જાહેરાતો
- 29 ઓક્ટોબર 2018ના રોજ જાપાને અનુમોદન સંસાધન (instrument of ratification) જમા કરાવીને આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન (આઈએસએ)માં જોડાવાની જાહેરાત કરી. અત્યાર સુધીમાં 70 દેશો આઈએસએ રૂપરેખા સંધિ (આઈએસએ એફએ)માં હસ્તાક્ષર કરી ચુક્યા છે અને 47 દેશોએ તેનું અનુમોદન કર્યું છે. જાપાન હસ્તાક્ષર કરનારો 71મો દેશ અને આઈએસએ એફએનું અનુમોદન કરનારો 48મો દેશ બનશે.
- સાત યેન લોન પ્રોજેક્ટની જોગવાઈઓને લગતા મુદ્દાઓનું આદાન-પ્રદાન જેમાં મુંબઈ અમદાવાદ હાઈસ્પીડ રેલના નિર્માણ માટેનો પ્રોજેક્ટ, ઉમીય્મ-ઉમતૃ સ્ટેજ ૩ હાયડ્રોઇલેક્ટ્રિક પાવર સ્ટેશનના જીર્ણોદ્ધાર અને આધુનિકિરણ માટેનો પ્રોજેક્ટ, દિલ્હી માસ રેપીડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ પ્રોજેક્ટ (૩જો તબક્કો), પૂર્વોત્તર રોડ નેટવર્ક જોડાણ સુધારા પ્રોજેક્ટ, તુર્ગા પંપ સ્ટોરેજના નિર્માણ માટેનો પ્રોજેક્ટ, ચેન્નાઈ પેરીફેરલ રીંગ રોડના નિર્માણ માટેનો પ્રોજેક્ટ અને ત્રિપુરામાં સંતુલિત કેચમેન્ટ વન વ્યવસ્થાપન માટેના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે (કુલ લોનની જોગવાઈ 458 બિલિયન યેન સુધી)
ક્રમ |
એમઓયુ/સંધિ/કરારનું નામ |
વિવરણ |
A. સંરક્ષણ અને વ્યુહાત્મક |
||
1. |
જાપાન મેરીટાઈમ સેલ્ફ ડિફેન્સ ફોર્સ અને ભારતીય નૌકા દળ વચ્ચે ગાઢ સહયોગ માટે અમલીકરણની વ્યવસ્થા |
ભારતીય નૌકા દળ અને જાપાન મેરીટાઈમ સેલ્ફ ડિફેન્સ ફોર્સ વચ્ચે દરિયાઈ ક્ષેત્ર જાગૃતિ અંતર્ગત વધુ મોટા સહયોગ અને માહિતીના આદાન-પ્રદાન માટે |
B. ડિજિટલ અને નવી ટેકનોલોજી |
||
2. |
જાપાન-ભારત ડિજિટલ ભાગીદારી પર ઇલેક્ટ્રોનિક્સ અને સુચના પૌદ્યોગિકી મંત્રાલય તથા ઈકોનોમી, ટ્રેડ અને ઇન્ડસ્ટ્રી મંત્રાલય વચ્ચે એમઓસી કરાર |
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) અને આઈઓટી (ઈન્ટરનેટ ઑફ થિંગ્સ) વગેરે જેવી આગામી પેઢીની ટેકનોલોજીના ક્ષેત્રમાં જાપાનની “સોસાયટી 5.0” અને ભારતના “ડિજિટલ ઇન્ડિયા”, “સ્માર્ટ સીટી” અને “સ્ટાર્ટ અપ ઇન્ડિયા” જેવા ફ્લેગશીપ કાર્યક્રમો વચ્ચે સંધાન અને પુરકતા સાધવા માટે |
3. |
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) પર નીતિ આયોગ અને જાપાનનાં ઈકોનોમી, ટ્રેડ અને ઇન્ડસ્ટ્રી મંત્રાલય (એમઇટીઆઇ) વચ્ચે ઉદ્દેશ નિવેદન (Statement of Intent) |
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી પર સહયોગને વિકસિત કરવા અને તેને પ્રોત્સાહન આપવા માટે |
C. આરોગ્ય કાળજી અને સુખાકારી |
||
4. |
આરોગ્ય કાળજી અને સુખાકારીના ક્ષેત્રમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર અને હેલ્થકેર પોલીસીની કચેરી, કેબિનેટ સચિવાલય, જાપાન સરકાર તેમજ જાપાનના આરોગ્ય, શ્રમ અને કલ્યાણ મંત્રાલય વચ્ચે એમઓસી |
પ્રાથમિક આરોગ્ય કાળજી, બિન ચેપી રોગોની અટકાયત, માતૃત્વ અને બાળ આરોગ્ય સેવાઓ, સ્વચ્છતા, સફાઈ, પોષણ અને વૃદ્ધોની કાળજી જેવા ક્ષેત્રોમાં ભારત અને જાપાન વચ્ચે સહયોગ માટેની ક્ષમતાને ઓળખવા માટે એક તંત્ર ઉભું કરવું |
5. |
આરોગ્ય કાળજી અને સુખાકારીના ક્ષેત્રમાં આયુષ મંત્રાલય, ભારત સરકાર અને કાનાગાવા પ્રિફેકચરલ જાપાન સરકાર વચ્ચે એમઓસી |
આરોગ્ય કાળજી અને સુખાકારીના ક્ષેત્રમાં આયુષ મંત્રાલય, ભારત સરકાર અને કાનાગાવા પ્રિફેકચરલ જાપાન સરકાર વચ્ચે એમઓસી |
6. |
ખાદ્યાન્ન સુરક્ષા અને માનાંક સત્તામંડળ ભારત સરકાર (એફએસએસએઆઈ) અને ખાદ્યાન્ન સુરક્ષા કમિશન જાપાન, જાપાનની ગ્રાહક બાબતોની સંસ્થા, આરોગ્ય, શ્રમ અને કલ્યાણ મંત્રાલય, જાપાન વચ્ચે ખાદ્યાન્ન સુરક્ષા પર સમજૂતી કરાર |
ખાદ્યાન્ન સુરક્ષાના ક્ષેત્રમાં જાપાન અને ભારતની સંસ્થાઓ વચ્ચે સહયોગ વધારવા માટે |
D. ફૂડ વેલ્યુ ચેઈન અને કૃષિ ક્ષેત્ર |
||
7. |
ખાદ્યાન્ન પ્રક્રિયા ઉદ્યોગના ક્ષેત્રમાં ખાદ્ય પ્રક્રિયા અને ઉદ્યોગો મંત્રાલય તથા કૃષિ, વન્ય અને મત્સ્યઉદ્યોગ મંત્રાલય, જાપાન વચ્ચે એમઓસી |
સ્થાનિક સરકારો, ખાનગી કંપનીઓ વગેરે જેવા યોગ્ય સ્ટેકહોલ્ડર્સની ભાગીદારી સાથે ભારતના ખાદ્યાન્ન પ્રક્રિયા ઉદ્યોગને વિકસિત કરવા પર લક્ષ્યિત છે |
8. |
કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત અને કૃષિ વન્ય અને મત્સ્ય ઉછેર મંત્રાલય જાપાન વચ્ચે કૃષિ અને મત્સ્યપાલન ક્ષેત્રમાં જાપાન દ્વારા રોકાણને પ્રોત્સાહન આપવા માટેનો કાર્યક્રમ |
જાપાની કંપનીઓ માટે રોકાણનું વાતાવરણ સુધારીને દરિયાઈ જીવ સૃષ્ટિ સહિત કૃષિ વેલ્યુ ચેઈન અને મત્સ્ય પાલનના વિકાસને પ્રોત્સાહન આપવા માટે. |
9. |
મહારાષ્ટ્ર રાજ્ય સરકાર અને કૃષિ, વન્ય અને મત્સ્યઉછેર મંત્રાલય, જાપાન વચ્ચે મહારાષ્ટ્રમાં ફૂડ વેલ્યુ ચેઈનના વિકાસ પર એમઓસી |
મહારાષ્ટ્ર રાજ્યમાં ફૂડ વેલ્યુ ચેઈન અંતર્ગત જાપાની કંપનીઓના રોકાણને સુવિધા પૂરી પાડવા માટે |
10. |
કૃષિ, વન્ય અને મત્સ્યઉછેર મંત્રાલય, જાપાન અને ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર, ભારત વચ્ચે ઉત્તર પ્રદેશમાં ફૂડ વેલ્યુ ચેઈનના વિકાસ માટે સહયોગ કરાર |
ઉત્તર પ્રદેશ રાજ્યમાં ફૂડ વેલ્યુ ચેઈન અંતર્ગત જાપાની કંપનીઓનું રોકાણ વધારવા માટે |
E. આર્થિક |
||
11. |
એક્સપોર્ટ ક્રેડીટ ગેરંટી કોર્પોરેશન ઑફ ઇન્ડિયા અને નેક્ઝી, જાપાન વચ્ચે સમજૂતી કરાર |
ભારત અને જાપાન વચ્ચે વ્યાપાર અને રોકાણ વધારવા માટે અને ત્રીજા દેશોમાં પ્રોજેક્ટને મજબૂત કરવા માટે |
F. પોસ્ટલ |
||
12. |
સંચાર મંત્રાલય ભારત સરકાર અને આંતરિક બાબતો અને સંચાર મંત્રાલય, જાપાન સરકાર વચ્ચે પોસ્ટલ ક્ષેત્રમાં એમઓસી |
સંચાર મંત્રાલય અને આંતરિક બાબતો અને સંચાર મંત્રાલય વચ્ચે પોસ્ટલ સેવા સંવાદની સ્થાપના સહિત પોસ્ટલ ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે. |
G. વિજ્ઞાન અને ટેકનોલોજી, શૈક્ષણિક આદાન–પ્રદાન અને પર્યાવરણ |
||
13. |
સંશોધનમાં ભાગીદારી માટે કાઉન્સિલ ઑફ સાયન્ટીફીક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રીસર્ચ (સીએસઆઈઆર), ભારત અને હિરોશીમા યુનિવર્સિટી, જાપાન વચ્ચે સમજૂતી કરાર |
ઇલેક્ટ્રોનિક્સ, સેન્સર્સ, હાઈ સ્પીડ વિઝન, રોબોટીક્સ અને મિકેટ્રોનિકસ, પર્યાવરણીય સંશોધન, બૌદ્ધિક વાહનવ્યવહાર વગેરે સહિતના આધુનિક ઉત્પાદનો જેવા ક્ષેત્રોમાં સંશોધન ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે |
14. |
સંશોધન ભાગીદારી માટે કાઉન્સિલ ઑફ સાયન્ટીફીક અને ઇન્ડસ્ટ્રીયલ રીસર્ચ (સીએસઆઈઆર), ભારત અને રીસર્ચ સેન્ટર ફોર એડવાન્સડ સાયન્સ અને ટેકનોલોજી (આરકાસ્ટ) તેમજ યુનિવર્સિટી ઑફ ટોક્યો, જાપાન વચ્ચે સમજૂતી કરાર |
પુનઃપ્રાપ્ય ઉર્જા તથા રોબોટીક્સ/આઈઓટી, આધુનિક મટિરિયલ વગેરે જેવા ક્ષેત્રોમાં સંશોધન ભાગીદારીને વિકસિત કરવા માટે |
15. |
ઔદ્યોગિક સંશોધનમાં અમલીકરણ માટે આંતર શાખાકીય ક્ષેત્રોમાં સંયુક્ત સંશોધન માટે કાઉન્સિલ ઑફ સાયન્ટીફીક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રીસર્ચ(સીએસઆઈઆર), ભારત અને ઇન્સ્ટિટ્યુટ ઑફ ઇનોવેટીવ રીસર્ચ, ટોક્યો ઇન્સ્ટિટ્યુટ ઑફટેકનોલોજી (ટીઆઈટી), જાપાન વચ્ચે સહયોગ માટેની સંધિ |
એડવાન્સ મટીરીયલ, બાયોસાયન્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં કાઉન્સિલ ઑફ સાયન્ટીફીક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રીસર્ચ (સીએસઆઈઆર), ભારત અને ઇન્સ્ટિટ્યુટ ઑફ ઇનોવેટીવ રીસર્ચ, ટોક્યો વચ્ચે સંશોધન ભાગીદારીનું નિર્માણ કરવા માટે |
16. |
પોસ્ટલ ક્ષેત્રમાં સંચાર મંત્રાલય, ભારત સરકાર અને આંતરિક બાબતો અને સંચાર મંત્રાલય, જાપાન સરકાર વચ્ચે સહયોગ કરાર |
સંચાર મંત્રાલય અને આંતરિક બાબતો તથા સંચાર મંત્રાલય વચ્ચે પોસ્ટલ ક્ષેત્રમાંપોસ્ટલ સેવાઓ ડાયલોગની સ્થાપના સહિત સહયોગને મજબૂત બનાવવા માટે. |
17. |
પર્યાવરણ સહયોગના ક્ષેત્રમાં ભારત અને જાપાન વચ્ચે એમઓસી |
પર્યાવરણની સુરક્ષા અને જાળવણી માટે ભારત અને જાપાન વચ્ચે વધુ વિસ્તૃત સહયોગને પ્રોત્સાહન આપવા માટે. |
18. |
શૈક્ષણિક અને સંશોધનને લગતા આદાન-પ્રદાન માટે નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઑફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન અને રીસર્ચ (નાઈપેર), ભારત તેમજ શીઝૂઓકા યુનિવર્સિટી, જાપાન વચ્ચે સમજૂતી કરારો |
નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઑફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન અને રીસર્ચ એસએએસ નગર તથા શીઝુંઓકા યુનિવર્સિટી વચ્ચે શૈક્ષણિક શ્રુંખલાને પ્રોત્સાહન આપવા માટે |
19. |
નાગાસાકી યુનિવર્સિટી અને આઈઆઈઆઈટીડીએમ કાંચીપુરમ, ભારત વચ્ચે ઇન્ડો જાપાન વૈશ્વિક સ્ટાર્ટઅપની દિશામાં વધુ આગળના સહયોગ માટે સમજૂતી કરાર. |
ઇન્ડો જાપાન ગ્લોબલ સ્ટાર્ટ અપની સાથે ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને માનવ સંસાધન વિકાસ |
20. |
સૈદ્ધાંતિક અનેશૈક્ષણિક આદાન-પ્રદાન અંતર્ગત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઑફ ટેકનોલોજી, હૈદરાબાદ, ભારત અને હિરોશીમા યુનિવર્સિટી, જાપાન વચ્ચે સમજૂતી કરારો |
બંને સંસ્થાઓ વચ્ચે સંયુક્ત સંશોધન પ્રોત્સાહન અને વિદ્યાર્થીઓ તથા શિક્ષકોનું આદાન-પ્રદાન. |
21. |
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઑફ ટેકનોલોજી, હૈદરાબાદ અને નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઑફ એડવાન્સડ ઇન્ડસ્ટ્રીયલ સાયન્સ અને ટેકનોલોજી વચ્ચે સમજૂતી કરારો. |
બંને સંસ્થાઓ વચ્ચે સંયુક્ત સંશોધન પ્રોત્સાહન અને શિક્ષકો તથા વિદ્યાર્થીઓનું આદાન-પ્રદાન. |
22. |
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઑફ ટેકનોલોજી, કાનપુર અને ફેકલ્ટી, ગ્રેજ્યુએટ સ્કુલ અને સ્કુલ ઑફ એન્જીનીયરીંગ, ગ્રેજ્યુએટ સ્કુલ ઑફ ઇન્ફોર્મેશન સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગ્રેજ્યુએટ સ્કુલ ઑફ કેમિકલ સાયન્સ એન્ડ એન્જીનીયરીંગ, હોકાઈડો યુનિવર્સિટી વચ્ચે શૈક્ષણિક આદાન-પ્રદાન સંધિ (કરાર) ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઑફ ટેકનોલોજી, કાનપુર અને ફેકલ્ટી, ગ્રેજ્યુએટ સ્કુલ અને સ્કુલ ઑફ એન્જીનીયરીંગ, ગ્રેજ્યુએટ સ્કુલ ઑફ ઇન્ફોર્મેશન સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગ્રેજ્યુએટ સ્કુલ ઑફ કેમિકલ સાયન્સ એન્ડ એન્જીનીયરીંગ, હોકાઈડો યુનિવર્સિટી વચ્ચે વિદ્યાર્થીઓના આદાન-પ્રદાન પર સમજૂતી કરાર (એમઓયુ) |
બંને સંસ્થાઓ વચ્ચેસંયુક્ત સંશોધન પ્રોત્સાહન અને શિક્ષકો તથા વિદ્યાર્થીઓના આદાન-પ્રદાન. |
H. ખેલકૂદ |
||
23. |
શૈક્ષણિક આદાન-પ્રદાન અને ખેલકૂદમાં સહયોગ માટે સ્પોર્ટ્સ ઓથોરીટી ઑફ ઇન્ડિયા (એસએઆઈ), ભારત અને યુનિવર્સિટી ઑફ સુકુબા, જાપાન વચ્ચે સમજૂતી કરારો |
સંયુક્ત કાર્યક્રમોના માધ્યમથી ખેલકૂદ વિકાસ અને નિષ્ણાતના ક્ષેત્રમાં સહયોગને મજબૂત બનાવવો. |
I. નીચેનાઓ માટે ધિરાણ સંધિઓનું આદાન–પ્રદાન: |
||
24. |
મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ (આઈઆઈ)ના નિર્માણ માટેનો પ્રોજેક્ટ |
|
25. |
ઉમિઅમ ઉમતૃ સ્ટેજ ૩ હાયડ્રોઇલેક્ટ્રિક પાવર સ્ટેશનના જીર્ણોદ્ધાર અને આધુનીકરણ માટેના પ્રોજેક્ટ. |
|
26. |
દિલ્હી માસ રેપીડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ પ્રોજેક્ટ (૩જો તબક્કો) (આઈઆઈઆઈ) |
|
27. |
પૂર્વોત્તર રોડ નેટવર્ક જોડાણ સુધારા પ્રોજેક્ટ (૩જો તબક્કો) (આઈ) |
|
28. |
ત્રિપુરામાં સંતુલિત કેચમેન્ટ વન્ય વ્યવસ્થાપન માટેનો પ્રોજેક્ટ |
|
જીટુબી/બીટુબી સંધિઓ |
||
29. |
કાગોમે કંપની લિમીટેડ, જાપાન અને ખાદ્યાન્ન પ્રક્રિયા ઉદ્યોગ મંત્રાલય, ભારત સરકાર વચ્ચે સમજૂતી કરાર |
|
30. |
સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (એસબીઆઈ) અનેએસબીઆઈ પેમેન્ટ સર્વિસીસ પ્રાઇવેટ લિમીટેડ તથા હિટાચી પેમેન્ટ સર્વિસીસ પ્રાઇવેટ લિમીટેડ વચ્ચે સંયુક્ત સાહસ સંધિ |
|
31. |
નિસાન સ્ટીલ ઇન્ડસ્ટ્રી કંપની લિમિટેડ, જાપાન અને ખાદ્યાન્ન પ્રક્રિયા ઉદ્યોગ મંત્રાલય, ભારત સરકાર વચ્ચે સમજૂતી કરારો |
|
32. |
57 જાપાની કંપનીઓ દ્વારા ભારતમાં રોકાણ કરવા માટે અને 15 ભારતીય કંપનીઓ દ્વારા જાપાનમાં રોકાણ કરવા માટે લેટર ઑફ ઇન્ટેન્ટ અને ખાનગી ક્ષેત્રના રોકાણ પ્રોજેક્ટની દરખાસ્તની સ્વીકૃતિને ભારત અને જાપાન બંને સરકારો દ્વારા ટેકો આપવામાં આવ્યો. |
|