4 મી માર્ચ, 2019 ના રોજ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ ઉમિયાધામ કોમ્પ્લેક્સના શિલાન્યાસ કાર્યક્રમમાં ભારે જનસમૂહને સંબોધતા કહ્યું કે "મારે તમને એક વિંનતી કરવી છે, શું તમે મારી મદદ કરશો."
જ્યારે રાજનીતિક વ્યક્તિ આવા નિવેદન કરે છે, ત્યારે સહજ પ્રતિક્રિયા એ છે કે તે મત અથવા સમર્થન માંગે છે. આખરે, આ રીતે ભારતની રાજનીતિક સંસ્કૃતિ દાયકાઓથી રહી છે.
જો કે, વડા પ્રધાન મોદીએ આ સભામાં જણાવ્યું કે તેઓ લિંગ સમાનતાને સુનિશ્ચિત કરવા અને સ્ત્રી ભ્રૂણહત્યાના શરમજનક કૃત્યમાં લિપ્ત ના થવાની પ્રતિજ્ઞાની બધા પાસે અપેક્ષા રાખે છે.
સત્તામાં આવ્યા ત્યારથી, વડાપ્રધાન મોદીએ લિંગ સમાનતા અને ખાસ કરીને મહિલાઓના સશક્તિકરણને સુનિશ્ચિત કરવા માટે મોખરે કામ કર્યું છે. તેમણે વારંવાર જણાવ્યું છે કે મહિલા વિકાસ કરતાં વધુ, ધ્યાન મહિલા-આગેવાની હેઠળ વિકાસ પર હોવું જ જોઈએ.
વડા પ્રધાન મોદીએ 'બેટી બચાઓ, બેટી પઢાઓ' આંદોલનની શરૂવાત કરી હતી. છેલ્લાં પાંચ વર્ષોમાં આંદોલનને અસાધારણ પરિણામો મળ્યા છે.
મુદ્રા યોજના, જેનો લક્ષ્ય લાખો લોકોની આશાઓને પાંખો આપવાનો છે, તેમાં મોટા ભાગે મહિલા લાભાર્થી છે.
ક્રાંતિકારી પગલું, ફ્લેગશિપ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના પરિવારની મહિલા સદ્સ્યને ઘર ફાળવવામાં આવે છે. આ નાનું પગલું લાંબા ગાળે મહિલાઓની પ્રતિષ્ઠા અને સલામતી સુનિશ્ચિત કરશે.
આ પ્રયત્નો પણ વડા પ્રધાન મોદીની ભારત રચનાના દ્રષ્ટિકોણ સાથે લયાત્મક છે, જેમાં આપણી નરી શક્તિ રાષ્ટ્રીય પ્રગતિમાં અગ્રસર હોય અને કોઈ પણ ભય અથવા અવરોધો વગર તેની મહત્વાકાંક્ષાઓ તરફ આગળ વધી શકે.