પ્રધાનમંત્રીશ્રીએ ઈન્ડિયા ફર્સ્ટ (સૌ પહેલા ભારત)ના સિદ્ધાંતને આપેલા વિશેષ મહત્વના પડઘા સમગ્ર વિશ્વમાં પડ્યા છે. વિશ્વ વેપાર સંગઠન (વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન – ડબ્લ્યુટીઓ) દ્વારા ટ્રેડ ફેસિલિટેશન એગ્રીમેન્ટ (ટીએફએ) વિષે ચર્ચા કરાઈ રહી હતી, ત્યારે ભારતે મક્કમપણે પોતાના વાંધા અને આશંકાઓ રજૂ કર્યા હતા તેમજ એવું સ્પષ્ટ કર્યું હતું કે, આ સૂચિત કરાર અન્ન સુરક્ષા અંગેની ભારતની પ્રતિબદ્ધતા માટે સાનુકુળ નથી. ભારત માટે, પોતાની ગરીબ પ્રજાની અન્ન સુરક્ષા એક શ્રદ્ધાનો વિષય છે અને પ્રધાનમંત્રી પોતે તેના પ્રત્યે વ્યક્તિગત રીતે વચનબદ્ધ છે.

ભારતે અનાજના સરકારી સંગ્રહ માટે એક દીર્ઘકાલિન ઉપાય આવશ્યક હોવાનું જણાવ્યું છે. ભારતના આ વલણને વૈશ્વિક મંચ ઉપર વ્યાપક સમર્થન મળ્યું હતું અને સંખ્યાબંધ દેશોએ ભારતના અભિગમને ટેકો આપ્યો હતો. એકંદરે, ભારત એ બાબતે ખાતરી મેળવી શક્યું હતું કે, અન્ન સુરક્ષા અંગે કોઈ બાંધછોડ નહીં થાય અને સાથે સાથે વિશ્વ સમુદાય સાથેના સંવાદના દોર પણ આગળ ધપશે.

Explore More
દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
'Justice is served': Indian Army strikes nine terror camps in Pak and PoJK

Media Coverage

'Justice is served': Indian Army strikes nine terror camps in Pak and PoJK
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...

5 મે 2017, એ ઇતિહાસમાં કોતરાઈ ગયો છે જ્યારે દક્ષીણ એશિયાના સહકારે એક મજબુત પ્રોત્સાહન મેળવ્યું – આ દિવસે સાઉથ એશિયા સેટેલાઈટને સફળતાપૂર્વક પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો, જે ભારતે બે વર્ષ અગાઉ આપેલા વચનનું પાલન હતું.

દક્ષીણ એશિયા સેટેલાઈટ દ્વારા દક્ષીણ એશિયાના દેશોએ તેમના સહકારને અવકાશ સુધી પણ લંબાવી દીધો છે!

|

ઈતિહાસ રચાતો જોવા ભારત, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂતાન, માલદિવ્સ, નેપાળ અને શ્રીલંકાના નેતાઓએ વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

આ કાર્યક્રમ દરમિયાન બોલતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સાઉથ એશિયા સેટેલાઈટની ક્ષમતા તે કેવીરીતે હાંસલ કરી શકશે તેનું સંપૂર્ણ ચિત્ર રજુ કર્યું હતું.

|

તેમણે જણાવ્યું કે સેટેલાઈટ બહેતર શાસન, અસરકારક સંચાર, બહેતર બેન્કિંગ અને છેવાડાના વિસ્તારોમાં શિક્ષણ, સચોટ હવામાનની આગાહી અને લોકોને ટેલી-મેડીસીન સાથે જોડીને બહેતર સારવારની ખાતરી કરશે.

શ્રી મોદીએ યોગ્યરીતે જ સ્પષ્ટ કર્યું હતું કે, “જ્યારે આપણે હાથ મેળવીને પરસ્પર જ્ઞાનના, ટેક્નોલોજીના અને વિકાસના ફળ વહેંચીએ છીએ ત્યારે આપણે આપણા વિકાસ અને સમૃધ્ધિને ગતી આપીએ છીએ.