ક્રમ |
દસ્તાવેજનું નામ |
ભારતીય હસ્તાક્ષરકર્તા |
કોરિયાના હસ્તાક્ષરકર્તા |
ઉદ્દેશ્ય |
1 |
સુધારેલા સર્વસમાવેશક આર્થિક ભાગીદારી કરાર અંતર્ગત ત્વરિત કાપણી પેકેજ પરનું સંયુક્ત નિવેદન |
શ્રી સુરેશ પ્રભુ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી, ભારત |
મહામહિમ કીમ હ્યુન ચોંગ, વેપાર, ઉદ્યોગ અને ઊર્જા મંત્રી, પ્રજાસત્તાક કોરિયા |
વેપાર ઉદારીકરણ માટેના મુખ્ય ક્ષેત્રો (શ્રીમ્પ, મોલેસ્ક્સ અને પ્રસંસ્કૃત માછલી સહિતના)ને ઓળખીને ભારત-પ્રસજાસત્તાક કોરિયા સીઈપીએને સુધારવા અંગે હાલમાં ચાલી રહેલ વાટાઘાટોને વધુ સરળતા આપવી |
2 |
વેપારી ઉપચાર પર સમજૂતી |
શ્રી સુરેશ પ્રભુ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી, ભારત |
મહામહિમ કીમ હ્યુન ચોંગ, વેપાર, ઉદ્યોગ અને ઊર્જા મંત્રી, પ્રજાસત્તાક કોરિયા |
સરકારી અધિકારીઓ અને ક્ષેત્રના નિષ્ણાતોને સમાવતી સહયોગ સમિતિની સ્થાપનાના માધ્યમથી ચર્ચા-વિચારણા અને માહિતીના આદાન-પ્રદાનના માધ્યમથી એન્ટી ડમ્પિંગ, સબસિડી, કાઉન્ટરવેઈલીંગ અને સુરક્ષાત્મક પગલાઓ વગેરે જેવા વેપારી ઉપચારોના ક્ષેત્રમાં સહયોગ માટે. |
3 |
ભવિષ્યના વ્યૂહરચના ગ્રુપ અંગે સમજૂતી |
શ્રી સુરેશ પ્રભુ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી, ભારત અને ડૉ. હર્ષવર્ધન, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી, ભારત |
મહામહિમ કીમ હ્યુન ચોંગ, વેપાર, ઉદ્યોગ અને ઊર્જા મંત્રી, પ્રજાસત્તાક કોરિયા અને શ્રીમાન યુ યંગ મીન, વિજ્ઞાન અને આઈસીટી મંત્રી, પ્રજાસત્તાક કોરિયા |
ચોથી ઔદ્યોગિક ક્રાંતિના લાભ પ્રાપ્ત કરવા ઔદ્યોગીકરણ માટે અત્યાધુનિક ટેકનોલોજીના વિકાસમાં સહયોગ સાધવા માટે. તેના મુખ્ય ક્ષેત્રોમાં ઈન્ટરનેટ ઑફ થિંગ્સ (આઈઓટી), કૃત્રિમ બુદ્ધિમત્તા (એઆઈ), બીગ ડેટા, સ્માર્ટ ફેક્ટરી, થ્રીડી પ્રિન્ટીંગ, ઇલેક્ટ્રિક વાહનો, આધુનિક સામગ્રી અને વડીલો અને વિકલાંગો માટે સસ્તી આરોગ્ય સેવાનો સમાવેશ થાય છે. |
4 |
2018 – 2022 માટે સાંસ્કૃતિક આદાન-પ્રદાન કાર્યક્રમ |
શ્રી રાઘવેન્દ્ર સિંહ, સચિવ, સંસ્કૃતિ મંત્રાલય, ભારત |
મહામહિમ શીન બોંગ કિલ, ભારતમાં કોરિયાના રાજદૂત. |
સંગીત, નૃત્ય, નાટક, કલા પ્રદર્શન, આર્કાઇવ, ન્રુવંશશાસ્ત્ર, માસ મીડિયા કાર્યક્રમો અને મ્યુઝિયમ પ્રદર્શનો જેવા ક્ષેત્રોમાં સંસ્થાગત સહયોગ પૂરો પાડીને સાંસ્કૃતિક અને લોકોનો લોકો સાથેનો સંબંધ વધુ મજબુત બનાવવો |
5 |
કાઉન્સિલ ફોર સાયન્ટીફીક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રીસર્ચ (સીએસઆઈઆર) તેમજ નેશનલ રીસર્ચ કાઉન્સિલ ઑફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (એનએસટી) વચ્ચે વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ સંશોધનના ક્ષેત્રમાં સહયોગ પર સમજૂતી કરારો |
ડૉ. ગીરીશ સાહની, ડીજી, સીએસઆઈઆર |
ડૉ. વોહન ક્વાંગ યુન, ચેરમેન, નેશનલ રીસર્ચ કાઉન્સિલ ઑફ સાયન્સ એન્ડ ટેકનોલોજી(એનએસટી) |
સસ્તી જળ શુદ્ધિકરણ ટેકનોલોજી, ઈન્ટેલીજન્ટ પરિવહન પ્રણાલી, નવી વૈકલ્પિક સામગ્રી, પરંપરાગત અને પ્રાચ્ય ઔષધીઓ અને ટેકનોલોજી પેકેજીંગ તથા ઔદ્યોગીકરણ |
6 |
રીસર્ચ ડિઝાઈન એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઈઝેશન (આરડીએસઓ) અને કોરિયા રેલરોડ રીસર્ચ ઇન્સ્ટીટયુટ (કેઆરઆરઆઈ) વચ્ચે સહયોગ માટે સમજૂતી કરારો |
શ્રી એમ. હુસૈન, ડીજી આરડીએસઓ |
શ્રી ના હી-સ્યુંગ, પ્રમુખ કેઆરઆરઆઈ |
રેલવે સંશોધન, રેલવેને લગતા અનુભવોનું આદાન-પ્રદાન અને રેલવે ઉદ્યોગોનો વિકાસમાં સહયોગ માટે બંને પક્ષો આયોજન અને ભારતમાં આધુનિક રેલવે આર એન્ડ ડી સુવિધાની સ્થાપના સહિત સંયુક્ત સંશોધન પરિયોજનામાં સહભાગીતા |
7 |
જૈવ પ્રૌદ્યોગિકી અને જૈવ અર્થતંત્રના ક્ષેત્રમાં સહયોગ માટેના સમજૂતી કરારો |
ડૉ. હર્ષ વર્ધન, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી, ભારત |
શ્રી યુ યંગ મીન, વિજ્ઞાન અને આઈસીટી મંત્રી, પ્રજાસત્તાક કોરિયા |
આરોગ્ય, દવાઓ, એગ્રો ફિશરી ઉત્પાદનો, ડિજિટલ આરોગ્ય સેવા, ચોક્કસાઈ પૂર્વકની દવાઓ, મસ્તિષ્ક સંશોધન અને આગામી પેઢીના તબીબી સાધનોના ક્ષેત્રમાં જૈવ ટેકનોલોજી અને જૈવ બીગ ડેટાનો સ્વીકાર કરવામાં સહયોગ માટે સમજૂતી |
8 |
આઈસીટી અને દૂરસંચારના ક્ષેત્રમાં સહયોગ સાધવા માટે સમજૂતી કરારો |
શ્રી મનોજ સિંહા, દૂરસંચાર રાજ્યમંત્રી, ભારત |
શ્રી યુ યંગ મીન, વિજ્ઞાન અને આઈસીટી મંત્રી, પ્રજાસત્તાક કોરિયા |
અત્યાધુનિક દૂરસંચાર/આઈસીટી સેવાઓ અને આગામી પેઢીની વાયરલેસ સંચાર નેટવર્ક જેવા કે 5જી, ક્લાઉડ કમ્પ્યુટીંગ, બીગ ડેટા, આઈઓટી, એઆઈ અને તેને લગતી સેવાઓ, આપત્તિ વ્યવસ્થાપન, તાત્કાલિક પ્રતિભાવો અને સાયબર સુરક્ષામાં તેના ઉપયોગનો વિકાસ, આધુનિકરણ અને વિસ્તૃતીકરણમાં સહયોગ |
9 |
સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગોમાં ભારત અને કોરિયા વચ્ચે સહયોગ માટેના સમજૂતી કરારો (નોડલ સંસ્થાઓ: એનએસઆઈસી– નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રી કોર્પોરેશન ઑફ ઇન્ડિયા) અને (એસબીસી – સ્મોલ એન્ડમીડીયમ બીઝનેસ કોર્પોરેશન ઑફ આરઓકે) |
શ્રી રવીન્દ્ર નાથ, અધ્યક્ષ અને વહિવટી સંચાલક, નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન (એનએસઆઈસી) |
શ્રી લી સંગ જીક, પ્રમુખ, સ્મોલ એન્ડ મીડીયમ બીઝનેસ કોર્પોરેશન |
બંને દેશોમાં સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગોના વિકાસમાં સહયોગ અને વૈશ્વિક બજારોમાં તેમની સ્પર્ધાને સુધારવા માટે સહયોગ કરવા. બંને પક્ષો ભારત-કોરિયા ટેકનોલોજી આદાન-પ્રદાન કેન્દ્રની સ્થાપના કરવા માટેની શક્યતાઓને પણ તપાસશે. |
10 |
ગુજરાત સરકાર અને કોરિયા ટ્રેડ પ્રોમોશન એજન્સી (કોતરા) વચ્ચે સમજૂતી કરારો |
શ્રી એમ કે દાસ, મુખ્ય સચિવ, ઉદ્યોગો અને ખાણ, ગુજરાત સરકાર |
શ્રીમાન કવોન યુંગ ઓહ, પ્રેસિડેન્ટ અને સીઈઓ કોરીયન વેપાર રોકાણ પ્રોત્સાહન સંસ્થા |
શહેરી માળખાગત બાંધકામ, ખાદ્ય પ્રક્રિયા, કૃષિને લગતા ઉદ્યોગો, સ્ટાર્ટ અપ પ્રણાલી, કૌશલ્ય તાલીમ અને વિકાસ તેમજ નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જાના ક્ષેત્રમાં સહયોગના માધ્યમથી દક્ષિણ કોરિયાની કંપનીઓ અને ગુજરાત રાજ્યની વચ્ચે ઔદ્યોગિક અને રોકાણને લગતા સંબંધોને વધારવા માટે. કોતરા, અમદાવાદમાં તેનું એક કાર્યાલય ખોલશે અને વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019 માટે ભાગીદાર સંસ્થાઓમાની એક બનશે. |
11 |
ક્વિન સૂરીરત્ના મેમોરિયલ પ્રોજેક્ટ અંગે સમજૂતી કરારો |
શ્રી અવનીશ કુમાર અવસ્થી, અધિક મુખ્ય સચિવ અને ડીજી, પ્રવાસન, યુપી સરકાર |
મહામહિમ શીન બોંગ કિલ, કોરિયાના રાજદૂત |
રાજકુમારી સૂરીરત્ના (મહારાણી હુર હવાંગ ઓક), અયોધ્યાની એક સુપ્રસિદ્ધ રાજકુમારી કે જે ઇસ્વીસન 48માં કોરિયા ગયા હતા અને રાજા કીમ સુરોને પરણ્યા હતા તેની યાદગીરી સ્વરૂપે વર્તમાન સ્થાપત્યના વિસ્તૃતીકરણ અને વિકાસને વધુ સારો બનાવવા માટે. વિશાળ સંખ્યામાં કોરીયાના લોકો આ પ્રસિદ્ધ રાજકુમારીના વંશના હોવાનો દાવો કરે છે. નવું સ્મારક એ સહભાગી સાંસ્કૃતિક વિરાસત અને ભારત તથા કોરિયા વચ્ચેના લાંબા સમયગાળાના સંબંધો માટે એક શ્રદ્ધાંજલિ બની રહેશે. |