‘મેઇક ઇન ઇન્ડિયા’ એ ભારતમાં આન્ત્રપ્રીન્યોરશીપને પ્રોત્સાહન આપવા માટે માત્ર ઉત્પાદન જ નહીં પરંતુ અન્ય ક્ષેત્રોમાં પણ ચાર સ્તંભો પર આધાર રાખે છે.
નવી પ્રક્રિયાઓ: ‘મેઇક ઇન ઇન્ડિયા’ એ ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ ને આન્ત્રપ્રીન્યોરશીપને પ્રોત્સાહન આપવા માટેનું એકમાત્ર ખાસ તત્વ ગણે છે. વ્યાપારના વાતાવરણને સરળ કરવા માટે અસંખ્ય પહેલ હાથ ધરવામાં આવી છે. લક્ષ્ય વ્યાપારની સમગ્ર પ્રક્રિયા દરમ્યાન ઉદ્યોગને ડી-લાઈસન્સ અને ડી-રેગ્યુલેટ કરવાનું છે.
નવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર: ઉદ્યોગના વિકાસ માટે આધુનિક અને સેવા આપતા ઈન્ફ્રાસ્ટ્રક્ચરની અતિશય જરૂરિયાત હોય છે. સરકારનો આશય સ્ટેટ ઓફ ધ આર્ટ ટેક્નોલોજી પર આધારિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર જે આધુનિક હાઈ સ્પિડ કમ્યુનિકેશન અને ઇન્ટીગ્રેટેડ લોજિસ્ટિક વ્યવસ્થાઓ સાથે વિકસિત કરવામાં આવેલા ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર્સ ઉભા કરવાનો છે. હાલના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ને ઇન્ડસ્ટ્રીયલ સમૂહોમાં અપગ્રેડ કરીને મજબૂત બનાવવું
નવા ક્ષેત્રો: ‘મેઇક ઇન ઇન્ડિયા’ એ ઉત્પાદન, ઇન્ફાસ્ટ્રકચર અને સેવા પ્રવૃત્તિમાં 25 ક્ષેત્રોની ઓળખાણ કરી છે અને વિગતવાર માહિતીને ઇન્ટરએક્ટિવ વેબ પોર્ટલ અને પ્રોફેશનલી વિકસિત કરવામાં આવેલા બ્રોશર્સ દ્વારા વહેંચવામાં આવી છે.
નવી માનસિકતા: ઉદ્યોગ સરકારને નિયામક તરીકે જોવાની આદત ધરાવે છે. ‘મેઇક ઇન ઇન્ડિયા’ તેમાં સરકાર કેવી રીતે ઉદ્યોગ સાથે સંબંધ ધરાવે છે તેમાં ઉદાહરણરૂપ પરિવર્તન લાવવાનો આશય ધરાવે છે. સરકાર ઉદ્યોગ સાથે દેશના આર્થિક વિકાસ માટે ભાગીદારી કરશે. આપણો અભિગમ સેવા આપનારનો હશે નહીં કે નિયમનનો.
‘મેઇક ઇન ઇન્ડિયા’ એ સ્થાનિક સ્તરે, વ્યાપારી આગેવાનો તેમજ વિદેશી નેતાઓ દરમ્યાન પ્રશંસકો અને ચાહકો ઉભા કર્યા છે. વિશ્વ આતુરતાથી ભારત સાથે આ સીમાચિહ્ન ઘટનામાં ભાગીદાર બનવા માંગે છે.
આપણે હાલના ઇતિહાસમાં કોઇપણ દેશ દ્વારા હાથ ધરવામાં આવેલો એકમાત્ર વિશાળ ઉત્પાદનની પહેલનો રોડમેપ બનાવ્યો છે. આ જાહેર-ખાનગી ભાગીદારીની પરિવર્તનશીલ શક્તિ દર્શાવે છે. આ સહકારી મોડેલ ભારતના વૈશ્વિક ભાગીદારીને જોડવા માટે પણ સફળતાપૂર્વક આગળ વધારવામાં આવ્યું છે.
ઘણા ઓછા સમયમાં, ભૂતકાળનું જરીપુરાણું અને વિઘ્નરૂપ ફ્રેમવર્કને તોડી પાડવામાં આવ્યું છે અને તેને પારદર્શી અને યુઝર ફ્રેન્ડલી પદ્ધતિ સાથે બદલવામાં આવ્યું છે જે રોકાણ, નવીનીકરણને પ્રોત્સાહન, કૌશલ્ય વિકાસ, IPની સુરક્ષા અને બેસ્ટ ઇન ક્લાસ ઉત્પાદન ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે.
રોકાણની મર્યાદા અને નિયંત્રણ સરળ બનતા ભારતના ઊંચા મૂલ્યના ઉદ્યોગ ક્ષેત્રો જેવા કે સંરક્ષણ, બાંધકામ અને રેલવે હવે વૈશ્વિક ભાગીદારી માટે ખુલ્લા છે. સંરક્ષણ ક્ષેત્રની નીતિને મુક્ત કરવામાં આવી છે અને FDIની મર્યાદા 26% થી વધારીને 49% કરવામાં આવી છે. સંરક્ષણ ક્ષેત્રમાં પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટમાં સીધે માર્ગે 24% સુધીની મંજૂરી આપવામાં આવી છે. અલગ અલગ મુદ્દાઓ પર આધુનિક સ્ટેટ ઓફ ધ આર્ટ ટેક્નોલોજી માટે સંરક્ષણ ક્ષેત્રમાં 100% FDI મંજૂર કરવામાં આવ્યું છે. ખાસ પ્રકારના રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં બાંધકામ, કાર્ય અને જાળવણી માટે સીધે માર્ગે 100% FDIને મંજૂરી અપાઈ છે.
ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટે સરળ કર પ્રણાલીની રચના કરવામાં આવી છે. 22 મૂળ તત્વો/રો મટીરીયલ પર બેઝિક કસ્ટમ્સ ડ્યુટીએ વિવિધ ક્ષેત્રોમાં ઉત્પાદન ખર્ચ ઘટાડ્યો છે. GAAR ને બે વર્ષ માટે નિલંબિત કરવામાં આવ્યો છે. ટેક્નોલોજીની આવક વધારવા રોયલ્ટી અને ટેક્નીકલ સેવા પરના આવક વેરાના દરને 25% થી ઘટાડીને 10% કરવામાં આવ્યો છે.
નિર્યાત અને આયાત માટે જરૂરી દસ્તાવેજોની સંખ્યા ઘટાડીને ત્રણ કરી દેવામાં આવી છે. ભારત સરકારની 14 સેવાઓ સિંગલ વિન્ડો eBizની પોર્ટલ દ્વારા ઓનલાઈન મળી શકે છે. રોકાણકારોને મદદ કરવા અને જાળવી રાખવા ઇન્વેસ્ટર ફેલીસીટેશન સેલ ઉભા કરવામાં આવ્યા છે. eBiz પોર્ટલ દ્વારા ઇન્ડસ્ટ્રીયલ લાઈસન્સ અને ઇન્ડસ્ટ્રીયલ આન્ત્રપ્રીન્યોર મેમોરેન્ડમની અરજીની પ્રક્રિયા 24x7ના સ્તરે ઓનલાઈન બનાવવામાં આવી છે. ઇન્ડસ્ટ્રીયલ લાઈસન્સની મર્યાદા વધારીને ત્રણ વર્ષ કરવામાં આવી છે. સંરક્ષણ ઉત્પાદનોની યાદીના મોટાભાગના ભાગોને ઇન્ડસ્ટ્રીયલ લાઈસન્સિંગથી બાકાત રાખવામાં આવ્યા છે. નવું વીજ કનેક્શન મેળવવા માટે NOC/મંજુરીની જરૂરિયાતને નાબુદ કરવામાં આવી છે.
ભારત સરકાર ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અને ભારતને વિશ્વનું વૈશ્વિક ઉત્પાદન ગંતવ્ય તરીકે દર્શાવવા સમગ્ર દેશમાં કોરીડોર્સનો પંચકોણ પણ બાંધી રહી છે.
PM’s speech at the launch of Make in India
For more details visit: https://www.makeinindia.com/