A. બંને દેશો વચ્ચે થયેલા કરાર/MoUની યાદી
અનુ. નં. |
MoU/કરારનું નામ |
ભારત તરફથી આદાનપ્રદાન કરનાર |
બાંગ્લાદેશ તરફથી આદાનપ્રદાન કરનાર |
1 |
ભારત અને બાંગ્લાદેશની સહિયારી સરહદે વહેતી કુશિયારા નદીમાંથી પાણી લેવા અંગે ભારત સરકારના જલ શક્તિ મંત્રાલય અને બાંગ્લાદેશ સરકારના જળ સંસાધન મંત્રાલય વચ્ચે સમજૂતી કરાર. |
શ્રી પંકજ કુમાર, સચિવ, જલ શક્તિ મંત્રાલય |
શ્રી કબીર બિન અનવર, વરિષ્ઠ સચિવ, જળ સંસાધન મંત્રાલય |
2 |
ભારતમાં બાંગ્લાદેશ રેલવેના કર્મચારીઓને તાલીમ આપવા અંગે ભારત સરકારના રેલવે મંત્રાલય (રેલવે બોર્ડ) અને બાંગ્લાદેશ સરકારના રેલવે મંત્રાલય વચ્ચે MoU કરવામાં આવ્યો |
શ્રી વિનય કુમાર ત્રિપાઠી, ચેરમેન, રેલવે બોર્ડ |
શ્રી મુહમ્મદ ઇમરાન, ભારતમાં બાંગ્લાદેશના હાઇ કમિશનર |
3 |
FOIS જેવી IT સિસ્ટમમાં સહકાર અને બાંગ્લાદેશ રેલવે માટે અન્ય IT એપ્લિકેશનો માટે ભારત સરકારના રેલવે મંત્રાલય (રેલવે બોર્ડ) અને બાંગ્લાદેશ સરકારના રેલવે મંત્રાલય વચ્ચે MoU કરવામાં આવ્યો. |
શ્રી વિનય કુમાર ત્રિપાઠી, ચેરમેન, રેલવે બોર્ડ |
શ્રી મુહમ્મદ ઇમરાન, ભારતમાં બાંગ્લાદેશના હાઇ કમિશનર |
4 |
બાંગ્લાદેશના ન્યાયિક અધિકારીઓ માટે ભારતમાં તાલીમ અને ક્ષમતા નિર્માણ કાર્યક્રમ અંગે ભારતની નેશનલ જ્યુડિશિયલ એકેડેમી અને બાંગ્લાદેશની સર્વોચ્ચ અદાલત વચ્ચે સમજૂતી કરાર કરવામાં આવ્યો. |
શ્રી વિક્રમ કે. દોરાઇસ્વામી, બાંગ્લાદેશમાં ભારતના હાઇ કમિશનર |
શ્રી મોહમ્મદ ગુલામ રબ્બાની, રજીસ્ટ્રાર જનરલ, સર્વોચ્ચ અદાલત, બાંગ્લાદેશ |
5 |
ભારતની વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ (CSIR) અને બાંગ્લાદેશની બાંગ્લાદેશ વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ (BCSIR) વચ્ચે વૈજ્ઞાનિક અને ટેકનોલોજિકલ સહકાર અંગે MoU કરવામાં આવ્યો. |
ડૉ. એન. કલાઇસેલવી, CSIR ના DG |
ડો. મોહમ્મદ આફતાબ અલી શેખ, અધ્યક્ષ, BCSIR |
6 |
બંને દેશો વચ્ચે અવકાશ ટેકનોલોજીના ક્ષેત્રોમાં સહકાર માટે MoU કરવામાં આવ્યો. |
શ્રી ડી. રાધાકૃષ્ણન, NSIL ના ચેરમેન અને પ્રબંધ નિદેશક |
ડૉ. શાહજહાં મેહમૂદ, BSCL ના ચેરમેન અને CEO |
7 |
પ્રસારણમાં સહકાર માટે પ્રસાર ભારતી અને બાંગ્લાદેશ ટેલિવિઝન (BTV) વચ્ચે MoU કરવામાં આવ્યો. |
શ્રી મયંક કુમાર અગ્રવાલ, પ્રસાર ભારતીના CEO |
શ્રી શોહરાબ હુસૈન, મહાનિદેશક, BTV |
B. ઉદ્ઘાટન કરવામાં આવેલી/જાહેરાત કરાયેલી/અનાવૃત કરવામાં આવેલી પરિયોજનાઓની યાદી
1. મૈત્રી પાવર પ્લાન્ટનું અનાવરણ - રામપાલ, ખુલના ખાતે આશરે USD 2 બિલિયનના અંદાજિત ખર્ચે 1320 (660x2) મેગા વૉટનો સુપર ક્રિટિકલ કોલસા આધારિત થર્મલ પાવર પ્લાન્ટ સ્થાપવામાં આવી રહ્યો છે, જેમાં કન્સેશનલ ફાઇનાન્સિંગ સ્કીમ હેઠળ ભારતીય વિકાસ સહાય તરીકે USD 1.6 બિલિયનની રકમ સામેલ છે.
2. રૂપશા પુલનું ઉદ્ઘાટન - 64.7 કિમી લાંબી ખુલના-મોંગલા પોર્ટ સિંગલ ટ્રેક બ્રોડગેજ રેલ પરિયોજનામાં 5.13 કિમી લાંબો રૂપશા રેલવે પુલ એક મહત્વપૂર્ણ હિસ્સો છે, જે પહેલી વખત મોંગલા પોર્ટને ખુલના સાથે રેલવે લાઇનથી જોડે છે અને ત્યારબાદ આગળ વધીને મધ્ય અને ઉત્તર બાંગ્લાદેશ સુધી જશે અને ભારતની સરહદમાં પશ્ચિમ બંગાળમાં પેટ્રાપોલ તેમજ ગેડેને પણ જોડશે.
3. માર્ગ નિર્માણના ઉપકરણો અને મશીનરીનો પુરવઠો – આ પરિયોજનામાં બાંગ્લાદેશ માર્ગ અને ધોરીમાર્ગ વિભાગ 25 પેકેજમાં માર્ગોની જાળવણી અને બાંધકામના ઉપકરણો અને મશીનરીનો પુરવઠો પૂરો પાડવાનું સામેલ છે.
4. ખુલના દર્શના રેલવે લાઇન લિંક પરિયોજના - આ પરિયોજના હાલના (બ્રોડગેજનું ડબલિંગ) ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું અપગ્રેડેશન છે જે ગેડે-દર્શનાથી ખુલના ખાતે વર્તમાન ક્રોસ બોર્ડર રેલ લિંકને જોડે છે, જેના કારણે બંને દેશો વચ્ચેના રેલવે જોડાણમાં વધારો થાય છે, જેમાં ખાસ કરીને ઢાકા, અને ભવિષ્યમાં મોંગલા પોર્ટ સાથે જોડાણ કરવાનું પણ સામેલ છે. આ પરિયોજનામાં અંદાજે USD 312.48 મિલિયનનો ખર્ચ થવાનું અનુમાન છે.
5. પરબતીપુર- કૌનિયા રેલવે લાઇન - હાલની મીટરગેજ લાઇનને ડ્યૂઅલ ગેજ લાઇનમાં રૂપાંતરિત કરવાની પરિયોજના પાછળ USD 120.41 મિલિયનનો ખર્ચ થવાનું અનુમાન છે. આ પરિયોજના બિરોલ (બાંગ્લાદેશ) - રાધિકાપુર (પશ્ચિમ બંગાળ) ખાતેની હાલની ક્રોસ બોર્ડર રેલ સાથે જોડાશે અને દ્વિપક્ષીય રેલ જોડાણમાં વધારો કરશે.