ક્રમ |
એમઓયુ/સંધી |
ભારત તરફથી |
ફ્રાન્સ તરફથી |
હેતુ |
1. |
માદક દવાઓ, નશાકારક પદાર્થો અને કેમિકલ સંયોજકો તથા સંલગ્ન ગુનાઓનાં ગેરકાયદેસર વેપારમાં ઘટાડો તેમજ ગેરકાયદે વપરાશની અટકાયત અંગે ભારત અને ફ્રાન્સ વચ્ચે સંધી કરાર |
શ્રી રાજનાથ સિંઘ, ગૃહ મંત્રી |
શ્રી જીયાન યેવ્ઝ લી ડ્રીઆન, યુરોપ અને વિદેશી બાબતોના મંત્રી |
આ સંધી કરાર બંને દેશોને માદક દ્રવ્યોના ગેરકાયદે વેપાર અને વપરાશ પર નિયંત્રણ લાવવામાં સહાયક બનશે તેમજ આતંકવાદને પુરા પડાતા નાણાકીય ભંડોળ પર પણ અસર કરશે. |
2. |
ભારત ફ્રાન્સ સ્થળાંતર અને આવાગમન ભાગીદારી સંધી |
સુશ્રી સુષ્મા સ્વરાજ, વિદેશી બાબતોના મંત્રી |
શ્રી જીયાન યેવ્ઝ લી ડ્રીઆન, યુરોપ અને વિદેશી બાબતોના મંત્રી |
આ સંધી કરાર અલ્પકાલીન આવાગમન આધારિત સર્ક્યુલર સ્થળાંતરને પ્રોત્સાહન આપશે અને મૂળ વતનમાં કૌશલ્યને પાછા ફરવા માટે પ્રેરણા આપશે. |
3. |
ભારત અનેફ્રાન્સ વચ્ચે શૈક્ષણિક લાયકાતોને પારસ્પરિક માન્યતા પ્રદાન કરવા અંગેના સંધી કરાર |
શ્રી પ્રકાશ જાવડેકર, માનવ સંસાધન વિકાસ મંત્રી |
સુશ્રી ફ્રેડરિક વીડાલ, ઉચ્ચ શિક્ષણ, સંશોધન અને નવીનીકરણ મંત્રી |
આ સંધી કરારનો હેતુ શૈક્ષણિક લાયકાતોને પારસ્પરિક માન્યતા પ્રદાન માટેનો છે. |
4. |
રેલવે ક્ષેત્રમાં ટેકનીકલ સહયોગ માટે રેલવે મંત્રાલય અને એસએનસીએફ મોટીલીટીઝ, ફ્રાન્સ વચ્ચે સમજૂતીના કરારો |
શ્રી પીયુષ ગોયલ, રેલવે મંત્રી |
શ્રી જીયાન યેવ્ઝ લી ડ્રીઆન, યુરોપ અને વિદેશી બાબતોના મંત્રી |
આ સમજૂતી કરારનો હેતુ હાઈ સ્પીડ અને સેમી હાઈ સ્પીડ રેલવે, સ્ટેશનોનું નવીનીકરણ, વર્તમાન પ્રકલ્પો અને માળખાગત બાંધકામોનું આધુનિકીકરણ તથા ઉપનગરીય રેલવેમાં પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રીત કરવાનો અને પારસ્પરિક સહયોગનું નિર્માણ કરવાનો તથા તેને મજબુત બનાવવાનો છે. |
5. |
કાયમી ભારત- ફ્રાન્સરેલવે ફોરમના નિર્માણ માટે ભારત અને ફ્રાન્સ વચ્ચે ઉદ્દેશ પત્ર |
શ્રી પીયુષ ગોયલ, રેલવે મંત્રી |
શ્રી જીયાન યેવ્ઝ લી ડ્રીઆન, યુરોપ અને વિદેશી બાબતોના મંત્રી |
આ ઉદ્દેશ પત્રનો હેતુ કાયમી ભારત ફ્રાન્સરેલવે ફોરમનું નિર્માણ કરીને અગાઉથી સ્થાપિત સહયોગને વધારવાનો છે. |
6. |
ભારત અને ફ્રાન્સનાં સશસ્ત્ર સૈન્ય વચ્ચે પારસ્પરિક પરિવહન સહાયની જોગવાઈને લગતી ભારત અને ફ્રાન્સ વચ્ચેની સંધી |
સુશ્રી નિર્મલા સીતારમણ, સંરક્ષણ મંત્રી |
સુશ્રી ફ્લોરેન્સ પાર્લી, સશસ્ત્ર સૈન્ય મંત્રી |
આ સંધી અધિકૃત બંદરોની મુલાકાત, સંયુક્ત અભ્યાસો, સંયુક્ત તાલીમો, માનવીય મદદ અને કુદરતી આફત નિવારણના પ્રયાસો વગેરે દરમિયાન બંને દેશો વચ્ચે પરિવહન સહાય, પુરવઠા અને સેવાઓને લગતી પારસ્પરિક જોગવાઈને સુગમ બનાવશે. |
7. |
પર્યાવરણ ક્ષેત્રમાં ભારત અને ફ્રાન્સ વચ્ચે સમજૂતી અંગેના કરારો (એમઓયુ) |
ડૉ. મહેશ શર્મા, પર્યાવરણ, જંગલ અને જળવાયું માટેના રાજ્ય મંત્રી |
શ્રીમતી બ્રોન પોઈરસન, ઇકોલોજીકલ અને ઇન્ક્લુંઝીવ ટ્રાન્ઝીશન મંત્રાલયને સંલગ્ન રાજ્ય મંત્રી |
આ સમજૂતી પર્યાવરણ અને જળવાયું પરિવર્તનના ક્ષેત્રમાં બંને દેશોની સરકારો અને ટેકનીકલ નિષ્ણાતો વચ્ચે માહિતીનું આદાનપ્રદાન સ્થાપિત કરવાનો ઉદ્દેશ ધરાવે છે. |
8. |
સંતુલિત શહેરી વિકાસનાં ક્ષેત્રમાં સહયોગ અંગે ભારત અને ફ્રાન્સ વચ્ચે સંધી કરાર |
શ્રી હરદીપ સિંઘ પૂરી, ગૃહ અને શહેરી બાબતોનાં રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) |
શ્રીમતી બ્રોન પોઈરસન, ઇકોલોજીકલ અને ઇન્ક્લુંઝીવ ટ્રાન્ઝીશન મંત્રાલયને સંલગ્ન રાજ્ય મંત્રી |
આ સંધી સ્માર્ટ શહેરોના વિકાસ, શહેરી માસ ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા, શહેરી વ્યવસ્થાપન અને સુવિધાઓ વગેરે પર માહિતીના આદાનપ્રદાનની મંજુરી આપશે. |
9. |
ભારત અને ફ્રાન્સ વચ્ચે વર્ગીકૃત અથવા સુરક્ષિત માહિતીનાં આદાન-પ્રદાન અને પારસ્પરિક સુરક્ષાને લગતી સંધી |
શ્રી અજીત દોવાલ, એનએસએ
|
શ્રીમાન ફિલિપ એટીની, ફ્રાન્સના રાષ્ટ્રપતિના રાજકીય સલાહકાર
|
આ સંધી વર્ગીકૃત અને સુરક્ષિત માહિતીનાં આદાન-પ્રદાનને લગતા સામાન્ય સુરક્ષાના નિયંત્રણોની વ્યાખ્યા કરે છે. |
10. |
મેરીટાઈમ અવેરનેસ મિશનના પ્રિ-ફોર્મ્યુલેશન અભ્યાસ માટે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઈસરો) અને સેન્ટ્રલ નેશનલ ડી ટ્યુડેસ સ્પેટીઅલ્સ (સીએનઈએસ) વચ્ચે વ્યવસ્થા ગોઠવવી |
શ્રી કે. સિવાન, સચિવ, અવકાશ મંત્રાલયના સચિવ અને ઈસરોનાં અધ્યક્ષ |
શ્રીમાન જીન યેવેસ લી ગૉલ, સીએનઈએસના અધ્યક્ષ |
આ સંધી ફ્રાન્સ અને ભારત માટે તેમનાં હિતનાં ક્ષેત્રોમાં રહેલા ઉપકરણોની તપાસ, ઓળખ અને નિયંત્રણ માટેનાં ઉપાયો સુચવશે. |
11. |
ન્યુક્લીયર પાવર કોર્પોરેશન ઑફ ઇન્ડિયા લીમીટેડ અને ઈડીએફ, ફ્રાન્સની વચ્ચે ઔદ્યોગિક વે ફોરવર્ડ સંધી |
શ્રી શેખર બસુ, સચિવ, પરમાણું ઉર્જા મંત્રાલય |
શ્રી જીન બર્નાર્ડ લેવી, સીઈઓ, ઈડીએફ |
આ સંધી જૈતાપુર પરમાણું ઉર્જા પ્રોજેક્ટનાં અમલીકરણ માટે આગળ વધવાનો માર્ગ પ્રશસ્ત કરે છે. |
12. |
હાઇડ્રોગ્રાફી અને મેરીટાઈમ કાર્ટોગ્રાફીની બાબતમાં સહયોગ માટે ભારત અને ફ્રાન્સ વચ્ચે દ્વિપક્ષીય વ્યવસ્થા |
શ્રીમાન વિનય કવાત્રા, ભારતના રાજદૂત |
શ્રીમાન એલેકઝાંડર ઝેગ્લેર, ફ્રાન્સના રાજદૂત |
આ વ્યવસ્થા બંને દેશો વચ્ચે હાઇડ્રોગ્રાફી, નોટીકલ ડોકયુમેન્ટેશન અને મેરીટાઈમ સુરક્ષા માહિતીનાં ક્ષેત્રોમાં સહકારને વધારશે. |
13. |
ચેલેન્જ પ્રક્રિયા દ્વારા સ્માર્ટ સીટી પરિયોજનનાં 100 મિલિયન યુરોના ફંડીગ માટે ભારત અને ફ્રાન્સ વચ્ચે ક્રેડીટ ફેસીલીટી માટેની સંધી |
શ્રીમાન વિનય કવાત્રા, ભારતના રાજદૂત |
શ્રીમાન એલેકઝાંડર ઝેગ્લેર, ફ્રાન્સનાંરાજદૂત |
આ સંધી સ્માર્ટ સીટી મિશન અંતર્ગત કેન્દ્ર તથા રાજ્ય સરકારો દ્વારા આ હેતુ માટે પુરા પાડવામાં આવેલ ભંડોળમાં રહેલા અંતરને ભરવામાં મદદ રૂપ થશે. |
14. |
નેશનલ ઇન્સ્ટીટયુટ ઑફ સોલાર એનર્જી (એનઆઈએસઈ), નવી અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રાલય તેમજ રાષ્ટ્રીય સૂર્ય ઉર્જા સંસ્થા (આઈએનઈએસ), ફ્રાન્સ વચ્ચે સમજૂતી અંગેના કરારો |
શ્રીમાન વિનય કવાત્રા, ભારતનાં રાજદૂત |
શ્રીમાન ડેનિયલ વેર્વાદે, વહીવટકર્તા, કમીશન ફોર એટોમિક એન્ડ ઓલ્ટરનેટ એનર્જી (સીઈએ) |
આ સંધીની સાથે બંને દેશો ટેકનોલોજીના આદાન-પ્રદાન અને સહયોગાત્મક પ્રવૃત્તિઓનાં માધ્યમથી સૂર્ય ઉર્જા( સોલર ફોટોવોલ્ટેઈક, સ્ટોરેજ ટેકનોલોજી વગેરે) ક્ષેત્રમાં આઈએસએનાં સભ્ય રાષ્ટ્રો સાથે કામ કરશે. . |