ક્રમ |
સમજુતી/એમઓયુ/કરાર અને એમઓયુનો ઉદ્દેશ્ય |
મંત્રી/અધિકારીનું નામ કે જેમણે ભારત અને કંબોડિયા તરફથી સંધીનું આદાનપ્રદાન કર્યું |
1. |
વર્ષ 2018-2022 માટે કંબોડિયા સાથે સાંસ્કૃતિક આદાનપ્રદાન કાર્યક્રમ. આ સીઈપી ભારત અને કંબોડિયા વચ્ચે સાંસ્કૃતિક આદાનપ્રદાનએ પ્રોત્સાહન આપવા અને તેમની વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધોને મજબુત બનાવવા પર ભાર મુકવા બાબતે છે. |
ભારત તરફથી: ડૉ. મહેશ શર્મા, રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો), સાંસ્કૃતિક મંત્રાલય, ભારત સરકાર
કંબોડિયા તરફથી: શ્રીમતી ફોઉરંગ સેકોના, સંસ્કૃતિ અને લલિત કલા મંત્રી, કંબોડિયા સરકાર. |
2. |
એક્ઝીમ બેંક, ભારત સરકાર અને કંબોડિયા સરકાર વચ્ચે સ્તુંગ સ્વ હબ વોટર રિસોર્સ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે નાણાકીય સહાય આપવા યુએસ ડોલર 36.92 મિલિયનની લાઈન ઓફ ક્રેડીટ માટે ક્રેડીટ લાઈન સમજુતી. |
ભારત તરફથી: સુશ્રી પ્રીતિ શરણ, સચિવ (પૂર્વીય દેશો) વિદેશી બાબતોનું મંત્રાલય
કંબોડિયા તરફથી: શ્રી ફાન ફલ્લા, રાજ્યના ઉપસચિવ, અર્થતંત્ર અને નાણાકીય મંત્રાલય, કંબોડિયા સરકાર |
3. |
ગુનાહિત બાબતોમાં પારસ્પરિક કાયદાકીય સહાય. આ સમજુતી બંને દેશો માટે ગુનાહિત બાબતોમાં સહયોગ અને કાયદાકીય મદદ વડે ગુનાઓની અટકાયત, તપાસ અને કાર્યવાહી માટેની અસરકારકતાને વધારવા ઉપર ભાર મુકવા બાબતે છે. |
ભારત તરફથી: સુશ્રી પ્રીતિ શરણ, સચિવ (પૂર્વીય દેશો) વિદેશી બાબતોનું મંત્રાલય (એમઈએ) કંબોડીયા તરફથી: શ્રી સેન્ગ લાપ્રેસ, આંતરદેશીય ગુનાઓના મુખ્ય સલાહકાર, કંબોડિયા સરકાર |
4. |
માનવ તસ્કરીની અટકાયત માટે સહકાર અંગે સમજુતી. આ સમજુતી માનવ તસ્કરીની અટકાયત, બચાવ અને પ્રત્યાવર્તનને લગતા મુદ્દાઓ પર દ્વિપક્ષીય સહકાર માટે ભાર મુકે છે. |
ભારત તરફથી: સુશ્રી પ્રીતિ શરણ, સચિવ (પૂર્વીય દેશો) વિદેશી બાબતોનું મંત્રાલય (એમઈએ) કંબોડિયા તરફથી: શ્રીમતી ચુ બન અંગ, રાજ્ય સચિવ, આંતરિક માનવ તસ્કરી મંત્રાલય, કંબોડીયા સરકાર |