ક્રમ. |
સમજૂતી કરારો/ સંધીઓના નામ |
વિવરણ |
1. |
સંરક્ષણ સહયોગ પરસમજૂતી કરારો |
આ સમજૂતી કરારનો ઉદ્દેશ્ય સંરક્ષણ ક્ષેત્રમાં ભારત અને જૉર્ડન વચ્ચેનાં આ પ્રકારનાં સહકારને પરિભાષિત કરીને અને કેટલાક માન્યતા પ્રાપ્ત પ્રખ્યાત ક્ષેત્રો જેવા કે તાલીમ, સંરક્ષણ ઉદ્યોગ, આતંકવાદ વિરોધ, સૈન્ય અભ્યાસ, સાયબર સુરક્ષા, સૈન્ય મેડીકલ સેવાઓ, શાંતિ સ્થાપના વગેરે જેવા ક્ષેત્રોમાં સહયોગનું અમલીકરણ કરવા માટેની જોગવાઈઓ બનાવીને તેમને આગળ વધારવાનો છે |
2. |
રાજદ્વારી અને સરકારી પાસપોર્ટ ધારકોને વિઝા મેળવવામાંથી મુક્તિ |
આ સંધી ભારતીય અને જૉર્ડનના રાજદ્વારીઓ અને સરકારી પાસપોર્ટ ધારકોને વિઝાની જરૂરિયાત વિના એકબીજાનાં સીમા ક્ષેત્રમાં પ્રવેશ કરવા, બહાર નીકળવા અને અંદર પરિભ્રમણ કરવાની પરવાનગી આપે છે. |
3. |
સાંસ્કૃતિક આદાન-પ્રદાન કાર્યક્રમ (સીઈપી) |
2018-2022 દરમ્યાનના સમયગાળાનો આ કાર્યક્રમ ભારત અને જૉર્ડન વચ્ચે સંગીત અને નૃત્ય, નાટક, પ્રદર્શન, સેમીનાર અને પરિષદો, પુરાતત્વ શાખા, આર્કાઇવ્સ, પુસ્તકાલય, મ્યુઝિયમ, સાહિત્ય, સંશોધન અને ડોક્યુમેન્ટેશન, વિજ્ઞાન મ્યુઝિયમ, તહેવારો, સમૂહ માધ્યમો અને યુવા કાર્યક્રમો જેવા ક્ષેત્રોમાં ભારત અને જૉર્ડન વચ્ચે આદાન-પ્રદાન કરવામાં સહાયભૂત બનશે. |
4. |
માનવબળ સહયોગ સંધી |
આ સમજૂતી કરાર જૉર્ડનમાં વસતા ભારતીય નાગરિકોને કરાર આધારિત રોજગારીનાં વહીવટીય માળખામાં શ્રેષ્ઠ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે ભારત અને જૉર્ડન વચ્ચેના સહયોગને દર્શાવે છે |
5. |
ભારત અને જૉર્ડન વચ્ચે આરોગ્ય અને ઔષધ ક્ષેત્રમાં સહયોગ માટેના સમજૂતી કરારો |
આ સમજૂતી કરારનો ઉદ્દેશ ભારત અને જૉર્ડનના એકબીજાના વૈધાનિક નિયમો અને નિયંત્રણોને ધ્યાનમાં રાખીને સમાનતા અને પારસ્પરિક હિતોના આધાર પર આરોગ્ય, મેડીકલ સાયન્સ, મેડીકલ શિક્ષણ અને સંશોધન જેવા ક્ષેત્રોમાં સહયોગ સ્થાપવા અને તેને પ્રોત્સાહન આપવા માટેનો છે. પારસ્પરિક સહયોગ માટેનાં વિવિધ ક્ષેત્રોમાં યુનિવર્સલ હેલ્થ કવરેજ (યુએચસી), આરોગ્યમાં સેવાઓ અને માહિતી ટેકનોલોજી; આરોગ્ય સંશોધન, રાષ્ટ્રીય આરોગ્ય આંકડાઓ; ડાયગ્નોસિસ, ટીબીની સારવાર અને દવાઓ, તેમજ ફાર્માસ્યુટિકલ અને મેડીકલ સાધનોનાં નિયંત્રણો વગેરેનો સમાવેશ થાય છે |
6. |
જૉર્ડનમાં આગામી પેઢીના સેન્ટર ઑફ એકસેલન્સ (સીઓઈ)ની સ્થાપના માટેના સમજૂતી કરારો |
તેનો ઉદ્દેશ્ય 5 વર્ષના સમયગાળા માટે જૉર્ડનનાં ઓછામાં ઓછા 3000 આઈટી વ્યવસાયિકોને તાલીમ આપવા માટે જૉર્ડનમાં આગામી પેઢીના સેન્ટર ઑફ એકસેલન્સની સ્થાપના કરવાનો અને જૉર્ડનથી આવેલા આઈટી ક્ષેત્રનાં નિષ્ણાત તાલીમાર્થીઓની તાલીમ માટે ભારતમાં રિસોર્સ કેન્દ્રની સ્થાપના કરવાનો છે. |
7. |
રોક ફોસ્ફેટ અને ફર્ટીલાઈઝર/એનપીકેના લાંબા સમયગાળાનાં પુરવઠા માટેનાંસમજૂતી કરારો |
આ સમજૂતી કરારનો ઉદ્દેશ્ય ખાણ ખોદકામ અને ફોસ્ફેટ ખડકના લાભો પ્રાપ્ત કરવાનો અને જૉર્ડનમાં ફોસ્ફરિક એસીડ/ડીએપી/એનપીકે ફર્ટીલાઈઝર માટે 100 ટકા પુરવઠો ભારતને આપવાના લાંબા ગાળાના સંધી કરારો સાથે જૉર્ડનમાં ઉત્પાદન સુવિધા ઉભી કરવાનો છે. આ પ્રકારના સમજૂતી કરારો ભારતને ફોસ્ફેટનો લાંબા ગાળાનો અને સંતુલિત જથ્થો પૂરો પાડવાની ખાતરી આપે છે |
8. |
સીમા શુક્લ પારસ્પરિક સહાયતા સમજૂતી |
આ સમજૂતી કસ્ટમ વહીવટ દ્વારા લાગુ કરવામાં આવેલા કસ્ટમ ડ્યુટી, ટેક્સ, ફી અને અન્ય વેરા વિષે ચોક્કસ માહિતીનાં સરળ આદાન-પ્રદાન થઇ શકે તે માટે અને કસ્ટમને લગતા કોઈપણ ગુનાઓને અટકાવવા માટે બંને દેશોમાં કસ્ટમને લગતા વિધેયકોમાં યોગ્ય કાર્યવાહીની બાહેંધરી આપવા ભારત અને જૉર્ડન વચ્ચે પારસ્પરિક સહયોગ માટે છે. |
9. |
આગ્રા અને પેટ્રા (જૉર્ડન) વચ્ચે બેવડી સંધી |
આ સંધી દ્વારા આગ્રા અને પેટ્રાની બંન્નેમહાનગરપાલિકાઓ પ્રવાસન, સંસ્કૃતિ, રમતગમત અને આર્થિક ક્ષેત્રમાં પારસ્પરિક સહયોગ માટેની પ્રવૃત્તિઓને ઓળખીને સામાજિક સંબંધોને આગળ વધારવા માટે સાથે મળીને કામ કરે તેવું નિર્ધારિત કરવામાં આવેલ છે. |
10. |
ભારતીય જન સંચાર સંસ્થાન (આઈઆઈએમસી) અને જૉર્ડન મિડિયા ઇન્સ્ટીટયુટ (જેએમઆઈ) વચ્ચે સહકાર |
આ સમજૂતી કરારનો ઉદ્દેશ્ય બંને સંસ્થાનો વચ્ચે સંયુક્ત કાર્યક્રમોનાં વિકાસનો, શૈક્ષણિક અને વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ માટેના સંયુક્ત સંસ્થાન અને કર્મચારીઓ, વિદ્યાર્થીઓ તથા સામાન્ય હિતના સાધનોનાં આદાન-પ્રદાનનો છે |
11. |
પ્રસાર ભારતી અને જૉર્ડન ટીવી વચ્ચે સમજૂતી કરાર |
આ સમજૂતી કરારમાં કાર્યક્રમોના સહ-નિર્માણ અને આદાન-પ્રદાન, વ્યક્તિઓની તાલીમ અને સંકલન જેવા ક્ષેત્રોમાં સહયોગ સાધવા માટે પ્રસાર ભારતી અને જૉર્ડન ટીવી વચ્ચે સહભાગિતા દર્શાવે છે. |
12. |
યુનિવર્સીટી ખાતે હિન્દી બેઠકનાં નિર્માણ માટે યુનિવર્સીટી ઑફજૉર્ડન (યુજે) અને આઈસીસીઆર વચ્ચે સમજૂતી કરારો |
આ સમજૂતી કરાર યુજેમાં હિન્દી ભાષા માટે આઈસીસીઆર બેઠકને કાર્યરત કરવા અને તેની સ્થાપના કરવા માટે આઈસીસીઆર અને યુજે વચ્ચે સહયોગ સાધવા માટેના આધાર અને અન્ય પરિસ્થિતિનું નિર્માણ કરે છે. |