સર્વસમાવેશક વિકાસના લક્ષ્ય સાથે ગુજરાતની વણથંભી વિકાસયાત્રા
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તા. ૭મી ઓકટોબર, ર૦૦૧ના રોજ ગુજરાતનું શાસન સંભાળ્યું હતું. તેમના યશસ્વી નેતૃત્વમાં ગુજરાતની વિકાસ યાત્રાએ દેશ અને દુનિયામાં આગવી શાખ અને પ્રતિષ્ઠા ઉભી કરી છે.
આવતીકાલે તા. ૭મી ઓકટોબર, ર૦૧૩ના રોજ શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વર્તમાન રાજ્ય સરકાર ૧૩મા વર્ષમાં પદાર્પણ કરે છે. ગુજરાતના રાજનૈતિક અને જાહેરજીવનમાં સતત એકધારા શાસનનો આ ઐતિહાસિક વિક્રમ છે.
ગુજરાત સરકારની પ્રજાકલ્યાણલક્ષી સિદ્ધિઓ અને સર્વાંગી વિકાસની રૂપરેખા આ પ્રાસંગિક લેખમાં પ્રસ્તુત કરવામાં આવી છે.
એકવીસમી સદીની શરૂઆતની ગુજરાતની સ્થિતિ જરા યાદ કરો..ભૂકંપથી ભાંગી પડેલું ગુજરાત..વાવાઝોડા અને દુષ્કાળથી ત્રસ્ત ગુજરાત..વીજળીના ધાંધિયા..કથળેલા કૃષિ અને ઉદ્યોગ ક્ષેત્રો..બેરોજગારીની સમસ્યા..આવી અનેક વિટંબણાઓથી ઘેરાયેલું હતું ગુજરાત...એકવીસમી સદીની શરૂઆતની આ સ્થિતિથી ત્રસ્ત ગુજરાતની પ્રજાએ સાક્ષીભાવથી વર્ષ ૨૦૦૧થી પરિવર્તનની એક લહેર જોઇ..વિકાસના સૂર્યોદયથી ગુજરાત આખું ઝળાહળાં થઇ રહયું..પ્રજાને પોતાના સપના અને સંકલ્પ સાકાર થતા લાગ્યા..કારણ એ હતું કે ગુજરાતે મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીના કર્મઠ નેતૃત્વં હેઠળ તા. ૭ ઓક્ટોમબર ૨૦૦૧થી પંચામૃતની ફિલોસોફી અને સર્વસમાવેશક વિકાસના લક્ષ્ય સાથે વણથંભી વિકાસયાત્રાની શરૂઆત કરી હતી. આજે બાર વર્ષ પૂર્ણ થવા સાથે ગુજરાતની પ્રજાના હૃદયમાં વિકાસનો એક આખો અધ્યાય કંડારાઇ ગયો છે.
પહેલી મે, ૧૯૬૦ના દિને બૃહદ મુંબઇ રાજયમાંથી ગુજરાત રાજય અલગ થયું ત્યારે સૌ ગુજરાતીઓએ આગવા ગુજરાતના નિર્માણ માટે સંકલ્પ લીધા હતા. ગુજરાતનો વિકાસ ગાંધીજીના ચરણ ચિહ્નો પર ચાલતો હોય, સરદાર પટેલની સંકલ્પશક્તિથી પ્રભાવિત હોય*પૂ. રવિશંકરદાદાની પવિત્રતા અને ઇન્દુ ચાચાની સુદૃઢ સાદગી અને દૃઢતાથી વિકસિત હોય... આ સંકલ્પને સાકાર કરવા ગુજરાતે જે મહાયજ્ઞ આદર્યો છે તેમાં સૌ ગુજરાતીઓ સહયોગ આપી રહ્યા છે. ગુજરાતીઓના આ પુરૂષાર્થ અને સંકલ્પ સિદ્ધિના સામર્થ્યથી આજે ગુજરાત..સમગ્ર દેશ અને વિશ્વમાં વાયબ્રન્ટ બની રહ્યું છે.
ગુજરાતની વિકાસ માટેની રણનીતિને ૩૬૦ ડિગ્રી ગ્રોથ મોડેલ તરીકે વર્ણવી શકાય જેમાં કેન્દ્રી સ્થાને છ કરોડ ગુજરાતીઓ છે. ગુજરાતના સર્વાંગી વિકાસને કારણે જ દેશ જ નહીં દુનિયાના દેશો આજે ગુજરાત તરફ નજર માંડીને બેઠાં છે. ગુજરાતે ત્રિસ્તરીય વિકાસનું મોડલ અપનાવ્યું છે જેમાં ઉદ્યોગ ક્ષેત્ર, કૃષિ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર એમ ત્રણેય ક્ષેત્રના સમ્યવક વિકાસનો સમાવેશ થાય છે. આ ત્રણે ક્ષેત્રમાં સંતુલિત વિકાસને કારણે રાજયના અર્થંતંત્રની ગતિ ક્યારેય મંદ પડતી નથી.
ગુજરાતે ઔદ્યોગિક ક્ષેત્રે જે વિકાસ હાંસલ કર્યો છે તેના કારણે સમગ્ર દેશ અને દુનિયાની નજર આજે ગુજરાત તરફ મંડાઇ છે. ગુજરાત આજે સમગ્ર દેશના ગ્રોથ એન્જીન તરીકે વિકસ્યું છે. ભારતની પાંચ ટકા વસતી ધરાવતા ગુજરાતનું સમગ્ર દેશમાં પ્રદાન ઉડીને આંખે વળગે તેવું છે.
સોડાએશમાં ગુજરાતનું પ્રદાન-૯૮ ટકા, ડાયમન્ડ પોલીશ અને નિકાસમાં-૮૦ ટકા, મીઠાંના ઉત્પાદનમાં-૭૫ ટકા, પેટ્રોકેમિકલ્સ્માં -૬૨ ટકા, ક્રુડ ઓઇલમાં-૫૩ ટકા, કેમિકલ્સમાં -૫૧ ટકા, કાર્ગો હેન્ડોલીંગમાં-૩૫ ટકા, નેચરલ ગેસ (ઓફશોર)માં ૩૦ ટકાનો ફાળો ગુજરાતનો છે. ઇન્વેસ્ટમર ફ્રેન્ડ લી નીતિના કારણે ગુજરાત આજે છ-છ વાયબ્રન્ટ સમીટમાં મૂડી રોકાણ આકર્ષવા સક્ષમ બન્યું છે.
ગુજરાતનો ૬૦ ટકાથી વધુ વિસ્તાર દિલ્હી મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર હેઠળ આવે છે એટલું જ નહીં ૪૦ ટકા ફ્રેઇટ કોરીડોર ગુજરાતમાંથી પસાર થાય છે આ તકને ઝડપી લઇને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એક્ટો ઘડનારું ગુજરાત દેશભરનું પ્રથમ રાજય બન્યું છે. આજે ગુજરાત ઓટો મોબાઇલ હબ બન્યું છે. ધોલેરામાં ઇન્ટરનેશનલ કક્ષાનું સીટી આકાર લઇ રહયું છે. ગાંધીનગર નજીક ફાઇનાન્સિયલ સર્વિસ માટે ગીફ્ટ સીટી-ગુજરાત ઇન્ટીગ્રેટેટ ફાઇનાન્સિયલ ટેક સીટી તૈયાર થઇ રહયું છે. ગુજરાતે પોર્ટ, પાવર, રોડ, પાણી તેમજ અન્ય આંતરમાળખાકીય ક્ષેત્રે રૂ. ૧,૦૦,૦૦૦ કરોડના ૧૩૫ પ્રોજેક્ટ અમલમાં મૂક્યાં છે જે માત્ર પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ હસ્તકના છે.
ગુજરાતે ઉદ્યોગોની જેમ જ કૃષિ ક્ષેત્રને પણ તેટલું જ મહત્વત આપ્યું છે. કૃષિ યુનિવર્સિટીનું કૃષિ જ્ઞાન ખેતરો સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે લેબ ટુ લેન્ડંના મંત્રને સાકાર કરવા કૃષિ મહોત્સોવ જેવા સફળ અભિયાન અને સોઇલ હેલ્થ કાર્ડ જેવા સફળ નવતર પ્રયોગો ગુજરાતે કર્યાં છે જેના કારણે દાયકા પહેલાંનું ગુજરાતનું રૂ. ૯,૦૦૦ કરોડનું કૃષિ ઉત્પાદન આજે ૧ લાખ ૧૧ હજાર કરોડે પહોંચી ગયું છે. વર્ષ ૨૦૦૧માં કપાસનું ઉત્પાદન જે ૨૧ લાખ ગાંસડી હતું તે વધીને આજે ૧.૨૦ કરોડ ગાંસડી થયું છે. ગુજરાત દેશભરની બીજી હરિયાળી ક્રાંતિનું નેતૃત્વો લીધું છે. ૪૨ લાખ ખેડૂતોને સોઇલ હેલ્થબ કાર્ડ અને પશુઆરોગ્યે મેળા દ્વારા સવા કરોડ પશુઓના આરોગ્યોની ચકાસણી કરવાના કારણે પશુઓના ચેપી રોગમાં મોટા પાયે અટકાવ કરી શકાયો છે. આજે સમગ્ર ભારત દેશના કૃષિ વિકાસ દર ૩.૫ ટકાની સામે ગુજરાતનો કૃષિ વિકાસ દર ૧૦.૭ ટકાથી પણ વધારે છે. શરૂઆતના ૪૦ વર્ષોમાં ગુજરાતના ખેડૂતોને ૬.૩૦ લાખ વીજ જોડાણો મળ્યા હતા જયારે છેલ્લા દસ વર્ષમાં ખેડૂતોને ચાર લાખ નવા વીજ જોડાણો આપવામાં આવ્યા છે. ભૂતકાળમાં ખેડૂતોને વીજળી પેટે વાર્ષિક સબસીડી માત્ર રૂ. ૩૦૦ કરોડ જ મળતી હતી જયારે આજે રૂ. ૩૦૦૦ કરોડ મળે છે. રાજય સરકારના અસરકારક વીજ વ્યહવસ્થાપનને પરીણામે જ બાર વર્ષ પહેલાં ખેડૂતોને ૫૮ પૈસે યુનિટ વીજળી મળતી હતી જે આજે ૪૯ પૈસે મળે છે. બહુહેતુક નર્મદા યોજનાની ૪૫૮ કીમી.ની મુખ્યે નહેરોના કામ પૂર્ણ કરીને રાજસ્થાન સુધી ગુજરાતે નર્મદાના નીર પહોંચાડ્યા છે. ૩૮ પૈકી ૨૯ શાખા નહેરોના કામ પૂર્ણ થયા છે. અત્યાર સુધીમાં આ યોજના પાછળ રૂ. ૩૫ હજાર કરોડનો ખર્ચ કરાયો છે. આ યોજનાના જળ વિદ્યુત મથક દ્વારા ૨૧૬૦ કરોડ યુનિટ વીજળી ઉત્પાન્ન થઇ છે જેનાથી રાજયને રૂ. ૭૦૦ કરોડની આવક થઇ છે.
આ રાજય સરકારે સેવા ક્ષેત્રને લોકાભિમુખ અને પારદર્શી બનાવવાનો પ્રયાસ કર્યો છે. રાજયના જન-જન સુધી વિકાસના મીઠાં ફળ પહોંચે તે માટે માઇક્રો લેવલનું ગુજરાતે આયોજન કર્યું છે. ગુજરાતે આરોગ્ય સેવાને ઝડપી અને બહેતર બનાવી છે. ૫૦૦થી વધુ ૧૦૮ એમ્યુલન્સ સેવા ગણતરીની મીનિટોમાં દર્દી સુધી પહોંચી જાય છે. ગુજરાતે કુપોષણ સામે રીતસરનો જંગ છેડ્યો છે. પ્રસુતા માતા અને નવજાત શીશુના આરોગ્યગની ચિંતા કરતી ચીરંજીવી યોજના, બાલભોગ યોજના અને ઇ-મમતા જેવી યોજનાઓ રાષ્ટ્રીય સ્તીરે પ્રશંસા પામી છે. રાજય સરકારે સમગ્ર રાજયમાં ચોવીસ કલાક ગુણવત્તાયુક્ત અવિરત થ્રી ફેઇઝ વીજળી પૂરી પાડીને સમગ્ર દેશને નવો રાહ ચીંધ્યો છે. શાળા પ્રવેશોત્સવ દ્વારા સો ટકા નામાંકન અને ડ્રોપ આઉટ રેશિયોમાં અભૂતપૂર્વ દ્યટાડો કરનારું ગુજરાત હવે ગુણોત્સાવ દ્વારા સમગ્ર દેશને દિશા દર્શન કરી રહ્યું છે. કેળવણી અને બેટી બચાવો અભિયાન દ્વારા ગુજરાતે દેશનું ધ્યાન ખેંચ્યું છે. ગ્રામ સ્વ્રાજયના ધ્યેય સાથે પંચાયતી રાજનો અમલ કરનારું ગુજરાત રાજય આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો-એટીવીટી યોજના દ્વારા ગામડાં સુધી સત્તાનું વિકેન્દ્રિકરણ કરનારું દેશભરનું પ્રથમ રાજય બન્યું છે.
ગુજરાતે ઇ-ગવર્નન્સને પણ વિકાસની પ્રક્રિયા સાથે જાડ્યું છે. રાજયમાં દોઢ લાખ કિ.મી. જેટલાં ઓપ્ટીકલ ફાઇબર કેબલ નેટવર્ક સાથેનું જીસ્વાંન એશિયાભરનું આવું મોટું નેટવર્ક છે. ઇ-ગવર્નન્સનો ઉપયોગથી મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદી સ્વાગત કાર્યક્રમ દ્વારા જનફરિયાદનું ઓનલાઇન નિવારણ કરે છે. મુખ્યમંત્રીશ્રીના આગવા દૃષ્ટિકોણને કારણે જ ગુજરાત આજે ગ્રીન એનર્જીનું હબ બન્યું છે. ગુજરાતે ચારણકા ખાતે એશિયાનો સૌથી મોટો સોલાર પાર્ક સ્થાપિત કર્ચો છે. તો રૂફ ટોપ સોલાર એનર્જી અને કેનાલ બેડ જેવા નવતર પ્રયોગો પણ કર્યા છે.
કોઇપણ રાજયના વિકાસનો સાચો માપદંડ વંચિતોના વિકાસ ઉપર આધારિત હોય છે. ગુજરાતે ગ્રામ્યન વિસ્તારના સવા આઠ લાખથી વધુ બીપીએલ પરિવારોને જમીનના પ્લોટ-આવાસ આપ્યા છે. ૧૦૦૦ જેટલાં ગરીબ કલ્યાણ મેળાઓ દ્વારા ૮૫ લાખથી વધારે ગરીબોને રૂ. ૧૩,૦૦૦ કરોડથી વધુ રકમનો સીધો લાભ હાથોહાથ અપાવીને વચેટિયાઓના દુષણને નાથ્યું છે.
વનબંધુઓના સર્વાંગી વિકાસ માટે રૂ. ૧૫૦૦૦ કરોડની વનબંધુ કલ્યાણ યોજના, સાગર ખેડૂઓના વિકાસ માટે રૂ. ૧૧૦૦૦ કરોડની સાગર ખેડૂ સર્વાંગી વિકાસ યોજના અને રૂ. ૧૩૦૦૦ કરોડની શહેરી ગરીબ સમૃદ્ધિ યોજના દ્વારા રાજયના જરૂરિયાતમંદ વર્ગ માટે આ રાજય સરકાર સહયોગી બનીને હરહંમેશ સાથે રહી છે.
ગુજરાત રાજય મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીના બાર વર્ષના સુદીર્ઘ નેતૃત્વ હેઠળ ભારતના વિકાસ માટે ગુજરાતના વિકાસના લક્ષ્ય અને સૌના સાથ સૌનો વિકાસના મંત્ર સાથે વણથંભી વિકાસની જે યાત્રા આદરી છે તેનાથી ગુજરાતે સર્વસમાવેશક, સર્વ પોષક અને સર્વ દેશીય એવો સર્વાંગી વિકાસ સાધીને દેશભરને જ નહીં દુનિયાને માટે વિકાસ પ્રેરણા પૂરી પાડી છે.