1. સંયુક્ત નિવેદન "વિશ્વાસ અને ભાગીદારી દ્વારા સાથસહકારની નવી ઊંચાઈઓ સર કરવી”.
2. ભારત-રશિયા વેપાર અને રોકાણનાં સંવર્ધન માટે સંયુક્ત વ્યૂહરચના.
3. પ્રજાસત્તાક ભારતની સરકાર અને રશિયા સંઘની સરકાર વચ્ચે સમજૂતી અને રશિયન/સોવિયત મિલિટરી ઇક્વિપમેન્ટ માટે સ્પેર પાર્ટ્સનાં ઉત્પાદનમાં સાથસહકાર સ્થાપિત કરવા પર
4. પ્રજાસત્તાક ભારતની સરકાર અને રશિયા સંઘની સરકાર વચ્ચે ઓડિયોવિઝ્યુઅલ કો-પ્રોડક્શનમાં સાથસહકાર સ્થાપિત કરવા પર સમજૂતી
5. પ્રજાસત્તાક ભારતનાં માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તથા રશિયા સંઘનાં પરિવહન મંત્રાલય વચ્ચે માર્ગ પરિવહન અને માર્ગ ઉદ્યોગમાં દ્વિપક્ષીય સાથસહકાર સ્થાપિત કરવા પર સમજૂતીકરાર (એમઓયુ).
6. પ્રજાસત્તાક ભારતનાં જહાજ મંત્રાલય અને રશિયન સંઘનાં પરિવહન મંત્રાલય વચ્ચે પ્રજાસત્તાક ભારતનાં ચેન્નાઈ બંદર અને રશિયન સંઘનાં વ્લાદિવોસ્તોક બંદર વચ્ચે દરિયાઈ સંચાર વિકસાવવા પર મેમોરેન્ડમ ઓફ ઇન્ટેન્ટ (એમઓઆઈ).
7. પ્રજાસત્તાક ભારતનાં કેન્દ્રીય પરોક્ષ કરવેરા અને આબકારી મંડળ, નાણાં મંત્રાલય અને ફેડરલ કસ્ટમ્સ સર્વિસ (રશિયા સંઘ) વચ્ચે 2019થી 2022માં કસ્ટમ્સનાં ઉલ્લંઘન સામે લડવા સાથસહકાર સ્થાપિત કરવા માટેની યોજના.
8. રશિયા સંઘનાં ઊર્જા મંત્રાલય અને પ્રજાસત્તાક ભારતનાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય વચ્ચે પરિવહન માટે કુદરતી ગેસનાં ઉપયોગ પર સમજૂતીકરાર (એમઓયુ).
9. ઓઇલ અને ગેસ ક્ષેત્રમાં સાથસહકાર વધારવા પ્રજાસત્તાક ભારતનાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય અને રશિયન સંઘનાં ઊર્જા મંત્રાલય વચ્ચે કાર્યક્રમ.
10. રશિયાનાં સુદૂર પૂર્વ વિસ્તારમાં કોકિંગ કોલ માઇનિંગ પ્રોજેક્ટનાં અમલીકરણમાં સાથસહકાર સ્થાપિત કરવા માટે કોલ ઇન્ડિયા લિમિટેડ અને ફાર ઇસ્ટ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ એક્સપોર્ટ એજન્સી વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ).
11. રોકાણમાં જોડાણ માટે ઇન્વેસ્ટ ઇન્ડિયા અને રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ વચ્ચે સાથસહકાર માટે સમજૂતી.
12. ફેડરેશન ઑફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા રોસકોંગ્રેસ ફાઉન્ડેશન વચ્ચે સાથસહકાર માટે સમજૂતી.
13. નવા પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપવા ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા સ્વાયત્ત નોન-પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન એજન્સી ફોર સ્ટ્રેટેજિક ઇનિશિયેટિવ્સ વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ).
14. ડાઉનસ્ટ્રીમ એલએજી બિઝનેસ અને એલએનજી સપ્લાય્સનાં સંયુક્ત વિકાસનાં સંબંધમાં સાથસહકાર સ્થાપિત કરવા પર સંયુક્ત સ્ટોક કંપની નોવાટેક અને પેટ્રોનેટ એલએનજી લિમિટેડ વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ).
15. જોઈન્ટ સ્ટોક કંપની રોસ્સેજિયોલોજિયા અને શ્રેઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ લિમિટેડ વચ્ચે સાથસહકાર સ્થાપિત કરવા માટે સમજૂતી