતિમાં આધ્યાત્મિકતા અને વિજ્ઞાન, એકબીજાનાં પૂરક છે.
ભગિની નિવેદિતા અને વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બસુ તેનાં મજબૂત ઉદાહરણ છે. 1899માં કોલકાતામાં ભયાનક પ્લેગ થયો અને જોતજોતામાં સેંકડો લોકોનાં મૃત્યુ થયાં. ભગિની નિવેદિતાએ પોતાના સ્વાસ્થ્યની ચિંતા કર્યા વગર નીક અને સડકોની સફાઈનું કામ શરૂ કરી દીધું. તેઓ એક એવાં મહિલા હતાં જેઓ આરામદાયક જીવન જીવી શકતા હતા પરંતુ તેઓ ગરીબોની સેવાને સમર્પિત રહ્યાં. તેમના આ ત્યાગમાંથી પ્રેરણા મેળવીને લોકો સેવા કાર્યોમાં તેમની સાથે જોતરાયા. તેમણે પોતાનાં કાર્યો દ્વારા લોકોને સ્વચ્છતા અને સેવાનો મહત્ત્વનો પાઠ ભણાવ્યો. અને તેમની સમાધિ પર લખેલું છે – “’Here reposes Sister Nivedita who gave her all to India’”- “અહીં ભગિની નિવેદિતા વિશ્રામ કરી રહ્યાં છે જેમણે પોતાનું સર્વસ્વ ભારતને અર્પિત કરી દીધું.” નિઃસંદેહ તેમણે આવું જ કર્યું હતું. આ મહાન વ્યક્તિત્વ માટે આજે તેમને એનાથી બીજી યોગ્ય શ્રદ્ધાંજલિ કોઈ ન હોઈ શકે કે પ્રત્યેક ભારતવાસી તેમના જીવનમાંથી પ્રેરણા લઈ પોતે તે સેવા પથ પર ચાલવાનો પ્રયાસ કરે.
ફૉન કોલઃ માનનીય પ્રધાનમંત્રીજી, મારું નામ ડૉ. પાર્થ શાહ છે 14 નવેમ્બરને આપણે બાળ દિવસના રૂપમાં મનાવીએ છીએ કારણ કે, તે આપણા પહેલા વડા પ્રધાન જવાહરલાલજીનો જન્મદિવસ છે. તે દિવસને વિશ્વ ડાયાબિટીસ દિવસ તરીકે પણ મનાવાય છે. ડાયાબિટીસ માત્ર મોટાઓને થતો રોગ જ નથી, તે ઘણાં બધાં બાળકોમાં પણ જોવા મળે છે. તો આ પડકાર માટે આપણે શું કરી શકીએ?
તમારા ફૉન કૉલ માટે ધન્યવાદ. સૌથી પહેલાં તો આપણા પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરૂજીના જન્મદિન પર મનાવાતા ચિલ્ડ્રન્સ ડે, બાળ દિવસ પર બધાં બાળકોને ખૂબ ખૂબ શુભકામનાઓ. બાળકો નવા ભારતના નિર્માણના સૌથી મહત્ત્વપૂર્ણ હીરો છે-નાયક છે. તમારી ચિંતા સાચી છે કે, પહેલાં જે બીમારીઓ મોટી ઉંમરમાં આવતી હતી, જીવનના અંતિમ તબક્કા આસપાસ આવતી હતી તે આજકાલ બાળકોમાં પણ દેખાવા લાગી છે. આજે ઘણું આશ્ચર્ય થાય છે જ્યારે આપણે સાંભળીએ છીએ કે બાળકો પણ ડાયાબિટીસથી પીડાઈ રહ્યાં છે. પહેલાંના જમાનામાં આવા રોગોને ”રાજરોગ’’ના નામથી ઓળખવામાં આવતો હતો. રાજરોગ અર્થાત્ એવી બીમારીઓ જે માત્ર સંપન્ન લોકોને, ભોગવિલાસની જિંદગી જીવનારાઓને જ થતી હતી. યુવાનોમાં આવી બીમારીઓ ભાગ્યે જ થતી હતી. પરંતુ આપણી જીવનશૈલી બદલાઈ ગઈ છે. આજે આ બીમારીઓને લાઇફસ્ટાઇલ ડિસઑર્ડરના નામથી ઓળખવામાં આવે છે. યુવાવસ્થામાં આ પ્રકારની બીમારીથી ગ્રસ્ત થવાનું એક પ્રમુખ કારણ છે- આપણી જીવનશૈલીમાં શારીરિક પ્રવૃત્તિઓમાં ખામી અને આપણી ખાણીપીણીની રીતભાતમાં પરિવર્તન. સમાજ અને પરિવારે આ બાબત પર ધ્યાન આપવાની જરૂર છે. જ્યારે તેઓ તેના પર વિચારશે તો તમે જોજો કે કંઈ સવિશેષ કરવાની જરૂર નથી. બસ જરૂર છે, નાની-નાની વાતોને સાચી રીતે, નિયમિત રીતે કરતા રહીને પોતાની ટેવ બદલવાની, તેને પોતાનો એક સ્વભાવ બનાવવાની. હું તો ઈચ્છીશ કે પરિવારજનો સભાનપણે એ પ્રયાસ કરે કે, બાળકો ખુલ્લા મેદાનમાં જવાની ટેવ અપનાવે. સંભવ હોય તો આપણે પરિવારનાં મોટા લોકો પણ આ બાળકો સાથે જરા ખુલ્લામાં જઈને રમીએ. બાળકોને લિફ્ટમાં ઉપર આવવાજવાના બદલે દાદરા ચડીને જવાની ટેવ પાડો. રાતના ભોજન પછી આખો પરિવાર બાળકોને સાથે રાખીને થોડું ચાલે. યોગ ફૉર યંગ ઇન્ડિયા. યોગ, વિશેષ રૂપે આપણા યુવાન મિત્રોને એક તંદુરસ્ત જીવનશૈલી બનાવી રાખવા માટે અને લાઇફસ્ટાઇલ ડિસઑર્ડરથી બચાવવામાં મદદગાર સાબિત થશે. શાળાએ જતા પહેલાં 30 મિનિટનો યોગ, જુઓ કેટલો લાભ થાય છે. ઘરમાં પણ કરી શકો છો અને યોગની વિશેષતા પણ એ જ છે- તે સહજ છે, સરળ છે, સર્વ-સુલભ છે અને હું સહજ એટલા માટે કહી રહ્યો છું કે, કોઈ પણ વયની વ્યક્તિ સરળતાથી કરી શકે છે. સરળ એટલા માટે છે કે, સરળતાથી શીખી શકાય છે અને સર્વ-સુલભ એટલા માટે છે કારણકે ક્યાંય પણ કરી શકાય છે- વિશેષ સાધનો કે મેદાનની જરૂરિયાત નથી. ડાયાબિટીસ નિયંત્રિત કરવામાં યોગ કેટલો અસરકારક છે તે જાણવા અનેક અભ્યાસો-સંશોધનો થઈ રહ્યાં છે. એઇમ્સમાં પણ તેના પર અભ્યાસ કરવામાં આવી રહ્યો છે અને અત્યાર સુધીમાં જે પરિણામો આવ્યાં છે તે ઘણાં પ્રોત્સાહક છે. આયુર્વેદ અને યોગને આપણે માત્ર ઉપચાર-ટ્રીટમેન્ટના માધ્યમ તરીકે જ ન જોઈએ, તેને આપણે આપણા જીવનનો ભાગ બનાવીએ.
મારા પ્રિય દેશવાસીઓ, ખાસ કરીને મારા યુવા સાથીઓ, રમતના ક્ષેત્રમાં ગત દિવસોમાં સારા સમાચારો આવ્યા છે. અલગ-અલગ રમતોમાં આપણા ખેલાડીઓએ આપણા દેશનું નામ ઉજાળ્યું છે. હોકીમાં ભારતે શાનદાર રમત રમીને એશિયા કપ હૉકીનો ખિતાબ જીત્યો છે. આપણા ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું અને તેના બળે ભારત દસ વર્ષ પછી એશિયા કપ ચેમ્પિયન બન્યું છે. આ અગાઉ ભારત 2003 અને 2007માં એશિયા કપ ચેમ્પિયન બન્યું હતું. સમગ્ર ટીમ અને મદદગાર સ્ટાફને મારા તરફથી, દેશવાસીઓ તરફથી ખૂબ-ખૂબ શુભકામનાઓ.
હૉકી પછી બૅડમિન્ટનમાં પણ ભારત માટે સારા સમાચાર આવ્યા છે. બૅડમિન્ટ સ્ટાર કિદામ્બી શ્રીકાંતે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતાં ડેન્માર્ક ઑપનનો ખિતાબ જીતીને દરેક ભારતીયમાં ગૌરવની લાગણી જન્માવી છે. ઇન્ડૉનેશિયા ઑપન અને ઑસ્ટ્રેલિયા ઑપન પછી તેમનો આ ત્રીજો સુપર સીરિઝ પ્રીમિયર ખિતાબ છે. હું આપણા યુવા સાથીને તેમની આ સિદ્ધિ માટે અને ભારતનું ગૌરવ વધારવા માટે ઘણા ઘણા અભિનંદન પાઠવું છું.
દોસ્તો, આ મહિને ફિફા અંડર-17 વિશ્વ કપનું આયોજન થયું. વિશ્વભરની ટીમો ભારત આવી અને બધાએ ફૂટબૉલના મેદાન પર પોતાની આવડત દેખાડી. મને પણ એક મેચમાં જવાનો અવસર મળ્યો. ખેલાડીઓ-દર્શકો બધામાં ભારે ઉત્સાહ હતો. વિશ્વકપનો આટલો મોટો પ્રસંગ, સમગ્ર વિશ્વ તમને જોઈ રહ્યો હોય… આટલી મોટી મેચ… હું તો બધા યુવા ખેલાડીઓની ઊર્જા, ઉત્સાહ, કંઈક કરી દેખાડવાની ભાવનાને જોઈને દંગ થઇ ગયો હતો. વિશ્વકપનું આયોજન સફળતાપૂર્વક થયું અને બધી ટીમોએ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. ભલે, ભારત ખિતાબ ન જીતી શક્યું પરંતુ ભારતના યુવા ખેલાડીઓએ બધાનું દિલ જીતી લીધું. ભારત સહિત સમગ્ર વિશ્વએ ખેલના આ મહોત્સવને માણ્યો અને આ આખી સ્પર્ધા ફૂટબૉલ પ્રેમીઓ માટે રોચક અને મનોરંજક રહી. ફૂટબૉલનું ભવિષ્ય ઘણું ઉજ્જવળ છે, તેના સંકેત નજરે પડી રહ્યા છે. હું એક વાર ફરી બધા ખેલાડીઓને, તેમના સહયોગીઓને અને બધા રમતપ્રેમીઓને અભિનંદન આપું છું, શુભકામનાઓ આપું છું.
મારા પ્રિય દેશવાસીઓ, સ્વચ્છ ભારતના વિષયમાં મને જેટલા લોકો લખે છે, મને લાગે છે કે તેમની ભાવનાઓ સાથે જો હું ન્યાય કરવાનું વિચારું તો મારે રોજ “મન કી બાત”નો કાર્યક્રમ કરવો પડશે અને દરરોજ મારે સ્વચ્છતાના વિષય પર જ “મન કી બાત”ને સમર્પિત કરવી પડશે. કોઈ ભૂલકાઓનાં પ્રયાસોનાં ફૉટા મોકલે છે, તો ક્યાંક યુવાઓનાં સામૂહિક પ્રયાસોનાં કિસ્સા હોય છે. ક્યાંક સ્વચ્છતાને લઈને કોઈ ઇનોવેશનની વાત હોય છે અથવા તો પછી કોઈ અધિકારીનાં જનૂનના લીધે આવેલા પરિવર્તનનાં સમાચાર હોય છે. ગત દિવસોમાં મને એક બહુ જ વિગતવાર અહેવાલ મળ્યો છે, જેમાં મહારાષ્ટ્રનાં ચંદ્રપુર કિલ્લાનાં કાયાપલટની એક વાત છે. ત્યાં ઇકૉલૉજિકલ પ્રૉટેક્શન ઑર્ગેનાઇઝેશન નામની એક એનજીઓની આખી ટીમે ચંદ્રપુર કિલ્લાની સફાઈનું અભિયાન હાથ ધર્યુ. બસ્સો દિવસો સુધી ચાલેલા આ અભિયાનમાં લોકોએ વગર અટક્યે, વગર થાકે એક ટીમ વર્ક સાથે કિલ્લાની સફાઈનું કાર્ય કર્યું. બસ્સો દિવસ સતત! તેમણે સફાઈ પહેલાં અને સફાઈ પછીના કિલ્લાની તસવીરો મને મોકલી છે. ફૉટો જોઈને હું દંગ રહી ગયો અને જે પણ આ ફોટાઓને જોશે તેમનાં મનમાં પણ પોતાની આસપાસ ગંદકીને જોઈને ક્યારેક નિરાશા થતી હોય, ક્યારેક તેમને લાગતું હોય કે સ્વચ્છતાનું સપનું કેવી રીતે પૂરૂ થશે તો હું તેમને કહીશ કે, ઇકૉલૉજિકલ પ્રૉટેક્શન ઑર્ગેનાઇઝેશનના યુવાઓને, તેમના પરસેવાને, તેમના ઉમંગને, તેમનાં સંકલ્પને તમે જીવંત તસવીરોમાં તમે જોઈ શકો છો. તેને જોતાં જ તમારી નિરાશા વિશ્વાસમાં ફેરવાઈ જશે. સ્વચ્છતાનો આ ભગીરથ પ્રયાસ સૌંદર્ય, સામૂહિકતા અને સાતત્યતાનું એક અદ્ભુત ઉદાહરણ છે. કિલ્લા તો આપણા વારસાનું પ્રતીક છે. ઐતિહાસિક વારસાઓને સુરક્ષિત અને સ્વચ્છ રાખવાની જવાબદારી આપણા સહુ દેશવાસીઓની છે. હું ઇકૉલૉજિકલ પ્રૉટેક્શન ઑર્ગેનાઇઝેશને અને તેની સમગ્ર ટીમને અને ચંદ્રપુરના નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.
મારા પ્રિય દેશવાસીઓ, આગામી 4 નવેમ્બરે આપણે બધા ગુરૂ નાનક જયંતી મનાવીશું. ગુરૂ નાનક દેવજી, શીખોના પહેલા ગુરૂ જ નહીં, પરંતુ જગદ્ગુરૂ છે. તેમણે સમગ્ર માનવજાતના કલ્યાણ વિશે વિચાર્યું, તેમણે બધી જાતિઓને એક સમાન ગણાવી. મહિલા સશક્તિકરણ અને નારી સન્માન પર તેમણે ભાર મૂક્યો હતો. ગુરૂ નાનક દેવજીએ પગપાળા 28 હજાર કિલોમીટર યાત્રા કરી અને પોતાની આ યાત્રા દરમિયાન તેમણે સાચી માનવતાનો સંદેશો આપ્યો. તેમણે લોકો સાથે સંવાદ કર્યો, તેમને સચ્ચાઈ, ત્યાગ અને કર્મનિષ્ઠાનો માર્ગ દેખાડ્યો. તેમણે સમાજમાં સમાનતાનો સંદેશ આપ્યો અને પોતાના આ સંદેશને વાતોથી જ નહીં, પોતાનાં કર્મોથી કરીને બતાવ્યો. તેમણે લંગર ચલાવ્યું જેનાથી લોકોમાં સેવાભાવના જન્મી. સાથે બેસીને લંગર ગ્રહણ કરવાથી લોકોમાં એકતા અને સમાનતાનો ભાવ જાગૃત થયો. ગુરુ નાનક દેવજીએ સાર્થક જીવનના ત્રણ સંદેશ આપ્યા- પરમાત્માનું નામ જપો, મહેનત કરો, કામ કરો અને જરૂરિયાતમંદોની મદદ કરો. ગુરૂ નાનક દેવજીએ પોતાની વાત કહેવા માટે ‘ગુરબાણી’ની રચના પણ કરી હતી. આગામી વર્ષ 2019માં આપણે ગુરૂ નાનક દેવજીનું 550મું પ્રકાશ વર્ષ મનાવવા જઈ રહ્યા છીએ. આવો, આપણે તેમના સંદેશ અને શિક્ષાનાં માર્ગ પર આગળ વધવાનો પ્રયાસ કરીએ.
મારા પ્રિય દેશવાસીઓ, બે દિવસ પછી 31 ઑક્ટોબરે આપણે સરદાર વલ્લભભાઈ પટેલજીની જન્મજયંતી મનાવીશું. આપણે બધા જાણીએ છીએ કે આધુનિક અખંડ ભારતનો પાયો તેમણે નાખ્યો હતો. ભારત માતાનાં આ મહાન સંતાનની અસાધારણ યાત્રામાંથી આજે આપણે ઘણું બધું શીખી શકીએ છીએ. 31 ઑક્ટોબરે શ્રીમતી ઈન્દિરા ગાંધી પણ આ દુનિયાને છોડીને ચાલ્યાં ગયાં. સરદાર વલ્લભભાઈ પટેલની વિશેષતા એ હતી કે તેઓ ન માત્ર પરિવર્તનકારી વિચાર આપતા હતા પરંતુ તેઓ તેને કરીને દેખાડવા માટે ખૂબ જ જટિલ સમસ્યાનો વ્યવહારિક ઉકેલ શોધી કાઢવામાં નિપુણ પણ હતા. વિચારને સાકાર કરવામાં તેમને ફાવટ હતી. સરદાર વલ્લભભાઈ પટેલે ભારતને એક સૂત્રમાં બાંધવાનું સુકાન સંભાળ્યું. તેમણે એ સુનિશ્ચિત કર્યું કે કરોડો ભારતવાસીઓને ‘એક રાષ્ટ્ર અને એક બંધારણ’ની છત્રછાયામાં લાવવામાં આવે. તેમની નિર્ણયક્ષમતાએ તેમને બધા અવરોધોને પાર કરવાનું સામર્થ્ય આપ્યું. જ્યાં માન-મનામણાંની જરૂર હતી ત્યાં તેમણે માન-મનામણાં કર્યા, જ્યાં બળપ્રયોગની જરૂર હતી ત્યાં બળપ્રયોગ કર્યો. તેમણે એક ઉદ્દેશ્ય નિશ્ચિત કરી લીધો અને પછી માત્ર તેની તરફ પૂરી દૃઢતાથી તેઓ આગળ વધતા જ ગયા, વધતા જ ગયા. દેશને એક કરવાનું આ કાર્ય માત્ર તેઓ જ કરી શકે એમ હતા જેમણે એક એવા રાષ્ટ્રની પરિકલ્પના કરી જ્યાં બધા લોકો સમાન હોય, તેમણે કહ્યું હતું અને હું ઈચ્છીશ કે સરદાર વલ્લભભાઈ પટેલની આ વાત સદા-સર્વદા આપણા બધા માટે પ્રેરણાદાયક છે. તેમણે કહ્યું હતું, “જાતિ અને પંથનો કોઈ ભેદ આપણને રોકી ન શકે, બધા ભારતના દીકરા અને દીકરીઓ છે, આપણે બધાએ પોતાના દેશને પ્રેમ કરવો જોઈએ અને પારસ્પરિક પ્રેમ અને સદભાવના પર પોતાની નિયતિનું નિર્માણ કરવું જોઈએ. ”
સરદાર સાહેબનું આ કથન આજે પણ આપણા ન્યૂ ઇન્ડિયાના વિઝન માટે પ્રેરક છે, પ્રાસંગિક છે. અને આ જ કારણ છે કે તેમનો જન્મ દિવસ ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ના રૂપમાં મનાવાય છે. દેશને એક અખંડ રાષ્ટ્રનું સ્વરૂપ આપવામાં તેમનું યોગદાન અતુલનીય છે. સરદાર સાહેબની જયંતીનાં અવસર પર 31 ઑક્ટોબરે દેશભરમાં ‘રન ફૉર યૂનિટી’નું આયોજન કરવામાં આવશે, જેમાં દેશભરમાંથી બાળકો, યુવાનો, મહિલાઓ, બધી જ ઉંમર-વર્ગના લોકો સામેલ થશે. મારો આપ સહુને અનુરોધ છે કે તમે પણ ‘રન ફૉર યૂનિટી’- પરસ્પર સદભાવનાનાં આ ઉત્સવમાં ભાગ લો.
મારા પ્રિય દેશવાસીઓ, દિવાળીની રજાઓ પછી, નવા સંકલ્પ સાથે, નવા નિશ્ચય સાથે, આપ સહુ પોતાની રોજિંદી જિંદગીમાં ફરી એક વાર જોડાઈ ગયા હશો. મારા તરફથી દેશવાસીઓને, તેમનાં બધાં સપનાં સાકાર થાય, તેવી શુભકામનાઓ છે.
ખૂબ ખૂબ ધન્યવાદ.
મારા પ્રિય દેશવાસીઓ, આપ સહુને નમસ્કાર. આકાશવાણીના માધ્યમથી મન કી બાત કરતાં કરતાં ત્રણ વર્ષ પૂર્ણ થઈ ગયા. આજે આ 36 મો એપીસોડ છે. મન કી બાત એક પ્રકારથી ભારતની જે સકારાત્મક શક્તિ છે, દેશના ખૂણે-ખૂણામાં જે ભાવનાઓ પડેલી છે, ઈચ્છાઓ છે, અપેક્ષાઓ છે, ક્યાંક-ક્યાંક ફરિયાદો પણ છે – એક જનમાનસમાં જે ભાવ ઉમટી રહ્યા હોય છે, મન કી બાતે, એ દરેક ભાવનાઓ સાથે મને જોડાવાનો એક અદભુત અવસર આપ્યો છે અને મેં ક્યારેય એમ નથી કહ્યું કે મારા મનની વાત છે. આ મન કી બાત દેશવાસીઓના મન સાથે જોડાયેલી છે, તેમના ભાવ સાથે જોડાયેલી છે, તેમની આશા-અપેક્ષાઓ સાથે જોડાયેલી છે. અને જ્યારે મન કી બાતમાં જે વાતો હું જણાવું છું તે વાતો દેશના દરેક ખૂણેથી લોકો મારા સુધી પહોંચાડે છે, આપને તો કદાચ હું બહુ ઓછી વાતો કહી શકું છું પરંતુ મને તો ભરપૂર ખજાનો મળી જાય છે. ઈ-મેલ દ્વારા, ટેલિફોન દ્વારા, mygov દ્વારા નરેન્દ્ર મોદી એપ દ્વારા, કેટલી બધી વાતો મારા સુધી પહોંચે છે. મોટા ભાગની તો તેમાંથી મને પ્રેરણા આપનારી હોય છે. ઘણી તો સરકારમાં સુધારા માટે હોય છે. ક્યાંક વ્યક્તિગત ફરિયાદ પણ હોય છે તો ક્યારેક સામૂહિક સમસ્યા પ્રત્યે ધ્યાન આકર્ષિત કરવામાં આવે છે. અને હું તો મહિનામાં એકવાર આપનો અડધો કલાક લઉ છું પરંતુ લોકો ત્રીસેય દિવસ મન કી બાત ઉપર તેમની વાત પહોંચાડતા હોય છે. અને તેનું પરિણામ એ આવ્યું કે સરકારમાં પણ સંવેદનશીલતા, દૂર-દૂરના સમાજમાં કેવીકેવી શક્તિઓ પડી છે, તેના પર તેનું ધ્યાન પડવું, એ સહજ અનુભવ મળી રહ્યો છે. અને એટલે જ મન કી બાતની ત્રણ વર્ષની આ યાત્રા દેશવાસીઓની ભાવનાઓની, અનુભૂતિની એક યાત્રા છે. અને કદાચ આટલા ઓછા સમયમાં દેશના સામાન્ય વ્યક્તિના ભાવને જાણવાનો-સમજવાનો મને જે અવસર મળ્યો છે અને તેના માટે હું દેશવાસીઓનો ખૂબ આભારી છું. મન કી બાતમાં મેં હંમેશા આચાર્ય વિનોબા ભાવેની એ વાતને યાદ રાખી છે, આચાર્ય વિનોબા ભાવે હંમેશા કહેતા હતા કે અ-સરકારી, અસરકારી. મેં પણ મનની વાતને, આ દેશના લોકોને કેન્દ્રમાં રાખવાનો પ્રયાસ કર્યો છે. રાજનીતિના રંગથી તેને દૂર રાખી છે. તત્કાલીન જે ગરમી હોય છે, આક્રોશ હોય છે તેમાં વહી જવાને બદલે, એક સ્થિર મનથી આપની સાથે જોડાયેલા રહેવાનો પ્રયાસ કર્યો છે. હું જરૂર માનું છું કે હવે ત્રણ વર્ષ બાદ social scientists, universities, research scholars, media experts જરૂર તેનું એનાલિસીસ કરશે. સારી-નરસી દરેક બાબતને આગળ લાવશે. અને મને વિશ્વાસ છે કે આ વિચાર-વિમર્શ ભવિષ્યમાં મન કી બાત માટે પણ ઉપયોગી થશે, તેમાં એક નવી ચેતના, નવી ઉર્જા પ્રાપ્ત થશે. મેં જ્યારે એકવાર મન કી બાત માં કહ્યું હતું કે આપણે ભોજન કરતી વખતે ચિંતા કરવી જોઈએ કે જેટલી જરૂરિયાત છે તેટલું જ લઈએ, આપણે તેને બરબાદ ન કરીએ. પરંતુ ત્યારબાદ મેં જોયું કે દેશના દરેક ખૂણેથી મને એટલા બધા પત્રો આવ્યા, અનેક સામાજિક સંગઠન, અનેક નવયુવાનો પહેલાથી જ આ કાર્ય કરી રહ્યા છે. જે અન્ન થાળીમાં છોડી દેવામાં આવે છે, તેને ભેગું કરીને તેનો સદઉપયોગ કેવી રીતે થાય તેના પર કામ કરનારા કેટલાય લોકો મારા ધ્યાનમાં આવ્યા જેથી મારા મનને ખૂબ સંતોષ થયો, ઘણો આનંદ થયો.
એકવાર મેં મન કી બાતમાં મહારાષ્ટ્રના એક નિવૃત્ત શિક્ષક શ્રીમાન ચંદ્રકાન્ત કુલકર્ણીની વાત કરી હતી, જે તેમના પેન્શનમાંથી, સોળ હજાર રૂપિયાનું પેન્શન મળતું હતું તેમાંથી પાંચ હજાર રૂપિયા તેઓએ ૫૧ Post-dated cheque આપીને સ્વચ્છતા માટે તેમણે દાન આપ્યું હતું. અને ત્યારબાદ તો મેં જોયું કે સ્વચ્છતા માટે આવા પ્રકારનું કામ કરવા માટે કેટલાય લોકો આગળ આવ્યા.
એકવાર મેં હરિયાણાના એક સરપંચની ‘selfie with daughter’ જોઈ અને મેં મન કી બાતમાં બધાની સામે વાત મૂકી. જોત-જોતામાં ન માત્ર ભારતમાં પરંતુ આખા વિશ્વમાં ‘selfie with daughter’ એક મોટું અભિયાન ચાલી નીકળ્યું. આ માત્ર સોશિયલ મીડિયાનો મુદ્દો નથી. દરેક દિકરીમાં એક નવો આત્મવિશ્વાસ, નવો ગર્વ પેદા કરનારી આ ઘટના બની. દરેક માં-બાપને લાગ્યું કે હું પણ મારી દિકરી સાથે સેલ્ફી લઉં. દરેક દિકરીને લાગવા લાગ્યું કે મારું કોઈ મહાત્મ્ય છે, મારું કોઈ મહત્વ છે.
ગત દિવસોમાં હું ભારત સરકારના ટુરિઝમ વિભાગ સાથે બેઠો હતો. મેં જ્યારે tour પર જનારા લોકોને કહ્યું કે તમે જ્યાં પણ જાઓ, incredible India પર ત્યાંનો એક ફોટો મોકલો. ભારતના દરેક ખૂણાની લાખો છબીઓ, એક રીતે ટુરીઝમ ક્ષેત્રમાં કામ કરતા લોકોની બહુ મોટી અમાનત બની ગઈ. નાની અમથી ઘટના કેટલું મોટું આંદોલન શરૂ કરી દે છે તે મન કી બાતમાં મેં અનુભવ કર્યો છે. આ બધી વાતો કહેવાનું આજે મન થયું કારણ કે જ્યારે વિચારી રહ્યો હતો કે ત્રણ વર્ષ થઈ ગયા, તો ગત ત્રણ વર્ષની કેટલીયે ઘટનાઓ મારા મનમાં છવાઈ ગઈ. સાચી દિશામાં જવા માટે દેશ સતત અગ્રેસર છે. દેશનો દરેક નાગરિક બીજાની ભલાઈ માટે, સમાજના સારા માટે, દેશની પ્રગતિ માટે કંઈક ને કંઈક કરવા માગે છે એ મારા ત્રણ વર્ષના મન કી બાતના અભિયાનમાં મેં દેશવાસીઓ પાસેથી જાણ્યું છે, સમજ્યું છે, શીખ્યું છે. કોઈપણ દેશ માટે આ બહુ મોટી મૂડી હોય છે, એક બહુ મોટી તાકાત હોય છે. હું હ્રદયપૂર્વક દેશવાસીઓને નમન કરું છું.
મેં એકવાર મન કી બાતમાં ખાદીના વિષય પર ચર્ચા કરી હતી. અને ખાદી એક વસ્ત્ર નથી, વિચાર છે. અને મેં જોયું કે હમણાંથી ખાદી પ્રત્યે રૂચી ઘણી વધી છે અને મેં સ્વાભાવિક રૂપથી કહ્યું હતું કે હું કઈ ખાદીધારી બનવાનું નથી કહી રહ્યો પરંતુ વિવિધ પ્રકારના ફેબ્રિક હોય છે તો એક ખાદી કેમ ન હોય ? ઘરમાં ચાદર હોય, રૂમાલ હોય, પડદા હોય. અનુભવ એ રહ્યો કે યુવા પેઢીમાં ખાદીનું આકર્ષણ વધી ગયું છે. ખાદીનું વેચાણ વધ્યું છે અને તેને કારણે ગરીબોના ઘરમાં સીધેસીધો રોજગારીનો નાતો જોડાઈ ગયો છે. ૨ ઓક્ટોબરથી ખાદીમાં discount આપવામાં આવે છે, કેટલીયે છૂટ આપવામાં આવે છે. હું ફરી એકવાર આગ્રહ કરીશ કે ખાદીનું જે અભિયાન ચાલ્યું છે તેને આપણે વધુ આગળ ચલાવીએ અને વધારીએ. ખાદી ખરીદીને ગરીબના ઘરમાં દિવાળીના દીવા પ્રગટાવીયે, એ ભાવ સાથે આપણે કામ કરીએ. આપણા દેશના ગરીબને આ કાર્યથી એક તાકાત મળશે અને આપણે તે કરવું જોઈએ. અને આ ખાદી પ્રત્યે રૂચી વધવાને કારણે ખાદીના ક્ષેત્રે કામ કરનારાઓમાં, ભારત સરકારમાં ખાદી સંબંધિત લોકોમાં એક નવી રીતે વિચારવાનો ઉત્સાહ પણ વધ્યો છે. નવી ટેકનોલોજી કેવી રીતે લાવીએ, ઉત્પાદન ક્ષમતા કેવી રીતે વધારીએ, solar-હાથશાળ કેવી રીતે લઈ આવીએ ? જૂના વારસાઓ જે હતા, જે બિલકુલ ૨૦-૨૦, ૨૫-૨૫, ૩૦-૩૦ વર્ષોથી બંધ પડ્યા હતા, તેને પુનઃજીવીત કેવી રીતે કરી શકાય.
ઉત્તર પ્રદેશના વારાણસી સેવાપુરમાં, સેવાપુરીનો ખાદી આશ્રમ 26 વર્ષોથી બંધ પડ્યો હતો, પરંતુ આજે પુનઃજીવીત થઈ ગયો છે. અનેક પ્રકારની પ્રવૃત્તિઓને જોડવામાં આવી. અનેક લોકોને રોજગારના નવા અવસર પેદા કરવામાં આવ્યા. કાશ્મીરમાં પંપોરમાં ખાદી અને ગ્રામોદ્યોગે તેના બંધ પડેલા પ્રશિક્ષણ કેન્દ્રને ફરીથી શરૂ કર્યો અને કાશ્મીર પાસે તો આ ક્ષેત્રે આપવા માટે ઘણું બધું છે. હવે આ પ્રશિક્ષણ કેન્દ્ર ફરીથી શરૂ થવાને કારણે નવી પેઢીને આધુનિક ઢબે નિર્માણ કાર્ય કરવામાં, વણાટ કામ કરવામાં, નવી વસ્તુઓ બનાવવામાં એક મદદ મળશે અને મને ઘણું સારું લાગી રહ્યું છે કે મોટા-મોટા Corporate house પણ દિવાળીમાં જ્યારે ભેટ આપે છે તો હવે ખાદીની વસ્તુઓ આપવા લાગ્યા છે. લોકોએ પણ એકબીજાને ભેટ સ્વરૂપે ખાદીની વસ્તુઓ આપવાની શરૂ કરી છે. એક સહજ ભાવથી વસ્તુ કેવી રીતે આગળ વધે છે તે આપણે બધા અનુભવ કરીએ છીએ.
મારા પ્રિય દેશવાસીઓ, ગત મહિને મન કી બાતમાં જ આપણે બધાએ એક સંકલ્પ કર્યો હતો અને આપણે નક્કી કર્યું હતું કે ગાંધી-જયંતી પહેલાના ૧૫ દિવસ દેશભરમાં સ્વચ્છતાનો ઉત્સવ મનાવીશું. સ્વચ્છતા સાથે જન-મન ને જોડીશું. આપણા આદરણીય રાષ્ટ્રપતિજીએ આ કાર્યનો આરંભ કર્યો અને દેશ જોડાઈ ગયો. બાળકો-વૃદ્ધો, પુરુષ હોય કે સ્ત્રી હોય, શહેર હોય કે ગામ હોય, દરેક લોકો આજે આ સ્વચ્છતા અભિયાનનો હિસ્સો બની ગયા છે. અને જ્યારે હું કહું છું કે ‘સંકલ્પ થી સિદ્ધિ’ , આ સ્વચ્છતા અભિયાન એક સંકલ્પ સિદ્ધિ તરફ કેવી રીતે આગળ વધી રહ્યું છે, તે આપણે આપણી આંખોની સામે જોઈ રહ્યા છીએ. દરેક લોકો તેને સ્વીકારે છે, સહયોગ આપે છે, અને સાકાર કરવા માટે કોઈ ને કોઈ યોગદાન આપે છે. હું આદરણીય રાષ્ટ્રપતિજીનો તો આભાર માનું જ છું પરંતુ સાથે-સાથે દેશના દરેક વર્ગે તેને પોતાનું કાર્ય માન્યું છે. બધા તેની સાથે જોડાઈ ગયા છે. પછી તે ખેલ-જગતના લોકો હોય, સિને-જગતના લોકો હોય, academicians હોય, શાળા હોય, કોલેજ હોય, યુનિવર્સિટી હોય, ખેડૂત હોય, મજૂર હોય, અધિકારીઓ હોય, બાબુઓ હોય, પોલીસ હોય, સેનાના જવાન હોય – બધા તેની સાથે જોડાઈ ગયા છે. સાર્વજનિક સ્થાનો પર એક દબાણ પણ પેદા થયું છે કે હવે સાર્વજનિક સ્થળો ગંદા હોય તો લોકો ટોકે છે, ત્યાં કામ કરનારા લોકો પણ એક દબાણ અનુભવી રહ્યા છે. હું આને સારું માનું છું અને મારા માટે ખુશી છે કે ‘સ્વચ્છતા જ સેવા અભિયાન’ના પ્રથમ ચાર દિવસોમાં જ લગભગ ૭૫ લાખથી પણ વધુ લોકો, ૪૦ હજારથી વધુ initiatives ને લઈને ગતિવિધીઓમાં જોડાઈ ગયા છે અને મેં જોયું છે કે કેટલાક લોકો તો સતત કામ કરી રહ્યા છે, પરિણામ લાવીને જ જંપવાનું નક્કી કરીને કાર્ય કરી રહ્યા છે. આ વખતે એક એ વસ્તુ પણ જોઈ, - એક એ હોય છે કે આપણે ક્યાંક સ્વચ્છતા કરીએ, બીજુ હોય છે કે આપણે જાગૃત રહીને ગંદકી ન કરીએ, પરંતુ સ્વચ્છતાને જો સ્વભાવ બનાવવો હોય તો એક વૈચારિક આંદોલન પણ જરૂરી હોય છે. આ વખતે ‘સ્વચ્છતા જ સેવા’ સાથે કેટલીયે સ્પર્ધાઓ યોજાઈ. અઢી કરોડથી વધુ બાળકોએ સ્વચ્છતાની નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો. હજારો બાળકોએ ચિત્રો બનાવ્યા. પોત-પોતાની કલ્પનાથી સ્વચ્છતાને લઈને ચિત્રો બનાવ્યા. ઘણાં લોકોએ કવિતાઓ બનાવી, અને આજકાલ તો હું social media પર આવા જે આપણાં નાના સાથીઓએ, નાના-નાના બાળકોએ જે ચિત્રો મોકલ્યા છે તે હું પોસ્ટ પણ કરું છું, તેઓનું ગૌરવગાન કરું છું. જ્યાં સુધી સ્વચ્છતાની વાત આવે છે તો હું મીડિયાના લોકોનો આભાર માનવાનું ક્યારેય ભૂલતો નથી. આ આંદોલનને તેમણે બહુ પવિત્રતાપૂર્વક આગળ વધાર્યું છે. પોત-પોતાની રીતે તેઓ જોડાઈ ગયા છે અને એક સકારાત્મક વાતાવરણ બનાવવામાં તેઓએ બહુ મોટું યોગદાન આપ્યું છે અને આજે પણ તેઓ તેમની રીતે સ્વચ્છતાના આંદોલનનું નેતૃત્વ કરે છે. આપણા દેશનું electronic media, આપણા દેશનું print media દેશની કેટલી સેવા કરી શકે છે, તે ‘સ્વચ્છતા એ જ સેવા’ આંદોલનમાં આપણે જોઈ શકીએ છીએ. શ્રીનગરના ૧૮ વર્ષના યુવાન બિલાલ ડારના સંબંધમાં હમણાં થોડા દિવસો પહેલાં જ કોઈએ મારું ધ્યાન દોર્યું. અને આપને જાણીને આનંદ થશે કે શ્રીનગર નગર નિગમે બિલાલ ડારને સ્વચ્છતા માટે પોતાનો Brand Ambassador બનાવ્યો છે અને જ્યારે Brand Ambassadorની વાત આવે છે ત્યારે આપને લાગતું હશે કે કદાચ તે કોઈ સિને કલાકાર હશે, કદાચ તે ખેલ-જગતનો કોઈ હિરો હશે, જી ના....બિલાલ ડાર પોતે ૧૨-૧૩ વર્ષની ઉંમરથી ગત ૫-૬ વર્ષથી સ્વચ્છતામાં લાગી ગયો છે. એશિયાનું સૌથી મોટું સરોવર શ્રીનગર પાસે છે ત્યાં પ્લાસ્ટિક હોય, પોલિથીન હોય, used bottle હોય, કચરો હોય તે સાફ કરતો રહે છે. તેમાંથી થોડી કમાણી પણ કરી લે છે. કારણ કે તેના પિતાજીનું બહુ નાની ઉંમરમાં કેન્સરને કારણે મૃત્યુ થયું પરંતુ તેણે પોતાનું જીવન આજીવિકા સાથે સ્વચ્છતાની સાથે પણ જોડી દીધું. એક અનુમાન છે કે બિલાલે વાર્ષિક ૧૨ હજાર કિલોથી પણ વધુ કચરો સાફ કર્યો છે. શ્રીનગર નગર નિગમને પણ હું સ્વચ્છતા પ્રત્યે તેમની આ પહેલ માટે તેમજ Ambassador અંગેની તેમની કલ્પના માટે શુભેચ્છા આપવા માંગુ છું, કારણ કે શ્રીનગર એક tourist destination છે અને હિન્દુસ્તાનનો દરેક નાગરિક શ્રીનગર જવાનું મન કરે છે અને ત્યાં સફાઈને આટલું બળ મળે તે એક બહુ મોટી વાત છે. અને મને ખુશી છે કે તેમણે બિલાલને માત્ર Brand Ambassador જ બનાવ્યો એવું નથી પરંતુ સફાઈ કરતા બિલાલને નિગમે આ વખતે ગાડી આપી છે, ગણવેશ આપ્યો છે અને તે અન્ય વિસ્તારોમાં પણ જઈને લોકોને સ્વચ્છતા માટે શિક્ષિત કરે છે, પ્રેરિત કરે છે અને પરિણામ લાવવા સુધી પાછળ પડી જાય છે. બિલાલ ડાર, ઉંમર નાની છે પરંતુ સ્વચ્છતામાં રૂચિ રાખનારા દરેક માટે પ્રેરણાનું કારણ છે. હું બિલાલ ડારને ઘણી શુભેચ્છા પાઠવું છું.
મારા પ્રિય દેશવાસીઓ, એ વાતને આપણે સ્વીકારવી પડશે કે ભાવિ ઇતિહાસ પ્રાચીન ઇતિહાસની કુખમાં જન્મ લે છે અને જ્યારે ઇતિહાસની વાત આવે ત્યારે મહાપુરુષો યાદ આવવા બહુ સ્વાભાવિક છે. આ ઑક્ટોબરનો મહિનો આપણા માટે ઘણા મહાપુરુષોને યાદ કરવાનો મહિનો છે. મહાત્મા ગાંધીથી લઈને સરદાર પટેલ સુધીના મહાપુરુષોનું પુણ્ય સ્મરણ કરવાના અવસરો આ ઑક્ટોબર મહિનામાં આપણને મળે છે. આ મહાનુભાવોએ ૨૦મી સદી અને ૨૧મી સદી માટે આપણને દિશા આપી, આપણું નેતૃત્વ કર્યું, આપણું માર્ગદર્શન કર્યું અને દેશ માટે તેમણે બહુ જ કષ્ટ વેઠ્યા. બે ઑક્ટોબરે મહાત્મા ગાંધી અને લાલબહાદુર શાસ્ત્રીજીની જન્મ જયંતી છે તો ૧૧ ઑક્ટોબરે જયપ્રકાશ નારાયણ અને નાનાજી દેશમુખની જન્મજયંતી છે અને ૨૫ સપ્ટેમ્બરે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતી છે. નાનાજી અને દીનદયાળજીનું તો આ શતાબ્દીનું પણ વર્ષ છે. અને આ બધા મહાપુરુષોનું એક કેન્દ્રબિંદુ શું હતું? તેમના જીવનમાં એક વાત સામાન્ય હતી અને તે હતું દેશ માટે જીવવું, દેશ માટે કંઈક કરવું અને માત્ર ઉપદેશ નહીં, પોતાનાં જીવનમાં તેના આચરણ દ્વારા લોકોને માર્ગ ચીંધવો. ગાંધીજી, જયપ્રકાશજી, દીનદયાળજી આ બધા એવા મહાપુરુષો છે જે સત્તાની શેરીઓથી જોજનો દૂર રહ્યા પરંતુ જનજીવન સાથે પળેપળ જીવતા રહ્યા, ઝઝૂમતા રહ્યા અને ´સર્વજન હિતાય સર્વજન સુખાય’ કંઈક ને કંઈક કરતા રહ્યા. નાનાજી દેશમુખ રાજનૈતિક જીવનને છોડીને ગ્રામોદયમાં લાગી ગયા હતા અને જ્યારે આજે આપણે તેમનું શતાબ્દી વર્ષ મનાવી રહ્યા છીએ ત્યારે તેમના ગ્રામોદયના કામ પ્રત્યે આદર થવો બહુ સ્વાભાવિક છે.
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ શ્રીમાન અબ્દુલ કલામજી જ્યારે નવયુવાનો સાથે વાત કરતા હતા તો હંમેશાં નાનાજી દેશમુખના ગ્રામીણ વિકાસની વાતો કરતા હતા. ખૂબ જ આદર સાથે ઉલ્લેખ કરતા હતા અને તેઓ પોતે પણ નાનાજીના આ કામને જોવા માટે ગામમાં ગયા હતા.
દીનદયાળ ઉપાધ્યાયજી મહાત્મા ગાંધીની જેમ સમાજના છેવાડાના માણસની વાત કરતા હતા. દીનદયાળજી પણ સમાજના છેવાડા પર બેઠેલા ગરીબ, પીડિત, શોષિત, વંચિતની જ અને તેમના જીવનમાં પરિવર્તન લાવવાની- શિક્ષણ દ્વારા, રોજગાર દ્વારા કઈ રીતે પરિવર્તન લાવી શકાય તેની ચર્ચા કરતા હતા. આ બધા મહાપુરુષોનું સ્મરણ કરવું એ તેમના પ્રત્યે ઉપકાર નથી, આ મહાપુરુષોનું સ્મરણ એટલા માટે કરીએ છીએ કે જેથી આપણને આગળનો રસ્તો મળતો રહે, આગળની દિશા મળતી રહે.
આગામી ‘મન કી બાત’માં હું જરૂર સરદાર વલ્લભભાઈ પટેલના વિષયમાં કહીશ, પરંતુ ૩૧ ઑક્ટોબરે સમગ્ર દેશમાં રન ફૉર યુનિટી ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ કાર્યક્રમ થવાનો છે. દેશના દરેક શહેરમાં, દરેક નગરમાં બહુ મોટા પાયે રન ફૉર યુનિટીના કાર્યક્રમો થવા જોઈએ અને આ ઋતુ પણ એવી છે કે દોડવામાં મજા આવે છે. સરદાર સાહેબ જેવી લોખંડી શક્તિ પ્રાપ્ત કરવા આ પણ જરૂરી છે. અને સરદાર સાહેબે તો દેશને એક કર્યો હતો. આપણે પણ એકતા માટે દોડીને એકતાના મંત્રને આગળ વધારવો જોઈએ.
આપણે બહુ સ્વાભાવિક રીતે કહીએ છીએ – વિવિધતામાં એકતા, ભારતની વિશેષતા. વિવિધતાનું આપણે ગૌરવ કરીએ છીએ પરંતુ શું આપણે ક્યારેય આ વિવિધતાનો અનુભવ કરવાનો પ્રયાસ કર્યો છે ખરો? હું વારંવાર હિન્દુસ્તાનના મારા દેશવાસીઓને કહીશ અને ખાસ કરીને મારી યુવા પેઢીને મારે કહેવું છે કે આપણે એક જાગૃત અવસ્થામાં છીએ. આ ભારતની વિવિધતાઓનો અનુભવ કરીએ, તેમને સ્પર્શ કરીએ, તેમની સુગંધનો અનુભવ કરીએ. તમે જુઓ, તમારા વ્યક્તિત્વના વિકાસ માટે પણ આપણા દેશની આ વિવિધતાઓ એક બહુ મોટી પાઠશાળાનું કામ કરે છે. વેકેશન છે, દિવાળીના દિવસો છે, આપણા દેશમાં ચારે તરફ ક્યાંક ને ક્યાંક ફરવા જવાનો સ્વભાવ રહેલો છે, લોકો પ્રવાસી તરીકે જાય છે અને તે બહુ સ્વાભાવિક છે. પરંતુ ક્યારેક ચિંતા થાય છે કે આપણે આપણા દેશને તો જોતા નથી, દેશની વિવિધતાઓને જાણતા નથી, સમજતા નથી પરંતુ ઝાકઝમાળના પ્રભાવમાં આવીને વિદેશોનો જ પ્રવાસ પસંદ કરવાનું શરૂ કરી દીધંન છે. તમે દુનિયામાં ક્યાંય પણ જાવ, મને કોઈ વાંધો નથી પરંતુ ક્યારેક પોતાના ઘરને પણ તો જુઓ. ઉત્તર ભારતના વ્યક્તિને ખબર નહીં હોય કે દક્ષિણ ભારતમાં શું છે? પશ્ચિમ ભારતના વ્યક્તિને ખબર નહીં હોય કે પૂર્વ ભારતમાં શું છે? આપણો દેશ કેટકેટલી વિવિધતાઓથી ભરેલો છે.
મહાત્મા ગાંધી, લોકમાન્ય તિલક, સ્વામી વિવેકાનંદ, આપણા પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામજી.. જો આ મહાપુરુષોનું જીવન જોઈશું તો એક વાત ચોક્કસ ધ્યાનમાં આવશે કે તેમણે ભારત ભ્રમણ કર્યું ત્યારે તેમને ભારતને જોવા-સમજવામાં અને તેના માટે જીવવા-મરવા માટે એક નવી પ્રેરણા મળી. આ બધા મહાપુરુષોએ ભારતનું વ્યાપક ભ્રમણ કર્યું. પોતાના કાર્યના પ્રારંભમાં તેમણે ભારતને જાણવા, સમજવાનો પ્રયાસ કર્યો. ભારતને પોતાની અંદર જીવવાની કોશિશ કરી. શું આપણે, આપણા દેશનાં ભિન્ન-ભિન્ન રાજ્યોને, ભિન્ન-ભિન્ન સમાજોને, સમૂહોને, તેમના રીતિ-રિવાજોને, તેમની પરંપરાને, તેમના પહેરવેશને, તેમની ખાણીપીણીને, તેમની માન્યતાઓને એક વિદ્યાર્થીના રૂપમાં શીખવા- સમજવાનો, જીવવાનો પ્રયાસ કરી શકીએ છીએ ?
ટુરિઝમમાં વેલ્યૂ એડિશન ત્યારે જ થશે જ્યારે આપણે માત્ર મુલાકાતી નહીં, પરંતુ એક વિદ્યાર્થી તરીકે તેમને પામવા-સમજવા-બનવાનો પ્રયાસ કરીએ. મારો પોતાનો અનુભવ છે કે મને હિન્દુસ્તાનના પાંચસોથી વધુ જિલ્લાઓમાં જવાનો અવસર મળ્યો હશે. સાડા ચારસોથી વધુ જિલ્લાઓ તો એવા હશે કે જ્યાં મને રાત્રિરોકાણની તક મળી હશે, અને આજે જ્યારે હું ભારતમાં આ જવાબદારી સંભાળી રહ્યો છું ત્યારે મને આ ભ્રમણનો અનુભવ બહુ જ કામમાં આવે છે. ચીજોને સમજવામાં બહુ જ સુવિધા રહે છે. તમને પણ મારો અનુરોધ છે કે તમે ´વિવિધતામાં એકતા’ના સૂત્ર બોલવા કરતાં આપણા વિશાળ ભારતની અપાર શક્તિના ભંડારનો અનુભવ કરો. ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’નું સપનું તેમાં જ સમાવિષ્ટ છે. ખાણીપીણીની કેટલી વિવિધતા છે. આખું જીવન પણ જો રોજેરોજ એક અલગ વાનગી ખાતા રહીએ તો પણ કોઈ વાનગીનું ક્યારેય પુનરાવર્તન નહીં થાય. આપણા પર્યટનની આ મોટી તાકાત છે. હું અનુરોધ કરીશ કે આ રજાઓમાં તમે માત્ર ઘરની બહાર જાવ તેમ નહીં, જરા હવાફેર માટે નીકળી પડો તેમ નહીં, પરંતુ કંઈક જાણવા, સમજવા, પામવાના હેતુથી નીકળજો. ભારતને પોતાની અંદર આત્મસાત્ કરજો. કોટિકોટિ જનોની વિવિધતાઓને ભીતરમાં આત્મસાત્ કરજો. આ અનુભવો થકી તમારું જીવન સમૃદ્ધ બનશે. તમારી વિચારસરણીનો વ્યાપ વિશાળ બનશે. અને અનુભવથી મોટો શિક્ષક કોણ હોઈ શકે? સામાન્ય રીતે ઑક્ટોબરથી માર્ચ સુધીનો સમયગાળો મોટા ભાગે પર્યટનનો હોય છે. લોકો પ્રવાસે જાય છે. મને વિશ્વાસ છે કે આ વખતે પણ તમે જશો તો મારા આ અભિયાનને વધુ આગળ વધારશો. તમે જ્યાં પણ જાવ, તમારો અનુભવ વહેંચો, તસવીરો વહેંચો. શૅર કરો. #incredibleindia (હેશ ટેગ ઇન્ક્રેડિબલ ઇન્ડિયા) પર તમારો ફોટો જરૂર મોકલો. માત્ર ઈમારતોની નહીં, ત્યાંના લોકોને મળવાનું બને તો તેનો ફોટો પણ મોકલજો. માત્ર પ્રાકૃતિક સૌંદર્યની નહીં, ત્યાંના જનજીવનની પણ કેટલીક વાતો લખો. તમારી યાત્રાના સારા નિબંધો લખો. Mygov પર મોકલો, NarendraModiApp પર મોકલો. મારા મનમાં એક વિચાર આવે છે કે આપણે ભારતના પર્યટનને વધારવા એક કામ કરી શકીએ. શું તમે જણાવી શકો કે તમારા રાજ્યનાં સાત ઉત્તમ પર્યટન સ્થળો કયા હોઈ શકે? દરેક હિન્દુસ્તાનીએ તમારા રાજ્યના તે સાત સ્થળોના વિષયમાં જાણવું જોઈએ. સંભવ હોય તો તે સાત સ્થાનો પર જવું જ જોઈએ. તમે તે વિષયમાં કોઈ જાણકારી આપી શકો ખરા? NarendraModiApp પર તેને રાખી શકો ખરા? #incredibleindia (હેશ ટેગ ઇન્ક્રેડિબલ ઇન્ડિયા) પર મૂકી શકો ખરા?
તમે જોજો, એક રાજ્યના બધા લોકો જો આ અંગે કહેશે તો હું સરકારમાં કહીશ કે તેની ખરાઈ કરે અને દરેક રાજ્ય વિશે જે સર્વસામાન્ય સાત ચીજો આવી છે તેના પર તે પ્રચાર સાહિત્ય તૈયાર કરે. અર્થાત્ એક રીતે જનતાના અભિપ્રાયોથી પર્યટન સ્થળોને ઉત્તેજન કઈ રીતે મળે તે મારો હેતુ છે. આ જ રીતે તમે દેશભરમાં જે સ્થળો અને બાબતો જોઈ છે, તેમાંથી તમને જે શ્રેષ્ઠ સાત ચીજો લાગી હોય , તમે ઈચ્છતા હો કે બધાએ તે જોવી જોઈએ, ત્યાં જવું જોઈએ, તે બાબતમાં જાણકારી મેળવવી જોઈએ તો તમે તમારી પસંદનાં સાત આવાં સ્થાનો વિશે Mygov પર, NarendraModiApp પર જરૂર લખો. ભારત સરકાર તેના પર કામ કરશે. આવાં ઉત્તમ પર્યટન સ્થળો જે હશે તેના માટે ફિલ્મ બનાવવી, વિડિયો બનાવવો, પ્રચાર સાહિત્ય તૈયાર કરવું, તેને પ્રોત્સાહન આપવું. તમારા દ્વારા પસંદ કરાયેલી ચીજોને સરકાર સ્વીકારશે. આવો, મારી સાથે જોડાઓ. આ ઑક્ટોબર મહિનાથી માર્ચ મહિના સુધીના સમયનો ઉપયોગ દેશના પર્યટનને વધારવામાં તમે પણ એક પ્રોત્સાહકની ભૂમિકા ભજવી શકો છો. હું તમને નિમંત્રણ આપું છું.
મારા પ્રિય દેશવાસીઓ, એક માનવ તરીકે ઘણી બધી ચીજો મને પણ સ્પર્શી જાય છે. મારા હૃદયને આંદોલિત કરી દે છે. મારા મન પર ઊંડો પ્રભાવ છોડી જાય છે. છેવટે તો હું પણ તમારી જેમ એક માણસ જ છું. ગત દિવસોની એક ઘટના છે જે કદાચ તમારા ધ્યાનમાં આવી હશે. મહિલા શક્તિ અને દેશભક્તિનું એક અનોખું ઉદાહરણ આપણે દેશવાસીઓએ જોયું. ભારતીય સેનાને લેફ્ટેનન્ટ સ્વાતિ અને નીધિના રૂપમાં બે વીરાંગનાઓ મળી છે અને તેઓ અસામાન્ય વીરાંગનાઓ છે. અસામાન્ય એટલા માટે કે સ્વાતિ અને નીધિના પતિ મા ભારતીની સેવા કરતાં કરતાં શહીદ થઈ ગયા હતા. આપણે કલ્પી શકીએ કે આ નાની ઉંમરમાં જ્યારે સંસાર ઉજડી ગયો હોય ત્યારે તેમની મન:સ્થિતિ કેવી હશે ? પરંતુ શહીદ કર્નલ સંતોષ મહાદિકની પત્ની સ્વાતિ મહાદિકે આ કઠિન પરિસ્થિતિઓનો સામનો કરતા કરતાં પોતાના મનમાં નિશ્ચય કરી લીધો. અને તેઓ ભારતની સેનામાં જોડાઈ ગયા. ૧૧ મહિના સુધી તેમણે આકરો પરિશ્રમ કરીને પ્રશિક્ષણ મેળવ્યું અને પોતાના પતિનાં સપનાંને પૂરાં કરવા પોતાની જિંદગી સમર્પિત કરી દીધી. આ જ રીતે નીધિ દુબેના પતિ મૂકેશ દુબે સેનામાં નાયકનું કામ કરતા હતા અને માતૃભૂમિ માટે તેઓ શહીદ થઈ ગયા. તેમનાં પત્ની નીધિએ પણ મનમાં નિશ્ચય કરી લીધો અને તેઓ પણ સેનામાં જોડાઈ ગયા. દરેક દેશવાસીને આપણી આ માતૃશક્તિ પર, આપણી આ વીરાંગનાઓ પ્રત્યે આદર થવો બહુ સ્વાભાવિક છે. હું આ બંને બહેનોને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તેમણે દેશના કોટિ-કોટિ જનો માટે એક નવી પ્રેરણા, એક નવી ચેતના જગાવી છે. આ બંને બહેનોને ખૂબ ખૂબ અભિનંદન.
મારા પ્રિય દેશવાસીઓ, નવરાત્રિનો ઉત્સવ અને દિવાળી વચ્ચે આપણા દેશની યુવા પેઢી માટે એક ઘણો મોટો અવસર પણ છે. FIFA Under 17નો વિશ્વકપ આપણે ત્યાં યોજાઈ રહ્યો છે. મને વિશ્વાસ છે કે ચારે તરફ ફૂટબૉલ છવાઈ જશે. દરેક પેઢીનો રસ ફૂટબૉલમાં વધશે. હિન્દુસ્તાનની કોઈ શાળા, કૉલેજનું મેદાન એવું ન હોવું જોઈએ કે જ્યાં આપણા નવયુવાનો રમતા નજરે ન પડતા હોય. આવો, જ્યારે સમગ્ર વિશ્વ ભારતની ધરતી પર રમવા આવી રહ્યું છે ત્યારે આપણે પણ રમતને આપણા જીવનનો હિસ્સો બનાવીએ.
મારા પ્રિય દેશવાસીઓ, નવરાત્રિનું પર્વ ચાલી રહ્યું છે. મા દુર્ગાની પૂજાનો અવસર છે. સમગ્ર વાતાવરણ પાવન પવિત્ર સુગંધથી વ્યાપ્ત છે. ચારે તરફ એક આધ્યાત્મિકતાનું વાતાવરણ, ઉત્સવનું વાતાવરણ, ભક્તિનું વાતાવરણ છે અને આ પર્વ શક્તિની સાધનાનું પર્વ મનાય છે. તે શારદીય નવરાત્રિ તરીકે ઓળખાય છે. અને અહીંથી જ શરદ ઋતુનો આરંભ થાય છે. નવરાત્રિના આ પાવન પર્વ પર હું દેશવાસીઓને ખૂબ જ શુભકામનાઓ આપું છું અને મા શક્તિને પ્રાર્થના કરું છું કે દેશના સામાન્ય માનવના જીવનની આશા-આકાંક્ષાઓ પૂર્ણ થાય તે માટે આપણો દેશ નવી ઊંચાઈઓને પ્રાપ્ત કરે. દરેક પડકારનો સામનો કરવાનું સામર્થ્ય દેશને મળે. દેશ ઝડપી ગતિથી આગળ વધે અને બે હજાર બાવીસ (૨૦૨૨)માં ભારતની સ્વતંત્રતાનાં ૭૫ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે ત્યારે સ્વતંત્રતા માટે ઝઝૂમનારા લોકોનાં સપનાંને પૂરા કરવાનો પ્રયાસ એ જ સવાસો કરોડ લોકોનો સંકલ્પ બને, અથાગ મહેનત, અથાગ પુરુષાર્થ થકી તે સંકલ્પ સાકાર કરવા માટે પાંચ વર્ષનો રૉડ મેપ બનાવીને આપણે નીકળી પડીએ અને મા શક્તિ આપણને આશીર્વાદ આપે. તમને બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ. ઉત્સવ પણ મનાવો, ઉત્સાહ પણ વધારો.
ખૂબ ખૂબ ધન્યવાદ.
મારા પ્રિય દેશવાસીઓ, સાદર નમસ્કાર. એક તરફ દેશ ઉત્સવોમાં ડૂબેલો છે તો બીજી તરફ હિન્દુસ્તાનના કોઈપણ ખૂણામાંથી જ્યારે હિંસાની ખબર આવે છે તો દેશને ચિંતા થવી સ્વાભાવિક છે. આ આપણો દેશ બુદ્ધ અને ગાંધીનો દેશ છે, દેશની એકતા માટે પૂરી શક્તિ લગાવી દેનાર સરદાર પટેલનો દેશ છે. સદીઓથી આપણા પૂર્વજોએ સાર્વજનિક જીવન મૂલ્યોને, અહિંસાને, સરખા આદરને સ્વીકાર કર્યો છે, આપણી ભીતરમાં સમાયેલો છે છે. અહિંસા પરમો ધર્મ:, એ આપણે નાનપણથી સાંભળતા આવ્યા છીએ, કહેતા આવ્યા છીએ. મેં લાલ કિલ્લા પરથી પણ કહ્યું હતું કે આસ્થાના નામે હિંસા સહી લેવાશે નહીં, ભલે એ સાંપ્રદાયિક આસ્થા હોય, ભલે એ રાજનીતિક વિચારધારાઓ પ્રત્યે આસ્થા હોય, ભલે એ વ્યક્તિ પ્રત્યે આસ્થા હોય, ભલે એ પરંપરા પ્રત્યે આસ્થા હોય. આસ્થાના નામે, કાયદો હાથમાં લેવાનો કોઈને અધિકાર નથી. ડો. બાબાસાહેબ આંબેડકરે આપણને જે બંધારણ આપ્યું છે તેમાં દરેક વ્યક્તિને ન્યાય મેળવવાની દરેક પ્રકારની વ્યવસ્થા છે. હું દેશવાસીઓને વિશ્વાસ અપાવવા માગું છું, કાયદો હાથમાં લેનારા, હિંસાની રાહ પર દમન ગુજારનારા કોઈને પણ, ભલે એ વ્યક્તિ હોય કે સમૂહ હોય, ન આ દેશ ક્યારેય સહન કરશે અને ન કોઈ સરકાર સહન કરશે. દરેકે કાયદા સામે ઝૂકવું પડશે, કાયદો જવાબદારી નક્કી કરશે અને દોષીઓને સજા આપીને જ રહેશે.
મારા પ્રિય દેશવાસીઓ, આપણો દેશ વિવિધતાઓથી ભરેલો છે અને આ વિવિધતાઓ ખાણી-પીણી, રહેણી-કરણી, પહેરવેશ સુધી જ સીમિત નથી. જીવનના દરેક વ્યવહારમાં આપણને વિવિધતા જોવા મળે છે. આપણા તહેવારો પણ વિવિધતાઓથી ભરેલા છે તથા હજારો વર્ષ જૂનો આપણો સાંસ્કૃતિક વારસો હોવાને કારણે સાંસ્કૃતિક પરંપરાઓ જોઈએ, સામાજિક પરંપરાઓ જોઈએ, ઐતિહાસિક પરંપરાઓ જોઈએ તો 365 દિવસમાંથી કદાચ જ કોઈ દિવસ બચતો હશે, જે આપણે ત્યાં કોઈ તહેવાર સાથે જોડાયેલો ન હોય. હવે આપે એ પણ નોંધ્યું હશે કે આપણા દરેક તહેવાર, પ્રકૃતિના સમયપત્રક મુજબ ચાલતા હોય છે. પ્રકૃતિ સાથે સીધેસીધો સંબંધ ધરાવે છે. આપણા ધણાં તહેવારો તો સીધેસીધા ખેડૂતો સાથે જોડાયેલા છે, માછીમારો સાથે જોડાયેલા છે.
આજે હું તહેવારોની વાત કરી રહ્યો છું તો સૌથી પહેલા હું આપ સૌને મિચ્છામી દુક્કડમ કહેવા માંગુ છું. જૈન સમાજમાં કાલે સંવત્સરીનું પર્વ મનાવવામાં આવ્યું.જૈન સમાજમાં ભાદરવા માસમાં પર્યુષણ પર્વ મનાવવામાં આવે છે. પર્યુષણ પર્વનો છેલ્લો દિવસ સંવત્સરીનો દિવસ હોય છે. આ સાચે જ એક અદભુત પરંપરા છે. સંવત્સરીનું પર્વ ક્ષમા, અહિંસા તથા મૈત્રીનું પ્રતિક છે. તેને એક પ્રકારે ક્ષમા-વાણી પર્વ પણ કહેવામાં આવે છે અને આ દિવસે એકબીજાને મિચ્છામી દુક્કડમ કહેવાની પરંપરા છે. આમ પણ આપણા શાસ્ત્રો મુજબ ક્ષમા વિરસ્ય ભૂષણમ્ એટલે કે ક્ષમા વીરોનું આભૂષણ છે. ક્ષમા કરવાવાળો વીર હોય છે. એ ચર્ચા તો આપણે સાંભળતા જ આવ્યા છીએ અને મહાત્મા ગાંધી તો હંમેશા કહેતા હતા કે – ક્ષમા કરવી એ તાકાતવાન વ્યક્તિની વિશેષતા હોય છે.
શેક્સપિયરે તેમના નાટક ‘The Merchant of Venice’ માં ક્ષમા ભાવનું મહત્વ જણાવતા લખ્યું છે કે – ‘Mercy is twice blest, It blesseth him that gives and him that takes’, અર્થાત ક્ષમા કરવાવાળો અને જેને ક્ષમા મળી તે બંન્નેને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
મારા પ્રિય દેશવાસીઓ, આ દિવસોમાં હિન્દુસ્તાનના દરેક ખૂણામાં ગણેશ ચતુર્થીની ધૂમ મચી છે અને જ્યારે ગણેશચતુર્થીની વાત આવે છે તો સાર્વજનિક ગણેશોત્સવની વાત સ્વાભાવિક છે. બાળગંગાધર લોકમાન્ય તિલકે 125 વર્ષ પૂર્વે આ પરંપરાને જન્મ આપ્યો હતો અને 125 વર્ષ, પહેલા આઝાદીની પહેલા તેઓ આઝાદીના આંદોલનના પ્રતિક બની ગયા હતા. તેમજ આઝાદી પછીથી તેઓ સમાજ-શિક્ષણ, સામાજિક ચેતના જગાડવાના પ્રતિક બની ગયા હતા. ગણેશ ચતુર્થીનું પર્વ 10 દિવસ સુધી ચાલે છે. આ મહાપર્વને એકતા, સમતા તથા શૂચિતાનું પ્રતિક કહેવામાં આવે છે. દરેક દેશવાસીઓને ગણેશચતુર્થીની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ.
હમણાં કેરળમાં ઓણમનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. ભારતના રંગબેરંગી તહેવારોમાંનો એક ઓણમ, કેરળનો મુખ્ય તહેવાર છે. આ પર્વ તેના સામાજિક અને સાંસ્કૃતિક મહત્વ માટે જાણીતો છે. ઓણમનો તહેવાર કેરળના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરે છે. આ પર્વ સમાજમાં પ્રેમ અને સૌહાર્દનો સંદેશો આપવાની સાથે લોકોના મનમાં નવો ઉમંગ, નવી આશા, નવો વિશ્વાસ જગાવે છે. અને હવે તો આપણા આ તહેવારો પણ ટુરીઝમના આકર્ષણનું પણ કારણ બનતા જઈ રહ્યા છે. અને હું તો દેશવાસીઓને કહેવા માંગીશ કે જેવી રીતે ગુજરાતમાં નવરાત્રીનો ઉત્સવ અથવા બંગાળમાં દુર્ગા ઉત્સવ – એક રીતે ટુરીઝમનું આકર્ષણ બની ગયા છે. આપણા અન્ય તહેવારો પણ, વિદેશીઓને આકર્ષિત કરવા માટે એક અવસર છે. આ દિશામાં આપણે શું કરી શકીએ તે વિચારવું જોઈએ.
આ તહેવારોની શ્રેણીમાં થોડા જ દિવસો બાદ દેશભરમાં ‘ઈદ-ઉલ-જુહા’નું પર્વ પણ મનાવવામાં આવશે. દરેક દેશવાસીઓને ઈદ-ઉલ-જુહાની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ. તહેવારો આપણે માટે આસ્થા અને વિશ્વાસના પ્રતિક તો છે જ, પરંતુ આપણે નવા ભારતમાં તહેવારોને સ્વચ્છતાના પ્રતિક પણ બનાવવાના છે. પારિવારિક જીવનમાં તો તહેવાર અને સ્વચ્છતા જોડાયેલા છે. તહેવારોની તૈયારીનો મતબલ છે, સાફ-સફાઈ. એ આપણે માટે કોઈ નવી વાત નથી પરંતુ તે સામાજિક સ્વભાવ બનવો તે પણ જરૂરી છે. સાર્વજનિક રૂપથી સ્વચ્છતાનો આગ્રહ માત્ર ઘરમાં જ નહીં, આપણા આખા ગામમાં, આખા નગરમાં, આખા શહેરમાં, આપણા રાજ્યમાં, આપણા દેશમાં – સ્વચ્છતા, એ તહેવારોની સાથે એક અતૂટ હિસ્સો બનવો જ જોઈએ.
મારા પ્રિય દેશવાસી, આધુનિક થવાની પરિભાષાઓ બદલાઈ રહી છે. હમણાં જ એક નવું dimension, એક નવો parameter, આપ કેટલા સંસ્કારી છો, કેટલા આધુનિક છો, તમારી thought process કેટલી મોડર્ન છે એ બધું જાણવા એક ત્રાજવું પણ કામ આવી રહ્યું છે અને તે છે પર્યાવરણ પ્રત્યે આપ કેટલા સજાગ છો. તમારી ગતિવિધીઓમાં તમારો વ્યવહાર eco-friendly, environment friendly છે કે તેની વિરૂદ્ધ છે. જો તેની વિરૂદ્ધ હોય, તો સમાજમાં આજે તેને ખરાબ માનવામાં આવે છે. અને તેનું જ પરિણામ આજે હું જોઈ રહ્યો છું કે આ દિવસોમાં ગણેશોત્સવમાં પણ eco friendly ગણપતિ, જાણે કે કોઈ એક મોટું અભિયાન ઉભું થયું ગયું હોય. જો તમે youtube પર જઈને જોશો તો દરેક ઘરમાં બાળકો ગણેશજી બનાવી રહ્યા છે. માટી લાવીને ગણેશજી બનાવી રહ્યા છે. તેને રંગ કરી રહ્યા છે. કોઈ vegetable ના કલર લગાવી રહ્યું છે તો કોઈ કાગળના ટુકડા ચોંટાડી રહ્યું છે. વિવિધ પ્રકારના પ્રયોગો દરેક પરિવારમાં થઈ રહ્યા છે. એક રીતે Environment consciousness નું આટલું વ્યાપક પ્રશિક્ષણ આ ગણેશોત્સવમાં જોવા મળ્યું જે ભાગ્યે જ પહેલા ક્યારેય જોવા મળ્યું હોય. Media house પણ બહુ મોટા સંખ્યામાં eco-friendly ગણેશની મૂર્તિઓ માટે લોકોને પ્રશિક્ષિત કરી રહ્યા છે, પ્રેરિત કરી રહ્યા છે, guide કરી રહ્યા છે. જુઓ કેટલો મોટો બદલાવ આવ્યો છે અને આ સુખદ બદલાવ છે. અને જેમ મેં કહ્યું કે આપણો દેશ કરોડો-કરોડો તેજસ્વી મગજથી ભરેલો છે. અને બહુ સારું લાગે છે જ્યારે કોઈ નવા-નવા innovations જાણવા મળે છે. મને કોઈએ કહ્યું કે કોઈ એક સજ્જન છે જે પોતે engineer છે, તેમણે એક વિશિષ્ટ પ્રકારે માટી ભેગી કરી, તેનું combination કરી ગણેશજી બનાવવાની ટ્રેનિંગ લોકોને આપે છે. અને પાણીમાં ગણેશ વિસર્જન થાય છે તો તે એક ડોલમાં પાણી લઇ તેમાં જ રાખે છે જેથી તે પાણીમાં તરત ઓગળી જાય. અને તેઓ અહીં જ અટકી નથી જતા, તેમાં તુલસીનો એક છોડ કે અન્ય છોડ વાવી દે છે. ત્રણ વર્ષ પહેલા જ્યારે સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કર્યો હતો, 2 ઓક્ટોબરે તેને ત્રણ વર્ષ પૂરા થશે. અને તેના સકારાત્મક પરિણામો નજરે પડી રહ્યા છે. શૌચાલયોનું coverage 39% થી લગભગ 67 % સુધી પહોંચ્યું છે. 2 લાખ 30 હજારથી પણ વધુ ગામડાંઓ, ખૂલ્લામાં શૌચથી પોતાને મુક્ત જાહેર કરી ચૂક્યા છે.
થોડા દિવસો પહેલાં ગુજરાતમાં ભયંકર પૂર આવ્યું. કેટલાય લોકો પોતાનો જીવ ખોઈ બેઠા પરંતુ પૂરની સ્થિતી બાદ જ્યારે પાણી ઓછું થયું તો દરેક જગ્યાએ એટલી ગંદકી ફેલાઈ ગઈ હતી. આવા સમયે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં જમિયત-ઉલેમા-એ-હિંદના કાર્યકર્તાઓએ પૂર પ્રભાવિત 22 મંદિરો તેમજ 3 મસ્જિદોની તબક્કાવાર સાફ-સફાઈ કરી. પોતાનો પરસેવો પાડ્યો બધાં જ નીકળી પડ્યા. સ્વચ્છતા માટે એકતાનું ઉત્તમ ઉદાહરણ, દરેકને પ્રેરણા આપનારું એવું ઉદાહરણ, જમિયત-ઉલેમા-એ-હિંદના દરેક કાર્યકરોએ આપ્યું. સ્વચ્છતા માટે સમર્પણભાવથી કરેલો પ્રયાસ, તે જો આપણો સ્થાયી સ્વભાવ બની જાય તો આપણો દેશ ક્યાંથી ક્યાં સુધી પહોંચી શકે છે.
મારા પ્રિય દેશવાસીઓ, હું આપ સૌને એક આહ્વાન કરું છું કે એકવાર ફરીથી 2 ઓક્ટોબર ગાંધી જયંતીના 15-20 દિવસ અગાઉ થી જ ‘સ્વચ્છતા જ સેવા’ - જેવી રીતે પહેલા કહેતા હતા ‘જલ સેવા એ જ પ્રભુ સેવા’, તેમ ‘’સ્વચ્છતા એ જ સેવા” ની એક ચળવળ ચલાવો. આખા દેશમાં સ્વચ્છતા માટેનું વાતાવરણ તૈયાર કરો. જેવો અવસર મળે, જ્યાં પણ અવસર મળે, આપણે અવસર શોધીએ. પરંતુ આપણે બધા જોડાઈએ. આને એક રીતે દિવાળીની તૈયારી માની લઈએ, આને એક પ્રકારે નવરાત્રીની તૈયારી માની લઈએ, દુર્ગા પૂજાની તૈયારી માની લઈએ. શ્રમદાન કરો. રજાના દિવસે કે રવિવારે ભેગા થઈને એક સાથે કામ કરો. આડોશ-પાડોશની વસ્તીમાં જાઓ, નજીકના ગામમાં જાઓ, પરંતુ એક આંદોલનના રૂપમાં કરો. હું દરેક એનજીઓને, સ્કૂલોને, colleges ને, સામાજિક, સાંસ્કૃતિક, રાજનીતિક નેતૃત્વને , સરકારના અધિકારીઓને, કલેક્ટરોને, સરપંચોને, દરેકને આગ્રહ કરું છું કે 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મ-જયંતી પહેલા જ 15 દિવસ આપણે સ્વચ્છતાનું એક એવું વાતાવરણ બનાવીએ, એવી સ્વચ્છતા ઉભી કરીએ કે 2 ઓક્ટોબર સાચે જ ગાંધીજીના સ્વપ્નોવાળી 2 ઓક્ટોબર બની જાય. પેયજળ અને સ્વચ્છતા મંત્રાલય દ્વારા mygov.in પર એક section બનાવવામાં આવ્યું છે જ્યાં શૌચાલય નિર્માણ પછી આપ આપનું નામ તેમજ તે પરિવારનું નામ દાખલ કરી શકો છો, જેને આપે મદદ કરી છે. મારા social media ના મિત્રો કોઈ રચનાત્મક અભિયાન ચલાવી શકે છે અને virtual world માં ચર્ચાયેલું કામ ધરાતલ પર આદરાય તેવી પ્રેરણા બની શકે છે. સ્વચ્છ સંકલ્પ થી સ્વચ્છ સિદ્ધી સ્પર્ધા પેયજળ અને સ્વચ્છતા મંત્રાલયના આ અભિયાન તમારા માટે નિબંધ સ્પર્ધા છે, ટૂંકી ફિલ્મ બનાવવાની સ્પર્ધા છે, ચિત્રકળાની પ્રતિયોગિતા આયોજીત કરવામાં આવી રહી છે. તેમાં આપ વિભિન્ન ભાષાઓમાં નિબંધ લખી શકો છો અને તેમાં ઉંમરની કોઈ મર્યાદા નથી, કોઈ age-limit નથી. આપ ટૂંકી ફિલ્મ બનાવી શકો છો, આપના મોબાઈલથી બનાવી શકો છો. 2-3 મિનિટની ફિલ્મ બનાવી શકો છો જે સ્વચ્છતા માટે પ્રેરણા આપે. તે કોઈપણ ભાષામાં હોઈ શકે છે, તે silent પણ હોઈ શકે છે. આ સ્પર્ધામાં જે ભાગ લેશે અને તેમાંથી જે બેસ્ટ ત્રણ પસંદગી પામશે, district level પર ત્રણ હશે, state level પર ત્રણ હશે તેમને પુરસ્કાર આપવામાં આવશે. તો હું દરેકને આમંત્રણ આપું છું કે આવો, સ્વચ્છતાના આ અભિયાનના આ રૂપમાં આપ પણ જોડાવ.
હું ફરી એકવાર કહેવા માગું છું કે આ વખતે 2 ઓક્ટોબર ગાંધી જયંતીને સ્વચ્છ 2 ઓક્ટોબર તરીકે ઉજવવાનો સંકલ્પ કરો અને તેને માટે 15 સપ્ટેમ્બરથી જ સ્વચ્છતા એ જ સેવા ના મંત્રને ઘર-ઘર સુધી પહોંચાડો. સ્વચ્છતા માટે કોઈને કોઈ પગલાં જરૂર લો. જાતે પરિશ્રમ કરીને આમાં ભાગીદાર બનો. આપ જુઓ, ગાંધીજયંતીની આ 2 ઓક્ટોબર કેવી ચમકશે. આપ કલ્પના કરી શકો છો, 15 દિવસના સફાઈના આ અભિયાન પછી, સ્વચ્છતા એ જ સેવા પછી, 2જી ઓક્ટોબરે જ્યારે આપણે ગાંધીજયંતી મનાવીશું, તો પૂજ્ય બાપૂને શ્રદ્ધાંજલિ આપવા માટે આપણી અંદર કેવો એક પવિત્ર આનંદ હશે.
મારા પ્રિય દેશવાસીઓ, હું આજે વિશેષરૂપથી આપ દરેકનું ઋણ સ્વીકાર કરવા માગું છું. હ્રદયના ઊંડાણમાંથી હું આપનો આભાર વ્યક્ત કરવા માગું છું, એટલે નહીં કે આટલા લાંબા સમયથી આપ મન કી બાત સાથે જોડાયેલા છો પરંતુ હું એટલે આભાર વ્યક્ત કરવા માગું છું, ઋણ સ્વીકાર કરવા માગું છું કારણ કે મન કી બાત ના આ કાર્યક્રમ સાથે દેશના દરેક ખૂણામાંથી લાખો લોકો જોડાઈ જાય છે. સાંભળવાવાળાઓની સંખ્યા તો કરોડોમાં છે જ પરંતુ લાખો લોકો મને ક્યારેક પત્ર લખે છે, ક્યારેક મેસેજ મોકલે છે, ક્યારેક ફોન પર સંદેશ આવી જાય છે, જે મારા માટે બહુ મોટો ખજાનો છે. દેશના જન-જનના મનને જાણવા માટે આ મારા માટે એક બહુ મોટો અવસર બની ગયું છે. આપ જેટલી રાહ મન કી બાત સાંભળવા માટે જુઓ છો તેનાથી વધારે હું આપના સંદેશાઓની રાહ જોવું છું. મને લાલચ રહે છે કે આપની દરેક વાતમાંથી મને કંઈક શીખવાનું મળે છે. હું જે કરી રહ્યો છું, તેને કસોટી પર કસવાનો અવસર મળી જાય છે. ઘણી વાતોને નવી રીતે વિચારવા માટે આપની નાની-નાની વાતો પણ મને કામ આવે છે અને તેથી જ આપના આ યોગદાન માટે આપનો આભાર વ્યક્ત કરું છું, આપનું ઋણ સ્વીકાર કરું છું અને મારો પ્રયાસ રહેતો હોય છે કે વધુમાં વધુ આપની વાતોને હું પોતે જોવું, સાંભળું, વાંચુ, સમજુ અને એવી એવી વાતો આવે છે. હવે જુઓ, આ ફોન કોલથી આપ પણ પોતાની જાતને co-relate કરતા હશો. આપને પણ લાગતું હશે કે હા, યાર આપે પણ ક્યારેક આવી ભૂલ કરી છે. ક્યારેક તો કેટલીક વસ્તુઓ આપણી આદતનો એવો હિસ્સો બની જાય છે કે આપણને લાગતું જ નથી કે આપણે ખોટું કરીએ છીએ.
પ્રધાનમંત્રીજી, હું પૂનાથી અપર્ણા બોલી રહી છું. હું મારી એક સખી વિશે જણાવવા માંગુ છું. તે હંમેશા લોકોની મદદ કરવાનો પ્રયત્ન કરતી રહે છે પણ તેની એક આદત વિશે હું પરેશાન થઇ જાઉં છું. હું એક વખત તેની સાથે શૉપિંગ કરવા માટે મૉલ ગઇ હતી. એક સાડી માટે તેણે 2000 રૂપિયા આરામથી ખર્ચી કાઢ્યાં અને પિત્ઝા માટે 450 રૂપિયા, અને મૉલ સુધી જવા માટે જે ઓટોરિક્ષા લીધી હતી, તે રિક્ષાવાળા સાથે પાંચ રૂપિયા માટે ઘણાં સમય સુધી રકઝક કરતી રહી. પાછા ફરતી વખતે રસ્તામાંથી શાકભાજી ખરીદ્યાં અને દરેક શાકભાજી પર ફરીથી રકઝક કરીને ચાર-પાંચ રૂપિયા બચાવ્યાં. મને બહુ ખરાબ લાગ્યું. આપણે મોટી-મોટી જગ્યાઓએ એકપણ વાર પૂછ્યા વગર મોટા-મોટા બિલ ચૂકવી દઇએ છીએ અને આપણાં મજૂરી કરીને જીવવાવાળા ભાઇ-બહેનો સાથે થોડાં રૂપિયા માટે ઝઘડા કરીએ છીએ. તેમના પર અવિશ્વાસ કરીએ છીએ. તમે તમારી ‘મન કી બાત’ માં આ વિષય પર જરૂરથી જણાવજો.
હવે આ ફોન કૉલ સાભળ્યાં પછી, મને પાક્કો વિશ્વાસ છે કે તમે કદાચ ચોંકી પણ ગયા હશો, તમે સચેત પણ થઇ ગયા હશો અને હોઇ શકે કે હવેથી આવી ભૂલ ન કરવાનું મનોમન નક્કી પણ કરી લીધું હશે. શું તમને નથી લાગતું કે, જ્યારે આપણે આપણા ઘરની આસપાસ કોઇ સામાન વેચવા માટે આવે છે, કોઇ ફેરી લગાવવાવાળા આવે છે, કોઇ નાના દુકાનદાર કે શાકભાજી વેચવાવાળા સાથે કે પછી કોઇ ઓટો-રિક્શાવાળા સાથે આપ-લે થાય છે - જ્યારે પણ આપણે કોઇ મહેનત-મજૂરી કરીને જીવન જીવતા લોકોનાં સંપર્કમાં આવીએ છીએ ત્યારે આપણે તેની સાથે ભાવનો તોલ-મોલ કરવા લાગીએ છીએ ભાવ-તાલ કરવા લાગીએ છીએ – ના ના આટલું નહીં, બે રૂપિયા ઓછા કરો, પાંચ રૂપિયા ઓછા કરો. અને આપણે જ્યારે જ કોઇ મોટા રેસ્ટ્રોરન્ટમાં ભોજન કરવા જઇએ છીએ તો બિલમાં શું લખ્યું છે એ જોતાં પણ નથી અને તરત જ પૈસા કાઢીને આપી દઇએ છીએ. એટલું જ નહીં શૉ રૂમમાં સાડી ખરીદવા જઇએ, ત્યારે પણ કોઇ ભાવ-તાલ નથી કરતાં પરંતુ કોઇ ગરીબ સાથે આપણે ભાવ-તાલ કર્યા વગર રહી શકતા જ નથી. ગરીબના મનમાં શું થતું હશે – એ ક્યારેય આપણે વિચાર્યું છે? તેના માટે સવાલ બે –પાંચ રૂપિયાનો નથી. તેના દિલને દુઃખ થાય છે કે તમે એ ગરીબ છે એટલે તેની ઇમાનદારી પર શંકા કરી. બે-પાંચ રૂપિયાથી તમારા જીવનમાં કોઇ ફરક નથી પડતો, પરંતુ તમારી આ નાની આદત તેના મન પર ઊંડો આઘાત પહોંચાડતી હશે એ ક્યારેય વિચાર્યું છે ? મેડમ, હું તમારો આભારી છું, તમે દિલને સ્પર્શી જાય એવો ફોન કૉલ કરીને મને એક મેસેજ આપ્યો છે. મને વિશ્વાસ છે કે મારા દેશવાસીઓ પણ ગરીબ સાથે આવો વ્યવહાર કરવાની તેમની આદત હશે તો જરૂરથી છોડી દેશે.
મારા પ્રિય યુવા મિત્રો, 29 ઓગસ્ટના દિવસને સમગ્ર દેશ રાષ્ટ્રીય રમત-ગમત દિવસના રૂપમાં ઉજવે છે. આ દિવસ મહાન હોકી-પ્લેયર અને હોકીના જાદુગર મેજર ધ્યાનચંદજીનો જન્મદિવસ છે. હોકી માટે તેમનું યોગદાન અજોડ છે. હું આ વાતને એટલા માટે યાદ કરી રહ્યો છું કેમકે હું ઇચ્છું છું કે આપણા દેશની નવી પેઢી, રમત-ગમત સાથે જોડાય. રમત-ગમત આપણા જીવનનો ભાગ છે. જો આપણે દુનિયાના યુવા દેશોમાં ગણાતા હોઇએ તો આપણી આ યુવાવસ્થા રમતના મેદાનમાં પણ નજર આવવી જોઇએ. સ્પોર્ટ્સ એટલે ફિઝીકલ ફિટનેસ, મેન્ટલ એલર્ટનેસ, પર્સનાલિટી એન્હાન્સમેન્ટ, હું સમજું છું કે આનાથી વધારે શું જોઇએ ? રમત-ગમત એક રીતે હ્રદયનાં મેળાપની એક બહુજ મોટી જડીબુટ્ટી છે. આપણા દેશની યુવાપેઢી રમત-ગમતમાં આગળ વધે. અને આજે કોમ્પ્યુટર યુગમાં તો હું ચેતવવા પણ માંગુ છું કે, પ્લેઇંગ ફિલ્ડ એ પ્લે-સ્ટેશનથી પણ વધારે મહત્વપૂર્ણ છે. કોમ્પ્યુટર પર ફિફા રમો પરંન્તુ બહાર મેદાનમાં પણ ક્યારેક ફૂટબોલ સાથે કરામત કરીને બતાવો. કોમ્પ્યુટર પર ક્રિકેટ રમતાં હશો પરંતુ ખુલ્લા મેદાનમાં આકાશ નીચે ક્રિકેટ રમવાનો આનંદ કંઇક વિશેષ હોય છે. એક સમય હતો જ્યારે કુટુંબના બાળકો બહાર જતા હતા, તો માં સૌ-પહેલા પૂછતી હતી કે – પાછા ક્યારે આવશો ? આજે પરિસ્થિતિ એવી છે કે, બાળકો ઘરમાં આવતાની સાથે જ એક ખૂણામાં કાર્ટૂન ફિલ્મ જોવા લાગે છે અથવા તો મોબાઇલ ગેમ પર ચિપકી જાય છે અને ત્યારે માંએ ખિજાઇને કહેવું પડે છે કે – તું બહાર ક્યારે જઇશ? સમય-સમયની વાત છે, તે પણ એક સમય હતો જ્યારે માં બાળકને કહેતી હતી કે તું ક્યારે આવીશ અને આજે એ સ્થિતિ છે કે માંએ કહેવું પડે છે કે- બેટા, તું બહાર ક્યારે જઇશ?
યુવા મિત્રો, ખેલ મંત્રાલયે ખેલ પ્રતિભાઓની શોધ અને તેમને નિખારવા માટે એક સ્પોર્ટ્સ ટેલેન્ટ સર્ચ પોર્ટલ તૈયાર કર્યું છે, જ્યાં સમગ્ર દેશમાં કોઇ પણ બાળક કે જેણે રમત-ગમત ક્ષેત્રમાં કંઇક ઉપલબ્ધિ મેળવી છે, તેનામાં ટેલેન્ટ હોય – તે આ પોર્ટલ પર પોતાનો બાયોડેટા અથવા વિડીયો અપલોડ કરી શકે છે. પસંદ કરાયેલા નવોદિત ખેલાડીઓને ખેલ મંત્રાલય ટ્રેનિંગ આપશે. તેમજ મંત્રાલય કાલે જ આ પોર્ટલને લોન્ચ કરવાના છે. આપણાં યુવામિત્રો માટે આ આનંદના સમાચાર છે કે ભારતમાં 6 થી 28 ઓક્ટોબર દરમ્યાન ‘ફિફા અંડર – 17 વર્લ્ડ કપ’નું આયોજન થવા જઇ રહ્યું છે, દુનિયાભરની 24 ટીમ ભારતને પોતાનું ઘર બનાવવા જઇ રહી છે.
આવો, વિશ્વભરમાંથી આવનારા આપણાં યુવા મહેમાનોનું, રમત-ગમતના આ ઉત્સવ સાથે સ્વાગત કરીએ, રમત-ગમતને માણીએ, દેશમાં એક વાતાવરણ બનાવીએ. જ્યારે હું આજે રમત-ગમતની વાત કરી રહ્યોં છું તો હું ગયા અઠવાડિયે મારા મનને સ્પર્શી ગયેલી ઘટના બની તે દેશવાસીઓ સાથે શેયર કરવા માંગુ છું. મને ખૂબ નાની ઉંમરની કેટલીક દિકરીઓને મળવાની તક મળી અને તેમાંથી કેટલીક દિકરીઓ તો હિમાલયમાં જન્મી છે. સમુદ્ર સાથે જેનો ક્યારેય કોઇ સંબંધ નથી રહ્યો, એવી આપણાં દેશની છ દિકરીઓ જે નેવીમાં કામ કરે છે, તેમનો ઉત્સાહ, તેમનું સાહસ આપણને બધાને પ્રેરણા આપે એવું છે. આ છ દિકરીઓ, એક નાનકડી નાવ આઇએનએસ તારિણીને લઇને સમુદ્ર પાર કરવા નિકળી પડશે. આ અભિયાનનું નામ આપવામાં આવ્યું છે - ‘નાવિકા સાગર પરિક્રમા’ અને તે સમગ્ર વિશ્વમાં ભ્રમણ કરીને મહિનાઓ પછી, કેટલાય મહિનાઓ પછી ભારત પરત ફરશે. ક્યારેક એક સાથે 40-40 દિવસ પાણીમાં વિતાવશે, તો ક્યારેક 30-30 દિવસ પાણીમાં વિતાવશે. સમુદ્રની લહેરો વચ્ચે સાહસ સાથે આપણી આ છ દિકરીઓ, અને વિશ્વમાં આ પ્રથમ ઘટના થવા જઇ રહી છે. કયો હિન્દુસ્તાની હશે જેને આપણી આ દિકરીઓ પર ગર્વ ના હોય. હું આ દિકરીઓના ઉત્સાહને સલામ કરું છું અને મેં તેમને કહ્યું છે કે તે સમગ્ર દેશ સાથે પોતાના અનુભવોને વહેંચે. હું પણ નરેન્દ્રમોદી એપ પર તેમનાં અનુભવો માટે એક અલગ વ્યવસ્થા કરીશ જેથી તમે દરેક એ જરૂરથી વાંચી શકો, કેમકે આ એક રીતે સાહસ કથા છે, સ્વાનુભવની કથા હશે અને મને આનંદ થશે એ દિકરીઓની વાતોને તમારા સુધી પહોંચાડવાનો. મારી આ દિકરીઓને ઘણીબધી શુભકામનાઓ, ઘણાંબધા આશીર્વાદ.
મારા વ્હાલા દેશવાસીઓ, 5 સપ્ટેમ્બરે આપણે બધા શિક્ષક દિવસ ઉજવીએ છે. આપણા દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.રાધાકૃષ્ણનજીનો જન્મદિવસ છે. તેઓ રાષ્ટ્રપતિ હતા પરંતુ આજીવન પોતાને એક શિક્ષકના રૂપમાં જ પ્રસ્તુત કરતાં હતાં. તે હંમેશા શિક્ષકના રૂપમાં જ જીવવાનું પસંદ કરતાં હતાં. તેઓ શિક્ષા પ્રત્યે સમર્પિત હતા. એક અભ્યાસુ, એક રાજદ્વારી, ભારતના રાષ્ટ્રપતિ પરંતુ દરેક ક્ષણ એક જીવતા – જાગતા શિક્ષક. હું તેમને વંદન કરું છું.
મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇને કહ્યું હતું – it is the supreme art of the teacher to awaken joy in creative expression and knowledge. અર્થાત્ પોતાના વિદ્યાર્થીઓમાં સર્જનાત્મક ભાવ અને જ્ઞાનનો આનંદ જાગૃત કરવો એ જ એક શિક્ષકનો સૌથી મહત્વપૂર્ણ ગુણ છે. આ વખતે જ્યારે આપણે શિક્ષક દિવસ ઉજવીએ ત્યારે, શું આપણે બધા મળીને એક સંકલ્પ કરી શકીએ ? એક મિશન મોડમાં એક અભિયાન ચલાવી શકીએ ? Teach to Transform, Educate to Empower, Learn to Lead આ સંકલ્પ સાથે શું આ વાતને આગળ વધારી શકીએ ? દરેક લોકોને પાંચ વર્ષ માટે, કોઇ સંકલ્પ લેવડાવો, તેને સિધ્ધ કરવાનો માર્ગ બતાવો અને પાંચ વર્ષમાં તે મેળવીને જ રહે, જીવનમાં સફળતાનો આનંદ પ્રાપ્ત કરે – એવું વાતાવરણ, આપણી સ્કૂલ, કોલેજ, આપણા શિક્ષક, આપણી શિક્ષણ સંસ્થાઓ આ કરી શકે છે. અને આપણા દેશમાં જ્યારે આપણે પરિવર્તનની વાત કરીએ ત્યારે જેમ પરિવારમાં માંની યાદ આવે છે તેવી જ રીતે સમાજમાં શિક્ષકની યાદ આવે છે. પરિવર્તનમાં શિક્ષકની ખૂબ મોટી ભૂમિકા છે. દરેક શિક્ષકના જીવનમાં ક્યારેક-ને-ક્યારેક એવી ઘટનાઓ બની છે કે તેમના સહજ પ્રયત્ન માત્રથી કોઇના જીવનમાં પરિવર્તન લાવવામાં સફળતા મળી હશે. જો આપણે સામૂહિક પ્રયત્ન કરીએ તો રાષ્ટ્રના પરિવર્તનમાં આપણે ખૂબ મોટી ભૂમિકા નિભાવીશું. આવો, Teach to Transform આ મંત્રને લઇને ચાલી નિકળીએ.
‘નમસ્તે, પ્રધાનમંત્રીજી. મારું નામ છે ડૉ. અનન્યા અવસ્થી. હું મુંબઇ શહેરની રહેવાસી છું અને હાવર્ડ યુનિવર્સિટિમાં ઇન્ડિયા રિસર્ચ સેન્ટર માટે કામ કરું છું. એક રિસર્ચર તરીકે મારી વિશેષ રુચિ છે આર્થિક સમાવેશમાં, એટલે કે ફાઇનાન્સિઅલ ઇન્ક્લુઝન તેનાથી સંબંધિત સોશિયલ સ્કીમને લઇને મારો તમને પ્રશ્ન છે કે, 2014 માં જે જન-ધન યોજના લૉન્ચ થઇ, શું તમે જણાવી શકો છો, શું આંકડાંઓ એ જણાવે છે, કે આજે ત્રણ વર્ષ બાદ ભારતવર્ષ આર્થિક રીતે વધારે સુરક્ષિત છે અથવા વધારે સશક્ત છે અને શું આ સશક્તિકરણ અને સુવિધાઓ આપણી મહિલાઓને, ખેડૂતોને, મજૂરોને ગામડાંઓ અને કસ્બાઓ સુધી પણ પ્રાપ્ત થઇ શકી છે? ધન્યવાદ.’
મારા પ્રિય દેશવાસીઓ, ‘પ્રધાનમંત્રી જન-ધન યોજના’ ફાઇનાન્સિયલ ઇનક્લુઝન, એ ભારતમાં જ નહીં સમગ્ર વિશ્વમાં આર્થિક જગતના પંડિતોની ચર્ચાનો વિષય રહી છે. 28 ઓગસ્ટ, 2014ના રોજ મનમાં એક સપનું લઇને આ અભિયાનનો પ્રારંભ કર્યો હતો. કાલે 28 ઓગસ્ટે આ ‘પ્રધાનમંત્રી જન-ધન યોજના’ ના અભિયાનને ત્રણ વર્ષ થઇ રહ્યાં છે. 30 કરોડ નવા પરિવારોને તેની સાથે જોડ્યાં છે, બેંક એકાઉન્ટ ખોલાવ્યાં છે. આ આંકડો દુનિયાના ઘણાં બધાં દેશોની આબાદી કરતા પણ વધારે છે. આજે મને ઘણો સંતોષ છે કે ત્રણ વર્ષની અંદર-અંદર સમાજના પેલા અંતિમ છેડા પર બેઠોલો મારો ગરીબ ભાઇ, દેશની અર્થવ્યવસ્થાની મૂળ-ધારાનો ભાગ બન્યો છે, તેની આદતો બદલાઇ છે, તે બેંકમાં અવર-જવર કરવા લાગ્યો છે, તે પૈસાની બચત કરવા લાગ્યો છે, તે પૈસાની સુરક્ષા અનુભવી રહ્યો છે. ક્યારેક પૈસા હાથમાં રહે છે, ખિસ્સામાં રહે છે, ઘરમાં છે, તો અકારણ જ તેને ખર્ચ કરવાનું મન થઇ જાય છે. હવે એક સંયમનું વાતાવરણ બન્યું છે અને ધીરે-ધીરે તેને પણ સમજાયું છે કે પૈસા ક્યાંક બાળકોને કામ લાગશે. આગામી દિવસોમાં કોઇ સારું કાર્ય કરવું હશે તો પૈસા કામ લાગશે. એટલું જ નહીં, જે ગરીબ પોતાના ખિસ્સામાં Rupay Card જુએ છે તો તે ધનવાનોની બરાબરીમાં પોતાની જાતને જુએ છે કે તેમનાં ખિસ્સામાં પણ ક્રેડિટ કાર્ડ છે, મારા ખિસ્સામાં પણ Rupay Card છે – તે એક સન્માનનો ભાવ અનુભવે છે. પ્રધાનમંત્રી જન-ધન યોજનામાં આપણાં ગરીબો દ્વારા લગભગ 65 હજાર કરોડ રૂપિયા બેંકોંમાં જમા થયા છે. એક રીતે જોઇએ તો ગરીબોની આ બચત છે, આ બચત આવનારા દિવસોમાં તેમની તાકાત છે. અને પ્રધાનમંત્રી જન-ધન યોજના સાથે જેમનું એકાઉન્ટ ખુલ્યું છે, તેમને ઇન્શ્યોરન્સનો પણ લાભ મળ્યો છે. ‘પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના’, ‘પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના’ – એક રૂપિયા, ત્રીસ રૂપિયા ખૂબ સામાન્ય પ્રિમિયમ આજે તે ગરીબોના જીવનમાં એક નવો જ વિશ્વાસ જગાડે છે. કેટલાય કુટુંબમાં, એક રૂપિયાના વીમાને કારણે જ્યારે ગરીબ પર સંકટ આવ્યું, કુટુંબના મોભીના જીવનનો અંત આવી ગયો, થોડાંક જ દિવસોમાં તેને બે લાખ રૂપિયા મળી ગયા. ‘પ્રધાનમંત્રી મુદ્રા યોજના’, ‘સ્ટાર્ટઅપ યોજના’, ‘સ્ટેન્ડઅપ યોજના’ – જે દલિત હોય, આદિવાસી હોય, મહિલા હોય, ભણી-ગણીને નિકળેલો યુવાન હોય, પોતે પગભર થઇને કંઇક કરવાના ઇરાદાવાળો યુવાન હોય, કરોડો-કરોડો યુવાનોને ‘પ્રધાનમંત્રી મુદ્રા યોજના’ થી, બેંકો પાસેથી કોઇપણ ગેરેન્ટી વગર પૈસા મળ્યાં અને તે પોતે પગભર થયાં. એટલું જ નહીં, દરેકે એકાદ-બે ને રોજગાર આપવાનો સફળ પ્રયત્ન પણ કર્યો છે. થોડાંક દિવસો પહેલાં બેંકના લોકો મને મળ્યા હતા, જન-ધન યોજનાના કારણે, ઇન્શ્યોરન્સના કારણે Rupay Card ના કારણે, પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના કારણે સામાન્ય લોકોને કેવો લાભ થયો છે તેનો તેમણે સર્વે કરાવ્યો અને ઘણાં પ્રેરણાદાયી કિસ્સાઓ સામે આવ્યા. આજે એટલો સમય નથી પરંતુ હું બેંકના લોકોને એટલું જરૂર કહીશ કે આવા કિસ્સાઓને MyGov.in પર અપલોડ કરે, લોકો વાંચે, લોકોને તેનાથી પ્રેરણા મળશે કે કોઇ યોજના, વ્યક્તિના જીવનમાં કેવું પરિવર્તન લાવે છે, કેવી રીતે નવી ઊર્જાનો સંચાર કરે છે, કેવી રીતે નવો વિશ્વાસ જન્માવે છે, તેના સેંકડોં ઉદાહરણ મારી સામે આવ્યા છે. તમારા સુધી પહોંચાડવા માટેનો હું સંપૂર્ણ પ્રયત્ન કરીશ અને એવાં પ્રેરક કિસ્સાઓ છે કે મિડીયાના લોકો પણ તેનો સંપૂર્ણ લાભ ઉઠાવી શકે છે. તેઓ પણ આવા લોકોના ઇન્ટરવ્યુ કરીને નવી પેઢીને નવીન પ્રેરણા આપી શકે છે.
મારા પ્યારા દેશવાસીઓ, ફરી એક વખત તમને મિચ્છામી દુક્કડમ. ખૂબ-ખૂબ ધન્યવાદ.
મારા વ્હાલા દેશવાસીઓ નમસ્કાર. મનુષ્યના મન માટે વર્ષાઋતુ બહુ ગમતી ઋતુ છે. પશુ, પંખી, વનસ્પતિ, પ્રકૃતિ એમ હરકોઇ વર્ષાના આગમનથી પ્રફુલ્લિત બની જાય છે. પરંતુ કોઇકોઇ વાર વરસાદ જ્યારે વિકરાળ રૂપ ધારણ કરે છે, ત્યારે ખબર પડે છે કે, પાણીની વિનાશ કરવાની પણ કેટલી મોટી તાકાત હોય છે, પ્રકૃતિ આપણને જીવન આપે છે. આપણને પોષે છે, પરંતુ કેટલીક વાર પૂર અને ભૂકંપ જેવી કુદરતી આફતો ભીષણ રૂપ લે છે અને ભારે વિનાશ વેરે છે. બદલાઇ રહેલા ઋતુચક્ર અને પર્યાવરણમાં જે બદલાવ આવી રહ્યો છે તેની બહુ મોટી નકારાત્મક અસર પડી રહી છે. વીતેલા કેટલાક દિવસોમાં ભારતના કેટલાક ભાગોમાં, ખાસ કરીને આસામ, ઇશાન ભારત, ગુજરાત, રાજસ્થાન, બંગાળના કેટલાક વિસ્તારોએ અતિવર્ષના કારણે કુદરતી આફતનો સામનો કરવો પડ્યો છે. આવા પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોનું પૂરેપૂરૂં નિરીક્ષણ કરાઇ રહ્યું છે. વ્યાપક સ્તરે રાહતકાર્ય કરવામાં આવી રહ્યું છે. શક્ય હોય ત્યાં મંત્રીમંડળના મારા સાથીઓ પણ રૂબરૂ પહોંચી રહ્યા છે. રાજ્ય સરકારો પણ પોત-પોતાની પીતે પૂરપીડિતોની મદદના ભરપૂર પ્રયાસો કરી રહી છે. સામાજિક સંગઠનો, સાંસ્કૃતિક સંગઠનો અને સેવાભાવી નાગરિકો પણ આવી પરિસ્થિતિમાં લોકોને મદદ કરવાના ભરપૂર પ્રયાસો કરી રહ્યા છે. ભારત સરકાર તરફથી સેનાના જવાનો હોય, હવાઇદળના જવાનો હોય, રાષ્ટ્રીય આફત રાહત દળ- એનડીઆરએફના લોકો હોય, અર્ધલશ્કરી દળો હોય, તમામે તમામ આ સાથે આફતગ્રસ્તોની સેવા કરવામાં દિલો-જાનથી જોડાઇ જાય છે. પૂરના કારણે જનજીવન ખૂબ અસ્તવ્યસ્ત બની જાય છે. ઉભા પાકો, પશુધન, આંતરમાળખાકીય સગવડો, રસ્તા, વીજળી, સંદેશાવ્યવહારના સાધનો, બધાં પર માઠી અસર પડે છે. ખાસ કરીને આપણા ખેડૂત ભાઇઓને પાકનું, ખેતીનું જે નુકસાન થાય છે તે ભરપાઇ કરવા, હાલ અમે વીમાકંપનીઓ અને વિશેષ કરીને પાક વીમા કંપનીઓને પણ સામે ચાલીને મદદ કરવાની યોજના બનાવી છે, જેથી ખેડૂતોના દાવાની પતાવટ તરત થઇ શકે. અને પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા અઠવાડિયાના સાતેય દિવસ, ચોવીસેય કલાક કાર્યરત કન્ટ્રોલરૂમ હેલ્પ લાઇન નંબર 1078 સતત કામ કરી રહ્યો છે. લોકો પોતાની મુશ્કેલીઓ જણાવે પણ છે, વર્ષાઋતુ પહેલાં અનેક ઠેકાણે મોક ડ્રીલ યોજીને પૂરા સરકારી તંત્રને તૈયાર કરાયું છે. એનડીઆરએફની ટીમો તહેનાત કરાઇ. ઠેકઠેકાણે આફત-મિત્ર બનાવાવમાં આવ્યા તથા આ આફતમિત્રોને આફત વખતે શું કરવું અને શું ના કરવું તેની તાલીમ અપાઇ છે. સ્વયંસેવકો તૈયાર કરાયા છે, આમ એક લોકસંગઠન ઉભું કરીને વિકટ પરિસ્થિતિમાં કામ કરવાનું શીખવાડાયું છે. હવે તો હવામાનનો આગોતરો વરતારો મળી રહ્યો છે. તેમાં ટેકનોલોજી એટલી આગળ વધી છે, અવકાશ વિજ્ઞાન પણ બહુ મોટી ભૂમિકા ભજવી રહ્યું છે કે તેના પરિણામે આવો વરતારો લગભગ – લગભગ સાચો પડી રહ્યો છે. ધીરેધીરે આપણે લોકો પણ એવો સ્વભાવ બનાવીએ કે હવામાનના વરતારા પ્રમાણે આપણી પ્રવૃત્તિઓની ગોઠવણ કરીએ, જેથી આપણે નુકસાનથી બચી શકીએ.
હું જ્યારે પણ મન કી બાત માટે તૈયારી કરૂં છું તો હું જોઉં છું કે, મારા કરતાં વધારે દેશના નાગરિકો તૈયારી કરે છે. આ વખતે તો જીએસટીને લગતા એટલા બધા પત્રો આવ્યા છે, એટલા બધા ફોન કોલ્સ આવ્યા છે. અને હજી પણ લોકો જીએસટી વિષે ખુશી વ્યક્ત કરી રહ્યા છે. જિજ્ઞાસા પણ વ્યક્ત કરે છે. અને એક ફોન કોલ હું આપને પણ સંભળાવું છું.
“નમસ્કાર પ્રધાનમંત્રીજી, હું ગુડગાંવથી નીતૂ ગર્ગ બોલું છું. મેં આપનું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ દિવસનું પ્રવચન સાંભળ્યું, અને ખૂબ પ્રભાવિત થઇ છું. આ જ રીતે આપણા દેશમાં ગયા મહિને આજની જ તારીખે ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેકસ- જીએસટીની શરૂઆત થઇ હતી. શું આપ એ કહી શકો છો કે, સરકારે જેવી અપેક્ષા રાખી હતી તેવાં જ પરિણામ એક મહિના પછી મળી રહ્યાં છે કે નહીં ? હું આ વિષે આપના વિચારો જાણવા માંગું છું ધન્યવાદ.”
જીએસટી અમલમાં આવ્યાને લગભગ એક મહિનો થયો છે અને તેના દ્વારા ફાયદા દેખાવા લાગ્યા છે. અને જ્યારે કોઇ ગરીબ મને પત્ર લખીને કહે છે કે, જીએસટીના કારણે ગરીબોની જીવનજરૂરી ચીજોના ભાવ ઘટ્યા છે, વસ્તુઓ સસ્તી થઇ છે, ત્યારે મને બહુ સંતોષ થાય છે, ખુશી થાય છે. અને જ્યારે છેક ઇશાન ભારત, દૂરદૂરના પહાડોમાં, જંગલોમાં રહેનારી કોઇ વ્યકિત પત્ર લખે છે કે, શરૂશરૂમાં ડર લાગતો હતો કે, ખબર નહીં શું થશે, પરંતુ હવે જ્યારે હું તે વિષે શીખવા – સમજવા લાગ્યો છું, અને મને લાગે છે કે, કામ પહેલાં કરતાં વધુ સહેલું બની ગયું છે. વેપાર વધુ સરળ બની ગયો છે અને સૌથી મોટી વાત એ છે કે, ગ્રાહકોનો વેપારીમાં ભરોસો વધવા લાગ્યો છે. હમણાં હું પરિવહન ક્ષેત્ર પર જીએસટીની કેવી અસર પડી છે તે જોઇ રહ્યો હતો. હવે ટ્રકોની આવ-જા વધી છે. અંતર કાપવામાં સમય કેવો ઓછો લાગી રહ્યો છે. ધોરીમાર્ગો ટ્રાફિક જામથી મુક્ત થયા છે. ટ્રકોની ઝડપ વધવાના કારણે પ્રદૂષણ પણ ઘટ્યું છે. માલસામાન પણ બહુ જલદી પહોંચી રહ્યો છે. આ સગવડો તો થઇ છે જ, પરંતુ સાથોસાથ આર્થિક ગતિને પણ તેનાથી બળ મળે છે. પહેલાં અલગ – અલગ કરમાળખું હોવાના કારણે ટ્રાન્સપોર્ટ અને લોજીસ્ટીક ક્ષેત્રના મોટાભાગના સંસાધનો કાગળ કામ જાળવી રાખવામાં જ વપરાતા હતાં અને તેમને દરેક રાજ્યમાં પોતાના નવાંનવાં ગોડાઉન બનાવવા પડતાં હતાં. પરંતુ જીએસટી કે જેને હું ગુડ એન્ડ સિમ્પલ ટેકસ કહું છું. તેણે હકીકતમાં આપણી અર્થવ્યવસ્થા પર એક ખૂબ જ સકારાત્મક અસર કરી છે અને ઓછા સમયમાં અસર પેદા કરી છે. જે ઝડપે સરળ બદલાવ આવ્યો છે, જે ઝડપે એક-બીજામાં તબદીલી થઇ છે, નવી નોંધણીઓ થઇ છે, તેણે પૂરા દેશમાં એક નવો વિશ્વાસ પેદા કર્યો છે. અને ક્યારેક ને ક્યારેક અર્થતંત્રના નિષ્ણાતો, વ્યવસ્થાપનના તજજ્ઞો, ટેકનોલોજીના જ્ઞાનીઓ, ભારતના જીએસટીના પ્રયોગને મોડેલના સ્વરૂપમાં સંશોધન કરીને ચોક્કસ દુનિયા સમક્ષ રજૂ કરશે. દુનિયાની કેટલીયે યુનિવર્સિટીઓ માટે તે કેસ સ્ટડી બનશે. કેમ કે, આટલા મોટા સ્તરે આટલો મોટો બદલાવ કરવો અને આટલા કરોડો લોકોને સામેલ કરીને આટલા વિશાળ દેશમાં તેનો અમલ કરીને તેને સફળતાપૂર્વક આગળ વધારવો તે સ્વયં એક સફળતાનું બહુ મોટું શિખર છે. વિશ્વ ચોક્કસ તેના પર અભ્યાસ કરશે. અને જીએસટી જે રીતે લાગુ કરવામાં આવ્યો છે. તેમાં બધાં રાજ્યોની ભાગીદારી છે, બધાં રાજ્યોની જવાબદારી પણ છે. તમામ નિર્ણયો રાજ્યો અને કેન્દ્રએ સાથે મળીને સર્વસંમતિથી લીધા છે. અને તેનું જ આ પરિણામ છે કે દરેક સરકારની એક જ પ્રાથમિકતા રહી છે કે, જીએસટીના કારણે ગરીબની થાળી પર કોઇ બોજ ના પડે. અને જીએસટી એપ પર તમે બરાબર જાણી શકો છો કે, જીએસટી પહેલાં જે ચીજવસ્તુનો જેટલો ભાવ હતો તે હવે નવી પરિસ્થિતિમાં કેટલો હશે. એ બધું આપના મોબાઇલ ફોન પર ઉપલબ્ધ છે. એક રાષ્ટ્ર – એક વેરો, કેટલું મોટું સપનું સાકાર થયું છે ! જીએસટીની બાબતમાં મેં જોયું છે કે, જે રીતે એક તાલુકાથી લઇને ભારત સરકાર સુધી બેઠેલા સરકારના અધિકારીઓએ જે જહેમત ઉઠાવી છે, જે સમર્પણ ભાવથી કામ કર્યું છે, એક પ્રકારે જે મૈત્રીપૂર્ણ વાતાવરણનું સરકાર અને વેપારીઓ વચ્ચે સરકાર અને ગ્રાહકો વચ્ચે, સર્જન થયું છે તેણે વિશ્વાસ વધારવામાં બહુ મોટી ભૂમિકા અદા કરી છે. હું આ કામમાં જોડાયેલ તમામ મંત્રાલયોને, તમામ વિભાગોનો, કેન્દ્ર અને રાજ્ય સરકારોના કર્મચારીઓને હાર્દિક ખૂબખૂબ ધન્યવાદ પાઠવું છું. જીએસટી, ભારતની સામૂહિક શક્તિની સફળતાનું એક ઉત્તમ ઉદાહરણ છે. આ એક ઐતિહાસિક સિદ્ધિ છે. અને આ માત્ર કરવેરા સુધારો જ નથી, પ્રામાણિકતાની એક નવી સંસ્કૃતિને બળ આપનારી અર્થવ્યવસ્થા છે. એક રીતે આ એક સામાજિક સુધારાનું પણ અભિયાન છે. સફળતાપૂર્વક આટલા મોટા પ્રયાસને સફળ બનાવવા બદલ હું ફરી એકવાર કરોડો દેશવાસીઓને કોટી કોટી વંદન કરૂં છું.
મારા વ્હાલા દેશવાસીઓ, ઓગષ્ટ મહિનો ક્રાંતિનો મહિનો હોય છે. સાહજિક રૂપે બાળપણથી આપણે આ વાત સાંભળતા આવ્યાં છીએ. અને એનું કારણ છે, 1 ઓગષ્ટ, 1920, અસહકાર આંદોલન શરૂ થયું. 9 ઓગષ્ટ, 1942, ભારત છોડો આંદોલન શરૂ થયું જે “ઓગષ્ટ ક્રાંતિ” ના રૂપમાં ઓળખાય છે. અને 15 ઓગષ્ટ, 1947 – દેશ સ્વતંત્ર થયો. એક રીતે ઓગષ્ટ મહિનામાં આઝાદીની તવારીખ સાથેની અનેક ઘટનાઓ વિશેષ રૂપે જોડાયેલી છે. આ વર્ષે આપણે ભારત છોડો – ક્વીટ ઇન્ડિયા આંદોલનતી 75મી વર્ષગાંઠ ઉજવવા જઇ રહ્યા છીએ. પરંતુ બહુ ઓછા લોકો એ વાત જાણે છે કે, ભારત છોડોનો નારો ડૉકટર યુસુફ મેહર અલીએ આપ્યો હતો. આપણી નવી પેઢીએ તે જાણવું જોઇએ કે, 9મી ઓગષ્ટ, 1942ના રોજ શું થયું હતું. 1857થી 1942 સુધી આઝાદીની તમન્ના સાથે દેશવાસીઓ જે રીતે જોડાતા રહ્યા, સંઘર્ષ કરતા રહ્યા, સહન કરતા રહ્યા, તે ઇતિહાસનાં પૃષ્ઠો ભારતના નિર્માણ માટે આપણી પ્રેરણા છે. સ્વતંત્રતા સંગ્રામના આપણા વીરોએ જે ત્યાગ, તપસ્યા અને બલિદાન આપ્યાં છે તેનાથી મોટી પ્રેરણા બીજી કઇ હોઇ શકે ? “ભારત છોડો આંદોલન” ભારતના સ્વતંત્રતા આંદોલનનો એક મહત્વનો સંઘર્ષ હતો. આ આંદોલને બ્રિટીશ રાજથી મુક્તિ માટે આખા દેશને સંકલ્પબદ્ધ કર્યો હતો. આ તે સમય હતો, જ્યારે અંગ્રેજી સત્તાના વિરોધમાં ભારતીય લોકમાનસ દેશના ખૂણેખૂણામાં, ચાહે ગામ હોય, શહેર હોય, શિક્ષિત હોય, અભણ હોય, ગરીબ હોય, અમીર હોય, હરકોઇ ખભેખભો મિલાવીને “ભારત છોડો” આંદોલનનો હિસ્સો બની ગયું હતું. જન આક્રોશ તેની ચરમસીમા પર હતો. મહાત્મા ગાંધીની હાકલ પર લાખો ભારતવાસી “કરો યા મરો” ના મંત્ર સાથે પોતાના જીવનને સંગ્રામમાં ઝંપલાવી રહ્યા હતા. દેશના લાખો નવયુવાનોએ પોતાનું શિક્ષણ છોડી દીધું હતું. પુસ્તકોનો ત્યાગ કર્યો હતો. આઝાદીનું બ્યૂગલ સાંભળીને નીકળી પડ્યા હતા. 9મી ઓગષ્ટે મહાત્મા ગાંધીએ ભારત છોડો આંદોલનનું આહવાન તો કર્યું, પરંતુ તમામ મોટા નેતાઓને અંગ્રેજ હકુમતે જેલમાં ઘકેલી દીધા હતા. અને તે સમયગાળો હતો કે, દેશમાં બીજી પેઢીના નેતૃત્વે, ડૉકટર લોહિયા, જયપ્રકાશ નારાયણ જેવા મહાપુરૂષોએ આગળની ભૂમિકા ભજવી હતી.
અસહકાર આંદોલન અને ભારત છોડો આંદોલનમાં 1920 અને 1942માં મહાત્મા ગાંધીના બે અલગ-અલગ રૂપ જોવા મળે છે. અસહકાર આંદોલનના રૂપરંગ જુદા હતાં અને 42ની જે સ્થિતિ આવી તે જુદી હતી, તીવ્રતા એટલી વધી ગઇ કે, મહાત્મા ગાંધી જેવા મહાપુરૂષે “કરો યા મરો”નો મંત્ર આપી દીધો. આ સમગ્ર સફળતા પાછળ લોકસમર્થન હતું, લોક સામર્થ્ય હતું. લોક સંકલ્પ હતો, લોક સંઘર્ષ હતો, પૂરો દેશ એક બનીને લડી રહ્યો હતો. કોઇ કોઇવાર હું વિચારૂં છું, જો ઇતિહાસનાં પાનાં થોડાં જોડીને આપણે જોઇએ તો ભારતનો પહેલો સ્વતંત્રતા સંગ્રામ 1857માં થયો હતો. 1857માં શરૂ થયેલો સ્વતંત્રતા સંગ્રામ 1942 સુધી પળેપળ દેશના કોઇક ને કોઇક ખૂણામાં ચાલતો રહ્યો. આ લાંબા સમયગાળાએ દેશવાસીઓનાં દિલોમાં આઝાદીની ઝંખના જગાડી દીધી. હર કોઇ કંઇક ને કંઇક કરવા માટે પ્રતિબદ્ધ બની ગયું. પેઢીઓ બદલાતી ગઇ, પરંતુ સંકલ્પમાં કોઇ ઘટાડો ના થયો. લોક આવતા ગયા, જોડાતા ગયા, જતા ગયા, નવા આવતા ગયા, નવા જોડાતા ગયા અને અંગ્રેજ સલ્તનતને ઉખાડી ફેંકવા માટે દેશ હરપળ પ્રયત્ન કરતો રહ્યો. 1857 થી 1942 સુધીના આ પરિશ્રમે, આ આંદોલને એક એવી સ્થિતિ પેદા કરી કે, 1942માં તે ચરમસીમા પર પહોંચ્યો અને ભારત છોડોનું એવું રણશીંગુ ફૂંકાયું કે, પાંચ વર્ષમાં તો 1947માં અંગ્રેજોએ જવું પડ્યું. 1857 થી 1942 આઝાદીની તે ઝંખના જન જન સુધી પહોંચી 1942 થી 1947ના પાંચ વર્ષ, એક એવો લોકજુવાળ બની ગયો, સંકલ્પથી સિદ્ધિના પાંચ નિર્ણાયક વર્ષના રૂપમાં સફળતાની સાથે દેશને આઝાદી અપાવવાનું કારણ બની ગયાં. આ પાંચ વર્ષ નિર્ણાયક વર્ષ હતાં.
હવે હું આપને આ ગણીત સાથે જોડવા માંગુ છું. 1947માં આપણે આઝાદ થયા, આજે 2017 છે. લગભગ 70 વર્ષ થઈ ગયા, સરકારો આવી-ગઈ, વ્યવસ્થાઓ બની, બદલાઈ, વિકસીત થઈ, વધી, દેશને સમસ્યાઓમાંથી મુક્ત કરવા માટે દરેક લોકોએ પોતપોતાની રીતે પ્રયાસો કર્યા. દેશમાં રોજગાર વધારવા માટે, ગરીબી હટાવવા માટે, વિકાસ કરવા માટેના પ્રયાસો થયા. પોતપોતાની રીતે પરિશ્રમ પણ થયા, સફળતા પણ મળી, અપેક્ષાઓ પણ જાગી. જેવી રીતે 1942 થી 1947 સંકલ્પથી સિદ્ધીના એક નિર્ણાયક પાંચ વર્ષ હતા. હું જોઈ રહ્યો છું કે 2017 થી 2022 – સંકલ્પથી સિદ્ધીની તરફના વધુ પાંચ વર્ષનો ગાળો આપણી સામે આવ્યો છે. આ 2017ની 15 ઓગસ્ટને આપણે સંકલ્પ પર્વના રૂપમાં મનાવીયે અને 2022માં આઝાદીના જ્યારે 75 વર્ષ થશે ત્યારે આપણે તે સંકલ્પને સિદ્ધીમાં પરિવર્તિત કરીને જ રહીશું. જો સવા સો કરોડ દેશવાસી 9 ઓગસ્ટ, ક્રાંતિ દિવસને યાદ કરીને, આ 15 ઓગસ્ટે દરેક ભારતવાસી સંકલ્પ કરે, વ્યક્તિના રૂપમાં, નાગરિકના રૂપમાં – હું દેશ માટે આટલું કરીને જ રહીશ, પરિવારના રૂપમાં હું આ કરીશ, સમાજના રૂપમાં હું આ કરીશ, ગામ તથા શહેરના રૂપમાં હું આ કરીશ, સરકારી વિભાગના રૂપમાં હું આ કરીશ, સરકાર હોવાને કારણે આ કરીશ, કરોડો-કરોડો સંકલ્પ થાય. કરોડો-કરોડો સંકલ્પને પરિપૂર્ણ કરવા માટે પ્રયાસ થાય. તો જેવી રીતે 1942 થી 1947ના પાંચ વર્ષ દેશની આઝાદી માટે નિર્ણાયક બની ગયા તેમ આ પાંચ વર્ષ 2017 થી 2022 ના ભારતના ભવિષ્ય માટે પણ નિર્ણાયક બની શકે છે અને બનાવવા છે. પાંચ વર્ષ બાદ દેશની આઝાદીના 75 વર્ષ મનાવીશું. ત્યારે આપણે દરેક લોકોએ દ્રઢ સંકલ્પ લેવાનો છે. આજે 2017ને આપણા સંકલ્પના વર્ષ બનાવવાનું છે. આ ઓગસ્ટ મહિનામાં સંકલ્પ સાથે આપણે જોડાવાનું છે તેમજ આપણે સંકલ્પ કરવાનો છે, ગંદકી – ભારત છોડો, ગરીબી-ભારત છોડો, ભ્રષ્ટાચાર – ભારત છોડો, આતંકવાદ – ભારત છોડો, જાતિવાદ – ભારત છોડો, સંપ્રદાયવાદ – ભારત છોડો. આજે આવશ્યકતા કરો યા મરોની નથી પરંતુ નવા ભારતના સંકલ્પની સાથે જોડાવાની છે. કોશિશ કરવાની છે, સફળતા મેળવવા માટે પુરુષાર્થ કરવાની છે. આવો, આ ઓગસ્ટ મહિનામાં 9 ઓગસ્ટથી સંકલ્પ થી સિદ્ધીનું એક મહાઅભિયાન ચલાવીએ. પ્રત્યેક ભારતવાસી, સામાજિક સંસ્થાઓ, સ્થાનિક એકમો, સ્કૂલ, કોલેજ, અલગ-અલગ સંગઠન – દરેક ન્યૂ ઈન્ડિયા માટે કંઈક ને કંઈક સંકલ્પ લે. એક એવો સંકલ્પ જેને આવનારા પાંચ વર્ષોમાં આપણે સિદ્ધ કરીને દેખાડીશું. યુવા સંગઠન, છાત્ર સંગઠન, એનજીઓ વગેરે સામૂહિક ચર્ચાનું આયોજન કરી શકે છે. નવા-નવા વિચારો ઉજાગર કરી શકે છે. એક રાષ્ટ્રના રૂપમાં આપણે ક્યાં પહોંચવાનું છે એક વ્યક્તિના નાતે તેમાં મારૂં શું યોગદાન હોઈ શકે છે, આવો આ સંકલ્પના પર્વ સાથે આપણે જોડાઈએ.
હું આજે વિશેષ રૂપથી ઓનલાઈન વર્લ્ડ, કારણ કે આપણે ક્યાંય હોઈએ કે ન હોઈએ, પરંતુ ઓનલાઈન તો જરૂરથી હોઈએ જ છીએ. જે ઓનલાઈન વાળી દુનિયા છે તેમજ ખાસ કરીને મારા યુવા સાથીઓને, મારા યુવા મિત્રોને, આમંત્રિત કરું છું કે નવા ભારતના નિર્માણમાં તેઓ ઇનોવેટીવ રીતે યોગદાન માટે આગળ આવે. ટેક્નોલોજીનો ઉપયોગ કરતા વિડીયો, પોસ્ટ, બ્લોગ, આલેખન, નવા-નવા વિચારો, એ દરેક વાત લઈને આવે. આ ઝુંબેશ ને એક જનઆંદોલનમાં પરિવર્તિત કરે. નરેન્દ્રમોદી એપ પર પણ યુવા મિત્રો માટે ‘ક્વીટ ઇન્ડિયા’ ક્વિઝ શરુ કરાશે. આ ક્વિઝ યુવાનોને દેશના ગૌરવશાળી ઈતિહાસ સાથે જોડવા અને સ્વતંત્રતા સંગ્રામના નાયકોથી પરિચિત કરાવવાનો એક પ્રયાસ છે. હું માનું છું કે આપ જરૂર આનો વ્યાપક પ્રચાર કરો, ફેલાવો કરો.
મારા પ્રિય દેશવાસીઓ, 15 ઓગસ્ટ, દેશના પ્રધાન સેવકના રૂપમાં મને લાલ કિલ્લા પરથી દેશ સાથે સંવાદ કરવાનો અવસર મળે છે. હું તો નિમિત્ત માત્ર છું. ત્યાં એ એક વ્યક્તિ નથી બોલતો, લાલ કિલ્લાથી સવા સો કરોડ દેશવાસીનો અવાજ ગૂંજે છે. તેમના સપનાઓને શબ્દબદ્ધ કરવાની કોશિશ કરાય છે અને મને ખુશી છે કે છેલ્લા 3 વર્ષથી લાગલગાટ 15 ઓગસ્ટ નિમિત્તે દેશના દરેક ખૂણામાંથી મને નવા વિચારો મળી રહ્યા છે કે મારે 15 ઓગસ્ટે શું કહેવું જોઈએ. કયા મુદ્દાઓને લેવા જોઈએ. આ વખતે પણ હું આપને નિમંત્રિત કરું છું. MY GOV પર અથવા નરેન્દ્ર મોદી એપ પર આપ આપના વિચારો મને જરૂરથી મોકલી આપો. હું સ્વયં તેને વાંચું છું અને 15 ઓગસ્ટે જેટલો પણ સમય મારી પાસે હશે તેમાં તેને પ્રગટ કરવાનો પ્રયાસ કરીશ. પાછલા ત્રણ વખતના મને મારા 15 ઓગસ્ટના ભાષણમાં એક ફરિયાદ ચોક્કસ સાંભળવા મળી કે મારું ભાષણ થોડું લાંબુ થઈ જાય છે. આ વખતે મેં મનમાં કલ્પના તો કરી છે કે હું તેને ટૂંકાવી નાખું. વધુમાં વધુ 40-45-50 મિનિટમાં પૂરું કરું. મેં મારા માટે નિયમ બનાવવાની કોશિશ કરી છે. ખબર નથી કે હું કરી શકીશ કે નહીં કરી શકું પરંતુ હું આ વખતે કોશિશ કરવાનો ઈરાદો તો ધરાવું છું કે હું મારું ભાષણ ટૂંકાવી કેવી રીતે શકું. જોઈએ છીએ કે સફળતા મળે છે કે નથી મળતી.
દેશવાસીઓ, હું એક વાત એ પણ કહેવા માગું છું. ભારતની અર્થવ્યવસ્થામાં એક સામાજિક અર્થશાસ્ત્ર છે. અને તેને આપણે ક્યારેય ઓછું આંકવું ન જોઈએ. આપણા તહેવારો, આપણા ઉત્સવો તે માત્ર આનંદ-પ્રમોદના અવસરો છે એવું નથી. આપણા ઉત્સવો, આપણા તહેવારો એક સામાજિક સુધારાનું પણ અભિયાન છે. પરંતુ તેની સાથે આપણા દરેક તહેવાર, ગરીબ થી ગરીબોની આર્થિક જિંદગીમાં સીધો સંબંધ ધરાવે છે. થોડા જ દિવસો બાદ રક્ષાબંધન, જન્માષ્ટમી, ત્યારબાદ ગણેશ ઉત્સવ, ત્યારબાદ ચોથ ચંદ્ર, પછી અનંત ચૌદશ, દુર્ગા પૂજા, દિવાળી એક પછી એક, એક પછી એક અને આ જ સાચો સમય છે જ્યારે ગરીબો માટે આર્થિક ઉપાર્જનનો અવસર મળે છે. તેમજ આ તહેવારોમાં એક સહજ સ્વાભાવિક આનંદ પણ જોડાય છે. તહેવાર સંબંધોમાં મિઠાશ, પરિવારમાં સ્નેહ, સમાજમાં ભાઈચારો લાવે છે. વ્યક્તિ તેમજ સમાજને જોડે છે. વ્યક્તિથી સમષ્ટિ સુધીની એક સહજ યાત્રા ચાલે છે. ‘અહમ્ થી વયમ્’ તરફ જવાનો એક અવસર બની જાય છે. જ્યાં સુધી અર્થવ્યવસ્થાનો સવાલ છે, રક્ષાબંધનના કેટલાય મહિના અગાઉથી સેંકડો પરિવારોમાં નાના-નાનાં ઘરેલુ ઉદ્યોગોમાં રાખડી બનાવવાની શરૂઆત થઈ જાય છે. ખાદી થી લઈને રેશમના દોરાની, કેટલીયે જાતની રાખડીઓ અને આજકાલ તો લોકો હોમમેડ રાખડીઓ વધુ પસંદ કરે છે. રાખડી બનાવવાવાળા, રાખડી વેચવાવાળા, મિઠાઈવાળા – હજારો-સેંકડોનો વ્યવસાય એક તહેવાર સાથે જોડાઈ જાય છે. આપણા પોતાના ગરીબ ભાઈ-બહેનોનો પરિવાર તેનાથી જ તો ચાલે છે. આપણે દિવાળીમાં દિપ પ્રગટાવીએ છીએ, માત્ર તે પ્રકાશ પર્વ છે તેટલું જ નહીં, તે માત્ર તહેવાર છે, ઘરનું સુશોભન છે એવું નથી. તેનો સીધો સંબંધ માટીના નાના-નાના દિવડાઓ બનાવતા એ ગરીબ પરિવારો સાથે છે. પરંતુ જ્યારે આજે હું તહેવારો તેમજ તહેવારો સાથે જોડાયેલા ગરીબોની અર્થવ્યવસ્થાની વાત કરું છું તે સાથે-સાથે હું પર્યાવરણની પણ વાત કરવા માગીશ.
મેં જોયું છે, અને ક્યારેક હું વિચારું છું કે દેશવાસીઓ મારાથી પણ વધુ જાગૃત છે, વધુ સક્રિય છે. પાછલા એક મહિનાથી સતત પર્યાવરણ પ્રત્યે જાગૃત નાગરિકોએ મને પત્રો લખ્યા છે. તેમજ તેમણે આગ્રહ કર્યો છે કે આપ ગણેશ ચતુર્થીમાં ઇકો-ફ્રેન્ડલી ગણેશની વાત અગાઉથી કહો જેથી લોકો માટીના ગણેશની પસંદગી પર અત્યારથી જ યોજના બનાવે. સૌ પ્રથમ તો હું આવા જાગૃત નાગરિકોનો આભારી છું. તેમણે મને આગ્રહ કર્યો છે કે હું સમયથી પહેલા આ વિષય પર બોલું. આ વખતે સાર્વજનિક ગણેશોત્સવનું એક વિશેષ મહત્વ છે. લોકમાન્ય તિલકજીએ આ મહાન પરંપરાનો પ્રારંભ કર્યો હતો. આ વર્ષ સાર્વજનિક ગણેશોત્સવનું 125મું વર્ષ છે. સવા સો વર્ષ તેમજ સવા સો કરોડ દેશવાસી – લોકમાન્ય તિલકજીએ જે મૂળ ભાવનાથી સમાજની એકતા અને સમાજની જાગૃતિ માટે, સામૂહિકતાના સંસ્કાર માટે સાર્વજનિક ગણેશોત્સવનો પ્રારંભ કર્યો હતો. આપણે ફરી એકવાર ગણેશોત્સવના આ વર્ષમાં નિબંધ સ્પર્ધાઓ કરીએ, ચર્ચા સભાઓ કરીએ, લોકમાન્ય તિલકના યોગદાનને યાદ કરીએ. તેમજ ફરીથી તિલકજીની જે ભાવના હતી, તે દિશામાં આપણે સાર્વજનિક ગણેશોત્સવને કેવી રીતે લઈ જઈએ, એ ભાવનાને કેવી રીતે પ્રબળ બનાવીએ અને સાથે-સાથે પર્યાવરણની રક્ષા માટે ઇકો-ફ્રેન્ડલી ગણેશ, માટીથી બનાવેલા ગણેશ, એ આપણો સંકલ્પ રહે. અને આ વખતે તો મેં ઘણું જલ્દી કહ્યું છે; મને જરૂર વિશ્વાસ છે કે આપ દરેક મારી સાથે જોડાશો અને તેનાથી લાભ એ થશે કે આપણા જે ગરીબ કારીગરો છે, ગરીબ કલાકારો છે, જેઓ મૂર્તિઓ બનાવે છે, તેમને રોજગાર મળશે, ગરીબનું પેટ ભરાશે. આવો આપણે આપણા ઉત્સવોને ગરીબો સાથે જોડીએ, ગરીબોની અર્થવ્યવસ્થા સાથે જોડીએ, આપણા તહેવારોનો આનંદ ગરીબના ઘરનો આર્થિક તહેવાર બની જાય, આર્થિક આનંદ બની જાય – તે આપણા દરેકનો પ્રયાસ રહેવો જોઈએ. હું દરેક દેશવાસીઓને આવનારા અનેક તહેવારો માટે, ઉત્સવો માટે ઘણી શુભેચ્છાઓ પાઠવું છું.
મારા પ્રિય દેશવાસીઓ, આપણે સતત જોઈએ છીએ કે શિક્ષાનું ક્ષેત્ર હોય, આર્થિક ક્ષેત્ર હોય, સામાજિક ક્ષેત્ર હોય, રમત-ગમત હોય – આપણી દિકરીઓ દેશનું નામ રોશન કરી રહી છે, નવી-નવી ઉંચાઈઓ પ્રાપ્ત કરી રહી છે. આપણે દેશવાસીઓને આપણી દિકરીઓ પર ગર્વ થઈ રહ્યો છે. હમણાં ગત દિવસોમાં જ આપણી દિકરીઓએ મહિલા ક્રિકેટ વિશ્વકપમાં શાનદાર પ્રદર્શન કર્યું. મને આ સપ્તાહે એ તમામ દિકરીઓને મળવાનો મોકો મળ્યો. તેમની સાથે વાત કરીને મને બહુ સારું લાગ્યું, પરંતુ હું અનુભવ કરી રહ્યો હતો કે વર્લ્ડ કપ જીતી ન શકી, તેનો તેમના પર ઘણો બોજો હતો. તેમના ચહેરા પર પણ તેનું દબાણ હતું અને તણાવ હતો. તે દિકરીઓને મેં કહ્યું અને મારું એક અલગ મૂલ્યાંકન આપ્યું. મેં કહ્યું, જુઓ આજકાલ મીડિયાનો જમાનો એવો છે કે અપેક્ષાઓ એટલી વધારી દેવામાં આવે છે અને જ્યારે સફળતા નથી મળતી તો તે આક્રોશમાં પરિવર્તિત પણ થઈ જાય છે. આપણે કેટલીયે એવી રમતો જોઈ છે કે ભારતના ખેલાડી તેમાં નિષ્ફળ જાય તો દેશનો ગુસ્સો તે ખેલાડીઓ પર તૂટી પડે છે. કેટલાક લોકો તો મર્યાદા તોડીને કંઈક એવી વાતો કહી દે છે, એવી વાત લખી નાખે છે જેથી ઘણી પીડા થાય છે. પરંતુ પ્રથમવાર થયું કે જ્યારે આપણી દિકરીઓ વિશ્વકપમાં સફળ ન થઈ શકી તો સવા સો કરોડ દેશવાસીઓએ તે પરાજયને પોતાના ખભે લઇ લીધો. જરાપણ બોજ તે દિકરીઓ પર પડવા ન દીધો. તેટલું જ નહીં આ દિકરીઓએ જે કર્યું, તેના ગુણગાન ગાયા, તેમનું ગૌરવ કર્યું. હું આને એક સુખદ બદલાવ જોવું છું અને મેં આ દિકરીઓને કહ્યું કે આપ જુઓ, આવુ સૌભાગ્ય માત્ર આપને જ પ્રાપ્ત થયું છે. તમે મનમાંથી કાઢી નાખો કે તમે સફળ નથી થયા. મેચ જીતો કે ન જીતો પરંતુ તમે સવા સો કરોડ દેશવાસીઓને જીતી લીધા છે. ખરેખર આપણા દેશની યુવા પેઢી, ખાસ કરીને આપણી દિકરીઓ ખરેખર દેશનું નામ રોશન કરવા ઘણું કરી રહી છે. હું ફરી એકવાર દેશની યુવા પેઢીને, વિશેષતઃ આપણી દિકરીઓને હ્રદયથી વધાવી લઉ છું, શુભેચ્છા પાઠવું છું.
મારા પ્રિય દેશવાસીઓ, ફરી એકવાર સ્મરણ કરાવું છું ઓગસ્ટ ક્રાંતિનું, ફરી એકવાર સ્મરણ કરાવું છું 9 ઓગસ્ટનું, ફરી એકવાર સ્મરણ કરાવું છું 15 ઓગસ્ટનું, ફરી એકવાર સ્મરણ કરાવું છું 2022, આઝાદીના 75 વર્ષનું. દરેક દેશવાસી સંકલ્પ કરે, દરેક દેશવાસી સંકલ્પને સિદ્ધ કરવાનો પાંચ વર્ષનો રોડમેપ તૈયાર કરે. આપણે સૌ એ દેશને નવી ઉંચાઈઓ પર પહોંચાડવાનો છે, પહોંચાડવાનો છે, અને પહોંચાડવાનો છે. આવો આપણે મળીને ચાલીએ, કંઈકને કંઈક કરતા રહીએ. દેશનું ભાગ્ય-ભવિષ્ય ઉત્તમ થઈને જ રહેશે, તે વિશ્વાસ સાથે આગળ વધીએ. ઘણી-ઘણી શુભેચ્છા. ધન્યવાદ....
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. ઋતુ બદલાઈ રહી છે. આ વખતે ગરમી ઘણી વધારે પડી. પરંતુ સારું થયું કે વર્ષાઋતુ તેના સમય પર આગળ વધી રહી છે. દેશના કેટલાય ભાગમાં વરસાદથી મોસમ ખુશનુમા થઈ ગઈ છે. વરસાદ બાદ ઠંડી હવાઓમાં ગત દિવસોમાં પડેલી ગરમીથી રાહતનો અનુભવ થઈ રહ્યો છે. તેમજ આપણે સહુએ જોયું છે કે જીવનમાં કેટલીયે મુશ્કેલીઓ હોય, કેટલોય તણાવ હોય, વ્યક્તિગત જીવન હોય, સાર્વજનિક જીવન હોય, વરસાદનું આગમન જ આપણી મનોસ્થિતિ બદલી નાખે છે.
આજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા દેશના કેટલાય ભાગોમાં બહુ જ શ્રદ્ધા અને ઉલ્લાસપૂર્વક દેશવાસીઓ મનાવે છે. હવે તો વિશ્વના કેટલાક ભાગોમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો ઉત્સવ મનાવવામાં આવે છે. તેમજ ભગવાન જગન્નાથજીની સાથે દેશના ગરીબો જોડાયેલા છે. જે લોકોએ ડો. બાબા સાહેબ આંબેડકરનું અધ્યયન કર્યું હશે, તેમણે જોયું હશે કે ભગવાન જગન્નાથજીનું મંદિર તેમજ તેની પરંપરાઓની તેઓ ઘણી પ્રશંસા કરતા હતા, કારણ કે તેમાં સામાજિક ન્યાય, સામાજિક સમરસતા અંતર્નિહિત હતા. ભગવાન જગન્નાથજી ગરીબોના દેવતા છે. અને બહુ ઓછા લોકો જાણતા હશે કે અંગ્રેજી ભાષામાં એક શબ્દ છે, જગરનટ (Juggernaut) અને તેનો મતલબ થાય છે, એવો ભવ્ય રથ જેને કોઈ રોકી નથી શકતું. તથા આ જગરનટના ડિક્શનરી મતલબમાં પણ એ જોવા મળે છે કે જગન્નાથના રથની સાથે જ આ શબ્દનો ઉદભવ થયો છે. અને તેથી જ આપણે સમજી શકીએ છીએ કે દુનિયાએ પણ જગન્નાથની આ યાત્રાને પોતાની રીતે કેવી રીતે તેના મહાત્મ્યનો સ્વીકાર કર્યો છે. ભગવાન જગન્નાથજીની યાત્રાના અવસર પર હું દરેક દેશવાસીઓને શુભકામના પાઠવું છું અને ભગવાન જગન્નાથજીના શ્રીચરણોમાં પ્રણામ કરું છું.
ભારતની વિવિધતા એ તેની વિશેષતા પણ છે, ભારતની વિવિધતા જે ભારતની શક્તિ પણ છે. રમજાનનો પવિત્ર મહિનો લોકોએ ઈબાદત સાથે પવિત્ર ભાવથી મનાવ્યો. હવે ઈદનો તહેવાર છે. ઈદ-ઉલ-ફિત્રના આ અવસર પર મારા તરફથી દરેકને ઈદની ઘણી ઘણી શુભકામનાઓ. રમજાન મહિનો પુણ્ય-દાનનો મહિનો છે. ખુશીઓ વહેંચવાનો મહિનો છે અને જેટલી ખુશી વહેંચીએ છીએ તેટલી જ ખુશી વધે છે. આવો આપણે સહુ મળીને આ પવિત્ર ઉત્સવોથી પ્રેરણા લઈને ખુશીઓના ખજાનાને વહેંચીએ અને દેશને આગળ વધારતા જઈએ.
રમજાનના આ પવિત્ર મહિનામાં ઉત્તર પ્રદેશના બિજનૌરના મુબારકપુર ગામની એક પ્રેરક ઘટના મારી સામે આવી. લગભગ સાડા ત્રણ હજાર આપણા મુસલમાન ભાઈ-બહેનોના પરિવાર ત્યાં નાના ગામમાં વસે છે, એક પ્રકારે વધુ આબાદી આપણા મુસ્લિમ પરિવારના ભાઈ-બહેનોની છે. આ રમજાનમાં ગામના લોકોએ સાથે મળીને શૌચાલય બનાવવાનો નિર્ણય કર્યો છે.
અને આ વ્યક્તિગત શૌચાલયની અંદર સરકાર તરફથી પણ સહાયતા મળે છે અને તે સહાયતાની લગભગ 17 લાખ જેટલી રકમ તેઓને આપવામાં આવી છે. આપને જાણીને સુખદ આશ્ચર્ય પણ થશે અને આનંદ પણ થશે. રમજાનના આ પવિત્ર મહિનામાં ત્યાં આપણા દરેક મુસલમાન ભાઈઓ-બહેનોએ સરકારને તે 17 લાખ પરત મોકલાવી દીધા અને કહ્યું કે અમે અમારા શૌચાલય, અમારા પરિશ્રમથી, અમારા પૈસાથી બનાવીશું. આ 17 લાખ રૂપિયા આપ ગામની અન્ય સુવિધાઓ માટે ખર્ચ કરો. હું મુબારકપુરના દરેક ગ્રામજનોને રમજાનના આ પવિત્ર અવસરને સમાજની ભલાઈના અવસરમાં બદલવા બદલ અભિનંદન આપું છું. તેમની એક-એક વસ્તુઓ પણ ઘણી પ્રેરક છે. અને સૌથી મોટી વાત એ છે કે તેમણે મુબારકપુરને ખુલ્લામાં શૌચથી મુક્ત કરી દીધું. આપણે જાણીએ છીએ કે આપણા દેશમાં ત્રણ પ્રદેશો સિક્કીમ, હિમાચલ અને કેરળ એવા છે જે પહેલેથી જ ખુલ્લામાં શૌચથી મુક્ત જાહેર થઈ ચૂક્યા છે. આ સપ્તાહ ઉત્તરાખંડ અને હરિયાણા પણ ઓડીએફ જાહેર થઈ ચૂક્યા છે. હું આ પાંચ રાજ્યોના પ્રશાસન, શાસન અને લોકોનો, આ કાર્યને પૂર્ણ કરવા બદલ વિશેષ આભાર માનું છું.
આપણે ઘણું-ખરું જાણીએ છીએ કે વ્યક્તિના જીવનમાં, સમાજના જીવનમાં કંઈ પણ સારું કરવું હોય તો ઘણી મહેનત કરવી પડે છે. જો આપણા અક્ષર ખરાબ છે, જો તેને સુધારવા છે તો લાંબા સમય સુધી બહુ જાગૃત રહીને પ્રયાસ કરવો પડે છે. ત્યારે શરીર અને મનની આદત બદલાય છે. સ્વચ્છતાનો વિષય પણ એવો જ છે. આવી ખરાબ આદતો આપણા સ્વભાવનો હિસ્સો બની ગઈ છે. આપણી આદતોનો હિસ્સો બની ગઈ છે. તેનાથી મુક્તિ મેળવવા અવિરતપણે આપણે પ્રયાસ કરવો જ પડશે. દરેક લોકોનું ધ્યાન આકર્ષિત કરવું જ પડશે. સારી પ્રેરક ઘટનાઓનું સ્મરણ કરવું જ પડશે. અને મને ખુશી છે કે આજે સ્વચ્છતા એ માત્ર સરકારી કાર્યક્રમ નથી રહ્યો. તે જન સમાજનું, જન-સામાન્યનું આંદોલન બની રહ્યું છે. તથા શાસનમાં બેઠેલા લોકો પણ જ્યારે જનભાગીદારીથી આ કાર્યને આગળ વધારે છે તો કેટલી તાકાત વધી જાય છે.
ગત દિવસોમાં એક બહુ ઉત્તમ ઘટના મારા ધ્યાનમાં આવી, જે હું આપની સમક્ષ જરૂર કહેવા માંગીશ. આ ઘટના છે આંધ્રપ્રદેશના વિજયનગરમ જિલ્લાની. ત્યાંના પ્રશાસને જનભાગીદારીથી એક મોટું કાર્ય હાથમાં લીધું છે. 10 માર્ચ સવારે 6 વાગ્યાથી લઈને 14 માર્ચ સવારે 10 વાગ્યા સુધી. 100 કલાકનું નોન સ્ટોપ અભિયાન. અને લક્ષ્ય શું હતું ? એક સો કલાકમાં 71 ગ્રામ પંચાયતોમાં દસ હજાર ઘરેલુ શૌચાલય બનાવવાનું. અને મારા પ્રિય દેશવાસીઓ, આપ જાણીને ખુશ થઈ જશો કે લોકોએ તેમજ શાસને મળીને 100 કલાકમાં દસ હજાર શૌચાલય બનાવવાનું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરી દીધું. 71 ગામ ઓડીએફ થઈ ગયા. હું શાસનમાં બેઠેલા લોકોને, સરકારી અધિકારીઓ અને વિજયનગરમ જિલ્લાના એ ગામના નાગરિકોને ઘણાં-ઘણાં અભિનંદન પાઠવું છું કે આપે પરિશ્રમની પરાકાષ્ઠાએ પહોંચીને મોટું પ્રેરક ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે.
આ દિવસોમાં મન કી બાતમાં સતત મને લોકો પાસેથી મંતવ્યો મળતા રહે છે. નરેન્દ્ર મોદી એપ પર આવતા રહે છે, mygov.in પર આવતા રહે છે, પત્રોથી આવતા રહે છે, આકાશવાણી પર પણ આવતા રહે છે.
શ્રીમાન પ્રકાશ ત્રિપાઠીએ કટોકટીને યાદ કરીને લખ્યું છે કે 25 જૂનને લોકતંત્રના ઈતિહાસમાં એક કાળો કાળખંડના રૂપમાં તેમણે પ્રસ્તુત કર્યું છે. પ્રકાશ ત્રિપાઠીજીની લોકતંત્ર પ્રતિ આ જાગૃતિ પ્રશંસનીય છે અને લોકતંત્ર એક વ્યવસ્થા જ છે એવું નથી, તે એક સંસ્કાર પણ છે.
Eternal Vigilance is the Price of Liberty । લોકતંત્ર પ્રત્યે જાગૃતિ જરૂરી હોય છે અને તેથી જ લોકતંત્રને આઘાત કરનારી વાતોનું પણ સ્મરણ કરવું જોઈએ અને લોકતંત્રની સારી વાતોની દિશામાં આગળ વધવાનું હોય છે. 1975, 25 જૂન – એ એવી કાળી રાત હતી જે કોઈપણ લોકતંત્ર પ્રેમી ભૂલી નથી શકતો. કોઈ ભારતવાસી ભૂલી શકતો નથી. એક રીતે દેશને જેલમાં બદલી નાખવામાં આવ્યો હતો. વિરોધી સ્વરને દબાવી દેવામાં આવ્યો હતો. જયપ્રકાશ નારાયણ સહિત દેશના ગણમાન્ય નેતાઓને જેલમાં બંધ કરી દેવામાં આવ્યા હતા. ન્યાય વ્યવસ્થા પણ કટોકટીના એ ભયાનક રૂપની છાયામાંથી બચી શકી નહોતી. અખબારોને તો પૂર્ણ રીતે બેકાર બનાવી દેવાયા હતા. આજના પત્રકારિતા જગતના વિદ્યાર્થી, લોકતંત્રમાં કાર્ય કરતા લોકો, તે કાળા કાળખંડને વારંવાર યાદ કરતા, લોકતંત્ર પ્રત્યે જાગૃતિ વધારવાનો સતત અને નિરંતર પ્રયાસ કરતા રહે છે અને કરતા પણ રહેવું જોઈએ. તે સમયે અટલ બિહારી વાજપેયીજી પણ જેલમાં હતા. જ્યારે કટોકટીને એક વર્ષ થયું તો અટલજીએ એક કવિતા લખી હતી અને તેમણે એ સમયની મનઃસ્થિતિનું વર્ણન તેમની કવિતામાં કર્યું છે.
झुलसाता जेठ मास,
शरद चाँदनी उदास,
झुलसाता जेठ मास,
शरद चाँदनी उदास,
सिसकी भरते सावन का,
अंतर्घट रीत गया,
एक बरस बीत गया,
एक बरस बीत गया ।।
सीखचों में सिमटा जग,
किंतु विकल प्राण विहग,
सीखचों में सिमटा जग,
किंतु विकल प्राण विहग,
धरती से अम्बर तक,
धरती से अम्बर तक,
गूंज मुक्ति गीत गया,
एक बरस बीत गया,
एक बरस बीत गया ।।
पथ निहारते नयन,
गिनते दिन पल-छिन,
पथ निहारते नयन,
गिनते दिन पल-छिन,
लौट कभी आएगा,
लौट कभी आएगा,
मन का जो मीत गया,
एक बरस बीत गया ।।
લોકતંત્રના પ્રેમીઓએ મોટી લડાઈ લડી અને ભારત જેવો દેશ, આટલો મોટો વિશાળ દેશ, જ્યારે મોકો મળ્યો તો ભારતના જન-જનની નસેનસમાં લોકતંત્ર કેવું વસેલું છે, ચૂંટણીના માધ્યમથી તે તાકાતનું પ્રદર્શન કરી દેખાડ્યું. લોકોની નસે નસમાં ફેલાયેલો આ લોકતંત્રનો ભાવ આપણો અમર વારસો છે. આ વારસાને આપણે વધુ સશક્ત કરવાનો છે.
મારા પ્રિય દેશવાસીઓ, દરેક હિન્દુસ્તાની આજે વિશ્વમાં માથું ઉંચું કરીને ગૌરવ અનુભવી રહ્યો છે. 21 જૂન, 2017ના રોજ આખું વિશ્વ યોગમય બની ગયું. પાણીથી પર્વત સુધી લોકોએ સવારે જ સૂર્યના કિરણોનું સ્વાગત યોગના માધ્યમથી કર્યું. ક્યો હિન્દુસ્તાની હશે જેને આ વાતનું ગૌરવ નહીં હોય. એવું નથી કે પહેલા યોગ નહોતા થતા. પરંતુ આજે જ્યારે યોગસૂત્રમાં પરોવાઈ ગયા છીએ, યોગ વિશ્વને જોડવાનું કારણ બની ગયું છે. દુનિયાના લગભગ બધા દેશોએ યોગના આ અવસરને પોતાનો અવસર બનાવી દીધો છે. ચીનમાં ધ ગ્રેટ વોલ ઓફ ચાઈના પર લોકોએ યોગાભ્યાસ કર્યો, તો પેરુમાં વર્લ્ડ હેરિટેજ સાઈટ માચૂ પિચ્ચૂ પર સમુદ્રથી 2400 મીટરની ઉંચાઈ પર લોકોએ યોગ કર્યા. ફ્રાંસમાં એફિલ ટાવર સાનિધ્યમાં લોકોએ યોગ કર્યા. યુએઈના અબુ ધાબીમાં 4000થી વધુ લોકોએ સામૂહિક યોગ કર્યા. અફઘાનિસ્તાનમાં, હૈરાતમાં ભારત અફઘાનિસ્તાન ફ્રેન્ડશીપ ડેમ – સલમા બંધ પર યોગ કરીને ભારતની મિત્રતાને એક નવી રાહ આપી. સિંગાપુર જેવા નાનાં સ્થળ પર 70 જગ્યાએ કાર્યક્રમો થયા અને અઠવાડિયા સુધી તેમણે અભિયાન ચલાવ્યું. યુએને આંતરરાષ્ટ્રીય યોગ દિવસના 10 સ્ટેપ બહાર પાડ્યા છે. તે 10 સ્ટેમ્પ્સને રીલીઝ કર્યા. યુએન મુખ્યાલયમાં યોગા સેશન વિથ યોગ માસ્ટર્સનું આયોજન કરાયું હતું. યુએનના અધિકારીઓ, દુનિયાના રાજદ્વારીઓ સહિત દરેક આમાં સામેલ થયા હતા…
આ વખતે ફરી એકવાર યોગે વિશ્વ રેકોર્ડનું પણ કામ કર્યું છે. ગુજરાતમાં અમદાવાદમાં લગભગ 55 હજાર લોકોએ એક સાથે યોગ કરીને એક નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. મને પણ લખનૌમાં યોગના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો. પરંતુ પહેલીવાર મને વરસાદમાં યોગ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આપણા સૈનિકોએ જ્યાં માઈનસ 20, 25, 40 ડીગ્રી તાપમાન હોય છે તે સિયાચીનમાં પણ યોગ કર્યા. આપણી આર્મ્ડ ફોર્સ હોય, બીએસએફ હોય, આઈટીબીપી હોય, સીઆરપીએફ હોય, સીઆઇએસએફ હોય, દરેક લોકોએ પોતાની ડ્યૂટીની સાથે યોગને પોતાનો હિસ્સો બનાવી લીધો છે. આ યોગ દિવસ પર મેં કહ્યું હતું કે ત્રણ પેઢી, કારણ કે આ ત્રીજો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ હતો, તો મે કહ્યું હતું કે પરિવારની ત્રણ પેઢી એકસાથે યોગ કરતી હોય તેનો ફોટો શેર કરો. કેટલીક ટીવી ચેનલોએ પણ આ વાતને આગળ વધારી હતી. મને કેટલાય ફોટો મળ્યા, જેમાંથી કેટલાક પસંદ કરાયેલા નરેન્દ્ર મોદી એપ પર એકત્રિત કરીને રાખવામાં આવ્યા છે. જેવી રીતે આખા વિશ્વમાં યોગની ચર્ચા થઈ રહી છે, તેમાંથી એક સારી વાત સામે આવી રહી છે કે યોગથી આજનો જે આરોગ્ય અંગે જાગૃત સમાજ છે, તે ફિટનેસ થી હવે વેલનેસ તરફ જવાની દિશામાં પગલાં ભરી રહ્યો છે અને તેમને લાગી રહ્યું છે કે ફિટનેસનું મહત્વ તો છે જ પરંતુ વેલનેસ માટે પણ યોગ ઉત્તમ માર્ગ છે.
‘‘માનનીય પ્રધાન મંત્રી શ્રી, હું ડોક્ટર અનિલ સોનારા, અમદાવાદ, ગુજરાતથી બોલી રહ્યો છું. સાહેબ, મારો એક સવાલ છે કે તાજેતરમાં જ કેરળમાં અમે તમારા વક્તવ્યમાં સાંભળ્યું હતું કે, અમે અલગ-અલગ સ્થળ પર જે ભેટ-સોગાદ અને ફૂલોનો ગુલદસ્તો આપીએ છીએ એની જગ્યાએ અમારે મેમેન્ટો તરીકે સારા વાંચવાલાયક પુસ્તક આપવા જોઈએ. આ કાર્યની શરૂઆત તમે ગુજરાતમાં પોતાના કાર્યકાળમાં પણ કરાવી છે, પરંતુ સાહેબ, હમણાં થોડાં દિવસોમાં અમને એ કાર્ય જોવા નથી મળી રહ્યું. તો શું આપણે એવું કરી શકીએ ?, આપણે શું એ વિષયમાં કંઈક પાક્કુ કાર્ય કરી ન શકીએ, જેનાથી વિસ્તૃત સ્તર પર સમગ્ર દેશમાં તે કાર્યનું અમલીકરણ થઈ શકે ?’’
થોડાંક દિવસો પહેલાં મને મારા પ્રિય કાર્યક્રમમાં હાજર રહેવાની તક મળી. કેરળમાં કેટલાંક વર્ષોથી ખૂબ સરસ કાર્યક્રમ યોજાઈ રહ્યાં છે. પી.એન. પણીકર ફાઉન્ડેશન દ્વારા આયોજન કરવામાં આવે છે અને લોકોમાં પુસ્તક વાંચનની આદત કેળવાય, લોકો પુસ્તક વાંચવા તરફ જાગૃત થાય, એ માટે વાંચન દિવસ તેમજ વાંચન માસની ઉજવણી કરવામાં આવે છે. એ માટે મને તેના શુભારંભ પ્રસંગે જવાનો અવસર મળ્યો. અને ત્યાં મને એ પણ જણાવવામાં આવ્યું કે અમે ફૂલોનો ગુલદસ્તો નહીં પરંતુ પુસ્તક આપીએ છીએ. મને ગમ્યું. જે બાબત માટે હું બેધ્યાન થઈ ગયો હતો હવે તેનું પુનઃ સ્મરણ થયું. કેમ કે હું જ્યારે ગુજરાતમાં હતો, ત્યારે મેં સરકારમાં એક પરંપરા બનાવી હતી કે, ફૂલોનો ગુલદસ્તો નહીં આપીએ, પુસ્તક આપીશું અથવા તો હાથ-રૂમાલથી સ્વાગત કરીશું. અને ખાદીનો જ હાથરૂમાલ, જેનાથી ખાદીને પણ પ્રોત્સાહન મળે.
જ્યાં સુધી હું ગુજરાતમાં હતો. અમારા બધાની એ જ આદત બની ગઈ હતી, પરંતુ અહીં આવ્યા બાદ મારી તે આદત છૂટી ગઈ હતી. પરંતુ કેરળ ગયો, તો ફરી એકવાર તે યાદ આવી ગઈ. અને મેં હાલમાં જ સરકારમાં ફરીથી નીચે સૂચના આપવાની શરૂ પણ કરી દીધી છે. આપણે પણ ધીરે-ધીરે એક સ્વભાવ કેળવી શકીએ છીએ. અને ફૂલોના ગુલદસ્તાનું આયુષ્ય ખૂબ ઓછું હોય છે. એક વાર હાથમાં લીધું, પછી મૂકી દઈએ છીએ. પરંતુ જો પુસ્તક આપીએ છીએ તો તે એક રીતે ઘરનો હિસ્સો બની જાય છે, પરિવારમાં હિસ્સો બની જાય છે. ખાદીનો રૂમાલ આપીને પણ સ્વાગત કરે છે, તો તેનાથી કેટલા ગરીબ લોકોએ મદદ મળે છે. ખર્ચ ઓછો પણ થઈ જાય છે અને સાચા અર્થમાં તેનો ઉપયોગ પણ થાય છે. અને જ્યારે હું આ વાત કહી રહ્યો છું, ત્યારે આવી વસ્તુઓનું કેટલું ઐતિહાસિક મૂલ્ય હોય છે. હું ગયા વર્ષે જ્યારે યુકે ગયો હતો, ત્યારે લંડનમાં બ્રિટનના રાણી, રાણી એલિઝાબેથે મને ભોજન માટે આમંત્રિત કર્યો હતો. એક માતૃસહજ વાતાવરણ હતું. ખૂબ પ્રેમપૂર્વક એમણે મને ભોજન કરાવ્યું, પરંતુ ત્યારપછી તેમણે મને ખૂબ આદર સાથે ભાવાત્મક સ્વરમાં એક નાનો ખાદીનો અને દોરાના વણાટવાળો એક હાથ રૂમાલ દેખાડ્યો અને તેમની આંખોમાં ચમક હતી, તેમણે જણાવ્યું કે, જ્યારે મારા લગ્ન થયાં હતાં, ત્યારે આ હાથરૂમાલ શુભકામના રૂપે મહાત્મા ગાંધીએ મને ભેટ સ્વરૂપે મોકલાવ્યો હતો. કેટલા વર્ષો વિતી ગયાં, તેમ છતાં રાણી એલિઝાબેથે મહાત્મા ગાંધી દ્વારા અપાયેલો તે રૂમાલ સાચવીને રાખ્યો છે. અને જ્યારે હું જોઈ રહ્યો હતો, ત્યારે તેમનો આગ્રહ હતો કે હું સ્પર્શ કરીને જોઉં. મહાત્મા ગાંધીની એક નાનકડી ભેટ તેમના જીવનનો હિસ્સો બની ગઈ, તેમના ઇતિહાસનો ભાગ બની ગઈ. મને વિશ્વાસ છે કે આદતો રાતો-રાત નથી બદલાતી અને જ્યારે આવી વાત કરીએ છીએ, ત્યારે ટીકાનો શિકાર પણ બનવું પડે છે.
પરંતુ તમે છતાં આવી વાતો કરતા રહેવું જોઈએ, પ્રયત્ન કરતા રહેવું જોઈએ. હવે હું એવું તો ના કહી શકું કે હું ક્યાંય પણ જઈશ અને કોઈ ફૂલોનો ગુલદસ્તો લઈને આવશે તો તેને ના પાડી દઈશ, એવું ના કરી શકું. તેમ છતાં ટીકા પણ થશે, પરંતુ વાત કરતાં રહીશું, તો ધીરે-ધીરે બદલાવ પણ આવશે.
મારા પ્યારા દેશવાસીઓ, પ્રધાનમંત્રી હોવાના કારણે અનેક પ્રકારના કાર્ય હોય છે. ફાઈલોમાં પડ્યાં રહેવું પડે છે, પરંતુ મેં મારા માટે એક આદત ઘડી છે કે મને જે પત્રો આવે છે, તેમાંથી દરરોજ કેટલાંક પત્ર હું વાંચું છું. અને તેના લીધે મને સામાન્ય મનુષ્ય સાથે જોડાવાની એક તક મળે છે. ભિન્ન-ભિન્ન પ્રકારનાં પત્રો આવે છે, અલગ-અલગ પ્રકારના લોકો પત્રો લખે છે.
આ દિવસોમાં એક એવા પત્રને વાંચવાની મને તક મળી, મને લાગે છે કે મારે તમને એ વિષે જરૂર જણાવવું જોઈએ. દૂર-દૂર દક્ષિણમાં, તમિલનાડુમાં, મદુરાઈના એક ગૃહિણી અરુલમોજી સર્વનન, તેમણે મને એક પત્ર મોકલ્યો. અને ચિઠ્ઠીમાં તેમણે લખ્યું હતું કે મેં મારા પરિવારમાં બાળકોના અભ્યાસમાં ધ્યાન આપવાની સાથોસાથ કંઈક આર્થિક પ્રવૃત્તિ કરવાની દિશામાં વિચાર કર્યો, જેનાથી પરિવારને આર્થિક સહાય મળે. તો મેં ‘મુદ્રા’ યોજના દ્વારા, બેંક પાસેથી પૈસા લીધા અને બજારમાંથી થોડોક સામાન લાવીને તે પુરવઠો મોકલવાની દિશામાં નાનું કાર્ય શરૂ કર્યું. તેવામાં મારા ધ્યાનમાં આવ્યું કે ભારત સરકારે સર્વમેન્ટ ઇ-માર્કેટપ્લેસ નામની કોઈ વ્યવસ્થા ઘડી છે. તો મેં તેના વિશે માહિતી શોધી, કે તે શું છે, લોકોને તેના વિશે પૂછ્યું. પછી મેં પોતે તેમાં રજીસ્ટર કરાવ્યું. હું દેશવાસીઓને જણાવવા માંગું છું કે, તમને પણ અવસર મળે, તો તમે પણ ઇન્ટરનેટ પર ઇ-જીઇએમ – ની મુલાકાત લેજો. તે એક મોટી નવા જ પ્રકારની વ્યવસ્થા છે. જે લોકો પણ સરકારમાં કોઈ વસ્તુનો પુરવઠો મોકલવા માંગે છે, નાની-નાની વસ્તુઓ મોકલવા માંગે છે, – વીજળીના બલ્બ મોકલવા માંગે છે, ડસ્ટબીન મોકલવા માંગે છે, સાવરણી મોકલવા માંગે છે, ખુરશી મોકલવા માંગે છે, ટેબલ મોકલવા માંગે છે, વેચવા માંગે છે, એ લોકો તે સાઇટમાં પોતાનું નામ રજીસ્ટર કરાવી શકે છે. કઈ ગુણવત્તાનો માલ તેમની પાસે છે, તે વિશે તેમાં લખીને રાખી શકે છે, કેટલામાં તે વેચશે, તે લખી શકે છે અને સરકારના વિભાગોના લોકોએ ફરજીયાત પણે તે સાઇટની મુલાકાત કરવી પડશે, જોવાનું રહેશે કે પુરવઠો મોકલવાવાળા ગુણવત્તામાં બાંધછોડ ન કરીને સસ્તામાં કોણ આપે છે. અને ત્યારબાદ તેમને ઓર્ડર આપવાનો હોય છે. અને આ પદ્ધતિમાં વચેટીયાઓ ખતમ થઈ ગયા. પારદર્શિતા આવી. કોઈની પણ અડચણ નથી રહેતી, ટેકનોલોજીના માધ્યમથી જ સમગ્ર કાર્ય ચાલે છે. તો ઇ-જીઇએમ ની અંદર જે પોતાનું નામ રજીસ્ટર કરાવે છે, તેમને સરકારનાં દરેક વિભાગ જોતાં હોય છે. વચ્ચે વચેટીયાઓ ન રહેવાને કારણે વસ્તુ ખૂબ સસ્તી મળે છે. હવે આ અરુલમોઝી મેડમે સરકારની આ વેબસાઇટ પર જે-જે સામાન આપી શકતી હતી, તે તમામનું રજીસ્ટર કરાવી દીધું. અને મજાની વાત તો એ છે કે તેમણે મને જે પત્ર લખ્યો છે, તે ખૂબ રસપ્રદ છે. તેમણે લખ્યું છે કે એક તો મને ‘મુદ્રા’ માંથી પૈસા મળ્યા, મારો વેપાર શરૂ થઈ ગયો, ઇ-જીઇએમ ની અંદર હું શું આપી શકું છું એ તમામ માહિતી મૂકી દીધી અને મને પ્રધાનમંત્રી કાર્યાલયથી શું મંગાવાયું હશે, તેમણે લખ્યું છે કે પ્રધાનમંત્રી કાર્યાલયે મારી પાસેથી બે થર્મોસ ખરીદ્યા. અને 1600 રૂપિયા મારું બિલ મને મળી પણ ગયું. આ છે સશક્તિ. આ છે ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવાનો અવસર. કદાચ અરુણમોમીજીએ મને પત્ર ન લખ્યો હોત તો કદાચ મારું પણ એ તરફ એટલું ધ્યાન ન ગયું હોત કે ઇ-જીઇએમની વ્યવસ્થાની મદદથી દૂર-દૂર વસતી એક ગૃહિણી નાનું કાર્ય કરી રહી છે, તેમનો માલ-સામાન પ્રધાનમંત્રી કાર્યાલય સુધી ખરીદી શકાય છે. આ જ દેશની તાકાત છે. આમાં પારદર્શિતા પણ છે, આમાં સશક્તિકરણ પણ છે, આમાં ઉદ્યોગસાહસિકતા પણ છે. આ છે ગવર્મેન્ટ ઇ-માર્કેટપ્લેસ – જીઇએમ. હું જરૂર ઇચ્છીશ કે જે લોકો આ રીતે સરકારને પોતાનો માલ-સામાન વેચવા ઇચ્છે છે, તેવા લોકો વધુ ને વધુ, આ સાઇટ સાથે જોડાય. હું માનું છું કે આ મીનિમમ ગવર્મેન્ટ અને મેક્સીમમ ગવર્નન્સ (કમ સે કમ સરકાર અધિકતમ શાસન) નું એક અદભુત ઉદાહરણ છે અને તેનું લક્ષ્ય શું છે ઓછામાં ઓછી કિંમત અને વધુમાં વધુ સરળ કાર્યદક્ષતા અને પારદર્શિતા.
મારા પ્યારા દેશાવાસીઓ, એક તરફ આપણે લોકો યોગને લઈને ગર્વ કરીએ છીએ, તો બીજી તરફ સ્પેસ-સાયન્સમાં આપણી સિદ્ધિઓ છે, તેના માટે પણ ગર્વ અનુભવીએ છીએ. અને આ જ તો ભારતની વિશેષતા છે કે આપણા પગ યોગથી જોડાયેલા જમીન પર છે, તો આપણા સપનાઓ દૂર-દૂર આસમાનના, તે ક્ષિતિજોને પાર કરવાના છે. થોડાં દિવસો પહેલાં રમત-ગમતમાં પણ અને વિજ્ઞાનમાં પણ ભારતે ખૂબ મહેનત કરીને ઘણુંબધુ કરી બતાવ્યું છે. હમણાં બે દિવસ પહેલા ઇસરોએ ‘કાર્ટોસેટ-2 સીરીઝ સેટેલાઇટ’ ની સાથે 30 નેનો સેટેલાઇટ ને લોન્ચ કર્યા. અને આ સેટેલાઇટમાં ભારત સિવાય ફ્રાંસ, જર્મની, ઇટલી, જાપાન, બ્રિટેન, અમેરિકા – આવા લગભગ 14 દેશ સમાવિષ્ટ છે. અને ભારતના આ નેનો સેટેલાઇટ અભિયાનથી આપણને ખેતીના ક્ષેત્રમાં, ખેડૂતોના કાર્યમાં, પ્રાકૃતિક આપત્તિ વખતે ઘણી મદદ મળશે. કેટલાક દિવસ પહેલાં, આપણે બધાને બરાબર યાદ હશે કે ઇસરો એ ‘જીસેટ-19’ નું સફળ લોન્ચિંગ કર્યું હતું. અને અત્યાર સુધી ભારતે જે સેટેલાઇટ લોન્ચ કર્યા છે, તેમાં આ સૌથી વધારે વજનદાર સેટેલાઇટ છે. અને આપણાં દેશનાં સમાચારપત્રોએ તો તેની હાથીના વજન સાથે તુલના કરી હતી, તો તમે કલ્પના કરી શકો છો કે, આપણાં વૈજ્ઞાનિકો અંતરિક્ષ ક્ષેત્રમાં કેટલું મોટું કાર્ય કર્યું છે.
19 જૂને ‘માર્સ મિશન’ ના એક હજાર દિવસ પૂરા થયા છે. તમને બધાને એ જાણ હશે કે, જ્યારે ‘માર્સ મિશન’ માટે આપણે સફળતાપૂર્વક ઓરબિટમાં સ્થાન મેળવ્યું હતું, આ પૂરું મિશન છ મહિનાના સમયગાળા માટે હતું. તેનું જીવન છ મહિના માટેનું હતું. પરંતુ મને ખુશી છે કે, આપણા વૈજ્ઞાનિકોના પ્રયત્નોની તાકાત હતી કે છ મહિના તો સફળ રીતે પૂરા કરી દીધા – અને હવે એક હજાર દિવસ પછી પણ આપણું મંગલયાન મિશન કાર્ય કરી રહ્યું છે. ફોટો મોકલી રહ્યું છે, માહિતી આપી રહ્યું છે, સાન્ટિફિક ડેટા આવી રહ્યા છે, તે તેની સમયાવધિથી પણ વધુ, તેના આયુષ્ય કરતાં પણ વધારે કાર્ય કરી રહ્યું છે. એક હજાર દિવસ પૂરા થવાં એ આપણી વૈજ્ઞાનિક યાત્રામાં, આપણી અંતરિક્ષ યાત્રામાં એક મહત્વપૂર્ણ પડાવ છે.
રમત-ગમત ક્ષેત્રમાં પણ આપણે જોઈ રહ્યાં છીએ કે આપણા યુવાનોની રૂચિ વધી રહી છે. હવે એ દેખાઈ રહ્યું છે કે અભ્યાસની સાથે-સાથે રમતગમતમાં પણ આપણી યુવા પેઢીને પોતાનું ભવિષ્ય દેખાઈ રહ્યું છે અને આપણાં ખેલાડીઓના લીધે, તેમની મહેનતના કારણે, તેમની સિદ્ધિઓનાં કારણે દેશનું નામ પણ રોશન થાય છે. હમણાં તાજેતરમાં જ ભારતે બેડમિન્ટન ખેલાડી કિદામ્બી શ્રીકાંતે ઇંડોનેશિયા ઓપનમાં પોતાની જીત પર મોહર લગાવીને દેશનું માન વધાર્યું છે. હું આ ઉપલબ્ધિ માટે તેમને અને તેમના કોચને હૃદયથી શુભેચ્છા પાઠવું છું. મને થોડાંક દિવસ પહેલાં એથલેટ પી.ટી. ઊષાજીના ઉષા સ્કૂલ ઓફ એથલેટીક્સ માટે સિન્થેન્ટીક ટ્રેકના ઉદઘાટન સમારોહમાં હાજર રહેવાનો અવસર મળ્યો હતો.
આપણે રમત-ગમતને જેટલું પ્રોત્સાહન આપીશું. સ્પોર્ટ્સથી સ્પોર્ટ્સમેન સ્પીરીટ પણ લઈ આવે છે. રમત-ગમત વ્યક્તિત્વ વિકાસ માટે પણ ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. સંપૂર્ણ વ્યક્તિત્વ વિકાસમાં રમત-ગમતનું મહત્વ ખૂબ મોટું છે. દેશમાં પ્રતિભાઓની કોઈ કમી નથી. જો આપણા પરિવારમાં પણ બાળકોને રમત-ગમતમાં રૂચિ હોય તો તેમને રમવાની તક આપવી જોઈએ. તેમને મેદાનમાંથી ઉઠાવીને, રૂમમાં બંધ કરીને, પુસ્તકો માટે મજબૂર ન કરવા જોઈએ, તે અભ્યાસ પણ કરે, તેમાં પણ આગળ વધી શકે છે, તો વધે, પરંતુ જો રમત-ગમતમાં તેનું સામર્થ્ય છે, રુચિ છે, તો સ્કૂલ, કોલેજ, પરિવાર, આસપાસના લોકો – દરેકે તેને હિંમત આપવી જોઈએ, પ્રોત્સાહિત કરવું જોઈએ. હવેના ઓલમ્પિક માટે દરેકે સપનાં સેવવા જોઈએ.
ફરી એક વખત મારા પ્યારા દેશવાસીઓ, વર્ષાઋતુ, ઉત્સવોનો માહોલ, એક રીતે તો આ કાલખંડની અનુભૂતિ નવી જ અનુભવાય છે. હું ફરી એક વખત તમને બધાને શુભકામનાઓ આપું છું, ફરી ‘મન કી બાત’ વખતે બીજી કેટલીક વાતો કરીશું. નમસ્કાર.
મારા પ્રિય દેશવાસીઓ. નમસ્કાર. આ વર્ષની ગરમી આપણે ક્યારેય ભૂલી નહીં શકીએ. વરસાદની ચાતક નજરે રાહ જોવાઈ રહી છે. આજે જ્યારે હું આપની સાથે વાત કરી રહ્યો છું ત્યારે રમઝાનના પવિત્ર મહિનાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. રમઝાનના પવિત્ર મહિનાના આગમન પર હું ભારત અને વિશ્વ ભરના લોકોને, વિશેષ રૂપે મુસ્લિમ સમુદાયને, આ પવિત્ર મહિનાની હાર્દિક શુભકામનાઓ આપું છું. રમઝાનમાં પ્રાર્થના, આધ્યાત્મિકતા અને દાનને ઘણું મહત્ત્વ અપાય છે. આપણે હિન્દુસ્તાની ઘણા જ ભાગ્યશાળી છીએ કે આપણા પૂર્વજોએ આવી પરંપરા નિર્માણ કરી કે આજે ભારત એ વાતનો ગર્વ કરી શકે છે, આપણે સવા સો કરોડ દેશવાસીઓ એ વાતનો ગર્વ કરી શકીએ છીએ કે દુનિયાના બધા સંપ્રદાયો ભારતમાં હાજર છે. આ એવો દેશ છે જેમાં ઈશ્વરમાં વિશ્વાસ કરનારા લોકો પણ વસે છે અને ઈશ્વરને નકારનારા લોકો પણ વસે છે, મૂર્તિ પૂજા કરનારા લોકો પણ વસે છે અને મૂર્તિ પૂજાનો વિરોધ કરનારા લોકો પણ વસે છે. દરેક પ્રકારની વિચારધારા, દરેક પ્રકારની પૂજા પદ્ધતિ, દરેક પ્રકારની પરંપરા, આપણે લોકોએ એક સાથ જીવવાની કળાને આત્મસાત કરી છે અને છેવટે તો ધર્મ હોય, સંપ્રદાય હોય, વિચારધારા હોય, પરંપરા હોય, આપણને એ જ સંદેશ આપે છે- શાંતિ, એકતા અને સદભાવનાનો. આ રમઝાનનો પવિત્ર મહિનો શાંતિ, એકતા અને સદ્ભાવનાના આ માર્ગને આગળ વધારવામાં જરૂર સહાયક બનશે. હું ફરી એક વાર બધાને શુભકામનાઓ આપું છું. ગયા વખતે હું જ્યારે ‘મનની વાત’ કરી રહ્યો હતો ત્યારે મેં એક શબ્દ પ્રયોગ કર્યો હતો અને ખાસ કરીને નવયુવાનોને કહ્યું હતું કે કંઈક નવું કરો, કમ્ફર્ટ ઝોનની બહાર આવો. નવા અનુભવો લો, અને આ જ ઉંમર હોય છે જ્યારે જિંદગીને આ રીતે જીવી શકાય, થોડું જોખમ લઈ શકાય, મુશ્કેલીઓને આમંત્રી શકાય. મને આનંદ થઈ રહ્યો છે કે ઘણા બધા લોકોએ મને પ્રતિભાવ આપ્યો છે. વ્યક્તિગત રૂપે મને પોતાની વાત કહેવાનો ઉત્સાહ બધાએ દેખાડ્યો. હું દરેક વાત તો વાંચી શક્યો નથી. દરેકના સંદેશને સાંભળી પણ નથી શક્યો. એટલી બધી વાતો આવી છે. પરંતુ મેં સરેરાશ નજરથી જોયું તો – કોઈએ સંગીત શીખવાનો પ્રયાસ કર્યો છે તો કોઈ નવા વાદ્ય પર હાથ અજમાવી રહ્યા છે, કેટલાક લોકો યૂટ્યૂબનો ઉપયોગ કરીને કંઈક નવું શીખવાનો પ્રયાસ કરી રહ્યા છે, તો કેટલાક નવી ભાષા શીખવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેટલાક લોકો રસોઈ બનાવવાનું શીખી રહ્યા છે. તો કેટલાક નૃત્ય શીખી રહ્યા છે. કેટલાક નાટક શીખે છે તો કેટલાક લોકોએ લખ્યું છે કે અમે હવે કવિતાઓ લખવાની શરૂ કરી છે. પ્રકૃતિને જાણવી, જીવવી, સમજવી, તે દિશામાં પ્રયાસો કરી રહ્યા છે. મને ઘણો આનંદ થયો. હું એક ફૉન કૉલ તમને સંભળાવવા માગીશ.
“દીક્ષા કાત્યાલ બોલું છું. મારી વાંચવાની ટેવ લગભગ છૂટી ગઈ હતી. આથી આ રજાઓમાં મેં વાંચવાનો નિશ્ચય કર્યો. જ્યારે મેં સ્વતંત્રતા સંગ્રામ વિશે વાંચવાનું શરૂ કર્યું તો મેં અનુભવ કર્યો કે ભારતને સ્વતંત્રતા અપાવવામાં કેટલો સંઘર્ષ કરવો પડ્યો છે, કેટલું બલિદાન આપવું પડ્યું છે, કેટલા સ્વાતંત્ર્ય સેનાનીઓએ જેલોમાં વર્ષો વિતાવ્યાં. હું ભગતસિંહ જેમણે બહુ નાની વયમાં ઘણું બધું કરી બતાવ્યું, તેમનાથી ઘણી પ્રેરિત થઈ છું. આથી હું આપને અનુરોધ કરું છું કે આ વિષયમાં આપ આજની પેઢીને કંઈક સંદેશો આપો.”
મને ખુશી છે કે યુવા પેઢી આપણા ઇતિહાસને, આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓને, આ દેશ માટે બલિદાન આપનારા લોકોને, તેમના વિષે જાણવામાં રૂચિ રાખી રહી છે. અગણિત મહાપુરુષો, જેમણે યુવાની જેલોમાં વિતાવી દીધી, અનેક નવજુવાન ફાંસીના માંચડે હસતા-હસતા ચડી ગયા. તેમણે કેટલા અત્યાચારો સહન કર્યા, અને એટલે જ તો આજે આપણે સ્વતંત્ર હિન્દુસ્તાનમાં શ્વાસ લઈ રહ્યા છીએ. એક વાત આપણે જોઈ હશે કે સ્વતંત્રતાના આંદોલનમાં જે જે મહાપુરુષોએ જેલોમાં સમય વિતાવ્યો, તેમણે લેખનનું, અધ્યયનનું, બહુ મોટું કામ કર્યું અને તેમની કલમે ભારતની સ્વતંત્રતાને જોમ પૂરું પાડ્યું.
ઘણાં વર્ષો પહેલાં હું આંદામાન નિકોબાર ગયો હતો. સેલ્યુલર જેલ જોવા ગયો હતો. આજે વીર સાવરકરની જન્મજયંતિ છે. વીર સાવરકરજીએ જેલમાં ‘માઝી જન્મઠે’ પુસ્તક લખ્યું હતું. તેઓ કવિતાઓ લખતા હતા, દીવાલો પર લખતા હતા. નાની કોટડીમાં તેમને બંધ કરી દેવામાં આવ્યા હતા. સ્વતંત્રતાની ઘેલછા રાખનારાઓએ કેવી યાતનાઓ વેઠી હશે, વિચાર તો કરો. જ્યારે મેં સાવરકરજીનું પુસ્તક ‘માઝી જન્મઠે’ વાંચ્યું ત્યારે મને તેમાંથી સેલ્યુલર જેલ જોવાની પ્રેરણા મળી હતી. ત્યાં એક ‘લાઇટ એન્ડ સાઉન્ડ શો’ પણ ચાલે છે. તે ઘણો પ્રેરક છે. હિન્દુસ્તાનનું કોઈ રાજ્ય એવું નહોતું, હિન્દુસ્તાનની કોઈ ભાષા બોલનારો નહીં હોય જેણે સ્વતંત્રતા માટે, કાળા પાણીની સજા ભોગવતા આંદામાનની જેલમાં, આ સેલ્યુલર જેલમાં પોતાની યુવાનીનો ભોગ ન આપ્યો હોય. દરેક ભાષા બોલનારાઓએ, દરેક પ્રાંતના, દરેક પેઢીના લોકોએ અંગ્રેજોની યાતનાઓ વેઠી હતી.
આજે વીર સાવરકરજીની જન્મજયંતિ છે. હું દેશની યુવાનપેઢીને જરૂર કહીશ કે આપણને જે સ્વતંત્રતા મળી છે, તે માટે લોકોએ કેવા-કેવા અત્યાચારોનો સામનો કરવો પડ્યો હતો, કેટલાં કષ્ટ વેઠ્યાં હતાં, જો આપણે સેલ્યુલર જેલ જઈને જોઈએ તો ખબર પડશે. ત્યાં ગયા પછી જ ખબર પડે છે કે કાળા પાણીની સજા કેમ કહેવાય છે. તમને પણ જો તક મળે તો, આ જે એક રીતે આપણી સ્વતંત્રતાના સંગ્રામનું તીર્થક્ષેત્ર છે, ત્યાં જરૂર જવું જોઈએ.
મારા પ્રિય દેશવાસીઓ, પાંચ જૂન, મહિનાનો પહેલો સોમવાર છે. આમ તો બધું સામાન્ય છે, પરંતુ પાંચ જૂન એક વિશેષ દિવસ છે કેમ કે “વિશ્વ પર્યાવરણ દિવસ”ના રૂપમાં તેને મનાવાય છે અને આ વર્ષે સંયુક્ત રાષ્ટ્રએ આ દિવસનો થીમ રાખ્યો છે- Connecting people to nature. બીજા શબ્દોમાં કહીએ તો, બેક ટૂ બેઝિક્સ (મૂળિયાં તરફ પાછા ફરવું) અને નેચર સાથે જોડાવાનો અર્થ શું છે? મારી દૃષ્ટિમાં અર્થ છે- સ્વયં સાથે જોડાવું. પોતાની સાથે કનેક્ટ થવું. નેચર સાથે જોડાવાનો અર્થ છે- વધુ સારા ગ્રહને પોષવો. અને આ વાતને મહાત્મા ગાંધીથી વધુ સારી રીતે કોણ કહી શકે છે. મહાત્મા ગાંધીજી ઘણી વાર કહેતા હતા – One must care about a world one will not see. અર્થાત્ આપણે જે દુનિયા નહીં જોઈએ, આપણું કર્તવ્ય છે કે તેની પણ ચિંતા કરીએ, આપણે તેની પણ કાળજી લઈએ. અને પ્રકૃતિની એક તાકાત હોય છે. તમે પણ અનુભવ કર્યો હશે કે ઘણા થાકીને આવ્યા હોય અને એક ગ્લાસ ભરીને પાણી મોઢા પર છાંટી દો તો કેવી તાજગી આવી જાય છે. ઘણા થાકીને આવ્યા હોય અને ઓરડાની બારીઓ ખોલી નાખો, દરવાજા ખોલી નાખો, તાજી હવાને શ્વાસમાં ભરી લો તો એક નવી ચેતના આવી જાય છે. જે પંચ મહાભૂતોનું આ શરીર બન્યું છે જ્યારે તે પંચ મહાભૂતોના તે સંપર્કમાં આવે છે તો સ્વયંભૂ આપણા શરીરમાં એક નવી ચેતના પ્રગટ થાય છે- એક નવી ઊર્જા પ્રગટ થાય છે. આ અનુભવ આપણે બધાએ કર્યો છે, પરંતુ આપણે તેને નોંધતા નથી. આપણે તેને એક દોરામાં, એક સૂત્રમાં જોડતા નથી. આ પછી તમે જરૂર જોજો કે તમારો જ્યારે જ્યારે પ્રાકૃતિક અવસ્થા સાથે સંપર્ક થતો હશે તમારી અંદર નવી ચેતના ઉભરતી હશે, અને આથી પાંચ જૂનને પ્રકૃતિ સાથે જોડાવાનું વૈશ્વિક અભિયાન, આપણું પોતાનું અભિયાન પણ બનવું જોઈએ. અને પર્યાવરણની રક્ષા આપણા પૂર્વજોએ કરી તેનો કંઈક લાભ આપણને મળી રહ્યો છે. જો આપણે રક્ષા કરીશું તો આપણી આવનારી પેઢીઓને લાભ મળશે. વેદોમાં પૃથ્વી અને પર્યાવરણને શક્તિનું મૂળ મનાયું છે. આપણા વેદોમાં તેનું વર્ણન મળે છે. અને અથર્વવેદ તો આખો, એક રીતે પર્યાવરણનો સૌથી મોટો દિશા-નિર્દેશક ગ્રંથ છે અને હજારો વર્ષો પહેલાં લખવામાં આવ્યો છે. આપણે ત્યાં કહેવાય છે- ‘માતા ભૂમિ: પુત્રો અહમ્ પૃથિવ્યા:’ વેદોમાં કહેવાયું છે કે આપણામાં જે શુદ્ધતા છે તે આપણી પૃથ્વીના કારણે છે. ધરતી આપણી માતા છે અને આપણે તેના પુત્રો છીએ. જો આપણે ભગવાન બુદ્ધને યાદ કરીએ તો એક વાત જરૂર ઉજાગર થાય છે કે મહાત્મા બુદ્ધનો જન્મ, તેમને જ્ઞાનની પ્રાપ્તિ અને તેમનું મહાપરિનિર્વાણ, ત્રણેય વૃક્ષ નીચે થયાં હતાં. આપણા દેશમાં પણ અનેક તહેવાર, અનેક એવી પૂજા પદ્ધતિ, ભણેલાગણેલા લોકો હોય, અભણ હોય, શહેરી હોય કે ગ્રામીણ હોય, આદિવાસી સમાજ હોય- પ્રકૃતિની પૂજા, પ્રકૃતિ પ્રત્યે પ્રેમ એક સહજ સમાજ જીવનનો હિસ્સો છે. પરંતુ આપણે તેને આધુનિક શબ્દોમાં આધુનિક તર્કો સાથે જોડવાની જરૂર છે.
આ દિવસોમાં મને રાજ્યો તરફથી સમાચારો મળતા રહે છે. લગભગ દરેક રાજ્યમાં, વરસાદ આવતાં જ વૃક્ષારોપણનું એક મોટું અભિયાન ચાલે છે. કરોડોની સંખ્યામાં વૃક્ષ વાવવામાં આવે છે. શાળાનાં બાળકોને પણ આ કામમાં જોડવામાં આવે છે. સમાજસેવી સંગઠનો જોડાય છે, એનજીઓ જોડાય છે, સરકાર પોતે પણ પહેલ કરે છે. આપણે પણ આ વખતે આ વર્ષા ઋતુમાં વૃક્ષારોપણના આ કામને ઉત્તેજન આપીએ, તેમાં યોગદાન આપીએ.
મારા પ્રિય દેશવાસીઓ, 21 જૂન. હવે 21 જૂન વિશ્વ માટે જાણીતો દિવસ બની ગયો છે. વિશ્વ યોગ દિવસના રૂપમાં સંપૂર્ણ વિશ્વ તેને મનાવે છે. બહુ ઓછા સમયમાં, 21 જૂનનો આ વિશ્વ યોગ દિવસ દરેક ખૂણામાં ફેલાઈ ચૂક્યો છે, તે લોકોને જોડી રહ્યો છે. એક તરફ જ્યારે વિશ્વમાં વિભાજનની અનેક તાકાતો પોતાનો વિકૃત ચહેરો દેખાડી રહી છે, તેવા સમયમાં યોગ એ વિશ્વને ભારતની બહુ મોટી ભેટ છે. યોગ દ્વારા વિશ્વને એક સૂત્રમાં આપણે જોડી દીધું છે. જેમ યોગ શરીર, મન, બુદ્ધિ અને આત્માને જોડે છે, તેમ આજે યોગ વિશ્વને પણ જોડી રહ્યો છે. આજે જીવનશૈલીના કારણે, દોડાદોડીના કારણે, વધતી જવાબદારીઓના કારણે, તણાવથી મુક્ત જીવન જીવવું મુશ્કેલ બનતું જઈ રહ્યું છે. અને એ વાત ધ્યાનમાં આવી છે કે નાનીનાની ઉંમરના લોકોમાં પણ આ સ્થિતિ આવી રહી છે. આલતુફાલતુ દવાઓ લેતી રહેવી અને દિવસો પસાર કરતા જવા, આવા સમયમાં તણાવમુક્ત જીવન જીવવા માટે યોગની ભૂમિકા મહત્ત્વની છે. યોગ વેલનેસ અને ફિટનેસ બંને માટે એક ગેરંટી છે. યોગ માત્ર વ્યાયામ નથી. તનથી, મનથી, શરીરથી, વિચારોથી, આચારથી સ્વસ્થતાની અંતર્યાત્રા કેવી રીતે ચાલે- તે અંતર્યાત્રાનો અનુભવ કરવો હોય તો યોગના માધ્યમથી સંભવ છે. હજુ બે દિવસ પહેલાં જ મેં યોગ દિવસ માટે વિશ્વની બધી સરકારોને, બધા નેતાઓને પત્ર લખ્યા છે.
ગયા વર્ષે મેં યોગ સંબંધિત કેટલીક સ્પર્ધાઓની ઘોષણા કરી હતી. કેટલાંક ઈનામોની ઘોષણા કરી હતી. ધીરે ધીરે તે દિશામાં કામ આગળ વધશે. મને એક સૂચન મળ્યું છે. આ મૌલિક સૂચન કરનારને હું અભિનંદન આપું છું. ઘણું જ રસપ્રદ સૂચન કર્યું છે. તેમણે કહ્યું કે આ ત્રીજો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે અને મને કહ્યું કે આપ અપીલ કરો કે આ વખતે ત્રીજા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર એક જ પરિવારની ત્રણ પેઢીઓ એક સાથે યોગ કરે. દાદા-દાદી હોય કે નાના-નાની હોય, માતાપિતા હોય કે દીકરા-દીકરી હોય, ત્રણેય પેઢી એક સાથે યોગ કરે અને તેની તસવીર અપલૉડ કરે. ગઈ કાલ, આજ અને આવતી કાલનો આવો સુભગ સંયોગ થશે તો યોગને એક નવો આયામ મળશે. હું આ સૂચન માટે ધન્યવાદ આપું છું અને મને પણ લાગે છે કે જેમ આપણે લોકોએ ‘સેલ્ફી વિથ ડૉટર’નું અભિયાન ચલાવ્યું હતું અને એક ઘણો જ રોચક અનુભવ થયો હતો. આ ત્રણ પેઢીની યોગ કરતી તસવીરો દેશ અને દુનિયા માટે જરૂર કૌતુક જગાડશે. તમે જરૂર NarendraModiApp પર, MyGov પર ત્રણ-ત્રણ પેઢી જ્યાં જ્યાં યોગ કરતી હોય, ત્રણેય પેઢીના લોકો એક સાથે મને તસવીર મોકલે. ગઈ કાલ, આજ અને આવતીકાલની આ તસવીર હશે, જે સોનેરી આવતીકાલની ગેરંટી હશે. હું આપ સહુને આમંત્રણ આપું છું. હજુ આંતરરાષ્ટ્રીય યોગ સપ્તાહ માટે આપણી પાસે લગભગ ત્રણ સપ્તાહ છે. આજે જ અભ્યાસ (પ્રેક્ટિસ) કરવા લાગો. હું એક જૂનથી ટ્વિટર પર રોજ યોગ સંબંધિત કંઈ ને કંઈ પૉસ્ટ કરતો રહીશ અને સતત 21 જૂન સુધી પૉસ્ટ કરતો રહીશ. તમારી સાથે શૅર કરીશ. તમે પણ ત્રણ સપ્તાહ સતત યોગના વિષયનો પ્રચાર કરો, પ્રસારિત કરો, લોકોને જોડો. એક રીતે આ પ્રિવેન્ટિવ હૅલ્થ કૅરનું આંદોલન જ છે. હું તમને બધાને તેમાં જોડાવા માટે આમંત્રણ આપું છું.
જ્યારથી તમે લોકોએ મને પ્રધાન સેવકના રૂપમાં કાર્યની જવાબદારી આપી છે અને જ્યારે વડા પ્રધાન તરીકે મારી પહેલી 15 ઑગસ્ટ હતી, ત્યારે મને પહેલી વાર લાલ કિલ્લા પરથી બોલવાનો અવસર મળ્યો હતો. મેં સ્વચ્છતા સંદર્ભે વાત કરી હતી. ત્યારથી લઈને આજ સુધી હિન્દુસ્તાનના અલગ-અલગ ભાગોમાં મારો પ્રવાસ થાય છે અને મેં જોયું છે કે કેટલાક લોકો ઝીણવટપૂર્વક મોદી શું કરે છે? મોદી ક્યાં જાય છે? મોદીએ શું-શું કર્યું તેનું બરાબર ધ્યાન રાખે છે. કારણકે મને એક બહુ જ રસપ્રદ ફૉન કૉલ આવ્યો. અને મેં પણ કદાચ આ રીતે આ વાત વિચારી નહોતી. પરંતુ તેમણે જે રીતે આ વાતને પકડી તેના માટે હું આભારી છું. આ ફૉન કૉલથી તમને પણ ધ્યાનમાં આવશે.
“નમસ્તે મોદી જી, હું નૈના છું, મુંબઇ થી. ટી.વી. પર અને સોશ્યલ મિડીયા પર આજકાલ હંમેશા હું જોઇ રહી છું, કે તમે જ્યાં પણ જાઓ છો ત્યાંના લોકો સાફ-સફાઈ માટે વિશેષ ધ્યાન આપે છે. મુંબઇ હોય કે સૂરત, તમારા આહ્વાન પર લોકોએ સામૂહિક રૂપથી સ્વચ્છતાને એક મિશનના રૂપમાં અપનાવ્યું છે. વડીલો તો ખરાં જ, પણ બાળકોમાં પણ સ્વચ્છતાને લઇને જાગૃતિ આવી રહી છે. કેટલીય વખત એવું પણ જોવામાં આવ્યું છે, કે વડીલોને ગંદકી કરતા જોતાં જ બાળકોએ તેમને ટોક્યાં હોય. કાશીના ઘાટ પરથી તમે સ્વચ્છતા માટે જે ઝુંબેશ ઉઠાવી હતી તે હવે તમારી પ્રેરણા લઇને એક આંદોલનનું રૂપ લઇ ચૂકી છે.”
તમારી એ વાત સાચી જ છે, કે હું જ્યાં-જ્યાં જાઉં છું ત્યાં સરકારી તંત્ર તો સાફ-સફાઇનું કાર્ય કરે જ છે. પરંતુ આ દિવસો દરમિયાન સમાજમાં પણ સફાઇનો ઉત્સવ બની જાય છે. મારી મુલાકાત લેવાના પાંચ દિવસ પહેલા, સાત દિવસ પહેલા, દસ દિવસ પહેલા, સાફ-સફાઇના ઘણાં બધા કાર્યક્રમોનું આયોજન થાય છે. મીડિયા પણ આવા કાર્યક્રમોને ઘણી પ્રાથમિકતા આપે છે. હમણાં હું થોડાંક દિવસ પહેલાં જ ગુજરાતના કચ્છમાં ગયો હતો. ત્યાં ખૂબ મોટા પાયે સફાઇ અભિયાન ચાલ્યું. મેં એ વાતને ક્યાંય જોડી નહોતી પરંતુ જ્યારે ફોન કૉલ્સ આવ્યા ત્યારે હું પણ વિચારમાં પડી ગયો અને પછી મારું ધ્યાન ગયું કે હા એ વાત સાચી છે. તમે કલ્પના કરી શકો છો, કે એ જાણીને મને કેટલો આનંદ થતો હશે, કે અને દેશ પણ આ બાબતોને કેવી સુંદર રીતે ધ્યાનમાં લઇ રહ્યો છે. મારી યાત્રા દરમિયાન સ્વચ્છતા વિષયને જોડી દેવાય છે, મારા માટે એનાથી વધારે ખુશીની કઇ વાત હોઇ શકે ? વડાપ્રધાનના સ્વાગત માટે બીજી જે તૈયારીઓ થવાની હશે એ થશે, પરંતુ સ્વચ્છતા મુખ્ય બાબત રહેશે. આ આમ પણ કોઇપણ સ્વચ્છતા પ્રેમી માટે પણ આનંદદાયક છે, પ્રેરણારૂપ છે. સ્વચ્છતાના કાર્યમાં મદદ કરનાર દરેક લોકોને હું શુભેચ્છા પાઠવું છું. કોઇકે મને એક સૂચન આપ્યું. જો કે, સૂચન થોડું રમૂજ ફેલાવે એવું છે. હું નથી જાણતો કે હું એ કરી શકીશ કે નહીં. મોદીજી હવે તમે મુલાકાત કરતા પહેલા, જે તમને આમંત્રિત કરવા માંગે એમને કહેજો કે, ભાઇ તમે મને બોલાવવા માંગો છો તો સ્વચ્છતાનું સ્તર કેવું હશે ? કેટલા ટન કૂડો-કચરો તમે મને ભેંટ સ્વરૂપે આપશો ? તે જવાબના આધારે જ હું મારી મુલાકાત નક્કી કરું ! વિચાર ખૂબ સારો લાગ્યો, પરંતુ મારે વિચારવું પડશે. જોકે, એ વાત સાચી છે, કે એ મુવમેન્ટ તો શરૂ કરવી જોઇએ કે અન્ય વસ્તુઓં ભેટ સ્વરૂપે આપવા કરતા સારું રહેશે કે આપણે એટલા ટન કચરો જ સફાઇ કરીને ભેટ-સોગાદમાં આપીએ. કેટલા લોકોને આપણે બિમાર થતાં અટકાવી શકીશું. માનવતાનું કેટલું મોટું કાર્ય થશે. એક વાત હું અચૂક કહેવા માંગીશ, કે જે કૂડો-કચરો છે, તેને આપણે વેસ્ટ ન માનવો જોઇએ, આ એક વેલ્થ છે, એક સ્ત્રોત છે. તેને માત્ર કચરાનાં રૂપમાં ના જુઓ. એક સમયે આ કૂડા-કચરાને આપણે વેલ્થ માનવાની શરૂઆત કરીશું તો વેસ્ટ મેનેજમેન્ટની કેટલીયે નવી-નવી રીતો આપણાં ધ્યાનમાં આવશે, સ્ટાર્ટ-અપમાં જોડાયેલા યુવાનો પણ નવી-નવી યોજનાઓ લઇને આવશે. નવા-નવા સાધનો લઇને આવશે. ભારત સરકારે રાજ્ય સરકારોની મદદની સાથે-સાથે શહેરોના જનપ્રતિનિધિઓની મદદથી વેસ્ટ મેનેજમન્ટનું એક મોટું મહત્વપૂર્ણ અભિયાન શરૂ કરવાનું નક્કી કર્યું છે. 5 જૂન, વિશ્વ પર્યાવરણ દિવસે દેશના લગભગ 4 હજાર શહેરોમાં સોલીડ વેસ્ટ અને લિક્વીડ વેસ્ટને ભેગો કરવા માટેના સાધન ઉપલબ્ધ થવાના છે. બે પ્રકારની કચરાપેટી ઉપલબ્ધ થશે, એક લીલા રંગની, બીજી વાદળી રંગની. બે પ્રકારનો કચરો નિકળે છે – એક લિકવીડ વેસ્ટ અને બીજો ડ્રાય વેસ્ટ. જો આપણે અનુશાસનમાં રહીને, એ ચાર હજાર શહેરોમાં જ્યાં કચરાપેટી મૂકાવાની છે ત્યાં, સૂકો કચરો વાદળી કચરાપેટીમાં નાખીએ અને ભીનો કચરો લીલી કચરાપેટીમાં નાખીએ, જેમ રસોડામાંથી જે કચરો નિકળે છે, શાકભાજીના છોંતરા, બગાડ થયેલો ખોરાક, ઇંડાનાં છોતરાં હોય કે, ઝાડનાં પાંદડાં આદિ હોય, એ બધો જ ભીનો કચરો છે અને તેને લીલી કચરાપેટીમાં નાખીએ. આ સંપૂર્ણ ક્રિયા એવી છે જે ખેતરોમાં કામ આવી શકે છે. ખેતરોનો રંગ લીલો હોય છે, એટલું યાદ રાખશો તો લીલી કચરાપેટીમાં કયો કચરો નાખવાનો છે એ યાદ રહી જશે. અને બાકીનો કચરો જેવો કે, રદ્દી કાગળ, કાર્ડબોર્ડ, લોખંડ, કાચ, કપડા, પ્લાસ્ટિક, પોલીથીન, તૂટેલા ડબ્બા, રબર, ધાતુ, બીજી કેટલીય નકામી વસ્તુઓ હશે – એ તમામ વસ્તુઓ એક પ્રકારનો સૂકો કચરો કહેવાય. જેને મશીનમાં નાખીને રિસાઇકલ કરવો પડે છે. જોકે, એ ક્યારેય ઉપયોગમાં નથી આવી શકતો. તેને વાદળી કચરાપેટીમાં નાખવાનો છે. મને વિશ્વાસ છે કે આપણે એક નવી પરંપરા પાડીશું. સ્વચ્છતા તરફ દરેક વખતે આપણે એક પછી એક નવા કદમ ભરવાના જ છે. ત્યારે જ ગાંધીજી જે સ્વપ્નને જોતા હતા, એ સ્વચ્છતાવાળું સ્વપ્ન, આપણે પૂરું કરી શકીશું. આજે મારે ગર્વ સાથે એક વાતનો ઉલ્લેખ કરવો છે, કે – એક મનુષ્ય પણ અગર મનથી નક્કી કરી લે તો કેટલું મોટું જનઆંદોલન છેડી શકે છે. સ્વચ્છતાનું કાર્ય એ જ પ્રકારનું છે. થોડાં દિવસો પહેલાં જ તમે એક સમાચાર સાંભળ્યા હશે કે, મુંબઇમાં ગંદો માનવામાં આવતો “વર્સોવા બિચ” આજે એક સુંદર ચોખ્ખો ચણાક “વર્સોવા બિચ” બની ગયો છે. આ કાર્ય અચાનક નથી થયું. લગભગ 80-90 અઠવાડિયા સુધી નાગરિકોએ સતત મહેનત કરીને “વર્સોવા બિચ”ની કાયાપલટ કરી છે. ત્યાંથી હજારો ટન કૂડો-કચરો કઢાયો અને ત્યાર પછી આજે “વર્સોવા બિચ” સાફ અને સુંદર બની ગયો છે. તેની સંપૂર્ણ જવાબદારી વર્સોવા રેસીડન્સ વોલનટીયર (વીઆરવી) એ સંભાળી હતી. એક સજ્જન શ્રીમાન અફરોઝ શાહ ઓક્ટોબર 2015 થી, દિલથી આ કાર્યમાં લાગી ગયા. ધીરે-ધીરે કાફલો વધતો ગયો. જન-આંદોલનમાં બદલાઇ ગયો. અને આ કાર્ય માટે શ્રીમાન અફરોઝ શાહને યૂનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામે (યૂએનઇપી) ખૂબ મોટો એવોર્ડ આપ્યો. ‘ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ’ એવોર્ડ મેળવવાવાળા એ પ્રથમ ભારતીય બન્યા. હું શ્રીમાન અફરોઝ શાહને શુભેચ્છા પાઠવું છું. આ આંદોલનને શુભેચ્છા પાઠવું છું. અને જે રીતે તેમણે લોક-સંગ્રહની જેમ સમગ્ર વિસ્તારના લોકોને જોડ્યાં અને જનઆંદોલનમાં પરિવર્તીત કર્યા, એ ખરેખર એક પ્રેરક ઉદાહરણ છે.
ભાઇઓ અને બહેનો, આજે તમને વધુ એક ખુશીની વાત કહેવાં માગું છું.‘સ્વચ્છ ભારત અભિયાન’ ના સંદર્ભમાં જમ્મૂ-કાશ્મીરનો ‘રિયાસી બ્લૉક’. મને જણાવવામાં આવ્યું છે કે, રિયાસી બ્લૉક open defecation free ‘ખુલ્લામાં શૌચ કાર્ય’ થી મુક્ત થયો છે. રિયાસી બ્લૉકના દરેક નાગરિકોએ, ત્યાંના શાસકોએ, જમ્મૂ-કાશ્મીરે, એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તે માટે હું તમામને શુભેચ્છા પાઠવું છું. અને મને એ પણ જણાવવામાં આવ્યું છે કે આ મૂવમેન્ટને સૌથી વધારે લીડ કરી છે જમ્મૂ-કાશ્મીરના તે વિસ્તારની મહિલાઓએ, તેમણે જાગૃતિ ફેલાવવા માટે, પોતે મશાલ યાત્રાઓ કાઢી. ઘરે-ઘરે, ગલીએ-ગલીએ જઇને તેમણે લોકોને પ્રેરણા આપી, આ માઁ-બહેનોને પણ હ્રદયથી અભિનંદન આપું છું. ત્યાંના પ્રશાસકો કે જેમણે જમ્મૂ- કાશ્મીરની ધરતી પર એક બ્લૉક ને open defecation free બનાવીને એક ઉત્તમ શરૂઆત કરી છે તેમને પણ અભિનંદન આપું છું.
મારા પ્રિય દેશવાસીઓ, પાછલા 15 દિવસ, મહિનાથી, છાપું હોય, ટીવી હોય કે સોશ્યિલ મિડીયા હોય એ તમામમાં સતત વર્તમાન સરકારના 3 વર્ષના હિસાબ-કિતાબ ચાલી રહ્યાં છે. 3 વર્ષ પહેલા તમે મને પ્રધાન સેવકની જવાબદારી આપી હતી. ઢગલાબંધ સર્વે થયા છે, ઢગલાબંધ ઓપિનીયન પૉલ આવ્યાં છે, હું આ દરેક પ્રક્રિયાને ખૂબ જ હકારાત્મક સંકેત તરીકે જોઉં છું. દરેક કસોટી પર આ 3 વર્ષના કાર્યકાળને આંકવામાં આવ્યો છે. સમાજના દરેક તબક્કાના લોકોએ તેની સમીક્ષા કરી છે. લોકતંત્રમાં આ એક ઉત્તમ પ્રક્રિયા છે. મારું સ્પષ્ટપણે માનવું છે કે લોકતંત્રમાં સરકારોએ જવાબદાર હોવું જ જોઇએ, જનતા-જનાર્દનને પોતાના કાર્યનો હિસાબ આપવો જ જોઇએ. હું એ દરેક લોકોનો ધન્યવાદ માનું છું, જેમણે સમય કાઢીને અમારા કાર્યનું ઊંડાણપૂર્વક વિવેચન કર્યું છે, ક્યાંક વખાણાયું, ક્યાંક સમર્થન મળ્યું, ક્યાંક ઊણપ કઢાઇ, હું આ દરેક વાતોનું ખૂબ મહત્વ સમજું છું. હું એ લોકોને પણ ધન્યવાદ પાઠવું છું કે જેમણે ટીકા અને મહત્વના પ્રતિભાવો આપ્યા છે. જે ઊણપ હોય છે, કમી હોય છે, તે પણ ઉજાગર થાય, તો તેનાથી પણ સુધારાની તક મળે છે. વાત સારી હોય, ઓછી સારી હોય, ખરાબ હોય, જે પણ હોય, તેમાંથી જ શીખવાનું છે અને તેના આધારે જ આગળ વધવાનું છે. રચનાત્મક ટીકાઓ લોકતંત્રને બળ પૂરું પાડે છે. એક જાગૃત રાષ્ટ્ર માટે, એક ચૈતન્યપૂર્ણ રાષ્ટ્ર માટે, આ મંથન ખૂબ જ આવશ્યક હોય છે.
મારા પ્રિય દેશવાસીઓ, હું પણ તમારી જેમ જ એક સામાન્ય નાગરિક છું અને એક સામાન્ય નાગરિકના નાતે સારી-ખરાબ દરેક બાબતનો પ્રભાવ મારી પર પણ એવો જ પડે છે, જેવો કોઇ પણ સામાન્ય નાગરિકના મન પર પડે છે. ‘મન કી બાત’ કોઈ તેને એક તરફી સંવાદના રૂપમાં દેખે છે, કેટલાક લોકો તેને રાજનીતિક દ્રષ્ટિએ ટીકા-ટીપ્પણી પણ કરે છે. પરંતુ આટલા લાંબા અનુભવ પછી હું અનુભવું છું, મેં જ્યારે ‘મન કી બાત’ શરૂ કરી ત્યારે મેં પણ વિચાર્યું નહોતું કે ‘મન કી બાત’ કાર્યક્રમ મને હિન્દુસ્તાનના દરેક પરિવારનો એક સભ્ય બનાવી દેશે. એવું લાગે છે જેમ હું પરિવારની વચ્ચે જ ઘરમાં બેસીને ઘરની વાતો કરું છું. અને આવા સેંકડોં પરિવાર છે, જેમણે મને આ વાતો લખીને પણ મોકલી છે. અને મેં જેમ કહ્યું એમ એક સામાન્ય મનુષ્યના રૂપમાં, મારા મનમાં પ્રભાવ હોય છે. બે દિવસ પૂર્વ રાષ્ટ્રપતિ ભવનમાં આદરણીય રાષ્ટ્રપતિજી, આદરણીય ઉપરાષ્ટ્રપતિજી, આદરણીય સ્પીકર મહોદયા દરેકે ‘મન કી બાત’ની, એક વિશ્લેષણાત્મક પુસ્તકનો સમારંભ કર્યો. એક વ્યક્તિ તરીકે, સામાન્ય નાગરિક તરીકે, આ ઘટના મારા માટે ખૂબ ઉત્સાહ વધારનારી છે. હું રાષ્ટ્રપતિજીનો, ઉપરાષ્ટ્રપતિજીનો, સ્પીકર મહોદયાનો આભારી છું કે તેમણે સમય કાઢીને, આટલા ઉચ્ચ પદ પર બેઠેલા લોકોએ ‘મન કી બાત’ ને આટલું મહત્વ આપ્યું. એક રીતે જોઇએ તો ‘મન કી બાત’ ને એક નવો પડાવ આપ્યો. અમારા કેટલાક મિત્રો આ ‘મન કી બાત’ ના આ પુસ્તક પર જ્યારે કાર્ય કરી રહ્યા હતાં, ત્યારે મારી સાથે પણ કયારેક ચર્ચા કરી હતી, અને થોડાંક સમય પહેલાં જ્યારે તેની વાત ચર્ચામાં આવી ત્યારે હું આશ્ચર્યચકિત હતો, અબુ ધાબીમાં રહેવાવાળા એક આર્ટીસ્ટ અકબર સાહેબના નામે ઓળખાય છે. અકબર સાહેબે સામેથી પ્રસ્તાવ મૂક્યો કે ‘મન કી બાત’ માં જે વિષયો પર ચર્ચા થઇ છે, એ પોતાની કળાના માધ્યમથી તેનો સ્કેચ તૈયાર કરીને આપવા માગે છે અને એક પણ રૂપિયો લીધા વગર, પોતાનો પ્રેમ દર્શાવવા માટે અકબર સાહેબે મન કી બાતોં ને કળાનું રૂપ આપી દીધું. હું અકબર સાહેબનો આભારી છું.
મારા પ્રિય દેશવાસીઓ, હવે જ્યારે મળીશું ત્યાં સુધીમાં તો દેશના દરેક ખૂણામાં વરસાદનું આગમન થઇ ગયું હશે, વાતાવરણ બદલાઇ ગયું હશે, પરીક્ષાઓના પરિણામ આવી ચૂક્યા હશે, નવેસરથી વિદ્યાજીવનનો શુભારંભ થવાનો હશે, અને વરસાદ આવતાની સાથે જ એક નવીન ખુશનુમા વાતાવરણમાં નવીન મહેંક, નવીન સુવાસ ફેલાઇ હશે. આવો આપણે બધા આ વાતાવરણમાં પ્રકૃતિને પ્રેમ કરતા-કરતા આગળ વધીએ. તમને બધાને મારા તરફથી ખૂબ સારી શુભકામનાઓ છે. ધન્યવાદ.
મારા વ્હાલા દેશવાસીઓ, નમસ્કાર, દરેક ‘મન કી બાત’ પહેલાં દેશના ખૂણે ખૂણામાંથી, દરેક ઉંમરના લોકો તરફથી ‘મન કી બાત’ માટે ઢગલાબંધ સૂચનો આવે છે. આકાશવાણી પર આવે છે, નરેન્દ્ર મોદી એપ્સ પર આવે છે. MyGov દ્વારા આવે છે, ફોન દ્વારા આવે છે, રેકોર્ડેડ સંદેશા દ્વારા આવે છે અને જ્યારે ક્યારેક પણ સમય કાઢીને તે જોઉં છું તો મારા માટે એક સુખદ અનુભવ હોય છે. એટલી વિવિધતાભરી માહિતી મળે છે!! દેશના દરેક ખૂણામાં શક્તિઓનો અંબાર પડેલો છે. સાધકની જેમ સમાજને સમર્પિત લોકોનું અગણિત યોગદાન ! બીજી તરફ કદાચ સરકારની નજર પણ નહીં પડતી હોય એવી સમસ્યાઓનો પણ અંબાર જોવા મળે છે. કદાચ વ્યવસ્થાને પણ આદત થઈ ગઈ હશે, લોકોને પણ આદત પડી ગઈ હશે અને મેં જોયું છે કે બાળકોની જીજ્ઞાસાઓ, યુવાનોની મહાત્વાકાંક્ષાઓ, વડિલોના અનુભવનો નિચોડ, એમ ભાત-ભાતની વાતો સામે આવે છે. દરેક વખતે જેટલા ઈનપુટ્સ ‘મન કી બાત’ માટે આવે છે. સરકારમાં તેનું વિગતવાર વિશ્લેષણ કરાય છે. સૂચનો કેવા પ્રકારનાં છે ? ફરિયાદો શી છે ? લોકોના અનુભવ શું છે ? સામાન્ય રીતે જોવા મળે છે કે માણસનો સ્વભાવ હોય છે, બીજાને સલાહ આપવાનો. ટ્રેનમાં, બસમાં જતા હોઈએ અને કોઈને ઉધરસ આવે તો તરત બીજો આવીને કહેશે કે ‘આમ કર’…. સલાહ-સૂચન આપવાનું જાણે આપણે ત્યાં સ્વભાવમાં છે. શરૂમાં ‘મન કી બાત’ માટે જ્યારે પણ સૂચનો આવતાં હતાં, તેમાં સલાહના શબ્દ સાંભળવા મળતા હતા, વાંચવા મળતા હતા. તો અમારી ટીમને પણ એવું જ લાગતું હતું કે, ઘણા લોકોને કદાચ આ ટેવ હશે, પણ અમે જરા જીણવટથી જોવાની કોશીશ કરી તો હું હકીકતમાં ખૂબ ભાવવિભોર થઈ ગયો. સૂચનો કરનારાં કે મારા સુધી પહોંચવાનો પ્રયાસ કરનારા મોટાભાગના એ લોકો છે જે હકીકતમાં પોતાના જીવનમાં કંઈક ને કંઈક કરે છે. કંઈક સારું થાય એ માટે તેઓ પોતાની બુદ્ધિ, શક્તિ, સામર્થ્ય અને પરિસ્થિતિ પ્રમાણે પ્રયત્નશીલ છે અને આ બાબત જ્યારે ધ્યાનમાં આવી તો મને લાગ્યું કે આ સૂચનો સામાન્ય નથી, એ અનુભવના નિચોડમાંથી નીકળેલાં છે. કેટલાક લોકો એટલા માટે સૂચન કરે છે કે તેમને લાગે છે કે, તેઓ જ્યાં કામ કરે છે ત્યાં અમલ કરાતો વિચાર જો વધુ લોકો સાંભળે અને તેને બહોળું સ્વરૂપ મળી જાય તો ઘણા લોકોને ફાયદો થઈ શકે છે અને એટલા માટે તેમની સ્વાભાવિક ઈચ્છા હોય છે કે ‘મન કી બાત’માં તેનો ઉલ્લેખ થઈ જાય તો સારું. મારી દૃષ્ટિએ આ બધી બાબતો અત્યંત સકારાત્મક છે, તેથી સૌથી પહેલાં તો વધુમાં વધુ સૂચનો જે કર્મયોગીઓનાં છે, સમાજ માટે જેઓ કંઈક ને કંઈક કરી છૂટનારા છે તેમના પ્રત્યે હું આભાર વ્યક્ત કરું છું, એટલું જ નહીં, જ્યારે પણ હું કોઈ વાતનો ઉલ્લેખ કરું છું, તો એવી એવી બાબતો ધ્યાનમાં આવે છે અને બહુ મોટો આનંદ આવે છે. ગયે વખતે ‘મન કી બાત’માં કેટલાક લોકોએ સૂચન કરેલું કે અન્નનો બગાડ થાય છે, તે માટે તેમણે ચિંતા વ્યક્ત કરી હતી, તો મેં તેનો ઉલ્લેખ કર્યો હતો અને એ ઉલ્લેખ કર્યા પછી નરેન્દ્ર મોદી એમ પર, માય ગવ પર, દેશમાં ચારેય દિશાઓથી અનેક લોકોએ જણાવ્યું કે, કેવા કેવા નવિનતમ વિચારો સાથે અન્નનો બગાડ અટકાવવા માટે તેમણે કેવા કેવા પ્રયોગો કર્યા છે. મેં પણ ક્યારેય વિચાર્યું નહોતું કે આજે આપણા દેશમાં યુવાપેઢી લાંબા સમયથી આ કામ કરી રહી છે. હા, કેટલીક સામાજિક સંસ્થાઓ કામ કરે છે એ તો આપણે વર્ષોથી જાણતા આવ્યા છીએ, પરંતુ મારા દેશના યુવાનો તેમાં લાગેલા છે એ તો મને પછી જ ખબર પડી. કેટલાએ મને વિડીઓ મોકલ્યા છે. કેટલાંય એવાં સ્થાન છે જ્યાં રોટી બેંક ચાલે છે. લોકો આ રોટી બેંકમાં પોતાના તરફથી રોટલી જમા કરાવે છે, શાક જમા કરાવે છે અને જરૂરિયાતવાળા લોકો છે તેઓ ત્યાંથી તેને મેળવે પણ છે. આપવાવાળાને પણ સંતોષ થાય છે. લેવાવાળાને પણ ક્યારેય નીચું નથી જોવું પડતું. સમાજના સહકારથી કેવાં કેવાં કામ થાય છે તેનું આ ઉદાહરણ છે.
આજે એપ્રિલ મહિનો પૂરો થઈ રહ્યો છે, છેલ્લો દિવસ છે. પહેલી મેના દિવસે ગુજરાત અને મહારાષ્ટ્રનો સ્થાપના દિવસ છે. આ પ્રસંગે બંને રાજ્યોના નાગરિકોને મારા તરફથી અનેક-અનેક શુભેચ્છાઓ. બંને રાજ્યોએ વિકાસની નવી ઊંચાઈઓ સર કરવાનો લગાતાર પ્રયાસ કર્યો છે. દેશની ઉન્નતિમાં યોગદાન આપ્યું છે. આ બંને રાજ્યોમાં મહાપુરૂષોની અવિરત શ્રૃંખલા અને સમાજનાં તમામ ક્ષેત્રોમાં તેમનું જીવન આપણને પ્રેરણા આપતું રહે છે અને આ મહાપુરૂષોનું સ્મરણ કરતાં કરતાં, રાજ્યના સ્થાપના દિવસે, આઝાદીનાં 75 વર્ષે, એટલે કે 2022માં આપણે આપણા રાજ્યને, આપણા સમાજને, પોતાના શહેરને, પોતાના પરિવારને ક્યાં પહોંચાડીશું તેનો સંકલ્પ લેવો જોઈએ. આ બંને રાજ્યોને મારી ખૂબ-ખૂબ શુભેચ્છાઓ છે.
એક જમાનો હતો જ્યારે ‘આબોહવા પરિવર્તન’ એ શિક્ષણ-જગતનો વિષય ગણાતો હતો, પરિસંવાદોનો વિષય ગણાતો હતો, પરંતુ આજે, આપણી રોજબરોજની જીંદગીમાં આપણે તેનો અનુભવ પણ કરીએ છીએ અને અચરજ પણ વ્યક્ત કરીએ છીએ. કુદરતે પણ રમતના બધા નિયમ બદલી નાખ્યા છે. આપણા દેશમાં જે ગરમી મે-જૂનમાં પડે છે, તે આ વખતે માર્ચ-એપ્રિલમાં અનુભવવાનો વારો આવ્યો અને ‘મન કી બાત’ વિષે જ્યારે હું લોકોનાં સૂચનો મેળવી રહ્યો હતો ત્યારે મને મોટાભાગનાં સૂચનો આ ગરમીના સમયમાં શું કરવું જોઈએ, તેના પર જ લોકોએ આપ્યાં છે. આમ જૂઓ તો બધી બાબતો પ્રચલિત છે. નવું નથી હોતું, પરંતુ તો પણ જે તે સમયે તેનું પુનઃસ્મરણ ખૂબ કામ આવે છે.
શ્રીમાન પ્રશાંતકુમાર મિશ્ર અને ટી.એસ.કાર્તિક જેવા અનેક મિત્રોએ પક્ષીઓ માટે ચિંતા વ્યક્ત કરી છે. આ મિત્રોએ કહ્યું છે કે, બાલ્કનીમાં, છત પર પાણી મૂકવું જોઈએ અને મેં જોયું છે કે પરિવારનાં નાનાં બાળકો આ કામ બહુ સરસ કરે છે. એકવાર એમને સમજાઈ જાય કે આ પાણી શા માટે ભરવું જોઈએ, પછી એ દિવસમાં 10 વાર જોવા જાય છે કે જે વાસણ રાખ્યું છે તેમાં પાણી છે કે નહીં અને એ પણ જૂએ છે કે પક્ષી આવ્યાં કે નથી આવ્યાં. આપણને થાય છે કે, આ રમત ચાલી રહી છે, પરંતુ હકીકતમાં બાળકના મનમાં સંવેદનાઓ જગાડવાનો આ અદભૂત અનુભવ હોય છે. તમે પણ ક્યારેક જોજો, પશુ-પક્ષી સાથે થોડી આવી પણ લાગણી એક નવા જ આનંદનો અનુભવ કરાવે છે.
થોડા દિવસ પહેલાં ગુજરાતથી શ્રીમાન જગતભાઈએ મને એમનું પુસ્તક મોકલ્યું છે. ‘Save The Sparrows’. અને તેમાં એમણે ચકલીની ઘટી રહેલી વસતી પ્રત્યે ચિંતા તો વ્યક્ત કરી છે જ, પરંતુ તેમણે પોતે એક અભિયાન ઉપાડી લઈને તેના સંરક્ષણ માટે કેવા કેવા પ્રયોગો કર્યા છે, કેવા પ્રયાસો કર્યા છે, તેનું ખૂબ સારું વર્ણન એ પુસ્તકમાં છે. આમ તો આપણા દેશમાં પશુ-પક્ષી, પ્રકૃતિ સાથે સહજીવનની વાતો, તેના રંગે આપણે રંગાયેલા છીએ, તેની વાત થાય છે જ, પરંતુ સામૂહિકરૂપે આવા પ્રયાસોને બળ આપવામાં આવે તે જરૂરી છે. હું જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતો ત્યારે દાઉદી વોહરા સમાજના ધર્મગુરુ સૈયદના સાહેબને સો વરસ થતાં હતાં. તેઓ 103 વરસ જીવ્યા હતા અને તેમના સો વરસ નિમિત્તે વોહરા સમાજે બુરહાની ફાઉન્ડેશન દ્વારા ચકલીને બચાવવા માટે એક બહુ મોટું અભિયાન ચલાવ્યું હતું. તેનો શુભારંભ કરાવવાનો મને મોકો મળ્યો હતો. લગભગ 52 હજાર ચકલીની ચણની તાસકો તેમણે દુનિયાના ખૂણેખૂણે વહેંચી હતી. તેને ગીનીઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું હતું.
કોઈ કોઈ વાર આપણે એટલાં વ્યસ્ત હોઈએ છીએ કે, છાપું નાખનારો, દૂધવાળો, શાકભાજીવાળો, ટપાલી, કોઈપણ આપણા આંગણે આવે છે, પણ આપણે એ ભૂલી જઈએ છીએ કે, ‘ગરમીના દિવસો છે, પહેલાં એને જરા પાણીનું તો પૂછીએ.’
નવયુવાન મિત્રો, થોડી વાતો હું આપની સાથે પણ કરવા ઈચ્છું છું. કોઈ કોઈ વાર મને ચિંતા થાય છે કે, આપણી યુવા પેઢીને એશો-આરામમાં જ જીવન વિતાવવામાં મજા આવે છે. મા-બાપ પણ એક રક્ષાત્મક અવસ્થામાં તેમનું લાલન-પાલન કરે છે. બીજા કેટલાક સામા છેડાના પણ હોય છે, પરંતુ મોટાભાગના આરામની જીંદગીવાળા જ નજરે પડે છે. હવે પરિક્ષાઓ પૂરી થઈ ચૂકી છે. રજાની મજા લેવા માટે યોજનાઓ બની ચૂકી હશે. ઉનાળુ વેકેશન ગરમી હોવા છતાં પણ જરા સારું લાગે છે, પરંતુ હું એક મિત્રરૂપે તમારું વેકેશન કેવું વીતે તેના વિષે થોડીક વાતો કરવા ઈચ્છું છું. મને વિશ્વાસ છે કે કેટલાક મિત્રો જરૂર પ્રયાસો કરશે અને મને જણાવશે પણ ખરા ! શું તમે વેકેશનના આ સમયનો ઉપયોગ મારા સૂચન પ્રમાણે કરશો ! હું ત્રણ સૂચન કરું છું, તેમાંથી ત્રણેયનો અમલ કરો તો બહુ સારી વાત છે, પરંતુ ત્રણમાંથી એકનો અમલ કરવાનો તો પ્રયત્ન કરજો. એ જૂઓ કે નવો અનુભવ થાય. પ્રયત્ન કરજો કે નવું કૌશલ્ય શીખવા મળે. ક્યારે જોયું ન હોય, વિચાર્યું ન હોય, જાણતા ન હોવ, પરંતુ તો પણ ત્યાં જવાનું મન થતું હોય તો ત્યાં જવાનો પ્રયત્ન કરજો. નવું સ્થળ, નવા અનુભવો, નવું કૌશલ્ય. કોઈ કોઈ વાર કોઈ વસ્તુને ટીવી પર જોવી, અથવા પુસ્તકમાં તેના વિષે વાંચવું કે પરિચિતો પાસેથી સાંભળવું અને તે જ વસ્તુનો જાતે અનુભવ કરવો, તે બંનેમાં આસમાન-જમીનનું અંતર હોય છે. હું તમને આગ્રહ કરીશ કે આ વેકેશનમાં તમારી જે પણ જિજ્ઞાસા હોય તે જાણવાની કોશીશ કરજો, નવો પ્રયોગ કરજો. અખતરો હકારાત્મક હોય, થોડો આરામથી બહારનો હોય તો પણ કરજો. આપણે મધ્યમવર્ગના કુટુંબના છીએ, સુખી કુટુંબના છીએ. તો દોસ્તો, શું ક્યારેય તમને મન થાય છે રીઝર્વેશન વિના રેલવેના બીજા વર્ગમાં ટિકીટ લઈને ચડી જઈએ, ઓછામાં ઓછી 24 કલાક મુસાફરી કરીએ. શું અનુભવ મળે છે? એ મુસાફરોની શી વાતો હોય છે? કદાચ આખા વરસમાં જે શીખી નથી શકતા તેટલું એ 24 કલાકની રીઝર્વેશન વિનાની, ગીર્દીવાળી ટ્રેનમાં કે જ્યાં બેસવા-સુવા જગ્યા પણ ન મળે, ઉભા-ઉભા જવું પડે તેમાં શીખવા મળશે, ક્યારેક તો અનુભવ કરો. હું એમ નથી કહેતો કે વારંવાર કરો, એકાદવાર તો અનુભવ કરો. સાંજનો સમય હોય, તમારો ફુટબોલ લઈને કે વોલીબોલ લઈને અથવા રમત-ગમતનું કોઈપણ સાધન લઈને તદ્દન ગરીબ વસ્તીમાં પહોંચી જાવ. એ ગરીબ બાળકો સાથે પોતે રમો, તમે જોજો, પહેલાં કદાચ ક્યારેય ના મળ્યો હોય તેવો રમતનો આનંદ તમને મળશે. સમાજમાં આ પ્રકારનું જીવન વિતાવનારાં બાળકોને જ્યારે તમારી સાથે રમવાની તક મળશે ત્યારે તેમના જીવનમાં કેટલો મોટો બદલાવ આવશે, એ તમે વિચાર્યું છે.?! અને મને ભરોસો છે કે તમે એકવાર જશો તો વારંવાર જવાનું તમને મન થશે. આ અનુભવ તમને ઘણું બધું શીખવશે. કેટલાંય સ્વયંસેવક સંગઠનો સેવાનાં કામ કરતાં રહે છે. તમે પણ ગુગલ ગુરુ સાથે જોડાયેલા છો તેના પર શોધો. આવા કોઈ સંગઠન સાથે 15 દિવસ, 20 દિવસ જોડાઈ જાવ. નીકળી પડો, જંગલોમાં નીકળી પડો. કોઈકોઈ વાર ઘણા સમર કેમ્પ યોજાય છે, વ્યક્તિત્વ વિકાસના કેમ્પ થાય છે, કેટલાય પ્રકારના વિકાસ માટે યોજાય છે, તેમાં ભાગ લઈ શકો છો. પરંતુ સાથે સાથે તમને ક્યારેય એવું લાગતું હોય કે તમે આવા સમર કેમ્પ કર્યા છે, વ્યક્તિત્વ વિકાસનો અભ્યાસક્રમ ભણ્યા છો તો આપ સમાજમાં જેમને આવા કેમ્પમાં ભાગ લેવાની તક નથી મળી એવા લોકો પાસે પહોંચી જાવ અને તમે જે શીખ્યા છો તે પૈસા લીધા વિના એ લોકોને શીખવો. કેવી રીતે વિકાસ કરી શકાય છે તે આપ તેમને શીખવી શકો છો. મને એક વાતની ચિંતા સતાવી રહી છે. ટેકનોલોજી અંતર ઘટાડવા માટે આવી, સીમાઓ ભૂંસી નાખવા માટે આવી, પરંતુ તેનું દુષ્પરિણામ એ આવ્યું કે એક જ ઘરમાં છ જણા એક જ ઓરડામાં બેઠા હોય, પરંતુ અંતર એટલું હોય કે ક્લપના ન કરી શકો. કેમ ? દરેક વ્યક્તિ ટેકનોલોજીથી ક્યાંક બીજે વ્યસ્ત થઈ ગઈ છે. સામૂહિકતા પણ એક સંસ્કાર છે. સામૂહિકતા એક શક્તિ છે. બીજી મેં વાત કરી કૌશલ્ય-સ્કીલની. તમે કંઈક નવું શીખો એવું તમને મન નથી થતું? આજે હરીફાઈનો જમાનો છે. પરીક્ષામાં એટલા ગળાડૂબ રહો છો, સારામાં સારા માર્ક્સ-ગુણ મેળવવા લાગી પડો છો, ખોવાઈ જાવ છો, વેકેશનમાં પણ કોઈ ને કોઈ કોચિંગ ક્લાસ ગોઠવાયેલા રહે છે. આગામી પરીક્ષાની ચિંતા વળગેલી હોય છે. કોઈ કોઈ વાર તો ડર લાગે છે કે, આપણી યુવા પેઢી યંત્ર માનવ-રોબોટ તો નથી બની રહી? યંત્રવચ જીવન તો નથી વિતાવી રહી? !
દોસ્તો જીવનમાં કંઈક બનવાના સપના, એ સારી વાત છે, કંઈક કરી છૂટવાનો ઈરાદો, એ સારી વાત છે અને કરવું પણ જોઈએ. પરંતુ એ પણ જુઓ કે આપની અંદર જે ‘હ્યુમન એલીમેન્ટ’ (માનવીય તત્વ) છે તે તો ક્યાંક કુંઠિત નથી થઈ રહ્યું ને ?, આપણે માનવીય ગુણોથી ક્યાંક દૂર તો નથી જઈ રહ્યા ને? સ્કીલ ડેવેલપમેન્ટમાં આ મુદ્દા પર થોડો ભાર મૂકી શકાય કે શું?. ટેક્નોલોજીથી દૂર, પોતાની સાથે સમય વિતાવવાનો પ્રયાસ. સંગીતનું કોઈ વાદ્ય શીખી રહ્યા છો, કોઈ નવી ભાષાના 5-50 વાક્ય શીખી રહ્યા છો, તમિલ હોય, તેલુગુ હોય, અસમી હોય, બાંગ્લા હોય, મલયાલમ હોય, ગુજરાતી હોય, મરાઠી હોય કે પંજાબી હોય. કેટલી વિવિધતાથી ભરેલો દેશ છે અને નજર કરીએ તો આપણી આસપાસમાં જ કોઈને કોઈ શીખવાડવાવાળું મળી શકે છે. સ્વિમિંગ નથી આવડતું તો સ્વિમિંગ શીખો, ડ્રોઈંગ કરો, ભલે ઉત્તમ ડ્રોઈંગ નહીં આવડે પરંતુ થોડો તો કાગળ પર હાથ અજમાવવાની કોશીશ તો કરો. આપની અંદરની જે સંવેદના છે તે પ્રગટ થવા લાગશે. ક્યારેક નાના-નાના કામ જેને આપણે કહીયે છીયે તે શા માટે આપણે ન શીખીયે. આપને કાર ડ્રાઈવિંગ શીખવાનું મન થાય છે. શું ક્યારેય ઓટો રિક્ષા શીખવાનું મન થાય છે ? આપ સાયકલ તો ચલાવી લ્યો છો પરંતુ ત્રણ પૈડાવાળી સાયકલ, જે લોકોને લઈને જાય છે – ક્યારેય ચલાવવાની કોશીશ કરી છે. આપ જોશો કે આ બધા નવા પ્રયોગ, આ સ્કીલ એવી છે જે આપને આનંદ પણ આપશે અને જીવનને જે એક દાયરામાં બાંધી દીધું છે જેમાંથી તે આપને બહાર પણ કાઢશે. ‘આઉટ ઓફ બોકસ’ કંઈક કરો દોસ્તો. જિંદગી બનાવવાનો આ જ તો એક અવસર હોય છે. અને આપ વિચારતા હશો કે બધી પરીક્ષાઓ પૂરી થઈ જાય, કારકિર્દીના નવા પડાવ પર જઈશ ત્યારે શીખીશ તો એ મોકો નહીં આવે. બાદમાં આપ અન્ય ઝંઝટોમાં પડી જશો અને તેથી જ હું આપને કહીશ કે જો આપને જાદુ શીખવાનો શોખ હોય તો પત્તાનો જાદુ શીખો. આપના યાર-દોસ્તોને જાદુ દેખાડતા રહો. કંઈકને કંઈક એવી વસ્તુ જે આપ નથી જાણતા, તેને જાણવાનો પ્રયાસ કરો. તેનાથી આપને જરૂર લાભ થશે. આપની અંદરની માનવીય શક્તિઓને ચેતના મળશે. વિકાસ માટે ઘણો જ સારો અવસર બની રહેશે. હું મારા અનુભવ પરથી કહું છું કે દુનિયાને જોવાથી એટલું શીખવા અને સમજવાનું મળે છે જેની આપણે કલ્પના ન કરી શકીએ. નવા-નવા સ્થાન, નવા-નવા શહેર, નવા-નવા નગર, નવા-નવા ગામ, નવા-નવા વિસ્તાર, પરંતુ જતા પહેલાં ક્યાં જાવ છો તેનો અભ્યાસ કરવો અને જઈને એક જિજ્ઞાસુની જેમ તેને જોવું, સમજવું, લોકો સાથે ચર્ચા કરવી, તેમને પૂછવું અને જો આ પ્રયાસ કર્યો તો તેને જોવાનો આનંદ કંઈક ઓર જ હશે. આપ જરૂર કોશીશ કરો અને નક્કી કરો, વધુ ટ્રાવેલિંગ ન કરો. એક સ્થાન પર જઈને ત્રણ દિવસ ચાર દિવસ વિતાવો. બાદમાં બીજા સ્થાન પર જાઓ, ત્યાં ત્રણ દિવસ – ચાર દિવસ વિતાવો. તેનાથી આપને ઘણું શીખવાનું મળશે. હું ઈચ્છીશ અને એ પણ સાચું છે કે આપ જ્યારે જઈ રહ્યા હોવ તો મને તેની તસવીર પણ શેર કરો. શું નવું જોયું?, ક્યાં ગયા હતા? આપ ‘હેશટેગ ઈનક્રેડિબલ ઈન્ડિયા’ નો ઉપયોગ કરીને આપના અનુભવોને શેર કરો.
દોસ્તો, આ વખતે ભારત સરકારે પણ આપના માટે સારો અવસર આપ્યો છે. નવી પેઢી તો રોકડમાંથી લગભગ મુક્ત થઈ રહી છે. તેમને કેશની જરૂરિયાત નથી. તેઓ ડિજીટલ કરન્સીમાં વિશ્વાસ કરતા થઈ ગયા છે. આપ તો કરો છો પરંતુ આ જ યોજનાથી આપ કમાણી પણ કરી શકો છો આપે વિચાર્યું છે? ભારત સરકારની એક યોજના છે. જો ભીમ એપ જે આપ ડાઉનલોડ કરતા હશો. આપ ઉપયોગ પણ કરતા હશો. પરંતુ બીજાને તે refer કરો. કોઈ અન્યને જોડો અને તે નવી વ્યક્તિ ત્રણ transaction કરે, આર્થિક કારોબાર ત્રણવાર કરે, તો એ કામ કરવા માટે આપને 10 રૂપિયાની કમાણી થાય છે. આપના ખાતામાં સરકાર તરફથી 10 રૂપિયા જમા થઈ જશે. જો દિવસમાં આપે 20 લોકો પાસેથી કરાવી લીધું તો સાંજ થતાં થતાં આપ 200 રૂપિયા કમાઈ લેશો. વેપારીઓને પણ કમાણી થઈ શકે છે, વિદ્યાર્થીઓને પણ કમાણી થઈ શકે છે. અને આ યોજના 14 ઓક્ટોબર સુધી છે. ડિજીટલ ઈન્ડિયા બનાવવામાં આપનું યોગદાન હશે. આપ new Indiaના એક પ્રહરી બની જશો. તો વેકેશનનું વેકેશન અને કમાણીની કમાણી. Refer and earn.
સામાન્ય રીતે આપણા દેશમાં VIP culture પ્રત્યે નફરતનો એક માહોલ છે પરંતુ તે એટલો ઉંડો છે તેનો મને હમણાં હમણાં અનુભવ થયો. જ્યારે સરકારે એ નક્કી કર્યું કે હવે હિન્દુસ્તાનનો કેટલો મોટો વ્યક્તિ કેમ ન હોય, તે તેની કાર પર લાલ લાઈટ લગાવીને નહીં ફરે. તે એક પ્રકારથી VIP culture નું symbol બની ગયું હતું, પરંતુ અનુભવ કહે છે કે લાલ લાઈટ તો વાહન પર લાગતી હતી, ગાડી પર લાગતી હતી, પરંતુ તે મગજમાં ઘૂસી જતી હતી અને માનસીક રીતે VIP culture ઘર કરી ગયું હતું. હમણાં જ તો લાલ લાઈટ ગઈ છે તેનાથી કોઈ એ દાવો તો નહીં કરી શકે કે મગજમાં જે લાલ લાઈટ ઘૂસી ગઈ છે તે નીકળી ગઈ હશે. મને બહુ રસપ્રદ એક ફોન કોલ આવ્યો. ખૈર, એ ફોનમાં તેમણે આશંકા પણ વ્યક્ત કરી છે પરંતુ અત્યારે આ ફોન કોલથી એવો અંદાજ આવે છે કે સામાન્ય માનવી આ વસ્તુઓ પસંદ નથી કરતો. તેનાથી તેને દૂર હોવાનો અનુભવ થાય છે.
“નમસ્કાર પ્રધાનમંત્રી જી, હું શિવા ચૌબે બોલી રહી છું, જબલપુર મધ્યપ્રદેશથી. હું સરકારના red beacon light ban વિશે કંઈક કહેવા માગું છું. મેં ન્યૂઝપેપરમાં એક લાઈન વાંચી જેમાં લખ્યું હતું, “every Indian is a VIP on a road” આ સાંભળીને મને બહુ ગર્વ થયો અને ખુશી પણ થઈ કે આજે મારો ટાઈમ પણ એટલો જ મહત્વનો છે. મારે ટ્રાફિક જામમાં નથી ફસાવું અને મારે કોઈના માટે રોકાવું પણ નથી. તો હું આપને દિલથી બહુ જ ધન્યવાદ આપવા ઈચ્છું છું આ નિર્ણય માટે. અને આ જે આપે સ્વચ્છ ભારત અભિયાન ચલાવ્યું છે તેમાં આપણો દેશ જ સાફ નથી થઈ રહ્યો, આપણાં રસ્તાઓ પરથી VIPની દાદાગીરી પણ સાફ થઈ રહી છે- તો તે બદલ ધન્યવાદ ”
સરકારી નિર્ણયથી લાલ લાઈટનું જવું એ તો એક વ્યવસ્થાનો હિસ્સો છે. પરંતુ મનથી પણ આપણે પ્રયત્નપૂર્વક તેને કાઢવાનું છે. આપણે બધા મળીને જાગૃત પ્રયાસ કરીશું તો નીકળી શકશે. New India નો અમારો concept જ આ છે કે દેશમાં VIP ની જગ્યાએ EPI નું મહત્વ વધે. અને જ્યારે હું VIPના સ્થાને EPI કહી રહ્યો છું તો મારો ભાવ સ્પષ્ટ છે કે – Every Person is Important. દરેક વ્યક્તિનું મહત્વ છે, દરેક વ્યક્તિનું મહાત્મ્ય છે. સવા સો કરોડ દેશવાસીઓનું મહત્વ આપણે સ્વિકાર કરીએ, સવા સો કરોડ દેશવાસીઓનું મહાત્મ્ય સ્વિકાર કરીએ તો મહાન સપનાઓને પૂરા કરવા કેટલી બધી મોટી શક્તિ એક થઈ જશે. આપણે સહુએ મળીને કરવાનું છે.
મારા પ્રિય દેશવાસીઓ, હું હંમેશા કહેતો રહુ છું કે આપણે ઈતિહાસને, આપણી સંસ્કૃતિઓને, આપણી પરંપરાઓને વારંવાર યાદ કરતાં રહીએ. તેમાંથી આપણને ઉર્જા મળે છે, પ્રેરણા મળે છે. આ વર્ષે આપણે સવા સો કરોડ દેશવાસી સંત રામાનુજાચાર્ય જીની 1000મી જયંતિ મનાવી રહ્યા છીએ. કોઈના કોઈ કારણથી આપણે એટલા બંધાઈ ગયા છીએ, એટલા નાના થઈ ગયા છીએ કે વધુમાં વધુ શતાબ્દી સુધીનો જ વિચાર કરીએ છીએ. દુનિયાના અન્ય દેશ માટે તો શતાબ્દીનું બહુ મોટું મહત્વ હોય છે. પરંતુ ભારત એટલું પુરાતન રાષ્ટ્ર છે કે તેના નસીબમાં હજાર વર્ષ અને હજાર વર્ષથી પણ જૂની યાદોને મનાવવાનો અવસર આપણને મળ્યો છે. એક હજાર વર્ષ પહેલાનો સમાજ કેવો હશે? વિચાર કેવા હશે? થોડી કલ્પના તો કરો. આજે પણ સામાજિક રૂઢીઓને તોડવી હોય તો પણ કેટલી મુશ્કેલી આવે છે. એક હજાર વર્ષ પહેલાં કેવું થતું હશે? બહુ ઓછા લોકોને ખબર હશે કે રામાનુજાચાર્યજીએ સમાજમાં જે ખરાબી હતી, ઉંચ-નીચનો ભાવ હતો, છૂત-અછૂતનો ભાવ હતો, જાતિવાદનો ભાવ હતો, તેની સામે બહુ મોટી લડાઈ લડી હતી. સ્વયં તેમના આચરણ દ્વારા સમાજ જેને અછૂત માનતો હતો તેમને ગળે લગાડ્યા હતા. હજાર વર્ષ પહેલા તેમના મંદિર પ્રવેશ માટે તેમણે આંદોલન કર્યું હતું અને સફળતાપૂર્વક મંદિર પ્રવેશ કરાવ્યો હતો. આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે દરેક યુગમાં આપણા સમાજની ખરાબીને ખતમ કરવા માટે આપણા સમાજમાંથી જ મહાપુરુષ પેદા થાય છે. સંત રામાનુજાચાર્યજીની 1000મી જયંતિ મનાવીયે છીએ ત્યારે સામાજિક એકતા માટે, સંગઠનમાં શક્તિ છે – એ ભાવને જગાડવા માટે તેમની પાસેથી પ્રેરણા લઈએ.
ભારત સરકાર પણ કાલે 1 મે ના દિવસે સંત રામાનુજાચાર્યજીની સ્મૃતિમાં એક stamp release કરવા જઈ રહી છે. હું સંત રામાનુજાચાર્યજીને આદરપૂર્વક નમન કરું છું, શ્રદ્ધા-સુમન અર્પણ કરું છું.
મારા પ્રિય દેશવાસીઓ, કાલે 1 મે નું એક અલગ મહત્વ પણ છે. દુનિયાના કેટલાય ભાગોમાં તેને શ્રમિક દિવસ ના રૂપમાં પણ મનાવવામાં આવે છે. અને જ્યારે શ્રમિક દિવસની વાત આવે છે. Labour ની ચર્ચા થાય છે. Labourersની ચર્ચા થાય છે તો મને બાબા સાહેબ આંબેડકરની યાદ આવે તે બહુ સ્વાભાવિક છે. અને બહુ ઓછા લોકોને ખબર હશે કે આજે શ્રમિકોને જે સગવડો મળે છે, જે આદર મળે છે, તેના માટે આપણે બાબા સાહેબના આભારી છીએ. શ્રમિકોના કલ્યાણ માટે બાબા સાહેબનું યોગદાન અવિસ્મરણીય છે. આજે જ્યારે હું બાબા સાહેબની વાત કરું છું, સંત રામાનુજાચાર્ય જીની વાત કરું છું તો 12 મી સદીના કર્ણાટકના મહાન સંત અને સામાજિક સુધારક જગત ગુરુ બસવેશ્વર જી ની પણ યાદ આવે છે. કાલે જ મને એક સમારંભમાં જવાનો અવસર મળ્યો હતો. તેમના વચનામૃતના સંગ્રહોના લોકાર્પણનો એ અવસર હતો. 12મી શતાબ્દીમાં કન્નડ ભાષામાં તેમણે શ્રમ, શ્રમિક તેના પર ગહન વિચાર મૂક્યા હતા. કન્નડ ભાષામાં તેમણે કહ્યું હતું, – “કાય કવે કૈલાસ”, તેનો અર્થ થાય છે – આપ આપના પરિશ્રમ થકી જ ભગવાન શિવના ઘરે કૈલાશની પ્રાપ્તિ કરી શકો છો એટલે કે કર્મ કરવાથી જ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો શ્રમ જ શિવ છે. હું વારંવાર શ્રમેવ-જયતેની વાત કરું છું. Dignity of Labourની વાત કરું છું. મને બરાબર યાદ છે કે ભારતીય મજૂર સંઘના જનક અને ચિંતક જેમણે શ્રમિકો માટે ઘણું ચિંતન કર્યું છે એવા શ્રીમાન દત્તોપંત ઠેંગડી કહેતા હતા કે – એક તરફ માઓવાદથી પ્રેરિત વિચાર હતો કે “દુનિયાના મજૂરો એક થઈ જાઓ” અને દત્તોપંત ઠેંગડી કહેતા હતા કે “મજૂરો આવો દુનિયાને એક કરીએ”. એક તરફ કહેવામાં આવતું હતું કે, ‘Workers of the world unite’ ભારતીય ચિંતનથી નીકળેલી વિચારધારાને લઈને દત્તોપંત ઠેંગડી કહેતા હતા કે – ‘Workers unite the world’. આજે જ્યારે શ્રમિકોની વાત કરું છું તો દત્તોપંત ઠેંગડી જીને યાદ કરવા બહુ સ્વાભાવિક છે.
મારા પ્રિય દેશવાસીઓ, કેટલાક દિવસો બાદ આપણે બુદ્ધ પૂર્ણિમા મનાવીશું. વિશ્વભરમાં ભગવાન બુદ્ધથી જોડાયેલા લોકો ઉત્સવ મનાવે છે. વિશ્વ આજે જે સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યું છે, હિંસા, યુદ્ધ, વિનાશલીલા, શસ્ત્રોની સ્પર્ધા…જ્યારે આ વાતાવરણ જોઈએ છીએ તો ત્યારે બુદ્ધના વિચારો બહુ relevant લાગે છે. અને ભારતમાં તો અશોકનું જીવન યુદ્ધથી બુદ્ધની યાત્રાનું ઉત્તમ પ્રતિક છે. મારું સૌભાગ્ય છે કે બુદ્ધ પૂર્ણિમાના આ મહાન પર્વ પર United Nations દ્વારા vesak day મનાવાય છે. આ વર્ષે તે શ્રીલંકામાં થવા જઈ રહ્યો છે. આ પવિત્ર પર્વ પર મને શ્રીલંકામાં ભગવાન બુદ્ધને શ્રદ્ધા-સુમન અર્પણ કરવાનો એક અવસર પ્રાપ્ત થશે. તેમની યાદોને તાજી કરવાનો અવસર મળશે.
મારા પ્રિય દેશવાસીઓ, ભારતમાં હંમેશા ‘સહુનો સાથ – સહુનો વિકાસ’ એ જ મંત્રને લઈને આગળ વધવાનો પ્રયાસ થયો છે. અને જ્યારે આપણે સહુનો સાથ સહુનો વિકાસ કહીએ છીએ, તો એ માત્ર ભારતની અંદર જ નહીં – વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં પણ છે. અને ખાસ કરીને આપણા પાડોશી દેશો માટે પણ છે. આપણા પાડોશી દેશોનો સાથ પણ હોય, આપણા પાડોશી દેશોનો વિકાસ પણ થાય. અનેક પરિયોજના ચાલે છે. 5 મેના રોજ ભારત ‘દક્ષિણ-એશિયા’ satellite launch કરશે. આ Satelliteની ક્ષમતા તથા તેનાથી જોડાયેલી સુવિધાઓ દક્ષિણ-એશિયાના આર્થિક તથા developmental પ્રાથમિકતાઓને પૂર્ણ કરવામાં ઘણી મદદરૂપ થશે. Natural resources mapping કરવાની વાત હોય કે tele-medicineની વાત હોય educationનું ક્ષેત્ર હોય અથવા ઘણી સારી IT-connectivity હોય, people to people સંપર્કનો પ્રયાસ હોય. સાઉથ એશિયાનો આ ઉપગ્રહ આપણા આખા ક્ષેત્રને આગળ વધારવામાં પૂર્ણ સહાયક બનશે. આખા દક્ષિણ-એશિયા સાથે સહયોગ વધારવા માટે ભારતનું આ એક મહત્વપૂર્ણ પગલું છે – અણમોલ ભેટ છે. દક્ષિણ-એશિયા પ્રતિ આપણી પ્રતિબદ્ધતાનું આ એક ઉત્તમ ઉદાહરણ છે. દક્ષિણ એશિયાઈ દેશો જે South Asia Satellite થી જોડાયેલા છે, હું એ બધાનું આ મહત્વપૂર્ણ પ્રયાસ માટે સ્વાગત કરું છું, શુભકામના પાઠવું છું.
મારા પ્રિય દેશવાસીઓ ગરમી બહુ છે, આપને સંભાળો, પોતાનાને પણ સંભાળો. ખૂબ-ખૂબ શુભકામનાઓ. ધન્યવાદ…
મારા પ્રિય દેશવાસીઓ, આપ સહુને મારા નમસ્કાર, દેશમાં બધી જગ્યાએ મોટા ભાગના પરિવારો પોતાના બાળકોની પરીક્ષામાં વ્યસ્ત હશે. જેમની પરીક્ષા પૂરી થઇ ગઇ હશે તેમને ત્યાં કંઇક હળવાશનું વાતાવરણ હશે અને જયાં પરીક્ષા ચાલી રહી હશે, તે પરિવારોમાં અત્યારે પણ થોડી-ઘણી તો ચિંતા હશે જ. પરંતુ આ સમયે હું એ જ કહીશ કે ગયા વખતે મેં મન કી બાતમાં વિદ્યાર્થીઓને જે – જે વાતો કરી છે, તેને ફરી સાંભળી લો. પરીક્ષાના સમયે તે વાર્તા આપને જરૂર કામમાં આવશે.
આજે 26 માર્ચ છે. 26 માર્ચ બાંગ્લાદેશની સ્વતંત્રતાનો દિવસ છે. અન્યાયની સામે એક ઐતિહાસિક લડાઇ, બંગ-બંધુના નેતૃત્વમાં બાંગ્લાદેશની જનતાનો અભૂતપૂર્વ વિજય. આજના આ મહત્વના દિવસે હું બાંગ્લાદેશના નાગરિક ભાઇઓ-બહેનોને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું અને એ કામના કરૂં છું કે, બાંગ્લાદેશ આગળ વધે, વિકાસ કરે અને બાંગ્લાદેશીવાસીઓને હું વિશ્વાસ અપાવું છું કે, ભારત બાંગ્લાદેશનું એક મજબૂત સાથી છે, એક સારૂં મિત્ર છે અને આપણે ખભે-ખભા મેળવીને આ સમગ્ર ક્ષેત્રની અંદર શાંતિ, સુરક્ષા અને વિકાસમાં આપણું યોગદાન કરતા રહીશું.
આપણે બધાને એ વાતનો ગર્વ છે કે, રવીન્દ્રનાથ ટાગોર, તેમની યાદો, એ આપણો સંયુક્ત વારસો છે. બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત પણ ગુરૂદેવ રવીન્દ્રનાથ ટાગોરની રચના છે. ગુરૂદેવ ટાગોર વિશે એક બહુ રસપ્રદ વાત એ છે કે, વર્ષ 1913માં તેઓ નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનારના સર્વપ્રથમ એશિયાઇ વ્યક્તિ તો હતા જ સાથે અંગ્રેજોએ તેમને નાઇટહુડની પદવી આપી હતી. અને વર્ષ 1919માં જયારે અંગ્રેજોએ જલિયાંવાલા બાગમાં નરસંહાર કર્યો તો રવીન્દ્રનાથ ટાગોર એ મહાપુરૂષોમાં હતા જેમણે પોતાનો અવાજ ઉઠાવ્યો અને આ જ કાળખંડ હતો જયારે 12 વર્ષના એક બાળક પર આ ઘટનાનો ઉંડો પ્રભાવ પડ્યો. કિશોર અવસ્થામાં ખેતરોમાં હસતાકૂદતા એ બાળકને જલિયાંવાલા બાગના નૃશંસ હત્યાકાંડે જીવનની એક નવી પ્રેરણા આપી હતી અને વર્ષ 1919ના 12 વર્ષના એ બાળક ભગત, આપણા બધાના પ્રિય, આપણા બધાની પ્રેરણા – શહીદ ભગતસિંહ હતા. આજથી ત્રણ દિવસ પહેલાં, 23 માર્ચે ભગતસિંહજીને અને તેમના સાથી સુખદેવ અને રાજગુરૂને અંગ્રેજોએ ફાંસી પર લટકાવી દીધા હતા અને આપણે બધા 23 માર્ચની એ ઘટના જાણીએ છીએ – ભગતસિંહ, સુખદેવ, રાજગુરૂના ચહેરા પર મા ભારતીની સેવા કરવાનો સંતોષ હતો – મૃત્યુનો ભય નહોતો. જીવનના બધાં સપનાં મા ભારતીની સ્વતંત્રતાના યજ્ઞમાં હોમી દીધાં હતાં. અને આ ત્રણેય વીરો આજે પણ આપણા બધાની પ્રેરણા છે. ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂના બલિદાનની ગાથાને આપણે શબ્દોમાં અલંકૃત પણ કરી નહીં શકીએ. અને આખી બ્રિટિશ સલ્તનત આ ત્રણેય યુવકોથી ડરતી હતી. જેલમાં બંધ હતા, ફાંસી નક્કી હતી, પરંતુ તેની સાથે પણ કેવી રીતે આગળ વધવું, તેની ચિંતા બ્રિટિશરોને સતાવતી હતી. અને ત્યારે જ તો ફાંસી દેવાની હતી તો 24 માર્ચે, પરંતુ 23 માર્ચે જ દઇ દેવામાં આવી. ફાંસી ચોરીછુપીથી દઇ દેવામાં આવી, જે સામાન્ય રીતે કરાતું નથી. અને પછી તેમનાં શરીરને આજના પંજાબમાં લઇ જઇને અંગ્રેજોએ ચૂપચાપ સળગાવી દીધાં હતાં. કેટલાંક વર્ષો પહેલાં મને જયારે પહેલીવાર ત્યાં જવાની તક મળી તો એ ધરતી પર હું એકપ્રકારના તરંગોનો અનુભવ કરતો હતો. અને હું દેશના નવયુવાનોને જરૂર કહીશ કે જયારે પણ તક મળે તો, પંજાબ જાવ તો, ભગતસિંહ, સુખદેવ, રાજગુરૂ, ભગતસિંહના માતાજી અને બટુકેશ્વર દત્તની સમાધિના સ્થાન પર જરૂર જજો.
આ જ તો કાળખંડ હતો જયારે આઝાદીની ઝંખના, તેની તીવ્રતા, તેનો વ્યાપ વધતો જ જઇ રહ્યો હતો. એક તરફ ભગતસિંહ, સુખદેવ, રાજગુરૂ જેવા વીરોએ સશસ્ત્ર ક્રાંતિ માટે અનેક યુવકોને પ્રેરણા આપી હતી તો આજથી બરાબર સો વર્ષ પહેલાં 10 એપ્રિલ 1917ના રોજ મહાત્મા ગાંધીએ ચંપારણ સત્યાગ્રહ કર્યો હતો. આ ચંપારણ સત્યાગ્રહની શતાબ્દિનું વર્ષ છે. ભારતની સ્વતંત્રતાના આંદોલનમાં ગાંધીવિચાર અને ગાંધીશૈલી, તેનું પ્રગટરૂપ પહેલીવાર ચંપારણમાં નજરે પડ્યું હતું. સ્વતંત્રતાની સમગ્ર આંદોલન યાત્રામાં આ એક મોટો વળાંક હતો. ખાસ કરીને સંઘર્ષની રીત-પદ્ધતિની દ્રષ્ટિએ, આ જ કાળખંડમાં ચંપારણનો સત્યાગ્રહ, ખેડાનો સત્યાગ્રહ, અમદાવાદમાં મિલમજૂરોની હડતાળ.. તે બધામાં મહાત્મા ગાંધીના વિચાર અને કાર્યશૈલીનો ઉંડો પ્રભાવ નજરે પડતો હતો. 1915માં ગાંધી વિદેશથી પાછા આવ્યા અને 1917માં બિહારના એક નાનકડા ગામડામાં જઇને તેમણે દેશને એક નવી પ્રેરણા આપી. આજે આપણા મનમાં મહાત્મા ગાંધીની જે છબિ છે તે છબિના આધાર પર આપણે ચંપારણ સત્યાગ્રહનું મૂલ્યાંકન ન કરી શકીએ. કલ્પના કરો કે એક માણસ, જે 1915માં ભારત પાછા આવ્યા. માત્ર બે વર્ષનો કાર્યકાળ. ન તો દેશ તેમને જાણતો હતો, ન તેમનો પ્રભાવ હતો, હજુ તો શરૂઆત હતી. તે સમયે તેમને કેટલું કષ્ટ વેઠવું પડ્યું હશે, કેટલી મહેનત કરવી પડી હશે, તેનું આપણે અનુમાન કરી શકીએ છીએ. અને ચંપારણ સત્યાગ્રહ એવો હતો જેમાં મહાત્મા ગાંધીના સંગઠન કૌશલ્ય, મહાત્મા ગાંધીની ભારતીય સમાજની નાડી પારખવાની શકિત, મહાત્મા ગાંધી દ્વારા પોતાના વ્યવહારથી અંગ્રેજ સલ્તનત સામે અતિ ગરીબ, અભણ વ્યકિતને પણ સંઘર્ષ માટે સંગઠિત કરવી, પ્રેરિત કરવી, સંઘર્ષ માટે મેદાનમાં લાવવી, આ અદભૂત શકિતનું દર્શન કરાવે છે. અને આથી આ રૂપમાં આપણે મહાત્મા ગાંધીની વિરાટતાનો અનુભવ કરીએ છીએ. પરંતુ જો સો વર્ષ પહેલાના ગાંધી વિશે વિચારીએ, તે ચંપારણ સત્યાગ્રહવાળા ગાંધીને, તો સાર્વજનિક જીવનની શરૂઆત કરનારા કોઇપણ વ્યકિત માટે ચંપારણ સત્યાગ્રહ ખૂબ જ મોટા અધ્યયનનો વિષય છે. સાર્વજનિક જીવનની શરૂઆત કઇ રીતે કરી શકાય, પોતે કેટલો પરિશ્રમ કરવો પડે અને ગાંધીએ કઇ રીતે કર્યો હતો તે આપણે તેમની પાસેથી શીખી શકીએ છીએ. અને આ જ સમય હતો જયારે આપણે જે મોટા-મોટા દિગ્ગજ નેતાઓના નામ સાંભળીએ છીએ, ગાંધીએ તે સમયે રાજેન્દ્ર બાબુ હોય, આચાર્ય કૃપલાણીજી હોય, તે બધાને ગામડાઓમાં મોકલ્યા હતા. લોકો સાથે જોડાઇને, લોકો જે કામ કરી રહ્યા હતા, તેને સ્વતંત્રતાના રંગથી રંગી દેવાની રીત શીખવી હતી. અને અંગ્રેજો સમજી ન જ શક્યા કે આ ગાંધીની પદ્ધતિ-રીત શું છે ? સંઘર્ષ પણ ચાલે, સર્જન પણ ચાલે અને બંને એક સાથે ચાલે. ગાંધીએ જાણે કે એક સિક્કાની બે બાજુ બનાવી દીધી હતી. સિક્કાની એક બાજુ સંઘર્ષ તો બીજી બાજુ સર્જન. એક તરફ જેલ ભરી દેવી તો બીજી તરફ રચનાત્મક કાર્યોમાં પોતાની જાતને હોમી દેવી. ગાંધીની કાર્યશૈલીમાં એક બહુ અદભૂત સંતુલન હતું. સત્યાગ્રહ શબ્દ શું હોય છે, અસહમતિ શું હોઇ શકે છે, આટલી મોટી સલ્તનત સામે અસહયોગ શું હોય છે. એક આખી નવી વિભાવના ગાંધીએ શબ્દો દ્વારા નહીં પરંતુ એક સફળ પ્રયોગ દ્વારા પ્રસ્થાપિત કરી દીધી હતી.
આજે જયારે દેશ ચંપારણ સત્યાગ્રહની શતાબ્દી મનાવી રહ્યો છે ત્યારે ભારતના સામાન્ય માનવીની શકિત કેટલી અપાર છે, તે અપાર શકિતને સ્વતંત્રતાના આંદોલનની જેમ, સ્વરાજથી સુરાજની યાત્રા માટે, સવા સો કરોડ દેશવાસીઓની સંકલ્પ શકિત, પરિશ્રમની પરાકાષ્ઠા, સર્વજન હિતાય – સર્વજન સુખાય, આ મૂળ મંત્રને લઇને દેશ માટે, સમાજ માટે, કંઇ કરી છુટવાનો અખંડ પ્રયાસ જ સ્વતંત્રતા માટે બલિદાન આપનારા આ મહાપુરૂષોના સપનાંઓને સાકાર કરશે.
આજે જયારે આપણે 21મી સદીમાં જીવી રહ્યા છીએ ત્યારે કયો હિન્દુસ્તાની એવો હશે જે ભારતને બદલવા નહીં માગતો હોય ? કયો હિન્દુસ્તાની હશે જે દેશમાં પરિવર્તન માટે ભાગીદાર બનવા નહીં ઇચ્છતો હોય ? સવાસો કરોડ દેશવાસીઓની આ પરિવર્તનની ઇચ્છા, આ પરિવર્તનનો પ્રયાસ, આ જ તો છે જે નવા ભારત, ન્યુ ઇન્ડિયાનો મજબૂત પાયો નાખશે. ન્યૂ ઇન્ડિયા ન તો કોઇ સરકારી કાર્યક્રમ છે, ન તો કોઇ રાજકીય પક્ષનો ચૂંટણી ઢંઢેરો અને ન તો કોઇ પ્રોજેક્ટ છે. ન્યુ ઇન્ડિયા સવા સો કરોડ દેશવાસીઓનું આહવાન છે. આ ભાવ છે કે સવા સો કરોડ દેશવાસી મળીને કેવું ભવ્ય ભારત બનાવવા માગે છે. સવા સો કરોડ દેશવાસીઓના મનની અંદર એક આશા છે, એક ઉમંગ છે, એક સંકલ્પ છે, એક ઇચ્છા છે.
મારા પ્રિય દેશવાસીઓ, જો આપણે થોડું પણ પોતાની જીંદગીથી દૂર જઇને સંવેદનાસભર નજરથી સમાજમાં ચાલી રહેલી પ્રવૃત્તિઓને જોઇએ, આપણી આજુબાજુમાં શું થઇ રહ્યું છે, તેને જાણવા-સમજવાનો પ્રયાસ કરીએ તો આપણને આશ્ચર્ય થશે કે લક્ષાવધિ લોકો નિઃસ્વાર્થ ભાવથી પોતાની અંગત જવાબદારીઓ ઉપરાંત સમાજ માટે, શોષિત, પીડીત, વંચિતો માટે, ગરીબો માટે, દુઃખી લોકો માટે કંઇને કંઇ કરતા નજરે પડે છે. અને તે પણ એક મૂકસેવકની જેમ તપસ્યા કરતા હોય, સાધના કરતા હોય તેમ કરતા રહે છે. અનેક લોકો નિત્ય હોસ્પિટલ જાય છે, દર્દીઓની મદદ કરે છે. અનેક લોકો જેમને ખબર પડે કે તરત રક્તદાન માટે દોડી જાય છે. અનેક લોકો છે જે કોઇ ભૂખ્યું હોય તો તેના ભોજનની ચિંતા કરે છે. આપણો દેશ બહુરત્ના વસુંધરા છે. જનસેવા એ જ પ્રભુ સેવા, આ મંત્ર આપણા લોહીમાં છે. જો આપણે એક વાર તેને સામૂહિકતાના રૂપમાં જોઇએ, સંગઠિત રૂપમાં જોઇએ તો ખબર પડશે કે આ કેટલી મોટી શક્તિ છે. જયારે ન્યુ ઇન્ડિયાની વાત થાય છે તો તેની ટીકા થવી, વિવેચના થવી, ભિન્ન દ્રષ્ટિકોણથી તેને જોવું બહુ સ્વાભાવિક છે અને તે લોકતંત્રમાં આવકાર્ય છે. પરંતુ એ વાત સાચી છે કે, સવાસો કરોડ દેશવાસીઓ જો સંકલ્પ કરે, સંકલ્પને સિદ્ધ કરવા માટે માર્ગ નક્કી કરી લે, એક પછી એક ડગ માંડતા જાય તો ન્યૂ ઇન્ડિયા – સવાસો કરોડ દેશવાસીઓનું સપનું આપણી આંખોની સામે જ સિદ્ધ થઇ શકે છે. અને જરૂરી નથી કે બધી ચીજો બજેટથી જ થાય, સરકારી પ્રોજેક્ટ કે સરકારી ધનથી જ થાય. જો દરેક નાગરિક સંકલ્પ કરે કે હું ટ્રાફિકના નિયમોનું પાલન કરીશ, જો દરેક નાગરિક સંકલ્પ કરે કે હું મારી જવાબદારીઓને પૂરી પ્રમાણિકતા અને નિષ્ઠાથી નિભાવીશ. જો દરેક નાગરિક સંક્લ્પ કરે કે સપ્તાહમાં એક દિવસ મારા જીવનમાં હું પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ નહીં કરૂં તો કેટલું મોટું પરિવર્તન આવી શકે. ચીજો નાની-નાની હોય છે. તમે જોજો, આ દેશનું, જે ન્યુ ઇન્ડિયાનું સપનું સવા સો કરોડ દેશવાસીઓ જોઇ રહ્યા છે, તે પોતાની આંખોની સામે સાકાર થતું જોઇ શકીશું. કહેવાનું તાત્પર્ય એ છે કે દરેક નાગરિક પોતાના નાગરિક ધર્મનું પાલન કરે, કર્તવ્યનું પાલન કરે. તે જ આપોઆપ ન્યુ ઇન્ડિયાની એક સારી શરૂઆત બની શકે છે.
આવો, 2022 ભારતની સ્વતંત્રતાનાં 75 વર્ષ પૂરાં થવાં જઇ રહ્યાં છે. ભગતસિંહ, સુખદેવ, રાજગુરૂને યાદ કરીએ છીએ. ચંપારણ સત્યાગ્રહને યાદ કરીએ છીએ તો શા માટે આપણે પણ “સ્વરાજથી સુરાજ”ની આ યાત્રામાં આપણા જીવનને અનુશાસિત કરીને, સંકલ્પબદ્ધ કરીને ન જોડાઇએ ? હું આપ સહુને નિમંત્રણ આપું છું. – આવો.
મારા પ્રિય દેશવાસીઓ, હું આજે આપનો આભાર પણ માનવા માગું છું. ગત કેટલાક દિવસોમાં આપણા દેશમાં એક એવું વાતાવરણ બન્યું. બહુ મોટી સંખ્યામાં લોકો ડીજીટલ ચૂકવણી, ડિજીધન આંદોલનમાં સહભાગી બન્યા. રોકડ વગર કેવી રીતે લેવડદેવડ થઇ શકે છે, તેની જીજ્ઞાસા પણ વધી છે. સાવ ગરીબ વ્યકિત પણ શીખવા પ્રયાસ કરી રહ્યો છે અને ધીરેધીરે લોકો પણ રોકડ વગર કેવી રીતે વેપાર કરવો, તેના તરફ આગળ વધી રહ્યા છે. વિમુદ્રિકરણ, નોટબંધી પછીથી ડીજીટલ ચૂકવણીની અલગ-અલગ રીતોમાં ઘણી વૃદ્ધિ જોવા મળી છે. ભીમ એપનો પ્રારંભ થયાને હજું તો માત્ર બે-અઢી મહિના જેટલો સમય જ થયો છે પરંતુ અત્યારસુધીમાં લગભગ દોઢ કરોડ લોકોએ તેને ડાઉનલોડ કરી છે.
મારા પ્રિય દેશવાસીઓ, કાળાં નાણાં, ભ્રષ્ટાચાર વિરૂદ્ધની લડાઇને આપણે આગળ વધારવાની છે, સવા સો કરોડ દેશવાસીઓ એક વર્ષમાં અઢી હજાર કરોડ ડિજીટલ લેવડદેવડ કામ કરવાનો સંકલ્પ કરી શકે શું ? અમે બજેટમાં ઘોષણા કરી છે. સવા સો કરોડ દેશવાસીઓ માટે આ કામ અગર તેઓ ઇચ્છે તો એક વર્ષ રાહ જોવાની જરૂર નથી, છ મહિનામાં કરી શકે છે. અઢી હજાર કરોડ ડીજીટલ લેવડદેવડ, જો આપણે નિશાળની ફી ભરવાની હોય તો રોકડમાં નહીં ભરીએ, ડીજીટલથી ભરીશું, આપણે રેલવેમાં પ્રવાસ કરવાનો હોય, વિમાનમાં પ્રવાસ કરવાનો હોય તો ડીજીટલ ચૂકવણી કરીશું, આપણે દવાઓ ખરીદશું તો ડીજીટલ ચૂકવણી કરીશું, આપણે સસ્તા અનાજની દુકાન ચલાવતા હોઇએ તો ડીજીટલ વ્યવસ્થા કરીશું. રોજબરોજની જીંદગીમાં આ કામો કરી શકીએ છીએ આપણે. તમને કલ્પના નથી પરંતુ તેનાથી તમે દેશની બહુ મોટી સેવા કરી શકો છો અને કાળાં નાણાં, ભ્રષ્ટાચાર વિરૂદ્ધ લડાઇના તમે એક વીર સૈનિક બની શકો છો. ગત દિવસોમાં લોકશિક્ષા માટે ડીજીધન મેળાના અનેક કાર્યક્રમો થયા છે. દેશભરમાં 100 કાર્યક્રમો કરવાનો સંકલ્પ છે. 80-85 કાર્યક્રમો થઇ ચૂક્યા છે. તેમાં ઇનામ યોજના પણ હતી. લગભગ સાડા બાર લાખ લોકોએ ગ્રાહકનું આ ઇનામ પ્રાપ્ત કર્યું છે. 70 હજાર લોકોએ વેપારીઓ માટે જે ઇનામ હતું તે મેળવ્યું છે. અને દરેક જણે આ કામને આગળ વધારવાનો સંકલ્પ પણ કર્યો છે. 14 એપ્રિલ ડૉ.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ છે. અને ઘણા વખત પહેલેથી જેમ નક્કી થયું હતું તેમ 14 એપ્રિલે બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિએ ડીજીધન મેળાનું સમાપન થવાનું છે. સો દિવસ પૂરા થયા બાદ એક છેલ્લો બહુ મોટો કાર્યક્રમ થવાનો છે. બહુ મોટા ડ્રો ની પણ તેમાં જોગવાઇ છે. મને વિશ્વાસ છે કે, બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતીનો જેટલો પણ સમય આપણી પાસે બચ્યો છે, તેમાં આપણે ભીમ એપનો પ્રચાર કરીએ. રોકડ વ્યવહાર ઓછા કેવી રીતે થાય, નોટોથી વ્યવહાર ઓછો કેવી રીતે થાય, તેમાં આપણે તેમાં આપણે આપણું યોગદાન આપીએ.
મારા વહાલા દેશવાસીઓ, મને ખુશી થાય છે કેમ કે દરેક વખતે હું મન કી બાત માટે લોકો પાસેથી સૂચન મંગાવું છું ત્યારે દરેક પ્રકારના સુચનો આવે છે. પરંતુ મેં એ જોયું છે કે, સ્વચ્છતા વિષય માટે હર હંમેશ લોકોનો આગ્રહ રહ્યો છે.
હમણાં જ થોડા સમય પહેલાં દહેરાદૂનથી ગાયત્રી નામની 11મા ધોરણમાં ભણતી એક દિકરીએ મને ફોન કરીને એક સંદેશ મોકલ્યો છે.
“આદરણીય પ્રધાનાચાર્ય, પ્રધાનમંત્રીજી, સાદર પ્રણામ, સૌ પ્રથમ તમને ખૂબ ખૂબ અભિનંદન, તમે આ ચૂંટણીમાં પ્રચંડ બહુમત સાથે વિજય હાંસલ કર્યો છે. હું તમારી સાથે મારા મનની વાત કરવા માંગું છું. હું કહેવા માંગું છું કે, લોકોએ સમજવું પડશે કે સ્વચ્છતા કેટલી જરૂરી છે. હું દરરોજ એક નદી પાસેથી પસાર થાઉં છું જેમાં લોકો ખૂબ જ કચરો ફેંકે છે અને નદીને પ્રદૂષિત કરે છે. તે નદી રિસ્પના પુલ પાસેથી વહેતી-વહેતી મારા ઘર સુધી આવે છે. તે નદી માટે અને અનેક વિસ્તારોમાં જઇને રેલી કાઢી છે અને એ વિશે અનેક લોકો સાતે વાતો પણ કરી છે, પરંતુ તેનો કોઇપણ ફાયદો થયો નથી. હું તમને વિનંતી કરવા માંગું છું કે, તમારી એક ટીમ મોકલીને અથવા ન્યૂઝપેપર માધ્યમથી આ વાત લોકો સુધી પહોંચાડો, ધન્યવાદ.”
જુઓ ભાઇઓ અને બહેનો, 11મા ધોરણમાં અભ્યાસ કરતી દિકરીને કેટલી પીડા છે, તે નદીમાં ગંદકી જોઇને તેને કેટલો ગુસ્સો આવી રહ્યો છે. હું આ વાતને સારો સંકેત માનું છું. હું એ જ તો ઇચ્છું છું કે, સવાસો કરોડ દેશવાસીઓના મનમાં ગંદકી પ્રત્યે ગુસ્સો પેદા થાય, નારાજગી પેદા થાય, તેના પ્રત્યે રોષ જન્મે તો આપણે જ ગંદકી વિરૂદ્ધ કંઇક કરવા લાગી પડીશું. અને સારી વાત તો એ છે કે, ગાયત્રી પોતે પોતાનો ગુસ્સો પણ પ્રગટ કરી રહી છે, મને સૂચન પણ કરી રહી છે અને સાથે-સાથે એ પણ જણાવી રહી છે કે તેણે ઘણાં પ્રયત્નો કર્યા પરંતુ તેને નિષ્ફળતા મળી. જયારથી સ્વચ્છતા આંદોલનની શરૂઆત થઇ છે જાગૃતતા આવી છે. દરેક વ્યકિત તેમાં સકારાત્મક રૂપથી જોડાતા ગયા છે. તેણે એક આંદોલનનું રૂપ પણ લીધું છે. ગંદકી પ્રત્યે નફરત પણ વધી રહી છે. જાગૃતિ હોય, સક્રિય ભાગીદારી હોય, આંદોલન થાય તે તમામનું પોતાનું મહત્વ છે. પરંતુ સ્વચ્છતા આંદોલન કરતા આદતો સાથે જોડાયેલી છે. આ આંદોલન ટેવો બદલવા માટેનું આંદોલન છે, આ આંદોલન સ્વચ્છતાની ટેવો પેદા કરવા માટેનું આંદોલન છે. આ આંદોલન સામૂહિક રીતે થઇ શકે છે. કામ અઘરૂં છે પરંતુ કરવાનું છે. મને વિશ્વાસ છે કે, દેશની નવી પેઢીમાં, બાળકોમાં, વિદ્યાર્થીઓમાં, યુવાનોમાં આ ભાવ જાગ્યો છે અને આ ખુદ એક સારા પરિણામના સંકેત છે. આજે મારા મન કી બાત કાર્યક્રમમાં ગાયત્રીની વાત જેઓ સાંભળી રહ્યાં છે હું એ તમામ દેશવાસીઓને કહીશ કે ગાયત્રીનો આ સંદેશ આપણા બધા જ માટે એક સંદેશ બનવો જોઇએ.
મારા વહાલા દેશવાસીઓ જયારથી મન કી બાત હું કરી રહ્યો છું ત્યારથી શરૂઆતથી જ મને એક વાત પર ઘણાં સૂચનો મળતા રહ્યાં અને મોટાભાગના લોકોએ અન્નના બગાડ વિષે ચિંતા વ્યક્ત કરી છે. આપણે જાણીએ છીએ કે, આપણે પરિવારમાં અને સામૂહિક ભોજન સમારંભોમાં પણ જરૂરિયાતથી વધુ ભોજન થાળીમાં લઇએ છીએ. જેટલી પણ વસ્તુ દેખાય બધું જ થાળીમાં લઇ લઇએ છીએ અને તે ખાઇ શકતા નથી. જેટલું થાળીમાં ભરીએ છીએ એનાથી અડધું પણ આપણે ખાઇ શકતા નથી અને તેને ત્યાં જ મૂકીને ચાલી નીકળીએ છીએ. તમે કયારેય વિચાર્યું છે કે આપણે જે ભોજન છોડી દઇએ છીએ તેનાથી કેટલું નુકસાન કરીએ છીએ. શું કયારેય વિચાર્યું છે કે, આપણે ભોજનનો બગાડ ન કરીએ તો કેટલાક ગરીબોનું પેટ ભરી શકીએ છીએ. આ વાત એવી નથી કે સમજાવવી પડે. આમ તો આપણાં પરિવારમાં નાના બાળકોને જયારે મા પીરસે છે તો કહેતી હોય છે કે, બેટા જેટલું ખાવું હોય એટલું જ લો. કોઇકને કોઇક પ્રયત્નો થતાં રહે છે આમ છતાં આ વિષય પર ઉદાસીનતા એક સમાજદ્રોહ છે. ગરીબો સાથે અન્યાય છે. બીજી તરફ જો બચત થાય તો પરિવારનો પણ આર્થિક લાભ થશે. સમાજ માટે વિચારો, સારી વાત છે. જો કે, આ વિષય એવો છે કે, પરિવારને પણ લાભ થાય. હું આ વિષય પર વધારે આગ્રહ નથી કરી રહ્યો પરંતુ હું ઇચ્છું છું કે, જાગૃતિ વધવી જોઇએ. હું કેટલાક યુવાનોને ઓળખું છું કે, જેઓ આ પ્રકારનું આંદોલન ચલાવે છે, તેમણે મોબાઇલ એપ બનાવેલી છે અને જયાં પણ આવો અન્નનો બગાડ થયો હોય ત્યાં લોકો તેમને બોલાવે છે, તેઓ વધારાનું અન્ન એકઠું કરે છે અને તેનો સદઉપયોગ કરે છે, મહેનત કરે છે, અને આપણાં દેશના જ યુવાનો આ બધું કરી રહ્યા છે. ભારતના દરેક રાજયમાં કોઇને કોઇ ખૂણે આવા લોકો તમને મળી રહેશે. એમનું જીવન જ આપણને પ્રેરણા આપે છે કે, આપણે અન્નનો બગાડ ન કરીએ. આપણે એટલું જ લઇએ જેટલું ખાવું હોય.
જુવો, બદલાવ માટે આ પ્રકારના જ ઉપાયો હોય છે. અને જે લોકો શરીર સ્વાસ્થ્ય અંગે જાગૃત હોય છે તે હંમેશા કહે છે – થોડું પેટ ખાલી રાખો, થોડી પ્લેટ ખાલી રાખો. અને જયારે સ્વાસ્થ્યની વાત આવી જ છે તો સાંભળો 7 એપ્રિલે વિશ્વ આરોગ્ય દિવસ WORD HEALTH DAY છે. સંયુક્ત રાષ્ટ્રે વર્ષ 2030 સુધી યુનિવર્સલ હેલ્થ કવરેજ એટલે “સૌનું આરોગ્ય”નું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. આ વખતે યુનાઇટેડ નેશન્સે 7 એપ્રિલ, વિશ્વ આરોગ્ય દિવસ પર, ડિપ્રેશન વિષય પર ફોકસ કર્યું છે. આ વખતની તેમની થીમ “ડિપ્રેશન” છે. આપણે પણ ડિપ્રેશન શબ્દથી પરિચિત છીએ. પરંતુ જો, તેનો શાબ્દિક અર્થ કરવો હોય તો કેટલાક લોકો તેને હતાશા તરીકે પણ જાણે છે. એક અંદાજ છે કે, વિશ્વમાં 35 કરોડથી વધુ લોકો માનસિક રીતે ડિપ્રેશનથી પિડિત છે. મુશ્કેલી એ છે કે આપણી આસપાસ આવા લોકો હોય છે પરંતુ આપણે તેમને ઓળખી શકતા નથી અને કદાચ આ વિષય પર ખુલીને વાત કરવામાં પણ આપણને સંકોચ થતો હોય છે. જે પોતે ડિપ્રેશનથી પિડીત હોય એ પણ કશું બોલતા નથી કારણ કે, તેઓ પોતે પણ આ અંગે શરમ અનુભવે છે.
હું મારા દેશવાસીઓને કહેવા માંગું છું કે, ડિપ્રેશન એવી કોઇ બિમારી નથી કે જેનાથી મુક્તિ ન મળી શકે. એના માટે એક મનોવૈજ્ઞાનિક વાતાવરણ ઉભું કરવાની જરૂર હોય છે અને તેમાંથી બહાર આવવા માટેનો પહેલો મંત્ર છે કે, ડિપ્રેશનના “સપ્રેશન”ને બદલે તેના “એકસપ્રેશન”ની જરૂર છે. તમે શું અનુભવી રહ્યાં છો તેના વિશે તમારા સાથી, મિત્રો, માતા-પિતા, ભાઇ-બહેન અને શિક્ષક સાથે ખુલીને વાત કરો. કયારેક-કયારેક એકલાપણું લાગતું હોય છે અને ખાસ કરીને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને વધારે મુશ્કેલીઓ પડતી હોય છે. આપણા દેશનું સૌભાગ્ય એ છે કે આપણો ઉછેર સંયુક્ત પરિવારમાં થયો છે. પરિવાર મોટા હોય છે, ત્યાં હળી-મળીને રહીએ છીએ જેના કારણે ડિપ્રેશનની શક્યતા નહિંવત હોય છે. આમ છતાં હું માતા-પિતાને કહેવા માંગું છું કે, કયારેય તમે જોયું છે કે તમારા દિકરો કે દિકરી અથવા પરિવારનો કોઇપણ સભ્ય, બધા સાથે જમવા બેઠા હોય અને તે એવું કહે કે હું હમણાં નહીં જમું, પછી જમીશ, અને તે ટેબલ પર ન આવે. ઘરના બધા જ લોકો બહાર જતાં હોય અને તે એવું કહે કે મારે નથી આવવું અને તે એકલા રહેવાનું પસંદ કરે છે. કયારેય તમારૂં ધ્યાન ગયું છે કે તે આવું કેમ કરે છે ? તમારે એ સમજવું જોઇએ કે આ ડિપ્રેશનની દિશામાં પહેલું પગથિયું છે. જો તે સમૂહમાં રહેવાનું પસંદ ન કરતો હોય અને એકલો ખૂણામાં રહેતો હોય તો પ્રયત્નપૂર્વક ધ્યાન રાખો કે આવું ન થાય. તેની સાથે ખૂલીને વાત કરો, આવા લોકોને સમૂહમાં રાખવાનો માહોલ બનાવો. હસી-ખુશીની વાતો કરતાં કરતાં તેને મુક્ત અભિવ્યકિત માટે પ્રેરિક કરો. તેની અંદર કઇ મૂંઝવણ છે તેને બહાર કાઢવાનો પ્રયાસ કરો. આ ઉત્તમ ઉપાય છે. અને ડિપ્રેશન જ માનસિક અને શારિરીક બિમારીઓનું કારણ બનતું હોય છે. જેમ કે, ડાયાબિટીસ દરેક બિમારીઓનો યજમાન બનતો હોય છે. એવી જ રીતે ડિપ્રેશન પણ આપણી ટકી રહેવાની, લડવાની, સાહસ કરવાની અને નિર્ણય લેવાની ક્ષમતાઓને ખતમ કરી દે છે. તમારા મિત્રો, તમારૂં પરિવાર, તમારૂં પરિસર અને તમારો માહોલ આ બધાં જ મળીને તમને ડિપ્રેશનમાં જતા અટકાવી શકે છે. અને જો ગયા હોય તો ઝડપથી તેમાંથી બહાર લાવી શકે છે. એક બીજી રીત એ છે કે, જો તમે પોતાના લોકો સાથે અભિવ્યકત ન થઇ શકતા હોવ તો આસપાસના જરૂરિયાતમંદ લોકોની મદદ કરો. મન લગાવીને મદદ કરો, તેમના સુખ-દુઃખ વહેંચો, તમે અનુભવશો કે તમારી અંદરની પીડા ખતમ થતી જશે. એમના દુઃખોને જો તમે સમજવાનો પ્રયત્ન કરશો, સેવાભાવથી કરશો, તો તમારી અંદર એક નવો જ આત્મવિશ્વાસ જન્મ લેશે. અન્ય લોકો સાથે જોડાવવાથી, કોઇની સેવા કરવાથી અને નિઃસ્વાર્થભાવે સેવા કરવાથી તમારા મનનો બાર હળવો થઇ જશે.
આમ તો યોગ પણ મનને સ્વસ્થ રાખવાનો સારો ઉપાય છે. તણાવથી મુક્તિ, દબાવથી મુક્તિ અને પ્રસન્નચીત તરફ પ્રયાણ કરવા માટે યોગ બહુ મદદરૂપ બને છે. 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે અને તેનું આ ત્રીજું વર્ષ છે. તમે બધા જ તૈયારીઓ કરો અને લાખોની સંખ્યામાં સમૂહમાં યોગ ઉત્સવ ઉજવો. તમારી પાસે ત્રીજા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વિશે કોઇ સૂચન હોય તો મને મોબાઇલ એપ્લીકેશન દ્વારા મને મોકલી આપો. યોગ વિશે જેટલા પણ ગીત અને કાવ્યમય રચનાઓ તૈયાર કરી શકતા હોય એ તૈયાર કરવી જોઇએ જેથી તેને સહજ રીતે લોકોને સમજાવી શકાય.
કારણ કે, આજે આરોગ્ય વિશે, સ્વાસ્થ્ય વિશે ઘણી વાતો નીકળી છે, ત્યારે માતાઓ અને બહેનોને એક વાત જરૂર કહેવા માંગીશ કે ભારત સરકારે થોડા દિવસો પહેલા એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે આપણા દેશમાં જે નોકરિયાત મહિલાઓ છે તેમની સંખ્યામાં સતત ઉમેરો થઇ રહ્યો છે, સમાજમાં તેમની ભાગીદારીમાં વધારો થઇ રહ્યો છે અને આ આવકારદાયક બાબત પણ છે. પરંતુ કામની સાથે –સાથે મહિલાઓ પાસે વિશેષ જવાબદારીઓ પણ છે. તેઓ પારિવારિક જવાબદારીઓ પણ સંભાળે છે અને કુટુંબની આર્થિક જવાબદારીઓમાં પણ તેઓ સહયોગ આપે છે જેને કારણે કયારેક-કયારેક તેમના નવજાત બાળકોને અન્યાય થતો હોય છે. ત્યારે ભારત સરકારે એક ખૂબ મહત્વનો નિર્ણય લીધો છે કે, આ નોકરિયાત મહિલાઓને તેમના પ્રસૂતિ સમયે, મેટરનિટી લીવ કે જે પહેલાં 12 અઠવાડિયાની મળતી હતી તે વધારીને હવે 26 અઠવાડિયાની કરી દેવામાં આવી છે. વિશ્વમાં માત્ર બે કે ત્રણ દેશ એવા છે કે જેઓ આ બાબતે આપણાં કરતા આગળ છે. આપણી આ બહેનો માટે ભારતે ખૂબ મહત્વનો નિર્ણય લીધો છે જેનો મુખ્ય હેતુ નવજાત બાળકની દેખભાળ, ભારતના ભાવિ નાગરિકને જન્મના શરૂઆતના દિવસોમાં સારો ઉછેર મળે, માતાનો ભરપૂર પ્રેમ મળે એ છે. જો આમ થશે તો આપણાં આ બાળકો મોટા થઇને દેશની અમૂલ્ય અનામત બનશે. માતાઓનું આરોગ્ય પણ સચવાશે અને એ માટે આ એક મહત્વો નિર્ણય બની રહેશે. જેને કારણે ફોર્મલ સેકટરમાં કાર્ય કરવાવાળી અંદાજે 18 લાખ મહિલાઓને તેનો લાભ થશે.
મારા વહાલા દેશવાસીઓ, 5 એપ્રિલે રામનવમીનું પાવન પર્વ છે. 9 એપ્રિલે મહાવીરજયંતિ છે. 14 એપ્રિલે બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ છે. આ તમામ મહાપુરૂષોનું જીવન આપણને પ્રેરણા આપતું રહે, અને ન્યુ ઇન્ડિયાના સંકલ્પને સાકાર કરવાની શકિત આપે. બે દિવસ પછી ચૈત્ર શુકલ પ્રતિપદા, વર્ષ પ્રતિપદા, નવ સંવત્સર છે આ નવા વર્ષ માટે આ સૌને ખૂબ શુભકામનાઓ. વસંતુ ઋતુ પછી પાક લણવાની શરૂઆત થશે અને ખેડૂતોને તેમની મહેનતનું ફળ મળશે તેમનો આ શુભ સમય છે. દેશના જુદા-જુદા ભાગોમાં નવ વર્ષને જુદા-જુદા રૂપમાં ઉજવવામાં આવે છે. મહારાષ્ટ્રમાં ગુડી પડવો, આંધ્ર-કર્ણાટકમાં નવા વર્ષના રૂપે ઉગાદી તરીકે, સિંધીઓ ચેટીચાંદ તરીકે, કશ્મીરીઓ નવરેહ તરીકે, જયારે અવધના વિસ્તારમાં સંવત્સર પૂજા, બિહારના મિથિલામાં જુડશીતલ અને મગધના સતુવાનીના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. ભારત આવી અસંખ્ય વિવિધતાઓનો દેશ છે ત્યારે આપ સૌને આ નવ વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. આપ સૌનો આભાર..
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર, શિયાળો હવે જવામાં છે. ઉનાળાની ઋતુએ બારણે ટકોરા દીધા છે. પાનખર પછી વૃક્ષોમાં નવા પાન આવવાં લાગ્યા છે. ફૂલ ખીલે છે. બાગ બગીચા હર્યાભર્યા થઇ જાય છે. પક્ષીઓનો કલરવ મનને બહુ જ પસંદ પડે છે. ફૂલ જ નહીં, વૃક્ષની ડાળીઓ પર રહેલાં ફળો તડકામાં ચમકતાં નજરે પડે છે. ગ્રીષ્મ ઋતુનાં ફળ કેરીના માંજર પણ વસંતમાં જ દેખાવા લાગે છે. બીજી તરફ ખેતરમાં સરસવનાં પીળાં ફૂલ ખેડૂતોને આશા બંધાવે છે. કેસૂડાનાં ફૂલ હોળીનો આવવાનો સંકેત કરે છે. અમીર ખુસરોએ ઋતુના પરિવર્તનની પળોનું સુંદર વર્ણન કર્યું છે. અમીર ખુસરોએ લખ્યું છે :–
“ ફૂલ રહી સરસોં સકલ બન
અમ્બવા ફૂટે, દેસૂ ફૂલે,
કોયલ બોલે, ડાર - ડાર ”
જયારે પ્રકૃતિ ખુશ હોય છે, મોસમ સુંદર હોય છે તો માણસ પણ આ ઋતુનો ભરપૂર આનંદ ઉઠાવે છે. વસંતપંચમી, મહાશિવરાત્રી અને હોળીનો તહેવાર માણસના જીવનમાં ખુશીઓના રંગ ઉમેરી દે છે. પ્રેમ, ભાઇચારો અને માનવતાથી ઓતપ્રોત વાતાવરણમાં આપણે છેલ્લા મહિને ફાગણને વિદાય કરવાના છીએ. આમે નવા માસ ચૈત્રનું સ્વાગત કરવા તૈયાર બેઠા છીએ. વસંતઋતુ આ જ બે મહિનાનો તો સંયોગ છે.
હું સૌથી પહેલા તો દેશના લાખો નાગરિકોનો એ વાત માટે આભાર માનું છું કે, “મનની વાત” માટે જયારે હું સૂચનો મંગાવું છું તો ઢગલાબંધ સૂચનો આવે છે. Narendra modiApp પર, Twitter પર, Facebook પર, ટપાલથી. હું તે માટે બધાનો આભારી છું.
શોભા જાલને મને Narendra modiApp પર લખ્યું છે કે, ઘણી બધી જનતા ઇસરોની સિદ્ધિથી માહીતગાર નથી અને આથી તેમણે કહ્યું છ કે, હું 104 ઉપગ્રહો છોડવા અને ઇન્ટરસેપ્ટર મિસાઇલ વિશે કેટલીક જાણકારી આપું. શોભાજી તમારો ખૂબ ખૂબ આભાર કે, ભારતના ગર્વના પ્રસંગને તમે યાગ કર્યો. ગરીબી દૂર કરવાની હોય, બીમારીઓથી બચવાનું હોય, દુનિયા સાથે જોડાવાનું હોય, જ્ઞાન, માહીતી પહોંચાડવાની હોય, ટેકનોલોજી – વિજ્ઞાને દરેક જગ્યાએ પોતાનું સ્થાન ઉભું કર્યું છે. 15 ફેબ્રુઆરી 2017 ભારત પોતાનું સ્થાન ઉભું કર્યું છે. 15 ફેબ્રુઆરી 2017 ભારતના જીવનમાં ગૌરવવંતો દિવસ છે. આપણા વૈજ્ઞાનિકોએ વિશ્વની સામે ભારતનું શીશ ગર્વથી ઉંચું કર્યં છે. અને આપણે બધા જાણીએ છીએ કે, ઇસરોએ કેટલાંક વર્ષોમાં અનેક અભૂતપૂર્વ મિશન સફળતાપૂર્વક પૂરાં કર્યાં છે. મંગળ ગ્રહ પર માર્સ મિશન – મંગળયાન મોકલવાની સફળતા પછી હમણાં ગત દિવસોમાં ઇસરોએ અંતરિક્ષના ક્ષેત્રમાં એક વિશ્વ વિક્રમ સર્જયો. ઇસરોએ મેગા મિશન દ્વારા એક સાથે અનેક દેશો જેમાં અમેરિકા, ઇઝરાયેલ, કજાકસ્તાન, નેધરલેન્ડ, સ્વિત્ઝર્લેન્ડ, યુ.એ.ઇ. અને ભારત પણ છે. તેમનાં 104 ઉપગ્રહો અંતરિક્ષમાં સફળતાપૂર્વક પ્રક્ષેપિત કર્યા છે. એક સાથે 104 ઉપગ્રહોને અંતરિક્ષમાં મોકલીને ઇતિહાલ રચનારો ભારત દુનિયાનો પહેલો દેશ બની ગયો. અને આનંદની વાત પણ છે કે, પીએસએલવીનું આ 38મું સફળ લોંચ છે. માત્ર ઇસરો માટે જ નહીં, પરંતુ સંપૂર્ણ ભારત માટે એક ઐતિહાસિક સિદ્ધિ છે. ઇસરોનો આ કોસ્ટ ઇફેક્ટિવ એફિશિઅન્ટ સ્પેસ પ્રોગ્રામ સમગ્ર દુનિયા માટે અચંબા – અજાયબી જેવો બની ગયો છે અને વિશ્વએ મોકળા મને ભારતના વૈજ્ઞાનિકોની સફળતાને પ્રશંસી છે.
ભાઇઓ, બહેનો આ 104 ઉપગ્રહોમાં એક બહુ જ મહત્વપૂર્ણ છે. Carto sat 2D તે ભારતનો ઉપગ્રહ છે અને તેના માધ્યમથી ખેંચાયેલી (ઝડપાયેલી) તસવીરો, સંસાધનોનું મેપિંગ, ઇન્ફ્રાસ્ટ્રકચર, વિકાસનું આકલન અર્બન ડેવલપમેન્ટના પ્લાનિંગ માટે તેની ઘણી મદદ મળશે. ખાસ કરીને મારા ખેડૂત ભાઇઓ – બહેનોને, દેશમાં જે પણ જળસ્ત્રોત છે, તે કેટલો છે, તેનો ઉપયોગ કેવી રીતે થઇ શકે છે, શું – શું ધ્યાન રાખવું જોઇએ, તે બધા વિષયો પર આપણો આ નવો ઉપગ્રહ catro sat 2D ઘણી મદદ કરશે. આપણા ઉપગ્રહે જતાં જ કેટલીક તસવીરો મોકલી પણ દીધી. તેણે પોતાનું કામ શરૂ કરી દીધું છે. આપણા માટે આનંદની વાત એ પણ છે કે, આ આખા અભિયાનનું નેતૃત્વ, આપણા યુવાન વૈજ્ઞાનિક, આપણી મહિલા વૈજ્ઞાનિકોએ કર્યું છે. યુવાનો અને મહિલાઓની આટલી જબરદસ્ત ભાગીદારી ઇસરોની સફળતાનું એક ગર્વપૂર્ણ પાસું છે. હું દેશવાસીઓની તરફથી ઇસરોના વૈજ્ઞાનિકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.
સામાન્ય જનતા માટે, રાષ્ટ્રની સેવા માટે, અંતરિક્ષ વિજ્ઞાનને લાવવાના પોતાના ધ્યેયને તેમણે સદૈવ જાળવી રાખ્યું છે. અને નિત નવા નવા કિર્તિમાનો પણ તેઓ રચતા જઇ રહ્યા છે. આપણા આ વૈજ્ઞાનિકોને તેમની સમગ્ર ટીમને આપણે જેટલી વધામણી આપીએ તેટલી ઓછી છે.
શોભાજીએ બીજો એક પ્રશ્ન પૂછ્યો છે અને તે છે ભારતની સુરક્ષા સંદર્ભે, ભારતે આ સંદર્ભે એક ઘણી મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ વાતની અત્યારે બહુ મોટી ચર્ચા નથી થઇ, પરંતુ શોભાજીનું ધ્યાન આ મહત્વપૂર્ણ વાત પર ગયું છે. ભારતે સંરક્ષણના ક્ષેત્રમાં પણ બેલિસ્ટિક ઇન્ટરસેપ્ટર મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. ઇન્ટરસેપ્શન ટેકનોલોજીવાળી આ મિસાઇલ એ પોતાના પરીક્ષણ દરમિયાન જમીનથી લગભગ 100 કિલોમીટરની ઉંચાઇ પર દુશ્મનની મિસાઇલને નષ્ટ કરીને સફળતા અંકિત કરી દીધી. સુરક્ષાના ક્ષેત્રમાં આ ઘણી જ મહત્વપૂર્ણ સિદ્ધિ છે. અને તમને જાણીને આનંદ થશે, દુનિયાના ગણીને પાંચ કે પાંચ જ દેશને જેમણે આ સિદ્ધિ મેળવી છે, નિપુણતા પ્રાપ્ત કરી છે. ભારતના વૈજ્ઞાનિકોએ આ કરીને દેખાડ્યું. અને તેની વિશેષતા એ છે કે, જો 2000 કિલોમીટર દૂરથી પણ, ભારત પણ આક્રમણ કરવા કોઇ મિસાઇલ આવશે તો આ મિસાઇલ અંતરિક્ષમાં જ તેને નષ્ટ કરી દેશે.
જયારે નવી ટેકનોલોજી જોઇએ છીએ, કોઇ નવી વૈજ્ઞાનિક સિદ્ધિ મળે છે તો આપણને આનંદ થાય છે. અને માનવજીવનની વિકાસ યાત્રામાં જિજ્ઞાસાઓ બહુ મોટી ભૂમિકા નિભાવી છે. અને જે વિશિષ્ટ બુદ્ધિ પ્રતિભા રાખે છે તે જિજ્ઞાસાને જિજ્ઞાસાના રૂપમાં રહેવા દેતા નથી, તે તેમની અંદર પણ પ્રશ્નો ઉભા કરે છે, નવી જીજ્ઞાસાઓ શોધે છે, નવી જિજ્ઞાસાઓ પેદા કરે છે. અને આ જિજ્ઞાસા જ નવી શોધનું કારણ બની જાય છે. તેઓ જયાં સુધી તેનો જવાબ ન મળે ત્યાં સુધી પગવાળીને બેસતા મથી. અને હજારો વર્ષની માનવજીવનની વિકાસયાત્રાનું જો આપણે અવલોકમ કરીએ તો આપણે કહી શકીએ કે માનવજીવનની આ વિકાસયાત્રાનો કયાંય પૂર્ણવિરામ નથી. પૂર્ણવિરામ અસંભવ છે. બ્રહ્માંડને, સૃષ્ટિના નિયમોને, માનવના મનને જાણવાનો પ્રયાસ નિરંતર ચાલતો રહે છે. નવું વિજ્ઞાન, નવી ટેકનોલોજી તેમાંથી પેદા થાય છે. અને દરેક ટેકનોલોજી, દરેક નવા વિજ્ઞાનનું એક નવા યુગને જન્મ આપે છે.
મારા પ્રિય યુવાન મિત્રો, જયારે આપણે વિજ્ઞાન અને વૈજ્ઞાનિકોના કઠોર પરિશ્રમની વાત કરીએ છીએ તો ઘણીવાર મને મનની વાતમાં એ વાતને કહી છે કે, આપણી યુવાનપેઢીનું વિજ્ઞાન પ્રત્યે આકર્ષણ વધવું જોઇએ. દેશને ઘણાબધા વૈજ્ઞાનિકોની જરૂરિયાત છે. આજનો વૈજ્ઞાનિક ભવિષ્યના યુગોમાં આવનારી પેઢીઓના જીવનમાં એક સ્થાતી પરિવર્તનનું કારણ બની જાય છે.
મહાત્મા ગાંધી કહેતા – “ No science has dropped from the skies in a perfect form. All sciences develop and are built up through experience.”
પૂજય બાપુએ એમ પણ કહ્યું હતું – “ I have nothing but praise for the zeal, industry and sacrifice that have animated the modern scientist in the pursuit after truth ”
વિજ્ઞાન જયારે સામાન્યજનની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તે સિદ્ધાંતોનો સહજ ઉપયોગ કેવી રીતે હોય, તે માટે માધ્યમ શું હોય, ટેકનોલોજી કઇ હોય, કારણ કે, સામાન્ય માનવ માટે તો તે સૌથી મોટું મહત્વપૂર્ણ યોગદાન મનાય છે. ગત દિવસોમાં નીતી આયોગ અને ભારતના વિદેશ મંત્રાલયે 14મા પ્રવાસી ભારતી દિવસ વખતે એક ખૂબ જ અદ્વિતિય પ્રકારની સ્પર્ધાની યોજના કરી હતી. સમાજઉપયોગી શોધો (ઇન્નોવેશન) માટે આમંત્રણ અપાયું હતું. આવી શોધોને ઓળખવી, દર્શાવવી, લોકોને જાણકારી આપવી અને આવી શોધો સામાન્ય જન માટે કેવી રીતે કામમાં આવે, જંગી ઉત્પાદન કેવી રીતે થાય, તેનો વ્યાવસાયિક ઉપયોગ કેવી રીતે થાય અને મેં જોયું કે, કેટલાં મહત્વપૂર્ણ કામ કર્યાં છે. જેમ કે હમણાં એક શોધ મેં જોઇ જે આપણા માછીમાર ભાઇઓ માટે કરાઇ છે. એક સામાન્ય મોબાઇલ એપ બનાવી છે. પરંતુ તેની તાકાત એટલી છે કે, માછીમાર જયારે માછલી પકડવા જાય છે તો કયાં જવું, સોથી સારો માછલી વિસ્તાર કયાં છે, હવાની દિશા કઇ છે, ગતિ કેટલી છે, મોજાંની ઉંચાઇ કેટલી છે, અર્થાત્ એક મોબાઇલ એપ પર બઘી જાણકારી પ્રાપ્ત અને તેનાથી આપણા માછીમાર ભાઇઓ ઘણા જ ઓછા સમયમાં જયાં વધુ માછલીઓ છે, ત્યાં પહોંચીને પોતાનું અર્થ ઉપાર્જન કરી શકે છે.
ઘણી વાર સમસ્યા પણ સમાધાન માટે વિજ્ઞાનની મહત્તાને પ્રદર્શિત કરે છે. મુંબઇની અંદર વર્ષ 2005માં વરસાદ થયો, પૂર આવ્યું, સમુદ્રમાં પણ ભરતી આવી અને ખૂબ જ તકલીફો આવી, સંકટ આવ્યું, અને જયારે કોઇ પણ પ્રાકૃતિક સંકટ આવે છે તો સૌથી પહેલું સંકટ ગરીબ પર આવે છે. બે ભાઇઓએ ખૂબ જ મન દઇને તે અંગે કામ કર્યું, અને તેમણે એક એવી મકાનની રચના વિકસાવી જે આવા સંકટથી બચાવે છે. ઘમાં રહેનારાઓને બચાવે છે, પાણી ભરાવાથી પણ બચાવે છે, પાણીજન્ય રોગોથી પણ બચી શકાય છે. ઘણી બધી શોધો તેમાં હતી.
કહેવાનું તાત્પર્ય એ છે કે, સમાજમાં, દેશમાં આ પ્રકારની ભૂમિકાના લોકો બહુ ઓછા હોય છે. અને આપણો સમાજ પણ ટેકનોલોજી આધારિત બનતો જાય છે. વ્યવસ્થાઓ પણ ટેકનોલોજી આધારિત બનતી જાય છે. એક રીતે ટેકનોલોજી આપણા જીવનનો અતૂટ હિસ્સો બની રહી છે. ગત દિવસોમાં ડિજી-ધન પર બહુ મહત્વ અપાતું નજરે પડ્યું. ધીરે ધીરે લોકો રોકડામાંથી બહાર આવીને ડીજીધન ચલણ તરફ આગળ વધી રહ્યા છીએ. ભારતમાં પણ ડીજીટલ લેતીદેતી ઘણી ઝડપથી વધી રહી છે. ખાસ કરીને યુવાનપેઢી પોતાના મોબાઇલ ફોનથી ડીજીટલ પેમેન્ટ કરવાની ટેવ ધરાવવા લાગી છે. હું તેને શુભસંકેત માનું છું. આપણા દેશમાં ગત દિવસોમાં “લકી ગ્રાહક યોજના” “ડીજીધન વ્યાપારી યોજના”ને ભારે સમર્થન મળ્યું છે. લગભગ બે મહિના થઇ ગયા છે. પ્રતિદિન 15 હજાર લોકોને એક હજાર રૂપિયાનું ઇનામ મળે છે. અને આ બંને યોજનાઓ દ્વારા ભારતમાં ડીજીટલ ચૂકવણીને એક જનઆંદોલન બનાવવાની એક પહેલનું સમગ્ર દેશમાં સ્વાગત થયું છે. અને ખુશીની વાત એ છે કે, અત્યાર સુધીમાં “ડીજીધન યોજના” હેઠળ દસ લાખ લોકોને તો ઇનામ મળી ગયું છે, પચાસ હજારથી વધુ વેપારીઓને ઇનામ મળી ગયું છે અને અંદાજે દોઢ સો કરોડથી પણ વધુ રકમ આ ઇનામમાં, આ મહાન અભિયાનને આગળ વધારનાર લોકોને મળી છે. આ યોજના હેઠળ સૌથી વધુ ગ્રાહકો એવા છે જેમને એક એક લાખ રૂપિયાનું ઇનામ મળ્યું છે. ચાર હજારથી વધુ વેપારીઓ છે જેમને પચાસ પચાસ હજાર રૂપિયાના ઇનામ મળ્યા છે. ખેડૂત હોય, વેપારી હોય, નાના ઉદ્યોગકાર હોય, વ્યાવસાયિક હોય, ગૃહિણી હોય, વિદ્યાર્થી હોય, બધા આ યોજનામાં ઉત્સાહથી ભાગ લે છે. તેમને લાભ પણ મળી રહ્યો છે. જયારે મેં તેનું વિશ્લેષણ પૂછયું કે, તેમાં માત્ર યુવાનો જ આવે છે કે, પછી મોટી ઉંમરના લોકો પણ આવે છે તો મને આનંદ થયો કે, ઇનામ મેળવનારાઓમાં 15 વર્ષના યુવાન પણ છે અને પાંસઠ સિત્તેર વર્ષના વૃદ્ધ પણ છે.
મૈસૂરથી શ્રીમાન સંતોષજીએ હર્ષપૂર્વક નરેન્દ્ર મોદી એપ પર લખ્યું છે કે, તેમને “લકી ગ્રાહક યોજના” હેઠળ એક હજાર રૂપિયાનું ઇનામ મળ્યું. પરંતુ તેમણે સૌથી મોટી વાત લખી છે તે મારે તમને જણાવવી જોઇએ. તેમણે કહ્યું કે, મને એક હજાર રૂપિયાનું ઇનામ મળ્યું અને તે જ સમયે મને ખબર પડી કે, એક ગરીબ વૃદ્ધ મહિલાના ઘરમાં આગ લાગી હતી. સામાન સળગી ગયો હતો તો મને લાગ્યું કે, મને જે ઇનામ મળ્યું છે, કદાચ તેના પર આ ગરીબ વૃદ્ધ માતાનો હક છે, તો મેં હજાર રૂપિયા તેમને આપી દીધા. મને ખૂબ જ સંતોષ મળ્યો. સંતોષજી, તમારૂં નામ અને તમારૂં કામ આપણને બધાને સંતોષ આપી રહ્યું છે. તમે ખૂબ ઉમદા પ્રેરક કામ કર્યું.
દિલ્લીના 22 વર્ષીય કારચાલક ભાઇ સબીર, હવે તેઓ નોટબંધી પછી પોતાના કામકાજમાં ડીજીટલ કારોબાર સાથે જોડાઇ ગયા અને સરકારની જે “લકી ગ્રાહક યોજના” હતી તેમાં તે એક લાખ રૂપિયાનું જે ઇનામ મળી ગયું. હવે આજે તેઓ કાર ચલાવે છે. પરંતુ એક રીતે તે યોજનાના એમ્બેસેડર બની ગયા છે. બધા ઉતારૂને બધો સમય આ ડીજીટલનું જ્ઞાન આપતા રહે છે. એટલા ઉત્સાહથી વાતો કહેતા રહે છે, બીજાને પણ પ્રોત્સાહિત કરે છે.
મહારાષ્ટ્રની એક યુવા સાથી પૂજા નેમાડે જે પી.જી.ની વિદ્યાર્થીની છે, તેમણે પણ Rupay card, ઇ-વોલેટનો ઉપયોગ પોતાના પરિવારમાં કેવી રીતે થઇ રહ્યો છે અને તે કરવામાં કેટલો આનંદ આવે છે, તેનો પોતાનો અનુભવ તેના સાથીઓને જણાવતી રહે છે, અને એક લાખ રૂપિયાનું ઇનામ તેના માટે કેટલું મહત્વ ધરાવે છે, પરંતુ તેણે મને પોતાના ધ્યેય તરીકે લીધું છે ને તે બીજાને પણ કામ માટે પ્રેરિત કરે છે.
હું દેશવાસીઓને, ખાસ તો દેશના યુવાનોને અને આ “લકી ગ્રાહક યોજના” અથવા તો ડીજીધન વ્યાપાર યોજના તેમને જે ઇનામ મળ્યું છે, તેમને હું અનુરોધ કરીશ કે તમે પોતે જે તેના દૂત બનો. આ આંદોલનનું તમે નેતૃત્વ કરો. તમે તેને આગળ વધારો અને તે કામની એક રીતે ભ્રષ્ટાચાર વિરોધી કાર્યકરો છે. એક રીતે તમે નૈતિકતાના સૈનિક છો. તમે જાણો છો કે, “લકી ગ્રાહક યોજના”ના સો દિવસ જયારે પૂરા થશે ત્યારે 14 એપ્રિલે ડૉ.બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિનું પર્વ છે. યાદગાર દિવસ છે. 14 એપ્રિલે એક ઘણોમોટો કરોડો રૂપિયાના પ્રાઇઝનો ડ્રો થશે. હજુ લગભગ ચાળીસ – પિસ્તાળીસ દિવસ બાકી છે. બાબાસાહેબ આંબેડકરને યાદ કરીને એક કામ તને કરી શકો ? હમણાં હમણાં બાબાસાહેબ આંબેડકરની 125મી જયંતિ ગઇ. તેમનું સ્મરણ કરતા તમે ઓછાણાં ઓછા 125 લોકોને ભીમ એપ ડાઉનલોડ કરતા શીખવો. તેનાથી લેવડદેવડ કેવી રીતે થાય છે, તે શીખવો અને ખાસ કરીને તમારી આસપાસના નાના નાના વેપારીઓને શીખવો. આ વખતની બાબાસાહેબ આંબેડકરની જયંતિ અને ભીમ એપ, તેને વિશેષ મહત્વ આપો ને આથી હું કહેવા ઇચ્છીશ, ડૉ.બાબાસાહેબે નાખેલા આધારપાયાને આપણે મજબૂત બનાવવાનો છે. ઘેરઘેર જઇને બધાને જોડીને 125 કરોડ હાથો સુધી ભીમ એપ પહોંચાડવાની છે. ગત બે ત્રણ મહિનાથી આ ચળવળ ચાલી છે તેની અનેક ટાઉનશીપ, અનેક ગામ, અનેક શહેરોમાં ઘણી સફળતા પ્રાપ્ત થઇ છે.---
મારા પ્રિય દેશવાસીઓ, આપણા દેશની અર્થવ્યવસ્થાના મૂળમાં કૃષિનું મોટું યોગદાન છે. ગામની આર્થિક તાકાત, દેશની આર્થિક ગતિને તાકાત આપે છે. હું આજે બહુ જ ખુશીની વાત આપને કહેવા માંગુ છું. આપણા ખેડૂત ભાઈ-બહેનોએ સખત મહેનત કરીને અન્નનો ભંડાર ભરી આપ્યો છે. આપણા દેશમાં ખેડૂતોના પરિશ્રમથી આ વર્ષે રેકર્ડ અન્નનું ઉત્પાદન થયું છે. દરેક સંકેતો એમ કહી રહ્યા છે કે આપણા ખેડૂતોએ જૂના બધા જ રેકોર્ડ તોડી નાખ્યા છે. ખેતરોમાં આ વખતે એવો પાક લહેરાયો છે કે રોજ એવું લાગતું હતું કે પોંગલ અને બૈસાખી આજે જ મનાવાઈ છે. આ વર્ષે દેશમાં લગભગ બે હજાર સાતસો લાખ ટનથી પણ વધારે ખાદ્યાન્નનું ઉત્પાદન થયું છે. આપણા ખેડૂતોને નામે જે છેલ્લો રેકોર્ડ અંકિત થયો છે તેનાથી પણ આ 8 ટકા વધુ છે. તો આ એક અભૂતપૂર્વ સિદ્ધી છે. હું વિશેષ રૂપથી દેશના ખેડૂતોનો ધન્યવાદ કરવા ઈચ્છું છું. ખેડૂતોનો ધન્યવાદ એટલા માટે પણ કરવા માગું છું કે તેમણે પરંપરાગત પાકની સાથે સાથે દેશના ગરીબોને ધ્યાનમાં રાખીને અલગ-અલગ દાળોની પણ ખેતી કરે. કારણ કે દાળથી જ ગરીબોને સૌથી વધુ પ્રોટીન પ્રાપ્ત થાય છે. મને ખુશી છે કે મારા દેશના ખેડૂતોએ ગરીબોનો અવાજ સાંભળ્યો અને લગભગ બસો નેવું લાખ હેક્ટર જમીન પર વિવિધ દાળોની ખેતી કરી. આ માત્ર દાળનું જ ઉત્પાદન નથી, ખેડૂતો દ્વારા કરાયેલી મારા દેશના ગરીબો માટેની સૌથી મોટી સેવા છે. મારી એક પ્રાર્થનાને, મારી એક વિનંતીને મારા દેશના ખેડૂતોએ જે રીતે તેમના શિરે બેસાડીને મહેનત કરીને રેકોર્ડ ઉત્પાદન કર્યું, તેના માટે મારા ખેડૂત ભાઈ-બહેન વિશેષ ધન્યવાદને પાત્ર છે.
મારા દેશવાસીઓ, આ આપણા દેશમાં સરકાર દ્વારા, સમાજ દ્વારા, સંસ્થાઓ દ્વારા, સંગઠનો દ્વારા, દરેક લોકો દ્વારા સ્વચ્છતાની દિશામાં કંઈકને કંઈક ચાલતું જ રહે છે. એક પ્રકારથી દરેક કોઈને કોઈ રૂપથી સ્વચ્છતાના સંબંધમાં જાગૃત વ્યવહાર કરતા નજરે પડી રહ્યા છે. સરકાર નિરંતર પ્રયાસ કરતી રહે છે. ગત દિવસોમાં water and sanitation નું જે ભારત સરકારનું મંત્રાલય છે પેયજળ અને સ્વચ્છતા મંત્રાલય. અમારા સચીવના નેતૃત્વમાં 23 રાજ્ય સરકારોના વરિષ્ઠ અધિકારીઓનો એક કાર્યક્રમ તેલંગાણામાં યોજાયો. અને તેલંગાણા રાજ્યના વારાંગલમાં માત્ર બંધ ઓરડામાં સેમિનાર નહીં પરંતુ પ્રત્યક્ષ સ્વચ્છતાના કામનું મહત્વ શું છે, તેનો પ્રયોગ કરીને કરવાનો હતો. 17-18 ફેબ્રુઆરીએ હૈદરાબાદમાં toilet pit emptying exercise નું આયોજન કરાયું. છ ઘરના toilet pits ખાલી કરીને તેની સફાઈ કરવામાં આવી અને અધિકારીઓએ જાતે જ દેખાડી દીધું કે twin pit toilet ના ઉપયોગ થઈ ચૂકેલા ખાડાને ખાલી કરીને પુનઃ પ્રયોગમાં લાવવામાં આવી શકે છે. તેમણે એ પણ દેખાડી દીધું કે નવી ટેકનીકના શૌચાલય કેટલા સુવિધાજનક છે અને તેને ખાલી કરવામાં સફાઈને લઈને કોઈ અસુવિધા પડતી નથી, કોઈ જ સંકોચ થતો નથી, જે psychological barrier હોય છે તે પણ આડે નથી આવતા. અને આપણે પણ સામાન્ય સફાઈ કરીએ છીયે તેવી જ રીતે એક ટોઈલેટના ખાડા સાફ કરી શકીએ છીયે. અને આ પ્રયાસનું પરિણામ એ આવ્યું કે દેશના માધ્યમોએ આનો બહોળો પ્રચાર કર્યો, તેને મહત્વ પણ આપ્યું અને સ્વાભાવિક છે જ્યારે એક IAS અધિકારી પોતે ટોઈલેટના ખાડાની સફાઈ કરતો હોય તો દેશનું ધ્યાન તેની તરફ જવું સ્વાભાવિક છે. અને આ જે Toilet pit ની સફાઈ છે તેમાંથી જેને આપણે કચરો માનીયે છીએ, પરંતુ ખાતરની દ્રષ્ટિએ જોઈએ તો તે એક કાળા સોના બરાબર હોય છે. Waste થી wealth શું હોય છે તે આપણે જોઈ શકીએ છીયે. અને આ સિદ્ધ થઈ ચૂક્યું છે. છ સભ્યોના પરિવાર માટે એક standard ‘Twin Pit Toilet’, એ મોડલ લગભગ પાંચ વર્ષમાં ભરાઈ જાય છે. ત્યારબાદ કચરાને સરળતાથી દૂર કરીને બીજા pit માં redirect કરી શકાય છે. છથી બાર મહિનામાં pitમાં જમા થયેલો કચરો પૂરી રીતે decompose થઈ જાય છે. આ decomposed કચરો handle કરવામાં બહુ સુરક્ષિત હોય છે. અને ખાતરની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ ખાતર ‘NPK’. ખેડૂતો બહુ સારી રીતે NPK થી પરિચિત છે. નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ – એ પોષક તત્વોથી પૂર્ણ હોય છે. અને કૃષિના ક્ષેત્રમાં બહુ જ ઉત્તમ ખાતર માનવામાં આવે છે.
જેવી રીતે સરકારે આ initiative લીધો છે, અન્યોએ પણ ઘણાં initiative જેવા પ્રયોગો કર્યા હશે. અને હવે તો દૂરદર્શનમાં સ્વચ્છતા સમાચાર એક વિશેષ કાર્યક્રમ આવે છે. તેમાં આવી વાતો જેટલી પણ ઉજાગર થશે તેટલો વધુ લાભ થશે. સરકારમાં પણ વિવિધ departments સ્વચ્છતા પખવાડીયું મનાવે છે. માર્ચ મહિનાના પ્રથમ પખવાડીયામાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, તેમની સાથે જનજાતિ વિકાસ મંત્રાલય – tribal affairs ministry, આ સ્વચ્છતા અભિયાનને વેગ આપશે. અને માર્ચના બીજા પખવાડિયામાં વધુ બે મંત્રાલય, Ministry of Shipping, Ministry of water resources, River Development and Ganga Rejuvenation આ મંત્રાલયો પણ માર્ચમાં છેલ્લા બે સપ્તાહ સ્વચ્છતા અભિયાનને આગળ વધારશે.
આપણે જાણીયે છીયે કે આપણા દેશનો કોઈ પણ ગરીબ નાગરિક જ્યારે પણ કંઈક સારું કરે છે તો આખો દેશ એક નવી ઉર્જાનો અનુભવ કરે છે, આત્મવિશ્વાસ વધારે છે. રીયો પેરાલિમ્પિકમાં આપણા દિવ્યાંગ ખેલાડીઓએ જે પ્રદર્શન કર્યું, આપણે સૌ એ તેનું સ્વાગત કર્યુ હતું. આ જ મહિનામાં આયોજિત Blind T-20 World Cupની ફાઈનલમાં ભારતે પાકિસ્તાનને હરાવીને સતત બીજી વખત વિશ્વ ચેમ્પિયન બનીને દેશનું ગૌરવ વધાર્યું. દેશના આપણા આ દિવ્યાંગ સાથીઓની ઉપલબ્ધિઓ પર ગર્વ છે. હું એ હંમેશા માનું છું કે દિવ્યાંગ ભાઈ-બહેન સામર્થ્યવાન હોય છે, દ્રઢ નિશ્ચયી હોય છે, સાહસિક હોય છે, સંકલ્પવાન હોય છે. દરેક વખતે આપણે એમની પાસેથી કંઈને કંઈક શિખવાનું મળે છે.
વાત રમતની હોય કે હોય અંતરિક્ષ-વિજ્ઞાનની , આપણા દેશની મહિલાઓ કોઈનાથી પાછળ નથી. કદમથી કદમ મેળવીને આગળ વધી રહી છે અને તેમની ઉપલબ્ધિઓથી દેશનું નામ રોશન કરી રહી છે. ગત કેટલાક દિવસોમાં એશિયાઈ Rugby Sevens Trophy માં આપણી મહિલા ખેલાડીઓએ Silver medal જીત્યો. તે દરેક ખેલાડીઓને મારી ખૂબ ખૂબ શુભેચ્છા.
8 માર્ચ આખું વિશ્વ મહિલા દિવસ મનાવે છે. ભારતમાં પણ બાળકીઓને મહત્વ આપવા તેમજ પરિવાર અને સમાજમાં તેમના પ્રતિ જાગૃતિ વધે, સંવેદનશિલતા વધે. ‘બેટી બચાવો-બેટી પઢાઓ’ આ આંદોલન ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે. આજે આ માત્ર સરકારી કાર્યક્રમ જ નથી રહ્યો, આ એક સામાજિક સંવેદનનું, લોકશિક્ષાનું અભિયાન બની ગયો છે. ગત બે વર્ષ દરમિયાન આ કાર્યક્રમે સામાન્ય જનમાનસને જોડી લીધું છે. દેશના દરેક ખૂણામાં આ જ્વલંત મુદ્દાએ લોકોને વિચારવા પર મજબૂર કર્યા છે અને વર્ષોથી ચાલતા આવતા જૂના રીત-રિવાજો પ્રતિ લોકોના વિચારોમાં બદલાવ લાવ્યો છે. જ્યારે એ સમાચાર મળે છે કે બાળકીના જન્મ પર ઉત્સવ મનાવવામાં આવ્યો, ત્યારે ઘણો જ આનંદ આવે છે. એક પ્રકારથી બાળકીઓ પ્રતિ સકારાત્મક વિચાર સામાજિક સ્વિકૃતિનું કારણ બની રહ્યું છે. મેં સાંભળ્યું છે કે તમિલનાડુ રાજ્યના Cuddalore જિલ્લામાં એક વિશેષ અભિયાન હેઠળ બાળ-લગ્ન પર પ્રતિબંધ લગાડાયો છે. અત્યારસુધી લગભગ 175 થી પણ વધારે બાળ-લગ્ન રોકવામાં આવ્યા છે. જિલ્લા પ્રશાસને ‘સુકન્યા સમૃદ્ધિ યોજના’ અંતર્ગત 55-60 હજારથી પણ વધુ બાળકીઓના બેન્ક ખાતા ખોલ્યા છે. જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં convergence model હેઠળ બધા વિભાગોને બેટી બચાવો-બેટી પઢાઓ યોજનામાં જોડવામાં આવ્યા છે અને ગ્રામ-સભાઓના આયોજનની સાથેસાથે જિલ્લા પ્રશાસન દ્વારા અનાથ બાળકીઓને દત્તક લેવી, તેમનું ભણતર નિશ્ચિત કરવાના ભરપૂર પ્રયાસ થઈ રહ્યા છે. મધ્યપ્રદેશમાં ‘હર ઘર દસ્તક’ કાર્યક્રમ અંતર્ગત ગામડે-ગામડે, ઘરે-ઘરે બાળકીઓના ભણતર માટે એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. રાજસ્થાને ‘અપના બચ્ચા અપના વિદ્યાલય’ અભિયાન ચલાવીને જે બાળકીઓનું drop-out થયું હતું તેમને ફરીથી શાળામાં દાખલ કરાવી, ફરીથી ભણવા માટે પ્રેરિત કરવાનું અભિયાન ચલાવ્યું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ‘બેટી બચાવો-બેટી પઢાઓ’ ના આ આંદોલને અનેક રૂપ ધારણ કર્યા છે. આખું આંદોલન જન-આંદોલન બન્યું છે. નવી નવી કલ્પનાઓ તેની સાથે જોડાયેલી છે. સ્થાનિક આવશ્યકતાઓ મુજબ તેને ઢાળવામાં આવ્યું છે. હું તેને એક સારી નિશાની માનું છું. જ્યારે આપણે 8 માર્ચે મહિલા દિવસ મનાવવાના છીયે, ત્યારે આપણે એક જ ભાવ છે,..
“મહિલા એ શક્તિ છે, સશક્ત છે, એ ભારતની નારી છે,
ન વધુમાં, ન ઓછામાં, એ દરેકમાં બરાબરની અધિકારી છે”
મારા પ્રિય દેશવાસીઓ, આપને મન કી બાતમાં વિવિધ સમય પર કંઈકને કંઈક સંવાદ કરવાનો અવસર મળે છે. આપ પણ સક્રિય થઈને તેની સાથે જોડાઓ છો. તમારા તરફથી મને ઘણું જાણવા મળે છે. ધરતી પર શું ચાલી રહ્યું છે, ગામ, ગરીબના મનમાં શું ચાલી રહ્યું છે, તે મારા સુધી પહોંચે છે. તમારા યોગદાન બદલ હું આપનો ખૂબ આભારી છું. ખૂબ-ખૂબ ધન્યવાદ.
મારા પ્રિય દેશવાસીઓ, આપ સર્વેને નમસ્કાર. 26 જાન્યુઆરી, આપણા ગણતંત્ર દિવસને દેશના દરેક ખૂણામાં ઉમંગ અને ઉત્સાહ સાથે આપણે સૌએ મનાવ્યો. ભારતનું બંધારણ, નાગરિકોનું કર્તવ્ય, લોકશાહી પ્રત્યે આપણી પ્રતિબદ્ધતા, એક રીતે આ સંસ્કાર ઉત્સવ પણ છે, જે આવનારી પેઢીને લોકતંત્ર પ્રત્યે, લોકતાંત્રિક જવાબદારીઓ પ્રત્યે જાગૃત પણ કરે છે તેમજ સંસ્કારીત પણ કરે છે. પરંતુ હજુ પણ આપણા દેશમાં નાગરિકોનું કર્તવ્ય તેમજ નાગરિકોના અધિકાર – તેના પર જેટલી ચર્ચા થવી જોઈએ, જેટલી ઉંડાણપૂર્વક ચર્ચા થવી જોઈએ તે થઈ નથી રહી. હું આશા કરું છું કે દરેક સ્તરે, દરેક સમયે, જેટલું મહત્વ અધિકારોને આપવામાં આવે છે, તેટલું જ મહત્વ કર્તવ્યોને પણ મળવું જોઈએ. અધિકાર અને કર્તવ્યના બે પાટા પર જ ભારતના લોકતંત્રની ગાડી પૂરપાટ ગતિએ આગળ વધી શકે છે.
કાલે 30 જાન્યુઆરી છે, આપણા પૂજ્ય બાપુની પુણ્યતિથિ છે. 30 જાન્યુઆરીએ આપણે સૌ 11 વાગ્યે 2 મિનિટનું મૌન રાખીને દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનારા શહીદોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. એક સમાજના રૂપમાં, એક દેશના રૂપમાં, 30 જાન્યુઆરીએ 11 વાગ્યે 2 મિનિટ શ્રદ્ધાંજલિ એ સહજ ભાવ રહેવો જોઈએ. 2 મિનિટ જ કેમ ન હોય પરંતુ તેમાં સામૂહિકતા, સંકલ્પ તેમજ શહીદો પ્રત્યે શ્રદ્ધા પણ અભિવ્યક્ત થવી જોઈએ.
આપણા દેશમાં સેના પ્રત્યે, સુરક્ષાદળો પ્રત્યે એક સહજ આદરભાવ પ્રગટ થતો રહે છે. આ ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ અલગ અલગ વીરતા પુરસ્કારોથી જે વીર જવાનો સન્માનિત થયા, તેમને અને તેમના પરિવારજનોને હું શુભેચ્છા પાઠવું છું. આ પુરસ્કારોમાં કીર્તિ ચક્ર, શૌર્ય ચક્ર, પરમ વિશિષ્ટ સેવા મેડલ, વિશિષ્ટ સેવા મેડલ જેવી અનેક શ્રેણીઓ છે. હું ખાસ કરીને નવયુવાનોને આગ્રહ કરવા માંગુ છું. આપ સોશિયલ મીડિયામાં ઘણાં સક્રિય છો. આપ એક કામ કરી શકો છો? આ વખતે જે વીરોને આ સન્માન પ્રાપ્ત થયું છે – આપ નેટ પર શોધો, તેના સંબંધિત બે સારા વાક્યો લખો અને આપના સાથીયોમાં તેનો ફેલાવો કરો. જ્યારે તેમના સાહસની, વીરતાની, પરાક્રમની વાતને ઉંડાણપૂર્વક જાણીયે છીએ તો આપણને આશ્ચર્ય પણ થાય છે, ગર્વ પણ થાય છે અને પ્રેરણા પણ મળે છે.
એક તરફ આપણે સૌ 26 જાન્યુઆરીની ઉમંગ અને ઉત્સાહની ખબરોથી આનંદિત હતા તો તે જ સમયે કાશ્મીરમાં આપણી સેનાના જે જવાનો દેશની સેવામાં લાગેલા હતા તેઓ હિમસ્ખલનને કારણે વીરગતી પામ્યા. હું એ દરેક વીર જવાનોને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવું છું, નમન કરું છું.
મારા યુવા સાથીઓ, આપ તો બહુ સારી રીતે જાણો છો કે હું સતત ‘મન કી બાત’ કરતો રહું છું. જાન્યુઆરી- ફેબ્રુઆરી – માર્ચ – એપ્રિલ, આ બધા મહિના દરેક પરિવાર માટે કસોટીના મહિના હોય છે. ઘરમાં એક કે બે બાળકોની પરીક્ષા હોય છે, પરંતુ આખો પરિવાર પરીક્ષાના ભાર હેઠળ દબાયેલો હોય છે. તો મને મન થયું કે આ સાચો સમય છે કે હું વિદ્યાર્થી મિત્રો સાથે વાત કરું, તેમના વાલી સાથે વાત કરું, તેમના શિક્ષકો સાથે વાત કરું. કારણ કે કેટલાય વર્ષોથી હું જ્યાં ગયો, જેને મળ્યો, પરીક્ષા એક બહુ મોટી પરેશાનીનું કારણ જોવા મળ્યું. પરિવાર પરેશાન, વિદ્યાર્થી પરેશાન, શિક્ષક પરેશાન,દરેક ઘરમાં એક વિચિત્ર મનોવૈજ્ઞાનિક વાતાવરણ જોવા મળતું હોય છે. તેમજ મને હંમેશા એવું લાગતું હોય છે કે આમાંથી બહાર નીકળવું જોઈએ અને એટલે જ હું આજે યુવા સાથીઓ સાથે થોડી વિસ્તારથી વાત કરવા માંગું છું. જ્યારે આ વિષયની મેં ઘોષણા કરી, તો અનેક શિક્ષકોએ, વાલીઓએ, વિદ્યાર્થીઓએ મને સંદેશા મોકલ્યા, સવાલ મોકલ્યા, પીડા પણ વ્યક્ત કરી, પરેશાનીઓ વિશે પણ જણાવ્યું અને તેને જોઈને મારા મનમાં વિચાર આવ્યો, જેની આજે હું આપની સાથે વાત કરવા માગું છું. મને સૃષ્ટીનો એક ટેલિફોનીક સંદેશો મળ્યો. આપ પણ સાંભળો સૃષ્ટી શું કહી રહી છે., –
“સર હું આપને એટલું કહેવા માગું છું કે પરીક્ષા સમયે એવું થાય છે કે અમારા ઘરમાં, પડોશમાં, અમારી સોસાયટીમાં બહુ ડરનો માહોલ ઉભો થઈ જાય છે. જેથી વિદ્યાર્થીઓને પ્રેરણા તો નથી મળતી પરંતુ તેઓ ઢીલા થઈ જાય છે. તો હું આપને એટલું પૂછવા માગું છું કે શું આ માહોલ ખુશનુમા ન થઈ શકે?”
સવાલ તો સૃષ્ટીએ પૂછ્યો છે પરંતુ આ સવાલ આપ દરેકના મનમાં હશે. પરીક્ષા એ પોતે જ એક ખુશીનો અવસર હોવો જોઈએ. આખું વર્ષ મહેનત કરી છે, જેને હવે દેખાડવાનો સમય આવ્યો છે, એવા ઉમંગ અને ઉત્સાહનો આ પર્વ હોવો જોઈએ. બહુ ઓછા લોકો છે જેમના માટે પરીક્ષા એ ખુશી હોય છે, તો મોટાભાગના લોકો માટે પરીક્ષા એક દબાણ હોય છે. નિર્ણય આપે કરવાનો છે કે આપ તેને ખુશી માનશો કે દબાણ માનશો. જે ખુશી માનશે એ મેળવશે અને જે દબાણ માનશે તે પસતાશે. અને તેથી જ મારો મત છે કે પરીક્ષા એક ઉત્સવ છે, પરીક્ષાને એવી રીતે લો કે જે એક તહેવાર હોય અને જ્યારે તહેવાર હોય છે, ઉત્સવ હોય છે, તો આપણી અંદર જે સૌથી સારું હોય છે તે જ બહાર નીકળીને આવે છે. સમાજની તાકાતની અનુભૂતિ પણ ઉત્સવ સમયે જ થાય છે. જે ઉત્તમ થી ઉત્તમ છે તે પ્રગટ થાય છે. સામાન્ય રીતે આપણને લાગે છે કે આપણે કેટલા ગેરશિસ્ત છીએ, પરંતુ 40-45 દિવસ ચાલનારા કુંભમેળાની વ્યવસ્થા જુઓ તો ખ્યાલ આવે કે લોકોમાંMake Shift Arrangement તથા શું શિસ્ત છે! આ જ ઉત્સવની તાકાત છે. પરીક્ષા સમયે પણ આખા પરિવારમાં, મિત્રોમાં પડોશીઓમાં એક ઉત્સવનો માહોલ બનવો જોઈએ. આપ જોશો કે આ દબાણ ખુશીમાં પરિવર્તિત થઈ જશે. ઉત્સવપૂર્ણ વાતાવરણ ભારમુક્ત બનાવી દેશે. અને હું અહીં માતા-પિતાને આગ્રહપૂર્વક કહેવા માગું છું કે આપ આ ત્રણ-ચાર મહિના એક ઉત્સવનું વાતાવરણ બનાવો. આખો પરિવાર એક ટીમના રૂપમાં આ ઉત્સવને સફળ બનાવવા પોતપોતાની ભૂમિકા ઉત્સાહપૂર્વક નિભાવે. જોત જોતામાં જ બદલાવ આવી જશે. હકીકત તો એ છે કે કન્યાકુમારીથી કાશ્મીર સુધી, કચ્છથી લઈને કામરૂપ સુધી અને અમરેલીથી લઈને અરૂણાચલ પ્રદેશ સુધી, આ ત્રણ-ચાર મહિના પરીક્ષાઓ જ હોય છે. આપણા સૌનું એ દાયિત્વ છે કે આપણે દરેક વર્ષે આ ત્રણ-ચાર મહિનાઓને આપણી રીતે, આપણી પરંપરા સમજીને, આપણા પરિવારના વાતાવરણને સમજીને ઉત્સવમાં પરિવર્તિત કરીએ. અને તેથી જ હું આપને કહીશ કે ‘Smile More, Score More’. જેટલી વધુ ખુશી સાથે આ સમયને વિતાવશો તેટલા જ સારા ગુણ મેળવશો. કરી જુઓ. આપે જોયું હશે કે જ્યારે આપ ખુશ થાઓ છો, ત્યારે આપ પોતાની જાતને Relax થયેલા જુઓ છો. આપ સહજરૂપથી Relax થઈ જાઓ છો અને જ્યારે આપ Relax થાઓ છો ત્યારે આપની વર્ષો જૂની વાતો પણ સહજપૂર્વક યાદ આવશે. એક વર્ષ અગાઉ વર્ગખંડમાં શિક્ષકે શું કહ્યું હતું તે આખું દ્રશ્ય યાદ આવી જશે. તેમજ આપને એ ખબર હોવી જોઈએ કે યાદશક્તિને રિ-કોલ કરવાની જે શક્તિ છે તે Relaxationમાં સૌથી વધારે છે. જો આપ તણાવમાં છો તો દરેક દરવાજા બંધ થઈ જાય છે, બહારનું અંદર નથી જતું અને અંદરનું બહાર નથી આવતું. વિચાર પ્રક્રિયા રોકાઈ જાય છે, જે પોતે એક બોજ બની જાય છે. પરીક્ષામાં પણ આપે જોયું હશે કે આપને બધું જ યાદ આવે છે. ચોપડી યાદ આવે છે, વિષય યાદ આવે છે, પાનાં ક્રમાંક યાદ આવે છે, પાનાંમાં ઉપરની તરફ લખ્યું છે કે નીચેની તરફ એ પણ યાદ આવે છે. પરંતુ જેવા પરીક્ષા આપીને બહાર નીકળો છો અને ખંડની થોડા બહાર આવ્યા ત્યારે અચાનક યાદ આવે છે કે – હા યાર આ જ શબ્દ હતો. અંદર કેમ યાદ ન આવ્યું, દબાણ હતું. બહાર કેવી રીતે યાદ આવ્યું ? તે તમે જ હતા અને કોઈએ કહ્યું પણ નહોતું. પરંતુ જે અંદર હતું તે તરત જ બહાર આવી ગયું અને બહાર એટલે આવ્યું કે તમે Relax થઈ ગયા. અને એટલે જ Memory Recall કરવાની સૌથી મોટી જો કોઈ ઔષધિ છે તો એ Relaxation છે. અને આ હું સ્વ-અનુભવના આધારે કહું છું કે જો દબાણ હોય તો આપણે આપણી વસ્તુઓ ભૂલી જઈએ છીએ અને જો Relax હોઈએ તો ક્યારેય કલ્પના પણ ના કરી હોય અને અચાનક એવી વસ્તુઓ યાદ આવી જાય છે, જે બહુ કામ આવે છે. અને એવું નથી કે આપની પાસે જ્ઞાન નથી, એવું નથી કે આપની પાસે માહિતી નથી, એવું પણ નથી કે તમે મહેનત નથી કરી. પરંતુ જ્યારે ટેન્શન થાય છે ત્યારે તમારું જ્ઞાન, તમારી માહિતી દબાઈ જાય છે અને તમારું ટેન્શન તેના પર હાવી થઈ જાય છે. અને તેથી જ આવશ્યક છે કે ‘A Happy Mind is the secret for a good mark-sheet’. ક્યારેક એવું પણ લાગે છે કે આપણે સાચા પરિપ્રેક્ષ્યમાં પરીક્ષાને નથી જોઈ શકતા. એવું લાગે છે કે તે જાણે જીવન-મરણનો સવાલ હોય. તમે જે પરીક્ષા આપવા જઈ રહ્યા છો, તે આખું વર્ષ આપ જે ભણ્યા છો તેની જ પરીક્ષા છે. તે તમારા જીવનની કસોટી નથી. તમે કેવું જીવન જીવ્યા, કેવું જીવન જીવી રહ્યા છો, કેવું જીવન જીવવા માંગો છો, તેની પરીક્ષા નથી. તમારા જીવનમાં, વર્ગખંડમાં નોટબુક લઈને અપાયેલી પરીક્ષાઓ સિવાય પણ કેટલીયે કસોટીમાંથી પસાર થવાનો અવસર આવ્યો હશે. અને તેથી જ જીવનની સફળતા-નિષ્ફળતા સાથે પરીક્ષાને કોઈ લેવા-દેવા છે એવા ભારથી મુક્ત થઈ જજો. આપણા બધાની સામે આપણા પૂર્વ રાષ્ટ્રપતિ ડો.એ.પી.જે. અબ્દુલ કલામજીનું મોટું પ્રેરક ઉદાહરણ છે. તેઓ વાયુસેનામાં ભર્તી માટે ગયા અને નાપાસ થયા. માની લ્યો કે તે નિષ્ફળતાને કારણે જો તેઓ નિરાશ થઈ જાત, જિંદગી થી હારી ગયા હોત, તો શું ભારતને આટલા મોટા વૈજ્ઞાનિક મળ્યા હોત, આટલા મોટા રાષ્ટ્રપતિ મળ્યા હોત! ન મળ્યા હોત. કોઈ ઋચા આનંદજીએ મને એક સવાલ મોકલ્યો છે :
“આજના આ સમયમાં શિક્ષણની સામે જો સૌથી મોટો પડકાર હું જોઈ શકું છું તે છે કે શિક્ષણ પરીક્ષા કેન્દ્રિત થઈ ગયું છે. ગુણ સૌથી વધારે મહત્વના બની ગયા છે. તેને કારણે પ્રતિસ્પર્ધા તો ઘણી વધી જ ગઈ છે, સાથે જ વિદ્યાર્થીઓમાં તણાવ પણ ઘણો વધી ગયો છે. તો શિક્ષણની આ વર્તમાન દિશા અને તેના ભવિષ્યને લઈને આપના વિચારો જાણવા માંગુ છુ.”
આમ તો એમણે પોતે જ જવાબ આપી દીધો છે, પરંતુ ઋચાજી ઈચ્છે છે કે હું પણ મારી વાત અહીં રજૂ કરું. માર્ક્સ અને માર્કશીટનો બહુ સીમિત ઉપયોગ છે. જીવનમાં એ જ બધું નથી હોતા. તમે કેટલું જ્ઞાન પ્રાપ્ત કર્યું, તેના પર જીવન ચાલે છે. તમે જે જાણ્યું છે તેનાથી જીવવાનો પ્રયાસ કર્યો છે કે નહીં તેના પર જીવન ચાલે છે. આપને જે sense of mission મળ્યું છે, જે તમારીsense of ambition છે, આપના mission અને ambition વચ્ચે કોઈ મેળ પડી રહ્યો છે કે નહીં તેના પર જીવન ચાલે છે. જો આપ આવી બાબતોમાં ભરોસો કરશો તો માર્ક્સ ઉભી પૂંછડીએ આપની પાછળ આવશે, આપને માર્કસ પાછળ ભાગવાની જરૂર નહીં પડે. જીવનમાં આપને જ્ઞાન કામ આવશે, કુશળતા કામ આવશે, આત્મવિશ્વાસ કામ આવશે, સંકલ્પશક્તિ કામ આવશે. તમે જ મને કહો કે આપના પરિવારમાંથી કોઈ ડોક્ટર હશે અને પરિવારના દરેક લોકો તેની પાસે જ જતા હશે જે ફેમિલી ડોક્ટર હોય છે. તમારામાંથી કોઈ એવું નહીં હોય કે જેણે તેના ફેમિલી ડોક્ટરને, તે કેટલા ગુણથી પાસ થયા હતા એવું પૂછ્યું હોય. કોઈએ નહીં પૂછ્યું હોય. બસ, તમને લાગ્યું કે ભાઈ, એક ડોક્ટર તરીકે બહુ સારા છે, આપને લાભ થઈ રહ્યો છે અને આપે તેમની સેવા લેવાની શરૂ કરી. કોઈ મોટામાં મોટો કેસ લડવા માટે આપ કોઈ વકિલ પાસે જાઓ તો શું એ વકિલની માર્કશીટ જુઓ છો ? આપ તેના અનુભવને, તેના જ્ઞાનને અને તેની સફળ યાત્રાને જુઓ છો. અને એટલે જ આ જે ગુણોનો ભાર છે તે ક્યારેક આપણને સાચી દિશા તરફ જતા રોકી દે છે. પરંતુ તેનો અર્થ એ નથી કે હું એમ કહું કે બસ, ભણવું જ નથી. આપણી કસોટી માટે તેનો ઉપયોગ જરૂરી છે. હું કાલે હતો અને આજે ક્યાં છું, એ જાણવા માટે જરૂરી છે. ક્યારેક એવું પણ થાય છે અને નજીકથી તમે તમારા સ્વયંના જીવનને જોશો તો ધ્યાનમાં આવશે કે જો ગુણોઓની પાછળ પડી ગયા તો આપ ટૂંકામાં ટૂંકો રસ્તો શોધશો, અમુક પસંદગીની વસ્તુઓને જ પકડશો અને તેના પર જ ધ્યાન કેન્દ્રિત કરશો. પરંતુ તમે જે વસ્તુઓ પર હાથ અજમાવ્યો હતો, તેની બહારની કોઈ વસ્તુ આવી ગઈ, તમે જે સવાલો તૈયાર કર્યા હતા, એની બહારનો સવાલ આવી ગયો, તો તમે એકદમથી નીચે ઉતરી જશો. જો તમે જ્ઞાનને કેન્દ્રમાં રાખો છો, તો કેટલીયે વસ્તુઓને પોતાનામાં સમેટવાનો પ્રયાસ કરો છો. પરંતુ ગુણ પર ધ્યાન કેન્દ્રિત કરો છો, તો ધીરેધીરે તમે પોતે જ પોતાની જાતને સંકોચી રહ્યા છો અને માત્ર માર્ક મેળવવા માટે જ એક નિશ્ચિત વિસ્તાર સુધી જ તમે પોતાને સીમિત કરો છો. તો બની શકે કે પરીક્ષામાં હોંશિયાર હોવા છતાં જીવનમાં ક્યારેક નિષ્ફળ થઈ જાવ છો.
ઋચાજીએ એક વાત આ પણ કહી છે – “પ્રતિસ્પર્ધા”. આ એક બહુ મોટી મનોવૈજ્ઞાનિક લડાઇ છે. સાચે જ, જીવનને આગળ વધવા માટે પ્રતિસ્પર્ધા કામમાં નથી આવતી. જીવનને આગળ વધવા અનુસ્પર્ધા કામ આવે છે, અને હું જ્યારે અનુસ્પર્ધા કહું છું તો તેનો અર્થ છે પોતાની સાથે સ્પર્ધા કરવી. ગઇ કાલથી આવતીકાલ વધુ સારી કેવી રીતે હોય ? વિતેલા પરિણામથી આવનાર અવસર વધુ સારો કેવી રીતે હોય. ઘણી વાર તમે રમત ક્ષેત્રે જોયું હશે કારણ કે તેમાં તરત સમજાય છે. આથી હું ખેલ જગતનું ઉદાહરણ આપું છું. મોટા ભાગના સફળ ખેલાડીઓના જીવનની એક વિશેષતા એ છે કે તેઓ અનુસ્પર્ધા કરે છે. આપણે શ્રીમાન સચિન તેંડુલકરજીનું જ ઉદાહરણ લઇએ. વીસ વર્ષ સતત પોતાના જ રેકોર્ડ તોડતા જવા, પોતાને જ દર વખતે હરાવવા અને આગળ વધવું. બહુ અદ્દભૂત જીવન યાત્રા છે. તેના કારણે તેમણે પ્રતિસ્પર્ધાથી વધુ અનુસ્પર્ધાનો માર્ગ અપનાવ્યો.
જીવનના દરેક ક્ષેત્રમાં મિત્રો જ્યારે તમે પરીક્ષા દેવા જઇ રહ્યા છો ત્યારે વિચારો, પહેલા જો બે કલાક શાંતિથી વાંચી શકતા હો તો ત્રણ કલાક વાંચી શકો છો ? પહેલાં સવારે જેટલા વાગે ઉઠવાનું નક્કી કરતા હતા તો મોડું ઉઠાતું હતું. હવે સમયસર ઉઠી શકો છો ? પહેલાં પરીક્ષાની ચિંતામાં ઊંઘ નહોતી આવતી, હવે આવે છે ? પોતાની જ કસોટી કરો તો તમારા ધ્યાનમાં આવશે – પ્રતિસ્પર્ધા, પરાજય, હતાશા, નિરાશા અને ઇર્ષાને જન્મ આપે છે, પરંતુ અનુસ્પર્ધા, આત્મમંથન, આત્મચિંતનનું કારણ બને છે, સંકલ્પ શક્તિને દૃઢ બનાવે છે અને જ્યારે કોઇ પોતાને જ પરાજિત કરી દે છે તો આગળ વધવાનો ઉત્સાહ સ્વયંભૂ પેદા થાય છે, બહારથી કોઇ વધારાની શક્તિની જરૂર પડતી નથી. અંદરથી તે
શક્તિ આપોઆપ પેદા થાય છે. સરળ ભાષામાં કહું તો – જ્યારે તમે કોઇની સાથે પ્રતિસ્પર્ધા કરો તો મોટા પાયે ત્રણ સંભાવના નજરે પડે છે.
એક, તમે તેનાથી ઘણા સારા છો. બીજું તમે તેનાથી બહુ ખરાબ છો અથવા તમે તેની બરાબરીના છો. જો તમે તેનાથી સારા હશો તો બેદરકાર થઇ જશો. અતિ વિશ્વાસ આવી જશે. જો તમે તેની સરખામણીમાં ખરાબ કરશો તો દુઃખી અને નિરાશ થઇ જશો, ઇર્ષા આવશે, આ ઇર્ષા તમને ખાતી રહેશે અને જો તમે બરાબરીના હશો તો સુધારાની જરૂરિયાત તમે ક્યારેય નહીં અનુભવો. જેમ ગાડી ચાલે છે તેમ ચલાવતા રહેશો. તો મારો આપને આગ્રહ છે – અનુસ્પર્ધાનો – પોતાની સાથે સ્પર્ધાનો. પહેલાં શુ કર્યું હતું, તેનાથી આગળ કેમ કરીશ, સારૂં કેવી રીતે કરીશ. બસ, તેના પર જ ધ્યાન કેન્દ્રિત કરો. તમે જુઓ, ઘણું પરિવર્તન અનુભવશો.
શ્રીમાન એસ.સુંદરજીએ વાલીઓની ભૂમિકાના સંદર્ભે પોતાની લાગણી વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે પરીક્ષામાં વાલીઓની ભૂમિકા ઘણી મહત્વની હોય છે. તેમણે વધુમાં લખ્યું છે – “મારી માતા ભણેલી- ગણેલી નહોતી, તેમ છતાં તે મારી પાસે બેસતી અને મને ગણિતના દાખલા ગણવા કહેતી. તે ઉત્તર મેળવતી અને આ રીતે તે મારી મદદ કરતી હતી. ભૂલો સુધારતી હતી. મારી માતાએ દસમા ધોરણની પરીક્ષા પાસ નહોતી કરી, પરંતુ તેના સહયોગ વગર મારા માટે સી.બી.એસ.ઇ.ની પરીક્ષા પાસ કરવી અશક્ય હતી.”
સુંદરજી, આપની વાત સાચી છે અને આજે પણ તમે જોયું હશે તો, મને પ્રશ્નો પૂછનારા, સૂચનો કરનારામાં મહિલાઓની સંખ્યા વધુ છે. કારણ કે ઘરમાં
બાળકોના ભવિષ્ય અંગે માતાઓ સજાગ હોય છે. સક્રિય હોય છે, તેઓ ચીજો ઘણી સરળ કરી દે છે. હું વાલીઓને એટલું જ કહેવા માગીશ – ત્રણ વાતો પર આપણે ભાર આપીએ. સ્વીકારવું, શીખવવું, સમય આપવો. જે છે તેને સ્વીકારો. તમારી પાસે જેટલી ક્ષમતા છે, તેની ધાર કાઢો. તમે ગમે તેટલા વ્યસ્ત કેમ ન હો, સમય કાઢો. ટાઇમ આપો. એક વાર તમે સ્વીકારતા શીખી જશો તો મોટા ભાગની સમસ્યા ત્યાં જ સમાપ્ત થઇ જશે. દરેક વાલી એ વાત અનુભવતો કે અનુભવતી હશે. વાલીઓ, શિક્ષકોની અપેક્ષા જ સમસ્યાના મૂળમાં હોય છે. સ્વીકાર્યતા સમસ્યાઓના સમાધાનનો માર્ગ ખોલી દે છે. અપેક્ષાઓ રાહ મુશ્કેલ કરી દે છે. અવસ્થાને સ્વીકાર કરવાથી નવો રસ્તો ખોલવાનો અવસર મળી જાય છે. અને આથી જે છે તેને સ્વીકારો. તમે પણ ભારમુક્ત બની જશો. આપણે લોકો નાનાં બાળકોની સ્કૂલ બેગના વજનની ચર્ચા કરતા રહીએ છીએ પરંતુ ક્યારેક મને લાગે છે કે વાલીઓની જે અપેક્ષા હોય છે, આશાઓ હોય છે તે બાળકોની સ્કૂલ બેગથી પણ થોડી વધુ ભારે બની જાય છે.
ઘણાં વર્ષ પહેલાની વાત છે. અમારા એક પરિચિત વ્યક્તિ હાર્ટ એટેકના કારણે હોસ્પિટલમાં હતા. આપણા ભારતની લોકસભાના પહેલા અધ્યક્ષ ગણેશ દાદા માવલંકરના પુત્ર પુરૃષોત્તમ માવલંકર, જે ક્યારેક સાંસદ પણ હતા. તેઓ તેમના ખબર પૂછવા ગયા. હું તે વખતે હાજર હતો અને મેં જોયું કે તેમણે ત્યાં આવીને તેમની તબિયત સંદર્ભે એક પણ પ્રશ્ન ન પૂછ્યો. બેઠા, અને આવતાં જ ત્યાં શું સ્થિતિ છે, બીમારી કેવી છે, આવી કોઇ વાતો ન કરી. ટૂચકાઓ સંભળાવવા લાગ્યા અને પહેલી બે-ચાર મિનિટમાં જ વાતાવરણ હળવું બનાવી દીધું. બીમાર વ્યક્તિ પાસે જઇને આપણે ઘણી વાર તેમને બીમારીથી ડરાવી દઇએ છીએ. વાલીઓને હું કહીશ, ક્યારેક આપણે બાળકો સાથે પણ આવું જ કરીએ છીએ. શું
તમને ક્યારેય લાગ્યું કે પરીક્ષાના દિવસોમાં બાળકોને હસી-ખુશીનું વાતાવરણ આપીએ ? તમે જોજો, વાતાવરણ બદલાઇ જશે.
એક કમાલનો ફોન કોલ મને આવ્યો છે. તે સજ્જન મને તેમનું નામ કહેવા માગતા નથી. ફોન સાંભળીને તમને ખબર પડી જશે કે તેઓ પોતાનું નામ કહેવા કેમ નથી માગતા ?
“નમસ્કાર, વડાપ્રધાનશ્રી, હું મારું નામ કહી શકતો નથી કારણકે મેં કામ જ કંઇક એવું કર્યું હતું બાળપણમાં. મેં બાળપણમાં એક વાર ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. તે માટે મેં ઘણી તૈયારી કરવાની શરૂ કરી હતી કે ચોરી કેવી રીતે કરવી. તેની રીતો શોધવાનો પ્રયાસ કર્યો. તેના લીધે મારો ઘણો સમય વેડફાઇ ગયો. તે વખતે હું ભણીને-વાંચીને એટલા જ માર્ક લાવી શકતો હતો, જેટલો મેં ચોરી કરવા માટે મગજ ચલાવવામાં વાપર્યું. અને જ્યારે મેં નકલ કરીને પાસ થવાનો પ્રયાસ કર્યો તો તેમાં હું પકડાઇ પણ ગયો અને મારા કારણે મારી આસપાસના અનેક મિત્રોને ઘણી તકલીફ પડી.”
તમારી વાત સાચી છે. આ શોર્ટ કટવાળા રસ્તા જે હોય છે તે નકલ કરવા માટે કારણ બની જાય છે. ઘણી વાર પોતાના પર વિશ્વાસ ન હોવાના લીધે મન થાય છે કે બાજુવાળામાંથી જરા જોઇ લઉં , ખાતરી કરી લઉં કે મેં જે લખ્યું છે તે સાચું છે કે નહીં અને ઘણી વાર તો આપણે સાચું લખ્યું હોય છે પણ બાજુવાળાએ ખોટું લખ્યું હોય છે તો તેણે જે લખ્યું છે તેને આપણે સાચું માની બેસીએ છીએ અને ફસાઇ જઇએ છીએ. આમ, ચોરી ક્યારેય ફાયદો કરાવતી નથી. “To cheat is to be cheap, So please don’t cheat.” મહેરબાની કરીને છેતરપિંડી ન કરો. ચોરી તમને ખરાબ બનાવે છે. આથી ચોરી ન કરો. તમે ઘણી વાર એ સાંભળ્યું હશે કે
ચોરી ન કરો, ચોરી ન કરો. હું પણ તમને એ જ વાત ફરી ફરીને કહું છું. ચોરીને તમે દરેક રૂપમાં જોઇ લો. તે જીવનને નિષ્ફળ બનાવવાના રસ્તા તરફ તમને ઢસડી જઇ રહી છે, અને પરીક્ષામાં જ નિરીક્ષકે પકડી લીધા તો તમારી કારકિર્દી ખરાબ થઇ જશે અને મારી વાત માનો તો, કોઇ તમને નહીં પકડે તો પણ તમારા મન પર જીવનભર એક ભાર તો રહેશે જ કે તમે આવું કર્યું હતું અને જ્યારે પણ તમારે તમારાં બાળકોને સમજાવવાં હશે તો તમે આંખમાં આંખ મેળવીને સમજાવી નહીં શકો. એક વાર જો ચોરીની ટેવ પડી ગઇ તો જીવનમાં ક્યારેય કંઇ શીખવાની ઇચ્છા જ નહીં રહે. પછી તો તમે ક્યાં પહોંચી શકશો ?
ધારો કે, તમે તમારા રસ્તાને ખાડામાં પરિવર્તિત કરી રહ્યા છો અને મેં જોયું છે કે કેટલાક લોકો એવા હોય છે જે ચોરીની રીતો શોધવામાં પોતાની પ્રતિભાનો ઉપયોગ કરી દે છે, એટલો ભોગ તેની પાછળ આપે છે કે વાત ન પૂછો. તેમની સમગ્ર રચનાત્મકતા, આટલો જ સમય જો તમે પરીક્ષાની તૈયારીમાં- વાંચવામાં આપો તો કદાચ નકલની તમને જરૂર જ નહીં પડે. તમારી પોતાની મહેનતથી જે પરિણામ પ્રાપ્ત થશે, તેનાથી જે આત્મવિશ્વાસ વધશે તે અદ્દભૂત હશે.
એક ફોન કોલ આવ્યો છે –
“નમસ્તે, વડાપ્રધાનશ્રી, My name is Monica. મારૂં નામમોનિકા છે અને હું બારમા ધોરણની વિદ્યાર્થિની છું. હું તમને બોર્ડની પરીક્ષા સંદર્ભે કેટલાક પ્રશ્નો પૂછવા માગું છું. મારો પહેલો પ્રશ્ન એ છે કે શું આપણે આપણી પરીક્ષા દરમિયાન જે ભાર જે તણાવ ઊભો થાય છે તેને ઘટાડી શકીએ અને મારો બીજો પ્રશ્ન એ છે કે અથવા પરીક્ષા ભાર રૂપ કેમ લાગે છે હળવી કેમ નહીં આપનો આભાર.”
જો પરીક્ષાના દિવસોમાં હું રમતગમતની વાત કરીશ તો તમારા શિક્ષકો, તમારાં માતાપિતા મારા પર ગુસ્સો કરશે, તેઓ નારાજ થઇ જશે કે આ કેવા વડાપ્રધાન છે જે બાળકોને પરીક્ષાના સમયમાં કહી રહ્યા છે કે રમો. કારણ કે સામાન્ય ધારણા એવી છે કે જો વિદ્યાર્થી રમતગમતમાં ધ્યાન આપે તો ભણવા પ્રત્યે બેધ્યાન થઇ જાય છે. આ મૂળભૂત ધારણા જ ખોટી છે, સમસ્યાનું મૂળ તે જ છે. સર્વાંગીણ વિકાસ કરવો હોય તો પુસ્તકોની બહાર પણ જિંદગી હોય છે અને તે ઘણી મોટી હોય છે. તેને પણ જીવવાનો, શીખવાનો આ જ સમય હોય છે. કોઇ એમ કહે કે હું પહેલા આ બધી પરીક્ષાઓ પાસ કરી લઉં, પછી રમીશ. તો તે અસંભવ છે. જીવનને ઢાળવાનો આ જ સમય હોય છે. તેને જ ઉછેર કહે છે. વાસ્તવમાં, પરીક્ષા સંદર્ભે, મારી દૃષ્ટિએ ત્રણ વાત ઘણી જરૂરી છે – પૂરતો આરામ, બીજું શરીર માટે જેટલી જરૂરી છે તેટલી ઊંઘ અને ત્રીજું મગજની પ્રવૃત્તિ સિવાય પણ શરીરનો એક ઘણો મોટો હિસ્સો છે. તો શરીરના બાકી હિસ્સાઓને પણ શારીરિક પ્રવૃત્તિ મળવી જોઇએ.
શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે આટલું બધું સામે હોય તો બે પળ બહાર નીકળીને જરા આકાશ તરફ જોઇ લઇએ, જરા વૃક્ષ – છોડ તરફ જોઇ લઇએ, થોડું મન હળવું કરી લઇએ. આમ કરવાથી તમે જોજો, એક તાજગી સાથે ફરીથી તમે તમારા ઓરડામાં, પોતાનાં પુસ્તકો વચ્ચે આવી જશો. તમે જે પણ કરી રહ્યા હો, તેને થોડી વાર પડતું મૂકો, ઊભા થઇ બહાર જાવ, રસોડામાં જાવ, તમારી પસંદની જે ચીજ છે તેને જરા શોધો. તમને ભાવતાં બિસ્કિટ મળી જાય તો ખાવ. થોડું હસો– મજાક કરો. માત્ર પાંચ મિનિટનો જ કેમ ન હોય, પણ થોડો બ્રેક લો. તમને લાગશે કે કામ સરળ બની રહ્યું છે. બધાયની પસંદ તો મને ખબર નથી પણ મારો તો આ અનુભવ છે. આવા સમયે ઊંડા શ્વાસ લો તો ઘણો ફાયદો થાય છે. ઊંડા શ્વાસ લેવાથી ઘણા હળવા થઇ જવાય છે. ઊંડા શ્વાસ લેવા માટે કોઇ ઓરડામાં બંધ રહેવાની જરૂર નથી. જરા ખુલ્લા આકાશની નીચે જાવ, અગાશી પર ચાલ્યા જાવ, પાંચ મિનિટ ઊંડા શ્વાસ લઇને પછી ફરી ભણવા બેસી જાવ. તમે અનુભવશો કે શરીર એકદમ હળવું બની જશે અને શરીર તો હળવું બનશે જ , મગજને પણ હળવું બનાવી દેશે. કેટલાક લોકોને લાગે છે કે રાત્રે મોડે સુધી જાગશું – વધુને વધુ વાંચશું, જી ના. શરીરને જેટલી ઊંઘની આવશ્યકતા છે તેટલી જરૂર લો. તેનાથી તમારો વાંચવાનો સમય વેડફાશે નહીં. ઉલટું, વાંચવાની શક્તિ વધશે. ઝડપથી યાદ રહેશે. તમારી એકાગ્રતા વધશે. તાજગી આવશે. તમારી કાર્યક્ષમતામાં એકંદરે ઘણો બધો વધારો થશે. હું જ્યારે ચૂંટણી સમયે સભાઓ કરૂં છું તો ક્યારેક મારૂં ગળું બેસી જાય છે. મને એક લોક ગાયક મળવા આવ્યા. તેમણે આવીને મને પૂછ્યું – તમે કેટલા કલાક સૂવો છો ? મેં કહ્યું , “કેમ ભાઇ, ? તમે ડોક્ટર છો, શું ?” “ના ના.” તેઓ બોલ્યા.” ચૂંટણી સમયે ભાષણ કરતા કરતાં તમારો અવાજ ખરાબ થઇ જાય છે તેનો તેની સાથે સંબંધ છે. તમે પૂરતી ઊંઘ લેશો તો જ તમારી સ્વરપેટીને પૂરતો આરામ મળશે. હવે મેં તો ક્યારેય ઊંઘ, મારા ભાષણ અને મારા અવાજ વિશે વિચાર્યું જ નહોતું. તેમણે મને એક જડીબુટ્ટી આપી દીધી. તો સાચે જ, આપણે આ ચીજોનું જેટલું મહત્વ સમજીએ તો આપણને ફાયદો થશે, તમે જોજો. પરંતુ એનો અર્થ એ પણ નથી કે બસ સૂતા જ રહેવું. પરંતુ કેટલાક લોકો કહેશે કે વડાપ્રધાનશ્રીએ કહી દીધું છે કે હવે જાગવાની જરૂર નથી. બસ સૂતા જ રહેવાનું છે. આવું ન કરતા નહીંતર તમારા પરિવારના લોકો મારાથી નારાજ થઇ જશે. અને જે દિવસે તમારી માર્કશીટ આવશે, તેમને તમે નહીં, હું જ દેખાઇશ. તો આવું ન કરતા. અને આથી હું કહીશ, “p for prepared and p for play,” જે રમે તે ખિલે. “ ધ પર્સન હુ પ્લેયસ
શાઇન્સ. ” (The person who plays, shines ) મન, બુદ્ધિ, શરીરને સચેત રાખવા માટે આ એક ઘણી મોટી ઔષધિ છે.
ઠીક છે, યુવા મિત્રો, તમે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને હું તમને મનની વાતોમાં જકડીને બેઠો છું. બની શકે કે, આજની મારી આ વાતો પણ તમારા માટે હળવાશનું કામ કરશે જ. પરંતુ સાથે-સાથે એમ પણ કહીશ, મેં જે કહ્યું છે, તેને ભાર ન બનવા દો. થાય તો જ કરો, ન થાય તો ન કરતા, નહીં તો તે પણ એક બોજ બની જશે. તો જેવી રીતે હું તમારા પરિવારને – માતાપિતાને બોજ ન બનવાની સલાહ આપું છું તે વાત મને પણ લાગુ પડે છે. પોતાના સંકલ્પને યાદ કરતા પોતાના પર વિશ્વાસ રાખીને , પરીક્ષા માટે જાવ. મારી ઘણી ઘણી શુભકામનાઓ છે. દરેક કસોટીમાંથી પાર ઉતરવા માટે કસોટી, ઉત્સવ બનાવી દો. પછી ક્યારેય કસોટી કસોટી જ નહીં રહે. આ મંત્રને આગળ લઇને આગળ વધો.
પ્રિય દેશવાસીઓ, ફેબ્રુઆરી 2017 એ ભારતીય તટ રક્ષક દળ (ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ) ને ચાલીસ વર્ષ પૂરાં થઇ રહ્યાં છે. આ અવસરે હું કોસ્ટ ગાર્ડના બધા અધિકારીઓ અને જવાનોને રાષ્ટ્ર પ્રત્યે તેમની સેવા માટે ધન્યવાદ આપું છું. એ ગર્વની વાત છે કે કોસ્ટ ગાર્ડે દેશમાં નિર્મિત પોતાના બધાં 126 જહાજો અને 62 વિમાનો સાથે વિશ્વનાં ચાર સૌથી મોટા કોસ્ટ ગાર્ડ વચ્ચે પોતાનું સ્થાન બનાવી રાખ્યું છે. કોસ્ટ ગાર્ડનો મંત્ર છે. – “વયમ રક્ષામઃ” પોતાના આ આદર્શ વાક્યને ચરિતાર્થ કરતા, દેશની સમુદ્ર સીમાઓ અને સમુદ્રિ જગ્યાઓને સુરક્ષિત રાખવા માટે કોસ્ટ ગાર્ડના જવાનો પ્રતિકૂળ સ્થિતિઓમાં પણ દિવસ-રાત તત્પર રહે છે. ગત વર્ષે કોસ્ટ ગાર્ડના લોકોએ પોતાની જવાબદારીઓની સાથે સાથે આપણા દેશના સમુદ્ર તટને સ્વચ્છ બનાવવાનું પણ એક મોટું અભિયાન હાથ ધર્યું હતું અને હજારો લોકો તેમાં જોડાયા હતા. તટીય સુરક્ષાની સાથોસાથ તટીય સ્વચ્છતાની પણ તેમણે ચિંતા કરી, કાળજી લીધી. ખરેખર તેઓઅભિનંદનના અધિકારી છે. અને બહુ ઓછો લોકોને ખબર હશે કે આપણા દેશમાં કોસ્ટ ગાર્ડમાં માત્ર પુરૂષો જ નહીં, સ્ત્રીઓ પણ ખભે ખભા મેળવીને સમાન રીતે પોતાની જવાબદારીઓ નિભાવી રહી છે. અને સફળતાપૂર્વક નિભાવી રહી છે. કોસ્ટ ગાર્ડની આપણી મહિલા અધિકારી પાઇલોટ , નિરીક્ષક (ઓબ્ઝર્વર) તરીકે પણ છે એટલું જ નહીં, હોવરક્રાફ્ટ પણ સંભાળે છે. આજે જ્યારે સામુદ્રિક સુરક્ષા એક મહત્વનો વિષય સમગ્ર વિશ્વમાં બનેલો છે, ત્યારે ભારતની સામુદ્રિક સુરક્ષામાં લાગેલા ભારતીય તટરક્ષક દળ (ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ) ની ચાલીસમી વર્ષગાંઠ પર તેમને ખૂબ અભિનંદન આપું છું.
1 ફેબ્રુઆરીએ વસંત પંચમીનો તહેવાર છે. વસંતને સર્વશ્રેષ્ઠ ઋતુના રૂપમાં સ્વીકૃતિ મળી છે. વસંત ઋતુઓની રાણી છે. આપણા દેશમાં વસંત પંચમી સરસ્વતી પૂજાનો એક મોટો તહેવાર હોય છે. વિદ્યાની આરાધનાનો અવસર મનાય છે. એટલું જ નહીં, વીરો માટે પ્રેરણાનો પર્વ પણ છે. “મેરા રંગ દે બસંતી ચોલા” – આ જ તો પ્રેરણા છે. આ વસંત પંચમીના પવિત્ર તહેવાર પર મારી દેશવાસીઓને ખૂબ-ખૂબ શુભકામના છે.
મારા પ્રિય દેશવાસીઓ, “મનની વાત” માં આકાશવાણી પણ પોતાની કલ્પના સાથે હંમેશાં નવા રૂપ-રંગ ભરે છે. ગત મહિનાથી તેણે મારી “મનની વાત” પૂરી થયા પછી તરત જ પ્રાદેશિક ભાષાઓમાં “મનની વાત” સંભળાવવાનું શરૂ કર્યું છે. તેને વ્યાપક સ્વીકૃતિ મળી છે. દૂર-દૂરથી લોકો પત્રો લખી રહ્યા છે.
હું આકાશવાણીને તેના આ સ્વયં પ્રેરણાથી કરાયેલા કામ માટે ખૂબ-ખૂબ અભિનંદન આપું છું. દેશવાસીઓ, હું આપને પણ અભિનંદન આપું છું, “મનની વાત” મને આપની સાથે જોડાવાનો એક બહુ મોટો અવસર આપે છે. ઘણી ઘણી શુભકામનાઓ.
ધન્યવાદ.
મારા પ્યારા દેશવાસીઓ નમસ્કાર (પ્રણામ). તમને બધાને ક્રિસમસની ખૂબ-ખૂબ શુભકામનાઓ. આજનો દિવસ એટલે જીવનમાં સેવા, ત્યાગ અને કરુણાને આપણાં જીવનમાં મહત્વ આપવાનો અવસર છે. પ્રભુ ઇસુએ કહ્યું હતું કે, “ગરીબો આપણો ઉપકાર નહીં, આપણો સ્વીકાર ઇચ્છે છે” સેન્ટ લ્યૂકના ગોસ્પલમાં લખ્યું છે કે, “પ્રભુ ઇસુએ ગરીબોની સેવા માત્ર નથી કરી, પરંતુ ગરીબો દ્વારા કરાયેલી સેવાના વખાણ પણ કર્યા છે”અને આ જ સાચું(ખરેખરનું, વાસ્તવનું) સશક્તિકરણ છે.આની સાથે જોડાયેલી એક વાર્તા છે જે ખૂબ પ્રચલિત છે. વાર્તામાં એવું કહેવાયું છે કે, પ્રભુ ઇસુ એક મંદિરના ખજાના પાસે ઊભા હતા. ત્યાં કેટલાય અમીર લોકો આવ્યાં અને તેમણે અઢળક દાન કર્યું. ત્યાર બાદ એક ગરીબ વિધવા આવી અને તેણે દાનરૂપે તાંબાના બે સિક્કા આપ્યા. આમ જોવા જઇએ તો તાંબાના બે સિક્કા એ બહુ મોટુ દાન ન કહેવાય. ત્યાં હાજર ભક્તોનાં મનમાં કુતૂહલ થાય એ બહુ સ્વાભાવિક હતુ. ત્યારે પ્રભુ ઇસુએ કહ્યું કે, આ સ્ત્રીએ સૌથી વધુ દાન કર્યું છે. કેમકે બીજા બધા લોકોએ દાનમાં ઘણું બધું આપ્યું પરંતુ આ સ્ત્રીએ તો પોતાનું સર્વસ્વ દાનમાં અર્પણ કરી દીધું.
આજે 25 ડિસેમ્બર, મહામહીમ મદન મોહન માલવીયજી ની જન્મજયંતી પણ છે. ભારતીય જનમાનસમાં સંકલ્પ અને આત્મવિશ્વાસની જાગૃતિ લાવવાવાળા માલવીયજીએ આધુનિક શિક્ષાને એક નવી દિશા આપી. જન્મજયંતિ પર તેમને ભાવભીની શ્રદ્ધાંજલી. હમણાં બે દિવસ પહેલાં જ, માલવીયજીની તપોભૂમિ બનારસમાં ઘણાં બધા વિકાસ કાર્યોંનો શુભારંભ કરવાનો મને અવસર મળ્યો.મૈં વારાણસીમાં બીએચયુમાં, મહામહીમ મદન મોહન માલવીય કેન્સર સેન્ટરનું ખાતમુહૂર્ત (ભૂમિપૂજન) કર્યું છે. આ સમગ્ર વિસ્તારમાં નિર્માણ થઇ રહ્યું છે, આ કેન્સર સેન્ટર માત્ર પૂર્વી ઉતર-પ્રદેશનાં લોકો માટે જ નહીં, પરંતુ ઝારખંડ-બિહાર સુધીનાં લોકો માટે પણ મહત્વપૂર્ણ વરદાન બની રહેશે.
આજે ભારત રત્ન તેમજ પૂર્વ પ્રધાનમંત્રી આદરણીય અટલ બિહારી વાજપેયીજીનો પણ જન્મદિવસ છે. આ દેશ અટલજીના યોગદાનને ક્યારેય ભૂલી ન શકે. તેમનાં નેતૃત્વમાં આપણે પરમાણુ ઊર્જા ક્ષેત્રમાંસફળતા મેળવીને દેશને સન્માન અપાવ્યું. પાર્ટીના નેતા હોય કે સંસદ સભ્ય હોય, મંત્રી હોય કે પ્રધાનમંત્રી, અટલજીએ પ્રત્યેક ભૂમિકામાં એક આદર્શવાદિતા પ્રસ્થાપિત કરી. અટલજીનાં જન્મદિવસે હું તેમને વંદન કરું છું અને તેમનાં સારાં સ્વાસ્થ્ય માટે ભગવાનને પ્રાર્થના કરું છું. એક કાર્યકર્તા તરીકે અટલજી સાથે મને કામ કરવાનું સૌભાગ્ય મળ્યું. તેમની સાથેની ઘણી બધી યાદોં આંખ સામે તરી આવે છે. આજે સવારે જ્યારે મેં ટ્વીટ કર્યું ત્યારે એક જૂનો વિડીઓ પણ શેયર કર્યો. એક સામાન્ય કાર્યકર્તાના રૂપમાં અટલજીના પ્રેમનું જે સૌભાગ્ય મને મળ્યું(સાંપડ્યું) છે એ માત્ર તે વિડીયો જોઇને સમજાઇ જશે.
આજે ક્રિસમસના દિવસે, ભેટ સ્વરૂપે, દેશવાસીઓને બે યોજનાઓનો લાભ મળવાનો છે. બીજી રીતે કહીએ તો દેશવાસીઓ માટે બે નવી યોજનાઓનો શુભારંભ થવા જઇ રહ્યો છે.સમસ્ત દેશમાં, ગામ હોય કે શહેર હોય, શિક્ષિત હોય કે અશિક્ષિત હોય, કેશલેસ શું છે, કેશલેસ વેપાર કેવી રીતે ચાલે છે, પૈસા(કેશ) વગર ખરીદી કેવી રીતે થઇ શકે– ચારો તરફ જીજ્ઞાષાનો માહોલ ફેલાયેલો છે. દરેક લોકો એક-બીજા પાસેથી શીખવા-સમજવા માગે છે. આ વાતને પ્રોત્સાહન આપવા માટે, મોબાઇલ બેંકીંગ વધુ મજબૂત બને એ માટે – ઇ-પેમેન્ટ ની આદત કેળવાય તે માટે, ભારત સરકાર તરફથી, ગ્રાહકો માટે અને નાના વેપારીઓ માટે બે નવી પ્રોત્સાહન યોજનાનો આજથી આરંભ થવા જઇ રહ્યો છે. એક યોજના ગ્રાહકોને પ્રોત્સાહિત કરવા માટે - “લકી ગ્રાહક યોજના” અને બીજી યોજના વેપારીઓના પ્રોત્સાહન માટે–Digiધન વેપાર યોજના.
આજે 25 ડિસેમ્બરે ક્રિમસમની ભેટ સ્વરૂપે, પંદર હજાર લોકોને ડ્રો સિસ્ટમથી ઇનામ મળશે અને એ પંદર હજાર લોકોના ખાતામાં એક-એક હજાર રૂપીયા ઇનામ રૂપે ભરાશે અને આ ભેટ માત્ર આજના એક દિવસ પૂરતી સિમીત નથી, આ યોજના આજથી શરૂ થઇને હવેના 100 દિવસ સુધી ચાલશે. દરરોજ પંદર હજાર લોકોનેએક-એક હજાર રૂપિયાનું ઇનામ મળશે. 100 દિવસમાં, લાખો પરિવારોને, કરોડો રૂપિયાની ભેટ મળવાની છે પરંતુ આ ઇનામના હકદાર ત્યારેજ બનાશે જ્યારે તમે મોબાઇલ બેંકીંગ, ઇ-બેંકીંગ, રુપે કાર્ડ(RuPay Card), યુપીઆઇ(UPI), યુએસએસડી (USSD)– આ ડિજીટલ ચુકવણીની પધ્ધતિઓનો ઉપયોગ કરશો, અને તેના આધારે જ ડ્રો થશે. આ સાથે આવા ગ્રાહકો માટે અઠવાડિયામાં એક દિવસ મોટો ડ્રો થશે, જેમાં ઇનામ પણ લાખોનાં હશે અને ત્રણ મહિના પછી, 14 એપ્રિલે ડૉ.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ છે, ત્યારે એક બંપર ડ્રો થશે, જેમાં કરોડોનાં ઇનામ હશે. “Digiધન વેપાર યોજના” મુખ્ય રૂપે વેપારીઓ માટે છે. વેપારીઓ સ્વયં આ યોજના સાથે જોડાય અને પોતાનો વેપાર પણ કેશલેસ બનાવે એ માટે ગ્રાહકોને પણ જોડે. આવાં વેપારીઓને પણ અલગથી ઇનામ આપવામાં આવશે અને આ ઇનામ હજારોની સંખ્યામાં હશે.વેપારીઓનો પોતાનો વેપાર પણ ચાલશે અને ઇનામનો લહાવો પણ મળશે. આ યોજના, સમાજનાં દરેક વર્ગ, ખાસ કરીને સામાન્ય ગરીબ અને નિમ્ન મધ્યમ વર્ગને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવી છે, અને એટલા માટે જ જો 50 રૂપીયાથી ઉપર કોઇ વસ્તુ ખરીદે છે અને ત્રણ હજારથી ઓછી ખરીદી કરે છે એ જ લોકોને આ યોજનાનો લાભ મળશે.ત્રણ હજાર રૂપીયાથી વધુ ખરીદી કરવાવાળાઓને આ ઇનામનો લાભ નહીં મળે. ગરીબથી ગરીબ લોકો પણ USSD નો ઉપયોગ કરી feature ફોન, સાધારણ ફોનના માધ્યમથી સામાન ખરીદી પણ શકે છે અને સામાન વેચી પણ શકે છે અને રૂપીયાની ચુકવણી પણ કરી શકે છે અને એ દરેક વ્યક્તિ આ યોજનાના લાભાર્થી બની શકે છે. ગ્રામીણ ક્ષેત્રોમાં પણ લોકો AEPS ના માધ્યમથી ખરીદ-વેચાણ કરી શકે છે અને એ લોકો પણ ઇનામ જીતી શકે છે. કેટલાય લોકોને આશ્ર્ચર્ય થશે કે, ભારતમાં આજે લગભગ 30 કરોડ RuPay Card છે, જેમાંથી 20 કરોડ ગરીબ પરિવારવાળા, જે જન-ધન ખાતાવાળા છે તેમની પાસે છે. આ 30 કરોડ લોકો તરત જ આ ઇનામી યોજનાનો ભાગ બની શકે છે. મને વિશ્વાસ છે કે મારા દેશવાસીઓ આ વ્યવસ્થામાં રુચિ કેળવશે અને તમારી આસ-પાસ જે યુવાનો હશે, તેઓ જરૂરથી આના વિશે જાણતાં જ હશે, તમે તેમને પૂછી શકો છો, તે તમને જરૂરથી સમજાવશે. અરે, તમારા પરિવારમાં પણ 10 માં – 12 માં ધોરણમાં ભણતાં બાળકો હશે, તે લોકો પણ તમને સરળ રીતે આ શીખવી સકશે. આ ખૂબ જ સરળ છે – તમે જે રીતે મોબાઇલ ફોનથી વોટ્સઅપ મેસેજ મોકલો છો આ એટલું જ સરળ કાર્ય છે.
મારા પ્યારા દેશવાસીઓ, મને એ જાણીને આનંદ થાય છે કે દેશમાં ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરવો, ઇ-પેમેન્ટ કેવી રીતે કરવું, ઓનલાઇન પેમેન્ટ કેવી રીતે કરવું, તેની જાગૃતતા ખૂબ ઝડપથી વધી રહી છે. છેલ્લાં કેટલાક દિવસોમાં કેશલેસ વેપાર, રોકડ વિનાનો વેપાર, 200 થી 300 ટકા વધ્યો છે. આને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારે એક મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણય કેટલો મોટો છે, એઅંદાજ વેપારીઓ સારી રીતે લગાવી શકે છે. જે વેપારી ડિજીટલ લે-વેચ કરશે, પોતાના વેપારમાં રોકડાની જગ્યાએ ઓનલાઇન પેમેન્ટની પધ્ધતિ વિકસાવશે, એવા વેપારીઓને ઇનકમટેક્ષમાં છૂટ અપાઇ છે.
હું દેશનાં દરેક રાજ્યોને શુભેચ્છા પાઠવું છું, યુનિયન ટેરીટરી ને પણ શુભેચ્છા પાઠવું છું. દરેકે પોત-પોતાની રીતે આ અભિયાનને આગળ વધાળ્યું છે. આંધ્રપ્રદેશનાં મુખ્યમંત્રી શ્રીમાન ચંદ્રબાબૂ નાયડૂની અધ્યક્ષતામાં એક કમિટીની નિમણૂક કરી છે, જે આ વિષય સંદર્ભે અનેક યોજનાઓ પર વિચાર કરી રહી છે. પરંતુ મારા ધ્યાનમાં આવ્યું છે કે, અનેક રાજ્ય સરકારોએ પણ પોતાની રીતે આવી કેટલીય યોજનાઓનો આરંભ કર્યો છે અને તેનો અમલ પણ કર્યો છે. કોઇકે મને જણાવ્યું કે આસામ સરકારે પ્રોપર્ટી ટેક્ષ અને વેપાર લાયસન્સ ફીની ડિજીટલ ચૂકવણી પર 10 ટકાની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. જે ગ્રામીણ બેંકોની બ્રાન્ચ જાન્યુઆરીથી માર્ચ વચ્ચેના ગાળામાં પોતાના 75 ટકા ગ્રાહકોના ઓછામાં ઓછા બે ડિજીટલ ટ્રાન્જેક્શન કરાવશે, તેમને સરકાર તરફથી 50 હજાર રૂપિયા ઇનામ રૂપે મળશે. 31 માર્ચ, 2017 સુધી 100 ટકા ડિજીટલ ટ્રાન્જેક્શન કરવાવાળા ગામોને સરકાર તરફથી ‘ઉત્તમ પંચાયત ફોર ડિજી ટ્રાન્જેક્શન’ અંતર્ગત 5 લાખ રૂપિયાના ઇનામ આપવાની જાહેરાત કરી છે. ખેડૂતો માટે ‘ડિજીટલ કૃષક શિરોમણી’ અંતર્ગત અસમ સરકારે 10 ખેડૂતોને 5 હજાર રૂપિયાનું ઇનામ આપવાનો નિર્ણય કર્યો છે, જે બીજ અને ખાતરની ખરીદી માટે સંપૂર્ણપણે ડિજીટલ ચૂકવણીના ઉપયોગ કરનારને મળશે. હું આસામ સરકારને શુભેચ્છા પાઠવું છું, તેમજ આવી શુભ શરૂઆત કરનાર દરેક સરકારને બિરદાવું છું.
કેટલીય સંસ્થાઓએ પણ ગામ ગરીબ ખેડૂતોની વચ્ચે ડિજીટલ ખરીદ-વેચાણને પ્રોત્સાહન આપવા માટે કેટલાય સફળ પ્રયોગ કર્યા છે. મને જાણવા મળ્યું છે કે, GNFC - ‘ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇજર્સ એન્ડ કેમીકલ્સ લિમીટેડ’ જે પ્રમુખ રીતે ખાતરનું કામ કરે છે, ખેડૂતોને સુવિધા રહે તે માટે તેમણે ખાતર જ્યાં વેચાય છે ત્યાં એક હજાર POS Machine લગાવ્યા છે અને 35 હજાર ખેડૂતોને 5 લાખ ખાતરની થેલીઓ ડિજીટલ માધ્યમથી આપવામાં આવી છે અને આ કાર્ય છેલ્લાં બે અઠવાડિયામાં જ થયું છે તેમજ મજાની વાત તો એ છે કે, ગયા વર્ષની સરખામણીએ GNFC ના ખાતરની વેચાણમાં 27 ટકા વૃધ્ધિ નોંધાઇ છે.
ભાઇઓ-બહેનો, આપણી અર્થવ્યવસ્થામાં, આપણી જીવન વ્યવસ્થામાં, અનૈપચારિક ક્ષેત્ર (ઇન્ફોર્મલ સેક્ટર) ખૂબ મોટું છે અને મોટાભાગે લોકોને મજૂરીના પૈસા, કામના પૈસા અથવા પગારના પૈસા રોકડમાં જ ચૂકવાય છે, રોકડેથી જ પગાર અપાઇ ચૂકવાઇ રહ્યો છે અને આપણે જાણીએ છીએ કે આ કારણે જ મજૂરોનું શોષણ થાય છે. જ્યાં 100 રૂપિયા મળવા જોઇએ ત્યાં તેમને 80 મળે છે, 80 મળવા જોઇએ ત્યાં તેમને 50 મળે છે અને ઇન્શ્યોરન્સ જેવા આરોગ્ય ક્ષેત્રની દ્રષ્ટિએ અન્ય બીજી સુવિધાઓ હોય છે, તેમાં પણ તેઓ વંચિત રહી જાય છે. પરંતુ હવે કેશલેસ ચૂકવણી થઇ રહી છે. રૂપિયા સીધા બેંકમાં જમા થઇ રહ્યા છે. એક રીતે જોઇએ તો અનૌપચારિક ક્ષેત્ર ઔપચારિક ક્ષેત્રમાં બદલાઇ રહ્યું છે, શોષણ બંધ થઇ રહ્યું છે, કટકી આપવી પડતી હતી તે પણ હવે બંધ થઇ રહી છે અને મજૂરોને, કારીગરોને, એવા સામાન્ય વ્યક્તિઓને પૂરું વળતર મળવું શક્ય બન્યું છે. સાથોસાથ બીજા અન્ય લાભ મળે છે, તે લાભના પણ તેઓ હકદાર બની રહ્યા છે.
આપણો દેશ તો સર્વાધિક યુવાનોનો દેશ છે. ટેકનોલોજી આપણને સહજ મળેલી છે. ભારત જેવા દેશે તો આ ક્ષેત્રમાં સૌથી આગળ રહેવું જોઇએ. આપણા યુવાઓએ સ્ટાર્ટઅપથી ઘણી પ્રગતિ કરી છે. આ ડિજીટલ મુવમેન્ટ એક સોનેરી તક છે. આપણાં યુવાઓ નવા-નવા વિચારો સાથે, નવી-નવી ટેકનોલોજી સાથે, નવી-નવી પધ્ધતિ સાથે આ ક્ષેત્રને જેટલું મજબૂત બનાવી શકતા હોય, એટલું બનાવવું જોઇએ, સાથે જ દેશને કાળાનાણાંથી, ભ્રષ્ટાચારથી છુટકારો અપાવવાના અભિયાન સાથે પણ આપણે જોડાવું જોઇએ.
મારા પ્યારા દેશવાસિઓ, હું દરેક મહિને ‘મન કી બાત’ પહેલાં જ લોકોને આગ્રહ કરું છું કે તમે મને તમારા સૂચનો આપો, પોતાના વિચાર જણાવો અને હજારોની સંખ્યામાં MyGovપર, NarendraModiAppપર આ વખતે જે સૂચનો આવ્યા, એ વિશે હું કહી શકુ છું કે, 80-90 ટકા સૂચનો ભ્રષ્ટાચાર અને કાળાનાણાં વિરુધ્ધ અવાજ ઉઠાવવાના વિષયને લગતાં આવ્યા, નોટબંધીની ચર્ચા વિશે સૂચનો આવ્યા. આ દરેક બાબતોને જેમ હું સમજ્યો તે આધારેઆને ત્રણ ભાગોમાં વિભાજીત કરું છું.કેટલાક લોકોએ મને લખ્યું છે, તેમાં નાગરિકોનો કેવી-કેવી મુશ્કેલીઓનો નડે છે, કેવી અસુવિધાઓનો સામનો કરવો પડે છે, આ વિષય પર વિસ્તારથી લખ્યું છે. બીજા ઘણાં લખવાવાળાઓના વર્ગમાં મોટોભાગના લોકોએ એ વાત પર ધ્યાન દોર્યું છે કે, આટલું સરસ કાર્ય, દેશની ભલાઇનું કાર્ય, આટલું પવિત્ર કામ, પરંતુ આમ છતાં ક્યાં-ક્યાં કેવી રીતે ગોરખધંધા થઇ રહ્યા છે, કેવી રીતથી ખોટાધંધાઓ માટે નવા-નવા રસ્તા શોધાઇ રહ્યા છે, તેનો પણ ઉલ્લેખ લોકોએ કર્યો છે. અને ત્રીજો તબક્કો એ છે, જેમાં લોકોએ જે થઇ રહ્યું છે તેમાં સમર્થન તો આપ્યું છે, પરંતુ સાથોસાથ આ લડાઇ આગળ વધવી જોઇએ, ભ્રષ્ટાચાર, કાળુંનાણું નષ્ટ થવું જોઇએ, તેના માટે વધુ કઠોર પગલાં લેવાં જોઇએ, આવો ઉત્સાહ વધારનાર, લખવાવાળા લોકો પણ છે.
હું દેશવાસીઓનો આભારી છું કે, આટલા બધા પત્રો લખીને આપે મને મદદ કરી છે. શ્રીમાન ગુરૂમણિ કેવળે માય ગોવ પર લખ્યું છે - ‘કાળાં નાણાં પર અંકુશ મૂકવા માટેનું આ પગલું પ્રશંસાને યોગ્ય છે. અમને નાગરિકોને પરેશાની થઇ રહી છે, પરંતુ આપણે બધાં ભ્રષ્ટાચાર વિરૂદ્ધ લડી રહ્યા છીએ અને આ લડાઇમાં અમે જે સહયોગ આપી રહ્યા છીએ તેનાથી અમે ખુશ છીએ. ભ્રષ્ટાચાર, કાળાં નાણાં વગેરે સામે આપણે લશ્કરીદળોની જેમ લડી રહ્યાં છીએ’ ગૂરૂમણિ કેવળજીએ જે વાત લખી છે તેવી જ ભાવના દેશના ખૂણેખૂણામાં ઉજાગર થઇ રહી છે. આપણે બધા તેનો અનુભવ કરી રહ્યા છીએ. પરંતુ એ વાત પણ સાચી છે કે, જયારે જનતા કષ્ટ વેઠતી હોય, તકલીફો સહન કરતી હોય ત્યારે એવો કયો માણસ હોય જેને દર્દ ન થતું હોય ? જેટલી પીડા આપને છે એટલી જ પીડા મને પણ થાય છે. પરંતુ એક ઉત્તમ ધ્યેય માટે, એક ઉચ્ચ હેતુ પાર પાડવા માટે, જયારે સારી નિયતથી કામ થાય છે, ત્યારે આ કષ્ટો વચ્ચે, દુઃખ વચ્ચે, પીડા વચ્ચે પણ દેશવાસીઓ હિંમતથી ટકી રહે છે. હકીકતમાં આ લોકો જ પરિવર્તનના પુરોગામી છે. લોકોને હું એક અન્ય કારણ માટે પણ ધન્યવાદ આપું છું કે, તેમણે માત્ર મુશ્કેલીઓ જ નથી વેઠી, બલ્કે એવા કેટલાક લોકોને સણસણતો જવાબ આપ્યો છે, જે જનતાને ગુમરાહ કરવાની કોશિષ કરી રહ્યા છે. કેટલી બધી અફવાઓ ફેલાવવામાં આવી ? ભ્રષ્ટાચાર અને કાળાંનાણાં સામેની લડાઇમે પણ સાંપ્રદાયિકતાના રંગો રંગવાનો પણ કેટલો પ્રયાસ કરવામાં આવ્યો ? કોઇકે અફવા ફેલાવી, નોટ પર લખેલો સ્પેલિંગ ખોટો છે, કોઇકે કહી દીધું, મીઠાના ભાવ વધી ગયા છે, કોઇકે અફવા ફેલાવી, 2000ની નોટ રદ્દ થવાની છે, 500 અને 100ની નોટો પણ રદ્દ થવાની છે, આ પણ ફરીથી રદ્દ થવાનું છે. પરંતુ મે જોયું કે, જાતજાતની અફવાઓ ફેલાવવા છતાં પણ દેશવાસીઓના મનને કોઇ વિચલીત કરી શક્યું નથી. એટલું જ નહીં, કેટલાય લોકો મેદાનમાં આવ્યા, પોતાની સર્જનાત્મકતા દ્વારા, પોતાની બુદ્ધિશકિત દ્વારા અને અફવા ફેલાવનારાઓને ઉઘાડા પાડી દીધા. અફવાઓને પણ ખુલ્લી પાડી દીધી અને સત્યને સામે લાવીને ખડું કરી દીધું. જનતાના આ સામર્થ્યને પણ હું સો સો વંદન કરૂં છું.
મારા વ્હાલા દેશવાસીઓ, હું એ સ્પષ્ટ અનુભવ કરી રહ્યો છું કે, જયારે સવાસો કરોડ દેશવાસી તમારી સાથે ઉભા હોય, ત્યારે કંઇ પણ અશક્ય નથી હોતું. અને જનતા જનાર્દન જ તો ઇશ્વરનું રૂપ હોય છે. જનતાના આશીર્વાદ, ઇશ્વરના જ આશીર્વાદ બની જાય છે. “ હું દેશની જનતાને ધન્યવાદ આપું છું, એમને વંદન કરૂં છું કે, ભ્રષ્ટાચાર અને કાળાં નાણાં સામેના આ મહાયજ્ઞમાં લોકોએ પૂરા ઉત્સાહથી ભાગ લીધો છે. હું ઇચ્છતો હતો કે, ભ્રષ્ટાચાર અને કાળાં નાણાં વિરૂદ્ધ જે આ લડાઇ ચાલી રહી છે. રાજકીયપક્ષો માટે પણ, રાજકીય પક્ષોને અપાતા ફાળા માટે પણ સંસદગૃહમાં વ્યાપક ચર્ચા થાય. જો સંસદ ચાલી હોત તો ચોક્કસ સારી ચર્ચા થાત. જે લોકો અફવા ફેલાવી રહ્યા છે કે, રાજકીય પક્ષોને બધી છૂટછાટ છે તે ખોટી છે. કાયદો બધા માટે સમાન જ હોય છે, પછી એ વ્યકિત હોય, સંગઠન હોય કે રાજકીય પક્ષ હોય, દરેકે કાયદાનું પાલન કરવાનું જ હોય છે અને કરવું જ પડશે. જે લોકો ખુલ્લંખુલ્લા ભ્રષ્ટાચાર અને કાળાંનાણાંને ટેકો નથી આપી શકતાં તે આખો વખત સરકારની ત્રૂટીઓ શોધવામાં જ લાગ્યા રહે છે. ”
એક વાત એવી પણ આવે છે કે, વારંવાર નિયમ શા માટે બદલાય છે ? આ સરકાર જનતા-જનાર્દન માટે છે. સરકાર જનતાનો સતત પ્રતિભાવ લેવાનો પ્રયાસ કરે છે. જનતા-જનાર્દનને કયાં તકલીફ પડે છે ? કયા નિયમના કારણે મુશ્કેલી ઉભી થાય છે ? તેનો શું ઉપાય થઇ શકે છે ? સરકાર એક સંવેદનશીલ સરકાર હોવાના કારણે સરકાર હરપળ જનતા-જનાર્દનની સુખસુવિધાને ધ્યાનમાં રાખીને જેટલા પણ નિયમ બદલવા પડે છે. તે બદલતી રહે છે. જેથી લોકોની પરેશાની ઓછી થાય. બીજી બાજુ મેં પહેલા જ દિવસે કહ્યું હતું, આઠમી તારીખે કહ્યું હતું કે, આ લડાઇ અસાધારણ છે. 70 વર્ષથી બેઇમાની અને ભ્રષ્ટાચારના કાળા ધંધામાં જે શકિતઓ જોડાયેલી છે, તેમની તાકાત કેટલી છે ! એવા લોકો સાથે મુકાબલો કરવાનું મેં જયારે નક્કી કરી લીધું છે, તો તે લોકો પણ સરકારને હરાવવા માટે રોજ નવા નુસ્ખા અપનાવે છે. એ લોકો જયારે નવો નુસ્ખો અજમાવે છે તો તેને કાપવા માટે નવી રીત અપનાવવી પડે છે. “ તું ડાળે –ડાળે તો હું પાંદડે – પાંદડે ” કેમ કે, આપણે નક્કી કર્યું છે કે, ભ્રષ્ટાચારીઓને, કાળાધંધાને, કાળાં નાણાંને આપણે નાબૂદ કરવા છે.
બીજી તરફ, કેટલાય લોકોના પત્રો એ બાબતના આવે છે કે, જેમાં કઇ રીતે ગડબડ કરાઇ રહી છે, કઇ રીતે નવાનવા માર્ગ શોધાઇ રહ્યા છે, તેની ચર્ચા છે. વ્હાલા દેશવાસીઓને હું અંતઃકરણપૂર્વક અભિનંદન આપવા માંગુ છું. આજે આપ લોકો ટીવી પર, સમાચારપત્રોમાં જોતાં હશો કે, રોજ નવા-નવા લોકો પકડાઇ રહ્યા છે, નોટો પકડાઇ રહી છે, દરોડા પડાઇ રહ્યા છે, સારા-સાર લોકો પકડાઇ રહ્યા છે. આ કેવી રીતે શક્ય બન્યું ? હું તેનું રહસ્ય જણાવું. રહસ્ય એ છે કે, આ બધી જાણકારી મને લોકો પાસેથી મળી રહી છે. સરકારી તંત્ર તરફથી જેટલી જાણકારી મળે છે, તેના કરતાં અનેકગણી વધારે માહીતી અદના નાગરિકો પાસેથી મળી રહી છે અને મોટાભાગે અમને સફળતા મળી રહી છે તે સાધારણ નાગરિકોની જાગરૂકતાના કારણે મળી રહી છે. મારા દેશનો જાગૃત નાગરિક આવા તત્વોને ખુલ્લાં પાડવા માટે કેટલું જોખમ ઉઠાવી રહ્યો છે તેની કોઇ કલ્પના કરી શકે છે ? અને જે જાણકારી મળી રહી છે તેમાં મોટાભાગે સફળતા મળી રહી છે. મને ભરોસો છે કે, સરકારે આ માટે જે એક ઇમેઇલ એડ્રેસ આપ્યું છે કે -જેના પર આપ આ પ્રકારની માહીતી આપવા માગો છે તેના પર પણ મોકલી શકો છો. “ માય ગોવ ” પર પણ મોકલી શકો છો. સરકાર આવી તમામ ખરાબીઓ સામે લડવા કટીબદ્ધ છે અને જયારે આપણે સહયોગ છે તો લડવાનું બહુ સરળ છે.
પત્ર લખનારાનું એક ત્રીજું જૂથ પણ છે. તે પણ બહુ મોટી સંખ્યામાં છે. તેઓ કહે છે : “ મોદીજી થાકી ના જશો, અટકી ના જશો, અને જેટલા કઠોર પગલાં ભરવા પડે તેટલા ભરજો, પણ હવે એકવાર માર્ગ લીધો છે તો મંઝીલ સુધી પહોંચવું જ છે. આવા પત્રો લખનારા સૌને હું ખાસ ધન્યવાદ આપું છું, કેમ કે તેમના પત્રોમાં એક રીતનો વિશ્વાસ પણ છે, આશીર્વાદ પણ છે. હું આપને ભરોસો આપું છું કે, આ પૂર્ણવિરામ નથી. આ તો હજી શરૂઆત છે. આ જંગ જીતવો છે અને થાકવાનો તો સવાલ જ કયાં ઉભો થાય છે ? અને જે કામ માટે સવાસો કરોડ દેશવાસીઓના આશીર્વાદ હોય તેમાં પાછા હટવાનો તો કોઇ પ્રશ્ન જ ઉભો નથી થતો. તમને ખબર હશે, આપણા દેશમાં ‘બેનામી સંપત્તિ’નો એક કાનૂન નાઇન્ટીન એઇટી એઇટ – ઓગણીસસો અઠ્ઠયાસીમાં બન્યો હતો, પરંતુ કયારેય નથી તેના નિયમો બન્યા કે નથી તેને કયારેય જાહેર કરાયો. બસ એમ જ બરફની પેટીમાં એ પડ્યો રહ્યો છે. અમે તેને બહાર કાઢ્યો છે અને બહુ ધારદાર ‘બેનામી સંપત્તિ’નો કાયદો અમે બનાવ્યો છે. આગામી દિવસોમાં તે કાયદો પણ પોતાનું કામ કરશે. દેશહિત માટે, લોકહિત માટે જે કાંઇપણ કરવું પડે, તે કરવાની અમારી પ્રાથમિકતા છે.”
મારા વ્હાલા દેશવાસીઓ, ગયા મહિને પણ “મન કી બાત”માં મેં કહ્યું હતું કે, આ તકલીફો વચ્ચે પણ આપણા ખેડૂતોએ સખત મહેનત કરીને વાવેતરમાં ગયા વર્ષનો વિક્રમ તોડી નાખ્યો છે. ખેતીક્ષેત્રની દ્રષ્ટિએ આ શુભ સંકેત છે. આ દેશનો મજૂર હોય, આ દેશનો ખેડૂત હોય, આ દેશનો નવુયુવાન હોય, આ બધાની મહેનત આજે નવો રંગ લાવી રહી છે. વિતેલા દિવસોમાં વિશ્વના આર્થિક મંચ પર ભારતે અનેક ક્ષેત્રમાં પોતાનું નામ બહુ ગૌરવપૂર્વક અંકિત કરાવ્યું છે. અલગ અલગ માપદંડો દ્વારા ભારતનું વૈશ્વિક ક્રમાંકન(રેન્કીંગ) વધ્યું છે. તે આપણા દેશવાસીઓના સતત પ્રયાસોનું પરિણામ છે. વિશ્વબેન્કના ધંધો-વ્યવસાય કરવાની સરળતાવાળા દેશોના અહેવાલમાં ભારતનું સ્થાન ઉપર આવ્યું છે. ભારતમાં બિઝનેસ પ્રેકટીસીઝને દુનિયાની શ્રેષ્ઠ પ્રેકટીસીઝની બરોબર બનાવવા માટે અમે ઝડપથી પ્રયાસો કરી રહ્યા છીએ અને તેમાં સફળતા મળી રહી છે. (UNCTAD) (વેપાર અને વિકાસ વિષેની રાષ્ટ્રસંઘની સમિતિ) ‘અંકટાડ’ દ્વારા બહાર પડાયેલા વિશ્વ મૂડીરોકાણ અહેવાલ અનુસાર 2016-18 માટે રોકાણની ઉજ્જવળ સંભાવનાવાળા ટોચના અર્થતંત્રોમાં ભારત ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમના વૈશ્વિક સ્પર્ધાત્મકતા અહેવાલમાં ભારતે 32 સ્થાનની છલાંગ લગાવી છે. વૈશ્વિક નાવિન્ય સૂચકાંક – 2016માં આપણે 16 સ્થાનોની ઉન્નતિ હાંસલ કરી છે અને વિશ્વ બેંકના પરિવહન કાર્યક્ષમતા સૂચકાંક 2016માં 19 ક્રમાંકનો સુધારો થયો છે. કેટલાય અહેવાલ એવા છે જેના મૂલ્યાંકનમાં પણ આ દિશા તરફનો જ નિર્દેશ કરાયો છે. ભારત ઝડપથી આગળ વધી રહ્યો છે.
મારા વ્હાલા દેશવાસીઓ, આ વખતે સંસદનું સત્ર દેશવાસીઓની નારાજીનું કારણ બન્યુ. ચારેતરફ સંસદના કામકાજ વિષે રોષ પ્રગટ થયો. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિજીએ પણ ખુલ્લેઆમ નારાજી વ્યકત કરી. પરંતુ આવા સંજોગોમાં પણ કયારેક-કયારેક કેટલીક સારી બાબતોય બની જતી હોય છે. અને ત્યારે મનને એક મોટો સંતોષ મળતો હોય છે. સંસદના હોબાળા વચ્ચે પણ એક એવું ઉત્તમ કામ થયું, જેના તરફ દેશનું ધ્યાન નથી ગયું. ભાઇઓ-બ્હેનો, આજે મને આ વાત જણાવતાં બહુ ગર્વ અને હર્ષનો અનુભવ થાય છે કે, દિવ્યાંગ-જનો વિષે જે અભિયાન લઇને મારી સરકાર નીકળી હતી, તેની સાથે જોડાયેલું એક વિધેયક સંસદમાં પસાર થઇ ગયું. તે માટે લોકસભા અને રાજયસભાના તમામ સાંસદોનો પણ હું આભાર વ્યકત કરૂં છું. દેશના કરોડો દિવ્યાંગ-જનો વતી આભાર વ્યકત કરૂં છું. દિવ્યાંગો માટે અમારી સરકાર વચનબદ્ધ છે. મેં વ્યકિતગત રીતે પણ તેને લઇને ઝુંબેશ વધુ સતેજ બનાવવાની કોશિશ પણ કરી છે. મારો આશય હતો, દિવ્યાંગજનોને તેમનો હક્ મળે, સન્માન મળે, જેના તેઓ હકદાર છે. આપણા પ્રયત્નો અને ભરોસાને આપણા દિવ્યાંગ ભાઇઓ-બ્હેનોએ તે વખતે મજબૂત બનાવ્યા, જ્યારે તેઓ પેરાલ્મિપિકસમાં ચાર ચંદ્રક જીતીને લાવ્યા. તેમણે પોતાની જીતથી કેવળ દેશનું માન જ નથી વધાર્યું, પરંતુ પોતાની ક્ષમતાથી લોકોને આશ્ચર્યચકિત પણ કરી દીધા છે. આપણા દિવ્યાંગ ભાઇઓ-બ્હેનો પણ દેશના દરેક નાગરિકની જેમ આપણો એક અણમોલ વારસો છે, અણમોલ શકિત છે. હું આજે અનહદ ખુશ છું કે, દિવ્યાંગજનોના હિતમાં આ કાયદો પસાર થયા પછી દિવ્યાંગો પાસે નોકરીઓની વધુ તકો હશે. તેમના માટે સરકારી નોકરીઓમાં અનામતની મર્યાદા વધારીને 4 ટકા કરી દેવામાં આવી છે. આ કાયદાથી દિવ્યાંગોના શિક્ષણ, સગવડો અને ફરિયાદોના નિવારણ માટે ખાસ જોગવાઇઓ પણ કરવામાં આવી છે. દિવ્યાંગો માટે થઇને સરકાર કેટલી સંવેદનશીલ છે તેનો અંદાજ આપ એ વાત પરથી લગાવી શકો છો કે, કેન્દ્ર સરકારે પાછલાં બે વર્ષમાં દિવ્યાંગજનો માટે ચાર હજાર ત્રણસો પચાસ કેમ્પ યોજયા છે. 352 કરોડ રૂપિયાની રકમ ખર્ચીને 5 લાખ 80 હજાર દિવ્યાંગ ભાઇઓ-બ્હેનોને સાધનો વહેંચ્યાં છે. સરકારે રાષ્ટ્રસંઘની ભાવનાને અનૂરૂપ જ નવો કાયદો પસાર કર્યો છે. પહેલાં દિવ્યાંગોના સાત પ્રકારના વર્ગો હતા, પરંતુ હવે કાયદો બનાવીને તેને 21 પ્રકારના કરવામાં આવ્યા છે, તેમાં ચૌદ નવા વર્ગો વધારીને જોડવામાં આવ્યા છે. દિવ્યાંગોના કેટલાય એવા વર્ગોનો સમાવેશ કરાયો છે, જેમને પહેલી વાર ન્યાય મળ્યો છે, તક મળી છે, થેલેસેમિયા, પાર્કિન્સન્સ અથવા ઠીંગણાપણું જેવા વર્ગના વિકલાંગોનો પણ આ વર્ગોમાં સમાવેશ કરાયો છે.
મારા યુવાન સાથીઓ, પાછલાં કેટલાંક અઠવાડિયામાં રમતના મેદાનમાંથી એવા ખબર આવ્યા છે જેણે આપણને સૌને ગૌરવાન્વિત કર્યા છે. ભારતીય હોવાના નાતે આપણને સૌને ગર્વ થવો બહુ સ્વાભાવિક છે. ભારતીય ક્રિકેટ ટીમની ઇંગ્લેન્ડ વિરૂદ્ધની શ્રેણીમાં ચાર-શૂન્યથી જીત થઇ છે. એમાં કેટલાક યુવાન ખેલાડીઓની કામગીરી વખાણવાલાયક રહી. આપણા નવયુવાન કરૂણ નાયરે ત્રેવડી સદી ફટકારી, તો કે.એલ.રાહુલે દાવમાં 199 રન કર્યા. ટેસ્ટ સુકાની વિરાટ કોહલીએ તો સારા બેટીંગની સાથેસાથે સારૂં નેતૃત્વ પણ કર્યું. ભારતીય ક્રિકેટ ટીમના ઓફ-સ્પીનર આર.અશ્વિનને આઇસીસીએ વર્ષ 2016ના વર્ષનો શ્રેષ્ઠ ક્રિકેટર અને સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ક્રિકેટર જાહેર કર્યો છે. આ સહુને મારા ખૂબ ખૂબ અભિનંદન – અનેક અનેક શુભેચ્છાઓ. હોકીના ક્ષેત્રમાં પણ પંદર વરસ પછી બહુ સારા સમાચાર આવ્યા, શાનદાર ખબર આપ્યાં. આપણી જૂનિયર હોકી ટીમે વિશ્વકપ કબ્જે કર્યો. પંદર વરસ પછી આ તક આવી છે કે, જયારે જુનિયર હોકી ટીમે વિશ્વકપ જીત્યો છે. આ સિદ્ધિ બદલ નવયુવાન ખેલાડીઓને ખૂબ ખૂબ અભિનંદન. આ સિદ્ધિ ભારતીય હોકી ટીમના ભાવિ માટે શુભ સંકેત છે. ગયા મહિને આપણી મહિલા ખેલાડીઓએ પણ કમાલ કરી બતાવી. ભારતની મહિલા હોકી ટીમે એશિયાઇ ચેમ્પિયન્સ ટ્રોફી પણ જીતી અને હજી થોડા દિવસ પહેલાં જ 18 વર્ષથી ઓછી વયના ખેલાડીઓ માટેના એશિયા કપની સ્પર્ધામાં ભારતની મહિલા હોકી ટીમે કાંસ્યચંદ્રક જીત્યો. ક્રિકેટ અને હોકી ટીમના તમામ ખેલાડીઓને હું હૃદયપૂર્વક ખૂબખૂબ અભિનંદન પાઠવું છું.
મારા વ્હાલા દેશવાસીઓ, 2017નું વર્ષ નવા ઉમંગ અને ઉસ્તાહનું વર્ષ બને, આપના બધા સંકલ્પો સિદ્ધ થાય, વિકાસની નવી ઉંચાઇને આપણે સર કરીએ, સુખ-ચેનની જીંદગી જીવવા માટે ગરીબમાં ગરીબને પણ તક મળે, એવું આપણું 2017નું વર્ષ રહે. 2017ના વર્ષ માટે સૌ દેશવાસીઓને મારા તરફથી અનેક અનેક શુભેચ્છાઓ, ખૂબ ખૂબ ધન્યવાદ.
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર.
ગત મહિને આપણે બધા દિવાળીનો આનંદ લઈ રહ્યા હતા. દર વર્ષની જેમ આ વખતે દિવાળીના પ્રસંગે હું ફરી એક વાર જવાનો સાથે દિવાળી મનાવવા ચીનની સીમા પર, સરહદે ગયો હતો. આઈટીબીપીના જવાનો, સેનાના જવાનો સાથે હિમાલયની ઊંચાઈએ મેં દિવાળી મનાવી. હું દર વખતે જઉં છું પરંતુ આ દિવાળીનો અનુભવ કંઈક અલગ જ હતો. દેશના સવાસો કરોડ દેશવાસીઓએ જે અનોખા અંદાજમાં, આ દિવાળી સેનાના જવાનોને સમર્પિત કરી, તેની અસર ત્યાંના દરેક જવાનોના ચહેરા પર અભિવ્યક્ત થતી હતી. તેઓ ભાવનાઓથી ભરપૂર દેખાતા હતા અને એટલું જ નહીં, દેશવાસીઓએ જે શુભકામના સંદેશ મોકલ્યા, પોતાની ખુશીમાં દેશના સુરક્ષા દળોને સામેલ કર્યા તે એક અદભુત પ્રતિભાવ હતો. અને લોકોએ માત્ર સંદેશા મોકલ્યા એવું નથી, તેઓ મનથી જોડાઈ ગયા હતા. કોઈએ કવિતા લખી; કોઈએ ચિત્ર બનાવ્યાં; કોઈએ કાર્ટૂન બનાવ્યાં; કોઈએ વિડિયો બનાવ્યા અર્થાત્ લગભગ દરેક ઘર સૈનિકોની ચોકી બની ગયું હતું. અને જ્યારે પણ એ પત્રો હું જોતો હતો તો મને પણ ખૂબ જ આશ્ચર્ય થતું હતું કે કેટલી કલ્પના છે, કેટલી લાગણીઓ ભરેલી છે અને તેમાંથી જ માયગવ (mygov)ને વિચાર આવ્યો કે કેટલીક પસંદગીની ચીજો તારવીને તેની એક કૉફી ટેબલ બુક બનાવવી જોઈએ. કામ ચાલી રહ્યું છે. આપ બધાના યોગદાનથી, દેશની સેનાના જવાનોની ભાવનાઓ વિશેતમારી બધાની કલ્પના- દેશના સુરક્ષા દળો પ્રત્યે તમારો જે ભાવ છે, તે આ ગ્રંથમાં સંકલિત થશે.
સેનાના એક જવાને મને લખ્યું- વડા પ્રધાનજી, અમારા સૈનિકો માટે હોળી, દિવાળી વગેરે દરેક તહેવાર સરહદ પર જ ઉજવાય છે, દરેક સમયે દેશની સુરક્ષામાં ડૂબેલા રહીએ છીએ. તેમ છતાં તહેવારોના સમયે ઘરની યાદ આવી જ જાય છે. પરંતુ સાચું કહું, આ વખતે એવું ન લાગ્યું. આ વખતે એવું જરા પણ ન લાગ્યું કે તહેવાર છે અને હું ઘર પર નથી. એવું લાગ્યું કે જાણે અમે પણ સવાસો કરોડ ભારતવાસીઓ સાથે દિવાળી મનાવી રહ્યા છીએ.
મારા પ્રિય દેશવાસીઓ, આ દિવાળીએ આપણા સુરક્ષા દળો, જવાનો પ્રત્યે જે લાગણી જાગી છે તે શું માત્ર કેટલાક પ્રસંગો પર જ સીમિત રહેવી જોઈએ? મારો આપને અનુરોધ છે કે આપણે એક સમાજના રૂપમાં, રાષ્ટ્રના રૂપમાં આપણો સ્વભાવ, આપણી પ્રકૃતિ બનાવીએ. કોઈ પણ ઉત્સવ હોય, તહેવાર હોય, ખુશીનો પ્રસંગ હોય, આપણા દેશના જવાનોને કોઈ ને કોઈ રૂપમાં જરૂર યાદ કરીએ. જ્યારે સમગ્ર રાષ્ટ્ર સેના સાથે ઊભું રહે છે તો સેનાની તાકાત ૧૨૫ કરોડ ગણી વધી જાય છે.
કેટલાક સમય પહેલાં મને જમ્મુ-કાશ્મીરનાં ગામોના બધા સરપંચ મળવા આવ્યા હતા. જમ્મુ-કાશ્મીર પંચાયત પરિષદના એ લોકો હતા. કાશ્મીરખીણનાં અલગ-અલગ ગામોમાંથી આવ્યા હતા. લગભગ ૪૦-૫૦ સરપંચ હતા. મને તેમની સાથે ઘણો સમય વાત કરવાની તક મળી. તેઓ પોતાનાં ગામોના વિકાસની કેટલીક વાતો લઈને આવ્યા હતા, કેટલીક માગણીઓ લઈને આવ્યા હતા પરંતુ જ્યારે વાતો થઈ તો સ્વાભાવિક હતું કે ખીણની સ્થિતિ, કાયદો-વ્યવસ્થા, બાળકોનું ભવિષ્ય, આ બધી વાતો નીકળે જ. અને એટલા પ્રેમથી, એટલી નિખાલસતાથી ગામોના એ સરપંચોએ વાતો કરી, દરેક બાબત મારા હૃદયને સ્પર્શી ગઈ. વાત-વાતમાં કાશ્મીરમાં જે શાળાઓ સળગાવવામાં આવતી હતી તેની ચર્ચા પણ થઈ અને મેં જોયું કે જેટલું દુઃખ આપણને દેશવાસીઓને થાય છે તેટલી જ પીડા એ સરપંચોને પણ હતી અને તેઓ પણ માનતા હતા કે શાળાઓ નહીં, બાળકોનું ભવિષ્ય સળગાવાયું છે. મેં તેમને અનુરોધ કર્યો કે તેઓ જઈને એ બાળકોના ભવિષ્ય પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે. આજે મને ખુશી થઈ રહી છે કે કાશ્મીર ખીણમાંથી આવેલા એ બધા સરપંચોએ મને જે વચન આપ્યું હતું તેને સારી રીતે નિભાવ્યું, ગામોમાં જઈને બધા લોકોને જાગૃત કર્યા. હમણાં થોડા દિવસ પહેલાં જ્યારે બૉર્ડની પરીક્ષા થઈ તો કાશ્મીરનાં દીકરા-દીકરીઓએ-કાશ્મીરના લગભગ ૯૫ ટકા વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓએ બૉર્ડની પરીક્ષામાં ભાગ લીધો. બૉર્ડની પરીક્ષાઓમાં આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓનું સામેલ થવું તે એ વાત તરફ સંકેત કરે છે કે જમ્મુ-કાશ્મીરના આપણાં બાળકો ઉજ્જવળ ભવિષ્ય માટે, શિક્ષણના માધ્યમથી, વિકાસની નવી ઊંચાઈઓને પામવા માટે કૃત સંકલ્પ છે. તેમના આ ઉત્સાહ માટે હું તેમને તો અભિનંદન પાઠવું જ છું પરંતુ સાથે તેમનાં માતાપિતાને, તેમના સ્વજનોને, તેમના શિક્ષકોને અને બધા ગામ સરપંચોને ખૂબ જ વધાઈ આપું છું.
પ્રિય ભાઈઓ અને બહેનો,
આ વખતે જ્યારે મેં ‘મનની વાત’ માટે લોકો પાસે સૂચનો માગ્યાં તો હું કહી શકું છું કે બધાનાં સૂચનો એક તરફી જ આવ્યાં. બધા કહેતા હતા કે, 500 અને એક હજારની નોટ પર વિસ્તારથી વાત કરીએ. આમ તો આઠ નવેમ્બરે રાત્રે આઠ વાગ્યે રાષ્ટ્રના નામે સંબોધન કરતી વખતે દેશમાં સુધાર લાવવા માટે એક મહા અભિયાન આરંભ કરવાની મેં ચર્ચા કરી હતી. જે સમયે મેં આ નિર્ણય કર્યો હતો, તમારી સામે પ્રસ્તુત કર્યો હતો ત્યારે પણ મેં બધાની સામે કહ્યું હતું કે નિર્ણય સામાન્ય નથી. મુશ્કેલીઓથી ભરેલો છે. પરંતુ નિર્ણય જેટલો મહત્ત્વપૂર્ણ છે તેટલો જ મહત્ત્વનો તેનો અમલ છે. અને મને એ અંદાજ હતો કે આપણા સામાન્ય જીવનમાં અનેક પ્રકારની નવી-નવી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. અને ત્યારે પણ મેં કહ્યું હતું કે નિર્ણય એટલો મોટો છે કે તેની અસરમાંથી બહાર નીકળવા માટે પચાસ દિવસ તો લાગશે જ. અને તે પછી સામાન્ય સ્થિતિ તરફ આપણે જઈ શકીશું. સિત્તેર વર્ષથી આપણે જે બીમારીઓને વેઠી રહ્યા છીએ તે બીમારીઓમાંથી મુક્તિનું અભિયાન સરળ ન જ હોઈ શકે. તમારી મુશ્કેલીઓ-તકલીફોને હું સારી પેઠે સમજી શકું છું. પરંતુ જ્યારે હું આપ સહુનું સમર્થન જોઉં છું, તમારો સહયોગ જોઉં છું, તમને ભ્રમિત કરવા માટે ઘણા બધા પ્રયાસો ચાલી રહ્યા છે, તે છતાં પણ, ક્યારેક ક્યારેક મનને વિચલિત કરનારી ઘટનાઓ બહાર આવે છે તેમ છતાં, તમે સત્યના આ માર્ગને સારી રીતે સમજ્યો છે, પાંચસો અને હજારની નોટ બંધ કરવાની દેશહિતની આ વાતને સારી રીતે સ્વીકારી છે.
અને આટલો મોટો દેશ, આટલી બધી નોટોની ભરમાર, અબજો-ખર્વો નોટ અને આ નિર્ણય-સમગ્ર વિશ્વ બહુ બારીકાઈથી જોઈ રહ્યું છે, દરેક અર્થશાસ્ત્રી આનું ખૂબ જ વિશ્લેષણ કરી રહ્યા છે, મૂલ્યાંકન કરી રહ્યા છે. સમગ્ર વિશ્વ એ વાતને જોઈ રહ્યું છે કે શું હિન્દુસ્તાનના સવાસો કરોડ દેશવાસી મુશ્કેલીઓ-તકલીફો વેઠીને પણ સફળતા મેળવશે? વિશ્વના મનમાં કદાચ પ્રશ્નચિહ્ન હોઈ શકે છે. ભારતને ભારતના સવાસો કરોડ દેશવાસીઓ પ્રત્યે માત્ર શ્રદ્ધા જ છે. વિશ્વાસ જ છે કે સવાસો કરોડ દેશવાસીઓ સંકલ્પ પૂર્ણ કરીને જ રહેશે. અને આપણો દેશ સોનાની જેમ દરેક રીતે તપીને, નિખરીને બહાર નીકળશે અને તેનું કારણ આ દેશના નાગરિકો છે, તેનું કારણ તમે છો. આ સફળતાનો માર્ગ પણ તમારા કારણે જ સંભવ બન્યો છે.
સમગ્ર દેશમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનાં બધાં એકમો, એક લાખ ત્રીસ હજાર બૅન્ક શાખાઓમાં લાખો બૅંક કર્મચારીઓ, દોઢ લાખથી વધુ પૉસ્ટ ઑફિસ, એક લાખથી વધુ બૅન્ક મિત્ર દિવસ-રાત આ કામમાં લાગેલા છે, સમર્પિત ભાવથી જોડાયેલા છે. વિવિધ પ્રકારના તણાવની વચ્ચે આ બધા લોકો ખૂબ જ શાંત ચિત્તથી તેને દેશની સેવાનો એક યજ્ઞ માનીને એક મહાન પરિવર્તનનો પ્રયાસ માનીને કાર્યરત્ છે. સવારે શરૂ કરે છે તો રાત ક્યારે પડશે તે ખબર પણ નથી રહેતી, પરંતુ બધા કરી રહ્યા છે. અને આ જ કારણે સ્પષ્ટ દેખાય છે કે ભારત આમાં સફળ થશે જ. અને મેં જોયું છે કે આટલી મુશ્કેલીઓ વચ્ચે બૅંકના, પૉસ્ટ ઑફિસના બધા લોકો કામ કરી રહ્યા છે. અને માનવતાના મુદ્દે વાત કરવામાં આવે તો તેઓ બે ડગલાં આગળ દેખાય છે.
કોઈએ મને કહ્યું કે ખંડવામાં એક વૃદ્ધ ભાઈનો અકસ્માત થયો. અચાનક નાણાંની જરૂર પડી. ત્યાંના સ્થાનિક બૅંકના કર્મચારીના ધ્યાનમાં આ વાત આવી અને મને એ જાણીને બહુ ખુશી થઈ કે તેઓ પોતે તેમના ઘરે, તે વૃદ્ધ વ્યક્તિને પૈસા પહોંચાડી આવ્યા જેથી સારવારમાં મદદ થાય. આવા તો અગણિત કિસ્સાઓ દરરોજ ટીવીમાં, મિડિયામાં, અખબારોમાં, વાતચીતમાં બહાર આવે છે. આ મહાયજ્ઞમાં પરિશ્રમ કરનારા, પુરુષાર્થ કરનારા બધા સાથીઓનો હું અંત:કરણપૂર્વક આભાર માનું છું. શક્તિની પિછાણ ત્યારે જ થાય જ્યારે કસોટીમાંથી પાર ઉતરીએ. મને બરાબર યાદ છે - વડા પ્રધાન જનધન યોજનાનું અભિયાન ચાલી રહ્યું હતું અને બૅંકના કર્મચારીઓએ જે રીતે તેને પોતાના ખભા પર ઉપાડી લીધી હતી અને જે કામ સિત્તેર વર્ષમાં નહોતું થયું તે તેમણે કરીને દેખાડ્યું હતું. તે વખતે તેમના સામર્થ્યનો પરિચય થયો હતો. આજે ફરી એક વાર, આ પડકારને તેમણે ઉપાડ્યો છે અને મને વિશ્વાસ છે કે સવાસો કરોડ દેશવાસીઓનો સંકલ્પ, બધાનો સામૂહિક પુરુષાર્થ આ રાષ્ટ્રને એક નવી તાકાત બનાવીને પ્રગતિ કરાવશે.
પરંતુ દુર્ગુણો એટલા ફેલાયેલા છે કે આજે કેટલાક લોકોને દુર્ગુણો છુટતા નથી. હજુ પણ કેટલાક લોકોને લાગે છે કે આ ભ્રષ્ટાચારના પૈસા, આ કાળુ નાણું, આ હિસાબ વગરના પૈસા, આ બેનામી પૈસા કોઈ ને કોઈ રસ્તો શોધીને ફરીથી વ્યવસ્થામાં લાવી દઉં. તેઓ પોતાના પૈસા બચાવવા માટે ગેરકાયદે રસ્તા શોધી રહ્યા છે. દુઃખની વાત એ છે કે તેમાં પણ તેમણે ગરીબોનો ઉપયોગ કરીને રસ્તો શોધી કાઢ્યો છે. ગરીબોને ભ્રમિત કરીને, લાલચ કે પ્રલોભનની વાતો કરીને, તેમનાં ખાતાંમાં પૈસા નાખીને અથવા તેમની પાસે કોઈ કામ કરાવીને પૈસા બચાવવાનો પ્રયત્ન કેટલાક લોકો કરી રહ્યા છે. હું એવા લોકોને આજે કહેવા માગું છું- સુધરવું કે ન સુધરવું એ તમારી મરજી, કાયદાનું પાલન કરવું કે ન કરવું તે તમારી મરજી. કાયદો જોશે કે શું કરવું. પરંતુ કૃપા કરીને તમે ગરીબોની જિંદગી સાથે છેડછાડ ન કરો. તમે એવું કંઈ ન કરો જેથી રેકૉર્ડ પર ગરીબનું નામ આવે અને બાદમાં જ્યારે તપાસ થાય ત્યારે મારા પ્રિય ગરીબો તમારા પાપના કારણે મુસીબતમાં ફસાઈ જાય. અને બેનામી સંપત્તિનો એટલો કઠોર કાયદો બન્યો છે, જે આમાં લાગુ થઈ રહ્યો છે, તેના લીધે ઘણી મુશ્કેલીઓ આવશે અને સરકાર નથી ઈચ્છતી કે આપણા દેશવાસીઓને કોઈ તકલીફ પડે.
મધ્યપ્રદેશના કોઈ શ્રીમાન આશીષે પાંચસો અને હજારની નોટના માધ્યમથી ભ્રષ્ટાચાર અને કાળા નાણાં વિરુદ્ધ જે લડાઈ છેડવામાં આવી છે તે અંગે મને ટેલિફોન કરીને તેના વખાણ કર્યા છે:
“સર નમસ્તે. મારું નામ આશીષ પારે છે. હું તિરાલી ગામ, તિરાલી તાલુકો, હરદા જિલ્લો, મધ્યપ્રદેશનો સામાન્ય નાગરિક છું. તમારા દ્વારા જે હજાર-પાંચસોની નોટો બંધ કરવામાં આવી છે તે ખૂબ જ પ્રશંસનીય છે. હું ઈચ્છું છું કે ‘મનની વાત’માં અનેક ઉદાહરણો કહેજો કે લોકોએ અસુવિધા સહન કરવા છતાં પોતાના રાષ્ટ્રની ઉન્નતિ માટે આ કઠોર નિર્ણયનું સ્વાગત કર્યું છે જેનાથી લોકોમાં ઉત્સાહ વધશે અને રાષ્ટ્ર નિર્માણ માટે કેશલેસ પ્રણાલિ ખૂબ જ જરૂરી છે ને હું સમગ્ર દેશ સાથે છું. હું ખૂબ જ ખુશ છું કે તમે હજાર-પાંચસોની નોટ બંધ કરી દીધી.”
આ જ રીતે મને એક ફોન કર્ણાટકના શ્રીમાન યેલપ્પા વેલાન્કરજી તરફથી આવ્યો છે:
“મોદીજી નમસ્તે. હું કર્ણાટકના કોપ્પલ જિલ્લાના આ ગામમાંથી યેલપ્પા વેલાન્કર બોલું છું. તમને મનથી ધન્યવાદ દેવા માગું છું કારણકે તમે કહ્યું હતું કે સારા દિવસો આવશે (અચ્છે દિન આયેંગે), પરંતુ કોઈએ પણ વિચાર્યું નહોતું કે આટલો મોટો નિર્ણય તમે કરશો. પાંચસો અને હજારની નોટ, આ બધું જોઈને કાળાં નાણાંવાળા અને ભ્રષ્ટાચારીઓને બોધપાઠ મળ્યો છે. ભારતના દરેક નાગરિકના આનાથી વધુ સારા દિવસ ક્યારેય નહીં આવે. તે માટે હું તમને મનથી પૂર્ણ ધન્યવાદ આપવા માગું છું.”
કેટલીક વાતો મિડિયાના માધ્યમથી, લોકોના માધ્યમથી, સરકારી સૂત્રોના માધ્યમથી જાણવા મળે છે તો કામ કરવાનો ઉત્સાહ ઘણો વધી જાય છે. એટલો આનંદ આવે છે, એટલો ગર્વ થાય છે કે મારા દેશમાં સામાન્ય માનવીનું કેવું અદભુત સામર્થ્ય છે! મહારાષ્ટ્રના અકોલામાં નેશનલ હાઇવે એનએચ-૬ પર કોઈ રેસ્ટૉરન્ટ છે. તેણે એક મોટું બૉર્ડ લગાવ્યું છે કે જો તમારા ખિસ્સામાં જૂની નોટ હોય અને તમે જમવા માગતા હો તમે પૈસાની ચિંતા ન કરો. અહીંથી ભૂખ્યા ન જાવ. જમીને જ જાવ અને ફરીથી આ રસ્તા પરથી પસાર થવાનો મોકો મળે તો જરૂર પૈસા દઈ દે જો. અને લોકો ત્યાં જાય છે, જમે છે અને બે-ચાર-છ દિવસ પછી જ્યારે ત્યાંથી ફરીથી પસાર થાય છે તો પૈસા આપી દે છે. આ મારા દેશની તાકાત છે જેમાં સેવાભાવ, ત્યાગની ભાવના અને પ્રમાણિકતા પણ છે.
હું ચૂંટણીમાં ‘ચા પર ચર્ચા’ કરતો હતો અને સમગ્ર વિશ્વમાં આ વાત પહોંચી ગઈ હતી. દુનિયાના અનેક દેશના લોકો ‘ચા પર ચર્ચા’ શબ્દ બોલતા પણ શીખી ગયા. પરંતુ મને ખબર નહોતી કે ‘ચા પર ચર્ચા’માં લગ્ન પણ થાય! મને ખબર પડી કે ૧૭ નવેમ્બરે સુરતમાં એક એવાં લગ્ન થયાં જે ‘ચા પર ચર્ચા’ સાથે થયાં. ગુજરાતના સુરતમાં એક દીકરીએ પોતાને ત્યાં લગ્નમાં જે લોકો આવ્યા તેમને માત્ર ચા પીવડાવી અને બીજો કોઈ ખર્ચ ન કર્યો. ન કોઈ જમણવાર. કંઈ નહીં. કારણકે નોટબંધીને કારણે પૈસાની મુશ્કેલી હતી. જાનૈયાઓએ પણ ચાને એટલું જ સન્માન માન્યું.સુરતના ભરત મારુ અને દક્ષા પરમાર જેમણે પોતાનાં લગ્નના માધ્યમથી ભ્રષ્ટાચાર વિરુદ્ધ, કાળાં નાણાં વિરુદ્ધ આ જે લડાઈ ચાલી રહી છે તેમાં જે યોગદાન કર્યું છે તેનાથી તેઓ પ્રેરણારૂપ બન્યાંછે. નવપરિણીત ભરત અને દક્ષાને હું ખૂબ જ આશીર્વાદ આપું છું અને લગ્નના પ્રસંગને પણ આ મહાન યજ્ઞમાં પરિવર્તિત કરીને એક નવા અવસરમાં પરિવર્તિત કરવા માટે ખૂબ ખૂબ વધાઈ-અભિનંદન આપું છું. અને જ્યારે આવાં સંકટ આવે છે તો લોકો ઉત્તમ રસ્તા પણ શોધી લે છે.
હું એક રાત્રે મોડો આવ્યો હતો તો ટીવી જોતો હતો. મેં સમાચારમાં જોયું કે આસામમાં ધેકિયા જુલી નામનું એક નાનકડું ગામ છે. ત્યાં ચાના બગીચાના કારીગરો રહે છે અને તેમને દર અઠવાડિયે પૈસા મળે છે. તેમને બે હજાર રૂપિયાની નોટ મળી તો તેમણે શું કર્યું? અડોશ-પડોશની ચાર મહિલાઓ એકઠી થઈ ગઈ અને ચારેયે સાથે જઈને ખરીદી કરી અને બે હજાર રૂપિયાની નોટથી ચૂકવણી કરી તો તેમને નાની નોટની જરૂર જ ન પડી કારણકે ચારેયે સાથે મળીને ખરીદી કરી અને નિર્ણય કર્યો કે આગલા અઠવાડિયે જ્યારે મળીશું ત્યારે આપણે બેસીને હિસાબ જોઈ લઈશું. લોકો પોતપોતાના રસ્તા શોધી રહ્યા છે. અને પરિવર્તન પણ જુઓ. સરકાર પાસે એક સંદેશો આવ્યો. આસામના ચાના બગીચાના લોકો કહી રહ્યા છે કે અમારે ત્યાં એટીએમ લગાવો. જુઓ, કઈ રીતે ગામડાના જીવનમાં પણ પરિવર્તન આવી રહ્યું છે. આ અભિયાનનો કેટલાક લોકોને તો તાત્કાલિક લાભ મળી ગયો છે. દેશને તો લાભ આવનારા દિવસોમાં મળશે, પરંતુ કેટલાક લોકોને તો તાત્કાલિક લાભ મળી ગયો છે. મેં થોડો હિસાબ પૂછ્યો, શું થયું છે, નાનાં-નાનાં શહેરોની થોડી જાણકારી મેળવી. મને લગભગ ૪૦-૫૦ શહેરોની જે જાણકારી મળી કે આ નોટબંધી કરવાના કારણે જેટલા જૂના પૈસા બાકી હતા, લોકો પૈસા નહોતા દેતા, પાણી, વીજળી વગેરેનો કરવેરો નહોતા ભરતા અને તમે સારી રીતે જાણો છો કે ગરીબ લોકો બે દિવસ પહેલાં જઈને એક-એક પૈસો ચુકવી દેવાની ટેવ રાખે છે. આ જે મોટા મોટા લોકો હોય છે ને, જેમની પહોંચ હોય છે, જેમને ખબર છે કે કોઈ તેમને ક્યારેય પૂછનાર નથી, તેઓ પૈસા નથી દેતા. અને તેમનો ઘણો વેરો બાકી રહે છે. દરેક મહાનગરપાલિકાને કરવેરા પેટે માંડ પચાસ ટકા વેરો મળે છે. પરંતુ આ વખતે આઠ તારીખના આ નિર્ણયના કારણે બધા લોકો પોતાની જૂની નોટો જમા કરાવવા માટે દોડી ગયા. ૪૭ શહેરી એકમોમાં ગયા વર્ષે આ સમયે લગભગ ત્રણ-સાડા ત્રણ હજાર કરોડ રૂપિયાનો કરવેરો આવ્યો હતો. તમને જાણીને નવાઈ લાગશે, આનંદ પણ થશે કે આ એક જ સપ્તાહમાં ૧૩ હજાર કરોડ રૂપિયા જમા થઈ ગયા. હવે તે મહાનગરપાલિકામાં ચાર ગણા પૈસા આવી ગયા તો સ્વાભાવિક છે કે ગરીબ વસ્તીઓમાં ગટરની વ્યવસ્થા થશે, પાણીની વ્યવસ્થા થશે, આંગણવાડીની વ્યવસ્થા થશે. આવાં તો અનેક ઉદાહરણ મળી રહ્યા છે જેમાં તેનો સીધો સીધો લાભ પણ નજરે પડે છે.
ભાઈઓ-બહેનો, આપણું ગામ, તેમજ આપણા ખેડૂતો આપણા દેશની અર્થવ્યવસ્થાની એક મજબૂત કડી છે. એક તરફ અર્થ વ્યવસ્થાના આ નવા બદલાવને કારણે, મુશ્કેલીઓ વચ્ચે દરેક નાગરિકો પોતાની જાતને સુવ્યવસ્થિત કરી રહ્યા છે. પરંતુ મારા દેશના ખેડૂતોને વિશેષ અભિનંદન આપવા માંગુ છું. હમણાં હું પાકની લણણીના આંકડાઓ લઈ રહ્યો હતો..મને ખુશી થઈ કે ઘઉં હોય કે કઠોળ હોય કે તલ હોય, નવેમ્બરની 20 તારીખ સુધીનો હિસાબ મારી પાસે હતો. ગત વર્ષની તુલનામાં વાવણીમાં મોટાપ્રમાણમાં વધારો નોંધાયો છે. મુશ્કેલીઓ વચ્ચે પણ ખેડૂતોએ માર્ગ શોધ્યો છે. સરકારે પણ કેટલાય મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે જેમાં ખેડૂતો તેમજ ગામડાંઓને પ્રાથમિકતા અપાઈ છે પરંતુ તેમ છતાં પણ મુશ્કેલીઓ તો છે જ, પરંતુ મને વિશ્વાસ છે કે જે ખેડૂત કોઈ મુશ્કેલી હોય, પ્રાકૃતિક આપત્તિઓ હોય તેમાં પણ જો હંમેશા અડગ ઉભો હોય, ત્યારે આ વખતે પણ તે અડગ ઉભો રહેશે.
આપણા દેશના નાનાં વેપારીઓ, જેઓ રોજગાર પણ આપે છે, આર્થિક ગતિવિધી પણ વધારે છે. ગત બજેટમાં અમે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો હતો કે મોટા-મોટા Mall ની જેમ ગામડાંના નાના-નાના દુકાનદારો પણ હવે ચોવીસે કલાક પોતાનો વ્યવસાય કરી શકશે, કોઈ કાયદો તેમને રોકી નહીં શકે. કારણ કે મારો મત હતો કે મોટા-મોટા Mall ને 24 કલાક મળે છે તો ગામડાંના ગરીબ દુકાનદારોને શા માટે ન મળવું જોઈએ ? મુદ્રા યોજનાથી તેઓને લોન આપવાની દિશામાં મોટી પહેલ કરવામાં આવી છે. લાખો-કરોડો રૂપિયા મુદ્રા યોજનાથી આવા નાના-નાનાં લોકોને પહોંચાડવામાં આવ્યા, કારણ કે મોટી સંખ્યામાં લોકો નાનાં-મોટા વેપાર કરે છે, અને અબજો રૂપિયાના વેપારને ગતિ આપે છે. પરંતુ આ નિર્ણયથી તેઓને પણ મુશ્કેલી આવશે તે સ્વાભાવિક છે..પરંતુ મેં જોયું કે હવે તો આપણા આ નાનાં વેપારીઓ પણ ટેકનોલોજીના માધ્યમથી, મોબાઈલ એપના માધ્યમથી, મોબાઈલ બેન્કના માધ્યમથી, ક્રેડિટ કાર્ડના માધ્યમથી, પોતાની રીતે ગ્રાહકોની સેવા કરી રહ્યા છે, વિશ્વાસના આધાર પર પણ કરે છે અને હું આપણા નાનાં વેપારી ભાઈ-બહેનોને પણ કહેવા માગું છું કે સારો મોકો છે, તમે લોકો પણ ડીજીટલ દુનિયામાં પ્રવેશ કરી લો. આપ પણ મોબાઈલ ફોનમાં બેન્કોની એપ ડાઉનલોડ કરી લો. આપ પણ ક્રેડિટ કાર્ડ માટે પીઓએસ મશીન વસાવી લો, આપ પણ નોટ વગર કેવી રીતે વેપાર થઈ શકે તે શીખી લો. જરા જુઓ મોટા મોલ, ટેક્નોલોજીના માધ્યમથી પોતાના વેપારને કેવી રીતે વધારી રહ્યા છે, એક નાનો વેપારી પણ આવી સામાન્ય યુઝર ફ્રેન્ડલી ટેક્નોલોજીથી પોતાનો વેપાર વધારી શકે છે. બગાડવાનો તો સવાલ જ નથી, વધારવાનો અવસર છે. હું આપને નિમંત્રણ આપુ છું કે ‘કેશલેસ સોસાયટી’ બનાવવામાં આપ બહુ મોટું યોગદાન આપી શકો છો, આપ આપના વેપારને વધારવામાં મોબાઈલ ફોન પર પૂરી બેન્કિંગ વ્યવસ્થા ઉભી કરી શકો છે અને આજે નોટો ઉપરાંત અનેક રસ્તાઓ છે, જેમાં આપણે વેપાર ચલાવી શકીએ છીએ. ટેક્નોલોજીકલ રસ્તાઓ સુરક્ષિત છે અને ત્વરિત છે. હું ઈચ્છીશ કે માત્ર આ અભિયાનને સફળ બનાવવામાં આપ મદદ કરો અને તેટલું જ નહીં આપ બદલાવનું પણ નેતૃત્વ કરો અને મને વિશ્વાસ છે કે આપ બદલાવનું નેતૃત્વ કરી શકો છો. આપ આખા ગામના વેપારમાં આ ટેક્નોલોજીના આધાર પર કામ કરી શકો છો તેવો મને વિશ્વાસ છે. હું મજૂર ભાઈ-બહેનોને પણ કહેવા માગું છું કે તમારું ઘણું શોષણ થયું છે. કાગળ પર એક પગાર થાય છે અને જ્યારે હાથમાં આવે છે ત્યારે અલગ હોય છે. ક્યારેક પૂરો પગાર મળે છે તો ક્યારેક બહાર કોઈ ઉભું હોય તે તેને થોડો હિસ્સો આપવો પડે છે અને મજૂરો મજબૂરીમાં આ શોષણને જીવનનો હિસ્સો બનાવી દેતા હોય છે. આ નવી વ્યવસ્થાથી અમે ઈચ્છીયે છીયે કે આપનું પણ બેન્કમાં ખાતુ હોય, આપના પગારના નાણાં આપની બેન્કમાં જમા થાય જેથી લઘુત્તમ વેતનનું પાલન થાય. આપને પૂરા નાણાં મળે, કોઈ કાપી ના શકે. આપનું શોષણ ન થાય તેમજ એકવાર આપની બેન્કમાં નાણાં આવ્યા તો આપ પણ મોબાઈલ ફોન પર – કોઈ મોટા સ્માર્ટફોનની જરૂરિયાત નથી. આજકાલ તો આપનો મોબાઈલ ફોન પણ ઈ-પાકિટનું કામ કરે છે – આપને તે જ મોબાઈલ ફોનથી આડોશ-પાડોશની નાની-મોટી દુકાનમાંથી જે ખરીદવું છે તે ખરીદી શકો છો, તેનાથી પૈસા પણ ચૂકવી શકો છો..તેથી જ મજૂર ભાઈ-બહેનોને આ યોજનામાં ભાગીદાર બનવા માટે હું વિશેષ આગ્રહ કરું છું, કારણ કે આખરે તો આટલો મોટો નિર્ણય મેં દેશના ગરીબો, ખેડૂતો, મજૂરો, વંચિતો તેમજ પીડિતો માટે લીધો છે, જેનો લાભ તેઓને મળવો જોઈએ.
આજે હું વિશેષરૂપથી યુવાનો સાથે વાત કરવા માંગુ છું. આપણે દુનિયામાં ગાઈ-વગાડીને કહીએ છીએ કે ભારત એવો દેશ છે કે જેની પાસે 65 ટકા જનસંખ્યા, 35 વર્ષથી ઓછી ઉંમરની છે. મારા દેશના યુવા અને યુવતિઓ, હું જાણું છું કે મારો નિર્ણય તો આપને પસંદ આવ્યો જ હશે. હું એ પણ જાણું છું કે આપ આ નિર્ણયનું સમર્થન કરો છો. હું એ પણ જાણું છું કે આપ આ વાતને સકારાત્મકરૂપથી આગળ વધારવા માટે પૂરતું યોગદાન પણ આપી રહ્યા છો. પરંતુ દોસ્તો, આપ મારા સાચા સિપાહી છો, આપ મારા સાચા સાથી છો. માં ભારતીની સેવા કરવાનો એક અદભૂત મોકો આપણને પ્રાપ્ત થયો છે. દેશને આર્થિક ઉંચાઈ પર લઈ જવાનો અવસર આવ્યો છે. મારા નવયુવાનો શું આપ મારી મદદ કરી શકો છો? મને સાથ આપશો, આટલાથી વાત અટકશે નહીં. જેટલો અનુભવ આપને આજની દુનિયાનો છે, જૂની પેઢીને તેટલો નથી. બની શકે કે આપના પરિવારમાં મોટા ભાઈને જાણ નહીં હોય તેમજ માતા-પિતા, કાકા-કાકી, મામા-મામીને પણ કદાચ ખબર નહીં હોય. એપ શું હોય છે તે આપ જાણો છો, ઓનલાઈન બેન્કિંગ શું હોય છે તે આપ જાણો છો, ઓનલાઈન ટિકિટ બુકિંગ કેવી રીતે કરાય તે આપ જાણો છો. આપના માટે આ દરેક બાબતો બહુ સામાન્ય છે અને આપ તેનો ઉપયોગ પણ કરો છો પરંતુ આજે દેશ જે મહાન કાર્ય કરવા માગે છે, આપણું સપનું છે ‘કેશલેસ સોસાયટી’. સો ટકા કેશલેસ સોસાયટી સંભવ નથી પરંતુ શું ભારત ‘લેસ કેશ સોસાયટી’ની શરૂઆત તો કરે. એકવાર જો આજે આપણે ‘લેસ કેશ સોસાયટી’ની શરૂઆત કરી દઈએ તો કેશલેસ સોસાયટીની મંઝિલ બહુ દૂર નહીં હોય અને મને તેમાં આપની શારિરીક મદદ જોઈશે, આપનો સમય જોઈશે, આપનો સંકલ્પ જોઈશે. અને મને વિશ્વાસ છે કે આપ મને ક્યારેય નિરાશ નહીં કરો. કારણ કે આપણે બધા હિન્દુસ્તાનના ગરીબોનું જીવન બદલવાની ઈચ્છા ધરાવનારા લોકો છીયે. આપ જાણો છો કે કેશલેસ સોસાયટી માટે ડીજીટલ બેન્કિંગ માટે કે મોબાઈલ બેન્કિંગ માટે આજે ઘણાં અવસર છે. દરેક બેન્ક ઓનલાઈન સુવિધા આપે છે. હિન્દુસ્તાનમાં દરેક બેન્કની પોતાની એક એપ છે. દરેક બેન્કનું પોતાનું વોલેટ છે. વોલેટનો સીધો મતલબ છે ઈ-પાકિટ. કેટલીયે પ્રકારના કાર્ડ ઉપલબ્ધ છે. જન-ધન યોજના અંતર્ગત ભારતના કરોડો ગરીબ પરિવારો પાસે રૂ-પે કાર્ડ છે તેમજ 8 તારીખ બાદ જે રૂ-પે કાર્ડનો બહુ ઓછો ઉપયોગ થતો હતો. ગરીબોએ રૂ-પે કાર્ડનો ઉપયોગ શરૂ કરી દીધો અને લગભગ 300 ટકા ની તેમાં વૃદ્ધિ નોંધાઈ છે. જેવી રીતે મોબાઈલ ફોનમાં પ્રિપેડ કાર્ડ આવે છે તેવી રીતે બેન્કોમાં પણ પૈસા ખર્ચવા માટે પ્રિપેડ કાર્ડ ઉપલબ્ધ છે. એક સારું પ્લેટફોર્મ છે વેપાર કરવાની ‘યુપીઆઈ’ કે જેનાથી આપ ખરીદી પણ કરી શકો છો, પૈસા પણ મોકલાવી શકો છો, પૈસા મેળવી પણ શકો છો અને આ કામ એટલું સરળ છે કે જેટલું તમે વોટ્સએપ પર મોકલો છો. સાવ અશિક્ષિત વ્યક્તિ હશે, તેને પણ આજે વોટ્સએપ પર મેસેજ કેવી રીતે મોકલાય તે આવડે છે. ફોરવર્ડ કેવી રીતે કરવાનું છે તે પણ આવડે છે. તેટલું જ નહીં, ટેક્નોલોજી આટલી સરળ થતી જશે કે આ કામ માટે કોઈ મોટા સ્માર્ટફોનની પણ આવશ્યકતા નથી. સાધારણ ફિચર ધરાવતા ફોન હોય છે તેમાં પણ કેશ ટ્રાન્સફર થઈ શકે છે. ધોબી હોય, શાકભાજી વેચનારા હોય, દૂધ વેચનારા હોય, છાપા વેચનારા હોય, ચા વેચનારા હોય કે ચણા વેચનારા હોય, દરેક વ્યક્તિ તેનો સરળતાથી ઉપયોગ કરી શકે છે અને મેં પણ આ વ્યવસ્થાને વધુ સરળ બનાવવા માટે વધુ ભાર આપ્યો છે. દરેક બેન્કો તેના પણ લાગી ગઈ છે અને હવે તો ઓનલાઈન સરચાર્જનો જે ખર્ચ આવતો હતો તેને પણ નાબૂદ કરી દીધો છે અને આવા અન્ય પ્રકારના કાર્ડ પર ખોટા ખર્ચા આવતા હતા તેને પણ આપે જોયું હશે કે 2-4 દિવસમાં અખબારમાં – દરેક ખર્ચાને નાબૂદ કરી દેવાયા છે, જેથી કેશલેસ સોસાયટીની ચળવળને બળ મળે.
મારા નવયુવાન મિત્રો,
આ બધું થયા બાદ પણ એક આખી પેઢી એવી છે જે આનાથી અપરિચીત છે. અને હું જેટલું જાણું છું તેટલું આપ દરેક લોકો, આ મહાન કાર્યમાં સક્રિય છો. વોટ્સએપ પર જેવી રીતે ક્રિએટીવ મેસેજ આપ મોકલો છો, સ્લોગન, કવિતાઓ, કિસ્સાઓ, કાર્ટૂન, નવી-નવી કલ્પનાઓ એ બધું હું જોઈ રહ્યો છું અને કેટલીએ મુશ્કેલીઓ વચ્ચે આપણી યુવાપેઢીની આ જે સર્જનશક્તિ છે, તો એવું લાગે છે કે આ ભારત ભૂમિની વિશેષતા છે કે કોઈ જમાનામાં યુદ્ધના મેદાનમાં ગીતાનો જન્મ થયો હતો, તેવી જ રીતે આજે આટલા મોટા બદલાવના સમયમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ, ત્યારે આપની અંદર પણ મૌલિક સર્જનાત્મકતા પ્રગટ થતી હશે. પરંતુ મારા પ્રિય નવયુવાન મિત્રો, હું ફરી એકવાર કહું છું કે મને આ કાર્યમાં આપની મદદ જોઈએ છે. હા-હા-હા, હું ફરી કહું છું કે મને આપની મદદ જોઈએ છે અને મને વિશ્વાસ છે કે મારા દેશના કરોડો નવયુવાનો આ કાર્યને કરશે. આપ એક કામ કરો, આજથી જ સંકલ્પ કરો કે આપ સ્વયં ‘કેશલેસ સોસાયટી’ માટે પોતે એક હિસ્સો બનશો. આપના મોબાઈલ ફોન પર ઓનલાઈન ખર્ચ કરવાની જેટલી ટેકનોલોજી છે તે દરેક ઉપલબ્ધ હોય. તેટલું જ નહીં રોજ અડધો કલાક, કલાક કે બે કલાક કાઢીને ઓછામાં ઓછા 10 પરિવારોને આ ટેક્નોલોજી શું છે, ટેક્નોલોજીનો ઉપયોગ કેવી રીતે કરાય, કેવી રીતે પોતાની બેન્કની એપ ડાઉનલોડ કરાય છે ઉપરાંત આપના ખાતામાં જે પૈસા પડ્યા છે તેનો કેવી રીતે ખર્ચ કરી શકાય ? કેવી રીતે દુકાનદારને આપી શકાય? દુકાનદારોને પણ શિખવાડો કે કેવી રીતે વેપાર કરી શકાય? આપ સ્વેચ્છાએ આ કેશલેસ સોસાયટી, આ નોટોના ચક્કરમાંથી બહાર લાવવાના મહાઅભિયાન, દેશને ભ્રષ્ટાચારમુક્ત કરવાનું અભિયાન, કાળા ધનથી મુકિત અપાવવાનું અભિયાન, લોકોને સમસ્યા તેમજ મુશ્કેલીથી મુક્ત કરાવવાનું અભિયાન – આપે તેનું નેતૃત્વ કરવાનું છે. એકવાર લોકોને રૂ-પે કાર્ડનો ઉપયોગ કઈ રીતે થાય તે આપ શિખવાડી દેશો તો ગરીબો આપને આશિર્વાદ આપશે. સામાન્ય નાગરિકોને આ વ્યવસ્થા શિખવાડી દેશો તો તેઓની તો કદાચ બધી ચિંતાઓમાંથી મુક્તિ મળી જશે અને આ કામમાં જો હિન્દુસ્તાનના બધા નવયુવાનો લાગી જાય તો હું નથી માનતો કે વધુ સમય લાગશે. એક મહિનાની અંદર આપણે વિશ્વમાં એક નવા આધુનિક હિન્દુસ્તાનના રૂપમાં ઉભા રહી શકીશું અને આ કામ આપ આપના મોબાઈલ ફોન મારફતે કરી શકો છો. રોજ 10 ઘરોમાં જઈને થઈ શકે, રોજ 10 ઘરને આમાં જોડીને પણ કરી શકો છો. હું આપને નિમંત્રણ આપુ છું, આવો, માત્ર સમર્થન નહીં, આપણે આ પરિવર્તનના સેનાની બનીયે અને પરિવર્તન લઈને જ રહીશું. દેશને ભ્રષ્ટાચાર તેમજ કાળા ધનથી મુક્ત કરવાની આ લડાઈને આપણે આગળ વધારીશું અને દુનિયામાં ધણાં દેશ છે જ્યાંના નવયુવાનોએ એ રાષ્ટ્રના જીવનને બદલી નાખ્યું છે અને એ વાત માનવી પડશે, જે બદલાવ લાવે છે તે નવયુવાનો લાવે છે, ક્રાંતિ કરે છે તે યુવાનો કરે છે. કેન્યા, તેણે બીડું ઝડપ્યું, M-PESA એક એવી મોબાઈલ વ્યવસ્થાની ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો, M-PESA નામ રાખ્યું અને આજે લગભગ આફ્રિકાના આ વિસ્તાર કેન્યામાં સમગ્ર વેપાર આના પર આવી ગયો છે. એક મોટી ક્રાંતિ કરી છે આ દેશે.
મારા નવયુવાનો, હું ફરી એકવાર, ફરી એકવાર આગ્રહ સાથે આપને કહું છું કે આપ આ અભિયાનને આગળ વધારો. દરેક શાળા, કોલેજ, યુનિવર્સિટી, એનસીસી, એનએસએસ, સામૂહિકરૂપથી, વ્યકિતગતરૂપથી આ કાર્યને કરવા હું આપને નિમંત્રણ પાઠવું છું. આપણે આ વાતને આગળ વધારીયે. દેશની ઉત્તમ સેવા કરવાનો આપણને એક અવસર પ્રાપ્ત થયો છે, જે મોકો ગુમાવવાનો નથી.
પ્રિય ભાઈ-બહેનો આપણા દેશના એક મહાન કવિ શ્રીમાન હરિવંશરાય બચ્ચનજીની જન્મજયંતિનો આજે દિવસ છે અને આજે હરિવંશરાયજીના જન્મદિવસ પર શ્રીમાન અમિતાભ બચ્ચનજી એ સ્વચ્છતા અભિયાન માટે એક નારો આપ્યો છે. આપે જોયું હશે કે આ સદીના સર્વાધિક લોકપ્રિય કલાકાર અમિતાભજી સ્વચ્છતાના અભિયાનને બહુ સારી રીતે આગળ વધારી રહ્યા છે.લાગે છે કે સ્વચ્છતાનો વિષય તેમની નસેનસમાં ફેલાઈ ગયો છે અને તેટલે જ તેમના પિતાજીની જન્મજયંતિ પર પણ તેમને સ્વચ્છતાનું કાર્ય યાદ આવ્યું. તેમણે લખ્યું છે કે હરિવંશરાયજીની એક કવિતા છે અને તેની એક પંક્તિ તેમણે લખી છે. “મિટ્ટી કા તન , મસ્તી કા મન, ક્ષણભર જીવન, મેરા પરિયચ”. હરિવંશરાયજી આના માધ્યમથી પોતાનો પરિચય આપતા હતા. “મિટ્ટી કા તન , મસ્તી કા મન, ક્ષણભર જીવન, મેરા પરિયચ”. તો તેમના સુપુત્ર શ્રીમાન અમિતાભજીએ કે જેમની નસેનસમાં સ્વચ્છતાનું મિશન દોડી રહ્યું છે, તેમણે મને હરિવંશરાયજીની કવિતાનો ઉપયોગ કરીને લખીને મોકલ્યું છે
“સ્વચ્છ તન, સ્વચ્છ મન, સ્વચ્છ ભારત, મેરા પરિચય”. હું હરિવંશરાયજીને આદરપૂર્વક નમન કરું છું. શ્રીમાન અમિતાભજી ને પણ મન કી બાત માં આ રીતે જોડાઈને તેમજ સ્વચ્છતાના કાર્યને આગળ વધારવા બદલ ધન્યવાદ કરું છું.
મારા પ્રિય દેશવાસીઓ, હવે તો મન કી બાતના માધ્યમથી આપના વિચારો, આપની ભાવનાઓ, આપના પત્રોના માધ્યમથી, MYGOV પર, નરેન્દ્ર મોદી એપ પર હંમેશા મને આપની સાથે જોડીને રાખે છે. હવે તો 11 વાગ્યે મન કી બાત હોય છે, પરંતુ તેની પછી તરત જ પ્રાદેશિક ભાષાઓમાં પણ શરૂ કરવાના છીએ. હું આકાશવાણીનો આભારી છું, જે નવી પહેલ એ લોકોએ કરી છે જેથી જ્યાં હિન્દી ભાષા પ્રચલિત નથી ત્યાંના પણ મારા દેશવાસીઓને જરૂરથી આનાથી જોડાવાનો મોકો પ્રાપ્ત થશે. આપ સર્વેને ખૂબ ખૂબ ધન્યવાદ...
મારા વ્હાલા દેશવાસીઓ, આપ સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ,
ભારતના ખૂણેખૂણામાં ઉત્સાહ અને ઉમંગની સાથે દિપાવલીનું પર્વ ઉજવવામાં આવે છે. ભારત એક એવો દેશ છે કે, ત્રણસોને પાંસઠેય દિવસ દેશના કોઇને કોઇ ખૂણામાં કોઇને કોઇ ઉત્સવ નજરે પડે છે. દૂરથી જોનારાને તો એમ જ લાગે કે જાણે ભારતીય જનજીવન ઉત્સવનું બીજું નામ છે, અને તે સ્વાભાવિક પણ છે. વેદકાળથી આજ સુધી ભારતમાં જે ઉત્સવોની પરંપરા રહી છે તે સમયાનુકુળ પરિવર્તન લાવનારા ઉત્સવ રહ્યા છે. સમયથી બહારના ઉત્સવોની પરંપરા સમાપ્ત કરવાની હિંમત આપણે જોઇ છે અને સમય તથા સમાજની માંગ અનુસરા ઉત્સવોમાં બદલાવ પણ સહજરૂપે સ્વીકાર કરવામાં આવ્યો છે. પરંતુ આ બધામાં એક બાબત આપણે સારી રીતે જોઇ શકીએ છીએ કે ભારતના ઉત્સવોની આ પૂરી માત્રા, તેનો વ્યાપ, તેનું ઊંડાણ, લોકોમાં તેનું સ્થાન એક મૂળમંત્ર સાથે જોડાયેલું છે, “સ્વને સમષ્ટિ તરફ લઇ જવો” વ્યકિત અથવા વ્યકિતત્વનું વિસ્તરણ કરવું. પોતાની મર્યાદિત વિચારસરણીનો પરિધીને સમાજથી બ્રહ્માંડ સુધી વિસ્તરિત કરવાનો પ્રયાસ કરવો. અને તે આ ઉતસ્વોના માધ્યમથી કરવું. ભારતના ઉત્સવ કોઇવાર ખાણીપીણીની મહેફિલ જેવા દેખાય છે. પરંતુ તેમાં પણ ઋતુ કેવી છે. કઇ ઋતુમાં શું ખાવું જોઇએ ? ખેતીની કઇ ઉપજ થઇ છે. તે ઉપજને કેવી રીતે ઉત્સવમાં બદલવી, આરોગ્યની દ્રષ્ટિએ કેવા સંસ્કાર હોવા જોઇએ ? આ તમામ બાબતો આપણા પૂર્વજોએ બહુ વૈજ્ઞાનિક ઢબે ઉત્સવમાં આવરી લીધી છે. આજ પૂરૂં વિશ્વ, પર્યાવરણની ચર્ચા કરે છે, પ્રાકૃતિક વિનાશ ચિંતાનો વિષય બન્યો છે. ભારતની ઉત્સવ પરંપરા પ્રકૃતિપ્રેમને બળવતર બનાવનારી છે. બાળકથી લઇને દરેક વ્યકિતને સંસ્કૃત કરનારી છે. વૃક્ષ હોય, છોડ હોય, નદી હોય, પશુ હોય, પર્વત હોય, પક્ષી હોય, દરેક પ્રત્યે જવાબદારીનો ભાવ જગાડનારા ઉત્સવ રહ્યા છે. આજકાલ તો આપણે રવિવારે રજા રાખીએ છીએ, પરંતુ જે જૂની પેઢીના લોકો છે, મજૂરી કરનારો વર્ગ હોય, માછીમારો હોય વગેરે… આપે જોયું હશે કે, સદીઓથી આપણે ત્યાં પરંપરા હતી, પૂનમ અને અમાસના દિવસે રજા રાખવાની, અને વિજ્ઞાને આ વાતને સિદ્ધ કરી છે કે, પૂનમ અને અમાસના દિવસે સમુદ્રના પાણીમાં કઇ રીતે બદલાવ આવે છે. અને તે અસર માનવમન પર પણ પડે છે. એટલે ત્યાં સુધી કે, આપણે ત્યાં રજા પણ બ્રહ્માંડ અને વિજ્ઞાનને જોડીને રાખવાની પરંપરા વિકસિત થઇ હતી. આજે જયારે આપણે દિવાળીનું પર્વ ઉજવીએ છીએ ત્યારે, મે જેમ કહ્યું તેમ આપણું દરેક પર્વ એક શિક્ષણદાયક હોય છે. શિક્ષણનો બોદ લઇને આવે છે. આ દિવાળીનું પર્વ પણ “ તમસો મા જયોતિર્ગમય ” અંધકારથી પ્રકાશ તરફ જવાનો એક સંદેશ આપે છે. અને અંધકાર, પેલો પ્રકાશના અભાવવાળો અંધકાર જ અંધકાર નથી, અંધશ્રધ્ધાનો પણ અંધકાર છે. નિરક્ષરતાનો પણ અંધકાર છે. ગરીબીનો પણ અંધકાર છે. સામાજિ ખરાબીઓનો પણ અંધકાર છે. દિવાળીનો દિપ પ્રગટાવીને સમાજ દોષ-રૂપી જે અંધકાર છવાયેલો છે, વ્યકિતદોષ રૂપી જે અંધકાર છવાયેલો છે તેનાથી ઋણ મુક્તિ મેળવવાનો પ્રયાસ છે અને તે જ તો દિવાળીનો દીપ પ્રગટાવીને પ્રકાશ પહોંચાડવાનું પર્વ બને છે.
એક બાબત આપણે બધા સારી રીતે જાણીએ છીએ, હિંદુસ્તાનના કોઇપણ ખૂણામાં જાવ, અમીરથી અમીરના ઘરમાં જઇ આવો, ગરીબથી ગરીબના ઝૂંપડામાં જાવ, દિવાળીના તહેવારોમાં, દરેક પરિવારમાં સ્વચ્છતાનું અભિયાન ચાલતું જોવા મળે છે. ઘરના ખૂણેખૂણાની સફાઇ થાય છે. ગરીબ પોતાના માટીના વાસણ હોય તે એ માટીના વાસણ પણ એવી રીતે સાફ કરે છે, કે જેમ બસ આ દિવાળી આવી છે. દિવાળી સ્વચ્છતાનું એક અભિયાન પણ છે. પરંતુ સમયની માંગ છે કે, માત્ર આપણા ઘરની જ સફાઇ નહીં, પૂરા પરિસરની સફાઇ, પૂરા મહોલ્લાની સફાઇ, પૂરા ગામની સફાઇ થાય. આપણે આપણા આ સ્વભાવ અને પરંપરાનો વિસ્તાર કરવાનો છે. બહોળા બનાવવાના છે. દિવાળીનું પર્વ હવે ભારતના સીમાડાઓ સુધી મર્યાદિત નથી રહ્યું. વિશ્વના તમામ દેશોમાં કોઇને કોઇ રૂપમાં દિપાવલીના પર્વને યાદ કરવામાં આવે છે, ઉજવવામાં આવે છે. દુનિયાની કેટલીયે સરકારો પણ, ત્યાંની સંસદ પણ, ત્યાંના શાસકો પણ દિપાવલીના પર્વનો હિસ્સો બનવા લાગ્યા છે. એ દેશ ચાહે પૂર્વના હોય કે પશ્ચિમના, ચાહે વિકસિત દેશ હોય કે વિકાસશીલ દેશ હોય, ભલે આફ્રિકા હોય, કે આયર્લેન્ડ હોય બધ્ધે જ દિવાળીની ધૂમધામ નજરે પડે છે. આપ સૌને ખબર હશે, અમેરિકાની યુએસ પોસ્ટલ સર્વિસ, તેણે પણ આ વખતે દિપાવલીની ટપાલ ટીકીટ બહાર પાડી છે. કેનેડાના પ્રધાનમંત્રીજીએ પણ દિવાળી નિમિત્તે દીવો પ્રગટાવતી પોતાની તસવીર ટ્વીટર પર શેર કરી છે.
બ્રિટનના પ્રધાનમંત્રીએ લંડનમાં દિવાળી નિમિત્તે બધા સમાજને જોડનારા એ સત્કાર સમારંભનો કાર્યક્રમ આયોજીત કર્યો, તેઓ પોતે એમાં ભાલ લીધો અને કદાચ યુ.કે.માં તો કોઇ શહેર એવું નહીં હોય, જયાં ભારે ધામધૂમથી દિવાળી ઉજવવામાં આવી ના હોય, સિંગાપુરના પ્રધામંત્રીજીએ ઇન્સ્ટાગ્રામ પર તસવીર મૂકી છે અને આ તસવીરને તેમણે દુનિયા સાથે શેર કરી છે. તે પણ બહુ ગૌરવ સાથે શેર કરી છે. અને તસ્વીર શું છે ? સિંગાપુરના 16 મહિલા સાંસદો ભારતીય સાડે પહેરીને સંસદની બહાર ઉભાં છે અને આ ફોટો વાયરલ થયો છે. અને આ બધું દિવાળી નિમિત્તે કરવામાં આવ્યું છે. સિંગાપુરના તો દરેક ગલી-મહોલ્લામાં અત્યારે દિવાળીનો ઉત્સવ ઉજવાઇ રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ ભારતીય સમુદાયને દિવાળીની શુભેચ્છાઓ પાઠવીને ઓસ્ટ્રેલિયાના જુદાંજુદાં શહેરોમાં દિવાળીના તહેવારે દરેક સમાજને જોડાવાનું આહવાન કર્યું છે. તાજેતરમાં ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી આવ્યા હતા. તેમણે મને કહ્યું કે, “ મારે જલદી એટલા માટે પાછા જવું છે કે, મારે ત્યાં દિવાળીના સમારોહમાં સામેલ થવાનું છે, ” મારું કહેવાનું તાત્પર્ય એ છે કે, દીપાવલી, આ પ્રકાશનું પર્વ, વિશ્વ સમુદાયને પણ અંધકારથી પ્રકાશની તરફ લઇ જવાનો એક પ્રેરણા ઉત્સવ બની રહ્યો છે.
દિવાળીના પર્વ પર સારાં કપડાં, સારૂં ખાવા-પીવાનું વગેરેની સાથેસાથે ફટાકડાની પણ ભારે ધૂમ મચે છે. અને બાળકોને, યુવાનોને ખૂબ આનંદ આવે છે. પરંતુ બાળકો કયારેય દુસ્સાહસ પણ કરી બેસે છે. ઘણાબધા ફટાકડાને એકઠા કરીને મોટો અવાજ કરવાની કોશિશમાં એક બહુ મોટા અકસ્માતને નિયંત્રણ આપી દે છે. કયારેય એ પણ ધ્યાન નથી રહેતું કે આસપાસમાં શું પડેલું છે ? દિવાળીના દિવસોમાં અકસ્માતના સમાચાર, આગના સમાચાર, અપમૃત્યુના સમાચાર ભારે ચિંતા ઉપજાવે છે. અને એક મુસીબત એ પણ થઇ જાય છે કે, દિવાળીના દિવસોમાં ડૉકટરો પણ મોટી સંખ્યામાં પોતપોતાના પરિવારની સાથે દિવાળી ઉજવવા ચાલ્યા ગયા હોય છે. એટલે સંકટમાં વધુ એક સંકટનો ઉમેરો થઇ જાય છે. મારે ખાસ કરીને માતાપિતાને, વાલીઓને, વડિલોને વિશેષ આગ્રહ છે કે, બાળકો જયારે ફટાકડા ફોડતાં હોય ત્યારે મોટાંઓએ સાથે ઉભાં રહેવું જોઇએ, કોઇ ભૂલ ના થઇ જાય, તેની ચિંતા કરવી જોઇએ અને દુર્ઘટનાથી બચવું જોઇએ. આપણા દેશમાં દિવાળીનું પર્વ બહુ લાંબું ચાલે છે. તે કેવળ એક દિવસનું નથી હોતું. તેમાં ગોવર્ધન પૂજા કહો, ભાઇબીજ કહો, લાભપાંચમ કહો, અને કાર્તિકી પૂર્ણિમાના પ્રકાશપર્વ સુધી લઇ જાય, આમ એક પ્રકારે બહુ લાંબા સમયગાળા સુધી તે ચાલે છે. તેની સાથે સાથે આપણે દિવાળીનો તહેવાર પણ ઉજવીએ છીએ અને છઠ પૂજાની તૈયારી પણ કરીએ છીએ. ભારતના પૂર્વના વિસ્તારોમાં છઠ પૂજાનો તહેવાર એક બહુ મોટો તહેવાર હોય છે. એક રીતે મહાપર્વ હોય છે. ચાર દિવસ સુધી ચાલે છે. પરંતુ તેની એક ખાસિયત છે કે તે સમાજને બહુ ગહન સંદેશો આપે છે. તેનાથી આપણને સઘળું પ્રાપ્ત થાય છે. પ્રત્યક્ષ અને પરોક્ષ, ભગવાન સૂર્યદેવતા પાસેથી જે મળે છે તે એટલું બધું મળે છે કે, તેની ગણતરી કરવાનું પણ આપણા માટે અઘરૂં છે. પરંતુ કહેવત તો એવી છે કે, ભાઇ, દુનિયામાં લોકો ઉગતા સૂરજની પૂજા કરે છે. છઠ પૂજા એક એવો ઉત્સવ છે જેમાં ઢળતા સૂરજની પણ પૂજા થાય છે. એક બહુ મોટો સામાજિક સંદેશ છે આ પર્વમાં…
હું દિપાવલીના પર્વની વાત કરૂં કે છઠ પૂજાની વાત કરૂં, આ સમય આપને ખૂબખૂબ શુભેચ્છાઓ પાઠવવાનો છે. પરંતુ સાથેસાથે મારા માટે વિશેષ સમય પણ છે. ખાસ કરીને દેશવાસીઓને ધન્યવાદ આપવા છે, આભાર વ્યકત કરવો છે. છેલ્લા કેટલાક મહિનાઓતી જે ઘટનાઓ આકાર લઇ રહી છે. તેમાં આપણા સુખચેન માટે આપણી સેનાના જવાનો પોતાનું સર્વસ્વ લુંટાવી રહ્યા છે. મારા ભાવિ વિશ્વ પર સેનાના જવાનોની સલામતિ દળોના જવાનોના ત્યાગ, તપશ્ચર્યા, પરિશ્રમ સતત છવાયેલા રહે છે. અને તેમાંથી જ એક વાત મનમાં વસી ગઇ હતી કે, આ દિવાળી સંરક્ષણ દળોને સમર્પિત કરીએ. મેં દેશવાસીઓને “સંદેશ ટુ સોલ્જર્સ” નામના અભિયાન માટે નિમંત્રિત કર્યા. પરંતુ હું આજે માથું નમાવીને કહેવા ઇચ્છું છું કે, હિંદુસ્તાનનો કોઇ એવો માનવી નહીં હોય, જેના દિવસમાં દેશના જવાનો પ્રત્યે જે અપ્રતિમ પ્રેમ છે, સેના પ્રત્યે ગૌરવ છે, જે રીતે તેની અભિવ્યકિત થઇ છે, તે દરેક દેશવાસીને તાકાત આપનારી છે. સલામતિ દળોના જવાનો માટે તો આપણે કલ્પના ન કરી શકીએ તેટલો હિંમત વધારનારો આપનો એક એક સંદેશ શકિતના રૂપમાં પ્રગટ થયો છે. શાળા હોય, કોલેજ હોય, વિદ્યાર્થી હોય, ગામ હોય, ગરીબ હોય, વેપારી હોય, દુકાનદાર હોય, રાજનેતા હોય, ખેલાડી હોય કે સિને-જગત હોય, ભાગ્યે જ કોઇ બચ્યું હશે, જેણે દેશના જવાનો માટે દીપ ન પ્રગટાવ્યો હોય, દેશના જવાનો માટે સંદેશ ન આપ્યો હોય, પ્રસાર માધ્યમોએ પણ આ દીપોત્સવીને સેના પ્રત્યે આભાર વ્યક્ત કરવાની તકમાં બદલી નાંખ્યો, અને કેમ ન કરીએ ? ચાહે બીએસએફ, સીઆરપીએફ હોય, ઇન્ડો-તીબેટમ પોલીસ હોય, આસામ રાઇફલ્સ હોય, જળસેના હોય, ભૂમિદળ હોય કે વાયુદળ હોય, તટરક્ષક દળ હોય, હું બધાંના નામ બોલી નથી શકતો, પણ અગણિત આપણા આ જવાનો કયાં કયાં પ્રકારનાં કષ્ટ વેઠે છે ? આપણે જયારે દિવાળીની ઉજવી રહ્યા છીએ ત્યારે કોઇ રણમાં ઉભા છે, કોઇ હિમાલયના શીખરો પર, કોઇ ઉદ્યોગોનું રક્ષણ કરી રહ્યું છે તો કોઇ એરપોર્ટની રખેવાળી કરે છે. કેટકેટલી જવાબદારીઓ નિભાવી રહ્યા છે !!! આપણે જયારે ઉત્સવના મૂડમાં હોઇએ ત્યારે તેમને યાદ કરીએ, તો તે યાદથીપણ એક નવી તાકાત આવી જાય છે. એક સંદેશમાં સામર્થ્ય વધી જાય છે. અને દેશે તે કરી બતાવ્યું. હું ખરેખર દેશવાસીઓનો આભાર માનું છું. અનેકોએ, જેમની પાસે કલા હતી તેમણે કલાના માધ્યમથી કર્યું. કેટલાક લોકોએ ચિત્રો બનાવ્યાં, રંગોળી બનાવી, કાર્ટુન બનાવ્યાં, જેમના પર સરસ્વતીની કૃપા હતી તેમણે કવિતાઓ બનાવી, અનેકોએ સુંદર નારા બનાવ્યા, એવું લાગી રહ્યું છે જાણે મારા નરેન્દ્ર મોદી એપ્પ કે, મારા માય ગોવ પોર્ટલ પર ભાવનાઓનો દરિયો ઉમટી પડ્યો છે. શબ્દોના રૂપમાં, પીંછીના રૂપમાં, કલમના રૂપમાં, રંગોના રૂપમાં, અગણિત પ્રકારની ભાવનાઓ… હું કલ્પના કરી શકું છું કે, મારા દેશના જવાનો માટે કેટલા ગર્વની આ પળ છે ! “સંદેશ ટુ સોલ્જર્સ” હેશટેગ પર એટલી બધી કૃતિઓ આવી છે, પ્રતિકાત્મક રૂપે કે શું વાત કરૂં ?
શ્રીમાન અશ્વિનીકુમાર ચૌહાણે એક કવિતા મોકલી છે તે હું વાંચવા ઇચ્છું છું. અશ્વિનીજીએ લખ્યું છે…
“મારા વ્હાલા દેશવાસીઓ, દેશવાસીઓ, જેમનું પિયર પણ સેનાના જવાનોથી છલોછલ છે અને જેમનું સાસરૂં પણ સેનાના જવાનોથી ભરેલું છે. એવાં બહેન શિવાનીએ મને એક ટેલીફોન સંદેશો મોકલ્યો છે. આવો આપણે ફૌઝી પરિવાર શું કહે છે ?
નમસ્કાર પ્રધાનમંત્રીજી, હું શિવાની મોહન બોલું છું. આ દિવાળીએ જે સંદેશ ટુ સોલ્જર્સ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તેનાથી આપણા ફૌઝી ભાઇઓને ખૂબ જ પ્રોત્સાહન મળી રહ્યું છે. હું એક લશ્કરી કુટુંબની જ છું. મારા પતિ પણ લશ્કરના અધિકારી છે. મારા પિતા અને સસરા, બંને લશ્કરના અધિકારી રહી ચૂક્યા છે. તો અમારૂં તો પૂરૂં કુટુંબ જવાનોથી ભરેલું છે. અને સરહદ પર આપણા કેટલાય એવા અધિકારીઓ છે જેમને આટલા સંદેશા મળી રહ્યા છે અને ખૂબ પ્રોત્સાહન મળી રહ્યું છે. લશ્કરી વર્તુળોમાં બધ્ધાંને… હું કહેવા માંગું છે કે, લશ્કરી અધિકારીઓ અને સૈનિકોની સાથે તેઓના પરિવાર, તેમની પત્નીઓ પણ સારૂં એવું બલિદાન આપે છે. તો એક રીતે પૂરા લશ્કરી સમુદાયને ખૂબ સારો, સંદેશ મળી રહ્યો છે અને, હું આપને પણ હેપ્પી દિવાળી કહેવા ઇચ્છું છું, આપનો આભાર !”
મારા વ્હાલા દેશવાલીઓ, એ વાત સાચી છે કે, સેનાના જવાનો કેવળ સરહદ પર જ નહીં, જીવનના દરેક મોરચે ઉભેલા મળે છે. કુદરતી આફત હોય, કોઇવાર કાનૂની વ્યવસ્થાનું સંકટ હો, કયારેક વળી દુશ્મનો સામે બાથ ભીડવાની હોય, કયારેક ખોટા રસ્તે ચાલતા નવયુવાનોને પાછા વાળવા માટે સાહસ બતાવવાનું હોય, આપણા જવાન જીવનના દરેક વળાંક પર રાષ્ટ્રભાવનાથી પ્રેરાઇને કામ કરતા રહે છે.
એક ઘટના મારા ધ્યાન પર લાવવામાં આવી છે. હું પણ આપને તે જણાવવા ચાહું છું. અત્યારે હું એટલા માટે જણાવવા માંગું છું કે, સફળતાના મૂળમાં કેવી કેવી બાબતો બહુ મોટી તાકાત બની જાય છે. (તે જાણવા મળે છે.) તમે સાંભળ્યું હશે, હિમાચલ પ્રદેશ ખુલ્લામાં ઝાડે જવાથી મુક્ત – open defecation free – થયું. પહેલાં સિક્કિમ રાજય બન્યું હતું. હવે હિમાચલ પણ બન્યું. પહેલી નવેંબરે કેરળ પણ બનવા જઇ રહ્યું છે. પરંતુ આ સફળતા કેવી રીતે જોવા મળે છે ? કારણ હું બતાવું છું. સંરક્ષણદળોમાં આપણા એક ITBPના જવાન, શ્રી વિકાસ ઠાકુર કે જેઓ મૂળ હિમાચલના સિરમૌર જિલ્લાના એક નાના એવા ગામના છે, તેમના ગામનું નામ છે બધાના. હવે આ આપણા આઇટીબીપીના જવાન પોતાની ફરજ પરથી રજાઓમાં ગામ ગયા હતા. તો ગામમાં કદાચ તે સમયે ગ્રામસભા મળવાની હતી. તે તો પહોંચી ગયા ગ્રામસભામાં, અને તેમાં ચર્ચા થઇ રહી હતી શૌચાલય બનાવવાની. જાણવા મળ્યું કે કેટલાક પરિવારો પૈસાના અભાવે શૌચાલય બનાવી શકતા નહોતા. આ વિકાસ ઠાકુર દેશભકિતથી ભરેલો આપણો આઇટીબીપીનો જવાન. તેમણે થયું ના.. ના.. આ કલંક તો ભૂંસવું જ જોઇએ, અને તેમની દેશભકિત જુઓ, માત્ર દુશ્મનો પર ગોળીઓ છોડવા જ તે દેશની સેવા કરતો હતો એવું નથી. તેમણે ફટ્ટ દઇને પોતાની ચેકબૂકથી સત્તાવન હજાર રૂપિયા કાઢ્યા અને ગામના સરપંચને આપી દીધા અને કહ્યું કે, જે 57 ઘરોમાં શૌચાલય નથી બન્યા, મારા તરફથી તે દરેક પરિવારને એક એક હજાર રૂપિયા આપી દો. 57 શૌચાલય બનાવી નાંખો અને આપણા બધાના ગામને ખુલ્લામાં ઝાડે જવાથી મુક્ત બનાવી નાંખો. વિકાસ ઠાકુરે કરી બતાવ્યું. 57 પરિવારોને એક એક હજાર રૂપિયા પોતાના ખિસ્સામાંથી આપીને સ્વચ્છતા અભિયાનને તેમણે એક નવી તાકાત બક્ષી, અને તેથી જ તો પૂરા હિમાચલને ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત બનાવવાની તાકાત આવી. તેવું જ કેરળમાં થયું. હું ખરેખર નવયુવાનોનો આભાર માનવા માંગું છું. મારા ધ્યાનમાં આવ્યું કે, કેરળના દૂર-સુદૂરના જંગલોમાં, જયાં કોઇ માર્ગ પણ નથી. આખો દિવસ પગે ચાલીએ ત્યારે મુશ્કેલીથી તે ગામ પહોંચી શકાય છે. ત્યાંની જનજાતિય પંચાયત ઇડમાલાકુડી ત્યાં પહોંચવાનું મુશ્કેલ, એટલે લોકો કયારેય નહોતા જતા, તેની નજીકના શહેરી વિસ્તારમાં એન્જીનિયરીંગના વિદ્યાર્થીઓના ધ્યાનમાં આવ્યું કે, આ ગામમાં શૌચાલય બનાવવાનાં છે. એનસીસીના કેજેટ્સ, એનએસએસના યુવાનો, એન્જીનિયરીંગના વિદ્યાર્થીઓ, બધ્ધાંએ મળીને નક્કી કર્યું કે, આપણે શૌચાલય બનાવીશું. શૌચાલયો બનાવવા જે માલસામાન લઇ જવાનો હતો, ઇંટો, સિમેન્ટ્સ, બધ્ધો સામાન આ નવયુવાનો પોતાના ખભે ઉઠાવીને, આખો દિવસ પગે ચાલીને તેઓ પેલા જંગલમાં ગયા. જાતે પરિશ્રમ કરીને તે ગામમાં શૌચાલય બનાવ્યાં અને આ નવયુવાનોએ દૂરસુદૂર જંગલમાં એક નાના એવા ગામને open Defeation free કર્યું. આ જ તો કારણ છે કે, કેરળ ઓડીએફ થઇ રહ્યું છે. ગુજરાતે પણ તમામ નગરપાલિકાઓ – મહાનગરપાલિકાઓ, કદાચ 150થી વધુને ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત જાહેરી કરી છે. 10 જિલ્લા પણ ખુલ્લામાં ઝાડે જવાથી મુક્ત જાહેર કરાયા છે. હરિયાણાથી પણ ખુશખબર આવ્યાં છે. હરિયાણા પણ પહેલી નવેંબરે પોતાની સુવર્ણજયંતિ ઉજવવા જઇ રહ્યું છે. અને તેમણે નિર્ણય કર્યો છે કે, થોડાક જ મહિનામાં પૂરા રાજયને ઓડીએફ કરી નાખશે. હજી સુધી તેમણે સાત જિલ્લા પૂરા દીધા છે. તમામ રાજયોમાં કામ ચાલી રહ્યું છે. મેં કેટલાંકનો ઉલ્લેખ કર્યો છે. હું આ તમામ રાજયોના નાગરિકોને આ મહાન કાર્ય સાથે જોડાવા બદલ અને દેશમાંથી ગંદકીરૂપી અંધકાર દૂર કરવાના કામમાં યોગદાન આપવા બદલ ખૂબખૂબ હાર્દક અભિનંદન આપું છું.
મારા વ્હાલા દેશવાસીઓ, સરકારમાં યોજનાઓ તો ઘણી હોય છે. અને પહેલી યોજના પછી તેને અનુરૂપ બીજી સારી યોજના આવે તો પહેલી યોજના છોડવી પડે છે. પરંતુ સામાન્ય રીતે આ બાબતો પર કોઇ ધ્યાન નથી આપતું. જૂની યોજના પણ ચાલતી રહે છે અને નવી યોજના પણ ચાલતી રહે છે. અને આવનારી યોજનાની રાહ પણ જોવાય છે. આવું ચાલતું રહે છે. આપણા દેશમાં જે ઘરમાં ગેસની સગડી હોય, જે ઘરમાં વીજળી હોય, એવાં ઘરોને કેરોસીનની જરૂર નથી હોતી. પરંતુ સરકારમાં કોણ પૂછે છે ? કેરોસીન પણ જઇ રહ્યું છે. ગેસ પણ જઇ રહ્યો છે. વીજળી પણ જઇ રહી છે. અને પછી વચેટિયાઓને તો મલાઇ ખાવાનો મોકો મળી જાય છે. હું હરિયાણાને અભિનંદન આપવા માંગુ છું કે, તેમણે આ બીડું ઝડપ્યું છે. હરિયાણા પ્રદેશને કેરોસીનથી મુક્ત કરાવવાનું. જે જે કુટુંબો પાસે ગેસની સગડી છે, જે જે કુટુંબો પાસે વીજળી છે, તેમનો આધાર નંબરથી ખરાઇ કરવામાં આવી અને મેં સાંભળ્યું છે કે, અત્યારસુધીમાં સાત કે આઠ જિલ્લાને કેરોસીનમુક્ત કરી દીધા છે. જે રીતે તેમણે આ કામને હાથ પર લીધું થે, મને ભરોસો છે કે, પૂરૂં રાજય બહુ જલદી કેરોસીન મુક્ત બની જશે. કેટલો મોટો બદલાવ આવશે ? ચોરી પણ અટકશે. પર્યાવરણનો પણ લાભ થશે. આપણા વિદેશી હુંડિયામણની પણ બચત થશે. અને લોકોની સુવિધા પણ વધશે. હા, તકલીફ થશે, વચટિયાઓને થશે, અપ્રામાણિકને તકલીફ થશે.
મારા વ્હાલા દેશવાસીઓ, મહાત્મા ગાંધી આપણા સૌના માટે હંમેશા હંમેશા માર્ગદર્શક છે. તેમની દરેક વાત, દેશ કયાં જવો જોઇએ ? આજે પણ આ બધા માટે માપદંડ નક્કી કરે છે. ગાંધીજી કહેતા હતા, આપ જયારે પણ કોઇ યોજના બનાવો તો સૌથી પહેલાં તે ગરીબ અને નિર્બળ ચહેરાને યાદ કરો અને પછી નક્કી કરજો કે આપ જે કરવા જઇ રહ્યા છો તેનાથી પેલા ગરીબને કોઇ લાભ થશે કે નહીં ? કયાંક તેને નુકસાન તો નહીં થાયને ? આ માપદંડના આધારે તમે નિર્ણય કરો. સમયની માંગ છે કે, આપણે હવે, દેશના ગરીબોની જે આશાઓ જાગી છે તેને સંતોષવી જ પડશે. મુસીબતોથી છુટકારો મળે તે માટે આપણે એક પછી એક પગલા ભરવાં જ પડશે. આપણી જૂની વિચારસરણી ગમે તે કેમ ના હોય, પણ સમાજને દીકરા-દીકરીના ભેદભાવથી મુક્ત કરવો જ પડશે. હવે શાળાઓમાં દીકરીઓ માટે પણ શૌચાલય છે. છોકરાઓ માટે પણ શૌચાલય છે. આપણી દિકરીઓ માટે ભેદભાવ વિનાના ભારતની અનુભૂતિનો આ અવસર છે.
સરકાર તરફથી રસીકરણ તો થાય છે જ, અને છતાં પણ લાખો બાળકો રસીકરણ વિનાનાં રહી જાય છે. બિમારીઓનો શિકાર બને છે. “મિશન ઇન્દ્ર ધનુષ” રસીરણનું એક એવું અભિયાન છે, જે આવાં રહી ગયેલાં બાળકોને આવરી લેવા માટે શરૂ કરાયું છે અને તે બાળકોને ગંભીર રોગોથી છૂટકારો અપાવવાની તાકાત આપે છે. 21મી સદી હોય અને ગામમાં અંધારૂં હોય એ હવે ન ચાલી શકે. અને એટલા માટે ગામોને અંધકારથી મુક્ત કરાવવા માટે, ગામો સુધી વીજળી પહોંચાડવાનું મહાઅભિયાન સફળતાપૂર્વક આગળ વધી રહ્યું છે. સમય મર્યાદામાં આગળ વધી રહ્યું છે. આઝાદીનાં આટલાં વર્ષો પછી, ગરીબ મા, લાકડાના ચૂલા પર રસોઇ રાંધીને દિવસમાં 400 સિગારેટનો ધુમાડો પોતાના શરીરમાં લેતી હોય તેની તબિયતનું શું થશે ? આવા પાંચ કરોડ પરિવારે ધુમાડાથી મુક્ત જિંદગી આપવા માટે સફળતાથી આગળ વધી રહ્યા છીએ. આ એક કોશીશ છે.
નાનો વેપારી, નાનો કારોબારી, શાકભાજી વેચનાર, દૂધવાળો, નાઇની દુકાન ચલાવનાર, શાહુકારોના વ્યાજના ચક્કરમાં એવા ફસાયેલા રહેતા હતા, એવા ફસાયેલા રહેતા હતા. મુદ્રા યોજના, સ્ટેન્ડ અપ યોજના, જન-ધન એકાઉન્ટ આ વ્યાજખોરોથી છુટકારાનું એક સફળ અભિયાન છે. આધાર દ્વારા બેંકોમાં સીધા પૈસા જમા થાય, હકદારને વિદ્યાર્થીને સીધા પૈસા મળે. સામાન્ય માનવીના જીવનમાં આ વચેટીયાઓથી મુક્તિની તક છે. એક એવું અભિયાન ચલાવવું છે. જેમાં ફકત સુધારો અને પરિવર્તન નહીં. સમસ્યાથી છૂટકારા સુધીનો માર્ગ ચોક્કસ કરવાનો છે અને થઇ રહ્યો છે.
મારા વ્હાલા દેશવાસીઓ, આવતીકાલે 31 ઓકટોબર, આ દેશના મહાપુરૂષ ભારતની એકતાને જ જેમણે પોતાના જીવનનો મંત્ર બનાવ્યો. જીવીને બતાવ્યું. એવા સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિનું પર્વ છે. 31 ઓકટોબર એક તરફ સરદાર સાહેબની જયંતિનું પર્વ છે. દેશની એકતાનો જીવતોજાગતો મહાપુરૂષ. તો બીજી તરફ શ્રીમતી ગાંધીની પુણ્યતિથિ પણ છે. આપણે મહાપૂરૂષોનું પુણ્ય સ્મરણ તો આપણે કરીએ છીએ જ, કરવું પણ જોઇએ. પરંતુ પંજાબના એક સજ્જનનો ફોન, તેમનું દર્દ, મને પણ સ્પર્શી ગયું.
“પ્રધાનમંત્રીશ્રી નમસ્કાર, સર, હું જસદીપ બોલી રહ્યો છું. પંજાબથી, સર, આપ જાણો છો કે, 31મી તારીખે સરદાર પટેલનો જન્મદિવસ છે. સરદાર પટેલ એક એવી વિભૂતિ છે જેમણે પોતાની આખી જિંદગી દેશને જોડવામાં વિતાવી દીધી અને તેઓ આ ઝુંબેશમાં મને લાગે છે કે, સફળ પણ થયા. તેઓ દરેકને સાથે લાવ્યા. અને આપણે તેને દેશની કરૂણતા કે કમનસીબી કરી શકીએ કે તે જ દિવસે ઇન્દિરા ગાંધીજીની પણ હત્યા થઇ. અને આપણે સૌ જાણીએ છીએ કે તેમની હત્યા પછી દેશમાં કેવા બનાવો બન્યા સર, હું એ કહેવા ઇચ્છું છું કે આવી દુર્ભાગ્યપૂર્ણ જે ઘટનાઓ બને છે, જે બનાવો બને છે તેને કેવી રીતે રોકી શકીએ છીએ.”
મારા વ્હાલા દેશવાસીઓ આ દર્દ એક વ્યકિતનું નથી. એક સરદાર, સરદાર વલ્લભભાઇ પટેલ, ઇતિહાસ આ વાતનો સાક્ષી છે કે, ચાણક્ય પછી દેશને એક કરવાનું ભગીરથ કામ સરદાર વલ્લભભાઇ પટેલે કર્યું. આઝાદ હિંદુસ્તાનને એક ધ્વજ નીચે લાવવાનો સફળ પ્રયાસ, આટલું મોટું ભગીરથ કામ જે મહાપુરૂશે કર્યું તે મહાપુરૂષને શત શત નમન.. પરંતુ આ પણ એક દર્દ છે કે સરદાર સાહેબ એકતા માટે જીવ્યા, એકતા માટે ઝઝુમતા રહ્યા, એકતાની તેમની પ્રાથમિકતાના કારણે, કેટલાંયની નારાજીનો શિકાર પણ રહ્યા, પરંતુ એકતાનો માર્ગ કયારેય છોડ્યો નહીં. પરંતુ, તે જ સરદારની જન્મજયંતિના દિને જ હજારો સરદારોને હજારો સરદારોના પરિવારોને શ્રીમતી ગાંધીની હત્યા પછી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા. એકતા માટે જીવનભર જીવનારા તે મહાપુરૂષના જન્મદિને જ અને સરદારના જ જન્મદિવસે સરાદરોની સાથે જુલ્મ ! ઇતિહાસનું એક પાનું આપણે સૌને પીડા આપે છે.
પરંતુ આ સંકટોની વચ્ચે પણ એકતાના મંત્રને લઇને આગળ વધવાનું છે. વિવિધતામાં એકતા એ જ દેશની તાકાત છે. ભાષાઓ અનેક હોય, જાતીઓ અનેક હોય, પહેરવેશ અનેક હોય, ખાન-પાન અનેક હોય, પરંતુ અનેકતામાં એકતા, આ ભારતની તાકાત છે. ભારતની વિશેષતા છે. દરેક પેઢીની ફરજ છે. તમામ સરકારોની જવાબદારી છે કે, આપણે દેશના દરેક ખૂણામાં એકતાની તક શોધીએ. એકતાના તત્વને ઉપસાવીએ. વિભાજનવાદી વિચારણસરણી, વિભાજનવાદી પ્રકૃતિથી આપણે પણ બચીએ. દેશને પણ બચાવીએ. સરદાર સાહેબે આપણને એક ભારત આપ્યું, આપણા બધાનું કર્તવ્ય છે કે, શ્રેષ્ઠ ભારત બનાવીએ. એકતાનો મૂળમંત્ર જ શ્રેષ્ઠ ભારતનો મજબૂત પાયો નાંખે છે. સરદાર સાહેબની જીવનયાત્રાનો પ્રારંભ ખેડૂતો માટેના સંઘર્ષથી થયો હતો. ખેડૂતના પુત્ર હતા. આઝાદીના આંદોલનને ખેડૂતો સુધી પહોંચાડવામાં સરદાર સાહેબની બહુ મોટી મહત્વની ભૂમિકા રહી છે. આઝાદીના આંદોલનને ગામડાંઓમાં તાકાતનું રૂપ બનાવવાનો સરદાર સાહેબનો સફળ પ્રયાસ હતો. તેમની સંગઠન શકિત અને કૌશલ્યનું પરિણામ હતું. પરંતુ સરદાર સાહેબ કેવલ સંઘર્ષની જ વ્યકિત હતા તેવું નથી. તેઓ સંરચનાની પણ વ્યકિત હતા. કયારેક કયારેક આપણામાંતી ઘણા લોકો અમૂલનું નામ સાંભળીએ છીએ. ‘અમૂલ’ના દરેક ઉત્પાદનથી આજે હિંદુસ્તાન અને હિંદુસ્તાનની બહાર પણ લોકો પરિચિત છે. પરંતુ બહુ ઓછા લોકો એ જાણતા હશે કે તે સરદાર સાહેબની દિવ્યદ્રષ્ટિ હતી, જેમણે સહકારી દૂધ ઉત્પાદક સંઘની કલ્પના કરી હતી. અને ખેડા જિલ્લો કે જેને તે સમયે ‘કેરા’ જિલ્લો કહેવામાં આવતો હતો, અને 1942માં આ વિચારને તેમણે બળ આપ્યું. તે સાકારરૂપ, આજનું ‘અમૂલ’ ખેડૂતો માટે સુખ-સમૃદ્ધિનું સર્જન સરદાર સાહેબે કેવી રેતી કર્યું હતું તેનું એક જીવતું જાગતું ઉદાહરણ આપણી સામે છે. હું સરદાર સાહેબને આદરપૂર્વક અંજલિ અર્પું છું. અને આ એકતા દિવસે, 31 ઓકટોબરે આપણે જયાં પણ હોઇએ, સરદાર સાહેબનું સ્મરણ કરીએ, એકતાનો સંકલ્પ કરીએ.
મારા વ્હાલા દેશવાસીઓ, દિવાળીના પર્વોની આ શ્રૃંખલામાં કાર્તિકી પૂર્ણિમાના (દેવદિવાળીના) પ્રકાશ ઉત્સવનું પણ પર્વ છે. ગુરૂ નાનકદેવ, તેમનો બોધ પૂરી માનવજાતિ માટે, માત્ર હિંદુસ્તાન માટે નહીં, પૂરી માનવજાતિ માટે આજે પણ દિશાદર્શક છે. સેવા, સચ્ચાઇ અને સૌનું ભલું, આ જ તો ગુરૂ નાનક દેવનો સંદેશ હતો. શાંતિ, એકતા અને સદભાવના, આ જ તો મૂળમંત્ર હતો. ભેદભાવ, અંધવિશ્વાસ, કુરૂઢીઓથી સમાજને મુક્તિ અપાવવાનું જ તો તે અભિયાન હતું. ગૂરુ નાનકદેવની દરેક વાતમાં… જયારે આપણે ત્યાં છૂતા-છૂત, જાતિપ્રથા, ઉંચ-નીચ, તેની વિકૃતિની ટોચ પર હતા ત્યારે ગુરૂ નાનકદેવને ભાઇ લાલોને પોતાના સહયોગી તરીકે પસંદ કર્યા. આવો આપણે પણ ગૂરૂ નાનક દેવે આપણને જે જ્ઞાનનો પ્રકાશ આપ્યો છે, ભેદભાવ છોડવાની જે પ્રેરણા આપે છે, ‘સૌનો સાથ સૌનો વિકાસ’ મંત્રને લઇને જો આગળ વધવું હોય તો ગુરૂનાનક દેવ સારા આપણા માર્ગદર્શક બીજું કોણ હોઇ શકે છે.!! હું ગુરૂ નાનક દેવને પણ , જયારે તેમના જન્મદિનનો આ પ્રકાશ ઉત્સવ આવી રહ્યો છે ત્યારે અંતઃકરણપૂર્વક પ્રણામ કરૂં છું.
મારા વ્હાલા દેશવાસીઓ, ફરી એકવાર દેશના જવાનોને નામ આ દિવાળી, આ દિવાળીએ આપને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. !! આપનાં સપનાં, આપના સંકલ્પ, દરેક રીતે સફળ થાય. આપનું જીવન સુખચેનનું જીવન બને, તે જ આપ સૌને શુભેચ્છાઓ પાઠવું છું.
ખૂબ ખૂબ ધન્યવાદ…
મારા વ્હાલા દેશવાસીઓ, આપ સૌને નમસ્કાર,
(થોડા દિવસ પહેલા) પાછલા દિવસોમાં જમ્મુ-કાશ્મીરના ઉરી ક્ષેત્રમાં એક આતંકવાદી હુમલામાં આપણા દેશના 18 વીર સપૂતોને આપણે ખોઇ બેઠા. હું એ તમામ વીર સૈનિકોને નમન કરૂં છું અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરૂં છું. આ કાયરતાપૂર્ણ બનાવ પૂરા દેશને હચમચાવી નાખવા પૂરતો હતો. દેશમાં શોક પણ છે, આક્રોશ પણ છે, અને આ ખોટ કેવળ એ પરિવારોને જ નથી પડી કે જેમણે પોતાનો દીકરો ખોયો, ભાઇ ખોયો, કે પતિ ખોયો, આ ખોટ પૂરા દેશને પડી છે. અને એટલા માટે હું દેશવાસીઓને આજે એટલું જ કહીશ અને જે મેં હુમલાના દિવસે કહ્યું હતું તે આજે ફરી વાર દોહરાવવા માગું છું કે, દોષીઓ સજા મેળવીને જ રહેશે.
મારા વ્હાલા દેશવાસીઓ, આપણને આપણી સેના પર ભરોસો છે. તેઓ તેમના પરાક્રમથી આવા તમામ કાવતરાને નિષ્ફળ બનાવશે. અને દેશના સવાસો કરોડ દેશવાસી સુખચેનથી જીવી શકે તે માટે તેઓ પોતાના પરાક્રમને પરાકાષ્ઠા સુધી પહોંચાડનારા વીરો છે. આપણી સેના પર આપણને ગર્વ છે. આપણને, નાગરિકોને, રાજનેતાઓને બોલવાની કેટલીયે તકો હોય છે. આપણે બોલીએ પણ છીએ. પરંતુ સેના બોલતી નથી, સેના પરાક્રમ કરી બતાવે છે.
હું આજે કશ્મીરના નાગરિકો સાથે પણ વેશિષરૂપે વાત કરવા માગું છું. કાશ્મીરના નાગરિકો દેશવિરોધી શકિતઓને સારી રીતે સમજવા લાગ્યા છે. અને જેમજેમ સાચી હકીકત સમજવા લાગ્યા છે, તેમતેમ તેઓ આવા તત્વોને પોતાનાથી અળગા કરીને શાંતિના માર્ગ પર નીકળી પડ્યા છે. દરેક મા-બાપ ઇચ્છે છે કે, શાળા-કોલેજો બને તેટલી જલદી પૂરી રીતે કામ કરતી થાય, ખેડૂતોને પણ લાગી રહ્યું છે કે, તેમનો જે પાક, ફળો વગેરે તૈયાર થયા છે તે હિન્દુસ્તાનભરના બજારોમાં પહોંચે. આર્થિક પ્રવૃત્તિઓ પણ સારી રીતે ચાલે. અને છેલ્લા કેટલાક દિવસોથી કારોબાર સારી રીતે ચાલવાનું શરૂ પણ થયું છે. આપણે સહુ જાણીએ છીએ કે, શાંતિ, એકતા અને સદભાવના જ આપણી સમસ્યાઓના ઉકેલ છે, આપણી પ્રગતિનો માર્ગ છે, આપણા વિકાસનો પણ માર્ગ છે. આપણી ભાવિ પેઢીઓ માટે આપણે વિકાસની નવી ઊંચાઇએ પહોંચવાનું છે. મને ભરોસો છે કે, દરેક સમસ્યાનો ઉકેલ આપણે સાથે બેસીને શોધીશું, માર્ગ કાઢીશું અને સાથેસાથે કાશ્મીરની ભાવિ પેઢી માટે ઉત્તમ માર્ગ પર પ્રશસ્ત કરીશું. કાશ્મીરના નાગરિકોની સલામતિ એ શાસનની જવાબદારી હોય છે. કાનૂન અને વ્યવસ્થા જાળવવા માટે વહીવટીતંત્રે કેટલાક પગલા ભરવા પડે છે. હું સલામતિદળોને પણ કહીશ કે, આપણી પાસે જે સામર્થ્ય છે, શકિત છે, કાયદા છે, નિયમો છે, તેનો ઉપયોગ કાનૂન અને વ્યવસ્થા માટે કરવાનો છે. કાશ્મીરના અદના નાગરિકોને સુખચેનનું જીવન આપવા માટે કરવાનો છે. અને તેનું આપણે સંપૂર્ણપણે પાલન કરીશું. કોઇ કોઇ વાર આપણે જે વિચારીએ છીએ તેનાથી જૂદું વિચારનારા લોકો પણ નવાનવા વિચારો રજૂ કરે છે. હમણાંહમણાં સોશિયલ મીડીયામાં ઘણુંબધું જાણવાની મને તકો મળે છે. હિંદુસ્તાનના દરેક ખૂણેથી, દરેક પ્રકારના લોકોની લાગણીઓને જાણવાની, સમજવાની તકો મળે છે, અને તે લોકશાહીની તાકાતને બળ આપે છે. વિતેલા દિવસોમાં 11મા ધોરણના હર્ષવર્ધન નામના એક નવયુવાને મારી સમક્ષ એક અલગ પ્રકારનો વિચાર મૂક્યો. તેણે લખ્યું છે, ઉરી આતંકવાદી હુમલા પછી હું બહુ વિચલિત હતો. કંઇક કરી છુટવાની તીવ્ર ઉત્કંઠા હતી. પરંતુ કંઇક કરવાનો રસ્તો નહતો સૂઝતો. અને મારા જેવો એક નાનો એવો વિદ્યાર્થી કરી પણ શું શકે છે ? તેમાંથી મારા મનમાં વિચાર આવ્યો કે, હું પણ દેશહિત માટે કેવી રીતે કામ આવું ? અને મેં સંકલ્પ કર્યો કે, હું રોજ 3 કલાક વધારાનો અભ્યાસ કરીશ. દેશને કામ આવી શકું તેવો યોગ્ય નાગરિક બનીશ.
ભાઇ હર્ષવર્ધન, આક્રોશના આ વાતાવરણમાં, આટલી નાની ઉંમરે, તમે સ્વસ્થતાથી વિચારી શકો છો એ જ મારા માટે આનંદની બાબત છે. પરંતુ હર્ષવર્ધન, હું એ પણ કહીશ કે, દેશના નાગરિકોના મનમાં જે આક્રોશ છે. તેનું બહુ મોટું મૂલ્ય છે. રાષ્ટ્રની ચેતનાનું આ પ્રતીક છે. આક્રોશ પણ કંઇક કરી છૂટવાના આશયનો છે. હા, તમે એક સર્જનાત્મક અભિગમથી તેને પ્રસ્તુત કર્યો. પરંતુ તમને ખબર હશે, જયારે 1965નું યુદ્ધ થયું, લાલબહાદુર શાસ્ત્રીજી આપણું નેતૃત્વ કરી રહ્યા હતા અને આખા દેશમાં આવો જ એક જુસ્સો હતો, આક્રોશ હતો, દેશભકિતનો જુવાળ હતો. દરેક જણ, કંઇકને કંઇક, એવું ઇચ્છતો હતો કંઇકને કંઇક કરી છૂટવાની ઝંખના રાખતો હતો. ત્યારે લાલબહાદુર શાસ્ત્રીજીએ બહુ ઉત્તમ રીતે દેશની આ લાગણીને સ્પર્શવાનો જબરદસ્ત પ્રયાસ કર્યો હતો. અને તેમણે ‘ જય જવાન, જય કિસાન ’ મંત્ર આપીને દેશના અદના માનવીને દેશ માટે કેવી રીતે કામ કરવાનું છે તેની પ્રેરણા આપી હતી. બોંબ અને બંદૂકના અવાજો વચ્ચે દેશભકિત વ્યકત કરવાનો એક બીજો પણ માર્ગ દરેક નાગરિક માટે હોય છે તે લાલ બહાદુર શાસ્ત્રીજીએ બતાવ્યો હતો. મહાત્મા ગાંધીજી પણ જયારે આઝાદીનું આંદોલન ચલાવી રહ્યા હતા, આંદોલન જયારે તેની તીવ્રતા પર હતું અને આંદોલનમાં એક સ્થિરતાની જરૂર રહેતી હતી, ત્યારે તેઓ આંદોલનની તે તીવ્રતાને સમાજમાં રચનાત્મક કાર્યો તરફ વાળવા માટે બહુ સફળ પ્રયોગો કરતા હતા. આપણે બધા, સેના પોતાની જવાબદારી નિભાવે, વહિવટમાં બેઠેલા લોકો પોતાનું કર્તવ્ય નિભાવે અને આપણે દેશવાસી, દરેક નાગરિક, આ દેશભકિતની ભાવના સાથે, કંઇક ને કંઇક કરી રચનાત્મક યોગદાન આપીએ તો ચોક્કસ આપણો દેશ નવી ઊંચાઇ સર કરશે.
મારા વ્હાલા દેશવાસીઓ, શ્રી ટી.એસ.કાર્તિકે મને નરેન્દ્ર મોદી એપ પર લખ્યું છે કે, પેરાલિમ્પિકમાં જે ખેલાડીઓ ગયા હતા. તેમણે ઇતિહાસ રચ્યો અને તેઓનો દેખાવ માનવીય ભાવનાની જીત છે. શ્રી વરૂણ વિશ્વનાથને પણ નરેન્દ્ર મોદી એપ પર લખ્યું છે કે, આપણા ખેલાડીઓએ ખૂબ સારૂં કામ કર્યું છે. તમારે મન કી બાતમાં આ બાબતનો ઉલ્લેખ કરવો જોઇએ. કેવળ આ બે જ નહીં, દેશની દરેક વ્યકિતને પેરાલમ્પિકના આપણા ખેલાડીઓ પ્રત્યે એક ભાવનાત્મક જોડાણ થયું છે. કદાચ રમતથી આગળ વધીને પેરાલમ્પિકે અને આપણા ખેલાડીઓના દેખાવે, માનવતાના દ્રષ્ટિકોણને, દિવ્યાંગો તરફના આપણા દ્રષ્ટિકોણને, પૂરેપૂરો બદલી નાંખ્યો છે. અને હું આપણી વિજેતા બહેન દિપા મલિકની એ વાતને કયારેય નહીં ભૂલી શકું કે, જયારે એણે ચંદ્રક મેળવ્યો તો એમ કહ્યું કે, “ આ ચંદ્રકથી મેં વિકલાંગતાને જ હરાવી દીધી છે. ” આ વાક્યમાં બહુ મોટી તાકાત છે. આ વખતે પેરાલમ્પિકમાં આપણા દેશમાંથી 3 મહિલાઓ સહિત 19 ખેલાડીઓએ ભાગ લીધો. અન્ય ખેલાડીઓની સરખામણીએ જયારે દિવ્યાંગો રમે છે, તો શારીરિક ક્ષમતા, રમતનું કૌશલ્ય, આ બધા કરતા પણ મોટી વાત હોય છે. ઇચ્છાશકિત, સંકલ્પશકિત..
આપણને એ જાણીને સુખદ આશ્ચર્ય થશે કે, આપણા ખેલાડીઓએ આજ સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા 4 ચંદ્રક મેળવ્યા છે. જેમાં 2 સુવર્ણ, 1 રજત અને 1 કાંસ્ય ચંદ્રક સામેલ છે. સુવર્ણચંદ્રક મેળવનારા ભાઇ દેવેન્દ્ર ઝાઝરિયા ભાલાફેંકમાં તેઓ બીજીવાર સુવર્ણચંદ્રક જીત્યા અને તે પણ 12 વર્ષ પછી ફરીવાર જીત્યા. 12 વરસમાં ઉંમર વધી જાય છે. એકવાર સુવર્ણચંદ્રક જીત્યા પછી જુસ્સો પણ કંઇક ઓછો થઇ જાય છે. પરંતુ દેવેન્દ્રે બતાવી આપ્યું કે, શરીરની અવસ્થા, કે ઉંમરનું વધવું તેમના સંકલ્પને કયારેય નબળો ન પાડી શક્યા અને 12 વર્ષ પછી બીજીવાર તેઓ સુવર્ણચંદ્રક લઇ આવ્યા. અને તેઓ જન્મથી દિવ્યાંગ નહોતો. વીજળીનો કરંટ લાગવાથી તેમને પોતાનો એક હાથ ખોવો પડ્યો હતો. તમે વિચારો, જે માણસ 23 વરસની ઉંમરે પહેલો સુવર્ણચંદ્રક મેળવે અને 35 વર્ષની ઉંમરે બીજો સુવર્ણચંદ્રક મેળવે. તેમણે જીવનમાં કેટલી મોટી સાધના કરી હશે. મરિયપ્પન થંગાવેલું (high jump) ઊંચા કૂદકામાં સુવર્ણચંદ્રક જીત્યા. અને થંગાવેલુએ કેવળ 5 વરસની ઉંમરમાં પોતાનો જમણો પગ ગુમાવ્યો હતો. ગરીબી પણ તેમના સંક્લપની આડે ના આવી. તેઓ ન તો મોટા શહેરમાં રહેનારા છે કે, ના મધ્યમવર્ગીય અમીર પરિવારમાંથી આવે છે. 21 વરસની ઉંમરમાં મુશ્કેલીઓ ભરેલી જીંદગીમાંથી પસાર થવા છતાં પણ, શારીરિક મુશ્કેલીઓ વચ્ચે પણ સંકલ્પબળથી દેશને ચંદ્રક અપાવ્યો. રમતવીરાંગના દીપા મલિકના નામ સાથે તો અનેક પ્રકારની વિજયપતાકાઓ લહેરાવવાનું ગૌરવ જોડાઇ ચૂક્યું છે.
વરૂણ સી. ભાટીએ ઊંચીકૂદમાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો. પેરાલિમ્પિકના આ ચંદ્રકોનું મહાત્મ્ય તો છે જ, પરંતુ આપણા દેશમાં, આપણા સમાજમાં, આપણા આડોશ-પાડોશમાં, આપણા જે દિવ્યાંગ ભાઇઓ-બહેનો છે તેમના તરફ જોવા માટે આ ચંદ્રકોએ બહુ મોટું કામ કર્યું છે. આપણી સંવેદનાઓ તો જગાડી છે જ, પરંતુ આ દિવ્યાંગજનો તરફ જોવાનો આપણો દ્રષ્ટિકોણ પણ બદલી નાખ્યો છે. બહુ ઓછા લોકોને એ ખબર હશે કે આ વખતના પેરાલમ્પિકમાં આ દિવ્યાંગજનોએ કેવું પરાક્રમ કરી બતાવ્યું છે. થોડા દિવસ પહેલા, તે જ સ્થાને ઓલિમ્પિક્સ સ્પર્ધા થયેલી. કોઇ વિચારી શકે છે કે, સામાન્ય ઓલિમ્પિકસના વિક્રમને પણ દિવ્યાંગ લોકોએ તોડી નાખે. નવો વિક્રમ સ્થાપે. આ વખતે તે બન્યું છે. 1500 મીટરની જે દોડ હોય છે, જેમાં ઓલિમ્પિકસની જે સ્પર્ધા હતી તેમાં સુવર્ણચંદ્રક મેળવનારાઓ જે વિક્રમ સર્જયો હતો તે વિક્રમને અલ્જિરિયાના અબ્દેલલતીફ બાકાએ દિવ્યાંગો માટેની 1500 મીટરની સ્પર્ધામાં 1 પૂર્ણાંક 7 દશાંશ સેકન્ડ ઓછા સમયથી તોડીને નવો વિક્રમ સ્થાપ્યો. એટલું જ નહીં, મને અચરજ તો ત્યારે થયું કે, દિવ્યાંગજનોમાં જેનો ચોથો નંબર આવ્યો તેને દોડવીર સ્પર્ઘકના નાતે કોઇ ચંદ્રક ના મળ્યો. પરંતુ તે પણ સામાન્ય દોડવીરોની સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીતનારા કરતા પણ ઓછા સમયમાં દોડ્યો હતો. હું ફરી એકવાર આપણા આ તમામ ખેલાડીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આગામી દિવસોમાં ભારત પેરાલમ્પિકસ માટે પણ, તેના વિકાસ માટે પણ એક સુચારૂ યોજના બનાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે.
મારા વ્હાલા દેશવાસીઓ, ગયા અઠવાડિયે મને ગુજરાતના નવસારીમાં અનેક અદભૂત અનુભવ થયા. ખૂબ લાગણીસભર પળો હતી મારા માટે. દિવ્યાંગજનો માટે ભારત સરકારનો એક મેગા કેમ્પ યોજવામાં આવ્યો હતો અને તે જિવસે ઘણાબધા વિશ્વવિક્રમ સ્થપાયા. અને ત્યાં મને એક નાનકડી દિકરી ગૌરી શાર્દુલ કે દુનિયા જોઇ નથી શકતી અને તે પણ ડાંગ જિલ્લાના દૂરદૂરના જંગલ વિસ્તારમાંથી આવેલી બહુ નાની દિકરી હતી. તેણે મને રામાયણના કેટલાક અંશ સંભળાવ્યા. તેને કાવ્યમય પઠન દ્વારા પૂરી રામાયણ કંઠસ્થ છે. તો ત્યાં લોકો સામે પણ તેને રજૂ કરી તો લોકો અચંબિત હતા. તે દિવસે મને એક પુસ્તકના લોકાર્પણની પણ તક મળી. તે પુસ્તકમાં કેટલાક દિવ્યાંગજનોની સફળ ગાથાઓને સંગ્રહિત કરાઇ છે. બહુ પ્રેરક ઘટનાઓ હતી. ભારત અને નવસારીની ધરતી પર વિશ્વરેકોર્ડ બનાવ્યો જેને હું મહત્વપૂર્ણ માનું છું. તેમાં આઠ જ કલાકની અંદર જેઓ સાંભળી નહોતા શકતા તેવા છસ્સો દિવ્યાંગજનને સાંભળવા માટેના મશીનો કાનમાં ગોઠવી આપવાનો સફળ પ્રયોગ કરવામાં આવ્યો. ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝમાં તેને સ્થાન મળ્યું. એક જ દિવસમાં દિવ્યાંગો દ્વારા ત્રણત્રણ વિશ્વવિક્રમ સ્થાપાવા તે આપણે સૌ દેશવાસીઓ માટે ગૌરવની વાત છે.
મારા વ્હાલા દેશવાસીઓ, બે વર્ષ પહેલા બીજી ઓકટોબરે પૂજય બાપુની જન્મજયંતી પર સ્વચ્છ ભારત મિશનનો આપણે પ્રારંભ કર્યો હતો. અને તે દિવસે મેં કહ્યું હતું કે, સ્વચ્છતાનો આપણો સ્વભાવ બનવો જોઇએ. દરેક નાગરિકની ફરજ બનવી જોઇએ. ગંદકી પ્રત્યે નફરતનું વાતાવરણ બનવું જોઇએ. હવે બીજી ઓકટોબરે જયારે બે વર્ષ થઇ રહ્યા છે ત્યારે હું વિશ્વાસપૂર્વક કહી શકું છું કે, દેશના સવાસો કરોડ દેશવાસીઓના દિલમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ વધી છે. અને મેં કહ્યું હતું, એક કદમ સ્વચ્છતાની તરફ. આજે આપણે બધા કહી શકીએ છીએ કે, હર કોઇએ એક ડગલું આગળ વધવાનો પ્રયાસ કર્યો છે. અર્થાત્ દેશ સ્વચ્છતાની તરફ સવાસો કરોડ ડગલાં આગળ વધ્યો છે. એ પણ નક્કી થઇ ચૂક્યું છે કે, દિશા સાચી છે. તેના ફળ કેટલા સારા હોય છે, થોડા એવા પ્રયાસથી શું થાય છે તે પણ જોવા મળ્યું છે. અને એટલા માટે ચાહે સામાન્ય નાગરિક હોય, ચાહે શાસક હોય, ચાહે સરકારી કચેરી હોય અથવા રસ્તો હોય. બસ સ્ટેશન હોય કે, રેલવે હોય, શાળા અથવા કોલેજ હોય, ધાર્મિક સ્થળ હોય, હોસ્પિટલ હોય, હરકોઇ, બાળકથી લઇને વૃદ્ધો સુધી, ગામ, ગરીબ, ખેડૂતો, મહિલાઓ, સૌ કોઇ સ્વચ્છતાની બાબતમાં કંઇકને કંઇક યોગદાન આપી રહ્યા છે. મીડિયાના મિત્રોએ પણ એક હકારાત્મક ભૂમીકા ભજવી છે. અલબત્ત આપણે હજી પણ ઘણું આગળ જવાનું છે. પરંતુ શરૂઆત સારી થઇ છે. પ્રયાસો ભરપૂર થયા છે. હું ઇચ્છું છું કે, આ કૂચ જારી રહે. અને આપણે સફળ થઇશું તેવો વિશ્વાસ પણ પેદા થયો છે. આ પણ જરૂરી હોય છે. અને એટલા માટે જો ગ્રામીણ ભારતની વાત કરીએ તો અત્યાર સુધી બે કરોડ 48 લાખ એટલે કે લગભગ અઢી કરોડ શૌચાલય બંધાઇ ચૂક્યા છે. અને આગામી એક વરસમાં વધુ દોઢ કરોડ શૌચાલય બનાવવાનો ઇરાદો છે. આરોગ્ય માટે, નાગરિકોના સન્માન માટે, ખાસ કરીને માતાઓ-બહેનોના સન્માન માટે, ખુલ્લામાં ઝાડે જવાની કુટેવ બંધ થવી જ જોઇએ. અને એટલા માટે જ open defecation free – ODF – એટલે કે ખુલ્લામાં જાજરૂ જવાની ટેવથી મુક્તિનું એક અભિયાન જોરશોરથી ચાલ્યું છે. રાજયો-રાજયો વચ્ચે, એક તંદુરસ્ત સ્પર્ધા ચાલી રહી છે. આંધ્રપ્રદેશ, ગુજરાત અને કેરળ ખુલ્લામાં ઝાડે જવાની ટેવથી મુક્તિની દિશામાં બહુ નજીકના ભવિષ્યમાં સંપૂર્ણ સફળતા મેળવશે. તાજેતરમાં હું ગુજરાત ગયો હતો, તો અધિકારીઓએ મને જણાવ્યું કે, પોરબંદર કે જે મહાત્મા ગાંધીનું જન્મસ્થાન છે તે આ બીજી ઓકટોબરે સંપૂર્ણપણે ODFનું લક્ષ્ય સિદ્ધ કરી લેશે. જેમણે આ કામ કર્યું છે તેઓને અભિનંદન. જે કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેમને શુભેચ્છા અને દેશવાસીઓને મારો આગ્રહ છે કે, મા-બહેનોના સન્માન માટે, નાના-નાના બાળકોના આરોગ્ય માટે, આપણે આ સમસ્યાથી દેશને આઝાદ કરાવવાનો છે. આવો, આપણે સંકલ્પ કરીને આગળ વધીએ. ખાસ કરીને નવયુવાન મિત્રો કે જેઓ આજકાલ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરે છે તેમના માટે હું એક યોજના પ્રસ્તુત કરવા માંગુ છું. સ્વચ્છતા અભિયાનની તમારા શહેરમાં શું સ્થિતિ છે તે જાણવાનો હક્ક હર કોઇને છે. અને એટલા માટે ભારત સરકારે એક ટેલિફોન નંબર આપ્યો છે – 1969. આપણે જાણીએ છીએ 1869માં મહાત્મા ગાંધીનો જન્મ થયો. 1969માં આપણે મહાત્મા ગાંધીની શતાબ્દિ ઉજવી હતી. અને 2019માં મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી ઉજવવાના છીએ. આ 1969 નંબર પર ફોન કરીને કેવળ તમારા શહેરમાં શૌચાલયોના નિર્માણની સ્થિતિ તો જાણી શકશો જ, પરંતુ શૌચાલય બનાવવા માટે આવેદન પણ કરી શકશો. આપ જરૂર તેનો લાભ ઉઠાવો. એટલું જ નહીં, સફાઇને લગતી ફરિયાદો અને તે ફરિયાદોના નિરાકરણની સ્થિતિ જાણવા માટે એક સ્વચ્છતા એપની શરૂઆત કરી છે. આપ તેનો પૂરો ફાયદો ઉઠાવો, ખાસ કરીને યુવા પેઢી તેનો ફાયદો ઉઠાવે. ભારત સરકારે કોર્પોરેટ જગતને પણ અપીલ કરી છે કે, તેઓ આમાં આગળ આવે. જેઓ સ્વચ્છતા માટે કામ કરવા માગે છે. એવા યુવાન વ્યાવસાયિકો (પ્રોફેશનલ્સ)ને સ્પોન્સર કરે. જિલ્લાઓમાં તેમને સ્વચ્છ ભારત ફેલોઝના રૂપમાં મોકલી શકાય છે.
આ સ્વચ્છતા અભિયાન કેવળ સંસ્કારો સુધી મર્યાદિત રાખવાથી પણ વાત નહીં બને. સ્વચ્છતા સ્વભાવ બની જાયે એટલું જ પૂરતું નથી. આજના યુગમાં સ્વચ્છતાની સાથે જે રીતે આરોગ્ય જોડાય છે. તે રીતે સ્વચ્છતાની સાથે આવકની બાબત પણ અનિવાર્ય છે. કચરામાંથી કંચન એ પણ તેનું એક અંગ બનવું જરૂરી છે. અને એટલા માટે સ્વચ્છતા અભિયાનની સાથેસાથે કચરામાંથી ખાતર તરફ પણ આપણે આગળ વધવાનું છે. ઘનકચરાનું પ્રોસેસિંગ થાય. તે કચરો ખાતર બનાવવામાં કામ આવે, અને તેના માટે સરકાર તરફથી નીતિવિષયક દરમિયાનગીરીથી પણ શરૂઆત કરવામાં આવી છે. ખાતર કંપનીઓને કહેવામાં આવ્યું છે કે, તેઓ કચરામાંથી જે કંમ્પોસ્ટ – સેન્દ્રિય ખાતર તૈયાર થાય છે તેને ખરીદી લે. અને જે ખેડૂતો સજીવખેતીમાં જવા ઇચ્છે છે તેમને આ ખાતર પહોંચતું કરે. જે લોકો પોતાની જમીનની તંદુરસ્તી સુધારવા ઇચ્છે છે, ધરતીની તબિયતની ચિંતા કરે છે, રાસાયણિક ખાતરોના કારણે જયાં સારૂં એવું નુકસાન થઇ ચૂક્યું છે તે અટકાવવા માગે છે તેવા ખેડૂતોને જો થોડા પ્રમાણમાં આ પ્રકારના ખાતરની જરૂર હોય તો કંપનીઓ તેમને આવું ખાતર આપે. અને શ્રીમાન અમિતાભ બચ્ચનજી – બ્રાન્ડ એમ્બેસેડરના રૂપમાં આ કામમાં ઘણું યોગદાન આપી રહ્યા છે. હું નવયુવાનોને વેસ્ટ ટુ વેલ્થ – કચરામાંથી કંચન ઝુંબેશમાં નવા-નવા સ્ટાર્ટ અપ માટે પણ નિમંત્રિત કરૂં છું. એવા સાધનો વિકસાવો, એવી ટેકનોલોજી વિકસાવો, સસ્તામાં તેના જથ્થાબંધ ઉત્પાદનનું કામ કરો. આ કરવા જેવું કામ છે. રોજગારની પણ બહુ મોટી તક છે. ઘણીમોટી આર્થિક પ્રવૃત્તિઓની પણ આમાં તક છે. અને કચરામાંથી સંપત્તિનું સર્જન કરવામાં સફળ થઇ શકાય છે. આ વર્ષે 25મી સપ્ટેમ્બરથી 2 ઓકટોબર સુધી એક વિશેષ કાર્યક્રમ – ઇન્ડોસન – ભારત સ્વચ્છતા પરિષદ પણ યોજાઇ રહી છે. દેશભરમાંથી મંત્રીઓ, મુખ્યમંત્રીઓ, મહાનગરોના મેયર, કમિશ્નર, આ બધા મળીને, માત્રને માત્ર સ્વચ્છતા પર ઊંડું ચિંતન-મનન કરવાના છે. ટેકનોલોજીમાં શું થઇ શકે છે ? આર્થિક માળખું શું હોઇ શકે છે ? લોકભાગીદારી કેવી રીતે કરી શકાય છે ? આમાં રોજગારીની તકો કેવી રીતે વધારી શકાય છે ? તમામ વિષયો પર ચર્ચા થવાની છે. અને હું તો જોઇ રહ્યો છું કે, સ્વચ્છતા અંગેની લગાતાર નવીનવી ખબરો આવી રહી છે. હમણાં એક દિવસ મેં છાપામાં વાંચ્યું કે, ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ 107 ગામોમાં જઇને શૌચાલય બાંધવાનું જાગૃતિ અભિયાન ચલાવ્યું. તેમણે જાતે શ્રમ કર્યો અને લગભગ 9 હજાર શૌચાલય બનાવવામાં પોતાનું યોગદાન આપ્યું. થોડા દિવસ પહેલા તમે જોયું હશે કે, વિંગકમાન્ડર પરમવીરસિંહની આગેવાનની હેઠળ એક ટુકડીએ તો ગંગામાં દેવપ્રયાગથી લઇને ગંગાસાગર સુધી, 2800 કિલોમીટરની યાત્રા તરીને કરી અને સ્વચ્છતાનો સંદેશ આપ્યો.
ભારત સરકારે પણ પોત-પોતાના વિભાગોમાં એક આખા વરસનું કેલેન્ડર સમયપત્રક બનાવ્યું છે. દરેક વિભાગ 15 દિવસ વિશેષરૂપે સ્વચ્છતા પર ધ્યાન કેન્દ્રીત કરશે. આગામી ઓકટોબર મહિનામાં 1 થી 15 ઓકટોબર સુધી પેયજળ અને સ્વચ્છતા વિભાગ, પંચાયતી રાજ વિભાગ અને ગ્રામવિકાસ વિભાગ એમ ત્રણેય મળીને પોતપોતાના ક્ષેત્રમાં સ્વચ્છતા વધારવાનું આયોજન કરીને કામ કરવાના છે. અને ઓકટોબર મહિનાના છેલ્લા બે અઠવાડિયા 16 ઓકટોબરથી 31 ઓકટોબર દરમિયાન અન્ય ત્રણ વિભાગો કૃષિ અને કિસાન કલ્યાણ વિભાગ, ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ વિભાગ અને ગ્રાહક બાબતોનો વિભાગ, આ ત્રણ વિભાગો 15 દિવસ પોતાની સાથે જોડાયેલા જે ક્ષેત્રો છે, ત્યાં સફાઇ અભિયાન ચલાવશે. મારો નાગરિકોને પણ અનુરોધ છે કે, વિભાગો દ્વારા જે કામ ચાલે છે. તેમાં આપનો કયાંય પણ સંબંધ આવતો હોય તો આપ પણ જોડાઇ જાઓ. આપે જોયું હશે કે અત્યારે સ્વચ્છતાનું સર્વે અભિયાન પણ ચાલે છે. પહેલા એકવાર 73 શહેરોનો સર્વે કરીને સ્વચ્છતાની શું સ્થિતિ છે તેનો અહેવાલ દેશની જનતા સમક્ષ રજૂ કરાયો હતો. હવે એકલાખથી વધારે વસતીવાળા દેશના જે 500 જેટલા શહેરો છે તેમનો વારો છે અને તેના લીધે દરેક શહેરમાં એક વિશ્વાસ જન્મે છે કે, ચાલો ભાઇ આપણે પાછળ રહી ગયા, પરંતુ આવતી વખત આપણે કંઇક સારૂં કરીશું. સ્વચ્છતાની એક સ્પર્ધાનું વાતાવરણ બન્યું છે.
હું આશા રાખું છું કે, આપણે બધા નાગરિકો આ અભિયાનમાં જેટલું યોગદાન આપી શકીએ તેમ છીએ તેટલું આપીએ. આગામી બીજી ઓકટોબર મહાત્મા ગાંધી અને લાલબહાદૂર શાસ્ત્રીજીની જન્મજયંતી છે. સ્વચ્છ ભારત અભિયાનને પણ બે વર્ષ થઇ રહ્યા છે. ગાંધી જયંતીથી દિવાળી સુધી ખાદીનું કંઇક ને કંઇક ખરીદવાનો હું આગ્રહ કરતો જ રહું છું. આ વખતે પણ મારો આગ્રહ છે કે, દરેક પરિવારમાં ખાદીની કોઇક ને કોઇક ચીજ હોવી જોઇએ, જેથી ગરીબના ઘરમાં દિવાળીનો દીવો પ્રગટી શકે. આ બીજી ઓકટોબરે જયારે રવિવાર છે, એક નાગરિકના નાતે આપણે પોતે સ્વચ્છતાના કામમાં કયાંક ને કયાંક જોડાઇ શકીએ ખરા ? 2 કલાક, 4 કલાક, શારીરિક રીતે આપ સફાઇના કામમાં જાતે જોડાવ. અને હું આપને કહું છું કે, આપ જે સફાઇ અભિયાનમાં જોડાવ તેનો એક ફોટો મને નરેન્દ્ર મોદી એપ પર (શેર કરો) મોકલી આપો. વિડિયો હોય તો વિડિયો મોકલો. જો જો પૂરા દેશમાં આપણા પ્રયાસોથી ફરી એકવાર આ આંદોલનને નવું બળ મળી જશે, નવી ગતિ મળી જશે. મહાત્મા ગાંધી અને લાલબહાદૂર શાસ્ત્રીનું પુણ્ય સ્મરણ કરીને આપણે દેશ માટે કંઇક ને કંઇક કરવાનો સંકલ્પ કરીએ.
મારા વ્હાલા દેશવાસીઓ, જીવનમાં આપવાનો સ્વયં એક આનંદ હોય છે. કોઇ એને માન્યતા આપે કે ન આપે. આપવાનો આનંદ અદભૂત હોય છે. અને મેં તો જોયું છે કે, ભૂતકાળમાં જયારે ગેસ સબસીડી છોડવાનું મેં કહ્યું અને દેશવાસીઓએ જે પ્રતિસાદ આપ્યો તે પોતે જ ભારતના રાષ્ટ્રીય જીવનની એક બહુ મોટી પ્રેરણાદાયક ઘટના છે. આ વખતે આપણા દેશમાં કેટલાક નવયુવાનો, નાના-મોટા સંગઠનો, કોર્પોરેટ જગતના લોકો, શાળાઓ, કેટલિક સ્વૈચ્છિક સંસ્થાઓ, આ બધા મળીને 2 ઓકટોબરથી 8 ઓકટોબર સુધી શહેરોમાં “joy of Giving week” આપવાના આનંદનું અઠવાડિયું ઉજવવાના છે. જરૂરિયાતવાળા લોકોને ખાવાની ચીજવસ્તુઓ, કપડા આ બધું એકઠું કરીને પહોંચાડવાનું તેમનું અભિયાન છે. હું જયારે ગુજરાતમાં હતો ત્યારે અમારા બધા કાર્યકર્તાઓ શેરીઓમાં નીકળી પડતા હતા અને પરિવારો પાસે જે જૂના રમકડા હોય તે દાનમાં માગતા હતા અને જે રમકડા આપતા હતા તે ગરીબ વિસ્તારોની જે આંગણવાડીઓ હોય તેને બેટ આપી દેતા હતા. તે ગરીબ બાળકોને પેલા રમકડા જોઇને જે અદભૂત આનંદ થતો હતો તે જોઇને એમ થતું તું કે વાહ ! શું આનંદ છે ! ! હું માનું છું કે, આ “joy of Giving week” જે શહેરોમાં ઉજવાવાનું છે ત્યાં નવયુવાનોનો ઉત્સાહ આપણે વધારવો જોઇએ. તેમને મદદ કરવી જોઇએ. આ એક પ્રકારનો દાન ઉત્સવ છે. જે નવયુવાનો આ કામમાં લાગેલા છે તેમને હું દિલથી ખૂબખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.
મારા વ્હાલા દેશવાસીઓ આજે 25મી સપ્ટેમ્બર છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતીનું આ પર્વ છે અને આજથી તેઓના જન્મશતાબ્દિ વર્ષનો પ્રારંભ થઇ રહ્યો છે. મારા જેવા લાખો કાર્યકર્તા જે રાજકીય વિચારસરણીને લઇને કામ કરી રહ્યા છે, તે રાજકીય વિચારસરણીને વ્યાખ્યાયિત કરવાનું કામ, ભારતના મૂળ સાથે જોડાયેલી રાજનીતિના પક્ષદર, ભારતના સાંસ્કૃતિક વારસાને પુરસ્કૃત કરવાના પ્રયાસવાળી વિચારણસરણી સાથે જેમણે પોતાનું એક રાજનૈતિક દર્શન આપ્યું, એકાત્મ – માનવ દર્શન આપ્યું, તેવા પંડિત દિનદયાળજીની શતાબ્દિનું વર્ષ આજે શરૂ થઇ રહ્યું છે. “સર્વજન હિતાય – સર્વજન સુખાય” અંત્યોદયનો સિધ્ધાંત તેઓની દેણ છે. મહાત્મા ગાંધી પણ છેવાડાની વ્યકિતના કલ્યાણની વાત કરતા હતા. વિકાસના ફળ ગરીબમાં ગરીબ માનવીને કેવી રીતે મળે ? દરેક હાથને કામ, દરેક ખેતરને પાણી, બે જ શબ્દોમાં પૂરી આર્થિક કાર્યસૂચિ તેઓએ આપી દીધી હતી. દેશ તેમના જન્મશતાબ્દિ વર્ષને “ ગરીબ કલ્યાણ વર્ષ ”ના રૂપમાં મનાવે, સમાજનું સરકારોનું, હરકોઇનું ધ્યાન વિકાસના લાભ ગરીબને કેવી રીતે મળે, તેના પર કેન્દ્રીત થશે ત્યારે જ દેશને આપણે ગરીબીથી મુક્તિ અપાવી શકીએ છીએ. તેના ભાગરૂપે જયાં પ્રધાનમંત્રીનું નિવાસસ્થાન છે અને જે માર્ગ આજસુધી અંગ્રેજોના “ રેસક્રોર્સ રોડ ”ના નામથી જ ઓળખાતો હતો તેનું પંડિત દીનદયાળ ઉપાધ્યાય જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે “ લોકકલ્યાણ માર્ગ ” નામ કરી દેવામાં આવ્યું છે. આ જ શતાબ્દી વર્ષના “ ગરીબ કલ્યાણ વર્ષ ”નું આ એક પ્રતિકાત્મક સ્વરૂપ છે. આપણા બધાના પ્રેરણાપુરૂષ આપણી વૈચારીક વારસાના દાતા શ્રધ્ધેય પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીને હું આદરપૂર્વક નમન કરૂં છું.
મારા વ્હાલા દેશવાસીઓ, વિજયાદશમીના દિવસે જે બે વર્ષ પહેલાં મેં “ મન કી બાત ”ની શરૂઆત કરી હતી. આ વિજયાદશમીના પર્વે તેના બે વર્ષ પૂરા થઇ જશે. આમાં મારો એક પ્રામાણિક પ્રયત્ન રહ્યો છે કે, “ મન કી બાત ” એ સરકારી કામોના ગુણગાન કરવાનો કાર્યક્રમ નહીં બનવો જોઇએ. આ મન કી બાત રાજકીય ટીકા-ટિપ્પણીઓનો કાર્યક્રમ ન બનવો જોઇએ. આ “ મન કી બાત ” આરોપ – પ્રતિઆરોપનો કાર્યક્રમ ના બની રહેવો જોઇએ. 2 વર્ષ સુધી જાતજાતના દબાણો છતાં, કોઇકોઇ વાર તો મન લલચાઇ જાય, પરંતુ આ પ્રકારનું પ્રલોભનાત્મક વાતાવરણ હોવા છતાં પણ કોઇકોઇવાર નારાજગી સાથે કોઇ વાત કહેવાનું મન પણ થઇ જાય, ત્યાં સુધી દબાણો ઊભા થયા, પરંતુ આપ સૌના આશીર્વાદથી મન કી બાતને તે બધાંથી બચાવી રાખીને સામાન્ય માનવી સાથે જોડવાનો મારો પ્રયાસ રહ્યો છે. આ દેશનો અદનો માનવી મને કઇ રીતે પ્રેરણા આપતો રહ્યો છે ? આ દેશના સામાન્ય માનવીની આશા-આકાંક્ષાઓ શી છે ? અને મારા દિલોદિમાગ પર જે દેશનો સામાન્ય માનવી છવાયેલો રહે છે, તે જ મન કી બાતમાં હંમેશા હંમેશા પ્રગટ થતો રહ્યો છે. દેશવાસીઓ માટે મન કી બાત માહિતી મેળવવાની તક બની શકે છે, પરંતુ મન કી બાત મારા સવાસો કરોડ દેશવાસીઓની શકિતનો અહેસાસ કરવાનો, મારા દેશના સવાસો કરોડ દેશવાસીઓના સામર્થ્યનું વારંવાર સ્મરણ કરવાનો, અને તેનાથી કામ કરવાની પ્રેરણા મેળવવાનો, જ કાર્યક્રમ મારા માટે બની રહ્યો છે. આ અઠવાડિયે જયારે તેના બે વર્ષ પૂરા થવા જઇ રહ્યા છે ત્યારે મન કી બાતની આપે જે રીતે પ્રશંસા કરી, જે પ્રકારે તેમાં સુધારો કર્યો, જે રીતે તેને આશીર્વાદ આપ્યા તે બધા માટે હું સૌ શ્રોતાજનોનો દિલથી આભાર વ્યકત કરૂં છું. હું આકાશવાણીનો પણ આભારી છું કે, જેણે મારી આ વાતોને પ્રસારિત કરી એટલું જ નહીં, પરંતુ તેને બધી ભાષાઓમાં પહોંચાડવાના ભરચક પ્રયાસો કર્યાં. હું તે દેશવાસીઓનો પણ આભારી છું કે, જેમણે મન કી બાત પછી પત્રો લખીને, સૂચનો કરીને સરકારના બારણા ખટખટાવ્યા. સરકારની ત્રુટીઓ પર પ્રકાશ ફેંક્યો અને આકાશવાણીએ આ પત્રો પર વિશેષ કાર્યક્રમ કરીને, સરકારના પ્રતિનિધિઓને બોલાવીને, સમસ્યાઓના હલ માટે મંચ પૂરો પાડ્યો. એટલે, મન કી બાત કેવળ 15 – 20 મીનીટનો સંવાદ માત્ર નથી. પરંતુ સમાજ પરિવર્તનની એક નવી તક બની રહ્યો. કોઇ પણ માટે આનાથી મોટું સંતોષનું બીજું કયું કારણ કોઇ શકે ? અને એટલા માટે તેને સફળ બનાવવામાં જોડાયેલા સૌ કોઇને પણ હું ધન્યવાદ આપું છું. તેઓનો આભાર માનું છું.
મારા વ્હાલા દેશવાસીઓ, આવતા અઠવાડિયે નવરાત્રિ અને દુર્ગાપૂજાના પર્વો, વિજયાદશમીનું પર્વ, દિવાળીની તૈયારીઓની એક રીતે એક અલગ જ પ્રકારનું વાતાવરણ પૂરા દેશમાં હોય છે. તે શકિત ઉપાસનાનું એક પર્વ હોય છે. સમાજની એકતા જ દેશની શકિત હોય છે. પછી એ નવરાત્રિ હોય કે, દુર્ગાપૂજા, તે શકિતની ઉપાસના,સમાજની એકતાની ઉપાસનાનું પર્વ કેવી રીતે બને ? માનવી-માનવીને જોડનારૂં પર્વ કેવી રીતે બને ? અને તે જ સાચી શકિતની સાધના બને ત્યારે જ આપણે હળીમળીને વિજયનું પર્વ ઉજવી શકીએ છીએ. આવો, શકિતની સાધના કરીએ. એકતાના મંત્રને લઇને ચાલીએ. રાષ્ટ્રને નવી ઊંચાઇએ લઇ જવા માટે શાંતિ, એકતા, સદભાવની સાથે નવરાત્રિ અને દુર્ગાપૂજાનું પર્વ ઉજવીએ,વિજયાદશમીના વિજયની ઉજવણી કરીએ.
સૌને ખૂબ ખૂબ ધન્યવાદ..
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર, કાલે 29 ઓગષ્ટે હોકીના જાદુગર ધ્યાનચંદજીની જન્મતિથિ છે. આ દિવસને સમગ્ર દેશમાં રાષ્ટ્રીય ખેલ દિવસના રૂપમાં મનાવાય છે. હું ધ્યાનચંદજીને શ્રદ્ધાંજલિ આપું છું અને આ અવસર પર આપ સહુને તેમના યોગદાનની યાદ અપાવવા પણ માગું છું. તેમણે 1928માં, 1932માં, 1936માં ઓલિમ્પીક રમતોમાં ભારતને હોકીનો સુવર્ણચંદ્રક આપવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. આપણે બધા ક્રિકેટપ્રેમી, બ્રેડમેનનું નામ પણ જાણીએ છીએ. તેમણે ધ્યાનચંદજી માટે કહ્યું હતું, હી સ્કોર્સ ગોલ લાઇક રન્સ, ધ્યાનચંદજી સ્પોર્ટસમેન સ્પિરિટ (ખેલ ભાવના) અને દેશભકિતનું એક જીવતું જાગતું ઉદાહરણ છે. એકવાર કોલકત્તામાં મેચ દરમિયાન એક વિરોધી ટીમના ખેલાડીએ ધ્યાનચંદજીના માથા પર હોકી મારી દીધી. તે સમયે મેચ સમાપ્ત થવામાં માત્ર 10 મિનીટ બાકી હતી. અને ધ્યાનચંદજીએ તે દસ મિનિટમાં ત્રણ ગોલ કરી દીધા હતા અને કહ્યું કે, મેં ઇજાનો બદલો વાળી લીધો.
મારા પ્રિય દેશવાસીઓ, જયારે પણ મનની વાત નો સમય આવે છે તો માય ગોવ પર અથવા નરેન્દ્ર મોદી એપ પર અનેક અનેક સૂચન આવે છે. વિવિધતા સભર હોય છે. પરંતુ મેં જોયું કે આ વખતે તો મોટાપાયે, દરેકે મને આગ્રહ કર્યો કે, રિયો ઓલિમ્પિકના સંબંધમાં તમે જરૂર કંઇ વાત કરો. સામાન્ય નાગરિકનો રિયો ઓલિમ્પિક પ્રત્યે આટલો લગાવ, આટલી જાગૃતિ અને દેશના વડાપ્રધાન પર દબાણ કરવું કે, આના પર કંઇ બોલો, હું તેને સકારાત્મક જોઉં છું. ક્રિકેટ સિવાય પણ ભારતના નાગરિકોમાં અને રમતો પ્રત્યે પણ આટલો પ્રેમ છે. આટલી જાગૃતિ છે અને આટલી જાણકારી છે. મારા માટે તો આ સંદેશ વાંચવો તે પણ પોતાની રીતે મોટી પ્રેરણાનું કારણ બની ગયું. એક શ્રીમાન અજિતસિંહે નરેન્દ્ર મોદી એપ પર લખ્યું છે. કૃપયા આ વખતે મન કી બાતમાં દિકરીઓને શિક્ષણ અને રમતોમાં તેમની સહભાગિતા પર જરૂર બોલો, કારણ કે, રિયો ઓલિમ્પિકમાં મેડલ જીતીને તેમણે દેશનો ગૌરવાન્વિત કર્યું છે. કોઇ શ્રીમાન સચિન લખે છે કે, આપને અનુરોધ છે કે, આ વખતે મન કી બાતમાં સિંધુ, સાક્ષી અને દીપા કર્માકરનો ઉલ્લેખ જરૂર કરજો. આપણને જે ચંદ્રક મળ્યા તે, આ દિકરીઓએ અપાવ્યા. આપણી દિકરીઓઓએ એક વાર ફરી સાબિત કરી દીધું કે, તેઓ કોઇપણ રીતે કોઇનાથી ઉતરતી નથી. આ દિકરીઓમાં એક ઉત્તરભારતથી છે તો એક દક્ષિણ ભારતથી છે, તો કોઇ પૂર્વ ભારતથી છે. તો કોઇ ભારતના કોઇ બીજા ખૂણાથી છે. એવું લાગે છે જાણે સમગ્ર ભારતની દિકરીઓએ દેશનું નામ ગૌરવવંતુ કરવાનું બીડું ઝડપ્યું છે.
માય ગોવ પર શિખર ઠાકુરે લખ્યું છે કે, આપણે ઓલિમ્પિકમાં વધુ સારૂં પ્રદર્શન કરી શકતા હતા. તેમણે લખ્યું છે, આદરણીય મોદી સર, સૌથી પહેલા રિયોમાં આપણે જે બે મેડલ જીત્યા તે માટે અભિનંદન, પરંતુ હું આપનું ધ્યાન એ વાત તરફ ખેંચવા માગું છું કે, શું આપણું પ્રદર્શન ખરેખર સારૂં હતું ? અને જવાબ છે – નહિં. આપણે રમતોમાં ઘણું અંતર કાપવાની જરૂર છે. આપણાં માતાપિતા આજે પણ ભણતર પર ધ્યાન આપવાનું કહે છે. સમાજમાં આજે પણ રમતને સમયનો વેડફાટ મનાય છે. આપણે આ વિચાર બદલવાની જરૂર છે. સમાજને પ્રેરણાની જરૂર છે. અને આ કામ આપનાથી વધુ સારી રીતે કોઇ ન કરી શકે. આ જ રીતે શ્રીમાન સત્યપ્રકાશ મેહરાજીએ નરેન્દ્ર મોદી એપ પર લખ્યું છે – મન ની વાતમાં અભ્યાસ સિવાયની પ્રવૃત્તિઓ પર ધ્યાન આપવાની જરૂર છે. ખાસ તો બાળકો અને યુવાનોને રમતો વિશે કહેવું જોઇએ. આ રીતે આ લાગણી હજારો લોકોએ વ્યકત કરી છે. આપણી આશાને અનૂરૂપ આપણે પ્રદર્શન ન કરી શકયા એ વાતને તો કોઇ નકારી ન શકે. એવું પણ થયું કે, આપણા ખેલાડી ભારતમાં જે પ્રદર્શન કકતા હતા. અહીંની રમતોમાં જે દેખાવ કરતા હતા, તેઓ ત્યાં, ત્યાં સુધી પણ પહોંચી ન શકયા. અને મેડલના કોષ્ટકમાં તો માત્ર બે જ મેડલ મળી શકયા. પરંતુ એ પણ સાચું છે કે, ચંદ્રક ન મળવા છતાં પણ જો ધ્યાનથી જુઓ તો અનેક રમતોમાં પહેલી વાર ભારતના ખેલાડીઓએ ઘણું સારૂં કૌશલ્ય પણ દર્શાવ્યું છે. જુઓ શૂટિંગમાં આપણા અભિનવ બિન્દ્રાજી તેઓ ચોથા સ્થાને રહ્યા અને નજીવા અંતરથી તેઓ ચંદ્રક ચૂકી ગયા. જિમ્નેસ્ટીકમાં દીપા કર્માકરે પણ કમાલ કરી દીધી. તે ચોથા સ્થાને રહી. બહુ નજીવા અંતરે તે ચંદ્રક મેળવવાથી ચૂકી ગઇ. પરંતુ આ એક વાત આપણે કેમ ભૂલી શકીએ કે તે ઓલિમ્પિક માટે અને ઓલિમ્પિક ફાઇનલ માટે ક્વોલિફાય કરનારી પહેલી ભારતીય દિકરી છે. આવું જ કંઇક ટેનિસમાં સાનિયા મિર્ઝા અને રોહન બોપન્નાની જોડી સાથે થયું. એથ્લેટિકસમાં આપણે આ વખતે સારૂં પ્રદર્શન કર્યું. પી.ટી.ઉષા પછી 32 વર્ષમાં પહેલીવાર લલિતા બાબરે ટ્રેક ફિલ્ડ ફાઇનલ માટે કવોલિફાય કર્યું. તમને જાણીને આનંદ થશે કે 36 વર્ષ પછી મહિલા હોકી ટીમ ઓલિમ્પિક સુધી પહોંચી. છેલ્લા 36 વર્ષમાં પહેલીવાર પુરૂષોની હોકી ટીમ નોક આઉટ તબક્કા સુધી પહોંચવામાં સફળ રહી. આપણી ટીમ ઘણી મજબૂત છે અને મજાની વાત એ છે કે, આર્જેન્ટિના, જેણે સુવર્ણચંદ્રક મેળવ્યો તે સમગ્ર ટુર્નામેન્ટમાં એક જ મેચ હારી અને હરાવનાર કોણ હતું ? ભારતના ખેલાડીઓ, આવનારો સમય નિશ્ચિત જ આપણા માટે સારો હશે.
બોકિસંગમાં વિકાસ કૃષ્ણ યાદવ ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચ્યા. પરંતુ કાંસ્ય ચંદ્રક ન મેળવી શકયા. અનેક ખેલાડી, દાખલા તરીકે, અદિતિ અશોક, દત્તુ ભોકનલ, અતનુ દાસ અનેક નામ છે. જેમાં પ્રદર્શન સારાં રહ્યાં. પરંતુ મારા પ્રિય દેશવાસીઓ, આપણે ઘણું બધું કરવાનું છે. પરંતુ જે કરતા આવ્યા છીએ તેવું જ કરતા રહીશું તો કદાય આપણે ફરી નિરાશ થઇશું. મે એક સમિતિની જાહેરાત કરી છે. ભારત સરકાર ઇન હાઉસ તેના ઉંડાણમાં જશે. દુનિયામાં શું શું આ ક્ષેત્રે થઇ રહ્યું છે તેનો અભ્યાસ કરશે. આપણે વધુ સારૂં કેવી રીતે કરી શકીએ તેનો એક કાર્ય નકશો બનાવશે. 2020, 2024, 2028 એક લાંબા ગાળાના વિચાર સાથે આપણે યોજના બનાવવાની છે. હું રાજય સરકારોને પણ આગ્રહ કરૂં છું કે, તમે પણ આવી સમિતિઓ બનાવો અને રમતજગતમાં આપણે શું કરી શકીએ, આપણું એક એક રાજય શું કરી શકે છે. તે વિચારે, રાજય પોતાની એક બે રમત પસંદ કરે અને તેમાં તે ઉત્કૃષ્ટ પ્રદર્શન કેવી રીતે કરી શકે છે તેની યોજના બનાવો. હું રમતજગત સાથે જોડાયેલા સંઘો-એસોસિએશનોને પણ અનુરોધ કરૂં છું કે, તેઓ પણ નિષ્પક્ષ ભાવથી મનોમંથન કરે. અને ભારતમાં દરેક નાગરિકને પણ અનુરોધ કરૂં છું કે, જેને પણ તેમાં રૂચિ છે તે મને નરેન્દ્ર મોદી એપ પર સૂચન મોકલે. સરકારને લખે. એસોસિએશન ચર્ચા કરીને પોતાનું આવેદન સરકારને આપે. રાજય સરકારો ચર્ચા કરીને પોતાનાં સૂચનો મોકલે. પરંતુ આપણે પૂરી રીતે તૈયારી કરીએ અને મને વિશ્વાસ છે કે, આપણે સવાસો કરોડ દેશવાસીઓ જેમાંથી 65 ટકા યુવાનો છે તે રમતના વિશ્વમાં વધુ સારી સ્થિતિ પ્રાપ્ત કરીશું તેવા સંકલ્પ સાથે આગળ વધવાનું છે.
મારા પ્રિય દેશવાસીઓ, પાંચ સપ્ટેમ્બરે શિક્ષક દિવસ છે. હું ઘણાં વર્ષોથી શિક્ષક દિવસ પર વિદ્યાર્થીઓ સાથે ઘણો સમય વિતાવતો રહ્યો છું. આ બાળકો પાસેથી પણ હું ઘણું બધું શીખતો હતો. મારા માટે પાંચ સપ્ટેમ્બર શિક્ષક દિવસ હતો. અને શિક્ષણ દિવસ પણ હતો. પરંતુ આ વખતે માટે જી-20 શિખર પરિષદ માટે જવાનું છે તો મને થયું કે, આજે મન ની વાતમાં જ હું મારી લાગણીને વ્યકત કરી લઉં.
જીવનમાં માતાનું જેટલું સ્થાન હોય છે તેટલું જ શિક્ષકનું હોય છે અને એવા પણ શિક્ષકો આપણે જોયા છે જેને પોતાનાથી વધુ પોતાના વિદ્યાર્થીઓની ચિંતા હોય છે. તેઓ પોતાના શિષ્યો માટે, પોતાના વિદ્યાર્થીઓ માટે, પોતાનું જીવન સમર્પિત કરી દે છે. આજકાલમાં રિયો ઓલિમ્પિક પછી, બધે જ, પુલ્લેલા ગોપીચંદ્રજીની ચર્ચા થઇ રહી છે. તેઓ ખેલાડી તો છે પરંતુ તેમણે એક સારા શિક્ષક શું હોય છે. તેનું જવલંત ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે. હું આજે ગોપીચંદજીને એક ખેલાડી ઉપરાંત એક ઉત્તમ શિક્ષકના રૂપમાં જોઇ રહ્યો છું. અને શિક્ષક દિવસ પર પુલ્લેલા ગોપીચંદજીને તેમની તપસ્યાને, રમત પ્રત્યે તેમના સમર્પણને અને પોતાના વિદ્યાર્થીઓની સફળતામાં આનંદ મેળવવાની તેમની રીતને વંદન કરૂં છું. આપણા સહુના જીવનમાં શિક્ષકનું યોગદાન હંમેશા અનુભવાય છે. પાંચ સપ્ટેમ્બરે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનજીનો જન્મદિવસ છે અને દેશ તેને શિક્ષક દિવસના રૂપમાં મનાવે છે. તેઓ જીવનમાં ભલે ગમે તે સ્થાન પર પહોંચ્યા હોય પરંતુ તેમણે હંમેશા શિક્ષકના રૂપમાં જ જીવાવાનો પ્રયત્ન કર્યો. એટલું જ નહિં. તેઓ હંમેશા કહેતા હતા – “ સારા શિક્ષક તે હોય છે જેમની અંદરનો વિદ્યાર્થી કયારેય મરતો નથી. “ રાષ્ટ્રપતિના પદે હોવા છતાં શિક્ષકના રૂપમાં જીવવું અને શિક્ષક મન હોવાના સંબંધે અંદરના વિદ્યાર્થીને જીવંત રાખવો – આ પ્રકારનું અદભૂત જીવન ડૉ.રાધાકૃષ્ણજીએ જીવીને દેખાડ્યું.
હું વિચારૂં છું તો મને મારા શિક્ષકોની ઘણી વાતો યાદ આવે છે. કારણ કે, અમારા ગામમાં તેઓ જ અમારા નાયક હતા. પરંતુ હું આજે આનંદ સાથે કહી શકું છું કે, મારા એક શિક્ષક હવે 90 વર્ષની ઉંમરના થયા છે, તો પણ આજે પણ દર મહિને તેમનો પત્ર મારા પર આવે છે. પોતાના હાથે લખેલો પત્ર. આખા મહિનામાં તેમણે જે પુસ્તકો વાંચ્યા છે તેના વિશે તેઓ લખે છે. તેનાં અવતરણો લખે છે. મેં આખા મહિનામાં શું કર્યું તે તેમની નજરે બરાબર હતું કે નહોતું. તે તેઓ લખે છે. મને એવું લાગે છે કે, જાણે આજે પણ તેઓ વર્ગમાં ભણાવી રહ્યા ન હોય. તેઓ આજે પણ એક રીતે મને કોરસપોન્ડન્સ કોર્સ કરાવી રહ્યા છે અને મને આશ્ચર્ય છે કે, 90 વર્ષની ઉંમરમાં તેઓ આટલા સુંદર અક્ષરોમાં કઇ રીતે લખી શકે છે. મારા પોતાના અક્ષર ખૂબ જ ખરાબ છે. તે કારણે પણ હું કોઇના પણ સારા અક્ષરો જોઉં છું તો મારા મનમાં બહુ જ આદરની લાગણી જન્મે છે. મારા જેવા અનુભવ તમારા પણ હશે. તમારા શિક્ષકોના કારણે તમારા જીવનમાં જે કંઇ પણ સારૂં થયું હોય તે જો દુનિયાને જણાવશો તો શિક્ષક પ્રત્યે જોવાના વલણમાં પરિવર્તન આવશે. એક ગૌરવ થશે અને સમાજમાં આપણા શિક્ષકોનું ગૌરવ વધારવું એ આપણા બધાની જવાબદારી છે. તમે નરેન્દ્ર મોદી એપ પર પોતાના શિક્ષકો સાથે તમારા ફોટા, પોતાના શિક્ષકો સાથેની કોઇ પ્રેરક વાત હોય તો જરૂર રજૂ કરો. જુઓ દેશમાં શિક્ષકના યોગદાનને વિદ્યાર્થીઓની નજરથી જોવું તે પણ ઘણું મૂલ્યવાન હોય છે.
મારા પ્રિય દેશવાસીઓ, થોડા જ દિવસોમાં ગણેશોત્સવ આવશે. ગણેશજી વિધ્નહર્તા છે અને આપણે બધાં ઇચ્છીશું કે, આપણો દેશ, આપણો સમાજ, આપણો પરિવાર, દરેક વ્યકિતનું જીવન નિર્વિધ્ન રહે. પરંતુ જયારે ગણેશ ઉત્સવની વાત કરીએ છીએ તો લોકમાન્ય તિલકજીની યાદ આવવી બહુ સ્વાભાવિક છે. સાર્વજનિક ગણેશ ઉત્સવની પરંપરા લોકમાન્ય તિલકજીની ભેટ છે. સાર્વજનિક ગણેશ ઉત્સવ દ્વારા તેમણે આ ધાર્મિક તહેવારને રાષ્ટ્ર જાગરણનું પર્વ બનાવી દીધું. સમાજ સંસ્કારનું પર્વ બનાવી દીધું. સાર્વજનિક ગણેશ ઉત્સવના માધ્યમથી સમાજ જીવનને સ્પર્શતા પ્રશ્નોની બૃહદ ચર્ચા થવી જોઇએ. કાર્યક્રમની રચના એવી હોવી જોઇએ કે જેથી સમાજને નવું તેજ મળે. અને સાથે સાથે તેમનો મંત્ર “સ્વરાજ આપણો જન્મસિદ્ધ અધિકાર છે” કેન્દ્રમાં રહેવો જોઇએ. સ્વતંત્રતાના આંદોલનને બળ મળવું જોઇએ. હવે તો માત્ર મહારાષ્ટ્ર નહીં. ભારતના દરેક ખૂણામાં સાર્વજનિક ગણેશ ઉત્સવ થવા લાગ્યા છે. બધા યુવાનો ઉત્સવ માટે ઘણી તૈયારીઓ પણ કરે છે. તેમનામાં ઘણો ઉત્સાહ હોય છે. અને કેટલાક લોકોએ આજે પણ લોકમાન્ય તિલકજીએ જે ભાવનાથી આ ઉત્સવ શરૂ કર્યો હતો તેનું અનુકરણ કરવાનો ભરપૂર પ્રયાસ કર્યો છે. તેઓ સાર્વજનિક વિષયો પર ચર્ચા રાખે છે. નિબંધ સ્પર્ધાઓ કરે છે. રંગોળી સ્પર્ધાઓ કરે છે. તેમનું જે પ્રદર્શન હોય છે તેમાં પણ સમાજને સ્પર્શનારા મુદ્દાને ખૂબ જ કળાત્મક ઢબે ઉજાગર કરે છે. લોકશિક્ષણનું આ મોટું અભિયાન સાર્વજનિક ગણેશ ઉત્સવ દ્વારા ચાલે છે. લોકમાન્ય તિલકજીએ આપણને સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે. તેવો પ્રેરકમંત્ર આપ્યો પરંતુ આપણે સ્વતંત્ર ભારતમાં છીએ. સુરાજય આપણો જન્મસિદ્ધ અધિકાર છે, આપણે હવે સુરાજય તરફ આગળ વધીએ, સુરાજય આપણી પ્રાથમિકતા બને – આ મંત્ર વિશે આપણે સાર્વજનિક ગણેશ ઉત્સવ મારફતે સંદેશ ન આપી શકીએ ? આવો, હું તમને આ માટે આમંત્રણ આપું છું.
એ વાત સાચી છે કે, ઉત્સવ સમાજની શકિત હોય છે. ઉત્સવ વ્યકિત અને સમાજના જીવનમાં નવો પ્રાણ ભરે છે. ઉત્સવ વિના જીવન અસંભવ હોય છે. પરંતુ સમયની માગણી પ્રમાણે તેમાં ફેરફાર પણ જરૂરી હોય છે. આ વખતે મને અનેક લોકોએ ગણેશોત્સવ અને દુર્ગાપૂજા પણ ઘણું લખીને મોકલ્યું છે. તેમની ચિંતા છે પર્યાવરણની. કોઇ શ્રીમાન શંકર નારાયણ પ્રશાંત છે. તેણે ઘણા આગ્રહ સાથે કહ્યું છે કે, મોદીજી, આપ મન ની વાતમાં લોકોને સમજાવો કે, પ્લાસ્ટર ઓફ પેરીસથી બનેલી ગણેશજીની મૂર્તિઓનો ઉપયોગ ન કરે. ગામના તળાવની માટીથી બનેલી ગણેશજીની મૂર્તિનો શા માટે ઉપયોગ ન કરીએ ? પીઓપીથી બનેલી પ્રતિમાઓ પર્યાવરણ માટે અનૂકૂળ નથી હોતી. તેમણે તો બહુ પીડા વ્યકત કરી છે. બીજા લોકોએ પણ કરી છે. હું પણ તમને બધાને વિનંતી કરૂં છું કે, આપણે ગણેશજી – દુર્ગા માતાની માટીની પ્રતિમાના ઉપયોગની પરંપરા પાછી લાવીએ. પર્યાવરણની રક્ષા, આપણી નદી-તળાવોની રક્ષા તેમાં થનારા પ્રદૂષણથી આ પાણીના નાના નાના જીવોની રક્ષા – આ પણ ઇશ્વર સેવા જ છે. ગણેશજી તો વિધ્નહર્તા છે. આપણે એવા ગણેશજી ન બનાવીએ જે વિધ્ન પેદા કરે. મને ખબર નથી કે મારી આ વાતોને તમે કયા રૂપમાં લેશો, પરંતુ આ વાત માત્ર હું નથી કહેતો, અનેક લોકો કહે છે અને મેં અનેકો વિશે સાંભળ્યું છે – એક મૂર્તિકાર છે શ્રીમાન અભિજીત ઘોંડફલે. કોલ્હાપૂરની સંસ્થાઓ નિસર્ગ મિત્ર, વિજ્ઞાન પ્રબોધિની, વિદર્ભ ક્ષેત્રમાં નિસર્ગ કટ્ટા, પૂણેની જ્ઞાન પ્રબોધિની, મુંબઇના ગિરગાંવચા રાજા, આવી અનેક સંસ્થાઓ, વ્યકિતઓ માટીના ગણેશ માટે ઘણી મહેનત કરે છે. પ્રચાર પણ કરે છે. પર્યાવરણને અનૂકુળ ગણેશોત્સવ – આ પણ એક સમાજસેવાનું કામ છે. દુર્ગાપૂજાને હજુ સમય છે. અત્યારે જ આપણે નક્કી કરીએ આપણે એ જૂના પરિવાર જે મૂર્તિઓ બનાવે છે. તેમની પાસેથી મૂર્તિ ખરીદીશું તો તેમને પણ રોજગાર મળશે અને આ મૂર્તિઓ તળાવ કે નદીની માટીમાંથી બનશે તો ફરીથી તેમાં જઇને મળી જશે. આમ પર્યાવરણની રક્ષા પણ થશે. આપ સહુને ગણેશોત્સવની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છે.
મારા પ્રિય દેશવાસીઓ, ભારતરત્ન મધર ટેરેસાને ચાર સપ્ટેમ્બરના રોજ સંત ઉપાધિથી વિભૂષિત કરાશે. મધર ટેરેસાએ તેમનું સમગ્ર જીવન ભારતમાં ગરીબોની સેવા માટે સમર્પિત કર્યું હતું. તેમનો જન્મ તો આલ્બેનિયામાં થયો હતો. તેમની ભાષા પણ અંગ્રેજી નહોતી. પરંતુ તેમણે પોતાના જીવનને ઘડ્યું. ગરીબોની સેવાને યોગ્ય બનાવવાનો ભરપૂર પ્રયાસ કર્યો. જેમણે જીવનભર ભારતના ગરીબોની સેવા કરી હોય એવા મધર ટેરેસાને જયારે સંતની ઉપાધિ પ્રાપ્ત થતી હોય તો બધા ભારતીયોને ગર્વ થવો સ્વાભાવિક છે. ચાર સપ્ટેમ્બરે જે સમારોહ થશે તેમાં સવાસો કરોડ દેશવાસીઓ તરફથી ભારત સરકાર આપણાં વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજની આગેવાનીમાં એક સત્તાવાર પ્રતિનિધિમંડળ પણ ત્યાં મોકલશે. સંતો પાસેથી, ઋષિઓ પાસેથી, મહાપૂરૂષો પાસેથી હર પળે આપણને કંઇ ને કંઇ શીખવાનું મળે જ છે. આપણે કંઇ ને કંઇ મેળવતા રહીએ, શીખતા રહીએ અને કંઇને કંઇ સારૂં કરતા રહીએ.
મારા પ્રિયદેશવાસીઓ, વિકાસ જયારે જનઆંદોલન બની જાય તો કેટલું મોટું પરિવર્તન આવે છે. જનશ કિતને ઇશ્વરનું જ રૂપ માનવામાં આવે છે. ભારત સરકારે ગત દિવસોમાં પાંચ રાજય સરકારોના સહયોગ સાથે, સ્વચ્છ ગંગા માટે, ગંગા સફાઇ માટે, લોકોને જોડવાનો એક સફળ પ્રયાસ કર્યો. આ મહિનાની 20 તારીખે અલાહાબાદમાં ગંગાના કિનારે આવેલા ગામના સરપંચોને આમંત્રિત કરાયા હતા. તેમાં પૂરૂષો પણ હતા ને મહિલાઓ પણ હતી. તેઓ અલાહાબાદ આવ્યા અને ગંગા તટે આવેલા ગામના સરપંચોએ ગંગાની સાક્ષીએ શપથ લીધા કે, તેઓ ગંગાના તટના પોતાના ગામોમાં ખૂલ્લામાં જાજરૂ જવાની પંરપરાને તત્કાલ બંધ કરાવશે, શૌચાલય બનાવવાનું અભિયાન ચલાવશે અને ગંગા સફાઇમાં ગામ પૂર્ણ રીતે યોગદાન આપશે. ગામ ગંગા નદીને ગંદી નહીં થવા દે. આ સંકલ્પ માટે કોઇ ઉત્તરાખંડથી આવ્યા. તો કોઇ ઉત્તરપ્રદેશથી આવ્યા, કોઇ બિહારથી આવ્યા, તો કોઇ ઝારખંડથી આવ્યા તો કોઇ પશ્ચિમ બંગાળથી. હું બધા સરપંચોને આ કામ માટે અભિનંદન આપું છું. હું આ કલ્પનાને સાકાર કરનાર ભારત સરકારના બધા મંત્રાલયોને પણ અભિનંદન આપું છું, હું તે તમામ પાંચ રાજયોના મુખ્યપ્રધાનોને પણ ધન્યવાદ કરૂં છું જેમણે જનશકિતને જોડીને ગંગાની સફાઇમાં એક મહત્વનું પગલું ભર્યું.
મારા પ્રિય દેશવાસીઓ, કેટલીક વાતો મને કયારેય બહુ સ્પર્શી જાય છે અને જેમને પણ તેમની કલ્પના થતી હોય તે લોકો પ્રત્યે મારા મનમાં વિશેષ આદર પણ જન્મે છે. 15 જુલાઇએ છત્તીસગઢમાં કબીરધામ જિલ્લામાં લગભગ સત્તરસોથી વધુ શાળાના સવાલાખથી વધુ વિદ્યાર્થીઓએ સામૂહિક રીતે પોતપોતાના માતાપિતાને પત્ર લખ્યા. કોઇએ અંગ્રેજીમાં, તો કોઇએ હિન્દીમાં, તો કોઇએ છત્તીસગઢીમાં લખ્યો. તેમણે પોતાના માતાપિતાઓને પત્ર લખીને કહ્યું કે, આપણા ઘરમાં શૌચાલય હોવું જોઇએ. કેટલાક બાળકોએ તો એવું પણ લખી નાખ્યું કે, આ વર્ષે મારો જન્મદિવસ નહિં મનાવો તો ચાલશે પણ શૌચાલય જરૂર બનાવો. સાતથી સત્તર વર્ષની ઉંમરના બાળકોએ આ કામ કર્યું. અને તેની એટલી બધી emotional અસર પડી કે પત્ર મેળવ્યા પછી જયારે જે બીજા દિવસે શાળાએ આવ્યો ત્યારે માતાપિતાએ શિક્ષકને આપવા માટે તેને એક પત્ર આપ્યો. જેમાં તેમણે વચન આપ્યું હતું કે, અમુક તારીખ સુધીમાં તેઓ શૌચાલય બનાવી દેશે. જેને પણ આ વિચાર આવ્યો તને અભિનંદન, જેમણે આ પ્રયાસ કર્યો તે વિદ્યાર્થીઓને પણ અભિનંદન અને એ માતાપિતાને વિશેષ અભિનંદન જેમણે પોતાનાં બાળકોના પત્રને ગંભીરતાથી લઇ શૌચાલય બનાવવાનો નિર્ણય કર્યો. આવી જ બાબતો હોય છે જે આપણને પ્રેરણા આપે છે.
કર્ણાટકના કોપ્પાલ જિલ્લામાં સોળ વર્ષની એક દિકરી મલ્લમ્માએ તો પોતાના પરિવાર વિરૂદ્ધ જ સત્યાગ્રહ આદર્યો. તે સત્યાગ્રહ પર બેસી ગઇ. કહે છે કે તેણે જમવાનું છોડી દીધું હતું અને આ સત્યાગ્રહ પોતાના માટે કંઇ માગવા માટે નહીં, કોઇ સારાં કપડાં લાવવા માટે નહીં, કોઇ મીઠાઇ ખાવા માટે નહીં, દિકરી મલ્લમ્માની જીદ હતી કે, આપણા ઘરમાં શૌચાલય હોવું જોઇએ. સામે પક્ષે પરિવારની આર્થિક સ્થિતિ સારી નહોતી. દિકરી પણ જિદ લઇને બેઠી હતી. તે પોતનો સત્યાગ્રહ છોડવા તૈયાર નહોતી. ગામના સરપંચ મોહમ્મદ શર્ફીને ખબર પડી કે મલ્મમ્માએ શૌચાલય માટે સત્યાગ્રહ કર્યો છે તો ગામના સરપંચ મોહમ્મદ શર્ફીની પણ વિશેષતા જુઓ કે તેમણે અઢાર હજાર રૂપિયાની વ્યવસ્થા કરી અને એક સપ્તાહની અંદર જ શૌચાલય બનાવી દીધું. આ દીકરી મલ્લમ્માની જિદની તાકાત જુઓ. સમસ્યાઓના સમાધાન માટે કેવા રસ્તા ખોલવામાં આવે છે. આ જ તો જનશકિત છે.
મારા પ્રિય દેશવાસીઓ, સ્વચ્છ ભારત દરેક ભારતીયનું સપનું બની ગયું છે. કેટલાક ભારતીયોનો સંકલ્પ બની ગયો છે. કેટલાક ભારતીયોએ તો તેને પોતાનું ધ્યેય બનાવી લીધું છે. પરંતુ દરેક જણ કોઇને કોઇ રૂપે તેની સાથે જોડાયેલું છે. દરેક પોતાનું યોગદાન આપી રહ્યું છે. રોજ સમાચાર આવે છે કે કેવા કેવા નવા પ્રયાસ થઇ રહ્યા છે. ભારત સરકારમાં એક વિચાર થયો છે અને લોકોને આહવાન કર્યું છે કે, તમે બે મિનિટ, ત્રણ મિનિટની એક ફીલ્મ સ્વચ્છતા પર બનાવો. આ શોર્ટ ફિલ્મ ભારત સરકારને મોકલો. વેબસાઇટ પર તમને તેની વિગતો મળી જશે. તેની સ્પર્ધા થશે અને બે ઓકટોબરે ગાંધી જયંતિના દિવસે જે વિજયી થશે તેને ઇનામ આપવામાં આવશે. હું તો ટી.વી. ચેનલવાળાઓને પણ કહું છું કે, તમે પણ આવી ફિલ્મો માટે આહવાન કરીને સ્પર્ધા યોજો. રચનાત્મકતા – સર્જનાત્મકતા પણ સ્વચ્છતા અભિયાનને એક તાકાત આપી શકે છે. નવા સૂત્રો મળશે. નવી રીતો જાણવા મળશે, નવી પ્રેરણા મળશે અને આ બધું જનતાજનાર્દની ભાગીદારીથી સામાન્ય કલાકારોથી થશે. એ જરૂરી નથી કે, ફીલ્મ બનાવવા માટે મોટો સ્ટુડિયો, સારો કેમેરા હોવો જોઇએ. આજકાલ તો મોબાઇલ ફોનના કેમેરાથી પણ તમે ફિલ્મ બનાવી શકો છો. આવો આગળ વધીએ. તમને મારૂં આમંત્રણ છે.
મારા પ્રિય દેશવાસીઓ, ભારતની હંમેશા એ કોશિશ રહી છે કે, આપણા પડોશીઓ સાથે આપણા સંબંધો ગાઢ બને. આપણા સંબંધો સહજ અને જીવંત હોય. એક ખૂબ જ મોટી મહત્વપૂર્ણ વાત ગત દિવસોમાં થઇ. આપણા આદરણીય રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ કોલકાતામાં એક નવા કાર્યક્રમની શરૂઆત કરી – આકાશવાણી મૈત્રી ચેનલ – હવે કેટલાક લોકોને થશે કે, રાષ્ટ્રપતિને શું એક રેડિયોની ચેનલનું ઉદઘાટન કરવું જોઇએ ? પરંતુ આ સામાન્ય રેડિયો ચેનલ નથી. એક ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે. આપણી પડોશમાં બાંગ્લાદેશ છે. આપણે જાણીએ છીએ કે બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળ આજે પણ એક જ સાંસ્કૃતિક વારસાને લઇને જીવી રહ્યાં છે. તો આ તરફ “આકાશવાણી મૈત્રી” અને બીજી તરફ “બાંગ્લાદેશ બેતાર” તેઓ પરસ્પર સામગ્રી વહેંચશે. બંને બાજુના બાંગ્લાભાષી લોકો આકાશવાણીની મજા લેશે. “લોકોથી લોકોના સંપર્ક માટે” આકાશવાણીનું આ એક ઘણું મોટું યોગદાન છે. રાષ્ટ્રપતિજીએ તેનું ઉદઘાટન કર્યું. હું બાંગ્લાદેશનો પણ ધન્યવાદ કરૂં છું કે, આ કામ માટે તેઓ આપણી સાથે જોડાયા. હું આકાશવાણીના મિત્રોને પણ અભિનંદન આપું છું કે, વિદેશ નીતીમાં પણ તેઓ યોગદાન આપી રહ્યા છે.
મારા વ્હાલા દેશવાસીઓ, તમે ભલે મને વડાપ્રધાનનું કામ આપ્યું હોય, પણ છેવટે તો હું પણ તમારી જેવો જ માનવી છું. અને ક્યારેક કયારેક લાગણીસભર ઘટનાઓ મને જરા વધુ સ્પર્શી જાય છે. આવી ભાવુક ઘટનાઓ નવી નવી ઉર્જા પણ આપે છે. નવી પ્રેરણા પણ આપે છે અને આ જ છે, જે બારતના લોકો માટે કંઇને કંઇ કરી છૂટવાની પ્રેરણા આપે છે. ગત દિવસોમાં મને એક એવો પત્ર મળ્યો જે મારા મનને સ્પર્શી ગયો. લગભગ 84 વર્ષની એક માતા જે નિવૃત્ત શિક્ષિકા છે તેમણે મને આ પત્ર લખ્યો. જો તેમણે મને આ પત્રમાં પોતાનું નામ ક્યારેય જાહેર ન કરવા મનાઇ ન કરી હોત તો આજે મેં જરૂર તેમના નામ સાથે વાત કરી હોત. પત્રમાં તેમણે લખ્યું કે તમે જયારે ગેસ સબસિડી છોડવાની અપીલ કરી હતી તો મેં સબસીડી છોડી દીધી હતી અને પછી તો હું ભૂલી પણ ગઇ હતી. પરંતુ ગત દિવસોમાં તમારી કોઇ વ્યકિત આવી અને આપનો પત્ર મને આપી ગઇ. આ ગેસ સબસિડી છોડવા માટે મને ધન્યવાદનો પત્ર મળ્યો. મારા માટે વડાપ્રધાનનો પત્ર પદ્મશ્રીથી કમ નથી.
દેશવાસીઓ, તમને ખબર જ હશે કે, મેં પ્રયાસ કર્યો છે કે, જે પણ લોકોએ ગેસ સબસિડી છોડી દીધી છે, તેમને એક પત્ર મોકલું અને મારો કોઇને કોઇ પ્રતિનિધિ તેને રૂબરૂ જઇને પત્ર પાઠવે. એક કરોડથી વધુ લોકોને પત્ર લખવાનો મારો પ્રયાસ છે. યોજના હેઠળ મારો આ પત્ર તે માતા સમક્ષ પહોંચ્યો. તેમણે મને પત્ર લખ્યો કે આપ સારૂં કામ કરી રહ્યા છો. ગરીબ માતાઓને ચૂલાના ધૂમાડાથી મુક્તિ આપતું અભિયાન ઉત્તમ છે. હું એક નિવૃત્ત શિક્ષિકા છું. થોડાં જ વર્ષોમાં મારી ઉંમર 90 વર્ષની થઇ જશે. હું આ અભિયાન માટે પસાચ હજાર રૂપિયાનું દાન આપને મોકલી રહી છું. જેને આપ આવી ગરીબ માતાઓને ચૂલાના ધૂમાડાથી મુક્ત કરવાના કામમાં લગાવજો. તમે કલ્પના કરી શકો કે એક સામાન્ય શિક્ષિકા તરીકે પેન્શન પર ગુજારો કરતી માતા ગરીબ માતા-બહેનોને ચૂલાના ધૂમાડાથી મુક્ત કરવા માટે ગેસ સબસિડી તો છોડી દે જ પણ સાથે પચાસ હજાર રૂપિયાનું દાન પણ આપે ! પ્રશ્ન પચાસ હજાર રૂપિયાનો નથી પણ તે માતાની લાગણીનો છે અને આવી કોટિકોટિ મા બહેનોના આશીર્વાદ જ છે જેના થકી મારા દેશના ભવિષ્ય માટે ભરોસો અને તાકાત મળી જાય છે. અને મને આ પત્ર પણ તેમણે વડાપ્રધાન તરીકે નથી લખ્યો, સીધો સાદો પત્ર લખ્યો છે, તેમણે પત્રમાં લખ્યું છે. – મોદી ભાઇ ! તે માતાને હું પ્રણામ કરૂં છું અને ભારતની એ કોટીકોટી માતાઓને પણ પ્રણામ કરૂં છું જે પોતે કષ્ટ વેઠીને હંમેશા કોઇનું ભલું કરતી રહે છે.
મારા પ્રિય દેશવાસીઓ, ગયા વર્ષે આપણે દુષ્કાળના કારણે તકલીફમાં હતા પરંતુ આ ઓગષ્ટ મહિનો સતત પૂરની મુશ્કેલીઓથી ભરેલો રહ્યો. દેશના કેટલાક હિસ્સામાં પૂર આવ્યાં. રાજય સરકારોએ કેન્દ્ર સરકારે, સ્થાનિક સ્વરાજ સંસ્થાના એકમોએ, સામાજિક સંસ્થાઓએ, નાગરિકોએ જેટલું પણ કરી શકતા હતા., તે કરવા પ્રયાસ કર્યો. પરંતુ આ પૂરના સમાચારોની વચ્ચે પણ કેટલાક એવા સમાચાર પણ હતા જેનું વધુ સ્મરણ થવું જરૂરી હતું. એકતાની તાકાત શું હોય છે, સાથે મળીને ચાલીએ તો કેટલું મોટું પરિણામ મળી શકે છે તે માટે આ વર્ષનો ઓગષ્ટ મહિનો યાદ રહેશે. ઓગષ્ટ 2016માં ઘોર રાજકીય વિરોધી પક્ષો, એકબીજા વિરૂદ્ધ એક પણ તક ન છોડનારા પક્ષો અને સમગ્ર દેશના લગભગ 90 પક્ષ, સંસદમાં પણ ઘણા બધા પક્ષ, આ બધા રાજકીય પક્ષોએ મળીને જીએસટીનો ખરડો પસાર કર્યો. તેનો યશ બધા પક્ષોને મળે છે. અને બધા પક્ષો મળીને જો એક દિશામાં ચાલે તો કેટલું મોટું કામ થઇ શકે છે, તેનું આ ઉદાહરણ છે. આ જ રીતે કાશ્મીરમાં જે કંઇ પણ થયું , તે કાશ્મીરની સ્થિતિના સંદર્ભમાં, દેશના બધા રાજકીય પક્ષોએ એક જ સ્વરમાં કાશ્મીરની વાત રાખી. દુનિયાને પણ સંદેશ આપ્યો. અલગતાવાદી તત્વોને પણ સંદેશ આપ્યો અને કાશ્મીરના નાગરિકો પ્રત્યે આપણી સંવેદનાઓને પણ વ્યકત કરી. અને કાશ્મીરના સંદર્ભમાં મારી તમામ પક્ષો સાથે જેટલી પણ વાતચીત થઇ, તેમાં દરેકની વાતમાંથી એક વાત જરૂર બહાર આવતી હતી. જો તેને ઓછામાં ઓછા શબ્દોમાં કહેવી હોય તો હું કહીશ કે, એકતા અને મમતા – આ બે વાતો મૂળ મંત્રમાં રહી, અને આપણા બધાનો મત છે, સવા સો કરોડ દેશવાસીઓનો મત છે, ગામના સરપંચથી લઇને વડાપ્રધાન સુધીનાનો મત છે કે કાશ્મીરમાં જો કોઇનું પણ મૃત્યુ થાય, પછી તે કોઇ નવયુવાન હોય કે કોઇ સુરક્ષા કર્મચારી હોય, આ નુકસાન આપણું જ છે, આપણા લોકોનું જ છે, આપણા દેશનું જ છે, જે લોકો આ બાળકોને આગળ કરીને કાશ્મીરમાં અશાંતિ સર્જવાનો પ્રયાસ કરી રહ્યા છે, કયારેક તો તેમણે નિર્દોષ બાળકોને પણ જવાબ આપવો પડશે.
મારા વહાલા દેશવાસીઓ, દેશ ઘણો મોટો છે. વિવિધતાઓથી ભરેલો છે. વિવિધતાઓથી ભરેલા દેશને એકતાના બંધનમાં બાંધી રાખવા માટે નાગરિક તરીકે, સમાજ તરીકે, સરકાર તરીકે આપણા બધાની જવાબદારી છે કે આપણે એકતાને બળ મળે તેવી વાતોને વધુ ભાર આપીએ, વધુ બહાર લાવીએ, ત્યારે જ દેશ પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકશે ને બનાવશે જ. મારો સવાસો કરોડ દેશવાસીઓની શકિત પર વિશ્વાસ છે. આજે બસ આટલું જ. ખૂબ ખૂબ ધન્યાવાદ…
મારા પ્રિય દેશવાસીઓ,
નમસ્કાર.
આજે સવારે મને દિલ્લીના નવયુવાનો સાથે કેટલોક સમય વિતાવવાની તક મળી અને હું માનું છુ કે આવનારા દિવસોમાં સમગ્ર દેશમાં રમતનો રંગ દરેક યુવાનને ઉત્સાહ-ઉમંગથી રંગી દેશે. આપણે બધા જાણીએ છીએ કે થોડા જ દિવસોમાં વિશ્વમાં સૌથી મોટી રમતોનો મહાકુંભ યોજાવા જઈ રહ્યો છે. રિયો શબ્દ આપણા કાનોમાં વારંવાર ગુંજશે. આખી દુનિયા રમતી હશે. દુનિયાનો દરેક દેશ તેના ખેલાડીઓના પ્રદર્શન પર ઞીણવટ ભરી નજર રાખતો હશે, તમે પણ રાખશો. આપણી આશા-અપેક્ષાઓ તો બહુ હોય છે પણ જે લોકો રિયોમાં રમવા ગયા છે તે ખેલાડીઓનો ઉમંગ ઉત્સાહ વધારવાનું કામ સવા સો કરોડ દેશવાસીઓનું છે. આજે દિલ્લીમાં ભારત સરકારે ‘રન ફોર રિયો’, ‘ખેલો ઔર જિઓ’, ‘ખેલો ઔર ખિલો’ એક ઘણુ સારું આયોજન કર્યુ. આપણે બધા પણ આવનારા દિવસોમાં, જ્યાં પણ હોઇએ, આપણા ખેલાડીઓના પ્રોત્સાહન માટે કઇ ને કઇ કરીએ. અહીં સુધી જે ખેલાડી પહોંચે છે તે ઘણી આકરી મહેનત પછી પહોંચે છે. એક રીતે કઠોર તપસ્યા કરે છે. ખાણીપીણીનો ગમે તેટલો શોખ હોય, પરંતુ બધું છોડવું પડે છે. ઠંડીમાં મીઠી નીંદર આવતી હોય તો પણ પથારી છોડીને મેદાનમાં ભાગવું પડે છે અને માત્ર ખેલાડીને જ નહીં, તેના માબાપને પણ. તેઓ પણ એટલી જ દ્રઢતાથી તેમના બાળકો પાછળ ભોગ આપે છે. ખેલાડી રાતો-રાત નથી બનતા. એક બહુ મોટી તપસ્યા પછી બને છે. જીત અને હાર ઘણા મહત્વના છે, પરંતુ સાથે સાથે આ રમત સુધી પહોંચવું, તે તેનાથી પણ વધુ મહત્વનું છે. અને આથી આપણે બધા દેશવાસીઓ રિયો ઓલિમ્પિકમાં ભાગ લેવા ગયેલા આપણા બધા ખેલાડીઓને શુભકામનાઓ આપીએ. તમારા તરફથી આ કામ કરવા હું પણ તૈયાર છું. આ ખેલાડીઓને તમારો સંદેશો પહોંચાડવા માટે દેશનો વડાપ્રધાન ટપાલી બનવા તૈયાર છે.
તમે મને ‘નરેન્દ્ર મોદી એપ’ પર ખેલાડીઓના નામે શુભકામનાઓ મોકલો, હું તમારી શુભકામનાઓ તેમના સુધી પહોંચાડીશ. હું પણ સવા સો કરોડ દેશવાસીઓની જેમ એક દેશવાસી, એક નાગરીક તરીકે આપણા આ ખેલાડીઓના ઉત્સાહમાં વૃધ્ધિ માટે આપની સાથે રહીશ. આવો, આપણે બધા આવનારા દિવસોમાં એક-એક ખેલાડીને જેટલા ગૌરવાન્વિત કરી શકીએ, તેમના પ્રયાસોને વધાવી શકીએ, તેટલા વધાવીએ. અને આજે જ્યારે હું રિયો ઓલિમ્પિકની વાત કરી રહ્યો છું, ત્યારે એક કવિતા પ્રેમી પંજાબ કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થી સૂરજ પ્રકાશ ઉપાધ્યાયે એક કવિતા મોકલી છે. બની શકે છે બીજા પણ ઘણા કવિ હશે, જેમણે કવિતા મોકલી હશે, કદાચ કવિતા લખશે પણ ખરા. કેટલાક તો તેને સ્વરબધ્ધ પણ કરશે. દરેક ભાષામાં કરશે, પણ સૂરજજીએ મને જે કવિતા મોકલી છે તે હું તમને સંભળાવવા માંગુ છું :
“શુરુ હુઇ લલકાર ખેલોં કી
શુરુ હુઇ લલકાર ખેલોં કી, પ્રતિયોગિતા ઓ કે બહાર કી,
ખેલોં કે ઇસ મહાકુંભ મેં, રિયો કી રુમ-ઞુમ મેં,
ખેલોં કે ઇસ મહાકુંભ મેં, રિયો કી રુમ-ઞુમ મેં,
ભારત કી ઐસી શુરૂઆત હો,
ભારત કી ઐસી શુરૂઆત હો, સોને, ચાંદી ઔર કાંસે કી બરસાત હો,
ભારત કી ઐસી શુરૂઆત હો, સોને, ચાંદી ઔર કાંસે કી બરસાત હો,
અબ હમારી ભી બારી હો, એસી અપની તૈયારી હો, હો નિશાના સોને પે,
હો નિશાના સોને પે, ન હો નિરાશ તુમ ખોને પે, ન હો નિરાશ તુમ ખોને પે,
કરોડો દિલોં કી શાન હો, અપને ખેલોં કી જાન હો
કરોડો દિલોં કી શાન હો, અપને ખેલોં કે જાન હો,
ઐસે કિર્તીમાન બનાઓ, રિયો મેં ધ્વજ લહરાઓ, રિયો મેં ધ્વજ લહરાઓ”
સુરજજી તમારી ભાવનાઓ હું ખેલાડીઓને અર્પણ કરું છું. અને મારા તરફથી, સવાસો કરોડ દેશવાસીઓની તરફથી રિયોમાં હિન્દુસ્તાનનો ધ્વજ ફરકાવવા માટે ખૂબ-ખૂબ શુભકામનાઓ આપું છું.
એક નવયુવાન કોઈ શ્રીમાન અંકિત નામના છે. તેમણે મને પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામજીની પુણ્યતિથિનું સ્મરણ કરાવ્યું છે. ગત સપ્તાહે અબ્દુલ કલામજીની પુણ્યતિથિ પર દેશ અને દુનિયાએ શ્રધ્ધાંજલિ આપી, પરંતુ જ્યારે પણ અબ્દુલ કલામજીનું નામ આવે છે તો સાયન્સ, ટેકનોલોજી મિસાઇલ – એક ભાવિ ભારતના સામર્થ્યનું ચિત્ર આપણી આંખો સામે ખડું થઈ જાય છે અને આથી અંકિતે પણ લખ્યુ છે કે તમારી સરકાર અબ્દુલ કલામજીના સપનાઓને સાકાર કરવા માટે શું કરી રહી છે ? તમારી વાત સાચી છે. આવનારો સમય ટેકનોલોજી પ્રભાવિત છે અને ટેકનોલોજી સૌથી ચંચળ છે. દરરોજ ટેકનોલોજી બદલાતી રહે છે, રોજ નવું રૂપ ધારણ કરે છે, રોજ નવો પ્રભાવ સર્જે છે, તે બદલાતી રહે છે. તમે ટેકનોલોજીને પકડી શકતા નથી. તમે પકડવા જશો ત્યાં સુધીમાં તો ઘણે દૂર નવા રૂપ રંગ સાથે સજી જાય છે. અને જો આપણે કદમ સાથે કદમ મેળવવા હોય અને તેનાથી આગળ નીકળવું હોય તો આપણે પણ રિસર્ચ (સંશોધન) અને ઇનોવેશન (નાવીન્ય) કરવા પડશે – કારણ તે ટેકનોલોજીના પ્રાણ છે. જો રિસર્ચ અને ઇનોવેશન નહીં થાય તો જે રીતે બંધિયાર પાણી ગંદકી ફેલાવે છે, ટેકનોલોજી પણ બોજ બની જાય છે. અને જો આપણે રિસર્ચ તેમ ઇનોવેશન વગર જૂની ટેકનોલોજીના ભરોસે જીવતા રહીશું તો આપણે દુનિયામાં બદલતા યુગમાં કાલ બાહ્ય થઈ જઈશું અને આથી નવી પેઢીમાં વિજ્ઞાન પ્રત્યે આકર્ષણ, ટેકનોલોજી પ્રત્યે રીસર્ચ અને ઇનોવેશનની ભાવનાને જગાડવી પડશે – પ્રોત્સાહન આપવું પડશે. આ માટે સરકારે પણ અનેક પગલા લીધા છે. અને આથી જ તો હું કહું છું – લેટ અસ એઇમ ટૂ ઇનોવેટ (ચાલો આપણે નવું નવું શોધવાનો સંકલ્પ રાખીએ) અહીં એઇમનો મારો અર્થ છે – અટલ ઇનોવેશન મિશન. નીતિ પંચ દ્વારા ‘અટલ ઇનોવેશન મિશન’ને પ્રોત્સાહન અપાઇ રહ્યું છે. એક ધ્યેય છે કે આ ‘એઇમ’ દ્વારા -‘અટલ ઇનોવેશન મિશન’ દ્વારા સંપૂર્ણ દેશમાં એક ઇકો સિસ્ટમ તૈયાર થાય, ઇનોવેશન, એક્સપરીમેન્ટ, એન્ટરપ્રિન્યોરશિપ, આ ક્રમ ચાલે અને તેનાથી નવા રોજગારની સંભાવનાઓ પણ વધવાની છે. આપણે જો નવી પેઢીના ઇનોવેશન તૈયાર કરવા હોય તો આપણા બાળકોને તેમની સાથે જોડવા પડશે અને આથી ભારત સરકારે એક ‘અટલ ટિંકરિંગ લેબ્સ ’ની પહેલ કરી છે. જ્યાં જ્યાં શાળાઓમાં આવી ટિંકરિંગ લેબ સ્થાપિત થશે તેમને રૂ. 10,00,000/- આપવામાં આવશે અને પાંચ વર્ષ દરમિયાન જાળવણી માટે 10,00,000/- રૂપિયા આપવામાં આવશે. આ જ રીતે ઇનોવેશન સાથે ઇન્કયૂબેશન સેન્ટર (વિચાર કેન્દ્ર) નો સીધો સંબંધ આવે છે. જો આપણી પાસે સશક્ત અને સમૃધ્ધ ઇન્કયૂબેશન સેન્ટર હશે તો ઇનોવેશન માટે, સ્ટાર્ટઅપ માટે, પ્રયોગ કરવા માટે, તેને એક સ્થિતિ પર લાવવા સુધી એક વ્યવસ્થા મળે છે. નવા ઇન્કયૂબેશન સેન્ટરનું નિર્માણ પણ આવશ્યક છે. અને જૂના ઇન્કયૂબેશન સેન્ટરને ઊર્જા પૂરી પાડવાની પણ આવશ્યકતા છે. અને હું અટલ ઇન્કયૂબેશન સેન્ટરની વાત કરૂ છું તો તે માટે પણ 10 કરોડ રૂપિયા જેટલી ઘણી મોટી રકમ આપવાની દિશામાં સરકારે વિચાર્યુ છે. આ જ રીતે ભારત અનેક સમસ્યાઓ સામે ઝઝુમી રહ્યું છે. રોજિંદી જિંદગીમાં આપણને સમસ્યાઓ નજરે પડે છે. હવે આપણે ટેકનોલોજી દ્વારા ઉકેલો શોધવા પડશે. અને અટલ ગ્રાન્ડ ચેલેન્જ દ્વારા દેશની યુવા પેઢીને આહ્વવાહન કર્યું છે કે તમને નજરે પડતી સમસ્યાનો ઉકેલ ટેકનોલોજીની મદદથી શોધો, રિસર્ચ કરો, ઇનોવેશન કરો અને ઉકેલ લઈ આવો. ભારત સરકાર આપણી સમસ્યાઓના સમાધાન માટે શોધાયેલી ટેકનોલોજીને વિશેષ પુરસ્કાર આપી પ્રોત્સાહન આપવા માગે છે. અને મને ખુશી છે કે વાતોમાં લોકોને રૂચિ છે કે જ્યારે અમે ટિંકરિગ લેબની વાત કહી, ત્યારે લગભગ તેર હજાર શાળાઓએ અરજી કરી અને જ્યારે અમે ઇન્કયૂબેશન સેન્ટરની વાત કરી તો શૈક્ષણિક અને બિન શૈક્ષણિક – ચાર હજારથી વધુ સંસ્થાઓ ઇન્કયૂબેશન સેન્ટર માટે આગળ આવી. મને વિશ્વાસ છે કે અબ્દુલ કલામજીને સાચી શ્રધ્ધાંજલિ – રિસર્ચ, ઇનોવેશન આપણી રોજિંદા જીંદગીની સમસ્યાઓના સમાધાન માટે ટેકનોલોજી, આપણી મુશ્કેલીઓમાંથી મુક્તિ માટે સરળીકરણ તેના પર આપણી નવી પેઢી જેટલું કામ કરશે. તેનું યોગદાન 21મી સદીના આધુનિક ભારત માટે મહત્વનું રહેશે અને અબ્દુલ કલામજીને સાચી શ્રધ્ધાંજલિ તે જ રહેશે.
મારા પ્રિય દેશવાસીઓ, કેટલાક સમય પહેલા આપણે લોકો દુકાળની ચિંતા કરી રહ્યા હતા અને અત્યારે વરસાદનો આનંદ પણ આવી રહ્યો છે. તો પૂરના સમાચાર પણ આવી રહ્યા છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર મળીને પૂર પીડિતોની સહાયતા કરવા માટે ખભેખભા મેળવી મદદ કરવાનો ભરપૂર પ્રયાસ કહી રહી છે. વરસાદના કારણે કેટલીક મુશ્કેલીઓ હોવા છતા પણ દરેકનું મન, દરેક માનવીય મન પુલકિત થઈ જાય છે, કારણ કે આપણી સમગ્ર આર્થિક ગતિવિધિનું કેન્દ્ર બિંદુ વરસાદમાં હોય છે – ખેતી હોય છે.
ક્યારેક એવી બીમારી પણ આવી જાય છે કે જીવનભર આપણને પસ્તાવો રહે છે. પરંતુ જો આપણે જાગૃત રહીએ, સતર્ક રહીએ, પ્રયત્નશીલ રહીએ તો તેનાથી બચવાના રસ્તા પણ ઘણા સરળ છે. ડેન્ગ્યુને જ લ્યો ને. ડેન્ગ્યુથી બચી શકાય છે. થોડું સ્વચ્છતા પર ધ્યાન આપીએ, થોડા સતર્ક રહીએ અને સુરક્ષિત રહેવા પ્રયાસ કરીએ, બાળકો પર વિશેષ ધ્યાન આપીએ અને ગરીબ વસતીમાં જ આવી બીમારી આવે છે તે વિચારશરણી છે પણ ડેન્ગ્યુનો કેસ આવો નથી. ડેન્ગ્યુ સુખી સમૃધ્ધ વિસ્તારોમાં સૌથી પહેલા આવે છે અને આથી તેને આપણે સમજીએ. તમે ટીવી પર જાહેરખબરો તો જોતા જ હશો. પરંતુ ક્યારેક આપણે તેના પર જાગૃત બનીને સાવચેતીના પગલા લેવામાં થોડા ઉદાસીન રહીએ છીએ. સરકાર, હોસ્પિટલ, ડોકટર – તે તો પોતાનું કામ કરશે જ પરંતુ આપણે પણ આપણા ઘરમાં, આપણા વિસ્તારમાં, આપણા પરિવારમાં ડેન્ગ્યુ પ્રવેશ ન કરે અને પાણીના કારણે થનારી કોઈ બીમારી ન આવે તેના માટે સતર્ક રહીશું, એ જ પ્રાર્થના હું તમને કરીશ.
એક બીજી મુસીબતની તરફ હું, પ્રિય દેશવાસીઓ તમારું ધ્યાન દોરવા માગું છું. જિંદગી એટલી દોડાદોડી વાળી બની ગઇ છે, એટલી વ્યસ્ત બની ગઇ છે કે ક્યારેક આપણને આપણા માટે વિચારવાનો સમય જ નથી હોતો. બીમાર પડી ગયા હોઇએ તો મન થાય છે કે જલ્દીથી સાજા થઇ જઇએ અને તે માટે કોઈ પણ એન્ટિબાયોટિક લઇ શરીરમાં પધરાવી દઇએ છીએ. તેનાથી તત્કાળ તો બીમારીમાંથી મુક્તિ મળી જાય છે. પરંતુ મારા પ્રિય દેશવાસીઓ, આ હાલતા-ચાલતા એન્ટિબાયોટિક લેવાની ટેવ ઘણી ગંભીર સંકટ પેદા કરી શકે છે. બની શકે છે, તમને કેટલોક સમય પૂરતી રાહત મળી તો જાય પણ ડોકટરોની સલાહ વગર આપણ એન્ટિબાયોટિક લેવાનું બંધ કરવું જોઈએ. જ્યાં સુધી ડોકટરો લખી ન દે ત્યાં સુધી આપણે તે લેવાથી બચવું જોઈએ. આપણે આ શોર્ટકટના માધ્યમથી ન ચાલીએ કારણકે તેનાથી નવી મુશ્કેલીઓ પેદા થઈ રહી છે, કારણકે આડેધડ એન્ટિબાયોટિક લેવાના લીધે દર્દીને તત્કાળ તો લાભ થઇ જાય છે. પરંતુ તેના જે જીવાણુ છે તે આ દવાઓથી ટેવાઈ જાય છે અને પછી દવાઓ આ જીવાણુઓ માટે બેકાર સાબિત થાય છે અને પછી આ લડાઈને લડવી, નવી દવાઓ બનાવવી, વૈજ્ઞાનિક શોધો કરવી વગેરેમાં વર્ષો વિતી જાય છે અને ત્યાં સુધીમાં આ બીમારીઓ નવી મુસીબત પેદા કરી દે છે. અને આથી તેના પર જાગૃત થવાની જરૂર છે. એક બીજી મુસીબત આવી છે કે ડોકટરે કહ્યું હોય કે, ભાઈ આ એન્ટિબાયોટિક લ્યો અને તેણે કહ્યું કે ભાઇ, 15 ગોળી લેવાની છે, પાંચ દિવસમાં લેવાની છે, તો હું તમને આગ્રહ કરું છુ કે ડોકટરોએ જેટલા દિવસ લેવા કહ્યું હોય, તે કોર્સ પૂરો કરો. અધૂરો છોડી દેશો તો પણ તે જીવાણુને જલસા થઇ જશે, જરૂરિયાતથી વધુ લેશો તો પણ જીવાણુને જલસો છે. અને આથી, જેટલા દિવસનો, જેટલી ગોળીનો કોર્સ નક્કી થયો હોય, તેટલો પૂરો કરવો પણ એટલો જ જરૂરી છે. તબિયત સારી થઇ ગઇ, આથી હવે જરૂરી નથી, તેવું જો આપણે કર્યું તો જીવાણુને ફાયદો થઈ જાય છે અને તે શક્તિશાળી બની જાય છે. જે જીવાણુ ટીબી અને મેલેરિયા ફેલાવે છે તે પોતાની અંદર બહુ જ ઞડપથી એવું પરિવર્તન લાવી રહ્યા છે કે દવાઓની તેના પર કોઈ અસર જ થતી નથી. મેડિકલ ભાષામાં તેને એન્ટિબાયોટિક રેઞીસ્ટન્સ કહે છે અને આથી એન્ટિબાયોટિકનો ઉપયોગ કરવાના નિયમોનું પાલન ઘણુ જરૂરી છે. સરકાર એન્ટિબાયોટિક રેઞિસ્ટન્સને રોકવા માટે પ્રતિબધ્ધ છે અને તમે જોયું હશે, આજકાલ એન્ટિબાયોટિકની જે દવા વેચાઇ છે તેની જે સ્ટ્રીપ હોય છે તેના ઉપર લાલ રેખાથી તમને સચેત કરાય છે. તમે તેના પર જરૂર ધ્યાન આપો.
જ્યારે આરોગ્યની વાત નીકળી જ છે તો હું એક વાત વધુ ઉમેરવા માગું છું. આપણા દેશમાં જે માતાઓ ગર્ભાવસ્થામાં છે તેમના જીવનની ચિંતા ક્યારેક બહુ સતાવે છે. આપણા દેશમાં દર વર્ષે લગભગ ત્રણ કરોડ મહિલાઓ ગર્ભાવસ્થા ધારણ કરે છે. પરંતુ કેટલીક માતાઓ પ્રસુતિના સમયે મરી જાય છે. ક્યારેક મા મરી જાય છે, ક્યારેક બાળક મરી જાય છે અને ક્યારેક બાળક અને મા બંને મરી જાય છે. જોકે છેલ્લા એક દાયકામાં માતાના કવેળાના મૃત્યુના દરમાં ઘટાડો થયો છે. પરંતુ તેમ છતાં આજે પણ બહુ મોટી સંખ્યામાં ગર્ભવતી માતાઓનું જીવન બચાવી શકાતું નથી. ગર્ભાવસ્થા દરમિયાન કે પછી લોહીની ઉણપ, પ્રસવ સંબંધી ચેપ, હાઇ બીપી, ખબર નહીં કઇ તકલીફ ક્યારે તેની જિંદગી બરબાદ કરી નાખે. આ વાતોને ધ્યાનમાં રાખીને ભારત સરકારે છેલ્લા કેટલાક મહિનાઓથી એક નવું અભિયાન શરૂ કર્યુ છે. ‘વડાપ્રધાન સુરક્ષિત માતૃત્વ અભિયાન’ આ અભિયાન હેઠળ દર મહિનાની નવ તારીખે બધી ગર્ભવતી મહિલાઓની સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રોમાં નિઃશુલ્ક તપાસ કરવામાં આવશે. એક પણ પૈસાના ખર્ચ વિના સરકારી હોસ્પિટલોમાં દર મહિનાની નવ તારીખે આ કામ કરાશે. હું દરેક ગરીબ પરિવારને આગ્રહ કરીશ કે બધી ગર્ભવતી માતાઓ નવ તારીખે આ સેવાનો લાભ ઉઠાવશે. જેથી નવમા મહિના સુધી પહોંચતા પહોંચતા જો કોઇ તકલીફ થાય તો પહેલેથી જ તેનો ઉપાય થઈ શકે. માતા અને બાળક બંનેની જિંદગી બચાવી શકાય અને ગાયનેકોલોજીસ્ટને ખાસ વિનંતી કે શું તમે મહિનામાં એક દિવસ નવ તારીખે ગરીબ માતાઓ માટે નિઃશુલ્ક આ સેવા આપી ન શકો ? શું મારા ડોકટર ભાઈ-બહેન એક વર્ષમાં બાર દિવસ ગરીબો માટે આ કામ માટે ન આપી શકે ? ગત દિવસોમાં મને ઘણાએ પત્રો લખ્યા છે. હજારો ડોકટરોએ મારી વાતને માનીને આગળ વધારી છે. પણ ભારત એટલો મોટો દેશ છે કે તેમાં લાખો ડોકટરો એ આ અભિયાનમાં જોડાવું જોઇએ. મને વિશ્વાસ છે, તમે જરૂર જોડાશો.
મારા પ્રિય દેશવાસીઓ, આજે સમગ્ર વિશ્વ ક્લાઇમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગ, પર્યાવરણ – તેની બહુ ચિંતા કરે છે. દેશ અને દુનિયામાં સામૂહિક રીતે તેની ચિંતા થાય છે. ભારતમાં સદીઓથી આ વાતો પર ભાર મૂકવામાં આવ્યો છે. કુરૂક્ષેત્રના યુધ્ધ દરમિયાન પણ ભગવાન શ્રીકૃષ્ણ વૃક્ષની ચર્ચા કરે છે. ચુધ્ધના મેદાનમાં પણ વૃક્ષની ચર્ચા-ચિંતા કરવાનો અર્થ એ કે તેનું મહત્વ કેટલું હશે. તેનો આપણે અંદાજ લગાવી શકીએ છીએ. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે ‘સ્વશ્વત્થઃ સર્વવૃક્ષાણાં’ અર્થાત બધા વૃક્ષોમાં હું પીપળો છું. શુક્રાચાર્ય નીતિમાં કહેવાયું છે – ‘નાસ્તિ મૂલં અનૌષધં’ – એવી કોઈ વનસ્પતિ નથી જેમાં કોઈ ઔષધીય ગુણ ન હો. મહાભારતના અનુશાશન પર્વ – તેમાં તો ઘણા વિસ્તારથી ચર્ચા કરી છે અને તેમાં કહેવાયું છે – જે વૃક્ષ વાવે છે તેના માટે તે વૃક્ષ સંતાનરૂપ હોય છે. તેમાં સંશય નથી. જે વૃક્ષનું દાન કરે છે તેને તે વૃક્ષ સંતાનની જેમ પરલોકમાં પણ તારી દે છે. આથી પોતાના કલ્યાણની ઇચ્છા રાખનારા માતાપિતા સારા વૃક્ષો વાવે અને સંતાનોની જેમ તેમનું પાલન કરે. આપણા શાશ્ત્ર ગીતા હોય, શુક્રાચાર્ય નીતિ હોય, મહાભારતનું અનુશાશન પર્વ હોય – પરંતુ આજની પેઢીમાં પણ કેટલાક લોકો હોય છે જે આ આદર્શોને જીવીને દેખાડે છે. કેટલાક દિવસ પહેલા પૂણેની એક દીકરી સોનલનું એક ઉદાહરણ મારી જાણમાં આવ્યું – તે મારા મનને સ્પર્શી ગયું. મહાભારતના અનુશાસન પર્વમાં કહેવાયું છે કે વૃક્ષ પરલોકમાં પણ સંતાનની જવાબદારી પૂરી કરે છે. સોનલે માત્ર તેના માતાપિતાની નહીં, સમાજની ઇચ્છાઓને પૂર્ણ કરવાનું જાણે કે બીડું ઉઠાવ્યું છે. મહારાષ્ટ્રના પૂણેના જુન્નર તાલુકામાં નારાયણપુર ગામના ખેડૂત ખંડુ મારુતિ મહાત્રેએ તેમની પૌત્રી સોનલના લગ્ન એક ખૂબ જ પ્રેરક રીતે કર્યા. મહાત્રેજી એ શું કર્યું, સોનલના લગ્નમાં જેટલા પણ સંબંધીઓ, મિત્રો, મહેમાનો આવ્યા હતા. તે બધાને “કેસર કેરી” નો એક છોડ ભેટમાં આપ્યો અને જ્યારે મેં સોશિયલ મિડીયામાં તેમની તસવીર જોઈ તો આશ્ચર્ય થયું કે લગ્નમાં જાનૈયાઓ નહોતા દેખાતા પણ છોડ જ ચારે તરફ દેખાતા હતા. એ તસવીરનું દ્રશ્ય ર્હદયસ્પર્શી હતું. સોનલ જે પોતે જ એક કૃષિ સ્નાતક છે. તેને જ આ વિચાર આવ્યો હતો અને લગ્નમાં કેરીનો છોડ ભેટમાં આપવો. તે, જુઓ, પ્રકૃતિ પ્રત્યેને પ્રેમ કેટલી ઉત્તમ રીતે પ્રગટ થયો. એક રીતે સોનલના લગ્ન પ્રકૃતિ પ્રેમની અમર ગાથા બની ગયી. હું સોનલને અને શ્રીમાન મહાત્રેજીને આ નવીન પ્રયાસ માટે ખૂબ-ખૂબ શુભેચ્છાઓ આપું છું. અને આવો પ્રયોગ ઘણા લોકો કરે છે. મને સ્મરણ છે, હું જ્યારે ગુજરાતનો મુખ્યપ્રધાન હતો તો ત્યાંના અંબાજી મંદિરમાં ભાદરવા મહિનામા બહુ મોટી સંખ્યામાં પદયાત્રીઓ આવે છે. તો એક વાર એક સમાજસેવી સંગઠને નક્કી કર્યું કે મંદિરમાં જે આવશે તેમને પ્રસાદમાં છોડ આપીશું. અને તેમને કહીશું કે જુઓ, આ માતાજીનો પ્રસાદ છે. આ છોડને તમારા ગામે-ગામ જઇને તે મોટો બને તેની ચિંતા કરશો તો માતાજી તમને આશીર્વાદ આપતા રહેશે. અને લાખો પદયાત્રીઓ આવતા હતા અને લાખો છોડ વહેંચાયા હતા તે વર્ષે. મંદિર પણ આ વર્ષાઋતુમાં પ્રસાદના બદલે છોડ આપવાની પરંપરા પ્રારંભ કરી શકે છે. એક સહજ જન આંદોલન બની શકે છે – વૃક્ષારોપણનું. હું ખેડૂત ભાઈઓને વારંવાર કહું છુ કે આપણા ખેતરોના કિનારે આપણે જે વાડ બનાવી આપણી જમીન બરબાદ કરીએ છીએ. તો આપણે તે વાડની જગ્યાએ શા માટે ટિમ્બરની ખેતી ન કરીએ ? . આજે ભારતને ઘર બનાવવા માટે, ફર્નીચર બનાવવા માટે અબજો-ખર્વોનું ટિમ્બર વિદેશથી લાવવું પડે છે. જો આપણે આપણા ખેતરોના કિનારે એવાં વૃક્ષો વાવીએ જે ફર્નીચર અને ઘરકામમાં આવે તો પંદર-વીસ વર્ષ પછી સરકારની અનુમતિથી તેને કાપીને વેચી પણ શકાય છે. અને આપની આવકનું એક નવું સાધન પણ બની શકે છે. અને ભારત ટીમ્બર આયાત કરવાથી બચી પણ શકે છે. ગત દિવસોમાં અનેક રાજ્યોએ આ ઋતુનો ઉપયોગ કરીને ઘણા અભિયાન ચલાવ્યા છે. ભારત સરકારે પણ એક “કેમ્પા” કાયદો હમણા જ પસાર કર્યો. તેના કારણે વૃક્ષારોપણ માટે લગભગ ચાલીસ હજાર કરોડ રૂપિયાથી વધુ રાજ્યો પાસે જનાર છે. મને કહેવાયું છે કે મહારાષ્ટ્ર સરકારે એક જુલાઈએ સમગ્ર રાજ્યમાં લગભગ સવા બે કરોડ છોડ વાવ્યા છે. અને આવતા વર્ષે ત્રણ કરોડ છોડ વાવવાનો સંકલ્પ કર્યો છે. સરકારે એક જન આંદોલન ઊભું કરી દીધું. રાજસ્થાન – મરૂભૂમિ – એટલો મોટો વનોત્સવ કર્યો અને પચીસ લાખ છોડ વાવવાનો સંકલ્પ કર્યો છે. રાજસ્થાનમાં પચીસ લાખ છોડ નાની વાત નથી. જે લોકો રાજસ્થાનની ધરતીને જાણે છે તેમને ખબર છે કે કેટલું મોટું બીડું ઉઠાવ્યું છે. આંધ્રપદેશે પણ પોતાનું હરિયાળું છત્ર (green cover) પચાસ ટકા વધારવાનો સંકલ્પ કર્યો છે. કેન્દ્ર સરકારે “ગ્રીન ઇન્ડીયા મિશન” ચલાવ્યું છે. તેના અંતર્ગત રેલવેએ આ કામ ઝડપ્યું છે. ગુજરાતમાં પણ વન મહોત્સવની એક ઘણી મોટી ઉજ્જવળ પરંપરા છે. આ વર્ષે ગુજરાતમાં આમ્રવન, એકતા વન, શહીદ વન આવા અનેક પ્રકલ્પોને વન મહોત્સવના રૂપમાં ઉપાડ્યા છે. અને કરોડો વૃક્ષ વાવવાનું અભિયાન ચલાવ્યું છે. હું બધા રાજ્યોનો ઉલ્લેખ કરી શકતો નથી પરંતુ તેઓ પણ અભિનંદનને પાત્ર છે. મારા પ્રિય દેશવાસીઓ ગત દિવસોમાં મને દક્ષિણ આફ્રીકા જવાની તક મળી. આ મારી પહેલી યાત્રા હતી. અને જ્યારે વિદેશ યાત્રા થાય છે તો ડીપ્લોમસી થાય છે, વેપારની વાત થાય છે, સુરક્ષા અંગે ચર્ચાઓ થાય છે, અનેક MOU થાય છે. આતો બધું થવાનું જ. પરંતુ મારા માટે દક્ષિણ આફ્રીકાની યાત્રા એક રીતે તીર્થ યાત્રા હતી. જ્યારે દક્ષિણ આફ્રીકાને યાદ કરીએ છીએ તો મહાત્મા ગાંધી અને નેલ્સન મંડેલાનું સ્મરણ થવું ઘણું સ્વાભાવિક છે. દુનિયામાં અહિંસા, પ્રેમ, ક્ષમા આ શબ્દ જ્યારે કાને પડે છે તો ગાંધીજી અને મંડેલાના ચહેરા નજરે તરી આવે છે. મને દક્ષિણ આફ્રીકાના પ્રવાસ દરમિયાન હું ફિનિક્સ સેટલમેન્ટ ગયો હતો. મહાત્મા ગાંધીનુ નિવાસસ્થાન સર્વોદય તરીકે જાણીતું છે. મને મહાત્મા ગાંધીએ જે ટ્રેનમાં મુસાફરી કરી હતી અને જે ટ્રેનની ઘટનાએ એક મોહનદાસને મહાત્મા ગાંધી બનવાનું બીજ રોપણ કર્યું હતું, તે પીટર મેરીટ્સબર્ગ સ્ટેશન- તે રેલયાત્રાનું મને પણ સદભાગ્ય પ્રાપ્ત થયું. પરંતુ હું જે વાત કરવા માગું છું મને આ વખતે એવા મહાનુભાવોને મળવાની તક મળી જેમણે સમાનતા માટે, સમાન અવસર માટે પોતાની જીંદગી હોમી દીધી. નેલ્સન મંડેલા સાથે ખભેખભા મેળવીને જે લડ્યા હતા. વીસ-વીસ, બાવીસ-બાવીસ વર્ષ સુધી જેલમાં નેલ્સન મંડેલા સાથે જીવન વીતાવ્યું હતું. એક રીતે આખી યુવાની તેમણે આહુત કરી દીધી હતી અને નેલ્શન મંડેલાના નિકટના સાથી શ્રીમાન અહમદ કથાડા, શ્રીમાન લાલુ ચીબા, શ્રીમાન જ્યોર્જ બેજોરી, રોની કાસરીલ્સ – આ મહાનુભાવોના દર્શન કરવાનું મને સૌભાગ્ય મળ્યું. મુળ ભારતીય -પરંતુ જ્યાં ગયા ત્યાંના જ થઈ ગયા. જેમની વચ્ચે જીવતા હતા તેમના માટે પ્રાણ ન્યોછાવર કરવા તૈયાર થઈ ગયા. કેટલી મોટી તાકાત; અને મજા એ હતી, કે જ્યારે હું તેમની સાથે વાત કરી રહ્યો હતો, તેમના જેલના અનુભવ સાંભળી રહ્યો હતો, કોઈના પ્રત્યે કોઇ કડવાશ નહોતી. દ્વેષ નહોતો. તેમના ચહેરા પર આટલી મોટી તપસ્યા કર્યા પછી પણ લેવું-મેળવવું-બનવું ક્યાંય નજર આવતું ન હતું. ગીતામાં જે કર્તવ્યનું લક્ષણ ગણાવ્યું છે તે પ્રકારનો કર્તવ્યભાવ બિલકુલ સાક્ષાત દેખાતો હતો. મારા મનને તે મુલાકાત હંમેશ માટે યાદ રહેશે. સમાનતા અને સમાન અવસર. કોઈ પણ સમાજ અને સરકાર માટે તેનાથી મોટો કોઈ મંત્ર હોઈ જ ન શકે. સમભાવ અને મમભાવ, એજ તો રસ્તા છે. જે આપણને ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જાય છે. આપણે બધા વધુ સારી જિંદગી ઇચ્છીએ છીએ. બાળકોનું સારું ભવિષ્ય ઇચ્છીએ છીએ. દરેકની જરૂરિયાત ભિન્ન-ભિન્ન હશે. પ્રાથમિકતા ભિન્ન-ભિન્ન હશે, પણ રસ્તો એક જ છે અને તે રસ્તો છે વિકાસનો, સમાનતાનો, સમાન અવસરનો, સમભાવનો, મમ ભાવનો. આવો આપણો ભારતીયો પર ગર્વ કરીએ. જેમણે દક્ષિણ આફ્રીકામાં પણ આપણા જીવનના મૂળ મંત્રોને જીવીને દેખાડ્યા છે.
મારા પ્રિય દેશવાસીઓ, હું શીલ્પી વર્માનો આભારી છું. કે જેમણે મને સંદેશ આપ્યો છે અને તેમની ચિંતા બહુ સ્વાભાવિક છે. તેમણે મને એક ઘટનાથી અવગત કરાવ્યો છે. “વડાપ્રધાનજી હું શીલ્પી વર્મા બોલી રહી છું. બેંગલુરુથી; મેં કેટલાક દિવસ પહેલા એક અખબારમાં એક લેખ વાંચ્યો હતો કે એક મહિલાએ છેતરપીંડી અને ઠગાઇ વાળા ઇ-મેઈલથી છેતરાઈને અગીયાર લાખ ગુમાવ્યા. અને તેમણે આપઘાત કરી લીધો. એક મહિલા હોવાના કારણે મને તે પરીવાર પ્રત્યે દુઃખ થાય છે. હું જાણવા ઇચ્છંા કે આવા છેતરપીંડી અને ઠગાઇના ઇ-મેઇલ વિષે તમારો શું વિચાર છે.” અને એ વાતો તમારા બધાના ધ્યાનમાં આવતી હશે કે આપણા મોબાઇલ ફોન પર, આપણા ઇ-મેઇલ પર ઘણી લલચામણી વાતો ક્યારેક ને ક્યારેક આપણને જાણવા મળે છે, કોઇ સંદેશ (મેસેજ) આપે છે કે તમને આટલા રૂપિયાનું ઇનામ લાગ્યું છે, તમે આટલા રૂપિયા આપી દો અને આટલા રૂપિયા મેળવો. અને કેટલાક લોકો ભ્રમિત થઇને રૂપિયાના મોહમાં ફસાઈ જઈએ છીએ. આ ટેકનોલોજીના માધ્યમથી લૂંટવાની એક નવી રીતો વિશ્વભરમાં ફેલાઈ રહી છે. અને જેમ ટેકનોલોજી આર્થિક વ્યવસ્થામાં ઘણી મોટી ભૂમિકા ભજવી રહી છે. તો સામે પક્ષે તેનો દુરુપયોગ કરનારા પણ મેદાનમાં આવી જાય છે. એક નિવૃત વ્યક્તિ જેમણે અત્યારે તેમની દિકરીના લગ્ન કરવાના હતા અને ઘર પણ બનાવવાનું હતું તેમને એક દિવસ SMS આવ્યો કે વિદેશથી તેમના માટે એક કિમતી ભેટ આવી છે. જે મેળવવા માટે તેમણે કસ્ટમ ડ્યુટી તરીકે બે લાખ રૂપિયા એક બેંકના ખાતામાં જમા કરાવવાના છે. અને એ સજ્જને કઇ વિચાર્યા વગર પોતાની આખી જીંદગીની મહેનતની મૂડીમાંથી બે લાખ રૂપિયા કાઢીને અજાણ્યા માણસને મોકલી દિધા. અને તે પણ એક SMS પર. અને થોડી જ ક્ષણોમાં તેમને ખબર પડી ગયી કે બધું જ લૂંટાઈ ગયું છે. તમે પણ ક્યારેક ભ્રમિત થઇ જતા હશો. અને તે ઠગો એટલી સરસ રીતે મેઇલ કરે છે જેથી એવું જ લાગે કે સાચો જ મેઇલ છે. કોઇ પણ બનાવટી લેટરપેડ બનાવીને મોકલી દે છે. તમારો ક્રેડીટ કાર્ડ નંબર, ડેબીટ કાર્ડ નંબર મેળવી લે છે. અને ટેકનોલોજીના માધ્યમથી તમારું ખાતું ખાલી થઈ જાય છે. આ નવી રીતની ઠગાઇ છે. આ ડીજીટલ ઠગાઇ છે. મારું માનવું છે કે આ મોહથી બચવું જોઈએ, સજાગ રહેવું જોઇએ અને એવી કોઈ ખોટી વાતો આવે છે તો પોતાના મિત્રો, દોસ્તોને જણાવીને તેમને જાગૃત કરવા જોઈએ. હું કહીશ કે શીલ્પી વર્માએ મારા ધ્યાનમાં સારી વાત લાવી છે. આવો અનુભવ તો તમે બધા કરતા હશો. પરંતુ કદાચ આટલી ગંભીરતાથી નહીં જોતા હો. પરંતુ મને લાગે છે કે ગંભીરતાથી જોવાની આવશ્યકતા છે.
મારા પ્રિય દેશવાસીઓ, અત્યારે સંસદનું સત્ર ચાલી રહ્યું છે. તો સંસદ સત્ર દરમિયાન મને દેશના ઘણા બધા લોકોને મળવાની તક મળે છે. આપણા સાંસદ મહોદયો પણ પોતપોતાના વિસ્તારમાંથી લોકોને લાવે છે, મુલાકાત કરાવે છે. વાતો જણાવે છે. પોતાની મુશ્કેલીઓ પણ જણાવે છે. પરંતુ તાજેતરમાં મને એક સુખદ અનુભવ થયો. અલીગઢના કેટલાક વિદ્યાર્થી મારી પાસે આવ્યા હતા. છોકરા-છોકરીઓ ખૂબજ ઉત્સાહી હતા. અને તેઓ એક મોટું આલ્બમ લાવ્યા હતા. અને તેમના ચહેરા પર ખૂબ જ ખુશી હતી. અને ત્યાંના આપણા અલીગઢના સાંસદ તેમને લઇને આવ્યા હતા. તેમણે મને તસવીરો દેખાડી. તેમણે અલીગઢ રેલવે સ્ટેશનનું સૌંદર્યકરણ કર્યું છે. સ્ટેશન પર કલાત્મક ચિત્રો દોર્યા છે. એટલું જ નહીં ગામમાં જે પ્લાસ્ટીકની બોટલો કે ઓઇલના કેન કચરામાં એમ જ પડ્યા હતા, તેમને શોધી શોધીને એકત્ર કર્યા. અને તેમાં માટી ભરી ભરીને છોડ વાવીને એમણે વર્ટીકલ ગાર્ડન બનાવ્યા. અને રેલવે સ્ટેશનની તરફ પ્લાસ્ટીકની બોટલોમાં આ વર્ટીકલ ગાર્ડન બનાવી બિલકુલ તેને એક નવું જ રૂપ આપી દીધું. તમે પણ ક્યારેક અલીગઢ જાવ તો જરૂર સ્ટેશન જોજો. હિન્દુસ્તાનના અનેક રેલવે-સ્ટેશનોમાંથી આજ કાલ મને આવા સમાચારો મળી રહ્યા છે. સ્થાનિક લોકો રેલવે-સ્ટેશનની દિવાલો પર પોતાના વિસ્તારોની ઓળખાણ પોતાની કલા દ્વારા પ્રસ્તુત કરી રહ્યા છે. એક નવીનતા અનુભવાઈ રહી છે. લોકભાગીદારીથી કેવું પરીવર્તન આવી શકે છે, તેનું આ ઉદાહરણ છે. દેશમાં આ પ્રકારના કામો કરનાર બધાને અભિનંદન, અલીગઢના મારા સાથીઓને વિશેષ અભિનંદન.
મારા પ્રિય દેશવાસીઓ, વર્ષાઋતુની સાથે સાથે આપણા દેશમાં તહેવારોની પણ ઋતુ હોય છે. આગામી દિવસોમાં દૂર મેળા લાગ્યા હશે. મંદિરોમાં, પૂજાઘરોમાં ઉત્સવ મનાવાતા હશે. અને તમે પણ ઘરમાં પણ, બહાર પણ ઉત્સવમાં જોડાતા હશો. રક્ષાબંધનના તહેવારનું આપણે ત્યાં વિશેષ મહત્વ છે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધનના પ્રસંગે પોતાના દેશની માતાઓ, બહેનોને શું તમે વડાપ્રધાન સુરક્ષા બીમા યોજના અથવા જીવન જ્યોતિ બીમા યોજના ભેટમાં ન આપી શકો ? વિચારો, બહેનને એવી ભેટ આપો જે તેમને જીવનમાં સાચે જ સુરક્ષા આપે. એટલું જ નહીં આપણા ઘરમાં રસોઇ બનાવનાર મહીલા હશે, આપણા ઘરમાં સફાઈ કરનારી કોઈ મહીલા હશે, ગરીબ માતાની દિકરી હશે, આ રક્ષાબંધનના તહેવાર પર તેમને પણ સુરક્ષા બીમા યોજના કે જીવનજ્યોતિ બીમા યોજના ભેટ આપી શકો છો. અને આજ તો સામાજિક સુરક્ષા છે. આજ તો રક્ષાબંધનનો સાચો અર્થ છે.
મારા પ્રિય દેશવાસીઓ, આપણામાંના અનેક લોકો છે જેમનો જન્મ સ્વતંત્રતા પછી થયો છે. અને હું દેશનો પહેલો વડાપ્રધાન છું જે સ્વતંત્ર ભારતમાં જન્મ્યો છું. આઠ ઓગસ્ટ એ QUIT INDIA MOVEMENT નો પ્રારંભ થયો હતો. હિંદ છોડો, ભારત છોડો તેને પંચોતેર વર્ષ થઈ રહ્યા છે. 15 ઓગસ્ટે આઞાદીના 70 વર્ષ થઇ રહ્યા છે. આપણે સ્વતંત્રતાનો આનંદ તો લઇ રહ્યા છે. સ્વતંત્ર નાગરીક હોવાનો ગર્વ પણ અનુભવી રહ્યા છીએ. પરંતુ આ સ્વતંત્રતા અપાવનાર એ વીરોને યાદ કરવાનો આ અવસર છે. હિંદ છોડોના પંચોતેર વર્ષ અને ભારતની સ્વતંત્રતાના સીત્તેર વર્ષ આપણા માટે નવી પ્રેરણા આપી શકે છે, નવા ઉમંગો જગાવી શકે છે. દેશ માટે કંઇક કરવાના સંકલ્પનો અવસર બની શકે છે. સમગ્ર દેશ સ્વાતંત્ર્ય વીરોના રંગમાં રંગાઇ જાય, ચારે તરફ સ્વતંત્રતાની સુગંધ ફરી એકવાર અનુભવે આ વાતાવરણ આપણે બધા બનાવીએ અને સ્વાતંત્ર્ય પર્વ એ સરકારી કાર્યક્રમ નહીં દેશવાસીઓનો કાર્યક્રમ હોવો જોઈએ. દિવાળીની જેમ આપણો પોતાનો ઉત્સવ હોવો જોઈએ. હું આશા રાખું છું કે તમે પણ દેશભક્તિની પ્રેરણા સાથે સંકળાયેલું કંઇ ને કંઇ તો કરશો જ. તમારી તસવીર ‘નરેન્દ્ર મોદી એપ’ પર જરૂર મોકલો. દેશમાં એક વાતાવરણ બનાવો.
મારા પ્રિય દેશવાસીઓ પંદર ઓગસ્ટે મને લાલ કિલ્લા પરથી દેશ સાથે વાત કરવાનું એક સૌભાગ્ય મળે છે. એક પંરપરા છે. તમારા મનમાં પણ કેટલીક વાતો હશે. જે તમે ઇચ્છતા હશો કે તમારી વાત પણ લાલકિલ્લા પરથી એટલીજ પ્રખરતાથી રાખવામાં આવે. હું તમને નિમંત્રણ આપું છું તમારા મનમાં જે વિચાર આવતા હોય તે તમે મને જરૂર લખીને મોકલો. સુચનો આપો, સલાહ આપો, નવો વિચાર આપો. હું તમારી વાત દેશવાસીઓ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશ. અને હું નથી ઇચ્છતો કે લાલ કિલ્લા પરથી જે બોલવામાં આવે તે વડાપ્રધાનની વાત હોય, લાલ કિલ્લા પરથી જે બોલવામાં આવે તે સવાસો કરોડ દેશવાસીઓની વાત હોય. તમે જરૂર મને કંઇક ને કંઇક મોકલો, ‘નરેન્દ્ર મોદી એપ’ પર મોકલી શકો છો, MYGOV.IN પર મોકલી શકો છો. અને આજકાલ તો ટેકનોલોજીના પ્લેટફોર્મ એટલા સરળ છે કે તમે આરામથી ચીજો મારા સુધી મોકલી શકો છો. હું તમને નિમંત્રણ આપું છું કે આવો સ્વતંત્રતાના વીરલાઓને પુણ્ય સ્મરણ કરીએ. ભારત માટે જીંદગી હોમી દેનારા મહાપુરુષોને યાદ કરીએ. અને દેશ માટે કંઇક કરવાનો સંકલ્પ કરીને આગળ વધીએ. ખૂબ ખૂબ શુભકામનાઓ અને ખૂબ ખૂબ ધન્યવાદ.
મારા પ્રિય દેશવાસીઓ,
નમસ્કાર.
આજે સવારે મને દિલ્લીના નવયુવાનો સાથે કેટલોક સમય વિતાવવાની તક મળી અને હું માનું છુ કે આવનારા દિવસોમાં સમગ્ર દેશમાં રમતનો રંગ દરેક યુવાનને ઉત્સાહ-ઉમંગથી રંગી દેશે. આપણે બધા જાણીએ છીએ કે થોડા જ દિવસોમાં વિશ્વમાં સૌથી મોટી રમતોનો મહાકુંભ યોજાવા જઈ રહ્યો છે. રિયો શબ્દ આપણા કાનોમાં વારંવાર ગુંજશે. આખી દુનિયા રમતી હશે. દુનિયાનો દરેક દેશ તેના ખેલાડીઓના પ્રદર્શન પર ઞીણવટ ભરી નજર રાખતો હશે, તમે પણ રાખશો. આપણી આશા-અપેક્ષાઓ તો બહુ હોય છે પણ જે લોકો રિયોમાં રમવા ગયા છે તે ખેલાડીઓનો ઉમંગ ઉત્સાહ વધારવાનું કામ સવા સો કરોડ દેશવાસીઓનું છે. આજે દિલ્લીમાં ભારત સરકારે ‘રન ફોર રિયો’, ‘ખેલો ઔર જિઓ’, ‘ખેલો ઔર ખિલો’ એક ઘણુ સારું આયોજન કર્યુ. આપણે બધા પણ આવનારા દિવસોમાં, જ્યાં પણ હોઇએ, આપણા ખેલાડીઓના પ્રોત્સાહન માટે કઇ ને કઇ કરીએ. અહીં સુધી જે ખેલાડી પહોંચે છે તે ઘણી આકરી મહેનત પછી પહોંચે છે. એક રીતે કઠોર તપસ્યા કરે છે. ખાણીપીણીનો ગમે તેટલો શોખ હોય, પરંતુ બધું છોડવું પડે છે. ઠંડીમાં મીઠી નીંદર આવતી હોય તો પણ પથારી છોડીને મેદાનમાં ભાગવું પડે છે અને માત્ર ખેલાડીને જ નહીં, તેના માબાપને પણ. તેઓ પણ એટલી જ દ્રઢતાથી તેમના બાળકો પાછળ ભોગ આપે છે. ખેલાડી રાતો-રાત નથી બનતા. એક બહુ મોટી તપસ્યા પછી બને છે. જીત અને હાર ઘણા મહત્વના છે, પરંતુ સાથે સાથે આ રમત સુધી પહોંચવું, તે તેનાથી પણ વધુ મહત્વનું છે. અને આથી આપણે બધા દેશવાસીઓ રિયો ઓલિમ્પિકમાં ભાગ લેવા ગયેલા આપણા બધા ખેલાડીઓને શુભકામનાઓ આપીએ. તમારા તરફથી આ કામ કરવા હું પણ તૈયાર છું. આ ખેલાડીઓને તમારો સંદેશો પહોંચાડવા માટે દેશનો વડાપ્રધાન ટપાલી બનવા તૈયાર છે.
તમે મને ‘નરેન્દ્ર મોદી એપ’ પર ખેલાડીઓના નામે શુભકામનાઓ મોકલો, હું તમારી શુભકામનાઓ તેમના સુધી પહોંચાડીશ. હું પણ સવા સો કરોડ દેશવાસીઓની જેમ એક દેશવાસી, એક નાગરીક તરીકે આપણા આ ખેલાડીઓના ઉત્સાહમાં વૃધ્ધિ માટે આપની સાથે રહીશ. આવો, આપણે બધા આવનારા દિવસોમાં એક-એક ખેલાડીને જેટલા ગૌરવાન્વિત કરી શકીએ, તેમના પ્રયાસોને વધાવી શકીએ, તેટલા વધાવીએ. અને આજે જ્યારે હું રિયો ઓલિમ્પિકની વાત કરી રહ્યો છું, ત્યારે એક કવિતા પ્રેમી પંજાબ કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થી સૂરજ પ્રકાશ ઉપાધ્યાયે એક કવિતા મોકલી છે. બની શકે છે બીજા પણ ઘણા કવિ હશે, જેમણે કવિતા મોકલી હશે, કદાચ કવિતા લખશે પણ ખરા. કેટલાક તો તેને સ્વરબધ્ધ પણ કરશે. દરેક ભાષામાં કરશે, પણ સૂરજજીએ મને જે કવિતા મોકલી છે તે હું તમને સંભળાવવા માંગુ છું :
“શુરુ હુઇ લલકાર ખેલોં કી
શુરુ હુઇ લલકાર ખેલોં કી, પ્રતિયોગિતા ઓ કે બહાર કી,
ખેલોં કે ઇસ મહાકુંભ મેં, રિયો કી રુમ-ઞુમ મેં,
ખેલોં કે ઇસ મહાકુંભ મેં, રિયો કી રુમ-ઞુમ મેં,
ભારત કી ઐસી શુરૂઆત હો,
ભારત કી ઐસી શુરૂઆત હો, સોને, ચાંદી ઔર કાંસે કી બરસાત હો,
ભારત કી ઐસી શુરૂઆત હો, સોને, ચાંદી ઔર કાંસે કી બરસાત હો,
અબ હમારી ભી બારી હો, એસી અપની તૈયારી હો, હો નિશાના સોને પે,
હો નિશાના સોને પે, ન હો નિરાશ તુમ ખોને પે, ન હો નિરાશ તુમ ખોને પે,
કરોડો દિલોં કી શાન હો, અપને ખેલોં કી જાન હો
કરોડો દિલોં કી શાન હો, અપને ખેલોં કે જાન હો,
ઐસે કિર્તીમાન બનાઓ, રિયો મેં ધ્વજ લહરાઓ, રિયો મેં ધ્વજ લહરાઓ”
સુરજજી તમારી ભાવનાઓ હું ખેલાડીઓને અર્પણ કરું છું. અને મારા તરફથી, સવાસો કરોડ દેશવાસીઓની તરફથી રિયોમાં હિન્દુસ્તાનનો ધ્વજ ફરકાવવા માટે ખૂબ-ખૂબ શુભકામનાઓ આપું છું.
એક નવયુવાન કોઈ શ્રીમાન અંકિત નામના છે. તેમણે મને પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામજીની પુણ્યતિથિનું સ્મરણ કરાવ્યું છે. ગત સપ્તાહે અબ્દુલ કલામજીની પુણ્યતિથિ પર દેશ અને દુનિયાએ શ્રધ્ધાંજલિ આપી, પરંતુ જ્યારે પણ અબ્દુલ કલામજીનું નામ આવે છે તો સાયન્સ, ટેકનોલોજી મિસાઇલ – એક ભાવિ ભારતના સામર્થ્યનું ચિત્ર આપણી આંખો સામે ખડું થઈ જાય છે અને આથી અંકિતે પણ લખ્યુ છે કે તમારી સરકાર અબ્દુલ કલામજીના સપનાઓને સાકાર કરવા માટે શું કરી રહી છે ? તમારી વાત સાચી છે. આવનારો સમય ટેકનોલોજી પ્રભાવિત છે અને ટેકનોલોજી સૌથી ચંચળ છે. દરરોજ ટેકનોલોજી બદલાતી રહે છે, રોજ નવું રૂપ ધારણ કરે છે, રોજ નવો પ્રભાવ સર્જે છે, તે બદલાતી રહે છે. તમે ટેકનોલોજીને પકડી શકતા નથી. તમે પકડવા જશો ત્યાં સુધીમાં તો ઘણે દૂર નવા રૂપ રંગ સાથે સજી જાય છે. અને જો આપણે કદમ સાથે કદમ મેળવવા હોય અને તેનાથી આગળ નીકળવું હોય તો આપણે પણ રિસર્ચ (સંશોધન) અને ઇનોવેશન (નાવીન્ય) કરવા પડશે – કારણ તે ટેકનોલોજીના પ્રાણ છે. જો રિસર્ચ અને ઇનોવેશન નહીં થાય તો જે રીતે બંધિયાર પાણી ગંદકી ફેલાવે છે, ટેકનોલોજી પણ બોજ બની જાય છે. અને જો આપણે રિસર્ચ તેમ ઇનોવેશન વગર જૂની ટેકનોલોજીના ભરોસે જીવતા રહીશું તો આપણે દુનિયામાં બદલતા યુગમાં કાલ બાહ્ય થઈ જઈશું અને આથી નવી પેઢીમાં વિજ્ઞાન પ્રત્યે આકર્ષણ, ટેકનોલોજી પ્રત્યે રીસર્ચ અને ઇનોવેશનની ભાવનાને જગાડવી પડશે – પ્રોત્સાહન આપવું પડશે. આ માટે સરકારે પણ અનેક પગલા લીધા છે. અને આથી જ તો હું કહું છું – લેટ અસ એઇમ ટૂ ઇનોવેટ (ચાલો આપણે નવું નવું શોધવાનો સંકલ્પ રાખીએ) અહીં એઇમનો મારો અર્થ છે – અટલ ઇનોવેશન મિશન. નીતિ પંચ દ્વારા ‘અટલ ઇનોવેશન મિશન’ને પ્રોત્સાહન અપાઇ રહ્યું છે. એક ધ્યેય છે કે આ ‘એઇમ’ દ્વારા -‘અટલ ઇનોવેશન મિશન’ દ્વારા સંપૂર્ણ દેશમાં એક ઇકો સિસ્ટમ તૈયાર થાય, ઇનોવેશન, એક્સપરીમેન્ટ, એન્ટરપ્રિન્યોરશિપ, આ ક્રમ ચાલે અને તેનાથી નવા રોજગારની સંભાવનાઓ પણ વધવાની છે. આપણે જો નવી પેઢીના ઇનોવેશન તૈયાર કરવા હોય તો આપણા બાળકોને તેમની સાથે જોડવા પડશે અને આથી ભારત સરકારે એક ‘અટલ ટિંકરિંગ લેબ્સ ’ની પહેલ કરી છે. જ્યાં જ્યાં શાળાઓમાં આવી ટિંકરિંગ લેબ સ્થાપિત થશે તેમને રૂ. 10,00,000/- આપવામાં આવશે અને પાંચ વર્ષ દરમિયાન જાળવણી માટે 10,00,000/- રૂપિયા આપવામાં આવશે. આ જ રીતે ઇનોવેશન સાથે ઇન્કયૂબેશન સેન્ટર (વિચાર કેન્દ્ર) નો સીધો સંબંધ આવે છે. જો આપણી પાસે સશક્ત અને સમૃધ્ધ ઇન્કયૂબેશન સેન્ટર હશે તો ઇનોવેશન માટે, સ્ટાર્ટઅપ માટે, પ્રયોગ કરવા માટે, તેને એક સ્થિતિ પર લાવવા સુધી એક વ્યવસ્થા મળે છે. નવા ઇન્કયૂબેશન સેન્ટરનું નિર્માણ પણ આવશ્યક છે. અને જૂના ઇન્કયૂબેશન સેન્ટરને ઊર્જા પૂરી પાડવાની પણ આવશ્યકતા છે. અને હું અટલ ઇન્કયૂબેશન સેન્ટરની વાત કરૂ છું તો તે માટે પણ 10 કરોડ રૂપિયા જેટલી ઘણી મોટી રકમ આપવાની દિશામાં સરકારે વિચાર્યુ છે. આ જ રીતે ભારત અનેક સમસ્યાઓ સામે ઝઝુમી રહ્યું છે. રોજિંદી જિંદગીમાં આપણને સમસ્યાઓ નજરે પડે છે. હવે આપણે ટેકનોલોજી દ્વારા ઉકેલો શોધવા પડશે. અને અટલ ગ્રાન્ડ ચેલેન્જ દ્વારા દેશની યુવા પેઢીને આહ્વવાહન કર્યું છે કે તમને નજરે પડતી સમસ્યાનો ઉકેલ ટેકનોલોજીની મદદથી શોધો, રિસર્ચ કરો, ઇનોવેશન કરો અને ઉકેલ લઈ આવો. ભારત સરકાર આપણી સમસ્યાઓના સમાધાન માટે શોધાયેલી ટેકનોલોજીને વિશેષ પુરસ્કાર આપી પ્રોત્સાહન આપવા માગે છે. અને મને ખુશી છે કે વાતોમાં લોકોને રૂચિ છે કે જ્યારે અમે ટિંકરિગ લેબની વાત કહી, ત્યારે લગભગ તેર હજાર શાળાઓએ અરજી કરી અને જ્યારે અમે ઇન્કયૂબેશન સેન્ટરની વાત કરી તો શૈક્ષણિક અને બિન શૈક્ષણિક – ચાર હજારથી વધુ સંસ્થાઓ ઇન્કયૂબેશન સેન્ટર માટે આગળ આવી. મને વિશ્વાસ છે કે અબ્દુલ કલામજીને સાચી શ્રધ્ધાંજલિ – રિસર્ચ, ઇનોવેશન આપણી રોજિંદા જીંદગીની સમસ્યાઓના સમાધાન માટે ટેકનોલોજી, આપણી મુશ્કેલીઓમાંથી મુક્તિ માટે સરળીકરણ તેના પર આપણી નવી પેઢી જેટલું કામ કરશે. તેનું યોગદાન 21મી સદીના આધુનિક ભારત માટે મહત્વનું રહેશે અને અબ્દુલ કલામજીને સાચી શ્રધ્ધાંજલિ તે જ રહેશે.
મારા પ્રિય દેશવાસીઓ, કેટલાક સમય પહેલા આપણે લોકો દુકાળની ચિંતા કરી રહ્યા હતા અને અત્યારે વરસાદનો આનંદ પણ આવી રહ્યો છે. તો પૂરના સમાચાર પણ આવી રહ્યા છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર મળીને પૂર પીડિતોની સહાયતા કરવા માટે ખભેખભા મેળવી મદદ કરવાનો ભરપૂર પ્રયાસ કહી રહી છે. વરસાદના કારણે કેટલીક મુશ્કેલીઓ હોવા છતા પણ દરેકનું મન, દરેક માનવીય મન પુલકિત થઈ જાય છે, કારણ કે આપણી સમગ્ર આર્થિક ગતિવિધિનું કેન્દ્ર બિંદુ વરસાદમાં હોય છે – ખેતી હોય છે.
ક્યારેક એવી બીમારી પણ આવી જાય છે કે જીવનભર આપણને પસ્તાવો રહે છે. પરંતુ જો આપણે જાગૃત રહીએ, સતર્ક રહીએ, પ્રયત્નશીલ રહીએ તો તેનાથી બચવાના રસ્તા પણ ઘણા સરળ છે. ડેન્ગ્યુને જ લ્યો ને. ડેન્ગ્યુથી બચી શકાય છે. થોડું સ્વચ્છતા પર ધ્યાન આપીએ, થોડા સતર્ક રહીએ અને સુરક્ષિત રહેવા પ્રયાસ કરીએ, બાળકો પર વિશેષ ધ્યાન આપીએ અને ગરીબ વસતીમાં જ આવી બીમારી આવે છે તે વિચારશરણી છે પણ ડેન્ગ્યુનો કેસ આવો નથી. ડેન્ગ્યુ સુખી સમૃધ્ધ વિસ્તારોમાં સૌથી પહેલા આવે છે અને આથી તેને આપણે સમજીએ. તમે ટીવી પર જાહેરખબરો તો જોતા જ હશો. પરંતુ ક્યારેક આપણે તેના પર જાગૃત બનીને સાવચેતીના પગલા લેવામાં થોડા ઉદાસીન રહીએ છીએ. સરકાર, હોસ્પિટલ, ડોકટર – તે તો પોતાનું કામ કરશે જ પરંતુ આપણે પણ આપણા ઘરમાં, આપણા વિસ્તારમાં, આપણા પરિવારમાં ડેન્ગ્યુ પ્રવેશ ન કરે અને પાણીના કારણે થનારી કોઈ બીમારી ન આવે તેના માટે સતર્ક રહીશું, એ જ પ્રાર્થના હું તમને કરીશ.
એક બીજી મુસીબતની તરફ હું, પ્રિય દેશવાસીઓ તમારું ધ્યાન દોરવા માગું છું. જિંદગી એટલી દોડાદોડી વાળી બની ગઇ છે, એટલી વ્યસ્ત બની ગઇ છે કે ક્યારેક આપણને આપણા માટે વિચારવાનો સમય જ નથી હોતો. બીમાર પડી ગયા હોઇએ તો મન થાય છે કે જલ્દીથી સાજા થઇ જઇએ અને તે માટે કોઈ પણ એન્ટિબાયોટિક લઇ શરીરમાં પધરાવી દઇએ છીએ. તેનાથી તત્કાળ તો બીમારીમાંથી મુક્તિ મળી જાય છે. પરંતુ મારા પ્રિય દેશવાસીઓ, આ હાલતા-ચાલતા એન્ટિબાયોટિક લેવાની ટેવ ઘણી ગંભીર સંકટ પેદા કરી શકે છે. બની શકે છે, તમને કેટલોક સમય પૂરતી રાહત મળી તો જાય પણ ડોકટરોની સલાહ વગર આપણ એન્ટિબાયોટિક લેવાનું બંધ કરવું જોઈએ. જ્યાં સુધી ડોકટરો લખી ન દે ત્યાં સુધી આપણે તે લેવાથી બચવું જોઈએ. આપણે આ શોર્ટકટના માધ્યમથી ન ચાલીએ કારણકે તેનાથી નવી મુશ્કેલીઓ પેદા થઈ રહી છે, કારણકે આડેધડ એન્ટિબાયોટિક લેવાના લીધે દર્દીને તત્કાળ તો લાભ થઇ જાય છે. પરંતુ તેના જે જીવાણુ છે તે આ દવાઓથી ટેવાઈ જાય છે અને પછી દવાઓ આ જીવાણુઓ માટે બેકાર સાબિત થાય છે અને પછી આ લડાઈને લડવી, નવી દવાઓ બનાવવી, વૈજ્ઞાનિક શોધો કરવી વગેરેમાં વર્ષો વિતી જાય છે અને ત્યાં સુધીમાં આ બીમારીઓ નવી મુસીબત પેદા કરી દે છે. અને આથી તેના પર જાગૃત થવાની જરૂર છે. એક બીજી મુસીબત આવી છે કે ડોકટરે કહ્યું હોય કે, ભાઈ આ એન્ટિબાયોટિક લ્યો અને તેણે કહ્યું કે ભાઇ, 15 ગોળી લેવાની છે, પાંચ દિવસમાં લેવાની છે, તો હું તમને આગ્રહ કરું છુ કે ડોકટરોએ જેટલા દિવસ લેવા કહ્યું હોય, તે કોર્સ પૂરો કરો. અધૂરો છોડી દેશો તો પણ તે જીવાણુને જલસા થઇ જશે, જરૂરિયાતથી વધુ લેશો તો પણ જીવાણુને જલસો છે. અને આથી, જેટલા દિવસનો, જેટલી ગોળીનો કોર્સ નક્કી થયો હોય, તેટલો પૂરો કરવો પણ એટલો જ જરૂરી છે. તબિયત સારી થઇ ગઇ, આથી હવે જરૂરી નથી, તેવું જો આપણે કર્યું તો જીવાણુને ફાયદો થઈ જાય છે અને તે શક્તિશાળી બની જાય છે. જે જીવાણુ ટીબી અને મેલેરિયા ફેલાવે છે તે પોતાની અંદર બહુ જ ઞડપથી એવું પરિવર્તન લાવી રહ્યા છે કે દવાઓની તેના પર કોઈ અસર જ થતી નથી. મેડિકલ ભાષામાં તેને એન્ટિબાયોટિક રેઞીસ્ટન્સ કહે છે અને આથી એન્ટિબાયોટિકનો ઉપયોગ કરવાના નિયમોનું પાલન ઘણુ જરૂરી છે. સરકાર એન્ટિબાયોટિક રેઞિસ્ટન્સને રોકવા માટે પ્રતિબધ્ધ છે અને તમે જોયું હશે, આજકાલ એન્ટિબાયોટિકની જે દવા વેચાઇ છે તેની જે સ્ટ્રીપ હોય છે તેના ઉપર લાલ રેખાથી તમને સચેત કરાય છે. તમે તેના પર જરૂર ધ્યાન આપો.
જ્યારે આરોગ્યની વાત નીકળી જ છે તો હું એક વાત વધુ ઉમેરવા માગું છું. આપણા દેશમાં જે માતાઓ ગર્ભાવસ્થામાં છે તેમના જીવનની ચિંતા ક્યારેક બહુ સતાવે છે. આપણા દેશમાં દર વર્ષે લગભગ ત્રણ કરોડ મહિલાઓ ગર્ભાવસ્થા ધારણ કરે છે. પરંતુ કેટલીક માતાઓ પ્રસુતિના સમયે મરી જાય છે. ક્યારેક મા મરી જાય છે, ક્યારેક બાળક મરી જાય છે અને ક્યારેક બાળક અને મા બંને મરી જાય છે. જોકે છેલ્લા એક દાયકામાં માતાના કવેળાના મૃત્યુના દરમાં ઘટાડો થયો છે. પરંતુ તેમ છતાં આજે પણ બહુ મોટી સંખ્યામાં ગર્ભવતી માતાઓનું જીવન બચાવી શકાતું નથી. ગર્ભાવસ્થા દરમિયાન કે પછી લોહીની ઉણપ, પ્રસવ સંબંધી ચેપ, હાઇ બીપી, ખબર નહીં કઇ તકલીફ ક્યારે તેની જિંદગી બરબાદ કરી નાખે. આ વાતોને ધ્યાનમાં રાખીને ભારત સરકારે છેલ્લા કેટલાક મહિનાઓથી એક નવું અભિયાન શરૂ કર્યુ છે. ‘વડાપ્રધાન સુરક્ષિત માતૃત્વ અભિયાન’ આ અભિયાન હેઠળ દર મહિનાની નવ તારીખે બધી ગર્ભવતી મહિલાઓની સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રોમાં નિઃશુલ્ક તપાસ કરવામાં આવશે. એક પણ પૈસાના ખર્ચ વિના સરકારી હોસ્પિટલોમાં દર મહિનાની નવ તારીખે આ કામ કરાશે. હું દરેક ગરીબ પરિવારને આગ્રહ કરીશ કે બધી ગર્ભવતી માતાઓ નવ તારીખે આ સેવાનો લાભ ઉઠાવશે. જેથી નવમા મહિના સુધી પહોંચતા પહોંચતા જો કોઇ તકલીફ થાય તો પહેલેથી જ તેનો ઉપાય થઈ શકે. માતા અને બાળક બંનેની જિંદગી બચાવી શકાય અને ગાયનેકોલોજીસ્ટને ખાસ વિનંતી કે શું તમે મહિનામાં એક દિવસ નવ તારીખે ગરીબ માતાઓ માટે નિઃશુલ્ક આ સેવા આપી ન શકો ? શું મારા ડોકટર ભાઈ-બહેન એક વર્ષમાં બાર દિવસ ગરીબો માટે આ કામ માટે ન આપી શકે ? ગત દિવસોમાં મને ઘણાએ પત્રો લખ્યા છે. હજારો ડોકટરોએ મારી વાતને માનીને આગળ વધારી છે. પણ ભારત એટલો મોટો દેશ છે કે તેમાં લાખો ડોકટરો એ આ અભિયાનમાં જોડાવું જોઇએ. મને વિશ્વાસ છે, તમે જરૂર જોડાશો.
મારા પ્રિય દેશવાસીઓ, આજે સમગ્ર વિશ્વ ક્લાઇમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગ, પર્યાવરણ – તેની બહુ ચિંતા કરે છે. દેશ અને દુનિયામાં સામૂહિક રીતે તેની ચિંતા થાય છે. ભારતમાં સદીઓથી આ વાતો પર ભાર મૂકવામાં આવ્યો છે. કુરૂક્ષેત્રના યુધ્ધ દરમિયાન પણ ભગવાન શ્રીકૃષ્ણ વૃક્ષની ચર્ચા કરે છે. ચુધ્ધના મેદાનમાં પણ વૃક્ષની ચર્ચા-ચિંતા કરવાનો અર્થ એ કે તેનું મહત્વ કેટલું હશે. તેનો આપણે અંદાજ લગાવી શકીએ છીએ. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે ‘સ્વશ્વત્થઃ સર્વવૃક્ષાણાં’ અર્થાત બધા વૃક્ષોમાં હું પીપળો છું. શુક્રાચાર્ય નીતિમાં કહેવાયું છે – ‘નાસ્તિ મૂલં અનૌષધં’ – એવી કોઈ વનસ્પતિ નથી જેમાં કોઈ ઔષધીય ગુણ ન હો. મહાભારતના અનુશાશન પર્વ – તેમાં તો ઘણા વિસ્તારથી ચર્ચા કરી છે અને તેમાં કહેવાયું છે – જે વૃક્ષ વાવે છે તેના માટે તે વૃક્ષ સંતાનરૂપ હોય છે. તેમાં સંશય નથી. જે વૃક્ષનું દાન કરે છે તેને તે વૃક્ષ સંતાનની જેમ પરલોકમાં પણ તારી દે છે. આથી પોતાના કલ્યાણની ઇચ્છા રાખનારા માતાપિતા સારા વૃક્ષો વાવે અને સંતાનોની જેમ તેમનું પાલન કરે. આપણા શાશ્ત્ર ગીતા હોય, શુક્રાચાર્ય નીતિ હોય, મહાભારતનું અનુશાશન પર્વ હોય – પરંતુ આજની પેઢીમાં પણ કેટલાક લોકો હોય છે જે આ આદર્શોને જીવીને દેખાડે છે. કેટલાક દિવસ પહેલા પૂણેની એક દીકરી સોનલનું એક ઉદાહરણ મારી જાણમાં આવ્યું – તે મારા મનને સ્પર્શી ગયું. મહાભારતના અનુશાસન પર્વમાં કહેવાયું છે કે વૃક્ષ પરલોકમાં પણ સંતાનની જવાબદારી પૂરી કરે છે. સોનલે માત્ર તેના માતાપિતાની નહીં, સમાજની ઇચ્છાઓને પૂર્ણ કરવાનું જાણે કે બીડું ઉઠાવ્યું છે. મહારાષ્ટ્રના પૂણેના જુન્નર તાલુકામાં નારાયણપુર ગામના ખેડૂત ખંડુ મારુતિ મહાત્રેએ તેમની પૌત્રી સોનલના લગ્ન એક ખૂબ જ પ્રેરક રીતે કર્યા. મહાત્રેજી એ શું કર્યું, સોનલના લગ્નમાં જેટલા પણ સંબંધીઓ, મિત્રો, મહેમાનો આવ્યા હતા. તે બધાને “કેસર કેરી” નો એક છોડ ભેટમાં આપ્યો અને જ્યારે મેં સોશિયલ મિડીયામાં તેમની તસવીર જોઈ તો આશ્ચર્ય થયું કે લગ્નમાં જાનૈયાઓ નહોતા દેખાતા પણ છોડ જ ચારે તરફ દેખાતા હતા. એ તસવીરનું દ્રશ્ય ર્હદયસ્પર્શી હતું. સોનલ જે પોતે જ એક કૃષિ સ્નાતક છે. તેને જ આ વિચાર આવ્યો હતો અને લગ્નમાં કેરીનો છોડ ભેટમાં આપવો. તે, જુઓ, પ્રકૃતિ પ્રત્યેને પ્રેમ કેટલી ઉત્તમ રીતે પ્રગટ થયો. એક રીતે સોનલના લગ્ન પ્રકૃતિ પ્રેમની અમર ગાથા બની ગયી. હું સોનલને અને શ્રીમાન મહાત્રેજીને આ નવીન પ્રયાસ માટે ખૂબ-ખૂબ શુભેચ્છાઓ આપું છું. અને આવો પ્રયોગ ઘણા લોકો કરે છે. મને સ્મરણ છે, હું જ્યારે ગુજરાતનો મુખ્યપ્રધાન હતો તો ત્યાંના અંબાજી મંદિરમાં ભાદરવા મહિનામા બહુ મોટી સંખ્યામાં પદયાત્રીઓ આવે છે. તો એક વાર એક સમાજસેવી સંગઠને નક્કી કર્યું કે મંદિરમાં જે આવશે તેમને પ્રસાદમાં છોડ આપીશું. અને તેમને કહીશું કે જુઓ, આ માતાજીનો પ્રસાદ છે. આ છોડને તમારા ગામે-ગામ જઇને તે મોટો બને તેની ચિંતા કરશો તો માતાજી તમને આશીર્વાદ આપતા રહેશે. અને લાખો પદયાત્રીઓ આવતા હતા અને લાખો છોડ વહેંચાયા હતા તે વર્ષે. મંદિર પણ આ વર્ષાઋતુમાં પ્રસાદના બદલે છોડ આપવાની પરંપરા પ્રારંભ કરી શકે છે. એક સહજ જન આંદોલન બની શકે છે – વૃક્ષારોપણનું. હું ખેડૂત ભાઈઓને વારંવાર કહું છુ કે આપણા ખેતરોના કિનારે આપણે જે વાડ બનાવી આપણી જમીન બરબાદ કરીએ છીએ. તો આપણે તે વાડની જગ્યાએ શા માટે ટિમ્બરની ખેતી ન કરીએ ? . આજે ભારતને ઘર બનાવવા માટે, ફર્નીચર બનાવવા માટે અબજો-ખર્વોનું ટિમ્બર વિદેશથી લાવવું પડે છે. જો આપણે આપણા ખેતરોના કિનારે એવાં વૃક્ષો વાવીએ જે ફર્નીચર અને ઘરકામમાં આવે તો પંદર-વીસ વર્ષ પછી સરકારની અનુમતિથી તેને કાપીને વેચી પણ શકાય છે. અને આપની આવકનું એક નવું સાધન પણ બની શકે છે. અને ભારત ટીમ્બર આયાત કરવાથી બચી પણ શકે છે. ગત દિવસોમાં અનેક રાજ્યોએ આ ઋતુનો ઉપયોગ કરીને ઘણા અભિયાન ચલાવ્યા છે. ભારત સરકારે પણ એક “કેમ્પા” કાયદો હમણા જ પસાર કર્યો. તેના કારણે વૃક્ષારોપણ માટે લગભગ ચાલીસ હજાર કરોડ રૂપિયાથી વધુ રાજ્યો પાસે જનાર છે. મને કહેવાયું છે કે મહારાષ્ટ્ર સરકારે એક જુલાઈએ સમગ્ર રાજ્યમાં લગભગ સવા બે કરોડ છોડ વાવ્યા છે. અને આવતા વર્ષે ત્રણ કરોડ છોડ વાવવાનો સંકલ્પ કર્યો છે. સરકારે એક જન આંદોલન ઊભું કરી દીધું. રાજસ્થાન – મરૂભૂમિ – એટલો મોટો વનોત્સવ કર્યો અને પચીસ લાખ છોડ વાવવાનો સંકલ્પ કર્યો છે. રાજસ્થાનમાં પચીસ લાખ છોડ નાની વાત નથી. જે લોકો રાજસ્થાનની ધરતીને જાણે છે તેમને ખબર છે કે કેટલું મોટું બીડું ઉઠાવ્યું છે. આંધ્રપદેશે પણ પોતાનું હરિયાળું છત્ર (green cover) પચાસ ટકા વધારવાનો સંકલ્પ કર્યો છે. કેન્દ્ર સરકારે “ગ્રીન ઇન્ડીયા મિશન” ચલાવ્યું છે. તેના અંતર્ગત રેલવેએ આ કામ ઝડપ્યું છે. ગુજરાતમાં પણ વન મહોત્સવની એક ઘણી મોટી ઉજ્જવળ પરંપરા છે. આ વર્ષે ગુજરાતમાં આમ્રવન, એકતા વન, શહીદ વન આવા અનેક પ્રકલ્પોને વન મહોત્સવના રૂપમાં ઉપાડ્યા છે. અને કરોડો વૃક્ષ વાવવાનું અભિયાન ચલાવ્યું છે. હું બધા રાજ્યોનો ઉલ્લેખ કરી શકતો નથી પરંતુ તેઓ પણ અભિનંદનને પાત્ર છે. મારા પ્રિય દેશવાસીઓ ગત દિવસોમાં મને દક્ષિણ આફ્રીકા જવાની તક મળી. આ મારી પહેલી યાત્રા હતી. અને જ્યારે વિદેશ યાત્રા થાય છે તો ડીપ્લોમસી થાય છે, વેપારની વાત થાય છે, સુરક્ષા અંગે ચર્ચાઓ થાય છે, અનેક MOU થાય છે. આતો બધું થવાનું જ. પરંતુ મારા માટે દક્ષિણ આફ્રીકાની યાત્રા એક રીતે તીર્થ યાત્રા હતી. જ્યારે દક્ષિણ આફ્રીકાને યાદ કરીએ છીએ તો મહાત્મા ગાંધી અને નેલ્સન મંડેલાનું સ્મરણ થવું ઘણું સ્વાભાવિક છે. દુનિયામાં અહિંસા, પ્રેમ, ક્ષમા આ શબ્દ જ્યારે કાને પડે છે તો ગાંધીજી અને મંડેલાના ચહેરા નજરે તરી આવે છે. મને દક્ષિણ આફ્રીકાના પ્રવાસ દરમિયાન હું ફિનિક્સ સેટલમેન્ટ ગયો હતો. મહાત્મા ગાંધીનુ નિવાસસ્થાન સર્વોદય તરીકે જાણીતું છે. મને મહાત્મા ગાંધીએ જે ટ્રેનમાં મુસાફરી કરી હતી અને જે ટ્રેનની ઘટનાએ એક મોહનદાસને મહાત્મા ગાંધી બનવાનું બીજ રોપણ કર્યું હતું, તે પીટર મેરીટ્સબર્ગ સ્ટેશન- તે રેલયાત્રાનું મને પણ સદભાગ્ય પ્રાપ્ત થયું. પરંતુ હું જે વાત કરવા માગું છું મને આ વખતે એવા મહાનુભાવોને મળવાની તક મળી જેમણે સમાનતા માટે, સમાન અવસર માટે પોતાની જીંદગી હોમી દીધી. નેલ્સન મંડેલા સાથે ખભેખભા મેળવીને જે લડ્યા હતા. વીસ-વીસ, બાવીસ-બાવીસ વર્ષ સુધી જેલમાં નેલ્સન મંડેલા સાથે જીવન વીતાવ્યું હતું. એક રીતે આખી યુવાની તેમણે આહુત કરી દીધી હતી અને નેલ્શન મંડેલાના નિકટના સાથી શ્રીમાન અહમદ કથાડા, શ્રીમાન લાલુ ચીબા, શ્રીમાન જ્યોર્જ બેજોરી, રોની કાસરીલ્સ – આ મહાનુભાવોના દર્શન કરવાનું મને સૌભાગ્ય મળ્યું. મુળ ભારતીય -પરંતુ જ્યાં ગયા ત્યાંના જ થઈ ગયા. જેમની વચ્ચે જીવતા હતા તેમના માટે પ્રાણ ન્યોછાવર કરવા તૈયાર થઈ ગયા. કેટલી મોટી તાકાત; અને મજા એ હતી, કે જ્યારે હું તેમની સાથે વાત કરી રહ્યો હતો, તેમના જેલના અનુભવ સાંભળી રહ્યો હતો, કોઈના પ્રત્યે કોઇ કડવાશ નહોતી. દ્વેષ નહોતો. તેમના ચહેરા પર આટલી મોટી તપસ્યા કર્યા પછી પણ લેવું-મેળવવું-બનવું ક્યાંય નજર આવતું ન હતું. ગીતામાં જે કર્તવ્યનું લક્ષણ ગણાવ્યું છે તે પ્રકારનો કર્તવ્યભાવ બિલકુલ સાક્ષાત દેખાતો હતો. મારા મનને તે મુલાકાત હંમેશ માટે યાદ રહેશે. સમાનતા અને સમાન અવસર. કોઈ પણ સમાજ અને સરકાર માટે તેનાથી મોટો કોઈ મંત્ર હોઈ જ ન શકે. સમભાવ અને મમભાવ, એજ તો રસ્તા છે. જે આપણને ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જાય છે. આપણે બધા વધુ સારી જિંદગી ઇચ્છીએ છીએ. બાળકોનું સારું ભવિષ્ય ઇચ્છીએ છીએ. દરેકની જરૂરિયાત ભિન્ન-ભિન્ન હશે. પ્રાથમિકતા ભિન્ન-ભિન્ન હશે, પણ રસ્તો એક જ છે અને તે રસ્તો છે વિકાસનો, સમાનતાનો, સમાન અવસરનો, સમભાવનો, મમ ભાવનો. આવો આપણો ભારતીયો પર ગર્વ કરીએ. જેમણે દક્ષિણ આફ્રીકામાં પણ આપણા જીવનના મૂળ મંત્રોને જીવીને દેખાડ્યા છે.
મારા પ્રિય દેશવાસીઓ, હું શીલ્પી વર્માનો આભારી છું. કે જેમણે મને સંદેશ આપ્યો છે અને તેમની ચિંતા બહુ સ્વાભાવિક છે. તેમણે મને એક ઘટનાથી અવગત કરાવ્યો છે. “વડાપ્રધાનજી હું શીલ્પી વર્મા બોલી રહી છું. બેંગલુરુથી; મેં કેટલાક દિવસ પહેલા એક અખબારમાં એક લેખ વાંચ્યો હતો કે એક મહિલાએ છેતરપીંડી અને ઠગાઇ વાળા ઇ-મેઈલથી છેતરાઈને અગીયાર લાખ ગુમાવ્યા. અને તેમણે આપઘાત કરી લીધો. એક મહિલા હોવાના કારણે મને તે પરીવાર પ્રત્યે દુઃખ થાય છે. હું જાણવા ઇચ્છંા કે આવા છેતરપીંડી અને ઠગાઇના ઇ-મેઇલ વિષે તમારો શું વિચાર છે.” અને એ વાતો તમારા બધાના ધ્યાનમાં આવતી હશે કે આપણા મોબાઇલ ફોન પર, આપણા ઇ-મેઇલ પર ઘણી લલચામણી વાતો ક્યારેક ને ક્યારેક આપણને જાણવા મળે છે, કોઇ સંદેશ (મેસેજ) આપે છે કે તમને આટલા રૂપિયાનું ઇનામ લાગ્યું છે, તમે આટલા રૂપિયા આપી દો અને આટલા રૂપિયા મેળવો. અને કેટલાક લોકો ભ્રમિત થઇને રૂપિયાના મોહમાં ફસાઈ જઈએ છીએ. આ ટેકનોલોજીના માધ્યમથી લૂંટવાની એક નવી રીતો વિશ્વભરમાં ફેલાઈ રહી છે. અને જેમ ટેકનોલોજી આર્થિક વ્યવસ્થામાં ઘણી મોટી ભૂમિકા ભજવી રહી છે. તો સામે પક્ષે તેનો દુરુપયોગ કરનારા પણ મેદાનમાં આવી જાય છે. એક નિવૃત વ્યક્તિ જેમણે અત્યારે તેમની દિકરીના લગ્ન કરવાના હતા અને ઘર પણ બનાવવાનું હતું તેમને એક દિવસ SMS આવ્યો કે વિદેશથી તેમના માટે એક કિમતી ભેટ આવી છે. જે મેળવવા માટે તેમણે કસ્ટમ ડ્યુટી તરીકે બે લાખ રૂપિયા એક બેંકના ખાતામાં જમા કરાવવાના છે. અને એ સજ્જને કઇ વિચાર્યા વગર પોતાની આખી જીંદગીની મહેનતની મૂડીમાંથી બે લાખ રૂપિયા કાઢીને અજાણ્યા માણસને મોકલી દિધા. અને તે પણ એક SMS પર. અને થોડી જ ક્ષણોમાં તેમને ખબર પડી ગયી કે બધું જ લૂંટાઈ ગયું છે. તમે પણ ક્યારેક ભ્રમિત થઇ જતા હશો. અને તે ઠગો એટલી સરસ રીતે મેઇલ કરે છે જેથી એવું જ લાગે કે સાચો જ મેઇલ છે. કોઇ પણ બનાવટી લેટરપેડ બનાવીને મોકલી દે છે. તમારો ક્રેડીટ કાર્ડ નંબર, ડેબીટ કાર્ડ નંબર મેળવી લે છે. અને ટેકનોલોજીના માધ્યમથી તમારું ખાતું ખાલી થઈ જાય છે. આ નવી રીતની ઠગાઇ છે. આ ડીજીટલ ઠગાઇ છે. મારું માનવું છે કે આ મોહથી બચવું જોઈએ, સજાગ રહેવું જોઇએ અને એવી કોઈ ખોટી વાતો આવે છે તો પોતાના મિત્રો, દોસ્તોને જણાવીને તેમને જાગૃત કરવા જોઈએ. હું કહીશ કે શીલ્પી વર્માએ મારા ધ્યાનમાં સારી વાત લાવી છે. આવો અનુભવ તો તમે બધા કરતા હશો. પરંતુ કદાચ આટલી ગંભીરતાથી નહીં જોતા હો. પરંતુ મને લાગે છે કે ગંભીરતાથી જોવાની આવશ્યકતા છે.
મારા પ્રિય દેશવાસીઓ, અત્યારે સંસદનું સત્ર ચાલી રહ્યું છે. તો સંસદ સત્ર દરમિયાન મને દેશના ઘણા બધા લોકોને મળવાની તક મળે છે. આપણા સાંસદ મહોદયો પણ પોતપોતાના વિસ્તારમાંથી લોકોને લાવે છે, મુલાકાત કરાવે છે. વાતો જણાવે છે. પોતાની મુશ્કેલીઓ પણ જણાવે છે. પરંતુ તાજેતરમાં મને એક સુખદ અનુભવ થયો. અલીગઢના કેટલાક વિદ્યાર્થી મારી પાસે આવ્યા હતા. છોકરા-છોકરીઓ ખૂબજ ઉત્સાહી હતા. અને તેઓ એક મોટું આલ્બમ લાવ્યા હતા. અને તેમના ચહેરા પર ખૂબ જ ખુશી હતી. અને ત્યાંના આપણા અલીગઢના સાંસદ તેમને લઇને આવ્યા હતા. તેમણે મને તસવીરો દેખાડી. તેમણે અલીગઢ રેલવે સ્ટેશનનું સૌંદર્યકરણ કર્યું છે. સ્ટેશન પર કલાત્મક ચિત્રો દોર્યા છે. એટલું જ નહીં ગામમાં જે પ્લાસ્ટીકની બોટલો કે ઓઇલના કેન કચરામાં એમ જ પડ્યા હતા, તેમને શોધી શોધીને એકત્ર કર્યા. અને તેમાં માટી ભરી ભરીને છોડ વાવીને એમણે વર્ટીકલ ગાર્ડન બનાવ્યા. અને રેલવે સ્ટેશનની તરફ પ્લાસ્ટીકની બોટલોમાં આ વર્ટીકલ ગાર્ડન બનાવી બિલકુલ તેને એક નવું જ રૂપ આપી દીધું. તમે પણ ક્યારેક અલીગઢ જાવ તો જરૂર સ્ટેશન જોજો. હિન્દુસ્તાનના અનેક રેલવે-સ્ટેશનોમાંથી આજ કાલ મને આવા સમાચારો મળી રહ્યા છે. સ્થાનિક લોકો રેલવે-સ્ટેશનની દિવાલો પર પોતાના વિસ્તારોની ઓળખાણ પોતાની કલા દ્વારા પ્રસ્તુત કરી રહ્યા છે. એક નવીનતા અનુભવાઈ રહી છે. લોકભાગીદારીથી કેવું પરીવર્તન આવી શકે છે, તેનું આ ઉદાહરણ છે. દેશમાં આ પ્રકારના કામો કરનાર બધાને અભિનંદન, અલીગઢના મારા સાથીઓને વિશેષ અભિનંદન.
મારા પ્રિય દેશવાસીઓ, વર્ષાઋતુની સાથે સાથે આપણા દેશમાં તહેવારોની પણ ઋતુ હોય છે. આગામી દિવસોમાં દૂર મેળા લાગ્યા હશે. મંદિરોમાં, પૂજાઘરોમાં ઉત્સવ મનાવાતા હશે. અને તમે પણ ઘરમાં પણ, બહાર પણ ઉત્સવમાં જોડાતા હશો. રક્ષાબંધનના તહેવારનું આપણે ત્યાં વિશેષ મહત્વ છે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધનના પ્રસંગે પોતાના દેશની માતાઓ, બહેનોને શું તમે વડાપ્રધાન સુરક્ષા બીમા યોજના અથવા જીવન જ્યોતિ બીમા યોજના ભેટમાં ન આપી શકો ? વિચારો, બહેનને એવી ભેટ આપો જે તેમને જીવનમાં સાચે જ સુરક્ષા આપે. એટલું જ નહીં આપણા ઘરમાં રસોઇ બનાવનાર મહીલા હશે, આપણા ઘરમાં સફાઈ કરનારી કોઈ મહીલા હશે, ગરીબ માતાની દિકરી હશે, આ રક્ષાબંધનના તહેવાર પર તેમને પણ સુરક્ષા બીમા યોજના કે જીવનજ્યોતિ બીમા યોજના ભેટ આપી શકો છો. અને આજ તો સામાજિક સુરક્ષા છે. આજ તો રક્ષાબંધનનો સાચો અર્થ છે.
મારા પ્રિય દેશવાસીઓ, આપણામાંના અનેક લોકો છે જેમનો જન્મ સ્વતંત્રતા પછી થયો છે. અને હું દેશનો પહેલો વડાપ્રધાન છું જે સ્વતંત્ર ભારતમાં જન્મ્યો છું. આઠ ઓગસ્ટ એ QUIT INDIA MOVEMENT નો પ્રારંભ થયો હતો. હિંદ છોડો, ભારત છોડો તેને પંચોતેર વર્ષ થઈ રહ્યા છે. 15 ઓગસ્ટે આઞાદીના 70 વર્ષ થઇ રહ્યા છે. આપણે સ્વતંત્રતાનો આનંદ તો લઇ રહ્યા છે. સ્વતંત્ર નાગરીક હોવાનો ગર્વ પણ અનુભવી રહ્યા છીએ. પરંતુ આ સ્વતંત્રતા અપાવનાર એ વીરોને યાદ કરવાનો આ અવસર છે. હિંદ છોડોના પંચોતેર વર્ષ અને ભારતની સ્વતંત્રતાના સીત્તેર વર્ષ આપણા માટે નવી પ્રેરણા આપી શકે છે, નવા ઉમંગો જગાવી શકે છે. દેશ માટે કંઇક કરવાના સંકલ્પનો અવસર બની શકે છે. સમગ્ર દેશ સ્વાતંત્ર્ય વીરોના રંગમાં રંગાઇ જાય, ચારે તરફ સ્વતંત્રતાની સુગંધ ફરી એકવાર અનુભવે આ વાતાવરણ આપણે બધા બનાવીએ અને સ્વાતંત્ર્ય પર્વ એ સરકારી કાર્યક્રમ નહીં દેશવાસીઓનો કાર્યક્રમ હોવો જોઈએ. દિવાળીની જેમ આપણો પોતાનો ઉત્સવ હોવો જોઈએ. હું આશા રાખું છું કે તમે પણ દેશભક્તિની પ્રેરણા સાથે સંકળાયેલું કંઇ ને કંઇ તો કરશો જ. તમારી તસવીર ‘નરેન્દ્ર મોદી એપ’ પર જરૂર મોકલો. દેશમાં એક વાતાવરણ બનાવો.
મારા પ્રિય દેશવાસીઓ પંદર ઓગસ્ટે મને લાલ કિલ્લા પરથી દેશ સાથે વાત કરવાનું એક સૌભાગ્ય મળે છે. એક પંરપરા છે. તમારા મનમાં પણ કેટલીક વાતો હશે. જે તમે ઇચ્છતા હશો કે તમારી વાત પણ લાલકિલ્લા પરથી એટલીજ પ્રખરતાથી રાખવામાં આવે. હું તમને નિમંત્રણ આપું છું તમારા મનમાં જે વિચાર આવતા હોય તે તમે મને જરૂર લખીને મોકલો. સુચનો આપો, સલાહ આપો, નવો વિચાર આપો. હું તમારી વાત દેશવાસીઓ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશ. અને હું નથી ઇચ્છતો કે લાલ કિલ્લા પરથી જે બોલવામાં આવે તે વડાપ્રધાનની વાત હોય, લાલ કિલ્લા પરથી જે બોલવામાં આવે તે સવાસો કરોડ દેશવાસીઓની વાત હોય. તમે જરૂર મને કંઇક ને કંઇક મોકલો, ‘નરેન્દ્ર મોદી એપ’ પર મોકલી શકો છો, MYGOV.IN પર મોકલી શકો છો. અને આજકાલ તો ટેકનોલોજીના પ્લેટફોર્મ એટલા સરળ છે કે તમે આરામથી ચીજો મારા સુધી મોકલી શકો છો. હું તમને નિમંત્રણ આપું છું કે આવો સ્વતંત્રતાના વીરલાઓને પુણ્ય સ્મરણ કરીએ. ભારત માટે જીંદગી હોમી દેનારા મહાપુરુષોને યાદ કરીએ. અને દેશ માટે કંઇક કરવાનો સંકલ્પ કરીને આગળ વધીએ. ખૂબ ખૂબ શુભકામનાઓ અને ખૂબ ખૂબ ધન્યવાદ.
My dear countrymen, namaskar!
Once again I have got an opportunity to talk to you about matters close to my heart, through ‘Mann Ki Baat’. For me, ‘Mann Ki Baat’ is not a matter of ritual; I myself am very eager to talk to you. And I am really happy that I am able to connect with you all in every corner of India, through this programme ‘Mann Ki Baat’. I am grateful to All India Radio that they have also been successfully broadcasting ‘Mann Ki Baat’ in regional languages at 8 pm. I am also very happy that the people who listen to me, later communicate their feelings to me through letters, telephone calls, the website MyGov.in and also through the NarendraModiApp. A lot of what you say is of great help to me in the functioning of the government. How active should the government be in terms of public service? How much priority should be given to public welfare activities? In terms of these matters, this dialogue, this link that I have with you all, is of great use. I hope that you will now be even more actively and enthusiastically involved in ensuring that our democracy should function with people’s participation.
The summer heat is increasing day by day. We were hoping for some respite, instead we are experiencing continual rise in temperature. And in the midst of this came the information that the monsoon will perhaps be delayed by a week, which has added to the worry. Almost the entire country is reeling under the scorching impact of severe heat. The mercury continues to soar. Be it animals, birds or humans…everyone is suffering. These problems have been getting increasingly worse due to environmental degradation. Forest cover has kept receding due to indiscriminate felling of trees. In a way, the human race itself has paved the way for self-annihilation by destroying the environment.
5th June is World Environment Day. On this day, discussions expressing concern on the issue are held all over the world for saving the environment. This time on the occasion of World Environment Day, the United Nations has given the theme “Zero Tolerance for Illegal Wildlife Trade”. This topic will, of course, be discussed, but we also must talk about saving our flora and fauna, conserving water, and how to expand our forest cover. You must have seen in the last few days how forest fires raged in the lap of the Himalayas in Uttarakhand, Himachal Pradesh and Jammu and Kashmir. The main cause of these forest fires was dry leaf littering combined with carelessness, which led to the massive inferno. And so, it becomes the bounden duty of each one of us, to save forests and save water.
Recently, I convered at length with the Chief Ministers of eleven states, reeling under severe drought- Uttar Pradesh, Rajasthan, Gujarat, Maharashtra, Madhya Pradesh, Chhattisgarh, Jharkhand, Karnataka, Andhra Pradesh, Telangana and, Odisha.
As per the conventional Government precedent, I could have had a combined meeting with all the drought affected states, but I chose not to do so. I had a one-on-one meeting with each state, devoting about two to two and a half hours with each one. I carefully heard what each state had to say. Usually such talks do not go beyond discussion on how much money was granted by the Central Government state-wise, and how much money was actually spent by each state. Thus, it came as a surprise even to the officers of the Central Government that some states have indeed made some very commendable efforts related to water, environment, tackling drought, caring for animals as well as affected human beings. Based on inputs from all corners of the country, irrespective of the ruling party there, we found that we had to give a thought to finding not only permanent solutions but also devising practical ways and means to deal with this long-standing problem. In a way, It was a kind of a learning experience too for me. And I have told the Niti Aayog that they should work on how to incorporate the best practices across all the states.
Some states, especially Gujarat and Andhra Pradesh have made full use of technology. I would like that in future, through the Niti Aayog, the exceptionally successful efforts of these states should be applied to other states also. People’s participation is a strong base for solving such problems. And for this, I believe that if there is a confluence of perfect planning, use of appropriate technology, and time-bound action, then we can achieve optimum results in drought management, for water conservation, to save every single drop of water. My faith is that water is a Gift from God. When we go to a temple, we are given an offering of Prasad and even if a small bit of that spills, we feel bad in our hearts. We not only pick it up but also pray five times for God’s forgiveness. Water is also an offering form the God. Even if a drop of water is wasted, then we should feel remorse and pain. And so water storage, water conservation and proper water irrigation are all of equal importance. And so there is need for implementing the maxim ‘Per Drop More Crop’ through Micro-Irrigation and cultivating crops that require minimal water intake. At present, it is indeed good news that in many states, even sugarcane farmers are using micro irrigation, some are using drip irrigation and some are using sprinklers. When I discussed with the eleven states, I noticed that even for cultivating paddy for production of rice, some of them had employed drip irrigation successfully and got higher yields, thereby also reducing the requirement for water as well as for labour. I also found that there were many states which had taken on very big targets, especially, Maharashtra, Andhra Pradesh and Gujarat- these three states have done massive work in the field of drip irrigation. And they are striving to bring every year 2 to 3 lakh hectares additional land under micro- irrigation. If this campaign gets underway in all the states, then not only will it benefit cultivation, but more water will also be conserved. Our farmer brothers in Telangana, through ‘Mission Bhagirathi’ have made a commendable effort to optimally use the waters of Godavari and Krishna rivers. In Andhra Pradesh, ‘Neeru Pragati Mission’ has been using technology for ground water recharging. People are devoting hard work and contributing financially as well to the mass movement that has been started in Maharashtra,. ‘Jal Yukt Shivir’ is one such people’s movement which is really going to be of great help in saving Maharashtra from water crisis in the future- this is what I feel. Chhattisgarh has started the ‘Lok-Suraj, Jal-Suraj’ campaign. Madhya Pradesh has started the ‘Balram Talaab Yojana’- and dug nearly 22,000 ponds, which is no small figure, work is also being carried out on their ‘Kapil Dhara Koop Yojana.’ In Uttar Pradesh there is ‘Mukhya Mantri Jal Bachao Abhiyaan’. In Karnataka water conservation efforts are in the form of ‘Kalyani Yojana’, under which they are trying to revive wells once again. In Rajasthan and Gujarat there are many ancient baodis – deep tanks or masonry wells with steps going down to the water. These states are making a very big effort to revive these as ‘water temples’. Rajasthan has started the Chief Minister’s Jal Swawalamban Abhiyan – Water Self Sufficiency Campaign. Jharkhand, although being a predominantly forest area, still has some parts which face water problem. They have launched a very big campaign for building ‘Check Dams’. They have started an exercise to check and stop the flow of water. Some states have started a campaign and made a number of small dams at distances of 10 to 20 kilometres in the rivers themselves to check the flow of water.
This is a wonderful experience. I urge the people of India that during this June, July, August September, we should resolve that we shall not let a single drop of water be wasted. We should decide right now upon the places where we can conserve water and where we can check the flow of water. The Almighty blesses us with water according to our needs, nature fulfils our needs. But if we become careless during the abundance of water and then during the lean water season land into trouble due to water scarcity, how can this be allowed? And the issue of water is not just for the farmers. This concerns everybody – the villages, the poor, the labourers, the farmers, the urban people, the country folk, the rich and the poor. And for this reason, now that the rainy season is approaching, saving water should be our priority. And when we celebrate Diwali this time, then we should also revel in how much water did we save; how much water we stopped from flowing out. You will see for yourselves that our joy will increase manifold. Water has this power, no matter how tired one is, just a bit of water splashed on the face makes one feel so refreshed. No matter how tired we are; when we see a large lake or an ocean, how magnificent that sight is. What a priceless treasure it is bestowed upon us by the Almighty! Just connect to it with your heart. Conserve it! We should harvest water. We should also store water. We should also modernise water irrigation. This I say as an earnest appeal. We should not let this season go waste. The coming four months should be transformed into a Save the Water Campaign, to save every drop of water. And this is not just for the governments, not just for the politicians, it is a work to be carried out by the people at large. Recently the Media reported about the water crisis in great detail. I hope that the Media will show the path to the people on how to save water, start a campaign, and also share the responsibility to free us from the water crisis forever; I invite then as well.
My dear Countrymen, we have to build a modern India. We have to make a transparent India. We have to make many services uniformly available across the entire country from one corner to another. So we will have to change some of our old habits as well. Today I want to touch upon one topic in which if you can be of help to me, then we can together achieve progress in that direction. We all know and we were taught about it in school that there was a time when there were no coins, no currency notes; there was a barter system. If you wanted vegetables you could give wheat in return. If you wanted salt, you could give vegetables in exchange. Business was carried out only through the barter system. Then gradually came currency, coins came, notes came. But now times have changed. The whole world is moving towards a cashless society. Through the facility of electronic technology, we can get money and also give money; we can buy things and pay our bills too. And with this there is no question of our wallets getting stolen from our pocket. We need not worry about keeping an account; the account will be maintained automatically. In the beginning it may appear to be a bit difficult, but once we get used to it, then this arrangement will seem very easy for us. And this possibility is there because under the Pradhan Mantri Jan Dhan Yojana that we have started recently, nearly all the families in the country have had their bank accounts opened. On the other hand, they have also got their Aadhar numbers. And the mobile phone has reached the hands of almost every Indian. So Jan Dhan, Aadhar and Mobile – Jam – J. A. M. Synchronising these three, we can move ahead towards a cashless society. You must have seen that along with the Jan Dhan account people have been given a RuPay card. In the coming days this card is going to be useful as both- a credit and a debit card. And now-a-days a very small instrument has come which is called ‘point of sale’- P. O. S. – ‘Pos’. With the help of that, be it your Aadhar number or your RuPay card, if you have to pay money to someone, you can do it through that. There is no need to take out any money from your pocket and count it; there is no need to carry around any cash with you. One of the initiatives in this regard taken by the Government of India is about how to make payments through ‘Pos’, how to receive money. The second endeavour we have started is Bank on Mobile. The ‘Universal Payment Interface’ banking transaction- UPI will change the way things work. It will become very easy to do money transactions through your mobile phone. And I’m happy to tell you that the N.P.C.I. and banks are working together to launch this platform through a mobile app. If this happens, perhaps you may not even need to carry a RuPay card with you.
Across the country, nearly 1.25 lakh young people have been recruited as banking correspondents. In a way we have worked towards providing the bank at your door step. Post offices have also been geared up for banking services. If we learn and adapt ourselves to use these services, then we will not require the currency, we will not need notes, we will not need coins. Businesses will function automatically, resulting in a certain transparency. Under-hand dealings will stop; the influence of black money will be reduced. So I appeal to my countrymen, that we should at least make a beginning. Once we start, we will move ahead with great ease. Twenty years ago who would have thought that so many mobiles would be in our hands. Slowly we cultivated a habit and now we can’t do without those. Maybe this cashless society assumes a similar form. But the sooner this happens, the better it will be.
My dear countrymen, whenever the Olympic games come around, and when these begin, we sit and clutch our heads and sigh, “we were left so far behind in the tally of gold medals… did we get a silver or not… should we do with just a bronze or not…” This happens. It is true that in the field of sports we face a lot of challenges. But an atmosphere for sports should be created in the country.
To encourage the sportspersons who are leaving for the Rio Olympics, to boost their morale, everyone should try in one’s own way. Someone could write a song, someone could draw cartoons, someone could send messages with good wishes, somebody could cheer a particular sport, but on the whole a very positive environment should be created in the entire country for these sportspersons. Whatever may be the result, a game is a game, one can win or lose, medals are won sometimes and sometimes not; our spirits should always soar high. And as I speak, I would like to mention our Sports Minister Shri Sarbanand Sonowal for a gesture that has touched my heart. Last week all of us were busy in the ups & downs of Assam election results. Shri Sarbanandji himself was leading the campaign. He was the Chief Ministerial candidate; but he was also the Union Minister. And I was very happy when I came to know that one day before the Assam election results, he discreetly reached Patiala in Punjab. You must be aware of the Netaji Subhash National Institute of Sports- N.I.S. – where the sportspersons going for the Olympics are trained. They all are there. He suddenly reached there, much to the surprise of the sportspersons. And it was a matter of surprise for the world of sports as well, that a Minister personally cares for our sportspersons. What are the arrangements for them? How is the food? Are they getting nutritious food according to their needs or not? Are the appropriate trainers for their body fitness present there? Are all the training machines functioning properly? He surveyed everything in great detail. He personally inspected each and every sportsperson’s room. He spoke to all the players in great detail. He had a word with the management and trainers; he himself ate with the sportspersons. With election results being due, with the distinct possibility of a new responsibility as a Chief Minister, and yet if one of my colleagues, in the capacity of a Sports Minister, displays such concern for his work, then it gives me great joy. And I am confident that like this, we should all realize the importance of sports, we should encourage the people in the world of sports, encourage our sportspersons. This becomes a source of strength in itself, when the sportsperson feels that his 125 crore countrymen are with him, his morale gets boosted.
Last time I spoke to you about the FIFA Under 17 World Cup and recently I got to see the suggestions that have come pouring in. And these days I have noticed that a conducive atmosphere for Football can be seen in the whole country. Many people are taking an initiative to form their own teams. I have received thousands of suggestions on the NarendraModi Mobile App. Maybe many people don’t play the game themselves, but hundreds of thousands of young Indians have displayed such keen interest in the sport, this by itself was a very delightful experience for me. We all know the bond that India has with Cricket, but I saw the same passion for Football as well, and this by itself heralds a very positive signal for the future. For all the selected candidates for the Rio Olympics, and for our favourite sportspersons, we should create a cheerful and positive atmosphere. We should not judge everything in terms of victory and defeat. India should be known in the world for its spirit of sportsmanship. I appeal to my countrymen to contribute their bit in creating an atmosphere that boosts the spirits and enthusiasm of our athletes.
In the last week or so, results have been pouring in from all over the country…. and I am not talking about election results… I am talking about those students who slogged for the entire year, those of 10th and 12th Class. It is clear that our daughters are marching ahead triumphantly. It is a matter of joy. To those who have succeeded in these exams, I extend my congratulations and felicitations. And those who were not able to succeed, I would like to tell them once again that there is a lot to do in life. Life does not get stuck if we do not get results according to our expectations. We should live with hope, we should move ahead with confidence.
But I have been confronted with a new type of question, about which earlier I had never given a thought. I’ve received one email on MyGov.in site, which drew my attention. One Mr. Gaurav, Gaurav Patel of Madhya Pradesh writes that in the M.P. Board exam he has secured 89.33% marks. Reading this I felt elated. But in his continued narration, he tells us his tale of woes. Gaurav Patel says that Sir, afte securing 89.33% marks when I reached home, I was thinking that I would be congratulated by my family and friends, I would be applauded. But I was amazed when everybody in the house, friends and my teachers said the same thing, “Oh Dear, if your had secured just 4 more marks, you would have made it to 90%”. So it seems that my family, my friends, my teachers, nobody was pleased with my 89.33% marks. Everyone was lamenting that I missed my 90% by four marks. Now I’m perplexed and don’t know how to handle the situation. Is this all to life. Was what I did not good enough? Did I not prove myself? I don’t know but I feel a burden on my heart and mind.
Gaurav, I have read your letter very carefully. And I feel that perhaps this pain is not just yours; like you there are many lakhs and crores of other students who share the same pain. Because nowadays there is a trend that instead of finding satisfaction in what we have achieved, we tend to express our dissatisfaction in not achieving unrealistic goals. This is another form of negativity. We can never guide society towards the path of satisfaction if we always find dissatisfaction in everything. It would have been better if your family members, your class mates and your friends had appreciated your 89.33%. Then you would have felt motivated enough to do a lot more. I would like to urge guardians, parents and people all around, to please accept, welcome and express your satisfaction over your children’s results, and motivate them to surge ahead in life. Else, it might happen that a day will come when he brings 100% marks and you will say that, “you have got 100 percent! But still, had you done something more, it would have been better!” There is a limit to everything and that should be accepted.
Santosh Giri Goswami has written to me from Jodhpur something similar, almost along the same lines. He says that the people around him just don’t accept the results. They say that you should have done something better. There was a poem I had read long ago. I don’t remember the complete poem. The poet had written something like this – “I painted a picture of my anguish on the canvas of life. And when it was exhibited, almost all the visiting people commented that it needed some touching up. Someone said, ‘yellow here would have been better in place of blue.’ Someone said, ‘This line would have been better situated there instead of here.’ I wish some odd visitor had also shed a tear or two over the picture of my anguish.” I don’t remember if these were the exact words of the poem, as I read this poem way back. But nobody was able to grasp the pain depicted in that picture; everyone just spoke of touching it up.
Santosh Giriji, you have the same problem that Gaurav has. And there must be crores of students like you. You have the burden on yourself of fulfilling the expectations of millions of others. All that I would like to say to you is that in such a situation, don’t lose your balance. Everyone expresses their expectations; just keep listening, but stick to your point and make an effort to do something even better. But if you are not satisfied over what you have got, you will never be able to create something new. The strong foundation of one success becomes the foundation for another greater success. The dissatisfaction arising out of success never becomes a ladder to success; it guarantees failure. And so I would like to appeal that you should sing in celebration of the success that you have achieved. Possibilities of newer successes will arise out of success achieved earlier. I would like to appeal to parents, friends and neighbours that please don’t impose your expectations upon your children. And friends, does our life come to a standstill if we meet with failure sometimes. Sometimes one is not able to score good marks in exams, but he or she surges ahead in sports, or does well in music, or excels in the fine arts, or forges ahead in business. God has gifted each one of us with a unique talent. Please recognize your internal strength, build upon it and you will be able to march ahead. And this happens everywhere in life.
You must have heard of the musical instrument called santoor. There was a time when the santoor was associated with the folk music of the Kashmir valley. But it was Pandit Shiv Kumar (Sharma) whose magical touch transformed it into one of the prime musical instruments of the world. Shehnai once had a limited space in the world of music. It was mostly played at the threshold of the courts of emperors and kings. But Ustad Bismillah Khan’s mastery over the Shehnai made it one of the finest musical instruments in the world; it has now carved an identity of its own. And so you should stop worrying about what you have and how is that. Just concentrate on what you have and devote your utmost with that you are sure to reap handsome rewards.
My dear countrymen, sometimes I notice that the money that our poor families have to spend on their healthcare, throws their life off the track. It is true that while one has to spend little on preventing illness, the expenditure incurred on regaining health after you have fallen ill, is a lot more. Why can’t we lead life in such a way that we don’t ever fall sick and no financial burden falls upon the family. Cleanliness is one of the strongest protections from disease. The greatest service that can be rendered to the poor is by maintaining cleanliness. And the second thing that I constantly urge you to do is Yog. Some people also call it Yoga. 21st June is the International Day for Yog. People are not only attracted to Yog the world over, they have implicit faith in it and the whole world has embraced it. This is a priceless gift handed over to us by our ancestors, which we have given to the world. To the world which is filled with stress, Yog gives the power to lead a balanced life. Prevention is better than cure. A person practicing Yog, can easily have the achievements of staying healthy, maintaining balance, being richly endowed with a strong will power, nurturing supreme self confidence and to have concentration in every task one does. 21st June, International Yog Day is not just a mere event. It should spread wide, it should find a place in every person’s life. Each person should take 20-25-30 minutes out from his daily routine and spend it on practicing Yog. And for this, the International Yog day on 21st June gives us the inspiration. These collective occasions do become a reason for effecting positive change in an individual’s life. I do hope that on 21st June, wherever you may be, please take the initiative; you have a month with you. If you visit the website of the Government of India, the syllabus for this time, which ‘asanas’ you have to do, how one has to do them, all that has been described in it. Have a look at it. Do get these followed in your village, in your mohallas, in your city, in your school, in your institution, even in offices. Start it from now, one month in advance and you will be a participating partner on 21st June. I have read it several times that there are offices where on a regular basis, when they first meet in the morning, they begin with Yog and Pranayam and the efficiency of the entire office increases. The whole culture of the office gets transformed and the environment also undergoes a positive change. Can we make use of 21st June to bring Yog into our lives? Can we use it to bring Yog into our social life? Can we use it to bring Yog into our surroundings? I will be going this time to Chandigarh to participate in the programme on 21st June. I shall be doing Yog with the people of Chandigarh. You too must connect yourself with it when the whole world will be doing Yog on that day. I urge you all not to get left behind. Your staying healthy is very important to make India healthy.
My dear country men, through Mann Ki Baat, I connect with you regularly. I had given all of you a mobile number earlier, which you could use for listening to ‘Mann Ki Baat’ by giving a missed call on that number. But now we have made it a lot simpler. Now, to be able to listen to this programme, all you have to do is to dial just four digits. That four digit number is 1-9-2-2 . I repeat …One- Nine- Two -Two. By giving a missed call on this number, you will be able to listen to ‘Mann Ki Baat’ at any time, wherever you are and in any language of your choice.
My dear countrymen, Namaskar to all of you once again! Please don’t forget what I had said about water. You will remember it, won’t you? Okay! Thank You. Namaste!
મારા વ્હાલા દેશવાસીઓ, આપ સૌને નમસ્કાર..
રજાઓમાં દરેક જણ કેટલાય કાર્યક્રમ બનાવે છે. અને રજાઓમાં કેરીની પણ મોસમ હોય છે, એટલે એવું પણ મન થાય છે કે, કેરીની મજા લઇએ. અને કયારેક એવું પણ મન થાય છે કે, બપોરે થોડો સમય ઊંઘવાની તક મળી જાય તો સારૂં. પરંતુ આ વખતની ભયંકર ગરમીએ ચારે બાજુ બધી મજા બગાડી નાખી છે. દેશમાં તેની ચિંતા થવાનું બહુ સ્વાભાવિક છે, અને તેમાં પણ જયારે સતત દુષ્કાળ પડે છે ત્યારે જળસંગ્રહનાં જે સ્થળો હોય છે તે પણ ઓછાં થઇ જાય છે. કોઇકોઇ વાર દબાણના કારણે કાંપના ભરાવાના કારણે પાણીની આવકનો જે પ્રવાહ હોય છે તેમાં અવરોધોના કારણે જળાશયોમાં પોતાની ક્ષમતા કરતાં ઓછું પાણી એકઠું થાય છે. દુષ્કાળના સામના માટે પાણીના સંકટથી રાહત માટે સરકારો પોતાના પ્રયાસો કરે એ તો ખરૂં જ. પરંતુ મે જોયું છે કે, નાગરિકો પણ બહુ સારા પ્રયાસો કરે છે. કેટલાંય ગામોમાં જાગૃતિ જોવા મળે છે અને પાણીનું મૂલ્ય શું છે એ તો જેમણે પાણીની તકલીફ સહી હોય છે તે જ જાણે છે. અને એટલે જ એવા સ્થળે પાણીની બાબતમાં એક સંવેદનશીલતા પણ હોય છે તથા કંઇને કંઇક કરવાની સક્રિયતા પણ હોય છે. થોડા દિવસ પહેલાં મને કોઇકે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના એહમદનગર જિલ્લાની હિવરે બાજાર ગ્રામપંચાયત અને ત્યાંના ગ્રામજનોએ, પાણીને ગામના એક ખૂબ મોટા સંવેદનશીલ પ્રશ્નના રૂપમાં લઇને ઉકેલ્યો છે. જળસંચય કરવાનું ઇચ્છનારાં તો કેટલાં ગામ મળી જાય છે, પરંતુ તેમણે તો ખેડૂતો સાથે ચર્ચા વિચારણા કરીને પાક પદ્ધતિ જ બદલી નાખી છે. જે પાક સૌથી વધુ પાણીનો ઉપયોગ કરતા હતા, પછી એ શેરડી હોય, કેળાં હોય, એવા પાકોની ખેતી છોડવાનો નિર્ણય કર્યો છે. સાંભળવામાં આ બાબત બહુ સહેલી લાગે છે, પરંતુ તે એટલું સહેલું નથી. સૌએ સાથે મળીને કેટલો મોટો સંકલ્પ કર્યો હશે. ? ! કોઇ કારખાનેદાર પાણીનો વધારે ઉપયોગ કરતા હોય તેને કહીએ કે તમે કારખાનું બંધ કરી દો, કારણ કે, તમે વધારે પાણી વાપરો છો, તો પરિણામ શું આવસે તે આપ જાણો છો. પરંતુ જુઓ તો ખરા, આ મારા ખેડૂત ભાઇઓને ! તેમને લાગ્યું કે ભાઇ, શેરડી ઘણું પાણી લે છે. તો શેરડી છોડો. તેઓએ શેરડી છોડી દીધી. અને જેમાં પાણીની ઓછામાં ઓછી જરૂર પડે છે તેવા બાગાયત અને શાકભાજીની ખેતી પર જ બધા ચાલ્યા ગયા. તેઓએ ફુવારા, ડ્રીપ ઇરિગેશન-ટપકસિંચાઇ, વરસાદી પાણીનો સંગ્રહ, જળસંચય, એટલી બધી પહેલ કરી છે કે, આજે તે ગામ પાણીના સંકટનો સામનો કરવા માટે પોતાની જ તાકાત પર ઉભું થઇ ગયું છે. ઠીક છે, હું ભલે એક નાના એવા હિવરે બાજાર ગામની વાત કરૂં છું. પરંતુ એવાં કેટલાંય ગામો હશે. હું એવાં તમામ ગ્રામવાસીઓને પણ તેમના આ ઉત્તમ કામ માટે ખૂબખૂબ ધન્યવાદ આપું છું.
મને કોઇએ જણાવ્યું કે, મધ્યપ્રદેશમાં દેવાસ જિલ્લામાં એક ગોરવા ગ્રામ પંચાયત છે. આ પંચાયતે પ્રયત્નો કરીને ખેત તલાવડીઓ બનાવવાનું અભિયાન ચલાવ્યું. લગભગ 27 ખેતતલાવડીઓ બનાવી અને તેના કારણે જમીનમાંના પાણીની સપાટીમાં વધારો થયો, પાણીનાં તળ ઊંચાં આવ્યાં. પાકને જયારે પણ પાણીની જરૂર પડી, પાણી મળ્યું અને તેઓની ઉપરછલ્લી ગણતરી જણાવી કે તેમના ખેતઉત્પાદનમાં લગભગ 20 ટકાનો વધારો થયો. આમ પાણી તો બચ્યું જ બચ્યું, પરંતુ જયારે પાણીનું તળ ઉપર આવે છે તો પાણીની ગુણવત્તામાં પણ મોટો સુધારો થાય છે. અને દુનિયામાં એવું કહેવાય છે કે, શુદ્ધ પીવાનું પાણી કુલ રાષ્ટ્રીય ઉત્પાદનનું કારણ બને છે. આરોગ્યનું કારણ તો બને છે જ. કોઇકોઇ વાર તો લાગે છે કે, ભારત સરકારે જયારે ટ્રેન દ્વારા લાતુરને પાણી પહોંચાડ્યું, તે દુનિયા માટે એક સમાચાર બની ગયા. એ વાત ખરી છે કે, જે ઝડપે રેલવેએ આ કામ કર્યું એ અભિનંદનને પાત્ર છે, પરંતુ પેલા ગામવાળા પણ એટલા જ અભિનંદનને પાત્ર છે. હું તો કહીશ, રેલવે કરતાં પણ વધુ અભિનંદનને પાત્ર છે. પરંતુ એવી અનેક યોજનાઓ કે જે નાગરિકો દ્વારા ચાલે છે. તે કયારેય સામી નથી આવતી. સરકારની સારી બાબતો તો કોઇકોઇ વાર સામે આવી પણ જાય છે, પરંતુ કયારેક આપણે આપણી આજુબાજુ જોઇશું તો ધ્યાનમાં આવશે કે દુષ્કાળની સામે લોકો કેવી કેવી રીતે, નવી નવી રીતો – પદ્ધતિઓથી સમસ્યાના ઉકેલનો પ્રયાસ કરતા રહે છે.
માણસનો સ્વભાવ છે, ભલેને કેટલીયે મુશ્કેલીઓ વચ્ચેથી પસાર થતો હોય, પરંતુ કયાંયથી કોઇ સારા સમાચાર આવી જાય છે. તો જાણે પૂરૂં સંકટ દુર થઇ ગયું હોય એવો અનુભવ કરે છે. આ વર્ષે વરસાદ 106 ટકાથી 110 ટકા થવાની સંભાવનાની જાણકારી જયારથી જાહેર થઇ છે, જાણે એક બહુ મોટો શાંતિનો સંદેશ આવી ગયો હોય તેમ લાગે છે. હજી તો વરસાદ આવવાને વાર છે, પણ સારા વરસાદના સમાચાર પણ એક નવી ચેતના લઇ આવ્યા. પરંતુ મારા વ્હાલા દેશવાસીઓ… સારો વરસાદ થશે એ સમાચાર જેટલો આનંદ આપે છે, તેટલી જ આપણા બધાં માટે એક તક પણ આપે છે, એક પડકાર પણ ફેંકે છે. શું આપણે ગામેગામ પાણી બચાવવા માટે, અત્યારથી જ એક અભિયાન ચલાવી શકીએ છીએ ? ખેડૂતોને માટીની જરૂર પડે છે. ખેતરમાં તે પાક ઉગાડવામાં કામ આવે છે. આ વખતે આપણે ગામનાં તળાવોમાંથી માટી કાઢીને ખેતરોમાં કેમ ના લઇ જઇએ ? તેનાથી ખેતરની જમીન પણ સારી થશે અને તળાવોની જળસંગ્રહ ક્ષમતા પણ વધી જશે. કયારેક સિમેન્ટની થેલીઓમાં, કયારેય ખાતરની ખાલી થેલીઓમાં, પથરા અને માટી ભરીને જયાંથી પાણી આવવાનો માર્ગ છે તે પાણીને રોકી શકાય કે નહીં ? પાંચ દિવસ પાણી રોકાશે, સાત દિવસ પાણી રોકાશે, તો પાણી જમીનમાં ઉતરશે. તો જમીનમાં પાણીનાં તળ ઉંચાં આવશે. આપણા કૂવાઓમાં પાણી આવશે. જેટલું બની શકે તેટલું પાણી રોકવું જોઇએ. વરસાદનું પાણી, ગામનું પાણી ગામમાં રહેશે. આપણે જો સંકલ્પ કરીને, કંઇક ને કંઇક કરીએ તો સામૂહિક પ્રયત્નોથી આ સંભવ છે. તો આજ ભલે પાણીનું સંકટ હોય, દુષ્કાળની સ્થિતિ હોય, પરંતુ આગામી મહિના દોઢ મહિનાનો આપણી પાસે સમય છે. અને હું તો હંમેશા કહું છું, કયારેય આપણે પોરબંદર મહાત્મા ગાંધીના જન્મસ્થાન પર જઇએ તો ત્યાં જે અલગઅલગ સ્થાન આપણે જોઇએ છીએ તેમાં એક જગ્યા એ પણ જોવા જેવી છે કે, વરસાદનું પાણી બચાવવા માટે ઘરની નીચે કેવા પ્રકારના બસો બસો વર્ષ જૂના ટાંકા બનાવેલા છે અને તેમાં પાણી કેટલું શુદ્ધ રહે છે.
કોઇ શ્રીમાન કુમારકૃષ્ણા છે, તેમણે માય ગોવ પર લખ્યું છે અને એક પ્રકારે જિજ્ઞાસા પણ વ્યકત કરી છે. તેઓ કહે છે કે શું આપણી હયાતિમાં ગંગાસફાઇનું અભિયાન કયારેય સંભવ થશે ખરૂં ? તેમની ચિંતા બહુ સ્વાભાવિક છે. કેમ કે, લગભગ 30 વરસથી આ કામ ચાલી રહ્યું છે. કેટલીયે સરકારો આવી, ઘણી યોજનાઓ બની, ઢગલાબંધ ખર્ચ પણ થયો, એટલે તેના કારણે ભાઇ કુમારકૃષ્ણા જેવા દેશના કરોડો લોકોના મનમાં આ સવાલ ઉભો થવો બહુ સ્વાભાવિક છે. જે લોકો ધાર્મિક આસ્થાવાળા છે, તેમના માટે ગંગા મોક્ષદાયિની છે. આ મહાત્મ્યને તો હું સ્વીકાર કરીશ જ, પરંતુ તેનાથી વધારે મને લાગે છે કે, ગંગા જીવનદાયિની છે. ગંગાથી આપણને રોટી મળે છે. ગંગાથી આપણને રોજી મળે છે. ગંગાથી આપણને જીવવાની એક નવી તાકાત મળે છે. જેમ ગંગા વહે છે તેમ દેશની આર્થિક પ્રવૃત્તિઓને પણ એક નવો વેગ આપે છે. એક ભગીરથે આપણે ગંગા તો લાવીને આપી, પરંતુ બચાવવા માટે કરોડો કરોડો ભગીરથોની જરૂર છે. લોકભાગીદારી વિના આ કામ સફળ થઇ શકે જ નહીં. અને એટલા માટે આપણે બધાંએ, સફાઇ માટે, સ્વચ્છતા માટે, પરિવર્તનના પ્રતિનિધિ બનવું પડશે, વારેવારે વાતને દોહરાવવી પડશે, કહેવી પડશે. સરકાર તરફથી ઘણા બધા પ્રયાસો કરાઇ રહ્યા છે. ગંગાના કિનારે જે જે રાજયો આવેલાં છે, તે રાજયોનો પણ ભરપૂર સહયોગ લેવા પ્રયાસો થઇ રહ્યા છે. સામાજિક, સ્વૈચ્છિક સંગઠનોને પણ જોડવાનો પ્રયાસ થઇ રહ્યો છે. પટની સપાઇ અને ઔદ્યોગિક પ્રદૂષણ રોકવાના પણ અનેક પગલાં ભર્યાં છે. દરરોજ મોટા પ્રમાણમાં નાળાં વાટે ઘન કચરો વહીને ગંગાની અંદર ઠલવાય છે. આવો કચરો સાફ કરવા માટે વારાણસી, અલ્હાબાદ, કાનપુર, પટણા વગેરે સ્થાનો પર ટ્રેશ સ્કીમર પાણીમાં તરતાં તરતાં કચરો સાફ કરવાનું કામ કરે છે. બધી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને આ મશીનો પૂરાં પાડવામાં આવ્યા છે અને આગ્રહ કરાયો છે કે, તેમને સતત ચલાવે અને ત્યાંથી કચરો સાફ કરતા જાય. અને વીતેલા દિવસોમાં મને જણાવવામાં આવ્યું છે કે, ત્યાં બહુ સારી રીતે પ્રયાસ થાય છે. ત્યાં તો રોજનો ત્રણથી 11 ટન સુધી કચરો કાઢવામાં આવે છે. તો આ બાબત તો ખરી છે જ કે આટલા મોટા પ્રમાણમાં ગંદકી વધતી અટકી જ રહી છે. આગામી દિવસોમાં બીજાં સ્થાનો ઉપર પણ ટ્રેશ સ્કીમર ગોઠવવાની યોજના છે. અને તેના લાભનો ગંગા તથા યમુના તટના લોકોને જલદી અનુભવ પણ થશે. ઔદ્યોગિક પ્રદૂષણ પર નિયંત્રણ માટે પલ્પ એન્ડ પેપર, ડીસ્ટીલરી અને ખાંડ ઉદ્યોગ સાથે એક કાર્યયોજના તૈયાર થઇ ગઇ છે. કંઇક અંશે લાગુ થવાનું શરૂ પણ થઇ ગયું છે. તેનાં પણ સારાં પરિણામ આવશે એવું અત્યારે તો મને લાગી રહ્યું છે.
મને એ વાતની ખુશી છે કે, મને જણાવવામાં આવ્યું છે તે મુજબ ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશમાં જે ડીસ્ટીલરી માંથી જે કચરો નીકળતો હતો તે કેટલાક અધિકારીઓએ મને જણાવ્યા અનુસાર સ્હેજ પણ પ્રવાહી સ્વરૂપે ન નીકળે તે દિશામાં એમણે સફળતા મેળવી લીધી છે. પલ્પ એન્ડ પેપર ઉદ્યોગમાંથી જે કચરો અથવા બ્લેક લિકર નીકળવાનું લગભગ સંપૂર્ણપણે બંધ થઇ ગયું છે. આ બધા એ બાબતના સંકેત છે કે, આપણે યોગ્ય દિશામાં આગળ વધી રહ્યા છીએ અને જાગૃતિ પણ વધી છે. અને મેં જોયું છે કે, કેવળ ગંગા કિનારાના જ નહીં, દૂરસુદૂર દક્ષિણની પણ કોઇ વ્યકિત મળે છે તો ચોક્કસ કહે છે કે સાહેબ, ગંગા સફાઇ તો થશેને ? તો આ જ, જે જનસામાન્યની આસ્થા છે, તે ગંગા સફાઇમાં જરૂર સફળતા અપાવશે. ગંગા સ્વચ્છતા માટે લોકો દાન પણ આપી રહ્યાં છે. એક બહુ સારી રીતે આ વ્યવસ્થાને ચલાવાઇ રહી છે.
મારા વ્હાલા દેશવાસીઓ, આજે 24 એપ્રિલ છે. ભારતમાં તેને પંચાયતીરાજ દિવસના રૂપમાં મનાવવામાં આવે છે. આજના દિવસે આપણા દેશમાં પંચાયતીરાજ વ્યવસ્થાનો આરંભ થયો હતો. અને આજે ધીરેધીરે પૂરા દેશમાં પંચાયતીરાજ વ્યવસ્થા આપણી લોકતાંત્રિક રાજવ્યવસ્થાના એક મહત્વના એકમના રૂપમાં સફળતાપૂર્વક કામ કરી રહી છે.
14 એપ્રિલે બાબા સાહેબ આંબેડકરની 125મી જયંતિ આપણે ઉજવી રહ્યા હતા. અને આજે 24 એપ્રિલે પંચાયતીરાજ દિવસ મનાવી રહ્યા છીએ. આ એક એવો સુભગ સંયોગ હતો કે જે મહાપુરૂષે આપણને ભારતનું બંધારણ આપ્યું, તેમના જન્મદિવસથી લઇને 24 તારીખ, કે જે બંધારણની સૌથી મજબૂત કડી છે, તે આપણું ગામ – એમ બન્નેને જોડવાની પ્રેરણા આપે છે. અને એટલા માટે રાજય સરકારોના સહયોગથી ભારત સરકારે 14 એપ્રિલથી 24 એપ્રિલ, 10 દિવસ ગ્રામોદયથી ભારતોદય અભિયાન ચલાવ્યું. 14 એપ્રિલે, બાબાસાહેબ આંબેડરજીના જન્મદિવસે, મને બાબાસાહેબ આંબેડકરના જન્મસ્થાન મહૂ જવાની તક મળી તે મારૂં સૌભાગ્ય હતું. તે પવિત્ર ધરતીને નમન કરવાની મને તક મળી. અને આજે 24 તારીખે હું ઝારખંડમાં કે જયાં આપણા અધિકત્તમ આદિવાસી ભાઇઓ-બહેનો રહે છે તે પ્રદેશમાં જઇને પંચાયતીરાજ દિવસ મનાવવાનો છું. અને બપોરે 3 વાગ્યે ફરી એકવાર પંચાયતીરાજ દિવસ નિમિત્તે હું દેશની બધી પંચાયતો સાથે વાતચીત કરવાનો છું. આ અભિયાને જાગૃતિનું એક બહુ મોટું કામ કર્યું છે. હિંદુસ્તાનના દરેક ખૂણામાં ગામના સ્તરે લોકતાંત્રિક સંસ્થાઓ કેવી રીતે મજબૂત બને ?
ગામ પોતે જ કેવી રીતે સ્વનિર્ભર બને ? ગામ પોતે જ પોતાના વિકાસની યોજના કેવી રીતે બનાવે ? આંતરમાળખાનું પણ મહત્વ હોય, સામાજિક માળખાનું પણ મહત્વ હોય. ગામમાં બાળકો ભણવાનું અધવચ્ચે છોડી ના દે, “બેટી બચાવો, બેટી ભણાવો” અભિયાન સફળતાપૂર્વક ચાલે. દીકરીનો જન્મદિવસ ગામનો મહોત્સવ બનવો જોઇએ. કેટલીયે એવી યોજનાઓ છે. કેટલાંક ગામોમાં તો ભોજન દાનના કાર્યક્રમો થયા. હિન્દુસ્તાનના આટલાં બધાં ગામોમાં કદાચ એક સાથે આટલા વિવિધ કાર્યક્રમો 10 દિવસ ચાલ્યા હોય એવું બહુ ઓછી વાર બને છે. હું બધી રાજય સરકારોને, ગામોના સરપંચોને આ બાબત માટે અભિનંદન આપું છું. આપે ખૂબ જ મૌલિક રીતે, નવિનતા સાથે આ પૂરા મોકાને ગામની ભલાઇ માટે, ગામના વિકાસ માટે, લોકતંત્રની મજબૂતાઇ માટેના એક મોકામાં પરિવર્તિત કર્યો. ગામોમાં જે જાગૃતિ આવી છે, તે જ તો ભારત ઉદયની ગેરંટી છે. ભારત ઉદયનો આધાર ગ્રામ ઉદય જ છે અને એટલા માટે ગ્રામ ઉદય ઉપર આપણે બધાં જોર આપતાં રહીશું તો ઇચ્છિત પરિણામ મેળવીને જ રહીશું. મુંબઇથી શર્મિલા ઘારપૂરે, આપે મને ફોન કોલ પર આપની ચિંતા વ્યકત કરી છે.
“પ્રધાનમંત્રી નમસ્કાર ! હું મુંબઇથી શર્મિલા ઘારપુરે બોલું છું. શાળા કોલેજોમાં શિક્ષણ વિષે મારો આપને એક સવાલ છે. છેલ્લાં ઘણાં વર્ષોથી શિક્ષણ ક્ષેત્રે સુધારાની જરૂર જોવા મળી છે. જેમ કે, પૂરતી શાળાઓ અથવા કોલેજો ન હોવી કે પછી શિક્ષણમાં ગુણવત્તા ન હોવી. એવું જોવા મળે છે કે, બાળકો પોતાનું શિક્ષણ પૂરૂંયે કરી લે છે, તો પણ તેમને મોટાભાગે પાયાની બાબતો વિષે ખબર નથી હોતી. તેના લીધે આપણાં બાળકો દુનિયાની દોડમાં પાછળ રહી જાય છે. આ વિષે આપના શા વિચારો છે અને આપ આ ક્ષેત્રે કેવી રીતે તેમાં સુધારો લાવવા ઇચ્છો છો, તેના વિષે કૃપા કરીને અમને જણાવશો”. ધન્યવાદ.
આ ચિંતા બહુ સ્વાભાવિક છે. આજે દરેક પરિવારમાં મા-બાપનું જો કોઇ પહેલું સપનું રહેતું હોય, તો તે બાળકોના સારા શિક્ષણનું રહે છે. ઘર, ગાડી, બધાંનો પછી વિચાર આવે છે. અને ભારત જેવા દેશ માટે જન મનની આ જે ભાવના છે તે બહુ મોટી તાકાત છે. બાળકોને ભણાવવાં અને સારૂં ભણાવવું સારૂં શિક્ષણ મળે તેની ચિંતા થવી હજી વધવી જોઇએ. અને વધુ જાગૃતિ આવવી જોઇએ. અને હું માનું છું કે, જે પરિવારોમાં આ જાગૃતિ હોય છે, તેની અસર શાળાઓ ઉપર પણ પડે છે. શિક્ષકો ઉપર પણ પડે છે. અને બાળક પણ જાગૃત થતું જાય છે કે, હું શાળામાં આ કામ માટે જાઉં છું. અને એટલા માટે હું બધા વાલીઓને, મા-બાપને સૌથી પહેલાં એ આગ્રહ કરીશ કે શાળામાં થઇ રહેલી પ્રવૃત્તિઓ વિષે બાળક સાથે વિસ્તારપૂર્વક સમય આપીને વાતો કરે. અને જો કોઇ વાત ધ્યાનમાં આવે તો જાતે શાળામાં જઇને શિક્ષકો સાથે વાત કરે. આ જે તકેદારી છે, તે પણ આપણી શિક્ષણ વ્યવસ્થામાંથી કેટલીયે બુરાઇઓને ઓછી કરી શકે છે. અને લોકભાગીદારીથી તો આ ચોક્કસ થવાનું જ છે. આપણા દેશમાં બધી સરકારોએ શિક્ષણ ઉપર ભાર મૂક્યો છે. અને દરેક સરકારે પોત-પોતાની રીતે પ્રયાસો પણ કર્યા છે. અને એ પણ સાચું છે કે, સારા એવા સમય સુધી આપણું ધ્યાન એ બાબત પર જ રહયું કે શિક્ષણ સંસ્થાઓ ઉભી થાય, શિક્ષણ વ્યવસ્થાનો વિસ્તાર થાય. શાળાઓ બને, કોલેજો બને, શિક્ષકોની ભરતી થાય, વધુમાં વધુ બાળકો શાળાએ આવે. તો એક રીતે, શિક્ષણને ચારે તરફ ફેલાવવાનો પ્રયાસ એ પ્રાથમિકતા રહી. અને તે જરૂરી પણ હતું. પરંતુ હવે જેટલું મહત્વ ફેલાવાનું છે તેનાથી પણ વધુ મોટું મહત્વ આપણા શિક્ષણમાં સુધારાનું છે. વિસ્તરણનું એક બહુ મોટું કામ આપણે કરી ચૂક્યા છીએ. હવે આપણે ગુણવત્તાયુક્ત શિક્ષણ પર ધ્યાન કેન્દ્રીય કરવું જ પડશે. સાક્ષરતા અભિયાનથી હવે સારૂં શિક્ષણ એ આપણી પ્રાથમિકતા બનાવવી પડશે. અત્યાર સુધી ગણતરી ખર્ચની થતી હતી, હવે આપણે ઉત્પન્ન શું થયું તેના પર ધ્યાન કેન્દ્રીત કરવું પડશે. અત્યાર સુધી શાળામાં કેટલા આવ્યા તેના પર જોર આપતા હતા, જવે શાળાકરણથી વધારે શીખવવા પર આપણે જોર આપવું પડસે. પ્રવેશ, પ્રવેશ, પ્રવેશ – મંત્ર સતત ગુંજતો રહ્યો, પરંતુ હવે જે બાળકો શાળામાં પહોંચી ગયાં છે, તેમને સારૂં શિક્ષણ, યોગ્ય શિક્ષણ, તેના પર જ આપણે ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. વર્તમાન સરકારનું અંદાજપત્ર પણ તમે જોયું હશે. સારા શિક્ષણ પર ભાર આપવાનો પ્રયાસ થઇ રહ્યો છે. એ વાત ખરી છે કે, બહુ લાંબી મઝલ કાપવાની છે. પરંતુ જો આપણે સવાસો કરોડ દેશવાસીઓ નક્કી કરીએ, તો આ લાંબી મઝલ પણ કપાઇ શકે છે. પરંતુ શર્મિલાજીની વાત સાચી છે કે, આપણામાં ધરમૂળથી સુધારો લાવવાની જરૂર છે.
આ વખતે અંદાજપત્રમાં તમે જોયું હશે કે, ચીલો ચાતરીને કામ કરવામાં આવ્યું છે. અંદાજપત્રમાં, દસ સરકારી યુનિવર્સિટી અને દસ ખાનગી યુનિવર્સિટીઓને સરકારી બંધનોથી મુક્તિ આપવા માટે અને પડકારરૂપ માર્ગ પર આવવા માટે તેમને કહ્યું છે કે, આવો, આપ સૌથી ટોચની યુનિવર્સીટી બનવા માટે શું કરવા ઇચ્છો છો તે જણાવો. તેઓને પૂરી આઝાદી આપવાના આશયથી આ યોજના ઘડવામાં આવી છે. ભારતની યુનિવર્સિટીઓ પણ વૈશ્વિક સ્પર્ધા કરનારી યુનિવર્સીટી બની શકે છે. બનાવવી પણ જોઇએ.. તેની સાથેસાથે જેટલું મહત્વ શિક્ષણનું છે, તેટલું જ મહત્વ કૌશલ્યનું છે. તે જ રીતે શિક્ષણમાં ટેકનોલોજી પણ ખૂબ મોટી ભૂમિકા ભજવશે. દૂર અંતર શિક્ષણ અને ટેકનોલોજી આપણા શિક્ષણને સરળ પણ બનાવશે. અને બહુ નજીકના ભવિષ્યમાં તેનાં પરિણામો નજરે ચડશે તેવો મને વિશ્વાસ છે.
ઘણા લાંબા વખતથી લોકો મને એક વિષય પર પૂછતાં રહે છે. કેટલાક લોકો વેબપોર્ટલ માય ગોવ પર લખે છે. કેટલાક લોકો મને નરેન્દ્ર મોદી એપ્પ પર લખે છે, અને મોટાભાગના આ નવયુવાનો લખે છે.
“પ્રધાનમંત્રી નમસ્કાર ! હું મોના કર્ણવાલ બોલું છું. બિજનૌરથી.. આજના યુગમાં યુવાનો માટે અભ્યાસની સાથે સાથે ખેલકૂદનું પણ ઘણું મહત્વ છે. તેમનામાં સંઘભાવના હોવી જોઇએ અને સારા નેતા હોવાનો ગુણ પણ હોવો જોઇએ. જેથી તેમનો સર્વાંગી વિકાસ થાય. આ હું મારા પોતાના અનુભવથી કહી રહી છું. કારણ કે, હું પોતે પણ ભારતની સ્કાઉટ એન્ડ ગાઇડમાં રહી ચૂકી છું. અને તેની મારા જીવનમાં બહુ સારી અસર પડી છે. હું ઇચ્છું છું કે, આપ વધુમાં વધુ યુવાનોને પ્રોત્સાહિત કરો. હું ઇચ્છું છું કે, સરકાર પણ વધુમાં વધુ એન.સી.સી., એન.એસ.એન., અને ભારત સ્કાઉટ એન્ડ ગાઇડ્સને પ્રોસ્તાહિત કરે.
તમે લોકો મને આટલાં સૂચનો મોકલતાં રહેતાં હતાં. તો એક દિવસ મને પણ થયું કે, હું આપ લોકોની સાથે વાત કરૂં, તે પહેલાં હું બધાં સાતે વાતચીત કરૂં. તો આપલોકોનું જ દબાણ હતું, તમારા જ લોકોના સૂચનો હતાં. તેનું પરિણામ એ આવ્યું કે મેં હજી હમણાં જ આવી એક મીટીંગ બોલાવી. જેમાં એનસીસીના વડા હતા, એનએસએસના વડા હતા, સ્કાઉટ એન્ડ ગાઇડ્સના વડા હતા, રેડક્રોસના હતા, નહેરૂ યુવા કેન્દ્રના હતા. અને મેં જયારે તેમને પૂછયું કે, પહેલા કયારે ભેગા મળ્યા હતા ? તો તેઓએ કહ્યું કે, ના-ના ભાઇ, અમારી તો દેશ આઝાદ થયા પછી આ પ્રકારની પહેલી મીટીંગ યોજાઇ છે. તો સૌ પહેલાં તો હું તે યુવા મિત્રોને અભિનંદન આપું છું કે, જેમણે મને દબાણ કર્યું. આ બધાં કામોની બાબતમાં અને તેનું જ આ પરિણામ છે કે, મેં મીટીંગ બોલાવી. અને મને લાગે છે કે, હું બધાંને મળ્યો તે સારૂં થયું. બહુ સંકલનની જરૂર જણાઇ મને. પોત-પોતાની રીતે ઘણું બધું થઇ રહયું છે. પરંતુ તો સામૂહિકરૂપે, સંગઠિત થઇને આપણા જુદાજુદા પ્રકારના સંગઠનો કામ કરે. તો કેટલું મોટું પરિણામ આપી શકે છે. !! અને કેટલો બહોળો તેમનો ફેલાવો છે. !! કેટલા પરિવારો સુધી તેમની પહોંચ છે. !! તેમનો વ્યાપ જોઇને મને તો બહુ મોટી ધરપત થઇ. અને તેમનો ઉમંગ પણ ઘણો હતો. કંઇકને કંઇક કરવું હતું. અને એ વાત પણ સાચી છે કે, હું પોતે તો એનસીસીનો કેડેટ રહી ચૂક્યો છું. એટલે મને ખબર છે કે, આવાં સંગઠનો દ્વારા એક નવી દ્રષ્ટિ મળે છે. પ્રેરણા મળે છે. એક રાષ્ટ્રીય દ્રષ્ટિકોણ પાંગરે છે. મને તો બાળપણમાં જ તે લાભ મળ્યો છે જ અને હું એ પણ માનું છું કે, આ સંગઠનોનાં એક નવો પ્રાણ પૂરવો જોઇએ, નવી તાકાત સિંચવી જોઇએ. આ વખતે મેં તેમની સામે કેટલાક વિષય રાખેલા છે. મેં તેમને કહ્યું છે કે, ભાઇ, આ મોસમમાં જળસંચયનું બહુ મોટું કામ આપણા યુવાનો, બધા સંગઠનો કેમ ના કરે ? ! આપણે લોકો પ્રયાસ કરીને કેટલા તાલુકા, કેટલા જિલ્લામાં ખુલ્લામાં શૌચક્રિયા બંધ કરાવી શકીએ ? ! ઓપન ડીફેકશન ફ્રી કેવી રીતે કરી શકીએ ? ! દેશને જોડવા માટે એવા કયા કયા કાર્યક્રમોની રચના કરી શકીએ ? ! આપણાં બધાં સંગઠનોનાં સર્વસામાન્ય યુવા-ગીત શું હોઇ શકે ? ઘણીબધી વાતો તેઓની સાથે થઇ છે.
હું આજે આપને પણ આગ્રહ કરૂં છું, આપ પણ મને જણાવો, એકદમ ચોક્કસ સૂચન કરો કે, આપણાં અનેક યુવા સંગઠનો ચાલે છે. તેમની કાર્યશૈલી, કાર્યક્રમમાં કઇ કઇ નવી બાબતો જોડી શકીએ ? મારા નરેન્દ્ર મોદી એપ્પ પર તમે લખશો, તો હું યોગ્ય જગ્યાએ પહોંચાડી દઇશ. અને હું માનું છું કે, આ મીટીંગ પછી તેમનામાં સારી એવી ગતિ આવશે. આવું મને તો લાગી રહ્યું છે અને આપને પણ તેની સાથે જોડાવાનું મન થશે. એવી સ્થિતિ તો બની જ જશે.
મારા વ્હાલા દેશવાસીઓ, આજે આપણને બધાંને વિચારવા માટે મજબૂર કરે એવી વાત મારે તમને કહેવી છે. હું તેને આપણને લોકોને હચમચાવી દેનારી વાતના રૂપમાં પણ જોઉં છું. તમે જોયું હશે કે, આપણા દેશની રાજનૈતિક સ્થિતિ એવી છે કે, પાછલી કેટલીયે ચૂંટણીઓમાં એ બાબતની ચર્ચા થયા કરતી હતી કે, કયો પક્ષ ગેસના કેટલા સિલિન્ડર આપશે ? 12 બાટલા કે 9 બાટલા ? ચૂંટણીનો આ બહુ મોટો મુદ્દો બની રહેતો હતો. અને દરેક રાજકીય પક્ષને લાગતું હતું કે, મધ્યમવર્ગના સમાજ સુધી જો ચૂંટણીની દ્રષ્ટિએ પહોંચવું હોય તો ગેસના બાટલાનો બહુ મોટો મુદ્દો છે. બીજી તરફ અર્થશાસ્ત્રીઓ દબાણ કરતા રહેતા હતા કે, સબસીડી ઓછી કરો. અને તેના કારણે અનેક સમિતિઓ બેસતી હતી, જેમાં ગેસની સબસીડી ઘટાડવાની બહુ મોટી દરખાસ્તો આવતી હતી, સૂચનો આવતાં હતાં. આ સમિતિઓ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થતો હતો. પરંતુ વાત ત્યાંની ત્યાં જ રહી જતી હતી. આ અનુભવ બધાંનો છે. પરંતુ તેની બહાર કયારેય વિચારમાં ન્હોતું આવ્યું.
મારા દેશવાસીઓ, આજે આપ સૌને મારો હિસાબ આપતાં મને આનંદ થાય છે કે, મેં ત્રીજો જ માર્ગ અપનાવ્યો. અને તે માર્ગ હતો જનતા જનાર્દન પર ભરોસો મૂકવાનો. કોઇકોઇ વાર અમારે રાજનેતાઓએ પોતાની જાત કરતાં પોતાનાંનો ભરોસો કરવો જોઇએ. મેં જનતા જનાર્દન પર ભરોસો મૂકીને એમ જ વાતવાતમાં કહ્યું હતું કે, જો તમે વરસના પંદરસો બે હજાર રૂપિયાના ખર્ચનો બોજો સહન કરી શકો છો, તો તમે ગેસ સબસીડી શા માટે છોડી નથી દેતા ? કોઇ ગરીબને કામ આવશે. મેં એમ જ વાત કરી હતી. પરંતુ આજ હું ભારે ગર્વથી કહી શકું છું. મને ગર્વ થઇ રહ્યો છે. મારા દેશવાસીઓ પર. એક કરોડ પરિવારોએ સ્વેચ્છાએ પોતાની ગેસ સબસીડી પરત સોંપી દીધી. અને આ એક કરોડ પરિવાર અમીર નથી. હું જોઇ રહ્યો છું, કોઇ નિવૃત્ત શિક્ષક છે, નિવૃત્ત કલાર્ક, કોઇ ખેડૂત, કોઇ નાની એવી દુકાન ચલાવનાર, એવા મધ્યમવર્ગ, નિમ્ન મધ્યમવર્ગના પરિવારો છે. જેમણે સબસીડી છોડી છે. બીજી વિશેષતા જૂઓ કે, સબસીડી છોડવા માટે મોબાઇલ ફોનની એપથી કરી શકતા હતા. ઓનલાઇન કરી શકતા હતા. ટેલીફોન પર મિસ્ડ કોલ કરીને છોડી શકતા હતા, ઘણી રીતો હતો. પરંતુ ગણતરી કરી તો ખબર પડી કે, આ એક કરોડ પરિવારોમાં 80 ટકાથી વધુ એ લોકો હતા, જે પોતે વિતરકને ત્યાં ખુદ ગયા, કતારમાં ઉભા રહ્યા અને લેખિતમાં આપીને તેમણે પોતાની સબસીડી જતી કરી.
મારા વ્હાલા દેશવાસીઓ, નાની બાબત નથી. સરકાર જો કોઇ વેરામાં થોડી અમથી છૂટ આપી દે તો અઠવાડિયા સુધી ટી.વી. અને છાપાંમાં તે સરકારની વાહ વાહ જોવા સાંભળવા મળે છે. એક કરોડ પરિવારઓએ સબસીડી છોડી દીધી અને આપણા દેશમાં સબસીડી એક પ્રકારનો હક્ક બની ગઇ છે તે જતી કરી, હું સૌથી પહેલાં તે એક કરોડ પરિવારોને શત શત નમન કરૂં છું. તેમને અભિનંદન આપું છું. કારણ કે, તેમણે રાજનેતાઓને નવી રીતે વિચારવાને મજબૂર કર્યા છે. આ એક ઘટનાએ દેશના અર્થશાસ્ત્રીઓને પણ નવી રીતે વિચારવા મજબૂર કરી દીધા છે. અને દુનિયાના અર્થવેતાઓને પણ આમ થશે તો તેમ થશે, આમ કરીશું તો તેમ પરિણામ આવશે, આ રીતે જે આર્થિક સમીકરણો બનાવે છે. તેમના માટે પણ તેમના વિચારોની હદ બહારની આ ઘટના છે. આના વિષે કયારેક ને કયારેક વિચારવું પડશે. એક કરોડ પરિવારો દ્વારા સબસીડી છોડવી એટલે, બદલામાં કરોડો ગરીબ પરિવારોને ગેસ સિલિન્ડર મળવો. એક કરોડ પરિવારો દ્વારા સબસીડી જતી કરવાથી જે રૂપિયાની બચત થશે તે બાહ્ય દ્રષ્ટિથી બહુ સામાન્ય બાબત છે. અસામાન્ય બાબત એ છે કે, જનતા પર ભરોસો રાખીને કામ કરીએ, તો કેટલી મોટી સિદ્ધિ મળે છે.!! હું ખાસ કરીને પૂરા રાજકારણી વર્ગને આજે આગ્રહપૂર્વક કહેવા માંગુ છું કે, આપણે દરેક જગ્યાએ જનતા પર ભરોસો મૂકનારી એક વાત જરૂર કરીએ. તમે કદિ વિચાર્યું પણ નહીં હોય કે, આવું પરિણામ આપણને મળશે. અને આપણે આ દિશામાં જવું જોઇએ. અને મને પણ સતત એવું લાગતું રહે છે. જેમ કે, મારા મનમાં થયું કે આ વર્ગ 3 અને 4 ના ઇન્ટરવ્યૂ શા માટે લેવાના ભાઇ ? જે પોતાની પરીક્ષા આપીને માર્કસ મોકલી રહ્યો છે, તેના પર ભરોસો મૂકો. કોઇ વાર તો મને એવું પણ લાગે છે કે, આપણે કયારેક જાહેર કરીએ કે, આજે રેલવેનો પેલો જે રૂટ છે તેમાં કોઇ ટિકિટ ચેકર નહીં રહે. જૂઓ તો ખરા, દેશની જનતા પર આપણે ભરોસો મૂકીએ, ઘણા બધા પ્રયોગો કરી શકીએ છીએ. દેશની જનતા પર આપણે એકવાર ભરોસો મૂકીએ તો અપ્રતિમ પરિણામ મળી શકે છે. ખેર, આ તો મારા મનના વિચારો છે. તેનો કોઇ સરકારનો નિયમ તો ન જ બનાવી શકીએ. પરંતુ વાતાવરણ તો બનાવી શકીએ છીએ. અને આ વાતાવરણ કોઇ રાજનેતા નથી બનાવી રહ્યા. દેશના એક કરોડ પરિવારોએ બનાવી દીધું છે.
રવિ નામના કોઇ સજ્જને મને પત્ર લખ્યો છે. – દરરોજ સારા સમાચાર – તેઓ લખે છે કે, કૃપા કરીની તમારા અધિકારીઓને કહો કે દરરોજ કોઇ એક સારી ઘટના વિષે પોસ્ટ કરે. દરેક અખબાર અને ન્યૂઝ ચેનલમાં દરેક બ્રેકીંગ ન્યૂઝ ખરાબ સમાચાર જ હોય છે. શું સવાસો કરોડની વસ્તીવાળા દેશમાં આપણી આસપાસ કશુંય સારૂં થતું જ નથી ? કૃપા કરી આ પરિસ્થિતિ બદલો. રવિજીએ ભારે ગુસ્સો વ્યકત કર્યો છે. જો કે હું માનું છું કે, કદાચ તેઓ મારા ઉપર ગુસ્સો નથી કરી રહ્યા, પરિસ્થિતિ પર ગુસ્સો કરી રહ્યા છે. તમને યાદ હશે, ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે.અબ્દુલ કલામ હંમેશાં એ વાત કહેતા હતા કે, છાપાના પહેલા પાના પર કેવળ હકારાત્મક સમાચારો જ છાપો. તેઓ સતત આ વાત કહેતા રહેતા હતા. થોડા દિવસ પહેલાં એક અખબારે મને પત્ર પણ લખ્યો હતો. તેમણે કહ્યું હતું કે, અમે નક્કી કહ્યું છે કે, સોમવારે અમે એક પણ નકારાત્મક સમાચાર નહીં આપીએ. હકારાત્મક સમાચાર જ આપીશું. હાલના દિવસોમાં મેં જોયું છે, કેટલીક ટી.વી. ચેનલ ખાસ સમય નક્કી કરીને હકારાત્મક સમાચાર આપી રહી છે. !! એટલે એ તો ખરૂં છે જ કે હાલમાં હકારાત્મક સમાચારોનું વાતાવરણ બન્યું છે. અને હરકોઇને લાગી રહ્યું છે કે, યોગ્ય સમાચાર, સારા સમાચાર લોકોને મળતા રહે, એક વાત તો ખરી છે જ કે, મોટામાં મોટી વ્યકિત પણ ઉત્તમમાં ઉત્તમ વાત, સારામાં સારા શબ્દોમાં, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ રીતે જણાવશે તેનો જેટલો પ્રભાવ હોય છે. તેનાથી વધારે પ્રભાવ કોઇ સારા સમાચારનો હોય છે. સારા સમાચાર સારૂં કરવાની પ્રેરણાનું સૌથી મોટું કારણ બને છે. આમ એ તો ખરૂં છે જ કે જેટલું આપણે સારાપણાને બળ આપીશું એટચલી આપોઆપ બુરાઇઓ માટે જગ્યા ઓછી રહેશે. જો દીવો પ્રગટાવીશું તો અંધારૂં દૂર થશે, થશે ને થશે જ. અને એટલા માટે આપને કદાચ જાણ હશે. સરકાર દ્વારા એક વેબસાઇટ ચલાવવામાં આવે છે. ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા તેના પર સકારાત્મક સમાચાર હોય છે. અને માત્ર સરકારના જ નહીં, જનતાના પણ હોય છે, અને આ એક એવું પોર્ટલ છે કે, તમે પણ તમારા કોઇ સારા સમાચાર હોય તો તેમાં તેને મોકલી શકો છો. તમે પણ તેમાં યોગદાન આપી શકો છો. રવિજી આપે સારૂં સૂચન કર્યું છે. પરંતુ કૃપા કરીને મારા પર ગુસ્સો ના કરશો. આપણે સૌ મળીને સકારાત્મક કરવાનો પ્રયાસ કરીએ. હકારાત્મક બોલવાનો પ્રયાસ કરીએ. હકારાત્મક પહોંચાડવાનો પ્રયાસ કરીએ.
આપણા દેશની વિશેષતા છે – કુંભમેળો. કુંભમેલો પ્રવાસનના આકર્ષનું કેન્દ્ર પણ બની શકે છે. દુનિયાના બહુ ઓછા લોકોને જાણ હશે કે, આટલા બધા લાંબા સમય સુધી નદીના તટ પર કરોડો કરોડો લોકો આવે. શાંતચિત્તે, શાંતિપૂર્ણ વાતાવરણમાં અવસર સંપન્ન થાય. આ ઘટનાઓ પોતે જ સંયોજનની દ્રષ્ટિએ, ઇવેન્ટ મેનેજમેન્ટની દ્રષ્ટિએ, લોકભાગીદારીની દ્રષ્ટિએ બહુ મોટા ધોરણો સિદ્ધ કરનારી હોય છે. છેલ્લા બે દિવસથી હું જોઇ રહ્યો છું કે, કેટલાય લોકો સિંહસ્થ કુંભની તસવીરો અપલોડ કરી રહ્યા છે. હું ઇચ્છીશ કે, ભારત સરકારનો પ્રવાસનવિભાગ, રાજય સરકારનો પ્રવાસન વિભાગ તેની સ્પર્ધા કરે. ફોટો સ્પર્ધા, અને લોકોને કહે કે સુંદરમાં સુંદર ફોટો પાડીને આપ અપલોડ કરો. કેવું એકદમથી વાતાવરણ સર્જાઇ જશે અને લોકોને પણ જાણ થશે કે કુંભમેળાના ખૂણેખૂણામાં કેટલી વિવિધતાઓથી ભરેલી બાબતો થઇ રહી છે. તો જરૂર આ કરી શકાય છે. જૂઓ, એ વાત ખરી છે, મને વચ્ચે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મળ્યા હતા. તેઓ કહેતા હતા કે, અમે સ્વચ્છતા પર વિશેષ જોર આપ્યું છે. અને કેવળ ત્યાં જ સ્વચ્છતા રહે એવું નહીં. ત્યાંથી લોકો સ્વચ્છતાનો સંદેશ પણ લઇને જાય. હું માનું છું , આ કુંભમેળો ભલે ધાર્મિક-આધ્યાત્મિક મેળો હોય, પરંતુ આપણે તેને એક સામાજિક તક પણ બનાવી શકીએ છીએ. સંસ્કારની તક પણ બનાવી શકીએ છીએ. ત્યાંથી સારા સંકલ્પ, સુટેવો, લઇને ગામેગામ પહોંચાડવાનું એક કારણ પણ બની શકે છે. આ કુંભમેળાથી પાણી પ્રત્યેનો પ્રેમ કેવી રીતે વધે, પાણી પ્રત્યેની આસ્થા કેવી રીતે વધે, જળસંચયનો સંદેશ આપવામાં કેવી રીતે આ કુંભમેળાનો પણ ઉપયોગ કરી શકીએ છીએ, તે આપણે કરવું જોઇએ.
મારા વ્હાલા દેશવાસીઓ, પંચાયતીરાજના આ મહત્વપૂર્ણ દિવસ નિમિત્તે સાંજે તો હું આપને ફરીએકવાર મળવાનો જ છું. આપ સૌને કૂબ ખૂબ ધન્યવાદ. અને હર-હંમેશની જેમ આપના મનની વાતે મારા મનની વાત સાથે એક અતૂટ નાતો જોડ્યો છે. તેનો મને આનંદ છે. ફરી એક વાર ખૂબ ખૂબ ધન્યવાદ…
My Dear Fellow Citizens,
Let me begin by wishing ‘Namaskar’ to all of you. Today, the world over, Christians are observing Easter. I extend my warmest greetings to everybody on the occasion of Easter.
Some of my young friends must be busy with their examinations. Some of them must have gotten over with their examinations by now. For those of you who still have examinations, it must be a testing time with exams on one hand and T-20 Cricket World Cup on the other. I am sure you are eagerly waiting for the match between India and Australia this evening.
Some days ago India won two fine matches against Pakistan and Bangladesh. We are seeing a fine momentum building up in this T-20 Cricket World Cup. Today, as India and Australia get ready to play, I convey my best wishes to both the teams.
With the young comprising 65% of our population, there should be no reason why we should be absent from the world of sports. This won’t do. We need to usher revolutionary changes in sports. We can see that happening in India. As with Cricket, there’s now increasing interest in Football, Hockey, Tennis, and Kabaddi.
You must have come to know that India will be hosting the FIFA Under-17 World Cup next year. Twenty-four teams from all over the world are coming to play in our country. The Indian Football team won the gold medal at the Asian Games in 1951 and 1962, and came fourth in the 1956 Olympics. Unfortunately, over the decades we have slipped from there to the lowest rungs. Today our ranking in FIFA is so low that I feel reluctant even to mention it.
On the other hand, I have been noticing that interest in Football among the youth in India has been rising – be it the English Premier League, Spanish League or the Indian Super League matches. Young Indians take time out to get the latest information on these matches and watch them on television. What I mean to say is, given this rising popular interest in Football and the opportunity of hosting FIFA Under-17 World Cup, shall we just play the role of a host and fulfil our responsibility? Or will we use the opportunity to our advantage to promote sports?
We should create an atmosphere of Football, Football, Football all around for this whole year – in schools, colleges, indeed, all over India. Our youth, the children in our schools, should be drenched in sweat just playing Football. If that happens, we shall have real fun playing the host. So, all of us should make the effort to ensure Football reaches every village, street and alley. Between now and the FIFA Under-17 World Cup in 2017, we should infuse a spirit of enthusiasm in the youth. One advantage of playing the host for this event is that a whole lot of infrastructure will get created with addition of sports facilities. But I personally shall be happy when we are able to link every youth of our country to this game.
Friends, I would like to hear your views on how best to use the 2017 FIFA Under-17 World Cup to our advantage. How should this event be? What kind of programmes should we organise the whole year to help the event gain momentum? How should it be publicised? What improvements do we need to make? How can we increase the interest of our youth in sports through the 2017 FIFA under-17 World Cup? How can we introduce an element of competitiveness in governments, educational institutes and social organisations to associate with the game?
We can see all this happening in relation to cricket; we should now try to bring these elements in relation to other sports disciplines as well. The FIFA event offers us a unique opportunity to do so. Can you send me your suggestions on how best to use that opportunity? I view the FIFA event as a great opportunity to establish India as a brand at a global level. I consider this to be an opportunity to let the world know of India’s youth power – not in the sense of winning or losing a match. In the run-up to and preparation for the 2017 FIFA event, we can harness and display our many strengths; while doing so, we can do image-branding for India as well.
I look forward to your suggestions on the 2017 FIFA Under-17 World Cup which you can send me through NarendraModiApp. Do let me know what should be the logo and the slogans. How should we propagate this throughout India? What should the songs be like? What should be in the souvenirs? Think about it friends. I would like every youth of mine to become an ambassador for the 2017 FIFA Under-17 World Cup. You should robustly participate in this event. It’s a golden chance to build India’s image.
My dear students, you must have thought of travelling to places during your holidays. There are very few people who go abroad; most people visit places within their own states for a week or so. Some people also go outside their states. Last time too, I had requested all of you to upload photographs of the places you visit. And I have noticed that the kind of work which our Department of Tourism, our Department of Culture, State Governments and the Government of India can’t do, that kind of work has been accomplished by millions and millions of Indian tourists. Photos of such magnificent places were uploaded that it was truly a delight to view them.
We have to take this task forward. Do it this time as well. But this time, along with a photo, please write and send a small piece about the place, thus displaying your creative prowess. One gets to learn a lot by visiting new places. Things we can’t learn in a classroom, within our family, from our friends, sometimes we can learn those things by travelling. We get to experience something fresh with each new place we visit – we learn about people, their languages, foods and lifestyles. Someone has rightly said that “A traveller without observation is a bird without wings”. “If you have a desire to truly view, you should also develop an insight.” India is full of diversities. Once you set out to see the country, for the rest of your life you will keep seeing new things and still never get enough of it. I have been fortunate that I had a lot of opportunities to travel. When I was neither Chief Minister nor Prime Minster, and I was young like you, I travelled a lot. Perhaps there isn’t a district in India which I have not visited.
Travel plays a very strong role in shaping our lives. These days the youth of India are being driven by a spirit of adventure and curiosity. Unlike before, they don’t want to go to the same old places or tread the oft beaten track. They want to do something new, see something new. I see this as a good sign. Our youth should be bold. They should be brave. They should have the courage to set foot on places where no one has been before.
In this context, I would like to specially congratulate Coal India. Western Coalfields Limited at Savaner near Nagpur, where there are coal mines, has developed an Eco-friendly Mine-Tourism Circuit. Generally we don’t think of coal mines as places to be visited. When we see pictures of miners, we wonder what it must be like out there. We even have a saying, “Coal blackens your hands”, hence people tend to stay away from coal mines. But Western Coalfields Limited has made these same coal mines a destination for tourism. This is only the beginning, but already nearly 10,000 people have visited this Eco-friendly Mine-tourism site at Savaner near Nagpur. This in itself gives us an opportunity to see something new.
I hope that when you set out on a journey during the coming holidays you can contribute something to cleanliness too. There is greater awareness about cleanliness and people are making an effort to keep tourism destinations litter-free. Both tourists and local residents of these places are contributing to it. Maybe it is not being done in a very scientific way, but it is being done. Can you too, being a tourist, lay stress on cleanliness at tourist destinations? I am confident that our youth will definitely help me in this task.
Tourism is a sector that provides maximum employment. Even the poorest person gets a chance to earn from tourism. When tourists visit a place, even the not-so-well-off among them spend money. Rich tourists are bound to spend more money. There are many employment opportunities created by tourism. India lags far behind in tourism when compared to the world. But if we, 125 crore Indians, decide that we have to give importance to our tourism sector, we can attract the world. We can draw a very large number of tourists to our side. Through this we can provide new employment opportunities to several million young people in India. Be it the government, institutions, society, citizens – we all have to come together to make this happen. Come, let’s make an endeavour in this direction.
My dear young friends, I don’t like it when holidays are just frittered away. You too should think along these lines. Will you let your holidays during the most important years of your life slip away just like that? I will give you something to ponder upon. Can you resolve to add one skill, one special attribute to your personality, during your holidays? If you don’t know how to swim, can you resolve to learn swimming during the holidays? If you don’t know how to cycle, can you resolve to learn cycling during the holidays? Or you could tell yourself, “I type with just two fingers on the keyboard, so shouldn’t I learn proper way of typing?” There are so many skills to develop our personality. Why not learn them? Why not overcome some of our shortcomings? Why not add to our strengths? Do give it a thought.
It is not like you need lots of classes, a great trainer, hefty fees or a big budget for this. You can find something around you. Let’s say you decide to make the ‘best’ out of ‘waste’. Just look for some waste material and start creating something from it. You will enjoy it. By the time evening falls, you will marvel at what you have created from that rubbish. Suppose you are fond of painting and you don’t know how to paint. Just start painting and gradually you will get better at it. You must spend your holidays on building your personality by developing some new talent, acquiring some new skill. There can be countless areas where you could do so; it is not as if these are confined to only the ones that I am spelling out for you. This will help you in carving out your own identity and raising your self-confidence tremendously. Just try it for yourself. When you return to school or college and tell your classmates about what you learned during the holidays, and when your friends find that they have not learned anything new, they will realise that they wasted their time. They will admire you, “You are a very determined man, my friend, you have accomplished something concrete.” This will perhaps become a big thing among friends. I am confident that you will surely do it and, yes, do share with me what you have learned.
This time a lot of suggestions have come for Mann Ki Baat on www.mygov.in: –
Sound Byte- “My name is Abhi Chaturvedi. Namaste dear Prime Minister, you had said during the last summer holidays that even birds feel the summer heat so we should fill a bowl with water and place it in the balcony or the terrace so that the birds can come to have water. I did this and enjoyed it and in this way I made friends with a lot of birds. I request you to repeat this task in Mann Ki Baat. Thank You.”
My dear fellow citizens, I would like to express my gratitude to this little boy Abhi. He called me up and reminded me of what I had said. Frankly, I had forgotten about it. And I did not have it in my mind that I would say something on this topic, but Abhi has reminded me that last year I had asked you to put an earthen bowl filled with water for the birds.
Friends, I want to thank this boy Abhi Chaturvedi. He has reminded me of a good deed by calling me. Last summer I had remembered it and asked you to put water in earthen bowls for the birds during summers. Abhi has told me that he has been doing this for a whole year and many birds have now become his friends. The great Hindi poetess Mahadevi Verma used to love birds. She wrote this in one of her poems, “We shall not let you fly far way, we shall fill the courtyard with grains and fill the tank with sweet and cool water…” Come, let us also do what Mahadevi Ji used to do. I greet Abhi and thank him for reminding me of this very important thing.
Shilpa Kukke from Mysore has raised a very humane issue. She says milkmen, newspaper vendors, postmen come close to our homes. Sometimes utensil hawkers and cloth sellers too pass by our homes. Have we ever offered them some drinking water during the summer days? Have we ever given them water to drink? Shilpa, I am very grateful to you that you have articulated something so sensitive in so simple a manner. It is a small gesture but when the postman comes and we offer him water, he will feel good. Of course, it is a part of our nature in India. But I am glad, Shilpa, that you have observed these things.
My dear farmer brothers and sisters, you must have repeatedly heard the term – Digital India. Some people feel that Digital India is to do with the world of the youth in our cities. No, it’s not like that. You will be happy to learn that a ‘Kisan Suvidha App’ has been launched to serve your interests. If you download this ‘Kisan Suvidha App’ on your mobile phone, you will receive a lot of information related to agriculture and weather at your fingertips. There are many topics on this App, such as what is the state of the market, what is the position of the wholesale market, which crops are doing well these days, which are the appropriate pesticides. Not just this. There is a button on the App which will connect you directly with agricultural scientists and link you with the experts. If you pose a question to them, they will reply to it; they will explain things to you. I hope that my farmer brothers and sisters will download the ‘Kisan Suvidha App’ on their mobile phones. Why don’t you have a look at this gift for you and give it a try to see if something in it is of use to you? If you feel it lacks in anything then you can complain to me also.
My dear farmer brothers and sisters, summer is holiday time for the rest of the people, but for you it is the time to sweat it out even more. A farmer waits for the rains. Before that, he puts in his life and soul to get his field ready so that not even a single drop of rain water goes waste. For farmers, the season just before onset of farming is of utmost importance. We will have to give a thought to what will happen if there’s no water. Can we utilise this time to visit ponds, check the routes through which water flows into these ponds and spot the places where garbage or something else blocks the water from flowing, because of which reservoirs get depleted. Can we not remove the blockage and clean the inlets so that more water gets collected? If we manage to save and collect more water during the first rainfall and fill up our ponds, rivers and streams, then even if the rains fail later, our losses will be reduced. But this can be possible only when we conserve each and every drop of water.
You must have noticed that this time it has been decided to construct five lakh ponds and farm water reservoirs. Under MNREGA also a stress has been given to create assets for water conservation. Every village should save water. How can we save every drop of water during the coming rains? How do we begin an exercise to ensure that every drop of water in the village stays within the village? You should devise a plan and get connected with Government schemes so that we can start a people’s movement which will help us understand the importance of water. Then everyone can join in the campaign for water conservation. There must be many such villages in the country, many progressive farmers and many conscientious citizens who have already done this kind of work. But we still need to do much more in this direction.
My dear farmer brothers and sisters, a few days ago the Government of India had organised a very big Kisan Mela, ‘Farmers’ Fair’. There I saw the modern technology that is now available for farmers and how much change has come in agriculture. But we have to ensure that this technology reaches the fields. Now even the farmers have started saying the use of fertilisers should be curtailed. I welcome this. Excessive use of fertilisers has made our Mother Earth unwell. We are the children of our soil, so how can we watch our Mother Earth suffering? When we add spices and condiments while cooking our food, it adds to the taste. But if we add too much of even the best of the spices and condiments, then would one want to eat that food? The same food would taste so bad, isn’t it? The same thing happens with fertilisers as well.
No matter how good fertilisers may be, if we use them beyond a limit they will become the cause of ruination. There should be a balance in everything. This will reduce your expenses and you will end up saving money. Our stand is clear: Less Cost, More Output. Invest Less and Reap More. We should move forward with this ‘mantra’ and improve our agriculture sector by using scientific methods. I hope we will do, with full concentration, whatever is necessary for water conservation. We have a couple of months till the onset of monsoon. Do remember, the more we save water, the more the farmers will benefit and more lives will be saved.
My dear fellow citizens, the World Health Day is on 7th April. This year the theme of the World Health Day is ‘Beat Diabetes’. I call upon all of you to defeat Diabetes which plays host to so many diseases. Once it enters yours body, a whole lot of undesirable guests in the form of illnesses follow it. It is said that in 2014 India had about six and a half crore Diabetics. Diabetes was found to be the cause of death in three per cent of all deaths. Diabetes is of two types — Type 1 and Type 2. Type 1 is hereditary; if the parents have it, so shall their child. Type 2 is due to your habits, age and obesity. The world is worried about Diabetes and so it has been chosen as the theme for World Health Day on 7th April.
We all know that our lifestyle is the biggest cause for Diabetes. Physical labour is getting reduced. There is not a trace of sweat; there is just no walking around. Even if we play games, we play them online; very little happens offline. Can we not, drawing inspiration from this year’s World Health Day and its theme, do something to defeat Diabetes in our personal life? If you are interested in Yoga, then do Yoga. Or else, the least you can do is to go for a walk or a run. If every citizen of my country is healthy, then my country will be healthy. Sometimes we are reluctant to get our medical check-up done. When the condition worsens then only does it come to our notice that it is Diabetes to blame. What do you lose in getting a check-up done? Please get this much done at least. Everything is available and a check-up can be done easily. Please do be concerned about this.
On March 24th, the world observed Tuberculosis Day. When I was a child we would be scared by the very mention of the word TB. It would seem death was inevitable for anybody suffering from this dreaded disease. But now we are not scared of it because everybody knows TB is curable and can be easily cured. Paradoxically, when TB was linked to death we used to be duly afraid of it; but now that it is curable, we have become almost careless about it. Compared to the world, we still have a large number of TB patients. If we want to free ourselves and our country from TB, then we need correct treatment, we need complete treatment. If we leave the treatment mid-way, it can create new complications for us. Tuberculosis is one disease that even the neighbours can spot. “Oh look! You have a persistent cough and fever and you have lost weight. Go get it checked. You must have got TB.” This shows TB is one illness that can be detected fast.
My dear fellow citizens, there is a lot of work being done in this direction. There are more than 13,500 Microscopy Centres, more than four lakh DOTS providers, various advanced laboratories. And all these services are free. Please go and get a check-up done. This disease can be got rid of. All one needs is the correct treatment and the treatment must continue till the illness is gone completely. I would like to appeal to you all, whether it is TB or Diabetes, we have to conquer these. We have to eradicate these diseases from India. But this cannot happen with just the efforts of the government or by doctors or medicines till you don’t do something about it. So I call upon all of you today to defeat Diabetes and free ourselves from Tuberculosis.
My dear fellow citizens, a number of important occasions are coming up in April, especially on 14th of April which happens to be the birth anniversary of Baba Saheb Bhimrao Ambedkar. His 125th birth anniversary was celebrated all over the country. The five pilgrimage spots associated with him – Mhow, his birthplace; London, where he was educated, Nagpur, where he had his ‘Deeksha’; 26, Alipur Road, Delhi, where his soul left him for its heavenly abode; and the cremation ground in Mumbai where his last rites were performed. We are making a constant effort to develop these five pilgrimage spots. I am fortunate to get the chance to visit Mhow, the birthplace of our revered Baba Saheb Ambedkar, on 14th April this year. Baba Saheb has given us a lot to help shape us into ideal citizens. We can pay our best homage to him by following the path set by him and becoming good citizens.
In a few days from now, the new year of Vikram Samvat will begin. It is celebrated in different states in different forms. Some call it Nav Samvatsar, some call it Gudi Padva, some Varsh Pratipada, some Ugadi, but it holds importance in nearly all the states of India. My greetings to everybody on this auspicious occasion of New Year.
As you know and I had said it last time also, you can now listen to my Mann Ki Baat in about 20 languages whenever you wish to. You can choose your own convenient time to listen to it. You can listen to it on your own mobile handset. All you have to do is to give a missed call. I am happy to state that although it has been barely a month since this service was launched, 35 lakh people have availed of it. You too can note down the number. 81908-81908. I repeat – 81908-81908. Give a missed call on this number whenever it is convenient for you. Even if you wish to listen to any previous episode of Mann Ki Baat, you can listen to it in the language of your choice. I will be happy to remain connected with you.
My dear fellow citizens, my heartiest best wishes to you all. Many, many thanks.
મારા વ્હાલા દેશવાસીઓ,
નમસ્કાર, તમે રેડિયો પર મારી ‘મનની વાત’ સાંભળતા હશો. પરંતુ મગજમાં ચાલતું હશે, બાળકોની પરીક્ષા શરૂ થઇ રહી છે, કેટલાકની દસમા-બારમાની પરીક્ષા કદાચ પહેલી માર્ચથી શરૂ થઇ રહી છે. તો તમારા મગજમાં પણ આ જ ચાલતું હશે. હું પણ તમારી આ યાત્રામાં તમારી સાથે જોડાવા ઇચ્છું છું. તમને તમારા બાળકોની પરીક્ષાની જેટલી ચિંતા છે તેટલી જ ચિંતા મને પણ છે. પરંતુ જો આપણે પરીક્ષાને જોવાની આપણી રીત-રસમ બદલીએ તો કદાચ આપણે ચિંતામુક્ત પણ થઇ શકીએ.
મારી પાછલી ‘મનની વાત’માં મેં કહેલું કે તમે નરેન્દ્ર મોદી એપ પર તમારો અનુભવ, તમારા સૂચનો મને જરૂર મોકલો મને એ વાતનો આનંદ છે. શિક્ષકોએ, જેમની કારકિર્દી ખૂબ સફળ રહી છે તેવા વિદ્યાર્થીઓએ માતાપિતાએ, સમાજના કેટલાંક ચિંતકોએ ઘણીબધી વાતો મને લખીને મોકલી છે. બે વાતો તો મને સ્પર્શી ગઇ કે બધાં એ વિષયને બરાબર પકડ્યો છે. બીજી વાત, એટલી બધી હજારો યાત્રામાં ચીજો આવી કે હું માનું છું કે, કદાચ આ ખૂબ મહત્વપૂર્ણ વિષય છે. પરંતુ ઘણું ખરૂં આપણે પરીક્ષાના વિષયને શાળાના પરિસર સુધી છે. પરિવાર સુધી કે વિદ્યાર્થી સુધી સીમિત કરી દીધો છે. મારી એપ પર જે સૂચનો આવ્યા એનાથી તો લાગે છે કે, આ તો ખૂબ જ મહત્વનો વિષય છે. પૂરા રાષ્ટ્રમાં વિદ્યાર્થીઓના આ વિષયોની ચર્ચા સતત ચાલતી રહેવી જોઇએ.
આજે હું મારી આ ‘મનની વાત’માં વિશેષ રૂપે માતા-પિતા સાથે, પરીક્ષાર્થીઓની સાથે અને તેમના શિક્ષકોની સાથે વાતો કરવા ઇચ્છું છું. જે સાંભળ્યું છે, જે મેં વાંચ્યું છે, જે મને જણાવાયું છે, એમાંથી પણ કેટલીક વાતો કરીશ. મને જે લાગે છે એમાંથી પણ કેટલુંક ઉમેરીશ. પરંતુ મને વિશ્વાસ છે કે, જે વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાની છે એમના માટે મારી આ 25-30 મિનીટ ઘણી ઉપયોગ થશે, એવું મારૂં માનવું છે.
મારા વ્હાલા વિદ્યાર્થી મિત્રો, હું કંઇ કહું એ પહેલાં આજની ‘મનની વાત’નો ઉઘાડ આપણે વિશ્વના વેલ-નોન ઓપનરની સાથે કેમ ન કરીએ. જીવનમાં સફળતાના શિખરો સર કરવા માટે કઇ ચીજો એમને કામ લાગી, એમનો અનુભવ તમને જરૂર કામ લાગશે. ભારતના યુવાનોને જેના પ્રતિ ગૌરવ છે એવા ભારતરત્ન શ્રીમાન સચિન તેંડુલકર – એમણે જે સંદેશો મોકલ્યો છે, એ હું તમને સંભળાવવા ઇચ્છું છું…
“નમસ્કાર, હું સચિન તેડુંલકર બોલી રહ્યો છું, મને ખબર છે કે પરીક્ષા કેટલાક દિવસોમાં શરૂ થવાની છે. તમારામાંથી કેટલાક લોકો તણાવમાં રહેશો. મારો એક જ સંદેશ છે આપને, તમારાથી ઘણી અપેક્ષાઓ તમારા માતા-પિતા રાખશે, તમારા શિક્ષકો રાખશે. તમારા બીજા કુટુંબના સભ્યો રાખશે. મિત્રો રાખશે. જ્યાં પણ જશો, સૌ પૂછશે કે તમારી તૈયારીઓ કેવી ચાલી રહી છે. કેટલા ટકા તમે સ્કોર કરશો. એજ કહેવા ઈચ્છીશ હું કે તમે ખુદ પોતાના માટે એક લક્ષ્ય નક્કી કરજો, બીજાની અપેક્ષાઓના દબાણમાં ન આવતા. તમે મહેનત જરૂર કરજો, પણ એક વાસ્તવિક મેળવેલું લક્ષ્ય પોતાના માટે નક્કી કરો અને તે લક્ષ્યને મેળવવા માટે પ્રયત્ન કરજો. હું જ્યારે ક્રિકેટ રમતો હતો, તો મારાથી પણ ઘણી અપેક્ષાઓ રહેતી હતી. પાછલા 24 વર્ષમાં કેટલીય મુશ્કેલ ક્ષણો આવી અને ક્યારેક ક્યારેક ઘણી સારી ક્ષણો આવી, પરંતુ લોકોની અપેક્ષાઓ હંમેશા રહેતી હતી અને એ વધતી જ ગઈ, જેમ સમય પસાર થતો ગયો, અપેક્ષાઓ વધતી જ ગઈ. તો આના માટે મારે એક હલ શોધવો ખૂબ જરૂરી હતો. તો મેં વિચાર્યું કે હું ખૂદ અપેક્ષા રાખીશ અને પોતાના લક્ષ્યને પૂર્ણ કરીશ. પરંતુ એ મારા ખુદના લક્ષ્યને પૂર્ણ કરી રહ્યો છું અને તે પૂર્ણ કરી રહ્યો છું, તો હું જરૂર કંઈકને કંઈક સારી વસ્તુ દેશ માટે કરી રહ્યો છું. અને એ જ લક્ષ્ય હું હંમેશા મેળવવાનો પ્રયત્નો કરતો હતો. મારું ફોકસ રહેતું હતું બોલ પર અને લક્ષ્ય પોતાની મેળે ધીરે ધીરે હાંસલ થતાં ગયા. હું આપને એ જ કહીશ કે તમે, તમારા વિચારો હકારાત્મક હોવા ખૂબ જરૂરી છે. હકારાત્મક વિચારોને હકારાત્મક પરિણામ અનુસરશે. તો તમે હકારાત્મક જરૂર રહેજો અને ઉપરવાળો તમને જરૂરથી સારું પરિણામ આપે તેની મને પૂરી ખાતરી છે અને હું આપને પરીક્ષા માટે શુભેચ્છા પાઠવું છું. તણાવ રહિત જઈને પેપર લખો અને સારું પરિણામ મેળવો. ગુડલક.”
દોસ્તો, જોયું તેંડુલકરજી શું કહી રહ્યાં છે. આ અપેક્ષાઓના ભાર નીચે દબાઇ જવાનું નથી. તમારૂં ભવિષ્ય તમારે જ ઘડવાનું છે. તમે તમારી જાતે તમારૂં લક્ષ્ય નક્કી કરો. તમે જાતે જ તમારા ટારગેટ નક્કી કરો. – મુક્ત મનથી, મુક્ત વિચારથી, મુક્ત સામર્થ્યથી. મને વિશ્વાસ છે કે, સચિનજીની આ વાત તમને કામ લાગશે. અને આ વાત સાચી છે. પ્રતિસ્પર્ધા કેમ ? અનુસ્પર્ધા કેમ નહીં ? આપણે બીજા સાથે સ્પર્ધા કરવામાં પોતાનો સમય શા માટે બરબાદ કરીએ. આપણે જાત સાથે જ સ્પર્ધા કેમ ન કરીએ. આપણાં જ જૂના બધાં રેકોર્ડઝ તોડવાનું આપણે નક્કી કેમ ન કરીએ. તમે જૂઓ, તમને આગળ વધતાં કોઇ રોકી શકશે નહીં. અને તમારાં જ જૂના રેકોર્ડઝને જયારે તોડશો, ત્યારે તમને આનંદ માટે, સંતોષ માટે, કોઇની પાસે અપેક્ષા પણ નહીં રહે, ભીતરથી એક સંતોષ પ્રગટ થશે.
દોસ્તો પરીક્ષાને આંકડાઓની રમત ન માનો. કયાં પહોંચ્યા, કેટલે પહોંચ્યા એના હિસાબ-કિતાબમાં ફસાયેલાં ન રહો. જીવનને તો કોઇ મહાન ઉદ્દેશ સાથે જોડવું જોઇએ. સ્વપ્નોને લઇને ચાલવું જોઇએ. સંકલ્પબદ્ધ થવું જોઇએ. આ પરીક્ષાઓ તો આપણે સાચા જઇ રહ્યા છીએ કે નહીં તેનો હિસાબકિતાબ કરે છે, આપણી ગતિ બરાબર છે કે નહીં તેનો હિસાબ-કિતાબ કરે છે. અને એટલા માટે સપના જો વિશાળ, વિરાટ રહેશે તો પરીક્ષા એની મેળે જ એક આનંદોત્સવ બની જશે. દરેક પરીક્ષા આ મહાન ઉદ્દેશને પરિપૂર્ણ કરવા માટેનું એક પગલું હશે. દરેક સફળતા એ મહાન ઉદ્દેશને પામવાની ચાવી બની જશે. અને આ માટે આ વર્ષે શું થશે, આવી પરીક્ષામાં શું થશે, તેમાં સીમિત ન રહો. એક ખૂબ મોટા ઉદ્દેશને લઇને ચાલો અને એમાં કયારેક અપેક્ષાથી ઓછું પણ કશું રહી જાય તો નિરાશા નહીં આવે. અને વધારે તાકાતથી પ્રયત્નો કરવાની હિંમત આવશે.
હજારો લોકોએ મને મારી એપ પર મોબાઇલ ફોનથી નાનીનાની વાતો લખી છે. શ્રેય ગુપ્તાએ એ વાત પર ભાર મૂક્યો છે કે, સ્વસ્થ શરીરમાં જ સ્વસ્થ મન રહે છે. વિદ્યાર્થીઓ, તમારા અભ્યાસ સાથેસાથે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો. જેથી તમે પરીક્ષામાં સ્વસ્થાપૂર્વક સારી રીતે લખી શકો. હવે હું આજે છેલ્લા દિવસે એમ તો નહીં જ કહું કે તમે દંડબેઠક કરવાનું શરૂ કરી દો. અને ત્રણ કિલોમીટર, પાંચ કિલોમીટર દોડવા માટે જાવ. પરંતુ એક વાત સાચી છે કે ખાસ કરીને પરીક્ષાના દિવસોમાં તમારી દિન-ચર્યા કેવી છે. આપણા 365 દિવસ આપણી દિનચર્યા આપણાં સ્વપ્નો અને સંકલ્પોને અનૂરૂપ હોવી જોઇએ. શ્રીમાન પ્રભાકર રેડ્ડીજીની એક વાત સાથે હું સંમત છું, એમણે ખાસ આગ્રહ કર્યો છે કે, સમયસર સૂવું જોઇએ. અને સવારે વ્હેલાં ઉઠીને રીવીઝન કરવું જોઇએ. પરીક્ષાકેન્દ્ર પર પ્રવેશપત્ર અને બીજી વસ્તુઓ લઇને સમય કરતાં પહેલાં પહોંચી જવું જોઇએ. આ વાત પ્રભાકર રેડ્ડીજીએ કરી છે, હું કદાચ કહેવાની હિંમત ન કરૂં, કારણ કે, સુવા બાબતે હું થોડો ઉદાસીન છું. અને મારા ઘણા મિત્રો પણ મને ફરિયાદ કરતાં રહે છે કે તમે ખૂબ ઓછું સૂવો છો. આ મારી એક મર્યાદા છે. હું પણ એમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરીશ. પરંતુ હું એ સાથે સંમત જરૂર છું. સૂવાનો નિર્ધારિત સમય, ઊંડી ઊંઘ – એ એટલી જ મહત્વની છે, જેટલી તમારી દિવસભરની કામગીરી. અને આ શક્ય છે. હું નસીબદાર છું, મારી ઊંઘ ઓછી છે પણ ખૂબ ઊંડી ચોક્કસ છે અને આથી મારૂં કામ ચાલી પણ જાય છે. પરંતુ તમને તો હું આગ્રહ કરીશ. નહીંતર કેટલાંક લોકોને સુતાં પહેલાં ટેલિફોન પર લાંબી લાંબી વાતો કરવાની ટેવ હોય છે, અને એ પછી એ જ વિચાર ચાલતાં રહે છે, તો પછી ઊંઘ કયાંથી આવશે. અને જયારે હું સુવાની વાત કરૂં છું, તો એવું વિચારશો નહીં કે હું પરીક્ષા સમયે, સુવા માટે કહી રહ્યો છું. ગેરસમજ કરશો નહીં, હું પરીક્ષાના સમયે તો પરીક્ષા સારી રીતે આપવા માટે, તનાવ-મુક્ત અવસ્થા માટે તમને સુવાની વાત કરી રહ્યો છું., સુતા રહેવાની વાત નથી કરી રહ્યો. નહિંતર કયાંક એવું ન થાય કે માર્કસ ઓછા આવે અને મા પૂછે કે, બેટા, માર્કસ કેમ ઓછા આવ્યા તો કહી દો કે, મોદીજીએ સુવા માટે કહ્યું હતું એટલે હું તો સૂઇ ગયો હતો. આવું નહીં કરોને ! મને વિશ્વાસ છે કે નહીં કરો !
જીવનમાં શિસ્ત સફળતાઓની આધારશીલાને મજબૂત કરવાનું બહુ મોટું કારણ હોય છે. શિસ્તથી એ મજબૂત પાયો રચાય છે. અને જે અવ્યવસ્થિત હોય છે, શિસ્તબદ્ધ હોતાં નથી, સવારનું કામ સાંજે કરે છે, બપોરનું કામ મોડી રાત્રે કરે છે, એમને એવું તો લાગે છે કે, કામ થઇ ગયું, પરંતુ તેમની શકિતનો દૂર-વ્યય થાય છે. અને દરેક પળે તનાવ રહે છે. આપણા શરીરમાં પણ એકાદ અંગ, આપણા શરીરના એકાદ ભાગમાં પણ થોડીક તકલીફ થાય તો તમે જોયું હશે કે આખું શરીર સહજતાનો અનુભવ નથી કરતું. એટલું જ નહીં, આપણી દિન-ચર્યા પણ અસ્તવ્યસ્ત થઇ જાય છે. અને એટલા માટે કોઇ ચીજને આપણે નાની ન માનીએ. તમે જૂઓ, જે નિશ્ચિત છે એની સાથે સમજૂતિ કરવાની ટેવમાં તમારી જાત ફસાય નહી. નક્કી કરો, કરીને જુઓ.
દોસ્તો, કયારેક કયારેક મેં જોયું છે કે, જે વિદ્યાર્થીઓ પરીક્ષા માટે જાય છે, એમાં બે પ્રકારના વિદ્યાર્થીઓ હોય છે. એક, એણે શું વાંચ્યું છે, શું શીખ્યા છે, કઇ બાબતોમાં એની શકિત સારી છે. એ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. બીજા પ્રકારના વિદ્યાર્થીઓ હોય છે, યાર, ખબર નથી, કયા સવાલ આવશે, ખબર નહીં કેવા સવાલ આવશે, ખબર નહીં, પેપર અઘરૂં હશે કે સહેલું ? આ બે પ્રકારના વિદ્યાર્થીઓ તમે જોયા હશે. જેઓ કેવું પેપર આવશે તેની ચિંતામાં રહે છે એનો એમના પરિણામ પર નકારાત્મક પ્રભાવ પડે છે. જેઓ આત્મવિશ્વાસથી જાય છે. તેઓ, કંઇપણ આવે તો તેઓ પાર ઉતરે છે. આ વાતને મારાથી પણ સારી રીતે જો કોઇ કરી શકે તો, ચેકમેટ કરવામાં જેની માસ્ટરી છે અને દુનિયાના મોટા મોટા ખેલાડીઓને જેમણે ચેકમેટ કરી દીધા છે. તેવા ચેસના ચેમ્પીયન વિશ્વનાથન આનંદ એમના અનુભવ કહેશે. આવો, આ પરીક્ષામાં તમે ચેકમેટ કરવાની રીત એમની પાસેથી શીખી લો.
‘‘ હેલો, હું વિશ્વનાથન આનંદ, સૌપ્રથમ તમારી પરીક્ષા મટે શુભેચ્છાઓ પાઠવીને મારી વાતનો પ્રારંભ કરૂં. મેં આપેલી પરીક્ષાઓ અને એના અનુભવો વિશે હું થોડીક વાત કરીશ. પરીક્ષાઓ ને પછીથી જીવનમાં આવનાર સમસ્યાઓ જેવી લાગી છે. તમારે જરૂર છે પૂરતા આરામની, ગાઢ નિંદ્રાની, પૂરા ખોરાકની, અને સૌથી મહત્વની વસ્તુ તે મનની શાંતિ. આ બધુ ચેસની રમત સાથે ઘણું સામ્ય ધરાવે છે. જયારે તમે રમો છો ત્યારે તમે જાણતા નથી કે હવે ક્યું પ્યાદું આવશે, જેમ વર્ગમાં પણ તમે જાણતાં નથી કે પરીક્ષામાં કયો પ્રશ્ન પૂછાશે. જે તમે શાંત હો, સ્વસ્થ હો, અને પૂરતી નિંદ્રા લીધી હોય તો તમને સાચો જવાબ જે તે પળે મગજ આપશે. આથી શાંત રહો. તમારી જાત પર વધારે દબાણ ન આપો, વધારે પડતી અપેક્ષાઓ ન રાખો, એ ખૂબ મહત્વનું છે. તેને એક પડકારરૂપે જુઓ – વર્ષ દરમિયાન મને જે ભણાવાયું છે તે મને યાદ છે, હું સમસ્યાઓ ઉકેલી શકું છું. છેલ્લી મિનિટોમાં જે વિષયો તમને બરાબર યાદ ન હોય એવું લાગતું હોય, એમાંથી મહત્વની બાબતોમાંથી પસાર થાવ. કેટલીક વિગતો તમે શિક્ષક અથવા વિદ્યાર્થીઓ સાથે યાદ કરી શકો. જે તમને પરીક્ષામાં લખતી વેળાએ મદદરૂપ થશે. તમને મુશ્કેલ લાગતાં પ્રશ્નોનું તમે પુનરાવર્તન કરશો તો તે બધું તમારા મગજમાં તાજું હશે, અને પરીક્ષામાં તે વિશે તમે વધારે સારી રીતે લખી શકશો. આથી શાંત રહો, પૂરતી ગાઢ નિંદ્રા લો, અતિ વિશ્વાસમાં ન રાચો, અને જરીકે હતાશ ન થાવ, શરૂઆતમાં ભય લાગે પરંતુ આ પરીક્ષાઓ હું સફળતાપૂર્વક પાર કરી શક્યો છું. આથી જાતમાં પૂરો વિશ્વાસ રાખો. અને પરીક્ષાઓ માટે શુભેચ્છાઓ.’’
વિશ્વનાથન આનંદે ખરેખર ખૂબ જ મહત્વપૂર્ણ વાત કરી છે. અને તમે પણ જયારે એમને આંતરરાષ્ટ્રીય ચેસ રમતાં જોયાં હશે. કેટલી સ્વસ્થતાથી તેઓ બેઠેલા હોય છે, અને કેટલા ધ્યાનસ્થ હોય છે. એમની નજર પણ આમતેમ જતી નથી. કયારેક આપણે સાંભળતાં હતા ને, અર્જૂનના જીવનની ઘટના – એમની નજર કેવી પક્ષીની આંખ પર રહેતી હતી. બરાબર એમજ, વિશ્વનાથનને રમતાં જોઇએ છીએ ત્યારે એમની આંખો એકદમ, બિલકુલ ટાર્ગેટ પર રહે છે. અને એ અંદરની શાંતિની અભિવ્યકિત હોય છે. એ વાત સાચી છે કે કોઇના કહેવાથી અંદરની શાંતિ આવી જ જશે એ કહેવું મુશ્કેલ છે. પરંતુ પ્રયત્ન કરવો જોઇએ. હસતા હસતા કેમ ન કરીએ ? તમે જુઓ, હસતા રહેશો, પરીક્ષાના દિવસે પણ શાંતિ એને મેળે આવવા લાગશે. તમે મિત્રો સાથે વાત નથી કરી રહ્યાં અથવા એકલા ચાલી રહ્યાં છો. ઉદાસ ઉદાસ ચાલી રહ્યાં છો., ઢગલો પુસ્તકોને છેલ્લી ક્ષણોમાં ઉથલાવી રહ્યાં છો, તો, તો પછી તમારૂં મન શાંત નહીં થઇ શકે. હસો, ખૂબ હસતા ચાલો, મિત્રો સાથે જોક્સ કહેતાં ચાલો, તમે જુઓ, એની મેળે જ શાંતિનો માહોલ રચાઇ જશે. હું તમને એક નાની વાત સમજાવવા ઇચ્છું છું. તમે કલ્પાના કરો કે, એક તળાવ કાંઠે તમે ઉભા છો, અને તળાવમાં નીચે ખૂબ સુંદર ચીજો દેખાય છે. પરંતુ અચાનક કોઇ પાણીમાં પથ્થર ફેંકે અને પાણીમાં વમળ શરૂ થઇ જાય તો, તળાવમાં જે સુંદર ચીજો દેખાતી હતી તે શું દેખાશે ? જો પાણી શાંત હોય તો ચીજો ગમે તેટલી ઊંડે ભલે ન હોય, તે દેખાય છે. પરંતુ જો પાણી અશાંત હોય તો નીચે કંઇ જ દેખાતું નથી. તમારી અંદર પણ ઘણું બધું પડેલું છે. વર્ષભરની મહેનતનો ભંડાર ભરેલો પડ્યો છે. પરંતુ જો મન અશાંત હશે તો એ ખજાનો તમે જ શોધી નહીં શકો. અગર મન શાંત રહ્યું તો તમારો એ ખજાનો ઉભરાઇને તમારી સામે આવશે. અને તમારી પરીક્ષા એકદમ સરળ બની જશે.
હું મારી એક વાત જણાવું, હું કયારેક કયારેક કોઇ ભાષણ સાંભળવા જાઉં છું. અથવા તો સરકારમાં પણ કેટલાક વિષય એવા હોય છે જે હું જાણતો નથી. અને મારે ખૂબ એકાગ્ર થવું પડે છે. તો કયારેક કયારેક અત્યંત એકાગ્ર થઇને સમજવાનો પ્રયત્ન કરૂં છું તો અંદર એક તણાવ અનુભવાય છે. પછી મને લાગે છે, ના – ના થોડો હળવો થઇ જાઉં તો મને સારૂં લાગશે. તો મેં મારી જાતે જ મારી ટેકનિક વિકસાવી છે. થોડીવાર ઊંડા શ્વાસ લઇ લઉં છું. ત્રણવાર, પાંચવાર ઊંડા શ્વાસ લઉં છું. સમય તો ત્રીસ સેકન્ડ, ચાલીસ સેકન્ડ, પચાસ સેકન્ડ જાય છે. પરંતુ પછી મારૂં મન એકદમ શાંત થઇને ચીજોને સમજવા માટે તૈયાર થઇ જાય છે. શકય છે, આ મારો અનુભવ હોય, જે તમને પણ કામ આવી જશે.
રજત અગ્રવાલે એક સરસ વાત જણાવી છે. તેઓ મારી એપ પર લખે છે – આપણે રોજ ઓછામાં ઓછો અડધો કલાક મિત્રો સાથે, પરિવારજનો સાથે હળવાશ અનુભવીએ, ગપ્પા મારીએ આ ખૂબ મહત્વપૂર્ણ વાત રજતજીએ જણાવી છે, કારણ કે મોટેભાગે આપણે જોઇએ છીએ કે, આપણે જયારે પરીક્ષા આપીને આવીએ છીએ ત્યારે ગણવા માટે બેસી જઇએ છીએ કે કેટલું સાચું કર્યું કેટલું ખોટું. અગર ઘરમાં માતાપિતા પણ જો ભણેલા હોય, અને એમાંય જો માતાપિતા પણ શિક્ષક હોય તો તો પછી પૂરેપૂરૂં પેપર લખાવે છે. – બતાવો તમે શું લખ્યું, શું થયું ? સરવાળો કરતાં જાય છે. જુઓ, તમને ચાલીશ આવશે કે એંશી કે નેવું ! જે પરીક્ષા પતી ગઇ એમાં જ તમારૂં મગજ રચ્યું પચ્યું રહે છે. તમે પણ શું કરો છો, મિત્રો સાથે ફોન પર વાત કરો છો અરે, યાર આમાં તે શું લખ્યું ! અરે આમાં તારૂં કેવું ગયું ! સારૂં, તને શું લાગ્યું. યાર, મારે તો ગરબડ થઇ ગઇ. યાર, મેં તો ખોટું કરી દીધું. અરે, યાર મને તો આવડતું હતું પણ યાદ જ ન આવ્યું. આપણે એમાં જ ફસાઇ જઇએ છીએ. દોસ્તો, આવું ન કરો. પરીક્ષાના સમયે જે થઇ ગયું તે થઇ ગયું. પરિવારની સાથે અન્ય વિષયો પર ગપ્પા મારો, જૂની મજાક મસ્તીની વાતો યાદ કરો, કયારેક માતાપિતા સાથે કયાંક ગયા હોવ તો ત્યાંના દ્રશ્યોને યાદ કરો. એમાંથી બરાબર બહાર આવીને અડધો કલાક વિતાવો. રજતજીની વાત ખરેખર સમજવા જેવી છે.
મિત્રો, હું શું તમને શાંતિની વાત જણાવું ? આજે તમને પરીક્ષા આપતા પહેલાં એક એવી વ્યકિતએ તમારા માટે સંદેશો મોકલ્યો છે, તેઓ મૂળભૂત શિક્ષક છે ને આજ એક રીતે સંસ્કારશિક્ષક બનેલા છે. રામચરિતમાનસ, વર્તમાન સંદર્ભમાં તેની વ્યાખ્યા કરતાં કરતાં તેઓ દેશ અને દુનિયાના આ સંસ્કાર સરિતાને પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. એવાં પૂજય મૂરારિબાપુએ પણ વિદ્યાર્થીઓ માટે ઘણી મહત્વપૂર્ણ ટીપ મોકલી છે. અને તેઓ તો શિક્ષક પણ છે, ચિંતક પણ છે અને એટલે એમની વાતોમાં બન્નનો સુમેળ છે.
“હું મુરારી બાપૂ બોલી રહ્યો છું. હું વિદ્યાર્થી ભાઈઓ-બહેનોને એ જ કહેવા માંગું છું કે પરિક્ષાના સમયે મન પર કોઈ પણ ભાર રાખ્યા વિના અને બુદ્ધિનો એક સ્પષ્ટ નિર્ણય કરીને તથા ચિત્ત એકાગ્ર કરીને આપ પરીક્ષામાં બેસો અને જે સ્થિતિ આવી છે, તેનો સ્વીકાર કરી લો. મારો અનુભવ છે કે પરિસ્થિતિનો સ્વીકાર કરવાથી આપણે ખૂબ પ્રસન્ન રહી શકીએ છીએ અને ખુશ રહી શકીએ છીએ. તમારી પરીક્ષામાં તમે ભાર વિના અને પ્રસન્ન ચિત્તથી આગળ વધો તો જરૂર સફળતા મળશે અને જો સફળતા ન પણ મળે તો પણ નાપાસ થવાની ગ્લાની નહીં થાય અને સફળ થવાનો ગર્વ પણ થશે. એક શેર કહીને હું મારો સંદેશ અને શુભકામના પાઠવું – લાજિમ નહીં કિ હર કોઈ હો કામયાબ હી, જીના ભી સિખિએ નાકામિયો કે સાથ. આપણા આદરણીય પ્રધાનમંત્રીનો જે આ ‘મન કી બાત’નો કાર્યક્રમ છે, તેને હું ખૂબ આવકાર આપું છું. સૌને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ, ધન્યવાદ.”
પૂજયશ્રી મુરારીબાપુનો હું પણ આભારી છું કે, એમણે આપણે ખૂબ સારો સંદેશ આપ્યો. દોસ્તો, આજે એક અન્ય વાત પણ જણાવવા ઇચ્છું છું. હું જોઇ રહ્યો છું કે, આ વખતે જે લોકોએ મને તેમના અનુભવો જણાવ્યા છે એમાં યોગની ચર્ચા અવશ્ય કરી છે. અને આ મારા માટે આનંદની વાત છે કે, આ દિવસોમાં દુનિયામાં જેને પણ મળું છું, તે થોડોક સમય પણ મળે ત્યારે યોગની થોડીક વાત તો કોઇને કોઇ કરે જ છે, દુનિયાના કોઇપણ દેસનો વ્યકિત કેમ ન હોય, ભારતનો કોઇ વ્યકિત કેમ ન હોય, મને તો સારૂં લાગે છે કે યોગ બાબતે આટલું આકર્ષણ ઉત્પન્ન થયું છે, આટલી જિજ્ઞાસા ઉત્પન્ન થઇ છે અને જુઓ, મારા મોબાઇલ એપ પર શ્રી અતનું મંડલ, શ્રી કુણાલ ગુપ્તા, શ્રી સુશાંતકુમાર, શ્રી કે.જી.આનંદ, શ્રી અભિજીત કુલકર્ણી, ન જાણે અગણિત લોકોએ ધ્યાનની વાત કરી છે. યોગ પર ભાર મૂક્યો છે. ખેર, મિત્રો, હું આજે જ સ્પષ્ટ કરી દઉં, કાલ સવારથી જ યોગ કરવો શરૂ કરવો તો એ તમારી સાથે અન્યાય થશે. પરંતુ જેઓ યોગ કરે છે તેઓ પરીક્ષા છે માટે આજે ન કરે, એવું ન કરતા, કરો છો, તો કરો. પરંતુ આ વાત સાચી છે કે વિદ્યાર્થીજીવનમાં હોય કે જીવનના ઉત્તરાર્ધમાં હોય, અંતરમનની વિકાસયાત્રામાં યોગ એક મોટી ચાવી છે. સરળમાં સરળ ચાવી છે. તમે જરૂર તેના પર ધ્યાન આપો. હા, તમારી નજીકમાં કોઇ યોગના જાણકાર હોય, અને એમને પૂછશો તો પરીક્ષાના દિવસો પહેલાં યોગ ન કર્યો હોય, તો પણ બે-ચાર ચીજો તો એવી બતાવી જ દેશે, જે તમે બે-ચાર મીનીટમાં કરી શકો. જુઓ, અગર તમે કરી શકો તો. મારો એમાં ખૂબ વિશ્વાસ છે.
મારા નવજુવાન સાથીઓ, પરીક્ષા હોલમાં જવાની તમને ખૂબ ઉતાવળ હોય છે, જલ્દી જલ્દી તમારી બેન્ચ પર બેસી જવાનું મન થાય છે. આ બધું ઉતાવળમાં શા માટે કરીએ ? તમારા આખા દિવસના સમયનું એવું આયોજન કેમ ન કરીએ કે, કયાંક ટ્રાફિકમાં રોકાવું પડે તો પણ સમય પર આપણે પહોંચી જઇએ. નહિંતર આવી બાબતો એક નવો તણાવ પેદા કરે છે. અન્ય એક વાત છે, આપણને જેટલો સમય મળ્યો છે એમાં જે પ્રશ્નપત્ર છે, જે સૂચનો છે. તે આપણને કયારેક કયારેક લાગે છે કે આ આપણો સમય ખાઇ જશે. એવું નથી દોસ્તો. તમે એ સૂચનાઓને ઝીણવટથી વાંચો. બે મિનિટ, – ત્રણ મિનિટ – પાંચ મિનિટ જશે. કોઇ નુકસાન નહીં થાય, પરંતુ એનાથી પરીક્ષામાં શું કરવું છે, એમાં કોઇ ગરબડ નહીં થાય. અને પાછળથી પસ્તાવો નહીં થાય. અને મેં જોયું છે કે, કયારેક કયારેક પેપર આવ્યા પછી પણ પેટર્ન નવી આવી છે તેની ખબર પડે છે. પરંતુ સૂચનાઓ વાંચી લઇએ છીએ તો કદાચ આપણે આપણને કોપઅપ કરી લઇએ છીએ કે, હા, બરાબર છે, ચાલો, મારે આમ જ જવાનું છે. અને હું તમને આગ્રહ કરીશ કે ભલે તમારી પાંચ મિનિટ આમાં જાય, પણ સૂચનાઓ જરૂર વાંચો.
શ્રીમાન યશ નાગરે અમારી મોબાઇલ એપ પર લખ્યું છે કે, જયારે તેમણે પહેલીવાર પેપર વાંચ્યું તો તેમને ઘણું અઘરૂં લાગ્યું. પરંતુ એ પેપરને બીજીવાર આત્મવિશ્વાસ સાથે વાંચ્યું. હવે આ જ પેપર મારી પાસે છે, કોઇ નવા પ્રશ્ન આવવાના નથી, મારે આટલા જ પ્રશ્નો ઉકેલવાના છે. અને જયારે ફરી હું વિચારવા લાગ્યો તો, હું સરળતાથી એ પેપરને સમજી શક્યો. પહેલીવાર વાંચ્યું, તો લાગ્યું હતું કે, આ તો મને નથી આવડતું, પરંતુ એ જ વસ્તુ બીજીવાર વાંચી, તો મારા ધ્યાનમાં આવ્યું કે, ના – ના સવાલ બીજી રીતે પૂછાયો છે, પરંતુ આ તો મને આવડે છે એ જ વાત છે પ્રશ્નોને ન સમજવાના કારણે કયારેક કયારેક પ્રશ્નો અઘરા લાગે છે. હું યશ નાગરની આ વાત પર ભાર મૂકું છું કે, તમે પ્રશ્નોને બે-વાર વાંચો, ત્રણ વાર વાંચો. ચાર વાર વાંચો અને તમે જે જાણો છો તેની સાથે પ્રશ્નને સરખાવવાનો પ્રયત્ન કરો. તમે જુઓ, એ પ્રશ્ન લખતાં પહેલા જ સરળ થઇ જશે.
મારે માટે આજે આનંદની વાત છે કે, ભારતરત્ન અને આપણા ખૂબ સન્માનિત વૈજ્ઞાનિક શ્રી સી.એન.આર.રાવ, એમણે ધીરજ પર ભાર મૂક્યો છે. ખૂબ જ ઓછા શબ્દોમાં પણ ખૂબ જ સરસ સંદેશ બધા વિદ્યાર્થીઓને આપ્યો છે. આવો, રાવ સાહેબનો સંદેશો સાંભળીએ.
‘હું બેંગ્લોરથી સી.એન.આર.રાવ બોલું છું. હું સમજું છું કે પરીક્ષાના કારણે ચિંતા થાય એ સ્વાભાવિક છે. અને એમાંય આ તો સ્પર્ધાત્મક પરીક્ષાઓ. ચિંતા ન કરો, તમે સરસ કામ કરો. મારા યુવાન મિત્રોને હું આમ જ કહું છું. આ દેશમાં ઘણીબધી તકો છે એ હંમેશા યાદ રાખો. તમે જીવનમાં શું કરવા ઇચ્છો છો તે નક્કી કરો. અને તેને છોડી ન દો. તમે સફળ થશો. તમે બ્રહ્માંડનું બાળ છો તે ન ભૂલો. પહાડો તથા વૃક્ષોની જેમ તમને પણ અહીં હોવાનો અધિકાર છે. દ્રઢતા, નિષ્ઠા અને તપ તમારામાં હોવા જોઇએ. આવી ગુણવત્તા સાથે તમે દરેક પરીક્ષામાં અને અન્ય પ્રયાસોમાં સફળ થશો. તમે જે કરવા ઇચ્છો છો તે દરેક બાબતે મારી શુભેચ્છાઓ પાઠવું છું. ગોડ બ્લેસ’
જોયું, એક વૈજ્ઞાનિકની વાત કરવાની રીત કેવી હોય છે. જે વાત કહેવામાં હું અર્ધો કલાક કરૂં છું. તે વાત તેઓ ત્રણ મિનિટમાં કહી દે છે. આ જ તો વિજ્ઞાનની તાકાત છે. અને આ જ તો વૈજ્ઞાનિક મનની તાકાત છે. દેશના બાળકોને પ્રેરણા આપી એ બદલ હું રાવ સાહેબનો આભારી છું. એમણે જે વાત કરી છે – નિષ્ઠાની, તપની, આ જ વાત છે – dedication, determination, diligence. લાગ્યા રહો. દોસ્તો લાગ્યા રહો. જો તમે લાગેલા રહેશો તો ડર પણ ડરશે. અને સારૂં કાર્ય કરવા માટે સોનેરી ભવિષ્ય તમારી પ્રતિક્ષા કરી રહ્યું છે.
હવે મારા એપ પર રૂચિકા ડાબસે પરીક્ષાના અનુભવને લગતો એક સંદેશ આપ્યો છે. એમણે કહ્યું છે કે, એમના પરિવારમાં પરીક્ષાના સમયે સકારાત્મક વાતાવરણ બનાવવાનો લગાતાર પ્રયાસ થાય છે. અને તેની ચર્ચા તેમના સાથી પરિવારોમાં પણ થતી હતી. બધું મળીને હકારાત્મક વાતાવરણ. આ વાત સાચી છે સચિનજીએ પણ કહેલું તેમ પોઝીટીવ એપ્રોચ, પોઝીટીવ ફ્રેમ ઓફ માઇન્ડ. હકારાત્મક ઉર્જાને ઉજાગર કરે છે. કયારેક કયારેક ઘણી બધી વાતો એવી હોય છે જે આપણેને પ્રેરણા આપે છે. અને એવું ન વિચારીએ કે, આ વાતો વિદ્યાર્થીઓને જ પ્રેરણા આપે છે. જીવનના કોઇપણ પડાવ પર તમે કેમ ન હોવ. ઉત્તમ ઉદાહરણ, સત્ય ઘટનાઓ, ઘણી મોટી પ્રેરણા પણ આપે છે. ઘણીમોટી શકિત પણ આપે છે. અને સંકટના સમયે નવો રસ્તો પણ બનાવી દે છે. આપણે વીજળીના ગોળાના શોધક થોમસ એલવા એડિશન વિશે આપણા અભ્યાસક્રમમાં વાંચીએ છીએ. પરંતુ મિત્રો કયારેક એ વિચાર્યું છે, આ કામ કરવા માટે તેમને કેટલાં વર્ષો લાગ્યાં ? કેટલીવાર નિષ્ફળતા મળી, કેટલો સમય ગયો, કેટલા પૈસા ગયા, નિષ્ફળતાને કારણે કેટલી નિરાશા થઇ હશે. પરંતુ આજે એ વીજળી, એ બલ્બ આપણી જિંદગીને પણ રોશન કરે છે. આને જ તો કહે છે નિષ્ફળતામાં પણ સફળતાની સંભાવનાઓ છુપાયેલ હોય છે.
શ્રીનિવાસ રામાનુજનને કોણ નથી ઓળખતું ? આધુનિક સમયના ગણિતજ્ઞમાંથી એક નામ – ભારતીય ગણિતજ્ઞ, તમને ખબર હશે. તેમના ઔપચારિક શિક્ષણમાં ગણિતના વિષયોનો સમાવેશ થયો નહોતો કોઇ વિશેષ પ્રશિક્ષણ પણ તેઓ પામ્યા નહોતા. પરંતુ તેમણે મેથેમેટીકલ એનાલીસીસ, નંબર થીયરી જેવા વિભિન્ન ક્ષેત્રોમાં ગહન યોગદાન આપ્યું. અત્યંત કષ્ટમય દુઃખમય જીવન હોવા છતાંય તેઓ દુનિયાને ઘણુંબધું અર્પણ કરીને ગયા.
જે.કે.રોલિંગ એક ઉત્તમ ઉદાહરણ છે કે, સફળતા કોઇને પણ કયારેય પણ મળી શકે છે. હૈરી પોટર શ્રેણી આજે દુનિયાભરમાં લોકપ્રિય છે, પરંતુ શરૂઆતમાં આમ નહોતું. ઘણી મુશ્કેલીઓ તેમને સહન કરવી પડી હતી. ઘણી નિષ્ફળતા પણ મળી હતી. રોલિંગે કહ્યું હતું કે, મુશ્કેલીઓમાં તેઓ પૂરી ઉર્જાએ એન કામમાં લગાવતા હતાં જે ખરેખર તેમને માટે મહત્વનું હતું.
પરીક્ષા આજકાલ માત્ર વિદ્યાર્થીની નહીં, પૂરા વિચારની, અને પૂરી શાળાની અને શિક્ષકની, બધાની થઇ જાય છે. પરંતુ વાલી તથા શિક્ષકના ટેકા વગર વિદ્યાર્થી એકલો હોય એ સ્થિતિ સારી નથી. શિક્ષક હોય, વાલી હોય, કે સિનિયર વિદ્યાર્થીઓ હોય એ બધાં મળીને એક ટીમ બનાવીને યુનિટ બનીને એક સરખા વિચાર સાથે યોજનાબદ્ધ રીતે આગળ વધીએ તો પરીક્ષા સરળ બની જાય છે.
શ્રીમાન કેશવ વૈષ્ણવે મને એપ પર લખ્યું છે – એમણે ફરિયાદ કરી છે કે, માતાપિતાએ એમના બાળકો પર વધારે માર્કસ લાવવા માટે કયારેય દબાણ કરવું જોઇએ નહીં. માત્ર તૈયારી કરવા માટે તેમને પ્રોત્સાહીત કરવા જોઇએ. તેઓ હળવા રહે તેની ચિંતા કરવી જોઇએ.
વિજય જિંદલ લખે છે – બાળકો પર પોતાની અપેક્ષાઓનો ભાર લાદવો જોઇએ નહીં, જેટલું થઇ શકે તેટલો એમનો ઉત્સાહ વધારો, વિશ્વાસ વધારવામાં સહાય કરો. આ વાત સાચી છે. આજે હું વાલીઓને વધારે કહેવા નથી ઇચ્છતો, કૃપા કરીને દબાણ વધારો નહી. જો બાળક તેના મિત્ર સાથે વાત કરી રહ્યો છે તો એને રોકો નહીં. એક હળવાશભર્યું વાતાવરણ બનાવો, સકારાત્મક વાતાવરણ બનાવો, તમારો દિકરો હોય કે દિકરી, જુઓ કેટલો કોન્ફીડન્સ આવી જાય છે. તમે પણ એ કોન્ફીડન્સ જોઇ શકશો.
દોસ્તો, એક વાત નિશ્ચિત છે, ખાસ કરીને હું યુવા મિત્રોને કહેવા ઇચ્છું છું. આપણા લોકોનું જીવન આપણી જૂની પેઢીઓ કરતાં ખૂબ બદલાઇ ગયું છે. દરેક પળે નવી શોધ, નવી ટેકનોલોજી, વિજ્ઞાનના નીતનવા રંગરૂપ જોવા મળે છે. અને આપણે માત્ર અભિભૂત થઇએ છીએ એવું નથી. એમાં જોડાઇ જવાનું આપણે પસંદ કરીએ છીએ આપણે પણ વિજ્ઞાનની રફતારથી આગળ જવા ઇચ્છીએ છીએ.
હું આ વાત એટલા માટે કરી રહ્યો છું કે, આજે રાષ્ટ્રિય વિજ્ઞાન દિવસ છે. દેશનો વિજ્ઞાન મહોત્સવ 28 ફેબ્રુઆરીએ રાષ્ટ્રિય વિજ્ઞાન દિવસ તરીકે મનાવીએ છીએ. 28 ફેબ્રુઆરી, 1928 સર.સી.વી.રમનને એમની શોધ રમન ઇફેક્ટની ઘોષણા કરી હતી. આ શોધ માટે તેમને નોબલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. આથી દેશ 28 ફેબ્રુઆરીને રાષ્ટ્રિય દિવસના રૂપમાં ઉજવે છે. જિજ્ઞાસા વિજ્ઞાનની જનની છે. દરેક મનમાં વૈજ્ઞાનિક વિચાર હોય, વિજ્ઞાન પ્રતિ આકર્ષણ હોય અને દરેક પેઢીએ નવી શોધો પર ભાર મૂકવાનો હોય છે. અને વિજ્ઞાન તથા ટેકનોલોજી વગર નવી શોધ સંભવિત નથી થઇ શકતી. આજ રાષ્ટ્રિય વિજ્ઞાન દિવસ પર દેશમાં નવી શોધ પર ભાર મૂકાય. જ્ઞાનવિજ્ઞાન, ટેકનોલોજી આ બધી બાબતો આપણી વિકાસયાત્રાનો સહજ હિસ્સો બનવો જોઇએ. અને આ વખતે રાષ્ટ્રિય વિજ્ઞાન દિવસનો થીમ છે. મેક ઇન ઇન્ડિયા સાયન્સ એન્ડ ટેકનોલોજીલ driven Innovations. સર સી.વી.રમનને હું પ્રણામ કરૂં છું અને આપ સૌને વિજ્ઞાન પ્રતિ રૂચિ વધારવા માટે આગ્રહ કરી રહ્યો છું.
દોસ્તો, કયારેક કયારેક સફળતાઓ ખૂબ સમય પછી મળે છે અને જયારે સફળતા મળે છે, ત્યારે દુનિયાને જોવાની દ્રષ્ટિ બદલાઇ જાય છે. તમે પરીક્ષામાં ખૂબ વ્યસ્ત રહ્યાં હશો, તો તમે કદાચ, શકય છે ઘણાબધા સમાચારો તમારા મનમાં નોંધાયા ન હોય. પરંતુ હું દેશવાસીઓને પણ આ વાત ફરીથી કહેવા ઇચ્છું છું. તમે પાછલા દિવસોમાં સાંભળ્યું હશે કે વિજ્ઞાનના વિશ્વમાં ખૂબ મોટી અને મહત્વપૂર્ણ શોધ થઇ છે. વિશ્વના વૈજ્ઞાનિકોએ પરિશ્રમ કર્યો, પેઢીઓ આવતી ગઇ, કંઇને કંઇ કરતી ગઇ અને લગભગ સો વર્ષ પછી એક સફળતા હાથ લાગી.
આપણા વૈજ્ઞાનિકોના પુરૂષાર્થ થકી Gravitational Waves ની શોધ ઉજાગર થઇ. આ શોધ વિજ્ઞાનની ખૂબ દૂરગામી સફળતા છે. આ શોધ પાછલી સદીના આપણા મહાન વૈજ્ઞાનિક આઇનસ્ટાઇનની થીયરીને જ પ્રમાણિત નથી કરતી, પરંતુ ભૌતિકશાસ્ત્ર માટે મહાન ડીસ્કવરી મનાય છે. આ સમગ્ર માનવજાતને સમગ્ર વિશ્વને કામમાં આવશે. પરંતુ એક ભારતીય હોવાના નાતે આપણને એ વાતનો આનંદ છે કે, સમગ્ર શોધની પ્રક્રિયામાં આપણા દેશના સપૂત આપણા દેશના હોનહાર વૈજ્ઞાનિકો જોડાયેલા હતાં. એમનું પણ યોગદાન છે.
એ બધાં વૈજ્ઞાનિકોને આજે હું હૃદયપૂર્વક વધાવું છું. અભિનંદન આપું છું. ભવિષ્યમાં પણ શોધને આગળ વધારવામાં આપણા વૈજ્ઞાનિકો પ્રયાસરત રહેશે. આંતરરાષ્ટ્રીય પ્રયાસોમાં ભારત પણ હિસ્સેદાર બનશે. અને મારા દેશવાસીઓ, પાછલા દિવસોમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ શોધમાં હજી વધારે સફળતા પામવા માટે Laser Interferometer Gravitational-Wave Observatory ટૂંકમાં જેને લીગો કહે છે. તેને ભારતમાં ખોલવાનો સરકારે નિર્ણય લીધો છે. દુનિયામાં બે સ્થળે આ પ્રકારની વ્યવસ્થા છે, ભારત ત્રીજું છે. ભારતના જોડાવાથી આ પ્રક્રિયાને નવી શક્તિ અને નવી ગતિ મળશે. ભારત જરૂર પોતાના મર્યાદિત સંસાધનોની વચ્ચે માનવકલ્યાણની આ મોટેરી વૈજ્ઞાનિક શોધપ્રક્રિયામાં સક્રિય ભાગીદાર બનશે. ફરી એકવાર હું બધા વૈજ્ઞાનિકોને વધાવું છું, શુભકામનાઓ પાઠવું છું.
મારા વ્હાલા દેશવાસીઓ, તમને હું એક નંબર લખાવું છું. કાલથી તમે એ નંબર પર મીસ્ડકોલ કરીને મારી ‘મનની વાત’ સાંભળી શકો છો. તમારી માતૃભાષામાં પણ સાંભળી શકશો. મીસ્ડકોલ કરવા માટેનો નંબર છે, 81908 – 81908 ફરી હું કહું છું. ૮૧૯૦૮ – ૮૧૯૦૮
દોસ્તો, તમારી પરીક્ષા શરૂ થઇ રહી છે. મારે પણ કાલે પરીક્ષા આપવાની છે. સવાસો કરોડ દેશવાસી મારી પરીક્ષા લેવાના છે. ખબર છે ને, અરે ભાઇ કાલે બજેટ છે. 29 ફેબ્રુઆરી, આ લીપ વર્ષ હોય છે. પરંતુ હા, તમે જોયું હશે, મને સાંભળતા જ લાગ્યું હશે, હું કેટલો સ્વસ્થ છું, કેટલા આત્મવિશ્વાસથી ભરેલો છું બસ, કાલે મારી પરીક્ષા થઇ જાય, પરમદિવસથી તમારી પરીક્ષા શરૂ થઇ જાય અને આપણે બધાં સફળ થઇએ, તો દેશ પણ સફળ થશે.
તો મિત્રો, તમને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ, સફળતા-નિષ્ફળતાના તણાવથી મુક્તમનથી આગળ વધો, લાગ્યા રહો,
ધન્યવાદ..
मेरे प्यारे देशवासियो, 2016 की ये पहली ‘मन की बात’ है। ‘मन की बात’ ने मुझे आप लोगों के साथ ऐसे बाँध के रखा है, ऐसे बाँध के रखा है कि कोई भी चीज़ नज़र आ जाती है, कोई विचार आ जाता है, तो आपके बीच बता देने की इच्छा हो जाती है। कल मैं पूज्य बापू को श्रद्धांजलि देने के लिये राजघाट गया था। शहीदों को नमन करने का ये प्रतिवर्ष होने वाला कार्यक्रम है। ठीक 11 बजे 2 मिनट के लिये मौन रख करके देश के लिये जान की बाज़ी लगा देने वाले, प्राण न्योछावर करने वाले महापुरुषों के लिये, वीर पुरुषों के लिये, तेजस्वी-तपस्वी लोगों के लिये श्रद्धा व्यक्त करने का अवसर होता है। लेकिन अगर हम देखें, हम में से कई लोग हैं, जिन्होंने ये नहीं किया होगा। आपको नहीं लगता है कि ये स्वभाव बनना चाहिए, इसे हमें अपनी राष्ट्रीय जिम्मेवारी समझना चाहिए? मैं जानता हूँ मेरी एक ‘मन की बात’ से ये होने वाला नहीं है। लेकिन जो मैंने कल feel किया, लगा आपसे भी बातें करूँ। और यही बातें हैं जो देश के लिये हमें जीने की प्रेरणा देती हैं। आप कल्पना तो कीजिए, हर वर्ष 30 जनवरी ठीक 11 बजे सवा-सौ करोड़ देशवासी 2 मिनट के लिये मौन रखें। आप कल्पना कर सकते हैं कि इस घटना में कितनी बड़ी ताक़त होगी? और ये बात सही है कि हमारे शास्त्रों ने कहा है –
“संगच्छध्वं संवदध्वं सं वो मनांसि जानताम” - “हम सब एक साथ चलें, एक साथ बोलें, हमारे मन एक हों।” यही तो राष्ट्र की सच्ची ताक़त है और इस ताक़त को प्राण देने का काम ऐसी घटनायें करती हैं।
मेरे प्यारे देशवासियो, कुछ दिन पहले मैं सरदार पटेल के विचारों को पढ़ रहा था। तो कुछ बातों पर मेरा ध्यान गया और उनकी एक बात मुझे बहुत पसंद आई। खादी के संबंध में सरदार पटेल ने कहा है, हिन्दुस्तान की आज़ादी खादी में ही है, हिन्दुस्तान की सभ्यता भी खादी में ही है, हिन्दुस्तान में जिसे हम परम धर्म मानते हैं, वह अहिंसा खादी में ही है और हिन्दुस्तान के किसान, जिनके लिए आप इतनी भावना दिखाते हैं, उनका कल्याण भी खादी में ही है। सरदार साहब सरल भाषा में सीधी बात बताने के आदी थे और बहुत बढ़िया ढंग से उन्होंने खादी का माहात्म्य बताया है। मैंने कल 30 जनवरी को पूज्य बापू की पुण्य तिथि पर देश में खादी एवं ग्रामोद्योग से जुड़े हुए जितने लोगों तक पहुँच सकता हूँ, मैंने पत्र लिख करके पहुँचने का प्रयास किया। वैसे पूज्य बापू विज्ञान के पक्षकार थे, तो मैंने भी टेक्नोलॉजी का ही उपयोग किया और टेक्नोलॉजी के माध्यम से लाखों ऐसे भाइयों–बहनों तक पहुँचने का प्रयास किया है। खादी अब एक symbol बना है, एक अलग पहचान बना है। अब खादी युवा पीढ़ी के भी आकर्षण का केंद्र बनता जा रहा है और खास करके जो-जो holistic health care और organic की तरफ़ झुकाव रखते हैं, उनके लिए तो एक उत्तम उपाय बन गया है। फ़ैशन के रूप में भी खादी ने अपनी जगह बनाई है और मैं खादी से जुड़े लोगों का अभिनन्दन करता हूँ कि उन्होंने खादी में नयापन लाने के लिए भरपूर प्रयास किया है। अर्थव्यवस्था में बाज़ार का अपना महत्व है। खादी ने भी भावात्मक जगह के साथ-साथ बाज़ार में भी जगह बनाना अनिवार्य हो गया है। जब मैंने लोगों से कहा कि अनेक प्रकार के fabrics आपके पास हैं, तो एक खादी भी तो होना चाहिये। और ये बात लोगों के गले उतर रही है कि हाँ भई, खादीधारी तो नहीं बन सकते, लेकिन अगर दसों प्रकार के fabric हैं, तो एक और हो जाए। लेकिन साथ-साथ मेरी बात को सरकार में भी एक सकारात्मक माहौल पनप रहा है। बहुत सालों पहले सरकार में खादी का भरपूर उपयोग होता था। लेकिन धीरे-धीरे आधुनिकता के नाम पर ये सब ख़त्म होता गया और खादी से जुड़े हुए हमारे ग़रीब लोग बेरोज़गार होते गए। खादी में करोड़ों लोगों को रोज़गार देने की ताकत है। पिछले दिनों रेल मंत्रालय, पुलिस विभाग, भारतीय नौसेना, उत्तराखण्ड का डाक-विभाग – ऐसे कई सरकारी संस्थानों ने खादी के उपयोग में बढ़ावा देने के लिए कुछ अच्छे Initiative लिए हैं और मुझे बताया गया कि सरकारी विभागों के इस प्रयासों के परिणामस्वरूप खादी क्षेत्र में काम करने वाले लोगों के लिए, इस requirement को पूरा करने के लिए, सरकार की आवश्यकताओं को पूरा करने के लिए, अतिरिक्त – extra - 18 लाख मानव दिन का रोज़गार generate होगा। 18 lakh man-days, ये अपने आप में एक बहुत बड़ा jump होगा। पूज्य बापू भी हमेशा Technology के up-gradation के प्रति बहुत ही सजग थे और आग्रही भी थे और तभी तो हमारा चरखा विकसित होते-होते यहाँ पहुँचा है। इन दिनों solar का उपयोग करते हुए चरखा चलाना, solar energy चरखे के साथ जोड़ना बहुत ही सफल प्रयोग रहा है। उसके कारण मेहनत कम हुई है, उत्पादन बढ़ा है और qualitative गुणात्मक परिवर्तन भी आया है। ख़ास करके solar चरखे के लिए लोग मुझे बहुत सारी चिट्ठियाँ भेजते रहते हैं। राजस्थान के दौसा से गीता देवी, कोमल देवी और बिहार के नवादा ज़िले की साधना देवी ने मुझे पत्र लिखकर कहा है कि solar चरखे के कारण उनके जीवन में बहुत परिवर्तन आया है। हमारी आय double हो गयी है और हमारा जो सूत है, उसके प्रति भी आकर्षण बढ़ा है। ये सारी बातें एक नया उत्साह बढ़ाती हैं। और 30 जनवरी, पूज्य बापू को जब स्मरण करते हैं, तो मैं फिर एक बार दोहराऊँगा - इतना तो अवश्य करें कि अपने ढेर सारे कपड़ों में एक खादी भी रहे, इसके आग्रही बनें।
प्यारे देशवासियो, 26 जनवरी का पर्व बहुत उमंग और उत्साह के साथ हम सबने मनाया। चारों तरफ़, आतंकवादी क्या करेंगे, इसकी चिंता के बीच देशवासियों ने हिम्मत दिखाई, हौसला दिखाया और आन-बान-शान के साथ प्रजासत्ताक पर्व मनाया। लेकिन कुछ लोगों ने हट करके कुछ बातें कीं और मैं चाहूँगा कि ये बातें ध्यान देने जैसी हैं, ख़ास-करके हरियाणा और गुजरात, दो राज्यों ने एक बड़ा अनोखा प्रयोग किया। इस वर्ष उन्होंने हर गाँव में जो गवर्नमेंट स्कूल है, उसका ध्वजवंदन करने के लिए, उन्होंने उस गाँव की जो सबसे पढ़ी-लिखी बेटी है, उसको पसंद किया। हरियाणा और गुजरात ने बेटी को माहात्म्य दिया। पढ़ी-लिखी बेटी को विशेष माहात्म्य दिया। ‘बेटी बचाओ-बेटी पढ़ाओ’ - इसका एक उत्तम सन्देश देने का उन्होंने प्रयास किया। मैं दोनों राज्यों की इस कल्पना शक्ति को बधाई देता हूँ और उन सभी बेटियों को बधाई देता हूँ, जिन्हें ध्वजवंदन, ध्वजारोहण का अवसर मिला। हरियाणा में तो और भी बात हुई कि गत एक वर्ष में जिस परिवार में बेटी का जन्म हुआ है, ऐसे परिवारजनों को 26 जनवरी के निमित्त विशेष निमंत्रित किया और वी.आई.पी. के रूप में प्रथम पंक्ति में उनको स्थान दिया। ये अपने आप में इतना बड़ा गौरव का पल था और मुझे इस बात की खुशी है कि मैंने अपने ‘बेटी बचाओ-बेटी पढ़ाओ’ अभियान का प्रारंभ हरियाणा से किया था, क्योंकि हरियाणा में sex-ratio में बहुत गड़बड़ हो चुकी थी। एक हज़ार बेटों के सामने जन्म लेने वाली बेटियों की संख्या बहुत कम हो गयी थी। बड़ी चिंता थी, सामाजिक संतुलन खतरे में पड़ गया था। और जब मैंने हरियाणा पसंद किया, तो मुझे हमारे अधिकारियों ने कहा था कि नहीं-नहीं साहब, वहाँ मत कीजिए, वहाँ तो बड़ा ही negative माहौल है। लेकिन मैंने काम किया और मैं आज हरियाणा का ह्रदय से अभिनन्दन करता हूँ कि उन्होंने इस बात को अपनी बात बना लिया और आज बेटियों के जन्म की संख्या में बहुत तेज़ी से वृद्धि हो रही है। मैं सचमुच में वहाँ के सामाजिक जीवन में जो बदलाव आया है, उसके लिए अभिनन्दन करता हूँ।
पिछली बार ‘मन की बात’ में मैंने दो बातें कही थीं। एक, एक नागरिक के नाते हम महापुरुषों के statue की सफाई क्यों न करें! statue लगाने के लिये तो हम बड़े emotional होते हैं, लेकिन बाद में हम बेपरवाह होते हैं। और दूसरी बात मैंने कही थी, प्रजासत्ताक पर्व है तो हम कर्तव्य पर भी बल कैसे दें, कर्तव्य की चर्चा कैसे हो? अधिकारों की चर्चा बहुत हुई है और होती भी रहेगी, लेकिन कर्तव्यों पर भी तो चर्चा होनी चाहिए! मुझे खुशी है कि देश के कई स्थानों पर नागरिक आगे आए, सामाजिक संस्थायें आगे आईं, शैक्षिक संस्थायें आगे आईं, कुछ संत-महात्मा आगे आए और उन सबने कहीं-न-कहीं जहाँ ये statue हैं, प्रतिमायें हैं, उसकी सफ़ाई की, परिसर की सफ़ाई की। एक अच्छी शुरुआत हुई है, और ये सिर्फ़ स्वच्छता अभियान नहीं है, ये सम्मान अभियान भी है। मैं हर किसी का उल्लेख नहीं कर रहा हूँ, लेकिन जो ख़बरें मिली हैं, बड़ी संतोषजनक हैं। कुछ लोग संकोचवश शायद ख़बरें देते नहीं हैं। मैं उन सबसे आग्रह करता हूँ – MyGov portal पर आपने जो statue की सफ़ाई की है, उसकी फोटो ज़रूर भेजिए। दुनिया के लोग उसको देखते हैं और गर्व महसूस करते हैं।
उसी प्रकार से 26 जनवरी को ‘कर्तव्य और अधिकार’ - मैंने लोगों के विचार माँगे थे और मुझे खुशी है कि हज़ारों लोगों ने उसमें हिस्सा लिया।
मेरे प्यारे देशवासियो, एक काम के लिये मुझे आपकी मदद चाहिए और मुझे विश्वास है कि आप मेरी मदद करेंगे। हमारे देश में किसानों के नाम पर बहुत-कुछ बोला जाता है, बहुत-कुछ कहा जाता है। खैर, मैं उस विवाद में उलझना नहीं चाहता हूँ। लेकिन किसान का एक सबसे बड़ा संकट है, प्राकृतिक आपदा में उसकी पूरी मेहनत पानी में चली जाती है। उसका साल बर्बाद हो जाता है। उसको सुरक्षा देने का एक ही उपाय अभी तो ध्यान में आता है और वो है फ़सल बीमा योजना। 2016 में भारत सरकार ने एक बहुत बड़ा तोहफ़ा किसानों को दिया है - ‘प्रधानमंत्री फ़सल बीमा योजना’। लेकिन ये योजना की तारीफ़ हो, वाहवाही हो, प्रधानमंत्री को बधाइयाँ मिलें, इसके लिये नहीं है। इतने सालों से फ़सल बीमा की चर्चा हो रही है, लेकिन देश के 20-25 प्रतिशत से ज़्यादा किसान उसके लाभार्थी नहीं बन पाए हैं, उससे जुड़ नहीं पाए है। क्या हम संकल्प कर सकते हैं कि आने वाले एक-दो साल में हम कम से कम देश के 50 प्रतिशत किसानों को फ़सल बीमा से जोड़ सकें? बस, मुझे इसमें आपकी मदद चाहिये। क्योंकि अगर वो फ़सल बीमा के साथ जुड़ता है, तो संकट के समय एक बहुत बड़ी मदद मिल जाती है। और इस बार ‘प्रधानमंत्री फ़सल बीमा योजना’ की इतनी जनस्वीकृति मिली है, क्योंकि इतना व्यापक बना दिया गया है, इतना सरल बना दिया गया है, इतनी टेक्नोलॉजी का Input लाए हैं। और इतना ही नहीं, फ़सल कटने के बाद भी अगर 15 दिन में कुछ होता है, तो भी मदद का आश्वासन दिया है। टेक्नोलॉजी का उपयोग करके, उसकी गति तेज़ कैसे हो, बीमा के पैसे पाने में विलम्ब न हो - इन सारी बातों पर ध्यान दिया गया है। सबसे बड़ी बात है कि फ़सल बीमा की प्रीमियम की दर, इतनी नीचे कर दी गयी, इतनी नीचे कर दी गयी हैं, जो शायद किसी ने सोचा भी नहीं होगा। नयी बीमा योजना में किसानों के लिये प्रीमियम की अधिकतम सीमा खरीफ़ की फ़सल के लिये दो प्रतिशत और रबी की फ़सल के लिए डेढ़ प्रतिशत होगी। अब मुझे बताइए, मेरा कोई किसान भाई अगर इस बात से वंचित रहे, तो नुकसान होगा कि नहीं होगा? आप किसान नहीं होंगे, लेकिन मेरी मन की बात सुन रहे हैं। क्या आप किसानों को मेरी बात पहुँचायेंगे? और इसलिए मैं चाहता हूँ कि आप इसको अधिक प्रचारित करें। इसके लिए इस बार मैं एक आपके लिये नयी योजना भी लाया हूँ। मैं चाहता हूँ कि मेरी ‘प्रधानमंत्री फ़सल बीमा योजना’ ये बात लोगों तक पहुँचे। और ये बात सही है कि टी.वी. पर, रेडियो पर मेरी ‘मन की बात’ आप सुन लेते हैं। लेकिन बाद में सुनना हो तो क्या? अब मैं आपको एक नया तोहफ़ा देने जा रहा हूँ। क्या आप अपने मोबाइल फ़ोन पर भी मेरे ‘मन की बात’ सुन सकते हैं और कभी भी सुन सकते हैं। आपको सिर्फ़ इतना ही करना है – बस एक missed call कर दीजिए अपने मोबाइल फ़ोन से। ‘मन की बात’ के लिये मोबाइल फ़ोन का नंबर तय किया है – 8190881908. आठ एक नौ शून्य आठ, आठ एक नौ शून्य आठ। आप missed call करेंगे, तो उसके बाद कभी भी ‘मन की बात’ सुन पाएँगे। फ़िलहाल तो ये हिंदी में है, लेकिन बहुत ही जल्द आपको अपनी मातृभाषा में भी ‘मन की बात’ सुनने का अवसर मिलेगा। इसके लिए भी मेरा प्रबन्ध जारी है।
मेरे प्यारे नौजवानो, आपने तो कमाल कर दिया। जब start-up का कार्यक्रम 16 जनवरी को हुआ, सारे देश के नौजवानों में नयी ऊर्जा, नयी चेतना, नया उमंग, नया उत्साह मैंने अनुभव किया। लाखों की तादाद में लोगों ने उस कार्यक्रम में आने के लिए registration करवाया। लेकिन इतनी जगह न होने के कारण, आखिर विज्ञान भवन में ये कार्यक्रम किया। आप पहुँच नहीं पाए, लेकिन आप पूरा समय on-line इसमें शरीक हो करके रहे। शायद कोई एक कार्यक्रम इतने घंटे तक लाखों की तादाद में नौजवानों ने अपने-आप को जोड़ करके रखा और ऐसा बहुत rarely होता है, लेकिन हुआ! और मैं देख रहा था कि start-up का क्या उमंग है। और लेकिन एक बात, जो सामान्य लोगों की सोच है कि start-up मतलब कि I.T. related बातें, बहुत ही sophisticated कारोबार। start-up के इस event के बाद ये भ्रम टूट गया। I.T. के आस-पास का start-up तो एक छोटा सा हिस्सा है। जीवन विशाल है, आवश्यकतायें अनंत हैं। start-up भी अनगिनत अवसरों को लेकर के आता है।
मैं अभी कुछ दिन पहले सिक्किम गया था। सिक्किम अब देश का organic state बना है और देश भर के कृषि मंत्रियों और कृषि सचिवों को मैंने वहाँ निमंत्रित किया था। मुझे वहाँ दो नौजवानों से मिलने का मौका मिला – IIM से पढ़ करके निकले हैं – एक हैं अनुराग अग्रवाल और दूसरी हैं सिद्धि कर्नाणी। वो start-up की ओर चल पड़े और वो मुझे सिक्किम में मिल गए। वे North-East में काम करते हैं, कृषि क्षेत्र में काम करते हैं और herbal पैदावार हैं, organic पैदावार हैं, इसका global marketing करते हैं। ये हुई न बात!
पिछ्ली बार मैंने मेरे start-up से जुड़े लोगों से कहा था कि ‘Narendra Modi App’ पर अपने अनुभव भेजिए। कइयों ने भेजे हैं, लेकिन और ज़्यादा आयेंगे, तो मुझे ख़ुशी होगी। लेकिन जो आये हैं, वो भी सचमुच में प्रेरक हैं। कोई विश्वास द्विवेदी करके नौजवान हैं, उन्होंने on-line kitchen start-up किया है और वो मध्यम-वर्गीय लोग, जो रोज़ी-रोटी के लिए आये हुए हैं, उनको वो on-line networking के द्वारा टिफ़िन पहुँचाने का काम करते हैं। कोई मिस्टर दिग्नेश पाठक करके हैं, उन्होंने किसानों के लिए और ख़ास करके पशुओं का जो आहार होता है, animal feed होता है, उस पर काम करने का मन बनाया है। अगर हमारे देश के पशु, उनको अच्छा आहार मिलेगा, तो हमें अच्छा दूध मिलेगा, हमें अच्छा दूध मिलेगा, तो हमारा देश का नौजवान ताक़तवर होगा। मनोज गिल्दा, निखिल जी, उन्होंने agri-storage का start-up शुरू किया है। वो scientific fruits storage system के साथ कृषि उत्पादों के लिए bulk storage system develop कर रहे हैं। यानि ढेर सारे सुझाव आये हैं। आप और भी भेजिए, मुझे अच्छा लगेगा और मुझे बार-बार ‘मन की बात’ में अगर start-up की बात करनी पड़ेगी, जैसे मैं स्वच्छता की बात हर बार करता हूँ, start-up की भी करूँगा, क्योंकि आपका पराक्रम, ये हमारी प्रेरणा है।
मेरे प्यारे देशवासियो, स्वच्छता अब सौन्दर्य के साथ भी जुड़ रही है। बहुत सालों तक हम गंदगी के खिलाफ़ नाराज़गी व्यक्त करते रहे, लेकिन गंदगी नहीं हटी। अब देशवासियों ने गंदगी की चर्चा छोड़ स्वच्छता की चर्चा शुरू की है और स्वच्छता का काम कहीं-न-कहीं, कुछ-न-कुछ चल ही रहा है। लेकिन अब उसमें एक कदम नागरिक आगे बढ़ गए हैं। उन्होंने स्वच्छता के साथ सौन्दर्य जोड़ा है। एक प्रकार से सोने पे सुहागा और ख़ास करके ये बात नज़र आ रही है रेलवे स्टेशनों पर। मैं देख रहा हूँ कि इन दिनों देश के कई रेलवे स्टेशन पर वहाँ के स्थानीय नागरिक, स्थानीय कलाकार, students - ये अपने-अपने शहर का रेलवे स्टेशन सजाने में लगे हैं। स्थानीय कला को केंद्र में रखते हुए दीवारों का पेंटिंग रखना, साइन-बोर्ड अच्छे ढंग से बनाना, कलात्मक रूप से बनाना, लोगों को जागरूक करने वाली भी चीज़ें उसमें डालनी हैं, न जाने क्या-क्या कर रहे हैं! मुझे बताया किसी ने कि हज़ारीबाग़ के स्टेशन पर आदिवासी महिलाओं ने वहाँ की स्थानीय सोहराई और कोहबर आर्ट की डिज़ाइन से पूरे रेलवे स्टेशन को सज़ा दिया है। ठाणे ज़िले के 300 से ज़्यादा volunteers ने किंग सर्किल स्टेशन को सजाया, माटुंगा, बोरीवली, खार। इधर राजस्थान से भी बहुत ख़बरें आ रही हैं, सवाई माधोपुर, कोटा। ऐसा लग रहा है कि हमारे रेलवे स्टेशन अपने आप में हमारी परम्पराओं की पहचान बन जायेंगे। हर कोई अब खिड़की से चाय-पकौड़े की लॉरी वालों को नहीं ढूंढ़ेगा, ट्रेन में बैठे-बैठे दीवार पर देखेगा कि यहाँ की विशेषता क्या है। और ये न रेलवे का Initiative था, न नरेन्द्र मोदी का Initiative था। ये नागरिकों का था। देखिये नागरिक करते हैं, तो कैसा करते हैं जी। लेकिन मैं देख रहा हूँ कि मुझे कुछ तो तस्वीरें मिली हैं, लेकिन मेरा मन करता है कि मैं और तस्वीरें देखूँ। क्या आप, जिन्होंने रेलवे स्टेशन पर या कहीं और स्वच्छता के साथ सौन्दर्य के लिए कुछ प्रयास किया है, क्या मुझे आप भेज सकते हैं? ज़रूर भेजिए। मैं तो देखूँगा, लोग भी देखेंगे और औरों को भी प्रेरणा मिलेगी। और रेलवे स्टेशन पर जो हो सकता है, वो बस स्टेशन पर हो सकता है, वो अस्पताल में हो सकता है, वो स्कूल में हो सकता है, मंदिरों के आस-पास हो सकता है, गिरजाघरों के आस-पास हो सकता है, मस्जिदों के आस-पास हो सकता है, बाग़-बगीचे में हो सकता है, कितना सारा हो सकता है! जिन्होंने ये विचार आया और जिन्होंने इसको शुरू किया और जिन्होंने आगे बढ़ाया, सब अभिनन्दन के अधिकारी हैं। लेकिन हाँ, आप मुझे फ़ोटो ज़रूर भेजिए, मैं भी देखना चाहता हूँ, आपने क्या किया है!
मेरे प्यारे देशवासियो, अपने लिए गर्व की बात है कि फ़रवरी के प्रथम सप्ताह में 4 तारीख़ से 8 तारीख़ तक भारत बहुत बड़ी मेज़बानी कर रहा है। पूरा विश्व, हमारे यहाँ मेहमान बन के आ रहा है और हमारी नौसेना इस मेज़बानी के लिए पुरजोश तैयारी कर रही है। दुनिया के कई देशों के युद्धपोत, नौसेना के जहाज़, आंध्र प्रदेश के विशाखापत्तनम के समुद्री तट पर इकट्ठे हो रहे हैं। International Fleet Review भारत के समुद्र तट पर हो रहा है। विश्व की सैन्य-शक्ति और हमारी सैन्य-शक्ति के बीच तालमेल का एक प्रयास है। एक joint exercise है। बहुत बड़ा अवसर है। आने वाले दिनों में आपको टी.वी. मीडिया के द्वारा इसकी जानकारियाँ तो मिलने ही वाली हैं, क्योंकि ये बहुत बड़ा कार्यक्रम होता है और सब कोई इसको बल देता है। भारत जैसे देश के लिए ये बहुत महत्वपूर्ण है और भारत का सामुद्रिक इतिहास स्वर्णिम रहा है। संस्कृत में समुद्र को उदधि या सागर कहा जाता है। इसका अर्थ है अनंत प्रचुरता। सीमायें हमें अलग करती होंगी, ज़मीन हमें अलग करती होगी, लेकिन जल हमें जोड़ता है, समुद्र हमें जोड़ता है। समंदर से हम अपने-आप को जोड़ सकते हैं, किसी से भी जोड़ सकते हैं। और हमारे पूर्वजों ने सदियों पहले विश्व भ्रमण करके, विश्व व्यापार करके इस शक्ति का परिचय करवाया था। चाहे छत्रपति शिवाजी हों, चाहे चोल साम्राज्य हो - सामुद्रिक शक्ति के विषय में उन्होंने अपनी एक नई पहचान बनाई थी। आज भी हमारे कई राज्य हैं कि जहाँ समुन्दर से जुड़ी हुई अनेक परम्पराएँ जीवित हैं, उत्सव के रूप में मनाई जाती हैं। विश्व जब भारत का मेहमान बन रहा है, नौसेना की शक्ति का परिचय हो रहा है। एक अच्छा अवसर है। मुझे भी सौभाग्य मिलेगा इस वैश्विक अवसर पर उपस्थित रहने का।
वैसे ही भारत के पूर्वी छोर गुवाहाटी में खेल-कूद समारोह हो रहा है, सार्क देशों का खेल-कूद समारोह। सार्क देशों के हज़ारों खिलाड़ी गुवाहाटी की धरती पर आ रहे हैं। खेल का माहौल, खेल का उमंग। सार्क देशों की नई पीढ़ी का एक भव्य उत्सव असम में गुवाहाटी की धरती पर हो रहा है। ये भी अपने आप में सार्क देशों के साथ नाता जोड़ने का अच्छा अवसर है।
मेरे प्यारे देशवासियो, मैंने पहले ही कहा था कि मन में जो आता है, मन करता है, आपसे खुल करके बांटूं। आने वाले दिनों में दसवीं और बारहवीं की परीक्षायें होंगी। पिछली बार ‘मन की बात’ में मैंने परीक्षा के संबंध में विद्यार्थियों से कुछ बातें की थीं। इस बार मेरी इच्छा है कि जो विद्यार्थियों ने सफलता पाई है और तनावमुक्त परीक्षा के दिन कैसे गुज़ारे हैं, परिवार में क्या माहौल बना, गुरुजनों ने, शिक्षकों ने क्या role किया, स्वयं ने क्या प्रयास किये, अपनों से सीनियर ने उनको क्या बताया और क्या किया? आपके अच्छे अनुभव होंगे। इस बार हम ऐसा एक काम कर सकते हैं कि आप अपने अनुभव मुझे ‘Narendra Modi App’ पर भेज दीजिये। और मैं मीडिया से भी प्रार्थना करूँगा, उसमें जो अच्छी बातें हों, वे आने वाले फ़रवरी महीने में, मार्च महीने में अपने मीडिया के माध्यम से प्रचारित करें, ताकि देशभर के students उसको पढ़ेंगे, टी.वी. पर देखेंगे और उनको भी चिंतामुक्त exam कैसे हो, तनावमुक्त exam कैसे हो, हँसते-खेलते exam कैसे दिए जाएँ, इसकी जड़ी-बूटी हाथ लग जाएगी और मुझे विश्वास है कि मीडिया के मित्र इस काम में ज़रूर मदद करेंगे। हाँ, लेकिन तब करेंगे, जब आप सब चीज़ें भेजेंगे। भेजेंगे न? पक्का भेजिए।
बहुत-बहुत धन्यवाद, दोस्तो। फिर एक बार अगली ‘मन की बात’ के लिए अगले महीने ज़रूर मिलेंगे। बहुत धन्यवाद।
મારા વ્હાલા દેશવાસીઓ,
આપ સૌને નમસ્કાર, 2015માં એક રીતે મારી આ વર્ષની છેલ્લી મનની વાત (છે.). આગામી મનની વાત 2016માં થશે. પરમદિવસે આપણે બધાંએ ક્રિસમસનું પર્વ ઉજવ્યું. અને હવે નવા વર્ષના સ્વાગતની તૈયારીઓ ચાલી રહી છે. ભારત વિવિધતાઓથી ભરેલો (દેશ) છે. તહેવારોની ભરમાર લાગેલી રહે છે. એક તહેવાર ગયો નથી કે બીજો આવ્યો નથી. એક રીતે દરેક તહેવાર બીજા તહેવારની રાહ મૂકીને જાય છે. કોઇ કોઇ વાર તો લાગે છે કે ભારત એક એવો દેશ છે. જ્યાં તહેવારથી ચાલતું અર્થતંત્ર છે. સમાજના ગરીબ વર્ગના લોકોની આર્થિક પ્રવૃત્તિઓનું તે કારણ બની જાય છે. મારા તરફથી સૌ દેશવાસીઓને ક્રિસમસ(નાતાલ)ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને 2016ના નવા વર્ષની પણ અનેક અનેક શુભેચ્છાઓ. 2016નું વર્ષ આપ સૌ માટે ઢગલાબંધ ખુશીઓ લઇને આવે. નવો ઉમંગ, નવો ઉત્સાહ, નવો સંકલ્પ આપને નવી ઉંચાઇએ પહોંચાડે. દુનિયા પણ સંકટોથી મુક્ત થાય. પછી એ આતંકવાદ હોય, ગ્લોબલ વોર્મિંગ હોય, કુદરતી આફતો હોય કે ચાહે માનવસર્જિત સંકટ હોય, માનવ જપ્ત સુખચેનનું જીવન પ્રાપ્ત કરે, તેનાથી વધુ બીજી કઇ ખુશી હોઇ શકે છે.
આપ તો જાણો છો જ કે હું ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરતો રહું છું. તેનાથી મને ઘણીબધી માહીતી મળે છે. હું મારા માય ગોવ પોર્ટલ પર પણ સારૂં એવું ધ્યાન રાખું છું.
પુણેથી શ્રી ગણેશ વી. સાવલેશવારકરે મને લખ્યું છે કે, આ મોસમ પર્યટકોની મોસમ હોય છે. બહુ મોટી સંખ્યામાં દેશવિદેશના પર્યટકો આવે છે. લોકો પણ નાતાલની રજાઓ માણવા જાય છે. પ્રવાસનના ક્ષેત્રમાં બાકી બધી સુવિધાઓ તરફ તો ધ્યાન આપવામાં આવે છે. પરંતુ તેમણે કહ્યું છે કે, જયાં જયાં પ્રવાસન સ્થળો છે, જયાં પર્યટકો જાય છે, યાત્રાધામ જાય છે, પ્રવાસધાન છે, ત્યાં સ્વચ્છતા જાળવવાની બાબતમાં ખાસ આગ્રહ રાખવો જોઇએ. આપણાં પર્યટન સ્થળો જેટલાં સ્વચ્છ હશે તેટલી દુનિયામાં ભારતની છબી બહેતર બનશે. ગણેશજીના વિચારોનું હું સ્વાગત કરૂં છું અને ગણેશજીની વાતને હું દેશવાસીઓ સુધી પહોંચાડી રહ્યો છું. આમ પણ આપણે “અતિથિ દેવો ભવ” કહીએ છીએ. આપણે ત્યાં જયારે કોઇ મહેમાન આવવાના હોય છે. તો આપણે ઘરમાં કેટલી સાજ સજાવટ અને સફાઇ કરીએ છીએ. તેમ જ, આપણા પર્યટન સ્થળો પર, પ્રવાસીઓનાં માનીતા સ્થળો પર, આપણાં યાત્રાધામો પર, ખરેખર આ એક વિશેષ જોર આપવા લાયક કામ તો છે જ. અને મને એ પણ આનંદ છે કે દેશમાંથી સ્વચ્છતાને લગતા સમાચાર સતત આવતા રહે છે. હું પહેલ્લા જ દિવસથી આ બાબતને મીડિયાના મિત્રોને ધન્યવાદ આપતો જ રહું છું. એવી નાની-નાની, સારીસારી બાબતો ખોળી-ખોળીને તેઓ લોકો સમક્ષ મૂકે છે. તાજેતરમાં જ એક અખબારમાં મેં એક ખબર વાંચ્યા હતા. હું ઇચ્છું કે દેશવાસીઓ હું તે જણાવું.
મધ્યપ્રદેશના સીહોર જિલ્લાના ભોજપુરા ગામના એક વડિલ કારીગર છે. દિલીપસિંહ માલવિયા. આમ તો તેઓ સામાન્ય કારીગર છે અને કડિયાકામ કરે છે, મજૂરી કરે છે. તેમણે એક એવું અનોખું કામ કર્યું છે કે, અખબારે તેમની વાત છાપી છે. અને મારા ધ્યાનમાં તે વાત આવી તો મને પણ લાગ્યું કે આ વાત હું આપના સુધી પહોંચાડું. નાનકડા ગામના દિલીપસિંહ માલવિયા. તેમણે નક્કી કર્યું કે, ગામમાં જો કોઇ માલસામાન પૂરો પાડે તો શૌચાલય બનાવવાની જે મજૂરી થશે, તે તેઓ નહીં લે અને કડિયા કારીગર હોવાના નાતે તેઓ મફતમાં શૌચાલય બનાવી આપશે. ભોજપુરા ગામાં તેમણે પોતાની મહેનતથી, મહેનતાણું લીધા વિના, આ કામ પવિત્ર કામ છે એમ માનીને અત્યાર સુધીમાં તેમણે 100 શૌચાલયો બનાવી આપ્યાં છે. દિલીપસિંહ માલવિયાને હું અંતઃકરણપૂર્વક ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અભિનંદન પાઠવું છું. દેશ વિષે કોઇ-કોઇ વાર નિરાશાની વાતો સાંભળીએ છીએ. પરંતુ આવા કરોડો દિલીપસિંહ છે જે આ દેશમાં પોતપોતાની રીતે કંઇક ને કંઇક સારૂં કરતા રહે છે. આ જ તો દેશની તાકાત છે ! આ જ તો દેશની આશા છે ! અને આ જ તો એ બાબતો છે જે દેશને આગળ ધપાવે છે ! અને ત્યારે મન કી બાતમાં દિલીપસિંહ માટે ગર્વ લેવો એમના માટે ગૌરવ કરવું બહુ સ્વાભાવિક લાગે છે. અનેક લોકોના અથાગ પ્રયાસોનું આ પરિણામ છે કે દેશ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યો છે. કદમથી કદમ મેળવીને આગળ વધી રહ્યો છે. કદમથી કદમ મેળવીને સવા સો કરોડ દેશવાસીઓ એક એક ડગલું પોતે પણ આગળ વધી રહ્યા છે અને દેશને પણ આગલ વધારી રહ્યા છે. બહેતર શિક્ષણ, ઉત્તમ કૌશલ્ય તથા રોજગારની રોજ નવી તકો. ભલે એ નાગરિકોને વીમા સલામતિ કવચથી લઇને બેંકિંગ સુવિધાઓ પહોંચાડવાની વાત હોય. વૈશ્વિક ફલક પર વેપારધંધો કરવાની સરળતામાં સુધારો વેપાર અને નવો વ્યવસાય કરવા માટે સુવિધાજનક વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવવી, એ મોટી વાત છે. સામાન્ય પરિવારના લોકો જે કયારેય બેંકના બારણાં સુધી નહોતાં પહોંચી શકતાં, તેમને મુદ્રા યોજના હેઠળ સરળ ધિરાણ ઉપલબ્ધ કરાવવું એ મોટું કામ છે.
આપણને ભારતીયોને જયારે એ જાણવા મળે છે કે પૂરૂં વિશ્વ યોગ પ્રત્યે આકર્ષાયું છે અને દુનિયાએ જયારે “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” ઉજવ્યો અને પૂરૂં વિશ્વ તેમાં જોડાયું ત્યારે આપણામાં વિશ્વાસ જન્મ્યો કે વાહ, આ જ તો છે ને હિંદુસ્તાન ! આ ભાવ જયારે પેદા થાય છે ને ? ત્યારે આપણે દેશના વિરાટરૂપના દર્શન કરીએ છીએ. યશોદા માત અને કૃષ્ણના એ પ્રસંગને કોણ ભૂલી શકે એમ છે ? જયારે બાલકૃષ્ણે પોતાનું મોં ખોલ્યું અને માતા યશોદાને પૂરા બ્રહ્માંડનાં દર્શન કરાવી દીધાં. ત્યારે તેમને પુત્રની તાકાતનો અહેસાસ થયો. યોગની ઘટનાએ ભારતને તે અહેવાસ કરાવ્યો છે.
સ્વચ્છતાની વાત એક રીતે તો ઘરેઘરમાં ગુંજી રહી છે. નાગરિકોની સહભાગીદારી પણ વધતી જઇ રહી છે. આઝાદીનાં આટલાં વર્ષો પછી જે ગામમાં વીજળીનો થાંભલો પહોંચતો હશે, તે ગામને અંધકાર દૂર થવાથી જે ઉત્સાહ અને ઉમંગ થાય છે તેની સીમા કેટલી હોય છે તેનો અંદાજ કદાચ આપણને શહેરોમાં રહેનારા લોકોને કે જે વીજળીનો ઉપયોગ કરે છે તેમને કયારેક નહીં આવી શકે. ભારત સરકારનો અને રાજય સરકારોને ઉર્જા વિભાગ તો પહેલાં પણ કામ કરતો જ હતો, પરંતુ જયારથી ગામોમાં વીજળી પહોંચાડવાનો જે 1000 દિવસનો સંકલ્પ કર્યો છે, અને દરરોજ જયારે એવાં ખબર મળે છે કે આજ તે ગામમાં વીજળી પહોંચી, અને આજ પેલા ગામમાં વીજળી પહોંચી, ત્યારે ખબરની સાથે સાથે તે ગામના ઉમંગ અને ઉત્સાહની ખબર પણ આપે છે. હજી સુધી પ્રસારમાધ્યમોમાં તેની વ્યાપક ચર્ચા નથી થઇ, પરંતુ મને ભરોસો છે કે, મીડિયા આવાં ગામોમાં ચોક્કસ પહોંચશે અને તેના કારણે સૌથી મોટો લાભ તો એ થશે કે સરકારના જે કર્મચારીઓ છે, જે આ કામ કરી રહ્યા છે, તેમને એટલો સંતોષ થશે, એટલો આનંદ મળશે કે તેમણે કાંઇક એવું કર્યું છે, જે કોઇ ગામની, કોઇ જીંદગીમાં પરિવર્તન લાવનારૂં છે. ખેડૂત હોય, ગરીબ હોય, યુવાન હોય, મહિલા હોય, શું આ બધા સુધી આ સઘળી સેવાઓ પહોંચવી જોઇએ કે ના પહોંચવી જોઇએ ? એટલા માટે જ ન પહોંચવી જોઇએ કે કે કઇ સરકારે શું કામ કર્યું અને કઇ સરકારે કામ નથી કર્યું તે જણાય. પરંતુ એટલા માટે પહોંચવી જોઇએ કે તેઓ જો આ બાબતના હકદાર છે તો તે હક જવા ન દે. તેમનો હક તેમને મળે તે માટે પણ તેમને જાણકારી મળવી જોઇએ ને ? આપણે સૌએ તે કોશિશ કરવી જોઇએ કે સાચી વાત, સારી વાત, અદના માનવીના કામની વાત, જેટલા વધુ લોકોને પહોંચી શકે તેટલાને પહોંચાડવી જોઇએ. આ પણ એક સેવાનું જ કામ છે. મેં મારી રીતે પણ આ કામ કરવાનો એક નાનકડો પ્રયાસ કર્યો છે. હું એકલો તો બધું નથી કરી શકવાનો. પરંતુ હું જે કરી રહ્યો છું તેમાંથી કંઇક તો મારે પણ કરવું જોઇએ ને ? એક સામાન્ય નાગરિક પણ પોતાના મોબાઇલ ફોન પર “નરેન્દ્ર મોદી એપ” ડાઉનલોડ કરીને મારી સાથે જોડાઇ શકે છે. અને આવી નાનીનાની વાતો હું તેના પર વહેંચતો રહું છું. અને મારા માટે આનંદની બાબત છે કે લોકો પણ મને ઘણી બધી બાબતો જણાવે છે. આમ પણ આપની રીતે ચોક્કસ આ પ્રયાસમાં જોડાવ. સવાસો કરોડ દેશવાસીઓ સુધી પહોંચાડવાનું છે. આપની મદદ વિના હું કેવી રીતે પહોંચીશ ? આવો, આપણે બધાં મળીને સામાન્ય માનવીના હિતોની વાતો, સામાન્ય માનવીની ભાષામાં પહોંચાડીએ અને તેમને પ્રેરિત કરીએ, તેમના હકની ચીજો મેળવવા માટે !!
મારા વ્હાલા નવયુવાન સાથીઓ, 15મી ઓગસ્ટે લાલ કિલ્લા પરથી મેં સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયા વિષે પ્રાથમિક ચર્ચા કરી હતી. ત્યાર બાદ સરકારના બધા વિભાગોમાં પણ આ વાત ચાલી હતી. શું ભારત સ્ટાર્ટઅપ કેપિટલ બની શકે છે. ? શું આપણાં રાજયો વચ્ચે નવયુવાનો માટે એક ઉત્તમ તકના રૂપમાં નવાનવા સ્ટાર્ટઅપ, અનેકવિધ સ્ટાર્ટઅપ, નવી નવીનવી શોધખોળો ન શરૂ થાય ? પછી તે મેન્યુફેકચરીંગમાં હોય, સર્વિસ સેકટરમાં હોય, કે ખેતીક્ષેત્રમાં હોય. દરેક બાબતમાં નવીનતા, નવી પદ્ધતિ, નવી વિચારસરણી,.. દુનિયા નવીનતા વિના આગળ નથી વધી શકતી, સ્ટાર્ટ અપ ઇન્ડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયા યુવા પેઢી માટે એક બહુ મોટી તક લઇને આવી છે. મારા નવયુવાન સાથીઓ, 16મી જાન્યુઆરીએ ભારત સરકાર સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયાનો પૂરો એકશન પ્લાન કાર્યયોજના શરૂ કરાવવાની છે. કેવી રીતે થશે ? શું થશે ? શા માટે થશે ? અને આ કાર્યક્રમમાં દેશભરની આઇઆઇટી, આઇઆઇએમ, કેન્દ્રીય યુનિવર્સિટીઓ, એનઆઇટીઓ, જયાં પણ યુવાપેઢી છે તે સહુએ લાઇવ-કનેક્ટીવીટી દ્વારા આ કાર્યક્રમમાં જોડવામાં આવશે.
સ્ટાર્ટઅપ કે શરૂઆત માટે આપણે ત્યાં એક વિચારસરણી બંધાઇ ગઇ છે. જેમ કે, ડીઝીટલ વર્લ્ડ હોય અથવા આઇટી વ્યવસાય હોય, આ સ્ટાર્ટઅપ તેમના માટે જ છે. જી ના, આપણે તો તેમાં ભારતની જરૂરિયાત અનુસાર બદલાવ લાવવો છે. ગરીબ વ્યકિત ક્યાંક મજૂરી કરે છે, તેને શારીરીક શ્રમ પડે છે, પણ કોઇ નવયુવાન શોધખોળ દ્વારા એક એવી ચીજ બનાવે કે ગરીબને મજૂરીમાં થોડીક સુવિધા થઇ જાય. હું આને પણ સ્ટાર્ટઅપ માનું છું. હું બેંકોને કહીશ કે આવા નવયુવાનોને મદદ કરો. હું તેને પણ કહીશ કે હિંમતથી આગળ વધ. બજાર મળી રહેશે. તે જ રીતે આપણી યુવાપેઢીની બુદ્ધિસંપદા શું કેટલાંક શહેરો પૂરતી જ મર્યાદિત થોડી છે ? આ વિચારસરણી ખોટી છે. હિંદુસ્તાનના ખૂણેખૂણામાં નવયુવાનો પાસે પ્રતિભા છે, ચેમને તક મળવી જોઇએ. આ સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયા કેટલાંક શહેરો પૂરતી મર્યાદિત નહીં રહેવી જોઇએ. અને હું રાજય સરકારોને પણ આગ્રહ કરૂં છું કે, આ બાબતને આપણે આગળ વધારીએ. 16 જાન્યુઆરીએ હું જરૂર આપની સમક્ષ ઉપસ્થિત થઇને વિસ્તારપૂર્વક આ વિષે વાતચીત કરીશ અને હંમેશાં આપનાં સૂચનો આવકાર્ય રહેશે. વ્હાલા નવયુવાન સાથીઓ, 12 જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ છે. આ દેશના મારા જેવા કોટીકોટી લોકો છે. જેમને સ્વામી વિવેકાનંદજી પાસેથી પ્રેરણા મળી રહી છે. 1995થી 12મી જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદ જયંતિને (નેશનલ યૂથ ફેસ્ટીવલ) રાષ્ટ્રીય યુવા મહોત્સવના રૂપમાં ઉજવવામાં આવે છે. આ વર્ષે તે 12 જાન્યઆરીથી 16 જાન્યુઆરી સુધી છત્તીસગઢના રામપુરમાં યોજાવનો છે. અને મને જાણકારી મળી છે કે, આ વખતનો એમનો થીમ છે, કારણ કે, તેમનું આ આયોજન થીમ આધારિત હોય છે, તે થીમ બહુ સરસ છે, “ઇન્ડિયન યુથઃ ઓફ ડેવલપમેન્ટ સ્કિલ એન્ડ હાર્મની” મને જણાવવામાં આવ્યું છે કે તેમાં બધાં રાજયોના, હિન્દુસ્તાનના ખૂણેખૂણામાંથી 10 હજારથી વધુ યુવાનો એકઠા થવાના છે. એક લઘુભારતનું દ્રશ્ય ત્યાં ખડું થવાનું છે. યુવા ભારતનું દ્રશ્ય સર્જાવાનું છે. એક પ્રકારે સપનાઓનું પૂર નજરે પડવાનું છે. સંકલ્પનો અહેસાસ થવાનો છે. આ યુથા ફેસ્ટીવલ વિષે શું આપ મને સૂચનો કરી શકો છો ? હું ખાસ કરીને યુવા દોસ્તોને આગ્રહ કરૂં છું કે, મારૂં જે નરેન્દ્ર મોદી એપ છે. તેના પર આપ સીધા જ મને જ તમારા વિચારો મોકલો. હું આપના મનને જાણવા સમજવા માંગું છું અને તે આ નેશનલ યુથ ફેસ્ટીવલમાં પ્રતિબિંબિત થશે. તે માટે હું સરકારમાં યોગ્ય સૂચન પણ કરીશ, માહીતી સુચનાઓ પણ આપીશ. તો હું રાહ જોઇશ દોસ્તો, “નરેન્દ્ર મોદી એપ” પર યુવક મહોત્સવ વિષે આપના વિચારો જાણવા માટે...
અમદાવાદ ગુજરાતના દિલીપ ચૌહાણ, જેઓ એક વિઝ્યુઅલી ચેલેન્જ્ડ શિક્ષક છે, તેમણે તેમની શાળામાં એકસેસીબલ ઇન્ડિયા દિવસ ઉજવ્યો હતો. તેમણે મને ફોન કરીને પોતાની ભાવનાઓ વ્યકત કરી છે.
“સર, અને મારી શાળામાં એકસેસીબલ ઇન્ડિયા ઝુંબેશ ઉજવી હતી. હું વિઝ્યુઅલી ચેલેન્જ્ડ શિક્ષક છું. અને મેં વિકલાંગતાના પ્રશ્ને તથા વિશિષ્ટ શકિતવાળા લોકો વિષે કેવી રેતી જાગૃતિ ફેલાવી શકીએ અને મદદ કરી શકીએ તે વિષે 2000 બાળકોને સંબોધ્યાં હતાં. અને વિદ્યાર્થીઓનો પ્રતિસાદ અદભૂત હતો. અમે શાળામાં મજા કરી અને સમાજમાં વિકલાંગોને મદદ કરવા માટે બાળકોને પ્રેરણા અને પ્રોત્સાહન મળ્યાં હતાં. મને લાગે છે કે, આપના દ્વારા કરવામાં આવેલી મોટી પહેલી હતી.”
દિલીપજી તમને ખૂબખૂબ ધન્યવાદ. અને આપ તો પોતે જ આ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છો. આપ ખૂબ સારી રીતે આ બાબતોને સમજો છો અને આપે તો ઘણી બધી મુશ્કેલીઓ વેઠી હશે. કોઇકોઇ વાર સમાજમાં આ પ્રકારની વ્યકિતને મળવાની તક આવે છે. તો આપણા મનમાં કેટલાક વિચાર આવે છે. આપણે આપણી વિચારસરણી મુજબ તેમને જવાની પોતાની દ્રષ્ટિ પણ વ્યક્ત કરીએ છીએ. કેટલાય લોકો હોય છે જે અકસ્માતનો ભોગ બનવાના કારણે પોતાનું કોઇ અંગ ખોઇ બેસે છે. કેટલાક એવા લોકો હોય છે. જેમનામાં જન્મજાત જ કોઇ ક્ષતિ રહી જાય છે. અને એવા લોકો માટે જગમાં અનેક અનેક શબ્દપ્રયોગ થયા છે, પરંતુ શબ્દો પ્રત્યે હંમેશાં ચિંતન ચાલતું રહ્યું છે. દર વખતે લોકોને લાગે છે કે, ના-ના, તેમના માટે આ શબ્દની ઓળખ સારી નથી લાગતી, સન્માનજનક નથી લાગતી. અને તમે જોયું હશે કેટલા શબ્દો આવી ચૂક્યા છે. ક્યારેક હેન્ડીકેપ્ડ શબ્દ સાંભળીએ છીએ તો ક્યારેક અપંગ શબ્દ સાંભળીએ છીએ. તો ક્યારેક વળી વિશિષ્ટ શકિતવાળી વ્યકિત – એમ અનેક શબ્દ આવતા રહે છે. શબ્દોનું પણ એક મબત્વ હોય છે. એ વાત સાચી છે. આ વર્ષે ભારત સરકારે જયારે સુગમ્ય ભારત અભિયાનનો પ્રારંભ કર્યો, ત્યારે તે કાર્યક્રમમાં હું જવાનો હતો. પરંતુ તામિળનાડુના કેટલાક જિલ્લાઓમાં અને ખાસ કરીને ત્યાં જવાનો કાર્યક્રમ ગોઠવાયો એટલે તે દિવસે હું એ અભિયાન પ્રારંભ કાર્યક્રમમાં હાજર નહોતો રહી શક્યો. પરંતુ તે કાર્યક્રમમાં જવાનું હતું તે મારા મનમાં કંઇને કંઇ વિચાર ચાલતા રહેતા હતા. તો તે સમયે મારા મનમાં વિચાર આવ્યો હતો કે પરમાત્માએ જેમને શરીરમાં કોઇ ઉણપ આપી છે, કોઇ ક્ષતિ આપી છે, એકાદ અંગ બરાબર કામ મથી કરતું, તેમને પણે વિકલાંગ કહીએ છીએ અને વિકલાંગના રૂપમાં જાણીએ છીએ. પરંતુ ક્યારેક તેમના પરિચયમાં આવીએ છીએ તો ખબર પડે છે કે આપણને આંખોથી તેમની એક ઉણપ દેખાય છે. પરંતુ ઇશ્વરે તેમને કોઇ વિશેષ શકિત આપી હોય છે. પરમાત્માએ એક અનોખી શકિતનું તેમનામાં નિરૂપણ કરેલું હોય છે. આપણી આંખોતી આપણે જે નથી જોઇ શકતા, પરંતુ જયારે તેમને કોઇ કામ કરતા જોઇએ છીએ ત્યારે તેમની કાબેલિયત તરફ ધ્યાન જાય છે. કે અરે વાહ ! તે આ કેવી રીતે કરે છે. ? ત્યાર પછી મારા મનમાં વિચાર આવ્યો કે આંખોથી તો આપણને લાગે છે કે તે વિકલાંગ છે, પરંતુ અનુભવે લાગે છે કે તેની પાસે કોઇ એકસ્ટ્રા પાવર-વિશેષ શકિત છે. અને ત્યારે જતાં મારા મનમાં વિચાર આવ્યો કે, આપણા દેશમાં વિકલાંગના સ્થાને દિવ્યાંગ શબ્દનો ઉપયોગ કેમ ન કરવો ? આ એવા લોકો છે જેમની પાસે એવું અંગ છે કે એકથી વદુ એવાં અંગ છે, જેમાં દિવ્યતા છે, દિવ્ય શકિતનો સંચાર છે, જે આપણામાં, સામાન્ય શરીરવાળા પાસે નથી. મને આ શબ્દ ખૂબ સારો લાગે છે. શું મારા દેશવાસી, આપણે વિકલાંગતા સ્થાને દિવ્યાંગ શબ્દની આદત પ્રચલિત કરી શકીએ છીએ ? હું આશઆ રાખું છું કે, આ બાબતને આપ આગળ વધારશો.
આપણે સુગમ્ય ભારત અભિયાનની શરૂઆત કરી છે. તેના હેઠળ ભૌતિક અને અપ્રત્યક્ષ, બન્ને રીતે આંતરમાળખામાં સુધારો કરીને દિવ્યાંગ લોકો માટે તે સુગમ્ય બનાવીશું. શાળા હોય, બસ સ્ટેશન હોય, રેલવે સ્ટેશન હોય તેમાં રેમ્પ હોય. સુગમ્ય પાર્કિંગ, સુગમ્ય લિફ્ટ, બ્રેઇલ લિપી,.. કેટલી બધી બાબતો છે. આ બધામાં તેમને ઉપલબ્ધતા સરળ બનાવવા માટે નવીન શોધખોળ જોઇએ, ટેકનોલોજી જોઇએ, વ્યવસ્થા જોઇએ, સંવેદનશીલતા જોઇએ. આપણે આ કામનું બીડું ઉઠાવ્યું છે. લોકભાગીદારી પણ મળી રહી છે. લોકોને ગમ્યું છે. આપ પણ આપની રીતે ચોક્કસ તેમાં જોડાઇ શકો છો.
મારા વ્હાલા દેશવાસીઓ, સરકારીયોજનાઓ ત સતત આવતી જ રહે છે, ચાલતી રહે છે. પરંતુ આ યોજનાઓ હંમેશા પ્રાણવાન રહે તે ખૂબ જરૂરી છે. યોજનાઓ છેલ્લી વ્યકિત સુધી જીવંત રહેવી જોઇએ. તે ફાઇલોમાં મૃતપ્રાય નહીં હોવી જોઇએ. આખરે યોજના બને છે સામાન્ય વ્યકિત માટે, ગરીબ વ્યકિત માટે. ગત દિવસોમાં ભારત સરકારે એક પ્રયાસ કર્યો કે યોજનાઓના જે હકદાર છે તેમની પાસે સરળતાથી લાભ કેવી રીતે પહોંચે ? આપણા દેશમાં ગેસ સિલિન્ડરમાં સબસીડી અપાય છે. કરોડો રૂપિયા તેમાં જાય છે, પરંતુ હિસાબ કિતાબ ન્હોતો કે જે લાભાર્થીઓ છે તેમના સુદી આ પૈસા પહોંચે છે કે નથી પહોંચતા. સરકારે તેમાં થોડો ફેરફાર કર્યો. જનધન ખાતું હોય, આધારકાર્ડ હોય, એ બદાની મદદતી વિશ્વની સૌથી મોટી, લાર્જેસ્ટ ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર સ્કીમ દ્વારા સબસીડી સીધી લાભાર્થીઓના બેંક ખાતામાં પહોંચાડવી. દેશવાસીઓને જણાવતાં મને ગર્વ થઇ રહ્યો છે કે તાજેતરમાં તેને ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તેને સ્થાન મળી ગયું છે. તે દુનિયાની સૌથી મોટી ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર સ્કીમ છે જે સફળતાપૂર્વક અમલમાં મૂકી દેવામાં આવી છે. “પહેલ” નામથી આ યોજના જાણીતી છે અને પ્રયોગ ખૂબ સફળ રહ્યો છો. નવેંબર અંત સુધીમાં લગભગ 15 કરોડ રાંધણગેસ વાપરનારા નાગરિકો “પહલ” યોજનાના લાભાર્થી બની ચૂક્યા છે. 14 કરોડ લોકોના ખાતામાં બેંક ખાતામાં સરકારી પૈસા સીધા જવા લાગ્યા છે. નહીં કોઇ વચેટિયો, નહીં કોઇ ભલામણની જરૂર, નહીં કોઇ ભ્રષ્ટાચારની સંભાવના. એક તરફ આધારકાર્ડનું અભિયાન, બીજી તરફ જનધન ખાતું ખોલાવવાનું, ત્રીજી તરફ રાજય સરકાર અને ભારત સરકાર મળીને લાભાર્થીઓની યાદી તૈયાર કરે. તેને આધાર સાથે અને ખાતા સાથે જોડવાની, આ કામગીરી ચાલી રહી છે. ગ્રામ વિસ્તારોમાં રોજગારીની તક પૂરી પાડતી મનરેગા – યોજના છે તે મનરેગાના પૈસા અંગે હમણાં ઘણી ફરિયાદો આવતી હતી. કેટલાંય સ્થળે હવે આ પૈસા સીધા જ તે મજૂરી કરનારી વ્યકિતના ખાતામાં જમા થવા લાગ્યા છે. વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિમાં કેટલીયે મુશ્કેલીઓ પડતી હતી. ફરિયાદો પણ આવતી હતી. તેમાં પણ હવે શરૂઆત કરી દીધી છે. ધીરેધીરે આગળ વધારીશું. અત્યાર સુધીમાં અલગ અલગ યોજનાઓના માધ્યમથી લગભગ 40 હજાર કરોડ રૂપિયા સીધા જ લાભાર્થીના ખાતામાં જવા લાગ્યા છે. મારો ઉપર છલ્લો અંદાજ છે કે, લગભગ 35 થી 40 યોજનાઓનો સીધેસીધો ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફરની અંદર સમાવેશ કરાઇ રહ્યો છે.
મારા વ્હાલા દેશવાસીઓ, 26 જાન્યુઆરી, ભારતીય પ્રજાસત્તાક દિવસની એક સોનેરી પળ, એ પણ એક સુખદ સંયોગ છે કે, આ વખતે આપણા બંધારણના ઘડવૈયા ડૉકટર બાબા સાહેબ આંબેડકરની 125મી જયંતી છે. સંસદમાં પણ બે દિવસ બંધારણ પર વિશેષ ચર્ચા રાખવામાં આવી હતી અને બહુ સારો અનુભવ રહ્યો. બધા પક્ષોએ, સૌ સાંસદોએ બંધારણની પવિત્રતા, બંધારણનું મહત્વ, બંધારણને સાચા સ્વરૂપમાં સમજવું વગેરે અંગે ખૂબ ઉત્તમ ચર્ચા કરી. આ બાબતને આપણે આગળ વધારવી જોઇએ. પ્રજાસત્તાક દિવસ ખરા અર્થમાં જન જનને તંત્ર સાથે જોડી શકે છે ? આપણું બંધારણ આપણને ઘણા અધિકાર આપે છે અને અધિકારીનો ચર્ચા સાહજિક રીતે થાય છે, અને થવી પણ જોઇએ. તેનું પણ એટલું જ મહત્વ છે. પરંતુ બંધારણ કર્તવ્ય – ફરજ ઉપર પણ જોર આપે છે. પરંતુ એવું જોવામાં આવ્યું છે કે, કર્તવ્યની ચર્ચા બહુ ઓછી થાય છે. બહુ બહુ તો જયારે ચૂંટણીઓ હોય છે ત્યારે ચારેતરફ જાહેરખબરો હોય છે, દિવાલો પર લખવામાં આવે છે, હોર્ડીંગ મૂકવામાં આવે છે કે મતદાન કરવું આપણી પવિત્ર ફરજ છે. મતદાનના સમયે તો ફરજની વાત ખૂબ થાય છે, પરંતુ સાહજિક જીવનમાં પણ કેમ ફરજની વાતો ન થાય ? આ વર્ષે જયારે આપણે બાબાસાહેબ આંબેડકરની 125મી જયંતિ ઉજવી રહ્યા છીએ ત્યારે 26મી જાન્યુઆરીને નિમિત્ત બનાવીને શું આપણે શાળાઓમાં કોલેજોમાં, આપણાં ગામોમાં, આપણાં શહેરમાં, જુદાજુદા સમાજોમાં, સંગઠનોમાં કર્તવ્ય-ફરજ વિષય પર નિબંધ સ્પર્ધા, કાવ્ય સ્પર્ધા, વકતૃત્વ વગેરે યોજી શકીએ ખરા ? જો સવાસો કરોડ દેશવાસી કર્તવ્યભાવથી એક પછી એક ડગ માંડતા જઇએ તો કેટલો મોટો ઇતિહાસ રચી શકાય છે. પરંતુ ચર્ચાથી શરૂઆત તો કરીએ ! મારા મનમાં એક વિચાર આવે છે.. તમે જો મને 26મી જાન્યુઆર4 પહેલાં ડ્યુટી, ફરજ, કર્તવ્ય વિષે તમારી ભાષામાં, તમારી પોતાની ભાષા ઉપરાંત જો તમારે હિંદીમાં લખવું હોય તો હીંદીમાં, અંગ્રેજીમાં લખવું હોય તો અંગ્રેજીમાં, કર્તવ્ય પર કાવ્યરચના હોય, કર્તવ્ય પર એવું કોઇ લખાણ હોય, નિબંધ હોય તો તમે લખો. એ તમે મને મોકલી શકો છો ? હું આપના વિચારોને જાણાવા માંગું છું. મારા પોર્ટલ માય ગોવ પર એ મને મોકલો. હું ચોક્કસ જાણવા ઇચ્છીશ કે મારા દેશની યુવાપેઢી કર્તવ્ય વિષે શું વિચારે છે ?
એક નાનકડૂં સૂચન કરવાનું મન થાય છે. 26મી જાન્યુઆરીના દિવસે જયારે આપણે પ્રજાસત્તાક દિવસ ઉજવીએ છીએ ત્યારે આપણે નાગરિકો દ્વારા, શાળા કોલેજોના બાળકો દ્વારા, આપણા શહેરમાં જેટલી પણ મહાપુરૂષોની પ્રતિમાઓ છે. બાવલાં મૂક્યાં છે. તેની સફાઇ, તેના પરિસરની સફાઇ, ઉત્તમમાં ઉત્તમ સ્વચ્છતા, ઉત્તમાં ઉત્તમ સુશોભન 25 જાન્યુઆરી નિમિત્તે કરી શકીએ છીએ ખરા ? અને આ હું સરકારી રાહે નથી કહી રહ્યો. નાગરિકો દ્વારા થાય. જે મહાપૂરૂષોની પ્રતિમાઓ મૂકવા માટે આપણે એટલા બધા લાગણીશીલ હોઇએ છીએ પરંતુ બાદમાં પ્રતિમાની દેખભાળમાં આપણે એટલા જ ઉદાસીન હોઇએ છીએ. સમાજના નાતે, દેશના નાતે, શું તેને આપણો સહજ સ્વભાવ બનાવી શકીએ ખરા ? આ 26 જાન્યુઆરીએ આપણે સૌ મળીને પ્રયાસ કરીએ કે આવા મહાપુરૂષોની પ્રતિમાઓનું સન્માન, ત્યાંની સફાઇ, પરિસરની સફાઇ અને આ બધું જનતા જનાર્દન દ્વારા, નાગરિકો દ્વારા સહજરૂપથી થાય.
વ્હાલા દેશવાસીઓ, ફરી એકવાર નવા વર્ષની 2016ની ઘણી બધી શુભેચ્છાઓ. ખૂબ ખૂબ ધન્યવાદ..
પ્રિય દેશવાસીઓ નમસ્તે,
દિવાળીના પાવન પર્વ દરમ્યાન તમે રજાઓ બહુ સારી રીતે મનાવી હશે. કયાંક જવાનો અવસર પણ મળ્યો હશે. અને નવા ઉમંગ-ઉત્સાહ સાથે વેપાર-રોજગાર પણ શરૂ થઇ ગયા હશે. બીજી તરફ ક્રિસમસની તૈયારીઓ પણ શરૂ થઇ ગઇ હશે. સમાજ જીવનમાં ઉત્સવનું પોતાનું એક મહત્વ હોય છે. કયારેક ઉત્સવ ઘા ભરવા કામ આવે છે તો કયારેક ઉત્સવ નવી ઉર્જા આપે છે. પરંતુ કયારેક ઉત્સવના આ સમયમાં જયારે સંકટ આવી જાય તો વધુ પીડાદાયક બની જાય છે. વધુ પીડાદાયક લાગે છે. દુનિયાના દરેક ખૂણામાંથી સતત પ્રાકૃતિક આપત્તિઓના સમાચાર મળ્યા જ કરે છે અને કયારેક સાંભળ્યું ના હોય કે વિચાર્યું ના હોય તેવી કુદરતી આપત્તિઓના સમાચાર મળે છે. આબોહવા પરિવર્તનનો પ્રભાવ કેટલો ઝડપથી વધી રહ્યો છે તે પણ લોકો અનુભવ કરી રહ્યા છે. આપણા જ દેશમાં ગત દિવસોમાં જે રીતે અતિવૃષ્ટિ અને તે પણ કમોસમી વર્ષા અને લાંબા સમય સુધી વરસાદ ખાસ કરીને તમિલનાડુમાં જે નુકસાન થયું છે... બીજા રાજયોને પણ તેની અસર થઇ છે. કેટલાય લોકોનાં મૃત્યુ થયાં છે. હું આ સંકટની ક્ષણમાં એ બધા પરિવારો પ્રત્યે શોક-સંવેદના પ્રગટ કરૂં છું. રાજય સરકારો રાહત બચાવમાં પૂરી શકિતથી કામે લાગી જાય છે. કેન્દ્ર સરકાર પણ હંમેશા ખભેખભા મિલાવીને કામ કરે છે. હમણાં ભારત સરકારની એક ટુકડી તામિલનાડુ ગઇ છે. પરંતુ મને વિશ્વાસ છે તમિલનાડુની શકિત પર. આ સંકટ છતાં તે ફરી એક વાર ઘણી તેજ ગતિથી આગળ વધવા લાગશે અને દેશને આગળ વધારવામાં તેની જે ભૂમિકા છે તે નિભાવતું રહેશે. પરંતુ જયારે ચારે તરફ સંકટની વાતો જોઇએ છીએ ત્યારે આપણે તેમાં ઘણું પરિવર્તન લાવવાની આવશ્યકતા થઇ ગઇ છે. આજથી 15 વર્ષ પહેલાં કુદરતી આપત્તિ કૃષિવિભાગનો હિસ્સો હતી કારણ કે, ત્યારે વધુમાં વધુ કુદરતી આપત્તિ એટલે કે દુકાળ. ત્યાં સુધી જ સીમિત હતું. આજે તો આનું રૂપ જ બદલાઇ ગયું છે. દરેક સ્તરે આપણે આપણી ક્ષમતા નિર્માણ માટે કામ કરવું ઘણું અનિવાર્ય થઇ ગયું છે. સરકારોએ, સિવિલ સોસાયટીએ, નાગરિકોએ, દરેક નાની મોટી સંસ્થાએ ખૂબ જ વૈજ્ઞાનિક રીતે ક્ષમતા નિર્માણ માટે કામ કરવું જ પડશે.
નેપાળના ભૂકંપ પછી મેં પાકિસ્તાના વડાપ્રધાનશ્રી નવાઝ શરીફ સાથે વાત કરી હતી. અને મે તેમને એક સૂચન કર્યું હતું કે, આપણે સાર્ક દેશોએ મળીને આપત્તિની પૂર્વતૈયારી માટે એક સંયુક્ત ક્વાયત કરવી જોઇએ. મને આનંદ છે કે સાર્ક દેશોની એક ટેબલટોક એકસરસાઇઝ ઇઝ અને બેસ્ટ પ્રેક્ટિસિઝનો પરિસંવાદ અને કાર્યશાળા દિલ્હીમાં સંપન્ન થયા. એક સારી શરૂઆત થઇ.
મને આજે પંજાબના જલંધરથી લખવિંદરસિંહનો ફોન મળ્યો છે. (“હું લખવિંદરસિંહ પંજાબ જિલ્લા જલંધરથી બોલું છું. અમે અહીં જૈવિક ખેતી કરીએ છીએ અને ઘણા લોકોને માર્ગદર્શન આપીએ છીએ. મારો એક સવાલ છે કે લોકો ખેતીમાં આગ લગાવે છે. સૂકૂં ઘાસ અથવા ઘઉંના ઝાડને. આ લોકોને કેવી રીતે માર્ગદર્શન આપવું જોઇએ કે ધરતીમાતામાં જે સુક્ષ્મ જીવાણુ છે તેના પર આ લોકો કેટલું ખરાબ કરે છે અને આ જે પ્રદૂષણ થઇ રહ્યું છે દિલ્હીમાં, હરિયાણામાં, પંજાબમાં તેનાથી કેવી રીતે રાહત મળે.”)
લખવિંદરસિંહજી, મને ઘણો આનંદ થયો તમારો સંદેશો સાંભળીને. એક તો આનંદ એ વાતનો થયો કે તમે જૈવિક ખેતી કરનાર ખેડૂત છો. અને પોતે તો જૈવિક ખેતી કરો જ છો. એટલું જ નહીં, તમે ખેડૂતોની સમસ્યા સુપેરે જાણો છો. અને તમારી ચિંતા સાચી છે પરંતુ આવું માત્ર પંજાબ હરિયાણામાં જ થાય છે એવું નથી. સમગ્ર હિન્દુસ્તાનમાં આ આપણી ટેવ છે અને પરંપરાગત રીતે આપણે આ જ રીતે આપણા પાકના અવશેષોને સળગાવી દેવાના રસ્તા પર ચાલી નીકળીએ છીએ. એક તો અગાઉ નુકસાનનો અંદાજ નહોતો. બધાં કરે છે તેથી આપણે કરીએ છીએ તે જ ટેવ હતી. બીજા ઉપાય શું હોય છે તેનું પણ પ્રશિક્ષણ થયું નથી. અને તેના કારણે આ ચાલતું જ ગયું. વધતું જ ગયું. અને આજે જે આબોહવા પરિવર્તનનું સંકટ છે તેમાં તે ઉમેરાતું ગયું. અને જયારે આ સંકટની અસર શહેરો તરફ પડવા લાગી તો જરા અવાજ સંભળાવા લાગ્યો. પરંતુ તમે જે પીડા વ્યકત કરી છે તે સાચી છે. સૌથી પહેલો ઉપાય છે આપણે આપણા ખેડૂત ભાઇઓ બહેનોને પ્રશિક્ષિત કરવાં પડશે. તેમને સત્ય સમજાવવું પડશે કે પાકના અવશેષો બાળવાથી કદાય બની શકે કે સમય બચશે, મહેનત બચશે. આગામી પાક માટે ખેતર તૈયાર થઇ જતું હશે. પરંતુ આ સત્ય નથી. પાકના અવશેષ પણ બહુ કિંમતી હોય છે. તે પોતે જ એક જૈવિક ખાતર હોય છે. આપણે તેને વેડફી નાંખીએ છીએ. એટલું જ નહિં. જો તેના નાના નાના ટુકડા કરી નાંખવામાં આવે તો પશુઓ માટે તે ડ્રાય ફ્રૂટ બની જાય છે. બીજું તે બાળવાના કારણે જમીનનું જે ઉપરનું પડ હોય છે તે બળી જાય છે.
મારા ખેડૂત ભાઇઓ, બહેનો, ક્ષણભર માટે વિચારો કે આપણાં હાડકાં મજબૂત હોય, આપણું હૃદય મજબૂત હોય, કિડની સારી હોય, બધું જ હોય, પરંતુ જો શરીરની ઉપરની ચામડી બળી જાય તો શું થશે ? હૃદય ચાલુ હશે તો પણ જીવતા નહીં રહી શકીએ. જેવી રીતે આપણા શરીરની ચામડી બળી જાય તો જીવવું મુશ્કેલ બની જાય છે. એ જ રીતે પાકના ઠુંઠા સળગાવવાથી માત્ર તે ઠુંઠા જ સળગતાં નથી, પૃથ્વી માતાની ચામડી બળી જાય છે. આપણી જમીનની ઉપરનું પડ બળી જાય છે. જે આપણી ઉપજાઉ જમીનને મૃત્યુ તરફ ધકેલી દે છે. અને આથી તેના સકારાત્મક પ્રયાસ કરવા જોઇએ. આ ઠૂંઠાને ફરીએક વાર જમીનમાં દાટી દેવામાં આવે તો પણ તે ખાતર બની જાય છે. અથવા તો જો કોઇ ખાડામાં ઢગલો કરીને અળસિયાં નાખીને થોડું પાણી નાખી દેવામાં આવે તો ઉત્તમ પ્રકારનું જૈવિક ખાતર બની જાય છે. પશુના ભોજન માટેના કામમાં તો આવે જ છે અને આપણી જમીન પણ બચી જાય છે. એટલું જ નહીં, તે જમીનમાં તૈયાર થયેલું ખાતર તેમાં નાખી દો તો તે બમણો ફાયદો આપે છે.
મને એકવાર કેળાની ખેતી કરનાર ખેડૂત ભાઇઓ સાથે વાતચીતની તક મળી. અને તેમણે મને એક સારો અનુભવ જણાવ્યો. પહેલાં જયારે તેઓ કેળાની ખેતી કરતા હતા અને જયારે કેળાનો પાક સમાપ્ત થઇ જતો તો કેળાનાં ઠૂંઠા પડી રહેતા હતા તેને સાફ કરવા માટે પ્રતિ હેકટરે કયારેક કયારેક તેમને પાંચ હજાર, દસ હજાર, પંદર હજાર રૂપિયાનો ખર્ચ કરવો પડતો હતો. અને જયાં સુધી તેને ઉપાડવાવાળા લોકો ટ્રેકટર – બેકટર લઇને આવે નહીં ત્યાં સુધી તે એમ જ પડ્યાં રહેતાં હતાં. પરંતુ કેટલાક ખેડૂતોએ સાબિત કર્યું આ ઠૂંઠાના છ – છ, આઠ – આઠ ઇંચના ટુકડા કર્યા અને તેમને જમીનમાં દાટી દીધાં. તો અનુભવ એ થયો કે, આ કેળાના ઠૂંઠામાં એટલું પાણી હોય છે કે જયાં તેને દાટી દેવામાં આવે છે. ત્યાં જો કોઇ ઝાડ હોય, છોડ હોય, કોઇ પાક હોય તો ત્રણ મહિના સુધી બહારના પાણીની જરૂર પડતી નથી. તે ઠૂંઠામાં જે પાણી છે તે પાણી પાકને જીવંત રાખે છે. અને આજે તો તેનાં ઠૂંઠા પણ ઘણાં કિંમતી થઇ ગયા છે. તેના ઠૂંઠામાંથી જ તેમની આવક વધી ગઇ છે. નાનકડો પ્રયોગ પણ કેટલો મોટો ફાયદો કરી શકે છે, આ તો આપણા ખેડૂત ભાઇઓ કોઇ પણ વૈજ્ઞાનિકથી કમ નથી.
પ્રિય દેશવાસીઓ, આગામી ત્રણ ડિસેમ્બરે ઇન્ટર નેશનલ ડે ઓફ પર્સન્સ વિથ ડીસીએબિલિટિઝ ને સમગ્ર વિશ્વ યાદ કરશે. ગયા વખતે મન કી વાતમાં મે અંગદાન પર ચર્ચા કરી હતી. ઓર્ગન ડોનેશન માટે મે નોટોની હેલ્પલાઇનની પણ ચર્ચા કરી હતી. અને મને જણાવાયું હતું કે, મનની તે વાત પછી ફોન કોલ્સમાં લગભગ સાત ગણી વૃદ્ધિ થઇ ગઇ. અને વેબસાઇટ પર અઢી ગણી વૃદ્ધિ થઇ ગઇ. 27 નવેમ્બરને ઇન્ડિયન ઓર્ગન ડોનેશન ડે તરીકે મનાવાયો. સમાજની ઘણી પ્રસિદ્ધ વ્યકિતઓએ ભાગ લીધો. ફિલ્મ અભિનેત્રી રવિના ટંડન સહિત ઘણા જાણીતા લોકો તેમાં જોડાયા. અંગદાન મૂલ્યવાન જિંદગીઓને બચાવી શકે છે. “અંગદાન” એક રીતે અમરતા લઇને આવે છે. એક શરીરમાંથી બીજા શરીરમાં જયારે અંગ જાય છે તો તે અંગને નવું જીવન મળી જાય છે પરંતુ તે જીવનને નવી જિંદગી મળી જાય છે. તેનાથી સર્વોત્તમ દાન જીવનને બીજું શું હોઇ શકે, ટ્રાન્સપ્લાન્ટ માટે રાહ જોઇ રહેલા દર્દીઓ, ઓર્ગન ડોનર્સ, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશનની એક નેશનલ રજિસ્ટ્રી 27 નવેમ્બરે લોંચ કરી દેવામાં આવી છે. નોટોનો લોગો, ડોનર કાર્ડ અને સ્લોગન ડીઝાઇન કરવા માટે mygov.in દ્વારા એક રાષ્ટ્રીય સ્પર્ધા રાખવામાં આવી અને મારા માટે આશ્ચર્ય હતું કે, એટલા બધા લોકોએ ભાગ લીધો. એટલી નવીન રીતે અને સઘળી સંવેદનાઓ સાથે વાતો કહી. મને વિશ્વાસ છે કે, આ ક્ષેત્રમાં પણ વ્યાપક જાગૃતિ વધશે અને સાચા અર્થમાં જરૂરિયાતવાળાઓને ઉત્તમથી ઉત્તમ મદદ મળશે, કારણ કે, આ મદદ બીજે કયાંયથી ન મળી શકે જયાં સુધી કોઇ દાન ન કરે.
મેં પહેલાં કહ્યું તેમ ત્રણ ડિસેમ્બરને વિકલાંગ દિવસ તરીકે મનાવાય છે. શારીરિક અને માનસિક રીતે વિકલાંગ તેઓ પણ એક અપ્રતિમ સાહસ અને સામર્થ્ય ધરાવતા હોય છે. કયારેક કયારેક પીડા થાય છે જયારે તેમની મજાક થાય છે. ક્યારેક ક્યારેક કરૂણા અને દયાનો ભાવ પ્રગટ કરવામાં આવે છે. પરંતુ આપણે આપણી દ્રષ્ટિ બદલીએ તેમની તરફ જોવાનો દ્રષ્ટિકોણ બદલીએ તો આ લોકો આપણે જીવવાની પ્રેરણા આપી શકે છે. કંઇક કરી છૂટવાની પ્રેરણા આપી શકે છે. આપણે નાનકડી મુશ્કેલી આવે તો પણ રોવા માંડીએ છીએ. – ત્યારે યાદ આવે છે કે મારી મુશ્કેલી બહુ નાની છે, તે કેવી રીતે નિભાવે છે ? કેવી રીતે જીવે છે ? કેવી રીતે કામ કરે છે ? અને આથી આ બધાં આપણા માટે પ્રેરણાના સ્ત્રોત છે. તેમની સંકલ્પ શકિત તેમની જીવન સાથે ઝઝૂમવાની રીત અને સંકટને પણ સામર્થ્યમાં પરિવિર્તત કરી દેવાની તેમની જીજિવિષા પ્રશંસનીય હોય છે.
જાવેદ અહેમદ, હું આજે તેમની વાત કરવા માંગું છું. 40-42 વર્ષની વય છે. 1996માં કાશ્મીરમાં જાવેદ અહેમદને ત્રાસવાદીઓએ ગોળી મારી દીધી હતી. તેઓ ત્રાસવાદીઓના શિકાર થઇ ગયા હતા, પરંતુ બચી ગયા. પરંતુ ત્રાસવાદીઓની ગોળીઓના કારણે કીડની ગુમાવી દીધી. ઇન્ટેસ્ટાઇન – આંતરડાનો એક હિસ્સો ગુમાવી દીઘો હતો. ગંભીર પ્રકારની કરોડરજ્જૂની ઇજા થઇ ગઇ. પોતાના પગ પર ઉભા રહેવાનું સામર્થ્ય હંમેશ માટે ચાલ્યું ગયું. પરંતુ જાવેદ અહેમદે હાર ન માની. ત્રાસવાદની ઇજા પણ તેમને હરાવી શકી નહીં. તેમની પોતાની પ્રબળ ઇચ્છા, પરંતુ સૌથી મોટી વાત એ છે કે કારણ વગર એક નિર્દોષ વ્યકિતને આટલી મોટી મુશ્કેલી વેઠવી પડી, યુવાની જોખમમાં આવી ગઇ પરંતુ ના કોઇ આક્રોશ, ન કોઇ રોષ. આ સંકટને પણ જાવેદ અહેમદે સંવેદનામાં બદલી નાંખ્યું. તેમણે પોતાના જીવનને સમાજસેવામાં અર્પિત કરી દીધું. શરીર સાથ નથી આપતું પરંતુ વીસ વર્ષથી તેઓ બાળકોના અભ્યાસમાં ડૂબી ગયા છે. શારીરિક રીતે વિકલાંગ લોકો માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કેવી રીતે આવે ? સાર્વજનિક સ્થાનો પર સરકારી કચેરીઓમાં વિકલાંગ માટે વ્યવસ્થાઓ કેવી રીતે વિકસિત કરવામાં આવે ? તેના પર તેઓ કામ કરી રહ્યા છે. તેમણે પોતાનો અભ્યાસ પણ એ દિશામાં ફેરવી નાંખ્યો. તેમણે સામાજિક કાર્યમાં માસ્ટર ડીગ્રી મેળવી અને એક સમાજસેવક તરીકે એક જાગૃત નાગરીકના રૂપમાં વિકલાંગોના દૂત બનીને તેઓ આજે એક મૌન ક્રાંતિ કરી રહ્યા છે. શું જાવેદનું જીવન હિન્દુસ્તાનના દરેક ખૂણામાં આપણે પ્રેરણા આપવા પૂરતું નથી ?
હું જાવેદ અહેમદના જીવનને તેમની તપસ્યાને અને તેમના સમર્પણને ત્રણ ડિસેમ્બરને વિશેષરૂપે યાદ કરૂં છું. સમયના અભાવમાં હું ભલે જાવેદની જ વાતો કરતો હોઉ પરંતુ હિન્દુસ્તાનના દરેક ખૂણામાં આવા પ્રેરણાના દીપ પ્રજવળી રહ્યા છે. જીવવાનો નવો પ્રકાશ ફેલાવી રહ્યા છે, રસ્તો બતાવી રહ્યા છે. ત્રણ ડિસેમ્બર આવા બધા દરેકને યાદ કરીને તેમની પાસેથી પ્રેરણા મેળવવાનો અવસર છે.
આપણો દેશ એટલો વિશાળ છે, ઘણી વાતો હોય છે. જેમાં આપણે સરકાર પર આધારિત હોઇએ છીએ. મધ્યમ વર્ગની વ્યકિત હોય, નિમ્ન મધ્યમ વર્ગની વ્યકિત હોય, ગરીબ હોય, દલિત, પીડિત, શોષિત, વંચિત તેમના માટે તો સરકાર સાથે સરકારી વ્યવસ્થાઓ સાથે સતત પનારો પડતો હોય છે. અને એક નાગરિક તરીકે જીવનમાં કયારેક ને કયારેક તો કોઇને કોઇ સરકારી બાબુ તરફથી ખરાબ અનુભવ થઇ જ જાય છે. અને તે એકાદ ખરાબ અનુભવ જીવનભર સરકારી વ્યવસ્થા પ્રત્યે જોવાનો આપણો દ્રષ્ટિકોણ બદલી નાખે છે. તેમાં સચ્ચાઇ પણ છે પરંતુ ક્યારેક ક્યારેક આ જ સરકારમાં બેઠેલા લાખ્ખો લોકો સેવાભાવથી, સમર્પણ ભાવથી, એવાં ઉત્તમ કામ કરે છે જે ક્યારેય આપણી નજરમાં નથી આવતાં. ઘણીવાર આપણને ખબર પણ નથી હોતી કારણ કે, એટલું સહજ હોય છે આપણને ખબર જ નથી હોતી કે કોઇ સરકારી વ્યવસ્થા, કોઇ સરકારી નોકર આ કામ કરી રહ્યો છે. આપણા દેશમાં આશા વર્કર્સ જે આખા દેશમાં નેટવર્ક છે. આપણે ભારતના લોકોની વચ્ચે ક્યારેય આશા વર્કર્સ અંગે ચર્ચા ન મેં સાંભળી છે ન તમે સાંભળી હશે. પરંતુ મને જયારે બિલ ગેટ્સ ફાઉન્ડેશનના વિશ્વ પ્રસિધ્ધ પરિવાર એન્ટરપ્રિન્યોર તરીકે દુનિયામાં તેમની સફળતા એક દષ્ટાંત બની ચૂકી છે. આવા બિલ ગેટ્સ અને મિલિંડા ગેટ્સ તે બંનેને આપણે સંયુક્ત રીતે પદ્મ વિભૂષણ આપ્યો હતો ગયા વખતે. તેઓ ભારતમાં બહુ સામાજિક કામ કરે છે. તેમનો પોતાનો નિવૃત્તિનો સમય અને જીવનભર જે કંઇ પણ કમાણી કરે છે, ગરીબોના કામ માટે વાપરી રહ્યા છે. તેઓ જયારે પણ આવે છે, મળે છે અને જે જે આશા વર્કર્સ સાથે તેમને કામ કરવાનો અવસર મળ્યો છે, તેમની એટલી પ્રશંસા કરે છે, એટલી પ્રશંસા કરે છે અને તેમની પાસે કહેવાનું એટલું હોય છે કે આ આશા વર્કરનું શું સમર્પણ છે, કેટલી મહેનત કરે છે, નવું નવું શીખવા માટે કેટલો ઉત્સાહ હોય છે. આ બધી વાતો તેઓ કહે છે. ગત દિવસો માં ઓડિશા સરકારે એક આશા વર્કરનું સ્વતંત્રતા દિવસ પર વિશેષ સન્માન કર્યું. ઓડિશાના બાલાસોર જિલ્લાના એક નાનકડું ગામ તેંદાગાંવ, એક આશા કાર્યકર્તા અને ત્યાંની સમગ્ર વસતિ અનુસૂચિત જનજાતિની છે. અનુસૂચિત જનજાતિઓના લોકો ત્યાં છે, ગરીબી છે, અને મેલેરિયાથી પ્રભાવિત ક્ષેત્ર છે. અને આ ગામની એક આશાવર્કર જમુના મણિસિંહ તેમણે નિશ્ચય કરી લીધો કે હવે હું આ તેંદાગાંવમાં મેલેરિયાથી કોઇને મરવા નહીં દઉં. તેનું ઘરેઘરે જવું, તાવના સમાચાર આવે તો પહોંચી જવું. તેમને જે પ્રાથમિક વ્યવસ્થાઓ શીખવાડાઇ છે તેના આધાર પર ઉપચાર માટે લાગી જવું. દરેક ઘર કીટનાશક મચ્છરદાનીનો ઉપયોગ કરે તેના પર ભાર દેવો. જેમ કે, પોતાનું બાળક સારી રીતે સૂઇ જાય અને જેટલી કાળજી કરવી જોઇએ તેવી રીતે આશા વર્કર જમુના મણિસિંહ આખું ગામ મચ્છરોથી બચીને રહે તે માટે પૂરા સમર્પણ ભાવથી કામ કરી રહી છે. અને તેમણે મેલેરિયા સામે મુકાબલો કરી, આખા ગામને મુકાબલો કરવા માટે તૈયાર કર્યું. આવી તો કેટલી જમુનામણિ હશે. કેટલા લાખો લોકો આપણી આજુબાજુમાં હશે. આપણે થોડાક તેમની તરફ આદરભાવથી જોઇશું. આવા લોકો આપણા દેશની કેટલી મોટી શકિત બની જાય છે. સમાજના સુખદુઃખના કેટલા મોટા સાથી બની જાય છે. હું આવા બધા આશા વર્કર્સને જમુનામણિના માધ્યમથી ગૌરવ ગાન કરૂં છું.
મારા પ્રિય યુવાન મિત્રો, મેં મારી યુવાન પેઢી માટે કે જે ઇન્ટરનેટ પર સોશિયલ મિડિયા પર સક્રિય છે. My-gov – તેના પર મેં ત્રણ ઇબુક રાખી છે. એક ઇ-બુક સ્વચ્છ ભારતની પ્રેરક ઘટનાઓ સંદર્ભે, સાંસદોના આદર્શ ગ્રામ સંદર્ભે અને આરોગ્યના ક્ષેત્ર સંદર્ભે, સ્વાસ્થ્યના સંદર્ભે. હું તમને આગ્રહ કરૂં છું તમે તેને જુઓ. જુઓ એટલું જ નહીં બીજાને પણ દેખાડો. તેને વાંચો અને બની શકે કે તમને કોઇ આવી વાતો ઉમેરવાનું મન થઇ જાય. તો જરૂર તમે mygov.in ને મોકલી આપો. આવી વાતો આપણા ધ્યાનમાં બહુ જલદી આવતી નથી. પરંતુ સમાજ માટે તે જ સાચી શકિત હોય છે. સકારાત્મક શકિત જ સૌથી મોટી ઉર્જા હોય છે. તમે પણ સારી ઘટનાઓને જણાવો – વહેંચો. આ ઇ-બુક બીજાને આપો. અને જો કોઇ ઉત્સાહી નવયુવાન આ ઇ-બુકને લઇને આજુબાજુની શાળાઓમાં જઇને આઠમા, નવમા, દસમા ધોરણના બાળકોને જણાવે કે જુઓ ભાઇ, અહીં આવું થયું. ત્યાં તેવું થયું. તો તમે સાચા અર્થમાં એક સમાજશિક્ષક બની શકો છો. હું તમને નિમંત્રણ આપું છું. આવો રાષ્ટ્રનિર્માણમાં તમે પણ જોડાઇ જાવ.
મારા પ્રિયદેશવાસીઓ, સમગ્ર વિશ્વ આબોહવા પરિવર્તનથી ચિંતિત છે. કલાઇમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગ, ખૂણેખાંચરે તેની ચર્ચા પણ છે. – ચિંતા પણ છે અને દરેક કામને હવે કરતા પહેલાં એક માપદંડના રૂપમાં તેને સ્વીકૃતિ મળતી જાય છે. પૃથ્વીનું તાપમાન હવે વધવું જોઇએ નહીં. તે દરેકની જવાબદારી પણ છે, ચિંતા પણ છે. અને તાપમાનતી બચવાનો સૌથી પહેલો રસ્તો છે. ઉર્જાની બચત “ઉર્જા સંરક્ષણ” 14 ડિસેમ્બર રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ છે. સરકાર તરફથી અનેક યોજનાઓ ચાલી રહી છે. એલ.ઇ.ડી. બલ્બની યોજનાઓ ચાલી રહી છે. મેં એક વાર કહ્યું હતું કે, પૂર્ણિમાની રાતે શેરીની લાઇટો સ્ટ્રીટ લાઇટો બંધ કરીને અંધારૂં કરીને કલાકો પૂર્ણ ચંદ્રમાના પ્રકાશમાં નહાવું જોઇએ. તે ચંદ્રમાના પ્રકાશનો અનુભવ કરવો જોઇએ. કોઇ મિત્રએ મને એક લિંક મોકલી હતી જોવા માટે અને મને તે જોવાનો અવસર મળ્યો તો મન થયું કે, હું તમને એ વાત કહું. આમ તો તેની ક્રેડીટ ઝી ન્યુઝને જાય છે. કારણ કે તે લિંક ઝી ન્યૂઝની હતી. કાનપૂરમાં નૂરજહાં નામનાં એક મહિલા, ટીવી પરથી લાગતું નથી કે, તેમને વધુ ભણવાનું સૌભાગ્ય મળ્યું હશે. પરંતુ એક એવું કામ તેઓ કરી રહ્યાં છે જે કદાચ કોઇએ વિચાર્યુ જ નહીં હોય. તેઓ સોલાર ઉર્જાથી સૂર્યશકિતનો ઉપયોગ કરીને ગરીબોને અજવાળું આપવાનું કામ કરી રહ્યાં છે. તેઓ અંધારા સામે જંગ લડી રહ્યાં છે. અને પોતાના નામને અજવાળી રહ્યાં છે. તેમણે મહિલાઓની એક સમિતિ બનાવી છે અને સોલાર ઉર્જાથી ચાલનારૂં ફાનસ, તેનો એક પ્લાન્ટ સ્થાપ્યો છે. અને મહિનાના 100 રૂપિયાના ભાડાથી તેઓ ફાનસ આપે છે. લોકો સાંજે ફાનસ લઇ જાય છે. સવારે આવીને ફરી ચાર્જિંગ માટે આપી જાય છે. અને બહુ મોટી સંખ્યામાં. મેં સાંભળ્યું છે કે 500 ઘરોનાં લોકો આવે છે. ફાનસ લઇ જાય છે. રોજનો લગભગ ત્રણ ચાર રૂપિયાનો ખર્ચ થાય છે. પરંતુ સમગ્ર ઘરમાં પ્રકાશ રહે છે અને તે નૂરજહાં આ પ્લાન્ટમાં સોલાર એનર્જીથી આ ફાનસને રિચાર્જ કરવાનું કામ આખો દિવસ કરતી રહે છે. હવે જુઓ આબોહવા પરિવર્તન માટે વિશ્વના મોટામોટા લોકો શું શું કરતા હશે, પરંતુ એક નૂરજહાં કદાય દરેકને પ્રેરણા આપે એવું કામ કરી રહ્યાં છે. અને આમ પણ નૂરજહાંનો અર્થ જ છે – સંસારને પ્રકાશિત કરવો. આ કામ દ્વારા તેઓ પ્રકાશ ફેલાવી રહ્યાં છે. હું નૂરજહાંને અભિનંદન આપું છું અને ઝી ટીવીને પણ અભિનંદન આપું છું, કારણ કે, તેમણે કાનપુરના એક નાનકડા ખૂણામાં ચાલી રહેલું આ કામ દેશ અને દુનિયા સામે પ્રસ્તુત કર્યું. ખૂબ ખૂબ અભિનંદન. મને ઉત્તરપ્રદેશના શ્રી અભિષેકકુમાર પાંડેએ એક ફોન કર્યો છે. (“જી નમસ્કાર, હું અભિષેકકુમાર પાન્ડે બોલું છું. ગોરખપુરથી એન્ટરપ્રિન્યોર તરીકે હું આજે અહીં કામ કરૂં છું, વડાપ્રધાનશ્રીને હું ખૂબ જ અભિનંદન આપવા માંગુ છું. કે તેમણે એક કાર્યક્રમ શરૂ કર્યો મુદ્રા બેંક. અમે વડાપ્રધાનશ્રી પાસેથી જાણવા માગીએ છીએ કે આ જે મુદ્રા બેંક ચાલે છે તેમાં કઇ રીતે અમારા જેવા સાહસિકો-ધંધાર્થીઓને સહાય આપવામાં આવે છે ? સહયોગ આપવામાં આવે છે. ?”)
અભિષેકજી ધન્યવાદ, ગોરખપુરથી તમે જે મને સંદેશ આપ્યો. પ્રધાનમંત્રી મુદ્રા યોજના “ફંડ ધ અન્ફંડેડ” જેમને નાણાં નથી મળતાં તેમને નાણાં મળે. અને હેતું એ છે, જો હું તેને સરળ ભાષામાં સમજાવું તો ત્રણ ઇ-એન્ટરપ્રાઇઝ, અર્નિંગ, એમ્પાવરમેન્ટ. મુદ્રા વેપારી સાહસોને પ્રોત્સાહીત કરે છે. મુદ્રા કમાણીની તકો પેદા કરે છે. અને મુદ્રા સાચા અર્થમાં સશક્ત બનાવે છે. નાના નાના સાહસિકોએ મદદ કરવા માટે આ મુદ્રા યોજના ચાલી રહી છે. જો કે હું જે ગતિથી જવા માગું છું તે ગતિ તો હજુ આવવાની બાકી છે. પરંતુ શરૂઆત સારી થઇ છે. આટલા ઓછા સમયમાં લગભગ 66 લાખ લોકોને 42 હજાર કરોડ રૂપિયા પ્રધાનમંત્રી મુદ્રા યોજનાથી એ લોકોને મળ્યા છે. ધોબી હોય, કેશકર્તનકાર હોય, છાપું વાંચનાર હોય, દૂધ વેચનાર હોય, નાના નાના વેપાર કરનારા લોકો અને મને ખુશી તો એ વાતની થઇ કે, આ 66 લાખમાં લગભગ 24 લાખ મહિલાઓ છે. અને આ મદદ મેળવનારાઓમાં મોટાભાગના એસસી, એસટી, ઓબીસી આ વર્ગના લોકો છે. જે પોતે મહેનત કરીને આપબળે સન્માનથી પરિવાર ચલાવવાનો પ્રયાસ કરે છે. અભિષેકે તો પોતે પોતાના ઉત્સાહની વાત કરી છે. મારી પાસે ઘણા સમાચારો આવતા રહે છે. મને હમણાં જ કોઇએ કહ્યું કે મુંબઇમાં કોઇ શૈલેષ ભોંસલે છે. મુદ્રા યોજના હેઠળ બેંક પાસેથી તેમને સાડા આઠ લાખ રૂપિયાનું ધિરાણ મળ્યું. અને તેમણે સુએજ ડ્રેસ સફાઇનો વેપાર શરૂ કર્યો.
મેં મારા સ્વચ્છતા અભિયાન વખતે કહ્યું હતું કે, સ્વચ્છતા અભિયાન એવું છે કે, જે નવા સાહસિકો તૈયાર કરશે. અને શૈલેષ ભોંસલેએ કરી બતાવ્યું. તેઓ એક ટેંકર લાવ્યા છે તે કામ કરી રહ્યા છે અને મને જણાવાયું છે કે આટલા ઓછા સમયમાં બે લાખ રૂપિયા તો તેમણે બેંકને ચૂકવી પણ દીધા. છેવટે આપણી મુદ્રા યોજના હેઠળ આ જ હેતુ છે. મને ભોપાલના મમતા શર્માના વિષયમાં કોઇએ કહ્યું કે, તેમને આ પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ બેંકમાંથી 40 હજાર રૂપિયા મળ્યા. તેઓ બટવા બનાવવાનું કામ કરી રહ્યાં છે. અને બટવા બનાવે છે. પરંતુ પહેલાં તેઓ વધુ વ્યાજથી પૈસા લાવતા હતા. અને ઘણી મુશ્કેલીથી વેપાર કરતા હતા. હવે તેમને મોટી સંખ્યામાં એક સાથે રૂપિયા આવવાના કારણે તેમણે પોતાના કામને વધુ સારૂં બનાવી દીધું. અને પહેલાં વધુ વ્યાજના કારણે અને, બીજા કારણોના લીધે જે વધુ ખર્ચ થતો હતો, તે પૈસા હવે તેમના હાથમાં આવવાના કારણે દર મહિને લગભગ એક હજાર રૂપિયા વધુ બચવા લાગ્યા. અને તેમના પરિવારનો એક સારો વ્યવસાય પણ ધીરેધીરે વધવા લાગ્યો. પરંતુ હું ઇચ્છીશ કે યોજનાનો વધુ પ્રચાર થાય. આપણી બધી બેંક વધુ સંવેદનશીલ બને. અને વધુમાં વધુ નાના લોકોને મદદ કરે. સાચે જ, દેશનું અર્થતંત્ર આ લોકો જ ચલાવે છે. નાનું નાનું કામ કરનારા લોકો જ દેશની આર્થિક શકિત હોય છે. અમે પણ તેના પર જોર આપવા માગીએ છીએ. સારૂં થયું છે પરંતુ હજુ વધુ સારૂં કરવું છે.
મારા પ્રિય દેશવાસીઓ, 31 ઓકટોબરે સરદાર પટેલ જયંતિના દિવસે મે “એક ભારત, શ્રેષ્ઠ ભારત”ની ચર્ચા કરી હતી. આ બાબતો હોય છે જેના પ્રત્યે સમાજ જીવનમાં નિરંતર જાગૃતિ રહેવી જોઇએ. “રાષ્ટ્રયામ્ જાગ્રયામ્ વ્યમ્” “Intrernal Vigilance is the Prize of liberty” દેશની એકતા આ સંસ્કાર સરિતા ચાલતી રહેવી જોઇએ. “એક ભારત, શ્રેષ્ઠ ભારત” તેને હું એક યોજનાનું રૂપ દેવા માંગુ છું. માય ગોવ તેના પર સૂચનો માંગ્યા હતા. કાર્યક્રમનું માળખું શું હોય ? લોગો શું હોય ? લોકભાગીદારી કેવી રીતે વધે ? શું રૂપ હોય ? આ બધાં સૂચનો માટે મેં કહ્યું હતું. મને કહેવામાં આવ્યું કે, ઘણાં સૂચનો આવી રહ્યાં છે. પરંતુ હું હજુ વધુ સૂચનોની અપેક્ષા રાખું છું. ઘણી ચોકકસ યોજનાની અપેક્ષા રાખું છું. અને મને કહેવાયું છે કે તેમાં ભાગ લેનારાઓને પ્રમાણપત્ર મળવાનું છે. કોઇ મોટા મોટા ઇનામો પર જાહેર કરાયાં છે. તમે પણ તમારૂં સર્જનાત્મક મગજ દોડાવો. એકતા અખંડતાના આ મંત્રને “એક ભારત, શ્રેષ્ઠ ભારત” આ મંત્રને એક એક હિન્દુસ્તાનીને જોડનારો મંત્ર કેવી રીતે બનાવી શકીએ. કેવી યોજના હોય. કેવા કાર્યક્રમો હોય. જાનદાર પણ હોય, શાનદાર પણ હોય, પ્રાણવાન પણ હોય, અને દરેકને જોડવા માટે સહજ સરળ હોય, સરકાર શું કરે ? સમાજ શું કરે ? સિવિલ સોસાયટી શું કરે ? ઘણી વાતો હોઇ શકે છે. મને વિશ્વાસ છે તમારાં સૂચનો જરૂર કામમાં આવશે.
મારા પ્રિય ભાઇઓ, બહેનો, શિયાળો આવી ગયો છે. ઠંડીમાં ખાવાની મજા તો આવે જ છે. કપડાં પહેરવાની મજા આવે છે. પરંતુ મારો આગ્રહ છે વ્યાયામ કરો. મારો આગ્રહ રહેશે શરીરને તંદુરસ્ત રાખવા માટે જરૂર થોડોક સમય આ સારી ઋતુનો ઉપયોગ વ્યાયામ – યોગ તેના માટે જરૂર કરશો. અને પરિવારમાં જ વાતાવરણ બનાવો, પરિવારનો એક ઉત્સવ જ હોય, એક કલાક બધા મળીને આ જ કરવાનું છે. તમે જુઓ – કેવી ચેતના આવી જાય છે, અને આખો દિવસ શરીર કેટલો સાથ આપે છે. તો સારી ઋતુ છે તો સારી ટેવ પણ પડી જાય. મારા પ્રિય દેશવાસીઓને ફરી એકવાર શુભેચ્છાઓ.. જયહિંદ…
મારા વ્હાલા દેશવાસીઓ,
આપ સહુને મારા નમસ્કાર. ફરી એક વાર મનની વાત દ્વારા આપ સૌ સાથે જોડાવાનું સદભાગ્ય મને સાંપડ્યું છે. આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મુંબઇમાં પાંચમી એક દિવસીય મેચ રમાવા જઇ રહી છે. આ શ્રેણીને ગાંધી-મંડેલા શ્રેણી નામ આપવામાં આવ્યું છે. અત્યાર સુધી શ્રેણી રોમાંચક વળાંક પર છે. બંને ટીમો બે-બે મેચ જીતી ચૂકી છે. અને એટલા માટે છેલ્લી મેચનું મહત્વ ઘણું વધી ગયું છે. તમામ ખેલાડીઓને મારી ખૂબ ખૂબ શુભેચ્છા. આજે હું આકાશવાણીના કન્નૂર કેન્દ્રના મિત્રોને અભિનંદન આપવા માંગું છું. અભિનંદન એટલા માટે આપવા છે કે, મેં જયારે મન કી બાત શરૂ કરી તો કેટલાક લોકો તેની સાથે જોડાતા ગયા. તેમાં કેરળની બારમા ધોરણની એક વિદ્યાર્થીની શ્રદ્ધા થામબન પણ જોડાઇ હતી. કન્નૂર કેન્દ્રે બાદમાં તેને બોલાવી અને એક સમારંભનું આયોજન કર્યું અને પ્રતિભાવનું સારૂં એવું વાતાવરણ ઉભું થયું. એક પોતાપણાનો ભાવ ઉભો થયો. અને 12મા ધોરણમાં ભણતી શ્રદ્ધાની આ જાગરૂકતાની કન્નૂર આકાશવાણી દ્વારા પ્રશંસા કરાઇ. તેને પુરસ્કૃત કરવામાં આવી. કન્નૂર આકાશવાણી કેન્દ્રની આ વાતથી મને પ્રેરણા મળી ગઇ. હું ઇચ્છીશ કે દેશભરમાં આવા આકાશવાણી કેન્દ્રોનું જો પોતપોતાના વિસ્તારમાં આવા જાગૃત અને સક્રિય લોકો તરફ ધ્યાન જશે તો લોકભાગીદારીથી દેશ ચલાવવાનો આપણો જે ઉદ્દેશ છે તેને એક નવી તાકાત મળશે. અને એટલા માટે હું કન્નૂર આકાશવાણી કેન્દ્રના તમામ સાથીઓને અંતઃકરણપૂર્વક ખૂબખૂબ અભિનંદન આપું છું. ઘન્યવાદ આપું છું. મારે આજે ફરી એક વાર કેરળની વાત કરવી છે. કેરળમાં ચિત્તુરની સેંટ મેરી અપર પ્રાઇમરી સ્કૂલની વિદ્યાર્થીનીઓએ મને એક પત્ર લખ્યો છે. પત્ર અનેક રીતે વિશેષ છે. પહેલું તો આ બાળકીઓએ તેમના અંગૂઠાના નિશાનથી ભારતમાતાનું એક ચિત્ર તૈયાર કર્યું છે. બહું મોટા કાપડ પર તે ભારતમાતાનું. ભારતના નકશાનું ચિત્ર મને મોકલ્યું છે. પહેલાં તો મને બહુ નવાઇ લાગી હતી કે, તેમણે પોતાના અંગૂઠાની છાપથી ભારતનો નકશો શા માટે બનાવ્યો. પરંતુ મે જયારે એમનો પત્ર વાંચ્યો તો મને સમજાયું કે, કેટલો સરસ પ્રતિકાત્મક સંદેશ તેમણે આપ્યો છે. આ એ બાળકીઓ છે જેમણે કેવળ પ્રધાનમંત્રીને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે, એવું નથી. તેઓ પોતાના વિસ્તારમાં પણ લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરી રહી છે. અને તેમનું અભિયાન છે અંગદાન. અંગદાન માટે તેઓ લોકજાગૃતિનું અભિયાન ચલાવી રહી છે. તેમણે અનેક સ્થળે જઇ નાટકોનું મંચન પણ કર્યું છે જેથી લોકોમાં અંગદાનની સમજ આવે. અંગદાન એક વૃત્તિ અને પ્રવૃત્તિ બને. આ બાળકીઓએ પત્રમાં મને લખ્યું છે કે આપ આપની મન કી બાતમાં અંગદાન વિષે લોકોને અપીલ કરો. મહારાષ્ટ્રના લગભગ 80 વર્ષના વસંતરાવ સુડકે ગુરૂજી. તેઓ તો કાયમથી એક ઝુંબેશ ચલાવતા આવ્યા છે.
તેઓ કહે છે કે, અંગદાનને એક ઉત્સવ બનાવવો જોઇએ. તાજેતરમાં મને ફોન કોલ ઉપર પણ ઘણા સંદેશા આવે છે. દિલ્હીના દેવેશજીએ પણ આવો જ એક સંદેશ મને આપ્યો છે.
‘અંગદાન અંગેની સરકારની પહેલ અને તે માટે એક નીતી ઘડવા અંગે લીધેલાં પગલાં પ્રત્યે હું ખૂબ ખુશ છું. દેશને ખરેખર આ વિષયમાં ટેકાની જરૂર છે. જેમાં લોકો આગળ આવે અને એકબીજાને મદદ કરે. દર દસ લાખ વ્યકિતએ એક દ્વારા અંગદાનનું મહત્વાકાંક્ષી લક્ષ્ય સરકાર દ્વારા લેવામાં આવેલું ખૂબ ફળદાયી પગલું છે.’
આ બાબત ખૂબ મહત્વની છે એવું મને લાગે છે. દેશમાં દર વર્ષે અઢી લાખથી વધુ કિડની, હૃદય અને લીવરના દાનની જરૂર પડે છે. પરંતુ સવા સો કરોડના દેશમાં આપણે માત્ર પાંચ હજાર પ્રત્યારોપણ જ સફળ કરી શકીએ છીએ. દર વર્ષે એક લાખ આંખોની રોશનીની જરૂર હોય છે. અને આપણે કેવલ પચ્ચીસ હજાર સુધી જ પહોંચી શકીએ છીએ. ચાર આંખોની જરૂર સામે આપણે કેવળ એક આપી શકીએ છીએ. માર્ગ દુર્ઘટનામાં મૃત્યુ થાય તો શરીરનાં અંગોનું દાન કરી શકાય છે. કેટલીક કાનૂની ગુંચો પણ ઘણી છે. રાજયોને પણ આ દિશામાં માર્ગદર્શન આપવાનો પ્રયાસ કરાયો છે. કેટલાંક રાજયોએ લખાપટ્ટી ઓછી કરીને તેમાં ઝડપ લાવવાનો સારો પ્રયત્ન કર્યો છે.
આજે હું કહી શકું છું કે, ઓર્ગન ડોનેશન – અંગદાનના ક્ષેત્રમાં તમિલનાડુ આગળની હરોળમાં છે. કેટલીયે સામાજિક સંસ્થાઓ, કેટલીયે સ્વૈચ્છિક સંસ્થાઓ આ દિશામાં ખૂબ સારૂં કામ કરી રહી છે. અંગદાન પ્રત્યારોપણને પ્રોત્સાહન આપવા માટે નેશનલ ઓર્ગન એન્ડ ટીશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન- નોટો ની સ્થાપના કરવામાં આવી છે. ચોવીસેય કલાક કાર્યરત એક હેલ્પલાઇન 1800 11 4770 સેવા પણ ઉપલબ્ધ છે. અને આપણે ત્યાં તો કહેવામાં આવ્યું છે “તેન ત્યકતેન ભુંજીથા”. ત્યાગ કરવાનો જે આનંદ હોય છે તેનું ખૂબ ઉત્તમ વર્ણન આ “તેન ત્યકતેન ભુંજીથા” મંત્રમાં છે. થોડા દિવસ પહેલાં આપણે સૌએ ટીવી પર જોયું હતું કે, દિલ્હીની જી.બી.પંત હોસ્પિટલમાં એક ગરીબ રેંકડીવાળા, ફેરિયાની પત્નીને લીવરનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું, અને આ લીવર ખાસ વ્યવસ્થા કરીને લખનૌથી દિલ્હી લાવવામાં આવ્યું હતું. અને તે ઓપરેશન સફળ રહ્યું હતું. એક જીંદગી બચી ગઈ. “અંગદાન મહાદાન” આપણે તેને ત્યકતેન ભુંજીથાના ભાવને ચરિતાર્થ કરીએ અને આ બાબતને આપણે જરૂર વેગ આપીએ.
વ્હાલા દેશવાસીઓ, તાજેતરમાં હમણાં આપણે નવરાત્રિ અને વિજયાદશમીનો તહેવાર ઉજવ્યો. અને થોડા દિવસ પછી દિવાળીનું પર્વ પણ ઉજવીશું. ઇદ પણ ઉજવી, ગણેશચતુર્થી પણ ઉજવી છે. પરંતુ તેની વચ્ચે દેશ એક બહુ મોટો ઉત્સવ ઉજવવા જઇ રહ્યો છે. આપણે બધા દેશવાસીઓને ગૌરવ થાય, અભિમાન થાય તેવો ઉત્સવ. આવતીકાલ 26મી થી 29 ઓકટોબર દરમ્યાન ભારતની રાજધાની નવી દિલ્હીમાં “ઇન્ડિયા – આફ્રિકા ફોરેન સમિટ”નું આયોજન થઇ રહ્યું છે.
ભારતની ધરતી પર પહેલી વાર આટલા મોટા સ્તરે આયોજન થઇ રહ્યું છે. ચોપ્પન આફ્રિકી દેશો અને સંઘોના નેતાઓને આમંત્રિત કરવામાં આવ્યા છે. આફ્રિકાની બહાર આફ્રિકી દેશોના સૌથી મોટા સંમેલનો પૈકીનું એક સંમેલન યોજાઇ રહ્યું છે. ભારત અને આફ્રિકાના સંબંધો ગાઢ છે. જેટલી વસ્તી ભારતની છે તેટલી જ વસ્તી આફ્રિકન દેશોની છે. અને બન્નેને મેળવી દઇએ તો આપણે દુનિયાની ત્રીજા ભાગની વસ્તી છીએ. અને કહે છે કે, લાખો વર્ષ પહેલાં આ એક જ ભૂખંડ હતો. બાદમાં હિંદ મહાસાગરના આ બે ટૂકડા વિભાજીત થયા. આપણી વચ્ચે ઘણી સામ્યતા છે. ભારતની જીવસૃષ્ટિ અને આફ્રિકાની જીવસૃષ્ટિ ઘણી રીતે મળતી આવે છે. પ્રાકૃતિક કુદરતી સંસાધનોમાં આપણી સારી એવી નિકટતા છે. અને ભારતના લગભગ 27 લાખ લોકો આ દેશમાં ઘણા લાંબા સમયથી વસેલા છે. ભારતના આફ્રિકાના દેશો સાથે આર્થિક સંબંધો છે. સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધો છે. પરંતુ સૌથી વધુ આફ્રિકન દેશોની યુવાપેઢીને પ્રશિક્ષિત કરવામાં ભારત બહુ મોટી મહત્વની ભૂમિકા ભજવે છે. માનવ સંસાધન વિકાસ, ક્ષમતા વર્ધન, 25 હજારથી વધુ આફ્રિકન વિદ્યાર્થીઓ ભારતમાં અભ્યાસ કરી રહ્યા છે. અને આજે આફ્રિકાના કેટલાય દેશના નેતાઓ એવા છે જેઓ ભારતમાં ભણી ગયા છે. તો આપણો કેટલો ગાઢ નાતો છે !! અને તે દ્રષ્ટિએ આ શિખર પરિષદ ખૂબ મહત્વની છે. સામાન્ય રીતે જયારે શિખર પરિષદ મળે છે ત્યારે જુદાજુદા દેશોના પ્રમુખો મળે છે. તે રીતે જ આ શિખર પરિષદમાં પ્રમુખોની બેઠક થવાની છે. પરંતુ આપણી કોશિશ છે કે તેમાં જનતાનું પણ મીલન થવું જોઇએ. અને આ વખતે, ભારત સરકારે, ખાસ કરીને માનવ સંસાધન વિકાસ મંત્રાલયે એક ખૂબ જ સારો કાર્યક્રમ યોજયો છે. સી.બી.એસ.ઇ. સાથે જેટલી પણ શાળાઓ જોડાયેલી છે તે શાળાઓનાં બાળકો વચ્ચે એક “નિંબંધ સ્પર્ધા”નો કાર્યક્રમ યોજવામાં આવ્યો. કવિતાઓ લખવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. તેઓની ભાગીદારી વધારવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો. લગભગ સોળસો શાળાઓએ તેમાં ભાગ લીધો. તેમાં ભારત અને ભારતની બહારની શાળાઓ પણ હતી. અને હજારો-હજારો શાળાનાં બાળકોએ ભારત-આફ્રિકાના સંબંધોને વેગ આપનારી વાતો લખી. બીજી તરફ મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરથી “મેમરીઝ ઓફ મહાત્મા” નામનું એક પ્રદર્શન, મોબાઇલ પ્રદર્શન પોરબંદરથી ઉત્તરના રાજયોમાં હરતુંફરતું 29મી ઓકટોબરે દિલ્હી પહોંચી રહ્યું છે. શાળાના લાખો બાળકોએ આ પ્રદર્શન જોયુ. ગામગામના લોકોએ નિહાળ્યું, અને આફ્રિકા તથા ભારતના સંબંધોમાં મહાત્મા ગાંધીની કેવી મહાન ભૂમિકા રહી હતી, મહાત્મા ગાંધીના વ્યકિતત્વની આ બન્ને ભૂ-ખંડ પર કેવી અસર રહી હતી. તેને લોકોએ જાણી, પીછાણી. આ જે સ્પર્ધાઓ થઇ તેમાં બહુ ઉત્તમ પ્રકારની રચનાઓ આવી. એક રચના તરફ મારૂં ધ્યાન જાય છે. મને સારી લાગી, એટલે હું તે આપને સંભળાવવા માગું છું. આપણાં નાનાં-નાનાં સ્થળોની શાળાઓનાં બાળકો પણ કેટલાં તેજસ્વી હોય છે, તેઓની દ્રષ્ટિ કેટલી વ્યાપક છે, અને તેઓ કેટલું ઊંડાણપૂર્વક વિચારે છે, તેનું તેમાં દર્શન થાય છે. મુઝફફરનગર, ઉત્તરપ્રદેશથી ગરિમા ગુપ્તાએ સ્પર્ધામાં એક કવિતા લખી છે અને તેણે ખૂબ સરસ લખ્યું છે. તેણે લખ્યું છે.
अफ्रिका में नील नदी, सागर का नाम है “लाल” ।
महाद्वीप विशाल है, प्रवासी भारतीय खुशहाल ।
जैसे सिन्धु घाटी की सभ्यता, है भारत की पहचान ।
नील नदी और कार्थेज हैं, अफ्रीकी सभ्यता में महान ।
गांधी जी ने शूरू किया, अफ्रिका से आन्दोलन ।
ऐसा चलाया जादू सब पर, जीत लिया सबका मन ।
जोहान्सबर्ग हो या किंग्स्टन, जिम्बाब्वे हो या चाड ।
सब अफ्रीकी देशों मे, मिलती है हमारी आलू-चाट ।
लिखने को तो लिख डालूं, पंक्ति कई हजार ।
अफ्रीका के जंगलो से, करती हूं मैं प्यार ।
જો કે, કવિતા તો બહુ લાંબી છે, પણ મેં કેટલીક કડીઓ જ આપને સંભળાવી છે. આમ જૂઓ તો આ શિખર સંમેલન ભારત-આફ્રિકાનું છે, પણ જન જનને જોડાવાનો કેવો મોકો બને છે તે આપણને સ્પષ્ટ જોવા મળે છે. હું ગરિમાને, સ્પર્ધામાં ભાગ લેનારાં બધાં બાળકોને, 16સોથી વધુ શાળાઓને અને માનવસંસાધન વિકાસ મંત્રાલયને ખૂબખૂબ અભિનંદન આપું છું. ગઇ 15મી ઓગસ્ટે પાછલી વાર મેં સાંસદ આદર્શ ગ્રામ યોજના વિષે એક દરખાસ્ત મૂકી હતી. ત્યારબાદ ઘણા સાંસદ મિત્રોએ આ કામને સાકાર કર્યું. ખૂબ મનથી વળગેલા રહ્યા. ગયે મહિને ભોપાલમાં એક કાર્યશાળા યોજાઇ હતી. તેમાં જયાં આ આદર્શ ગ્રામ બની રહ્યાં છે, ત્યાંના સરપંચ, ત્યાંના કલેકટર, ત્યાંના કેટલાક સાંસદ, ભારત સરકાર, રાજય સરકાર, એમ બધાંએ મળીને આદર્શગ્રામ યોજનાના વિષય પર ઊંડી ચર્ચા કરી. કેટલાય પ્રકારની નવી-નવી બાબતો ધ્યાનમાં આવી અને ખૂબ ઉત્સાહવર્ધક વાતો જાણવા મળી. તેમાંથી કેટલીક બાબતો હું ચોક્કસ આપના ધ્યાન પર લાવવા માંગું છું. ઝારખંડ, એક રીતે બહુ મોટો પ્રદેશ, આદિવાસી વિસ્તાર છે. દુર્ભાગ્યવશ માઓવાદ, ઉગ્રપંથ, બોંબ-બંદૂક અને લોહીલુહાણ ધરતીની વાતો, જયારે ઝારખંડની વાત કરીએ ત્યારે સાંભળવામાં આવે છે. આ ડાબેરી ઉગ્રવાદીઓની અસર હેઠળ ત્યાંના કેટલાક વિસ્તારો બરબાદ થઇ ગયા છે. પરંતુ ત્યાંના આપણા સાંસદ, આમ તો બહુ વરિષ્ઠ છે, એક સમયે સંસદમાં નાયબ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે, શ્રીમાન કરિયામુંડાજી, તેમણે આદિવાસીઓ માટે પોતાની જીંદગી ખર્ચી નાખી છે. તેમણે ઝારખંડના કુંતી જિલ્લાની પરસી ગ્રામ પંચાયતને આદર્શ ગ્રામ બનાવવા માટે પસંદ કરી. ત્યાં તો ઉગ્રવાદીઓ, ડાબેરીપંથીઓનું જ રાજ ચાલતું હતું. ત્યાં સરકારી કર્મચારીઓ માટે પણ જવાનું મુશ્કેલ હતું. ડૉકટર સુધ્ધાં જઇ શકતા ન હતા. કરિયામુંડાજીએ પોતે આવવા જવાનું શરૂ કર્યું.
લોકોમાં વિશ્વાસ પેદા કર્યો. સરકારી તંત્રોમાં પ્રાણ રેડવાની કોશિશ કરી. અધિકારીઓને આવવા માટે પ્રોત્સાહિત કર્યા અને લાંબા સમયથી જયાં ઉદાસીનતાનું વાતાવરણ હતું ત્યાં કંઇક કરી છૂટવાની ઇચ્છા પેદા કરી. આદર્શ ગામમાં આંતરમાળખું અને તંત્રની સાથે લોકચેતના જગાડવાનો આ એક સફળ પ્રયાસ પરસી ગામમાં થયો. આદરણીય સાંસદ, શ્રીમાન કરિયા મુંડાજીને હું અભિનંદન આપું છું. આવા જ એક ખબર મને આંધ્રપ્રદેશથી મળ્યાં છે. આંધ્રના સાંસદ અશોક ગજપતિ રાજુજી ખુદ આદર્શ ગ્રામ યોજનામાં લાગી ગયા અને તેમણે આંધ્રપ્રદેશના વિજયાનગરમ્ જિલ્લાની દ્વારાપૂડી ગ્રામપંચાયતને આદર્શ ગ્રામ માટે પસંદ કરી છે. બાકી વ્યવસ્થા તો થઇ રહી છે જ, પરંતુ તેમણે એક નવીન કામ કર્યું, તેઓએ ત્યાંની શાળાઓમાં જે વિદ્યાર્થીઓ ભણે છે, તેમને પણ એક કામ સોંપ્યું, કારણ કે ગામમાં નવી પેઢી તો શિક્ષણ મેળવવા ભાગ્યશાળી બની છે, પરંતુ ગામની જૂની પેઢી નિરક્ષર છે. તો રાજુજીએ જે મોટી ઉંમરનાં બાળકો હતાં તેમને કહ્યું કે હવેથી દરરોજ તમારે તમારાં મા-બાપને આ વર્ગમાં ભણાવવાનાં છે. અને આમ તે શાળા એક રીતે સવારે બાળકો માટે શિક્ષણ અને સાંજે બાળકોને શિક્ષક બનાવનારૂં શિક્ષણ આપે છે. અને લગભગ પાંચસો પચાસ નિરક્ષરોને આ બાળકોએ ભણાવ્યાં, એમને વાંચતા-લખતાં કર્યા. જુઓ તો ખરા, સમાજમાં કોઇ અંદાજપત્રીય વ્યવસ્થા નહીં, કોઇ પરિપત્ર નહીં, કોઇ ખાસ વ્યવસ્થા નહીં, પરંતુ ઇચ્છાશકિતથી કેટલું મોટું પરિવર્તન લાવી શકાય છે તે દ્વારાપૂડી ગ્રામપંચાયત દ્વારા આપણને જોવા મળે છે. એવા જ એક આપણા આદરણીય સાંસદ છે. શ્રીમાન સી.એલ.રૂવાલા. તેઓ મિઝોરમના સાંસદ છે ઇશાન ભારતના- તેમણે ખ્વાલાહીલંગ ગામને આદર્શ ગ્રામ માટે પસંદ કર્યું. અને એક વિશિષ્ટ કામ કર્યું. આ ગામ શેરડીના ઉત્પાદન માટે અને રાજયમાં કુર્તાયી ગોળ માટે સારૂં એવું જાણીતું છે. શ્રીમાન રૂવાલાજીએ આ ગામમાં 11મી માર્ચે કુર્તાયી ગોળ શેરડી ઉત્સવ શરૂ કર્યો. જૂના જાહેર જીવનના લોકો પણ આવ્યા. ત્યાં કામ કરી ચૂકેલા સરકારી અધિકારીઓ પણ આવ્યા અને શેરડીના ઉત્પાદનનું વેચાણ વધે તે માટે એક પ્રદર્શન પણ ગોઠવવામાં આવ્યું. ગામને આર્થિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર કેવી રીતે બનાવી શકાય છે, ગામનાં જ ઉત્પાદનનોનું વેચાણ કેવી રેતી કરી શકાય છે તે તેમણે બનાવ્યું. આદર્શ ગામની સાથેસાથે એક સ્વનિર્ભર ગામ બનાવવાના પ્રયાસ બદલ શ્રીમાન રૂવાલાજી ખરેખર અભિનંદનના અધિકારી છે.
મારા વ્હાલા ભાઇઓ-બહેનો, મનની વાત વાત હોય અને સ્વચ્છતાની વાત ન આવે એવું કેવી રીતે બની શકે.. મુંબઇના સવિતા રાયે ટેલીફોન દ્વારા મને એક સંદેશ મોકલ્યો છે.
‘દિવાળીની તૈયારી માટે આપણે દર વર્ષે આપણા ઘરોને સાફ કરીએ છીએ. આ દિવાળીએ આપણે આપણા ઘરની સાથેસાથે બહારનું વાતાવરણ પણ સ્વચ્છ બનાવીએ અને દિવાળી પછી પણ તેની સ્વચ્છતા જાળવી રાખીએ.’
તેમણે સાચી બાબત તરફ ધ્યાન દોર્યું છે. હું આપને યાદ કરાવવા માંગુ છુ મારા વ્હાલા દેશવાસીઓ, ગયા વર્ષે દિવાળીના તહેવારો પછી આપણા દેશના, ખાસ કરીને મીડિયાએ એક મોટી ઝુંબેશ ચલાવી અને દિવાળી પછી જયાં જયાં પણ ફટાકડાનો કચરો પડ્યો હતો તે બધો બતાવ્યો અને કહ્યું કે આ બરાબર નથી. બધા મિડીયાવાળાઓએ જાગૃતિનું એક અભિયાન ચલાવ્યું હતું. અને તેનું પરિણામ એ આવ્યું કે દિવાળી પછી તરત એક સફાઇ અભિયાન ચાલ્યું હતું. સ્વયંભૂ જ ચાલ્યું હતું. તો સવિતાજી તમારી વાત સાચી છે કે આપણે તહેવાર પહેલાં જેટલી ચિંતા કરીએ છીએ તેટલી તહેવાર પછી પણ કરવી જોઇએ. દરેક સાર્વજનિક કાર્યક્રમમાં કરવી જોઇએ. અને આજે હું ખાસ કરીને હિંદુસ્તાનના પૂરા મીડિયા જગતને અભિનંદન આપવા માંગુ છું.
ગઇ બીજી ઓકટોબરે મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ પ્રસંગે અને સ્વચ્છ ભારત અભિયાનના એક વર્ષ નિમિત્તે ઇન્ડિયા ટુ ડે જૂથ દ્વારા આયોજીત સફાઇગીરી સંમેલનમાં ભાગ લેવાનું મને સદભાગ્ય સાંપડ્યું હતું. તેમણે ક્લીન ઇન્ડિયા એવોર્ડઝ આપ્યા અને હું પણ જોઇ રહ્યો હતો કે, કેટલા પ્રકારની પ્રવૃત્તિઓ ચાલી રહી છે. એ માટે કેવાકેવા લોકો જાતે જ “વન લાઇક વન મિશન” ની જેમ કામ કરી રહ્યા છે. આપણા દેશમાં કેવાં કેવાં સ્થાનો છે જે આટલાં સ્વચ્છ રાખવામાં આવ્યા છે. આ તમામ બાબતો પ્રકાશમાં આવી અને મેં તે સમયે ઇન્ડિયા ટુ ડે જૂથના તે પ્રશંસનીય કામને અંતઃકરણપૂર્વક ધન્યવાદ આપ્યા હતા. આમ તો જયારથી સ્વચ્છતા અભિયાન શરૂ થયું છે ત્યારથી મેં જોયું છે કે આંધ્ર, તેલંગણાથી ઇ-ટીવી, ઇ-નાડૂ અને ખાસ કરીને શ્રીમાન રામોજી રાવ, જો કે તેમની ઉંમર તો ઘણી છે. પરંતુ તેમનો જે ઉત્સાહ છે તે કોઇ નવયુવાનથી જરાય ઓછો નથી. અને તેમણે સ્વચ્છતાને પોતાનો એક અંગત કાર્યક્રમ બનાવી દીધો છે. અભિયાન બનાવી દીધું છે. ઇ-ટીવીના માધ્યમથી સતત પાછલા એક વર્ષથી તેઓ સ્વચ્છતાના કામને પ્રોત્સાહન આપી રહ્યા છે. તેમના છાપાંઓમાં સ્વચ્છતાના સમચાર છપાતાં રહે છે અને સ્વચ્છતા સંબંધિત હકારાત્મક સમાચારો પર તેઓ ખાસ જોર આપે છે. એટલું જ નહીં. તેમણે આંધ્ર-તેલંગણામાં લગભગ 55-56 હજાર શાળાઓનાં 51 લાખ જેટલાં બાળકોને આ કામમાં જોડયાં છે. જાહેર સ્થળ હોય, સ્ટેશન હોય, ધાર્મિક સ્થાન હોય, હોસ્પિટલ હોય, બગીચો હોય, એમ કેટલીયે જગ્યાએ સ્વચ્છતાનું મોટું અભિયાન ચલાવ્યું છે. હવે આ સમાચારો પોતાની જાતે જ સ્વચ્છ ભારતનું સપનું સાકાર કરવાની તાકાતનાં દર્શન કરાવે છે. એબીપી ન્યૂજ દ્વારા “યે ભારત દેશ હૈ મેરા”નામથી એક કાર્યક્રમ શરૂ કર્યો અને તેમણે સફાઇ પ્રત્યે લોકોમાં કેવી જાગૃતિ આવી છે તેને પ્રકાશિત કરીને લોકોને પ્રશિક્ષિત કરવાનું કામ કર્યું.
એન.ડી.ટી.વી.એ “બનેગા સ્વચ્છ ભારત” નામથી ઝુંબેશ ચલાવી. તો દૈનિક જાગરણે પણ સતત આ અભિયાનને આગળ વધાર્યું છે. “ઝી” પરિવારે, ઇન્ડિયા ટી.વી.નું “મિશન ક્લીન ઇન્ડિયા” એ આપણા દેશની સેંકડો ચેનલો છે, હજારો છાપાં છે, સમયના અભાવે હું બધાનો નામ લઇ નથી શકતો, પણ દરેકે આ અભિયાન ચલાવ્યું છે. અને એટલા માટે સવિતા રાયજી આપે જે સૂચન કર્યું છે તે મુજબ આજે પૂરો દેશ આ કામને પોતાનું માની રહ્યો છે અને તેને આગળ ધપાવી રહ્યો છે. મેઘાલયથી ત્યાંના આપણા રાજયપાલ માનનીય શન્મુગનાથને મને એક પત્ર લખ્યો છે. અને એ પત્ર દ્વારા મને મેઘાયલના માવલ્યન્નોંગ ગામનો ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યું છે કે, છેલ્લાં કેટલાંક વર્ષોથી આ ગામે સ્વચ્છતાનો પડકાર ઝીલી લીધો છે. અને લગભગ દરેક પેઢી આ સ્વચ્છતાના વિષયમાં સંપૂર્ણપણે સમર્પિત છે. અને કહે છે કે આજથી થોડાં વર્ષો પહેલાં તેમને એશિયાના “સૌથી સ્વચ્છ ગામ”નો પુરસ્કાર મળ્યો હતો. આ સાંભળીને મને આનંદ થયો કે આપણા દેશમાં દૂરસુદૂર નોર્થ ઇસ્ટમાં મેઘાલયમાં પણ એવું કોઇ ગામ છે. જે સફાઇના ક્ષેત્રમાં વર્ષોથી લાગેલું છે. ત્યાંના નાગરિકોનો આ સ્વભાવ બની ગયો છે, ગામના સંસ્કાર બની ગયા છે. બસ આ જ છે, જે આપણા સૌમાં વિશ્વાસ જન્માવે છે કે, આપણો દેશ જરૂર સ્વચ્છ બનશે. દેશવાસીઓના પ્રયત્નોથી જ બનશે અને 2019માં જયારે આપણે મહાત્મા ગાંધીની દોઢસોમી જયંતિ ઉજવીશું ત્યારે આપણે છાતી કાઢીને ગૌરવથી સવાસો કરોડ દેશવાસી કહી શકીશું કે “જૂઓ અમે અમારી ભારત માતાને ગંદકીથી મુક્ત કરી દીધી
મારા વ્હાલા દેશવાસીઓ, 15મી ઓગસ્ટે મેં લાલ કિલ્લા પરથી એમ કહ્યું હતું કે, કેટલીક બાબતો એવી છે જયાં ભ્રષ્ટાચાર ઘર કરી ગયો છે. ગરીબ વ્યકિત જયારે નાની-નાની નોકરી માટે જાય છે ત્યારે કોઇકની ભલામણ માટે ખબર નહીં તેને કેટકેટલી તકલીફો સહન કરવી પડે છે. દલાલોના ધાડાં તેમના કેવી કેવી રીતે રૂપિયા હડપ કરી જાય છે. નોકરી મળે તો પણ રૂપિયા જાય છે અને નોકરી ના મળે તો પણ રૂપિયા જાય છે. બધા સમાચાર આપણે સાંભળતા હતા. અને તેમાંથી મારા મનમાં એક વિચાર આવ્યો કે નાની-નાની નોકરીઓ માટે ઇન્ટરવ્યુની શી જરૂર છે. મેં તો કયારેય સાંભળ્યું નથી કે, દુનિયામાં કોઇ એવો મનોવૈજ્ઞાનિક હોય જે મિનિટ બે મિનિટના ઇન્ટરવ્યૂમાં કોઇ વ્યકિતને પૂરી રીતે પારખી લેતો હોય. અને આ વિચારે જ મેં જાહેરાત કરી હતી કે શા માટે આપણે નાના પદની નોકરીઓ માટે ઇન્ટરવ્યૂની પરંપરા નાબૂદ ના કરી દઇએ ?
મારા વ્હાલા યુવાન મિત્રો, આજે હું ગર્વથી કહેવા માંગુ છું કે, સરકારે તમામ પ્રક્રિયા પૂરી કરી લીધી છે અને કેન્દ્ર સરકારના ગ્રુપ “ડી” ગ્રુપ “સી” અને ગ્રુપ “બી” ના નોન ગેઝેટેડ પદો પર ભરતી મટે હવે ઇન્ટરવ્યૂ લેવામાં નહીં આવે. પહેલી જાન્યુઆરી 2016થી આ નિયમ અમલમાં આવી જશે. અત્યારે જયાં પ્રક્રિયા ચાલી રહી છે તેમાં અમે કોઇ અવરોધ નહીં કરીએ, પરંતુ પહેલી જાન્યુઆરી 2016થી એ અમલમાં આવી જશે. તો તમાત યુવામિત્રોને મારી શુભેચ્છા છે. તે જ રીતે, ગયા અંદાજપત્રમાં અમે એક મહત્વની યોજના જાહેર કરી હતી. સોનું આપણા દેશમાં એક રીતે સામાજિક જીવનનો ભાગ બની ગયું છે. સોનાને આર્થિક સલામતીનું માધ્યમ માનવામાં આવે છે. સંકટ સમયની ચાવી સોનું માનવામાં આવે છે. સમાજજીવનમાં સદીઓથી આ પરંપરા ચાલતી આવી છે. સોના પ્રત્યેનો પ્રેમ, હું નથી માનતો કોઇ ઓછો કરી શકે છે. પરંતુ સોનાને મૃતનાણાનાં રૂપમાં પડ્યું રહેવા દેવું એ તો આજના યુગમાં શોભા નથી આપતું. સોનું શકિત બની શકે છે. સોનું આર્થિક શકિત બની શકે છે. સોનું દેશની આર્થિક સંપત્તિ બની શકે છે. અને દરેક ભારતવાસીએ તેમાં યોગદાન આપવું જોઇએ. આજે મને આનંદ થાય છે કે, અંદાજપત્રમાં અમે જે વાયદો કર્યો હતો તે મુજબ, આ દિવાળીના તહેવારોમાં કે જયારે ઘનતેરસે લોકો વિશેષ કરીને સોનું ખરીદે છે, તો તે પહેલાં જ અમે મહત્વની યોજનાઓ અમલમાં મૂકવા જઇ રહ્યા છીએ. અને તે ગોલ્ડ મોનિટાઇઝેશન સ્કીમ અમે લાવ્યા છીએ. તે અંતર્ગત આપ આપનું સોનું ગોલ્ડબેંકમાં જમા કરાવી શકો છો અને બેંક તેના પર આપને વ્યાજ આપશે. તમે જેમ પૈસા જમા કરાવો અને વ્યાજ મળે છે તેમ. પહેલાં સોનું લોકરમાં રાખતા હતા અને લોકરનું ભાડું આપણે આપવું પડતું હતું. હવે સોનું બેંકમાં મૂકીશું અને બેંક આપને વ્યાજના રૂપમાં પૈસા આપશે. બોલો દેશવાલીઓ સોનું હવે સંપત્તિ બની શકે છે નથી બની શકતું ? સોનું મૃત નાણામાંથી જીવંત તાકાતના રૂપમાં બદલાઇ શકે છે કે નથી બદલાઇ શકતું ?
બસ આ જ કામ આપણે કરવાનું છે. આપ મને સાથ આપો. હવે ઘરમાં સોનું ના રાખો. તેની સુરક્ષા અને તેનું વ્યાજ. બે બે ફાયદા.. ચોક્કસ લાભ ઉઠાવો. બીજી એક યોજના છે. “સોવરીન ગોલ્ડ બોન્ડ” તેમાં તમારા હાથમાં સોનાની લગડી તો નથી આવતી, પણ એક કાગળ આવે છે. પરંતુ આ કાગળની કિંમત એક સોનાની લગડી જેટલી જ છે. જે દિવસે તમે આ કાગળ પાછો આપશો, તે દિવસે સોનાની જેટલી કિંમત હશે, એટલા જ પૈસા તમને પાછા ચૂકવવામાં આવશે. એટલે કે માની લો કે આજે તમે 1000 રૂપિયાની સોનાની કિંમતના હિસાબે આ સ્વર્ણિમ બોન્ડ લીધા અને પાંચ વર્ષ પછી તમે એ બોન્ડ પાછા આપવા જાવ તે સમયે સોનાની કિંમત જો અઢી હજાર રૂપિયા હશે તો તમને તે કાગળના બદલામાં અઢી હજાર રૂપિયા મળશે. તો આ યોજનાઓનો અમે પ્રારંભ કરી રહ્યા છીએ. તેના લીધે હવે આપણને સોનું ખરીદવાની જરૂર નહીં પડે. સોનું સાચવવાની જરૂર નહીં પડે. સોનું કયાં રાખવું તેની ચિંતા મટી જશે. અને કાગળને ચોરવા તે કોઇ આવશે પણ નહીં. તો સુરક્ષાની ગેરન્ટીવાળી આ યોજના હું આગામી અઠવાડિયે જરૂર દેશવાસીઓ સમક્ષ રજૂ કરીશ. મને એ જણાવતાં આનંદ થાય છે કે, અમે “ગોલ્ડ કોઇન” પણ લાવી રહ્યા છીએ. અશોકચક્રવાળા સોનાના સિક્કા. આપણી આઝાદીને લગભગ 70 વર્ષ થયાં, પરંતુ અત્યાર સુધી આપણે વિદેશી ગોલ્ડ કોઇનનો જ ઉપયોગ કરતા આવ્યાં છીએ. અથવા તો ગોલ્ડ બુલિયન બાર્સ, - લગડીનો પણ ઉપયોગ કરતાં આવ્યાં છીએ. શા માટે આપણા દેશનો સ્વદેશી માર્કો ના હોવો જોઇએ ? એટલા માટે જ આગામી સપ્તાહમાં અને ઘનતેરસ પહેલાં બહાર પડાશે અને ધનતેરસથી સામાન્ય નાગરિકોને ઉપલબ્ધ થઇ જશે. પાંચ ગ્રામ અને દસ ગ્રામના અશોકચક્રવાળા ભારતીય સોનાના સિક્કા શરૂ કરાઇ રહ્યા છે. તેની સાથે જ વીસ ગ્રામનું ગોલ્ડ બુલિયન પણ લોકોને ઉપલબ્ધ બનશે. મને વિશ્વાસ છે કે, નવી યોજના આર્થિક વિકાસની દિશામાં નવું પરીવર્તન લાવશે અને મને આપનો સહયોગ મળશે.
મારા વ્હાલા દેશવાસીઓ, 31 ઓકટોબરના રોજ લોહપૂરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ છે. “એક ભારત, શ્રેષ્ઠ ભારત” સરદાર વલ્લભભાઇ પટેલને યાદ કરતાં જ અખંડ ભારતનો નકશો સામે આવે છે. ભારતની એકતા માટે આ મહાપૂરૂષે બહું મોટું યોગદાન આપ્યું છે. લોહપુરૂષના રૂપમાં પોતાના સામર્થ્યનો પરિચય આપ્યો છે. સરદાર સાહેબને તો આપણે શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું જ કરીશું, પરંતુ ભારતને એક કરવાનું એમનું સપનું હતું, જેને તેમણે ભૌગોલિક રૂપે તો કરીને બતાવ્યું હતું, પરંતુ એકતાનો આ મંત્ર સતત આપણા ચિંતનનું, વ્યવહારનું, અભિવ્યકિતનું માધ્યમ બનવો જોઇએ. ભારત વિવિધતાઓથી ભરેલો દેશ છે. અનેક પંથ, અનેક સંપ્રદાય, અનેક બોલી, અનેક જાતિ, અનેક પહેરવેશ, કેટલીક વિવિધતાઓથી ભરેલો આપણો ભારત દેશ, અને આ વિવિધતા જ છે જેના કારણે આપણી શોભા છે. આ વિવિધતા ન હોત તો કદાચ આપણે જે શોભા માટે ગર્વ લઇએ છીએ કે ન લઇ શકતા હોત. અને એટલા માટે, વિવિધતા જ એકતાનો મંત્ર છે. શાંતિ, સદભાવના અને એકતા, આ જ તો વિકાસની જડીબુટ્ટી છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી 31મી ઓકટોબરે દેશના ખૂણે “રન ફોર યુનિટી”ના કાર્યક્રમો યોજાય છે. “એકતાની દોડ”. મને પણ પહેલાં તેમાં સામેલ થવાનું સદભાગ્ય મળ્યું છે. મેં સાંભળ્યું છે કે, આ વખતે પણ ચારેતરફ તેનું આયોજન થઇ રહ્યું છે. લોકો ઉત્સાહપૂર્વક, “એકતાની દોડ”ની તૈયારી કરી રહ્યા છે. “એકતાની દોડ” સાચા અર્થમાં વિકાસની દોડ છે. બીજા અર્થમાં કહું તો વિકાસની દોડની ગેરંટી પણ એકતાની દોડ છે. આવો, સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ આપીએ. એકતાના મંત્રને આગળ વધારીએ.
વ્હાલા ભાઇઓ, બ્હેનો, અત્યારે તમે બધા દિવાળીની તૈયારીઓમાં પડ્યા હશો. ઘરમાં સફાઇ થતી હશે. નવી-નવી ચીજો ખરીદાતી હશે. દિવાળીનું પર્વ આપણા દેશના ખૂણેખૂણામાં અલગઅલગ રૂપમાં ઉજવવામાં આવે છે. દીપાવલીના પાવનપર્વ માટે હું આપને ખૂબખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. પરંતુ દિવાળીના દિવસોમાં કેટલાક અકસ્માતના બનાવો પણ ધ્યાનમાં આવે છે. ફટાકડા ફોડવાના કારણે કે દીવાના કારણે આગ લાગે છે. ફટાકડાના કારણે બાળકોને બહુ નુકસાન થાય છે. હું દરેક મા-બાપને કહીશ કે દિપાવલીનો આનંદ તો લો પણ એવો કોઇ અકસ્માત ન થઇ જાય, આપણા પરિવારના સંતાનને કોઇ નુકસાન ન થઇ જાય તેની આપ જરૂર ચિંતા કરજો અને સફાઇ તો અચૂક કરવાની જ છે. મારા વ્હાલા દેશવાસીઓ, દીવાળીના બીજા દિવસે મારે બ્રિટનના પ્રવાસે જવાનું છે. આ વખતના મારા બ્રિટનના પ્રવાસ માટે હું બહું જ રોમાંચિત છું. અને તેનું એક વિશેષ કરાણ છે. થોડા અઠવાડિયા પહેલાં હું મુંબઇમાં બાબા સાહેબ આંબેડકરની “ચૈત્યભૂમિ” નજીક એક ભવ્ય સ્મારકનો શિલાન્યાસ કરવા ગયો હતો. અને હવે હું લંડનમાં, જયાં ડૉકટર બાબાસાહેબ આંબેડકર રહેતા હતા તે ઘર હવે ભારતની સંપત્તિ બની ગયું છે, સવાસો કરોડ દેશવાસીઓનું પ્રેરણાસ્થાન બની ગયું છે, તેનું વિધિવત રૂપથી ઉદઘાટન કરવા માટે હું જઇ રહ્યો છું. દલિત હોય, પીડીત હોય, શોષિત હોય, વંચિત હોય, પછાત હોય, મુશ્કેલીથી જીંદગીનો ગુજારો કરનારા કોઇપણ ભારતીય માટે બાબા સાહેબ આંબેડકરનું આ ભવન એ પ્રેરણા આપે છે કે જો ઇચ્છાશકિત પ્રબળ હોય તો સંકટો પાર કરીને પણ પોતાના જીવનને આગળ વધારી શકાય છે. શિક્ષણ મેળવી શકાય છે. અને આ એ જ જગ્યા છે, જે જગ્યા પર બેસીને બાબા સાહેબ આંબેડકરે તપસ્યા કરી હતી. ભારત સરકાર પણ, અને રાજય સરકારો પણ સમાજના આ પ્રકારના વર્ગોને, પછી એ દલિત હોય, આદિવાસી હોય, પછાત હોય, તેમના તેજસ્વી બાળકોને કે જે વિદેશ ભણવા જાય છે તેમને સ્કોલરશીપ આપે છે. ભારત સરકાર પણ પ્રતિભાશાળી દલિત યુવકયુવતીઓને પ્રોત્સાહન આપે છે. મને વિશ્વાસ છે કે, ભારતના આવાં આપણાં બાળકો જયારે બ્રિટનમાં ભણવા જશે ત્યારે બાબાસાહેબ આંબેડકરનું આ સ્થાન તેમના માટે તીર્થક્ષેત્ર બની જશે. પ્રેરણાભૂમિ બની જશે. અને જીવનમાં કંઇક શીખવું, પરંતુ પછીથી દેશ માટે જીવવું, એ સંદેશ તો બાબાસાહેબ આંબેડકરે આપ્યો છે. જીવીને આપ્યો છે. અને એટલા માટે હું કહી રહ્યો છું કે, મારા બ્રિટનના પ્રવાસ અંગે હું વિશેષ રોમાંચિત છું. કેટલાંક વર્ષોથી આ બાબત ગુંચવાયેલી પડી હતી. અને હવે તે ભવન સવાસો કરોડ દેશવાસીઓની સંપત્તિ બનતું હોય, જેની સાથે બાબસાહેબ આંબેકડકરનું નામ જોડાતું હોય તો મારા જેવા લોકોને કેટલો આનંદ થશે તેનો આપ અંદાજ લગાવી શકો છો. લંડનમાં મને એક બીજી તક પણ મળવાની છે. ભગવાન બશ્વેશ્વરની પ્રતિમાનું અનાવરણ. અનેક વર્ષો પહેલાં ભગવાન બશ્વેશ્વરે લોકશાહી માટે, મહિલા સશક્તિકરણ માટે જે કામો કર્યાં હતા તે ખરેખર દુનિયાનું એક અધ્યયન કરનારું પાસું છે. લંડનની ઘરતી પર ભગવાન બશ્વેશ્વરની પ્રતિમાનું લોકાર્પણ એ સદીઓ પહેલાં ભારતના મહાપુરૂષો કેવું વિચારતા હતા, કેટલું લાંબું વિચારતા હતા તેનું સ્વતઃ એક ઉત્તમ ઉદાહરણ છે. આપ જાણો છો કે જયારે આવી ઘટનાઓ જોડાઇ હોય તો આપણે સૌ દેશવાસીઓનાં મન રોમાંચિત થઇ ઉઠે છે.
મારા વ્હાલા દેશવાસીઓ, મન કી બાત સાથે આપ જોડાયેલા રહો છો. ટેલીફોન દ્વારા અને માય ગોવ ડોટ ઇન દ્વારા આપનાં સૂચનો મને મળતાં રહે છે. બાદમાં આપના પત્રોની આકાશવાણી પર ચર્ચા પણ થાય છે. સરકારી અધિકારીઓને બોલાવીને ચર્ચા થાય છે. કેટલાક લોકો પોતાની સમસ્યાઓ લખે છે. સમસ્યાઓના હલ લાવવાનો પણ પ્રયાસ થાય છે. ભારત જેવા દેશમાં આપણે અનેક ભાષાઓ શીખવી જોઇએ. કેટલીક ભાષાઓ શીખવવાનું તો મને સદભાગ્ય મળ્યું છે. પરંતુ એટલી ભાષાઓ છે કે હું કયાંથી શીખી શકવાનો ? નહીં ? પરંતુ તો પણ હું આકાશવાણીનો આભારી છું કે, આ મન કી બાત ને રાત્રે આઠ વાગ્યે દરેક રાજયની પ્રાદેશિક ભાષામાં તે પ્રસારિત કરે છે. એ અવાજ ભલે બીજા કોઇનો હોય, પરંતુ વાત તો મારે મનની જ હોય છે. આપની ભાષામાં આપના સુધી પહોંચવાનો પણ રાત્રે આઠ વાગ્યે ચોક્કસ પ્રયાસ કરીશ. આમ આપણી વચ્ચે એક સારો નાતો બંધાઇ ગયો છે. ગઇ વખતે હું એક વર્ષ પૂરૂં કરી રહ્યો હતો. આજે આપણે નવા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છીએ. મારા વ્હાલા દેશવાસીઓને ફરી એકવાર ખૂબ-ખૂબ શુભેચ્છાઓ..
જયહિંદ..
મારા વ્હાલા દેશવાસીઓ,
આપ સહુને નમસ્કાર. ‘મન કી બાત’નો આ બારમો હપ્તો છે. અને આ રીતે જોઈએ તો એક વર્ષ વિતી ગયું. ગયા વર્ષે ત્રણ ઑક્ટોબરે પહેલીવાર મને મનની વાત કરવાનું સૌભાગ્ય મળ્યું હતું. ‘મન કી બાત’ ... એક વર્ષ ... અનેક વાતો... મને નથી ખબર કે તમે શું મેળવ્યું. પરંતુ હું એટલું જરૂર કરી શકું કે મેં ઘણું મેળવ્યું છે. લોકતંત્રમાં જનશક્તિનું ખૂબ જ મહત્વ છે. મારા જીવનમાં એક મૂળભૂત વિચાર રહ્યો છે અને તેના કારણે જનશક્તિ પર મારો અપાર વિશ્વાસ રહ્યો છે પરંતુ ‘મનની વાત’એ મને જે શીખવ્યું, જે સમજાવ્યું, જે જાણ્યું, જે અનુભવ કર્યો તેનાથી હું કહી શકું છું કે આપણે વિચારીએ છીએ તેનાથી પણ વધુ જનશક્તિ અપરંપાર હોય છે. આપણા પૂર્વજ કહેતા હતા કે જનતા જનાર્દન એ ઈશ્વરનો જ અંશ હોય છે. હું ‘મન કી બાત’ના મારા અનુભવોથી કહી શકું છું કે આપણા પૂર્વજોના વિચારમાં બહુ મોટી શક્તિ છે, બહુ મોટી સચ્ચાઈ છે, કારણ કે મેં એ અનુભવ્યું છે કે ‘મનની વાત’ માટે હું સૂચનો માગતો હતો અને દર વખતે બે કે ચાર સૂચનો પર જ વાત કરી શકતો હતો પરંતુ લાખોની સંખ્યામાં લોકો સક્રિય થઈ મને સૂચનો આપતા રહેતા હતા, આ એક બહુ મોટી શક્તિ છે. નહિતર વડાપ્રધાનને સંદેશ આપ્યો, માય ગવ ડોટ ઇન પર લખી દીધું, મેઇલ કરી દીધો, કાગળ લખી દીધો, પરંતુ એક વાર પણ આપણું સૂચન આવ્યું નહિ, રેડિયો પર આવ્યું નહિ તો કોઈ પણ વ્યક્તિ નિરાશ થઈ શકે. પરંતુ મને એવું નથી લાગ્યું. હા, મને આ લાખો પત્રોએ મોટો બોધપાઠ પણ આપ્યો. સરકારની અનેક મુશ્કેલીઓ, સમસ્યાઓ વિશે મને જાણકારી મળતી રહી. અને હું આકાશવાણીને પણ અભિનંદન આપું છું કે તેણે આ સૂચનોને માત્ર પત્ર ન ગણ્યા અને સામાન્ય માનવીની આકાંક્ષા ગણી અને તેણે તે પછી કાર્યક્રમો કર્યા. સરકારના વિવિધ વિભાગોને આકાશવાણી પર બોલાવ્યા અને જનતા જનાર્દને જે વાતો કહી હતી તેને તેમની સામે રાખી કેટલીક સમસ્યાઓનું નિરાકરણ કરવા પ્રયાસ કર્યો. સરકારના અલગ-અલગ વિભાગોએ લોકોના પત્રોનું વિશ્લેષણ કર્યું અને એ કઈ વાતો છે જે નીતિની બાબત છે. એ કઈ વાત છે જે વ્યક્તિલક્ષી પ્રશ્ન છે, એ કઈ વાત છે જે સરકારના ધ્યાનમાં જ નથી. ઘણી વાતો જમીનના સ્તરથી સરકાર પાસે આવવા લાગી અને એ વાત સાચી છે કે પ્રશાસનનો એક મૂળભૂત સિદ્ધાંત છે કે જાણકારી નીચેથી ઉપર તરફ આવવી જોઈ અને માર્ગદર્શન ઉપરથી નીચેની તરફ જવું જોઈએ. આ જાણકારીઓનો સ્રોત ‘મનની વાત’ બની જશે, એ કોણે વિચાર્યું હતું ? પરંતુ તે થઈ ગયું.
અને આ જ રીતે ‘મનની વાત’ એ સમાજ શક્તિની અભિવ્યક્તિનો અવસર આપી દીધો. મેં એક દિવસ એમ જ કહી દીધું હતું કે, ‘સેલ્ફી વીથ ડૉટર’ અને આખી દુનિયા આશ્ચર્યમાં પડી ગઈ. કદાચ દુનિયાના બધા દેશોમાં કોઈ ને કોઈએ લાખોની સંખ્યામાં ‘સેલ્ફી વીથ ડૉટર’, અને દિકરીને શું ગરીમા મળી ગઈ. અને જ્યારે તે ‘સેલ્ફી વીથ ડૉટર’ કરતા હતા ત્યારે તે પોતાની દિકરીનો ઉત્સાહ વધારતો જ હતો પરંતુ પોતાની અંદર પણ પ્રતિબદ્ધતા પેદા કરતો હતો. જ્યારે લોકો જોતા હતા ત્યારે પણ લાગતું હતું કે દિકરીઓ પ્રત્યેની ઉપેક્ષા હવે ત્યજવી પડશે. એક મૌન ક્રાંતિ હતી.
ભારતના પર્યટનને ધ્યાનમાં રાખતા મેં એમ જ નાગરિકોને કહ્યું હતું ‘ઇન્ક્રેડિબલ ઇન્ડિયા’ કે ભી તમે પણ જતા હો, જો કોઈ સારી તસવીર હોય તો મોકલજો, હું જોઈશ. આમ બધી સામાન્ય-હળવી વાતો હતી. પરંતુ કેટલું મોટું પરિવર્તન આવ્યું. લાખોની સંખ્યામાં ભારતના દરેક ખૂણાની એવી એવી તસવીર લોકોએ મોકલી, કદાચ ભારત સરકારના પર્યટન વિભાગે, રાજ્ય સરકારના પર્યટન વિભાગે ક્યારેય વિચાર્યું પણ નહિ હોય કે આપણી પાસે આવો સુંદર વારસો છે. એક મંચ પર બધી ચીજો આવી અને સરકારનો એક રૂપિયો પણ ખર્ચાયો નહિ. લોકોએ સુંદર કામ કર્યું. મને ખુશી તો ત્યારે થઈ જ્યારે ગત વર્ષના ઑક્ટોબર મહિનામાં મારી પહેલી ‘મનની વાત’ હતી તો મેં ગાંધીજ્યંતિનો ઉલ્લેખ કર્યો હતો અને લોકોને પ્રાર્થના કરી હતી કે બે ઑક્ટોબર મહાત્મા ગાંધીની જ્યંતિ આપણે મનાવી રહ્યા છીએ. એક સમય હતો ‘ખાદી ફોર નેશન’. શું હવે સમયની માગ નથી કે ‘ખાદી ફોર ફેશન’ ? અને લોકોને મેં આગ્રહ કર્યો હતો કે, આપ ખાદી ખરીદો. થોડું યોગદાન આપો. આજે હું ઘણા સંતોષ સાથે કહું છું કે ગયા એક વર્ષમાં ખાદીનું વેચાણ લગભગ બમણું થયું છે, હવે આ કામ કંઈ સરકારી જાહેરખબરના કારણે નથી થયું. અબજો રૂપિયા ખર્ચીને નથી થયું. જનશક્તિનો એક અહેસાસ, એક અનુભૂતિ, એક વાર મેં ‘મનની વાત’ માં કહ્યું હતું ગરીબના ઘરમાં ચૂલો બળે છે, બાળકો રોતા રહે છે, ગરીબ માતા, શું તેને ગેસ-બાટલો ન મળવો જોઈએ ? અને મેં સંપન્ન લોકોને પ્રાર્થના કરી હતી કે તમે સબસિડી ત્યજી ન શકો શું ? વિચારો... અને આજ હું ઘણા આનંદ સાથે કહેવા માગુ છું કે આ દેશના ત્રીસ લાખ પરિવારોએ ગેસ-બાટલાની સબસિડી ત્યજી દીધી છે. અને આ લોકો પાછા અમીર નથી ! એક ટીવી ચેનલ પર મેં જોયું હતું કે, એક નિવૃત્ત શિક્ષક, એક વિધવા મહિલા લાઇનમાં ઊભી હતી, સબસિડી છોડવા માટે. સમાજના સામાન્ય જન મધ્યમ વર્ગ, નિમ્ન મધ્યમ વર્ગ જેના માટે સબસિડી છોડવી મુશ્કેલ કામ છે, પરંતુ આવા લોકોએ છોડી. શું આ મૌન ક્રાંતિ નથી ? શું આ જનશક્તિનું દર્શન નથી ?
સરકારોએ પણ બોધપાઠ શીખવો પડશે કે આપણા સરકારી કાર્યાલયોમાં જે કામ થાય છે તે ઉંબરાની બહાર એક ઘણી મોટી જનશક્તિનો એક સામર્થ્યવાન, ઊર્જાવાન અને સંકલ્પવાન સમાજ છે. સરકારો જેટલી સમાજ સાથે જોડાઈને ચાલે છે એટલી વધુ સમાજમાં પરિવર્તન માટે એક ઉદ્દીપકના રૂપમાં કામ કરી શકે છે. ‘મનની વાત’ માં મને જે બધી ચીજો પર ભરોસો હતો પરંતુ આજે તે વિશ્વાસમાં પરિવર્તિત થઈ ગયો, શ્રદ્ધામાં રૂપાંતરિત થયો અને આથી હું આજે ‘મનની વાત’ના માધ્યમથી ફરી એકવાર જનશક્તિને શત્ શત્ વંદન કરું છું, નમન કરવા ચાહું છું. દરેક નાની વાતને પોતાની બનાવી અને દેશની ભલાઈ માટે પોતાને જોડવા પ્રયાસ કર્યો. આનાથી મોટો સંતોષ શું હોઈ શકે છે ?
‘મન કી બાત’માં આ વખતે મેં એક નવો પ્રયોગ કરવાનું વિચાર્યું. મેં દેશના નાગરિકોને પ્રાર્થના કરી હતી કે, આપ ટેલિફોન કરીને તમારા પ્રશ્નો-તમારા સૂચનો નોંધાવો. હું ‘મનની વાત’માં તેના પર ધ્યાન આપીશ. મને ખુશી છે કે, દેશમાંથી લગભગ પંચાવન હજારથી વધુ ફોન કોલ્સ આવ્યા. પછી સિયાચીન હોય, કચ્છ યા કામરૂપ, પછી કશ્મીર હોય કે કન્યાકુમારી, હિન્દુસ્તાનનો એવો કોઈ ખૂણો નહિ હોય જ્યાંથી લોકોએ ફોન કોલ્સ ન કર્યા હોય. આ ઘણો સુખદ અનુભવ છે. બધી વયના લોકોએ સંદેશ આપ્યા છે. કેટલાક સંદેશ મેં પોતે સાંભળવાનું પસંદ કર્યું. મને સારું લાગ્યું. બાકીના પર મારી ટીમ કામ કરી રહી છે. તમે ભલે એક મિનિટ કે બે મિનિટ કાઢી હશે પણ મારા માટે તમારા ફોન કોલ, તમારો સંદેશ ખૂબ જ મહત્વનો છે. સંપૂર્ણ સરકાર તમારાં સૂચનો પર જરૂર કામ કરશે. પણ એક વાત મારા માટે આશ્ચર્યની રહી અને આનંદની રહી. આમ તો એવું લાગે છે કે જાણે ચારો તરફ નેગેટિવીટી છે, નકારાત્મકતા છે. પરંતુ મારો અનુભવ અલગ રહ્યો. આ પંચાવન હજાર લોકોએ પોતાની રીતે પોતાની વાત કહેવાની હતી. કોઈ રોકટોક નહોતી. કંઈ પણ કહી શકતા હતા. પણ મને આશ્ચર્ય થાય છે કે બધી વાતો એવી જ હતી જેવી ‘મનની વાત’ ની છાયામાં હો... સંપૂર્ણપણે સકારાત્મક, સૂચનાત્મક, સર્જનાત્મક. એટલે જુઓ દેશનો સામાન્ય નાગરિક પણ હકારાત્મક વિચાર સાથે ચાલી રહ્યો છે. આ તો કેટલી મોટી મૂડી છે દેશની. કદાચ એક ટકા કે બે ટકા જ ફોન એવા હશે જેમાં કોઈ ગંભીર પ્રકારની ફરિયાદ હોય. બાકી 90 ટકાથી પણ વધુ એક ઊર્જા ભરનારી, આનંદ આપનારી વાતો લોકોએ કહી છે.
એક વાત મારા ધ્યાનમાં આવી – ખાસ કરીને સ્પેશિયલી એબલ્ડ (વિશેષ સામર્થ્યવાન) – તેમાં પણ ખાસ કરીને દૃષ્ટિહીન સ્વજનો – તેમના ઘણા ફોન આવ્યા છે. પરંતુ તેનું કારણ એ હશે કદાચ તેઓ ટીવી જોઈ શકતા નથી. તેઓ રેડિયો જરૂર સાંભળતા હશે. દૃષ્ટિહીન લોકો માટે રેડિયો કેટલો બધો મહત્વનો હશે તે મને આ વાતથી ધ્યાનમાં આવ્યું. એક નવો આયામ્ હું જોઈ રહ્યો છું અને એટલી સારી સારી વાતો કહી છે. આ લોકોએ અને સરકારને પણ સંવેદનશીલ બનાવવા માટે પર્યાપ્ત છે. મને અલવર રાજસ્થાનથી પવન આચાર્ય એ એક સંદેશ આપ્યો છું. હું માનું છું કે પવન આચાર્યની. વાત સમગ્ર દેશે સાંભળવી જોઈએ. અને સમગ્ર દેશે માનવી જોઈએ. સાંભળો તેઓ શું કહેવા માગે છે – જરૂર સાંભળો – ‘મારું નામ પવન આચાર્ય છે અને હું અલવર રાજસ્થાનનો છું. મારો સંદેશ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીજીને એ છે કે કૃપા કરીને આપ આ વખતે ‘મનની વાત’ માં સમગ્ર ભારત દેશની જનતાને આહવાન કરો કે દિવાળી પર તે વધુમાં વધુ માટીના દીવડાઓનો ઉપયોગ કરે જેથી પર્યાવરણને તો લાભ થશે જ અને હજારો કુંભાર ભાઈઓને રોજગારીની તક મળશે... ધન્યવાદ..’
પવન મને વિશ્વાસ છે કે પવનની જેમ આપની ભાવના હિન્દુસ્તાનના દરેક ખૂણામાં જરૂર પહોંચશે, ફેલાશે. સારું સૂચન કર્યું છે, માટીનું તો મૂલ જ ન થાય અને આથી માટીના દીવડાઓ પણ અણમોલ હોય છે. પર્યાવરણની દૃષ્ટિથી પણ તેનું મહત્વ છે. અને દીવડો બને છે ગરીબના ઘરમાં. નાના નાના લોકો આ કામથી પોતાનું પેટ ભરે છે અને હું દેશવાસીઓને જરૂર કહું છું કે આવનારા તહેવારોમાં પવન આચાર્યની વાત જો આપણે માનીશું તો તેનો અર્થ એ છે કે દીવડો આપણા ઘરમાં પ્રગટશે પણ તેનો પ્રકાશ ગરીબના ઘરમાં થશે. મારા વ્હાલા દેશવાસીઓ, ગણેશ ચતુર્થીના દિવસે મને સેનાના જવાનો સાથે બે-ત્રણ કલાક વિતાવવાનો અવસર મળ્યો. જળ, થલ અને નભ સુરક્ષા કરનારી આપણી નૌ-સેના હોય, ભૂમિ દળ હોય, વાયુ સેના હોય – આર્મી, એર ફોર્સ, નેવી. 1965નું જે યુદ્ધ થયું હતું, પાકિસ્તાન સાથે તેને 50 વર્ષ પૂરાં થયાં. તે નિમિત્તે દિલ્હીમાં ઇંડિયા ગેટ પાસે એક શૌર્યાંજલિ પ્રદર્શનીની રચના કરી છે. હું તેને ભાવથી જોતા રહ્યા ગયો હતો તો અડધા કલાક માટે પરંતુ પજ્યારે નીકળ્યો તો અઢી કલાક થઈ ગયો અને તેમ છતાં કંઈક છૂટી ગયું. ત્યાં શું નહોતું ? સમગ્ર ઇતિહાસને જીવંત કરી દીધો છે. સૌંદર્યની દૃષ્ટિથી જુઓ તો પણ ઉત્તમ છે. ઇતિહાસની દૃષ્ટિથી જુઓ તો ઘણું શીખવા મળે. અને જીવનમાં પ્રેરણા માટે જુઓ તો કદાચ માતૃભૂમિની સેવા કરવા માટે આનાથી મોટી તો કોઈ પ્રેરણા હોઈ ન શકે. યુદ્ધની જે ગૌરવભરી ક્ષણો અને આપણા સૈનિકોના અદમ્ય સાહસ અને બલિદાન વિશે આપણે સાંભળતા હતા તે વખતે તો તેની તસવીરો પ્રાપ્ય નહોતી, આટલી વિડિયોગ્રાફી પણ થતી નહોતી. આ પ્રદર્શનીના માધ્યમથી તેની અનુભૂતિ થાય છે.
લડાઈ હાજીપીરની હોય, અસલ ઉત્તરની હોય, ચામિંડાની હોય અને હાજીપીર પાસે જીતનાં દૃશ્યોને જોઈએ તો રોમાંચ થાય છે અને આપણી સેનાના જવાનો પ્રત્યે ગર્વ થાય છે. મારો આ વીર પરિવારો સાથે પણ મળવાનું થયું તે બલિદાની પરિવારો સાથે પણ મળવાનું થયું અને યુદ્ધમાં જે લોકોએ ભાગ લીધો હતો તેઓ પણ હવે જીવનના ઉત્તર કાળખંડમાં છે. તેઓ પણ પહોંચ્યા હતા અને જ્યારે તેમની સાથે હાથ મેળવી રહ્યો હતો તો લાગ્યું કે વાહ, શું ઊર્જા છે. તે એક પ્રેરણા આપતો હતો. જો તમે ઇતિહાસ બનાવવા ઇચ્છતા હો તો ઇતિહાસને ઊંડાણથી સમજવો જરૂરી છે. ઇતિહાસ આપણને આપણનાં ઇતિહાસ બનાવવાની સંભાવનાઓ પર પણ પૂર્ણવિરામ લાગી જાય છે. આ શૌર્ય પ્રદર્શનીના માધ્યમથી ઇતિહાસની અનુભૂતિ થાય છે. ઇતિહાસની જાણકારી મળે છે. અને નવો ઇતિહાસ બનાવવાની પ્રેરણાનાં બીજ પણ વાવી શકાય છે. હું આપને આપના પરિવારજનોને – જો આપ દિલ્લીની આસપાસ હો – કદાચ પ્રદર્શની હજુ કેટલાક દિવસો ચાલનારી છે – આપ જરૂર જોજો અને ઉતાવળ ન કરતા મારી જેમ. હું તો અઢી કલાકમાં પાછો આવી ગયો પરંતુ આપને તો ત્રણ-ચાર કલાક જરૂર લાગી જશે – જરૂર જુઓ. લોકતંત્રની તાકાત જુઓ. એક નાનકડા બાળકે વડાપ્રધાનને આદેશ કર્યો છે, પરંતુ તે બાળક ઉતાવળમાં પોતાનું નામ કહેવાનું ભૂલી ગયો છે. તો મારી પાસે તેનું નામ નથી પરંતુ તેની વાત પર વડાપ્રધાને ધ્યાન આપવા જેવું છે પરંતુ આપણે બધા દેશવાસીઓએ પણ ધ્યાન આપવા જેવું છે. સાંભળો આ બાળક આપણને શું કહે છે ? –
‘વડાપ્રધાન મોદીજી, હું આપને કહેવા માગું છું કે આપે જે સ્વચ્છતા અભિયાન ચલાવ્યું છે તેના માટે આપ દરેક જગ્યાએ દરેક ગલીમાં કચરાપેટી (ડસ્ટબીન) મૂકાવો.
આ બાળકે સાચું કહ્યું કે. આપણે સ્વચ્છતાનો સ્વભાવ પણ બનાવવો જોઈએ અને સ્વચ્છતા માટે વ્યવસ્થા પણ બનાવવી જોઈએ. મને આ બાળકના સંદેશથી એક ઘણો સંતોષ મળ્યો. સંતોષ એ વાતનો મળ્યો કે બે ઑક્ટોબરે મેં સ્વચ્છતા અભિયાન ચલાવવાની ઘોષણા કરી અને હું કહી શકું છું. કદાચ સ્વતંત્રતા પછી પહેલીવાર એવું થયું હશે કે સંસદમાં પણ કલાકો સુધી સ્વચ્છતાના વિષય પર આજકાલ ચર્ચા થાય છે. અમારી સરકારની ટીકા પણ થાય છે. મારે પણ ઘણું સાંભળવું પડે છે. કે મોદીજી મોટી મોટી વાતો કરો છે પણ શું થયું ? હું તેને ખરાબ નથી માનતો. હું તેમાંથી સારી વાત એ જોઉં છું કે દેશની સંસદ પણ ભારતની સ્વચ્છતા માટે ચર્ચા કરી રહી છે. અને બીજી તરફ જુઓ એક તરફ સંસદ અને એક તરફ આ દેશનો શિશુ – બંને સ્વચ્છતા પર વાત કરે છે – આનાથી મોટું દેશનું સૌભાગ્ય શું હોય શકે છે ? આ જે આંદોલન ચાલી રહ્યું છે વિચારોનું – ગંદકી તરફ નફરતનું જે વાતાવરણ બની રહ્યું છે – સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ આવી છે – તે સરકારોને પણ કામ કરવામ માટે ફરજ પાડશે, પાડશે અને પાડશે જ. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને પણ પછી તે પંચાયત હોય – નગર પંચાયત હોય – નગર પાલિકા હોય – મહાનગરપાલિકા હોય કે પછી રાજ્ય કે કેન્દ્ર હોય – બધાને તેના પર કામ કરવું જ પડશે. આ આંદોલનને આપણે આગળ વધારવાનું છે. ઉણપો હોય તો પણ આગળ વધારવાનું છે અને આ ભારતને, 2019માં, જ્યારે મહાત્મા ગાંધીની 150મી જ્યંતિ આપણે મનાવીશું, મહાત્મા ગાંધીનાં સપનાંને પૂરાં કરવાની દિશામાં આપણે કામ કરીએ, અને આપને ખબર છે – મહાત્મા ગાંધી શું કહેતા હતા ? એક વાર તેમણે કહ્યું હતું – સ્વતંત્રતા અને સ્વચ્છતા બેમાંથી એક મારે પસંદ કરવાનું હોય તો હું પહેલાં સ્વચ્છતા પસંદ કરીશ, સ્વતંત્રતા પછી ગાંધી માટે સ્વતંત્રતાથી પણ વધુ મહત્વ સ્વચ્છતાનું હતું. આવો આપણે બધા મહાત્મા ગાંધીની વાતને માનીએ અને તેમની ઇચ્છાઓને પૂરી કરવા થોડાંક ડગલાં આપણે પણ ચાલીએ. દિલ્લીથી ગુલશન અરોડાજીએ માય ગવ પર એક સંદેશ મૂક્યો છે. તેમણે લખ્યું છે કે દીનદયાળજીની જન્મશતાબ્દી વિશે તેઓ જાણવા માગે છે.
મારા વ્હાલા દેશવાસીઓ, મહાપુરુષોનું જીવન સદા સર્વદા આપણા માટે પ્રેરણાનું કારણ રહે છે. અને આપણું કામ મહાપુરુષ કઈ વિચારધારાના હતા તેનું મૂલ્યાંકન કરવું એ આપણું કામ નથી. દેશ માટે જીવનારા-મરનારા દરેક આપણા માટે પ્રેરક હોય છે અને આ દિવસોમાં એટલા બધા મહાપુરુષોને યાદ કરવાના પ્રસંગો આવી રહ્યા છે – 25 સપ્ટેમ્બરે પંડિત દીનદયાળ ઉપાધ્યાય, 2 ઑક્ટોબરે મહાત્મા ગાંધી, લાલબહાદુર શાસ્ત્રી, 11 ઑક્ટોબરે જયપ્રકાશ નારાયણજી, 31 ઑક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલ, કેટલાં અગણિત નામો છે. હું તો થોડાંક જ બોલી રહ્યો છું, કારણ કે આ દેશ તો બહુરત્ના વસુંધરા છે. આપ કોઈ પણ તારીખ કાઢો, ઇતિહાસના ઝરૂખામાંથી કોઈ ને કોઈ મહાપુરૂષનું નામ તો મળી જ જશે. આવનારા દિવસોમાં આ બધા મહાપુરુષોને આપણે યાદ કરીએ, તેમના જીવનનો સંદેશ આપણે ઘર-ઘર સુધી પહોંચાડીએ, અને આપણે પણ તેમાંથી કંઈ ને કંઈ શીખવાનો પ્રયાસ કરીએ.
હું વિશેષ રૂપે 2 ઑક્ટોબર માટે ફરી એક વાર આગ્રહ કરવા માગું છું. 2 ઑક્ટોબર પૂજ્ય બાપુ મહાત્મા ગાંધીની જન્મજ્યંતિ છે. મેં ગયા વર્ષે પણ કહ્યું હતું કે, તમારી પાસે દરેક પ્રકારની ફેશનનાં વસ્ત્રો હશે, દરેક પ્રકારનું ફેબ્રિક હશે, ઘણી ચીજો હશે પરંતુ તેમાં એક ખાદીનું પણ સ્થાન હોવું જોઈએ. હું એકવાર ફરી કહું છુ કે, 2 ઑક્ટોબરથી લઈને એક મહિના સુધી ખાદીમાં છૂટ હોય છે. તેનો ફાયદો ઉઠાવવો જોઈએ. અને ખાદીની સાથે હેન્ડલૂમને પણ એટલું જ મહત્વ આપવું જોઈએ. આપણા વણકર ભાઈ કેટલી મહેનત કરે છે ? આપણે સવા સો કરોડ દેશવાસી પાંચ રૂપિયા, દસ રૂપિયા, પચાસ રૂપિયાની પણ કોઈ હેન્ડલૂમની ચીજ, કોઈ ખાદીની ચીજ ખરીદી લઈએ, છેવટે એ પૈસા ગરીબ વણકરના ઘરમાં જશે. ખાદી બનાવનારી ગરીબ વિધવાના ઘરમાં જશે. અને આથી આ દિવાળીમાં આપણે ખાદીને જરૂર આપણાં ઘરમાં સ્થાન આપીએ, આપણા શરીર પર સ્થાન આપીએ. હું એવો આગ્રહ નથી કરતો કે તમે પૂર્ણરીતે ખાદીધારી બનો. માત્ર થોડુંક – આટલો જ આગ્રહ છે મારો. અને જુઓ ગયા વખતે વેચાણ લગભગ બમણું કરી દીધું. કેટલા ગરીબોને ફાયદો થયો છે. જે કામ સરકાર અબજો રૂપિયાની જાહેરખબરથી કરી નથી શકતી, તે તમે લોકોએ નાનકડી મદદથી કરી દીધી. આ જ તો જનશક્તિ છે અને આથી હું ફરી એકવાર આ કામ માટે તમને આગ્રહ કરું છું.
વ્હાલા દેશવાસીઓ, મારા મનમાં એક વાતથી બહુ આનંદ છે. મન થાય છે આ આનંદનો તમને પણ થોડો સ્વાદ મળવો જોઈએ. હું મે મહિનામાં કોલકાતા ગયો હતો. મને સુભાષચંદ્ર બોઝના પરિવારજનો મળવા આવ્યા હતા. તેમના ભત્રીજા ચંદ્રા બોઝે બધું આયોજન કર્યું હતું. ઘણા સમય સુધી સુભાષબાબુના પરિવારજનો સાથે આનંદ ઉલ્લાસવાળી સાંજ વિતાવવાની મને તક મળી હતી. અને એ દિવસે એવું નક્કી કરાવ્યું હતું કે સુભાષબાબુનો બૃહદ પરિવાર વડાપ્રધાન નિવાસ સ્થાને આવે. ચંદ્રા બોઝ અને તેના પરિવારજનો આ કામમાં લાગી ગયા અને ગયા સપ્તાહે મને કન્ફર્મેશન મળ્યું કે 50 થી વધુ સુભાષ બાબુના પરિવારજનો વડાપ્રધાનના નિવાસ સ્થાન પર આવવાના છે. તમે કલ્પના કરી શકો છો કે મારા માટે કેટલી ખુશીની પળ હશે ? નેતાજીના પરિવારજન કદાચ તેમના જીવનમાં પહેલીવાર બધા એક સાથે વડાપ્રધાન નિવાસ જવાનો પ્રસંગ આવ્યો હશે. પરંતુ તેનાથી વધુ મારા માટે ખુશીની વાત એ છે કે વડાપ્રધાન નિવાસ સ્થાનમાં આવા આતિથ્ય સત્કારનું સૌભાગ્ય ક્યારેય નહિ આવ્યું હોય. જે મને ઑક્ટોબરમાં મળનાર છે. સુભાષ બાબુના 50 થી વધુ અને સમગ્ર પરિવારના લોકો અલગ-અલગ દેશોમાં રહે છે. બધા લોકો ખાસ આવી રહ્યા છે. કેટલી મોટી આનંદની પળ હશે મારા માટે ? હું તેમના સ્વાગત માટે ખુશ છું. ઘણી આનંદની અનુભૂતિ કરી રહ્યો છું.
એક સંદેશ મને ભાર્ગવી કાનડે તરફથી મળ્યો અને તેનો બોલવાનો ઢંગ, તેનો અવાજ આ બધું સાંભળીને મને એવું લાગ્યું કે તે પોતે જ લીડર લાગે છે અને કદાચ લીડર બનશે એવું લાગે છે.
‘મારું નામ ભાર્ગવી કાનડે છે. હું વડાપ્રધાનજીને એવું નિવેદન કરવા માગું છું કે તમે યુવા પેઢીને વોટર રજિસ્ટ્રેશન વિશે જાગ્રત કરો જેથી આવનારા સમયમાં યુવા પેઢીની હિસ્સેદારી વધે અને ભવિષ્યમાં યુવા પેઢીના મહત્વપૂર્ણ સહયોગ સરકાર પસંદ કરવામાં અને ચલાવવામાં હોય. ધન્યવાદ...’
ભાર્ગવીએ કહ્યું છે કે મતદાર સૂચિમાં નામ રજિસ્ટર કરવાની વાત અને મતદાન કરવાની વાત. તમારી વાત સાચી છે. લોકતંત્રમાં દરેક મતદાતા દેશનો ભાગ્યવિધાતા હોય છે અને આ જાગૃતિ ધીરેધીરે વધી રહી છે. મતદાનની ટકાવારી પણ વધી રહી છે. અને હું આ માટે ભારતના ચૂંટણી પંચને વિશેષ રૂપે અભિનંદન આપવા માગું છું. કેટલાંક વર્ષો પહેલાં આપણે જોતા હતા કે આપણું ચૂંટણી પંચ એક માત્ર નિયંત્રક તરીકે કામ કરી રહ્યું છે પરંતુ ગત કેટલાંક વર્ષોમાં તેમાં મોટું પરિવર્તન આવ્યું છે. આજે આપણું ચૂંટણી પંચ માત્ર નિયંત્રક નથી રહ્યું એક રીતે સુવિધા આપનારું બની ગયું છે – મતદાર મિત્ર બની ગયું છે અને તેના બધા વિચાર-યોજનાઓમાં મતદાર કેન્દ્રમાં હોય છે. આ બહુ મોટું પરિવર્તન આવ્યું છે. પરંતુ માત્ર ચૂંટણી પંચ કામ કરતું રહે તેનાથી નહિ ચાલે.
આપણે પણ સ્કૂલમાં, કૉલેજમાં, શેરીઓમાં આ જાગ્રતિનું વાતાવરણ જાળવી રાખવું જોઈએ, માત્ર ચૂંટણી વખતે જ જાગૃતિ આવે એવું નહિ. મતદાર યાદી અપગ્રેડ થતી રહેવી જોઈએ. આપણે પણ ચકાસતા રહેવું જોઈએ. મને જે અમૂલ્ય અધિકાર મળ્યો છે તે સુરક્ષિત છે કે નહિ, હું અધિકારનો ઉપયોગ કરી રહ્યો છું કે નથી કરી રહ્યો – આ ટેવ બધાને ચાલુ રાખવી પડશે. હું આશા કરું છું દેશના નવયુવાનો જો મતદાર યાદીમાં રજિસ્ટર્ડ નથી થયા તો તેમણે થવું જોઈએ અને મતદાન પણ જરૂર કરવું જોઈએ. હું તો ચૂંટણીના સમયમાં કહું છું કે પહેલાં મતદાન પછી જળપાન. કેટલું પવિત્ર કામ છે, બધાએ કરવું જોઈએ.
પરમ દિવસે હું કાશીનું ભ્રમણ કરીને આવ્યો. ઘણા લોકોને મળ્યો. ઘણા બધા કાર્યક્રમો થયા. એટલા બધા લોકોને મળ્યો પંરતુ બે બાળક – જેની વાત હું તમને કરવા માગું છું. એક મને ક્ષિતિજ પાંડે નામનો સાતમા ધોરણનો વિદ્યાર્થી મળ્યો. બનારસ હિન્દુ વિશ્વ વિદ્યાલયમાં કેન્દ્રીય વિદ્યાલયમાં તે સાતમા ધોરણાં ભણે છે. આમ તો તે ખૂબ જ તીક્ષ્ણ બુદ્ધિનો છે. તેનો આત્મવિશ્વાસ ગજબનો છે. પરંતુ આટલી નાની વયમાં ફિઝિક્સના સંશોધનોમાં તેમની રૂચિ મેં જોઈ. મને લાગ્યું કે તે ઘણું બધું વાંચતો હશે. ઇન્ટરનેટ સર્ફિંગ પણ કરતો હશે, નવા નવા પ્રયોગ જોતો હશે, રેલ અકસ્માતો કેવી રીતે રોકી શકાય, કઈ ટેકનોલોજી હોય, ઊર્જા પાછળ ખર્ચો કેવી રીતે ઓછો થાય. રોબોટ્સમાં સંવેદનાઓ કેવી રીતે આવે, શું-શું વાતો તે કહી રહ્યો હતો. બહુ ગજબ હતો તે ભાઈ. ખેર, હું ચોક્કસ રીતે તેની પ્રતિભામાં એ તો ન જોઈ શક્યો કે તે જે કહે છે તેમાં ચોક્સાઈ કેટલી છે, પરંતુ તેનો આત્મવિશ્વાસ, તેની રૂચિ, અને હું ઇચ્છુ છું કે, આપણા દેશનાં બાળકોની વિજ્ઞાન પ્રત્યે રૂચિ વધવી જોઈએ. બાળકના મનમાં સતત પ્રશ્નો થવા જોઈએ – કેમ ? કેવી રીતે ? ક્યારે ? આ બાળક મનને પૂછવો જોઈએ.
આ જ રીતે મને સોનમ પટેલ એક ઘણી જ નાનકડી બાળાને મળવાનું થયું. નવ વર્ષની વય છે. વારાણસીના સુંદરપુર નિવાસી સદાબ્રિજ પટેલની તે એક દીકરી ઘણા જ ગરીબ પરિવારની દીકરી છે અને મને આશ્ચર્ય થયું કે તે બાળા આખી ગીતા તેને કંઠસ્થ છે. પરંતુ સૌથી મોટી વાત મને એ લાગી કે જ્યારે મેં તેને પૂછ્યું તો તે શ્લોક પણ કહેતી હતી, અંગ્રેજીમાં અર્થઘટન કરતી હતી, તેની પરિભાષા કરતી હતી, હિન્દીમાં પરિભાષા કરતી હતી. મેં તેના પિતાજીને પૂછ્યું તો તેમણે કહ્યું – તે પાંચ વર્ષની ઉંમરથી ગીતા બોલે છે. મેં પૂછ્યું ક્યાં શીખ્યું ? તો કહે – અમને પણ ખબર નથી. તો મેં પૂછ્યું – બીજા અભ્યાસની શું સ્થિતિ છે ? માત્ર ગીતા જ વાંચે છે કે પછી બીજું પણ ભણે છે ? તો તેમણે કહ્યું – નહિ જી. તે ગણિત એક વાર હાથમાં લઈ લે તો સાંજે તેને બધું કંઠસ્થ હોય છે. ઇતિહાસ લઈ લે તો સાંજે તેને બધું મોંઢે હોય છે. કહ્યું – અમને બધાને પણ આશ્ચર્ય છે કે, આખા પરિવારમાં કઈ રીતે તે આટલી પ્રતિભાવાળી છે ? હું ખરેખર ખૂબ જ પ્રભાવિત હતો. ક્યારેક કેટલાંક બાળકોને સેલિબ્રિટીનો શોખ હોય છે. પણ સોનમને આવું કંઈ નહોતું. ઇશ્વરે તેને કોઈ શક્તિ જરૂર આપી છે એવું લાગે છે મને. ખેર, આ બંને બાળકો સાથે મારી કાશી યાત્રામાં એક વિશેષ મુલાકાત હતી તો મને લાગ્યું તમને પણ કહું. ટીવી પર જે તમે જુઓ છો, સમાચારપત્રોમાં વાંચો છો તે સિવાય પણ ઘણાં કામો આપણે કરીએ છીએ અને ક્યારેક ક્યારેક આવાં કામોનો આનંદ પણ આવે છે. આ જ રીતે આ બંને બાળકો સાથે મારી વાતચીત મારા માટે યાદગાર હતી.
મેં જોયું છે કે ‘મનની વાત’માં કેટલાક લોકો મારા માટે ઘણું કામ લઈને આવે છે. જુઓ હરિયાણાના સંદીપ શું કહે છે. ‘સંદીપ. હરિયાણા. સાહેબ હું ઇચ્છું છું કે આપ જે ‘મનની વાત’ મહિનામાં એક વાર કરો છો તેને દર સપ્તાહે કરવી જોઈએ, કેમ કે તમારી વાતથી ઘણી પ્રેરણા મળે છે.’
સંદીપજી, તમે શું શું કરાવશો મારી પાસે ! મહિનામાં એકવાર કરવા માટે પણ મારે એટલી ભાંજગડ કરવી પડે છે, સમયને એટલો બધો એજડસ્ટ કરવો પડે છે. ક્યારેક ક્યારેક તો અમારા આકાશવાણીના મારા સાથીઓને અડધો-પોણો કલાક રાહ જોઈને બેસી રહેવું પડે છે. પરંતુ હું તમારી ભાવનાનો આદર કરું છું. તમારા સુચન માટે હું તમારો આભારી છું. અત્યારે તો એક મહિને જ બરાબર છે.
‘મન કી બાત’ ને એક વર્ષ પૂરું થયું છે. તમે જાણો છો ? સુભાષ બાબુ રેડિયોનો કેટલો ઉપયોગ કરતા હતા ? જર્મનીથી તેમણે પોતાનો રેડિયો શરૂ કર્યો હતો અને ભારતના નાગરિકોને સ્વતંત્રતાના આંદોલનના સંબંધમાં તેઓ સતત રેડિયોના માધ્યમ દ્વારા માહિતગાર કરતા હતા. આઝાદ હિન્દ રેડિયોની શરૂઆત એક સાપ્તાહિક ન્યૂઝ બુલેટિનથી તેમણે કરી હતી. અંગ્રેજી, હિન્દી, બંગાળી, મરાઠી, પંજાબી, પુશ્તો, ઉર્દૂ બધી ભાષાઓમાં આ રેડિયો તેઓ ચલાવતા હતા. મને પણ આકાશવાણી પર ‘મનની વાત’ કરતા કરતા હવે એક વર્ષ થઈ ગયું છે. મારા મનની વાત તમારા કારણે સાચા અર્થમાં તમારા મનની વાત બની ગઈ છે. તમારી વાતો સાંભળું છું, તમારા માટે વિચારું છું. તમારાં સૂચનો જોઉં છું. તેનાથી મારા વિચારોની એક દોટ શરૂ થઈ જાય છે. જે આકાશવાણીના માધ્યમથી તમારી પાસે પહોંચે છે. બોલું છું હું પણ વાત તમારી થાય છે અને આ જ તો મારો સંતોષ છે. આગામી મહિને ‘મનની વાત’ માટે ફરીથી મળીશું. તમે સૂચનો મોકલતા રહેજો. તમારા સૂચનોથી સરકારને પણ લાભ થાય છે. સુધારાની શરૂઆત થાય છે. તમારું યોગદાન મારા માટે બહુમૂલ્ય છે... અણમોલ છે...
ફરી એક વાર તમને બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ... ધન્યવાદ...
મારા વ્હાલા દેશવાસીઓ,
આપ સૌને નમસ્કાર ! ફરી એક વાર ‘મનની વાતો’ કરવા માટે આપની વચ્ચે આવવાનો મને અવસર મળ્યો છે. સુદૂરના પ્રાંતોમાં લોકો ઓણમ્ નું પર્વ મનાવી રહ્યા છે અને ગઈકાલે આખા દેશે રક્ષાબંધનનું પવિત્ર પર્વ ઉજવ્યું. સામાજિક સુરક્ષાને અનુલક્ષીને ભારત સરકારે સામાન્ય માનવી માટે અનેક નવી યોજનાઓ લાગુ કરી છે. મને આનંદ છે કે બહુ ઓછા સમયમાં, વ્યાપક પ્રમાણમાં સૌએ આ યોજનાઓનો સ્વીકાર કર્યો છે.
મેં એક નાની અરજ કરી હતી કે, રક્ષાબંધનના પર્વ નિમિત્તે આપણે આપણી બહેનોને આ સુરક્ષા યોજના ભેટ આપીએ. મારી પાસે જે પ્રાથમિક માહિતી આવી છે કે આ યોજનાના આરંભથી આજ સુધીમાં અગિયાર કરોડ કુટુંબો આ યોજના સાથે જોડાયા છે. વધુમાં મને એમ પણ કહેવામાં આવ્યું કે લગભગ અડધો લાભ માતાઓ અને બહેનોને મળ્યો છે. હું આને શુભ સંકેત માનું છું. હું બધી જ માતાઓ અને બહેનોને રક્ષાબંધનના પવિત્ર પર્વની અનેક શુભકામનાઓ આપું છું.
આજે જ્યારે હું આપની સાથે વાત કરી રહ્યો છું ત્યારથી એક વર્ષ પહેલા ‘જન ધન યોજના’ને મોટા પાયે હાથ ઉપર લેવામાં આવી હતી. જે કામ સાંઈઠ વર્ષોથી નથી થયું એ આટલા ટૂંકા સમયમાં થશે કે કેમ ? આવા કઈ પ્રશ્ન ચિન્હો હતાં ! પરંતુ આજે મને આનંદ છે કે આ યોજનાના અમલ સાથે સંકળાયેલા સરકારના બધા જ એકમો, બેન્કના તમામ એકમો, પ્રાણ રેડીને એમાં જોડાઈ ગયા અને સફળતા મેળવી. અને હાલ પર્યંત, મારી જાણકારી અનુસાર, લગભગ પોણા અઢાર કરોડ બેન્ક ખાતાઓ ખોલવામાં આવ્યા. 17 કરોડ 74 લાખ ! મેં ગરીબોની અમીરી પણ જોઈ ! શૂન્ય બેલેન્સથી ખાતા ખોલવાના હતા. પરંતુ ગરીબોએ બચત કરીને બાવીસ હજાર કરોડની રકમ જમા કરાવી. અર્થવ્યવસ્થાની મુખ્યધારા બેન્કીંગ ક્ષેત્ર પણ છે. અને આ વ્યવસ્થા ગરીબના ઘર સુધી પહોંચે એ માટે ‘બેન્ક મિત્ર’ની યોજના ઉપર પણ ભાર મૂક્યો છે. આજે સવા લાખથી પણ વધુ ‘બેન્ક મિત્ર’ દેશભરમાં કામ કરી રહ્યા છે. નવયુવકોને રોજગાર મળ્યો છે. આપને જાણીને આનંદ થશે કે આ એક વર્ષમાં બેન્કીંગ સેક્ટર, અર્થવ્યવસ્થા અને ગરીબ માણસ – આમને સાંકળવા માટે એક લાખ એકત્રીસ હજાર ફાઇનાન્શીયલ લીટરસી કેમ્પ યોજવામાં આવ્યા છે. માત્ર ખાતાઓને ખોલીને અટકી જવાનું નથી. અને હવે તો હજારો લોકો આ ‘જન ધન યોજના’ અંતર્ગત ઓવરડ્રાફ્ટ મેળવવાના અધિકારી પણ બન્યા અને એમણે એ લીધા પણ ! અને ગરીબને બેન્કમાંથી પૈસા મળી શકે છે એ વિશ્વાસ પણ પેદા થયો. હું ફરી એકવાર આમાં સંકળાયેલા સૌને અભિનંદન આપું છું. અને બેન્કનાં ખાતાં ખોલવાવાળા સૌ ગરીબમાં ગરીબ ભાઈઓ-બહેનોને પણ આગ્રહ કરું છું કે તમે બેન્ક સાથેનો સંબંધ તૂટેવા ન દેશો. આ બેન્ક આપની છે. તમારે હવે એને છોડવી ન જોઈએ. હું એને તમારા સુધી લાવ્યો છું. હવે એને જાળવી રાખવી એ તમારું કામ છે. આપણા સૌનાં ખાતાં સક્રિય હોવા જોઈએ. આપ જરૂર એમ કરશો. મને વિશ્વાસ છે.
પાછલા દિવસોએ ગુજરાતની ઘટનાઓએ, હિંસાના તાંડવે, આખા દેશને બેચેન બનાવી દીધો. અને એ સ્વાભાવિક છે કે ગાંધી અને સરદારની ભૂમિ ઉપર કંઈ પણ બને તો દેશને સૌથી પહેલા આઘાત પહોંચે છે. પીડા થાય છે. પરંતુ બહુ જ ઓછા સમયમાં ગુજરાતના મારા સૌ પ્રબુદ્ધ નાગરિક ભાઈઓ-બહેનોએ પરિસ્થિતિને સંભાળી લીધી. પરિસ્થિતિ બગડે એ પહેલા સક્રિય ભૂમિકા નિભાવી અને ફરી એકવાર ગુજરાત શાંતિના માર્ગ પર ચાલી નીકળ્યું. શાંતિ, એકતા, ભાઈચારો – આ જ સાચો માર્ગ છે. અને આપણે વિકાસના માર્ગ ઉપર જ ખભેખભા મેળવીને ચાલવાનું છે. વિકાસ જ આપણી સમસ્યાઓનું સમાધાન છે.
પાછલા દિવસોમાં મને સૂફી પરંપરાના વિદ્વાનોને મળવાનો અવસર સાંપડ્યો. એમની વાતો સાંભળવાનો અવસર મળ્યો. અને સાચું કહું છું જે અનુભવ્યું જે પ્રકારની એમની વાતો સાંભળવાનો અવસર મને મળ્યો કે એક પ્રકારે જાણે કોઈ સંગીત વાગી રહ્યું હોય. એમની શબ્દોની પસંદગી, એમની વાતચીતની રીતભાત.. એટલે કે સૂફી પરંપરામાં જે ઉદારતા છે, જે સૌમ્યતા છે, જેમાં એક સંગીતનો લય છે. આ બધાની અનુભૂતિ આ વિદ્વાનોના સાનિધ્યમાં મને મળી. મને ખૂબ સારું લાગ્યું. કદાચ દુનિયામાં ઇસ્લામના સાચા સ્વરૂપને સાચા રૂપે પહોંચાડવું એ સૌથી વધુ આવશ્યક બન્યું છે. મને વિશ્વાસ છે કે સૂફી પરંપરા જે પ્રેમ સાથે જોડાયેલી છે, ઉદારતા સાથે જોડાયેલી છે, તે આ સંદેશને દૂર દૂર સુધી પહોંચાડશે. જે માનવ જાતિને લાભ પહોંચાડશે. ઇસ્લામને પણ લાભ પહોંચાડશે. અને હું બીજાઓને પણ કહું છું કે આપણે ભલે કોઈપણ સંપ્રદાયમાં માનતા હોઈએ, પણ ક્યારેક સૂફી પરંપરાને સમજવી જોઈએ.
આગામી દિવસોમાં મને વધુ એક અવસર મળવાનો છે. અને આ નિમંત્રણને હું મારું સૌભાગ્ય માનું છું. ભારતમાં, વિશ્વના અનેક દેશોના બૌદ્ધ પરંપરાના વિદ્વાનો બોધગયામાં આવવાના છે. અને માનવજાત સાથે સંકળાયેલા વૈશ્વિક વિષયો ઉપર ચર્ચા કરવાના છે. મને પણ એમાં નિમંત્રણ મળ્યું છે. અને મારા માટે એ આનંદની વાત છે કે એમણે મને બોધગયા આવવાનું નિમંત્રણ આપ્યું છે. ભારતના પહેલા પ્રધાનમંત્રી પંડિત નહેરુ બોધગયા ગયા હતા. મને વિશ્વભરના આ વિદ્વાનો સાથે બોધગયા જવાનો અવસર મળવાનો છે. મારે માટે એક અત્યંત આનંદની ક્ષણ છે.
મારા વ્હાલા કિસાન ભાઈઓ-બહેનો, હું ફરી એકવાર આપને વિશેષ રૂપે આજે મનની વાત કહેવા માંગું છું. અગાઉ પણ ‘મન કી બાત’માં હું આ વિષયનો ઉલ્લેખ કરી ચૂક્યો છું. આપે સાંભળ્યું હશે, સંસદમાં મને સાંભળ્યો હશે, સાર્વજનિક સભાઓમાં સાંભળ્યો હશે, ‘મન કી બાત’માં સાંભળ્યું હશે. હું દર વખતે એક વાત કહેતો આવ્યો છું કે જે ‘લેન્ડ એક્વિઝિશન એક્ટ’ના સંબંધમાં વિવાદ ચાલી રહ્યો છે એ વિષયમાં સરકારનું મન ખુલ્લું છે. કિસાનોના હિત માટે કોઈ પણ સૂચનને સ્વીકારવા હું તૈયાર છું અને એ હું વારંવાર કહેતો આવ્યો છું. પરંતુ આજે મારે મારા કિસાન ભાઈઓ-બહેનોને એ કહેવું છે કે ‘લેન્ડ એક્વિઝિશન એક્ટ’માં સુધારાની વાત રાજ્યો મારફતે આવી, આગ્રહપૂર્વક આવી કે ગામ, ગરીબ ખેડૂતનું જો ભલુ કરવું હશે – ખેતરો સુધી પાણી પહોંચાડવા માટે નહેરો બનાવવી હશે, ગામમાં વીજળી પહોંચાડવા માટે થાંભલા લગાવવા હશે, ગામ માટે સડક બનાવવી હશે, ગામના ગરીબો માટે ઘર બનાવવા હશે, ગામના ગરીબ નવયુવકોના રોજગાર માટે વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવી હશે, તો આપણે આ અમલદારશાહીની ચૂંગલમાંથી કાનૂનને છોડાવવો પડશે. અને ત્યારે સુધારાનો પ્રસ્તાવ આવ્યો હતો. પરંતુ મેં જોયું કે એટલો તો ભય ફેલાવવામાં આવ્યો, કિસાનને એટલો ભયભીત કરવામાં આવ્યો. મારા કિસાન ભાઈઓ-બહેનો, મારો કિસાન ન તો ભ્રમિત થવો જોઈએ, અને ભયભીત તો કદાપી ન થવો જોઈએ. અને હું એવો કોઈ જ અવસર કોઈને આપવા માંગતો નથી કે જે કિસાનોને ભયભીત કરે, કિસાનોને ભ્રમિત કરે. અને મારે માટે દેશમાં પ્રત્યેક અવાજનું મહત્વ છે. પરંતુ કિસાનોના અવાજનું વિશેષ મહત્વ છે. અમે એક ઑર્ડીનન્સ રજૂ કર્યો હતો. આવતીકાલે એકત્રીસમી ઑગસ્ટે ઑર્ડીનન્સની મુદત પૂરી થઈ રહી છે. અને મેં નિશ્ચય કર્યો છે કે એને સમાપ્ત થવા દેવામાં આવે. મતલબ એ થયો કે મારી સરકાર બની એ અગાઉ જે સ્થિતિ હતી તે હવે પુનઃ પ્રસ્થાપિત થઈ ચૂકી છે. પરંતુ એમાં એક કામ અધૂરું હતું. તે હતું કે – તેર એવા મુદ્દા હતા જેમને એક વર્ષમાં પૂરા કરવાના હતા. અને માટે જ અમે ઑર્ડિનન્સમાં એમને લાવ્યા હતા. પરંતુ આ વિવાદોને કારણે એ મામલો પણ ગૂંચવાઈ ગયો. ઑર્ડિનન્સ તો સમાપ્ત થઈ રહ્યો છે. પરંતુ જેનાથી કિસાનોને સીધો લાભ મળવાનો છે, કિસાનોનો સીધો આર્થિક લાભ જેની સાથે જોડાયેલો છે, એ તેર મુદ્દાઓને અમે નિયમ અંતર્ગત લાવીને આજે જ લાગુ કરી રહ્યા છીએ. જેથી કિસાનોને નુકસાન ન થાય, આર્થિક હાની ન થાય. અને માટે જે તેર મુદ્દાઓ લાગુ કરવાના અગાઉના કાનૂનમાં બાકી હતા તેમને આજે અમે પૂરા કરી રહ્યા છીએ. અને મારા કિસાન ભાઈઓ-બહેનોને હું ખાતરી આપું છું કે અમારે માટે ‘જય જવાન – જય કિસાન’ એ નારો જ નથી, એ અમારો મંત્ર છે. ગામ, ગરીબ કિસાનનું કલ્યાણ. અને એટલે જ તો પંદર ઑગસ્ટે મે કહ્યું હતું કે, ફક્ત કૃષિ વિભાગ નહિ પરંતુ કિસાન અને કલ્યાણ વિભાગ બનાવવામાં આવશે. જેનો નિર્ણય અમે બહુ ઝડપભેર આગળ વધાર્યો છે. માટે મારા કિસાન ભાઈઓ-બહેનો, હવે ન તો ભ્રમનું કોઈ કારણ છે કે ન તો કોઈ ભયભીત કરવા પ્રયાસ કરે તો તમારે ભયભીત થવાની જરૂર છે !
મારે એક બીજી પણ વાત કહેવી છે કે બે દિવસ અગાઉ 1965ના યુદ્ધને પચાસ વર્ષ થયા. અને જ્યારે જ્યારે 1965ના યુદ્ધની વાત આવે છે ત્યારે લાલબહાદુર શાસ્ત્રીજીની યાદ આવવી બહુ સ્વાભાવિક છે. ‘જય જવાન – જય કિસાન’ મંત્ર યાદ આવવો એ પણ સાવ સ્વાભાવિક છે. વળી ભારતના ત્રિરંગા ઝંડાને, એની આન-બાન-શાનને જાળવી રાખવાવાળા એ તમામ શહીદોનું સ્મરણ થવું પણ બહુ સ્વાભાવિક છે. 1965ના યુદ્ધના વિજય સાથે સંકળાયેલા સૌને હું પ્રણામ કરું છું. વીરોને નમન કરું છું અને આવી ઐતિહાસિક ઘટનાઓ પરથી આપણને નિરંતર પ્રેરણા મળતી રહે.
જે રીતે પાછલા અઠવાડિયે મને સૂફી પરંપરાના લોકોને મળવાનો અવસર મળ્યો તે જ રીતે એક અત્યંત સુખદ અનુભવ થયો, મને દેશના ગણમાન્ય વૈજ્ઞાનિકોની સાથે કલાકો લગી વાતો કરવાનો અવસર મળ્યો. એમને સાંભળવાનો અવસર મળ્યો. અને મને પ્રસન્નતા થઈ કે સાયન્સના ક્ષેત્રમાં ભારત અનેક દિશાઓમાં બહુ જ ઉત્તમ પ્રકારનું કામ કરી રહ્યો છે. આપણા વૈજ્ઞાનિકો સાચે જ ઉત્તમ પ્રકારનું કામ કરી રહ્યા છે. હવે આપણી પાસે તક છે કે આ સંશોધનોને જનસામાન્ય સુધી કેવી રીતે પહોંચાડીએ ? સિદ્ધાંતોને ઉપકરણોમાં કઈ રીતે રૂપાંતરિત કરીએ ? લેબને લેન્ડ સાથે કેવી રીતે જોડીએ ? એક અવસરના રૂપમાં આને આગળ ધપાવવાનું છે. મને કેટલીક નવી જાણકારી પણ મળી. હું કહી શકું છું કે મારે માટે એ એક અત્યંત ઇન્સ્પાયરીંગ પણ હતું. એજ્યુકેટીવ પણ હતું. અને મે જોયું કે અનેક નવયુવાન વૈજ્ઞાનિકો કેવા ઉમંગભેર વાત કરી રહ્યા હતા. કેવા સ્વપ્નો એમની આંખોમાં દેખાઈ રહ્યા હતા. અને જ્યારે મેં પાછલી વાર ‘મન કી બાત’માં કહ્યું હતું કે આપણા વિદ્યાર્થીઓએ વિજ્ઞાનની તરફ આગળ વધવું જોઈએ. આ મિટિંગ પછી મને લાગે છે કે ઘણી તક છે, ઘણી સંભાવનાઓ છે. હું એ ફરી એક વાર એને દોહરાવવા માંગું છું. બધા નવયુવાન મિત્રો સાયન્સમાં રૂચિ લે. આપણી એજ્યુકેશનલ ઇન્સ્ટીટ્યૂશન્સ પણ વિદ્યાર્થીઓને પ્રેરિત કરે.
મને નાગરિકોના અનેક પત્રો મળે છે. થાણેથી શ્રીમાન પરિમલ શાહે ‘mygov.in’ ઉપર મને એજ્યુકેશનલ રીફોર્મ્સના સંબંધમાં લખ્યું છે. સ્કીલ ડેવલપમેન્ટ વિશે લખ્યું છે. તામિલનાડુના ચિદમ્બરમ્ થી શ્રીમાન પ્રકાશ ત્રિપાઠીએ પ્રાથમિક શિક્ષણ માટે સારા શિક્ષકોની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો છે. શિક્ષણ ક્ષેત્રમાં સુધારાઓ ઉપર ભાર મૂક્યો છે.
મારે મારા નવયુવાન મિત્રોને પણ એક વાત કહેવી છે. મેં 15 ઑગસ્ટે લાલ કિલ્લા ઉપરથી કહ્યું હતું કે નીચલા સ્તરની નોકરી માટે ઇન્ટરવ્યુ શા માટે ? અને જ્યારે ઇન્ટરવ્યુ નો કોલ આવે છે ત્યારે દરેક ગરીબ પરિવાર, વિધવા મા, લાગવગ ક્યાંથી મળશે ? કોની મદદથી નોકરી મળશે ? કોનો જેક લગાડીશું ? કોણ જાણે કેવા કેવા શબ્દ પ્રયોગ થઈ રહ્યા છે ? બધા લોકો દોડે છે. અને કદાચ નીચેના સ્તર ઉપરના ભ્રષ્ટાચારનું આ પણ એક કારણ છે.
અને મેં 15મી ઑગસ્ટે કહેલું કે હું ઇચ્છું છું કે અમુક સ્તરથી નીચે તો ઇન્ટરવ્યુ ની પરંપરાથી મુક્તિ હોવી જોઈએ. મને આનંદ છે કે આટલા ઓછા સમયમાં – હજી પંદર દિવસ થયા છે – પરંતુ સરકાર બહુ જ ઝડપભેર આગળ વધી રહી છે અને લગભગ હવે નિર્ણયનો અમલ પણ થઈ જશે કે ઇન્ટરવ્યુના ચક્કરોથી નાની નોકરીઓ છૂટી જશે. ગરીબોને લાગવગ માટે દોડવું નહિ પડે. એક્સપ્લોઇટેશન નહિ થાય, કરપ્શન નહિ થાય.
આ દિવસોમાં ભારતમાં વિશ્વના અનેક દેશોના મહેમાનો આવ્યા છે. સ્વાસ્થ્ય માટે – ખાસ કરીને માતા-મૃત્યુદર અને શિશુ-મૃત્યુદર ઘટે એની કાર્યયોજના માટે ‘કૉલ-ટુ-એક્શન’ દુનિયાના ચોવીસ દેશોએ મળીને ભારતની ભૂમિ ઉપર ચિંતન કર્યું. અમેરિકાની બહાર આ પહેલી વાર કોઈ અન્ય દેશમાં આ કાર્યક્રમ થયો. અને એ વાત સાચી છે કે આજે પણ આપણા દેશમાં દર વર્ષે લગભગ પચાસ હજાર માતાઓ અને તેર લાખ બાળકો પ્રસૂતિકાળમાં જ કે એ પછી તત્કાળ મૃત્યુ પામે છે. આ ચિંતાજનક છે, ભયજનક છે. જો કે સુધાર ઘણો થયો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની પ્રશંસા પણ થવા લાગી છે. તેમ છતાં આ આંકડા નાના નથી ! જેમ આપણે લોકોએ પોલીયોથી મુક્તિ મેળવી, તેમ જ માતાઓ અને શિશુઓના મૃત્યુમાં ટિટેનસ – તેનાથી પણ મુક્તિ મેળવી. દુનિયાએ આ સ્વીકાર્યું છે. પરંતુ આપણે હજી પણ આપણી માતાઓને બચાવવાની છે. આપણા નવજાત બાળકોને બચાવવાનાં છે.
ભાઈઓ-બહેનો આજકાલ ડેન્ગ્યુના સમાચાર આવતા રહે છે. એ સાચું છું કે ડેન્ગ્યુ ખતરનાક છે. પરંતુ એનો બચાવ ઘણો સરળ છે. અને હું જે સ્વચ્છ ભારતની વાત કરી રહ્યો છું ને તેની સાથે એ સીધેસીધો જોડાયેલો છે. ટીવી ઉપર આપણે એડવર્ટાઇઝમેન્ટ જોઈએ છીએ. પણ આપણું ધ્યાન જતુ નથી. છાપાઓમાં એડવર્ટાઇઝમેન્ટ છપાય છે, પરંતુ આપણું ધ્યાન નથી જતું. ઘરમાં નાની-નાની ચીજોની સફાઈ, શુદ્ધ પાણીથી પણ દેખભાળ કરવાની પદ્ધતિઓ છે. આ બાબતમાં વ્યાપક સ્તરે લોકશિક્ષણ થઈ રહ્યું છે. પરંતુ આપણું ધ્યાન નથી જતું. અને ક્યારેક લાગે છે કે આપણે તો બહુ જ સારા ઘરમાં રહીએ છીએ. બહુ જ ઉત્તમ વ્યવસ્થાવાળા છીએ. અને ખબર નથી હોતી કે આપણે ત્યાં જ ક્યાંક પાણી ભરાયું છે. અને આપણે ડેન્ગ્યુને નિમંત્રણ આપી દઈએ છીએ. હું આપ સૌને આગ્રહપૂર્વક એ જ કહીશ કે મૃત્યુને આપણે આટલું સસ્તું ન બનાવી દેવું જોઈએ. જીવન બહુ મૂલ્યવાન છે. પાણી વિશે બેધ્યાનપણું, સ્વચ્છતા વિશે ઉદાસીનતા – એ મૃત્યુનાં કારણ બની જાય એ તો ઠીક નથી. સમગ્ર દેશમાં લગભગ પાંચસો ચૌદ કેન્દ્રો પર ડેન્ગ્યુની મફત તપાસની સુવિધાઓ ઉપલબ્ધ છે. વખતસર તપાસ કરાવવી એ જ જીવનરક્ષા માટે ઉપયોગી છે. અને આમાં આપ સૌના સાથ-સહયોગની ઘણી આવશ્યકતા છે. વળી સ્વચ્છતાને તો ઘણું મહત્વ આપવું જોઈએ. આ દિવસોમાં તો રક્ષાબંધનથી દીવાળી સુધી એક પ્રકારે આપણા દેશમાં ઉત્સવ જ ઉત્સવ છે. આપણા દરેક ઉત્સવને હવે સ્વચ્છતા સાથે કેમ ન જોડવામાં આવે ? તમે જોજો, સંસ્કાર એ સ્વભાવ બની જશે !
મારા વ્હાલા દેશવાસીઓ, આજે મારે આપને એક ખુશખબર સંભળાવવી છે. હું હંમેશા કહું છું કે હવે આપણને દેશ માટે મરવાનું સૌભાગ્ય નહિ મળે. પરંતુ દેશને ખાતર જીવવાનું સૌભાગ્ય તો મળેલું જ છે ! આપણા દેશના બે નવયુવાનો અને બંને ભાઈઓ અને તે પણ મૂળ મહારાષ્ટ્રના નાસિકના - ડૉ. હિતેન્દ્ર મહાજન, ડૉ. મહેન્દ્ર મહાજન. પણ એમના દિલમાં ભારતના આદિવાસીઓની સેવા કરવાની ભાવના પ્રબળ છે. આ બંને ભાઈઓએ ભારતનું ગૌરવ વધાર્યું છે.
અમેરિકામાં ‘રેસ-એક્રોસ-અમેરિકા’ એક સાઇકલ રેસ થાય છે, બહુ અઘરી હોય છે. લગભગ ચાર હજાર આઠસો કિલોમીટર લાંબી રેસ હોય છે. આ વર્ષે આ બંને ભાઈઓએ આ રેસમાં વિજય મેળવ્યો. ભારતનું સન્માન વધાર્યું. હું આ બંને ભાઈઓને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. ખૂબ ખૂબ શાબાશી આપું છું, અભિનંદન પાઠવું છું.
પરંતુ મને સૌથી વધુ આનંદ એ વાતનો છે કે એમનું આ આખું અભિયાન ‘ટીમ ઇન્ડિયા – વિઝન ફોર ટ્રાઇબલ’ – આદિવાસીઓ માટે કશુંક કરી છૂટવાના ઇરાદાથી તેઓ કરી રહ્યા છે. જુઓ, દેશને આગળ ધપાવવા માટે દરેક જણ પોતપોતાની રીતે કેવા પ્રયાસો કરી રહ્યા છે !! અને જ તો છે. જ્યારે આવી ઘટનાઓ સાંભળીએ છીએ ત્યારે છાતી ફૂલે છે.
ક્યારેક ક્યારેક પર્સેપ્શન ને કારણે આપણે આપણા યુવકો સાથે ઘોર અન્યાય કરી બેસીએ છીએ. અને જૂની પેઢીને હંમેશા લાગે છે કે નવી પેઢીમાં કશી સમજદારી નથી. અને મને લાગે છે કે આ પરંપરા તો સદીઓથી ચાલી આવે છે. યુવકોના સંબંધમાં મારો અનુભવ અલગ છે. ક્યારેક તો યુવકો સાથે વાત કરે છીએ તો આપણને પણ ઘણું શીખવા મળે છે. હું એવા અનેક યુવકોને મળ્યો છું જે કહે છે કે ભઈ, મેં તો જીવનમાં વ્રત લીધું છે કે ‘સન્ડે ઓન સાઇકલ’. અમુક લોકો કહે છે કે, મેં તો અઠવાડિયાનો એક દિવસે સાઇકલ-ડે રાખેલો છે. મારી હેલ્થ માટે પણ સારું રહે છે. એન્વાયર્મેન્ટ માટે પણ સારું રહે છે. અને મને મારા યુવાન હોવાનો આનંદ પણ મળે છે. આજકાલ તો આપણા દેશમાં પણ અનેક શહેરોમાં સાઇકલો ફરે છે. અને સાઇકલોને પ્રમોટ કરવાવાળા લોકો પણ ઘણાં છે. પરંતુ પર્યાવરણના રક્ષણ માટે અને સ્વાસ્થ્ય સુધારણા માટે આ પ્રયાસો સારા છે. અને આજે જ્યારે મારા દેશના બે નવજવાનોએ અમેરિકામાં ઝંડો લહેરાવી દીધો છે તો ભારતનો યુવક પણ જે દિશામાં જે વિચારે છે એનો ઉલ્લેખ કરવો મને ગમ્યો.
આજે હું વિશેષ રૂપે મહારાષ્ટ્ર સરકારને અભિનંદન આપવા માંગું છું. મને આનંદ થાય છે. બાબા સાહેબ આંબેડકર, મુંબઈની ‘ઇંદૂ મિલ’ની જમીન. એમનુ સ્મારક બનાવવા માટે લાંબા અરસાથી મામલો લટકેલો હતો. મહારાષ્ટ્રની નવી સરકારે આ કામ પુરું કર્યું અને હવે ત્યાં બાબાસાહેબ આંબેડકરનું ભવ્ય, દિવ્ય, પ્રેરક સ્મારક બનશે. જે આપણને દલિત, પીડિત, શોષિત, વંચિતને માટે કામ કરવાની પ્રેરણા આપતું રહેશે.
પરંતુ સાથોસાથ લંડનમાં જ્યાં ડૉ. બાબાસાહેબ આંબેડકર રહેતા હતા – 10, કિંગ હેનરી રોડ, એ મકાન પણ હવે ખરીદી લીધું છે. વિશ્વભરમાં પ્રવાસ કરનારા ભારતીયો જ્યારે લંડન જશે ત્યારે બાબાસાહેબ આંબેડકરનું જે સ્મારક હવે મહારાષ્ટ્ર સરકાર ત્યાં બનાવવાની છે તે આપણું એક પ્રેરણા સ્થળ બની રહેશે. હું મહારાષ્ટ્ર સરકારને બાબાસાહેબ આંબેડકરને સન્માનિત કરવાના આ બંને પ્રયાસો માટે સાધુવાદ આપું છું. એમનું ગૌરવ કરું છું. એમને અભિનંદન પાઠવું છું.
મારા વ્હાલા ભાઈઓ-બહેનો, આગામી ‘મન કી બાત’ આવતા અગાઉ તમે તમારા વિચારો જરૂર મને જણાવશો. કેમ કે, મને વિશ્વાસ છે કે, લોકતંત્ર લોકભાગીદારી વડે ચાલે છે. જનભાગીદારી વડે ચાલે છે. ખભેખભા મેળવીને જ દેશ આગળ વધી શકવાનો છે.
આપને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ...
ખૂબ ખૂબ ધન્યવાદ...
My Dear Countrymen, Namaskar!
This year the rains have started on a good note. This will definitely prove beneficial to our farmer brothers and sisters in sowing of kharif crops. I am very pleased to share an immensely good news with you all. We have always faced scarcity of pulses and oilseeds in our country. Poor people require pulses and some amount of oil to prepare vegetables for their food. The good news for me is that there has been an increase of approximately 50% in the production of pulses and an increase of around 33% in the production of oilseeds. I would especially like to congratulate and compliment all my farmer brothers and sisters for this achievement.
My dear countrymen, 26th July is marked as Kargil Vijay Diwas in the history of our country. The intensity with which the farmers are connected with their land, our soldiers too are connected with the land in the same degree. During the Kargil war, each one of our soldier proved mightier than hundreds of soldiers of our enemies. I would like to salute all our brave soldiers who thwarted the attempts by our enemies without caring for their lives. Kargil war was not limited to just our borders, but each of our cities, villages contributed in this war. This war was fought by those mothers and sisters whose sons and brothers were fighting against the enemies at the border. This war was also fought by the daughters of our country, who were newly married and their henna were still fresh on their hands. Also, by the proud fathers, who saw themselves as soldiers, seeing their sons fighting for the country, and also by that infant who had not even learnt to walk catching his father’s fingers. It is because of these unmatchable sacrifices that our country is proudly standing on its feet in front of the entire world. Hence, I would like to salute all these valiant warriors on this occasion of Kargil Vijay Diwas.
There is another reason why I consider 26th July quite important because MyGov.in was launched a few months after our government was formed. Our pledge was to promote citizen participation in democracy and connect every citizen in the development work. And today I am pleased to share this after one year that nearly two crore people have visited MyGov website. We have received comments from five and a half lac people and I am extremely glad to mention that more than fifty thousand people took out time from their precious schedule to apply their mind and provide their suggestions on PMO applications as they considered this work important. And we have received quite significant suggestions. One of the suggestions sent from Mr. Akhilesh Vajpayee from Kanpur is to provide separate quota to the disabled for booking tickets on IRCTC website. It is quite unfair that the disabled citizens have to go through the same tiring procedure and buy tickets at the railway station. Though this is a very minor issue but the government never took note of it or thought about the same previously. But on the suggestion of our brother Akhilesh Vajpayee, our government looked into this suggestion seriously and we have implemented this facility in our system for our disabled brothers and sisters. We are receiving quite positive suggestions on MyGov, it is helping in getting assistance in creating logos, tag-lines and formulating policies by yourselves. We are experiencing fresh air in the administrative system. We are experiencing a new sense of consciousness. I am even receiving suggestion on MyGov that what should be my speech on 15th of August.
We have received quite a few suggestions from Suchitra Raghavachari from Chennai in this regard. She has suggested me to speak on the topics like Save our Daughters, Educate a Girl Child, Clean Ganges, Swachh Bharat. With this I got an idea and I am requesting you all to send suggestions about what should be the topics for my 15th August speech. You can send in your suggestions through MyGov, letters to Radio or write letters to the PM’s office. Look, I believe that this will be a great initiative to include people’s suggestion in framing my speech for 15th August. I believe that you will send your good suggestions.
I would like to talk about an issue which is a matter of great concern. I neither want to sermonize nor I am trying to find an escape route towards my responsibilities pertaining to state government, central government or units of local self-government institutions.
Two days ago a visual of an accident in Delhi caught my attention, wherein the victim on scooter was fighting for his life for ten minutes post the accident. He did not receive any help from the passers-by. In general also I have noticed that I have been receiving suggestions to speak on road safety and make the people aware of this. Be it Hoshakote Akshay from Bengaluru, Ameya Joshi from Pune or Prasanna Kakunje from Mudbidri, Karnataka - all these all people have written to me… there are many other names which I am not being able to mention and have raised their concerns. I agree that whatever you have put forth is valid.
My heart shivers when I look at the statistics of accidents. We are witnessing an accident every minute in our country. Due to these road accidents we are witnessing one death every four minutes in our country. It is a matter of huge concern that out of these deaths, nearly one third of the victims comprise the youth ranging from 15 to 25 years of age group, and such death shakes the very foundation of an entire family. The government system will continue to work towards this but I would like to request all the parents to make their children aware of all the Safety Rules pertaining to driving a two-wheeler or a four-wheeler – the families should encourage discussion of road safety at home and create an atmosphere about the same to promote road safety. We have seen few lines written at the back of auto-rickshaws, “Papa, come home early” and after reading it we are so touched by it. And therefore I say that the government has taken a lot of new initiatives in this regard, be it the initiative of education on Road Safety, initiative related to road engineering or of enforcement of road safety laws and the discussion on Emergency Care to be provided post accidents. We are going to implement Road Transport and Safety Bill to adopt these safety measures in our country. In the coming days, we are also planning to take many important measures for implementing National Road Safety Policy and Road Safety Action Plan.
We have undertaken another project called Cashless Treatment in Gurgaon, Jaipur and Vadodara to Mumbai, Ranchi, Rangaon and Mundiya national highway and it will be further extended. The Cashless Treatment refers to the policy for the first fifty hours post-accident – one need worry if one has money or not, who will pay the bills, leaving all this worry – one has to give primary importance to the road accident victim who is injured so that he is treated and provided the best hospital facilities at the earliest. We have started a toll-free number 1033 for providing information about incidents across the country and ambulance service but all these are services are for post accidents. One must strive to avoid accidents first but it is also important for us to see from the perspective that each and every soul, each and every life is precious.
Sometimes I say that the government employees to be Karma Yogis or selfless workers. I recalled a few incidents in the last few days which I liked and hence would like to share with you. Sometimes people get tired of their continuous jobs. In the initial few years the attitude is “okay, I get my salary so I will work”. However, I came across an incident of a railway department a few days ago, wherein a railway TTE Vijay Biswal from Nagpur division who is gifted with painting prowess could have has chosen to showcase his skills related to any field but he continues to work with the railways and paints various scenes related to railways only. Through this he gets an inner satisfaction for his job and also enjoys his hobby at the same time. Using his example, we can learn how to bring more life to our own jobs. Vijay Biswal has shown us how we can connect our jobs with our hobbies, interests or skills. Who knows, Vijay Biswal’s work may get recognised by his paintings across the nation in the near future.
I have come to know about a very inspiring work started by the entire team of government officials in Harda district, Madhya Pradesh. These bunch of officials with their entire team have started such a work which has touched me immensely and I really liked it – and the work they have started is ‘Operation Malyuddh’, and upon hearing this you will feel that this subject will go in a certain direction. But the key focus of this operation is to give a new direction to Swachh Bharat Abhiyaan. They are working on ‘Brother Number One’ operation in which the best brother has to gift one toilet to his sister. On the occasion of Raksha Bandhan, they are influencing all the brothers to gift toilet to their sisters, so that all the mothers and sisters of the district avoid going to toilet in the open. This operation has given a new meaning to Raksha Bandhan and I would like to congratulate the entire government team of Harda district for this initiative.
I came across a news a few days back and these small news really gives me immense pleasure and I would like to share the same with you. There exists a small village called Keshla in Rajnandgaon, Chhattisgarh. The inhabitants of this village from last few months tried and lead a campaign for building toilets in the village. Now, nobody from this village has to go to toilet in the open. After the completion of this campaign, the entire village celebrated this accomplishment just like a mega festival. These finest examples coming up to me show how our society is bringing change in human values and human mind and how the citizens of this country are taking the nation forward.
Bhavesh Deka from Guwahati has written to me on the North-East related issues and problems. I must say that North-East people are quite active. I really appreciate that they write about a lot of issues. I would like to tell them with great pleasure that we have a separate ministry for North-Eastern region. During the government of Atal Bihari Vajpayee as our Prime Minister, a DONER Ministry called “Development of North-East Region” was formed. After our government was formed, the DONER Department took an important decision of not staying in Delhi and working from centre for the North-East regions? Instead it was decided to send the government officials and their team on a seven days camp to North-East states like Nagaland, Arunachal Pradesh, Tripura, Assam and Sikkim. These officials would visit the districts, villages and meet the local government officials and talk to people’s representatives and the citizens of those regions. They will listen to their problems and direct the government in taking appropriate measures in solving those problems. This initiative will bring a fruitful result in the near future. The officials who will visit these states would realize the beauty of these states and will feel very determined to work for the development of these states and to fix the problems of these states. When they return with this pledge, they can easily understand the problems of these states even when they reach Delhi. This is a great initiative to go far-off from Delhi to East, and this act is called “Act East Policy”.
My dear countrymen, we are extremely delighted and proud of the “Mars Mission” success. India’s PSLV C-28 has launched five UK satellites, which are the heaviest satellites launched by India till date. Such news remain in the flashlight for few moments and are gone. We often do not remember these achievements for a long time. I am often worried by this thought that we speak to the youth of our nation and ask about their dream job, only one out of 100 would express their interest in becoming a scientist. Youth is losing their interest in science, which is a matter of great concern.
Science and Technology is a type of DNA for development. The youth of our country should dream about becoming a scientist and imbibe interests in the field of research and innovation. Their capabilities should be monitored and must be assisted in the right direction to achieve success in this field. Ministry of Human Resource Development, Govt. of India has initiated a National Discovery Campaign. It was inaugurated by India’s ex-President Dr. A.P.J Abdul Kalam. As a part of this campaign, IIT, NIT, Central and State Universities being their mentor and guide are going to educate and motivate the aspiring students to choose the right path in their career. I always press upon the IAS officers of our government, who have reached such heights with their vast intellect and education that they should visit the nearby schools and colleges and share their knowledge for just two to four hours in a week. Your experience and intellect would certainly help the new generation to some extent.
We have raised a very big issue regarding the supply of 24 hours electricity in the villages of our country. This work is difficult but it must be done. We have auspiciously inaugurated this scheme and the villages will get a supply of 24 hours electricity in the coming years. The students of the villages should not be affected with the shortage of electricity during their exams. There should be enough electricity for starting a small industry. Today, the villagers have to go to other villagers for charging their mobile phones. The villages should be provided with all the facilities that are available in the cities. For this purpose, we have launched “Deendayal Upadhyaya Gram Jyoti Programme”. I am aware that this country is quite vast and we have to reach the villages and far off corners of the country. We have to run for the development of the Poor. We will achieve this goal and it is already in progress. We will certainly achieve this. Today, through Mann ki Baat, I felt like expressing these myriad of thoughts.
In a way, in our country the months of August and September are the months for celebration of festivals. There are lots of festivals in these months. My greetings to all of you for the same. Please do send your suggestions for 15th August. Your opinions will really help me.
Thank you very much to you all!
Namaskar, My Dear Countrymen!
Last time in Mann ki Baat I had requested you to send me memorable pictures if you go out on a vacation anywhere in India and if you happen to find them, kindly post them under the ‘Incredible India’ hashtag. When Isaid that, I had never imagined that it would get such an immense response. Lakhs of people have posted photos on Twitter, Facebook and Instagram. I can say that India is full of diversities and I was able to witness so many magnificent scenes in those pictures; be it of architecture, art, nature, waterfalls, mountains, rivers or seas. Government of India had never thought that in terms of tourism you all could contribute in such a massive way. I liked some pictures so much that I re-tweeted them. And as I understand, if some one would not have posted the picture of Belum caves in Andhra Pradesh many people would have never come to know that something like that exists in our country. Madhya Pradesh’s Orcha Fort is another example of that. We assume Rajasthan to be a state with scarcity of water, but when someone sends a photo of Menal waterfall, it is a matter of great surprise. Really, a tremendous work has been done. We will promote and also continue doing such work and the entire world will watch it, entire nation will watch it and our new generation will also watch it.
My beloved countrymen, though you have elected me as the Prime Minister of the country but at times, the human in me shuns all posts and prestige associated with it and submerges oneself within it. I can say that 21st June, the International Yoga Day affected me in the same manner. At that time, when I proposed the International Yoga Day, it was just an idea. But the scene that was witnessed on 21st June was such that wherever the sun dawned, wherever its rays reached, there was not a single landmass wherein it was not welcomed by way of Yoga. We can say with conviction that the sun never sets in the world of Yoga practitioners.
The way Yoga was received and was welcomed with open arms around the world, there would not be any Indian who would not be proud of it. I too got delighted. And when the people of France chose River Seine and Eiffel Tower in which they take pride to do Yoga, they gave an equal status to it as River Siene and Eifel Tower. In New York people did yoga at Times Square. If we think about Sydney, Australia then the picture of Opera House comes to our mind. The citizens of Australia gave equal respect to yoga and did yoga at the Opera House. Whether it is North America, Silicon Valley or Milan’s Duomo Cathedral it is a matter of great pride for us. On 21st June when I saw Mr. Ban Ki-Moon, UN Secretary General doing yoga at UN Headquarters, I was really delighted. Similarly, UN Peace Keeping Force did a spectacular display of Yoga. In India, our soldiers too were doing yoga in Siachen on white sheet of snow and on sea too, wherever our naval ships are posted, the yoga program was being carried out by Indian Navy. Delhi made it to the Guinness Book of World Records . Rajpath turned into the Yogpath that day. I am thankful to India and the rest of the world and can say that the International Yoga Day was not for namesake. It seemed as if that from every corner of the world, there was a new inquisitiveness, new joy, new hope and new connection.
Few days back, when I tweeted a photo of a Vietnamese child doing yoga, it was such a sweet photo that it got a lot of attention from the entire world. Everybody, be it men-women, old-young, village-city, developed or developing countries, everybody got connected with it. Yoga in true terms, became the core reason to connect the entire world. I do not know how the intellectual class, elites of the world would analyze this event. But I can feel and every Indian can experience that the whole world is very curious to know more about India. Curiosity towards India has increased. The world wants to know about the values, the rituals and the heritage of India. It is our responsibility that without any artificiality we share our legacy and introduce ourselves to the world. We can only do this when we ourselves are proud of our traditions.
At times, we are so familiar with our values that we don’t feel there is anything new in them but we ourselves do not know that our family values are considered to be a big thing in the entire world. Why don’t we familiarize the outside world with our family values? The world would be very surprised to know about them. I am sure, they would be intrigued. There are many things that our forefathers have given to us which are the best and the entire world also has the right on those things. The success of International Yoga day has brought in a new responsibility along with it. It is our responsibility that we gift supreme Yoga teachers to the world. It is our responsibility that we can see the entire tradition of Yoga on one platform from the Universe.
I request the youngsters, especially the IT professionals, that all of you should come together to create an Online Yoga Activity program. We all should come to know about all the Yoga organizations, Yoga teachers and all the necessary information about the Yoga from this online program. One database must be prepared and I believe you can do it. One must start from somewhere and it would surely turn out to be a great power. I have seen and learnt from the perspective of recent occurrences that a government that works and the government that is action-oriented can bring in results if the targets are set. We should not forget that the only voice that could be heard one year ago was that nothing happens, nothing happens, nothing happens.
Can you imagine that there is a department under Government named Ayush. Nobody has paid attention towards this department. The only mention Ayush in some corner of the newspaper being a small department is once in 2 to 5 years. But it led on the International Yoga Day. It was this small department that organized this event in the entire world. Therefore, this is an example that if there is an aim then even a small department can do a supreme job.
In the last few days, the world saw how we saved people from Yemen to Afghanistan. In a few hours-, we reached Nepal and helped people over there. When people wanted to open an bank account under the Government’s new scheme of Jan Dhan Yojana, how the people working in bank helped them to do so and connected millions of Indians to the bank.
On 15th August last year, when I appealed from the Red Fort for toilets in schools, I had said that by next 15th August we have to complete this task. The work which could not be completed in last 60 years was promised to be completed by the end of one year. The promise was really daring. Almost four and half lakh toilets were to be built but I can say it with satisfaction that though 15th August is still far off, the work of constructing toilets by the people is on the verge of completion.
This means that the Government, people and Government workers, all want to work for the country. If we pledge to work in an unselfish manner “Welfare for All, Happiness for All” then the Government will also work efficiently. The people who are a part of the government will also work efficiently and the people of the nation will welcome them with open arms.
I have experienced this. This is the true strength that drives a nation forward. Last month, we had launched three Insurance schemes. I had launched them from Kolkata and it has received such a commendable response in such a short span of time. There have been very few steps which have been taken from the perspective of social security but by way of these three schemes we are taking a big leap. In such a short time span more than 10 crore people have become a part of these schemes but we have to take it further. I have a thought which I want to put forth before you. Rakshabandhan comes in the month of August. Can’t we start a massive movement before this festival and make every women, be it our mother or sister, a part of this, thereby giving benefit to them under this Insurance program. Be it a sister who is a domestic help in your home or your own sister why can’t we gift them a Rs. 12 or Rs. 330 scheme on Rakshabandhan for their entire life. This can be a big gift for a sister from their brother. Why can’t we set the eve of rakshabandhan as a target and in a number of 2 crore, 5 crore, 7 crore and 10 crore … try to reach the sisters so that they can reap the benefit of this scheme. Let’s come together and try to work together towards the completion of this pledge.
Whenever I hold a Mann ki Baat session, many people send me suggestions. This time many people have suggested that I say something about the monsoons. Yogesh Dandekar from Nagpur, Harshvardhan ji from Mysore, Praveen Nadkarni ji, Divyanshu Gupta ji have all asked me to say something about the monsoon in this session of Mann ki Baat. They have sent in some really good suggestions. And this is a season of happiness. And each one of us, whatever the age is… definitely tempted to enjoy the first showers of the monsoon. I am sure, you too might be enjoying the rains with bhajiyas, pakoras, corn and a hot cup of tea. Just as the rays of the sun give us life, similarly rainfall provide us life and sustenance. Every drop of water is precious. As a responsible citizen and as a member of the society, we will have to cultivate the habit of conserving every drop of water. It should be our pledge that water from the villages stays in the villages and water for the cities remains available for them. If the rain water does not flow away, it goes into the earth , then the aquifers get recharged and the year long water woes get resolved. Rain water harvesting is not a new concept. It is being practiced over the centuries. Be it check dams, watershed development, small lakes or the small ponds in fields, we need to save the precious waters everywhere. I always tell people, that if you go to Porbander, the birth place of Mahatma Gandhi, you will be able to see a two hundred year old underground water tank which got directly recharged with the rain water. You can still see it. If you ever go there, do visit the place. And you will find that even after two hundred years it is still functional, brimming with water and the water does not even stagnate. Porbander is a coastal city, so potable water was collected through the rains for the entire year. Even in those times such a lot of care was taken. We can too do the same. This should in fact become a mass movement. Each and every village should have the facilities for rain water harvesting.
Similarly, we find greenery so pleasing to our eyes. We all like greener surroundings. Gardens and trees bring in an element of freshness in our lives. This monsoon season, there should be mass plant sowing campaigns conducted by youth and social organizations. And I can take a leaf from my personal experience and offer you a suggestion which has been very successful. This is an intensely rural technology. Whenever you sow a plant, place an earthen pot near it. You just need to fill it once or twice in a month. You will see how fast the plant grows into a lush green tree. I have even been telling the farmers to plant trees on the boundaries of their fields instead of putting barricades. These will become your biggest asset in the long run.
It is true that rains are enjoyable and bring in a lot of fun at the same time. It is also true that rains also bring in many diseases. Doctors get to see so many patients that they hardly get the time to breathe. We all know that rains cause many water borne diseases. Increased moisture in the environment leads to bacterial growth and so, keeping the environment clean becomes important. Cleanliness is very important in monsoons. It is often requested to consume safe drinking water. Most of the people boil and drink water during this season. It has its own benefits. And this is true that the more care we take, healthier we would be. We need monsoons and we need water but we also need to stay healthy.
Dear citizens, we have recently launched three schemes for the people in the cities. We have around 500 small cities. Our policy is ‘Waste to Wealth’. We can earn from waste too. Garbage can be recycled to make fertilizers, bricks and even electricity. Contaminated water can be recycled to make it clent and be used for irrigation in the fields. We have to take this movement forward.
In the Amrut scheme, we have launched a massive campaign and taken up initiatives to improve the quality of life in our cities. We should become a country which is able to match the living standards of the world. We should have smart cities, comparable to world standards. And yet at the same time, the poorest of poor person should have an accommodation of his own and that too complete with water, electricity, sanitation and access to a school. In 2022 when India celebrates its 75 years of Independence, we wish that every Indian has a house of his own. Keeping all this in mind, we have launched three major schemes. I am positive that these schemes will bring about a qualitative difference in the lives of the urban people.
I am myself connected to you via the social media. I keep getting many new suggestions and new ideas and also good and bad information about our government. And sometimes it so happens that a small comment from an individual in some remote village in India conveys something that just touches our hearts. You are aware that the government has launched “Beti Bachao Beti Padhao” programme. But you can’t imagine the force that is lent to the programme when a village or a society adopts it. A few days back a Sarpanch in a small remote village of Haryana, Sri Sunil Jaglan ji launched ‘Selfie with Daughter’ campaign. Such an environment was created that every father wished to click a selfie of himself with his daughter and post it on the social media.
I liked this idea, and that too for a special reason. In Haryana, the number of girls in comparison to boys is dismally low. Around another 100 districts in the country have a similar dismal situation of skewed sex ratio. But it is the worst in Haryana. In that very same Haryana, if a Sarpanch of a small indistinct village lends this meaning to the “Beti Bachao Beti Padhao” programme, then I certainly get overwhelmed. It makes me so happy and it gives me a new hope and I do express my happiness. I request you all to take a selfie with your daughter and post it on #selfie with daughter. And do not forget to post a tagline around the theme of “Beti Bachao Beti Padhao” with it, whatever be the language it can be in Hindi, English, your mother tongue or your native language. And I promise to re-tweet the most inspirational tagline with you and your daughter’s selfie. We can turn “Beti Bachao Beti Padhao” into a mass movement. I urge you all to take forward the programme launched by Sri Sunil in Bibipur village of Haryana. I request you all to post on #selfie with daughter. Lets us all enjoy the rising honour and prestige of our daughters and see how joyful this entire experience of “Beti Bachao Beti Padhao” becomes. Let us all rid ourselves of this bad name that we have for not respecting our daughters.
So my best wishes to you for the coming monsoon season. May all of you enjoy the rains. Make our country clean and green. And remember, the International Yoga day was not a single day initiative. Continue practicing Yoga, then see what difference it makes to you and your life. And I say this from my experience. Please take this forward. Make Yoga a part of your life. And that initiative regarding Incredible India, do keep posting a picture of whichever part of the country you go to. The country and the world will awaken to our diversity. I felt that the handicrafts did not receive due attention. Do make it a point to post the handicrafts of the local region you visit. There are so many things that people around you might be making, the poor as well as the skilled might be creating. Do keep posting their pictures regularly. We have to expand our reach to the world and make India known to the world. We have an easy medium at our disposal and so we will all do it.
My dear countrymen, that is all for today. I shall meet you again in the next edition of Mann ki Baat. Many people expect me to announce some huge schemes during this programme. But I am working day and night towards those. This is my time for some light conversation with you all. This gives me immense pleasure.
Thank You Very Much!
मेरे प्यारे देशवासियो, पिछली बार जब मैंने आपसे मन की बात की थी, तब भूकंप की भयंकर घटना ने मुझे बहुत विचलित कर दिया था। मन बात करना नहीं चाहता था फिर भी मन की बात की थी। आज जब मैं मन की बात कर रहा हूँ, तो चारों तरफ भयंकर गर्म हवा, गर्मी, परेशानियां उसकी ख़बरें आ रही हैं। मेरी आप सब से प्रार्थना है कि इस गर्मी के समय हम अपना तो ख़याल रखें... हमें हर कोई कहता होगा बहुत ज़्यादा पानी पियें,शरीर को ढक कर के रखें... लेकिन मैं आप से कहता हूँ, हम अपने अगल-बगल में पशु-पक्षी की भी दरकार करें। ये अवसर होता है परिवार में बच्चों को एक काम दिया जाये कि वो घर के बाहर किसी बर्तन में पक्षियों को पीने के लिए पानी रखें, और ये भी देखें वो गर्म ना हो जाये। आप देखना परिवार में बच्चों के अच्छे संस्कार हो जायेंगें। और इस भयंकर गर्मी में पशु-पक्षियों की भी रक्षा हो जाएगी।
ये मौसम एक तरफ़ गर्मी का भी है, तो कहीं ख़ुशी कहीं ग़म का भी है। एग्ज़ाम देने के बाद जब तक नतीजे नहीं आते तब तक मन चैन से नहीं बैठता है। अब सी.बी.एस.ई., अलग-अलग बोर्ड एग्ज़ाम और दूसरे एग्ज़ाम पास करने वाले विद्यार्थी मित्रों को अपने नतीजे मिल गये हैं। मैं उन सब को बधाई देता हूँ। बहुत बहुत बधाई। मेरे मन की बात की सार्थकता मुझे उस बात से लगी कि जब मुझे कई विद्यार्थियों ने ये जानकारी दी, नतीजे आने के बाद कि एग्ज़ाम के पहले आपके मन की बात में जो कुछ भी सुना था, एग्ज़ाम के समय मैंने उसका पूरी तरह पालन किया था और उससे मुझे लाभ मिला। ख़ैर, दोस्तो आपने मुझे ये लिखा मुझे अच्छा लगा। लेकिन आपकी सफलता का कारण कोई मेरी एक मन की बात नहीं है... आपकी सफलता का कारण आपने साल भर कड़ी मेहनत की है, पूरे परिवार ने आपके साथ जुड़ करके इस मेहनत में हिस्सेदारी की है। आपके स्कूल,आपके टीचर, हर किसी ने प्रयास किया है। लेकिन आपने अपने आप को हर किसी की अपेक्षा के अनुरूप ढाला है। मन की बात, परीक्षा में जाते-जाते समय जो टिप मिलती है न, वो प्रकार की थी। लेकिन मुझे आनंद इस बात का आया कि हाँ, आज मन की बात का कैसा उपयोग है, कितनी सार्थकता है। मुझे ख़ुशी हुई। मैं जब कह रहा हूँ कहीं ग़म, कहीं ख़ुशी... बहुत सारे मित्र हैं जो बहुत ही अच्छे मार्क्स से पास हुए होंगे। कुछ मेरे युवा मित्र पास तो हुए होंगे, लेकिन हो सकता है मार्क्स कम आये होंगे। और कुछ ऐसे भी होंगे कि जो विफल हो गये होंगे। जो उत्तीर्ण हुए हैं उनके लिए मेरा इतना ही सुझाव है कि आप उस मोड़ पर हैं जहाँ से आप अपने करियर का रास्ता चुन रहे हैं। अब आपको तय करना है आगे का रास्ता कौन सा होगा। और वो भी, किस प्रकार के आगे भी इच्छा का मार्ग आप चुनते हैं उसपर निर्भर करेगा। आम तौर पर ज़्यादातर विद्यार्थियों को पता भी नहीं होता है क्या पढ़ना है, क्यों पढ़ना है, कहाँ जाना है, लक्ष्य क्या है। ज़्यादातर अपने सराउंन्डिंग में जो बातें होती हैं, मित्रों में, परिवारों में, यार-दोस्तों में, या अपने माँ-बाप की जो कामनायें रहती हैं, उसके आस-पास निर्णय होते हैं। अब जगत बहुत बड़ा हो चुका है। विषयों की भी सीमायें नहीं हैं, अवसरों की भी सीमायें नहीं हैं। आप ज़रा साहस के साथ आपकी रूचि, प्रकृति, प्रवृत्ति के हिसाब से रास्ता चुनिए। प्रचलित मार्गों पर ही जाकर के अपने को खींचते क्यों हो? कोशिश कीजिये। और आप ख़ुद को जानिए और जानकर के आपके भीतर जो उत्तम चीज़ें हैं, उसको सँवारने का अवसर मिले, ऐसी पढ़ाई के क्षेत्र क्यों न चुनें? लेकिन कभी ये भी सोचना चाहिये, कि मैं जो कुछ भी बनूँगा, जो कुछ भी सीखूंगा, मेरे देश के लिए उसमें काम आये ऐसा क्या होगा?
बहुत सी जगहें ऐसी हैं... आपको हैरानी होगी... विश्व में जितने म्यूज़ियम बनते हैं, उसकी तुलना में भारत में म्यूज़ियम बहुत कम बनते हैं। और कभी कभी इस म्यूज़ियम के लिए योग्य व्यक्तियों को ढूंढना भी बड़ा मुश्किल हो जाता है। क्योंकि परंपरागत रूप से बहुत पॉपुलर क्षेत्र नहीं है। ख़ैर, मैं कोई, कोई एक बात पर आपको खींचना नहीं चाहता हूँ। लेकिन, कहने का तात्पर्य है कि देश को उत्तम शिक्षकों की ज़रूरत है तो उत्तम सैनिकों की भी ज़रूरत है, उत्तम वैज्ञानिकों की ज़रूरत है तो उत्तम कलाकार और संगीतकारों की भी आवश्यकता है। खेल-कूद कितना बड़ा क्षेत्र है, और खिलाडियों के सिवाय भी खेल कूद जगत के लिए कितने उत्तम ह्यूमन रिसोर्स की आवश्यकता होती है। यानि इतने सारे क्षेत्र हैं, इतनी विविधताओं से भरा हुआ विश्व है। हम ज़रूर प्रयास करें, साहस करें। आपकी शक्ति, आपका सामर्थ्य, आपके सपने देश के सपनों से भी मेलजोल वाले होने चाहिये। ये मौक़ा है आपको अपनी राह चुनने का।
जो विफल हुए हैं, उनसे मैं यही कहूँगा कि ज़िन्दगी में सफलता विफलता स्वाभाविक है। जो विफलता को एक अवसर मानता है, वो सफलता का शिलान्यास भी करता है। जो विफलता से खुद को विफल बना देता है, वो कभी जीवन में सफल नहीं होता है। हम विफलता से भी बहुत कुछ सीख सकते हैं। और कभी हम ये क्यों न मानें, कि आज की आप की विफलता आपको पहचानने का एक अवसर भी बन सकती है, आपकी शक्तियों को जानने का अवसर बन सकती है? और हो सकता है कि आप अपनी शक्तियों को जान करके, अपनी ऊर्जा को जान करके एक नया रास्ता भी चुन लें।
मुझे हमारे देश के पूर्व राष्ट्रपति श्रीमान ए.पी.जे. अब्दुल कलाम जी की याद आती है। उन्होंने अपनी किताब‘माई जर्नी – ट्रांस्फोर्मिंग ड्रीम्स इनटू एक्शन’, उसमें अपने जीवन का एक प्रसंग लिखा है। उन्होंने कहा है कि मुझे पायलट बनने की इच्छा थी, बहुत सपना था, मैं पायलट बनूँ। लेकिन जब मैं पायलट बनने गया तो मैं फ़ेल हो गया, मैं विफल हो गया, नापास हो गया। अब आप देखिये, उनका नापास होना, उनका विफल होना भी कितना बड़ा अवसर बन गया। वो देश के महान वैज्ञानिक बन गये। राष्ट्रपति बने। और देश की आण्विक शक्ति के लिए उनका बहुत बड़ा योगदान रहा। और इसलिये मैं कहता हूँ दोस्तो, कि विफलता के बोझ में दबना मत। विफलता भी एक अवसर होती है। विफलता को ऐसे मत जाने दीजिये। विफलता को भी पकड़कर रखिये। ढूंढिए। विफलता के बीच भी आशा का अवसर समाहित होता है। और मेरी ख़ास आग्रहपूर्वक विनती है मेरे इन नौजवान दोस्तों को, और ख़ास करके उनके परिवारजनों को, कि बेटा अगर विफल हो गया तो माहौल ऐसा मत बनाइये की वो ज़िन्दगी में ही सारी आशाएं खो दे। कभी-कभी संतान की विफलता माँ-बाप के सपनों के साथ जुड़ जाती है और उसमें संकट पैदा हो जाते हैं। ऐसा नहीं होना चाहिये। विफलता को पचाने की ताक़त भी तो ज़िन्दगी जीने की ताक़त देती है। मैं फिर एक बार सभी मेरे सफल युवा मित्रों को शुभकामनाएं देता हूँ। और विफल मित्रों को अवसर ढूँढने का मौक़ा मिला है, इसलिए भी मैं इसे शुभकामनाएं ही देता हूँ। आगे बढ़ने का, विश्वास जगाने का प्रयास कीजिये।
पिछली मन की बात और आज जब मैं आपके बीच बात कर रहा हूँ, इस बीच बहुत सारी बातें हो गईं। मेरी सरकार का एक साल हुआ, पूरे देश ने उसका बारीकी से विश्लेषण किया, आलोचना की और बहुत सारे लोगों ने हमें डिस्टिंक्शन मार्क्स भी दे दिए। वैसे लोकतंत्र में ये मंथन बहुत आवश्यक होता है, पक्ष-विपक्ष आवश्यक होता है। क्या कमियां रहीं, उसको भी जानना बहुत ज़रूरी होता है। क्या अच्छाइयां रहीं, उसका भी अपना एक लाभ होता है।
लेकिन मेरे लिए इससे भी ज़्यादा गत महीने की दो बातें मेरे मन को आनंद देती हैं। हमारे देश में ग़रीबों के लिए कुछ न कुछ करने की मेरे दिल में हमेशा एक तड़प रहती है। नई-नई चीज़ें सोचता हूँ, सुझाव आये तो उसको स्वीकार करता हूँ। हमने गत मास प्रधानमंत्री सुरक्षा बीमा योजना, प्रधानमंत्री जीवन ज्योति बीमा योजना, अटल पेंशन योजना - सामाजिक सुरक्षा की तीन योजनाओं को लॉन्च किया। उन योजनाओं को अभी तो बीस दिन नहीं हुए हैं, लेकिन आज मैं गर्व के साथ कहता हूँ... शायद ही हमारे देश में, सरकार पर भरोसा करके, सरकार की योजनाओं पर भरोसा करके, इतनी बड़ी मात्रा में सामान्य मानवी उससे जुड़ जाये... मुझे ये बताते हुए ख़ुशी होती है कि सिर्फ़ बीस दिन के अल्प समय में आठ करोड़, बावन लाख से अधिक लोगों ने इन योजनाओं में अपना नामांकन करवा दिया, योजनाओं में शरीक हो गये। सामाजिक सुरक्षा की दिशा में ये हमारा बहुत अहम क़दम है। और उसका बहुत लाभ आने वाले दिनों में मिलने वाला है।
जिनके पास अब तक ये बात न पहुँची हो उनसे मेरा आग्रह है कि आप फ़ायदा उठाइये। कोई सोच सकता है क्या, महीने का एक रुपया, बारह महीने के सिर्फ़ बारह रूपये, और आप को सुरक्षा बीमा योजना मिल जाये। जीवन ज्योति बीमा योजना - रोज़ का एक रूपये से भी कम, यानि साल का तीन सौ तीस रूपये। मैं इसीलिए कहता हूँ कि ग़रीबों को औरों पर आश्रित न रहना पड़े। ग़रीब स्वयं सशक्त बने। उस दिशा में हम एक के बाद एक क़दम उठा रहे हैं। और मैं तो एक ऐसी फौज बनाना चाहता हूँ, और फौज भी मैं ग़रीबों में से ही चुनना चाहता हूँ। और ग़रीबों में से बनी हुई मेरी ये फौज, ग़रीबी के खिलाफ लड़ाई लड़ेगी, ग़रीबी को परास्त करेगी। और देश में कई वर्षों का हमारे सर पर ये बोझ है, उस ग़रीबी से मुक्ति पाने का हम निरंतर प्रयास करते रहेंगे और सफलता पायेंगे।
दूसरी एक महत्वपूर्ण बात जिससे मुझे आनंद आ रहा है, वो है किसान टीवी चैनल । वैसे तो देश में टीवी चैनेलों की भरमार है, क्या नहीं है, कार्टून की भी चैनलें चलती हैं, स्पोर्ट्स की चैनल चलती हैं, न्यूज़ की चलती है, एंटरटेनमेंट की चलती हैं। बहुत सारी चलती हैं। लेकिन मेरे लिए किसान चैनल महत्वपूर्ण इसलिए है कि मैं इससे भविष्य को बहुत भली भांति देख पाता हूँ।
मेरी दृष्टि में किसान चैनल एक खेत खलियान वाली ओपन यूनिवर्सिटी है। और ऐसी चैनल है, जिसका विद्यार्थी भी किसान है, और जिसका शिक्षक भी किसान है। उत्तम अनुभवों से सीखना, परम्परागत कृषि से आधुनिक कृषि की तरफ आगे बढ़ना, छोटे-छोटे ज़मीन के टुकड़े बचे हैं। परिवार बड़े होते गए, ज़मीन का हिस्सा छोटा होता गया, और तब हमारी ज़मीन की उत्पादकता कैसे बढ़े, फसल में किस प्रकार से परिवर्तन लाया जाए - इन बातों को सीखना-समझना ज़रूरी है। अब तो मौसम को भी पहले से जाना जा सकता है। ये सारी बातें लेकर के,ये टी० वी० चैनल काम करने वाली है और मेरे किसान भाइयों-बहिनों, इसमें हर जिले में किसान मोनिटरिंग की व्यवस्था की गयी है। आप उसको संपर्क ज़रूर करें।
मेरे मछुवारे भाई-बहनों को भी मैं कहना चाहूँगा, मछली पकड़ने के काम में जुड़े हुए लोग, उनके लिए भी इस किसान चैनल में बहुत कुछ है, पशुपालन भारत के ग्रामीण जीवन का परम्परागत काम है और कृषि में एक प्रकार से सहायक होने वाला क्षेत्र है, लेकिन दुनिया का अगर हिसाब देखें, तो दुनिया में पशुओं की संख्या की तुलना में जितना दूध उत्पादन होता है, भारत उसमें बहुत पीछे है। पशुओ की संख्या की तुलना में जितना दूध उत्पादन होना चाहिए, उतना हमारे देश में नहीं होता है। प्रति पशु अधिक दूध उत्पादन कैसे हो, पशु की देखभाल कैसे हो, उसका लालन-पालन कैसे हो, उसका खान पान क्या हो - परम्परागत रूप से तो हम बहुत कुछ करते हैं,लेकिन वैज्ञानिक तौर तरीकों से आगे बढ़ना बहुत ज़रूरी है और तभी जा करके कृषि के साथ पशुपालन भी आर्थिक रूप से हमें मजबूती दे सकता है, किसान को मजबूती दे सकता है, पशु पालक को मजबूती दे सकता है। हम किस प्रकार से इस क्षेत्र में आगे बढें, किस प्रकार से हम सफल हो, उस दिशा में वैज्ञानिक मार्गदर्शन आपको मिले।
मेरे प्यारे देश वासियों! याद है 21 जून? वैसे हमारे इस भू-भाग में 21 जून को इसलिए याद रखा जाता है कि ये सबसे लंबा दिवस होता है। लेकिन 21 जून अब विश्व के लिए एक नई पहचान बन गया है। गत सितम्बर महीने में यूनाइटेड नेशन्स में संबोधन करते हुए मैंने एक विषय रखा था और एक प्रस्ताव रखा था कि 21 जून को अंतरराष्ट्रीय योग-दिवस के रूप में मनाना चाहिए। और सारे विश्व को अचरज हो गया, आप को भी अचरज होगा, सौ दिन के भीतर भीतर एक सौ सतत्तर देशो के समर्थन से ये प्रस्ताव पारित हो गया, इस प्रकार के प्रस्ताव ऐसा यूनाइटेड नेशन्स के इतिहास में, सबसे ज्यादा देशों का समर्थन मिला, सबसे कम समय में प्रस्ताव पारित हुआ, और विश्व के सभी भू-भाग, इसमें शरीक हुए, किसी भी भारतीय के लिए, ये बहुत बड़ी गौरवपूर्ण घटना है।
लेकिन अब जिम्मेवारी हमारी बनती है। क्या कभी सोचा था हमने कि योग विश्व को भी जोड़ने का एक माध्यम बन सकता है? वसुधैव कुटुम्बकम की हमारे पूर्वजों ने जो कल्पना की थी, उसमें योग एक कैटलिटिक एजेंट के रूप में विश्व को जोड़ने का माध्यम बन रहा है। कितने बड़े गर्व की, ख़ुशी की बात है। लेकिन इसकी ताक़त तो तब बनेगी जब हम सब बहुत बड़ी मात्रा में योग के सही स्वरुप को, योग की सही शक्ति को, विश्व के सामने प्रस्तुत करें। योग दिल और दिमाग को जोड़ता है, योग रोगमुक्ति का भी माध्यम है, तो योग भोगमुक्ति का भी माध्यम है और अब तो में देख रहा हूँ, योग शरीर मन बुद्धि को ही जोड़ने का काम करे, उससे आगे विश्व को भी जोड़ने का काम कर सकता है।
हम क्यों न इसके एम्बेसेडर बने! हम क्यों न इस मानव कल्याण के लिए काम आने वाली, इस महत्वपूर्ण विद्या को सहज उपलब्ध कराएं। हिन्दुस्तान के हर कोने में 21 जून को योग दिवस मनाया जाए। आपके रिश्तेदार दुनिया के किसी भी हिस्से में रहते हों, आपके मित्र परिवार जन कहीं रहते हो, आप उनको भी टेलीफ़ोन करके बताएं कि वे भी वहाँ लोगो को इकट्ठा करके योग दिवस मनायें। अगर उनको योग का कोई ज्ञान नहीं है तो कोई किताब लेकर के, लेकिन पढ़कर के भी सबको समझाए कि योग क्या होता है। एक पत्र पढ़ लें, लेकिन मैं मानता हूँ कि हमने योग दिवस को सचमुच में विश्व कल्याण के लिए एक महत्वपूर्ण क़दम के रूप में, मानव जाति के कल्याण के रूप में और तनाव से ज़िन्दगी से गुजर रहा मानव समूह, कठिनाइयों के बीच हताश निराश बैठे हुए मानव को, नई चेतना, ऊर्जा देने का सामर्थ योग में है।
मैं चाहूँगा कि विश्व ने जिसको स्वीकार किया है, विश्व ने जिसे सम्मानित किया है, विश्व को भारत ने जिसे दिया है, ये योग हम सबके लिए गर्व का विषय बनना चाहिए। अभी तीन सप्ताह बाकी है आप ज़रूर प्रयास करें,ज़रूर जुड़ें और औरों को भी जोडें, ये मैं आग्रह करूंगा।
मैं एक बात और कहना चाहूँगा खास करके मेरे सेना के जवानों को, जो आज देश की सुरक्षा में जुटे हुए उनको भी और जो आज सेना से निवृत्त हो करके अपना जीवन यापन कर रहे, देश के लिए त्याग तपस्या करने वाले जवानों को, और मैं ये बात एक प्रधानमन्त्री के तौर पर नहीं कर रहा हूँ। मेरे भीतर का इंसान, दिल की सच्चाई से, मन की गहराई से, मेरे देश के सैनिकों से मैं आज बात करना चाहता हूँ।
वन-रैंक, वन-पेंशन, क्या ये सच्चाई नहीं हैं कि चालीस साल से सवाल उलझा हुआ है? क्या ये सच्चाई नहीं हैं कि इसके पूर्व की सभी सरकारों ने इसकी बातें की, किया कुछ नहीं? मैं आपको विश्वास दिलाता हूँ। मैंने निवृत्त सेना के जवानों के बीच में वादा किया है कि मेरी सरकार वन-रैंक, वन-पेंशन लागू करेगी। हम जिम्मेवारी से हटते नहीं हैं और सरकार बनने के बाद, भिन्न-भिन्न विभाग इस पर काम भी कर रहे हैं। मैं जितना मानता था उतना सरल विषय नहीं हैं, पेचीदा है, और चालीस साल से उसमें समस्याओं को जोड़ा गया है। मैंने इसको सरल बनाने की दिशा में, सर्वस्वीकृत बनाने की दिशा में, सरकार में बैठे हुए सबको रास्ते खोज़ने पर लगाया हुआ है। पल-पल की ख़बरें मीडिया में देना ज़रूरी नहीं होता है। इसकी कोई रनिंग कमेंट्री नहीं होती है। मैं आपको विश्वास दिलाता हूँ यही सरकार, मैं फिर से कहता हूँ - यही सरकार आपका वन-रैंक, वन-पेंशन का मसला, सोल्यूशन लाकर के रहेगी - और जिस विचारधारा में पलकर हम आए हैं , जिन आदर्शो को लेकर हम आगे बढ़ें हैं, उसमें आपके जीवन का महत्व बहुत है।
मेरे लिए आपके जीवन के साथ जुड़ना आपकी चिंता करना ये सिर्फ़ न कोई सरकारी कार्यक्रम है, न ही कोई राजनितिक कार्यक्रम है, मेरे राष्ट्रभक्ति का ही प्रकटीकरण है। मैं फिर एक बार मेरे देश के सभी सेना के जवानों को आग्रह करूंगा कि राजनैतिक रोटी सेंकने वाले लोग चालीस साल तक आपके साथ खेल खेलते रहे हैं। मुझे वो मार्ग मंज़ूर नहीं है, और न ही मैं कोई ऐसे क़दम उठाना चाहता हूँ, जो समस्याओं को जटिल बना दे। आप मुझ पर भरोसा रखिये, बाक़ी जिनको बातें उछालनी होंगी, विवाद करने होंगे, अपनी राजनीति करनी होगी, उनको मुबारक। मुझे देश के लिए जीने मरने वालों के लिए जो कर सकता हूँ करना है - ये ही मेरे इरादे हैं, और मुझे विश्वास है कि मेरे मन की बात जिसमें सिवाय सच्चाई के कुछ नहीं है, आपके दिलों तक पहुंचेगी। चालीस साल तक आपने धैर्य रखा है - मुझे कुछ समय दीजिये, काम करने का अवसर दीजिये, और हम मिल बैठकर के समस्याओं का समाधान करेंगे। ये मैं फिर से एक बार देशवासियों को विश्वास देता हूँ।
छुट्टियों के दिनों में सब लोग कहीं न कहीं तो गए होंगे। भारत के अलग-अलग कोनों में गए होंगे। हो सकता है कुछ लोग अब जाने का कार्यक्रम बनाते होंगे। स्वाभाविक है ‘सीईंग इज़ बिलीविंग’ - जब हम भ्रमण करते हैं,कभी रिश्तेदारों के घर जाते हैं, कहीं पर्यटन के स्थान पर पहुंचते हैं। दुनिया को समझना, देखने का अलग अवसर मिलता है। जिसने अपने गाँव का तालाब देखा है, और पहली बार जब वह समुन्दर देखता है, तो पता नहीं वो मन के भाव कैसे होते हैं, वो वर्णन ही नहीं कर सकता है कि अपने गाँव वापस जाकर बता ही नहीं सकता है कि समुन्दर कितना बड़ा होता है। देखने से एक अलग अनुभूति होती है।
आप छुट्टियों के दिनों में अपने यार दोस्तों के साथ, परिवार के साथ कहीं न कहीं ज़रूर गए होंगे, या जाने वाले होंगे। मुझे मालूम नहीं है आप जब भ्रमण करने जाते हैं, तब डायरी लिखने की आदत है कि नहीं है। लिखनी चाहिए, अनुभवों को लिखना चाहिए, नए-नए लोगों से मिलतें हैं तो उनकी बातें सुनकर के लिखना चाहिए, जो चीज़ें देखी हैं, उसका वर्णन लिखना चाहिए, एक प्रकार से अन्दर, अपने भीतर उसको समावेश कर लेना चाहिए। ऐसी सरसरी नज़र से देखकर के आगे चले जाएं ऐसा नहीं करना चाहिए। क्योंकि ये भ्रमण अपने आप में एक शिक्षा है। हर किसी को हिमालय में जाने का अवसर नहीं मिलता है, लेकिन जिन लोगों ने हिमालय का भ्रमण किया है और किताबें लिखी हैं उनको पढ़ोगे तो पता चलेगा कि क्या आनन्ददायक यात्राओं का वर्णन उन्होंने किया है।
मैं ये तो नहीं कहता हूँ कि आप लेखक बनें! लेकिन भ्रमण की ख़ातिर भ्रमण ऐसा न होते हुए हम उसमें से कुछ सीखने का प्रयास करें, इस देश को समझने का प्रयास करें, देश को जानने का प्रयास करें, उसकी विविधताओं को समझें। वहां के खान पान कों, पहनावे, बोलचाल, रीतिरिवाज, उनके सपने, उनकी आकांक्षाएँ,उनकी कठिनाइयाँ, इतना बड़ा विशाल देश है, पूरे देश को जानना समझना है - एक जनम कम पड़ जाता है,आप ज़रूर कहीं न कहीं गए होंगे, लेकिन मेरी एक इच्छा है, इस बार आप यात्रा में गए होंगे या जाने वाले होंगे। क्या आप अपने अनुभव को मेरे साथ शेयर कर सकते हैं क्या? सचमुच में मुझे आनंद आएगा। मैं आपसे आग्रह करता हूँ कि आप इन्क्रेडिबल इंडिया हैश टैग, इसके साथ मुझे अपनी फोटो, अपने अनुभव ज़रूर भेजिए और उसमें से कुछ चीज़ें जो मुझे पसंद आएंगी मैं उसे आगे औरों के साथ शेयर करूँगा।
देखें तो सही आपके अनुभवों को, मैं भी अनुभव करूँ, आपने जो देखा है, मैं उसको मैं दूर बैठकर के देखूं। जिस प्रकार से आप समुद्रतट पर जा करके अकेले जा कर टहल सकते हैं, मैं तो नहीं कर पाता अभी, लेकिन मैं चाहूँगा आपके अनुभव जानना और आपके उत्तम अनुभवों को, मैं सबके साथ शेयर करूँगा।
अच्छा लगा आज एक बार फिर गर्मी की याद दिला देता हूँ, मैं यही चाहूँगा कि आप अपने को संभालिए, बीमार मत होना, गर्मी से अपने आपको बचाने के रास्ते होतें हैं, लेकिन उन पशु पक्षियों का भी ख़याल करना। यही मन की बात आज बहुत हो गयी, ऐसे मन में जो विचार आते गए, मैं बोलता गया। अगली बार फिर मिलूँगा, फिर बाते करूँगा, आपको बहुत बहुत शुभकामनाएं, बहुत बहुत धन्यवाद।
मेरे प्यारे देशवासियो,
नमस्कार,
मन की बात करने का मन नहीं हो रहा था आज। बोझ अनुभव कर रहा हूँ, कुछ व्यथित सा मन है। पिछले महीने जब बात कर रहा था आपसे, तो ओले गिरने की खबरें, बेमौसमी बरसात, किसानों की तबाही। अभी कुछ दिन पहले बिहार में अचानक तेज हवा चली। काफी लोग मारे गए। काफी कुछ नुकसान हुआ। और शनिवार को भयंकर भूकंप ने पूरे विश्व को हिला दिया है। ऐसा लगता है मानो प्राकृतिक आपदा का सिलसिला चल पड़ा है। नेपाल में भयंकर भूकंप की आपदा। हिंदुस्तान में भी भूकंप ने अलग-अलग राज्यों में कई लोगों की जान ली है। संपत्ति का भी नुकसान किया है। लेकिन नेपाल का नुकसान बहुत भयंकर है।
मैंने 2001, 26 जनवरी, कच्छ के भूकंप को निकट से देखा है। ये आपदा कितनी भयानक होती है, उसकी मैं कल्पना भली-भांति कर सकता हूँ। नेपाल पर क्या बीतती होगी, उन परिवारों पर क्या बीतती होगी, उसकी मैं कल्पना कर सकता हूँ।
लेकिन मेरे प्यारे नेपाल के भाइयो-बहनो, हिन्दुस्तान आपके दुःख में आपके साथ है। तत्काल मदद के लिए चाहे हिंदुस्तान के जिस कोने में मुसीबत आयी है वहां भी, और नेपाल में भी सहाय पहुंचाना प्रारंभ कर दिया है। सबसे पहला काम है रेस्क्यू ऑपरेशन, लोगों को बचाना। अभी भी मलबे में दबे हुए कुछ लोग जीवित होंगे, उनको जिन्दा निकालना हैं। एक्सपर्ट लोगों की टीम भेजी है, साथ में, इस काम के लिए जिनको विशेष रूप से ट्रेन किया गया है ऐसे स्निफ़र डॉग्स को भी भेजा गया है। स्निफर डॉग्स ढूंढ पाते हैं कि कहीं मलबे के नीचे कोई इंसान जिन्दा हो। कोशिश हमारी पूरी रहेगी अधिकतम लोगों को जिन्दा बचाएं। रेस्क्यू ऑपरेशन के बाद रिलीफ का काम भी चलाना है। रिहैबिलिटेशन का काम भी तो बहुत लम्बा चलेगा।
लेकिन मानवता की अपनी एक ताकत होती है। सवा-सौ करोड़ देश वासियों के लिए नेपाल अपना है। उन लोगों का दुःख भी हमारा दुःख है। भारत पूरी कोशिश करेगा इस आपदा के समय हर नेपाली के आंसू भी पोंछेंगे, उनका हाथ भी पकड़ेंगे, उनको साथ भी देंगे। पिछले दिनों यमन में, हमारे हजारों भारतीय भाई बहन फंसे हुए थे। युद्ध की भयंकर विभीषिका के बीच, बम बन्दूक के तनाव के बीच, गोलाबारी के बीच भारतीयों को निकालना, जीवित निकालना, एक बहुत बड़ा कठिन काम था। लेकिन हम कर पाए। इतना ही नहीं, एक सप्ताह की उम्र की एक बच्ची को जब बचा करके लाये तो ऐसा लग रहा था कि आखिर मानवता की भी कितनी बड़ी ताकत होती है। बम-बन्दूक की वर्षा चलती हो, मौत का साया हो, और एक सप्ताह की बच्ची अपनी जिन्दगी बचा सके तब एक मन को संतोष होता है।
मैं पिछले दिनों विदेश में जहाँ भी गया, एक बात के लिए बहुत बधाइयाँ मिली, और वो था यमन में हमने दुनिया के करीब 48 देशों के नागरिकों को बचाया था। चाहे अमेरिका हो, यू.के. हो, फ्रांस हो, रशिया हो, जर्मनी हो, जापान हो, हर देश के नागरिक को हमने मदद की थी। और उसके कारण दुनिया में भारत का ये “सेवा परमो धर्मः”, इसकी अनुभूति विश्व ने की है। हमारा विदेश मंत्रालय, हमारी वायु सेना, हमारी नौसेना इतने धैर्य के साथ, इतनी जिम्मेवारी के साथ, इस काम को किया है, दुनिया में इसकी अमिट छाप रहेगी आने वाले दिनों में, ऐसा मैं विश्वास करता हूँ। और मुझे खुशी है कि कोई भी नुकसान के बिना, सब लोग बचकर के बाहर आये। वैसे भी भारत का एक गुण, भारत के संस्कार बहुत पुराने हैं।
अभी मैं जब फ्रांस गया था तो फ्रांस में, मैं प्रथम विश्व युद्ध के एक स्मारक पर गया था। उसका एक कारण भी था, कि प्रथम विश्व युद्ध की शताब्दी तो है, लेकिन साथ-साथ भारत की पराक्रम का भी वो शताब्दी वर्ष हैI भारत के वीरों की बलिदानी की शताब्दी का वर्ष है और “सेवा परमो-धर्मः” इस आदर्श को कैसे चरितार्थ करता रहा हमारा देश , उसकी भी शताब्दी का यह वर्ष है, मैं यह इसलिए कह रहा हूँ कि 1914 में और 1918 तक प्रथम विश्व युद्ध चला और बहुत कम लोगों को मालूम होगा करीब-करीब 15 लाख भारतीय सैनिकों ने इस युद्ध में अपनी जान की बाजी लगा दी थी और भारत के जवान अपने लिए नहीं मर रहे थेI हिंदुस्तान को, किसी देश को कब्जा नहीं करना था, न हिन्दुस्तान को किसी की जमीन लेनी थी लेकिन भारतीयों ने एक अदभुत पराक्रम करके दिखाया थाI बहुत कम लोगों को मालूम होगा इस प्रथम विश्व युद्ध में हमारे करीब-करीब 74 हजार जवानों ने शहादत की थी, ये भी गर्व की बात है कि इस पर करीब 9 हजार 2 सौ हमारे सैनिकों को गैलेंट्री अवार्ड से डेकोरेट किया गया थाI इतना ही नहीं, 11 ऐसे पराक्रमी लोग थे जिनको सर्वश्रेष्ठ सम्मान विक्टोरिया क्रॉस मिला थाI खासकर कि फ्रांस में विश्व युद्ध के दरमियान मार्च 1915 में करीब 4 हजार 7 सौ हमारे हिनदुस्तानियों ने बलिदान दिया था। उनके सम्मान में फ्रांस ने वहां एक स्मारक बनाया है। मैं वहाँ नमन करने गया था, हमारे पूर्वजों के पराक्रम के प्रति श्रध्दा व्यक्त करने गया था।
ये सारी घटनायें हम देखें तो हम दुनिया को कह सकते हैं कि ये देश ऐसा है जो दुनिया की शांति के लिए, दुनिया के सुख के लिए, विश्व के कल्याण के लिए सोचता है। कुछ न कुछ करता है और ज़रूरत पड़े तो जान की बाज़ी भी लगा देता है। यूनाइटेड नेशन्स में भी पीसकीपिंग फ़ोर्स में सर्वाधिक योगदान देने वालों में भारत का भी नाम प्रथम पंक्ति में है। यही तो हम लोगों के लिए गर्व की बात है।
पिछले दिनों दो महत्वपूर्ण काम करने का मुझे अवसर मिला। हम पूज्य बाबा साहेब अम्बेडकर की 125 वीं जयन्ती का वर्ष मना रहे हैं। कई वर्षों से मुंबई में उनके स्मारक बनाने का जमीन का विवाद चल रहा था। मुझे आज इस बात का संतोष है कि भारत सरकार ने वो जमीन बाबा साहेब अम्बेडकर के स्मारक बनाने के लिए देने का निर्णय कर लिया। उसी प्रकार से दिल्ली में बाबा साहेब अम्बेडकर के नाम से एक इंटरनेशनल सेंटर बने, पूरा विश्व इस मनीषी को जाने, उनके विचारों को जाने, उनके काम को जाने। ये भी वर्षों से लटका पड़ा विषय था, इसको भी पूरा किया, शिलान्यास किया, और 20 साल से जो काम नहीं हुआ था वो 20 महीनों में पूरा करने का संकल्प किया। और साथ-साथ मेरे मन में एक विचार भी आया है और हम लगे हैं, आज भी हमारे देश में कुछ परिवार हैं जिनको सर पे मैला ढ़ोने के लिए मजबूर होना पड़ता है।
क्या हमें शोभा देता है कि आज भी हमारे देश में कुछ परिवारों को सर पर मैला ढोना पड़े? मैंने सरकार में बड़े आग्रह से कहा है कि बाबा साहेब अम्बेडकर जी के पुण्य स्मरण करते हुए 125 वीं जयन्ती के वर्ष में, हम इस कलंक से मुक्ति पाएं। अब हमारे देश में किसी गरीब को सर पर मैला ढोना पड़े, ये परिस्थति हम सहन नहीं करेंगे। समाज का भी साथ चाहिये। सरकार ने भी अपना दायित्व निभाना चाहिये। मुझे जनता का भी सहयोग चाहिये, इस काम को हमें करना है।
बाबा साहेब अम्बेडकर जीवन भर शिक्षित बनो ये कहते रहते थे। आज भी हमारे कई दलित, पीड़ित, शोषित, वंचित समाज में, ख़ास करके बेटियों में, शिक्षा अभी पहुँची नहीं है। बाबा साहेब अम्बेडकर के 125 वीं जयन्ती के पर्व पर, हम भी संकल्प करें। हमारे गाँव में, नगर में, मोहल्ले में गरीब से गरीब की बेटी या बेटा, अनपढ़ न रहे। सरकार अपना कर्त्तव्य करे, समाज का उसमें साथ मिले तो हम जरुर संतोष की अनुभूति करते हैं। मुझे एक आनंद की बात शेयर करने का मन करता है और एक पीड़ा भी बताने का मन करता है।
मुझे इस बात का गर्व होता है कि भारत की दो बेटियों ने देश के नाम को रौशन किया। एक बेटी साईना नेहवाल बैडमिंटन में दुनिया में नंबर एक बनी, और दूसरी बेटी सानिया मिर्जा टेनिस डबल्स में दुनिया में नंबर एक बनी। दोनों को बधाई, और देश की सारी बेटियों को भी बधाई। गर्व होता है अपनों के पुरुषार्थ और पराक्रम को लेकर के। लेकिन कभी-कभी हम भी आपा खो बैठते हैं। जब क्रिकेट का वर्ल्ड कप चल रहा था और सेमी-फाइनल में हम ऑस्ट्रेलिया से हार गए, कुछ लोगों ने हमारे खिलाड़ियों के लिए जिस प्रकार के शब्दों का प्रयोग किया, जो व्यवहार किया, मेरे देशवासियो, ये अच्छा नहीं है। ऐसा कैसा खेल हो जिसमें कभी पराजय ही न हो अरे जय और पराजय तो जिन्दगी के हिस्से होते हैं। अगर हमारे देश के खिलाड़ी कभी हार गए हैं तो संकट की घड़ी में उनका हौसला बुलंद करना चाहिये। उनका नया विश्वास पैदा करने का माहौल बनाना चाहिये। मुझे विश्वास है आगे से हम पराजय से भी सीखेंगे और देश के सम्मान के साथ जो बातें जुड़ी हुई हैं, उसमें पल भर में ही संतुलन खो करके, क्रिया-प्रतिक्रिया में नहीं उलझ जायेंगे। और मुझे कभी-कभी चिंता हो रही है। मैं जब कभी देखता हूँ कि कहीं अकस्मात् हो गया, तो भीड़ इकट्ठी होती है और गाड़ी को जला देती है। और हम टीवी पर इन चीजों को देखते भी हैं। एक्सीडेंट नहीं होना चाहिये। सरकार ने भी हर प्रकार की कोशिश करनी चाहिये। लेकिन मेरे देशवासियो बताइये कि इस प्रकार से गुस्सा प्रकट करके हम ट्रक को जला दें, गाड़ी को जला दें.... मरा हुआ तो वापस आता नहीं है। क्या हम अपने मन के भावों को संतुलित रखके कानून को कानून का काम नहीं करने दे सकते हैं? सोचना चाहिये।
खैर, आज मेरा मन इन घटनाओं के कारण बड़ा व्यथित है, ख़ास करके प्राकृतिक आपदाओं के कारण, लेकिन इसके बीच भी धैर्य के साथ, आत्मविश्वास के साथ देश को भी आगे ले जायेंगे, इस देश का कोई भी व्यक्ति...दलित हो, पीड़ित हो, शोषित हो, वंचित हो, आदिवासी हो, गाँव का हो, गरीब हो, किसान हो, छोटा व्यापारी हो, कोई भी हो, हर एक के कल्याण के मार्ग पर, हम संकल्प के साथ आगे बढ़ते रहेंगे।
विद्यार्थियों की परीक्षायें पूर्ण हुई हैं, ख़ास कर के 10 वीं और 12 वीं के विद्यार्थियों ने छुट्टी मनाने के कार्यक्रम बनाए होंगे, मेरी आप सबको शुभकामनाएं हैं। आपका वेकेशन बहुत ही अच्छा रहे, जीवन में कुछ नया सीखने का, नया जानने का अवसर मिले, और साल भर आपने मेहनत की है तो कुछ पल परिवार के साथ उमंग और उत्साह के साथ बीते यही मेरी शुभकामना है।
आप सबको मेरा नमस्कार।
धन्यवाद।
मेरे प्यारे किसान भाइयो और बहनो, आप सबको नमस्कार!
ये मेरा सौभाग्य है कि आज मुझे देश के दूर सुदूर गाँव में रहने वाले मेरे किसान भाइयों और बहनों से बात करने का अवसर मिला है। और जब मैं किसान से बात करता हूँ तो एक प्रकार से मैं गाँव से बात करता हूँ, गाँव वालों से बात करता हूँ, खेत मजदूर से भी बात कर रहा हूँ। उन खेत में काम करने वाली माताओं बहनों से भी बात कर रहा हूँ। और इस अर्थ में मैं कहूं तो अब तक की मेरी सभी मन की बातें जो हुई हैं, उससे शायद एक कुछ एक अलग प्रकार का अनुभव है।
जब मैंने किसानों के साथ मन की बात करने के लिए सोचा, तो मुझे कल्पना नहीं थी कि दूर दूर गावों में बसने वाले लोग मुझे इतने सारे सवाल पूछेंगे, इतनी सारी जानकारियां देंगे, आपके ढेर सारे पत्र, ढेर सारे सवाल, ये देखकर के मैं हैरान हो गया। आप कितने जागरूक हैं, आप कितने सक्रिय हैं, और शायद आप तड़पते हैं कि कोई आपको सुने। मैं सबसे पहले आपको प्रणाम करता हूँ कि आपकी चिट्ठियाँ पढ़कर के उसमें दर्द जो मैंने देखा है, जो मुसीबतें देखी हैं, इतना सहन करने के बावजूद भी, पता नहीं क्या-क्या आपने झेला होगा।
आपने मुझे तो चौंका दिया है, लेकिन मैं इस मन की बात का, मेरे लिए एक प्रशिक्षण का, एक एजुकेशन का अवसर मानता हूँ। और मेरे किसान भाइयो और बहनो, मैं आपको विश्वास दिलाता हूँ, कि आपने जितनी बातें उठाई हैं, जितने सवाल पूछे हैं, जितने भिन्न-भिन्न पहलुओं पर आपने बातें की हैं, मैं उन सबके विषय में, पूरी सरकार में जागरूकता लाऊँगा, संवेदना लाऊँगा, मेरा गाँव, मेरा गरीब, मेरा किसान भाई, ऐसी स्थिति में उसको रहने के लिए मजबूर नहीं किया जा सकता। मैं तो हैरान हूँ, किसानों ने खेती से संबधित तो बातें लिखीं हैं। लेकिन, और भी कई विषय उन्होंने कहे हैं, गाँव के दबंगों से कितनी परेशानियाँ हैं, माफियाओं से कितनी परेशानियाँ हैं, उसकी भी चर्चा की है, प्राकृतिक आपदा से आने वाली मुसीबतें तो ठीक हैं, लेकिन आस-पास के छोटे मोटे व्यापारियों से भी मुसीबतें झेलनी पड़ रही हैं।
किसी ने गाँव में गन्दा पानी पीना पड़ रहा है उसकी चर्चा की है, किसी ने गाँव में अपने पशुओं को रखने के लिए व्यवस्था की चिंता की है, किसी ने यहाँ तक कहा है कि पशु मर जाता है तो उसको हटाने का ही कोई प्रबंध नहीं होता, बीमारी फैल जाती है। यानि कितनी उपेक्षा हुई है, और आज मन की बात से शासन में बैठे हुए लोगों को एक कड़ा सन्देश इससे मिल रहा है। हमें राज करने का अधिकार तब है जब हम इन छोटी छोटी बातों को भी ध्यान दें। ये सब पढ़ कर के तो मुझे कभी कभी शर्मिन्दगी महसूस होती थी, कि हम लोगों ने क्या किया है! मेरे पास जवाब नहीं है, क्या किया है? हाँ, मेरे दिल को आपकी बातें छू गयी हैं। मैं जरूर बदलाव के लिए, प्रामाणिकता से प्रयास करूंगा, और उसके सभी पहलुओं पर सरकार को, जगाऊँगा, चेताऊंगा, दौडाऊंगा, मेरी कोशिश रहेगी, ये मैं विश्वास दिलाता हूँ।
मैं ये भी जानता हूँ कि पिछले वर्ष बारिश कम हुई तो परेशानी तो थी ही थी। इस बार बेमौसमी बरसात हो गयी, ओले गिरे, एक प्रकार से महाराष्ट्र से ऊपर, सभी राज्यों में, ये मुसीबत आयी। और हर कोने में किसान परेशान हो गया। छोटा किसान जो बेचारा, इतनी कड़ी मेहनत करके साल भर अपनी जिन्दगी गुजारा करता है, उसका तो सब कुछ तबाह हो गया है। मैं इस संकट की घड़ी में आपके साथ हूँ। सरकार के मेरे सभी विभाग राज्यों के संपर्क में रह करके स्थिति का बारीकी से अध्ययन कर रहे हैं, मेरे मंत्री भी निकले हैं, हर राज्य की स्थिति का जायजा लेंगे, राज्य सरकारों को भी मैंने कहा है कि केंद्र और राज्य मिल करके, इन मुसीबत में फंसे हुए सभी किसान भाइयों-बहनों को जितनी ज्यादा मदद कर सकते हैं, करें। में आपको विश्वास दिलाता हूँ कि सरकार पूरी संवेदना के साथ, आपकी इस संकट की घड़ी में, आपको पूरी तत्परता से मदद करेगी। जितना हो सकता है, उसको पूरा करने का प्रयास किया जायेगा।
गाँव के लोगों ने, किसानों ने कई मुददे उठाये हैं। सिंचाई की चिंता व्यापक नजर आती है। गाँव में सड़क नहीं है उसका भी आक्रोश है। खाद की कीमतें बढ़ रही हैं, उस पर भी किसान की नाराजगी है। बिजली नहीं मिल रही है। किसानों को यह भी चिंता है कि बच्चों को पढ़ाना है, अच्छी नौकरी मिले ये भी उनकी इच्छा है, उसकी भी शिकायतें हैं। माताओं बहनों की भी, गाँव में कहीं नशा-खोरी हो रही है उस पर अपना आक्रोश जताया है। कुछ ने तो अपने पति को तम्बाकू खाने की आदत है उस पर भी अपना रोष मुझे व्यक्त करके भेजा है। आपके दर्द को मैं समझ सकता हूँ। किसान का ये भी कहना है की सरकार की योजनायें तो बहुत सुनने को मिलती हैं, लेकिन हम तक पहुँचती नहीं हैं। किसान ये भी कहता है कि हम इतनी मेहनत करते हैं, लोगों का तो पेट भरते हैं लेकिन हमारा जेब नहीं भरता है, हमें पूरा पैसा नहीं मिलता है। जब माल बेचने जाते हैं, तो लेने वाला नहीं होता है। कम दाम में बेच देना पड़ता है। ज्यादा पैदावार करें तो भी मरते हैं, कम पैदावार करें तो भी मरते हैं। यानि किसानों ने अपने मन की बात मेरे सामने रखी है। मैं मेरे किसान भाइयों-बहनों को विश्वास दिलाता हूँ, कि मैं राज्य सरकारों को भी, और भारत सरकार के भी हमारे सभी विभागों को भी और अधिक सक्रिय करूंगा। तेज गति से इन समस्याओं के समाधान के रास्ते खोजने के लिए प्रेरित करूँगा। मुझे लग रहा है कि आपका धैर्य कम हो रहा है। बहुत स्वाभाविक है, साठ साल आपने इन्तजार किया है, मैं प्रामाणिकता से प्रयास करूँगा।
किसान भाइयो, ये आपके ढेर सारे सवालों के बीच में, मैंने देखा है कि करीब–करीब सभी राज्यों से वर्तमान जो भूमि अधिग्रहण बिल की चर्चा है, उसका प्रभाव ज्यादा दिखता है, और मैं हैरान हूँ कि कैसे-कैसे भ्रम फैलाए गए हैं। अच्छा हुआ, आपने छोटे–छोटे सवाल मुझे पूछे हैं। मैं कोशिश करूंगा कि सत्य आप तक पहुचाऊं। आप जानते हैं भूमि-अधिग्रहण का कानून 120 साल पहले आया था। देश आज़ाद होने के बाद भी 60-65 साल वही कानून चला और जो लोग आज किसानों के हमदर्द बन कर के आंदोलन चला रहे हैं, उन्होंने भी इसी कानून के तहत देश को चलाया, राज किया और किसानों का जो होना था हुआ। सब लोग मानते थे कि कानून में परिवर्तन होना चाहिए, हम भी मानते थे। हम विपक्ष में थे, हम भी मानते थे।
2013 में बहुत आनन-फानन के साथ एक नया कानून लाया गया। हमने भी उस समय कंधे से कन्धा मिलाकर के साथ दिया। किसान का भला होता है, तो साथ कौन नहीं देगा, हमने भी दिया। लेकिन कानून लागू होने के बाद, कुछ बातें हमारे ज़हन में आयीं। हमें लगा शायद इसके साथ तो हम किसान के साथ धोखा कर रहे हैं। हमें किसान के साथ धोखा करने का अधिकार नहीं है। दूसरी तरफ जब हमारी सरकार बनी, तब राज्यों की तरफ से बहुत बड़ी आवाज़ उठी। इस कानून को बदलना चाहिए, कानून में सुधार करना चाहिए, कानून में कुछ कमियां हैं, उसको पूरा करना चाहिए। दूसरी तरफ हमने देखा कि एक साल हो गया, कोई कानून लागू करने को तैयार ही नहीं कोई राज्य और लागू किया तो उन्होंने क्या किया? महाराष्ट्र सरकार ने लागू किया था, हरियाणा ने किया था जहां पर कांग्रेस की सरकारें थीं और जो किसान हितैषी होने का दावा करते हैं उन्होंने इस अध्यादेश में जो मुआवजा देने का तय किया था उसे आधा कर दिया। अब ये है किसानों के साथ न्याय? तो ये सारी बातें देख कर के हमें भी लगा कि भई इसका थोडा पुनर्विचार होना ज़रूरी है। आनन–फानन में कुछ कमियां रह जाती हैं। शायद इरादा ग़लत न हो, लेकिन कमियाँ हैं, तो उसको तो ठीक करनी चाहिए।…और हमारा कोई आरोप नहीं है कि पुरानी सरकार क्या चाहती थी, क्या नहीं चाहती थी? हमारा इरादा यही है कि किसानों का भला हो, किसानों की संतानों का भी भला हो, गाँव का भी भला हो और इसीलिए कानून में अगर कोई कमियां हैं, तो दूर करनी चाहिए। तो हमारा एक प्रामाणिक प्रयास कमियों को दूर करना है।
अब एक सबसे बड़ी कमी मैं बताऊँ, आपको भी जानकर के हैरानी होगी कि जितने लोग किसान हितैषी बन कर के इतनी बड़ी भाषणबाज़ी कर रहें हैं, एक जवाब नहीं दे रहे हैं। आपको मालूम है, अलग-अलग प्रकार के हिंदुस्तान में 13 कानून ऐसे हैं जिसमें सबसे ज्यादा जमीन संपादित की जाती है, जैसे रेलवे, नेशनल हाईवे, खदान के काम। आपको मालूम है, पिछली सरकार के कानून में इन 13 चीज़ों को बाहर रखा गया है। बाहर रखने का मतलब ये है कि इन 13 प्रकार के कामों के लिए जो कि सबसे ज्यादा जमीन ली जाती है, उसमें किसानों को वही मुआवजा मिलेगा जो पहले वाले कानून से मिलता था। मुझे बताइए, ये कमी थी कि नहीं? ग़लती थी कि नहीं? हमने इसको ठीक किया और हमने कहा कि भई इन 13 में भी भले सरकार को जमीन लेने कि हो, भले रेलवे के लिए हो, भले हाईवे बनाने के लिए हो, लेकिन उसका मुआवजा भी किसान को चार गुना तक मिलना चाहिए। हमने सुधार किया। कोई मुझे कहे, क्या ये सुधार किसान विरोधी है क्या? हमें इसीलिए तो अध्यादेश लाना पड़ा। अगर हम अध्यादेश न लाते तो किसान की तो जमीन वो पुराने वाले कानून से जाती रहती, उसको कोई पैसा नहीं मिलता। जब ये कानून बना तब भी सरकार में बैठे लोगों में कईयों ने इसका विरोधी स्वर निकला था। स्वयं जो कानून बनाने वाले लोग थे, जब कानून का रूप बना, तो उन्होंने तो बड़े नाराज हो कर के कह दिया, कि ये कानून न किसानों की भलाई के लिए है, न गाँव की भलाई के लिए है, न देश की भलाई के लिए है। ये कानून तो सिर्फ अफसरों कि तिजोरी भरने के लिए है, अफसरों को मौज करने के लिए, अफ़सरशाही को बढ़ावा देने के लिए है। यहाँ तक कहा गया था। अगर ये सब सच्चाई थी तो क्या सुधार होना चाहिए कि नहीं होना चाहिए? ..और इसलिए हमने कमियों को दूर कर के किसानों का भला करने कि दिशा में प्रयास किये हैं। सबसे पहले हमने काम किया, 13 कानून जो कि भूमि अधिग्रहण कानून के बाहर थे और जिसके कारण किसान को सबसे ज्यादा नुकसान होने वाला था, उसको हम इस नए कानून के दायरे में ले आये ताकि किसान को पूरा मुआवजा मिले और उसको सारे हक़ प्राप्त हों। अब एक हवा ऐसी फैलाई गई कि मोदी ऐसा कानून ला रहें हैं कि किसानों को अब मुआवजा पूरा नहीं मिलेगा, कम मिलेगा।
मेरे किसान भाइयो-बहनो, मैं ऐसा पाप सोच भी नहीं सकता हूँ। 2013 के पिछली सरकार के समय बने कानून में जो मुआवजा तय हुआ है, उस में रत्ती भर भी फर्क नहीं किया गया है। चार गुना मुआवजा तक की बात को हमने स्वीकारा हुआ है। इतना ही नहीं, जो तेरह योजनाओं में नहीं था, उसको भी हमने जोड़ दिया है। इतना ही नहीं, शहरीकरण के लिए जो भूमि का अधिग्रहण होगा, उसमें विकसित भूमि, बीस प्रतिशत उस भूमि मालिक को मिलेगी ताकि उसको आर्थिक रूप से हमेशा लाभ मिले, ये भी हमने जारी रखा है। परिवार के युवक को नौकरी मिले। खेत मजदूर की संतान को भी नौकरी मिलनी चाहिए, ये भी हमने जारी रखा है। इतना ही नहीं, हमने तो एक नयी चीज़ जोड़ी है। नयी चीज़ ये जोड़ी है, जिला के जो अधिकारी हैं, उसको इसने घोषित करना पड़ेगा कि उसमें नौकरी किसको मिलेगी, किसमें नौकरी मिलेगी, कहाँ पर काम मिलेगा, ये सरकार को लिखित रूप से घोषित करना पड़ेगा। ये नयी चीज़ हमने जोड़ करके सरकार कि जिम्मेवारी को Fix किया है।
मेरे किसान भाइयो-बहनो, हम इस बात पर agree हैं, कि सबसे पहले सरकारी जमीन का उपयोग हो। उसके बाद बंजर भूमि का उपयोग हो, फिर आखिर में अनिवार्य हो तब जाकर के उपजाऊ जमीन को हाथ लगाया जाये, और इसीलिए बंजर भूमि का तुरंत सर्वे करने के लिए भी कहा गया है, जिसके कारण वो पहली priority वो बने।
एक हमारे किसानों की शिकायत सही है कि आवश्यकता से अधिक जमीन हड़प ली जाती है। इस नए कानून के माध्यम से मैं आपको विश्वास दिलाना चाहता हूँ कि अब जमीन कितनी लेनी, उसकी पहले जांच पड़ताल होगी, उसके बाद तय होगा कि आवश्यकता से अधिक जमीन हड़प न की जाए। कभी-कभी तो कुछ होने वाला है, कुछ होने वाला है, इसकी चिंता में बहुत नुकसान होता है। ये Social Impact Assessment (SIA) के नाम पर अगर प्रक्रिया सालों तक चलती रहे, सुनवाई चलती रहे, मुझे बताइए, ऐसी स्थिति में कोई किसान अपने फैसले कर पायेगा? फसल बोनी है तो वो सोचेगा नहीं-नहीं यार, पता नहीं, वो निर्णय आ जाएगा तो, क्या करूँगा? और उसके 2-2, 4-4, साल खराब हो जाएगा और अफसरशाही में चीजें फसी रहेंगी। प्रक्रियाएं लम्बी, जटिल और एक प्रकार से किसान बेचारा अफसरों के पैर पकड़ने जाने के लिए मजबूर हो जाएगा कि साहब ये लिखो, ये मत लिखों, वो लिखो, वो मत लिखो, ये सब होने वाला है। क्या मैं मेरे अपने किसानों को इस अफसरसाही के चुंगल में फिर एक बार फ़सा दूं? मुझे लगता है वो ठीक नहीं होगा। प्रक्रिया लम्बी थी, जटिल थी। उसको सरल करने का मैंने प्रयास किया है।
मेरे किसान भाइयो-बहनो 2014 में कानून बना है, लेकिन राज्यों ने उसको स्वीकार नहीं किया है। किसान तो वहीं का वहीं रह गया। राज्यों ने विरोध किया। मुझे बताइए क्या मैं राज्यों की बात सुनूं या न सुनूं? क्या मैं राज्यों पर भरोसा करूँ या न करूँ? इतना बड़ा देश, राज्यों पर अविश्वास करके चल सकता है क्या? और इसलिए मेरा मत है कि हमें राज्यों पर भरोसा करना चाहिये, भारत सरकार में विशेष करना चाहिये तो, एक तो मैं भरोसा करना चाहता हूँ, दूसरी बात है, ये जो कानून में सुधार हम कर रहे हैं, कमियाँ दूर कर रहे हैं, किसान की भलाई के लिए जो हम कदम उठा रहे हैं, उसके बावजूद भी अगर किसी राज्य को ये नहीं मानना है, तो वे स्वतंत्र हैं और इसलिए मैं आपसे कहना चाहता हूँ कि ये जो सारे भ्रम फैलाए जा रहे हैं, वो सरासर किसान विरोधी के भ्रम हैं। किसान को गरीब रखने के षड्यन्त्र का ही हिस्सा हैं। देश को आगे न ले जाने के जो षडयंत्र चले हैं उसी का हिस्सा है। उससे बचना है, देश को भी बचाना है, किसान को भी बचाना है।
अब गाँव में भी किसान को पूछो कि भाई तीन बेटे हैं बताओ क्या सोच रहे हो? तो वो कहता है कि भाई एक बेटा तो खेती करेगा, लेकिन दो को कहीं-कहीं नौकरी में लगाना है। अब गाँव के किसान के बेटों को भी नौकरी चाहिये। उसको भी तो कहीं जाकर रोजगार कमाना है। तो उसके लिए क्या व्यवस्था करनी पड़ेगी। तो हमने सोचा कि जो गाँव की भलाई के लिए आवश्यक है, किसान की भलाई के लिये आवश्यक है, किसान के बच्चों के रोजगार के लिए आवश्यक है, ऐसी कई चीजों को जोड़ दिया जाए। उसी प्रकार से हम तो जय-जवान, जय-किसान वाले हैं। जय-जवान का मतलब है देश की रक्षा। देश की रक्षा के विषय में हिंदुस्तान का किसान कभी पीछे हटता नहीं है। अगर सुरक्षा के क्षेत्र में कोई आवश्कता हो तो वह जमीन किसानों से मांगनी पड़ेगी।..और मुझे विश्वास है, वो किसान देगा। तो हमने इन कामों के लिए जमीन लेने की बात को इसमें जोड़ा है। कोई भी मुझे गाँव का आदमी बताए कि गाँव में सड़क चाहिये कि नहीं चाहिये। अगर खेत में पानी चाहिये तो नहर करनी पड़ेगी कि नहीं करनी पड़ेगी। गाँव में आज भी गरीब हैं, जिसके पास रहने को घर नहीं है। घर बनाने के लिए जमीन चाहिये की नहीं चाहिये? कोई मुझे बताये कि यह उद्योगपतियों के लिए है क्या? यह धन्ना सेठों के लिए है क्या? सत्य को समझने की कोशिश कीजिये।
हाँ, मैं एक डंके की चोट पर आपको कहना चाहता हूँ, नए अध्यादेश में भी, कोई भी निजी उद्योगकार को, निजी कारखाने वाले को, निजी व्यवसाय करने वाले को, जमीन अधिग्रहण करने के समय 2013 में जो कानून बना था, जितने नियम हैं, वो सारे नियम उनको लागू होंगे। यह कॉर्पोरेट के लिए कानून 2013 के वैसे के वैसे लागू रहने वाले हैं। तो फिर यह झूठ क्यों फैलाया जाता है। मेरे किसान भाइयो-बहनो, एक भ्रम फैलाया जाता है कि आपको कानूनी हक नहीं मिलेगा, आप कोर्ट में नहीं जा सकते, ये सरासर झूठ है। हिंदुस्तान में कोई भी सरकार आपके कानूनी हक़ को छीन नहीं सकती है। बाबा साहेब अम्बेडकर ने हमें जो संविधान दिया है, इस संविधान के तहत आप हिंदुस्तान के किसी भी कोर्ट में जा करके दरवाजे खटखटा सकते हैं। तो ये झूठ फैलाया गया है। हाँ, हमने एक व्यवस्था को आपके दरवाजे तक लाने का प्रयास किया है।
एक Authority बनायी है, अब वो Authority जिले तक काम करेगी और आपके जिले के किसानों की समस्याओं का समाधान उसी Authority में जिले में ही हो जायेगा।..और वहां अगर आपको संतोष नहीं होता तो आप ऊपर के कोर्ट में जा सकते हैं। तो ये व्यवस्था हमने की है।
एक यह भी बताया जाता है कि भूमि अधिग्रहित की गयी तो वो पांच साल में वापिस करने वाले कानून को हटा दिया गया है। जी नहीं, मेरे किसान भाइयो-बहनो हमने कहा है कि जब भी Project बनाओगे, तो यह पक्का करो कि कितने सालों में आप इसको पूरा करोगे। और उस सालों में अगर पूरा नहीं करते हैं तो वही होगा जो किसान चाहेगा। और उसको तो समय-सीमा हमने बाँध दी है। आज क्या होता है, 40-40 साल पहले जमीने ली गयी, लेकिन अभी तक सरकार ने कुछ किया नहीं। तो यह तो नहीं चल सकता। तो हमने सरकार को सीमा में बांधना तय किया है। हाँ, कुछ Projects ऐसे होते हैं जो 20 साल में पूरे होते हैं, अगर मान लीजिये 500 किलोमीटर लम्बी रेलवे लाइन डालनी है, तो समय जाएगा। तो पहले से कागज़ पर लिखो कि भाई कितने समय में पूरा करोगे। तो हमने सरकार को बाँधा है। सरकार की जिम्मेवारी को Fix किया है।
मैं और एक बात बताऊं किसान-भाइयो, कभी-कभी ये एयरकंडीशन कमरे में बैठ करके जो कानून बनाते हैं न, उनको गाँव के लोगों की सच्ची स्थिति का पता तक नहीं होता है। अब आप देखिये जब डैम बनता है, जलाशय बनता है, तो उसका नियम यह है कि 100 साल में सबसे ज्यादा पानी की सम्भावना हो उस हिसाब से जमीन प्राप्त करने का नियम है। अब 100 साल में एक बार पानी भरता है। 99 साल तक पानी नहीं भरता है। फिर भी जमीन सरकार के पास चली जाती है, तो आज सभी राज्यों में क्या हो रहा है की भले जमीन कागज़ पर ले ली हो, पैसे भी दे दिए हों। लेकिन फिर भी वो जमीन पर किसान खेती करता है। क्योंकि 100 साल में एक बार जब पानी भर जाएगा तो एक साल के लिए वो हट जाएगा। ये नया कानून 2013 का ऐसा था कि आप खेती नहीं कर सकते थे। हम चाहते हैं कि अगर जमीन डूब में नहीं जाती है तो फिर किसान को खेती करने का अवसर मिलना चाहिये।..और इसीलिये वो जमीन किसान से कब्ज़ा नहीं करनी चाहिये। ये लचीलापन आवश्यक था। ताकि किसान को जमीन देने के बावजूद भी जमीन का लाभ मिलता रहे और जमीन देने के बदले में रुपया भी मिलता रहे। तो किसान को डबल फायदा हो। ये व्यवस्था करना भी जरूरी है, और व्यावहारिक व्यवस्था है, और उस व्यावहारिक व्यवस्था को हमने सोचा है।
एक भ्रम ऐसा फैलाया जाता है कि ‘सहमति’ की जरुरत नहीं हैं। मेरे किसान भाइयो-बहनो ये राजनीतिक कारणों से जो बाते की जाती हैं, मेहरबानी करके उससे बचिये! 2013 में जो कानून बना उसमे भी सरकार नें जिन योजनाओं के लिए जमीन माँगी है, उसमें सहमती का क़ानून नहीं है।...और इसीलिए सहमति के नाम पर लोगों को भ्रमित किया जाता है। सरकार के लिए सहमति की बात पहले भी नही थी, आज भी नहीं है।..और इसीलिये मेरे किसान भाइयों-बहनो पहले बहुत अच्छा था और हमने बुरा कर दिया, ये बिलकुल सरासर आपको गुमराह करने का दुर्भाग्यपूर्ण प्रयास है। मैं आज भी कहता हूँ कि निजी उद्योग के लिए, कॉर्पोरेट के लिए, प्राइवेट कारखानों के लिए ये ‘सहमति’ का कानून चालू है, है...है।
...और एक बात मैं कहना चाहता हूँ, कुछ लोग कहतें है, PPP मॉडल! मेरे किसान भाइयो-बहनो, मान लीजिये 100 करोड रुपए का एक रोड बनाना है। क्या रोड किसी उद्योगकार उठा कर ले जाने वाला है क्या? रोड तो सरकार के मालिकी का ही रहता है। जमीन सरकार की मालिकी की ही रहती है। बनाने वाला दूसरा होता है। बनाने वाला इसीलिए दूसरा होता है, क्योंकि सरकार के पास आज पैसे नहीं होते हैं। क्योंकि सरकार चाहती है कि गाँव में स्कूल बने, गाँव में हॉस्पिटल बने, गरीब का बच्चा पढ़े, इसके लिए पैसा लगे। रोड बनाने का काम प्राइवेट करे, लेकिन वो प्राइवेट वाला भी रोड अपना नहीं बनाता है। न अपने घर ले जाता है, रोड सरकार का बनाता है। एक प्रकार से अपनी पूंजी लगता है। इसका मतलब ये हुआ कि सरकार का जो प्रोजेक्ट होगा जिसमें पूंजी किसी की भी लगे, जिसको लोग PPP मॉडल कहतें हैं। लेकिन अगर उसका मालिकाना हक़ सरकार का रहता है, उसका स्वामित्व सरकार का रहता है, सरकार का मतलब आप सबका रहता है, देश की सवा सौ करोड़ जनता का रहता है तो उसमें ही हमने ये कहा है कि सहमति की आवश्यकता नहीं है और इसीलिये ये PPP मॉडल को लेकर के जो भ्रम फैलाये जातें हैं उसकी मुझे आपको स्पष्टता करना बहुत ही जरुरी है।
कभी-कभार हम जिन बातों के लिए कह रहे हैं कि भई उसमें ‘सहमति’ की प्रक्रिया एक प्रकार से अफसरशाही और तानाशाही को बल देगी। आप मुझे बताईये, एक गावं है, उस गॉव तक रोड बन गया है, अब दूसरे गॉव के लिए रोड बनाना है, आगे वाले गॉव के लिए, 5 किलोमीटर की दूरी पर वह गॉव है। इस गॉव तक रोड बन गया है, लेकिन इन गॉव वालों की ज़मीन उस गॉव की तरफ है। मुझे बताईये उस गॉव के लोगों के लिए, रोड बनाने के लिए, ये गॉव वाले ज़मीन देंगे क्या? क्या ‘सहमति’ देंगे क्या? तो क्या पीछे जो गॉव है उसका क्या गुनाह है भई? उसको रोड मिलना चाहिए कि नहीं, मिलना चाहिये? उसी प्रकार से मैं नहर बना रहा हूँ। इस गॉव वालो को पानी मिल गया, नहर बन गयी। लेकिन आगे वाले गॉव को पानी पहुंचाना है तो ज़मीन तो इसी गावंवालों के बीच में पड़ती है। तो वो तो कह देंगे कि भई नहीं, हम तो ज़मीन नहीं देंगे। हमें तो पानी मिल गया है। तो आगे वाले गावं को नहर मिलनी चाहिए कि नहीं मिलनी चाहिए?
मेरे भाइयो-बहनो, ये व्यावहारिक विषय है। और इसलिए जिस काम के लिए इतनी लम्बी प्रक्रिया न हो, हक और किसान के लिए, ये उद्योग के लिए नहीं है, व्यापार के लिए नहीं है, गावं की भलाई के लिए है, किसान की भलाई के लिए है, उसके बच्चों की भलाई के लिए है।
एक और बात आ रही है। ये बात मैंने पहले भी कही है। हर घर में किसान चाहता है कि एक बेटा भले खेती में रहे, लेकिन बाकी सब संतान रोज़ी–रोटी कमाने के लिए बाहर जाये क्योंकि उसे मालूम है, कि आज समय की मांग है कि घर में घर चलाने के लिए अलग-अलग प्रयास करने पड़ते हैं। अगर हम कोई रोड बनाते है और रोड के बगल में सरकार Industrial Corridor बनाती है, प्राइवेट नहीं। मैं एक बार फिर कहता हूँ प्राइवेट नहीं, पूंजीपति नहीं, धन्ना सेठ नहीं, सरकार बनाती है ताकि जब Corridor बनता है पचास किलोमीटर लम्बा, 100 किलोमीटर लम्बा तो जो रोड बनेगा, रोड के एक किलोमीटर बाएं, एक किलोमीटर दायें वहां पर अगर सरकार Corridor बनाती है ताकि नजदीक में जितने गाँव आयेंगे 50 गाँव, 100 गाँव, 200 गाँव उनको वहां कोई न कोई, वहां रोजी रोटी का अवसर मिल जाए, उनके बच्चों को रोजगार मिल जाए।
मुझे बताइये, भाइयों-बहनो क्या हम चाहतें हैं, कि हमारे गाँव के किसानों के बच्चे दिल्ली और मुंबई की झुग्गी झोपड़ियों में जिन्दगी बसर करने के लिए मजबूर हो जाएँ? क्या उनके घर और गाँव के 20-25 किलोमीटर की दूरी पर एक छोटा सा भी कारखाना लग जाता है और उसको रोजगार मिल जाता है, तो मिलना चाहिये की नहीं मिलना चाहिये? और ये Corridor प्राइवेट नही है, ये सरकार बनाएगी। सरकार बनाकर के उस इलाके के लोगों को रोजगार देने का प्रबंध करेगी। ..और इसीलिए जिसकी मालिकी सरकार की है, और जो गाँव की भलाई के लिए है, गाँव के किसानो की भलाई के लिए है, जो किसानों की भावी पीड़ी की भलाई के लिए हैं, जो गाँव के गरीबों की भलाई के लिए हैं, जो गाँव के किसान को बिजली पानी मोहैया कराने के लिए उनके लिए हैं, उनके लिए इस भूमि अधिग्रहण बिल में कमियाँ थी, उस कमियों को दूर करने का हमारे प्रामाणिक प्रयास हैं।...और फिर भी मैंने Parliament में कहा था की अभी भी किसी को लगता है कोई कमी हैं, तो हम उसको सुधार करने के लिए तैयार हैं।
जब हमने लोकसभा में रखा, कुछ किसान नेताओं ने आ करके दो चार बातें बताईं, हमने जोड़ दी। हम तो अभी भी कहतें कि भाई भूमि अधिग्रहण किसानों की भलाई के लिए ही होना चाहिये। ..और ये हमारी प्रतिबद्धता है, जितने झूठ फैलाये जाते हैं, कृपा करके मैं मेरे किसान भाइयों से आग्रह करता हूँ कि आप इन झूठ के सहारे निर्णय मत करें, भ्रमित होने की जरुरत नहीं है। आवश्यकता यह है की हमारा किसान ताकतवर कैसे बने, हमारा गाँव ताकतवर कैसे बने, हमारा किसान जो मेहनत करता है, उसको सही पैसे कैसे मिले, उसको अच्छा बाज़ार कैसे मिले, जो पैदा करता है उसके रखरखाव के लिए अच्छा स्टोरेज कैसे मिले, हमारी कोशिश है कि गाँव की भलाई, किसान की भलाई के लिए सही दिशा में काम उठाएं।
मेरे किसान भाइयो-बहनो, हमारी कोशिश है कि देश ऐसे आगे बढ़े कि आपकी जमीन पर पैदावार बढ़े, और इसीलिए हमने कोशिश की है, Soil Health Card. जैसे मनुष्य बीमार हो जाता है तो उसकी तबीयत के लिए लेबोरेटरी में टेस्ट होता हैं। जैसा इंसान का होता है न, वैसा अपनी भारत-माता का भी होता हैं, अपनी धरती- माता का भी होता है। और इसीलिए हम आपकी धरती बचे इतना ही नहीं, आपकी धरती तन्दुरूस्त हो उसकी भी चिंता कर रहे हैं।
....और इसलिये भूमि अधिग्रहण नहीं, आपकी भूमि अधिक ताकतवर बने ये भी हमारा काम है। और इसीलिए “Soil Health Card” की बात लेकर के आये हैं। हर किसान को इसका लाभ मिलने वाला है, आपके उर्वरक का जो फालतू खर्चा होता है उससे बच जाएगा। आपकी फसल बढ़ेगी। आपको फसल का पूरा पैसा मिले, उसके लिए भी तो अच्छी मंडियां हों, अच्छी कानून व्यवस्था हो, किसान का शोषण न हो, उस पर हम काम कर रहे हैं और आप देखना मेरे किसान भाइयो, मुझे याद है, मैं जब गुजरात में मुख्यमंत्री था इस दिशा में मैंने बहुत काम किया था। हमारे गुजरात में तो किसान की हालत बहुत ख़राब थी, लेकिन पानी पर काम किया, बहुत बड़ा परिवर्तन आया। गुजरात के विकास में किसान का बहुत बड़ा योगदान बन गया जो कभी सोच नही सकता था। गाँव के गाँव खाली हो जाते थे। बदलाव आया, हम पूरे देश में ये बदलाव चाहते हैं जिसके कारण हमारा किसान सुखी हो।
...और इसलिए मेरे किसान भाइयो और बहनो, आज मुझे आपके साथ बात करने का मौका मिला। लेकिन इन दिनों अध्यादेश की चर्चा ज्यादा होने के कारण मैंने ज़रा ज्यादा समय उसके लिए ले लिया। लेकिन मेरे किसान भाइयो बहनो मैं प्रयास करूंगा, फिर एक बार कभी न कभी आपके साथ दुबारा बात करूंगा, और विषयों की चर्चा करूँगा, लेकिन मैं इतना विश्वास दिलाता हूँ कि आपने जो मुझे लिख करके भेजा है, पूरी सरकार को मैं हिलाऊँगा, सरकार को लगाऊंगा कि क्या हो रहा है। अच्छा हुआ आपने जी भरके बहुत सी चीजें बतायी हैं और मैं मानता हूँ आपका मुझ पर भरोसा है, तभी तो बताई है न! मैं ये भरोसे को टूटने नहीं दूंगा, ये मैं आपको विश्वास दिलाता हूँ।
आपका प्यार बना रहे, आपके आशीर्वाद बने रहे। और आप तो जगत के तात हैं, वो कभी किसी का बुरा सोचता, वो तो खुद का नुकसान करके भी देश का भला करता है। ये उसकी परंपरा रही है। उस किसान का नुकसान न हो, इसकी चिंता ये सरकार करेगी। ये मैं आपको विश्वास दिलाता हूँ लेकिन आज मेरी मन की बातें सुनने के बाद आपके मन में बहुत से विचार और आ सकते हैं। आप जरुर मुझे आकाशवाणी के पते पर लिखिये। मैं आगे फिर कभी बातें करूँगा। या आपके पत्रों के आधार पर सरकार में जो गलतियाँ जो ठीक करनी होंगी तो गलतियाँ ठीक करूँगा। काम में तेजी लाने की जरुरत है, तो तेजी लाऊंगा और और किसी को अन्याय हो रहा है तो न्याय दिलाने के लिए पूरा प्रयास करूँगा।
नवरात्रि का पावन पर्व चल रहा है। मेरी आपको बहुत-बहुत शुभकामनाएं।
नमस्ते, युवा दोस्तो। आज तो पूरा दिन भर शायद आपका मन क्रिकेट मैच में लगा होगा, एक तरफ परीक्षा की चिंता और दूसरी तरफ वर्ल्ड कप हो सकता है आप छोटी बहन को कहते होंगे कि बीच - बीच में आकर स्कोर बता दे। कभी आपको ये भी लगता होगा, चलो यार छोड़ो, कुछ दिन के बाद होली आ रही है और फिर सर पर हाथ पटककर बैठे होंगे कि देखिये होली भी बेकार गयी, क्यों? एग्जाम आ गयी। होता है न! बिलकुल होता होगा, मैं जानता हूँ। खैर दोस्तो, आपकी मुसीबत के समय मैं आपके साथ आया हूँ। आपके लिए एक महत्वपूर्ण अवसर है। उस समय मैं आया हूँ। और मैं आपको कोई उपदेश देने नहीं आया हूँ। ऐसे ही हलकी - फुलकी बातें करने आया हूँ।
बहुत पढ़ लिया न, बहुत थक गए न! और माँ डांटती है, पापा डांटते है, टीचर डांटते हैं, पता नहीं क्या क्या सुनना पड़ता है। टेलीफोन रख दो, टीवी बंद कर दो, कंप्यूटर पर बैठे रहते हो, छोड़ो सबकुछ, चलो पढ़ो यही चलता है न घर में? साल भर यही सुना होगा, दसवीं में हो या बारहवीं में। और आप भी सोचते होंगे कि जल्द एग्जाम खत्म हो जाए तो अच्छा होगा, यही सोचते हो न? मैं जानता हूँ आपके मन की स्थिति को और इसीलिये मैं आपसे आज ‘मन की बात’ करने आया हूँ। वैसे ये विषय थोड़ा कठिन है।
आज के विषय पर माँ बाप चाहते होंगे कि मैं उन बातों को करूं, जो अपने बेटे को या बेटी को कह नहीं पाते हैं। आपके टीचर चाहते होंगे कि मैं वो बातें करूँ, ताकि उनके विद्यार्थी को वो सही बात पहुँच जाए और विद्यार्थी चाहता होगा कि मैं कुछ ऐसी बातें करूँ कि मेरे घर में जो प्रेशर है, वो प्रेशर कम हो जाए। मैं नहीं जानता हूँ, मेरी बातें किसको कितनी काम आयेंगी, लेकिन मुझे संतोष होगा कि चलिये मेरे युवा दोस्तों के जीवन के महत्वपूर्ण पल पर मैं उनके बीच था. अपने मन की बातें उनके साथ गुनगुना रहा था। बस इतना सा ही मेरा इरादा है और वैसे भी मुझे ये तो अधिकार नहीं है कि मैं आपको अच्छे एग्जाम कैसे जाएँ, पेपर कैसे लिखें, पेपर लिखने का तरीका क्या हो? ज्यादा से ज्यादा मार्क्स पाने की लिए कौन - कौन सी तरकीबें होती हैं? क्योंकि मैं इसमें एक प्रकार से बहुत ही सामान्य स्तर का विद्यार्थी हूँ। क्योंकि मैंने मेरे जीवन में किसी भी एग्जाम में अच्छे परिणाम प्राप्त नहीं किये थे। ऐसे ही मामूली जैसे लोग पढ़ते हैं वैसे ही मैं था और ऊपर से मेरी तो हैण्डराइटिंग भी बहुत ख़राब थी। तो शायद कभी - कभी तो मैं इसलिए भी पास हो जाता था, क्योंकि मेरे टीचर मेरा पेपर पढ़ ही नहीं पाते होंगे। खैर वो तो अलग बातें हो गयी, हलकी - फुलकी बातें हैं।
लेकिन मैं आज एक बात जरुर आपसे कहना चाहूँगा कि आप परीक्षा को कैसे लेते हैं, इस पर आपकी परीक्षा कैसी जायेगी, ये निर्भर करती है। अधिकतम लोगों को मैंने देखा है कि वो इसे अपने जीवन की एक बहुत बड़ी महत्वपूर्ण घटना मानते हैं और उनको लगता है कि नहीं, ये गया तो सारी दुनिया डूब जायेगी। दोस्तो, दुनिया ऐसी नहीं है। और इसलिए कभी भी इतना तनाव मत पालिये। हाँ, अच्छा परिणाम लाने का इरादा होना चाहिये। पक्का इरादा होना चाहिये, हौसला भी बुलंद होना चाहिये। लेकिन परीक्षा बोझ नहीं होनी चाहिये, और न ही परीक्षा कोई आपके जीवन की कसौटी कर रही है। ऐसा सोचने की जरुरत नहीं है।
कभी-कभार ऐसा नहीं लगता कि हम ही परीक्षा को एक बोझ बना देते हैं घर में और बोझ बनाने का एक कारण जो होता है, ये होता है कि हमारे जो रिश्तेदार हैं, हमारे जो यार - दोस्त हैं, उनका बेटा या बेटी हमारे बेटे की बराबरी में पढ़ते हैं, अगर आपका बेटा दसवीं में है, और आपके रिश्तेदारों का बेटा दसवीं में है तो आपका मन हमेशा इस बात को कम्पेयर करता रहता है कि मेरा बेटा उनसे आगे जाना चाहिये, आपके दोस्त के बेटे से आगे होना चाहिये। बस यही आपके मन में जो कीड़ा है न, वो आपके बेटे पर प्रेशर पैदा करवा देता है। आपको लगता है कि मेरे अपनों के बीच में मेरे बेटे का नाम रोशन हो जाये और बेटे का नाम तो ठीक है, आप खुद का नाम रोशन करना चाहते हैं। क्या आपको नहीं लगता है कि आपके बेटे को इस सामान्य स्पर्धा में लाकर के आपने खड़ा कर दिया है? जिंदगी की एक बहुत बड़ी ऊँचाई, जीवन की बहुत बड़ी व्यापकता, क्या उसके साथ नहीं जोड़ सकते हैं? अड़ोस - पड़ोस के यार दोस्तों के बच्चों की बराबरी वो कैसी करता है! और यही क्या आपका संतोष होगा क्या? आप सोचिये? एक बार दिमाग में से ये बराबरी के लोगों के साथ मुकाबला और उसी के कारण अपने ही बेटे की जिंदगी को छोटी बना देना, ये कितना उचित है? बच्चों से बातें करें तो भव्य सपनों की बातें करें। ऊंची उड़ान की बातें करें। आप देखिये, बदलाव शुरू हो जाएगा।
दोस्तों एक बात है जो हमें बहुत परेशान करती है। हम हमेशा अपनी प्रगति किसी और की तुलना में ही नापने के आदी होते हैं। हमारी पूरी शक्ति प्रतिस्पर्धा में खप जाती है। जीवन के बहुत क्षेत्र होंगे, जिनमें शायद प्रतिस्पर्धा जरूरी होगी, लेकिन स्वयं के विकास के लिए तो प्रतिस्पर्धा उतनी प्रेरणा नहीं देती है, जितनी कि खुद के साथ हर दिन स्पर्धा करते रहना। खुद के साथ ही स्पर्धा कीजिये, अच्छा करने की स्पर्धा, तेज गति से करने की स्पर्धा, और ज्यादा करने की स्पर्धा, और नयी ऊंचाईयों पर पहुँचने की स्पर्धा आप खुद से कीजिये, बीते हुए कल से आज ज्यादा अच्छा हो इस पर मन लगाइए। और आप देखिये ये स्पर्धा की ताकत आपको इतना संतोष देगी, इतना आनंद देगी जिसकी आप कल्पना नहीं कर सकते। हम लोग बड़े गर्व के साथ एथलीट सेरगेई बूबका का स्मरण करते हैं। इस एथलीट ने पैंतीस बार खुद का ही रिकॉर्ड तोड़ा था। वह खुद ही अपने एग्जाम लेता था। खुद ही अपने आप को कसौटी पर कसता था और नए संकल्पों को सिद्ध करता था। आप भी उसी लिहाज से आगे बढें तो आप देखिये आपको प्रगति के रास्ते पर कोई नहीं रोक सकता है।
युवा दोस्तो, विद्यार्थियों में भी कई प्रकार होते हैं। कुछ लोग कितनी ही परीक्षाएं क्यों न भाए बड़े ही बिंदास होते हैं। उनको कोई परवाह ही नहीं होती और कुछ होते हैं जो परीक्षा के बोझ में दब जाते हैं। और कुछ लोग मुह छुपा करके घर के कोने में किताबों में फंसे रहते हैं। इन सबके बावजूद भी परीक्षा परीक्षा है और परीक्षा में सफल होना भी बहुत आवश्यक है और में भी चाहता हूँ कि आप भी सफल हों लेकिन कभी- कभी आपने देखा होगा कि हम बाहरी कारण बहुत ढूँढ़ते हैं। ये बाहरी कारण हम तब ढूँढ़ते हैं, जब खुद ही कन्फ्यूज्ड हों। खुद पर भरोसा न हो, जैसे जीवन में पहली बार परीक्षा दे रहे हों। घर में कोई टीवी जोर से चालू कर देगा, आवाज आएगी, तो भी हम चिड़चिड़ापन करते होंगे, माँ खाने पर बुलाती होगी तो भी चिड़चिड़ापन करते होंगे। दूसरी तरफ अपने किसी यार-दोस्त का फ़ोन आ गया तो घंटे भर बातें भी करते होंगें । आप को नहीं लगता है आप स्वयं ही अपने विषय में ही कन्फ्यूज्ड हैं।
दोस्तो खुद को पहचानना ही बहुत जरुरी होता है। आप एक काम किजीये बहुत दूर का देखने की जरुरत नहीं है। आपकी अगर कोई बहन हो, या आपके मित्र की बहन हो जिसने दसवीं या बारहवी के एग्जाम दे रही हो, या देने वाली हो। आपने देखा होगा, दसवीं के एग्जाम हों बारहवीं के एग्जाम हों तो भी घर में लड़कियां माँ को मदद करती ही हैं। कभी सोचा है, उनके अंदर ये कौन सी ऐसी ताकत है कि वे माँ के साथ घर काम में मदद भी करती हैं और परीक्षा में लड़कों से लड़कियां आजकल बहुत आगे निकल जाती हैं। थोड़ा आप ओबजर्व कीजिये अपने अगल-बगल में। आपको ध्यान में आ जाएगा कि बाहरी कारणों से परेशान होने की जरुरत नहीं है। कभी-कभी कारण भीतर का होता है. खुद पर अविश्वास होता है न तो फिर आत्मविश्वास क्या काम करेगा? और इसलिए मैं हमेशा कहता हूँ जैसे-जैसे आत्मविश्वास का अभाव होता है, वैसे वैसे अंधविश्वास का प्रभाव बढ़ जाता है। और फिर हम अन्धविश्वास में बाहरी कारण ढूंढते रहते हैं। बाहरी कारणों के रास्ते खोजते रहते हैं. कुछ तो विद्यार्थी ऐसे होते हैं जिनके लिए हम कहते हैं आरम्म्भीशुरा। हर दिन एक नया विचार, हर दिन एक नई इच्छा, हर दिन एक नया संकल्प और फिर उस संकल्प की बाल मृत्यु हो जाता है, और हम वहीं के वहीं रह जाते हैं। मेरा तो साफ़ मानना है दोस्तो बदलती हुई इच्छाओं को लोग तरंग कहते हैं। हमारे साथी यार- दोस्त, अड़ोसी-पड़ोसी, माता-पिता मजाक उड़ाते हैं और इसलिए मैं कहूँगा, इच्छाएं स्थिर होनी चाहिये और जब इच्छाएं स्थिर होती हैं, तभी तो संकल्प बनती हैं और संकल्प बाँझ नहीं हो सकते। संकल्प के साथ पुरुषार्थ जुड़ता है. और जब पुरुषार्थ जुड़ता है तब संकल्प सिद्दी बन जाता है. और इसीलिए तो मैं कहता हूँ कि इच्छा प्लस स्थिरता इज-इक्वल टू संकल्प। संकल्प प्लस पुरुषार्थ इज-इक्वल टू सिद्धि। मुझे विश्वास है कि आपके जीवन यात्रा में भी सिद्दी आपके चरण चूमने आ जायेगी। अपने आप को खपा दीजिये। अपने संकल्प के लिए खपा दीजिये और संकल्प सकारात्मक रखिये। किसी से आगे जाने की मत सोचिये। खुद जहां थे वहां से आगे जाने के लिए सोचिये। और इसलिए रोज अपनी जिंदगी को कसौटी पर कसता रहता है उसके लिए कितनी ही बड़ी कसौटी क्यों न आ जाए कभी कोई संकट नहीं आता है और दोस्तों कोई अपनी कसौटी क्यों करे? कोई हमारे एग्जाम क्यों ले? आदत डालो न। हम खुद ही हमारे एग्जाम लेंगें। हर दिन हमारी परीक्षा लेंगे। देखेंगे मैं कल था वहां से आज आगे गया कि नहीं गया। मैं कल था वहां से आज ऊपर गया कि नहीं। मैंने कल जो पाया था उससे ज्यादा आज पाया कि नहीं पाया। हर दिन हर पल अपने आपको कसौटी पर कसते रहिये। फिर कभी जिन्दगी में कसौटी, कसौटी लगेगी ही नहीं। हर कसौटी आपको खुद को कसने का अवसर बन जायेगी और जो खुद को कसना जानता वो कसौटियों को भी पार कर जाता है और इसलिए जो जिन्दगी की परीक्षा से जुड़ता है उसके लिए क्लासरूम की परीक्षा बहुत मामूली होती है।
कभी आपने भी कल्पना नहीं की होगी की इतने अच्छे अच्छे काम कर दिए होंगें। जरा उसको याद करो, अपने आप विश्वास पैदा हो जाएगा। अरे वाह! आपने वो भी किया था, ये भी किया था? पिछले साल बीमार थी तब भी इतने अच्छे मार्क्स लाये थे। पिछली बार मामा के घर में शादी थी, वहां सप्ताह भर ख़राब हो गया था, तब भी इतने अच्छे मार्क्स लाये थे। अरे पहले तो आप छः घंटे सोते थे और पिछली साल आपने तय किया था कि नहीं नहीं अब की बार पांच घंटे सोऊंगा और आपने कर के दिखाया था। अरे यही तो है मोदी आपको क्या उपदेश देगा। आप अपने मार्गदर्शक बन जाइए। और भगवान् बुद्ध तो कहते थे अंतःदीपो भव:।
मैं मानता हूँ, आपके भीतर जो प्रकाश है न उसको पहचानिए आपके भीतर जो सामर्थ्य है, उसको पहचानिए और जो खुद को बार-बार कसौटी पर कसता है वो नई-नई ऊंचाइयों को पार करता ही जाता है। दूसरा कभी- कभी हम बहुत दूर का सोचते रहते हैं। कभी-कभी भूतकाल में सोये रहते हैं। दोस्तो परीक्षा के समय ऐसा मत कीजिये। परीक्षा समय तो आप वर्तमान में ही जीना अच्छा रहेगा। क्या कोई बैट्समैन पिछली बार कितनी बार जीरो में आऊट हो गया, इसके गीत गुनगुनाता है क्या? या ये पूरी सीरीज जीतूँगा या नहीं जीतूँगा, यही सोचता है क्या? मैच में उतरने के बाद बैटिंग करते समय सेंचुरी करके ही बाहर आऊँगा कि नहीं आऊँगा, ये सोचता है क्या? जी नहीं, मेरा मत है, अच्छा बैट्समैन उस बॉल पर ही ध्यान केन्द्रित करता है, जो बॉल उसके सामने आ रहा है। वो न अगले बॉल की सोचता है, न पूरे मैच की सोचता है, न पूरी सीरीज की सोचता है। आप भी अपना मन वर्तमान से लगा दीजिये। जीतना है तो उसकी एक ही जड़ी-बूटी है। वर्तमान में जियें, वर्तमान से जुड़ें, वर्तमान से जूझें। जीत आपके साथ साथ चलेगी।
मेरे युवा दोस्तो, क्या आप ये सोचते हैं कि परीक्षा आपकी क्षमता का प्रदर्शन करने के लिए होती हैं। अगर ये आपकी सोच है तो गलत है। आपको किसको अपनी क्षमता दिखानी है? ये प्रदर्शन किसके सामने करना है? अगर आप ये सोचें कि परीक्षा क्षमता प्रदर्शन के लिए नहीं, खुद की क्षमता पहचानने के लिए है। जिस पल आप अपने मन्त्र मानने लग जायेंगे आप पकड़ लेंगें न, आपके भीतर का विश्वास बढ़ता चला जाएगा और एक बार आपने खुद को जाना, अपनी ताकत को जाना तो आप हमेशा अपनी ताकत को ही खाद पानी डालते रहेंगे और वो ताकत एक नए सामर्थ्य में परिवर्तित हो जायेगी और इसलिए परीक्षा को आप दुनिया को दिखाने के लिए एक चुनौती के रूप में मत लीजिये, उसे एक अवसर के रूप में लीजिये। खुद को जानने का, खुद को पह्चानने का, खुद के साथ जीने का यह एक अवसर है। जी लीजिये न दोस्तो।
दोस्तो मैंने देखा है कि बहुत विद्यार्थी ऐसे होते हैं जो परीक्षाओं के दिनों में नर्वस हो जाते हैं। कुछ लोगों का तो कथन इस बात का होता है कि देखो मेरी आज एग्जाम थी और मामा ने मुझे विश नहीं किया. चाचा ने विश नहीं किया, बड़े भाई ने विश नहीं किया। और पता नहीं उसका घंटा दो घंटा परिवार में यही डिबेट होता है, देखो उसने विश किया, उसका फ़ोन आया क्या, उसने बताया क्या, उसने गुलदस्ता भेजा क्या? दोस्तो इससे परे हो जाइए, इन सारी चीजों में मत उलझिए। ये सारा परीक्षा के बाद सोचना किसने विश किये किसने नहीं किया। अपने आप पर विश्वास होगा न तो ये सारी चीजें आयेंगी ही नहीं। दोस्तों मैंने देखा है की ज्यादातर विद्यार्थी नर्वस हो जाते हैं। मैं मानता हूँ की नर्वस होना कुछ लोगों के स्वभाव में होता है। कुछ परिवार का वातावरण ही ऐसा है। नर्वस होने का मूल कारण होता है अपने आप पर भरोसा नहीं है। ये अपने आप पर भरोसा कब होगा, एक अगर विषय पर आपकी अच्छी पकड़ होगी, हर प्रकार से मेहनत की होगी, बार-बार रिवीजन किया होगा। आपको पूरा विश्वास है हाँ हाँ इस विषय में तो मेरी मास्टरी है और आपने भी देखा होगा, पांच और सात सब्जेक्ट्स में दो तीन तो एजेंडा तो ऐसे होंगे जिसमें आपको कभी चिंता नहीं रहती होगी। नर्वसनेस कभी एक आध दो में आती होगी। अगर विषय में आपकी मास्टरी है तो नर्वसनेस कभी नहीं आयेगी।
आपने साल भर जो मेहनत की है न, उन किताबों को वो रात-रात आपने पढाई की है आप विश्वाश कीजिये वो बेकार नहीं जायेगी। वो आपके दिल-दिमाग में कहीं न कहीं बैठी है, परीक्षा की टेबल पर पहुँचते ही वो आयेगी। आप अपने ज्ञान पर भरोसा करो, अपनी जानकारियों पर भरोसा करो, आप विश्वास रखो कि आपने जो मेहनत की है वो रंग लायेगी और दूसरी बात है आप अपनी क्षमताओं के बारे में बड़े कॉंफिडेंट होने चाहिये। आपको पूरी क्षमता होनी चाहिये कि वो पेपर कितना ही कठिन क्यों न हो मैं तो अच्छा कर लूँगा। आपको कॉन्फिडेंस होना चाहिये कि पेपर कितना ही लम्बा क्यों न होगा में तो सफल रहूँगा या रहूँगी। कॉन्फिडेंस रहना चाहिये कि में तीन घंटे का समय है तो तीन घंटे में, दो घंटे का समय है तो दो घंटे में, समय से पहले मैं अपना काम कर लूँगा और हमें तो याद है शायद आपको भी बताते होंगे हम तो छोटे थे तो हमारी टीचर बताते थे जो सरल क्वेश्चन है उसको सबसे पहले ले लीजिये, कठिन को आखिर में लीजिये। आपको भी किसी न किसी ने बताया होगा और मैं मानता हूँ इसको तो आप जरुर पालन करते होंगे।
दोस्तो माई गोव पर मुझे कई सुझाव, कई अनुभव आए हैं । वो सारे तो मैं शिक्षा विभाग को दे दूंगा, लेकिन कुछ बातों का मैं उल्लेख करना चाहता हूँ!
मुंबई महाराष्ट्र के अर्णव मोहता ने लिखा है कि कुछ लोग परीक्षा को जीवन मरण का इशू बना देते हैं अगर परीक्षा में फेल हो गए तो जैसे दुनिया डूब गयी हैं। तो वाराणसी से विनीता तिवारी जी, उन्होंने लिखा है कि जब परिणाम आते है और कुछ बच्चे आत्महत्या कर देते हैं, तो मुझे बहुत पीड़ा होती है, ये बातें तो सब दूर आपके कान में आती होंगी, लेकिन इसका एक अच्छा जवाब मुझे किसी और एक सज्जन ने लिखा है। तमिलनाडु से मिस्टर आर. कामत, उन्होंने बहुत अच्छे दो शब्द दिए है, उन्होंने कहा है कि स्टूडेंट्स worrier मत बनिए, warrior बनिए, चिंता में डूबने वाले नहीं, समरांगन में जूझने वाले होने चाहिए, मैं समझता हूँ कि सचमुच मैं हम चिंता में न डूबे, विजय का संकल्प ले करके आगे बढ़ना और ये बात सही है, जिंदगी बहुत लम्बी होती है, उतार चढाव आते रहते है, इससे कोई डूब नहीं जाता है, कभी कभी अनेच्छिक परिणाम भी आगे बढ़ने का संकेत भी देते हैं, नयी ताकत जगाने का अवसर भी देते है!
एक चीज़ मैंने देखी हैं कि कुछ विद्यार्थी परीक्षा खंड से बाहर निकलते ही हिसाब लगाना शुरू कर देते है कि पेपर कैसा गया, यार, दोस्त, माँ बाप जो भी मिलते है वो भी पूछते है भई आज का पेपर कैसा गया? मैं समझता हूँ कि आज का पेपर कैसा गया! बीत गयी सो बात गई, प्लीज उसे भूल जाइए, मैं उन माँ बाप को भी प्रार्थना करता हूँ प्लीज अपने बच्चे को पेपर कैसा गया ऐसा मत पूछिए, बाहर आते ही उसको कह दे वाह! तेरे चेहरे पर चमक दिख रही है, लगता है बहुत अच्छा पेपर गया? वाह शाबाश, चलो चलो कल के लिए तैयारी करते है! ये मूड बनाइये और दोस्तों मैं आपको भी कहता हूँ, मान लीजिये आपने हिसाब किताब लगाया, और फिर आपको लगा यार ये दो चीज़े तो मैंने गलत कर दी, छः मार्क कम आ जायेंगे, मुझे बताइए इसका विपरीत प्रभाव, आपके दूसरे दिन के पेपर पर पड़ेगा कि नहीं पड़ेगा? तो क्यों इसमें समय बर्बाद करते हो? क्यों दिमाग खपाते हो? सारी एग्जाम समाप्त होने के बाद, जो भी हिसाब लगाना है, लगा लीजिये! कितने मार्क्स आएंगे, कितने नहीं आएंगे, सब बाद में कीजिये, परीक्षा के समय, पेपर समाप्त होने के बाद, अगले दिन पर ही मन केन्द्रित कीजिए, उस बात को भूल जाइए, आप देखिये आपका बीस पच्चीस प्रतिशत बर्डन यूं ही कम हो जाएगा
मेरे मन मे कुछ और भी विचार आते चले जाते हैं खैर मै नहीं जानता कि अब तो परीक्षा का समय आ गया तो अभी वो काम आएगा। लेकिन मै शिक्षक मित्रों से कहना चाहता हूँ, स्कूल मित्रों से कहना चाहता हूँ कि क्या हम साल में दो बार हर टर्म में एक वीक का परीक्षा उत्सव नहीं मना सकते हैं, जिसमें परीक्षा पर व्यंग्य काव्यों का कवि सम्मलेन हो. कभी एसा नहीं हो सकता परीक्षा पर कार्टून स्पर्धा हो परीक्षा के ऊपर निबंध स्पर्धा हो परीक्षा पर वक्तोतव प्रतिस्पर्धा हो, परीक्षा के मनोवैज्ञानिक परिणामों पर कोई आकरके हमें लेक्चर दे, डिबेट हो, ये परीक्षा का हव्वा अपने आप ख़तम हो जाएगा। एक उत्सव का रूप बन जाएगा और फिर जब परीक्षा देने जाएगा विद्यार्थी तो उसको आखिरी मोमेंट से जैसे मुझे आज आपका समय लेना पड़ रहा है वो लेना नहीं पड़ता, वो अपने आप आ जाता और आप भी अपने आप में परीक्षा के विषय में बहुत ही और कभी कभी तो मुझे लगता है कि सिलेबस में ही परीक्षा विषय क्या होता हैं समझाने का क्लास होना चाहिये। क्योंकि ये तनावपूर्ण अवस्था ठीक नहीं है
दोस्तो मैं जो कह रहा हूँ, इससे भी ज्यादा आपको कईयों ने कहा होगा! माँ बाप ने बहुत सुनाया होगा, मास्टर जी ने सुनाया होगा, अगर टयूशन क्लासेज में जाते होंगे तो उन्होंने सुनाया होगा, मैं भी अपनी बाते ज्यादा कह करके आपको फिर इसमें उलझने के लिए मजबूर नहीं करना चाहता, मैं इतना विश्वास दिलाता हूँ, कि इस देश का हर बेटा, हर बेटी, जो परीक्षा के लिए जा रहे हैं, वे प्रसन्न रहे, आनंदमय रहे, हसंते खेलते परीक्षा के लिए जाए!
आपकी ख़ुशी के लिए मैंने आपसे बातें की हैं, आप अच्छा परिणाम लाने ही वाले है, आप सफल होने ही वाले है, परीक्षा को उत्सव बना दीजिए, ऐसा मौज मस्ती से परीक्षा दीजिए, और हर दिन अचीवमेंट का आनंद लीजिए, पूरा माहौल बदल दीजिये। माँ बाप, शिक्षक, स्कूल, क्लासरूम सब मिल करके करिए, देखिये, कसौटी को भी कसने का कैसा आनंद आता है, चुनौती को चुनौती देने का कैसा आनंद आता है, हर पल को अवसर में पलटने का क्या मजा होता है, और देखिये दुनिया में हर कोई हर किसी को खुश नहीं कर सकता है!
मुझे पहले कविताएं लिखने का शौक था, गुजराती में मैंने एक कविता लिखी थी, पूरी कविता तो याद नहीं, लेकिन मैंने उसमे लिखा था, सफल हुए तो ईर्ष्या पात्र, विफल हुए तो टिका पात्र, तो ये तो दुनिया का चक्र है, चलता रहता है, सफल हो, किसी को पराजित करने के लिए नहीं, सफल हो, अपने संकल्पों को पार करने के लिए, सफल हो अपने खुद के आनंद के लिए, सफल हो अपने लिए जो लोग जी रहे है, उनके जीवन में खुशियाँ भरने के लिए, ये ख़ुशी को ही केंद्र में रख करके आप आगे बढ़ेंगे, मुझे विश्वास है दोस्तो! बहुत अच्छी सफलता मिलेगी, और फिर कभी, होली का त्यौहार मनाया कि नहीं मनाया, मामा के घर शादी में जा पाया कि नहीं जा पाया, दोस्तों कि बर्थडे पार्टी में इस बार रह पाया कि नहीं रह पाया, क्रिकेट वर्ल्ड कप देख पाया कि नहीं देख पाया, सारी बाते बेकार हो जाएँगी , आप और एक नए आनंद को नयी खुशियों में जुड़ जायेंगे, मेरी आपको बहुत शुभकामना हैं, और आपका भविष्य जितना उज्जवल होगा, देश का भविष्य भी उतना ही उज्जवल होगा, भारत का भाग्य, भारत की युवा पीढ़ी बनाने वाली है, आप बनाने वाले हैं, बेटा हो या बेटी दोनों कंधे से कन्धा मिला करके आगे बढ़ने वाले हैं!
आइये, परीक्षा के उत्सव को आनंद उत्सव में परिवर्तित कीजिए, बहुत बहुत शुभकामनाएं!
(Hon’ble Shri Narendra Modi):
Today, Shri Barack Obama, President of the United States, joins us in a special programme of Mann Ki Baat. For the last few months, I have been sharing my "Mann Ki Baat" with you. But today, people from various parts of the country have asked questions.
But most of the questions are connected to politics, foreign policy, economic policy. However, some questions touch the heart. And I believe if we touch those questions today, we shall be able to reach out to the common man in different parts of the country. And therefore, the questions asked in press conferences, or discussed in meetings – instead of those – if we discuss what comes from the heart, and repeat it, hum it, we get a new energy. And therefore, in my opinion, those questions are more important. Some people wonder, what does "Barack" mean? I was searching for the meaning of Barack. In Swahili language, which is spoken in parts of Africa, Barack means, one who is blessed. I believe, along with a name, his family gave him a big gift.
African countries have lived by the ancient idea of ‘Ubuntu’, which alludes to the ‘oneness in humanity’. They say – “I am, because we are”. Despite the gap in centuries and borders, there is the same spirit of Vasudhaiva Kutumbakam, which speak of in India. This is the great shared heritage of humanity. This unites us. When we discuss Mahatma Gandhi, we remember Henry Thoreau, from whom Mahatma Gandhi learnt disobedience. When we talk about Martin Luther King or Obama, we hear from their lips, respect for Mahatma Gandhi. These are the things that unite the world.
Today, Barack Obama is with us. I will first request him to share his thoughts. Then, I and Barack will both answer the questions that have been addressed to us.
I request President Barack Obama to say a few words.
(Hon’ble Shri Barack Obama):
Namaste! Thank you Prime Minister Modi for your kind words and for the incredible hospitality you have shown me and my wife Michelle on this visit and let me say to the people of India how honoured I am to be the first American President to join you for Republic Day; and I’m told that this is also the first ever Radio address by an Indian Prime Minister and an American President together, so we’re making a lot of history in a short time. Now to the people of India listening all across this great nation. It’s wonderful to be able to speak you directly. We just come from discussions in which we affirmed that India and the United States are natural partners, because we have so much in common. We are two great democracies, two innovative economies, two diverse societies dedicated to empowering individuals. We are linked together by millions of proud Indian Americans who still have family and carry on traditions from India. And I want to say to the Prime Minister how much I appreciate your strong personal commitment to strengthening the relationship between these two countries.
People are very excited in the United States about the energy that Prime Minister Modi is bringing to efforts in this country to reduce extreme poverty and lift people up, to empower women, to provide access to electricity, and clean energy and invest in infrastructure, and the education system. And on all these issues, we want to be partners. Because many of the efforts that I am promoting inside the United States to make sure that the young people get the best education possible, to make sure that the ordinary people are properly compensated for their labour, and paid fair wages, and have job security and health care. These are the same kinds of issues that Prime Minister Modi, I know cares so deeply about here. And I think there’s a common theme in these issues. It gives us a chance to reaffirm what Gandhi ji reminded us, should be a central aim of our lives. And that is, we should endeavour to seek God through service of humanity because God is in everyone. So these shared values, these convictions, are a large part of why I am so committed to this relationship. I believe that if the United States and India join together on the world stage around these values, then not only will our peoples be better off, but I think the world will be more prosperous and more peaceful and more secure for the future. So thank you so much Mr. Prime Minister, for giving me this opportunity to be with you here today.
(Hon’ble Shri Narendra Modi):
Barack the first question comes from Raj from Mumbai
His question is, the whole world knows about your love for your daughters. How will you tell your daughters about youre experience of India? Do you plan to do some shopping for them?
(Hon’ble Shri Barack Obama):
Well first of all they very much wanted to come. They are fascinated by India, Unfortunately each time that I have taken a trip here, they had school and they couldn’t leave school. And in fact, Malia, my older daughter, had exams just recently. They are fascinated by the culture, and the history of India, in part because of my influence I think, they are deeply moved by India’s movement to Independence, and the role that Gandhi played, in not only the non-violent strategies here in India, but how those ended up influencing the non-violent Civil Rights Movement in the United States. So when I go back I am going to tell them that India is as magnificent as they imagined. And I am quite sure that they are going to insist that I bring them back the next time I visit. It may not be during my Presidency, but afterwards they will definitely want to come and visit.
And I will definitely do some shopping for them. Although I can’t go to the stores myself, so I have to have my team do the shopping for me. And I’ll get some advice from Michelle, because she probably has a better sense of what they would like.
(Hon’ble Shri Narendra Modi):
Barack said he will come with his daughters. I extend an invitation to you. Whether you come as President, or thereafter, India looks forward to welcoming you and your daughters.
Sanika Diwan from Pune, Maharashtra has asked me a question. She asks me, whether I have sought assistance from President Obama for the Beti Bachao, Beti Padhao Mission
Sanika you have asked a good question. There is a lot of worry because of the sex ratio in India. For every 1000 boys, the number of girls is less. And the main reason for this is that, there is a defect in our attitudes towards boys and girls.
Whether or not I seek help from President Obama, his life is in itself an inspiration. The way he has brought up his two daughters, the way he is proud of his two daughters.
In our country too, I meet many families who have only daughters. And they bring up their daughters with such pride, give them such respect, that is the biggest inspiration. I believe that inspiration is our strength. And in response to your question, I would like to say, to save the girl child, to educate the girl child, this is our social duty, cultural duty, and humanitarian responsibility. We should honour it.
Barack, there is a question for you. The second question for President Obama comes through e-mail: Dr. Kamlesh Upadhyay, a Doctor based in Ahmedabad, Gujarat - Your wife is doing extensive work on tackling modern health challenges like obesity and diabetes. These are increasingly being faced in India as well. Would you and the First Lady like to return to India to work on these issues after your Presidency, just like Bill and Melinda Gates?
(Hon’ble Barack Obama):
Well, we very much look forward to partnering with organizations, and the government and non-governmental organizations here in India, around broader Public Health issues including the issue of obesity. I am very proud of the work that Michelle has done on this issue. We’re seeing a world-wide epidemic of obesity, in many cases starting at a very young age. And a part of it has to do with increase in processed foods, not naturally prepared. Part of it is a lack of activity for too many children. And once they are on this path, it can lead to a life time of health challenges. This is an issue that we would like to work on internationally, including here in India. And it is a part of a broader set of issues around global health that we need to address. The Prime Minister and I have discussed, for example, how we can do a better job in dealing with issues like pandemic. And making sure that we have good alert systems so that if a disease like Ebola, or a deadly flu virus, or Polio appears, it is detected quickly and then treated quickly so that it doesn’t spread. The public health infrastructure around the world needs to be improved. I think the Prime Minister is doing a great job in focusing on these issues here in India. And India has a lot to teach many other countries who may not be advancing as rapidly in improving this public health sector. But it has an impact on everything, because if children are sick they can’t concentrate in school and they fall behind. It has a huge economic impact on the countries involved and so we think that there is a lot of progress to be made here and I am very excited about the possibilities of considering this work even after I leave office.
(Hon’ble Shri Narendra Modi):
Mr. Arjun asks me a question. An interesting question. He says he has seen an old photo of me as a tourist outside the White House. He asks me what touched me when I went there last September.
It is true that when I first went to America, I was not lucky enough to visit the White House. There is an iron fence far from the White House. We stood outside the fence and took a photograph. White House is visible in the background. Now that I have become Prime Minister, that photo too has become popular. But at that time, I had never thought that sometime in my life, I would get a chance to visit the White House. But when I visited the White House, one thing touched my heart. I can never forget that. Barack gave me a book, a book that he had located after considerable effort. That book had become famous in 1894. Swami Vivekananda, the inspiration of my life, had gone to Chicago to participate in the World Religions Conference. And this book was a compilation of the speeches delivered at the World Religions Conference. That touched my heart. And not just this. He turned the pages of the book, and showed me what was written there. He had gone through the entire book! And he told me with pride, I come from the Chicago where Swami Vivekananda had come. These words touched my heart a lot. And I will treasure this throughout my life. So once, standing far from the White House and taking a photo, and then, to visit the White House, and to receive a book on someone whom I respect. You can imagine, how it would have touched my heart.
Barack there is a question for you. Himani from Ludhiana, Punjab. Question is for you ……:
(Hon’ble Shri Barack Obama):
Well the question is “Did you both imagine you would reach the positions that you’ve reached today?”
And it is interesting, Mr. Prime Minister, your talking about the first time you visited White House and being outside that iron fence. The same is true for me. When I first went to the White House, I stood outside that same fence, and looked in, and I certainly did not imagine that I would ever be visiting there, much less living there. You know, I think both of us have been blessed with an extraordinary opportunity, coming from relatively humble beginnings. And when I think about what’s best in America and what’s best in India, the notion that a tea seller or somebody who’s born to a single mother like me, could end up leading our countries, is an extraordinary example of the opportunities that exist within our countries. Now I think, a part of what motivates both you and I, is the belief that there are millions of children out there who have the same potential but may not have the same education, may not be getting exposed to opportunities in the same way, and so a part of our job, a part of government’s job is that young people who have talent, and who have drive and are willing to work for, are able to succeed. And that’s why we are emphasizing school, higher education. Making sure that children are healthy and making sure those opportunities are available to children of all backgrounds, girls and boys, people of all religious faiths and of all races in the United States is so important. Because you never know who might be the next Prime Minister of India, or who might be the next President of United States. They might not always look the part right off the bat. And they might just surprise you if you give them the chance.
(Hon’ble Shri Narendra Modi):
Thank you Barack.
Himani from Ludhiana has also asked me this question – did I ever imagine I would reach this high office?
No. I never imagined it. Because, as Barack said, I come from a very ordinary family. But for a long time, I have been telling everyone, never dream of becoming something. If you wish to dream, dream of doing something. When we do something, we get satisfaction, and also get inspiration to do something new. If we only dream of becoming something, and cannot fulfil the dream, then we only get disappointed. And therefore, I never dreamt of becoming something. Even today, I have no dream of becoming something. But I do dream of doing something. Serving Mother India, serving 125 crore Indians, there can be no greater dream than this. That is what I have to do. I am thankful to Himani.
There is a question for Barack from Omprakash. Omprakash is studying Sanskrit at JNU. He belongs to Jhunjunu, Rajasthan. Om Prakash is convener of special centre for Sanskrit Studies in JNU.
(Hon’ble Shri Barack Obama):
Well this is a very interesting question. His question is, the youth of the new generation is a global citizen. He is not limited by time or boundaries. In such a situation what should be the approach by our leadership, governments as well as societies at large.
I think this is a very important question. When I look at this generation that is coming up, they are exposed to the world in ways that you and I could hardly imagine. They have the world at their fingertips, literally. They can, using their mobile phone, get information and images from all around the world and that’s extraordinarily powerful. And what that means, I think is that, governments and leaders cannot simply try to govern, or rule, by a top-down strategy. But rather have to reach out to people in an inclusive way, and an open way, and a transparent way. And engage in a dialogue with citizens, about the direction of their country. And one of the great things about India and the United States is that we are both open societies. And we have confidence and faith that when citizens have information, and there is a vigorous debate, that over time even though sometimes democracy is frustrating, the best decisions and the most stable societies emerge and the most prosperous societies emerge. And new ideas are constantly being exchanged. And technology today I think facilitates that, not just within countries, but across countries. And so, I have much greater faith in India and the United States, countries that are open information societies, in being able to succeed and thrive in this New Information Age; than closed societies that try to control the information that citizens receive. Because ultimately that’s no longer possible. Information will flow inevitably, one way or the other, and we want to make sure we are fostering a healthy debate and a good conversation between all peoples.
(Hon’ble Shri Narendra Modi):
Omprakash wants me too, to answer the question that has been asked to Barack.
Barack has given a very good answer. It is inspiring. I will only say, that once upon a time, there were people inspired primarily by the Communist ideology. They gave a call: Workers of the world, Unite. This slogan lasted for several decades. I believe, looking at the strength and reach of today's youth, I would say, Youth, Unite the world. I believe they have the strength and they can do it.
The next question is from CA Pikashoo Mutha from Mumbai, and he asks me, which American leader has inspired you
When I was young, I used to see Kennedy's pictures in Indian newspapers. His personality was very impressive. But your question is, who has inspired me. I liked reading as a child. And I got an opportunity to read the biography of Benjamin Franklin. He lived in the eighteenth century. And he was not an American President. But his biography is so inspiring – how a person can intelligently try to change his life.
If we feel excessively sleepy, how can we reduce that?
If we feel like eating too much, how can we work towards eating less?
If people get upset with you that cannot meet them, because of the pressure of work, then how to solve this problem?
He has addressed such issues in his biography. And I tell everyone, we should read Benjamin Franklin's biography. Even today, it inspires me. And Benjamin Franklin had a multi-dimensional personality. He was a politician, he was a political scientist, he was a social worker, he was a diplomat. And he came from an ordinary family. He could not even complete his education. But till today, his thoughts have an impact on American life. I find his life truly inspiring. And I tell you too, if you read his biography, you will find ways to transform your life too. And he has talked about simple things. So I feel you will be inspired as much as I have been.
There is a question for Barack, from Monika Bhatia.
(Hon’ble Shri Barack Obama):
Well the question is “As leaders of two major economies, what inspires you and makes you smile at the end of a bad day at work?”
And that is a very good question. I say sometimes, that the only problems that come to my desk are the ones that nobody else solves. If they were easy questions, then somebody else would have solved them before they reached me. So there are days when it’s tough and frustrating. And that’s true in Foreign Affairs. That is true in Domestic Affairs. But I tell you what inspires me, and I don’t know Mr. Prime Minister if you share this view - almost every day I meet somebody who tells me, “You made a difference in my life.”
So they’ll say, “The Health-Care law that you passed, saved my child who didn’t have health insurance.” And they were able to get an examination from a Physician, and they caught an early tumour, and now he is doing fine.
Or they will say “You helped me save my home during the economic crisis.”
Or they’ll say, “I couldn’t afford college, and the program you set up has allowed me to go to the university.”
And sometimes they are thanking you for things that you did four or five years ago. Sometimes they are thanking you for things you don’t even remember, or you’re not thinking about that day. But it is a reminder of what you said earlier, which is, if you focus on getting things done as opposed to just occupying an office or maintaining power, then the satisfaction that you get is unmatched. And the good thing about service is that anybody can do it. If you are helping somebody else, the satisfaction that you can get from that, I think, exceeds anything else that you can do. And that’s usually what makes me inspired to do more, and helps get through the challenges and difficulties that we all have. Because obviously we are not the only people with bad days at work. I think everybody knows what it is like to have a bad day at work. You just have to keep on working through it. Eventually you make a difference.
(Hon’ble Shri Narendra Modi):
Indeed Barack has spoken words from the heart (Mann Ki Baat). Whatever position we may hold, we are human too. Simple things can inspire us. I also wish to narrate an experience. For many years, I was like an ascetic. I got food at other people's homes. Whoever invited me, used to feed me as well. Once a family invited me over for a meal, repeatedly. I would not go, because I felt they are too poor, and if I go to eat at their place, I will become a burden on them. But eventually, I had to bow to their request and love. And I went to eat a meal at their home. It was a small hut, where we sat down to eat. They offered me roti made of bajra (millet), and mik. Their young child was looking at the milk. I felt, the child has never even seen milk. So I gave that small bowl of milk to the child. And he drank it within seconds. His family members were angry with him. And I felt that perhaps that child has never had any milk, apart from his mother's milk. And maybe, they had bought milk so that I could have a good meal. This incident inspired me a lot. A poor person living in a hut could think so much about my well-being. So I should devote my life to their service. So these are the things that serve as inspiration. And Barack has also spoken about what can touch the heart.
I am thankful to Barack, he has given so much time. And I am thankful to my countrymen for listening to Mann Ki Baat. I know radio reaches every home and every lane of India. And this Mann Ki Baat, this special Mann Ki Baat will echo forever.
I have an idea. I share it with you. There should be an e-book made of the talk between Barack and me today. I hope the organizers of Mann Ki Baat will release this e-book. And to you all, who have listened to Mann Ki Baat, I also say, do participate in this. And the best hundred thoughts that emerge out of this, will also be added to this e-book. And I want you to write to us on Twitter, on Facebook, or online, using the hashtag #YesWeCan.
• Eliminate Poverty - #YesWeCan • Quality Healthcare to All - #YesWeCan • Youth empowered with Education - #YesWeCan • Jobs for All - #YesWeCan • End to Terrorism - #YesWeCan • Global Peace and Progress - #YesWeCan
I want you to send your thoughts, experiences and feelings after listening to Mann Ki Baat. From them, we will select the best hundred, and we will add them to the book containing the talk that Barack and I have had. And I believe, this will truly become, the Mann Ki Baat of us all.
Once again, a big thank you to Barack. And to all of you. Barack's visit to India on this pious occasion of 26th January, is a matter of pride for me and for the country.
Thank you very much.
My Dear Fellow Countrymen,
Today I have this great opportunity of interacting with you again. You must be wondering why a Prime Minister should be interacting the way I am doing it. Well, first and foremost, I am a less of your Prime Minister and more of a Pradhan Sewak (serving the people). Since childhood I have been hearing that by sharing, our intensity of pain become less while the intensity of our joys grow manifold. Well I think, this is the guiding thought behind Mann ki Baat. It is an opportunity for me to sometimes share my concern and sometimes my joy. Sharing my deepest concerns with you makes me feel light hearted and sharing my joy just doubles my happiness.
Last time, I mentioned my concern about the youth of the country. It is not because you chose me as the Prime Minister but because I feel concerned as an individual. Sons and daughters of many families are caught in the trap of drugs. It just does not destroy the person involved, but his entire family, the society and the Nation at large. Drug is such a grave menace which destroys the most powerful individuals.
While serving as the Chief Minister of Gujarat, my officers with good records would often come to ask for leave. Initially they would hesitate to spell out the reasons, however on insisting they revealed that their child had fallen into the drug trap and they now need to spend time with their kids and rehabilitate them. I could see the bravest of my officers struggling to control their tears. I met suffering mothers too. In Punjab I had the chance to meet some mothers who were very angry and yet concerned about their children who had fallen into the trap of drugs.
We have to work together as a society to tackle this menace. I understand that the youth who fall into this drug trap are often blamed. We blame these youth as being careless and irresponsible. We perceive that the victims are bad but the fact is that the drugs are bad. The youth are not wrong; it is this addiction which is wrong. Let us not blame and wrong our kids. Let us get rid of this habit of addiction and not victimize our kids. Blaming the kids would push them further into addiction. This is in fact a psycho-socio-medical issue and let us treat it as such a problem. This menace needs to be handled carefully as its solution is not limited to medical intervention only. The individual concerned, his family, friends, the society, the government and the legal system all have to work in tandem to tackle this menace. Each one of us have to contribute to get rid of this menace.
A few days ago, I had organized a DGP level conference in Assam. I expressed my concern over this issue and my displeasure at the non-serious attitude of the people concerned. I have asked the police department to seriously discuss this issue and come out with relevant solutions. I have suggested the department to launch a toll free helpline. The families often feel ashamed to come out in open about the addiction problem of their children. They have no one to confide in. Parents from any part, any corner of the country can freely approach the police if their children have fallen a victim to addiction. The department has taken this suggestion seriously and working towards its fulfillment.
The drug menace brings about the Three D’s. These Three D’s are not the ones related to entertainment but I am talking about the Three D’s related to the three vices.
First D is Darkness, the second D is Destruction and the third D is Devastation.
Drugs lead a person to a blind path of destruction. There is nothing left in its trail but devastation. This is a topic of great concern and demands total attention.
I had mentioned this topic in my last address in Mann ki Baat. We received more than 7000 letters on our Akashvani address. Some letters were received in the government offices. We received responses on government portal, Mygov.in, online and through e-mails. Lakhs of comments were received on twitter and facebook. Hence, a deep rooted concern in the society’s psyche has found a voice.
I am especially thankful to the media of our country for carrying this concern forward. Many channels conducted hour long programs. These programs were not just meant to criticize the government. They were forums for open discussion, a concern and an effort to come out with workable solutions. These initiatives created background for healthy discussions. The government was also sensitized to its responsibilities in this direction. The government can no longer remain neutral to these concerns.
There is a question I want to ask these youth caught in the drug trap. I want to ask these youth that when for three or four hours they are in a state of intoxication, they might be feeling free of all concerns, free of all tensions and in a different world altogether. But have you ever lent a thought to the fact that when you buy drugs where does this money go to? Have you ever thought about it? Just make a guess. What if this drug money goes to the terrorists? What if this money is spent by the terrorists to procure weapons? And with this weapon the very same terrorist might be pumping bullets in the heart of my soldiers. The soldier of my country gets martyred. Have you ever thought about our soldiers- a soldier who is so dear to his mother, the treasured son of Mother India, the brave son of the soil is hit by a bullet probably funded by the money spent on purchasing drugs. I know and firmly believe that you too love your motherland and have tremendous respect for our soldiers. Then how can you support a habit which funds drug mafia and the terrorists.
Some people feel that when a person is in despair, faces failures and when he is directionless, he is an easy prey to drugs. But I feel that people who lack ambition, do not have any set goals and targets, who have a deep vacuum in their lives, are the ones where drugs will have an easy access. If you want to avoid drugs and save your children from this menace then foster ambition in them, give them dreams to pursue and make them individuals with a desire to achieve something in life. Then you will see that they will not be easily distracted. Their aim then will be to achieve something in life.
Have you ever followed a sportsman’s life? A sportsman is motivated forever. In the bleak winters everyone feels like sleeping in the warmth of a quilt but a sportsman will still rise at 4 or 5 and go for his workouts. Why? because the goal is set. Similarly, if your child would be aimless, there are chances of him/her to fall prey to menace like drugs.
I remember the words of Vivekananda. These words are very apt for all the young people. Just keep repeating this thought over and over again. “Take a thought, make it your life. Ponder on it and dream about it. Make it an integral part of your dreams. Make it a part of your mind, brain, veins and each and every part of your body and forget everything else”.
This thought of Vivekananda is apt for every young person and that is why I say that each person should have an ambition in life. Having an ambition does not allow your focus on unnecessary things.
Some take it under peer pressure because it looks “cool”, some consider it as a style statement. So sometimes the youth inadvertently fall into this serious trap, due to the wrong mental perception. Addiction is neither cool nor a style statement. In reality, it is a precursor to destruction. So whenever your friends boast about their drug habits, do not applaud and enjoy such conversation. Do not be a mute spectator to such absurdities. Have the courage to stand against such conversations and say NO. Have the guts to despise such a conversation, reject such a conversation and have the guts to tell the person that he is wrong.
I would like to share some views with the parents too. These days none of us have time. All of us are running against time to earn our livelihood. We are racing against time to improve the quality of our lives. But in this blind race, do we have the time to spare for our kids. Do we ever work for our kid’s spiritual progress and discuss it with them, rather we discuss only material progress. How are they doing in their studies, what has been their progress in exam, what to eat and what not to eat, where to go and where not to go – majorly these topics form the core of the entire interactions. Do we share such a relationship that our children can bare their hearts to us? I request all of you to do this. If your children share a frank relationship then you can very well know what is going on in their life. Children do not take to bad habits suddenly. It happens gradually and it also impacts the home. Observe the changes that are happening in your home. If you observe closely then I believe that you may be successful in detecting the problem at the very beginning. Be aware of your child’s friend circle and don’t keep your conversations focused just about progress. Your concern should extend to their inner depths, their thoughts, their logic, their books, their friends and their mobiles - how and where are they spending their time. These need to be taken care of. I believe that no one else can do what a parent can for their kids. Our ancestors have left us certain pearls of wisdom and that is why they are known as statesmen. A saying goes like this:
Paanch Varsh Laaw Lijiye
Dass Laaw Tadan dei
Paanch Varsh Laaw Lijiye
Dass Laaw Tadan dei
Sut Hi Solah Varsh Mein
Mitra Sarij Gani Dei
This means that till 5 years of age a child should grow in the loving and tender care of his parents, by the time he is 10 the values of discipline should be inculcated in him. Sometimes we see that an intelligent mother gets angry and does not speak with her child throughout the day. This is a big punishment for the child. The mother punishes herself but the child too gets punished in turn. The mother just has to say that I will not talk and the 10 year old will remain worried the whole day long. He changes his habit and by the time he is of 16 years then the relationship should turn like a friend towards him. There should be an open conversation with him. This is a brilliant advice which has been passed on by our ancestors. I would like to see this inculcated in our family life.
Another thing brought to our notice is the role of the pharmacists. Some of the medicines lead to addiction. So such medicines should not be distributed without a doctor’s prescription. Sometimes a simple thing like a cough syrup can trigger addiction. It becomes the starting point for addiction. There are quite a few things that I would not like to raise from this platform. But we will have to follow and accept this discipline.
These days many children from villages go to city for higher education and start living in a hostel or a boarding school. I have heard that sometimes these avenues become the entry point of such addiction. For this the education system, the society and the security force will have to act as a vigilante. Each one will have to fulfill their roles and responsibilities. The government will fulfill the responsibilities on its end. We should constantly strive to fulfill our obligations.
I would also like to mention about the letters we have received. Some of them are interesting, some are filled with grief and some are inspiring. I cannot mention all, but I would like to mention one. There was a certain Mr. Dutt. He was deep into addiction .He was also jailed where he had several restrictions. Then later his life changed. He studied in jail and then his life was transformed. His story is very famous. He was in Yerawada Jail. There might be many such inspiring stories. Many people have been victorious in their fight against addiction. We too can come out of such habits and so we should definitely try. We should make efforts for de-addiction and rehabilitation. I would ask celebrities to be a part of this initiative - be it from the field of cinema, sports or someone concerned with public life. Be it the cultural or spiritual world, we should use every possible platform to create awareness. There should be constant messages in public interest. They will certainly have an effect. Those active on the social media, I would request them to create a continuous online movement by joining #DrugsFreeIndia hash-tag. This is more relevant because most of the addicted youth are a part of the social media. If we take this #DrugsFreeIndia hash-tag movement forward then we will do a great service for public awareness and education.
I want to take this concern forward. I would request all those who have successfully come out of this addiction to share their stories. I touched this topic because like I said in the beginning grief becomes less on sharing. This is a topic of national concern and I am not here to sermonize. And neither am I entitled to preach. I am just sharing my grief with you. Those families who are suffering from this menace, I want to share their pain as well. I want to create a responsible environment. There can be difference of opinions but let us make a beginning somewhere.
Like I mentioned before, I want to share happiness. Last week I had the opportunity to meet the Blind Cricket Team. They had won the world cup. What joy and excitement, they were exuding great self confidence. God has given us everything, eyes, hands, legs i.e. we are totally capable yet we lack this kind of determination and passion which I could see in the blind cricketers. What zeal and enthusiasm, really it was contagious. I felt super charged after meeting them. Such incidents bring great pleasure in life.
In the past few days there was yet another important news. The cricket team from Kashmir defeated Mumbai on their home ground. I do not view it as a matter of someone’s victory and other’s loss. I view it differently. All the stadiums in Kashmir have been inundated after the floods. Kashmir is passing through a tough phase. The circumstances have been extremely grim with these boys not standing any chance to practice. But the Team Spirit shown by these boys, their conviction and determination is awe inspiring. These boys have shown us that one can overcome the most trying and testing circumstances if one remains focused on our goals. This news gave me immense pleasure and I take this opportunity to congratulate all these players on their victory.
Two days back, the United Nations has decided to celebrate June 21st as International Yoga Day. It is a matter of great pride and honour for India. Our ancestors developed a beautiful tradition and today the entire world is associated with it. It does not merely benefit one personally but it has the potential to bring all the people together globally. The entire world came together on the issue of Yoga in the UN and a unanimous resolution was passed just two days back. 177 countries became the co-sponsors. In the past when it was decided to celebrate the birthday Mr. Nelson Mandela, 165 countries became co-sponsors. Before that efforts were on for International Toilet Day and 122 nations became co-sponsors to that initiative too. For celebrating Oct 2nd as Non Violence Day 140 Countries became co-sponsors, before that. But 177 countries co- sponsoring Yoga is a world record of sorts. I am thankful to all the countries that have come out in support and have honored the sentiments of the Indians and decided to observe World Yoga Day. It is now our duty that Yoga reaches out to the masses in its true essence.
Last week I had the chance to have a meeting with the Chief Ministers of all the states. This tradition has been going on for the past 50-60 years. This time it was organized at the Prime Minister’s residence. We started it as a retreat program with no papers, no files and no officers. It was a simple interaction where the Prime Minister and Chief Minister were all the same, seated together like friends. For an hour or two, matters of national concern were seriously discussed in a friendly atmosphere. Everyone just poured their hearts out. There was no political agenda involved. This too was a memorable experience that I wanted to share with you.
Last week I had the chance to travel to the North East. I had been there for three days. Many a times youth express their desire to see the Taj, Singapore or Dubai. But I would urge all the nature lovers, all who want to experience the divinity in nature, to take a tour of the North East. I had gone earlier too. This time when I went as the Prime Minister, I tried to explore its potential. Our North east has tremendous potential and possibilities. It’s a land of beautiful people and beautiful surroundings. I was filled with immense joy visiting that place. Sometimes people ask Modi ji don’t you get tired? I want to say that whatever little fatigue I had, well the North East took it away completely, I am thoroughly rejuvenated. Such is the pleasure that I derived from that visit. The love and respect accorded by the people there is something that will stay with me forever. The kinship and affinity showed by the people of the North East touched me deeply. I will also tell you, it is not a joy for only Modi to enjoy, it is there for you to enjoy too. So do travel to the North East and enjoy.
The next edition of Mann Ki Baat will happen in 2015. This is probably my last program in 2014. I wish you all a Merry Christmas. I would like to wish all the very best of New Year hes in advance. It gives me immense pleasure to know that this program Mann Ki Baat is broadcast in regional languages by the Local Radio stations that same night at 8 pm. And it is surprising to know some of the regional voice-over artists also speak in the voice very similar to me. I am surprised at the brilliant work being done by the artists associated at Akashvani and I would like to congratulate them. I consider this as an effective medium to connect to the masses. We have had tremendous response. Seeing the response Akashvani has devised a new method. They have taken a new Post Box number. So now if you wish to write into me you can write on this Post Box number.
Mann Ki Baat
Post Box no 111, Akashvani
New Delhi.
I will be awaiting your letters. You do not realize that your letters become my inspiration. Some suggestions penned down can do good to the entire nation. I am thankful to you all. We will meet next in 2015 and on some Sunday morning we will again have our own Mann Ki Baat.
Thank you very much.
My dear fellow countrymen,
I am with you again almost after a month. A month is quite a long time. Lots of things keep happening in the world. You all have recently celebrated the festival of Diwali with great fervour and joy. It is these festivals which bring happiness in our daily lives from time to time. Be it poor or rich, people from village or from urban areas, festivals hold a different significance in everyone’s lives. This is my first meeting after Diwali, so I convey my very warm wishes to you all.
Last time we had some general conversation. But then I came to some new realizations after that conversation. Sometimes we think leave it… nothing is going to change, people are indifferent, they will not do anything, our country is like this. From my last conversation in Mann Ki Baat to this one, I would urge you all to change this mindset. Neither is our country is like this nor our people indifferent. Sometimes I feel the Nation is way ahead and the government is lacking behind. And from my personal experience I will say that the governments too needs to change their mindsets. And I say that because I can see tremendous sense of commitment in the Indian youth. They are very eager to do their bit and are just seeking an opportunity where they can do their bit. And they are making efforts at their own end. Last time I had asked them to buy at least one khadi outfit. I had not asked anyone to be Khadidhari, But the feedback I got from Khadi stores was that in a week’s time the sales had jumped up by 125%. In this way, as compared to last year the sales this year is more than double in the week following 2nd Oct. This means, the people of our country is many times more than we think of. I salute all my fellow Indians.
Cleanliness……….. Can anyone imagine that cleanliness will become a such a huge public movement. The expectations are high and they should be so. I can see some good results, cleanliness can now be witnessed in two parts. One is those huge garbage piles which keep lying in the city; well the people in the government will work to remove those. It is a big challenge but you cannot run away from your responsibilities. All state governments and all municipalities will now have to take concrete actions due to the rising public pressure. Media is playing a very positive role in this. But there is the second aspect which gives me immense pleasure, happiness and a sense of satisfaction that the general public has started feeling that leave what happened in the past, now they will not dirty their surroundings. We will not add to the existing dirt. A gentleman Mr Bharat Gupta has sent me a mail on mygov.in from Satna, Madhya Pradesh. He has related his personal experience during his tour of the railways. He said that people eat on trains and usually litter around. He continues to say that he has been touring from the past many years but it is this time around no one was littering, rather they were looking for dustbins to throw their trash. When they could not see any arrangements they collected all their litter in a corner. He says that it was a very gratifying experience for me. I thank Bharat ji for sharing this experience with me.
What I am seeing is that this campaign has had a great influence on kids. Many families mention that now whenever kids eat a chocolate they themselves pick the wrapper and disposes it. I was seeing a message on the social media. Someone had posted a picture with the Title “My hero of the Day”. This picture was that of a little kid who, picks up trash, wherever he goes, even when going to school. He is himself motivated to do this. Just see…people now feel it is their country and they will not make it dirty. We will not add to the existing dirt pile. And those do litter feel ashamed for someone is around to point it out to them. I consider all these to be good omens.
Another thing is that many people come to meet me who are from all the sections of the society. They can be government officers, from film world, sports world, industrialists, scientists ……. All of them, whenever they interact with me, in ten minutes discussion, about four to five minutes the discussion is on social issues. Someone talks about cleanliness, while some others talk about education, while someone talks about social reforms. Some people discuss the ruining of family life. I initially thought if a businessman comes, he will definitely talk of things of his personal interest. But I am seeing a major change.
They talk less about their interest and more about taking on some or the other social responsibility. When I add up all these small incidents I see a larger picture and I realize that we are moving in the right direction. It is true that unhealthy environment leads to diseases and sickness, but where does sickness strike first. It first strikes the poor household. When we work towards cleanliness, we make a major effort in the direction of helping the poor. If the poor families are saved from diseases, then they will be saved from a lot of financial problems. If a person is healthy, then he will work hard, earn for the family and help in running the family smoothly. And so this cleanliness drive is directly related to the health and welfare of my poor brethren. We may not be able to do something to help the poor, but even keeping the environs clean helps the poor in a big way. Let us view it from this perspective; it will be very beneficial.
I receive different kinds of letters. Last time I had mentioned about our specially abled children. Whom God has given some kind of deficiencies; I had expressed my feelings regarding those people. I see that people who work in this field are sending me their success stories. But I came to know about two things from my people in the government. The people from the HRD ministry after hearing my talk, felt the need to do something. And the officers came together to work out an action plan. This is an example of how changes are coming about in governance. One they have decided that those specially abled who want to pursue technical education, a thousand of them who are good will be selected for Special Scholarships, and a plan has been made. I congratulate the officials who could think in those lines. Another important decision is that all the Kendriya Vidyalaya’s and all Central Universities will have a special infrastructure for the specially abled, for example if they can’t climb stairs then there will be provision for ramps to facilitate movement by wheel chair. They need different kinds of toilets. The HRD ministry has decided to allocate an additional Lakh rupees to the Kendriya Vidyalays and Central universities. This fund will be used by these institutions to create infrastructure for the specially abled. This is an auspicious beginning……………these things will lead us to change.
I had the chance to visit Siachin a few days back. I spent Diwali with the Jawans who are ready to lay down their lives for the nation. When the nation was celebrating Diwali I was at Siachin. It is because of them that we were able to celebrate Diwali, so I wanted to be with them. I experienced the difficulties in which they spent their time there. I salute all my Jawans. But I want to share another matter of great pride with you. Our Jawans work in the field of security. In calamities, they risk their lives to save our life. They also fetch medals for us in sporting events. You will be glad to know that these Jawans have won a gold medal in a very prestigious event in Britain called Cambrian Patrol, defeating contestants from 140 nations. I offer these Jawans my heartiest congratulations.
I also got an opportunity to meet, the young and dynamic students, boys and girls over tea who had won medals in Sports. They give me renewed energy. I was seeing their zeal and enthusiasm. The facilities in our country are quite less as compared to other nations, but instead of complaining they were just sharing their joy and excitement. For me, this tea programme for these players was very inspiring, and I felt really good.
I would like to tell you something more and that too from my heart. I truly believe that people of my country trust my words and my intentions. But, today one more time, I want to reiterate my commitment. As far as black money is concerned, my people, please trust your Prime Servant, for me this is the Article of Faith. This is my commitment that the hard-earned money of the poor people stashed abroad, every penny of that should be brought back. The ways and means to be followed can be different. And this is very obvious in a democratic country, but on the basis of as much I understand and as much I know, I assure you that we are on the right track. Today, nobody, neither me, nor the government, nor you, nor even the previous government knew how much money is stashed abroad. Everyone gives estimate calculated in his/her own way. I don’t want to get lost in some such figures and estimates, Its my commitment that, be it 2 rupees, or 5 rupees, or millions or even billions, this is the hard-earned money of the poor people of my country and it has to come back. And I assure you that I will keep trying till the end. No efforts will be spared. I want your blessings to be always with me. I assure you that I will do whatever and whenever something is required to be done for you. I give my commitment to you.
I have received a letter. It has been sent by Sri Abhishek Pareekh. The same sentiments were expressed to me by many mothers and sisters when I was not even the Prime Minister. Some doctor friends had also expressed their concern and I too have expressed my views on this issue a number of times in the past. Mr. Parikh has drawn my attention towards the increase of drug addiction that is fast catching up with our young generation. He has asked me to discuss this topic in “Mann ki Baat.” I agree with his concern and I will definitely include this topic, in my next edition of Mann Ki Baat. I will discuss the topic of drugs, drug addiction and drug mafia and how they are a threat to our country’s youth. If you have some experience, any information in this regard, if you have ever rescued any child from this drug addiction, if you know of any ways and means to help, if any government official has played a good role, if you give me any such information, I will convey such efforts to the public and together we will try to create an environment in each family that no child ever thinks of choosing this vice out of sheer frustration. I will definitely discuss this in detail in the next edition.
I know I am choosing those topics which put the government in the dock. But how long will we keep these things hiding? How long will we brush these important concerns under the carpet? Some day or the other we need to take a call, follow our instincts and for grand intentions tough calls are equally important. I am mustering the courage to do so because your love inspires me to do so. And I will continue to do such things because of your love.
Some people told me “ Modi ji you asked us to send you suggestions on Facebook, twitter or email. But a large section of the social class does not have access to these facilities, so what can they do. Your point is very valid. Everyone does not have this facility. Well then, if you have something to say related to Mann Ki Baat, that you hear on the radio even in the villages then do write into me on the following address
Mann Ki Baat
Akashvani
Sansad Marg
New Delhi.
Even if you send some suggestions through letters they will definitely reach me. And I will take them seriously as active citizens are the biggest asset for development. You write one letter, it indicates that you are very active. When you give your opinion, it means that you are concerned with national issues and this is strength of the nation. I welcome you.
For my Mann Ki Baat, your mann ki baat sould also reach me. Maybe you will definitely write a letter. I will try and interact with you again next month. I will try, that whenever I talk, it is Sunday, around 11 am. So I am getting closer to you.
The weather is changing. Winters are slowly setting in. This is a good month for health. Some find it a good season for eating. Some find it good for wearing nice clothes. Besides food and clothes it is a good season for health. Don’t let it go waste. Make the most of it.
Thank You.
My Dear Countrymen,
Today is the holy festival of Vijay Dashami. My heartiest greetings on this occasion of Vijay Dashami to one and all.
Through the medium of radio, I would like to share few heartfelt thoughts with you today. And, I hope that not only today, this series of conversation may be carried out regularly in future. I will try my best, if possible, to take out time twice a month or even once to speak with you. In future, I have also decided that whenever I will speak to you, it would be on Sunday morning at 11am. It would be convenient for you too and I will be content to have shared my thoughts with you.
We are celebrating the festival of Vijaya Dashami today, which is a symbol of victory of Good over Evil. A gentleman named Ganesh Venkatadari, a native of Mumbai, has sent me a mail writing that we must take a vow to eliminate ten bad habits from within ourselves on the occasion of Vijaya Dashami. I express my gratitude to him for this suggestion. As individuals, all of us must be thinking to put an end to our bad habits and win over them. For the sake of our nation, I believe all of us should come together and take a vow in getting rid of the dirt and filth from our country. On the occasion of Vijaya Dashami, we must take a vow to eliminate dirt and filth and we can do so.
Yesterday, on 2nd October on the eve of Mahatma Gandhi’s birth anniversary, more than 1.25 crore countrymen have started the ‘Swachh Bharat’ movement. I had shared one thought yesterday that I will nominate nine people and they need to upload their videos of cleaning the nation on social media websites, and nominating nine more people to do the same. I want you all to join me, clean up the nation, and nominate nine more people in this drive. Eventually, the entire nation will be filled with this atmosphere. I strongly believe that all of you will join hands with me to carry this movement forward.
Whenever we think of Mahatma Gandhi, we are reminded of Khaadi. You may be wearing variety of clothes with different fabrics and company brands in your family. But is it not possible to include Khaadi too? I am not telling you to use only Khaadi products. I am just insisting to use, at least one Khaadi product, like handkerchief, or a bath towel, a bed sheet, a pillow cover, a curtain or anything of that kind. If you have an inclination for all kinds of fabrics and clothes in your family, you can also buy Khaadi products on a regular basis. I am saying this as when you buy Khaadi products, it helps poor people to light lamps on Diwali. Also, you can avail a special discount on Khaadi products from 2nd October for a month. It is a very small thing, but has a very big impact which binds you with the poor. How you see this as a success. When I speak of 1.25 crore countrymen and assess the outcome, we might assume that government will take care of everything and as individuals we stand nowhere. We have seen that if we intend to move ahead, we need to identify our potential, understand our strengths and I can swear that we form the incomparable souls of this world. You all know that our own scientists have been successful in reaching Mars, with least expenditure. We do not lack in our strengths, but have forgotten our fortes. We have forgotten ourselves. We have become hopeless. My dear Brothers and Sisters I cannot let this happen. I always remember one of the sayings by Swami Vivekananda Ji as he always used to emphasize on one thought and possibly, he might have shared this thought with many others.
Vivekananda ii used to say, once a lioness was carrying her two cubs on the way and came upon a flock of sheep from a distance. She got a desire to prey upon them and started running towards the flock. Seeing her running, one of the cub too, joined her. The other cub was left behind and the lioness moved on, post preying upon the flock. One of the cub went with the lioness but the other cub was left behind, and was brought up by a mother sheep. He grew among the sheep, started speaking their language and adapted their ways of life. He used to sit, laugh and enjoy with them. The cub who went with the lioness, was a grown-up now. Once, he happened to meet his brother and was shocked to see him. He thought in his mind,” He is a lion and is playing with sheep, talking like sheep. What is wrong with him? “He felt that his ego was at stake and went to talk to his brother. He said,” What are you doing, brother? You are a lion.” He gets a reply from his brother, “No, I am a sheep. I grew up with them. They have brought me up. Listen to my voice and the way I talk.” He said, “Come, I will show you, who you really are.” He took his brother to a well and told him to look in the water his own reflection, and asked him, if both of them had similar faces. “I am a lion, you, too, are a lion.” His brother’s self-esteem got awakened; he attained self-realization through this and even a lion brought up among sheep started roaring like a lion. His inner soul was awakened. Swami Vivekananda Ji used to say the same. My countrymen, 1.25 crore Indians have infinite strength and capabilities. We need to understand ourselves. We need to identify our inner strengths and like Swami Ji always used to say, we need to carry our self-respect, identify ourselves and move forward in life and be successful, which in turn, make our nation a winning and successful country. I believe, all our countrymen with a population of 1.25 crores are efficient, strong and can stand against any odds with confidence.
These days, I have been getting many letters through social media websites, like Facebook, from my friends. One of them, Mr. Gautam Pal, has addressed an issue regarding the specially-abled children. He has floated the idea of a separate Municipality, Municipal Corporation or councils for them. We need to plan something for them and extend moral support. I liked his suggestion and I have experienced this during my tenure as the Chief Minister of Gujarat. A Special Olympics was held in Athens in 2011. After the Olympics, I invited all the participants and winners of specially abled category from Gujarat to my home. I spent two hours with them, and it was the most emotional and inspiring incident in my life. As I believe, a specially-abled child in not only the responsibility of the parents in a family, it is the responsibility of the entire society. God has chosen this family to support a specially abled child, but a child is a responsibility of the entire nation. After this incident, I got so emotionally attached with them, that I started organizing separate Olympics for them in Gujarat. Thousands of children with their parents used to come and attend, I, too, used to attend the Olympics. There was an atmosphere of trust and, this is the reason, I liked the suggestion given by Mr. Gautam Pal and felt like sharing it with you.
It reminds me of another story. Once, a traveller was sitting at the corner of a road, and was asking everyone the way to a specific place. He continued asking the route from many people. A man, sitting beside him was observing. The traveller stood up and started asking passers-by again. He stood up and said,” The way to your destination is here.” The traveller, then, said,” Brother, you were sitting next to me for so long, saw me asking the route from everyone. If you knew the route, why didn’t you tell me before?” The man answered,” I was waiting to verify if you really intend to reach your destination or you are asking people just for your knowledge. But, when you stood up, I was assured that you truly wish to reach your destination, and decided to give confirm the address”.
My countrymen, till the time we do not decide to walk, stand on our own, we will also not get the guidance from others in our journey. We will not get the people to hold our fingers and help us in walking. We need to take the initiative in walking and I trust all my 1.25 crore Indians, who are capable of walking on their own and will keep moving.
For the past few days, I have been getting very interesting suggestions from people. I am aware, when to adapt to these suggestions. But, I want everyone to actively participate in these suggestions as we all belong to our nation, the nation does not only belong to any Government. We are the citizens of our Nation and we all need to unite without any exceptions. Some of you have suggested simplifying the registration process for Small Scale Industries. I will definitely put this under government’s notice. Some of you have written to me to incorporate skills development courses in the school curriculum from 5th standard. This will help the students to learn various skills and crafts. I loved this idea. They have also suggested that even the adults should learn skills development courses along with their studies. One of the suggestions given was to keep a dustbin at every 100 meters and a putting in place a cleaning system.
Some of you have written to me, to abolish the use of plastic bags. I am receiving numerous suggestions from people. I have always been telling you, to write to me and narrate a true incident, which is positive and inspiring to me and our Countrymen, along with the evidence. If you do this, I can promise this to you, that I will share all those heartfelt thoughts or suggestions with all our Countrymen, through Mann ki Baat.
I have only one intention in speaking with you all,” Come, let us serve our Mother India. Let us all take our nation to the new heights. Let us all take a step forward. If you take one step, our nation takes 1.25 crore steps to move forward, and for this purpose, on this auspicious occasion of Vijaya Dashami, we all need to defeat all of our inner evils and pledge to do something good for the nation. A beginning has been made today. I will be sharing my heartfelt thoughts with one and all. Today, I have shared all the thoughts coming directly from my heart. I will meet you all next at 11 am on Sundays, but I trust our journey shall never end and will continue receiving love and suggestions from you.
After listening to my thoughts, please do not hesitate in sharing your thoughts or advice to me, I will appreciate that your suggestions keep flowing coming. I am glad to talk with you through this simple medium of Radio, which serves each and every corner of the nation. I can reach the poorest homes, as mine, my nation’s strength lies within the hut of Poor, within the villages; my nation’s strength lies with the Mothers, Sisters and Youths; my nation’s strength lies with the Farmers. Nation will only progress, if you believe in it. I am expressing my trust towards the nation. I believe in your strength, hence, I believe in our nation’s future.
I would once again, like to thank one and all for taking out time and listening to me. Thank you all!