પડોશી રાષ્ટ્રોના વડાઓએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ભારત સરકારને કોવિડ-19 સામે 16 જાન્યુઆરી 2021ના રોજ સફળતાપૂર્વક રસીકરણ કવાયત શરૂ કરવા બદલ અભિનંદન પાઠવ્યા.

શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ ગોતાબાયા રાજપક્ષેએ ટ્વીટ દ્વારા જણાવ્યું હતું કે, “#COVID19 રસી આપવાનું સફળતાપૂર્વક શરૂ કરવા બદલ અને મિત્ર પડોશી રાષ્ટ્રો પ્રત્યે ઉમદા ભાવના રાખવા બદલ હું પ્રધાનમંત્રી શ્રી @narendramodi ને હૃદયથી અભિનંદન પાઠવું છું.”શ્રીલંકાના પ્રધાનમંત્રી શ્રી મહિન્દા રાજપક્ષેએ એક ટ્વીટમાં લખ્યું હતું કે, “#COVID19 રસીકરણની મહા કવાયત શરૂ કરીને આ મહત્વપૂર્ણ પગલું ભરવા બદલ પ્રધાનમંત્રી @narendramodi અને ભારત સરકારને ખૂબ જ અભિનંદન. અમે આ વિનાશકારી મહામારીના અંતની શરૂઆત જોઇ રહ્યાં છીએ.”

માલદીવ્સ પ્રજાસત્તાકના રાષ્ટ્રપ્રમુખ શ્રી ઇબ્રાહીમ મોહંમદ સોહિલે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, “ભારતની સમગ્ર વસ્તીને કોવિડ-19 સામે રસી આપવા માટે આ સીમાચિહ્નરૂપ કાર્યક્રમનો પ્રારંભ કરવા બદલ પ્રધાનમંત્રી @narendramodi અને ભારત સરકારને અભિનંદન. મને પૂર્ણ વિશ્વાસ છે કે, તમે આ પ્રયાસમાં સફળ થશો અને છેવટે અમને કોવિડ-19નો અંત દેખાઇ રહ્યો છે.”

ભૂતાનના પ્રધાનમંત્રી ડૉ. લોતાય શેરિંગે ટ્વીટમાં જણાવ્યું હતું કે, “હું પ્રધાનમંત્રી @narendramodi અને ભારત સરકારને સમગ્ર દેશમાં કોવિડ-19 રસીકરણનો આજથી પ્રારંભ કરવા બદલ અભિનંદન પાઠવું છુ. અમને આશા છે કે, તમામ દુઃખોનો અંત લાવવા માટે આ બાબત અમારી સમક્ષ એક જવાબ રૂપે આવી છે અને આપણે આ મહામારીનો અંત લાવી શક્યા છીએ.”

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Modi blends diplomacy with India’s cultural showcase

Media Coverage

Modi blends diplomacy with India’s cultural showcase
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 23 નવેમ્બર 2024
November 23, 2024

PM Modi’s Transformative Leadership Shaping India's Rising Global Stature