#MannKiBaat: PM Modi congratulates Indian contingent for their performance at Commonwealth Games 2018
Overcoming several challenges, our athletes have achieved their goals at Commonwealth Games: PM Modi #MannKiBaat
Yoga is the most economical aspect of #FitIndia movement: PM during #MannKiBaat
Entire world now marks 21st June as the International Day of Yoga with great enthusiasm. Let us also mobilise people to join it: PM #MannKiBaat
Youngsters spend their time learning something new and that is why summer internships are becoming increasingly popular: PM #MannKiBaat
Take up the Swachh Bharat Summer Internship: PM Modi urges youngsters during #MannKiBaat
Swachh Bharat Summer Internship aimed at furthering the message of cleanliness; best interns to get national level awards & 2 credit points: PM during #MannKiBaat
Conserve water in every possible manner: PM Modi during #MannKiBaat
Efforts have been made in the last three years towards water conservation and water management: PM during #MannKiBaat
Gurudev Rabindranath Tagore was not only talented but a multi-faceted personality, whose writings left an indelible impression on everyone: PM #MannKiBaat
#MannKiBaat: PM Modi extends Ramzan greetings to people
We must be proud that India is the land of Lord Buddha, who guided the whole world through his messages of service, sacrifice and peace: PM #MannKiBaat
Lord Buddha’s life gives the message of equality, peace, harmony and brotherhood: PM during #MannKiBaat
Dr. Baba Saheb Ambedkar’s life was greatly inspired by Lord Buddha, says PM Modi during #MannKiBaat
Lord Buddha's teachings show the way to eradicate hatred with mercy: PM Modi during #MannKiBaat
Laughing Buddha brings good luck; Smiling Buddha associated with Pokhran test demonstrated India’s might to the world: PM #MannKiBaat
Atal ji gave the mantra – ‘Jai Jawan, Jai Kisan, Jai Vigyan’. Inspired by it, let us build an India which is modern, powerful and self-reliant: PM #MannKiBaat
Let us transform our individual strengths into the country’s collective strength: PM Modi #MannKiBaat

મારા પ્રિય દેશવાસીઓ. નમસ્કાર. હમણાં જ 4 એપ્રિલથી 15 એપ્રિલ સુધી ઓસ્ટ્રેલિયામાં 21મી કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થયું. ભારત સહિત દુનિયાના 71 દેશે તેમાં ભાગ લીધો. જ્યારે આટલું મોટું આયોજન હોય, વિશ્વભરમાંથી આવેલા હજારો ખેલાડી તેમાં ભાગ લઈ રહ્યા હોય, કલ્પના કરી શકો છો કેવો માહોલ હશે? જોશ, લાગણીઓ, ઉત્સાહ, આશાઓ, આકાંક્ષાઓ, કંઈક કરી દેખાડવાનો સંકલ્પ – જ્યારે આ રીતનો માહોલ હોય તો કોણ તેને પોતાનાથી અલગ રાખી શકે.  આ એક એવો સમય હતો જ્યારે દેશભરમાં લોકો રોજ વિચારતા હતા કે આજે કયા કયા ખેલાડી perform કરશે? ભારતનું પ્રદર્શન કેવું રહેશે? આપણે કેટલા મેડલ જીતીશું અને આ ઘણું જ સ્વાભાવિક પણ હતું. આપણા ખેલાડીઓએ પણ દેશવાસીઓની આશા પર ખરા ઉતરીને ઘણું જ સારું પ્રદર્શન કર્યું અને એક પછી એક મેડલ જીતતા જ ગયા. પછી તે shooting હોય, wrestling  હોય, weightlifting હોય, table tennis હોય કે પછી badminton હોય, ભારતે રેકોર્ડ પ્રદર્શન કર્યું. 26  સુવર્ણ, 20 રજત અને 20 કાંસ્ય – ભારતે લગભગ કુલ 66 મેડલ્સ જીત્યા. દરેક ભારતીયને આ સફળતા ગર્વ અપાવે છે. પદક જીતવો ખેલાડીઓ માટે ગર્વ અને ખુશીની વાત હોય છે. તે આખા દેશ માટે, બધા દેશવાસીઓ માટે અત્યંત ગૌરવનું પર્વ હોય છે. મેચ પૂર્ણ થયા પછી જ્યારે પદક સાથે ભારતનું પ્રતિનિધિત્વ કરતી વખતે એથ્લેટ ત્યાં મેડલ સાથે ઉભા હોય છે, ત્રિરંગો ઝંડો લપેટ્યો હોય છે, રાષ્ટ્રગીતની ધૂન વાગતી હોય અને તે જે ભાવ હોય છે, સંતોષ અને ખુશીનો, ગૌરવનો, માન-સન્માનનો… આ પ્રકારનો ભાવ જ કંઇક ખાસ હોય છે. વિશેષ હોય છે. તન-મનને ઉજાગર કરવાવાળો હોય છે. ઉમંગ અને ઉર્મિથી ભરેલો હોય છે. આપણે બધા એક ભાવથી ભરેલા હોઈએ છીએ. કદાચ આ ભાવને વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દો પણ ઓછા પડી જશે. પરંતુ મેં આ ખેલાડીઓ પાસેથી જે સાંભળ્યું, હું આપને સંભળાવવા માંગુ છું. મને તો ગર્વ થાય છે, આપને પણ ગર્વ થતો હશે.

હું મનિકા બત્રા જે કોમનવેલ્થમાં ચાર મેડલ લાવી છું. બે સુવર્ણ, એક રજત અને એક કાંસ્ય, ‘મન કી બાત’ કાર્યક્રમ સાંભળનારાઓને હું કહેવા માગું છે કે હું ઘણી જ ખુશ છું કારણ કે પહેલીવાર ભારતમાં ટેબલ ટેનિસ આટલું લોકપ્રિય થઈ રહ્યું છે. હા, હું મારું બેસ્ટ ટેબલ ટેનિસ રમી હોઈશ. આખી જિંદગીનું બેસ્ટ ટેબલ ટેનિસ રમી હોઈશ. આ પહેલા મેં પ્રેક્ટિસ કરી છે તેના વિશે હું જણાવીશ કે મેં મારા કોચ સંદિપ સર સાથે ઘણી જ પ્રેક્ટિસ કરી છે. કોમનવેલ્થથી પહેલા જે અમારા કેમ્પ હતા પોર્ટુગલમાં, અમને સરકારે ટુર્નામેન્ટ રમવા મોકલ્યા અને હું સરકારનો આભાર માનું છું કારણ કે તેમણે આટલા બધા International એકસ્પોઝર આપ્યા. યુવા પેઢીને બસ એક જ સંદેશ આપીશ, ક્યારેય Give up ન કરો. Explore Yourself.

હું પી. ગુરુરાજ ‘મન કી બાત’ કાર્યક્રમ સાંભળનારાઓને એ કહેવા માંગુ છું. 2018 કોમનવેલ્થ ગેમસ, મારું મેડલ જીતવાનું સપનું હતું. હું કોમનવેલ્થ ગેમ્સમાં, પ્રથમવાર ભારતને મેડલ જીતાડીને ઘણો જ ખુશ છું. આ મેડલ મારા ગામ કુન્દાપુરા અને મારા રાજ્ય કર્ણાટક અને મારા દેશને સમર્પિત કરું છું.

મીરાબાઈ ચાનૂ

મેં 21મી કોમનવેલ્થ ગેમ્સમાં ભારત માટે પ્રથમ સુવર્ણ પદક જીત્યો હતો. તો તેમાં મને ઘણી જ ખુશી થઈ. મારું એક સપનું હતું કે ભારત માટે અને મણીપુર માટે એક સારા ખેલાડી બનવાનું, જે હું બધી ફિલ્મ્સમાં જોતી હતી. જેમ કે મણીપુરનું મારી દીદી અને તે બધું જોયા બાદ મેં પણ એવું વિચાર્યું હતું કે ભારત માટે, મણીપુર માટે સારા ખેલાડી બનવા માગું છું. મારા સફળ બનવા પાછળ મારી discipline પણ છે અને sincerity, dedication અને સખત પરિશ્રમ પણ.

 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું પ્રદર્શન સારું તો હતું જ સાથે સાથે વિશેષ પણ હતું. વિશેષ એટલે કે આ વખતે કેટલીયે વસ્તુઓ હતી, જે પ્રથમવાર થઈ. શું આપ જાણો છો કે આ વખતે કોમનવેલ્થ ગેમ્સમાં ભારત તરફથી જેટલા wrestlers હતા, તે બધાં જ મેડલ જીતીને આવ્યા છે. મનિકા બત્રાએ જેટલી પણ event માં ભાગ લીધો, બધામાં મેડલ જીત્યો. તે પહેલી ભારતીય મહિલા છે જેણે individual table tennis માં ભારતને સુવર્ણ પદક જીતાડ્યો. ભારતને સૌથી વધુ મેડલ્સ શૂટિંગમાં મળ્યા છે. 15 વર્ષના ભારતીય શૂટર અનિશ ભાનવાલા કોમનવેલ્થ ગેમ્સમાં ભારત તરફથી સુવર્ણ પદક જીતનારા સૌથી યુવા ખેલાડી બન્યા હતા.  સચીન ચૌધરી કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતનારા એકમાત્ર ભારતીય Para Power-lifter છે. આ વખતની ગેમ્સ એટલા માટે પણ વિશેષ હતી કે મોટાભાગના પદક વિજેતાઓ મહિલા એથ્લેટ હતી. સ્ક્વોશ હોય, બોક્સિંગ હોય, વેઈટલીફ્ટિંગ હોય, શૂટિંગ હોય – મહિલા ખેલાડીઓએ કમાલ કરી બતાવી. બેડમિન્ટનમાં તો ફાઈનલ મુકાબલો ભારતની જ બે ખેલાડી સાઈના નેહવાલ અને પી.વી.સિંધુ વચ્ચે થયો હતો. બધા ઉત્સાહિત હતા કે મુકાબલો તો છે પરંતુ બંને મેડલ્સ ભારતને જ મળશે. આખા દેશે જોયું. મને પણ જોઈને ઘણું જ સારું લાગ્યું. ગેમ્સમાં ભાગ લેનારા એથ્લેટ્સ દેશના અલગ-અલગ ભાગોમાંથી, નાના-નાનાં શહેરોમાંથી આવ્યા હતા. અનેક મુશ્કેલીઓ, પરેશાનીઓને પાર કરીને અહીંયા સુધી પહોંચ્યા છે અને આજે તેમણે જે મુકામ મેળવ્યો છે, તેઓ જે લક્ષ્ય સુધી પહોંચ્યા છે, તેમની આ જીવન યાત્રામાં તેમના માતા-પિતા હોય, તેમના guardian હોય, કોચ હોય, support staff હોય, સ્કૂલ હોય, સ્કૂલના શિક્ષકો હોય, સ્કૂલનું વાતાવરણ હોય, દરેકનું યોગદાન છે. તેમના મિત્રોનું પણ યોગદાન છે, જેમણે દરેક પરિસ્થિતીમાં તેમની હિંમત ટકાવી રાખી. હું તે ખેલાડીઓની સાથે સાથે તે દરેકને ખૂબ ખૂબ અભિનંદન આપુ છું, શુભેચ્છાઓ આપું છું.

ગયા મહિને “મન કી બાત” વખતે મેં દેશવાસીઓ સાથે, ખાસ કરીને આપણા યુવાનો સાથે “ફિટ ઈન્ડિયા”નું આહ્વાન કર્યું હતું અને મેં દરેકને નિમંત્રણ આપ્યું હતુ કે આવો “ફિટ ઇન્ડિયા” સાથે જોડાવ, “ફિટ ઇન્ડિયા”ની આગેવાની કરો. અને મને ઘણી ખુશી થઈ કે લોકો ઘણાં ઉત્સાહ સાથે તેની સાથે જોડાઈ રહ્યા છે. ઘણાં બધા લોકોએ તેના માટે પોતાનો સહયોગ આપતા મને લખ્યું છે, પત્ર મોકલ્યો છે, સોશિયલ મીડિયા પર પોતાનો ફિટનેસ મંત્ર – fit India stories भी share કરી છે.

એક સજ્જન શ્રીમાન શશિકાંત ભોંસલેએ swimming pool માં પોતાનો એક ફોટો share કરતા લખ્યું છે કે –

“My weapon is my body, my element is water, My world is swimming.”

રૂમા દેવનાથે લખ્યું છે, – “Morning walkથી હું પોતાને happy અને healthy અનુભવુ છું. અને તે આગળ કહે છે કે – “For me – fitness comes with a smile and we should smile, when we are happy.”

દેવનાથજી તેમાં કોઈ શંકા નથી કે happiness જ fitness છે.

ધવલ પ્રજાપતિએ તેમનો trekking નો ફોટો share  કરતાં લખ્યું છે કે મારા માટે travelling અને trekking જ fit India છે’ આ જોઈને ઘણું સારું લાગ્યું કે કેટલીયે જાણીતી હસ્તીઓ પણ બહુ રોચક ઢંગથી “ફિટ ઈન્ડિયા” માટે આપણા યુવાનોને પ્રેરિત કરી રહી છે. સિને કલાકાર અક્ષય કુમારે ટ્વીટર પર એક વીડિયો મૂક્યો છે. મેં પણ તેને જોયો અને આપ બધા પણ જરૂર જોશો; તેમાં તેઓ wooden beads સાથે કસરત કરતા નજરે પડે છે અને તેમણે કહ્યું છે કે આ કસરત પીઠ અને પેટના સ્નાયુઓ માટે ઘણી જ લાભદાયક છે. તેમનો વધુ એક વીડિયો પ્રચલિત થઈ ગયો છે, જેમાં તે લોકો સાથે વોલીબોલ પર હાથ અજમાવી રહ્યા છે. બીજા પણ ઘણાં યુવાનોએ પણ fit India efforts સાથે જોડાઈને પોતાના અનુભવોને share કર્યા છે. હું સમજુ છું કે આ રીતના આંદોલન, આપણા બધા માટે, આખા દેશ માટે ખૂબ જ ફાયદાકારક છે. અને એક વાત તો હું જરૂર કહીશ – ખર્ચા વગરની fit Indiaની ચળવળનું નામ છે “યોગ”. fit India અભિયાનમાં યોગનો વિશેષ મહિમા છે અને આપ પણ તેની તૈયારીમાં લાગી ગયા હશો. 21 જૂન “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”નું મહાત્મ્ય તો હવે આખા વિશ્વએ સ્વિકારી લીધું છે.  આપ પણ અત્યારથી તૈયારી કરો. એકલા નહીં – આપનું શહેર, આપનું ગામ, આપનો વિસ્તાર, આપની સ્કૂલ, આપની કોલેજ. દરેક વ્યક્તિ, કોઈપણ ઉંમર હોય – પુરુષ હોય, સ્ત્રી હોય, યોગ સાથે જોડાવાનો પ્રયાસ કરવો જોઈએ. સંપૂર્ણ શારીરિક વિકાસ માટે, માનસિક વિકાસ માટે, માનસિક સંતુલન માટે યોગનો શું ઉપયોગ છે, તે હવે હિન્દુસ્તાનમાં અને દુનિયામાં કહેવું નથી પડતું. અને તમે જોયું હશે કે એક animated video, જેમાં મને બતાવવામાં આવ્યો છે, તે હમણાં ઘણો જ પ્રચલિત થઈ રહ્યો છે. Animation વાળાઓને હું એટલે પણ ઘન્યવાદ આપવા માંગુ છું કે તેમણે બહુજ બારીકીથી જે કામ, એક ટીચર કરી શકે છે તે એનીમેશનથી થઈ રહ્યું છે. આપને પણ જરૂર તેનો લાભ મળશે.

મારા નવયુવાન સાથીઓ, આપ તો હવે exam, exam, exam ના ચક્કરમાંથી નીકળીને હવે રજાઓની ચિંતામાં લાગ્યા હશો. રજાઓ કેવી રીતે મનાવવી, ક્યાં જવું એ વિચારતા હશો. હું આજે આપને એક નવા કામ માટે નિમંત્રણ આપવા માટે વાત કરવા માગું છું અને મેં જોયું છે કે ઘણાં નવયુવાનો આ દિવસોમાં કંઈક ને કંઈક નવું શીખવા માટે પણ પોતાનો સમય વિતાવે છે.

Summer Internship નું મહાત્મ્ય વધતું જાય છે અને નવયુવાનો પણ તેની તલાશ કરતા રહે છે, અને આમ પણ ઈન્ટર્નશિપ એ પોતે જ એક નવો અનુભવ હોય છે. ચાર દિવાલોની બહાર કાગળ-કલમથી કોમ્પ્યુટરથી દૂર જીંદગીને નવી રીતે જીવવાનો, અનુભવ કરવાનો અવસર મળે છે. મારા નવયુવાન સાથીઓ, એક વિશેષ ઈન્ટર્નશિપ માટે હું આજે આપને આગ્રહ કરી રહ્યો છું. ભારત સરકારના ત્રણ મંત્રાલય સ્પોર્ટ્સ હોય, HRD હોય, Drinking Water નું ડિપાર્ટમેન્ટ હોય – સરકારના ત્રણ-ચાર મંત્રાલયે મળીને એક ‘Swachh Bharat Summer Internship 2018’ આ launch કર્યું છે. કોલેજના વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓ, એનસીસીના નવયુવાનો, એનએસએસના નવયુવાનો, નહેરુ યુવા કેન્દ્રના નવયુવાનો  જેઓ કંઈક કરવા માગે છે, સમાજ માટે, દેશ માટે અને કંઈક શીખવા માગે છે, સમાજના પરિવર્તનમાં, જે પોતાની જાતને જોડવા ઈચ્છે છે, નિમિત્ત બનવા માગે છે, એક સકારાત્મક ઉર્જાને લઈને સમાજમાં કંઈક ને કંઈક કરી છૂટવાનો ઈરાદો છે, તે બધા માટે આ અવસર છે અને તેનાથી સ્વચ્છતાને પણ બળ મળશે અને જ્યારે આપણે 2 ઓક્ટોબરથી મહાત્મા ગાંધીની 150મી જયંતિ મનાવશું, તેના પહેલાં આપણે કંઈક કરવાનો સંતોષ મળશે અને હું એ પણ જણાવી દઉં કે જે સારામાં સારા ઈન્ટર્ન હશે, જેમણે કોલેજમાં ઉત્તમ કામ કર્યું હશે, વિશ્વવિદ્યાલયમાં કર્યું હશે – એવા દરેકને રાષ્ટ્રીય સ્તર પર પુરસ્કાર આપવામાં આવશે. આ ઈન્ટર્નશિપને સફળતાપૂર્વક પૂરી કરનારા દરેક ઈન્ટર્નને “સ્વચ્છ ભારત મિશન” દ્વારા એક સર્ટીફિકેટ આપવામાં આવશે. તેટલું જ નહીં, જે ઈન્ટર્ન તેને બહુ સારી રીતે પૂર્ણ કરશે, યુજીસી તેમને બે ક્રેડિટ પોઈન્ટ્સ પણ આપશે. હું વિદ્યાર્થીઓને, વિદ્યાર્થીનીઓને, નવયુવાનોને ફરી એકવાર નિમંત્રણ આપું છું ઈન્ટર્નશિપ માટે, આપ તેનો લાભ ઉઠાવો. આપ MyGov એપ પર જઈને ‘Swachh Bharat Summer Internship’ માટે register કરી શકો છો. હું આશા રાખું છું કે આપણા યુવાનો સ્વચ્છતાના આ આંદોલનને વધુ આગળ વધારશે. આપના પ્રયાસો વિશે જાણવા માટે હું પણ ઈચ્છુક છું. આપ આપની -માહીતીઓ જરૂર મોકલો, સ્ટોરી મોકલો, ફોટો મોકલો, વીડિયો મોકલો. આવો, એક નવા અનુભવ માટે આ રજાઓને શીખવાનો અવસર બનાવી દઈએ.

મારા પ્રિય દેશવાસીઓ, જ્યારે પણ તક મળે છે તો દૂરદર્શન પર ‘Good News India’ આ કાર્યક્રમને જરૂર જોવું છું અને હું તો દેશવાસીઓને પણ અપીલ કરીશ કે ‘Good News India’ કાર્યક્રમ પણ આપણે જોવો જોઈએ. અને ત્યારે ખબર પડે છે કે આપણા દેશના કયા કયા ખૂણામાં, કેટલા કેટલા લોકો, કેવી-કેવી રીતે સારું કામ કરી રહ્યા છે, સારી વાતો થઈ રહી છે.

મેં ગત દિવસોમાં જોયું કે દિલ્હીના એવા યુવાનોની વાતો બતાવી રહ્યા હતા જે ગરીબ બાળકોના શિક્ષણ માટે નિઃસ્વાર્થ ભાવથી લાગેલા છે. આ નવયુવાનોના સમૂહે દિલ્હીમાં સ્ટ્રીટ ચાઈલ્ડ અને ઝુંપડીઓમાં રહેતા બાળકોના શિક્ષણ માટે એક મોટું અભિયાન શરૂ કર્યું છે, શરૂઆતમાં તો તેમને રસ્તા પર ભીખ માંગનારા અથવા નાના-મોટા કામ કરતા બાળકોની હાલતે એટલી હદે હલાવી દીધા કે તેઓ આ રચનાત્મક કાર્યમાં લાગી ગયા. દિલ્હીની ગીતા કોલોની પાસે ઝુંપડીઓમાં 15 બાળકોથી પ્રારંભ થયેલું આ અભિયાન, આજે રાજધાનીના 12 સ્થળો પર 2 હજાર બાળકો સાથે જોડાઈ ગયું છે. આ અભિયાન સાથે જોડાયેલા યુવાનો, શિક્ષકો પોતાની વ્યસ્ત દિનચર્યામાંથી 2 કલાકનો ફ્રી ટાઈમ કાઢીને સામાજિક બદલાવના આ ભગીરથ પ્રયાસમાં જોડાયેલા છે.

ભાઈઓ-બહેનો, તેવી જ રીતે ઉત્તરાખંડના પર્વતીય ક્ષેત્રના કેટલાક ખેડૂતો, દેશભરના ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત બની ગયા છે. તેમના સંગઠિત પ્રયાસોથી ન માત્ર તેમનું પોતાનું પરંતુ પોતાના ક્ષેત્રનું પણ ભાગ્ય બદલી નાખ્યું. ઉત્તરાખંડના બાગેશ્વરમાં મુખ્યત્વે રાગી, રાજગરા, મકાઈ અથવા જવનો પાક થાય છે. પહાડી વિસ્તાર હોવાને કારણ ખેડૂતોને તેનું યોગ્ય મૂલ્ય નહોતું મળી શકતું. પરંતુ કપકોટ તાલુકાના ખેડૂતોએ આ પાકને સીધા બજારમાં વેચીને ખોટ સહન કરવાને બદલે તેમણે મૂલ્ય વૃદ્ધિનો રસ્તો અપનાવ્યો, value addition નો રસ્તો અપનાવ્યો. તેમણે શું કર્યું – આ જ ખેત પેદાશમાંથી બિસ્કિટ બનાવવાના શરૂ કર્યા અને બિસ્કિટ વેચવાનું શરૂ કર્યું. તે વિસ્તારમાં તો બહુ દ્રઢ માન્યતા છે કે iron rich છે અને iron rich, લોહ તત્વયુક્ત આ બિસ્કિટ ગર્ભવતી મહિલાઓ માટે તો એક પ્રકારથી બહુ જ ઉપયોગી થાય છે. આ ખેડૂતોએ મુનાર ગામમાં એક સહકારી સંસ્થા બનાવી છે અને ત્યાં બિસ્કિટ બનાવવાની ફેક્ટરી પણ શરૂ કરી છે. ખેડૂતોની હિંમત જોઈને તંત્રએ પણ તેને રાષ્ટ્રિય આજીવિકા મિશન સાથે જોડી દીધું છે. આ બિસ્કિટ હવે ન માત્ર બાગેશ્વર જિલ્લાના લગભગ પચાસ આંગણવાડી કેન્દ્રોમાં પરંતુ અલ્મોડા અને કૌસાની સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે. ખેડૂતોની મહેનતથી સંસ્થાનું વાર્ષિક ટર્નઓવર 10 થી 15 લાખ રૂપિયા સુધી તો પહોંચ્યું છે પરંતુ સાથેસાથે 900 થી વધુ પરિવારોને રોજગારનો અવસર મળવાથી જિલ્લામાંથી બહાર જનારાઓ પણ રોકાવા લાગ્યા છે.

મારા પ્રિય દેશવાસીઓ. જ્યારે આપણે સાંભળીએ છીએ કે ભવિષ્યમાં દુનિયામાં પાણીને લઈને યુદ્ધ થવાનું છે. દરેક આ વાત બોલે છે, પરંતુ શું આપણી કોઈ જવાબદારી છે કે નહીં ? શું આપણને નથી લાગતું કે જળ સંરક્ષણ એ સામાજિક જવાબદારી હોવી જોઈએ ? દરેક વ્યક્તિની જવાબદારી હોવી જોઈએ ? વરસાદનું એક એક ટીપું આપણે કેવી રીતે બચાવીએ અને આપણાંમાંથી બધાને ખબર છે કે આપણે ભારતીયોના દિલમાં જળ સંરક્ષણ એ કોઈ નવો વિષય નથી, પુસ્તકોનો વિષય નથી, ભાષાનો વિષય નથી રહ્યો. સદીઓથી આપણા પૂર્વજોએ તેને જીવીને બતાવ્યો છે. એક એક ટીપું પાણીના મહાત્મ્યને તેમણે પ્રાથમિકતા આપી છે. તેમણે એવા નવા-નવા ઉપાયો શોધ્યા છે કે પાણીનાં એક એક ટીપાને કેવી રીતે બચાવવામાં આવે ? તમારામાંથી કદાચ જેઓને તમિલનાડુ જવાનો અવસર મળ્યો હશે તો તમિલનાડુમાં કેટલાક મંદિર એવા છે કે જ્યાં મંદિરોમાં સિંચાઈ વ્યવસ્થા, જળ સંરક્ષણ વ્યવસ્થા, દુષ્કાળ પ્રબંધન, તેના મોટા મોટા શિલાલેખ મંદિરમાં લખવામાં આવ્યા છે. મનારકોવિલ, ચિરાન મહાદેવી, કોવિલપટ્ટી અથવા પુદ્દુકોટ્ટઈ હોય, દરેક જગ્યાએ મોટા-મોટા શિલાલેખ આપને જોવા મળશે. આજે પણ વિભિન્ન વાવો, Stepwell પર્યટન સ્થળ તરીકે તો પ્રચલિત છે.  પરંતુ એ ન ભૂલો કે જળ-સંગ્રહના બહુ મોટા આપણા પૂર્વજોના અભિયાનના જીવતા જાગતા પુરાવા છે. ગુજરાતમાં અડાલજ અને પાટણની રાણીની વાવ જે એક યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ છે તેની ભવ્યતાનો જોતાં જ ખ્યાલ આવે છેઃ એક પ્રકારથી આ વાવ જળમંદિર જ તો છે. જો તમે રાજસ્થાન જાવ તો જોધપુરમાં “ચાંદ વાવ” જરૂરથી જજો. તે ભારતની સૌથી મોટી અને સુંદર વાવમાંથી એક છે અને ધ્યાન આપનારી વાત એ છે કે તે એ વિસ્તારમાં છે જ્યાં પાણીની અછત રહેતી હોય છે. એપ્રિલ, મે, જૂન, જુલાઈ એ સમય એવો હોય છે કે વરસાદના પાણીનો સંગ્રહ કરવાનો ઉત્તમ અવસર હોય છે અને જો આપણે Advance માં જ જેટલી તૈયારીઓ કરીએ, તેટલો આપણને ફાયદો મળે છે . મનરેગાનું બજેટ પણ આ જળ સંરક્ષણ માટે કામ આવે છે. ગત ત્રણ વર્ષો દરમિયાન જળ સંરક્ષણ અને જળ-પ્રબંધનની દિશામાં દરેકે પોતપોતાની રીતે પ્રયાસ કર્યા છે. દર વર્ષે મનરેગા બજેટથી અલગ જળ સંરક્ષણ અને જળ પ્રબંધન પર લગભગ 32 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરાયા છે.

2017-18ની વાત કરીએ તો હું 64 હજાર કરોડ રૂપિયાના કુલ ખર્ચના 55 ટકા એટલે કે લગભગ 35 હજાર કરોડ રૂપિયા જળ સંરક્ષણ જેવા કામો પર ખર્ચ કરવામાં આવ્યા છે. પાછલા ત્રણ વર્ષો દરમિયાન આ રીતના જળ સંરક્ષણ અને જળ પ્રબંધનના ઉપાયોના માધ્યમથી લગભગ 150 લાખ હેક્ટર જમીનને અધિક માત્રામાં લાભ મળ્યો છે. જળ સંરક્ષણ અને જળ પ્રબંધન માટે ભારત સરકાર દ્વારા જે મનરેગામાં જે બજેટ મળે છે, કેટલાક લોકોએ તેનો બહુ જ સારો ફાયદો ઉઠાવ્યો છે. કેરળમાં કુટ્ટૂમપેરૂર, એ નદી પર 7 હજાર મનરેગાના કામ કરનારા લોકોએ 70 દિવસો સુધી સખત મહેનત કરીને એ નદીને પુનઃજીવિત કરી દીધી. ગંગા અને યમુના પાણીથી ભરેલી નદીઓ છે પરંતુ ઉત્તર પ્રદેશમાં કેટલાક વિસ્તારો પણ છે, જેમ કે ફતેહપુર જિલ્લાની સસુર ખદેરી નામની બે નાની નદીઓ સૂકાઈ ગઈ છે. જિલ્લા તંત્રએ મનરેગા અંતર્ગત ઘણી મોટી સંખ્યામાં માટી અને જળ સંરક્ષણના કાર્યનું બીડું ઝડપ્યું. લગભગ 40-45 ગામના લોકોની મદદથી આ સસુર ખદેરી નદી, જે સૂકાઈ ગઈ હતી, તેને પુનઃજીવિત કરી. પશુ હોય, પક્ષી હોય, ખેડૂત હોય, ખેતી હોય, ગામ હોય, કેટલી મોટી આશિર્વાદ ભરેલી આ સફળતા છે. હું એ જ કહીશ કે ફરી એકવાર એપ્રિલ, મે, જૂન, જુલાઈ આપણી સામે છે, જળ સંચય, જળ સંરક્ષણ માટે આપણે પણ કોઈ જવાબદારી ઉઠાવીએ, આપણે પણ કેટલીક યોજનાઓ બનાવીએ, આપણે પણ કંઈક કરીને બતાવીએ.

મારા પ્રિય દેશવાસીઓ. જ્યારે ‘મન કી બાત’ હોય છે તો મને ચારેય તરફથી સંદેશાઓ આવે છે, કાગળો આવે છે, ફોન આવે છે. પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગના જિલ્લાના દેવીતોલા ગામના આયનકુમાર બેનર્જીએ MyGov પર પોતાની comment માં લખ્યું છે, “આપણે દરવર્ષે રવિન્દ્ર જયંતિ મનાવીએ છીએ પરંતુ કેટલાય લોકો નોબેલ પુરસ્કાર વિજેતા રવિન્દ્રનાથ ટાગોરની peacefully, beautifully અને integrity સાથે જીવવાની ફિલોસોફી વિશે જાણતા જ નથી. ‘મન કી બાત’ કાર્યક્રમમાં આ વિષય પર ચર્ચા કરો જેથી લોકો તેના વિશે જાણી શકે.”

હું આયનજીને ધન્યવાદ આપું છું કે આપે ‘મન કી બાત’ના બધા સાથીઓનું ધ્યાન આ તરફ આકર્ષિત કર્યું. ગુરુદેવ ટાગોર જ્ઞાન અને વિવેકથી સંપૂર્ણ વ્યક્તિત્વવાળા હતા, જેના લખાણે દરેક લોકો પર પોતાની અમિટ છાપ છોડી છે. રવિન્દ્રનાથ, એક પ્રતિભાશાળી વ્યક્તિત્વ હતા, બહુઆયામી વ્યક્તિત્વ હતા, પરંતુ તેમની અંદરના એક શિક્ષકનો દરેક પળે અનુભવ કરી શકો છો. તેમણે ગીતાંજલિમાં લખ્યું છે, ‘He, who has the knowledge has the responsibility to impart it to the students.’ એટલે કે જેની પાસે જ્ઞાન છે, તેની એ જવાબદારી છે કે તે તેને જિજ્ઞાસુઓ સાથે વહેંચે.

હું બાંગ્લા ભાષા તો નથી જાણતો, પરંતુ જ્યારે નાનો હતો, મને બહુ વહેલા ઉઠવાની આદત હતી – બાળપણથી અને પૂર્વ હિન્દુસ્તાનનાં રેડિયો જલ્દી શરૂ થાય છે. પશ્ચિમ હિન્દુસ્તાનમાં મોડો શરૂ થાય છે તો સવારે મારો અંદાજ છે ત્યાં સુધી કદાચ 5.30 વાગ્યે રવિન્દ્ર સંગીતનો પ્રારંભ થતો હતો, રેડિયો પર અને મને તેની આદત હતી. ભાષા તો નહોતો જાણતો, સવારે જલ્દી ઉઠીને રેડિયો પર રવિન્દ્ર સંગીત સાંભળવાની મને આદત પડી ગઈ હતી અને જ્યારે આનંદલોકે અને આગુનેર, પોરોશમોની – એ કવિતાઓ સાંભળવાનો જ્યારે અવસર મળતો હતો, મનને એક ચેતના મળતી હતી. આપને પણ રવિન્દ્ર સંગીતે, તેમની કવિતાઓએ ચોક્કસ પ્રભાવિત કર્યા હશે. હું રવિન્દ્રનાથ ઠાકુરને આદરપૂર્વક અંજલિ આપું છું.

મારા પ્રિય દેશવાસીઓ. થોડા જ દિવસોમાં રમજાનનો પવિત્ર મહિનો શરૂ થઈ રહ્યો છે. વિશ્વભરમાં રમજાનનો મહિનો પૂરી શ્રદ્ધા અને સન્માનથી મનાવવામાં આવે છે. રોજાનું સામાજિક પાસું એ છે કે જ્યારે માણસ ખુદ ભૂખ્યો હોય છે તો તેને બીજાની ભૂખનો પણ અહેસાસ થાય છે. જ્યારે તે પોતે તરસ્યો હોય તો બીજાની તરસનો તેને અહેસાસ થાય છે. પયગમ્બર મોહમ્મદ સાહેબની શિક્ષા અને તેમના સંદેશને યાદ કરવાનો આ અવસર છે. તેમના જીવનમાંથી સમાનતા અને ભાઈચારાના માર્ગ પર ચાલવું એ આપણી જવાબદારી બને છે. એકવાર એક વ્યક્તિએ પયગમ્બર સાહેબને પૂછ્યું, “ઈસ્લામમાં કયું કાર્ય સૌથી સારું છે?” પયગમ્બર સાહેબે કહ્યું – “કોઈ ગરીબ અને જરૂરિયાતવાળાને ખવડાવવું અને બધા સાથે સદભાવથી મળવું, ભલે આપ તેને જાણતા હો કે ન જાણતા હો”. પયગમ્બર સાહેબ જ્ઞાન અને કરૂણામાં વિશ્વાસ રાખતા હતા. તેમને કોઈ વાતનો અહંકાર નહોતો. તેઓ કહેતા હતા કે અહંકાર જ જ્ઞાનને પરાજિત કરે છે. પયગમ્બર મોહમ્મદ સાહેબનું માનવું હતું કે જો આપની પાસે કોઈપણ ચીજવસ્તુ આવશ્યકતાથી વધારે છે તો આપ તેને કોઈ જરૂરિયાતવાળી વ્યક્તિને આપો, તેથી જ રમજાનમાં દાનનું પણ ઘણું મહત્વ છે. લોકો આ પવિત્ર માસમાં જરૂરિયાતવાળા લોકોને દાન આપે છે. પયગમ્બર મોહમ્મદ સાહેબનું માનવું હતું કે કોઈ વ્યક્તિ પોતાના આત્માથી પવિત્રતાથી અમીર હોય છે, ધન-દોલતથી નહીં. હું બધા દેશવાસીઓને રમજાનના પવિત્ર મહિનાની શુભકામનાઓ આપું છું અને મને આશા છે કે આ અવસર લોકોને શાંતિ અને સદભાવનાના તેમના સંદેશા પર ચાલવાની પ્રેરણા આપશે.

મારા પ્રિય દેશવાસીઓ, બુદ્ધ પૂર્ણિમા પ્રત્યેક ભારતીય માટે વિશેષ દિવસ છે. આપણને ગર્વ હોવો જોઈએ કે ભારત કરૂણા, સેવા અને ત્યાગની શક્તિ દેખાડનારા મહામાનવ ભગવાન બુદ્ધની ધરતી છે, જેમણે વિશ્વભરમાં લાખો લોકોનું માર્ગદર્શન કર્યું. આ બુદ્ધ પૂર્ણિમાએ, ભગવાન બુદ્ધનું સ્મરણ કરતા, તેમના માર્ગ પર ચાલવાનો પ્રયાસ કરવાનો, સંકલ્પ કરવાનો અને આ આપણી સૌની જવાબદારીનું પુનઃસ્મરણ કરાવે છે. ભગવાન બુદ્ધ સમાનતા, શાંતિ, સદભાવ અને ભાઈચારાની પ્રેરણા શક્તિ છે. આ એવા માનવીય મૂલ્યો છે, જેની આવશ્યકતા આજના વિશ્વમાં સૌથી વધુ છે. બાબા સાહેબ આંબેડકર ભાર આપીને કહેતા હતા કે તેમની social philosophy માં ભગવાના બુદ્ધની મોટી પ્રેરણા રહેલી છે. તેમણે કહ્યું હતું, – “My Social philosophy may be said to be enshrined in three words; liberty, equality and fraternity. My Philosophy has roots in religion and not in political science. I have derived them from the teaching of my master, The Buddha.”

બાબા સાહેબે બંધારણના માધ્યમથી દલિત હોય, પીડિત હોય, શોષિત હોય, વંચિત હોય, હાંસિયામાં ધકેલાયેલા કરોડો લોકોને સશક્ત બનાવ્યા. કરૂણાનું આનાથી મોટું ઉદાહરણ ન હોઈ શકે. લોકોની પીડા માટેની આ કરૂણા ભગવાન બુદ્ધના સૌથી મહાન ગુણોમાંની એક હતી. એવું કહેવાય છે કે બૌદ્ધ ભિક્ષુ વિભિન્ન દેશોની યાત્રા કરતા રહેતા હતા. તેઓ પોતાની સાથે ભગવાન બુદ્ધના સમૃદ્ધ વિચારોને લઈને જાતા હતા અને તે દરેક કાળમાં થતું રહ્યું છે. સમગ્ર એશિયામાં ભગવાન બુદ્ધની શિક્ષા આપણને વારસામાં મળી છે. તે આપણને અનેક એશિયાઈ દેશો, જેવા કે ચીન, જાપાન, કોરિયા, થાઈલેન્ડ, કમ્બોડિયા, મ્યાનમાર કેટલાય અનેક દેશો ત્યાં બુદ્ધની આ પરંપરા, બુદ્ધની શિક્ષા મૂળમાં જ જોડાયેલી છે અને એ જ કારણ છે કે આપણે Buddhist Tourism માટે માળખું વિકસીત કરી રહ્યા છીએ, જે દક્ષિણ-પૂર્વ એશિયાના મહત્વપૂર્ણ સ્થળોને, ભારતના ખાસ બૌદ્ધ સ્થળો સાથે જોડે છે. મને એ વાતની પણ અત્યંત પ્રસન્નતા છે કે ભારત સરકાર કેટલાયે બૌદ્ધ મંદિરોના પુનરુદ્ધાર કાર્યોમાં ભાગીદાર છે. તેમાં મ્યાનમારમાં સદીયો જૂનું વૈભવશાળી આનંદ મંદિર પણ સામેલ છે. આજે વિશ્વમાં દરેક જગ્યાએ અથડામણ અને માનવીય પીડા જોવા મળી રહી છે. ભગવાન બુદ્ધનું શિક્ષણ, ઘૃણાને દયાથી હટાવવાનો માર્ગ બતાવે છે. હું દુનિયાભરમાં ફેલાયેલા ભગવાન બુદ્ધ પ્રતિ શ્રદ્ધા રાખનારા, કરૂણાના સિદ્ધાંતોમાં વિશ્વાસ રાખનારા – બધાને બુદ્ધ પૂર્ણિમાની મંગલમય કામના કરું છું. ભગવાન બુદ્ધ પાસેથી આખી દુનિયા માટે આશિર્વાદ માગું છું, જેથી આપણે તેમની શિક્ષા પર આધારિત એક શાંતિપૂર્ણ અને કરૂણાથી ભરેલા વિશ્વનું નિર્માણ કરવા માટેની પોતાની જવાબદારી નિભાવી શકીએ. આજે જ્યારે આપણે ભગવાન બુદ્ધને યાદ કરીએ છીએ, તમે ‘લાફીંગ બુદ્ધા’ની મૂર્તિઓ વિશે સાંભળ્યું હશે, જેના વિશે કહેવાય છે કે લાફિંગ બુદ્ધા good luck લાવે છે પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે smiling Buddha ભારતના રક્ષા ઈતિહાસની એક મહત્વપૂર્ણ ઘટના સાથે પણ જોડાયેલા છે. આપ વિચારતા હશો કે smiling Buddha અને ભારતની સૈન્ય શક્તિ વચ્ચે શું સંબંધ છે? આપને યાદ હશે, આજથી 20 વર્ષ પહેલા 11 મે 1998ની સાંજે ભારતના તત્કાલીન વડાપ્રધાન શ્રી અટલબિહારી વાજપેયીજીએ રાષ્ટ્રને સંબોધિત કરતાં કહ્યું હતું અને તેમની વાતોએ આખા દેશને ગૌરવ, પરાક્રમ અને ખુશીની પળથી ભરી દીધો હતો. વિશ્વભરમાં ફેલાયેલા ભારતીય સમુદાયમાં નવા આત્મવિશ્વાસનો સંચાર થયો હતો. તે દિવસ હતો બુદ્ધ પૂર્ણિમાનો. 11 મે, 1998, ભારતની પશ્ચિમ બાજુએ, રાજસ્થાનના પોખરણમાં પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેને 20 વર્ષ થઈ રહ્યા છે. અને આ પરીક્ષણ ભગવાન બુદ્ધના આશિર્વાદ સાથે બુદ્ધ પૂર્ણિમાના દિવસે કરવામાં આવ્યું હતું. ભારતનું પરીક્ષણ સફળ રહ્યું અને એક રીતે કહીએ તો વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં ભારતે પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું હતું. આપણે કહી શકીએ છીએ કે તે દિવસ, ભારતના ઈતિહાસમાં તેની સૈન્ય શક્તિના પ્રદર્શનના રૂપમાં અંકિત થયો છે. ભગવાન બુદ્ધે દુનિયાને બતાવ્યું છે, આંતરિક શક્તિ, અંતર્મનની શક્તિ, શાંતિ માટે આવશ્યક છે. એવી જ રીતે જ્યારે આપ એક દેશના રૂપમાં મજબૂત થાવ છો તો આપ બધા સાથે શાંતિપૂર્ણ પણ રહી શકો છો. મે, 1998નો મહિનો દેશ માટે માત્ર એટલે મહત્વપૂર્ણ નથી કે આ મહિનામાં પરમાણુ પરીક્ષણ થયું, પરંતુ તે જેવી રીતે કરવામાં આવ્યું તે મહત્વપૂર્ણ છે. તેણે આખા વિશ્વને દેખાડ્યું કે ભારતની ભૂમિ મહાન વૈજ્ઞાનિકોની ભૂમિ છે અને એક મજબૂત નેતૃત્વ સાથે ભારત નીતનવા મુકામો અને ઉંચાઈઓને મેળવી શકે છે. અટલ બિહારી વાજપેયીજીએ મંત્ર આપ્યો હતો, – “જય-જવાન જય-કિસાન જય-વિજ્ઞાન”. આજે જ્યારે આપણે 11 મે, 1998 તેનું 20મું વર્ષ મનાવવા જઈ રહ્યા છીએ, ત્યારે ભારતની શક્તિ માટે અટલજીએ જે ‘જય-વિજ્ઞાન’નો આપણને મંત્ર આપ્યો છે, તેને આત્મસાત કરતા આધુનિક ભારત બનાવવા માટે, શક્તિશાળી ભારત બનાવવા માટે, સમર્થ ભારત બનાવવા માટે દરેક યુવાન યોગદાન આપવાનો સંકલ્પ કરે. પોતાના સામર્થ્યને ભારતના સામર્થ્યનો ભાગ બનાવે. જોત જોતામાં જે યાત્રાનો અટલજીએ પ્રારંભ કરાવ્યો હતો, તેને આગળ વધારવાનો એક નવો આનંદ, નવો સંતોષ આપણે પણ પ્રાપ્ત કરી શકીશું.

મારા પ્રિય દેશવાસીઓ, ફરીથી ‘મન કી બાત’માં મળશું ત્યારે વધુ વાતો કરીશું.

 

ખૂબ ખૂબ ધન્યવાદ.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world

Media Coverage

PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ડિસેમ્બર 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi