સોશિયલ મીડિયાનાં માધ્યમથી સામાજિક પરિવર્તન
પ્રિય મિત્રો, એક યા બીજા સામાજિકપ્રશ્નકે રાષ્ટ્રિય સમસ્યાને વાચા આપવામાં પ્રવૃત્ત હોય તેવા સંખ્યાબંધલોકોને મળવાનો અવસર મને અવારનવાર મળતો રહે છે. જુદાજુદા પ્રાંત અને વયજૂથનાં આ તેજસ્વી લોકોએ આપણાં સમાજમાં ગુણાત્મક બદલાવ લાવવા માટે પુરુષાર્થ આદર્યો છે. ગરીબ કન્યાઓનાં શિક્ષણથી માંડીને વાહનવ્યવહારનાં નિયમો અંગે જાગૃતિ અને રક્તદાન જેવા મુદ્દાઓ ઉપર સમાજિક જાગરણ આણવા આ લોકો પ્રયત્નશીલ છે.જ્યારે-જ્યારે આ લોકો સાથે વાર્તાલાપ કરવાનું બને છે ત્યારે એક બાબત મને ખરેખર આશ્ચર્યચકિત કરી જાય છે. અને તે એ કે આ દરેક લોકો પોતાના મુદ્દાને સમાજ સામે અસરકારક રીતે મુકવા માટે સોશિયલ મીડિયાનો ખૂબ નવીનતાભર્યો ઉપયોગ કરે છે. આ લોકો તેમના પોતાનામાં એક ફોજ જેવા છે. તેઓ આ ફોજનાં સૈનિકો પણ છે અને જનરલ પણ. પોતાનાં અંગત સ્વાર્થને બાજુએ મૂકીને કોઈ સામાજિક કે રાષ્ટ્રિય પ્રશ્નનાં નિરાકરણ માટે વેબ ઉપર આટલો બધો સમય અને ઊર્જા સતત આપતા રહેવું એ કોઈ નાનીસૂની વાત નથી. આ માટે વ્યક્તિને જે-તે પ્રશ્નને લઈને ફિકર હોવી જોઈએ, વળી તે વ્યક્તિ જાગૃત અને સર્જનાત્મક પણ હોવી જોઈએ. આ સેવાકર્મીઓને તેમની પ્રતિબધ્ધતા માટે હું સલામ કરું છું. વ્યાવસાયિક કારકિર્દી અને કામકાજની વ્યસ્તતા છતાંય આવા મુદ્દાઓ માટે સમય ફાળવવો એ ખરેખર બિરદાવવા યોગ્ય છે.
જેમ મેં આગળ કહ્યું કે, આ લોકોકોઈ એકાદ-માત્ર વયજૂથકે પ્રદેશસાથેસંકળાયેલા નથી. પ્રત્યેકવય અને પ્રદેશનાં લોકો સામાજિકચેતનાનાં પ્રસારમાટે પોતાનુંયોગદાન આપી રહ્યા છે. હવે બિનનિવાસી ભારતીયો તો પોતાની માતૃભુમિની ખબર જાણવા સોશિયલ મીડિયાનો વધુને વધુ ઉપયોગ કરી રહ્યા છે, કારણકે આ માધ્યમ દિનપ્રતિદિન ઝડપી અને મજેદાર બની રહ્યું છે. સોશિયલ મીડિયા ઉપર ઉઠાવાતા મુદ્દાઓ પર બિનનિવાસી ભારતીયો પોતાનાં પ્રતિભાવો પણ આપે છે અને આ પ્રશ્નોનાંનિરાકરણ માટેવિવિધ રીતે યોગદાન પણ આપે છે.
સોશિયલ મીડિયાને કારણે હવેસામાન્યમાણસ માટે પોતાની વાતલોકોસમક્ષ મુકવાનુંકામપહેલા જેવુંઅતિશયકપરુંરહ્યું નથી. લોકો હવે આસાનીથી પોતાનાઅભિપ્રાયબીજા સમક્ષ મુકી શકે છે. એવું પણ બન્યાનાં દાખલા છે જ્યારેઅમુકહકીકતો-આંકડાઓમાં ભુલ હોવાની વાત કોઈએ સોશિયલ મીડિયા ઉપર કરી હોય અને તેનેપરિણામેમેઈનસ્ટ્રીમ મીડિયાને પણફેરવિચારણાકરવી પડી હોય.
મિત્રો, રોજબરોજનાં કામની વચ્ચે સોશિયલ મીડિયા પર લોકોનાં પ્રતિભાવો અને વિનોદી વાતોને વાંચવાથી મને પણ ઘણું જાણવા-શીખવા મળતું હોય છે. સોશિયલ મીડિયાનાં માધ્યમથી હું ઘણાં મજાનાં માણસોને પણ મળી શક્યો છું.
એવા કેટલાય લોકોછે જેઓ અદભુતકાર્યો કરી રહ્યા છે અને અન્ય લોકોનાં જીવનઅર્થસભર બનાવવામાં મદદરૂપ બની રહ્યા છે. સમાજમાં પરિવર્તનલાવવા આ લોકોએ આધુનિકટેક્નોલોજી અને સોશિયલ મીડિયાનો જે ખૂબીથી ઉપયોગકરી બતાવ્યો છે તે પ્રભાવિત કરી જાય એવો છે. સોશિયલ મીડિયા ઉપર હકારાત્મક પ્રદાન આપનારા આ સૌ મિત્રો સ્વામી વિવેકાનંદનાં ભવ્ય ભારતનાં નિર્માણનાં સ્વપ્નને ચરિતાર્થ કરવામાં મહત્વની ભુમિકા ભજવી રહ્યા છે. તેમનું યોગદાન ખરેખર પ્રશંસાને પાત્ર છે.
આપનો,
નરેન્દ્ર મોદી