અનુક્રમ નંબર |
દસ્તાવેજો |
ભારત વતી |
વિયેતનામ વતી |
1. |
શાંતિ, સમૃદ્ધિ અને લોકો માટે ભારત-વિયેતનામ સંયુક્ત દૂરંદેશી ભારત – વિયેતનામ વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીના ભવિષ્યના વિકાસને માર્ગદર્શન આપવા માટે, ઊંડા મૂળિયા ધરાવતા ઐતિહાસિક અને સાંસ્કૃતિક જોડાણ, સહિયારા મૂલ્યો અને બંને દેશો વચ્ચે હિતો અને પારસ્પરિક વ્યૂહાત્મક વિશ્વાસ અને સમજણના આધારનું નિર્માણ કરવું. |
પ્રધાનમંત્રીઓ દ્વારા અપનાવવામાં આવ્યો |
|
2. |
વર્ષ 2021-2023 સુધીના સમયગાળા માટે, વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીનો વધુ અમલ કરવા અંગે પગલાંઓનું આયોજન. 2021-2023 દરમિયાન બંને પક્ષો દ્વારા પ્રસ્તાવિત નક્કર પગલાંઓ ભરીને “શાંતિ, સમૃદ્ધિ અને લોકો માટે સંયુક્ત દૂરંદેશી”નો અમલ કરવો. |
ડૉ. એસ. જયશંકર, વિદેશમંત્રી |
શ્રી ફામ બિન્હ મિન્હ, નાયબ પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી |
3. |
ભારતના સંરક્ષણ મંત્રાલયના સંરક્ષણ ઉત્પાદન વિભાગ અને વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રાલયના સામાન્ય સંરક્ષણ ઉદ્યોગ વિભાગ વચ્ચે સંરક્ષણ ઉદ્યોગ સહકાર અંગે ગોઠવણીનો અમલીકરણ કરાર. બંને દેશોના સંરક્ષણ ઉદ્યોગો વચ્ચે સહકારને પ્રોત્સાહન આપવા માટે માળખું પૂરું પાડવું. |
શ્રી સુરેન્દ્રપ્રસાદ યાદવ, સંયુક્ત સચિવ (નૌકાદળ પ્રણાલીઓ) |
મેજર જનરલ લુઓંગ થાન્હ ચુઓંગ, વાઇસ ચેરમેન |
4. |
વિયેતનામના ન્હા ત્રાંગમાં રાષ્ટ્રીય ટેલિકમ્યુનિકેશન્સ યુનિવર્સિટી ખાતે આર્મી સોફ્ટવેર પાર્ક માટે $ 5 મિલિયન અમેરિકી ડૉલરની ભારતીય અનુદાન સહાય માટે હેનોઇ ખાતે આવેલા ભારતના દૂતાવાસ અને વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રાલયની ટેલિકમ્યુનિકેશન્સ યુનિવર્સિટી વચ્ચે કરાર. ન્હા ત્રાંગ ખાતે ટેલિકમ્યુનિકેશન્સ યુનિવર્સિટીમાં આર્મી સોફ્ટવેર પાર્ક ખાતે સોફ્ટવેર એપ્લિકેશન્સના ક્ષેત્રમાં તાલીમ અને સેવાઓની જોગવાઇ સાથે IT ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવું. |
શ્રી પ્રણય વર્મા, વિયેતનામમાં ભારતના રાજદૂત |
કર્નલ લે ઝુઆન હુંગ, રેક્ટર |
5. |
ભારતના સંયુક્ત રાષ્ટ્રસંઘ શાંતિસ્થાપના પરિચાલન કેન્દ્ર અને વિયેતનામના સંયુક્ત રાષ્ટ્રસંઘ શાંતિસ્થાપનામાં સહકાર માટે શાંતિસ્થાપના પરિચાલન વિભાગ વચ્ચે અમલીકરણ કરાર. UN શાંતિસ્થાપનાના ક્ષેત્રમાં સહકારના વિકાસ માટે ચોક્કસ પ્રવૃત્તિઓ શોધવી. |
મેજર જનરલ અનિલ કુમાર કશીદ, અધિક મહાનિદેશક (IC) |
મેજર જનર હોઆંગ કીમ ફુંગ, નિદેશક |
6. |
ભારતના અણુ ઉર્જા નિયામક બોર્ડ (AERB) અને વિયેતનામ વિકિરણ અને અણુ સલામતી એજન્સી (VARANS) વચ્ચે MOU. વિકિરણ સુરક્ષા અને અણુ સલામતીના ક્ષેત્રોમાં બંને દેશોના નિયમનકારી સંગઠનો વચ્ચે પારસ્પરિક સહકારને પ્રોત્સાહન આપવું. |
શ્રી જી. નાગેશ્વર રાવ, ચેરમેન |
પ્રો. ન્ગુયેન તુઆન ખાઇ, મહાનિદેશક |
7. |
CSIR– ભારતીય પેટ્રોલિયમ સંસ્થાન અને વિયેતનામ પેટ્રોલિયમ સંસ્થાન વચ્ચે MOU. પેટ્રોલિયમ સંશોધન અને તાલીમ ક્ષેત્રમાં સહકારને પ્રોત્સાહન આપવું. |
ડૉ. અંજન રે, નિદેશક |
શ્રી ન્ગુયેન એન્હ દ્યૂઓ, નિદેશક |
8. |
ટાટા મેમોરિયલ સેન્ટર ઓફ ઇન્ડિયા અને વિયેતનામ રાષ્ટ્રીય કેન્સર હોસ્પિટલ વચ્ચે MOU. કેન્સરના દર્દીઓ માટે વૈજ્ઞાનિક સંશોધન, આરોગ્ય સંભાળ સેવાઓ, નિદાન અને સારવાર માટે સહકારના ક્ષેત્રોમાં આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવું. |
ડૉ. રાજેન્દ્ર એ બાવડે, નિદેશક |
શ્રી લે વાન ક્વાંગ, નિદેશક |
9. |
ભારતીય રાષ્ટ્રીય સૌર સંઘ અને વિયેતનામ સ્વચ્છ ઉર્જા સંગઠન વચ્ચે MOU. ભારતીય અને વિયેતનામના સૌર ઉર્જા ઉદ્યોગો વચ્ચે જ્ઞાન, શ્રેષ્ઠ આચરણો, માહિતીના આદાનપ્રદાનનું પ્રોત્સાહન કરવું તેમજ ભારત અને વિયેતનામમાં સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવા માટે વ્યવસાયની નવી તકોનું અન્વેષણ કરવું. |
શ્રી પ્રણવ આર. મહેતા, ચેરમેન |
શ્રી દાઓ દુ દ્યૂઓંગ, અધ્યક્ષ |
કરવામાં આવેલી જાહેરાતો:
1. ભારત સરકાર દ્વારા વિયેતનામને આપવામાં આવેલી US$ 100 મિલિયનની સંરક્ષણ લાઇન ઓફ ક્રેડિટ અંતર્ગત વિયેતનામ સીમા સુરક્ષા કમાન્ડ માટે હાઇ સ્પીડ ગાર્ડ બોટ (HSGB) વિનિર્માણ પરિયોજનાનો અમલ કરવો; પૂર્ણ કરવામાં આવેલી એક HSGB વિયેતનામને સોંપવી; ભારતમાં ઉત્પાદન કરવામાં આવેલી બે HSGBને નિયુક્ત કરવી; અને વિયેતનામમાં સાત HSGBનું વિનિર્માણ કરવા માટે ઔપચારિક સ્વીકૃતિ.
2. વિયેતનામના નિન્હ થુઆન પ્રાંતમાં સ્થાનિક સમુદાયોના લાભાર્થે US$ 1.5 મિલિયનની ભારતીય ‘અનુદાન આધારિત સહાય’ની મદદથી સાત વિકાસ પરિયોજનાઓ પૂર્ણ કરવી અને સોંપવી.
3. વાર્ષિક ત્વરિત પ્રભાવ પરિયોજનાઓ (QIP)ની વર્તમાન સંખ્યા પાંચ છે તે સંખ્યા નાણાકીય વર્ષ 2021-22થી શરૂઆત સાથે વધારીને 10 કરવી.
4. વિયેતનામમાં હેરિટેજ સંરક્ષણમાં ત્રણ નવી વિકાસ ભાગીદારી પરિયોજનાઓ (માય સન ખાતે મંદિરમાં F-બ્લોક; ક્વાંગ નામ પ્રાંતમાં ડોંગ ડુઓંગ બૌદ્ધ મઠ; અને ફુ યેન પ્રાંતમાં ન્હામ ચામ ટાવર)
5. ભારત – વિયેતનામ નાગરિક વસવાટ અને સાંસ્કૃતિ સંબંધો પર જ્ઞાનકોષ તૈયાર કરવા માટે દ્વિપક્ષીય પરિયોજનાનો પ્રારંભ.